________________
૫૬૬
શાસનપ્રભાવ
મહાન તપમૂર્તિ, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજ
પ્રભાવક અચલગચ્છના સૂરિસમ્રાટની પાટ પરંપરામાં અચલગચ્છાધિપતિ શાસનસમ્રાટ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ જેનશાસન--અચલગચ્છની જ્વલંત જયપતાકા લહેરાવી ગયા. એવા પૂ. આચાર્ય ભગવંતના શિષ્યરત્ન સળંગ એકવીસ વરસીતપના મહાન તપસ્વી પૂ. આ. શ્રી ગુણદયસાગર સૂરિજીને જન્મ કચ્છના કેટડા (રોહા) નગરે સં. ૧૯૮૮ના ભાદરવા સુદ ૧૫ના દિવસે માતુશ્રી સુંદરબાઈની કુક્ષીએ થયો હતો. તેમનું જન્મનામ ગોવિંદજી હતું. પિતા ગણશી બીમશીના પરિવારમાં સ્વાભાવિક સંસ્કારી વાતાવરણ, એટલે ગોવિંદજીને ભગવાનની ભક્તિમાં સારે રસ જાગે. બાળપણમાં થયેલી ધર્મબીજની વાવણી ભાવિમાં કે અણમેલ પાક પિદા કરે છે, એની પ્રતીતિ આજે થાય છે ! ગુજરાતી સાત ધોરણ સુધીનું વ્યાવહારિક શિક્ષણ લીધું. સાથેસાથે, ગામમાં જે કઈ સાધુમહારાજ પધારે એમની પાસે ધાર્મિક અભ્યાસ પણ કરતા. કેટડા ગામના દેરાસરમાં પરમાત્માની સેવા-પૂજા વગેરેનું કાર્ય સંભાળતા અને એ પૂજાવિધિમાંથી જ પૂજ્યતાની સૌરભ પ્રસરી. યૌવનને ઉંબરે પગ મૂકતાં જ સંસારનાં પ્રલેભને કે પ્રપંચમાં નહિ ફસાતાં પ્રત્રજ્યાની પગદંડી પર પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો. સં. ૨૦૧૪ ના માગશર સુદ ૧૦ ના દિવસે મુંબઈ-લાલવાડી મધ્યે એ સંકલ્પને સાકાર બનાવી આગારી મટી અણગારી બન્યા. ગોવિંદજીમાંથી મુનિ ગુણદયસાગરજી બન્યા. તેઓશ્રીની દીક્ષા પ્રસંગે જે માનવમહેરામણ ઊમટ્યો હતો, તેને હજી પણ જનતા યાદ કરે છે.
દીક્ષાજીવનના પ્રારંભમાં પિતાના ગુરુદેવ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં સંસ્કૃત બે ગ્રંથે તથા અન્ય હાળિયાં, પ્રકરણદિ ગ્રંથની પાંચ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ કરેલ. તેમ જ ગુરુનિશ્રામાં આગમચરિત્ર વાંચનાદિ દ્વારા શાસ્ત્રાભ્યાસ પણ કર્યો. કચ્છમાં શાસન પ્રભાવક પ્રવૃત્તિઓ વગેરેના કારણે તેઓશ્રી શિખરજી સંઘમાં ન પધારી શક્યા, પણ તેઓશ્રીનાં મંગળ આશિષે તે સંઘ સાથે હતાં જ. તેઓશ્રી સળંગ ૨૧ વરસ સુધી પોતાના ગુરુદેવની છત્રછાયામાં રહ્યા. પૂજ્યશ્રી અચલગચ્છાધિપતિશ્રીના પ્રથમ પટ્ટધર છે. તપોમય જીવન એ એમને મુખ્ય આદર્શ છે. પૂજ્યશ્રીનું બાહ્ય અને આંતર વ્યક્તિત્વ તપસ્વી અને તેજસ્વી છે. કચ્છ-ભૂજમાં સં. ૨૦૩૨ ના મહા વદ ૨ ને દિવસે શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી ગુરુદેવે તેમને ઉપાધ્યાયપદે અલંકૃત કર્યા. સં. ૨૦૩૩ ના વૈશાખ સુદ ૩ (અખાત્રીજ)ને દિવસે કચ્છ-મકડા નગરે, મહા મહત્સવપૂર્વક આચાર્યપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૩૭ માં કચ્છ-મોટા આસંબિયામાં દાનવીર શેઠશ્રી શામજીભાઈ જખુભાઈ અને મેરારજી જખુભાઈ ગાલા તરફથી થયેલ ભવ્ય અંજનશલાકાપ્રતિષ્ઠાને પ્રસંગ તથા રતાડિયા નગર, બેરાજા વગેરે સ્થળોમાં અંજનશલાકાના પ્રસંગે તેઓશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાયા. આ તપસ્વીરત્ન પૂજ્ય આચાર્યશ્રીના સંયમજીવનની અનુમોદના કરતાં કરતાં એવી મંગલકામના સેવીએ કે શાસનદેવ તેઓશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે અને ગછનાં તેમ જ શાસનનાં શુભ કાર્યો કરી પૂજ્યશ્રી ગૌરવવંતા-જયવંતા વતે ! ગચ્છના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org