________________
-
-
-
-
--
--
( ૧૦ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
w
થાય છે તેમાં અહંકાર કરવાની કઈ આવશ્યકતા નથી. મારો આત્મા નિરંજન નિરાકાર છે. સ્ફટિક રત્નવત અન્તરમા રહેલ આત્માની નિર્મલતા છે. તે કઈ બાહ્ય વસ્તુને ખરેખર કર્તા પણ નથી તેમજ બાહા જડ વસ્તુઓને ભેક્તા પણ નથી. કર્મપ્રયોગે આત્માએ શરીર ધારણ કરી પંચેન્દ્રિયની પ્રાપ્તિ કરી છે. મન-વાણું વગેરે શક્તિ મેળવી છે તે શક્તિ દ્વારા આત્માની ઉન્નતિ કરવાની છે. ઈન્દ્રિવિડે બાહ્ય વસ્તુઓને આત્માની પ્રગતિ થાય એવી રીતે ઉપયોગમાં લેવાની છે પરન્ત નામરૂપના ગે બાહ્યાવસ્તુઓ અહંમમત્વાદિ પરિણામથી બંધાઈને આત્માની મધ્યસ્થતા ચૂકવાની નથી એમ ખાસ ઉપગ રાખવાની જરૂર છે મન-વાણું અને કાયા દ્વારા કોઈ પણ લૌકિક કર્તવ્ય કર્મો કરતાં મગજની સમતોલના રાખવાની ખાસ જરૂર છે. બાહ્યક્તવ્ય કર્મ સામગ્રીઓના અનેક સગમાં આવીને બાહ્ય ફરજ અદા કરવી એટલું જ માત્ર લક્ષ્યમાં રાખી અન્તરથી નિર્લેપ રહી આત્મશક્તિને જાગ્રત્ કરવી એવા આત્મપ્રગતિમાર્ગને શુદ્ધોપગમાં સ્થાપન કરવો જોઈએ. બાહ્યાવસ્તુઓને લૌકિક દૃષ્ટિએ બાહ્યજીવનાદિકારણેએ ઉપગમાં લઈ શકું અને તે માટે કર્તવ્યકર્મોને કરી શકે; પરંતુ બાહ્યવસ્તુઓમાં હું તું અહેમમત્વ આદિ પરિણામથી બંધાઉં નહિ એજ આત્માની તટસ્થતા ક્ષણ માત્ર પણ વિસારલા એગ્ય નથી. બાહ્યાલૌકિકકર્તવ્યકર્માધિકારે સ્વફરજ પ્રમાણે બાહ્યલૌકિક કર્તકર્મોને વિવેકદૃષ્ટિથી કરતાં ચેડા મહારાજની પેઠે આવશ્યક કર્તવ્ય રણસંગ્રામથી બાહ્યપ્રાણુનો નાશ થાય તો ભલે થાઓ પરંતુ પાછો ન હઠી શકું-એમ નિર્ભયદષ્ટિ ધારણ કરીને લૌકિકકર્તવ્યકર્મમાં પ્રવર્તવાની જરૂર છે. સાત પ્રકારના ભયમાથી કોઈ પણ ભયથી લૌકિકકર્તવ્ય કર્મો કરતાં ગૃહાવાસસ્થિતિના અધિકારને બજાવતા પાછો ન હડી શકું અને અન્તરમા બાહ્યકર્મો સંબધી વિકલ્પ સંકલ્પ ખુદને ન ધારણ કરી શકે એ મારે બાહ્ય વ્યાવહારિક કર્તવ્યધર્મ છે. બાહ્યલૌકિકકર્તવ્યકર્મોને બાહ્યાધિકાર પ્રમાણે કરવાની જરૂર છે પરંતુ આત્માના શુદ્ધોપચાગે આત્માની તટસ્થતા અને સાક્ષીપણું અન્તરમાં ખાસ રાખવાનું છે કુમારપાળરાજાએ હાથીની અંબાડી પર પડાવશ્યક ક્રિયાને કરીને બાહ્ય ક્ષાત્રકર્મની ફરજ અદા કરી હતી. સ્વાધિકાર સુરજને અદા કરતા શરીર વગેરેના મમત્વને ત્યાગ કરવો જોઈએ. જે જે અશે શરીર મમત્વ અને કાર્યમમત્વને ત્યાગ થતું જાય છે અને સ્વફરજને અદા કરવામાં લૌકિકકર્મપ્રવૃત્તિ થયા કરે છે તે તે અંશે અતરમા ત્યાગ નિસંગ અને નિરહ ભાવ વૃદ્ધિ પામતે જાય છે. અમુક કાર્યને અમુક લૌકિક પ્રજનથી કરવાનું છે અને તેથી અમુક જાતની લૌકિક જીવનપ્રગતિ થવાની છે અને તે કર્મ કરવાની બાહાથી મારી પર ફરજ આવી પડેલી છે તે બજાવવી જ જોઈએ એમ અનુભવ કરીને લૌકિકકર્તવ્યકર્મોમા પ્રવર્તતા અન્તરથી નિર્લેપ રહેવું જોઈએ. આર્થિકાદિ સ્થિતિ સુધારવા, શારીરિકાદિ સ્થિતિ સુધારવા, આજીવિકાદિના જે જે હેતુઓ હોય તેમાં પ્રવૃત્ત થવા મારા અધિ