________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) કરવામાં આવે છે તેનું ફળ અવશ્ય પરભવમાં મળે છે, એમ આત્મવાદીઓને વિશ્વાસ હોવાથી શુભ કાર્ય કરતાં કદી પાછળ પડતા નથી. આત્મવાદીઓ ખરા દેશવીર, અને ખરા ધર્મવીર પાકે છે. આત્મવાદીઓને પાતાળ કુવાની પેઠે પિતાના આત્મામાંથી ખરી શકિતથી સહાઓ મળી શકે છે. જડવાદીઓ-નાસ્તિક, પુનર્જન્મ માનતા નથી તેથી તેઓ આ ભવમાં જે કંઈ પ્રત્યક્ષ ફળ દેખાય તે જ માને છે અને પરોક્ષ ફળ માટે અવિશ્વાસની દષ્ટિએ ફરે છે તેથી તેઓ આન્તરિકબળ પ્રાપ્ત કરી શકતા નથી. આત્મવાદી એવું નામ માત્ર ધરાવનારાઓ, પોતાના કાર્યમાં જડવાદીઓ કરતાં પાછા હઠે તે જાણવું કે, તેઓ આત્મતત્વના ખરા સ્વરૂપને ઓળખી શકતા નથી. જડવાદીઓ કરતાં ખરા ચેતન્યવાદીઓ સર્વ બાબતોમાં વિજય
મેળવી શકે છે અને તેઓ જડવાદીઓને આશ્ચર્ય જડવાદીઓ ઉત્પન્ન કરે છે. જડવાદીઓ ખરેખર ખરા અધ્યાત્મઅને ચૈતન્ય વાદીઓના તાબામાં આવે છે અને તેઓ અધ્યાત્મવાદીઓને મુકાબલે.
વાદીઓના શિક બને છે. આત્મશ્રદ્ધાથી ચુસ્ત બનેલા
આત્મવાદીઓ આખી દુનિયાની નજરે આવે છે. અધ્યાત્મવાદીઓ શેક વા ઉદાસીન ચહેરે બેસી રહેતા નથી. અધ્યાત્મવાદીઓ ડર મીયાંની પેઠે ધર્મમાર્ગમાંથી પાછળ ફરનારા હોતા નથી? અધ્યાત્મવાદીઓ બાહ્ય અને આન્તરિક શક્તિને પોતપોતાના અધિકારપ્રમાણે ખીલવે છે.
આપણુ આર્યક્ષેત્રમાં અધ્યાત્મવિદ્યાએ સદાને માટે વાસ કર્યો છે. ધર્મના સ્થાપકે ખરેખર આર્યાવર્તમાં પાકે છે. આર્યક્ષેત્રની ભૂમિના વાતાવરણમાં કંઈ વિલક્ષણ તત્ત્વ રહ્યું છે કે, જે આર્યાવર્તના વતનીઓને આત્મવિદ્યાના પ્રદેશ તરફ આકર્ષ છે અને ધર્મમહાત્માઓને પોતાનામાં ઉત્પન્ન કરે છે. આર્યાવર્તના વિદ્વાનોનું અધ્યાત્મવિદ્યાતરફ છેવટે લક્ષ ખેંચાય છે.
આર્યાવર્તમાં ખરેખરી અધ્યાત્મવિદ્યા છે. આર્યદેશના મન
ને અધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિ માટે પાશ્ચાત્યના શિષ્ય આત્મજ્ઞાનથી બનાવાની જરૂર નથી. આર્યદેશમાં જન્મેલે મનુષ્ય આર્યભૂમીની પૂજ્યતા.
" અધ્યાત્મવિદ્યાની ખરેખરી પ્રાપ્તિ કરી શકે છે. પાશ્ચાત્ય
આદેશની અધ્યાત્મવિદ્યા ગ્રહણ કરે તે પૃથ્વીના કકડા માટે, લાખો મનુષ્યના પ્રાણુનો કદી નાશ થાય એવી મેહદશાને તાબે
For Private And Personal Use Only