________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૧૪ )
થી કર્મોગ ગ્રંથસવિવેચન
~ ~ ~~~ ~~~~~~~~~~ ~ ~ ~ અને નિભીંતિપૂર્વક કર્તવ્ય કાર્ય કરવાં એ પણ કર્તવ્ય કમધિકારિતાનું મહત્વ છે. અમુક કાર્યમાં પ્રવર્તતા અમુક જાતિને ભય ઉત્પન્ન થતાં અનેક જાતના વિક૫સંકલ્પ ઉત્પન્ન થાય છે અને તેથી આત્મશક્તિને હાસ થતું જાય છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં ભીતિને સંસ્કારવડે ચિંતામય વાતાવરણેથી નકામું દુખ ઉત્પન્ન કરી શકાય છે. સ્વાધિકાર વિવેકપૂર્વક કાર્યમાં પ્રવર્તતાં સર્વસ્વાર્પણ કરવામાં ભીતિને એક વિલ્પ પણ ન થાય એ નિર્ભય આત્મા જ્યારે થાય છે ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે અને અસ્થિરતા ટળી જતાં સદ્વર્તનના શિખરે આત્મા વિરાજમાન થાય છે એમ અનુભવ દૃષ્ટિથી અબેધવું. જેમ જેમ બાહ્યમાં નિસંગતાભાવ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ સભીતિના સંસ્કારને નાશ થતું જાય છે. સપ્ત ભીતિથી આ વિશ્વમાં બહિરાત્મભાવ વૃદ્ધિ પામે છે અને બહિરાત્મભાવથી જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં સલેપતા રહે છે. અએવ ગુપ્તભીતિના સંસ્કારને મૂળમાંથી ક્ષય કરે કે જેથી આત્માની કર્તવ્ય કાર્યપરાયણતા છતા નિર્લેપતાની વૃદ્ધિ થયા કરે. જેને અનેક પ્રકારની ભીતિના સંસ્કારે પ્રકટે છે તે બાહ્યમા હું તુંની આન્તરિકવૃત્તિથી બંધાયેલ છે તેથી તે વ્યાવહારિક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં સાત્વિક ગુણપૂર્વક પ્રવૃત્તિ કરી શક્યું નથી અને વાસ્તવિકરીત્યા આન્નતિના કામમાં વ્યવસ્થાપૂર્વક ઉપશમાદિભાવે ઉચ્ચ-શુદ્ધ થઈ શકતો નથી. અનાદિકાલથી ભયસંજ્ઞાને આત્માની સાથે સંબંધ છે પણ જ્યારે આત્મા સ્વય આત્માના રૂપમાં લય પામવાની સાથે બાહ્ય ફરજેને સ્વાધિકાર જે સ્થિતિમાં રહેલે છે તેને અનુસરીને બજાવે છે ત્યારે નિર્ભયતાના પ્રદેશ તરફ ગમન કરે છે અને આત્માના શુદ્ધ રૂપમાં સ્થિર થઈ જાય છે તથા તે સ્થિરવીર્યને પ્રબલ પુરૂષાર્થને પ્રકટાવી નિર્ભયદશામાં વિચરે છે. આ વિશ્વમાં પોતાનાં પાડેલાં નામ અને શફીરાકારરૂપ એ બેમાં અહંમમત્વની વૃત્તિ ન થાય અને બાહ્ય કાર્યો થાય ત્યારે અવબોધવું કે નિર્ભય પ્રદેશમાં આગળ વિચરવાનું થયું છે. વિશ્વ અને પિંડમાથી નિરહંવૃત્તિ થઈ એટલે નિર્ભયપણે સર્વ કાર્યોને કરી શકવામાં કોઈ જાતને વિરોધ આવી શકે તેમ નથી. નામરૂપમાં થતે અહંતાધ્યાસ ટળતા સર્વ પ્રકારની ભીતિને નાશ થાય છે એમ અનુભવ કરી અવધવું. કુમારપાલ રાજાએ સ્વપ્રતિપક્ષી શત્રુરાજાની સાથે લડતા ભાતિના ત્યાગ કરી મરજીવા બની જ્યારે યુદ્ધ શરૂ કર્યું હતું ત્યારે તે વિજય પામ્યું હતું ગ્રીક વિદ્વાન સોક્રેટીસે ઝેરને ખ્યાલે પી બૂલ કર્યો પરંતુ અનીતિરૂપ તત્વોને ઉત્તજન આપ્યું નહિ તેથી તેની પાછળ તેના સદવિચારને ફેલાવો થયે અને ઈતિહાસની પતિ તેનું અમર નામ રહ્યું. યદિ સોક્રેટીસે ભીતિથી સામા પક્ષને મત સ્વીકાર્યો હોત તો સાર માટે તેની કીર્તિ અને સવિચારેને ફેલા રહેતા નહિં. શ્રી વિરપ્રભુએ સાડાબાર વર્ષ પર્યત અનેક ઉપસર્ગોને સહન કર્યા પણ તેઓ જરા માત્ર ઉપસર્ગોથી ભય પામ્યા ન9િ.