________________
દૈવસિક અને રાત્રિક કર્મોને વિધિ
( ૬૭)
આત્માના જ્ઞાનાદિક ગુણેની ક્ષણે ક્ષણે વૃદ્ધિ થતી જાય અને સ્વધર્મની વિશ્વમાં ચિરસ્થાયિતા સ્થાપી શકાય તથા ધર્મિજનોની સંખ્યામા તથા તેઓના શુભ સામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક અધમી મનુષ્યના પગ તળે તેઓ ન કચરાઈ જાય એવી દિવસ સંબંધી અને રાત્રી સંબંધી જે જે મન વચન કાયાથી ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે સાધુઓએ અવશ્ય કરવી જોઈએ. પરમાત્મપ્રાપ્તિ સંબંધી દિવસમાં અને રાત્રીના નિયમસર જે જે ધર્મકર્તવ્ય કરવાનાં હોય તે સાધુઓએ દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ઉપગપૂર્વક કરવાં જોઈએ. કલ્યક્ષેત્રકાલભાવાનુસારે અમુક ધર્મકાર્યો કરવાથી સ્વપરની પ્રગતિ થવાની છે એ ઉત્સર્ગોપવાદ માર્ગ જ્ઞાનપૂર્વક ઉપયોગથી જે સાધુઓ ધારણ કરે છે તેઓ દૈવસિક અને રાત્રિક કર્તવ્ય ધર્મકર્મોને સ્વાધિકારે યથાશક્તિ કરવા શક્તિમાન થાય છે યાવત્ સાધુને દ્રવ્યક્ષેત્રકાલભાવથી કઈ પણ કર્તવ્ય ધર્મકર્મ સંબંધી પરિપૂર્ણ ઉપયોગ થયો નથી ત્યાં સુધી તે કઈ પણ ધર્મકર્મ કરવાનો અધિકારી બની શકતું નથી. તÈતુ અને અમૃતાનુષ્ઠાનપૂર્વક સાધુએ દેવસિક અને રાત્રિક કાર્યક્રમમાં પ્રવૃત્ત થવું જોઈએ. સ્વાધિકારની સ્વાર્થે તથા પરાર્થે કઈ કઈ ફરજો છે તેનું યાવત જ્ઞાન નથી તાવત્ ધર્મકર્મની પ્રવૃત્તિથી સ્વ તથા પરની યથાતથ્ય પ્રગતિ થઈ શકતી નથી. સર્વ પ્રકારની ધાર્મિક કર્તવ્ય કર્મોની સુજનાઓપૂર્વક વ્યવસ્થા સહિત પ્રવૃત્તિ કરવાથી વર્તમાનકાલમાં સાધુઓ સ્વ તથા પરનું કલ્યાણ કરી શકે છે તથા પરમાત્મતત્વને પ્રાપ્ત કરી શકે છે. આત્માને પ્રતિક્ષણ પરમાત્મતાની સંમુખ કર એ સાધુઓનું દૈવસિક તથા રાત્રિક કર્તવ્ય ધર્મકર્મનું મૂળ રહસ્ય છે તેને પરિપૂર્ણ ઉપગ ધારણ કરીને વ્યવહારમાર્ગે દૈવસિક રાત્રિક કર્તવ્ય ધર્મકાર્યોને ઉત્સર્ગ માર્ગો અને અપવાદ માર્ગે આચરવાં જોઈએ. ત્યાગીઓએ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર–તપઆચાર અને વિચારના પાલનમા અપ્રમત્ત રહેવું જોઈએ અને જ્ઞાનાદિ પંચાચારોના સવિચારાની ભાવનામાં સદા અપ્રમત્ત રહેવું જોઈએ દિવસમાં અને રાત્રીમાં જ્ઞાનધર્મ (શ્રુતધર્મ) અને ચારિત્ર આરાધનામાં અપ્રમત્ત રહેવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી જે ત્યાગીએ જ્ઞાનાદિ પંચાચારોના ઉત્સર્ગોપવાદ માર્ગે પ્રવાહી દૈનિક અને રાત્રિક ધર્મકર્મોમાં અપ્રમત્ત રહે છે તે ત્યાગીઓ વિશ્વમાં સત્યધર્મને પ્રચાર કરવાને સમર્થ થઈ શકે છે. જ્ઞાનબલ વિના ચારિત્રબલ પ્રાપ્ત થઈ શકતું નથી; અતએવ ત્યાગીઓએ જ્ઞાનબલ પ્રાપ્તિ માટે રાત્રી અને દિવસમાં જ્ઞાનાભ્યાસના નિયમપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. ત્યાગીઓ વસ્તુત ત્યાગધર્મથી શેભે છે અને ત્યાગબલને આધાર ખરેખર આત્મજ્ઞાન અને વૈરાગ્ય પર છે એવું અવધીને આત્મજ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવા દૈવસિક અને રાત્રિક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. સાધુઓએ કમપૂર્વક નિયમસર દૈનિક અને રાત્રિક ધર્મકર્મો આચરવા જોઈએ કે જેથી આત્માની અને અન્ય મનુષ્યની વાસ્તવિક ધર્મપ્રગતિ સાધી શકાય આધ્યાત્મિક જ્ઞાન