________________
(૪૦)
શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન
આવે તે તે અનિષ્ટ કર્મો જાણવા. જે સમયે મનુષ્ય જે અવસ્થામાં મૂકાયે હોય અને તે સમયે તેની ફરજ તરીકે જે જે કર્મો કરવાને સ્વઅધિકાર હોય તે ન સાચવે અને તે અધિકાર ફરજને ત્યાગ કરીને અન્ય પ્રવૃત્તિ કરે તો તેને માટે તે અનિષ્ટક જાણવા. પ્રથમ સ્વવ્યકિત પશ્ચાત્ ગૃહજન પશ્ચાત્ કુટુંબજન પશ્ચાત્ પિળ પશ્ચાત્ ગામ પશ્ચાત્ જીલ્લો પશ્ચાત પ્રાત પશ્ચાત્ દેશ સમાજ વગેરે પ્રતિ જે જે લૌકિકાવશ્યક ફરજો બજાવવાની હોય તેનો ત્યાગ કરીને જે મનુષ્ય અન્યથા પ્રવૃત્તિ કરે છે તે અન્યથા પ્રવૃત્તિરૂપ કર્મોને અનિષ્ટક તરીકે જાણવા, સર્વ પ્રકારના બળનું જે હરણ કરે એવા જે જે કર્મો હોય તેઓને અનિષ્ટકર્મો તરીકે જાણવાં. અલ્પ લાભ અને મહાહાનિકારક જે જે કર્મો કરવામા આવે તે તે અનિષ્ટકર્મો જાણીને તેઓને લૌકિકવિવેક દૃષ્ટિએ ત્યાગ કરો. લૌકિક ઈટ વિચારવડે અને લૌકિક અનિષ્ટવિચારવડે લૌકિકઈષ્ટાચાર અને અનિષ્ટાચારને પ્રવાહ પડે છે. લૌકિક ઈષ્ટ વિચારનું દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવ સ્વરૂપ અવધવામાં આવે છે તે જ લૌકિક ઈષ્ટકર્મને દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવે આચરી શકાય છે. લૌકિક ઈષ્ટ વિચારેને જે મનુષ્ય સ્વ અને પર પ્રતિ અધિકારભેદે આજીવિકાદિ હેતુભૂત તરીકે અવબોધે છે તે જ મનુષ્ય લૌકિક ઈટ કને સ્વ અને પર પ્રતિ અધિકાર પરત્વે આવશ્યક આજીવિકાદિ નિમિત્ત અવબોધીને કરવા અને કરાવવા સમર્થ થાય છે અને તેમાં તરતમયેગે યતના સેવનાને શક્તિમાન થાય છે. લોકિક જે જે ઈષ્ટ કર્મો હોય છે તે અધિકાર અને અવસ્થાભેદે અનિષ્ટતાને ભજે છે અને લોકિક જે જે અનિષ્ટ કર્મો હોય છે તેજ કર્મો અધિકાર અને અવસ્થાભેદે ઈષ્ટતાને ભજે છે. કેઈ પણ કલમા અને કઈ પણ દેશમા-સ્થાનમાં કઈ પણ કાર્યમાં કઈ પણ વિધિથી કોઈ પણ અધિકારથી–કોઈ પણ અવસ્થાથી અને પ્રાપ્ત થએલ સાનુકૂલાદિ સાગથી જે જે કર્મો કરવામાં આવે તેમા સ્વાર્થે ઈષ્ટત્વ અને પરાર્થે ઈષ્ટત્વ-કુટુંબાર્થે ઈષ્ટત્વ–સમાજ અને દેશાર્થે ઈષ્ટત્વ આદિ જે જે ઈષ્ટત્વ જે જે દૃષ્ટિએ અવબોધાતું હોય તે અવલોકવું અને જે જે દૃષ્ટિએ જે કર્મોના અનિષ્ટત્વ અવબોધાતું હોય તે નિરીક્ષવું અને પશ્ચાત્ ઈષ્ટત્વયુક્ત કમેને યથાશક્તિ આદરવા અને અનિષ્ટને ત્યાગ કર. ઈષ્ટાનિષ્ટ કર્મોને ચારે બાજુએથી વિવેક ક્ય પશ્ચાત્ ઈષ્ટકર્મોની સ્વાત્મવિવેકથી કરેલી નિશ્ચથતા સત્યસુખ સમર્પવા શકિતમાન થાય છે. વિવેકપૂર્વક ઈટાનિષ્ટકને વિવેક કર્યા પશ્ચાત વિજ્ઞાને જે જે કર્મો કરવામાં આવે છે તેમાં પશ્ચાત્તાપપાત્રભૂત થવાનો પ્રાયપ્રસંગ પ્રાપ્ત થતું નથી અને પ્રાય લાભાર્થે સ્વકર્મ પ્રવૃત્તિરૂપ ફરજને સમ્યકપણે અદા કરી શકાય છે. અમુક કાર્ય જે કરવા માટે પ્રવૃત્તિ થાય છે તે ઈષ્ટ છે વા અનિષ્ટ છે તેને પરિપૂર્ણ વિવેક કરવો જોઈએ. ઈટાનિષ્ટ કર્મને પરિપૂર્ણ વિવેક કર્યા વિનાની પ્રવૃત્તિ ખરેખર અન્ય પ્રવૃત્તિ વા સમ્મર્શિમની પ્રવૃત્તિ ગણાય છે અને એવી વિવેકવિનાની