________________
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- --
- -
--
-
-
-
--
-
-
-
---
( ૧૭ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
દષ્ટિએ ભિન્ન ભિન્ન વર્તુલે સ્વાધિકારે પ્રવર્તેલાં છે તેઓમાં અવિરોધદષ્ટિએ સત્યત્વને નિર્ણય કરી અનન્ત વર્તુલન સાધ્યબિન્દુને મુખ્ય માની ઉદારભાવનાઓ પ્રવર્તે છે. વિશ્વહિતાર્થ દષ્ટિએ લૌકિકજીવન કાર્યો અને કેત્તર ધર્મજીવન કાર્યોમાં રહસ્ય સમાયેલું છે એમ જે મનુષ્યોએ અનુભવ્યું છે તે સાક્ષરમનુષ્ય વિશ્વહિતાર્થ દષ્ટિએ ત્યાગી સત્ય સેવક બની શકે છે અને તેમજ તેવા મનુષ્ય સ્વાધિકારે પ્રાપ્ત થએલી વિદ્યા ક્ષાત્રકર્મ વ્યાપાર અને શુદ્ધકર્મપ્રવૃત્તિને સેવી વિશ્વહિતાર્થ કાર્ય કરનારા કર્મગીઓ બની શકે છે જે મનુષ્યો વિશ્વહિતાર્થ કર્મસ થયા નથી તેઓનું વ્યકિતગત વિચાર-વાતાવરણ અને સમષ્ટિગતવિચાર-વાતાવરણ સ કુચિતદષ્ટિવર્તલ યુકત હોય છે, તેથી તેઓ નિપદષ્ટિએ અને ઉદાર દષ્ટિએ કાર્યપ્રવૃત્તિમાં આત્મભેગ આપી શકતા નથી સ્વાન્યશાસ્ત્રવિશારદ મનુષ્ય વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાને ચોગ્ય થાય છે તેથી વિશ્વહિતાર્થકર્મજ્ઞ એ વિશેષણ પ્રથમ મૂકવામાં આવ્યું છે. સ્વાન્યશાસ્ત્રવિશારદ મનુષ્ય વિશ્વહિતકારક જે જે કાર્યો હોય છે તેઓનું અનેક દહિયેથી સમ્યગાન કરીને વિશ્વહિતકર કાર્યપ્રવૃત્તિમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવતીને વિશ્વોન્નતિ કે જેમાં અનેક વ્યક્તિની પ્રગતિનાં બીજકે રહેલા છે તે કરવા વસ્તુત સમર્થ થાય છે. કોઈ પણ મનુષ્ય આ વિશ્વમાં એમ નહિ કહી શકે કે હું વિશ્વહિતાર્થ કંઈ પણ કરતો નથી. વિશ્વવર્તિ સર્વ મનુષ્યના મનમા તરતમાગે વિશ્વહિત પ્રવૃત્તિ કરવા માટે વિચારે પ્રકટ્યા કરે છે, પરન્તુ અનેક નાની દષ્ટિએ વિશ્વહિતાર્થ કાર્ય થયા વિના જે જે વિચારોની ઉદાર ભાવના અને ઉદાર વર્તન કરવાના હોય છે તે તેઓનાથી કરી શકાતાં નથી વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ મનુષ્ય સ્વાધિકાર સ્વાત્મશક્તિને સાપેક્ષષ્ટિપૂર્વક આત્મભોગ અપીને વિશ્વોન્નતિની યથાર્થપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. વિશ્વહિતાર્થકાર્ય પ્રવૃત્તિયોના જ્ઞાતાઓ જેમ જેમ જે દેશમાં વૃદ્ધિ પામે છે તેમ તેમ તે તે દેશની ઉન્નતિ પ્રગતિ સંરક્ષા અને શાતિમાં વૃદ્ધિ થયા કરે છે, તથા તે તે કાલે તે તે દેશીય મનુષ્યો આમેનતિ માર્ગમાં આનન્દથી વિચરે છે. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવું અને વિશ્વહિતાર્થ પ્રવૃત્તિ કરવી અને તેની સાથે સાત્વિક ભાવનાથી આન્તર સવર્તનની સંરક્ષા કરવી એ કર્મચાગના અધિકારી મનુષ્ય વિના અન્યથી તેવું કંઈ બની શકે તેમ નથી. અનેક પ્રકારનાં કાર્ય કરવા સામાન્ય ઓઘ પ્રવૃત્તિમાત્રથી કર્મચાગને અધિકાર પ્રાપ્ત થઈ શકતે નથી; પરનું વસ્તત જ્યારે સ્વાન્યશાસ્ત્રવિશારદ અને વિશ્વ હિતાર્થ કોનું જ્ઞાન થાય છે ત્યારે પ્રત્યેક વિશ્વહિતાર્થ કાર્યને તથા વ્યક્તિગત કાયન
સ્વાધિકાર કરી શકાય છે. વિશ્વહિતના વિચારો અને કાર્યો કયા કયા છે તેને અનેક દૃષ્ટિએ નિર્ણય કરે જઈએ. પરપોટાની પેઠે વિચારે ઉત્પન્ન થાય અને ક્ષણમાં વિલય પામે એટલા માત્રથી, કંઈ વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિ માટે મહત્વની સિદ્ધિ થઈ શકતી નથી. વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિના અનેક હેતુઓને સ્થિરબુદ્ધિ,