________________
શ્રમણભગવંતા-ર
૭૩
મહારાજ મુહૂર્દમાં સંપૂર્ણ સહકાર આપી, સમેાવસરણની એ ઝ'ખનાને સાકાર બનાવી છે. તેમ જ બન્ને ગુરુબંધુઓએ ઉપકારી ગુરુદેવના છેલ્લાં ૩૨ વર્ષથી સતત સાન્નિધ્યમાં રહી, ગુરુભક્તિ-અનુભવજ્ઞાન આદિ ગુણા સ ́પાદન કર્યા છે. અને અત્યારે ગુરુભક્તિનાં મીટાં ફળ અનુભવી રહ્યા છે. પૂ. ધરાજાની પુણ્ય નિશ્રામાં મુંબઈ-માટુ'ગા, સુરત, ભાવનગર, સાબરમતી આદિ સ્થળોએ અંજનશલાકા ઉત્સવેા ઊજવાયા છે. અને મુંબઈ-માટુંગા, ચોપાટી, પ્રાર્થના સમાજ, કુર્લા, નેમિનાથજી ( પાયધુની ), કોટ તેમ જ સુરત–શાહપુર, વડાચૌટા, ગેાપીપુરા, છાપરીયા શેરી, દેસાઇ પાળ, ક્રીમ, ભાવનગર-સરદારનગર, મહાવીર વિદ્યાલય તથા અમદાવાદસાબરમતી, સરખેજ, લીબડી અને છેલ્લે તેઓશ્રીએ કરેલ જિનશાસન-પ્રભાવક પ્રસંગો ઉપર સુવર્ણ કળશની જેમ પાલીતાણા-સિદ્ધગિરિ ઉપર નવિનિત આવન દેવકુલિકાઓથી અત્યંત શાભાયમાન જિનપ્રાસાદોમાં ૫૦૪ પ્રભુજીની પ્રતિષ્ઠા કરી. વૃદ્ધાવસ્થા હોવા છતાં દરેકે દરેક પ્રભુજીને વાસક્ષેપ કરી જીવનને ધન્યતમ બનાવ્યુ. એટલે પાતે જ્યાં બિરાજમાન હોય ત્યાં સર્વત્ર ચેાથેા આરે પ્રવતે હાય તેમ સંને લાગતુ
જીવનની સર્વોત્કૃષ્ટ સાધનાને સિદ્ધ કરી ચૂકેલા આ દિવ્ય વિભૂતિની સોજિત્રા મુકામે સ. ૨૦૩૨ના વૈશાખ વદ ૧૩ની સાંજે તબિયત નરમ થવા સાથે હૃદયરોગના હુમલા થયા. મરણાસન્ન સ્થિતિની તીવ્ર અસર હોવા છતાં તેઓશ્રી પ્રસન્ન ચિત્ત વધુ ને વધુ સ્વાધ્યાયની મસ્તીમાં મહાલતા જણાતા હતા. આ સમયે સર્વ શ્રમણભગવંતા, સ ંઘના આગેવાના તથા ભાવિકગણ સેવામાં ખડે પગે હાજર હતા. જ્યારે ખીજી બાજુ જીવનદીપ બુઝાવાની તૈયારીમાં વધુ ને વધુ આત્મતેજ પાથરતા જતા હતા. પૂજ્યશ્રીના ‘ૐ હ્રીઁ અહં નમઃ ’ને જાપ ચાલુ જ હતેા. જાણે જીવનપય''ત કરેલી ગુરુસેવા, શ્રુતાપાસના અને શાસનાપાસના જ ન હોય શું ! વહેલી સવારે ૪ કલાક અને ૦૨ મિનિટે, જાણે ભૂમિતલ ઉપરનુ તેમનું કાર્ય પૂર્ણ થયું હોય તેમ, સ્વગે` પધાર્યા. તે પહેલાં ત્રણ-સાડાત્રણ વાગે તે તેમની નિત્યક્રમાનુસાર નવકારવાળી, જાપ–ધ્યાન, જીવનમાં કરેલી યાત્રાએનું સ'સ્મરણ વગેરે આત્મરમણતાની પ્રક્રિયા ચાલુ જ હતી. જીવનની અંતિમ ક્ષણામાં પણ સંયમ–સાધનાના તેજ–ચળકાટ ચામેર પ્રસરીને સૌને આંસુભીના કરી ગયે ! જીવનના અંતિમ શ્વાસ સુધી આત્માના રામે રામ જિનશાસન અને ગુરુદેવ પ્રત્યે અતૂટ સ્નેહ; સર્વોત્કૃષ્ટ ગુણાથી સભર આરાધના એ સર્વાંનું પ્રેરણાપરખ બની રહે, કાયમને જાજરમાન ઇતિહાસ બની રહે તે માટે ધર્મરાજાની ગુરુમૂર્તિ ગુરુમદિરમાં સોજિત્રા મુકામે સકલ સંઘના દર્શનાર્થે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા એ સિદ્ધાંતમહાદધિ, ગુણગાંભીય નિધિ, શ્રતસ્થવિર કૃપાળુએ પોતાનું જીવન કૃતકૃત્ય, ધન્યાતિધન્ય અનાવી, જિનશાસનનાં અનેક પ્રભાવપૂર્ણ કાર્યાથી પાતાનું નામ જૈન શ્રમણાની પરંપરામાં તેમ જ જૈન શ્રતસાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કર્યું છે !
- હે ધ રાજા ગુરુદેવ પ્યારા ! હા આપ નિત્યે ભવ તારનારા; કસ્તૂર સુગંધ સુવાસનાથી, આત્મા અમારે કરજો સનાથી,’
. ૧૦
Jain Education International 2010_04
B.
For Private & Personal Use Only
www.jainelibrary.org