________________
(૫૪).
શ્રી કમથાગ પ્રથ-સવિવેચન. છે. અને ત્યાગીઓ ત્યાગદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે છે. ગૃહસ્થ સ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થના કેટલાક ધાર્મિક કૃત્યોને ગૃહસ્થ સેવી શકે છે, પરંતુ તેઓને સાધુઓ સેવી શક્તા નથી અને સાધુધર્મના ત્યાગ ધર્માધિકાર પ્રમાણે સાધુ યોગ્ય કેટલાંક ધર્મ કોને સાધુઓ સેવી શકે છે પરંતુ ગૃહસ્થવર્ગ સેવી શકતું નથી. તેનું વિવેચન યોગદિપિકા નામના અમદીય પુસ્તકના પ્રાતàોમાં કરવામાં આવ્યું છે. ધર્મના નિમિત્ત કારણોના અનેક ભેદ પડે છે. એક મનુષ્ય કંઈ ધર્મના સર્વ ભેદની પ્રવૃત્તિને આરાધવા શકિતમાનું થતું નથી પરંતુ તેની દશા પ્રમાણે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે ધર્મકર્મોને તે ક્ષેત્રકાલાનુસારે આરાધના કરવા છે તેઓને તે આદરી શકે છે અને તે ધર્મ કૃત્ય કરવામાં તેના સ્વાધિકારની ફરજ અદા થાય છે, તેમજ તેથી તે સ્વાત્માની પ્રગતિ કરી શકે છે. ઉત્સર્ગમાર્ગો અને અપવાદમાગે ગૃહસ્થ અને ત્યાગીને સ્વાધિકાર ભિન્નભિન્ન ધર્મકૃત્યોને સેવવાં પડે છે. આપત્તિકાલમાં યુદ્ધાદિ પ્રસંગે વડે ગૃહસ્થ અને ત્યાગીએને આપત્તિ ધર્મદે સેવવા પડે છે અને આપત્તિ ધર્મોવડે સ્વીત્સર્ગિક ધર્મભેદને પુનઃ સ્વાધિકાર પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિન્દુ સ્મરણમાં રાખીને આપત્તિકાલીન પ્રવૃત્તિ સેવવી પડે છે. દેશકાલાનુસારે ઉદારભાવનાથી જ્ઞાનીઓ સ્વાધિકાર ધર્મપ્રવૃત્તિને સેવે છે. જે દેશમાં જે કાલમાં જે મનુષ્ય ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મભેદ થવાનાં મુખ્ય રહસ્યને અવધી પક્ષપાતરહિતપણે અને સંકીર્ણદષ્ટિને પરિહરી ધર્મની પ્રવૃત્તિને આત્મશક્તિના વિકાસાર્થે અને અનેક પ્રકારની સ્વાતંત્ર્યપ્રગતિના પ્રકાશાથે સેવે છે તે દેશમાં તે કલમા તે મનુષ્ય ધર્મકર્તવ્ય કર્મચાગીઓના ઉચ્ચ શિખર૫ર આહીને વિશ્વમાં સ્વાસ્તિત્વ પ્રગતિત્વ સંરક્ષકત્વ-બીજકને સ્થાપન કરીને અમર બને છે. આત્માને ઉરચ દશા પર સ્થાપન કરે અને જેનાથી દુખેને નાશ થાય તેને ધર્મ કહેવામા આવે છે. આત્માની માનસિકવાચિક અને કાયિક શક્તિની જે પ્રગતિ કરે છે અને જેનાથી સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે તેને ધર્મ કહેવામાં આવે છે. દેશકાલના અનુસારે ધર્મકાર્યોમાં પરિવર્તને થયા કરે છે અને દેશકાલાનુસારે મનુષ્યને સગવડતાપૂર્વક બાહ્યલૌકિક પ્રગતિની સાથે આત્યંતરિકપ્રગતિમા ધર્મને પણ સહાયભૂત થવું પડે છે. દેશ સંઘ અને સ્વવ્યક્તિની જે અવનતિ કરનાર હોય તે ધર્મ ગણું શકાય નહિ પરંતુ અધર્મ ગણું શકાય. બાહ્યપ્રગતિની સાથે જે ધર્મ સાનુકૂળપણે વર્તે છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વવ્યાપકથ વાને ચગ્ય થાય છે. વિશ્વમાં મનુષ્યની સ્વતંત્ર પ્રગતિ આજીવિકા પ્રગતિ સામ્રાજ્ય પ્રગતિ વ્યાપાર પ્રગતિ ક્ષાત્રબલ પ્રગતિ સેવાધર્મ પ્રગતિ ઉદાર ભાવના પ્રગતિ અભેદમાર્ગ પ્રગતિ વિદ્યા પ્રગતિ અને સંઘ દેશ બલગતિમા જે સહાયભૂત થાય છે તેને ધર્મ થવામાં આવે છે અને એ ઉપર્યુક્ત પ્રગતિકારક ધર્મ ખરેખર વિશ્વમાં જીવવાને અને દર્ય પ્રકટાવવાને શક્તિમાન થાય