________________
| સમભાવરૂપ સામાયિક
( ૮૫).
ધર્મના હોય તે પણ તેની મુક્તિ થાય છે. તેવો વારંવ વા યુદ્ધો વાચવ અન્ન વા સમમાaમાવી કg ૪ મુહં જ હો છે ? A શ્વેતાંબર હય, વા દિગંબર હોય, બૌદ્ધ હોય અથવા અન્ય વેદાતી આર્યસમાજી હિંદુ ખ્રિસ્તી અને મુસલમાન વગેરે ગમે તે હોય પરંતુ સર્વ દર્શનના આચારવિચારમાં જેને સમભાવ થયે છે તે મુક્તિ પામે એમા જરામાત્ર પણ સદેહ નથી. સર્વ ભવ અને સર્વ પાપથી મૂકાવનાર સમભાવ છે. સમભાવપ્રાપ્તિ માટે જે જે સાધને અવલંખ્યા હોય પરંતુ સમભાવની પ્રાપ્તિ ન થઈ તે તે સાધનોની નિષ્કલતા જાણવી. સમભાવ એ પરમાત્માનું હૃદય છે. સમભાવને પામનાર પરમાત્મા બને છે. સમભાવી આત્મા કર્તવ્યકરણ કરતે છતે સદા મુક્ત છે. સમભાવી આત્મા આ વિશ્વમાં સર્વ મનુષ્યોને રાજાઓને અને ઈન્દ્રોને માન્ય-પૂજ્ય છે. સમભાવરૂપ સામાયિકમાં રહેનારને ઉચ્ચ સત્ય તની પ્રાપ્તિ થાય છે અને તે વિશ્વમાં સંપૂર્ણ સત્યને દેખી શકે છે. આત્માના જ્ઞાનાદિગુણેને ખીલવવાને મૂળ સમભાવરૂપ સામાયિક જ ઉપાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણામ પામીને પશ્ચાત્ જેવામા આવે તે જ્ઞાનાદિગુણની શુદ્ધિ થયેલી અનુભવવામા આવે છે. ગૃહસ્થોએ દરરોજ સામાયિક કરવું જોઈએ અને સામાયિકરૂ૫ આત્માને પ્રાપ્ત કરવા દરરોજ પ્રયત્ન કરવા જોઈએ. ભરનિદ્રામાં જેમ દશ્ય દુનિયાનું ભાન રહેતું નથી તેવી રીતે સત્ય સામાયિકમા રાગદ્વેષાત્મકવૃત્તિનું ભાન રહેતું નથી. ભરનિદ્રાની પેઠે રાગદ્વેષના વિચારોનો ઉપશમ થવો જોઈએ. સમભાવરૂપ સામાયિકમા પરભાવને વિચાર ન હે જોઈએ. શુદ્ધોપયોગથી સ્વસમયમાં રમણતા કરવાથી આત્માની ખરી દશાને ખ્યાલ આવે છે. જગના દશ્યને પાચ ઈન્દ્રિયે અને મનથી બિલકુલ સંબંધ ન રહે અને આત્મગુણામાં મનની એવી રમણતા થાય કે જાણે હું આત્મા વિના અન્યને સંબંધી નથી આવી દશામા સમભાવરૂપ સામાયિકને અનુભવ આવે છે અને તેથી આત્માને સહજાનન્દ અનુભવાય છે. સમભાવરૂપ સામાયિકમાં નિવૃત્તિ સુખનો પ્રકાશ ખીલે છે. શરીરના અણુઅણુમાંથી મમત્વ–રાગભાવ દૂર થાય અને ગમે તેવા ભયમાં છાતી ધડકે નહિ અને આત્મા ચંચલ થાય નહિ, એવો ભાવ આવ્યાથી આત્માનું સામાયિક ખરેખર આત્મામાજ બને છે. સમભાવરૂપ સામાયિકને હું કર્તાતા છું એવું ભાન પ્રગટ થાય છે ત્યારે “કામવત્ સર્વભૂતેષુ જ પતિ પર પતિ ” એવી આત્મણિ પ્રગટે છે. અને આત્માનું વીર્ય સ્થિર થાય છે સમભાવ૫ પરિણામ પ્રગટ થતાં સામાયિકરૂપ આત્મા દેખાય છે, અને એ આત્મા કર્મચાગમાં પ્રવૃત્ત થઈને મગજની સમતોલ દશા સંરક્ષી શકે છે. આત્મામાં પરિણામ પામતે એ જ્ઞાની કાચલી અને ટેપરની પેઠે રાગાદિ કર્મભાવથી ભિન્ન પડે છે અને શુષ્ક નાલીએરની પેઠે તે શરીરકર્મથી જુદે પડી પિતાનું આનન્દરૂપે પ્રકાશિત કરે છે. સમભાવ સામાયિકમા પરિણામ પામ્યાથી ગજવુકુમાલની પેઠે વા સ્કંધક મુનિના પાચસે શિષ્યની પેઠે અનેક ઉપસર્ગો પડતા છતાં પરમાત્મદશા પ્રગટાવી