________________
(૧૦૦)
* -
શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન.
*
~
यचित्तेतन्नवाचायां यद्वाचितन्नचेतसि । यस्य स मन्दवीर्यः सः कर्मकर्तुं नहीश्वरः ॥ २३ ॥ यश्चित्तेतक्रियायां वै तद्वाचियस्यजायते । सोऽर्हति सत्क्रियां कर्तुमुदारो यः सदाशयः ॥२४॥ किंकिंकर्तुंसमथा जानातिनैवमाहतः । संदिग्धास्वमतिः कार्ये तस्यकार्ये न योग्यता ॥ २५ ॥ धीरोवीरो विवेकीयः पूर्णोत्साहीसदोद्यमी । कार्यस्यपरिताज्ञाता तस्यकर्मणि योग्यता ॥ २६ ।।
શબ્દાર્થ-જ્ઞાની, સ્થિરાશયી, શાન્ત, બેદાદિષવર્જિત, અને અહંવૃત્યાદિનિમુક્ત એ મનુષ્ય વ્યાવહારિક તથા ધાર્મિક આવશ્યક સત્કાર્ય કરવાને ચગ્ય છે. જે જેના ચિત્તમા છે તે તેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના ચિત્તમાં નથી તે મન્દ વીર્ય મનુષ્ય, સત્કાર્ય કરવાને સમર્થ નથી. જે જેના ચિત્તમાં છે તે જેના આચારમાં છે અને જે પ્રવૃત્તિમા છે તે જેની વાણીમાં છે તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સત્કાર્યો ક્રિયા કરવાને ચગ્ય કરે છે હું શું શું કરવાને સમર્થ છું? તે જે મોહથી જાણી શકો નથી અને જેની કાર્યમાં સ્વમતિ શંકાવાળી રહે છે તેની કાર્યમાં યોગ્યતા નથી; અર્થાત્ તે કાર્ય કરવાને લાયક નથી. જે ધીર વીર વિવેકી પૂર્ગોત્સાહી અને સદેદ્યમી છે અને જે જે જે કાર્ય કરવાનું હોય છે તેની ચારે બાજુઓને જ્ઞાતા છે તેની કાર્ય કરવામા ચગ્યતા છે,
ભાવાર્થ –હવે આ બાબતનું કિંચિત વિશેષ વર્ણન કરવામાં આવે છે. કર્મચાગને અધિકારી પ્રથમ તે જ્ઞાની કરે છે પ નાળ તો રથા “પ્રથમં જ્ઞાનં તો રથા” પહેલું જ્ઞાન અને પશ્ચાત્ દયા-ઈત્યાદિ સર્વજ્ઞ વાણીથી એમ અવધાઈ શકે છે કે જ્ઞાન વિના કઈ પણ કાર્ય કરવાની યોગ્યતા સંપ્રાપ્ત થઈ શકતી નથી. સર્વ પ્રકારની ક્રિયાઓનું સર્વ પ્રકારનું જ્ઞાન થતાજ ક્રિયાની ચોગ્યતા સિદ્ધ થાય છે. જે જે કાર્ય કરવામાં આવે છે તેમા અન્ય અને અજ્ઞાનની પેઠે પ્રવૃત્તિ કરતા કદાપિ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. - જે મનુષ્ય જ્ઞાની છે તે કાર્ય કરવાને અધિકારી કરી શકે છે વ્યાવહારિક સ્થિતિ પ્રગતિમાં અને ધાર્મિક સ્થિતિ પ્રગતિમાં જ્ઞાન વિના એક ક્ષણમાત્ર પણ પ્રવર્તી શકાય નહિ; કારણે કે જ્ઞાન વિના કઈ પણ દેશ સમાજ સંઘ અને વ્યક્તિની પ્રગતિ થયેલી અનુભવવામાં