________________
(૧૨૬)
શ્રી કર્મચાગ પ્રથ-સવિવેચન.
ઉં.
મ
નથી-ઈત્યાદિ વિચારેને અમુક અમુક હેતુપૂર્વક કરવામાં આવે પરંતુ જ્યાસુધી તેઓને પરિપૂર્ણ દઢ નિશ્ચય કરવામાં નથી આવ્યું ત્યાસુધી કાર્યની પ્રવૃત્તિમાં આત્મિકબલની સાહાચ્ચે પ્રાપ્ત થતી નથી. અતએવ કાર્ય કરવાના ઉદ્દેશાદિને વિચારક અને કાર્યકરણમાં દૃઢનિશ્ચયી મનુષ્યની કર્તવ્યકર્મમા અધિકારિતા છે એમ પ્રબંધવું જોઈએ. કાર્યપ્રવૃત્તિને નિશ્ચય કર્યો વિના કદાપિકાલે કાર્યમા નૈશ્ચયિક દૃઢપ્રવૃત્તિ થઈ શકતી નથી અને નિશ્ચય દઢપ્રવૃત્તિ વિના માથું મૂઠને અર્થાત્ મરજીવા થઈને કાર્ય કરી શકાતું નથી. સ્વચગ્યકાર્ય પ્રવૃત્તિને ઉદ્દેશાદિના જ્ઞાનપૂર્વક દઢનિશ્ચય કરીને પશ્ચાત્ તેને ગ્રહણ કરવામાં આવે છે તે અન્યના ભમાવ્યાથી વા પ્રપંચથી ત્યાગી શકાતું નથી. કાર્યજ્ઞાન અને તેને દૃઢનિશ્ચય ક્યવિના સ્વકાર્યની સિદ્ધિમા દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરિપૂર્ણ પ્રયત્ન કરી શકાતું નથી અને વિપત્તિપ્રસંગે મરજીવા થઈને આત્મસ્વાર્પણપૂર્વક આત્મબલ ફેરવી શકાતું નથી. સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણવૃત્તિને જ્ઞાતા તથા વ અને અન્ય માન્યતાવાળી અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય સ્વાધિકાર સ્વકાર્યપ્રવૃત્તિમાં ગ્યાધિકારી બની શકે છે. સ્વાન્યશાસ્ત્રોને જ્ઞાતા મનુષ્ય સ્વકાર્યપ્રવૃત્તિમાં ક્ષેત્રકાલાનુસારે સુધારવધારે કરીને આત્મબળ ફેરવી શકે છે. જગતહિતાર્થ જે જે કાર્યો હોય અને તેને જે જ્ઞાતા હેય છે તેની કર્તવ્ય કાર્યમાં અધિકારિતા છે. વિશ્વહિતકાર્યજ્ઞ જે હોય છે તે વિશ્વનું હિત થાય એવી કાર્યપ્રવૃત્તિને સેવી શકે છે. જે મનુષ્ય વિશ્વોન્નતિ કરવાને ઈરછે છે વા તેવી પ્રવૃત્તિ કરે છે તેને વિશ્વનું કેવી રીતે હિત કરવું જોઈએ-તબાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને વિશ્વજીવનું કલ્યાણ શામાં રહેલું છે તેનું સમ્યજ્ઞાન કરવું જોઈએ. વિશ્વહિતની સાથે કેટલીક બાબતમાં સ્વહિતને સંબંધ રહેલો હોય છે. પિંડ અને બ્રહ્માડ એ બેને પરસ્પર અત્યંત નિકટ સંબંધ છે. બ્રહ્માંડની અસર પિંડ પર થાય છે અને પિંડની અસર બ્રહ્માંડના અમુક ભાગ પર થયા કરે છે. સ્વપિંડ સંબંધી શુભાશુભ વિચારે અને આચારેની બ્રહ્માડ ઉપર કેવી રીતે અસર થાય છે તેને વિજ્ઞાનશાસ્ત્રોદ્વારા નિર્ણય થાય છે. બ્રહ્માડની અસર સ્વપિંડસ્થ આત્મા ૫ર કેવી રીતે થાય છે તેને અનુભવ પ્રાપ્ત કરે જોઈએ. બ્રહ્માંડના પ્રત્યેક જીની સાથે અનન્ત વાર સંબંધમાં આવવાનું થયું છે. બ્રહ્માડના પ્રત્યેક જીવને પિતાના પર કોઈ જાતને ઉપગ્રહ થએલો હોય છે. બ્રહ્માંડના સર્વ જીવેને સ્વીકાર્ય પ્રવૃત્તિ દ્વારા કંઈ ને કંઈ ઉપગ્રહ છે જોઈએ—એ બાબતનું સૂમદષ્ટિથી જ્ઞાન કરવું જોઈએ. બ્રહ્માડના સર્વ ની શાતિમાં સ્વવ્યક્તિ પ્રવૃત્તિથી કેટલા અંશે ભાગ આપી શકાય તેનું જ્ઞાન સંપ્રાપ્ત કરવું જોઈએ. બ્રહ્માડમાં રહેલા રજોગુણ તમોગુણ અને સત્વગુણવૃત્તિના વાતાવરણની અસર દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પિતાના પર કેવી રીતે થાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ અને સ્વવ્યક્તિગત પ્રવૃત્તિ દ્વારા જગતહિતમાં જે જે અંશે પ્રવૃત થવાનું હોય તેનું નૈયિક જ્ઞાન કરવું જોઈએ, સ્વવિચારે