________________
શ્રમણભગવતો-૨
સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ-મહારાષ્ટ્ર, કલકત્તા-બંગાળ આદિ પ્રદેશમાં ૨૦ ચાતુર્માસ કર્યા. પ્રતિષ્ઠા, યાત્રાસંધ, ઉપધાન આદિ દ્વારા અનુપમ શાસનપ્રભાવના કરી છે અને કરાવી રહ્યા છે. ગત સાલ પ્રભાવક ચાતુર્માસ દ્વારા અનેક આત્માઓને શાસનના વાગી બનાવ્યા છે. પૂજ્યશ્રી વૃદ્ધ વયે પણ વર્ધમાનતપની ૮૭મી એળી સુધી પહોંચ્યા છે. નિત્ય એકાસણું ૩૭ વર્ષ થયાં. વીશસ્થાનકતપ, આદિમાં પણ એકાસણાથી ઓછું પચ્ચખાણ કર્યું નથી. અનેકને માટે આલંબનભૂત જીવન જીવનાર પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે ગત સાલ ફાગણ વદ ૧૧ના ગણિપદથી વિભૂષિત કરેલા. પ્રશમરસપાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય
જ્યકુંજરસૂરીશ્વરજી મહારાજના આચાર્ય પદ-પ્રદાન સાથે પૂજ્યશ્રીને ગણિપદ-પ્રદાન મહોત્સવ મુંબઈ-લાલબાગ સંઘના આંગણે અતિ ભવ્યતાથી ઊજવાયેલ. આવા સુયોગ્ય મહાત્મા મુંબઈઘાટકોપરના આંગણે સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે પંન્યાસપદે આરૂઢ થયા. પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ નિરામય દીર્ધાયુ પામી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો સંપન્ન કરતા રહે એ જ શાસનદેવને પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં ચરણકમળમાં કેટિશઃ વંદના !
પૂ. પંન્યાસશ્રી ગુણશીલવિજયજી મહારાજ
મોસાળ બગડા (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સ્વભાવના હતા. સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને પરિચય થતાં જ ધર્મસંસ્કારે ખીલી ઊઠયા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાથે ઉપધાન વહન કરી સંયમજીવનની તાલીમ મેળવી સં. ૨૦૧૪થી સં. ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧માં પિતાશ્રી ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ મુનિરાજશ્રી ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા.
પૂ. મુનિશ્રી ગુણશીલવિજ્યજી દીક્ષાગ્રહણથી જ અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્ય-વ્યાકરણ-ન્યાય આદિને સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશીને તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૧૭થી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વસ્તૃત્વ, સૌમ્ય સ્વભાવ આદિ ગુણો વડે અનેકનાં દિલ જીતી લીધાં. પ્રવચન માટે ૪-૫ માઈલ નિત્ય આવાગમન, અને એક દિવસમાં ત્રણ ત્રણ પ્રવચન એ તે તેઓશ્રીના જીવનને નિત્યક્રમ બની ગયું ! સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેષકુમારે પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર સાન-ધ્યાન-પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩માં જામનગર ઓસવાલ કલોનીમાં શા પેથરાજભાઈ રાયશીભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી અજોડ ઉપધાનતપપ કરાવેલ. કલકત્તાથી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org