________________
શાસનપ્રભાવક
પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશસહ દીક્ષા આપવામાં આવી. મહા વદ
ને દિવસે મુનિશ્રી મહેદયવિજયજી હસ્તે વડી દીક્ષા થઈ. સં. ૨૦૦૯ના ચૈત્ર વદ ૧૩ને દિવસે ગણિપદ અને વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે ૧૬ ગણિવર્યો સાથે પંન્યાસપદથી વિભૂષિત થયા. સં. ૨૨૩ના પિષ સુદ ૧૧ને દિવસે દેલતનગર-મુંબઈમાં ભવ્ય ઉપધાનની માળ પ્રસંગે પૂ. આચાર્યશ્રી વિજયસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પૂ. આ. શ્રી વિજય મેરુ પ્રભસૂરિજીના વરદ હસ્તે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા.
પૂ. આચાર્ય શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજને શૈશવથી જ ધર્મવિષયક વાચનમનનની વિશેષ રુચિ હતી. તેથી સંયમ સ્વીકાર્યા પછી આરંભના ચાતુર્માસ દરમિયાન જ તેઓશ્રીએ કર્મગ્રંથ “ક્ષેત્રસમાસ” અને “હેમલઘુપ્રક્રિયા' વ્યાકરણને ગહન અભ્યાસ કર્યો. . આ અભ્યાસના પરિપાક રૂપે આગળ જતાં તેઓશ્રીએ “હેમલઘુપ્રક્રિયા ટિપ્પણ”, “શાંતિનાથ ચરિત્ર” ભાગ-૩ પર ગુજરાતી ટીકા, “શાંતિનાથ પૂજા’, ‘ઉપદેશસારનું ગુજરાતી ભાષાન્તર વગેરે ગ્રંથે પ્રગટ કર્યા અને ધર્મ પ્રચારાર્થે સાધુ-સાધ્વીઓમાં પ્રસાર્યા. પૂજ્યશ્રી ગુજરાત, માળવા, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં અવિરત વિહાર કરતા રહ્યા છે. અમદાવાદ, પાલીતાણા, જૂનાગઢ, જેસલમેર, ફલેધિ, બીકાનેર, મુંબઈ, પૂના આદિ નગરમાં તેઓશ્રીનાં પ્રભાવશાળી ચાતુર્માસ થયાં છે. તેઓશ્રીની નિશ્રામાં ઉપધાન અને કામસેટ-ખંડાલામાં ભવ્ય પ્રતિષ્ઠા–મહેન્સ ઊજવાયા છે. સં. ૨૦૨૦માં . . સેનેટરીમાં આની શાશ્વતી આયંબિલની ઓળીમાં સિદ્ધચક મહાપૂજન તથા વિજ્ઞપ્તિ સ્થાનક પૂજન તેમ જ (અષ્ટોત્તર) બૃહદ્ શાંતિસ્નાત્ર આદિ થયાં છે. આમ, અર્ધશતાબ્દી ઉપરને તેઓશ્રીને દીક્ષા પર્યાય અનેકવિધ રીતે ધર્મધુરાને વહન કરવામાં કાર્યરત રહ્યો છે એ આનંદપ્રદ ઘટનાને જયજયકાર દ્વારા વધાવી રહીએ! અને પરમ પ્રભાવક પૂજ્યવરનાં ચરણમાં શતશઃ વંદન કરીએ !!
દક્ષિણ ભારતના શાસનપ્રભાવક; પદ્માવતી દેવીના મહાન ઉપાસક :
પૂ. આચાર્યશ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ
શાસનશણગાર પૂજ્ય આચાર્યદેવ શ્રી વિશુભંકરસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૨માં ગોધરા મુકામે થયો. પિતા શાહ વાડીલાલ શંકરલાલ અને માતા માણેકબહેનના ગૃહે ભાદરવા વદ ૭ને દિવસે જમ્યા. માતાપિતાના ચાર પુત્રમાં પૂજ્યશ્રી બીજા હતા. તેમનું સંસારી નામ શાંતિલાલ હતું. શાંતિલાલ નાનપણથી જ ભદ્રિક, સરળ અને ધર્મવૃત્તિ ધરાવતા સ્વભાવવાળા હતા. એમાં રાજનગર–અમદાવાદમાં પ. પૂ. આ. શ્રી વિજયશોભદ્રસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને સંયમના રંગે રંગાયા. સં. ૧૯૧ના જેઠ વદ ૧ને દિવસે મહુવા બંદરે પૂ. શાસનસમ્રાટશ્રીને વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી, પૂ. આ. શ્રી વિજયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી શુભંકરવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા અંગીકાર કરી સ્વાધ્યાય, ગુરુભક્તિ, વૈયાવચ્ચમાં ઓતપ્રેત બની ગયા. પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org