________________
( ૧૬ ).
શ્રી કાગ ગ્રંથ-સવિવેચન.
~
~
~
~~
~
~~~~
~~~
~~
~~~~~
~~~~~~
માટે ઉપાયે સુઝી આવે છે. વ્યવસ્થિત પ્રબોધવાળે મનુષ્ય વર્તમાનમા અને ભવિષ્યમાં શુભ કાર્યો કરવાને સદા પ્રવૃત્ત થાય છે. વ્યવસ્થિત પ્રબોધ એ કર્તવ્યપ્રવૃત્તિને ઉત્તમ મંત્ર છે. અવ્યવસ્થિત બેધવાળા લાખો મનુષ્ય કરતા વ્યવસ્થિત બેધવાળા પાચ મનુષ્ય ઉત્તમ છે કારણ કે વ્યવસ્થિત બેધવાળા પાચ મનુષે જે જે કર્તવ્ય કાર્યોને કરે છે તેના સરખું લાખ મનુષ્ય કાર્ય કરવાને શક્તિમાન થતા નથી; અવ્યવસ્થાવાળી બુદ્ધિ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ એ બેથી કદાપિ કર્તવ્ય કાર્ય–રણક્ષેત્રમાં ઘુમી શકાતું નથી અને પરિપૂર્ણ કર્તવ્યજીવનની સફલતા કરી શકાતી નથી. કર્તવ્ય કાર્યક્ષેત્રમાં વ્યવસ્થિત પ્રબોધની જેટલી આવશ્યકતા છે તેટલી અન્ય કોઇની નથી. કર્તવ્ય કાર્યો જે જે કરવા ધાર્યા હોય અને જે જે કાર્યો હાથમાં લીધાં હોય અથવા હસ્તમાં લેવાનાં હોય તેની વ્યવસ્થાને બેધ કરવા જોઈએ. તે તે કર્તવ્ય કાર્યોની વ્યવસ્થામાં ખામી છે કે નહિ તેને એકાન્તમાં સ્થિરબુદ્ધિથી વિચાર કર જોઈએ અને જે જે ખામીઓ હોય તેને દૂર કરવી જોઈએ. વ્યવસ્થિત પ્રબંધથી કર્તવ્યકાર્યની પરિસ્થિતિમાં ઘણું પ્રકાશ પડે છે, ઈગ્લાડ જાપાન જર્મન અને અમેરિકા વગેરે રાજ્યની જે જે સુવ્યવસ્થાઓ પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં દેખવામાં આવે છે તેનું કારણ વ્યવસ્થિત પ્રબંધ છે. વ્યવસ્થિત પ્રબંધ પર વ્યવસ્થાબંધ કાર્યો કરવાની પ્રવૃત્તિને આધાર રહે છે. જર્મનના પ્રધાન બિસ્માર્ક અને ઈગ્લાડના પ્રધાન ગ્લાસ્ટનમાં વ્યાવહારિક વ્યવસ્થિત પ્રબોધશક્તિ હતી તેથી તે રાજ્યવ્યવસ્થા આદિ અનેક સુવ્યવસ્થાઓ કરવાને શક્તિમાન થયા હતા. જાપાનને પ્રધાન કે જે ત્યાના મેકેડો રાજાને પ્રધાન હતા તેમા વ્યવસ્થિત પ્રબોધશક્તિ હતી તેથી તે જાપાનની પ્રગતિમાં સાહાટ્યકારક હતો. પાટલીપુર રાજ્યના મંત્રી રાક્ષસની વ્યવસ્થા બુદ્ધિ કરતા ચાણક્ય પ્રધાનને રાજ્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધ વિશેષ હતા એમ તેના કર્તવ્યપ્રવૃત્તિની વ્યવસ્થાથી અવગત થઈ શકે છે ધાર્મિક કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબોધની અત્યંત જરૂર પડે છે, ધર્મના સર્વ અંગેની સુવ્યવસ્થા કરીને તેની પ્રગતિ કરી એ સંબંધી વિચારે તરફ લક્ષ્ય આપતાં અવબોધાય છે કે વ્યવસ્થિત પ્રબંધ વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પાણીના પરપોટાની પેઠે આ વિશ્વમાં પ્રવેતેંલા કેટલાક ધર્મોની દશા થઇ તેનું કારણ એ છે કે તે તે ધર્મના ઉત્પાદકેમાં પ્રવર્તકેમાં વ્યવસ્થિત પ્રબોધની ન્યૂનતા હતી. ધાર્મિક વ્યવસ્થિત પ્રબોધ વિના ધર્મના સોની પરિપૂર્ણ વ્યવસ્થા કરી શકાતી નથી. અમુક ધર્મ આ - વિશ્વમાં સદા પ્રવર્તે અને વિશ્વવ્યાપક થાય તેને આધાર ધાર્મિક વ્યવસ્થિત પ્રબોધ પર છે સંપ્રતિ વિશ્વમાં જે જે ધર્મો સ્વાસ્તિત્વસંરક્ષી રહ્યા છે અને કરે મનુષ્ય ધ" પાળે છે તેને આધાર તે તે ધર્મના પ્રવર્તકેના વ્યવસ્થિત પ્રબોધ પર રહેલો છે ધર્મને પ્રચાર થાય અને ધર્મપ્રચારકે અમુક સુવ્યવસ્થાથી વ્યવસ્થિત થઈને ધમ",