________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) થઈ શકે નહિ. દેશ, કાલ, અને ક્ષેત્ર, એ ત્રણ અધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિ માટે ઉપયોગી છે. અધ્યાત્મવિદ્યા એ આપણું ખરું જીવન છે અને એવા જીવનથી જીવવું એજ આપણું અમરપણે જાણવું.
આખી દુનિયામાં અધ્યાત્મજ્ઞાનવડે સમાન ભાવ ફેલાવી શકાય છે. દરેક ધર્મવાળાએ ભાતૃભાવ–મૈત્રી–સલાહ-સંપ અને ઐક્યનાં, ભાષણેદ્વારા બણગાં ફેંકે છે પણ, અધ્યાત્મજ્ઞાનના ઉંડાણ પ્રદેશમાં પ્રવેશ્યાવિના સમાનભાવની દૃષ્ટિથી જગતને દેખી શકાય નહિ, તેમજ તે પ્રમાણે જગતમાં વતી શકાય નહિ. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવાથી, સમાનભાવમાં આભા પ્રકાશે છે અને તેથી તે સ્વાર્થ માટે કઈ પણ દુનિયાના જીવને ઉદ્વેગ પમાડતો નથી. અધ્યાત્મજ્ઞાન કહે છે કે, સમાનભાવ માટે પ્રથમ મને આવકાર આપો ! હું તમને સમભાવની સપાટીપર લઈ જઈશ અને ત્યાં, તમને સર્વ દુનિયા સમાન લાગશે. જે અધ્યાત્મજ્ઞાનવ સમાનભાવ ખીલે છે, એ સમાનભાવની દિશામાં ગમન કરીને તતસંબધી વિચાર કર જોઈએ. સમાનભાવ એ જીવનનું મેટું રહસ્ય છે. તે દુઃખને દૂર કરે છે
અને સુખને દઢ કરે છે. તે વિરોધને ટાળે છે અને સમાનભાવ. વિરૂદ્ધતાને ખાળે છે–કઠીનમાં કઠીન હૃદયને પિગાળે છે
અને ધર્મના સુન્દર અંશને પોષે છે. આર્ય જૈનધર્મના મેટા સિદ્ધાંતનું મૂળ સમાનભાવ છે. “એકબીજાને સમાન ગણે, તમારે આત્મા ગમે તે આત્માના સરખે છે એવો ભાવ રાખીને દુનિયામાં પ્રવર્તે, પશ્ચાત્ તમારું જીવન ખરેખર વિદ્યુતની પેઠે ઉન્નત થશે.” આપણે તીર્થંકરોએ, અને મહાત્માઓએ સમાનભાવ તરફ ઉન્નતિને નિશ્ચય દર્શાવ્યો છે. એક વિદ્વાને કઈ મહાત્માને પૂછયું કે, આપણો ઉદય શામાં છે? મહાત્માએ કહ્યું કે, “સમાનભાવમાં.” સમાનભાવથી મનુષ્ય આખી દુનિયામાં દરેકના હૃદય ઉપર જબરી શ્રદ્ધા ચલાવી શકે છે. સર્વ પ્રકારની વાસનાને સંકુચિત પ્રદેશમાંથી છૂટવું હોય તે, સમાનભાવથી હ્રદય ભરી દે. જે તમારે ભેદભાવનાના યુદ્ધ વિચારેને પ્લેગ શમાવવો હોય તો સમાનભાવની ઉપાસના કરે ! શુદ્ધ પ્રેમસિવાય સમાનભાવ આવી શકે નહિ. કેનન કૅરર કહે છે કે “આ પણે ઘણીવાર ઉદ્યોગ કરતાં સમાનભાવથી વધારે હિત કરીએ છીએ. માણસ, પદવી, અધિકાર, દ્રવ્ય, અને શરીરસુખ ખુએ, પણ સંતોષથી સુખમાં જીવ્યા કરે.” એક વસ્તુ એવી છે કે તેવિના જીંદગી ભારરૂપ થઈ પડે, અને તે સમાનભાવે છે. સમાનભાવ અન્ય હદયમાં પ્રીતિ અને આજ્ઞાધીનતા પ્રેરે છે.
For Private And Personal Use Only