________________
-
-
-
-
-
કેણુ સત્કાર્ય કરી શકે?
(૧૯)
કરીને તેઓને આગળ ચડાવવા જોઈએ શ્રી વીરપ્રભુએ લેકેર આવશ્યકનું સ્વરૂપ દુનિયામાં મનુષ્યના કલ્યાણ માટે પ્રખ્યું છે તેની અત્યંત મહત્તા છે. ધન્ય છે એ વીરપ્રભુના ઉપદેશને.
એ છ આવશ્યકે કરવાના ઉચ્ચ ઉદ્દેશને સવિચારનું ગુરુગમઢારા વરૂપ અવબોધ્ય અને આદેય છે. વ્યવહાર અને નિશ્ચયત ગૃહએ અને ત્યાગીઓએ સ્વાધિકાર પ્રમાણે પડાવશ્યક ધર્મને દરરોજ બે વખત કરવાની સ્વફરજને અદા કરી આત્મોન્નતિના વિશુદ્ધિ ક્રમમાં સ્થિર રહેવું જોઈએ. પડાવશ્યકના જ્ઞાનપૂર્વક કઈ પણ મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે તે તે જ્ઞાનદર્શનચારિત્ર અને વીર્યગુણની વિકૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને તેને અનુભવ સ્વયં કરી શકે છે. આવશ્યક ધર્મકર્મપ્રવૃત્તિને પ્રવર્તાવવાનાં મૂલ પ્રજને કયા કયાં છે અને તે કઈ દૃષ્ટિએ આદેય છે તે પ્રથમ અવબોધીને જે મનુષ્યો વડાવશ્યકકર્મવેગના ચગીઓ બને છે તેઓ આત્માના વાસ્તવિક જ્ઞાનાદિક ગુણોની પ્રગતિમાં વિદેગે આગળ વધે છે. વડાવશ્યક કર્મોના આન્તરિક ગર્ભમાં અવતરીને તેનું સપ્રયેાજન વાસ્તવિક સ્વરૂપ વિલેકવામા આવે તે અખિલ વિશ્વમાં ધર્મસામ્રાજ્યપ્રગતિકરદૃષ્ટિએ પડાવશ્યક ધર્મકર્મનું આચરણ કરવાને પ્રત્યેક ધર્મધારિક મનુષ્ય પ્રયત્નશીલ બની શકે. સદ્દવિચારભાવના છિએ અખિલ વિશ્વમાં સર્વત્ર મનુષ્યમાં વડાવશ્યક ધર્મકર્મ પ્રવર્તી શકે તેમ છે. ભાવનાદષ્ટિએ પડાવશ્યક ધર્મકર્મનું અત્યંત મહાન વ્યાપક સ્વરૂપ છે, તેથી તેની ઉદારતાને લાભ ખરેખર વિશ્વવર્તિ પ્રત્યેક મનુષ્ય ગ્રહણ કરે એવી ઉદાર યૌગિક આવશ્યક પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાની જરૂર છે. વડાવશ્યકના સુવિચારોને અને વાસ્તવિક મતભેદવિનાના ઉદાર આચારને વિશ્વમાં સર્વત્ર પ્રસરવાની જે પ્રવૃત્તિ છે તે અવશ્ય આદરવા ચોગ્ય છે. તે આવયકકર્મ પ્રવૃત્તિને યથાશક્તિ સ્વાધિકાર સુરજ માનીને આદરવી જોઈએ. વિરતિધર ગૃહએ અને ત્યાગઓએ ધાર્મિકવડાવશ્યક કર્મોને પ્રતિદિન સેવવા જોઈએ અને તદુદ્વારા આત્માની ઉચ્ચતામાં સર્વ વિશ્વવર્તિ મનુષ્યને સાહાચ્ચી થવું જોઈએ. જે જે અંશે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે વસ્ત્રાધિકાર પ્રમાણે ધાર્મિક વવવશ્યકકર્મોને જ્ઞાનપૂર્વક વ્યવહાર અને નિશ્ચય સેવાય છે–તે તે અંગે આત્માની પરમાત્મા પ્રગટાવવામાં પ્રગતિ કરી શકાય છે.
અવતરણ–આવશ્યક ધર્મકાર્યની ર્તયતા દર્શાવ્યા બાદ હવે સત્કાર્ય કરવાને સાત્વિકતાયુક્ત સ્પષ્ટરીત્યા કે યોગ્ય છે તેનું લક્ષ્મપૂર્વક વાસ્તવિક સ્વરૂપ દર્શાવાય છે.
श्लोकाः ज्ञानीस्थिराशयीशान्तः खेदादिदोषवर्जितः ।। अहंकृत्यादिनिर्मुक्तः सत्कार्य कर्तुमर्हति ॥ २२ ॥