________________
( ૧૧૮ ),
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન
ખરેખર પરિત સગોની પરિસ્થિતિ તપાસી જે નિશ્ચય કરે તે વિવેકથી થાય છે. આત્માની શક્તિની મર્યાદા બહિરનું કાર્ય–ખરેખર વિવેક જાગ્ર થાય પશ્ચા-કરતું નથી. આત્માની શક્તિના અનુસારે અમુક કાર્યપ્રવૃત્તિને સ્વવાધિકાર સેવવાડ્યું છે એમ વિવેકથી નિશ્ચય કરી શકાય છે. અએવ ભવ્ય મનુષ્યએ કાર્યપ્રવૃત્તિ કરતાં વિવેકથી તેને વિચાર કરવું જોઈએ. વિવેકવિના આચારે અને વિચારમાં અનેક પ્રકારના ઘેટાળા થયા કરે છે. જે દેશના અને જે ધર્મના મનમાં વિશેષ પ્રમાણમાં વિવેક જાગ્રત થએલે હોય છે તે દેશની અને તે ધર્મની તે પ્રમાણમાં વિશ્વમાં જાહેરજલાલી પ્રગટી નીકળે છે. વિવેકપૂર્વક સ્વગ્ય કાર્યપ્રવૃતિ કરતાં કદાપિ પશ્ચાત્તાપપાત્ર બની શકાતું નથી, તેમજ આત્માની શક્તિને નકામે નાશ તથા દુરુપયોગ થઈ શક્તા નથી. જેમ જેમ મનુષ્ય સર્વત્ર સર્વ બાબતમાં સ્વાધિકારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે સ્વકાર્ય સિદ્ધિમા અનેક વિજોથી મુક્ત થાય છે. ભારતીય અનેક ક્ષત્રિયનુપતિએ વિવેક વિના અનેક દેશરાજ્યધર્મહાનિકર યુદ્ધ કરીને ભારતની અવનતિ કરી તેની સાક્ષી ખરેખર ઈતિહાસ પૂરે છે. કીરએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે તે કદાપિ પાંડેની સાથે યુદ્ધ કરત નહિ. રાવણે વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે કદાપિ તે રામની સાથે યુદ્ધ કરીને રાજ્ય અને સ્વજાતિસામ્રાજ્યને નાશ કરત નહિ. મુંજરાજે વિવેકપૂર્વક વિચાર કરીને સવપ્રધાનની સલાહ માની હતી તે કદાપિ તૈલંગનૃપતિ સાથે યુદ્ધ કરત નહિ; તેમજ છેવટની સલાહ પ્રમાણે તે વત્યે હેત તે તેને નાશ થાત નહિ. કનોજના રાજા જ્યચંદ્ર વિવેકપૂર્વક દેશાર્થે સમાજાથે અને ધમ વિચાર કર્યો હોત તે શાહબુદ્દીન ઘોરીને ગ્રહછિદ્ર બતાવત નહિ. કરણઘેલાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે મંત્રી પત્નીને સતાવી ગુર્જર ભૂમિને નાશ કરવામાં સ્વયં કારણભૂત બનત નહિ અને તેણે જે દુખ પ્રાપ્ત કર્યું તે કદાપિ પ્રાસ કરી શકતા નહિ. સિકંદરના વખતમાં ભારતીય નૃપતિએ વિવેકપૂર્વક રાજ્યસંરક્ષા કાર્ય પ્રવૃત્તિ આદરી હતી તે તેઓની પતિત દશા થાત નહિ. વિવેકપૂર્વક ઈંગ્લીશ સરકાર રાજ્યકાર્યપ્રવૃત્તિને આદરે છે તેથી તેના રાજ્યમાં રાન્નતિના સૂર્યને આકાશીય સૂર્યનો અસ્ત થતો નથી. જ્યારે જ્યારે વિવેકની ક્ષીણતા થાય છે ત્યારે ત્યારે અવિવેકથી ન કરવાચ અનીતિ વગેરે કર્મોની પ્રવૃત્તિ થાય છે અને તેથી પતિતદશાને પ્રારંભ થાય છે. જૈનમમાં જ્યારથી વિવેકભાનુના પ્રખરકિરણેને પ્રકાશ મન્દ પડવા લાગ્યા અને અવિવેકરૂપમાં તેમને પ્રચાર વધવા લાગે, ત્યારથી જનકમની વસતિ ઘટવા લાગી અને જૈન કેમમાથી વિદ્યાબલ, ક્ષાત્રબલ, વ્યાપારબલ અને સેવાબલની સુવ્યવસ્થાઓ અને તેની પ્રગતિને અસ્ત થવા લાગે. વિવેકથી ચડતી છે અને અવિવેકથી પડતી છે એમ સર્વ બાબતની સર્વ પ્રવૃત્તિમા સમજી લેવું. જે મનુષ્યમાં જે સમાજમાં જે જ્ઞાતિમાં જે સંધમા જે દેશમાં જે જે બાબતેને વિવેક પ્રકટ જોઈએ તે પ્રકટવા માંડે એટલે