________________
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
- -
-
- -
-
-
-
-
- - -
-
-
- - -
-
-
(૮૪)
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
પરિણમતાં સમદર્શનરૂપ સામાયિક કથી શકાય. જે મને સત્તાના ઐ અને સમભાવે સર્વત્ર દેખે છે અને સર્વ મારા વિષે અર્થાત આત્મામાં–બ્રહ્મમાં દેખે છે તેને હું નાશ કરી શકતું નથી અને તે મારો નાશ કરી શકતું નથી—એમ જૈનઆધ્યાત્મિક દૃષ્ટિએ અવધવું. સર્વભૂતસ્થિત એવા મને જે એકત્વમાં આસ્થિત થઈને ભજે છે તે ગી સર્વથા વર્તમાન મારામાં પણ છે એવું સમભાવની અભેદભાવનાએ અવધવું. વાત્માવત સર્વત્ર સર્વ જીવોને સમપણે દેખે છે તથા સુખ દુઃખમાં પણ જે સમપણે વર્તે છે એવા સમભાવરૂપ સામાયિકને પ્રાપ્ત કરનાર પરમાગી જાણ
સમભાવરૂપ સામાયિક એવું છે કે જેમાં જન્મ જરા અને મરણનાં દુખેને અવકાશ નથી. સમભાવ એજ મુક્તિની સાચામાં સાચી નિસરણિ છે. સમભાવનાં પરિણામ પામેલે આત્મા તેજ ઉત્તમોત્તમ સામાયિક છે. જે જે અંશે સમભાવ આવે છે તે તે અંશે સામાયિક છે એમ નાની અપેક્ષાએ અવધવું. કોઈ પર રાગ વા કેઈ પર દેવને વિચાર થાય નહિ એવું સમભાવ સામાયિક અડતાલીશ મીનીટ પર્યત સતત સમભાવના વિચારથી કરાય તે ઉત્તમ અવધવું. સામાયિકરૂપ આત્માને પ્રાપ્ત કરે અર્થાત સમભાવપરિણામમાં રહેવું એજ સામાયિક છે. આવું સામાયિક કર્યા વિના સંસારને અન્ય આવતું નથી. ગમે તે વિચારે !! ગમે ત્યાં જાઓ ! !! પણ સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કર્યાવિના આત્માને આનન્દ પ્રાપ્ત થનાર નથી. સમભાવની ખુમારી જ્યાં ન હોય તે સામાયિક વસ્તુત નથી. આખી દુનિયાના મનુષ્યને સમભાવરૂપ સામાયિકની આવશ્યકતા છે, માટે સમતાને સામાયિક આવશ્યક કહેવામાં આવે છે. જ્ઞાનગીને સામાયિક પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગીની નિશ્રાએ કર્મચગીને સામાયિક પ્રાપ્ત થાય છે. સમભાવ પ્રાપ્ત કરવાની ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. અધ્યાત્મશૈલીની પરિભાષાએ સમભાવ જેથી પ્રાપ્ત થાય એવી ક્રિયાઓ જે જે હોય તે તે નિરવઘર્મગ અવબોધ. બે ઘડીના સામાયિકમાં સમભાવરૂપ પરિણામની ખુમારી પામેલે મનુષ્ય અન્ય કાર્યો કરતી વખતે પણ નિર્લેપ રહેવા સમર્થ થાય છે અને તે ગમે તે વખતે પણ સમભાવને ભૂલતો નથી. આવી સમભાવની દશામા આવ્યાથી વાસનાઓને સ્વયમેવ વિલય થાય છે અને તરવારના મ્યાનની પેઠે સર્વકાલમાં શરીરાદિથી ભિન્નપણે આત્માનું ભાન થાય છે. સમભાવ સામાયિક એ પોતાના આત્મામા છે માટે અન્તર્દષ્ટિથી અન્તરમા જેવું આત્માના સમભાવ ધર્મને પ્રાપ્ત કર્યા પછી અન્ય આવશ્યકેને મનુષ્ય અધિકારી બને છે. સમભાવમા પરિણામ પામેલે આત્મા ખરેખરી પ્રભુની પ્રભુતાને અનુભવ કરવા સમર્થ થાય છે સમભાવરૂપ સામાયિકમાં પરિણમી જવું એજ પરમાત્માને અનુભવ કરવાને મુખ્ય ઉપાય છે. સર્વે જીવેની તથા પિતાની સિદ્ધસમાન સત્તાનું ધ્યાન ધરવું અને દયિકભાવ પર દૃષ્ટિ મૂકવી નહિ એ જ સામાયિક રૂપ પિતાને આત્માને અનુભવવાને મૂળમંત્ર છે. સમભાવરૂપ સામાયિક કરનારા ગમે તે