________________
----
કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સ્વાધિકાર યોગ્ય આચરવી.
( ૧૯ ).
શકાય; પરન્તુ વ્યવહાર અને નિશ્ચયથી–દ્રવ્ય અને ભાવથી-ઉપાદાન અને નિમિત્તથી સાધનભાવ અને સાધ્યભાવથી કર્તવ્ય જે જે કર્મો હોય તેઓને કરવામાં સ્વાધિકારની યોગ્યતા કેટલી છે તેનો સમ્યમ્ નિર્ણય કરી પશ્ચાત્ કર્તવ્ય કર્મમાં તટસ્થ સાક્ષીભૂત થઈને પ્રવર્તનારા, કર્મને આચરતા છતા, કષાને મન્દ કરતા છતા અને સામાન્ય દશાથી ઉચ્ચગુણ સ્થાનક પ્રતિ પ્રગતિ કરતા છતા અને ઉપર ઉપરની ગુણસ્થાનકની ચોગ્યતા પામી ભિન્ન ભિન્ન ઉચ્ચ શુદ્ધ કર્તવ્ય કર્મ કરનારા વિરલ મહાત્માઓ અવલોકી શકાય છે. એવા કર્મચાગી મહાત્માઓ, સર્વ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પશ્ચાત્ સર્વ કર્મથી વિમુક્ત થઈને પરમાત્મપદને પ્રાપ્ત કરે છે, શ્રી મહાવીર પ્રભુ જ્યારે ગૃહાવાસમાં હતા ત્યારે ત્રણ જ્ઞાન છતાં ગૃહાવાસીયસ્વકર્તવ્યધર્મકર્મયોગોને આચરતા હતા અને જ્યારે તેઓ ત્યાગાવસ્થાના અધિકારને પામ્યા ત્યારે ત્યાગમાર્ગના કર્તવ્યધર્મમા તલ્લીન થયા અને અનેક પરિસહ વેઠી આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવી શ્રીતીર્થની સ્થાપના કરી અને તીર્થકર તરીકેના સ્વાધિકારવિશિષ્ટસર્વધર્મર્તવ્ય કર્મવ્યવહારને અનુસર્યા, પશ્ચાત્ તીર્થ કરત્વનો અધિકાર સમાપ્ત થતા સિદ્ધિપદને પામ્યા અને વ્યાવહારિક સર્વ કચકર્મોથી અને જ્ઞાનાવરણીયાદિ અષ્ટધાથી વિમુક્ત થયા. એ ઉપરથી અવબેધવાનું કે મનુષ્ય જે જે દશાને (અવસ્થાને) પ્રાપ્ત કરી હોય તે તે દશાના સ્વયોગ્યકર્તવ્યકર્મમાં વિવેકપૂર્વક તત્પર રહેવું, અને જ્ઞાનવૈરાગ્યબળે અન્તરથી નિર્લેપ રહી ઉપરની ઉચ્ચ અવસ્થાની દશાને પ્રાપ્ત કરવાના અધિકારી બનવું તેમજ ઉત્તારની ઉચ્ચાવસ્થાઓને સ્વાધિકારમા રહી પ્રાપ્ત કરવા અધિકારી બની સ્વકર્તવ્ય સર્વપ્રવૃત્તિ કર્યા કરવી. સ્વાધિકાર જે જે વ્યાવહારિક આવશ્યક પ્રવૃત્તિ કરવાની હોય અને તેના કરતા અન્ય પ્રવૃત્તિ નિર્દોષ જણાતી હોય પરંતુ તેમાં સ્વાધિકાર યોગ્યતા ન હોય અને તે કરવામાં કઈ મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને ત્યાગી-સ્વાધિકાર ભિન્ન અન્ય પ્રવૃત્તિને ગ્રહે છે તે તે ઉભયતભ્રષ્ટ બની સહસમુખવિનિપાતને પ્રાપ્ત કરે છે. અતએ અન્ય પ્રવૃત્તિ કરતા સદષપ્રવૃત્તિયો સ્વાધિકાર હોય તથાપિ તે કરવાને અન્તરથી નિર્લેપ રહી પ્રવૃત્તિ કરવી જોઈએ જ્યા સુધી જે અવસ્થામાં સ્થિતિ કરવી પડે તાવત્ તે દશાની અધિકારિતાની આવશ્યક પ્રવૃત્તિને અવલંબવી પડે એ ન્યાયે છે ન્યાયાધીશને ન્યાયાધીશના અધિકાર પ્રમાણે ન્યાય આપી શિક્ષાદિ કર્તવ્ય કરવા જોઈએ અને જદારે
જદારના અધિકારપ્રમાણે, યાવત્ એ સ્થિતિ છે તાવત ફિજદાર ચોગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ અધિકારના પરાવર્તનની સાથે જે જે અધિકાર પ્રાપ્ત થાય છે તેવી પ્રવૃત્તિ
કરવાની હોય છે અને પૂર્વના અધિકારની પ્રવૃત્તિને ત્યાગવાની હોય છે, જે જે મનુષ્ય આ પ્રારબ્બાદિયેગે જે જે દશામાં અવસ્થિત છે તે તે દિશામાં આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે - અન્તરથી નિર્લેપ રહી સ્વાધિકાર પ્રવૃત્તિને કરે છે તે તે મનુષ્ય ઉપરની ઉચદશાના