________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( પર )
શ્રી કમગ 2થ-સવિવેચન,
R
પણ સિદ્ધ થાય છે; પરંતુ તેમાં કોઇ માન માયા લાભ ઈર્ષ્યા નિન્દા શોક રતિ અરતિ અને કલેશાદિ પરિણામને ધારણ કરવાની કોઈ પણ જાતની જરૂર નથી. નામરૂપમાં રાગદ્વેષ અને અહંવૃત્તિદ્વારા ભુલાવે જે ન થાય તે અન્ય રીતે ભૂલ થવાની નથી. સેમલ વગેરે વિષના વ્યાપારીઓ તેને ઉપગપૂર્વક વ્યાપાર કરે છે તેથી તેમને કોઈ જાતની હાનિ થતી નથી; તત્ લૌકિક કર્મ પ્રવૃત્તિને આચરતાં નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિ થતાં તેથી સ્વાત્મરૂપ ન ભૂલાય એવા શુદ્ધોપગે વર્તતાં કઈ પણ રીતે હાનિ થતી નથી; ઊલટું લૌકિકકર્મની પ્રવૃત્તિથી લૌકિક આવશ્યક કર્મોની સિદ્ધિ થતાં લૌકિક વ્યવહારનું જીવન પણ સમ્યગરીતે પ્રવર્તવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ચિંતાઓથી મુક્ત થવાપૂર્વક લેકેજર ધર્મવ્યવહાર કર્મોમાં પણ સમ્યક પ્રવૃત્તિ થયા કરે છે. જે ઘર્ષ એ વાક્યને ભાવાર્થ હૃદયમા ધારણ કરીને લૌકિકકમેને લૌકિક કર્મ વ્યવહાર પ્રમાણે વતી કરવા જોઈએ એમ ગૃહસ્થ જ્ઞાનીઓએ અન્તરમાં ખરેખર ઉપર્યુક્ત બાબતનો અનુભવ કરીને પ્રવર્તવું. શ્રી ઋષભદેવ ભગવતે ગૃહસ્થ દેહમાં ગૃહસ્થની લૌકિક કર્મ ફરજ પ્રમાણે વતીને વિશ્વ મનુષ્યને અનેક પ્રકારની શિલ્પાદિ કળાઓ શીખવી હતી કે જેનાથી જેના પર ઉપગ્રહદિપૂર્વક અન્ય સ્થાવરસાદિક ને સંહાર થાય, પરંતુ તેઓએ ગૃહસ્થ કર્મને લૌકિક કર્મની વિવેક દષ્ટિ પ્રમાણે સ્વાધિકાર પદેશિકદષ્ટિએ આચર્યું હતું તેથી તેઓશ્રી આન્તરિક પરિણામથી નિર્લેપ રહી વિશ્વોન્નતિ કરવાને સમર્થ થયા હતા. શ્રી ત્રાષભદેવ ભગવતે લેકેને લૌકિક શિલ્પાદિ કર્મોનું શિક્ષણ આપ્યું હતું, પરંતુ તેમાં તેઓ નામરૂપ પર્યાયના મહથી મુંઝાયા ન હતા. આવશ્યક લૌકિક કાર્યોને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવપ્રમાણે આદરવા ખરાં પણ તેમાં મુંઝાવું નહિ એમ ખાસ લાપગ રાખીને જેઓ વર્તે છે તેઓ સાત્વિકભાવે લૌકિક કર્મ કરવાને અધિકારી બને છે. જે મનુષ્ય લૌકિક વ્યવહાર પ્રમાણે આવશ્યક કર્મને કરતે છતે સર્વ બાહ્ય દૃશ્ય પ્રપંચેથી પિતાના આત્માને ભિન્ન માની અન્તરમાં સમભાવે વર્તીને આત્મિક પ્રગતિમાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય નિર્લેપ રહેવાને યોગ્ય હોવાથી લૌકિક કર્મ કરવાને અધિકારી બને છે. ચાવતું સલેપભાવે બાહ્ય કર્મોમાં–વસ્તુઓમાનામરૂપમાં મુંઝાવાનું થાય છે તાવત્ કર્મચાગીના અધિકારને પ્રાપ્ત કરી શકાતું નથી. લૌકિક કર્મચારી અને લોકોત્તર ધર્મકર્મયોગીને અધિકાર નિર્લેપ દશાને પ્રાપ્ત કર્યા વિના થતો નથી એમ ખાસ અન્તરમા અનુભવ કરવાની જરૂર છે. સાત્વિક -કર્મવેગીઓ હું વિદ્વાન છું, હું ધ્યાતા છું, હું અમુક કર્મને કરૂં છું અને હું અમુકનો ભકતા છું એવો શબ્દ વ્યવહાર આચરતા છતા હુંપણના અભિમાનને હૃદયમાં ધારણ કરતા નથી, ફકત સર્વ કાર્યોની પ્રવૃત્તિયોમા પિતાને સર્વનો સાક્ષીતટસ્થ માનીને પ્રવર્તે છે. સાત્વિકાની કર્મીઓની આન્તરિક અને બાહ્યની નિર્લેપ દશા હેવાથી તેઓ સંસારમાં બાહ્યપ્રવૃત્તિમા શુષ્ક નાલીએરની સ્થિતિ જેવા હોય છે. શુષ્ક