________________
૭૦૨
શાસનપ્રભાવક
પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ
સ્વપ્નદ્રષ્ટા પૂ. મુનિપ્રવર શ્રી ચારિત્રવિજ્યજી મહારાજના પ્રશિષ્ય અને પછીથી પૂજ્ય આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય સેવાપ્રિય પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ સાચે જ, સૌમ્ય-સરળ-ભદ્રપરિણામી છે. પૂજ્યશ્રીની જન્મભૂમિ પંચમહાલ જિલ્લાના જાંબુઘેડા તાલુકામાં આવેલ કરા ગામ. પૂર્વભવના પુણ્યગે અને ધર્મના સંસ્કારબલે તેમણે ચારિત્રધર્મને સ્વીકાર કર્યો. દક્ષા બાદ વિનય, વિવેક, ભક્તિ, વૈયાવચ્ચે આદિ ગુણેથી સ્વ-પર કલ્યાણના માર્ગે ઉત્તરોત્તર આગળ વધ્યા છે. પાલીતાણાની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા યશોવિજયજી ગુરુકુળના સ્થાપક અને પિતાના દાદાગુરુ પૂ. મુનિરાજ શ્રી ચારિત્રવિજ્યજી મહારાજની જન્મશતાબ્દીને અનુલક્ષીને મુનિરાજશ્રી ભદ્રસેનવિજ્યજી મહારાજની પ્રેરણાથી આખું વર્ષ ઉજવણી થઈ હતી. આ દરમિયાન પૂજ્યશ્રીની પ્રેરણાથી જયભિખ્ખલિખિત દાદાગુરુદેવના જીવનને આલેખતા પુસ્તકનું પુનઃ પ્રકાશન, પૂ. શ્રી ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ ભાગ-૪નું પ્રકાશન તેમ જ દાદાગુરુદેવે સ્થાપેલ શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળ માટે ભગીરથ પુરુષાર્થ કરી સારું એવું ફંડ ઊભું કરાવ્યું. આ અંતર્ગત રૂા. ૩૦૦ ની સ્કેલરશિપ આપવાની યોજનામાં ૧૦૦૦ શ્કેરશિપ-દાતાઓએ નામ નોંધાવ્યાં. આ સંસ્થામાં શિખરબંધી જિનાલયનું નિર્માણ કરવા પણ પૂજ્યશ્રીએ પ્રેરણા કરી. પૂજ્યશ્રીની પ્રેરણા અને ગુરુકુળના કાર્યકરોની ઘણું વર્ષોની ભાવના સાથે આ શિખરબંધી જિનાલયનું નિર્માણકાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈ–ભાયંદરમાં સાધર્મિક ભાઈ એ માટે બ્લેકે બંધાયા છે, તેમાં પણ એક હોલ પાલીતાણા ગુરુકુળના વિદ્યાર્થીઓ, જે નેકરી-ધંધા માટે મુંબઈ ગયા હોય તેમના માટે ફાળવેલ છે. ઉપરાંત, ભાયંદરમાં શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજ જૈન પાઠશાળાની સ્થાપના, કાંદીવલીમહાવીરનગર (શૈલેષનગર)માં શ્રી ચારિત્રવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના પૂજ્યશ્રીની પ્રેરણાથી થઈ છે. તેઓશ્રીની નિશ્રામાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામે, ૫૦૦ વર્ષ પ્રાચીન શિખરબંધી શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ છે ત્યાં, વર્ષો બાદ અઢાર અભિષેક, સ્વામીવત્સલ આદિ સહિત ત્રણ દિવસને મહોત્સવ ઊજવવા સાથે શ્રીસંઘને પ્રેત્સાહિત બનાવેલ છે. તદુપરાંત, પૂજ્યશ્રીની પ્રેરણાથી છરીપાલિત સંઘ, ઉપધાન, ઓચ્છવ-મહોત્સવ તથા સાહિત્યપ્રકાશને, શૈક્ષણિક ઉત્કર્ષનાં કાર્યો અને સાધર્મિકભક્તિનાં કાર્યો થયાં છે અને થઈ રહ્યાં છે. પૂજ્યશ્રી દ્વારા આવાં અનેકવિધ કાર્યો પ્રવર્તતા રહો એ જ શુભકામના સહ પૂજ્યશ્રીને કોટિશઃ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org