________________
(૧૭૬ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન,
અહમમત્વાદિ અનેક દેશેની મલિનતા ટળવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આ વિશ્વમાં કરે ઉપાય કરે તે પણ આધ્યાત્મિજ્ઞાન વિના અશુભ સંસ્કારને ક્ષય થતો નથી અને અશુભ સંસ્કારને ક્ષય થયા વિના ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી. દેહ મન અને આત્મા અને તેઓની સાથે ખાદ્યપદાર્થોને સંબંધ કઈ દષ્ટિએ છે અને નથી એ ખાસ જાણવાની આવશ્યકતા છે. મનને આત્માની સાથે શું સંબંધ છે અને મનની સાથે દેહને શો સંબંધ છે? મન-દેહ અને આત્માનું ભિન્ન ભિન્ન શું સ્વરૂપ છે? ઈત્યાદિ સર્વ પ્રશ્નોનું સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાનથી થાય છે, અએવ સર્વ પ્રકારના વિશ્વપ્રવર્તિતજ્ઞાનભેદમાં અધ્યાત્મજ્ઞાનની મુખ્યતા શાસ્ત્રકારોએ વર્ણવી છે. દેહ-મન-આત્મા એને બાદ્યપદાર્થોમા કઈ કઈ શક્તિ છે ? જડ અને ચેતન એ બેમાં કયા કયા એ ત્રણમાંથી સમાય છે-ઈત્યાદિ પ્રશ્નોને ઉત્તર ખરેખર અધ્યાત્મજ્ઞાન આપે છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતા વાસ્તવિક વિવેકની પ્રાપ્તિ થાય છે અને તેથી ચિત્તની શુદ્ધિપૂર્વક આ સંસારમાં કર્તવ્ય પ્રવૃત્તિ કરવામાં કઈ જાતને વિરોધ નડતા નથી. વિમેવ દિ સંસારે સહિ.
રાવાસિતમ! તથા સૈવિનિમું વાતfમતિ તે છે રાગાદિકલેશવાસિત ચિત્ત તેજ સંસાર છે અને રાગાદિષમુક્તચિત્ત તેજ મુકિત છે એમ મહર્ષિ નિવેદે છે. અતએ રાગાદિકલેશવાસિત એવા ચિત્તની શુદ્ધિ કરવાની પ્રત્યેક મનુષ્યની ફરજ છે અને તે અધ્યાત્મજ્ઞાનયોગ પ્રાપ્ત કર્યા વિના બની શકે તેમ નથી. આવર્તમાં અનન્તકાલથી અધ્યાત્મજ્ઞાન પ્રવાહ વહ્યા કરે છે પાશ્ચાત્ય દેશીય સાક્ષરો પણ આધ્યાત્મિક ઉદ્ગારોને નીચે પ્રમાણે કવે છે; “મેઝીઝ ક્ષમા આપવાનો અને શત્રપર પ્રીતિ રાખવાને ફરી ફરીને ઉપદેશ કરે છે-“ મારા નામથી જે કંઇ તું માગશે તે હું કરીશ. તું મારામાં વાસ કરીને રહેશે અને મારા શબ્દ હત્યારામાં વાસ કરીને રહેશે તો તારી મરજીમા આવે તે તુ માગજે અને તે ત્યારે માટે કરવામાં આવશે. ત્યારે જોઈએ તે માગ એટલે તે હવે આપવામાં આવશે, ત્યારે જોઈએ તે શોધ એટલે તે તહને જહેશે ત્યારે જવું : હોય ત્યાંનું બારણું ઠોક એટલે તે હારે માટે ઉઘડશે. પીટરે અપરાધીઓ પ્રતિ સાત વખત નહિ પરંતુ સિત્તોતર વખત ક્ષમા કરવાનું જણાવ્યું છે “ પ્રકાશ તમારી પાસે છે એટલામાં ચાલે, નહિતર અંધારાથી તમે ઘેરાઈ જશે કેમકે જ અંધારામાં ચાલે છે તે કયાં જાય છે તેની તેને ખબર રહેતી નથી. ગ્રીક વિદ્વાન સોક્રેટીસે કહ્યું છે કે “ ઉત્તમ માણસ તો તેજ છે કે જે પોતે પરિપૂર્ણ થવાને માટે ઘણું જ યત્ન કરે છે અને વધારેમાં વધારે સુખી માણસ તો તેજ કે જે પોતે પરિપૂર્ણ થવા લાગે છે એવું વધારે ભાગે સમજે છે. એક પાશ્ચાત્ય વિદ્વાન સ્વગ્રન્થમા લખે છે કે “ શરીર આત્માને સહભક્તા છે ને તેમ છતા તેનાથી ઉતરતું છે તેના ઉપર આત્મા વિવેકથી હુકમ ચલાવે અથવા પ્રીતિથી તેના