________________
ઈબ્રાનિષ્ઠાદિ કર્મનું સ્વરૂપ
( ૩૭ )
થાય છે. લૌકિક જીવનાદિપ્રગતિકારકકર્મપ્રવૃત્તિમાં ગૃહસ્થદશામા લેકેને પ્રવૃત્ત થયા વિના છૂટકે નથી અને તેવી પ્રવૃત્તિ વિના તે ગૃહસંસાર ચલાવવાને શક્તિમાન થઈ શક્તો નથી. અએવ સ્વયેગ્ર દેશકાલદ્રવ્યભાવાનુસારે સ્વાધિકાર કર્મપ્રવૃત્તિને વિવેકબુદ્ધિથી હેયાદેયને નિર્ણય કરી કર્મમાર્ગમાં પ્રવર્તવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. લૌકિક જીવનકાર્ય પ્રવૃત્તિ ખરેખર દેશકાલાનુસાર અભિનવપય પરિણમતી હેવાથી જે જે દેશકાલે જે જે પ્રવૃત્તિ સ્વાછવિકાદિ માટે આજુબાજુના સાનુકૂલ સંગોએ ચોગ્ય હોય તે આદરવી પડે છે. જગતમા અનાદિકાલથી એ પ્રમાણે કર્મક્રિયાસૂત્ર વહે છે અને અનન્ત કાલપર્યત વહેશે, એમ કંઈ આશ્ચર્ય નથી કારણ કે એ એવા પ્રકારની કુદરતી સ્થિતિ (નૈસર્ગિક સ્થિતિ) છે. લૌકિકકર્મ પ્રવૃત્તિને સ્વપિંડમા જેવો અનુભવ કરાય છે તે બ્રહ્માડમાં અનુભવ કરાય છે. જ્યાં સુધી ગ્રહદશામાં સ્થિતિ છે અને જ્યાં સુધી ઉદરપૂર્તિ આદિની અપેક્ષા છે ત્યા સુધી લૌકિકર્મ પ્રવૃત્તિમા ગૃહીઓને સ્વાર્થે-કુબાથેત્યાગી સેવાર્થ-જ્ઞાતિ માટે સમાજ માટે અને દેશ માટે પ્રવર્તવાને અધિકાર છે એમ અનેક દરિયેથી સાપેક્ષપણે જે અવધે છે તે કર્મપ્રવૃત્તિને હેયાદેયપૂર્વક કરવા અધિકારી બને છે અને એવા ઉપર્યુક્તાધિકારપ્રમાણે લૌકિક ક્રિયાઓ કરવા એગ્ય છે.
અવતરણ–ઉપર પ્રમાણે કહ્યા પછી અધુના ઈટાનિકાદિ કર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવવામાં આવે છે. અહ૫ પાપ દોષની સાથે મહાપુણ્ય થાય તો તે ઈષ્ટ કર્મ છે.
છો. इष्टेतराणि कर्माणि लौकिकानि निवोध वै । राजसं तामसं कर्म सात्विकं त्रिविधं स्मृतम् ॥ ९ ॥ तमोरजससत्त्वबुद्धया तामसादिविभेदतः॥ विज्ञाय सर्वकर्माणि स्वाधिकारे स्थिरो भव ॥ १० ॥
શબ્દાર્થ–ઈષ્ટ અને અનિષ્ટ એવા લૌકિક કર્મોના બે ભેદ છે. રાજસ તામસ અને સાત્વિક એ ત્રણ પ્રકારના કર્મો અવબોધવા તમેરજસસબુદ્ધિવડે તામસાદિ વિભેદવાળા સર્વ કાર્યો જાણીને સ્વાધિકાને કર્તવ્ય કર્મમા સ્થિર થા
ભાવાર્થ–તમેગુણપ્રધાન બુદ્ધિથી જે જે કાર્યો કરાય તે તામસ કર્મો અવબોધવા;