________________
-
-
-
-
-
-
-
લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું વરૂપ.
(૨૭)
અને અન્ય દષ્ટિએ યિાઓના આવશ્યકત્વ–મહત્વઉપયોગિત્વ અને કરણીયત્વના અજ્ઞાતાઓ છે તેઓ સંકુચિત દ્રષ્ટિથી લૌકિકવ્યાવહારિક ક્રિયાઓને અવધી તેઓનું સંકીર્ણક્ષેત્ર કરીને ઉપયોગિ કિયાઓના નાશપ્રતિ સ્વપ્રવૃત્તિ કરે છે. કેઈ પણ ક્રિયા વા આચારનું અનેક દૃષ્ટિથી સ્વરૂપની પરીક્ષા કરી પશ્ચાત તેમા સુધારાવધારાની પ્રવૃત્તિ કરવી અનેક દષ્ટિથી ક્ષિાઓનું વ્યવહારમા અસ્તિત્વ પ્રાકટ્ય આરૂઢ થયેલું છે તે યદિ ન અવબોધાય તો પરિણામ એ આવે કે વ્યવહારપ્રવૃત્તયિાઓનું રૂઢત્વ થઈ જાય. પૂર્વે જે જે દેશમાં જે જે મનુષ્યમાં જે જે આચારકિયાઓ પ્રવર્તતી હતી અને વર્તમાનમાં જે જે લૌકિકાચાર ક્રિયાઓ પ્રવર્તે છે તેનું અનુભવ દૃષ્ટિએ સ્વરૂપ તપાસવાની જરૂર છે ભિન્ન ભિન્ન દેશીય મનુષ્યમાં ભિજ્ઞાચાર ક્રિયાઓ પ્રવર્તે છે તેના પ્રવર્તકે જ્ઞાનીઓ વા અજ્ઞાનીઓ હતા અને તે સમયે તે તે દેશકાલની સ્થિતિએ તે તે લૌકિકકિયાઓનું કેટલુ ઉપગિત્વ હતું અને વર્તમાનમાં તેઓનું કેટલું ઉપયોગિવ છે તેને વિવેક દષ્ટિએ અનુભવ કર્યાથી વર્તમાનમાં વ્યણિભેદે અને સમણિભેદે તે તે ક્રિયાઓનું આદરણયત્વ અવબોધવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સર્વ લૌકિકક્રિયાઓ ઉપયોગી છે કે કેમ ? અને તેમા કંઈ સુધારાવધારો કરવાની જરૂર છે કે કેમ? વા તેઓનું પરાવર્તન કરી તેઓના સ્થાને અન્ય ક્રિયાઓની પ્રકટતા ઉપગી છે કે કેમ? તેને જેઓ પરિપૂર્ણ નિર્ણય કરીને વર્તમાનિક આચારકિયાઓમાં વ્યક્તિભેદે પ્રવૃત્ત થાય છે તેઓ વાર્તસાનિક સ્વફરજની આવશ્યક ક્રિયાઓને કરી સ્વનું તથા વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું મહત્વ જ્યા સુધી લૌકિક વ્યવહારમા વર્તવું પડે છે ત્યા સુધી અવબેધવું લોકિક ક્રિયાઓને લોકિકવ્યવહારજીવનમા
જ્યાં સુધી વર્તવાનું હોય છે ત્યા સુધી કર્યા વિના છૂટકે થવાનું નથી અને તેમજ તેવી દશામા તેવી ક્રિયાઓ કર્યા વિના લૌકિકધર્મનું અને લૌકિકમાર્ગનું સંરક્ષણ થઈ શકતું નથી. લૌકિકદષ્ટિએ લેકે, લૌકિકકિયાઓ કરીને લૌકિકપ્રગતિદ્રારા આત્મન્નિતિના શિખરે આરોહવા શક્તિમાન થાય છે લૌકિકક્રિયાઓની ઉપગિતા અને મહત્તા અવબોધીને લૌકિક જીવનપ્રગતિનું સંરક્ષણ કરવું જોઈએ. લૌકિકજીવન પ્રગતિરૂપ સાધન વિના લકત્તર ધર્મપ્રવૃત્તિને ચિરસ્થાયીભાવ રહી શક્તો નથી જે દેશમાં જે કાલમા લૌકિકજીવન પ્રગતિકારક મહાત્માઓ હોય છે તે દેશમાં તે કાલમા લકત્તર ધાર્મિક જીવનપ્રગતિના ઉપાયોનું અસ્તિત્વ અને તેનું સંરક્ષકત્વ સમ્યક પ્રવર્તે છે એમ લૌકિક પ્રવૃત્તિદષ્ટિએ અનુભવ કરી શકાય છે. લૌકિકજીવનના વિચારભેદે લૌકિકાચારના–ક્રિયાઓના ભેદ પડે છે. લૌકિકવિચારોનું વ્યક્તિ પરત્વે અને સમાજ પરત્વે જેમ જેમ ઔદાર્ય પ્રગટે છે તેમ તેમ લૌકિકાચાનું ઔદાર્ય પ્રકટે છે. વિચારે એ આચારનું મૂળ છે. વિચારે એ મેઘ સમાન છે અને આચારે એ નદી સમાન છે વિચારોની સુધારણાએ આચા-ક્રિયાઓની સુધારણાઓ થઈ શકે છે ક્રિયાઓ જે જે પ્રવર્તે છે તેની પૂર્વે વિચારો હેય છે.