________________
-
-
-
-
-
-
-
-
-
( ૨૪૨ ).
શ્રી કગ ગ્રંથ-સવિવેચન.
ભ્રષ્ટ થાય છે. જે મનુષ્યો નીતિયોને ધારણ કરે છે તેઓ ખરા કટેકટીના પ્રસંગે ધર્મને ત્યાગ કરીને અધર્મને આદરે છે. જ્યાં સત્ય છે ત્યાં ભય નથી એવું શ્રી વિરપ્રભુએ
હ્યું છે. ભીતિ ધારણ કરનારાઓ ભયપ્રસંગે સત્યને ત્યાગી અસત્યને તાબે થાય છે. કારણ કે તેઓ જીવવાના કારણે તેવું અસદ્વર્તન પણ અંગીકાર કરી શકે છે. ભીતિધારક મનુષ્ય સ્વધર્મને સ્વપક્ષને સ્વસમાજને ધર્મ ત્યાગીને અસદુધર્મ અંગીકાર કરી શકે છે અને તે ખરી રીતે કહીએ તે સત્ય વિચારો અને સદાચારોને વેચી નાખી પરના તાબે થાય છે. ભીતિધારક મનુષ્ય મન વચન અને કાયાની એકરૂપતા ધારણ કરવા શક્તિમાન થતું નથી અને તે પિતાના સત્યવિચારે અને કર્તવ્યોને અન્યની આગળ જણાવતાં ભય પામીને જીવનને ભચથી કલકિત કરે છે. તે મનુષ્ય! જે તને પરિત કોઈપણ કાર્ય કરવું એ ખરેખર વિવેકદષ્ટિથી સત્ય જણાય તે પશ્ચાત્ તું કદાપિ અનેક ભીતિયોથી ભય પામીશ નહિખરેખર હારા સત્ય વિચારો અને સ્વાધિકારે કર્તવ્યપરાયણતાથી ભીતિયોનાં ભૂતડાઓ અદશ્ય થઈ જશે અને તું જ્યાં દેખીશ ત્યાં નિર્ભયતાને અવલોકી શકીશ એમ હૃદયમાં અવધાર. હે મનુષ્ય ' તું અજ્ઞાનતાયોગે ભ્રાન્તિથી નાહક મનમાં અનેક ભીતિયોના સંકલ્પો અને વિપિને ધારણ કરે છે અને કર્તવ્ય કાર્યમાં ભીરુ બને છે પણ તું જ્ઞાનદષ્ટિથી દેખે તે તેમાંનું કશું કઈ હોતું નથી. હે મનુષ્ય ! તું ભીતિથી પેલીવાર રહેલા આત્માને માની કર્તવ્યપરાયણ થા. પ્રવૃત્તિમાર્ગમાં વા નિવૃત્તિમાર્ગમાં સર્વથા પ્રકારે ભીતિયોને ત્યાગ કર્યા વિના પરિપૂર્ણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. કર્મચાગીઓ આ લોકભય-મૃત્યુભય વગેરે ભીતિયોથી હીતા નથી. ચેડા મહારાજે કેણિકની સાથે બાર વર્ષપર્યત ચુદ્ધ કર્યું. ચેડા મહારાજ ક્ષત્રિય રાજા અને શ્રાવક ધર્મનાં બાર વ્રત ધારણ કરનાર હતા છતા આવશ્યક કર્તવ્ય કાર્યની ફરજે યુદ્ધ કરતા તેમણે હદયમા ભીતિને સ્થાન આપ્યું ન હતું; તેઓ અવધતા હતા કે ભીતિથી કંઈ આત્માની ઉન્નતિ થતી નથી. આત્મજ્ઞાનીઓ નામરૂપના દૃશ્ય વિશ્વપ્રપંચથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તેઓ નામરૂપના દૃશ્ય પ્રપંચમા સ્વાધિકારે અમુક દૃષ્ટિએ પ્રવૃત્ત થયા છતાં નિભીત બની નિલે પ રહે છે. સર્વાત્માઓની સાથે આત્માને સત્તાઓ સિદ્ધ સરખો સંબંધ છે. કેઈ આત્માથી કેઈનું અશુભ કરી શકાય એવું નથી. આત્મા શસ્ત્રથી છેદા નથી. પંચભૂતમા કઈ ભૂત આત્માને નાશ કરવા સમર્થ થતું નથી; જ્યારે આત્માની આવી સ્થિતિ છે તે આત્માને શામાટે અન્યની ભીતિયોથી હીવું જોઈએ? અલબત્ત ન હીવું જોઈએ. જે જે શરીરાદિક વસ્તુઓ આત્માની નથી, ભૂતકાલમા આત્માની થઈ નથી અને ભવિષ્યમાં આત્માની થનાર નથી તે તે વસ્તુઓના સંબંધે ભીતિ ધારણ કરવાની કોઈ જરૂર નથી અને ભીતિને ધારણ ન કરવી જોઈએ. સમુદ્રમાં ઉત્પન્ન થતા તરંગોના વિલયથી જેમ સમુદ્રને હીવાનું હોતું નથી તેમ આત્માની સાથે સંબંધિત પરભાવ સંયોગો અને તેના