________________
(૨૮)
શ્રી કર્મવેગ ગ્રંથ-વિવેચન
લૌકિક પ્રવૃત્તિના જે જે કાલમાં જેવા જેવા વિચાર પ્રકટે છે તેવા તેવા તે તે દેશમાં તે તે કાલમાં આચારે પ્રવર્તે છે. કદાપિ પૂર્વકાલથી કોઈ કિયા પ્રવર્તતી હોય છે તે પણ દેશકાલ અને અધિકારાનુસારે ક્રિયામાં સુધારો થયા કરે છે. આચારે પ્રવૃત્તિના સમ્યમ્ સ્વરૂપના અનવબોધ ક્ષેત્રકાલાધિકારપર પ્રવૃત્તિમાર્ગમાં યથાર્થ રીત્યા પ્રવર્તી શકાતું નથી એમ અવબોધાશે. પ્રવૃત્તિમાર્ગના કારણભેદે અનેક ભેદ પડે છે અને તે વિચારાદિગે આવશ્યકણિત પડેલા છે એમ અવધવાનીસહ વિચારવું જોઈએ કે જે જે પ્રવૃત્તિ સ્વાધિકાર એગ્ય છે અને જે જે પ્રવૃત્તિ બાહ્ય ફરજ દૃષ્ટિએ કરવા સંરક્ષવા યોગ્ય અને પ્રવર્તાવવા એગ્ય છે તેમા આત્મબળપૂર્વક પ્રવૃત્ત થવાની ખાસ જરૂર છે જે તેમાં આત્મબળપૂર્વક પ્રવૃત્ત ન થવાય તે લૌકિક પ્રગતિ સામ્રાજ્યનો વિનાશ થયા વિના ન રહી શકે અને તેથી વર્તમાન અને ભવિષ્યની સ્વકીયસંતતિને લૌકિક પ્રગતિના અભાવે પરકીય લાકિસ્પ્રવૃત્તિ પ્રગતિ સત્તાખલ નીચે પરતંત્ર રહેવું પડે અએવ લૌકિક ક્રિયાઓ-લૌકિકાચારે અને લૌકિક પ્રવૃત્તિ કે જેઓ આત્મોન્નતિ-સમાજોન્નતિ-સંઘોન્નતિ-દેશોન્નતિ કુટુંબન્નતિ અને વિશ્વોન્નતિમાં અલ્પષ અને મહાલાપૂર્વક કારણભૂત છે તેઓને લેકેએ લૌકિકવ્યવહાર સ્વીકારવી જોઈએ અને તેઓના અસ્તિત્વસંરક્ષક બીજકોનું રક્ષણ કરવું જોઈએ. પરસ્પર લૌકિકોપગ્રહાથે લૌકિક પ્રવૃત્તિ વસ્તુત હોય છે એમ તે પ્રવૃત્તિના અન્તર્ગર્ભમાં ઉતર્યાથી સુજ્ઞજનોને અવગત થશે એમાં કંઈપણ સંશય નથી. આજીવિકા સ્વાસ્તિત્વ વ્યક્તિત્વસંરક્ષકાદિ લૌકિક પ્રવૃત્તિથી પારમાર્થિક પ્રવૃત્તિનું પ્રગતિત્વ સંરક્ષાય છે અને પરિણામે વૈરાગ્યજ્ઞાનાદિદશા પરિપકવ થતાની સાથે સર્વવિરતિપ્રવૃત્તિને પણ સમ્યક આદર કરી શકાય છે. વ્યાવહારિકોન્નતિની સાથે ધાર્મિકોન્નતિસંરક્ષકબીજકોનું અસ્તિત્વ સંરક્ષવાની લૌકિક જે જે પ્રવૃત્તિ અવબોધાતી હોય તે લૌકિકસ્વાધિકારે આદરણીય છે. લૌકિક પ્રવૃત્તિના સર્વ ભેદે, એક બીજાથી વિરૂદ્ધદષ્ટિએ પરસ્પર અપ્રશસ્ય અને અયોગ્ય લાગે છે. પરન્ત પ્રત્યેક પ્રવૃત્તિની આવશ્યક્તા અને તેની અસ્તિતાની દૃષ્ટિએ તે પ્રવૃત્તિના ભેદે પરસ્પર અવિરૂદ્ધ છે એમ પ્રત્યેકના દેશકાલની આજુબાજુની પરિસ્થિતિ અને અધિકારઆદિનો વિચાર કરતા નિશ્ચયીભૂત થયા વિના રહી શકશે નહિ. એક મનુષ્યને અમુક બાબતની પ્રવૃત્તિ ખરેખર તેના સોના અનુસાર સ્વાધિકારથી કર્તવ્ય છે, પરંતુ તે પ્રવૃત્તિને અન્ય પ્રવૃત્તિમાં પ્રવર્તક અગ્ય ગણે છે તેથી તેણે સ્વપ્રવૃત્તિનો ત્યાગ કરી ભ્રષ્ટ ન બનવું જોઈએ. લૌકિકસ્વાધિકાર જે પ્રવૃત્તિ પ્રશસ્ય ગણાતી હોય તેને ભિન્નાધિકારવાળે ભિન્ન પ્રવૃત્તિની દ્રષ્ટિથી અપ્રશસ્ય ગણે એ સંભાવનીય છે પરંતુ તેટલાથી તેણે સ્વાધિકાર પ્રવૃત્તિને ન ત્યજવી જોઈએ. સર્વ વિશ્વજનોને અમુક એકજ પ્રવૃત્તિ પ્રશસ્ય અને યોગ્ય લાગે એવું લૌકિક દૃષ્ટિએ કદાપિ બન્યું નથી, બનતું નથી, અને ભવિષ્યમાં બનનાર નથી. પ્રવૃત્તિમાર્ગના સમ્યજ્ઞાનપૂર્વક સ્વાધિકારાગ્ય જે જે