________________
ઉદાર ભાવનાએ પ્રવર્તવું.
( ૧૨૯)
બેલ વધારે છે. અએવ તેઓ વિશ્વમાં સ્વશ્રેય ના વિચારો અને આચારોને પરંપરાએ સુવ્યવસ્થાપૂર્વક ચિરંજીવ કરવા સમર્થ બને છે. વિશ્વહિતજ્ઞ થવું એ વિશ્વહિતપ્રવૃત્તિની ગ્યતા માટે છે. વિશ્વહિતજ્ઞ થયા વિના જનસમાજના સેવકે, વિશ્વહિતકર અનેક પ્રવૃત્તિમાં પરસ્પર વિરોધત્વ અવધીને અને એક બીજાની પ્રવૃત્તિઓના ઘાતક બનીને વિશ્વકલ્યાણના નાશક બની શકે છે. વિશ્વહિતકારક કાર્યોનું જ્ઞાન મેળવીને વિશ્વહિતાર્થ કર્મજ્ઞ થયા વિના અનેક રાજાઓએ ભૂતકાળમાં પરસ્પર રાજ્યની પાયમાલીની સાથે સ્વરાજ્યનાં પાયમાલીકારક બીજે વાવવામાં સ્વજીવનનું નૈષ્ફલ્ય કર્યું હતું. જેમાં વિશ્વહિતાર્થ કર્મજ્ઞ થઈને તેની પ્રવૃત્તિમાં દઢ રહે છે તેઓ સંપૂર્ણ વિવના રાજા બનીને વિશ્વસામ્રાજ્ય કરવાને અધિકારી બની શકે છે. વિશ્વહિતાર્થ કર્મજ્ઞત્વહિના ઉચ્ચ શિખર પર ચડ્યા વિના કદાપિ વિશ્વમાં શાનિકારક સામ્રાજ્ય સ્થાપી શકાતું નથી. કૌરએ યદિ વિશ્વહિતાર્થ કર્મસ્તત્વની અનેક દહિયાને સંપ્રાપ્ત કરી હોત તો તેઓ પાંડને પાચ ગામ ઉપર અનેક ગ્રામ આપીને વિશ્વની શાંતિ અને વિશ્વોન્નતિમાં આત્મભાગી બની શકત; પરન્તુ તેવી દૃષ્ટિ વિના મહાભારતની અવનતિના બીજ વવાયા એમ વિશ્વહિતકર અનેક દૃષ્ટિથી વિચાર કરતા અવબોધાશે. વિશ્વહિતાર્થ કર્મના અનેક પ્રજનેનું જે સિકંદરે, શાહબુદ્દીન ઘોરીએ અને પૃથુરાજ ચૌહાણ વગેરે રાજાઓએ જ્ઞાન મેળવ્યું હોત તો તેમની ક્ષાત્રકર્મની પ્રવૃત્તિમાં અનેક પ્રકારને સુધારે અને અનેક સુવ્યવસ્થાઓ પ્રગટાવી હતી અને તેથી તેઓ સ્વવિચારનાં બીજકેને વિશ્વમાં ચિરંજીવી કરી શક્યા હોત. વિશ્વહિતાર્થ અનેક સુકાને વ્યાપક દષ્ટિએ યદિ સંપ્રતિ યુરોપમા મિત્રરા અને જર્મનપક્ષીય રાજ્ય અવધ્યાં હોત અને સ્થિરપ્રજ્ઞાથી વિશ્વહિતકર વિચારો અને આચારને સાત્વિક દષ્ટિથી આચારમાં મૂકવા સમર્થ થયાં હેત તે ભયંકર યુદ્ધમાં અનેક સુશકિતના બલિદાનપૂર્વક પ્રવૃત્ત કરી શક્ત નહિ અને અનેક દેશ પ્રવર્તિત રાજ્યની શાતિને સંરક્ષી શકત વિશ્વહિતાર્થ જે જે સુવિચારને અને આચારને સમગ્ર વિશ્વની–સમણિદષ્ટિએ ધર્માચાર્યોએ વ્યક્ષેત્રકાલભાવથી અવબોધીને તેમાં સ્થિર રહ્યા હતા અને તેવી ઉદાર મંત્ર તંત્ર અને યંત્રની પ્રવૃત્તિમાં સાત્વિકભાવે પ્રવર્યા હતા તે ધર્મના નામે અનેક ધર્મયુદ્ધો કલેશે અને અનેક અન્યાય થવાને પ્રસંગ પ્રાપ્ત ન થાત. વિશ્વહિતાર્થકાર્યમનુષ્ય અનેક વિપત્તિ સહન કરીને વિશ્વહિતકારક કાર્યોમાં વાધિકારે પ્રવૃત્તિ કરી શકે છે અને પરસ્પર મતને વિરોધ ધારણ કરનારા મનુ વચ્ચે રહીને સર્વ નયસાપેક્ષ અનેક હેતુઓએ અવિરેધપણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સર્વનું સહન કરીને ઉદારભાવના તથા ઉદારપ્રવૃત્તિ ધારવા સમર્થ બને છે. વિશ્વહિતાર્થ કાર્ય - મનુષ્ય વિશ્વહિતકર અનેક પ્રકારના જે જે વિશ્વમાં વિચારનાં અને આચારના ભિન્ન ભિન્ન
૧૭