________________
( ૮૨ )
શ્રી કમગ પ્રથ-સવિવેચન.
વાસ્તવિક સમભાવવરૂપ પૂર્ણ પ્રકટ કરવાનું હોય છે. પ્રત્યેક મનુષ્યને અવશ્ય એવું વિચારવું અને પ્રવર્તવું કે જેથી સમભાવનો ક્ષણમાત્ર પણ વિગ ન થાય. આવી સમભાવની દશાના ભાવને સામાયિકા, કથે છે અને એવું સામાયિકનું સ્વરૂપ હોવાથી વિશ્વવતી સર્વ પ્રાણુંઓએ તે અવશ્ય કરવાની પ્રભુની આજ્ઞા હેવાથી તેને સામાજિક આવશ્યક કથવામા આવે છે. વીશ તીર્થકરોની સ્તુતિ કરવાથી આત્મા તીર્થંકરના પદને અનુસરી તેવા ગુણે પ્રગટાવી તીર્થંકરપદને અધિકારી બને છે અએવ સર્વજોએ અવશ્ય ચતુરતિસ્તા નામના આવશ્યકને સેવવું જોઈએ-ગુરુના ગુણેને પ્રાપ્ત કરવાને વિનય અને બહુમાનપૂર્વક તથા ક્રિયાવિધિવ્યવહારપૂર્વક સર્વ જીએ, બે વખત ગુરુવંદન કરવુ જોઈએ. ગુરુવંદનથી અનેક પ્રકારની સર્વ ની ઉન્નતિ થાય છે. અતવ ગુરુવંદનને આવશ્યક ધર્મકર્મ તરીકે પ્રબોધ્યું છે. ગ્રહણ કરેલા વ્રતમાં અતિચારાદિ જે જે દે લાગ્યા હોય તેની નિન્દાગહપૂર્વક દોષથી પાછા ફરી પુનઃ તે દેને ન સેવવા તેને પ્રતિક્રમણ આવશ્યક કહેવામાં આવે છે. પ્રતિક્રમણ કરવાથી સર્વ જીના આત્માની વિશુદ્ધિ અને આત્મગુણોની પ્રગતિ થાય છે, માટે સર્વ જીવોએ સદ્વર્તન સુધારવા અને દુર્વર્તનને ત્યાગ કરવા બે વખત પ્રતિક્રમણ કરવું જોઈએ. રાત્રી અને દિવસમાં પ્રત્યેક કાર્ય કરતા કાયા પરથી દેહમમત્વને ત્યાગ કરવો જોઈએ. દેહાધ્યાસ ટાળીને પ્રત્યેક કાર્ય કરતા આત્માની પરમાત્મદશા પ્રકટ થાય છે, અએવ સર્વ જીવેએ સાંસારિક તથા ધાર્મિક કાર્ય કરતા વાળો નામનુ આવશ્યકકર્મ કરવુ જોઈએ. અનેક પ્રકારની અનિષ્ટપરિણામપ્રદ લાલસાઓની નિવૃત્તિ ખરેખર પ્રત્યાખ્યાન નામના આવશ્યકકર્મથી થાય છે, મન વાણી અને કાયાના આરોગ્યસહ આત્મિક ગુણ આરોગ્યવર્ધક પ્રત્યાખ્યાન આવશ્યકર્મ છે. सामायिक, चतुर्विंशतिस्तव, गुरुवन्दन, कायोत्सर्ग, प्रतिक्रमण भने प्रत्याख्यान से પ્રકારના આવશ્યકધર્મકર્મોનું આન્તરિક રહસ્ય કિંચિતવિશેષત અવબોધવા ગ્ય છે.
“પણા સમારં ફોર્મ સામાયક એ આત્મા છે રાગદ્વેષની પરિણતિ વિના આત્માની જે સમભાવપરિણતિ' ગટે છે એજ વસ્તુપ્રત સામાયિક છે આવું સત્ય સામાયિક પ્રગટાવવાને માટે વ્યવહાર સામાયકની ક્રિયા છે. દરરોજ આત્માના સમભાવરૂપ સામાયિકમાં રહીને પોતાની પરિપૂર્ણ સમભાવદશા પ્રગટ કરવી એજ સામાયિકનો મુખ્ય ઉદ્દેશ છે ગૃહસ્થ હોય વા ત્યાગી હોય પણ તેને ગમે તે ભવમાં ખરું સમભાવ પ્રાપ્તિરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી. રજોહરશુદિ સાધુવેષ અને શ્રાવકના ચાવલાદિને સાધ્ય ઉદ્દેશ એ છે કે સમભાવ રાખવે સમા ભાવના માર્ગો ગ્રહણ કરવા, કલેશ કજીઆથી દૂર રહેવું, કેઈની નિન્દા-કુથલીમાં પડવું નહિ, કઈ જીવને પીડા થાય એવું મન વચન અને કાયાથી કાર્ય કરવું નહિ અને