________________
- =
= =
આ
જ
.
નિભક અને અનાસક્ત જ અધિકારી થઈ શકે
( ૧૪૫ )
કરવાથીજ પ્રગતિમાર્ગમાં આગળ વધી શકાશે. સર્વથા ભીતિયોને ત્યાગ કરવાથી કર્તવ્યકર્મની સિદ્ધિ માટે પરિપૂર્ણ યોગ્ય થઈ શકાય છે એમ નિશ્ચયત માનવું. અનેક પ્રકારની ભીતિના સંસ્કારે ટળે એવા શાસ્ત્રો વાચવા જોઈએ અને ભીતિના સંસ્કારો ટાળી શકે એવા આત્મજ્ઞાની ગુરુને સમાગમ કર જોઈએ. આત્મજ્ઞાની ગુરુ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવીને ભીતિના સંસ્કારને નાશ કરે છે. ભીતિ જ્યાં છે ત્યાં નીતિ સ્વાતંત્ર્ય નથી, કારણ કે ભીતિથી મન વચન અને કાયાના યોગથી અત્યકાને કરી શકાય છે. પાપની ભીતિથી ધર્મ માં પ્રવૃત્તિ થાય છે. અતએ પ્રથમાવસ્થામાં અમુકાપેક્ષાએ ભીતિની ઉપગિતા સિદ્ધ કરે છે; પરન્તુ આત્મામા ઊંડા ઉતરીને વિચાર કરવામાં આવશે તે ઉચ્ચકર્મચાગીને પાપવૃત્તિની ભીતિ કરતાં ધર્મની પ્રીતિ અને રીતિ એટલી બધી ઉચ્ચ લાગશે કે તેમાં તે સદા મગ્ન રહેશે અને આગળ આત્મપ્રગતિમા વધ્યા કરશે. આત્મજ્ઞાનમા ઉચ્ચ થએલાને સ્વાધિકારકર્તવ્યની પ્રવૃત્તિરૂપ યજ્ઞમા પ્રાણુનું બલિદાન વા ભીતિપશુનું બલિદાન કરવું એ તેને સ્વાધિકારફરજ ધર્મ અવબોધ. જ્યાં ભીતિ છે ત્યાં સ્વતંત્ર નીતિરીતિપ્રવૃત્તિ હોતી નથી. આ વિશ્વમાં જે કાલે જે શરીરાદિક વસ્તુઓને વિયેગ થવાનો હોય છે તે થયા કરે છે એમાં ભીતિ રાખવાથી જૂનું જતું નથી અને નવું આવતું નથી તે નાહક શામાટે ભીતિથી ભડકીને સ્વકર્તવ્યભ્રષ્ટ થવું જોઈએ? અલબત્ત કદાપિ ભીતિ ધારણ કરીને સ્વકર્તવ્યભ્રષ્ટ ન થવું જોઈએ. જયશિખરીએ ભુવડની સાથે છેવટ સુધી યુદ્ધ કરી સ્વફરજને અદા કરી તે ઈતિહાસથી અજ્ઞાત નથી. કરણઘેલે જ્યારે સ્વક્તવ્યથી ભ્રષ્ટ થયો ત્યારે તે વિનાશને પામે. કરણઘેલાએ પ્રધાનની
પ્રતિ કામાસક્તિ ધારણ કરી ન હતી તે તેની પતિતદશા થાત નહિ. રજપુતે જ્યારે સ્વધર્મથી ભ્રષ્ટ થયા ત્યારે અવનતિને પામ્યા. સ્વર્તવ્ય ધમફરજને અદા કરતા ભીતિથી બહીવું ન જોઈએ અને શત્રુપક્ષમા વા પરપક્ષમા ભળી આત્માની પતિતદશા ન કરવી જોઈએ. ભીતિના સંસ્કારે હઠાવવાને જે જે કાળે જે જે ઉપાયે લેવા ઘટે તે લેવા અને સર્વપ્રકારની ભીતિને હઠાવી કાર્યપ્રવૃત્તિયોમા ચોગ્ય બનવું જોઈએ. ગરીબાલ્લી વગેરે પાશ્ચાત્ય દેશ સુધારક અને લ્યુથર વગેરે ધર્મસુધારકનાં ચરિત્રે વાચવાથી માલૂમ પડશે કે તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતા પૂર્વે ભીતિને ત્યાગ કર્યું હતું જેના ધડ પર શીર્ષ ન હોય એવી નિભીતિથી જે કાર્ય કરવામાં પ્રવૃત્ત છે તે આત્મશૌર્ય પ્રકટાવીને તથા સ્વાશ્રયી બનીને અપૂર્વ કાર્યો કરવાને શક્તિમાન થાય છે. અતએ ઉપર્યુક્ત લેકમાં સાત પ્રકારની ભીતિ
ને ત્યાગ કરીને જે આત્મામાં સ્થિર થયો છે તે કાર્ય કરવાને અધિકારી થાય છે એમ જે કમ્યું છે તે ખરેખર યોગ્ય જ કહ્યું છે. સાત પ્રકારની ભીતિયોને ત્યાગ કરવાની સાથે જે જનારા હોય છે તે કાર્ય કરવાને અધિકારી બને છે તે પણ યોગ્ય જ કચ્યું છે. સાત ભીતિયોને ત્યાગ કરીને આત્મામાં સ્થિર થવાથી આત્માની સત્યશાન્તિને અનુભવ થાય છે.