________________
( ૩૨ )
શ્રી કર્મચાગ પ્રથ-વિવેચન.
નથી. ઔત્સર્ગિકમાર્ગે જે ક્રિયાઓ કરવા એણ્ય થાય છે તેજ ક્રિયાઓ અમુકદ્રવ્યક્ષેત્રભાગે આપવાદિકમાર્ગે નહિં કરવા ચોગ્ય થાય છે. આપત્તિકાલે અમુક ક્ષેત્રાશ્રિત મનુષ્યને જે ક્રિયાઓ પૂર્વ નહિં કરવા યોગ્ય લાગે છે તેજ ક્રિયાઓ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ધ મનુષ્યને આપત્તિકાલમા દુભિક્ષકાલમાં આજીવિકાદિકાર્યો માટે પૂર્વે અમુક પ્રત્યક્ષેત્રકાલભાવે જે જે ક્રિયાઓ વિવેકવડે આકરણીય ધારેલી હોય છે તેજ ક્લિાઓ ખરેખર તે સમયે વિવેકવડે કરવી પડે છે અને તેમજ દુર્ભિક્ષાદિ આપત્તિકાલમાં મનુષ્યને અમુક દ્રવ્યાદિગે વિકત જે જે કાર્યોની ક્રિયાઓ કરણયરૂપ ધારેલી હોય છે તેજ ક્રિયાઓ ખરેખર આપત્તિ વિનાના કાલમા વિવેકત અકરણય ધારવામાં આવે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વવ્યક્તિ અને સમાજને પણ લૌકિક વ્યવહારના ઉત્સર્ગ અને અપવાદ માર્ગે લૌકિક ક્રિયાઓ પૈકી પ્રત્યેક ક્રિયા ખરેખર ર્તવ્ય અને અકર્તવ્યરૂપ છે. જે યિાઓ આદેયરૂપ છે તેજ ક્રિયાઓ અમુક દ્રવ્યાદિક સંગે પામી હેયતાને ભજે છે લૌકિક વ્યવહારયિાઓનું અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવે વિવેકવડે કર્તવ્ય અને અકર્તવ્યરૂપ જ્ઞાન જેમ જેમ સર્વ બાબતેમાં વધતું જાય છે તેમ તેમ મનુષ્ય સર્વ લૌકિક ક્રિયાઓના કર્તવ્યાકર્તવ્યજ્ઞાનને આચાર્ય બનતું જાય છે. લૌકિક જે જે આવશ્યક ક્રિયાઓ છે તેનું વિવેકવડે સમ્યગજ્ઞાન થાય છે વિષેશ રામો નિધિ. વિવેક એ દશમે નિધિ છે. વિવેક વિનાને મનુષ્ય તે પશુની આહારાદિ સંજ્ઞાગે થતી નૈસર્ગિકક્રિયાઓના કરતાં કનિષક્રિયાઓ કરનાર અવબોધે. આવશ્યક લૌકિકકર્મોની વચ્ચે રહેલે મનુષ્ય વિવેકવડે આવશ્યક લૌકિક ક્રિયાઓ કરતો છતો પણ બંધાતો નથી અત એવ હેયાદેયનુ સમ્યકસ્વરૂપ અવધકવિવેકની જેટલી પ્રશંસા કરીએ તેટલી જૂન છે. જે જે ક્રિયાઓ અમુક સંગમા કરવાની હોય તેઓને હેય અને આદેય દૃષ્ટિથી વિવેક કરવાથી કર્મચગના સમ્યમાર્ગમા ગમન કરતા અનેક જાતની ખલનાઓ થતી નથી. મનુષ્યો વિવેકવિના કેચિત્ કાર્યોને અપ્રસગે કરીને તેમા તનમનધન વગેરે શક્તિયોનો દુરુપયેગ કરે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વ માટે વા સમાજ માટે જે પ્રવૃત્તિ આદરવાની આવશ્યક્તા ન હોય અને તે ક્રિયાથી કઈ પણ જાતના લાભને સ્થાને બહુ હાનિ અવબોધાતી હોય તેવી ક્રિયાઓને કરવાથી મનુષ્ય વાસ્તવિક લૌકિકજીવનાદિ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. અત એવ જે જે કંઈ કરવું તે યાદેયના સભ્ય વિવેકપૂર્વક કરવું-એજ મનુષ્યને ઉચિત છે મનુષ્ય જિંદગીને એક ક્ષણ પણ પરાર્ધ મહેર કરતા ઉત્તમ છે તેથી બાહ્યાજીવિકાદિ સાધને માટે અને વ્યાવહારિક પ્રગતિ માટે જે જે લૌકિકકિયાઓ ચોગ્ય હોય તેને વિવેકજ્ઞાનપૂર્વક નિર્ણય કરી સ્વયે કિયા કરવી એ આવશ્યલૌકિક કર્તવ્ય છે. કરણીય આવશ્યક લૌકિકકિયાઓને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે એવી રીતે કરવી જોઈએ કે જેથી દેશોન્નતિ ધર્મોન્નતિ આત્મોન્નતિ સમાજેન્નતિ સંઘન્નતિ જ્ઞાનેતિ શારીરિકેન્નતિ