________________
-
-
-
-
-
-
-
- - -
- -
- -
-
- -
- -
-
ક
-
-
-
-
-
-
(૯૪ )
શ્રી કગ 2થ-સવિવેચન, ~~
~~~~ ~~~ ~ ~ ~ ~ ~ ~~-~ ~~~- ~કુમણ છે. તૃષ્ણના વિચારોને નિન્દી ગહીં તેનાથી પાછા ફરી સંતેષની વિચારમાં રૂઢ થવું તે પ્રતિકમણું છે. મહાત્માઓને અવિનય અને આશાતના કરી છે તેનાથી પાછા હડી મહાત્માઓને વિનય અને તેમની ભક્તિ કરવી તે પ્રતિકમણ છે. કેઈ પણ જીવ સંબંધી ખરાબ અભિપ્રાય બાંધ્યા છે અને તેનું અશુભ ચિંતવ્યું હોય તેનાથી નિન્દા-ગણું કરીને પાછા ફરી સત્ય અભિપ્રાય અને શુભ ચિંતનમાં પિતાના આત્માને સ્થાપન કરે તે પ્રતિક્રમણ છે. જગતુ એક શાળા છે તેમાંથી સાર ગ્રહણ કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. જગના પદાર્થોમાં આસક્તિ કરી હોય તેનાથી પાછા ફરીને નિરાસક્તપણમાં પ્રવેશ કરે એ પ્રતિક્રમણ છે જગના સર્વ જીવોને સ્વાતંત્ર્ય ગમે છે–તેમાંથી કેઈ જીવને પરતંત્રતાની બેડીમાં નાંખવા વિચાર કર્યો હોય તે અકાર્યથી પાછા ફરીને સુકાર્યમાં આત્માને જ એ પ્રતિકમણ છે. જગત એ કેદખાનું છે તેમાંથી છૂટવા જે જીવો જે જે અંશે પ્રયત્ન કરતા હોય તેઓને તે તે અશમાંથી પાછા ફરવાને અસ૬ઉપદેશ દીધું હોય તેથી પાછા ફરીને શુભેપદેશમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. વિરતિની બહિર્ જઈ અવિરતિ ભાવમાં ગમન કર્યું હોય તેનાથી પાછા ફરીને વાસ્તવિક વિરતિ તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. આત્માના શુદ્ધધર્મની રમણતસાથી બહિર્મુખવૃત્તિ કરીને અશુદ્ધધર્મમાં રમતા કરી હોય તે અશુદ્ધધર્મને નિન્દીને અને ગહને આત્માના શુદ્ધધર્મમા રમણતા કરવા જે પ્રવૃત્તિ કરવી તે પ્રતિ કમણ છે. વિભાવદશામાંથી પાછા હઠીને સ્વભાવ દશામાં આવાગમન કરવું તે પ્રતિક્રમણું છે. રાગ દ્વેષની સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામા આવવું તે પ્રતિક્રમણ છે. ઉપાધિ માથી પાછા હઠીને નિરુપાધિ દશામાં આવવું તે પ્રતિક્રમણ છે. મનની ચંચલતાથી પાછા હઠીને સ્થિરતામાં પ્રવેશ કરે તે પ્રતિક્રમણ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી પાછા હઠીને ધર્મધ્યાનાદિમાં રમવું તે પ્રતિક્રમણ છે ભય–બેદ અને દેશના વિચારથી પાછો હઠીને આત્માના શુદ્ધોપગમાં રમવું તે પ્રતિક્રમણ છે એમ પક્ષપણે વિચારવું.'
કૃષ્ણલેશ્યાદિ અશુભ લેશ્યાઓના વિચારે થયા હોય તો તેઓને નિર્દોવા ગઈવા અને કૃષ્ણદિલેશ્યાઓથી પાછા ફરી શુભ લેશ્યાના વિચારે તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. દગા, પ્રપંચ અને પાખંડથી નિવૃત્ત થઈ સનમાર્ગમાં આવવું તે પ્રતિક્રમણ છે મનુષ્ય, ભૂલને પાત્ર છે ગમે તે મનુષ્ય ગમે તે જાતને દોષ કરી શકે છે; માટે મનથી જે જે ખરાબ વિચારે થયા હોય તેનાથી પાછા હઠવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. મનમાં અનેક જાતના શુભાશુભ વિચારેના પરિવર્તને થયા કરે છે. મનમાં કામાદિ અશુભ વિચાર આવ્યા હોય તે તેથી પાછા હઠીને શુભ વિચારમાં પ્રવેશ કરવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે દુનિયામાં મનુષ્યો વગેરેના સમાગમમાં આવતા છતાં જલભા કર્મલની પેઠે રાગદ્વેષના વિચારેથી નિર્લેપ રહીને કર્મગીના કાર્યો કરવા છતા -
-