________________
co૬
શાસનપ્રભાવક સંસારમાં પહેલેથી જ રસ ન હતું તેથી ર૯ વર્ષની યુવાન વયે પતિ-પત્નીએ બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. સને ૧૯૫૫માં તેમણે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી અને થોડા જ વખતમાં ત્રણ કંપનીના મેનેજિંગ પાર્ટનર બન્યા અને પરદેશ સાથે વેપાર શરૂ કર્યો. એક કુશળ સાહસિક વેપારી તરીકે નામના મેળવી. એક એક્સપર્ટર તરીકે પણ મોટી નામના મેળવી. ખૂબ ધનાઢય વેપારી બન્યા. પરંતુ ધન ગમ્યું નહીં. ધર્મ હંમેશાં આકર્ષતે. પરિણામે સાધુ બનવાની તમન્ના જાગી. સં. ૨૦૩૧ના પિષ સુદ ૬ને દિવસે ( સને ૧૯૭૫માં) ગચ્છાધિપતિ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા)ના વરદ હસ્તે મુંબઈ– ભાયખલા મુકામે શ્રી મોતીશાહ શેઠ શ્રી આદિનાથ પ્રાસાદના રંગમંડપ મધ્યે સજોડે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. લાખોની સંપત્તિ અને બહોળા પરિવાર છોડી શાસનના શણગાર બન્યા. રમણીકલાલ મુનિશ્રી રાજચંદ્રવિજયજી નામે પૂ. આચાર્ય ભગવંતના શિષ્ય બન્યા અને ચંદ્રાવતીબેન પૂ. સાધ્વી શ્રી ચારુશીલાશ્રીજી નામે પૂ. સાધ્વીશ્રી કનકપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં. પરંતુ સાધુજીવનમાં વિશિષ્ટ કાર્યોના પ્રણેતા રહેલા પૂ. મુનિશ્રી રાજચંદ્રવિજયજી મહારાજને સૌ મુનિશ્રી નિરાલાજી મહારાજ તરીકે જ ઓળખે છે.
પૂ. શ્રી નિરાલાજી મહારાજે સને ૧૯૮૩ (સં. ૨૦૪૦)માં પ્રાણી બચાવ” આંદોલન પાટણથી શરૂ કર્યું. અને શ્રી મહાવીર શુભ સંદેશ સાધના ટ્રસ્ટ, મુંબઈ સંસ્થાએ તેને સફળ બનાવવા માટે સક્રિય સાથ-સહકાર આપ્યો. પરિણામે, આજે કરે છને અભયદાન (જીવતદાન) મળ્યું છે. પૂજ્યશ્રીએ આ આંદોલન મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી – એમ છ રાજ્યમાં શરૂ કર્યું. તેમાં ઈ. સ. ૧૯૮૬માં મધ્યપ્રદેશમાં પંદર લાખ જીવોને અભયદાન આપવાની મહાન સફળતા પ્રાપ્ત કરી. મધ્યપ્રદેશની અહિંસા પ્રચાર સમિતિ, શીવનીના સહયોગથી શાળાશિક્ષણમાં ઘેરણ ૧૦માં દેડકાં, અળસિયાં, વાંદા આદિ જેની હત્યા થતી હતી, તે તેઓશ્રીના અથાક પ્રયત્નપૂર્વક સરકારશ્રીના પરિપત્ર ક્રમાંક ૨૩/મૂલ્યાંકન પાઠ્યક્રમ/૮૬/ભેપાલ દિનાંક ૮ જાન્યુઆરી, ૧૯૮૬ મુજબ બંધ કરવામાં આવી. તેથી દર વર્ષે પંદર લાખ જીને અભયદાન મળ્યું છે. એવી જ રીતે, સને ૧૯૮૭માં કઠોર પરિશ્રમને પ્રતાપે રાજસ્થાનમાં પણ સફળતા મળી. ત્યાં રાષ્ટ્રીય અહિંસા પ્રતિષ્ઠાનના સહયોગથી, રાજસ્થાનમાં ધોરણ ૧૦માં દેડકાં આદિ ચાર જીની હત્યા થતી હતી, તે અધ્યક્ષશ્રી, રાજસ્થાન શિક્ષા મંડળના પત્ર તા. ૩૧, જુલાઈ ૧૯૮૭ મુજબ બંધ કરાવવામાં આવી. આથી દર વર્ષે વીસ લાખ જેની હિંસા બંધ થઈ સને ૧૯૮૮માં ગુજરાતના મહેસાણા જિલ્લાના ૨૭ તળા પર માછીમારી શરૂ થવાની હતી, તે મહેસાણા જિલ્લાના કલેકટરશ્રીના હુકમ કમાંક પીએએલ/પ્રતિબંધ/વશી/૧૨૧૩ થી ૧૨૨૮/૮૮, તા. ૧૭-૧૧-૮૮ મુજબ એના પર પ્રતિબંધ મૂકાવ્યું. આ કાર્યમાં વડનગર જૈન સંઘ અને પંચાયતે સારે સહકાર આપે. સને ૧૯૧માં પચ્ચીસ લાખ અને અભયદાન આપવામાં મહાન સફળતા મળી. ગુજરાતમાં ધોરણ ૧૧ અને ૧૨માં જીવતાં દેડકાં, અળસિયાં, વાંદા આદિ છે મારવાની પ્રથા દરેક વિદ્યાર્થીને ફરજિયાત હતી. આ પ્રથા ૧૭ વર્ષથી ચાલી આવતી હતી. પૂજ્યશ્રી સને ૧૯૮૩થી આ પ્રથા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org