________________
શ્રમણભગવતે-૨
૬૭૫
પૂજ્યશ્રીનાં પ્રવચને લખવા અને એના ઉપરથી પ્રવચનની તૈયારી કરવા સતત પ્રેરણા આપનાર પૂ. પંન્યાસશ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્ય (માસ્તર મહારાજ ). લગભગ છેલ્લા ૧૫ વર્ષથી સુંદર પ્રવચન દ્વારા અનેકનાં હૃદયમાં પૂજ્યશ્રીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અલગ ચોમાસામાં પણ તેઓશ્રી અનેકના રાહબર બન્યા છે. સં. ૨૦૪૫ના વૈશાખ વદ ૬ને દિવસે મુમુક્ષુ લાલચંદકુમાર પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિશ્રી કીતિવ્રજવિજયજી નામ ધારણ કરી સુંદર સંયમજીવન જીવી રહ્યા છે. એવા એ પરમ ઉપકારી શાસનપ્રભાવક પંન્યાસપ્રવરને શતશઃ વંદન!
પૂ. પંન્યાસશ્રી રત્નભૂષણવિજયજી મહારાજ
પૂ. પં. શ્રી રત્નભૂષણ વિજયજી મહારાજને જન્મ સં. ૧૯૩ના શ્રાવણ વદ ૬ને દિવસે ધોરાજી પાસેના મેટી મારડ ગામે સોરઠ વીશા શ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમનું જન્મનામ રમેશચંદ્ર હતું. પિતા જીવણલાલ દોશી અને માતા છબલબેનનાં બે સંતાનમાં રમેશચંદ્ર મેટા હતા. તેમનાથી ચાર વર્ષ નાના છબીલદાસ હતા. રમેશચંદ્રની માત્ર છ વર્ષની ઉંમરે માતા સ્વર્ગવાસી બન્યાં. દાદીમા કપૂરબહેને બંનેને ઉછેરીને મોટા કર્યા. કુટુંબ ખૂબ ધર્મપરાયણ હતું; તેથી રમેશચંદ્ર બાળવયમાં સારા એવા સંસ્કાર પામી, માત્ર ૧૦ વર્ષની વયે પાંચ પ્રતિક્રમણને ધાર્મિક અભ્યાસ સંપન્ન કર્યો. બાલવયમાં જ અતિચાર પણ મેઢે કર્યા અને સંવત્સરી પ્રતિક્રમણમાં બેલીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યા. વ્યાવહારિક પ્રાથમિક અભ્યાસ વતનમાં, માધ્યમિક અભ્યાસ અમરેલીમાં અને પિતાશ્રી ધંધાથે કલકત્તા વસવાટ કરતા ત્યાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મેટ્રિક પાસ થયા. સં. ૨૦૦૯માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલકત્તા પધારતાં, તેઓશ્રીના વ્યાખ્યાનશ્રવણ અને સમાગમથી આ ધર્મપરાયણ કુટુંબમાં વૈરાગ્યની ભાવના પ્રગટી. તેમાં સં. ૨૦૧૩માં અષાઢ સુદ ૧૩ના શુભ દિવસે પિતા જીવણલાલ દીક્ષા અંગીકાર કરી પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયભૂષણ વિજયજી નામે જાહેર થયા. ત્યાર બાદ સં. ૨૦૧૪માં, અમદાવાદમાં, બીજા શ્રમણસંમેલનના ઐતિહાસિક પ્રસંગ પછી તુરત જેઠ સુદ ૬ને દિવસે રમેશચંદ્ર પુ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી વિમૃગાંકસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી રત્નભૂષણવિજયજી નામે ઘેષિત થયા. એ જ રીતે કુટુંબના છેલ્લા સભ્ય છબીલદાસે પણ સં. ૨૦૧૮માં ચૈત્ર વદ પાંચમને દિવસે અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રી સંસારીપણે મોટાભાઈ પૂ. શ્રી રત્નભૂષણવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી કુલભૂષણવિજયજી બન્યા. આમ, કુટુંબના સર્વ સભ્ય, ત્યાગમાર્ગને સ્વીકાર કરી, જિનશાસનને ચરણે જીવન સમર્પિત કરી, શાસનશેભામાં વૃદ્ધિ કરી રહ્યા છે.
પૂ. મુનિશ્રી રત્નભૂષણવિજયજી મહારાજે દીક્ષા પછી પણ ધર્માભ્યાસમાં ખૂબ આગળ વધી વિશદ અને ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. શરૂઆતમાં સિદ્ધહેમ વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર વગેરેને તેમ જ ૪૫ આગમોને ટકા સહિત ગુરુમુખે અભ્યાસ કર્યો. તેઓશ્રીએ દીક્ષા લીધી ત્યારથી
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org