________________
શ્રમણભગવત-૨ પૂ. મુનિરાજશ્રી હરિભદ્રસાગરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ મહારાષ્ટ્રના વર્ધા નગરમાં ઈ. સ. ૧૯૬૩માં થયે, તેમનું મૂળ વતન કચ્છના અબડાસા તાલુકાનું રાપર (ગઢવાલી) ગામ. પિતા દામજીભાઈ અને માતા ભારતીબેનના સુપુત્ર હરીશકુમાર બાલ્યકાળથી ધર્મમાં પ્રીતિવાળા હતા. નાંગલપુરમાં આવેલી જેન તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હતા ત્યાં પૂ. ગુરુદેએ દીક્ષા માટે પૃચ્છા કરી અને પાંચમા જ દિવસે તા. ૧૪-૧૨-૧૯૭૫ના રોજ સાડાબાર વર્ષની કુમળી વયે દીક્ષા અંગીકાર કરી, હરીશકુમાર મુનિશ્રી હરિભદ્રસાગરજી બન્યા. સંસારીપણામાં જ પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ભક્તામર, કલ્યાણુમંદિર સ્તોત્ર આદિ તીવ્ર બુદ્ધિશક્તિને લીધે કંઠસ્થ કરી લીધા હતા અને
વ્યાવહારિક શિક્ષણમાં “સાહિત્યરત્નને અભ્યાસ કર્યો હતે. દીક્ષા ગ્રહણ કરીને ઉત્તરોત્તર જ્ઞાન-ધ્યાન-સાધનામાં આગળ ને આગળ વધતા રહ્યા. પૂજ્યશ્રીના ગુરુદેવ અચલગચ્છાધિપતિ પ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર તપસ્વીરત્ન પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજ છે.
વરજી મહારાજ છે. પૂજ્યશ્રીએ નાની વયે જ ૪ વરસીતપ, ૪ ચાતુર્માસિકતા, ૧ માસીતપ, ૧ પંચમાસીતપ, ઉત્તરાધ્યયન સૂત્રના ગોદ્રહન સહ છેલ્લે ૧૦ ઉપવાસ અને અઠમ-છરૃ કરેલ છે. પૂજ્યશ્રી પ્રખર વક્તા અને કુશળ સાહિત્યસર્જક છે. તેઓશ્રી મુંબઈથી સમેતશિખરજી મહાતીર્થની છરી પાલિત યાત્રા સંઘ દ્વારા પૂર્વ ભારતનાં તીર્થોની યાત્રા અને સમેતશિખર તીર્થની ૯/૧૦૮ યાત્રા વરસીતપની તપશ્ચર્યા સાથે કરી છે. વળી, સમેતશિખરજીથી સિદ્ધાચલ મહાતીર્થના છરીપાલક યાત્રા સંઘ દ્વારા બીજા તમામ તીર્થોની યાત્રા દક્ષિણ ભારતનાં પાંચે રાજ્યમાં ઉગ્ર વિહાર, થાણા, મુંબઈ, વિકેલી, મુંબ્રા, નાલાસોપારા, નલિયા તીર્થ અને ભુજમાં પોતાની નિશ્રા-પ્રેરણા અને રેચક પ્રવચને દ્વારા અભૂતપૂર્વ ધર્મજાગૃતિ સાથે પ્રેરક ચાતુમસે કર્યા છે. સં. ૨૦૪૭ના સિદ્ધાચલ મહાતીર્થની સમૂહ ૯૯ મહાયાત્રા દરમિયાન સૌથી વધુ ૧૩૧ યાત્રા કરી પૂજ્યશ્રીએ અપૂર્વ કર્મનિર્જરા કરી છે. કરછી સમાજની આ ઐતિહાસિક ૯ યાત્રા દરમિયાન અન્ય પ્રવચનકારો સાથે પોતે પણ મનનીય પ્રવચનો દ્વારા સૌને ભક્તિરસમાં તરબોળ કરેલ. ૯૯ યાત્રા બાદ પાલીતાણાથી વિહાર કરતાં સુરેન્દ્રનગરમાં પંચાહ્નિકા મહોત્સવ તેમ જ ત્યાંની પાઠશાળાઓનાં ૭૦૦ જેટલા બાળકની ચૈત્યપરિપાટી, સમૂહ સામાયિક તથા સ્પર્ધા વગેરે કચ્છમાં મેરાઉ ગામે ભવ્ય મહત્સવ, કચ્છી કવિઓનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org