Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 715
________________ ૭૧૩ ના પ્રય થી , શ્રમણભગવંતો-૨ પૂ. મુનિરાજશ્રી મહેશ્યસાગરજી મહારાજ દૂધ વચ્ચે નિદ્રઢ બનીને રહેનારા પૂજ્ય મુનિરાજશ્રી મહેદયસાગરજી મહારાજને જન્મ કચ્છના ચાંગડાઈ મુકામે સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૭ ને રવિવારે થયે. તેમનું જન્મનામ મનહરલાલ હતું. બાલ્યાવસ્થાથી જ ધર્મનિષ્ઠ માતા પાનબાઈના ધર્મસંસ્કારો આપવાના પૂરા પ્રયત્નો હતા, પરંતુ વ્યાવહારિક શિક્ષણ માટે ધેરણ પાંચમાં રેજ બે માઈલ દૂર વઢ ગામે જવું પડતું; ઘેરણ ૬-૭ કચ્છ-નવાવાસ ડિગમાં કર્યા, ૮ થી ૧૧ મુંબઈમાટુંગા બોડિંગમાં તથા ૧૨-૧૩ મુંબઈ-મહાવીર જૈન વિદ્યાલયમાં રહી એલિફટન કેલેજમાં ઈન્ટર સાયન્સ સુધી અભ્યાસ કર્યો. મોટે ભાગે દરેક ધારણમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતા. તે વખતે મેટ્રિકમાં પણ ૭૬ % માર્કસ મેળવ્યા હતા. માનવજીવનની સાર્થકતા શેમાં? ડોકટર બનવામાં કે એન્જિનિયર બનવામાં? સાચું સુખ શી રીતે પ્રાપ્ત થાય? ઇત્યાદિ પ્રશ્નો પર આખી રાતના મનોમંથનના પરિણામે, માતુશ્રીના સંસ્કારો તથા પૂર્વજન્મની આરાધનાના પરિણામે ત્યાગ દ્વારા જ સાચી આત્મશાંતિ મળે” – આ સત્ય સમજાતાં, કેલેજ છોડીને પાંચ વર્ષ સુધી કચ્છમાં પંડિતશિરોમણિ શ્રી હરિનારાયણ મિશ્ર પાસે સિદ્ધહેમ સંસ્કૃત-પ્રાકૃત શબ્દાનુશાસન, છંદ-કાવ્ય-અલંકાર-કેષ, ષડ્રદર્શનના વિવિધ ગ્રંથ, પ્રાચીન અને નવ્ય ન્યાયના આદિને તલસ્પર્શી અભ્યાસ કર્યો. સંપૂર્ણ ત્રિષષ્ઠી, ઉપમિતિ, સમરાઈ કહા આદિ સંસ્કૃત પ્રાકૃત દળદાર ગ્રંથનું સ્વયં વાંચન કર્યું. ગનિષ્ઠા, તત્ત્વજ્ઞા પૂ. સાધ્વીશ્રી ગુણદયાશ્રીજી મહારાજે પણ ધર્મમાતા તરીકે પ્રકરણ, ભાગ્ય, કર્મગ્રંથાદિને અર્ધાભ્યાસ કરાવવા દ્વારા અદ્ભુત પ્રેરણાનું પિયુષ પાયું. સંઘવી શામજીભાઈ જખુભાઈ ગાલાએ પણ અધ્યયનાદિ માટે અનુમોદનીયા વ્યવસ્થા કરી આપી. પાંચ પાંચ વર્ષના અનેક પ્રયત્નો છતાં પણ પિતા રાયશીભાઈ દ્વારા દીક્ષા માટે સંમતિ ન મળતાં છેવટે સંયમપ્રેમી માતુશ્રીના તથા ઉપકારી નાનીમા દેવકાંબાઈના શુભાશીર્વાદ લઈ સં. ૨૦૩૧ના મહા સુદિ ૩ના દિવસે કચ્છ-દેવપુર ગામમાં પિતાનાં વડીલ બહેન વિમળાબાઈ (હાલ પૂ. સાધ્વી શ્રી વીરગુણાશ્રીજી મહારાજ) સાથે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કર્યું અને મનહરમાંથી મુનિશ્રી મહદયસાગરજી બની અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726