Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/004597/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રમણભગવંતો રીસોની એ પવિત્ર પા ચમાણા ર ] શનિ થી પિત્ત પણ દઈ રહી છે, જિત a રહી હતીતેની જ સાઈને જે આ એ લોથી એ છે. લીચ નું કામ છે તે પવિત્રી પાટણ _ પવિત્રા પાટ ? જેના પર બેસીને ગુરુભૂગર્વત નાણીની લારી લે છે. આશીર્વાદદાતા, પ્રેરક પ.પૂ. આ. શ્રી વિજયપ્રેમસરીશ્વરજી મ.સા.પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. સંપાદક : નંદલાલ દેવલુક. Main Education Anternational 2010 For Pryate & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ ગિરિવર અભિષેક વિરલા માણે ૧. સં. ૨૦૪૭ પોષ સુદિ ૬ ના મહામંગલકારી દિને તીર્થાધિરાજશ્રી શત્રુંજયગિરિના મહિમાને દિદિગંત પ્રસરાવનાર ઐતિહાસિક અભિષેકના પાવન પ્રસંગે.... અને વર્તમાન ઈતિહાસને સુવર્ણાંકિત બનાવવામાં પુણ્યભાગી એવા ધર્મભૂષણ સદ્ગત શ્રી રજનીકાન્ત મોહનલાલ દેવડીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે હસ્તે શ્રી શાન્તિચંદ બાલુભાઈ ઝવેરી તથા શ્રી ચંદુભાઈ મહેતા ધેટીવાળા 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ અચિંત્ય માહાત્મ્યનિધિ, અનંત જ્ઞાન અને શક્તિના અનન્ય અધિનાયક અને કલિકાલમાં કલ્પતરુસમા પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કોટિ કોટિ વંદના હો. 2010_04 | Page #6 -------------------------------------------------------------------------- ________________ ભગવતી શ્રીપદ્માવતીદેવી. પ્રકટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયિકાદેવી. ગ્રંથસંપાદકની જીવનનૈયાના સુકાની અને શિરચ્છત્રા 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રમણભગવંતો (દ્વિતીય આવૃત્તિ). ભાગ-૨ સંપાદક નંદલાલ દેવલુક 3. 52 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ દ્વિતીય (બે ભાગમાં) આશીર્વાદદાતા પ.પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. પ્રેરક 1.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ.. ગ્રંથ વિમોચન આયોજક શ્રી કલોલ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ગુજરાત. 2010_04 ગ્રંથ સંપાદક નંદલાલ બી. દેવલુક ગ્રંથ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન શ્રી અરિહંત પ્રકાશન, પદ્માલય, ૨૨૩૭/બી/૧ હીલડ્રાઈવ, પોર્ટકોલોની પાછળ, સરકીટહાઉસ પાસે, વાઘાવાડી રોડ ભાવનગર-૩૬૪ ૦૦૨. ગ્રંથની કિંમત બન્ને ભાગના રૂા. ૩૦૦/ મુદ્રક-ગ્રંથના શ્રી કહાન મુદ્રણાલય, સોનગઢ (જિ. ભાવનગર) મુદ્રક-છબીઓ અને કવર પેજનાં પ્રિન્ટ ઓ ગ્રાફિકસ, મુંબઈ ૪૦૦ ૦૮૦ સૌજન્ય ૧) કવરપેજ ઉપરનું પાટનું ચિત્ર આરાધનાભવન, કોબા (ગાંધીનગર) તરફથી ૨) શ્રી પદ્માવતીદેવીનું ચિત્ર મૂર્તિ આર્ટિસ્ટ ચંપાલાલ ગણેશનારાયણ તરફથી ગ્રંથ પ્રકાશન ઓકટોબર ૧૯૯૨ સુશોભન શ્રી અનંતભાઈ ભાવસાર Page #9 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. જયોતિવિંદ આ. દેવ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. 2010_04 Page #10 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #11 -------------------------------------------------------------------------- ________________ કી ૨૫ 0 છે = દ , + ને 5 ૩૫ ૧ U " ... કે અ નુ ક મ ણિ વિષ્ય ૧ તપાગચ્છ સમુદાયના પૂ. આચાર્ય ભગવંત ૨૪ થી ૫૪પ ૨ પૂ. પંન્યાસશ્રી ધર્મવિજયજી મહારાજ (ડહેલાવાળા)નો સમુદાય ૨૪ થી ૪૬ પૂજ્ય પંન્યાસશ્રી ધર્મવિજ્યજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રામસૂરીશ્વરજી અશોકચંદ્રસૂરિજી. રાજેન્દ્રસૂરિજી ભુવનચંદ્રસૂરિજી જયદેવસૂરિજી ૩૭ મહાનંદસૂરિજી ભદ્રસેનસૂરિજી અભયદેવસૂરિજી યશોભદ્રસૂરિજી ૧૪ પૂ. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનો સમુદાય ૪૭ થી પૂજ્ય આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ દશનસૂરીશ્વરજી ઉદયસૂરીશ્વરજી ૧૮ નંદનસૂરીશ્વરજી વિજ્ઞાનસૂરીશ્વરજી પધસૂરીશ્વરજી અમૃતસૂરીશ્વરજી લાવણ્યસૂરીશ્વરજી ,, કસ્તૂરસૂરીશ્વરજી , જિતેન્દ્રસૂરીશ્વરજી ,, મેતીપ્રભસૂરીશ્વરજી ,, રામસૂરીશ્વરજી X છે છે X aછે પ૩ * o o o o ७४ દ ૭૭ ૭૮ 2010_04 Page #12 -------------------------------------------------------------------------- ________________ કમ પૃષ્ઠ 6 WO છ 5 એ 0 છ = 0 + ૧૦ ] વિષય પૂજ્ય આચાર્ય શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ દક્ષસૂરીશ્વરજી યશોભદ્રસૂરિજી દેવસૂરિજી સુશીલસૂરિજી જયાનંદસૂરિજી ધર્મધુરંધરસૂરિજી પ્રિયંકરસૂરિજી શુભંકરસૂરિજી પરમપ્રભસૂરિજી મહિમાપ્રભસૂરિજી કુમુદચંદ્રસૂરિજી ચંદ્રોદયસૂરિજી કીતિચંદ્રસૂરિજી નીતિપ્રભસૂરિજી 6 WU છ 8 છે છે = ૯૮ ૯૯ ૩૬ ૩૭ ૩૮ ૪૦ ૪૧ ૪૨ સૂર્યોદયસૂરિજી ४४ જ કે ન છે ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૬ ૧૦૭ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૩ થી ૧૪૪ ૧૨૪ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૩ ૧૩૫ જ @ ૪૩ અશોકચંદ્રસૂરિજી હેમચંદ્રસૂરિજી નયપ્રભસૂરિજી મનહરસૂરિજી વિકાસચંદ્રસૂરિજી ,, જયચંદ્રસૂરિજી ,, પ્રબોધચંદ્રસૂરિજી ,, પ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજને સમુદાય પ૧ પૂજ્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ ત્રદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ કીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ મને હરકીર્તિસાગરસૂરિજી મહારાજ દુર્લભસાગરસૂરિજી મહારાજ ४८ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૧૩૭ ૧૩૮ 2010_04 Page #13 -------------------------------------------------------------------------- ________________ કમ ૬૩ ૬૪ ૫૯ ૬૦ કલ્યાણસાગરસૂરિજી મહારાજ ભદ્રબાહુસાગરસૂરિજી મહારાજ પદ્મસાગરસૂરિજી મહારાજ ૬૧ ૬૨ પૂ. આ. શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજના સમુદાય પૂજ્ય આચાર્ય શ્રી zzz x 3 ૬૯ ७० 91 ૭૩ ૭૪ ૭૫ ७९ ७७ શ્રુ . જ સ ८० પૂજ્ય આચાય શ્રી ૮૧ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ८७ ?? "" 2010_04 "" ,, ܕ 27 "" "" 27 "" ,, "" * 27 ,, دو વિષય ૭૯ પૂ. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાય ૧૭૬ થી ૧૯૪ મહારાજ [ ૧૧ ] પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મેઘસૂરીધરજી ભદ્રસૂરીશ્વરજી મનેાહરસૂરીશ્વરજી ૐકારસૂરીશ્વરજી ભદ્ર'કરસૂરીશ્વરજી વિષ્ણુધપ્રભસૂરિજી અરિવિંદસૂરિજી યશે વિજયસૂરિજી در 22 આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ માણિકચસાગરસૂરીશ્વરજી મહારાજ ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ હેમસાગરસૂરીશ્વરજી મહારાજ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ હું સસાગરસૂરીશ્વરજી મહારાજ દનસાગરસૂરીશ્વરજી મહારાજ ચિદાન દસાગરસૂરિજી મહારાજ ક'ચનસાગરસૂરિજી મહારાજ સૂર્યદયસાગરસૂરિજી મહારાજ નરેન્દ્રસાગરસૂરિજી મહારાજ રૈવતસાગરસૂરિજી મહારાજ દોલતસાગરસૂરિજી મહારાજ નિત્યેાદયસાગરસૂરિજી મહારાજ યશાભદ્રસાગરસૂરિજી મહારાજ જિતેન્દ્રસાગરસૂરિજી મહારાજ ܕܪ ,, "" 27 ,, "" વર ', ૧૩૯ ૧૪૦ ૧૪૨ ૧૪૪ થી ૧૭૫ ૧૪૫ ૧૫૦ ૧૫૧ ૧૫૩ ૧૫૪ ૧૫૮ ૧૬૦ ૧૬૨ ૧૬૩ ૧૬૫ ૧૬૭ ૧૬૯ ૧૭૦ ૧૭૨ ૧૭૪ ૭૫ ૧૭૬ ૧૮૨ ૧૮૩ ૧૮૬ ૧૮૭ ૧૮૯ ૧૯૧ ૧૯૨ ૧૯૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] વિષય ૮૯ પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને સમુદાય ૧૫ થી ૧૪ ૯૦ પૂજ્ય આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ ૧૯૬ હર્ષસૂરીશ્વરજી ૨૦૦ મહેન્દ્રસૂરીશ્વરજી ) ૨૦૧ કલ્યાણસૂરીશ્વરજી ૨૦૨ મંગળપ્રભસૂરીશ્વરજી ૨૦૩ અરિહંતસિદ્ધસૂરિજી २०७ ભાનુચંદ્રસૂરિજી ૨૦૮ જિનેન્દ્રસૂરિજી ૨૧૦ પદ્રસૂરિજી ૨૧૧ હેમપ્રભસૂરિજી ૨૧૩ ૧૦૦ પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજનો સમુદાય ૨૧૫ થી ૨૫૪ ૧૦૧ પૂજ્ય આચાર્યશ્રી વિજ્યમેહનસૂરીશ્વરજી મહારાજ ૨૧૫ ૧૦૨ પ્રતાપસૂરીશ્વરજી ૪ ૨૧૯ પ્રીતિચંદ્રસૂરીશ્વરજી ,, ૨૨૨ ૧૦૪ ધર્મસૂરીશ્વરજી ૧૦૫ યશોદેવસૂરીશ્વરજી ૨૨૭ જયાનંદસૂરિજી ૨૪૭ ૧૦૭ કનકરત્નસૂરિજી ૨૪૯ ૧૦૮ મહાનંદસૂરિજી ૨૫૦ ૧૦૯ સૂર્યોદયસૂરિજી ૨૫૧ ૧૧૦ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનો સમુદાય ૨૫૫ થી ૨૮૩ ૧૧૧ પૂજ્ય આચાર્યશ્રી વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજ ૨૫૬ ૧૧૨ ગંભીરસૂરીશ્વરજી , ૧૧૩ લક્ષમણસૂરીશ્વરજી , ૨૬૦ ૧૧૪ ભુવનતિલકસૂરીશ્વરજી , ૨૬૩ ૧૧૫ જયંતસૂરીશ્વરજી ૨૬૪ ૧૧૬ વિક્રમસૂરીશ્વરજી ૨૬૫ ૧૧૭ કીર્તિચંદ્રસૂરીશ્વરજી , ૨૬૭ ૧૧૮ નવીનસૂરીશ્વરજી ૨૬૯ ૧૧૯ ભદ્રકરસૂરીશ્વરજી २७० ૧૦૩ ઇ છે " 2010_04 Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાય પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ "" લલિતસૂરીશ્વરજી સમુદ્રસૂરીશ્વરજી પૂર્ણાન દસૂરીશ્વરજી વિકાસચંદ્રસૂરીશ્વરજી ” ઇન્દ્રદિન્નસૂરીશ્વરજી પ્રકાશચંદ્રસૂરિજી હ કારસૂરિજી જનકચંદ્રસૂરિજી વિષય પૂજય આચાર્ય શ્રી વિજયજિનભદ્રસૂરિજી અશે।કરત્નસૂરિજી અભયરત્નસૂરિજી ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ 27 . 2010_04 ,, "" ,, 27 27 "" ,, "" ,, "" 77 "" "" ,, "" [ ૧૭ ] "" "" ૧૩૨ ૨૮૪ ૧૩૩ ૨૯૦ ૧૩૪ ૨૯૧ ૧૩૫ ૨૯૪ ૧૩૬ ૨૯૫ ૧૩૭ ૨૯૬ ૨૯૮ ૧૩૮ ૨૯૯ ૧૩૯ ૨૯૯ ૧૪૦ ૧૪૧ પૂ. આ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાય ૩૦૨ થી ૩૧૬ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકેશસૂરીશ્વરજી મહારાજ .:: પુણ્યાનંદસૂરિજી હિરણ્યપ્રભસૂરિજી સ્થૂલભદ્રસૂરિજી રાજયશસૂરિજી અણુપ્રભસૂરિજી વારિષણસૂરિજી વીરસેનસૂરિજી યશેાવ સૂરિજી મહારાજ લાભસૂરીશ્વરજી ચંદ્રસૂરીશ્વરજી ન્યાયસૂરીશ્વરજી પ્રભવચંદ્રસૂરિજી ભુવનરત્નસૂરિજી સ્વયં પ્રભસૂરિજી હેમપ્રભસૂરિજી યશેારત્નસૂરિજી "" 22 "" 22 "2 22 27 "" , "" "" , 27 "" ,, ,, "" "" "" 27 27 પૃષ્ઠ ૨૦૧ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭૬ २७६ ૨૭૮ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૮૨ ૨૮૩ થી ૩૦૧ "" ૩૦૨ ૩૦૪ ૩૦૪ ३०७ ૩૦૯ ૩૧૧ ૩૧ર ૩૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય પૃષ્ઠ ૧૫૧ પૂ. આ. શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજના (વાગડ) સમુદાય ૩૧૭ થી ૩૨૮ ૧૫૨ પૂજ્ય દાદાશ્રી પદ્મવિજયજી મહારાજ ૧૫૩ ૧૫૪ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ દેવેન્દ્રસૂરીશ્વરજી કલાપૂર્ણ સૂરીશ્વરજી ૧૫૫ ૧૫૬ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાય ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ 22 2010_04 27 "" પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ?? "" "" * 29 22 ,, "" "" ,, 19 "" "" ', "" 22 "" "" [ ૧૪ ] "" 27 રામચંદ્રસૂરીશ્વરજી ક્ષમાભદ્રસૂરીશ્વરજી જંબૂસૂરીશ્વરજી ભુવનસૂરીશ્વરજી યશાદેવસૂરીશ્વરજી મેરુસૂરીશ્વરજી ભક્તિસૂરીશ્વરજી માનદેવસૂરિજી કનકચંદ્રસૂરિજી વધુ માનસૂરિજી ચિદાનંદસૂરિજી મલયસૂરિજી જિતમૃગાંકસૂરિજી સુદર્શનસૂરિજી જય’તશેખરસૂરિજી રેવતસૂરિજી હીરસૂરિજી "" મુક્તિચન્દ્રસૂરિજી ત્રિલેાચનસૂરિજી હિમાંશુસૂરિજી નરરત્નસૂરિજી રાજતિલકસૂરિજી મહાદયસૂરિજી ભુવનભાનુસૂરિજી "" "" ,, "" "" 77 "" 29 "" "" "" "" 97 "" "" ,, 99 99 "" ,, ,, ગ ૩૧૭ ૩૧૯ ૩૨૩ ૩૨૫ ૩૨૯ થી ૪૫૯ ૩૩૦ ૩૩૭ ૩૪૬ ૩૪૮ ૩૫૧ ૩૫૩ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૫૯ ૩૬૧ ૩૬૨ ૩૩ ૩૬૪ ૩૬૬ ૩૬૯ ૩૬૯ ૩૭૧ ૩૭૨ ૩૭૪ ૩૭૬ ૩૮૨ ૩૮૫ ૩૮૬ ૩૮૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૧૮૩ ૩૯૫ ૩૯૭ ૧૮૪ ૦. છે * ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬ | [ ૧૫ ] વિષય પૂજ્ય આચાર્ય શ્રી વિજયરવિચંદ્રસૂરિજી મહારાજ માનતુંગસૂરિજી રંગસૂરિજી ગુણનંદસૂરિજી પ્રદ્યોતનસૂરિજી કુંદકુંદસૂરિજી મિત્રાનંદસૂરિજી રવિપ્રભસૂરિજી નિત્યાનંદસૂરિજી સુધાંશુસૂરિજી ધનપાલસૂરિજી વિચક્ષણસૂરિજી જિનપ્રભસૂરિજી જયઘોષસૂરિજી ભદ્રગુપ્તસૂરિજી ધર્મજિતસૂરિજી રાજેન્દ્રસૂરિજી હેમચંદ્રસૂરિજી જિતેન્દ્રસૂરિજી જયશેખરસૂરિજી જગશ્ચન્દ્રસૂરિજી લલિતશેખરસૂરિજી રાજશેખરસૂરિજી ગુણરત્નસૂરિજી પ્રભાકરસૂરિજી વિરશેખરસૂરિજી જયકુંજરસૂરિજી પૂર્ણચંદ્રસૂરિજી ચંદ્રોદયસૂરિજી મહાબલસૂરિજી પુણ્યપાલસૂરિજી મુક્તિપ્રભસૂરિજી ૪૦૨ ४०४ ૪૦૫ ४०८ ૪૧૫ ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૮ ૪૧૮ ૪૧૯ ૪૨૨ ૪૨૩ ૪૨૫ ૪૨૯ ૪૩૩ ४३४ ૪૩૫ ૪૩૮ ૪૩૯ ૪૩૯ ૧૯૮ ૧૯૯ ૨૦૦ * * ૦ P ૦ = ૨૦૫ ૨૦૬ ૪૪૨ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ४४४ ૪૪૫ ४४७ ४४० ૪૫૧ ૪૫૩ ૪૫૪ 2010_04 Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ४७७ [ ૧૬ ] વિષય ૨૧૪ પૂજ્ય આચાર્યશ્રી વિજય અમરગુપ્તસૂરિજી મહારાજ ૪૫૬ ૨૧૫ ધનેશ્વરસૂરિજી , ૪૫૭ ૨૧૬ પૂ. આચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને સમુદાય ૪૬૦થી ૪૭૬ ૨૧૭ પૂજ્ય આચાર્યશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ ૨૧૮ પ્રેમસૂરીશ્વરજી , ૪૬૨ ૨૧૯ સુબોધસૂરીશ્વરજી ) ૪૬૫ વિનયચંદ્રસૂરિજી ,, ૨૨૧ પ્રસન્નચંદ્રસૂરિજી , રૂચચંદ્રસૂરિજી , ४७० ૨૨૩ લબ્ધિસૂરિજી ૪૭૨ ૨૨૪ કલ્પજયસૂરિજી ४७९ ૨૨૫ પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજનો સમુદાય ૪૭૭ થી ૪૮૪ ૨૨૬ પૂજ્ય આચાર્યશ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૨૨૭ કનકપ્રભસૂરીશ્વરજી , ४७८ ભુવનશેખરસૂરિજી ,, ૪૭૯ ૨૨૯ રત્નશેખરસૂરિજી છે ४८० સેમચંદ્રસૂરિજી ४८० રાજેન્દ્રસૂરિજી , સોમસુંદરસૂરિજી , ૪૮૩ જિનચંદ્રસૂરિજી , ૨૩૪ હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.ને સમુદાય ૪૮૫થી ૪૨ ૨૩૫ પૂજ્ય આચાર્યશ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજ ૪૮૫ અમૃતસૂરીશ્વરજી ४८७ ૨૩૭ 5 જિનેન્દ્રસૂરિજી ,, ૪૯૧ ૨૩૮ પૂજ્ય મુનિપ્રવરશ્રી મોહનલાલજી મહારાજને સમુદાય ૪૯૩ થી ૫૦૦ ૨૩૯ પૂજ્ય મુનિપ્રવરશ્રી મોહનલાલજી મહારાજ ૪૯૩ ૨૪૦ પૂજ્ય આચાર્યશ્રી નિપુણપ્રભસૂરિજી ,, ४८७ ૨૪૧ મુનિસુંદરસૂરિજી ૪૯૮ ૨૪૨ ચિદાનંદસૂરિજી ૪૯ م ૨૨૮ لم له ૦ لم - ૪૮૧ ا ૪ س ) 2010_04 Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] કેમ પૃષ્ઠ ૫૦૯ પ૨૬ ૨૫૬ વિષય ૨૪૩ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય-ત્રિસ્તુતિક–સમુદાય ૫૦૧ થી પ૨૯ ૨૪૪ પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ૫૦૧ ૨૪૫ ધનચંદ્રસૂરીશ્વરજી , ૫૦૬ - ૨૪૬ ભૂપેન્દ્રસૂરીશ્વરજી , ૨૪૭ યતીન્દ્રસૂરીશ્વરજી , ૫૧૧ ૨૪૮ વિદ્યાચંદ્રસૂરીશ્વરજી , ૫૧૩ ૨૪૯ જયંતસેનસૂરીશ્વરજી ,, ૫૧૬ ૨૫૦ હેમેન્દ્રસૂરીશ્વરજી ; ૨૫૧ તીર્થોદ્રસૂરીશ્વરજી , પ૨૮ ૨પર લબ્ધિચંદ્રસૂરિજી ,, પર૯ ૨૫૩ વિમલશા ખા સમુદાય પ૩૦ થી ૫૪પ ૨૫૪ વિમલશાખાનો ઉદ્દભવ અને ઇતિહાસ પ૩૦ ૨૫૫ પૂજ્ય પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્ય પ૩૨ પૂજ્ય ગણિવર્ય શ્રી અમૃતવિમલજી મહારાજ ૫૩૨ ૨પ૭ ,, પંન્યાસશ્રી હિંમતવિમલજી મહારાજ ૫૩૪ ૨૫૮ ,, આચાર્યશ્રી રંગવિમલસૂરિજી મહારાજ ૫૩૬ ૨૫૯ ,, આચાર્યશ્રી શાન્તિવિમલસૂરિજી મહારાજ પ૩૭ , મુનિરાજશ્રી દેવવિમલજી મહારાજ ૫૪૩ ૨૬૧ ,, પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ ૫૪૪ ૨૬૨ ખરતરગચ્છ સમુદાય પ૪૬ થી ૫૫૬ ૨૬૩ ખરતરગચ્છના ઇતિહાસની પાટ પરંપરાની વિસ્તૃત રૂપરેખા પ૪૭ થી પ૫૬ ૨૬૪ અચલગચ્છ (વિધિ પક્ષ) સમુદાય પપ૭ થી પ૭૭ ૨૬૫ અચલગચ્છ (વિધિપક્ષ)ની પ્રાચીન પરંપરા પપ૭ થી પ૬૩ २६६ પૂજ્ય આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ ૫૬૩ २६७ ક ગુણોદયસાગરસૂરિજી , ૫૬૬ २६८ કલાપ્રભસાગરસૂરિજી ,, પ૬૭ ૨૬૯ અચલગચ્છના પટ્ટધરોની સંક્ષિપ્ત માહિતી પ૭૦ થી પ૭૭ ૨૭૦ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ – એતિહાસિક ભૂમિકા પ૭૮ થી ૧૮૧ ૨૭૧ પૂજ્ય આચાર્યશ્રી પાર્ધચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ૫૮૧ 2010_04 Page #20 -------------------------------------------------------------------------- ________________ મ २७९ ૨૭૯ ૨ ૨૮૨ ૨૮૩ [ ૧૮ ] વિષય ૨૭૨ શ્રી પાર્શ્વચન્દ્રગચ્છના પ્રભાવક શ્રમણભગવંતો ૫૮૫ થી ૫૯૧ ૨૭૩ પૂજ્ય મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર ૫૮૫ २७४ કે, ભારતભૂષણ આ. શ્રી ભ્રાતૃચન્દ્રસૂરિજી મહારાજ ૫૮૭ ૨૭૫ ,, આ. શ્રી સાગરચંદ્રસૂરિજી મહારાજ ૫૮૮ ,, પ્રવર્તક શ્રી દીપચન્દ્રજી મહારાજ ૫૮૯ ૨૭૭ ,, મુનિવર શ્રી બાલચન્દ્રજી મહારાજ ૫૯૦ ૨૭૮ , મુનિરાજ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ પ૯૯૧ અન્ય સમુદાયના પૂજય આચાર્યભગવંતો પ૯૨ થી ૬૦૦ ૨૮૦ પૂજ્ય આચાર્ય શ્રી વિશાન્તિસૂરીશ્વરજી મહારાજ ૫૯૨ ૨૮૧ હિમાચલસૂરીશ્વરજી ૧૯૪ લક્ષ્મી સૂરીશ્વરજી પ૯૫ વિવેકચંદ્રસૂરીશ્વરજી , ૫૯૬ ૨૮૪ આનંદઘનસૂરીશ્વરજી , ૫૯૮ સુબાહુસૂરીશ્વરજી ૨૮૬ વર્તમાનકાળીના પ્રભાવક સદ્દગત શ્રમણુભગ તો ૬૨૪ થી ૩૬ પૂજ્ય ઉપાધ્યાયશ્રી મેહનવિજયજી મહારાજ ૬૦૧ ૨૮૮ , મુનિરાજશ્રી હંસવિજયજી મહારાજ છે, ઉપાધ્યાયશ્રી ગુલાબવિજયજી મહારાજ १०३ ૨૯૦ , મુનિરાજશ્રી હર્ષવિજયજી મહારાજ १०४ ૨૯૧ મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજ ૨૯૨ મુનિરાજશ્રી જ્ઞાનસુંદરવિજયજી મહારાજ ૨૯૩ ,, પંન્યાસશ્રી ચરણવિજયજી મહારાજ - ૬૧૦ ૨૯૪ , પંન્યાસશ્રી પદ્મવિજ્યજી ગણિવર્ય ૬૧૧ ૨૯૫ મુનિરાજશ્રી ખાંતિવિજયજી મહારાજ ઉપાધ્યાયશ્રી મહિમાવિજયજી મહારાજ ૬૧૨ ,, પંન્યાસશ્રી હર્ષવિજ્યજી ગણિવર ૬૧૩ ,, પંન્યાસશ્રી સૂર્યસાગરજી મહારાજ ૬૧૫ ,, મુનિરાજશ્રી જિનભદ્રવિજયજી મહારાજ ૬૧૫ ૩૦૦ ,, ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ ૬૧૮ ૩૦૧ , મુનિરાજશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ ૬૧૯ ૨૮૫ ૨૮૯ ૬૦૫ ૬૧૨ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ 2010_04 Page #21 -------------------------------------------------------------------------- ________________ « છે o o o o of o o o [ ૧૮ ] વિષય ૩૦૨ પૂજ્ય મુનિરાજશ્રી ચરણવિજયજી મહારાજ ૬૨૧ ૩૦૩ ,, મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજ ૬૨૨ ३०४ ,, મુનિરાજશ્રી દેવેન્દ્રવિજ્યજી મહારાજ ૬૨૪ ૩૦૫ | મુનિરાજશ્રી ગુણભદ્રવિજયજી મહારાજ ૬૨૬ , પંન્યાસશ્રી અમ્યુદયસાગરજી મહારાજ ૬૨૭ ३०७ મુનિરાજશ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ ૬૨૮ ३०८ મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ ૬૨૯ ૩૦૯ ,, પંન્યાસશ્રી વિપ્રવિજયજી મહારાજ ૩૧૦ કે, મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ ૬૩૨ ૩૧૧ ,, મુનિરાજશ્રી અમીવિજયજી મહારાજ ૬૩૩ ૩૧૨ ,, મુનિરાજશ્રી હિતેશ્વરવિજયજી મહારાજ ૬૩૪ ૩૧૩ , મુનિરાજશ્રી સગુણાનંદવિજયજી મહારાજ ૬૩૬ ૩૧૪ પ્રવર્તમાન શ્રમણ સમુદાયના તેજસ્વી રને ૬૩૮ થી ૬૫૮ ૩૧૫ પૂજ્ય પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજ્યજી મહારાજ ૬૩૮ ૩૧૬ , વાચસ્પતિવિજ્યજી , ६४० ૩૧૭ મહાયશવિજયજી ૬૪૨ ૩૧૮ પૂજ્ય મુનિરાજશ્રી અમરેન્દ્રવિજ્યજી ૬૪૫ પૂજ્ય પંન્યાસશ્રી હેમભૂષણવિજ્યજી ६४६ પ્રદ્યુમ્નવિજયજી ६४८ અશેકસાગરજી ૬૫૦ ૩૨૨ શીલચંદ્રવિજયજી ૬૫ર ૩૨૩ અરુણવિજયજી ૬૫૩ ૩૨૪ રત્નસુંદરવિજ્યજી ૬૫૪ ૩૨૫ ભુવનચંદ્રજી ૩૨૬ પૂજ્ય ગણિવર્યશ્રી મણિપ્રભસાગરજી ૬૫૭ ૩૨૭ પૂજ્ય મુનિરાજશ્રી દેવરત્નસાગરજી ૬૫૮ ૩૨૮ રત્નત્રયીના સાધક શ્રમણ ૬૬૦ થી ૭૧૯ ૩૨૯ પૂજ્ય ઉપાધ્યાયશ્રી હિમાંશુસાગરજી મહારાજ ૩૩૦ પ્રમેદસાગરજી ૩૩૧ નવરનસાગરજી જે 0 0 જી 0 જી 2010_04 Page #22 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૩૩૨ ૩૩૩ ૩૩૪ ૩૩૫ ૩૩૬ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૧૭ ૩૫૮ ૩૫૯ ૩૬૦ ૩૬૧ ૩૬૨ ૩૬૩ વિષય પૂજ્ય ઉપાધ્યાયશ્રી નરદેવસાગરજી નરચ’દ્રવિજયજી 23 પૂજ્ય પંન્યાસશ્રી પૂણૅન વિજયજી મહાબલવિજયજી વસેનવજયજી કી િસેનવિજયજી કનક વજ્રવિજયજી રત્નભૂષણવિજયજી શ્રેયાંસવિજયજી વિમલભદ્રવિજયજી માનતુ ગવિજયજી "" 22 2010_04 77 "" "" 22 ', ܕܕ ,, ,, ,, "" ,, ?? ,, ܕܪ ܕܕ "" 22 27 ', પૂજય મુનિરાજશ્રી [ ૨૦ ] "" પૂજ્ય ગણિવર્ય શ્રી વિમલવિજયજી પ્ર. મુનિરાજશ્રી નિર’જનવિજયજી "" ,, કલ્યાણસાગરજી જગવલ્લભવિજયજી મહાયશસાગરજી દાનવિજયજી ભદ્રશીલવિજયજી ગુણશીલવિજયજી રત્નાકરવિજયજી પદ્મયશવિજયજી ઇન્દ્રસેનવિજયજી હોકારચંદ્રવિજયજી ચન્દ્રશેખરસાગરજી સિ'હસેનવિજયજી સામચન્દ્રવિજયજી ચન્દ્રાનનસાગરજી જિનાત્તમવિજયજી જયાન દમુનિજી હરીશભદ્રવિજયજી અમરેન્દ્રસાગરજી પુણ્યાદયવિજયજી મહારાજ "" "" "" ,, ,, ,, ܕܕ "" "" "" "2 ,, "" "" "" "" "" "" "" "" ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ પૃષ્ઠ ૬૬૬ ૬૬૭ ૬૬૮ ૬૯ ૬૬૧ ૬૭૨ ૬૭૪ ૨૦૧ ૬૭૬ ६७७ ૬૦૭ ૬૭૮ ૬૭૯ ૬૮૨ ૬૮૩ ૬૮૪ ૬૮૫ ૬૮૬ ૬૮૭ ૬૮૭ ૬૮૮ ૬૮૯ ૬૯૦ ૬૯૧ ૬૯૨ ૬૯૨ ૬૯૪ ૬૯૫ ૬૯૫ ૬૯૭ ૧૮૮ ૧૯૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ર૧ ] - વિષય પૃષ્ઠ o ૩૬૫ ३६७ ૩૬૮ ૬૯ ૭૦૦ ૭૦૧ ૭૦૨ ૭૦૩ ૭૦૫ ७०८ Go ૩૭૦ , ૩૭૧ ૩ડર ૩૭૩ ૩૭૪ ૩૭૫ પૂજ્ય મુનિરાજશ્રી વિમલપ્રવિજયજી મહારાજ મહાભદ્રસાગરજી જયપ્રવિજયજી ભદ્રસેનવિજયજી સુયશચંદ્રજી રાજચંદ્રવિજયજી મહાયશવિજયજી નીતિસાગરજી સંયમસાગરજી વિદ્યાચંદ્રવિજયજી કવીન્દ્રસાગરજી વીરભદ્રસાગરજી મહોદયસાગરજી હરિભદ્રસાગરજી સર્વોદયસાગરજી નરેન્દ્રવિજયજી ત્રાષભચંદ્રવિજયજી ૭૧૦ ૭૧૧ ૭૧૧ ૩૭૬ ૩૭૭ ૭૧૨ ૭૧૩ ૭૧૫ ૭૧૮ ૭૧૮ ૭૧૯ ૩૭૮ ૩૭૯ ૩૮૦ = 2010_04 Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીજંબૂદ્દીપ અ ન શ્ય ૫ ધા રા વિજ્ઞાન અને અધ્યાત્મના સુમેળ સાધી જૈનત્વ અને આત્વનું સંરક્ષણ કરતી આ વિશાળ યાજના અન્તત દનીય-પૂજનીય સ્થાના અને કાર્યાની રૂપરેખા. ૧. ૧૦૫ ફુટ ઊંચા કાર્યાત્સર્ગ મુદ્રામાં બિરાજમાન પ્રભુ મહાવીરદેવની ભવ્ય પ્રતિમા અને શ્રી મનેાહર કલ્પદ્રુમ પાર્શ્વનાથ પરમાત્માની ભવ્ય પ્રતિમા બિરાજમાન - ૧૦૮ ફુટ ઊંચું ભવ્ય જિનપ્રાસાદ, ૨. ભવ્ય અષ્ટલક નમસ્કાર દિર. (જેનું નિર્માણ ચાલુ છે. ) ૩. ભવ્ય અટલક આરાધના ભવન (ઉપાશ્રય), ૪. વિજ્ઞાન ભવનમાં અનોખુ પ્રદર્શન : આધુનિક વિજ્ઞાનના હેતુઓને સારી રીતે સમજાવતુ, પ્રાચીન સંસ્કૃતિના અદ્ભૂત રહસ્યાને છતું કરતું અને અવળી દિશામાં દેડી રહેલી માનવજાતને C અમ્પ ના આંચકો આપતુ; વિવિધ પ્રકારની અવનવી રચનાઓથી ભરપૂર અદ્ભુત અનોખુ પ્રદર્શન. ( હાલ કામ ચાલુ છે. ) ૫. વિજ્ઞાન સાધન કાર્ય : શ્રી જમૂદ્રીપ વિજ્ઞાન રિસર્ચ કેન્દ્ર દ્વારા ખગાળ-ભૂગાળ અને પ્રાચીન સંસ્કૃતિના વૈજ્ઞાનિક તથ્યેા વિશે સંશાધન ચાલુ છે. ૬, માહિતી દર્શન : દરરેાજ સાંજે ૭-૦૦ થી ૮-૩૦ દરમ્યાન ફરતા સૂર્ય-ચંદ્ર અને ૪૭૫ ફુટ ઊંચા મેરુપર્યંત સહિતની ૪૭૫ ફુટની પહોળાઈમાં જમૂદ્રીપની વિશાળ રચના સમક્ષ ખગાળ-ભૂંગાળના અવનવા રહસ્યા અને પ્રાચીન સ'સ્કૃતિના વૈજ્ઞાનિક તથ્યાની રસપ્રદ વિગતા સાથે માહિતી દન. ૭. ઉપરની તમામ આખા વિશે ઊંડાણથી સૌ કોઈને માહિતગાર કરતું “ શ્રી જ’મૂઠ્ઠીપ” માસિક લવાજમ આજીવન : રૂા. ૩૫૦, ત્રિવાર્ષિક : રૂા. ૧૨ય અને વાર્ષિક રૂા. ૫૦. શ્રી અંતુભાઈ : મેનેજર લિ. જયેન્દ્ર ૨. શાહ : ડાયરેકટર શ્રી જ. વિ. ર. કે. શ્રી વર્ધમાન જૈન પેઢી જ’બુઢીપ સંકુલ * પાલીતાણા-૩૬૪ ૨૭૦ ફાન : ૨૩૦૭ * જમૂદ્રીપ સ’ફુલ 2010_04 Page #25 -------------------------------------------------------------------------- ________________ છે વિક્રમની વીસમી સદીના પ્રભાવક પૂજ્ય આચાર્યભગવંતો +: : .. કરજ કરી જી શ્વેતામ્બર મૂર્તિપૂજકના પ્રવર્તમાન ગછી – સમુદાયો તપાગચ્છ સ મુ દા ય ખરતરગચ્છ સમુદાય અચલગચ્છ સમુદાય પાર્ધચંદ્રગચ્છ સમુદાય વિમલશાખા સમુદાય ત્રિસ્તુતિક સમુ દા ય અને અન્ય સમુદાય એ. જ 2010_04 Page #26 -------------------------------------------------------------------------- ________________ Eીવરાવા વાડ REG [ તપાગચ્છ પરંપરા ] સંયમથુતનિધિ પૂ. પંન્યાસશ્રી ધર્મવિજયજી ડહેલાવાળા cacavacacocacococcasera તથા તેઓશ્રીના સમુદાયવતી પૂ. આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરિજી મહારાજ પૂ. આચાર્યશ્રી વિજયરામસૂરિજી મહારાજ પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મહારાજ પૂ. આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ પૂ. આચાર્યશ્રી વિજયભુવનચંદ્રસૂરિજી મહારાજ આચાર્યશ્રી વિજયજયદેવસૂરિજી મ હા રા જ પૂ. આચાર્યશ્રી વિજય મહાનંદસૂરિજી મહારાજ પૂ. આચાર્યશ્રી વિજયભદ્રસેનસૂરિજી મહારાજ પૂ. આચાર્યશ્રી વિજય અભયદેવસૂરિજી મહારાજ પૂ. આચાર્ય શ્રી વિજયયશોભદ્રસૂરિજી મહારાજ عمو H 2010_04 Page #27 -------------------------------------------------------------------------- ________________ શમણુભગવંતો-૨ જૈનશાસનના પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિઃ શ્રુતપાસનાના અખંડ ઉપાસક : પરામરાધ્ય પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવી પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજયજી ગણિવર્ય (ડહેલાવાળા) મહાપુરુષોની સ્વર્ણશંખલામાં પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજનું નામ વર્ષોથી શુકતારકની જેમ ચમકી રહ્યું છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૩૩ના પિષ વદ ૧૪ના દિવસે વાત્સલ્યમૂર્તિ પિતા માયાચંદભાઈની શીતળ છાયામાં શીલાદિ સંસ્કારોથી સુશોભિત માતા મીસંતબાઈની કુક્ષીએ જન્મ ધારણ કરી ગૌરવવંતી ગુજરધરાની ઉત્તર દિશાએ વહેતી પુનિતા નદી બનાસને કિનારે વસેલા થરા ગામને અલંકૃત બનાવ્યું હતું. “પુત્રનાં લક્ષણ પારણામાં ” એ ન્યાયે, ભવિષ્યમાં ધર્મ ધ્વજને ધારણ કરવાનો સંકેત જ રહે તેમ, સ્નેહઘેલાં માતાપિતાએ પુત્રનું નામ ધરમચંદ પાડયું. બાલ્યવયથી પૂવને પશમ અને સતેજ બુદ્ધિના પ્રભાવે વ્યવહારોગ્ય કેળવણી મેળવ્યા બાદ ધરમચંદને નૃત્ય-ગીત-સંગીતને અને શેખ જાગે. યુવાની અને સુખસુવિધાવાળી જિંદગીને લીધે બેફિકરાઈથી વધતા કાબૂમાં રાખવા માટે વડીલોએ તેમને શીલવતી કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડી દીધા. સાંસારિક જવાબદારીઓ વધવા છતાં નાટક જોવાને શોખ ટકી રહ્યો. ભારતીય સંસ્કૃતિના પ્રાણને સજીવન કરતા અનેક ખેલેમાંથી ભર્તુહરિના સંસારત્યાગને ખેલ જોયા પછી ભાઈશ્રી ધરમચંદનું અંતઃકરણ સંસારના રંગરાગથી છૂટવા અને વૈરાગ્યના રંગે રંગાવા જાગૃત બન્યું. દીપકની તને વધુ દિવેલ મળતાં તેના પ્રકાશમાં વધારે થાય તેમ, અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયની પાટપરંપરાના મુખ્ય નાયક પૂ. પંન્યાસજી શ્રી મેહનવિજયજી મહારાજને પરિચય થતાં ધરમચંદની વૈરાગ્ય વધુ પ્રકાશિત બની. પરિણામે ૧૯ વર્ષની ભરયુવાન વયે પૂર્ણ વૈરાગ્ય સાથે, સંસારના સ્નેહ-સંબંધને ત્યાગ કરી સં. ૧૯૫રના અષાઢ સુદ ૧૩ના શુભ દિને શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની છત્રછાયામાં, ચંચળ લક્ષમીનો સદુપયોગ કરવા માટે હાથીની અંબાડીએ બેસી વષીદાન દેતાં, ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ધરમચંદમાંથી ત્યાગી બનેલા મહાનુભાવે સંયમજીવનમાં મુનિ શ્રી ધર્મવિજ્યજી નામ ધારણ કરી, પ્રભુશ્રી મહાવીરસ્વામીના શાસનની ધર્મધ્વજાને ઉન્નત રાખવાના શ્રેષ્ઠ પુરુષાર્થ રૂપે જ્ઞાન–ધ્યાન અને તપત્યાગ માટેની સાધનાનાં મંડાણ કર્યા. જીવનશિલ્પી રૂપે પ્રકુષ્ટ પ્રતિભાવંત પૂ. પંન્યાસજી શ્રી મેહનવિજ્યજી મહારાજને સ્વીકાર્યા બાદ, અતૃપ્ત હૈયે અખંડ ધૃતપાસનામાં લીન એવા મુનિશ્રી ધર્મવિજયજી ઘણા ટૂંકા સમયમાં ઉત્કૃષ્ટ વિદ્વાન અને ઉચ્ચ સંયમી આત્મા તરીકે જેનશાસનમાં તેજસ્વી હીરા સમાન ચમકવા લાગ્યા. સંયમદાતા પૂ. ગુરુદેવશ્રીના સ્વર્ગગમન બાદ સ્વના સંયમજીવનની સાધના અને સમુદાયનાં અન્ય સાધુ-સાધ્વીજીનાં જ્ઞાન-ધ્યાનની બેવડી જવાબદારીઓના ભારથી મુનિશ્રી ધર્મવિજયજી મહારાજનું સંયમી જીવન, અગ્નિથી શુદ્ધિ પામી વધુ તેજસ્વી બનેલા સુવર્ણ સરીખું દેદીપ્યમાન બન્યું. ઉત્કૃષ્ટ ત્યાગ-વૈરાગ્યના રંગથી રંગાયેલા મુનિશ્રીની આદર્શ શ્ર. ૪ 2010_04 Page #28 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પ્રતિભાથી આકર્ષાયેલા અનેક આત્માઓ સંયમમાર્ગના પથિક બન્યા. તેમના મુખ્ય શિષ્યમાં પૂ. મુનિશ્રી ચમનવિજ્યજી, મુનિશ્રી ચારિત્રવિજ્યજી, મુનિશ્રી સુરેન્દ્રવિજયજી અને મુનિશ્રી અશોકવિજયજી મહારાજની ગણના થતી. બીજના ચંદ્રની જેમ આગળ વધેલા મુનિશ્રી ધર્મવિજ્યજી મહારાજને અનેક સંઘોએ તથા સમુદાયના સાધુભગવંતે એ અત્યંત આગ્રહ સાથે સં. ૧૯૬૨માં મહામહોત્સવપૂર્વક ડહેલાના ઉપાશ્રયે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સામુદાયિક ઉત્તરદાયિત્વ પૂર્ણ કરવા અંગે પંન્યાસપદની સ્વીકૃતિ બાદ પરમેષ્ઠિના ત્રીજા પદ આચાર્ય પદ પર બિરાજમાન કરવામાં ડહેલાના ઉપાશ્રયના શ્રીસંઘને અને પાટણ ખેતરવસી અને અનેક ગામના શ્રીસંઘને આગ્રહ હોવા છતાં પદલિપ્સાથી નિઃસ્પૃહ એવા પૂ. પંન્યાસજી મહારાજે છેક સુધી ઇન્કાર જ કર્યો. શ્રત પાસનાના અખંડ ઉપાસક શ્રી ધર્મવિજયજી મહારાજે પાટણ ખેતરવસી જેન ઉપાશ્રયમાં અને ડહેલાના ઉપાશ્રયમાં હસ્તલિખિત પ્રતના વિશિષ્ટ જ્ઞાનભંડારોની સ્થાપના કરી, અને જ્ઞાનધનના સુરક્ષહેતુ અત્યંત પરિશ્રમ ઉઠાવ્યું. આ જ્ઞાનભંડારે વિશે દેશવિદેશના વિદ્વાન પૃચ્છા કરતા હતા. ચારિત્ર, સંયમ અને તલસ્પર્શી શાસ્ત્રજ્ઞાન ધરાવતા પૂ. પંન્યાસજીની તે સમયે સાધુસમુદાયમાં સૂરિપદથી પણ અધિક પ્રતિષ્ઠા થઈ હતી. શાસનસમ્રાટ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આદિ ધુરંધર આચાર્યભગવંતે સમયે સમયે “ડહેલાના સમર્થ પંન્યાસજી પધારે.” એવા એવા શબ્દોથી સન્માનિત કરતા હતા. પૂ. પંન્યાસજી મહારાજના ધ્યાનસાધનાના કેન્દ્રબિન્દુ રૂપે પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મુખ્ય હતા. ત્રિકાળ દર્શન-વંદનના નિયમ સાથે કેટલાય દિવસે સુધી દાદાજીની પાવન છાયામાં પૂજ્યશ્રી સમાધિની ઊંડી અનુભૂતિને આનંદ અનુભવતા હતા. તેઓશ્રીએ અંતરની અનુભૂતિ દ્વારા જીવનયાત્રાની સમાપ્તિનાં ચિહને જાણી, પિતાના પટ્ટધર શિષ્ય તરીકે પરિપૂર્ણ યોગ્યતાના ધારક, પ્રકૃષ્ટ પ્રભાવશાળી પૂ. મુનિવર્ય શ્રી રવિવિજ્યજી મહારાજને ડહેલાના ઉપાશ્રયની પાટે ભવ્ય સમારેહપૂર્વક પંન્યાસપદ પર પ્રતિષ્ઠિત કર્યા. ઉત્કૃષ્ટ પ્રતિભા, મધુર કંઠ અને શાસ્ત્રીય ગ્રંથનું તલસ્પર્શી અધ્યયન હોવાના કારણે પૂજ્યશ્રીના ગણધરવાદને, માતા ત્રિશલાના વિલાપને, ગણધર ભગવાનશ્રી ગૌતમસ્વામીના વિલાપને પૂજ્યશ્રીને મુખકમલથી સાંભળવા માટે પર્યુષણ મહાપર્વના દિવસોમાં અનેક ભાવુક આત્માઓ પિતાના સ્થાનેથી પૂજ્યશ્રીની નિશ્રામાં આવી જતા. નાતા દ ધવો મૃત્યુ—એ ન્યાયે ડહેલાના ઉપાશ્રયની ગૌરવમયી પાટપરંપરાના આ તેજસ્વી નક્ષત્રને પણ કાળયમની છાંય પડી. સં. ૧૯૯૦ના ચૈત્ર વદ ૭ની સાંજે પ-૨૫ કલાકે, રાજનગર અમદાવાદને આંગણે પ્રથમવાર અદ્વિતીય મુનિસંમેલનની મંગલ પૂર્ણાહુતિના સમાચાર જાણી, પૂજ્યશ્રીના આતમહંસે અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. આદર્શ ગુણોથી આકર્ષિત ભક્તવર્ગની આંખોથી વરસતા શ્રાવણ-ભાદરવા વચ્ચે શહેરના ઇતિહાસમાં અદ્વિતીય કહી શકાય એવા ઠાઠથી પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા નીકળી અને શેકમિશ્રિત ભક્તિભાવનાના અખંડ પ્રવાહની ધારા વચ્ચે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ રૂપે દેવવંદના અને મંગલક્રિયામાં જૈન સમાજના ધુરંધર આચાર્યો શ્રી સિદ્ધિસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, 2010_04 Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ શ્રી વલ્લભસૂરિજી મહારાજ, શ્રી નીતિસૂરિજી મહારાજ, શ્રી ભૂપેન્દ્રસૂરિજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી લબ્ધિસૂરિજી મહારાજ, અસંખ્ય ઉપાધ્યાયે, પંન્યાસ, ગણિવર્યો અને મુનિભગવંતે તથા સાધ્વીજી સમુદાયની એટલી વિશાળ હાજરી હતી કે જેમાં શ્રાવકશ્રાવિકાઓને ડહેલાના ઉપાશ્રયના વિશાળ વ્યાખ્યાન હોલમાં બેસવાની જગ્યા મળી ન હતી. જીવનને પ્રારંભ નિર્દોષ બાલ્યજીવનથી કરી, સંયમજીવનના મધ્યાહુનકાળે પહોંચેલા પૂજ્યશ્રીને જ્ઞાનસમૃદ્ધ આત્મભાનુ ઢળતી સંધ્યાએ પણ પ્રકાશનાં રક્તરંગી કિરણોથી જેનશાસનને આલેકિત કરતાં અમરલોકને યાત્રી બનવા છતાં મૃત્યુલોકને પ્રકાશિત કરી રહ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાનવારસાના ઉત્તરાધિકારી પૂ. પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજને ડહેલાના ઉપાશ્રયની પાટ-પરંપરાના પ્રથમ આચાર્ય અને પટ્ટધર શિષ્ય તરીકે અનેક ગામ અને શહેરોમાં પ્રતિષ્ઠિત કર્યા. પૂ. પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજના અંતિમ શિષ્ય આચાર્યશ્રી વિજ્ય અશોકચંદ્રસૂરિજી મહારાજ વર્તમાનમાં પ્રભુશાસનની ભવ્ય પ્રભાવના કરી રહેલ છે. પૂ. આચાર્ય શ્રી વિજયઅશચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી પિતાના ગુરુદેવશ્રી પૂ. પંન્યાસજી ધર્મવિજયજી મહારાજના નામથી સરીયર, ખીમાણુ, કંબઈ, ઉંદરા તથા પાટણમાં, પં. રત્નવિજયજી મહારાજના નામથી ખેતરવસીમાં, અને અન્ય અનેક ગામમાં પાઠશાળાઓ ચાલે છે. કોટિ કોટિ વંદન હજો એ પરમ પ્રભાવને ! સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી અમર રહો ! તપ-ત્યાગની અને જ્ઞાન–દયાનની સમૃદ્ધિથી જેમણે સમૃદ્ધ સમુદાયની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી : અપ્રતિમ પ્રતિભાશાળી : બાલબ્રહ્મચારી પૂજ્ય આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અનેક પાવનકારી તીર્થધામેથી શોભતા ગૌરવશાળી ગુજરાતના ઉત્તર વિભાગમાં નાનકડું ગામ કુવાલા ભવ્ય જિનાલયે અને ઉપાશ્રયાદિ ધર્મસ્થાનોથી શોભી રહ્યું છે. શ્રદ્ધા અને સંસ્કારની શીતળ છાયામાં વસતા મહાનુભાવે વચ્ચે, મોતીની માળામાં હીરે ચળકે એ રીતે શ્રાદ્ધવર્ય શ્રી સવજીભાઈ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી દલીબાઈ ધાર્મિક વાતાવરણના રંગે રંગાઈ પિતાના જીવનને દીપાવી રહ્યાં હતાં. સાંસારિક સુખોપભેગની સામગ્રી વચ્ચે પણ ધર્મ સન્મુખ રહેતા સવજીભાઈ અને દલીબાઈને સં. ૧૯૫૦ના કારતક સુદ બીજને દિવસે એક યશસ્વી પુત્રયુગલની પ્રાપ્તિ થઈ મોટા પુત્રનું નામ સીરચંદ અને નાના પુત્રનું નામ રૂપચંદ રાખવામાં આવ્યું. બંને બાળકે તેજસ્વી હતાં અને તેમનામાં સુગ્ય સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. કાળક્રમે માતાપિતાના સ્વર્ગવાસે ભાઈ સીરચંદને યુવાનીના ઉંબરે આવતાં રંગરાગના વાતાવરણથી દૂર રહી, ત્યાગ અને વૈરાગ્યના પંથે વિચરવાનાં અરમાને જાગવા લાગ્યાં. એવામાં મહાન ધુરંધર, જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજ્યજી મહારાજને સંપર્ક થયે, અને અંતરમાં પ્રગટેલી વૈરાગ્ય વધુ પ્રજવલિત થઈ. સ. ૧૯૬૯ના પોષ વદ ૧૦ના શુભ દિવસે પાટણ શહેરમાં ભવ્ય મહોત્સવ પૂર્વક, પરિવારની અનુમતિ પ્રાપ્ત કરી, સૌ કેઈના લાડીલા 2010_04 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સીરચંદે સાપ કાંચળી ઉતારે તેમ સ'સારના સ્નેહસંબધાનો ત્યાગ કરી સંયમજીવનના સ્વીકાર કર્યાં. ભાઇ સીરચંદ મુનિશ્રી સુરેન્દ્રવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. થાડા સમય બાદ નાનાભાઈ રૂપચંદને પણ સયમપંથે વાળી દીક્ષા આપી, તેમને મુનિશ્રી રવિવિજયજી નામે ઘાષિત કર્યા. શાસનપ્રભાવક પૂર્વીની પ્રબળ આરાધના, ગુરુજનાની સેવા અને જ્ઞાનધ્યાનની અપૂર્વ લગનથી ઘણા ટૂંકા સમયમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય અને જુદાં જુદાં શાસ્ત્રોના અધ્યયન સાથે, ધાર્મિક તત્ત્વજ્ઞાનનું તલસ્પશી જ્ઞાન પ્રાપ્ત કરી, જૈનસમાજમાં એક તપસ્વી મુનિ રૂપે શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજની ઉત્કૃષ્ટ પ્રતિભા જોતાં, પૂ. ગુરુદેવશ્રીએ અનેક શહેરોના સઘેાની આગ્રહભરી વિન`તિથી ડહેલાના ઉપાશ્રય મળ્યે ખૂબ જ ધામધૂમથી, શહેરના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરવા યોગ્ય મત્સવપૂર્ણાંક પંન્યાસપદથી વિભૂષિત કર્યાં. પન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજીએ પોતાની અનોખી પ્રતિભાના પ્રભાવે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશમાં વિચરીને અને ધાર્મિક કાર્યોના પ્રસારથી અનેક મુમુક્ષુઓને સયમી બનાવીને જૈનસમાજમાં નામાંકિત અને તપ-ત્યાગ તથા જ્ઞાન–ધ્યાનની સમૃદ્ધિથી સમૃદ્ધ સમુદાયની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. પૂ. પંન્યાસજી મહારાજે સંયમી જીવનની સાધનાને કેન્દ્રબિંદુ બનાવવા સાથે પોતાના ષ્ટિબિંદુથી સમાજસુધારાનાં કાર્યોં તરફ પણ ઘણું લક્ષ આપ્યું હતું. પરિણામે પેાતાની જન્મભૂમિ કુવાળામાં અજ્ઞાનતાને લીધે વર્ષોથી કન્યાવિક્રય આદિ સામાજિક દૂષણા હતાં તે નાબૂદ થયાં. આ કાર્યાં માટે ભગીરથ પ્રયત્નો કરી બનાસકાંઠા જિલ્લામાં જૈનસમાજને સ`ગત કરવાના મહાન પુરુષાર્થ કર્યાં. સમાજહિતચિંતક, શાસનપ્રભાવક પૂજ્ય પંન્યાસજીએ અનેક ગામ-નગરાના શ્રીસ ધાએ આચાર્ય પદ ગ્રહણ કરવાની આગ્રહભરી વિન ́તિઓને ઘણી વાર અસ્વીકાર કર્યાં. આખરે અત્યંત આગ્રહ થવાથી વિ. સ. ૧૯૯૯ના વર્ષમાં શ્રી ગિરનાર મહાતીમાં ડહેલાના ઉપાશ્રયના શ્રીસ`ઘની આગેવાની નીચે, અનેક શ્રીસંઘાએ યેાજેલા અપૂર્વ આનંદ-ઉલ્લાસના વાતાવરણમાં ભવ્ય સમારેાહપૂર્વક પન્યાસપ્રવર શ્રી સત્યવિજયજી ગણિવરની પાટ-પર'પરામાં પ્રથમ આચાર્ય પદ પ્રાપ્ત કરવાનું આદશ ગૌરવ પ્રાપ્ત કર્યુ અનેક સ્થાનામાં મદિરાનુ* નવનિર્માણ, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, ધશાળાના નિર્માણમાં અને ઉજમાં, પ્રતિષ્ઠા મહોત્સવ, ઉપધાન તપની આરાધના આદિ શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યમાં પૂજ્યશ્રીની પ્રભાવપૂર્ણ ધર્માંદેશનાનુ અમૃતપાન કરવાપૂર્વક ભાવિકાએ લાખા રૂપિયાનુ દાન કરી જિનશાસનની સેવા કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. પાછલી અવસ્થામાં પૂ. આચાય ભગવતશ્રીને એકાએક ક્રમના વ્યાધિ થયા. તનની અસમાધિ વધવા છતાં મનની સ્થિર સમાધિએ આત્મસાધનાના ઉજ્જ્વળ પંથે અપ્રમત્તભાવે આગળ વધતા રહ્યા. વિશાળ શિષ્યપરિવાર, અનેક શ્રીસંધા અને અન્ય આત્મીયવને હિતશિક્ષાના આદર્શો ખાધ દેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬ના કાર્તિક વદ ૪ની મધ્યરાત્રિએ ડહેલાના ઉપાશ્રયમાં પ ચપરમેષ્ઠિ મહામંત્રના સ્મરણુ સાથે સ્વગે` સિધાવ્યા. કાતિક વદ પાંચમના દિવસે પૂજ્યશ્રીને શાકસંતપ્ત હૃદયે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ રૂપે, શહેરના ઇતિહાસમાં એક ભવ્ય પ્રકરણ રૂપ સ્મશાનયાત્રા નીકળી. પૂજ્યશ્રીના પંચભૂતનો દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયા. દ્વિવ્ય સાધનાને 2010_04 Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૨૯ અવિનાશી આત્મા જગતમાં તપ-ત્યાગ અને જ્ઞાન–ધ્યાનની છાયા ફેલાવી અમર બની ગયે. પૂજ્યશ્રીની સ્મૃતિમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રદેશોમાં તેઓશ્રીના વિદ્વાન શિષ્યસમુદાયની પ્રેરણાથી અનેક સમાધિમંદિરે, ગુરુમંદિરે, સરસ્વતીમંદિરે. ધર્મ સ્થાને, પાઠશાળાઓ આદિનું નિર્માણ થવાથી પૂજ્યશ્રીની યશોગાથા વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહી છે. પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવક પરમારાધ્ય સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રીના નામસ્મરણને અપૂર્વ પ્રભાવ છે કે તનમનનાં સેંકડો કષ્ટ ક્ષણભરમાં વિલીન થાય છે. વર્તમાનમાં પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં ગુરુભ્રાતા પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયજયદેવસૂરિજી મહારાજ આદિ અનેક આચાર્યો, પદવીધરે, મુનિવરે આદિ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનની અનેક પ્રકારે પ્રભાવના કરી રહેલ છે. પૂજ્યશ્રીના પાવનકારી નામસ્મરણને કેટ કેટિ વંદના ! શાસનહિતચિંતક, મર્મજ્ઞ, સમયજ્ઞ અને પરમ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયરામસુરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના મહાનગર અમદાવાદ નજીક એક ઘણું રળિયામણું ગામ છે. નામ છે કુબડથલ. પ્રકૃતિને ખોળે રમતાં આ કુબડથલ ગામે એક સંસ્કારી અને શીલસંપન્ન શ્રાવકદંપતી રહે. શ્રાવકનું નામ ભલાભાઈ અને એમનાં પત્નીનું નામ ગંગાબાઈ. ભલાભાઈ યથાનામ ભલમનસાઈથી ભરેલા અને ગંગાબાઈ યથાનામ ધર્મમય પ્રવૃત્તિથી પવિત્ર જીવન વિતાવતાં સુખપૂર્વક દિવસ પસાર કરે. આ દંપતીને સંસારના ઉત્તમ ફળરૂપે બે પુત્ર પ્રાપ્ત થયા ઃ ૧. વાડીભાઈ અને ૨. રમણભાઈ. બંને ભાઈઓએ દુર્ભાગ્યવશાત્ બાળપણથી જ પિતૃછાયા ગુમાવી. દાદાજી પૂજાભાઈ અને માતા ગંગાબાની છાયામાં બંને ભાઈઓએ સંસ્કારના પાઠ શીખ્યા અને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. એવામાં પૂંજાભાઈને ધંધાથે અમદાવાદ આવી વસવું પડ્યું. માતા ગંગાબાઈ અને બંને ભાઈઓ પણ અમદાવાદ આવીને રહ્યા. પરંતુ ત્યાં પણ વિધિની કૂરતાએ દાદાજી પૂંજાભાઈને આ દુનિયામાંથી ઉઠાવી લીધા. આ આઘાતથી ધર્મમય વૃત્તિવાળા રમણભાઈમાં વૈરાગ્યભાવના અત્યંત તીવ્ર થઈ ઊઠી. તેમને સંસારની અસારતા સમજાઈ ગઈ, અને ચારિત્ર લેવાની ભાવના થઈ. એવામાં અમદાવાદ બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજની વૈરાગ્યસભર વાણું સાંભળી રમણભાઈ સંયમજીવન માટે તત્પર થયા. તેમણે માતા સમક્ષ દીક્ષાગ્રહણ કરવાની અનુમતિ માગી. પરીક્ષા લીધા બાદ માતા તેમની વાતમાં સંમત થયાં; પણ વાડીભાઈને આ વાતની ખબર પડી એટલે તે અકળાઈ ઊઠવ્યા. તે પિતાના નાના અને લાડકવાયા ભાઈને સાધુ બનવા દે તેમ નહોતા. આ વિરોધમાં કેટલેક સમય વ્યતીત થયે. અંતે રમણભાઈના દઢ 2010_04 Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શાસનપ્રભાવક નિર્ણય સામે કુટુંબીજનેએ ઝૂકી જવું પડ્યું. માતાની ઈચ્છા પણ દીક્ષા લેવાની થતાં આ કાર્યમાં વધુ ઉત્સાહ આવ્યો. અંતે, સં. ૧૯૭૩ના મહા સુદ પાંચમે જન્મેલા આ ભાગ્યશાળી બાળક રમણે, ૧૩ વર્ષની નાની અને કુમળી વયે સં. ૧૯૮૬ના વૈશાખ વદ ૧૦ના શુભ દિવસે ગુરુદેવ આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષાગ્રહણ કરી. પૂ. ગુરુદેવે તેમનું નામ “રામવિજયજી” રાખ્યું. ગુરુદેવની આજ્ઞાને અનુવતીને મુનિ શ્રી રામવિજયજીએ આગમગ્રંથને ગહન અભ્યાસ કર્યો અને ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયમાં પારંગત બન્યા. ગોહન કરીને આગમને અધિકાર મેળવી લીધો. અપ્રમત્તભાવે અને શુદ્ધ ભાવનાઓથી ચુસ્ત સંયમજીવન જીવતા મુનિશ્રીમાં પૂ. ગુરુદેવે સંપૂર્ણ યોગ્યતા જેઈ સં. ૧૯ત્ના આસો વદ ૩ના શુભ દિને ગણિપદથી વિભૂષિત કર્યા. ગણિવર શ્રી રામવિજયજી મહારાજ તે પ્રથમથી જ જૈન શાસનની પ્રભાવનામાં સ્ત હતા. તેઓશ્રીની વ્યાખ્યાનશેલી અત્યંત મોહક હતી, તેથી તેમને ભાવિક સમુદાય પણ ઉત્તરોત્તર વિશાળ બનતો રહ્યો. એવામાં સં. ૨૦૦૬ના કારતક સુદ પાંચમના ગોઝારા દિવસે પૂ. ગુરુદેવનું સ્વર્ગગમન થયું. પૂ. શ્રી રામવિજયજી મહારાજ માટે આ આઘાત સહન કરે દુષ્કર હતે. પરંતુ તેઓશ્રી જ્ઞાનદષ્ટિને પ્રબળ પ્રભાવે સમાધાન સાધીને અખંડપણે શાસનનાં કાર્યો કરતા રહ્યા. તેઓશ્રીની આ વિશિષ્ટ અને નિરંતર ચાલતી ધર્મ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને અનેક શ્રીસંઘે એ તેમને આચાર્ય પદ ગ્રહણ કરવા માટે વિનંતિ કરી. છેવટે, અંતરથી તે આવી પદવીઓથી અલિપ્ત રહેવાવાળા આ મુનિરાજને, વડીલ ગુરુભ્રાતા પૂ. પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે સં. ૨૦૦૭ ના વૈશાખ સુદ ૩ના શુભ દિવસે પાટણમાં ખેતરવસીના પાડામાં પંન્યાસપદ તથા વૈશાખ સુદ ૫ ના શુભ દિવસે આચાર્યપદ અર્પણ કર્યું. ગણિવર શ્રી રામવિજયજી સકલ સમુદાયના અધિપતિ આચાર્યદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ બની ગયા. પૂ. આચાર્યદેવ હાલમાં ઘણું પુણ્યશાળી આત્માઓને સન્માર્ગે વાળી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન આદિ તેઓશ્રીના મુખ્ય વિહારક્ષેત્રો છે. આ ઉપરાંત, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં પણ તેમણે ચાતુર્માસ કર્યા છે. વિ. સં. ૨૦૪૪માં ભરાયેલા મુનિસંમેલનના તેઓશ્રી સફળ સૂત્રધાર હતા. સમગ્ર શ્રીસંઘની એક્તાનું સંવર્ધન–પષણ કરવામાં તેઓશ્રીને અનન્ય ફાળે છે. એવા એ પૂજ્ય આચાર્યદેવ વર્તમાનમાં પણ ચારિત્રના કડક પાલનના આગ્રહી છે. આટલી ઉંમરે પણ જરા પણ શિથિલતાને સ્થાન નથી. મક્કમ મને બળ ધરાવતા પૂજ્યશ્રીજીનું જીવનક્વન અનેખું છે. એવા એ મહાન સૂરિવરને કેટિ કેટિ વંદના ! (સંકલન : ગુરુપાદરણ મુનિરાજ શ્રી રત્નચંદ્રવિજ્યજી મહારાજ તથા મુનિશ્રી જગચંદ્રવિજયજી મહારાજ ). 2010 04 Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તાર પૂર્વ આચાર્ય ભગવંત શ્રી વિજયરામસૂરિજી મહારાજ (ડહેલાવાળા )ના શિષ્ય-પ્રશિષ્યા * પૂ આ. શ્રી ભુવનચંદ્રસૂરિજી પૂ. આ. ભદ્રસેનસૂરિજી આ, મહાન દરૂરિજી મુ. યશેખરવિજયજી મુ નરચંદ્રવિજયજી મુ. કરુણાન વિજયજી મ. હેમવિજયજી * મુ. રેાહિતવિજયજી મુ, વિજયચંદ્રવિજયછ પૂ. આ. અભયદેવસૂરિજી મુ સુદ"નવિજયજી મુ મેાક્ષરત્નવિજયજી મુ. રત્નચ દ્રવિજયજી * મુ. યીતિવિન્દ્રયજી * મુ. વિનેદવિજયજી 2010_04 મુ. રાજય દ્રવિજયજી * મુ. અમૃતવિજયજી મુ. જગત્સ દ્રવિજયજી * આ નિશાની સ્વની છે. --- મુ. હરિભદ્રવિજયજી * મુ. કુસુમચંદ્રવિજયજી ગવિન્યજી વિવિધ ધ કાર્યો પ્રવર્તાવનાર પ્રશાંતમૂતિ પૂ. આચાર્ય શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ રા મુ, શુભ કરવિન્દ્રયજી કલિકાલસર્વ જ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની સાહિત્યસાધનાની પુણ્યભૂમિ અને પરમાર્હુત શ્રી કુમારપાળ મહારાજાની અહિંસાની અમરવેલની ફળદ્રુપ ભૂમિ અણહિલપુર પાટણ પાસે દેવગુરુધર્માંના સંસ્કારી વાતાવરણથી ગુંજતા સેહામણા ગામ સરીયદમાં શેઠ શ્રી વીરચંદભાઈ મગનભાઈ નામે પ્રસિદ્ધ આગેવાન શ્રાવક હતા. તેમનાં ધર્મ પત્ની શ્રીમતી અમલમેન શ્રદ્ધા અને સુસ’સ્કારોની જીવંત પ્રતિમા રૂપે અનિશ ધર્મ ધ્યાનપૂર્વક પવિત્ર જીવન વિતાવતાં હતાં. વિ. સ. ૧૯૬૯ના ભાદરવા સુદ ૧ના પાવન દિવસે ગામના પ્રત્યેક મહાનુભાવના અંતરમાં આનંદની ઊમિ`એ ઉછળતી હતી. કારણ કે આ પર્યુષણા મહાપવ અંતગત ભગવાન શ્રી મહાવીરસ્વામીના જન્મવાચનાનો પવિત્ર દિવસ હતા. આ પુનિત દિવસે શ્રીમતી અમલમેને સુદર લક્ષણાથી સુગેાભિત એક બાળકને જન્મ આપ્યો. પર્યુષણા મહાપ`ની ઉજવણીમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અને આનંદ થયે. પુત્રજન્મથી સમગ્ર પરિવારમાં અને ગામમાં આનંદની લાગણી ફેલાઈ પુત્રને જોઈ સુંદર સામુદ્રિક લક્ષણોથી યુક્ત બાળક વિશે સૌ કઈ કલ્પના કરવા માંડ્યા કે આ બાળક અમૃત ભવિષ્યમાં મહાન વિભૂતિ બનશે. બાળપણામાં માતા-પિતા તરફથી ઉત્તમ સંસ્કાર પ્રાપ્ત કરવાપૂર્વક અમૃતલાલ ગુજરાતી નિશાળમાં વ્યાવહારિક શિક્ષણ લેવા લાગ્યા. બુદ્ધિને પશમ સારે હોવાથી શાળામાં શિક્ષકને નેહ સંપાદન કરી શક્યા. ગુજરાતી સાત ધરણનું શિક્ષણ મેળવવા સાથે કિશોર અમૃતલાલના અંતરમાં ધાર્મિક શિક્ષણ લેવાની ઉત્કૃષ્ટ ભાવના પેદા થઈ. આ માટે તેઓ મહેસાણામાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં રહ્યા. ત્યાં વિનય-વિવેકપૂર્વક શિક્ષા ગ્રહણ કરતાં અને પાટણમાં પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજ પાસે ઉપધાન કરી માળ પહેરી ત્યારથી અંતરમાં સંસારત્યાગની પાવનકારી મહેચ્છા જાગી ઊઠી. માતાપિતાને આ વાતની જાણ થતાં અમૃતલાલને મોહગ્રસ્ત સંસારની માયાજાળમાં બાંધી રાખવા માટે તેમનું સગપણ ઘણું ઉતાવળે કરી લીધું. આ પ્રસંગથી ભાઈ અમૃતલાલની વૈરાગ્યત ઝાંખી પડવાને બદલે વધુ પ્રજ્વલિત થઈ. ડહેલાના ઉપાશ્રયના પ્રકૃષ્ટ પ્રતિભાધારી પૂ. પંન્યાસજી શ્રી ધર્મવિજ્યજી મહારાજ સાથે સંપર્ક વધતાં આ અસાર સંસાર ત્યાગ કરી, સાધુજીવન સ્વીકારવાની ભાવને પ્રબળ બની. તે વખતે અમૃતલાલની વય નાની હતી. ભેગ-સુખની લાલસાવાળા જગતને ત્યાગી વૈરાગ્યને માર્ગ રુચે નહિ તે સ્વાભાવિક છે. તેથી કેટલાક બાલદીક્ષાના વિરોધીઓ દ્વારા અમૃતલાલની દીક્ષા અટકાવવાના જોરદાર પ્રયત્ન થયા. આમ છતાં, પૂ. પં. શ્રી ધર્મવિજયજી ગણિના, પૂ. પં. શ્રી સુરેન્દ્રવિજયજી ગણિએ હિંમતપૂર્વક દઢ આત્મવિશ્વાસપૂર્વક પાટણમાં વિ. સં. ૧૯૮૭ના કાતિક વદ ૧૧ના શુભ દિવસે અમૃતભાઈને ભાગવતી દીક્ષા આપી, મુનિરાજ શ્રી અશોકવિજયજી નામ રાખીને, પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. દીક્ષા આપ્યા બાદ, વિરોધીઓ દ્વારા ઘણું જ પરેશાની ઊભી કરવામાં આવી; કેર્ટમાં કેસ કરવામાં આવ્યું. છતાં જેનશાસનના અધિષ્ઠાયક દેવના પુણ્યપ્રભાવે, પૂ. પં.શ્રીના પુણ્યપ્રતાપે અને મુનિ શ્રી અશોક વિજ્યજી મહારાજના દઢ મનોબળે બધાં કષ્ટોને પાર કરી, ઘણા આનંદ-ઉમંગ સાથે સંયમજીવનની સાધનાને આરંભ કરી દીધું. દીક્ષા બાદ ત્રણ જ વર્ષમાં, વિ. સં. ૧૯૯૦ના ચૈત્ર વદ ૮ને દિવસે પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા. પરંતુ વડીલ ગુરુભ્રાતા પૂ. પં. શ્રી સુરેન્દ્રસૂરિજી મહારાજની શીતળ છાયામાં મુનિશ્રી અશોકવિજ્યજીએ શાનું અધ્યયન કરી અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. શાંત સ્વભાવ, દિનરાત જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ, વડીલે પ્રત્યે વિનયવિવેક આદિ ગુણોના પ્રભાવે ચરિત્રનાયકશ્રી સમુદાયના તેજસ્વી તારલા રૂપે સૌ કેઈના આદરપાત્ર બન્યા. વડીલ ગુરુભ્રાતા પૂ. આ. શ્રી વિજયસુરેન્દ્રસૂરિજી મહારાજના સ્વર્ગવાસ પછી તેઓશ્રીના શિષ્યરત્ન આ. શ્રી વિજયરામસૂરિજી મહારાજના વરદ હસ્તે ચાણસ્મા મુકામે વિ. સં. ૨૦૦૯ભાં માગશર સુદ ૪ને દિવસે શ્રીસંઘના અત્યંત આગ્રહપૂર્વક ધામધૂમથી ગણિપદપંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી અશોકવિજયજી મહારાજ ઘણી સરળ અને સૌમ્ય પ્રકૃતિ ધરાવે છે. 2010_04 Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ તેઓશ્રી સંયમસાધનામાં લીન રહેવાવાળા છે. વર્તમાન યુગની વિશેષ ભાગદોડથી દૂર રહી આત્મસાધનામાં સવિશેષ પ્રયત્ન કરવાની પ્રેરણા આપવા પ્રત્યે તેઓશ્રીનું લક્ષ રહેલું છે. જેનસમાજમાં વિશાળ વર્ગમાં તેઓશ્રીની પ્રેરણાથી કેટલાંયે સ્થાનમાં ઉજમણું, ઉપધાન, પ્રતિષ્ઠા, છરી પાલિત યાત્રા સંઘ આદિ ધાર્મિક કાર્યો દ્વારા શાસનભા વધી રહી છે. સવિશેષ, તેઓશ્રીની સીધી પ્રેરણા નીચે સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજના નામે પં. મેહનવિજયજી ગણિના નામથી જામનગરમાં પાઠશાળા શરૂ થઈ. પાટણ ખેતરવસી, સરીયદ, ઉંદરા, કંબઈ, ખીમાણે આદિ સ્થાનમાં પણ પાઠશાળા શરૂ થઈ, ધાર્મિક પાઠશાળાઓ આજે પણ ચાલી રહી છે. આ પાઠશાળાઓમાં સેંકડો બાળક-બાલિકાઓ ઉત્તમ સંસ્કારો સાથે ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં છે અને અહીંથી પ્રેરણા લઈને અનેક પુણ્યાત્માઓ દિક્ષા લઈને સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શાસનપ્રભાવક ગુણોથી આકર્ષાઈ, અનેક સંઘ દ્વારા આગ્રહપૂર્વક વિનંતીઓ થતાં, વિ. સં. ૨૦૨૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને ઉપાધ્યાય શ્રી ભુવનવિજયજી ગણિવરના વરદ્ હસ્તે ટાણુ મુકામે આચાર્યપદ સમર્પિત કરવામાં આવ્યું. ત્યાર પછી તેઓશ્રી પૂજ્ય આચાર્ય શ્રી વિજય અકસૂરીશ્વરજી મહારાજના નામે આદરપાત્ર બન્યા. તેઓશ્રીના અંતરમાં અન્ય પ્રત્યેની ઉપકારવૃત્તિ હોવાથી પં. શ્રી રાજેન્દ્રવિજયજીને આચાર્યપદ તથા પં. શ્રી ભુવનવિજ્યજીને ઉપાધ્યાયપદ તેમ જ પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજીના શિષ્ય મુનિશ્રી વિમલવિયજીને ભગવતીજીના ગોદહન કરાવી ગણિપદ અને જેગ કરાવી પંન્યાસપદ પ્રદાન કર્યા. એવી જ રીતે, પૂજ્ય આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી યશભદ્રવિજ્યજીને ગણિ, પંન્યાસપદ તથા ઉપાધ્યાય અને આચાર્ય પદ આપી શાસનશભામાં અભિવૃદ્ધિ કરી અને તેમના શિષ્ય શ્રી વિમલભદ્રવિજયજીને જેગ કરાવી પંન્યાસપદવી આપી. નિરંતર તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનની સાધનામાં મગ્ન રહેવા સાથે તેઓશ્રી શાસનપ્રભાવનામાં સતત પ્રયત્નશીલ રહે છે. પૂજ્યશ્રીથી પ્રતિબોધ પામી ઘણા મહાનુભાવોએ સંયમ અંગીકાર કરેલ છે જેમાં, મુનિશ્રી મનોકવિજ્યજી, સ્વ. મુનિશ્રી અરવિંદવિજ્યજી, મુનિશ્રી સ્વયંપ્રવિજયજી, મુનિશ્રી જ્યાનંદવિજયજી, મુનિશ્રી કાંતિવિજ્યજી, મુનિશ્રી વિક્રમવિજયજી, મુનિશ્રી ચંદ્રસેનવિજયજી, બાલમુનિશ્રી આત્માનંદવિજયજી મુખ્ય છે. હાલમાં સેવાભાવી મુનિશ્રી જ્યાનંદવિજયજી મહારાજ પૂજ્ય ગુરુદેવની સેવામાં સતત તત્પર રહી જ્ઞાનધ્યાનની સાધનામાં આગળ વધી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને દીર્ધાયુષી અને નિરામય બનાવી ભગવાન મહાવીરના શાસનની સેવા કરવાનું સૌભાગ્ય ચિરકાળ સુધી અપે એ જ શુભકામનાઓ સાથે આચાર્ય ભગવંતને કેટ કેટિ વંદના ! (સંકલન મુનિશ્રી ચંદ્રસેનવિજ્યજી મહારાજ) 2010_04 Page #36 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શાસનની શાન વધારનાર પૂ. આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પુણ્યભૂમિ ગુજરાતની એક ધર્મપુરી રાધનપુર છે. ચરિત્રનાયકશ્રીની એ જન્મભૂમિ. માતા જીવીબાઈની કુક્ષીએ સં. ૧૯૭૦ના ફાગણ વદ ૧૧ને શુભ દિને એક પુત્રરત્નને જન્મ થયો. પિતા હરગોવનદાસને આથી ઘણે હરખ થયો. બાળકને નામ આપ્યું રતિલાલ. માતાપિતાએ બાળકને શિક્ષણ અને સંસ્કારથી સુશોભિત કર્યો. રતિલાલ યુવાન વયે (ડહેલાવાળા) પ્રશાંતમૂતિ પૂ. આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવતાં વૈરાગ્યના રંગે રંગાયા. સંસારમાં મેહમગ્ન કુટુંબની અનુમતિ સહેલાઈથી મળે તેમ નહોતી. રતિલાલની ઉંમરે તે સમયે ૨૨ વર્ષની હતી. તે પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. છેવટે સં. ૧૯૯૨ના માગશર સુદ ૬ને દિવસે મહોત્સવપૂર્વક શ્રી સિદ્ધિગિરિની પવિત્ર ભૂમિમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુરુજીએ તેમનું નામ પડ્યું મુનિશ્રી રાજેન્દ્રવિજયજી. ત્યાર બાદ મુનિશ્રી રાજેન્દ્રવિજ્યજી પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગ્રામાનુગ્રામ વિચરતાં જ્ઞાન–ધ્યાન અને તપ-સાધનામાં આગળ વધતા રહ્યા. ગુરુદેવ સાથે વિચરતાં અનુભવજ્ઞાન પ્રાપ્ત થવા સાથે સિદ્ધહેમ, લધુવૃત્તિ, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, પ્રકરણ આદિને ઊંડો અભ્યાસ કર્યો. સં. ૨૦૦૬માં પૂ. ગુરુદેવને સ્વર્ગવાસ થયો. ત્યાર બાદ પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો ત્યાં ત્યાં તેઓશ્રીના શાંત સ્વભાવ, સદાચારી જીવન, સરળ વ્યાખ્યાનપદ્ધતિ, હદયંગમ વાણી અને નિરાડંબર વ્યક્તિત્વને પ્રભાવે ખૂબ યશ પ્રાપ્ત કરી શક્યા અને શ્રી સંઘને સારી રીતે ધર્મલાભ આપી શક્યા. તેઓશ્રીની આ વિશાળ શાસનપ્રભાવનાથી પ્રેરાઈને, અનેક શ્રીસંઘની આગ્રહભરી વિનંતિને લીધે, સિડીમાં ગોહનપૂર્વક વિ. સં. ૨૦૧૦ના કારતક વદ ૩ ને ને દિવસે, અનુક્રમે ગણિ અને પંન્યાસપદે પૂ. આચાર્યશ્રી વિજયરામસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વિભૂષિત કરવામાં આવ્યા. આ મહામહોત્સવ પ્રસંગે રથાનિક અને આસપાસના સંઘે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સારે લાભ લીધો હતું. ત્યાર બાદ, વિ. સં. ૨૦૨૩માં જોટાણામાં, પૂજ્યશ્રીને પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી મહારાજના શુભ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શિષ્ય-પ્રશિષ્યાદિ સાથે સં. ૨૦૩૦માં માલવાડા ચાતુર્માસ પધારતાં તેઓશ્રીનું ૬૧ બેડાંથી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર માંગલિક દેશના આપતાં ધર્મજાગૃતિ થવા લાગી. ત્યાર પછી વિવિધ તપની ઉજવણી નિમિત્ત અઠ્ઠાઈ મહોત્સવ, સ્વામીવાત્સલ્ય આદિ થયાં. વીરનિર્વાણની પચ્ચીસમી શતાબ્દીમાં આ પરગણામાં કદી ન જોયા હોય એટલી વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજી મહારાજેએ પધારી આરાધના-તપશ્ચર્યા પૂર્વક નિવિદને ચાતુર્માસ પરિપૂર્ણ કરતાં જોયાં. આ પ્રસંગે ૨૦ છોડનું ભવ્ય ઉદ્યાપન-નવકારશી વગેરે થયેલ. શેઠ શ્રી રાયચંદ ગેમાજી પરિવારે પૂજ્યના ચાતુર્માસને તથા સાધર્મિક ભક્તિને અપૂર્વ લાભ લીધે. સં. ૨૦૩૧માં પુરણ (રાજસ્થાન) મુકામે જિનબિંબની પ્રાણ 2010_04 Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા–ર રૂપ પ્રતિષ્ઠા તથા ૧૭ થ્રેડનુ ઉજમણુ ધામધૂમથી થયેલ. જેઠ વદ ૧૩ના માલવાડામાં પ ોડનુ ઉજમણું તથા ભવ્ય પ્રતિષ્ઠા થયેલ. ધાનેરા સંઘની આગ્રહભરી વિનંતિથી ચાતુર્માસ ત્યાં થતાં શેઠશ્રી નેમચંદ પ્રેમચંદે બધા લાભ લીધા હતા. દશેરાથી ઉપધાન તપને શુભારંભ થતાં ૪૨૫ આરાધકો જોડાયા. માલારોપણ પ્રસંગે ૪૨ છેડનું જમણુ થયુ'. સ. ૨૦૩૨માં પલ્લવિયા પાર્શ્વનાથજીના મુખ્ય મંદિરે ૩૩ ધાડ, ૩૩ કળશ અને ચૌમુખા જિનબિ બેની પ્રતિષ્ઠા મહાત્સવપૂર્ણાંક થઈ. સ.૨૦૩૩માં અમદાવાદમાં ધર્મનાથ જૈન પાશાળા સ્થાપી. સ. ૨૦૩૪માં આગ્રહભરી વિનંતિથી પાટણ પધારતાં શેઠશ્રી જીવાભાઈ છગનલાલના શ્રેયાર્થે પાંચ મહાપૂજના સહિત અદ્ભુત જિનભક્તિમાત્સવ ઊજવાયા. અમદાવાદથી ચાંદરાઈવાળા શાહ હકમાજી હીરાજીએ પૂ. આચાર્ય શ્રીને વિનંતિ કરીને તેડાવ્યા. તેઓશ્રીની નિશ્રામાં પોષ વદ પાંચમ ને રવિવારે શ્રી સિદ્ધગિરિને છરી પાળતા ભવ્ય સંઘ નીકળ્યેા. આ રીતે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પ્રવર્તાવતાં વિ, સં ૨૦૩૭ના જેડ સુદ ૬ને દિવસે ભીનમાલ મુકામે તેઓશ્રી કાળધર્મ પામ્યા. આમ, જૈનશાસનના આ મહાન યેતિધર પ્રત્યેક પળે શાસનની અદ્ભુત સેવા કરવા માટે અહેરાત તત્પર રહેતા. પૂજ્યશ્રીની છત્રછાયામાં અનેક મહાન કાર્યો થતાં રહેલ. એવા એ સમર્થ આચાર્ય ભગવંતને અંતઃકરણપૂર્વક વંદના હજો ! જેમણે અનેક જૈન-જૈનેતર ભવ્યાત્માઓને ધ માર્ગોમાં સ્થિર કર્યાં એવા પરમપકારી પૂ. આચાર્યશ્રી વિજયભુવનચંદ્રસુરીશ્વરજી મહારાજ કલિકાલસર્વાંગ ભગવંત શ્રી હેમચ`દ્રાચાય મહારાજની તથા પરમાત્ મહારાજ કુમારપાળના ઉજજવળ નામે શાલતી પાટણ નગરીમાં ખેતરવસીને પાડા પ્રસિદ્ધ છે. તેમાં વીશા શ્રીમાળી જ્ઞાતીય ધમપ્રેમી શેઠશ્રી ચુનીલાલ દલછાચંદ પરગજુ સ્વભાવને લીધે સમાજમાં પ્રીતિપાત્ર અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી હરારખાઈ ઊંચી ધર્મનિષ્ઠાથી મહિલાવમાં માનપાત્ર હતાં. આ દંપતીને ત્રણ પુત્રરત્નો હતા : ૧. અંબાલાલ, ૨. ભોગીલાલ અને ૩. વ્રજલાલ. તેમાંના વચેટ તે શ્રી ભોગીલાલના જન્મ સં. ૧૯૫૫ ના ફાગણ સુદ ૧૪ને દિવસે થયા હતા. ભાગીલાલને નાનપણથી જ ધર્મ પ્રત્યે વિશેષ રુચિ હતી. તેમનુ' લગ્ન પાટણમાં જ શ્રી ગજરાબેન નામના ગુણુસ`પન્ન, ધર્મવૃત્તિ ધરાવતાં સન્નારી સાથે થયુ અને એમના દાંપત્યના ફળસ્વરૂપ કાંતિલાલ નામે પુત્રરત્નની પ્રાપ્તિ થઇ. તેમ છતાં ભાગીલાલભાઈની ધાર્મિક વૃત્તિમાં એટ આવી નહિ. તેમને ૩૨ વર્ષીની ભરયુવાન વયે સ`સાર પરથી વૈરાગ્ય થયા. આ સમયે લઘુવયસ્ક પુત્ર કાંતિલાલનું મન પણ સંસાર પરથી ઊઠી ગયું. પિતા-પુત્રની બંનેની દીક્ષા લેવાની ભાવનાને જાણી ગજરાબેન પણ દીક્ષાની ભાવનાવાળાં થયાં. શ્રી ભોગીલાલ 2010_04 Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શાસનપ્રભાવક ભાઈએ સં. ૧૯૮૮ના માગશર સુદ ૩ને દિવસે ભાગવતી દીક્ષા સ્વીકારી, મુનિશ્રી ભુવનવિજ્યજી મહારાજના નામે જાહેર થઈ પૂજ્ય આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજના શિષ્ય થયા. શ્રી કાંતિલાલે સં. ૧૯૯૨ના ચૈત્ર માસમાં આચાર્ય શ્રીમદ્ વિજ્યનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં દીક્ષા લીધી અને તેઓ મુનિ શ્રી કનકવિજયજી તરીકે આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના શિષ્ય બન્યા. સં. ૧૯૯૭માં માગશર સુદ ૧૧ને શુભ દિને પાટણ શહેરમાં, પૂજ્યશ્રી ભુવનવિજયજી મહારાજ તથા મુનિશ્રી કનકવિજયજી મહારાજની નિશ્રામાં ગજરાબહેને પણ ખેતરવસીના પાડે પિતાના ઘેરથી અઠ્ઠાઈ મહત્સવપૂર્વક ભાગવતી દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી ગુણશ્રીજી તરીકે જાહેર થયાં. પરંતુ તેમને દીક્ષા પર્યાય અપ રહ્યો. સં. ૨૦૦૧ના ચૈત્ર સુદ ૧૧ની રાત્રિએ શ્રી ગિરનાર મહાતીર્થની છાયામાં ચાલુ વરસી તપે તેમણે સમાધિપૂર્વક નશ્વર દેહને ત્યાગ કર્યો. પૂજ્ય મુનિવર શ્રી ભુવનવિજયજી મહારાજના ઉપદેશથી અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. પાટણમાં કનાશાને પાડે સં. ૧૯૭ના માગશર સુદ ૧૩ને દિવસે સ્થાપન થયેલી “શ્રી ભુવનવિજયજી જૈન પાઠશાળા” આજપર્યંત ઉત્તમ રીતે ચાલે છે. આ પાઠશાળામાં પંચ. પ્રતિક્રમણથી માંડીને જીવિચાર, નવતત્ત્વ, દંડક, સંઘયણી, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહતું સંઘયણી, ક્ષેત્રસમાસ, તત્વાર્થ અને સંસ્કૃત આદિમાં લખાયેલાં શાસ્ત્રોને તાત્વિક અભ્યાસ કરાવવામાં આવે છે. આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલાં સેંકડે યુવક-યુવતીઓમાંથી ચાર કન્યાઓએ અને એક યુવકે ચારિત્ર અંગીકાર કર્યું છે. આ સંસ્થા પૂ. ગુરુદેવને અત્યંત પ્રિય છે. આ સંસ્થા સાથે સંબંધિત “શ્રી શાંતિનાથ જૈન વનિતામંડળ” છે, જેમાંની ૭૦-૮૦ બહેને વિવિધ રાગરાગિણીથી પૂજા ભણાવવામાં પ્રસિદ્ધ છે. આ ઉપરાંત, સં. ૨૦૦૩માં તેઓશ્રીના સદુપદેશથી પાટણમાં “શ્રી જૈન ધર્મોપકરણ સંસ્થા ” સ્થપાઈ, જે સાધુ-સાધ્વીજીઓની, શ્રાવક-શ્રાવિકાઓની યથાશક્તિ ભક્તિસેવા કરી રહી છે. ઉગ્ર વિહાર અને વિશાળ શાસનપ્રભાવનાને લીધે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ સમગ્ર ભારતવર્ષમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. “શ્રી ભુવનવિહારદર્પણ” નામને દળદાર ગ્રંથ માહિતી આપે છે તેમ, તેઓશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગ, તમિલ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ આદિ પ્રદેશમાં વિહરી અદ્ભુત વિહારી તરીકે પ્રભાવ પાડ્યો હતો. એટલું જ નહિ, તેઓશ્રીએ નીલગિરિ પહાડ કે કેઈમ્બતૂર જેવા કઠિન પ્રદેશમાં પણ વિહાર કર્યો અને જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ભવ્ય દેરાસર. ઉપાશ્રયે, પાઠશાળાઓ, વર્ધમાન આયંબિલ તપની સંસ્થાઓની સ્થાપના કરી; પ્રતિષ્ઠા મહોત્સવ, ઉજમણું આદિ કર્યા; અનેક પુણ્યાત્માઓને ધર્મમાર્ગે વાળ્યા. પૂજ્ય મહારાજશ્રીના વિનયવંત વિદ્વાન શિષ્યરત્ન પૂ. શ્રી મહાનંદસૂરિજી મહારાજની દીક્ષા સં. ૨૦૦૪માં અને સેવાભાવી શિષ્યરત્ન શ્રી યશેખરવિજયજી મહારાજની દીક્ષા સં. ૨૦૦૯માં થઈ. તેઓશ્રીને સાથે રાખીને પૂજ્ય આચાર્ય ભગવંત જૈનશાસનને ધર્મધ્વજ સમગ્ર ભારતવર્ષમાં લહેરાવી રહ્યા ! 2010_04 Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૩૭ જન્મ : સં. ૧૯૫૫ ફાગણ સુદ ૧૪, દીક્ષા : સં. ૧૯૮૮ માગશર સુદ ૩, પંન્યાસપદ : સં. ૨૦૨૩ કારતક વદ ૧૧ (પાટણ-ખેતરવસી) ઉપાધ્યાયપદ : સં. ૨૦૨૩ વૈશાખ સુદ ૫ (ટાણા), આચાર્યપદ : સં. ૨૦૨૯ માગશર સુદ ૨ (પાટણ) અને કાળધર્મ : સં. ૨૦૪૨ ચૈત્ર વદ ૮ (કેટ-મુંબઈ) એવા એ ઉગ્ર વિહારી આચાર્યભગવંતને કેટિ કેટિ વંદન ! પરમ શાસનપ્રભાવક માલવકેસરી પૂ. આચાર્યશ્રી વિજયજયદેવસૂરીશ્વરજી મહારાજ ગૌરવવંતા ગુજરાતના સીમાડે શિખરબદ્ધ પ્રાચીન જિનમંદિર, પૌષધશાળાઓ આદિ ધર્મસ્થાનોથી અલંકૃત કુવાલા ગામમાં ધર્મનિષ સુશ્રાવક શ્રી ટીલચંદભાઈને ઘેર આદર્શ શીલમૂતિ પૂતળીબાઈની રત્નકુક્ષીએ ચરિત્રનાયકશ્રીને જન્મ થયે. માતાપિતાના લાડકોડમાં બાળપણ વિતાવી કુમારાવસ્થાએ પહોંચેલા ભાઈશ્રી જીવતલાલના મનમાં પિતાની જન્મભૂમિમાંથી જ સંયમ ગ્રહણ કરીને ડહેલાના ઉપાશ્રયની પાટ-પરંપરાને તેજસ્વી તારલા રૂપે પ્રસિદ્ધિ પામેલા પૂજ્ય પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજની પાવન નિશ્રામાં ધાર્મિક અધ્યયન દ્વારા સંસ્કારે ગ્રહણ કરવાની તમન્ના જાગી. માતાપિતાની અનુમતિ લઈને ભાઈ જીવતલાલે કેટલાક સમય અભ્યાસ કરીને, ઘેર આવ્યા બાદ પૂર્વકૃત આરાધનાના પ્રભાવે તીવ્ર વૈરાગ્ય ભાવના જાગ્રત બનતાં સં. ૧૯૯૪ના માગશર સુદ ૧૦ના શુભ દિને પૂ. પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજના પાવન કરકમળથી રાજસ્થાનના સિરોહી જિલ્લાના પાડીવ ગામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, મુનિશ્રી જયંતવિજયજી નામે ઉઘેષિત થયા. ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં જ્ઞાન ધ્યાનની સાધના સાથે અનેક તીર્થસ્થાનોની યાત્રા કરવાપૂર્વક સંયમજીવનનો આસ્વાદ લેતા વડીલ બંધુને જોઈ, ધર્મસંકાથી વાસિત પરિવારમાંથી બીજા ભાઈ નટવરને પણ સંયમ ગ્રહણ કરવાની ભાવના થઈ. તેમણે બે વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કરી, વડીલ બંધુ મુનિશ્રી જયંતવિજયજીની પ્રેરણાથી સંયમ ગ્રહણ કર્યા બાદ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય રૂપે મુનિશ્રી યશભદ્રવિજયજી બન્યા. દીપથી દીપ જલે’ એ ન્યાયે બબ્બે વડીલ બંધુઓને સંયમલક્ષ્મીને આનંદ લૂંટતા જોઈ, યથાનામ નાનાલાલને પણ દીક્ષાની ભાવના જાગી. પરિણામે સં. ૨૦૦૩ના વર્ષમાં ખંભાત મુકામે મુનિરાજ શ્રી જયંતવિજયજીની નિશ્રામાં ચાતુર્માસમાં ધાર્મિક શિક્ષણ મેળવી સં. ૨૦૦૪ના કારતક વદ ૭ને શુભ દિને માત્ર નવ વર્ષની કે મળ વયે નાનાલાલે પિતાના વડીલ બંધુને વરદ્ હસ્તે સંયમ સ્વીકારી બાલમુનિ શ્રી યતીન્દ્રવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. બાલમુનિને તીવ્ર પશમ હેવાને લીધે ચરિત્રનાયકશ્રીએ ઘણી ધગશથી તેમના અધ્યયનને મુખ્ય કાર્ય બનાવી થોડા જ સમયમાં બાલમુનિને વિદ્વાનની પંક્તિમાં મૂકી દીધા. 2010_04 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શાસનપ્રભાવક મુનિશ્રી જયંતવિજયજી મહારાજ પોતાની અપૂર્વ પ્રતિભા દ્વારા અનેક શાસનપ્રભાવનાનાં કા દ્વારા સકલ સંઘના અત્યંત પ્રીતિપાત્ર બન્યા. આથી અનેક શ્રીસદ્યા દ્વારા તેએશ્રીને ગણિપદ અને પંન્યાસપદ અપવાની વિનતિ થઇ. પરિણામે, સં. ૨૦૧૫માં રાજસ્થાનના સાદડી મુકામે પૂજ્ય આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ દ્વારા પચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના યાગ કરાવી, બરખૂંટ ( રાજસ્થાન )માં ભવ્ય મહોત્સવપૂર્ણાંક ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યાં. ત્યાર બાદ, સુરત, મુંબઈ જેવાં શહેરામાં થતા ચાતુર્માસમાં પૂજ્યશ્રીના પ્રભાવે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થતાં રહ્યાં. પૂજ્યશ્રીના વધતા પ્રભાવ વડે પાતાની જન્મભૂમિ કુવાલામાં સ્વ. પૂ. ગુરુભગવંતાની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસ`ગે પૂ. આચાર્ય શ્રીના પ્રેમભર્યાં આગ્રહથી અને અનેક શ્રીસંઘેાની વિન ંતિથી મહામહાત્સવપૂર્વક પૂજ્યશ્રીને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. ત્યાર બાદ, પૂજ્યશ્રીએ પોતાના અનુજ મુનિશ્રી યશાભદ્રવિજયજી તથા મુનિરાજ શ્રી યતીન્દ્રવિજયજી અને મધુરભાષી મુનિરાજશ્રી વિમલભદ્રવિજયજી સાથે લગભગ ૧૪ વર્ષ સુધી રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં નાનાંમોટાં ગ્રામનગરે – ઇન્દોર, ઉજ્જૈન, રતલામ, મંદસૌર, ઉદયપુર, મેાટી સાદડી, ચિત્તેડ આદિ સ્થાનેામાં વિચરી જિનમંદિરનાં જીર્ણોદ્વાર-નવનિર્માણ, ઉપાશ્રયા, પૌષધશાળા, પાઠશાળાએ આદિનાં નિર્માણા માટે આદેશ આપ્યા. આ વિહાર દરમિયાન અંજનશલાકા, પ્રતિષ્ઠા મહાત્સવા, ઉદ્યાપના, ઉપધાનતપ, પગપાળા છ'રી પાલિત યાત્રાસંઘે આદિ અનેક ધાર્મિક કા ક્રમેા થયા. પૂજ્યશ્રીએ આ કાર્યોં દ્વારા અનેક શ્રીસંઘા પર ઉપકારની અમીવર્ષોં કરી. પરિણામે ત્યાંના શ્રીસ`ઘાએ પૂજ્યશ્રીના પ્રભાવથી આકર્ષાઈ ને તેઓશ્રીને ભવ્ય સમારેાહપૂર્વક ચિત્તાખેડા ( મંદસૌર જિલ્લા )માં વીનિર્વાણ સ'. ૨૫૦૧માં મહા સુદ ૩ના પાવન દિવસે આચાય પદથી અલ'કૃત કર્યાં. તે પછી, ઇન્દોર-વલ્લભનગરના જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે માલવાના અનેક સંઘાએ પૂ. આચાર્ય શ્રીને ‘ માલવકેશરી 'ની પદવીથી વિભૂષિત કર્યા. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરી, પૂજ્યશ્રી પાલીતાણા તથા શ’ખેશ્વરજીની તીયાત્રા નિમિત્તે ગુજરાત પધાર્યાં. અત્યંત આનંદપૂર્વક અનેક તીથેની યાત્રાએ કરી, સુરત–નવાપુરામાં શ્રીસંઘના આગ્રહથી ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન શહેરના ઇતિહાસમાં અંકિત કરવા યોગ્ય અનેક ધાર્મિક કાર્યો થયાં. સ્વ. પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિ પ્રસંગે ૩૬ બ્રેડનુ દ્યાપન, અત્ પૂજન આદિ ભવ્ય કાર્ય ક્રમેાથી શહેરની પ્રજા ઘણી જ પ્રભાવિત થઈ. એ સાથે ગુજરાત પ્રદેશમાંથી પ્રથમ વાર સુરતથી નાગેશ્વરજી મહાતીર્થના પગપાળા છ'રી પાલિત સઘના ૫૦ દિવસના અભૂતપૂર્વ કાર્ય ક્રમ ઘડાયા. સેંકડા ભાવિકા અને છછ ટાણા સાધુ-સાધ્વીજી સાથેના આ ઐતિહાસિક સંધ ઠેર ઠેર પ્રભાવના કરતા નાગેશ્વરજી મહાતી પહોંચ્યા અને ૫૦૦૦ ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં સંઘપતિઓની તી માળના ઉત્સવ ઊજવાયા. પુન: રાજસ્થાન-મધ્યપ્રદેશ ગયા હોવા છતાં સુરતના કતારગામમાં શ્રી કાંતિભાઈ ચાકસીના માર્ગદર્શન તળે શ્રી કાંતિભાઈ જેકિશનદાસ વખારિયા પરિવાર તરફથી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજી અને શ્રી શાંતિનાથજી આદિ જિનબિ બેાની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહેાત્સવ ઊજવવાના હોવાથી પુનઃ પૂજ્યશ્રી કતારગામ ચાતુર્માસ પધાર્યા. વિવિધ . 2010_04 Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ધાર્મિક કાર્યક્રમ સાથે ચાતુર્માસ પરિપૂર્ણ થતાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ભવ્ય સમારેહપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહત્સવ ઊજવાયે. આવા અનેક મહાસેથી તેમણે જેનશાસનની અનુપમ સેવા કરી, આદર્શ સંયમજીવનની સાધના કરી, સ્વજીવનને ધન્ય બનાવ્યું. આવાં અનેકવિધ ભવ્ય પ્રસંગેની ઉજવણી સાથે પૂ. ગુરુદેવ પ્રત્યે ત્રણ અદા કરવાના હેતુપૂર્વક પૂજ્યશ્રીએ મધ્યપ્રદેશમાં આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી સ્મારક જ્ઞાનમંદિર ટ્રસ્ટ ની સ્થાપના કરી, અનેકવિધ સામાજિક કાર્યો કરવાની, પુસ્તક પ્રકાશનની અને જ્ઞાન તેમ જ ધર્મની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવાની વિશાળ જના બનાવી. તદનુસાર, મંદસૌર મુકામે નઈ આબાદીમાં ભવ્ય જ્ઞાનમંદિર–આરાધના મંદિર તૈયાર થઈ ગયું છે. આજે ચતુર્વિધ સંઘ તેને અનુપમ લાભ ઉઠાવે છે. પૂજ્યશ્રીએ અનેક સ્થાનમાં પૂજ્ય ગુરુદેવની ચિરસ્થાયી સ્મૃતિ માટે ગુરુમંદિર બનાવરાવી ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી તેમના બે સંસારી ભાઈઓ, વૃદ્ધ પિતાશ્રી, બે ભાણેજ આદિ અનેક સગાંસંબંધી સંયમમાર્ગના યાત્રી બન્યાં છે. ધન્ય હો એવા ગુરુદેવશ્રીને અને તેઓશ્રીની સંયમસાધનાને ! નમ્રતાના ભંડાર સમા વત્સલ સાધુપુરુષ પૂ. આચાર્યશ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ ઉત્તર ગુજરાતમાં ગુણગરવું શહેર મહેસાણા. તે જિલ્લાનું નાનકડું ગામ છનિયાર. તે ગામમાં પુરુષોત્તમદાસ અને રેવાબહેન નામનું સાદગી અને સંસ્કારની સુરભિથી સુવાસિત યુગલ રહે. આ પ્રસન્ન દંપતીને બે પુત્રરત્ન પ્રાપ્ત થયા : મંગલદાસ અને શંકરલાલ. કઈ ભાગ્યવતી પળે મોટાભાઈ મંગલદાસને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સમા સચ્ચારિત્રવાન સાધુપુરુષને સત્સંગ લાવ્યું અને ભાઈ મંગલદાસને જીવનનું મંગલ કરનારે મુનિજીવનને મંગલ માર્ગ મળી ગયે! આસો સુદ ૧૦ને દિવસે જન્મેલા મંગલદાસે સોળ વર્ષની વયે પૂ. આચાર્ય શ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી (તે સમયે મુનિશ્રી ભુવનવિજ્યજી) મહારાજનાં ચરણોમાં સં. ૨૦૦૪માં અક્ષયતૃતીયાને પુનિત દિવસે પાટણ પાસે આવેલા ચારૂપ તીર્થમાં ચારિત્ર ગ્રહણ કર્યું. અને મંગલદાસ મુનિશ્રી મહાનંદવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કર્યા બાદ મુનિશ્રી પોતાના પરમ ઉપાસ્ય ગુરુદેવ શ્રી ભુવનવિજ્યજી મહારાજના સાંન્નિધ્યમાં સતત રહેવા લાગ્યા. છાયાની પ્રતિષ્ઠાયાની જેમ, હમેશા ગુરુચરણે રહેતા મુનિશ્રીને ગુરુભક્તિનાં મધુર ફળ પ્રાપ્ત થવા માંડ્યાં. શાસ્ત્રોની આ ફળપ્રદ વાણી છે કે, “ગુરુકુવાસ પર જ્ઞાનાસિંઘતુઃ ” અર્થાત્ “ગુરુની નિશ્રામાં સતત રહેવાથી જ્ઞાન-દર્શનચારિત્ર આદિ સંપત્તિની પ્રાપ્તિ થાય છે.” “વૈયાવૃત્યમાત્રના કુર્વિન મત્સ્ટ Hસાદથતિ, Twવષવૈયાવૃત્યમાત્રસ્થાપિ મવાત ” અર્થાતું, “ગુરુની વૈયાવચ્ચ કરનાર સાધુ પણ મહાન ફળને પ્રાપ્ત કરે છે. કારણ કે ગુરુની માત્ર સેવા કરવી તેનું પણ અનેરું મહત્ત્વ છે.” શાસ્ત્રોની આ અમરવાણી મુનિશ્રી મહાનંદવિજયજીના હૃદયમાં વસી ગઈ હતી. અને તેથી જ તેમણે 2010_04 Page #42 -------------------------------------------------------------------------- ________________ xo પોતાના આરાધ્યપાદ પૂજ્ય ગુરુદેવના અંતિમ શ્વાસ સુધી તેએશ્રીની સતત સેવા કરી. : વિ. સં. ૨૦૩૬ના મહા વદ ૧૦ના દિવસે મુંબઇના દાદર નામે પરામાં તેમને પૂ. ગુરુદેવશ્રીના વરદ્ હસ્તે ‘ ગણિત' અને ‘ પંન્યાસ પદ પ્રાપ્ત થતાં, તેએ હવે ‘ મુનિશ્રી 'ને બદલે પન્યાસશ્રી મહાન વિજયજી ગણિવર ' તરીકે ઓળખાવા લાગ્યા. અને સં. ૨૦૩૮ના માગશર સુદ ૩ના શુભ દિને પૂ. ગુરુદેવે પૂ. પંન્યાસજીને શાંતાક્રુઝમાં આચાર્યપદે આરૂઢ કર્યાં. આ સમગ્ર મુંબઇ શહેરમાં શહેરના સર્વ શ્રીસંધા દ્વારા મહામત્સવનુ આયેાજન કરવામાં આવ્યુ હતુ. પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલાં શાસન-પ્રભાવક કાર્યો પણ ગૌરવયુક્ત છે. મહેસાણાથી ભાયણીના છ'રી પાળતા સઘ પૂ. આચાર્યશ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં નીકળ્યે, તે સ ંઘના આભ્યંતરપ્રેરક પૂ. આચાય શ્રી મહાન દસૂરીશ્વરજી મહારાજ હતા. તેઓશ્રીએ જ શ્રી ભરતભાઈ પૂનમચંદ સઘવીને સદુપદેશ આપ્યા હતા અને સઘ કાઢવાની પ્રતિજ્ઞા આપી હતી. પૂજ્યશ્રી નામના અને કામનાથી પર રહીને આવાં અનેક કાર્યમાં પ્રેરક બની રહ્યા. સં. ૨૦૪૭નું ચાતુર્માસ પૂનામાં આદિનાથ સોસાયટીમાં કર્યુ તે અવિસ્મરણીય બની રહ્યું; તેમાં મેાક્ષદંડક તપ કરાવ્યાં; દેરાવાસી તથા સ્થાનકવાસી શ્રાવકોની સંયુક્ત શિબિર યેાજી, જેમાં ૫૦૦ ભાવિકોએ ભાગ લીધા; કુમારપાળ મહારાજાની ભવ્યાતિભવ્ય આરતીથી નવુ વાતાવરણ સર્જાયું; વિશાળ શાકાહારી રેલી કાઢી અને ચાતુર્માંસ પરિવર્તન પણ યાદગાર રહ્યું. ભાવિ યાજનામાં પૂજ્યશ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં નાકોડા મંદિરનું વિશાળ આયેાજન કરવાની પ્રેરણા આપી રહ્યા છે. સ્વગુરુદેવ સાથે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર આદિ અનેક પ્રાંતમાં, સેંકડા ગ્રામ-નગરોમાં વિહાર કરીને, ગુરુદેવ દ્વારા કરાતી શાસનપ્રભાવક પ્રવૃત્તિઓમાં છાયાની માફક જોડાઈ ને સતત કાર્ય કરતા રહ્યા. શાસનપ્રભાવક આચાર્ય શ્રી મહાનંદસૂરીશ્વરજી મહારાજ સ્વભાવથી અત્યંત સરળ અને હૃદયથી નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે. તેમનુ હૃદય વાત્સલ્યભાવના સાગર સમું વિશાળ છે, કથાંય માયા નહિ, કચાંય કૈધ નહિ, કયાંય કપટ નહિ. સદા શાંત ! સદા સ્વસ્થ ! સદા સુપ્રસન્ન ! મનેારમ સ્મૃતિ દરેક ભાવિકના હૃદયમાં અવિસ્મરણીય છાપ મૂકી જાય છે ! પૂ. આચાર્યશ્રીને ત્રણ શિષ્ય છે : ૧. શ્રી નરચંદ્રવિજયજી, ૨. શ્રી કરુણાન વિજયજી અને ૩. શ્રી આત્માનંદવિજયજી. પેાતાના પ્રભાવશાળી વ્યક્તિત્વથી સકળ સંઘનું કલ્યાણ વાંછતા, આ પ્રસન્નમૂર્તિ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં મૈત્રી અને પ્રેમનુ' સુરીલું સંગીત છેડતા રહે ! એવા પ્રેમાળ પૂજ્યશ્રીનાં પાવન ચરણામાં વંદના કરીએ ! ! ! ( સંકલન : મુનિશ્રી નરચંદ્રવિજયજી--‘ મહાન દશિશુ ’ ). 2010_04 Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ભદ્રપરિણામી-નિઃસ્પૃહી પૂ. આચાર્ય શ્રી વિજયભદ્રસેનસૂરિજી મહારાજ કેટલાક સંતે મનમેહન મસ્તીના માલિક હોય છે. તેઓ આત્મધ્યાન અને ધર્મારાધનામાં જ મગ્ન હોય છે. બાહ્ય જગતને ચળકાટ એમને જરા પણ સ્પર્શતા નથી. એવા એક ભદ્ર પુરુષમાં જિનશાસનની ઉત્કૃષ્ટ ભક્તિભાવનાનાં દર્શન પામી શકીએ તેવા નિસ્પૃહી સંતશિરોમણિ છે પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રસેનસૂરિજી મહારાજ. સં. ૨૦૦૪માં જેઠ વદમાં તા. ૨૮–૨–૧૯૪૮ને સોમવારે બનાસકાંઠાના કુવાલા ગામે ડહેલાવાળા પ. પૂ. આચાર્યદેવ શ્રી સુરેન્દ્રસૂરિજી મહારાજના વરદ્ હસ્તે તેઓને દીક્ષા આપવામાં આવી અને અષાઢ સુદ ૧૦ને દિવસે વડી દીક્ષા આપવામાં આવી અને તે સમયના પૂ. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય મુનિશ્રી ભદ્રકવિજ્યજી તરીકે જાહેર કરાયા દીક્ષા સમયે તેમની વય ૨૬ વર્ષની હતી. પૂ. ગુરુદેવની નિશ્રામાં રહીને તેમણે સતત જ્ઞાનાર્જન કર્યું. સં. ૨૦૨૫માં માટુંગામાં જીવણ અબજી જ્ઞાનમંદિરમાં પૂ. ગુરુમહારાજની નિશ્રામાં રહીને ભગવતી સૂત્રના જોગ કર્યો. અને સં. ૨૦૨૨ના માગશર સુદમાં ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૨૯ના પાટણ ઉપાશ્રયે ચોમાસામાં પૂ. ગુરુદેવના આશીર્વાદથી મા ખમણ અને અઠ્ઠાઈની તપશ્ચર્યાઓ કરી, તે નિમિત્તે શ્રીસંઘે ૧૧ દિવસને જિનભક્તિમહોત્સવ કર્યો. સં. ૨૦૩૭ના વૈશાખ વદ ૬ને શુભ દિને કુવાલા ગામે પૂ. ગુરુદેવના વરદ્ હસ્તે ઉપાધ્યાયપદવી અને સં. ૨૦૩૦ના માગશર સુદ ૩ના શુભ દિવસે શેરીસાતીર્થમાં પૂ. ગુરુદેવના વરદ્ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત થયા અને શ્રી ભદ્રસેનસૂરિ નામે ઘોષિત થયા. તેઓશ્રીએ પૂ. ગુરુદેવ સાથે રહીને ૧૧ માસાં કર્યા. જેમાં હિંમતનગર, વડોદરા, દહેગામ, પાલનપુર, નવરંગપુરા આદિમાં ભવ્ય શાસનપ્રભાવનાઓ થઈ. હાલમાં તેઓશ્રી આઠમા દાયકામાં આયુષ્ય ભોગવી રહ્યા છે. ચારિત્રધર્મની આરાધનામાં જ મનને એકાગ્ર રાખવાની ભાવનાવાળા આ આચાર્યદેવ ભવાંતરમાં પણ જિનપ્રભુની ભક્તિ અને ચારિત્ર મળે એવી મનોકામના સેવી રહ્યા છે અને ઉત્તરોત્તર અષ્ટકમને ક્ષય કરી, જન્મમરણના ફેરા ટાળી, શાશ્વત એવા મોક્ષપદને પ્રાપ્ત કરવાની ભાવના રાખી રહ્યા છે. પ્રસિદ્ધિથી હંમેશાં દૂર રહ્યા છે એવા આ વિનમ્ર સંતને કોટિ કોટિ વંદન હજો तीर्थकर देवनी શ્ર. ૬ 2010_04 Page #44 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સંયમ–સદાચાર-શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમા વાત્સલ્યમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની એ ગૌરવગાથા છે કે રાધનપુર જેવી નગરીના પ્રત્યેક ઘરમાંથી એક એક આત્મા તે દીક્ષિત બનેલ છે જ. પચીશ પ્રીશ શિખરબંધ જિનાલોથી શોભતા રાધનપુરમાં મંદી કુટુંબના આધારસ્તંભ રૂપ શ્રી રમણીકભાઈનાં ધર્મપત્ની કાંતાબહેનની રત્નકુક્ષિએ સં. ૨૦૦૨ના ચૈત્ર વદ ૧૩ને દિવસે એક બાળકનો જન્મ થયે. બાળકનું તેજસ્વી મુખ જોઈને લકે કહેવા લાગ્યાં કે, આ બાળક અપ્રતિમ વૈભવશાળી અને મહત્તમ વ્યક્તિ બનશે. આવી અતુલ પ્રતિભા જોઈને માતાપિતાએ નામ પાડી દીધું “અતુલ”. અતુલને બાળપણમાં જ સાંસારિક કાર્યોમાં ઓછો અને ધાર્મિક કાર્યોમાં વધુ રસ પડવા માંડ્યો. બાળપણથી તેને દર્શન, પૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં વિશેષ રુચિ થવા માંડી. ધીમે ધીમે મોટા થતા અતુલનું મન વૈરાગ્ય તરફ વળવા માંડયું. એવામાં પિતા કુટુંબસહિત ધંધાર્થે મુંબઈ આવીને વસ્યા. પણ અહીં બાળક અતુલને ક્યાંય ચેન પડે નહીં. તેને વારંવાર, જેમની કાતિ મેર પ્રસરી રહી હતી તે પૂજ્ય આચાર્યશ્રી રામસૂરીશ્વરજી મહારાજ પાસે ગુજરાતમાં જવાની ઇચ્છા થવા લાગી. એવામાં સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની ધર્મવાણુ સાંભળતાં અતુલને વૈરાગ્ય ઢીભૂત થે. માતાપિતાને અતુલની મનીષાની જાણ થઈ તેઓ તે પુત્રમેહના કારણે અનુમતિ આપે તેમ નહોતાં. એક વખત અતુલ ઘેર કોઈને કહ્યા વિના રેલવે સ્ટેશન પહોંચી ગયા. દિશાનું ભાન નહોતું, પણ અમદાવાદ તરફ જતી ટ્રેનમાં બેસીને, મહાપ્રયત્ન પૂ. ગુરુદેવ પાસે પહોંચી ગયો. માતાપિતાને ખબર પડતાં અતુલને અમદાવાદથી પાછા મુંબઈ લાવ્યાં. પણ અતુલને ચેન પડ્યું નહીં. આખરે સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની પ્રેરણાથી છેડો સમય પૂ. ગુરુદેવ પાસે રાખવાની ભલામણ થઈ. પૂ. ગુરુદેવે બાળક અતુલને યોગ્ય જાણી, માત્ર ૧૨ વર્ષની કેમળ વયે પાટણ નજીકના સંખારી ગામમાં સં. ૨૦૧હ્ના માગશર સુદ પાંચમના શુભ દિને ભાગવતી દીક્ષા આપી અને મુનિશ્રી અભયચંદ્રવિજ્યજી નામે ઘેષિત કર્યા. લેકેની આંખોને આનંદ આપતા બાલમુનિ દિનપ્રતિદિન જ્ઞાન–ધ્યાનમાં સતત આગળ વધવા લાગ્યા. નાની વયે અભ્યાસ અને વિહારમાં પણ સતત પ્રવૃત્ત રહીને તેમણે સૌનાં હૃદય જીતી લીધાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશમાં વિચર્યા. અનેક પ્રકારની શાસનપ્રભાવના કરી. એનાથી પ્રભાવિત થઈને અનેક સંઘ દ્વારા તેમને પદવી પ્રદાન કરવાની વિનંતિઓ થઈ. પ્રાંત-મુંબઈના પ્રાચીનતમ દેવસુર સંઘના ઉપક્રમે ગોડીજી ઉપાશ્રયમાં સં. ૨૦૩૬ના કારતક વદ ૪ને શુભ દિને ગુરુમહારાજે તેમને “ગણિપદ થી અને ડહેલાના ઉપાશ્રય (અમદાવાદ)ની વિનંતિથી “પંન્યાસપદ થી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૭ના ચૈત્ર વદ ૩ને દિવસે ઊજવાયેલા આ ઉત્સવમાં અસંખ્ય ભાવિકેએ લાભ લીધે. ગુરુદેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજે પિતાના કરકમલથી પ્રિય શિષ્ય શ્રી અભયચંદ્રવિજયજી 2010_04 Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા–ર ગણિવરને વાસક્ષેપ નાખી પન્યાસજી અનાવ્યા. પૂ. પંન્યાસજી શ્રી અભયચ`દ્રવિજયજીની વ્યાખ્યાનશક્તિ અદ્ભુત છે અને વ્યવહારદક્ષ આયેાજનશિક્ત અપૂર્વ છે. એ કારણે તેમના દ્વારા અનેક ભાવિક આત્માઓએ સાધુજીવન સ્વીકાર્યુ. પૂજ્યશ્રીની અનેકવિધ પ્રભાવનાથી પ્રભાવિત થઇ અનેક શ્રીસ ઘાએ તેમને આચાય પદથી અલંકૃત કરવાની વિનંતિ કરી. સકળ સંઘાની આ ભાવનાને માન આપી, જે દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામી આદિને ગણધર પઢવીએ આપી સંઘની સ્થાપના કરી હતી તે વૈશાખ સુદ ૧૧ના શુભ દિને સં. ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. હવે પન્યાસજી ૮ આચાર્યશ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી ' અની રહ્યા. ગુર્વ્યજ્ઞાને અવિરત ધારણ કરતાં પૂ. આચાર્ય શ્રી વમાનમાં ઘણા શિષ્યપરિવાર સાથે વિચરીને અનેક પુણ્યાત્માઓને સન્માગે વાળી રહ્યા છે. પૂ. આચાર્ય દેવના મુખ પર સદાય સ્મિત વિલસી રહ્યું હોય છે. કચારેય ઉદાસીનતા કે ઉદ્વેગના દન થતા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સૂઝબૂઝ સાથે, કોઈ ને મનદુઃખ કર્યા વિના માર્ગ કાઢવાની પૂજ્યશ્રીમાં અનેાખી સાલસતા છે. વાત્સલ્યમૂર્તિ આચાર્ય ભગવંત પોતાના અપ્રતિમ ગુણાને લીધે અનેકવિધ શાસનપ્રભાવના કરવા સમર્થ છે. નમન હો એવા મહાપુરુષાનાં મહાન ચિરત્રને ! વંદન ! પૂજ્યપાદ ગુરુદેવશ્રીને ! ( સ’કલન : ગુરુપાદપરેણુ રત્નચંદ્રવિજયજી · અભયશિશુ ' તથા મુનિશ્રી મેાક્ષરત્નવિજયજી ) લાલાયિા પરિવારના સંસ્કારસંપન્ન શાભાસ્વરૂપ કુલદીપક : સુપ્રસિદ્ધ પ્રવચનકાર : સુરિપુર ંદર : પૂ. આચાર્યશ્રી વિજયયાભદ્રસૂરીશ્વરજી મહારાજ ૪૩ ધન્ય હૈા પુણ્યપ્રદેશ ગુજરાત, કે જેણે અનેક મહાપુરુષોને જન્મ આપ્યા. એવી પુણ્યવતી ગુરભૂમિમાં ધર્માંસંસ્કારોથી સુવાસિત રળિયામણું નાનકડું કુવાળા નામે ગામ છે. ગામના સૌ જેવું જ ગામનું ધાર્મિ ક વાતાવરણ છે. અને તેને પ્રભાવે ત્યાંના માનવી પણ નિર્દોષ, નિઃસ્વાથી અને સેવાભાવી છે. આ કુવાળા ગામમાં ધર્મ સંસ્કાર અને પરમાત્મશાસનની શ્રદ્ધાના દીપ સમાન ઝળહળતા લાલાડિયા પરિવારના શ્રી ટીલચંદભાઈ ને ઘેર ભદ્રપરિણામી માતા મૈનાદેવીની કુક્ષીએ એક મંગળ પ્રભાતે સ્મિતમુખી બાળકના જન્મ થયા. વાત્સલ્યસાગર સમા માતાપિતા અને ચાર વડીલ બંધુએ તથા એ બહેનેાના લાડપ્યારમાં ઊછરતા આ ખાળરાજાને પરિવારજનોએ ‘ નટવર ’ના લાડલા નામે સંધ્યા. નટખટ નટવરનાં ખાલ્યકાળનાં કાન પણ અદ્ભુત હતાં. માતાપિતા આ બાળક્રીડાઓ જોઈ ને ઘેલાં ઘેલાં બની જતાં. પરંતુ નટવરની આ નટખટ ક્રીડા પાછળ પૂર્વજન્મના કોઈ અપૂર્વ ધ`સંસ્કારો છુપાયા હતા. એના પ્રતાપી વ્યક્તિત્વને જોઈને જ સૌ કોઈ ને થતું કે આ બાળકમાં કોઇ અપૂર્વ પ્રતિભા છે, જેનાથી સમગ્ર વિશ્વ આલેાતિ થશે. બાળક નટવરને પણ ખાળપણથી ધર્મ પ્રત્યે અપાર રસ હતા. . 2010_04 Page #46 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક માતાપિતા સાથે દેવવંદન, ગુરુવંદન આદિ માટે જતાં નટવરને એક સુવર્ણ પ્રભાતે તેજપુંજ સરખા ગુરુદેવ શ્રી આચાર્ય શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્યદર્શન થયું અને ગુરુદેવના પ્રથમ દર્શને જ તેમને વૈરાગ્યની ભાવના જાગી. ગામડાની ધૂળમાં રમ્યાં કરતાં નટવરને ભવતારિણી દીક્ષા લેવાની ઝંખના થઈ. ધર્મની સુવાસથી મહેતા પરિવારમાં તેમની ભાવના વધુ દઢ બનતી ચાલી. એ ભાવનાને સાકાર બનાવવા માટે સમ્યક્ જ્ઞાનની શિક્ષાદાત્રી માતૃસંસ્થા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં બાળક નટવરે ઉત્સાહ અને ખંતપૂર્વક અધ્યયન આરંભ્ય. આ સમય દરમિયાન પૂ. ગુરુદેવ સાથે વારંવાર સંસર્ગમાં આવવાનું બનતાં તેમની ધર્મત વધુ પ્રજવલિત બની અને સંયમ સ્વીકારવાની તાલાવેલી જાગી. અને નટવરે ૧૧ વર્ષની લઘુવયે, પરિવારની અનુમતિ લઈને, વડીલબંધુ બબલદાસ (કાંતિભાઈ) સાથે અમદાવાદ આવી, ડહેલાના ઉપાશ્રયે પૂ. ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સં. ૨૦૦૨ના જેઠ સુદ ૩ના શુભ દિને સંયમને સ્વીકાર કર્યો અને જેનશાસનના બાલસૂર્ય રૂપે ઉદિત થયા. યશને પ્રકાશ પ્રસરાવતાં તેઓશ્રી મુનિવર્ય શ્રી યશોભદ્રવિજયજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોના અધ્યયનની તીવ્ર રુચિ, ગુરુદેવની કૃપાદૃષ્ટિ અને સ્વયંની તેજસ્વી બુદ્ધિ – આ ત્રિવેણીસંગમથી મુનિશ્રીએ ન્યાય, વ્યાકરણ સાહિત્ય આદિ અનેક ધર્મશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. જ્ઞાનપિપાસા સાથે વડીલો પ્રત્યેની વિનયભક્તિમાં પણ અગ્રેસર રહેનારા આ મુનિવર્ય જોતજોતામાં સૌના પ્યારા બની ગયા. પરંતુ એ બાળ મુનિવરના જીવનબાગમાં અનેક પ્રકારે સદ્ગુણોનાં પુષ્પો ખીલવનાર ગુરુદેવ રૂપી માળી સદાને માટે સ્વર્ગે સિધાવી ગયા. સ્વગય ગુરુદેવની તેઓશ્રી પર અપૂર્વ અમીદ્રષ્ટિ હતી. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ બાદ મુનિવર્ય શ્રી યશોભદ્રવિજયજી મહારાજ પિતાના સંસારી વડીલ ભ્રાતા આચાર્ય શ્રી વિજયજયદેવસૂરીશ્વરજી મહારાજ તેમ જ લઘુભ્રાતા મુનિરાજ શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ તથા સુવિનયી સ્વશિષ્ય મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ સાથે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશનાં નાનાં-મોટાં ગામ-શહેરમાં જૈનશાસનની પ્રભાવના કરતાં વિચારી રહ્યા. સવિશેષ મધ્યપ્રદેશનાં શહેરો અને ગામોમાં જીણોદ્ધારે, પ્રતિષ્ઠાઓ, પદયાત્રાસંઘ, પાઠશાળા-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યોમાં ૧૪ વર્ષ વ્યસ્ત રહી પૂજ્ય મુનિશ્રી ભાવિ પેઢીમાં ધર્મસંસ્કારોનું અમીસિંચન કરવામાં અવિરત પ્રયત્નશીલ રહેવા પૂર્વક સં. ૨૦૩૮માં મુંબઈ મહાનગરમાં પધાર્યા. મધુર કંઠ, બુલંદ અવાજ, ઓજસ્વી પ્રવચનશૈલી, સરળ સ્વભાવ, અને સૌજન્યપૂર્ણ વ્યવહાર સાથે પૂજ્યશ્રીએ મુંબઈ મહાનગર અને ઉપનગરની ધર્મપ્રિય જનતામાં અદ્ભુત આકર્ષણ જગાડ્યું. આ ઉપરાંત, તેઓશ્રી મહાપ્રભાવી શ્રી ભક્તામર મહાઑત્રનાં નિત્યપાઠી હેવાથી જનસમુદાયને પણ તેને લાભ મળે એવા શુભ ઉદ્દેશથી પ્રતિદિન શ્રી ભક્તામર સ્તોત્રના પાઠ દ્વારા મહાનગરની ધર્મપ્રિય જનતામાં અનેરું આકર્ષણ ઊભું કર્યું. આ ઉપરાંત પણ મુંબઈનગરીમાં પૂજ્યશ્રીનાં અનેક ચાતુર્માસે થયાં. તેમણે સાતેક વર્ષ મુંબઈમાં શાસનપ્રભાવના કરી અને અનેક મંગલ કાર્યો કર્યા. સં. ૨૦૩હ્ના ફાગણ સુદ ૩ને દિવસે શ્રીસંઘના 2010_04 Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતે-ર ઉપકમે ભાઈશ્રી રાજેન્દ્રકુમારને દીક્ષા આપી મુનિશ્રી અનંતભદ્રવિજયજી નામ આપ્યું. સં. ૨૦૪૦ના મહા સુદ ૩ને દિવસે બોરીવલી કાર્ટર રેડ શ્રી સંભવનાથ પ્રભુની શીતળ છાયામાં ભાઈશ્રી રાજેશ અને દિનેશને દીક્ષા આપીને મુનિશ્રી પરાગભદ્રવિજયજી અને મુનિશ્રી પીયૂષભદ્રવિજયજી તરીકે જાહેર કર્યા. સં. ૨૦૪૧માં શ્રી કેટ શાંતિનાથ જૈન દેરાસર–ઉપાશ્રયથી છરી પાલિત યાત્રા સંઘ અગાસી તીર્થને આરંભ થયે અને વસંતપંચમીએ સંઘપતિને તીર્થમાળા અર્પણ કરી. તદુપરાંત મહાનગર અને ઉપનગરમાં સ્થળે સ્થળે ઉગ્ર તપસ્યા અને આરાધનાના મહોત્સવે થયા. જિનાલયે અને ઉપાશ્રયેના જીર્ણોદ્ધાર થયા. અનેક ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિથી પરિપ્લાવિત થયા અને સ્વ-પરની અવિરત ધર્મનિષ્ઠા સેવતા પૂજ્યશ્રીએ આશ્ચર્યકારક આરાધનાઓને ઈતિહાસ સર્જ્યો. સ્વ. પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાથી પૂજ્યશ્રીએ જ્ઞાનસાધનાની સાથે તપની પણ સવિશેષ આરાધના કરવા પૂર્વક શ્રી વર્ધમાન આયંબીલ તપ એવં ૨૫ ઉપવાસ બે વાર, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ અને અનેકવાર ૮ ઉપવાસની કઠિન તપશ્ચર્યા દ્વારા સંયમજીવનને સફળ બનાવેલ છે. એવા એ ઉત્તમ સાધનાના અનુરાગી પૂજ્યશ્રીને અનેક ભક્તજને અને શ્રીસંઘેએ અત્યંત આગ્રહ સાથે પંન્યાસપદ તથા આચાર્યપદ ગ્રહણ કરવા ખૂબ વિનંતિ કરી, પણ પદગ્રહણની ઈચ્છાથી નિઃસ્પૃહ એવા મુનિરાજે ઇન્કાર જ કર્યો. છતાં સમુદાયના વડીલેને પ્રેમભર્યો આગ્રહ ચાલુ રહ્યો. એમાં અનેક ગામ-નગરના શ્રી સંઘની ભાવભીની વિનંતીઓ થઈ અંતે પૂજ્ય આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં વિલેપાર્લે (પૂર્વ)ના શ્રીસંઘના આંગણે પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના ગદ્વહનની મંગલ ક્રિયાને પ્રારંભ થયે અને સં. ૨૦૪૨ના પિષ વદ ના શુભ દિને પંન્યાસપદ-પ્રદાનને મહોત્સવ ઘણા ઉમંગપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રસંગે બહારગામથી અને મુંબઈનાં અન્ય ઉપનગરોમાંથી જનસમુદાયે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહોત્સવમાં ઉપસ્થિત રહી શેભામાં અભિવૃદ્ધિ કરી અને ઘણું લાભ લીધો. નૂતન પંન્યાસ શ્રી યશોભદ્રવિજયજી મહારાજને શ્રી વર્ધમાન વિદ્યાનો પટ્ટ તથા પ્રથમ કામળી હોરવાની માતબર બેલીઓ થઈ હતી. ગણિપદ અને પંન્યાસપદના મહોત્સવ પૂર્વે મુંબઈ કેટ અને ઉપનગરોના અનેક સંઘોની આગ્રહભરી વિનંતિ હતી કે અમારા શ્રીસંઘના આંગણે આચાર્ય પદ પ્રદાન મહોત્સવ ઊજવવાને લાભ આપ. એ સૌમાં કેટ શ્રીસંઘનો ઘણે જ આગ્રહ હતા. તેમાં ગત વર્ષે શ્રીસંઘના આંગણેથી નીકળેલા અગાશીતીર્થના પદયાત્રા સંઘની તીર્થમાલા મહોત્સવ પ્રસંગે પણ પૂજ્યશ્રીને આચાર્યપદ ગ્રહણ કરવાની વિનંતિઓ થઈ. અને એ મહોત્સવ કેટ શ્રીસંઘના આંગણે ઊજવાય એવી ભાવના વ્યક્ત થઈતેથી અન્ય સંઘને સમજાવી કેટ શ્રીસંઘને આ મહાન લાભ પ્રાપ્ત કરવાને સુગ પ્રાપ્ત થયે. પૂ. પંન્યાસજી શ્રી યશભદ્રવિજયજી મહારાજને પંચપરમેષ્ઠિના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન કરવાના મહામહોત્સવમાં કોટ શ્રીસંઘના ઉપક્રમે અનેક ભાવુક ભક્તજને દ્વારા વિવિધ મહાપૂજને ૬૮ છોડનું ઉદ્યાપન, બે સાધર્મિક વાત્સલ્ય, ભવ્ય રથયાત્રા, આકર્ષક કલાત્મક રંગોળીની 2010_04 Page #48 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક રચનાઓ સાથે અભૂતપૂર્વ કાર્યક્રમ ને ધામધૂમથી આચાર્ય પદ-સમારેહ ઊજવા. સં. ૨૦૪૨ના ફાગણ સુદ બીજ ને બુધવાર કેટ શ્રીસંઘના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કરવા યોગ્ય બની રહ્યો. અને કેટ શ્રીસંઘના પરમ સૌભાગ્યે, તેમની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી, પૂજ્યશ્રી નમસ્કારમંત્રના તૃતીયપદે બિરાજિત થઈને પ્રથમ ચાતુર્માસ માટે કેટ પધાર્યા. એ સાથે આ ચોમાસામાં સેનામાં સુગંધની જેમ બીજે પણ એક ભવ્ય પ્રસંગ કેટ શ્રીસંઘના આંગણે ઊજવાયે; જેમાં પૂજ્યશ્રીએ સિદ્ધિતપની આરાધના કરી અને એ સાથે સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા રૂપે ચતુવિધ સંઘ સાથે કુલ ૫૪ સિદ્ધિતપની સામુદાયિક આરાધના બૃહદ્ મુંબઈમાં અભૂતપૂર્વ થઈ આવી મહાન સામુદાયિક આરાધનાના ફળસ્વરૂપે કેટ શ્રીસંઘના જિનમંદિરમાં ગૌતમસ્વામીજી અને સુધર્માસ્વામીજીની ભવ્ય મૂતિઓની પ્રતિષ્ઠા સં. ૨૦૪રના શ્રાવણ વદ ૩ તા. ૨૨-૮-૮ના શુભ દિવસે ભવ્ય રીતે કરવામાં આવી ત્યાર બાદ, સં. ૨૦૪૩ અને સં. ૨૦૪૪માં પ્રાર્થનાસમાજ અને અંધેરી (ઈસ્ટ)ના ચાતુર્માસ દરમિયાન ૧૨૪ અને ૮૧ સિદ્ધિતપની સામુદાયિક આરાધનાદિ તેમ જ અન્ય સ્થળે પ્રભુપ્રતિષ્ઠા, દીક્ષા પ્રદાન, ઉપધાનતપ અને અન્ય વિવિધ ધર્માનુષ્ઠાને યાદગાર રીતે પ્રવર્તાવ્યાં. બૃહદ્ મુંબઈમાં સતત સાત વર્ષ વિચરી અને શાસનપ્રભાવનાપૂર્વક અનેકવિધ કાર્યો યશસ્વી રીતે સુસંપન્ન બનાવી સં. ૨૦૪૫નું ચાતુર્માસ શ્રી સિદ્ધગિરિની શીતળ છાયામાં પાલીતાણા કર્યું. પૂજ્યશ્રીના જીવનમાં પાલીતાણાનું આ ચાતુર્માસ પ્રથમ જ હતું. પણ તેઓશ્રીની એજસ્વી અને તેજસ્વી પ્રતિભાના પરિણામે ચાતુર્માસની સામુદાયિક આરાધના, ઉપધાનતપ અને દાદાની સામૂહિક નવ્વાણું યાત્રા-આરાધના એવી અનુપમ રહી કે જોડાનાર વ્યક્તિ માટે જીવનનું સંસ્મરણીય સંભારણું બની ગયું ! - પૂજ્યશ્રીની આ વ્યક્તિગત તપશ્ચર્યાઓ અને જૈન સમાજગત વિશાળ પ્રભાવનાઓ સાથે, પરિવાર પરનું લક્ષ પણ ધ્યાનપાત્ર છે. પૂ. આચાર્યશ્રીના સંસારી પરિવારમાંથી સંયમી બનેલા મહાનુભાવોની યાદી જોતાં એ સિદ્ધ થશે : (૧) આચાર્યશ્રી વિજયદેવસૂરિજી મહારાજ (વડીલ ભ્રાતા), (૨) મુનિરાજશ્રી યતીન્દ્રવિજ્યજી મહારાજ (લધુ ભ્રાતા), (૩) સ્વ. મુનિશ્રી મનકવિજયજી મહારાજ ( પિતાશ્રી). (૪) મુનિરાજશ્રી શીલગુણવિજયજી મહારાજ (ભાણેજ), (૫) મુનિરાજશ્રી પીયૂષભદ્રવિજયજી મહારાજ (ભાણેજના પુત્ર), (૬) સાધ્વીશ્રી ગીતયશાશ્રીજી (ભાણેજ) અને (૭) સાધ્વીશ્રી ચાર્યશાશ્રીજી (ભાણેજ ), - પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્ય-પરિવારમાં (૧) સુમધુર વક્તા વિદ્વાન પંન્યાસજી શ્રી વિમલભદ્રવિજ્યજી, (૨) મુનિરાજ શ્રી અનંતભદ્રવિજ્યજી, (૩) મુનિરાજ શ્રી પિયુષભદ્રવિજયજી આદિ મુખ્ય છે. સં. ૨૦૪પના ચાતુર્માસ દરમિયાન બૃહદ્ મુંબઈના શ્રીસંઘના સહયોગથી પાલીતાણું તખતગઢ ધર્મશાળામાં પ૨૫ આરાધકે એ પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રકારની તપશ્ચર્યા કરી સર્વત્ર આનંદમંગલ પ્રવર્તાવેલ. (સંકલન : પૂ. પં. શ્રી વિમલભદ્રવિજ્યજી મહારાજ.) 2010_04 Page #49 -------------------------------------------------------------------------- ________________ શમણુભગવંત-૨ ૪s શાસનસમ્રાટ પરમ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સમુદાયવર્તી પૂ. આચાર્ય ભગવંતો.. શ્રી વિજ્ય દર્શનસૂરીશ્વરજી મ., ઉદયસૂરીશ્વરજી મળ, નંદનસૂરીશ્વરજી મ), વિજ્ઞાનસૂરીશ્વરજી મ., પધસૂરીશ્વરજી મ), અમૃતસૂરીશ્વરજી મ., લાવણ્યસૂરીશ્વરજી મ., કસ્તુરસૂરીશ્વરજી મ૦, જિતેન્દ્રસૂરીશ્વરજી મ..., મોતીપ્રભસૂરીશ્વરજી મ૦, સમસૂરીશ્વરજી મ., મેરુપ્રભસૂરીશ્વરજી મ., દક્ષસૂરીશ્વરજી મ), શેભદ્રસૂરીશ્વરજી મ., દેવસૂરીશ્વરજી મ), સુશીલસૂરીશ્વરજી મ. જ્યાનંદરીસૂશ્વરજી મ, ધર્માધુરંધરસૂરીશ્વરજી મ), પ્રિયંકરસૂરીશ્વરજી મ), શુભંકરસૂરીશ્વરજી મળ, પરમપ્રભસૂરીશ્વરજી મ., મહિમા સૂરીશ્વરજી મ., 2010_04 Page #50 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રી વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મ, , ચંદ્રદયસુરીશ્વરજી મ., કીર્તિચંદ્રસુરીશ્વરજી મ., નીતિપ્રભસૂરીશ્વરજી મ), સૂર્યોદયસૂરીશ્વરજી મ), હેમચંદ્રસૂરીશ્વરજી મ), અશોકચંદ્રસુરીશ્વરજી મ., મનહરસૂરીશ્વરજી મ0, વિકાસચંદ્રસૂરીશ્વરજી મ), જયચંદ્રસૂરીશ્વરજી મ), પ્રધચંદ્રસૂરીશ્વરજી મળે, પરમ પૂજ્ય શાસનસમ્રાટ : સૂરિચક્રવત : પ્રૌઢપ્રતાપી : મહારાજાધિરાજ, જેમની શીતળ છત્રછાયામાં અનેક ભવ્યાત્માઓ સંયમી થયા, અનેક વિદ્વાનો આચાર્યો બન્યા, સમકિત વધારે પ્રજ્વલિત બન્યું : મહુવાની ધરતી પર જમ્યા અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા; શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય વીતરાગ શાસનની મહાન વિભૂતિ પૂ. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તમને જ્યારે એવું લાગે કે આ કાર્ય અટપટું છે, બનવું મુશ્કેલ છે, ત્યારે તમે કદમ્બગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે પહોંચી જજો; અને એમના આશીર્વાદ મેળવી લેજે.” વૃદ્ધત્વના અંતિમ આરે આવી ઊભેલા ભાવનગર રાજ્યના મુત્સદી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પિતાના પુત્ર અને અનુગામી દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને ઉપરોક્ત શબ્દો કહ્યા હતા. એ દાઢીવાળા ગુરુ એટલે (વિરલ વિભૂતિ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી 2010_04 Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-ર વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેઓશ્રી નૈષ્ઠિક બ્રહ્મચર્ય, જાજવલ્યમાન તપબળ, સન્નિષ્ટ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિપ્રતિભા અને સાત્વિક પ્રભાવશાલીતાના અદ્દભુત ગુણોની સાક્ષાત્ મૂતિ હતા. મહાન વ્યક્તિમત્તા અને અનેકવિધ શાસનપ્રભાવનાને લીધે તેઓશ્રી વીસમી સદીના સૌથી મોટા સૂરિચક્ર-ચક્રવતીનું માનભર્યું સ્થાન પામ્યા હતા. ) પૂજ્યશ્રીને જન્મ સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલ્લવિત મહુવા (મધુમતી) નગરીમાં થયેલ હતા. ભાવનગર રાજ્યના એ ગૌરવવંતા બંદરે શેઠ પદ્મા તારાના નામને આંકડે ચાલતે. એ વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહ સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ને દિવસે પતા પુત્ર નેમચંદ”ને જન્મ થયે. ચુસ્ત ધર્મપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા–બાપની શીતળ છાયા તથા ત્રણ બહેને અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે નેમચંદને ઉછેર થત હતે. ખપગું વ્યાવહારિક શિક્ષણ લઈને ચૌદ વર્ષની વયે ધંધે વળગ્યા. સટ્ટાના ધંધામાં તેમની કાબેલિયત ઝળકી ઊઠી. પરંતુ તેમને આત્મા કેઈપણ સાંસારિક પ્રવૃત્તિમાં રાજી થત ન હતે. મૂળભૂત જિજ્ઞાસાવૃત્તિ, ધર્મરુચિ અને જ્ઞાન–તપ માટે પ્રેરતી હતી. પરિણામે, ધંધે છેડીને વળી અભ્યાસ તરફ વળ્યા. એમાં ધાર્મિક અભ્યાસ પ્રત્યે વિશેષ રુચિ કેળવાતી ચાલી. પિતાની અદ્દભુત સ્મરણશક્તિ અને તીવ્ર ધારણશક્તિ દ્વારા વધુ પ્રોત્સાહિત થયા. પિતાશ્રીની અનુજ્ઞા મેળવી વધુ અભ્યાસાર્થે ભાવનગર આવ્યા. અહીં ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા. ગુરુજીની નિર્મળ અને મધુર વાણીની તેમ જ સૌમ્ય અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વની એમના મન પર ગાઢી અસર થઈ એક વર્ષના અભ્યાસ પછી તે નેમચંદ સંયમમાગે વિહરવા દૃઢનિશ્ચયી બની ચૂક્યા હતા. પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કેઈને કહ્યા વગર ઘર છોડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪પના જેઠ સુદ ૭ના ૫. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, અને નેમચંદમાંથી મુનિશ્રી નેમિવિજયજી બન્યા. અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને જ્ઞાને પાર્જનમાં એકનિષ્ઠ બની ગયા. “મેરનાં ઈંડાં કાંઈ ચીતરવા ન પડે' એ ન્યાયે પહેલા જ વર્ષમાં પ્રકરણ, વ્યાકરણ, સાહિત્ય વગેરે અવગત કરી લીધાં. તે જ વર્ષમાં પર્યુષણાવ્યાખ્યાનમાં ગુરુદેવના આદેશથી સુબાધિકા (શ્રી કપસૂત્રની સંસ્કૃત ટીકા)ની પીઠિકા છટાદાર શૈલીમાં વાંચી. / (સં. ૧૯૪૯માં વાત્સલ્યમૂતિ ગુરુદેવની શીળી છાયા ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘણો આઘાત લાગ્યા. પરંતુ જ્ઞાન–તપની સહાયે અલ્પ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ત્યાર બાદ, સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે અલ્પ સમયમાં અનેક શાનું ઊંડું અવગાહન કર્યું. એટલું જ નહિ, જેનદર્શનની સાથે અન્ય દર્શન-સાંખ્ય, યુગ, મીમાંસા, વેદાંત વગેરેનું પણ જ્ઞાન સંપાદન કર્યું. તેમની આ જ્ઞાનલબ્ધિ અને તેનાથી સમૃદ્ધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશૈલી, કડક સંયમરુચિ આદિ ગ્યતા જોઈ તેમના વડીલ ગુરુબંધુ ઉદારમના ગીતાર્થ શ્ર. ૭ 2010_04 Page #52 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પ્રવર પૂ. પ ંન્યાસ શ્રી ગૉંભીરવિજયજી મહારાજે ભાવનગરમાં શ્રી ભગવતીસૂત્રના યોગેન્દ્વહનમાં પ્રવેશ કરાવી, વલભીપુર મુકામે સ. ૧૯૬૦ના કારતક વદ છના ગણિપદથી, માગશર સુદ ૩ના પન્યાસપદથી વિભૂષિત કર્યાં. અને આગળ જતાં, તેઓશ્રીમાં ઉત્તરોત્તર થતી ગુણજ્ઞાનની વૃદ્ધિને જોઇ તેમ જ શાસનધુરાને વહન કરવાનીયેાગ્યતાને જાણી, પૂ. વડીલ બંધુએસ, ૧૯૬૪માં ભાવનગરમાં મહામહોત્સવપૂર્વક આચાય પદવીથી અલંકૃત કર્યાં. લગભગ છેલ્લાં ૩૦૦ વર્ષ પછી યાગાદ્વહન, પંચપ્રસ્થાનની આરાધના વગેરે શાસ્ત્રીય વિધિપૂર્વક કરીને આચાય પદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વ પ્રથમ આચાર્ય હતા. તેથી તેઓશ્રી આચાર્યાંના ચક્રમાં ચક્રવતી અને જૈનશાસનમાં સમ્રાટ કહેવાયા. આચાય પદવી પ્રાપ્ત થતાં તેઓ આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તરીકે જાહેર થયા અને આગળ જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શાભાયમાન પૂજ્યપાદશ્રી શાસનસમ્રાટ ’થી વિશેષ ખ્યાત થયા. ( ૫૦ સવાર સં. ૨૦૦૫નું ચાતુર્માસ જન્મભૂમિ-મહુવામાં વિતાવતા હતા ત્યારે તબીયત લથડી. દિન-પ્રતિનિ અશક્તિ વધતી ચાલી. દિવાળીનું પર્વ આવ્યું. આસે વદ અમાસની ઊગી. બાહ્ય ઉપચારો મૂકીને નિયમાને આભ્યંતર ઉપચાર શરૂ થયો. બરેોબર ૭ વાગ્યે પૂજ્યશ્રીને આત્મા સ્વ`લાક ભણી સ`ચર્યાં. એક ભવ્ય જીવનનું ૭૭ વષઁનુ ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીના દેહવિલય-સ્થળથી ૫૦ ડગલાં દૂર તેમનું જન્મસ્થળ હતું, જ્યાં કારતક સુદ ૧ને દિવસે એમના જન્મ થયા હતા !! જીવનસિદ્ધિ : પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનુ જીવન એક વિશાળ વટવૃક્ષ સમાન હતું. જેમ વટવ્રુક્ષને અનેક શાખા-પ્રશાખા હોય તેમ ગુરુભગવંતને પણ વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય થયા. જેમ વટવૃક્ષ અગણિત જટાજૂથઘટાએથી સેહી રહે તેમ પૂજ્યપાદ પણ અનેકાનેક સઘન શાસનપ્રભાવક પ્રવૃત્તિઓથી શે।ભાયમાન હતા. એક જ વ્યક્તિ આટલું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે એ પણ આ સમયનુ એક આશ્ચય જ મનાયું ! સંયમજીવનના આરંભે જ પૂજ્યશ્રીએ ચાર જીવનધ્યેય નક્કી કર્યાં હતાં; અને એને પાર પાડવા સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા હતા. એ ધ્યેય તે આ હતાં : ૧. જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્ધાર : ત્યાગમા ગ્રહણ કર્યાં અને ધ શાસ્ત્રોના અધ્યયનમાં મગ્ન રહ્યા એટલે સ્વકલ્યાણ તે નિશ્ચિત થયું જ, પરંતુ સાચા સૂરિનું કાર્ય તે પરકલ્યાણનુ પણ છે એમ પોતે દૃઢતાથી માનતા હતા. ધ કાર્યો કે ધાર્મીિક ક્રિયાએ સમજણુ વગર ન થવી જોઇએ એમ પણ તેઓશ્રી માનતા હતા; એ માટે નાના બાળકથી માંડીને મેાટા વિદ્વાના સુધીના માટે ધાર્મિ ક પાઠશાળાઓ હાવી જરૂરી છે એમ સ્વીકારતા હતા. પરિણામે અમદાવાદ, ખભાત, મહુવા, વઢવાણ, જોવાલ આદિ અનેક સ્થળે પાઠશાળાએ, જગમ શાળાઓ, કન્યાશાળાઓ સ્થાપી સ્થપાવી. એટલુ' જ નહિ, યેાવૃદ્ધ અને શ્રીમ'ત ગૃહસ્થા પણ મળીને ધર્મચર્ચા કરી શકે તે માટે અમદાવાદમાં · જૈન તત્ત્વવિવેચક સભા ' સ્થાપી, જે આજે ‘ સૂરિસમ્રાટ પાઠશાળા ’ રૂપે ચાલી રહી છે. જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનાદ્વારના સંદર્ભે ધર્મ શાસ્ત્રોનુ ગ્રંથસંરક્ષણ, 'થલેખન અને ગ્રંથપ્રકાશન પછુ એટલું જ અનિવાર્યું હતું. પૂજ્યશ્રીની 6 2010_04 Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૫૧ પ્રેરણાથી ખંભાત, અમદાવાદ, કદંબગિરિ અને મહુવાના વિશાળ કાનભંડારે એના સાક્ષીરૂપે આજે પણ ઊભા છે. આ ભંડારમાં જૈન-જૈનેતર ધર્મ સંબંધી હસ્તલિખિત-મુદ્રિત એવી હજારે પ્રત જળવાઈ રહી છે. આ ઉપરાંત, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હરિભદ્રસૂરિજી અને ઉપાધ્યયશ્રી યશોવિજયજી જેવા દાર્શનિક પુરુષોએ રચેલાં મહાન ગ્રંથરત્નનું સુઘડ અને સુલભ પ્રકાશન થાય તે માટે “જૈન ગ્રંથપ્રકાશક સંભા” સ્થાપી. આ સંસ્થાના માધ્યમથી સંખ્યાબંધ ગ્રંથ સર્વને સુલભ બન્યા. - આચાર્યશ્રીએ પિતે પણ વિશિષ્ટ શાસ્ત્રાભ્યાસના નિચોડ રૂપે ગ્રંથો અને ટકાગ્રંથ રહ્યા હતા, જેનું પરિમાણ ત્રણેક લાખ જેટલું અંદાજાય છે. એમાં શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન પરની “હેમપ્રભાવૃત્તિ ', “ ન્યાયસિન્ધ” નામને ન્યાયગ્રંથ અને “કાન્તતત્ત્વમીમાંસા', પ્રતિમામાડ” આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીની જ્ઞાનોદ્ધારની આ વિશિષ્ટ સેવાઓનો ઉલ્લેખ કરતાં પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજ્યજીએ યોગ્ય જ કહ્યું છે કે “તેઓશ્રી દ્વારા જેનસમુદાયમાં સર્વપ્રથમ જૈન સાહિત્ય પ્રકાશનને પુનિત પ્રારંભ પણ વિશેષ રૂપે થે હતા. તેઓશ્રીના પ્રેરણાદાયી સાહિત્ય-પ્રકાશનના શુભ પ્રયાસથી જ બીજા અનેક શાસ્ત્રપ્રેમી અને સાહિત્યભક્ત મુનિવરે પણ એ દિશામાં ઉલ્લેખનીય કાર્ય કરતા રહ્યા છે. એ રીતે જૈનધર્મની તથા સમ્યકજ્ઞાનની સુરક્ષા તથા પ્રસિદ્ધિ કરનાર આ વીસમી સદીના તેઓશ્રી સર્વપ્રથમ મુનિગણનાયક યથાર્થ આચાર્ય બન્યા હતા. ) ૨. શિષ્યપરંપરાઃ પૂજ્યપાદશ્રીનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્ય પરંપરા રચવાનું. આ કાર્યથી જેનશાસનને વિસ્તાર અને વિકાસ શક્ય છે એમ તેઓશ્રી માનતા. અને એ ધ્યેયને લક્ષમાં રાખીને પ્રત્યેક શિષ્યને આદર્શ ભૂત કડક અનુશાસનથી તૈયાર કરતા. ગહન અધ્યયન અને કઠેર ચારિત્રપાલન માટે સદા જાગૃત રહેતા. પરિણામે આઠ બહુશ્રુત આચાર્યો અને અનેક વિદ્વાન મુનિવરેની ભવ્ય પરંપરા શાસનને સમપી શક્યા. સ્વયં અદ્વિતીય કક્ષાના વિદ્વાન અને તેઓશ્રીની વિદ્વાન વિશાળ શિષ્ય-પ્રશિષ્યની પરંપરા જેનધર્મના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ બની રહ્યું છે. ૩. જીવદયા : આ અહિંસાપ્રધાન જૈનશાસનના અધિનાયક તરીકે જીવદયા એ પૂજ્યશ્રીનું વિશિષ્ટ યેય હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના કંઠાળ અને વળાંક જેવા પંથકમાં ત્યાનો મુખ્ય વ્યવસાય માછીમારીને હતો, તે ઉપરાંત દેવદેવીઓને પશુઓના ભોગ ધરાવવાની પ્રથા પણ ફૂલીફાલી હતી. પૂજ્યશ્રીએ ગામડે ગામડે ફરીને, હજારો માઈલેન વિહાર કરીને, જાનના જોખમે હિંસક માનસ ધરાવતી જાતિઓને ઉપદેશ આપીને આવી ઘાતકી પ્રથાઓ બંધ કરાવી, અને ઘણા બધા માછીમારો પાસે માછીમારીને વ્યવસાય બંધ કરાવ્યું. કહેવાય છે કે એક વાર પૂજ્યશ્રીના ઉપદેશથી દાઠા ગામમાં માછીમારોએ હજારે જળની હોળી કરી. પૂજ્યશ્રીને આ નાનસૂને વિજય ન હતું ! બીજું, મૂંગા પશુઓ પ્રત્યે પણ એવી જ અનુકંપા પ્રગટાવી હતી. પેટલાદ, ખેડા, જાવાલ, અમદાવાદ વગેરેની પાંજરાપોળને આચાર્યશ્રીના ઉપદેશથી લાખો રૂપિયાનાં દાન મળતાં રહ્યાં હતાં. સં. ૧૯૮૩ના ગુજરાતના જળપ્રલય વખતે પણ લાખ 2010_04 Page #54 -------------------------------------------------------------------------- ________________ પર શાસનપ્રભાવક રૂપિયાનું ફંડ કરાવ્યું હતું. અને એમાંથી વધેલી રકમમાંથી અમદાવાદ પાંજરાપોળમાં ભેજનશાળા શરૂ કરાવી હતી, જે આજે પણ ચાલે છે. તેઓશ્રીની આવી પ્રેરક પ્રવૃત્તિ વિશે મુનિશ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) મહારાજ લખે છે : “શ્રાવક ક્ષેત્રના ઉદ્ધાર માટે, સંરક્ષણ અને વૃદ્ધિ માટે તેઓશ્રીએ મહાન પ્રયત્ન કર્યા છે. અનેક દુષ્કાળ, જળપ્રલય અને રોગના ઉપદ્રવ સામે, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં શ્રાવકક્ષેત્રોમાં ગુપ્તદાન અપાવવાની તેમની શક્તિ કામ કર્યા જ કરતી હતી. પોતાના શ્રીમંત ભક્તો દ્વારા શ્રાવક ક્ષેત્રોમાં પુષ્કળ ગુપ્તદાન અપાવ્યાં છે. તેમ જ કઈ પણ ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર દુષ્કાળ આદિમાં દાન-રાહત અપાવતા. અનેક પાંજરાપોળ અને એવી જ બીજી સંસ્થાઓ પણ તેઓશ્રીની શક્તિથી જીવંત બની હતી." ૪. તીર્થોદ્ધાર ઃ આચાર્યશ્રીનું તીર્થોદ્ધાર પ્રત્યેનું વલણ ઉમદા અને વિરાટ હતું. એમના રોમેરેામમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ અને એટલી જ ચિંતા હતી. કાપરડાજી તીર્થના ઉદ્ધાર સમયે પ્રાણાંત પરિષહ સહ્યો હતે. કદંબગિરિ તીર્થના ઉદ્ધારમાં એમણે પ્રાણ રેડ્યા હતા. આવાં કાર્યોમાં પૂજ્યશ્રી જાનની પરવા કરતા નહીં. શેરીસાના તીર્થને ઉદ્ધાર એ આચાર્યશ્રીની શ્રદ્ધાપૂર્ણ દરવણ અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની અથાગ જહેમતને સરવાળે છે. માતર, રાણકપુર, તંભતીર્થ આદિ તીર્થો અને અનેક ગામોમાં જીર્ણ જિનાલયનાં કરાવેલાં ધરમૂળ ઉદ્ધારો આજે પણ તેઓશ્રીની જીવંત યશગાથા સંભળાવી રહ્યાં છે. આ ઉપરાંત, તીર્થોના હકે અને તેની રક્ષા માટે પણ પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. ગિરિરાજ ગિરનારનાં તીર્થ માટે જુનાગઢના નવાબ સાથે ચાલેલા કેસમાં પૂજ્યશ્રીએ લીધેલી જહેમત ગજબની હતી. એવી જ રીતે, સમેતશિખર, તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુજય ગિરિરાજના ગૂંચવાડા ભરેલા કેસના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ બુદ્ધિ કામ કરી ગઈ હતી. એથી જ, સમસ્ત સંઘ વતી ભારતભરનાં જૈન તીર્થોને વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પૂજ્યશ્રીને પૂછ્યા વિના ડગલું ભરતી નહીં. આમ, આ ચારે મહાન ધ્યેયની સિદ્ધિ માટે આચાર્યશ્રી અડગ આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા અને વિજય પણ પ્રાપ્ત કરતા રહ્યા. પ્રતાપી વ્યક્તિમત્તા ઃ ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વાકચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠેર ધર્મચર્યા તેમ જ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતાં પૂજ્ય આચાર્ય શ્રી જેન–જેનતરસૌમાં ખૂબ જ આદરણીય હતા. તેઓશ્રીના આ જાજવલ્યમાન વ્યક્તિત્વથી રાજા-મહારાજાઓ અને શ્રીમંતે પણ એમની સભામાં ઉપસ્થિત રહેવામાં ગૌરવ સમજતા. ભાવનગર, વલભીપુર, લીંબડી, ગંડલ, ધ્રાંગધ્રા, ઉદયપુર, જેસલમેર, સિરોહી આદિ રાજ્યના મહારાજાઓ પૂજ્યશ્રીના ઉપદેશ અને વ્યાખ્યાન-શ્રવણથી કૃતકૃત્યતા અનુભવતા. ઉદયપુરના ચાતુર્માસ વખતે દેશના પ્રખર પંડિત શ્રી મદનમોહન માલવિયાજીએ ઘણો સમય સત્સંગ કરીને આચાર્યશ્રીની પંડિતાઈ વિશે અભાવ દર્શાવ્યું હતું. સત્યપ્રિયતા, નિષ્પક્ષતા, નિઃસ્પૃહતા અને સમતાના ગુણોને લીધે પૂજ્યશ્રી સકળ સંઘમાં પરમ આદરણીય બન્યા હતા. સં. ૧૯૦ના 2010_04 - Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ પ૩ અમદાવાદના ઐતિહાસિક મુનિસ`મેલનમાં તેઓશ્રીની સૂઝ-સમજણથી અનેક વાદ-વિવાદો શમી ગયા અને એ સિદ્ધિથી એમને કીતિ કળશ સર્વોચ્ચ ટોચે ઝળકયો હતા. આટ—આટલી કીર્તિ, પ્રતિષ્ઠા, માન-સન્માન હોવા છતાં પુજ્યશ્રી અંતરથી સાવ નિ:સ્પૃહી હતા. સમયે સમયે રાજા-મહારાજાએ તરફથી કે શ્રેષ્ઠીઓ તરફથી વિનમ્રભાવે ધરાતી ભેટ, સાધુજીવનને શેલે તેમ, સ્વીકારતા નહી. સ. ૧૯૬૬માં ક`ગિરિમાં અનેક દરખાને હિંસા, ચારી, વ્યસન આદિથી મુક્ત કર્યા તેના ઉપકાર રૂપે દરબારો તરફથી તેઓશ્રીના નામે જમીન આપવાની દરખાસ્ત થઈ, પણ તેઓશ્રીએ તેનો સ્વીકાર કર્યાં નહીં! પૂજ્યશ્રી માત્ર ધર્માંશાસન માટે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે, જે જે કરવું જરૂરી લાગતું તે બધું જ કરવા તત્પર રહેતા અને તે કાયમ સાંગેાપાંગ પાર ઉતારતા. આમ, જૈનશાસનની રક્ષા, પ્રભાવના અને વ્યવસ્થા કરવાની બહુમૂલી જવાબદારી સ્વીકારનાર અને તેને કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર ઉતારનાર આ મહાન વિભૂતિ જૈનશાસનના ઇતિહાસમાં ' શાસનસમ્રાટ તરીકે અમર થાય એમાં શી નવાઈ ! ( સંકલન : પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ ) શાસ્ત્રવિશારદ : ન્યાયવાચસ્પતિ પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ સમગ્ર સચરાચર સૃષ્ટિમાં માનવીની હરોળમાં આવે એવુ કોઈ પ્રાણી નથી. દેવે પુણ્યબળે માનવીથી ચિઢયાતા હશે; પરંતુ આત્મશુદ્ધિ કરીને મુક્તિસુખને ઉપલબ્ધ કરી શકવાની સ્થિતિ અને શક્તિ ધરાવવાની ભાગ્યરેખા તે માનવીના લલાટે જ હોય છે ! સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે ‘ તએ ઠાણાંઇ દેવે પીડેજા; માણુસ્સગ ભવ, આરિયખેતે જમ્મુ, સુકુલ પચ્ચા યા.’–એવા માનવ ઉત્કૃષ્ટ ધ જીવન જીવીને મહામાનવ બની જતા હોય છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલવાનુ છે. એમાં પંચાવન લાખ, પ`ચાવન હજાર, પાંચા ને પચાસ જેટલાં શાસ્ત્ર-સિદ્ધાંતને વફાદાર રહીને શ્રી જિનેશ્વર પરમાત્માએ સ્થાપેલા શાસન દ્વારા એક માત્ર મેાક્ષમાના ઉપદેશ આપનારા સુવિહિત આચાર્ય મહારાજાએ થનારા છે. આવા આંકડાઓ રામહ ક હોય છે; એના કરતાં ય વિશેષ એવા શાસનપ્રભાવક પૂજ્યવરોનાં દન થાય છે ત્યારે એ ઘટના વધુ હÖમય અને પ્રભાવક બને છે ! આવી રોમાંચકારી ઘટના તે નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા પુણ્યનામય સમથ વિદ્વાન આત્મસાધક પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઢનસૂરીશ્વરજી મહારાજ, ( પૂજ્યશ્રીનો જન્મ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયથી પાવન થયેલા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકેના બિરુદધારક મહુવા શહેરમાં થયા હતા. સ. ૧૯૪૩ના પોષ સુદ ૧૫ ને મ’ગળવારે પિતા કમળશીભાઈ અને માતા ધનીબહેનને ત્યાં પુત્રરત્નને જન્મ થયા. પોષી પૂર્ણિમા, મંગળકારી દિવસ, કમળ સમા સુવાસિત પિતા અને ધન્ય ધન્ય માતા-પછી . 2010_04 Page #56 -------------------------------------------------------------------------- ________________ યુઝ બાળક ઉત્તમ જ હોય ને ! સુંદર જ હોય ને ! – તા, બાળકતું નામ પણ રાખ્યું સુદરજી. કર્તવ્યનિષ્ઠ જીવન, વ્યવહારમાં સાદગી, સહનશીલતા, ઔદાય પૂર્ણ મનોવૃત્તિ, નિર'તર પરોપકારની ભાવના વીતરાગના ધમ · પ્રત્યે અવિહડ વફાદારી વગેરે માતાના સ`સ્કારવાસિત ગુણાથી ઘેરી અસર બાળક સુંદરજીના માનસ પર પ્રથમથી જ છવાઈ ગઈ હતી. એમાં પૂજ્યપાદ પરમ તપસ્વી શ્રમણશ્રેષ્ઠ શ્રી ખાંતિવિજયજી મહારાજના સપ થયા અને સુંદરજીભાઈ સથમ અંગીકાર કરવા કટિબદ્ધ બન્યા. સંસ્કારી કુટુંબની સંમતિ મળતાં સં. ૧૯૫૯ના અષાઢ સુદ ૧૦ના મંગળ દિને ભાવનગર મુકામે, સૂરિશિરોમણિ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે મહામહોત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી; અને મુનિશ્રી દનવિજયજી નામ આપવામાં આવ્યું. શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્ર્વરજી મહારાજ શાસનપ્રભાવનામાં અગ્રેસર હતા. યેાગાદહન કર્યાં પછી જ આચાર્ય પદ પ્રાપ્તિ માટે પૂજ્યશ્રીએ પ્રયત્નાપૂર્વક પરંપરા દૃઢ કરી, અનેક મહાન શિષ્યાના વિશાળ સમુદાય તૈયાર કર્યાં. એવા પૂજ્યવરની નિશ્રામાં મુનિશ્રી દવિજયજી સતત આગળ વધતા રહ્યા. ગુરુચરણે સમર્પિત અન્યા પછી તેએશ્રી ગુરુસેવા અને જ્ઞાનાભ્યાસમાં જ નિર'તર મશગૂલ રહેતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ‘ ઇંગિયાકારસ'પન્ને ’ જેવા શબ્દો એમને સાચે જ લાગુ પડતા, સ્મરણશક્તિ તીવ્ર હોવાને કારણે અલ્પ સમયમાં જ એમણે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ ક ગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, વીતરાગસ્તત્ર, યોગશાસ્ત્ર, ઉપદેશમાલા ઉપરાંત અનેક નાનાંમેાટાં પ્રકરણા, કુલકો આદિનું તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યુ. એ પછી ગુર્વાના મેળવીને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, કાવ્ય, કેષ વગેરે ગ્રંથાના ઊંડાણથી અભ્યાસ કર્યાં. પૂજ્યશ્રી વિષયને સાંગોપાંગ આત્મસાત્ કરવા માટે સતત ચિંતન-મનન—નિદિધ્યાસન કરતા. અને પ્રશ્નપ્રતિપ્રશ્ન દ્વારા વિષયને સ્વપ્રજ્ઞાબળે વધુ વિશિષ્ટ રીતે અવગત કરતા. પૂજ્યશ્રીના અદ્ભુત સમર્પણભાવ, ગુરુસેવા, જ્ઞાનપ્રાપ્તિની ઉલ્કા અને સયમપાલનના પ્રભાવથી પ્રેરાઇ ને ગુરુવર્ય શ્રીએ તેમને સ'. ૧૯૬૯માં કપડવંજ મુકામે પંન્યાસપ, સ’. ૧૯૭૩માં સાદડી મુકામે ઉપાધ્યાયપદ અને સ. ૧૯૭૩માં ખંભાત મુકામે આચાર્ય પદ્મથી અલંકૃત કર્યાં. . 'તાં અધ્યયનમાં તેમ, અધ્યાપનમાં પણ પૂજ્યશ્રી અનન્યસાધારણ હતા. શ્રી ધ રત્ન પ્રકરણ ' નામક શાસ્ત્રગ્રંથમાં પૂ. આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે નિર્દેશેલા ભાવસાધુ લક્ષણાની ઝાંખી પૂજ્યશ્રીના જીવનથી થઈ આવતી. (૬) સચરા માજી સાીિ વિરિયા, (૨) સર્ધા પત્રા ધર્મો, (૨) પન્નવાળિ મુત્તુ માવા, (૪) વિધ્યામુ બવમાબો, (૧) બારમો સાિળુ ટ્રાળે, (૬) ગુરુલો જુળનુાબો અને (૭) ગુરુ બાળાનં વમ – આવા ભાવસાધુતાના સાત લક્ષણાની ઝાંખી પૂ. આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીમાં થઈ હતી. અને તેના પિરપાક રૂપે ગુરુદેવે તેમને પ્રથમ પટ્ટધરપદે સ્થાપ્યા હતા. પૂ. આચાર્યશ્રીની ઇચ્છાને વશ થઈ, સમ્મતિ ત ગ્રંથ ' ઉપર તત્ત્વાએાધિની ટીકા છે તે અતિ વિસ્તૃત હોવાથી, સામાન્ય અભ્યાસીને સુલભ અને તે માટે તેઓશ્રીએ · સન્મતિતક મહાર્ણ વાવતારિકા નામની સુંદર વૃત્તિનું નિર્માણ કર્યું". આ ગ્રંથરચનાથી અનેક વિદ્વાનાનાં મસ્તક આનંદથી 2010_04 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શ્રમણભગવંતો-ર ડોલી ઊઠ્યાં! આ ગ્રંથની સિદ્ધિ-પ્રસિદ્ધિ પછી પૂજ્યશ્રીએ અનેક ટીકા અને મૌલિક ગ્રંથની રચના કરી. “સ્વાદ્વાદબિંદુ ” નામના ગ્રંથમાં તેઓશ્રીની નવ્ય ન્યાય ઉપરની પ્રભુતાનાં દર્શન થાય છે. ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી મહાવીર પરમાત્માની સ્તવના રૂપે ખંડન ખાદ્યનું નિર્માણ કર્યું છે અને વિવરણ લખ્યું છે. એ વિવરણને સરળ રીતે સમજાવવા માટે પૂજ્યશ્રીએ પચીસ હજાર લોકપ્રમાણુ વૃત્તિ લખી છે, છે મૂળ ગ્રંથને સમજવામાં ભોમિયાની ગરજ સારે છે. એમના જ અન્ય ગ્રંથ “તત્ત્વાર્થસૂત્ર” પરના વિવરણને સમજાવનાર “ગૂઢાર્થદીપિકા” નામની વૃત્તિ લખી છે. પયુંષણ-મહાભ્ય દર્શાવતો “પયુષણ કલ્પલતા” નામનો સુંદર ગ્રંથ રચ્યો છે. આ ઉપરાંત, અનેક નાના-મોટા ગ્રંથનું નિર્માણ કરીને પૂજ્યશ્રીએ જીવનકાળ દરમિયાન જ્ઞાને પાસના આદર્શ પર પાડ્યો છે.' સાધનામય જીવન : પૂજ્યશ્રી આવા પ્રકાંડ વિદ્વાન, સમર્થ મૃતધર, સક્ષમ ગ્રંથનિર્માતા હેવા છતાં અહંકારથી પેજને દૂર રહેતા. કયારેય પિતાના પાંડિત્યનું પ્રદર્શન કરતા નહીં. તેમની શ્રત પાસના માત્ર સ્વાન્તઃ સુખાય અને બહુજનહિતાય જ રહેતી. આવા નિરીહ મનવૃત્તિવાળા સૂરિશ્રેષમાં સરળતા, સર્વજનહિતકામિતા, વ્યવહાર–ઉચિતતા, શિષ્યવત્સલતા આદિ અનેક ગુણના દર્શન થતા. એ ગુણના આકર્ષણથી અનેક પુણ્યવંત એમના શિષ્ય બનવામાં પિતાનું સદ્ભાગ્ય સમજતા. એવા તેજસ્વી શિષ્ય-પ્રશિષ્યમાં વિદ્વદુવર્ય આચાર્ય શ્રી વિજયયાનંદસૂરીશ્વરજી મહારાજ, પ્રજ્ઞામૂર્તિ આચાર્ય શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ, તપસ્વી મુનિરત્ન શ્રી કુસુમવિજયજી, વિદ્રમૂર્ધન્ય શ્રી ગુણવિજયજી, ગપરાયણ મુનિ શ્રી મહાદયવિજ્યજી, કલ્યાણકામી મુનિ શ્રી કલ્યાણવિજયજી, શાસનતિલક શ્રી તિલકવિજયજી, શાંતમૂતિ શ્રી શાંતિવિજયજી, ગુણરત્નાકર મુનિ શ્રી રત્નાકરવિજયજી, ભદ્રસૂતિ શ્રી હરિભદ્રવિજ્યજી વગેરે મુનિવરેને ગણાવી શકાય. તદુપરાંત, તેઓશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક સુકૃત્ય થયાં છે. ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉદ્યાપન, દીક્ષાદિ મહેત્સ, સંઘયાત્રાએ આદિ અનેક કાર્યો દ્વારા તેમણે અનેક જીવને બધિરત્ન પ્રાપ્ત કરાવ્યું છે. પૂજ્યશ્રીના જ્ઞાનસાધનામય જીવનને જોતાં તેઓશ્રીને “ન્યાયવાચસ્પતિ” અને “શાસ્ત્રવિશારદ” જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરૂદો પણ મળ્યાં છે. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓમાં શ્રી તાલધ્વજ (તળાજા) તીર્થમાં બે વાર થયેલી પ્રતિષ્ઠા, જેસર, જસપરા, સુરેન્દ્રનગર, શિહોર, ઘોઘા, તણસા, મહુવા, કપડવંજ વગેરે સ્થાનેની જૈન-જૈનેતર સમાજમાં ચિરસ્મરણીય બની રહે એવી સુસમ્પન બની હતી. - ૬૪ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ જિનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવાં સુકાર્યો કર્યા ! એક મહાગ્રંથ રચાય એટલી પ્રવૃત્તિઓ કરી ! સં. ૨૦૧૬ના ચૈત્ર વદ ૪ને દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છાયામાં નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ પામ્યા. તેમની ગુણાનુવાદ સભાઓમાં પૂજ્યશ્રીના ગૌરવપૂર્ણ જીવનકાર્યોની ઝાંખી થઈ. તેઓશ્રીને જન્મશતાબ્દી મહોત્સવ પણ તેમની અપૂર્વ કીર્તિગાથાને પરિચાયક બની રહ્યો ! એવા મહાસૂરિવરને કેટિ કોટિ વંદના ! (સંકલન : મુનિશ્રી નંદિષેણવિજયજી). 2010_04 Page #58 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અષ્ટ-ગણિસંપદાઓથી અલંકૃત ગણનાયક : વર્તમાન શ્રમણસંધસુવિહિત શિરોમણિ : તપાગચ્છગગને દિનમણિ? ગીતાર્થ મહાપુરુષોમાં શિરોમણિ હજારો પુણ્યાત્માઓના પરમ તારક : પૂ. આચાર્ય શ્રી વિજયે દયસૂરીશ્વરજી મહારાજ સૌના દાદા, ઉપશમરસિધુ, ગીતાર્થ સાથે શિરેમણિ, પ્રાતઃસ્મરણીય નામધેય આચાર્યભગવંત શ્રીમદ્ વિજયસૂરીશ્વરજી મહારાજ એટલે આજીવન જ્ઞાન અને તપની સાક્ષાત્ મૂર્તિ લકત્તર જિનશાસનમાં આત્માના અનંત ગુણે દર્શાવ્યા છે. તેમાં બે ગુણ મુખ્ય છેજ્ઞાન અને દર્શન. એમાંયે જ્ઞાન જ પ્રધાન છે. જ્ઞાન જ સમ્યક્ દર્શનનું કારણ છે. આવી વિશિષ્ટ જ્ઞાનદષ્ટિને જ જન્મજાત આત્મસાત કરીને ધર્મપ્રીતિ દાખવતા ઉજમશીભાઈ અન્ય મિત્રો સાથે ધાર્મિક અધ્યયનમાં મગ્ન રહેતા જ હતા. એવામાં એમના શહેર ખંભાતમાં વિ. સં. ૧૯૫૪માં શાસનસમ્રાટ ગુરુભગવંતનું આગમન થયું; અને જાણે સોનામાં સુગંધ મળી ! પૂ. ગુરુદેવ તે જંગમ (હાલતી ચાલતી) પાઠશાળા હતા. શ્રી ઉજમશીભાઈ અને તેમના અન્ય મિત્રો – હીરાલાલ, વાડીલાલ, દલસુખભાઈ, આશાલાલ, ઉમેદચંદ, નારાયણદાસ વગેરે સર્વ કઈ પૂ. ગુરુદેવની જંગમ પાઠશાળાના નિયમિત વિદ્યાથીઓ બની રહ્યા. શ્રી ઉજમશીભાઈએ જોતજોતામાં પંચપ્રતિક્રમણાદિ ધાર્મિક અભ્યાસ કરવા સાથે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, આદિ શાસ્ત્રીય ગ્રંથને સમજણપૂર્વક અભ્યાસ કર્યો. પૂ. ગુરુદેવના વિહાર સાથે અન્યત્ર જઈને પણ તેઓ પિતાની જ્ઞાનપિપાસા મિટાવતા. તેઓ સોળ વર્ષની નાની વયે ચંદ્રપ્રભા” નામક ( ૮ હજાર કલેકપ્રમાણ) વ્યાકરણ ભણીને પારંગત થયા. એટલું જ નહિ, પૂ. સાધુ-સાધ્વીજીઓને પણ પ્રકરણાદિ સ્વપઠિત ગ્રંથનું સાંગોપાંગ અધ્યાપન કરાવતા થયા. ગુરુભક્તિ અને ગુર્વાસાપાલન: તેઓશ્રીની ગુરુભક્તિ અનન્ય હતી. શ્રી કદમ્બગિરિ મહાતીર્થનું ઉદ્ધારકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે પૂ. ગુરુદેવની સાથે વૈશાખના ધોમધખતા તડકામાં પણ સતત ફરતા રહેતા. જેમાં સ્થાયી તીર્થકાર્યોમાં અવિરત ઉત્સાહથી વર્તતા, તેમ અવિશ્રાંત અધ્યયનપ્રીતિથી અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી સર્વને પૂજ્ય બની રહેતા. એક જ દિવસમાં પકુખીસૂત્ર કઠસ્થ કરવું અને ફક્ત ત્રણ જ વર્ષના સંયમપર્યાયમાં જ આવશ્યક સૂત્ર-હરિભદ્રીયવૃત્તિ સાથે સ્વયં વાંચવું એ એમની અભ્યાસનિષ્ઠાનાં જવલંત ઉદાહરણ છે. એ સર્વ ગુરુભક્તિનું સ્વાભાવિક ફળ છે એમ તેઓશ્રી સર્વને કહેતા, અને એ પ્રમાણે આચરણ કરવા સર્વને પ્રેરણા આપતા. એકવાર પૂ. ગુરુદેવભગવંતને ચાણસ્મામાં એકધારો એકવીસ દિવસ તાવ આવ્યો ત્યારે તેમની ગુરુભક્તિનાં દર્શન થયાં હતાં. પાઠ-વાચના : સાધુ-સમુદાયના અભ્યાસ પર સતત લક્ષ રાખવું એ પૂજ્યશ્રીને મુખ્ય ગુણ હતો. કોઈ સ્વ-પર કાર્યને લીધે કયારેક કેઈ સાધુજનને વાચના ન અપાઈ હોય તે તેનું અત્યંત દુઃખ ધાતા. અને પછીના તબકકે સામેની વ્યક્તિને જે રસનિમગ્નતાથી અધ્યયન કરાવતા તેનાથી તેમને શિષ્યગણ મુક્ત અને પ્રશંસા કરતા થાકતે નહીં. 2010_04 Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ પ૭ સ્વાધ્યાય-તપ : અન્યને જેમ અભ્યાસમગ્ન રાખતા, તેમ પિતે પણ સતત અભ્યાસમાં લીન રહેતા. અન્ય કાર્યો કરતાં કરતાં પણ તેઓશ્રીની આંતર્ગુહામાં જપ-તપ ચાલ્યા જ કરતાં. અને દર્શકોને આંગળીના વેઢા ગણતાં જોઈને આશ્ચર્ય થતું કે પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન છે એનું પ્રદર્શન થઈ રહ્યું છે ! પાંચતિથિ તપ કરવાને જ આગ્રહ રાખતા. શ્રી જ્ઞાનપંચમી તપ, વિશસ્થાનક તપ, આદિ તપનું વિધિપૂર્વક આરાધન કરેલું. અરે, દીક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેમણે અઠ્ઠમ કર્યો હતે ! વિશ્રામણ : એવા તપસ્વી પૂજ્યશ્રીને સં. ૨૦૨૦માં ભાવનગર મુકામે પક્ષઘાતને અસાધ્ય હુમલો થયે. અને કેટલાંક ધર્મકાર્યો અને તપ જપમાં ઊભી થયેલી આ દૈહિક મર્યાદાથી તેઓશ્રી વારંવાર દુઃખ વ્યક્ત કરતા. તેમ છતાં, શાસનપ્રભાવનાથી એક ક્ષણ પણ અલિપ્ત રહેતા નહીં. એટલે જ, વિશ્રામણું તે એમની જ એમ કહેવાતું. માર્ગ-પતિતને માર્ગ પર લાવીને સ્થિર કરે એનું નામ વિશ્રામણા. આ ગુણ ગીતાર્થ ભગવંતમાં કવચિત જ જેવા મળે. રત્નત્રયી આરાધનામાં પ્રમત્ત બનેલા સાધુને (પછી તે સ્વસમુદાયને હોય કે પરસમુદાયને હૈય) સદ્દબોધ–શિખામણ આપીને સ્થિર કરવામાં પૂજ્યશ્રીની કાળજી અપૂર્વ હતી. આથી સર્વ સમુદાયમાં અત્યંત કપ્રિય રહ્યા હતા. આજે પણ અનેક ભવ્ય આત્માએ પૂજ્યશ્રીને આ અણુસ્વીકાર કરે છે. વિશુદ્ધ વિધિવિધાન : પૂજ્યશ્રીની નિશ્રામાં જ્યાં જ્યાં વિધિવિધાને થતાં ત્યાં ત્યાં અપૂર્વ, આહૂલાદક અને મંગલમય વાતાવરણ ખડું થઈ જતું. તેઓશ્રીના વરદ્ હસ્તે અનેક દીક્ષાઓ, વડી દીક્ષાઓ, ગ–અનુગાદિ વિધિઓ તેમ જ શાંતિસ્નાત્ર–પ્રતિષ્ઠા–અંજનશલાકાના તથા અર્વ-મહાપૂજન, નંદ્યાવર્ત પૂજન, સિદ્ધચક્રપૂજન આદિ પૂજનનાં સમગ્ર વિઘાને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયાના અસંખ્ય ઉદાહરણ સાંપડે છે. સં. ૨૦૨૧માં પૂ. આચાર્યશ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે એક વડીદીક્ષા થવાની હતી, તેમાં પૂજ્યશ્રીએ ઉપસ્થિત રહીને, પાંચ મહાવ્રતના આલાવાના સ્પષ્ટાર્થો કર્યા તેનાથી અન્ય સાધુસમુદાય અત્યંત પ્રભાવિત થયું હતું. વિધિવિધાનના એક આદર્શ નમૂના રૂપે સર્વ પૂજ્યશ્રીના આ ગુણને હંમેશાં સ્મરે છે. - મંગળ-મુહુર્તદાતાઃ પૂ. આચાર્યશ્રી તિષશાસ્ત્રના અને શિલ્પશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. પૂજ્યશ્રી પાસેથી પ્રતિષ્ઠા–અંજનશલાકા આદિ મહેરાનાં મુહૂર્ત લેવા દેશભરમાંથી અસંખ્ય લકે સતત આવ્યા જ કરતા. તેઓશ્રીનું આપેલું મુહૂર્ત અપૂર્વ ઉત્સાહ અને અનેરો આનંદથી નિવિદને સંપન્ન થતું. એટલું જ નહિ, એમના મુહૂર્ત થયેલી પ્રતિષ્ઠા આદિ વિધિઓમાંથી હંમેશા આનંદ અને કલ્યાણનાં દર્શન થતાં ત્યારે શાસનને પ્રતીતિ થતી કે આ મંગલમયતાના મૂળમાં પૂજ્યશ્રીની દિવ્ય દૃષ્ટિને પ્રભાવ છે. તેમ છતાં, પૂજ્યશ્રી પાસે આ અંગે કઈ પાસેથી પ્રશંસા પ્રાપ્ત થતી તે તેઓ વિનમ્રભાવે એટલું જ કહેતા કે, “આ સર્વ પૂજ્ય ગુરુભગવંતની કૃપાનું જ ફળ છે. અમે તો કંઈ જ નથી.” પક્ષઘાતની અસર પછી, દેહનાં અન્ય કષ્ટોમાં આંખ પણ નબળી પડી હતી. તેમ છતાં, તેઓશ્રીની કાર્યનિષ્ઠામાં સહેજે શ્ર. ૮ 2010_04 Page #60 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ઓટ આવી નહોતી. સં. ૨૦૦૯ની સાલમાં મારવાડ–શ્રી રાણકપુરજી મહાતીર્થની પ્રતિષ્ઠા વખતે પૂજ્યશ્રી સપરિવાર પધાર્યા હતા. માર્ગમાં વડનગરના સંઘે પૂજ્યશ્રીનું અપૂર્વ સ્વાગત કર્યું. સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી ગજાનન ભક્તિગાનપૂર્વક પૂજ્યશ્રીને ગામમાં લીધા હતા. પૂજાઆંગીને ભવ્ય ઉત્સવ ઊજવાયું હતું. વિહાર વેળાએ શ્રી ગજાનન ઠાકુરે જ પૂજ્યશ્રીને નબળી આંખે જોઈ ને પૂછયું હતું કે, “આપને ચાલવામાં તકલીફ થતી હશે?” ત્યારે તેઓશ્રીએ હસતા મુખે કહ્યું હતું કે, “હવે મારે એની ચિંતા કરવાની જરૂર નથી, મેં આંખને પૂરેપૂરે કસ કાઢી લીધે છે.” આ સાંભળનારા સર્વે તેઓશ્રીને મનોમન વંદી રહ્યા હતા કે અનેક વ્યાધિ વચ્ચે પણ તેઓશ્રી અડીખમ ધર્મ ધુરંધર બનીને આગળ વધી રહ્યા છે ! આવી હતી તેઓશ્રીની સમજણ, વિનમ્રતા અને સહનશીલતા ! સાધુ-વત્સલ : પૂજ્યશ્રીને સાધુઓ પર અપૂર્વ વાત્સલ્ય હતું. કેઈ પણ સાધુ તેમની પાસે ઊભા રહેવામાં શાંત-શીતળ ઝરણા પાસે ઊભા હેવાને અનુભવ કરતા. અન્યની નાદુરસ્ત તબિયતમાં ઔષધોપચાર કરવામાં અને આશના-વાસના કરવામાં પણ પૂજ્યશ્રીને જેટે મળે મુશ્કેલ હતું. એટલે તે તેઓશ્રી સાધુસમુદાયમાં વાત્સલ્યમૂતિ સમા પ્રતિષ્ઠિત હતા. આત્મજાગૃતિ : સદા જાગ્રત અને ઉપગપૂર્વકની અવસ્થા પૂજ્યશ્રીને ખાસ ગુણ હતે નરમ તબિયતમાં પણ કેઈ કાંઈ પણ પ્રશ્ન પૂછે તે પણ પૂરી સ્વસ્થતાથી-સ્પષ્ટતાથી ઉત્તર મળે જ હેય! એમને કઈ વાર અનુપગ ભાવ થતે જ નહીં. છતાં, નિઃસ્પૃહી મને ભાવ સાથે જ ધર્મપરાયણ રહેતા પૂજ્યશ્રી અનેક ઉમદા ગુણેથી વિભૂષિત હતા. એક વાર એક ભાવુકજને નિર્દોષ ભાવે પૂછ્યું હતું કે, “દાદા! આપને કેઈ ઇચ્છા છે? જે હોય તે જરા પણ સંકેચ રાખ્યા વિના કહે.” વારંવાર પૂછવાથી એક વાર દાદાએ ઉત્તર આપ્યો હતો કે, સ્પૃહા કે અભિલાષા નથી. ફક્ત મારે ભવ–મારે સંસાર ઓછો થાય એ જ ઈચ્છા છે.” આ આત્મજાગૃતિ, આ ભવભીરુતા, આ વિરાગીવૃત્તિ અને પૃહાહીન વ્યક્તિત્વથી અસંખ્ય જેન– જૈનેતર ભાવકે પ્રભાવિત થયા હતા. આ કલિકાલમાં પણ પૂર્વના બહુશ્રુત ગીતાર્થ આચાર્ય ભગવંતની ઝાંખી કરાવે એવા એ પુણ્યપુરુષ પર દુષ્ટ દેવની છાયા પડી. સં. ૨૦૨૦ના વૈશાખ વદ ૧૧ની રાતે ભાવનગરમાં આપણું આ ગુણિયલ સૂરિશિરોમણિ કાળધર્મ પામ્યા. તે સાથે જ જાણે જ્ઞાનને પ્રકાશ, વાત્સલ્યને સાગર, જપ-તપને પર્વત અને ધર્મશાસનનાં પ્રભાવક–પુણ્યદાયી કાર્યો કરનાર મહાતપસ્વી પૃથ્વી પરથી અદશ્ય થયાને અનુભવ થયે ! એ અનન્ય ગુણભંડાર પૂ. ગુરુભગવંતને અનંતશઃ વંદન હજો ! [ આ વિરલ વિભૂતિની કેટલીક સ્થૂળ વિગત : સં. ૧૯૪૪ના પિષ સુદ ૧૩ના તીર્થ ભૂમિ સ્થંભન (ખંભાત)માં જન્મ. પિતા છોટાલાલભાઈ અને માતા પરસનબહેન. ખેડા જિલ્લાના માતર તીર્થ પાસેના દેવા ગામમાં સં. ૧૯૬૨ના વૈશાખ સુદ પાંચમે ભાગવતી દીક્ષા. કપડવંજ મુકામે સં. ૧૯૯૬માં અષાઢ સુદ પાંચમે ગણિપદ અને અષાઢ વદ ૯ના પંન્યાસપદ. સાદડી (મારવાડ)માં સં. ૧૯૭રના માગશર વદ ૩ના ઉપાધ્યાયપદ, ખંભાતનગરે સં. ૧૯૭૯ના વૈશાખ વદ બીજને શુભ દિને આચાર્ય પદ.] ( સંકલન : પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ) 2010_04 Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા–ર મહાજ્ઞાની : મહાતપસ્વી : વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ દીક્ષા અંગીકાર કર્યા પછી માત્ર ૧૩ વર્ષ બાદ, કેવળ ૨૮ વષૅની કામળ વયે આચાય પદવીથી વિભૂષિત કરવામાં આવે, એ એક અસાધારણ ઘટના કહેવાય. અને સાથેાસાથ ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંતમાંડ અને કવિરત્ન જેવી પ્રત્યેક ક્ષેત્રની મહાન પદવીએથી નવાજવામાં આવે એવી લબ્ધપ્રતિષ્ઠા મહામના વિભૂતિ માનવદેહ રૂપે ચમત્કાર જ ગણાય ! એ મહામના તે વાત્સલ્યવારિધિ સંઘનાયક પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ. પહે સૌરાષ્ટ્રના એટાદ ગામે દશા શ્રીમાળી જૈન નરરત્ન શાહ હેમચંદભાઇનાં ધર્મ પત્ની શ્રીમતી જમનાબાઈની કુક્ષીએ સ. ૧૯૫૫ના કારતક સુદ ૧૧ના દિવસે એક પુત્રરત્નના જન્મ થયા. બાળકની વર્તમાન તેજસ્વિતા અને ભાવિના પુણ્યવતા સકેતા જોઇ ને નામ રાખવામાં આવ્યુ‘ નરોત્તમ. ઘરનું વાતાવરણ ધર્મ મય હતું. પરિણામે નરોત્તમે બાલ્યકાળમાં જ પંચપ્રતિક્રમણ, જીવવિચાર આદિ કઠસ્થ કરી લીધા. એમાં આ ધર્મવૃત્તિને પ્રોત્સાહિત કરે એવા બીજા મિત્રો પણ મળતા રહ્યા. આ મિત્રામાં ત્રણ તે સયમજીવનની ઝંખનાવાળા મળ્યા. ગુલાબચંદ, અમૃતલાલ અને લવજીભાઈ નામના એ ત્રણે મિત્રાએ સયમ સ્વીકારી ત્યાગમાગે આ. શ્રી વિજયઅમૃતસૂરિજી, આ શ્રી વિજયલાવણ્યસૂરિજી અને મુનિશ્રી ગુણવિજયજી નામે પ્રસિદ્ધ બન્યા. આ ચારે મિત્રાના હૃદયપરિવર્તન પાછળ પણ એક જ ગુરુદેવની શાસનસમ્રાટની પ્રેરણા કામ કરી રહી હતી. સ’. ૧૯૬૬માં શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું એટાદમાં આગમન થયુ. તેઓશ્રીનાં વ્યાખ્યાનેાથી લાકમાં અદ્ભુત ચેતનાનો સંચાર થયા. ગુરુદેવની રોચક વાણીથી અગણિત હૃદયમાં વૈરાગ્યની ભાવનાને ઉદય થયા; એમાં ઉપરોક્ત ચારે મિત્રા મુખ્ય હતા. સંયમ સ્વીકારવામાં કુટુંબની સ ંમતિ મળતી ન હતી. પરિણામે, સંસારથી–કુટુંબથી દૂર ભાગીને પણ દીક્ષા લેવાની દૃઢ મનેવૃત્તિ રાખી, પહેલાં નરાત્તમદાસ ભાગ્યા અને અમદાવાદ આવીને પૂજ્યશ્રીને સંયમ આપવા વિનંતી કરી. પરંતુ નાત્તમભાઈ ને એ શકય નહીં લાગતા એમના વિદ્વાન શિષ્ય પન્યાસશ્રી પ્રતાપવિજયજી પાસે જઈ ને સ'. ૧૯૭૦ના મહા સુદ બીજના વળાદ ( અમદાવાદ )માં ચારિત્ર લઈ ને પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયઉયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી, અને નરોત્તમભાઈમાંથી મુનિશ્રી ન ંદનવિજયજી બન્યા. માતાપિતા અને ભાઈ એના ધમપછાડા વચ્ચે તેઓશ્રી મેરુ સમાન અડગ રહ્યા. એ ચાતુર્માસ પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી મહારાજ સાથે કરી, પછી પેાતાના તારક ગુરુદેવનાં ચરણકમળમાં ઉપસ્થિત થયા અને તેઓશ્રીની અવિરત સેવામાં તન્મય રહેવા લાગ્યા. વિદ્યાભ્યાસ : ગુરુસેવા સાથે સાથે અધ્યયન-તપમાં પણ સતત મગ્ન રહેવા લાગ્યા. કાશીના પ્રકાંડ પંડિત શ્રી શશીનાથ ઞ પાસે ન્યાય, વેદાંત, દનના તલસ્પર્શી અભ્યાસ કર્યાં. 2010_04 Page #62 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પંડિત શ્રી મુકુંદ ઝા પાસે વ્યાકરણ અને સાહિત્યને અભ્યાસ કર્યો. પૂ. ગુરુભગવંત પાસે આગમનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું. ઉપરાંત, જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રને પણ સર્વાગી અભ્યાસ કર્યો. અધ્યયન સાથે ગુરુસેવાનો આદર્શ આત્મસાત કર્યો હતો, તેથી ઉદયનંદનની જેડી ગુરુસેવાના દષ્ટાંતરૂપ બની રહી. તેઓશ્રીની વિદ્વત્તા પારખીને સં. ૧૯૮૦માં ૫. શાસનસમ્રાટશ્રીએ પંન્યાસપદવીથી અલંકૃત કર્યા. આ પ્રસંગે સાક્ષર શ્રી આનંદશંકર ધ્રુવ અને મહાકવિશ્રી નન્હાનાલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવિધાનથી પ્રભાવિત થયા હતા. અજોડ વિદ્વત્તા ઃ તેઓશ્રીની વિદ્વત્તાથી સર્વ પ્રભાવિત થતા. પૂજ્યશ્રી છએ દર્શનનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. જેનસમાજના અગ્રગણ્ય પંડિત–પંડિત શ્રી બહેચરદાસ દોશી, પં. ભગવાનદાસ, પં. હીરાભાઈ તથા પં. સુખલાલજી જેવા પણ એમની પાસે ચર્ચા માટે આવતા. તે સમયના ખંભાતના નવાબી રાજ્યના પોલીસ સુપ્રિટેન્ડન્ટ શ્રી બાપટ સાહેબ પણ કલાક સુધી રેજ વેદાંતચર્ચા કરતા. એવી જ રીતે, જોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત જ્યોતિષાચાર્ય શ્રી ગિરજાશંકર મયાશંકર તે તેઓશ્રીને ગુરુ તરીકે જ માનતા હતા. પૂજ્યશ્રીની વિચારશક્તિ અને નિર્ણયશક્તિ અજોડ હતી જેને લીધે અનેક શાસનપ્રભાવનાનાં કાર્યોમાં તેઓશ્રીને સુપરિણામગામી સુયશ પ્રાપ્ત થયે. સં. ૧૯૯૦માં અમદાવાદમાં ભરાયેલ શ્રી રાજનગર જેન છે. મૂ, જૈનમુનિ સંમેલનમાં જરૂરી વિષયે અંગે નિર્ણય કરવા સમિતિ નીમી હતી. તે સમિતિના ૧૧ વિષય વિશેના નિર્ણયને ચકાસવા માટે ચાર મુનિવરને નીમવામાં આવ્યા હતા, તેમાં આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી વિજ્યાનંદનસૂરિજી પણ હતા. શ્રી વીર પરમાત્માની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દી સમયે જાગેલા વાદ-વિવાદ અને વિરોધ–વંટોળમાં તેઓશ્રીની કુશાગ્ર બુદ્ધિશક્તિથી જ એ મહામહત્સવ નિવિદને પાર પડ્યો હતે. એવી જ રીતે, સં. ૨૦૩૨માં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર નવનિર્મિત બાવન જિનાલયનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગોમાં તેમનું માર્ગદર્શન જ સર્વમાન્ય રહ્યું હતું. આચાર્યપદાલંકૃત : અપૂર્વ વિદ્વત્તાથી આકર્ષાઈને દસમે વર્ષે પંન્યાસપદથી વિભૂષિત કર્યા અને શાસનસેવાના અદમ્ય ઉત્સાહનાં દર્શન થતાં, તેમનાથી પ્રભાવિત થઈને દીક્ષાના તેરમે વર્ષે તે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૧૯૮૩માં રાજનગરના અગ્રણી શેઠશ્રી જમનાદાસ ભગુભાઈના આત્મશ્રેયાર્થે એમનાં ધર્મપત્ની માણેકબહેને પિતાના બંગલે માટે ખર્ચ કરીને ૫૧ છોડનું ભવ્ય ઉજમણું કર્યું હતું. તે પ્રસંગે પૂ. શાસનસમ્રાટશ્રીએ રાજનગરના સંઘની વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રીને આચાર્યપદથી વિભૂષિત કર્યા, અને ચાર બિરુદથી નવાજ્યા. આ પ્રસંગે ધ્રાંગધ્રાના મહાઅમાત્મા શ્રી માનસિંહજીએ હાજર રહીને આચાર્યશ્રીને કામળી ઓઢાડી સન્માન્યા હતા. ૨૮ વર્ષની નાની વયે આચાર્યપદ આપવામાં આવ્યું તેથી જેનસમાજમાં ઊહાપોહ થઈ ગયું હતું. એમાં વિદ્યાશાળા અગ્રેસર હતી. તેના અગ્રણી શેઠ શ્રી મેહનભાઈ ગેકુલભાઈની વિનંતીથી આ નૂતન આચાર્યશ્રી ત્યાં વ્યાખ્યાન આપવા ગયા. અને એ અપૂર્વ પ્રભાવ પડ્યો કે વિરોધ કરનારે રોતાવર્ગ દિમૂઢ બનીને સાંભળી રહ્યો. એટલું જ નહિ, એક મારવાડી ગૃહસ્થ તે પિતાની પાસેના તમામ રૂપિયા સભામાં ઉછાળીને આચાર્યશ્રી પ્રત્યે પૂજ્ય 2010_04 Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ભાવ વ્યક્ત કર્યો! અને વિરોધ કરનાર વિદ્યાશાળાએ જ સર્વ પ્રથમ ચાતુર્માસ માટે વિનંતી કરી ! મહાન જીવનકાર્યો : પૂજ્યશ્રીએ સતત અભ્યાસ મગ્ન રહીને અનેક ગ્રંથની રચના કરી. જૈન સ્તોત્રસંગ્રહ, જૈન સિદ્ધાંત મુક્તાવલી, સૂરિસ્તવ-શતક, જેન તર્કસંગ્રહ, શ્રી કદંબગિરિ સ્તોત્ર, બીજા કર્મગ્રંથની ટીકા (શ્રી સ્તવ-પ્રકાશ), ચોથા કર્મગ્રંથની ટીકા (શીતિ પ્રકાશ), સમુદ્ધાતતત્વ, સ્યાદ્વાદરહસ્ય પત્રવિવેચન, પ્રતિષ્ઠાતત્ત્વ, શ્રી પર્યુષણ પર્વતિથિવિનિશ્ચય, શ્રી પદ્માવતી તેત્ર, શ્રી ગુજરાતી સ્તોત્રસ્તવનાદિ ગ્રંથે મુખ્ય છે. પૂજ્ય ગુરુભગવંતના સ્વર્ગવાસ સુધી અખંડ ૩૩ વર્ષ પર્યત એકધારી સેવા કરનાર પૂજ્યશ્રીની ગુરુભક્તિ પણ અનન્ય કહી શકાય એવી હતી. બંને સમય પૂ. ગુરુભગવંતનું પડિલેહણ – સંથારો કરે, કાપ કાઢવે, ગોચરી અને સુશ્રષા કરવી—એ તેમને નિત્યક્રમ હતું. આ ઉપરાંત, ૬૫ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાય દરમિયાન પૂજ્યવરને હાથે સફળતાથી પાર પાડેલા શાસનપ્રભાવનાનાં કાર્યોની યાદી તે અત્યંત લાંબી બને તેમ છે. તેમાં, મહુવામાં શ્રી નેમિવિહાર પ્રસાદ, શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસર, મારવાડમાં રાણકપુરજી મહાતીર્થ, અમદાવાદમાં હઠીસિંહની વાડીનાં ઐતિહાસિક દેરાસર, મહુવામાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ, પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની છાયામાં અસંખ્ય જિનબિંબની પ્રતિષ્ઠા અને અંજનશલાકાના અનેકાનેક મહોત્સવે તેઓશ્રી હસ્તે ઊજવાયા હતા. આ ઉમ્પરાંત, અનેક મુનિવરેને ગણિ-પંન્યાસપદ અને ઉપાધ્યાય તેમ જ આચાર્યપદ અર્પણ કરવાના ઉત્સ પણ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાયા હતા. અનેક તીર્થસ્થાનોથી સંઘયાત્રા કાઢવામાં પૂજ્યશ્રી પ્રેરણાસ્થાને રહ્યા. એમાં સં. ૨૦૧હ્ના કપડવંજથી શેઠ શ્રી રમણલાલ દિલ્હીવાળા તરફથી શ્રી કેશરિયાજી તીર્થયાત્રા-સંઘપ્રયાણ યાદગાર બનાવ હતું. આ સંઘમાં સેંકડોની સંખ્યામાં છરી પાળતો જનસમુદાય હતો ! તદુપરાંત, પ્રાચીન જિનાલને જીર્ણોદ્ધાર, ગુરુમંદિરની પ્રતિષ્ઠા, અનેક વ્રત-જપતપની આરાધનાઓ, પૂ. ગુરુદેવના “શ્રી શાસનસમ્રાટ' ગ્રંથને ઉદ્દઘાટન-સમારોહ આદિ અનેકવિધ કાર્યોથી પૂજ્યશ્રીની જીવનરેખાઓ સપ્તરંગી બનીને ઝળકી રહી હતી ! સં. ૨૦૩રના માગશર વદ ૧૪ની સાંજે પૂજ્યશ્રી શત્રુંજય પ્રતિ અભિક્રમણ કરતા હતા ત્યારે ધંધુકા પાસે તગડી ગામે મહાપ્રયાણ કર્યું, ત્યાં સુધી સતત શાસનપ્રભાવનામાં મગ્ન રહ્યા! આ વૃત્તિપ્રવૃત્તિના સુપરિણામરૂપ પૂજ્યશ્રી વિશાળ શિષ્ય–પ્રશિષ્ય પરિવાર પણ મૂકતા ગયા. પંન્યાસ શ્રી સોમવિજયજી તથા પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી તેમ જ મુનિશ્રી અમરવિજયજી, અમરચંદ્રવિજયજી વાચસ્પતિવિજયજી આદિ મુનિવરે અને તેઓશ્રીના પણ શિષ્ય-પ્રશિષ્યની. ભવ્ય પરંપરા પૂજ્યવરના “વાત્સલ્યવારિધિ' બિરુદને મૂર્તિમંત કરે છે. (સંકલનકર્તા : મુનિશ્રી વાચસ્પતિવિજ્યજી મહારાજ ). 2010_04 Page #64 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અદ્દભુત આત્મશ્રદ્ધા ધારણ કરનાર : સાધુ–સાદવીઓનાં અધ્યયનના હિમાયતી પૂ. આચાર્યશ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ ગુજરાતનું અતિખ્યાત પાટનગર પાટણ, કે જેમાં અનેક મહાન વિભૂતિઓ જન્મવાથી જેને ભવ્ય ઈતિહાસ સર્જાય છે તે નગરમાં સંઘવી અમૃતલાલભાઈ અને પરસનબેનના ગૃહ સં. ૧૯૪૬માં જન્મ ધારણ કરીને ભીખાભાઈએ બાલ્યકાળમાં જ વાત્સલ્યભરી માતા ગુમાવી. મોસાળમાં ઉછેર પામ્યા. આજે પણ પિતૃપક્ષે હેમચંદ મોહનલાલની પેઢી સુપ્રસિદ્ધ છે. ધર્મભાવના તે તેમનામાં ભરપૂર હતી. બાર વર્ષની ઉંમરથી જ નવપદજીની ઓળી કરતા હતા. અને દીક્ષાની વાનગી તરીકે કઈ કઈ વખત એકલા ચણા ખાઈ ચલાવી લેતા. એક વખત ચાલુ ઓળીમાં જ દીક્ષા લેવા માટે નાસી છૂટ્યા અને ઓળીના બાકીના બધા દિવસે ચણથી જ પસાર કર્યા. આ કારણે પિતાએ અનાદિ વાસનાજન્ય મોહને તિલાંજલિ આપી, સ્વહસ્તે જ દીક્ષા માટે પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને સુપ્રત કર્યા. ગુરુદેવે તેમને ૧૬ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૬૨ના કારતક વદ ત્રીજને દિવસે દીક્ષા આપી મુનિશ્રી વિજ્ઞાનવિજયજી નામે ઘેષિત કર્યા. દીક્ષા લીધા પછીનાં દસ વર્ષમાં પૂ. મુનિશ્રીએ અવિરત ગુરુસેવા, વિનયાદિને કારણે ઉત્તમ અને વિશાળ અભ્યાસ કરીને જ્ઞાનગ સિદ્ધ કર્યો જેના ફળસ્વરૂપે તેઓશ્રી આસપાસ આજે વિશાળ શિષ્ય પરિવાર જોવા મળે છે. પૂ. ગુરુભગવંતે પણ તેમનામાં વિચક્ષણ વ્યવહારજ્ઞાન જોઈ, તેમને બાલસાધુઓને સાચવવાનું જવાબદારીભર્યું કાર્ય સંપ્યું હતું. પૂ. ગુરુભગવંતની આજ્ઞાથી સં. ૧૯૬૮નું ચાતુર્માસ સ્વતંત્રપણે ખંભાત જૈનશાળામાં કર્યું. સં. ૧૯૭૩માં તેઓશ્રીને ઘારાવ મુકામે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સમયની પરખ, નીડરતા અને આત્મશ્રદ્ધાના ગુણને કારણે અત્યંત વિકટ પરિસ્થિતિમાં સાધુઓને દીક્ષા આપવાનું અને સાચવવાનું કાર્ય પોતે જ ઉપાડી લેતા. તેમાં સં. ૧૯૭૬માં શ્રી કસ્તુર. સૂરિજી મહારાજને દીક્ષા આપતાં તે તેઓશ્રીને દસ દસ વર્ષ સુધી મારવાડમાં જ વિચારવું પડ્યું અને તેથી તે તેઓ ઘણું જ નીડર અને આત્મશ્રદ્ધાના પ્રેરક બની રહ્યા. પિતાના આશ્રિત પ્રત્યેનો એટલે વાત્સલ્યભાવ હતો કે તેઓને અધ્યયન-અધ્યાપન વગેરેમાં પિતાના કરતાં સવાયા પકવવા સતત ચિંતન અને મંથન કરતા, સતત પરિશ્રમ ઉઠાવતા. તેના પ્રતીક તરીકે તેઓશ્રી પૂ. કસ્તુરસૂરિજી મહારાજને અધ્યાપન કરાવવા પિતાની જાતે જ યતિ અને સંતે પાસે લઈ ગયાનાં દૃષ્ટાંતે છે. કોઈ કરી શકતા હશે કે કેમ? એ પ્રશ્ન છે. એટલે જ એમના જીવનમાં કઈ પણ વ્યક્તિને પૂજ્યશ્રી પ્રત્યે અ–પ્રેમ થયે હોય તેવું જાણવા મળ્યું નથી. હું મહાન છું, એવું ક્યારેય તેમણે વિચાર્યું નથી. જ્યારે પણ દર્શન કરે ત્યારે જાણે એક પ્રભુતામય પ્રાચીન સાધુપુરુષની યાદ આવે એવી સાદાઈ અને પવિત્રતા તરવરી રહે. જ્યાં જ્યાં 2010_04 Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતે-૨ ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં સંઘમાં જૂનાં–જામી ગયેલાં તટનાં પડ ઉખેડી પરસ્પર મૈત્રીભાવ પ્રગટાવ્યા. પૂજ્યશ્રીના જીવનમાં ત્રણ મુદ્દા ખાસ તરી આવતા : (૧) પ્રાચીન હસ્તપ્રત સચવાય તે માટે કાળજી લેતા. (-) વૈરાગ્યને આધાર અને ચારિત્રની શુદ્ધિ પઠન-પાઠનને આભારી હોવાથી કેઈ પણ સાધુ કે સાધ્વીજી મહારાજ પઠનપાઠન વિના રહી ન જાય અને તેમને પૂરેપૂરી સગવડ મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરતા અને એ જ કારણે છેલ્લા શ્વાસ સુધી પિતાની નિશ્રામાં વાચના ચાલુ રખાવી હતી. (૩) ચારિત્રશીલ બહોળા સાધુસમુદાયની જરૂરને ધ્યાનમાં રાખી અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પિતાના હસ્તે ૪૫ થી ૫૦ મુનિરાજને દીક્ષા આપી છે. તેમાં શ્રી કસૂરસૂરિજી, યશભદ્રસૂરિજી, શુભંકરસૂરિજી, કુમુદચંદ્રસૂરિજી, ચંદ્રોદયસૂરિજી, કીર્તિચંદ્રસૂરિજી, સૂર્યોદયસૂરિજી વગેરે મુખ્ય છે. અને અન્ય પરિવારમાં પણ લગભગ બસો સાધુ-સાધ્વીજીને દીક્ષા, વડી દીક્ષા, પદપ્રદાન વગેરે આપ્યાં છે. આ પ્રભાવનાને પરિણામે સુરતમાં જ્ઞાનમંદિર, હસ્તપ્રતને સંગ્રહ, પૂ. સાધુ-સાધ્વીજીઓની અધ્યયનપ્રીતિ પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ. અને તેઓશ્રીના પરિવારમાં શાસનહિતચિંતક, જ્ઞાન, ધ્યાન, ત્યાગી, તપસ્વી, વક્તા, લેખક વગેરે રૂપે ઘણો મટે સમુદાય છે. જીવનમાં ડાળીને ઉપયોગ નહીં કરવાના નિશ્ચયને અડગપણે વળગી રહ્યા હતા. છ કલાકે માત્ર ચાર માઈલને વિહાર કરી શકતા ત્યારે પણ પિતાના નિશ્ચયમાં અટલ રહ્યા. એટલું જ નહિ, પિતાના નિર્ણયમાં ક્યારેય ચલિત થયા નથી. તેઓશ્રી સં. ૧૯૮૭માં ઉપાધ્યાયપદવીથી અને સં. ૧૯૯૧ માં આચાર્યપદવીથી વિભૂષિત બન્યા. ૭૭ વર્ષની બુઝર્ગ વયમાં કે ૬૧ વર્ષના દીર્ઘ ચારિત્રપર્યાયમાં ક્યારેય તેઓશ્રીએ મૃત્યુનો ભય રાખ્યું નથી. કોઈ કઈ વખત, તપાસ કરતાં, ડાકટરોને પૂજ્યશ્રીની તબિયત ગંભીર લાગે અને ડોકટર એ બીજાને કહેતા હોય તે પિતે સંભળાવી દેતા કે એમાં બીજાને કહેવાની જરૂર નથી. અમે તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરનારા છીએ. છેલે સં. ૨૦૨૧નું ચાતુર્માસ ખંભાતમાં એશવાલ ઉપાશ્રયે બહુ જ આનંદપૂર્વક પૂરું કર્યા બાદ ત્યાં જ સ્થિર રહ્યા હતા. તે દરમિયાન સં. ૨૦૨ના ફાગણ વદ ૦))ના બપોરે ૧-૦ વાગે પહેલે એટેક આવતાં લકવાની અસર પૂરેપૂરી આવી જતાં, શ્રી દેવ-ગુરુ-ધર્મપસાયથી પછીના એક કલાકમાં સંપૂર્ણ સુધારે થઈ ગયે હતે. પણ, સં. ૨૦૨૨ના ચૈત્ર સુદ દશમને દિવસ અકાર બન્યું. તે દિવસે રાત્રે ૯-૧૧ મિનિટે ખંભાત મુકામે સવાલ ઉપાશ્રયમાં પૂ. વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજને આત્મા નશ્વર દેહ છોડી સ્વર્ગવાસી બન્યા. એક મહાન ગી-અવધૂતને તેજચમકાર એ કમનસીબ પળે વિલીન થઈ ગયે. એ મહાન વૈરાગીના હૈયામાં વૈરાગ્યને–ત્યાગને જે ઝણકાર હતે, સત્ય અને અહિંસાનો જે ચમત્કાર હતો તે વિલીન થઈ ગયે. ખંભાતના આંગણે આ મહાન જેનાચાર્યને દેહવિલય થયાના દુઃખદ સમાચારે સમગ્ર શહેરમાં સન્નાટ ફેલાઈ ગયે. શહેરના ખૂણે ખૂણેથી માનવમહેરામણ ઊમટ્યો. વાત્સલ્યમૂર્તિ મહારાજશ્રીના દેહ આગળ નવકારમંત્રની ધૂન જામી. બહારગામથી પણ લેકે આવવા લાગ્યા. સ્વર્ગસ્થને નતમસ્તકે અંજલિઓ અપાઈ રહી. આખી રાત્રિ દરમિયાન અસંખ્ય ભાવિકે એકત્રિત થતા રહ્યા. અનેક માણસો પૂજ્યશ્રી સાથેનાં 2010_04 Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શાસનપ્રભાવક સંસ્મરણો વાગોળીને આંસુ સારતા રહ્યા. ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. ખંભાતના આંગણે એક મહાન આચાર્ય કાળધર્મ પામ્યાને પ્રસંગ લગભગ પહેલવહેલે જ છે એમ લેકે કહી રહ્યા હતા. ખંભાતના બધા જ ફિરકાના જેનેએ કામકાજ બંધ રાખ્યાં. સ્વર્ગસ્થની સ્મશાનયાત્રાની તૈયારીઓ થવા માંડી. વર્તમાનપત્રોમાં આ સમાચાર પ્રસિદ્ધ થવાથી પાટણ, અમદાવાદ, મુંબઈ, સુરત, પેટલાદ, બોરસદ વગેરે સ્થળોએથી અનેક માણસો સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં આવી પહોંચ્યા. બરાબર નવ વાગે સમશાનયાત્રા શરૂ થઈ. “જય જય નંદા, જય જય ભદ્રા’ના નાદથી આકાશ ગાજી ઊઠયું. સ્મશાનયાત્રા નિહાળવા આખું શહેર બહાર નીકળ્યું સૌએ પૂજ્યવરને શોકાતુર અંજલિ આપી. નવકારમંત્રની ધૂન સાથે, શહેરના મુખ્ય માર્ગો પર ફરીને, સ્મશાનયાત્રા સ્મશાનભૂમિ પર પહોંચી. અઢારે આલમમાં પૂજ્ય એવા આચાર્યદેવના નશ્વર દેહને અગ્નિસંસ્કાર થયે ત્યારે લાખો લેકેની આંખમાંથી શ્રાવણ–ભાદરે વહી રહ્યા. લાખ લાખ વંદન હજ એવા એ મહાન તિર્ધર આચાર્યશ્રીને! (સંકલન : પંડિત છબીલદાસ સંઘવી.) આગમોની સરળ વાચના આપનાર : સ્વાધ્યાયમગ્ન સમર્થ સૂરિવર : પૂ. આચાર્ય શ્રી વિજયપઘ્રસૂરીશ્વરજી મહારાજ - પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપદ્રસૂરીશ્વરજી મહારાજ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ, તીર્થોદ્ધારક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજાના સમર્થ શિષ્યરત્ન પૈકી એક હતા. એટલું જ નહિ, શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં ગૌરવરૂપ હતા. તેઓશ્રીની જન્મભૂમિ જેનનગર તરીકે વિખ્યાત અમદાવાદ હતી. અમદાવાદમાં જાણીતી મનસુખભાઈની પોળમાં ધર્મશ્રદ્ધાથી પાવન પિરવાડ જ્ઞાતિમાં સં. ૧૫૫ના ચૈત્ર સુદ ૩ને દિવસે તેઓશ્રીને જન્મ થયે. જન્મનામ રાખ્યું પિપટલાલ. પિપટલાલે વ્યાવહારિક શિક્ષણ અમદાવાદમાં જ લીધું. પરંતુ પૂર્વના કે ઈ મહાન સંસ્કારને લીધે, જીવનની સુગમ પળે પૂ. શાસનસમ્રાટશ્રીને સમાગમ થયે. સંસારની અસારતા પૂજ્યશ્રીનાં વચને તેમનાં હૈયા સસરવા ઊતરી ગયાં. વૈરાગ્યભાવના દઢ બની. સંયમ સ્વીકારવાને સંકલ્પ કર્યો. અનેક વિધ ઊભા થયા. પરંતુ એ સર્વને તાબે ન થતાં સં. ૧૯૭૧ના માગશર વદ બીજને દિવસે તળાજા પાસે શેભાવડ ગામે દીક્ષા અંગીકાર કરી પોપટલાલ મુનિશ્રી પદ્મવિજયજી બન્યા. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ પૂજ્યપાદ ગુરુભગવંત શાસનસમ્રાટશ્રી પાવન છત્રછાયામાં અને બહેશત આચાર્ય શ્રીમદ્ વિજય સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં લાંબો સમય રહીને જ્ઞાને પાર્જન માટે ધૂણું ધખાવી. રાતદિવસ જોયા વગર એકધારું અધ્યયન કર્યું. વિદ્યાની વિવિધ શાખાઓનું ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક શાના પ્રકાંડ પંડિત બન્યા. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર એક સરખું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ગદ્ય અને પદ્યમાં રચનાઓ 2010_04 Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ કરવામાં તેઓશ્રીની પ્રતિભા ઝળકી ઊઠી. મા શારદાની કૃપા વરસી હોય તેમ, તેઓશ્રીની કૃતિઓમાં સ્વાભાવિકતા, પ્રાસાદિકતા અને મનોરમતાના ગુણોને સમન્વય સધાયે. જ્ઞાને પાસના એટલી તીવ્ર હતી કે તપ-સાધનામાં લક્ષ આપી શકતા નહીં. છતાં, ગુરુભગવંતની પ્રેરણાથી ઉત્તરાધ્યયન, આચારાંગ આદિના ગદ્વહન કર્યા. પંચમાંગ શ્રી ભગવતીસૂત્રનાં યોગોદ્ધહન કરીને સં. ૧૯૮૨ના ફાગણ વદ પાંચમને દિવસે પાટણમાં ગણિપદથી અને બારશને દિવસે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૧૯૮૮માં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૧૯૨માં રાજનગર અમદાવાદમાં મહામહત્સવપૂર્વક આચાર્યપદથી વિભૂષિત થયા. આ પ્રસંગે તેઓશ્રીની અગાધ વિદ્વત્તા અને સમર્થ સાહિત્ય-સર્જનને લક્ષમાં લઈ “શાઅવિશારદ ” અને કવિદિવાકર ”ના બિરુદથી નવાજવામાં આવ્યા. પૂજ્યશ્રીને જ્ઞાનયોગ અદ્દભુત હતે. રાતદિવસ લખવા-વાંચવામાં અને ચિંતન-મનનમાં જ નિમગ્ન રહેતા. કેટલોક સમય આગમો અને શાનું અધ્યયન એક યજ્ઞ માફક ચાલતું રહ્યું. એ ત્યાં સુધી કે આ શાસ્ત્રાને જાણવા જ્યાં ત્યાં શ્રાવકવર્ગ તત્પર રહેવા લાગ્યું. આ શ્રાવકે તપ અને ક્રિયાના આરાધકે તે હતા જ, પરંતુ આ આરાધનાઓ માત્ર શુષ્ક ક્રિયાઓ ન બની રહે, તેમાં જ્ઞાનની ચેતના વ્યાપી રહે એમ સૌ ઈચ્છતા હતા. તેઓને શાક્ત રીતે નવાં નવાં પ્રતિપાદને જાણવાની હોંશ પણ હતી. આવા શ્રાવકને દેશના આપવામાં ઉપરછલ્લી સમજણ ચાલી શકે તેમ ન હતી. તેથી સાધુવગે પણ સજ્જ થવાની ફરજ બની રહી. સાધુઓ પણ આ કાર્ય માટે ઉત્સુક બન્યા. અમદાવાદના શ્રી મણિલાલ રતનચંદ વકીલ એક શ્રાવકશ્રેષ્ઠ હતા. તેમણે જીવનનાં ૪૫ વર્ષ કાયમ એકાસણાં, તે પણ કામ ચૌવિહાર અને તેમાં પણ પાણી સહિત કુલ ત્રણ દ્રવ્યની છૂટવાળાં કર્યા હતાં. બાર વ્રતધારી તે હતા જ, પરંતુ એ બધા કરતાં વધુ મહત્ત્વની વાત એ હતી કે તેમની જ્ઞાનપિપાસા વધુ અદમ્ય હતી. સંસારી હોવા છતાં જીવનભર શાસ્ત્રાભ્યાસમાં રચ્યાપચ્યા રહેતા. તેમણે જીવનના અંત સમયે, જ્યારે દવાખાને લઈ જવામાં આવ્યા ત્યારે પણ, પિતાનાં વ્રત છોડ્યાં ન હતાં. આ શ્રાવકશ્રેષ્ઠ શ્રીસંઘ માટે એક ઉત્તમ અનુમોદના રૂપ બની ગયા હતા. આ શ્રાવકશ્રેષને પૂ. આ. શ્રી વિજય પદ્યસૂરીશ્વરજી મહારાજ સાથે ઘનિષ્ઠ સમાગમ હતું. તીવ્ર જ્ઞાને પાસનાના કારણે આ સંબંધ ગુરુશિષ્ય તુલનાએ વિકો. હંમેશાં મહારાજશ્રીના સાંન્નિધ્યે વાચન-મનન-ચર્ચા આદિ ચાલે. એક દિવસ આ ગૃહસ્થ પૂજ્યશ્રીને કહ્યું કે, અમને આગમો વાંચવાનો અધિકાર ભલે નથી, પણ સાંભળી તે શકીએ ને ! તો અમને આગામેની વાચના આપે; એને અર્થ સમજાવો, જેથી આ જિનશાસનની સાચી અને સાર્થક આરાધના કર્યાને અમને સંતોષ થાય. આ સંગ્રહસ્થની યોગ્યતા જોઈને આચાર્યશ્રીએ તેમની એ વાત સ્વીકારી અને ક્રમે ક્રમે ૩૯ આગમસૂત્રોનું અર્થઘટન શ્રી મણિભાઈને સંભળાવ્યું. સાથે સાથે ગુરુદેવશ્રીને વિચાર આવ્યું કે મણિભાઈ જેવા બીજા જિજ્ઞાસુઓ માટે પણ આગમનું જ્ઞાન પામવાની સુવિધા હોવી જોઈએ. એ માટે આગમિક ભાવોનું સરળ અને વિશદ વર્ણન આપતું કે ઈ પુસ્તક હોવું જરૂરી હતું. એના પરિણામ 2010_04 Page #68 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સ્વરૂપ, પૂ. આ. શ્રી વિજયપદ્યસૂરીશ્વરજી મહારાજે “જૈન પ્રવચન કિરણવલિની રચના કરી. પૂજ્યશ્રીની તપ-આરાધનાની મર્યાદા હતી. અને આ વાતને તેઓશ્રી ખુલે ખુલે એકરાર કરતા. પરંતુ તેઓશ્રીની સ્વાધ્યાય પ્રીતિ અનન્ય હતી. પૂજ્યશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી આદિ ભાષાઓના અસંખ્ય ગ્રંથે અભ્યાસપૂર્વક વાંચ્યા હતા. હંમેશાં કાગળ-પેન્સિલ સાથે રાખતા; નવું ચિંતન ઊગે કે ટપકાવી લેતા. ઉપરાંત, જ્ઞાનને પ્રગટ કરવાની, પ્રસારવાની ઉદાત્ત ભાવના પણ રાખતા. તેથી જ “જૈન સત્યપ્રકાશ” માસિકના પ્રત્યેક અંકને પ્રારંભ તેમના પ્રાકૃત સ્તોત્રકાવ્યથી થયેલો જોવા મળતું. જ્ઞાનના આદાન-પ્રદાનની લગની એવી કે જે કાંઈ નવું વાંચે તે અન્ય મુનિવરોને તરત જ બોલાવીને કહે, સ્વાધ્યાય કરવાની ટેવ પાડે. વંદન કરવા આવે તે સાધુને મજાકમાં કહે, “વંદન કરે, વાત કરે એ વાયડા; ભજન કરે, ભક્તિ કરે, ભણે તે ભાયડા.” “શીલાદિસપ્તક” તેઓશ્રીને અત્યંત પ્રિય હતું. શીલ, સમતા, સેવા, સાદાઈસંતેષ, સ્વાધ્યાય આદિ શીલસપ્તકને જીવનમાં ઉતારવા બીજાને પણ પ્રેરણા આપતા. તેઓશ્રીના સ્વાધ્યાયફળ રૂપે “જેન પ્રવચન કિરણવલિ”, “દેશના ચિંતામણિ” ભાગ ૧ થી ૬, “શ્રાવકધર્મજાગરિકા ”, “સંગમાળા”, “કપૂરપ્રકારાદિ ”, “પ્રાકૃત સ્તોત્રપ્રકાશ” જેવા આશરે દેઢ ગ્રંથે ઉપલબ્ધ બન્યા છે, જેમાં કેટલાક તેઓશ્રીના રચેલા છે, તે કેટલાક સંપાદિત કર્યા છે, તે કેટલાક અનુદિત કર્યા છે. કહેવાય છે કે પૂ. આ. શ્રી પદ્મસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ મળતા ત્યારે કલાક સુધી જ્ઞાનગેષ્ટિ ચાલતી. એવા એ જ્ઞાનગરવા સૂરિવર, સમર્થ શાસ્ત્રવેત્તા, આગમ-વિશારદ પૂજ્યવરે ૧૮ વર્ષની વયે દીક્ષા સ્વીકારી, પ૭ વર્ષને સુદીર્ઘ દક્ષા પર્યાય પાળી, ૭૩ વર્ષનું આયુષ્ય ભેગવી, આજીવન જ્ઞાનોપાસના દ્વારા સ્વજીવન અને જિનશાસનને ધન્ય બનાવી, અમદાવાદ મુકામે સં. ૨૦૨૮ના વૈશાખ વદ ને દિવસે સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. આગમશાને સામાન્ય જનસુલભ કરી આપવામાં આગ ફાળો આપનાર એ મહાજ્ઞાનીને કેટ કેટિ વંદના ! ( સંકલનઃ “જેન પ્રવચન કિરણાવલિ માંથી સાભાર) રજક, 2010_04 Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ યથાનામ સાચે જ “અમૃત” (અમર) બન્યા તે શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂ. આચાર્યશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ જૈન-જૈનેતર તીર્થધામેથી શોભતી સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર બોટાદ નામનું નગર છે. આ નગરમાં ધર્મિષ્ઠ પરિવાર તરીકે દેસાઈ ભવાન વસ્તાનું કુટુંબ પ્રખ્યાત હતું. એમના પુત્ર હેમચંદ ભવાનને ત્યાં શ્રી દિવાળીબહેનની રત્નકુક્ષીએ સં. ૧૯પરના મહા સુદ ૮ના શુભ દિને એક પુત્રને જન્મ થયો. પાંચ-પાંચ ભાઈઓ અને એક બહેનના લાડીલા આ લાલનું નામ પાડવામાં આવ્યું અમૃતલાલ. પૂર્વ ભવની પુણ્યાઈ અને કુટુંબના સંસ્કાર લઈને ઊછરતા અમૃતલાલ સાચે જ આ લેખમાં અમૃત-શા મધુર હતા. એમાં સં. ૧૯૬૬માં સૂરિસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે બોટાદને આંગણે પધાર્યા અને સકળ સંઘના અતિ આગ્રહને વશ થઈને બોટાદમાં ચાતુર્માસ માટે કૃપા દર્શાવી. શાસનસમ્રારશ્રીના પ્રથમ દર્શને જ અમૃતલાલ પર અને પ્રભાવ પાથરી દીધો. પિતાની જેમ જ પ્રભાવિત બનેલા નત્તમભાઈ લવજીભાઈ આદિ પાંચે મિત્રે વધુ ને વધુ સમય ગુરુસેવામાં ગાળવા માંડ્યા અને સંયમના રંગે રંગાવા માંડ્યા. દીક્ષા લેવા પાંચે મિત્રો તત્પર બન્યા, પરંતુ વડીલ તરફથી અનુમતિ નહિ મળતાં નિરાશ થયા. પરંતુ જેમને એક વાર વૈરાગ્યસુંદરીની અમીદષ્ટિ સાંપડી જાય તે શાંત બેસી શકે ? પાંચ મિત્રોમાંથી ભાઈ નરેમદાસે કુટુંબની અનુમતિ લીધા વિના જ દીક્ષા લઈ મુનિશ્રી નંદનવિજયજી નામ ધારણ કર્યું. એ જાણીને અમૃતલાલની અકળામણ ઓર વધી ગઈ. એમણે કાકા દ્વારા કુટુંબની બીજી રીતે સંમતિ માગી, કે તે ધર્મના અભ્યાસ અર્થે મહેસાણા જવા ઇચ્છે છે. સૌએ રાજીખુશીથી રજા આપી. અને અમૃતલાલ મહેસાણાને બદલે સીધા પહોંચ્યા જાવાલ (રાજસ્થાન) સૂરિસમ્રાટ પાસે. ત્યાં જઈ પૂજ્ય ગુરુભગવંતને પોતાની મનોકામનાથી અવગત કર્યા : સંયમ સ્વીકારવા અભિલાષા વ્યક્ત કરી. ગુરુદેવે તે પ્રથમથી જ આ રત્નને પારખી લીધું હતું. સં. ૧૯૭૧ના અષાઢ સુદ પાંચમને શુભ દિને દીક્ષા આપવામાં આવી. પૂ. ગુરુદેવે અમૃતલાલને સ્વશિષ્ય બનાવી મુનિશ્રી અમૃતવિજયજી નામે ઘોષિત કર્યા. કુટુંબીજનોને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ઘણું વ્યથિત થઈને ગુરુદેવ પાસે આવ્યા, પરંતુ મુનિશ્રીની સંયમનિષ્ઠા અને નિશ્ચયબળ જોઈને સૌ પ્રસન્ન અને સંતુષ્ટ થયા. - ત્યાર પછી ગુરુદેવના વિનય શિષ્યરત્ન તરીકે તેઓશ્રીએ પિતાની પ્રતિભાને બહુમુખી વિકાસ સાધ્યું. તીવ્ર બુદ્ધિમત્તા, ચિત્તની એકાગ્રતા અને નિષ્કામ ગુરુભક્તિના પ્રતાપે તેઓશ્રી થોડા જ વખતમાં ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, વેદાંત, મીમાંસા, સાંખ્ય આદિ ઇતરશાસ્ત્રોમાં તેમ જ આગના તલસ્પર્શી અભ્યાસમાં પારંગત બન્યા. વિશાળ અભ્યાસ અને અનુપમ કવિત્વશક્તિથી વાણું વહાવવાની વિશેષતાને લીધે તેઓશ્રી ગુરુદેવના કૃપાપાત્ર બની ચૂક્યા હતા. તેથી સં. ૧૯૮૫માં મહુવા મુકામે પૂ. ગુરુદેવ દ્વારા ગોઠહન કરવાપૂર્વક તેઓશ્રીને ગણિ પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આગળ જતાં, સં. ૧૯૧ના જેઠ વદ ૧૨ને દિવસે 2010_04 Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શાસનપ્રભાવક ઉપાધ્યાયપદથી અને સં. ૧૯૯૨ના વૈશાખ વદ ૪ને દિવસે રાજનગરમાં મહામહોત્સવ સાથે, પૂજ્યશ્રીને કરકમલથી જ આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. સૂરિસમ્રાટે તેઓશ્રીને આચાર્યપદ સાથે સાથે “કવિરત્ન” અને “શાસ્ત્રવિશારદ'નાં બે બિરૂદો પણ આપ્યાં ! ઉપરોક્ત બંને બિરુદ સાર્થક બને એવું પૂજ્ય આચાર્યશ્રીનું કૃતિત્વ હતું. કવિત્વશક્તિ વારસાગત હતી. પૂજ્યશ્રીના સંસારી બંધુ શ્રી શામજીભાઈ માસ્તર રચિત “રત્નાકર–પચ્ચીસી” આજે પણ સકળ જૈન સમાજમાં મુક્ત કઠે ગવાય છે. જ્યારે પૂજ્યશ્રીએ રચેલી છે પ્રતિમા મનેહારિણી” એ સ્તુતિ અને અન્ય સ્તુતિઓ પણ સંઘમાં હોંશેહોંશે ગવાય છે. આ ઉપરાંત, સંસ્કૃતમાં સમસંધાન મહાકાવ્ય, સ્યાદ્વાદ કલ્પલતા, સર્વસિદ્ધિ વગેરે ગ્રંથ પર તેઓશ્રીની ટીકા મળે છે. માનવભવનાં દસ દષ્ટાંત ઉપર સુંદર શૈલીમાં વૈરાગ્યશતક નામે ગ્રંથરચના કરી છે. શાસનપ્રીતિને ભવ્ય વારસે માત્ર કાવ્યકૃતિમાં જ નહીં, પરંતુ પિતાના સંસારી કુટુંબીજનેમાંથી અસંખ્ય સભ્યને દીક્ષાના માર્ગે જોડી ત્યાગધર્મને પણ ઉજાળે. પૂજ્યશ્રીના આવા પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે તેમને શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ દિન-પ્રતિદિન વિસ્તરતો જ રહ્યો– જેમાં પૂ. આચાર્યશ્રી વિજ્યરામસૂરીશ્વરજી, પૂ. પંન્યાસ શ્રી પુણ્યવિજ્યજી પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયપરમપ્રભસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયવિશાલ સેનસૂરિજી, પૂ. પ્ર. મુનિરાજ શ્રી નિરંજન વિજયજી, પૂ. પં. શ્રી કુન્દકુન્દવિજયજી, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી, પૂ. મુનિશ્રી દાનવિજયજી આદિ મુખ્ય છે. તદુપરાંત, પૂજ્યશ્રીએ સ્વ-પર કલ્યાણાર્થે અનેકવિધ શાસન–પ્રભાવનાનાં કાર્યો કર્યા છે. ત્રણેક વીશી જેટલા લાંબા દીક્ષા પર્યાય દરમિયાન તેઓશ્રીના પ્રભાવ નીચે અનેક રચનાત્મક કાર્યો થયાં છે. મુંબઈ-દોલતનગરમાં ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી અમૃતસૂરિજી જ્ઞાનશાળા, જૈન ઉપાશ્રય, જેનેના વસવાટ માટે શ્રી ઉન્નતિસદન, જેન વર્ધમાનતપ નિવાસ, શ્રી આયંબિલખાતું તથા પાઠશાળાનું મકાન, સાહિત્યવર્ધક સભાનું મકાન વગેરે સ્થાયી કાર્યો થયાં. પાલીતાણામાં પણ શ્રી કેશરિયાજીનગર સ્થિત (૧) ચાર માળનું શ્રી કેશરિયાજી વીરપરંપરા મહાપ્રાસાદ, (૨) શ્રી અમૃતપુર્યોદય જ્ઞાનશાળા, (૩) શ્રી વૃદ્ધિનેમિ અમૃતવિહાર, (૪) શ્રી કાન્તિલાલ લલ્લુભાઈ જેન ભેજનશાળા, (૫) શ્રી સુમતિબેન ફકીરચંદ જૈન ધર્મશાળા, (૭) શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ જૈન ધર્મશાળા, (૮) શ્રી રૂપચંદજી જસરાજજી જૈન ધર્મશાળા, (૯) શ્રી કેશવદાસ બુલાખીદાસ જૈન ધર્મશાળા વગેરે સ્થાયી કાર્યો થયાં. આવા પુણ્યપ્રભાવી આત્માએ પાલીતાણુ જેવી તીર્થાધિરાજની પવિત્ર ભૂમિ પરથી સં. ૨૦૩૦ના પિષ સુદ ૬ ને સોમવારે સુંદર સમાધિપૂર્વક સ્વર્ગવાસ કર્યો ત્યારે માત્ર પાલીતાણામાં જ નહીં; પણ અનેક ગ્રામ-નગરોમાં પૂજ્યશ્રીના સ્વર્ગારોહણ મહોત્સ ઊજવવામાં આવ્યા, જે તેઓશ્રીના વ્યાપક પ્રભાવનું પ્રતિબિંબ પાડે છે. ધન્ય છે એ મહાત્માને, જેઓશ્રીએ અમૃત બનીને જીવન અમર બનાવ્યું. વંદન હો એ પરમ સૂરિવરને ! (સંકલન : પૂ. પં. દાનવિજ્યજી મહારાજ ) 2010_04 Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ દર્શનશાસ્ત્રી : સાહિત્યરસિક : જ્ઞાનવૈરાગ્યની સૌમ્યમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ ( શાસનપ્રભાવનાનાં અનેકવિધ ક્ષેત્રોમાં કઈ મહામનાના હસ્તે જપ-તપનાં મહાન અનુષ્ઠાન થાય તે કોઈ તપસ્વીના હસ્તે તીર્થસ્થાનેના જીર્ણોદ્ધાર થાય; કેઈ ગુરુવર્ય આગમનાં અર્થઘટનમાં ઊંડા ઊતરે, તે કઈ મનીષી અન્ય શામાં પારંગત બને. એવા એક ભવ્ય શાસનત માં પ્રકાશિત સાધુપુરુષ હતા પ. પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ. સં. ૧૯૫૩ના ભાદરવા વદ પાંચમને દિને સૌરાષ્ટ્રના બોટાદ શહેરમાં જન્મેલા આ મહામાનવે, ૧૯ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૭૨ના અષાઢ સુદ પાંચમને શુભ દિને રાજસ્થાનના સાદડી મુકામે દીક્ષા અંગીકાર કરી. પ્રથમ પ્રવર્તકપદ-પ્રદાન સં. ૧૯૮૭માં અમદાવાદમાં થયું. સં. ૧૯૯૦ના માગશર સુદ આઠમને દિવસે ભાધનગરમાં ગણિપદ અને બે દિવસ બાદ પંન્યાસપદ; ત્યાર બાદ સં. ૧૯૯૧માં મહુવામાં વાચક (ઉપાધ્યાય )પદ અને સં. ૧૯૯૨માં આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. તેઓશ્રી અધી સદી જેટલા લાંબા અને યશસ્વી દીક્ષા પર્યાય પછી ૬૭ વર્ષની ઉંમરે તા. ૯-૩-૬૪ના દિવસે રાજસ્થાનના ખીમાડા ગામે કાળધર્મ પામ્યા. ) (વ્યાકરણવિદ: સંયમ સ્વીકાર્યા પૂર્વે જ તેઓશ્રીની જ્ઞાનપિપાસા તીવ્ર હતી. તેમાં અધ્યયન અને ધ્યાધ્યાયતપની અનુકૂળતાને ઉમેરે થતાં આ પિપાસા વધુ ઉત્તેજિત અને તત્પર બની. સતત વાચન-લેખન અને ચિંતન-મનનમાં નિમગ્ન રહેવા લાગ્યા. આ મુનિવરને જેનાર પ્રથમ દૃષ્ટિએ તો તેમને એકાકી જીવ માની લેતા. કારણ કે અહેરાત અભ્યાસમાં રત રહેવું એ જ તેઓશ્રીની વૃત્તિ અને પ્રવૃત્તિ હતી. પરિણામસ્વરૂપ, તેઓશ્રીના હસ્તે અનેક તત્વદશી અને શાસ્ત્રીય ગ્રંથની વિદ્વત્તાપૂર્ણ ચર્ચા-વિચારણા થઈ છે. તેઓશ્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “શબ્દાનુશાસન' ઉપર જે પજ્ઞ શબ્દમહાર્ણવન્યાસ છે તેનું સંપાદન અને ત્રુટિત ભાગનું અનુસંધાન કરવાનું દુષ્કર કાર્ય હાથ ધરીને છ ભાગ બહાર પાડ્યા છે. ધાતુરત્નાકર”ના ૮ ભાગ તેઓશ્રીની ખ્યાતનામ રચના છે. “કૃતપ્રત્યયાનામ્ મહાયંત્રમ્ ” દ્વારા આચાર્યશ્રીએ કૃદંતની કઠિનતાને સરળ બનાવી છે. “ વિભજ્યર્થ નિર્ણય ગ્રંથ 'માંની વિભક્તિની ચર્ચા તેઓશ્રીની બુદ્ધિપ્રતિભાનું પ્રતીક છે. આ ઉપરાંત, “હેમચંદ્રિકા” નામની લઘુ પુસ્તિકા તે બાળકને સરળતાથી વ્યાકરણના મહત્વ સિદ્ધાંતે સમજાવનારી અદ્ભુત પુસ્તિકા છે. આમ, મહત્ત્વના વ્યાકરણગ્રંથમાં તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાનાં દર્શન થાય છે. ) (દર્શનશાસ્ત્રી : તેઓશ્રીએ શ્રી સિદ્ધસેન મહારાજ કૃત ગહન દાર્શનિક “કાર્નિંશિકાઓ પર કિરણવલિ નામક અર્થગંભીર ટીકા રચી છે. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ઉપર ચાદ્વાદવાટિકા નામની પ્રઢ ટીકા રચી છે. ઉપાધ્યાયશ્રી યશોવિજ્યજી ગણિવરના કેટલાક ગ્રંથની ટીકાઓમાં “સપ્તભંગી નયપ્રદીપ” ઉપર બાલાધિની વૃત્તિ, “નયરહસ્ય” ઉપર પ્રમોદાવિવૃત્તિ, “નપદેશ” ઉપર તરંગિણી–તરણવૃત્તિ, “અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમ ' 2010_04 Page #72 -------------------------------------------------------------------------- ________________ co શાસનપ્રભાવક ઉપર તત્વબોધિની વૃત્તિ વગેરે વૃત્તિઓ રચી છે. “નયગોચર ભ્રમનિવારણમ ” દ્વારા નયસંબંધે બહુશ્રત પૂર્વાચાર્ય ભગવંતની વ્યાખ્યાનું સમુદ્ઘાટન અને એમાં થતા ભ્રમનું નિવારણ સુંદર રીતે કર્યું છે. ધર્મશાસ્ત્રમાં “તત્ત્વાર્થ ત્રિસૂત્રિ પ્રકાશિકા” રચીને તત્ત્વજ્ઞાનની સૌરભને વ્યાપકરૂપે વિસ્તાર છે. સાહિત્યરસિક : કવિ ધનપાલરચિત “તિલકમંજરી” ઉપરની પરાગ ટીકા તે આચાર્યશ્રીની લબ્ધપ્રતિષ્ઠ રચના છે. હેમચંદ્રાચાર્યને પજ્ઞ “કાવ્યાનુશાસન' ઉપર નામક ટીકા અને “છંદાનુશાસન” ઉપર પ્રદ્યોત નામક ટીકા તેઓશ્રીની ઊંડી સાહિત્યસૂઝની પરિચાયક છે. પણ દેવગુર્વાષ્ટકમાં તેમણે શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી નેમિસૂરિજી આચાર્યશ્રીનું જીવન-કવન સુંદર રીતે ગૂંચ્યું છે. કયર્થક આ રચનામાં તેઓશ્રીએ શબ્દલાલિત્ય અને અર્થગાંભીય ઠાંસી ઠાંસીને ભર્યા છે. ) જ્ઞાન-વૈરષ્યિની સૌમ્યમૂર્તિ ; પૂજ્ય આચાર્યશ્રી જ્ઞાનગંભીર સાગરની પ્રતિભા ધરાવતા હતા, તે સાથે પ્રભાવશાળી વતા પણ હતા. તત્ત્વદર્શન જેવા શુષ્ક વિષયને દષ્ટાંતે-દલીલથી રસાળ અને હૃદયંગમ બનાવવાની તેમની માવજત અનન્ય હતી. અનેકવિધ શાનું વિપુલ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓશ્રી આબાલવૃદ્ધ સહુ સાથે સૌહાર્દપૂર્વક સૌમ્ય વ્યવહાર કરતા. વિશાળ શિષ્યપ્રશિષ્ય પરિવાર ધરાવતા અને પ્રલંબ દીક્ષા પર્યાયથી શાસનસેવાનાં અનેક કાર્યો કરી જનારા ગીતાર્થ આચાર્યશ્રીને કોટિ કોટિ વંદના. (સંકલન : “જૈન”ના તા. ૧૪-૩-૬૪ના અંકમાંથી સાભાર.) સર્વસંપદાના ઋણ અદા કરવા પોતાના પરમોપકારી ગુરુદેવ પ્રત્યેનો જેમનો સમર્પણભાવ ઉચ્ચ કોટિનો હતો એવા પ્રાકૃતવિશારદ ધર્મરાજા પૂ. આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ બહુરત્ના વસુંધરા : જગતના જીવોને અભયમાર્ગ તેમ જ મુકિતમાર્ગદાતા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનરસિક ધર્માત્માએથી મઘમઘતું અને તે ધર્માત્માઓની જિનશાસનપ્રભાવક અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું નગર અમદાવાદ તે ગુરુદેવ ધર્મરાજાનું જન્મસ્થાન. અમદાવાદના માણેકચોક પાસેની ખેતરપાળની પિળમાં રહેતા ફતેહચંદ મનસુખલાલ કીનખાબવાળાના નામથી સુપ્રસિદ્ધ કુટુંબમાં વસતાં પિતા અમીચંદભાઈ અને માતા અંબાબેનના પુત્ર રૂપે સં. ૧૯૫૭માં પિષ વદ ૧ના પવિત્ર દિને પૂ. ગુરુદેવનો જન્મ થયે હતે. તેઓશ્રીનું જન્મનામ કાંતિલાલ હતું. વિકમની વીસમી સદીના વવૃદ્ધિ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મ. સા. ) પણ આ જ કુટુંબના સુપુત્ર હતા. જે કુટુંબમાં ધર્મસંસ્કારની પરંપરાની જાળવણી વડીલે સજાગ થઈ કરતા હોય 2010_04 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શ્રમણભગવંતો-ર ત્યાં તેમનાં બાળકોમાં એ સંસ્કાર પ્રતિબિંબિત થતાં વાર નથી લાગતી. ધર્મસંસ્કારોને બળે તથા જન્મજન્માન્તરની કેઈ અનેખી સાધનાને જેરે કાંતિલાલને ધર્મરાગ, વૈરાગ્યરંગ બાલ્યાવસ્થામાં જ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતે જતો હતે. રતિભાઈ, હિંમતભાઈ તથા નાનાભાઈ વગેરે કુટુંબીજને સાથે તે સંસ્કાર વિશેષ રીતે પાંગરવા માંડ્યા. અને આ જીવન એ સાધનાની સિદ્ધિનું અણમોલ ક્ષેત્ર છે એમ દઢપણે સમજતા થયા. પ્રવજ્યાના પુનિત પથે પ્રયાણ : પારસમણિને સ્પર્શ તો લેહને સુવર્ણ બનાવે; પણ સત્સંગને રંગ જીવનમાં શું પરિણામ ન લાવે? એક સુભાગી દિને પૂ. શાસનસમ્રાટશ્રી આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે વિરાજિત હતા. પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ સાથે કાંતિલાલને સત્સંગ ચાલ્ય. એ પવિત્ર પુરુષના સમાગમથી એમની વૈરાગ્યભાવના ઉત્કટ બનતી ચાલી. આખરે એ ભાવનાથી પ્રેરાઈને, કુટુંબીજનેની અનુમતિની ચિંતા કર્યા વગર એક ધન્ય દિને, સં. ૧૯૭૬ના ફાગણ વદ ૩ના શુભ દિને, ભવિષ્યના શાસનતકર બનનાર આ ચરિત્રનાયકે મારવાડના માવલી સ્ટેશન પાસે ગોધૂમ ક્ષેત્રમાં શાંતિમૂતિ વાત્સલ્યવારિધિ પૂ. પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ પાસે, સર્પ જેમ કાંચળી ઉતારે તેમ, સંસારની માયા છેડી, મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કર્યું. સંયમદાતા ગુરુદેવશ્રીએ પોતાના આ નૂતન શિષ્યને મુનિશ્રી કસ્તૂરવિજયજી નામે ઘેષિત કર્યા સાધનામય જીવનઃ ૧૯ વર્ષની ભરયુવાનીમાં સંયમ સ્વીકાર્યા બાદ, સંયમદાતા ગુરુદેવશ્રીની નિશ્રામાં જ્ઞાન-તપ-વિનય–વૈયાવચ્ચ-ભક્તિ–સ્વાધ્યાયની તીવ્રતા અને નિષ્ઠાપૂર્વક ગુરુચરણસેવાનું સુમધુર ફળ પૂ. મુનિશ્રી મેળવવા લાગ્યા. નિખાલસ વૃત્તિ, સાધનાની અત્યંત અભિલાષા, શીલ-સમતા–સ્વાધ્યાય-સતેષ–સાદાઈસરળતા વગેરે સુસંસ્કારોનું સિંચન ગુરુકુળવાસમાં જ એવી રીતે થયું કે જેથી ગુર્નાદિકની કૃપા વર્ષોથી પરિપ્લાવિત થઈ ગયા. તેથી જ તે, સહજ રીતે તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, શ્રતભક્તિ અને ચારિત્રભક્તિને અલૌકિક ત્રિવેણી સંગમ બહુ અલ્પ સમયમાં જ સાકાર થયું. છેલ્લા કેટલાય દાયકાથી સુષુપ્તાવસ્થામાં રહેલી પ્રાકૃત ભાષાને ચેતનવંતી કરી પુનજીવન આપ્યું. અને તેઓશ્રી પ્રાકૃતવિશારદ, સાહિત્યના મર્મસ અને આગમજ્ઞાતા બન્યા. પોતાના સુવિશાળ જ્ઞાન દ્વારા પ્રાકૃતમાં પાઈવ વિન્નણ કહા, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા, સિરિજબૂસ્વામી ચર્ચિ, સિરિ વિજયચંદ કેવલિ ચરિયું, આરામસિહા કહા, સિરિ ઉસહનાહચરિયું તેમ જ સંસ્કૃતમાં પંચ નમસ્કાર સ્તવવૃત્તિ, સૂર્યસહસ્રનામમાળા, ચતુર્વિશતિ નિસ્તવવૃત્તિ, અભિધાનચિંતામણિ કેષ, ચંદ્રોદયટીકા વગેરે અને ગુજરાતીમાં પણ શ્રાવક ધર્મવિધાન, વિનયસૌરભ, પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ ૧-૨, સાતાપુત્ર શ્રમણ ભગવાન મહાવીર વગેરે ૩૯ પુસ્તકનું સંપાદન, સર્જન અને ભાષાન્તર કર્યું. આમ, તેઓશ્રીએ જીવનમાં પ્રાપ્ત કરેલી જ્ઞાનગંગાને ખજાને સંઘ-શાસનને કાયમ માટે સમર્પિત કર્યો. વધુ નોંધપાત્ર અને આશ્ચર્ય પમાડે એવી વાત તે એ છે કે તેઓશ્રીને પિતાના પ્રારંભિક મુનિજીવનમાં એક દિવસની અધી ગાથા કરવામાં તનતેડ પરિશ્રમ કરવો પડતે તે ય 2010_04 Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭ર શાસનપ્રભાવક નિષ્ફળતા મળતી. અને પોતાના પરમારાધ્ય પૂ. ગુરુદેવશ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના અથાગ પરિશ્રમ અને પ્રેરણાના સહારે તેઓશ્રી જ્યારે ભણવા માટે કંઈક પગભર થવા માંડ્યા ત્યારે તેમને અધ્યયન અંગે જોઈતી તમામ સામગ્રીની પ્રતિકૂળતા વેઠવાની આવી. પરંતુ ટાંચાં સાધનો અને મંદ પશમ છતાં તેઓશ્રીએ જે પુરુષાર્થ કર્યો, જે કષ્ટો વેડ્યાં તે અજોડ છે. છેવટે ધાર્યું પરિણામ નિપજાવ્યું. આ સર્વ એમના જેવા કેઈક વીરલાથી જ બને એવી વાત છે ! પિતાના આ અનુભવમાંથી બોધપાઠ પામીને જ હોય તેમ, તેઓશ્રી પણ, જ્યારથી પિતે (જ્ઞાનસાધનામાં) પગભર થયા ત્યારથી માંડીને જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને જ્ઞાનસાધના કરવાની પ્રેરણા સતત આપે જતા અને એ માટે જે જીવને જે પ્રકારની સહાય અપેક્ષિત હોય તે પૂરી પાડવા પ્રયત્નશીલ રહેતા. એમનું જીવન દીવા જેવું હતું. જેમ એક દીવાથી અનેક દીવા પ્રગટી શકે, તેમ પૂજ્યશ્રીના જીવનદષ્ટાંતમાંથી અનેક જીવોને પ્રેરણા મળી છે. તેમ છતાં, જીવનમાં ક્યારેય પાંડિત્ય બાબત દેખાવ કરે. કીર્તિનામનાના મેહમાં ખેંચાવું, પિતાને મહિમા વધારવા આડંબરે રચવાં—એ તેઓશ્રીના સ્વભાવમાં જ ન હતું. બલ્ક, શ્રુતજ્ઞાન પ્રતિ વધુ ને વધુ કૃતજ્ઞતા દાખવતા. પૂજ્યશ્રીને આ વિશિષ્ટતમ ગુણ હતે. શ્રમણ સંઘના ચિંતામણિરત્ન સમાન આ દિવ્ય વિભૂતિને પ્રવર્તક, ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય અને સૂરિપદ જેવાં એક એકથી ચડિયાતાં બધાં પદો પિતાને ધન્ય બનાવવા તેમની પાસે આવ્યાં હતાં ! પૂજ્યશ્રીની પદવીઓની જેમ જ, તેમની સતત વધતી રહેલી શિષ્ય-પ્રશિષ્યની સંપદાની વિગતે પણ સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. તેમણે ૬૫ ઉપરાંત શિષ્ય-પ્રશિષ્ય શાસનને ભેટ આપ્યા છે. એમાંના ૯ તે વિદ્વાન આચાર્યો છે. અને બીજા પદવીધ પણ અનેક છે. છતાં શિષ્યમથી તેઓશ્રી જળકમળ જેમ અલિપ્ત રહ્યા હતા. પદવીઓની જેમ શિષ્ય-પ્રશિષ્ય પણ તેમને અનાયાસે અને આપમેળે જ આવી મળ્યા હતા, એમ લાગે છે. સતયુગના કઈ સંતપુરુષ અહીં કળિયુગમાં ઊતરી આવ્યા હોય તેમ, નિખાલસતા, ઋજુતા અને ભદ્રિકતાને કારણે તેઓશ્રીએ સ્વ-પર સમુદાયના અનેક સૂરિવરે અને મુનિવરેનાં હૃદયમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિરભિમાની પૂ. ધર્મરાજાને પોતાના પરમોપકારી ગુરુદેવશ્રી પ્રત્યેને આત્મસમર્પણભાવ ઉચ્ચ કેટિને હતું. તેમની અપાર કૃપાવર્ષાને પરિણામે પ્રાપ્ત થયેલી અણમેલ સંપદાના ત્રણને યત્કિંચિત્ અદા કરવાને અનુમોદનીય પ્રયાસ કર્યો. આવી ઉત્કટ ગુરુનિષ્ઠાની ધરી ઉપર અવલંબતા સ્વાધ્યાય અને સાધનાના નૈછિક ચકયુગલ પર વિશુદ્ધ સંયમને તેજવી રથ મુક્તિમાર્ગના મંગલ પથ પર દોડાવી શક્યા, એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. શાસનેદ્યોતક પાવન પ્રસંગો : સૂરિમંત્ર-સાધક પૂજ્યપાદ ધર્મરાજાએ વહેલી સવારે ધ્યાનના વિષયમાં સાક્ષાત્ સમવસરણસ્થ ભાવ જિનેશ્વરના દર્શન કર્યા અને આવું કઈ પવિત્ર સ્થાન સમવસરણ જેવું બને તેવી ઝંખના થઈ અને તેઓશ્રીના વિનયી શિષ્ય શ્રી ચંદ્રોદયવિજ્યજી (હાલ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી) મહારાજ છેલ્લા ૧૫ વર્ષથી ભારે જહેમત ઉઠાવી તથા પિતાના ગુરુબંધુ (સંસારી મોટાભાઈ) પૂ. આચાર્યશ્રી વિજયઅશેકચંદ્રસૂરિજી 2010_04 Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-ર ૭૩ મહારાજ મુહૂર્દમાં સંપૂર્ણ સહકાર આપી, સમેાવસરણની એ ઝ'ખનાને સાકાર બનાવી છે. તેમ જ બન્ને ગુરુબંધુઓએ ઉપકારી ગુરુદેવના છેલ્લાં ૩૨ વર્ષથી સતત સાન્નિધ્યમાં રહી, ગુરુભક્તિ-અનુભવજ્ઞાન આદિ ગુણા સ ́પાદન કર્યા છે. અને અત્યારે ગુરુભક્તિનાં મીટાં ફળ અનુભવી રહ્યા છે. પૂ. ધરાજાની પુણ્ય નિશ્રામાં મુંબઈ-માટુ'ગા, સુરત, ભાવનગર, સાબરમતી આદિ સ્થળોએ અંજનશલાકા ઉત્સવેા ઊજવાયા છે. અને મુંબઈ-માટુંગા, ચોપાટી, પ્રાર્થના સમાજ, કુર્લા, નેમિનાથજી ( પાયધુની ), કોટ તેમ જ સુરત–શાહપુર, વડાચૌટા, ગેાપીપુરા, છાપરીયા શેરી, દેસાઇ પાળ, ક્રીમ, ભાવનગર-સરદારનગર, મહાવીર વિદ્યાલય તથા અમદાવાદસાબરમતી, સરખેજ, લીબડી અને છેલ્લે તેઓશ્રીએ કરેલ જિનશાસન-પ્રભાવક પ્રસંગો ઉપર સુવર્ણ કળશની જેમ પાલીતાણા-સિદ્ધગિરિ ઉપર નવિનિત આવન દેવકુલિકાઓથી અત્યંત શાભાયમાન જિનપ્રાસાદોમાં ૫૦૪ પ્રભુજીની પ્રતિષ્ઠા કરી. વૃદ્ધાવસ્થા હોવા છતાં દરેકે દરેક પ્રભુજીને વાસક્ષેપ કરી જીવનને ધન્યતમ બનાવ્યુ. એટલે પાતે જ્યાં બિરાજમાન હોય ત્યાં સર્વત્ર ચેાથેા આરે પ્રવતે હાય તેમ સંને લાગતુ જીવનની સર્વોત્કૃષ્ટ સાધનાને સિદ્ધ કરી ચૂકેલા આ દિવ્ય વિભૂતિની સોજિત્રા મુકામે સ. ૨૦૩૨ના વૈશાખ વદ ૧૩ની સાંજે તબિયત નરમ થવા સાથે હૃદયરોગના હુમલા થયા. મરણાસન્ન સ્થિતિની તીવ્ર અસર હોવા છતાં તેઓશ્રી પ્રસન્ન ચિત્ત વધુ ને વધુ સ્વાધ્યાયની મસ્તીમાં મહાલતા જણાતા હતા. આ સમયે સર્વ શ્રમણભગવંતા, સ ંઘના આગેવાના તથા ભાવિકગણ સેવામાં ખડે પગે હાજર હતા. જ્યારે ખીજી બાજુ જીવનદીપ બુઝાવાની તૈયારીમાં વધુ ને વધુ આત્મતેજ પાથરતા જતા હતા. પૂજ્યશ્રીના ‘ૐ હ્રીઁ અહં નમઃ ’ને જાપ ચાલુ જ હતેા. જાણે જીવનપય''ત કરેલી ગુરુસેવા, શ્રુતાપાસના અને શાસનાપાસના જ ન હોય શું ! વહેલી સવારે ૪ કલાક અને ૦૨ મિનિટે, જાણે ભૂમિતલ ઉપરનુ તેમનું કાર્ય પૂર્ણ થયું હોય તેમ, સ્વગે` પધાર્યા. તે પહેલાં ત્રણ-સાડાત્રણ વાગે તે તેમની નિત્યક્રમાનુસાર નવકારવાળી, જાપ–ધ્યાન, જીવનમાં કરેલી યાત્રાએનું સ'સ્મરણ વગેરે આત્મરમણતાની પ્રક્રિયા ચાલુ જ હતી. જીવનની અંતિમ ક્ષણામાં પણ સંયમ–સાધનાના તેજ–ચળકાટ ચામેર પ્રસરીને સૌને આંસુભીના કરી ગયે ! જીવનના અંતિમ શ્વાસ સુધી આત્માના રામે રામ જિનશાસન અને ગુરુદેવ પ્રત્યે અતૂટ સ્નેહ; સર્વોત્કૃષ્ટ ગુણાથી સભર આરાધના એ સર્વાંનું પ્રેરણાપરખ બની રહે, કાયમને જાજરમાન ઇતિહાસ બની રહે તે માટે ધર્મરાજાની ગુરુમૂર્તિ ગુરુમદિરમાં સોજિત્રા મુકામે સકલ સંઘના દર્શનાર્થે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા એ સિદ્ધાંતમહાદધિ, ગુણગાંભીય નિધિ, શ્રતસ્થવિર કૃપાળુએ પોતાનું જીવન કૃતકૃત્ય, ધન્યાતિધન્ય અનાવી, જિનશાસનનાં અનેક પ્રભાવપૂર્ણ કાર્યાથી પાતાનું નામ જૈન શ્રમણાની પરંપરામાં તેમ જ જૈન શ્રતસાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કર્યું છે ! - હે ધ રાજા ગુરુદેવ પ્યારા ! હા આપ નિત્યે ભવ તારનારા; કસ્તૂર સુગંધ સુવાસનાથી, આત્મા અમારે કરજો સનાથી,’ . ૧૦ 2010_04 B. Page #76 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક e૪ જ્ઞાનધ્યાન–પઠન પાઠન સાથે ગુરુભગવંતોની અપૂર્વ સેવા બજાવનાર અને અનેક સ્થળે વિચરી આબાલવૃદ્ધોને ધર્મમાર્ગે જોડનાર પૂ. આચાર્ય શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૃથ્વી વિષે તિલક સમાન, જગતની સંપત્તિઓના ભંડાર રૂપ ઉદયપુર નામે નગરી છે. એ નગરી આવતી ચોવીશીમાં થનાર-મગધરાજ શ્રેણિક મહારાજાને જીવ–પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુ આદિ ૩૬ જૈનમંદિરથી સુશોભિત છે. એ નગરીમાં શેઠ શ્રી હેમરાજજી ભૂપચંદજી કેડારી વસે. તેમનાં ધર્મપત્ની સૌ. હેમીબાઈની કુક્ષીએ સં. ૧૯૫૦ના ભાદરવા વદ ૧૧ ને મંગળવારે પુત્રરત્નને જન્મ થયો. બાળકનું શુભ નામ જિતમલજી રાખવામાં આવ્યું. જિતમલજીનાં માતાપિતા બાલ્યકાળમાં જ સ્વર્ગવાસી થયા. તેથી તે ફેઈ તખતબાઈની શીળી છત્રછાયા નીચે ઉછેર પામ્યા. તેમને આઠ વર્ષની વયે દાદાજીએ નિશાળમાં ભણવા મૂક્યા. પંદર વર્ષની વયે વ્યવહારુ શિક્ષણ મેળવી, કાપડના વેપારમાં પડ્યા. તેમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ બંને પ્રાપ્ત કર્યા. એક વાર પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી અમદાવાદનિવાસી શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ કેશરિયાજીને સંઘ કાઢયો. ઉદયપુરના શ્રીસંઘની વિનંતીથી આચાર્યભગવંતે ત્યાં થોડો સમય સ્થિરતા કરી અને પછી એકલિંગજી તરફ વિહાર કર્યો, ત્યારે જિતમલજી સહિત દસેક મિત્રો આચાર્ય ભગવંતની સેવામાં જોડાયા. એક દિવસ મિત્રો અગાશીમાં જ્ઞાનગોષ્ઠી કરતા હતા ને નીચે ગુરુભગવંતે પ્રતિક્રમણ કરતા હતા, ત્યારે પ્રતિક્રમણમાં સક્ઝાયમાં “ઝંકારારાવસારા ”ને બુલંદ અને ભાવવાહી અવાજ સાંભળીને જિતમલજીના હૃદયમમાં સંયમરૂપી સૂર્ય ઉદય થયે. પ્રતિક્રમણ પૂર્ણ થતાં જ મિત્રમંડળે પૂ. આચાર્યદેવ પાસે જઈ તિમલજીની દીક્ષા લેવાની ભાવનાની જાણ કરી. પરંતુ આ વાતની તેમના મોટાભાઈને જાણ થતાં, તેમણે આ મંગલ કાર્યમાં વિધ્ર ઊભું કર્યું. ગમે તેમ કરીને તેઓ તિમલજીને ઉદયપુર લઈ ગયા. પરંતુ જિતમલજીના દઢ નિશ્ચય સામે ભાઈ ભેરૂમલજી અને સંઘના અન્ય આગેવાનોને સંમતિ આપવી પડી. એ સૌએ પૂ. આચાર્ય. દેવને વિનંતી કરી ઉદયપુર બોલાવ્યા. સં. ૧૯૭૬ના જેઠ સુદ ૧૦ ને ગુરુવારે પૂ. આચાર્ય ભગવંતે જિમલજીને દીક્ષા આપી મુનિશ્રી જિતવિજયજી નામે ઘોષિત કર્યા. - દીક્ષા બાદ અષાઢ સુદ ૧૦ને દિવસે વડી દીક્ષા થઈ. ત્યાર પછી અમદાવાદ, ખંભાત, લીંબડી, ચાણસ્મા, પાલી, જાવાલ, ભાવનગર, બોટાદ, પ્રભાસપાટણ, મોરબી, ભુજપુર આદિ સ્થળોએ કરેલાં ચાતુર્માસમાં સંયમની સાધના સાથે ધર્મશાસ્ત્રોને ઊંડો અભ્યાસ કર્યો. પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, બૃહદ્ સંઘયણી, છ કર્મગ્રંથ આદિને અભ્યાસ અને ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર અને પન્ના, મહાનિશીથ આદિના જગ થયા. શ્રી હેમપ્રભા મહાવ્યાકરણ અને આગમ આદિને તલસ્પર્શી અભ્યાસ કર્યો. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ દીપાવ્યાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મારવાડનાં અનેક સ્થળોએ વિવિધ ધર્મકાર્યો પ્રવર્તાવતાં તેઓશ્રી સં. ૨૦૦૬ના ચાતુર્માસાથે સુરેન્દ્રનગર પધાર્યા. આ ચાતુર્માસ વડીલ ગુરુ 2010_04 Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતે-૨ બંધુ આચાર્યશ્રી વિજ્યદર્શનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કર્યું. એ સમયે પૂ. આચાર્યદેવ શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજે તથા પૂ. આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજે મુનિપ્રવર શ્રી જિતવિજયજી આદિ નવ સાધુભગવંતોને ભગવતીસૂત્રનાં ગોદ્વહન કરાવ્યાં. અને સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને શુક્રવારે નવ સાધુભગવં તેને મહોત્સવ પૂર્વક ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. તે જ વર્ષે અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે પૂ. સૂરિસમ્રાટના આઠ આચાર્યોની નિશ્રામાં એકીસાથે સોળ ગણિવરના પંન્યાસપદારે પણ નિમિત્તે, શ્રી તત્ત્વવિવેચક સભા તરફથી, શાંતિસ્નાત્ર સહિત મહામહોત્સવ ઊજવવામાં આવ્યું અને વૈશાખ સુદ ૩ને બુધવારે હફીસિંગની વાડીના વિશાળ પટાંગણમાં હજારો ભાવિકેની ઉપસ્થિતિ વચ્ચે ૧૬ ગણિવર સાથે પૂજ્યશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૫માં કદમ્બગિરિ તીર્થે પૂ. આચાર્યશ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જેઠ સુદ ને દિવસે ઉપાધ્યાયપદથી અને જેઠ સુદ ૧૧ને દિવસે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને શાસનસમ્રાટ, સર્વશાસ્ત્ર, ચકચક્રવર્તી, વિશ્વગુરુ, આશૈશવબ્રહ્મચારી આચાર્યદેવેશ વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજાધિરાજના પટ્ટપ્રભાવક શાસનદીપક, સિદ્ધાંત વાચસ્પતિ, જ્યોતિષમાર્તડ, શાસ્ત્રવિશારદ, વિનયગુણનિધાન “આચાર્યશ્રી વિજિતેન્દ્રસૂરિજી” નામ આપવામાં આવ્યું. શાસનપ્રભાવના : સં. ૧૯૭૬માં પ્રથમ ચાતુર્માસ ઉદયપુર કર્યું, ત્યાર પછી અમદાવાદ, ખંભાત, લીંબડી, ચાણમા, પાલી, જાવાલ, કેશીલાવ, ભાવનગર, ગોધરા, બોટાદ, પ્રભાસપાટણ, માંગરોળ, મોરબી, ભુજપુર, નલિયા, અંજાર, જામકંડોરણા, જૂનાગઢ, સાવરકુંડલા, સુરેન્દ્રનગર, સાબરમતી, બોરસદ, પેટલાદ, કેડ, મહુવા, પાલીતાણા, ગારિયાધાર અને છેલ્લાં છ ચાતુર્માસ પાલીતાણામાં સ્થિર રહ્યા. તે સર્વ ૪૮ ચાતુર્માસ દરમિયાન અને વિહાર દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મારવાડનાં અનેક નાનાં-મોટાં ગામે અને નગરમાં પૂજ્યશ્રીએ પિતાની અમૃતવાણી વહાવી હતી અને ભાવિકેને જપ-તપ, જ્ઞાન–ધ્યાન અને સાધનાના માર્ગે દોર્યા હતા. અનેક સ્થળોએ ઉપાશ્રયે, પાઠશાળાઓ અને જિનાલયના જીર્ણોદ્ધાર અને નવનિર્માણના કાર્યો કરાવ્યાં હતાં. અનેક યાત્રા સંઘોનું તથા ઉપધાનતપ આદિનાં આયેાજન કરાવ્યાં હતાં. અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહેસો ઊજવાયા હતા. સં. ૧૯૮૩માં જાવાલમાં ચાતુર્માસ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી એક ભવ્ય ઉપાશ્રય બંધાવવામાં આવ્યું. સં. ૧૯૨માં કચ્છના અંજાર ગામે તપાગચ્છ, અચલગચ્છ અને ખરતરગચ્છ વચ્ચે ચાલતા ઝગડાને મિટાવીને એકતા અને શાંતિ સ્થાપી. જૂનાગઢ અને માલિયામાં સંઘને ભંડાર જીર્ણશીર્ણ સ્થિતિમાં હતા તે વ્યવસ્થિત કર્યો. પેટલાદમાં શ્રી આદીશ્વરદાદાના દેરાસરને જીર્ણોદ્ધાર કરવા માટે શ્રીસંઘને માર્ગદર્શન–પ્રોત્સાહન આપ્યું અને નવનિર્માણનું વિકટ કાર્ય પાર પાડ્યું. આ ઉપરાંત, પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં તપ-સાધનાને સમુદ્ર લહેરાતે. તેઓશ્રીની અમૃતવાણથી અને પૂજા, સક્ઝાય, ભાવના આદિથી ધાર્મિક વાતાવરણ ચાતું અને વ્રત–તપનાં 2010_04 Page #78 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક વિવિધ ઉજમણાંથી એ વાતાવરણમાં સંયમ અને સાધનાને રંગ ઓર જામત. સં. ૧૯૩માં કચ્છ-ભુજપુરમાં જ્ઞાનપંચમીની આરાધના નિમિત્તે પૌષધશાળામાં જ્ઞાનની અપૂર્વ ભક્તિ માટે સેળ દિવસને મહામહોત્સવ ઊજવા અને ૪૦ ભાઈ–બહેનએ પૂજ્યશ્રીની નિશ્રામાં વિવિધ વ્રત ઉચ્ચાર્યા. સં. ૧૯૯૭માં મોરબીમાં ૪૫ આગમને તપ તે ખરેખર યાદગાર બની રહ્યો. સં. ૧૯૯૯માં જૂનાગઢમાં અષ્ટાનિકા મહત્સવ ઊજવાય. સં. ૨૦૦૦માં સાવરકુંડલામાં પાઠશાળાને પુનઃ પ્રારંભ કરાવ્યું. આમ, તેઓશ્રીએ જિનશાસનમાં તપ અને જ્ઞાનની સાધનાનું પ્રેરક વાતાવરણ રચ્યું હતું, જેના પ્રભાવે અનેક ભાગ્યશાળી આત્માઓ જિનશાસનની પ્રભાવના માટે ભાવના રાખતા થઈ ગયા હતા, અનેક પુણ્યાત્માઓ સંયમજીવન સિદ્ધ કરી કૃતાર્થ થયા હતા. પરિણામે તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય-પરિવારનું ચિત્ર પણ વિશાળ ઊપસે છે અને પૂજ્યશ્રીને અર્ધ શતક સુધીને દીક્ષા પર્યાય ભવ્ય પરંપરાને પરિચાયક બને છે. કાળધર્મ અને અનુવંદના સિત્તેર વર્ષની વય પછી પૂજ્યશ્રીની તબિયત સારી નહીં રહેવાના પ્રસંગો વધતા ગયા. પરિણામે છેલ્લાં છ-સાત ચાતુર્માસ પાલીતાણામાં જ કર્યા. સં. ૨૦૨૨માં તબિયત વધુ ખરાબ થતાં અખાત્રીજ સુધી કુસુમનિવાસમાં રહ્યા હતા. સં. ૨૦૨૩નું ચેમાસું જેન સ્વાધ્યાય મંદિરમાં કર્યું. સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીને માસક્ષમણનાં છેલ્લાં પચ્ચકખાણ આપવા વલ્લભવિહારમાં પધાર્યા હતા. આ સમય દરમિયાન ઉદયપુરથી કોઠારી ડુંગરસિંહજી ભૈરવબાલજી તથા તેમનાં મોટાંબેન રેશનબેન સહકુટુંબ સુખશાતા પૂછવા આવ્યાં હતાં. તેઓશ્રીની તબિયત વધુ ને વધુ ગંભીર થતી જતી હતી. સં. ૨૦૨૪ના પિષ સુદ ને બુધવારે તેઓશ્રીના શિષ્યરત્ન શ્રી વિદ્યાનંદવિજયજી મહારાજ સમાધિશતક તથા પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવતા હતા અને પૂજ્યશ્રી નમસ્કાર મહામંત્રનું રટણ કરતા હતા ત્યારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સમગ્ર દેશમાં વિજળીવેગે સમાચાર પ્રસરી ગયા. બીજે દિવસે સવારે અંતિમ યાત્રામાં અસંખ્ય ભાવિકે જોડાયા. પૂ. આચાર્યભગવંતના સંસારી ભત્રીજા કઠારી ડુંગરસિંહજીએ અગ્નિસંસ્કાર કર્યો અને રક્ષા શેત્રુંજી નદીમાં પધરાવી. કટિ કોટિ વંદન હજો એવા શાસનપ્રભાવક મહાત્માને ! (સંજન: મુનિરાજ શ્રી જયન્તપ્રવિજયજી મહારાજ) 2010_04 Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા–૨ સૌમ્ય-શાંત-વાત્સલ્યમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયમેાતીપ્રભસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી વિજયમેાતીપ્રભસૂરીશ્વરજી મહારાજના જન્મ રાજનગર-અમદાવાદમાં સ. ૧૯૫૨ના ફાગણ વદ ૮ ને શુભ દિવસે થયા હતા. પિતા મણિલાલ અને માતા મંગળાબહેનના એ પુત્રરત્નનું નામ મેહનલાલ હતુ. કુટુંબનું સમગ્ર વાતાવરણ ધમ મય હાઇ તેમના ઉછેર પણ એ જ વાતાવરણમાં થયે। હતા. ધર્માંસ સ્કાર તેમના જીવનમાં સહજપણે વણાઈ ગયા; પરંતુ માતાપિતાના આગ્રહથી સંસારમાં જોડાઈ ને માણેકબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સાંસારમાં પડવા છતાં એમના જીવનને ધર્મજ્યંત સતત તપ—ત્યાગ માટે પ્રજવલિત બનાવી રહી હતી. અને એક વખત પૂ. શાસનસમ્રાટશ્રીની વૈરાગ્યમય દેશના સાંભળતાં, ૩૦ વર્ષની યુવાન વયે, ચારિત્રમાગે પ્રયાણ કરી, પાટણ મુકામે સ. ૧૯૮૨ના પાષ સુદ ૩ના દિવસે પૂ. શાસનસમ્રાશ્રીની નિશ્રામાં પટ્ટધર ગીતા શિરોમણિ આચાર્ય શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અની મુનિશ્રી મેાતીવિજયજી તરીકે જાહેર થયા. પૂ. ગુરુભગવ’તની સેવા-ભક્તિ, વિનય–વિવેક અને સાથેાસાથ જ્ઞાનાભ્યાસમાં વૃદ્ધિ કરતાં તથા સંયમજીવનની સાધનામાં ઉદ્યમવંત થતાં પૂ. ગુરુભગવ'તે ચેાગ્યતા જોઈ ને અનુક્રમે ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય અને સ. ૨૦૧૯માં આચાર્ય પદે આરૂઢ કર્યો ને આચાર્યશ્રી વિજયમેાતીપ્રભસૂરીશ્વરજી નામે જાહેર કર્યો. ૭૭ પૂ. આચાર્ય દેવશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ મારવાડ, મેવાડ, માળવા આદિ પ્રદેશામાં વિહરી અનેકાનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યાં. તેઓશ્રીના શુભ હસ્તે મેારખી, ચુડા, વીંછિયા, જેતલસર તથા ભાવનગરમાં પ્રતિષ્ઠા-મહાત્સવા ઊજવાયા હતા. ઉદ્યાપન, દીક્ષા આદિ ધર્મપ્રસ ંગા પણ ઊજવાયા હતા. તેમનાં સંસારી પત્ની અને એક પુત્રી પણ પૂજ્યશ્રીના પગલે ત્યાગમા ના સ્વીકાર કરી વૈરાગ્યમાગેસ'ચર્ચા' હતા. પૂજ્યશ્રીની અલૌકિક પ્રતિભા, સરળ અને ભદ્રપરિણામી સૌમ્યદૃષ્ટિ, શાસનપ્રભાવનાની અપૂર્વ ભાવના આદિ અનેક ગુણાને જોતાં જ સૌ કોઇનાં મસ્તક નમી જતાં. વૃદ્ધાવસ્થામાં પણ હંમેશાં અનેખી શૈલીમાં બુલંદ અવાજે વ્યાખ્યાન આપતા. તેઓશ્રીને ‘ઉપદેશમાળા' અત્યંત પ્રિય હતી. હ ંમેશાં તેનું અધ્યયન કરતા. • ઉપદેશમાળા ’ છપાઈ ને લાકોમાં પ્રચાર પામે એ ભાવના સેવતા. જોગાનુજોગ આત્માન’દ સભા, ભાવનગર દ્વારા એ પ્રકાશિત થઈ. પૂજ્યશ્રીના પટ્ટધર આચાર્યશ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીના ફોટોગ્રાફ પણ સ્મૃતિરૂપે મુકાળ્યા. પૂજ્યશ્રી સ. ૨૦૩૯ના કારતક સુદ ૮ને દિવસે ભાવનગર-ગોડીજી જૈન ઉપાશ્રયે સમાધ્ધિપૂર્વક કાળધર્મ પામ્યા, સૌમ્ય-વત્સલ સૂરિવરને કેડિટ કેડિટ વંદના ! 2010_04 Page #80 -------------------------------------------------------------------------- ________________ 9 શાસનપ્રભાવક જેઓ પૂજાઓની સમજતી વિશિષ્ટ રીતે કરતા, જેમના પ્રકરણગ્રંથ બાળજીવોને ઉપયોગી બન્યા, પૂ. આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી વિજ્યરામસૂરીશ્વરજી મહારાજે સૌરાષ્ટ્રમાં ધર્મનગરી તરીકે પ્રખ્યાત બોટાદમાં શ્રી દલીચંદભાઈનાં ધર્મપત્ની અંબાબહેનની કુક્ષિએ સં. ૧૯૫૦માં જન્મ પામી ત્રિભુવનદાસ એવું નામ ધારણ કર્યું. સમય જતાં, પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટાલંકાર પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવતાં, એના ફળરૂપે, ૩૨ વર્ષની ભયુવાન વયે, તળાજા મુકામે સં. ૧૯૮૨માં ભાગવતી દીક્ષા પામ્યા અને આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય જાહેર થયા. જન્મ ધારણ કર્યા બાદ, પૂર્વભવના પુણ્યબળે જૈનત્વના સંસ્કાર પામી નાની વયમાં જ મહેસાણાની પાઠશાળામાં રહી કુશાગ્ર બુદ્ધિ અને શ્રમપૂર્વક ઉચ્ચ ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે પાઠશાળાના શિક્ષક તરીકે જાહેર જીવનને પ્રારંભ કર્યો. કેઠ અને ચાણસ્મામાં એકધારા પંદર વર્ષ સુધી બાળકના સંસ્કારોનું ઘડતર કર્યું. ભણનાર થાકે પણ ભણાવનાર થાકે નહીં એવી ઉત્સાહભરી પદ્ધતિ રાખતા. બાળકોના ધાર્મિક સંસ્કારનું ઘડતર કરનારા પિતે જ સાત્વિક અને સમર્થ હોય તે એમને યશ મળે. એમાં શી નવાઈ! બોટાદ, કેક, ચાણસ્માના બુઝર્ગ શ્રાવકો આજે પણ કહે છે કે, અમે પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી પાસે ભણ્યા છીએ! અમારામાં જે ધર્મના સંસ્કારો છે તે પૂજ્યશ્રીના પ્રતાપે છે. જ્ઞાનદાન અને સત્સંગને રંગ એ છે કે આત્મા જાગૃત હોય તે સંયમને ભાવ જાગે જ. આ ગુણના પ્રભાવે તેમ જ પૂ. શાસનસમ્રાટશ્રીના વ્યાખ્યાનશ્રવણ તથા સમાગમથી તેમ જ પૂ. આચાર્યશ્રી વિજ્યઅમૃતસૂરીશ્વરજી મહારાજના પ્રોત્સાહન અને પ્રભાવથી તેઓશ્રીને ચારિત્ર ગ્રહણ કરવાની ભાવના જાગી. ચારિત્ર પ્રાપ્ત કર્યા બાદ પણ આગમસૂત્ર વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો તે પિતાના શિષ્યવર્ગમાં ઉતાર્યો. અનેક મુનિઓને નિઃસ્પૃહભાવે જ્ઞાનમાર્ગે વાળ્યા. ગમે ત્યારે ગમે તે મુનિ તેમની પાસે ભણવા જઈ શકે. એ માટે તેઓશ્રી હંમેશાં તત્પર રહેતા. પૂજ્યશ્રીના આ ઉદાત્ત ગુણને લઈને દેશના–દાનમાં પણ તેઓશ્રી સદા તત્પર રહેતા. વિશિષ્ટ દેશનાશૈલી : ગહન વિષયને સરળ કરવા, કઠિન માર્ગોને સહજ રીતે સમજાવવા, એક જ વિષય પર અનેક પાસાંઓથી પ્રકાશ કરવો, એ કળા દરેકને સુલભ નથી હતી. પૂજ્યશ્રી નાના અને મોટા, સૌને સમજાય એવી સરળ શૈલીમાં વાત કરતા. એક જ વાત અનેક રીતે સમજાવી, સામાના હદયમાં બરાબર બેસાડી દેતા. તેઓશ્રી દ્રવ્યાનુયેગના વિષયમાં પહેલેથી નિષ્ણાત હતા. તેમને તત્ત્વજ્ઞાનને વિષય અને પ્રકરણને બોધ પણ અદ્ભુત હતા. જાણે પ્રકરણની સમગ્ર આવૃત્તિ તેમને મુખપાઠ હતી ! ગણિતને વિષય જાણે એમની આંગળીએ હતે. પૂજ્ય ગુરુમહારાજે પંન્યાસપદવી પ્રસંગે તેઓશ્રીને દ્રવ્યાનુયોગના જ્ઞાતા નું વિશેષણ આપ્યું તે બરાબર સાર્થક હતું. 2010_04 Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-ર Se નવ્ય ગ્રંથેાની વિવિધ રચના : તેએશ્રીએ અનેક પ્રથાની મૌલિક તેમ જ ભાષાન્તર તથા અર્થા કરવારૂપ રચના કરી. તત્ત્વાર્થાંની ટીકા તથા પૂજાના અર્થ તેમના વિષય હતા. ભગવાન ચંદ્રપ્રભુની નૂતન પુજા તેઓશ્રીએ મુ`બઈ–પ્રા'ના સમાજમાં રચી હતી. તે પૂજા જ્યારે ભણાવવામાં આવી ત્યારે તેમને થયેલા આનંદ અવ`નીય હતા. પુજામાં પણ તેઓશ્રી અર્થ સમજાવતા. અષ્ટાપદની પૂજાના અર્થાની સકલના વિશિષ્ટ કેટિની હતી. એ ઉપરાંત, પ્રકરણ ગ્રંથે। અને આગમ ગ્રંથો પણ સરળ રીતે સમજાવેલા આજે સુલભ છે, જે અનેક બાળજીવાને બહુ ઉપયોગી થાય છે. યોગાદ્વહન અને પદપ્રદાન : પૂજ્યપાદ ગુરુદેવનું પરમ અને પાવન સાન્નિધ્ય; રાતદિવસ એમની છત્રછાયામાં જ સ્થિરતા; સેવા, સ્વાધ્યાયમાં નિમગ્ન રહેવાની વૃત્તિ તથા સરળ, શાંત પ્રકૃતિને લીધે સૌમાં પ્રિય બની રહેતા. સમુદાયમાં સૌનુ કાર્ય કરી આપવાની ભાવના રાખતા. તેઓશ્રીની આ ગુણસ પદાથી પ્રભાવિત થઈ ને પૂ. ગુરુદેવશ્રીએ અમદાવાદમાં જે નૂતન પન્યાસપદવી થઈ તેમાં, તેમની અનિચ્છા છતાં, પૂ. આ. શ્રી ધર્માંર ધરસૂરિજીના ખાસ આગ્રહથી તેએશ્રી સાથે પૂ. રામવિજયજીનાં પણ યેાગેાદ્દહન કરાવી, પંન્યાસપદ-પ્રદાન સં. ૨૦૦૭માં ભવ્ય સમારોહપૂર્ણાંક થયાં. ત્યારબાદ સ. ૨૦૧૫માં મુંબઈ-ધા કાપરમાં ઉપાધ્યાયપદથી અને સં. ૨૦૧૯માં ભાયંદરમાં આચાર્ય પદ્મથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. યોગના સહાયક : તેઓશ્રી પદસ્થ થયા બાદ, સમુદાયમાં અનેક સાધુએની વૃદ્ધિ થતી ગઈ. તે વખતે દરેકના માંડલિયા જોગની વિધિમાં પૂજયશ્રી ખાસ ધ્યાન આપતા હતા. સ્વ-પરનો ભેદ રાખતા નહીં. કોઈ પણ સાધુને જ્યારે પણ ગોચરી-પાણી અપાવવા જવું પડે ત્યારે સદાતપર રહેતા. સૌનું નિઃસ્પૃહભાવે કાર્ય કરી આપતા. એવી હતી તેઓશ્રીની અપ્રમત્તતા અને ઉદારતા ! અનેકવિધ સંસ્મરણા : તેઓશ્રી વડીલ ગુરુદેવની છત્રછાયામાં જ રહેતા હૈાવાથી ઉપધાના, મહોત્સવે, પૂજા-પૂજન, અધ્યાપન વગેરે કાર્યો ગુરુદેવ તેએશ્રી હસ્તક જ કરાવતા. અને તેએશ્રી પણ આ કાર્યોમાં નિજ વ્યક્તિત્વને ગૌણ કરી ગુરુદેવમાં જ સમર્પિત થઈ જતા. તેમના આ મહાન ગુણાને આજે પણ યાદ કરતાં તેઓશ્રીની પુણ્યવૃદ્ધિનું કારણ સમજાય છે. પરસમુદાયના આચાર્યે પણ તેઓશ્રીને માન-સન્માનથી જોતા. સ્વસમુદાયમાં અને પરસમુદાચમાં તેઓશ્રી અજાતશત્રુ ગણાતા. ઘણીવાર અન્ય મુનિઓને સરળ ભાવે શાતા પૂછ્યા અને કા સેવા માગતા. તેઓને સકોચ દૂર કરતા અને તેમનાં કાર્યોં કરી આપતા. પદસ્થ થયા પછી પણ પુજ્યશ્રીના સાન્નિધ્યમાં રહીને ધર્માંકાર્યો કરતા હતા. અવસરે ક્ષેત્ર સાચવવા ગુરુદેવની આજ્ઞાથી અન્ય સ્થળે જતા અને જ્યાં જ્યાં ત્યાં ત્યાં તેએશ્રીના મધુર સ્વભાવને લઈ ને તે તે ક્ષેત્રવાળા વધુ સ્થિરતા કરવા માટે પ્રયત્ન કરતા. તેથી કેટલાંક ક્ષેત્રમાં તે બે કે ત્રણ ચામામાં એકસાથે કર્યાં હતાં. આજે ભલે તેઓશ્રી નશ્વર દેહથી વિદ્યમાન નથી, પણ દેહે અને યદેહે સમુદાયન! સ હૃદયમાં વિદ્યમાન છે! સાધુએનાં . 2010_04 Page #82 -------------------------------------------------------------------------- ________________ 20 નીડર અને પ્રભાવક વ્યાખ્યાનકાર, ધર્મદ્યોતમાં સદા તદાકાર; ઋષિવર અને સૂરિવરના બાહ્ય–આંતર્ દર્શનથી પ્રજ્વલિત આચાય પ્રવરશ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ શાસનપ્રભાવક પૂ. साधूनां दर्शनं पुण्यं तीर्थभूता हि साधवः । तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः ॥ સાધુ ભગવંતાનું દર્શન પુણ્યથી થાય છે. તેઓ જગમ તી સમાન છે. સ્થાવર તીથ ( શત્રુ જયાદિ ) કાળે ફળે છે, જ્યારે સાધુભગવંતેાના સમાગમ તુરત જ ફળ આપે છે. શ્રી વીતરાગ પરમાત્માના એકાન્ત હિતકર મેક્ષમાની મન-વચન-કાયાના સુવિશુદ્ધ ચેાગે આરાધના-સાધના સ્વયં કરતાં કરતાં અને અન્ય અથી આત્માને પણ એ જ મહામ ગલકારી માગની દેશના ઉપદેશ આપી સ્વ-પર ઉભયનું કલ્યાણ કરી રહેલા ગચ્છાધિપતિ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ એક દનદુર્લભ શ્રમણભગવંત છે. તેજસ્વી અને ઊંચી કાયા, ઊજળા ગૌર વાન, ચમકતું રેખાંકિત વિશાળ લલાટ, કરુણા અને વેધક આંખા, સુડાળ ગરવી નાસિકા, પ્રભાવશાળી ચહેરાને વધુ પ્રભાવશાળી બનાવતી ધવલ દાઢી અને યમનિયમથી સંયમિત બનેલ દેહ પર શેાભતાં ધવલ વસ્ત્રો, જાણે પુરાણકાળના કોઈ ઋષિવરનું સ્મરણ કરાવે એવુ' ભવ્ય અને દિવ્ય બાહ્ય વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રભાવ પાથરે છે. પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ ઋષિવરનું છે, તેમ આંતર્ વ્યક્તિત્વ સૂરિવરનુ છે. આ વ્યક્તિત્વના સુયોગ આજન્મ છે. જન્મે વિપ્ર, પણ કર્મે જૈન એવા આ મહાત્મા અનેાખા શ્રમણભગવંત છે. તેએશ્રીના જન્મ ગુજરાતમાં ઇડર પાસેના નાનકડા દેશેાત્તર ગામમાં સ. ૧૯૬૨ના આસો વદ ૧૩ ( ધનતેરસ )ને શુભ દિવસે થયા. પિતાનું નામ મેાતીરામ ઉપાધ્યાય, માતાનું નામ સૂરજબહેન, નાનાભાઈ સુખદેવ અને નાની બહેન જડીબહેનના પિરવારમાં પેાતાનુ' સ’સારી નામમાહનભાઈ ધારણ કરીને વત્સલતાથી પાષાતા હતા. ભારતીય વર્ણવ્યવસ્થામાં માખરે ગણાય એવા બ્રાહ્મણુકુળમાં જન્મ્યા હાવાથી હંમેશાં વેદ-ઉપનિષદ અને ગીતાના શ્લેાકેાના ગુજારવ વચ્ચે દિવસે પસાર થતા હતા. આવા ઘરમાં જન્મ લેનાર મેાહનભાઈનુ ભાવિ કંઇક અલગ જ નિર્માણ થયુ હોય તેમ, વ્યાવહારિક શિક્ષણ ખપ પૂરતું લઈને ધસાધનાની ળા ઊછળતી હોય એવી ધપરાયણ નગરી ખંભાતમાં આવ્યા. ત્યાં એક જૈનેતર વૈદ્ય દ્વારા એક ધનિષ્ઠ, દેવ-ગુરુ-ધર્મ-ઉપાસક શ્રેષ્ઠિવ શ્રી કસ્તૂરચંદ અમરચંદને ત્યાં આવ્યા. જૈનકુળને છાજે અને શેાભાવે તેવા ધર્મના સુસ`સ્કારોથી દિન-પ્રતિદિન મેહનભાઈમાં પરિવર્તન થવા લાગ્યું. નિરંતર પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતના ગમન-આગમનથી અને તેઓની ભાવભરી ભક્તિથી હૈયું. આન ́તિ અને વિકસ્વર થવા લાગ્યું. તેમની પ્રામાણિકતાથી શેઠ પણ ખુશ હતા, તેથી પગાર પણ વધારી આપ્યો. શેઠને ત્યાં અચૂક પ્રભુના દર્શન કરતા, અને સૂર્યાસ્ત બાદ વાપરતા નહીં. જ્યારે દેશાંતર જાય ત્યારે ફોટાના દર્શન કરતા. પૂર્વના દિવસે પૌષધ કરતા. ખંભાતમાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના 2010_04 Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ પુણ્યપ્રભાવક દર્શન તથા સમાગમના કારણે જૈનધર્મ પ્રત્યે સારી અભિરુચિ પ્રગટ; ત્યાગ, સર્વ ત્યાગના પુનિત પંથે પ્રયાણ કરવા હૈયું ઉત્કંઠિત બન્યું, જેના ફળસ્વરૂપે સં. ૧૯૮૫ના કારતક વદ ૧૦ના શુભ દિને ખંભાત પાસે વત્રા મુકામે ૨૩ વર્ષની ભરયુવાન વયે પામેશ્વરી પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને શિષ્ય ગીતાર્થ શિરોમણિ પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય “મુનિશ્રી મેરુવિજયજી’ના નામકરણથી જાહેર થયા. સંયમજીવનમાં પૂજ્યશ્રીએ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી પાસે વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, સૂત્રાદિને, પૂ. ગુરુદેવશ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજ પાસે આગમિક, સિદ્ધાંત તથા પ્રકરણદિને, વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી નિયનંદનસૂરીશ્વરજી મહારાજ પાસે ન્યાયશાસ્ત્રાદિનો, મિથિલાના પ્રખર પંડિત શ્રી શશીનાથ ઝા પાસે વ્યાકરણ, ષડ્રદર્શનાદિ તથા જેનેતર દર્શનાદિને ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કર્યો. વ્યાકરણની આવૃત્તિ ન થાય તો તેના બીજા દિવસે ઘી વિગઈ બંધને નિયમ હતા તેમ જ વ્યાકરણ પૂર્ણ કરવા માટે છેલ્લા છે મહિના માત્ર બે દ્રવ્ય વાપરતા. આવી હતીપૂજ્યશ્રીની અભ્યાસ પ્રત્યેની તીવ્ર રુચિ અને લગની. સંયમને ટકાવનાર જ્ઞાન છે એમ પૂજ્યશ્રી પૂર્ણ પણે માનતા. અને નવદીક્ષિતને પણ અભ્યાસ માટે ભારપૂર્વક કહેતા. ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન, અખંડ અને એકનિષ્ઠ ગુરુભક્તિ, સંયમની વિશુદ્ધિ–વિવૃદ્ધિ આદિ અનેક ગુણોથી સુશોભિત પૂજ્યશ્રીને સં. ૨૦૦૭ના કારતક વદ ને દિવસે સુરેન્દ્રનગરમાં પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના યોગોહનની અનુજ્ઞાપૂર્વક ગણિપદ અને તે જ વર્ષે વૈશાખ સુદ ને દિવસે રાજનગર-અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કરાયા. પૂજ્યશ્રી પિતાનું કાર્ય ગૌણ બનાવીને-ગણને ગુરુભક્તિમાં સદા તત્પર રહેતા. તેમાં પણ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની ભક્તિમાં તે રાતદિવસ જોતા નહીં. ઘણીવાર સૌ પૂજ્યશ્રીને પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય તરીકે ઓળખતા. સં. ૨૦૦૯માં મારવાડમાં રાણકપુરજી તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો, તે પ્રસંગે સાદડીને સંઘ તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વગેરે પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજને પધારવા આગ્રહભરી વિનંતિ કરવા લાગ્યા. પરંતુ પૂજ્યપાદશીએ વૃદ્ધાવસ્થાને લીધે આવવા માટે અશક્તિ જણાવી, ત્યારે પૂ. આ. શ્રી વિજ્યમે પ્રભસૂરીશ્વરજી મહારાજે (તે સમયે પન્યાસજીએ) પિતાના ગુરુદેવને પધારવા માટે પ્રેત્સાહિત કરવાપૂર્વક સ્વયં સાથે રહી રાણકપુરજી પહોંચાડવાની જવાબદારી લીધી. લગભગ દોઢ મહિના ઉપરાંતના વિહારમાં સમયની પરવા કર્યા વિના પૂજ્ય ગુરુદેવના ડગલે ડગલે સાથે ને સાથે રહી, અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ સહન કરવાપૂર્વક, ખૂબ જ ધીરજ, સમતા, નમ્રતા, અને અપૂર્વ પ્રસન્નતાપૂર્વક લીધેલ જવાબદારીને અદા કરી. અજોડ ગુરુભક્તિ, અભુત અને સચોટ જ્ઞાનશક્તિ, નીડર અને પ્રભાવક પ્રવચનકળાના ત્રિવેણુસંગમ રૂપ પૂજ્યશ્રોને સં. ૨૦૧૫માં ઘાટકોપર (મુંબઈ)માં ઉપાધ્યાયપદ (ઉપધાનતપના પુણ્ય-પ્રસંગે) તથા સં. ૨૦૧૯ વૈશાખ સુદ ૬ને દિવસે પાલીતાણા (જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે એવા પ્રાયઃ શાશ્વત તીર્થ)માં પંચપરમેષ્ઠી ભગવંતે છે. ૧૧ 2010_04 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શાસનપ્રભાવક પૈકીના તૃતીયપદે-આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અને કરાવેલ પ્રતિજ્ઞાના કારણે વડવા-ભાવનગરમાં : એકીસાથે સળંગ પચ–પ્રસ્થાન 'ની ભવ્ય અને મગલમય આરાધના થઈ. છે : પૂજ્યશ્રી જેવા ધીરગંભીર, તેજસ્વી, પ્રભાવી, દીર્ઘદ્રષ્ટા, નીડર, સ્પષ્ટવક્તા, પરોપકારી, શાસનપ્રભાવક આચાર્યશ્રીની નિશ્રામાં, તેમના વરદ હસ્તે સુવર્ણાક્ષરે અંકિત થાય તેવાં સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે, જેની યત્કિંચિત રૂપરેખા નીચે મુજબ અંજનશલાકા–પ્રતિષ્ઠા : (૧) શ્રી આદીશ્વરજી–પાયની–મુંબઈ. જે વિક્રમરૂપ શાસનપ્રભાવના થયેલ અને દીક્ષાકલ્યાણક વરઘોડા બૃહદ્ મુખઈની નવકારશી, પ્રતિષ્ઠા સમયની હાજરી ઇત્યાદિ પ્રશંસનીય થયેલ. (૨) દોલતનગર–ખેરીવલી-મુંબઈ ઉપર વમાન ચાવીશી તથા શાશ્ર્વતાજિન. (૩) શાસ્ત્રીનગર-ભાવનગર. (૪) આઢવ-અમદાવાદ. (૫) શ્રી સેાસાયટી–વડાદરા. (૯) વિદ્યાનગર–ભાવનગર. (૭) શહાર – શ્રી મારુદેવા પ્રાસાદ ગગનેત્તુંગ ચૌમુખ ભવ્ય અને વિશાળ જિનાલય. પ્રતિષ્ઠા : કળાપરા ( રાજસ્થાન ), સ્વરૂપગ ́જ રાજસ્થાન ), ભાનપુરા ( મેવાડ ), કોલાબા ( મુંબઈ ), શિહેર, ભાવનગર, સાબરમતી ( ચૌમુખજી ), વરતેજ, અગિયાળી, વરલ, વલભીપુર ( ચૌમુખજી ) શ્રીનગર ( ગોરેગામ-મુ`બઈ), દોલતનગર ( બેરીવલી ), જૈન મરચન્ટ ( વડાદરા ) આદિ. ઉદ્યાપન : દોલતનગર, સાબરમતી, શહાર, ભાવનગર, મહુવા, અમદાવાદ. ઉપધાન તપ : સાબરમતી, વાંકલી, ઘાટકેાપર, પાલેજ, પાલીતાણા ( ત્રણવાર ), દેલતનગર ( ચાર વાર ), શિહેાર. છ'રી પાલિત સંઘ : થાણા તી, અગાશી તી, શેરીસા તીથ, ઘેાઘા તી, પાલીતાણા તીર્થ, ( લીબડી તથા પાંજરાપેાળ–અમદાવાદથી ), ઝઘડિયા તીથ, રાણકપુર આદિ પચતી, કાપરડાજી તી આદિ. શાશ્વતી નવપદ એળીની આરાધના : પૂજ્યશ્રીની નિશ્રામાં છેલ્લાં દશેક વર્ષોંથી ચૈત્રી એળીની સામુદાયિક આરાધના જુદાં જુદાં શહેર અને તી સ્થાનામાં થઇ છે. તેમાં વિ. સ. ૨૦૪૮માં—આ વર્ષે પણ ભાવનગર શહેરમાં એળીની સામુદાયિક આરાધના અદ્ભુત શાસનપ્રભાવનાપૂર્વક સુસમ્પન્ન થઇ છે. ઉપાશ્રય-વ્યાખ્યાનખ’ડ : ભાવનગર, પાલેજ, આદીશ્વરજી—પાયધુની, મેરચુપણા, શિહાર, સાબરમતી, પાલીતાણા–કેસરિયાજી નગર, એટાદ, દેલતનગર ( મુંબઈ ). પૂજ્યપાદશ્રીના વરદ હસ્તે અનેક પુણ્યાત્માઓની દીક્ષા, વડી દીક્ષા તથા સ્વ-પર સમુદાયના પૂજ્યેાને ગણિપદ, પંન્યાસપત્ત, ઉપાધ્યાયપદ, આચાય પદ-પ્રદાન. શ્રીસંઘાને દેવદ્રવ્યમાંથી મુક્તિ, આય'ખિલ ખાતાએનુ' નવનિર્માણ, નિભાવક'ડ આદિ શાસનપ્રભાવના. 2010_04 પુનરુદ્ધાર, Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ પૂજ્યપાદશ્રીને શિષ્યાદિ પરિવારઃ (૧) મુનિશ્રી ગજેન્દ્રવિજયજી, (૨) મુનિશ્રી સત્યવિજયજી, (૩) મુનિશ્રી રતનવિજયજી, (૪) પૂ. પં. શ્રી માનતુંગવિજયજી ગણિ, (૫) મુનિશ્રી હીરવિજ્યજી, (૬) પૂ. પં. શ્રી ઇન્દ્રસેનવિજયજી ગણિ, (૭) પૂ. પં. શ્રી સિંહસેનવિજ્યજી ગણિ, (૮) મુનિશ્રી શાંતિસેનવિજ્યજી, (૯) મુનિશ્રી કીતિએનવિજ્યજી, (૧૦) મુનિશ્રી હર્ષસેનવિજયજી, (૧૧) મુનિશ્રી મુક્તિરસેનવિજયજી, (૧૨) મુનિશ્રી હિતવર્ધનવિજ્યજી, (૧૩) મુનિશ્રી વિશ્વસેનવિજ્યજી, (૧૪) મુનિશ્રી સૂર્યસેનવિજયજી, (૧૫) મુનિશ્રી અભયસેનવિજયજી, (૧૬) મુનિશ્રી સુવ્રતસેનવિજયજી, (૧૭) મુનિશ્રી સુધમસેનવિજ્યજી, (૧૮) મુનિશ્રી સૌમ્યસેનવિજયજી, (૧૯) મુનિશ્રી મલયસેનવિજયજી, (૨૦) મુનિશ્રી મતિસેનવિજયજી, (૨૧) મુનિશ્રી નિર્મળસેનવિજ્યજી, (૨૨) મુનિશ્રી હિરણ્યસેનવિજયજી (૨૩) મુનિશ્રી લલિતસેનવિજયજી, (૨૪) મુનિશ્રી સંયમસેનવિજયજી આદિ. એવા એ પુણ્યપ્રભાવક-શાસનપ્રભાવક આચાર્યભગવંતને અંતઃકરણપૂર્વક કેટિશઃ વંદના ! ધર્મશાસ્ત્રાદિમાં પારંગત, વિપુલ સાહિત્યસર્જક, દેશનાદક્ષ પૂ. આચાર્યશ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ દુઃખાનુબંધક, દુઃખમૂલક અને દુઃખમય સંસારમાંથી મુક્તિને માર્ગ દેખાડનાર અને વિશ્વકલ્યાણક પરમાત્માના શાસન પ્રત્યે લગની લગાડનાર યથાનામગુણ આચાર્યશ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ આચાર્ય પરંપરાના એક ઉજવલ તારક છે. સં. ૧૯૬૮થી ૨૦૦૮ સુધીનું આઠેક દાયકા ઉપરનું પૂજ્યશ્રીનું સુદીર્ઘ જીવન, પરમ તેજસ્વી અને યશસ્વી રહ્યું છે. સં. ૧૯૬૮ના ભાદરવા સુદ ૧૪ના મહેસાણામાં જન્મેલા પૂજ્યશ્રીને શૈશવકાળમાં જ દાદા તારાચંદ મહેતાની વૈરાગ્યભાવનાને વારસો મળે. પિતા ચતુરભાઈએ તેમને જેન ધર્મના શિક્ષણ અને સંસ્કાર આપ્યા. પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજે તેમના વૈરાગ્યના રંગને વધુ ગાઢ બનાવ્યું. પૂજ્યશ્રીની યુવાનીની ઉષાની ઊઘડતી વેળાએ જ (સં. ૧૯૮૭ના માગશર વદ બીજના દિવસે કરેડા તીર્થો) સંયમયાત્રાનો આરંભ થયો. આ સંયમી જીવનને ઉછેર અને ઘડતર પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીએ કર્યા. સાહિત્યસમ્રાટ, વ્યાકરણવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજે આગમ, સાહિત્ય, વ્યાકરણ, ન્યાય, તિષ આદિને ગહન અભ્યાસ કરાવ્યું અને શ્રમણજીવનનું સંગીન ઘડતર કર્યું. પૂ. ગુરુદેવશ્રીનું બે દાયકાનું સુદીર્ઘ પાવન સાન્નિધ્ય ભગવ્યા બાદ પૂ. ગુરુભગવંતશ્રીની આજ્ઞા અને આશીર્વાદ સાથે સં. ૨૦૦૮થી સ્વતંત્રપણે શાસનપ્રભાવનાની યાત્રાને સફળ પ્રારંભ કર્યો. ૬૦ વર્ષ ઉપરાંતના સંયમી જીવન દરમિયાન પૂજ્યશ્રીએ રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ મહારાષ્ટ્ર, પૂના આદિ પ્રદેશનાં અનેક નાનાં-મોટાં શહેર-ગામમાં અપ્રમત્ત વિહાર કરીને અનેકાનેક શાસનકાર્યો કર્યા–કરાવ્યાં. પૂજ્યશ્રીના વરદ હસ્તે બીલીમોરા, સાંતાક્રુઝ, ખીમેલ, કરેડા તીર્થ, 2010_04 Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અગાસી તી, દહાણુ રોડ, કલ્યાણીસ્તરા–રાજસ્થાન વગેરે અનેક સ્થળેાએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા. સેકડો આરાધકોએ પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં ઘણીવાર ઉપધાન તપની આરાધના કરી છે, પર્યુષણ પર્વમાં તેઓશ્રીની પ્રેરણાથી જૈનેતરોએ પણ આ મહાપર્વની આરાધના કરી છે. ઘણી વાર વિવિધ પ્રતિજ્ઞાએ પણ કરી છે. પાંડિત છબીલદાસ કેસરીચંદ સંઘવી આદિ ઘણા જ્ઞાનપિપાસુઓએ પૂજ્યશ્રી પાસે વિશિષ્ટ રીતે જ્ઞાનાભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રી અનેક પ્રસંગે સફળ શાંતિત પુરવાર થયા છે. તેઓશ્રીની મધ્યસ્થીથી ઘણા સ ંઘામાં શાંતિ અને એકતાના સૂરજ ઊગ્યા છે. પૂજ્યશ્રી પ્રખર વક્તા અને સફળ શાસનપ્રભાવક હોવાથી કોઈ પણ ધ કા ને અતિ સરળતાથી પાડ પાડી શકયા છે અને સમાજ પર અનન્ય પ્રભાવ પાથરી શકથા છે. પૂજ્યશ્રી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મારવાડી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાએ પર સારું પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રી ભાષાવિદ્ હોવા સાથે બહુશ્રુત પશુ છે. સારા લેખક અને કવિ પણ છે. જીવવિચાર, નવતત્ત્વ કર્મગ્રંથ વગેરેના પદ્યાનુવાદ, અહિંસા પચ્ચીસી, ખામણા બાવીશી, સ’ગીતસરિતા આદિ તેમની કવિત્વશક્તિનાં નજરાણાં છે. સૌથી વિશેષ તે તેઓશ્રી સુવિહિત ગીતા છે. અપ્રમત્તભાવે આત્મસાધના કરે છે. પરહિતમાં સ્વહિત જોઇ ને લોકોપકારનાં અને ધર્માંદ્યોતનાં સમ્યક્ કાર્યાં કરાવે છે. તેઓશ્રીનું સમગ્ર જીવન વિવેકની મુખ્ય શિલા પર અડીખમ ઊભુ` છે. અને તેથી જ પૂજ્યશ્રીના સ'સર્ગ'માં આવનાર, તેઓશ્રીની સમગ્ર અને સક્રિય સુયમ–સાધનાની સુવાસથી પ્રભાવિત બની પૂજ્યશ્રીને ભાવસભર હૈયે વંદના કરે છે. પૂજ્યશ્રીના નિ`ળ મુખારવિંદ પર સદા અખંડ બ્રહ્મતેજ વલસે છે. તેઓશ્રીના મનમાં સ’કલ્પસિદ્ધિ વસે છે. વાણીમાં ગંભીરતા વસે છે. વચને વચને વૈરાગ્ય ઝરે છે. એવા અખંડ આરાધક-આત્મસાધક પૂ. ગુરુદેવશ્રીનું સહજ સાંનિધ્ય મનવાંછિત દાતા બની રહે છે. એટલે જ, તેઓશ્રીની નિશ્રામાં અનેકાનેક જીવા પ્રતિષેાધ પામીને ધન્ય બન્યા છે. તેઓશ્રીના વરદ હસ્તે અનેક શાસનપ્રભાવક પ્રવૃત્તિએ પાંગરતી-પ્રસરતી પ્રવતી રહી છે. તેએશ્રીના આશીર્વાદ, પ્રેરણા અને માદનથી મુંબઈ નજીક શ્રી અગાસી તીર્થાંમાં વિશાળ જમીન ઉપર પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનુ અતિભવ્ય રમણીય આરસપહાણનું શ્રી સમવસરણુ મહામ ંદિર નિર્માણ પામ્યું છે. જમણી બાજુ લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજીનુ તથા ડાબી બાજુ રાજરાજેશ્વરી શ્રી પદ્માવતીમાતાનું રમણીય મંદિર કમલ-આકારે નિર્માણ પામ્યું છે. ભાજનશાળા, ધર્માંશાળા, ઉપાશ્રય, સેનેટોરિયમ, મધ્યમ વર્ગના જેના માટે રહેઠાણયોજના ( સામિ ક સંકુલ ), ધ્યાનખંડ વગેરે નિર્માણ પામ્યાં છે. પૂજ્યશ્રીના શિષ્યપરિવારમાં રાજસ્થાનદીપક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ તથા પન્યાસપ્રવરશ્રી પ્રભાકરવિજયજી ગણિતેમ જ વ્યાખ્યાતા પન્યાસ શ્રી જિનાત્તમવિજયજી આદિ જિનશાસનગગનમ`ડળમાં શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. 2010_04 શાસનપ્રભાવક Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા–ર દક્ષિણ ભારતની સુષુપ્ત અને લુપ્ત ધભાવનાને જાગૃત અને ચેતનવંતી બનાવનાર પૂ. આચાર્યશ્રી વિજયયશાભદ્રસૂરીશ્વ જી મહારાજ વિવિધ વૃક્ષા, લત્તાઓ અને વિટપાથી વિભૂષિત કાઈ રમણીય ઉદ્યાનમાં વિહાર કરીએ અને આપણાં તન–મનના થાક ઊતરી જાય, તાજગી અને ઉત્સાહનેા અનુભવ થાય; એવું જ કંઇક અનેક સપ્રવૃત્તિએ અને સદાચારથી સુવાસિત સચ્ચારિત્રનું અવલેાકન કરવાથી થાય છે. એનાથી આપણા જીવનને ઊધ્વગામી, પ્રગતિશીલ, ધ`મય અને માંગલમય બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. પ્રભાવક આચાયોનાં ચરિત્રા આવેા જ એક રમણીય ઉદ્યાન છે. પૂ. આચાય શ્રી વિજયયશેાભદ્રસૂરિજી મહારાજનુ જીવન પણ એવું જ એક દિવ્ય પ્રેરણાસ્રોત છે. કચ્છના સુથરી ગામમાં ધર્મ પ્રેમી એશવાલ જ્ઞાતિનાં અનેક ઘર છે. એમાં શામજીભાઇ કેડા નામના સાહસિક, શ્રીમંત અને પરગજુ ગૃહસ્થ વસતા હતા. એમનાં ધર્મ પત્નીનું નામ સાનખાઈ હતું. સ ંવત ૧૯૬૪ના આસો સુદ ૧૩ને શુભ દિને સુલક્ષણા સાનબાઈ એ પુત્રરત્નને જન્મ આપ્યો. પ્રથમ સંતાનની પ્રાપ્તિથી કુટુંબમાં આનંદ આનંદ પ્રસરી ગયા. બાળકનું નામ શિવજી પાડયું. શિવજી પ્રાથમિક શિક્ષણ લેતા હતા ત્યારે પિતા મુંબઇ, રંગૂન વગેરે સ્થળાએ વેપારાથે ગયા હતા. શિવજી શિક્ષણ લઈ ને સ'સારકામાં પ્રવેશે તે પહેલાં જ માતાનુ કરુણ અવસાન થયું. પિતાએ શિવજીને સત્તર વર્ષની વયે ગામમાં જ શાહે પૂજા નરપારની પુત્રી જેઠીબાઈ સાથે પરણાવ્યા. બંનેનું દામ્પત્ય પ્રસન્નતાથી વઘે જતું હતું. સમય જતાં જેઠીબાઇ એ એક પુત્રીને જન્મ આપ્યા. પરંતુ દૈવને કંઇક જુદું જ નિર્માણ હતું. પુત્રી નવલ એક વર્ષની થઈ ત્યાં કાળદેવના કર પંજામાં વ્હાલસેાઈ પત્ની ઝડપાઈ ગઈ! શિવજીને આ ઘા અત્યંત કારÀા લાગ્યા. સંસારસુખની ક્ષણભંગુરતા સમજાઈ અને મન વૈરાગ્યના વિચારે ચડવા લાગ્યું. છતાં, પિતાની આજ્ઞાથી ઇચ્છાથી ધંધાર્થે મુંબઇ આવ્યા. ત્યાં દેશી નાટક સમાજનાં નાટક જોતાં, અને તેમાં યે ખાસ કરીને સંસારની દુઃખદર્દ ભરી દાસ્તાન રજૂ કરતાં છ્યા નિહાળતાં શિવજીને સંસારની માયાજાળ પ્રત્યે વિશેષ વૈરાગ્ય ઊપજવા લાગ્યા. દેશમાં ગયા ત્યારે પિતાએ બીજા લગ્નના પ્રસ્તાવ મૂકયો, પણ શિવજી મૌન રહ્યા. દરમિયાન તેઓ કામ પ્રસંગે અમદાવાદ આવ્યા. સ્નેહી હીરાભાઈ સાથે પાંજરાપોળના ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા ગયા. પૂ. મુનિરાજ ( પછી સ્વ. આચાય દેવ ) શ્રી કસ્તુરવિજયજી મહારાજના શ્રીમુખેથી નીકળતી અમૃતવાણી શિવજીના હૃદયને ભીંજવી ગઈ ! દેશમાં પાછા જવાને બદલે તે તી યાત્રાએ નીકળ્યા. તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી અને શ્રી સમેતશિખરજીની યાત્રા કરી. તેમનું મન ધથી પૂર્ણ વાસિત બની ગયુ.. આવીને ગુરુદેવ પાસે દીક્ષાના પ્રસ્તાવ મૂકચો. ૫ દીક્ષા અને સાધના : સ. ૧૯૮૭ના મહા સુદ ૬ દિવસ શિવભાઈના જીવનમાં સુવર્ણાક્ષરે અંકિત થયેા. પૂ. ઉપાધ્યાય શ્રી વિજ્ઞાનવિજયજી મહારાજે કલેાલ પાસેના છત્રાલ ગામે ભવતારણી ભાગવતી દીક્ષા આપી અને તેમને પોતાના શિત્યરત્ન મુનિરાજ શ્રી કસ્તૂર . 2010_04 Page #88 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક વિયજીના શિષ્ય તરીકે શ્રી યશોભદ્રવિજ્યજી નામે ઘેષિત કર્યા. ત્યાર પછી થોડા જ દિવસમાં ચાણસ્મામાં વડી દીક્ષા થઈ. સંયમજીવનના આરંભમાં જ મુનિરાજને ત્રણ મહાન શ્રમણભગવંતેની છત્રછાયામાં વિકસવાને લાભ મળે. પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાધિરાજ, તેઓશ્રીના શિષ્યરત્ન વ્યવહાર-વિચક્ષણ વિજ્ઞાનઘન પ. પૂ. ઉપાધ્યાય શ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ અને તેઓશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી કસ્તૂરવિજય મહારાજ. આ ત્રણે પૂજ્યની પ્રભાવક નિશ્રામાં તેઓશ્રીનું અધ્યયનતપ અવિરત વિકસ્યું. તેઓશ્રીએ લગભગ ૧૧ વર્ષ સુધી ગુરુકુળવાસ સે અનેક શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું; કવિત્વ અને વકતૃત્વશક્તિથી ઓજસ્વી બન્યા. ખગશાવક પાંખો ફફડાવે અને તેનાં માબાપ તેને વિશાળ ગગનમાં ઊડવાની અનુમતિ આપે, તેમ પૂજ્યશ્રીના ગુરુદેવે પણ શિષ્યની યેગ્યતા જાણી તેઓશ્રીને જેનશાસનના વિશાળ આકાશમાં અનેકાનેક ધર્મકાર્યો કરવા માટે અનુમતિ આપી. અને જીવનમાં એ જ ધ્યેયને વર્યા હોય તેમ, તેઓશ્રી શાસનપ્રભાવનામાં સતત નિમગ્ન રહેવા લાગ્યા. મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ વગેરે પ્રાંતમાં અગણિત સ્થળોએ વિહાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, પ્રવજ્યા, ઉપધાન, ઉદ્યાપન આદિ ધર્માનુષ્ઠાનો મહોત્સવ પૂર્વક ભવ્યાતિભવ્ય રીતે થતાં રહ્યાં. તેઓશ્રી ધર્મશાનમાં અને ધર્મકાર્યોમાં નિપુણ હતા. અચ્છા કવિ અને સારા ગાયક હતા. તેમનાં રચેલાં સ્તવને-સન્માયે સૌ કોઈને મંત્રમુગ્ધ કરતાં હતાં. તેમાંયે તેઓશ્રીએ રચેલી શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા તે ઘણી જ લોકપ્રિય બની હતી. આમ, શાસનપ્રભાવનાદિ કાર્યો કરવાપૂર્વક વિરમગામ, ગોધરા, અમદાવાદ, જાવાલ, પાલીતાણા, મહુવા, કલોલ, વલસાડ, સુરત, વાપી, અમલસાડ, બીલીમોરા, ગંધારતીર્થ, દહેજ, કાવી, ખંભાત, સાઠંબા, તારંગા, શ્રી કેશરિયાજી આદિ સ્થળોએ યાત્રા કરી–-ચાતુર્માસ કરી, પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં બોટાદ પધારતાં, સં. ૨૦૦૭ના કાતિક વદ ૬ને શુભ દિને, સંસારી પિતા શ્રી શામજીભાઈ ઉકેડાના પ્રસન્ન વદને, હજારો ભાવિકેની વિશાળ ઉપસ્થિતિમાં, પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તે જ વર્ષે અમદાવાદમાં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના આઠ આચાર્યભગવંતે પિતાના સવાસો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર સમેત પધાર્યા હતા. અનેક ધાર્મિક અનુષ્ઠાનની પરંપરા સર્જાઈ હતી. ત્યારે વૈશાખ સુદ ૩ના દિવસે ૧૭ ગણિવર્યોને પંન્યાસપદવીથી અલંકૃત કરાયા હતા, જેમાં સંયમ-મૃતથી સ્વ-પરને ઉદ્યોત કરનારા શ્રી યશભદ્રવિજયજી પણ હતા. ત્યાર બાદ, જૈનશાસનને કે દક્ષિણ ભારતમાં વગાડવા માટે પૂજ્યશ્રીએ વિહાર કર્યો. મુંબઈ મહાનગરીનાં અનેક પરાંઓ તથા ખંડાલા, લેનાવાલા, પૂના, બાપડી, દાપલી, ચીંચવડ થઈને પાલી (કણ)માં પ્રવેશ્યા. ત્યાંથી બેંગલેર, બેંગારપેઠ, મદ્રાસ, ગુલાવેરી, શિમોગા, ચિતલદુર્ગ, ભદ્રાવતી, હરિહર, હારી, હુબલી, ગદગ વગેરે સ્થળોએ ચાતુર્માસ કરીને અથવા વધુ દિવસની સ્થિરતા કરીને, ત્યાંના ભાવિકેમાં સુષુપ્ત અને લુપ્ત બની ગયેલી ધર્મભાવનાને જિનવાણીનાં વારિથી નવપલ્લવિત બનાવી. જિનમંદિર, ઉપાશ્રય, પાઠશાળાઓ આદિનાં નવનિર્માણ કરાવી તથા પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણ વગેરે તપ અને અનુષ્કાને ઓચ્છવપૂર્વક-મહોત્સવપૂર્વક જાવી એ નવપલ્લવિત ભાવનાને ચેતનવંતી બનાવી સારાયે દક્ષિણ ભારતમાં જેનેને જાગૃત-પ્રવૃત્ત અને ધન્ય બનાવવાનું વિરલ કાર્ય સિદ્ધ 2010_04 Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૮૭ કર્યું હતું. સં. ૨૦૧૯ના ચૈત્ર માસમાં કદમ્બગિરિ તીર્થની છત્રછાયામાં, પૂ. આચાર્યશ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં, પૂ. પંન્યાસ શ્રી ચંદ્રોદયવિજયજી ગણિવર્ય (હાલ આચાર્યશ્રી) શાશ્વતી ઓળીની આરાધના કરાવી રહ્યા હતા તે વખતે, અનેક શ્રીસંઘે અને આગેવાનોની વિનંતીઓને ધ્યાનમાં લઈને પૂજ્યશ્રીને આચાર્યપદ પ્રદાન કરવાનો અને પૂ. આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી દેવવિજયજી ગણિવર્યને પણ આચાર્યપદ પ્રદાન કરવાને નિર્ણય લેવાતાં સં. ૨૦૨૦ના વૈશાખ વદ ૧૧ને દિવસે આ ઉત્સવ ઊજવવાની જાહેરાત થઈ. તે સાથે જ અનેક સંઘનાં નિમંત્રણ આવ્યાં. ભાવનગરના શ્રીસંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર થયે. ભાવનગર શ્રીસંઘને આ ધન્ય અવસર પ્રાપ્ત થતાં એમણે ભારતભરના શ્રીસંઘને નિમંત્રણ મોકલ્યાં. કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર, મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ઘણું મેટી સંખ્યામાં ભાવિક ભાવનગર પધાર્યા. ઠેર ઠેરથી શુભકામનાના સંદેશાઓ આવ્યા. તે દિવસે દાદાસાહેબના વિશાળ પ્રાંગણમાં ભવ્ય મંડપ વચ્ચે અનેક પૂજ્ય આચાર્યભગવંતની શુભ નિશ્રામાં તથા ૭૫ મુનિમહારાજ અને શતાધિક સાધ્વીમહારાજની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસપૂર્વક બંને પૂજ્યશ્રીઓને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય શ્રી યશોભદ્રવિજયજી આચાર્ય શ્રી વિજયભદ્રસૂરિજી નામથી ઘોષિત થયા. શાસનપ્રભાવના : સંયમજીવનને સ્વીકાર અને આચાર્ય પદની પ્રાપ્તિ–એ સર્વ અત્યંત જવાબદારીભરી અવસ્થા છે. સ્વ-પરના ધર્મોદ્યોત સાથે શાસનપ્રભાવનાનાં સતત, સચિન્ત, સન્નિષ્ઠ કાર્યો દ્વારા એ સાર્થક બને છે અને શોભી ઊઠે છે. એ દષ્ટિએ પૂજ્યશ્રી સફળ શાસનપ્રભાવક સાધુપુરુષ હતા. દક્ષિણ ભારતમાં અવિરત વિહાર કરતાં કરતાં પણ એમને હાથે અનેક ધર્મગ્રંથની રચના થઈ–જેમાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, જિનગુણ સ્તવનમાલા, જિન સ્તવનાવલિ, આદર્શ સઝાયમાલા, શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજ, સંસ્કારત ૧-૨, સિરિ આરામહા કહા, ધમાલ કહા, શ્રી માનુચંદ્રમણિચરિત્ર, સૂર્ય સહસ્ત્રનામ સ્તોત્ર આદિ મુખ્ય છે. તેઓશ્રી અર્ધશતક કરતાં પણ અધિક સમયના દીક્ષાપર્યાયમાં જે જે સ્થળેએ વિચર્યા, જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં પૂજ્યશ્રીએ પ્રગટાવેલી શાસનતથી સૌ ઉજમાળ બન્યા–જેમાં સં. ૨૦૧૩થી ૨૦૩૫ સુધીમાં બેંગારપેંઠ, મદ્રાસ, બેંગલેર, શિમોગા, પાલી, ગદગ, મુંબઈ, સુરત, જેતપુર, અમદાવાદ–નવરંગપુરા, રાજકોટ, પેટલાદ, ખંભાત, બોરસદ, અમદાવાદ, મોડાસા આદિ સત્તર સ્થળોએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા. પૂના, બેંગલોર-ચિકપેટ, મદ્રાસ, બેલી, મુંબઈ, અમદાવાદ, જામનગર આદિ સ્થળેએ ઉપધાન તપ થયાં. પૂજ્યશ્રીના ઉપદેશથી મદ્રાસ, નાલાસોપારા, મોડાસા, ખેરાળુ, દેવા, વિજયનગર, કૃષ્ણનગર, મરેલી બજાર, સાઠંબા આદિ સ્થળોએ ઉપાશ્રયેનું નિર્માણ થયું. તેઓશ્રી મહામંત્રના ત્રીજા પદમાં બિરાજમાન થયા ત્યાં સુધીમાં તે જીવનની ક્ષણે ક્ષણ શાસનપ્રભાવનામાં વાપરી હોય તેમ પુરવાર થતું હતું. અને જેમ સૂર્યોદયથી પુષ્પપાંખડીઓ પ્રકુલિત થાય તેમ, પૂજ્યશ્રીના દર્શનથી ભાવિકે પ્રભાવિત અને ધન્ય ધન્ય બની ગયાના પ્રસંગે બન્યા. પરિણામ સ્વરૂપે, તેઓશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને જીવનને કૃતાર્થ કરનારા મહાત્માઓની સંખ્યા પણ નાનીસૂની ન હતી. તેઓશ્રીને શિષ્ય 2010_04 Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શાસનપ્રભાવક પ્રશિષ્ય-પરિવાર પણ સૂર્યમંડળની જેમ શાસનાકાશમાં ઝળહળી રહ્યો છે; જેમાં આ. શ્રી શુભકરસૂરિજી, પૂ. આ. શ્રી સૂર્યરેયસૂરિજી, પૂ. પં. શ્રી દેવચંદ્રવિજયજી, પૂ. પં. શ્રી શ્રેયાંસવિજયજી, પૂ. પં. શ્રી શીલચંદ્રવિજયજી, પૂ. પં. શ્રી ભદ્રસેનવિજયજી, તથા મુનિશ્રી જિનચ દ્રવિજયજી, મુનિશ્રી નયચંદ્રવિજયજી, તપસ્વીમુનિ શ્રી તીચંદ્રવિજયજી, પૂ. ગણિવર્ય શ્રી રત્નપ્રભવિજયજી આદિ વીસેક મુનિરાજે આ આભામ ડળના તેજસ્વી તારા છે. સ. ૨૦૩૭માં ખેડા શહેરમાં શ્રેષ્ઠિવ ખાબુભાઈ મણિલાલ શેઠે શ્રી સિદ્ધચક્રપુજન આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં ભણાવવાની આમંત્રણપત્રિકા કાઢી હતી. પૂજ્યશ્રીએ સિદ્ધચક્રનું ધ્યાન ધરતાં મહા સુદ બારશે વિહાર કર્યો. તેરશે ખાજા પધાર્યા. ચૌદશે સવારે બારેજાથી ખેડા જવા વિહાર કર્યાં અને એક સ્કુટર અથડાવાથી પૂજ્યશ્રીને ગંભીર અકસ્માત નડયો. સ્કુટર-સવારને ક્ષમા આપવા જાણે પળબે પળ ભાનમાં રહ્યા ને પછી તરત જ બેભાન થઈ ગયા. તાત્કાલિક અમદાવાદ-વાડીલાલ સારાભાઇ હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા; પણ તૂટીની કાંઈ છૂટી નહીં, તેમ સાંજના ૫-૧૦ કલાકે સ્વાઁગમન કર્યું. સમગ્ર શહેરમાં અને જોતજોતામાં આખા દેશમાં સમાચાર ફેલાઈ ગયા. જે સમયે શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવવાનુ` હતુ` તે મહા સુદ પૂનમે વિશાળ જનમેદની વચ્ચે પૂજ્યશ્રીના સ’સારીપણે કાકાના પિત્રાઈ ભાઈ લખમશી ઘેલાભાઇએ અગ્નિસંસ્કાર કર્યાં. પૂજ્યશ્રી પાછળ અસ`ખ્ય ગુણાનુવાદ સભાએ, અસખ્ય શાકસ`દેશાઓ મળ્યા, જે તેઓશ્રીની લોકપ્રિયતાના સાક્ષીભૂત બની રહ્યા. એવા એ આદરણીય આચાય ભગવંતને કોટિ કોટિ વંદના હૈ। ! સરળતા, સૌમ્યતા, સ્નેહાતા, ઉદારતા, નિસ્પૃહતાદિ ગુણગણાલંકૃત, અનેક ધ કાર્યોના પ્રણેતા : પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ સમતાભરી સાધુતા, ચંદ્રની ચાંદની જેવી શીતળતા અને ગિરિરાજ સમી સયમમગ્નતા સાથે નિખાલસતાને સુભગ સંયેાગ પૂ. આચાય પ્રવર શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજમાં જે રીતે જોવા મળે છે તેવા ભાગ્યે જ બીજે જોવા મળે. વર્ષો સુધીની વિશુદ્ધ સંયમસાધનાના પરિપાકરૂપે સમતા અને સહિષ્ણુતાના ગુણા પૂજ્યશ્રીના જીવનમાં આતપ્રેાત થઈ ગયા છે. સ્વસ્થ અને સમભાવપૂર્ણ પ્રકૃતિથી તથા ઊંચા આદર્શોથી જીવનને સતત શુભ કાર્યમાં પ્રવૃત્ત રાખતા આ આચાય શ્રી સાચે જ સ્નેહની સરવાણી સમા છે, અને એટલે જ એક વાર તેએશ્રીનું સાન્નિધ્ય માણનાર કદી પણ એમના દિવ્ય સ્નેહને વીસરી શકતુ નથી. તેઓશ્રીના જન્મ સ’. ૧૯૬૮ના અષાઢ વદ ૩ના દિવસે મેવાડના ઉદેપુર જિલ્લાના હતા. પિતા કસ્તુરચંદજી અને માતા કુંદનબેન ધાર્મિક પ્રકૃતિનાં હતાં. હતા. આળક ચુનીલાલ બાલ્યાવસ્થાથી જ સાવરેાના પરિચયમાં આવવા એમનામાં ઊંડે ઊંડે ત્યાગમય જીવનના કેડ જાગવા માંડયા હતા. અઢારમે વર્ષે ધધાથે સલુ'ખર ગામે થયે ધર્મે દિગમ્બર જૈન માંડયા હતા; અને 2010_04 Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ઉદેપુર આવ્યા, ત્યાં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવ્યા, અને વૈરાગ્યનાં બીજ અંકુરિત થઈ ઊઠયાં ! સં. ૧૯૮૭ના મહા વદ બીજને દિવસે રાજસ્થાનના નાડેલાઈ તીર્થે મુનિરાજ શ્રી સુમિત્રવિજયજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી પં. શ્રી અમૃતવિજયજી ગણિના શિષ્ય મુનિશ્રી દેવવિજ્યજી બનીને ત્યાગના માગે ડગ માંડ્યાં. " ગુરુનિશ્રામાં રહીને ગુરુદેવની ભક્તિ કરવા સાથે તપ-ત્યાગ અને સ્વાધ્યાયમાં આગળ વધતા રહ્યા. પૂ. શાસનસમ્રાટશ્રીની સેવામાં વર્ષો સુધી રહ્યા. સેવા-ભક્તિ દ્વારા તેઓશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દરમિયાન પૂ. આ. શ્રી વિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજની સેવા કરતાં કરતાં અધ્યયન શરૂ કર્યું. વ્યાકરણ, સાહિત્ય, અને આગમગ્રંથનો ઊંડો અભ્યાસ કર્યો. કુશળ કારીગરને હાથે કંડારાતા મનોરમ શિલ્પની જેમ તેઓશ્રીનું આત્મઘડતર થયું. પરિણામે, સં. ૨૦૦૭માં સુરેન્દ્રનગરમાં ગણિપદ અને અમદાવાદમાં પંન્યાસપદે સ્થાપવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૨૦માં ભાવનગરમાં પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહામહોત્સવ પૂર્વક ઉપાધ્યાયપદ અને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. આચાર્યપદ પ્રાપ્તિ પછી તેઓશ્રીએ સૂરિમંત્રના ચાર પ્રસ્થાનની આરાધના કરી. તે પછી પૂજ્યશ્રીને પુણ્યપ્રભાવ દિનપ્રતિદિન વધતું જ રહ્યો. પરિણામે, તેઓશ્રી હસ્તે અનેક ધર્મકાર્યો થતાં રહ્યાં. સં. ૨૦૨૬માં અમદાવાદના ચાતુર્માસ દરમિયાન ચાર શાશ્વતાજી, પુંડરીકસ્વામી અને ગૌતમસ્વામી આદિ બિંબોને ભવ્ય પ્રતિષ્ઠા–મહોત્સવ ઊજવા. સં. ૨૦૨૭ના ચાતુર્માસમાં અમદાવાદમાં જ શાહ કેલેની પાંચપળ જૈન ઉપાશ્રયમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન આદિ જિનબિંબને પ્રતિષ્ઠા-મહત્સવ ઊજવાય. સં. ૨૦૨૦માં દોલતનગર-બોરીવલીના ચાતુર્માસ વખતે પૂ. શાસનસમ્રાટશ્રીને જન્મશતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઊજવા. સં. ૨૦૨નું ચાતુર્માસ વિલે પાર્લેમાં થયું ત્યાર બાદ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં એક ગભારાના ત્રણ ગભારા કરીને પાલનપુર આદિથી આવેલા સંપ્રતિ મહારાજાના સમયનાં પ્રાચીન જિનબિંબોની પ્રતિષ્ઠા પાંચ સ્વામિવાત્સલ્ય તથા શાંતિસ્નાત્ર આદિ મહત્સવપૂર્વક ઊજવાઈ. સં. ૨૦૩૧માં ભાયખલામાં શાહ જીવરાજ રાજમલજી રાઠેડ તરફથી શ્રી ઉપધાન તપની આરાધના થઈ અને પૂજ્યશ્રીની નિશ્રામાં માળારોપણ પ્રસંગે ૨૧ છોડનું ઉજમણું થયું. પૂજ્યશ્રીના શિષ્ય પૂ. પં. શ્રી હેમચંદ્રવિજયજી ગણિ (હાલ આચાર્યશ્રી)ને ઉપાધ્યાયપદ તથા મુનિરાજશ્રી નિરંજનવિજયજી મહારાજને પ્રવર્તક પદવી આપવામાં આવ્યાં. સં. ૨૦૩૧ના પાયધૂનીના ચાતુર્માસ પછી મહા માસમાં શ્રી આદીશ્વર જિનાલયને ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાય અને ફાગણ માસમાં શ્રી ગેડીજી જિનાલયનું શિલારોપણ-મુહૂર્ત પૂજ્યશ્રીની નિશ્રામાં શાનદાર રીતે થયું. સં. ૨૦૩૨ના પાલીતાણાના ચાતુર્માસ દરમિયાન શા વરદીચંદજી ભલાજી માલવાડાવાળાએ ઉપધાન તપની આરાધના ઉદારતાથી કરાવી. સં. ૨૦૩૩ના મહા સુદ ૧ના દિવસે પિતાના શિષ્ય ઉપ૦ શ્રી હેમચંદ્રવિજયજી ગણિને આચાર્યપદ-પ્રદાન–મહોત્સવ અનેક પૂ. આચાર્ય ભગવંતોની નિશ્રામાં સમ્પન્ન થયે. સં. ૨૦૩૪માં રાજસ્થાનના ડુંગરપુર શહેરમાં ચોવીશ દેરીઓમાં જિનબિંબને પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. ત્યાર બાદ, સુરેન્દ્રનગર, શ્ર. ૧૨ 2010_04 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શાસનપ્રભાવક ભાવનગર, તલવાડા, ઉદયપુર આદિ સ્થળોએ પણ ધ્વજાદંડ અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવા ઊજવાયા. શ્રી રાણકપુરજી તથા આખુ તીર્થાદિના અનેક છરી પાળતા સંધેા નીકળ્યા. સ ૨૦૩૭માં પેાતાની જન્મભૂમિ સલુબરમાં જીર્ણોદ્ધાર પામેલ મંદિરમાં ભવ્ય અ ંજનશલાકા— પ્રતિષ્ઠા મહાત્સવ ઊજવાયેા. સ. ૨૦૩૮ના મહુવા ચાતુર્માસ દરમિયાન ૧૦ જિનબિંબના પ્રતિષ્ઠા મહાત્સવ થયે..શ્રેણીતપ-સિદ્ધિતપ-માસક્ષમણુ આદિ તપશ્ચર્યા અને તેની ઉજવણી પણ અન્મહાપૂજન આદિ ઊજવવાપૂર્વક ભવ્યતાથી થઈ. ત્યાંથી અમદાવાદ આવ્યા ને ત્યાં પુ. સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજીની ૧૦૦મી વ માનતપની ઓળીના પારણાના મહાત્સવ શેઠ જમનાભાઈના અગલે ૬૮ છેડના જમણાપૂર્ણાંક ભવ્યતાથી ઊજવાયા. સં. ૨૦૩૯ના અમદાવાદ પાંજરાપોળના ચાતુર્માસ દરમિયાન શ્રાવણ માસમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં પંચધાતુમય શ્રી સહસ્રકૂટ-શત્રુંજય તીર્થોવતાર અને શ્રી ગૌતમસ્વામી આદિના ભવ્ય અંજનશલાકા—પ્રતિષ્ઠા મહાત્સવ ઊજવાયા. ચાતુર્માસ બાદ શેઠ જમનાભાઇના બંગલે શેઠ ડાલાલ ગુલાબચંદ ખીમતવાળા તરફથી ઉપધાન તપની આરાધના થઇ. સ. ૨૦૪નું ચાતુર્માંસ પાલીતાણા કેશરિયાનજીગરમાં થયુ. આસે માસમાં શેઠ દીપકભાઈ શંકરચંદ તરફથી ઉપધાન તપની આરાધના થઈ. ચાતુર્માસ બાદ શ્રી વીરપટ્ટ પરંપરાની શુરુમૂર્તિ એની પ્રતિષ્ઠા થઈ તથા પૂ. આ. શ્રી વિજયર’ધરસૂરિજી મહારાજની ચરણપાદુકા તથા ગુરુમંદિરની સુંદર પ્રતિષ્ઠા થઈ. ઐતિહાસિક શ્રી ૧૦૮ સમવસરણ મહામદિરમાં ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહેાત્સવ ઊજવાયેા. ત્યાર પછી જ બૂઢીપ મંદિરના તથા પીપરલા-પ્રીતિ ધામના અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા. ત્યાંથી વિહાર કરીને અમદાવાદ થઈ ને રાજસ્થાન પધાર્યાં. ત્યાં અઢાદામાં શ્રી કેશરિયાજી ભગવાન આદિ જિનબિંબને પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ ૧૩ને દિવસે અપૂર્વ પ્રભાવનાપૂર્વક ઊજવાયા. સં. ૨૦૪૧નું ચાતુર્માસ અમદાવાદ એપેરા સેાસાયટીમાં થયું. પૂ. સાધ્વીજી શ્રી નયપ્રભાશ્રીજીની ૧૦૦મી વર્ધમાન તપની ઓળીના પારણાનો મહોત્સવ પૂ. આચાર્ય દેવશ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ તથા ચરિત્રનાયકશ્રીની નિશ્રામાં અનેક અનુષ્કાના પૂર્વીક ભવ્ય રીતે ઊજવાયા. ફાગણ માસમાં જેથી ગભાઇની વાડીમાં પાંચ ગણિવર્યાના પન્યાસપદ પ્રદાનના મહાત્સવ ઊજવાયા. વૈશાખ માસમાં સુરત-વડાચૌટામાં પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મહારાજની નિશ્રામાં પૂ. પં. શ્રી પ્રોાધચંદ્રવિજયજી ગણિને ઉપાધ્યાયપદ અને આચાર્યપદ પ્રદાનના મહાત્સવ ઊજવાયે. સ. ૨૦૪૨નું ચાતુર્માસ વિલેપાલે ( ઈસ્ટ ) જૈન સંઘની વિનંતીથી ત્યાં થયું. આખુ યે ચાતુર્માસ ધર્મ-આરાધનામય વ્યતીત થયું. પ`ચમાંગ શ્રી ભગવતીસૂત્રનાં દૈનિક વ્યાખ્યાનોથી સારી જાગૃતિ આવી. સં. ૨૦૪૩નુ. ચાતુર્માસ દોલતનગર-શ્રી વિજયઅમૃત સૂરીશ્વરજી જ્ઞાનમ ંદિર, સં. ૨૦૪૪નું ચાતુર્માસ માટુંગા-શેઠ જીવ સવજી જ્ઞાનમંદિર તથા સં. ૨૦૪પનું ચાતુર્માસ વિલેપાર્લે ( વેસ્ટ )–મહાસુખ ભવનમાં થયું. તે ચાતુર્માસેામાં અનેકવિધ આરાધનાઓ થઈ, વિવિધ મત્સવે થયા. તેમાં વિલેપાલે ( ઈસ્ટ )માં દલીચંદ ગિરધરલાલ દોશી પરિવારે ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના ખૂબ જ ભાવનાથી—ઉદારતાથી 2010_04 Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ કરાવી. ચારસો ભાવિકોએ એની કરી માટુંગાના ચાતુર્માસમાં મુનિશ્રી પુંડરીકવિજ્યજી મહારાજને શ્રી ભગવતીસૂત્રના ગોદ્વહન કરાવ્યા તથા ગણિપદ પ્રદાનને ભવ્ય ઉત્સવ ઊજવા. મુંબઈમાં ચાર ચમાસાં કર્યા પછી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યદેવસૂરીશ્વરજી સપરિવાર ઉગ્ર વિહાર કરી માલવાડા (જિ. જાલેર : મારવાડ) પધાર્યા. ત્યાંથી મહા સુદ ૧૧ના શુભ મુહૂર્ત તીર્થાધિરાજ શ્રી શત્રુજ્ય મહાતીર્થને ૩૫૦ માણસને છરી પાલિત સંઘ ૩૬ દિવસને ખૂબ જ વ્યવસ્થાપૂર્વક નીકળે. ગામોગામ ભવ્ય સામૈયાં, વ્યાખ્યાન, સંઘપૂજને, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન, જીવદયા આદિની સરવાણી જેદાર રીતે વહી. શ્રી પાલીતાણા શહેરમાં ફાગણ વદ ૧ને દિવસે થયેલ ભવ્ય પ્રવેશ ચિરસ્મરણીય બની રહે તેવો હતો. ત્યારે બાદ, સાવરકુંડલા જૈન વિદ્યાથીગૃહના નૂતન જિનમંદિરમાં પ્રભુજીને પ્રતિષ્ઠા–મહોત્સવ ભવ્ય રીતે ઊજવાય. ફાગણ વદ ૩ના સંઘપતિઓને તીર્થમાળ પહેરાવવામાં આવી. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ભાવનગરમાં થયું. શ્રી ધર્મચક્રતપની ૭૦૦ની સંખ્યામાં સામુદાયિક આરાધના, આંતરે આંતરે બિયાસણાની અપૂર્વ ભક્તિ, ટાઉન હેલમાં પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર્ય તથા મુનિરાજશ્રી રત્નસુંદરવિજયજી મહારાજના પાંચ | છ હજારની માનવમેદની વચ્ચેનાં જાહેર પ્રવચને, શ્રી ધર્મચક્રતની પૂર્ણાહુતિનો ભવ્ય વરઘેડા, સર્વસાધારણનું રૂ. દસ લાખનું કાયમી ભંડળ, મોટા દેરાસરે શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્યાતિભવ્ય અંગરચનાઓ વગેરે અવિસ્મરણીય કાર્યો થયાં. શા. રતિલાલ ગિરધરલાલ (ચાવાળા) પરિવારે ચાતુર્માસ પરિવર્તનને ઊજવેલો ભવ્ય પ્રસંગ પણ યાદગાર બની રહ્યો ! સં. ૨૦૪૭માં પિષ સુદ ૬ના શત્રુંજય ગિરિરાજના ઐતિહાસિક અભિષેક પ્રસંગમાં હાજર રહી ત્યાંથી રાજકોટ–પ્રલાદ પ્લેટ પધાર્યા. ત્યાં ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે શ્રી ગૌતમસ્વામી ભગવાન, શ્રી મણિભદ્રજી, શ્રી પદ્માવતીજીની પ્રતિષ્ઠા તથા બેન ચાંદની અને બેન સંગીતાની દીક્ષાના પ્રસંગે ભવ્ય રીતે ઉજવાયા. ત્યાંથી વિહાર કરી, વાંકાનેર–મોરબી થઈ કચ્છ-ભદ્રેશ્વરની નાની મોટી પંચતીથી તથા બીજી અનેક ગામની યાત્રા-સ્પર્શના ત્રણ મહિના સુધી કરીને પ્રહૂલાદ પ્લોટ જૈન સંઘની વિનંતીથી રાજેકેટ ચાતુર્માસ માટે પધાર્યા. ત્યાં મોક્ષદંડની ૧૬૦ની સંખ્યામાં સામુદાયિક આરાધના તથા અઠ્ઠમ તપની ૩૬૦ની વિશાળ સંખ્યામાં અખંડ જાપ સાથે આરાધના થઈ. લાખ નવકારને જાપ અનેક આરાધકોએ શરૂ કર્યો. ૪૫ આગમની પૂજા ભવ્ય વરઘોડા સમેત, ભવ્ય રીતે યાદ રહી જાય તેમ ભણાવવામાં આવી. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈની સાહિત્યસેવાને અનુમોદવાને સમારંભ સુંદર રીતે ઊજવાયે. તે પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી મેહનલાલ દેસાઈના “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” એ અપ્રાપ્ય પુસ્તકને પુનઃ પ્રકાશિત કરવા માટે પ્લેટ જેન સંઘ તરફથી એક લાખ રૂપિયાની સખાવતની જાહેરાત કરવામાં આવી. આમ, આ ચાતુર્માસ પણ અનેકવિધ શાસનપ્રભાવનાથી શોભી રહ્યું. - પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી પદ્યુમ્નવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી દર્શનવિજયજી, પૂ. મુનિશ્રી પુંડરીકવિજ્યજી, પૂ. મુનિશ્રી ચંદ્રકાતિવિજયજી, મુનિશ્રી ગુણશીલવિજયજી, પૂ. મુનિશ્રી રાજહંસવિયજી, પૂ. મુનિશ્રી ધર્મઘેષવિજયજી, 2010_04 Page #94 -------------------------------------------------------------------------- ________________ કર શાસનપ્રભાવક પૂ. મુનિશ્રી લલિતાંગવિજયજી, પૂ. મુનિશ્રી સુખાધવિજયજી, પૂ. બાલમુનિશ્રી રત્નકીતિવિજયજી, પૂ. બાલમુનિશ્રી પુણ્યકીતિવિજયજી આદિ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શેાભતા પૂજ્યવર ધર્મ ધજા લહેરાવી રહ્યા છે ! મરુધરદેશાદ્વારક, રાજસ્થાનદીપક, જૈનધમ દિવાકર, તીથ પ્રભાવક, શાસ્ત્રવિશારદ, સાહિત્યરત્ન, કવિકુલભૂષણ પૂ. આચાર્યશ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ ( આર્યાવત" અધ્યાત્મપ્રધાન દેશ છે, એમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની ભૂમિ સભૂમિ તરીકે સુખ્યાત છે. જેટલાં સતરત્ના આ ભૂમિએ અણુ કર્યાં છે તેટલાં કાઈ પ્રાંતે નહિ કર્યાં હોય ! આ ગુજરાતના મહેસાણા જિલ્લામાં દાદા ભટેવાજીની ઘેઘૂર છાયામાં વસેલા ચાણસ્મા ગામમાં સ ૧૯૭૩ના ભાદ્રપદ શુક્લદ્વાદશીના સુવર્ણ પ્રભાતે એક તેજ પુજતું અવતરણ થયું. પિતા ચતુરભાઈ અને માતા ચંચળબેનના આ લાડલા પુત્રરત્નનુ ધાર્મિક સંસ્કારેાથી લાલનપાલન થતુ રહ્યું. પુત્રનાં લક્ષણ પારણામાંથી—એ ન્યાયે બાળપણથી જ તેજસ્વિતા—સૌમ્યતા લલાટે ચમકતાં હતાં. એમાં માતાપિતાના સુસ’સ્કારોના ફળસ્વરૂપ માત્ર ૧૦ વર્ષની કુમળી વયે જ ચારિત્રના પાવન પંથે પ્રયાણ કરવાની ભાવના જાગી. અંતરની આ ભાવનાને યેાગાનુયેાગ વેગ મળતા ગયેા. સ. ૧૯૮૮માં ૧૫ વર્ષની કુમળી વયમાં આગારના ત્યાગ કરી, મેવાડની રાજધાની ઉયપુરની પાવન ધરતી પર અણુગાર જીવનને સ્વીકાયું. પૂ. શાસનસમ્રાટશ્રીના પાવનતમ નામથી કાણુ અજાણ્યુ હોય ! તેઓશ્રીના સાહિત્યસમ્રાટ શિષ્ય પૂ. પ્રવર્તક શ્રી લાવણ્યવિજયજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું. સંસારી ગાદભાઇ શ્રી સુશીલવિજયજી અન્યા, પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વરદ હસ્તે વડી દીક્ષા અપાઈ. સમય જતાં જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધિ થઈ, ક્રિયાની શ્રેષ્ઠતા વધી. યાગાદ્વહન બાદ સ. ૨૦૦૭માં વેરાવળમાં પૂજ્યશ્રીને ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા. એ જ વર્ષે વૈશાખ સુદ ત્રીજ–અક્ષયતૃતીયાને દિવસે અમદાવાદ-રાજનગરમાં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.) પૂજ્યશ્રી પ્રખર વિદ્વાન, સુંદર વક્તા, સમર્થ કવિ અને શાંતમૂર્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તેમ જ આગમાદિના તત્ત્વવેત્તા છે. સંયમનું સુંદર આરાધન, સમુદાયનું સંચાલન તેમ જ ગ્રંથરચના અને ગ્રંથસ'પાદનનાં કાર્યમાં તેએશ્રીની પ્રતિભા ઝળકી રહી છે. ૪૫ આગમાના યોગેન્દ્વહન વિધિ-સાવધાનીપૂર્વક અને ક્રિયારક્તતાએ કર્યા. જ્ઞાન અને સાધનાના યશ સાથે પૂ. ગુરુવની ૩૩ વર્ષ સુધી અખંડ અપ્રમત્તભાવે સેવા કરી. રાજસ્થાનની ધરતી પર વિચરી રહેલ આ વિરલ વિભૂતિને કવિદિવાકર પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સ. ૨૦૨૧ના મહા સુદ ત્રીજના દિવસે મુંડારા ગામે ઉપાધ્યાયપદ્મથી અલંકૃત કરવામાં આવ્યા અને સ. ૨૦૨૧ના મહા સુદ પાંચમને દિવસે તે જ પાવન ધરતી પર શાસનધુરાને વહન કરનાર તૃતીય પ–આચાય પદ પર આરૂઢ કરવામાં આવ્યા. 2010_04 Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ નિત્યસૂરિમંત્ર આરોધક : સં. ૨૦૨૧ના મહા સુદ પાંચમના દિવસે આચાર્યપદારૂઢ થયા ત્યારથી સૂરિમંત્રની એકચિત્તે અખંડ આરાધના ચાલી રહી છે, જેને આંક ૧૦,૧૦,૮૮૦ (દસ લાખ દસ હજાર આઠસે એંસી) થયો છે, જે હજી ચાલુ જ છે. સાહિત્યસાધના : સ્વાધ્યાય એ સાધુજીવનને પ્રાણ છે. એ જીવનમંત્ર જેમણે ઘડી રાખે છે એવા પૂજ્યશ્રી સંયમજીવનના પ્રવેશથી આજ દિન સુધી ૧૦૦૦ લેકને સ્વાધ્યાય સાથે મહાપ્રભાવિક નવસ્મરણ કષિમંડલાદિ મહાતેત્ર તથા તત્વાર્થાધિગમસૂત્રાદિ પ્રમોદતાથી કરી રહ્યા છે, જેને આંક વિચારીએ ૨,૧૬,૦૦,૦૦૦ (બે કરોડ સોળ લાખ) થવા જાય છે. પ્રતિદિન સાત કલાક કલમ ચાલે છે. આજ સુધીમાં ૧૦૮ ગ્રંથનું સર્જન થઈ ચૂકયું છે, અને હજી એ કાર્ય ચાલુ છે. કુશળ કાર્યદક્ષતાઃ ૧૦૧ પ્રતિષ્ઠાના અમૃતવર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. અનેક શિષ્યપ્રશિષ્ય પરિવારસહ રાજસ્થાનની ધરાને ધર્મથી નવપલ્લવિત કરી રહ્યા છે. યુવાનોને પણ શરમાવે તેવી પૂજ્યશ્રીની કાર્યનિષ્ઠા, કાર્યદક્ષતા, કાર્યકુશળતા અને અપ્રમત્તતા છે. તેઓશ્રીની ગ્રંથરચનાશક્તિ અદ્ભુત છે. લેખન માટે પેન્સિલ સિવાય અન્ય સાધનોને ઉપગ કર્યો નથી. ક્રિયા એ જ જીવનની સ્વસ્થતા અને સાર્થકતા છે એમ માનતા પૂજ્યશ્રી ખરે જ શાસનને શણગાર છે. વંદન હજો એ ગુરુદેવને ! ગુણાનુરાગી, સરલ પરિણામ, શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયયાનંદસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ કરાંચી શહેરમાં માતુશ્રી અચરતબેનની કુક્ષીએ અને પિતાશ્રી મણિલાલ કપાસીને ગૃહે સં. ૧૯૭૨ના કારતક સુદ ૭ને શુભ દિને થયે. જન્મનામ હતું જ્યન્તીલાલ. પિતાની તબિયત સારી નહીં રહેવાથી પાંચ વર્ષ પછી કુટુંબ મૂળ વતન ચૂડા રહેવા આવ્યું. તેથી જયંતીભાઈ એ ગુજરાતી અભ્યાસ ચૂડામાં અને અંગ્રેજી અભ્યાસ લીંબડી બોડિ•ગમાં રહીને કર્યો. ત્યારબાદ પાલીતાણામાં જેન બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વ્યાવહારિક તેમ જ ધાર્મિક અભ્યાસ કર્યો. એનાથી તેમની ધર્મવૃત્તિ વધુ ને વધુ વિકાસ પામતી ચાલી. ધર્મ પ્રત્યેની જ્ઞાનપિપાસા તીવ્ર થઈ રહી. પરિણામે એનાથી પણ વિશેષ ધર્માભ્યાસ માટે મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાડશાળામાં દાખલ થયા અને ત્યાં ધાર્મિક, સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય, તર્ક, પ્રાકૃત આદિ અભ્યાસમાં ખૂબ આગળ વધ્યા. પાલીતાણા અભ્યાસ સાથે જ જપ-તપ પણ વિકસતાં જતાં હતાં. તેમણે બાર વર્ષની કુમળી વયે ઉપધાન તપ વહન ક્ય. એટલી નાની વયે આવું તપ કરનાર તેઓ એક જ હતા. આ સમયગાળામાં તેમને ન્યાયવિશારદ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને વૈરાગ્યની જ્યોત પ્રગટી ઊઠી ! સંસારની અસારતાનું સત્ય સ્વરૂપ સમજાયું અને સંયમ 2010_04 Page #96 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સ્વીકારવા રેમ રોમ સજ્જ થયા! પરંતુ માતાપિતાએ પિતાના પુત્રની નાની વયને લક્ષમાં લઈને અનુમતિ નહિ આપતાં, વૈરાગ્યરંગને વધુ પાકે કરવા, પૂ. શાસનસમ્રાટશ્રીએ પૂ. આચાર્ય શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી પાસે ઉદયપુર મોકલ્યા. પ્રાંતે પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે સં. ૧૯૮૮ના માગશર સુદ ૩ના દિવસે કેશરિયાજી તીર્થમાં દીક્ષા થઈ. પૂ. આ. શ્રી વિજય દર્શનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી જયાનંદવિજ્યજી નામે ઘેષિત થયા. પૂ. ગુરુદેવશ્રીના સહવાસ દરમિયાન વૈયાવચ્ચ ભક્તિ તેમ જ કાશીના વિદ્વાન પંડિતે પાસે વિશેષ ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રાદિના અભ્યાસ કર્યા. ઉપરાંત, પૂ. ગુરુમહારાજ સાથે રહીને દરેક સૂત્રોના ગોદ્વહન કર્યા. સં. ૨૦૦૭ના મહા સુદ પાંચમે સુરેન્દ્રનગરમાં ગણિપદ તથા સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી અલંકૃત થયા. પૂ. આચાર્યદેવ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૨૧ના મહા સુદ ૩ને દિવસે ઠાઠમાઠથી જિનેન્દ્રભક્તિ મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયપદ અને મહા સુદ પાંચમને દિવસે આચાર્યપદ વરતેજ (ભાવનગર) મુકામે ખૂબ ધામધૂમથી પ્રદાન કરવામાં આવ્યાં. પૂજ્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની વ્યાખ્યાનશૈલી ખૂબ જ સુંદર હતી. નાનામાં નાની વયના શ્રોતાને ઉચ્ચ સાહિત્યને અને ગહન વીતરાગવાને સરળ અને સાદી ભાષામાં સમજાવવા એ શૈલી સફળ અને સમર્થ હતી. અચ્છા શિક્ષકની અદાથી તેઓશ્રી શ્રાવક-શ્રાવિકાઓને ધર્મજ્ઞાન આપતા હતા. પૂજ્યશ્રી દીક્ષા પર્યાયના પ૭મા વર્ષે તથા જીવનયાત્રાના ૭૪મા વર્ષે કાળધર્મ પામ્યા. ગુણાનુરાગી દષ્ટિ-વૃત્તિ, ભદ્રિતા, સહનશીલતા આદિ ગુણોને લીધે પૂજ્યશ્રી શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં અલગ તરી આવતા. કેટિ ફેટિ વંદન હજે એ ગુરુદેવને ! (સંકલન: મુનિશ્રી મહાયશવિજયજી). વ્યાકરણવિદ્યાવારિધિ, જ્યોતિર્વિદિનમણિ, દર્શન સાહિત્યના મર્મજ્ઞ, સમર્થ કાવ્યરચનાકાર, સમતાના સાગર ઃ પૂ. આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ ત્યાગ અને વૈરાગ્યની, જ્ઞાન અને સંસ્કારની, ધર્મ અને તપની, નમ્રતા અને પ્રસન્નતાની જીવતી-જાગતી મૂતિ એટલે પૂ. આ. શ્રી વિજયધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ. જેનશાસનના ઈતિહાસમાં અનેક વિભૂતિમત્તા પ્રકાશે છે તેમાં પૂજ્યશ્રીનું નામ પણ અવિચળ ઝળકે છે. તેઓશ્રીના સ્વાધ્યાય-તપથી પ્રાપ્ત થયેલા ધર્મ-જ્ઞાનના ગ્રંથ અને શાસનપ્રભાવનાથી પ્રેરાઈને કરેલાં અગણિત ધર્મકાર્યો તેમની બહુમુખી પ્રતિભાના પરિચાયક છે. તેઓશ્રીનું મૂળ વતન ઝાલાવાડમાં મૂળી પાસેનું ખાટડી ગામ. પિતા શાહ પીતાંબરદાસ જીવાભાઈ ધંધાર્થે ભાવનગર આવી વસ્યા. એમનાં બીજાં પત્ની સાંકળીબેનનું ભાવનગરમાં પિયર હતું. સં. ૧૯૭૪ના ચૈત્ર 2010_04 Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ૫ વદ પાંચમને દિવસે સાંકળીબેનની કુક્ષીએ એક પુત્રરત્નનો જન્મ થયેા. થાનામગુણ બાળકનુ નામ ધીરજલાલ રાખવામાં આવ્યું. માતા સાંકળીબેન બાળકના જીવનઘડતરમાં ખૂબ જ રસ લેતાં હતાં. પરંતુ દૈવયેાગે એમનું દુઃખદ અવસાન થયું. ધીરજની વય ત્યારે માત્ર આઠ વર્ષની હતી. માતાવિહોણા બાળક પર પિતાની અપાર પ્રીતિ હતી, પરંતુ તેઓ તેમના પર પૂરતું ધ્યાન આપી શકતા નહીં. પરિણામે ધીરજને તેમના મામા એગલેર લઈ ગયા. ત્રણેક વર્ષ એંગલેારમાં રહીને ધીરજલાલ વતન પાછા આવ્યા ત્યારે પિતા પાલીતાણામાં રહેતા હતા. તેથી ધીરજને શ્રી ચશેોવિજયજી જૈન ગુરુકુળમાં ભણવા મૂકવા. અને ત્યારથી ખળકની મનોવૃત્તિમાં વૈરાગ્યનાં અંકુરો ફૂટવા માંડયા. સ. ૧૯૮૫માં પૂ. પં. શ્રી અમૃતવિજયજી ગણુિને સમાગમ થતાં પિતા–પુત્રની વૈરાગ્યભાવના વધુ બલવત્તર બની. અને સ. ૧૯૮૮ના મહા સુદ ૧૦ને શુભ દિને જાવાલ ક્ષેત્રના ઉત્સાહી શ્રીસંઘના મહોત્સવ વચ્ચે પૂ. શાસનસમ્રાટશ્રીના આશીર્વાદ સાથે પિતાપુત્ર દીક્ષા ગ્રહણ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુણ્યવિજયજી નામે પૂ. ૫. શ્રી અમૃતવિજયજીના શિષ્ય બન્યા અને ધીરજલાલ મુનિશ્રી ધુર ંધરવિજયજી નામે મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્ય જાહેર થયા. અને સાચે જ આગલાં વર્ષોમાં પૂ. મુનિવર ધર ધર તરીકે સંત્ર પકાઇ ગયા ! દીક્ષા પછી પૂજ્યશ્રીના મામાએ પેાલીસ કેસ કરીને મેટું વિઘ્ન ઊભું કર્યું હતું. એવા વાતાવરણમાં યે તેઓશ્રી અડીખમ રહ્યા. ઊલટુ', સંયમસાધના વધુ તીવ્ર બનતી ચાલી. એ સમય દરમિયાન અમદાવાદમાં ૩૪ દિવસનુ ઐતિહાસિક મુનિસ`મેલન યોજાયુ.. એમાં પૂજ્યશ્રીને અસંખ્ય ધુરંધર આચાર્યાંના સહવાસમાં રહેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયે.. એમાંયે પૂ. શાસનસમ્રાટશ્રીની સેવામાં રહેવાના મુઅવસર પ્રાપ્ત થતાં તે તેઓશ્રી ધન્ય બની ગયા. પૂ. શાસનસમ્રાટશ્રી રત્નપારખુ હતા. તેઓશ્રીએ આ પ્રતિભાને પિછાણી અને એના ચાગ્ય વિકાસ થાય એવું આયેાજન કર્યુ. આચાર્ય ભગવંતા સાથે ચાતુર્માસ અને સઘનાં આયેાજને થતાં રહ્યાં અને બીજી બાજુ આ મુનિવરને અભ્યાસ પણ વિકસતો રહ્યો. બહુ એછા સમયમાં તેઓશ્રીએ પડિત શશીનાથ ઞ પાસેથી નવ્ય ન્યાયના મુક્તાવલી પછીના માથુરી, પ’ચલક્ષણી, સિંહવ્યાઘ્ર, જાગદીશી, સિદ્ધાંતલક્ષણ આદિ ગ્રા, સાહિત્યમીમાંસાના ગ્રંથો, સંસ્કૃત મહાકાવ્યે આદિનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત ભાષા પર અનન્ય કાબૂ જમાવ્યેા. સસ્કૃતમાં પત્રલેખન અને કાવ્યરચના સહજ બની રહ્યા. પૂજ્યશ્રી સસંસ્કૃતમાં સરળતાથી બેલી પણ શકતા હતા ! પરિણામે, પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને ૧૭૫ ક્ષેાકેાનુ શિખરિણી છંદમાં રચેલ', અન્ય દૂતકાવ્યા સમુ' · મત ' ખંડકાવ્ય રચી મેાકલ્યું. આ સમયમાં જ તેઓશ્રીએ હેમચંદ્રાચાય વિરચિત કાવ્યાનુશાસન અને શબ્દાનુશાસનના ઊંડા અભ્યાસ કર્યા હતા, એટલે આ કૃતકાવ્યમાં તેઓશ્રીની કાવ્યકુશળતા ઉત્તમ રીતે નીખરી આવી. અધ્યયનપ્રીતિ તીવ્રતર હોવાથી સ. ૧૯૯૪ના ખંભાતના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી અગ્રેજી પણ શીખ્યા અને તેહ્તાયની વાર્તાએ અને શેકસપિયરનાં નાટકોને અભ્યાસ કર્યાં. આમ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત, મરાઠી, અંગ્રેજી આદિ અનેક ભાષાએ પૂજ્યશ્રીને સહજસાધ્ય બની. અનેકાનેક મહાગ્રંથાના અધ્યયનથી તેઓશ્રીની પ્રતિભા પણ ફેલવતી બની. પરિણામ સ્વરૂપ, પૂજ્યશ્રીએ શતાધિક 2010_04 Page #98 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ગ્રંથની રચના કરી. જેમાં, શ્રી સિદ્ધહેમ–સરસ્વતી, લક્ષણવિલાસવૃત્તિ, સધિવિનોદપંચદશી, નિહૂનવવાદ, નયવાદ, આત્મવાદ, દ્રવ્યાનુયેગની મહત્તા આદિ ન્યાય અને દર્શનના ગ્રંથ છે. ઈન્દુદ્દતટીકા, સાહિત્યશિક્ષામંજરી, મયૂરદૂતમ, શ્રી નેમિસ્તવ, શ્રી વર્ધમાન મહાવરાષ્ટકમ, સતીસૂક્ત છેડષિકા, આત્મબોધપંચવિંશતિકા, પંચપરમેષ્ઠિ ગુણમાલા આદિ સંસ્કૃત કાવ્યસાહિત્યના ગ્રંથ છે. પરમાત્મ–સંગીતરસ–સ્રોતસ્વિની, શ્રી આદિજિન પંચકલ્યાણક પૂજા, વિચારસૌરભ, સ્વાધ્યાય-રત્નાવલિ, હિતશિક્ષાછત્રીસી, શંબલ, વિમર્શ, ઉન્મેષ, દર્શન, દર્પણ, માંડવગઢની મહત્તા, સજજનશતક આદિ ગુજરાતી ગ્રંથ છે. અર્ધશત પ્રકાશિત ગ્રંથ છે, તે એટલા જ અપ્રગટ ગ્રંથે પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. એમાં આઠ મરણની પાદપૂતિના પ્રકાશથી તે પૂજ્યશ્રીની અપ્રતિમ પ્રતિભા પરિચય મળી રહે છે. આમ, સતત વિહાર અને અનેક પ્રકારનાં ધર્મકાર્યો વચ્ચે પણ તેઓશ્રીએ દર્શન સાહિત્યનાં આ અગણિત ગ્રંથો લખીને આશ્ચર્ય ખડું કર્યું છે ! દક્ષા થઈ ત્યારે માત્ર ૧૩ વર્ષના બાળમુનિ શ્રી ધુરંધરવિજ્યજી મહારાજમાં કઈ વિશેષતા દેખાતી નહોતી. એકવડે બાંધે, ઘઉંવર્ણ સામાન્ય શરીર, સાવ મિતભાષી અને એકાકી પ્રકૃતિને લીધે સામાન્ય છાપ પડતી હતી. પરંતુ પૂજ્યપાદ ગુરુદેવશ્રીને સહવાસ અને અન્ય આચાર્યદેવ પાસેથી માર્ગદર્શન પામીને સત્તરમા વર્ષે તે એક પ્રભાવશાળી મુનિવર તરીકે સમગ્ર સમુદાય પર અનોખી છાપ અંકિત કરી આપી. એ છાપ ઉત્તરોત્તર વિકસતી ચાલી. પૂજ્યશ્રીએ કરેલાં ગુજરાત–મુંબઈનાં મુખ્ય શહેરનાં ૪૬ ચાતુર્માસ એના જીવતાંજાગતાં પ્રમાણપત્ર છે કે તેઓશ્રીની ઉપસ્થિતિ હોય ત્યાં મહામહેસવપૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપન, સંઘયાત્રા આદિને અનેકાનેક ઉત્સવ ઊજવાયા જ હેય. આવી અપૂર્વ શાસનપ્રભાવનાના ફળસ્વરૂપ પૂજ્યશ્રીને સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને દિવસે ગણિપદવી અને વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે પંન્યાસપદવી અર્પણ કરવામાં આવી. વિરલ એ ભવ્ય ઉત્સવ મુંબઈ મુકામે સં. ૨૦૨૧ના મહા સુદ 8ને સોમવારે ઊજવાયું હતું, જ્યારે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવાનું ફરમાન શાસનશણગાર, ગીતાર્થગણમુકુટમણિ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજે અને પરમ શાસનપ્રભાવક જ્યોતિષશાસ્ત્ર પારંગત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજે કર્યું. દસ દિવસ ચાલેલા આ મહોત્સવમાં અનેક પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં જૈન અને જૈનેતર મહાનુભાવોએ હાજરી આપી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીથી માંડીને અનેક મહાપુરુષોએ પૂજ્યશ્રીને અભિવાદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભારતભરના વિશિષ્ટ વિદ્વાનોએ અભિનવ આચાર્યશ્રીને ૧. વ્યાકરણવિદ્યાવારિધિ, ૨. સિદ્ધાંતભારતી, ૩. દર્શનચિંતામણિ, ૪. કવિશિરોમણિ અને પ. જાતિવિદિનમણિ જેવી ઉપાધિઓથી નવાજ્યા હતા. આચાર્યદેવના જીવનક્રમમાં સહજ બની ગયેલાં સામાન્ય કાર્યો તે પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં જ રહેતાં હતાં. પરંતુ યથાના ધુરંધર કાર્ય ન થાય તે નામ દીપે નહીં. એવાં 2010_04 Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ કાર્યોમાં પૂજ્યશ્રીની દેખરેખ નીચે પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં જૈન સંઘના ભવ્ય વારસાને દર્શાવતા અને શ્રમણુપરંપરાના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા “કેસરિયા વીરપરંપરાપ્રાસાદ નામે વિશાળ ચૈત્યનું નિર્માણ એ મુખ્ય છે. સખત અને સતત પરિશ્રમને પરિણામે હોય કે ગમે તેમ, સં. ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી જોખમાઈ કેન્સરનું નિદાન થયું. છતાં તેઓશ્રીની પ્રવૃત્તિઓમાં સહેજે શિથિલતા ન આવી. વ્યાધિ વધતે ચાલે. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. ત્યાં વ્યાધિની વેદનાએ માજા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ સુધી આ વ્યાધિની અશાતના સહન કરતા રહ્યા. વૈશાખ વદ ૧૨ને દિવસે શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ અને સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા. પરંતુ અપૂર્વ ગુણગરિમાથી એપતી તેઓશ્રીની યશકાયા તે યાવચંદ્રદિવાકરી અમર છે. ૬૦ વર્ષના અલ્પ આયુષ્યમાં ૪૭ વર્ષ સુદીર્ઘ દક્ષા પર્યાય પાળી, ૧૩ વર્ષના સૂરિપદપર્યાયમાં એક દષ્ટિમાં ન સમાય તેવાં અને તેટલાં વિવિધ અને વિશાળ કાર્યો કરી ગયા ! ઉત્તમ કેન્ટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, આદર્શ કેન્ટિની સંયમ-સાધનાસ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા–સત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય જીવનયાત્રા પૂર્ણ કરી ગયા. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિ, અગણિત ગુણાનુવાદસભાઓ, અસંખ્ય શોકાંજલિઓ આદિએ તેઓશ્રીની મહાનતાનાં દર્શન કરાવ્યાં. પૂ. મુનિશ્રી ધર્મવિજયજી, મુનિશ્રી મનોવિજયજી, પૂ. પં. શ્રી કુંદકુંદવિજયજી, પૂ. પં. શ્રી સિદ્ધસેનવિજ્યજી, પૂ. પં. શ્રી ધર્મધ્વજવિજ્યજી, મુનિશ્રી હરિષણવિજ્યજી, મુનિશ્રી વિદ્યાધરવિજયજી, મુનિશ્રી અમીવિજ્યજી આદિ શિષ્ય પરિવાર અને તેઓશ્રીના પ્રશિષ્ય-પરિવારને વિશાળ વાર મૂકી ગયેલા આ આચાર્યભગવંતની શાસનસેવા અજરામર બની ચૂકી છે ! કટિ કોટિ વંદન હ એ શાસનપ્રભાવક શ્રી ગુરુભગવંતને ! જૈનસાહિત્યના પ્રકાશનમાં અપૂર્વ રસ લઈ રહેલા પ્રભાવશાળી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૭૦ના શ્રાવણ સુદ પાંચમ ને બુધવારે ગુજરાતના દહેગામ પાસે હસેલી ગામે થયે હતું. તેમનું જન્મનામ પિપટલાલ હતું. પિતા નગીનદાસ ગગલદાસ મૂળ વડેદરા પાસે ડભેડાના વતની હતા, પણ ધંધાર્થે અમદાવાદ આવીને જૂના મહાજનવાડે રહેતા હતા. પોપટલાલે ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધારણ શેઠ મનસુખભાઈ ભગુભાઈની સ્કૂલમાં ધાર્મિક શિક્ષણ સાથે પૂરાં કર્યા ત્યાં ચરિત્ર લેવાની ભાવના દઢ થઈ ચૂકી હતી. અભ્યાસ દરમિયાન જ દંડક, અતિચાર અને સ્નાત્રપૂજને અભ્યાસ પૂર્ણ ભાવના સાથે આત્મસાત્ કર્યો હતો. તેમની આ શુભ વૃત્તિને સારો પ્રભાવ પડ્યો અને પિતાશ્રીએ તેમને રાજીખુશીથી સંયમ સ્વીકારવાની સંમતિ આપી. સં. ૧૯૮૯ના મહા સુદ ૧૧ને દિવસે મહામહોત્સવપૂર્વક શ્ર૧૩ 2010_04 Page #100 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશસહ દીક્ષા આપવામાં આવી. મહા વદ ને દિવસે મુનિશ્રી મહેદયવિજયજી હસ્તે વડી દીક્ષા થઈ. સં. ૨૦૦૯ના ચૈત્ર વદ ૧૩ને દિવસે ગણિપદ અને વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે ૧૬ ગણિવર્યો સાથે પંન્યાસપદથી વિભૂષિત થયા. સં. ૨૨૩ના પિષ સુદ ૧૧ને દિવસે દેલતનગર-મુંબઈમાં ભવ્ય ઉપધાનની માળ પ્રસંગે પૂ. આચાર્યશ્રી વિજયસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પૂ. આ. શ્રી વિજય મેરુ પ્રભસૂરિજીના વરદ હસ્તે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજને શૈશવથી જ ધર્મવિષયક વાચનમનનની વિશેષ રુચિ હતી. તેથી સંયમ સ્વીકાર્યા પછી આરંભના ચાતુર્માસ દરમિયાન જ તેઓશ્રીએ કર્મગ્રંથ “ક્ષેત્રસમાસ” અને “હેમલઘુપ્રક્રિયા' વ્યાકરણને ગહન અભ્યાસ કર્યો. . આ અભ્યાસના પરિપાક રૂપે આગળ જતાં તેઓશ્રીએ “હેમલઘુપ્રક્રિયા ટિપ્પણ”, “શાંતિનાથ ચરિત્ર” ભાગ-૩ પર ગુજરાતી ટીકા, “શાંતિનાથ પૂજા’, ‘ઉપદેશસારનું ગુજરાતી ભાષાન્તર વગેરે ગ્રંથે પ્રગટ કર્યા અને ધર્મ પ્રચારાર્થે સાધુ-સાધ્વીઓમાં પ્રસાર્યા. પૂજ્યશ્રી ગુજરાત, માળવા, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં અવિરત વિહાર કરતા રહ્યા છે. અમદાવાદ, પાલીતાણા, જૂનાગઢ, જેસલમેર, ફલેધિ, બીકાનેર, મુંબઈ, પૂના આદિ નગરમાં તેઓશ્રીનાં પ્રભાવશાળી ચાતુર્માસ થયાં છે. તેઓશ્રીની નિશ્રામાં ઉપધાન અને કામસેટ-ખંડાલામાં ભવ્ય પ્રતિષ્ઠા–મહેન્સ ઊજવાયા છે. સં. ૨૦૨૦માં . . સેનેટરીમાં આની શાશ્વતી આયંબિલની ઓળીમાં સિદ્ધચક મહાપૂજન તથા વિજ્ઞપ્તિ સ્થાનક પૂજન તેમ જ (અષ્ટોત્તર) બૃહદ્ શાંતિસ્નાત્ર આદિ થયાં છે. આમ, અર્ધશતાબ્દી ઉપરને તેઓશ્રીને દીક્ષા પર્યાય અનેકવિધ રીતે ધર્મધુરાને વહન કરવામાં કાર્યરત રહ્યો છે એ આનંદપ્રદ ઘટનાને જયજયકાર દ્વારા વધાવી રહીએ! અને પરમ પ્રભાવક પૂજ્યવરનાં ચરણમાં શતશઃ વંદન કરીએ !! દક્ષિણ ભારતના શાસનપ્રભાવક; પદ્માવતી દેવીના મહાન ઉપાસક : પૂ. આચાર્યશ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ શાસનશણગાર પૂજ્ય આચાર્યદેવ શ્રી વિશુભંકરસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૨માં ગોધરા મુકામે થયો. પિતા શાહ વાડીલાલ શંકરલાલ અને માતા માણેકબહેનના ગૃહે ભાદરવા વદ ૭ને દિવસે જમ્યા. માતાપિતાના ચાર પુત્રમાં પૂજ્યશ્રી બીજા હતા. તેમનું સંસારી નામ શાંતિલાલ હતું. શાંતિલાલ નાનપણથી જ ભદ્રિક, સરળ અને ધર્મવૃત્તિ ધરાવતા સ્વભાવવાળા હતા. એમાં રાજનગર–અમદાવાદમાં પ. પૂ. આ. શ્રી વિજયશોભદ્રસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને સંયમના રંગે રંગાયા. સં. ૧૯૧ના જેઠ વદ ૧ને દિવસે મહુવા બંદરે પૂ. શાસનસમ્રાટશ્રીને વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી, પૂ. આ. શ્રી વિજયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી શુભંકરવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા અંગીકાર કરી સ્વાધ્યાય, ગુરુભક્તિ, વૈયાવચ્ચમાં ઓતપ્રેત બની ગયા. પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી 2010_04 Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર મહારાજ પાસે સંસ્કૃત-પ્રાકૃતના વિવિધ ગ્રંથને અભ્યાસ કર્યો. કર્મગ્રંથાદિને પણ એવો જ ગહન અભ્યાસ કર્યો અને ટૂંક સમયમાં જ દ્રવ્યાનુયાગજ્ઞ બન્યા. મહારાષ્ટ્ર, કર્ણાટક આદિ દક્ષિણ ભારતના પ્રદેશમાં ઘણે સમય વિચર્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી ગોધરામાં શાસનદેવી પદ્માવતીજીનું ભવ્ય મંદિર, જૈન ભેજનશાળા, ધર્મશાળા, આયંબિલશાળા, શુભંકર-સૂર્યોદય જ્ઞાનમંદિર, યશભદ્ર-શુભંકર જ્ઞાનશાળા, રાયણપાદુકા તથા ગુરુમંદિર આદિ ધર્મસ્થાને-નિર્માણકાર્યો કરાવ્યાં. પૂજ્યશ્રી પદ્માવતીદેવીના મહાન ઉપાસક છે. પૂજ્યશ્રીના હસ્તે લગભગ ૨૮ ૩૦ વાર ઉપધાન તપની આરાધના થઈ છે. પૂજ્યશ્રીના પાંચ સમર્થ શિષ્ય વર્તમાનમાં ભવ્ય શાસનપ્રભાવના કરતાં વિચરી રહ્યા છે. હાલમાં નાદુરસ્ત તબિયત હોવા છતાં પૂજ્યશ્રી ચુસ્તપણે ધાર્મિક ક્રિયાઓનું પાલન કરે છે અને નિયમિત દિનચર્યામાંથી પસાર થાય છે. એવા ગુણાલંકૃત આચાર્ય દેવેશને કેટિશઃ વંદના ! સ્વાધ્યાયપ્રિય, સમભાવી સાધુવર પૂ. આચાર્યશ્રી વિજયપરમપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના પટ્ટધર કવિરત્ન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રી વિજય પરમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેઓશ્રીને જન્મ સં. ૧લ્પ૭ના ચૈત્ર સુદ ૧૫ ને દિવસે રવાડ (સૌરાષ્ટ્ર )માં થયે હતો. તેમનું મૂળ વતન લીંબડી હતું. તેઓશ્રી સંસારીપણામાં હતા ત્યારે પૂ. શાસનસમ્રાટ શ્રી તથા પૂ. ગુરુદેશ્રીની અમૃતવાણીનું પાન કરતાં સંસારની અસારતા ઉભવી અને દીક્ષાની ભાવના જાગી. આ ભાવ પરિપકવ કરવા માટે સં. ૧૯૯૧-૧૯૯૨માં મહેસાણા–ચશેવિજ્યજી સંસ્કૃત પાઠશાળામાં રહ્યા. અભ્યાસમાં સંસ્કૃત વ્યાકરણ, તત્ત્વજ્ઞાન આદિ વિષયોમાં સર્વ વિદ્યાથીઓમાં આગળ રહેતા. સં. ૧૯૯૩ના મહા સુદ ૧૦ના દિવસે કપડવંજમાં ઠાઠમાઠપૂર્વક સંયમ અંગીકાર કરી મુનિશ્રી પરમપ્રભ વિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. ગુરુદેવશ્રીની છત્રછાયામાં રહીને વૈયાવચ્ચ તથા શાસ્ત્રાદિના અભ્યાસમાં તરબોળ થઈ ગયા. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને તેઓશ્રી વિશે કંઈ પૂછવા આવે તો પૂ. શાસનસમ્રાટથી કહેતા, “જેના હાથમાં પુસ્તક હશે તે પરમપ્રવિજય.એવી તે પૂ. શાસનસમ્રાટશ્રી પાસેથી પ્રશંસા પામ્યા હતા ! પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠાઓ, સંઘો, અનુષ્ઠાને આદિ ઘણાં નાનાં-મોટાં કાર્યો થયાં. પરિણામે, સં. ૨૦૧૪માં બોટાદમાં ગણિપદથી, સં. ૨૦૨૩માં પાલીતાણામાં ઉપાધ્યાયપદથી અને સં. ૨૦૨૯માં સુરેન્દ્રનગરમાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. આચાર્ય પદ ગ્રહણ કરીને પણ પૂજ્યશ્રીની ધર્મપ્રવૃત્તિઓ અવિરત વિકસતી જ રહી. આનંદની વાત એ છે કે પૂજ્યશ્રીને ઘણા સમયથી પાલીતાણા–તીર્થાધિરાજ સિદ્ધગિરિની યાત્રા કરવાની ભાવના હતી. પાલીતાણા પધાર્યા અને ગિરિરાજના દર્શનથી જ હૃદયમાં આનંદ-આનંદની ઊમિઓ ઊમટી 2010_04 Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શાસનપ્રભાવક આવી ! ઘણું ભાવપૂર્વક શ્રી આદીશ્વરદાદાની યાત્રાઓ કરી. ચાતુર્માસ માટે ઘણા સંઘની વિનંતીઓ હતી. તેમાં લીંબડી સંઘના પુણ્યબળે, સં. ૨૦૩૮માં છેલ્લે જેઠ સુદ પાંચમને દિવસે ગિરિરાજ પર યાત્રા કરી પ્રયાણ કર્યું. પાલીતાણાથી વિહાર કરી કદંબગિરિ આદિ ગામે થઈ તળાજા પધાર્યા. તે જ દિવસે સાચાદેવ સુમતિનાથ ભગવાનની યાત્રા કરી. ત્યાર બાદ સં. ૨૦૩૮ના જેઠ સુદ ૧૪, તા. પ-૬-૮૨ને શનિવારે સાંજે પ-૧૧ વાગ્યે શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતાં, શ્રી અજિતશાંતિ સ્તવન સાંભળતાં સાંભળતાં ૮૨ વર્ષની વયે ૪૬ વર્ષને સંયમપર્યાય પાળી કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી સમભાવ-સહનશીલતાની મૂતિ હતા. મુનિવર્ય શ્રી મહાયશવિજયજી તેઓશ્રીની અખંડ સેવાભક્તિ કરતા હતા. એવા પૂજ્યવરને કેટિશઃ વંદના ! શાન-સાધનાના શણગાર રૂપ પૂ. આચાર્ય શ્રી વિજયમહિમાપ્રભસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય શ્રી વિજયમહિમાપ્રભસૂરીશ્વરજી મહારાજને જન્મ સં. ૧૯૭૬ની અક્ષયતૃતીયાને દિવસે થયે. પિતા નાગરદાસ અને માતા પાર્વતીબહેનનું એ લાડકું સંતાન હતું. ફેઈ એ યથાનામગુણ “મનસુખ’ નામ પાડ્યું હતું. ધનાઢય કુટુંબ વચ્ચે સુખથી જીવન વિતાવવા છતાં મનસુખલાલનું મન ઉત્તરોત્તર અધ્યાત્મમાં વધુ ને વધુ રંગાતું હતું. બાલ્યાવસ્થા વટાવીને યુવાનીને આંગણે પગ મૂક્યો ત્યાં જીવનને ઉજજવળ બનાવનાર સત્સંગ પ્રાપ્ત થયે. પૂ. શાસનસમ્રાટશ્રીની હિતકર વાણીથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જાગૃત થયો. સં. ૧૯૯૬ના પિષ વદ ૮ને દિવસે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની પાવનકારી નિશ્રામાં પ્રવ્રજ્યા અંગીકાર કરીને મુનિશ્રી મહિમાવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ મુનિજીવનની ચર્યામાં ઠસોઠસ ભરેલી જ્ઞાનપ્રાપ્તિની તમન્ના, સ્વ–પર કલ્યાણની ભાવના અને વૈયાવચ્ચાદિમાં અપ્રમત્ત દશા-આ ત્રણ ગુણની ત્રિવેણીમાં સ્નાન કરતાં કરતાં આત્માને નિર્મલ બનાવી દીધું. “જે સાર્કખાયા તે તકખાયા, જે તકખાયા તે સાકખાયા”એ આગમસૂત્રને યાદ કરીને સંયમસાધના સાધી, સાધકજીવનને ગરૂપ જે જે ક્રિયાઓ વર્ણવેલી છે તે સર્વ ત્રિવિધ વેગ વડે સાધ્ય કરીને, નમસ્કાર મહામંત્રના ત્રીજા સ્થાને બિરાજવાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. અને સં. ૨૦૨ના માગશર સુદ બીજને મંગલ દિને પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની આશીર્વાદ સમી આજ્ઞાથી પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે આચાર્યપદથી અલંકૃત થયા. અને શાસનની જવાબદારી શિર પર ધારણ કરીને પક્ષમ સામર્થ્ય પૂર્વક શાસનપ્રભાવનાનાં કાર્યો અપ્રમત્તભાવે બજાવ્યાં. જ્ઞાનદાતા પૂ. લાવણ્યસૂરિજી મહારાજની નિશ્રામાં સતત અધ્યયનમગ્ન રહીને, જ્ઞાને પાસના દ્વારા જે તો આત્મસાત્ કર્યા હતાં તેનું મંથન કરી, ભવ્ય જીના હિતને લક્ષી, દેશના આપી સ્વ–પર કલ્યાણ સાધ્યું. અંધની લાકડી સમાન પિતાના અંતેવાસી, જાણે વિનયવિવેકની પ્રતિમા ન હોય એવા મુનિશ્રી વિવેકવિયજી મહારાજ તથા સરલવભાવી મુનિશ્રી સુરેન્દ્રવિજયજી 2010_04 Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૧૦૧ મહારાજ સહવત સાધક જીવન વિતાવતાં વિતાવતાં અનેક નાનાં-મોટાં તીર્થોની યાત્રાઓ, પ્રતિષ્ઠા, ઉપધાન, દીક્ષાઓ, સાધર્મિક ભક્તિનો ઉપદેશ–આ સર્વ અનુષ્ઠાનાદિ કા વાત્સલ્યભાવથી કરાવીને સંયમજીવન સાર્થક કર્યું છે. સંયમજીવનની શભા રૂપ જ્ઞાનફલિત સાધનાના શણગાર રૂપ, શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનને અનુવાદ કર્યો. ૬૦ વર્ષની વયે, આંખનું નૂર ઓછું થયું હેવા છતાં, ખૂબ જ જહેમત લઈને આ ગ્રંથ બે ભાગમાં, સરળ શૈલીમાં તૈયાર કર્યો. આમ, પૂજ્યશ્રીએ તપ-સાધના અને નાને પાસના દ્વારા અનેક જીવને તિમિરમાંથી પ્રકાશમાં, ઉદ્વેગમાંથી આનંદમાં પ્રસ્થાન કરાવ્યાં છે. શાસનદેવ પૂજ્યશ્રીને સ્વાથ્યપૂર્ણ દીર્ધાયુ બક્ષે એ જ અભ્યર્થના સાથે વંદના ! (સંકલન : સાધ્વી શ્રી સ્વયં રેણુશ્રીજી તથા શ્રી અમિતયશાશ્રીજી મ) શાસનસમ્રાટશ્રીના સમુદાયના શિરોમણિ તપસ્વી : સુવિશુદ્ધચારિત્રધર : પૂ. આચાર્યશ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાધિરાજના પટ્ટધર સમયજ્ઞ શાંતિમૂતિ પૂ. આ. શ્રી વિજ્યવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રાકૃતવિશારદ પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શાસનસમ્રાટ સમુદાયના મુગટમણિ તપસ્વીરત્ન–સુવિશુદ્ધચારિત્રધર પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજને જન્મ સં. ૧૯૫૪ના માગશર વદ ૧ના દિવસે થયો હતો. પરંતુ સંયમમાગે સંચરવાને સુગ સાંપડ્યો મોટી ઉંમરે, એટલે કે સં. ૧૯૭ના માગશર સુદ બીજને મંગલ દિને. શ્રી શાસનદેવના સામ્રાજ્યમાં એક ઉગ્ર તપસ્વી રૂપે અમર થવા અવતાર લીધે હોય તેમ, પૂજ્યશ્રી ૯૨ વર્ષની વયેવૃદ્ધ અવસ્થામાં પણ એકધારી તપશ્ચર્યા કરી રહ્યા છે. આ તપ-સાધના દરમિયાન તેઓશ્રીને સં. ૨૦૧૩ ના માગશર સુદ ૧૦ને દિવસે ગણિપદ, સં. ૨૦૧૪ના અષાઢ સુદ ૧૦ને દિવસે પંન્યાસપદ, સં. ૨૦૨૪ના પોષ વદ ને દિવસે ઉપાધ્યાયપદ તથા સં. ૨૦૨૯ના માગશર સુદ ને દિવસે આચાર્યપદથી વિભૂષિત કરવામાં કરવામાં આવ્યા છે. પરંતુ પૂજ્યશ્રી તે પરમ ત્યાગી અને નિઃસ્પૃહી તપસ્વી રૂપે જ વિલસી રહ્યા છે. તેઓશ્રીનું તે પરમ લક્ષ તપશ્ચર્યા દ્વારા સ્વ–પર કલ્યાણ કરવા પ્રત્યે જ . તપશ્ચર્યા જ પૂજ્યશ્રીના જીવનને પર્યાય છે. ૯૨ વર્ષના આયુષ્યમાં, ૪૮ વર્ષના દીક્ષા પર્યાયમાં કરેલી આરાધના આશ્ચર્ય શ્રેણી ખડી કરે તેવી છે! પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૧૭ ઓળી, નમસ્કાર મહામંત્રના સતત (સંલગ્ન) અપ્રમત્તભાવે ૬૮ ઉપવાસ, પંચમંગલ મહાગ્રુતસ્કંધના પદવાર ૬૮ ઉપવાસ, સિદ્ધિતાપૂર્વક ૪૫ ઉપવાસ, ૧૯ સિદ્ધિતપ, ૨ માસક્ષમણ, ૧ શ્રેણીતપ ( ૮૪ ઉપવાસ + ૨૮ પારણું = ૧૧૨ દિવસ), ૧૨૭ નવપદજી ભગવંતની ઓળી, વર્ષીતપ-૨, ૪૮ વર્ષથી પ્રાયઃ એકાસણું, ૫૦૦ આયંબિલ સતત બે વાર, શ્રી સિદ્ધાચલ ગિરિરાજની ૧૮૦૦ ઉપર યાત્રા, શ્રી ગિરનારજીની ૧૦૮ 2010_04 Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યાત્રા, ચત્તારી–અટ્ઠ–દશ—દાય, બીજી પારસીનું પાણી અને બીજી પારસીનેા આહાર ગ્રહણ કરવાના સંકલ્પ વર્ષોથી, તપની સાથે નમસ્કાર મહામત્રને કરોડોના જાપ-વર્ધમાન વિદ્યા, સૂરિમંત્ર આદિના લાખાની સંખ્યામાં વિધિપૂર્વક જાપ, શ્રી વીશસ્થાનકના ૪૦૦ ઉપવાસની સતત એકાંતર આરાધના, જેસલમેર-મારવાડ–ચારવાડ-કચ્છ વગેરેની પંચતીથી તથા સમેતશિખર, શ'ખેશ્વર, ભેાંયણી, પાનસર, સેરીસા આદિ અનેક તીર્થોની યાત્રા, ધર્મચક્ર તપ-એકાંતર, ૯૨ વર્ષની વયે ૯૬ જિનની આરાધના તેમ જ તેએશ્રીની નિશ્રામાં સુરત શ્રી વાસુપૂજ્યસ્વામી આદિ ૧૦૨ જિનબિ’એની પ્રતિષ્ઠા, પાલીતાણામાં ઉપધાના, યાત્રાસ`ઘે વગેરે અનેક ધર્માંકાર્યાં સંપન્ન થયાં છે. એવા એ મહાતપસ્વી ગુરુભગવંતને પુનઃ પુનઃ વંદન ! ( તા. ૩. પૂજ્યશ્રીના સ્વર્ગવાસ પાલનપુરમાં વિ. સં. ૨૦૪૮માં થયા છે. ) શાસનપ્રભાવક સિદ્ધિંતપના અદ્વિતીય પ્રેરક-પ્રભાવક અને વચનસિદ્ધ મહાત્મા પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સંઘ, સમાજ અને શાસનનું કેવળ હિત જ લક્ષમાં રાખીને અનેક શાસનાપયોગી માંગલિક કાર્ડમાં જેમના યશસ્વી હાથે હંમેશાં વિક્રમ જ સર્જાયા છે, પછી તે અંજનશલાકા હોય કે વિવિધ તપશ્ચર્યા હોય, પણ આત્મસૂઝ, વિશિષ્ટ નિર્ણાયક શક્તિ, અનુપમ પ્રતિભા ધરાવનાર સૌમ્યમૂર્તિ તે આપણા શાસનપ્રભાવક અને વચનસિદ્ધ પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્નોદયસૂરીશ્વરજી મહારાજ. જ્યાં જ્યાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યાં' છે ત્યાં ત્યાં તપધર્મોની હમેશાં વસ'ત ખીલી ઊઠી છે. જેઓશ્રીના મ’ગલ સાંન્નિધ્યમાં નમસ્કાર મહામત્રના કરોડોની સ'ખ્યામાં જાપ થયા છે. જૈનશાસનની એકતાના સ્તંભ સમા પ. પૂ.આ. શ્રી વિજયચ દ્રોદયસૂરિજી મહારાજનું સ’. ૨૦૪૪નું ભાવનગરનું ચામાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વરેકોડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચર્યાં થઇ−૮૦૦ આરાધકોના ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠ્યો. આ સમય દરમિયાન પાંજરાપાળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપા, અભયદાન અને સાધર્મિકતા ક્ષેત્રોને પણ યાદ કર્યાં. સંઘજમણા અને મેટી સંખ્યામાં સંઘપૂજને થયાં. ધ - ધ્વજા લહેરાવીને વિનાવિને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી. પુણ્યવતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂÖપુર ( સુરત )ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી ધર્મિષ્ઠ કુટુંબ રહે, ખીમચંદભાઇના બે પુત્રા : ચીમનભાઈ તથા ચુનીભાઇ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. શ્રી ચીમનભાઈનાં ધર્મ પત્ની કમળબહેન ધ લક્ષ્મીના સાક્ષાત્ અવતાર. એમની કુક્ષીએ ચાર પુત્રના જન્મ બાદ સ'. ૧૯૮૪ના મહા સુદ ૬ના પુણ્યને એક પુત્રરત્નનો જન્મ થયા. જાણે કોઇ દેવબાળ માનવીને દેવસ્વરૂપ બનાવવા અવનીતલ પર આવ્યા હોય નહિ ! · પુત્રનાં લક્ષણ પારણામાં ’ એ લેાકેાક્તિ અનુસાર બાળપણથી જ તેમનુ નામ પાડવામાં આવ્યું. સુરવિંદચંદ્ર.' જાણે C * 2010_04 Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૦૩ ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનું સંકેત ન આપતું હોય ! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ “લાલા” તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વસિત થવા લાગ્યા. મેગાનુયોગે સં. ૧૯૯૭માં પૂ. શાસનસમ્રાટકીને પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરત-વાડીના ઉપાશ્રય ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી “લાલા”ને આત્મા સંસારની ઉપરછલ્લી લાલાશને જાણી જાગી ઊઠયો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી જાય ઉપાશ્રયે અને જ્યાં રજાને કે સંભળાય એટલે ઉપાશ્રયથી બાળક સાથે બાળસહજ તેફાનમસ્તી કરતાં કરતાં ઘર ભેગા થાય. જેથી કોઈને ખ્યાલ ન આવે કે લાલે નિશાળે જાય છે કે ઉપાશ્રયે ! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાને ખ્યાલ આવતે ગયો પછી તે મરણાંતકષ્ટ જેવી ટાઈફેઈડની ભયંકર બીમારી પ્રબળ અશાતા વેદનીય કર્મના ઉદયે આવતાં, જીવનની પણ આશા રહી નહિ. આવા કાળમાં તેમણે મને મન નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવત્ સારી થઈ જતાં કેઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની અનુપમ તાજગીમાં નિમિત્ત બની ! સ્વાચ્ય અનુકૂળ થતાં જ, “કુટુંબીજને મેહ, મમત્વના કારણે સંયમ માટે અનુમતિ નહીં આપે.” એવી ધારણાથી કેઈ ને જણાવ્યા વગર ઘરેથી નીકળી પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ વિહાર કરીને જે ગામમાં ગયા હતા ત્યાં પહોંચીને અભ્યાસ કરવા લાગ્યા. કુટુંબીજનેએ ચારે બાજુ તપાસ આદરી. સમાચાર મળતાં જ પાછા ઘેર તેડી લાવ્યા. સંસારમાં નાખવા વિવાહની વાત કરવા લાગ્યા. પણ આ તે “લાલા” અને પાછા “સુરવિંદ –એ આવી વાતોથી ડગે કાંઈ ! તેમની જેવી સંયમની તીવ્ર ભાવના, તેટલી જ સામે તીવ્ર અસંમતિ. બેમાંથી કે મચક ન આપે. એ સમયે ભવિતવ્યતાના યોગે “મા કમળા” જીવલેણ બીમારીમાં પડ્યાં. અને એમના મનમાં વિચાર આવ્યો કે મેં જીવનમાં ઘણું લાભ લીધા, પરંતુ કેઈની “છાબ” માથે લીધી નથી. તે શું હું છાબ માથે લીધા વિના જ ચાલી જઈશ? કુટુંબને એકઠું કરીને પિતાની ભાવના જણાવી. વાત સાંભળતાં જ તરવરિયા યુવાન સુરવિદે મેગ્ય અવસર પારખીને, ખમીરભર્યા સૂરથી પિતાને સૂર પૂરી, પિતાની ભાવના જાહેર કરી અને સંમતિ મળી ગઈ. સુરવિંદને મનમયૂર નાચી ઊઠ્યો. આનંદવિભેર લાલાની લાલિમા મુખારવિંદ પર ચમકી ઊઠી ! લાલા” બને છે “લાલા મહારાજ’ : માતા કમળાબેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ મુહૂર્ત નકકી થવા છતાં ય કેટલાંક સગાં-સ્નેહીજને સ્વકીય સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા. પણ શાશ્વત સુખને અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક સુખમાં અટવાય 2010_04 Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કાંઈ ! સૂર્ય`પુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાના પ્રસંગ આવ્યેા ન હતા. તેથી લેાકેામાં અનેરા ઉત્સાહનુ વાતાવરણ સર્જાયુ.. દીક્ષાના વરઘોડા માગશર વદ ૧ના દિવસે છેક બપોરે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકેાના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષાપ્રસંગ સંપન્ન થયા. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. છતાં ય લાકે તે તેઓશ્રીને ‘લાલા મહારાજ ' તરીકે જ ઓળખતા. આજે પણ સુરતના લોકો તેમને એ જ નામે આળખે છે. સયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ પાંચમે વડી દીક્ષા થઈ. સયમપર્યાયના દિવસે વીતતાં જ તેઓશ્રીમાં દિનપ્રતિદિન ગુરુસમર્પણ આદિ વિશિષ્ટ ગુણેાની પણ વૃદ્ધિ થવા લાગી. તે એટલે સુધી કે પૂજ્ય ગુરુદેવશ્રી સેવાશુશ્રષામાં, તેઓશ્રીના અંતિમ શ્વાસ પર્યંત પાતાનુ સમર્થ વ્યક્તિત્વ, પ્રબળ પુણ્યાર્ક તેમ જ વિશાળ શિષ્યપરિવાર હોવા છતાં ય પૂ. ગુરુદેવની નિશ્રા છેડી નહી. એટલું જ નહિ, તેઓશ્રીની નાની કે મેટી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવા સાથે હરહ ંમેશ ગુરુભક્તિ ખજાવવા સદાય તત્પરતા દાખવી. તેથી જ તેએ ગુરુકૃપાપાત્ર ખનવા સાથે જ્ઞાનગંગાસ્વરૂપ ગુરુદેવશ્રીની નિશ્રામાં પ્રકરણ, ભાષ્ય, કમ ગ્રંથ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયા સાથે આગમનુ' અને કર્માં સાહિત્યનું તાત્ત્વિક જ્ઞાન-રહસ્ય મેળવી શકગ્રા. સાથેાસાથ પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ. ગુરુદેવના ધરાન્તના ગુણાને સક્રમ તેઓશ્રીમાં થયા. તેથી આજે પણ કટાકટીભર્યાં પ્રસંગે વ્યવહારુ નિયા લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પડન–પાડન–વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજ્યશ્રી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુરુસમર્પણથી પ્રાપ્ત પૂજ્ય ધરાજા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપાનું જ અનુપમ ફળ છે એમ કહેવુ અતિશયેક્તિભર્યુ નથી. વ્યાખ્યાનવાચસ્પતિ મુનિઃ પૂજ્ય દાદાગુરુ આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજની નિઃસ્પૃહતા અને પૂજ્ય ગુરુદેવશ્રીની અનુપમ જ્ઞાનોપાસનાની પ્રવૃત્તિના કારણે દીક્ષાપર્યાયમાં અલ્પ વર્ષોમાં જ સમુદાયની તેમ જ વ્યાવહારિક પ્રવૃત્તિઓને સવ ખાજ તેઓશ્રીના શિરે આવી ગયા. તેથી પૂ. વડીલોની આજ્ઞાથી સં. ૨૦૦૯માં જાવાલથી ઉગ્ર વિહાર કરી અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા ભાવિકાની અપૂર્વ ભીડ જામતી. કારણ કે વર્ણનીય પ્રસંગનું તાદેશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરમેળ કરી દેવાની, હકીકતાને સચાટ અને સરળ રીતે રજૂ કરવાની, યથાપ્રસ`ગ પ્રાત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ છે. તેથી જ તેએશ્રીની અમૃતવાણી સાંભળવી એ જીવનના હ્તાવા ગણાય છે. તેએશ્રીની વાણીમાં પ્રાચીનતા તેમ જ આધુનિકતા, આગમિક અને વ્યાવહારિક દૃષ્ટાંતા, તાત્ત્વિક—માર્મિક અને સજનગ્રાહ્ય પદાર્થોના સમન્વય હાવાથી તેઓશ્રીનાં પ્રવચને કેવળ સુશ્રાવ્ય ન રહેતાં ચિંતનીય અને મનનીય પણ ખની રહે છે. આવી સ`વેગસભર વાણીથી અનેક આત્માએ ધર્મ સન્મુખ બનવા સાથે સંસારની અસારતા, માનવભવની મહત્તા, સંયમજીવનની યથાર્થતા જાણીને અણુગાર ધર્માંના માગે` આત્મકલ્યાણ સાધી રહ્યા છે. આવી ધર્મ પ્રેરક વ્યાખ્યાનશૈલીથી તેઓશ્રી • વ્યાખ્યાન-વાચસ્પતિ ’ તરીકે 2010_04 શાસનપ્રભાવક Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૧૦૫ જમ્બર લેકચાહના મેળવી શક્યા છે. લેકો આજે આયવચનવંતને પ્રત્યેક બોલ ઝીલી લેવા સદાય હોંશપૂર્વક તૈયાર રહે છે. શાસનદીપક આચાર્યશ્રી : પૂજ્યશ્રીમાં અનેકવિધ આત્મશક્તિ નિહાળી સં. ૨૦૧૧માં પૂનામાં. ગણિપદ, ઘાટકોપર-મુંબઈમાં પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. વિવિધ શાસનપ્રભાવનાથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વિશિષ્ટ શક્તિથી જુદાં જુદાં ગામ-શહેરમાં ચાતુર્માસ તથા શેષ કાળમાં શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. તેઓશ્રી જ્યાં વિરાજમાન હોય ત્યાં એથે આરે વતે એવી લોકવાયકા પ્રસિદ્ધ થઈ ! સં. ૨૦૨૪ના પિષ વદ ૬ને દિવસે જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ શાસનનાં અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમેઘ શક્તિને જાણીને, સૂરિપદ માટેની પ્રૌઢતા અને યેગ્યતા જાણીને સં. ૨૦૨૦ના માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે આચાર્યપદે વિરાજિત કરવામાં આવ્યા. સંયમીના પગલે પગલે તેઓશ્રીએ સંયમ સ્વીકારતાં જ તેઓશ્રીના સંસારસંબંધીઓમાં સંયમ સ્વીકારવાને સ્ત્રોત શરૂ થયું. તેઓશ્રીના પગલે પગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, સં. ૨૦૦૭માં સંસારી પિતા શ્રી ચીમનભાઈ તે સ્વ. મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, સં. ૨૦૧૪માં સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈના સુપુત્ર હેમંતકુમાર તે હાલ મુનિશ્રી સેમચંદ્રવિજયજી સં. ૨૦૨૫માં સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈની સુપુત્રી કુ. નયનાબહેન તે હાલ સાધ્વીશ્રી યશસ્વિનીશ્રી તરીકે ચારિત્ર્યધારી બન્યાં. પૂ. આચાર્યશ્રી હસ્ત મહત્ત્વનાં શાસનકાર્યો: પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેક સ્થાનેએ અંજનશલાકા–પ્રતિષ્ઠાના મહા પ્રભાવનાપૂર્વક ઊજવાયા છે જેમાં મુંબઈ–માટુંગા, મુલુન્ડ, પાટી, જોગેશ્વરી, વાલકેશ્વર (આદીશ્વર), બાબુલનાથ, ભાયખલા, અમદાવાદ–સાબરમતી, પાંજરાપોળ, ગિરધરનગર, સોમેશ્વરા કેપ્લેકસ (સેટેલાઈટ રેડ), સુરત-શાહપુર, રાંદેર રેડ, સૂરજમંડન પાર્શ્વનાથ; ભાવનગર-દાદાસાહેબ તેમ જ નાગેશ્વર તીર્થ, ગઢ (બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્ય સ્વામી શતાબ્દી મહોત્સવ, અમરેલી, પાલીતાણા–જિનહરિવિહાર, આરિલાભવન, ધર્મશાંતિ આરાધના ભવન, ૧૦૮ સવસરણ મહાવીર સ્વામી જિનપ્રસાદ અને પીપરલા–કીર્તિધામ વગેરે કુલ ૨૫ અંજનશલાકા અને ૧૨૫ ઉપરાંત નાનીમોટી પ્રતિષ્ઠા કરાવેલ છે. એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કેટિશ: વંદન! भा. भी कैलाससागर सूरि ज्ञान FM શ્રી મહાવીર કૌન મારાથના કેન્દ્ર, શનિ, શ્ર. ૧૪ 2010_04 Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શાસનપ્રભાવક જ્ઞાનમંદિર-જિનમંદિરના નિર્માતા પૂ. આચાર્યશ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની ગરવી ભૂમિ સંત-મહંતનું જન્મસ્થાન છે. ભગવાન વીરપ્રભુનું શાસન એવા સંતોથી શોભી રહ્યું છે, તેમાં એક વિભૂતિ તે પૂ. આચાર્યશ્રી વિજ્યકીર્તિસૂરીશ્વરજી મહારાજ છે. તેમને જન્મ પેટલાદ પાસે પિરડા ગામે થયો હતે. પિતા અંબાલાલ અને માતા સમરથ બેનને ત્યાં સં. ૧૯૭૮ની કાર્તિકી પૂર્ણિમાએ જન્મેલા આ પુણ્યાત્મામાં પૂર્વ ભવના ધર્મસંસ્કાર હતા. એમાં માતા-પિતા અને કુટુંબ તરફથી પણ ધાર્મિક વાતાવરણ વારસામાં મળ્યું. નવ વર્ષની વયે પાલીતાણા–ગુરુકુળમાં અભ્યાસ કરવા મૂક્યા. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણમાં વધુ ને વધુ રસ પડતો રહ્યો. એમાં સિદ્ધાચલ મહાતીર્થની છત્રછાયા અને રેજ રેજ સાધુભગવંતના દર્શનને લીધે તેમનામાં ધર્મ પ્રત્યેની અભિરુચિ વધવા સાથે સંયમ સ્વીકારવાનાં સ્વપ્ન જાગૃત થવા લાગ્યાં. અભ્યાસ પૂર્ણ થતાં વતન આવવું પડ્યું, પણ મનની ઈચ્છાઓ દૂર થઈ નહીં. માતા-પિતા એમના આ મનેભાવને જાણી ગયાં હોય તેમ સંસારની માયાજાળમાં ફસાવ્યા. લગ્નજીવનમાં એક પુત્રની પ્રાપ્તિ થઈ ત્યાં વૈરાગ્યભાવના વધુ પ્રબળ બની. આ વખતે તેમના ધર્મપત્નીએ પણ સાથ આપે. પતિ-પત્ની બંનેએ સંયમ સ્વીકારવાને નિશ્ચય કર્યો અને પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી કીર્તિચંદ્રવિજ્યજી તરીકે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. ગુરુદેવેની સેવામાં જીવન સમર્પિત કર્યું. ધર્મશા, ન્યાય, વ્યાકરણ, કેશ-કાવ્યાદિ સાહિત્યને ઊંડો અભ્યાસ કરી સમર્થ વક્તા બન્યા. સં. ૨૦૧૪માં પૂનામાં ગણિપદ, સં. ૨૦૧૪માં બેંગરમાં પંન્યાસપદ, સં. ૨૦૨૪માં મુંબઈ બોરીવલી (પૂર્વ)માં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૨૯માં અમદાવાદ-પાંજરાપોળમાં આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. દરેક મુનિભગવંતને ભક્તિ રસ લીધા પછીથી ઠેઠ આચાર્યપદ સુધી સારણું–વારણ-ચેયણ-પડિયણ–ચાલુ જ હતાં. તેઓશ્રીના શિષ્ય પંન્યાસ શ્રી જયકીતિ. વિજયજી ગણિ પણ સેવા-ભક્તિ-જ્ઞાન-ધ્યાન વડે સંયમજીવન ધન્ય બનાવી રહ્યા છે. પૂજ્યશ્રીના ભગીરથ પ્રયત્ન વડે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો સમ્પન્ન થતાં રહે છે, જેમાં અમદાવાદમાં પારૂલનગરમાં જ્ઞાનમંદિર તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર ટૂંક સમયમાં તૈયાર કરાવીને પૂ. શાસનસમ્રાટશ્રીના ગીતાર્થ શિરોમણિ, સિદ્ધાંત વાચસ્પતિ, ન્યાય તિષવિશારદ પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર નીડર વક્તા, સિદ્ધાંતવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં-વિશાળ સાધુસમુદાયની ઉપસ્થિતિમાં સં. ૨૦૪૧ના વૈશાખ સુદ ૮ને રવિવારે મહામહોત્સવ પૂર્વક પંચકલ્યાણક ઊજવીને પ્રતિષ્ઠા કરાવી છે. એવા એ મહાન પ્રભાવકશ્રીને અંતઃકરણપૂર્વક વંદન! (જયકતિ ઈન્ડસ્ટ્રીઝ-અમદાવાદના સૌજન્યથી) 2010_04 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શ્રમણભગવંતો-ર પૂ. શાસનસમ્રાટશ્રીના છેલ્લા શિષ્યરત્ન, બાળકોમાં અવિરત સંસ્કારસિંચન કરનારા: પૂ. આચાર્યશ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મહારાજ - પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજ્યનીતિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. શાસનસમ્રાટશ્રીના છેલ્લા શિષ્યરત્ન અને સમુદાયના મહાન સૂરિવર હતા. તેમનું વતન સૌરાષ્ટ્રનું વાછિયા ગામ. પિતા બહેચરદાસ અને માતા દિવાળીબહેનને ત્યાં સં. ૧૯૬૭ના ફાગણ વદ ૧ને દિવસે જન્મ લીધે. તેમનું સંસારી નામ છેટાલાલ હતું. છોટાલાલ મેટ્રિક સુધીને અભ્યાસ કરીને ધંધામાં જોડાયા પરંતુ બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ રસ હતો. ન્યાય, નીતિ અને પ્રામાણિક્તાના સ્વાભાવિક ગુણથી શેભતા તેઓ સર્વને પ્રિય બની ગયા હતા. યંગ્ય વયે તેમના લગ્ન સં. ૧૯૯૫માં સંસ્કારી લીલાવતીબહેન સાથે થયા. માતાપિતાના સ્નેહને વશ થઈને લગ્ન તે કરી લીધા, પણ પુણ્યદય અને ભાગ્યોદય તે ચાલુ જ હતું. સંસારમાં પડવા છતાં મન વૈરાગ્યવાસિત બનતું જતું હતું. એમાં પતિની ઈચ્છા જાણનાર પત્નીએ ખરેખર સહધર્મચારિણીનું કામ કર્યું. તેમણે પતિને સંયમમાર્ગે જવામાં સાથ આપે. એમ ને એમ પાંચ વર્ષ પસાર થયાં. એવામાં પૂ. શાસનસમ્રાટથી ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાધિરાજના પરિચયમાં આવ્યા. પૂજ્યશ્રી આ રત્નને પ્રથમ દષ્ટિએ જ પારખી ગયા. પૂજ્યશ્રીનાં વૈરાગ્યરંગ્યાં વ્યાખ્યાને સાંભળીને છોટાલાલભાઈ અને લીલાવતીબેનની ધર્મભાવના વધુ દઢ બની. સંસારરસને બદલે વૈરાગ્યરસને યૌવન મળ્યું. સં. ૨૦૦૦માં શાસનસમ્રાટશ્રીને સ્વમુખે આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું અને સંયમમાગે સંચરવા પ્રથમ પગલું માંડયું. લીલાવતીબેને પણ આ વ્રતને હોંશે હોંશે વધાવી લીધું. સં. ૨૦૦૨ના જેઠ સુદ ને દિવસે પૂ. શાસનસમ્રાટશ્રીના છેલ્લા શિષ્ય તરીકે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી નીતિપ્રભવિજ્યજી નામે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાય અને ગુરુભક્તિમાં લીન રહેવા લાગ્યા. શા, ન્યાય, વ્યાકરણ, તિષ આદિ ગ્રંથને ઊંડો અભ્યાસ કર્યો. લીલાવતીબહેને પણ સં. ૨૦૦૬ના જેઠ સુદ ને દિવસે પૂ. શાસનસમ્રાટશ્રીના સાધ્વીસમુદાયમાં દીક્ષા લઈને પૂ. પ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વી શ્રી લલિતપ્રભાશ્રીજી નામ ધારણ કર્યું. તેમના સંસારી બંધુ તિલાલભાઈ એ પણ પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં જ મુનિ શ્રી રત્નપ્રભવિજ્યજી નામે દીક્ષા અંગીકાર કરી. પૂ. શાસનસમ્રાટશ્રી મહુવામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા બાદ પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યમાં રહીને સેવાભક્તિ કરવાપૂર્વક શાસ્ત્રાભ્યાસ ચાલુ રાખ્યો અને તિષવિદ્યામાં પારંગત બન્યા. પૂ. ગુરુદેવના તેઓશ્રી પર અમાપ ઉપકાર હતા. તેઓશ્રીને સં. ૨૦૨૦માં ભાવનગર મુકામે ગણિપદ, સં. ૨૦૨૧ના માગશર સુદ પાંચમે વરતેજ મુકામે પંન્યાસપદ અને સં. ૨૦૩૦ના અષાઢ સુદ ૧૦ના દિવસે પાલીતાણા મુકામે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. 2010-04 Page #110 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂજ્યશ્રીએ વિધિવિધાન પર પ્રકાશ પાડતા આચારદિનકર નામના મહાગ્રંથ રચ્યા છે. અધ્યયન અને આરાધનામાં અગ્રસ્થાને હોવા છતાં તેઓશ્રીનું વ્યક્તિત્વ નિલ, નિઃસ્પૃહી અને નિરભિમાની હતું. પૂજ્યશ્રી હસ્તે ભાવનગર, પાલીતાણા, વી'છિયા, વલભીપુર આદિ સ્થળોએ પ્રતિષ્ઠા મહાત્સવા ઊજવાયા. પૂજ્યશ્રીએ ગુજરાતનાં અગણિત નાનાંમોટાં ગામેમાં વિચરીને પેાતાની મધુર વાણીથી ભાવિકોમાં ધજ્યાત વધુ પ્રકાશિત કરી. ૧૦૮ " 2010_04 પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માંસ વીયિા હતુ. સ. ૨૦૪૧ના શ્રાવણ સુદ ૧૪ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની સયમપર્યાયની અનુમાઇનાથે પૂજના અને મહેાસવે થયા. પાલીતાણામાં સાધ્વીજી શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજની પ્રેરણાથી સાંડેરાવભવન ખાતે પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂજ્યશ્રીનાં કુટુ'ખીજનો તરફથી અરિહંત મહાપૂજા ભણાવાઈ. ભાવનગરવાળાં લીલાવતીબહેન નગીનદાસ શાહ તરફથી ગિરિરાજની ૧૦૮ યાત્રા કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી. પૂજ્યશ્રીના જન્મ અને સ્વગમનથી જે ભૂમિ પાવન અની તે વીછિયા નગરમાં પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ રૂપે એક ગુરુમંદિર ( સમાધિમંદિર ) બધાવી તેમાં પૂજ્યશ્રીની ૨૫ ઈંચની આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૪૮ના કારતક વદ ૧૧ના દિવસે કરવામાં આવી. આ પ્રસંગે મહાત્સવાનું આયેાજન થયું હતું. આ સર્વ કાર્યોના પ્રેરણાદાતા શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ તથા પૂ. હસેનાશ્રીજી મહારાજ હતાં. શ્રી વીંછિયા જૈન સંઘે આયેાજન કર્યુ હતું. તેમાં વિવિધ લાભ લેનારાએમાં પારેખ જય'તીલાલ ડુંગરશી પરિવાર હ. સમજુબહેન, પારેખ જટાશંકર ડુંગરશી પિરવાર હ. નિ`ળાબહેન, શ્રી પ્રવીણભાઈ અજમેરા અને તેમનાં ધર્મપત્ની પ્રભાબહેન તથા પૂજ્યશ્રીના સંસારીપણે સગાસબંધીઓએ મોટા પ્રમાણમાં લાભ લીધા હતા. એવા એ મહાન તપસ્વી–સમથ જ્ઞાની સૂરિવરને કેટ કેટ વંદન ! ( સંકલન : સાધ્વીજી લલિતપ્રભાશ્રીજી તથા સાધ્વીજી હજ્ઞતાજી ). 9 Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-૨ સ્પષ્ટ, નીડર, પ્રખર, પ્રભાવક ખ્વચનકાર પૂ. આચાર્ય શ્રી વિજયસૂર્યાદયસૂરીશ્વરજી મહારાજ પૂ આચાર્ય દેવશ્રી વિજયસૂર્યદયસૂરીશ્વરજી મહારાજનું મૂળ વતન ગાધરા ( પ`ચમહાલ ). વાડીલાલ શંકરલાલના કુટુંબમાં શ્રી કાંતિલાલભાઈને ઘેર સ. ૧૯૯૦ના પ્રથમ વૈશાખ સુદ ૯ને ગુરુવારે ખાડીબાર ( જિ. ગોધરા ) મુકામે જન્મ થયા. પૂજ્યશ્રીનુ કુટુંબ પ્રથમથી જ ધાર્મિક વૃત્તિવાળું હતું. નાનપણથી જ માતાપિતાએ તેમને પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ પાસે અભ્યાસાથે મૂકયા. અભ્યાસ કરતાં કરતાં યેાગ્યતા પ્રાપ્ત કરી લીધી ત્યારે પૂ. ગુરુદેવએ માતા શાંતાબહેન અને પિતા કાંતિભાઈ ને આ તેજસ્વી રત્ન શાસનને ચરણે અર્પણ કરવાની વાત કરી. માતાપિતાએ સહ સમતિ પ્રગટ કરી. સ. ૨૦૦૩ના માગશર સુદ ૧૪ને મગલ ને પરેલી તીથે પૂ.આ. શ્રી વિજયશુભ'કરસૂરીશ્વરજીના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુનિશ્રી સૂર્યોદયવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. ગુરુદેવની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ કરવાપૂર્વક સેવાભક્તિમાં આગળ વધતા રહ્યા. સં. ૨૦૨૨માં પૂ. સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયન દ્યનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શ્રી ભગવતીસૂત્રનાં યાગાદ્વહન કર્યાં અને આસા વદ ૬ને દિવસે ગણિપદથી, સ. ૨૦૨૩ના પોષ સુદ ૧૧ને દિવસે પંન્યાસપદ્મથી અને સં. ૨૦૩૦ના અષાઢ સુદ પાંચમને દિવસે ઉપાધ્યાયપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૨૨થી પૂ. સંઘનાયકશ્રી સાથે રહીને તેઓશ્રીની અનુપમ સેવા કરી. સ. ૨૦૩૨માં પૂ. સંઘનાયકશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યાં સુધી અખંડ સેવા કરી. આજે પૂજ્યશ્રી છ સમર્થ શિષ્યા સાથે અનેકવિધ શાસનપ્રભાવનામાં વ્યસ્ત હોય છે. એમની સરળ અને પ્રાસાદિક વાણીમાં થતાં પ્રવચને - સાંભળવા અસંખ્ય ભાવિકા ઉપસ્થિત હોય છે. એવા એ નીડર, તેજસ્વી અને પ્રખર પ્રવચનકાર આચાય દેવને કોટિ કોટિ વદન ! на опшники सुहराई 2010_04 "त्रिकाल वंदना ૧૦૯ सुहदेवसि નયનની Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શાસનપ્રભાવક સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્ત દાતા પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ જે આચાર્યભગવંતના અનંત ઉપકારોને અનુભવતા અનેક ભક્તો કૃતાર્થતાનો અને આનંદ પામી રહ્યા છે, જેઓશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક સ્થળે જિનેન્દ્રભક્તિ મહોત્સવ ભવ્ય સમારોહપૂર્વક જાય છે, જેઓશ્રીના પુણ્ય પ્રતાપે જિનશાસનની ધર્મસભાઓ હંમેશાં ગાજતી રહી છે તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી સમવસરણ મહામંદિરના મુખ્ય મુહૂર્તદાતા શ્રી વિજયશેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શાસનસમ્રાટ-સમુદાયને વિશિષ્ટ ભક્તિભાવથી પ્રેરી રહ્યા છે. પૂજ્યશ્રીને જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદ પાંચમે થયે હતે. પિતા શેઠશ્રી ચીમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ અને ધર્મસહિષ્ણુ દંપતી હતાં. આ સંસ્કારવાર પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ-શાંતિભાઈ બાબુભાઈ કુસુમભાઈ જયંતીભાઈ-સૌના તેઓ પ્રિય બંધુ હતા. જેન ધર્મના સંસ્કાર વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજા-વ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યાં. આગળ જતાં, જપ-તપ, શાસ્ત્રાભ્યાસ, ચિંતન-મનન અને સ્વાધ્યાય જાણે કે તેમનાં આભૂષણ બની રહ્યાં ! પરિણામે ત્યાગવૈરાગ્યની ભાવના બલવત્તર બનતી ચાલી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના શુભ દિને દીક્ષા લીધી. અને સ્વ-પર કલ્યાણક તેમ જ સ્વાધ્યાયરત સાધનામય જીવનને આરંભ કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં જિનશાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે એ રીતે સામુદાયિક ૪૦૦ સિદ્ધિતપની ભવ્ય આરાધના થઈ હતી. પૂજ્યશ્રીએ સૂરિમંત્રના પાંચમાં પ્રસ્થાનની દસ વાર આરાધના કરી છે. તેમ જ માસક્ષમણ, સિદ્ધિતપ જેવી આરાધના પણ સૂરિપદ પ્રાપ્ત કર્યા બાદ કરી છે. છેલ્લા કેટલાય સમયથી જિનશાસનમાં થતાં કેટલાંયે વિશિષ્ટ કાર્યોનાં માંગલિક મુહૂર્ત પૂજ્યશ્રીના હસ્તે જ નીકળે છે. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના તેઓશ્રી સંસારી પક્ષે વડીલબંધ થાય છે. બાલ્યકાળથી જ ધર્મસંસ્કારે દઢ થવાથી તેઓશ્રી કલાક સુધી જપ-જાપમાં નિમગ્ન રહી શકે છે. પરિણામે સમુદાયમાં પણ જપ-તપના ભવ્ય સમારંભે થાય છે. સં. ૨૦૪૨માં સુરતમાં જ સામુદાયિક ૩૦૦ વષીતપની અનુપમ આરાધના થઈ હતી. સામુદાયિક વીશસ્થાનક તપની આરાધનામાં પણ ૨૦૦-૨૫૦ આરાધકે જોડાયા હતા. આ સર્વ તપનાં ભવ્ય ઉજમણાંઓએ તે વળી સોનામાં સુગંધ જેમ, શાસનપ્રભાવનામાં એર ઉમેરે કર્યો હતે. આ આરાધક મહાપુરુષને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિવસે સુરતમાં ગણિપદવી, સં. ૨૦૨૯ના મહા સુદ ૧૧ના શુભ દિવસે અમદાવાદમાં પંન્યાસપદવી, સં. ૨૦૩૩ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે સેજિત્રામાં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૩૪ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે મુલુન્ડ-મુંબઈમાં આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં પૂ. ગણિ શ્રી પુષ્પચંદ્રવિજયજી, પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી, મુનિ શ્રી કૈલાસચંદ્રવિજયજી, મુનિશ્રી પ્રશમચંદ્રવિજયજી 2010_04 Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ આદિ વિરાજે છે. પૂ. ગણિ શ્રી પુષચંદ્રવિજયજીના શિષ્ય તપસ્વી મુનિ શ્રી પુણ્યચંદ્રવિજયજી છે. પૂ. ગણિ શ્રી સેમચંદ્રવિજ્યજી સંસારી પક્ષે તેઓશ્રીના ભત્રીજા થાય છે. પૂજ્ય સાગરજી મહારાજના સમુદાયમાં પૂ. સાધ્વીજી યશસ્વિની શ્રીજી સંસારી પક્ષે તેઓશ્રીનાં બહેન થાય છે. એટલું જ નહિ, પૂજ્યશ્રીના પ્રશિષ્યની પણ ઉજજવલ પરંપરા છે. જાપાનના કેબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્ત પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે. એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કેટિશઃ વંદન ! શબ્દાદિ શાસ્ત્રના વિષયમાં જેહની પ્રતિભા ઘણી, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્યો પૂર્ણતા વરવા ભણી; શ્રી દેવસૂરિચરણકમલે મધુકર સમાજે ગુંજતા, લધુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા, પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ શીલની શોભા અને પ્રજ્ઞાની પ્રભા ક્યારેય ઝાંખી પડતી નથી. આ તો જીવન–સાધનાની સનાતન શક્તિઓ અને આત્માની અમરતાના ઓજસને પ્રગટાવનારું દિવ્ય રસાયણ છે. અને જે એની સાચા અંતરથી આરાધના કરે છે તેને એ આંતરિક ગુણસંપત્તિથી ન્યાલ કરી દે છે. સાધુતાને રેહ આ શીલ–પ્રજ્ઞાની સાધનાને ભવ્ય રાહ છે, અને એ રાહ પુણ્યયાત્રી બનેલે માનવી નિર્ભયતાનું કવચ, નિખાલસતાનું શસ્ત્ર અને નિર્દોષતાનું બળ ધારણ કરીને સંસારના સમરાંગણમાં વિજય પ્રાપ્ત કરે છે. એ અદ્ભુત વિજય, કે જેમાં કેઈને પરાભવ કરવાને બદલે, સૌની સાથેના વેર–વિરોધને શમાવી દે છે, વિશ્વના નાના-મોટા સમસ્ત જી સાથે મિત્રતાને મંગલકારી નાતે બાંધે છે. શીલ–પ્રજ્ઞા કે જ્ઞાનકિયાની સાધનાને આ રાહ એટલે સમતા, અહિંસા, કરુણા, વાત્સલ્ય અને સત્યને પામવાનો રાહ અને સચ્ચિદાનંદ મંગલ મંદિરનું પ્રવેશદ્વાર. છેક પ્રાચીન સમયથી કંઈક જીવનસાધક સંતે આ માર્ગને સમજ અને ઉલ્લાસથી અપનાવતા રહ્યા છે, અને સાધુસંતોની પરંપરાને, નીતિ-સદાચારની ભાવનાને અને ધર્મપ્રભાવનાની તને અખંડિત રાખતા રહ્યા છે. માનવજીવનને સફળ અને ઉજજવળ બનાવવાનું એક માત્ર આ જ માર્ગ છે. એ માર્ગથી અજાણ્યા કે એ માગને વીસરી જનારા વ્યક્તિ કે સમૂહ માનવજીવનને દાનવજીવનથી કે પશુજીવનથી જુદું પાડતી ભેદરેખાને ભૂંસી નાખીને માનવજીવનની મહત્તા અને ગુણવત્તા ગુમાવી બેસે છે. દુનિયામાં ધર્મભાવનાની તને ઝળહળતી રાખીને માનવદેહ ધારીને સાચે માનવી બનવાને રાહ બતાવવામાં ભગવાન તીર્થકરોએ પ્રરૂપેલી શ્રમણ સંસ્કૃતિએ જે ફાળો આપ્યો છે તે અસાધારણ અને અમૂલ્ય છે. પ્રત્યેક આત્મામાં પરમાત્મા કે પરમેશ્વર છુપાયે છે અને ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થને બળે કઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે એવું જૈન ધર્મનું ઉદ્દબોધન ભગવાન તીર્થકરના ધર્મશાસનને અન્ય ધર્મશાસનોથી જુદું પાડે છે, અને આ જ જેનશાસનનું 2010_04 Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શાસનપ્રભાવક અસાધારણપણું કે સર્વોપરીપણું બની રહે છે. જેનસંસકૃતિના “આત્મા એ જ પરમાત્મા” એ મૌલિક અને વ્યાપક સિદ્ધાંતે હતાશ માનવસમૂહોને કેટલે બધો સહારે આપે છે ! આત્માને પરમાત્મા બનાવવાની સાધનાનાં સાધનો પણ વીતરાગ તીર્થકરેએ એને અનુરૂપ જ બતાવ્યાં છે. અવૈર અને વિશ્વમૈત્રી એના કેન્દ્રમાં બિરાજે છે, અને એને સિદ્ધ કરવાને અંતિમ ઉપાય છે સમતા-સમભાવ–સામાયિક. સમતાની પ્રાપ્તિ થાય છે અહિંસા અને કરુણાના આચરણથી. જીવનને અહિંસા અને કરુણામય બનાવવાને રાજમાર્ગ છે સંયમ અને તપની આરાધના. એટલા માટે જ અહિંસા, સંયમ અને તપની સાધના કરવાનો આદેશ આપનાર ધર્મને શ્રેષ્ઠ મંગલ તરીકે બિરદાવવામાં આવેલ છે. આવી વૈજ્ઞાનિક પ્રક્રિયાપૂર્વકની સાધનાને અંતે જે પ્રાપ્ત થાય છે તેને જ મોક્ષપદની પ્રાપ્તિ લેખવામાં આવે છે એનું જ બીજુ નામ પરમાત્મપદની પ્રાપ્તિ છે. જે ધર્માત્મા વ્યક્તિઓ, તપ-ત્યાગ-તિતિક્ષા-સંયમ-વૈરાગ્યપાલનની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને, આત્મસાધનાને આજીવન સામાયિક વ્રતને મુશ્કેલ માર્ગ સ્વીકારે છે તેઓ પિતાનું કલ્યાણ સાધવા સાથે બીજાઓને પણ કલ્યાણ માર્ગનું દર્શન કરાવીને સૌના ઉપકારી બની જાય છે. પૂ. આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવા જ એક સ્વ–પર ઉપકારક આત્મસાધનાના ધ્યેયને વરેલા અને એ માટે સતત પ્રયત્નશીલ રહેતા શ્રમણ શ્રેષ્ઠ છે. જુદા જુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે, અને પિતાના પાંડિત્યને ગોપવવાની શાલીન મનવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરપાત્ર બન્યું છે. સતત વિદ્યાનિક રહેવાની સાથે સાથે, તેઓશ્રીએ પિતાની સાધનામાં જે તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અખંડ જ્ઞાને પાસના અને જીવનસ્પશી તપસ્વિતાને આવો સંગમ બહુ ઓછો જોવા મળે છે. એ માર્ગ એના સાધકને ખૂબ ઉન્નત ભૂમિકાએ દેરી જાય છે. એટલું જ નહિ, તેઓશ્રી જેવી રુચિ વિદ્યા અને તપસ્યા પ્રત્યે ધરાવે છે, એવી જ પ્રીતિ અને ભક્તિ પિતાના સાધુધર્મની બધી ક્રિયાઓ તરફ ધરાવે છે. જે કંઈ ધર્મકરણી કરવી એ પૂર્ણગથી તન્મય બનીને આનંદપૂર્વક કરવી એ તેઓશ્રીને સહજ સ્વભાવ બની ગયું છે. જીવનસાધના પ્રત્યેની આવી નિષ્ઠાને પરમાત્માની કૃપા જ લેખવી જોઈએ. એમ લાગે છે કે તેઓશ્રીએ પિતાની સાધનાની પ્રક્રિયા એવી રીતે ગોઠવી દીધી છે કે જેથી એમના જીવનમાં જ્ઞાન અને ક્રિયાને, એટલે કે શીલ અને પ્રજ્ઞાને સુભગ સંગ સહજ રીતે સધાઈ ગયું છે, તાણાવાણાની જેમ વણાઈ ગયે છે. વળી, જેમ તેઓશ્રી પાંડિત્યને દેખાવ કરવાની પ્રશંસાપ્રેમી પામર વૃત્તિથી મુક્ત છે, તેમ પિતાની જીવનસાધનાની ગરિમાને છતી કરીને સસ્તી કીતિ કમાવાની કામના પૂજ્યશ્રીને ન તે સતાવી શકે છે, ન તે પિતાની મૂક સાધનાના માર્ગથી ચલિત કરી શકે છે. આવી ઉદાત્ત મનવૃત્તિના જ એક આનુષંગિક ફળરૂપે મિતભાષિતા, દાક્ષિણ્યભાવ અને શરમાળપણું એમના જીવન સાથે સહજપણે જડાઈ ગયાં છે અને તેથી એમનું જીવન એક ત્યાગી, સાવ વૈરાગી, સંયમી સાધકનું જીવન હોવા છતાં એ શુષ્ક, રસહીન કે રૂક્ષ નથી બનવા પામ્યું; પણ એમનાં વાણું અને વ્યવહારમાં મધુરતા અને વત્સલતાની આભા પ્રસરેલી જોવા મળે છે. એમના આવા સંયમી અને સુંદર વ્યક્તિત્વને અનુભવ એમના સામાન્ય કે પ્રથમ પરિચયે ભાગ્યે જ થવા 2010 04 Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૧૧૩ પામે છે, એ માટે તે તત્વજિજ્ઞાસુ તરીકે, આદર અને ભક્તિપૂર્વક પૂજ્યશ્રીને નિકટનો પરિચય સાધવે જોઈએ. કારણ કે પિતાની શક્તિ, સફળતા અને વિદ્વત્તાને છુપાવી રાખવાની મને વૃત્તિના તેઓશ્રી ચાહક છે. પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની આવી વિરલ સિદ્ધિનાં મૂળ એમના કૌટુંબિક સંસ્કારમાં, પૂર્વજન્મના સંસ્કારમાં અને નાનપણમાં જ અંતરમાં પ્રગટેલી સાધુજીવન પ્રત્યેની અભિરુચિમાં રોપાયેલાં હોય એમ લાગે છે. તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જેનનું એક જ ઘર. એ ઘર તે એમના દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબહેનનું ઘર. એ બન્નેના જીવનમાં ધર્મશ્રદ્ધા સારી રીતે સિંચાયેલી. તેઓ ઘરમાં ઘરદેરાસર રાખીને પૂજાભક્તિ કરે અને સાધુમહારાજે અને સાથ્વીમહારાજની ઉલ્લાસપૂર્વક ભક્તિ-સેવા કરીને જીવનને કૃતાર્થ બનાવે. આ ધર્મસંસ્કારો એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. શ્રી હીરાભાઈને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ એમ પાંચ સંતાનોને પરિવાર. પહેલું સંતાન પુત્રી ઈન્દુ; બીજું સંતાન પુત્ર ધનસુખ; ત્રીજુ સંતાન પુત્ર હસમુખ ચોથું સંતાન પુત્રી હંસા અને પાંચમું સંતાન પુત્ર પ્રવીણ. આ પાંચ ભાઈ-ભાંડુઓમાંના વચેટ હસમુખભાઈ તે જ આપણા આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ. સં. ૧૯૯૩ના પિષી પૂનમના દિવસે એમને જન્મ. ત્યાર બાદ, હીરાભાઈ વ્યવસાયાર્થે પિતાના કુટુંબ સાથે અમદાવાદ આવ્યા ને સાબરમતીમાં વસ્યા. તે સમયે હસમુખભાઈની ઉંમર તે નાની હતી, પણ ભાવિને કઈ શુભ સંકેત કહે કે, તેમને બચપણથી જ રમત-ગમત પ્રત્યે ઓછું આકર્ષણ હતું અને અભ્યાસ પ્રત્યે વધારે રુચિ હતી. બુદ્ધિ પણ એવી તેજસ્વી કે ડું ભણે અને કેડામાં વધારે વસી જાય. અને એ બધા કરતાં વધારે આકર્ષણ ધર્મ પ્રત્યે હતું. દસ વર્ષની સાવ પાંગરતી ઉંમરે જ એમના મનમાં એવા એવા ભાવ જાગતા કે, વીતરાગ પરમાત્માના ધર્મનું શરણ સ્વીકારીને મારા જીવનને ઉજમાળ બનાવું. આ ભાવના એમના મનને ખાન-પાન અને મોજમજાના સામાન્ય આનંદ પ્રત્યે ખેંચાઈ જતા રોકી રાખતી. એવામાં સં. ૨૦૦૨ની સાલનું પ. પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજનું ચોમાસું મુનિશ્રી દેવવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી ધુરંધરવિજયજી, આદિ પરિવાર સાથે સાબરમતીમાં થયું. હસમુખભાઈને તે આ મનગમતે સુયોગ સાંપડ્યો ! એમની ધર્મરુચિને ખીલવવાને અવસર આવી ઊભે. એમના હૃદયમને ધમરંગ વધુ પાક બન્યું. આ પછીના વર્ષો, સં ૨૦૦૩નું ચોમાસું પૂ. શાસનસમ્રાટશ્રીનું થયું. તેઓશ્રી સાથે પૂ. આ. શ્રી વિદયસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ, પૂ. મુનિરાજ શ્રી મેરુવિજ્યજી, પૂ. મુનિરાજ થી દેવવિજયજી આદિ હતા. આ પ્રસંગે હસમુખભાઈની ત્યાગ-વૈરાગ્ય-સંયમની ભાવનાને વિકાસ કરવામાં ખાતર-પાણીનું કામ કર્યું અને ત્યારથી એમને સંસારરસ ફિક્કો લાગવા માંડ્યો. પછી તે એમણે શાળાને અભ્યાસ છોડીને અમદાવાદમાં લુણાવાડામાં ચામુર્માસ બિરાજતા પૂ. મુનિરાજ શ્રી મેરુવિજ્યજી (વર્તમાન આચાર્ય શ્રી વિજય રુપ્રભસૂરિજી) અને પૂ. મુનિરાજ શ્રી દેવવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી)ના સાંનિધ્યમાં રહીને, શ્ર. ૧૫ 2010_04 Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શાસનપ્રભાવક સંસ્કૃત ભાષા અને ધર્મશાને પ્રાથમિક અભ્યાસ કર્યો. આ અરસામાં એમનું ચિત્ત ખૂબ શતા અને આહૂલાદ અનુભવી રહ્યું. બે-ત્રણ વર્ષ સુધી સાધુ-મહાત્માઓને સતત લાભ મળવાને લીધે હસમુખભાઈનું મન ઘરસંસારને ત્યાગ કરવા અને ત્યાગ માગને સ્વીકાર કરવા ખૂબ ઉત્સુક બની ગયું. સંયમ સ્વીકારવાને દઢ સંકલ્પ કર્યો. કુટુંબના વડીલે આ સંકલ્પને પામી ગયા. એટલે એની આડે અવરોધ મૂકવાને બદલે એને વધાવી લીધે. પરિણામે, સં. ૨૦૦૫ના મહા વદ પાંચમને શુભ દિને કઠ-ગાંગડ મુકામે, કુટુંબ પરિવાર અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિમાં પૂ. મુનિરાજ શ્રી મેરુવિજ્યજી મહારાજે હસમુખભાઈને દીક્ષા આપીને પૂ. મુનિ શ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હેમચંદ્રવિજયજી નામે ઘેષિત કર્યા. બાર વર્ષના બાળભિક્ષુ મુનિશ્રી હેમચંદ્રવિજયજીને તે મનગમતી અમૂલ્ય અને અપૂર્વ વસ્તુ મળ્યાને આનંદ થે. તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપસ્યા અને ગુરુની ભક્તિમાં એકતાન બની ગયા. વિદ્યાથીના, વિનય, વૈયાવચ્ચની ભાવના, વિવેકશીલતા, વિનમ્રતા પૂજ્યશ્રીનાં સાથી બની ગયાં. ભૂખ્યાને ભાવતાં ભેજન મળે પછી એને લાભ લેવામાં શી મણ રહે! એમ બાળમુનિની સંયમયાત્રા સુખપૂર્વક આગળ વધતી રહી.) દીક્ષા લીધા પછી પૂરાં બાર વર્ષ અધ્યયનમાં લીન બની ગયા. તેઓશ્રીની અભ્યાસ પ્રત્યેની ઝંખના જોઈને ગુરુદેવે તેમને શાસ્ત્રીજી પાસે પાણિનીને વ્યાકરણને અભ્યાસ કરવા મૂક્યા. વ્યાકરણની સાથેસાથ ન્યાય, સાહિત્ય અને આગમગ્રંથોને પણ ઊંડો અભ્યાસ કર્યો. બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની પરીક્ષાઓ આપી. સિદ્ધાંતકૌમુદી, પ્રૌઢ મનોરમા, લઘુ શબ્દેન્દુશેખર, પરિભાષેન્દુશેખર, વાક્યપ્રદીપ, વૈયાકરણ, ભૂષણસાર આદિ વ્યાકરણના તથા મુક્તાવલી પ્રશ્ન, લક્ષણસિદ્ધાંત, વ્યુત્પત્તિવાદ, કુસુમાંજલિ વગેરે ન્યાયના તેમ જ શિષ્ટ સાહિત્યના ગ્રંથને બાર બાર વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો, પ્રથમા, મધ્યમ, શાસ્ત્રી અને વ્યાકરણચાર્યની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. આમ, તેઓશ્રીએ વ્યાકરણની આચાર્ય–પરીક્ષા પસાર કરી; પ્રાચીન તેમ જ નવીન ન્યાયશાસ્ત્રને અને કાવ્યને અભ્યાસ કર્યો અને જેનધર્મના પ્રાણરૂપ અને સંયમના આધારરૂપ આગમસૂત્રનું અધ્યયન કર્યું. વળી, સંપાદન પદ્ધતિને બોધ મેળવીને પિતાની જ્ઞાને પાસના ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યું. સ્વયં જ્ઞાનપાસના કરવાની સાથે સાથે તેઓશ્રી બીજાને અધ્યાપન કરાવવામાં અને ગ્રંથનું સર્જન અને સંપાદન કરવામાં પિતાની વિદ્યાવૃત્તિ આગળ વધારવા લાગ્યા. સંસ્કૃત લેકની અને વિશેષ કરીને આર્યા છંદમાં લેકેની રચના કરવાની પૂજ્યશ્રીની નિપુણતા વિશેષ આદરપાત્ર લાગે છે. તપસ્યામાં પણ સહજ રુચિ વર્તતી રહી. વર્ધમાન તપની ઓળી, વશીસ્થાનક તપની ઓળી, અઠ્ઠાઈ તપ વગેરે સુંદર તપસ્યા પણ અનુમોદનીય છે. કુટુંબ પ્રથમથી જ ધર્મના રંગે રંગાયેલું, એમાં આવા પનેતા પુત્ર ત્યાગધર્મને ભેખ લીધે. એટલે એની અસર કુટુંબીજને પર થયા વગર રહે? એમના પગલે એમના પરિવારમાંથી ચાર વ્યક્તિઓએ સંયમમાગને સ્વીકાર કર્યો. સં. ૨૦૦૯માં નાની બહેન હંસાએ દીક્ષા લીધી; એમનું નામ હેમલતાશ્રીજી છે. સં. ૨૦૧૭માં નાનાભાઈ પ્રવીણકુમારે દીક્ષા લીધી; આ વિદ્યાવ્યાસંગી 2010_04 Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતોર ૧૧૫ મુનિશ્રીનું નામ પ્રદ્યુમ્નવિજ્યજી છે અને તેઓ પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજીના શિષ્ય બન્યા છે. સં. ૨૦૧૭માં પિતાશ્રીએ દીક્ષા લીધી, એમનું નામ મુનિરાજ શ્રી હીરવિજયજી રાખ્યું અને તેઓશ્રી પૂ. ઉપાધ્યાય શ્રી મેરુવિજ્યજી મહારાજના શિષ્ય થયા. બાર વર્ષના ગાળામાં જે કુટુંબની પાંચ વ્યક્તિઓએ પ્રત્રજ્યા અંગીકાર કરી હોય એવી ધર્મપરાયણતા સામે સહેજે મસ્તક ઝૂકી જાય ! પૂજ્યશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શુભાશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થયા છે. એટલું જ નહિ, પણ સં. ૨૦૦૫માં પૂ. શાસનસમ્રાટશ્રી વિરાજતા હતા તે સમયે પ્રત્રજ્યા પ્રાપ્ત કરી હતી. અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા શિષ્યના સૌભાગ્યમાં પૂરક બને છે. એ અગમ્યતવ ગણાય છે. પછી તે વર્ષો સુધી પૂ. શાસનપ્રભાવક આ. શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મહારાજની સતત કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન કરવાની તમન્ના અને ઉત્તમ સંયમ-સંસ્કારો સીંચવાની ચીવટ, પૂજ્ય ગુરુવર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસનાં અંગ બની ગયાં. એ પણ એટલું જ મહત્ત્વનું છે કે તેમના દાદાગુરુ પૂજ્યપાદ પીયૂષપાણિ આચાર્ય ભગવંત શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની વ્યક્તિ પારખવાની અને પ્રસંગે પ્રસંગે યંગ્ય પ્રેરણું પાવાની વિલક્ષણ કળાને લાભ છેલ્લે છેલ્લે સારે મળે. આવા જ્ઞાનથી અને શીલથી એજસ્વી ધીર-ગંભીર પ્રકૃતિથી પરિપક્વ બનેલા આ મુનિપ્રવરની યોગ્યતા જોઈને પૂ. આ. શ્રી વિજ્યઅમૃતસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના ગોહન કરવાપૂર્વક સં. ૨૦૧૩ના કારતક વદ ૬ને શુભ દિને સુરતમાં ગણિપદથી અને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના તીર્થાધિરાજ સિદ્ધગિરિની છાયામાં-પાલીતાણા નગરે પંન્યાસપદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૩૧ના પિષ વદ ૭ને દિવસે ભાયખલા-મુંબઈમાં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૨૦૩૩ના મહા સુદ ૧૦ના દિવસે અમદાવાદ–રાજનગર સ્થિત નગરશેઠના વંડામાં, પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના ૧૦-૧૦ આચાર્યભગવંતની નિશ્રામાં, જ્ઞાન-દર્શનચારિત્રના અનુમોદનીય કાર્યક્રમ અને ભવ્યાતિભવ્ય મહોત્સવ ને શાસનના શ્રેષ્ઠ એવા આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. શાસનપ્રભાવના : પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં કાર્યો પણ એક પછી એક એમ સતત થતાં આવ્યાં છે. તેમાં જિનમંદિર, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ભવન વગેરેનાં નિર્માણકાર્યો તેમ જ અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપ, દીક્ષા અને પદપ્રદાનાદિના મહોત્સવ અનેક સ્થળે પ્રભાવનાપૂર્વક સંપન્ન થયાં છે. ( સાહિત્યસર્જન : પૂજ્યશ્રીએ માત્ર અઢાર વર્ષની વયે રચેલ “કીતિકલેલ કાવ્ય” તેમની જ્ઞાનગરિમાને ખ્યાલ આપે છે. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદોમાં રાણકપુર તીર્થને ઐતિહાસિક પરિચય આ ખંડકાવ્યમાં આવે છે. વ્યાકરણના પ્રયોગો અને સાહિત્યના લાક્ષણિક ભાવથી સભર આ કૃતિ સાહિત્યના શિખરે બિરાજે તેવી છે. તેઓશ્રીની અન્ય રચનાઓમાં અષ્ટાદશ પાપસ્થાનકાચનાશતક”, “કલ્યાણમંદિરપાદપૂર્તિવૃત્તિ', “જિનદાસશ્રેષ્ટિકથા', 2010 04 Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શાસનપ્રભાવક C 6 દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ’, · સૂરસુંદરીચરિય'-છાયા ', નેમિસૌભાગ્ય કાવ્યમ્ ', પરમાત્મપ્રાર્થના દ્વાત્રિ’શિકા ’, ‘ ગૌતમસ્વામીનાં ત્રણ સ્તંત્ર’, ‘ શ્રમણસ્તુતિષોઽષિકા ’, · ચાર અષ્ટકા ’ વગેરે તેમ જ સંપાદન કરેલા ગ્રંથામાં સિદ્ધહેમ-બૃહવ્રુત્તિ ’, ‘ અભિધાનચિ’તામણિ ’, · વીશસ્થાનક પૂજનવિધિ ’ વગેરે અને ગુજરાતી રચનાઓમાં ‘સજ્ઞસિદ્ધિ ', ઐતેન્દ્રસ્તુતિચતુવિંશતિ', ‘અમિતગતિકૃત આત્મનિંદાત્મક મંત્રીશીના પદ્યાનુવાદ', ૮ આત્મપ્રમેધપ’વિશ’તિકાના પદ્યાનુવાદ ', ‘ ચાવીશ જિનસ્તુતિએ ', વીશસ્થાનક પૂજા-કથા ' વગેરે. પૂજ્યશ્રીનું સાહિત્ય સાથે જ જનમનને ઉપકારી અને ઉપયાગી છે. ' ગ્રંથલેખન સાથે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ પ્રેરક, પ્રભાવક અને આહ્લાદક છે. આગમ જેવા ગૂઢ વિષયેાને સમજાવવાની રીત એવી સરળ અને સચોટ છે કે સૌને મત્રમુગ્ધ બનાવી દે છે. જિનશાસનનાં પ્રભાવક કાર્યાંના પ્રેરણાદાતા પૂજ્યશ્રીના શિષ્ય પ્રશિષ્ય પરિવાર પણ પ્રશંસનીય છે ) શિષ્યામાં ૧. પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ, ૨. મુનિશ્રી દનવિજયજી મહારાજ, ૩. મુનિશ્રી ગુણશીલવિજયજી મહારાજ, ૪. મુનિશ્રી લલિતાંગવિજયજી મહારાજ તેમ જ પ્રશિષ્યેામાં ૧. પન્યાસશ્રી પુંડરીકવિજયજી ગણિ, ૨. પંન્યાસ શ્રી ચંદ્રકીતિવિજયજી ગણિ, ૩. મુનિશ્રી રાજહુ સવિજયજી મહારાજ, ૪. મુનિશ્રી સુમેધવિજયજી મહારાજ, ૫. મુનિશ્રી રત્નકીતિવિજયજી મહારાજ, ૬. મુનિશ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજ વિચરી રહ્યા છે. એવા એ પૂજ્યવરને પગલે પગલે જિનશાસનનું ઉજ્જવલ અને વિમલ દન પ્રાપ્ત થાય છે તે સૂરિવરને કોટિશ વંદના ! सुहराई 2010_04 त्रिकाल वंदना : सुहदेवसि |lleen Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૧૧૭ જ્ઞાન-ધ્યાન અને વિનય-વિવેકના યશસ્વી સૂરિવર પૂ. આર્ય શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મહારાજ કે જેઓશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાધિરાજના પટ્ટધર શ્રી શાસનરત્ન આચાર્યદેવેશ શ્રી વિજયેદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજ્યમેતીપ્રભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર છે, તેમને જન્મ સં. ૧૯૯૫ના કારતક સુદ ૧૧ને દિવસે અમદાવાદમાં થયો. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ શારદાબેન હતું. તેમનું સંસારી નામ નરેન્દ્ર હતું. નરેન્દ્રની ૧૨ વર્ષની વયે સં. ૨૦૦૭માં અમદાવાદહકીભાઈની વાડીએ પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં એકસાથે સેળ વિદ્વાન મુનિવરેને પંન્યાસપદવી અર્પણ કરવાને પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયેલ. તેમાં પૂ. આ. શ્રી વિજયતી પ્રભસૂરીશ્વરજી મહારાજ તે સમયે પૂ. પંન્યાસ શ્રી મતીપ્રવિજયજી મહારાજના નામે જાહેર થયેલ. તે પૂ. પંન્યાસજી નરેન્દ્રના સંસારીપણે માસા થતા હતા. તેથી નરેન્દ્ર કુટુંબીજને સાથે અવારનવાર વંદન કરવા આવતા. તેમાં એકવાર પૂ. પંન્યાસજી મહારાજે દીક્ષા માટે પ્રેરણા કરી કે બેલ, તારે દક્ષા લેવાની ભાવના છે? અને પૂજ્યશ્રીનાં વચન સાંભળતાં જ નરેન્દ્રને દીક્ષા લેવાની ભાવના જાગી. એણે કહ્યું કે, મારી દીક્ષા લેવાની ભાવના છે. તેમની ઉત્કૃષ્ટ ભાવના જોઈ માતાપિતાએ પણ સહર્ષ અનુમતિ આપી. અને પૂજ્યપાદ ગીતાર્થ શિરેમણિ આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજે મુહૂર્ત કાઢયું. ૨૦૦૭ના વૈશાખ સુદ ના શુભ દિને મહામહોત્સવ પૂર્વક અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે ૧૨ વર્ષની ઉંમરે નરેન્દ્ર સંયમ ગ્રહણ કરીને બાલમુનિશ્રી નયવિજયજી નામે પૂ. પં. શ્રી મેતીવિજ્યજી મહારાજના શિષ્ય ઘોષિત થયા. નાની ઉંમરમાં દીક્ષા લઈને પૂજ્યપાદ ગુરુભગવંતની સેવા-ભક્તિ, જ્ઞાન-ધ્યાન, વિવેક દ્વારા દિન-પ્રતિદિન વિકાસ પામતા રહ્યા. આગમસૂત્રના યોગદ્વહન કરવાપૂર્વક સં. ૨૦૨હ્ના ફાગણ વદ ૩ના ગણિપદ, ફાગણ વદ ૬ના પંન્યાસપદ, સં. ૨૦૩૩ના વૈશાખ સુદ પાંચમે કેશરિયાજીનગર-પાલીતાણામાં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૩પના ફાગણ સુદ ૩ના દિવસે ભાવનગર મુકામે તૃતીયપદ-આચાર્યપદ પૂજ્યપાદ ગુરુદેવશ્રી હસ્તે અર્પણ કરવામાં આવ્યાં. પૂ. આચાર્યશ્રી વિજ્યનયપ્રભસૂરીશ્વરજી મહારાજ સંયમ સ્વીકાર્યા પછી આજીવન પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને સેવા-ભક્તિમાં મગ્ન રહ્યા છે, જેથી પૂ. ગુરુદેવશ્રીના અદશ્ય આશીર્વાદથી આજે પણ શાસનપ્રભાવનાનાં અપૂર્વ કાર્યો કરીને જૈનશાસનને જય જ્યકાર પ્રવર્તાવી રહ્યા છે. એવા એ પૂજ્યપાદ આચાર્યદેવને કેટિ કોટિ વંદન ! (સંકલનઃ મુનિશ્રી લબ્ધિવિજયજી મહારાજ ). 2010_04 Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શાસનપ્રભાવક યથાવામગુણ મનોહારી પ્રવૃત્તિઓના વિધાતા પૂ. આચાર્યશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજ બહુરત્ના વસુંધરા ના ન્યાયે વિશ્વમાં કઈ કઈ વાર બહુમૂલ્ય માનવરત્ન પ્રકાશ ઊઠે છે, એ જે ક્ષેત્રમાં રહીને પિતાને પ્રકાશ પાથરે છે તે ક્ષેત્રને દેદીપ્યમાન બનાવી મૂકે છે. પૂ. આ. શ્રી વિજયમનહરસૂરીશ્વરજી મહારાજ પણ ૩૦ વર્ષના સંયમજીવનથી જિનશાસનના વિશાળ ક્ષેત્રને ઉજજ્વળ કરી ગયા. પૂજ્યશ્રીની જન્મભૂમિ ભવ્ય અને રમણીય જિનાલયેથી શોભતા રાજસ્થાન પ્રદેશના સિરોહી જિલ્લાનું સણપુર ગામ. પરંતુ કુટુંબ કાલિન્દ્રી ગામે આવી વસ્યું હતું. ત્યાં શ્રેષ્ઠીવર્ય શ્રી કેશરીમલની ભાર્યા શ્રીમતી મૂળીબાઈએ પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ મશાલાલ રાખ્યું. પરંતુ માતાપિતા મહારાષ્ટ્રમાં પૂના પાસેના ખડકી શહેરમાં આવી વસ્યા એટલે મશાલાલનું શિક્ષણ મરાઠીમાં થયું. ત્યાં મુનિભગવંતોને સમાગમ થતાં તેમની વૈરાગ્યભાવના પણ જાગૃત થતી ચાલી. એવામાં પૂ. સૂરિચકચકવતી શાસનસમ્રાટીના પટ્ટાલંકાર સાહિત્યસમ્રાટ પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજને સંસર્ગ થતાં તેમની જીવનનૌકાની દિશા ફરી ગઈ. પૂ. મહારાજશ્રી પૂનામાં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે તેમણે પૂજ્યશ્રીની વૈરાગ્યવાસિત વાણીનું આકંઠ પાન કર્યું. અને પૂજ્યશ્રી પાસે સંયમ સ્વીકારવાની ભાવના વ્યક્ત કરી. પૂ. ગુરુદેવશ્રીએ ૧૮ વર્ષના યુવાન મંશાલાલને સં. ૨૦૧૦ના જેઠ વદ ૧૦ ને દિવસે મહારાષ્ટ્રના ચાકણ ગામે ભાગવતી દીક્ષા આપી મુનિશ્રી મનેહરવિજયજી નામે જાહેર કર્યા. ત્યાર બાદ, અધ્યયન-તપ-આરાધના-ગુરુભક્તિમાં અપ્રમત્તભાવે પ્રવૃત્ત રહેતા મુનિવરને સં. ૨૦૨૦ના કારતક વદ ૬ને દિવસે રાજસ્થાન-ઉદયપુરમાં ગણિપદવી પ્રદાન થઈ. અને ખીમાડામાં પ. પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ, પૂજ્યશ્રીના હસ્તે અનેક પ્રતિષ્ઠા, અંજનશલાકા, મહેન્સ થતા રહ્યા. પરિણામસ્વરૂપ, સં. ૨૦૩૬માં પૂનામાં તેઓશ્રીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી યથાનમગુણ મનોહારી પ્રવૃત્તિઓના વિધાતા રહ્યા છે. અભ્યાસકાળમાં વૈયાવચ્ચમાં અગ્રસ્થાને રહેતા, તેમ ઉગ્ર વિહારમાં રાજસ્થાનથી માંડીને મહારાષ્ટ્રના પ્રદેશમાં વિચરી શાસનપ્રભાવના કરી. તેઓશ્રી મનહર કવિ પણ હતા. તેઓશ્રીએ રચેલાં સ્તવનના સંગ્રહ–“મનેહરનામમાલા” અને “મનહરસ્તવન-માલા”—ખૂબ જ લેકપ્રિય થયા છે. ઉપરાંત, પૂજ્યશ્રી ઉત્તમ વ્યાખ્યાતા હતા. તેઓશ્રીની પ્રેરણાથી રાજસ્થાનમાં ઠેર ઠેર જિનાલનાં નવનિર્માણ અને જિર્ણોદ્ધારનાં કાર્યો થયાં. વવદ્ધ અવસ્થાએ પૂજ્યશ્રી લકવાને ભેગ બન્યા. છતાં મુખ પર એક મહાન તપસ્વીની સમતા અને પ્રસન્નતાના દર્શન થતા. સં. ૨૦૪૦માં સાદડી શહેરમાં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે, ભાદરવા વદ ૭ને દિવસે મહામંત્ર નવકારના જાપ કરતા, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા એ “રાજસ્થાન-દિવાકર, સુમધુર સ્તવનકાર-કવિવર-સૂરિવરને કેટિશ વંદન! (સંકલન : પ્રો. જવાહરચંદજી પટ્ટણની પુસ્તિકામાંથી સાભાર) 2010_04 Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-૨ ૧૧૯ આગમસૂત્રના અભ્યાસી, પ્રખર પ્રવચનકાર પૂ. આચાર્યશ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ - વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, કાવ્ય અને આગમસૂત્રોના સમર્થ અભ્યાસી તેમ જ સમર્થ પ્રવચનકાર આચાર્યશ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ રાજસ્થાનના શ્રી વરકાણા તીર્થ પાસે આવેલું સાચેટી ગામ. સં. ૧૯૮ન્ના મહા વદ ૧૪ને દિવસે તેમનો જન્મ થયો. પિતાનું નામ મયાચંદજી દેવીચંદજી. માતાનું નામ સુમતિબાઈ. એમનું નામ વક્તાવરમલજી. બાલ્યાવસ્થામાં મળેલા ધર્મસંસ્કારને કારણે તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મ પ્રત્યે વધુ ખેંચાવા લાગી. કુમારાવસ્થામાં સૌ યુવક મેજમજા માણતા હોય છે ત્યારે તેમને આવા મજશેખ પ્રત્યે હંમેશાં અરુચિ રહેલી. ધર્મ પ્રત્યેની રુચિ દિવસે દિવસે ગાઢ થતી જતી હતી. એવામાં એક દિવસ, તેમની ૨૨ વર્ષની ભરયુવાન વયે, સાહિત્યસમ્રાટ પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજની પુણ્ય પ્રેરણા પામી, વૈરાગ્યભાવનાને સાકાર બનાવી. સં. ૨૦૧૦ના કારતક વદ ૩ના પાવન દિવસે, પૂના શહેરમાં, પૂજ્ય આચાર્યશ્રીના વરદ હસ્તે દિક્ષા ગ્રહણ કરીને પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજીના શિષ્ય મુનિશ્રી વિકાસ વિજયજી બન્યા. નામ એવા ગુણ પ્રમાણે મુનિશ્રી વિકાસ વિજ્યજી મહારાજ પણ તપ, ત્યાગ, ધ્યાન અને સંયમની સાધના સાથે જ્ઞાનાભ્યાસમાં વિકાસ સાધવા લાગ્યા. જૈન સિદ્ધાંતે ઉપરાંત વ્યાકરણ. સાહિત્ય, દર્શન, ન્યાય, કાવ્ય આદિને ઊંડે અભ્યાસ કર્યો. વિનય-વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિને પણ લાભ મેળવતા રહ્યા. તલસ્પર્શી અભ્યાસ અને આકર્ષક વસ્તૃત્વશક્તિને કારણે પૂજ્યશ્રીની પ્રવચનશૈલી દિવસે દિવસે વિકસવા લાગી. પૂજ્યશ્રીની અદ્દભુત નિરૂપણશૈલીએ અનેક ભાવિકેના અંતરમાં ધર્મજાગૃતિ અને ધર્મોલ્લાસ પ્રગટવા લાગ્યાં. તેઓશ્રીની સાધના અને શાસનપ્રભાવનાને વિકાસ જોઈને પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૩૦માં ઉદયપુરમાં તેઓશ્રીને ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૩૫ના વૈશાખ સુદ ૧૧ના સાદડી મુકામે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે, હજારની માનવમેદની વચ્ચે, પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે ઉપાધ્યાયપદે અને સં. ૨૦૩પના અષાઢ સુદ ૧૦ના શુભ દિને રાજસ્થાનગુડાબાતાનમાં પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે જ આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીએ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ આદિ પ્રદેશોમાં વિચરીને પૂજને, અનુષ્ઠાને, પ્રતિષ્ઠાઓ, યાત્રાઓ, દીક્ષાઓ વડે ઘણી પ્રભાવનાઓ થઈ હતી. વંદન હજો એ પૂજ્યવર–સૂરિવરને ! 2010_04 Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ - શાસનપ્રભાવક - સમર્થ શાસનપ્રભાવક સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાંડિત્યથી પ્રકાશતી વ્યક્તિ કે વાર વાદ-વિવાદના કાદવમાં ખૂંપી જવા સંભવ છે, પણ નરી સરળતાની પૂજક સાધુતા હંમેશાં સાહજિકતા અને પ્રફુલ્લિતાન અને અનુભવ કરાવે છે. પૂ. આ. શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ દર્શને જ આવે અને અનુભવ થાય છે. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૮૭ના માગશર વદ ૧ને દિવસે મહિમાવંત મહાતીર્થ શ્રી શંખેશ્વરતીર્થની પાવન ભૂમિ પર થયો હતે. પિતા વાડીલાલ લાડકચંદ શાહ અને માતા સમરથબહેન ધર્મપ્રેમી દંપતી હતું. બાળકમાં શિક્ષણ સાથે ધર્મના સંસ્કારોનું સિંચન થાય તેની કાળજી રાખતાં હતાં. બાળક બંસીલાલ પણ પૂર્વભાવના સંસ્કારોને બળે ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ લેતા હતા. અમદાવાદ-પતાસા પિળની શ્રી વીરવિજ્યજી પાઠશાળામાં નિયમિત જતા. આઠનવ વર્ષની ઉંમરે બે પ્રતિક્રમણનાં સૂત્રોને અભ્યાસ કરી લીધું હતું. શીલ અને સમતાના ધારક સાધુઓને જોઈને બંસીભાઈ અને આનંદ અનુભવતા. આગળ જતાં, સંયમમાગે પ્રયાણ કરવાની ભાવના સેવવા લાગ્યા. નાની વયે બે અઠ્ઠાઈ કરી. પણ વીસમું વર્ષ બંસીભાઈના જીવનનું યાદગાર વર્ષ બની ગયું. એ વર્ષે તેમણે સેળ ઉપવાસની તપશ્ચર્યા કરી. એ સમયે, સં. ૨૦૦૯માં મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ અમદાવાદપાંજરાપોળમાં ચાતુર્માસ સ્થિત હતા. પૂજ્યશ્રીનાં વૈરાગ્યવાસિત વ્યાખ્યાનેએ બંસીભાઈની જીવનદિશા સુનિશ્ચિત કરી આપી. તેમણે પૂ. મુનિવર્યશ્રી પાસે પ્રત્રજ્યા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી. સં. ૨૦૧૦ના કારતક વદ ૩ને શુભ દિવસે સિહી થઈને જાવલ ગયા. અહીં કારતક વદ ૬ને દિને ભવ્ય દીક્ષા મહોત્સવ થયે. માગશર સુદ પાંચમે વડી દીક્ષા થઈ. બંસીભાઈ મુનિશ્રી ચંદ્રવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રી તપ–સ્વાધ્યાય–ગુરુસેવામાં મગ્ન રહેવા લાગ્યા. અમદાવાદ, સુરત, ભાવનગર, પાલીતાણા, ખંભાત, વલસાડ, વડોદરા આદિ અનેક સ્થળોએ ચાતુર્માસ સ્થિત રહી ઉપધાન તપ, પ્રતિષ્ઠા-અંજનશલાકા, છ'રી પાલિત સંઘ, જિનાલયે-ઉપાશ્રયેનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, દીક્ષાઓ, પદવી પ્રદાન આદિના અનેક મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં સંપન્ન થતા રહ્યા. પૂજ્યશ્રીના આ શાસનપ્રભાવનાનાં ઉત્તમ કાર્યોના પરિપાક રૂપે, સં. ૨૦૩૦ના કારતક વદ ૬ને દિવસે, ભગવતીસૂત્રના ગોદ્રહનપૂર્વક ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૩ના ફાગણ સુદ બીજને દિવસે સોજીત્રા મુકામે પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૨૦૩૫ના અષાઢ સુદ ૧૦ને ગુરુવારે મુંબઈ-લાલબાગ ખાતે આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા) આદિ અનેક આચાર્યદેવ ઉપસ્થિત રહ્યા હતા. આમ, સં. ૨૦૧૦થી આરંભાયેલા તપ અને સાધનાથી શોભતા, સંયમજીવનને શણગારતા, આજ સુધીના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીના હસ્તે અનેકવિધ ધર્મકાર્યો થયાં છે અને હજી પણ થતાં રહેશે. એ માટે પૂજ્યશ્રી સ્વાથ્યપૂર્ણ દીર્ધાયુષ્ય પામે એવી શાસનદેવને અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કોટિ કેટિ વંદન! 2010_04 Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૧ નિઃસ્પૃહી નિર્મોહી; સૌમ્ય-શાંત મૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાનમાં જે હીરા-ઉદ્યોગથી ખ્યાત બન્યું છે એવા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં આજથી સદી પહેલાં સં. ૧૯૯૦માં, શાસનના હીરલા પૂ. આ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજને જન્મ થયે હતે. પૂર્વના પુષ્પગે સંસ્કાવાસિત ગૃહે જન્મ પામતાં સહજ અને સરળપણે ધર્મસંસ્કાર પ્રાપ્ત થયા અને એ ધર્મસંસ્કાર સિંચન અને વર્ધન પામતાં એમની રૂચિ અને પ્રવૃત્તિ પણ વધુ ને વધુ ધર્મ તરફ વળવા લાગી. કુમારવય અને યુવાનવયે સૌ કઈ યુવકે માજશેખ માણતા હોય છે, ત્યારે તેમને આ મોજશેખ પ્રત્યે હંમેશાં અણગમો-અભાવે રહે. વયની સાથે ધર્મજ્ઞાન, સત્સંગ અને તપશ્ચર્યામાં પણ વૃદ્ધિ થવા લાગી. ધર્મ પ્રત્યેની રૂચિ દિવસે દિવસે ગાઢ બનતાં મન સંસારમાંથી વળીને વૈરાગ્યને માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ, એકવીસ વર્ષની ભરયુવાન વયે, પૂ. આચાર્યશ્રી વિજ્યકતૂરસૂરીશ્વરજી મહારાજ આદિની પ્રેરણા પામીને સંયમ સ્વીકારવાની ભાવનાને સાકાર બનાવી. સં. ૨૦૧૧ના માગશર વદ ૬ના પાવન દિને, નવસારીમાં જ પૂજ્યપાદશ્રીના વરદ હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પૂ. આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી પ્રબોધચંદ્રવિજયજી બન્યા. નામ એવા ગુણ” પ્રમાણે મુનિશ્રી પ્રબોધચંદ્રજી મહારાજ પણ દાદાગુરુની જ્ઞાનધારા અને ગુરુદેવની તપધારથી પ્રબોધિત બની, સંયમની સાધના સાથે જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ સાધવા લાગ્યા અને વિનય–વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિને પણ ઉત્કૃષ્ટ લાભ અખંડ ગુરુકુલવાસ સેવી પ્રાપ્ત કર્યો. તલસ્પશી શાસ્ત્રાભ્યાસ, સરળ અને સચોટ વ્યાખ્યાનશૈલી અને કલ્યાણકારી શાસનપ્રભાવનાને લીધે પૂજ્યશ્રીનું સંયમી જીવન વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બની ગયું. પૂ. ગુરુદેવશ્રીએ તેઓશ્રીની યોગ્યતા જાણ ક્રમે ક્રમે ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ અને છેલ્લે આચાર્યપદથી અલંકૃત બનાવી પૂજ્યશ્રીની સંયમયાત્રાને અધિક શોભાયમાન બનાવી. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજનું સંયમી જીવન જ્ઞાન, તપ તેમ જ પદની ઉત્કૃષ્ટ પ્રાપ્તિ છતાં ઘણું સરળ છે. નામનાની કામના અને કીતિની આકાંક્ષા નહીં એવું પૂજ્યશ્રીનું નિઃસ્પૃહી, નિર્મોહી અને સાધુતાથી શોભતું તેઓશ્રીનું જીવન છે. વળી, સ્વના કલ્યાણ સાથે, પરના આસપાસનાં સૌનાં જીવનને ધર્મભાવનાની સુવાસથી સુવાસિત બનાવી દેવું એ તેઓશ્રીના જીવનને ક્રમ છે. આવી સચ્ચિદાનંદમય સાધુતાને શતશઃ વંદના હો ! 2010_04 Page #124 -------------------------------------------------------------------------- ________________ SeSSeSQS2252SPSSISTS2525252525252525252525& 5 શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશનની સમાજોપયોગી બહુવિધ પ્રવૃત્તિઓની હg - પરિચય–ઝલક આપ સૌ જાણે છે તેમ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનના પરમ શ્રદ્ધય આચાર્ય હતા. તેઓને જન્મ ઈ તો ક્ષત્રિય પરિવારમાં થયેલો. કિન્તુ એમના હૈયે જૈન ધર્મને પ્રભાવ માં વિશેષ પડયો હતો. આથી દીક્ષા લઈને જૈન મુનિ બન્યા હતા. સ્વાધ્યાય, સાધના અને આત્મમાંગલ્ય એ જ એમનાં જીવનધ્યેય હતાં. પૂજ્યશ્રી માનવસેવા અને જનકલ્યાણની રૂડી ભાવનાના ધારક અને પ્રણેતા હતા. તેથી, તેઓશ્રીની પુનિત સ્મૃતિમાં એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન. ) [1] આ ટ્રસ્ટને પ્રેરણા મળી પૂ. મુનિ શ્રી સંયમસાગરજી મહારાજની IT અને સહયોગ મળ્યો આપ સૌનો. આ ટ્રસ્ટ દ્વારા સાધર્મિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની આગવી પરંપરા ઊભી કરવામાં આવી–જેમ કે : (૧) માનવમૂલ્યની માવજત કરે અને જૈન સિદ્ધાંતોની સમજ HI TO આપે તેવા સાવિક શિષ્ટ સાહિત્યનું પ્રકાશન. (૨) “સાગર” | આ સામયિકનું નિયમિત પ્રકાશન. (૩) સાધર્મિક વાત્સલ્ય. (૪) મેડિકલ | Tી રિલીફ ફંડ. (૫) “આઈ કેમ્પ” જેવા અન્ય કેમ્પનું આયોજન. ના આ ઉપરાંત પણ માનવહિતનાં અનેક કાર્યોનું આયોજન અવારનવાર કરીએ છીએ. અમને પ્રતીક્ષા છે આપના માર્ગદર્શનની અને આપના હુંફાળા સહયોગની શ્રી કૈલાસસાગરસૂર ફાઉન્ડેશન ૧૩૯/૧૧ જવાહરનગર, ગેરેગાંવ (વે) મુંબઈ-૪૦૦૦૬૨ ટ્રસ્ટીઓ UT ૧ શ્રી ગુલાબચંદ ચંપકલાલ સુરતી, ૨૮૦/૭, જવાહરનગર, ગેરેગાંવ (વે.) મુંબઈ R ૨ શ્રી સેવન્તીલાલ મોહનલાલ ખરેડવાળા. ૭, ગુલમહોર એપાર્ટમેન્ટ, ફેકટરી ણ લેન, બેરીવલી (વે.), મુંબઈ-૪૦૦૦૨. ૩ શ્રી સુર્યકાન્ત રમણલાલ શાહ ૧૩૯/૧૧, જવાહરનગર, ગેરેગાંવ (વે.), મુંબઈ Tી ૪ શ્રી વસંતલાલ ચંદુલાલ શાહ ૨૨૫/૮, જવાહરનગર, ગોરેગાંવ (વે.), મુંબઈ A ૫ શ્રી અશોકભાઈ એ. શાહ, બી/૬, ન્યુ શિવકૃપા એપાર્ટમેન્ટ્સ, નવા વાડજ, અમદાવાદ BEGIEEEEEEEEEEEEEEEEEEEEEEElsa 2010_04 Page #125 -------------------------------------------------------------------------- ________________ SPSS22SPSOS:25252SPSSPSSISES25252SS25ISZS2S2X XSTESTS2592SCSESESSSSSS2S$25 અધ્યાત્મયોગી પૂજ્યપાદ આચાર્યદેવ Hશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ || અને તેઓશ્રીના સમુદાયવર્તી – પૂજ્યપાદ આચાર્યભગવંતે – પૂ. આ. શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. આ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી મનહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી ભદ્રબાહુસાગરસૂરીશ્વરજી મ. ઈ આ. શ્રી પવસાગરસૂરીશ્વરજી મ. عمو عمو ETRIGINEERINGINEEEEEEEEEEEEEEElJEEEEEEEEEEEEEEEEElGRc عيو BEGGIGIHEIGGESTIGERIEGEGETELEFIETRIEise 2010_04 Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શાસનપ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થના સ્થાપક પ્રકાંડ પ્રબોધમૂર્તિ પરમ યોગનિષ્ઠ; સમર્થ વાદવીર; વિશાળ ગ્રંથરાશિના કર્તા; “ શાસ્ત્ર વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર; પૂર્વધારો સમી શાસનપ્રભાવના કરનાર પૂ. આચાર્યપ્રવરશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ ચારે બાજુ અંધશ્રદ્ધાને ગાઢ અંધકાર છવાયે હતે. ભૂત-પ્રેતના ઓછાયા નીચે ભુવાઓ ફૂલ્યાફાલ્યા હતા. ઢાંગધતીગે માઝા મૂકી હતી. (અંધશ્રદ્ધા અને અજ્ઞાનને વશ થઈ અસંખ્ય લોકે એમાં ફસાઈને ત્રાસ ભોગવી રહ્યાં હતાં. એવી વિષમ અને અસહ્ય સ્થિતિમાં પ્રાણીમાત્રના કલ્યાણની કામના વાંછતા એક ધર્મપુરુષનું દિલ દ્રવી ઉઠયું અને આ લોકોને ઉદ્ધાર કરવા મન તલસી રહ્યું. તેમના હૃદયમાં એક તિને પ્રાદુર્ભાવ થયે અને દિશાશૂન્ય લેકેને એક સાચો–દિવ્ય–પીડારહિત માર્ગ મળે. એ ધર્મપુરુષ હતા રોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ અને એ દિવ્ય તિ એટલે મહુડી (મધુપુરી)માં પૂજ્યશ્રીએ સ્થાપેલ શ્રી અરિહંત પરમાત્માના અનન્ય ઉપાસક, શાસનરક્ષક, પરોપકારરસિક યક્ષરાજ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ. આજે આ શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવને મહિમા એટલે પ્રભાવક અને વ્યાપક બન્યું છે કે ઠેર ઠેર તેમની મૂતિઓ પધરાવવામાં આવે છે.) શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા રત્નગર્ભા ભૂમિ પર એક દિવસ એક તેજપુંજ પ્રગટ્યો. એ ભૂમિ તે સુરમ્ય આમ્રઘટાઓ વચ્ચે શોભતાં પ્રાચીન જૈન ઉત્તગ જિનાલયે વડે શોભતી વિજાપુર (વિદ્યાપુર) નગરી; અને દિવસ તે વિ.સં. ૧૯૩૦ના મહા માસને કૃષ્ણ પક્ષની ચતુર્દશીને ધન્ય દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર જ્ઞાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકુક્ષીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયન, પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરે આબાલવૃદ્ધ સૌને આકર્ષી રહ્યો. ફેઈએ નામ પાયું બહેચરદાસ. શૈશવકાળથી બાળકમાં મહાત્માનાં લક્ષણો દષ્ટિગોચર થતાં હતાં. એક વાર, નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝોળી બાંધીને સુવડાવ્યા હતા, ત્યાં ઉપર મેટો સાપ આવીને બેઠે. સૌ હતપ્રભ થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યા ગયે. આ વાત સાંભળી એક મહાત્માએ ભવિષ્યવાણી ભાખી કે, “ય સ્ર ઘઉં સંત થોપી દો ” અને બાળક બહેચરે મેટા થતાં એવાં લક્ષણો બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં અને રમત-ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યા. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી આદિ ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધેરણ સુધી તે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. એવામાં એક ચમત્કારી બનાવ બને ? ત્યાગ, તપ અને સંયમની સાક્ષાત્ મૂતિ સમા બે સંતપુરુષે સંસારને પાવન કરતાં કરતાં ગામની બહાર ઈંડિલ-ભૂમિએ જઈ રહ્યા હતા, ત્યાં અલમસ્ત બે ભેંશે લડી રહી હતી. બહેચરને થયું કે આ ભેંશે મહાત્માઓને અડફેટે 2010_04 Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૧૨૫ લેશે તે અનર્થ થઈ જશે. એટલે તેણે લાકડી ફટકારી ભેંશોને દૂર કરી, ત્યારે સંતના શબ્દો સંભળાયા : “હે વત્સ ! આ જીવ અબેલ કહેવાય. એને શા માટે પીડા કરે છે? કઈ પણ જીવને પીડા કરવી એ મહાપાપ છે. અહિંસા પરમ ધર્મ છેમહાત્માની વાણીમાં સત્ય, સંયમ અને અહિંસાને રણકાર હતા. તેની બહેચરના હૃદય પર ચમત્કારિક અસર થઈ તક્ષણે જ તેનું દિલ દ્રવી ઊઠયું. એના અંતરમાં પ્રકાશ ઝળાં ઝળાં થયે. તેના રમે રેમે ગીત ગુંજી રહ્યું : “જેના રમ રમથી ત્યાગ ને સંયમની વિલસે ધારા...ધન ધન એ જિન અણગારા...” આમ, તેમના પૂર્વભવના સુષુપ્ત સંસ્કાર જાગૃત થયા; બધાય ભ્રમ ભાંગી ગયા, કર્મનાં કાળાંધલ્મ જાળાંએ વિખેરાયાં; સત્ય ઝળહળી ઊઠયું; પ્રકાશના એક જ કિરણે આત્માના અનાદિ કાળનાં અંધારાને ઉલેચી નાખ્યાં. બહેચરને કેઈ આગમ-અગેચર પંથે પ્રયાણ કરવાના સંકેત સાંપડી ચૂક્યા ! એવામાં મિત્રો પાસેથી ધાર્મિક અભ્યાસની વાત સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો મુખપાઠ કર્યો. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિકમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથને સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ–ભાવાર્થ–પરમાર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ઝંખના જાગી. ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં શ્રી યશોવિજયજી જેન–સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા માં પ્રવેશ મેળવ્યો અને ત્યાં જ જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અધ્યયન કર્યું. ન ભૂતો ન ભવિષ્યતિ એવી શ્રી સર્વજ્ઞ જિનેશ્વરભગવંત ભાષિત પારમાર્થિક પદાર્થોનું અધ્યયન કરતાં કરતાં તે બહેચરનું મન શ્રદ્ધાથી નાચી ઊઠયું. સતત પરિશીલન, એકાગ્રતા, જ્ઞાનપિપાસા, સાધના અને સતત પુરુષાર્થથી તેણે ધાર્મિક અભ્યાસ પૂરો કર્યો. આ તેજસ્વી શક્તિ-સમજણને પારખીને સંસ્થાના સંચાલકોએ તેને ગામોગામ ચાલતી પાઠશાળાના પરીક્ષક તરીકે મોકલ્યા. પરંતુ એનાથી તેને પૂરતે સંતેષ ન થયો. તેનું મન તે આનાથી પણ ઊંચેરી પ્રત્રજ્યા માટે પ્રયાણ કરવા ઝંખતું હતું. અભ્યાસની તેજસ્વિતા એટલી હતી કે ધાર્મિક વાદવિવાદમાં બહેચરદાસને કેઈ પહોંચી શકતું નહીં. એક વાર એક પાદરી મેટી સભા વચ્ચે સ્વધર્મની મહત્તા અને પરધર્મનું ખંડન કરી રહ્યો હત; બહેચરદાસે આગળ આવીને જૈન ધર્મની મહત્તા સ્થાપીને સૌને દિમૂઢ કરી દીધા હતા અને પ્રત્યુત્તર આપવાને અસમર્થ પાદરી ગંજાવર સભા છેડી ચાલી ગયા હતા. સમકિતદાયક ગુરુતણો, પરચુવયાર ન થાય. સમકિતદાતા ગુરુદેવશ્રીના ઉપકારને બદલે કોટિ કોટિ ઉપાથી પણ વાળી શકાતું નથી. સચ્ચારિત્રચૂડામણિ પૂજ્ય પ્રવર શ્રી રવિસાગરજી મહારાજ મહેસાણા નગરમાં વૃદ્ધાવસ્થાને કારણે સ્થિરતા કરે છે. બહેચરભાઈને પૂજ્યવરની સેવા કરવાને અમૂલ્ય અવસર પ્રાપ્ત થાય છે. પૂ. ગુરુદેવ કાળધર્મ પામવાથી બહેચરભાઈને એક યતિશ્રીના જ્ઞાનને લાભ મળે છે અને ત્યારથી બહેચરભાઈને સંયમ સ્વીકારવાની ભાવના થાય છે. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી. સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ને શુભ 2010_04 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શાસનપ્રભાવક દિવસે મહામહેાત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. યથાનામદ્ગુણુ બુદ્ધિના મહાસાગર અન્યા. વડી દીક્ષાના ચાગેન્દ્વહન કરી, પાંચ મહાવ્રત તથા રાત્રિભોજન વિરમણવ્રત ઉચ્ચર્યાં. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પ્રથમ ચાતુર્માંસ સુરત પધાર્યા. ત્યાં પણ ખ્રિસ્તી ધર્માંના પ્રચારકો જૈનધમ ના પ્રત્યે વિષવમન કરતા હતા. મુનિવરથી આ સહન ન થયું. તેઓશ્રીએ આહ્વાન આપ્યુ કે જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા નિમંત્રણ છે. પરંતુ કોઇ આવ્યું નહી. ત્યાર પછી પૂજ્યશ્રીએ કલમ ઉપાડી, એક પછી એક લખાણ પ્રગટ કરતા રહ્યા. કોઈ પણ જાતની તીખાશ કે કડવાશ વિના, પૂરતી સૌજન્યશીલ વાણીમાં જૈનધર્મની પ્રસ્થાપના કરતા રહ્યા. પ્રથમ ગ્રંથનું નામ હતું જૈનધ ખ્રિસ્તીધર્મ ના મુકાબલે. ’ જૈન ખ્રિસ્તી સ ́વાદ.' પરિણામે, ચાવીસ વર્ષોંના સુદીર્ઘ સયમપર્યાય દરમિયાન પૂજ્યશ્રી આવા મુકાબલા માટે હ ંમેશાં અજેય પુરવાર થયા. 6 પુજ્યશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યોગની સહજભાવે સાધના કરી પારંગત બન્યા હતા. કલાકાના કલાકો સુધી સહજ સમાધિભાવમાં અંડાલ રહેતા. અપૂર્વ આધ્યાત્મિક એજસવંત લેાકેાત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિઓ આકર્ષાઈ ને પૂજ્યશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પાતાની પ્રતિભા, પ્રજ્ઞા અને પુરુષાની શક્તિઓ દ્વારા પૂજ્યશ્રી સમાજ અને શાસનપ્રભાવનામાં સતત કાર્યશીલ રહેવા લાગ્યા. તે સમયમાં ચામેર અંધશ્રદ્ધા, વહેમ, શંકા અને અજ્ઞાનતાનાં અંધારાં છવાઈ ગયાં હતાં. ભૂત, પ્રેત અને ભૂવાઓનુ સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. આવી દયનીય સમાજસ્થિતિથી લાકે ત્રાસી ગયાં હતાં. કોઈ ઉદ્ધારક નરશાર્દૂલ જન્મે એની રાહ જોતાં હતાં. એવે સમયે મહુડીમાં શ્રી પદ્મપ્રભુજીના નૂતન જિનાદ્ધયના સાન્નિધ્યમાં, શ્રી અરિહંત પરમાત્માના અનન્ય ઉપાસક, સમ્યક્દૃષ્ટિ શાસનરક્ષક, પરોપકારરસિક યક્ષરાજ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવની પ્રભાવક મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને ભ્રષ્ટ થતી જતી પ્રજાનું ધ, શ્રદ્ધા અને આચારથી રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. પરંતુ એ સમયે સંપ્રદાયમાં પણ અનેક વાદવિવાદો પેદા થયા હતા અને ફાલ્યાફૂલ્યા હતા. નાના નાના વાડા ઊભા થતા જતા હતા. પૂજ્યશ્રીને પાતાનાં કાર્યોમાં સહાય કરે એવા વ અલ્પ હતા. તેમ છતાં, તેઓશ્રી પાતાના નિણૅયામાં અડગ રહ્યા અને સામાજિક નવાત્થાનનાં કાર્યો કરતા રહ્યા. પૂજ્યશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રંથરચનાનુ છે. તેમણે એક પછી એક એમ એકસા આઠથી અધિક ગ્રંથો પ્રગટ કરીને ધમયેાતને ઝળહળતી રાખી. અનેક ભાવિકાનાં અંતરમાં જ્ઞાનજ્યોતના પ્રકાશ પ્રસાયે. સ્થાનકમાગી સંપ્રદાયના શ્રી અમીઋષિ જેવા મુનિએ આ ગ્રંથાના પ્રભાવથી પૂ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રીનાં સમાજસેવાનાં કાર્યો અને ગ્રંથપ્રકાશનાથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વા તેમના દર્શનને ઝંખતા; દર્શન પામી તૃપ્તિ અનુભવતા. સાક્ષરો સમાધાન પામતા, સમાજસેવકે પ્રેરણા પામીને કબ્યશીલ બનતા. વડાદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ રાજમહેલમાં પધારી કરેલા પ્રવચનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માણસાનરેશ, પેથાપુર 2010_04 Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ નરેશ, ઇડરનરેશ, વરસોડાનરેશ આદિ અનેક રાજરાજેશ્વરેએ શિકાર, માંસાહાર, વ્યસને, જુગાર આદિને ત્યાગ કર્યો હતે. પૂજ્યશ્રીની પંડિતાઈને પ્રભાવ ગુજરાતની સીમા પાર છેક બનારસ સુધી પહોંચ્યું હતું. ત્યાંના મહાવૈયાકરણીઓ અને નૈયાયિકોએ તેઓશ્રીને “શાસ્ત્રવિશારદ”ની માનદ પદવી આપી હતી. સં. ૧૯૭૦ના મહા સુદ પૂર્ણિમાને દિવસે પેથાપુર નગરના આંગણે ભારતભરના શ્રીસ ઘેએ એકત્રિત થઈને પૂજ્યશ્રીને મહામહોત્સવ પૂર્વક આચાર્યપદે આરૂઢ ક્ય હતા. સૌએ આ પ્રસંગને ખૂબ લાભ લીધું હતું.' પૂજ્યશ્રી યોગશાસ્ત્રના પરમ જ્ઞાતા હતા. એક વાર મનુભાઈ દીવાન, ડે. સુમનભાઈ વગેરે દર્શનાર્થે આવ્યા, ત્યારે પ્રાણને બ્રહ્મરન્દ્રમાં સ્થાપી, શ્વાસોશ્વાસને રેકી, સ્થિર થયા ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. તેઓશ્રી જીવનમાં વેગને મહત્વનું સ્થાન આપતા હતા. પૂજ્યશ્રીએ પાલીતાણામાં પાઠશાળાનો આરંભ કરાવ્યું ત્યારે એ વિશે બહુ ઊજળી આશાઓ ન હતી, પરંતુ એમાંયે તેઓશ્રીની અસીમ શ્રદ્ધા અને અવિરામ પુરુષાર્થ પરિણામકારી નીવડ્યાં. ગુણાનુરાગી ગુરુભક્ત ત્રિપુટી-લલ્લુભાઈ કરમચંદ, જીવણચંદ ધરમચંદ, કેશરીચંદ ભાણાભાઈએ પ્રેરણામૃતનાં પાન કર્યા અને એ નાનકડું બીજ મહાન વટવૃક્ષ રૂપે “શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળ” બની રહ્યું. એવી જ રીતે, અમદાવાદમાં ગુણાનુરાગી ગુરુભક્ત શ્રી લલ્લુભાઈ રાયજીભાઈ એ પૂ. ગુરુદેવની પ્રેરણાથી “શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બેડિંગ” અને વડોદરામાં શ્રી દશાશ્રીમાળી જૈન બોર્ડિંગ” સ્થાપી. તે પણ આજે સુંદર પ્રગતિ કરી રહી છે) પૂ. ગુરુદેવશ્રીના પાવનકારી હસ્તે અનેક પ્રાચીન તેમ જ નવનિર્મિત જિનાલયની પ્રાણપ્રતિષ્ઠાએ, ઉદ્યાપન મહેત્સ, ઉપધાન તપ, છરી પાલિત સંઘ, જ્ઞાનમંદિરની સ્થાપના આદિ સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં. પરંતુ સં. ૧૯૮૧ના વર્ષમાં, ૨૪ વર્ષને ભરપૂર અને વિવિધ કાર્યોથી સમૃદ્ધિને વરેલો દીક્ષા પર્યાય પૂરો થે. જેઠ વદ ૩ ને દિવસે મહુડીથી વિહાર કરીને વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રયે પધાર્યા. “ અર્ણ મહાવીરને અજપાજાપ ચાલુ થયા. પૂજ્યશ્રીને ભવિષ્યનું દર્શન થઈ ચૂકયું હોય તેમ આસપાસ જોયું. સર્વ શિષ્યસમુદાય હાજર હતા. પ્રસન્નતાપૂર્વક નયને મીંચ્યાં અને સમાધિસ્થ થયા. સૌ સ્વપ્ન જોતાં હોય તેમ જોઈ રહ્યા. પૂજ્યપાદ આચાર્યશ્રી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા. એ જોતાં જ સૌની આંખમાંથી અશ્રુધારાઓ ચાલી. જીવનની અંતિમ ક્ષણ સુધી જ્ઞાનતિને અખંડ પ્રકાશિત રાખનાર આ મહાત્માએ ત્રણ દિવસ પહેલાં તે એકીસાથે ૨૭ પુસ્તક પ્રેસમાં મોકલ્યાં હતાં. નશ્વર દેહ પર પણ એવી જ દીપ્તિ પ્રકાશતી હતી. પૂજ્યશ્રીના સ્વર્ગગમનના સમાચાર વીજળી વેગે ગામેગામ અને નગરે નગર પહોંચી ગયા. ૫૦-૫૦ માઈલના અંતરેથી લાખો ભાવિકે ઊમટી પડ્યા. વિજાપુર માનવમહેરામણથી છવાઈ ગયું. જેઠ વદ ૪ને દિવસે ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. “જય જય નંદા, જય જય ભદ્રાના જયકારથી ગગન છવાઈ ગયું. લાખો આંખો અશ્રુધારા વહાવતી રહી અને પૂજ્યપાદ ગુરુદેવને ક્ષર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયે. માત્ર એકાવન વર્ષના આયુષ્યમાં ભવ્યતમ સાધના, 2010_04 Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શાસનપ્રભાવકે અમાપ જ્ઞાનરાશિ, અનુપમ શાસનપ્રભાવના અને પ્રભાવક સચ્ચારિત્રને લીધે મહાન પૂર્વસૂરિઓની પંક્તિમાં પ્રકાશી રહ્યા અને અનેકેના પ્રેરણાસ્થાને શોભી રહ્ય; એવા એ મહાવિભૂતિને કોટિ કેટિ વંદન! (સંકલન : પૂ. આચાર્યશ્રી મનહરકીર્તિસાગરસૂરિજી મહારાજ) જૈનધર્મ–સાહિત્યના એક મહાન સર્જક પૂ. આચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ આ પૃથ્વી પર અગણિત માનવે જન્મે છે અને મૃત્યુને આધીન થાય છે. તેમાં સ્વ–પરના કલ્યાણ કાજે જીવન વિતાવે છે તેને જન્મ સફળ થાય છે. જેઓ સંયમી બનીને સાધના દ્વારા સિદ્ધિને વર્યા છે, તેમનો જન્મ પૂજાગ્ય બને છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ પણ એવા પૂજનીય હતા. તેઓશ્રીને જન્મ ગુજરાતના ખેડા જિલ્લામાં પેટલાદ પાસે નાર ગામે થયો હતો. નાર ગામે લલુભાઈ નામે ખેડૂત અગ્રેસર, તેમના ઘેર સતીત્વશીલ સંપન્ના સન્નારી સનબાઈની રત્નકુક્ષિએ સં. ૧૯૪૨ ના પિષ સુદ પંચમીને દિવસે પુત્ર અવતર્યો. બાળકનું નામ અંબાલાલ પાડ્યું. સાત વર્ષની વયે અક્ષરજ્ઞાન મેળવવા સંસ્કારસંપન્ન અધ્યાપક પાસે સરસ્વતીની સાધનાનો પ્રારંભ કર્યો. અંબાલાલની બુદ્ધિપ્રતિભાને તીવ્ર પશમ અને તેજસ્વિતા જોઈને માતાપિતા અને અધ્યાપકને સંપૂર્ણ સંતોષ થયો. પરંતુ બાળક અંબાલાલના પૂર્વજન્મના કેઈ જુદા જ સંસ્કાર હતા. સાધુસંતોની વાણી સાંભળી અંબાલાલ ભાવવિભોર બની જતો. ધાર્મિક શિક્ષણમાં વધુ રસ લેતે અને એની ચર્ચા સાધુસંતે સાથે કરવામાં વધુ રસ પડતો. જેમ પારસમણિને સ્પર્શ ખંડને સુવર્ણ બનાવે તેમ સાધુસંતોને સમાગમ માનવીને સચ્ચારિત્રવાન બનાવે છે. અંબાલાલમાં પણ ધર્મસંસ્કારો બળવાન બન્યા. સં. ૧૯૫૬ની શ્રાવણ સુદ પંચમીએ ૧૪ વર્ષની નાની વયે, અમીત્રષિ બન્યા; ગુરુનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું જિનાગમોનું અધ્યયન કર્યું; સિદ્ધાંત અને દર્શનશાનું પરિશીલન કર્યુ. ભવતારક જિનેશ્વરની અનન્ય ઉપકારિતા પર અંતર ઓવારી ગયું. અનાદિકાળના તિમિરને ઉલેચીને જિનેશ્વર પરમાત્માનાં ચરણોમાં મન સ્થિર કર્યું. સાંપ્રદાયિકતાને વ્યોમેહ તજીને, અનેક વિરોધો અને અવધનો સામનો કરીને મૂર્તિપૂજાને સ્વીકાર કર્યો. સં. ૧૯૯૬ના સંવેગી સાધુ તરીકે લેગનિષ્ઠ મુનિવર્ય શ્રી શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ચરણે અમદાવાદ–આંબલીપળ જેન ઉપાશ્રયે સમર્પિત બન્યા. પૂ. ગુરુદેવશ્રીના ચરણે જિનાગમોનું યોગદ્વહનપૂર્વક અધ્યયન કર્યું. પ્રખર પ્રવચનકાર બન્યા. ગંભીર મેઘગર્જના સાંભળીને મયૂરનો સમૂહ નાચી ઊઠે, તેમ પૂજ્યશ્રીની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળી અનેક ભાવિકેનાં અંતર ડોલી ઊઠતાં અને સંસારની ક્ષણભંગુરતા અને સંયમની સાર્થકતાને હેતુ પામતાં. 2010_04 Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૧૨૯ સં. ૧૯૭૨માં પૂજ્યશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ વિદ્વાન મુનિવરે સંસ્કૃત ભાષામાં વૈરાગ્યરસથી ભરપૂર ભીમસેનચરિત્ર, ચંદ્રરાજચરિત્ર, અજિતસેન– શીલવતી-ચરિત્ર, કલ્પસૂત્ર સુખદધિ વૃત્તિ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ચરિત્ર, શોભન સ્તુતિટીકા, આદિ અનેક પ્રાચીન સંસ્કૃત, પ્રાકૃત ચરિત્રગ્રંથનું ગુર્જર ભાષામાં ભાષાંતર કર્યું. કુમારપાલ ભૂપાલ ચરિત્ર, સુરસુંદરી ચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર, ગીતપ્રભાકર, ગીતરત્નાકર, કાવ્યસુધાકર વગેરે છે તેમ જ સંવેગ-છત્રીસી તાત્વિક આગમ દેહન ગ્રંથનું આલેખન કરી મહાન શાસનપ્રભાવના કરી. અમદાવાદ, સુરત, મુંબઈ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતિજ, વડાલી, ઈડર, પાલનપુર, મહેસાણા, ઊંઝા, પાલીતાણા, જામનગર, પેથાપુર, માણસા વગેરે અનેક સ્થળેએ પ્રાભાવિક ચાતુર્માસ કરી, અનેક પુણ્યાત્માઓને ધર્માભિમુખ કર્યા. સં. ૧૯૮ના મહા માસમાં પ્રાંતિજ મુકામે પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે પંચપરમેષ્ઠીના તૃતીયપદે, આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૧૯૮૫ના આ સુદ ૩ને દિવસે આ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રી કાળધર્મ પામ્યા. એવા એ જૈનસાહિત્યના મહાન સર્જક મહાત્માને શતશઃ વંદન ! )) (સંકલન : ચરણરજ “સુમન.” ) પરમ શાસનપ્રભાવક સૌમ્યમૂર્તિ પૂ. આચાર્યશ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી અદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજને જન્મ વઢવાણ શહેરમાં સુશ્રાવક ટોકરશીભાઈના ગૃહે માતા અકલબેનની રત્નકુક્ષિએ થયેલ હતું. તેમનું સંસારી નામ લક્ષ્મીચંદ હતું. સંસ્કારી વિનમ્ર અને વૈરાગ્યવાસિત આમા બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. શ્રાદ્ધવર્ય કુટુંબ એટલે બાળપણથી ધાર્મિક સંસ્કાર પણ અટલ મળ્યા. દેવદર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ નિયમિત ચાલતા હતા. એવામાં શ્રી ખાંતિવિજયજી મહારાજના શિષ્ય શ્રી મેહનવિજ્યજી મહારાજને સમાગમ થયે. તેઓશ્રીની વાણીના પ્રભાવે અંતરદષ્ટિ ખૂલી ગઈ. તેમનાં બહેન ગોધાવી રહેતાં હતાં. ત્યાં જવાનું થતાં પૂ. શ્રી રવિસાગરજી મહારાજ સાથે મિલન થયું. તેઓશ્રીના ઉપદેશથી ચારિત્ર લેવાની ભાવના જાગી. પૂ. શ્રી રવિસાગરજી મહારાજે તેમને ત્યાગપ્રવર શ્રી સુખસાગરજી મહારાજ પાસે મોકલ્યા. ત્યાં શ્રી સંધ સમક્ષ સં. ૧૯૬૪માં મહા વદ ૬ને દિવસે પ્રત્રજ્યા અંગીકાર કરી, મુનિશ્રી ઋદ્ધિસાગરજી બન્યા. ત્યાર બાદ ઊંઝામાં પૂ. શ્રી પ્રતાપવિજયજી પાસે ગોદ્ધહન કરી વૈશાખ વદ ૬ને દિવસે વડી દીક્ષા લઈ, પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરજીના શિષ્ય તરીકે ઘોષિત થયા. પૂ. ગુરુદેવશ્રી તથા પૂ. દાદાગુરુ પાસે વિદ્યાભ્યાસ ચાલુ રાખ્યું અને વિપુલ જ્ઞાન સંપાદન કર્યું. જામનગર ચાતુર્માસ સમયે તેઓશ્રીને શ્ર. ૧૭ 2010_04 Page #132 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૧૩૦ ગણિપદ અને પંન્યાસપદ અર્પણ કરવામાં આવ્યાં. ત્યાર બાદ પ્રાંતિજમાં પ્રવર્તકપદ અર્પણ થયું. સં. ૧૯૮૧માં પૂ. ગુરુદેવશ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને સખત આઘાત થયા. ગુરુવિરહનું દુઃખ અસહ્ય થઈ પડ્યું. પણ સ્વસ્થતા ધારણ કરી ઈદ્રોડા, વિજાપુર, અમદાવાદ, સાણંદ, ગોધાવી આદિ સ્થળોએ ધર્મારાધના કરી. અને ત્યાર બાદ અમદાવાદના શ્રીસંઘની વિનંતીને માન આપી આચાર્યપદ ગ્રહણ કર્યું. પૂજ્યશ્રીને સ્વભાવ નિરભિમાની હતે. મુખમુદ્રા સૌમ્ય અને શાંત હતી. પ્રકૃતિએ મિતભાષી હતા. વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. પરિણામે જૈનશાસનમાં તેઓશ્રીને અજબ પ્રભાવ હતે. સાણંદ બેઠેલી આદિ સ્થળેએ પ્રતિષ્ઠા-અંજનશલાકા આદિ મહોત્સવ થયા. શ્રી કીતિસાગરજી તથા શ્રી કૈલાસસાગરજી મહારાજને તેઓશ્રીના વરદ હસ્તે આચાર્યપદ અર્પણ થયાં. પૂજ્યશ્રીના ઉપદેશથી વડોદરા, ભરૂચ આદિ સ્થળોએ અનેક શાસનન્નતિનાં કાર્યો થયાં. ભરૂચમાં ભોજનશાળા, ધર્મશાળા, આયંબિલશાળા, શ્રી ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આદિ કાર્યો નિર્માણ પામ્યાં. જેનસમાજમાં કેળવણી વિશે પણ પૂજ્યશ્રી ખૂબ ધ્યાન આપતા. દીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ અનેક ગ્રંથોનો અભ્યાસ પછી સંસ્કૃત ભાષામાં ૧૧૮ ગ્રંથોનું સર્જન કર્યું. સં. ૨૦૨૪માં શ્રાવણ વદ ૩ને દિવસે ભરૂચ મુકામે રાતના ૧૧ વાગે શાસનને ઝગમગતે જ્ઞાનદીપ બુઝાઈ ગયે. પૂજ્યશ્રી મંત્રોચ્ચાર સાથે, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સકળ સંઘ અને શિષ્યસમુદાયે અત્યંત આઘાત અનુભવ્યું. ભવ્ય અંતિમયાત્રામાં જોડાઈને લાખે ભક્તજનેએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અપી. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનું અમૃતિસ્થાન પણ રચવામાં આવ્યું. એવા એ મહાજ્ઞાની ભવ્યાત્માને લાખ લાખ વંદન હજે જ્ઞાન-ધ્યાન, ૧પ-જપ ને સમતાના સાધક અને શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી ફાર્તાસાગરસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી કોચરબ-ગામ-પાલડી છે. ત્યાંના ગ્રામજને અભણ છતાં ભદ્રસંસ્કૃતિના વારસદારો છે. વારસાગત વ્યવસાયથી તૃપ્ત જીવન જીવતાં આ પ્રજાજને પરસ્પર ભ્રાતૃભાવથી વસે છે. સર્વ જાતિ અને સર્વ વર્ણોના માનવીઓ પરસ્પરના પ્રેમથી પરિપ્લાવિત થઈ પશુપંખીની સૃષ્ટિને પણ એટલા જ પ્રેમથી પાળતા–પિષતાં પ્રજાજનેમાં અદ્ભુત પ્રેમ છલકાતે જોઈને દેવેને પણ ઈર્ષા થાય. રાજાને પ્રજાપાલનનું જીવનવ્રત હતું અને પ્રજાજનોને અહિંસા અને સત્યપાલનનું વ્રત હતું. એવા પાલડી ગામે વણિક જાતિમાં અગ્રેસર પોપકારી, સેવાપરાયણ નત્તમદાસ નામે શેઠને ત્યાં શીલસંસ્કારસંપન્ન સહધર્મચારિણી પુરીબેન હતાં. તેમની રત્નકુક્ષિએ સં. ૧૯૪૬ના ફાગણ સુદ ૧૦ના શુભ દિને શુભસ્વપ્નસૂચિત પુત્રરત્નને જન્મ થયો. માતાપિતાએ લાડકવાયા પુત્રનું નામ કેશવ રાખ્યું. પુણ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં 2010_04 Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૩૧ માતાપિતાના સુસંસ્કારોની રેખાઓ કેશવના જીવનમાં અંકિત થવા માંડી હતી. નિત્ય જિનદર્શન, નિત્ય જિનભક્તિ, નિત્ય નવકારશીના પચ્ચક્ખાણ. તેમ જ વિનયવિવેકથી સંપન્ન બાળક ઉંમરમાં નાને લાગતે પણ સંસ્કારમાં મહાન લાગતું હતું. સાધુસંતની વૈયાવચમાં પ્રથમ, વડીલના વિનયમાં પ્રથમ, ગરીબગુરબાંઓની સેવામાં અગ્રેસર રહેતા. આ બાળકમાં પ્રથમથી જ પ્રમાદનું નામનિશાન ન હતું. દિન-પ્રતિદિન સાધુસંતોની સેવા કરતાં કરતાં જ્ઞાનવૃદ્ધિ પણ થતી રહેતી. પરિણામે વૈરાગ્યને રંગ ઘેરે થતે ચાલે. પૂ. ગિનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સતત સમાગમ કેશવલાલને વૈરાગ્યવાસિત આત્મા સંસારત્યાગ અને સંયમ-સ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. ૧૯૯૬ના કારતક વદ પાંચમે સંયમ સ્વીકારી, કેશવલાલ મુનિશ્રી કીતિસાગરજી અન્યા અને સંયમશ્રીને વર્યા. દીક્ષા ગ્રહણ કરીને ગુરુનિશ્રામાં આગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંતનું પરિશીલન કર્યું; વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું શિક્ષણ લીધું. ગુનિશ્રા અને ગુરુનિષ્ઠા, ગુરુસેવા અને ગુરુભક્તિના પ્રભાવે સં. ૧૯૮૪ના માગશર સુદ પાંચમે વિજાપુર મુકામે તેઓશ્રીને પન્યાસપદે સ્થાપવામાં આવ્યા. તેઓશ્રીએ સમી, માણસા, વિજાપુર, સાણંદ, આંબલી પેળ-અમદાવાદ, સાબરમતી, જૈન સેસાયટી–અમદાવાદ, પ્રાંતિજ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ગઢ, પાટણ, ડીસા, મુંબઈ, પૂના, પાદરા, નવસારી, બેટાદ વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કર્યા. સં. ૨૦૦૨ અને સં. ૨૦૦૪ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળને પુનઃજીવિત કર્યું અને પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ વિરચિત ૧૨૫ ગ્રંથેના પુનઃપ્રકાશન કાર્યને વેગવાન કર્યું. આંતરતિ ભાગ ૧ થી ૪, ભજનપદ ભાવાર્થ ભાગ ૧-૨ આદિ સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ઘણાં કાર્યો થયાં. કેલવાડ ગામે ઘણાં વર્ષો જૂનાં કલેશ કંકાસ, ઝગડામનદુઃખને મિટાવીને સંપ-શાંતિનું વાતાવરણ સર્યું. અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૩ના શુભ દિને કુંભાસણ મધ્યે આમૂલચૂલ નવનિર્મિત શિખરબંધી શ્રી શીતલનાથજી જિનાલયમાં શ્રી શીતલનાથજી આદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. પૂજ્યશ્રી વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર ધરાવતા હતા. પૂ. મુનિવર્ય શ્રી હરખસાગરજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી કરુણાસાગરેજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી મહિમાસાગરજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી દક્ષસાગરજી મહારાજ, પૂ. મુનિવર્યશ્રી ચંદસાગરજી મહારાજ, પૂ. મુનિવર્યશ્રી સુભદ્રસાગરજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી સુબોધસાગરજી મહારાજ, પૂ. મુનિવર્યશ્રી àલેકસાગરજી મહારાજ, પૂ. મુનિવર્યથી અશોકસાગરજી મહારાજ આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ સં. ૨૦૦૪માં પૂના મુકામે પૂ. તપસ્વી મુનિવર્ય શ્રી કૈલાસસાગરજી મહારાજને ગણિપદથી અલંકૃત કર્યા હતા. સં. ૨૦૦૫માં માગશર સુદ ૧૦ને દિવસે મુંબઈ મુકામે ગોડીજીના ઉપાશ્રયે ગણિવર્ય શ્રી કૈલાસસાગરજી મહારાજને પંન્યાસપદ અર્પણ કર્યું હતું. સં. ૨૦૦૬ના માગશર સુદ પાંચમે આંબલી પાળ ઉપાશ્રયમાં મુનિવર્ય શ્રી મહદયસાગરજી મહારાજને ગણિપદ તથા પંન્યાસપદ અર્પણ કર્યા હતાં. સં. ૨૦૦૬ના વૈશાખ વદ પાંચમે ગનિષ્ઠ આચાર્ય 2010_04 Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબની ૨૫મી સ્વર્ગારોહણ તિથિ વિજાપુરમાં ઊજવાઈ. સ. ૨૦૧૦ના માગશર સુદ ૩ના ડીસા મુકામે પૂ. તપસ્વી મુનિવય શ્રી મનેહરવિજયજી મહારાજ પૂ. કપૂરવિજયજી મહારાજના સમુદાયના ) તથા પૂજ્ય તપસ્વી મુનિ શ્રી સૂર્ય સાગરજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી સુભદ્રસાગરજી મહારાજ તથા પૂ. મુનિત્રય શ્રી સુર્યોધસાગરજી મહારાજ ભગવતીસૂત્રના યોગાદ્વહન કરાવી ગણપદ તથા પંન્યાસપદ અર્પણ કર્યાં. સ. ૨૦૧૧માં સાણંદ મુકામે પૂ. પંન્યાસપ્રવર શ્રી કૈલાસસાગરજી ગણિવર્ય શ્રીને ઉપાધ્યાયપદે બિરાજમાન કર્યાં. તેમ જ સ. ૨૦૨૨ના માગશર વદ ૧૧ને દિવસે પચ પરમેષ્ઠિના ત્રીજા પદે–આચાય પદે બિરાજમાન કર્યાં. સં. ૨૦૨૩ના જેઠ વદ ૧૧ના શુભ દિને અમદાવાદ–આંબલીપાળના ઉપાશ્રયમાં પૂ. પ્રવચનપ્રભાવક પંન્યાસપ્રવર શ્રી સુઐાધસાગરજી ગણિવય શ્રીને પ’ચપરમેષ્ઠિના ત્રીજા પદે આચાર્યપદે બિરાજમાન કરી, પોતાની પાટે ઉત્તરાધિકારીપદે સ્થાપન કર્યાં. આ પ્રમાણે અનેક યેાગ્ય અને ચારિત્રસંપન્ન સંયમી સાધુઓને પદપ્રદાન કર્યાં. પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન, ઉજમણાં, છ'રી પાલિત સદ્યા, જિનેન્દ્રભક્તિ મહોત્સવે આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રભાવનાપૂર્વક થયાં. શાસનપ્રભાવક પૂજ્યશ્રી સ્વભાવે ઘણા જ ભદ્રિક, સરળ અને સૌમ્ય હતા; શાંત અને ગભીર હતા; ધીર અને વીર હતા; ક્ષમા અને નિરભિમાનના અવતાર હતા. તેએશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત એકાસણાં કર્યાં હતાં. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, સ્વાધ્યાય અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ પદની પ્રાપ્તિનુ' ધ્યેય સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. તેએશ્રીએ સં. ૨૦૨૬માં જૂના ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુખાધસાગરસૂરીશ્વરજી મહારાજ અને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર સહિત ચાતુર્માસ પ્રવેશ કર્યાં ત્યારે વૃદ્ધાવસ્થાનાં લક્ષણેા જણાવા માંડયાં હતાં. શરીર ક્ષીણુ બનતું ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપ`ની સુંદર આરાધના કરી; ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં થયાં. પ્રભુજીની રથયાત્રાના વરઘેડા અપેારે ૩-૦૦ કલાકે ચડયો. સાંજે ૫-૦૦ વાગે સ્વામિવાત્સલ્ય થયું. રાત્રે ૧૧-૦૦ કલાકે પૂજ્યશ્રીનુ સ્વાસ્થ્ય કથળ્યું, ચતુર્વિધ સ ́ઘ જૈન પૌષધશાળામાં એકત્રિત થઈ ગયા. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ થઈ ગયુ. હાય તેમ ચારાશી લાખ જીવયેાનિને તેગ્નેશ્રીએ ત્રિવિધે-ત્રિવિષે ખમાવ્યા. નમસ્કારમંત્રનું સ્મરણ સતત ચાલુ રહ્યું. મહાપ્રયાણની તૈયારી કરી લીધી. ‘ નમા અરિહંતાણું ’ને જાપ કરી, નશ્વર દેહનો ત્યાગ કરી, શાશ્વત સિદ્ધ આરાધક આત્મા ૮૧ વષઁની ઉંમરે ૪૭ વર્ષોના સંયમપર્યાય પાળી અન ંતની યાત્રાએ ચાલ્યા ! લાખેા ભાવિક શાકમગ્ન બની ગયા. ભવ્ય અતિમયાત્રા સાથે અગ્નિસ'સ્કાર થયા. ડીસા જૈન સ`ઘે સદ્ગત આત્માના ચારિત્રપર્યાયની અનુમેાદનાથે સ. ૨૦૨૭ના કારતક સુદ ૫ થી ૧૩ સુધી, નવ દિવસો શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અર્હત મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી સ્નાત્રપૂજા આદિ સહુ ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઉજવીને સ્વ`સ્થ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી. પૂજ્યશ્રીના અગ્નિસ`સ્કાર થયા તે સ્થળે તેઓશ્રીના વિદ્વાન પટ્ટધર, શાસનપ્રભાવક પૂ. આ. શ્રી સુખાધસાગરસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ૫૧ ફૂટ ઊંચું ભવ્ય કીર્તિ મંદિર રચવામાં આવ્યુ. પૂજ્યશ્રી ચિરઃસ્મરણીય 2010_04 Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૧૩૩ શાસનપ્રભાવના કરીને સ્વ–પર કલ્યાણના કીતિ કળશે સ્થાપિત કરી ગયા. એટલું જ નહિ, વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર દ્વારા વિશાળ પાયે શાસનપ્રભાવના સતત ચાલુ રહે તેવું સિદ્ધ કરતા ગયા. વર્તમાનમાં વિદ્યમાન પ. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી મનહરકીર્તાિસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી ભદ્રબસાગરસૂરીશ્વરજી મહારાજ તેમ જ શિષ્ય–પ્રશિષ્ય આદિ ૫૫ સાધુભગવંતે તથા ૯૫ સાધ્વીજી મહારાજે વિચારી રહ્યાં છે. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ વંદના ! ૯૦૦૦ ઉપરાંત જિનબિંબની અંજનશલાકા જેમના વરદ હસ્તે થઈ છે એવા પરમ શાંત-સૌમ્યમૂર્તિ અને અદ્દભુત શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ કાગળનાં ફૂલેમાં સૌંદર્ય હોઈ શકે, પણ એમાં સુગંધ હતી નથી. એનું સૌંદર્ય આપણા મનને બહેલાવી શકે છે, પરંતુ સુવાસથી આનંદવિભેર કરી શકતું નથી. નેત્રાદિ પાંચે ઈન્દ્રિયેના અજોડ સંયમી પરમ શ્રદ્ધેય પૂજ્ય આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પણ સંસાર રૂપી ઉપવનમાં એવા ફૂલ હતા કે જેમની આત્મિક સૌદર્યશ્રી અદ્ભુત સૌરભથી મહેકતી હતી. તેઓશ્રીને જન્મ સં. ૧૯૯૦ના માગશર વદ ૬, તા. ૧૯-૧૨-- ૧૯૧૩ને શુક્રવારે પંજાબ પ્રાન્તના લુધિયાણ જિલ્લાના જગામા ગામે થયે હતા. તેમના પિતાનું નામ રામકૃષ્ણદાસજી અને માતાનું નામ રામરખીદેવી હતું. પૂજ્યશ્રીનું પિતાનું નામ કાશીરામ હતું. તેઓ સ્થાનકવાસી જૈન હતા. બાળક કાશીરામને ઉછેર જેનધર્મના આદર્શ સંસ્કારને અનુરૂપ થયે હતે. બે ભાઈઓ અને ચાર બહેનોના વિશાળ કુટુંબમાં જન્મથી જ કાશીરામનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રાથમિક શિક્ષણ વતનની પાઠશાળામાં લઈને આગળ અભ્યાસ માટે લાહોર ગયા. ત્યાં બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઓનર્સ સાથે પાસ કરી. પરંતુ કિશોરાવસ્થાથી જ કાશીરામનું મન એકદમ વૈરાગ્યવાસિત બની ગયું હતું. પરંતુ માતાપિતાના આગ્રહથી લગ્ન કરવા પડ્યા. મૂળ ધર્મથી સ્થાનકવાસી હોવાને કારણે મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી હતા. આત્મકલ્યાણના પંથે આગળ વધવાની તીવ્રતમ ઇચ્છા હતી. સં. ૧૯૯૪ના પિષ વદ ૧૦ના શુભ દિવસે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. કારણ કે ગિનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજનાં પુસ્તકેએ તેમના મન ઉપર ઘેરી અસર કરી હતી. પરિણામે, અમદાવાદમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષિત થઈને તપસ્વીરત્ન મુનિરાજ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજના શિષ્ય બન્યા. અને મુનિ શ્રી કૈલાસસાગરજી નામે ઘેષિત થયા. દીક્ષા પછી પૂજ્યશ્રીની આત્મવિકાસની પ્રક્રિયા ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ. 2010_04 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શાસનપ્રભાવક પિતાની અદ્દભુત બુદ્ધિપ્રતિભાને લીધે અલ્પ સમયાવધિમાં જ તેઓશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ, આગમિક, દાર્શનિક અને સાહિત્યિક ગ્રંથનું નિષ્ઠાપૂર્વક ઊંડું અધ્યયન કર્યું. અગાધ અધ્યયનપ્રીતિ અને અવિરામ અધ્યયનમગ્નતાને કારણે પૂજ્યશ્રીની ગણના વિદ્વાન સાધુઓમાં થવા લાગી. ગમે ત્યાં નૂતન જ્ઞાનની ક્ષિતિજ દેખાય ત્યાં વિહાર કરવામાં કઈ દિવસ આળસ કે સંકોચ રાખતા ન હતા. તેઓશ્રીની યેગ્યતાને લક્ષમાં લઈને સં. ૨૦૦૪ના મહા સુદ ૧૩ના શુભ દિવસે પૂ. આચાર્યદેવ શ્રી કાંતિસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને ગણિપદ પ્રદાન કર્યું અને ૨૦૦૫ના માગશર સુદ ૧૦ના દિવસે મુંબઈમાં પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ના મહા સુદ પાંચમે સાણંદમાં ઉપાધ્યાયપદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૨૦૨૨ના મહા વદ ૧૧ને શુભ દિવસે પૂજ્યશ્રીને નવપદના ત્રીજા પદે–આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. આચાર્યપદની પ્રાપ્તિ પછી સાતમે વર્ષે જ પૂજ્યશ્રી પરે પૂરા સમુદાયને ભાર આવી પડ્યો. સં. ૨૦૨૯માં પૂજ્યશ્રી ગચ્છનાયક બન્યા અને સં. ૨૦૩૯ના જેઠ સુદ ૧૧ને દિવસે મધુપુરી (મડી) તીર્થની પુણ્યભૂમિ પર વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં સાગરસમુદાયની પ્રણાલિકા પ્રમાણે વિધિવત્ ગચ્છાધિપતિ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના શુભ હસ્તે લગભગ ૨૪ અંજનશલાકાઓ, ૮૦ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાઓ, ૨૦ ઉપરાંત ઉપધાનતપની આરાધનાઓ, અનેક ઉપાશ્રયેનું નિર્માણકાર્ય, ૯૦૦૦ ઉપરાંત જિનબિંબોની અંજનશલાકા–પ્રતિકાઓ થઈ. પૂજ્યશ્રી ગચ્છાધિપતિ બન્યા હોવા છતાં તેમનામાં સ્વાદલપટપણું જોવા મળ્યું નથી. તેઓશ્રીએ પ્રાયઃ એકાસણાથી ઓછું તપ કર્યું નથી. સાથે સાથે પૂજ્યશ્રી એવું માનતા કે બદામ, ચેખા વગેરે પરમાત્માને ચઢાવવામાં આવે છે તેથી તે વસ્તુનું મારે પચ્ચકખાણ રાખવું. કારણ કે બદામ, ચેખા વગેરે દેરાસરજીમાંથી બહાર વેચાતાં હોવાથી તે આવી જાય તે દેવદ્રવ્યને દેષ લાગે. એટલા માટે જ પૂજ્યશ્રી કદી પણ પંજાબ, કે જે પિતાની જન્મભૂમિ હતી, છતાં ત્યાં ગયા નહીં. પૂજ્યશ્રીએ જીવનભર કદી પણ આધાકમી આહારને ઉપયોગ કર્યો નહીં. અરે, વિહારમાં શીંગ, ચણા, રોટલા, છાશ, ગોળ વગેરેથી ચલાવી લેતા. પિતાને માટે કઈ પણ બનાવરાવતાં નહીં. પૂજ્યશ્રીએ બેસવા માટે કદી પણ પાટન ઉપયોગ કર્યો નહીં. હંમેશાં આસન નીચે જ હોય. તેઓશ્રી નીચી દષ્ટિ રાખીને જ બેસતા. પ્રાયઃ પિન્સિલ કે બોલપેનથી જ લખતા. પૂજ્યશ્રીને વિનયવિવેક પણ અદ્દભુત હતે. હંમેશાં કહેતા કે “રાણોSહું સર્વતાપૂનામ્ ” બધા સાધુઓને ચરણકિંકર છું. પૂજ્યશ્રીને કેઈ પણ પાસેથી કંઈ કે નવું જાણવા મળે તો તરત કહેતાં કે તેઓ મારા વિદ્યાગુરુ છે. જીવનભર કેને પિતાની પાસે આવવા દીધું ન હતું. છતાં કઈ વખત ક્રોધ આવી જાય તે પ્રાયશ્ચિત્ત રૂપે ત્રણ આયંબિલ કરતા. પૂજ્યશ્રીએ જીવનમાં ફેટે પડાવ્યું નહીં. એક પ્રસંગે ફેટા પડાવવાનું ફરજિયાત થતાં ૨૧ આયંબિલ શરૂ કરી દીધાં. પૂજ્યશ્રી આટઆટલા ઉચ્ચસ્થાને પ્રતિષ્ઠિત હોવા છતાં કઈ દિવસ અભિમાન અંશ રૂપે દેખાતું નહીં. આવા નિરભિમાની વ્યક્તિત્વથી પૂજ્યશ્રી અત્યંત લેકપ્રિય બન્યા હતા. પૂજ્યશ્રીનું સીધું અને સરળ વ્યક્તિત્વ શ્રદ્ધાળુઓ 2010_04 Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા-૨ ૧૩૫ માટે આકર્ષણનું કેન્દ્ર હતું. પૂજ્યશ્રી કેઈ પણ મહત્ત્વાકાંક્ષા કે અપેક્ષાથી હંમેશાં પર રહેતા. પરિણામે પૂજ્યશ્રીના વરદ હસ્તે વિવિધ શાસનપ્રભાવના હોંશે હોંશે થતી. પૂજ્યશ્રી શિલ્પવિદ્યામાં પણ પારંગત હતા. મહેસાણામાં શ્રી સીમંધર સ્વામિનું તીર્થ આજે ભારતભરમાં અજોડ સ્મારક સમું ઊભું છે તે તેઓશ્રીની દષ્ટિનું પરિણામ છે. પૂજ્યશ્રીએ ૪૭ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિહાર કરીને ધર્મ પ્રવૃત્તિઓ ધમધમતી રાખવા અને માનવજીવનની ધર્મત ઉજજ્વળ રાખવા માટે સતત પ્રયત્ન કર્યા. સં. ૨૦૪૧માં અંકુર સેસાયટી, અમદાવાદમાં જેઠ સુદ બીજને દિવસે કાયોત્સર્ગ ધ્યાનમાં પૂજ્યશ્રીની જીવનયાત્રા સમાપ્ત થઈ ૧૫ કિલોમીટરની લાંબી સ્મશાનયાત્રા પછી પૂજ્યશ્રીના પાર્થિવ દેહને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર”-કેબા (ગાંધીનગર)ના પ્રાંગણમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. તે સમયે ઊમટેલે માનવ મહેરામણ પૂજ્યશ્રીની કપ્રિયતાને સાક્ષી બની રહ્યો. મૃત્યુની પૂર્વરાત્રિએ પૂજ્યશ્રીએ કહ્યું હતું કે, હું મૃત્યુ પ્રાપ્ત કરીને શ્રી સીમંધરસ્વામી ભગવાન પાસે મહાવિદેહમાં જઈને, પરમાત્માના ચરણમાં, સંયમ અંગીકાર કરવા માગું છું. મને જીવવાનો મેહ નથી, મરવાને ડર નથી. પૂજ્યશ્રીના શબ્દોમાં સત્ય હેય તેમ કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્વર્ગગમન કર્યું! આમ, પૂજ્યશ્રી સાચા અર્થમાં નિ:સ્પૃહી આચાર્ય ભગવંત હતા. જ્ઞાન અને તપમાં અદ્વિતીય હેવા છતાં વિનમ્ર હતા. “આતમજ્ઞાની શ્રમણ કહાવે” નામથી પૂજ્યશ્રીનું જીવનકવન જાણીતા સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈની કસાયેલી કલમે લખાયું છે. એવા મહાન તિર્ધર સૂરિપુંગવ પૂજ્યપાદ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનાં ચરણકમળમાં કેટિશઃ વંદના ! (સંકલન : પૂ. પંન્યાસ શ્રી ધરણેન્દ્રસાગરજી મહારાજ ) વર્તમાન સમુદાયનાયક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ પાલનપુર પાસે બનાસ નદીના કિનારે શ્રી આદિનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનનાં બે બે વિશાળ અને સુરમ્ય, ભવ્ય અને ઉત્તગ જિનાલય, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયે, આયંબિલશાળાઓ, ગુરુમંદિર અને કીર્તિસ્તંભેથી ભતા જૂના ડીસા શહેરમાં પૂજ્યશ્રીને જન્મ થયે હતે. પિતાનું નામ ચુનીલાલ છગનલાલ મહેતા અને માતાનું નામ જમનાબહેન હતું. તેઓને ઘેર સં. ૧૯૭ન્ના માગશર વદ ૧૦ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ રાખ્યું વર્ધિચંદ. માતાના ધાર્મિક સંસ્કારો પુત્રમાં ઊતર્યા. પૂર્વ જન્મના પુણ્યદયે માનવજીવન અને તેમાં પણ જૈન ધર્મના પાયારૂપ આધ્યાત્મિક પ્રગતિનું પ્રથમ પાન પ્રાપ્ત થયું. એમાં માતા-પિતાના અને કુટુંબના સંસ્કારો પ્રાપ્ત થયા. જાણે સોનામાં સુગંધ ભળી ! ભૌતિક પ્રગતિ કરતાં આધ્યાત્મિક પ્રગતિ સાચી અને શાશ્વત છે. 2010_04 Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શાસનપ્રભાવક વર્ધિચંદે અંગ્રેજી પાંચ ધોરણ સુધી વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. એવામાં એક અસાધારણ ઘટના બની, અને તેમનું મન એકાએક ચેતનામય બની ગયું. સંસારની અસારતા સમજાઈ. અનેક વિપત્તિઓ આવી, સંકટ ઊભાં થયાં, પરંતુ આત્મા ડગે નહીં. ઊલટું, વધુ ને વધુ હિંમત અને શક્તિ દાખવવા માંડ્યો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ૩ને દિવસે મુમુક્ષુ વિનીત વર્ધિચંદ મેઢેરા ગામની બહાર સૂર્યમંદિરમાં સ્વયં સાધુને વેશ ધારણ કર્યો. અઠ્ઠમ તપ હત અને વિહાર કર્યો. પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના વિનીત શિષ્યરત્ન બન્યા અને મુનિ શ્રી સુબોધસાગરજી મહારાજ તરીકે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને આગને ઊંડો અભ્યાસ કર્યો. શિષ્યરત્નની એગ્યતા જાણુને સં. ૨૦૧૦ના માગશર સુદ ૩ને દિવસે જૂના ડીસા મુકામે પૂજ્યપાદ ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસપદ પ્રદાન કર્યું. પૂજ્યશ્રીએ અનેક ગામો અને નગરમાં પ્રાભાવિક ચાતુર્માસ કર્યો. અનેક સ્થળે પ્રાચીન જિનમંદિરના જીર્ણોદ્ધાર કર્યા, અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉઘાપન, છ'રી પાલિત સંઘ, શ્રી જિનભક્તિ મહોત્સવ વગેરે દ્વારા અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો સમ્પન્ન કર્યા. સં. ૨૦૨૩ના જેઠ વદ ૧૦ને શુભ દિવસે રાજનગર-અમદાવાદ મધ્યે શ્રી પંચ પરમેષ્ઠિના તૃતીય પદે-આચાર્યપદે વિભૂષિત થયા. પૂજ્યશ્રીના પાવન પગલે સર્વત્ર જિનશાસનને જયજયકાર વતે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સં. ૨૦૩૭ના વૈશાખ વદ ૩ને દિવસે વિજાપુર મુકામે શ્રી કુલિંગ પાર્શ્વનાથ તીર્થની સ્થાપના અને ભવ્ય અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાય. ગત વર્ષે જ બ્રહ મુંબઈના હાર્દ સમા પ્રાચીન અને પ્રસિદ્ધ શ્રી ગેડીજી જિનાલયની પુનઃપ્રતિષ્ઠાને ભવ્યાતિભવ્ય મહોત્સવ પણ પૂજ્યવરના સાન્નિધ્યમાં ઊજવાયે. એવા જ્ઞાની, તપસ્વી, પ્રભાવક આચાર્યશ્રી શાસન-ઉદ્યોતનાં વિવિધ કાર્યો દ્વારા કીર્તિવંત થાઓ એવી શાસનદેવને હૃદયપૂર્વક પ્રાર્થના ! અને પૂજ્યશ્રીનાં ચરણોમાં અંતઃકરણપૂર્વક વંદના ! વર્તમાનમાં પૂજ્યશ્રીને શિષ્ય પરિવાર આ પ્રમાણે છે: ૧. પૂ. પ્રશાંતમૂતિ આચાર્યશ્રી મનહરકીતિસાગરસૂરીશ્વરજી મ., ૨. પૂ. પ્રવર્તક શ્રી યશકીર્તિસાગરજી મ., ૩. પૂ. મુનિવર્ય શ્રી રાજકીર્તિસાગરજી મ., ૪. પૂ. મુનિવર્ય શ્રી પ્રસન્નકીર્તિ સાગરજી મ., પ. પૂ. મુનિવર્ય શ્રી જયકીર્તિસાગરજી મ., ૬. પૂ. મુનિવર્ય શ્રી અજયકતિસાગરજી મ., . પૂ. મુનિવર્યા શ્રી વિજયકીતિસાગરજી મ. આદિ. 2010_04 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શ્રમણુભગવંતો-૨ ગુર્વાસાના અજોડ ધારક : બારડોલીના પનોતા પુત્ર : પૂ. આચાર્યશ્રી મનહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ બારડલી શહેરમાં થયો. પિતાનું નામ નગીનદાસ અને માતાનું નામ કમળાબહેન હતું. તેઓના ઘરે સં. ૧૯૮૪ના ભાદરવા સુદ ૧ને શુભ દિને તેમને જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ બારડોલીમાં લીધું. પરંતુ બાલ્યકાળથી જ ધર્મ અને તપ પ્રત્યે અને પ્રગતિ આપોઆપ વધતી રહી અને પરિણામે, ૨૧ વર્ષની ઉંમરે સં. ૨૦૦૫ના કાર્તિક વદ ૧ને દિવસે મુંબઈમાં દીક્ષા અંગીકાર કરી ત્યારે જીવનને સાચો માર્ગ મળ્યાની ધન્યતા અનુભવી. દીક્ષા લઈને સ્વાધ્યાયમગ્ન બની ગયા. થોડા જ સમયમાં જેનદર્શનનું સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને ઊંડો અભ્યાસ કર્યો. પહેલેથી જ લેખન પ્રત્યે અપૂર્વ રુચિ હતી. વિદ્રોગ્ય શાસ્ત્રગ્રંથને બાળગ્ય ભાષામાં ઉતારવામાં તેઓશ્રી વિશેષ કુશળ બન્યા. શાંત સ્વભાવ અને સતત પુરુષાર્થની ભાવનાને લીધે અવિરત લેખન અને વાંચનકાર્ય ચાલ્યા જ કરે છે, પરિણામે, કુશળ પ્રવચનકાર પણ બની શકયા છે. સુંદર અને સરળ શૈલીમાં પ્રવચન આપતા સાંભળવા એ લહાવો ગણાય છે. તેઓશ્રી ઉત્કટ ચારિત્રની સાધના-આરાધના કરતાં કરતાં સં. ૨૦૨૬ના મહા વદ પાંચમે જૂના ડીસા શહેરમાં ગણિ–પંન્યાસપદ પામ્યા અને અનેકવિધ શાસનપ્રભાવના કરતાં કરતાં, પૂ. ગુરુદેવે તેઓશ્રીની વિશેષ યોગ્યતા જાણી અમદાવાદ–સાબરમતીમાં સં. ૨૦૩૧ના મહા સુદ પાંચમે આચાર્ય પદથી અલંકૃત કર્યા. બારડોલી સંઘની ઘણાં વર્ષોની વિનંતીને ધ્યાનમાં રાખીને દીક્ષા પછી ૩૬ વર્ષે પ્રથમ વાર જન્મભૂમિ બારડોલીમાં ચાતુર્માસ પધારતાં આખા ગામમાં આનંદ આનંદ છવાઈ ગયે. જેને તે ઠીક, જૈનેતરે પણ તપસ્યામાં અને મહોત્સવમાં જોડાઈને ઓતપ્રેત થઈ ગયા. પાછલાં સો વર્ષોમાં પણ ન થયે હોય તે ભક્તિમહોત્સવ થયે. પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન ગુર્વાસામય છે. ગુરુનિશ્રામાં જ પ્રવજ્યાના પંથે આગેકૂચ કરી રહ્યા છે. પિતાને કઠિન પ્રશ્નો હલ કરવાની સૂઝ-સમજણ હોવા છતાં, ગુરુમહારાજને પૂછીને જ કોઈ પણ પ્રશ્નને ઉત્તર આપ એ તેઓશ્રીને સેંધપાત્ર વિનયવિવેક છે. પોતે સારા એવા અભ્યાસી હોવા છતાં પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે તે બાળકની જેમ જ વતે છે. પૂ. ગુરુદેવની અનુકૂળ કે પ્રતિકૂળ આજ્ઞામાં જ પિતાનું જીવન સમભાવે વ્યતીત કરે છે. “ગુરુદેવની આજ્ઞા એ જ મારું જીવન એમ કહેતાં તેઓશ્રી કળિયુગમાં ગુજ્ઞાનું અજોડ ઉદાહરણ છે. આજે ૪૧-૪૧ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં કોઈ પણ પળે તેઓશ્રી ગુરુદેવની આજ્ઞામાંથી ચલિત થયા નથી તે ગેરવરૂપ ઘટના છે. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી સુદર્શનકતિસાગરજી ગણિવર્ય તથા તેમના શિષ્ય મુનિશ્રી અનંતકીતિ" સાગરજી મહારાજ; પપૂ. મુનિવર્ય શ્રી શાંતિસાગરજી મહારાજ; પ. પૂ. મુનિવર્ય શ્રી ઉદયકીર્તિસાગરેજી મહારાજ તથા તેમના શિષ્ય મુનિશ્રી શ્ર ૧૮ 2010_04 Page #140 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૧૩૮ વિદયીતસાગરજી, મુનિશ્રી વિદ્યોદયકીર્તિસાગરજી અને બાલમુનિશ્રી પદયકીર્તિસાગરજી શોભી રહ્યા છે. એવા પૂજ્ય આચાર્ય દેવ શ્રી મનહરકીર્તિ સાગરસૂરિજી મહારાજ ગુરુભગવંતની આજ્ઞાને શિરોધાર્ય કરતાં કરતાં ભવ્ય શાસનપ્રભાવના કરતા રહે એ જ અભ્યર્થના ! તથા એ શાસનપ્રભાવના માટે પૂજ્યવરને નિરામય સુદીર્ઘ આયુષ્ય બક્ષવાની શાસનદેવ કૃપા કરે એ જ પ્રાર્થના ! પરમ ગુરૂભક્ત, મહાતપસ્વી, સમર્થ સાહિત્યસેવી; પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ સ્નેહ અને સૌજન્યથી શુભતા પૂજ્ય આચાર્યદેવશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજને મળીએ ત્યારે સાચા અર્થમાં એક શ્રમણ સંતને મળ્યાને સહજ આનંદ થાય છે. આજે લગભગ ૭૦ વર્ષની વયે સંયમ, તપ અને જ્ઞાનની સાધનામાં સતત કાર્યરત જીવન ગાળે છે. ગુરુભક્તિ અને શાસનપ્રભાવનાની ભાવના પૂજ્યશ્રીના અણુએ અણુમાં વસેલી છે. તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ પિતાને પ્રદાદા ગુરુદેવ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે જોવા મળે છે. ભારતભરમાં ગનિષ્ઠ આચાર્યશ્રીના હુલામણા નામે સુપ્રસિદ્ધ એવા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીએ જોયા નથી, છતાં આશ્ચર્યની વાત છે કે તેઓશ્રીને ભક્તિભાવ પ્રદાદા પ્રત્યે અપ્રતિમ છે. પરિણામે, તેઓશ્રીને અનેક આશ્ચર્યજનક અનુભૂતિ થઈ છે અને એ અનુભૂતિથી ગુરુભક્તિભાવમાં વધારે થતો રહ્યો છે. ભાવનગર જિલ્લાના થોરડી ગામે જન્મેલા પૂજ્યશ્રીએ સં. ૨૦૦૪માં પૂ. આચાર્યશ્રી કીતિસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુંબઈગેડીજીમાં દીક્ષા ગ્રહણ કરી અને પૂજ્ય અનુગાચાર્ય પંન્યાસ પ્રવર શ્રી મહોદયસાગરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીના પિતાનું નામ દુર્લભદાસ અને માતાનું નામ અજવાળીબેન હતું. બાળપણથી ધર્મના સંસ્કારો પ્રાપ્ત થતાં અને તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં તેમણે, સમય થાય અને આ પાકે તેમ, યુવાનવયે દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ, તુર્ત જ એક આશ્ચર્યકારી બનાવ બન્ય. તેઓશ્રીને અગાઉ પથરીનું દર્દ હતું તે વધ્યું. દર્દીની કારમી પીડા દરમિયાન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું સતત સ્મરણ કરતા રહ્યા અને એમ ને એમ ગુરુભક્તિભાવમાં જ ઓતપ્રેત રહેવા લાગ્યા અને દર્દ ચાલ્યું ગયું. તેમને ગુરુભક્તિ તો કરવી હતી જ, પણ કેવી રીતે કરવી તેને માર્ગ મળતું ન હતું. એવામાં મુંબઈના અગ્રણી, અનન્ય ગુરુભક્ત, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના મંત્રી શ્રી મણિલાલ પાદરાકરે વિનંતી કરી કે ગુરુ મહારાજનું ઘણું સાહિત્ય હજી અપ્રગટ પડયું છે, તેને પ્રગટ કરવા માટે વિશાળ જમા કરવાની જરૂર છે. આ વિનંતી પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજને એવી તે હૃદયસ્પર્શી લાગી કે તે પળથી જ તેમણે દાદા ગુરુમહારાજના અપ્રગટ તેમ જ પ્રગટ પણ અપ્રાપ્ય એવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું આવ્યું. તે પુરુષાર્થના પરિણામ રૂપે સુઘડ રીતે મુદ્રિત થયેલા અને અત્યંત લેકપ્રિય નીવડેલા ત્રીસેક ગ્રંથ આજે સમાજમાં ઠેર ઠેર વંચાતા જોવા મળે છે. ગુરુભક્તિથી પ્રેરાઈને, 2010_04 Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૩૯ પૂ. ગુરુદેવશ્રીના આશીર્વાદ પામીને “બુદ્ધિપ્રભા” અને “દુર્લભધર્મ' નામના સામયિકે આરંભ કર્યો હતો. કેટલાંક વર્ષો આ સામયિકે સરસ રીતે ચાલતાં રહ્યાં અને લોકોમાં ઉત્તમ રીતે ધર્મપ્રચારનાં કાર્યો કરતાં રહ્યાં. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયત દરમિયાન પણ આ ગ્રંથ પ્રકાશનનું કાર્ય સતત ચાલતું. પૂ. ગુરુદેવશ્રીનું અપ્રગટ સાહિત્ય-કાલ્પનિક અધ્યાત્મ મહાવીર અને જેના મહાવીર ગીતાનું પ્રકાશન પણ તેઓશ્રીએ કરાવ્યું. આ વિકટ કાર્યમાં અમદાવાદના જાણીતા આગેવાન શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી અને કપ્રિય ગુજરાતી સાહિત્યકાર જયભિખુએ સારે સહકાર આપ્યું હતું. પૂજ્યશ્રીના વરદ હસ્તે મુંબઈ, અમદાવાદ, કુણઘેર, વેડચા, પાલીતાણા, ભાવનગર આદિ અનેક સ્થળોએ અંજનશલાકા–પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન આદિના ઉત્સવ ઊજવાયા. અમદાવાદ નજીક ચાંદખેડા રેલવે સ્ટેશનની સામે બુદ્ધિનગરમાં બંધાઈ રહેલું જેન ગુરુકુળ પણ તેઓશ્રીની શાસનપ્રભાવનાનું એક જ્વલંત પ્રતીક છે. તેઓશ્રી વર્ષોવર્ષ અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય કરાવતા રહ્યા છે. ઉપકારવશ વિદ્યાથીઓને ભાવવિભોર થઈને કહેતા રહે છે કે, તમે પણ જીવનમાં બીજાને ઉપકારી થજે. તપાગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદવી પામેલા પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ વર્તમાનમાં શાસનસેવા, ગુરુભક્તિ અને સાહિત્યસેવામાં રચ્યાપચ્યા રહે છે. છેલ્લાં કેટલાયે વર્ષોથી પૂજ્યશ્રી ઉગ્ર તપસ્યા પણ કરે છે. અસ્વસ્થ તબિયતમાં પણ તપશ્ચર્યાને કમ અવિરત ચાલુ હોય છે. શાંત અને સૌમ્ય મુખમુદ્રાથી માંગલિક સંભળાવતા હોય ત્યારે સૌને એક ઉત્તમ મુનિવરનો આદર્શ જોવા મળે. એક ચારિત્રપૂત અને કલ્યાણકારી મૂતિ અનેકને પ્રેરણારૂપ બની રહે એવા સમર્થ આચાર્યદેવના વરદ હસ્તે અવિરત શાસનપ્રભાવના થતી રહો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના ! જિનશાસનના યમ-નિયમ અને ઉદ્યોત માટે સતત જાગૃત અને પ્રવૃત્ત પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજને જન્મ વલસાડ જિલ્લાના ફણસા ગામે થયે. સંસારી અવસ્થામાં તેમને સાગરસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને જીવનદિશા બદલાઈ ગઈ. સંસારની માયા–મમતા–મેહ છૂટી ગયાં અને તપ-ત્યાગ–વૈરાગ્યના માર્ગે જવા તત્પર બન્યા. તેમની આ ભાવના અને વિનંતીથી પૂ. આચાર્યદેવ ફણસા પધાર્યા. સં. ૨૦૦૫ના વૈશાખ સુદ ૬ને દિવસે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપી મુનિ શ્રી કલ્યાણસાગરજી નામે ઘેષિત કર્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી, પિતાના શ્રદ્ધેય ગુરુદેવ પાસે આગમ અને અન્ય જૈનશાને ઊંડો અભ્યાસ કર્યો. વ્યાકરણ અને જ્યોતિષના વિષયમાં પ્રભુત્વ મેળવ્યું. પૂ. 2010_04 Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શાસનપ્રભાવ ગુરુદેવશ્રી સાથે રહીને તેઓશ્રીની શાસનસેવામાં સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પૂજ્યશ્રીના જીવનમંત્રે છે. સં. ૨૦૨૮માં મહેસાણા મુકામે પૂજ્યશ્રીને ગણિપદ અર્પણ થયું અને અમદાવાદ મુકામે પંન્યાસપદ અપણને મહત્સવ ઊજવાય. સં. ૨૦૩રમાં જામનગર મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. મહેસાણાના પ્રસિદ્ધ શ્રી સીમંઘરસ્વામી જિનાલયના નિર્માણ અને વિકાસમાં તેઓશ્રીની પ્રેરણા મેંધપાત્ર છે. પ. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના હાદિક આશીર્વાદથી દક્ષિણ ગુજરાતના ભીલાડ સ્ટેશન નજીક નંદિ ગામે શ્રી ઓસિયાજીનગર મહાતીર્થ આકાર લઈ રહ્યું છે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ઉપર મુંબઈ જતાં જમણી બાજુએ છે. પ્રસ્તુત મહાતીર્થનું નિર્માણ પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન અનુસાર ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ગુજરાતના સીમાડે આ એક નવું તીર્થ આકાર લઈ રહ્યું છે, જે ભવ્યાતિભવ્ય મહાતીર્થ બની રહેશે. તેઓશ્રી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સતત પ્રવૃત્ત છે તેમ શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમમાં પણ જાગૃત અને આગ્રહી છે. ગુરુભક્તિમાં લીન, ગુરુપ્રેરિત કાર્યોમાં કાર્યરત, એકનિષ્ઠ સ્વભાવવાળા અને મંગલકારી પ્રવચનોથી સૌને પ્રભાવિત કરતાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ દીર્ઘકાળ શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના! શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિ કોટિ વંદના ! સરળ-શાંત-ભદ્રિક અને તપોમૂર્તિ પૂ. આચાર્યશ્રી ભદ્રબાહસાગરસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં ચરોતરની ભૂમિ રમણીય છે. આ ભૂમિમાં પૂજ્ય ઉદયરત્ન ગણિ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિઓ જન્મી છે. આ ભૂમિમાં આણંદ પાસે બેડવા ગામ છે. એ ગામમાં ભીખાભાઈ ગુલાબચંદ અને તેમનાં ધર્મપ્રેમી પત્ની જાસૂદબેન રહે. તેઓને આઠ સંતાનોને પરિવાર હતું, જેમાં સં. ૧૯૭૪ ના કારતક સુદ પાંચમે સોમવારે એક પુત્રરત્નને જન્મ થયે હતો, જે આપણું ચરિત્રનાયક, તેમનું નામ ભગુભાઈ પાડવામાં આવ્યું હતું. ભગુભાઈ એ નિશાળે બેસી મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યાં નાનાભાઈ ચંદુને સ્વર્ગવાસ થતાં તેમને કારમો આઘાત લાગે. સંસારની અસારતા ઊભરાઈ ઊઠી, વૈરાગ્યભાવના પ્રજ્વલિત થઈ ઊઠી. એવામાં મેસાળ બોરસદમાં બિરાજમાન મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજના ઉપદેશે તેમની જીવનદષ્ટિ બદલી નાખી. ત્યાગ-વૈરાગ્યની ભાવનાને પુષ્ટિ આપી. દીક્ષા લેવાની ભાવના પ્રબળ બની. એની તૈયારી રૂપે ધાર્મિક અભ્યાસ અર્થે મહેસાણુ યશોવિજયજી જૈન પાઠશાળામાં જોડાયા. પૂ. દાદાગુરુ “ગનિષ્ઠ આચાર્યશ્રીને જે પાઠશાળાએ સંયમજીવન માટે સજજ કર્યા હતા તે પાઠશાળામાં તેઓ જીવવિચાર, નવતત્વ, દંડક, લધુસંગ્રહણી આદિના અભ્યાસ સાથે તેમ જ ઉપધાન આદિ તપશ્ચર્યાઓ સાથે સજ્જ બન્યા. એમાં મુનિશ્રી તિલકવિજયજી અને શ્રી બુદ્ધિવિજ્યજી મહારાજને પ્રત્યક્ષ પ્રતિબોધ પ્રાપ્ત થયે. પિતે દીક્ષા માટે તૈયાર હતા, પણ માતાપિતા તરફથી અનુમતિ નહિ મળતાં, કહ્યા વગર ભગુભાઈ મુનિશ્રી બુદ્ધિવિજયજી પાસે 2010_04 Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૪૧ ઊંઝા પહેંચ્યા. ત્યાંથી કુટુંબીજને તેમને પરત લઈ આવ્યા. આમ છતાં, વૈરાગ્યવાસિત ભગુભાઈ દીક્ષા લેવા માટે અવિચળ રહ્યા. તેમણે આજીવન ચતુર્થ વ્રત લીધું. ધંધા-વ્યાપારને ત્યાગ કરી ધર્મકાર્યમાં જીવન વિતાવવવાનાં પચ્ચખાણ લીધાં. દિન-પ્રતિદિન દીક્ષાની ભાવના તીવ્રતર બનતી ચાલી. છ વિનયને ત્યાગ કર્યો. પૂ. શાંતમૂતિ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૦૧માં વિજાપુરમાં બિરાજતા હતા. ભગુભાઈ એ તેઓશ્રી પાસે પહોંચીને દીક્ષાની તીવ્ર ભાવના વ્યક્ત કરી. વિજાપુરના શેઠ શ્રી રીખવચંદનાં ધર્મપત્નીએ ચાંલ્લો કરી શ્રીફળથી શુકન ક્ય; એને ત્યાંથી ભગુભાઈએ પૂજ્યશ્રી સાથે મહુડી તીર્થે જઈ દીક્ષા ગ્રહણ કરી. આ વખતે પણ કુટુંબના માણસે તેમને લેવા આવ્યા; પરંતુ તેઓ મક્કમ રહ્યા અને વિજાપુરમાં સં. ૨૦૦૧ના અષાઢ સુદ ૬ને શુભ દિને સૌના હર્ષોલ્લાસ વચ્ચે વડી દીક્ષા ગ્રહણ કરી. કુટુંબીજનોએ પણ શ્રીફળની પ્રભાવના કરી. દીક્ષા બાદ મહેસાણા મુકામે બે વરસ રહીને સતત અભ્યાસ કર્યો. હેમલધુપ્રક્રિયા અને કલ્પસૂત્રનું અધ્યયન કર્યું. ચાર પ્રકરણ, સિદ્ધહેમ લઘુવૃત્તિ, દ્વયાશ્રય કાવ્ય, પંચકાવ્ય, તર્કસંગ્રહ, યેગશાસ્ત્ર, પ્રમાણનયતત્વ, લેકાલંકાર, વિક્રમચરિત્ર, યોગદીપક, આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઉત્તરાધ્યયન, આચારાંગસૂત્ર, ઠાણાંગ, ઉપાસક દશાંગ, જ્ઞાનસૂત્ર, વિપાક, પ્રશ્નવ્યાકરણ આદિને ઊંડો અભ્યાસ કર્યો. અધ્યયન સાથે તપશ્ચર્યા પણ ચાલતી રહી. દીક્ષા લીધા પછી ૧૦ વર્ષ સુધી એકાસણ કર્યા. પાંચ તિથિએ ઉપવાસ અને વરસીતપ જેવી કઠિન તપશ્ચર્યાઓ પણ કરી. તેમના સંયમજીવનમાં કોઈ ને કોઈ તપ ચાલુ જ હોય છે. પૂજ્યપાદ ગુરુદેવ “યોગનિષ્ઠ ” હવાને લીધે આ સમયમાં વેગની આરાધના વધુ પ્રચલિત થઈ હતી. પૂજ્યશ્રીએ પણ યોગદીપક, આત્મશક્તિપ્રકાશ આદિને અભ્યાસ કર્યો. હંમેશાં એક કલાક બેગ ઉપાસનામાં બેસીને સતત બાર વર્ષ સુધી ગાભ્યાસ કર્યો. તેઓશ્રીને અનુભવ છે કે ધ્યાન–વેગપૂર્વકના અભ્યાસથી અપૂર્વ આત્માનંદ પ્રગટે છે. પૂજ્યશ્રીએ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઠેઠ બંગાળ સુધી વિહાર કર્યો. સમેતશિખરજીતી યાત્રા કરી. પટણા અને જીયાજીગંજ જેવા દૂર દૂરના પ્રદેશમાં ચાતુર્માસ કર્યા. શ્રી સમેતશિખરજી તીર્થયાત્રામાં આધાકમી દેષ લાગે છે, તેના પ્રાયશ્ચિત્ત રૂપે એક લાખ નવકારને જાપ કર્યો હતે. શત્રુંજય ૧૩ વખત યાત્રા કરી છે. એક કરેડ કરતાંયે વધુ નવકાર મંત્ર જાપ કર્યો છે. તેઓશ્રીની તપ-જપ અને જ્ઞાન-ધ્યાનની ઉત્કૃષ્ટ સંયમસાધના અને ધર્મ પ્રભાવનાનાં વિવિધ કાર્યોથી યેગ્યતા જાણી સં. ૨૦૨૫ના માગશર વદ ૭ના રોજ અમદાવાદ-આંબલી પિળના ઉપાશ્રયે પૂજ્યપાદ આચાર્ય મહારાજના વરદ હસ્તે ગણિપદથી અને સં. ૨૦૨૭ના વૈશાખ સુદ પાંચમે રખિયાલ મુકામે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૩ના મહા વદ ૧૧ને સોમવાર, તા. ૧૪-૨-૭૭ના શુભ દિને અમદાવાદ-ઝવેરી પાર્કમાં ઉપાધ્યાયપદે અને નિરતિચાર ૩૭ વર્ષના પવિત્ર સંયમજીવનનું પાલન કરતાં પૂજ્યશ્રીને મહુડી મુકામે સં. ૨૦૩૭ના જેઠ વદ ૩ને દિવસે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીને હસ્તે મુનિશ્રી અભયસાગરજી મહારાજ, મુનિશ્રી સુમતિસાગરજી મહારાજ, મુનિશ્રી 2010_04 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધ સાગરજી મહારાજ આદિની દીક્ષા થઈ છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપ આયંબિલની ૬૪મી આળી કરી છે. આજે પણ સતત તપ અને સ્વાધ્યાયમગ્ન રહેતા અને શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પ્રવૃત્ત રહેતા એવા પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહુસાગરસૂરીશ્વરજી મહારાજ અનેાના પ્રેરણાસ્થાને શે।ભી રહ્યા છે. શ્રી શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ઘાયુ બન્ને એવી પ્રાના સાથે પૂજ્યશ્રીનાં ચરણામાં કેટેશ: વંદના ! જાહેર ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ યશસ્વી નામનાને વરેલા-અજોડ પ્રવચનકાર; પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ " ' કાદવમાં રહીને જે કાદવથી અલિપ્ત રહે તેને પદ્મ ' કહેવાય છે, પાણીથી ભરપૂર હોય છતાં જે છલકાય નહી. તેને · સાગર ' કહે છે; અને જે પદ્મ પણ છે અને ‘ સાગર ’ પણ છે તેમને પદ્મસાગર કહેવાય છે. આ સંસારમાં કેટલાક એવા જીવે જન્મ લે છે, જેમની આત્મિક આભા અને સદ્ગુણ્ણાની સુવાસ સૌને સુગષિત અને આનંદિત કરી મૂકે છે ! આવા વિરલ મહાત્માઓનુ વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વદનીય હોય છે. આવી વિભૂતિએ સ્વજીવનના ઉચ્ચ આદર્શી દ્વારા પ્રાણી માત્રના કલ્યાણની ભાવના પૂર્વક સ` આત્માઓના હિતનુ` મ`ગલ માદન કરે છે, પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન સિતારા છે. પૂજ્યશ્રીના જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ને શુભ દિને અજીમગંજ ( અંગાળ )ની પાવન વસુંધરા પર થયા. પિતાનું નામ શ્રી રામસ્વરૂપસિ ંહ અને માતાનું નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનુ સંસારી નામ પ્રેમચંદ્ય રાખવામાં આવ્યું હતું. જન્મથી તેમનામાં નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની મસ્તી, ભાવનાશીલતા, મધુભાષીપણું, ગુણજ્ઞષ્ટિ એવા સદ્ગુણા વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ અજીમગજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્ત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતા અને સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચન-મનન કરવાના અવસર પ્રાપ્ત થયા. 9 2010_04 વિદ્યાકાળ દરમિયાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે વારવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી તે એવા નિણ્ય પર પહાંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગામાં જ લપેટાઈ રહેવુ, ભાગ અને આતિમાં રચ્યા-પચ્યા રહેવું એ તે પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીનેા અણુમેલ અવતાર સાધનાસુકૃત માટે છે. એ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુ પ્રેરિત સંચમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણના માર્ગ ગ્રહણ કરવાના સકલ્પ કર્યો. અને એ સ'કલ્પની સિદ્ધિ રૂપે તેમને સ. ૨૦૧૧ના કારતક વદ ૩ના Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણ ંદ મુકામે પૂ. પ્રશાંતમૂતિ આચાય દેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી અને મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘાષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીના સયમપર્યાય સાળે કળાએ શેાલી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રથાનો જ નહીં પરંતુ ન્યાય, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર, કાવ્ય આદિ વિષયાના અગાધ અભ્યાસ કરી લીધે, આગમગ્રંથાનું ઊંડું પિરશીલન કર્યુ. મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખા, આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખા જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ ગચ્છસમ્પ્રદાયની સીમાએમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય અને સંપ્રદાયનાં ખધના પૂજ્યવરને બાંધી શકતા નથી. પૂજ્યશ્રી પેાતાનાં પ્રવચનામાં ઘણી વાર કહે છે કે, “ હુ. બધાંના છું, બધાં મારાં છે. હું મુસ્લિમાના પીર, હિન્દુઓના સંન્યાસી, ઈસાઈ એના પાદરી, શીખાને ગુરુ અને નેના આચાર્ય છું: ” આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રદેશેામાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક પ્રદેશનાં ગ્રામ-નગરોમાં તેઓશ્રીને ઘણાં યશ-કીતિ પ્રાપ્ત થયાં છે. પૂજ્યશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી હજારો આંખા, પૂજ્યશ્રીની સુમધુર વાણીની અમૃતધારા પામવા આતુર હજારો કાન, પૂજ્યશ્રીનાં ચરણા પાછળ ચાલવા માટે તત્પર હજારો કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લેાકપ્રિયતાના પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને વામ ટપકતાં લલિતમધુર પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની લાકપ્રિયતાનાં પ્રમાણા છે. પૂજ્યશ્રીએ ઘણા ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનું અન્નેડ કીર્તિમાન સ્થાપિત કર્યુ છે તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે લખવાયેાગ્ય છે. તેએશ્રીની શાસનપ્રભાવના વર્તમાન જૈન ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્વાધ્યાય છે, જે યુગા સુધી શતસહસ્ર ધર્માંપિપાસુઓનું પ્રેરણાસ્થાન રહેશે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીસ્થાન જેવું ભવ્ય અને ગ્રંથભડારામાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કાખા ગામે નિર્માણ થયુ છે. પૂજ્યશ્રીનુ વ્યક્તિત્વ અને કૃતિત્વ અજોડ છે. વળી, તેમાં પૂજ્યશ્રી રાજકીય અને જાહેર ક્ષેત્રે પણ સારો સપ` ધરાવે છે. પૂર્વાચાયે એ પણ રાજકીય સ ́પ દ્વારા સારી પ્રભાવના કરી હતી તેનું સ્મરણ થાય તેવાં ધાર્મિ ક કાર્યો આજે પૂજ્યશ્રી સુસ પન્ન કરાવે છે. આવા મહાન શાસનપ્રભાવક આચાર્ય દેવ જિનશાસનની જયપતાકા વધારે ને વધારે વિશાળ પાયે લહેરાવે અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સ્વસ્થ દીર્ઘાયુ બન્ને એવી અભ્યર્થના સાથે શતશઃ વંદના ! ૧૪૩ પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર આ પ્રમાણે છે : ૧. પૂ. પંન્યાસશ્રી ધરણેન્દ્રસાગરજી મહારાજ, ૨. ગણિવર્ય શ્રી વ માનસાગરજી મહારાજ, ૩. મુનિશ્રી અમૃતસાગરજી મહારાજ, ૪. મુનિશ્રી અરુણાદયસાગરજી મહારાજ, પૂ. મુનિશ્રી વિનયસાગરજી મહારાજ, ૬. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ, ૭. મુનિશ્રી નિલસાગરજી મહારાજ, ૮. મુનિશ્રી નિર્વાણસાગરજી મહારાજ, ૯. મુનિશ્રી વિવેકસાગરજી મહારાજ, ૧૦. મુનિશ્રી અજયસાગરજી મહારાજ, 2010_04 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શાસનપ્રભાવક ૧૧. મુનિશ્રી વિમલસાગરજી મહારાજ, ૧૨. મુનિશ્રી અરિહંતસાગરજી મહારાજ, ૧૩. મુનિશ્રી મહેન્દ્રસાગરજી મહારાજ, ૧૪. મુનિશ્રી અરવિંદસાગરજી મહારાજ, ૧૫. મુનિશ્રી નયપાસાગરજી મહારાજ, ૧૬. મુનિશ્રી પદ્મોદયસાગરજી મહારાજ, ૧૭. મુનિશ્રી પ્રશાંતસાગરજી મહારાજ, ૧૮. મુનિશ્રી ઉદયસાગરજી મહારાજ, ૧૯. મુનિશ્રી પદ્મરત્નસાગરજી મહારાજ, ૨૦. મુનિશ્રી અમરપદ્મસાગરેજી મહારાજ, ૨૧. મુનિશ્રી અમરસાગરજી મહારાજ, ૨૨. મુનિશ્રી પદ્મવિમલસાગરજી મહારાજ, ૨૩. મુનિશ્રી ગુણરત્નસાગરજી મહારાજ આદિ. પૂજ્યપાદ આગમઢાર આચાર્ય ભગવંત આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયવત પૂજ્ય આચાર્ય મહારાજે ૧. પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મ. ૨. પૂ. આ. શ્રી મતિસાગરસૂરીશ્વરજી મક ૩. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ૪. પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. ૬. પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ. આ. શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મ. આ. શ્રી ચિદાનંદસાગરસૂરીશ્વરજી મક આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. ૧૦. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ) પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. આ. શ્રી રેવતસાગરસૂરીશ્વરજી મહા ૧૩. પૂ. આ. શ્રી દૌલતસાગરસુરીશ્વરજી મ. ૧૪. પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ0 ૧૫. પૂ. આ. શ્રી યશોભદ્રસાગરસૂરીશ્વરજી મ. ૧૬. પૂ. આ. શ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. 2010_04 Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૧૫ શિલાના નરેશ પ્રતિબંધક સ્વપર–શાસ્ત્રરહસ્યનિષ્ણાત, સાક્ષરશિરોમણિ, આગમશાનું વિવિધ પ્રકારે સંવર્ધન-પ્રકાશન કરનારા આગમ દ્વારક પૂજ્યપાદ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વીતરાગ પ્રભુનું શાસન અમરત્વને પામેલું છે. એ અમરતાને નિત્યસિદ્ધ રાખવા બંને કાળમાં અરિહંત ભગવંતએ શાસનનાં મૂળમાં અમૃતને સીંચીને ઉદાત્ત અને ઉદાર ભાવે શાસનને પાયે દઢ કર્યો છે. અમૃતસભર મૂળને વિકસ્વર બનાવવાની અનુપમ શક્તિ સાધુજને, મહાપુરુષ અને આત્મશ્રેયસ્કરે જ પામી શકે છે અને જેઓ જન્મ ધરીને સ્વ–પરના શ્રેયાર્થે જીવનના અંત સુધી મહાનપણાને ગુણ જાળવી રાખે છે તેમ જ કોઈ મહાન કાર્ય દ્વારા એ સિદ્ધ કરી શકે છે. એવી વિભૂતિઓ વંદનીય બની જાય છે. આગમ દ્ધારક પરમ પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એવી જ એક વંદનીય વિભૂતિ હતા. ગૌરવશાળી ગુજરાત એ પ્રાન્ત છે કે જ્યાં જૈનધર્મની તને જવલંત રાખવામાં આચાર્યશ્રી શીલગુણસૂરિજી, નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, પરમહંત રાજવી કુમારપાળ મહારાજા આદિનું મહાન યોગદાન રહ્યું છે. એ ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાન કુળમાં, માતા યમુનાબેનની ઉદરવાટિકામાં વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવાસ્યા એટલે “દિવાસા ના મંગલ દિવસે એક પનોતા પુત્રને જન્મ થયે. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર.)સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ માટે નિશાળે મૂક્યા. “પુત્રનાં લક્ષણ પારણામાંથી.” એ ન્યાયે બાળપણથી જ હેમચંદ્રમાં–જ્ઞાનમાં પંડિતાઈ બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા, નયનમાં દયાદ્રતા, અંતરમાં આદ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણે પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિને પણ વિકાસ થતે જતા હતા. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજના આનંદ વચ્ચે તેઓ તે ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશે નહીં. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત થતું ચાલ્યું. એક દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા ફર્યા. પરંતુ તેમને દઢ સંકલ્પ કેઈ કાળે ચલિત થાય તેમ ન હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, છે. ૧૯ 2010_04 Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શાસનપ્રભાવક પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયે. આખરે પિતાએ પુત્રને દઢ મનેભાવ જાણી લીધું. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્ર લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્ર પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા. કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના સાડાદસ માસના દિક્ષાકાળમાં જ ગુરુમહારાજ ઝવેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ “સિદ્ધાંતરનિકા વ્યાકરણ” ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પિતાની સ્વાધ્યાયની તીવ્ર રૂચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કેઈ પણ હિસાબે રોજ ૫૦૦ કલેકેનું વાચન કરવું એ તેઓશ્રીને અટલ નિર્ધાર હતે. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિને અભ્યાસ કર્યો અને પ્રાંતે આગમના નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગદ્વહન આવશ્યક છે સં. ૧૯૬૦માં ભાવનગરમાં પૂજ્યશ્રી નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ ગોદ્વહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મરથ થયા. શ્રીસંઘે વિનંતી કરી. મંગલ મુહૂર્ત પં. શ્રી નેમિવિજયજી મહારાજે શ્રી ભગવતીજી યેગમાં પ્રવેશ કરાવ્યા. ગણિપદ અને પંન્યાસપદ આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક પ્રકારની શાસને દ્યોતકર પ્રવૃત્તિઓથી રચપચ્યા રહેતા. ખાસ કરીને જૂનાં-પુરાણ, હસ્તલિખિત, ખવાઈ ગયેલાં, અગોચર-અપ્રાપ્ય આગમગ્રંથ ધી-સંમાજિત કરી–પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજ્જન આત્માઓએ પૂજ્યશ્રીને “આગમ દ્વારક” ઉપપદથી સંબોધવાનું આરંભ્ય હતું. પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને આચાર્ય પદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ને દિવસે મહામહોત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ સંઘને હર્ષોલ્લાસ વચ્ચે તનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને અસંખ્ય સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત ખમાસમણાં, સાત આદેશ, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ કરીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવે કહ્યું કે, “આજથી તમારું નામ આચાર્યશ્રી આનંદસાગરસૂરિજી છે. પરંતુ ભાવિકે તો તેઓશ્રીને “સાગરજી મહારાજ’ના ઉદ્બોધનથી જ ઓળખાવતા રહ્યા. (આગમગ્રંથને ઉદ્ધાર કરીને તે પૂજ્યશ્રીએ અમર નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકે માટે જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા. પણ “આગમ-મંદિરના નિર્માણકાર્યથી તે આગમવાણીને યાવચંદ્રદિવાકરી અમર કરી દીધી. સાઠ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં 2010_04 Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૧૪૭ અવિરત અને અવિરામ કાર્યરત રહેતાં પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી ત્યારે સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપેરે પૂજ્યશ્રી અર્ધ પદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્ય “અરિહંત શરણું પવજજામિ” સંભળાવતા હતા, અને ચતુવિધ સંઘ નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ જીવનદીપ બુઝાયે. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦ થી અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત આચાર્ય ભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ને દિવસે ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. આગામિક તથા સાહિત્યક્ષેત્રે ગદાનઃ ૧. ૮ લાખ શ્લેકપ્રમાણ ૧૦૦ ગ્રંથનું સંપાદન. ૨. રાા લાખ લોકપ્રમાણ ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર કલેકપ્રમાણુ આગમિક ગ્રંથનું સર્જન. ૪. ૭૦ હજાર લોકપ્રમાણ અનેક વિષયના ગ્રંથનું મૌલિક સર્જન. પ. ૧પ હજાર કલેકપ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવના ૮૦ ગ્રંથ પર. ૬. ૪૦ હજાર કુલસ્કેપ કાગળ પ્રમાણે ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથના પદાર્થોનું વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથોનું સંગેમરમર, પાષાણ તથા તામ્રપત્રમાં કંડારાવી દીર્ધાયુષ્યપ્રદાન. ૮. ભિન્ન ભિન્ન સ્થાનમાં સાત વખત આગમવાચના (દરેક વાચના લાગેટ છ માસ સુધી.) અનન્ય શાસન પ્રભાવના : યથારામગુણ પૂજ્યશ્રી આગમના મહાન ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્ત્વજ્ઞાનમાં રસ હોતે જ, સંયમજીવન સ્વીકારીને શાના અભ્યાસ પ્રત્યે ઓર લગની લાગી. હંમેશાં ૫૦૦ લેકનું વાચન કરવાનું વ્રત એ જ સ્વાધ્યાય પ્રીતિનાં દર્શન કરાવે છે. તેઓશ્રીએ જોયું કે તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં આત્માને તારનાર બે જ તો છે : એક, જિનબિંબ–મંદિરે થયાં છે અને થતાં રહેશે. બીજુ, જિનાગમ-શ્રુતજ્ઞાન–જેનું સાચું શુદ્ધ સ્વરૂપ યાવચ્ચે દિવાકરી ટકી રહે તેમ કરવું જોઈએ. પૂજ્ય દેવર્ધિગણી ક્ષમાશ્રમણ ભગવંતે ત્યારે જે જે કંઠસ્થ હતું તે તે સમસ્ત સાધુવને એકત્રિત કરીને લિપિબદ્ધ કર્યું હતું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યો સોનાચાંદીના અક્ષરે અંકિત કરાવ્યું હતું. મહામંત્રી વસ્તુપાલ તેજપાલે અનેક ભવ્ય ગ્રંથભંડાર કરાવ્યા હતા. કેટલાક દ્વેષી રાજવીઓ દ્વારા કે વિધર્મીઓના હુમલામાં કેટલાક ગ્રંથભંડાર છિન્નભિન્ન કે નઈ થયા હતા અને કેટલીક વાચનાઓ શુદ્ધ રહી ન હતી. આ બધું અતંત્ર જઈ ને પૂજ્યશ્રીની નિદ્રા ઊડી ગઈ હતી. હળપળે પિતે એક જ ચિંતામાં નિમગ્ન રહેતા હતા. એવામાં પન્યાસપદ ગ્રહણ કર્યા પછી, સુરતમાં સ્થિત હતા ત્યારે, તેઓશ્રીની મનોકામના સાકાર થવાનો પ્રસંગ ઊભો થયે. તે જમાનામાં, આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે , પૂજ્યશ્રીની અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબે એક લાખનું દાન જાહેર કર્યું. એ શ્રુતપ્રેમી દાનવીર ગુલાબચંદભાઈ ઝવેરીની ભાવનાને આવકારી, તેમના વડીલનું નામ જોડી, વિ. સં. ૧૯૬૪માં “દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ”ની સ્થાપના કરવામાં આવી. અને તે સાથે વિવિધ ગ્રંથનું પ્રકાશન આરંભાયું. પડતર કિંમત કરતાં અડધી કિંમતે પુસ્તક આપવાને 2010_04 Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શાસનપ્રભાવક નિર્ણય . આ પુસ્તક-પ્રકાશન પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પિતાનો અમૂલ્ય સમય આપ્યો. આગમોની પ્રેસ કેપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર છાપકામ થાય તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના તાત્વિક ઉપદેશ આપતા ગ્રંથ, ચરિત્રગ્રંથો અને સમાચારી ગ્રંથ સાધુભગ્ય બને તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યા. તેમ જ ૮૦ જેટલા પુસ્તક પર પ્રૌઢ-ગંભીર–વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી. આગમ, સિદ્ધાંત પ્રકરણ, ગ અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અનેક ગ્રંથોનું નવસર્જન કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં પ્રગટ કર્યા. વિ. સં. ૧૯૭૧ થી ૧૯૭૭ દરમિયાન પાટણ, કપડવંજ, સુરત, અમદાવાદ, પાલીતાણા અને તલામ (માળવા)માં સેંકડો સાધુ-સાધ્વીઓને આગમ-વાચના જાહેરમાં આપીને આગમ સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી વ્યવસ્થાને મજબૂત બનાવી વર્ષોથી કઠોપકંઠ ચાલી આવતી આગમ-વાચનને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું. ) એવું જ બીજુ મહાન ભગીરથ જીવનકાર્ય આગમમંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવધિગણી ક્ષમાશ્રમણ ભગવંતે આગમને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી બચાવ્યા હતા તેમ પૂજ્ય આગમખ્રરકશ્રીએ આગમને શિત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૯૪માં પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ તરફથી છરી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. સંઘ તીર્થાધિરાજ શત્રુંજય-પાલીતાણા પધાર્યા ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યું કે જેનાગને આરસપહાણમાં કોતરાવાય તે કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ, તેરાપંથીઓ જે બત્રીશસૂત્ર વગેરે માને છે તે સામે, ઉપરાંત દિગંબરોની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તે શાશ્વત કામ થઈ શકે. તે માટે શ્રી શત્રુંજ્ય તીર્થ, પાલીતાણું જ ઉત્તમ સ્થળ કહેવાય. આ માટે ગિરિતળેટીમાં ૮ હજાર વાર જમીન સંપાદન કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો. ચાર દ્વારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતે એવું મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયે અને એક મુખ્ય મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીન ચોવીશ, વીશ વિહારમાનના વીશ અને એક શાશ્વતા-એમ પિસ્તાલીશ ચૌમુખજી (૪૫ X 8 = ૧૮૦ જિનબિંબ) સ્થાપન કરવાનું નકકી થયું. પિસ્તાલીશે ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શિલાઓમાં આગમે છેતરાયાં. ૨૬ શિલાઓમાં “કમ્મપયડી ” આદિ મહાન પ્રકરણો કેતરાયાં તે સાથે “શ્રી સિદ્ધચક ગણધર મંદિરની રચના કરવાને નિર્ણય થયે. મંદિરમાં નવપદનું મહામંડલ અને દીવાલ પર ચોવીસ પટેમાં તે તે તીર્થકર સહિત તેમના ગણધરે અને દેવધિ ગણી ક્ષમાશ્રમણ સુધીની પાટ પરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર ” અને “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર” તૈયાર થયાં. સં. ૧૯૯ના મહા વદ બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાને અવસર આવ્યો. મહામંગળકારી તેર દિવસના મહોત્સવનું 2010_04 Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૧૪૯ આજન થયું. દેશવિદેશથી અનેક ભાવિકો ઊમટી પડ્યા. જળયાત્રા, કુંભસ્થાપના, અખંડ દીપક, જવારાપણની વિધિ, દશદિકપાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં “શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર ” બાંધવાનું થયું. શ્રી આગદ્ધારક સંસ્થાની સ્થાપના કરી. પાલીતાણાસ્થિત સુરતના ઝવેરી નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબેને સુરતની જગ્યા આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ૬ને ગુરુવારે શેઠ માણેકલાલ મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે શિલા સ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયમાં ભીતે પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. ૨૦૦૪ના મહા સુદ ૩ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો. પ્રાંગણમાં “આગમેદ્વારકશ્રીની સાહિત્યસેવાને પરિચય આપતો બંડ બાંધવામાં આવ્યું, જેમાં પૂજ્યશ્રીની સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાના આ સુવર્ણ કળશો ઉપરાંત પણ તેઓશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓને ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેઓશ્રીની હદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક શ્રેષ્ઠિઓએ પિતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનને કબજે લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે રાતદિવસ એક કરીને, અનેક સંઘને, પેઢીઓને, શ્રાવકને જાગૃત કરીને સમેતશિખરજીને પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને અવિરત પ્રયત્ન કર્યા. કલકત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની સ્થાપના કરી. અનેક સંઘના પરસ્પરના મતભેદ મિટાવ્યા. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના સહચારી બનાવ્યા. આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓને વિશાળ શિષ્ય–પ્રશિષ્ય સમુદાય ખડે કર્યો ! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઉપસે છે ! કટિ કોટિ વંદન હો એ મહાત્માને ! (સંકલન : પૂ. મુનિશ્રી પ્રમેદસાગરજી મ. લિખિત જીવનચરિત્રમાંથી સાભાર) 2010_04 Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પૂ. આગમાદ્વારકશ્રીનાં વિશાળ કાર્યાં અને સ્વસમુદાયને સફળતાપૂર્વક સંભાળનાર શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી માણિકચસાગરસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય આગમેદ્ધારક, આગમમદિર સસ્થાપક આચાર્ય દેવ શ્રી આન ઇસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સૌમ્ય અને પ્રશાંતમૂતિ આચાર્ય દેવશ્રી માણિકચસાગરસૂરિજીના જન્મ વિ. સં. ૧૯૪૮માં ભરૂચ જિલ્લાના જંબૂસર ગામે થયા હતા. તેમનુ જન્મનામ મેાહનભાઈ હતું. પિતા પાનાચંદભાઈ અને ગંગા સમાન માતા ગંગામાએ બાલ્યવયમાં જ સંસ્કારેાનું સિંચન કર્યું. વ્યવસાય અર્થે સુરત આવેલા માહનભાઈ ને પૂજ્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમાગમ થયા, અને દીક્ષા લેવાની ભાવના જાગી. કુટુંબીજનોએ આ વાત જાણી પણ અનુમતિ ન આપી. આથી એક દિવસ ઘરેથી ભાગી, ભરૂચ આવી અને ૧૯ વર્ષની ઉંમરે, યુવાનીમાં પગ મૂકતાં જ, પૂ. આગમ દ્ધારકશ્રીની નિશ્રામાં સંયમમાગ ના સ્વીકાર કર્યાં. પૂ. ગુરુદેવશ્રીના સાંન્નિધ્યમમાં રહીને જ્ઞાન-ધ્યાનની સાધનામાં નિમગ્ન બન્યા. ગુરુનિશ્રાએ અલ્પસમયમાં વ્યાકરણ, તર્ક, ન્યાયાદિ શાસ્ત્રના તેમ જ યોગેન્દ્વહન કરવાપૂર્વક આગમાના ઊંડા અભ્યાસી અન્યા. પૂજ્યશ્રીમાં ગુરુભક્તિ-વૈયાવચ્ચના ગુણુ અપૂર્વ હતા. લઘુવયમાં ગુરુદેવ સાથે શ્રી સમેતશિખરજી આદિ મહાતીર્થોની યાત્રા કરવાપૂર્વક કલકત્તામાં ચાતુર્માંસ કર્યું. સં. ૧૯૫૮માં ગુરુદેવની નિશ્રામાં અમદાવાદ–ઝાંપડાની પાળમાં શ્રી ભગવતીસૂત્રના ચાગઢહન કરવાપૂર્વક પૂજ્યશ્રીના વરદ હસ્તે કારતક વદ ૧૦ને દિવસે ગણિપદ, પંન્યાસપદ અને ભાયણી તીર્થાંમાં મહા સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાયપદ અર્પણ કરવામાં આવ્યાં. જ્ઞાનધ્યાનની પ્રવૃત્તિએ સતત ચાલતી જ હતી. સ. ૧૯૯૨માં પૂ. ગુરુભગવ`તે મ` પ્રકારે યાગ્યતા જાણી તેઓશ્રીને નવકાર મંત્રના તૃતીયાપદ–આચાપદ પર આરૂઢ કરી પોતાના પટ્ટધર બનાવ્યા. સ. ૨૦૦૬માં પૂછ્ય ગુરુદેવના સ્વર્ગવાસ થતાં પૂજ્યશ્રી સમુદાયના ગચ્છનાયક બન્યા. સ'. ૨૦૦૭માં તેઓશ્રીએ ૫. શ્રી ચંદ્રસાગરજી મહારાજ તથા પ. શ્રી હેમસાગરજી મહારાજને આચાય પદ તેમ જ પ શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને ઉપાધ્યાયપદ સમ`ણુ કર્યા. પૂ. આગમેદ્ધારકશ્રીએ પોતાના જીવન દરમિયાન ૮૦ હમ્બર બ્લેકપ્રમાણુ પ્રસારિત કર્યું, તેને સ'સ્કૃત-પ્રાકૃત હિન્દી-ગુજરાતી ભાષામાં સંકલનાબદ્ધ રીતિએ પ્રતાકારે-પુસ્તકાકારે શતાધિક ગ્રન્થા મુદ્રિત કરવાનું ભગીરથ કાર્ય પૂજ્યશ્રીએ પાર પાડયું. આથી તેએશ્રી મેટા ભાગે ચિંતનમગ્ન મુદ્રામાં જોવા મળતા. પૂ. આચાર્ય શ્રી માણિકચસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સેંકડા દીક્ષાઓ થઈ. પૂજ્યશ્રીના સ્વશિખ્યાની સંખ્યા ૧૪ છે. અનેક સ્થળે તેએશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા મહાત્સવા, ઉદ્યાપન મહોત્સવો આદિ ઊજવાયા. ઉપધાનતપની આરાધના પણુ અનેક સ્થળોએ થઇ. અનેકવિધ અનુષ્ઠાન ભવ્ય રીતે ઊજવાયા. પૂ. સાધ્વીશ્રી રજનશ્રીજીના ઉપદેશથી જેના ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયેલ તે શ્રી સમેતશિખર મહાતીર્થ ને ભવ્યાતિભવ્ય અંજનશલાકા—પ્રતિષ્ઠા મહોત્સવ સ. ૨૦૧૭માં પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં ઊજવાયા. સ. ૨૦૨૯માં 2010_04 Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧પ૧ સુરતમાં શ્રી તામ્રપત્ર આગમ મંદિરમાં પાદશતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ૧૦ મુનિરાજોને ગણિપદ–પંન્યાસપદની પદવી અર્પણ કરવામાં આવી. સં. ૨૦૩૦માં લુણાવાડા શ્રીસંઘની ભાવપૂર્ણ વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી ચાતુર્માસાથે લુણાવાડા પધાર્યા. ચાતુર્માસ વિવિધ આરાધનામય અને શાસનપ્રભાવનાપૂર્વક વીત્યું. પૂજ્યશ્રીનું સ્વાથ્ય એ સમયમાં નરમ રહેતું હતું. છતાં અપ્રમત્તપણે સ્વાધ્યાય અને અધ્યાપનની પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. શ્રી લુણાવાડા સંઘની ભક્તિ–વૈયાવચ્ચ અપૂર્વ હતા. સં. ૨૦૩૧ના ચૈત્ર માસમાં પૂજ્યશ્રીનું સ્વાસ્થ વધુ નરમ બન્યું. ચૈત્ર વદ ૭ની રાત્રિ ખૂબ અશાતામાં પણ સમતાપૂર્વક નવકારમંત્રના શ્રવણ સ્મરણ સાથે વિતાવી. ચૈત્ર વદ ૮ની ઉષાએ અનેક સ્થળોએથી ભાવિકે શાતા પૂછવા આવવા લાગ્યા. નમસ્કાર મંત્રના જાપ ચાલુ જ હતા. પૂજ્યશ્રી સંઘની વિદાય માગતા હોય તેમ ક્ષમાયાચના માગી; અને સવારના ૧૦ ને ૧ મિનિટે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગગમન કર્યું. પૂજ્યપાદ આગમ દ્વારકશ્રીના સ્વર્ગગમન પછી ૨૫ વર્ષ સુધી સાગરગચ્છનું નાયકપદ જવાબદારીપૂર્વક અને કુશળતાપૂર્વક સંભાળી, અને સ્વસમુદાયના ૧૫૦ ઉપરાંત સાધુમહારાજ તથા ૪૦૦ ઉપરાંત સાધ્વીજીમહારાજેને સંયમજીવનની સાધનામાં રૂડી રીતે આવૃત્ત અને પ્રવૃત્ત રાખી, પૂજ્યશ્રી સ્વસમુદાયનું સફળ નેતૃત્વ કરવા સાથે ભવ્ય શાસનપ્રભાવના કરી ગયા. એવા એ મહાન ગચ્છાધિપતિ પૂજ્યવરને કે ટિ કોટિ વંદન! (સંકલન : “જૈન” પત્રના તા. ૧૭-પ-૭૫ના અંકમાંથી સાભાર) સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક, માલવદેશદ્ધારક અને શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી વર્ધમાન આયંબિલ તપ અને શાશ્વતી શ્રી નવપદજી ઓળીની આરાધનાના પ્રસારક તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. પૂજ્યશ્રીને જન્મ અમદાવાદ દેશીવાડાની પિળમાં કૂવાવાળા ખાંચામાં શેઠશ્રી જેશીંગભાઈ પટવાને ઘેર સુશ્રાવિકા પ્રધાન બેનની કુક્ષિએ સં. ૧૯૪૦ના કાતિક સુદ ૧૧ના મંગલ દિને થયું હતું. સંસારી નામ ચીમનભાઈ હતું. તેઓ નાનપણથી ધાર્મિક અભ્યાસમાં ઘણી રુચિ દાખવતા હતા. પ. પૂ. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના નિકટ પરિચયમાં આવી તેઓશ્રી ધર્મક્રિયામાં તત્વજ્ઞ આરાધક તરીકે અત્યંત જાણીતા બન્યા. ધર્માભ્યાસ સાથે જપ-તપમાં પણ વધુ રસ દાખવવા માંડ્યા. ત્યાં ગ્ય વયે, માતાપિતાના આગ્રહથી તેમનાં લગ્ન ફૂલીબહેન સાથે કરવામાં આવ્યાં. તે વખતના લેકમાનસને માન આપી તેઓશ્રી મુંબઈમાં શેઠશ્રી નગીનદાસ કરમચંદની પેઢીમાં ધર્મ સાથે અર્થોપાર્જનના પ્રશ્નને હલ કરવા જોડાયા હતા. સંસારમાં પડ્યા છતાં ધર્મભાવના એવી જ પ્રબળ અને કાર્યરત હતી. તેઓ વર્ધમાનતપની ઓળીની સળંગ 2010_04 Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપર શાસનપ્રભાવક આરાધના, વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, સાંજે પ્રતિક્રમણ પર્વતિથિએ પૌષધ આદિ ધર્મપ્રવૃત્તિ અનેક આરાધક પુણ્યાત્માઓ સાથે પાયધુની સ્થિત શ્રી ગોડીજી જૈન દેરાસર-ઉપાશ્રયમાં કરતા. ગેડીજીમાં સામાયિક-પ્રતિકમણુ–પૌષધ આદિની સામૂહિક આરાધના પ્રસંગોપાત્ત થતી, તેમાં તેઓશ્રી સૌના લાડીલા ધર્મનેતા બની રહ્યા. તેમની દેખરેખ અને દેરવણ નીચે અનુપમ હર્ષોલ્લાસથી ધર્મક્રિયાઓ થતી હતી. આવા ૮૦-૯૦ આરાધકેની એક મંડળી હતી અને તેના તેઓ આગેવાન હતા. આ સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓના ફળસ્વરૂપે તેઓશ્રીએ મુંબઈમાં કુંભાર મૂકવામાં ભાડાના મકાનમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી. અને ખૂબ પ્રેમ, આદર અને ખંતથી અનેક પુણ્યાત્માઓને શ્રી વર્ધમાન આયંબિલ તપમાં જોડી આગળ વધાર્યા. મહમયી મુંબઈ નગરીમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનેક જીને સાંકળવા એ ઘણું કઠિન કાર્ય હતું. પરંતુ તેઓશ્રી એવાં કાર્યો સફળતાથી પાર પાડી ખૂબ અનુમોદનાને પાત્ર બન્યા હતા. ચીમનભાઈ પૂ. આગમેદ્વારકશ્રીનાં તાત્વિક વ્યાખ્યાનેથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેના પરિણામે વૈરાગ્યની ભૂમિકાએ સ્થિર થઈ, સંસારના કીચડમાંથી નીકળવા મથામણ કરવા લાગ્યા. તેમના ધર્મપત્ની ફૂલીબહેનની પ્રબળ મેહદશા અને બાધક મનોવૃત્તિના કારણે ધર્મમાર્ગે દોરનાર ઉપકારી પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ દીક્ષા આપવાના પ્રશ્ન દ્વિધામાં હતા. પરંતુ ચીમનભાઈને સંકલ્પ દઢ હતે. અંતે પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીની હૂંફ મળી. એક વખત ગેડીજીમાં ધર્મક્રિયામાં રસ લેતા ૮૦ જેટલા આરાધકોને એમ હતું કે ચીમનભાઈ પરિસ્થિતિવશ દીક્ષા લઈ શકે તેમ નથી. પરંતુ ચીમનભાઈ એ જોરદાર સંયમરંગ રાખે. સ્તવનાદિ લલકારી બધાને સંયમ તરફ વાળવા અભિગ્રહ આપવા માંડ્યો. અને પ્રાંતે પિતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી “મુનિ શ્રી ચંદ્રસાગરજી” નામે સંયમજીવનને સ્વીકાર કર્યો. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર બની સિદ્ધહેમ વ્યાકરણ પર પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠ સાથે મૂળ માત્ર છપાવી અને આનંદધિની નામે સુંદર વિદ્રોગ્ય ટીકા લખી, વિદ્વાનેમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી શક્તિ, પડછંદ કાયા, મેઘમલ્હાર સામે બુલંદ અવાજ તેમ જ ત્યાગ–તપ–સંયમનું ઓજસ્વી બળ સંઘમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનારું નીવડયું. માલવાની–ઉજજેનની પુણ્યભૂમિમાં વીમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી તે સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેને પૂજ્યશ્રીએ આમૂલચૂલ ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચકાધન તીર્થની પુનઃ સ્થાપના કરી. ભવ્ય ધર્મશાળા, આયંબિલ ખાતું, જ્ઞાનમંદિર, ભેજનશાળા, ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલ–મયણાસુંદરીની નવપદ આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરેને ઉદ્ધાર કરી, શ્રી કેશાજીની દેહપ્રમાણે તે જ વર્ણની નવી પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી હાલ ધૂલેવામાં કેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લેકેક્તિને ચિરંજીવ બનાવી. આથી સમગ્ર ઉજજૈન જૈન સંઘને પણ પુનરોદ્ધાર 2010_04 Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૧૫૩ છે અને વિકાસ થયો. માલવામાં પણ અનેક ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી. - પૂજ્યશ્રીને પાલીતાણામાં પૂ. આગમ દ્ધારક આચાર્યદેવના વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ ૧૦ના મંગલ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુરતગોપીપુરામાં મહોત્સવ પૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સિદ્ધચક આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે હજારે આરાધકે આ સમાજની દોરવણી નીચે શ્રી સિદ્ધચકજીની ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી વર્ધમાન આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર પ્રમાણ ૬૮ ઓળી કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ એળી કરી હતી. પ. પૂ. આગમ દ્વારકશ્રીનાં વ્યાખ્યાનના પ્રચાર-પ્રસાર માટે “સિદ્ધચક્ર” માસિકનું સંપાદન સં. ૧૯૮૬ થી ૧૯૮૯ અને સં. ૨૦૦૩ થી ૨૦૧૮ સુધી કર્યું હતું. આ ઉપરાંત, અનેક ગ્રંથનું સંપાદનકાર્ય અને નૂતન ગ્રંથનું લેખન પણ કર્યું. પૂજ્યશ્રી સં. ૨૦૧–ા ફાગણ વદ ને દિવસે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૪૫-૫૦ શિષ્ય-પ્રશિષ્ય વર્તમાનમાં વિચારી રહ્યા છે અને શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજજ્વળ પ્રકાશથી શોભાવી રહ્યા છે ! કટિ કોટિ વંદન હજે એવા પૂજ્યવરને ! અગણિત ધર્મ ગ્રંથોના સમર્થ અનુવાદક પૂ. આચાર્યશ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્ર પ્રાન્તમાં શ્રી સિદ્ધગિરિ નજીક જીરા ગામમાં વસતા દોશી દેવચંદ પુરુષોત્તમ અને શીલશાલિની ઝબકબેનના પુત્ર હીરાચંદભાઈને જન્મ સં. ૧૯૬૧ના ચૈત્ર સુદ ૮ના શુભદિને થયો હતું. તેમના સુરતના નિવાસ દરમિયાન વ્યાવહારિક શિક્ષણ, ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી સંસ્કારમાં સંવૃદ્ધિ મેળવી. ત્યાં પૂ. આગમ દ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીને સમાગમ થવાથી તેમના ધર્માનુરાગી સંસ્કારને વેગ મળ્યો. પિતા દેવચંદભાઈ એ સં. ૧૯૮૧માં પૂ. આગમેદ્વારકશ્રી પાસે અજીમગંજમાં દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી દેવસાગરજી તરીકે જાહેર થયા. આ ભવ્ય વારસાને દીપાવવા હીરાચંદભાઈ અને તેમના લઘુબંધુએ સં. ૧૯૮૪માં અમદાવાદમાં પૂ. આગમ દ્વારકશ્રી પાસે જ દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી હેમસાગરજી તથા મુનિશ્રી અમરેન્દ્રસાગરજી તરીકે જાહેર થયા. સતત ગુરુકુળવાસમાં રહીને ગ્રહણ-આ સેવન શિક્ષા વ્યાકરણ-કાવ્ય-સાહિત્ય-ન્યાય-આગમ આદિ શાસ્ત્રનું સાહિત્યનું ગહન અધ્યયન કરીને સં. ૧૯૯ના આસો વદ ૩ને દિવસે પૂ. આગમોદ્ધારશ્રીના શુભ હસ્તે કપડવંજમાં પંન્યાસપદે શ્ર. ૨૦ 2010_04 Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાસનપ્રભાવક અને સં. ૨૦૦૭ના મહા સુદ ત્રયેાદશીને દિવસે પૂ. આ. ગચ્છાધિપતિ શ્રી માણિકથસાગરજી મહારાજના વરદ હસ્તે સુરતમાં આચાય પદે આરૂઢ થયા. પૂજ્યશ્રીએ પૂ. આગમાદ્ધારકશ્રીનાં આગમેા પરનાં પ્રવચને પોતે ઉતારી, પ્રેસ કોપીએ તૈયાર કરીને શ્રેણીબદ્ધ રીતે, ભાગ ૧-૨-૩-૪-૫ રૂપે છપાવી લોકો પર મહાન ઉપકાર કર્યાં. ઉપરાંત, ‘ સિદ્ધચક્ર ’ માસિકમાં પૂ. ગુરુદેવનાં વ્યાખ્યાને છપાતાં; તે મટે ભાગે તેઓશ્રીએ કરેલાં અવતરણાને આધારે જ હતાં. તદુપરાંત, શ્રી ભગવતીજીનાં આઠમા શતકનાં વ્યાખ્યાના, ઉપદેશમાલાની દોઘટ્ટી ટીકાની પ્રેસ કોંપી, જૂની હસ્તલિખિત પ્રતિનુ યથાશકથ સંશાધન, પૂ. શ્રી વિમલસૂરિજી રચિત ‘ ૫૩મચિરય ', જૈન મહારામાયણના અક્ષરશઃ ગુજરાતી અનુવાદ તેમ જ અનેક ધર્મગ્રંથાના અનુવાદ તૈયાર કરીને છપાવ્યા. શ્રી હરિભદ્રાચાય રચિત પ્રાકૃત ઉપદેશક મહાગ્રંથના અનુવાદ તથા શ્રી રત્નપ્રભસૂરિષ્કૃત ટીકા અને ૧૪૦૦ ક્ષેાકપ્રમાણ પ્રાકૃત ઉપદેશમાળાનો અનુવાદ તેમ જ માનિશીથ શ્રુતસ્કંધના અનુવાદ અને પૂર્વાચા કૃત અંતિમ સાધના તથા સાધુસાધ્વીઓનાં ક્રિયાસૂત્ર વગેરે છપાવીને પ્રસિદ્ધ કર્યાં. કપડવ’જમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા, મેાતીશા શેઠની ટૂંકમાં અને પાલીતાણામાં આગમમ`દિરના સિદ્ધચક્ર-ગણધર મંદિરના ભૂમિગૃહમાં અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આરીસા ભુવનમાં પ્રતિષ્ઠામહેાત્સવ કરાવ્યેા. સાગરસમુદાયનાં લગભગ ૫૦૦ સાધુ–સાધ્વીજીએના નાયક, વમાન ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે ભવ્ય ભગીરથ પ્રયત્નો દ્વારા કઠિન ગ્રં’થાના અનુવાદ પ્રસિદ્ધ કરીને જૈનસમાજ પર ઘણા જ ઉપકાર કર્યાં છે. પૂજ્યશ્રી સં ૨૦૩૭ના આસે। સુદ ૮ને દિવસે કાળધમ પામ્યા. પણ તેઓશ્રીનાં ધર્મગ્રંથેનાં પ્રકાશનનાં અક્ષયકાર્યું અમરત્વને પ્રાપ્ત કરી ચૂકયાં ! એવા એ પરમ શાસનપ્રભાવક આચાર્ય શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજને કેકિટ કિટ વંદના ! ૩૦૦થી વધારે ભવ્યાત્માએન! ચારિત્ર-પથપ્રદર્શક અને શાસનના શણગારરૂપ એવા પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતની તીર્થભૂમિ તરીકે વિખ્યાત અનેલ મહેસાણા જિલ્લાની પુણ્યધરા પર અને ગગનચુખી જિનાલયેાથી શે।ભતી નગરી વીસનગરમાં શ્રી કલ્યાણુ પાર્શ્વનાથ ભગવંતના નિત્ય ઉપાસક શ્રાદ્ધવર્ય શ્રીયુત્ ગગલભાઈનાં પરોપકારપરાયણ ધર્મ પત્ની મેાતીબહેનની કુક્ષિએ સ. ૧૯૬૦ના ભાદરવા સુદ ૮ના શુભ દિવસે શાસનના ભાવિ હીરલાએ જન્મ લીધે, · પુત્રનાં લક્ષણ પારણામાંથી ' એ ન્યાયે માતાપિતાએ નામ પાડ્યુ. ડાહ્યાભાઇ. ડાહ્યાભાઈ એ બાલ્યકાળમાં જ માતાપિતાના સંસ્કારો અને પૂર્વ ભવની આરાધનાના બળે, પોતાનાં વડીલ ભાઈ–બહેન , 2010_04 Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૧૫૫ સાથે ધાર્મિક અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરી. વ્યાવહારિક શિક્ષણ પૂરું કરી ધંધાર્થે મુંબઈ ગયા. સટ્ટાબજારમાં સારી સૂઝ-સિદ્ધિ પ્રાપ્ત કર્યા, છતાં મોહમયી મુંબઈનગરીના મેહમાં તણાય નહીં. ત્યાં પણ મિત્રો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રાવકાચારવિધિપૂર્વક નવપદજીની ઓળી તથા ઉચ્ચ ધાર્મિક અભ્યાસ તેમ જ રાત્રે વૈરાગ્યપષક રાસેનું શ્રવણ કરીને વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યા. વિભાવદશાથી વિમુક્ત બની સ્વભાવદશાને પામવા, સંયમ મેળવવા, ચાતક પક્ષીની જેમ આતુર બન્યા. વડીલો પાસે અંતરની આરજૂ વ્યક્ત કરી. પરંતુ “કમાતે દીકરો સૌને વહાલે’ એ ન્યાયે વડીલેએ ઘસીને ના પાડી દીધી. આ મનાઈ હકમથી હાથ ભીડીને બેસી જાય એવા તે કાચી માટીથી ઘડેલા ડાહ્યાભાઈ હતા નહીં. પિતાની અડગ ઈચ્છા દર્શાવી, ચારિત્રપદની વિશિષ્ટ પ્રકારે આરાધના કરવા લાગ્યા. મુંબઈની કલ્યાણ મિત્રની ટુકડીના અગ્રેસર શ્રી ચીમનભાઈ પટવા પૂ. આગમ દ્વારકશ્રી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી ચંદ્રસાગરજી બન્યા છે એ સમાચાર મળતાં જ ડાહ્યાભાઈ અમદાવાદ દોડી ગયા. બંને પૂને સંયમ પ્રદાન કરવાની વિનંતી કરી. પૂ. આગમ દ્વારકશ્રીએ જેઠ સુદ પાંચમનું મુહૂર્ત ફરમાવ્યું. એ ધન્ય દિવસની ધન્ય પળે સં. ૧૯૮૪ના પૂ. આગમ દ્વારકશ્રીના વરદ હસ્તે ચારિત્ર ગ્રહણ કરી મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજના પ્રથમ શિષ્ય બની મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ નામે ઘોષિત થયા. સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ, જ્ઞાન-ધ્યાન અને વિનય-વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજજ બન્યા. પૂ. આગમ દ્વારકશ્રી પાસે વ્યાકરણને અભ્યાસ કર્યો. “બાર માસ પર્યાયે અનુત્તર સુખ અનુક્રમીએ” એ ઉક્તિ અનુસાર દિન-પ્રતિદિન કંચનની પેઠે વિશુદ્ધ સંયમ પાળતા સ્વજીવન ધન્ય બનાવતા ચાલ્યા. સં. ૧૯૮૭માં સર્વ પ્રથમ વાર, ત્રણ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં પણુ, વિજયદેવસૂર સંધ (પાયધૂની-મુંબઈ)ની પાટ પરથી અવિરતપણે આગવી શૈલીથી પ્રવચનમાં લેકેને પરિપ્લાવિત કરી દઈ ધર્માભિમુખ બનાવ્યાં અને અદ્ભુત પ્રવચનકાર તરીકે પચે આપે. ત્યાર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ આદિ પ્રદેશમાં અવિરામ વિચરીને ખૂબ ખૂબ શાસનપ્રભાવના કરી રહ્યા. સં. ૧૯૯માં ખંભાત ચાતુર્માસમાં પૂ. આચાર્યભગવંતની અમીકૃપાથી ગણિપદવી થઈ. આ મહોત્સવમાં શ્રીસંઘ તથા શ્રેષ્ઠીવર્ય મૂલચંદ બુલાખીદાસે મહત્સવપૂર્વક અનેરી પ્રભાવના કરી. સં. ૨૦૦૭માં સુરતના શ્રીસંઘે ગચ્છાધિપતિની અનુમતિથી પં. શ્રી હમસાગરજી મહારાજ તથા પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને આચાર્યપદે આરૂઢ કરવાનું નક્કી કર્યું પરંતુ પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજે પિતે એ પદવીને લાયક નથી એમ જણાવીને આચાર્યપદ ગ્રહણ કરવાની અનિચ્છા દર્શાવી; તેથી બે પૂજ્યને આચાર્યપદે અને ચરિત્રનાયકશ્રીને ઉપાધ્યાયપદે સ્થાપન કર્યા. સં. ૨૦૦લ્માં પિતાની જન્મભૂમિ વીસનગરમાં ચાતુર્માસ કરી, શેષકાળ સ્થિરતા કરતા હતા ત્યાં વાવના સંઘે પિતાને ગામ ચાતુર્માસ કરવા આવી રહેલા તેરાપંથી આચાર્ય તુલસીના આગમનની વાત કરી અને આ હદયે જણાવ્યું કે, સાહેબ! આ સમયે આપણા કેઈ મુનિરાજ નહિ હોય તે આપણું સાધમિકે બધા તેરાપંથી 2010_04 Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શાસનપ્રભાવક બની જશે. આ માટે અમે ઘણું પૂજ્યશ્રીને વિનંતી કરી છે, પણ એક યા બીજા કારણસર તેઓ આવી શકે તેમ નથી. છેલ્લે આપની પાસે આશા લઈને આવ્યા છીએ.” સર્વ હકીકત સાંભળી શાસનની રક્ષા કાજે પિતાની કેટલીક પ્રતિકૂળતાને અવગણીને પૂ. ઉપાધ્યાયજી વિસનગરથી ઉગ્ર વિહાર કરીને તેરાપંથી આચાર્ય તુલસીના પ્રવેશ પહેલાં ચાર દિવસે વાવમાં પ્રવેશ્યા અને હંમેશાં ત્રણ વખત વ્યાખ્યાને યોજીને શ્રાવકવર્ગને મજબૂત બનાવ્યા. સં. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ વયેવૃદ્ધ શ્રમણોપાસક માટે પાલીતાણામાં મુમુક્ષુ શાંતિનિકેતન” નામની સંસ્થા સ્થાપી. સં. ૨૦૧૫માં મુંબઈ સાંતાક્રુઝના ચાતુર્માસ દરમિયાન સ્થાનકવાસી સંપ્રદાય તરફથી પ્રકાશિત થતા “જેન સિદ્ધાંત' માસિકના તંત્રી શ્રી ગિરધરલાલ નગીનદાસને શાની યુક્તિ-પ્રયુક્તિ દ્વારા તીર્થંકર પરમાત્માની સ્થાપના કલ્પને માનતા કરી દીધા. આ ચાતુર્માસ પછી ઉગ્ર વિહાર કરીને શ્રી સમેતશિખરજીની પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરિજી મહારાજની સાથે હાજર રહી ત્યાંની તથા આજુબાજુમાં આવેલી તીર્થકર ભગવંતની કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી. સં. ૨૦૧૮માં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ તરફથી સમાચાર આવ્યા કે વહેલી તકે ઉજજૈન આવે. તુર્ત જ ઉજજૈન તરફ વિહાર કરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થયા. પૂજ્યશ્રીને પૂછયું કે, “સેવકને કેમ યાદ કર્યો?” તે પૂ. ગુરુદેવે જણાવ્યું કે, “મારે તમને આચાર્યપદ આપવાનું છે. પરંતુ આપણું ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે, “હું તે પદ માટે યોગ્ય નથી. અને આપશ્રી સાથે હું પણ આચાર્ય હોઉં તે તે કદાપિ ન શોભે. પરંતુ છેલે આચાર્યભગવંતને તેઓશ્રીને આજ્ઞા કરવી પડી કે તમારે આચાર્યપદવી લેવાની જ છે, ત્યારે કચવાતા મને “ગુર્વાજ્ઞા એવા પ્રમાણ” માની વૈશાખ સુદ ૧૦ના રોજ પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ. ઉપાધ્યાયજી આચાર્યપદે આરૂઢ થયા. પ્રભુશાસન વહન કરવાની જવાબદારી વધતાં પોતાની સઘળી શક્તિ કામે લગાડી પ્રસંગોપાત્ત શાસન રક્ષા કરી અને અનેકવિધ અણમોલ શાસનપ્રભાવના કરી, જેની ઝાંખીરૂપ વિગતે નીચે મુજબ છે : ૧. પરમાત્મા વીર પ્રભુની ૨૫૦૦મી નિર્વાણ કલ્યાણકની ઉજવણી પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સાથે રહીને શાનદાર રીતે સંપન્ન કરી. (૨) સં. ૨૦૩૨ના બાયડ મુકામે શ્રેષ્ઠીવર્ય શ્રીયુત્ કસ્તુરભાઈ લાલભાઈની અતિ આગ્રહભરી વિનંતી સ્વીકારી, પિતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને સિદ્ધગિરિની નવી ટ્રકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજયકસ્તુરસૂરિજી મહારાજ સાથે પધારી પ૦૦ ઉપરાંત જિનબિંબની પ્રતિષ્ઠા કરી (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમ-રાજુલ નાટકના વિવાદ પ્રસંગે પિતાની બુદ્ધિપ્રતિભાથી તે ઝંઝાવાત શમાવીને વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી સિદ્ધગિરિને ઐતિહાસિક પપ૦ ભાવિ સાથેને છરી પાલિત સંઘ કાઢયો. (૫) સં. ૨૦૩૯માં પુનઃ આગમમંદિરની અંજનશલાકા--પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. અને સાગરસમુદાયના સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી મહારાજની વર્ધમાન તપની ૧૦૦ એળીની પૂર્ણતાને ભત્સવ 2010_04 Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા–ર ૧૫૭ પન્યાસપદ-પ્રદાનના વિધિસહુ સપન્ન કર્યાં. (૬) સ. ૨૦૩૫માં શ્રી શંખેશ્વરજી તીર્થ નૂતન જૈન આગમદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રાદાતા બની ઐતિહાસિક ઉત્સવ ઊજવ્યે. (૭) સં. ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહેાત્સવ પ્રસ`ગે નિશ્રા પ્રદાન કરી. (૮) સં. ૨૦૪૧માં પાલીતાણા જ બુઢીપ-નિર્માણની અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે, સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે,સમુદાયના પાંચ આચાર્ય ભગવતે આદિ ૮૩ શ્રમણભગવંતા તથા ૩૦૦થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠાવિધિ થઈ. સાગરસમુદાયના આ ઐતિહાસિક સમેલનમાં શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્યભગવતે આદિ શ્રમણભગવતે એ ગચ્છાધિપતિ તરીકે સ્થાપન કર્યાં. (૯) સ. ૨૦૪૨માં અમદાવાદથી શખેશ્વરજી મહાતી નાપચતીથી યુક્ત ભવ્ય છ'રી પાલિત સંઘમાં નિશ્રા અી. શ'ખેશ્વરજી તીમાં ઐતિહાસિક વમાન તપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહુતિ, પાષ દશમીની પ્રભાવક આરાધના–વાચના આદિ વિવિધ પ્રસંગેાની ઉજવણી, મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ વાર આકાર લઈ રહેલ પૂનામાં શ્રી આગમેાદ્ધારક દેવદ્ધિ જૈન આગમમંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત આગમમદિરના શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને શ્રી વિજયદેવસૂરિ સ`ઘ–ગાડીજી જૈન ઉપાશ્રય, પાયધુની-મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્રનાયક સૂરિવરની પુણ્ય નિશ્રામાં ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા મહાત્મવા, નાનામેાટા ૧૩ છ'રી પાલિત સ`ઘે અને અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપના દ્વારા શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો થયાં. (૧૧) સંયમના અવિહડ રાગી સૂરિવરની પ્રેરણાથી ૩૦૦થી વધારે ભવ્યાત્માએ એ ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યંત શાશ્ર્વતી નવપદજીની ઓળીની આરાધના અપૂર્વ દૃઢતાપૂર્વક કરી. પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રતિવષ સામુદાયિક વિધિપૂર્વક ચૈત્રી ઓળીની આરાધના કરાવવા · સાગર-સંસ્કરણ ' નામના ટ્રસ્ટની સ્થાપના પણ કરવામાં આવી. (૧૩) સમ્યજ્ઞાનની પર્યું`પાસના પૂજ્યશ્રીના જીવનના અવિનાભાવી અંશ છે. તેઓશ્રી ૮૨ વર્ષોંની જૈફ વયે પણ અજોડ વ્યાખ્યાનશૈલીથી ભાવિકાને ધ માગે પ્રેરતા, શ્રમણ-શ્રમણી એને વાચના આપી સંયમમાર્ગ સ્થિર કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના કરતા શાસનશણગાર સૂરિવર, સ્વ-પર કલ્યાણ સાધી, સં. ૨૦૪૩માં, અમદાવાદમાં, અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનું ગુરુમ ́દિર આજે વીતરાગ સેાસાયટીમાં સુંદર શૈાભી રહ્યું છે ! કોટિ કેટિ વંદન હજો એ સમ સૂરિવરને ! : ( સંકલન : પૂ. મુનિરાજશ્રી હસાગરજી મહારાજ ) 2010_04 Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શાસનપ્રભાવક શાસનકંટકે દ્ધારક અને મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજ શાસનસ્તંભ–શાસનક ટકે દ્ધારક પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજને જન્મ વિ. સં. ૧૯૫૪ના કારતક વદ ને સોમવારે ઠળિયા ગામે થયો હતો. પિતાનું નામ દીપચંદ જેરાજભાઈ અને માતાનું નામ ઉજમબેન તથા પોતાનું સંસારી નામ હઠીચંદ હતું. હકીચંદને બાળપણથી જ ધર્મપ્રીતિ સવિશેષ હતી. એમાં નાનપણમાં માતાપિતાને સ્વર્ગવાસ થતાં કુટુંબની જવાબદારી તેમની ઉપર અને વડીલ બંધુ ખેતીચંદભાઈ ઉપર આવતાં નાની વયે ધંધાર્થે મુંબઈ જવાનું થયું. મુંબઈમાં ધંધા સાથે હંમેશાં પ્રભુપૂજા–પ્રતિક્રમણ-સામાયિક અને વ્રતનિયમ–તપ આદિ કરવાપૂર્વક ધર્મકાર્યોમાં દિન-પ્રતિદિન આગળ વધતા રહ્યા. ધર્મસમાજમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. નવપદજીની ઓળીનું આરાધન કરવા રાસ વાંચતા. એ માટે સેંકડોની માનવમેદની મળતી. સં. ૧૯૭૬માં લગ્ન થયા. તેમને બે પુત્ર અને એક પુત્રી થયાં. પરંતુ ધર્મ પ્રત્યેની ભાવના જરાયે ઓછી થઈ ન હતી. સં. ૧૯૮૫માં દીક્ષા અંગીકાર ન કરાય ત્યાં સુધી છ વિગયને ત્યાગ કર્યો. ભરયુવાનીમાં ચતુર્થ વ્રત અંગીકાર કર્યું. ૮-૧૦૧૧-૧૫–૧૬-૨૧ ઉપવાસ અને વર્ધમાન તપની ઓળીએ આદિ તપસ્યા કરી. સં. ૧૯૮૫માં મુંબઈથી ઠળિયા આવી, શ્રીસંઘને એકત્રિત કરી, નૂતન જિનમંદિર બંધાવવાને શુભ નિર્ણય કરાવ્યું. પિતાને છે વિનયને ત્યાગ હોવા છતાં, યથાશક્તિ ભાગ લેવાની ભાવનાઓ શ્રી જિનમંદિર અંગેના પથ્થરો કઢાવવા માટે કાટકડા ગામનાં જંગલમાં આઠ આઠ દિવસ રહીને પથ્થરની ખાણમાંથી પથ્થરે કઢાવતા અને ગામ પહોંચાડતા. સં. ૧૯૮૬માં ખાતમુહૂર્ત અને શિલા સ્થાપન કરી, પાયા મથાળ સુધી લાવી, ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાએ પાછા મુંબઈ ગયા. મુંબઈ સં. ૧૯૮૭ના કાતિક વદ ૬ને રવિવારે પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ૨૦ હજારની માનવમેદની વચ્ચે, હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી (તે વખતે મુનિ શ્રી ચંદ્રસાગરજી) મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હંસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા બાદ દોઢ વર્ષ સુધી પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજ સાથે રહ્યા. બાદ સુરત પધારી સ્વસમુદાય સાથે થઈ ગયા. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ ટૂંક સમયમાં ધર્મશાનું તથા આગમોનું સુંદર જ્ઞાન સંપાદન કર્યું. પિંડનિયુક્તિ ગ્રંથને અનુવાદ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર, તત્વતરંગિણ ગ્રંથ કમતાહિવિષ જાંગુલી મંત્ર તિમિરતરણિના અનુવાદ, પ્રાચીન–અર્વાચીન ઇતિહાસની સમીક્ષા કરતું સાહિત્ય નિર્માણ કર્યું. અનેક સમાધાનગ્રંથ બનાવ્યા; અનેક ગ્રંથોનું સંપાદન કરી પ્રસિદ્ધ કરાવ્યા. કાવ્યરચના ક્ષેત્રે સ્તવન વીશી, ચૈત્યવંદન ચોવીશી આદિ ભાવવાહી કૃતિઓની રચના કરી. આમ, આગમશા, ઇતિહાસ, કાવ્ય આદિ વિવિધ ક્ષેત્રમાં તેઓશ્રીએ અગાધ પ્રતિભાબળે અપૂર્વ વિકાસ સાથે. પૂજ્યશ્રીએ અનેક ગામમાં જિનમંદિરનાં નિર્માણ કરાવ્યાં. સેંકડે પ્રતિમાજીને પ્રવેશ તથા પ્રતિષ્ઠા કરાવી. પિતાના પુત્ર, પુત્રી, પત્ની, ભત્રીજાઓને 2010_04 Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૫૯ પ્રત્રજ્યા આપી શાસનને સુપ્રત કર્યા અને તદુપરાંત અનેક મુમુક્ષુઓને સંયમમાર્ગે દેય. પૂજ્યશ્રીની શાસનસેવાને અનુલક્ષીને પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના આદેશાનુસાર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજે કરેલ ફરમાન મુજબ ચતુવિધ સંઘની વિશાળ સભામાં સુરતના શ્રીસંઘે શાસન કંટકેદ્વારક”ની પદવી અર્પણ કરવાની બુલંદ ઘેષણ કરી. પાલીતાણામાં પદવી-સમારંભ યે જવાનો નિર્ણય થયે. સં. ૨૦૦૭ના મહાવદ પાંચમે વયેવૃદ્ધ ચારિત્રપાદ મુનિશ્રી અમરસી મહારાજને વરદ હસ્તે પદવી અર્પણ થઈ. પૂજ્યશ્રીને સ. ૨૦૧૫માં પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે ચાણસ્મા મુકામે મહા વદ ૧૩ને ગુરુવારે ગણિપત્ર આપ્યું. સં. ૨૦૨૨માં પાલીતાણામાં પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજે મહા વદ ૩ને શનિવારે ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯માં તળાજામાં માગશર સુદ બીજના સુપ્રભાતે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. - ત્યાર બાદ, તેઓશ્રી પિતાની દેખરેખ તળે રૂ. એક લાખને ખર્ચે તૈયાર કરાવેલા ભવ્ય “શાસન કંટકેદ્ધારક જ્ઞાનમંદિર” તથા જ્ઞાનવિકાસનાં અવશિષ્ટ રહેલાં કાર્યોની પૂર્ણાહુતિ અર્થે પિતાની જન્મભૂમિમાં પધાર્યા. ઠળિયાના શ્રીસંઘે અત્યંત પ્રેમાદરપૂર્વક પૂજ્યશ્રીનું સામૈયું કર્યું. અહીં એક માસની સ્થિરતામાં પૂજ્યશ્રીની તબિયત બરાબર હતી. ત્યાર બાદ બીમારી શરૂ થઈ સુજાણ ડોકટરે નિરુપાય રહ્યા. સતત ઉપાય ચાલુ હોવા છતાં શ્વાસને વ્યાધિ વધતો ચાલે. જેમ જેમ વ્યાધિ વધતે ચાલે તેમ તેમ આચાર્યદેવ આત્મધ્યાનમાં વધુ ને વધુ દત્તચિત્ત બનતા ચાલ્યા. ચૈત્ર સુદ ૧૩ની રાતે સહુની સાથે સ્વસ્થતાથી વાતો કસ્તાં, ૩-૪ મિનિટે નશ્વર દેહને ત્યાગ કરી, સ્વર્ગગમન કર્યું. જેનસંઘેએ મહાન તિર્ધર ગુમાવ્યો ! પૂ. શાસનસ્તંભ આચાર્યદેવના નામને તેમ જ તેઓશ્રીનાં શાસનરક્ષાના કાર્યોને અમર બનાવવા માટે સ્વજન્મભૂમિમાં તૈયાર થઈ રહેલ સમાધિમંદિર તથા સંગેમરનારના શિલ્પકલાયુક્ત ગુરુમંદિરના નિર્માણ માટે શ્રીસંઘે છૂટે હાથે સદ્વ્યય કર્યો. કટિ કોટિ વંદન હશે એ શાસનના અજોડ સંરક્ષક સિંહપુરુષને! | (સંકલન : પૂ. ઉપ૦ શ્રી દર્શનસાગરજી મહારાજ) કોઈ રિઝ પંજH | 2010_04 Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬o શાસનપ્રભાવક શ્રી ચતુર્વિધ સંઘના પરમ હિત-ચિંતક અને શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના ઝાલાવાડ જિલ્લાના પ્રાંગધ્રા પાસે ધોળી ગામ તે પૂજ્યશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પિતાંબરદાસ અને માતાનું નામ હરબેન. એમને ત્યાં સં. ૧૯૬૪ના વૈશાખ વદ ૭ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. બાળકનું નામ દેવચંદ ઉફે દેવશીભાઈ રાખ્યું. આખું કુટુંબ જેનધર્મના રંગે રંગાયેલું હતું. જેમ મેઘવર્ષોથી વનરાજી વિકસે તેમ શીલ અને સંસ્કારની વાર્તાઓ દ્વારા અને ધાર્મિક શિક્ષણ દ્વારા બાળક દેવચંદનું જીવન વિકસી રહ્યું. પૂર્વ ભવના સંસ્કારે લઈ આવેલા દેવચંદભાઈ ઉંમરલાયક થતાં, મળેલા માનવજીવનને સાર્થક કરવા, સંસારને ત્યાગ કરી પ્રત્રજ્યા લેવા ઝંખી રહ્યા હતા તેવામાં એક સુભગ ગ થયા. માલદ્ધારક શાસન સુભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજને પરિચય થયે. ઉપાધ્યાયશ્રીએ દેવચંદના મનને વૈરાગ્યના રંગે રંગી દીધું. દેવચંદભાઈ સંયમના અનુરાગી બન્યા. છ વિગઈને ત્યાગ કર્યો. ઘરના વડીલેને આ વાતની જાણ થતાં તેઓ આ કઠિન વ્રત છોડાવવા અતિ આગ્રહ કરવા લાગ્યા. જેથી દેવચંદભાઈના મનમાં મહામંથન ચાલ્યું. પ્રેમ અને પવિત્રતાની પ્રતિમા સમા આગમસમ્રાટ સૂરિપુંગવ શ્રી આગદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તે સમયે ખંભાતમાં બિરાજમાન હતા. દેવચંદભાઈ ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને પૌષધ લીધે. સંસારનાં મૃગજળ સમાન, પરાધીન ક્ષણિક સુખને બદલે આત્માના સ્વાધીન, સહજ અને શાશ્વત આનંદને પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધે. પૌષધવ્રતમાં એ પુણ્યપ્રભાવી મહાપુરુષને પરિચય પામીને દેવચંદભાઈનું હૃદય કેઈ અપૂર્વ આહૂલાદ અનુભવી રહ્યું. પૂ. ગુરુદેવે પણ આ તેજસ્વી રત્નને પારખી લીધું. સં. ૧૯૮૬ના જેઠ વદ ૧૪ના શુભ દિવસે ખંભાતમાં ૧૯ વર્ષની યુવાન વયે, પિતાના વડીલ બંધુ કાલીદાસ સાથે દીક્ષા થઈ. પૂ. ગુરુદેવે તેઓશ્રીને પિતાના વિદ્વાન શિષ્યરત્ન આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શાસનસુભટ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય તરીકે સ્થાપન કર્યા અને નામ આપ્યું મુનિશ્રી દર્શનસાગરજી. પૂજ્યશ્રીએ ૧૯ વર્ષની ઉંમરે સંયમની સાધનાને યજ્ઞ માંડ્યો. સંસ્કૃત–પ્રકૃત ભાષાના અધ્યયન સાથે ધાર્મિક અભ્યાસ વિશદ કર્યો. વિનય અને વૈયાવચ્ચ આદિના ગુણોથી સૌનો પ્રેમ સંપાદન કર્યો. સાધના વિના સિદ્ધિ નહિ, એ ન્યાયે પૂજ્યશ્રીએ શાસ્ત્રાભ્યાસ અવિરત ચાલુ રાખે અને જપ-તપની પણ અવિરત યાત્રા આરંભી. ઉપવાસથી વર્ષીતપ, છડૂથી અને અડૂમથી ન્યૂન વષીતપ અને અઢાર અઠ્ઠઈ તેમ જ વર્ધમાન તપની ૩૩ ઓળી સાથે બીજી ઉગ્ર તપશ્ચર્યા કરી. વળી આવી કઠોર તપશ્ચર્યાઓ કરતાં કરતાં માળવા અને મેવાડ જેવા વિષમ પ્રદેશમાં પૂ. ગુરુદેવ સાથે વિચરતા રહ્યા. તેઓશ્રીની આ દઢ સંયમરુચિ, વિદ્વત્તા, વિનય આદિ ગ્યતા જોઈને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૦૮ના કારતક વદ ૩ને રવિવારે પાલીતાણ-ખુશાલ ભવનમાં ગણિપદવી પ્રદાન કરી. તે 2010_04 Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૧૬૧ પછી પાલીતાણામાં જ ગુરુમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી મણિસાગર સૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૨૨ના મહા સુદ ૧૧ને બુધવારે ઉપાધ્યાયપદ અર્પણ કર્યું. ત્યારે બાદ પૂજ્યશ્રીએ સ્વતંત્ર ચાતુર્માસ દરમિયાન શાસનનાં પ્રભાવક કાર્યો કર્યા, જેમાં ઉદ્યાન, પ્રતિષ્ઠા, ઉપધાન, છરી પાલિત સંઘ, દીક્ષા–મહોત્સવ આદિ અનેક ગણાવી શકાય. ગુજરાત, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, માળવા, રાજસ્થાન આદિ પ્રાંતમાં ગામેગામ વિચરી ઉત્તર ભારતના ખૂણે ખૂણે જેનશાસનને જયજયકાર પ્રવર્તાવ્યા. ઉપદેશવચને વડે માનવભવની દુર્લભતા સમજાવી. મેહનું વિષ ઉતારી, અનેકોને પ્રભુશાસનના રાગી બનાવ્યા. પિતાના કુટુંબમાંથી જ ૧૯ વ્યક્તિઓને દીક્ષિત કર્યા. આજે પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પ્રભાવક મુનિવર્યો તરીકે વિશાળ સંખ્યામાં વિચરી રહ્યા છે, જેમાં સંગઠ્ઠનમી આચાર્યશ્રી નિત્યદયસાગરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ, પૂ. પંન્યાસશ્રી મહાશયસાગરજી મહારાજ, મધુર વક્તા પંન્યાસશ્રી ચંદ્રાનનસાગરજી મહારાજ, મુનિરાજશ્રી પુણ્યપાલસાગરજી મહારાજ, મુનિરાજશ્રી પ્રતિવર્ધનસાગરજી મહારાજ, મુનિરાજશ્રી કાતિવર્ધનસાગરજી મહારાજ, મુનિરાજશ્રી કલ્પવર્ધનસાગરજી મહારાજ, મુનિરાજશ્રી દિવ્યાનંદસાગરજી મહારાજ, મુનિરાજશ્રી ધર્મદીતિયશસાગરજી મહારાજ, મુનિરાજશ્રી અક્ષયરત્નસાગરજી મહારાજ, બાલમુનિશ્રી ધર્મયશસાગરજી મહારાજ, મુનિરાજ શ્રી ગુણચંદ્રસાગરજી મહારાજ, બાલમુનિ શ્રી પદ્મયશસાગરજી મહારાજ, મુનિરાજશ્રી પ્રશમચંદ્રસાગરજી મહારાજ, મુનિરાજશ્રી રવિચંદ્રસાગરજી મહારાજ આદિ મુખ્ય છે. ખાવાન્ટી (રાજસ્થાન)માં અંજનશલાકા-પ્રતિષ્ઠા વખતે પૂ. ઉપાધ્યાયશ્રીને આચાર્ય પદવી આપવાની સૌને ભાવના હતી. તે વખતે ત્યાંના સંઘે અનેક પ્રયત્ન કર્યા, પણ સફળતા મળી નહીં. પૂજ્યશ્રી કેઈની વિનંતી સ્વીકારતા જ ન હતા. છેવટે, મુંબઈમાં શ્રી ગોડીજી ઉપાશ્રયમાં ચતુવિધ સંઘની ઉપસ્થિતિમાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અનુસાર પંન્યાસપ્રવર શ્રી રૈવતસાગરજી ગણિવર્ય (હાલ આચાર્યશ્રી)ના વરદ હસ્તે સં. ૨૦૩પના માગશર સુદ પાંચમે મહામહોત્સવ પૂર્વક આચાર્યપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ઋષિમંડલપૂજન, ચિદ્ધચક્રપૂજન, ચિંતામણિમહાપૂજન, વીસસ્થાનક મહાપૂજન, શાંતિસ્નાત્ર આદિ દસ દિવસનો ભવ્ય ઉત્સવ થયો હતો અને સાધર્મિક વાત્સલ્ય, રથયાત્રા આદિ જવામાં આવ્યાં હતાં. પૂજ્યશ્રીનાં શાસનપ્રભાવનાનાં કાર્યોની યાદી તે અમાપ છે. પણ વિશેષ કરીને તેઓશ્રીની પ્રેરણાથી મુંબઈમાં ઠાકરદ્વાર ખાવબાવાડીમાં આદિજિન ઓશવાલ ટ્રસ્ટના ઉપક્રમે વિશાળ જગા ખરીદાઈ છે, જેમાં ધર્મશાળા, ભોજનશાળા આદિનું નિર્માણ થશે. ઉપરાંત, ખુડાલા (રાજસ્થાન), પીવાન્દી, કતરાસગઢ, ધ્રાંગધ્રા, કઢ, મુલુન્ડ, ભાંડુપ, અરિહંત ટાવર, પૂનમ પાર્ક આદિ સ્થળની યાદગાર પ્રતિષ્ઠાઓ–અંજનશલાકા મહોત્સવની ઉજવણી; પ્રાર્થના સમાજ, થાણા, પાયધુની આદિમાં ઉપધાન તપની મહાતપશ્ચર્યાઓ તેમ જ અનેક સંઘ અને દીક્ષા મહોત્સવ ઊજવાયા છે તે સર્વની પ્રેરણાના સાત તરીકે પૂજ્યશ્રી છે. એવા એ પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજને કેટિશઃ વંદન ! શ્રિ. ૨૧ 2010_04 Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર શાસનપ્રભાવક નિર્મોહી એકાંતપ્રિય અને ત્યાગી-તપસ્વી પૂ. આચાર્યશ્રી ચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સંયમરત્નની ખાણ જેવી પુણ્યભૂમિ, જ્યાં નવાંગી ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ જમ્યા, જ્યાં વર્તમાનકાળમાં આગમના ઉદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ જમ્યા, જ્યાં આગમપ્રભાકરના બિરુદને વરેલા રાષ્ટ્રમાન્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ જમ્યા તે પ્રભાવશાળી ભૂમિ કપડવંજમાં એક પુણ્યપ્રભાવી આત્માએ જન્મ લીધો. એ પવિત્ર આત્મા તે પૂ. આ. શ્રી ચિદાનંદસાગરસૂરિજી મહારાજ, સ્વ-પરના કલ્યાણવાંછુ આ મહાત્માએ સમજણભરી ઉંમરે જ સંયમને મહામૂલે માર્ગ અપનાવવા નિર્ણય લીધે. પિતાશ્રી તથા અન્ય કુટુંબીજનેની ઈચ્છા ન હોવા છતાં, પિતાના નિર્ણયમાં અડગ રહીને પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ૧૮ વર્ષની યુવાન વયે, સં. ૧૯૮૭ના અમદાવાદ નગરે દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી ચિદાનંદસાગરજી મહારાજ બનીને સંયમમાર્ગ પર પ્રયાણ કર્યું. પૂજ્યશ્રી એકાંતપ્રિય પ્રકૃતિ ધરાવે છે. તેથી જ પૂજ્યશ્રીની આસપાસ શિષ્યપ્રશિષ્યની પ્રલંબ યાદી જોવા મળતી નથી. આજ સુધી તેઓશ્રી અખંડ અને અડગ સાધનાઆરાધનાના સ્વામી રહ્યા છે. આરંભમાં પૂજ્યશ્રીએ આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ પાસે રહી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. કતિ કે પ્રશસ્તિના વ્યાસેહથી આકર્ષાયા વગર શાંતિથી શાસનપ્રભાવના કરવી, એ જ માત્ર ધ્યેય રાખ્યું. ગુજ્ઞા મુજબ ચાતુર્માસ કર્યા. એક વખતે પિતાના સંયમમાર્ગને વિરોધ કરનારા પિતાના પિતાશ્રીએ પણ આગળ જતાં સંયમમાર્ગ અપનાવ્યું, અને દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હિતસાગરજી મહારાજ તરીકે જાહેર થયા. તેઓશ્રીના સંયમજીવનમાં સહાયક બનીને અંત સમયની આરાધના પણ કરાવી અને તેઓશ્રીના આત્મકલ્યાણના નિમિત્તભૂત બનીને પિતૃઋણ અદા કર્યું. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની પરંપરામાં પદપ્રદાનનું મહત્વ ઓછું હતું. છતાં પણ યોગ્યતા અને પર્યાયની સંવૃદ્ધિ પ્રમાણે પૂજ્યશ્રી સં. ૨૦૧૧માં કપડવંજમાં ગણિપદવી, સં. ૨૦૨માં સુરતમાં પંન્યાસપદવી અને સં. ૨૦૩૬માં વેજલપુરમાં આચાર્યપદથી પણ અલંકૃત થયા. ત્રીજા નંબરના ગચ્છાધિપતિના સ્થાને રહેલા પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ પછી પૂજ્યશ્રીના શિર પર સાગરસમુદાયના ગચ્છાધિપતિપદની જવાબદારી આવી પડી અને પૂજ્યશ્રીની ઇચ્છા ન હોવા છતાં એ સ્થાન સ્વીકારવું પડ્યું. આટલી મહાન પદવીએ બિરાજ્યા છતાં પૂજ્યશ્રીના જીવનમાં ક્યાંય મોટાઈ, અહંકાર અને આડંબરના દર્શન થતા નથી. જેમ સેનાની થાળી રણકાર કરતી નથી, તેમ આ પ્રશાંતમૂર્તિ અને એકાંતપ્રિય આચાર્ય દેવ પણ પ્રતિષ્ઠા કે નામના પાછળ દષ્ટિ કર્યા વગર શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરી રહ્યા છે અને યથારામગુણ જિન અને શાનંદના સમન્વય રૂપ અધ્યયન-અધ્યાપનની તપશ્ચર્યા દ્વારા આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. આવા તપમૂતિ આચાર્યદેવના દર્શન માત્રથી પુણ્યાત્માઓ ધન્ય બને છે! કટિ કોટિ વંદન હજે એ પુણ્યપ્રભાવી મહાત્માનાં ચરણોમાં ! [ સંકલન : મુનિશ્રી વિશ્વરત્નસાગરજી મહારાજ ] 2010_04 Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૧૬૩ આગમોદ્ધારક ગ્રંથમાળા'ના પ્રયોજક અનેક શિલાલેખો પ્રતિમાલેખોના સંગ્રાહક, અને સમર્થ જ્ઞાની-તપસ્વી પૂ. આચાર્યશ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજ સૈકાઓથી ભારતભૂમિ ધર્માચાર્યોના ઉપદેશથી ગાજતી રહી છે એ આપણું પરમ સૌભાગ્ય છે. માનવજીવનમાં, અનેક સંસ્કૃતિવિષયમાં, જેવા કે ઇતિહાસ, પુરાતત્ત્વ, કલા, સ્થાપત્ય, સાહિત્ય, વ્યાકરણ આદિમાં જૈનાચાર્યોનું જે બહુમૂલ્ય પ્રદાન સમયે સમયે ઈતિહાસના પૃષ્ઠ પર સુવર્ણાક્ષરે અંક્તિ થયેલું છે તેમાં આગમ દ્ધારક સમુદાયના એક વર્તમાન આચાર્ય ભગવંત વાત્સલ્યમૂર્તિ શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના કઠિન પરિશ્રમની પણ સેંધ લીધા વિના ચાલે તેમ નથી. જેમના અનુપમ વ્યક્તિત્વથી અનેક જૈન-જૈનેતરે પૂજ્યશ્રીના પૂજક અને ભક્ત બન્યા એવા આચાર્યશ્રીને જન્મ ગુજરાતની ધર્મનગરી ગણાતી કપડવંજની પવિત્ર ભૂમિમાં ત્યાંના શ્રીવશાનીમા જ્ઞાતિના ખૂબ જાણીતા પરીખ કુટુંબમાં ઈ.સ. ૧૯૧૨માં થયે હતે. સંસારી નામ કાંતિભાઈ. નામ જેવી જ સદ્ગુણોથી શોભતી ધમરેખાઓ લલાટે અંકિત થયેલી હતી. માતાનું નામ માણેકબહેન અને પિતાનું નામ સોમચંદભાઈ માણેક અને તેમની શાંતશીતલ પ્રભા-કાંતિથી કાંતિભાઈનું વ્યક્તિત્વ-ઘડતર થયું હતું. ધર્મપ્રેમી માતાપિતાએ તેમને અધિક વાત્સલ્યભાવે ધર્મસંસ્કાર આપ્યા. શ્રમણુધર્મના ઉચ્ચતમ સંસ્કારો અને આગવી કેડાસૂઝને કારણે જોતજોતામાં શ્રી કાંતિભાઈએ આંતરિક પવિત્રતાનો વિલક્ષણ વિકાસ સાધ્યો. સમય જતાં શ્રી જિનશાસનના પ્રભાવે અનેક મહાપુરુષને સુયોગ સાંપડ્યો. મન પૂર્ણપણે સંયમમાગે વિચરવા તત્પર બન્યું. સં. ૧૯૮૭માં તેઓશ્રીએ પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મહારાજની નિશ્રામાં કપડવંજ મુકામે પ્રત્રજ્યા અંગીકાર કરી, સંયમ સાધનાને કઠિન માર્ગ અપનાવ્યો. સં. ૧૯૮૭ના અષાઢ સુદ ૧૪ના દિને છાણી મુકામે વડી દીક્ષા થઈ. સં. ૨૦૨૧ના માગશર સુદ બીજને રવિવારે રાજગઢમાં પૂ. આ. શ્રી માણિયસાગરસૂરિજી મહારાજના વરદ હસ્તે ગણિપદવી અને સં. ૨૦૨૯ના મહા સુદ ને મંગળવારે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૬ અષાઢ સુદ ૭ને ગુરુવારે અમદાવાદમાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદથી અલંકૃત થયા. પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજ સાચા અર્થમાં શાસનવીર બન્યા, તે સમયે કપડવંજ નગરે ધન્યતા અનુભવી. પૂજ્યશ્રી કર્મચગી છે. તેઓશ્રીમાં ઉદારતાનાં, વિનમ્રતાનાં અને કરુણાનાં દર્શન સર્વને થાય છે. પાલીતાણા અને સુરતનાં આગમમંદિરેમાં ખૂબ જ ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપતા રહે છે. જૈન ધર્મ અને જૈન તીર્થો વિશેની તેઓશ્રીની ઊંડી સૂઝને પરિચય થતું રહે છે. “શ્રી શત્રુંજય ગિરિરાજદશન” અને “શ્રી આગમ દ્વારક ગ્રંથમાળા'માં પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભા અને અમાપ જ્ઞાનરાશિને પરિચય થાય છે. તેઓશ્રીનાં પ્રત્યેક પ્રકાશમાં વિષયની સૂઝ, અદ્યતન સામગ્રીને સમાવેશ કરવાને ઉદાર દૃષ્ટિકોણ, ભાવવાહી અને રસપ્રદ શૈલી, ઐતિહાસિક અને સંશોધક દષ્ટિ આદિ ગુણલક્ષણોની છે. રસેશભાઈ 2010_04 Page #166 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક જમીનદારે મુક્ત કંઠે પ્રશંસા કરી છે. સતત પુરુષાથી એવા આ ગીપુરુષે સં. ૧૯૮૮થી પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને આગમ મંદિરના પ્રત્યેક કામમાં ઊંડો રસ દાખવ્યું છે. સં. ૧૯૯૬થી શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરનાં તમામ મંદિરોમાં ફરીને પાંચસો જેટલા પ્રાચીન શિલાલેખ જાતે જ લીધા. પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને વીસેક ગ્રંથનું યશસ્વી પ્રકાશન કર્યું. વીશ વર્ષની અથાગ મહેનતને અંતે પાંચ ભાગમાં શબ્દકોશ પ્રગટ કર્યો. સુરત–આગમમંદિરની પ્રતિષ્ઠા સફળતાપૂર્વક મહામહોત્સવ પૂર્વક સંપન્ન કરી. આ સર્વ કાર્યોમાં પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણા અને સહાધ્યાયી શ્રી ક્ષેમંકરસાગરજી મહારાજનો સહારે હતે. સં. ૨૦૧૧માં જીવ કરડવાથી પૂજ્યશ્રી ક્ષેમકરસાગરજી મહારાજ સ્વર્ગવાસી થતાં એકલે હાથે પણ ઘણું કાર્યો કરતા રહ્યા. પૂજ્યશ્રીના વરદ હસ્તે દીક્ષાઓ અને વડી દીક્ષાઓ પણ ઘણું થઈ પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને માળવા રહ્યું છે. સં. ૨૦૦૦માં પડવંજથી ગોધરા, વડોદરા, સુરત, મુંબઈ સુધીનાં જે ગામે વિહારમાં આવ્યાં તે બધાંના પ્રતિમાલેખ-શિલાલેખ લીધા. જાતે જ લીધેલા આવા હજારથી વધુ લેખો તેઓશ્રી પાસે છે. સં. ૨૦૦૭ની પહેલાંથી જ્ઞાનપંચમીની જ્ઞાનભક્તિથી પિસ્તાલીસ આગામે ગઠવવાપૂર્વક–સ્થાપત્ય અને ચિત્રકળાનું બેનમૂન પ્રદર્શન–આ પ્રવૃત્તિ સં. ૨૦૪૨ સુધી ચાલતી રહી. સં. ૨૦૦૮માં પૂનાથી ચોરાયેલા આદીશ્વર ભગવાનને મુગટ, જે અનેક ટુકડાઓમાં મળે તે કારીગરે સાથે બેસીને આ સારે કરાવી આસં. ૨૦૧૪માં ગેધરાના ચાતુર્માસ દરમિયાન મંદિરનો જીર્ણોદ્ધાર અને અન્ય બે મંદિરોનું કાર્ય પૂરું કરાવ્યું. એ માટે સં. ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬નાં ચાતુર્માસ ગોધરામાં જ કર્યા. સં. ૨૦૧લ્માં અમદાવાદ નવરંગપુરામાં ચાતુર્માસ દરમિયાન મંદિરને શણગારવા ઉપરાંત પ્રભુપ્રતિમા પ્રવેશ આદિ કાર્યો થયાં. સં. ૨૦૧૯માં ટીટેઈમાં મુહરી પારસનાથ મંદિરની જોડે પાવાપુરી જલમંદિર અને ચંપાપુરી નાના સ્કેલથી બનાવરાવ્યું, જેમાં પૂ. અભયસાગરજી મહારાજનો સારો એવો સહકાર સાંપડ્યો. સં. ૨૦૧૬માં ટીટેઈમાં શ્રી વાસુપૂજ્યસ્વામીની દેરી બનાવરાવી. સં. ૨૦૨૨માં પાલીતાણામાં મોતીસુખિયા દેરાસરે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૩૯માં શ્રાવણ માસમાં જૈન મરચંટ સોસાયટીઅમદાવાદમાં મૂળ મંદિરની આજુબાજુ બે દેરીઓનું શિલા સ્થાપન કરાવ્યું. સં. ૨૦૪૦ના વૈશાખ સુદ ૧૩ને દિવસે તેની પ્રતિષ્ઠા કરી. સં. ૨૦૪૧માં પાલીતાણામાં જબૂદ્વીપની રચનાની પ્રતિષ્ઠા વખતે તેઓશ્રીની બુદ્ધિશક્તિ અને વ્યવસ્થાશક્તિને પૂરો પરિચય થયો. સં. ૨૦૪૨માં પૂજ્ય આ. શ્રી વિજ્યભાનુચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી શ્રી ભાનુપ્રભા જૈન સેનેટોરિયમ, માદલપુર (અમદાવાદ) મુકામે અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. આ બધાં કાર્યોમાં તેઓશ્રીને મુનિશ્રી પ્રમેદસાગરજી મહારાજને સારો સહગ સાંપડ્યો. યાત્રાઓ-તપશ્ચર્યા : પૂજ્યશ્રીએ કુલપાકજી, ભાંડુકજી, અંતરીક્ષજી, શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર, તારંગા, કુંભારિયા, આબુ, અચલગઢ, જીરાવાલા વગેરે તીર્થોની યાત્રાઓ કરી છે. ઉપરાંત, તેઓશ્રીની સાધના-આરાધના પણ અવિરત ચાલુ જ હોય છે. પૂજ્યશ્રીએ ૮-૧૧-૨૦ અને મા ખમણબે વર્ષીતપ, એક વર્ધમાન તત્પની ઓળી, સાત આઠ નવપદની ઓળી, 2010_04 Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૧૬૫ શત્રુંજયની નવ્વાણું યાત્રા બે વખત છઠ્ઠ કરીને સાત યાત્રા બે વખત સાત છઠું અને બે અઠ્ઠમ વગેરે તપશ્ચર્યાપૂર્વક કરી છે. વળી, પૂ. આચાર્ય ભગવંતે અનેક પ્રકારની શાસનપ્રભાવના કરીને જિનશાસનને ડંકે વગાડ્યો છે. તેઓશ્રીના સંસારી કુટુંબના ૩૯ સભ્ય દીક્ષિત થયા છે. પૂજ્યશ્રી અનેક શિષ્ય-પ્રશિષ્ય ધરાવે છે અને શાસનને જયજયકાર પ્રવર્તાવે છે. એવા એ કમલેગી તપસ્વી આચાર્યદેવને કેટિશઃ વંદન ! આજન્મ સંયમ આરાધક; આજીવન જ્ઞાન આરાધક પ્રકાંડ પંડિત સૌમ્ય–શાંત-સરળ-વાત્સલ્યમૂર્તિ પૂ. આચાર્યશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૮૧ના ફાગણ સુદ દ્વાદશીને દિવસે સંસારના ઉપવનમાં એક કેસરી કેસરપુષ્પ ખીલ્યું. પૃથ્વી ચોમેર કેસૂડાનાં પુષ્પથી શેભી રહી હતી, ત્યારે જ આ પુષ્પ પિતાના પરિવારમાં અનુપમ શોભી રહ્યું. તેમના મુખ પર દાદાશ્રી સોમાભાઈની સૌમ્ય પ્રભા, તેમના દેહમાં દાદીમાં માણેકનું લાલિત્ય, તેમના ભાલ પર પિતા ચંદુભાઈની ચંદ્ર-શી આભા, તેમના વ્યક્તિત્વમાં માતા ચંદનની સૌરભ, તેમની મેધામાં કાકાશ્રી કાંતિભાઈની તેજસ્વિતા અને તેમના સ્વભાવમાં ફઈબા ધીરજના ધીરજ અને ઉદારતાના અનુપમ ગુણે દીપી રહ્યા અને યથાનામગુણ હસમુખ માતાપિતા અને પરિવારના ધાર્મિક સંસ્કાર વચ્ચે ઊછરવા લાગ્યા. બાળક હસમુખ પૂર્વ ભવના સંસ્કાર લઈને જમ્યા હતા. નાનપણમાં રડતાં તે નવકારમંત્ર સાંભળવાથી ચૂપ થઈ જતા. ભગવાનનાં હાલરડાં અને સ્તવને ગાય તે સૂઈ જતા. રમકડાંને બદલે ભગવાનના ફેટોગ્રાફથી રમતા. કુદરતી રીતે રાત્રે કદી સ્તનપાન કર્યું ન હતું. બાળકના જન્મ સમયે જ માતાપિતાએ ચતુર્થવ્રતનાં પચ્ચખાણ કર્યા, ને બાળક સાથે બંનેએ સંયમ સ્વીકારવાને નિર્ધાર કર્યો. બાળક હસમુખને નાનપણથી જ ધર્મક્રિયાઓમાં ખૂબ રસ પડવા માંડ્યો. પૂજા ભણવા-ભણાવવામાં રસ લેવા માંડ્યા. સરખેસરખાં બાળકને એકઠાં કરીને ડામચિયા પર બેસીને આચાર્ય બને અને દુર રાગાદિ તૂટી-ફૂટી ભાષામાં વ્યાખ્યાન આપે. સંસાર શું છે તે તરફ લક્ષ જ નહીં. પહેલેથી જ દીક્ષા લેવાની ભાવના સેવ્યા કરે. માતાપિતાથી છાનાં છાનાં ભાવતી વસ્તુઓની બાધા રાખે. જાતે લોન્ચ કરી લે. આ સર્વ ક્રિયાઓ દ્વારા એ સિદ્ધ થઈ ગયું કે નાનકડો હસમુખ જિનશાસનની મહાન પ્રભાવના માટે જ અવતર્યો છે. નહિતર, છએક વર્ષના બાળકને દીક્ષા લેવાની ભાવના કયાંથી જન્મે ?! એવામાં સં. ૧૯૮૭માં માતાપિતા અને પુત્રની ત્રિપુટી શત્રુંજય તીર્થની યાત્રા કરવા પધારે છે. ધર્મસંસ્કારોના અદ્ભુત સંચયના બળે ત્રણે અષાઢ સુદ પંચમીના શુભ દિને દીક્ષા ગ્રહણ કરે છે. ઝરમર મેઘવર્ષ દેવકૃપા વર્ષાવી આનંદ વ્યક્ત કરે છે. હસમુખભાઈની વય સાડા છ વર્ષની હતી. તેઓશ્રી નવા નકોર વેતવમાં બાલસૂર્ય સમા પ્રકાશી રહ્યા! એ 2010_04 Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શાસનપ્રભાવક જોઈને જ નામ રાખવામાં આવ્યું બાલમુનિશ્રી સૂર્યોદયસાગરજી. દીક્ષા સમયે તેમણે પૂ. આગમ દ્વારકશ્રીના શિષ્ય તરીકે જ જાહેર થવાને આગ્રહ રાખે. પૂ. આનંદસાગરસૂરિના શિષ્ય તરીકે બેલવા કહ્યું તો પાટ નીચે ભરાઈ ગયા. જો કે પૂ. આગમોદ્ધારકશ્રી શિષ્ય જ ઘોષિત થયા. શ્રાવણ માસમાં મુંડનને બદલે લોચની ઈચ્છા દર્શાવી ત્યારે સૌ વિચારમાં પડી ગયા. આટલી નાની વયે લેકિયા કેટલી કષ્ટદાયક નીવડે ! છતાં હસતાં મુખે લેચ કરાવ્યા. એ જોઈને બીજા બે–ત્રણ નવદીક્ષિતિએ પણ હસતાં મુખે લોચ કરાવ્યું. બાલમુનિશ્રી સૂર્યોદયસાગરજી મહારાજ પહેલેથી આજ્ઞા અને વિનયની પાંખે વિહા ઇચ્છતા હતા. જ્ઞાનને એ અગિયારમે પ્રાણ માનતા હતા. પરિણામે દીક્ષા ગ્રહણ કરીને સત્તર વર્ષની વય સુધી અખંડ આરાધનામાં મગ્ન રહ્યા. કેઈ શ્રાવક-શ્રાવિકાને મળવાને બદલે કે સમારંભના મેળાવડામાં જવાને બદલે પુસ્તક, ગ્રંથાલય, ગુરુદેવ, અધ્યયન, પુનરાવર્તન એ જ તેઓશ્રીનું જીવન બની રહ્યું. સંસ્કૃતની સર્વ પરીક્ષાએ પ્રથમ નંબરે ઉત્તીર્ણ કરી. સંસ્કૃત અને પ્રાકૃતના ઉત્તમ વક્તા બન્યા. તત્ત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિના પ્રકાંડ પંડિત બન્યા. હિન્દી, ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. અધ્યયન દરમિયાન પણ સતત ચિંતન-મનન કરવાની ટેવ પડી ગઈ. નમસ્કાર મહામંત્રના અજોડ ઉપાસક બન્યા. પરિણામે, આજે આગમ વિશેના અગાધ જ્ઞાન અને મંત્રમુગ્ધ વાણીવૈભવને લીધે તેઓશ્રી ભક્તવર્ગ અને ભાવુકવર્ગથી વીંટળાયેલા જ રહે છે ! પૂજ્યશ્રીની અમૃતવાણી એવી તો પ્રભાવશાળી છે કે શ્રોતાવર્ગને જુદી જ દુનિયાને અનુભવ કરાવે છે. - જ્ઞાનની કિંમત જ્ઞાની સિવાય અન્ય કોણ કરી શકે? પૂજ્યશ્રીના ગુણગણને નિહાળીને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી આદિ મહારાજેએ તેઓશ્રીને અનુક્રમે ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ અને આચાર્ય પદથી વિભૂષિત કર્યા છે. તેમ છતાં, પૂજ્યશ્રીમાં મોટાઈ કે પ્રતિષ્ઠામહને અંશ પણ જોવા મળતા નથી. વિનમ્રભાવે શાસનપ્રભાવનાનાં કાર્યો કયે જાય છે અને એ જ લક્ષ્ય રાખી ગ્રામાનુગ્રામ વિચરતા રહે છે. તેઓશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા-ઉપધાન આદિ અનુષ્ઠાને ઊજવાયાં છે. હાલમાં પૂ. આગમ દ્વારકશ્રીનું ભવ્ય સ્મારક કપડવંજ મુકામે પૂજ્યશ્રીની નિશ્રામાં આકાર લઈ રહ્યું છે. પૂજ્યશ્રીના સંસારી કુટુંબીજને અને પરિવારના સભ્ય મળીને ૩૦ થી ૩૨ પુણ્યાત્માઓ પ્રત્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરી ચૂક્યા છે. પૂજ્યશ્રી અનેક શિષ્ય-પ્રશિષ્યના સમુદાયથી શોભી રહ્યા છે. તેઓશ્રીની આ પ્રચંડ પ્રતિભાના પ્રતાપે જિનશાસનના ગગનમંડળમાં જ્ઞાનજ્યોતિ પ્રકાશી રહ્યો છે. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સાચે જ જ્ઞાન-તપ-આરાધનાના સૂર્ય સમા પ્રકાશી રહ્યા છે ! વંદન હજો એ ધન્ય ભેમિકાને ! વંદન હો એ પુણ્યવંતા પ્રભાવક આચાર્ય પ્રવરને! (સંકલન : સાધ્વીશ્રી શુભદયાશ્રીજી મહારાજ.) 2010_04 Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ શાસનહિતવત્સલ; અનેક ધર્મગ્રંથોના સંશોધક-સંપાદક-લેખક પૂ આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯૩ ફાગણ વદ ૧ શનિવાર, ઠળિયા. દીક્ષા : વિ. સં. ૧૯૯૧ ફાગણ વદ ૧૩; ઠાડચ-ઠળિયા. વડી દીક્ષા : વિ. સં. ૧૯૯૧ વૈશાખ સુદ ૬; બુધવાર; સિહોર ગણિપદ : વિ. સં. ૨૦૨૨ આસો વદ ૬; ચોટીલા. પંન્યાસપદ : વિ. સ. ૨૦૨૯ મહા સુદ ૩, મંગળવાર, તળાજ. ઉપાધ્યાયપદ : વિ. સં. ૨૦૪૩ વૈશાખ સુદ ૬; પાલીતાણા. આચાર્યપદ : વિ. સં. ૨૦૪૪ ફાગણ વદ ૩, રવિવાર અમદાવાદ. આસનોપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું શાસન પાંચમા આરાના છેડા સુધી, એટલે કે એકવીસ હજાર વર્ષ પર્યત અવિછિન્નપણે ચાલશે એ વાત તે નિરપવાદ પ્રસિદ્ધ છે. પ્રભુના શાસનમાં અદ્યાપિપર્યત મહાન ધુરંધર મહાપુરુષ થઈ ગયા છે, થાય છે અને થશે જ. શ્રી શત્રુંજ્ય મહાગિરિ આદિ અનેક તીર્થોથી પવિત્ર બનેલી સૌરાષ્ટ્રની ધરતી ઉપર કદંબગિરિ—તાલધ્વજગિરિની નિશ્રામાં આવેલા ઠળિયા (સ્થલિકા) નામના પાંચેક હજારની વસતી ઘરાવતા ગામમાં શાહ કુટુંબમાં પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૮૩ના ફાગણ વદ ૧ને શુભ દિવસે થયે. પિતાશ્રીનું નામ હડીચંદ અને માતુશ્રીનું નામ અને બહેન હતું. પુત્રનું નામ પરમાણંદ પાડવામાં આવેલું, જે પરમ આનંદના આરાધક બનીને સાર્થક કર્યું. થોડા સમય પછી, ચરિત્રનાયકના પિતાશ્રી હડીચંદભાઈ એ સકલ સંઘના ઉલ્લાસ સાથે, નૂતન શિખરબંધ જિનાલય બંધાવવા માટે ખાતમુહૂર્ત કરીને સં. ૧૯૮૭ના કારતક વદ ૩ના શુભ દિને સંબઈમાં ધામધૂમપૂર્વક પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે સમયે મુનિ શ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી હંસસાગરજી તરીકે ઘોષિત થયા. આ વખતે ચરિત્રનાયકશ્રીની ઉંમર માત્ર સાડાત્રણ વર્ષની હતી. પૂજ્ય મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણું ચાર વર્ષ બાદ પાલીતાણા શ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯ યાત્રા કરવા માટે પધાર્યા. પિતાના સંસારી પરિવારને પણ દાદાની છત્રછાયામાં લાભ લેવા માટે ઉપદેશ આપી પાલીતાણા બેલાવ્યા. પાલીતાણા આવી ત્રણેય ભાગ્યશાળીઓએ લાભ લેવા પિતાનું રડું ખેલી યથાશક્તિ લાભ લીધે. સુપાત્રદાનના પ્રભાવે ત્રણેય મહાભાગને પ્રત્રજ્યા અંગીકાર કરવાની ભાવના થતાં પિતાના સ્વજનોને જાણ કરી. સ્વજનોએ દુઃખાતા દિલે સંયમની અનુમતિ આપી. હળિયા શ્રીસંઘે પણ પિતાને આંગણે જ ધામધૂમપૂર્વક ત્રણે મુમુક્ષુઓને દીક્ષા આપવાને નિર્ણય કરીને પાલીતાણા બિરાજતા પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજને વિનંતી કરતાં, તેને સ્વીકાર કરીને, પૂજ્યશ્રી ઠળિયા પધાર્યા. ઠળિયા શ્રીસંઘે પૂજ્યશ્રીને ધામધૂમથી પ્રવેશ કરાવ્યું. દીક્ષાથી એને બેન્ડવાજા આદિની ધામધૂમ વચ્ચે, નવકારશી જમણ આદિ મહોત્સપૂર્વક સં. ૧૯૯૧ના ફાગણ વદ ૧૩ને દિને પ્રવજ્યા પ્રદાન કરીને પરમાનંદને મુનિશ્રી નરેન્દ્રસાગરજી તરીકે પોતાના શિષ્ય 2010_04 Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શાસનપ્રભાવક બનાવ્યા. પૂ. સાધ્વીશ્રી તારાશ્રીજી મહારાજનાં શિષ્ય શ્રી અને પબહેનનું નામ સાધ્વીશ્રી અંજનાશ્રીજી રાખીને, તેમના શિષ્યા વિમળાબેનનું નામ સાધ્વીશ્રી વિદ્યાશ્રીજી રાખીને જાહેર કર્યા. બાલમુનિશ્રી નરેન્દ્રસાગરજીમાં પૂર્વના પ્રબળ પુણ્યદયે એક દિવસમાં ૫૦ ગાથા કરવાની બુદ્ધિ હતી. પ્રથમ ચાતુર્માસમાં જ પંચપ્રતિક્રમણ-પગમસજઝાય-પફખીસૂત્ર-ચાર પ્રકરણદશવૈકાલિકનાં ચાર અધ્યયન મુખપાઠ થઈ ગયાં. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ સંસ્કૃત, પ્રાકૃત, સિદ્ધહેમશબ્દાનુશાસન આદિ ગ્રંથને અભ્યાસ કર્યો. આગમગ્રંથે અને તિષને પણ ઊંડો અભ્યાસ કર્યો. ગુરુનિશ્રામાં અવિરામ અધ્યયન કરીને પ્રખર શાસ્ત્રવેત્તા બન્યા. તેઓશ્રીને ગુરુકૃપાથી ૬ શિષ્યની પ્રાપ્તિ થઈ સં. ૨૦૨૨માં ચેટીલા શ્રીસંઘની વિનંતીથી પૂ. ઉપાધ્યાયશ્રી દર્શનસાગરજી મહારાજ તથા પૂ. ગુરુવર્ય શ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણ ૮નું ચાતુર્માસ થયું. ત્યાં મુનિરાજ શ્રી નરેન્દ્રસાગરજી મહારાજને આસો વદ ને દિવસે મહામહોત્સવપૂર્વક ગણિપદ અર્પણ કર્યું. ત્યાર બાદ સં. ૨૦૨૮માં તળાજા સંઘની વિનંતીથી ચાતુર્માસ ત્યાં થયું, ત્યાં સં. ૨૦૨૯ના મહા સુદ ૩ને દિવસે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે પૂ. ગુરુદેવશ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજ ઠળિયા મુકામે સ્વર્ગવાસી થતાં સમુદાયનીક્ષેત્રો સાચવવાની–શાસનરક્ષાની જવાબદારી પંન્યાસ શ્રી નરેન્દ્રસાગરજી મહારાજ પર આવી પડી. પૂજ્યશ્રીએ સં. ૨૦૩૨ તથા સં. ૨૦૪૨ની સંવત્સરી પ્રસંગે પત્રિકા આદિ સાહિત્ય બહાર પાડીને શાસનપક્ષને દેવસુર સામાચારીમાં સ્થિર કરવાપૂર્વક અપૂર્વ સેવા બજાવી. ત્યાર બાદ સમુદાયની શિસ્તને અનુવતીને, પૂજ્યશ્રીની અનિચ્છા હોવા છતાં, વડીલેની આજ્ઞાને શિરોમાન્ય ગણીને, સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના શુભ દિને પાલીતાણું-આગમમંદિરના વિશાળ પટાંગણમાં પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. અને ઉપાધ્યાયપદને યથાર્થ શોભાવ્યું જેઈને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને શુભ દિને સ્વ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર સાગરસમુદાયના વડીલ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજની પવિત્ર નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી ચિદાનંદસાગરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદ-વીતરાગ સોસાયટીમાં અનેક ગામોમાંથી પધારેલા શ્રીસંઘોના પરમ ઉલ્લાસ વચ્ચે આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. અને પૂજ્યશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી તરીકે ઉઘેષિત થયા. પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજે આજ સુધીમાં લગભગ ૭૦ ગ્રંથ પ્રગટ કર્યા છે, જેમાંના મોટા ભાગના તેઓશ્રીએ સંપાદિત કર્યા છે, રચ્યા છે અને પ્રસિદ્ધ કર્યા છે. આ વિશાળ ગ્રંથરાશિ શાસનપ્રેમી ભાવિકેમાં અત્યંત પ્રશંસા પામી છે. અને પૂજ્યશ્રીની આ અમૂલ્ય સાહિત્યસેવાથી અનુપમ શાસનપ્રભાવના થઈ છે. તેઓશ્રી રાજનગરઅમદાવાદમાં સં. ૨૦૪૪માં વૈશાખ માસમાં યોજાયેલા શ્રમણ સંમેલનમાં સાગર સમુદાયના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનમાં મહત્ત્વને ભાગ ભજવ્યું હતું. એવા એ શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવને કેટિશઃ વંદન! 2010_04 Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૧૬૯ જ્ઞાનવિશારદ, શાસનપ્રભાવક, બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી રેવતસાગરસૂરીશ્વરજી મહારાજ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં મધ્યપ્રદેશ-માળવા ધર્મક્ષેત્રે વેરાન હતું તે પૂજ્ય શ્રમણભગવંતના આવાગમનથી હર્યુંભર્યું બનવા લાગ્યું. એમાં માળવાના એક મહિદપુર શહેરમાં પણ ધર્મ જાગૃતિ પાંગરવા લાગી. અહીં વસતા આંચલિયા પરિવારમાં સં. ૧૯૭૩ના જેઠ વદ ને દિવસે જન્મેલા આ ચરિત્રનાયક એ સંસ્કારી વાતાવરણમાં ઊછરવા માંડ્યા. આ બાજુ શ્રમણભગવંતોનું, ખાસ કરીને પૂ. આગમ દ્વારકશ્રીના સમુદાયવતી શ્રમણભગવંતોનું અને તેમાં યે, ખાસ કરીને માલવદેશદ્ધારક પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું આવાગમન વિશેષ રહેતાં, તેઓશ્રીના સત્સમાગમને લાભ વિશેષ મળે. અને એ લાભ ધર્મલાભની ચરમસીમાએ પહોંચતા એ તેમને સંયમ-વૈરાગ્યને માર્ગે દોરી ગયે. અને એક દિવસ, સં. ૧૯૧ના અષાઢ વદ ૮ના દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી રૈવતસાગરસૂરીશ્વરજી નામે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરીને તેઓ અપ્રમત્તભાવે સંયમની સાધના કરવાપૂર્વક સ્વાધ્યાય, ગુરુભક્તિ અને વિતરાગભક્તિમાં મગ્ન બની ગયા. ધર્મશાના ઉચ્ચ અભ્યાસમાં અને સ્વ-પર કલ્યાણનાં કાર્યોમાં પ્રવીણ બનતાં, પૂજ્યશ્રીની યોગ્યતા જાણીને પૂજ્ય ગુરુદેવે સં. ૨૦૧૧ના માગશર સુદ બીજના દિવસે અમદાવાદમાં ગણિપદવીથી અને સં. ૨૦૨૯ના મહા સુદ ૩ના દિવસે સુરતમાં પંન્યાસપદવીથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રી જ્ઞાનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં અને સાથેસાથે વીતરાગની વાણી દ્વારા અનેકેને ધર્મમાં જાગૃત અને પ્રવૃત્ત કરતાં તેમ જ શાસન પ્રભાવનાનાં કાર્યો યશસ્વી રીતે પ્રવર્તાવતાં, તેઓશ્રી વિશેષ યેગ્યતાને અનુરૂપ શાસનની ભારૂપ આચાર્યપદે વિ. સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૩ના દિવસે, ડગ (રાજસ્થાન) મુકામે, જમ્બુદ્વીપ નિર્માણ આદિ જનાના સફળ માર્ગદર્શક પૂ. પંન્યાસશ્રી અશોકસાગરેજી મહારાજના વરદ હસ્તે આરૂઢ થયા. પૂ. આ. રેવતસાગરસૂરિજી મહારાજ પદમાં સૂરિવર અને જ્ઞાનમાં વિશારદ હેવા છતાં કીતિથી દૂર રહેતા અને આત્માની નજીક રહેતા. છેલ્લાં વર્ષોમાં તબિયત વધુ અસ્વસ્થ રહેતાં આલેટ સ્થિર હતા. સં. ૨૦૪પના ચૈત્ર વદ ૮ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના અંતિમ સમયે પૂ. ઉપર શ્રી યશોભદ્રસાગરજી મહારાજે, તેઓશ્રીના સેવાપરાયણ શિષ્યરત્ન મુનિશ્રી ષસાગરજી મહારાજે તથા આલોટ શ્રીસંઘે સારી એવી સેવા-સુશ્રષાવૈયાવચ્ચ કરી. એવા પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદન ! અ. ૨૨ 2010_04 Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭o શાસનપ્રભાવક - જિનાગમસેવી; અવિરત આગમ ઉપાસક પૂ. આચાર્યશ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ ગૌરવવંતા જિનશાસનને પ્રભાવ સમગ્ર વિશ્વમાં પથરાઈ રહ્યો છે. એમાં તીર્થકર ભગવંતથી માંડીને શાસનના શણગાર સમા તેજસ્વી તારલાઓથી અગણિત આકાશગંગાઓ શોભી રહી છે. જેમ ભૂતકાળમાં સેનેરી યુગના દર્શન થાય છે, તેમ વર્તમાનમાં પણ જિનશાસનની રક્ષા અને પ્રભાવના કરનારી વિભૂતિઓનાં દર્શન અવારનવાર થતાં હોય છે. એવા મહાપુરુષે પૈકી જેમનું નામ વર્તમાન સૂરિવરમાં પ્રકાશી રહ્યું છે એવા જિનાગમસેવી પૂજ્ય આચાર્યદેવ શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ પણ એક છે. પૂજ્યશ્રીને જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયેલ હતા. તેઓ જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગણદાસ અને માતા દિવાળીબેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલે મહાન બનશે તે કલ્પનાતીત હતું. પરંતુ, માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર રાજનગર–અમદાવાદ આવીને રહ્યો. તે એક માતાપિતા જેવું વાત્સલ્ય દાખવનાર શ્રાવકદંપતી સાથે રહેતો હતે. ત્યાં દિનપ્રતિદિન સાધુ-સાધ્વીજીઓને સમાગમ, જિનાલયમાં દેવદર્શન, લેકર પર્વ પ્રસંગે, તપ-જપ-આરાધના આદિમાં જોડાવાના પ્રસંગે તેમના જીવનમાં બનતા રહ્યા. અને તેના પરિણામે શંકરના ધાર્મિક સંસ્કારોનું સંવર્ધન થતું રહ્યું. ધન કમાવાના ધ્યેયથી ગામ છોડીને અમદાવાદ આવી વસેલા શંકરે એક દિવસ ધમધન કમાવા માટે સંસાર છેડવાનો નિર્ણય કર્યો. (સં. ૧૯૯૫માં પૂજ્યપાદ આગમ દ્વારકશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય માલવદેશદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું ચોમાસું અમદાવાદ, શાહપુર, મંગળ પારેખના ખચે હતું. ત્યાં થતી દરેક આરાધનામાં જોડાતાં શંકરનું મન પ્રાંતે વૈરાગ્યવાસિત બન્યું; અને ૧૯૯૬ના કારતક વદમાં સંયમ ગ્રહણ કર્યું. પરંતુ કેમ જાણે, સંયમ પૂરો પાડ્યો ન હોય તેમ, મેહપાશમાં પડેલાં કુટુંબીજને આવી ચડ્યાં અને સંયમી નૂતન મુનિને પરાણે જેતપુર લઈ જઈ ફરી સંસારી બનાવી દીધા. નજરકેદમાં રહેતા આ પુણ્યાત્મા કાચી માટીના ન હતા. પુનઃ સંયમ પ્રાપ્ત કરવા મક્કમ અને અડગ રહ્યા. એક દિવસ લાગ શોધી જેતપુરથી નાસી છૂટ્યા. એકાએ મહેસાણા દોડી, ત્યાંથી ગાડી પકડી અમદાવાદ આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં પુનઃ જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દલસાગરજી બન્યા.) કુટુંબીજને તરફથી પુનઃ વિટંબણુ ના થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થેડા જ સમયમાં પૂ. શ્રી કમલસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમની મસ્તીમાં મસ્ત બનેલા આ સાધકે જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચને પિતાના જીવનને 2010_04 Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૭૧ મંત્ર બનાવ્યું. જ્ઞાન ધ્યાન અને આરાધનાના નિતનવા ગુણે વિકસાવતા ગયા. પિતાની આગવી બુદ્ધિપ્રતિભાએ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય આદિ ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ સાધ્યો. કર્મ સાહિત્યના વિષયમાં તે અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન હતા ત્યાં એક દિવસ ૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું પેલું વાક્ય તેઓશ્રીની નજરે પડયું ! “દા ! ના જ દંતા નટુ ન હૂંતો વિનામો ” અને તેઓશ્રી ગહન વિચારમાં ડૂબી ગયા. જગવત્સલ તીર્થંકર પરમાત્માની અપાર કૃપા અને ગણધર ભગવંતે-પૂર્વધરે આદિ મહાત્માઓના અનેકાનેક પ્રયત્નોથી જ આ કાળે જિનશાસન જાજવલ્યમાન દેખાય છે. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિપની જિનશાસનને ભેટ ધરવામાં આવી. ૪૫ આગમને મુદ્રિત કરી આગમરત્નમંજૂષા” રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને હું ? બસ, આ પ્રશ્ન પછી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પિતાની ભાવના જણાવી કે પિતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ. પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત–સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રતભક્તિ કરવા કાજે જિનાગમની સેવના કરવાને ભેખ લીધે. આજ પર્યત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમની બે નકલ પિતાની નિશ્રામાં તૈયાર કરાવી. “આગમરત્નમંજૂષાનું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી'નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું ! ) સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઈચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ–નારણપુરામાં વૈશાખ સુદ ને દિવસે પ્રથમ ઉપાધ્યાયપદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિને પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળે. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬ના દિવસે અમદાવાદ–આંબાવાડી મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીને સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩ના દિવસે ગુરુ મંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં અને શ્રમણ શ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ છે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહેનત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. આજે આયુષ્યના આઠમા દશકમાં પ્રવેશતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કેઈ એમના આ શ્રમ વિશે પૂછે તે હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તે મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!” આ શબ્દો એવી પ્રતીતિ કરાવે છે કે આવા મહાપુરુષોની શ્રત અને મૂક સેવા એ પણ જિનશાસન અને શણગાર છે ! ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ નિર્માણ 2010_04 Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શાસનપ્રભાવક પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થ–પૂનાને આગમમંદિરને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સેનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે ! તેઓશ્રીની આ મનેભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને! (સંકલન : પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વર મહારાજના વિનય શિષ્ય પૂ. મુનિશ્રી હર્ષસાગરજી મહારાજ.) સંગઠનપ્રેમી; સૌજન્યશીલ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્રની ભૂમિ સર્વકાળે આધ્યાત્મિક ક્ષેત્રે અગ્રેસર રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાનું આદાિણ ગામ પૂજ્યશ્રીની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવે છે. પિતા તલકશીભાઈને કુળદીપક અને માતા મરઘાબેનના લાડકવાયા સૌથી નાના પુત્ર નટવરલાલને જન્મ સં. ૧૯૯૮ના માગશર વદ બીજને શનિવારે થયે હતે. પાંચ વર્ષની ઉંમરે વત્સલ પિતા ગુમાવ્યા પરંતુ ધર્મપ્રેમી પરિવારમાં બાળક નટવરલાલને ઉછેર થતે રહ્યો. તેમને સંસ્કારમૂતિ માસી ભૂરીબહેન (વઢવાણ) તરફથી પણ ઉત્તમ સંસ્કાર પ્રાપ્ત થયા. અને આગળ જતાં, માત્ર બાર વર્ષની લધુ વયે જ એ ગાઢ સંસ્કારો વૈરાગ્યભાવનામાં પરિણમ્યા. ધાર્મિક પ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લેવા લાગ્યા. ધર્મગુરુઓ પાસે ધર્મશાને અભ્યાસ કરવા લાગ્યા. ભૌતિક સુખોમાંથી મન વિમુખ બનવા લાગ્યું. શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઝંખના જાગી. જેમના કુટુંબમાંથી ૧૯ પુણ્યાત્માઓએ પ્રભુના પુનિત પંથે પ્રયાણ કર્યું છે એવા એ નટવરલાલે પણ એ જ સંયમજીવનના માર્ગે જવાને નિર્ણય કર્યો. ચરમ તીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના પ્રવજ્યાપંથે પ્રયાણ કરવા ઉત્સુક શ્રી નટવરલાલ ભટેવા પાર્શ્વનાથ ભગવાનના ચમત્કારિક તીર્થથી શોભતા ચાણસ્મા નગરમાં સવિશુદ્ધ સંયમધારી શાસનરત્ન ગણિવર્ય શ્રી દર્શનસાગરજી મહારાજ (સાંસારિક પક્ષે કાકા અને હાલ પૂ. આચાર્યશ્રી)ના પુનિત ચરણે પહોંચી ગયા. પૂ. સૌજન્યમૂર્તિ ગુરુદેવશ્રીના દર્શન અને વાણીથી તેમને મનમયૂર નાચી ઊડ્યો. પૂ. ગુરુદેવશ્રીને વંદન કરી પોતાની ભાવના જણાવી. પૂ. ગુરુદેવશ્રી વત્સલભાવે બોલ્યા કે, “સંયમ વિના મુક્તિ નથી. સમર્થ મા પમાય ” પૂ. ગુરુદેવશ્રીનાં વચનોથી નટવરલાલ ત્યાગવૈરાગ્ય માટે તત્પર બની ગયા. અને સં. ૨૦૧૨ના વૈશાખ વદ બીજના દિવસે ગુરુચરણે સંયમજીવનને સ્વીકાર કરી નટવરલાલ મુનિશ્રી નિત્યદયસાગરજી મહારાજ બન્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી પૂજ્યશ્રીને જીવનવિકાસ સંયમસાધનાના માર્ગે પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદર રીતે થવા લાગે. સંસ્કૃત અને પ્રાકૃત પર પ્રભુત્વ મેળવી કર્મ, ન્યાય, કાવ્ય, વ્યાકરણ આદિ વિષયનું ગહન અધ્યયન કર્યું. તે સાથે પ્રકરણ, આગમ, કર્મશાસ્ત્ર આદિને અભ્યાસ કર્યો. જે તે વિષયના વિદ્વાને પાસે રહીને વિવિધ ધર્મશાનું 2010_04 Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૧૭૩ ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીનું આવું વિશાળ અને ગહન જ્ઞાન જોઈને પૂ. ગુરુદેવશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. પછી પૂજ્યશ્રીની એક જ ભાવના દઢ થતી ગઈ “સવિ જીવ કરું શાસનરસી.” સર્વ જી સંસારસમુદ્રને પાર કરી પરમાત્માના પંથે પ્રયાણ કરે એ જ ભાવના સેવી રહ્યા. જિનેશ્વર પરમાત્માના શાસનને પ્રચાર કરતાં તેઓશ્રી બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશમાં સતત વિહરતા રહ્યા. ગામડે ગામડે અને શહેરે શહેરે ધર્મસંસ્કારોનું સિંચન કરતા રહ્યા. આજે દેશના ખૂણે ખૂણે સર્વ જૈનસંઘે પૂજ્યશ્રીનાં નામથી અને કામથી સુપરિચિત છે. સંગઠન પ્રેમી” મુનિશ્રી નિત્યદયસાગરજી મહારાજ પૂ. ગુરુદેવશ્રી સાથે મરુધર પ્રદેશમાં પધાર્યા ત્યારે તે સમયે ગામડે ગામડે સંઘમાં ચાલતા કલેશે જઈને ખૂબ વ્યથિત થયા. સંઘ વચ્ચે એકતા અને આત્મીયતા સ્થપાય તે માટે કાર્ય કરવાની તમન્ના જાગી. પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ મેળવી પીવાન્દી (રાજસ્થાન)માં અનેક વર્ષોથી કુસંપ ચાલતું હતું તે એક માસ પ્રયત્ન કરીને શાંતિનું સામ્રાજ્ય સ્થાપી અપૂર્વ શાસનપ્રભાવના કરી. ત્યાં ચાતુર્માસ સ્થિરતા કરી. શ્રી ઉપધાન તપ, શ્રી કેસરિયાજીને છરી પાલિત સંઘ, પ્રતિષ્ઠા અંજનશલાકા મહોત્સવ કરી અદ્ભુત શાસનપ્રભાવના કરી. પીવાન્દીનાં આઠ ગામમાં તેમ જ બૌડ, ગુંદેજ, તીખી, વડગામ, બુસી, લુણાવા અને બીજા ગામોમાં કેટલાંય વર્ષોથી વૈમનસ્યનાં જાળાં બાઝી ગયાં હતાં અને ઝગડાએ કેર્ટ સુધી પહોંચ્યા હતા. આ ઝગડાઓનું શમન જે અન્ય આચાર્ય દેવેથી થયું ન હતું તે કાર્ય મુનિવર શ્રી નિત્યદયસાગરજી મહારાજે અનેક ઉપસર્ગો અને અપમાનોને સમભાવે સહન કરીને પાર પાડ્યું. એવી જ રીતે, મુંબઈ કુર્લામાં ચાલતા ૧૪ વર્ષના વૈમનસ્યને દૂર કરીને શાંતિ સ્થાપી. ભાયખલા ડિલાઈટ રેડ પર ચાલતા કચ્છી અને મારવાડી વચ્ચેના વૈમનસ્યને દૂર કરને શાંતિ સ્થાપી. આમ, સંઘમાં એકતા અને આત્મીયતાનું વાતાવરણ સર્જનાર મુનિવરનું આ શાસનકાર્ય અનુપમ અને અનોખું છે. પૂજ્યશ્રી સતત પ્રવૃત્તિશીલ રહે છે. નિયમિત પ્રવચન અને અધ્યાપનનાં કાર્યો કરે છે. છતાં નિર્મોહી અને નિરહંકારી રહી બધે યશ ગુરુકૃપાને આપીને સાધુતાની ઉજજવળ મૂર્તિ સમા શોભે છે. પરમ તારક પૂ. ગુરુવર્ય આચાર્યદેવ શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મહારાજ સાથે ર૯ વર્ષના દીક્ષાપર્યાયમાં હજારો માઈલ પાદવિહાર કરીને જિનશાસનની વિજયપતાકા ફરકાવી છે. શ્રી મહાવીર પરમાત્માની અમૃતવાણી વહાવી છે. રાજસ્થાનમાં અનેક ગામમાં જિનાલયે, ઉપાશ્રયે, આયંબિલ શાળાઓને જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને નવાં નિર્માણકાર્યો કર્યા છે. નૂતન જિનમંદિરની પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન તપ, ઉઘાપનની હારમાળા સર્જી છે. પૂજ્યશ્રીની શાસનસેવાથી પ્રભાવિત થઈ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૧ને શુભ દિને ખુડાલા (રાજસ્થાન) મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. તે ધન્ય પ્રસંગે કામળીની બેલી ૨ લાખ ૩૧ હજારની થઈ એવા એ સંગઠનપ્રેમી સૂરિવરનું મહાન કાર્ય ઉત્તરોત્તર વિકાસમાન થાઓ અને એ માટે પૂજ્યશ્રી સુંદર સ્વાધ્ધ પ્રાપ્ત કરી અવિરત પ્રવૃત્તિશીલ રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણે વંદન! 2010_04 Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શાસનપ્રભાવક સરાક–સમાજ ઉદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી યશોભદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આગમોદ્ધારકથી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રથમ શિષ્ય પૂ. પંન્યાસ પ્રવર શ્રી વિજયસાગરજી મહારાજના શિષ્ય પ્રૌઢ પ્રતિભાશાળી શાંતમૂર્તિ પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મહારાજના શિષ્ય સરળ સ્વભાવી, વિનય ગુણથી વિભૂષિત, વૈયાવચ્ચમાં સદા તત્પર, સાહિત્યતીર્થ કર્મગ્રંથમાં નિપુણ, કંપડીમાં નિષ્ણાત, વ્યાકરણરસિક, આદિથી વિભૂષિત પૂજ્ય આચાર્યદેવ શ્રી યશોભદ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું જન્મસ્થાન ગુજરાતની ધર્મનગરી કપડવંજ છે. તેઓશ્રીનું સંસારી નામ મુકુંદભાઈ વાડીલાલ પરીખ. માતાનું નામ જીવરબેન. ભાઈ–બહેને અને વિશાળ પરિવારમાં ઊછરતા હોવા છતાં મુકુંદભાઈએ ૧૬ વર્ષની વયે સંસારના સુખને લાત મારીને શત્રુંજય તીર્થની પવિત્ર ભૂમિ ઘેટીની પાયે જઈને પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૯૬ના વૈશાખ સુદ ને દિવસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ત્યાર બાદ સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૯ને દિવસે પૂ. આગમ દ્વારકશ્રીના વરદ હસ્તે પાલીતાણામાં વડી દીક્ષા અંગીકાર કરી. સં. ૨૦૨૫ના માગશર સુદ ૬ને દિવસે કપડવંજમાં પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજના વરદ હસ્તે ગણિપદથી વિભૂષિત થયા. સં. ૨૦૨૯ના મહા સુદ ૩ના દિવસે તળાજામાં પૂ. શાસનકંટકેદ્વારક શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું અને સં. ૨૦૪૭ના વિ. વૈશાખ સુદ ૧૧ને શુભ દિવસે પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે બડૌદ (માલવા) નગરે વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં મહામહોત્સવપૂર્વક આચાર્ય પદારૂઢ થયા. સુદીર્ઘ સંયમપર્યાય દરમિયાન પૂજ્યશ્રીએ જ્ઞાન-ધ્યાન અને સાધનામાં સુંદર પ્રગતિ કરી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા, કચ્છ, બિહાર, બંગાળ આદિ પ્રાંતમાં ચાતુર્માસ કર્યા છે. આજે ૪૮ વર્ષથી નિરતિચાર સંયમી જીવન પાળતા, શિષ્ય પરિવારથી પરિવરેલા સૂરિવર સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજ્યશ્રીએ સંખ્યાબંધ દક્ષાઓ-વડી દીક્ષાઓ આપી છે. ઘણા સાધુભગવંતને વેગ વગેરે કરાવ્યા છે. પૂજ્યશ્રીના કુટુંબમાંથી ૩૨ જેટલી મોટી સંખ્યામાં દીક્ષાઓ થઈ છે. હાલમાં ભાઈ, ભાભી, ભત્રીજા, ભત્રીજી, બેન, ભાણી વગેરે સંયમજીવન માણી રહ્યાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન તપ, ઉદ્યાપન, સંઘ આદિ અનેક ઊજવાયાં છે. હાલ ત્રણ વર્ષથી બિહાર–બંગાળમાં રહેલ ‘સરાક” = શ્રાવક શબ્દને અપભ્રંશ શબ્દ સરાક = તે સમાજના ઉદ્ધાર માટે ઝઝૂમી રહ્યા છે. તેના ફળસ્વરૂપે હાલ બેલૂટગામ તથા મહાલગામમાં જૈન દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા આદિનાં નિર્માણકાર્યો ચાલી રહ્યાં છે. હાલમાં પૂજ્યશ્રીએ 2010_04 Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૫ પિતાના સર્વ શક્તિ અને સમય સરાક સમાજના ઉદ્ધાર માટે સમર્પિત કર્યા છે. પૂજ્યશ્રી એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. શાસનદેવ એ માટે પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ પ્રદાન કરે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કે ટિશ વંદન ! (સંકલન : સાધ્વીશ્રી આત્મજયાશ્રીજી મહારાજ.) નિખાલસ, નિઃસ્પૃહી; નિરભિમાની પૂ. આચાર્યશ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સંતની ભૂમિ સૌરાષ્ટ્રના પ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામે ધર્મનિષ્ઠ પિતા ત્રિભવનદાસ અને મમતામયી માતા ચંચળબેનના ગૃહે સં. ૧૯૯૭ના પિષ સુદ ૩ને બુધવારે એક પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાએ મનને સુખ આપનાર નામ પાડયું મનસુખલાલ. બાળપણથી જ દીક્ષાપરિવારમાં ઊછરતા મનસુખલાલને માતાએ એક ટકેર કરી અને ૨૦ વર્ષની યુવાન વયે મનસુખલાલે પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન તરીકે સંયમ સ્વીકારી મુનિ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ નામ ધારણ કર્યું. સંસારનાં મિથ્યા સુખસગવડ છેડીને સાધનાના પંથે પદાપિત થયેલા પૂજ્ય મુનિશ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ સ્વાધ્યાય-જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ–વૈયાવચ્ચમાં લીન બન્યા અને સ્વ-પર કલ્યાણની પ્રવૃત્તિઓમાં મગ્ન રહેવા લાગ્યા. પૂજ્યશ્રીના નિખાલસ અને નિરભિમાની વ્યક્તિત્વની છાપ અને પુણ્યાત્માઓને પ્રભાવિત કરતી રહી છે. તેઓશ્રીની પ્રભાવક શાસનપ્રભાવના, સંયમસાધના અને શિષ્યરત્ન પ્રિયવતા મુનિ શ્રી પુણ્યપાલસાગરજી મહારાજની હાદિક આરજૂ અને પ્રયત્ન થકી સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ને દિને પાલીતાણા શત્રુંજય મહાતીર્થની શીતળ છાયામાં પન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પચાસ-પચાસ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અને પુરુષાર્થથી અનેક ધર્મકાર્યો સુસંપન્ન થયાં છે. હાલમાં વિષમ પરિસ્થિતિમાં સાધર્મિક ભક્તિની તાતી જરૂર જણાતાં અનેક ભાવિકોને એ માટે પ્રેર્યા છે. તેઓશ્રીની પ્રેરણાથી સંઘયાત્રાઓ, દક્ષિાઓ-વડી દીક્ષાઓ, પ્રતિષ્ઠા-અંજનશલાકા, તપ-ઉત્સવ આદિ તે થતાં જ રહે છે, પણ એનાથી યે અધિકાં કાર્યો દ્વારા પૂજ્યશ્રીનું સંયમજીવન શોભી રહ્યું છે. પરાસલી તીર્થ નજીક આવેલ ઘસઈ ગામે પાંચા મહાજનને જૈન ધર્મ પમાડ્યો. મેવાડમાં કેસરિયાજીમાં ભીલનાં છાપરામાં રહીને તેઓને માદક પદાર્થોનાં વ્યસનમાંથી મુક્ત કરાવ્યા. કલકત્તામાં કેનિગ સ્ટ્રીટની પાઠશાળા શરૂ કરાવવામાં પાયાની ઈંટ બનીને કાર્ય કર્યું. આમ, અનેક સંઘના ઉત્થાન અથે સતત કાર્યશીલ રહેતા અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોથી શોભતા પૂજ્યશ્રીને સં. ૨૦૪૭ના દિ. વૈશાખ સુદ ૧૧ને શુક્રવારે તા. ૨૪-૫–૯૧ના શુભ દિને ઊંઝાનગરીમાં વિશાળ ભાવિકેની ઉપસ્થિતિમાં મહામહોત્સવપૂર્વક પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંચપરમેષ્ઠીના તૃતીય પદ-આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રી આચાર્યદેવ શ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ નિરામય દીર્ધાયુ પામી શાસનપ્રભાવના કરતા રહે એવી શાસનદેવને અભ્યર્થના ! તથા પૂજ્યશ્રીના ચરણે કેટ કેટિ વંદના ! 2010_04 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શાસનપ્રભાવક પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મ. તથા તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભનેહરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયૐકારસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયશોવિજયસૂરીશ્વરજી મહારાજ બાહ્ય-અત્યંતર તપના અખંડ આરાધક, વયોવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ, પરમ શ્રેય પૂ. આચાર્યપ્રવરશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ વિક્રમની વસમી અને એકવીસમી સદીમાં જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરે અને આચાર્યદેવો થઈ ગયા, તેમાં સૌથી વયેવૃદ્ધ પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હતા. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી શતાયુ હતા. એ રીતે જેમણે “શi sીવ રાઃ” એ ઉક્તિ પ્રમાણે એક સે કે તેથી વધુ વર્ષનું આયુષ્ય ભેગવ્યું હોય એવા કેટલાક પૂર્વાચાર્યો કે યુગપ્રધાન થઈ ગયા; જેમ કે. આર્ય પ્રભવસ્વામીજી ૧૫ વર્ષ, આર્ય ધર્મઘોષ સૂરિજી ૧૦૧ વર્ષ, આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી ૧૦૦ વર્ષ, શ્રી ભદ્રગુપ્તસૂરિજી ૧૦૫ વર્ષ, શ્રી વાસેનસૂરિજી ૧૨૮ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી રેવતીમિત્ર 2010_04 Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૭૭ સૂરિજી ૧૦૯ વર્ષ, શ્રી સિંહસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી નાગાર્જુનજી ૧૧૧ વર્ષ, આર્ય ભૂતદિન્નસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી ૧૧૦ વર્ષ, શ્રી વિનયમિત્રસૂરિજી ૧૧૫ વર્ષ વગેરે વગેરે. એ જ રીતે, એવા પણ શ્રમણે છે કે જેમને દીક્ષા પર્યાય ચાર વીશી કરતાં ય લાંબે હોય. જેવા કે, આર્ય સુદિલ અને શ્રી રેવતિમિત્રસૂરિજી ૮૪ વર્ષ, આર્ય ધર્મસૂરિજી ૯૪ કે ૮૮ વર્ષ, શ્રી વાસ્વામીજી ૮૦ વર્ષ, શ્રી વાસેનસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૯૭ વર્ષ, શ્રી રેવતીમિત્ર ૮૯, વર્ષ, શ્રી સિહસૂરિજી ૯૮ વર્ષ, શ્રી નાગાર્જુનજી ૯૭ વર્ષ, આર્ય ભૂતદિન્નસૂરિજી ૧૦૧ વર્ષ, શ્રી ધર્મઘોષસૂરિજી ૯૩ વર્ષ, શ્રી વિનયમિત્રસૂરિજી ૧૦૫ વર્ષ વગેરે વગેરે. પૂજ્ય બાપજી મહારાજ પણ પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધારણ કરનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધીના દીક્ષા પર્યાયને ધારણ કરનાર આવા વયેવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂવપુરુષની હરોળમાં બેસી શકે એવા મહાપુરુષ હતા. અને પૂજ્યશ્રીની ઉગ્ર અને દઈ અવિચ્છિન્ન તપસ્યાને વિચાર કરતાં તે કદાચ એમ લાગે કે ૧૦૫ વર્ષની અતિ વૃદ્ધ વયે પણ જીવનની અંતિમ ઘડી સુધી પિતાની તપસ્યાને સાચવી રાખનાર ખરેખર અદ્વિતીય આચાર્ય હશે ! પૂ. આચાર્ય મહારાજને જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૫ – રક્ષાબંધનના પુનિત પર્વને દિવસે મેસળ વળાદમાં થયેલ હતું. એમનું પિતાનું વતન અમદાવાદ-ખેતરપાળની પિળમાં હતું. હાલ પણ એમના કુટુંબીજને ત્યાં જ રહે છે. આ પળ અમદાવાદની મધ્યમાં માણેકની પાસે આવેલ છે. એમ કહેવાય છે કે આ પિળની નજીકમાંથી ભદ્રને કિલ્લે અને એને ટાવર તે કાળે જોઈ શકાતા હતા ! એમના પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબેન હતું. બંને ધર્મપરાયણ અને પોતાનાં સંતાનમાં ધર્મના સંસ્કાર પડે એવી લાગણી રાખનારાં હતાં. તેમને છ પુત્રો અને એક પુત્રી હતાં, તેમાં આચાર્ય મહારાજ સૌથી નાના હતા. એમનું સંસારી નામ ચુનીલાલ હતું. ચુનીલાલ વ્યાવહારિક શિક્ષણ લઈ પિતા તથા ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા. કઈ પણ કામમાં ખૂબ રસ દાખવતા અને ખંત દર્શાવતા હતા. પરિણામે કઈ પણ કામમાં ધારી સફળતા મળ્યા વગર રહેતી નહીં. કેઈને પણ વહાલા થઈ પડવાને સારામાં સારો કીમિયો તે કામગરાપણું. જે કામગરા હોય તેને સૌ હોંશે હોંશે બેલાવે અને ચાહે. ચુનીલાલ પણ આ ગુણને લીધે સૌને ખૂબ પ્રિય હતા. જેને કઈ પણ પ્રકારનું કામ હોય તે ચુનીલાલને બોલાવે અને ચુનીલાલ પણ તરત જ ખડે પગે હાજર થઈ જાય! પરંતુ, આમાં નવાઈની વાત એ હતી કે ચુનીલાલ ભલે કઈ પણ કામમાં ઓતપ્રેત થઈ જાય, પણ એમનો અંતરંગ રસ તે વૈરાગ્યને જ. ઘરનું અને બહારનું બધું કામ કરે, પણ રહે સદાય જળકમલવતું. કામ પાર પાડવામાં એમની નિષ્ઠા પુરવાર થતી અને કામથી અલિપ્ત રહેવામાં એમની વૈરાગ્યવૃત્તિ જણાઈ આવતી. આ રીતે એમના જીવનમાં કાર્યનિષ્ઠા અને વૈરાગ્યભાવનાની ફૂલગૂંથણી થઈ હતી. પરિણામે, કઈ પણ કાર્ય કર્યાનું ન તે એમને અભિમાન થતું કે ન તે કેઈની પ્રશંસા સાંભળીને કુલાઈ જતા. શ્ર. ૨૩ 2010_04 Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શાસનપ્રભાવક સમતાને પાઠ જાણે કે ઘરમાંથી જ શીખવા મળ્યું હતું. મન આડુંઅવળું જવા માગે તે અંતરમાં બેઠેલે વૈરાગ્ય એને સીધે માગે રાખે. નાનપણમાં એમણે અમદાવાદની વિદ્યાશાળામાં શ્રી સુબાજી રવચંદ જેચંદની પાસે ધાર્મિક અભ્યાસ કરેલ. શ્રી સુબાજી ભારે ધર્મપ્રેમી અને સારા શ્રોતા લેખાતા. એઓ લગભગ ૩૦૦ જેટલા વિદ્યાથીઓને ધાર્મિક શીખવતા અને ધાર્મિક સંસ્કાર દઢ કરાવતા. ચુનીલાલની ધર્મશ્રદ્ધામાં સુબાજીના શિક્ષણને પણ સેંધપાત્ર હિસ્સો હતે. ચુનીલાલ ૧૮-૨૦ વર્ષની ઉંમરના થયા અને સૌનાં માતાપિતાની જેમ, એમનાં માતાપિતાને પણ એમના લગ્નના લહાવા લેવાના મનોરથ થવા લાગ્યા. પણ ચુનીલાલને આત્મા તે વૈરાગ્યને ચાહક હતે. એટલે એમનું મન સહજ રીતે લગ્નની દિશામાં કેવી રીતે વળે? માતાપિતા અને કુટુંબીઓને સંસાર ખપતો હતે. વૈરાગી પુત્રને સંયમની તાલાવેલી લાગી ! યૌવનમાં ડગ માંડતી વીસેક વર્ષની વયે આ પ્રશ્ન ઉગ્ર બન્યું. વડીલે કહે પરણાવ્યા વગર રહીએ નહીં; પુત્ર કહે પરણું નહીં. છેવટે માતાપિતાની આજ્ઞાને વિનીત ચુનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠના કૂવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચુનીલાલ કરતાં ફક્ત છ મહિને જ મોટાં હતાં અને ખૂબ જ ધર્મપ્રેમી હતાં. લગ્ન તે કર્યું, પણ અંતરને વૈરાગ્ય દૂર ન થે. બે-ત્રણ વર્ષ ગૃહસ્થજીવન ભગવ્યું ન ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની. અને તેવીસ વર્ષની ભરયુવાન વયે ચુનીલાલે અફર નિશ્ચય કરી લીધું કે હવે સંયમ લીધે જ છૂટકે. ફરી પાછા ઘરમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચે ગજગ્રાહ શરૂ થયો. માતાપિતા અને કુટુંબીજનેએ ખૂબ વિરોધ કર્યો. આમ દીક્ષા લે તે પત્ની ચંદનબહેનની શી સ્થિતિ થાય? કામગરા ચુનીલાલ પર મિટાભાઈને ખૂબ હેત. એમને તે ચુનીલાલ ચાલ્યા જાય તે પિતાની એક ભુજ કપાઈ જવા જેવું દુઃખ થાય. એટલે આ વિરોધમાં એ સૌથી મોખરે હતા. પણ ચુનીલાલ આ વખતે પાકે નિશ્ચય કરી ચૂક્યા હતા. એમને આગ્રહ પણ કુટુંબીજનોના આગ્રહથી ચઢી જાય એ હતે. કુટુંબીજનેએ અને બીજાઓએ ચુનીલાલને બહુ બહુ સમજાવ્યા, પણ એ કોઈ પણ રીતે માન્યા નહીં. એક દિવસ તે પિતાની મેળે મસ્તકનું મુંડન કરાવીને સાધુવેષ પણ પહેરી લીધે ! કુટુંબીઓ સામે થયા, તે ત્રણ દિવસ લગી ભૂખ્યા-તરસ્યા એક ઓરડામાં ભરાઈ રહેવાનું મંજૂર રાખ્યું, પણ પિતાને નિશ્ચય અડગ રાખે. છેવટે સૌને થયું કે આ વૈરાગી આત્મા હવે કઈ રીતે ઘરમાં રહેશે નહીં. લગ્નપ્રસંગે માતાપિતાનો આગ્રહ સફળ થયું હતું, તે આ વખતે ચુનીલાલનો નિર્ણય સૌને મંજૂર રાખ પડ્યો. આ રીતે ચુનીલાલે પિતાની અણનમ સંકલ્પશક્તિને સૌને પરિચય કરાવ્યો. આ સંકલ્પબળ એમના સમગ્ર જીવનમાં અંત સુધી વ્યાપી રહ્યું હતું. કુટુંબના સજ્જડ વિરોધમાં કેણ સાધુ દીક્ષા આપવા તૈયાર થાય એટલે પિતાની મેળે સાધુવેશ પહેરીને ઝાંપડાની પિળના ઉપાશ્રયમાં રહ્યા. અને છેવટે જંગમ યુગપ્રધાન સમા તે સમયના મહાપ્રભાવક પરમ શ્રદ્ધેય શ્રી મણિવિજયજી દાદાએ એમને લવારની પિળમાં સંઘની ઉપસ્થિતિ વચ્ચે ભાગવતી દીક્ષા આપી. વિ. સં. ૧૯૩૪ના જેઠ વદ બીજને દિવસે 2010_04 Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ ંતા-૨ ૧૭૯ ચુનીલાલ મુનિશ્રી સિદ્ધિવિજયજી બન્યા અને પૂ. મણિવિજયજી દાદાના સૌથી નાના શિષ્ય તરીકે ઘાષિત થયા. મુનિ શ્રી સિદ્ધિવિજયજીએ તે વતું ચામાસુ``તાના ગુરુ પૂ. મણિવિજયજી દાદા સાથે અમદાવાદમાં જ કર્યું. પરંતુ ચેામાસુ પૂ રુ' થયુ. એટલામાં રાંદેરમાં મુનિશ્રી રત્નસાગરજી બીમાર થઈ ગયાના ખબર આવ્યા. શ્રી મણિવિજયજી દાદા હતા તે! માત્ર પન્યાસ જ, પણ આખા સંઘનું હિત એમના હૈયે વસ્યું હતું, એટલે સૌની ચિંતા પણ એ જ રાખતા. શ્રી રત્નસાગરજી મહારાજની માંદગીના સમાચારથી દાદા ચિંતામાં પડી ગયા. પણ માત્ર ચિંતા કરીને કે માહાની સહાનુભૂતિ દર્શાવીને બેસી રહે એવા એ પુરુષ ન હતા. એમણે તરત જ મુનિ શ્રી સિદ્ધિવિજયજીને સુરત પહોંચીને મુનિ શ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થઇ જવાની આજ્ઞા ક્રમાવી. મુનિ શ્રી સિદ્ધિવિજયજી તાજા જ દીક્ષિત, અને ગુરુદેવ પર અપાર પ્રીતિ ધરાવનાર હતા. વળી પૂ. મણિવિજયજી દાદાની ′મર પણ ૮૨-૮૩ વર્ષોંની; વૃદ્ધાવસ્થાને કારણે એમની કાયાના ડુંગર પણુ કચારેક કચારેક ડાલતા લાગતા હતા. આ પરિસ્થિતિમાં શ્રી સિદ્ધિ વિજયજીનું મન ગુરુજીનું સાંન્નિધ્ય છેડવા કોઈ રીતે તૈયાર ન હતું. પણ પૂ. ગુરુજીની આજ્ઞા થઇ, અને ગાજ્ઞાનુળામચિચાળીયા, અને ગુરૌલજ્ઞાનીચલી એમ શિરોધાર્ય કરીને તેએશ્રી સત્વરે સુરત શ્રી રત્નસાગરજી મહારાજની સેવામાં પહોંચી ગયા. સુરત પાસે રાંદેરમાં ચામાસુ કયુ. ભાગ્યયેાગે એ ચામાસામાં જ ( આસા સુદ આમે) પૂ. વિજયજી દાદા અમદાવાદમાં સ્વર્ગવાસી થયા અને મુનિ શ્રી સિદ્ધિવિજયજીના મનમાં પૂ. ગુરુજીના અતિમ વિયોગ, ગુરુ ગૌતમની જેમ અપાર વેદના જગાવી ગયા. એમની ગુરુસેવાની ભાવના અધૂરી જ રહી ગઈ. આમ છતાં, અમદાવાદના ચાતુર્માસ દરમિયાન, દીક્ષા પછીના છએક માસ જેટલા ટૂંકા ગાળામાં, એમણે પૂ. ગુરુજીની એવી સાચા દિલથી સેવા કરી હતી કે આખી જિંદગી ચાલે એવા ગુરુના આશીર્વાદ મળી ચૂકયા હતા અને મુનિ શ્રી સિદ્ધિવિજયજીનું શિષ્યપણું સફળ થયું હતું. પૂ. શ્રી રત્નસાગરજી મહારાજ કઈક આકરા સ્વભાવના અને એમાં લાંબા વખતથી બીમાર એટલે સ્વભાવ વધારે આકરા થઈ ગયા હતા. છતાં મુનિશ્રી સિદ્ધિવિજયજીએ સમભાવ અને શાંતિથી સેવા કરીને એમનુ દિલ જીતી લીધું. તે એટલે સુધી કે, કાઇ કાંઈ વાત કરવા આવતુ' તે રત્નસાગરજી મહારાજ એમને શ્રી સિદ્ધિવિજયજી પાસે જ મેકલી આપતા. આ રીતે તેએશ્રીએ શ્રી રત્નસાગરજી મહારાજની આઠ વર્ષ સુધી ખડે પગે સેવા કરી અને તેઓશ્રી એક આદર્શ વૈયાવચ્ચ કરનાર લેખાયા. શ્રી સિદ્ધિવિજયજી મહારાજ સુરતમાં હતા તે દરમિયાન ત્યાંના બીજા કોઈ ઉપાશ્રયમાં એક ખરતરગચ્છના મુનિ બીમાર પડી ગયા. પૂજ્યશ્રીને આ વાતની ખબર પડી એટલે એ વૈયાવચ્ચપ્રિય આત્માએ સેવાનું કાર્ય ઉપાડી લીધું. રોજ સવારે વ્યાખ્યાન વાંચે અને પછી પેલા ખરતર ગચ્છના મુનિ પાસે જાય, એમની સેવા કરે, ગોચરી વગેરે લાવી આપે; પછી પાતે ઉપાશ્રયે પાછા આવીને એકાસણું કરે. પૂ. શ્રી મણિવિજયજી દાદા પોતાની વૃદ્ધ ઉંમર છતાં નવદીક્ષિત મુનિ શ્રી સિદ્ધિવિજયજીને સુરત શ્રી રત્નસાગરજીની સેવા માટે રવાના કરે અને મુનિશ્રી સિદ્ધિવિજયજી પેાતાની અનેક જવાબદારીએ છતાં એક ખરતરગચ્છના બીમાર મુનિની સેવા કરવાનુ સ્વીકારે, એ બીના એટલુ દર્શાવવા 2010_04 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શાસનપ્રભાવક માટે પૂરતી છે કે તે કાળે સાધુસમુદાયનાં મન કેવાં ભદ્રપરિણમી અને એકબીજાના સુખે સુખી દુઃખે દુઃખી થવાની ભાવનાથી સુવાસિત હતાં ! સુરતમાં મહારાજશ્રીની પ્રેરણાથી એક પાઠશાળા સ્થાપવાનું નક્કી થયું તે તેની સાથે સગત મુનિશ્રી રત્નસાગરજીનું નામ જોડ્યું અને એ રીતે પિતાની નિષ્કામવૃત્તિનો અને નિસ્પૃહી સ્વભાવને પરિચય આપ્યું. સુરતમાં રહ્યા તે દરમિયાન મુનિશ્રી સિદ્ધિવિજયજી પૂ. આત્મારામજી મહારાજના સંપર્કમાં આવ્યા. એમણે પૂજ્યશ્રી પાસે સૂત્રસિદ્ધાંતને, ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્રને અભ્યાસ કર્યો. બંને વચ્ચે ખૂબ આત્મીયતા સ્થપાઈ. પૂ. આત્મારામજી મહારાજ તે એમને બેટા ચાચા ” કહીને બોલાવતા. પૂજ્યશ્રીને અભ્યાસ પ્રત્યે ખૂબ તાલાવેલી રહેતી. એ માટે તેઓશ્રી ગમે તેટલી મહેનત કરવાનું અને ગમે તે કષ્ટ સહન કરવાનું સ્વીકારી લેતા. એક વાર તેઓશ્રી છાણ હતા તે સમયે વડોદરા રાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મેટા વિદ્વાન લેખાય. પૂજ્યશ્રીને થયું કે આવા વિદ્વાન પાસે કાવ્ય અને ન્યાયને અભ્યાસ કરવાનું મળે તે કેવું સારું ! પણ રહેવું છાણીમાં અને ભણવું વડોદરામાં, એ કેમ બને ? રોજ છ માઈલ જવું અને છ માઈલ આવવું, બાર માઈલની મજલ કરવી, અને સાધુજીવનની ક્રિયાઓ સાથે અધ્યયન પણ કરવું. પરંતુ પૂજ્યશ્રીનું સંકલ્પબળ પ્રથમથી જ અજેય કિલ્લા સમું હતું. તેઓશ્રીએ સવારે છાણીથી વડોદરા જવાનું, વડોદરા પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરવાનું અને રેજ છાણ પાછા આવવાનું એ કમ મહિનાઓ સુધી ચાલુ રાખે. સુરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી રહ્યું. વિ.સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક પૂ. પંન્યાસશ્રી ચતુરવિજ્યજી મહારાજના વરદ હસ્તે મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજને પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પંદર હજાર માનવમેદની એકત્રિત થઈ હતી. દૂર દૂરથી જેન આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એક મહિના સુધી જમણવાર થયા હતા અને એ સમયે એક લાખ રૂપિયા ખર્ચ થયે. વિ. સં. ૧૯૭૫ની વસંતપંચમીને દિવસે મહેસાણામાં પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીને કંઠ મધુર, ભલભલાને મોહી લે એ હતે. એટલે જ્ઞાન સાથે વાણીની પ્રાસાદિકતાથી પૂજ્યશ્રીનાં પ્રવચને અભુત પ્રભાવ પાથરતા. જ્ઞાને પાસના પૂજ્યશ્રીનું જીવન બની ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાનસાધના. બાહ્ય અને અત્યંતર તપને એક જ જીવનમાં આટલે સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મપુસ્તકે હાથે લખાવવાં એ તેઓશ્રીની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ હતી. ગામપરગામના અનેક લહિયાઓ પાસે આવાં પુસ્તકે લખાવે અને એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વિના કલાકેના કલાક સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતેના આધારે એનું સંશોધન કરે. એમાં કલાકો વીતી જાય તે પણ ન થાકે, ન કંટાળે. પ્રતો લખવા-સુધારવાનાં કલમ, શાહી, હડતાલ વગેરે પાસે પડ્યાં જ હોય. એ માટે ખાસ ઊંચી ઘોડી કરાવેલી, તે આજે પણ પૂજ્ય બાપજી મહારાજની જ્ઞાનસેવાની સાખ પૂરે છે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની ઉંમર સુધી, આંખેએ કામ આપ્યું ત્યાં સુધી, અવિરતપણે કરતા રહ્યા. એ જ રીતે, પૂજ્યશ્રીએ જપ, ધ્યાન અને (યોગ) હઠગને પણ અભ્યાસ કરેલે. કદાચ એમ કહી 2010_04 Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૧૮૧ શકાય કે તેઓશ્રીનું સ્વાથ્ય રહ્યું તેમાં હોયેગને પણ હિસ્સો હશે જ. જ્યારે શાસ્ત્રસંશોધનનું કામ થઈ શકે તેમ ન હોય ત્યારે તેઓશ્રી પિતાના મનને જપ-ધ્યાનના માર્ગે વાળતા. ઉગ્ર અને દઈ તપસ્યા માટે તે પૂ. બાપજી મહારાજનું જીવન એક આદર્શ બની ગયું હતું. સં. ૧૯૫૭ થી તેઓશ્રી ચોમાસામાં એકાંતરે ઉપવાસનું માસી તપ કરતા હતા અને ૭૨ વર્ષની ઉંમરથી અંત સમય સુધી ૩૩ વર્ષ સુધી એકાંતરે ઉપવાસનું વાર્ષિક તપ ચાલુ રાખ્યું હતું. આમાં ક્યારેક બેત્રણ ઉપવાસ પણ કરવા પડતા અને કયારેક ૧૦૫ ડિગ્રી જેટલે તાવ આવી જતે તે પણ તપભંગ થતું નહીં. પૂજ્યશ્રીનું આયંબિલ પણ અસ્વાદગ્રતનું ઉત્તમ દષ્ટાંત હતું. મૂળે તે આંબેલની વસ્તુઓ જ સ્વાદ વગરની-ખીસૂકી હોય, એ પૂજ્યશ્રીના વ્રતમાં પ્રતીત થતું. આટલા ઉગ્ર તપસ્વી હોવા છતાં તેઓશ્રી કદી કેધને વશ ન થતા. હંમેશાં સમતાભાવ ધારણ કરતા. એ વાત તેઓશ્રીના તપસ્વી જીવન પ્રત્યે આદર ઉત્પન્ન કરે તેવી છે. બહુ નારાજ થાય ત્યારે તેઓશ્રી દુઃખ સાથે માત્ર એટલું જ કહેતા : “હત , તારું ભલું થાય !” સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દ કેઈના હૃદયને સ્પર્શી જવા બસ થઈ પડતા. પૂજ્યશ્રીને એક મુદ્રાલેખ હતો કે મનને જરાય નવરું પડવા ન દેવું, જેથી એ નખોદ વાળવાનું તોફાન કરે. તેઓશ્રીની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય અને યેગની સર્વ પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સતત કામ કરતી રહી. આવી અપ્રમત્તતાને પાઠ શીખવવા પૂજ્યશ્રીનું ચરિત્ર ખૂબ ઉપયેગી થાય તેમ છે. - પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ થઈ છે અને સેંકડોની સંખ્યામાં દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીને શિષ્યસમુદાય ૪૦ ઉપરાંત છે. એ દર્શાવે છે કે તેઓશ્રી શિષ્યહમાં ફસાયા ન હતા. પૂજ્યશ્રીને તે ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થત કે અમુક ભાઈ કે બહેનને ધર્મબોધ થયે છે ! ભલે પછી તે ગમે તેના શિષ્ય-શિષ્યા બને. પૂજ્યશ્રીમાં આવી નિરીહવૃત્તિનાં દર્શન થતાં હતાં. તેમ છતાં, દરેક શિષ્ય પ્રત્યે પૂરી વત્સલતા ધરાવતા અને તેમને શાસ્ત્રાભ્યાસ કે સાધના માટે જોઈતી બધી સગવડની સતત કાળજી રાખતા. વળી, પિતાને તે સંપૂર્ણ સ્વાશ્રયી અને સ્વસ્થ રાખવાને જ પ્રયત્ન કરતા, જેથી સેવા લેવાની જરૂર પડે નહીં. તેમ છતાં, પિતાના ગુરુદેવને કદી વિસરી શક્યા નહીં. સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પૂ. બાપજી મહારાજ તે વખતે જઈ શક્યા નહીં તે છેવટે બીમારી અને સખત તાપ હોવા છતાં વિહાર કરીને, સાણંદ જઈને ગુરુમૂર્તિના દર્શન કર્યા ત્યારે જ સંતોષ પામ્યા. ઉપરાંત, એક અજબ વાત તે જુઓ ઃ વીસેક વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદના રાજમાર્ગ પર એક વૃદ્ધ સાધુ, બાળક પા પા પગલી માંડે તેમ, ડું થોડું ચાલવાને પ્રયત્ન કરી રહ્યા છે અને એમના મનમાં, ૮૫ વર્ષની જૈફ ઊંમરે ગિરનાર અને શત્રુંજયના પહાડે ચઢીને ત્યાં બિરાજમાન દેવાધિદેવનાં દર્શન કરવાના કેડ જાગે છે. અને પૂ. બાપજી મહારાજ, એ ઉંમરે ધીમી ધીમી ગતિથી મજલ કાપીને, ડાળીની મદદ લીધા વિના, બંને ગિરિરાજની યાત્રા કરીને પાછા ફર્યા. કેઈએ પાલીતાણામાં ચોમાસું કરવાનું સૂચન કર્યું તે, 2010_04 Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શાસનપ્રભાવક આટલી ઉંમરે ગિરિરાજની સ્પર્શના મુશ્કેલ અને તીર્થભૂમિની નિરર્થક અશાતના થાય, એ માટે ઈન્કાર કર્યો. આટલી વાવૃદ્ધ અવસ્થાએ આટલી જાગૃતિ સૌ કેઈ ને નમન કરવા પ્રેરે તેવી છે. સમય સાચવવામાં પણ પૂ. બાપજી મહારાજ પૂરા ખબરદાર હતા. નકકી સમયે નિણત કામ કરાવવાના આગ્રહી હતા. આત્મસાધકને કાળક્ષેપ કેમ પરવડે? એમ, પૂજ્યશ્રીના ચારિત્રમાંથી અગણિત ગુણરાશિને અપનાવવા પ્રયત્ન કરવામાં જ એમના પ્રત્યેનું સાચું તર્પણ છે ! તેઓશ્રીની દીક્ષા પછી પાંચેક વર્ષે તેઓશ્રીના પત્ની, સાસુ અને સાળાએ દીક્ષા લીધી હતી. પત્ની ચંદનબહેનનું નામ સાધ્વી શ્રી ચંદાશ્રીજી મહારાજ હતું, તેમને પણ આજે ૩૦૦ સાધ્વી પરિવાર વિચરે છે. એવા કિતિની કામનાથી મુક્ત તપિવૃદ્ધ પૂ. બાપજી મહારાજના મહાન આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના ! (સંકલન : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, અમદાવાદ) જિનશાસન પ્રત્યે પ્રેમાદર ધરાવનાર ચિરસ્મરણીય મહાપુરુષ પૂ. આચાર્યશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં સુરત પાસે રાંદેર નામે શહેર છે, તેમાં શ્રી વિશા શ્રીમાળી જ્ઞાતિને વિશે સધર્માનુરાગી, સુસંસ્કારી શ્રી જયચંદ નામે શ્રેષ્ઠિ સગુણથી શોભતાં ધર્મપત્ની જમનાબેન સાથે રહેતા હતા. તેમને ત્યાં સં. ૧૯૩રના મહા સુદ ૮ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાને ખૂબ આનંદ થયો. બાળકનું નામ મૂલચંદ પાડ્યું. મૂલચંદ બાળપણથી જ મહાન ગુણોને ધારણ કરનાર બન્યા. એગ્ય વયે તેમને નિશાળે બેસાડ્યા. તીવ્ર બુદ્ધિવાળા મૂલચંદ ટૂંક મુદતમાં ટ્રેનિંગ કૉલેજમાં પાસ થયા પરંતુ સદ્ગુરુદેવના બોધવચનથી તેઓ વૈરાગ્યવાન થયા અને માતાપિતા આદિ કુટુંબીજનેની સહર્ષ અનુમતિ મેળવી સં. ૧૯૫૮ના કારતક વદ ત્રા દિવસે હર્ષોલ્લાસપૂર્વક કરજણ મુકામે શ્રી તપાગચ્છનાયક સંઘ સ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને શ્રી મેઘવિજ્યજી નામે ઘેષિત થયા. થોડા સમય બાદ છાણ ગામે પૂ. ગુરુદેવશ્રીને હસ્તક વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરતાં ટૂંક સમયમાં કાવ્ય, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આદિને ગહન અભ્યાસ કરી લીધો. ત્યાર પછી ગવહનની ક્રિયા કરીને શ્રી જિનાગમ ગ્રહણ કરવામાં ઉદ્યમવત થયા. અને અહોનિશ શાસનસેવા બજાવવામાં તત્પર બન્યા. તેઓશ્રીની દેશનામૃત એવી હતી કે જાણે કે તેમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજતાં ! વિનયવંત એવા પૂજ્યશ્રીના શિષ્ય શ્રી મનેહરવિજયજી આદિ તેઓશ્રીની સેવામાં અવિરત વિચરતા રહેતા. જિનાગમને ઊંડો અભ્યાસ કરેલા એવા તેઓશ્રીને પૂ. દાદાજી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજે સ્વહસ્તે સં. ૧૯૬૯માં કારતક વદ ને દિવસે છાણ ગામે ગણિ–પંન્યાસ, બંને પદ સાથે આપ્યાં. પૈર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, બહુશ્રુતતા, સરળતા, ધર્મોપદેશકતા, શાસ્ત્રનિપુણતા આદિ અનેક સગુણોથી શોભતા પૂજ્યશ્રી અનેક પ્રદેશમાં વિચર્યા. શ્રીસંઘે ભારે ઉત્સાહ અને ઉમંગથી પ. પૂ. સંઘસ્થવિર 2010_04 Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-૨ ૧૮૩ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરિજી મહારાજને પૂ. પં. શ્રી મેઘવિજયજી ગણિવયને આચાર્ય - પદવી અર્પવા વિનંતિ કરી. અનેક લબ્ધિવંત પૂ. બાપજી મહારાજે શ્રીસંઘની વિનંતિના સ્વીકાર કર્યાં, અને સ. ૧૯૮૧માં માગશર સુદ પાંચમને શુભ દિને શ્રી ચતુ`િધ સંઘ સમક્ષ, મહોત્સવસહિત, અમદાવાદ-દેશીવાડાની પોળ સ્થિત જૈન વિદ્યાશાળામાં સૂરિપદ આરેપણુ કર્યુ. પૂ. આચાĆદેવ શ્રી વિજયમેઘસૂરિજી મહારાજ અથાગ પરિશ્રમ ઉઠાવીને મન, વચન, કાયાથી શાસનની સેવા બજાવી રહ્યા હતા. પર`તુ એકાએક અસ્વસ્થ થતાં, રાજનગરમાં સ ૧૯૯૯ના આસો સુદ ૧ને દિવસે, શ્રીસંઘ સમક્ષ, વિશાળ શિષ્ય-પ્રશિષ્યાદિની ઉપસ્થિતિ વચ્ચે, શુભધ્યાનારૂઢ થતાં થતાં, ૬૭ વર્ષની વયે પરલેાકવાસી વાસી થયા. શાસનના આ મહાન અને માનવતા સૂરિવરને અનંતાનત વંદન હો ! ચહેરા પર નિર ંતર વહી રહેલી પ્રાંતવાહિતા; નવકારવાળી અને આંગળીઓના નર્તન દ્વારા પ્રકટ થઈ રહેલી જપલીનતા; નિરવધિ હાર્દિક ઉદારતાના ત્રણે ગુણાના સુભગ સમન્વય રૂપ યુગમહર્ષિ, ભદ્ર પરિણામી-દી સયમી–આ મસાધનાનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. દાદાજી શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો કર્યાં હતાં. તેઓશ્રીનું જીવન આત્મજ્ઞાનના પ્રસાર માટે અપ્રતિબદ્ધ વહ્યું છે. પૂજ્યશ્રીના પરિવારમાં પૂ. આ. શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયકારસૂરિજી મહારાજ આદિ અનેક શાસનપ્રભાવક શ્રમણભગવતા થયા છે. તેમાં પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ દાદાજીના પ્રશિષ્ય થાય અને પૂ. શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય થાય. તેમના જન્મ સ. ૧૯૩૦માં વૈશાખ સુદ ૬ને દિવસે રાધનપુરમાં થયે હતા. તેમનું સંસારી નામ ભાગીલાલ હતું. ભાગીલાલ ત્રણ ધારણ સુધી અભ્યાસ કરીને સ. ૧૯૪૨માં દુકાને બેઠા. પૂર્વ ભવના પુણ્યબળે ધર્મના સાંસ્કાર એવા પ્રબળ કે પૂ. મુનિરાજોની પધરામણી થાય ત્યારે દુકાન ભૂલી જાય. અભ્યાસ કરતાં કરતાં પચપ્રતિક્રમણ, નવ સ્મરણ-પ્રકરણા અને સંસ્કૃતના ૧૮ પાડ સુધી પહોંચી ગયા હતા. માતા સૂરજબેન પણ ધનિષ્ઠ હતાં. માતાપિતાએ મેહવશ ભાગીલાલના લગ્ન કરાવ્યા. સ. ૧૯૫૨માં પૂ. દાદાજીના શિષ્ય પૂ. વિનયવિજયજી મહારાજનું રાધનપુરમાં ચાતુર્માસ થયુ. ભોગીલાલ આમાં રંગાઈ ગયા. ભક્તિભાવના માટે જૈન નૃત્ય-ગાયનની મંડળીની સ્થાપના કરી, જે આજેય ચાલે છે. દીક્ષાની ભાવના ઉત્કટ અની. ઘઉં, ચોખા અને ઘીની બનેલી કોઈ વસ્તુ દીક્ષા ન લેવાય ત્યાં સુધી ન વાપરવી એવા અભિગ્રહ કર્યાં. ભોગીલાલે તેમનાં ધર્મપત્નીને પણ પ્રતિધીને દીક્ષા માટે તૈયાર કર્યાં. સં. ૧૯૫૮ના વૈશાખ સુદ ૧પના શુભ દિવસે રજવાડા જેવા ટાઠમાઠ સહિત આ યુગલનો દીક્ષા 2010_04 Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શાસનપ્રભાવક મહત્સવ ઊજવાય. પૂ. જીતવિજયજી દાદાએ દીક્ષા આપી મુનિ શ્રી ભક્તિવિજ્યજી નામે ઘોષિત કર્યા. સં. ૧૯૫૯ના અષાઢ સુદ ૧૦ને દિવસે પૂ. દાદાજી તથા પૂ. પં. શ્રી ભાવવિજયજી મહારાજના હસ્તે વડદીક્ષા થઈ. ભેગી નામ જેમને બાળપણથી ખટકતું હતું, યેગી બનવું જેમને પ્રિય હતું, ભવસાગર તરવા માટે જેમણે સિદ્ધગિરિ પર અનુપમ ભક્તિ કરી, જેમણે ભગવદ્ભક્તિના ચાહક બનીને અને ભક્તિરંગ પ્રગટાવ્ય ધર્મપત્નીને પણ પ્રતિબંધીને, લઘુબંધુ સાથે ૨૮ વર્ષની ભરયુવાન વયે સંયમ અંગીકાર કર્યો અને દીક્ષા જીવનમાં ત્યાગવૈરાગ્ય અને નિઃસ્પૃહતા આદિ ગુણને અદ્ભુત વિકાસ સાથે, એવા પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ શાસનપ્રભાવનાઓ થઈ. સં. ૧૯૭૦ના માગશર સુદ ૧૩ના દિવસે પૂ. પં. શ્રી ભાવવિજયજી મહારાજના વરદ હસ્તે ગણિ–પંન્યાસપદ અર્પણ થયાં. સં. ૧૯૮ન્ના પોષ વદ ૭ના પૂદાદાજી શ્રી બાપજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદ પ્રદાન થયું. તેઓશ્રીએ ઋષિમંડળના જાપ દ્વારા અહબિંબના દર્શનની અને મોક્ષની વાત પાકી બનાવેલી. પૂજ્યશ્રીને અનેક શિષ્ય-પ્રશિષ્યોને પરિવાર છે. પૂ. 3ૐકારસૂરિજી મહારાજ તેઓશ્રીના પ્રશિષ્ય છે. ઝીંઝુવાડામાં વિશાશ્રીમાળી શાહ ઈશ્વરલાલ પિપટભાઈ તથા તેમના બાલપુત્ર નીનુકુમારે સં. ૧૯૯૦ના મહા સુદ ૧૦ના દીક્ષા લીધી અને અનુક્રમે શ્રી વિલાસવિજયજી તથા કારવિજ્યજી નામે જાહેર થયા. ઝામરના ઓપરેશનમાં પૂ. આ. શ્રી વિજ્યભદ્રસૂરીશ્વરજી મહારાજને સં. ૧૯૨માં આંખે દેખાતું બંધ થઈ ગયું હતું પરંતુ આંતરચક્ષુ મજબૂત હોય, તેમને બાહ્ય આંખો હોય–ન હોય તેનાથી કંઈ ફરક પડતો નથી. તે વખતે પૂજ્યશ્રી બેલેલા : “ચાલે, જ્ઞાનયુગ પૂર્ણ થયે, હવે ધ્યાનયુગને પ્રારંભ કરી શકાશે.” સં. ૨૦૧પમાં રાજકોટ ચાતુર્માસ દરમિયાન દેરાસર જતાં પગથિયું ચુકાઈ જતાં પગે ફ્રેકચર થયું. પરંતુ તેની પીડાને ન ગણકારતાં, ભગવદ્ભક્તિમાં લીન થઈને દેહપીડા ભૂલવાની સિદ્ધિ મેળવી. પૂજ્યશ્રી નિત્ય સૂરિમંત્ર જાપ કરતા. અને જાપ પૂરો કરીને જ પચખાણ પારતા. વળી પૂજ્યશ્રીને નિયમ હતું કે, જે માળા એક સમયે શરૂ કરી તે બંધ નહીં કરવાની. પંન્યાસ થયા પછી વર્ધમાન વિદ્યાના જાપ શરૂ કર્યા. અને આચાર્ય થયા બાદ સૂરિમંત્રના જાપ શરૂ કર્યા તે નવકારની બાધી નવકારવાળી અને બંને જાપ પણ – એમ ત્રણે ચાલુ રાખ્યાં. શરીરે પૂરો સાથ આપવાનું બંધ કર્યું ત્યારે નવકારમંત્ર જાપ અહોનિશ અખંડ ચાલુ જ રહ્યો. સં. ૨૦૧૭માં રાધનપુર ચાતુર્માસ વખતે મૃત્યુ જ્યારે હાથવેંત છેટું હતું, વેદના અપાર હતી, ડોકટરોએ કેસ ફાઈલ કરી દીધે, ત્યારે તેઓશ્રીએ ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે, “ભીલડિયાજી તીર્થને ઉદ્ધાર હજી બાકી છે. ત્યાં મારું ગદાન હજી બાકી છે.” અને સૌના આશ્ચર્ય વચ્ચે પૂજ્યશ્રીએ ભીલડિયાજી તીર્થના ઉદ્ધાર પછી જ પ્રયાણ કર્યું. જૂના ડીસા, વાવ, રાધનપુર આદિ પંથકે માટે તેઓશ્રી ધર્મદાતા હતા. સૌના વાત્સલ્ય પ્રેમી ગુરુદેવ હતા. સં. ૨૦૩૩ના જેઠ સુદ ૮ને દિવસે જૂના ડીસામાં સ્વર્ગવાસી થયા ત્યારે સમગ્ર જેનસમાજ ઘેરા શોકમાં ડૂબી ગયો હતો. પૂજ્યશ્રી જીવનપર્યત અપ્રમત્ત અને આત્મજાગૃત રહ્યા હતા. ૧૦૪ વર્ષનું દીર્ધાયુષ્ય અને ૭૫ વર્ષ જેટલો સુદીર્ઘ દીક્ષા પર્યાય ધરાવતા પૂ. આચાર્યશ્રી 2010_04 Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ વેતામ્બર મૂર્તિપૂજક જૈન ફિરકામાં વયેવૃદ્ધ આચાર્ય થયા. નામનાની ઝંખનાથી અલિપ્ત રહીને મૂકપણે સંયમની સાધના કરવી અને શાસનપ્રભાવનાનાં ધર્મકાર્યો કરી કરાવીને પ્રસન્ન રહેવું એ આ વયેવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ આચાર્યશ્રીને સહજ સ્વભાવ હતો. સુદીર્ઘ આયુષ્ય અને સુદીર્ઘ ચારિત્રપર્યાયને લીધે તેઓશ્રી જાણે તેમના દાદાગુરુ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજના (ઉંમર ૧૦૫ વર્ષ–દીક્ષા પર્યાય ૮૧ વર્ષ) સાચા ઉત્તરાધિકારી બન્યા હતા. એવા પૂજ્યપાદ યુગમહષિને લાખ લાખ વંદન હજો ! પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજને શિષ્ય–પ્રશિષ્ય પરિવાર આ પ્રમાણે છે : ૧. શ્રી ઈન્દ્રવિજયજી મહારાજ, ૨. પં. શ્રી સુંદરવિજ્યજી મહારાજ, ૩. પં. શ્રી ભાનુવિજયજી મહારાજ, ૪. શ્રી અશોકવિજયજી મહારાજ, પૂ. શ્રી રમણીકવિજયજી મહારાજ, ૬. શ્રી સંજમવિજયજી મહારાજ, ૭. પં. શ્રી ચરણવિજયજી મહારાજ, ૮. શ્રી મિત્રવિજયજી મહારાજ, ૯ શ્રી ઉમંગવિજયજી મહારાજ, ૧૦. શ્રી રંજનવિજ્યજી મહારાજ, ૧૧. શ્રી આનંદવિજયજી મહારાજ, ૧૨. શ્રી લાભવિજયજી મહારાજ, ૧૩. શ્રી જનકવિજયજી મહારાજ, ૧૪. શ્રી ગુણવિજયજી મહારાજ, ૧૫. શ્રી કરુણવિજયજી મહારાજ, ૧૬. શ્રી નવલવિજયજી મહારાજ ૧૭. શ્રી વિલાસવિજયજી મહારાજ, ૧૮. આ. શ્રી ૩ૐકારસૂરિજી મહારાજ, ૧૯. શ્રી અરુણ વિજ્યજી મહારાજ, ૨૦. શ્રી પ્રીતિવિજયજી મહારાજ, ૨૧. શ્રી વસંતવિજયજી મહારાજ, ૨૨. શ્રી મનકવિજયજી મહારાજ, ૨૩. શ્રી કાંતિવિજયજી મહારાજ, ૨૪. શ્રી હીકારવિજયજી મહારાજ, ૨૫. શ્રી અરવિંદવિજ્યજી મહારાજ, ૨૬. શ્રી મહેન્દ્રવિજયજી મહારાજ, ૨૭. શ્રી દીપવિજયજી મહારાજ, ૨૮. શ્રી જબૂવિજયજી મહારાજ, ૨૯. શ્રી સુધર્મવિજ્યજી મહારાજ, ૩૦. શ્રી વિશુદ્ધવિજયજી મહારાજ, ૩૧. શ્રી મહાશયવિજયજી મહારાજ, ૩૨. શ્રી બળભદ્રવિજયજી મહારાજ, ૩૩. શ્રી શિવકરવિજયજી મહારાજ, ૩૪. શ્રી પુંડરીકવિજયજી મહારાજ, ૩૫. શ્રી જિનેશવિજયજી મહારાજ, ૩૬. શ્રી મકરંદવિજયજી મહારાજ, ૩૭. શ્રી નમિવિજયજી મહારાજ, ૩૮. શ્રી જયાનંદવિજયજી મહારાજ, ૩૯ શ્રી યશોવિજ્યજી મહારાજ, ૪૦. શ્રી ચંદ્રાનનવિજ્યજી મહારાજ, ૪૧. શ્રી નરેન્દ્રવિજયજી મહારાજ, ૪૨. શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ, ૪૩. શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ, ૪૪. શ્રી ચંદ્રયશવિજયજી મહારાજ, ૪૫. શ્રી રાજેશવિજયજી મહારાજ, ૪૬. શ્રી ભાગ્યેશવિજયજી મહારાજ, ૪૭. શ્રી મહાયશવિજયજી મહારાજ, ૪૮. શ્રી ક્ષેશવિજ્યજી મહારાજ, ૪૯ શ્રી રનેશવિજ્યજી મહારાજ, ૫૦, શ્રી કલ્પજ્ઞવિજયજી મહારાજ, પ૧. શ્રી પ્રવિજયજી મહારાજ, પર. શ્રી શ્રતરત્નવિજયજી મહારાજ, આદિ. तीर्थकर देवनी धर्म કેરાના. • in समक्ष શ્ર. ૨૪ 2010_04 Page #188 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક નિઃસ્પૃહભાવે સંયમજીવનને દીપાવનારા પૂ. આચાર્યશ્રી વિજયેમનોહરસૂરીશ્વરજી મહારાજ સંતની ભૂમિ સૌરાષ્ટ્રના જામનગર શહેર પાસેના બગસરા ગામે, પિતા કસ્તુરચંદભાઈ અને માતા સંતોકબહેનને ઘેર સં. ૧૯૪૯માં જન્મેલા હેમચંદ્રને રંભાબેન નામે મોટીબહેન અને ત્રિભુવનદાસ નામે નાનાભાઈ હતા. હેમચંદ્રની ૧૨ વર્ષની વયે પિતાજીનું અવસાન થયું. માતા સંતોકબેન ઘણાં સંસ્કારી અને ધર્મનિષ્ટ સન્નારી હતાં. ત્રણે સંતાનને સંસ્કારી અને સ્વાવલંબી બનાવી સં. ૧૯૬૪માં દીક્ષા અંગીકાર કરી સાધ્વી શ્રી સરસ્વતીશ્રીજી બન્યાં. બહેન રંભાબહેનના લગ્ન કરીને હેમચંદ્ર માતા સાધ્વીજીને વંદન કરવા મહેસાણું ગયા. ત્યાં પૂ. સરસ્વતીશ્રીએ કહ્યું કે, “હેમચંદ્ર! મેં દીક્ષા લીધી ને તું રહી ગયે એ ખટકે છે. પૂ. આચાર્ય ભગવંત અહીં બિરાજમાન છે. એમની પાસે હિતશિક્ષા લે.” હેમચંદ્ર ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવની અમૃત જેવી મીઠી વાણી સાંભળી સંસારને રસ ઊડી ગયે. યાજજીવન બ્રહ્મચર્યને નિયમ લીધે. પૂ. ગુરુદેવની નિશ્રામાં અભ્યાસ અને તાલીમ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા વૈરાગ્ય તીવ્ર બન્યું અને સં. ૧૯૬૬ના મહા વદ ૩ને દિવસે માતર મુકામે (જિ. ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મનેહરવિજયજી બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન બન્યા. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ, આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા. હંમેશાં ગુરુકુલવાસમાં જ રહેતા મુનિશ્રી મનેહરવિજયજી મહારાજને શિખ્યપૃહા હતી જ નહીં. પરંતુ તેઓશ્રીની યોગ્યતા જોઈને પૂ. દાદાગુરુ આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીના શિષ્ય બનાવ્યા હતા, જેમની સંખ્યા ૭ની હતી. - પૂજ્યશ્રીમાં વૈયાવચ્ચને મહાન ગુણ હતો. પિતાના ગુરુમહારાજની તે છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી જ; પણ, પોતાના શિષ્ય અને સ્વસમુદાયના અન્ય સાધુઓ અને પર સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી હતી. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી પ્રૌઢ, તત્વપ્રચુર, છતાં બાલભોગ્ય, સરળ અને સ-રસ હતી. વ્યાખ્યાન આપવાની સ્પૃહા જરા પણ નહીં. ગુરુદેવના અતિ આગ્રહને વશ થઈ ને ઘણે સમય પછી વ્યાખ્યાન આપવું શરૂ કર્યું હતું. તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ ભાવવિભોર બની જતા. પૂજ્યશ્રી પદ પ્રત્યે નિસ્પૃહી હતા. છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદ ગ્રહણ કરવાં પડ્યાં હતાં. તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે સાણંદમાં ગણિપદ, સં. ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદ, સં. ૧૯૮પના મહા સુદ ૧૧ને દિવસે યણી તીર્થમાં ઉપાધ્યાયપદ અને સં. ૧૯૯ત્ના ફાગણ સુદ ૩ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રીમાં પ્રતિકૂળતા સહન કરવાની ગજબની તાકાત હતી. એક વાર તાવ આવેલે, પણ કોઈને કહ્યું નહીં. ગુરુદેવે હાથને સ્પર્શ કરતાં ગરમ લાગે. પૂછયું: 2010_04 Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૧૮૭ તાવ આવ્યો છે ? ” “ હા. સામાન્ય છે.” એમ જવાબ આપે. મા તે ૧૦૦ ડિગ્રી ! આવી હતી તેઓશ્રીની સહનશીલતા. સંયમી જીવનમાં દોષ ન લાગે તે માટે ઘણું સાવધ રહેતા. જેસલમેર જેવા વિકટ અને વિષમ ક્ષેત્રે વિહાર પણ કઈ જાતની સહાય-સગવડ વિના, ભોમિયા વિના, કરેલ. જેસલમેરના રાજા આ જાણું તાજુબ થઈ ગયા હતા ! વિનંતિ કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળ્યું અને વિનંતિ કરી કે આવા રણપ્રદેશમાં નિસહાય વિચરીને મને કલંકિત ન કરશો. વળતાં સહાયને ઉપયોગ કરશે. અધિકારીઓને પણ સૂચના આપી. પરંતુ સંયમના ખપી સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઈલને ઉગ્ર વિહાર કરી, જેસલમેરથી પોકરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ લીધી. પૂજ્યશ્રીએ ઘણું શાસનપ્રભાવક કાર્યો કર્યા. ૫૪ વર્ષને સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા જ્ઞાની–તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન! બહુમુખી પ્રતિભાવાન; વિશિષ્ટ ગુણોપેત; સંધએકતાના સંયોજક, ક્ષમતા-મમતા અને સમતાના સંગમ, ગુણનિધિ સૂરદેવ પૂ. આચાર્ય શ્રી વિજય ઓમકારસૂરીશ્વરજી મહારાજ ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા ઈશ્વરભાઈના કુળમાં, માતા કંકુબેનની કુક્ષિએ સં. ૧૯૭૯ત્ના આસે સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીને જન્મ થયો હતો. સંસારી નામ ચીનુભાઈ હતું. ૧૧ વર્ષની કમળ વયે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કાર ઊભરાઈ આવ્યા અને ચીનુકુમારે બાળમુનિ ૐકારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું! પિતા ઈશ્વરભાઈ પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન–ધ્યાન અને વૈયાવચ્છમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. “આકારવિજ્ય ’ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અદ્ભુત રીતે વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તે તેઓશ્રી કહેતા કે, મારી પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પિતીકું આમાં કશું જ નથી. ભક્તિધારા અને કૃપાધારને આ રીતે સમાન્તરે વહેતી જેવી એ એક ધન્ય દશ્ય હતું ! ડીસાના ચાતુર્માસ દરમિયાન, હજી તે બીજું કે ત્રીજુ જ ચોમાસું હતું, પણ નાનકડા બાલમુનિને પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું છે.” પૂજ્યશ્રી મૂંઝાયા. પરંતુ ગુરુદેવનાં વચનેને “તહત્તિ” કહીને સ્વીકારવાની વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનને જરા પણ અનુભવ ન હતા. આથી ગુરુદેવને કહ્યું, “સાહેબજી! મને કાંઈ આવડતું નથી.” ગુરુદેવે કહ્યું, “તું વર્ધમાનદેશના અને ગૌતમપૃચ્છા 2010_04 Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શાસનપ્રભાવક કેવી કડકડાટ વાંચે છે! બસ, એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.” પૂજ્યશ્રીએ વિનયથી આટલે જ ઉત્તર આપ્યું, “જી.” તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચનધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદ પૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી ! તેઓશ્રી સરળ, રેચક અને અસરકારક વ્યાખ્યાન આપતા. કલાક સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનને લ્હા હતો! પિતાના ભિન્ન ભિન્ન અનુભવે વાર્તાલાપમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અહેભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતા. પૂજ્યશ્રીની સપ્રમાણ, ગૌર દેહયષ્ટિ પહેલી જ નજરે દશકના ચિત્તમાં અને ખી છાપ મૂકી જતી. મરક મરક થતા એણ્ડ પરથી મીઠા શબ્દો વહેતા. ભવ્ય લલાટ અને પ્રભાવશાળી નેત્રે દર્શકને પિતાના તરફ ખેંચી રાખતા. મૂંઝવતા પ્રશ્નોની આરપાર જઈને તેને ઉકેલ લાવવાની તેઓશ્રીની કુશાગ્ર મેધાથી લેકે ખૂબ પ્રભાવિત થતા તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને તિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજ્યપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયૐકારસૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાવસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તે, પૂજ્યશ્રીએ એક મજાને પ્રદેશ ક્ષેત્રાવગ્રહના રૂપમાં સ્વીકાર્યો હતે. ડીસા-વાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંના લોકોમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયે અને ઉપાશ્રયે થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હેડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છ'રી પાલિત સંઘ, ઉપધાને, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, દીક્ષાઓ ઈત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જેનેતરે પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચન સાંભળી પ્રસન્ન થતા, અને નિયમે ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકે ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકેથી ઘેરાયેલા જોવા એ લ્હા હતે. આમ, અનેક વિરલ સદ્ગુણેના સંગમ સમાં પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની કોમળતાની સાથે સાથે વજાની કરતા પણ પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીના ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વપર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે ! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંઘ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી શિખર બની રહ્યું! 2010_04 Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૧૮૯ સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાને અનુભવ કરતા હતા. સાંજે છેડે આરામ લાગવાથી પ્રતિક્રમણ શરૂ કરાવ્યું. સ્વસ્થતાથી પ્રતિક્રમણ કર્યું. અભુઠ્ઠિઓ જાતે ખાખ્યું. બે લેગસ્સને કાઉસગ શરૂ કર્યો અને કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજ્યશ્રી રાત્રિના ૮-૩૦ કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘ અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, અને કેને પ્રેરણાનાં પીયૂષ પાનારા અને વાત્સલ્યને ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. સકળ જેનસમાજને શ્રીમદૂના જવાથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે. એવા સમર્થ સૂરિવરને કેટિ કોટિ વંદન ! (“જૈનપત્રના શ્રદ્ધાંજલિ વિશેષાંકમાંથી સાભાર.) ધીરતા અને સમતાના સાગર; સદગુણના ભંડાર પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૧૫૮ના પિષ સુદ ૧૨ના દિવસે સિંહ લગ્ન અને ધન રાશિમાં, પૂર્વાષાઢા નક્ષત્રમાં, મહેસાણા નજીક ધીણોજ મુકામે શેઠશ્રી જગજીવનદાસનાં ધર્મપત્ની ગંગાબેનની રત્નકુક્ષિએ પૂજ્યશ્રીને જન્મ થયો. તેમનું સંસારી નામ ભાઈલાલભાઈ રાખવામાં આવ્યું હતું. તેમનામાં બાળપણથી જ ધારેલું અને આદરેલું કામ નિષ્ઠાથી પૂર્ણ કરવાની કુશળતા અને મક્કમતા હતી. ભાઈલાલભાઈને ત્રણ ભાઈઓ અને બે બહેને હતાં. બાળપણથી જ ગામમાં રહેલાં શેભાયમાન અને દેદીપ્યમાન જિનમંદિરે અને ઉપાશ્રયેના સાંનિધ્યે તેમને ધર્મના સંસ્કાર મળ્યા હતા. છતાં સંસારી આસક્તિ ધરાવતા કુટુંબીજનેની મમતાને વશ થઈ તેમનાં લગ્ન ચંપાબહેન સાથે થયાં અને તેઓને તારા નામની પુત્રી થઈ. પરંતુ ભાઈલાલભાઈને અંતરાત્મા તે પહેલેથી જ વૈરાગ્યવાસિત હતા. એવામાં સં. ૧૯૮૦માં ગામમાં ચાતુર્માસ બિરાજમાન સંયમયોગી પૂ. શ્રી મતવિજયજી મહારાજના સંપર્કમાં મુકાવાથી ધર્મભાવના વૃદ્ધિ પામી. એ ચેમાસામાં પૂજ્યશ્રી પાસે તેમણે ઉપધાન કર્યા. ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પાસેથી સંયમની સારી એવી તાલીમ મેળવી. વૈરાગ્યભાવ વધુ ને વધુ દઢ થતો ગયો અને સંયમ લેવાની ભાવના જાગી. એક બાજુ પુત્રી નાની હતી અને બીજી બાજુ માતાપિતાને વિરોધ હતું. તેથી કાલક્ષેત્ર સિવાય બીજો ઉપાય ન હતું. દીક્ષા લેવાનો નિર્ધાર અફર હેવાને લીધે તેમણે આખી જીવનપદ્ધતિ બદલી નાખી. તે સમયમાં વેપારાર્થે છેક પંજાબ સુધી જઈ આવનાર ભાઈલાલભાઈએ વેપાર છેડી દીધું અને અમદાવાદ નાગજી ભૂધરની પળે આવીને વસ્યા. ત્યાં નોકરી સ્વીકારી, પણ એ શરતે કે મારું સવારનું આરાધના વગેરે કાર્ય કરીને આવીશ અને સાંજના પ્રતિક્રમણ-વિહાર આદિ માટે વહેલા નીકળી જઈશ. અમુક ધાર્મિક દિવસે રજા રાખીશ. એમ અમદાવાદમાં અનેક મુનિવરોના પરિચયમાં આવતા રહ્યા અને સંયમ લેવાની ભાવના તીવ્ર થતી રહી. સંસારમાં રહેવું અકારું લાગવા માંડ્યું. સં. ૧૯૮૬માં 2010_04 Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શાસનપ્રભાવક દીક્ષા ન લેવાય ત્યાં સુધી જ વિગઈને ત્યાગનો અભિગ્રહ કર્યો. અને (સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ૧૧ને દિવસે ચંપાબેનને દીક્ષા અપાવી, અને ૧૦ દિવસ પછી, વૈશાખ વદ પાંચમે, ર૯ વર્ષની ભરયુવાન વયે, સંઘસ્થવિર દાદા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હસ્તે હકીભાઈની વાડી–અમદાવાદમાં પૂ. શ્રી મનેહરવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભદ્રકવિજ્યજી બન્યા. ચંપાબેન સાધ્વીશ્રી મૃગાંકશ્રીજી બન્યાં અને તારાબેન સાધ્વીશ્રી સુતારાશ્રીજી બન્યાં તે વખતે માતાપિતાદિ સ્વજને વિરોધ છતાં દીક્ષા પછી પાંચ વર્ષ સં. ૧૯રમાં ધણેજમાં જ ચોમાસું કર્યું, માતાપિતાને ધર્માભિમુખ બનાવ્યાં. પિતાજીને તે જ વર્ષે ઉપધાન પણ કરાવ્યાં અને માતુશ્રી ગંગાબહેનને સાધ્વીશ્રી ગંભીરાશ્રીજી પણ બનાવી દીધાં. આ રીતે તેઓશ્રી માતાપિતાના ત્રણમાંથી મુક્ત બન્યા. (ત્યાર પછી, વીલ્લાસ સાથે નિરતિચાર સંયમના લક્ષ્યથી, નિત્ય એકાસણાદિ ઉત્કૃષ્ટ જીવન જીવતાં પૂજ્યશ્રીએ જ્ઞાનસાધના પણ અપૂર્વ કરી હતી. આજ સુધીમાં તેઓશ્રીએ દશવૈકાલિક સૂત્ર, શ્રમણકિયાસૂત્રે, ધર્મસંગ્રહ ભાગ ૧-૨, ધર્મસંગ્રહ ભાષાન્તર, સારોદ્ધાર, જ્ઞાનસાર, સંગરંગ શાળા વગેરે ગ્રંથના ચિંતનપૂર્વક ઊંડાણથી ભાવાનુવાદ પણ કર્યા છે. પૂજ્યશ્રીએ સ્વતંત્ર પુસ્તક લખવાને બદલે મહાપુરુષના ગ્રંથને લેકે પગી બનાવવાનું વધુ પસંદ કર્યું છે. તેઓશ્રીએ કલપસૂત્રના ભાષાન્તર સહિત પર્યુષણ અષ્ટાદ્ધિકાનાં વ્યાખ્યાને પણ લખ્યાં છે. આ રીતે જ્ઞાનયેગ સાથે તપગ પણ વિશિષ્ટ પ્રકાર છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપની આયંબિલની ઓળીને પાયે તો બાલ્યકાળમાં જ નાખેલો. આજ સુધીમાં એક વાર વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કરીને પુનઃ ૪૯ ઓળી સુધી પહોંચ્યા છે. તેઓશ્રી સં. ૨૦૧૭ના મહા સુદ ૩ને દિવસે અમદાવાદ-વિદ્યાશાળામાં પંન્યાસપદારૂઢ થયા અને ત્યાર બાદ, સ્વાર કલ્યાણ સાધતા, સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે સાણંદ મુકામે પૂજ્યશ્રી આચાર્યપદે આરૂઢ થયા. ) પૂજ્યશ્રીની નિઃસ્પૃહતા વિશે તે કલ્પના કરવી અશક્ય છે. આચાર્યપદ સ્વીકારવા માટે તેઓશ્રીને સ્પષ્ટ ઇન્કાર હતે. સમુદાયમાં પિતે સૌથી વડીલ હોવા છતાં, પિતાના નાના ગુરુભાઈને આચાર્ય પદ આપવા તૈયાર થયા હતા. તે માટે પત્રિકા-મહોત્સવ વગેરે શરૂ થઈ ગયા હતા. છતાં પૂજ્યશ્રીની પ્રતિભા, કુશળતા, સંયમલક્ષિતા આદિ ગુણરત્નને જોયા પછી અનેક સંઘને આ વાત ખૂંચતી હતી. અને પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રકવિજ્યજી મહારાજ આચાર્યપદ સ્વીકારે તે માટે રાતદિવસ મહેનત કરવા લાગ્યા. કેટલાય દિવસના પ્રયત્નો પછી સમૂહબળ સામે પૂજ્યશ્રીને મૂકી જવું પડયું. આખરે મનથી સમાધાન કર્યું કે સંઘ ભલે આચાર્યપદવી આપે, આપણે તે સાદું જીવન જ જીવવાનું; આપણી જાતને એક સાધુથી વિશેષ માનવાની નહીં. અને તેઓશ્રી આવી નિઃસ્પૃહી વિચારધારાને લીધે, આજે કઈ પણને પત્ર લખે છે તે પોતાની જાત માટે “ભદ્રંકરવિજય” જ લખે છે. પૂજ્યશ્રી પ્રવચનમાં મેટે ભાગે માર્ગાનુસારિતા–પ્રથમ ગુણસ્થાનકના ગુણોને જ ઉપદેશ આપે છે. તેઓશ્રી મહેલ ચણતાં પહેલાં પાયે મજબૂત કરવામાં માને છે. અમદાવાદ તેઓશ્રીની કર્મભૂમિ છે. પિતાના સંયમ 2010_04 Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૯૧ જીવનને મેટો ભાગ અને વૃદ્ધાવસ્થા પછીનાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં અમદાવાદ શહેર અને પરા વિસ્તારના જૈન સંઘ પર ઘણો જ ઉપકાર કર્યો છે. આજે સમગ્ર જૈન સંઘ મતભેદ ભૂલીને પૂજ્યશ્રીને બહુમાનની દષ્ટિથી જુએ છે. લગભગ ૩૦૦ જેટલા શ્રમણ-શ્રમણીવર્ગના યોગક્ષેમંકર પૂ. બાપજી મહારાજના સમુદાયના ગણનાયક આ આચાર્ય ભગવંત આજે ૯૦ વર્ષની વયે પણ અપ્રમત્ત જીવન જીવી રહ્યા છે અને અનેક પુણ્યાત્માઓને સંયમમાર્ગે દેરી રહ્યા છે. એવા મહાપુરુષને ચરણે કેટિશ: વંદના ! પૂ. આચાર્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યની યાદી મુનિશ્રી હેમેન્દ્રવિજયજી, પં. શ્રી રવિપ્રભવિજયજી ગણિ, મુનિશ્રી નરરત્નવિજયજી, મુનિશ્રી રાજરત્નવિજયજી, પ્રવર્તક શ્રી જબ્રવિજયજી, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી, મુનિશ્રી પુંડરીકરત્નવિજ્યજી આદિ. અનુપમ આરાધક, સમર્થ શાસન પ્રભાવક, પ્રશાંતમૂતિ પૂ. આચાર્યશ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી વિજયમનહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ આરાધના અને શાસનપ્રભાવના કરવા પૂર્વક તથા સ્વ-સમુદાયના વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનેખું માનસ્થાન ધરાવે છે. તેઓશ્રીને જન્મ સં. ૧૯૭૩ ના આસો સુદ પૂનમ-શરદ પૂર્ણિમાએ મહેસાણામાં થયો હતે. પૂર્વના પુણ્યગે સંસ્કારવાસિત ગૃહમાં જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ સહજપણે ધાર્મિક સંસ્કારી પ્રાપ્ત થયા. અને તેથી એ સંસ્કારને વિકાસ થતાં તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. વયની સાથે પ્રભુભક્તિ, ધર્મજ્ઞાન, સત્ સમાગમ અને તપ-આરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારને ત્યાગ કરવા અને વૈરાગ્યને માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું. અને એક દિવસ, માત્ર ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં. ૧૯૮૮ના પિષ વદ પાંચમના દિવસે જૈનપુરી–અમદાવાદમાં, પૂજ્ય બાપજી મહારાજના સાંનિધ્ય ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પૂ. આ. શ્રી વિજયમનહર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી વિબુધપ્રવિજયજી નામે ઘેષિત થયા. - સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ સાધવા લાગ્યા. અને વિનય વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિને પણ ઉત્તમ લાભ પ્રાપ્ત કર્યો. પૂજ્યપાદ બાપજી મહારાજ અને પૂ. ગુરુદેવશ્રી વિજયમનહરસૂરીશ્વરજી મહારાજની સેવા-વૈયાવચ્ચ માટે તેઓશ્રી અમદાવાદ-વિદ્યાશાળામાં ઠીક ઠીક સમય રહ્યા. અને જ્ઞાન અને તપમાં વિકાસ સાધતા રહ્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી ૫. ગુરુદેવે સં. ૨૦૧૯ના માગશર સુદ ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માગે તેઓશ્રી વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં સં. ૨૦૨ના માગશર સુદ બીજને 2010_04 Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શાસનપ્રભાવક દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી વિવિબુધપ્રભસૂરિજી નામે ઉઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, પદવીઓ, વિવિધ અનુષ્ઠાને, પ્રતિષ્ઠા આદિ ધર્મકાર્યો સમ્પન્ન થયાં છે. વિશેષ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ છે. પૂજ્યશ્રી સાધના-આરાધનામાં મગ્ન રહેવા સાથે શાસનનાં અને શ્રીસંઘનાં અનેકવિધ કાર્યોમાં સતત નિશ્રાનું પ્રદાન કરતા રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે ઉત્તરોત્તર વધુ ને વધુ ધર્મકાર્યો પ્રવર્તતાં રહે અને એ માટે પૂજ્યશ્રી સ્વાથ્યપૂર્ણ દીર્ધાયુષ્ય પામે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કટિશ વંદના! સરળતમ સ્વભાવના તપસ્વી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મહારાજ જિનાજ્ઞા અને ગુર્વાસાના પાલન દ્વારા જેમનું ગુલાબી જીવન ચોગરદમ સુવાસ પ્રસરાવી રહ્યું છે તેવા નિઃસ્પૃહી આચાર્યપ્રવર શ્રી વિજયઅરવિંદસૂરિજી મહારાજને જોતાં જ પવિત્ર “પંચસૂત્ર'નું “ઇવેવસ્થા કરાવો ” સૂત્ર યાદ આવે. પૂજ્યશ્રીનું સંયમી જીવન જાણે કે આવા સૂત્રની જીવંત અનુવૃત્તિ લાગે “જ્ઞાનસારસૂત્ર”ના “નિgવે માસુમ્ ' પદને જીવંત અનુવાદ તેમની દિનચર્યા અને જીવનચર્યામાંથી સાંપડે છે. સ્પૃહા વિનાનું તેમનું જીવન ખરેખર પાર્થવૃત્તિથી ભર્યુંભર્યું છે. ગુલાબ અને પારિજાતક-શાં પુપે જેમ આખી રાત્રિની પ્રતીક્ષા પછી સવારે સૂર્યનાં કિરણોના સ્પર્શથી ખીલી ઊઠે, તેમ પૂર્વભવનાં અનેક પુણ્યકર્મોના બળે વર્તમાનમાં જિનશાસનના નમંડળમાં તેજસ્વી તારલાની જેમ સેળે કળાએ ખીલી ઊઠી અનેક શ્રીસંઘને પ્રેરણા આપી રહ્યા છે. સાચે જ ગુલાબ-શા ગુલાબી અને કમળ-શા કેમળ સ્વભાવ દ્વારા તેઓશ્રી પિતાના નામને સાર્થકતાની ગરિમા અપી રહ્યા છે. કચ્છની ખમીરવંતી ભૂમિએ અનેક સંતે, મહેતા અને વીરપુરુષોની મૂલ્યવાન ભેટ આપી છે. પૂજ્યશ્રી પણ કચ્છના પિતા પુત્ર છે. સં. ૧૯૮પના જેઠ સુદ ૧૨ને મંગળવારે કચ્છના મનફરા ગામે આ મહાપુરુષને જન્મ થયે. તેમનું સંસારી નામ અમૃતલાલ હતું. પિતાશ્રી પેથાભાઈ ગાલા અને માતુશ્રી વાલીબેન ધર્મપરાયણ અને સાત્વિક વૃત્તિનાં હોવાને કારણે પુત્રને પણ એવા સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયે. બાળપણથી જ અમૃતલાલ ધર્મરંગે રંગાયા. વીતરાગમાર્ગના પ્રવાસી બનવા અને કષાયોને ડામવા સંગ્રામ શરૂ થયે. જેન શાસનના સ્વાર કલ્યાણ માટે ભેખ લેવાની તમન્ના જાગી. આખરે એ શુભ યોગ ઊભે થયે. સં. ૧૯૯૬ના મહા સુદ ૧૦ને રવિવારે મનફરામાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. જનકવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી હકારવિજયજી મહારાજ તેમના ગુરુદેવ બન્યા અને દાદા ગુરુદેવ પૂ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રસૂરિજી મહારાજના આશિષ સાથે સંયમયાત્રા આરંભી. અગિયાર વર્ષની કુમળી વયથી આરંભાયેલી પૂજ્યશ્રીની સંયમયાત્રા નિરભિમાનીતા, સાદગી અને અપ્રમત્તતાના 2010_04 Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-૨ ૧૯૩ ગુણો વડે શેભી રહી અનેકેને પ્રેરણાનાં પીયૂષ પાતી રહી. અપ્રમત્તતાને પૂજ્યશ્રીને ગુણ ઊડીને આંખે વળગે તેવો છે. તત્ત્વજ્ઞાન વડે અધ્યાત્મના અગાધ સમુદ્રમાં ડૂબકી મારી, તેમાં જ મસ્ત રહી જીવનારા એક અલગારી ધર્મપુરુષને સત્સંગ કરવા જેવો છે. ઇતિહાસનું વાચન અને લેખન, નાનાવિધ છંદોમાં સંસ્કૃત કલેકેનું સર્જન, જિનમૂતિઓ તથા પ્રાચીન શિલાલેખાનું આકલન આદિ તેમના પ્રિય વિષયે રહ્યા છે. સમતારસનું અનેક જીને પાન કરાવનારા આ શાસનપ્રભાવક સૂરિદેવ સૌના વંદનાના અધિકારી છે. કહેવાય છે કેઃ साधूनां दर्शनं पुण्य तीर्थभूता हि साधवः । तीर्थ फलितं कालेन - सद्यः साधुसमागमः ।। અર્થાત, તીર્થ તો અવસરે ફળે, પણ સાધુસમાગમ તે તુર્ત જ ફળ આપે છે. પાંચ મહાવ્રતનું ચુસ્તપણે પાલન કરનારા આ સાધુઓ ખરેખર તીર્થ સમાન છે. એવા એ સૂરિવરને સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રી દ્વારા સમયે સમયે શાસનનાં અનેક મંગલ કાર્યો થતાં રહ્યાં છે. વ્યાખ્યાન, તપસ્વીઓનું બહુમાન, યાત્રાસંઘ, સ્વામીવાત્સલ્ય, ઉપધાન, ઉજમણાં, દક્ષાપ્રસંગે આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પિતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર કરીને સધની સરિતા વહાવી છે. જેનસાહિત્ય અને જેન જ્ઞાનભંડારને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં તેઓશ્રીને અનન્ય ફાળો છે. સંઘવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિઓ જિનશાસનનું ગૌરવ છે. કેટિશઃ વંદન હજે એવી વિભૂતિને ! મૃતભક્તિના મહાન પુરસ્કર્તા, ભક્તિમાર્ગના અનન્ય આરાધક; પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાધુજીવનની સમાચારના પાલનમાં સદાય સજાગ અને સમયબદ્ધ રહેનારા પૂ. આચાર્યદેવશ્રી યશોવિજ્યસૂરિજી મહારાજનું ત્યાગી જીવન અનેક ગુણોથી મહેકી રહ્યું છે. પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયમાં ઉચ્ચતમ પદે બિરાજમાન પૂ. સૂરિવર્ય ખરે જ વાત્સલ્ય અને પ્રસન્નતાની મૂતિ છે ! મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજાના જ્ઞાનસારસૂત્રની “સમીત્ર મનો ચચ સ મધ્યસ્થ મહામુનિ ” પંક્તિની જીવંત કૃતિ અને “ચિત્ત પ્રસને રે પૂજનફળ કહ્યું.” એ પંક્તિમાં આનંદઘનજી મહારાજાએ વીંધેલી-ચીધેલી ચિત્તપ્રસન્નતાની ઝળહળતી ઝાંખી કરાવતું વ્યક્તિત્વ એટલે પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મહારાજ, , ૨૫ 2010_04 Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શાસનપ્રભાવક તેઓશ્રીને જન્મ સં. ૨૦૦૨ના મહા વદ ૧૩ને શુક્રવાર તા. ૧–૩–૧૯૪૬માં ઝીંઝુવાડામાં એક સંસ્કારી અને ધર્મનિષ્ઠ પરિવારમાં થયે હતો. બાળપણથી પૂર્ણિમાના ચંદ્ર જેવું પ્રસન્ન મુખકમળ અનેક જીવોના આકર્ષણનું કેન્દ્ર હતું. પિતા યંતિલાલે અને માતા કંચનબહેને બાળકને ઉછેર પણ પૂરતા વાત્સલ્યભાવથી કર્યો. સમય જતાં તેઓ શ્રતભક્તિના મહાન પુરસ્કર્તા બન્યા. પૂજ્યશ્રીનું સંસારી નામ યશવંતભાઈ. બાળપણથી જ યશવંતભાઈનાં ધર્મપ્રીતિ, તપ–જપની આરાધના, અને જ્ઞાનધ્યાનમાં રસ વધતા જ રહ્યા. એવામાં ગુરુદેવશ્રી આચાર્યભગવંત શ્રી ઋારસૂરિજી મહારાજની કૃપાદષ્ટિએ યશવંતભાઈની ધર્મત પ્રજવલિત કરી અને સં. ૨૦૧૩ના મહા સુદ ૧૦ના દિવસે ઝીંઝુવાડામાં દીક્ષા લઈ પૂ. આ. શ્રી કારસૂરિજી મહારાજના વિનય શિષ્ય યશોવિજયજી નામે જાહેર થયા. આગળ જતાં, પૂ. આ. શ્રી ૩ કારસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪રમાં જૂના ડીસા મુકામે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪પના મહા સુદ પાંચમને દિવસે બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રખર પ્રતિભાના ધારક, શાસનપ્રભાવક અને સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા આ મહાપુરુષ સાચે જ નાનાવિધ શાસનકાર્યોથી સંયમજીવનની સુવાસ પ્રસરાવી રહ્યા છે. પૂજ્યશ્રીને અલ્પ પરિચય પણ આપણને પ્રસન્ન વદન, સમતાપૂર્ણ હૃદય અને નેહ નીતરતાં નયનેની ત્રિવેણીમાં સ્નાન કરતાં હોઈએ એ અનુભવ કરાવી જાય છે. પૂ. ગુરુદેવશ્રીના ઉપશમભાવ અને સદાયનું સંગાથી મુક્ત હાસ્ય પૂજ્યશ્રીને તેઓના સાચા ઉત્તરાધિકારી જાણે ન હોય તેની પ્રતીતિ કરાવી જાય છે. ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સતત વહી રહેલી ગુરુકૃપાના પૂજ્યશ્રી અનુપમ વાહક છે. ભક્તિયોગ એમને પ્રિયમાં પ્રિય રોગ છે. પ્રભુ પ્રત્યે પાંગરતી પૂજ્યશ્રીની ભક્તિધારામાં આપણે સહજપણે પરિપ્લાવિત થઈ ઊઠીએ છીએ. વિહારયાત્રામાં પણ સતત ચિંતન-મનન–સંકલન-લેખન આદિ ચાલતાં જ હેય. યાત્રામાં વિહરતાં તેઓશ્રીનું દર્શન નયનરમ્ય હોય છે. સ્વ માટે વઝાનિ પાળ અને પર માટે મુનિ સુસુમાર વ્યક્તિત્વને વરેલા છે. - પૂજ્યશ્રીના પાવન પગલે તેઓશ્રીના પિતાશ્રી મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ સુંદર સંયમસાધના કરી રહ્યા છે. તથા લઘુબંધુ વિદુવર્ય મુનિરાજ શ્રી મુનિચંદ્રવિજ્યજી મહારાજ સંશોધનક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે. માતુશ્રી સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ તરીકે વિચરી રહ્યા છે. તથા લઘુબંધુ રાજેન્દ્ર મુનિરાજ શ્રી રાજેશવિજયજી તરીકે સુંદર સંયમસાધના કરી રહ્યા છે. આમ, પિતાના કુટુંબીજને અને અન્ય અનેક પવિત્ર આત્માઓને પૂજ્યશ્રીએ સંયમમાર્ગ પ્રબળે છે. વર્તમાન જિનશાસનના સિતારા સમા આ આચાર્યદેવ શાના ગૂઢ અભ્યાસી છે. ઉચ્ચ કોટિના અધ્યાત્મચિંતક છે. આનંદઘન આત્માના એકનિષ્ઠ આરાધક છે. અગણિત અનુષ્કાના ઉપાસક છે. આવા મહાસમર્થ ધર્માત્માના વરદ હસ્તે શાસનનાં માંગલિક કાર્યો દીર્ઘ કાળ પર્યત થતાં રહો એ જ હાર્દિક અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શતશ: વંદના ! 2010_04 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રમણભગવંતે-૨ રૈવતગિરિ તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય દેવો પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયભાનુચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયરામરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપઘસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ عم عم vailing, 2010_04 Page #198 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સ્વહસ્તે સાધુવેશે ચાર મહિના ત્યાગમાર્ગની તીવ્ર ઝંખનાની ઝાંખી કરાવનારા “સેવાસમાજ'ની સ્થાપના દ્વારા જૈન યુવકની કાર્યશકિતને વેગ આપનારા; રૈવતગિરિ તીર્થના જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય સાકાર બનાવનારા પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સંતે અને શૂરવીરને જન્મ આપનારી ધન્ય ધરા સૌરાષ્ટ્રમાં આવેલ વાંકાનેર નગરે સં. ૧૯૯૦ને પિષ સુદ ૧૧ને દિવસે પૂ. આ. શ્રી વિજ્યનીતિસૂરીશ્વરજી મહારાજને, સ્વ-પરને ધર્મમાગે નૌનિહાલ કરવા ઉદય–જન્મ થયો હતે. નામ પણ એવું જ હતું–નિહાલચંદ. પિતા ફૂલચંદ નેણસી પારેખ, જ્ઞાતિએ દશાશ્રીમાળી, ધંધે શરાફી, જ્ઞાતિમાં અગ્રણી અને રાજદરબારે માનભર્યું સ્થાન હતું. માતા ચેથીબહેન પણ એવાં જ આદરણીય અને સ્નેહાળ, સુશીલ અને ધર્મપરાયણું સન્નારી હતાં. તેઓને જ પુત્ર અને ૨ પુત્રીઓ હતાં, તેમાં સૌથી નાના પુત્ર નિહાલચંદ. નાના એટલે લાડકડમાં ઊછર્યા. આ સુખી-સંપન્ન પરિવારમાં ધર્મસંસ્કાર પણ અજવાળાં પાથરી રહ્યા હતા. તેમાંયે નિહાલચંદને પૂર્વ ભવના પુણ્યગ વધુ ને વધુ ધર્મ પ્રત્યે જાગૃત અને પ્રવૃત્ત બનાવતા રહ્યા. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને વ્યાખ્યાનશ્રવણુ એ તેમના જીવનકમ બની ગયા. બુદ્ધિ પણ તીવ્ર અને તેજસ્વી કે દંડક અને કર્મગ્રંથને અભ્યાસ ચાલે. ચાર અંગ્રેજીને અભ્યાસ પૂરો કર્યા પછી આગળ વ્યાવહારિક શિક્ષણ લેવાની ઈચ્છા થઈ નહીં. ધંધામાં પણ રસ ન પડ્યો. સંસારમાંથી જ રુચિ ઊઠી ગઈ. ઊંડે ઊંડે દીક્ષાની ભાવના જાગી હતી અને તેને સાકાર કરવા તી લગન લાગી હતી. આ માટે નાસીને અમદાવાદ, ખંભાત અને પાટણ પણ ગયેલા. પણ પિતાએ પકડીને રાજકેટ એક જાણીતા વલને ત્યાં કામે બેસાડ્યા. ત્યાં આ ધમ જીવને કેવી રીતે ચેન પડે ? ફરી નાસીને મહારાજશ્રી પાસે પહોંચ્યા. વળી ઠેરના ઠેર. કારણ કે મહારાજશ્રી માતાપિતાની સંમતિ વગર દીક્ષા આપવાની ના કહે અને માતાપિતા સંમતિ આપે નહીં. આવી વિષમ સ્થિતિમાં, દીક્ષાની તીવ્ર ભાવનાથી પ્રેરાઈને જાતે જ મુનિ વેશ ધારણ કરી લીધું. સં. ૧૯૪હ્ના અષાઢ સુદ ૧૫ને દિવસે, ૧૯ વર્ષની યુવાન વયે. મહેરવાડાના માર્ગમાં એક વૃક્ષ નીચે સ્વયં સંસારી કપડાને ત્યાગ કરી, સાધુવેશ ધારણ કરી લીધું. ત્યાંથી મહેરવાડા આવ્યા. ચોમાસાના ચાર મહિના ત્યાં જ રહ્યા. ત્યાંથી ઉમતા આવ્યા. ત્યાં બિરાજમાન પૂ. મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજે તેઓશ્રીની મકકમતા જોઈ, સં. ૧૯૫૦ના કારતક વદ ૧૧ને દિવસે મુનિ ભાવવિજયજીના નામથી ક્રિયાપૂર્વક દીક્ષા આપી. ત્યાંથી વડનગર પધારતાં ત્યાં પૂ. પં. શ્રી પ્રતાપવિજ્યજી મહારાજ અને પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ તેમને સાધુવેશમાં જઈને વિસ્મય પામ્યા. જ્યારે બધી વાત જાણી ત્યારે હર્ષિત થયા. અહીં માંડલિયા જેગમાં બેઠા અને મહા સુદ ૪ના સીપર ગામમાં પૂ. પ્રતાપવિજયજી મહારાજના વરદ હસ્તે ધામધૂમથી વડી દીક્ષા 2010_04 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શ્રમણભગવંતો-૨ ગ્રહણ કરી, તેમના શિષ્ય બની, મુનિશ્રી નીતિવિજ્યજી નામે ઘોષિત થયા. તે દિવસે આખા ગામને જમાડવામાં આવ્યું હતું. તીવ્ર ઝંખનાને અંતે પ્રાપ્ત થયેલ સંયમને માર્ગ હવે સરલ–નિષ્ક ટક બનતાં પૂજ્યશ્રી જ્ઞાનોપાસનામાં લાગી ગયા. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને આગમશાને અભ્યાસ તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિમત્તાને લીધે ઝડપભેર આગળ વધવા લાગ્યા. સાથે સાથે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો પણ પૂજ્યશ્રીની સાધુતાને યશસ્વી બનાવતાં ચાલ્યાં, જેની કેટલીક યાદી આ પ્રમાણે છે : સં. ૧૯૫૩માં અમદાવાદથી શત્રુંજય તીર્થને ૩૫૦૦ યાત્રિકો સાથે છરી પાલિત સંઘ. તે જ વર્ષે પાટણ ચાતુર્માસ કરી, સંઘમાં ચાલતે કલેશ દૂર કરાવ્યો. અહીં પૂજ્યશ્રીના સંસારી પિતાનું આગમન થયું અને પૂજ્યશ્રીની મેધાવી વૈરાગ્યદેશના સાંભળી કૃતકૃત્યતા અનુભવી. સં. ૧૫૫માં અમદાવાદ ચાતુર્માસ દરમિયાન સૂત્રવાચના છ-છ કલાક ચાલતી. સં. ૧૯૫૬માં વડનગર ચાતુર્માસ વખતે કેલેરાને રેગચાળો ફેલાયે. ઉકાળેલું પાણી પીવું, ટાઢું ન ખાવું, ઊદરી, આયંબિલ, ઉપવાસ કરવા અને રાત્રિભોજન ન કરવું વગેરે નિયમોનું મહત્ત્વ ભારપૂર્વક સમજાવતા અને દરેક જૈન એ પાળવા તત્પર રહેતા. આ નિયમનથી જેમાં એક પણ મરણ થયું નહીં. સં. ૧૫૮માં સુરતમાં એક અને દાહોદમાં બે – એમ કુલ ત્રણ મુમુક્ષુઓને દીક્ષા આપી, જે અનુક્રમે મુનિશ્રી દાનવિજયજી, મુનિશ્રી વીરવિજ્યજી અને મુનિશ્રી હર્ષવિજયજી હતા. એ જ વર્ષે ઈદેરમાં માસકલ્પ કર્યું. ઉજજૈન અને આજુબાજુ વિહાર દરમિયાન અનેક સ્થાનકવાસી શ્રાવકેએ પૂજ્યશ્રીના ઉપદેશથી મૂર્તિપૂજા સ્વીકારી. સં. ૧૫૯ અને ૬૦માં અમદાવાદના જ્ઞાનભંડારના ઉદ્ધાર માટે અગ્રગણ્ય શ્રાવકેને પ્રેરણા આપી. સં. ૧૯૬૧ના માગશર સુદ પાંચમે સુરતમાં ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા. આ જ વર્ષે રાંદેરમાં ઉપધાનતપ કરાવ્યાં અને સં. ૧૯૬૨ના કારતક વદ ૧૧ના શુભ દિને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. દીક્ષા પછી પ્રથમવાર, સં. ૧૯૬રમાં જન્મભૂમિ વાંકાનેર પધાર્યા. ગામના આ નરરત્નનું સમસ્ત શહેરે સામૈયું કર્યું. પૂજ્યશ્રીની પ્રભાવક વાણી સાંભળી ગામ ધન્ય ધન્ય બની ગયું. સં. ૧૯૬૩ થી ૧૯૬૭ દરમિયાન બે છ'રી પાલિત સંઘ, ઉપધાન તપ અને શંખેશ્વર તીર્થ ભમતીમાં પ્રભુપ્રતિષ્ઠાદિ ધર્મકાર્યો પ્રવર્તાવ્યાં. સં. ૧૯૬૯માં વીરમગામમાં પૂજ્યશ્રીના ઉપદેશથી સાધુ-સાધ્વીજી માટે, સંસ્કૃત-પ્રાકૃતના ધર્માભ્યાસ માટે, પાઠશાળા સ્થપાઈ. . ૧૯૭૨માં પાટણ પધારતા શ્રી હેમચંદ્રાચાર્ય સભાના સંચાલકને જ્ઞાનમંદિર સ્થાપવા અને ગ્રંથાવલિ શરૂ કરવા ઉપદેશ આપે. એ વર્ષે ચાણસ્મા ચાતુર્માસમાં શ્રીસંઘને વહીવટ એકસંપી અને વ્યવસ્થિત કરાવ્યો. સં. ૧૯૭૪માં ઊંઝામાં પધાર્યા. જુવાનોની જાગૃતિ, રૂઢિઓ પ્રત્યે જેહાદ, કાર્યો કરવાની હોંશ, પણ બિન અનુભવી અને ઉતાવળની નબળી કડી – આ સર્વ સ્થિતિ જાણી, યુવાનોને સંઘના હોદ્દા માટે દૂર રહેવા સેવાસમાજ' નામની સંસ્થાની સ્થાપના કરાવી, તેની કાર્યશક્તિને વેગ આપે. સં. ૧૯૭૬ના માગશર સુદ ૧૧ને દિવસે અમદાવાદ-ગુવારની પળના ઉપાશ્રયે પૂજ્ય અનુગાચાર્ય શ્રી ભાવવિજ્યજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ થયા. સં. 2010_04 Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ૧૯૭૭ના પાલીતાણા ચાતુર્માસ દરમિયાન · સેવાસમાજ 'ની સ્થાપના કરાવી જૈન યુવકને સમાજસેવાના મંત્ર સમજાવ્યે. શાસનપ્રભાવક પૂજ્યશ્રી દ્વારા જે મહત્ત્વપૂર્ણ અને ચિરઃસ્મરણીય કાર્ય થયાં, તેમાંનું એક છે રૈવતગિરિ ( ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર. સ. ૧૯૭૮માં વેરાવળ પધારતાં આ કાર્યનું મડાણ થયું હતું. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં રૈવતગિરિ તીના મહિમા, ઇતિહાસ, પૂર્વેના મહાપુરુષોના ભાગ, લાખા–કરોડાના ખર્ચે....અને કચાં હાલની જીણુશી દશા ! તેની ચિતા અને આ માટે સજ્જ થવાની હાકલ; અને પાતે પણ સાથે હોવાની તત્પરતા દર્શાવતા; એમાં જૂનાગઢના દીવાન શ્રી ત્રિભાવનદાસભાઇનું વેરાવળમાં આગમન અને વેરાવળના જાણીતા દાનવીર-ધર્મવીર શેઠશ્રી દેવકરણ ખુશાલચંદની આગેવાની – વગેરે બાબતેાથી વાત બલવત્તર બની. પૂજ્યશ્રી ચાતુર્માસ પૂર્ણ કરીને જૂનાગઢ પધાર્યાં. અને ત્યાંના શ્રીસંઘને પણ પ્રાત્સાહિત કર્યાં. જીર્ણોદ્ધારના ભગીરથ કાર્ય માટે એક પછી એક આયેાજન હાથમાં લઈ ને તેમાં એતપ્રેત બની જતાં, સફળતાના સૂર ખજવા લાગ્યા. જૂનાગઢ અને વેરાવળના આગેવાનાને તૈયાર કર્યાં. બંને સ્થળે જૈન સેવાસમાજની સ્થાપના કરી. ફંડની યાજના, કમિટીઓ વગેરે વ્યવસ્થાતંત્ર ગોઠવાતુ રહ્યું. રાજકોટ, વાંકાનેર, અમદાવાદ વગેરે સ્થળે પધારી ત્યાં વ્યાખ્યાન આપી આ કાર્યને વેગ આપ્યા. પુનઃ જૂનાગઢ પધાર્યા. જીર્ણોદ્ધારનાં સ્થળ, ખર્ચના અંદાજ, કામની વ્યવસ્થા, ભારતભરમાં ફંડ માટે કાર્ય કર્તાઓને માકલવા, ભારતભરના જૈન સંધાને જીર્ણોદ્ધારની વિગતાથી માહિતગાર બનાવવા, તેની જરૂરિયાત સમજાવવી, પત્રવ્યવહાર કરવા વગેરે પ્રચારત ંત્ર અને નાની-મેટી દરેક બાબતે ધ્યાનમાં લઈ તીર્થોદ્ધાર સાકાર કરવામાં તન્મય બની ગયા. દેશભરના શ્રીસદ્યા દ્વારા આ ઐતિહાસિક કાર્યોંમાં સહયાગ પ્રાપ્ત થયા. વિદેશના એડન આદિના શ્રીસ ાએ પણ સારા ફાળે નોંધાવ્યેા. સાત વર્ષની લગાતાર જહેમતના અંતે જીર્ણોદ્ધારનુ` કાર્ય સંપન્ન બનતાં સ. ૧૯૮૫ના માગશર વદ પાંચમે ખૂબ શાનદાર રીતે પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવાયેા. આ સાત વર્ષો દરમિયાન રેવતિરિ તીર્થોદ્ધારના કાર્ય ઉપરાંત, વાંકાનેરમાં ઉપાશ્રયના જીર્ણોદ્ધાર, કડીમાં સ`પનુ નિવારણ, અમદાવાદ-વીરવિજયજી ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે ફંડ, રાધનપુરમાં પાઠશાળા માટે ફંડ, એર્ડિંગની શરૂઆત વગેરે શાસનનાં—સમાજનાં વિધવિધ કાર્યો સુસંપન્ન બનાવ્યાં, સ. ૧૯૮૭માં મરુભૂમિ મારવાડ પધારી જાવાલની પંચતીથી કરી. લેાદી સંધની વિનતિથી ત્યાં પધારી સધના ક્લેશ દૂર કરાવ્યેા. અહીનું ચાતુર્માસ નોંધપાત્ર બન્યું. દરેક ધર્માનુષ્ઠાનામાં પ્રત્યેક ગચ્છે તેમ જ સ્થાનકવાસીએએ અને તેરાપ'થીઓએ પણ ભાગ લીધે. દેરાસર અને મેાટી ધ શાળાનું નિર્માણકાય થયું. પૂજ્યશ્રી ત્યાંથી તખતગઢ પધાર્યા. ત્યાંના સંઘના ક્લેશ જાણી, દેરાસર સુધ્ધાંને તાળાં દેવાયાનું જાણી ખૂબ દુ:ખી થયા અને વ્યથિત હૃદયે શ્રીસંઘને ઉપદેશ આપતાં અદ્ભુત ચમત્કાર થયા. બધાંની આંખેામાં આંસુ છલકાઈ ગયાં. વાટાઘાટો ચાલી અને આખરે ક્લેશ શાંત થયા. સંધમાં આનદમંગલ વર્તાઈ રહ્યાં. રૈવતગિરિ તીર્થ્રોદ્ધારની જેવુ જ પૂજ્યશ્રીનું ખીનું ચિરંજીવકા અમદાવાદમાં શ્રી મહાવીરસ્વામી જિનાલય પાસે, ગાંધી રોડ પર આવેલ · શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને ફ્રી વાચનાલય ’ 2010_04 Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૧૯ છે. એ સમયે અમદાવાદમાં સ્થિતિ એવી હતી કે જે ઉપાશ્રયમાં ગ્રંથભંડારે હોય તેને ઉપગ ત્યાંની પિળવાળા જ કરે. બધા ગ્રંથ ભંડારોની આ સ્થિતિ હતી, જાહેર ઉપયોગ શક્ય ન હતા. પૂજ્યશ્રીએ આ સ્થિતિમાં સુધારો કર્યો અને સૌ કે ઈ બધા ગ્રંથભંડારેને ઉપયોગ કરી શકે એવી સ્થિતિ નિર્માણ કરી. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલા મુનિસંમેલનમાં પૂજ્યશ્રીએ આગળ પડતો ભાગ લીધે હતે. સં. ૧૯૩માં પાટણ પધાર્યા. ત્યાં દીક્ષાના પ્રશ્ન વર્ષોથી કલેશ ચાલતું હતું. સંઘ અને સોસાયટી–એવા બે ભાગ પડી ગયા હતા. આ કલેશનું બીજ સમય જતાં પાટણના સમસ્ત જેને ઘેરી વળ્યું હતું. વારંવાર પ્રયત્ન થયા હતા, પણ સફળ થયા ન હતા. એવા વાતાવરણમાં પૂજ્યશ્રીનું આગમન થયું. તેઓશ્રીની સરળતા, સૌમ્યતા, પ્રભાવકતા, ધર્મપ્રીતિ અને સમયજ્ઞતા કામ કરી ગઈ. સમાધાન, અને તે પણ માનભર્યું થયું. સં. ૧૯૯૩માં અમદાવાદ-લુવારની પિળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. શામળાની પિળમાં ત્રણ-ત્રણ દેરાસર અને પિળ પણ મેટી, છતાં ત્યાં તપાગચ્છને કેઈ ઉપાશ્રય નહીં. આ વાતની જાણ થતાં પિતાના વિદ્વાન શિષ્ય પં. શ્રી ઉદયવિજયજીને શામળાની પળે આઠ દિવસ મોકલી સુંદર ઉપાશ્રય કરાવ્યો. મેવાડની વીરભૂમિ પુણ્યભૂમિ મનાય છે. ભારતના સુંદર પ્રાન્તમાં કાશ્મીર પછી બીજો નંબર મેવાડને આવે. પર્વતશ્રેણીઓથી ભરેલે આ પ્રદેશ લીલુંછમ અને રમણીય લાગે છે. મેવાડમાં ચિતોડગઢ, કુંભલગઢ અને માંડવગઢ મુખ્ય ગઢ છે. બીજા નાના નાના ગઢ પણ ઘણા છે. મેવાડનો ઇતિહાસ જૈનવીરેથી ગૌરવાંકિત છે. મેવાડ તો શું, આખા રજપૂતાનામાં પ્રધાન તે જેન, મંત્રી તે જેન, કેષાધ્યક્ષ તે જેન, દંડનાયક તે જેન – એમ નાનાથી મોટા બધા અધિકાર જૈને પાસે હતા. તેઓએ કરેડ રૂપિયાનાં દાન આપી, ધર્મકાર્યો કરાવ્યાં; અનેક જિનાલય બંધાવી જૈનધર્મને વિજયધ્વજ ફરકાવ્ય. ચિતોડગઢમાં સાત મજલાવાળે જૈન કીર્તિસ્તંભ છે. આ કીર્તિસ્તંભ પાસે બીજાં નાનાંમોટાં જિનમંદિર અને તેમાંનું શિલ્પ અત્યુત્તમ છે. આજે એ બધું જીર્ણશીર્ણ થઈ ગયું છે. સં. ૧૯૫માં પૂજ્યશ્રી અહીં પધાર્યા. તેઓશ્રી આ બધું જાણતા હતા. અહીં પધારવાની મુખ્ય નેમ એ સર્વને જીર્ણોદ્ધાર કરાવવાની હતી. બધું નજરે જોઈ આ નેમ વધુ દઢ બનાવી. ઉદયપુર ચાતુર્માસ કરી આ કાર્યને સારો વેગ આપ્યો. ૧૨ થી ૩૫ વર્ષના ચારિત્રપર્યાયી પાંચ સ્થાનકવાસી મુનિઓ, જેઓ કેટલાક સમયથી સંવેગી સાધુ બનવાની ભાવનાથી ગુરુની શોધમાં હતા. તેઓએ અનેક મમંથનને અંતે પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનવાનો નિર્ણય કરી, પ્રાંતે સં. ૧૯૬માં અમદાવાદ-હડીભાઈની વાડીમાં, ચતુર્વિધ શ્રીસંઘની વિશાળ મેદની વચ્ચે, આચાર્યશ્રીના સ્વહસ્તે વાસક્ષેપ નખાવી સંવેગી દીક્ષા સ્વીકારી. ચિતોડગઢના જીર્ણોદ્ધારનું કામ પૂરું થવા આવતાં સં. ૧૯૭નું સાદડીનું ચોમાસું પૂર્ણ કરીને એ તરફ વિહાર કર્યો. છેલ્લાં એકબે વર્ષથી સ્વાચ્ય નરમ-ગરમ રહેતું હતું. વાયુપ્રકોપને લીધે સોજા ચડી જતા. તેમાં ઉદયપુર પહોંચતાં તબિયત લથડી. છતાં ચિતોડગઢ પહોંચવાના, તેના ઉદ્ધારકાર્યને જાતે નીરખવાના વિચારની સામે તબિયતની કંઈ ખેવના કરી નહીં. સં. ૧૯૮ના પિષ વદ ૭ને દિવસે એકલિંગજી પધાર્યા. 2010_04 Page #202 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ શાસનપ્રભાવક તબિયતે ગંભીર રૂપ લીધું, અને બીજે દિવસે ઊગતી સવારે સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. ઉદયપુરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. મેવાડના રિવાજ પ્રમાણે અગ્નિસંસ્કારની રાખને પાલીતાણા મોકલી, પવિત્ર શેત્રુંજી નદીમાં રાખ પધરાવવામાં આવી. એ મહાન વિભૂતિને પગલે અનેકાનેક ભવ્ય છે ધન્ય અને પાવન બની ગયા, તેમ એ મહાન વિભૂતિની ભભૂતિના સ્પર્શ શેત્રુંજી નદીનાં નિર્મળ નીર પણ ધન્ય બની ગયાં. કટિ કટિ વંદન હો એ મહાન સૂરિને! ધર્મધુરંધર; જિનાગમરહસ્યવેદી પૂ. આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ મભૂમિ મારવાડના જાલેર જિલ્લામાં થાવલા' નામનું ગામ આવેલું છે. કહેવાય છે કે થાવલા કે પ્રાચીન ધર્મનગરી હશે! આજે પણ ત્યાં ખોદકામથી જૈનમંદિરના અવશે મળી આવે છે. આ ધર્મભૂમિમાં એસવાલ વંશભૂષણ ધર્મનિષ્ઠ અચલાજી નામના સુશ્રાવક રહેતા હતા. એમને શીલવતી અને સદ્ગુણાનુરાગી ભૂરીબાઈ નામે ધર્મપ્રેમી પત્ની હતી. દંપતીનું જીવન સાદું, સંતેવી અને ધર્મપરાયણ હતું. આ દંપતીને સં. ૧૯૪૧ના ફાગણ સુદ પંચમીએ એક પુત્રરત્ન પ્રાપ્ત થયું. ચાર પુત્રો અને બે પુત્રીઓમાં આ દંપતીને આ પુત્ર અત્યંત પ્રિય હતે. નામ હતું હુકમાઓ. હુકમાજીની દસ વર્ષની વયે પિતાનું છત્ર ઊઠી ગયું. ભાઈ એ ધંધાથે રત્નાગિરિ (મહારાષ્ટ્ર ) વસ્યા હતા. હુકમાજીને પણ ત્યાં રહેવાનું થયું. પરંતુ તેમનું ધ્યાન ધંધામાં લાગવાને બદલે વૈરાગ્ય તરફ વધુ ઢળતું હતું. એમાં તેમના પડોશી ડાહ્યાભાઈ અને તેમના મિત્ર વાડીલાલ અને ભક્તિભાવપૂર્વક સ્તવને-સજ્ઝા ગાતા. એ સાંભળીને હુકમજીને વૈરાગ્યભાવ બલવત્તર બનતો જતો હતો. પરંતુ માતા અને ભાઈભાભીઓના વહાલા હુકમજીને સંયમ માટે સહજપણે અનુજ્ઞા મળે એવી શક્યતા ન હતી. તેમ છતાં, હકમાજી ડાહ્યાભાઈ અને વાડીભાઈના સંગમાં જપ-તપ અને પૂજનાદિના ઉત્સવમાં અવારનવાર જતા હતા. કાળક્રમે આ બંને મિત્રોની દીક્ષા થઈ. અને હુકમાજી પણ પૂજ્ય ગુરુદેવ સાથે સાથે વિહાર કરતા રહ્યા. અંતે સં. ૧૯૫૮ના ફાગણ સુદ ને શુભ દિને ગુરુમહારાજ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દાહોદ મુકામે હકમાજીને દીક્ષા આપવામાં આવી, અને હુકમજી હર્ષવિજયજી મુનિશ્રી નામે ઘોષિત થયા. આ સમાચાર મળતાં જ ઘરના સર્વ આત્મજનેએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ જન્મોજનમના વૈરાગી મુનિ અવિચળ રહ્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજે પોતાનું લક્ષ સ્વાધ્યાય-તપ વધારવામાં જ આપ્યું. ગુરુમહારાજ પાસેથી પંચ પ્રતિકમણ, પાક્ષિકસૂત્ર, જીવવિચાર, નવતત્વ, દંડક, લઘુઘયણ આદિ ગ્રંથને અભ્યાસ કરીને પિતાની બુદ્ધિપ્રભા અને જ્ઞાનપિપાસાનો પરિચય આવે. પૂજ્યશ્રીને સં. ૧૯૭૦માં માગર સુદ ૧૩ના દિવસે ગણિપદ અને માગશર સુદ ૧૫ના દિવસે પંન્યાસપદથી ભાવવામાં આવ્યા. આ પ્રસંગે રાધનપુર મુકામે ઉત્સવ ઊજવાયા. સતત 2010_04 Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૨૦૧ વિહાર દ્વારા સાધનાઆરાધનાને પ્રચાર-પ્રસાર કરતાં આ મુનિવરને ફલેધિ મુકામે સં. ૧૯૮૮ના જેઠ સુદ ૬ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પિતાના ૫૮ વર્ષના સુદીર્ઘ દક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ સમગ્ર ભારતવર્ષમાં વિહાર કરીને ભિન્ન ભિન્ન સ્થળોએ ચાતુર્માસ કર્યા, જેમાં પાલીતાણા, અમદાવાદ, ઊંઝા, સુરત, રાધનપુર જેવાં ગુજરાતનાં શહેરે છે, તે ઉજ્જૈન, થાવલા, ઈદેર, મુંબઈ, પૂના, તખતગઢ, ગુડાબાલેતરા, શિવગંજ, સાદડી જેવાં ગુજરાત બહારનાં દૂર દૂરનાં શહેરો પણ છે. આ સ્થળોએ ઉપધાન, ઉજમણું, પ્રતિષ્ઠા–અંજનશલાકાદિના મહત્સવ ઊજવીને ધર્મધ્વજા ઉન્નત રાખી. પરિણામસ્વરૂપ, પૂજ્યશ્રીને શિષ્યપ્રશિષ્ય-સમુદાય દિનપ્રતિદિન વિસ્તરત જ રહ્યો. સં. ૨૦૧૬ના પોષ સુદ ૮ની રાત્રિના ૧૨-૦ વાગ્યા પછી સ્વર્ગારોહણ કર્યું ત્યારે પૂ. આચાર્યશ્રીને વિશાળ શિષ્ય–સમુદાય આ મૃત્યુલેકમાં જીવોને ધર્મારોહણ પ્રતિ દેરી રહ્યો હતો. આ શિષ્યરત્નોમાં પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, આચાર્યશ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ, પં. શ્રી મંગળવિજયજી ગણિ, મુનિશ્રી સુમતિવિજયજી અને અન્ય મુખ્ય છે. આ સર્વના શિષ્ય અને પ્રશિષ્યની યાદી તે ખૂબ વિસ્તૃત બને તેમ છે. આવા ધર્મ ધુરંધર, જિનાગમરહસ્યવેદી, સુવિહિત નામધેય પૂ. આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજને જય હે ! - છE૯a— પ્રશાંતમૂર્તિ, ભદ્ર પ્રકૃતિથી વિભૂષિત પૂ. આચાર્યશ્રી વિજય મહેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્યશ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પરમ તીર્થોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હતા. અને સમુદાયમાં પરંપરાએ ગચ્છાધિપતિ હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૫૩માં રતલામમાં થયું હતું. તેમનું સંસારી નામ મિસરીમલજી હતું. તેમણે ચાર વર્ષની વયે પિતા અને અગિયાર વર્ષની વયે માતા ગુમાવ્યાં. વ્યાવહારિક ચાર શ્રેણી હિન્દીનો અભ્યાસ કરી શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં-મહેસાણા ચાર માસ સુધી પંચપ્રતિકમણાદિ ધાર્મિક અભ્યાસ કર્યો. સં. ૧૯૬૪માં પં. શ્રી સિદ્ધિવિજ્યજી ગણિના સંપર્કમાં આવતાં, તેમના હૃદયમાં વૈરાગ્યભાવના જાગૃત થઈ. ત્યાર બાદ સં. ૧૯૬૮માં વિસનગરમાં પૂ. શ્રી નીતિવિજયજી મહારાજના સંપર્કમાં આવતા સં. ૧૯૬૯માં તેઓશ્રીના શિષ્ય શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. તેર વર્ષ સુધી પૂ. ગુરુમહારાજ પાસે રહી જાય, વ્યાકરણ આદિ ગ્રંથને અભ્યાસ તેમ જ ઉત્તરાધ્યયન, આચારાંગ આદિ સૂત્રેના યોગદ્વહન કર્યા અને સં. ૧૯માં અમદાવાદમાં આચાર્યપદથી અલંકૃત થયા. તેઓશ્રીની શુભ નિશ્રામાં પૂના, બાલાપુર, ભરૂચ, ગેહલી, પાડીવ આદિ સ્થળે ઉપધાન આદિ વિવિધ તેની સુંદર આરાધના થઈ હતી. તેમ જ સિદ્ધક્ષેત્ર, જામનગર, શિવગંજ, શ્ર. ૨૬ 2010_04 Page #204 -------------------------------------------------------------------------- ________________ २०२ શાસનપ્રભાવક પાડીવ આદિ સ્થળોએ ભગવતી આદિ સૂત્રોની વાચનાઓ, ઉદ્યાપન, અષ્ટાહ્નિકા મહોત્સવ, અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષાઓ આદિ શાસનપ્રભાવક કાર્યો થયાં હતાં. પૂજ્યશ્રી સ્વભાવે અત્યંત શાંત, માયાળુ, સદૈવ જ્ઞાન ધ્યાનમાં મગ્ન અને સરળતા, સૌમ્યતા આદિ ગુણના ભંડાર હતા. સં. ૨૦૨૨માં ૫૩ વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના જવાથી જેન સમાજને સુવિહિત આચાર્યની મોટી ખોટ પડી. એવા એ સમર્થ શાસન પ્રભાવક આચાર્યદેવને શતશ: વંદના ! આજીવન જ્ઞાનોપાસક વિઘાપુરુષ પૂ. આચાર્યશ્રી વિજયકકલ્યાણસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્યશ્રી વિકલ્યાણસૂરીશ્વરજી મહારાજને જન્મ રાધનપુરમાં સં. ૧૯૫૧માં થયું હતું. બચપણમાં જ માતાપિતાનું અવસાન થયું. આથી તેમનું લાલનપાલન કાકાને ત્યાં થયું. કાકાએ તેમને અભ્યાસાર્થે અમદાવાદમાં સગત શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ હાઈસ્કૂલમાં દાખલ કર્યા હતા. ત્યાં વ્યાવહારિક શિક્ષણ સાથે તેઓશ્રીએ જીવવિચાર, નવતત્વ, દંડક, બે કર્મગ્રંથ તેમ જ પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ સહિતને અભ્યાસ કર્યો. કાકાશ્રીએ પિતાનું સ્થાન મેગ્ય રીતે જાળવી રાખ્યું એટલે તેમને વ્યવહાર જીવનમાં ઉપયોગી થવા માટે ઈચ્છા નહિ હોવા છતાં નાછૂટકે ઉપકારવશ અભ્યાસ છોડવો પડ્યો હતો છતાં અધૂરો રહેલો ધર્માભ્યાસ કુરસદ મેળવીને તેઓશ્રીએ શ્રી બુદ્ધિસાગરજી પાઠશાળામાં પૂરો કર્યો હતો અને આજીવિકા માટે ધાર્મિક પાઠશાળામાં માસ્તરની નોકરી સ્વીકારી હતી. ભણનાર કરતાં ભણાવનારને અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડે છે. અને તેથી અભ્યાસ માટે વધુ એકાગ્રતા પણ આવે છે. તેઓશ્રી એક તે છેક નાની વયથી જ ત્યાગ અને વૈરાગ્યવાસિત હતા, તેમાં જ્ઞાનનું ઓજસ ભળતાં તેમણે ભાગવતી દીક્ષા લેવાને નિર્ણય કર્યો. સં. ૧૯૬૮માં કાકાની રજા લઈને તેઓશ્રી કાશીએ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ પાસે અભ્યાસાર્થે ગયા. ત્યાં તેમને સંગ્રહણીને રોગ લાગુ પડી જવાથી અમદાવાદ પાછું આવવું પડ્યું. વળી પાછા ભાવિભાવને અનુસરીને પાઠશાળામાં શિક્ષક બન્યા. સં. ૧૯૬માં તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીને ગાઢ પરિચય થતાં, તે જ વર્ષના મહા માસમાં પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રીએ દર્શન, જ્યોતિષ, વેદ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિને અતલ અભ્યાસ કરીને વિદ્વત્તા અને ખ્યાતિ પ્રાપ્ત કર્યા. પૂજ્યશ્રી શ્રીસંઘના સંગઠન અને ઉત્કર્ષ માટે સદૈવ જાગૃત રહ્યા હતા. સં. ૧૯૯૦માં અમદાવાદ મુકામે શ્રી શ્વેતાંબર સાધુઓનું બૃહદ્ સંમેલન ભરાયું, તેને સફળ બનાવવામાં વૃદ્ધ મહાત્મા શ્રી કાન્તિવિજયજી દાદાએ શ્રી નીતિસૂરિજી મહારાજ સાથે કપડવંજ મુકામે પત્રવ્યવહાર કર્યો. શ્રીમદ્ વિજય કલ્યાણ સૂરિને દહેગામ જઈ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિદ્યાવિજયજી મહારાજ 2010_04 Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા–ર વગેરે સાથે મંત્રણા કરવા માકલ્યા હતા. આ શુભ મ`ત્રણાના પરિણામે સાધુસંમેલન સફળતાપૂર્વક પાર પડયું હતું. સમગ્ર જૈનસમાજ આ વાતના ગૌરવભેર સ્વીકાર કરે છે. ઉપરાંત, પૂજ્યશ્રીએ અનેક જગ્યાએ જિનાલયેાની પ્રતિષ્ઠાએ અને છર્ણોદ્ધાર કરાવેલ છે. અનેક પુણ્યાત્માઓને ભાગવતી દીક્ષા આપેલ છે. એવા એ શાસન પ્રભાવનામાં સદા જાગૃત બાળબ્રહ્મચારી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ ૪૧ વર્ષના દીક્ષાપર્યાય પાળીને ૬૦ વર્ષની વયે કાળધર્મ પામ્યા. જિનશાસનના એ વિદ્યાપુરુષને શતશઃ વંદન ! ---- ચારિત્રચૂડામણિ, સમથ શાસ્ત્રવેત્તા, ‘ખાખી મહાત્મા પૂ. આ. શ્રી વિજયમંગળપ્રભસૂરીશ્વરજી મહારાજ हंसा महिमंडल मण्डनाय, यत्रापि तत्रापि गता भवन्ति । हानिस्तु तेषां हि सरोवराणां येषां मरालैः सह विप्रयोगः ॥ 2010_04 હુંસ તે જ્યાં જાય ત્યાં પૃથ્વીમ`ડળના આભૂષણ રૂપ બને છે; પરંતુ હાનિ તે તે સરોવરને છે જેને હંસના વિયેાગ થાય છે. શાસન-સાવરને રાજહંસના વિયેગ પડયો. એ વિયેાગની વિષમતામાં, પૂજ્યશ્રીના ગુણગુ'જનથી હૈયાને હળવું કરવા કલમને વેગ મળ્યા. પણ જેમ અસલ વસ્તુની મા તેની છાયામાં નથી, તેમ અનુભવની મજા કોઈ ને કહેવામાં નથી. સમીપ આવ્યા વિના સાચી વસ્તુને ઓળખી શકાતી નથી. મેાતીની ચમક દરિયા જોવાથી પામી શકાતી નથી. આવું એક અણુમેલ મેતી દેવગુરુભક્તિવ'ત સુશ્રાવક ઊજમશીભાઈ હિમજીભાઈનાં ધર્મ પત્ની સંતાકબેનની રત્નકુક્ષિએ ઉત્પન્ન થયુ'. ચરમ શાસનપતિ ત્રિશલાનંદન શ્રી મહાવીર પરમાત્માએ સાડાબાર વર્ષોની ઘેાર તપશ્ચર્યાનુ સર્વોત્કૃષ્ટ ફળ લેકાલેક પ્રકાશક શ્રી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જગતના અજ્ઞાનતાનાં અંધારાં ઉલેચ્યાં. તે ઉત્તમ દિને યાને વૈશાખ સુદ દશમીએ દવિધ યતિધર્મનું આરાધન કરવા આ સૃષ્ટિમાં અવતરી વિ. સ. ૧૯૫૧ની સાલે માનવજીવનની મહાયાત્રાનો પ્રારંભ કર્યા. ચિંતાને ચૂરનાર સાક્ષાત્ મણ સમા પુત્રરત્નની પ્રાપ્તિ થતાં જ ગુણને અનુરૂપ ‘ મણિલાલ ’ નામ રાખ્યું. લાંબી ભુજાઓ, કાળાં ભમ્મર વાળ, ચમકતી આંખે અને મીઠું મીઠું હાસ્ય એ નાનકડા લાલનાં ભાવિનાં લક્ષણા છૂખ્યા છુપાય તેમ ન હતાં. બાલ્યકાળથી જ વૈરાગ્યના રંગોમાં રમતાં એ લાલ બાર વર્ષની નાની ઉંમરમાં ‘અધ્યાત્મકલ્પદ્રુમ ’જેવા ગ્રંથેાનું વાચન કરતાં જાણે એનાં ગૂઢ રહસ્યો પામ્યા હોય એમ નાચી ઊઠતા ! ગુજરાતી સાત ધારણ, એટલે કે ફાઈનલ સાથે એ અંગ્રેજી ધારણના વ્યાવહારિક અભ્યાસ કરી, ધાર્મિ`ક અભ્યાસ માટે મહેસાણા રહીને તત્ત્વજ્ઞાનના ગ્રંથૈને વિશિષ્ટ અભ્યાસ કર્યાં. જન્મભૂમિ લીબડી શહેરને છોડીને આખા કુટુંબ સાથે અમદાવાદ કસુ'બાવાડમાં વસવાટ કર્યાં. ત્યાં બાજુમાં આવેલા ડહેલાના ઉપાશ્રયે ગીતા શિરામિણ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયહ સૂરીશ્વરજી મહારાજના સમાગમ થયે– જાણે અનંત ભવાના ઉપકારી ન હેાય, જાણે ભવેાભવના સાથી ન હોય, તેમ ૨૦૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શાસનપ્રભાવક તેઓશ્રીના દર્શનથી હૈયું હર્ષવિભોર બન્યું ! બાલ્યકાળને વૈરાગ્ય વેગવંત બન્યા. સંસારની અસારતા દર્શાવી, વડીલે પાસે હૈયાના ભાવ પ્રગટ કર્યા. મહાધીન કુટુંબીઓ પાસેથી દીક્ષાની અનુમતિ ન મળી તે, ભયણી તીર્થ પાસેના ઘેલડા ગામની નજીકના જંગલમાં પિતાની જાતે જ સાધુવેશ પરિધાન કરી, સં. ૧૯૭૩ના ફાગણ વદ ૬ને દિવસે, ૨૨ વર્ષની ભરયુવાનીમાં, અણગાર બની શાસનના સાચા શણગાર બન્યા. શાસનને શોભાવતા, અંતરને અજવાળતા, સકલામરહસ્યવેદી પ. પૂ. આચાર્યદેવ શ્રા વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ પાસે વિધિપૂર્વક પ્રવજ્યા સ્વીકારી, તેઓશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજ તરીકે ઘોષિત થયા. સાધુની શાનને શોભાવતા, ગુરુભક્તિ સાથે જ્ઞાનને પ્રચંડ પુરુષાર્થ કર્યો. સંવેગી ઉપાશ્રયે પ્રથમ ચાતુર્માસ કર્યું અને રૈવતાદિ તીર્થોદ્ધારક, આગમજ્ઞાતા, સંયમત્રાતા પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ દાદાગુરુદેવ પાસે શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન લઘુવૃત્તિ વ્યાકરણને અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવવા કાવ્યાનુશાસન આદિ અનેક ગ્રંથે સટીક વાંચ્યા. આત્માથીઓને ગ્રંથોનું વાચન કરાવવાની તેઓશ્રીની શૈલી અને ખી હતી. એ અધ્યયન-પદ્ધતિથી ઉદયપુરમાં પૂજ્યશ્રી સાથે થયેલા ચાતુર્માસમાં અગમ-અગોચર આગમજ્ઞાતા–મૃતપિપાસુ-આગમવાચનાવાચસ્પતિ પંન્યાસપ્રવર શ્રીમદ્ વિજય અભયસાગરજી મહારાજ પણ અત્યંત પ્રભાવિત થયા હતા. શ્રાવકવર્ગમાં જ્ઞાનપિપાસા જાગૃત કરવાની તેઓશ્રીની તમન્ના અજોડ હતી. રાત્રે પ્રતિક્રમણ પછી ૧૧-૧૨ વાગ્યા સુધી જીવવિચાર અને નવતત્ત્વને મૌખિક અભ્યાસ કરાવતા. પૂજ્યશ્રીએ એ માટે નાનીમેટી અસંખ્ય પાઠશાળાઓ સ્થાપી. શ્રેષ્ઠ પંડિતે તૈયાર કરવા માટે શિવગંજમાં “શ્રી વર્ધમાન જૈન તત્ત્વ પ્રચારક વિદ્યાલયની સ્થાપના કરી; જેના ફળસ્વરૂપે અનેક આત્માઓ ચારિત્રમાર્ગમાં સુંદર સાધન સાધી રહ્યા છે. જ્ઞાન એ આત્મબોધનું પરમ સાધન છે, જેનાથી રાગરૂપ સંસારને નાશ થતાં જ ચારિત્ર રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પૂજ્યશ્રીના ચારિત્રની સુવાસ આજે પણ મારવાડની મરૂભૂમિમાં મઘમઘી રહી છે. - ભાભર જેવા ગામમાં ભગવાનની જેમ પૂજાયેલા પૂજ્યશ્રીએ ખરેખર, કમાલ કરી નાખી ! જગતના સર્વ ને સુખ પીરસવાની સક્રિય સાધના એટલે જ ચારિત્રની સાચી રમણતામાં મસ્ત બનેલા આ મહાપુરુષનું અનેખું જીવન જ આદર્શરૂપ બનતાં, અનેક પંથ ભૂલેલાને પંથે ઉપર લાવીને પરમાર્થ કરનારા બન્યા. એક વાર, ઉપાશ્રયે સામાયિક કરવા આવનાર શેઠ બહાર થંકવા જતાં, કઠેડો નહિ હેવાથી પગ સરકતાં, પહેલે માળેથી નીચે પડતાં બેશુદ્ધ થઈ ગયા. તેમને તરત જ હોસ્પિટલ લઈ જતા હતા, ત્યાં પૂજ્યશ્રી નીચે દોડી આવ્યા, ને પિતાને રજોહરણ ત્રણ વખત ફેરવતાં શેઠ બેઠા થઈને પૂજ્યશ્રીનાં ચરણોમાં ઝૂકી પડ્યા! એક વાર, એક શેઠના નવપરિણીત પુત્રને સર્પ ડંખતાં પૂજયશ્રીએ ભક્તામરની અમુક ગાથા સાત વાર કાનમાં કહેતાં ઝેર ઊતરી ગયું. પૂજ્યશ્રીની અજોડ ચારિત્રસાધનાની ભૂરી ભૂરી અનુદના આજે પણ તેમના જીવનમાં પ્રત્યેક ગુરુભગવંત માટે અનેરી ભક્તિ જગાવી રહ્યા છે ! એક વાર, શ્રી તારંગાના છરી પાલિત સંઘમાં, શ્રીસંઘ તારંગાજી પહોંચતાં, 2010_04 Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ર૦૫ સામુદાયિક ચૈત્યવંદન કરતાં એક બહેનને દીપક પૂજા કરતાં તેમની સાડીને છેડે ભડકે થયો, ત્યાં પૂજ્યશ્રીએ ધૂપની રાખ્યા તેના પર નાંખતાં જ અગ્નિ શમી ગયો, એ જોઈને શ્રીસંઘના આનંદનો પાર ન રહ્યો ! આવા અપૂર્વ ભાવે જગાડનારા પ્રસંગે પૂજ્યશ્રી વિશેષે મૌન રહેતા. સંયમબળના ધારકે ચમત્કાર કરવામાં માનતા નથી, પરંતુ તેઓની સાહજિક પ્રવૃત્તિઓ ચમત્કાર બની જતી હોય છે. તેઓની નાભિમાંથી નીકળતા, સંયમનિષ્ઠાથી રણકતા શબ્દો ઘણી વાર મંત્ર કે વિદ્યા જે ચમત્કાર સજી જતા હોય છે. ઉપરનાં દષ્ટાંતે આ વાતની સાખ પૂરે છે. આવી અપૂર્વ ચારિત્રનિષ્ઠાથી અનેક આત્માઓને ધર્મના શરણે ઝુકાવતાં, સાત શિષ્ય અને અનેક પ્રશિબૅની જીવનનૈયાના સફળ સંયમ સુકાની બન્યા. આજીવન ગુરુભગવંતની અવિહડ ભક્તિ કરનાર ઉગ્ર તપસ્વી, વર્તમાન ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજ આજે પણ પૂજ્યશ્રીના જીવનની ઝાંખી કરાવી રહ્યા છે ! શિષ્ય-પ્રશિષ્યના સંયમજીવનની હિતચિંતા તેઓશ્રીના શ્વાસના ધબકારે ધબકતી હતી. તેથી જ આજે તેમના પરિવારમાં તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન, સાધના-આરાધના સહજ જોવા મળે છે બાહ્યાભંતરથી નિષ્પરિગ્રહી અને નામના-કામના, પ્રવૃત્તિપદવીના સદંતર નિસ્પૃહી પૂજ્યશ્રીએ દીર્ઘ સંયમપર્યાય પછી, અનેક સંઘના અતિ આગ્રહથી, વડીલેની ગેરહાજરીથી જવાબદારી આવી પડતાં, દીક્ષા-ઉપધાન વગેરેમાં અત્યંત અનિવાર્ય એવી પંન્યાસપદવી સં. ૧૯૨ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિને (જન્મદિને) રાધનપુર મુકામે સ્વીકારી. પરંતુ આચાર્યપદવી માટે તે ના જ પાડતા હતા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આદિ અનેક પદવીધર ગુરુભગવંતે તથા સમસ્ત રાજસ્થાન–ગુજરાતના નાનામોટા અનેક શ્રીસંઘના દબાણ છતાં આચાર્યપદ માટે ના પાડનાર પૂજ્યશ્રી ‘કલિકાલના ખાખી મહાત્મા’ કહેવાયા. સાત વર્ષના સતત પ્રયત્ન પછી વડીલેની આજ્ઞા થતાં, સં. ૨૦૩૦ના માગશર સુદ પાંચમને દિવસે અમદાવાદ-રાજનગરમાં ત્રીજા પદે–આચાર્યપદે આરૂઢ થયા. અનેક ઉપધાને, ઉજમણાં, જિનમંદિરનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ–અંજનશલાકા, શ્રી પાલીતાણા, ગિરનારજી, રાણકપુરજી, તારંગા, નાડાછ આદિ અનેક તીર્થોના છરી પાળતા સંઘેસંઘમાળા, ઉપાશ્રયે-પાઠશાળાઓનાં નિર્માણકાર્યો વગેરે અનેક શાસનની અજોડ-અદ્ભુત પ્રભાવના સાથે અનેક જંગમ તીર્થો પણ જાગતાં કર્યા. ૯૨ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને ચશમાંના નંબર ન હતા. તેમ જ પાંચે ઈન્દ્રિય પૂર્ણ પણે સ્વાધીન હતી, તે તેઓશ્રીના સંયમને જ દિવ્ય પ્રભાવ હતે. પૂજ્યશ્રીને પાલીતાણું ક્ષેત્રનું અનેરું આકર્ષણ હતું. અમદાવાદના ટ્રસ્ટીઓના આગ્રહથી પાલીતાણાથી અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. કમસમી વરસાદને કારણે પ્રેસ્ટેટ ગ્લેન્ડની વૃદ્ધિ થવાથી ૧૦ મહિના સુધી તકલીફ રહી, પરંતુ વિલાયતી દવાના સખત વિરોધી પૂજ્યશ્રીએ ઓપરેશન ન કરાવ્યું. અષાઢ સુદ ૯ થી તાવ શરૂ થયો. પૂજ્યશ્રીની પ્રભુભક્તિ અવિહડ ચાલુ જ હતી. મિલ ગયે હીરો, મિટ ગયે ફેરે, પાર્શ્વ ચિંતામણિ મેરે રે ? 2010_04 Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શાસનપ્રભાવક સં. ૨૦૪૨ના અષાઢ સુદ ૧૧ના દિવસે લેહીની ઊલટી થતાં, પૂજ્યશ્રીની બિલકુલ ઈચ્છાવિરુદ્ધ, ભક્તજનોના ભાવથી ડોકટરેએ ઉપચાર ચાલુ કર્યું. શ્રી નમસ્કાર મહામંત્રના સ્વતઃ જાપ કરતા, ભક્તજનની નવકારમંત્રની ધૂનના ઇવનિમાં એ અમર આત્મા છેવાઈ ગયે, જેને ગુંજારવ આજે પણ ભક્તવર્ગના કર્ણપટલથી સરકી શક્યો નથી. એ મહાપુરુષને જન્મ હતે જિનભક્તિ માટે, જીવન હતું જીવમૈત્રી માટે અને મૃત્યુ હતું જડવિરક્તિ માટે. આ પરીક્ષામાં પાસ થવું તે જ છે સમાધિ, જેને પૂજ્યશ્રીએ સાધી મૃત્યુને મહોત્સવ બનાવ્યો ! ખરે જ, મહાપુરુષના ગુણ ગાવા માટે સાક્ષાત્ સરસ્વતી માતા હજાર રૂપ ધારણ કરે, તે પણ વર્ણવી શકવા સમર્થ નથી. કારણ કે: What do you say, when words are not enough सब धरती कागज करूं, लेखिनी करु वनराई । सात समुंदरकी शाही करूं', गुरुगुण लिखा न जाई ॥ સંયમજીવનના સુકાની ગુરુદેવને આંસુભર્યા અભિષેક એ જ ગુરુભક્તિની ભાવના છે. પૂ. ગુરુદેવના અખલિત વરસતાં આશિષ સંયમજીવનનું સાચું બળ અને સંયમશુદ્ધિને આધાર છે. એવા ગુણગરવા ગુરુદેવના વારસાને અખંડ દીપાવ એ જ શિષ્ય પ્રશિષ્ય-પરિવારની નિષ્ઠા છે. એવા ગુણવૈભવી ગુરુદેવના ચરણે કેટ કેટિ વંદના ! ગુજસ્તુતિ શ્વાસે શ્વાસે સિદ્ધાચલનું ધ્યાન સદા ધરનાર, કલિકાલના નિર્મોહી ગુરુ ખાખી” નામે પંકાયા પ્રવચનમાતા કેરી ગોદે નિશદિન જે રમનારા, મંગલમય મંગલ કરનારા, મંગલપ્રભસૂરિ ગુરુરાયા; ભાવભીનાં અંતરથી નમીએ, મંગલપ્રભસૂરિ ગુરુરાયા, ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ! (પૂ. સાધ્વીશ્રી વસંતશ્રીજી મ. સા.ના શિષ્ય પૂ. સાધ્વી શ્રી પ્રજ્ઞપ્તાશ્રીજી મ૦ સા.ની પ્રેરણાથી શાહ દેવચંદ દુર્લભદાસ ઘીવાળાનાં ધર્મપત્ની ચંદનબહેન- ભાવનગરના સૌજન્યથી.) TER જી R T 2010_04 Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૨૦૭ પરમ તપસ્વી, ધર્મધુરંધર, શ્રી સિદ્ધાચલ શણગાર (કના નિર્માતા : પૂ. આચાર્ય શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજ કચ્છના ભચાઉ તાલુકો જિનેશ્વરભક્તિની સૌરભથી મહેકતે વિસ્તાર છે, જેમાં આઈ નામે ગામ છે. આજે પણ આ ગામમાં ધર્મશ્રદ્ધાળુ જૈન કુટુંબ રહે છે. આ ગામમાં ગીંદરા મૂળજીભાઈ ઉકાભાઈ, તેમનાં ધર્મપત્ની શ્રીમતી મીણાબેનની કુક્ષિએ સં. ૧૯૮૨માં એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રની પાવનગુણોથી શોભતી મુખમુદ્રા જોઈ ને માતાપિતાએ બાળકનું નામ ગુણશીભાઈ રાખ્યું. ગુણશીભાઈમાં યથાનામ ગુણે બાળપણથી જ ખીલતા રહ્યા. માતાપિતાની સેવા કરવી, નિયમિત દેરાસર જવું, પૂજા કર્યા વિના અન્નપાણી ન લેવાં વગેરે સુટેવ બાળપણથી જ પડી ગઈ. ધર્મ પ્રત્યે નાની ઉંમરથી અપાર ભક્તિ હોવાથી ત્રણ વાર સહજતાથી ઉપધાનતપ કર્યા; સં. ૧૯૯૩માં અગિયાર વર્ષની નાની વયે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પૂર્ણપણે દઢ બની. એમને અંતરથી ખાતરી થઈ ચૂકી કે સાચું સુખ ત્યાગ-વૈરાગ્યમાં છે. જેમ જેમ આ વિચારસરણી દઢ બનતી ગઈ, તેમ તેમ તેઓશ્રી વધુ ને વધુ વૈરાગ્યવાસિત બનતા ચાલ્યા. સં. ૧૯૯૬માં મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા. ખૂબ જ ખંતપૂર્વક અભ્યાસ કરવા માંડયા. ત્યાં એકાએક બીમાર પડ્યા. ઘણું ઉપચાર ક્ય, પણ ફાયદો થયે નહીં. એટલે અંતરમાંથી આર્તનાદ ઊઠયો કે, “હે જીવ! તારાં કરેલાં તારે જ ભોગવવા પડે છે. તારે હજી આમાંથી છૂટવું હોય તે વિધવત્સલ, કરુણાના ભંડાર એવા અરિહંત પ્રભુને શરણે જા. તેઓશ્રીએ પ્રરૂપેલા ધર્મનું શરણું સ્વીકાર.” અને આ વિચારે નિખાલસતાથી દઢ નિર્ધાર કર્યો કે મરવું છે તે રિબાઈને નથી મરવું. પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી આદિનાથની છત્રછાયામાં શાંતિપૂર્વક મરીશ. અને અંતરમાંથી પણ સંકેત મળતા રહ્યા છે, મનમાં સંકલ્પ કરે કે મારે રોગ મટી જાય તે હ ચક્કસપણે સંયમજીવન ગ્રહણ કરીશ. એવા નિર્ણય સાથે ગુણશીભાઈ ગિરિરાજની પવિત્ર ભૂમિ પાલીતાણા આવ્યા. એક બાજુ દાદા આદીશ્વરની છત્રછાયામાં પ્રાણત્યાગની ઇચ્છા હતી, અને બીજી બાજુ, રેગમાંથી મુક્તિ મળે તે સંયમ સ્વીકારવાને આનંદ હતું. એમાં વળી એક બીજે સંકલ્પ ઉમેરાય કે, બે દિવસના પૌષધ કરી (છડું ઉપવાસ સાથે ) ગિરિરાજની સાત વાર જાત્રા કરવી. આ નિશ્ચય સાથે નવકારમંત્રનાં પદો, એક પછી એક હૈયામાંથી સ્ફરવા લાગ્યાં. એવામાં લીંબડી શહેરના પ્રખ્યાત તપસ્વી “ખાખી બાવા” પૂ. આ. શ્રી વિજય. મંગલપ્રભસૂરીશ્વરજી મહારાજે હાથ પકડ્યો. ગુણશીભાઈ તેઓશ્રીની નિશ્રામાં ખૂબ તપ-જપસાધનાની અનેરી લગન લગાવીને અભ્યાસમાં આગળ વધતા રહ્યા. સંયમજીવનને ગ્ય અભ્યાસ પરિપૂર્ણ થતાં, પાલીતાણામાં સં. ૧૯હ્ના ફાગણ સુદ ૧૧ના દિવસે દીક્ષા ગ્રહણ કરી. નવદીક્ષિત મુનિનું નામ શ્રી ગુણવિજયજી મહારાજ રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કરીને મુનિવર્ય વિવિધ પ્રકારના શાસ્ત્રાભ્યાસમાં મગ્ન રહેવા લાગ્યા. સં. ૨૦૨૨ના કારતક વદ પાંચમે અમદાવાદમાં ગણિપદ, માગશર સુદ ૬ને દિવસે પંન્યાસપદ અને સં. ૨૦૩૧ના 2010_04 Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શાસનપ્રભાવક વૈશાખ સુદ ૧૧ને દિવસે પાલીતાણામાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. આચાર્ય પદવી પ્રદાન થયા પછી પૂજ્યશ્રીનું નામ આચાર્યશ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી રાખવામાં આવ્યું. પૂ. ગુરુમહારાજ સાથે રહીને તેઓશ્રીએ ઉપધાન, ઉજમણાં, પ્રતિષ્ઠાઓ, સંઘ, દીક્ષાઓ આદિ દ્વારા મહાન શાસનપ્રભાવના કરી. વર્તમાનમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી સિદ્ધાચલ શણગાર ટૂંક તથા આદપુરમાં ૧૯૯ ઇંચનાં પ્રતિમાજીનું ભવ્ય જિનપ્રાસાદ નિર્માણ થઈ રહ્યું છે. લુણાવા મંગલ ભવન જૈન ધર્મશાળા, તત્વજ્ઞાન વિદ્યાપીઠ પણ તેઓશ્રીની પ્રેરણાથી બન્યાં છે. ચૌવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રાયુક્ત નવ વખત ૯૯ કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજે ૬૨ વર્ષની વયે ૮૨મી આયંબિલ ઓળી કરી રહ્યા છે. વૃદ્ધાવસ્થાએ આંખનું નૂર ઓછું કર્યું છે, છતાં અપ્રમત્તભાવે સતત સાધના-આરાધનામય રહેવું એ પૂજ્યશ્રીની પ્રકૃતિ બની રહી છે. એવા એ પ્રેરક-તારક ભવ્યાત્માને શાસનદેવ દીર્ધાયુ બક્ષે અને પૂજ્યશ્રી અને કેના પ્રેરણાસ્થાને શેભી રહે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીના ચરણે કોટિશઃ વંદન ! પરમ શાસનપ્રભાવક, અવિરામ વિહારી સાધુવર્ય : પૂ. આચાર્યશ્રી વિજયભાનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્રની સાધુસંતની ભૂમિ પર ભાવવાહી ભાવનગર શહેર છે. અહીં જૈન-જૈનતરની પચરંગી વસ્તી છે. ત્યાં એક ધર્મનિષ્ઠ દંપતી રહેતું હતું. નામ ઉમિયાશંકર અને ગિરિજાબેન. ઉમિયાશંકર બંદર પર બંધ કરે, પણ નસીબજોગે તેમને ભાવનગર છેડી પરદેશ જવું પડ્યું. ગિરિજાબેન પિયર પાલીતાણુ આવ્યાં. ત્યાં તેમને સં. ૧૯૭૦ના કારતક સુદ ૧૧–દેવઊઠી એકાદશીને દિવસે પુત્રરત્નને જન્મ છે. પુત્રનું નામ દુર્ગાશંકર પાડ્યું. દુર્ગાશંકરે ગુજરાતી સાત ધરણને અભ્યાસ કર્યો પરંતુ પિતાની સ્થિતિ નબળી હોવાથી તે અમદાવાદ આવ્યા. ત્યાં શામળાની પળના વકીલ ગુમાસ્તા ડાહ્યાભાઈની સાથે રહ્યા. ડાહ્યાભાઈ ધાર્મિક કાર્યો માટે અવારનવાર લવારની પળના ઉપાશ્રયે જતા. તેમની સાથે દુર્ગાશંકર પણ જતા. ત્યાં તે વખતે પૂ. શાંતમૂતિ આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રી દુર્ગાશંકરના લલાટના લેખ પામી ગયા. ધીમે ધીમે પં. શ્રી દાનવિજ્યજી મહારાજ અને અન્ય મુનિવરો આ યુવાનને ધાર્મિક શિક્ષણ આપવા લાગ્યા. એમ કરતાં, દુર્ગાશંકર પૂ. પં. શ્રી તિલકવિજયજી મહારાજ સાથે વિહાર કરતાં લુણાવાડા આવ્યા. તે દરમિયાન દુર્ગાશંકરની દીક્ષા લેવાની ભાવના દઢ થઈ ચૂકી હતી. લુણાવાડા શ્રીસંઘની વિનંતિ થઈ અને સં. ૧૯૮૭ના પ્રથમ અષાઢ વદ બીજના શુભ દિને પૂ. શ્રી શાંતિવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ. પં. શ્રી તિલકવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ભાનુવિજ્યજી નામે ઘષિત થયા. આ માસમાં વડી દીક્ષાના જેગ કરાવી, સં. ૧૯૮૮માં કારતક વદ બીજને દિવસે વડી દીક્ષા આપી. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ વિનય-વિવેક સહ વિદ્યાભ્યાસ વધાર્યો. ગુરુદેવે સાથે કપડવંજ, અમદાવાદ, મુંબઈ આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યા અને શાસ્ત્ર, કાવ્ય, ન્યાય, 2010_04 Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ વ્યાકરણ આદિ ગ્રંથાના અભ્યાસ આગળ વધાર્યાં. મુંબઈથી ખંભાત, પાલીતાણા, વાંકાનેર, રાધનપુર, અમદાવાદ, વઢવાણ, લુણાવાડા આદિ સ્થળાએ ચાતુર્માસ કર્યાં. સં.૧૯૯૫નુ લુણાવાડાનું ચોમાસુ પૂ. પં. શ્રી શાંતિવિજયજી મહારાજ અને પૂ. પં. શ્રી તિલકવિજયજી મહારાજની નિશ્રામાં કર્યું. આ ચામાસા દરમિયાન કલ્પસૂત્રના, નંદીસૂત્રના, અનુયાગઢારસૂત્રના, દશપયન્નાસૂત્રના ોગ કર્યાં. સં. ૧૯૯૬ના અમદાવાદના ચામાસા દરમિયાન પૂ. પં. શ્રી શાંતિવિજયજી મહારાજે તેઓશ્રીને મહાનિશીથસૂત્રના બેંગ કરાવ્યા. સ. ૧૯૯૭ના સિપેર ગામના ચાતુર્માસ વખતે દાદાગુરુશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રામાં સુયગડાંગસૂત્ર, ઠાણાંગસૂત્ર તથા સમવાયાંગસૂત્રના જોગ કર્યાં. પૂજ્યશ્રીને સ. ૧૯૯૯ના કારતક વક્ર આજે કપડવ જ મુકામે ગણિપદ આપવામાં આવ્યું. અને વૈશાખ સુદ ૧૧ને દિવસે અમદાવાદ-ડહેલાના ઉપશ્રયે પંન્યાસપત્તુથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ પૂ. પંન્યાસજી ગુજરાતના વિવિધ વિસ્તારામાં ધર્મ પ્રભાવના કરતાં કરતાં સુરત, સુરતથી મારવાડ, મારવાડથી સૌરાષ્ટ્રનાં સ્થળાએ વિહાર કરતા રહ્યા, સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, પાબંદર, વેરાવળ, પાલીતાણા આદિ સ્થળોએ વિહાર કર્યાં. અનેક સ્થળેએ ઉપધાન તપાદિ આરાધના અને ઊદ્યાપન મહોત્સવેા ઉજવાયા. પૂજ્યશ્રીના હસ્તે અનેક ભવ્યાત્માએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. અનેક ભાવિકા સાથે ગિરનાર, પાલીતાણા, તાર’ગા આદિ તીરાજોના છ'રી પાલિત સ`ઘા કાઢવા. ગુજરાતમાં પણ અમદાવાદ, ખેડા, સુરત આદિ નગરામાં વિહાર કરીને પૂજ્યશ્રીએ ધ પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં. સ. ૨૦૨૮માં અમદાવાદ – શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રયે પધાર્યાં ત્યારે શ્રીસંઘની વારવારની વિનંતિને માન આપી, દ્વિતીય વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. પં. શ્રી કીર્તિ મુનિ મહારાજશ્રીના વરદ હસ્તે આચાય પદથી અલંકૃત થયા અને આચાર્ય શ્રી વિજયભાનુચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી અધી સદ્દી ઉપરાંતના દીર્ઘ દીક્ષાપર્યાંય દરમિયાન અનેકાનેક ધ કાર્યો કરતા રહ્યા. સં. ૨૦૩૦માં અમદાવાદમાં શ્રી ભાનુપ્રભા સેનેટેરિયમનું મકાન બનાવરાવી સાધુ-સાધ્વી મહારાજોને સ્વાસ્થ્ય માટે સગવડ કરી અપાવી. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક સ્થળેાએ જિનાલયા, ઉપાશ્રય, પાઠશાળાઓ, ભાજનશાળાએ આદિના ઉદ્ધાર અથવા નિર્માણકાર્યો થયાં છે. પૂજ્યશ્રી શ્રી સુબેાધવિજયજી, શ્રી વિનયવિજયજી સમા શિષ્ય-પ્રશિષ્યાથી વટવૃક્ષ જેવા શે।ભી રહ્યા હતા. પૂજ્યશ્રીએ સેનેટેરિયમની પાસે નાનું પણ સુંદર નૂતન જિનાલય બંધાવી, સં. ૨૦૪રના વૈશાખ વદ પને બુધવારે તેની પ્રતિષ્ઠા કરી હતી. દર વર્ષે સારી એવી રકમ દેવદ્રવ્યમાં, ભાજનશાળામાં, વૈયાવચ્ચ ખાતે, જીવદયા ખાતે, તેમ જ સાધારણ ધર્માંકા ખાતે વાપરવા માટે પ્રેરણાદાતા બનતા. છેલ્લે, સ. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ વદ ૧૪ને તા. ૧૧-૬-૯૧ને દિવસે સવારે ૧૧-૧૫ કલાકે, સ્વનિર્મિત જિનાલયની પાંચમી વર્ષગાંઠ ઊજવીને, નવમા દિવસે, અરિહંત ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના સુદીર્ઘ ચારિત્રપર્યાયની અનુમાદનાથે અનેક સાધુભવતાની પાવન નિશ્રામાં વિવિધ . ૨૬ 2010_04 २०५ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શાસનપ્રભાવક પૂજન સહિત શ્રી દશાક્ષિક મહત્સવ ખૂબ ધામધૂમથી ઊજવાયું હતું. એવા એ સમર્થ શાસનપ્રભાવક સૂરિવરને શતશઃ વંદના! મહાન શિલ્યવેત્તા, મરુધર કેસરી, શ્રી હર્ષસૂરિજીના પટ્ટપ્રભાવકઃ પૂ. આચાર્યશ્રી વિજયંજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી જૈનશાસનના તિર્ધર સૂરિદેવ રત્નની ખાણ સમા છે, વાત્સલ્યનાં ઝરણાં સમા છે, નિર્મળ ચારિત્રના સ્વામી છે. વિદ્યાનુરાગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની મેધાવી મુખમુદ્રા અને દિવ્યદ્રષ્ટિથી અનેક આત્માઓ ધમ બન્યા હતા. મારવાડની ભૂમિ પર કેટલાયે પરમ પ્રભાવક પુણ્યાત્માઓનાં પુનિત પગલાં પડ્યાં છે. તેઓએ સ્થાપેલા આદર્શોના એજ અને તેજ ચિરસ્મરણીય બન્યાં છે, જેમાં પૂ. આચાર્યશ્રી વિજય જિનેન્દ્રસૂરિજીનું નામ પણ એવું જ પ્રભાવશાળી છે. મારવાડ જંકશન પાસે પાલી જિલ્લામાં જાવર ગામ તેઓશ્રીની જન્મભૂમિ. વસા ઓસવાલ જ્ઞાતિમાં સંચેતી ગેત્રમાં શેઠ શ્રી ખીમરાજજીને ગૃહે માતા પાબુબાઈની રત્નકુક્ષિએ સં. ૧૯૭૦ના જેઠ વદ પાંચમે તેઓશ્રીને જન્મ થયો. માતાપિતા તેરાપંથી સંપ્રદાયના અનુયાયી હતાં. જે જાવર ગામમાં ત્રણ ધોરણ સુધી અભ્યાસ કર્યો પરંતુ કુટુંબમાં ધાર્મિક શિક્ષણનું વાતાવરણ હતું, તેથી સંયમ સ્વીકારવાની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ હતી. એમાં તેમને કંઠમાળ નીકળી. તેમણે સંકલ્પ કર્યો કે કંઠમાળ મટી જશે તે દીક્ષા લઈશ. કંઠમાળ મટી ગઈ અને પિતાના સંકલ્પને સાકાર કરવાને સેનાને સૂરજ ઊગે. કર્ણાટકમાં રાણીબાગ-ધારવાડ મુકામે સં. ૧૯૮ન્ના ફાગણ સુદ ૩ને મંગળ દિને કાશીવાળા પૂ. શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યા રત્ન પંડિતવર્ય શ્રી ભાવવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જ વર્ષે કર્ણાટકમાં બીજાપુર મુકામે અષાઢ સુદ ૧૦ને દિવસે વડી દીક્ષા થઈ અને મુનિ શ્રી જિનવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી કાશીવાળાના શિષ્યરત્ન શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ પાસે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના શાસ્ત્રગ્રંથને તેમ જ જોતિષ તથા શિલ્પકળાને ગહન અભ્યાસ કર્યો. આ તેજસ્વી જ્ઞાનરાશિને પ્રભાવે પૂજ્યશ્રીને પ્રભાવ જેનસામજ પર વ્યાપકપણે પથરાવા લાગે. લબ્ધિના ભંડાર સમા સૂરિજી અમર બની ગયા. મારવાડના સિંહ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. પૂજ્યશ્રીએ અસંખ્ય જિનાલયના જીર્ણોદ્ધારેમાં સમય વ્યતીત ર્યો. ૨૪૫ જેટલી પ્રતિષ્ઠાઓ કરાવી, ૩૫ જેટલી અંજનશલાકાઓ થઈ, ૯ ઉદ્યાપન, ૩૦ દીક્ષાઓ (ભાઈઓ-બહેનોની), સેંકડોની સંખ્યામાં નાના મોટા સંઘ, શાંતિસ્નાત્ર મહાપૂજને આદિ થયાં. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં લગભગ પંદરેક સાધુઓ ઉલ્લેખનીય છે, જેમાં શ્રી દેવેન્દ્રવિજયજી, શ્રી કેશરવિજયજી, શ્રી ગુણવિજ્યજી, શ્રી પદ્મવિજયજી (હાલ આચાર્ય), શ્રી આનંદવિજયજી, શ્રી મિત્રાનંદવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી પ્રતાપવિજયજી, શ્રી લલિતવિજયજી, શ્રી પુણ્યદયવિજ્યજી, શ્રી પ્રમોદવિજયજી, આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ 2010_04 Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-ર ૨૧૧ રાજસ્થાનમાં ગેડવાડ, જોધપુર અને આખુ વિસ્તારમાં વિચરીને ઘણા અજૈનાને પ્રતિધ પમાડી, દારૂમાંસના ત્યાગ કરાવ્યેા. સૌમ્ય પ્રકૃતિ ધરાવતા આ જ઼્યાતિર ઉગ્ર વિહારી હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષોં ફળફળાદિ પર જ ગુજાર્યા' હતાં. બામણવાડજી, દીયાણાજી, ધનારી, સુમેર આદિ તીર્થાંમાં ઘણા સમય ધ્યાન–સાધનાની ધૂણી ધખાવી હતી. જ્યાતિષ અને શિલ્પમાં ખૂબ પાર`ગત હતા. પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ પછી, ૪૦૦ વર્ષના ઇતિહાસમાં સફળતાથી, સૂઝપૂર્વક, શાસ્ત્રવિધિથી પ્રતિષ્ઠા કરાવવામાં તેઓશ્રીનુ સ્થાન મેાખરે છે. પ્રકૃતિના પ્રેમી હાવાથી જંગલમાં માંગલ કરતા અને તેથી ‘મીઠા મહારાજ ’ તરીકે પ્રખ્યાત થયા હતા. પુજ્યશ્રી તપાગચ્છની ત્રણ પ્રખ્યાત ગાદીઓમાં ધનારીની ગાદીએ સ. ૧૯૯૭ના જેઠ સુદ ૧૧ને દિવસે શ્રી જિનવિજયજીમાંથી પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રૂપે આચાય પદે આરૂઢ થયા. સં. ૨૦૦૩માં વૈશાખ સુદ ૩ને દિવસે શિવગંજમાં પૂ. આ. શ્રી હસૂરિજી મહારાજ પાસે ક્રિયેષ્ઠાર કરીને પટ્ટપ્રભાવક બન્યા, અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. અનેક શાસનપ્રભાવક કાર્યો દ્વારા જૈન શાસનના ધમ ધ્વજ લહેરાવ્યેા. સ. ૨૦૨૯ના જે વજ્ર ( ગુજરાતી : વૈશાખ ) પાંચમે શિવગંજ મુકામે કાળધર્મ પામ્યા. ત્યાં આજે શિખરબંધી ગુરુમ'દિર ઊભુ` છે. પૂજ્યશ્રી લગાતાર નવમા વર્ષીતપમાં સ્વર્ગવાસી થયા, એવા એ ઉગ્ર તપસ્વી હતા. આજ સુધીમાં તેઓશ્રીનાં ૧૦ ગુરુમંદિર નિર્માણ થયાં છે. પૂજ્યશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજ્યપદ્મસૂરીશ્વરજી મહારાજ મંગલ કાર્યાં માટે નિશ્રા પ્રદાન કરી રહ્યા છે, એવા એ મહાતપસ્વી ગુરુવય ને કેટ કેટ વન ! અગણિત જિનાલયાનાં નિર્માણમાં પ્રેરક અને માદક, ગે!ડવાડ કેસરી ’ ' પૂ. આચાર્ય શ્રી વિજયપદ્મસુરીશ્વરજી મહારાજ જ્ઞાનધ્યાન અને વિનયવિવેકના સંગમ એટલે પૂ. આ. શ્રી વિજયપદ્મસૂરીશ્વરજી મહારાજ. વીતરાગ પ્રભુના શાસનના અનાદિ-અનંત સિદ્ધાંતાની શુદ્ધ પ્રરૂપણામાં તેજસ્વી અને સદ્ગુણેાના ધારક પૂ આચાર્ય શ્રી શાસનના સાચા શણગાર બનીને જૈનધર્મની વિજયપતાકા લહેરાવી રહ્યા છે. રાજસ્થાનના સિર્રાહી જિલ્લાના શ્રી મામણવાડજી તીર્થ પાસે વીરવાડા ગામે સ. ૧૯૮૮ના શ્રાવણ વદ ૧૩ના શુભ ને સાલકી ગાત્રમાં, વીસા પારવાડ જ્ઞાતિમાં, શેઠ હંસરાજજીનાં ધર્માંશીલ ધર્મ પત્ની લક્ષ્મીબાઈની રત્નકુક્ષિએ તેમના જન્મ થયા. વ્યાવહારિક શિક્ષણ ખામણવાડજી મહાવીર જૈન ગુરુકુળમાં અને મુંબઇ વ્યાપારી હાઈસ્કૂલમાં લીધું. આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. સાથેાસાથ ધાર્મિ ક અભ્યાસ અને સસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું, યેતિષ અને શિલ્પકળા તેમ જ પ્રતિષ્ઠા-અંજનશલાકાદિનાં મુહૂર્તો જોવામાં વિશેષ સૂઝ મેળવીં. સૂરિમંત્રની પાંચે પીઠની આરાધના શ્રી બામણવાડા તીના ચાતુર્માસ દરમિયાન; ૨૩ વર્ષીની ભરયુવાન વયે સંસારની અસારતા સમજાઈ. જીવનમાં આરાધનાનુ અમૃત મળ્યું. . 2010_04 Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શાસનપ્રભાવક પૂ. આ શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે, તેઓશ્રીના શિષ્ય તરીકે, વીરવાડા ગામે સં. ૨૦૧૨ના ચૈત્ર સુદ ને દિવસે પ્રત્રજ્યા અંગીકાર કરી. રાણકપુર-સાદડીમાં પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પૂ. ઉપાધ્યાય શ્રી કલાસસાગરજી મહારાજના વરદ હસ્તે, સં. ૨૦૧૨ના વૈશાખ સુદ બીજને શનિવારે વડી દીક્ષા થઈ. જે જગ્યાએ પૂજ્યશ્રીની દીક્ષા થઈ તે જગ્યાએ સંન્યાસી મોહન બાવાએ ધૂણી ધખાવી ગસાધના કરી હતી અને ત્યાં જ સમાધિ લીધી હતી. પૂજ્યશ્રીએ મારવાડ જંકશનમાં “જિનેન્દ્રવિહાર', જેમાં જિનમંદિર, ઉપાશ્રય, ભેજનશાળા, ધર્મશાળા આદિ વડે સુસજજ અને સમૃદ્ધ સંસ્થાના સંસ્થાપક બનીને પિતાની યશકલગી સર્વોચ્ચ બનાવી. ઉપરાંત, આબુ તળેટી તીર્થ તથા સુધર્માસ્વામીની વિદ્યાપીઠના ઉત્કર્ષનું અને શ્રી જિનેન્દ્રપદ્યસૂરિ–વિહાર, શ્રી પદ્માવતી-પાર્શ્વનાથ-જિનમંદિર, માનપુર, આબુ રોડ (પદ્માવતીનગરી)નાં કાર્યો ચાલી રહ્યાં છે, જેમાં ૨૭ દેરીનું સમવસરણ જિનમંદિર, ઉપાશ્રય, ભેજનશાળા, વ્યાખ્યાન હોલ આદિનું કાર્ય ચાલે છે. સમવસરણ આકારનું આ મંદિર ભારતવર્ષમાં પ્રથમ જ છે. ઉપરાંત, શ્રી જિનેન્દ્રસૂરિપદ્યસૂરિ જ્ઞાનમંદિર ફાલનામાં બનાવેલ છે. આજ સુધીમાં ૧૫૩ જિનમંદિરની પ્રતિષ્ઠાઓ, આશરે ૩૫૦ જિનમંદિરનો જીર્ણોદ્ધાર મુખ્ય છે, જેમાં ફાલના, ખુડાલા, શિવગંજ, પોરબંદર, કેટ, સુમેર, નિતેડા, ખેરાળુ, બામણવાડજ, છાપી, મોટા પોશીના, ભરુડી, થુર, મરુડી, લાજતીર્થ આદિને સમાવેશ થાય છે. પૂજ્યશ્રીની નિશ્રામાં નાનામોટા સંઘ, ઉપધાને, ઉદ્યાપ, દીક્ષા-મહોત્સવ થયાં છે. મારવાડની ભૂમિના ૪૦૦ વર્ષના ઇતિહાસમાં ગત સં. ૨૦૪૫માં, ગચ્છાધિપતિ પૂ. આચાર્યભગવંત શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય શ્રી તપકીતિસાગરજી મહારાજે ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપસ્યા તેઓશ્રીની નિશ્રામાં આબુ રેડ, માનપુર, શ્રી પદ્માવતી નગરીમાં કરી છે. સૌમ્ય સ્વભાવ અને સરળ વ્યક્તિત્વને લીધે પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક ભવ્યાત્માઓ સંયમજીવનના પંથે સંચર્યા છે. જેમાં શ્રી હરિભદ્રવિજયજી, શ્રી પ્રકાશચંદ્રવિજયજી, શ્રી પ્રીતિવિજ્યજી, શ્રી મહિમાવિજ્યજી, શ્રી વિમલવિયજી, શ્રી પ્રવીણવિજયજી, શ્રી રત્નદીપવિજયજી, શ્રી રાજ્યશવિજયજી, શ્રી પ્રવિજયજી આદિ મુખ્ય છે. તેઓશ્રીએ પ્રતિષ્ઠા તથા મહાપૂજનમાં પ્રવીણતા મેળવી છે. શ્રી ત્રાષિમંડળ મહાપૂજનની પ્રત, ઉમેદમાળા સ્વાધ્યાય, ઉપધાનવિધિ આદિ પુસ્તક પ્રગટ કર્યા છે. હાલ સંસ્કૃત વ્યાકરણ હેમલઘુકૌમુદી, અહમ અભિષેક મહાપૂજન, શાંતિજિનપૂજન આદિનું કાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીને ખંડાલા સંઘે “ગોડવાડ કેશરી”ની પદવી આપી છે. પૂજ્યશ્રીને સેવાડીમાં સં. ૨૦૩૩ના માગશર સુદ ૭ને દિવસે પ. પૂ. આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરિજી મહારાજના વરદ હસ્તે ગણિ-પંન્યાસપદવી, વરકા તીર્થમાં સં. ૨૦૩૭ના ચૈત્ર સુદ પાંચમે ઉપાધ્યાયપદ અને વૈશાખ વદ ત્રીજે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. આજે પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે આશરે પચાસેક જિનમંદિરના નિર્માણકાર્યો ચાલે છે. પૂજ્યશ્રી નીચે મુજબની સંસ્થાઓના સંસ્થાપક છે : 2010_04 Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૨૧૩ (૧) શ્રી આબુ તળેટી તીર્થ–શ્રી સુધમાં સ્વામી વિદ્યાપીઠ, પદ્માવતી નગરી, માનપુર, આબુ રેડ, નેશનલ હાઈવે, ૩૦૭૦૨૯ (રાજસ્થાન). (૨) શ્રી પદ્માવતી-પાર્શ્વનાથ જૈન તીર્થપદ્માવતી નગરી, સૂરિજિનેન્દ્ર-પદ્વવિહાર, માનપુર, આબુ રેડ, નેશનલ હાઈવે ૩૦૭૦૨૯. (૩) શ્રી જિનેન્દ્ર-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈનતીર્થ, મુ. પો. સ્ટેશન : મારવાડ જંકશન ( જિ. પાલી) (રાજ.) (૪) શ્રી જિનેન્દ્ર-પદ્રસૂરિ જ્ઞાનમંદિર, શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈનમંદિર, જૈન ભેજનશાળા પાસે, મુ. પો. સ્ટે : ફાલના. (જિ. પાલી) (રાજસ્થાન). (૫) શ્રી ગેડી પાર્શ્વનાથ જૈન લાજતીર્થ, મુ. શિવગઢ. પિ. કજરા, જિ. સિરોહી. સ્ટેશન : સિરોહી રેડ (રાજસ્થાન) (૬) શ્રી પૂજ્ય ધાર્મિક ટ્રસ્ટ, મુ. પો. ધનારી, સ્ટેશન : સર્પગંજ (જિ. સિહી) (રાજસ્થાન). - પૂજ્યશ્રી દ્વારા સંપાદિત ગ્રન્થઃ (1) શ્રી ઋષિમંડલ મહાપૂજન, (૨) શ્રી અહંદુ જિન અભિષેક પૂજન, (૩) શ્રી પદ્માવતી પાર્શ્વનાથ મહાપૂજન, (૪) શ્રી હૈમલઘુકીમુદી (વ્યાકરણ), (૫) શ્રી શાંતિ જિનસ્નાત્ર પૂજન, (૬) શ્રી શિલ્પરહસ્ય (શિલ્પશાસ્ત્ર વિષયક), (૭) શ્રી ઉપધાનતપ સ્મારિકા, (૮) શ્રી સુલેચના-અકા જિનગુણમાલા, (૯) ઉમેદમાળા સ્વાધ્યાય, (૧૦) ધર્મબિન્દુ પ્રકરણ આદિ. આમ, પૂજ્ય શ્રી વિજયપત્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેકવિધ મહાન, અદ્વિતીય અને અમર શાસનપ્રભાવના થઈ છે. એવા એ પ્રભાવક સૂરિવરને કેટિ કોટિ વંદન ! જિનશાસનના તેજસ્વી તારક પૂ. આચાર્યશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ અનાદિકાળથી અનંત ભવસાગરમાં પરિભ્રમણ કરતા જીવને મહાન પુણ્યદયે જેનકુળમાં જન્મ મળે છે. એવા કેઈ પ્રબળ પુણ્યને લીધે ગૌરવવંતા ગુજરાત પ્રદેશના અમદાવાદ પાસેના કરેલી (તા. દહેગામ )માં સં: ૧૯૮૯ના જેઠ સુદ પાંચમે શાહ મનસુખલાલ પાનાચંદનાં ધર્મપત્ની શણગારીબેન (પાર્વતીબેન )ની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયે. બાળકનું નામ પાડ્યું બુલાખીદાસ. કરેલીની નિશાળમાં બુલાખીદાસે ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી ધંધાથે માબાપ સાથે અમદાવાદ આવી વસ્યા. અમદાવાદમાં કાપડની દુકાનમાં નોકરીએ રહ્યા. દરમિયાન તેમનાં બહેન શાંતાબહેન લગ્ન પછી ટૂંક સમયમાં જ વિધવા થતાં, દિક્ષા લઈને સાધ્વીશ્રી નેહલતાશ્રીજી બન્યાં. આ ઘટનાથી બુલાખીદાસનું મન પણ સંસાર પરથી ઊતરી ગયું. તેમણે ધાર્મિક અભ્યાસમાં વધુ રસ લેવા માંડ્યો. સંયમજીવન માટે વહાલયાં માતાપિતા સંમતિ આપતાં ન હતાં. તેથી ભીલડિયાજી તીર્થની યાત્રાનું બહાનું કાઢીને ઘરેથી નીકળી પડ્યા. રાજસ્થાનમાં સાદડી મુકામે પ. પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા અને દીક્ષા માટે વિનંતિ કરી. પૂ. આચાર્યશ્રીના આદેશ પ્રમાણે પૂ. 2010_04 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પં. શ્રી કસ્તૂરવિજયજી મહારાજના વરદ હસ્તે થેપલી તીથ ( લુણાવા )માં સં. ૨૦૧૭ના અષાઢ સુદ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી ખુલાખીદાસ પૂ. આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી હેમપ્રભવિજયજી નામે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરી ત્યારથી જ પેાતાના જીવનમાં ગુરુભક્તિ માટે પ્રથમ સ્થાન આપતા રહ્યા. સ. ૨૦૨૨માં પૂ. ગુરુદેવની છત્રછાયા ગુમાવી. તે પછીથી પૂ. પં. શ્રી સ`ગળવિજયજી ( પછીથી પૂ. આચાર્ય શ્રી )ની નિશ્રામાં આજ્ઞાનુસાર સંયમજીવન વિતાવતા રહ્યા અને સાધનાઆરાધના દ્વારા ગુરુદેવના કૃપાપાત્ર બની રહ્યા. પૂજ્યશ્રી સ. ૨૦૩૧માં પાલીતાણામાં ચાતુર્માસ હતા ત્યારે પૂ. આ. શ્રી વિજયમ'ગલપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ભગવતીસૂત્રના યોગેન્દ્વહન કર્યાં. સં. ૨૦૩૨ના માગશર સુદ્ઘ પાંચમે ગણુપદ અને માગશર સુદ છઠ્ઠને દિવસે પન્યાસપત્તથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીનાં વિહારક્ષેત્ર ગુજરાત અને રાજસ્થાન રહ્યાં છે. રાજસ્થાનના ખીવાન્દી પર પૂજ્યશ્રીની અસીમ કૃપા છે. સ. ૨૦૪૨માં તેએશ્રી ખીવાન્દી ચાતુર્માંસ સ્થિત હતા ત્યારે અનેક શ્રીસ`ઘાની આગ્રહભરી વિનંતીથી પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવા પૂ. આ. શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂશ્વરજી મહારાજને અમદાવાદથી ખીવાન્દી પધારવા નિમંત્રણ આપ્યુ. આચાર્ય દેવ ઉગ્ર વિહાર કરી ખીવાન્દી પહોંચ્યા. સં. ૨૦૪૩ના માગશર સુદ ૬ને શુભ દિવસે અગણિત માનવમહેરામણુ વચ્ચે મહામહાત્સવપૂર્વક આચાર્ય પદથી અલ'કૃત કરવામાં આવ્યા. પૂ. પન્યાસશ્રી આચાર્ય શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી હ ંમેશાં નમસ્કાર મહામત્રા અને સતિકર'ના શ્રદ્ધાપૂર્વક જાપ કરે છે. તેઓશ્રીની પાવન નિશ્રામાં અનેક દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘ, ઉઘાપના આદિ મહાત્સવ થયા છે અને થઈ રહ્યા છે. મુનિશ્રી લલિતપ્રભવિજયજી, મુનિશ્રી જયપ્રભવિજયજી, ખાલમુનિ શ્રી મુક્તિનિલયવિજયજી, મુનિશ્રી આમપ્રભવિજયજી, મુનિશ્રી અદ્વૈતપ્રભવિજયજી, મુનિશ્રી હિરણ્યપ્રભવિજયજી, મુનિશ્રી પ્રશમેશપ્રભવિજયજી, મુનિશ્રી ડ્રીંકારપ્રભવિજયજી આદિ શિષ્યરત્નોથી વીટળાયેલા પૂજ્યશ્રી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યોમાં વ્યસ્ત હોય છે. એવા તપસ્વી--યશસ્વી--તેજસ્વી આચાર્ય દેવ નિરામય દીર્ઘાયુ પામી શાસનપ્રભાવના વડે જયવંતા વતે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણામાં કે કોટિ કેટિ વદના ! सुहराई 2010_04 શાસનપ્રભાવક त्रिकाल वंदना सुहदेवसि नयनसेना । Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૨૧૫ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્યમોહનસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય દેવો પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપ્રીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયકનારત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસુરીશ્વરજી મહારાજ પ્રકાંડ પંડિત, વ્યાખ્યાન વાચસ્પતિ, પરમ શાસનપ્રભાવક સૂરિદેવ પૂ. આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની પાવનકારી છાયામાં આવેલા પાલીતાણા શહેરમાં ધર્મનું સામ્રાજ્ય પ્રવતે છે. એમાં કઈ પુણ્યશાળી આત્મા અવતરે પછી પૂછવાનું શું હોય ! આ શહેરમાં શ્રેષ્ઠિવર્ય શ્રી મૂળચંદભાઈનાં સુશીલ ધર્મપત્ની જડાવબહેનની કૂખે વિ. સં. ૧૯૩૨ના વૈશાખ સુદ ૧૩ના શુભ દિને એક પુત્રરત્નને જન્મ થયે. એ પ્રભાવશાળી પુત્રનું 2010_04 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શાસનપ્રભાવક નામ પાડવામાં આવ્યું તીચંદ. બાલ્યકાળથી જ મતીચંદભાઈને ધર્મ પ્રત્યે અપાર પ્રીતિ હતી. એમાં તીર્થાધિરાજની યાત્રાએ પધારતા આચાર્યદેવે શ્રમણભગવંતનાં દર્શન-શ્રવણે દિનપ્રતિદિન ધર્મભાવનામાં વૃદ્ધિ થતી રહી. એકવાર શાસનસમ્રાટ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં એક જ દિવસમાં ભક્તામર સ્તોત્ર કંઠસ્થ કરી આપવાની અદ્ભુત શક્તિ દાખવીને મોતીચંદે ધર્મજ્ઞાનની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી દીધી. ધર્માભ્યાસમાં રત રહેતે આ તેજસ્વી યુવાન જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરણો, કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્વાર્થસૂત્ર, લોકપ્રકાશ આદિ ધર્મગ્રંથોમાં પારંગત બન્યા. તેમ જ ન્યાય, વ્યાકરણ અને સાહિત્યના વિષયેમાં પણ વિકાસ સાધે. પરિણામે, તેમના આત્મમંદિરમાં પ્રભુશાસનની શ્રદ્ધા સાથે ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો સવિશેષ દીપ્તિમાન થતા ગયા. આગળ જતાં, મોતીચંદભાઈ ને પાલીતાણામાં બાબુ બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં મુખ્ય ધાર્મિક અને સંસ્કૃત શિક્ષક તરીકે નિયુક્તિ મળી. આ સમયમાં અનેક સાધુસાધ્વીજીઓના સમાગમને લીધે તેમની ધર્મનિષ્ઠા વધતી ચાલી. પરંતુ તેમના નસીબે સંસારનાં બંધને સહેલાઈથી તેમને ધર્મમાર્ગે પ્રયાણ કરવા દે તેમ ન હતાં. મોતીચંદને રંઘોળાના શેઠ શ્રી બહેચરદાસનાં સુપુત્રી અચરતબેન સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા. પરંતુ મેતીચંદભાઈ એ બરાબર મક્કમતા કેળવી હતી. ટૂંક સમયમાં મહેસાણા મુકામે બિરાજમાન પૂ. શાંતમૂતિ આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા, અને સંયમની તીવ્ર ભાવના વ્યક્ત કરી અને તેને સ્વીકાર થતાં મોતીચંદભાઈ શાળાના શિક્ષક મટીને આત્માના શિક્ષક તરીકે મુનિવર્ય શ્રી મેહનવિજયજી બન્યા. એમનાં સંસારી ધર્મપત્ની પણ આગળ જતાં, તપાગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી ગણિનાં આાવતી સાધ્વી શ્રી ગુલાબશ્રીજીના શિષ્યા તરીકે ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરીને શ્રી શણગારશ્રીજી બન્યાં. મુનિવર્ય શ્રી મેહનવિજ્યજી મહારાજના બે ગુણો સૌના આકર્ષણનું કેન્દ્ર હતા. અધ્યયનપ્રિય પ્રકૃતિ તો બાલ્યકાળથી હતી જ, તેમાં આ સંયમજીવન સ્વીકાર્યુ પછી પૂછવું જ શું ! પૂજ્યશ્રી અહેનિશ જ્ઞાનોપાસનાના ઊંડા અધ્યયનમાં મગ્ન રહેવા લાગ્યા. ગીતાWશિરોમણિ શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી તેમ જ વાચકશેખર પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલા ગ્રંથો પ્રત્યે એમને સવિશેષ રુચિ હતી. એ મહાપુરુષોના ગ્રંથનું વાચન, મનન અને નિદિધ્યાસન એવી તલ્લીનતાથી કર્યા કે યેગશાસ્ત્ર, અષ્ટક, જ્ઞાનસાર જેવા કઠિન ગ્રંથો પણ તેઓશ્રીને કંઠસ્થ થઈ ગયા હતા. પૂજ્યશ્રીનાં વ્યાખ્યામાં આ ગ્રંથનાં અવતરણો સુવર્ણરજની જેમ વેરાતાં રહેતાં હતાં, અને શ્રોતાઓ ઉપર તેને અદ્ભુત પ્રભાવ પાથરતાં હતાં. એનાથી પૂજ્યશ્રીની વ્યાખ્યાનપદ્ધતિનાં ખૂબ વખાણ થવા લાગ્યાં. ઓછામાં પૂરું, તેઓશ્રીને ઈશ્વરદત્ત મધુર કંઠ મળ્યો હતે. પરિણામે તેઓશ્રીનાં વ્યાખ્યાને જૈન-જૈનેતર સમાજને ખૂબ આકર્ષી રહ્યાં. પૂજ્યશ્રીનાં વ્યાખ્યામાં જૈન સમાજ તે ઊમટતે જ, પરંતુ તેઓશ્રીની વાપટુતાનાં વખાણ સાંભળીને ધ્રાંગધ્રા, પાલીતાણા, ગેડલ, સાયલા, વીરપુર, રાજકોટ, ભીલોડિયા આદિ કાના મહારાજાઓ પણ વ્યાખ્યાને સાંભળવા આવતા. પૂ. ગુરુદેવશ્રી વિજ્યકમસૂરીશ્વરજી મહારાજ 2010_04 Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૨૧૭ તે લાડથી તેઓશ્રીને પંડિતજી” કહીને જ સંધતા. અદ્દભુત વ્યાખ્યાનશક્તિને લીધે પૂજ્યશ્રી સાધુસમુદાયમાં “સમર્થ વ્યાખ્યાનકાર” તરીકે વિખ્યાત થયા. પૂજ્યશ્રીના શરીરનું સંસ્થાન અને પૂજ્યશ્રીની પ્રતિભા વિશિષ્ટ પ્રકારની હતી. તેઓશ્રી વ્યાખ્યાન આપતા ત્યારે તેમની વાણું. ભાવ અને દેહ એવા એકાકાર થઈ જતાં કે પૂજ્યશ્રીના અંતરમાંથી નીકળેલી વાણું શ્રોતાઓ પર ધારી અસર કરતી. પૂજ્યશ્રી વ્યાખ્યાન સમયે પાટની ધાર પર બેસતા, જમણો હાથ માં પાસે રાખતા, ડાબે હાથ વક્તવ્ય સાથે તાલ મિલાવતા. વાક્ય પૂરું થતાં સહેજ ઊંચા થઈને ભારપૂર્વક વાક્ય પૂરું કરતા એટલે શ્રોતાઓ પર તેઓશ્રીનાં વચની અમીટ છાપ પડતી. તેઓશ્રીના કાળધર્મ સમયે પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે ખેદપૂર્વક લખ્યું હતું કે, “તેઓશ્રીના જવાથી એક વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યાનપદ્ધતિને અંત આવ્યું છે. એક વાર શેઠ કુભાઈને અમદાવાદથી નીકળેલા વિશાળ પદયાત્રા સંઘમાં શાસનસમ્રાટશ્રી પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આગમેદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ શ્રી વિજ્યમેહનસૂરીશ્વરજી મહારાજ તથા અન્ય ઘણા શ્રમણુભગવંતે સાથે હતા તેમાં સંઘમાં વ્યાખ્યાન કેણ કરે તે બાબતે પ્રશ્ન થયે, ત્યારે સર્વ આચાર્યશ્રીઓએ સર્વસંમતિથી પૂ. આ. શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ પર જ કળશ ઢોળે હતો એ ગૌરવપ્રદ ઘટના છે. એક બીજી ઘટના પણ પૂજ્યશ્રીની વાક્પટુતાની સાક્ષી પૂરે છે. સંઘપતિ પિપટલાલ ધારશીના આગ્રહથી પૂજ્યશ્રીનું ચોમાસું જામનગર નકકી થયું. વિહારની મુશ્કેલીના કારણે ટૂંકે માર્ગ પસંદ કરવાનું હતું. ગારિયાધાર પાસેનું દામનગર વિહારનું ગામ ન હતું. મૂર્તિપૂજક સાધુઓ ત્યાં પહેલી જ વાર પધાર્યા. પૂજ્યશ્રીએ પાંચ દિવસ વ્યાખ્યાને આપ્યાં. પૂજ્યશ્રીના વક્તવ્યની મહતા અને વાણીની મધુરતાને લીધે સમગ્ર દામનગરની હવા બદલાઈ ગઈ. અનાયાસે સ્થાનકવાસી વાડીમાં પૂજા ભણાવવાને વેગ બન્યું. આજુબાજુથી પણ ૨૦૦ થી વધુ ભાવિકે પૂજાને કારણે આવી પહોંચ્યા. ઘણાએ પહેલી વાર મૂર્તિનાં દર્શન કર્યા આખો સંઘ આનંદમાં આવી ગયે. દરમિયાન ગામમાંથી પાંચ-છ શાસ્ત્રાભ્યાસીઓ પૂજ્યશ્રીના જ્ઞાનની ચકાસણી માટે આવ્યા. તેઓએ લેડ્યા અને ગુણસ્થાનક અંગેના કેટલાક પ્રશ્નો કર્યા. પૂજ્યશ્રીએ તર્કબદ્ધ અને મર્મસ્પર્શ ઉત્તર આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આમ, પૂજ્યશ્રીની અપ્રતિમ વ્યાખ્યાનશૈલીનાં ફરી ફરી દર્શન થયાં. પ્રખર વિદ્વત્તા અને સમર્થ વતૃત્વશક્તિને લીધે અન્ય ગુરુદેવે પિતાના શિષ્યને પૂજ્યશ્રી પાસે મોકલતા. પૂજ્યશ્રી તેમને કશા જ ભેદભાવ વગર જ્ઞાન-ધ્યાન અને અધ્યયનમાં આગળ વધારતા. વિહાર દરમિયાન ચાલતાં ચાલતાં પણ શિષ્યોને ગેષ્ઠિમાં નિમગ્ન રાખતા. અભ્યાસમન શિષ્યને પ્રમાદ ન આવે તે માટે સારણ, વારણા, ચેયણા, પડિયણ કરાવવામાં સાવધ રહેતા. આ સ્વાધ્યાયનિષ્ઠાના બે મહાન સુફળ પ્રાપ્ત થયાં : (૧) શ્રી મુક્તિકમણ જેન મેહનમાળા નામની ગ્રંથપ્રકાશન સંસ્થા અને (૨) પાલીતાણામાં સ્થપાયેલું ભવ્ય જૈન સાહિત્ય મંદિર. તેઓશ્રી દ્વારા ચાલેલી અધ્યયન-સંશોધન-સંપાદનની અવિરત પ્રવૃત્તિને લીધે પાલીતાણ અને વડોદરાના ૨૮ 2010_04 Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શાસનપ્રભાવક જ્ઞાનભંડારમાં આજે હજારોની સંખ્યામાં સુંદર હસ્તપ્રત સચવાયેલી જોવા મળે છે. ત્રણચાર લહિયાઓ રાખીને પૂજ્યશ્રીએ અવિરામ પરિશ્રમપૂર્વક આ કાર્યો કર્યા છે. એ કાર્યનિષ્ઠાથી જ મેહનમાળા'માં પચાસથી વધુ ઉપયોગી પ્રકાશનો થયાં છે અને અન્ય ભવ્ય કીર્તિરત સમાં જ્ઞાનમંદિરે, સાહિત્યમંદિર નિર્માણ પામ્યા છે. પૂજ્યશ્રીને આ કાર્યોમાં તેમના શિષ્ય-પ્રશિષ્ય પ. પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજને નેંધપાત્ર સહગ સાંપડ્યો હતો. પૂજ્યશ્રીને આ બંને પર વિશેષ પ્રીતિ હતી. તેઓશ્રીને દ્રવ્યાનુયોગને વિશેષ અભ્યાસ હતું. આ વિષયમાં પૂજ્યશ્રી ભલભલા વિદ્વાનને ન કલ્પી હોય એવી તલસ્પર્શી સમજણ આપતા. આ વિષયનું સઘળું જ્ઞાન આ બંને આચાર્ય દેવને આપ્યું હતું. ઉપરાંત, પૂજ્યશ્રીને શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગ્રંથ ભણાવવાની પણ વિશેષ રુચિ હતી. તેમ છતાં, તેઓશ્રી માત્ર જ્ઞાનવાદી ન હતા; સાથે કિયાવાદી પણ હતા. બધા સાધુઓને પ્રતિક્રમણ અને પડિલેહણની ક્રિયા પૂજ્યશ્રી સમક્ષ જ કરવાની રહેતી, પ્રમાદરહિત ઊભાં ઊભાં જ કરવાની રહેતી. “જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ” એ સૂત્રનું બરાબર પાલન કરાવતા. આચાર બાબતમાં ખૂબ જ ચુસ્ત હતા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા લીધા સિવાય કઈ કશી ક્રિયા કરી શકતું નહીં. પૂજ્યશ્રી પણ હમેશાં વાચન-મનન માટે ચાર કલાક નિયમિત સમય કાઢતા. પ્રશિષ્ય શ્રી ધર્મવિજયજી મહારાજની તીવ્ર બુદ્ધિશક્તિ, યાદશક્તિ અને સંશોધનશક્તિ પર પૂજ્યશ્રીને ખૂબ જ માન હતું. પૂ. ધર્મવિજયજી પણ પૂજ્યશ્રીના આજ્ઞાવતી શિષ્ય હતા. પ્રતિક્રમણ, પડિલેહણ, ચૈત્યવંદન, સ્તવન, આદિ સાથે જ કરતા. ગોચરી લાવવામાં અને વાપરવામાં, સંથારો કરવામાં પૂ. ગુરુદેવને હંમેશાં અગ્રસ્થાને રાખતા. પૂજ્યશ્રી પણ તેમને “ધમ્મ 'ના લાડકા નામે બોલાવતા. એવી જ રીતે મુનિવર શ્રી યશોવિજયજી મહારાજ પર પણ પૂ. ગુરુદેવની કૃપાદ્રષ્ટિ હતી. પોતાના શિષ્ય શાસ્ત્રજ્ઞાનમાં પારંગત બને એવી ખેવના પૂજ્યશ્રી સતત રાખતા. પૂજ્યશ્રીએ સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં ઘણી સાધના-આરાધના અને શાસનપ્રભાવના કરી. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૩૨માં પાલીતાણામાં; દીક્ષા સં. ૧૯૫૭ના મહા વદ ૧૦ના મહેસાણામાં, વડી દીક્ષા વિજાપુરમાં ગણિપદ અને પંન્યાસપદ સં. ૧૯૭૩ના મહા સુદ ૬ને દિવસે અમદાવાદમાં આચાર્યપદ સં. ૧૯૮૦ના મહા વદ ૧૦ને દિવસે અમદાવાદમાં અને સ્વર્ગવાસ સં. ૨૦૦૧ના પિષ સુદ ૯ (અગ્નિસંસ્કાર ૧૦)ને દિવસે દર્ભાવતી-ડાઈમાં થયે. ૧૮ વર્ષના આયુષ્યમાં બે તૃતીયાંશ ભાગ શાસનપ્રભાવનામાં વિતાવનાર પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં આશરે પચાસેક કલ્યાણભિલાષી ભાઈઓ અને એનાથી પણ વધુ પુણ્યવંતી બહેને સંયમમાર્ગ સ્વીકારવા ભાગ્યશાળી બન્યાં હતાં. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ આદિ ૩૫-૩૭ સાધુઓ અને પ્રવતિની સાધ્વી શ્રી કલ્યાણશ્રીજી આદિ ૨૦૦ સાધ્વીજીએ પૂજ્યશ્રીના આજ્ઞાવતી સમુદાય તરીકે ત્યારે વિદ્યમાન હતાં. તેઓશ્રીની પવિત્ર દેશનાને શ્રવણ કરીને સમ્યકત્વમૂલ બાર વ્રતને ગ્રહણ કરનાર, ચતુર્થ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનાર અને મહામંગલકારી 2010_04 Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ શ્રી ઉપધાન તપને આચરનાર શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા ગણવામાં આવે તે હજારોની થવા જાય. પૂજ્યશ્રીએ સમાજમાં નિરક્ષરતા, કુરૂઢિ આદિ નિવારવામાં પણ સેંધપાત્ર યોગદાન આપ્યું હતું. પંડિતાઈને પ્રભાવ અને વ્યક્તિત્વમાંથી વહેતી વત્સલતા વડે પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિહરતા ત્યાં ત્યાં તેમને વિશાળ ચાહકવર્ગ ઊભું થઈ જતું. પરિણામે તેઓ ધાર્યા કામે કરાવી શકતા. અને એવા જ આનંદ-ઉલ્લાસમય વાતાવરણમાં પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં ઊજવાતાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉજમણાં, દીક્ષા, વડીદીક્ષા અને ધ્વજદંડારોપણનાં ધર્મ કાર્યો ચિરસ્મરણીય બની રહેતાં. પૂજ્યશ્રીની દેશનાથી મોટે ભાગે દર વર્ષે ઉપધાન તપ થતાં. સં. ૧૯૭૨-૭૩માં અમદાવાદ, સં. ૧૯૭૭માં મુંબઈ સં. ૧૯૭૮-૭૯માં સુરત–અમદાવાદ, સં. ૧૯૮૧-૮૨માં ખંભાત-તળાજા, સં. ૧૯૮૬માં પાલીતાણા આદિનાં ચેમાસાં એ દષ્ટિએ ભવ્ય ઉત્સથી ભરપૂર અને યાદગાર બન્યાં હતાં. પૂજ્યશ્રીની વિહારભૂમિ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ ઇલાકાને પ્રદેશ રહી છે. પિતાના વિરલ વ્યક્તિત્વને પ્રભાવે પૂજ્યશ્રીને અનન્ય પ્રતિષ્ઠા અને પ્રીતિ પ્રાપ્ત થયાં હતાં. મુંબઈના ચાતુર્માસ વખતે ભાયખલાના જમીનના પ્રશ્નને તેઓશ્રીના એક જ વ્યાખ્યાનથી એક ભાગ્યશાળી આત્મા ૩૦ થી ૪૦ લાખ રૂપિયા ખર્ચવા તૈયાર થઈ ગયા હતા. એ જ બીજો પ્રસંગ ખંભાતમાં બન્યો હતો. તેઓશ્રીના ઉપદેશથી શ્રી સ્થંભન પાર્શ્વનાથજીના મંદિરને જીર્ણોદ્ધાર કરવા માટે લાખ રૂપિયાને ફળો જોતજોતામાં એકઠો થઈ ગયો હતે. આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ પિતાની મહાન વિભૂતિમત્તાને કારણે ચિરસ્મરણીય શાસનપ્રભાવના કરીને સકળ સંઘના પ્રેરણાદાતા બની રહ્યા હતા. એવા એ પૂજ્યપાદ મહાન ગુરુભગવંતને કેટિ કેટિ વંદન ! મહાન શાસ્ત્રવેત્તા, પ્રકાંડ પંડિત, સમર્થ વિધિવિધાનકાર તથા અલ્પભાષી, અંતર્મુખ અને અપ્રમત્ત સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજ્યપ્રતાપસૂરીશ્વરજી મહારાજનું નામ વર્તમાન વેતામ્બર મૂર્તિપૂજક જૈન શ્રમણ સંઘ અને તેમાં પણ ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી (મુક્તિવિજયજી) ગણિવરના પટ્ટાલંકાર બાલબ્રહ્મચારી, ભદ્રપરિણામી, પ્રશાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના સાધુપરિવારમાં દિક્ષા પર્યાયવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય તરીકે પ્રથમ હરોળમાં આવે છે. પૂજ્યશ્રીને જન્મ સૌરાષ્ટ્રમાં વેરાવળથી ત્રણ ગાઉ દૂર આવેલા આદરી નામના ગામમાં સં. ૧૯૪૭ના કારતક વદ ૭ને શુભ દિવસે થયે હતો. પિતાનું નામ ઓધવજી અને માતાનું નામ દૂધીબેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ મદનજીભાઈ હતું. આદરી ગામે નાનું પણ સુંદર શિખરબંધી જિનમંદિર અને ઉપાશ્રય છે. કુટુંબમાં ધાર્મિક સંસ્કારો હતા જ, તેથી મદનજીભાઈમાં પણ ધર્મ અને વૈરાગ્યના સંસ્કાર પ્રબળ બનતા રહ્યા. પરિણામે, સં. ૧૯૬૩ના જેઠ 2010_04 Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શાસનપ્રભાવક સુદ ૧૦ના શુભ દિને મહેસાણા પાસેના લીંચ ગામે, ૧૭ વર્ષની ભરયુવાન વયે, શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી પોતાના પૂ. ગુરુદેવશ્રી પાસે સાધુધર્મને લગતાં આવશ્યકાદિ સૂત્રો, પ્રકરણ ગ્રંથ અને ઠેઠ કમ્મપયડી સુધીને અભ્યાસ કરી લીધું અને જૈન સાધુ માટે પાયાના ગણતા તત્ત્વજ્ઞાનના પંડિત બની ગયા. પ્રકરણગ્રંથોના અભ્યાસકાળમાં જ સર્વ શાસ્ત્રના વાચન માટે ચાવી રૂપ ગણુતા વ્યાકરણ, ભાષા, શબ્દકોશને અને સંસ્કૃત કાવ્યું, જેનસિદ્ધાંતેના વાચન માટે અનિવાર્ય એવા તક, ન્યાય આદિ વિદ્યાઓને પણ ગહન અભ્યાસ કરી લીધું. વળી, પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ શીખી લીધું. શાસ્ત્રાધ્યયનની ગ્યતા પ્રાપ્ત કરવા પૂજ્યશ્રીએ ગોઠહનની એક રહસ્યપૂર્ણ અને આશીર્વાદ રૂપ ગણાતી તપશ્ચર્યા સાથેની કઠોર ક્રિયા-સાધના કરી આગમગ્રંથ ભણવાને અધિકાર પ્રાપ્ત કરી લીધું. જેનધર્મના મહાન ગીતાર્થ પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ અને “જ્ઞાનસાર ' આદિના રચયિતા મહામહોપાધ્યાય શ્રી યશવિજયજી મહારાજના ગ્રંથો પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા. આ ઉપરાંત, અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ વિધિવિધાનો અનુષ્કાને લગતા ગ્રંથ, ગોદહનને લગતા ગ્રંથ, જૈનધર્મની વિવિધ શાખા-પ્રશાખાઓની માહિતી ધરાવતા ગ્રંથનું પણ ચીવટથી અધ્યયન કર્યું. પ્રતિષ્ઠાવિધિ માટે તે અનેક પ્રાચીન પ્રત ભેગી કરીને શુદ્ધ વિધિ માટે માહિતી એકત્રિત કરી. ત્યાર પછી, પૂજ્યશ્રીએ દશવૈકાલિક આગમના અધ્યયનને આરંભ કરી, આગમના અંગ રૂપ ૧૧ અંગે અને ઉપાંગો, તેનાં ટીકાદિ અંગે સાથે ગંભીરતાથી પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હતી, દષ્ટિ વિશાળ અને ઉદાર હતી તથા સ્મરણશકિત ગજબની હતી. પરિણામે, તેઓશ્રી શાસ્ત્રચર્ચામાં કે વ્યાખ્યામાં જૈનેતર ગ્રંથમાંથી પણ પુષ્કળ પ્રમાણે આપતા. કારણ કે જેનેતર ગ્રંથનું પણ તેઓશ્રીને અગાધ જ્ઞાન હતું. પૂજ્યશ્રીએ ભગવદ્દગીતા, ઉપનિષદો, ભાગવત, વેદ, બાઈબલ, કુરાન, બૌદ્ધગ્રંથ, પિટક, અવસ્થા આદિ ધર્મગ્રંથ અને ગુરુ નાનક, કબીર આદિ કવિઓની ભક્તિકવિતાનું ઊંડું અધ્યયન કર્યું હતું. વિવિધ સામયિકે તે નિયમિત વાંચતા જ હોય. છેલ્લે વૃદ્ધાવસ્થાને લીધે આંખની તકલીફ હતી ત્યારે આઈ-ગ્લાસ રાખીને પણ નિયમિત વાંચતા. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનો ગ્રંથ “જ્ઞાનસાર ' તેઓશ્રીને અત્યંત પ્રિય હતે. આ ગ્રંથનું પ્રમાણ સાડા ત્રણ કલેકે છે, જે પૂજ્યશ્રીને કંઠસ્થ હતા. જેનગીતા જેવી મનાતી આ કૃતિને તેઓશ્રી આદર્શ જીવનદર્શક માનતા. એવી જ રીતે, વેતામ્બર મૂર્તિપૂજક માન્ય ૪૫ આગમો પૈકી શ્રી નંદીસૂત્ર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ આગમ પણ તેઓશ્રીએ કંઠસ્થ કર્યું હતું. સવારે તેને પાઠ કરીને પછી પાણી વાપરતા. આ ટેક આજીવન પાળે હતે. ઉત્તરાધ્યયન સૂત્રનું પણ સતત અધ્યયન કરતા. દિવાળીમાં અચૂક પાઠ કરી જતા. ધર્મગ્રંથના અધ્યયન પર વિશેષ પ્રીતિ હોવાથી વડોદરા, ધ્રાંગધ્રા, પાલીતાણા આદિના જ્ઞાનભંડારે વ્યવસ્થિત કરવામાં પૂજ્યશ્રીએ ખૂબ જ રસ લીધો હતે. પૂજ્યશ્રીને સં. ૧૯૭૯માં સુરત મુકામે ગણિ-પંન્યાસપદ અર્પણ કરવામાં આવ્યું. સં. ૧૯૮૫માં વડોદરા મુકામે સાત હાથીને ભવ્ય વરઘોડા સાથે મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયપદ 2010_04 Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ રર૧ અર્પણ કરવામાં આવ્યું. અને સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને શુભ દિને, પ્રભાસ પાટણના વિશાળ પ્રાંગણમાં, માનવ મહેરામણ વચ્ચે, પૂ. ગુરુદેવશ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રી જિનશાસનની પ્રત્યેક પ્રવૃત્તિમાં રસ લેતા અને શાસનપ્રભાવના સતત ચાલતી રહે તેની ખેવના રાખતા. પૂજ્યશ્રી આજીવન ગુરુચરણે જ રહ્યા. ગુરુદેવ પ્રત્યેને વિનયવિવેક એ જ તેઓશ્રીને જીવનમંત્ર હતું. કેટલાક શ્રીસંઘની આગ્રહભરી વિનંતિઓને પણ તેઓશ્રીએ, પૂ. ગુરુદેવથી જુદા પડવાનું બને તે માટે, લક્ષમાં લીધી ન હતી. તેમ છતાં, સં. ૧૯૮૯માં અસાધારણ પરિસ્થિતિ ઊભી થતાં ગુર્વાસાથી પાલીતાણ ચાતુર્માસ રહેવું પડ્યું. ને તે વખતે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશક્તિને સૌને સાચો ખ્યાલ આવ્યો. પૂજ્યશ્રી છટાદાર અને તર્કબદ્ધ શૈલીથી વ્યાખ્યાન આપતા કે શ્રોતાવર્ગ એકાકાર બની જતો. તેઓશ્રીનાં વ્યાખ્યામાં વિદ્વત્તા અને વાકછટાને સમન્વય થતું. પરિણામે, પૂજ્યશ્રી સમર્થ વ્યાખ્યાનકાર તરીકે પણ વિખ્યાત થયા હતા. આજથી ૬૦ વર્ષ પર તિથિ કઈ સાચી તે અંગે વિવાદ ઊભે થયે. જેનસમાજમાં બે ભાગલા પડી ગયા. પૂજ્યશ્રીએ આ અંગે ખૂબ અભ્યાસ કર્યો અને સત્ય પ્રાપ્ત કર્યું કે, તે પ્રમાણે સં. ૨૦૦૪માં આચરણમાં મૂકી પોતાની શ્રદ્ધાનું રક્ષણ કર્યું. એ વખતે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે પિતાના જ સંઘાડાના સાધુઓથી પહેલી વાર જુદા પડીને સંવર્ચ્યુરી કરવી પડી. તે વખતે પૂજ્યશ્રીની સમતા, તટસ્થતા અને ઉદાત્તતાથી વર્યાં કે ખરેખર સર્વના ધન્યવાદના અધિકારી બની રહ્યા! તિથિની માન્યતા અંગે પૂજ્યશ્રી કેઈની સામે ક્યારેય ડગ્યા નહીં. આ અડગ શ્રદ્ધાને લીધે તેઓશ્રી જૈન સંઘમાં “તપાગચ્છતિથિસંરક્ષક” તરીકે જાણીતા થયા. તિથિના અનુસંધાને પૂજ્યશ્રીએ જૈન પંચાંગ તૈયાર કરાવ્યાં. એ માટે જોધપુરી ગણતરીમાં ઊંડા રસ લીધો અને ખૂબ જ મહેનતને અંતે જૈનસમાજ માટે પંચાંગ તૈયાર કરાવ્યાં, જે પરંપરા આજે પણ ચાલુ રહી છે. - પૂજ્યશ્રીને જ્યોતિષવિદ્યાનું પણ ઊંડું જ્ઞાન હતું. વિધિનિષેધ અને ઉત્સર્ગ–અપવાદના તેઓશ્રી ઊંડા જાણકાર હતા. આ અંગે જુદા જુદા જ્ઞાતાઓ સાથે ચર્ચા કરતા. જ્યોતિષવિદ્યા અને પંચાંગનું ઊંડું જ્ઞાન હોવાથી મુહૂર્તાદિ જોવામાં પૂજ્યશ્રીને કોઈ જોટો મળતા નહીં. એવી જ રીતે, મંત્ર-તંત્રવિદ્યાના પણ તેઓશ્રી સારા જાણકાર હતા. આ સર્વ વિદ્યાઓને પૂજ્યશ્રી વિધિવિધાન માટે સરસ ઉપયોગ કરતા. તેઓશ્રીની યાદશક્તિ પણ ગજબની હતી. ત્રીશ વર્ષ પહેલાં મળેલી વ્યક્તિને નામથી બોલાવતા. એટલું જ નહિ, આખા પરિવારનાં નામ પણ ત્રીશ વર્ષ પછી યાદ હેય એવા દાખલા બન્યા છે ! પૂજ્યશ્રીએ મૌલિક કૃતિઓની રચના ઓછી કરી છેપણ તેઓશ્રીનાં સંશોધન-સંપાદને ખૂબ જ ઉપયોગી પુરવાર થયાં છે, જેમાં, મહષિ હરિભદ્રસૂરિજી મહારાજના મહાન ગ્રંથ ઉપાઘને સમાવેશ થાય છે. આ ઉપરાંત મહોપાધ્યાયજીના પ્રતિકારાત અને વાસાનું પણ સંપાદનકાર્ય કર્યું. રેશાની નાનકડી હાથપથી પૂ. ગુરુદેવ શ્રી વિજયમેહનસૂરીશ્વરજી મહારાજ હંમેશાં સાથે જ રાખતા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક અંજનશલાકાપ્રતિષ્ઠાએ, ઉપધાન-ઉજમણુ થયા હતાં. અનેક પદયાત્રા-સંઘે, જેવા કે કપડવંજથી કેશરિયાજી 2010_04 Page #224 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક રરર તીર્થ, મુંબઈથી પાલીતાણા, પાલીતાણાથી ગિરનાર તીર્થ અને રાજસ્થાન -જાદવથી રાણકપુર તીર્થ સુધીના સંઘ નીકળ્યા હતા. તેઓશ્રીમાં ગુરુવિનય ભરપૂર હતા. પિતાના ગુરુદેવ સામે કઈ દિવસ પલાંઠી વાળીને બેઠા ન હતા. છેલ્લાં ૧૦ વર્ષથી દૂધનો ત્યાગ કર્યો હતો. ગોચરમાં આહાર વધી તે એવી શ્રદ્ધાથી વાપરી લેતા કે આહાર સ્વાથ્યમાં નડતર રૂપ બનતે નહીં. કપડાંની સાદાઈ, દરેક બાબતમાં સ્વાશ્રયી રહેવાની આદત, અલગારી વ્યવહાર અને ફક્કડ સ્વભાવને લીધે પૂજ્યશ્રી ભક્તોમાં “ખાખી બાબા” તરીકે ઓળખાતા. - પૂજ્યશ્રીએ ૮૭ વર્ષનું દીર્ધાયુ ભગવ્યું, જેમાં ૭૧ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. છતાં નિસ્પૃહી સ્વભાવને લીધે કીતિ કે નામનાની કામનાથી સદાય દૂર ને દૂર જ રહ્યા. ૨૦૩૩માં પાલીતાણથી ગિરનારજી પદયાત્રા સંઘમાં પ્રયાણ કર્યું, ગિરનાર તીર્થની યાત્રા પણ સુખરૂપ કરી અને ત્યાંથી પિતાની જન્મભૂમિ આદરી તરફ પ્રયાણ કરતા હતા ત્યાં, જૂનાગઢ પાસે માંગરોળ ગામે, ફાગણ વદ ૭ની વહેલી સવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. માંગરોળમાં તે સમયે ચંદનવૃષ્ટિ થઈ! લાખ ભાખે ભાવિકે એકત્રિત થઈ ગયા. ભવ્ય સલામીપૂર્વક અંતિમ યાત્રા નીકળી હતી. સ્થળે સ્થળે ગુણાનુવાદસભાઓ થઈ હતી. એવા એ આદરણીય ગુરુદેવને કેટિ કોટિ વંદન ! (સંકલન : પૂ. આ. શ્રી વિજયયદેવસૂરિજી મહારાજ ) વિવિધ કલ્પના આલેખક, પ્રાકૃત ભાષા વિશારદ ઃ પૂ. આચાર્ય શ્રી વિજય પ્રીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયપ્રીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેઓશ્રીને જન્મ રાંદેર મુકામે સં. ૧૯૫૩ના કારતક વદ ૧૦ને દિવસે થયો હતો. તેમનું સંસારી નામ પ્રીતમલાલ ઉકાભાઈ હતું. બાલ્યકાળમાં ધર્મસંસ્કારનું સંવર્ધન થયું અને પૂ. આ. શ્રી વિજય મેહસૂરીશ્વરજી મહારાજને સમાગમ થતાં વૈરાગ્યભાવના ઉદિત થઈ. સ. ૧૯૭૩ના વૈશાખ સુદ બીજે લઘુ દીક્ષા અને અષાઢ સુદ ૧૧ને દિવસે અમદાવાદમાં વડી દીક્ષા લીધી, અને મુનિ શ્રી પ્રીતિચંદ્રવિજયજી બન્યા. તેઓશ્રીને સં. ૧૯૯૧ના પિષ વદ ૬ને દિવસે આટકેટમાં પંન્યાસપદવી અને સં. ૨૦૦૨ના જેઠ સુદ ૩ને દિવસે તડકેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રી સં. ૨૦૧૬ના ફાગણ સુદ ૧૪ને દિવસે રાંદેર મુકામે કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના અવિસ્મરણીય કાર્યમાં વિવિધ કલ્પનું આલેખન મુખ્ય છે. તેઓશ્રીએ સૂરિમંત્રકલ્પ તેમ જ હકારકલ્પ, વર્ધમાન વિદ્યાકલ્પ આદિ લખેલા. નંદાવર્ત પટ્ટ-સૂરિમંત્ર 2010_04 Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૨૩ સેનાની શાહીથી તૈયાર કરાવ્યું હતું. પૂજ્યશ્રીને પ્રાકૃત ભાષાનું પણ ઊંડું જ્ઞાન હતું. પિતાના સમયમાં તેઓશ્રી ઘણું જ પ્રભાવશાળી પુરુષ તરીકે પંકાયા હતા. એવા એ એકાંતિક, સંયમસાધક, જ્ઞાનોપાસક સૂરિદેવને શત વંદના ! ا می પરમ તિર્ધર, યુગ દિવાકર, મહાન શાસનપ્રભાવક, પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વંદનીય વિભૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના ઝળહળતા સિતારા, જૈન ધર્મસિદ્ધાંતના પરમ અભ્યાસી, કર્મશાસ્ત્રોના રહસ્યવેત્તા, દ્રવ્યાનુયેગના નિષ્ણાત, સિદ્ધાંતનિરૂપણમાં વિરલ પ્રતિભાના સ્વામી, સમર્થ વ્યાખ્યાતા, અનેક ગ્રંથના રચયિતા, લાખે પુણ્યાત્માઓને જિનેશ્વર ભગવાનની આરાધના પ્રત્યે વાળનારા, શતાધિક જિનાલયના જીર્ણોદ્ધારક, સંખ્યાબંધ ઉપાશ્રયે, ધર્મશાળાઓ, આયંબિલ ભવન, પાઠશાળાઓ, ભેજનશાળાઓ, સાધર્મિક સંસ્થાઓ આદિના પ્રબળ પ્રેરક, અનેક પ્રતિષ્ઠા અંજનશલાકા-ઉપધાન-ઉદ્યાપન-પદયાત્રાસંઘ, વિવિધ મહોત્સવ આદિન નિશ્રાદાતા, સાતેય સુપાત્ર ક્ષેત્ર અને શાળા-મહાશાળાઓનાં નિર્માણમાં પ્રેરણારૂપ તેમ જ અનેક સેનેટોરિયમ, દવાખાનાં આદિ ઊભાં કરવા માટે કરે રૂપિયાની દાનગંગાને વહાવવા માટે સફળ સધ આપનારા પરમ પ્રભાવી ગુરુભગવંત હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૦ના શ્રાવણ વદ ૧૧ને શુભ દિને સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં વીશા શ્રીમાળી જૈન કુટુંબમાં થયે હતો. પિતાનું નામ શાહ હીરાચંદ રધુભાઈ અને માતાનું નામ છબલબેન હતું. તેમનું સંસારી નામ ભાઈચંદભાઈ હતું. તેમની ૬ વર્ષની વયે પિતાનું અવસાન થયું. માતા ધર્મમય જીવન ગાળતાં, તેથી બાળક પર પણ નાની વયે ધર્મની ઊંડી અસર થવા લાગી. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસમાં પણ ભાઈચંદ અગ્રેસર રહેવા લાગ્યા. નવેક વર્ષની વયે બાજુના લખતર ગામે પર્યુષણ પર્વમાં બે વાર સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવવા સ્વતંત્રપણે ગયા હતા. પિતાના વતનમાં ચાર ગુજરાતીને અભ્યાસ કરી, અમદાવાદમાં ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા. તીવ્ર બુદ્ધિશક્તિ અને ખંતપૂર્વક અભ્યાસ કરવાની વૃત્તિને લીધે અભ્યાસમાં ખૂબ ઝળકયા શિક્ષક અને ગૃહપતિ તેમની અભ્યાસનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત રહેતા અને આગાહી કરતા કે આ બાળક ભવિષ્યમાં મહાન વિભૂતિ બનશે. તેમની માતાની પણ એવી જ અંતરેચ્છા હતી કે, પિતાને બાળક ધર્મપરાયણત્યાગી જીવન જીવીને આત્મકલ્યાણ સાધે. માતા તરફથી તેમને અવારનવાર દીક્ષાની પ્રેરણા મળ્યા કરતી. એવામાં સં. ૧૯૭૫માં બોટાદમાં ચાતુર્માસ કરવા જતાં પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ રાણપુર પધાર્યા. ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરાવતાં માતા છબલબેનને આંગણે પગલાં કર્યા અને ભાઈચંદની લલાટની ભવ્ય રેખાઓ જોઈ ને આગાહી કરી કે, આ બાળક શાસનને અજવાળશે. ઉપદેશ આપી કહ્યું પણ ખરું કે, એને શાસનને સસપ ઘો– અને 2010_04 Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શાસનપ્રભાવક ત્યારથી, ૧૬ વર્ષની વયે, ભાઈચંદે પૂ. ગુરુદેવનું શરણ સ્વીકાર્યું. સં. ૧૯૭૬ના મહા સુદ ૧૧ના મંગળ દિને મહેસાણા નજીક સાંગણપુરમાં દીક્ષાગ્રહણને મહત્સવ ઊજવાય અને મુનિવર્યશ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મવિજયજી નામે ઘોષિત થયા. માતુશ્રી છબલબેન પણ રાજા ગોપીચંદની જનનીની જેમ, પુત્રને સન્માગે વાળવામાં સફળ થયાં અને પુત્રની દિક્ષા થયા પછી પોતે પણ સં. ૧૯૮૦માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી, સાધ્વીશ્રી કુશળ શ્રીજીના નામે સંયમસાધનામાં જોડાયા અને ત્યાગમાર્ગે જીવનને ઉજજવળ બનાવતાં બનાવતાં સં. ૧૯૯૭માં શ્રી શત્રુંજય ગિરિરાજની પાવન છાયામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. મુનિશ્રી ધર્મવિજયજીએ જેમના વરદ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યું” તે દાદાગુરુ પૂ. આચાર્યદેવેશ શ્રી વિજય મેહસૂરીશ્વરજી મહારાજ સમકાલીને આચાર્યોમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવતા હતા. તેઓશ્રી પ્રકાંડ પંડિત અને સમર્થ વ્યાખ્યાનકાર હતા અને તેઓશ્રીના શિષ્યરત્ન અને મુનિશ્રી ધર્મવિજયજીના ગુરુ શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ પણ મહાન અભ્યાસી હતા. આવા સમર્થ ગુરુદેવની પ્રેરક નિશ્રામાં મુનિશ્રીને શાસ્ત્રાભ્યાસ દિનપ્રતિદિન વૃદ્ધિવંત બનવા લાગે. ઉચ્ચ કોટિને વિનયગુણ, ગુરુદેવેની સતત સેવા, કુશાગ્ર બુદ્ધિ, અથાગ અને અવિરત પરિશ્રમને લીધે વ્યાકરણ, ન્યાય, કેશ, સાહિત્ય આદિ વિષયો તેમ જ આગમ, પ્રકરણે, કર્મશાસ્ત્ર આદિને તલાવગાહી અભ્યાસ કર્યો. ત્યાર બાદ પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂશ્વરજી મહારાજને સમાગમ થતાં તેઓશ્રીની પાસે બૃહદુકલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર, પંચમાધ્યાય આદિ ઉચ્ચતર શાને વિશદ અભ્યાસ કર્યો. અમદાવાદમાં મરચંટ ઍસાયટીથી ૬ માઈલને વિહાર કરીને પાંજરાપોળમાં પૂ. સાગરજી મહારાજ પાસે અધ્યયન માટે જતા. શાસ્ત્રના અભ્યાસની આવી અપૂર્વ રુચિને લીધે પૂજ્યશ્રી કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ અને કર્મશાસ્ત્રોમાં એટલા નિષ્ણાત બન્યા કે શ્રમણ સમુદાયમાં તેઓશ્રીની ગણના દ્રવ્યાનુયોગના એક ઉચ્ચતમ વિદ્વાન તરીકે થવા લાગી. પૂજ્યશ્રીને ગ્રહણ અને આસેવન–બંને પ્રકારની શિક્ષામાં આગળ વધેલા જોઈ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજે પાલીતાણામાં સં. ૧૯૮૭માં માગશર માસમાં પ્રથમ પ્રવર્તકપદ અને તે પછી સં. ૧૯૨માં કારતક સુદ ૧૪ના દિવસે ભગવતીજી આદિ યોગદ્વહન કરાવી ગણિ–પંન્યાસપદ વડે વિભૂષિત કર્યા. સં. ૨૦૦૨માં કારતક વદ બીજને દિવસે અમદાવાદમાં પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે વિરાટ માનવમેદનીની ઉપસ્થિતિમાં ઉપાધ્યાયપદે આરૂઢ કર્યા. ત્યાર બાદ સં. ૨૦૦૬માં મુંબઈગેડીજીના ચાતુર્માસ વખતે ભાયખલામાં ઉપધાન તપની માલાપણને પ્રસંગે ઉપસ્થિત થતાં મુંબઈ મહાનગરના તમામ સંઘની ભાવભરી વિનંતિથી પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૭ના પોષ વદ પાંચમે આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. વિશાળ માનવ સમુદાય વચ્ચે મહામહેનત્સવપૂર્વક ઊજવાયેલા આ અવિસ્મરણીય અવસર પછી પૂજ્યશ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજ તરીકે વિખ્યાત થયા. સં. ૨૦૨૦માં વાલકેશ્વરમાં ઉપધાન તપ 2010_04 Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૨૨૫ માલા પણ પ્રસંગે મુંબઈના તમામ સંઘેએ પૂજ્યશ્રીને “યુગદિવાકર'નું બિરુદ અપૂર્વ સન્માનપૂર્વક અર્પણ કર્યું. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક મહાન શાસનપ્રભાવનાનાં કાર્યો સતત થતાં રહ્યાં. તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ રહ્યા, ત્યાં ત્યાં જપ-તપ-અનુષ્કાનેથી વાતાવરણ આનંદિત અને મંગલમય બની જતું. પૂજ્યશ્રી સમર્થ વ્યાખ્યાતા હતા. ભગવતીસૂત્ર વિશેનાં વ્યાખ્યામાં તેઓશ્રીની શક્તિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. ભગવતીસૂત્રનાં પ્રવચને પર તેઓશ્રીને દળદાર ગ્રંથ એની સાક્ષી પૂરે છે. ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી ઉપધાન તપ અવશ્ય કરાવે. તેઓશ્રીની નિશ્રામાં ૨૫ વાર ઉપધાન તપની આરાધના થઈ છે. આ પ્રસંગોએ પૂજ્યશ્રીની પ્રભાવક પ્રેરણાના બળે લાખો રૂપિયાની ઊપજ થતી, વિવિધ ફડે પણ થતા અને એ ફડોમાંથી સુપાત્ર ક્ષેત્રે અને અનુકંપા ક્ષેત્રને ઘણું ઘણું પિષણ મળતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી આશરે ૨૫ જેટલાં ઉજમણાં થયાં છે, તેમાં ખાસ કરીને સં. ૨૦૧૬-૧૭માં વાલકેશ્વરમાં પપ અને ૭૭ છોડનાં ઉજમણાં અને સં. ૨૦૧૮માં ગેડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ગેડીજી ઉપાશ્રયમાં થયેલું ૧૦૮ છોડનું ભવ્ય ઉજમણું અવિસ્મરણીય રહેશે. પૂજ્યશ્રીની નિશ્રામાં વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવ અને સમારોહ પણ ઊજવાતા રહ્યા. સં. ૨૦૧૮માં મુંબઈમાં શ્રી વિશ્વશાંતિ જૈન આરાધના સત્રની જે ભવ્ય ઉજવણી થઈ તે અપૂર્વ હતી. આવા પ્રસંગમાં પૂજ્યશ્રીના પ્રભાવને લીધે રાજકીય આગેવાને-રાજ્યપાલે, પ્રધાન અને અધિકારી વર્ગ ઉપસ્થિતિ રહે. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનાલયનાં નિર્માણ થયાં છે. ચેમ્બરમાં સં. ૨૦૨૦માં દસ લાખના ખર્ચે શ્રી કષભદેવ ભગવાનનું જિનાલય અને ઘાટકેપરમાં સં. ૨૦૨ ૭માં પચાસ લાખના ખર્ચે શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું જિનાલય પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલ છે. આવાં ભવ્ય જિનાલના નિર્માણ અને એનાથી ય અદકા તેના પ્રતિષ્ઠા મહોત્સવ મહારાષ્ટ્રની ભૂમિ પર અભૂતપૂર્વ રીતે ઊજવાયા છે. આ ઉપરાંત, તેઓશ્રીના હસ્તે સોએક જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયા છે. સમ્યજ્ઞાન-ધાર્મિક શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે પૂજ્યશ્રીએ ઘણું લક્ષ આપ્યું હતું. ચાતુર્માસ દરમિયાન અને શેષકાળમાં વિશાળ સંખ્યામાં સાધુસાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને કર્મગ્રંથાદિની વાચનાઓ આપતા. મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંઘ, જૈન એજ્યુકેશન બોર્ડ આદિનાં ઘણાં સંમેલને પણ તેઓશ્રીની નિશ્રામાં જાતા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈગોડીજીમાં જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા સ્થપાઈ. તેના શિક્ષક અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાયમી ફંડની વ્યવસ્થા થઈ જૈન સાહિત્યના નિર્માણ અને પ્રકાશનમાં પણ પૂજ્યશ્રી ઘણે રસ લેતા હતા. તેના પરિણામે, તેઓશ્રીની પ્રેરણાથી શ્રી મુક્તિ કમલ-મેહન જૈન ગ્રંથમાળા દ્વારા અનેક ધાર્મિક પ્રકાશને થયાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૧૯૯૦માં સંસ્કૃત ભાષામાં છ હજાર કલેકપ્રમાણુ નવતત્ત્વપ્રકરણ ઉપર સુમંગલા ટીકાનું સર્જન કર્યું હતું. જેન ભૂગોળને મહાગ્રંથ લઘુક્ષેત્ર સમાસ, પંચમ (શતક) કર્મગ્રંથ, ષટત્રિશિકાચતુષ્ક-પ્રકરણ, પ્રશ્નોત્તર મેહનમાળા, શ્ર. ૨૯ 2010_04 Page #228 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રાદ્ધ પ્રતિકમણ, વંદિતસૂત્ર આદિના સવિસ્તર અનુવાદ પણ કર્યા હતા. તેમને ભગવાન મહાવીરના પૂર્વભવને આલેખતે મહાગ્રંથ “શ્રમણ ભગવાન મહાવીર” તેમની ઉચ્ચ કોટિની લેખનશૈલીને પરિચય આપે છે. આ ઉપરાંત, તેઓશ્રીએ આગમસૂત્રોનું સુવર્ણાક્ષરે આલેખન કરાવેલ છે. સાધર્મિક ભક્તિ માટેની તેઓશ્રીની ઊંડી લાગણી જૈન સમાજ માટે આદર્શરૂપ છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈ–ગોડીજીમાં સં. ૨૦૧૮માં શ્રી જૈન સાધર્મિક સેવા સંઘની સ્થાપના થઈ અને તેના દ્વારા પ્રતિમાસ પાંચેક હજારને ખર્ચ કરીને ૨૫૦ જૈન કુટુંબોની વ્યવસ્થિત ભક્તિ થઈ રહી છે. વળી, મુંબઈમાં જેને માટે ધર્મશાળાની અગવડ હતી તે લક્ષમાં લઈ પૂજ્યશ્રીએ સં. ૨૦૦૭માં પ્રવચન કરીને આ વાત જાહેરમાં મૂકી. સં. ૨૦૧૬ થી એ સ્વપ્ન સાકાર બનાવવા પુરુષાર્થ આદર્યો. અને સં. ૨૦૨૧માં ભૂલેશ્વર–લાલબાગમાં વિશાળ ધર્મશાળા, ભેજનશાળા અને દવાખાનાની આલીશાન ઈમારત નિર્માણ પામી. જૈનસમાજ ઉપરાંત જનસેવાની પ્રવૃત્તિઓમાં પણ પૂજ્યશ્રી પ્રસંગોપાત્ત યોગદાન આપતા રહ્યા હતા. સં. ૨૦૧૮-૨૦૨૯માં ગુજરાતમાં પડેલા દુષ્કાળ વખતે તેઓશ્રીની પ્રેરણાથી અનેક રાહતકાર્યો થયાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૧૯૯૮માં પિતાના વતન વઢવાણમાં ચાતુર્માસ કરેલું. તે પછી ૩૭ વર્ષે સં. ૨૦૩૫માં, વઢવાણ સંઘની ઘણું વિનંતિઓને અંતે ચાતુર્માસ પધાર્યા. વઢવાણ, સુરેન્દ્રનગર તેમ જ ઝાલાવાડ વિસ્તાર અને મુંબઈના ભાવિ કે એ પૂજ્યશ્રીને અમૃત મહોત્સવ ઊજવવાની વિશાળ પાયે તૈયારીઓ કરી લાખનું ફંડ એકત્રિત કર્યું. પરંતુ મહત્સવની ઉજવણી આરંભાય તે તે પહેલાં મચ્છુ ડેમની-મેરબાની હોનારત સર્જાઈ. પૂજ્યશ્રીએ સર્વ સંઘને બેલાવીને પિતાના અંતરની ભાવના જણાવી કે અમૃત મહોત્સવ ઊજવે બંધ રાખે અને એ સઘળા ફંડને ઉપગ હોનારતને ભેગ બનેલા માનવ સમાજ માટે કરે. આ ઘટનાથી પૂજ્યશ્રીની પ્રતિભા લકાદર પામીને મહાન બની ગઈ પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં દેશના આપી, ત્યાં ત્યાં કાયમી અને મહાન ધર્મપ્રવૃત્તિઓ આરંભાઈ હતી. ગેડીજીના ઉપાશ્રય માટે રૂા. ૫,૫૦,૦૦૦/-, ચેમ્બુર તીર્થ નિર્માણ માટે ૧૦ લાખ; મુંબઈ જૈનધર્મશાળા-ભોજનશાળા માટે ૨૦ લાખ, શ્રી શત્રુંજ્ય હોસ્પિટલ માટે ૨૫ લાખ, આરાધના માટે ધર્મવિહાર બાંધવા ૪ લાખ–આમ, પૂજ્યશ્રીની પ્રેરણાથી સદ્વ્યય માટે કરોડ રૂપિયાને દાનપ્રવાહ વહ્યો છે. શ્રમણી–વિહાર–પાલીતાણાના નામકરણ માટે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ પધાર્યા હતા. સં. ૨૦૩૧માં ચૈત્ર માસમાં મુંબઈ-ગોવાલિયા ટેન્કના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પાંચ દિવસ સુધી મહાવીર ભગવાનની ૨૫મી નિર્વાણ શતાબ્દી અભૂતપૂર્વ ઉત્સવ દ્વારા ઊજવાઈ તેમાં પૂજ્યશ્રીની પ્રેરણા પ્રમુખ હતી. સં. ૨૦૩૩માં મુંબઈથી શત્રુજ્ય મહાતીર્થ પદયાત્રા સંઘ અને સં. ૨૦૩૪માં પાલીતાણથી ગિરનાર તીર્થ પદયાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. આ સર્વ કાર્યો પૂજ્યશ્રીની પ્રૌઢ પ્રતિભાનાં સીમાચિહ્નો છે. પૂજ્યશ્રી સંયમસાધના સાથે દૈનિક આવશ્યક ક્રિયાઓમાં ચુસ્ત હતા. પૂજ્યશ્રીએ જ્ઞાનપંચમી, નવપદજીની એળી, પિષ દશમી, વરસીતપ જેવી નાનીમોટી અનેક તપસ્યાઓ પણ કરી હતી. પૂજ્યશ્રીને શિષ્ય-પ્રશિષ્ય પરિવાર હાલ જિનશાસનમાં જ્યવતે વર્તે છે. જેમાં સમર્થ શાસ્ત્રવેત્તા, અનુપમ 2010_04 Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ વક્તા, સાહિત્યકલાપ્રેમી, શતાવધાની, તપસ્વી, ક્રિયાનિષ્ઠ શિષ્યની ભવ્ય પરંપરા નક્ષત્રની જેમ ઝળહળી રહી છે- જેમાં શ્રી વિજયયદેવસૂરિજી, શ્રી વિજયજયાનંદસૂરિજી, શ્રી વિજયકનકરત્નસૂરિજી, શ્રી વિજય મહાનંદસૂરિજી, શ્રી વિજયસૂર્યોદયસૂરિજીની મુખ્યતા છે. એવા એ અજોડ અનુપમ આચાર્યભગવંત શ્રીમદ્ વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજને કેટિ કોટિ વંદન ! (સંકલન : શ્રી ધી. ટે. શાહના એક પ્રકાશિત લેખનું સંવર્ધન-સંકલન.) આંતરરાષ્ટ્રીય ખ્યાતિમસ, આજીવન જ્ઞાનોપાસક, કલામર્મજ્ઞ, વિપુલ સાહિત્યકૃતિઓના સર્જક-સંપાદક, પરમ શાસન પ્રભાવક, સાહિત્ય કલારત્ન પૂ. આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ અજોડ વ્યક્તિત્વ અને અનેરી પ્રતિભા ધરાવતા એક વિવિધરંગી જીવનનું એક અનોખું ભવ્ય દર્શન અત્યંત પ્રાચીન કાળથી ગુજરાતે એવાં માનવરનો નિપજાવ્યાં છે કે જેમનું કાર્યક્ષેત્ર ગુજરાતની સીમાની પેલે પાર કયાંય ને ક્યાંય સુધી વિસ્તરેલ હોવા ઉપરાંત, એમની સિદ્ધિઓને કાળ પણ કદી ગ્રસી શક્યો નથી, નામશેષ કરી શક્યો નથી. ઉપદેશરની તથા આચારસંહિતાની એમની મંજૂષા પાંડેના અક્ષયપત્રની જેમ ગમે તેટલી ખાલી કરવા છતાં એવી ને એવી સભર રહે છે. પુરાતન સમયમાં અને ઇતિહાસમાં એવાં અનેક સાધક, સંત, સતીઓ, શ્રેષ્ઠિઓ, અને રાજવીઓ આ ભૂમિમાં થઈ ગયા કે જેઓ ગુજરાતની સંસ્કારિતાનું ગૌરવ વધારતા જ રહ્યા. સેકે સેંકે અને ક્યારેક તે દસકે દસકે આવી ધર્મશૂર, કર્મચૂર અને સેવાપરાયણ વ્યક્તિઓ ગુજરાતની સંસ્કારભૂમિમાં પાકતી જ રહી અને માતા ગુર્જરીના કીર્તિમંદિરને વધુ ને વધુ શેભાભર્યું બનાવતી જ રહી. આજે અહીં એક એવી જ વિભૂતિને સંક્ષિપ્ત પરિચય આપતાં આનંદ અને ધન્યતા અનુભવાય છે. એ ત્યાગી છે, સંત છે, જ્ઞાનની સાક્ષાત્ ગં છે, નમ્રતા અને પ્રસન્નતાની પ્રેરક મૂતિ છે, સાહિત્ય અને કલાના પરમ ઉપાસક છે. એ સહુને સમતાથી નિહાળે છે, સહુના કલ્યાણની કામના કરે છે, એ વંદનીય વિભૂતિનું નામ છે પૂજ્ય આચાર્ય શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજ. જન્મ અને બાલ્યાવસ્થા : જેની પાછળ અનેક રોમાંચક ઇતિહાસની ઘટના છપાઈ છે એવી સુપ્રસિદ્ધ પ્રાચીન નગરી દર્શાવતી (ભેઈ) એ પૂજ્યશ્રીની જન્મભૂમિ. વિ. સં. ૧૯૭૨ના પિષ સુદ બીજ, તા. ૭-૧-૧૯૧૬ના મધ્યરાત્રિએ પિતા નાથાલાલ વીરચંદ અને 2010_04 Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શાસનપ્રભાવક માતા રાધિકાબેનને ત્યાં પુત્રરત્નને જન્મ છે. બાળકનું નામ પાડયું જીવણલાલ. વિશાશ્રીમાલી જ્ઞાતિમાં જન્મેલા જીવણલાલે જન્મ થતાં પહેલાં પિતાની શીળી છાયા અને જન્મ પછી પાંચ જ વરસમાં માતાની વાત્સલ્યભરી છત્રછાયા ગુમાવી દીધી. એ પછી તેમને ઉછેર તેમના વડીલ બંધુ શ્રી નગીનભાઈ એ કાળજીપૂર્વક કર્યો. તેમની સ્મરણશક્તિ અતિ તીવ્ર હતી. ગુજરાતી શાળામાં છ રણ અને અંગ્રેજીનાં ત્રણ ધોરણને અભ્યાસ કર્યો. ચાર વર્ષની ઉંમરે ધાર્મિક પાઠશાળાના અભ્યાસની શરૂઆત કરી. આઠ-નવ વર્ષની વયે સંગીત-કલા પ્રત્યેની અભિરુચિને કારણે ડભેઈની સંગીતશાળામાં જોડાયા. ભારતરત્ન સૈયાજખાના ભાણેજ ગુલામરસૂલખાં પાસે સંગીતને અભ્યાસ કર્યો. સંગીતનાં હારમોનિયમ, ફિડલ, બંસરી, સારંગી, તબલાં વગેરે વિવિધ વાદ્યો અને ૫૦ જેટલાં નટેશન સાથે રાગ-રાગિણીઓમાં તેઓ પ્રવીણ બન્યા. સંગીતની પરીક્ષાઓ પણ આપી. ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજીકૃત સત્તરભેરી પૂજાએ સંગીતશાસ્ત્રના અતિ ઉચ્ચ કક્ષાના લિષ્ટ રૂપ ૩૫ રાગ-રાગિણીઓની સ્વરલિપિ સાથે શીખી લીધી. સુંદર મીઠાશભર્યા કંઠ અને ગાવાની સુંદર હલક સાથે જૈનસંઘના પ્રેત્સાહનથી નૃત્યકલા શીખ્યા અને તેમાં ટૂંક સમયમાં આગવી કુશળતા પ્રાપ્ત કરી. બુહારી તથા જલાલપુર જેવા સ્થળોએ ધાર્મિક ઉત્સવમાં પિતાના સાથીમિત્રો સાથે જબ્બર જનમેદની સમક્ષ સમૂહનૃત્યમાં પિતાની વિશિષ્ટ કલાનું ભવ્ય દર્શન પણ કરાવ્યું. સંયમના માર્ગે : સમય અને સંજોગો પલટાય તેમ માનવના ભાવ પલટાય છે વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણથી તેમ જ સંગીત અને નૃત્યકળાના સુભગ સંગથી તેમનું જીવનઘડતર ઉત્તમ પ્રકારે થયું, અને તેઓ ઉજજવળ કારકિર્દીની આગાહી આપવા લાગ્યા. પરંતુ આ જ અરસામાં, વિ. સં. ૧૯૮૫માં, પૂ. આ. શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ આદિ પરિવારનું ચાતુર્માસ ડભોઈ થયું. જીવણભાઈ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યના પરિવારના પરિચયમાં આવ્યા. જ્ઞાની ગુરુના વેગે તેમના અંતરમાં સંયમ-ચારિત્રની ભાવના જાગી, અને તેમના જીવનનું વહેણ બદલાયું. દીક્ષા લેવા માટે કુટુંબીઓને અનુકૂળ કરવા ડભેઈથી વડોદરા સત્તર વખત નાસભાગ કરી. નાની ઉંમરમાં ઘણી તકલીફ વેઠી. છ છ વિગયને ત્યાગ કર્યો પણ દીક્ષા માટે સંમતિ ન મળતાં ડભેઈથી વડેદરા પાસે છાણી ગામમાં ગુરુજી પાસે જઈ દીક્ષા લીધી. સુખી અને સમૃદ્ધ કુટુંબ અને જીવણભાઈ ઉપરને કુટુંબીજનેને અગાધ પ્રેમ, એટલે દિક્ષાનાં ક શી રીતે ઉઠાવી શકશે એ વિચારથી કુટુંબીજને તેમની દીક્ષા સામે વિરોધી બન્યા. ઘેર લઈ જવા માટે વડોદરાની કેર્ટમાં કેસ કર્યો. કેર્ટના કમ્પાઉન્ડમાં હજારે માણસની ભીડ જામતી. ત્રણ દિવસ કેસ ચાલ્યું. કાયદાના અધીન જજે દીક્ષા માન્ય ન રાખી, અને કુટુંબીઓને પાછા ખેંચ્યા. ત્યાર બાદ, એક વર્ષ સંસારમાં રહ્યા. પરંતુ આ સમયગાળામાં તેમની સંયમભાવના વધુ દઢ બની. પિતાના અનેક પ્રયત્ન છતાં દીક્ષાની મંજૂરી ન મળી, એટલે તેઓ પોતાના ગુરુદેવ પાસે પાલીતાણું પહોંચ્યા. ત્યાં સં. ૧૯૮૭માં વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયાના મંગલ દિને યાત્રા કરીને, કદમ્બગિરિ તીર્થની પવિત્ર છાયામાં પૂ. આ શ્રી વિજય મેહસૂરીશ્વરજી મહારાજની પાસે દીક્ષા લઈ, તેઓશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી ધર્મવિજયજી 2010_04 Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા–ર ૨૨૯ મહારાજ ( હાલ આચાર્ય શ્રી )ના શિષ્ય બીં મુનિ શ્રી યશેાવિજયજી નામ ધારણ કર્યુ. આ રીતે પૂજ્યશ્રીને બીજી વાર દીક્ષા લેવી પડી. અડગ નિશ્ચયને અંતે વિજય થયેા. પેાતે સેવેલું સ્વપ્ન સાકાર થતાં અપાર આનંદ થયા. આ રીતે સેાળ વર્ષોંની ઊગતી વયે તેમણે સંસારનાં સર્વાં પ્રલેાબાના ત્યાગ કરી શ્રમણુજીવનના સ્વીકાર કર્યાં. તે પછી પૂ. ગુરુદેવની છાયામાં રહીને શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. તેમાં પ્રકરણગ્રંથા, વ્યાકરણ, કાવ્ય, કાષ તથા આગમાદિ ગ્રંથાનું સારી રીતે અધ્યયન કર્યું, અને પોતાની વિરલ પ્રતિભાને લીધે ટૂંક સમયમાં જ જૈનધર્માંના એક ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. શાસનને ચરણે : કોઈ પણ ઉચ્ચ ધ્યેયની પાછળ સતત મડડ્યા રહેવામાં જ સાચા વિજયનાં એધાણ છે. હકીકતમાં સફળતાની આછી રેખા પણ કામાં ઊગેલી ન દેખાવા છતાં ઉચ્ચ ધ્યેયની પાછળ જે વ્યક્તિ અવિરત અને ભગીરથ પ્રયત્નો કરે છે તે જ આખરે વિજેતા અને છે. અવિરામ અને અવિરત પુરુષાર્થ વિજયશ્રીને વરાવે છે. મુનિશ્રી યશેાવિજયજી મહારાજમાં ઉપરોક્ત ગુણ્ણાના સુભગ સમન્વય હાવાથી ટૂંક સમયમાં, એટલે કે દીક્ષાના પ્રારંભના વર્ષોંથી જ સ્વકીય સર્જનશક્તિથી સાહિત્યક્ષેત્રને અજવાળવા લાગ્યા. પૂજયશ્રીમાં અપૂર્વ અને વિશિષ્ટ કલાપ્રતિભા તા હતી જ; એમાં સમ્યક્ આરાધના અને અપ્રતિમ સાધનાના ઉમેરો થયા. પિરણામે તેઓશ્રીની સર્જનાત્મક અને ચિંતનાત્મક શક્તિ વિકસવા માંડી. અને થેાડાં વરસેસમાં તે એ ક્ષેત્રમાં ચિરસ્મરણીય કુમકુમ પગલી પાડી દીધી ! ૧૮ વર્ષની નાની ઉમરમાં તેએશ્રીએ સુપ્રસિદ્ધ ‘ સ`ગ્રહણીસૂત્ર' જેવા દળદાર ગ્રન્થને ૬૦ ચિત્રા સાથે કરેલા અનુવાદ તેના સ્પષ્ટ પુરાવા છે. અવધાનકાર મુનિશ્રી વડેદરામાં અવધાનકળા શીખતા હતા. પરંતુ સમયના અભાવે અધવચ્ચે છોડી દઈને પાતાના શિષ્ય મુનિશ્રી જયાનંદવિજયજીને અવધાનમાં તૈયાર કર્યાં. તે પછી લોકોએ કેટલાંક કારણેાસર તેઓશ્રીને અવધાન શીખવાની ફરજ પાડી અને તેઓશ્રીએ અવધાન શીખી લીધાં. વાદરા જ્ઞાનમદિરના હાલમાં લગભગ ૪૦૦ શિક્ષિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં ૬૦ અવધાન કરી બતાવ્યાં. ઉત્તરસાધક તરીકે મુનિશ્રી જયાન વિજયજી હતા. પ્રારંભમાં જ ૬૦ અવધાનથી શરૂઆત કરી હોય એવા આ પ્રથમ મુનિ છે. તે પછી મુ`બઈ જવાનું થયું. ત્યાં પ'. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તથા અન્ય શિક્ષિત જોડે વાર્તાલાપ થતાં ૨૦૦ અવધાન કોઈ એ નથી કર્યા. માટે તે અંગે મુનિશ્રીને દબાણ કરવામાં આવ્યું.. પૂજ્યશ્રીએ સમય મેળવીને ૧૨૫ અવધાન તૈયાર કર્યા'. અવધાનામાં કેટલાંક ભારે હતા. અડધે પહોંચ્યા પછી, જાહેરજીવનની જવાબદારી વધી જતાં દ્વિશતાવધાની થવાની ઐતિહાસિક ઘટના અટકી ગઈ. રાજકીય અને સાહિત્યક્ષેત્રે : આગળ જતાં, મુનિજી ન્યાય, વ્યાકરણ, અલંકારશાસ્ત્રા તથા શિલ્પ, જ્યાતિષ, સ્થાપત્ય, યાગ, ઇતિહાસ, મંત્રશાસ્ત્ર આદિના ઉત્કટ અભ્યાસી અન્યા. તેઓશ્રીની વિદ્વત્તા સતામુખી અની રહી. અનેક જૈન-જૈનેતર વિદ્વાનો, કલાકારો, સામાજિક કાર્ય કરો, રાજકારણીએમાં પૂજ્યશ્રી આદરણીય અને આકષ ણુનું કેન્દ્ર બની રહ્યા. 2010_04 Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શાસનપ્રભાવક દીક્ષા લીધા પછી સાત વર્ષ બાદ, એટલે માત્ર બાવીસ વર્ષની ઉંમરે તેઓશ્રીથી પ્રભાવિત થઈ પાલીતાણાના ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી તથા દીવાન શ્રી માનસિંહજીએ તેઓશ્રીને પિતાના હવામહેલમાં પગલાં કરવાં નિમંચ્યા હતા. વળી, તેઓશ્રી સાહિત્યમંદિરમાં પણ પધાર્યા હતા અને ત્યાં પ્રાચીન કળા-કારીગરીની ચીજો જોઈ ખુશ થયા હતા. ત્યાર પછી, સં. ૧૯૦માં રાજકેટ-સદરમાં પિતાના પૂ. ગુરુદેવ સાથે કરેલા ચાતુર્માસ દરમિયાન ગંડલ યુવરાજ, બીલખા નરેશ, જેતપુર-સાયલાના રાજવી, થાણાદેવળીના દરબાર, રાજકેટ નરેશ વીરાવાળા તથા અનેક રાજ્યાધિકારીઓએ પૂજ્યશ્રીનાં દર્શન કરી, વાર્તાલાપ કરી આશીર્વાદ લીધા હતા. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ પિતાના વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ દ્વારા પિતાની કેશકચેરીનું નિરીક્ષણ કરવા નિમંત્રણ આપ્યું. કેશની વ્યાપક પ્રવૃત્તિમાં જૈનધર્મ વિશેની માહિતી દર્શાવતા શબ્દો ઉમેરવાની વિનંતિ કરતાં “ભગવદ્ ગોમંડળ” માટે પૂજ્યશ્રીએ ૮૦૦ પાનાં અને ૬૦ ચિત્રોવાળે, ભારે પરિશ્રમ ઉઠાવીને તૈયાર કરેલે “સંગ્રહણીગ્રંથ” તત્કાલ મંગાવીને ભેટ આપે હતે. એ જોઈને મહારાજાને ઘણો જ આનંદ થયે હતે. મહારાજાએ કહ્યું કે, “કેટલાંય સ્થળે પત્ર લખવા છતાં જૈનધર્મનાં પુસ્તકે ઉપલબ્ધ થયાં નહીં. અમારે કેશ જૈનધર્મના શબ્દો વિનાને રહે એ ખૂબ જ ખટકતું હતું. આપે આ પુસ્તક આપ્યું એટલે હવે અનેક શબ્દો મળી જશે.” મહારાજાએ તે બદલ ઘણો આભાર માન્યો. ત્યાર પછી, વડોદરાનરેશ શ્રી પ્રતાપસિંહરાવ ગાયકવાડના મહારાણી શાંતાબાઈ પરિવાર સાથે કેટી પળમાં નંદીશ્વર દ્વીપની રચનાના દર્શનાર્થે આવ્યાં અને મુનિશ્રીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. રાવપુરા રોડ ઉપર રાજકુટુંબને જોવા માટે માનવમહેરામણ ઊમટ્યો હતે. પૂજ્યશ્રીએ પિતાના ગુરુદેવેની હાજરીમાં મહારાણજીને સુંદર શબ્દોમાં પ્રેરણા આપી હતી. વડોદરાનું સમગ્ર રાજકુટુંબ જેનમંદિરમાં પધાર્યાને આ પહેલે જ પ્રસંગ હતે. - રાષ્ટ્રના અગ્રણીઓ મુલાકાતે ? રાજાશાહી પછી લોકશાહી આવી. અશુભ કર્મના ઉદયે નાની ઉંમરથી સ્વાગ્યે પ્રતિકૂળ રહેતું હોવાથી પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું. તે દરમિયાન મુંબઈ અને પાલીતાણામાં અનેક રાજકીય નેતાઓ પૂજ્યશ્રીના દર્શને આવી ગયા છે. ગુજરાતના પ્રધાનેમાં શ્રી રતુભાઈ અદાણી, શ્રી રસિકભાઈ પરીખ, શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, શ્રી માધવસિંહ સોલંકી, શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી પિપટલાલ વ્યાસ, શ્રી નવલભાઈ શાહ, શ્રી મકરંદ દેસાઈ, શ્રી વિજયકુમાર ત્રિવેદી, શ્રી કાંતિલાલ ઘીયા, શ્રી જશવંત મહેતા, રાજ્યપાલ શ્રી આર. કે. ત્રિવેદી, શ્રી દલસુખભાઈ પટેલ, મહારાષ્ટ્રના પ્રધાનમાં શ્રી કન્નમવર, શ્રી વાનખેડે, શ્રી યશવંતરાવ ચવાણ, શ્રી શંકરરાવ ચવાણુ, શ્રી મધુકર દેસાઈ દેશનેતાઓમાં રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિ, શ્રી મેરારજીભાઈ દેસાઈ, શ્રી વી. પી. સિંઘ, શ્રી એસ. કે. પાટિલ, શ્રી ગુલઝારીલાલ નંદા, શ્રી કે. કે. શાહ, શ્રી સરેજીની મહિષી, શ્રી સુશીલાબેન નાયર, શ્રી વિજયસિંહજી નાહર, શ્રી ચંદ્રશેખરજી, શ્રી સુંદરલાલ પટવા આદિ રાજકારણીઓ તેમ જ પૂજ્યશ્રી સાહિત્યકાર હોવાથી અનેક વિદ્વાને મળવા આવતા; જેમાં શ્રી કાકા કાલેલકર, શ્રી રમણલાલ વ. દેસાઈ, શ્રી ધૂમકેતુ, શ્રી જયભિખ્ખ, શ્રી મોહનલાલ ચુ. ધામી. પ્રો. રસિકલાલ 2010_04 Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૨૩૧ કાપડિયા, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી મનુભાઈ પંચોળી, બીકાનેરના વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા, શ્રી ભંવરલાલજી નાહટા, સ્વામી સત્યભક્ત, દિગમ્બર વિદ્વાને પરમેષ્ઠીદાસ જૈન આદિ અનેક વિદ્વાનોએ પૂજ્યશ્રીના દર્શન કરી, જ્ઞાન અને સાહિત્ય આદિ વિષેની ચર્ચા-વિચારણા કરી પ્રસન્નતા અનુભવી હતી. જેનસમાજના આચાર્યો અને મુનિરાજો જોડેના સંબંધ : મૂર્તિપૂજક સંપ્રદાયના કેટલાક આચાર્યો તથા મુનિવર્યો પણ પૂજ્યશ્રી પ્રત્યે આદરભાવ ધરાવે છે. ભૂતકાળમાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જેડે ખૂબ જ આત્મીય સંબંધ બંધાયે હતા. દીક્ષા કદમ્બગિરિમાં થઈ તે પછી બીજા વરસે, અંજનશલાકા વખતે, પૂ. ગુરુદેવ સાથે કદંબગિરિ જવાનું થતાં પરિચય વધે અને ત્યાં એકાએક કોણ જાણે કેમ, પૂ. સૂરિજીએ વર્ધમાનવિદ્યા નામને પટ મુનિજને અર્પણ કર્યો. આ અકલ્પનીય બાબત હતી. પૂ. શાસનસમ્રાટ શ્રી સાથે પાલીતાણા તથા અમદાવાદમાં ઘણી ઘણી બાબતે વિશે ચર્ચા-વિચારણાઓ થતાં ખૂબ જ આત્મીયતા બંધાઈ હતી. એવી જ રીતે, પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ સાથે પણ તેઓશ્રીના ગુરુતુલ્ય સંબંધે હતા. આગામે દ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને પ્રથમ યોગ સં. ૧૯૦માં મુનિસંમેલન વખતે અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રય થયે હતું, ત્યારે બૃહસંગ્રહણી પર વિચારણા ચાલતી હતી, અને અષ્ટ રૂચકપ્રદેશે અંગે ચર્ચા થઈ હતી. આગમમંદિરના આયોજન (Planning)માં મુનિશ્રી નિકટના માર્ગદર્શક રહ્યા હતા. સહુથી પહેલું આગમ મુનિશ્રીની પ્રેરણાથી પૂ. આ. શ્રી વિજય મેહનસૂરિજી મહારાજ તરફથી નેંધાવી મંગલાચરણ કરાવ્યું હતું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં પણ પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ વગેરે પાસે મુનિશ્રીનું આદરભર્યું સ્થાન હતું, કેમ કે તેઓશ્રીમાં સંઘભાવના, વિનય, વિવેક, ઉદાત્તતા, આત્મીયતા, મધુરતા અને વિશાળતા વગેરે ગુણોના કારણે સહુને પિતાના જ લાગે એવી એમના વ્યક્તિત્વની વિશેષતા છે. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી, પૂ. આ. શ્રી માણેકસાગરસૂરિજી, પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી, આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી, પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરિજી, પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી, મુનિવર શ્રી અંબૂવિજયજી, વિમલગચ્છના શ્રી શાંતિવિમલજી, ખરતરગચ્છના શ્રી સુખસાગરજી, પ્રજ્ઞાપુરુષ શ્રી કાંતિસાગરજી, અચલગચ્છના આ. શ્રી ગુણસાગરસૂરિજી, ત્રિસ્તુતિક થેયના આ. શ્રી જયંતસેનસૂરિજી, પાયચંદગચ્છના પદસ્થ મુનિરાજો ઉપરાંત સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન આ. શ્રી આનંદષિજી, શ્રી પુષ્કરમુનિજી, શ્રી દેવેન્દ્રમુનિજી, તેરાપંથી સંપ્રદાયના પ્રધાન આ. શ્રી તુલસીજી, શ્રી નથમલજી, શ્રી રાકેશમુનિજી આદિ સાથે પણ મળવાનું થયું છે. એ સહુએ ત્યારે આત્મીય ભાવ વ્યક્ત કરી હાદિક આદરભાવ દાખવ્યું છે. ખ્યાતનામ આચાર્ય શ્રી સુશીલ મુનિજી વરસેથી પૂજ્યશ્રી પ્રત્યે હાદિક અનુરાગ ધરાવે છે. મુંબઈ-દિલ્હીથી ખાસ મળવા માટે પાલીતાણા બે વાર પધાર્યા હતા. અમેરિકામાં “સિદ્ધાચલ તીર્થ” ઊભું કરવા માટે સલાહસૂચના, માર્ગદર્શન મેળવ્યું હતું, અને બીજી પણ અનેક વિચારણાઓ કરી હતી. વક્તા ચિત્રભાનુજી પણ પૂજ્યશ્રીને મળતા રહ્યા છે. હિન્દુ સમાજના 2010_04 Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શાસનપ્રભાવક પ્રથમ પંક્તિના વિદ્વાન સંન્યાસી શ્રી અખંડાનંદ સરસ્વતી તથા સુપ્રસિદ્ધ શ્રી દીક્ષિતજી મહારાજ પણ તેઓશ્રીને મુંબઈ વાલકેશ્વરમાં મળ્યા છે અને ઉપયોગી વિચારણાઓ કરી છે. અગ્રણી શ્રાવકો : જેનસમાજના વિવિધ ફિરકાના આગેવાનીમાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ શાહ શ્રી શાંતિપ્રસાદજી, શ્રી શ્રેયાંશપ્રસાદજી, ચીમનલાલ ચકુભાઈ ખીમચંદભાઈ વોરા, દુર્લભજી ખેતાણી, ભારત મહામંડળના અનેક પદાધિકારીઓ, સાધક અષભદાસજી, લંડનસ્થિત રતિભાઈ ચંદેરિયા, શ્રેણિકભાઈ, દીપચંદભાઈ ગાડી વગેરે અવારનવાર મળીને ધર્મપ્રચાર અને શાસનકાર્યોમાં માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહ્યા છે. સંગીતકળાના ક્ષેત્રે : સંગીત અને અન્ય કળાની આગવી સૂઝના કારણે સુપ્રસિદ્ધ સંગીતકારો અને કલાકારે તેઓશ્રીના પરિચયમાં આવ્યા છે અને પૂજ્યશ્રીના મંત્રિત વાસક્ષેપ દ્વારા આશીર્વાદો પણ પ્રાપ્ત કર્યા છે. ૐકારનાથજી, મહેન્દ્ર કપૂર, મન્ના ડે, મુકેશ, કલ્યાણજી આણંદજી, પુરુષોત્તમ ઉપાધ્યાય, મનુભાઈ શાહ, દેવેન્દ્રવિજ્ય પંડિત, મનુભાઈ ગઢવી, શાંતિલાલ શાહ, અવિનાશ વ્યાસ, માસ્ટર વસંત, પિનાકિન શાહ, મનહર ઉધાસ વગેરે નામી-અનામી કલાકાએ પૂજ્યશ્રીની મુલાકાત લીધી છે અને સંતસમાગમને આનંદ માણે છે. અનેકવાર સંગીતની લ્હાણ પણ પીરસી છે. જેની સંસ્કૃતિ કલાકેન્દ્ર તરફથી ૧૪ સ્તવનેની ધાર્મિક ગીત-સંગીતની રેકર્ડ નિમિત્તે આ પરિચય સધાય છે. પ્રસિદ્ધ ગાયક અને ગીતકાર શ્રી પ્રદીપજી, શેકની સામ્રાજ્ઞી મીનાકુમારી અને અભિનેત્રી શ્રી નરગીસ વગેરેએ પણ મુંબઈચેમ્બુરમાં પૂજ્યશ્રીની મુલાકાત લઈને આનંદ વ્યક્ત કર્યો છે. આ પ્રકારના વિવિધ ક્ષેત્રના મહાનુભાના વિશાળ સંપર્કના કારણે મુનિશ્રીની જ્ઞાનસાધના વિશાળ અને ગહન બની, તેઓશ્રીના વિચારમાં ઉદાત્તતા આવી, અને તેઓશ્રી ધર્મની સાથે સમાજ તથા રાષ્ટ્રના કલ્યાણને પણ સન્મુખ રાખતા રહ્યા. મૂતિ અને મંદિરનું શિલ્પ-સ્થાપત્યનું જ્ઞાન ઊંડું છે. નાની ઉંમરથી જ એમાં રસ હતે. એક શિલ્પ તરીકે પૂ. મુનિશ્રીની ઇચ્છા ૨૫-૩૦ની સંખ્યામાં દર્શનીય તરીકે કલાત્મક અને સુંદર તેમ જ શ્રેષ્ઠ કેટિનાં શિલ્પના નમૂના તૈયાર કરાવી, પ્રદર્શન હેલ બનાવી, કાયમ માટે સ્થાપિત કરવા એ નિર્ણય પુરના શ્રેષ્ઠ કલાકારની વિનંતિથી કર્યો હતે પણ તે પેજના પડી રહી. તેમ છતાં, બીજાં પાંચેક શિલ્પ તૈયાર કરાવ્યાં જે શિલ્પ મંદિરમાં પ્રતિષ્ઠિત થયાં, તેમાં ગેડીજીમાં બિરાજમાન કરેલી ૯ ફૂટની ખગ્રાસને રહેલી ભગવાન આદીશ્વરની મૂતિ, મુંબઈવાલકેશ્વરમાં રહેલી ભારતભરમાં અજોડ કહી શકાય અને જીવંત લાગે તેવી ભગવતી પદ્માવતીજીની મૂર્તિ (આ જ આકારની મૂર્તિ ઓ દેશભરમાં સેંકડેની સંખ્યામાં પ્રતિષ્ઠિત થઈ છે), તે ઉપરાંત ૨૭ ફૂટની ઘાટકોપર સર્વોદય હોસ્પિટલમાં મૂકેલી ખગાસનની મૂર્તિ તથા વાલકેશ્વરમાં મૂકેલી વિશિષ્ટ પ્રકારના શ્રી મહાવીરસ્વામીજી તથા વિનહર પાર્શ્વનાથજી તથા અન્ય મૂર્તિઓ તેઓશ્રીની કળાનું અદ્ભુત રસપાન કરાવે છે. પાલીતાણામાં પિતાના બંને દાદાગુરુની, હમણાં જ બોલશે એવા ભાવની, જીવંત મૂતિઓ બિરાજમાન થઈ છે તેને જોઈને લેકે મુગ્ધ બની જાય છે! ધાર્મિક અનુષ્ઠાનેમાં પણ તેઓશ્રીની પ્રતિભા ઝળકતી રહી છે. ઉપધાન–ઉજમણાં-ઉત્સવ-મહોત્સવ વગેરેમાં જનતાની રુચિ વધે 2010_04 Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૨૩૩ તેવાં કલાત્મક ચિત્રો દ્વારા અનેક નવીનતાઓ અને વિશિષ્ટ આયેાજન દ્વારા નવા અભિગમ આપ્યા છે. જૈન-જૈનેતર હજારે સ્ત્રી-પુરુષે પૂજ્યશ્રીની પ્રેરણા પામીને આધ્યાત્મિક ઉત્કર્ષ સાધી શક્યા છે. આનંદની વાત એ છે કે આ અભિગમ અને નવીનતાએ બીજા સાધુશ્રાવકોએ પણ અપનાવી છે. અરે, મુનિશ્રી હસ્તકનાં અન્ય શિલ્પકલાકૃતિઓનું અનેક પ્રાંતનાં મંદિરમાં અનુકરણ થયું છે. તેઓશ્રી હસ્તકની કલાકૃતિઓ જેનારને કંઈ ને કંઈ નવીનતા લાગે છે! વિશ્વશાંતિ–આરાધના સત્ર : અષ્ટગ્રહયુતિના ઉપદ્રવ વખતે “વિશ્વશાંતિ જૈન આરાધના સત્ર”ની ઉજવણી કરવાને નિર્ણય કર્યો. પૂજ્ય ગુરુદેવની સંમતિ મળતાં મુંબઈ મહાનગરીમાં રાજ્યપાલશ્રી શ્રી પ્રકાશના હાથે આ ઉત્સવનું ઉદ્દઘાટન થયું. સાથે પ્રાચીન સાહિત્ય અને કલાચિત્રનું જંગી પ્રદર્શન જાયું. તેની દસ દિવસ સુધી અભૂતપૂર્વ ઉજવણી થઈ હજારે આયંબિલ તપ, કરડેને મંત્રજાપ, નવકાર મંત્રની અખંડ ધૂનના કાર્યક્રમ જાયા. આખા દેશમાં આ કાર્યક્રમ થવા પામ્યું. એક અભૂતપૂર્વ ઉત્સવ ઊજવાયે. હેલિકેપ્ટરથી શહેર ફરતી શાંતિ જળની જલધારા થઈ. આ ઉજવણીમાં એ વખતે નીકળેલા વરઘોડામાં ચાર લાખ લેકેએ લાભ લીધો હતો. ત્યાર બાદ, રાષ્ટ્રને સુવર્ણની જરૂર પડતાં વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ જેને દ્વારા દેશને સોનું મળે એવી સેક્રેટરી દ્વારા ખાસ વિનંતી કરી. પ્રથમ તે મુનિશ્રીની પ્રેરણાથી રાષ્ટ્રીય સહકાર સમિતિની રચના કરવામાં આવી. બંને ગુરુદેવના ઉપદેશથી અને મુનિશ્રીના અથાગ પ્રયત્નોથી લડાઈ માટે અનાજ બચાવવાની જરૂર હતી, તેથી હજાર માણસને એક ટંક ભજન છેડાવવાની જાહેર પ્રતિજ્ઞા લેવડાવી. દેશને સેનું જોઈતું હતું તેથી મુનિશ્રીએ જાહેર ભાષણ દ્વારા ૧૭ લાખ રૂપિયાનું સેનું સુવર્ણ બેન્ડ” માટે ભેગું કરાવ્યું અને તે વખતના ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાને મુંબઈ બોલાવીને ગોડીજી ઉપાશ્રયની જંગી સભામાં, અનેક અધિકારીઓ, મુંબઈના પ્રથમ પંક્તિના જૈન-જૈનેતર આગેવાને વચ્ચે એ “સુવર્ણબેન્ડ” બહેને દ્વારા અર્પણ કરવામાં આવ્યા. એ પ્રસંગે સમગ્ર શહેરમાં જયજયકાર વતી રહ્યો ! સમગ્ર દેશમાં આ ઘટનાને સહુ આશ્ચર્યભાવે અપનાવી રહ્યા ! વિવિધ સંસ્થાઓની સ્થાપના : પૂજ્યશ્રીની આગવી પ્રતિભાથી સંસ્થાઓની સ્થાપના થઈ છે. વિવિધ પ્રકારના પ્રેરક અને અવનવી ભાત પાડતા સમારેહ અને ભવ્ય પ્રદર્શને જાયાં છે, જેમાં પ્રાચીન અમૂલ્ય ચિત્રે, જાતજાતની કલાત્મક સચિત્ર પ્રતિઓ મૂકવામાં આવી હતી. આવાં બહુમૂલ્ય પ્રદર્શનેથી લાખે લેકેએ પ્રેરણા મેળવી છે. પૂજ્યશ્રી કળા-સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ ફળ આપતા જ રહ્યા છે. જેનાં ઘરોમાં જૈન સંસ્કૃતિનાં ચિત્ર, કળાની ચીજો પહોંચે તે માટે તેઓશ્રીએ “જેન સંસ્કૃતિ કલાકેન્દ્રની સ્થાપના કરી હતી અને જેન વેપારીઓને આગેવાની લેવાની પ્રેરણું કરી હતી. પણ આ બાબતે જોઈએ તે ઉત્સાહ ન જણાતાં સમગ્ર આયેાજન મુલતવી રહ્યું અને મુનિશ્રીને તેને ઘણે રંજ થયે. સત્તરમી સદીમાં જન્મેલા 2010_04 Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજના ગ્રંથને પ્રગટ કરવા પૂજ્યશ્રીની પ્રેરણાથી યશોભારતી જેન પ્રકાશન સમિતિની સ્થાપના થઈ. એ સંસ્થા તરફથી દસ વરસમાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાના ૩૦ ગ્રંથે તેઓશ્રીની અથાગ મહેનતથી સંશોધન-સંપાદન કરવાપૂર્વક પ્રકાશિત થયા છે. આ અથાગ પરિશ્રમ માગે તેવું અત્યંત કઠિન કાર્ય પણ તેઓશ્રીએ પાર પાડ્યું. ત્યારપછી કળાનાં પ્રકાશને માટે “ચિત્રકળા-નિદર્શન” નામની કળા બાબત સ્વતંત્ર કાર્ય કરી શકે તેવી સંસ્થા પણ સ્થાપી. આ સંસ્થાએ પ્રગતિના પંથે પદાર્પણ કરી પ્રારંભમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીનું અનુપમ ચિત્રસંપુટ પ્રગટ કર્યું છે. પ્રારંભમાં સંસ્થા તરફથી પ્રાચીન સ્તવને, પદો અને ગીની રેકર્ડ તૈયાર કરવી, જે સમાજમાં એક નવી જ પહેલ કરી, આજની યુવાન પેઢીને પ્રોત્સાહિત કરી છે. અજોડ-અભૂતપૂર્વ વિશ્વપ્રસિદ્ધ ગ્રન્થનું પ્રકાશન : છેલ્લા એક દશકાથી પૂજ્યશ્રીએ વિશ્વવંદ્ય ભગવાન મહાવીરસ્વામીની શાસ્ત્રીય કથાને ૩પ સુંદર ચિત્રોમાં અંક્તિ કરવા માટે ભગીરથ પુરુષાર્થ સેવ્યો છે. આ ચિત્રોનું સર્જન કરવા માટે તેમણે સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને વારંવાર સૂચનાઓ આપી, ચિત્રે ભાવનામય અને સુંદર બને તે માટે પ્રેરણા આપી છે. તેમનું એક કલાકાર તરીકે સન્માન સાચવીને, તેમની પાસેથી કામ લીધું છે. વળી આ ગ્રંથ ચિરસ્મરણીય બની રહે તે માટે આ ચિત્રનો પરિચય એ રીતે આવે છે કે તેમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની સંપૂર્ણ જીવનકથા કડીબદ્ધ આવી જાય. પરિણામે, વાંચકના મન પર ભગવાનનું સળંગ-સુરેખ ચિત્ર અંકિત થાય. વિશેષમાં આ ગ્રંથને લાભ બધા લઈ શકે તે માટે તેને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી – ત્રણે ભાષામાં પરિચય આપે છે. જેનશાસનના ઇતિહાસમાં આવું પ્રકાશન પહેલી જ વાર થયું છે. પૂજ્યશ્રીનાં સૂઝસમજ, બુદ્ધિપ્રતિભા, અનુભવ અને કળાદષ્ટિ વડે તૈયાર થયેલું આ ચિત્રસંપુટ વિશ્વવિખ્યાત બન્યું છે. મુંબઈ–બીરલા માતુશ્રી ગૃહમાં યાદગાર ઉદ્દઘાટન : આ અજોડ અને અભૂતપૂર્વ ગ્રન્થને અતિભવ્ય પ્રકાશનસમારેહ તા. ૧૬-૬-૭ ના રોજ બીરલા માતુશ્રી ગૃહ– મુંબઈમાં પૂ. ગુરુદેવેની અધ્યક્ષતામાં ભારે જનમેદની વચ્ચે આનંદપૂર્વક થયું હતું. બીરલા સભાગૃહમાં ૩૦ વર્ષમાં આ સમારોહ થયો ન હતો. એ વખતે મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન શ્રી અનંતરામ જોષીએ આ ગ્રંથનું પ્રકાશન કર્યું હતું. દેશભરમાંથી ગવર્નર, પ્રધાને, આચાર્યો, વિદ્વાને અને અનેક સંઘના સંદેશાઓ આવ્યા હતા. ચારેય સંપ્રદાયના આગેવાનોએ હાજરી આપી હતી. આ સંપુટ ચારેય સંપ્રદાયના આગેવાનેએ સમારંભ વખતે પૂ. ગુરુદેવને અર્પણ કર્યો હતે. ચિત્રસંપુટને રથમાં મૂકી, મોટરમાં મૂકી કચ્છ, રાજસ્થાનમાં વરઘેડા નીકળ્યા હતા. મદ્રાસ, જયપુર વગેરે સ્થળે જંગી સમર્પણ સમારંભ યોજાયા હતા. ચિત્રસંપુટ પાછળ પ્રજા ઘેલી બની ગઈ હતી. પૂજ્યશ્રીની આ કાર્યમાં કામે લાગેલી પ્રતિભા અને પુરુષાર્થની ભારોભાર પ્રશંસા થઈ હતી. આચાર્યશ્રીની મહાન કૃતિનો વિશ્વને મહાન લાભ : તાજેતરમાં સુરત 2010_04 Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-ર ૨૩૫ ખાતે ખુલ્લી મુકાયેલી શ્રી મહાવીર હોસ્પિટલના વિશાળ હેલમાં પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજની પ્રેરણાથી તૈયાર કરાયેલાં ભગવાન મહાવીરનાં જીવન-કવન અંગેનાં ભીંતચિત્રો હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ ખૂબ જ એકાગ્ર ચિત્તે નિહાળ્યાં હતાં. મનને મુગ્ધ કરનારાં સુંદર ભાવવાહી ચિત્રો અને તેની ત્રણ ભાષામાં અપાયેલ ચિત્રો વિશેની સમજૂતી પાછળ રહેલી પૂજ્યશ્રીની આગવી દષ્ટિની શ્રી દેસાઈ એ ભારેભાર પ્રશંસા કરી હતી. આ ચિત્રસંપુટનાં જ ચિત્રો ઉપરથી મુંબઈ-ઘાટકેપર-સર્વોદય હોસ્પિટલ, જયપુર વગેરે અનેક સ્થળોએ આરસનાં ચિત્રો બન્યાં છે. ઉપરાંત, કાપડ ઉપર, હાથીદાંતમાં એમ વિવિધ માધ્યમ ઉપર આ ચિત્રો બન્યાં છે. કેટલેક સ્થળે ગેલેરીઓ પણ તૈયાર થઈ રહી છે. ચિત્રસંપુટમાં આપેલાં ચિત્રો, પ્રતીકે, બેરોને ઉપયોગ સેંકડો લેકેએ વિવિધ રીતે કર્યો છે. આજે છપાતી ઘણી કંકોતરી એમાં આ પુસ્તકની બોર્ડનું અનુકરણ થાય છે તેની નોંધ કરીએ તે ઘણું લાંબી થાય. શ્રી મહાવીર ભગવાનની ઉજવણી કમિટી ઃ ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ અંગે રાષ્ટ્રીય સમિતિમાં જૈન સમાજમાં અગ્રણીઓની સલાહ લઈને ભારત સરકારે પૂજ્યશ્રીની યોગ્યતા પિછાણને તેમની અતિથિવિશેષ તરીકે નિમણુક કરી હતી. સરકારે તેઓશ્રી સાથે સવિનય પત્રવ્યવહાર કર્યો હતે. અજાણતાં પણ જેને શાસ્ત્ર કે સંસ્કૃત વિરુદ્ધ કઈ આયોજન ન થઈ જાય તેની ભારે તકેદારી રાખી હતી. પૂજ્યશ્રીએ સરકારશ્રી પાસે અહિંસા વગેરે વિષે ઘણા કાર્યક્રમ કરાવ્યા હતા. એ વખતે દિલ્હીથી અનેક રાજદ્વારી નેતાઓ પૂજ્યશ્રીને મળવા વાલકેશ્વર-મુંબઈ આવતા હતા. જેના આગેવાને, વિદ્વાનો, સામાજિક કાર્યકરે પણ આવતા હતા. આ પ્રસંગે મુંબઈમાં જે ભવ્ય ઉજવણી થઈ તેમાં પૂજ્યશ્રીના ગુરુદેવની કૃપા વડે તેઓશ્રીને મહત્ત્વને ફાળે હતે. આકાશવાણીનાં સાત કેન્દ્રો પરથી એક વરસ સુધી ચાલે તેટલાં સ્તવને, ગીતા અને સંવાદોની રજૂઆતે માટેનું આયોજન પૂજ્યશ્રીએ કરી આપ્યું હતું. એક પુસ્તક થાય એટલી કામગીરી તે વખતે તેઓશ્રીએ કરી હતી. જેનધ્વજ અને જેનપ્રતીકનું આયોજન કરવામાં પણ પૂજ્યશ્રીએ મુખ્ય ભાગ ભજવ્યો છે. રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિ અને પૂજયશ્રી : તા. ૨૨–૭–૭૪ના રોજ પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજના શુભ હસ્તે ભગવાન શ્રી મહાવીરની ભવ્ય મૂર્તિ અર્પણ કરવાની હોવાથી તે નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિને મુંબઈ–વાલકેશ્વર શ્રી આદિનાથ જૈન મંદિરના દર્શન કરી, ઉપાશ્રયમાં પધારતાં પૂ. ગુરુદેવની અધ્યક્ષતામાં હાથીદાંતની ભવ્ય મૂતિ, એ ઐતિહાસિક સમારંભમાં ભારે જયનાદો વચ્ચે અર્પણ થઈ હતી અને વાસક્ષેપ દ્વારા તેમણે આશીર્વાદ લીધા હતા. મુનિજીના વ્યક્તિત્વથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ સમારંભમાં એસ. બી. ચૌહાણ અને શહેરની પ્રથમ પંક્તિની વ્યક્તિઓ ઉપસ્થિત હતી. બીજા દિવસે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં, રાજભવનમાં મુંબઈના ૩૦૦ અગ્રણી, જેમાં હિન્દુ, મુસલમાન, પારસી ધર્મગુરુઓ સામેલ હતા, તે સર્વની હાજરીમાં પૂજ્યશ્રીને અભિનંદન આપવા તેમ જ શાલ ઓઢાડી બહુમાન કરવાનો નિર્ણય લેવાયે હતો. પણ ખૂબ જ આગ્રહભરી વિનંતિ કરવા છતાં તેઓશ્રીએ આ સન્માન માટે અશક્તિ દર્શાવી 2010_04 Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શાસનપ્રભાવક હતી. સમગ્ર મુંબઈ શહેરને આ વાત ગમી ન હતી, છતાં પૂજ્યશ્રી પિતાના નિર્ણયમાં અડગ રહ્યા હતા. રાષ્ટ્રીય પદવીનો ઇન્કાર : પ્રજાને હજી ખબર નથી કે એક નિઃસ્પૃહી મુનિએ ભારત કરકારને ર૬મી જાન્યુઆરીએ ૧૭ લાખનું સોનું અપાવી, મંત્રમુગ્ધ કર્યા તેથી પ્રભાવિત થઈને પૂજ્યશ્રીને રાષ્ટ્રીય પદવી આપવાને પત્ર મુંબઈ સમિતિ પર આવ્યું હતું. પૂ. મુનિજીને સર્વ આગેવાનેએ ખૂબ વિનંતી કરી. સર્વ પ્રથમવાર કેન્દ્ર સરકાર સ્વયંભૂ ઈચ્છાથી પદવી અર્પણ કરે છે ત્યારે ઇન્કાર ન કરે જઈએ, એવું ઘણી રીતે દબાણ થવા છતાં, પૂજ્યશ્રીએ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. પૂજ્યશ્રીની સાહિત્ય અને કળાની અભૂતપૂર્વ સેવાને લક્ષમાં લઈ તેઓશ્રીની ઇચ્છા ન હોવા છતાં, વિશાળ જનસમૂહ વચ્ચે, “સાહિત્યકલારત્ન”ની પદવી આપવામાં આવી. મુનિજને કળાઓનું અભુત જ્ઞાન હોવા છતાં નિઃસ્પૃહી અને નિરહંકારી વ્યક્તિત્વ એ જ એમના જીવનની મહાન સિદ્ધિ ગણી શકાય. તદુપરાંત, મુંબઈ અથવા પાલીતાણામાં જંગી મ્યુઝિયમ ઊભું કરવા માટે પૂજ્યશ્રીએ પ્રયત્નો શરૂ કરેલા, પણ આ કાર્ય અધવચ્ચે સ્થગિત થઈ ગયું. સર્વ કાર્યો સફળતાપૂર્વક પાર પાડવામાં પૂજ્યશ્રીનું આત્મબળ, બુદ્ધિબળ, નિર્ણયાત્મક શક્તિ, સહિષ્ણુતા, સમતા, વિરોધીઓને પણ આદર કરવાની ઉદાસ્તા, સમય-સંજોગો પ્રમાણે કાર્ય કરવાની કુશળતા આદિ ગુણલક્ષણે ભાગ ભજવતાં. પરિણામે ચારેય ફિરકાઓને મનમેળ સધાવી કાર્ય કરી શકે છે. કહે છે કે મુનિશ્રી વરસેથી એકધારા મુંબઈ છવાઈ ગયા. જાહેર જનતાને મુનિશ્રી પ્રત્યે ભારે આદર હતું. એક જંગી સભામાં, ૩૦ હજારની માનવમેદની વચ્ચે મુંબઈના ગવર્નર અને શ્રી એસ. બી. ચાવણને ૧૫ ઈંચની આરસની કલાત્મક મૂતિઓ ભેટ આપી ત્યારે જ્યનાદોથી ગગન છવાઈ ગયું હતું. ભગવાન શ્રી મહાવીરસ્વામીની ૨૫૦૦ન્મી પુણ્યતિથિ નિમિત્તે ૨૫ લાખના ખર્ચે ૩૨ ફૂટ ઊંચે એક કીર્તિસ્તંભ ઊભું કરવાનું નક્કી થયું હતું. તેના ખાતમુહૂર્ત પ્રસંગે મુંબઈ મહાનગરપાલિકાના કેંગ્રેસ, સામ્યવાદી, સમાજવાદી, શિવસેના અને અન્ય પક્ષના સર્વ સભ્યો હાજર રહ્યા હતા તે પૂજ્યશ્રી પ્રત્યેનું શહેરીજનનું માન સૂચવે છે. આ કીતિર્થંભ અંદર અને બહારથી કંઈ ન હોય એ જાતને થવાનું હતું. આ કીર્તિસ્તંભ હેંગિંગ ગાર્ડન પર ઊભું કરવાની ઇચ્છા હતી, પણ કેટલીક મર્યાદાઓ આવી પડવાથી અને ત્યાં વિહાર કરે પડ્યો તેનાથી કામ આગળ વધી શકયું નહીં. પૂજ્યશ્રીની ઈચ્છા હજુ પણ મુંબઈ જવાય અને કામ આગળ ચાલે તે જોવાની છે છરી પાલિત સંધના સર્વોપરી માર્ગદર્શક : વિ. સં. ૨૦૩૩ના મહા સુદ ૩ને દિવસે પૂ. ગુરુદે, સાધુઓ, સાધ્વીજીઓ તથા ૭૦૦ યાત્રિ સાથે મુંબઈથી પાલીતાણાને ૭૩ દિવસને છરી પાળતે જે યાત્રા સંઘ નીકળે તેમાં તથા વિ. સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનારને પૂ. ગુરુદેવે સાથેને ૧૦૦૦ યાત્રિકને ૨૪ દિવસને છરી પાળ જે યાત્રાસંઘ નીકળે તેમાં અદ્ભુત સફળતા મળી હતી. કાર્યકર્તાઓએ અને પૂ. ગુરુદેવેએ સુંદર આયોજન કર્યું હતું. આ બંને સંઘ પર સર્વોપરી દેખરેખ અને સુવ્યવસ્થા–સુરક્ષાની જવાબદારી પૂજ્યશ્રી પર હતી. તેઓશ્રીની આત્મશક્તિ અને કુદરતી સૂઝ અનેખી હતી. 2010_04 Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૨૩૭ વિશ્વની અમિતા સમારોહ : વિ. સં. ૨૦૩૩માં પાલીતાણામાં નંદલાલ દેવલુક સંપાદિત અનેકવિધ સામગ્રીથી શેભતે “વિશ્વની અસ્મિતા” ગ્રંથને પ્રકાશન સમારોહ પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયે હતું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટન થયું હતું. પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં ઊજવાયેલે આ ભવ્ય સમારોહ પૂજ્યશ્રીની સાહિત્યપ્રીતિને પરિચાયક બની રહ્યો. શત્રુંજય હોસ્પિટલ અને અન્ય કાર્યો : યુગદિવાકર પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અને મુનિશ્રીની પ્રેરણાથી પાલીતાણામાં શત્રુંજય હોસ્પિટલ અને સાધ્વીજીઓ માટે શ્રમણીવિહાર તેમ જ જૈનસાહિત્યના જ્ઞાનભંડાર માટે ધર્મવિહાર – આ ત્રણે સ્માર્ક ઊભાં થયાં. તેના આજન પાછળ પૂજ્યશ્રીની કાર્ય કુશળતાને મેટો ફાળો હતે. ઉપરાંત, પૂજ્યશ્રીએ નવકારમંત્રની તથા પૂર્વાચાર્યોનાં ચૌદ ગીતની રેકર્ડ ઉતાવી. પૂજ્યશ્રીના આ સાહસને ચારે બાજુથી અભિનંદને મળ્યાં હતાં. તેમનું નાની ઉંમરનું એક ગીત મહાતપસ્વી પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ હસ્તક ચાલતી શિબિરમાં વિદ્યાથીઓ દ્વારા પૂજ્યશ્રીની હાજરીમાં ભાવપૂર્વક ગવાતું હતું, જેની જાણ મુનિશ્રીને પિતાને પણ ન હતી. શિબિરના વિદ્યાથીને હાથમાં પડી જોવા મળતાં ઘટસ્ફોટ થયે. શિબિરના વિદ્યાથીઓએ કહ્યું કે, ગીતની રેકર્ડ ઉતરાવે. એટલે મારી નાવલડી મજધાર, તારે મને એક છે આધાર.” એ ગીતની પણ રેકર્ડ ઉતરાવી છે. આ ગીતે પ્રથમ કક્ષાના સંગીતકાર પાસે રેકર્ડ કરાવ્યાં છે. અમેરિકાના પ્રમુખ જી. બી. કાર્ટરને ભારત આવવાને કાર્યક્રમ જાહેર થયે, ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે વીતરાગ તીર્થકરની નાની પ્રતિમાઓની ભેટ આપવામાં આવે તે તે પ્રમુખ, અમેરિકા અને જૈનધર્મ માટે ગૌરવની ઘટના બની રહે. શ્રી મોરારજી દેસાઈ ત્યારે વડાપ્રધાન હતા. પૂજ્યશ્રીના તેમની સાથેના નિકટના આત્મીય સંબંધ હોવાના કારણે આ ઐતિહાસિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું હતું. આ માટે પૂજ્યશ્રીએ અગાઉથી જયપુરમાં ખાસ આદેશ આપીને ભાવવાહી મૂતિઓ બને તે માટે અગ્રણી કલાકારને કામ ઍપ્યું. એ સુંદર મૂતિઓ જયપુરથી પાલીતાણા આવી. એક મૂર્તિ પર પ્રમુખ કાર્ટરનું નામ અને બીજી મૂતિ પર શ્રીમતી કાર્ટરનું નામ લખાવવામાં આવ્યું. મૂતિઓ પાલીતાણાથી મુંબઈ અને મુંબઈથી દિલ્હી લઈ જવામાં આવી. એક જ દિવસને ઝડપી કાર્યક્રમ હતું, પણ મૂતિઓ દિલ્હી મેડી પહોંચી અને કાર્યક્રમ થઈ ન શક્યો. મિ. કાર્ટરના સેક્રેટરીએ આશ્વાસન આપ્યું કે મૂર્તિ એ કેઈની સાથે અમેરિકા મોકલે. ત્યાં અર્પણવિધિ કરાશે. પણ પૂજ્યશ્રીને આ કાર્યક્રમ અહીં નહીં થવાથી ઘણે ખેદ થે. મુંબઈમાં સંસ્કૃત-પ્રાકૃત ભણતા ઘણા વિદ્યાથીઓ પૂજ્યશ્રી પાસે કેટલાક શબ્દાર્થો પૂછવા આવતા હતા. આ વિદ્યાર્થીઓ માટે પૂછવાનું કોઈ કાયમી જાહેર સ્થાન ન હતું. આ બધી પરિસ્થિતિ જોઈને પૂજ્યશ્રીને થયું કે મુંબઈ જેવા મોટા શહેરમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા શિખવાડતી એક પાઠશાળ સ્થાપવી જોઈએ. એક દિવસ ગુરુદેવ સાથે પરામર્શ કર્યો અને નિર્ણય લેવાયે; જેને લીધે “જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી જૈન પાઠશાળાની સ્થાપના કરવામાં આવી. 2010_04 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શાસનપ્રભાવક આજે આ પાઠશાળા કુશળ શિક્ષકને લીધે કામધેનુ રૂપ બની છે. મુંબઈ–વાલકેશ્વરમાં પૂજ્ય ગુરુદેવશ્રીના વષીતપ નિમિત્તે તેઓશ્રીના અધ્યક્ષપણ નીચે ઉજમણાનું ભવ્ય આયોજન થયું હતું. આ ઉજમણુમાં અવનવી ડિઝાઈનો ભરાવવામાં આવી હતી. ચીલાચાલુ રીતે નહી. પણ વિશિષ્ટ પ્રકારે ગોઠવણી કરવામાં આવી હતી. આ ઉજમણનાં દર્શન માટે, પૂજ્યશ્રીના નિમંત્રણથી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વાય. બી. ચવાણુ ખાસ આવ્યા હતા અને દરેક વસ્તુ જોવામાં ખૂબ રસ લીધા હતા. એવું જ બીજું જંગી ઉજમણું પૂજ્યશ્રીની સંપૂર્ણ દેખરેખ નીચે, આકર્ષક પદ્ધતિએ મુંબઈ-ગેડીજી જૈન ઉપાશ્રયમાં ગોઠવવામાં આવ્યું હતું. તેમાં દોઢ લાખ રૂપિયાની કિંમતને, ૬૦ વર્ષ જૂને, ગેડીજીના સંગ્રહને એક સુંદર ચંદરે રજૂ કરવામાં આવ્યું હતું. લાખો માણસેએ આ ઉજમણાનાં દર્શન કરીને આનંદ અનુભવ્યું હતું. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ વખતે મુંબઈ–વાલકેશ્વરમાં મંદિરના ચેકમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી આબેહૂબ પાવાપુરીની રચના પૂ. ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ અને પૂજ્યશ્રીની ભાવના મુજબ કરવામાં આવી હતી. તેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એસ. બી. ચવાણના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. સૌ કેઈ આ રચનાથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ રીતે, વર્ષોથી ચાલી આવતી જૈન મૂર્તિકળામાં મુનિશ્રીએ ઘણું સુધારાએ સૂચવીને, રાજસ્થાન જયપુરથી અનેક કારીગરોને બોલાવીને કલાક સુધી એની ખૂબીઓ-ખાસિયતે સમજાવીને, મૂતિઓ વધુ સુંદર, કલાત્મક અને આકર્ષક કેમ લાગે તે સમજાવીને, તેઓને તૈયાર કર્યા. અને પરંપરાગત મૂતિવિધાનમાં ઘણું ફેરફારો કરાવ્યા. પૂજ્યશ્રીએ પિતાની માન્યતા મુજબને શ્રી સિદ્ધચક યંત્ર, બૃહદ્ પૂજન યંત્રને ખૂબ આકર્ષક સુંદર પટ કરાવ્યું છે. બીજા પણ અનેક શિલ તેઓશ્રી હસ્તક તૈયાર થયાં છે. સોમપુરા શિલ્પીઓને પણ ઘણું માર્ગદર્શન આપ્યું છે. મૂર્તિવિધાનવિદ્યામાં પૂજ્યશ્રી પ્રમાણરૂપ મનાય છે. હાલ શ્રી સિદ્ધચક્ર અને શ્રી પદ્માવતી પૂજનવિધિ લખવાનું મંગલાચરણ થઈ ચૂકયું છે. આધુનિક છાપકામથી પાંચ રંગમાં વિદેશી કાગળ પર શ્રી અત્ મહાપૂજનવિધિ શ્રેષ્ઠ લહિયા પાસે લખાવરાવી છે. આવા નમૂના બીજે જોવા મળતા નથી. તમામ પૂજનવિધિઓની પણ હસ્તલિખિત પ્રતે તૈયાર કરાવરાવી છે તથા સોનેરી રૂપેરી શાહીમાં અનેક પ્રતિઓ લખવરાવી છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં કરેડાના ખર્ચે થનારા જૈન દેરાસરને નકશે તેઓશ્રીએ તપાસ્યો છે. આવી તે, નાનીમેટી અગણિત ઘટનાઓ પૂજ્યશ્રીના દૈનંદિન જીવનક્રમમાં ઘટતી રહે છે! સરકારે કરેલું અભૂતપૂર્વ સન્માન : વિ. સં. ૨૦૩૫માં પાલીતાણામાં માગશર સુદ પાંચમને દિવસે, મુંબઈ તેમ જ અનેક સંઘની ભાવભરી વિનંતિથી, લાખ જેને જેમની પદવી માટે વચ્ચેથી ઝંખના કરી રહ્યા હતા, અને પદવી જલદી સ્વીકારે એવી પ્રાર્થના કરી રહ્યા હતા તે પ્રસંગ, પૂ. યુગદિવાકરશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઊજવવાને નિર્ણય થયો. આ નિર્ણયની ખબર અખબારો દ્વારા તે સમયના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈને દિલ્હીમાં પડી. એટલે વડા પ્રધાનશ્રીએ સ્વયંભૂ ઈચ્છાથી, પૂજ્યશ્રી પ્રત્યેના આદરભાવને લીધે, ધર્મભાવનાને કારણે, સરકાર તરફથી જાહેર સત્કાર સમારંભ યોજવાનું નક્કી થયું. 2010_04 Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-ર ૨૩૯ માગશર સુદ ચેાથને દિવસે ૫૦ હજાર ભાવિકોની મેદની વચ્ચે, ૧૦૦ સાધુ તથા ૪૦૦ સાધ્વીજીએ વચ્ચે પૂ. યુગદિવાકરશ્રીની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી મેારારજીભાઇએ પ્રથમ જાતે કાંતેલી ખાદીના કપડા ઓઢાડીને, પછી શાલ ઓઢાડીને જાહેર સન્માન કર્યુ. દબદબાભર્યા આ અવસરનું લાકોએ ગગનભેટ્ટી જયનાદોથી સ્વાગત કર્યું. આવા પ્રસ`ગ ઇતિહાસમાં પહેલીવાર ઊજવાયેા. –કેમ કે રાષ્ટ્ર પહેલી જ વાર એક સ ંતનું બહુમાન કરી રહ્યું હતુ. આ પ્રસ ંગે શતાવધાની મુનિશ્રીજયાન વિજયજી મહારાજનું પણ શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ આદિ અગ્રગણ્ય નેતાએ પણ ઉપસ્થિત હતા. ભારત સરકારના આદેશથી ઉજવણીમાં ૧૩ લાખના ખર્ચે થયે તે ગુજરાત સરકારે ભોગવ્યા હતા. તે પછી બીજા દિવસે જૈનવિધિ પ્રમાણે વીસ હજાર માનવાની જગી હાજરી વચ્ચે પુજ્યશ્રીને આચાય પદે આરૂઢ કરવાના ભવ્ય પ્રસંગ ઊજવાયા હતા. પૂ. ગુજરાતના રાજ્યપાલે કરેલુ બહુમાન : આચાર્ય શ્રીના ૭૫ વર્ષીની ઉજવણી પ્રસંગે પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં અનેરા ઉત્સવનુ આયેાજન થયુ.. તે પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી ખાસ પાલીતાણા પધાર્યાં હતા, અને પૂજ્યશ્રીનુ શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. બીજે દિવસે પાલીતાણાના નાગરિકા તરફથી, પાલીતાણામાં કરેલાં ધાર્મિક, સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈ સુંદર માનપત્ર અણુ કરવામાં આવ્યું હતું. બંને દિવસેામાં મહામહાત્સવપૂર્વક ઊજવાયેલા આ પ્રસંગેા જૈન ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા છે. વળી, તા. ૨૦-૨-૯૦ને દિવસે ભારતના વડા પ્રધાન શ્રી વી. પી. સિંઘે પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં પધારી, વાસક્ષેપ નંખાવી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા. પૂજ્યશ્રીએ વડાપ્રધાનને સુંદર ધાર્મિક ચીજો ભેટ આપી હતી. પૂજ્યશ્રીના વ્યક્તિત્વ વિષે, તેમની પ્રવૃત્તિ અને કાર્યો વિશે, તેમના સાહિત્યસર્જન વિષે, અનેકાનેક વિષે ઘણું ઘણું. વિસ્તારથી લખી શકાય એટલી વિપુલ સામગ્રી છે. પરંતુ નાના લેખામાં તે ગાગરમાં સાગર ભરવાની વાત છે. પૂજ્યશ્રી કવિ, લેખક, મધુર વક્તા, અવધાનકાર, મંત્રમુગ્ધ કરે એવા અન્દ્રેડ મૂર્તિવિધાનના જ્ઞાતા છે. મંત્ર આદિ જુદી જુદી વિદ્યાઓના અભ્યાસી છે. બાહ્ય તેજથી પ્રકાશિત તેજસ્વી વન, જ્ઞાન અને કળાથી અંકિત સૌમ્ય દૃષ્ટિ, ગભીર અને મધુર વાણી, વિનયયુક્ત વ્યવહાર, સયમસૌરભથી મહેકતુ જીવન એ સવ` તેઓશ્રીના વ્યક્તિત્વને અજવાળતાં ઉજજવળ પાસાં છે. પૂજ્યશ્રીના આ બહુમુખી ભવ્ય વ્યક્તિત્વને ધ્યાનમાં લેતાં એક કલ્પના કરવી વધુ પડતી નથી કે માત્ર ભારતવના જ નહિ, પણ વિશ્વના એક આદર્શ સાહિત્યકલાપ્રેમી સાધુ તરીકે તેઓશ્રીને ઇતિહાસ સુવર્ણાક્ષરે અંકિત કરશે. અંતમાં, પૂજ્યશ્રીની શાસનસેવા ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રભાવશાળી અને, તેઓશ્રી સાહિત્ય અને કળાના ક્ષેત્રે અવનવાં સના કરતા રહે, તે માટે શાસનદેવ પૂજ્યશ્રીંને નિરામય દીર્ઘાયુ બન્ને એ જ અભ્યર્થના અને પૂજ્યશ્રીનાં ચરણામાં કોટિ કોટિ વંદના ! 2010_04 Page #242 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ર૪૦ પ૯ વર્ષથી પૂજ્યશ્રીના ચાલી રહેલા સાહિત્ય અને કલાના યાદગાર મહાયજ્ઞનો અતિ ટૂંકો પરિચય : પિતાના પૂજ્યપાદ બંને દાદાગુરુદેવેની નિશ્રામાં, પિતાના ગુરુવર્ય પૂ. યુગદિવાકર આચાર્યશ્રી વિધર્મસૂરિજી મહારાજ પાસે જ્યારે મુનિશ્રી યશવિજયજી અભ્યાસ કરતા હતા, ત્યારે ગત જન્મના કેઈ સંસ્કારને લીધે ભણવાની સાથે કંઈક લખવાની પણ ભાવના રાખતા હતા. બે વર્ષ બાદ, એટલે કે દીક્ષાના ત્રીજા વર્ષે, ૧૯ વર્ષની ઉંમરે, મુનિશ્રીએ સાહિત્યક્ષેત્રે લેખનની અલ્પ શરૂઆત કરી. પ્રથમ “બૃહતસંગ્રહણી” જેવા મહાન ગ્રંથનું ભાષાંતર દ્વારા મંગલાચરણ થયું. ભવિષ્યમાં થનારી સમૃદ્ધ જ્ઞાનયાત્રાને આ રીતે શુભારંભ થયે. એ યાત્રા જ્ઞાનસંપાદનના ક્ષેત્રમાં ધીમે ધીમે વિસ્તરતી ગઈ. અને પૂજ્યશ્રી લેખક સાથે સંશોધક અને સંપાદક પણ બન્યા. શ્રત, સાહિત્ય, લેખન, સંપાદન, સંશોધન અને સાથે સાથે કળાવિધાન વગેરે ક્ષેત્રે શરૂ થયેલી જ્ઞાનયાત્રા ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સમૃદ્ધ બનતી ગઈ. પરિણામે, તેઓશ્રીના હસ્તે બંને ક્ષેત્રમાં અજોડ અને અદ્ભુત કહી શકાય તેવું ગદાન થવા પામ્યું. આથી જૈનસંઘને બીજા લાભો પણ પ્રાપ્ત થયા. આ બધાને વાચકોને પૂરતે ખ્યાલ મળે, અનમેદનાના ભાગીદાર બને, તેવા શુભાશયથી અહીં રચનામાલ સાથે વિસ્તૃત નૈધ રજૂ કરી છે : આ યાદીનું પ્રકાશન કરતાં હું મહદ્ આનંદ અને ગૌરવ અનુભવું છું. એક સાધુ જેવી વ્યક્તિએ, અને તે પણ નાજુક અને નબળી શારીરિક સ્થિતિમાં, જાહેરજીવનમાં વ્યસ્ત અનેક શાસનકાનાં રોકાણ વચ્ચે, આશ્ચર્યચક્તિ કરી દે તેવું સાહિત્યસર્જન કર્યું, તે જોતાં જ શિર ઝૂકી પડે ! બાવીસ વર્ષની ઉંમરે ગુજરાતી ભાષામાં ૬૦થી વધુ ચિત્ર સાથે જૈનસંઘપ્રસિદ્ધ પાઠ્યગ્રંથ મોટી સંગ્રહણીનું ભાષાંતર કર્યું. અને ૨૩ વર્ષની ઉંમરે ઊણાદિ વ્યુત્પત્તિ નામના વ્યાકરણ વિષયક બહુમૂલ્ય ગ્રંથનું સર્જન કર્યું. આરંભમાં જ ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષામાં કાર્ય કરવાને વેગ બને તે નેંધપાત્ર ઘટના છે. ખરેખર, આવા સર્જકે જ દેશકાળને ખ્યાલમાં રાખીને નવી દિશા અને નવી દષ્ટિનું દર્શન કરાવતા હોય છે. નાની ઉંમરમાં પ્રગટેલી તેઓશ્રીની જ્ઞાને પાસનાને, તેઓશ્રીના સતત પુરુષાર્થને, તેઓશ્રીની મર્મજ્ઞ શક્તિમત્તાને, વિશિષ્ટ પ્રકારની સર્જનાત્મકતાને, ઊંડી સૂઝબૂઝને અંતઃકરણપૂર્વક નમન કરવાં જ રહ્યાં ! સ્વરચિત અને સંપાદિત કૃતિઓ ઃ ૧. સુયશ જિન સ્તવનાવલી (સં. ૧૯૯૧). ૨. ચંદ્ર-સૂર્યમંડળ કણિકા (સં. ૧૯૯૨). ૩. બૃહદ્ સંગ્રહણી ચિત્રાવલી : ૬૫ ચિત્રો સાથે (સં. ૧૯૯૮). ૪. પાંચ પરિશિષ્ટ- બૃહદ્ સંગ્રહણી ગ્રંથના ભાષાન્તરના અનુસંધાનમાં ભૂગોળ-ખગોળને લગતા વિષયે છે. બીજી આવૃત્તિ સં. ૨૦૪૭. ૫. નવ્વાણુયાત્રાની વિધિ (સં. ૨૦૦૦). ૬. ગોકુલદાસ કાપડિયાનાં શરૂઆતનાં ૧૫ ચિત્રોને સુંદર પરિચય (સં. ૨૦૧૫). ૭. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વારા હસ્તલિખિત પ્રતિઓના આદિ અને અંત ભાગની ૫૦ કૃતિઓનું ઉપાધ્યાયજીના હસ્તાક્ષરનું આલ્બમ. (સં. ૨૦૧૭). ૮. આગમરત્ન પિસ્તાલિશી : ગુજરાતી પદ્યમાં ૪૫ આગમેને પરિચય આપતી સુંદર રચના (સં. ૨૦૨૩). ૯. સિદ્ધચક્ર બૃહદ્ યન્ત્રપૂજન : એક સર્વેક્ષણ અને સમીક્ષા (સં. ૨૦૩૪). ૧૦. પ્રતાકારે 2010_04 Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-ર ૨૪૧ છપાયેલ પહેલા ગણધરવાદાદિનું ગુજરાતીમાં વિવેચન (સં. ૨૦૩૬ ). ૧૧. જલદી માની ન શકાય તેવી (સ્વ. પૂ. પ્રતાપસૂરિજી મહારાજની) અનેખી ચમત્કારિક ઘટના (ચાર આવૃત્તિ થઈ ) ( સં. ૨૦૩૮). ૧૨. મંગલ ચિત્રસંગ્રહ શ્રેણીને સંક્ષિપ્ત પરિચય આપતી પુસ્તિકા (સં. ૨૦૪૨). ૧૩. મંગલ ચિત્રસંગ્રહ શ્રેણીને વિસ્તૃત પરિચય આપતી પુસ્તિકા (સં. ૨૦૪૩). ૧૪. વ્યાખ્યાન ઉપયોગી ૧૦ પુસ્તિકાઓ પ્રગટ કરવાની યોજનામાં હાલ ૩ પુસ્તિકાઓ પ્રગટ થઈ છે. તેમાં પહેલી : પ્રેરણા અને પ્રકાશ આપતું એક પ્રવચન ( ત્રણ આવૃત્તિઓ થઈ). ૧૫. બીજી: ભગવાન શ્રી મહાવીર અને ચંડકૌશિક નાગના પ્રસંગની હૃદયસ્પર્શી કથા (સં. ૨૦૪૪-૨૦૪૬માં ત્રણ આવૃત્તિ). ૧૬. ત્રીજી : માનવ બનવું છે ખરું? વગેરે છે ઉદ્દબોધને. (બે આવૃત્તિઓ થઈ ). (સં. ૨૦૪૪). ૧૭. ઋષિમંડલસ્તોત્ર : એક અધ્યયન (તેત્રપાઠ, મૂળમંત્ર અંગે ગંભીર ચિંતનાત્મક વિચારણા) (સં. ૨૦૪૬ ). ૧૮. ઊણદિપ્રગ યશસ્વિની મંજૂષા : સંસ્કૃત ભાષાની ભારતમાં પહેલી જ વાર ૧૮૦૦ શબ્દોની વ્યુત્પત્તિ પ્રકાશિત કરતી કૃતિ (સં. ૨૦૪૬). ૧૯વામ માની ને ના જે સ્ત્રી કાર્યક્રદ ઘટના (સં. ૨૦૪૬). ૨૦. ત્રણ છત્રોને સાચે કમ–તીર્થકરેને દીક્ષા પછી વાળ હોય છે ખરા? આસોપાલવ અને અશોક એક છે કે ભિન્ન? તેના અનેક ઉપયોગી ચિત્ર સાથેની મહત્ત્વપૂર્ણ અને મનનીય પુસ્તિકા (સં. ૨૦૪૭). તદુપરાંત, પૂજ્યશ્રી દૈનિક, સાપ્તાહિક અને માસિકોમાં જુદા જુદા વિષયે પર લેખ લખતા રહ્યા છે, તેમાં મુંબઈથી પ્રગટ થતા “જેનયુગ” નામના માસિકમાં ચિત્ર-શિલ્પ આદિ વિશે માહિતી આપતા લેખો વિદ્વાનેમાં આદરપાત્ર બન્યા છે. ભાષાંતર કરેલી કૃતિઓ : ૧. બૃહદ્ સંગ્રહણી સૂત્રનું ગુજરાતી ભાષાંતર* : ૮૦૦ પાનાં : સ્વયં બનાવેલાં ૬૫ થી વધુ ચિત્રો સાથે. (લેખન સં. ૧૯૮૯-૯૦ : પ્રકાશન સં. ૧૫). ૨. બૃહદ્ સંગ્રહણી : મૂળ ગાથા માત્ર : તેના ગાથાર્થ સાથેની નાનકડી કૃતિ (સં. ૧૯૯૫). ૩. સુજસવેલી ભાસ, મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે ભાષાન્તર (સં. ૨૦૦૯). ૪. બૃહદ્ સંગ્રહણી સૂત્રનું ગુજરાતી ભાષાન્તર : સુધારાવધારા સાથે બીજી આવૃત્તિ : પૃ. ૮૦૦ (ભૂગોળ-ખગોળને લગતાં ૧ થી ૪ રંગનાં ૭૫ ચિત્ર) : મનનીય પ્રસ્તાવના અને તે ઉપરાંત પહેલી વાર વિજ્ઞાનવિષયક ૫૬ પાનાંની વાંચવા-સમજવાલાયક લેખમાળા. (સં. ૨૦૪૭). ५. बृहत् संग्रहणी-हिन्दी अनुवाद : १ से ४ कलर के ७५ चित्र : ७२० पन्नों का महाग्रंथ (सं. २०४७) સંશોધિત-સંપાદિત રચનાઓ ઃ ૧. આત્મકલ્યાણમાળા-તવન, સન્માય વગેરેને અતિસુંદર સંગ્રહ (સં. ૨૦૦૭) (ત્રણ આવૃત્તિ). ૨. સઝા તથા ઢાળિયાં (કલ્યાણમાળાનાં). (સં. ૨૦૦૭) ૩. પૌષધવિધિ (આવૃત્તિ ચાર) (સં. ૨૦૦૮) ૪. જિનેન્દ્રસ્તવનાદિ મોહન માળા (આવૃત્તિ એથી) (સં. ૨૦૦૯). પ. “કલ્પસૂત્ર સુબોધિકા ટીકા સહિત : અનેક * અતિ આશ્ચર્યની વાત એ છે કે ૮૦૦ પાનાં જેટલા દળદાર ગ્રંથનું ભાષાન્તર અને ચિત્રો બનાવવાનું કામ પૂજ્યશ્રીએ ૧૮ વર્ષની નાની વયે કર્યું હતું ! શ્ર, ૩૧ 2010_04 Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શાસનપ્રભાવક વિશેષતાઓ સાથે અતિ ઉત્તમ પ્રકારનું સંપાદન : શ્રેષ્ઠ મુદ્રણ સાથે શ્રમણસંઘની પ્રતાકારે છપાયેલી પ્રિય કૃતિ (સં. ૨૦૧૦). ૬. ત્રાષિમંડલ સ્તોત્રઃ નાનું અને મેટુંઃ ૧૦૨ પાઠભેદો સહિત : પ્રથમ આવૃત્તિ સં. ૨૦૧૨ : છઠ્ઠી આવૃત્તિ સં. ૨૦૪૬. ૭. ભગવતીસૂત્રનાં પ્રવચને : પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (ચોથી આવૃત્તિ). (સં. ૨૦૧૨ ). ૮. યશોવિજયસ્મૃતિગ્રંથ : અત્યંત મહત્ત્વના લેખેથી સમૃદ્ધ સચિત્ર દળદાર ગ્રંથ : મહાપાધ્યાયજીની જીવન-કવન-કથા (સં. ૨૦૧૩). ૯. ભગવાન શ્રી મહાવીરના ૧ થી ૨૬ પૂર્વભવ અને ૨૭મા ભવને માત્ર પ્રારંભ: લે. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ : વાંચવાલાયક મનનીય કૃતિ (ચેથી આવૃત્તિ) (સં. ૨૦૨૪). ૧૦. શ્રાવક અને શ્રાવિકાનાં પ્રતિક્રમણો : લે. હીરાલાલ ૨. કાપડિયા (સં. ૨૦૩૭). ૧૧. ઋષિમંત્ર સ્તોત્ર (હિન્દી) વિવિધ રિચય જે સાથ (સં. ૨૦૪૨) ૧૨. માવાન શ્રી મહાવીર જ છે રે ૨૬ પૂર્વ મવ શૌર ૨૭ વૅ મવ ા प्रारम्भ : तीसरी आवृत्ति : ले. आचार्य श्री विजयधर्मसूरिजी महाराज (सं २०४२-२०४७ ). ૧૩. પાંચમો કર્મગ્રંથ : ભાષાન્તર : લે. ચંદુલાલ માસ્ટર : (આવૃત્તિ ચાર ) ( સં. ૨૦૩૮). ૧૪. ભક્તિગંગા નવસ્મરણાદિ સ્તોત્રસંગ્રહ (આવૃત્તિ ચાર) (સં. ૨૦૪૪) ૧૫. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી શ્રદ્ધાંજલિ વિશેષાંક (સચિત્ર દળદાર ગ્રંથ પ્રકાશિત). સચિત્ર કલાત્મક પ્રકાશન : ૧. યક્ષ-યક્ષિણી ચિત્રાવલી બ્લેક એન્ડ વ્હાઈટ પં. ભગવાનદાસ રચિત. (સં. ૨૦૧૮) ર. ભગવાન મહાવીરનાં સુપ્રસિદ્ધ ચિત્રસંપુટનાં ૨૨ ચિત્રોની તથા આબુના ઘુમ્મટે તેમ જ અન્ય વિવિધ વિષયેની પેપર કટિંગથી તૈયાર કરેલી પ૦ ડીઝાઈનોનું આલ્બમ. (સં. ૨૦૨૫) ૩. પ્રતિકમણ ચિત્રાવલી : માત્ર ચિત્રોની જ સ્વતંત્ર કૃતિ, તેના પરિચય સાથે (સં. ૨૦૨૮) ૪. સંવછરી પ્રતિક્રમણની સરળ વિધિ : ૪૦ ચિત્રો સાથે (ગુજરાતીમાં સાત આવૃત્તિઓ, સાતમી ઓફસેટમાં સં. ૨૦૪૭માં) (સં. ૨૦૨૮). ૫. તીર્થમાં માવાન શ્રી મહાવીર જે પ : ફરિત્રો આ નપુટ : ભગવાન મહાવીરના ચાર કલરનાં અદૂભુત ચિત્રોનો સંગ્રહ : ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – ત્રણેય ભાષાના પરિચય સાથેની વિશ્વવિખ્યાત કૃતિ (જેની ૧૩ નવાં ચિત્રો સાથેની, સુધારેલી નવી ત્રીજી આવૃત્તિ થઈ છે.) (સં. ૨૦૩૦) ૬. સંવરજી પ્રતિક્રમણ થી સઢ વિધિ : અનેક ચિત્રોં કે સાથ (સં. ૨૦૪૭માં ત્રીજી આત્તિ થઈ). (સં. ૨૦૩૩) ૭. ભગવાન શ્રી મહાવીર અને ગૌતમસ્વામીનું દિવાળીના દેવવંદન માટેનું, દેશ-પરદેશમાં અતિ આવકાર પામેલું, પહેલી જ વાર પ્રગટ થતું કલાત્મક શ્રેષ્ઠ ચિત્ર. (સં. ૨૦૩૭) ૮. તીર્થંકર પરમાત્મા અને દેવદેવીઓનાં ચાર રંગમાં આર્ટ કાર્ડ પર જૈનસંઘ માટે કરાવેલાં અતિ ઉપયેગી, શાક્ત અને કલાત્મક બાર ચિત્રોનું સંગ્રાહ્ય પ્રકાશન (સં. ૨૦૩૯) ૯, યશસ્વિની યશજજવલ ચિત્રાવલી (સં. ૨૦૪૩). ૧૦. જયપુરી આર્ટના ભગવાન મહાવીર સ્વામીના પીંપળનાં પાન તેમ જ પિસ્ટ-સ્ટેમ્પ પર બનાવેલાં ૩૨, અજોડ અને અનુપમ ચિત્રોનું, પોથી આકારનું આલ્બમ. (સં. ૨૦૪૭). ૧૧. પં. ભગવાનદાસ જૈનો તરફથી દર્શનવીશીનું સંયુક્ત સંસ્થા દ્વારા થનારું પ્રકાશન. (હવે પછી પ્રગટ થશે.) 2010_04 Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ૨૪૩ અન્ય લેખકેાના ગ્રંથાનું સંશોધન-સ`પાદન તથા પ્રસ્તાવના-લેખન : પ્રે. હીરાલાલ કાપડિયાના ગ્રંથાની પ્રસ્તાવના : ૧. યશે દાહન-મહાપાધ્યાય શ્રી યશેાવિજયજીના તમામ ગ્રંથાના પરિચય. (સ. ૨૦૨૨). ૨. જૈન સંસ્કૃતિ સાહિત્યના ઇતિહાસ ભાગ-૧, ૨, ૩ (સ. ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૨૬). ૩. સ’ગીત, નૃત્ય અને નાટચસબધી જૈન ઉલ્લેખા અને ગ્રંથા (સ. ૨૦૨૯ ), ૫, શ્રી ધીરજલાલ ટોકરશી શાહનાં પુસ્તકાની પ્રસ્તાવના : ૧. ‘ ધર્માંધ ગ્રંથમાલા ' સંશાધન, સ ́પાદન ( આબાલવૃદ્ધને ઉપયાગી ૨૦ પુસ્તકોની શ્રેણી ) ( સં. ૨૦૦૮ ). ૨. નવતત્ત્વદીપિકા ( સ. ૨૦૨૨). ૩. નમસ્કાર મંત્રસિદ્ધિ (સં. ૨૦૨૩ ) ૪. ઉવસગ્ગહર સ્તોત્ર યાને જૈન મ`ત્રવાદની જયગાથા ( સ. ૨૦૨૫), ૫. ભક્તામર રહસ્ય (સ. ૨૦૨૭). ૬. ઋષિમ`ડલ આરાધના (સ. ૨૦૨૮ ), ૭. સિદ્ધિદાયક સિદ્ધચક્ર (સ. ૨૦૩૩ ). ૮. અહુંમ ત્રાપસના ( સ. ૨૦૩૬ ). અન્ય : ૧. ભુવનવિહાર દર્પણ ( સ. ૨૦૧૭). ૨. જગદુદ્ધારક ભગવાન મહાવીર (સ. ૨૦૨૦). ૩. સમાધિમરણની ચાવી (સ. ૨૦૨૪). ઉપરના ગ્રંથેાની તેમ જ પ્રેમા દેદરાણી, સ'ગીતસુધા, જૈન તપાવલી, જૈનદર્શોન સંગ્રહસ્થાન પરિચય, અમૃતધારા, અમર ઉપાધ્યાયજી, પ્રગટ્યો પ્રેમપ્રકાશ આદિ પુસ્તકની મહત્ત્વની મનનીય પ્રસ્તાવના પણ પૂજ્યશ્રીએ લખી છે. આમાં નમસ્કાર મંત્રસિદ્ધિ, જગદુદ્વારક ભગવાન મહાવીર અને સમાધિ-મરણની ચાવી – આ ત્રણ પુસ્તકની પ્રસ્તાવનાએ મનનીય હાવાથી તેની જુદી પુસ્તિકાઓ પ્રકાશકે પ્રગટ કરીને પ્રભાવના કરેલ છે. અનુષ્ઠાન વિધિના ગ્રંથ : ઋષિમંડલ બૃહત્ પૂજનવિધિ-પ્રતાકારે એ રંગમાં, વિશિષ્ટ કાટિનું, પાને પાને બેર સાથેનું મુદ્રણ, ૬૦ ચિત્રા સાથે, ઉત્તમ કાગળે પર છપાઈ ને પ્રગટ થઈ છે. લેખક : સ'પાદક આચાય શ્રી યશે દેવસૂરિજી (સ. ૨૦૩૮), પૂજ્યશ્રી દ્વારા જૈનશાસનના મહાન જ્યોતિર્ધર મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજના ૨૩ ગ્રંથાનું સંપાદન-સ ંશોધન-ભાષાંતર : (નોંધ સત્તરમી–અઢારમી શતાબ્દીમાં વિદ્યમાન, સેંકડા ગ્રંથાના રચયિતા, મહાપાધ્યાય શ્રીમદ્ યશેોવિજયજી મહારાજના ન્યાય, તર્ક, દન, અલંકાર, સચિત્ર, સમાચારી, મ્તાત્ર, કાશ આદિ વિષયાના પૂર્ણ–અપૂર્ણ એવા નાના-મોટા ૨૩ ગ્રંથાનું સંશાધન-સ`પાદન-ભાષાંતર ) કરી, કરાવી, પ્રસ્તાવના લખી, યશેાભારતી જૈન પ્રકાશન સંસ્થા વતી પહેલી જ વાર પ્રકાશન થયુ' તે કૃતિઓનાં નામ : નીચેના ૨૬ ગ્રંથામાંથી ૨૩ ગ્રથા પહેલી વાર પ્રગટ થયા છે અને ૩ ગ્રંથા જે અપૂર્ણ હતા તે પૂર્ણ કરી છાપ્યા છે. —સ'. ૨૦૧૧માં શરૂ કરેલા ઉપાધ્યાયજીના ગ્રંથના મહાયજ્ઞ વચમાં વરસો સુધી બંધ રહી, ફરી ચાલુ થયા, અને સ. ૨૦૪૦માં પૂરો થયે. 2010_04 Page #246 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૧. ઐન્દ્રસ્તુતિ (સં. ૨૦૧૮) ૨. યશોદહન (સં. ૨૦૨૨) , વૈરાગ્યરતિ (સં. ૨૦૨૨) ૪. તેત્રાવલી-હિન્દી ભાષાંતરસહિત, ૧૧ ત્ર-સ્તુતિઓને સંગ્રહ, જેમાં વિર્ય પ્રભસૂરિક્ષામણુક પત્ર અને વિજ્ઞપ્તિકાવ્ય સામેલ છે. (સં. ૨૦૩૧). ૫. વિશ્વપ્રસિદ્ધ કાવ્યપ્રકાશ સટીક : બીજા-ત્રીજા ઉલ્લાસની ટીકા-હિન્દી ભાષાંતર સાથે. (સં. ૨૦૩૨) ૬. આર્ષભીયચરિત મહાકાવ્યમ, વિજલ્લાસ મહાકાવ્યમ તથા સિદ્ધહસનામકેશ (ત્રણેય કૃતિઓ સાથે) (સં. ૨૦૩૪) ૭. ૧૦૮ બાલસંગ્રહ (સં. ૨૦૩૬) ૮. શ્રદ્ધાનજuપટ્ટક (સં. ૨૦૩૬) ૯. અઢાર સહસશીલાંગરથ (ગુજરાતી) (સં. ૨૦૩૬) ૧૦. કૂપદષ્ટાંતવિશદીકરણ (સં. ૨૦૩૬) ૧૧. કાયસ્થિતિસ્તવન (સં. ૨૦૩૬). નવ્ય ન્યાયના માધ્યમથી લખાયેલી ઉપાધ્યાયજીની શ્રેષ્ઠ રચનાઓ : ૧૨. આત્મખ્યાતિ ( સં. ૨૦૩૭) ૧૩. વાદમાલા : પહેલી ( સં. ૨૦૩૭) ૧૪. વાદમાલા : બીજી (સં. ૨૦૩૭) ૧૫. વાદમાલા : ત્રીજી (સં. ૨૦૩૭) ૧૬. વાયૂષ્પાદે : પ્રત્યક્ષા પ્રત્યક્ષત્વવિવાદરહસ્યમ્ (સં. ૨૦૩૭) ૧૭. વિષયતાવાદ (સં. ૨૦૩૭) ૧૮. ન્યાય સિદ્ધાન્તમંજરી શબ્દખંડ ટીકા (સં. ૨૦૩૭) ૧૯. યતિદિનકૃત્યમ* (સં. ૨૦૩૭) ૨૦. વિચારબિન્દુ (સં. ૨૦૩૭) ૨૧. તેરકાઠિયા સ્વરૂપ (ગુજરાતી) (સં. ૨૦૩૭) ૨૨. સ્યાદ્વાદરહસ્યમ્ (ત્રણ ટીકાઓવીતરાગસ્તોત્ર, અષ્ટમ પ્રકાશ ઉપરની) (સં. ૨૦૩૮) ૨૩. તિડન્તાન્વયેક્તિ (સં. ૨૦૩૮) ૨૪. પ્રમેયમાલા (સં. ૨૦૩૮) ૨૫. ચક્ષુરપ્રાધ્યકારિતાવાદ (પદ્યમય). ૩૦ વર્ષ પહેલાં પૂજ્ય ઉપાધ્યાયજીના હસ્તલિખિત ગ્રંથ કયા કયા ભંડારમાં છે તેની યાદી તૈયાર કરવા માંડી. આઠેક ભંડારેની યાદી તૈયાર કરેલી. બાકીના થેડા ભંડારેની યાદી મેળવવી બાકી હતી. બીજાં કામે ઉપસ્થિત થતાં આ કામ ખેરંભે પડી ગયું. ઉપાધ્યાયજી અંગે જરૂરી ઘણુંખરું કામ તે થઈ ગયું છે, પણ જે કાંઈ બાકી રહ્યું તે પૂજ્યશ્રીની અવસ્થા જોતાં તે પર પૂર્ણવિરામ મૂકવું પડ્યું છે. હવે બાકીનાં બે કાર્યો પૂર્ણ કરવાની ભાવના છે : ૧. ત્રણેય ભાષાના તમામ ગ્રંથમાં આદિ (મંગલાચરણ ભાગ), અંતના ભાગો (પ્રશસ્તિ, તેનાં ભાષાંતર વગેરે) સાથે તૈયાર થયાં છે. ૧૨ વર્ષ ઉપર તેને હિન્દી ભાષાન્તર સાથેને ફરમે છપાયેલે પણ પડ્યો છે પરંતુ એક માથું અને બે હાથ, વળી અનેક કાર્યોમાં અનેક રીતે વ્યસ્ત જીવન, એ આ કામ રહી ગયું. કેઈ વિદ્વાન સાધુ સહાયક બને તે આ કામ થઈ શકે તેમ છે. ૨. પૂ. ઉપાધ્યાયજીના વિવિધ ગ્રંથમાંથી વિશિષ્ટ હકીકતેને જણાવતી બાબતેના કલેકે વગેરેની ને પડી છે. તેનું વ્યવસ્થિત સંકલન કરી “ઉપાધ્યાયજી-એક ગંભીર સ્વાધ્યાય” એવા નામ નીચે પ્રગટ કરવાની ભાવના છે. - તદુપરાંત, ડભેઈની દેરીમાં ઉપાધ્યાયજીના આરસ ઉપર જીવનપટ માટે લાઈનવર્કની કે હાફોનની ડિઝાઈને બનાવવાનું કાર્ય સં. ૨૦૧૨ની સાલથી ઊભું છે તે પૂરું કરવાનું છે. એક આ રચના ઉપાધ્યાયશ્રીની નથી, એવો ખ્યાલ છપાયા પછી મળે. 2010_04 Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૨૪૫ - ઉપાધ્યાયજીનું એક ચિત્ર તે પ્રગટ થયું છે, પણ બીજુ વિશિષ્ટ ચિત્ર તીવ્રચ્છા છતાં બનાવી શકાયું નથી. શ્રેષ્ઠ ચિત્રકાર મળે તે તે બની શકે. પૂજ્યશ્રીની ખાસ પ્રેરણાથી છપાયેલા ગ્રંથો : (પ્રકાશક : શ્રી મુક્તિ કમલ જૈન મોહન માળા, વડોદરા). ૧. મહાવીરચરિત્ર (ગુજરાતીમાં દળદાર ગ્રંથ) લે. શ્રી નંદલાલ વકીલ, વડોદરા. ૨. ષત્રિશિકા ચતુષ્ક પ્રકરણ (નિગોદાદિ ચાર છત્રીશીઓ-ભાષાંતર સહિત) (સં. ૧૯૯૦). ૩. નવતત્વ પ્રકરણ સુમંગલ ટીકા : લે. આ. શ્રી વિજયધર્મસૂરિજી, સ્વશિષ્ય મુનિશ્રી યશોવિજયજીના ખાસ આગ્રહથી જ ચેલી ટીકા. (સં. ૧૯૦). ૪. પ્રશ્નોત્તર મેહનમાળા (સં. ૧૯૯૩). પ. મેહનમાળા (સ્તવનાદિ વગેરેને સંગ્રહ). બુકલેટ જેન પંચાગે. છેલ્લાં બાર વર્ષથી બુકલેટ પંચાંગમાં શિક્ષણની દૃષ્ટિએ પૂજ્યશ્રીએ એક ક્રાંતિકારી, તર્ક અભિનવ આયેાજન કર્યું છે. તેઓશ્રીને લાગ્યું કે બુકલેટ પંચાંગ દ્વારા હજારો ઘરમાં રહેતાં લાખો માણસને જેન શિલ્પ, સ્થાપત્ય, મંત્રશાસ્ત્ર, પૂજનવિધિ, ભૂગોળ, ખગોળ, આયુ, મુદ્રા, તંત્ર વગેરે વિષયેને સ્પર્શતી બાબતોનું ચિત્રો દ્વારા જ્ઞાન સંપાદન કરવાને સુલભ માર્ગ છે. તેથી એ પંચાગ વર્ષાને પણ સંગ્રહી દાખવા યોગ્ય બને છે. દર વર્ષે આ પંચાંગોની ખૂબ માંગણી થાય છે. સહુ કઈ પૂજ્યશ્રીની દૃષ્ટિને બિરદાવે છે. આ પંચાંગમાંનાં ચિત્ર, પ્રતીકે વગેરેનું સ્વતંત્ર પ્રકાશન કરવાની માંગણુઓ પણ થાય છે. લેખોનું પ્રકાશન : પૂ. આચાર્યશ્રી વરસોથી જુદાં જુદાં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક વગેરે બધા જૈન પત્રમાં જુદા જુદા વિષય ઉપર લેખો લખતા રહ્યા છે. આ લેખે મેળવીને તેની યાદી પ્રગટ થાય એ જરૂરી અને ઉપયોગી છે. –શકય હોય ત્યાં સુધી ઉપર ને પૂરી આપવાનો પ્રયત્ન કર્યો છે. બાકીની નાની કૃતિઓ, શિલ્પની કૃતિઓ, કલાકૃતિઓની ને કદ વધી જવાના ભયે આપી નથી. પૂ. આચાર્યશ્રી હસ્તક હાલમાં તૈયાર થઈ રહેલાં અને થનારાં તેમ જ સત્વરે બહાર પડનારાં કલાને લગતાં વિવિધ પ્રકાશનેની યાદી - (આ યાદી સં. ૨૦૪૭માં યતૈિર કરે છેલી.) ૧. ભગવાન મહાવીરના ચિત્રસંપુટની ત્રીજી આવૃત્તિ : નવાં ૧૩ ચિત્રોના ઉમેરા સાથે ૪૮ ચિત્ર ઃ વિવિધરંગી-આકર્ષક ૨. જૈન સાધુની ૨૪ કલાક દરમિયાનની સમગ્ર દિનચર્યાનાં ૪૦ રંગીન ચિત્રો. ૩. પિપરકટિંગમાં ભગવાન મહાવીરની તથા અન્ય ડિઝાઈને સાથેનું લગભગ ૮૦ આકૃતિઓનું ઝેરોક્ષ પ્રકાશન. ૪. ભગવાન મહાવીરના ચિત્રસંપુટમાં ત્રીજી આવૃત્તિમાં છાપેલી ૮૦ બોર્ડ અને ૧૮૫ પ્રતીકેના પરિચય સાથેનું પ્રકાશન. 2010_04 Page #248 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૫. ભગવાન મહાવીરના લાઈનવર્કનાં ૩૫ ચિત્રો. (પ્રકાશિત). ૬. શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ વગેરે ૨૩ તીર્થકરોનાં (ભગવાન મહાવીરના સંપુટ જેવાં જ) ચાર રંગમાં, ઓફસેટમાં તૈયાર કરાવેલા ચિત્રો. તદુપરાંત, પાણિની-ધાતુકેશ, દસે પ્રકારના ધાતુઓનાં સંપૂર્ણ રૂપે, ટિપણે સાથે પ્રત તૈયાર છે. શ્રી હરિભદ્રસૂષ્કૃિત ગવિશિકાને બે-ત્રણ ખંડોના કલેકેને અનુવાદ પણ તૈયાર છે. વિવિધ ચિત્રો સાથે સિદ્ધચક બૃહયંત્ર પૂજનવિધિ તથા પદ્માવતી પૂજનવિધિ વગેરે પ્રકાશને. ક્રિ સૂરિમંત્ર યંત્રનું સંશોધન ચાલે છે. શ્ન પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજની દ્વાત્રિશિકાના કઠિન લેકેનું ભાષાંતર. પૂજ્યશ્રી મંત્ર-યંત્ર વિદ્યામાં પણ સારા અભ્યાસી છે. તેઓશ્રી દ્વારા છેલ્લાં સેંકડો વર્ષોમાં ન થયા હોય તેવાં મંત્ર-યંત્રનાં ક્ષેત્રે સંશોધન થયાં છે. એમાં સિદ્ધચક બૃહયંત્ર, ઋષિમંડલ બૃહયંત્ર અને પદ્માવતીજી બૃહયંત્ર- આ ત્રણ મહત્ત્વપૂર્ણ રચનાઓ છે. * પિતે શ્રેષ્ઠ અવધાનકાર હોવાથી અને અવધાનવિદ્યામાં નિષ્ણાત હોવાથી “અવધાન કેમ શીખવાં ? ” એની થોડીક પદ્ધતિઓ ગુજરાતી પદ્યમાં ઉતારી છે. # નાની ઉંમરથી જ કંઈક ને કંઈક સર્જન કર્યા કરવું એવા સંસ્કાર હોવાથી, સિદ્ધાંતકૌમુદીના કારક પ્રકરણ ઉપર, વૈયાકરણ ભૂષણસાર વગેરે વ્યાકરણ વિષયક ગ્રંથના શરૂઆતના અમુક ભાગ ઉપર તેમ જ કાદમ્બરીના સમાસવિશ્લેષણ પર પણ કલમ ચલાવી છે. * સં. ૧૯૯૩માં પિતાના શિષ્ય સમાન જગન્નાથ ફેટોગ્રાફરને સાથે રાખીને મેડેલ ઉપરથી ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું તે ડ્રોઈંગની બે બુક વિદ્યમાન છે. * સંગ્રહણી ગ્રંથનાં ડાંક રંગબેરંગી ચિત્રનું ઓળીયું સંગ્રહસ્થાનમાં ૧૩ વર્ષની ઉંમરે ચીતરેલું તે તેઓશ્રી પાસે છે. * સંગ્રહણીનાં નવાં તૈયાર કરેલાં ચૌદ રાજલોકનાં, ૧ થી ૪ રંગનાં ૭૫ ચિત્રોની વધારાની બુક પણ પ્રકાશિત થનાર છે. આમ, ધર્મ, સંસ્કૃતિ, કળા, સાહિત્ય, વિદ્યાઓ આદિ—ઇત્યાદિ અનેક ક્ષેત્રમાં અસંખ્ય સંશોધનો-સંપાદન-સર્જન કરનાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશદેવસૂરીશ્વરજી મહારાજ લાખ લાખ વંદનના અધિકારી છે! 2010_04 Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-ર શતાવધાની મહાતપસ્વી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્ર પ્રદેશે ગિર રળિયામણેા વિસ્તાર છે. એમાં ભાદર નદીના કાંઠે વધુ સેહામણા છે. ભાદરના કાંઠે ટેકરી પર વસેલુ' જેતપુર શહેર અતિસુંદર છે. ત્યાંનાં લાકે સુખી અને સમૃદ્ધ છે તેમ ધાર્મિક રુચિથી પણ સપન્ન છે. આ શહેરમાં આજથી ૬૬ વર્ષ પહેલાં ગાળવાળા ધનિષ્ઠ સુશ્રાવક શ્રી જીવણભાઇ ઝવેરભાઇ શાહના પતિસેવાપરાયણા ધર્મ પત્ની સાંકળીબાઈની રત્નકુક્ષિએ સ. ૧૯૯૨ના માગશર સુદ ૧ ને દિવસે પુત્રનો જન્મ થયેા. બાળકનું નામ જેઠાલાલ રાખવામાં આવ્યું. આ ઉપરાંત, આ દંપતીને એક પુત્ર અને પાંચ પુત્રીએ હતી. જેઠાલાલે નાની વયે જ પિતાનું અને મેાટાભાઈનું શિરછત્ર ગુમાવી દીધું. માત્ર ચાર ગુજરાતીનો અભ્યાસ કરી શકવા અને સંસારના બેજામાં દિવસે વીતવા માંડથા. પરતુ તેમની મુખાકૃતિ સંસારી કરતાં સંયમી હોવાની છાપ વધુ પાડતી હતી. સાધુતાને સાધવા, શાસનની શાન વધારવા અને જિનશાસનના જયજયકાર કરવા માટે જ આ આત્માએ અવતાર લીધે તેમ લાગતું હતું. એક વખત જેઠાલાલ માતા સાથે સિદ્ધગિરિની યાત્રાએ ગયા. ત્યાં પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમેાહનસૂરીશ્વરજી મહારાજનાં દર્શન થયાં. જેઠાલાલને જોતાં જ પૂ. આચાર્યદેવે સાંકળીબેનને કહ્યું, બેન ! તારા પુત્ર સુંદર રેખાઓવાળે છે. તમે તેને સંયમમાગે સંચરવાની સંમતિ આપશે તે એ જિનશાસનના મહાન પ્રભાવક બનશે; અને સ્વપરનું કલ્યાણ સાધશે. ' પૂ. ગુરુદેવની વાત માતા– પુત્રને જચી ગઇ. જેઠાલાલે સંયમ સ્વીકારવાની સદ્ભાવના દર્શાવી. પૂ. ગુરુદેવે તેમને મુનિશ્રી ચશેાવિજયજી મહારાજને અભ્યાસ કરાવવા માટે સોંપ્યા. દરમિયાન સૌ પ્રથમ તેમનાં મોટાંબહેન હીરાબહેને પાલીતાણામાં સાધ્વીશ્રી જયંતીશ્રીજી પાસે સયમ સ્વીકારી સાધ્વીશ્રી પ્રિયંવદાશ્રીજી અન્યાં. તે પછી એક વર્ષ, સ. ૧૯૯૨ના માગશર સુદ ત્રીજના શુભ દિવસે જેઠાલાલને પૂ. આ. શ્રી વિજયમેહનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી યશેાવિજયજી મહારાજની ઉપસ્થિતિમાં દીક્ષા આપવામાં આવી. અને મુનિ શ્રી જયાન ંદવિજયજી નામ આપીને પૂ. મુનિશ્રી ચશેાવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. 6 ૨૪૭ મુનિશ્રી બાલ્યકાળથી જ ધાર્મિક અભ્યાસમાં વિશેષ રુચિ ધરાવતા હતા. એમાં સયમજીવનના સ્વીકાર કરીને તે મનગમતુ ક્ષેત્ર સાપડયું. તેએશ્રીએ ગુરુનિશ્રામાં સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, તર્ક, આગમ, કર્મગ્રથે આદિના ગહન અભ્યાસ કરી લીધે. વ્યાકરણ, ન્યાયતી અને સાહિત્યતીથ આદિ યુનિવર્સિટીની પરીક્ષા આપી. ત્રણે ડિગ્રી પરીક્ષા આપવા માટે અમદાવાદ ત્રણ વર્ષોં સ્થિરતા કરી. સ. ૨૦૦૭માં પ્રથમ વાર પૂજ્યશ્રીએ સા અવધાન કર્યાં. ખરી રીતે તેા મુનિશ્રી યશેાવિજયજી મહારાજ શતાવધાની બનવાના હતા; પરંતુ અન્ય કાર્યો વચ્ચે તેઓશ્રી પાતાના અભ્યાસ પૂરો કરી ન શકયા. એટલે તેએ શ્રી એ પોતાના પ્રિય શિષ્યને અવધાન શીખવવા ઇચ્છા કરી. શતાવધાની પંડિત ધીરજલાલ શાહ અવધાન 2010_04 Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શાસનપ્રભાવક શીખવતા. અભ્યાસ પરિપૂર્ણ થતાં, પૂજ્યશ્રીએ ગોડીજીના ઉપાશ્રયમાં જાહેરમાં શતાવધાનને પ્રયોગ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે સમયે પૂ. ગુરુદેવે જાહેરમાં તેઓશ્રીનું ખૂબ જ ગૌરવ કર્યું હતું. ત્યાર બાદ સં. ૨૦૦૮માં ભાયખલામાં હજારો માનો વચ્ચે બીજીવાર પ્રયોગ કર્યો. ત્યારથી તેઓશ્રી “શતાવધાની” તરીકે વિખ્યાત થયા. સં. ૨૦૧૬ થી ગુર્વાસાને અનુસરી સ્વતંત્ર ચાતુર્માસ કરવા લાગ્યા. સં. ૨૦૧૭માં પ્રવર્તકપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૨૬ના માગશર સુદ ૬ને દિવસે શ્રી આદીશ્વરજી જૈન દેરાસર-વાલકેશ્વરના-ઉપાશ્રયે પૂ. આચાર્યભગવંતની નિશ્રામાં અને ચતુવિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. પૂ. ગણિવર પિતાના પ્રભાવશાળી વ્યક્તિત્વથી જ્યાં જ્યાં ચાતુર્માસ કરે, ત્યાં ત્યાં જપતષ અને ઉત્સવ-ઉજમણાની લ્હાણી થતી રહે છે. જ્ઞાનની અગાધતા, વાણીની મધુરતા અને વ્યક્તિત્વની વત્સલતાને લીધે પૂજ્યશ્રી જેનસમાજમાં અને પ્રભાવ પાથરે છે. પૂજ્યશ્રીના આ વિકાસમાં પૂ. ગુરુભગવંતને ફાળે વિશેષ છે. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરતાં તેઓશ્રીની પદવીની યોગ્યતા પાકી ગઈ હતી. સં. ૨૦૩પમાં પૂ. ગુરુદેવ શ્રી યદેવસૂરિજીને પદવી પ્રદાન કરવાને નિર્ણય થયું. “યુગદિવાકર” શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે ગણિશ્રી જ્યાનંદવિજયજીને પણ આચાર્યપદ આપવાનો નિર્ણય જાહેર કર્યો. માગશર સુદ પાંચમે પાલીતાણા મુકામે, પચીસેક હજાર માણસે અને વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીસમુદાય વચ્ચે ગુરુ-શિષ્યને સાથે આરૂઢ કરવામાં આવ્યા. આગલા દિવસે વડા પ્રધાનશ્રી મોરારજીભાઈ દેસાઈએ ઉપસ્થિત રહીને સરકાર તરફથી કામળી ઓઢાડી બહુમાન કર્યું હતું, તે ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. ત્યાર બાદ પૂજ્યશ્રી અનેક શાસનકાર્યોમાં વ્યસ્ત રહ્યા છે. સં. ૨૦૩૬ થી ૨૦૪૦માં મુંબઈમાં યાદગાર ચાતુર્માસ કર્યા, પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉપધાન તપના અનેરા ઉત્સવ ઊજવાયા. સં. ૨૦૪૧માં માટુંગામાં જીવણ અબજી જ્ઞાનમંદિરે જવલંત ચાતુર્માસ થયું. માટુંગાના ઈતિહાસમાં પ્રથમ વાર આવો ભવ્ય ઉત્સવ થયે. ત્રણથી વધુ જિનબિંબની અંજનવિધિ થઈ. ત્યાર પછી મુંબઈ—ગેવાલિયા ટેક આદિ યાદગાર ચાતુર્માસ થયાં. તે દરમિયાન પાંચ શિખરબંધી અતિ ભવ્ય જિનાલય અને “આરાધના” ઉપાશ્રયનું નિર્માણકાર્ય આરંભાયું અને પૂજ્યશ્રીની પ્રેરણાથી વિશાળ ફંડ એકત્રિત કર્યું. એવા એ મહાતપસ્વી સૂરિપ્રવર શાસનપ્રભાવનાનાં કાર્યો માટે અને સ્વ-પર કલ્યાણની તપશ્ચર્યાઓ માટે સુદીર્ઘ નિરામય જીવન પ્રાપ્ત કરે એવી અંતરની અભ્યર્થના અને પૂજ્યશ્રીનાં ચરણેમાં કેટિશ વંદના ! થયા છેજો આ IN SHARUKYA AGAT Shikshesh N, AS // કામ तीर्थकर - છીપ A , देवनी દf * રા: सम 2010_04 Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૨૪૯ વ્યાખ્યાનવિશારદ, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયકનારત્નસૂરીશ્વરજી મહારાજ પતિતપાવની ગુણવંતી ગુજરાતની ભૂમિ પર વસેલા ધંધુકા પાસેના ધોલેરા ગામે શેઠશ્રી રતિભાઈનાં સગુણી ધર્મપત્ની સૌ. મણિબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૮રના મહા સુદ ૧૩ના શુભ દિને એક પુત્રને જન્મ થયે. ધર્મપ્રેમી માતાપિતાની શીળી છાયામાં ઊછરેલા બાળકે વતનમાં જ ચાર ગુજરાતી ધોરણને અભ્યાસ કર્યો. ત્યાર બાદ પાલીતાણા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં તથા સોનગઢ શ્રી જૈન ચારિત્રરત્નાશ્રમમાં પાંચમી ઇગ્લિશ સુધી અભ્યાસ કર્યો. સાથે સાથે પંચપ્રતિકમણ, નવમરણ વગેરેને ધાર્મિક અભ્યાસ પણ ત્યાં જ કર્યો. પાલીતાણ ગુરુકુળમાં ભણતી વખતે દર રવિવારે સર્વ વિદ્યાથીઓ સાથે ગિરિરાજની યાત્રા કરવાને ક્રમ હિતે. યાત્રા કરીને નીચે આવતાં, શ્રી જૈન સાહિત્ય મંદિરમાં બિરાજતા પૂ. ગુરુદેવને વંદન કરવા જતા. ત્યાં પૂ. આ. શ્રી વિજય મેહસૂરીશ્વરજીના પ્રશિષ્ય પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજના સમાગમમાં અવારનવાર આવવાનું થયું. નાનપણથી જ તત્ત્વજ્ઞાન તરફની રુચિના કારણે જે જે શંકાઓ ધર્મતત્ત્વ સંબંધી થતી તેનું સમાધાન અહીં મળી જતું. ધર્મતત્ત્વ જાણવાની ઊંડી જિજ્ઞાસાને કારણે તેમની વૈરાગ્યવૃત્તિ ઉત્તરોત્તર મજબૂત બની ગઈ હતી. અંતે તે સમયના પંન્યાસજી મહારાજ (હાલના “યુગદિવાકર આચાર્યશ્રી ના વરદ હસ્તે બોટાદ પાસે અલાઉતીર્થ સં. ૧૯૮ના મહા સુદ ૩ના મંગલ દિને પ્રવજ્યા અંગીકાર કરી, મુનિશ્રી કનકવિજયજી નામે ઘેષિત થયા. ત્યાર પછી તરત જ પૂ. ગુરુદેવ સાથે વિહાર કરી, વઢવાણ શહેર, પૂ. ગુરુદેવની જન્મભૂમિમાં શ્રી શાંતિનાથ પ્રભુનું નૂતન જિનાલય ગુરુદેવની પ્રેરણાથી બંધાયું હતું તેની અંજનશલાકા કરી, પાલીતાણાના સુપ્રસિદ્ધ આગમમંદિરની અંજનશલાકા-પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ, તત્વાર્થસૂત્ર, બૃહત્ સંગ્રહણી, યોગશાસ્ત્ર, ગુણસ્થાનકક્ષમારેહ, ષદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદમંજરી, તર્કસંગ્રહ, મુક્તાવલી, સ્યાદ્વાદકલ્પલતા, શ્રી સિદ્ધહેમવ્યાકરણ, પંચકાવ્ય વગેરેનો ગહન અભ્યાસ કર્યો. અને બંગાળની કલકત્તા યુનિવર્સિટીની વ્યાકરણતીર્થ, ન્યાય, સાહિત્યવિશારદ પદવીઓ સંસ્કૃતની સાત પરીક્ષાઓ આપી મેળવી. ત્યાર બાદ શ્રી આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, શ્રી ભગવતીજી વગેરે ૪૫ આગમસૂત્રના ગોદ્વહન તપશ્ચર્યા પૂર્વક કરવા સાથે પૂ. ગુરુદેવેની યથાશક્તિ ભક્તિવિનય–વૈયાવચ્ચમાં પણ તે રહ્યા. સાધુજીવનમાં અતિ આવશ્યક સંયમ-અનુરાગ-ભવભીરુતા-શ્રી જિનશાસનશરણ-વિનયવિવેક-ગુણાનુરાગ આદિ સદ્દગુણે પૂજ્યશ્રીમાં ખૂબ ખીલ્યા છે. પિતાની તેમ જ કેઈ પણની ક્ષતિ-ખેલનાએ, અતિચારને સુધારવા તત્પર રહ્યા છે. સતત અધ્યયનચિંતનશીલ ચારિત્રથી અનેકેને અધ્યયન પ્રત્યે વાળી શક્યા છે. આમ, પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અનેકેને પ્રેરણાદાયી બની રહ્યું છે. શ્ર. ૩૨ 2010_04 Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શાસનપ્રભાવક પૂજ્યશ્રીની નિશ્રામાં અવિસ્મરણીય શાસનકાર્યો થયાં છે. સં. ૨૦૧૯માં પૂ. દાદાગુરુ સાથે કપડવંજથી કેશરિયાજી છ’રી પાલિત પદયાત્રા સંઘ, મુંબઈથી સમેતશિખરજીની કઠિન યાત્રા, કચ્છપ્રદેશની સંપૂર્ણ યાત્રા, ગુજરાત-સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં તીર્થોની યાત્રા, સં. ૨૦૩૪માં પૂ. ગુરુદેવે કાઢેલ મુંબઈથી શત્રુંજ્ય-ગિરનારજીના યાત્રા સંઘ સાથે યાત્રા, ગિરિરાજ શત્રુંજયની નવાણું યાત્રા, સં. ૨૦૩૦માં મુલુંડ શહેરમાં મહાવીર ભગવાનના ૨૫૦૦મા નિર્વાણદિનની અતિ ભવ્ય ઉજવણું પુસ્તક પ્રકાશન, સાધર્મિક ભક્તિ, ગુરુભક્તિ, આયંબિલખાતું, અનુકંપાદિ મહાપુણ્યક્ષેત્રોનું હજાર રૂપિયાને સદ્વ્યય કરાવી પિષણ કર્યું, અનેક ભવ્યાત્માઓને પ્રત્રજ્યા પ્રદાન કરી. આ સર્વે તેઓશ્રીનાં યાદગાર કર્યો છે. પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે સં. ૨૦૩૫માં પાલીતાણામાં ગણિ-પંન્યાસપદ અને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ સં. ૨૦૩૭માં મુંબઈ–બોરીવલીમાં ઉપધાન તપની ભવ્ય માળ પ્રસંગે મહા વદ બીજને પાવન દિને ૨૫-૩૦ હજાર માનવમેદની વચ્ચે પૂ. ગુરુદેવે પરમેષ્ઠીના તૃતીયપદે–આચાર્યપદે આરૂઢ કર્યા. ત્યાર બાદ, પૂજ્યશ્રી દ્વારા અનેક શાસનપ્રભાવક કાર્યો થતાં રહ્યાં છે. સં. ૨૦૪૦ થી ૨૦૪૩ દરમિયાન બિહાર-બંગાળ-મધ્યપ્રદેશમાં જિનશાસનને જયધ્વજ લહેરાવ્યો. અનેક કલ્યાણક ભૂમિએની સ્પર્શના કરી છે. આમ, પૂ. આચાર્યશ્રી વિજયકનકરત્નસૂશ્વરજી મહારાજના વરદ હસ્તે ગુજરાત-મહારાષ્ટ્ર-બિહાર-બંગાળ-મધ્યપ્રદેશ જેવા વિશાળ પ્રદેશમાં અનેકાનેક ધર્મકાર્યો થયાં છે. દિવ્ય દૃષ્ટિ અને ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા પૂ. આચાર્યદેવ અનેકવિધ શાસનકાર્યો સંપન્ન કરવા સુદીર્ઘ અને સ્વાથ્યપૂર્ણ જીવન પ્રાપ્ત કરે એવી શાસનદેવને અંત:કરણપૂર્વક અભ્યર્થના અને પૂજ્યશ્રીના ચરણોમાં કેશિઃ વંદના ! પ્રભાવશાળી પ્રવચનકાર પૂ. આચાર્ય શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ ઐતિહાસિક સંસ્મરણોથી વિખ્યાત દર્ભાવતી-ડભેઈ નગરી તીર્થ સમાન છે, જ્યાં અર્ધ-પદ્માસન સ્થિત શ્યામવર્ણ શ્રી લેઢણ પાર્શ્વનાથ ભગવાનની અભુત અને અલૌકિક મૂર્તિ સૌનાં હૈયાંને ભાવવિભોર કરે છે. આ પુણ્યભૂમિમાં જન્મેલા લગભગ સોએક યુવક-યુવતીઓએ રત્નત્રયી–મુક્તિમાર્ગનો સ્વીકાર કરીને જૈનશાસનની ધર્મધ્વજ ફરકાવી છે. એ પછી પૂ. આ. શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મહારાજને જન્મ સં. ૧૯૮૧ના ફાગણ સુદ ૧૪ને દિવસે થયે. માતાપિતાના શુભ સંસ્કારના પ્રભાવે યુવાન વયમાં અનેકવિધ ધર્મસાધના અને ધાર્મિક અભ્યાસ કરવા સાથે સંસારની અસારતા સમજીને, સં. ર૦૦રના માગશર સુદ ને દિવસે અમદાવાદમાં સંયમજીવનને સ્વીકાર કર્યો. સંયમ ગ્રહણ કર્યા બાદ પૂ. આચાર્યદેવ શ્રી વિપ્રતાપસૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં રહીને સતત જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ અને સંયમજીવનની સાધના કરવાપૂર્વક, જુદાં 2010_04 Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ શ્રમણભગવંતે-૨ જુદાં અનેક સ્થળોએ ચાતુર્માસની લ્હાણ આપી છે. શ્રીસંઘમાં અત્યંત આનંદ અને ઉલ્લાસપૂર્વક ધર્મજાગૃતિમાં વૃદ્ધિ કરી છે. સરળ સ્વભાવ, અંતરની ઉદારતા, સૌ પ્રત્યે પ્રેમભાવ, પ્રસન્ન સમિત ચહેરો, શાસનકાર્યોમાં અપ્રમત્ત પ્રવૃત્તિ, ગુરુદેવ પ્રત્યે વિનયવિવેક આદિ સર્વ ગુણલક્ષણેને પ્રભાવે પૂજ્યશ્રી નાનાંમોટાં સૌના પ્રીતિપાત્ર છે. પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા અનેક સ્થળોએ ઉપધાન તપની આરાધના આદિ ધર્મપ્રવૃત્તિઓ થઈ છે. મલાડ (વેસ્ટ)માં દેવકરણ મૂળજી જૈન વાડીમાં રૂ. ૨૫ લાખના ખર્ચે નૂતન આયંબિલભવનનું નિર્માણ, વડેદરા-કારેલી બાગમાં નૂતન જિન મંદિર તથા નૂતન ઉપાશ્રયનું નિર્માણ, ડભોઈમાં પ-૭ લાખ રૂપિયાના ખર્ચે નૂતન આયંબિલભવનનું નિર્માણ – આદિ ભવ્ય કાર્યો થયાં છે. આ કાર્યો પૂજ્યશ્રીની પ્રભાવક પ્રવચનશૈલીને આભારી છે. પિતાના પૂ. ગુરુદેવશ્રી “યુગદિવાકર” શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશ દ્વારા થયેલા શાસનનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી સતત સહયોગ આપતા રહ્યા છે. પૂજ્યશ્રીને સં. ૨૦૩૫ના કારતક વદ પાંચમે પાલીતાણામાં ગણિપદ તથા માગશર સુદ પાંચમે પંન્યાસપદ પૂ. ગુરુદેવના વરદ હસ્તે અર્પવામાં આવ્યાં. ત્યાર બાદ સં. ૨૦૪૪ના કારતક વદ સાતમે મુંબઈ-અંધેરી (વેસ્ટ)માં પૂ. સાહિત્યકલારત્ન આચાર્યદેવ શ્રી વિજયયશેદેવસૂરીશ્વરજી મહારાજની અનુજ્ઞા અને આશીર્વાદપૂર્વક પૂ. શતાવધાની આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંચપરમેષ્ઠીના ત્રીજા પદે-આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. એવા પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ નિરામય દીર્ધાયુ પામી શાસનકાર્યો દ્વારા સિદ્ધિવંત બને એવી શાસનદેવને અભ્યર્થના તથા પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશ વંદના! વ્યાકરણવિશારદ, સાહિત્યસર્જક અને ન્યાયતીર્થ પૂ. આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં વડોદરા જિલ્લાના ડભેઈ-દર્ભાવતીનગરના પૂર્વકાળ જેમ ગૌરવવંતું હતું, તેમ વર્તમાનકાળ પણ ગૌરવવંતો રહ્યો છે. પૂર્વે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જેવા પુણ્યવંતા મહાપુરુષે અંતિમ આરાધના અને સાધના કરીને અહીંની ધરાને પાવન કરી ગયા છે, તેમ વર્તમાનમાં પણ અનેક શ્રમણરત્નને જન્મ આપીને બડભાગી બની છે. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજને જન્મ પણ આ જ ડભેઈનગરીમાં વિ. સં. ૧૯૮૮ના મહા વદ ૧૪ (મહાશિવરાત્રિ)ના પાવન દિને થયું હતું. ધર્મપરાયણ પિતા ચીમનભાઈ અને સંસ્કારશીલ માતા મણિબહેનના સુખી સમૃદ્ધ અને સંસ્કારી કુટુંબના કારણે બાલ્યકાળથી જ તેમનામાં ધર્મસંસ્કારે દઢ અને વૃદ્ધિગત બન્યા હતા. લઘુવયથી જ ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસમાં તેમની તેજસ્વી પ્રતિભા ચમકતી હતી. બાલ્યવયે તેમની ધાર્મિકસૂત્રો બેલવાની વિરલ છટા અને ગાથાઓ, લેકે, પ્રાર્થના ગાવાની અનુપમ શૈલી તેમ જ કંઠની હલક 2010_04 Page #254 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૨૫૨ એટલી ભાત્પાદક, હૃદયંગમ અને મધુર હતી કે ખુદ પૂ. આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ પિતે સં. ૨૦૦૦ના ચોમાસામાં પફબી-માસી સાંવત્સરિક પ્રતિક્રમણમાં તેમની પાસે બૃહત્ક્રાંતિ લાવતા હતા અને ખાસ કરીને અજિત-શાંતિ-રતવનું ગાન કરાવતા હતા. એ જ રીતે, વ્યાવહારિક અભ્યાસમાં પણ તેઓ દરેક ધોરણની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતા હતા. આ રીતે બાલ્યકાળમાં જ્ઞાનપ્રાપ્તિમાં તેજસ્વિતા ધરાવતા અને શ્રમણભગવંતોના સતત સમાગમમાં રહેતા હતા. વિ. સં. ૨૦૦૦માં દર્ભાવતીમાં ચાતુર્માસ કરવા માટે પધારી રહેલા પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજ્યપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજ્યજી (પછીથી આચાર્યશ્રી) મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી યશોવિજ્યજી (હાલ આચાર્યશ્રી) મહારાજ આદિ સમુદાયના દર્શને તેઓ પિતાનાં દાદીમા મણિબહેન વગેરે સાથે ખંભાત પાસે પીટલી ગામે વૈશાખ સુદ ૧૩ને દિવસે ગયા ત્યારે પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજના પ્રથમ દર્શને જ આકર્ષણ પામીને અત્યંત પ્રભાવિત બની, ભાવનાથી વાસિત બન્યા. અને તે પછી તેઓશ્રીને સમાગમ વધુ ને વધુ નિકટ અને પ્રભાવક બનતાં નાની વયે-કુમાર વયે જ સંયમના માર્ગે જવાની અભિલાષા સેવવા લાગ્યા. અને સંયમની લગની લાગતાં, ગુજરાતી શાળાના ૬ ધોરણના શિક્ષણ પછી. લગભગ ૪ વર્ષ પૂજ્યની છાયામાં સાથે રહીને ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં પાદવિહાર દ્વારા ફરીને અનેક ગામ-નગર-તીર્થોની યાત્રાએ સાથે ધર્માભ્યાસ કરવા દ્વારા સંયમની કેળવણી લઈને, દીક્ષા માટે તત્પર બનતાં, તેમને વિ. સં. ૨૦૦૪ના ફાગણ સુદ બીજના રાજકોટ પાસેના ત્રંબા મુકામે પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજી મહારાજે દીક્ષા આપી અને મુનિશ્રી સૂર્યોદયવિજ્યજીના નામે જાહેર કરી મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી યાનન્દવિજયજીના શિષ્ય બનાવ્યા. દીક્ષા પછી પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિધર્મસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીનું આદર્શ જીવનઘડતર કરવા માંડ્યું. પરિણામે જ્ઞાને પાસના, ગુરુભક્તિ, સેવા સુશ્રષા, વિનય, વિવેક, સમર્પિતતા, મધુરતા, કાર્યતત્પરતા, કુશાગ્રતા આદિને સુમેળ સધાતાં સોનામાં સુગંધ ભળે” તેમ, તેઓશ્રી સૌના જાણીતા અને માનીતા પણ બની ગયા. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીના નિકટતમ અને એકનિષ્ઠ અખંડ ગુરુકુલવાસના કારણે તેઓશ્રીની પરમ કૃપાથી, તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિપ્રભા સાથે પ્રબળ પુરુષાર્થથી મુનિશ્રી સૂર્યોદયવિજયજી મહારાજને ધર્મશાસ્ત્રાદિને અભ્યાસ ઊંડો અને વ્યાપક બન્યા. તેઓશ્રીની પારગામી પ્રજ્ઞાએ અતિ અલ્પ સમયમાં ચમકારા દર્શાવવાનું શરૂ કરી દીધું. માત્ર દિવસમાં પકખસૂત્ર અને ૧ દિવસમાં ગુણસ્થાનકમાહ સંસ્કૃત પ્રકરણ કંઠસ્થ કરી લીધું હતું. આગળ પ્રગતિ કરતાં તેઓશ્રીને પ્રકરણે, ભાળે, કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્વાર્થાધિગમસૂત્ર તેમ જ એનાં સ્વપજ્ઞ ભાષ્ય, ટીકાઓ વગેરે ધર્મગ્રંથને પ્રૌઢ અને ગંભીર અભ્યાસ પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રી પાસે કર્યો. ઉપરાંત, વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, તર્ક, ન્યાય, કેષ, છંદ, આદિને વિશદ અભ્યાસ કર્યો. આ અભ્યાસ તેઓશ્રીએ ષડ્રદર્શનના પ્રકાણ્ડ વિદ્વાન પંડિતવર્ય શ્રી ઈશ્વરચંદ્રજી વગેરે પાસે કરીને તે તે વિષયોમાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. 2010_04 Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૨૩ પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી સતત વિહારમાં પણ તેઓશ્રીને અભ્યાસ કરાવતા હતા. વિ. સં. ૨૦૦૬માં વડોદરાથી મોરબી અને મોરબીથી મુંબઈ સુધીના ૩ મહિનામાં પૂજ્યશ્રીએ તેમને તત્ત્વાધિગમસૂત્રના સ્વપજ્ઞભાષ્યને અભ્યાસ કરાવ્યો હતે. અધ્યયનની આ લીનતાના પ્રભાવે દીક્ષાના પ્રારંભનાં વર્ષોમાં તેઓશ્રીએ કલકત્તા-સંસ્કૃત વિદ્યાલયની વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયના વિષયેની પ્રથમા, મધ્યમાં અને તીર્થની તમામ-નવે નવ પરીક્ષાઓ પ્રથમ શ્રેણીમાં પ્રથમ નંબરે પાસ કરીને વ્યાકરણ-સાહિત્ય-ન્યાયતીર્થની પદવીઓ અપૂર્વતા સાથે પ્રાપ્ત કરી હતી. અભ્યાસકાળ દરમિયાન તેઓશ્રીની તીવ્ર તમન્ના અને સતત જાગૃતિ કેવી હતી ? તે દર્શાવવા માટે માત્ર બે જ પ્રસંગનેંધ પર્યાપ્ત છે. વિ. સં. ૨૦૦૮–૯માં વ્યાકરણની પરીક્ષાઓ પ્રસંગે તેઓશ્રી વડેદરા-પાદરામાં સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને સૂત્રપાઠસ્વાધ્યાય, અધ્યાય-પાદસૂત્રેના કમાંક પ્રમાણે માત્ર ૧ કલાકમાં મૌનપણે ઝડપથી ધારણું દ્વારા માળાના મણકાની જેમ કરી લેતા હતા. વિ. સં. ૨૦૧૨માં નવસારી પાસે કાલિયાવાડી ગામમાં “ન્યાયમધ્યમા” અને “સાહિત્યતીર્થ” પરીક્ષાઓ વખતે તૈયારી કરવા માટે તેઓશ્રી પોષ વદ ૧૩ થી ફાગણ સુદ ૧૫ સુધી સ્થિરતા કરીને રહેલા ત્યારે માત્ર ૪૭ દિવસમાં રોજના ૧૮ કલાકના સતત સ્વયં અધ્યયન-વાચન-મનન-બેંધ દ્વારા ર૦ પરીક્ષાગ્રંથો સંપૂર્ણ સાંગોપાંગ–ટીકા-વિવેચન-સંક્લના સાથે તૈયાર કરી લીધા હતા, જેમાં પ્રમાણુનયતત્ત્વાલેક, સ્વાદુવાદમંજરી, સાહિત્યદર્પણ, કાદમ્બરી, નૈષધચરિત, શિશુપાલવધ, શાકુંતલ, મુદ્રારાક્ષસ જેવા મહાગ્રંથો પણ હતા. તેઓશ્રીની સિદ્ધહેમશબ્દાનુશાસન, લઘુપ્રક્રિયા, હેમપ્રકાશ, લધુવૃત્તિ, બૃહદુવૃતિ, લઘુન્યાસ, બૃહદ્ન્યાસાનુસન્ધાનાદિ વ્યાકરણવિષયક વિદ્વત્તાની પ્રશંસા કર્ણોપકર્ણ સાંભળીને સં. ૨૦૧૪માં અમદાવાદમાં મુનિ સંમેલન પ્રસંગે આગમવિશારદ પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજે સહજ ભાવે પરીક્ષા કરવા પૂછયું કે, “નેત્રાનન્દકરી...” સ્તુતિમાં રાગદ્વિષાં જિવરી” વિશેષણમાં પછી બહુવચન કેમ પ્રયોજાયું છે? રાગ અને દ્વેષ – બે માટે દ્વિવચન કેમ નહિ?” ત્યારે તેઓશ્રીએ નમ્રતાથી જણાવ્યું કે, “ અહીં “રાગપ્રમુખ દ્વિષઃ ..રાગઢિષસ્તેષાં જિત્વરી” આ રીતે મધ્યપદલોપી કર્મધારય લાગે છે. અને દ્વિધુ શબ્દને અર્થ અહીં માત્ર દ્વેષ નહિ, પણ શત્રુ લાગે છે. એટલે “રાગ વગેરે શત્રુઓને જીતનારી ” એવો અર્થ લાગે છે. આ ભાવની રચના સ્યાદ્વાદમંજરીના મંગલાચરણકમાં “રાગદ્વેષમુખષિાં ચ પરિવત્ ' ત્રીજા ચરણમાં છે.” તેઓશ્રીની અધ્યયન-અધ્યાપનરુચિ પણ એવી જ છે. તેઓશ્રીએ ઘણાં સાધુ-સાધ્વીજી તેમ જ જિજ્ઞાસુઓને ધાર્મિક પ્રકરણાદિ ગ્રંથ અને સંસ્કૃત-વ્યાકરણદિને અભ્યાસ કરાવેલ છે. પિતાના વિદ્યાવ્યાસંગી બાલશિષ્ય મુનિશ્રી રાજરત્નવિજયજીને પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાધિગમાદિ ધાર્મિક ગ્રંથો અને ટીકાઓ તેમ જ વ્યાકરણ, કાવ્ય, કેષ, તર્ક અને છંદ વિષયક ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ જાતે નિરંતર અદ્યાવધિ અમ્મલિત કરાવી રહ્યા છે. તેમાં પૂજ્યશ્રી ક્યારેય શ્રમને ગણકારતા નથી કે તે માટે તેઓશ્રીને સમયાભાવને સવાલ જ નથી. મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંઘ, જેન એજ્યુકેશન બોર્ડ વગેરે શિક્ષણસંસ્થાઓનાં ઉચ્ચ ધોરણોની તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વ્યાકરણાદિની વિશારદ-ભૂષણ પરીક્ષાઓના પ્રશ્નપત્રો વર્ષો 2010_04 Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાસનપ્રભાવક પંત તેઓશ્રી તૈયાર કરતા હતા. પૂજ્યપાદ સિદ્ધાંતવાચસ્પતિ આચાર્ય શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ન્યાયવાચસ્પતિ આચાર્ય શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજની પરમ કૃપા તેઓશ્રી પર હતી. વિ.સ.૨૦૦૪માં વઢવાણ શહેરમાં શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. આ. શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ રાજ રાત્રે પ્રતિક્રમણ બાદ તેમને અનેક પ્રકારે હિતશિક્ષા આપવા સાથે · મ લઘુપ્રક્રિયા 'ના સ્વાધ્યાય કરાવતા હતા. વિ. સં. ૨૦૧૪માં અમદાવાદમાં મુનિસ`મેલન પ્રસંગે પાંજરાપોળમાં હઠીસિંગના ઉપાશ્રયમાં પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ રાજ રાતના ૧૫ મહિના સુધી તેમને વિષયપ્રતિભાસ ’ અને વિષયાભાસ ’ વગેરે ન્યાયપદાર્થી વિશદ રીતે સમજાવતા હતા અને સંમેલન અંગે અનેકવિધ કાચાં-પાકાં લેખનેા તેઓશ્રી પાસે કરાવતા હતા. પૂ. યુગદિવાકર આચાય દેવશ્રીનાં તત્ત્વગ’ભીર પ્રવચને તેએશ્રી નિરંતર આજીવન સાંભળતા હતા. તેના પરિણામે તેઓશ્રીના એધ વિશદ અને વ્યાપક બનતા હતા. પરિણામે તેએશ્રીની અભિવ્યક્તિની કળા અધ્યાપનની જેમ પ્રવચનેામાં પણ સતામુખી બની રહે છે. આજે સમસ્ત જૈન સંા અને સાધુસમુદાયામાં બુક-પંચાંગા ( ચોપડીપ’ચાંગા ) અવનવી પદ્ધતિએ એસેટ પ્રિન્ટિંગ દ્વારા આકષ ક ઢબે ખૂબ ખૂબ પ્રચલિત–પ્રસિદ્ધ બની ગયા છે પર`તુ સાધુસમુદાયમાં સર્વપ્રથમવાર વ્યવસ્થિત પદ્ધતિએ એને પ્રાર’ભ કરવાનું શ્રેય તેઓશ્રીને ફાળે જાય છે. વિ. સ. ૨૦૧૭માં પૂ. સિદ્ધાંતનિષ્ઠ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેઓશ્રીએ સ પ્રથમવાર બુક-પંચાંગનું સુંદર અને આકર્ષક આયેાજન કરીને સ`પાદન-પ્રકાશન કર્યું હતુ. અને તે પછી વર્ષો પ``ત હજારાલાખાની સખ્યામાં એ બુક-પંચાંગાનુ` સપાદન-પ્રકાશન તેઓશ્રી દ્વારા ચાલુ રહ્યું. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીની સતત અને અખંડ નિશ્રામાં આજીવન રહેવાના કારણે પૂજ્યશ્રીમાં શાસનપ્રભાવક કાર્યોની સૂઝ–સમજ અને શક્તિસામર્થ્ય પણ એટલાં વિસ્તર્યાં કે તેઓશ્રી પૂ. યુગદિવાકર આચાર્ય દેવશ્રીની છાયારૂપ–એકરૂપ અને શ્રીસંઘના માદક શ્રમણ પણ બની ગયા. આથી જ પૂ. યુગદિવાકરશ્રીના સાંનિધ્યે શાસનપ્રભાવનાનાં અખંડ પ્રવતતાં વિધવિધ કાર્યોમાં તેઓશ્રીનુ તપણુ સદાય વહેતું રહ્યું. એક રીતે તેઓશ્રીએ પૂ. યુગદિવાકર આચાર્ય દેવશ્રીના જીવનકાર્ય માં પેાતાની જાતને અપી દીધી હતી. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રી તેઓશ્રીને કચારેય સ્વતંત્ર ચાતુર્માસ માટે આજ્ઞા આપતા ન હતા; સદાય પોતાની સાથે જ જીવનના અંતિમ શ્વાસ પત રાખ્યા હતા. તે પછી જ તેએશ્રીએ સ્વતંત્ર ચાતુર્માંસ કરવાને પ્રારંભ કર્યાં. એવા એ પ્રખર વિદ્વાન સૂરિવરને કાટિ ટિ વંદન ! 2010_04 CELE Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ تعبي શ્રમણભગવત-૨ જૈનશાસનના તિધર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીન સમુદાયવર્તી આચાર્યદેવે પૂ. આ. શ્રી વિજયગંભીરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજયંતસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજિનભદ્રસુરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયઅશકરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય અભયરત્નસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયપુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહિરણ્યપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયરાજ્યશસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઅરુણુપ્રભસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયવારિણસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયશોવર્મસુરીશ્વરજી મહારાજ عبر عبر مو معي تعبي 2010_04 Page #258 -------------------------------------------------------------------------- ________________ ૫૬ • જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ' ૫૮ શાસ્ત્રગ્રંથાના સર્જક-સંપાદક જૈનશાસનના મહાન જ્યોતિ ર પૂ. આચાર્ય દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ મહાન ધર્માંધુર ંધર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અાણ્યું હશે ! પૂજ્ય સૂરીશ્વરજી પોતાની તપશ્ચર્યાથી, અપ્રતિમ શાસનરાગથી, અસાધારણ વિદ્વત્તાથી, હૃદયંગમ વાકૌશલથી, રસમધુર કવિત્વશક્તિથી, વત્સલ પ્રકૃતિથી અને સુદ્રી સંયમપર્યાયથી જૈન-જૈનેતર સમાજમાં આદરણીય સ્થાન પામ્યા હતા. તેમ જ પેાતાના સ'પાદિત કરેલા વિદ્વત્તાપૂર્ણ શાસ્ત્રગ્રંથોથી વિદ્રમાં પણ અત્યંત પ્રતિષ્ઠા પામ્યા હતા. તેઓશ્રીના જન્મ ઉત્તર ગુજરાતમાં ભાયણીજીતીની નજીક આવેલા મલશાસન નામના નાનકડા ગામમાં થયા હતા. પિતા પીતાંબરદાસ અને માતા મેાતીબહેનને ત્યાં સ. ૧૯૪૦ના પ્રથમ પોષ સુદ ૧૨ને શુભ દિવસે અવતર્યાં. માતાપિતાએ વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સસ્કારો અને બાલ્યવયથી સાધુ-સાધ્વીજીઓના સહવાસને લીધે લાલચક્રમાં વૈરાગ્યભાવ જાગ્યા હતા. આગળ જતાં, શ્રી જિનેશ્વરદેવાએ પ્રખાધેલા માર્ગ જ સ'સારની માયામાંથી મુક્તિ અપાવવા સમર્થ છે એમ સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન વયે બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લબ્ધિવિજયજી નામે ઘોષિત થયા. શાસનપ્રભાવક , દીક્ષા ગ્રહણ કરીને ‘હિરના મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને એ સનાતન વચનને સાČ કરી ખતાવ્યું. સતત સ્વાધ્યાયપરાયણતા, અપૂર્વ ઉત્સાહ, અવિહક પુરુષાર્થ, ગુરુસેવા, સ્વ-પર કલ્યાણની ભાવના – આ સર્વ ગુણાને કારણે તેઓશ્રી ટૂંક સમયમાં બહુશ્રુત વિદ્વાન તરીકે સિદ્ધ થયા. વળી, તેઓશ્રી શાસનના કુશળ મુનિરાજ, ન્યાયમાં નિપુણ અને જપ-તપ-ધ્યાનમાં સમર્થ આરાધક તરીકે સફળ બનવા લાગ્યા. તેઓશ્રીના ગહન જ્ઞાનના પરિચય તેમણે સ`પાદિત કરેલા - દ્વાદશારે નયચક ગ્રંથના ચાર ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનુ પ્રકાશન દાદરના જૈન જ્ઞાનદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના શુભ હસ્તે થયું હતુ. અને તે વખતે પૂ. સૂરીશ્વરજીએ ગીર્વાણગિરા-સ’સ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને મત્રમુગ્ધ કરી દૃીધા હતા. પૂજ્યશ્રી વકતૃત્વશક્તિમાં પણ પારંગત હતા. સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી પર એકસરખું પ્રભુત્વ ધરાવતા હતા. તેએશ્રીમાં વિદ્વત્તા અને કવિત્વના સુભગ સમન્વય થયેા હતેા, તેથી તેમનાં પ્રવચન સાંભળવા અસખ્ય ભાવિકા એકત્રિત થતા હતા. ઈડરના શ્રીસંઘે સ. ૧૯૭૧માં પૂજ્યશ્રીને ‘ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ’ના માનવંતા બિરુદથી અલંકૃત કર્યાં હતા; જ્યારે પજામી જૈનસમાજ તેઓશ્રીને - છેટે આત્મારામજી ’ના હુલામણા નામે સ ંબોધતા હતા. ૨૬-૨૭ વષઁની ભરયુવાન વયે સુલતાન જેવા અના` પ્રદેશમાં વિચરીને સુંદર છટાથી, નીડરતાપૂર્વક, બુલંદ અવાજે, ગામડે ગામડે જાહેર પ્રવચન આપ્યાં હતાં; જેના પરિણામે સેકંડા માંસાહારીઓએ માંસાહારને ત્યાગ કર્યાં હતા. પજાબ, ઉત્તર પ્રદેશ, * 2010_04 Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૨૫૭ બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ સર્વ પ્રાન્તમાં વિહાર કરીને વિરપ્રભુના અહિંસાદિને ઉપદેશ આપ્યો હતે. હિંસકને અહિંસક, દુરાચારીને સદાચારી, સ્વચ્છેદીને સંયમી બનાવવાના ભગીરથ પ્રયત્ન કર્યા હતા. પૂજ્યશ્રી આ કાર્યોમાં અવિરત ઉત્સાહ દર્શાવતા. પ્રજાજીવનમાં અહિંસા, સંયમ, ત્યાગ, નીતિ, તપશ્ચર્યા અને સદાચારના ગુણ પ્રગટે-વિકસે તેની કાળજી રાખતા હતા. પૂજ્યશ્રી ખ્યાતનામ કવિ હતા. તેઓશ્રીની અગણિત કાવ્યકૃતિઓ સરળ અને સુંદર હોવાને લીધે એટલી લોકપ્રિય નીવડી કે આજે પણ મહાનગરોનાં મહાન જિનાલયોથી માંડીને નાનાં ગામડાંનાં આબાલવૃદ્ધ નરનારીઓના કંઠે ગવાતી સંભળાય છે. આ રચનાઓને તેઓશ્રીના ભક્ત દ્વારા એક લાખ પુસ્તક દ્વારા પ્રસારવામાં આવી છે. અને છતાં આ પુસ્તકની માંગ સતત ચાલુ જ હોય છે ! આવા અસાધારણ પ્રભાવને લીધે તેઓશ્રી ‘કવિકુલકિરીટ'ના નામે ઓળખાય છે. પૂજ્યશ્રીએ રચેલાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાંનાં ગીતોની સંખ્યા ત્રણ હજાર ઉપર થવા જાય છે. આ ભક્તિગીતમાંના ભાવ અને હૃદયસ્પર્શી લય એટલા તે સુંદર હોય છે કે આ ભક્તિગીતના પ્રભાવથી કેટલાક પુણ્યાત્માઓએ સંયમજીવન સ્વીકારવાનો નિર્ણય કર્યાનાં દષ્ટ બન્યાં ! ૫૮ વર્ષના સુદીર્ઘ દક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ અનેક નાનામેટા, ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં, લેકેપગી તથા વિદ્રોગ્ય ગ્રંથનું નિર્માણ, સંકલન અને સંપાદન કરીને સાહિત્યની અજોડ સેવા કરી છે. તેઓશ્રીને અનેક વાર અન્ય દાર્શનિકે સાથે વાદ-વિવાદ કરવાના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજ્યશ્રીએ દરેક વખતે વિજય પ્રાપ્ત કર્યો હતે. કુશાગ્ર બુદ્ધિ, તીણ તર્કશક્તિ અને અદ્દભુત વાકચાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પધીને પરારત કરતા. નરસંડામાં આર્યસમાજીઓ સાથે વિવાદમાં મૂર્તિ પૂજાની સાર્થકતા સિદ્ધ કરી હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દ્રાશ્રમ નામના સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ચલાવ્યું ત્યારે પૂજ્યશ્રીએ “વેદ હિંસાવાદી છે, અને જૈનધર્મ દયામય છે” એમ પ્રતિપાદિત કરી આપ્યું હતું. પંજાબમાં તે અનેક સ્થળોએ વાદ-વિવાદના પ્રસંગો ઉપસ્થિત થયા હતા. અને દરેક વખતે પૂજ્યશ્રીએ વિજય મેળવ્યો હતો ! જેમ કવિત્વપણાથી તેમ વાદવિજયમાં પણ આઠ પ્રભાવમાં ગણના થાય છે, એ પૂજ્યશ્રીને વરેલી સિદ્ધિ પણ અવિસ્મરણીય છે. જેનશાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રીએ ઠેર ઠેર જૈનમંદિરની પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપ, ઉપધાને, છ'રી પાળતા સંઘ, દીક્ષાઓ, પદપ્રદાને, સાધર્મિક વાત્સલ્ય તથા અન્ય મંગલકારી મહોત્સવ મોટી સંખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય પ્રાપ્ત કરીને આચાર્યપદ શોભાવ્યું હતું. સતત સ્વાધ્યાય અને તપશ્ચર્યા પૂજ્યશ્રીને ઉત્તમ ગુણ હતું. તેથી જ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયમાં વિદ્વાન, કવિઓ, વક્તાઓ મોટી સંખ્યામાં છે. પૂજ્યશ્રીની પાટે આઠ-આઠ આચાર્યો વિચરી રહ્યા છે, જેમાં દક્ષિણદેશોદ્ધારક શ્રી વિજ્યલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ મોખરે છે. પૂજ્યશ્રીનું છે. ૩૩ 2010_04 Page #260 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૨૫૮ જીવન ભવ્ય હતું, તેમ તેઓશ્રીની અંતિમ યાત્રા પણ ભવ્ય બની હતી. એકાદ લાખ માણસની અશ્રુભીની આંખેએ પૂજ્યશ્રીને ઐતિહાસિક વિદાય આપી તે પ્રસંગે ઠેર ઠેર ગુણાનુવાદસભાઓ અને ઉત્સવો થયા હતા. મુંબઈમાં તારદેવના પ્રખ્યાત ચોકનું (નવજીવન સાયટી પાસે) “આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી ચેક' નામકરણ કરીને ત્રણ અદા કરવાને વિનમ્ર પ્રયત્ન થયે છે. તે, પૂજ્યશ્રીની જન્મભૂમિ-બાલશાસન–ને “લબ્ધિનગર” નામ આપવાને સ્તુત્ય નિર્ણય લેવાય છે. આમ, અનેક ક્ષેત્રોમાં અમાપ પ્રભાવના દ્વારા જિનશાસનમાં શાશ્વત સ્થાનના અધિકારી આચાર્યભગવંતનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. એવા એ મહાન સૂરીશ્વરજીને કોટિ કોટિ વંદન! (સંકલન : પૂ. આ. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ) દાક્ષણ ભારતના પ્રથમ પ્રવાસી, ઉગ્ર વિહારી ગૌરવશાળી શાસનપ્રભાવક સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયગંભીરસૂરીશ્વરજી મહારાજ યથાના ગુણધારક, પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી, વિશુદ્ધ સાધુતાના કર્મઠ આરાધક પૂ. આચાર્યદેવશ્રી ગંભીરસૂરીશ્વરજી મહારાજનું સંસારી વતન ભવ્ય જોયણીતીર્થ પાસે આવેલું શભાસણ ગામ હતું. તેમને જન્મ સં. ૧૯૫૦માં થયું હતું. તેમનું સંસારી નામ ઉમેદચંદભાઈ હતું. મહાપુરુષને સમાગમ મામૂલી માનવને મહાન બનાવી દે છે. સંત સામાન્ય માનવીમાં વસંત બની મહેકે છે. ઉમેદચંદના જીવનમાં પણ આ ધન્ય પ્રસંગ બની ગયો. માણસામાં પૂ. આ. શ્રી વિજયકમસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ સ્થિત હતા. ભાઈ ઉમેદચંદ ચોમાસા દરમિયાન ત્યાં રહ્યા. પૂ. ગુરુદેવશ્રીને સંસર્ગ થયો અને અનેક દિલમાં વિરાગને ચિરાગ પ્રગટયો. પૂજ્ય ગુરુદેવ ચાતુર્માસ પૂર્ણ થયે પંજાબ તરફ વિહાર કરી ગયા; પરંતુ ઉમેદચંદભાઈના હૃદયમાં પડેલું વૈરાગ્યબીજ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું રહ્યું. એક વાર તેઓ સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા ગયા. જે ધર્મશાળામાં ઊતર્યા હતા ત્યાં એક પંજાબી શ્રાવક યાત્રાર્થે આવ્યા હતા. તેમને પરિચય થ અને પૂ. ગુરુદેવશ્રી કમલસૂરિજી યાદ આવી ગયા. પંજાબી શ્રાવકને પૂછયું કે, “ગુરુદેવશ્રી ક્યાં બિરાજે છે ?” પેલાએ જણાવ્યું કે, “ગ્વાલિયરમાં બિરાજે છે.” ઉમેદચંદ તે શ્રાવક સાથે વાલિયર પહોંચ્યા પરંતુ તેમના ભાઈને ખબર પડતાં તેમને ગ્વાલિયરથી પાછા લઈ આવ્યા. પરંતુ ઊડવા ઈચ્છતા પંખીને કેણ રોકી શકે? સંસાર છોડવા તત્પર થયેલા મુમુક્ષુને કેણ બાંધી શકે? કુટુંબીજનોને સમજાવીને દૂર-સુદૂર પંજાબની ભૂમિમાં આવ્યા. નારેવાલ ગામમાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની વાણીએ જાદુ કર્યો. સં. ૧૯૬૫માં પૂ. આ. શ્રી વિજ્યકમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ, પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું પ્રથમ શિષ્યત્વ સ્વીકારવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું અને મુનિશ્રી ગંભીરવિજ્યજીના ગૌરવવંતા નામથી જાહેર થયા. પૂ. દાદાગુરુશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ બીકાનેર તરફ વિહાર કરવાના હતા, એ 2010_04 Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૨૫૯ સમાચાર મળતાં પૂ. દાદા ગુરુદેવને પંજાબ સ્થિરતા કરવા સંઘે વિનંતી કરી. પણ તેઓશ્રીને વિહાર નિશ્ચિત હોઈ પૂ. શ્રી લબ્ધિવિજ્યજી મહારાજને પંજાબમાં રાખવાને નિર્ણય કર્યો અને પૂ. શ્રી ગંભીર વિજયજી મહારાજ પણ પંજાબમાં રહ્યા. તેથી તેઓશ્રી ૬ વર્ષ પંજાબમાં રહ્યા. અધ્યયન-અધ્યાપનમાં અવિરત પ્રગતિ કરી. પૂ. ગુરુદેવનાં પ્રવચનેને આસ્વાદ માણી પ્રવચનશૈલીમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરી. શાસ્ત્ર, ન્યાય, કાવ્ય, વ્યાકરણ આદિમાં નિપુણતા પ્રાપ્ત કરી. પંજાબમાં ધર્મપ્રચાર કરી પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી પૂ. દાદા ગુરુદેવ પાસે ઈડર ઉપસ્થિત થયા. પ્રશિષ્યરત્નની વિદ્વત્તા, સાધના-આરાધના તેમ જ વ્યવહારદક્ષતા જોઈ પૂ. દાદા ગુરુદેવ અત્યંત પ્રસન્ન થયા અને અલગ ચાતુર્માસની અનુજ્ઞા થતાં પૂજ્યશ્રીએ દક્ષિણ ભારત તરફ ધર્મપ્રચાર કરવા વિહાર કર્યો. અંતરીક્ષજીની યાત્રા કરી. અમરાવતી, હિંગનઘાટ, બાલાપુર આદિ સ્થાનેએ ચાતુર્માસ કરતાં હદ્રાબાદ ચાતુર્માસ માટે પધાર્યા. ત્યાં જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. હિંસકદેવીની પૂજા માટે હજારો મૂંગા અને નિરપરાધી નાં બલિદાન દેવાતાં હતાં. એ બંધ કરાવવા માટે પૂજ્યશ્રીએ વિદ્વત્તાપૂર્ણ અને ભાવપૂર્ણ શૈલીમાં પ્રવચન આપ્યાં અને હિંસા બંધ કરાવી. આ કાર્ય સતત ચાલે તે માટે “જીવદયા મંડળી ની સ્થાપના કરાવી અને એ મંડળી દ્વારા ગામેગામ હિંસા વિરુદ્ધ પ્રચાર શરૂ થયે. મદ્રાસ જેનસંઘની વિનંતિથી પૂજ્યશ્રી હૈદ્રાબાદથી મદ્રાસ પધાર્યા. અહીં પણ અનેકવિધ કાર્યો થયાં. પૂજ્યશ્રીની પ્રેરણાને લાભ લઈ સંઘે બાળકને ધર્મસંસ્કાર પ્રાપ્ત થાય તે માટે, શ્રી લબ્ધિસૂરિ જૈન પાઠશાળા અને સર્વને સમ્યકજ્ઞાન પ્રાપ્ત થાય તે માટે શ્રી લબ્ધિસૂરિ લાઈબ્રેરીની સ્થાપના કરી. ઉપરાંત, જીવદયા મંડળી અને પાંજરાપોળ ખેલવામાં આવી. પૂ. ગુરુદેવશ્રીની નૂતન સ્તવન-સજ્જાયો વિશાળ જનસમૂહમાં પ્રસાર પામે તે માટે તે ગ્રંથના પ્રકાશન માટે સ્થાયી ફંડ ઊભું કરવામાં આવ્યું. દાદાવાડીમાં શ્રી સુમતિનાથ ભગવાનના મંદિરમાં ધામધૂમથી ભવ્ય પ્રતિષ્ઠા-મહત્સવનું આયોજન થયું. ત્યાંથી પૂજ્યશ્રી બંગલેર પધાર્યા. ત્યાં પણ શાસનપ્રભાવક ચાતુર્માસ થયું. તેઓશ્રીના વરદ હસ્તે સ્થપાયેલી સુપ્રસિદ્ધ “લબ્ધિસૂરિ જેન ધાર્મિક પાઠશાળા” આજે પણ સુંદર રીતે ચાલી રહી છે. બેંગલોર પછી તેઓશ્રી મૈસૂર ચાતુર્માસ માટે પધાર્યા. મૈસૂરમાં ગાયે જોડીને ખેતી થતી હતી તે બંધ કરાવી. પૂજ્યશ્રીની મંત્રમુગ્ધ કરી દેતી પ્રવચનશૈલીથી આ વિસ્તારની જનતા ખૂબ જ પ્રભાવિત થઈ હતી. તેથી મૈસૂરનરેશ પણ પ્રવચન સાંભળવા અને વંદન કરવા પધાર્યા હતા. આ વિહાર દરમિયાન અન્ય શિષ્ય-મુનિશ્રી સુરેન્દ્રવિજયજી, મુનિશ્રી મહેન્દ્રવિજયજી, મુનિશ્રી અમરેન્દ્રવિજયજી આદિ સાથે હતા. અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થના બે છરી પાળતા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. દક્ષિણ ભારતમાં જિનશાસનને જયજયકાર પ્રવર્તાવી ગુજરાતમાં પધાર્યા ત્યારે સં. ૧૯૩માં સૌરાષ્ટ્રમાં શિહોર મુકામે પૂ. આ. શ્રી વિલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પિતાના બંને શિષ્યો ઉપાઠ શ્રી ગંભીરવિજયજી તથા ઉપાઠ શ્રી લક્ષ્મણવિજયજીને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. એવા એ શાસનપ્રભાવક સૂરિવર શ્રી વિજયગંભીરસૂરીશ્વરજી મહારાજ માળવાના રતલામ નગરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વંદન હજો એ ઉગ્રવિહારી સૂરિવરને ! 2010_04 Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨o શાસનપ્રભાવક દક્ષિણ-દીપક –“દક્ષિણ દેશદ્વારક' સમર્થ પ્રવચનકાર પૂ. આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યલક્ષ્મણ સૂરીશ્વરજી મહારાજના નામથી પરિચિત ન હોય. ગૌર વર્ણ, ભવ્ય મુખાકૃતિ, ચમકતાં નયને, પ્રતિભાશાળી વ્યક્તિત્વને લીધે પૂજ્યશ્રી કેઈપણનું આકર્ષણકેન્દ્ર બની જતા. પૂજ્યશ્રીની સાધુજનેચિત સરળતા, ઉદારતા અને પ્રસન્નતાના ગુણોને કારણે થોડા સહવાસે જ સહુ કઈ તેમના ભક્ત બની જતા. તેઓશ્રીનું વસ્તૃત્વ અત્યંત પ્રભાવશાળી હતું. તેઓશ્રીની વાણી કઠોરતાને કોમળતામાં, કૃપણતાને ઉદારતામાં, કુટિલતાને સરળતામાં પરિવર્તિત કરી શકે તેવી હદયસ્પર્શી હતી. ભારતવર્ષનાં લાખો લેકેએ પૂજ્યશ્રીને સાંભળ્યા હતા અને અનેક સ્થાને પૂજ્યશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા ભાવ્યાં હતાં. મનહર માલવાદેશની જાવરા નગરી પૂજ્યશ્રીની જન્મભૂમિ હતી. પિતાનું નામ મૂળચંદ. ભાઈ અને માતાનું નામ ધાપુબાઈ હતું. ઓશવલ જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં. ૧૯૫૩માં તેઓશ્રીને જન્મ થયે હતું. તેમનું સંસારી નામ દોલતરામ હતું. તેમનાથી છ-સાત વર્ષે મોટા રાજકુંવર નામે એક બહેન હતાં. દેલતરામની બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બિકાનેરમાં કાયમી વસવાટ કર્યો. પરંતુ માતા-પિતા લાંબુ જીવ્યાં નહીં. આથી દેલતરામને ઉછેર મામાને ત્યાં થયે. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને ચુસ્ત સ્થાનકવાસીને ત્યાં ઊર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિ પૂજા વિરુદ્ધ સંસ્કાર હતા. પરંતુ સોળ વર્ષની ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત ‘સમ્યકત્વ શદ્ધાર” નામને ગ્રંથ વાંચવામાં આવ્યું, અને તેમનાં આંતચક્ષુ ખૂલી ગયાં. મૂતિ પૂજા શાસ્ત્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. એવામાં એક વાર કામસર દિલ્હી જવાનું થયું. ત્યાં જાણવા મળ્યું કે આજે રામ થિયેટરમાં મુનિ શ્રી લબ્ધિવિજયજી મહારાજનું જાહેર પ્રવચન છે. તેઓ વ્યાખ્યાન સાંભળવા પહોંચી ગયા. મુનિશ્રીના વ્યાખ્યાને તેમના પર અદ્દભુત અસર કરી અને તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. મુનિશ્રી લબ્ધિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે પૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણો સમય પૂ. ગુરુદેવ પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ (આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લક્ષ્મણવિજયજી બન્યા. તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં વિદ્યાર્જનને અને ઉત્સાહ હતું. તેથી શાસભ્યાસ સારી રીતે ચાલ્યું. ન્યાય, તર્ક, તિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં “આત્મા, કર્મ અને ધર્મ' વિષય પર આપેલાં વ્યાખ્યાન આજે પણ “આત્મતત્ત્વવિચાર’ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત, 2010_04 Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૨૬૧ દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચન સંગ્રહ “ધર્મતત્ત્વપ્રકાશ” જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાને પરિચાયક છે સં. ૨૦૧૪માં રાજનગર-વિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચને “નમસ્કારમહિમા” નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૧માં ગણિપદ, સં. ૧૯ત્રમાં પંન્યાસપદ અને સં. ૧૯૩માં આચાર્યપદ અર્પણ કર્યા. ચૈત્ર વદ પાંચમે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્યપદે સ્થાપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહેરમાં આઠ દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઊજવા હતા અને ત્યારથી જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ લખે લેકેના હૈયે અને હેઠે રમવા લાગ્યું હતું. પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠે (પંચપ્રસ્થાન) સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી ત્રીજી અને ચેથી પીઠ અંધેરી-મુંબઈમાં અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સેળ આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી હતી. પરિણામે, પૂજ્યશ્રીને પ્રભાવ એટલે પ્રબળ બનેલે કે સંકલ્પ કરેલા સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ વિરલ હતું. તેઓશ્રીમાં પાંડિત્યને પ્રકાશ હો, સાધુતાની સુવાસ હતી, મુત્સદીની કુનેહ હતી, ધર્મપ્રચારની ધગશ હતી અને અંતરની આત્મીયતાનું જમ્બરે આકર્ષણ હતું. પરિણામે, તેઓશ્રી જ્યાં જ્યાં પધારતા અને પ્રવચન કરતા, ત્યાં ત્યાં આબાલવૃદ્ધ સૌ તેમના પ્રવચનમાં અખલિત વહ્યા કરતા. પૂજ્યશ્રીનાં પ્રવચનમાં સિદ્ધાંતનું છટાદાર નિરૂપણ, હેતુઓ અને યુક્તિઓનું પ્રૌઢ પ્રતિપાદન, વીર, હાસ્ય, કરુણ આદિથી ભરેલાં દષ્ટાંતેની સુંદર રજૂઆત રહેતી. તેથી મારી જેમ મોરલીથી સર્ષને ડાલાવે, તેમ પૂજ્ય શ્રી વિશાળ શ્રોતાવર્ગને ડોલાવી દેતા! ભારતભરમાં વિચરતા રહેવું અને લોકોને ધર્મનું ઘેલું લગાડવું એ નિર્ચન્ધધર્મનું પૂજ્ય આચાર્યશ્રી ચીવટથી પાલન કરતા. તેઓશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર અને તામિલનાડુ જેવા વિશ હજારથી વધુ માઈલન વિહાર કર્યો હતે. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષે પૂજ્યશ્રીના દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કૃતાર્થ બનતા. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસેએ જીવહિંસા ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક દિવસોમાં કતલખાના બંધ રાખવાના નિયમે થયા હતા. વળી, તેઓશ્રીના ઉપદેશથી લાખો માણસે વ્યસનમુક્ત પણ બન્યા હતા. પૂજ્યશ્રી જ્ઞાન અને કિયાના સમન્વયી ઉપાસક હતા. તેથી તેઓશ્રીનાં ઉપદેશથી અનેક સ્થળે જિનાલયની પ્રતિષ્ઠા થઈ હતી, અનેક સંઘ નીકળ્યા હતા, અનેક સ્થળે ઉપાશ્રયે, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરે અને આયંબિલ ખાતાંઓ સ્થપાયાં હતાં. અનેક સ્થળે ઉપધાન તપ, ઉજમણું અને જિનેન્દ્રભક્તિમહોત્સવ ઉલ્લાસભેર ઊજવાયા હતા. એવી જ રીતે, ધાર્મિક સાહિત્યનું પ્રકાશન પણ વિપુલ પ્રમાણમાં થયું હતું. પૂજ્યશ્રીનાં પ્રવચને પ્રભાવ અસાધારણ હતે. અસંખ્ય ભાવિકેએ અને અગણિત મહાનુભાવોએ તેમના પ્રવચનને લાભ લીધું હતું, જેમાં મૈસૂર નરેશ, ભાવનગર-નરેશ, 2010_04 Page #264 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ર૬ર જામનગરનરેશ, ઓખાનરેશ, સાંગલીનરેશ, મિરજનરેશ, દેલવાડાનરેશ, ચક્રવતી રાજગોપાલાચારી, મદ્રાસના પ્રધાન શ્રી વેંકટસ્વામી નાયડુ, ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણરાવ, મૈસુર રાજ્યના મુખ્યમંત્રી શ્રી હનુમંથચ્યા, ભારતના ઉદ્યોગમંત્રી શ્રી કે. સી. રેડી, મેજર જનરલ શ્રી કરીઅપ્પા, મહારાષ્ટ્રના ગર્વનર શ્રી શ્રી પ્રકાશ આદિ મુખ્ય હતા. આ ઉપરાંત, સમાજને બૌદ્ધિક વર્ગ તેઓશ્રીનાં પ્રવચનેથી અત્યંત પ્રભાવિત થતું. પરિણામે, અનેક નગરમાં પૂજ્યશ્રીના બહુમાનના જાહેર સન્માન સમારંભે પણ જાતા રહ્યા હતા. - દક્ષિણ ભારતનાં સેંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે તેઓશ્રીને “દક્ષિણદીપક' અને દક્ષિણદેશોદ્ધારક” જેવી પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન હોય, વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને વસ્તૃત્વકલાવિશારદ હોય, પછી ચમત્કારે ન સર્જાય તે જ આશ્ચર્ય લેખાય ! પૂજ્યશ્રીની દેશનાએ અનેક જીવો હિંસામાંથી અહિંસામાં, વ્યસનમાંથી સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં, કુસંપમાંથી સંપમાં અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાણસ્માથી ભંયણી તીર્થને, રતલામથી માંડવગઢને, હૈદ્રાબાદથી કુલ્પાકજી તીર્થને-એવા અનેક છરી પાલિત સંઘ નીકળ્યા હતા. સિરોહીમાં ૪૫૦ ભાવિકેએ ઉપધાનતપની આરાધના કરી હતી, દસ હજારની મેદની વચ્ચે માલારોપણવિધિ થઈ હતી અને પૂ. પં. કીતિવિજ્યજી ગણિને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું હતું. સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં સમાધાન અને સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ-લાલબાગ જૈન ઉપાશ્રયે કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણને ઉત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાય હતે. પૂજ્યશ્રીના વરદ હસ્તે ગાંધીનગર (બેંગર), શમેગા, બાગલકોટ, તુમકુર, કેલ્હાપુર, ભીવંડી, દાંતરાઈ બાવળા, રબર્સનપેઠ, ખામંડી, રાધનપુર, માટુંગા (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા હતા. મહારાષ્ટ્રમાં નિપાણીને ભવ્ય ઉપાશ્રય અને જ્ઞાનમંદિર પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), નિપાણી, બારસી, અંધેરી, ભાયખલા, પાલ, જૂહ (મુંબઈ)ના આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક સ્થાનમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણું પણ થયાં હતાં. આ સર્વ શાસનપ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે બન્યાં હતાં. એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ–દાદર જેન મંદિરમાં સં. ૨૦૨૦ના ફાગણ વદ ત્ની રાત્રિએ ૩-૩૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ સુધી તે ઊભા ઊભા હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો ભાવિકે ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારની ઉછામણી બેલી એક ભાવિક ભકતે પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ન શતાવધાની પૂ. આ. શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજન અને ૧૦ દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પતે મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો હતે. એવા ધર્મ ધુરંધર મહાત્માને અંતઃકરણપૂર્વક કેટ કેટિ વંદના! 2010_04 Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-ર ‘વિદર્ભના વિજયવંત વિહારી ’, વિાહર પાર્શ્વનાથ તીર્થસ્થાપક: પૂ. આચાર્ય શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ ૨૬૩ ભુવનમાં તિલક સમા શેાભતા પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ કિવકુલિકરીટ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પાટ પર નંદનવનમાંના કલ્પતરુ સમાન શે।ભી રહ્યા હતા. વડાદરા પાસેની તીનગરી છાણી ગામ તેઓશ્રીની જન્મભૂમિ હતી. ત્યાં સ. ૧૯૬૨માં પિતા ખીમચંદભાઈ અને માતા સૂરજબેનને ઘેર એક પુણ્યાત્માએ જન્મ લીધા. ખળકનુ નામ છબીલદાસ ( અપરનામ મશુભાઈ ) રાખવામાં આવ્યુ.. પૂર્વ ભવના સૉંસ્કારે, માતાપિતાના ધર્મસ`સ્કાર અને ગુરુભગવંતેાના સમાગમથી નાનપણમાં જ છખીલભાઈમાં વૈરાગ્યના અકુરો ફૂટવા લાગ્યા હતા. જેમ વૈરાગ્યભાવના તેમ સંગીતપ્રીતિ પણ છખીલભાઈ ને કુદરતી દેણગી હતી. નાનપણથી સ્તવને સજ્ઝાયા એવી સુમધુર વાણીમાં અને સગીતની શાસ્ત્રીયતાથી ગાતા કે ભલભલા સંગીતકારો મ`ત્રમુગ્ધ બની જતા ! એવામાં વ્યાખ્યાનવાચસ્પતિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ છાણી પધાર્યા. તેઓશ્રીની મનેહર વાણીએ છાણી સઘનાં મન હરી લીધાં. એ વાણીના પ્રવાહમાં પરિપ્લાવિત થઈ ને અનેક જીવે વીરશાસનના પરમ આરાધક બન્યા હતા. તેમ એ વાણીએ છબીલભાઈના અંતરમાં વૈરાગ્યની હેલી ચડાવી. તેમણે ગુરુદેવનાં ચરણામાં પોતાનુ જીવન સમર્પિત કર્યુ અને સ. ૧૯૦૮માં ઉમેટા મુકામે દીક્ષા ગ્રહણ કરી, કષાય સંસારને કામળે ફગાવી ક્ષીરસાગર-શાં શ્વેત વસ્ત્રો પરિધાન કર્યાં અને મુનિશ્રી ભુવનવિજયજી તરીકે જાહેર થયા. · અન્યા ભુવનવિજયજી ત્યાગી, ગુરુભક્તિના ખૂબ રાગી.’ મુનિરાજ ભુવનવિજયજીએ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ગુરુભક્તિ સાથે નિતનવા સ્વાધ્યાયના યજ્ઞ આરંભ્યા. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. ગુજરાતી અને સ’સ્કૃતમાં કાવ્યરચના કરવાની કુશળતા પ્રાપ્ત કરી. સ’. ૨૦૦૧ના ચૈત્ર સુદ ૪ના શુભ દિવસે પાલીતાણામાં મહામહોત્સવપૂર્વક પૂજ્યપાદ ગુરુદેવશ્રીના વરદ હસ્તે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી મુનિશ્રી ભુવનવિજયજી જૈનાચાય શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ તરીકે જગપ્રસિદ્ધ થયા. એક દીપકથી હારે દીપક પ્રગટે, તેમ પૂજ્યશ્રીની દીક્ષા થયા બાદ છાણી ગામમાં ઘર-ઘરમાંથી કોઈ ને કોઈ ભાઈ કે બહેન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બનતાં; અને જોતજોતામાં છાણી ગામમાંથી ૧૨૫ જેટલી દીક્ષાઓ થઈ. આચાર્ય શ્રી વિજયભદ્ર કરસૂરિજી મહારાજ આદિ શિષ્યપ્રશિષ્યાને વિદ્વાન લેખક, કુશળ કવિ, પ્રખર વક્તા, પરમ તપસ્વી, સમ અવધાનકાર બનાવવા સાથે શાસન અને સમુદાયની અવિચ્છિન્ન પર'પરાના રક્ષક અને સંવર્ધક બનાવ્યા; તેમ જ ૧૫૦ જેટલાં સાધુ-સાધ્વીઓના શિરછત્ર રૂપે ગચ્છાધિપતિના બિરુદને શેાભાવી રહ્યા. શાસનસેવાની ભાવના હૈયે ધરીને કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર આદિ પ્રાન્તામાં વિચર્યાં. મધુર વાણી, સરળ હૃદય અને પ્રવચનકૌશલના ગુણાને લીધે જ્યાં જ્યાં વિચર્યો ત્યાં ત્યાં ઘેાની એકતા કરી; જિનાલયેાના જીર્ણોદ્ધાર અને નવનિર્માણ કર્યાં; આંખિલ 2010_04 Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શાસનપ્રભાવક શાળાઓ, પાઠશાળાઓ, ઉપાશ્રયે આદિની સ્થાપના કરી, પ્રતિષ્ઠા-અંજનશલાકા, ઉઘાપન, ઉપધાન તપ, છરી પાલિત સંઘ કાઢીને વિવિધ અનુષ્ઠાન દ્વારા જિનશાસનને જ્યકાર પ્રવર્તાવ્યું. તે સમયે જેસલમેરની યાત્રા કપરી ગણાતી, જ્યારે પૂજ્યશ્રીએ જેસલમેરને છરી પાલિત સંઘ કાઢયો હતે. અંતરીક્ષજી જેવા ચમત્કારિક તીર્થ પર દિગંબરેને પ્રભાવ વધ્યું હતું. ત્યાં પૂજ્યશ્રીની નિશ્રામાં શાંતિસ્નાત્ર, અઢાર અભિષેક આદિ ઉત્સવે જાયા હતા. ખાનદેશમાં અંતરીક્ષ પાર્શ્વનાથ નજીક વિનહર પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય પૂજ્યશ્રીના આદેશ અને માર્ગદર્શનથી તૈયાર થયું. આથી પૂજ્યશ્રી વિદર્ભના વિજ્યવંત વિહારીનું બિરુદ પામ્યા. તેઓશ્રી અચ્છા કવિ અને સંગીતજ્ઞ હતા, તેની તે પ્રતીતિ “ભુવનેશ ભક્તિવહેણની ૨૬.૨૬ આવૃત્તિઓ કરાવે છે! એવી જ રીતે, “જિનેન્દ્ર-સ્તવન–ચોવીશી”, “કવિકુલકિરીટ ભાગ ૧-૨, “ભુવન ” ભાગ ૧-૨, “જિનપૂજાપ્રભાવ” આદિ ગ્રંથ તેઓશ્રી સિદ્ધહસ્ત સર્જક હવાની ચિરંજીવ યશકલગીએ છે. પૂજ્યશ્રી સં. ૨૦૧૮ના જેઠ સુદ બીજને દિને દાવણગિરિ (કર્ણાટક)માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રી વિશાળ વટવૃક્ષ સમા અસંખ્ય શિષ્ય-પ્રશિષ્ય અને લાખો ભાવિકજનેના હૈયામાં ધર્મને વાસ કરી ગયા હતા ! એવા એ પાવનકારી પરમ પુરુષને શતશઃ વંદના ! ચિતિહાસિક સંઘયાત્રાઓના પ્રેરણાદાતા, પુણ્યનામધેય, અધ્યાત્મરાન પૂ. આચાર્યશ્રી વિજયજયંતસૂરીશ્વરજી મહારાજ ભારતભરની ઐતિહાસિક સંઘયાત્રાઓ જેમના નેતૃત્વ નીચે સફળ થઈ તે પુણ્યપ્રભાવી, અધ્યાત્મરત્ન, જાપમગ્ન પૂ. આચાર્યશ્રી વિજયજયંતસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના નાયક હતા. તેઓશ્રીની રાહબરી નીચે લગભગ ૧૫૦ સાધુ-સાધ્વીજીઓ પુણ્યદાત્રી અધ્યાત્મસાધના કરતાં હતાં. ગુજરાતના કલાક્ષેત્ર તરીકે ખ્યાતિ પામેલા ભેઈ ગામે સં. ૧૯૫૭ના માગશર સુદ ૧૪ના શુભ દિવસે શ્રેષ્ઠીવર્ય શ્રી ફૂલચંદભાઈને ત્યાં શ્રીમતી દિવાળીબેનની કુક્ષિએ અવતાર લીધે. સંસારી નામ હતું જીવણલાલ. ગામ અને કુટુંબ હતાં ધર્મપ્રેમી. જીવણલાલ પણ ધર્મ અને સેવામાં ખૂબ રસ લેતા. એવામાં સેવાભક્તિથી અનન્ય ભાવના જાગૃત થતાં પૂ. આ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજની સેવામાં મગ્ન રહેવા લાગ્યા. અને એમાંથી જીવનપર્યત ધર્મભક્તિ કરવાની ભાવના થતાં સાંસારિક વૈભવવિલાસને ક્ષણવારમાં ત્યાગ કરીને પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૭૮ના માગશર સુદ ૧૧ના શુભ દિવસે બરસદમાં દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી જયંતવિજયજી બન્યા. આત્મસાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં, અનેક પદોને શોભાવતાં, સંગમનેર મુકામે (લઘુબંધુ શ્રી વિકમસૂરિજી મહારાજ સાથે જ) પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે આચાર્યપદ પામ્યા. પૂજ્યશ્રીએ દક્ષિણ ભારતમાં, બેંગલોર, મદ્રાસ, સિકંદરાબાદ વગેરે 2010_04 Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ સ્થળેએ ધર્મપ્રભાવના કરી. સિકંદરાબાદ પ્રતિષ્ઠા કરાવી. સિકંદરાબાદથી શિખરજીને છરી પાલિત સંઘ કાઢયો. કલકત્તાથી શિખરજી થઈ પાલીતાણા શ્રી સિદ્ધગિરિને સંધ કાઢયો. મિતભાષી અને સદાયે ધર્મરત, પ્રશાંતમૂર્તિ અને વાત્સલ્યમૂતિ આચાર્યદેવ શ્રી યંતસૂરીશ્વરજી મહારાજ હસ્તક અનેકવિધ શાસનપ્રભાવના થઈ છે. પ્રભુભક્તિ અને શાસનસેવામાં સદાયે નિમગ્ન રહેતા પૂજ્યપાદ મહાત્માનાં ચરણોમાં કેટિશઃ વંદન હજો ! ત્રિકાળ સૂરિમંત્રના જાપથી અને લબ્ધિગુરુકૃપાથી પ્રગટેલી અનોખી પ્રતિભા, સમર્થ તર્ક નિપુણ, અપ્રમત્ત જ્ઞાનના મહાન સાધક, તપ અને ત્યાગના યુગપ્રવર્તક, વિનય-માધુર્યના ભંડાર, તીર્થોદ્ધારક : પૂ. આચાર્ય શ્રી વિજયવિકમસૂરીશ્વરજી મહારાજ જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, માતા-પિતાના સંસ્કારસિંચનને પરિણામે અને ગુરુદેવની અપ્રતિમ વત્સલતાને કારણે પ્રગટે છે. પપે છે અને સંસિદ્ધ થાય છે તેનું ગરવું દષ્ટાંત પૂ. આ. શ્રી વિજ્યવિકમસૂરીશ્વરજી મહારાજ છે. તેમને જન્મ નિસર્ગશ્રીથી શેભતી, ગગનચુંબી જિનાલયની ગૌરવાન્વિત છાણી નામની ધર્મનગરીમાં પિતા છોટાલાલ અને માતા પ્રસન્નબેનને ત્યાં સં. ૧૯૭૨ના જેઠ સુદ પાંચમે થયું હતું. જન્મનામ બાલુભાઈ હતું. શૈશવકાળથી જ પ્રેમપ્રપૂર્ણ વ્યક્તિત્વથી તેઓ અનેકેના વ્હાલા બાલુડા બની ગયા હતા. તેમની તેજનીરરતી આંખે, તેજસ્વી લલાટ, સોળ દેહસૌંદર્ય પ્રથમથી જ મહાનતાનો પરિચય કરાવતા હતા. ધર્મભાવનાનાં બીજાંકુરો તે પૂર્વ ભવથી પ્રગટી ચૂક્યા હતા, તેમાં શીલવતી માતાએ અને સૌજન્યશીલ પિતાએ સંસ્કારસિંચન કર્યું. બાળપણથી જ પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પ્રિય હતાં. એમાંથી બાલુકુમારના વૈરાગ્યના ભાવ સાકાર થવા માંડ્યા. સંસારની અસારતા સમજાઈ સંયમજીવનની સાર્થકતા આકર્ષી રહી. પરંતુ માતા પ્રસન્નબેનને પ્રેમ અત્યંત સંવેદનશીલ હિતે. દીક્ષાની વાત થતાં તેઓ બેભાન બની જતાં. પરંતુ વિલક્ષણ બુદ્ધિશક્તિવાળા બાલુભાઈ પિતાના નિર્ણયમાંથી ચલિત થાય તેમ ન હતા. તેમણે પોતાના પિતાને દીક્ષા માટે તૈયાર કર્યા. પિતા-પુત્ર રાતેરાત ચાણમાં પહોંચ્યા, ત્યાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ બિરાજતા હતા. પિતા-પુત્રે સંયમજીવન સ્વીકારવાની ભાવના દર્શાવી. પૂ. ગુરુદેવશ્રીએ સં. ૧૯૮૫ના જેઠ સુદ ૩ને શુભ દિવસે ભટેવા પાર્શ્વનાથની પવિત્ર છાયામાં દીક્ષા આપી, ઇટાલાલને મુનિશ્રી મુક્તિવિજ્યજી અને બાળક બાઉકુમારને બાલમુનિ શ્રી વિક્રમવિજ્યજી તરીકે ઘોષિત કર્યા. તેઓશ્રીના વડીલ બંધુ નગીનભાઈ પણ પૂર્વે પૂ. દાદા ગુરુદેવશ્રીના શિષ્ય બની મુનિશ્રી નવીનવિજયજી બન્યા હતા. - ચૌદ વર્ષની વયે ભેગેશ્વયને ઠુકરાવી, ભેશ્વર્યની સાધના કરવા કૃતસંકલ્પ બનેલા બાલમુનિને મહાગી બનતાં કેણ અટકાવી શકે? પૂજ્યશ્રી વિનમ્રભાવે ગુરુચરણે સમર્પિત થઈ, બ, ૩૪ 2010_04 Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ અધ્યયન—તપશ્ચર્યામાં દિનપ્રતિદિન આગળ વધતા ગયા. શાસ્ત્ર, જ્યાતિષ, વ્યાકરણ, સાહિત્ય આદિનાં વિવિધ ક્ષેત્રાનું અતુલ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. અનેક યેાગામાં વૃદ્ધિ પામતાં વિદ્વાન, ગ`ભીર, શાસનપ્રભાવક મહાપુરુષ બન્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ સવ પ્રકારની યેાગ્યતા નિહાળીને સ. ૨૦૧૧ના માગશર સુદ ૬ને દિવસે સિદ્ધાચલજીમાં પન્યાસપત્તથી વિભૂષિત કર્યા. પદસ્થ બન્યા પછી તેઓશ્રીએ ગુરુભગવ’ત સાથે અનેક શાસ્ત્રગ્રંથાનું સંપાદનકાર્યું અપ્રમત્તભાવે કર્યુ. તેઓશ્રીએ નંદી, અવચરી, વાસુપૂજ્યચરિત્ર, આચારાંગચૂર્ણિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર, હેમમધ્યમવૃત્તિ વ્યાકરણ, ચૈત્યવંદન, હેમધાતુપારાયણ, પાઈઅલચ્છિનામમાલા આદિ અનેક ગ્રંથાનુ` સંપાદન કર્યુ. આ સંપાદનેાનાં પ્રકાશનને લીધે પુજ્યશ્રી ભારતભરમાં એક સમર્થ શાસ્ત્રવેત્તા તરીકે સુખ્યાત બન્યા. લાલબાગમાં અંતિમ ચાતુર્માસ દરમિયાન પુ. દાદાગુરુની તબિયત બગડતાં તુરત જ મુબઈ પહોંચ્યા. પુજ્યપાદ કવિલકરીટ દાદા ગુરુદેવશ્રીની સ`. ૨૦૧૭ના શ્રાવણ સુદ પાંચમે ચિર વિદાય પછી તેઓશ્રી ઉપર સમુદાયની સ` જવાબદારી આવી પડી. પૂ. ગુરુદેવના સ` પ્રભાવ, ભવ્ય વારસો પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ દેખાતા હતા અને પૂજ્યશ્રીએ એ સિદ્ધ પણ કરી બતાવ્યેા. શાસનપ્રભાવક પૂજ્યશ્રી સૂરિમંત્રના જાપના અંગ ઉપાસક હતા. તેમણે અખંડ ત્રિકાલ સૂરિમ`ત્રના જાપથી વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી જે બેલે તે થઈ ને રહે. પ્રદેશે-પ્રાન્ત વિચરી મહાન શાસનપ્રભાવનાએ કરી. સ. ૨૦૨૮માં સિકંદરાબાદથી શિખરજીના અને સં. ૨૦૩૦માં કલકત્તાથી પાલીતાણાના મહાન છરી પાલિત સંઘા કાઢયા હતા. ખંભાતમાં ૧૦૮ માસક્ષમણુ તપશ્ચર્યાં કરાવી. ભરૂચતી ના ઉદ્ધાર કરાવ્યેો. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ સ. ૨૦૪૦માં અમદાવાદમાં થયું. એચિંતા રોગનો હુમલો થયા. ડોકટરો-વૈદ્યોના ઉપચાર સફળ થયા નહીં. અસખ્ય શિષ્યે--પ્રશિષ્યા-શિષ્યાઓ શ્રાવક-શ્રાવિકાઓના માચ્ચાર વચ્ચે ગુરુદેવના હુંસલા સ્વગગામી થયા. અગણિત ભક્તજનાનાં નયનાને ભીજવી જનારા એ દિવસ હતેા સ. ૨૦૪૨ની દીપાવલીનો, ચારિત્રધર્મની સમર્થ સાધનાના આ સાધકે ભૌતિક સપત્તિના ત્યાગ કરી, આંતરિક નમ્રતા-ક્ષમા-સરળતા-ઉદારતાની જ્ઞાનલક્ષ્મી પ્રાપ્ત કર્મી હતી. તેઓશ્રીમાં વકતૃત્વશક્તિ, કવિત્વશક્તિ, વાદશક્તિ, ધ્યાનશક્તિ અનુપમ અને અદ્ભુત હોવા છતાં સમગ્ર જીવનમાં તેઓશ્રી ગુરુસેવા અને ગુર્વજ્ઞાને પ્રાધાન્ય આપતા રહ્યા. પૂજ્યશ્રીના અતુલ્ય પ્રભાવ શિષ્ય-શિષ્યાઓમાં જ નહી', પણ સામાન્યજન પર પણ અમિટ પડચો. પરિણામે તેઓશ્રી શાસનસેવા સાથે યશનુ સામ્રાજ્ય ફેલાવી ગયા. ધન્ય એ વત્સલમૂર્તિ ! વંદન હજો એ મહાત્માને ! ! ! ( સ’કલન : પૂ. આ. શ્રી વિજયસ્થૂલભદ્રસૂરિજી મહારાજ ) 2010_04 तीर्थकर देवनी ધર્મ કેરાની. समक्ष Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૨૬૭ “રાષ્ટ્રસંત'નું બિરુદ પ્રાપ્ત કરનાર, કવિકુલતિલક, યુગપ્રભાવક, શતાવધાની : પૂ. આચાર્ય શ્રી કાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાધુપુરુષનું ચરિત્ર ચિત્તને પાવન કરનારું તથા આત્માને અસાધારણ બળ આપનારું હોય છે. તેથી જીવનસાફલ્ય વાંછનારે તેનું પુનઃ પુનઃ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. પરંતુ સાધુપુરુષ ધારવામાં આવે એવી સરળતાથી પ્રાપ્ત થતા નથી. જેમ દરેક પર્વતમાંથી માણેક મળતા નથી, જેમ દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી જડતાં નથી, જેમ દરેક વનમાં ચંદનવૃક્ષે હતાં નથી, તેમ દરેક સ્થળે સાધુપુરુષ હોતા નથી. કવિકુલતિલક શતાવધાની આચાર્યશ્રી વિજ્યકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવી એક વિરલ વિભૂતિ છે. ગરવી ગુજરાતમાં આવેલા ખંભાત શહેરમાં સંઘવી પિળમાં વીશા શ્રીમાળી જ્ઞાતિના ધર્માત્મા મૂળચંદ. ભાઈ વજેચંદભાઈને ત્યાં પુણ્યવંતા ખીમરબાઈની કુક્ષિએ સં. ૧૯૭૨ના ચૈત્ર વદ અમાસને દિવસે તેમનો જન્મ થયે. સોહામણી મુખમુદ્રા અને કમનીય દેહકાંતિ જોઈને બાળકનું નામ કાંતિલાલ પાડ્યું. કાંતિલાલ નાનપણથી સંસ્કારી હતા. આઠ વર્ષની નાની વયમાં પણ ચોવિહાર કરતા. રાત્રિભૂજન અને કંદમૂળને ત્યાગ કર્યો. રમતગમતમાં વ્યાખ્યાન કરવાની અને હાથમાં ઝોળી ભરાવી શ્રાવકેને ત્યાં વહોરવા જવાની રમત રમતા. તેમને શકરચંદ નામે મોટાભાઈ રસિકલાલ નામે નાનાભાઈ અને સુભદ્રા નામે નાનીબહેન હતાં. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને વિનયાદિ ગુણોને લીધે તેઓ સહુમાં અતિ પ્રિય હતા. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણનો અભ્યાસ પૂરો કરી વ્યાપારમાં જોડાયા પરંતુ તેમનું મન સંસારી કાર્યોમાં ઓતપ્રેત થતું ન હતું. એવામાં સં. ૧૯૮૮માં પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વિજયેલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ ખંભાતમાં થતાં, તેઓશ્રીની વૈરાગ્યવાહી દેશના શ્રવણ કરી તેઓ વૈરાગ્યવાસિત બન્યા અને ચારિત્ર ગ્રહણ કરવાની દઢ ભાવનાવાળા થયા. માતાપિતાએ અનુમતિ ન આપી, તેથી તેઓ ચાણસ્મા ગયા. ત્યાં બિરાજતા પૂ. મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ પાસે સં. ૧૯૮ન્ના પિષ સુદ ૬ને દિવસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી કીતિવિજયજી તરીકે જાહેર થયા. આ વાતની જાણ થતાં પૂજ્યશ્રીના કુટુંબીજનોએ તેમને પાછા લાવવા ઘણી ધમાલ કરી પરંતુ પૂજ્યશ્રી અડગ રહ્યા. ત્યાર બાદ વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી, અને મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી (હાલ આચાર્યશ્રી )ના શિષ્ય તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી અભ્યાસમાં લીન બની ગયા. ફક્ત છ મહિનાના ટૂંકા ગાળામાં પંચ પ્રતિક્રમણ, સાધુ ક્રિયા, ચાર પ્રકરણ, ત્રણ ભાગ, ચાર કર્મગ્રંથ. મોટી સંઘયણી આદિનો અર્થ સહિત અભ્યાસ કરી લીધું. તે પછી તેઓશ્રીએ સારસ્વત વ્યાકરણ, ઉત્તરાર્ધ ચંદ્રિકા, અમરકેષ, પંચકાવ્ય, તર્કસંગ્રહ, મુક્તાવલી, પંચલક્ષણી, સિદ્ધાંતલક્ષણને ભાગ, સ્યાદ્વાદમંજરી, રત્નકરાવતારિકા સ્યાદ્વાદ રત્નાકરને ભાગ, સંમતિતર્કના ૧ થી ૩ ભાગ વગેરેનું 2010_04 Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શાસનપ્રભાવક વિશદ અધ્યયન કર્યું. સૂત્રસિદ્ધાંતમાં અનુગદ્વાર, દશવૈકાલિક, આવશ્યસૂત્ર, આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, વિશેષાવશ્યકનો ભાગ, જીવાભિગમ અને લેક પ્રકાશ આદિનું અધ્યયન કર્યું. તિષશાસ્ત્રમાં આરંભસિદ્ધિ, નીલકંઠી ષપંચાશિકા, લઘુ પારાશરી આદિ ગ્રંથે કંઠસ્થ કર્યા. તેમ જ જૈનશાસ્ત્ર અનુસાર ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, મહાનિશીથ, નંદીસૂત્ર, છાણાંગ અને ભગવતીજી આદિ સૂત્રોનાં ગદ્વહન કર્યા. પૂજ્યશ્રી કાકચેષ્ટા, બકધ્યાન, ધાનનિદ્રા, અલ્પાહાર અને સ્ત્રીત્યાગ – વિદ્યાથીનાં પાંચ લક્ષણોથી યુક્ત હતા. તેઓશ્રીની ગ્રહણશક્તિ અને ઉદ્દબોધનશક્તિ અદ્દભુત હતી. એટલે જ આટલું વિપુલ વિદ્યાજન કરી શક્યા અને બહુશ્રત વિદ્વાનની કટિમાં બિરાજી શક્યા. સં. ૨૦૦૬ના દાદરના ચાતુર્માસમાં તેઓશ્રીએ પ્રવચન સારોદ્ધાર જેવા મહાન ગ્રંથ પર વાચન આપી, પિતાના પ્રકાંડ પાંડિત્યને પરિચય આયે હતે. તેમ છતાં, પૂજ્યશ્રી વિદ્વાનને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. ૩૮ વર્ષથી એકધારી ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી બતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન, શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજજવળ કીતિ સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તે સાધુતામાં જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી, શાંત અને પ્રસન્ન મુખમુદ્રા પ્રથમ દર્શને જ સાધુતાને પરિચય આપી રહે છે. તેઓશ્રી પરમ વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ વર્તન કરનારા સાધુવર્ય છે. ઉપરાંત, પિતાનાં મહાવતેમાં અવિચળ રહે છે; ક્રિયાકાંડમાં ચુસ્ત છે; વ્યવહારમાં દક્ષ છે. નાની અમસ્થી અલના પ્રત્યે પણ મિથ્યા દુષ્કૃત લઈને ચારિત્રને નિર્મળ બનાવે છે. અર્ધશતી જેટલા સુદીર્ઘ દક્ષા પર્યાયમાં તેઓશ્રીએ પૂ. ગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તમાં હજારો માઈલેને પગપાળા વિહાર કર્યો છે. આબાલવૃદ્ધ સૌને આકર્ષણ કરીને સન્માર્ગે સ્થિર કરવા પુરુષાર્થ સેવ્યું છે. ખાસ કરીને, દક્ષિણ ભારતના વિહારમાં અહિંસાધર્મને અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ ધર્મપ્રચારકની કટિમાં પિતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. આનંદી સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજ્યશ્રીનાં વ્યાખ્યાને દષ્ટાંતે અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે છે. એ રીતે અનેક વિદ્વાને, અધ્યાપકે, કોલેજિયને તેઓશ્રી પાસેથી સમાધાન પામ્યા છે. સમુદાયનાં નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત રહેવા છતાં તેઓશ્રી કવિતા, લેખ વગેરે લખતા રહે છે. ઉપરાંત, બહેળા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરે આપવા એ તેઓશ્રીને ગુણવિશેષ છે. આમ, અનેક પ્રકારે વિશાળ શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજને થડા સમય પહેલાં જ, વિશાળ જનસમુદાયના જયકાર વચ્ચે રાષ્ટ્રસંત”નું બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમા આચાર્યદેવને કેટિશઃ વંદના ! 2010_04 Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ २६८ નિરાબરી અને નિઃસ્પૃહી ગુણોપેત સંત પૂ. આચાર્યશ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજ શાંત, સરળ, પ્રેમાળ મુખમુદ્રા પૂ. આ. શ્રી નવીનસૂરીશ્વરજી મહારાજને પ્રથમ પરિચય છે. શારીરિક, માનસિક, સામાજિક સંઘ કે લેશોથી મુક્ત રહીને પ્રભુભક્તિમાં જ મસ્ત રહેવું એ પૂ. આચાર્યદેવની વિશિષ્ટતા છે. ગમે તેવી આપત્તિમાં પ્રસન્ન વદને સંઘર્ષોને સામને કરવાની સહજવૃત્તિ પૂજ્યશ્રીનું લક્ષણ છે, જેને લીધે ધર્મધ્યાન-ભક્તિ આરાધનામાં સતત આગળ વધી શક્યા છે. જન્મભૂમિ છાણથી ઉપધાન કરવાના આશયથી સુરત આવેલા; પણ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રવચનમાં પરિપ્લાવિત થઈ સેળ વર્ષની કુમળી વયે જ દીક્ષા અંગીકાર કરી, યુવાન નવીનચંદ્ર મુનિશ્રી નવીનવિજયજી મહારાજ બન્યા ત્યારે કુટુંબીજનેને કલ્પના પણ નહોતી કે તેમનામાં આમ વૈરાગ્યભાવનાનાં અંકુર ફૂટી નીકળશે ! જેમ દીક્ષા ગ્રહણના પ્રસંગમાં પૂજ્યશ્રીની નિરાડંબર અને એકાંતિક વૃત્તિનાં દર્શન થાય છે તેમ તે ગુણ સમગ્ર જીવનચર્યામાં જોવા મળે છે. તેઓશ્રી સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં મૂંગા મૂંગાં વિશાળ શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, મદ્રાસ, મૈસૂર, આંધ આદિ સ્થળમાં પૂજ્યશ્રીનાં ૨૫ થી વધુ ચાતુર્માસ થયાં હશે. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ધર્મ પ્રભાવનાની લ્હાણી કરતા રહ્યા. ધર્મવિમુખ લોકોમાં સતત વ્યાખ્યાન, વ્રત, આરાધનાઓ દ્વારા તેઓને ધર્માભિમુખ બનાવવાનાં પ્રયત્ન કરતા રહ્યા. ખાસ કરીને, બીજાપુર ક્ષેત્રમાં જૈન ધર્મને જયજયકાર પ્રવર્તાવ્યું. ૬૬ વર્ષની પરિપક્વ વયે પણ અનેરા ઉત્સાહથી અનેક કાર્યો કરતા રહ્યા છે. તેમ છતાં, વિનય-વિનમ્રતા પૂજ્યશ્રીને વિશિષ્ટ ગુણ રહ્યો છે. મુંબઈ બેંગલોર જેવાં મહાનગરમાં ચાતુર્માસ કરવાની શક્તિ હોવા છતાં તેઓશ્રી પાંચ-પંદર ઘર હોય તેવાં નાનકડાં ગામડાંમાં જ ચાતુર્માસ કરવાની તમન્ના રાખતા રહ્યા છે. પૂજ્યશ્રીની વિનમ્રતાને એક પ્રસંગ અત્યંત પ્રભાવક છે : પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મહારાજ પૂજ્યશ્રીના સંસારી નાનાભાઈ. પૂજ્યશ્રી તેમનાથી દક્ષા પર્યાયમાં પણ મોટા હતા. છતાં આચાર્ય પદવીને પ્રસંગ આવ્યું ત્યારે મુનિરાજશ્રી નવીનવિજ્યજીએ વિનમ્રતાથી કહ્યું કે, “ભાઈ! તમે આચાર્ય પદ ગ્રહણ કરે. મારે એ પદની જરૂરત જ નથી.” આ પૂજ્યશ્રીની મહાનતા હતી. એવા અનેક સગુણથી શોભતા મુનિરાજને અનેક સંઘના અતિ આગ્રહથી આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. તેઓશ્રીના હસ્તે અનેક પુણ્યાત્માઓ દીક્ષા ગ્રહણ કરીને શાસનસેવામાં જયવંતા વતી રહ્યા છે. પૂજ્યશ્રી હસ્તક ઉપાશ્રય, પાઠશાળાઓ આદિની સ્થાપના થઈ છે, તપ-આરાધનાઓ થઈ છે, પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા છે, અનેક શાસ્ત્રગ્રંથનું સંપાદનકાર્ય થયું છે. એવા એ ગુણસંપન્ન આચાર્યદેવશ્રી વિધવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા સંયમજીવનને સમજજવળ બનાવી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એવી અભ્યર્થના ! તેમ જ પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિશઃ વંદના! 2010_04 Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ • શ્રાવરિત તીર્થોદ્ધારક ’, ' 6 2010_04 કર્ણાટકકેસરી ’, મહાન તપસ્વી, સમર્થ સાહિત્યારાધક પૂ. આચાર્યશ્રી વિજયભદ્ર કરસૂરીશ્વરજી મહારાજ કૃતિથી ભદ્ર'કર....આકૃતિથી ભદ્રંકર....વૃત્તિથી ભદ્રંકર....પ્રકૃતિથી ભદ્રંકર...પ્રવૃત્તિથી ભદ્રંકર....એવા ભદ્રંકર પ્રભાવશાળી વ્યક્તિત્વથી શાભતા, યથાનામગુણ પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યાપાદ આચાર્ય ભગવતશ્રી વિજયલબ્ધિસૂરીશ્વર મહારાજના પટ્ટાલ`કાર ધર્માદિવાકર પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર રૂપે સૂર્ય સમાન દીપી રહ્યા છે. ગરવા ગુજરાતની પુનીતપાવન નગરી છાણીમાં સ. ૧૯૭૩ના મહા વદ ૬ને દિવસે તેમના જન્મ થયા. શૈશવમાંથી જ સંયમજીવનના શણગાર સજવાનાં સ્વપ્નાં સેવવા માંડયા. પરંતુ ત્રણ ભાઈઓ વચ્ચે એક જ પુત્ર એટલે દીક્ષાની અનુમતિ મળવી અત્યંત કઠિન બની ગઇ. સામે પક્ષે, તેમને દીક્ષાની ભાવનાની ભરતી એવી ચડે કે હિમાલય જેવા અવરોધ પણ નહિ નડે તેની પ્રતીતિ થાય. એક દિવસ કોઈ સુવર્ણ પળે પ્રત્રજ્યા અંગીકાર કરવાના નિશ્ચય સાથે ઘરમાં કોઈને પૂછ્યા વિના નીકળી પડચા. પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે પાટણ પહોંચ્યા. પૂ. ગુરુદેવશ્રીને પ્રાના કરી કે, દીક્ષા પ્રદાન કરે. સ. ૧૯૮૯ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને પૂ. ગુરુદેવે દીક્ષા પ્રદાન કરી અને સ`સારી મામા પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી ભદ્રંકરવિજયજી તરીકે જાહેર કર્યો. દીક્ષા સાથે જ શિક્ષા ચાલુ થઈ. આરભથી જ અંતરની અવિરામ લગનીથી આઠ– દસ કલાક એકધારું અધ્યયન શરૂ કર્યુ.. કોઈ મળવા આવે તે શોધવા પડે, પૂજ્યશ્રી કોઈ એકાંત માળિયામાં બેઠાં બેઠાં અભ્યાસમાં લીન થઈ ગયા હોય ! પરિણામે ત્રણ જ વર્ષમાં સ'સ્કૃત ટીકા વાંચતા થઈ ગયા. પોતે સંસ્કૃત શ્લોકાની રચના કરવા લાગ્યા. તેથી સમુદાયમાં • પડિત મહારાજ ' તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. પૂ. આ. શ્રી ગંભીરસૂરીશ્વરજી મહારાજ તે રમૂજમાં કહેતા કે, ‘આ તે કોઈ કાશીના પતિ લાગે છે ! ' ધર્મ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિમાં અપ્રતિમ નિપુણતા પ્રાપ્ત કરી. આજે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે એટલા ઉત્સાહથી વિદ્યોપાસના કરી રહ્યા છે. રાજ દસેક કલાક વાચન-મનન-લેખન ચાલે જ; પરિણામે તેઓશ્રી અનેક ગ્રાનું સ`પાદન-લેખન-પ્રકાશન કરી શકયા છે. પૂજ્યપાદ શ્રી યશેાવિજયજી મહારાજના ગહન ગંભીર દાનિક ગ્રંથ ‘ અધ્યાત્મસાર ', અધ્યાત્મપનિષદ ’, ‘વિજયાલ્લાસ મહાકાવ્ય પર સરળ, સુગમ અને સુંદર ટીકાએ લખીને સંસ્કૃતના પ્રગલ્ભ અને પ્રખર વિદ્વાન તરીકેની પ્રતિભા સિદ્ધ કરી છે. અત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના મહાગ્રંથ · લલિતવિસ્તરા ' અને તેની પંજિકા ઉપર ગીર્વાણગિરામાં ટીકા રચી રહ્યા છે. પૂજ્યશ્રીએ - દશવૈકાલિક ’, ‘ ઉત્તરાધ્યયન ’જેવા આગમિક ગ્રથા તેમ જ લલિતવિસ્તરા ’, · તત્ત્વન્યાયવિભાકર ’ જેવા દાનિક ગ્રંથેાના ગુજરાતી અનુવાદો આપી સાહિત્યપસના કરી છે. . શાસનપ્રભાવક ܐ Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ આવી અખંડ અને અગાધ સાહિત્યસેવા સાથે પૂજ્યશ્રી દૂર-સુદૂરના અનેક પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા છે. ગુજરાત, મારવાડ, માળવા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ આદિ પ્રાન્તમાં જિનશાસનની ધર્મત પ્રસરાવી રહ્યા છે, તેના ફળસ્વરૂપે, ચિકમંગલૂર-કર્ણાટકમાં ઘણા સંઘેએ એકત્ર થઈને ઉપધાનમાળા પ્રસંગે પૂજ્યશ્રીને “કર્ણાટકકેસરી”ની પદવીથી વિભૂષિત કર્યા છે. એવી જ બીજી શાસનપ્રભાવના બિહાર, ઉત્તર પ્રદેશ આદિ પ્રાંતેની પણ છે. ઉત્તર પ્રદેશમાં આવેલી શ્રાવસ્તિ નગરી ભૂગોળમાંથી ભૂંસાઈ ગઈ હતી. શ્રી સંભવનાથ પ્રભુની આ કલ્યાણક ભૂમિ પર પૂજ્યશ્રીની પ્રેરણાથી સંભવનાથ ભગવાનનું સ્વર્ગવિમાનસશ્ય વિશાળ સંગેમરમરનું ભવ્ય જિનાલય ખડું કરવામાં આવ્યું અને ઉપાશ્રય-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યો થયાં. આવા મહાન શાસનપ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવિત થઈને તેઓશ્રીને સં. ૨૦૧૬ના માગશર સુદ ૬ને દિવસે આંધ્રપ્રદેશના આદેનીમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તપ-આરાધના અને સાહિત્યસર્જન માટે, વિવિધ પ્રાન્તના વિહારથી જિનશાસનની પ્રભાવના માટે પૂજ્યશ્રીને ચરણે કોટિ કોટિ વંદના ! તા. ક. પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૪૮ના ચૈત્રી ઓળીના દિવસે માં અંકલેશ્વર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. સ્વાધ્યાયપ્રેમી, “શુદ્ધ ઉપયોગના પરમ પુરસ્કર્તા પૂ. આચાર્યશ્રી વિજયજિનભદ્રસૂરીશ્વરજી મહારાજ | તીર્થપ્રભાવક, નિત્ય ભક્તામરતેત્રપાડી પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન મુનિશ્રી જિનભદ્રવિજ્યજી હતા. તેઓશ્રીએ સમુદાયની ભક્તિને ગુણ એટલે સુંદર અને વિલક્ષણ રીતે વિકસાવ્યો હતો કે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ તેમના વૈયાવચ્ચ ગુણની મુક્તકઠે પ્રશંસા કરતા. આવા મહાપુરુષના જીવનકવનની સુમધુર સુવાસ સમગ્ર વાતાવરણને મઘમઘાટમય બનાવે છે. જગત આજે ભયંકર સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આવાં ચરિત્ર સંસારના તાપને કરવામાં મહા મેઘ સમાં બની રહે છે. પૂજ્ય આચાર્યશ્રી જિનભદ્રસૂરિજીમાં સ્વાધ્યાયપ્રીતિ અભુતપણે પ્રગટી છે અને વિકસી છે. ગમે ત્યારે કઈ પણ વ્યક્તિ તેઓશ્રીના દર્શન-વંદને જાય તે પૂજ્યશ્રીને કઈને કઈ શાસ્ત્ર વાંચતા જ જુએ! “શુદ્ધ ઉપગને ગુણ તેઓશ્રીના બિલોરી કાચ જેવા નિર્મળ જીવનમાં સ્પષ્ટ કરી આવે છે. આશરે પચાસેક વર્ષના સંયમજીવનમાં કોઈ પણ ઉપકરણ બેવાયાને દાખલો બન્યું નથી. પૂજ્યશ્રીએ જિનધર્મના વિશિષ્ટ વિચારપ્રવાહને બાળપણથી આત્મસાત્ કર્યા અને એ પ્રમાણે જીવનમાં જીવી પણ બતાવ્યા. આવા તપોધમપ્રભાવક આચાર્યો માટે શ્રીસંઘ ગૌરવ અનુભવે છે. પ્રમોદભાવ, અપ્રમત્તતા અને સમદર્શિતાથી શોભતા આચાર્યો જિનશાસનને શણગાર 2010_04 Page #274 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ શાસનપ્રભાવક છે. પૂજ્યશ્રીમાં આ સર્વ લક્ષણોને સમારેહ સાંપડે છે. તેઓશ્રી વૈયાવચ્ચ, સ્વાધ્યાયશીલતા અને શુદ્ધ ઉપગની ગુણત્રિવેણીથી પતિતપાવન વ્યક્તિત્વ ધરાવે છે. પૂજ્યશ્રીએ પ્રસંગે પાર પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપન, ઉજમણાં આદિ ઉત્સવમાં પ્રેરણા–માર્ગદર્શન આપ્યાં છે. છેલ્લે શંખેશ્વરભદ્રેશ્વર છરી પાલિત સંઘમાં તેઓશ્રીનું પ્રદાન સુવર્ણ કળશ સમું ઝળકી રહ્યું છે! ધન્ય એ શાસનપ્રભાવના ! વંદન હજો એ સ્વાધ્યાયરત સૂરિવરને ! પરમ તપસ્વી, મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયઅશોકરિત્નસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં વડોદરા પાસેનું છાણી ગામ ભવ્ય જિનાલયથી શોભાયમાન પિતાને પુણ્યપ્રકાશ પાથરી રહ્યું છે. શ્રી મહાવીર ભગવાન અને શ્રી કુંથુનાથ ભગવાનનાં ભવ્ય દહેરાસરે, ઉપરાંત ઉપાશ્રયે, ધર્મશાળાઓ, આયંબિલખાતું તથા જ્ઞાનમંદિરથી યુક્ત છાણીનગરમાં શાહ ચંદુલાલ છેટાલાલનાં ધર્મપત્ની શ્રી કમળાબેનની કુક્ષિએ સં. ૧૯૮રના જેઠ સુદ ૧૩ના મધ્યરાત્રિએ પુત્રરત્નને જન્મ થયે. છાણી ગામમાં ધર્મમય વાતાવરણ તે હતું જ, એમાં સુસંસ્કારની સુગંધ મળતાં સેનામાં સુગંધને ન્યાય થયો અને પૂજ્યશ્રીને સં. ૨૦૦૧માં પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી શાંતિનાથ ભગવાનના પ૦ વર્ષના પ્રતિષ્ઠાના મહત્સવ વખતે પૂ. ઉપાધ્યાયજી મહારાજના સંસર્ગમાં આવતાં વૈરાગ્યભાવના પ્રગટી. તે જ વર્ષે પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ખંભાતથી શાહ કેશવલાલ વજેચંદ તરફથી છરી પાલિત સંઘમાં જોડાઈને પાલીતાણામાં ચૈત્ર સુદ ને દિવસે સંઘમાળ પછી, પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી મહારાજની આચાર્યપદવી થઈ તે સાથે તેમની દીક્ષા પણ થઈ. પૂ. આચાર્યશ્રી ભુવનસૂરિના શિષ્ય તરીકે મુનિશ્રી અશોકવિજ્યજી નામે જાહેર થયા. અને તે જ વર્ષે ત્યાં પાલીતાણું પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમજીવન સ્વીકાર્યા પછી પૂ. ગુરુભગવંતને આજીવન જીવન સમર્પિત કર્યા પછી સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા. ગુરુદેવ અને પૂ. વડીલ ગુરુબંધુ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની નિશ્રામાં પ્રકરણ અને આગમગ્રંથનું ઊંડું અધ્યયન કર્યું. પૂ. ગુરુદેવ સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્ર અને કર્ણાટકમાં વિહાર કરીને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરાવ્યાં. શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી સમવાયાંગસૂત્રનાં યોગોદ્ધહન કર્યા. વિશસ્થાનક તપ, પાંચ વર્ષીતપ, પંદર ઉપવાસ, અઠ્ઠાઈ તપ, ૨૪ ભગવાનનાં એકાસણા, પાંચે કલ્યાણકેની આરાધના, પિષ દશમી તપની આરાધના કરી છે. સં. ૨૦૨૦ના જેઠ સુદ બીજને દિવસે પૂ. તારક ગુરુદેવને દાવણગિરિમાં વિહાર થયે. તે પછીથી વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૩૩માં મૈસૂર મુકામે ચાતુર્માસ દરમિયાન શ્રી ભગવતીસૂત્રના ગોદ્રહન સાથે સૂત્રનું 2010_04 Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-૨ વાચન કર્યુ., સં. ૨૦૩૪ના કારતક વદ ૬ના દિવસે ભવ્ય મહોત્સવપૂવ ક ગણિ—પંન્યાસપદવી થઇ. ત્યાંથી કાયમ માટે ત્રણ વિગઈ ને ત્યાગ કર્યાં. બદામ, કાજુ અને દ્રાક્ષ સિવાય મેવા અને માવાને ત્યાગ, પાંચ તિથિ ઘી, લીલેાતર), મિષ્ટાન્નનો ત્યાગ, પાકાં કેળાં સિવાય અન્ય ફળોના ત્યાગ. ચામાસામાં અઠ્ઠાઈ અને બાર તિથિ અને શેષકાળમાં પાંચ તિથિ અને અઠ્ઠાઈમાં લીલેાતરીને ત્યાગ, દીક્ષા પછી તેરમા વર્ષથી બિયાસણાં, દહેરાસરમાં દેવવંદન, દરેક પ્રતિમાજીને નમેા જિણાણું, પાષાણની પ્રતિમાજીને ત્રણ ત્રણ ખમાસમણાં ચૈત્યવંદન, લગભગ ૧૫૦ લેગ્ગસના કાઉસ્સગ્ગ અને તેટલાં જ ખમાસમણાં પ્રાયઃ ઊભાં ઊભાં, શ્રી નવકારમંત્રના અરિહંત સિદ્ધપદ સિદ્ધિચક્ર નમા નાણુસના કરેડ ઉપરનેા જાપ હજુ ચાલુ છે. શ્રી વર્ધમાન તપની ૮૪મી ઓળી ( સ', ૨૦૪૭), રાત્રે સ'થારા સમયે જીવનમાં લાગેલા દ્વેષની ગુહ્યું અને આરાધનાની અનુમેદના. પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને વાસક્ષેપ દ્વારા સં. ૨૦૪૩ના પાષ વદ ૧ના દિવસે ઘેડ બાલાપુરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશાકરત્નસૂરીશ્વરજી મહારાજ નામથી પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા, વડી દીક્ષા, ઉપધાન તપ, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવા થઈ રહ્યા છે. વીસેક વર્ષ થી બેંગલેાર અને મદ્રાસ તરફનાં નાનાં નાનાં ગામડાંએમાં વિચરીને અને ત્યાં ચાતુર્માસ કરીને શાસનપ્રભાવના કરી રહ્યા છે. આ દેશમાં નેનાં ઘર ન હોવાથી દેાષિત આહારની રાખીને અને પ દરેક વર્ષથી એકાસણાં લગભગ ચાલુ છે. સૂરિમંત્રની આરાધના કરીને ઉલ્લાસપૂર્ણાંક રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ રહ્યા છે. એવા એ પરમ શાસનપ્રભાવક સૂરિવર નિરામય દીર્ઘાયુ પામી સુટ્ઠી શાસનસેવા કરતા રહે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કેટિશ: વંદના ! 11.00 2010_04 ૨૭૩ કુશળ વ્યાખ્યાતા, સમર્થ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયઅભયરત્નસૂરીશ્વરજી મહારાજ જે પવિત્ર સ્થળ ભવ્ય જિનાલયા, જ્ઞાનમંદિર, ઉપાશ્રયા, ધ શાળાએથી તથા પૂજ્યપાદ આચાર્ય ભગવંતે તેમ જ સાધુ-સાધ્વીજીઓનાં આવાગમન અને ચાતુર્માસથી વૈરાગ્યના રંગે રંગાયેલુ રહે છે; જ્યાં ૨૫ જેટલાં દીક્ષા ગ્રહણ કરેલ મુનિવરેશમાંથી ૧૧ જેટલા આચાયે થયા; જ્યાંથી ૧૫૦ જેટલાં સાધ્વીજી મહારાજેમાં પૂ. હીરશ્રીજી, પૂ. દેવશ્રીજી જેવા તેજસ્વી તપસ્વીએ થયાં તે પુણ્યભૂમિ છાણીમાં પૂજ્યશ્રીનો જન્મ સ. ૧૯૭૯માં થયેા. પિતાનું નામ મનુભાઈ અમૃતલાલ અને માતાનું નામ ચંદનબહેન હતું. પૂ. ઉપાધ્યાયજી શ્રી ભુવનવિજયજી મહારાજના પિરચયથી વૈરાગ્યભાવના થતાં, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શાહ કેશવલાલ વજેચંદ તરફથી નીકળેલા ખંભાતથી પાલીતાણા છરી પાલિત સોંઘમાં સામેલ થઈ ગયા અને મહાગિરિ શત્રુંજયની છાયામાં વૈરાગ્યભાવના અવિચલ શ્ર. ૩૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ શાસનપ્રભાવક થતાં, સં. ૨૦૦૧ના ચૈત્ર વદ પાંચમે વાગડદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજ્યકનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. વૈશાખ સુદ ૬ને દિવસે વડી દીક્ષા થઈ અને પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી અભયવિજયજી મહારાજ નામે ઘોષિત થયા. પૂજ્યપાદ ગુરુભગવંત અને વડીલ ગુરુભ્રાતા પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રકરણગ્રંથ અને આગમશાને અભ્યાસ કર્યો. મહાનિશીથસૂત્ર સુધીના ગદ્વહન ક્ય પૂ. ગુરુદેવ સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક આદિ પ્રદેશમાં વિહાર કર્યો. દીક્ષા લીધી તે વર્ષથી જ પૂ. ગુરુભગવંતની સેવામાં પરાયણ થયા અને ગોચરી લાવવામાં પણ પ્રધાન થયા. પૂ. ગુરુમહારાજની આજ્ઞાથી સં. ૨૦૧પમાં ધૂલિયામાં પ્રથમ ચોમાસું કર્યું. તે પછી સં. ૨૦૨૬માં મહારાષ્ટ્રમાં ચાતુર્માસ સ્થિત થયા. ત્યાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની વ્યવસ્થા કરાવી. સં. ૨૦૨૮માં ગુરુદેવને સદાય માટે વિરહ થતાં બંને ગુરુભાઈ ઓ સાથે રહીને વિહાર કરતાં શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહ્યા. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈ શ્રીસંઘની વિનંતિઓ થતાં, મૈસૂરમાં સં. ૨૦૩૪માં પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદવી થઈ. ત્યાર બાદ પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અને પુજ્યપાદ ગુરુભગવંતે મેકલાવેલ વાસક્ષેપથી સં. ૨૦૪૩માં દડબાલાપુરમાં આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને પૂજ્ય આચાર્યશ્રી વિજયઅભયરત્નસૂરીશ્વરજી મહારાજના નામે વિખ્યાત થયા. જેમ દક્ષાથી માંડીને આચાર્યપદવી પ્રાપ્ત કરવામાં અને ગુરુભ્રાતાઓ સાથે રહ્યા, તેમ લાંબા સમયના વિહારમાં, ઉપધાન તપ, ઉઘાપન, પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવમાં પણ સાથે જ હોય. એમાં યે પૂ. આ. શ્રી વિજય અભયરત્નસૂરીશ્વરજી મહારાજ તો હળવી શૈલીમાં રમૂજી દષ્ટાંત આપતા જઈને વ્યાખ્યાને આપે ત્યારે શ્રોતાવર્ગ મંત્રમુગ્ધ થઈ જાય. એવી તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી છે. એવા સમર્થ શાસનપ્રભાવક સૂર્વિર સ્વાધ્યપૂર્ણ દીર્ધાયુ પામી જયવંતા વર્તે એવી પ્રાર્થના સહ પૂજ્યશ્રીના ચરણે કટિશઃ વંદન! સુપ્રસિદ્ધ કથાસાહિત્યસર્જક, સુમધુર સંગીતના જ્ઞાતા, સાધક સંત પૂ. આચાર્યશ્રી વિજયપુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ પુનિત પાવન છાણી નગરીને વડોદરાના મહારાજા ગાયકવાડે “દીક્ષાની ખાણ” તરીકે ઓળખાવી છે. છાણી વિષે કહેવત પડી ગઈ છે કે, “ગામ છાણ-દીક્ષાની ખાણી.” ભાગ્યે જ કેઈ ઘર એવું હશે કે જ્યાંથી કઈ સંયમ-આરાધક શ્રી વીરપ્રભુની શાસનસેવામાં ન સંચર્યું હોય! એવી એ પવિત્ર ભૂમિમાં સં. ૧૯૮૭ના પિષ વદ ને દિવસે પૂજ્યશ્રીને જન્મ થ. સંકલ્પને કલ્પતરુની ઉપમા આપી છે. મનને મનેરને સંકલ્પમાં સુદઢ કરી દે એટલે ફળ મળ્યા વગર રહે જ નહીં. પૂજ્યશ્રીના મોનિકુંજમાં પણ નાનપણથી વૈરાગ્યભાવનાનાં મૂળ પાયાં 2010_04 Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૨૭૫ હતાં. અને આગળ જતાં, એ સંકલ્પના કલ્પવૃક્ષને વિકસવાનું વાતાવરણ મળ્યું હતું. માતાપિતાને સંયમ સ્વીકારવાની વાત કરી, પણ અનુમતિ મળી નહીં. મિત્રો સાથે ભાગીને ઉમેરા પહોંચ્યા. ત્યાં એ સંકલ્પ ફળીભૂત થયે. શ્રાવસ્તિ તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી, સં. ૨૦૦૪ના પિષ વદ પાંચમે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી પુણ્યવિજયજી નામે ઘેષિત થયા. સંયમ સ્વીકારીને મુનિશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તલ્લીન બની ગયા. શા, ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિને તલસ્પર્શી અભ્યાસ કર્યો. જ્યોતિષશાસ્ત્રમાં સવિશેષ પારંગત થયા. એ ઉપરાંત, પૂજ્યશ્રીના બે ગુણવિશેષ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા : ૧. તેઓશ્રીની કથા-આલેખનની શૈલી હૃદયંગમ છે. સુબોધ-સુવાઓ કથાઓના સર્જક તરીકે તેઓશ્રી અજોડ સાહિત્યસાધના કરી રહ્યા છે. “સુષા”, “શાંતિસૌરભ', મહાવીર–શાસનમાં તેઓશ્રીની કથાઓ પ્રસિદ્ધ થઈ છે, આબાલવૃદ્ધ સૌમાં અત્યંત પ્રિય થઈ પડી છે. આજ સુધીમાં લાખો પ્રત પ્રસાર પામી છે અને તેની માંગ સતત થતી રહે છે. એવી જ બીજી વિશેષતા સંગીતમય સ્વરમાં સ્તવન-સન્મા ગાવાની છે. પૂજ્યશ્રી મધુર અને બુલંદ અવાજમાં સ્તવને ગાઈને સૌનાં મન હરી લે છે. તેઓશ્રીના ભક્ત અને શ્રાવકે આ સુમધુર સંગીતાવલિમાં લીન બની મહાન આરાધકે બની રહે છે. આમ, યથાનાસગુણ પૂજ્યશ્રી પુણ્ય છે ત્યાં આનંદ છે અને આનંદ છે ત્યાં પુણ્યને સાક્ષાત્કાર થાય છે એની પ્રતીતિ કરાવી રહે છે. ખરે જ, આવી આનંદમૂતિ વિરલ હોય છે. તે સાથે પૂજ્યશ્રી તપમાં પણ આગળ વધતા જ રહ્યા છે. વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અઠું, ૧૬-૧૧ ઉપવાસ, વીશસ્થાનક આદિ તપ સાધવામાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીને કાનપુરમાં સં. ૨૦૪૩ના પિષ વદ ૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજ્યભદ્રકરસૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવી પ્રદાન કરી અને મુનિ શ્રી પુણ્યવિજયજમાંથી આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ બન્યા. આજે પણ પૂ. ગુરુદેવના અંતેવાસી રહીને શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીની ત્રણ ભત્રીજીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પૂ. દાદા ગુરુદેવની છત્રછાયામાં છાણીમાં ચાતુર્માસ સમયે તેઓશ્રીનાં સંસારી માતાએ ઉપધાન તપ કરાવવાને અમૂલ્ય લાભ લીધે. એવા એ શાંતમૂર્તિ—તપસ્વીરસાધક સંત વસાધના કરવાપૂર્વક અનેક જીને શાસનસના ઇછુક બનાવી રહ્યા છે. લાખ લાખ વંદન હજે એ પરમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને ! 2010_04 Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ શાસનપ્રભાવક મહાન તપસ્વી, કુશળ વ્યાખ્યાતા, ઉત્તમ કવિ પૂ. આચાર્યશ્રી વિજયહિરણ્યપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વિનયી શિષ્યરત્ન, અજોડ ગુરુભક્ત પૂ. આ. શ્રી વિજયહિરણ્યપ્રભસૂરીશ્વરજી મહારાજ એક નીડર અને પ્રભાવશાળી વક્તા તરીકે વિખ્યાત છે. તેઓશ્રી શ્રેતાઓ સમક્ષ એવી મધુરતાથી ધાર્મિક કથાનકે રજૂ કરે છે કે તે સાંભળી અનેક જીવો ધર્મના પાકા આરાધક બની જાય છે. અને એ વ્યાખ્યામાં વારંવાર રસ લેવા ઊમટી પડે છે. પૂજ્યશ્રી અન્યના નાનામાં નાના ગુણને પર્વત સમાન મહાન માની, પિતાના મનમંદિરમાં સ્થાપી, આનંદ પામતા રહ્યા છે. પુણ્યાત્મા તરીકે આવા ગુણ વિરલ હોય છે. વળી, તેઓશ્રીએ ગુરુસમર્પણ અને ગુરુસેવાના અદ્ભુત ગુણ વિકસાવ્યા છે. તેથી પ્રતિભાશાળી વિદ્વાન અને ગુણગરવા સૂરિવર્ષોમાં તેઓશ્રીની ગણના થાય છે. પૂજ્યશ્રી સંયમજીવનમાં તપસ્યાનું મહત્ત્વ પણ વીસરતા નથી. ઘણા સમયથી નિત્ય એકાસણાં, ક્યારેક અઠ્ઠાઈ વગેરે ચાલતાં જ હેય. અગિયાર ઉપવાસની તપસ્યા પણ કરી છે. તેઓશ્રી ઉત્તમ કવિ અને સારા લેખક છે. સુંદર સ્તવનેની રચના કરેલી છે. ઉપરાંત, ઘણું પુસ્તક લખીને પ્રગટ કર્યા છે અને સુંદર સાહિત્યસેવા કરી રહ્યા છે. આમ, પૂજ્યશ્રી મહાન તપસ્વી, કુશળ વ્યાખ્યાતા, ઉત્તમ કવિ અને લેખક તરીકે ગુરુકૃપા દ્વારા શાસનપ્રભાવના કરી રહ્યા છે. પ્રેમ અને વાત્સલ્યનીતરતા શાંત વ્યક્તિત્વથી ભાવિકજને પ્રભાવિત થાય છે અને ધર્મના પુનિત માગે પ્રયાણ કરે છે. વર્તમાનમાં પૂજ્યશ્રી સાથે તેમના શિખેતપસ્વી મુનિવર્યશ્રી જયકુંજરવિજયજી, મુનિવર્ય શ્રી ભાગ્યશેખરવિજયજી, મુનિવર્ય શ્રી ભાગ્યપૂર્ણવિજ્યજી વિચરી રહ્યા છે. એવા એ જિનશાસનના તપસ્વી તારકને શતશઃ વંદના ! શ્રી લબ્ધિ-વિમ પટ્ટાલંકાર, પોશીના તીર્થના ઉદ્ધારક, બેંગલોર સમીપ દેવનહલ્લીમાં નિર્માણાધીન શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ તીર્થના પ્રેરક પૂ. આચાર્યશ્રી વિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ જે નગરીમાં અનેક શાસનપ્રભાવક આચાર્યો, પદસ્થ, મુનિરાજ અને તપસ્વી આર્યાએ વીરપ્રભુની શાસનસેવા માટે અવતર્યા તે આરાધનામયી રાધનપુર નગરીમાં પૂજ્યશ્રીને જન્મ થયો હતો. ધર્મિક અને ધનાઢય પિતા કાંતિલાલ વરધીલાલ દોશીના કુળમાં શીલવતી સુશ્રાવિકા તારાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૯૦ના ફાગણ માસની પૂર્ણિમાએ પૂજ્યશ્રીને જન્મ થયો. પિતા કાંતિલાલે બાળકમાં ધર્મની કાંતિ પ્રગટાવી અને ધર્મમાતા પ્રભાબહેને બાળકની ધર્મ પ્રભાને ઉજજવળ કરી; પછી પૂજ્યશ્રીના ધર્મસંસ્કારનું પૂછવું જ શું! સપ્ત વ્યસન, 2010_04 Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૨૭૭ કંદમૂળ, રાત્રિભોજન, અભક્ષ્ય, દ્વિદળ જેવા અનેક અધર્મી કુટુંબમાં પહેલેથી જ જોવા મળતા નહીં. દર્શન કર્યા વગર નવકારશી મળે નહીં. ઘરમાં હંમેશ પૂજા, સામાયિક, ધાર્મિક સૂત્રને અભ્યાસ થાય; અને બાળક વસંતકુમારનું અંતર આ ધર્મસંસ્કાર ઝીલતું વિકસતું રહે છે. સમય જતાં મુંબઈમાં વસવાટ થતાં યૌવનકાળે વસંતભાઈ એ વ્યાખ્યાનવાચસ્પતિ દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ અને પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યને લાભ મળે. જન્મજાત સંસ્કાર, સંતસમાગમ, અને લાલબાગમાં પૂ. દાદા ગુરુદેવના વૈરાગ્યરંગ્યાં પ્રવચનથી વસંતના હૈયામાં વૈરાગ્યની વસંત બેઠી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૬ને દિવસે રાધનપુરમાં મુનિવર્ય શ્રી વિક્રમવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી સ્થૂલભદ્રવિજયજી તરીકે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા પછી પૂ. દાદા ગુરુદેવની અખંડ સેવાભક્તિને લાભ લેવા સદાય અપ્રમત્ત રહ્યા. નાનામોટા સર્વ મુનિવરોની સેવા કરવી એ તેઓશ્રીને જીવનધર્મ બની ગયે. વૈયાવચ્ચ સાથે જ્ઞાનારાધના પણ ચાલે. આગમિક ગ્રંથોથી માંડીને વ્યાકરણ, ન્યાય, કેશ, કાવ્ય, અન્ય ધર્મશામાં પારંગત થયા. જ્ઞાનાર્જન સાથે પૂજ્યશ્રીમાં વિનય-વિવેક આદિ અન્ય ગુણેને પણ ઉત્તમ વિકાસ થયે છે. દીક્ષા થયા પછી એક રાત્રે ગુરુભગવંતના ચરણારવિંદમાં ભક્તિ કરવા બેઠેલા. પૂજ્ય ગુરુદેવને નિદ્રા આવી ગઈ. સંથારાની આજ્ઞા ન મળતાં પૂજ્યશ્રી આખી રાત બેસી રહ્યા. પૂ. ગુરુદેવે જાગીને તરત પૂછ્યું કે “હજી સંથાર નથી કર્યો ?” ત્યારે પૂજ્યશ્રીએ ઉત્તર આપે કે, “ગુરુદેવ, આપે આજ્ઞા નહોતી કરી.” તેઓશ્રીની આવી ગુરુભક્તિથી પ્રસન્ન થઈને છાણીમાં પૂ. દાદા ગુરુદેવે તેઓશ્રીને “દર્શન-જ્ઞાન-ચારિત્રની ત્રિવેણી સંગમના મહાન આધક” તરીકે બિરદાવ્યા. પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મહારાજે પૂજ્યશ્રીના સંયમની, જ્ઞાનની, વૈરાગ્યની અત્યંત પ્રસંશા કરી. ભાવિ શાસનપ્રભાવક સૂરિવર તરીકે અનેક પૂજ્યના અંતરના આશીર્વાદ પૂજ્યશ્રીના શિરે ચઢતા રહ્યા. પૂ. ગુરુદેવશ્રી વિકમસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને યંગ્ય જાણી સમેતશિખરજીમાં સં. ૨૦૨૮ના વૈશાખ સુદ ૬ને દિવસે ગણિપદ પ્રદાન કર્યું. ૨૦૩૧ના મહા સુદ ૧૦ને દિવસે રાધનપુરમાં પંન્યાસપદ પ્રદાન કર્યું. તે સમયે પૂજ્યશ્રીએ પોતાના પિતાશ્રી કાંતિભાઈને ૭૦ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ દીક્ષા આપી, પિતાના ગુરુભ્રાતા મુનિશ્રી કમલયશવિજયજી બનાવ્યા અને તેમની અખૂટ અને અથાગ વૈયાવચ્ચ કરી જીવન ધન્ય બનાવ્યું. પદપ્રદાન પછી પૂજ્યશ્રીએ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. અનેક પુણ્યાત્માઓને સંયમાગે ચઢાવ્યા. અનેક સંઘોમાં ચાલતા વિખવાદ દૂર કરી શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું. અમદાવાદમાં સં. ૨૦૪૩માં મહામહોત્સવપૂર્વક પૂ. આ. શ્રી નવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રી આદિ ત્રણ ગુરુબંધુઓને આચાર્યપદે અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીએ સંઘ, ઉજમણુંઓ, પ્રતિષ્ઠા-અંજનશલાકાઓ, સાધમિકેના ઉદ્ધારનાં કાર્યો તથા ગ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધારનાં અને નૂતન તીર્થોનાં નવનિર્માણનાં કાર્યો કર્યા છે. એમાં નાનાપોશીના તીર્થનો ઉદ્ધાર અને કર્ણાટક રાજ્યમાં બેંગલેર જિલ્લાના દેવનહલ્લી ગામે વિશાળ અને ભવ્ય એવા શ્રી નાકડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જિનપ્રાસાદ નામે નૂતન તીર્થની 2010_04 Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ શાસનપ્રભાવક સ્થાપના એ પૂજ્યશ્રીની યશકલગી સમાન છે. તેઓશ્રીના નિઃસ્પૃહી અને નિખાલસ સ્વભાવને લીધે પૂજ્યશ્રીને ખૂબ જ પ્રભાવ પડે છે. કેઈના પણ દુર્ગુણને ધ્યાનમાં નહિ લેવાની અને સહુના ગુણને ગૌરવ આપવાની પૂજ્યશ્રીની સ્વાભાવિક પ્રકૃતિ હોવાને લીધે તેઓશ્રી સ્વયં પૂર્ણ ચંદ્ર સમા શીતળ પ્રકાશે છે અને અન્ય માટે આદરણીય પ્રેરણાસ્થાન બની રહે છે. ગુરુભક્તિ સાથે જપ-તપની આરાધના પણ પૂજ્યશ્રીને એક ઉત્તમ ગુણ છે. આજ સુધીમાં વર્ધમાન તપની ૮૧ ઓળીની આરાધના કરી અને હજી એ ચાલુ જ છે. મંદિરનો જીર્ણોદ્ધાર સાથે જૂના ધર્મગ્રંથોનાં પ્રકાશને કરાવવા પ્રત્યે પણ ધ્યાન આપતા હોય છે. રાધનપુરમાં એકેએક જિનાલયના રંગરેગાનાદિ માટે પૂજ્યશ્રી પ્રસંગે પાત્ત પ્રેરણું આપતા હોય છે. એવા એ વિનમ્ર અને વત્સલ, નિસ્પૃહી અને નિખાલસ, તપસ્વી અને ત્યાગી, મહાન શાસનપ્રભાવક સૂરિવરનાં ચરણમાં કેટિશઃ વંદના ! સૂરિમંત્ર પીઠિકા સાધક, ભરૂચ તીર્થોદ્ધારક મહાન ભાષાવિદ, પ્રકાંડ પંડિત પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ ગગનમંડળમાં વિધવિધ ગ્રહો, નક્ષત્ર, તારલાઓ પિત પિતાની શ્રીશાભાથી વિશ્વસૌંદર્ય, ધારણ કરી રહ્યાં છે, તેમ જિનશાસનમાં જુદા જુદા સૂરિવરેએ પિતપતાની રીતે તપ-જપઆરાધના દ્વારા શાસનસેવા ધારણ કરી છે. એવા એક વિશિષ્ટ સાધક છે પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીને જન્મ નડિયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચિત્ર વદ ૧૦ના મંગલદિને થયો હતો. પિતા જિનદાસ અને માતા સુભદ્રાના લાડકવાયા સંતાન રમેશભાઈ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. ઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ અનુકૂળતા હોવા છતાં રમેશભાઈને સંસારની અસારતા હદયમાં વસી ગઈ હતી. પગપાળા દેવદર્શને જવું, ખુલા પગે કેલેજ જવું, પિતાનાં કપડાં પિતે જ વાં-એવી નાની નાની બાબતમાં તેમના સંસ્કાર વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની સેવા કરવાને લાભ મળે અને રમેશભાઈને સ યમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા વદ પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયવિકમસૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી મુનિ શ્રી રાજયશવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને સ્વાધ્યાય-તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના ચોથા વર્ષથી તે પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં એક અચ્છા પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની આ અનન્ય કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય સંભાળશે.” પોતાનું આટલું માન હોવા છતાં મુનિશ્રી રાજયશવિજયજી પૂરેપૂરા વિનમ્ર, વિવેકી, નિખાલસ અને નિઃસ્પૃહી રહેતા. શાના અધ્યયનમાં નિમગ્ન 2010_04 Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ૨૭૯ રહેતા. જ્યાતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને વ્યાપક જ્ઞાન જોઇ સહુકોઇ આશ્ચર્ય પામતા. તદુપરાંત, તેઓશ્રીએ અનેક ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને પોતાની એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા ઉપસાવી હતી. પૂ. ગુરુદેવશ્રી સાથેના બે ભવ્ય છરી પાલિત સઘામાં વિહાર કરીને પૂજ્યશ્રીએ પોતાના એક સમર્થ ભાષાવિદ્ તરીકેનો પરિચય આપ્યા હતા. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાએ પર એકસરખું પ્રભુત્વ ધરાવનાર પૂજ્યશ્રી કેઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી ઇંગ્લિશમાં લેકચર આપી શકે છે; તે સ ંસ્કૃત વાગ્ધારા સાંભળીને લાગે કે કાઇ કાશીના પડિત વ્યાખ્યાન આપી રહ્યા છે. તો ગુજરાતી કે રાજસ્થાની બેાલતા હોય ત્યારે તે તે પ્રદેશના વતની જ લાગે ! આમ, પૂજ્યશ્રી ભાષાના પ્રકાંડ પંડિત છે. વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધક તરીકે પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં પૂ. આ. શ્રી વિજયનીંનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીંને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્ય શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનપ્રભાવના દ્વારા લાખા ભાવિકોનાં હૃદય સ્થાન પામી ચૂકયા છે. તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહેનિશ વરસતી રહે છે; જેને લીધે પૂજ્યશ્રી ભરૂચ તીર્થોદ્ધારનુ કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકયા છે. સ. ૨૦૪૩ના આસા માસથી સ. ૨૦૪૫ના આસે સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર હશે ! એવા એ મહાન તપસ્વીને કેબિટ કેપિટ વંદના ! સ ગીતપ્રેમી, સરળમૃતિ પૂ. આચાર્ય શ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ ગરવા ગુજરાતનુ છાણી ગામ તે સયમ સ્વીકારવામાં વિશ્વવિખ્યાત બનેલુ છે. પૂજ્યશ્રી પણ એ જ લતાના પુષ્પ છે. દાદા જમનાદાસભાઇ, કાકા દલસુખભાઇ, માતા અને ત્રણ બહેનો- એક જ કુટુંબમાંથી એક કરતાં વધુ ભવ્યાત્માએ અસાર સ`સારને છેડીને વીરપ્રભુના શાસનમાં વિહરવા તત્પર બન્યા હોય ત્યાં જપ-તપ-સંયમનું સામ્રાજ્ય હોય એમાં શી નવાઇ ! પૂજ્યશ્રીએ પણ આ જ વાતાવરણમાં વૈરાગ્યના અંચળા આઢવાનો નિશ્ચય કર્યાં. સ. ૧૯૭૮ના ભાદરવા સુદ ૮ને દિવસે જન્મેલા આ પુણ્યાત્માએ સ. ૨૦૦૧ના માગશર સુન્ન છને શુભ દિવસે ખંભાત શહેરમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસૂરીંશ્વરજી મહારાજ હુસ્તક પ્રત્રજ્યા અંગીકાર કરી, અને શ્રી અરુણુપ્રભવિજયજી મહારાજ બન્યા. દીક્ષા ગ્રહણુ કરીને તેઓશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વાધ્યાય-તપનું અહેરાત આરાધન કરતા રહ્યા છે. પૂજ્યશ્રીની સૂરિવર તરીકેની એ વિશિષ્ટતાએ સહુ કોઈ ને પ્રભાવનું કારણ બની રહે છે, અરુણુની પ્રભા જેવી સરળતા અને પ્રસન્નતા મુખ પર પ્રકાશતી હાય એવા એ પૂજ્યશ્રી 2010_04 Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શાસનપ્રભાવક બાળકેમાં અતિપ્રિય છે. બાળકોને શિક્ષણ આપવામાં સૌથી વધુ કાળજી રાખવી જોઈએ એવું માનનારા છે. તેઓશ્રી કહે છે કે, મહાત્મા ઈસુ ખ્રિસ્તે કહ્યું છે તે સાચું છે કે, “દેવલેક ભવ્ય છે, સુંદર છે, મહાન છે, પણ અફસોસ! તેનું દ્વાર એટલું નાનું છે કે તેમાં પ્રવેશ કરવા માટે બાળક બનવું પડે છે ! ” બાળકને દેવ સમાન માનતા સૂરિવર બાળક માટેના શિક્ષણની સતત ચિંતા સેવતા હોય છે. એવી જ બીજી લાક્ષણિકતા પૂજ્યશ્રીને સંગીતપ્રેમ છે. પ્રતિક્રમણમાં સ્તવન-સમ્બા ગાતાં ગાતાં તલ્લીન બની જતા હોય છે. તેઓશ્રીનાં આવાં ગીત-સંગીતથી આરાધકેમાં ભક્તિભાવનું મોજું ફરી વળે છે! પૂજ્યશ્રીને સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને શ્રાવસ્તિ તીર્થમાં પૂ. ગુરુદેવ શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદવી આપવામાં આવી. આજે પણ પૂ. આચાર્ય શ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં વ્યસ્ત હોય છે. એ કાર્યો કરવા માટે શાસનદેવ તેઓશ્રીને દીર્ધાયુષ્ય બક્ષે એવી પ્રાર્થના સહ પૂજ્યશ્રીના ચરણે શતશઃ વંદના ! વિશ્વવિક્રમી આરાધક, ઉગ્રવિહારી તપસ્વી, “મરાઠાવાડા ઉદ્ધારક” • પૂ. આચાર્યશ્રી વિજયવારિષણસૂરીશ્વરજી મહારાજ છાણીનું અપરનામ સંયમનગરી રાખવું પડે એટલી દીક્ષાઓ આ નગરીમાં થઈ છે. પૂજ્યશ્રી પણ એ ભૂમિનું સંતાન છે. શ્રી શાંતિનાથ પ્રભુની શીતળ છાયામાં ધર્મપ્રિય સેમચંદભાઈ ગિરધરભાઈના ગૃહે માતા કમળાબહેનની કુક્ષિએ છ પુત્રને જન્મ લીધા હતા. પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજાદિના પાવન પગલે નગરનાં ૮૦ ઘરમાંથી ૧૨૫ ભાગ્યવંતે પ્રત્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરી ગયા હતા. એવા વાતાવરણમાં ઊછરતાં કમળાબહેન અને સેમચંદભાઈનાં આ સંતાનમાં ત્રીજા નંબરના મહેશભાઈ ચોથા નંબરના કિરીટભાઈ પાંચમા નંબરના મુકુન્દભાઈ અને છઠ્ઠા નંબરના તેજપાલભાઈ વૈરાગ્યના રંગે રંગાયા. ચારે પુત્રોને ઘરઆંગણે મહામહોત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરાવનાર માતાપિતા ખરેખર ધન્યવાદના અધિકારી છે! સં. ૨૦૧૪ના માગશર સુદ પૂર્ણિમાને દિવસે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષામહોત્સવ થયે. પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મહારાજના શિષ્ય તરીકે ચારે ભાઈઓ મુનિશ્રી વિજયસેનવિજયજી શ્રી વાસેનવિજયજી, શ્રી વલ્લભસેનવિજયજી અને શ્રી વારિ ઘેણુવિજયજી નામે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વારિ વિજયજી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં શાસ્ત્રાધ્યયન અને તપ-આરાધનામાં ખૂબ જ આગળ વધ્યા. તેઓશ્રીને સં. ૨૦૩૭ના મહા સુદ ૧૪ને દિવસે મદ્રાસમાં પૂજ્યપાદ આચાર્યશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના હસ્તે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના મંગલ દિને શ્રાવસ્તિનગરમાં શ્રી સંભવનાથ જિનાલય અંજનશલાકા મહોત્સવ પ્રસંગે કર્ણાટક કેસરી’ પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સૂરિપદથી શોભાવવામાં આવ્યા. એક જ વર્ષમાં પંચપ્રસ્થાનની આરાધના 2010_04 Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૨૮૧ કરીને પૂજ્યશ્રી એક દિવ્ય પ્રભાવક બની રહ્યા છે. મરાઠાવાડામાં અનેક નગર–ગ્રામમાં ત્રણ વર્ષ સતત વિચરીને ધર્મવિમુખ પ્રજાને ધર્માભિમુખ બનાવી. ઓરંગાબાદમાં પૂજ્યશ્રીની ૭૫મી કામચૌવિહારી એકાદશીની એળીના પારણે અનેક સંઘોએ મહેસપૂર્વક તેઓશ્રીને “મરાઠાવાડા ઉદ્ધારકની પદવી આપી. પૂજ્યશ્રીએ પ્રથમવાર જ મરાઠાવાડા પ્રદેશમાં ઉદ્યાપન, ઉપધાન તપ, અંજનશલાકા મહોત્સવ ઊજવવાને યશ પ્રાપ્ત કર્યો છે. જેમ દક્ષિણ ભારતના પ્રાંતમાં પૂજ્યશ્રી શાસનપ્રભાવના દ્વારા જેન જયતિ શાસનમને જ્યષ ગાજતે કરી રહ્યા, તેમ ભારતના છેક ઉત્તર છેડે-નેપાલમાં પણ તેઓશ્રીએ વિરપ્રભુના શાસનને ધ્વજ લહેરાવ્યા છે. નેપાલમાં મૂર્તિપૂજક શ્રમણ તરીકે પ્રવેશ કરનાર પૂજ્યશ્રી પહેલા છે. નેપાલની સરહદે ફારબસગંજ, ફૂલકા વગેરે નગરમાં જિનમંદિરની પ્રતિષ્ઠા તેઓશ્રી હસ્તક થઈ છે. ઉગ્ર વિહાર એ પૂજ્યશ્રીનું એક પ્રભાવક લક્ષણ છે. તે ઉગ્ર તપશ્ચર્યા એ તેઓશ્રીનું બીજુ વિશ્વવિક્રમી લક્ષણ છે. વર્ધમાન તપની ૮૭મી એળી પૂર્ણ કરી (સં. ૨૦૪૭) ૮મી ઓળી ઠામચૌવિહારી એકદત્તાથી કરી રહ્યા છે. એકદની કામચૌવિહારી ઓળી કરનાર વર્તમાનમાં પૂજ્યશ્રી વિશ્વવિક્રમ ધરાવનાર આચાર્યપ્રવર છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવના પણ અત્યંત પ્રભાવક પુરવાર થઈ છે. તેઓશ્રીની પ્રેરણાથી વિવિધ સંઘમાં અનેક આયંબિલ ખાતાં સ્થપાયાં છે. પૂજ્યશ્રીએ પણ ૭૦૦૦ આયંબિલ અને ૧૫૦૦ એકાસણુની આરાધના કરી છે. ૫ ઉપધાન તપ, ૬ શિખરબંધ મંદિરમાં પ્રતિષ્ઠાઓ, ૬ ગૃહમંદિરે પ્રતિષ્ઠાઓ, અંતરિક્ષ તીર્થ તેમ જ હિંગળીથી શત્રુંજય તીર્થને ૯૨૫ કિ.મી., ૩૦ દિવસને, અતિ ઉગ્ર વિહારપૂર્વક અને અઢાર અભિષેકના ઐતિહાસિક પ્રસંગે રાજય તીર્થે ઉપસ્થિત થઈ અનુમોદનીય બનેલે અદ્વિતીય યાત્રાસંઘ; ૧૦ અંજનશલાકા ઉત્સવ, ૨૧ માસક્ષમણ તપશ્ચર્યા, ૪ દીક્ષાઓ, ૭૧ છોડનાં ઉજમણું આદિ અનેક શાસનપ્રભાવનાઓ પૂજ્યશ્રીની નિશ્રામાં થઈ છે. એવા એ મહાન ઉગ્રવિહારી, ઉગ્ર તપસ્વી સાધકને અંતઃકરણપૂર્વક શતશઃ વંદના ! પ્રસિદ્ધ પ્રવચનકાર, સંસિદ્ધ સાહિત્યકાર, પંચ મહારાજ” ' તરીકે પ્રસિદ્ધ સંગઠનપ્રેમી પૂ. આચાર્ય શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજ વીર–સેનાના સૈનિક’ શ્રી વીરસેનસૂરીશ્વરજી મહારાજ પણ છાણ ગામની ચિંતામણિ ખાણમાંના જ એક રત્ન છે. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૯ના ભાદરવા સુદ પાંચમે થયે હતે. નગર અને કુટુંબના ધર્મમય વાતાવરણમાં ઊછરેલા પૂજ્યશ્રીને શૈશવકાળમાં જ વૈરાગ્યને રંગ લાગે હતે. સં. ૨૦૧૪ના વૈશાખ વદ ૬ને મંગળ દિને છાણમાં જ પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટદીપક તરીકે પ્રવજ્યા અંગીકાર કરી મુનિશ્રી વીરસેનવિજ્યજી બન્યા. પૂજ્યશ્રીનાં બે બહેને અને લઘુબંધુ પણ સંયમમાર્ગના સહપાંથી બન્યાં છે. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ છે. ૩૬ 2010_04 Page #284 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૨૮૨ પૂ. ગુરુદેવની નિશ્રામાં અનેકવિધ આરાધના કરી છે. ૧૧ અઠ્ઠાઇ, ૧૬ ઉપવાસ, વર્ષીતપ આદિ આરાધના કરી છે. ગુરુભક્તિ અને સ'યમસાધના સાથે સગઠનપ્રેમ એ તેઓશ્રીની વિશેષતા છે. સંઘમાંના કુસંપ અને વૈમનસ્યાને કુશળતાથી દૂર કરવામાં પૂજ્યશ્રીની આવડત અજોડ છે. દક્ષિણ ભારતના રમણીયા, વેદાના, અરસીકેરે, કર્નુલ આદિ સ ંધામાંના વૈમનસ્યા મિટાવી જિનશાસનના જયજયકાર પ્રવર્તાવ્યેા છે. તેથી તે! ઘણા તેઓશ્રીને પચ મહારાજ' તરીકે ઓળખે છે, પૂ. ગુરુદેવશ્રીના સંસ્કૃતના સુપ્રસિદ્ધ વિદ્વાન હોવાના વારસા પૂજ્યશ્રીએ પણ જાળવી રાખ્યા છે. ‘ છાણીશતક', ‘ભદ્ર ંકર ભક્તામર ’, ‘ સંધશતક ’આદિ સંસ્કૃત રચના કરી છે. ૨૦૦ જેટલાં હિન્દી મુક્ત રચી ‘ગાએ ઔર પાએ' નામના સુંદર સ`ગ્રહ પ્રકાશિત કર્યાં છે. ગુજરાતી હાવાને લીધે ગુજરાતી ગીતે અને મુક્તકોની રચનાઓ કરી છે, એ નવાઈ પમાડે તેવી વાત નથી; પરંતુ તેઓશ્રીનુ મરાઠી અને તેલુગુ ભાષામાં સાહિત્યસન આશ્ચય જન્માવે તેવુ છે. પૂજ્યશ્રીએ ‘પ્રભુ મહાવીરડું” નામની તેલુગુ ભાષામાં પુસ્તિકા રચી છે. · પઢો. ઔર અઢા’, ‘ વૈરાગ્યરસમ’જરી ', · દિલનુ દીપ', ‘ પ્રેરણા ’, ‘ પ્રવચનમાધુરી ' આદિ મરાઠી રચનાએ પણ જે તે પ્રદેશમાં અત્ય’ત આદર પામી છે. છેલ્લાં નવ વર્ષોંથી ‘ લબ્ધિકૃપા' માસિકનું સંપાદન કરી રહ્યા છે. આમ, પૂજ્યશ્રી એક સમર્થ સાહિત્યકાર તરીકે જનજીવનના સૌંસ્કારને સ`માર્જિતસંવર્ધિત કરીને જિનપ્રભુના જયજયકાર પ્રવર્તાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહુરાઇય જિલ્લામાં આવેલા શ્રાવસ્તિતીના ઉદ્ધાર માટે પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને માદન-પ્રેરણા આપી, મહાન યેાગદાન આપેલ છે અને એ જ તીસ્થળે સ ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ને શુભ દિને પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કર્યાં. એવા એ સગડનપ્રેમી, પ્રસિદ્ધ પ્રવચનકાર, મહાન સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજને શતશ: વંદના ! સમર્થ વિદ્વાન અને પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. આચાર્યશ્રી વિજયયશાવસૂરીશ્વરજી મહારાજ પૂર્વના પુણ્યાયે, બાળવયમાં મળેલા સ`સ્કારેએ અને શ્રમણ-ભગવંતાના સમાગમે બાળ દિલીપે માત્ર ૯ વર્ષની વયે વૈરાગ્યનો રંગ લાગતાં, પૂ. આ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, ગુણ્વજ્ઞા પ્રમાણે મુનિશ્રી યશેાવ - વિજયજી નામે ઘાષિત થયા. પૂ. આચાર્ય મહારાજને ઘણા પૂછ્યા કે, “ આ બાળમુનિનું નામ ૮ યશેાવમ` ' કેમ રાખ્યું ? ” ત્યારે તેઓશ્રી કહેતા કે, “ આ ખાળમુનિ અનેક શાસનપ્રભાવના દ્વારા યશને ધારણ કરશે. માટે, યશને ધારણ કરનાર વમ એટલે કવચ છે જે, એવું સાક નામ યશાવ` ’ રાખ્યુ છે.” પૂ. ગુરુદેવની પરમ અને સતત કૃપાએ તેમ જ પેાતાની તીવ્ર જ્ઞાનરુચિ, તીક્ષ્ણ બુદ્ધિમત્તા અને પ્રખર યાદશક્તિ વડે બાળમુનિશ્રી યશાવવિજયજી મહારાજે થોડા જ સમયમાં, જ્ઞાનસ'પાદનમાં અજબ સિદ્ધિ પ્રાપ્ત કરી. કવિત્વશક્તિ, વક્તૃત્વશક્તિ અને લેખનશક્તિને ત્રિવેણીસંગમ બાળપણથી જ સધાયેા. માત્ર ૬ દિવસમાં દશવૈકાલિક ' 2010_04 Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૨૮૩ સૂત્ર કંઠસ્થ કરનારા આ મુનિવરે ક્રમે ક્રમે વ્યાકરણ, કાવ્યકેશ, ન્યાય અને આગમશાનું તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું. પૂજ્યશ્રીએ વિશાળ જ્ઞાનપ્રાપ્તિ સાથે અનેક છંદબદ્ધ શ્લોક અને પ્રબંધ તેમ જ નિબંધની રચના કરી છે. તેમાં તેઓશ્રીની સમેતશિખર પર્વતાકાર કાવ્યરચના અદ્દભુત અને અદ્વિતીય છે. તેઓશ્રી પિતાના લેખોમાં ગૂઢ વાતને સરળ શૈલીમાં અને સામાન્ય વાતને અસાધારણ શૈલીમાં રજૂ કરતા હેઈ, સામાન્ય વર્ગ અને વિદ્વત્વર્ગ–બંનેમાં આદરણીય બન્યા છે. વળી, પૂજ્યશ્રીની પ્રવચનશક્તિ પણ મધુર અને મર્મસ્પશી છે. શાનાં ગૂઢ રહસ્યોને લેકમેગ્ય અને રસાળ શૈલીમાં રજૂ કરવાની પૂજ્યશ્રીમાં અભુત શક્તિ છે. પૂજ્યશ્રી પ્રખર જ્ઞાની, રસાળ વકતા અને સમર્થ લેખક હવા સાથે ઉત્તમ સાધક પણ છે. તેઓશ્રીની આ સર્વ યેગ્યતા વડે આજે તેઓશ્રીનું આચાર્ય પદ પણ શેભાયમાન છે. પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં ધાર્મિક શિબિરે, વિવિધ ધર્મારાધનાઓ, અનુષ્ઠાને, દીક્ષાઓ વગેરે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન બન્યાં છે. એવા એ પરમ શાસનપ્રભાવક સૂરિવર દીર્ધાયુ પામી અનેકવિધ પ્રભાવનામાં રત રહો એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિશઃ વંદના ! પંજાબકેસરી’ યુગવીર આચાર્યદેવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય પૂ. આ. શ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઉમંગસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિદ્યા સૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઈંદ્રદિન્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઉદયરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિઠ્ઠી કારસૂરીશ્વરજી મહારાજ પૂ આ શ્રી વિજયજનચંદ્રસૂરીશ્વરજી મહારાજ 2010_04 Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શાસનપ્રભાવક વિશ્વકલ્યાણના વ્રતધારી, સમર્થ સમયદ્રષ્ટા, શાસનપ્રભાવનાના પરમ પ્રભાવક સુવાહક, ધર્મમંદિર-સરસ્વતીમંદિરો-સત્કર્મમંદિરો સ્થાપવાની ઉદઘોષણ કરનાર યુગપુરુષ: પૂ. આચાર્ય દેવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની સાંસ્કૃતિક અને શિક્ષણિક નગરી વડોદરામાં જન્મ્યા હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૨૭ના કારતક સુદ બીજ (ભાઈબીજ)ને દિવસે થયે હતે. પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ છગનભાઈ હતું. તેમને બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેને હતાં. જેનધર્મ પ્રત્યે વિશેષ રુચિ તે વંશપરંપરાગત હતી, તેમાં માતા ઈચ્છાબેનની ધર્મભાવના વિશેષ દઢ હતી. માતાપિતાની સાદાઈ, સરળતા, સંસ્કારિતા અને ધાર્મિકતાનું સિંચન સહજપણે બાળકમાં થતું હતું. પરંતુ કુદરતને આ સુખશાંતિ મંજૂર ન હતી. બાળપણમાં જ પિતા દીપચંદભાઈને વિયેગ થયો. થોડા સમય પછી માતાનું પણ અવસાન થયું. માતાના અવસાન સમયે છગનભાઈની ઉંમર ૧૦-૧૨ વર્ષની હતી. તે અંતિમ ક્ષણે માતાએ પુત્રને કહેલું કે, “હે વત્સ ! અરિહંત પરમાત્માનું અને વ્યક્તિને અનંત સુખમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મનું શરણું સ્વીકારજે અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં જીવન વિતાવજે.' બાળકના કુમળા મન પર આ શબ્દોની અમીટ અસર થઈ. માતાપિતાને વિગ બાળક માટે અસહ્ય થઈ પડ્યો હતે. એક એક દિવસ પસાર કરે અઘરે થઈ પડ્યો. સંસાર પરથી મન ઊઠી ગયું. સાતમા ધોરણ સુધી અભ્યાસ માંડ માંડ પૂરો કર્યો. ત્યાં સુધીમાં તે મંદિર-દેવદર્શન અને ઉપાશ્રય-સાધુસંતના સમાગમમાં રચ્યાપચ્યા રહેવા માંડ્યા હતા. પૂર્વજન્મના સંસ્કાર જાગૃત થતાં ધર્મસંસ્કારો દઢ થવા માંડ્યા હતા. મન વેપારધંધામાં કે સંસાર-વ્યવહારમાં લાગવાને બદલે અગમનિગમની ઝંખનામાં લાગવા માંડ્યું. એવામાં યોગાનુયોગ એક અલૌકિક બનાવ બન્ય. કઈ પણ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં સૌથી મહાન યોગદાન સંત-સદ્ગુરુમાર્ગદર્શકનું હોય છે. તેમાંય કેઈ યુગપ્રધાન મહાપુરુષને યોગ થાય તો તે સાધક-જિજ્ઞાસુના સર્વોત્કૃષ્ટ પ્રેમને-પુણ્યને ઉદય જ ગણાય. તેથી જ કહ્યું છે ? “પારસ મેં ઔર સંત મેં બડા અંતર જાન, વે લેહા કંચન કરે, વો કરે આપ સમાન. બલિહારી ગુરુદેવ કી પલપલ મેં કઈ બાર. પશુ મેટ હરિજન કિયા, કુછ ન લાગી વાર.” સં. ૧૯૪૨નું વર્ષ. જ્ઞાન-સંયમની સાક્ષાત્ મૂર્તિ સમા પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મહારાજ)નું વડોદરામાં આગમન થયું. તેઓશ્રીનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના પણ વૈરાગ્યવાસિત છગનલાલના મન રૂપી હરણે જાણે કે મેલીને નાદ સાંભળે ! મધુર શબ્દો અને સૌમ્ય મુદ્રાથી તેમનું મન વધાઈ ગયું. તેમણે 2010_04 Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૨૮૫ મને મન પિતાનું જીવન પૂ. ગુરુદેવશ્રીને ચરણે ધરી દેવાને નિર્ણય કર્યો. પૂ. આત્મારામજી મહારાજે પણ વિશાળ દૃષ્ટિ, માનવતાભર્યું હદય, સદ્ગુણપ્રાપ્તિ પ્રત્યેને સતત અભિગમ, અગાધ શાસ્ત્રજ્ઞાન, જિનશાસનની અને જૈનસાહિત્યની સેવા કરવાની ધગશ અને સમર્થ શિષ્યવૃંદ દ્વારા લગભગ ત્રણ દાયકા સુધી જૈનધર્મીઓમાં અપૂર્વ ગૃતિનાં પૂર આણ્યાં. એવા પૂ. આત્મારામજી મહારાજે પ્રવચન પૂરું કરીને જોયું તે એક બાળક સૌના ગયા પછી પણ એકલે બેસી રહ્યો હતે. આચાર્યશ્રીએ તેને પૂછયું, “હે વત્સ! તું કેમ હજી અહીં બેઠે છે? તારે શું કામ છે? શું તારે ધનાદિની જરૂર છે?” કિશેરે હકારમાં જવાબ આપે. આચાર્યશ્રીએ પૂછયું, “કેટલું ધન જોઈએ?” બાળકે કહ્યું, “ઘણું. કેઈ દિવસ ન ખૂટે એવું. આપની પાસે છે તેવું અને તેટલું આ સાંભળીને આચાર્ય શ્રી અતિ પ્રસન્ન થઈ ગયા. તેઓશ્રીની કલ્પના હતી કે બાળક તેજસ્વી છે, તે સાચી પડી. કિશેરે ગુરુદેવ પાસે દીક્ષાની માંગણી કરી. તે આશા યથાસમયે પરિપૂર્ણ થશે એવું આશ્વાસન આપી ગુરુદેવ વિદાય થયા. સં. ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ રાધનપુરમાં ચાતુર્માસ સ્થિત હતા, ત્યારે છગનલાલ કુટુંબીજનેની સંમતિ મળતાં રાધનપુર આવ્યા. વૈશાખ સુદ ૧૩ને શુભ દિને મુનિશ્રી હર્ષવિજ્યજી મહારાજના હાથે દીક્ષા આપવામાં આવી. દાદાગુરુએ નામ આપ્યું મુનિશ્રી વલ્લભ વિજયજી. સંયમપંથના પ્રવાસીના લલાટે ખરેખર વલ્લભ બનવાનું જ લખાયું હતું. સં. ૧૯૪૩માં રાધનપુર, સં. ૧૯૪૪માં મહેસાણા, સં. ૧૯૪પમાં પાલીમાં – એમ પહેલા ત્રણ ચાતુર્માસમાં મુનિજીવનમાં સંયમની સાધના–આરાધના અને જપ-તપ વગેરે વિવિધ ક્રિયાઓમાં મુનિશ્રી વલ્લભવિજ્યજી સ્થિર થતા ગયા. બીજી બાજુ “ભાઈજી મહારાજ”ના માનભર્યા નામથી ઓળખાતા પિતાના ગુરુ પાસે ધીમે ધીમે વિવિધ શાનું અવગાહન પણ કરતા ગયા. આ સમય દરમિયાન મુનિશ્રીને બે બાજુ ખેંચાણ રહેતું હતું. દાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજ તે પહેલા પ્રવચનથી જ હૃદયસિંહાસને બિરાજમાન હતા, પણ સાથે સાથે દીક્ષાગુરુ શ્રી હર્ષ વિજયજી મહારાજની તબિયત નાજુક રહેતી હોવાથી તેઓશ્રીની સેવામાં રહેવાની અગત્યતા હતી. જ્ઞાનવૃદ્ધિ મોડી થશે તે ચાલશે, પણ ગુરુદેવની સેવામાં કોઈ ખામી ન આવવી જોઈએ, એમ માનનાર વલ્લભવિજય ખડે પગે ગુરુસેવામાં રહી પિતાના આંતરમળને સાફ કરતા રહ્યા. સં. ૧૯૪૬માં ગુરુજી સાથે ચોમાસું દિલ્હીમાં કર્યું. દરમિયાન દાદાગુરુજીનું માસું અંબાલામાં હતું. સમસ્ત સંઘ અને મુનિઓએ શ્રી હર્ષવિજયજી મહારાજની સેવામાં કચાશ રાખી ન હતી, તે પણ બિમારી અસાધ્ય બની અને સં. ૧૯૪૬ના ચૈત્ર સુદ ૧૦ના દિવસે કાળધર્મ પામ્યા. મુનિ શ્રી વલ્લભવિજયજીના ઉદાસ મનને દાદાગુરુદેવ સિવાય ક્યાંય સાંત્વન મળે તેમ ન હતું. પિતાના બે ગુરુબંધુઓ સાથે દિલ્હી સંઘની વિદાય લઈ પ્રયાણ કર્યું. દાદાગુરુનાં ચરણમાં અશ્રુથી દુઃખ વહાવ્યું. પૂ. દાદાગુરુએ સાંત્વના આપી “વલ્લભ’ને હૂંફથી ભરી દીધો. 2010_04 Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શાસનપ્રભાવક મેરુગુરુના ચરણોમાં વિકાસ : પૂજ્યશ્રી વલ્લભવિજ્યજીને પાછલા વર્ષોમાં ગુરુસેવા સાથે સાથે શાને પણ ઠીક ઠીક અભ્યાસ થઈ ગયું હતું. આ યુવાન મુનિરાજને વધારે અભ્યાસ કરાવીને ધર્મ અને દર્શનના જુદા જુદા વિષયો પર નિષ્ણાત અધિકારી બનાવવાની દાદાગુરુની ભાવના હતી. તેથી સં. ૧૯૪૬ના ચાતુર્માસ પછી, સં. ૧૯૪૭માં પટ્ટી ગામે પં. શ્રી ઉત્તમચંદજી પાસે અને અમૃતસર મુકામે પં. શ્રી કર્મચંદજી પાસે મુનિશ્રીને વધુ અભ્યાસ કરાવવાનો પ્રયત્ન થયે, પણ તેમાં અનેક કારણોને લીધે આંશિક સફળતા ન મળી. સં. ૧૯૪૮નું ચાતુર્માસ અંબાલામાં થયું. તે સમયે પૂ. દાદાગુરુની યશોગાથા સમસ્ત ભારતમાં અને દેશાવરમાં પહોંચી ગઈ હતી. તેઓશ્રીની પ્રેરણાથી શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા વિદ્વાન વક્તા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલવામાં આવ્યા હતા. તેમણે અમેરિકા-યુરોપમાં જૈનધર્મને ઠીક ઠીક પ્રચાર કર્યો હતો. શ્રી વલ્લભવિજયજી આ બધી બાબતેના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેથી તેઓશ્રીમાં જ્ઞાનપ્રાપ્તિ વિશેષ સ્થાને હતી. ભારતના ઇતિહાસમાં આ કાળ સંકાન્તિને હતે. નવા જમાનાની હવા ચોમેર પ્રસરી રહી હતી. એક વાત સૌ કોઈના મગજમાં બેસી ગઈ હતી કે જે સમાજ વિદ્યાભ્યાસ અને નવી કેળવણીમાં પછાત રહી જશે તે સમાજનો વિકાસ અટકી જશે. આ વાતને સંપૂર્ણપણે સમજનારી આત્મારામજી-વલ્લભવિયજીની જેડીએ મને મન વિચાર્યું કે હવે ઠેર ઠેર જિનમંદિરને બદલે સરસ્વતીમંદિરની સ્થાપના થવી જોઈએ. પરંતુ આ જ અરસામાં, સં. ૧૯૫૨માં કર કાળે ગુજરાનવાલામાં દાદાગુરુને ઉપાડી લીધા. મુનિશ્રી વલભવિજયજી વળી એકલા પડી ગયા. પરંતુ તે પહેલાં સર્વ ધીમંત અને શ્રીમંતને સહકાર મેળવી આ મહાભારત કાર્યને આગળ ધપાવવાની જવાબદારી દાદાગુરુએ પૂજ્યશ્રીને સેંપી દીધી હતી. પૂ. દાદાગુરુના વિયેગમાંથી બહાર આવીને પૂજ્યશ્રીએ પંજાબમાં આ પ્રમાણે પ્રવૃત્તિઓ આદરવાને સંકલ્પ કર્યો: (૧) આત્માનંદ જેન સભાની પંજાબનાં અનેક નગ માં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિમંદિર. (૩) ઠેર ઠેર પાઠશાળાની સ્થાપના. (૪) “આત્માનંદ” (વિજયાનંદ) પત્રિકાનું પ્રકાશન. પૂજ્યશ્રીએ પિતાના જીવનકાળ દરમિયાન વહેલામેડા બધા જ સંક૯પ પૂરા કર્યા. તેઓશ્રીની પ્રેરણાથી સં. ૧૯૯૪માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે શ્રી આત્માનંદ જૈન કોલેજની સ્થાપના કરવામાં આવી. પૂ. દાદાગુરુના સ્વર્ગવાસ પછી સતત તેર વર્ષ સુધી પંજાબમાં વિવિધ પ્રદેશમાં વિહાર કરીને તેઓશ્રીએ અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ કાર્યો કર્યા. આમ, પૂજ્યશ્રીએ એક મહાન માનવતાવાદી સાધુ તરીકે પંજાબના સર્વ ધર્મપ્રેમીઓને પ્રેમ સંપાદન કર્યો અને ગુએ આપેલી “પંજાબને સાચવવાની આજ્ઞાનું પૂર્ણ શક્તિ લગાવીને પાલન કર્યું. પંજાબને કર્મભૂમિ બનાવી છતાં તેઓશ્રીને “સબ ભૂમિ ગોપાલ કી” પ્રમાણે બધા જ પ્રદેશ પ્રત્યે પ્રેમભાવ હતો. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની શક્તિને લાભ આપ્યું. ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, ડઈ, મિયાગામ, ખંભાત, પાલીતાણા આદિ સ્થળોએ રાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે સ્થળોએ તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બાલાપુર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યો. જવનનાં અંતિમ વર્ષો મહાનનગરી મુંબઈમાં વિતાવીને 2010_04 Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૨૮૭ ૮૪ વર્ષની પાકટ વયે સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧૦ને મંગળવારે બપોરે ૨-૩ર વાગ્યે શાંતિપૂર્વક-સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. જિન શાસનનું એક મહાન પ્રકરણ પૂર્ણ થયું. પૂજ્યશ્રીનાં અગત્યનાં જીવનકાર્યો : ધર્મસંસ્કારથી વિભૂષિત માતાની આજ્ઞાથી પ્રેરિત થયેલા અને પ્રતિભાવંત સંયમધારી યુગપ્રધાન દાદાગુરુ પાસેથી સર્વાગી જીવનવિકાસનાં પિયૂષ પીનારા શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રતિભા બહુમુખી રહી છે. પૂ. આચાર્યશ્રીએ પિતાના જીવનમાં સ્વ-પર કલ્યાણને સમન્વય સાધવાની નીતિ અપનાવી હતી. જપ, તપ, ત્યાગ, સહનશીલતા અને સમતા રૂપે પિતાની વ્યક્તિગત સાધના નિભાવીને પણ સમાજને ઉપયોગી થતા રહેવું એ તેઓશ્રીને નિયમ હતું. સમાજને સુદઢ બનાવવા આધ્યાત્મિક અને આધુનિકબંને પ્રકારની કેળવણી આવશ્યક છે. જે આધ્યાત્મિક કેળવણી હશે તે આધુનિક ભણતર નાસ્તિકતા અને સ્વચ્છંદતા તરફ ઘસડી નહીં જઈ શકે. અને આધુનિક કેળવણી હશે તે સમાજમાં સન્માનનીય સ્થાન પામશે. વ્યાપાર, ઉદ્યોગ, નેકરી આદિનાં ક્ષેત્રમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે. આમ, પૂજ્યશ્રીનું આ વિશાળ અને ઉદાત્ત દર્શન હતું, અને તે પ્રમાણે તેઓશ્રી સમાજોત્કર્ષ અને ધર્મ પ્રભાવના માટે સમગ્ર જીવન દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા, જેવી કે – જ્ઞાનપ્રસાર : (અ) ધર્મશાસ્ત્રોનું અધ્યયન–અધ્યાપન : પૂજ્યશ્રીએ સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિથી અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હતું. ધર્મ વિશે પ્રચાર-પ્રસાર માટે તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં અનેક સ્થળોએ જેને જેનેરેના સહકારથી ઠેર ઠેર પાઠશાળાઓ, શિક્ષણ સંસ્થાઓ અને જૈન કોલેજોની સ્થાપના કરી. પ્રાચીન સાહિત્યનું પ્રકાશન કર્યું. ખંભાતના પ્રાચીન જ્ઞાનભંડારને જીર્ણોદ્ધાર કર્યો અને મુનિશ્રી પુણ્યવિજયજીને તેની વ્યવસ્થા સંપી. (બ) મહાવીર જૈન વિદ્યાલય : મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પણ આધુનિક કેળવણી લઈ શકે અને ઉચ્ચ કક્ષાના જૈનસાહિત્યને પ્રચાર થત રહે તે માટે મુંબઈમાં તા. ૮-૬-૧૯૧૫ના રોજ એક ભાડાના મકાનમાં ૧૫ વિદ્યાથીઓની હાજરીથી વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી. ધીમે ધીમે આ સંસ્થા વિકાસ પામી. હજારો ભૂતપૂર્વ વિદ્યાથીઓના સહકારથી તેમ જ શ્રેષ્ઠીઓ અને સમાજસેવકેના પ્રયત્નોથી આ સંસ્થાની બીજી પાંચ શાખાઓ અમદાવાદ, વડોદરા, પૂના, વલ્લભવિદ્યાનગર અને ભાવનગર મુકામે ખૂલવા પામી છે. પૂ. આચાર્યશ્રીની શિક્ષણપ્રીતિ અને સમાજસેવાને આ ઉત્કૃષ્ટ નમૂન છે. સંઘ-એક્તા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દષ્ટિ ધરાવતા હતા. જેન- જેનેરેમાં ભેદ જોતા નહી. જૈનધર્મ અંતર્ગત ગચ્છ, મત, વાડા આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય માટે તેઓશ્રીએ સં. ૧૯૬૮માં વડોદરામાં અને સં. ૧૯૯૦માં અમદાવાદમાં જાયેલાં મુનિસંમેલનમાં વિશિષ્ટ ગદાન આપ્યું. પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં સ્નેહ સંમેલન ગોઠવી, લોકેના પરસ્પરના મતભેદ મિટાવી, સંપ–સહકારનું વાતાવરણ રચતા. પ્રભુ મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જોઈએ એવી તેમની માન્યતા હતી. ભલે સૌ 2010_04 Page #290 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૨૮૮ પિતપોતાની રીતે સાધના-આરાધના કરે, પરંતુ સૌનું લક્ષ્ય તે એક જ છે અને તે આત્મશુદ્ધિ. અને આત્મશુદ્ધિને પ્રથમ પાયો છે પ્રેમભાવ, નિસ્પૃહી અને નિરહંકારી વૃત્તિ. તેથી જૈનસમાજમાં સ્નેહ, સંપ અને સહકાર અત્યંત આવશ્યક છે એમ મનાવતા. સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. તેઓશ્રીને “સુધારક” અને “સમયજ્ઞ” એવાં વિશેષણથી નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને જોડનારા એક વિશિષ્ટ અને સમયદશી પુરુષ હતા. આ ત્રણે ક્ષેત્રના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થ કર્યો. તેઓશ્રી માનતા કે, કેઈ પણ સાધુસંસ્થા શ્રાવકેથી અલિપ્ત રહીને સંઘ અને સમાજને અલિપ્ત ગણે, નગણ્ય ગણે તેને સારું ગણી શકાય નહીં. સમાજને નિર્વ્યસની, પ્રબુદ્ધ, વિવેકી અને સદ્ગુણસંપન્ન બનાવવામાં સાધુઓએ યેગ્ય ગદાન આપવું જોઈએ. જે સમાજ માયકાંગલે, અભણ, નિર્ધન અને ભયભીત હોય તે અંધશ્રદ્ધાળુ બને છે અને માત્ર ગતાનુગતિક જ્ઞાન પ્રમાણે ચાલે છે. આવા સમાજમાં ઉત્તમ પ્રજા, ન્યાયાધીશ, વકીલ, ડોકટર, પ્રધાન, એન્જિનિયર, સમાજસેવક, કલાકાર, ઇતિહાસવિદ્દ, વિજ્ઞાની, શ્રીમંત, ઉદ્યોગપતિ, નેતા, સાહિત્યકાર કે રમતવીરે પાકતા નથી. જે સમાજ સુદઢ, સંગઠિત, જાગૃત અને સુરક્ષિત હય, જે સમાજમાં સ્ત્રીપુરુષને સમાન દરજજે હોય તે સમાજમાં જ ઉત્તમ નરરને પાકે છે. તેથી પૂજ્યશ્રીએ ધર્મ, શિક્ષણ, સમાજકલ્યાણ આદિની અનેકવિધ પ્રવૃત્તિઓથી સમાજજીવનને ભર્યું ભર્યું બનાવી દીધું. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક કાર્યો સિદ્ધ થયાં હતાં અને વિકાસમાન રહ્યાં છે. પૂજ્યશ્રીની આ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનાં ફળ સ્વરૂપે સમાજમાં ઘણાં સારાં પરિણામ પ્રાપ્ત થયાં, જેમ કે, (ક) નિર્વ્યસનીપણું સમાજની આદિવાસી, અભણ અને ગરીબ વ્યક્તિથી માંડીને શ્રીમંત અને રાજા-મહારાજાઓ સુધીની પ્રત્યેક વ્યક્તિને પૂજ્યશ્રી દારૂ, માંસાહાર, શિકાર, જુગાર આદિ વ્યસનોથી દૂર રહેવાની પ્રેરણા અને પ્રતિજ્ઞા આપતા. (ખ) સંપ અને પ્રેમમય વ્યવહાર : સમાજમાં જ્યાં જ્યાં મતભેદ હોય ત્યાં ત્યાં પિતાનાં વાત્સલ્ય, ઉદારષ્ટિ અને ચારિત્રપ્રભાવથી કુટુંબ, ગચ્છમતો, વહીવટર્તાઓ, સંસ્થાઓ અને શ્રીસંઘમાં એકરૂપતા અને મનમેળ થાય તેવા ખાસ પ્રયત્ન કરતા. વિહાર દરમિયાન આવાં કામ માટે પ-૧૦ દિવસ રોકાવું પડે તે રોકાતા. જેનોને ખાસ કહેતા કે તમારે એક ભગવાન, એક મંત્ર અને એક માર્ગ જ છે. તેથી નાની નાની બાહ્ય વિધિઓ, વ્યક્તિવિશેષને અને શાનો આગ્રહ છેડો અને અહિંસા તથા અપરિગ્રહના સિદ્ધાંતને અપનાવે. સહૃદયતા, સમતા, સદૂભાવ, સહકાર અને સાહચર્યથી બધા જેને સાથે પ્રેમભાવથી વર્તે. સંકુચિત વિચારેને તિલાંજલિ આપે. વિશાળ હૃદય રાખી ગુણગ્રાહી દૃષ્ટિવાળા બને. શ્રી મહાવીરસ્વામી વિશ્વમૈત્રી, વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વના સર્વોત્કૃષ્ટ પુરકર્તા છે. તમે પણ ઉદાર દષ્ટિવાળા બની સૌને અપનાવતાં શીખે તે જ મિત્ત બે સત્રમૂeણ વાળી વાત સાચા આચરણમાં આવી શકે. કારણ કે ધર્મ તે મનુષ્યનાં મનને જોડનારી વસ્તુ છે. (ગ) મધ્યમવર્ગને ઉત્કર્ષ : સમાજના થોડા શ્રીમંતે સુખસગવડે ભેગવે અને મોટો વર્ગ રોટી, કપડાં મકાન અને શિક્ષણ ન મેળવી શકે એ વાત પૂજ્યશ્રીને ખટકતી. કેઈ પણ સહધમીને માત્ર રેકડ રકમ 2010_04 Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંત-૨ ર૮૯ આપીને છૂટી જવું, એના કરતાં તે પિતાની આજીવિકા પિતે જ ઉત્પન્ન કરી શકે તે માટે તેને વ્યવસાય, નેકરી, ઉદ્યમમાં લગાડવા એ જ તેમના કાયમી ઉત્કર્ષને રસ્તે છે, એમ માનીને નબળા વર્ગ માટે બીકાનેર, પાલીતાણા, ખંભાત, મુંબઈ વગેરે સ્થળોએ ઉદ્યોગ કેન્દ્રોની સ્થાપના કરાવી અને અનાજ-કપડાંથી માંડીને શાળા-કોલેજોની ફી તથા પુસ્તકના વિતરણની વ્યવસ્થા કરાવી. તેઓશ્રી માનતા કે શ્રીમંતાઈ ઘણુંખરું ધાર્મિકતાથી વંચિત રાખે છે. ધર્મપરંપરા વિકસાવવા માટે મધ્યમવર્ગ અને નીચલા વર્ગને સાચવવા જરૂરી છે. (ઘ) દાનપ્રવાહની દિશામાં પરિવર્તન : ધર્મપ્રભાવના માટે જિનમંદિરોની આવશ્યકતા છે, તેમ શિક્ષણસંસ્થાઓની પણ જરૂરત છે. તેથી પૂજ્યશ્રી દાન આપવાની ભાવનામાં એવું પરિવર્તન કરતા કે દેવદ્રવ્ય તિજોરીમાં પુરાઈ રહેવાને બદલે સમાજના ઉત્કર્ષમાં તેને ઉપયોગ થાય. (ડ) જૂની-નવી પેઢી વચ્ચેનો સેતુ : શ્રાવકને અપાતાં વ્યાખ્યામાં અને રાત્રિચર્ચાઓમાં પૂજ્યશ્રી કહેતા કે, યુવાનેને કદી નાસ્તિક કહીને ઉતારી પાડવા નહીં. યુવાનોને શિખામણ આપતા કે તેઓએ વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહીને અપમાનિત કરવા નહીં. યુવકે અને વૃદ્ધોએ પિતાપિતાની રીતે સામાજિક ઉત્થાન માટે રસ લેવો જોઈએ. ગૃહસ્થાએ સામાજિક રીતરિવાજે, વહેમ, બાધાઆખડી–માન્યતાઓને ત્યાગ કરીને સાચા શિક્ષણને પ્રચાર કરવો જોઈએ. ઉંમરલાયક માણસોએ તીર્થયાત્રા, તીર્થ સેવા, સાધુસેવા દાનપ્રવૃત્તિ વગેરેમાં રસ લેવો જોઈએ. (૨) સામાજિક-ધાર્મિક કુરિવાજોમાં સુધારે : કન્યાવિક્રય અને વરવિક્રય, અઠ્ઠાઈ નિમિત્તે ફરજિયાત જમણવાર, રેશમનાં હિંસક કપડાં અને કેસરને મંદિરમાં ઉપગ, હિંસાથી તૈયાર થયેલા સાબુ અને ચામડાની ચીજોને વપરાશ, કન્યાઓને આધુનિક શિક્ષણ નહીં આપવાની માન્યતા-ઇત્યાદિ અનેક માન્યતાઓ ભારતના વિવિધ પ્રદેશમાં પ્રચલિત હતી. પૂજ્યશ્રીએ આ કુરિવાજો દૂર કરવા ભગીરથ પ્રયત્ન આદર્યા અને તેમાં તેઓશ્રીને ઘણી સફળતા મળી. ઉપસંહાર : મહાપુરુષનાં ચરિત્રો પામવા સહેલાં નથી. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન વિશાળ દષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજ્યશ્રી સર્વધર્મસમભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાનુગતિક અનુષ્ઠાનમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન યુગદષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસર-ઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસકારો.” દષ્ટિની વિશાળતા વિનાને ધર્મ કૂપમંડૂક છે. પૂજ્યશ્રી સાચા અર્થમાં યુગદ્રષ્ટા અને સમયદશી આચાર્ય હતા. વર્તમાન સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સધ્ધરતાનાં દર્શન થાય છે તે આવા સમર્થ આચાર્ય દેવને આભારી છે. એવાં દિવ્ય-ભવ્ય જીવનથી સ્વપૂર કલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર કરનારા આચાર્ય ભગવંતને કેટિ કેટિ વંદના! (સંકલન : “અર્વાચીન જેન તિર્ધર” પુસ્તકમાંથી સાભાર.) » ૩૭ 2010_04 Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શાસનપ્રભાવક મરુધરદેશદ્ધારક, અનેક સંસ્થાઓના નિર્માતા, વિનય–વિવેકી ગુરુભક્ત, કર્તવ્યનિષ્ઠ સૂરીશ્વરજી પૂ. આચાર્યશ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ ગુરુસેવામાં જ સર્વ શક્તિ-સમયને સમર્પિત કરીને શિષ્યપદને અને સાધુપદને કૃતકૃત્ય બનાવનાર આચાર્યશ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ જિનશાસનના સમર્થ સમાજસેવી સાધુવર હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં તેઓશ્રીને અમૂલ્ય ફાળો છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૭૨માં મુંબઈના ચાતુર્માસ દરમિયાન પૂ. પંન્યાસશ્રી (પછીથી ઉપાધ્યાયજી) સેહનવિજ્યજી મહારાજ સાથે મકાનકુંડની શરૂઆત કરાવી અને સં. ૧૯૭૯માં અણીને વખતે ગુરુવર્યની આજ્ઞાથી વિદ્યાલય માટે પંજાબથી ઉગ્ર વિહાર કરીને મુંબઈ પહોંચી પૂ. પંન્યાસશ્રી ઉમંગવિજયજી (પછીથી આચાર્યશ્રી) સાથે કામ કરી, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સર્વાગી વિકાસમાં મહત્વને ફાળો આપે. આ સમયગાળામાં વિદ્યાલયને નાણાભીડ હતી, તેમાં ડોકટરી લાઈનને અભ્યાસ કરવા સામે વિરોધ ઊભું થયું ત્યારે પૂ. પંન્યાસશ્રી લલિતવિજયજી મહારાજ પિતે વિદ્યાલયના ઉત્કર્ષ માટે મથ્યા રહ્યા અને પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠ શ્રી વાડીલાલ સારાભાઈ તરફથી એક લાખ રૂપિયાનું મોટું દાન પ્રાપ્ત થયું અને વિદ્યાલય સુદઢ સંસ્થા બની રહી. આ પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીનું યોગદાન અવિસ્મરણીય છે. પંજાબની વિભૂતિ પૂ. શ્રી આત્મારામજી મહારાજના અંગત મંત્રી જેવી જવાબદારી બનાવવાનું કાર્ય ગુજરાતના સંત પૂ. આ. શ્રી વિજય વલ્લભસૂરિજી સંભાળતા; જ્યારે તેમના અંગત મંત્રી જેવું કામ પંજાબના મુનિ શ્રી લલિતવિજયજી મહારાજે સંભાળ્યું એ પણ સાનંદાશ્ચર્ય જન્માવે તેવી ઘટના છે. પૂજ્યશ્રીનું મૂળ વતન પંજાબમાં ગુજરાનવાલા જિલ્લાનું ભાખરિયારી ગામ. સં. ૧૯૩૭માં જન્મ. જન્મનામ લક્ષ્મણદાસ. પિતાનું નામ દોલતરામ. કુટુંબ શૈવધમી. તેઓશ્રી એકના એક સંતાન હોવાથી માતાપિતા પાસેથી લાડકોડ પામ્યા હતા. પરંતુ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. તેથી જેનધમી ઓસવાલ લાલા ભૂકામલ ભગતને ત્યાં ઊછર્યા. પરિણામે ધીમે ધીમે લક્ષ્મણદાસનું વલણ જૈનધર્મ પ્રત્યે વળ્યું અને સં. ૧૯૫૪માં પંજાબમાં રેવલના ગામે મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી, મુનિશ્રી લક્ષ્મણવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રી રામભક્ત લક્ષ્મણની જેમ ગુરુદેવશ્રીના અનન્ય સેવક તરીકે રહેવા લાગ્યા. પૂજ્યશ્રીને સં. ૧૯૭૬માં બાલીમાં પંન્યાસપદ અને સં. ૧૯૩માં વિસલપુરમાં આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને તે સમયે તેઓશ્રીને આચાર્યશ્રી વિજયલલિતસૂરિજી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી શાસ્ત્રવેત્તા, પ્રભાવશાળી વક્તા અને સંગીતજ્ઞ હતા. પૂજ્યશ્રીએ અનેક સ્થળોએ વિહાર કર્યો, પરંતુ તેઓશ્રીનું મુખ્ય કાર્યક્ષેત્ર મારવાડ રહ્યું હતું. મારવાડમાં પછાત જેનેને ઉદ્ધાર કરવામાં પૂજ્યશ્રીએ ખૂબ જ પુરુષાર્થ કર્યો, તેથી તેઓશ્રીને મરુધરદેશદ્વારક” બિરુદ આપવામાં આવ્યું. 2010_04 Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે ગુજરાનવાલા ગુરુકુળ માટે એક લાખ રૂપિયાને ફાળે એકઠો ન થાય ત્યાં સુધી ગોળ-ખાંડ નહીં વાપરવાનો નિયમ કરેલો. અડસઠ હજારે ફાળો અટકી ગયું હતું. મુનિશ્રી લલિતવિજયજી તે વખતે મુંબઈમાં હતા. તેઓશ્રીથી આ વાત સહન ન થઈ તેઓશ્રીની પ્રેરણાથી અજેનમાંથી જેન બનેલા શ્રી વિઠ્ઠલદાસ ઠાકરદાસે તરત જ બત્રીશ હજાર રૂપિયા અર્પણ કરીને ગુરુદેવશ્રીને સંકલ્પ પૂરો કર્યો. પૂજ્યશ્રીની ગુરુભકિત અનન્ય હતી. તેઓશ્રી કહેતા કે, ગુવજ્ઞાનું પાલન કરતાં કરતાં દેહ પડી જાય તે પણ પિતાની જાતને ધન્ય માનીશ. ગુરુ-આજ્ઞાથી જ વાકાણાનું શ્રી પાર્શ્વનાથ વિદ્યાલય તેમ જ ફાલનાની જેન કોલેજનું કાર્ય અવિરામ પુરુષાર્થથી પાર પાડવામાં આવ્યું હતું. આવા ગુરુભક્ત અને કર્તવ્યનિષ્ઠ આચાર્ય સં. ૨૦૦૬માં કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની સ્થાપેલી સંસ્થાઓ આજે પણ પૂજ્યશ્રીની યશગાથા ગાઈ રહી છે. એવા એ કર્તવ્યનિષ્ઠ સાધુવરને અનેકાનેક વંદના! (સંકલન : શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વાર્ષિક અંકમાંથી સાભાર) - ૪ - શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના નવોત્થાનના પ્રેરક અહિંસા અને એકતાના સંદેશવાહક; ખાદીના હિમાયતી; રાષ્ટ્રીય સંત પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનની વર્તમાનની જાહેરજલાલીના મૂળમાં તે તે સમયે થયેલા બહુશ્રત આચાર્ય ભગવંતેની કર્તવ્યનિષ્ઠાને અને શાસનપ્રભાવનાનાં કાર્યોને ફાળો મહત્ત્વનું છે. અરિહંત પરમાત્મા પછી, જગતના જીવ પર ઉપકાર કરવાની દૃષ્ટિએ, આચાર્યભગવંતેનું પ્રદાન મોખરે છે. જેનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના માટે જ જેમણે અવતાર લીધે હોય તેવા અનેક શ્રમણભગવંતેની અજોડ વિદ્વત્તા, અદ્ભુત ગ્રંથરચના અને મહાન શાસનપ્રભાવનાથી આપણો ઇતિહાસ ઉજજ્વળ છે. યુગવીર આચાર્યદેવ શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનમાં એક ન જ યુગ પ્રવર્તાવ્યા હતા. પૂ. ગુરુદેવે સાધમિક ક્ષેત્રે પ્રવર્તતી ઉદાસીનતા દૂર કરી, સાતે સાત ક્ષેત્રોને નવપલ્લવિત કર્યા હતાં. શિલ્પી ટાંકણાથી મૂતિ ઘડે તેમ તેઓશ્રીએ પિતાના શિષ્યપ્રશિષ્યને ઘડ્યા હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એ જ ગુરુદેવશ્રીની શિક્ષા, સંસ્કાર અને પ્રેરણા ઝીલીને શાસનસેવામાં પ્રવૃત્ત રહેનાર આચાર્યશ્રી છે. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ એટલે જેમણે અનુપમેય ગુરુભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનાં પાવન ચરણની અનન્યભાવે સેવા કરી હતી, જેમણે પૂ. ગુરુવર્યના અતલ જીવનસાગરને અવગાહવા પ્રયત્ન કર્યો હતો, જેમણે પૂ. ગુરુદેવની ગંભીર જીવનગંગામાંથી ઉદાત્ત ભાવનાઓ અને ઉત્તમ વિચારોનાં નિર્મળ નીર બેબેલે ખેબેલે પીધાં હતાં, જેમણે હંસ બનીને એ આરાધ્ય ગુરુના માનસરોવરમાંથી કિનારે આવતાં ધીરતા, સમતા, કાર્યદક્ષતા, દીર્ઘદશિતા અને સેવાભાવનારૂપી સાચા મોતીનો ચારો ચર્યો હતો, એવા એ ઝળહળતી 2010_04 Page #294 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ત સમા આચાર્યદેવ શાસનના શણગાર હતા. પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના પાલી ગામમાં સં. ૧૯૪૮ના માગશર સુદ ૧૧ (મૌન એકાદશી)ના શુભ દિવસે ધારિણીદેવીની પવિત્ર કુક્ષિએ થયે હતે. પિતાનું નામ શુભાચંદ બાગચા મહેતા. પિતાનું સંસારી નામ સુખરાજ. બાળપણમાં જ માતા પિતાનું અવસાન થયું. એ સમયમાં સુખરાજની સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ. બાળપણમાં જ ગંભીર, એકાંતપ્રિય અને વિરક્ત બની ગયા. પાલીમાં પધારતા સાધુ-સંતની સેવા કરતા. પંજાબકેસરી આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવતાં પ્રેરણાના એક જ અમીબિંદુએ સુખરાજનું જીવન ધન્ય બની ગયું. ૧૯ વર્ષની ભરયુવાન વયે સં. ૧૯૯૭ના ફાગણ વદ ૬ને રવિવારે સુરત મુકામે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને ઉપાધ્યાયશ્રી સેહનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી સમુદ્રવિજ્યજી તરીકે જાહેર થયા. સં. ૨૦૦૩ના કારતક સુદ ૧૩ને દિવસે ગણિપદ અને માગશર વદ પાંચમે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૦૮ના ફાગણ સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાયપદે સ્થાપવામાં આવ્યા અને સં. ૨૦૦૯ના મહા સુદ ૩ના દિવસે મુંબઈ-થાણા મુકામે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. આ જિનશાસનરત્ન પ્રવજ્યાના પ્રારંભથી પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાથે, કાયા સાથે છાયા એકરૂપ બની જાય તેમ, એકરૂપ બની ગયા હતા. પૂ. ગુરુદેવ સં. ૨૦૧૦ના ભાદરવા વદ ૧૧ના રોજ મુંબઈ મુકામે કાળધર્મ પામતાં, સમુદાયની સર્વ જવાબદારી આચાર્યશ્રી પર આવી પડી. પૂ. ગુરુદેવનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવા સાથે પંજાબ, રાજસ્થાન, કાશ્મીર, હિમાચલપ્રદેશ આદિ પ્રદેશમાં વિચરી શ્રીસંઘની સાચવણી કરવા સાથે બાલ–યુવા પેઢીમાં જૈનધર્મના સંસ્કારે ટકી રહે તેવા પ્રયત્ન કર્યા. પાદવિહારમાં આવતા પ્રત્યેક ગામમાં સંપ, સંસ્કાર, સારા રીત-રિવાજો અને સાચાં ધર્મસત્યે વિશે માર્ગદર્શન આપતા રહ્યા. પૂજ્યશ્રીની ધર્મભાવનાની જેમ રાષ્ટ્રભાવના પણ ભરપૂર હતી. ઈ. સ. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વખતે પૂ. આચાર્યશ્રીએ પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી ભાત અને મીઠાઈન ત્યાગ કરે. પૂજ્યશ્રીએ યુદ્ધ દરમિયાન લેહીની બેટલે અને ધાબળા સૈનિકને પહોંચાડવાની પ્રેરણા કરી હતી. તેઓશ્રીની રાષ્ટ્રભક્તિ એટલી ઉત્તમ હતી કે હંમેશાં ખાદીનાં વસ્ત્રો જ ધારણ કરતા. ઉત્તમ રાષ્ટ્રપ્રેમ ઉત્તમ માનવપ્રેમમાં પરિણમ્યા વિના રહે નહિ. સાતેય સુપાત્ર ક્ષેત્રો ઉપરાંત દુષ્કાળ, ભૂકંપ, રેલસંકટ જેવી વિષમ પરિસ્થિતિમાં પૂજ્યશ્રીની પ્રેરણું નીચે અનેક રાહતકાર્યો ઊભાં થયાં હતાં. કચ્છ અંજારના ભૂકંપ સમયે જામનગર સ્થિત હતા, ત્યાંથી ભૂકંપગ્રસ્ત માટે કપડાં-ભજનની વ્યવસ્થા કરાવી હતી. રાજસ્થાનમાં ઉપરાઉપરી ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો ત્યારે પૂ. આચાર્યશ્રી બીકાનેરમાં હતા, ત્યાંથી વિજયવલ્લભ રિલીફ સાયટીની સ્થાપના કરી અને અનાજ-કપડાં–ઘાસચારે આદિ રાહત પૂરી પાડવા પ્રેરિત કર્યા. લુધિયાણામાં આત્મ-વલ્લભ ફી જૈન હોમિયે ઔષધાલય, હોશિયારપુરમાં આત્મવલ્લભ ઔષધાલય, જામનગરમાં ઉદ્યોગગૃહ, રાજસ્થાનમાં વકરાણા વિસ્તારમાં નિરક્ષરતા દૂર કરવા અનેક શાળાઓની સ્થાપના દ્વારા પૂજ્યશ્રીએ પિતાના ગહન માનવપ્રેમને પરિચય આપ્યો છે. 2010_04 Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા–૨ ૨૯૩ વિહારમાં જ્યાં જ્યાં પધારતા, ત્યાં ત્યાં ધર્મી, નીતિ અને સંસ્કાર માટે અચૂક પ્રયત્ના કરતા. પરિણામે, આગ્રામાં નગરપાલિકા દ્વારા મહાવીર જયન્તીના દિવસેામાં કતલખાનાં બંધ રાખવાના નિર્ણય કરાબ્યા હતા. એવી જ રીતે, હોશિયારપુરમાં વરસમાં દસ દિવસ, રાજકેટમાં ૬ દિવસ, જીરામાં પર્યુષણના આઠેય દિવસ કતલખાનાં બંધ કરાવવાના ઠરાવેા કરાવ્યા હતા. પંચકુલામાં ગુરુકુળ પાસે કતલખાનું ઊભું કરાવવાની યેાજના હતી તે બધ રખાવી હતી. પજાબમાં કરો સરકારે શાળાનાં બાળકાને એ એ ઇંડાં આપવાનીયેાજના કરી હતી, તે પણ મધ રખાવી હતી. મધ્યપ્રદેશ સરકારે ગર્ભવતી સ્ત્રીઓ અને છ વર્ષનાં બાળકાને ઇંડાં આપવાના નિ ય કર્યાં હતા તે પણ બંધ રખાવ્યા હતા. સમાજમાંથી કુસ’પતું નિવારણ થાય અને સંપસહકારનું વાતાવરણ રચાય તે માટે પૂજ્યશ્રીએ જીવનભર અવિરત પ્રયત્ના કર્યા હતા. તે માટે દિગંબર, સ્થાનકવાસી, તેરાપથી જૈનાચાર્યને મળતા, વિચાર વિનિમય કરતા, અન્ય સ'પ્રદાયેાના કાર્યક્રમામાં હાજરી આપતા, અન્ય સપ્રદાયાની પ્રવૃત્તિઓમાં રસ લઈને કામ કરતા અને સ`ઘે વચ્ચે, વાડાઓ વચ્ચે એકતા થાય તેવા પ્રયત્નો કરતા. ગુરુદેવશ્રીના આવા સ્વભાવને લીધે વર્ષો જૂના ગે!ડવાડ સંઘના ઝગડા મટી ગયેા હતેા પૂજ્યશ્રીના માદન અને નિશ્રામાં મુંબઈ મુકામે સં. ૨૦૨૭માં પૂ. ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશાતખ્તી ઉજવણી વખતે પૂજ્યશ્રીની સમાજોની ભાવના અને જૈનશાસનની એકતાની ભાવનાનાં દર્શીન થયાં હતા. એવી જ રીતે ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ મહત્સવ ઊજવવાની સિમિતિમાં ઈ. સ. ૧૯૭૬માં ભારત સરકારે પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને લીધા હતા. ખૂબ જ લાંખેા વિહાર કરીને આચાય શ્રી દિલ્હી પહેોંચ્યા ત્યારે અનેક સ`ઘેાએ, દરેક સ...પ્રદાયે એકત્રિત થઇને પૂજ્યશ્રીનું ભવ્ય સામૈયુ કર્યુ હતુ, એ જૈનશાસનના ઇતિહાસની એક યાદગાર ઘટના છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે જમ્મુ અને હથુ'ડી રાતા મહાવીર તીથે જિનાલય, પાલીતાણામાં વલ્લભવિહાર આદિ નિર્માણકાયે થયાં છે. મુરાદાબાદ, પૂના, રાજસ્થાનનાં અનેક ગામેામાં પ્રતિષ્ઠા અજનશાલાકાઓના મહાત્સા ઊજવાયા છે. પંજાબ અને રાજસ્થાનમાં અનેક સ્થળેાએ ઉપધાના કરાવ્યાં છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ આદિ પ્રદેશામાં શિક્ષણ અને સમાજના સુધારા માટે અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી છે. સંયમ, તપ અને પુરુષાર્થની સમર્થ મૂર્તિના દેહ ૮૭ વર્ષની ઉંમરે લથડે છે અને પૂજ્યશ્રી તા. ૧૦-૫-૭૭ ને મગળવારે સવારે ૬-૦૦ વાગે મુરાદાબાદ મુકામે નવકારમંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગારોહણ સાધે છે. હજારો ભક્તજનેાની અશ્રુભીની આંખે સમક્ષ અગ્નિસ`સ્કાર થયા અને ત્યાં ભવ્ય સમાધિમંદિર બાંધવામાં આવ્યું. ધન્ય છે એવા સંઘ-સમાજપ્રેમી, ધર્મ પ્રેમી, રાષ્ટ્રપ્રેમી સાધુવરને ! વંદન હજે એ મહાન શાસનપ્રભાવક સૂરિવરને ! . 2010_04 Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમર્થ શાસનસેવી સધનાયક, મહાન તપસ્વી, પ્રખર જ્યાતિષવિદ પૂ. આ. શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજ શાસનપ્રભાવક જેમ સાચા મિત્રની કસોટી આપત્તિના સમયમાં જ થાય છે, તેમ સઘનાયકની ભક્તિ, શક્તિ, નિર્ભયતા, નિષ્ઠા અને કાર્યદક્ષતાની કસોટી ધર્મ શાસન પર સંકટ આવી પડે ત્યારે જ થાય છે. એવા સંકટ સમયે હિંમતપૂર્વક અને ઉત્સાહપૂર્વક સામનો કરવામાં જ સંઘનાયકપદ સાર્ષીક થાય છે. આવા સંઘનાયકા વિરલ જોવા મળે છે. એ દૃષ્ટિએ પૂ. આ. શ્રી વિજયપૂર્ણાન દસ્તૂરીશ્વરજી મહારાજના જીવનકાર્યને વિચાર કરતાં સંઘનાયકના સર્વ ગુણા દૃષ્ટિગોચર થાય છે. ઈ. સ. ૧૯૪૭માં દેશના ભાગલા વખતે પૂજ્યશ્રીએ દાદાગુરુ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાથે રહી ગુજરાનવાલાના ચાતુર્માસ દરમિયાન હિંસાભરી કરતાભરી-અરાજકતાભરી પરિસ્થિતઓને સામનો કરીને પેાતાની નિહઁયતા, હિંમત, દૃઢતા, સંઘરક્ષાની ભાવનાને ઉત્તમ પરિચય કરાવ્યેા હતા. એક સાચા શાસનપ્રભાવક આચાય શ્રી તરીકે એળખ આપી હતી. તેઓશ્રીને જન્મ રાજસ્થાનમાં સાડી મુકામે થયા હતા. વિ. સં. ૧૯૫૪ના આસા વદ ૧૩ ( મારવાડી સ. ૧૯૫૫ના કારતક વદ ૧૩ )ને શુભ દિને પિતા સૌભાગ્યમલજીનાં ધર્મ પત્ની માતા વરદબાઇની રત્નકુક્ષિએ જન્મેલા બાળકનું નામ પૂનમચંદ પાડવામાં આવ્યું હતું. પૂનમચંદમાં કુટુંબના ધર્મ સ ંસ્કારોને વારસા મળવા ઉપરાંત પુર્વજન્મના સ`સ્કારો પણ જાગી ઊઠયા; અને માત્ર ૧૪ વર્ષની કુમળી વયે ત્યાગવૈરાગ્યની ભાવના મ્હોરી ઊઠી. સ'સારા ત્યાગ કરીને સયમ સ્વીકારવાનાં સ્વપ્નાં સેવવા લાગ્યા; અને દીક્ષા લીધી ત્યારે જ જપ્યા. સ. ૧૯૬૮ના પાષ વદ ( મારવાડી સ'. ૧૯૬૮ના મહા વદ) ૧૩ના મગળ દિને વડોદરામાં પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી પૂર્ણાનંદવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજે ગુરુભક્તિ, શાસ્ત્રાભ્યાસ અને તપશ્ચર્યાના ત્રિવેણીસંગમથી પોતાની સંયમયાત્રાને સફળ બનાવવા અને શાભાવવા માટે ધ પુરુષાર્થીને જીવન સમર્પિત કર્યું. તેઓશ્રીની ઉત્તરોત્તર વધતી જતી યાગ્યતાના બહુમાન રૂપે તેઓશ્રીને સ. ૧૯૯૭માં કપડવંજના સ ંઘે ગણિપદ તથા પંન્યાસપત્ત, સં. ૨૦૦૮માં વડાદરાના સંઘે ઉપાધ્યાયપદ અને સ. ૨૦૧૦માં પૂનાના સ`ઘે આચાય પદ અર્પણ કર્યું. પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી મહારાજ તિષવિદ્યામાં પણ પારંગત હતા. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં શ્રી સમેતશિખર મહાતી, કલકત્તા આદિના વિહાર કર્યાં હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી ૨૫ જેટલાં ઉપધાના થયાં. અનેક અજનશલાકા–પ્રતિષ્ઠા મહાત્સવા પણ ઊજવાયા. ભાયખલામાં દાદાગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમાધિમંદિરની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના વરદ હસ્તે થઇ હતી. પૂજ્યશ્રી નવકારમંત્ર પર ખૂબ શ્રદ્ધા રાખતા. હુંમેશાં બારસે–પ‘દસા પ્લેના સ્વાધ્યાય કરતા. હંમેશાં છએક કલાક આત્મચિ ંતનમાં વિતાવતા. બીજી અનેક નાનીમાટી તપસ્યા ઉપરાંત તેએશ્રીએ 2010_04 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ શ્રમણભગવંતો-૨ એકવીસ જેટલાં વર્ષીતપ કર્યા હતાં. પિતાની જન્મભૂમિ રાજસ્થાનમાં અનેક ચાતુર્માસ કરીને ત્યાંના શ્રીસંઘની ખૂબ ખૂબ ભક્તિ-પ્રીતિ સંપાદન કરી હતી. પૂજ્યશ્રીના કાળધર્મ સમયે એકત્રિત થયેલી જનમેદની અને અંતિમ સંસ્કાર માટે બોલવામાં આવેલી ઉછામણી પૂજ્યશ્રીની વત્સલમૂતિને પરિચય આપી ગઈ હતી. પૂજ્યશ્રી ૮૧ વર્ષની ઉંમરે, તખતગઢ મુકામે, સં. ૨૦૩૪ના વૈશાખ વદ ૧૪ને રવિવાર, તા. ૪-૬-૧૯૭૮ના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. બીજે દિવસે પૂજ્યશ્રીની કર્મભૂમિ ઉમેદપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શાસનના વીર સુભટ, મહાન તપસ્વી અને ધર્મપ્રભાવક આચાર્યદેવને કોટિ કોટિ વંદના! મહેન્દ્ર જૈન પંચાંગના પ્રણેતા. સમર્થ શાસ્ત્રવેત્તા સાધુવર પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ એકેએક જૈનાચાર્યમાં કેઈ ને કઈ વિશિષ્ટતા હોય છે જ. કઈ મહાતપસ્વી હોય છે, તે કઈ સમર્થ શાસ્ત્રવેત્તા હોય છે. કેઈ ઉત્કૃષ્ટ સમાજસેવી હોય છે, તે કઈ મહાન સાહિત્યકાર હોય છે. કેઈ બહુશ્રત વિદ્વાન હોય છે, તે કેઈ ઉત્તમ વ્યાખ્યાતા હોય છે. એમાં સંયમજીવનની સાર્થકતા રૂપ તપશ્ચર્યાઓ અને સાધુજીવનની શેભારૂપ શાસ્ત્રાભ્યાસ તે, શ્વાસોચ્છવાસ જેમ જીવનમાં વણાઈ ગયા હોય છે. પૂ. આચાર્યશ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ સમર્થ શાસ્ત્રવેત્તા તરીકે વિખ્યાત થયા. તેઓશ્રીએ વેરવિખેર પડેલાં ભારતીય પંચાંગને વ્યવસ્થિત કરીને એ વિદ્યાનું સાચું સ્વરૂપ સમજાવ્યું અને મહેન્દ્ર જેન પંચાંગ રચીને નૂતન પ્રણાલિકા સ્થાપી. તેઓશ્રીને જન્મ રાધનપુર મુકામે ધર્મનિષ્ઠ શેઠશ્રી કેસરીચંદ જસરાજને ત્યાં સુવ્રતધારી પાર્વતીબેનની કુક્ષિએ સં. ૧૯પપના ભાદરવા સુદ ૧૧ના શુભ દિવસે થયું હતું. તેમનું સંસારી નામ ભેગીલાલ હતું. ભેગીલાલને બે બહેને અને એક ભાઈ હતા, જેમાં એક બહેન કરીને સંજમશ્રીજી નામે દીક્ષા ગ્રહણ કરી હતી. ભેગીલાલનું મોસાળ વારાહીમાં વીરજીભાઈ દલીચંદ ડેટાને ત્યાં હતું. તેમનાં લગ્ન મણિબહેન નામના ધર્મસમ્પન્ન સન્નારી સાથે થયાં હતાં. પરંતુ તે પૂર્વે સં. ૧૯૬૫માં પિતાની છાયા ગુમાવી અને ભેગીભાઈને સંસારની અસારતાનાં દર્શન થયાં. સં૧૯૬૬માં પૂ. શ્રી વલ્લભવિજયજી મહારાજ (પછીથી યુગપ્રવર્તક આચાર્યદેવ) રાધનપુર પધાર્યા ત્યારે પૂજ્યશ્રીનાં સુધાભર્યા વચનોથી ભેગીલાલને ખૂબ શાતા થઈ. વૈરાગ્યનાં બીજ વવાયાં. એમાં સં. ૧૯૭૩માં ધર્મપત્ની સ્વર્ગે સિધાવતાં દામ્પત્યજીવન કરમાઈ ગયું. અને સં. ૧૯૮૧માં માતાનું અવસાન થતાં ઘરસંસાર પરથી મન તદ્દન ઊડી ગયું. તે વખતે પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પંજાબ-બીનૌલીમાં બિરાજમાન હતા, ત્યાં પહોંચ્યા અને દીક્ષા ગ્રહણ કરવાની ભાવના દર્શાવી. સં. ૧૯૮૨ના જેઠ સુદ ૩ના રોજ પૂ. ગુરુદેવે દીક્ષા આપીને પિતાના શિષ્ય તરીકે મુનિશ્રી વિકાસવિજ્યજી નામે ઘેષિત કર્યા. 2010_04 Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શાસનપ્રભાવક દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી ગુરુસેવા, શાસ્ત્રાભ્યાસ અને આરાધનામાં નિમગ્ન રહેવા લાગ્યા. તેઓશ્રીને જુદાં જુદાં શામાં ખૂબ જ રસ હતું. તેમાં સં. ૧૯૮૨ પછી જયપુર પધાર્યા. ત્યાંની વિશ્વવિખ્યાત વેધશાળાની મુલાકાત લીધી. તે સમયે તેઓશ્રીએ જાણ્યું કે વેધશાળાનું યંત્ર પરમ જ્યોતિર્વિ૬ શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના યંત્રરાજ ગ્રંથ પરથી તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારથી તેઓશ્રીને શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના આ શાસ્ત્રમાં ઊંડો રસ પડ્યો. આગમ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિ સાથે જોતિષવિદ્યા અને ખગોળવિદ્યામાં પણ તેઓશ્રી ઊંડા ઊતરતા ગયા. એ માટે લીલાવતી ગણિત, ગ્રહલાઘવ, યંત્રરાજ આદિ ગણિત, તિષ અને ખગોળ વિદ્યાના મહાગ્રંથને અભ્યાસ કર્યો. સં. ૧૯૮૯માં તિથિચર્ચાને પ્રશ્ન ચર્ચા અને આજ સુધી જેન-પંચાંગ જેવું કંઈ નથી એ જાણીને પૂજ્યશ્રીને દુઃખ થયું સં. ૧૯૯૦માં જયપુર પહોંચીને પંચાંગ વિશે વ્યવસ્થિત અધ્યયન કર્યું. અનેક પંચાગના અધ્યયન-સંશાધનને અંતે જેનધર્મ માટે મહેન્દ્ર-પંચાંગ બનાવ્યું. સમગ્ર જૈન સમાજ ઉપર પૂજ્યશ્રીને આ સૌથી માટે ઉપકાર છે. વળી, પૂજ્યશ્રીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિહાર કરીને શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે પણ અનેક કાર્યો કર્યા છે. પૂજ્યશ્રીને સં. ૧૯૯૭માં ગણિપદવી, સં. ૧૯૯૮માં રાધનપુરમાં પંન્યાસપદવી અને સં. ૨૦૧૭ના ફાગણ વદ ૭ને દિવસે અમદાવાદમાં આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. સં. ૨૦૧૬ના મહા વદ અમાવાસ્યાને દિને અમદાવાદમાં શ્રી મહેન્દ્ર જેને પંચાંગને રજતજયંતી મહોત્સવ ઊજવાયે, તે પ્રસંગે અનેક શ્રીસંઘ વતી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ હસ્તક “અભિનદનપત્ર” અર્પણ કરવામાં આવ્યો. પૂજ્યશ્રી સં. ૨૦૨૭ના જેઠ સુદ ૧૦ના રોજ ૭૩ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રીને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય શાસનસેવામાં પ્રવૃત્ત હતું, જેમાં શ્રી વિનયવિજયજી, શ્રી ઈન્દ્રવિજયજી, શ્રી ચંદ્રોદયવિજયજી, શ્રી ધર્મવિજ્યજી, શ્રી રૂપવિજયજી આદિની મુખ્યતા છે. એવા એ સમર્થ શાસ્ત્રવેત્તા સાધુવરને અંતઃકરણપૂર્વક કેટિ કેટિ વંદના ! પ૦,૦૦૦થી વધુ પરમાર ક્ષત્રિયને જેન બનાવનાર પરમારક્ષત્રિયેારક પરમ શાસનપ્રભાવક વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયઈંદ્રદિન્નસૂરીશ્વરજી મહારાજ પંજાબકેસરી, યુગદ્રષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી વિજયઈન્દ્રન્નિસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું જ આદરવંત છે. તેઓશ્રીને જન્મ વડેદરા પાસે આવેલા સાતપુરા નામક ગામમાં થયે હતો. પિતાનું નામ રણ છેડભાઈ અને માતાનું નામ બાલુદેવી હતું. સં. ૧૯૮૦ના આસો વદ ને શુભ દિવસે બાલવીએ એક પુત્રરત્નને જન્મ આપ્યું. બાળકનું નામ મેહનલાલ પાડ્યું. પિતાને ધંધે ખેતીને હતે. મોહનલાલનું મન ધંધામાં કે સંસારમાં લાગતું ન હતું. અઢાર વર્ષની ઉંમરે 2010_04 Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-રા ૨૭ દીક્ષા અંગીકાર કરવાની માતાપિતા પાસે આજ્ઞા માગી. અને આજ્ઞા મળતાં સં. ૧૯૯૮ના ફાગણ સુદ પાંચમે નરસડા (આણંદ) ગામે પૂઆ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ પાસે પ્રવજ્યા અંગીકાર કરી મેહનભાઈ મુનિશ્રી ઈન્દ્રવિજયજી બન્યા. ત્યાર બાદ બીજોવામાં વડી દીક્ષા થઈ. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ શાસ્ત્રાભ્યાસ, તપશ્ચર્યા અને ગુરુસેવામાં એકાકાર બની ગયા. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૩ને દિવસે સુરતમાં પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુનિ શ્રી ઇન્દ્રવિજયજી મહારાજને ગણિપદવી પ્રદાન કરવામાં આવી. ત્યાર બાદ તેઓશ્રી સતત ૧૨ વર્ષ સુધી બેડેલી ક્ષેત્રનાં ગામોમાં વયેવૃદ્ધ મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ સાથે વિચરતા રહ્યા. ત્યાં પહેલાં જેઓ જેન હતા, પણ વર્ષોથી કબીરપંથી બની ગયા હતા તેવા ૫૦,૦૦૦થી વધુ પરમાર ક્ષત્રિયોને જેનધની બનાવ્યા. દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા બનાવવાની પ્રેરણા આપી. ઉપરાંત, આ પરમાર ક્ષત્રિયમાંથી ૮૦ જેટલા ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી જેનશાસનને જયજયકાર વર્તાવ્યું. પૂજ્યશ્રીનું આ ભગીરથ કાર્ય જૈનશાસનના ઇતિહાસમાં અદ્વિતીય ઘટના તરીકે લેખાશે. - પૂજ્યશ્રીની આવી ઉત્કટ શાસનપ્રભાવનાના પ્રભાવે તેઓશ્રીને પંજાબકેસરી આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી પછી, વરલી દેરાસરજીની પ્રતિષ્ઠા પ્રસ ગે સં. ૨૦૨૭ના મહા સુદ પાંચમ, તા. ૧-૨-૧૯૭૧ના શુભ દિવસે પૂ આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદવી આપવામાં આવી. ત્યાર બાદ સં. ૨૦૨૮માં પ્રશાંતમૂતિ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્વાથ્ય બગડતાં પૂ. આચાર્યશ્રીએ ગચ્છાધિપતિ તરીકેને ભાર પૂ. આ. શ્રી વિજયઈન્દ્રજિન્નસૂરીશ્વરને સેં. પૂજ્યશ્રી શ્રમણભગવાન મહાવીર સ્વામીની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દી પ્રસંગે પૂ. પ્રશાંતમૂતિ આચાર્યભગવંત સાથે દિલ્હી પધાર્યા હતા અને ત્યાર બાદ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિ પ્રદેશમાં વિહાર કરીને સંઘશાસનનાં સાતે ય ક્ષેત્રનાં શાસનકાર્યો કર્યા હતાં. પૂ. ગુરુદેવ સં. ૨૦૩૪માં કાળધર્મ પામતાં પૂજ્યશ્રીએ સમુદાયની સર્વ જવાબદારીઓ કુશળતાથી ઉપાડી લીધી. પૂજ્યશ્રીનાં ચરણકમળ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કાશ્મીર આદિ વિવિધ પ્રદેશમાં વિહર્યા છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દીક્ષા મહોત્સવ, અંજનશલાકા–પ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ, યાત્રાસંઘે – એમ વિવિધ ધાર્મિક ઉત્સવોની ધૂમ મચી રહે છે. પૂજ્યશ્રીની દિનચર્યા, પ્રવચનશૈલી અને સૌમ્ય મધુર વ્યક્તિત્વ અનેકેને પ્રેરણાદાથી બની રહ્યું છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક આચાર્યદેવને અંતઃકરણપૂર્વક કેટ કેટિ વંદના ! શ્ર. ૩૮ 2010_04 Page #300 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અનેક સંસ્થાઓના સ્થાપક, પ્રશાંતમૂર્તિ શાસનપ્રભાવક સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયપ્રકાશચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગુજરાત, રાજસ્થાન, પંજાબ આદિ પ્રાન્તમાં શાસનના તિર્ધરની ભવ્ય પરંપરા સર્જાઈ છે. તેમાં જેનાચાર્ય શ્રી વિજયપ્રકાશચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું ગૌરવસ્થાને છે. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૮ના ફાગણ સુદ ૩ને બુધવારે સિહી રાજ્યના ઝાડલી ગામે થયો હતે. મોટપણે તેઓ ધંધાર્થે મુંબઈ આવીને રહ્યા. વીસ વર્ષ સુધી મુંબઈમાં ધંધે કર્યો પણ મને લાગતું ન હતું. સાંસારિક વ્યવસાય કરતાં કંઈક એ વ્યવસાય કરવાની ભાવના થયા કરતી હતી કે જે ક્યારેય નષ્ટ ન થાય કે પરિવર્તન ન પામે. પરિણામે, ૩૩ વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે સંયમ સ્વીકાર્યું. ત્યાર બાદ આત્મસાધના અને શાસનોન્નતિનાં કાર્યોમાં નિમગ્ન રહેવા લાગ્યા. પૂજ્યશ્રીના વ્યક્તિત્વ અને વિદ્વત્તાના પ્રભાવે તેઓશ્રીના વરદ હસ્તે અનેક ભવ્ય એ દીક્ષા અંગીકાર કરી, જેમાં શ્રી નંદનવિજ્યજી, શ્રી પવવિજ્યજી, શ્રી નિરંજનવિજ્યજી મુખ્ય છે. ગુજરાતના પાલેજમાં તેઓશ્રીએ “શ્રી આત્માનંદ જૈન જ્ઞાનભંડાર ”ની સ્થાપના કરી, જેમાં દસ હજારથી પણ વધુ ગ્રંથ સંગ્રહિત છે. - પૂજ્યશ્રી પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની ભૂમિ પર વિચર્યા. તે દરમિયાન હોશિયારપુર અને લુધિયાણામાં ચાતુર્માસ સમયે ઉપધાનતપના યાદગાર ઉત્સવ થયા. ત્યાર બાદ ઉત્તર પ્રદેશને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ઉત્તરપ્રદેશની ભિન્ન ભિન્ન જેન સભાઓને એક સૂત્રમાં સાંકળી, અને તેઓને “શ્રી જેન વેતામ્બર મહાસભા-ઉત્તર પ્રદેશ” નામ નીચે સ્થાપી. અશિક્ષિત સમાજને ધર્મભક્તિ પ્રત્યે વાળવા માટે પૂજ્યશ્રીએ હસ્તિનાપુરની પુણ્યભૂમિમાં શ્રી આત્માનંદ જૈન બાલાશ્રમ ની સ્થાપના કરી. કપિલાજી, ફરકાબાદ, લખની આદિનાં જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો. પૂજ્યશ્રીને સં. ૨૦૨૪માં ગણિપદે, સં. ૨૦૨૭માં મુંબઈ મુકામે પૂ. આચાર્યદેવશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાયપદે અને સં. ૨૦૩૦ના અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે હસ્તિનાપુરમાં આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. તેઓશ્રીનું છેલ્લું ચાતુર્માસ અંબાલા શહેરમાં થયું. ચાતુર્માસ બાદ તેઓશ્રી જિન–શાસન-રત્ન આચાર્યદેવ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ પાસે લુધિયાણું પધાર્યા. ત્યાંથી પૂજ્યશ્રી પોતાના ગુરુ મહારાજ પાસે સેજતથી આગળ વિહાર કરવાના હતા ત્યાં જ એચિંતા કાળના ગર્તમાં વિલીન થઈ ગયા. પૂજ્યશ્રીને કાળધર્મ પામ્યાથી સમગ્ર ઉત્તર ભારતના શ્રીસંઘમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. એવા એ પરમ પ્રભાવક ગુરુદેવને શતશઃ વંદન! 2010_04 Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૨૯૯ તીર્થરક્ષક તપસ્વીરત્ન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયવ્હીકારસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આચાર્યશ્રી વિજ્યહીંકારસૂરીશ્વરજી મહારાજ પણ પિતાના પૂ. ગુરુદેવની જેવા જ તપસ્વીરત્ન અને શાસનપ્રભાવક શ્રમણભગવંત છે. તેઓશ્રીના જીવનની માહિતી ઉપલબ્ધ બની શકી નથી, પણ તેઓશ્રીની જન્મભૂમિ રાજસ્થાન હવાને અને શ્રીમંત અને ધર્મ સંપન્ન કુટુંબમાં તેઓશ્રીને જન્મ થયે હેવાને નિર્દેશ રાજસ્થાનમાં તેઓશ્રીની શુભ નિશ્રામાં, તેઓશ્રીના સંસારી કુટુંબીજનો દ્વારા તેમ જ રાજસ્થાનના અનેક શ્રીસંઘ દ્વારા અનેક ગ્રામ-નગર અને તીર્થ. સ્થાનમાં અવિરત-ઊલટભેર ઊજવાતાં અનુષ્ઠાનોથી થાય છે. દક્ષિણ ભારતમાં વસતા રાજસ્થાની જેને દ્વારા પણ તે પ્રદેશનાં અનેક ગ્રામ-નગરમાં પૂજ્યશ્રીના પાવન પગલે શાસનપ્રભાવનાના જે અભૂતપૂર્વ પ્રસંગે ઊજવાયા છે અને યશસ્વી તેમ જ ચિરંજીવ રૂપે પ્રસ્થાપિત થયા છે, તે દક્ષિણ ભારતના વર્તમાન શાસનપ્રભાવમાં તેઓશ્રીનું નામ પણ આજ ઝળહળી રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી નૂતન જિનમંદિરના નિર્માણ, પ્રાચીન જિનમંદિરના નિર્માણ, પ્રાચીન જિનમંદિરના જીર્ણોદ્ધાર, અનેક તીર્થોના ઉદ્ધાર, વિકાસ અને રક્ષણ પણ થયાં છે. તેમાંય સમેતશિખરજી તીર્થના રક્ષણ માટે તેઓશ્રીએ જીવના જોખમે જે કાર્ય કર્યું તે તે તેઓશ્રીની નિર્ભયતા, મક્કમતા, ધીરજ, સમતા અને વિરલ શાસનદાઝનાં દર્શન કરાવે છે. પૂજ્યશ્રી જેમ શાસનપ્રભાવક અને તીર્થ રક્ષક છે તેમ તપસ્વીરત્ન પણ છે. તેઓશ્રીની અપ્રમત્ત સંયમસાધના, સતત શાસ્ત્રાભ્યાસ, નિરંતર કલ્યાણ માગે વહેતી પરોપકારી વાણું અને સાથે સાથે અવિરત ચાલતી તપ-આરાધના જ એક આદર્શ સૂરિવરની ઉન્નત જીવનશૈલીનાં દર્શન કરાવે છે. એવા સમર્થ સાધુવરને શતશઃ વંદના ! પંજાબ-હરિયાણામાં અનેકને વ્યસનમુક્તિના માર્ગે દોરનારા, સર્વ–ધર્મ-સમન્વયી'નું બિરુદ પ્રાપ્ત કરનારા ઔદાર્યમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ જંબુસરથી વડોદરા આવેલે એક બાળક, માતા સાથે ભાવપૂર્ણ રીતે વંદન કર્તા જોઈ મુનિવર્ય શ્રી હંસવિજયજી તેની મુખાકૃતિ જોઈને બોલી ઊઠયા હતાઃ “આ બાળક દીક્ષા લેશે. આ બાળક તે આજના આચાર્યશ્રી વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૮૨ના જેઠ વદ પાંચમને શુભ દિને થયો હતે. જંબૂસરમાં પિતા ડાહ્યાભાઈ ગોરધનદાસ ભગત અને માતા તારાબેન ધર્મનિષ્ઠ દંપતી તરીકે ખ્યાત હતાં, ધર્મ, સંસ્કાર અને સદ્ગુણોથી છલછલ છલકાતા વારસામાં અવતરેલા સુરેન્દ્રની ચાર બહેને સંયમપંથે સંચરી ચૂકી હતી. લાડકવાયા બાળ સુરેન્દ્રને પણ પૂર્વ ભવના પુષ્પગે 2010_04 Page #302 -------------------------------------------------------------------------- ________________ 300 શાસનપ્રભાવક બાળપણથી જ માતાએ સ`સારની અસારતાના ખ્યાલ આપી, દ્વીક્ષાના ઉજ્જવળ પંથે જવા પ્રેરણા આપી. આટલુ જાણે કે એછુ હોય તેમ, પતિદેવ ડાહ્યાભાઈની દીક્ષા—ભાવના જાણી તેમને પણ વિદાય આપી. ( સુરેન્દ્રભાઈની ચારે સંસારી બહેનેા ) પૂ. રાજેન્દ્રશ્રીજી, ચંદ્રોદયાશ્રીજી, જિનેન્દ્રશ્રીજી તથા હિતાનાશ્રીજી – ચારે સાધ્વીજીએએ ભાઈ સુરેન્દ્રને પ્રેરણા આપી. સ. ૨૦૦૦ના માઘ વદ ૧ના રોજ રાજસ્થાનના વરકાણા તીર્થાંમાં પૂ. આ. શ્રી વિજયલલિતસૂરિજી મહારાજના વરદ હસ્તે ભાગવતી પ્રવ્રજ્યા અગીકાર કરીને મુનિશ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જનકવિજયજી નામે ઘેષિત થયા. ચાર બહેનો, પિતા ( મુનિશ્રી નીતિવિજયજી ), સ`સારી ભત્રીજી ( નયનરત્નાશ્રીજી), સ`સારી ભત્રીત ( મુનિશ્રી ધ રત્નવિજયજી )—એમ એક કુટુંબમાંથી ૮-૮ દીક્ષાએ વડે જૈનધર્મના જયજયકાર પ્રત્યે ! સ. ૨૦૦૦ના વૈશાખ સુદ ૮ના રાજ પંજાબકેસરી યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ હસ્તે વડી દીક્ષા થઈ. એ રીતે તેઓશ્રી પૂ. આચાર્યશ્રીના શિષ્ય થયા. મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ કાળધર્મ પામતાં મુનિશ્રી જનકવિજયજીએ દાદાગુરુ આચાર્ય દેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ પાસે ધર્મો, શાસ્ત્ર, ન્યાય, દર્શન, વ્યાકરણ, કાવ્ય વગેરેના અભ્યાસ કર્યાં. સં. ૨૦૦૯માં મુંબઇ-ગોડીજીના ચાતુર્માસ પ્રસંગે પૂ. દાદાગુરુની નિશ્રામાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચનેા અને સૂત્રવાચન કર્યાં. તેઓશ્રીની વાણી, વિદ્વત્તા અને સમાજોત્થાનની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે સુરતમાં સ ૨૦૧૧ના ફાગણ સુદ ૩ના રાજ ગણિપદથી વિભૂષિત કર્યા. પોતાના ગુરુદેવના જીવનકાર્યને આગળ ધપાવવા પૂજ્યશ્રી સતત ૧૦ વર્ષ સુધી પંજાબ હરિયાણાનાં ૬૦૦થી વધુ ગામડાંઓમાં વિચર્યાં. ત્યાંનાં લેકને આજસ્વી વાણીમાં હિતકારી બેધ આપી દારૂ-જુગાર-માંસાહાર જેવાં વ્યસનામાંથી મુક્ત કર્યાં. પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ સાથે ગામેગામ જઈ ને પ્રેરણાદાયી પ્રવચનોથી યુવકવમાં ચેતના ભરી દીધી અને જાગૃતિના જયઘોષ સંભળાવ્યા. પુ. યુગવીર આચાર્ય દેવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી અખિલ ભારતીય ધારણે મુંબઈમાં ઉજવવાનુ નક્કી થતાં સ. ૨૦૨૬માં પંજાબથી ૨૫૦૦ કિ. મી.ને ઉગ્ર વિહાર કરીને મુંબઈ પધાર્યા. જન્મશતાબ્દી ઉત્સવ પ્રસંગે મુંબઇ-વરલીના જૈનસ ઘે તૈયાર કરેલ જિનમંદિરની પ્રતિષ્ઠા આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના શુભ હસ્તે થાય એવી વરલી શ્રીસ'ધની ભાવનાને ખ્યાલમાં રાખીને, વરલીમાં તા. ૨૩-૧-૧૯૭૧થી તા. ૨-૨-૧૯૭૧ સુધી ૧૧ દિવસના મહાત્સવ યોજવામાં આવ્યેા. તે સમયે, દેરાસરની પ્રતિષ્ઠા વેળાએ પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને આચાર્ય પદવી ગ્રહણ કરવાના આગ્રહ કર્યાં પરંતુ ગ્રામેાહારનાં કાર્યો માટે હજી બીજા દસ વર્ષોં ગાળવાનેા કાર્યક્રમ હોવાથી તેઓશ્રીએ આચાય પદ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. તે જ રીતે, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા મુનિશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે પણ કોઈ પણ જાતની પદવી લેવાને નમ્રતાપૂર્વક ઇન્કાર કર્યાં. પરંતુ આવા સુયેાગ્ય મુનિવરોને કોઈપણ જાતની પદવી આપવામાં ન આવે એ વાત પૂ. આચાય`શ્રીને ખટકતી હતી. તેથી દીક્ષા—પદવીદાન 2010_04 Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો૨ ૩૦૧ સમારોહ પ્રસંગે તેઓશ્રીએ મારો સંદેશ” નામે લાગણીસભર પ્રવચનમાં પિતાના સંતોષ ખાતર આ ત્રણ મુનિવરોને બહુમાનપૂર્વક વિશેષ પદ આપવાની જાહેરાત કરી, તે પ્રમાણે આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીને થતશીલવારિધિ', મુનિશ્રી જનકવિયજી ગણિને સર્વધર્મસમન્વયી અને મુનિશ્રી વલ્લભદત્તવિજ્યજીને આદર્શ ગુરુભક્ત'નું પદ આપ્યું. - ત્યાર બાદ પૂજ્યશ્રી જનકવિજયજી મહારાજે કાંગડા-અંબાલા લુધિયાણાનાં અનેક સ્થળોએ યુવાને માટે શિબિરનું આયોજન કરીને, જૈનધર્મનું તત્વજ્ઞાન સમજાવીને, યુવાનોમાં સદાચારનું સિંચન કર્યું છે. અપરિગ્રહવૃત્તિ અને વિશ્વબંધુત્વની ભાવનાવાળા તેમ જ ખાદીપ્રેમી આ વિશિષ્ટ વ્યક્તિએ ભારતભરના જૈનસંઘની વિનંતિઓ થતાં તા. ૨૧-૧-૧૯૮૪ના શુભ દિને માંજલપુર-વડોદરા મુકામે, દેરાસરજીની પ્રતિષ્ઠા વેળાએ પૂ. આ. શ્રી વિજ્યઈન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી ગ્રહણ કરી. પૂજ્યશ્રીનું ધ્યેય ઔર પ્રગ – એક પ્રશ્નોત્તરી” નામે પ્રસિદ્ધ થયેલું પુસ્તક ખૂબ લોકપ્રિય થયું છે. જે રીતે મુનિશ્રી સંતબાલજીએ સર્વોદયને નાદ ગુંજતો કર્યો, તેવો લાભ પૂજ્યશ્રી જનકવિજ્યજીએ પણ સમાજને આપે. તેનો યશ પૂ આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને અને વિશુદ્ધહૃદયી ગુરુદેવ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને ફાળે જાય છે. આ પુસ્તકમાં ગામ અને શહેરી જનતાના ઉત્થાન, ધર્મમય સમાજરચનાની સ્થાપના અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અહિંસક સમાજરચના માટેનું આયેજન આપ્યું છે. એમાં રાષ્ટ્રહિત માટે સાધુ-સંતે શું કરી શકે ? તેનું દર્શન પ્રાપ્ત થાય છે. આચાર્ય શ્રી તુલસીની દષ્ટિએ આ પુસ્તકમાં સિદ્ધાંત અને અનુભવને સંયોગ થયેલું છે. આ ગ્રંથના સહલેખક મુનિશ્રી નેમચંદજી છે. હમણ, ઈ. સ. ૧૯૯૧માં પૂ. આચાર્ય શ્રી વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પિતાની દીક્ષા અંગીકારના ૩૮ વર્ષ પછી પ્રથમવાર જ, મુનિશ્રી ધર્મધુરંધર મહારાજ સાથે જંબુસર પધાર્યા ત્યારે જેન–જેનેતર સમાજમાં આનંદ અને ઉત્સાહ સાથે ધાર્મિક ચેતના વ્યાપી ગઈ હતી ! એવા એ સમર્થ શાસનપ્રભાવક સૂરિવર અનેકવિધ શાસનસેવા માટે નિરામય દીર્ધાયુ પામો એવી શાસનદેવને વિનમ્ર પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં પાવન ચરણમાં કેટિ કેટિ વંદના ! (સંકલન : પ્રા. બિપીનચંદ્ર ર. ત્રિવેદી) છે . 2010_04 Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શાસનપ્રભાવક પૂજ્યપાદ યોગનિષ્ઠ આચાર્ય પ્રવર શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્યદેવ પૂ. આ. શ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયન્યાયસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયરત્નસૂરીશ્વરજી મહારાજ જેમનાં નયનોમાંથી હંમેશાં નિતાઃ કરુણાની પીયૂષધારા વહેતી હતી, જેમના મનમંદિરમાં સતત ઉષ્કારનું રટણ અને વ્યાખ્યાન-વાર્તાલાપમાં તત્ત્વજ્ઞાનનું સિંચન થયાં કરતું, એવા બાલબ્રહ્મચારી, જેન સંસ્કૃતિના શણગાર, અનેક શાસ્ત્રગ્રંથોના રચયિતા, યોગનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ જેનશાસનના શ્રમદ્યાનમાં અનેક પરમ સૌરભભર્યા ફૂલડાં ખીલ્યાં છે. એ ફૂલેના મઘમઘાટ વડે સમસ્ત ભારતવર્ષ સુરભિત બન્યું છે. એવાં અનેક ફૂલડાંઓમાં અનેરી ફેરમ પ્રસરાવતું એક પુષ્પ તે શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ. કાર જપના પૂર્ણ રસિયા, ગવિદ્યાના મહાન સાધક, વર્તમાન પેઢીને પથદર્શક બની રહે તેવા સાહિત્યના સર્જક અને અક્ષરદેહે અક્ષર, અજર, અમર સૂરિજી શાસનના એક પ્રભાવક આચાર્ય હતા. પૂજ્યશ્રીનું સંસારી નામ કેશવજી હતુ . સં. ૧૯૩૩ના પિષ સુદ પૂનમને દિવસે પાલીતાણા-તીર્થાધિરાજની 2010_04 Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-ર ૩૦૩ પાવન છત્રછાયામાં તેમને જન્મ થયે હતું. કેશવજીનું વતન બોટાદ પાસેનું પાળિયાદ ગામ, અને મોસાળ પાલીતાણું હતું. પિતાનું નામ માધવજી નાગજી અને માતાનું નામ પાનબાઈ હતું. જ્ઞાતિએ વિસા શ્રીમાળી અને વ્યવસાયે વેપારી હતા. પાલીતાણામાં જન્મેલા કેશવજીએ ત્રીજા ઘોરણ સુધી અભ્યાસ પાલીતાણામાં જ ક્ય. સં. ૧૯૪૦માં કુટુંબ વઢવાણ કેમ્પ રહેવા આવ્યું. ત્યાં કેશવજીએ આગળ વધી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. પરંતુ આ દરમિયાન એક અતિ આઘાતજનક બનાવ બન્ય. ત્રણ દિવસના અંતરે માતા અને પિતાના અવસાન થયાં. આ કારમા આઘાતથી કેશવભાઈનું મન સંસાર પરથી ઊઠી ગયું. એવામાં વડોદરા મુકામે પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને ભાઈ કેશવજીની વૈરાગ્યભાવના દઢ બની. સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦ના દિવસે તેમણે પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી કેશરવિજ્યજી મહારાજ ગુરુચરણે બેસી ગયા. વિદ્યાભ્યાસ અને જપ-તપમાં નિમગ્ન બની ગયા. વડોદરા અને સુરતની સ્થિરતા દરમિયાન અનેક શાને ઊંડે અભ્યાસ કર્યો. પછી તેઓશ્રીનું મન યોગ તરફ વળ્યું. તે રુચિ જીવનભર ટકી રહી. જીવનના છેલ્લા શ્વાસ સુધી યેગ, ધ્યાન અને અષ્ટાંગયેગના સાધક બની રહ્યા. ગપ્રાપ્તિ માટે તેઓશ્રીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. પૂજ્યશ્રીના સાધક જીવનમાં ૐકારને જાપ સતત ચાલતે. ૩ૐકાર જાપ માટે પૂજ્યશ્રી સૌને આગ્રહ પણ કરતા. ધર્મશા અને વિદ્યાના વિશાળ અને ગ્રહન જ્ઞાનના પરિપાક રૂપે પૂજ્યશ્રી પાસેથી ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા છે, જેમાં યેગશાસ્ત્ર, જ્ઞાનદીપિકા, સમ્યક્દર્શન, ગૃહસ્થ ધર્મ, નીતિમય જીવન, આત્માને વિકાસક્રમ, મહામહને પરાજ્ય, મલયસુંદરીચરિત્ર, પ્રભુ મહાવીર તવપ્રકાશ, આત્મવિશુદ્ધિ વગેરે મુખ્ય છે. પૂજ્યશ્રીને સં. ૧૯૬૩માં સુરત મુકામે ગણિપદવી અપાઈ સં. ૧૯૭૪માં મુંબઈમાં પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પરંતુ ત્યાર બાદ પૂ. ગુરુદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને સ્વર્ગવાસ થતાં તેઓશ્રી પર સમુદાયની સર્વ જવાબદારી આવી પડી. ત્યારથી તેઓશ્રીની રાજગ જાણવાની ઇચ્છા દબાઈ ગઈ. પિતાના સમુદાયનું બંધારણ ઘડવા વઢવાણમાં સંમેલન યેર્યું. પૂજ્યશ્રીની વિદ્વત્તા, વસ્તૃત્વ અને યોગસિદ્ધિને ઘણે પ્રભાવ પડવા લાગે. અનેક ભવ્યાત્માઓ તેઓશ્રીના વરદ હસ્તે સંયમમાગે સંચર્યા. જેને જ નહિ પણ પારસી, મુસલમાન, મચી આદિ કેમના માણસે પર પણ તેઓશ્રીએ ઘણે જ પ્રભાવ પાથર્યો. પૂજ્યશ્રીની ચપાસ વધતી પ્રભાવનાને લક્ષમાં લઈ સં. ૧૯૮૩ના કારતક વદ ૬ને શુભ દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયે. સં. ૧૯૮૫માં વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરીને પૂજ્યશ્રી તારંગાઇ ગયા. ત્યાં ગુફામાં ધ્યાનાવસ્થામાં હતા ત્યાં જ શરદીના ભયંકર હુમલાથી હૃદય પર અસર થઈ અને તેઓશ્રીને અમદાવાદ લાવવામાં આવ્યા. અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં રાખવામાં આવ્યા. કેન્સર જાહેર થતાં ઉપચાર શરૂ થયા. શ્રાવણ વદ પાંચમે પૂજ્યશ્રીએ અન્નજળને ત્યાગ કર્યો અને સ્કાર મંત્રના સતત જાપ સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વ્યાખ્યાન વખતે, વાર્તાલાપ વખતે, 2010_04 Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શાસનપ્રભાવક કિયાકલાપ વખતે જેમનાં નયનેમાંથી અમીધારા વહેતી, તે પ્રેમપૂર્ણ નયને આ ક્ષણભંગુર દુનિયા છોડી સદાને માટે અદશ્ય બની ગયાં. પૂજ્યશ્રીના દેહાવસાને સમગ્ર સમાજમાં શોકનું વાતાવરણ રચી દીધું. પરંતુ તેઓશ્રીના અક્ષરદેહે અમરતા અને આનંદને આશ્વાસનભાવ જગવી દીધો! એવા એ ભેગરાજ વત્સલમૂતિ સાધુવર્યને હૃદયપૂર્વક કટિ કોટિ વંદના ! (સંકલન : “જૈન”ના “સૌરાષ્ટ્ર-કેસરી સ્મૃતિ વિશેષાંક "માંથી સાભાર) શાસનના મૂક સેવક, સરળસ્વભાવી વત્સલમૂતિ સાધુવર પૂ. આચાર્યશ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં જે આચાર્યદેવો થયા, તેમાં આચાર્યશ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ એક પ્રભાવશાળી સાધુવર્ય હતા. તેઓશ્રી વિશે વિશેષ વિગત પ્રાપ્ત થતી નથી. તેઓશ્રીની જન્મભૂમિ લીંબડી હતી. સુરેન્દ્રનગરવાળા સુપ્રસિદ્ધ આગેવાન શ્રી ચંદુલાલ વર્ધમાન સંસારી સંબંધે તેમના ભાણેજ થતા હતા. પૂ. આ. શ્રી વિજયકેશરસૂરિજી મહારાજ પછી એક વર્ષે તેમણે દીક્ષા લીધી હતી અને જીવ્યા ત્યાં સુધી તેઓશ્રીએ પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની ખૂબ નિષ્ઠાપૂર્વક સેવાસુશ્રષા કરી હતી. સુરત જિલ્લાના કીમ પાસેના તડકેશ્વર ગામના જિનાલયને જીર્ણોદ્ધાર કરવામાં પૂ. આ. શ્રી વિજયલાભસૂરિજી મહારાજનું મોટું પ્રદાન હતું. પૂજ્યશ્રી બહુ વિદ્યાભ્યાસી ન હતા, પરંતુ સેવાભાવના અને પરોપકારવૃત્તિ હોવાને લીધે સૌના પ્રીતિપાત્ર અને આદરણીય બન્યા હતા. વર્તમાનમાં પૂજ્યશ્રીના શિષ્ય આ. શ્રી વિજ્યસ્વયંપ્રભસૂરિજી મહારાજના વ્યક્તિત્વને જોતાં પૂજ્યશ્રીના વિનમ્ર, દયાળુ અને સેવાભાવી સ્વભાવની ઝાંખી થાય છે. પૂજ્યશ્રી અન્ય સમુદાયના સાધુઓની સેવામાં પણ એટલા જ મગ્ન રહેતા. હંમેશાં સતત શાસનપ્રભાવનામાં કાર્યરત રહેતા. જેનસમાજની ઉન્નતિ માટે તત્પર રહેતા. સૌ કેઈ ધર્મપાલનના અનુરાગી રહે તેવી ખેવના રાખતા. પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં સ્નેહ, શાંતિ અને સંપનું વાતાવરણ સર્જાયું હતું. એવા એ પરમ સેવાવ્રતી સાધુવરને અંતઃકરણપૂર્વક શતશઃ વંદના! સંસ્કાર-સંજીવની દાતા, તપ-ધ્યાન-ગના પ્રણેતા, અધ્યાત્મનિષ્ઠ યોગીરાજ પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાપુરુષોનાં જીવન સ્વચ્છ અરસા સમાન હોય છે. અરીસામાં જોવાથી જેવી હોય તેવી આકૃતિ દેખાય છે, તેમ મહાપુરુષોના જીવન સામે આપણું જીવન જેવું હોય તેવું સ્પષ્ટ થાય છે. આપણું આંતરવિશ્વ દયાળુ છે કે કોધી; માની છે કે સરળ, નમ્ર છે કે અભિમાની, લેભી છે કે ઉદાર, સંસ્કારી છે કે અસંસ્કારી – એને પરિચય થાય છે. અને એ 2010_04 Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ૩૦૫ સત્યનું દર્શન થતાં આપણા આત્મા મહાપુરુષોનાં જીવનને પથપ્રદર્શક માનીને આગળ ડુંગ માંડે છે. એટલે જ મહાપુરુષાનાં ચિત્રો જેમ જેમ વંચાય, લખાય, ચિંતન-મનનમય રહે તેટલા સ`સારીને લાભ થાય છે. સામાન્ય સ`સારીઓને ભવસાગર તરવા માટે મહાયાન સમાન અને છે. પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજનું જીવન પણ એવા આદર્શરૂપ હતું. સૌરાષ્ટ્રમાં અનેક દાનવીર, શીલવીર, તપવીર મહાનુભાવાથી શેાભતી અને ચરમ તીર્થ પતિ શ્રી વર્ધમાનસ્વામીના પુનિત નામથી પ્રસિદ્ધ વમાનપુર ( વઢવાણ નગરી )માં પૂજ્યશ્રીએ દેહ ધારણ કર્યાં હતા. આ નગરમાં વસતા જૈન અગ્રણી વીસા શ્રીમાળી શ્રી જેતશીભાઈ જીવરાજભાઈનાં ધર્મપત્ની જડાબેનની કુક્ષિએ સ. ૧૯૫૫ના કારતક સુદ પૂર્ણિમાએ જન્મ લીધે. કલિકાલસર્વજ્ઞ ભગવત શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના જન્મદિને જન્મ લઈને તેમણે જૈનશાસનની સેવાને એક સ`કેત રચી દીધા હતેા ! તેમનું સસ્પેંસારી નામ ચુનીલાલ પાડવામાં આવ્યું હતું. પુત્રનાં લક્ષણ પારણામાંથી ' એ ન્યાયે ખાલ્યકાળથી જ ચુનીલાલનુ મન સંસારમાં લાગવાને બદલે વૈરાગ્યભાવ તરફ વધુ હતુ. માનવજન્મ મળવા એ દુંભ છે, કારણ કે મેક્ષ મેળવવામાં એક માત્ર માનવજન્મ જ સાધનભૂત છે. એમાંયે ઉચ્ચ કુળમાં અવતાર મળવા એ એનાથી યે દુર્લભ છે, એનાથી આત્મા સહેલાઇથી મેાક્ષમાગે ગતિ કરી શકે છે. મહાજન અને સજ્જન પિરવારમાં ચુનીલાલ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણમાં રસ લેવા માંડે છે. ગુજરાતી પાંચ ધારણના અભ્યાસ કરીને અધ્યાત્મજીવન તરફ વળી જાય છે. એમાં માતાના અવસાનના આઘાત ચુનીભાઈ ને વૈરાગ્યભાવના તરફ વાળી દે છે. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૦ વષઁની હતી. તેા પણ તેમને દીક્ષા લેવાની ભાવના જાગી. આટલી કુમળી વયે દીક્ષા લેવાની વાતે સગાં-સ’બધીએ વિરોધ કરવા માંડયા. છતાં વૈરાગ્યવાસિત પુત્રને જોઇ પિતાએ અનુમતિ આપી. સ. ૧૯૬૫માં ધર્મરાજ્યની રાજધાની સમા રાજનગરમાં સ્થાનકવાસી દીક્ષા લીધી, અને મુનિશ્રી ચુનીલાલજી બન્યા. પુત્રને સયમમાગે આનદિત જોઈ ને પિતા છ મહિનામાં સ્વગે` સિધાવ્યા. નાની વયે દીક્ષા લીધી તેથી ઘણાં લોકો પૂજ્યશ્રીને પ્રશ્નો કરતા. પૂજ્યશ્રી તે સમયે પણ ઘણા જ તાત્ત્વિક અને સાત્ત્વિક જવાએ આપીને સૌને આશ્ચયમાં નાખી દેતા. તેઓશ્રી કહેતા કે ‘હુ' જેને ચાક્કસ જાણું છું તેને કયારે પામીશ તે જાણતા નથી; પણ એ આવશે અવશ્ય, તેની મને ખાતરી છે. એટલે જ ક્ષણજીવી સુખાને છોડીને આ શાશ્વત સુખના માગ સ્વીકાર્યો છે. સ'સારનાં સુખ ભોગવવાની ઇચ્છા હોત તે તે વિપુલ સુખસામગ્રી પડી છે. માતાપિતા અને કુટુંબની મમતા છે, સાધનસમ્પન્ન જીવન છે; પરંતુ સંસારી સુખની સ્થિતિ કાયમી હોતી નથી. એમાં સશક્ત કચારે અશક્ત બને, નિરેગી કચારે રાગી બને, ધનવાન કયારે દરિદ્ર બને તે કહેવાય નહીં. સંસારી સુખ કયારે આપણને ડી દે તે કહેવાય નહીં. એ પૌલિક હોય છે. એ સુખાને હું સુખ માનતા નથી. માટે જ આ શાશ્વત સુખને માગ સ્વીકાર્યો છે. ' અને આ ઉંમરે પણ અંતરાત્માના આનંદની–શાશ્વત આત્મસુખની શોધ કરનાર પૂર્વજન્મના અભ્યાસી શ્રી ચુનીલાલજી મહારાજ આત્મસ્વરૂપની ૨ ૩૯ 2010_04 Page #308 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શાસનપ્રભાવક ઓળખ માટે સતત ચિંતન કરવા લાગ્યા. એવામાં તેઓશ્રીને ૧૧૧ ગ્રંથના આલેખક-વિરલ અધ્યાત્મગ્રંથના પ્રણેતા યુગનિષ્ઠ પૂ. બુદ્ધિસાગરજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય પૂ. અજિતસાગરજી મહારાજને પરિચય થયો. આ સમાગમ સેનામાં સુગંધરૂપ હતે. પૂ. કેશરસૂરિજી અને પૂ. બુદ્ધિસાગરજી મહારાજને સમાગમ થતાં અધ્યાત્મજીવનમાં એક નવી ઝલક પ્રાપ્ત થઈ પરિણામે તેઓશ્રીએ સં. ૧૯૭૮માં અક્ષયતૃતીયાના શુભ દિવસે સંવેગી દીક્ષા અંગીકાર કરી અને પૂ. કેશરસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી ચંદ્રવિજયજી બન્યા. સચ્ચારિત્ર્યપંથે પ્રયાણ કરતાં તેઓશ્રીની આનંદયાત્રામાં એર ઉત્સાહ પ્રગટયો. સંયમજીવનની આ શ્રદ્ધા દમૂલ થતાં, પાદરા મુકામે સં. ૧૯૭૮ના અષાઢ સુદ ૩ના શુભ દિને વડી દીક્ષા ગ્રહણ કરી અને રત્નત્રયીની સાધના-આરાધના માટે સદા જાગ્રત સાધુવર શ્રી ચંદ્રવિજયજી બન્યા. મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજ સંયમ, તપ, ધ્યાન, યોગ આદિના મૂર્ત સ્વરૂપ જ બની રહ્યા. પૂ. ગુરુવર્યોની વત્સલ છાયામાં ભક્તિ, સેવા, ગ, ધ્યાન, અભ્યાસ આદિમાં દિન-પ્રતિદિન આગળ વધવા લાગ્યા. એમાં યે વેગનિષ્ઠા વિશે આગવી છાપ પાડતા રહ્યા. માનવી તપ કરે, સંયમ માળે, સર્વ શાસ્ત્રોનું અધ્યયન કરે, પણ જ્યાં સુધી જીવ ધ્યાનમાં આગળ ન વધે અને કષાયાદિથી મુક્ત બની સ્વ-ઈન્દ્રિયને જીતે નહીં, ત્યાં સુધી મેક્ષ નથી એમ શ્રી જિનેશ્વર ભગવાનનું વચન છે. પૂ. આબુવાળા શ્રી શાંતિસૂરિજી મહારાજ, સ્વગુરુ શ્રી વિજય કેશસૂરિજી મહારાજ, શ્રી મણિલાલ જેસિંગભાઈ, શ્રી નાનજી લધા વગેરેના પ્રગાઢ પરિચયમાં આવતાં પૂજ્યશ્રી યોગ અને ધ્યાનમાં પારંગત બનવા લાગ્યા. તેઓશ્રીને આધ્યાત્મિક વિકાસ થવા લાગે. પરિણામે અનેક શ્રીસંઘની વિનંતીથી, પૂજ્યશ્રીની અનિચ્છા હોવા છતાં, સં. ૧૯૯૫માં સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં ગણિ–પંન્યાસપથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી આધ્યાત્મિક વિકાસ માટે પ્રાથમિક કેળવણીથી ધ્યાન આપવાના મતના હતા. તેથી તેઓશ્રીએ નાનાં બાળકો માટે શાળા-પાડશાળાઓ સ્થાપવાની-ચલાવવાની વિકસાવવાની પ્રવૃત્તિઓ હાથ ધરી. પરિણામે, તેઓશ્રીના વરદ હસ્તે બારસીમાં જેન બોડિંગની સ્થાપના થઈ પૂનામાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી, જેના સહાયક ફંડ એકત્ર કરાવ્યું. પૂના પાસે સોપા તથા શ્રી શેરીસા તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ કર્યા. વડાલી, સરદારપુર અને શ્રી સિદ્ધક્ષેત્રમાં ઉદ્યાપનની ઉજવણું કરાવી. માટુંગા (મુંબઈ)માં ગુજરાતી તથા કચ્છી-એમ બંને ઉપાશ્રય તથા સ્તંભન તીર્થ–ખંભાત લાડવાડાને ઉપાશ્રય ધર્મસ્થાનક બનાવવા પાછળ પૂજ્યશ્રીની પ્રેરણા છે. શાંતિનગર–નવરંગપુરામાં શ્રીસંઘની નવેસરથી વ્યવસ્થા કરી. શિરપુર-ખાનદેશમાં અને યેવલા-મહારાષ્ટ્રમાં ઘણાં વર્ષોથી સંઘમાં કલહ-કલેશ-કુસંપ ચાલ્યા આવતા હતા, તે મિટાવીને શાંતિ–સહકાર-સંપનું સામ્રાજ્ય સ્થાપ્યું. ગવાડા, પાલીતાણા, વલસાડ, યેવલા, બાલાપુર, બારસી, પૂના, વિલેપાર્લે આદિ સ્થળેનાં ચાતુર્માસ દરમિયાન મહામહત્સવ પૂર્વક ભવ્ય ઉપધાનતપની આરાધનાઓ થઈ. વળી, પૂજ્યશ્રીના પ્રત્યેક ચાતુર્માસમાં અભિગ્રહના અડ્ડમ કરાવવામાં આવ્યા. અભિગ્રહના અઠ્ઠમમાં પારણે એકાસણું ધારી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને અભિગ્રહ ધારણ કરવાને. એ પ્રમાણે પિતે ધારણ કરેલી ધાણ જાહેરાત વિના પાર પડે તે જ એકાસણું કરી 2010_04 Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-૨ ૩૦૭ શકાય. આ તપની ઉજવણી તા ગામેાગામ અત્યંત ઉત્સાહથી થતી. ખંભાતમાં તે નાનાં નાનાં બાળકો સાથે ૪૫૦ જેટલા ભાવિકાએ આ તપશ્ચર્યા દ્વારા ઇતિહાસ સર્જ્યો હતા. સ. ૧૯૯૫માં પૂજ્યશ્રીને અતિ સુયોગ્ય જાણી, પ`ચમાંગ શ્રી ભગવતીજીના યાગઢહન પૂર્ણાંક શ્રી શત્રુ ંજય ગિરિરાજની પાવન છાયામાં પોષ સુદ બીજના પંન્યાસપત્તુથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ સ. ૨૦૧૭માં આચાર્ય પદ માટે બીલીમેારા નગરમાં શ્રીમદ્યાની વિનતિ થઈ. પૂના, યેવલા, મુબઈ, બારસી, ખંભાત વગેરેના શ્રીસ ધેાએ એકત્ર થઇ ને વિન ંતિ કરી અને બિલીમારાને આંગણે અનેક સંઘનાં શ્રાવક-શ્રાવિકાઓને માનવસમુદાય ઊભરાયા. ઉજવણીમાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી મહાસ્નાત્ર, વરઘેાડા, સામિ ક વાત્સલ્ય આદિ ભવ્ય અને સુંદર રીતે થયાં. અમદાવાદથી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રતિનિધિ તરીકે શ્રી સિદ્ધા ભાઈ, શેઠશ્રી ચીનુભાઈ, ખંભાતથી શેઠશ્રી રતિલાલ બેચરદાસ, શ્રી મગળદાસ સ્વરૂપચંદ, શ્રી સાકરચંદ ગાંડાભાઈ, શ્રી હિંમતલાલ મેાહનલાલ, પડિત છબીલદાસ વગેરે મહાનુભાવા તથા આશરે ૧૦૦ ગામેાના સ`ઘે એકત્ર થયા હતા. બીલીમેારા શ્રીસ`ઘની સુંદર વ્યવસ્થાપૂર્વક અને પડિત છબીલદાસ સંઘવીના ભાવભર્યાં સંચાલન પૂર્વક પૂજ્યશ્રીને માગશર સુદ ૬ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીને આ પ્રસંગે ૩૦૦ જેટલી કામળીએથી સન્માનવામાં આવ્યા હતા, ત્યાર બાદ, અનેક પ્રકારનાં શાસનસેવાનાં કા કરીને મહાન આચાર્ય તરીકે શાસનના ભાવિકોનાં હૃદયમાં ચિરસ્થાયી શાસન જમાવનાર પૂજ્યશ્રી સ. ૨૦૨૮ના પ્રથમ વૈશાખ સુદ ૩ને રવિવારે ૬૦ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાય પાળી કાળધમ પામ્યા. પૂજયશ્રીની આરાધના, પ્રભાવના, અનુમેદનાના પ્રભાવ રૂપે કલકત્તા--ભવાનીપુરમાં ભવ્ય મહત્સવ ઊજવવામાં આન્યા હતા. શિક્ષણ, યોગ, તપશ્ચર્યા અને ધ ચર્ચામાં સતત ચિરકાળ પંત કા રત રહીને લાખા જીવાને પ્રેરણાનાં પીયૂષ પાનાર યેાગીરાજને અંતરનાં કેટિશ વંદન ! ( સ`કલન : “ જૈન ” પત્રના ‘ સૌરાષ્ટ્ર-કેસરી સ્મૃતિ વિશેષાંક’માંથી સાભાર. ) સમતાના સાગર, પ્રશાંતમૂર્તિ, અનેક સસ્થાએના સ્થાપક-પ્રેરક પૂ. આ. શ્રી વિજયપ્રભવચંદ્રસુરીશ્વરજી મહારાજ પૂર્વ ભવનાં સંચિત પુણ્યકર્મોના પુનિત પ્રભાવે આ ભવમાં લઘુવયે જ સન્માગે સંચરનારા વિરલ આત્માએ સાચે જ પ્રેરણાદાતા બની રહે છે. પૂ. આ. શ્રી વિજયપ્રભવચ'દ્ર. સૂરીશ્વરજી મહારાજ એવા પ્રેરણાસ્થાન રૂપ હતા. તેમના જન્મ અમદાવાદ જિલ્લાના દહેગામ તાલુકાના સલકી ગામે બ્રહ્મભટ્ટ ( મારેટ ) જ્ઞાતિના સમૃદ્ધ, સુખી અને ધાર્મિક કુટુંબના શ્રી દામાદરભાઈનાં સુલક્ષણા ધર્મપત્ની નાથીબાઈની રત્નકુક્ષિએ થયેા હતેા. તેમનુ સ’સારી નામ પ્રહ્લાદભાઈ હતું. પ્રહ્લાદભાઈ નાની વયે જ પૂ. યાગનિષ્ઠ આચાર્ય શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવતાં, વૈરાગ્યના રંગે રંગાયા, ભરયુવાનીમાં પૂજ્ય 2010_04 Page #310 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આચાર્યશ્રીની નિશ્રામાં રોહિડા ( રાજસ્થાન )માં સ. ૧૯૪પના મહાસુદ પાંચમને શુભ દિને ધામધૂમથી દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી પ્રભવવિજયજી નામે ઘેાષિત થયા. ૩૦૮ દીક્ષા ગ્રહણ કરીને પૂજ્ય ગુરુદેવા સાથે મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, અંગાળ, ઓરિસા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ અનેક પ્રદેશમાં વિચરી ત્યાગ, તપ અને સયમની અનેરી સુવાસ પ્રગટાવી. સ. ૨૦૧૮ના માગશર સુદ ૯ને દિવસે પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે પંન્યાસપદવી અર્પણ કરવામાં આવી. અને સં. ૨૦૨૯ના મહા સુદ પાંચમે પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેક સાધુ-સાધ્વીજી તથા પુરુષાદાનીય જૈનસંઘઅમદાવાદની વિશેષ અને વિશાળ ઉપસ્થિતિ વચ્ચે આચાય પદથી અલ'કૃત કરવામાં આવ્યા. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજની એક ભાવના હતી કે પાલીતાણામાં એક આરાધના સ્થળ બનાવવું, જેમાં જીવનના અંતિમ સમયમાં સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓ શાંતિપૂર્વક ધર્મારાધના કરી શકે. પેાતાના ગુરુદેવશ્રીની આ ભાવનાને મૂર્ત રૂપ આપવા પૂજ્યશ્રીએ પ્રયત્નો આદર્યો. આ કાર્ય માટે ગુરુભક્ત, સેવાભાવી, પ્રખર પ્રવચનકાર ગણિવર્ય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ સ’. ૨૦૨૯માં પાલીતાણા પધાર્યાં. તેઓશ્રીના સતત પરિશ્રમ અને સદુપદેશથી પાલીતાણામાં સ. ૨૦૩૧માં શ્રી મુક્તિ-ચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. કુટરીબાઈ ઇંદ્રચ’દજી ધાકા ગિરિવિહાર જૈન ભાજનશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે પછી શાંતાબહેન વનેચંદ મહેતા સાધ્વીજી આરાધના કેન્દ્ર, શ્રી મણિ-મેાતી ઊંઝા શ્રમવિહાર, શ્રી કનકમલ જૈન ધર્માંશાળા, શ્રી મેાતીલાલ ધનરાજજી પ્રવચન હેાલ તથા તારાબહેન વિમલભાઈ નગીનદાસ સ્યાદ્વાદ વિદ્યામંદિર પૂજ્યશ્રીના માર્ગદર્શન અને પ્રેરણા નીચે નિર્માણ પામ્યાં અને વિકાસ પામ્યાં. તેમ જ સેનામાં સુગધ રૂપે શ્રી કીતેશ ગિરિવિહાર અન્નક્ષેત્રના પણ આરંભ કરવામાં આવ્યેા. શ્રી કનકબેન વૈદ્યના વરદ હસ્તે અન્નક્ષેત્રનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીને છેલ્લાં બે વર્ષે કેન્સરની મહાવ્યાધિની પીડા ભોગવવી પડી. આવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓશ્રી સમતાના અવતાર સમા સ્વસ્થ-શાન્ત-સ્થિર રહ્યા હતા. પૂ. ગણિવય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ અને વિશાળ શિષ્યસમુદાય સેવામાં ખડે પગે હાજર રહ્યો. પૂ. આ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મહારાજ, પૂ. પં. શ્રી સ્વય’પ્રભવિજયજી મહારાજ આદિ શ્રમણભગવતે પધારી સુંદર નિજામણા કરાવતા હતા. પૂજ્યશ્રી સિદ્ધાચલ ગિરિરાજનું ધ્યાન ધરતાં, સમતાપૂર્વક સ. ૨૦૩૩ના આસે સુદ ૮ને બુધવારે પ્રાતઃકાળે ૪-૨૨ કલાકે કાળધર્મ પામ્યા. લાખા ભાવિકામાં શેકનુ વાતાવરણ પ્રસરી ગયુ. આસે સુદ ૧૧ના દિવસે રાખવામાં આવેલી ગુણાનુવાદસભાની વિશાળ સ`ખ્યા અને ભવ્ય અજલિના સાક્ષાત્કાર કરનાર જ પૂજ્યશ્રીની મહાનતાને સ'પૂર્ણપણે સમજી શકવા સમર્થ બને. એવા એ સયમપથના સમ` પ્રવાસી સાધુશ્રેષ્ઠને અંતઃકરણપૂર્વક લાખ લાખ વંદના ! ( સંકલન : “ જૈન પત્રના સૌરાષ્ટ્ર-કેસરી સ્મૃતિ વિશેષાંક 'માંથી સાભાર. ) ( . 2010_04 "" === Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ સેવા-સ્વાર્પણ-ત્યાગના ત્રિવેણી સંગમ સૌરાષ્ટ્ર કેસરી” પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ કલાકના કલાકો સુધી જેમના સ્વમુખે કાઠિયાવાડી તળપદી ભાષા સાંભળવી ગમે એવા સુમધુર વ્યાખ્યાતા, સૌરાષ્ટ્ર-કેસરી આચાર્યદેવ શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજને સાંભળીએ ત્યારે સ્વનેય ખ્યાલ ન આવે કે આવી તળપદી કાઠિયાવાડી બેલનાર વ્યક્તિ રાજસ્થાની હશે! પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના ખેતાસર ગામમાં ટાંટિયા પરિવારમાં, એસવાલ જ્ઞાતિના શેઠ કુંદનમલજી અને ગૌરીબાઈને ત્યાં સં. ૧૯૭૮ના જેઠ સુદ પાંચમે થયો હતો. પુત્રનું નામ ધનરાજજી રાખવામાં આવ્યું. ધનરાજજીને શિક્ષણ અને સંસ્કાર માટે નજીકની એશિયા ગામની બોડિ•ગમાં મૂકવામાં આવ્યા, જ્યાં તેમણે સુંદર રીતે અભ્યાસ કર્યો. વિશાળ વાચન અને આત્મમંથન જીવને ચિત્તશુદ્ધિ અને સુખ આપવા માટે સમર્થ હોય છે, એ વાત એમના જીવનમાં દઢ થતી ગઈ. પૂજ્યશ્રીના વિકાસમાં મુખ્ય ભૂમિકા પૂ. શ્રી ચંદ્રવિજયજી મહારાજે નિભાવી. યેવલામાં સર્વ પ્રથમ મુલાકાત થઈ. પહેલા જ વ્યાખ્યાનમાં ગુમુખે સાંભળેલી સંસારની અસારતા અને સંયમની મધુરતા ધનરાજને સ્પર્શી ગઈ. પૂ. ગુરુ મહારાજે ચારિત્રધર્મની વાનગી રૂપે ઉપધાન તપની વાત મૂકતાં શ્રીસંઘે તે સહર્ષ વધાવી લીધી. ધનરાજ પણ તેમાં જોડાયા. આ પ્રસંગે હંમેશ ગુરુદેવ સાથે આધ્યાત્મિક ચર્ચા થતી ચાલી. પરિણામે ધનરાજજીના અધ્યાત્મજ્ઞાનમાં વૃદ્ધિ થતી ચાલી. જેનશાસન પ્રત્યેની શ્રદ્ધા બળવત્તર થતી ચાલી. ગુરુવાણીના સચેટ પ્રભાવથી ધનરાજજી ચારિત્રપંથે જવાની ભાવનાવાળા થયા. માતા-પિતાને ખેતાસર મુકામે જાણ કરી. માતા-પિતાએ સંયમના ઉપસર્ગો ને પ્રતિકૂળતાઓ જણાવી, ધનરાજને તે માર્ગે ન જવા કહ્યું. ધનરાજજીએ કહ્યું કે સુખદુઃખ એ ભાગ્યાધીન છે. કુંવારે કેડે મરે અને પરણેલો પિડાએ મરે એ સંસારની ગતિવિધિ છે. એ રીતે માબાપને સમજાવી લીધાં. એમની પાસેથી સંમતિપત્ર લખાવી લીધું અને એ સંમતિપત્ર લઈને પૂ. ગુરુદેવ પાસે ગયા. દરમિયાન તેમના એક ફઈ સ્થાનકવાસીમાં દીક્ષિત હતાં, તેમણે એ આગ્રહ રાખે કે ધનરાજજીએ સ્થાનકવાસીમાં જ દીક્ષા લેવી જોઈએ. એ માટે પુનઃ ખેતાસર બેલાવ્યા, ત્યારે ધનરાજજીએ કહ્યું કે, સેયંબરો દિગંબરો વા બુદ્ધો વા અન્નલિંગીવા, સમભાવ ભાવિ અપ્પા લહઈ મુફખો ન સંદેહે.” મતલબ કે, ગમે તે સંપ્રદાયને હોય, પણ સમભાવથી સ્થિરતા રાખીને વર્તે તે મેક્ષ પામી શકે છે. આ રીતે અનેક તર્ક-વિતર્ક દ્વારા ફઈ-મહારાજને સંતેષ પમાડી, હા પડાવી, ફરી પૂ. ગુરુદેવ પાસે યેવલા પહોંચ્યા. સં. ૧૯૯૬ના જેઠ સુદ ૧૧ને શુભ દિવસે ખાનદેશના શિરપુર મુકામે માતાપિતાની ઉપસ્થિતિમાં દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી ભુવનવિજ્યજી બન્યા. દીક્ષા પછી પૂજ્યશ્રી અધ્યયન-આરાધનામાં નિમન રહેવા લાગ્યા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, સમાધિશતક, ગદષ્ટિ સમુચ્ચય, ઉપદેશમાલા, ગબિંદુ, દ્રવ્યગુણ પર્યાય રાસ, વાસુપૂજ્યચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર, મહાવીરચરિત્ર, ધના–શાલીભદ્રરાસ આદિનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત, દિગબર 2010_04 Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શાસનપ્રભાવક પંથના પ્રવચનસાર, નિયમસાર, સમયસાર, ગોમટ્ટસાર, પુરુષાર્થસિદ્ધિ ધવલગ્રંથ, આદિ ગ્રંથને અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીને કંઠ મધુર અને આકર્ષક હોવાથી તેમ જ તેઓશ્રીનાં વ્યાખ્યાનમાં વિશદ ચર્ચા અને રસિક દષ્ટાંતે આવતાં હોવાથી સૌને તેમાં અદ્ભુત રસ પડત. આઠ ચાતુર્માસ મહારાષ્ટ્રમાં કરીને સં. ૨૦૦૪માં સૌરાષ્ટ્રમાં પધાર્યા. વલભીપુર, પાલીતાણા, ગારિયાધાર, રાજકોટ, જૂનાગઢ એમ સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ-ઉજમણો દ્વારા શાસનને યજ્યકાર પ્રવર્તાવ્યું. આમ, ૧૭ યશસ્વી ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં કરવા પૂર્વક તેઓશ્રીને ધ્રાંગધ્રામાં “સૌરાષ્ટ્ર કેસરી’નું બિરુદ આપવામાં આવ્યું. સં. ૨૦૧૮નું ચોમાસું મોટટેળીમાં બહુ જ ભવ્ય રીતે યાદગાર બની રહ્યું. ત્યાંથી વિહાર કરીને સં. ૨૦૨૦માં કલકત્તા પધાર્યા. તે વખતે પૂ. ગુરુદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગ ગમનના સમાચાર મળતાં કલકત્તામાં ભવ્ય મહોત્સવ કર્યો. ત્યાંથી બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં વિચરીને અનેક કાર્યો કરતાં કરતાં પુનઃ ગુજરાતમાં પધાર્યા. અમદાવાદમાં પ્રકાશ હાઈસ્કૂલના પટાંગણમાં તા. ૧૮-૫-૧૯૭૯ના શુભ દિને પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને તે સમયે આચાર્યશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. આ પ્રસંગે ૪૦૦ ઉપરાંત કામળીઓ વહેરાવવામાં આવેલ. રૂા. ૧૦,૦૦૧માં નત્તમ કેશવલાલ નવાબે પહેલી કામળી હેરાવી. વર્ધમાન વિદ્યાના પટ્ટની બેલી ૩પ,૦૦૧ની થઈ. પૂજ્યશ્રીની એક મનીષા એ હતી કે એક મોટી વિદ્યાપીઠ સ્થાપવી. અમદાવાદથી ૭ કિ.મી. દૂર થલતેજ ખાતે, ગાંધીનગર હાઈવે પર, વિશાળ વિદ્યાલયની યોજના સાકાર થઈ જેમાં ભવ્ય જિનમંદિર, ધર્મશાળા, દવાખાનું આદિ તૈયાર કરવામાં આવ્યાં. મૂળનાયક આદિનાથ સહિત ૨૧ બિંબની સ્થાપના કરવામાં આવી. એક ઘેઘૂર રાયણવૃક્ષ દૂરથી જ આ ભવ્ય વિદ્યાલયની ધજા ફરફરાવી રહ્યું છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં મુંબઈ–મુલુન્ડથી પાલીતાણાને છરી પાલિત સંઘ ૭૦ દિવસની પદયાત્રા દ્વારા પાલીતાણા પહોંચ્યા હતા. તે દરમિયાન ગામેગામ અને શહેરે શહેર જિનશાસનને જયકાર પ્રવર્તાવ્યો હતે. વિદ્યાલયના નિર્માણનું અંતિમ લક્ષ સિદ્ધ કરીને પૂજ્યશ્રીએ સં. ૨૦૪૨નું ચાતુર્માસ પાલડી-જૈનનગરમાં કર્યું. સં. ૨૦૪૩ના ચાતુર્માસ માટે વાલકેશ્વર સંઘને હા પાડી. શેષકાળ નાગજી ભૂદરની પાળે રહીને, મુંબઈ તરફ વિહાર કરવા સં. ૨૦૪૩ના ફાગણ વદ ૬ને દિવસે નીકળ્યા પણ ભવિતવ્યતા જુદી જ હતી. રસ્તામાં જ તબિયત બગડી. પાલેજ પહોંચતાં તે તબિયત ખૂબ ગંભીર બની ગઈ. પરિણામે, ચૈત્ર સુદ ૧૪ને દિવસે વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવતા હતા ત્યાં જ રસ્તામાં કરજણ ફાટક પાસે દિવ્ય જ્યોત બુઝાઈ ગઈ. પૂજ્યશ્રીના પાર્થિવ દેહને થલતેજ લાવવામાં આવ્યો. ત્યાં કેશર-સમુદાયનાં ૧૬૦ સાધુ-સાધ્વીજીઓની ઉપસ્થિતિમાં, વિશાળ ભાવિકજનેની વચ્ચે પૂજ્યશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસકાર થયું. ત્યાં પૂજ્યશ્રીની સ્મૃતિમાં કમળ આકારનું ભવ્ય જલમંદિર રચવાનું આયોજન થયું, જેમાં ૪૧ ઈંચના આદિનાથની ચરણપાદુકાની જમણી બાજુ પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરિજી અને 2010_04 Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતે-૨ ૩૧૧ ડાબી બાજુ પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરિજીની ચરણપાદુકા પધરાવવાનું નક્કી થયું. એવા એ સમગ્ર ભારતવર્ષમાં વિચરનારા સાધુવરને અને તેઓશ્રીની સદા જાગ્રત ધર્મતને કેટિશઃ વંદના ! અનન્ય જિનધર્માનુરાગી, વૈરાગ્યમૂર્તિ, સંયમજીવનના પથપ્રદર્શક સાધુવર પૂ. આ. શ્રી વિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ સંયમ માનવજીવનમાં એવી ઉત્કૃષ્ટ ભૂમિકા સમજે છે કે તેના વિશે જેમ જેમ વાંચતા જઈએ, તેમ તેમ તેના પ્રત્યે આદર અને ઉત્સાહ વધતા રહે છે. પૂ. આચાર્યશ્રી વિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજનું જીવન આવું જ સંયમજીવનની પ્રેરણારૂપ હતું. દઢ ધર્માનુરાગી, આ ધર્મમૂતિ આચાર્યશ્રીને જન્મ ગુજરાતના ગોધરા શહેરમાં સં. ૧૯૭૩ના વૈશાખ વદ ઉના શુભ દિવસે થયે હતે. પિતા સુશ્રાવક શ્રેષ્ટિવર્ય શ્રી છગનલાલ છેલ ને માતા દિવાળીબહેનના શંકર લાડકા સંતાન હતા. પરંતુ શંકરભાઈના ભાગ્યમાં માબાપનું સુખ ઝાઝું હતું નહીં. ત્રણ વર્ષની વયે માતા અને દસ વર્ષની વયે પિતા ગુમાવ્યા. શંકરભાઈ એકલા બની ગયા. કુટુંબીજને અને ટ્રસ્ટીઓ તેમની દેખભાળ રાખતા. ગામમાં જ પાંચ ઘેરણને અભ્યાસ કર્યો. ત્યાર બાદ શ્રી યશોવિજ્યજી જેન ગુરુકુળ-પાલીતાણામાં મૂકવામાં આવ્યા અને શંકરભાઈમાં ધાર્મિક અભ્યાસને ખૂબ વધારે થયે. ધર્મના અભ્યાસમાં વિશેષ રુચિ જાગતાં શિવપુરી, જેને તત્વજ્ઞાન વિદ્યાપીડમાં ત્રણ વર્ષ માટે જોડાયા. ત્યાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી આદિ ભાષાઓમાં ઘણા ધર્મ ને અભ્યાસ કર્યો. તે સમયે તેમના સહાભ્યાસી તરીકે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, શ્રી બાલાભાઈ દેસાઈ (જયભિખુ) શ્રી અમૃતલાલ પંડિત વગેરે હતા. અહીં તેમને દીક્ષાની ભાવના જાગી. દરમિયાન સંયમજાગૃતિનાં પ્રથમ બીજ પૂ. શાસનસમ્રાટના શિષ્ય પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ આદિએ રેપ્યાં. પરિણામે, પૂ. ગનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યલાભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે સં. ૨૦૦૭માં દીક્ષિત થયા. ગુરુનિશ્રામાં તેમ જ ગુર્વાસાથી નાના-મોટા અનેક સંઘમાં પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણા દ્વારા અનેરી ધર્મપ્રભાવના કરતા રહ્યા. અનેક સંઘ દ્વારા થતી વિનંતિઓ સ્વીકારીને પૂ. આ. શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૧૨માં જોટાણામાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં ૨૦૩૫માં અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની આચાર્યપદવી વખતે તેઓશ્રીને ઉપાધ્યાયપદે સ્થાપવામાં આવ્યા. અને સં. ૨૦૩માં પાંચડા ( બનાસકાંઠા)માં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા, ત્યારે સકળ શ્રીસંઘ દ્વારા ભવ્ય મહોત્સવ ઊજવાય હતે. વૈરાગ્યમૂતિ આચાર્યદેવ શ્રી વિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે મુનિશ્રી સિદ્ધિવિજયજી, મુનિશ્રી વિનીતપ્રભ વિજ્યજી, મુનિશ્રી વાસેનવિજયજી, મુનિશ્રી આનંદઘનવિજ્યજી 2010_04 Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શાસનપ્રભાવક આદિ મહારાજાઓએ અને અનેક સાધ્વી-મહારાજેએ દીક્ષા ગ્રહણ કરી હતી. પૂજ્યશ્રીએ અનેક જિનમંદિરના નિર્માણ અને જીર્ણોદ્ધાર માટે પ્રેરણા આપી હતી. અનેક સ્થળોએ ઉપાશ્રયે, પાઠશાળાઓ આદિની સ્થાપના પણ કરાવી, જેમાં પાલનપુર, હિંમતનગર, પામેલા, પાંચડા, વડગામ, મહેમદપુર, સલાલ, છાપી, કોડ (ગાંગડ), કમ (સુરત), નિમાજ વગેરે સ્થળો મુખ્ય છે. પૂજ્યશ્રીએ ગુજરાત, રાજસ્થાન, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં વિચરીને નિજશાસનને જયજયકાર પ્રવર્તાવ્યું અને ભારે લોકચાહના પ્રાપ્ત કરી. પૂ. આચાર્યશ્રી જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, અનુભવવૃદ્ધ અને હતા, જેથી તેઓશ્રીનું જીવન જ્ઞાન-વૈરાગ્ય-ત્યાગ અને તપશ્ચર્યાની ઉચ્ચ ભાવનાનું પ્રતીક હતું. સરળતા, નમ્રતા અને વિવેક પૂજ્યશ્રીની સાધુતાના શણગારરૂપ સદ્દગુણો હતા. શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થવા છતાં અપ્રમત્તભાવે શાસનપ્રભાવનામાં નિમગ્ન રહી પાલીતાણા-ગિરિવિહારમાં ઘણા સમયથી સ્થિરતા સેવી હતી. અને ત્યાં જ સં. ૨૦૪૭માં ઘણી જ સમતા અને સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા હતા. અનેક ભવ્ય જીને સંયમજીવનની પ્રેરણા આપનારા એ પ્રશાંતમૂતિ, સંયમમૂતિ, તપોભૂતિ આચાર્યદેવને ભાવભરી કેટિશઃ વંદના ! (સંકલનઃ પૂ. મુનિ શ્રી વાસેનવિજ્યજી મહારાજ) સદગુણસંપન્ન વાત્સલ્યમૂર્તિ. જનહિતચિંતક વર્તમાન ગચ્છનાયક પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ ગનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના વર્તમાનમાં સમુદાયનાયક ધર્મ-સંઘ-હિતચિંતક આચાર્યશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીને જન્મ આંધ્રપ્રદેશની રાજધાની હૈદ્રાબાદમાં તા. ૨૦-૧૧-૧૪૪ના રેજ . પિતાનું નામ નરસિંહસ્વામી અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. તેમનું સંસારી નામ વીરાસ્વામી હતું. વિરાસ્વામીને ધાર્મિક સંસ્કાર ધરાવતા કુટુંબમાં ધર્મ વિશેના સંસકારે તે બાલ્યકાળથી જ મળવા માંડ્યા હતા. ત્યાં બાર વર્ષની કુમળી વયે સં. ૨૦૦૬માં “સૌરાષ્ટ્રકેસરી” પૂજ્ય મુનિરાજ શ્રી ભુવનવિજ્યજી (પછીથી આચાર્યશ્રી) મહારાજના સંપર્કમાં આવતાં તેમની ધર્મમય વૃત્તિમાં વૈરાગ્યનાં બીજ રોપાયાં અને દીક્ષાની ભાવના જાગૃત થઈ મુનિ શ્રી ભુવનવિજયજીના ગુરુદેવ પૂ. પં. શ્રી ચંદ્રવિજયજી મહારાજને સમાગમ થતાં દિક્ષાને ભાવ વધુ ઉત્કટ બન્યું. અને સં. ૨૦૦૭ના કારતક વદ ૭ને શુભ દિને અમદાવાદમાં કીક ભટ્ટની પળમાં દીક્ષા મહોત્સવ ઊજવાય. પૂ. આ. શ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી ચંદ્રવિજયજી મહારાજ તથા પૂ. મુનિ શ્રી દર્શનવિજ્યજી આદિ ત્રિપુટી મહારાજેની નિશ્રામાં ૧૬ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી વીરાસ્વામી મુનિ શ્રી પ્રવિચંદ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી હેમપ્રભવિજ્યજી મહારાજ બન્યા. પરમ પૂજ્ય દાદા ગુરુદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવ શ્રી પ્રભવચંદ્રવિજયજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૦૭ થી ૨૦૩૩ સુધી રહીને જ્ઞાન, ધ્યાન, તપ, 2010_04 Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૩૧૩ ત્યાગ, વિનય, વૈયાવચ્ચ આદિ ગુણોની ઉપાસના સાથે વિવિધ આરાધનાઓ કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, એરીસા, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશમાં, એટલે કે ભારતના ચારે ખૂણે વિચરીને, અનેક સ્થળોએ ચાતુર્માસ સ્થિરતા કરીને, અનેક ધર્મ-આરાધના અને શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા અને ઉત્સવ-ઉજમણો દ્વારા જિનશાસનને જ્યકાર પ્રવર્તાવ્યું. સં. ૨૦૨૦માં ખંભાતના ચાતુર્માસ દરમિયાન પૂ. દાદા ગુરુદેવશ્રીના આશીર્વાદથી મંગલ પ્રવચનો આરંભ થયે. પૂજ્યશ્રીની માતૃભાષા તેલુગુ હોવા છતાં ગુજરાતીમાં અને હિન્દીમાં કાવ્યમય શૈલીમાં વ્યાખ્યાન આપવાની અજબ કુશળતા તેઓશ્રીએ પ્રાપ્ત કરી છે. પૂજ્યશ્રીની વૈરાગ્યવાસિત વાણુના પ્રભાવે અનેક ભવ્ય આત્માએ સંયમમાગે સંચર્યા છે. આજે પૂજ્યશ્રીને આઠ શિષ્ય, બે પ્રશિષ્ય અને અનેક સાધ્વીજીએને વિશાળ સમુદાય છે. આમ, અનેક પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરેલા મુનિવર્યને ઘણા શ્રીસંઘની વિનંતિથી સં. ૨૦૩૨માં પાલીતાણા મુકામે પૂગુરુદેવની નિશ્રામાં ગણિપદ પ્રદાન થયું. સં. ૨૦૩૫માં “સૌરાષ્ટ્ર કેસરી” પૂ. ગણિવર્ય શ્રી ભુવનવિજ્યજી મહારાજની આચાર્ય પદવી વખતે પૂજ્યશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, સં. ૨૦૪પના માગશર સુદ ૬ને શુભ દિવસે મુંબઈમાં પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. દાદાગુરુ આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજની ભાવના અનુસાર અને પૂ. ગુરુદેવ શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી પાલીતાણામાં વયેવૃદ્ધ સાધુ-સાધ્વીજીઓ માટે, ચતુર્વિધ શ્રીસંઘની આરાધના માટે શ્રી મુક્તિ-ચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ દ્વારા ગિરિવિહારમાં કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું, જેમાં પૂ. આ. શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ પ્રેરક અને પ્રેત્સાહક છે. - સં. ૨૦૧૩માં પૂ. ગુરુદેવશ્રીને કેન્સરને મહાવ્યાધિ થતાં તેઓશ્રીની સેવામાં અહોનિશ સતત ખડે પગે રહ્યા. પૂજ્યશ્રીએ કલકત્તા, કુંભાકેનમ, ચાસબકા જેવાં જુદાં જુદાં સ્થાનમાં પ્રતિષ્ઠા કરાવી છે. મદ્રાસમાં બની રહેલા નૂતન જિનાલયમાં જિનેશ્વર ભગવાનને ભાવ-ઉલ્લાસ વધતાં રૂા. ૩૧ લાખ જે ઐતિહાસિક ચટા થયે હતે ! પૂજ્યશ્રીની નિશ્રામાં પાલીતાણા, બાશ, મદ્રાસ વગેરે સ્થળોએ ઉપધાનતપની મંગળ આરાધનાઓ થઈ છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક છરી પાલિત સંઘે નીકળ્યા છે. પૂજ્યશ્રી જૈનેતર હોવા છતાં જૈનત્વના એવા અનુરાગી બની ગયા છે કે દાદાગુરુની કે ગુરુદેવની વૈયાવચ્ચમાં એક આદર્શરૂપ સેવામૂતિ તરીકે સૌનાં અંતરમાં બિરાજી રહેલ છે. સમુદાયાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણીનું આયોજન કર્યું. ધર્મશ્રદ્ધાને બળવાન અને વેગવાન બનાવનારા સાહિત્યનું પુનઃ પ્રકાશન હાથ ધર્યું. આજે તપગચ્છાધિપતિ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજના નિર્વાણને ૧૦૦ વર્ષ પૂરાં થતાં તેઓશ્રીની નિર્વાણશતાબ્દી ઊજવવાપૂર્વક વિવિધ આયેાજન સહિત ભવ્ય મહોત્સવ ઊજવે. વળી એ જ વર્ષે પૂ. આચાર્યશ્રીએ ગિરિવિહારમાં ચાતુર્માસ દરમિયાન સૂરિમંત્રની ત્રણ પ્રસ્થાનની આરાધના છે. ૪૦ 2010_04 Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શાસનપ્રભાવક વિધિપૂર્ણાંક કરી; ચતુથ પ્રસ્થાનની આરાધના ઉના-અજારા પાર્શ્વનાથના સાંન્નિધ્યમાં મહોત્સવપૂર્વક કરી અને પાંચમા પ્રસ્થાનની એટલે કે સૂરિમ`ત્રના છેલ્લા પ્રસ્થાનની આરાધના પણ સ ૨૦૪૫ના પાલીતાણા ગિરિવિહારના ચાતુર્માસ દરમિયાન સુખરૂપ પૂર્ણ કરી. જૈનધર્માંનાં ચારે ય અંગાને મમ્રૂત બનાવવામાં અહોનિશ ક રત રહેતા આચાર્ય દેવનાં સ કાર્યો સફળ અને કીર્તિદા બની રહો એવી અતરની અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણામાં કેટિ કોટિ વંદન ! ( સકલન : જૈન ’ પત્રના સૌરાષ્ટ્ર કેસરી સ્મૃતિ વિશેષાંક 'માંથી સાભાર. ) 6 સૌરાષ્ટ્ર કેસરી ’ના નંદન, સમર્થ વ્યાખ્યાતા, મહાન શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયયશારત્નસૂરીશ્વરજી મહારાજ વ્યક્તિ સ્વયં નાની કે મેટી નથી. વ્યક્તિને તુચ્છ કે મહાન બનાવે છે તેની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ. જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ. અર્થાત્ વૃત્તિ એ વાણી અને વનનાં સારાં ખરાબ લક્ષણાનું ઉદ્ગમસ્થાન છે. મનેાવૃત્તિમાં સદ્ભાવનુ વાવેતર થાય ત્યારે આદ જન્મે છે. એ આદને મૂર્ત રૂપ આપે ત્યારે માનવી ઉચ્ચ જીવનને પામે છે. એ આદર્શોને મૂર્ત રૂપ આપવામાં માનવીને અનેક ક્ષણજીવી સુખાના ત્યાગ કરવા પડે છે. અનેક તપશ્ચર્યા દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પછી જ એ નરમાંથી નારાયણ બની શકે છે. જિનશાસનમાં અગણિત આચાર્ય દેવેશ, મુનિવર્યાં, સાધ્વીજી મહારાજોનાં જીવન દ્વારા એ સંસિદ્ધ થઈ ચૂકયુ છે, સૌરાષ્ટ્ર કેસરી નંદન પૂ. આ. શ્રી વિજયયશેરત્નસૂરીશ્વરજી મહારાજનું જીવન પણ એવા જ ઉચ્ચતમ આદનું સર્વોત્કૃષ્ટ દૃષ્ટાંત છે. 6 સૌરાષ્ટ્રની સાધુસ ંતશ્રી સુવાસિત ભૂમિ પર વસેલી ભાવવાડી નગરી ભાવનગર એ પૂજ્યશ્રીની જન્મભૂમિ. ત્યાં શ્રી ચત્રભુજ પોપટલાલ શેઠના ઘરમાં શીલસંસ્કારવતી ધર્મ પત્ની શાંતાબેનની રત્નકુક્ષિએ સ ૨૦૦૪ના કારતક સુદ ૩ની મધ્યરાત્રિએ એક પુત્રરત્નનો જન્મ થયા. નૂતન વષઁના ત્રીજા જ દિવસે પુત્રને જન્મ થતાં સમગ્ર કુટુંબમાં આનંદોત્સવ થઇ રહ્યો. પુત્રનુ નામ નીંનચંદ્ર રાખવામાં આવ્યું. આ દિવ્ય બાળકના આગમનને પ્રતાપે ઘરમાં ધર્મવૃદ્ધિ અને સુખવૃદ્ધિ થવા લાગ્યાં. સહેાદર બંધુએ ખાંતિભાઇ અને પ્રતાપભાઈ નાનકડા વીરા નવીનને લાર્કકોડથી રાખવા માંડવા અને શિક્ષણ તેમ જ સંસ્કારના ઝૂલે ઝુલાવવા માંડચા. ભાવનગરની ભાવપુષ્ટિકારક ભૂમિ, મનમેાહન જિનાલયેા અને સમ્યક્ત્વને નિળ કરતા ઉપાશ્રયામાં નવીનચંદ્રનો અંતરાત્મા પ્રસન્ન થતા થતા કેઇ અનેરા અધ્યાત્મ-અનુભવમાં રાચવા લાગ્યા. ભાઈ નવીનચંદ્રે વ્યાવહારિક શિક્ષણ કિરણ વિદ્યાલયમાં લીધું. અભ્યાસમાં ઘણા તેજસ્વી હતા. આ સમયગાળામાં સૌરાષ્ટ્ર કેસરી ’પૂ. મુનિરાજ શ્રી ભુવનવિજયજી ( પછીથી આચાર્ય શ્રી ) મહારાજ ભાવનગરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનામાં હજારોની મેદની ઊમટતી. નવીનભાઈ પણ પૂજ્યશ્રીનાં પ્રવચન સાંભળવા હમેશાં જતા. આ પ્રવચનને લીધે પ્રભુભક્તિ 2010_04 Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ગુરુભક્તિ-સામાયિક-પ્રતિક્રમણ-વ્રત–જપ-તપ આદિની ધર્મભાવના—યાગભાવના વધતી ગઈ, સંસારનાં સુખા વામણાં લાગવા માંડવાં, સૌમ્ય પ્રકૃતિથી પ્રભાવશાળી પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજે નવીનભાઈનું દિવ્ય ભાવિ જોઇ દીક્ષા લેવા માટે સૂચન કર્યુ. સયમજીવન એ જ જીવનની સાર્થકતા છે એમ સમજાવ્યુ. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિ ંહજીએ બાલયુવક નવીનચંદ્રને અંતરના આશીર્વાદ આપ્યા. સ. ૨૦૧૬માં ભાવનગરના ટાઉન હાલમાં · સાચા વિજેતા કેણુ ? ’ એ વિષય પરનું પ્રવચન સાંભળી પોતાની સંયમભાવના અતિ તીવ્ર થઈ. પૂ. આચાર્ય દેવશ્રીએ બાકિશાની સંયમશ્રદ્ધા નિહાળી • સૌરાષ્ટ્ર કેસરી ’ના શિષ્ય થવા માટે શ્રી ચત્રભુજભાઈ ને વાત કરી. ધપિતા ચત્રભુજભાઈ એ હાર્દિક સંમતિ આપી. તારક ગુરુદેવશ્રીની પુનિત વાણીથી પ્રેરાઈ ને મુક્તિના મંગલ માર્ગે મહાભિનિષ્ક્રમણ કરવા, પરમેશ્વરી પ્રત્રજ્યા સ્વીકારવા તત્પર થયા. પૂ. ગુરુદેવશ્રીએ વૈશાખ સુદ ૯નુ. મગલમુહૂત પ્રદાન કર્યું. શાશ્વત સિદ્ધાચલ તીની પંચતીર્થ માં મેખરે એવી મહુવાપુરીમાં, શાસનસમ્રાટ સમા મહામાનવાની જન્મભૂમિમાં સ. ૨૦૧૯ના વૈશાખ સુદ ૯ના પુનિત પ્રભાતે પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે રજોહરણ સ્વીકારી પૂ. શ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી યશેાવિજયજી તરીકે અંકિત થયા. પૂ. આચાર્યશ્રીએ જેડ સુદ ૯ને શુભ દિવસે રાજકોટ મુકામે વડી દીક્ષા આપી. શ્રમણભગવંતા–ર પૂ. ગુરુદેવશ્રી જે કહે તે સ્વીકારી લેવાની આજ્ઞાવતી જીવનશૈલી, શાંત પ્રકૃતિ, જ્ઞાનાભ્યાસ પ્રત્યેની અપૂર્વ પ્રીતિ, વિનય-વૈયાવચ્ચની વ્યસ્તતા, સાધના-આરાધનામાં નિમગ્ન રહેવાની પ્રવૃત્તિ – આદિ આદર્શો સાથે સયમજીવનના વિકાસ થતો ચાલ્યા. ઓછા સમયમાં ત્રિષષ્ટિશલાકા, ઉપદેશમાલા, પ્રશમરતિ, યેગશાસ્ત્ર આદિ આગમના જ્ઞાન સાથે સસ્કૃત, પ્રાકૃત, જ્યાતિષ આદિ શાસ્ત્રોમાં અદ્ભુત વિકાસ સાધ્યો. જીવનસુકાની પૂ. ગુરુદેવશ્રી સાથે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ આદિ પ્રાંતેામાંના તીની, મહાતીર્થોની – સમેતશિખરજી, પાવાપુરી, ચંપાપુરી, આદિની સ્પર્શના કરી. કલકત્તા, કટક અને નાગપુરથી માંડીને રાજકોટ, ભાવનગર, મહુવા, જામનગર આદિ શહેરમાં યાદગાર ચાતુર્માસ કરીને અનેક જીવાને પ્રતિબેાધ પમાડીને, જૈનધર્મીનું આકર્ષણ કરાવીને, હારા આત્માના તારણહાર બન્યા. પૂ. ગુરુદેવશ્રીના પાવન સાંન્નિધ્યમાં ૨૫-૨૫ વર્ષ ધૂપછાયાની જેમ રહીને, પૂ. ગુરુદેવશ્રીની ખડે પગે અનુપમ ભક્તિ કરીને, પરોપકારીતા, સરળતા, ઉદારતા, નમ્રતા, સહનશીલતા, અપ્રમત્તતા આદિ અઢળક ગુણા પ્રાપ્ત કર્યો. * સ.૨૦૨૪માં મુલુન્ડ-મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ દરમિયાન ભગવતીસૂત્રના યેાગાહન પૂર્ણ થતાં પૂ. આચાર્યશ્રીએ પેાતાના વરદ હસ્તે લાડીલા શિષ્યરત્ન યશેાવિજયજીને ગણિપદ પ્રદાન કર્યું. સૌરાષ્ટ્રના નાયક સમા પૂ. ગુરુદેવશ્રી · સૌરાષ્ટ્ર કેસરી ' મહારાજની પ્રેરણાથી અને સદ્ભાવનાથી તૈયાર થઇ રહેલ થલતેજ મુકામે શ્રી મુક્તિ-કમલ-કેશર-ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીડ ટ્રસ્ટની સ્થાપના દ્વારા ‘ મુક્તિધામ ’માં નવનિર્માણ થયેલા શ્રી આદીશ્વર ભગવાનના જિનમંદિરની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા, કલકત્તાથી સમેતશિખરજી, 2010_04 Page #318 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૩૧૬ મુંબઈથી પાલીતાણું જેવા અનેક નાના-મોટા છરી પાલિત સંઘના આયોજન દ્વારા પૂજ્યશ્રીએ અનેરી કાર્યદક્ષતા સિદ્ધ કરી. સં. ૨૦૩૪ના ચૈત્ર સુદ ૧૪ને દિવસે પૂ. ગુરુદેવશ્રીને કારણે વિયેગ થતાં થલતેજ તીર્થના મુક્તિધામની બધી જ જવાબદારીઓ તેઓશ્રીએ ઉપાડી લીધી. આજના ભયંકર અંધકારમાં અથડાતી સૃષ્ટિને પરમ જ્ઞાનના પંથે લઈ જનારી આ વિદ્યાપીઠ સત્વરે પરિપૂર્ણ થાય અને તેમાંથી શાસનનાં બાળકે શાસનરત્ન બનીને સ્વ-પરને અજવાળવા સજ્જ બને એવા ઉદ્દેશને પાર પાડવા માટે પૂજ્યશ્રી ૨૩ વર્ષથી સતત-અવિરામ-અવિરત પુરુષાર્થ કરી રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રીના વિયેગ બાદ સર્વ પ્રથમ ચાતુર્માસ પિતાના શિષ્યરત્ન શ્રી દિવ્યયશવિજ્યજી મહારાજ સાથે કાંદીવલી–મહાવીરનગરમાં કર્યું. ગુરુનિશ્રામાં એકત્રિત કરેલી તમામ શક્તિઓને સક્રિય કરવા માટેનો આ પ્રથમ અવસર હતો. “સૌરાષ્ટ્ર કેસરી'ની પ્રવચનશૈલીની ઝલક, એ જ વાણીપ્રવાહ, એ જ મધુર કંઠ, એ જ સિંહ સમા નાદથી કાંદીવલીના શ્રીસંઘને જાગ્રત કર્યો. સં. ૨૦૪પના માગશર સુદ બીજને દિવસે કાંદીવલી મુકામે પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીને પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસજીની પ્રેરણાથી કાંદીવલીથી થાણ તીર્થના છરી પાલિત સંઘનું આયોજન થયું. સં. ૨૦૪પનું પ્રાર્થનાસમાજનું ચાતુર્માસ તપસાધના અને અનુષ્કાને બાબતમાં ભવ્ય બની રહ્યું. સુંદર સુવાસિત પુછપ ઉદ્યાનને દીપાવે, મધ્યાકાશે મલકતે ચંદ્ર સમગ્ર રજનીને અજવાળે, મેંઘામૂલી માનવતા સમગ્ર જીવનને ભાવે, તેમ અનેક ગુણરત્નના મનોહર પ્રકાશથી દેદીપ્યમાન પૂ. પં. શ્રી યશોવિજયજી મહારાજના અદ્ભુત તપ, ત્યાગ અને ધર્મમય રત્નત્રયી જીવનને પ્રભાવે અનેક જીમાં પ્રેરણા પ્રગટી રહી છે. પૂજ્યશ્રીના સુદીર્ઘ સંયમપર્યાયથી, પ્રભાવક શાસનપ્રવૃત્તિઓની અનુમોદનાથી પ્રેરાઈ મુંબઈ-પ્રાર્થનાસમાજ જેન વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના સુપ્રયત્નોથી, બૃહદ્ મુંબઈના અનેક સંઘની ભાવના તથા ભારતભરના અનેક ગામ-નગરેના સંઘની વિનંતીથી, તેઓશ્રીને આચાર્યપદ અર્પણ કરવાને મહોત્સવ ઊજવાય. સં. ૨૦૪૬માં માગશર સુદ પાંચમે મુંબઈ-પાયધુની નેમિનાથ ઉપાશ્રયમાં, શતાવધાની પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ સહિત દસ-દસ આચાર્યદેવની નિશ્રામાં, અસંખ્ય સાધુ-સાધ્વીજી મહારાજે અને શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિ વચ્ચે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીને મુનિશ્રી રાયશવિજયજી, મુનિશ્રી દિવ્યયશવિજયજી તથા મુનિશ્રી શીલરત્નવિજયજી નામે શિષ્યો છે. પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજ્ય રત્નસૂરીશ્વરજી મહારાજ શ્રમણ સંઘનું ગૌરવ છે. પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુ પામી, અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જયવંતા વર્તે એવી શાસનદેવને હાદિક પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં પાવન ચરણમાં કેટિ કેટિ વંદના ! (સંકલનઃ “જેન” પત્રમાંથી સાભાર.) 2010_04 Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ માઈ વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય દાદાશ્રી પદ્મવિજયજી મહારાજ તથા વાગડ દેશેાદ્વારક આચાર્ય ભગવંત શ્રી વિજયનસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સમુદાયવી આચાય દેવા પૂ. આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ এবএষ কর । তব। তব। ব। 卐 ૩૧૭ વાગડ સમુદાયના આધ મહાત્મા પૂ. દાદા શ્રી પદ્મવિજયજી મહારાજ * માતા : રૂપાબાઈ *પિતા : દેવશીભાઈ વંશ : એસવાળ * ગોત્ર : સન્ના * જન્મભૂમિ : ભરૂડિયા ( કચ્છ-વાગડ ) * જન્મ : વિ. સં. ૧૮૬૬ * પતિ દીક્ષા : સં. ૧૮૮૩ * યતિગુરુ : પૂજ્યશ્રી રવિ મહારાજ * સવેગી ઢીક્ષા : સ. ૧૯૧૧ * સવેગી વડી દીક્ષા : સ. ૧૯૨૪ * ગુરુદેવ : તપાગચ્છીય દાદા શ્રી મણિવિજયજી મહારાજ * સ્વવાસ : સ. ૧૯૩૮ વૈશાખ સુદ ૧૧, પલાંસ્વા ( કચ્છ ). . 2010_04 પૂજ્ય પંન્યાસ શ્રી મણિવિજયજી દાદાના સાત શિષ્યેામાં એક તે પૂ. મુનિવર્ય શ્રી પદ્મવિજયજી મહારાજ. તેઓશ્રી વાગડ સમુદાયના એટલે કે, શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ તેમ જ શ્રી બુદ્ધિ-તિલક-શાંતિચદ્રસૂરીશ્વરજી મહારાજ— આ બંને સમુદાયના આદ્ય મહાત્મા હતા. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ તેઓશ્રીના જન્મ વાગડ પ્રદેશમાં ભચાઉથી ૩૪ કિ. મી. દૂર રણના કિનારે આવેલા ભરૂડિયા ગામમાં થયેા હતેા. ગામ શાંતિ અને ધાર્મિક વાતાવરણવાળું હતું. ગામમાં વસ્તી મુખ્યતયા આશવાળાની. લોકો ભિક, ધર્મ વૃત્તિવાળા. તેથી પૂજ્યશ્રીમાં પણ નાનપણથી ધર્મના સંસ્કારનુ સિંચન થતું. એમાં એક ઘટના બની, જે તેમને સસારના ત્યાગ તરફ દોરી ગઈ. તેમના પાડાશીને ત્યાં એક સુંદર બળદ હતે. આ પાડેાશી બળદને વાડામાં પૂરી કોઈ લગ્નપ્રસ`ગે બહારગામ ગયા. ત્રણ-ત્રણ દિવસ થયા, પણ એ લેાકેા પાછા ન આવ્યા. અહીં બળદ ઘાસપાણી વિના અકળાઈ ગયા અને અહાર નીકળવા જગા શોધવા લાગ્યા. ચારે બાજુ દીવાલ હતી. બહાર નીકળવાના કાઇ મા ન હતા. એક દીવાલ નીચી હતી, તે જોઈ બળદ કૂદીને અહાર નીકળવા ગયા, પણ પડી ગયા, હાડકાં ભાંગી ગયાં અને આખરે બાઈ રિબાઇ ને મૃત્યુ જોઇને તેમને ઊડા આઘાત લાગ્યો. તેમના હૃદયમાં સ’સારની અનિત્યતા હસી ગઈ. સંસારને ત્યાગ કરવાના નિર્ણય કરીને ગુરુની શોધ કરવા લાગ્યા. શાસનપ્રભાવક પરંતુ, એ સમયમાં ગુરુ કાં સુલભ હતા? સ ́વેગી સાધુ બહુ જ થાડા હતા. ઠેર હેર યતિઓની ગાદી હતી. તેમાં એક તિ મળી ગયા. તેઓશ્રીનું નામ હતુ. રિવે મહારાજ. પૂજ્યશ્રીએ ૧૭ વર્ષની વયે તેમની પાસે દીંક્ષા લીધી. નામ રાખ્યુ. પદ્મ મહારાજ. યિત બની ગુરુમહારાજ પાસે ધર્માભ્યાસ કરવા લાગ્યા. તીવ્ર જ્ઞાનરુચિ અને પ્રખર બુદ્ધિશક્તિના કારણે પુજ્યશ્રી જોતજોતામાં વ્યાકરણ, કાવ્ય, જ્યાતિષ, વૈદક, મ`ત્રશાસ્ત્ર, આગમ આદિમાં પારંગત થયા. તેઓશ્રીની ગણના વિદ્વાનેામાં થવા લાગી. પરંતુ તેમને માત્ર વિદ્વાન જ નહાતુ' બનવું; પણ એ મળેલા જ્ઞાનને જીવનમાં ઉતારવુ. હતું. આગમના ઊ'ડા અભ્યાસથી તેમને સમજાયું કે ખરો મા તે। સંવેગીએના છે. તેમણે મનોમન સંવેગી દીક્ષા સ્વીકારવાના નિર્ણય કર્યો. ફરી ગુરુ માટે શોધ ચાલી. પણ એ સમયમાં આંગળીને વેઢે ગણાય એટલી અલ્પ સંખ્યામાં જ સંવેગી સાધુ જોવા મળતા. એમાં ચે સાવ છેડે આવેલા, એક તરફ દરિયાથી અને બીજી તરફ રણથી ઘેરાયેલા કચ્છ પ્રદેશમાં તે એવા સાધુનાં દર્શીન જ કચાંથી થાય ! સમય વીતતા ચાલ્યા. તેમની અકળામણ વધતી ચાલી. આખરે તેઓશ્રીએ વિચાયુ કે, આમ રાહ જોવામાં તે આખી જિંદગી પૂરી થઈ જશે. માટે જાતે જ સવેગી દીક્ષા લઈ લઉ અને જ્યારે કાઇ સવેગી મુનિના યાગ થશે ત્યારે તેમની પાસે વડી દીક્ષા લઈ લઈશ. આમ વિચાર કરી, સ. ૧૯૧૧માં પાતે જ સંવેગી ઢીક્ષા અંગીકાર કરી. પછી પણ કેટલાંય સાધુના યેગ થયેા નહીં. એ સમયમાં સવેગી સાધુ કેવા દુર્લભ હશે, તે શકાય છે. આખરે ૧૩ વષે, એટલે કે સ. ૧૯૨૪માં વડી દીક્ષાનો સ્વીકાર બન્યા શાસનશિતાજ પૂ. શ્રી મણિવિજયજી દાદા. જેની વર્ષોંથી પ્રતીક્ષા સંવેગીપણું પ્રાપ્ત થતાં તેમાં તદાકાર બની ગયા. વર્ષો સુધી સ ંવેગી આ વાતથી જાણી કર્યાં. તેમના ગુરુ હતી તે ગુરુગમ પૂજ્યશ્રી પદ્મવિજયજી મહારાજની સયમસાધના ઉત્કૃષ્ટ હતી. તેઓ શાંત, સરળ અને ભદ્રપરિણામી હતા. ઉદારતા તેમના આગવા ગુણ હતા. તેઓશ્રીના આ ગુણની પ્રતીતિ કરાવે એવા પ્રસંગ ઉલ્લેખનીય છે : અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયના પૂજ્ય પન્યાસ શ્રી સૌભાગ્યવિજયજી 2010_04 Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-૨ ૩૧૯ મહારાજને કોઈ શિષ્ય નહીં. એક વખતે બંને મુનિવર્યો મળ્યા ત્યારે શિષ્ય અંગે વાત નીકળી. પૂ. શ્રી સૌભાગ્યવિજયજીએ કહ્યું કે મારે એકેય શિષ્ય નથી. હવે ઘડપણ આવ્યું છે. ડહેલાના ઉપાશ્રયની ગાદી ખાલી રહે એ બરાબર નહીં. ત્યારે શ્રી પદ્મવિજયજીએ કહ્યું કે, મારી પાસે રત્નવિજયજી નામે શિષ્ય છે. બીજે કઈ શિષ્ય નથી. પણ જે બીજે શિષ્ય થશે તે આ શિષ્ય ચોક્કસ આપને આપી દઈશ. અને આ વચન પાળ્યું પણ ખરું. તેઓશ્રીને બીજા શિષ્ય મુનિશ્રી જીતવિજયજી થતાં, પિતાના પ્રથમ શિષ્ય મુનિશ્રી રત્નવિજયજીને ડહેલાવાળા પૂ. શ્રી સૌભાગ્યવિજયજીને સમર્પિત કરી દીધા. મુનિશ્રી વિજયજી વૃદ્ધાવસ્થામાં કચ્છમાં પલાંસવા ગામે સ્થિરવાસ રહ્યા. ત્યાં સં. ૧૯૩૮માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. વાગડ સમુદાયના આ આદ્ય મહાત્મા જીવનભર વાગડદેશના ઉદ્ધાર માટે તત્પર રહ્યા. અગણિત વંદના હજો એ દિવ્ય વિભૂતિને ! જિનશાસનના બાગને હર્યોભર્યો કરી જાણનાર, સમતા-વત્સલતા–લેકપ્રિયતાને ત્રિવેણી સંગમ, કલ્યાણકારી મંગલ મૂર્તિ, કચ્છ-વાગડ દેશદ્ધારક પૂ. આચાર્યપ્રવરશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ ક્ર જન્મ : સં. ૧૯૩૯ના ભાદરવા વદ ૫ ગામ પલાંસવા. કિ દીક્ષા : સં. ૧૯૬૨ના માગશર સુદ ૧૫; ગામ ભીમાસર. & આચાર્યપદ : સં. ૧૯૮૯ના પિષ વદ ૭; અમદાવાદ. * કાળધર્મ : સં. ૨૦૧૯ત્ના શ્રાવણ વદ ૪; ભચાઉ-કચ્છ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી જીતવિજયજી દાદાએ વાગડ પ્રદેશની ધર્મભાવનાને જાગૃત કરીને, ત્યાંના જૈનસંઘના ધર્મમય જીવનમાં સંસ્કારની વાવણી કરીને એને પ્રફુલ્લિત કરવાને જે પરમ ઉપકારી પુરુષાર્થ કર્યો, તેની સાચવણી અને અભિવૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખનાર સંત-પરંપરા અત્યાર સુધી ટકી રહી છે, તે એ ભૂમિનું મોટું સદ્ભાગ્ય છે. પૂજ્યશ્રી જીતવિજયજી દાદા પછી એ જવાબદારીને સવાઈ રીતે શાભાવી જાણનાર આચાર્ય પ્રવર થયા તે તેમના વિનીત પ્રશિષ્ય અને સમર્થ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ છે. ધર્મસંસ્કારથી વાગડ પરગણુની કાયાપલટ કરનારા આચાર્ય મહારાજને જન્મ વાગડ પરગણાના પલાંસવા ગામમાં વિ. સં. ૧૯૩૯ના ભાદરવા વદ પાંચમે થયે હતો. તેમનું સંસારી નામ કાનજીભાઈના પિતાનું નામ નામ નાનજીભાઈ ચંદુરા, માતાનું નામ નવલભાઈ હતું. જ્ઞાતિએ તેઓ વીસા શ્રીમાળી હતા. કુટુંબના સંસ્કાર ધર્માનુરાગથી સુરભિત હતા. કાનજીભાઈના કાકા હરદાસભાઈ એ વૈરાગ્યભાવનાથી પ્રેરાઈને પૂ. જીતવિજયજી દાદા પાસે દીક્ષા ગ્રહણ કરી હતી, અને મુનિ શ્રી હીરવિજયજીના નામથી તેઓશ્રીના શિષ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. 2010_04 Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શાસનપ્રભાવક કાનજીભાઈને બચપણથી આ ધર્મસંસ્કારને વારસો મળ્યો હતે. સરળતા, સુશીલતા, વિનમ્રતા, વિકશીલતા, ન્યાયપ્રીતિ, કાર્યકુશળતા, સંતોષ જેવા સગુણ એમના જીવન સાથે નાનપણથી જ વણાઈ ગયા હતા. કાનજીભાઈનાં વાણીવર્તનમાં આવા ગુણિયલપણાને સૌને સહજપણે અનુભવ થતું. એમાં જાણે એમને ભવિતવ્યતાગ વિશેષ મંગલમય બનવાને હોય એમ, એમને સંયમ–ત્યાગ-વૈરાગ્યના અવતાર સમા પરમ પૂ. સાધ્વીજી મહારાજ શ્રી આણંદશ્રીજી મહારાજના સત્સંગનું અનેરું બળ મળ્યું અને એ સંપર્કને પરિણામે એક બાજુ એમનું ચિત્ત ધાર્મિક અભ્યાસ તરફ વળી ગયું અને બીજી બાજુ અંતરમાં સંયમમાર્ગને સ્વીકાર કરવાના સર્વ કલ્યાણકારી બીજનું પણ થયું. પછી તે જાણે વૈરાગ્યભાવનાએ એમના હૃદયને વશ કરી લીધું હોય એમ, દિવસરાત સંસારનો ત્યાગ કરીને સંયમમાર્ગને સ્વીકાર કરવાની ઝંખના જ એમના મેરેમમાં ધબકવા લાગી અને સમય જતાં, આ ઝંખના એવી તીવ્ર બની ગઈ કે, પિતાના કુટુંબીજને પિતાના લગ્નને લ્હાવો લેવાની વાત ઊભી કરીને પિતાને સંસારના બંધનમાં જકડી ન દે એટલા માટે, એમણે પવિત્ર સિદ્ધગિરિ મહાતીર્થમાં ચેથા વ્રતની-બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લીધી. આ પ્રતિજ્ઞા લઈને તેઓ સંસારમાં પડવાના ભયથી હંમેશને માટે મુક્ત થઈ ગયા હતા. એમનું આ પગલું મુક્તિમાર્ગના પ્રવાસીને શોભે એવું હતું. સં. ૧૫૮ની એ સાલ હતી. કાનજીભાઈ ૧૯ વર્ષની વયે, યૌવનને ઉંબરે પગ મૂકી ચૂક્યા હતા. ઊગતી જુવાનીએ આજીવન બ્રહ્મચર્યવ્રતના સ્વીકારનું કાનજીભાઈનું આ પુણ્ય પગલું ઘરસંસારના બંધનમાંથી વહેલામાં વહેલા મુક્ત થવા માટે “પાણી પહેલાં પાળ બાંધવા” જેવું દૂરંદેશીભર્યું હતું. એથી કુટુંબીજનેની ઈચ્છાઓ પર એક પ્રકારનું પાકું નિયંત્રણ આવી ગયું હતું. સર્વ સગાંવહાલાંને એ સમજાઈ ગયું હતું કે કાનજી હવે સંસારમાં વધુ સમય રહે એ બનવાજોગ નથી. કાનજીભાઈ તે હવે એ અવસરની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પિતાના ત્યાગ-વૈરાગ્યના સ્વીકારના મરથ પૂર્ણ થાય. પણ “ઉતાવળે આંબા ન પાકે ” એ શિખામણ મુજબ, એ ઘડી પાકે એ માટે રાહ જોવાની ધીરજ રાખી અને એના પરિણામે, એમના વડીલે એ દીક્ષા માટેની અનુમતિ સહર્ષ આપી દીધી. એટલે બ્રહ્મચર્યનું વ્રત સ્વીકાર્યા બાદ ચાર જ વર્ષે, ૨૩ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૨ના માગશર માસની પૂનમને દિવસે, ભીમાસર નગરમાં, મહાન પ્રતાપી પૂ. જીતવિજ્યજી દાદાના વરદ હસ્તે કાનજીભાઈ દીક્ષિત થયા, ત્યાગ–વૈરાગ્યસંયમના આજીવન ભેખધારી વસ્ત્રોથી શોભી ઊઠ્યા. એ દયે ભલભલાનાં અંતરને લાગણીભીનાં અને નેત્રને અભીનાં બનાવી દીધાં. એમનું નામ મુનિ કતિવિજ્યજી રાખવામાં આવ્યું અને એમના સંસારપણે કાકા–પૂ. મુનિવર શ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. - મુનિશ્રી કીતિવિજયજીનું ચિત્ત જેમ ભૂખ્યા માનવીને ભેજન મળે અને આહૂલાદ અને આનંદ થાય તે જ આનંદ વીતરાગને માર્ગ પ્રાપ્ત થતાં અનુભવી રહ્યું અને તેઓશ્રી ગુરુસેવામાં અને દર્શન-જ્ઞાન-ચારિત્રની રત્નત્રયીની આરાધનામાં એવા એકાગ્ર બની ગયા કે જેથી 2010_04 Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૩૨૧ એક પળ એટલે સમય પણ એળે જવા ન પામે એની ખેવના કરવા લાગ્યા. આ રીતે કેટલાક સમય ગુરુસેવા અને શાસ્ત્રાભ્યાસમાં ગાળી, ગુરુવર્યાની આજ્ઞાથી અન્ય મુનિવરે સાથે મુનિશ્રી કીર્તિવિજયજી પણ સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (તે કાળે પંન્યાસશ્રી)ની પાસે છાણી મુકામે આવી પહોંચ્યા અને ત્યાં તેઓશ્રીએ ગોદ્રહનપૂર્વક સં. ૧૯૯૨ના મહા વદ બીજને શુભ દિને વડી દીક્ષા અંગીકાર કરી. વડી દીક્ષા વખતે પૂજ્યશ્રીના નામમાં ફેરફાર કરવામાં આવ્યું, અને કીર્તિવિજયજીને બદલે કનકવિજયજી નામ રાખવામાં આવ્યું. આ નામપરિવર્તનમાં પણ જાણે કેઈ ભાવિન શુભ સંકેત હશે કે પૂજ્યશ્રીની સાધના કનક જેવી વિમળ અને બહુમૂલી થવાની જાણે આગાહી કરતી હેય. આ શ્રમણભગવંતની જીવનકથા એ વાતની સાક્ષી પૂરે છે કે આ આગાહી પૂરેપૂરી સાચી પડી હતી. દીક્ષા લીધા પછી સં. ૧૯૬૨ થી ૧૯૭૬ સુધીનાં ૧૫ ચોમાસા મુનિશ્રી કનકવિજયજીએ ગુજરાત, કચ્છ અને માળવામાં જુદાં જુદાં ગ્રામ-નગરમાં કર્યા. તેમાં ક્યારેક પૂ. આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ સાથે, ક્યારેક પિતાના પૂજ્યપાદ દાદાગુરુ શ્રી જીતવિજયજી મહારાજ સાથે અને ક્યારેક અન્ય મુનિવર સાથે કર્યા. આ અરસામાં ત્રણ પ્રસંગે વિશેષ નોંધપાત્ર બન્યા, જે આ પ્રમાણે છે: (૧) વિ. સં. ૧૯૭૧માં, પાટણમાં પરમ પૂજ્ય આગમેદ્ધારક આચાર્યપ્રવરશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ જુદા જુદા સમુદાયના સાધુમહારાજે સમક્ષ આગમવાચના આપવાના હતા, તેમાં જીતવિજયજી દાદાએ, પિતાના પ્રશિષ્ય કનકવિજયજી મહારાજની આ માટેની સુપાત્રતાને વિચાર કરીને, અન્ય મુનિવરે સાથે આ અવસરને લાભ લેવા એમને પાટણ મેકલ્યા. આ રીતે તેઓશ્રીનું એ ચોમાસું પાટણમાં થયું. (૨) પૂ. મુનિશ્રી કનકવિજયજીની યોગ્યતાને સાર્થક બનાવવા પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૧૯૭૬ના કારતક વદ પાંચમે ગિરિરાજ શત્રુંજયની પવિત્ર છાયામાં પાલીતાણા શહેરમાં તેઓશ્રીને ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. (૩) આ બે પદોથી વિભૂષિત બનીને પૂ. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજ્યજી ગણિ પિતાના પરમ ઉપકારી દાદાગુરુ પૂજ્યશ્રી જીતવિજયજી મહારાજના દર્શન-વંદન કરવા કચ્છ વાગડમાં પલાંસવા ગામે પધાર્યા ત્યારે, પિતાના પદવીધારી પ્રશિષ્યની પદવીનું બહુમાન કરવાની ઉમદા ભાવનાથી પ્રેરાઈને ૭૭ વર્ષના અતિ વયોવૃદ્ધ દાદા પણ ચાલીને સામૈયામાં ઉપસ્થિત રહ્યા હતા. દાદાગુરુ અને પ્રશિષ્યના મિલનનું દશ્ય દેવેને ય દુર્લભ એવું અદ્ભુત હતું કે જેનારા ધન્ય બની ગયા. એમનાં નેત્રે કૃતકૃત્ય બની હર્ષાશ વરસાવી રહ્યાં. કેવી સરળ પરિણામી હતી એ દાદાગુરુ-પ્રશિષ્યની સંતબેલડી ! પરમ પૂજ્ય શ્રી જીતવિજ્યજી દાદાની માંદગી અને વૃદ્ધાવસ્થા હોવાથી અત્યંત અશક્તિને લીધે સં. ૧૯૭૬ થી ૧૯૭૮ સુધીનાં ચાર ચોમાસા પૂ. પં. શ્રી કનકવિજયજી મહારાજ આદિએ પલાંસવા મુકામે જ કર્યા. તેમાં ચોથા ચોમાસામાં દાદાગુરુની તબિયત વધારે અસ્વસ્થ થતાં તેઓશ્રી સેવા-વૈયાવચ્ચમાં ખડે પગે રહ્યા. પણ ચોમાસાની શરૂઆતમાં જ, તબિયતે ગંભીર છે. ૪૧ 2010_04 Page #324 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સ્વરૂપ પકડતાં, વાગડ દેશેાદ્ધારક પૂ. જીતવિજયજી દાદા વિ. સં. ૧૯૭૮ના અષાઢ વદ ૬ને દિવસે શાંતિ-સમતા-સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ચતુવિધ સંઘના, પં. શ્રી કનકવિજયજી મહારાજ આદિ મુનિવરેામાં તથા સુવિશાળ સાધ્વીસમુદાયના અતરમાં પોતાના પરમ ઉપકારી મહાપુરુષના કાયમી વિરહથી સૂનકાર વ્યાપી ગયા ! દાદાગુરુના કાળધમ પછી પૂરાં ૪૦ વર્ષ સુધી પુ. પ. શ્રી કનકનિજયજી મહારાજે વાગડ પરગણાની ધર્મભાવનાની રક્ષા અને વૃદ્ધિ કરવાની, ૨૫૦ જેટલાં સાધ્વીજીઓના વિશાળ સમુદાયને સાચવવાની, શ્રીસ`ઘને ધમમાગે દેરવાની, અનેક ભાવિકજનાને દીક્ષાના પંથે વાળવાની તેમ જ પ્રતિષ્ઠા મહોત્સવ, ઉપધાન અને ઉજમણાં જેવાં ધ કાર્યાં કરાવવાની અને આ બધી પ્રવૃત્તિએ વચ્ચે પેાતાની સયમસાધનાને અખંડ અને અપ્રમત્ત રાખવા સાથેની જે વ્યાપક જવાબદારી બજાવી હતી તેની વિગતે એક પ્રેરક, પ્રશાંત અને શૌય ભાવને મેધ કરાવતી ધ કથા બની રહે એવી અદ્ભુત છે. ૩રર ત્યારબાદ, સ, ૧૯૮૫ના મહા સુદ ૧૦ને દિવસે, ભેાંયણી તીની વÖગાંડ પ્રસંગે એકત્ર થયેલા સંઘમેળામાં પૂ. આ. શ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વજી મહારાજ તથા પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ તથા અન્ય મુનિવર્યંની તથા ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પૂ. પંન્યાસ શ્રી કનકવિજયજી મહારાજને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ચાર વર્ષ પછી, સ’. ૧૯૮૯ના પાષ વદ છને દિવસે જૈનપુરી અમદાવાદમાં, પૂ. સંધસ્થવિર આચાર્ય શ્રી. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાયશ્રી કનકનવિજયજી મહારાજને આચાય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારબાદ પૂજ્યશ્રી આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજના નામે સમેધાવા લાગ્યા. આવા આદર્શ શ્રમણરત્નને પામીને આચાય પદ પાતે જ જાણે ધન્ય બની ગયું. આ રીતે સંઘનાયકની સાથેાસાથ હવે આચાર્યશ્રી પણુ બન્યા અને ત્રણ ત્રણ દાયકા સુધી પોતાની એ સમગ્ર જવાબદારીને ઉલ્લાસપૂર્વક અને સફળતાથી નિભાવતા રહ્યા. તે દરમિયાન પૂજ્યશ્રીએ સખ્યાબંધ પુણ્યાત્માઓને વૈરાગ્યવાસિત કરીને દીક્ષા આપીને મેાક્ષમાર્ગના યાત્રિક બનાવ્યા. પૂજ્યશ્રીના પદર શિષ્યેામાં પૂ. પં. શ્રી મુક્તિવિજયજી ગણિ, પૂ. આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિવÖશ્રી કચનવિજયજી મહારાજ વગેરે મુખ્ય હતા. આ ૩૦ વર્ષ દરમિયાન ૨૭ વર્ષ સુધી તે પૂજ્યશ્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ પ્રદેશે અને શહેરમાં વિચરીને જે તે સ્થાનના શ્રીસ ઘને ધમ ભાવનાનાં વિવિધ પ્રકારનાં અનેકાનેક સત્કાર્યો કરવાની પ્રેરણા આપીને પોતાના સંઘનાયકપદને વિશેષ ચરિતાર્થ અને શૈાભાયમાન બનાવ્યું. ત્રણ પચીસી વટાવીને આગળ વધેલી વૃદ્ધ અવસ્થાને લીધે અને સતત વિહાર તથા કર્તવ્યપરાયણતાને કારણે કાયા અસ્વસ્થ થાય, થાકવા લાગે એ સ્વાભાવિક છે. એટલે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આ સંતપુરુષે સ, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯નાં ત્રણ ચામાસાં કચ્છના ભચાઉ શહેરમાં જ કર્યાં. ત્રીજા ચામાસામાં પૂજ્યશ્રીનુ સ્વાસ્થ્ય વધુ કથળ્યું અને ચતુષિ`ધ સંઘનાં ધર્માંસૂત્રને સાંભળતાં સાંભળતાં અને સમતાભાવે પેાતાના ઇષ્ટસૂત્રનું (પાંચસૂત્રનું) શ્રવણ કરતાં કરતાં શ્રાવણુ વદ ૪ ( પંદરના ઘરના પુણ્ય દિને, ૮૦ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ પૂ. આચાર્ય ભગવંત પૂર્ણ સમાધિભાવમાં કાળધર્મ પામ્યા. એ મહાસમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને ભાવભીનાં વંદન ! 2010_04 Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૩૨૩ તપસ્વીરત્ન, મધુર વ્યાખ્યાતા, પરમ શાસનપ્રભાવક સૂરિવર પૂ. આ. શ્રી વિજયદેવેદ્રસૂરીશ્વરજી મહારાજ સગુણોના સાગર સમા ગુરુદેવના ભાવાત્મક વારસાને ઝીલવાનું અને તેને શોભાવી જાણવાનું કાર્ય બહુ અઘરું હોય છે. તેમાંયે જ્યારે આ વારસાને પાયે આત્મલક્ષી એટલે કે આધ્યાત્મિક ભૂમિકાવાળો હોય છે, ત્યારે તેને સાચવવાનું કાર્ય ઘણું કપરું બની જાય છે. વાગડ દેશદ્વારની પરંપરામાં ગચ્છનાયકેમાં ચોથા સ્થાને થઈ ગયેલા આચાર્ય મહારાજ શ્રી વિજ્યદેવેન્દ્રસૂરિજી મહારાજની જીવનકથા કહે છે કે તેઓશ્રીએ પિતાની અપ્રમત્ત જીવનસાધના દ્વારા આ અતિ કઠિન કાર્ય આસાનીથી સફળ કરી બતાવ્યું અને સ્વ-પર કલ્યાણની અનેક મંગલકારી પ્રવૃત્તિઓ દ્વારા પિતાની સંયમયાત્રાને વિશેષ સફળ અને યશસ્વી બનાવી. પૂજ્યશ્રીની જન્મભૂમિ કચ્છનું લાકડિયા નગર. એમના પિતાનું નામ લીલાધરભાઈ, માતાનું નામ મૂળીબહેન અને પિતાનું સંસારી નામ ગેપાળજીભાઈ હતું. એમને જન્મ સં. ૧૯૪૮ના ફાગણ વદ બીજને શુભ દિવસે થયો હતે. ગેપાળજી માતા-પિતાના એકના એક પુત્ર હતા એટલે એમને ઉછેર લાડકેડમાં થયે હેય એ સ્વાભાવિક છે. પરંતુ ગોપાળજી ૧૪ વર્ષની કુમાર અને કુમળી વયમાં હતા ત્યાં પિતાજીનું શિરછત્ર સંકેલાઈ ગયું. આખું કુટુંબ નિરાધારી અનુભવી રહ્યું. પણ માતા મૂળીબહેને કેઠાસૂઝ, શાણપણ અને ધર્મભાવનાના સહારે કારમી આપત્તિ વેળાએ કુટુંબ ટકાવી રાખ્યું. માતાને કુટુંબના એક માત્ર આધારરૂપ પોતાના સુપુત્ર ગોપાળભાઈ પર કંઈ કંઈ આશાઓ હતી. એ સહારે સહારે પિતાના દુઃખના દિવસે પસાર કરતાં હતાં. પણ કર્મના અને કુદરતના અગમખાનામાં માનવી માટે કેવું ભવિષ્ય છુપાયેલું અને ક્યારે કે પરિપાક થવાનો છે એ કાળા માથાને માનવી ક્યાં જાણી શકે છે ? આ કુટુંબમાં પણ આવી જ વાત બની. જેમ જેમ ગોપાળભાઈની ઉંમર વધતી ગઈ તેમ તેમ એક બાજુ માતા એમને માટે કંઈ કંઈ મને સેવવા લાગ્યાં, તો બીજી બાજુ ગોપાળભાઈની ધર્મભાવનાને રંગ વધુ પાકે થતો જ હતું, અને પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા આદિ સંતેના પરિચયે એ ભાવના વધુ ને વધુ દઢ થતી જતી હતી. અને એમનું મન સંયમમાર્ગને સ્વીકાર કરવાની ઊંડી ઝંખનાથી ભરાઈ જવા લાગ્યું હતું. પણ સાથોસાથ ગોપાળભાઈને પિતાની માતા તરફ અપાર ભક્તિ હતી. એટલે એમનું દિલ દુભાય એવું કઈ પગલું ભરવામાં એમનું મન પાછું પડતું હતું. તે કાળના સામાજિક રિવાજ પ્રમાણે ગોપાળભાઈનું સગપણ એ કુટુંબ માટે પ્રતિષ્ઠા અને ગૌરવની વાત લેખાતી હતી. પરંતુ ગોપાળભાઈ એ મનમાં દઢ સંકલ્પ કર્યો હતો કે લગ્નના લેભામણું બંધનમાં પડીને ઘરસંસારના કાયમી બંધનમાં કઈ રીતે ન સપડાવું. પણ આ માટે કલેશ-કંકાસ ઊભો કરવાને બદલે એમણે ધીરજ અને ચતુરાઈથી કામ લીધું. “ધીરજનાં ફળ મીઠાં' એ કહેવત સાચી પડી. જેમની સાથે ગોપાળજીનું સગપણ થયું હતું તે એવી શાંતિ અને સમજૂતીથી તોડી નાખ્યું કે એ બહેન ગોપાળભાઈની ધર્મની બહેન બની ગયાં ! જાણે કે ગોપાળભાઈ અને એ બહેને આમ 2010_04 Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ શાસનપ્રભાવક કરીને અશક્ય લાગતી વાતને શક્ય બનાવી એક આદર્શ રજૂ કર્યો હતો. આ પછી પિતાનાં માતુશ્રી કે સગાંવહાલાં પિતાને લગ્નની બેડી પહેરાવીને સંસારમાં રોકી રાખવા ફરી પ્રયત્ન ન કરે તે માટે અગમચેતી વાપરીને પિતાના ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. આથી ગોપાળભાઈનું અંતર એક પ્રકારની કાયમી નિશ્ચિતતા અનુભવી રહ્યું. એમને થયું ? ન હશે વાંસ, ન વાગશે વાંસળી ! આમ છતાં, ગોપાળભાઈ માટે દિલ્હી હજી દૂર જ હોય, એમ એમના મનોરથ સફળ થવાની વેળા ન આવી. પિતાની માતાની પિતાની પ્રત્યે મમતા અને હેતપ્રીતને લીધે એમને ઠીક ઠીક લાંબા કહી શકાય એટલા સમય સુધી સંસારમાં રોકાઈ રહેવું પડ્યું. પણ એમ કરતાં બે જાતને લાભ મળે. પહેલે લાભ માતૃભક્તિને ધર્મ અદા કરવારૂપે મળે અને બીજે લાભ ઘરમાં રહેવા છતાં વૈરાગ્યમય અને સંયમી જીવન જીવવાની તાલીમ મળી ગઈ એ થયો. ઘરવાસ દરમિયાન એમણે પિતાનાં માતુશ્રીને તીર્થયાત્રા કરાવી અને ઉપધાન તપની આરાધના કરવાની એમની ભાવના પૂરી કરી અને એમ કરીને જાણે પિતાની માતૃભક્તિ ઉપર ધર્મભાવનાને રંગ ચડાવીને એને વિશેષ ચરિતાર્થ કરી. પરિણામે માતા મૂળીબાઈ પણ પિતાના કુળદીપક પુત્રને ત્યાગધર્મને સ્વીકાર કરવાની ભાવનાને સ્વીકાર કરવા તૈયાર થઈ ગયાં. એટલે દીક્ષા–મહોત્સવ ગેપાળભાઈના વતન લાકડિયા નગરમાં જ મહાન પ્રતાપી આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી (તે સમયે પંન્યાસશ્રી) મહારાજની નિશ્રામાં ઊજવવાનું નક્કી થયું. સં. ૧૯૮૩ના પિષ વદ પાંચમે આ મહાપ્રભાવક શ્રમણભગવંતે ગોપાળભાઈને ભાગવતી દીક્ષા આપીને મુનિ દીપવિજયજીના નામથી પિતાના શિષ્ય બનાવ્યા. મુનિ દીપવિજયજીનું રોમ રોમ ઇષ્ટપ્રાપ્તિના ભવ્ય આનંદ અને દિવ્ય સંતેષથી રોમાંચિત થઈ ગયું. તે વખતે તેઓશ્રીની ઉંમર ૩૫ વર્ષની હતી. - દીક્ષા લીધી તે દિવસથી મુનિશ્રી દીપવિજજીએ ગુરુદેવને સંપૂર્ણ સમર્પિત થઈને સંયમયાત્રાને નિર્વાહ કરવાની જે વૃત્તિ દાખવી હતી તે વિરલ અને દાખલારૂપ બની રહી હતી. એટલે કે દીક્ષાને સ્વીકાર કર્યો તે દિવસથી સં. ૨૦૧માં ગુરુદેવને કાયમી વિયોગ થયો ત્યાં સુધી, ૩૬ વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી કાયાની સાથે છાયા રહે એ રીતે પિતાના ગુરુદેવની સેવા-સુશ્રષા કરવામાં જ એમણે ધન્યતા માની હતી. આ દરમિયાન સં. ૨૦૦૪માં વસંતપંચમીના દિવસે ધર્મ પુરી રાધનપુર શહેરમાં તેઓશ્રીને ગણિપદ તથા પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યાં. અને એમના ગુરુવર્ય આચાર્યશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગગમન બાદ બીજા વર્ષે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના, તીર્થશાસનની સ્થાપનાના ઐતિહાસિક મહાપર્વના દિને, કટારિયા તીર્થમાં પૂજ્યશ્રી દીપવિજયજીને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. ત્યારથી તેઓ આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરિજીના નામથી વિશેષ સન્માનિત થવા લાગ્યા. પિતાના ૪૬ વર્ષના લાંબા દીક્ષા પર્યાય દરમિયાન આચાર્યદેવે સંયમપાલન, શાસનપ્રભાવના અને તપત્યાગ, સંયમ-વૈરાગ્યમય ધર્મની લહાણી કરીને પિતાની સંયમયાત્રાને વિશેષ ચરિતાર્થ કરી હતી. જન્મેલાનું મૃત્યુ અવયંભાવિ છે એ અવિચલ નિયમ પ્રમાણે ૮૧-૮૨ વર્ષની 2010_04 Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ વૃદ્ધાવસ્થા અને રોગગ્રસ્ત શરીરને કારણે તેઓશ્રીની કાયા અસ્વસ્થ રહેવા લાગી પણ એ અસ્વસ્થતા અને પીડાને શાંતિ અને સમતાથી સહન કરીને સ્વગુરુદેવના કાળધર્મ પછી દસેક વર્ષે, સં. ૨૦૨૯ના ચૈત્ર સુદ ૧૪ના પર્વ દિને કચ્છના આધઈ ગામમાં આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું સમાધિપૂર્વક દેહાવસાન થયું. એ આચાર્યદેવનું સ્મરણ શ્રીસંઘને ધર્મના સર્વ મંગલકારી માર્ગે લઈ જાઓ એ જ અભ્યર્થના સહ પૂજ્યશ્રીને કટિ કેટિ વંદના ! (પ્રેષક : પૂ. મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ ) કચ્છ-વાગડ સમુદાયના નેતૃત્વને સફળ અને ઉજજવળ બનાવનારા, કચ્છ અને બનાસકાંઠાદિ પ્રદેશમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવનારા, વાત્સલ્યમૂર્તિ-કરુણામૂર્તિ-અધ્યાત્મયોગી પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ પરમ ઉપકારી તીર્થકર ભગવાને પળમાત્ર એટલે ય પ્રમાદ ન કરવાની આપેલી દિવ્ય વાણી અને ચેતવણી, દરેક આત્મસાધકને તેમ જ વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને માટે પણ, ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનેથી બચવાને મૂંગે સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે, અને એ સમગ્ર સંસારના જીવને માટે મહાન ઉપકારક બની રહે એવી છે. અને એટલે જ ચિત્તશુદ્ધિ અને આત્મદર્શનના આધ્યાત્મિક ધ્યેયને વરેલા આઠે પહોર–વશે કલાક-સાઈઠે ઘડી મોક્ષલક્ષી ધર્મપુરુષાર્થ કરતા પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજ્યકલાપૂર્ણસૂરિજી મહારાજ દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતની આ દિવ્ય અને પવિત્ર વાણીમાંથી મળતી ચેતવણી અને સદા જાગ્રત રહેવાની પ્રાપ્ત થતી અમૃત સમી ઉપદેશ વાણીની લેશ પણ ઉપેક્ષા કેવી રીતે કરી શકે? પૂજ્યશ્રીને થોડા પણ પરિચયમાં આવનારી સહૃદય વ્યક્તિને એમ લાગ્યા વિના ન રહે કે, પિતાને મળેલા આયુષ્યને પરમ કૃપાળુ પરમાત્માની એટલે કે આત્માને પરમાત્મા બનાવવાની માનવભવને અમૂલ્ય થાપણ માનીને એની પળેપળને ઉપગ આત્મચિંતન, પરમાત્મચિંતન અને વિશ્વના જીવ માત્રના કલ્યાણના ચિંતનમાં થાય એ માટે તેઓ સદા પ્રયત્નશીલ રહે છે અને બહુમૂલી થાપણના એકાદ અંશની પણ પરની નિંદા-કૂથલીમાં, કાષાયિક મલિન ભાવના સેવનમાં કે ભેગવિલાસની પાપવાસનાને પ્રોત્સાહન આપવામાં દુરુપયોગ ન થઈ જાય એની સતત જાગૃતિ રાખે છે. પૂજ્ય આચાર્યદેવશ્રીના રોજબરોજના સંયમી જીવનનું અને ધર્મકાર્યનું અવલોકન કરનાર હરકેઈ વ્યક્તિને એમની સંયમસાધનાને વિશેષ મૂલ્યવાન અને શોભાયમાન બનાવનાર બહુમૂલાં રત્ન સમી ત્રણ વિશેષતાઓ સહજપણે જ સમજાયા વગર રહેતી નથી. આ ત્રણ વિશેષતાઓ એટલે બાળકના જેવી નિર્દોષતા, ધ્યાનગ તરફની ઊંડી પ્રીતિ અને સમર્પિત ભાવથી શેભતી પરમાત્મભક્તિ. તેઓશ્રી દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના તરફ તે ગૃહસ્થજીવન 2010_04 Page #328 -------------------------------------------------------------------------- ________________ 3२६ શાસનપ્રભાવક દરમિયાન જ વળ્યા હતા અને દીક્ષા લીધા પછી તે એ આરાધના-ઉપાસના ખૂબ જ અંતરસ્પશી, મર્મસ્પર્શી અને વ્યાપક બની હતી. તદુપરાંત પૂજ્યશ્રીનું સંયમજીવન મુકુટમણિ સમાન બીજા ત્રણ ગુણથી પણ સમૃદ્ધ બનેલું છે. તે છે બાહ્ય-આત્યંતર તપ તરફને આદરભાવ, સત્ય માર્ગને સમજવા અને સ્વીકારવા માટે શાસ્ત્રાધ્યયનને નિષ્ઠાભર્યો પુરુષાર્થ અને બધા ય જીવો ઉપર અપાર કરુણા વરસાવતે આપમ્ય ભાવ. વળી, પૂજ્યશ્રી વાણીને પણ સંયમ પાળતા હોય તેમ બહુ ઓછું બોલે છે. પરંતુ તેઓશ્રીની અલ્પ પણ અમૃત-શી વાણીને એ પ્રભાવ પડે છે કે સૌ કોઈ એમને પડ્યો બોલ ઝીલવા તત્પર હોય છે અને એમાં ધન્યતા અનુભવે છે. આ રીતે ત્રણ પ્રકારની રત્નત્રયીથી એટલે કે ગુણનિધિથી અલંકૃત પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મહારાજની સંયમ સાધના ખૂબ ખૂબ સ્વચ્છ, વિમલ, પ્રભાવક, ઉપકારી અને કલ્યાણકારી બની છે. તેઓશ્રીના આવા દિવ્ય જીવનની થોડીક માહિતી મેળવીએ: - રાજસ્થાનમાં ધર્મતીર્થ જે મહિમા ધરાવતું ફલેદી નગર તેઓશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પાબુદાનજી, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૧ના વૈશાખ સુદ બીજના દિવસે એમને જન્મ થયે. નામ રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એ ઉજ્વળ સંકેત એમાં સમાય હતે ! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્યજનની જેમ લગ્ન પણ કર્યા હતા. એટલે કુટુંબને નિભાવવાની જવાબદારીમાં એમને પિતાના પિતાજીને સહકાર પણ આપવો પડ્યો હશે. પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે છે, એમને જીવ મેહ-માયા-મમતામાં રાચનારે કે વૈભવ, વિલાસ, સુખોપભેગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનાર નહીં હૈય; પણ એમના હૃદયને તે તપ-ત્યાગ-વૈરાગ્યને માર્ગ જ પસંદ હશે. અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે. અને તેથી જ જળકમળવત્ સંસારમાં રહ્યા છતાં પણ અલિપ્ત જેવું જીવન જીવતા હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાને ખ્યાલ જરા સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના અધ્યયનથી કે સંસારીઓને વેઠવાં પડતાં દુઃખનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અક્ષયરાજના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. ગુરુના સમાગમને યોગ કંઈક એવું કામણ કરી ગયા કે જેથી સંસારથી અળગા થવાની ઈચ્છા ધરાવતું મન એ માટે અતિ ઉત્સુક્તા અનુભવી રહ્યું. અને એક દિવસ એમની આ ઉત્સુકતા સફળ થઈ. અક્ષયરાજને સંસારી જીવ ત્યાગના માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વથી શોભી ઊઠયો. પણ આવું ઉચ્ચ કેટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ પિતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં શાંત, હિતકારી અને વિવેકભરી સમજૂતીથી કામ લઈને પિતાના પૂરા પરિવારને—ધર્મપત્ની તથા બંને બાળકુમાર પુત્રને સાથે લઈ ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો. એટલે આ રીતે, પિતાના આખા પરિશ્વરને ભવસાગર તરી જવાના દિવ્ય વહાલ સમા ભગવાન તીર્થંકર પ્રરૂપિત ધર્મના ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત કરી દીધે. આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કે આવકારદાયક બને! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત 2010_04 Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૩૭ સાધુપુંગવ તેમ જ વાગડ દેશોદ્ધારક આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કંચનવિજ્યજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજજીને દીક્ષામહોત્સવ એમના વતન ફલેદી શહેરમાં ધામધૂમથી સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વ દિને ઊજવાયું હતું. તેઓશ્રીનું નામ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ધર્મપુરુષાર્થમાં સંલગ્ન રહેવાનો જ એમને ભાગ્યયોગ ન હોય! અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણ વિજયજી મહારાજના પગલે પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી કલાપ્રભ વિજયજી અને મુનિશ્રી ક૫તવિજયજી રાખવામાં આવ્યાં. આ બંને તરુણ મુનિવરે પિતાના પિતા-ગુરુની ભક્તિસભર સેવા અને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના દ્વારા પિતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રી કલાપૂર્ણવિજયજી મુનિવર માટે તો આ અવસર ભૂખ્યાને ભાવતાં ભજન મળી જાય એ હતા. એટલે એમાં લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ જેટલો સમય પણ આત્મતત્વના અહિતકર અરિ સમાન આળસમાં એળે ન જવા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પિતાના સંયમી જીવનને ઉજજ્વળ બનાવવા મનવચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને શિષ્યને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જેનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયેશ દ્વારા, બહુ જ આવકારપાત્ર પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે તેઓશ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જાય છે, ત્યારે તે આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા હોય એવું ભવ્ય અને પ્રેરક દશ્ય જોવા મળે છે ! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એ કાબૂ મેળવ્યો છે. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે ચરિતાર્થ અને પ્રભાવશાળી બની છે એમ કહેવું જોઈએ. આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદિ ૧૩ના રોજ ફલેદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા; અને સં. ૨૦૨–ા માગશર સુદિ ૩ના દિવસે કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પુણ્યભૂમિમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આયોજિત જૈનસંઘને વિશાળ મેળો અને એ મહોત્સવ સદા માટે યાદગાર બની ગયા! પિતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં આ મુનિવર ક્યારેય પાછા પડ્યા ન હતા. એટલે આચાર્ય બનીને સંઘનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા પછી તે એમની આ પ્રવૃત્તિમાં અનેકગણે વધારે થવા પામ્યું છે. વાગડ સમુદાયના આશરે ૪પ૦ સાધુ-સાધ્વીજીઓના શિરછત્ર તરીકે તેઓશ્રી સર્વની સંયમયાત્રા સારી રીતે આગળ વધે એની પૂરી સંભાળ રાખે છે. પૂજ્યશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીને નિકટવતી શ્રમણ સમુદાયમાં 2010_04 Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શાસનપ્રભાવક પૂ. ઉપાધ્યાય શ્રી પ્રીતિવિજ્યજી ગણિ, પૂ. પંન્યાસ શ્રી કલાપ્રભવિજ્યજી ગણિ, પૂ. શ્રી દર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી કલહંસવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કલ્પતરુવિજયજી મહારાજ, પૂ. શ્રી કીતિચંદ્રવિજ્યજી મહારાજ, પૂ. શ્રી મુક્તિચંદ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી મુનિચંદ્રવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કીતિરત્નવિજ્યજી મહારાજ, પૂ. શ્રી દિવ્યરત્નવિજયજી મહારાજ, પૂ. શ્રી તીર્થભદ્રવિજ્યજી મહારાજ, પૂ. શ્રી વિમલપ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી પરમપ્રભવિજયજી મહારાજ, પૂ. શ્રી હેમચંદ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી આનંદવર્ધનવિજયજી મહારાજ, પૂ. શ્રી તત્ત્વવર્ધનવિજયજી મહારાજ, પૂ. શ્રી અનંતયશવિજયજી મહારાજ, પૂ. શ્રી અમિતયશવિજયજી મહારાજ, પૂ. શ્રી કીતિ દર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી આત્મદર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી તત્ત્વદર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી અજિતશેખરવિજયજી મહારાજ, પૂ. શ્રી પૂર્ણરક્ષિતવિજયજી મહારાજ, પૂ. શ્રી મહાગિરિવિજયજી મહારાજ, પૂ. શ્રી વિનયવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કેવલદર્શનવિજયજી મહારાજ આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાએ, ઉપધાને અને ઉજમણાં થયાં છે તેમ જ છરી પાળતા નાનામેટા સંખ્યાબંધ સંઘે નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને વાગડ પ્રદેશના શ્રીસંઘેની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત ચિંતા અને કાળજી રાખી છે, એ એમની જવાબદારીની સભાનતા અને મહાનતા દર્શાવે છે. નાનામોટા પ્રત્યેક જીવે માટે પ્રેમ અને કરુણા એ પૂજ્યશ્રીની સંયમસાધનાને સાર છે. તેથી જ કઈ પણ વ્યક્તિને પૂજ્યશ્રી પ્રત્યે રોષ કે દ્વેષ જાગે જ નહીં એવા એ અજાતશત્રુ છે. વિશ્વમૈત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતા, પ્રેમ-કરુણ-વાત્સલ્યના ભંડાર સમા પ્રભાવક આચાર્યપ્રવરશ્રીનું સર્વમંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહે અને એ માટે પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કેટિ વંદના ! (પ્રેષક : પૂ. મુનિ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ ) - tes ક * 2010_04 Page #331 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના સમુદાયવત પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ શ્રી વિજ્યકુન્દકુન્દસૂરિજી મહારાજ શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજ શ્રી વિજયમિત્રાનન્દસૂરિજી મહારાજ શ્રી વિજયજંબુસૂરિજી મહારાજ શ્રી વિજયરવિપ્રભસૂરિજી મહારાજ શ્રી વિજયભુવનસૂરિજી મહારાજ શ્રી વિજયનિત્યાનંદસૂરિજી મહારાજ શ્રી વિજ્યયદેવસૂરિજી મહારાજ શ્રી વિજયસુધાંશુસૂરિજી મહારાજ શ્રી વિમેરુસૂરિજી મહારાજ શ્રી વિજયધનપાલસૂરિજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજ શ્રી વિજયવિચક્ષણસૂરિજી મહારાજ શ્રી વિજયમાનદેવસૂરિજી મહારાજ શ્રી વિજયજિનપ્રભસૂરિજી મહારાજ શ્રી વિજયકનચંદ્રસૂરિજી મહારાજ શ્રી વિજયજયઘોષસૂરિજી મહારાજ શ્રી વિજયવર્ધમાનસૂરિજી મહારાજ શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ શ્રી વિજયચિદાનંદસૂરિજી મહારાજ શ્રી વિજયધર્મજિતસૂરિજી મહારાજ શ્રી વિજયમલયસૂરિજી મહારાજ શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ શ્રી વિજયજિતમૃગાંકસૂરિજી મહારાજ શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ શ્રી વિજયસુદર્શનસૂરિજી મહારાજ શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ શ્રી વિજયજયંતશેખરસૂરિજી મહારાજ શ્રી વિજયજયશેખરસૂરિજી મહારાજ શ્રી વિજયવતસૂરિજી મહારાજ શ્રી વિજયજગચંદ્રસૂરિજી મહારાજ શ્રી વિજયહીરસૂરિજી મહારાજ શ્રી વિજયલલિતશેખરસૂરિજી મહારાજ શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી મહારાજ શ્રી વિજયરાજશેખરસૂરિજી મહારાજ શ્રી વિજયત્રિલેચનસૂરિજી મહારાજ શ્રી વિજયગુણરત્નસૂરિજી મહારાજ શ્રી વિજયહિમાંશુસૂરિજી મહારાજ શ્રી વિજયપ્રભાકરસૂરિજી મહારાજ શ્રી વિજયનરરત્નસૂરિજી મહારાજ શ્રી વિજયવીરશેખરસૂરિજી મહારાજ શ્રી વિજયરાજતિલકસૂરિજી મહારાજ શ્રી વિજયજયકુંજરસૂરિજી મહારાજ શ્રી વિજયમહદયસૂરિજી મહારાજ શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજ શ્રી વિજયરવિચંદ્રસૂરિજી મહારાજ શ્રી વિજય મહાબલસૂરિજી મહારાજ શ્રી વિજયમાનતુંગસૂરિજી મહારાજ શ્રી વિજયપુણ્યપાલસૂરિજી મહારાજ શ્રી વિજયરંગસૂરિજી મહારાજ શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ શ્રી વિજયગુણાનંદસૂરિજી મહારાજ શ્રી વિજયઅમરગુપ્તસૂરિજી મહારાજ શ્રી વિજ્યપ્રદ્યતનસૂરિજી મહારાજ શ્રી વિજયધનેશ્વરસૂરિજી મહારાજ શ્ર. ૪૨ 2010_04 : Page #332 -------------------------------------------------------------------------- ________________ 30 શાસનપ્રભાવક સુવિશાળ મુનિગણસર્જક, વાત્સલ્યમૂતિ, સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ક્ર જન્મ : વિ. સં. ૧૯૪૦ ફાગણ સુદ ૧૫, નાદિયા તીર્થ & વતન : પિંડવાડા, કર્મભૂમિ : વ્યારા. * દીક્ષા : સં. ૧૯૪૭ કારતક વદ ૬, પાલીતાણા. % ગણિપદ : સં. ૧૯૭૬ ફાગણ વદ ૬, ડભેઈ. & પંન્યાસપદ : સં. ૧૯૮૧ ફાગણ વદ ૬, અમદાવાદ, શ ઉપાધ્યાયપદ : સં. ૧૯૮૭ કારતક વદ ૩, મુંબઈ * આચાર્યપદ : સં. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. * સ્વર્ગવાસ : સં. ૨૦૧૪ વૈશાખ વદ ૧૧, ખંભાત. આકાશમાં સૂર્યોદય થતાં જ કમળો વિકવર થાય છે, તેવી જ રીતે, જૈનશાસનમાં તીર્થકર ભગવંતે તથા આચાર્યદેવને ઉદય થતાં ભવ્યાત્માઓ રૂપી કમળ વિકસ્વર થાય છે. તે ભવ્ય કમળને વિકસ્વર કરનાર, ચરિત્રના પ્રકાશને વિશ્વમાં પાથરનાર, વિક્રમની વીસમી સદીના ઉત્તરાર્ધ અને એકવીસમી સદીના પ્રારંભમાં ઊગેલ એ સૂર્ય એટલે સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, ભગવાન મહાવીર પરમાત્માની હયાતીમાં તેમના ભાઈ નંદિવર્ધને ભરાવેલ પ્રભુ મહાવીરનાં પ્રતિમાજી જીવતસ્વામી તરીકે આજે પણ રાજસ્થાનના નાંદિયા તીર્થમાં બિરાજમાન છે. આવા મહાન તીર્થમાં પિંડવાડા (જિ. શિરોહી)ના સંગ્રહસ્થ ભગવાનભાઈનાં શીલસંપન્ન ધર્મપત્ની કંકુબાઈની કુક્ષિએ એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ પ્રેમચંદ સ્થાપન થયું. એ સમયને અનુરૂપ વ્યાવહારિક શિક્ષણ લઈને તેઓ વ્યવસાયાર્થે ગુજરાતમાં વ્યારા (જિ. સુરત ) મુકામે આવ્યા. ગામમાં વિહારમાં આવતા-જતા મુનિમહારાજની સેવા કરતાં પ્રેમચંદજીને વયં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. એક વાર વ્યારાથી નીકળી રેલવેમાં બેસી ગયા, પણ ખબર પડતાં જ મેહાધીન સંબંધીઓ તેમને પાછા લઈ ગયા. થોડા દિવસમાં ફરી તક મળતાં વ્યારાથી સવારે ચાલવા માંડયું. ૩૬ માઈલ (લગભગ ૫૭ કિ. મી.) પગપાળા ચાલીને સાંજે સુરત પહોંચ્યા. ત્યાંથી વાહન દ્વારા પાલીતાણા પહોંચ્યા. પૂ. ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રા સ્વીકારી. સંયમયે તાલીમ લીધી. ચાતુર્માસ પૂર્ણ થયે સં. ૧૯૫૭ના કારતક વદ દિને શુભ દિવસે અનંત સિદ્ધોથી પવિત્ર થયેલ શત્રુંજય મહાગિરિની તળેટીમાં, અન્ય ચાર મુમુક્ષુઓ સાથે ૫. ઉપાધ્યાયજી મહારાજના શુભ હસ્તે ચારિત્રને પામી મુનિશ્રી દાનવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજ્યજી બન્યા. પૂર્વભવની સાધનાના બળે નિર્મળ ચારિત્રના સંસ્કાર હતા જ, તેમાં ઉત્તમ ગુરુદેવેને વેગ મળતાં સંયમની સાધના પ્રબળ બનવા માંડી. પ્રથમ વિનય ગુણની સાધનામાં ગુરુની ઇચ્છાને પિતાની ઈચ્છા બનાવી. 2010_04 Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૩૩૧ ઇંગિત અને આકાર પરથી ગુરુના હદયના ભાવને જાણીને તે મુજબ ભક્તિ કરવા લાગ્યા. સાથેસાથ વૈયાવચ્ચ, સ્વાધ્યાય, નિર્દોષ ગોચરચર્યા, નિત્ય એકાશન, ઉગ્ર વિહારે, ઉગ્ર ત્યાગ, નિઃસ્પૃહતા, ગીતાર્થપણું ઇત્યાદિ અનેક પ્રકારની સાધના દ્વારા મુનિશ્રી પ્રેમવિજયજી ગુરુદેવના હૃદયમાં સ્થાન પામી ધન્યાતિધન્ય બની ગયા. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે પિતાના હૃદયમાં ગુરુને સ્થાપન કરે છે તે ધન્ય છે; જે ગુના હૃદયમાં સ્થાન મેળવે છે તે ધન્યાતિધન્ય છે. આજના કમ્યુટરના જમાનામાં અગાધ સાગરનાં જલબિંદુઓ કદાચ ગણી શકાય; પરંતુ સંયમૈકનિષ્ઠ ગુરુદેવના ગુણગણની ગણતરી થઈ શકે તેમ નથી. તેથી જ અહીં માત્ર તેઓશ્રીના થોડા ધ્યાનપાત્ર ગુણો જ યાદ કરીને સર્વ ગુણની અનુમોદના કરીએ. ગ્લાનસેવા : શ્રેષ્ઠ વિનયના સ્વામી શ્રી પ્રેમવિજ્યજી મહારાજ સહવતી ગુબંધુઓ તથા અન્ય મુનિવરેની સેવામાં પણ એક્કા હતા. દરેજ ઉભય/ક ગેચરી પિતે જ જત. ગુરુભગવંતની સેવામાં સતત જાગૃત રહેતા. ગ્લાન મુનિઓની સેવાને તે તેઓશ્રીએ જીવનમંત્ર બનાવેલે. કેમકે, “જો જાળ દિવ તો મેં કરેag | અર્થાત્, જે ગ્લાન મુનિઓની સેવા કરે છે તે મને સેવે છે.' એ શાસ્ત્ર પાઠ પૂજ્યશ્રીના હૃદયમાં જીવંતપણે અંકિત થઈ ગયે હતું. પોતાની મુનિ અવસ્થામાં સ્વયં ક્યાંય કોઈ મુનિના ગ્લાનિપણાની વાત સાંભળતાં જ ત્યાં પહોંચી જતા અને તરત જ સેવામાં લાગી જતા. સૂરિપદ પર પહોંચ્યા પછી પણ તેઓશ્રી પિતાના મુનિમહારાજેને મોકલીને પણ પ્લાનની સેવા કરાવતા. લાનસેવામાં તેઓશ્રી સ્વસમુદાય-પરસમુદાયને ભેદ રાખતા નહીં. સ્વયં પિતાની આચાર્યપદવીના પ્રસંગે પણ પિતે લાનમુનિના ઔષધાદિ માટે પાટણ રોકાયેલા ત્યાંથી ગુરુદેવે તેઓશ્રીને પદવીદાનની અજાણમાં રાખી, તાત્કાલિક રાધનપુર બોલાવી પરણે આચાર્ય પદથી વિભૂષિત કરેલા. - શ્રતસાધના : ગુરુવિનય અને વૈયાવચ્ચમાં ઓતપ્રેત પૂજ્યશ્રી પ્રતસાધનામાં પણ પાછળ ન હતા. ગુનિશ્રામાં રહીને તેઓશ્રીએ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, પ્રકરણ, કર્મગ્રંથ આદિનો અભ્યાસ કરીને આગમોનું વાચન અને ઊંડું પરિશીલન કર્યું. છત્રસૂત્રને વારંવાર વાંચ્યાં. ઉપરાંત, અનેક મુનિવરોને પ્રકરણ-કર્મગ્રંથાદિનાં અધ્યયન કરાવ્યાં, આગમોની વાચના આપી. યેગ્ય અધિકાર પ્રાપ્ત સાધુઓને છેદ સૂત્રોના પરિશીલનથી જ સંપૂર્ણ ગીતાર્થપણું આવે છે એ તેઓશ્રી બરાબર જાણતા અને તેથી જ સુગ્ય આત્માઓને તેને અભ્યાસ કરાવવા જાતે ખૂબ પરિશ્રમ કરતા. પૂજ્યશ્રીની વિશેષતા એ હતી કે પિતે શુદ્ધ સંયમના અત્યંત ખપી હતા. તેથી શાસ્ત્રોમાં સંયમને લગતી જે જે વાતે વાંચતા, તેમાંની બધી જ શક્ય વાતને અમલમાં મૂકવા પ્રયત્નશીલ રહેતા. નિત્ય એકાસણાં, બપોરે ગોચરી પછી ગમે તેવી તપેલી સડક પર ચાલતાં ચાલતાં દૂર દૂર નિહારભૂમિ (સ્થડિલ) જવાનું, ગોચરીના બેંતાલીશ દોષ અને માંડલીના પાંચ દનું વજન, વિહારમાં જૈનેના ઘર અલ્પ હોય કે જેનાં ઘર બિલકુલ ન હોય ત્યારે જેનેરાનાં ઘરની ગોચરી વાપરવી, દિવસે સતત સ્વાધ્યાય, શાસ્ત્રવાચન અને રાત્રે કલાકે સુધી પદાર્થોનું પરાવર્તન અને ચિંતન – આ સર્વથી તેઓશ્રીએ પિતાનું જીવન સંપૂર્ણપણે 2010_04 Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર શાસનપ્રભાવક શાસ્ત્રના રંગથી રંગી દીધું હતું. શાસ્ત્રનું જ્ઞાન પંડિત બનવા પૂરતું કે પરના ઉપદેશ માટે કે વિતંડાવાદ માટે ન હતું, પણ સ્વયં જીવનમાં પરિણમાવવા માટે હતું. સ્વયં આરાધનામાં, સમુદાયમાં, શાસનના અને સંઘના પ્રશ્નોમાં સર્વત્ર તેઓશ્રી શાસ્ત્રવચનને અને વડીલ ગીતાને આગળ કરતા. પિતે પણ એવા સમર્થ ગીતાર્થ હતા કે કયારે ઉત્સર્ગ માગને અપનાવવા, કયા સંજોગોમાં અપવાદમાગને અપનાવે તે વધુ સારી રીતે જાણીને શાસ્ત્રાણા અને પરંપરાનું સ્વરથાને ઔચિત્ય સમજીને સંઘને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને યોગ્ય માર્ગ, દર્શન કરતા. સંઘભેદથી તેઓશ્રી વ્યથિત હતા. “અલ્પ વ્યય અને અધિક લાભમાં પ્રવર્તતા વણિકની જેમ ગીતાર્થો મહાલાભ અને અલપ દેલવાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે.” આ છેત્ર સૂત્રનાં વચનને તેઓશ્રીએ આત્મસાત્ કર્યું હતું. વળી, “સમસટ્ટા રિરિયા તિક્ષ્ય કમાવા હૃતિ-એકસરખી પ્રરૂપણ અને સામાચારીવાળા જ તીર્થના પ્રભાવક થાય છે.” એ મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજનું વચન પણ તેઓશ્રીના હૃદયમાં સુસ્થાપિત હતું; એટલે ભારે જહેમત ઉઠાવીને સં. ૧૯૨થી તપગચ્છમાં થયેલ તિથિભેદને તેઓશ્રીએ અપવાદિક પટ્ટકનું આલંબન લઈને સં. ૨૦૨૦માં મહદંશે નિવાર્યો હતો. સંઘભેદ નિવારવાનું તેઓશ્રીના જીવનનું આ મહાન કાર્ય હતું. પૂજ્યશ્રીની મતિ અતિ સૂક્ષમ હતી. સૂક્ષ્મ પદાર્થોનું ઊંડું અવગાહન કરતા, એટલું જ નહિ, કઠણમાં કઠણ ગ્રંથને પણ પિતાની બુદ્ધિથી ઉકેલવા પ્રયત્ન કરતા. “અનેકાંત જયપતાકા” જેવા જટિલ ગ્રંથનું સંશોધન-સંપાદન પિતાની સૂક્ષ્મ બુદ્ધિથી સારી રીતે કરી આપવા છતાં ક્યાંય પિતાના નામ માટે આગ્રહ રાખ્યું ન હતું. “કેમ પ્રકૃતિ એ જૈનવાદ્ધમયમાં અતિ કઠિન અને સૂફમમતિગ્રાહ્ય ગ્રંથ હતે. છેલ્લાં શેડાં વર્ષોથી પરિશ્રમના અભાવે આ ગ્રંથનું અધ્યયન અટકી ગયું હતું. પૂજ્યશ્રીએ અથાગ મહેનત કરી, અનેક વાર ચિંતન-મનન કરી, કર્મપ્રકૃતિના પદાર્થોને ઉકેલ્યા. એટલું જ નહિ, પદાર્થોને કંઠસ્થ કર્યા અને વર્ષો સુધી કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિના પદાર્થોનું રાત્રિના ચાર-ચાર, છ-છ કલાક સુધી પારાયણ કર્યું. અનેક સાધુઓને તથા શ્રાવકને કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ, પંચસંગ્રહાદિ શાનું શિક્ષણ આપ્યું. પૂજ્યશ્રીએ કર્મસિદ્ધાંત આત્મસાત્ કર્યો હતો, જેથી સકળ સંઘમાં કેઈને પણ આ કઠણ ગ્રંથનું અધ્યયન કરતાં શંકા ઉત્પન્ન થતી ત્યારે તે પૂજ્યશ્રી પાસે આવીને, તેનું સમાધાન મેળવીને, સંતુષ્ટ થતા. પૂજ્યશ્રીએ ચૂર્ણિ, ટીકાઓ સહિત કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ અનેક ગ્રંથનું સંશોધન-સંપાદન કર્યું. સાથે સાથે કર્મસિદ્ધિ, માર્ગદ્વાર વિવરણ, સંક્રમકરણ ભાગ ૧-૨ વગેરે નૂતન ગ્રંથોનું સર્જન પણ કર્યું. તદુપરાંત, તેઓશ્રીએ પિતાની પાછલી ઉંમરમાં દસ-બાર મુનિઓના સમૂહને કર્મસિદ્ધાંત વિષયક વિશેષ જ્ઞાન આપીને તૈયાર કર્યા અને અવગઢિ, બંધવિધાન વગેરે લાખો લેકપ્રમાણ કર્મસાહિત્યના વિશાળકાય ગ્રંથો તૈયાર કરાવી કર્મવિષયક જૈનસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. પૂજ્યશ્રીનું આ સાહિત્યસર્જન જિનશાસનમાં અમરત્વનું અધિકારી બની ચૂકયું છે. પૂજ્યશ્રીના વિશાળ જ્ઞાનથી જૈનેતર પંડિત પણ આકર્ષાયા હતા. વડોદરામાં પંડિત પાસે પૂજ્યશ્રી ન્યાયને અભ્યાસ કરતા ત્યારે વડોદરાના રાજપંડિતને પૂજ્યશ્રીને પરિચય થયે. 2010_04 Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા–ર પૂજ્યશ્રીએ તેમને રાજ્યના ગ્રંથભડારનું અવલાકન કરવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ ગુરુદેવને વિનતિ કરી અને રાજ્યના ગ્ર'થભડારને વ્યવસ્થિત કરાવ્યેા. પૂજ્યશ્રીના ચારિત્રથી આકર્ષિત થઈ પંડિતજીએ વડાદરાનરેશ પાસે પધારવા અને તેઓને ઉપદેશ આપવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પેાતાના ગુરુદેવ શ્રી પ'. શ્રી દાનવિજયજી મહારાજનાં વ્યાખ્યાનાનું વડોદરાનરેશના મહેલમાં આયેાજન કરાવ્યુ. આ વ્યાખ્યાનાનું પુસ્તક છપાઈ રાજયની શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે મુકાયું. વડાદરાનરેશ પણ ઉભય ગુરુવર્યોના સહવાસથી આનર્દિત થયા. પ્રવર્તમાન સકળ સંધમાં ઉત્કૃષ્ટ જ્ઞાનીઓમાં પૂજ્યશ્રીએ પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એક જ સાધુમાં આટલાં ઉત્કૃષ્ટ વિનય—વૈયાવચ્ચ, તપ-ત્યાગ અને અજોડ વિદ્વત્તા જોતાં ખરેખર, નવાઈ લાગે ! પરંતુ અતિ શાસનના અને દેવગુરુના અચિત્ય પ્રભાવ આગળ કશુ' જ અશકય નથી. શ્રાવકસંઘના મેવડીએ પણ અવારનવાર સંઘના પ્રશ્નોમાં પૂજ્યશ્રીનુ યથા માદન મેળવીને પરમ સંતેાષ અનુભવતા હતા. નિ:સ્પૃહતા : પૂજ્યશ્રીની નિઃસ્પૃહતાનુ વર્ણન કરવું આપણી શક્તિ બહાર છે. વિશ્વના પ્રથમ પંક્તિના આ વિદ્વાન પાસે પેાતાની માલિકીનું એક પણ પુસ્તક કે નોટબુક કે પેન-પેન્સિલન ટુકડો પણ ન હતાં. તેએ!શ્રીએ જે કંઈ મેળવ્યુ' તે જ્ઞાનભડારોનાં જ પુસ્તક દ્વારા. તે મેળવીને તરત જ પાછાં સુપ્રત કરી દેતા. એટલું જ નહિ, તેએશ્રી ચાલુ ઉપયોગમાં આવતી ઉપધિથી વધારે એકાદ જોડ કપડાં, પાત્રા કે આસન પણ રાખતા નહીં. સયમની સુવાસથી આકર્ષિત થઈ નજીક આવતાં અનેક ભવ્યાત્માઓને પ્રતિષેધ પાતે કરતા; પણ શિષ્યા તા બીજાના જ કરતા. આથી જ સાડાત્રણસો શિષ્ય-પ્રશિષ્યાના ગુરુ એવા તેઓશ્રીના સીધા શિષ્યાની સંખ્યા માત્ર ૧૬-૧૭ હતી ! શક્તિશાળી હોવા છતાં પૂજ્યશ્રી વ્યાખ્યાનની પાટ અને પદવીથી દૂર રહેતા. તેમને પૂ. ગુરુદેવે ગણપદ, પંન્યાસપત્ત અને ઉપાધ્યાયપદ પર પરાણે આરૂઢ કરેલા. તેમ છતાં, આચાય પદ માટે તે તેએશ્રી પૂ. ગુરુદેવને સતત નિષેધ કરી દૂર રહેતા. સ’. ૧૯૯૧માં ચૈત્ર માસની એળી તેમના ગુરુદેવ શ્રી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં રાધનપુર મુકામે ચાલતી હતી. ચૈત્ર સુદ ૧૪ના દિવસ જ્યાતિષમાતડ ગુરુદેવને શ્રેષ્ઠ હોવાનું ધ્યાનમાં આવ્યું. આ વખતે પૂ ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજ પાટણ મુકામે ગ્લાનમુનિ શ્રી જિનવિજયજી મહારાજના ઉપચારાર્થે રોકાયેલા. ગુરુદેવના તાકીદે રાધનપુર પહોંચવાના સદેશે! મળતાં જ તેએશ્રી ઉગ્ર વિહાર કરી બીજે દિવસે સાંજે ગુરુદેવની નિશ્રામાં પહેાંચી ગયા. ગુરુદેવે આચાય પદ્મની વાત કરતાં પૂજ્યશ્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડચા અને ગુરુદેવને વિનયપૂર્ણાંક નિષેધ કરવા લાગ્યા. પરંતુ ગુરુદેવે થાડા કઠાર બની તૃતીય પદ ગ્રહણ કરવાની આજ્ઞા ફરમાવી. ગુરુદેવની આજ્ઞાનુ ઉલ્લઘન તે કોઇ પણ રીતે કેમ થઈ શકે ? છેવટે નાછૂટકે આચાર્ય પદવી સ્વીકારવી પડી. અને ચૈત્ર સુદ ૧૪ને શુભ મુહૂતે પૂજ્યશ્રી પૂ. ગુરુદેવના શુભ હસ્તે પાંચપરમેષ્ઠિના તૃતીય પદ પર આરૂઢ થયા. આચાય પદવી પ્રાપ્ત થતાં, બીજા જ દિવસે વિહાર કરી પેલા ગ્લાનમુનિની સભાળ માટે પહોંચી ગયા. આહાર, ઉપધિ, શિષ્ય, વ્યાખ્યાન, પદવી, સત્કાર, સન્માન આદિ સ પ્રકારની સ્પૃહાએથી પૂજ્યશ્રી પર હતા. 2010_04 ૩૩૩ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ બ્રહ્મચર્ય : પૂજ્યશ્રી આ પડતા કાળમાં પણ અનન્ય કોટિની બ્રહ્મચર્યની વિશુદ્ધિને ધારણ કરતા હતા. તેઓશ્રીંના મુખારવિંદ પર તે પવિત્રતાનુ તેજ ચમકતુ. આંખા પણ નિવિકાર હતી. કાયા અને વચન તે પવિત્ર હતાં જ, પર ંતુ મનની વિશુદ્ધિ પણ એટલી જ પ્રબળ હતી. શરીરના એક રૂંવાડામાં પણ તેઓશ્રીએ કયારેય વિકારના ક્ષણિક ઝમકારો ય અનુભબ્યા નહી હોય ! આપાદમસ્ત સર્વથા પવિત્ર એવા આ પરમ બ્રહ્મસ્વામી મહાપુરુષ કલિકાલનું એક મહાન આશ્ચર્ય હતા. આ બ્રહ્મચર્યના પ્રભાવથી તેઓશ્રીના મનમાં ઊડતાં શાસનનાં કાર્યોના સર્વાં મનોરથે નિશ્ચિતપણે સફળ થતા. સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસ દુર્લ`ભ હતા તેવા કાળમાં પૂજ્યશ્રીને મનોરથ થયા કે સંમતિતક સુધી પહેાંચે એવા સાધુએ તૈયાર કરું. ને તેએશ્રીના મનોરથ ફળ્યા. સિદ્ધાચલ ગિરિની યાત્રા કરતાં પૂજ્યશ્રીને ભાવ થયા કે શાસનમાં ખાનદાન કુળના સુશિક્ષિત નખીરાના પચીસેક સાધુઓને નવા સમુદાય તૈયાર કરુ. પૂજ્યશ્રી સિદ્ધગિરિથી તરત મુ`બઈ ગયા અને પાંચ વર્ષોંમાં સુખી ઘરના, ભણેલાગણેલા પાંત્રીશ યુવાનાને દીક્ષા આપી તૈયાર કર્યો. શાસનપ્રભાવક પૂજયશ્રીંના અતિ ઉગ્ર બ્રહ્મચર્યના પ્રભાવ એવા હતા કે તેમની પાસે બેસવાથી જ નહિ, પરંતુ તેમના નામસ્મરણ માત્રથી વિકરે અને વાસનાએ શાંત પડી જવાનું અનેક સાધુઓએ અને શ્રાવકોએ અનુભવ્યુ છે. પાતાના આશ્રિતાના બ્રહ્મચયની રક્ષા માટે તેઓશ્રી સતત સાવધાન રહેતા. અત્યંત કરુણાના સાગર એવા પૂજ્યશ્રી આ બાબતમાં અતિ કઠોર હતા. તેઓશ્રી પ્રહ્મચર્યના વિષયમાં કોઈની પણ શેહશરમ રાખતા નહીં. એશી વર્ષની પાકટ વયે પણ આ પ્રશ્નનિધિએ સ્ત્રી કે સાધ્વી સામે ષ્ટિ કરીને વાત કરી નથી. તેઓશ્રીની સાથે રહેલા સાધુઓમાં પણ સ્ત્રીસંસગ જોવા મળતા ન હતા. બ્રહ્મચર્યંની સઘળી ય વાડેનુ તેએ ચુસ્તપણે પાલન કરતા અને સમુદાયના સાધુઓ પાસે કરાવતા. અસંયમને જરા પણ ચલાવી લેતા નહીં. અનેક પ્રકારની પ્રતિકૂળતાએ વેઠીને પણ પૂજ્યશ્રીએ પોતાના આશ્રિતોના સંયમની રક્ષા કરી છે. સંયમરક્ષા દ્વારા શાસનરક્ષા –માટે એક વયેાવૃદ્ધ આચાર્ય શ્રી વિજયયાદેવસૂરિજી સિવાય બીજા કોઈ ને પણ તેઓશ્રીએ સાધ્વીસમુદાય રાખવાની આજ્ઞા આપી ન હતી. ઉત્સૂત્ર, ઉન્મા અને અસયમ સામે તેઓશ્રી જીવનભર ઝઝૂમીને ખરેખર, સાચી શાસનરક્ષા કરી ગયા. દીક્ષાના દાનવીર : પૂજ્યશ્રીનાં વાત્સલ્ય, કરુણા, વિદ્વત્તા અને સંયમના ભવ્ય ગુણાથી અનેક પુણ્યામાએ આર્કિષત થયા અને તેમના સાંન્નિધ્યને સ્વીકારીને સ`વિરતિધમની સુંદર આરાધના કરવા લાગ્યા. પૂજ્યશ્રીના પ્રભાવ એવા હતા કે, જેના પર તેમની વિશેષ દૃષ્ટિ પડતી એના લગભગ સ’સારમાંથી ઉદ્ધાર થઈ જતેા. પૂ. ગુરુદેવ તરફથી મળેલા સાંઈ સાધુના વારસાને પૂજ્યશ્રીએ પોતાના અતિમ કાળ સુધીમાં ત્રણુસા સુધી પહોંચાડી ઢીધા. દીક્ષા આપીને પૂજ્યશ્રી સાધુઓને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવાનું ખૂબ જ ધ્યાન રાખતા. ખૂબ જ સારી રીતે સારણા, વારણા વગેરે દ્વારા સાધુએના જીવનના વિકાસ સાધતા તેઓશ્રીએ અનેક વિદ્વાન, સ’યમી, વક્તા, લેખક, ત્યાગી અને તપસ્વી મુનિએના એક વિશાળ સમુદાય ઊભા કર્યા, જે આજે પણ શાસનના યાગ અને ક્ષેમને વહન કરી રહ્યો છે. તેઓશ્રીના . 2010_04 Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૩૩૫ સમય દરમિયાન દીક્ષાવિરોધ, દેવદ્રવ્ય-દુરુપયેગ વગેરે અનેક પ્રશ્નો ઊડતા; જેને પ્રબળ પ્રતિકાર કરી-કરાવી પૂજ્યશ્રીએ શાસનની અને સંઘની રક્ષા કરી છે. સં. ૨૦૧૧માં મુંબઈ રાજ્યની ધારાસભામાં બાળદીક્ષા પ્રતિબંધક બિલ રજૂ થયું હતું. પૂજ્યશ્રીએ અથાગ પ્રયત્ન કર્યા અનેક વિદ્વાને, ડોકટરો, વકીલે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે આજના બુદ્ધિજીવીઓ પણ પૂજ્યશ્રીના સંયમથી પ્રભાવિત થઈ દીક્ષા–પ્રતિબંધક બિલના વિરોધમાં જોડાયા. પૂજ્યશ્રીએ એ માટે એવે પ્રચંડ જનમત ઊભો કર્યો કે બિલ મૂકનાર વકીલને તેની સામે નમતું જોખવું પડ્યું. તે વખતના મુંબઈના મુખ્ય મંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈ એ ધારાસભામાં પ્રજાના પ્રચંડ વિરોધને દર્શાવીને દીક્ષા–પ્રતિબંધક બિલને ઉડાવી દીધું. પૂજ્યશ્રીના સંયમબળે આ રીતે શાસન પરની મહાન આપત્તિ દૂર થઈ. વાત્સલ્ય : સાગર સમા વિશાળ વાત્સલ્યભાવથી અનેક પુણ્યાત્માઓને આકષ સેંકડો શ્રેષ્ઠ સાધુઓનું પૂજ્યશ્રીએ સર્જન કર્યું હતું. ગમે તેવા દોષિતને પણ વાત્સલ્યપૂર્વક હિતાશિક્ષા આપીને દેષની શુદ્ધિ કરાવવાની અજબની કળાને પૂજ્યશ્રી વર્યા હતા. આ કળા દ્વારા તેઓશ્રીએ જીવનભર અનેક આત્માઓની શુદ્ધિ કરી હતી. તપ-ત્યાગ : બાહ્ય ભામાંથી પિતાની વૃત્તિઓને ખેંચી લઈને આંતરભાવમાં લીન બનેલા પૂજ્યશ્રીને બાહ્ય પુદ્ગલે શી રીતે આકર્ષી શકે ? પરિમિત દ્રવ્યના માત્ર દસ મિનિટના એકાશનાં તે હતાં; મિષ્ટાન્ન, મેવા ને ફળને તે આજીવન ત્યાગ કર્યો હતે. હવે બાકી શું રહ્યું ? આમ છતાં, પૂજ્યશ્રીએ પાટણમાં અને પૂનામાં ચાતુર્માસમાં રોટલી અને દાળ નામ સાથે બે જ દ્રવ્યનાં એકાસણું અભિગ્રહપૂર્વક કર્યા. સેંકડો સાધુઓના શિરતાજને આ ત્યાગ કેટલાયે મુનિઓની આંખોમાં આંસુ વહાવતે ! બે આસનથી વધુ ન રાખવાં, કંકેત્રી વગેરેમાં અતિશયોક્તિવાળાં વિશેષણ ન લખવા દેવાં, એંઠાં મેં બોલાઈ જાય તે પચીસ ખમાસમણું દેવાં, ઉભયટેક આઘાનું પડિલેહણ ન થાય તો બીજા દિવસે આયંબિલ કરવું....વગેરે અનેકવિધ ઘેર અને ઉગ્ર અભિગ્રહ ધારણ કરતા. ચાલુ ગોચરીમાં પણ સ્વાદ ન આવે માટે પૂજ્યશ્રી ગોચરી ચાવવાને બદલે સીધી જ ઉતારી જતા. સમતા : તપ અને ત્યાગના સમ્રાટ પૂજ્યશ્રીની સહનશીલતા પણ ગજબની હતી. ફરતા વાના વ્યાધિની સખત વેદના પૂજ્યશ્રીએ ૫૦ વર્ષ સુધી આનંદપૂર્વક જોગવી. જ્યારે આ ફરતા વાને દુઃખા શરૂ થતો ત્યારે પૂજ્યશ્રી કહેતા કે, “મિત્ર આવ્યો છે.” કર્મનિજરમાં સહાયક આ દુઃખાવાને પૂજ્યશ્રી મિત્ર તરીકે માનતા. દુઃખ ક્યારેક રાત્રિભર ઉજાગર કરાવતે; પરંતુ આ દુઃખાવામાં રાહત માટે પૂજ્યશ્રી ગરમ પાણીના શેક સિવાય બીજા કોઈ ઔષધ-ઉપચારને ઉપાય જતા નહીં. છેલ્લી સ્થિતિમાં તે જાણે કર્મસત્તા પર ભયંકર મારો ચલાવવા માટે પૂજ્યશ્રીએ સંકલ્પપૂર્વક આ નિર્દોષ ઉપચારને પણ ત્યાગ કર્યો હતો અને જે દુઃખ થાય તે સહન કરી લેવાને નિશ્ચય કર્યો હતે. ૭૮ વર્ષની વયે એક વાર પિંડવાડાથી ૧૮ માઈલને ઉગ્ર વિહાર કરી પૂજ્યશ્રી શ્રીસંઘયાત્રાના પ્રારંભમાં રહીડા પધાર્યા. ઉગ્ર વિહારના પરિશ્રમથી હૃદયરોગને હુમલે આવ્યું. દેડધામ થઈ ગઈ, પણ પૂજ્યશ્રી પાર 2010_04 Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઊતર્યાં. પ્રે-ચાર દિવસ આરામ લઈ, સ્વસ્થતા મેળવી, પૂજ્યશ્રી પિડવાડા પધાર્યા. હૃદયરોગના હુમલા પછી ડોકટરે પૂજ્યશ્રીને વિહાર કરવાના નિષેધ કર્યાં. સયમપ્રેમી સાધુવર ડાળીના વિહારને તે સ્વીકારે જ શાના ? પણ પૂજ્યશ્રીના સંયમનેા અદ્ભુત પ્રભાવ કે, શિષ્યપ્રશિષ્યાદિ સાધુણે સ્ટ્રેચરમાં ઊંચકીને ગ્રામાનુગ્રામ વિહાર કરાવ્યેા. ખંભાતના છેલ્લા ચાતુર્માસમાં પૂજ્યશ્રીની કાયા અનેક રાગેાથી ઘેરાઈ ગઈ; પણ સમતાના બખ્તર વડે પૂજ્યશ્રીએ રેગપરિષહના જબરદસ્ત સામના કર્યો. પૂજ્યશ્રી સદાય ચતુવિધ સંઘના હિતની સતત ચિંતા કરતા. તે માટે સતત પ્રયત્નો કરતા. સિદ્ધાંત અને 'ચમની રક્ષા કરવા માટે રાતદિવસ ભારે પરિશ્રમ કરતા. શાસ્ત્રાના હાર્દને પામેલા આ મહાપુરુષ પાસે એવી મહાન કળા હતી કે સંઘની એકતા કે શાંતિ જોખમાય નહીં એવા રસ્તે સૌને સમજાવી, પૂજ્યશ્રી આપવાદિક આચરણા-પટ્ટક બનાવવા દ્વારા કાઢી શકા હતા. પૂજયશ્રીની શાસનપ્રભાવના પણ અવ`નીય હતી. સુવિહિત મુનિઓનું સન કર્યું.... આ. શ્ર યાદેવસૂરિજી, પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી તથા બીજા અનેક આત્માઓની શાસનપ્રભાવક ડીક્ષા તેઓશ્રી હસ્તક થઈ. પૂજ્યશ્રીની નિશ્રામાં કાલ્હાપુર, પડવાડા, અમદાવાદહડીભાઈની વાડી, પ્રતાપનગર, સાંતાક્રુઝ (મુખઇ), રાજકોટ વગેરે અનેક સ્થળે ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવે! ઊજવાયા; ઉપધાન તપેા, છછરી પાળતા સ`ઘા, ઉજમણાં, જિનભક્તિ મહાત્સવા વગેરે પણ ખૂબ થયાં. યુવાન પેઢીના સંસ્કારેની રક્ષા માટે પૂજ્યશ્રીએ પોતાના વિદ્વાન શિષ્યરત્ન પન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવ ( હાલ આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરિજી) મહારાજ પાસે અનેક ધાર્મિક શિબિરો કરાવી. એને લીધે અનેક ભાવિકા સવરિત ધને પામ્યા, અનેક યુવાને સુસંસ્કારી બન્યા. પોતાની અ ંતિમ અવસ્થામાં પણ શાસનને પ્રધાનતા આપી તી રક્ષા માટે પૂ. શ્રી યશેાદેવસૂરીશ્વરજી મહારાજને અંતરિક્ષજી તરફ માકલ્યા. તીરક્ષા વગેરે અનેક કાર્યો પૂજ્યશ્રીએ કર્યો.... શાસનપ્રભાવક " પૂજ્યશ્રીની સહનશીલતા અદ્ભુત હતી. છેલ્લું ચાતુર્માસ સ. ૨૦૨૩નુ ખંભાત મુકામે કર્યું. આ ચાતુર્માસ તથા શેષકાળમાં રોગ પરિષદ્ધના ભારે સામને કર્યાં, અદ્ભુત સમના દ્વારા પૂજ્યશ્રીએ રાગેાની ફાજના પરાભવ કર્યાં. રાગ-દ્વેષ ફાવી ન જાય તેની પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. નૂતન સર્જન થતાં ક સાહિત્યનું સંશેાધન છેલ્લી અવસ્થા સુધી ચાલુ હતું. સાથે સાથે ઉપમિતિ ભવપ્રપ`ચકથા'નું શ્રવણ કરતા, રાત્રે તેના પદાર્થો યાદ કરતા. રાત્રે અનેક પ્રકારની સજ્ઝાયા–સ્તવના અને શાન્તસુધારસભાવનાં કાવ્ય રસપૂર્વક સાંભળતા. આ રીતે દિવસે પસાર થતા. પૂજ્યશ્રીની તખિયતના સમાચાર સાંભળતાં દૂર દૂરથી શિષ્ય-પ્રશિષ્યા આવવા લાગ્યા. સમુદાયના મોટા ભાગ એકત્રિત થયા હતા. એક ગાઝારા દિવસ આણ્યે. તે દિવસે પૂજ્યશ્રી તેા સવારથી વધુ સ્વસ્થ હતા. માંકડની વિરાધનાના ભયે મકાન બદલવાના વિચાર કરતા હતા. એવામાં સાંજે આસન ખલ્યું. આગળના હોલમાંથી પાછળ જ્ઞાનમ'દિરના હોલમાં પધાર્યા. પ્રતિક્રમણ કર્યુ. પછી રાજની પ્રણાલિ મુજબ સ્તવન-સજ્ઝાય સાંભળ્યાં. શા થતાં બેસતાં જ હાર્ટ એટેક આવ્યો, ગભરામણ શરૂ થઈ. સ્થ ંડિલ ગયા. ત્યાંથી આવીને પાટ પર 2010_04 20 Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૩૩૭ પૂજ્યશ્રીને સંકેત મળી ગયું. તરત જ “ખમાવું છું” બોલીને સૌને ખમાવ્યા. સાધુઓએ સઘળું વોસિરાવડાવ્યું. પૂજ્યશ્રીએ હાથ જોડીને બધું સ્વીકારી આત્મગહ કરી સંથારા પિરિસીની ગાથાઓ સાંભળી અને વીર વીરની રટણ કરતાં ૧૦-૪૦ મિનિટે પરલેક સિધાવ્યા. પટ્ટધર આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી અને અન્ય ઘણા શિવે કાનમાં નવકાર સંભળાવતા હતા અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ભાવ-સૂર્યને અસ્ત થયે – જેનશાસનને સ્તંભ તૂટી પડ્યો. સંઘ ગમગીન બન્યા. ચિતરફ સમાચાર પહોંચી ગયા. ગામેગામથી લેકે ઊભરાયા. મુનિ ભગવંતે પ્રબળ શોકમાં ગરકાવ થઈ ગયા. કોણ કોને આશ્વાસન આપે ? કોણ કોને છાનું રાખે ? સહુએ સખત આઘાત અનુભવ્યો. બીજા દિવસે સારાયે નગરમાં પાખી પાળવામાં આવી. બજાર સ્વયં બંધ રહ્યાં. પૂજ્યશ્રીની ભવ્ય પાલખી નીકળી. પોલીસેએ ભાવાંજલિ આપી. હજારની ઉછામણીથી અંતિમ કિયા થઈ. અગ્નિસંસ્કારના સ્થળે સમાધિમંદિર બનાવી સંઘે પૂજ્યશ્રીની ચરણપાદુકાને પ્રતિષ્ઠિત કરી. જગગુરુ શ્રી હીરસૂરિ મહારાજા પછી ત્રણ સાધુઓનું સર્જન કરનાર આ મહાન શિલ્પીનાં ચરણોમાં કેટ કેટિ વંદના !!! * * * જેનશાસનના તિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સુવિશાળ ગચ્છાધિપતિ, સમર્થ વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ * જન્મ : વિ. સં. ૧૯૫ર ફાગણ વદ ૪, દહેવાણ * વતન : પાદરા (જિ. વડેદરા). * દીક્ષા : સં. ૧૯૬૯ પિષ વદ ૧૩, ગંધારતીર્થ. * ગણિ-પંન્યાસપદ : સં. ૧૯૮૭ કારતક વદ ૩, ભાયખલા (મુંબઈ). * ઉપાધ્યાયપદ : સં. ૧૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. * આચાર્યપદ : સં. ૧૨ વૈશાખ સુદ ૬, મુંબઈ * સ્વર્ગવાસ : સં. ૨૦૪૭ અષાઢ વદ ૧૪, અમદાવાદ. * દક્ષા પર્યાય : ૭૭ વર્ષ અને ૬ મહિના. સુવિશાળ ગચ્છાધિપતિ, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષને દીઘપર્યાય પાળી, ૯૬ વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. -૮-૧૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી છે. ૪૩ 2010_04 Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શાસનપ્રભાવક તેઓશ્રીની તબિયત નબળી રહેતી હતી. તેમ છતાં, અપ્રમત્ત રહેતા. તેઓશ્રી રાત્રે માત્ર બે કલાક નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ પૂજ્યશ્રી નવી નવી ગાથાઓ કંઠસ્થ કરતા. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓશ્રી અમદાવાદ પધાર્યા હતા અને અંતિમ શિષ્ય મુનિ શ્રી હિતરુચિવિજ્યજીની દીક્ષા પછી સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ૭૮ વર્ષનું સુદીર્ઘ દીક્ષા જીવન સંખ્યાબંધ મહત્ત્વની ઘટનાઓથી સભર હતું. પૂજ્યશ્રીનું જીવન એટલે ઇતિહાસ. છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોને ઇતિહાસ પૂજ્યશ્રીના જીવનકાર્યની નેંધ વિના અધૂરો ગણાય. - પ. પૂ. ગચ્છાધિપતિના નિકટના સંપર્કમાં આવવાનું મારે છેલ્લાં થોડાં વર્ષોમાં વિશેષ બન્યું. એક રીતે કહીએ તે અમારો સંબંધ જુદી જ ભૂમિકાએ હતા. મારું વતન પાદરા છે. પૂજ્યશ્રી પણ પાદરાના વતની હતા. એક જ ગામના વતની તરીકેને અમારો સંબંધ, બીજા ભક્તો જેટલે ગાઢ નહિ તો પણ સહેજ જુદી કટિને હતે. મારા પિતાજી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહની ઉંમર હાલ ૯૬ વર્ષની છે. તેઓ અને પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી સહાધ્યાયી હતા. તેઓ બંનેને ઉછેર પાદરા ગામમાં સાથે થયું હતું. પાદરામાં બંનેએ સરકારી (ગાયકવાડી) શાળામાં પ્રથમિક શિક્ષણ સાથે લીધું હતું. મારા પિતાશ્રીનાં એ સમયનાં સંસ્મરણો હજુ પણ તાજા છે. કાળધર્મના ડા દિવસ પહેલાં જ પૂજ્યશ્રીએ પાદરાના વતની શ્રી મેતીલાલ કસ્તુરચંદ સાથે મારા પિતાશ્રીને ધર્મલાભ કહેવડાવ્યા હતા. પૂજ્યશ્રીને જન્મ એમના સાળના ગામ દહેવાણમાં વિ. સં. ૧૯૫ર ના ફાગણ વદ ૪ ના શુભ દિને થેયે હતે. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તે પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા હતું. એમનાં કુટુંબમાં બાળકો જીવતાં નહેતાં. એવા કુટુંબમાં કઈ બાળક જીવી જાય તેને કેઈની નજર ન લાગે તે માટે વિચિત્ર નામ પાડવાની પરંપરા ગામડાઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા “સબૂડો” કહીને બોલાવતાં. પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસે એક ખડકીમાં રતનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેઓની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થોડા વખત પછી ત્રિભુવનની માતા સમરથબહેન મરકીના રેગમાં મૃત્યુ પામ્યાં ત્યારે ત્રિભુવનની ઉંમર સાત વર્ષની હતી. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા. શાળામાં હજી પીવાના પાણીની વ્યવસ્થા થઈ ન હતી, એટલે છોકરાઓ આસપાસનાં ઘરમાં જઈને પાછું પી આવતા. ત્રિભુવનનું ઘર શાળાની નજીક હતું એટલે કેટલાક જૈન છોકરાઓ ત્રિભુવનના ઘરે પાણી પીવા જતા. શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકેમાં વિશ્વનાથ, ભૂલાભાઈ વલ્લભભાઈ મગનલાલ 2010_04 Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૩૩૯ વગેરે હતા. મેહનલાલ નામના એક માસ્તરને એમના ચકલી જેવા નાકને કારણે ગામના બધા લકે “મેહન ચકલી” અથવા “ચકલી માસ્તર' તરીકે ઓળખાવતા. ભણાવવામાં તેઓ ઘણા હોંશિયાર હતા. ત્રણ પેઢી સુધીના વિદ્યાર્થીઓને તેમણે ભણવેલા. આ ચકલી માસ્તર પાસે મારા પિતાશ્રી સાથે ત્રિભુવને પણ અભ્યાસ કર્યો હતે. શાળામાં અભ્યાસ કર્યા પછી ત્રિભુવનને નોકરીએ બેસાડવામાં આવ્યું હતું. એ વખતે પાદરામાં ચુનીલાલ શિવલાલની અનાજની મોટી પેઢી ચાલતી હતી અને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાંથી ટ્રેન દ્વારા અનાજ પાદરામાં આવતું. કિશોર ત્રિભુવનની હોંશિયારી જોઈને શેઠ ચુનીલાલે એને રાજસ્થાનમાં બોલેરા ગામે અનાજની ખરીદી માટે મોકલેલા. આ દૂરને પ્રવાસ જાતે એકલા કરવાને લીધે ત્રિભુવનની હુંશિયારીની વાત પાદરામાં જાણીતી થઈ ગઈ હતી. પણ એને વ્યાવહારિક કેળવણમાં બહુ રસ ન હતે; નવઘરી નામની શેરીમાં આવેલા ઉપાશ્રયમાં સાંજે પાઠશાળા ચાલતી તેના અભ્યાસમાં વધુ રસ પડત. પાદરાની નવઘરી એ જમાનામાં ધર્મ પ્રવૃત્તિઓથી સતત ધબકતી રહેતી. મોટા મોટા આચાર્ય ભગવંતે પાદરા જેવા નાના ગામને ચાતુર્માસને લાભ આપતા. પ. પૂ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પણ કેટલાંક ચાતુર્માસ પાદરા ક્ય હતાં. એ જમાનામાં પાદરામાં વખતોવખત દીક્ષાના પ્રસંગો ઊભા થતા. જૈન સાધુસમાજમાં પાદરાનું ગદાન નાના ગામના પ્રમાણમાં ઘણું મોટું રહ્યું છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં પાદરામાંથી પચાસથી વધુ વ્યક્તિઓએ દિક્ષા લીધી છે. એમાં પાદરાની જેની પાઠશાળાને પણ ઠીક ઠીક ફળ રહ્યો છે. એ જમાનામાં પાઠશાળાને વહીવટ વકીલ મેહનલાલ હીમચંદ તથા ડાયાલાલ વનમાળીદાસ કરતા. પાદરામાં બે દેરાસર છે : નવઘરી પાસેનું શાંતિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતે એટલે ત્યાં પૂજા કરવા જતો. પણ પાઠશાળા ફક્ત નવઘરીમાં હતી, એટલે સાંજના નવઘરમાં ભણવા આવતે. પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતોવખત પધારતા સાધુ ભગવતેની પ્રેરક અને ઉોધક વાણુને લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં ચોટીલા ગામના વતની હતા. એમની બહેનને પાદરામાં શ્રી કેશવલાલ પ્રેમચંદ સાથે પરણાવ્યાં હતાં. એટલે ઊજમશી માસ્તરને પાદરા આવવાનું વારંવાર થતું. તેમણે મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો અને ધાર્મિક શિક્ષક તરીકે વ્યવસાયાર્થે પાદરામાં આવીને વસ્યા હતા. કારણ કે તેમને પાદરાનું ધાર્મિક વાતાવરણ ગમી ગયું હતું. તેમને આત્મા ઘણી ઊંચી કેટિને હતો. શિક્ષક તરીકેની નોકરી કરતાં લોકોમાં ધર્મભાવના જગવવાની હોંશ તેમનામાં ઘણું હતી. પિતાનાં બાળકિશોર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સૂત્ર, સ્તવને, સાથે તેઓ કંઠસ્થ કરાવતા. તેઓ એટલા બધા ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવતા કે વિદ્યાથીઓ ગાથાઓ, સ્તવને, સજ્જાયો હશે હશે કંઠસ્થ કરતા. ઊજમશી માસ્તરને કંઠ બહુ મધુર હતો. તેમના ઉચ્ચારે અત્યંત શુદ્ધ હતા. તેઓ સંગીતના જાણકાર હતા. હારમનિયમ સરસ વગાડતા અને મધુર કંઠે સ્તવને-સમ્બા ગાતા અને વિદ્યાર્થીઓ પાસે 2010_04 Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શાસનપ્રભાવક ગવડાવતા. તેઓ કવિ પણ હતા. પિતે નવાં નવાં સ્તવને, સક્ઝાયે રચતા. તેમની સ્વરચિત કૃતિઓની એક પુસ્તિકા પણ છપાયેલી. વિદ્યાથીઓમાં ધર્મભાવના વધારવા માટે ઊજમશી માસ્તર દર પૂનમે તથા રજાના દિવસે પાદરાની આસપાસનાં ગામમાં પાઠશાળાના વિદ્યાથીઓને પગપાળા જાત્રા કરવા લઈ જતા અને ત્યાં દેરાસરમાં રાગરાગિણી સાથે સ્નાત્ર પૂજા ભણાવતા. પાદરા પાસે આવેલા કાના કડિયાના ગામ દરાપરા તે મહિનામાં બેત્રણ વાર જાત્રા માટે જવાનું થતું. પાદરાની જેમ દરાપરા પણ ત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓથી ગુંજતું. ઊજમશી માસ્તર દરાપરાની પાઠશાળામાં ભણાવવા પણ જતા. ઊજમશી માસ્તરને આ વ્યવસાય નિમિત પિતાને પણ એટલે બધે ધર્મને રંગ લાગ્યું કે વખત જતાં તેમણે શિક્ષકને વ્યવસાય છોડી પૂ. આ. શ્રી નીતિસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી ઉદયવિજયજી બન્યા હતા. સમય જતાં આચાર્યની પદવી ધારણ કરીને પૂ. ઉદયસૂરિજી બન્યા હતા. મારા પિતાશ્રી જ્યારે પણ પ. પૂ. શ્રી રામચંદ્રસૂરિજીને વંદનાથે મળતા ત્યારે ઊજમશી માસ્તરને અચૂક યાદ કરતા. ત્રિભુવનને બાલ્યકાળમાં અને કિશોરાવસ્થામાં પંચપ્રતિક્રમણનાં સૂત્રો તથા જીવવિચાર, નવતત્વ ઇત્યાદિ સૂત્રે અને સ્તવને તથા સઝાય કંઠસ્થ કરવાને ઉત્સાહ જાગે, તેમાં આ ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. ઊજમશી માસ્તરે ત્રિભુવનને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત સમતિની સડસઠ બોલની સઝાય સરસ પાકી કરાવી હતી. એની પરીક્ષામાં ત્રિભુવન પ્રથમ નંબરે આવ્યું હતું. કિશોર ત્રિભુવન ધર્મ–અભ્યાસમાં ઘણે તેજસ્વી હતું. સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં જન્મ્યા, પરંતુ એના દાદીમા, એનાં કાકાએ એને દીક્ષા લેતા અટકાવતા હતા. કારણ કે ત્રણ ભાઈ ઓ વચ્ચે આ એક જ દીકરો હતે. ત્રિભુવનના પિતાના એક કાકાએ તે ત્રિભુવન જે દીક્ષા ન લે તે પિતાની દુકાન ત્રિભુવનના નામ પર કરી આપવાનું પ્રલેભન પણ બતાવ્યું હતું. પરંતુ એથી ત્રિભુવન જરા પણ આકર્ષિત થયે ન હતો. ત્રિભુવનના એક મામાએ એવી દલીલ કરી કે તારે દીક્ષા લેવી હોય તે લેજે; પરંતુ તારાં નવાં સિવડાવેલાં કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે. જવાબમાં ત્રિભુવને કહેલું કે કાતર આપો તે હમણાં ફાડી નાખું ! ત્રિભુવનને સમજાવવા માટે કાકાએ પાદરાના એક વકીલને કહ્યું. વકીલ ત્રિભુવનને પાદરાના પારસી ન્યાયાધીશ નાનાભાઈ પેસ્તનજી નવસારીવાલા પાસે લઈ જઈને દીક્ષા ન લેવા માટે સમજાવવા વિનંતી કરી. પરંતુ એ ન્યાયાધીશ પણ ત્રિભુવનની દલીલ આગળ નિરુત્તર થઈ ગયા અને કહ્યું કે આ છોકરો દીક્ષા લીધા વગર રહેશે નહિ. એ દિવસોમાં ગાયકવાડી રાજ્યમાં દીક્ષા અંગે કેટલાક કડક ધારાઓ હતા. એમાં ત્રિભુવનના સગાઓએ છાપામાં નેટિસ છપાવી હતી કે ત્રિભુવનને કેઈએ દીક્ષા આપવી નહીં. જે કઈ દીક્ષા આપશે તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. કિર ત્રિભુવને દીક્ષા લેવાને અડગ નિશ્ચય કર્યો હતે. પરંતુ કેની પાસે દીક્ષા લેવી એ નિર્ણય હજુ થઈ શક્યો ન હતું. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુ ભગવંતે પણ વિમાસણ અનુભવતા. ત્રિભુવનને પૂ. દાનવિજયજી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દરાપરામાં થયું તે 2010_04 Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૩૪૧ વખતે ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપરા જવાને લીધે પૂ. શ્રી દાનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય પૂ. પ્રેમવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્ક થયો. પિતાની દાદીમાની હયાતી સુધી દક્ષા ન લેવાનો વિચાર જ્યારે એણે પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજ પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું કે, “ત્રિભુવન ! કાળની કેને ખબર છે? કોને ખબર છે કે તું પહેલાં જઈશ કે દાદીમા પહેલાં જશે?' પૂ. પ્રેમવિજયજી મહારાજનું આ વાકય ત્રિભુવનના હૃદયમાં સોંસરવું ઊતરી ગયું અને વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજ્યજી મહારાજ પાસે જઈ પિતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. પરંતુ એ માટે સમય ઓછો હતે. (એ છે હોય એ જરૂરી પણ હતું. ) દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની હદની બહાર આપવામાં આવે તે તાત્કાલિક કાયદાને કઈ પ્રશ્ન ઊભું ન થાય. એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જંબુસર ગામે પહોંચવાનું કહ્યું. માસર રેડ પહોંચી, ત્યાંથી પગે ચાલીને જંબુસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠે. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડઊતરમાં પોતાના ગામના કેઈ માણસ પિતાને જોઈ ન જાય તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈને સંતાઈ ગયે. સાંજના માસર રેડ ઊતરીને, પગપાળા ચાલીને તે જંબુસર રાતના સાડા અગિયાર વાગે પહોંચે. ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમેદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દૂરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમેદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું અને જૈનેની વસતી વગરના તીર્થ ધામ ગધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નવિજ્યજી તથા મુનિ પ્રકાશવિજય કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઈલને વિહાર કરી ગંધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તને સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તે ત્યાં સુધીમાં મુનિ મંગળવિજયજીએ પિતે કેશલેચ ચાલુ કરી દીધું હતું. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણ વચ્ચે ત્રિભુવનને દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયે અને નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી મુનિશ્રી મંગળવિજ્યજી મહારાજ નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ પાદરામાં દીક્ષાના સમાચાર પહોંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયો. સગાસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાત થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાત પણ વિચારાઈ. અલબત્ત, દીક્ષાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડ્યું. તેમણે ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારા સગાઓને આ બાબતમાં કંઈ ઉગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય તેવી રીતે વર્તવા વિનંતિ કરી. સગાઓ ભરૂચ પહેંચ્યા, પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તે પિતાના નિર્ણયમાં મક્કમ હતા એટલે સગાઓનું બહુ ચાલ્યું નહીં. 2010_04 Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર શાસનપ્રભાવક તેઓ નિરાશ થઈને પાદરા પાછા ફર્યા. દાદીમા રતનબાને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજે કઈ રતે રહ્યા ન હતા. દીક્ષા પછી શ્રી રામવિજ્યજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી. પરંતુ એક દિવસ પૂ. શ્રી દાનવિજ્યજીની તબિયત સારી ન હતી ત્યારે એમના ગુરુદેવ વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજ્યજી મહારાજે નૂતન સાધુ શ્રી રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે શ્રી રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાને શ્રી રામવિજયજી માટે આ પહેલે જ પ્રસંગ હતે. પિતે ના પાડી છતાં પૂ. ગુરુભગવંની આજ્ઞા થતાં એ જવાબદારી સ્વીકારવી જ પડી. કયા વિષય પર વ્યાખ્યાન આપવું એને વિચાર કરી લીધે. સમકિતના સડસઠ બેલની સઝાય પિતાને કંઠસ્થ હતી એના વિવેચન રૂપે તેઓશ્રીએ સરસ વ્યાખ્યાન આપ્યું પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી કરી કે રામવિજયજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પિતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરવાની ક્ષમતા ધરાવશે. મુનિશ્રી રામવિજ્યજીને દિક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે તેમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યાર પછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે દાહ ઉપડે ત્યારે તેઓશ્રી પૂરી સ્વસ્થતા ધારણ કરતા. પૂ. શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૭૦ તથા ૭૧ના ચાતુર્માસ પૂ. ગુરુદેવ સાથે ભાવનગરમાં કર્યા. તે દરમિયાન “કમ્મપયડીને અભ્યાસ ગુરુદેવ પાસે કર્યો. ત્યાર બાદ પોતાના ગુરુ ભગવંતે સાથે જ વિહાર કરતા રહ્યા. પ્રત્યેક ચોમાસામાં તેઓશ્રીના વિદ્યાભ્યાસ માટે પંડિતની વ્યવસ્થા કરવામાં આવતી. પરિણામે, પૂજ્યશ્રીને શાસ્ત્રીય અભ્યાસ ઘણે ઊંડે થયે. તેઓશ્રીની બુદ્ધિશક્તિ ઘણી ખીલી. દીક્ષાના સાતમા વર્ષથી તેઓશ્રી સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા. એટલી યુવાન વયે પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનને પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતે, જે જીવનના અંત પર્યત રહ્યો. એ તે હવે સર્વવિદિત વાત બની ગઈ છે કે પૂ. શ્રી રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ શ્રેતાઓ ઉપર એટલો બધે પડતે કે તે સાંભળીને કેટલાંકનાં હૃદયમાં તરત જ ત્યાગ–વૈરાગ્યને ભાવ ઊભરાઈ આવે. કેટલાકને દીક્ષા લેવાનું મન થતું. પૂજ્યશ્રીના સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કઈ પવિત્ર જોઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થઈ આવતું. પૂ. શ્રી રામવિજયજી મહારાજનું પિતાનું ચારિત્ર એટલી ઊંચી કેટિનું હતું, શાસ્ત્રાભ્યાસ એટલે જ હતું, તર્કશક્તિ અને વિષયને રજૂ કરવાની શૈલી એટલી પ્રભાવક હતી અને એટલે અપાર વાત્સલ્યભાવ ધરાવતું વ્યક્તિત્વ હતું કે તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ હોંશે હોંશે દીક્ષા લેવાને ઉમંગ ધરાવતે. યુવાન વયે જ અમદાવાદના કેટચાધિપતિ શેઠ શ્રી જેથી તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી. એ ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. આવા તે બીજા અનેક પ્રસંગે બન્યા. પિતાના સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના. 2010_04 Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૩૪૩ કઈ પણ કુટુંબને વ્યવહારુ દષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂ. શ્રી રામવિજ્યજી મહારાજ પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગોમાં દીક્ષા વિરોધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પિતાના પતિએ પૂ. શ્રી રામવિજ્યજી પાસે દીક્ષા લીધી હતી એના વિરોધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેર સભામાં શ્રી રામવિજયજી પાસે જઈને મારે પતિ મને પાછો આપે.” એમ કહીને શ્રી રામવિજ્યજીનાં કપડાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતે. આ ઝગડો કેટ સુધી ગયો હતો અને કેટે પૂજ્યશ્રીને નિર્દોષ જાહેર કર્યા હતા. તેઓશ્રી ઉપર થયેલાં આવા જુદાં જુદાં કારણોસર, જુદાં જુદાં સ્થળે ત્રીસેક વાર કેર્ટમાં જુબાની આપવાના પ્રસંગે ઊભા થયા હતા, અને દરેક વખતે પૂજ્યશ્રી નિર્દોષ જાહેર થયા હતા. સં. ૧૯૭૬નું ચાતુર્માસ અમદાવાદ વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસો હતા. ચાનું વ્યસન લેકમાં વધતું જતું હતું. એ વખતે ચાને વિરોધ પણ સખત થતો હતે. એ જમાનામાં અમદાવાદમાં રીચી રેડ (ગાંધી માર્ગ) પર આવેલી બે જાણીતી હોટલમાં આખો દિવસ ચા પીનારાઓને ધસારે રહેતું, જેમાં જેનેની સંખ્યા પણ મોટી હતી. સાથે અભક્ષ્ય પણ ખવાતું. હોટલમાં રેજનું સત્તર મણ દૂધ વપરાતું. એ વખતે શ્રી રામવિજ્યજી મહારાજે એની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઠેર ઠેર પ્રવચન કર્યા હતાં અને એ પ્રવચનને પ્રભાવ લેકે ઉપર એટલો બધે પડ્યો હતો કે હોટલની ઘરાકી એકદમ ઘટી ગઈ અને રેજના સત્તર મણ દૂધને બદલે બેત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું. આજે તે ચાના વ્યસનને કેઈ વિધ રહ્યો નથી, પણ એ જમાનામાં શ્રી રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ કેટલું બધું હતું તે આ ઘટના સૂચવે છે. એ જ વર્ષે પ્રાણહિંસાની એક બીજી વિચિત્ર ઘટના પણ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાઓને ત્રાસ વધતું જ હતું. એ ત્રાસમાંથી બચવું હોય તે કૂતરાઓને મારી નાખવા જોઈએ એ એક વિચાર વહેતા થયા હતા. આવા વિચારને જેનસમાજ સ્વીકારે જ નહિ, બલ્ક એને સખત વિરોધ કરે એ દેખીતું છે. પરંતુ શરમજનક ઘટના તે એ બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક જેન ઉદ્યોગપતિએ લેકેની લાગણીને વધુ દૂભવવા માટે જાણી જોઈને સંવત્સરીના પવિત્ર દિવસે જ પિતાના બંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલા કૂતરાઓને મરાવી નાખ્યા. આ ઘટનાને જબરદસ્ત વિરોધ થયો. કૂતરા મારવાની હિમાયત કરનારા સામે પૂ. શ્રી રામવિજયજી મહારાજે પ્રખર આંદોલન ઉપાડ્યું હતું. પરિણામે આ હિંસક પ્રવૃત્તિ આખરે બંધ થઈ હતી. એવી જ રીતે, સં. ૧૯૭૬નું વર્ષ અમદાવાદ માટે મહત્ત્વનું બની ગયું. અમદાવાદમાં નવરાત્રિના દિવસે દરમિયાન માતાજીને ઉત્સવ થતો અને દશેરાને દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરાનો વધ કરવાને રિવાજ ચાલ્યો આવતો હતો. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક પંચેન્દ્રિય જીવને વધ કરવામાં આવે એ અસહ્ય હતું. એ બંધ કરાવવા માટે પૂ. શ્રી રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પિળે પળે જઈને પિતાનાં પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાય અજમાવી દેવા માટે ઉબોધન કર્યા. આ આંદોલનને 2010_04 Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શાસનપ્રભાવક પરિણામે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર આ જ ચર્ચા થવા માંડી. એમાં અહિંસાપ્રેમી હિંદુ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચોકમાં ૫૦ હજારની મેદની સમક્ષ પૂ. શ્રી રામવિજયજી મહારાજે જોરદાર પ્રવચન કર્યું. એથી અમદાવાદમાં મેટુ આંદોલન સર્જાયું. બીજી બાજુ સઘેા તરફથી કાનો આશ્રય લેવામાં આવ્યા અને કાનૂની કાર્યવાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીએ ગભરાઈ ગયા. વિજયાદશમીના દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારો માણસો એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીઓને નમતું જોખવુ પડ્યું અને એકડાના વધ થઈ શકયો નહીં. લોકોએ તુ ના પાકારા કર્યાં. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ. 6 એ દિવસેામાં જૈનશાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના પડિત ઘણા વિદ્વાન હતા. એમનાં પ્રવચનના પ્રભાવ લેાકા પર બહુ સારો પડયો હતેા. એમના એક જુદી કાર્ટિના અનુયાયી વર્ગ ઊભા થવા લાગ્યા હતા. એમના શિષ્યેામાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં · લાલન મહારાજની જય’ના જયનાદ એમના ભક્તજન પોકારતા. એમના અનુયાયી વના પડિત લાલન પ્રત્યેની ભક્તિના અતિરેક એટલી હદ સુધી વધી ગયા કે તેઓ તેમને તીર્થંકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધગિરિ શત્રુ જયની તળેટીમાં પચીસમા તીથ‘કર તરીકે આરતી ઉતારી. આ ઘટનાએ જૈન સમાજમાં ઘણા ખળભળાટ મચાવી દીધા. તે સમયે આગમેદ્ધારક શ્રી સાગરાનન્દજી મહારાજે આ ઘટનાના સખત વિરોધ કર્યાં હતા. પૂજ્યશ્રી રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન જગાવ્યુ. એમણે પૂ. સાગરજી મહારાજ સાથે વિચારવિનિમય કરીને આ બાબતમાં કઇક કરવુ જોઈ એ તેવા નિય કર્યાં. એ સમયે શ્રી સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યાં. અદાલતમાં જુબાની આપવા માટે છાણીથી ઉગ્ર વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા. શાસ્ત્રાના આધારે એમણે આપેલી સમ` જુબાનીને કારણે અદાલતને ચુકાદો લાલન શિવજીની વિરુદ્ધ આન્યા. એમ કહેવાય છે કે પતિ લાલનને પોતાને તીકર તરીકે ઓળખાવવાની કોઈ ઇચ્છા ન હતી, પરંતુ ભક્તાના આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયા હતા. ત્યાર પછી તેા પતિ લાલન અમદાવાદમાં પૂ. શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ સાંભળીને તેમણે પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ પણ વ્યક્ત કર્યાં હતા અને તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારા, તિથિચર્ચા વગેરે વિષયામાં પૂ. શ્રી રામવિજયજી મહારાજ પોતાના વિચારો મેાક્ષના લક્ષ્યની દૃષ્ટિથી તત્ત્વદર્શન અને શાસ્ત્રના આધારે સચોટ રીતે રજૂ કરતા, પરંતુ ફક્ત વર્તમાન વ્યવહારુ ઉપયાગી દૃષ્ટિથી જ વિચારતા લોકો સાથે આવા વિષયામાં વૈચારિક સંઘષ થાય અને તેના આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પોતાના જીવનકાળ દરમિયાન પૂ. શ્રી રામચંદ્રજી મહારાજે આવા ઘણા ઝંઝાવાતા જોયા હતા અને દરેક પ્રસંગે તેઓશ્રી જરા પણ ચલાયમાન થયા નહોતા. પેાતાના . 2010_04 Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ વિચાર અને પિતાના નિર્ણયમાં તેઓશ્રી અડગ રહ્યા હતા. આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું. પરંતુ તે તેઓશ્રી નિર્ભયતાથી સહન કરતા. ખૂન કરવાની ધમકીના પત્રો સુધ્ધાં એમના પર આવતા અને તેથી તેઓશ્રીના ગુરુદેવ શ્રી પ્રેમવિજ્યજી રાત્રે ઉપાશ્રયમાં તેઓશ્રીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહોરવા માટેની ગોચરીમાં ઝેર ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે એમના એક શિષ્ય શ્રી ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પિતે ગોચરી વાપરી પછી જ પૂજ્યશ્રીને વાપરવા આપતા. પૂ. શ્રી રામવિજયજી મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત શેડો સમય ચાલેલી. પૂ. આચાર્ય ભગવંતે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારમાં સ્થળે સ્થળે વિહાર કરી પિતાની પ્રભાવક વાણીને લાભ અનેક લોકેને આડે હતો. અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં રામાયણમાં સંસ્કૃતિને આદર્શ ' ઉપરનાં તેમનાં વ્યાખ્યાને, પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાને, રાજગૃહીમાં આગમ સૂત્ર ઉપરની વાચના અને વ્યાખ્યા વગેરેએ અનેક લેકને આકર્ષિત કર્યા હતાં. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં કોઈ પણ વ્યક્તિને કોઈપણ વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી અને કેટલીક વાર તો આખું વ્યાખ્યાન પ્રશ્નોત્તરી રૂપ બની જતું. તેઓશ્રી વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિ. યુવાન વયે તેઓશ્રીને અવાજ એટલો બુલંદ હતું કે હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે ક્યારેય વ્યાખ્યાન આપવાની બાબતમાં પ્રમાદ સેવ્યું નથી. અશક્તિ હોય, તબિયત નાદુરસ્ત હોય તે પણ તેઓશ્રી પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક વ્યાખ્યાન આપતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે પૂજ્યશ્રીને અવાજ બધા શ્રોતાઓ સુધી પહોંચતા નહિ, તે પણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ જાળવીને એમના શબ્દો પકડવા પ્રયત્ન કરતા. કેટલાક લોકોને એમના પ્રત્યે એ દઢ ભક્તિભાવ રહે કે પિતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તે પણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓશ્રી અને ઉત્સાહ અનુભવતા. - પૂ. આચાર્ય ભગવંત જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, રીક્ષા, વડી દીક્ષા, પદવી પ્રદાન, જિનમંદિરની વર્ષગાંઠ, રથયાત્રા, તીર્થંકર પરમાત્માનાં કલ્યાણકની તથા અન્ય પર્વોની ઉજવણી ઇત્યાદિ પ્રકારના ઉત્સ સતત જતા રહ્યા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી સંઘ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. પિતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન તેઓશ્રીના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દીક્ષાના પ્રસંગે વર્તમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કેઈથી થયાનું જાણ્યું નથી. ખંભાતમાં એકસાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી હતી. આ એક આશ્ચર્યકારક ઘટનાઓ છે! તેઓશ્રીના પિતાના ૧૧૮ જેટલા શિખ્યો છે. અને પ્રશિષ્યો મળીને 2010_04 Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શાસનપ્રભાવક એમને હાથે ૨૫૦ થી વધુ મુનિઓએ અને પ૦૦થી વધુ સાધ્વીજીઓએ દીક્ષા ગ્રહણ કરી છે. આ ઘટના જેનશાસનના ઇતિહાસમાં ઘણી મોટી ગણાશે. શતાધિક શિષ્ય-પ્રશિષ્યો સાથે વિચરતા આચાર્ય ભગવંત તરીકે એમનું પુણ્યક નામ સુદીર્ઘ કાળ સુધી ગુંજતું રહેશે. પૂ. આચાર્ય ભગવંત પિતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત હતા. જરા સરખી શિથિલતાને પણ ચલાવી લેતા નહિ. પરંતુ પિતાના દીક્ષિત સાધુઓને પિતાની પ્રેરક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તે આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુઓ સાંસારિક પ્રભને કે લોકેષણથી ચલિત થતા નહિ. એકંદરે ફેટા પડવાપડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. (અજાણતાં કઈ પાડી લે તે જુદી વાત છે.) વિવિધ યોજનાઓ માટે ટ્રસ્ટ કરાવી, ધન એકત્રિત કરવાનું લક્ષ્ય પણ એમના સમુદાયમાં રખાયું નથી. પૂજ્યશ્રી શાસનનાં કાર્યો માટે કે અનુકંપા જેવા વિષયો માટે પોતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે વ્યક્તિગત દબાણ કયારેય કરતા કે કરાવતા નહીં. પરંતુ તેઓશ્રીના વ્યક્તિત્વની અસર જ એવી થતી કે લેકે સામેથી દાન આપવા માટે હંમેશા તત્પર રહેતા. પરિણામે, એમની કઈ પણ વાત ઉપર ધનની રેલમછેલ થઈ જતી. પૂજ્યશ્રીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. પૂજ્યશ્રીના કાળધર્મ પ્રસંગે એક કરોડ કરતાં અધિક રકમ ઉછામણીમાં બોલાઈ તે તેઓશ્રીના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. સંસાર ભૂડા, દુઃખમય અને છોડવા જેવો છે, લેવા જેવો સંયમ અને મેળવવા જે મોક્ષ છે એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને કેટ કેટિ ભાવભરી વંદના ! (લેખકઃ ડે. રમણલાલ ચી. શાહ, તા. ૧૬/૯/૯૧ના “પ્રબુદ્ધ જીવનમાંથી સાભાર ઉધૃત.) ક્ષમાશીલ અને ભદ્રપરિણામી શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ ભારતવર્ષની વિશાળ ભૂમિ રત્નગર્ભા તરીકે પ્રખ્યાત છે. યુગે યુગે અનેક નરરત્નની જનની બનીને આ ભમકાએ ધર્મના સંદેશને દિગદિગંતમાં રેલાવ્યો છે. સંત-મહંતોની મહાનતા, ઋષિઓનાં આર્ષવચન, મહર્ષિઓનું આત્મધર્યા અને વીતરાગદેની વીતરાગતા આ ભૂમિની ગૌરવપૂર્ણ યશગાથાઓ છે. સુરમ્ય કાશ્મીરની મનહર અને મનભર કુદરતના ખોળે જમ્મુમાં જન્મેલા એક નરરત્ન પૂર્વભવની આરાધનાના બળે ધર્મશ્રદ્ધાની મશાલ પટાવી આત્માને વ્યાપી વળેલા અંધકારને ઉલેચવાને નિર્ણય કર્યો. આત્મા અને પરમાત્માની માન્યતા ધરાવતા આ દેશમાં પરદેશીઓએ પગપેસારો કરીને ધર્મશ્રદ્ધાનાં મૂળને હચમચાવવાના પ્રયત્નો આદરી દીધા હતા, પરંતુ સામે પક્ષે ધર્મવીરએ ધર્મતને જલતી રાખવાના પ્રયને આરંભી દીધા હતા. આ સમયગાળામાં સં. ૧૯૫૮ના માગશર સુદ ૧ને શુભ દિને જન્મેલા આ નરર્વરે 2010_04 Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ સં. ૧૯૭૩ના અષાઢ સુદ બીજે બીકાનેરમાં ૧૫ વર્ષની કુમળી વયે સચ્ચારિત્રમૂર્તિ શ્રી અમીવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી ક્ષમાભદ્રવિજયજી નામ ધારણ કર્યું. સંયમજીવન સ્વીકારીને પૂજ્યશ્રીએ ગુરુનિશ્રામાં જ્ઞાને પાસના આરંભી દીધી. ગુરુકૃપાથી થોડા જ વખતમાં શાનાં રહસ્યથી અવગત થઈ ગયા. એવામાં પૂ. ગુરુદેવને વિયેગ થયે. આ પ્રબુદ્ધ આત્મા સુગ્ય ગુરુનિશ્રા શોધી રહ્યો. “ગષકની ગવેષણ સાચી રીતે નિર્માઈ હોય તો ઇષ્ટપ્રાપ્તિ પ્રાયઃ દુર્લભ નથી.” એ કહેતી આ મહાત્મા માટે ચરિતાર્થ થઈ. તે કાળે પૂ. આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરિવારમાં જેઓશ્રી પ્રકાંડ પંડિત અને શુદ્ધ ચારિત્રમૂતિ તરીકે શોભી રહ્યા હતા તે સકલાગમ રહસ્યવેદી સ્વનામધન્ય પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજની પુણ્ય છાયા પામીને શ્રી ક્ષમાવિજયજી અને તેઓશ્રીને ગુરુબંધુવંગ સનાથી બન્યાની અદ્ભુત અનુભૂતિ કરી શકો. મુનિ શ્રી ક્ષમાવિજયજી ગુરુનિશ્રા પામીને જ્ઞાને પાસનાદિમાં વિશેષ પ્રગતિ કરવા લાગ્યા. સં. ૧૯૯૨ના માઘ સુદ બીજને દિવસે પૂજ્યશ્રીને સ્વર્ગવાસ થતાં એક વાઘાત થયું. ત્યાર બાદ સ્વર્ગીય સૂરિદેવના પટ્ટધર ૫. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મસૂરીશ્વરજી મહારાજની ચરણ પાસનાને પિતાના પ્રાણાધાર બનાવી પિતાની આરાધનાયાત્રા આગળ ચલાવી. તેઓશ્રીની સુગ્યતા જાણીને સં. ૧૯૯૦ના ફાગણ સુદ ને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત કરાયા. સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૬ને દિવસે પૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ, પાઠકપ્રવર શ્રી રામવિજયજી ગણિવરના ઐતિહાસિક આચાર્યપદ પ્રદાનના મહામહત્સવ પ્રસંગે, આગમપ્રજ્ઞ પૂ. પં. શ્રી અંબૂવિજયજી ગણિવર સાથે પૂજ્યશ્રીને પણ ઉપાધ્યાયપદે સ્થાપવામાં આવ્યા. સં. ૧૯૯પના મહા સુદ ૭ને દિવસે મુંબઈ મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે શ્રીસંઘનું યોગક્ષેમ વહન કરતાં વિચરી રહ્યા. ક્ષમાશીલ અને ભદ્રમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રમણસંઘના આદેયવચન હતા જ, પરંતુ શ્રાવકવર્ગની શુશ્રષાને સંતોષી તેમણે વિશાળ શ્રોતાવર્ગને ધર્મશ્રદ્ધાનાં અમીપાન કરાવ્યાં છે. ગંભીર શાસ્ત્રીય પ્રશ્નોમાં પિતાની મેધાશક્તિથી ઉકેલ શોધી અનેકાંતવાદના અકાટટ્ય સિદ્ધાંત દ્વારા ધર્મરક્ષાનું કાર્ય પણ દઢ મનોબળપૂર્વક કર્યું છે. નિર્મળ ચારિત્ર, સ્વાધ્યાયરસિકતા, વાત્સલ્યદષ્ટિ આદિ અનેક સગુણે દ્વારા અનેકેનાં હૃદય જીતી લેનારા પૂજ્યશ્રી સમુદાયના ગૌરવરૂપ બની રહ્યા. પરંત કાળના વિકરાળ પંજાએ પિતાની અદેખાઈભરી ચાલ અજમાવવામાં ભ ન અનુભવ્યો. સં. ૨૦૦૦ની સાલમાં પૂજ્યશ્રી પૂ. ગુરુદેવની આજ્ઞાનુસાર સૌરાષ્ટ્રના ઝાલાવાડ વિસ્તારના વઢવાણ-સુરેન્દ્રનગર પધાર્યા હતા. સાવ ઓચિંતા તબિયત બગડી અને એ આઘાતજનક સમાચાર સમગ્ર દેશમાં વ્યાપી વળ્યા કે, “પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ અષાઢ સુદ એકમને દિવસે કાળધર્મ પામ્યા. ” આ સમાચારથી ખુદ ગચ્છાધિપતિ પૂ. આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજ પણ વ્યથિત બની ગયા. શ્રીસંઘે એક અણમોલ રત્ન ગુમાવ્યું, શાસનસમુદાયને એક આધારસ્તંભ તૂટી પડ્યો. ૪૨ વર્ષની નાની વયે સ્વર્ગવાસી બનેલા પૂ. ગુરુમહારાજના ગુણકીર્તન માટે અનેક મહોત્સવ ઊજવાયા. પૂજ્યશ્રીના 2010_04 Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શાસનપ્રભાવક સચ્ચારિત્ર પરિમલ આજે પણ અનેક પુણ્યાત્માઓને પાવનપંથે પ્રેરી રહ્યો છે. એવા એ ઉત્તમ ગુણરાશિ સૂરિવરને કેટિશઃ વંદન ! (–પ. પૂ. પંન્યાસશ્રી વિમલસેનવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી એક સગ્ગહસ્થના સૌજન્યથી) જ્ઞાનારાધનના પરમ ઉપાસક, સમર્થ સાહિત્યસર્જક, આગમ પ્રજ્ઞ પૂ. આચાર્યશ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ જેમ સંયમના જાગૃત સાધક હતા, તેમ શ્રતના પણ સતત ઉપાસક હતા. શીલ અને પ્રજ્ઞાની નિષ્ઠાભરી ઉપાસના દ્વારા પૂજ્યશ્રીએ પોતાના ચારિત્રને ઉજજવળ અને ભાયમાન કર્યું હતું. શીલ-પ્રજ્ઞાના પુંજ સમા જૈનસંઘના મહાન જ્યોતિર્ધર અને વિવિધ વિષયના અને વિવિધ ભાષાના સંખ્યાબંધ શાસ્ત્રના સર્જક ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજ્યજીના નિર્વાણથી પાવન બનેલી દક્ષિણ ગુજરાતની ડભોઈ (દર્ભાવતી) નગરી તેઓશ્રીની જન્મભૂમિ હતી. જ્યાં મંત્રીશ્વરે વસ્તુપાલ-તેજપાલ દ્વારા નિર્મિત ડભોઈને કિલો શિલ્પ-સ્થાપત્યની આગવી કળા ઉપસાવતે આજે પણ ઊભે છે, ત્યાં વડજવાસી શાહ મગનલાલ દલપતભાઈ અને તેમનાં ધર્મપત્ની મુક્તાબહેન ધર્મમય જીવન વિતાવતાં હતાં. સં. ૧૯પપના મહા વદ ૧૧ને દિવસે એમને ત્યાં એક પુત્રરત્નને જન્મ થયે. પિતાએ પુત્રનું નામ ખુશાલચંદ રાખ્યું. નાનપણથી જ ખુશાલચંદ જેવા ભણવા-ગણવામાં હોંશિયાર હતા, તેવા ધાર્મિક ક્રિયાઓમાં રસ-રુચિ ધરાવતા હતા. ખુશાલચંદ જ્યારે ૧૩ વર્ષના હતા, ત્યારે તેમનાં એક બહેન સં. ૧૯૬૮માં દીક્ષિત બની સાધ્વી શ્રી કલ્યાણશ્રીજી બન્યાં, તે જોઈને ખુશાલચંદના માનસ પર વૈરાગ્યની રેખાઓ દઢ બની. પરંતુ તે જમાનામાં સંયમ સ્વીકારવાની વાત સહેલાઈથી સ્વીકારાતી ન હતી. ખુશાલચંદનું મન વૈરાગ્ય અને સમાજના રાગ વચ્ચે ઝોલાં ખાતું હતું. મુનિવરની વાણીનું શ્રવણ, પિતાની કુશાગ્રબુદ્ધિ અને સતેજ સ્મૃતિશક્તિ તેમને સંસારની હેયતા માટે સુનિશ્ચિત કરી શકી, પરંતુ કર્મનાં બંધને અફર છે. ભેગની ભૂતાવળોથી દૂર ભાગનારાને પણ ભોગાવેલી છેડતી નથી. ખુશાલચંદને પણ સંસારની શૃંખલાથી બંધાવું પડ્યું. મોટાભાઈ બાપુભાઈ અને પાનાચંદભાઈને વેપારમાં સહાય કરવા જોડાવું પડયું. કુટુંબીજનોએ ખુશાલચંદને લગ્નગ્રંથિથી બાંધી દીધા અને એક પુત્રના જન્મથી એ બંધન વધુ ને વધુ દઢ થયું. ' સદ્ધર્મસંરક્ષક સૂરિપુરંદર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના નેતૃવે તે સમયમાં શ્રીસંઘમાં વૈરાગ્ય અને વીસ્તાનાં પડઘમ વાગ્યાં હતાં. શાસનમાન્ય પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની વીરહાક મેહનિદ્રામાં મસ્ત આત્માઓને ઢઢળીને જગાડવા શક્તિમાન હતી. મુનિવર્ય શ્રી રામવિજ્યજી મહારાજની વેધક વાણી કાજળકાળાં હૈયાઓમાં પણ સત્યપ્રકાશ પાથરી રહી હતી. એવા એ આચાર્ય દેવનું સપરિવાર 2010_04 Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૩૪૯ ડભોઈમાં આગમન ભાઈ ખુશાલને ખુશ-હાલ કરી ગયું. શ્રી પ્રેમવિજ્યજી મહારાજે તે ખુશાલચંદના લલાટની લકીરને ઓળખી લઈને, તેને હાથ પકડીને કહ્યું પણ ખરું કે, “કેમ, સંસારમાં મજા આવે છે? સંયમ ક્યારે લેવું છે?” આ વચને ખુશાલચંદના હૈયાને હચમચાવી ગયા. એવામાં એક વાર રૂકપાસના ધીકતા ધંધામાં નવા માલનાં ગાડાં ખાલી કરાવતાં તેમાંથી બે-ત્રણે બિલાડીનાં બચ્ચાને જીવતાં નીકળતાં જોઈને વિચાર આવ્યો કે જે ખ્યાલ ન હતા તે આ બચ્ચાંનું શું થાત ! અહાહા...આ સંસારનાં કાર્યો તે પાપના આટાપાટા છે. આમાંથી શું છૂટાય ! બીજી વખત, તાજા જન્મેલાં પિતાનાં નાનાં બાલુડાંને દૂધ આપવાનું હતું. તેમાં ચડેલી કીડીઓ જોઈને વળી સંસાર પરથી મન ઊતરી ગયું. પુત્ર, પત્ની, કુટુંબીજનેને છોડીને સુવર્ણ કમાવા જાઉં છું.” એવું બહાનું કાઢીને ઘેરથી નીકળી ગયા. અને પૂ. ગુરુદેવે રાજસ્થાનમાં વિચરી રહ્યા છે તેની જાણ હતી તેથી રાજસ્થાન પહોંચ્યા. પૂ. ગુરુદેવની છત્રછાયામાં પહોંચવા સુધી રાહ જોયા વિના, શિરોહીના જિનમંદિરમાં જાતે જ મુંડન કરાવી સાધુવેશ પરિધાન કરી લીધું. અને પછી પૂ. ગુરુદેવ પાસે પહોંચ્યા, અને કહ્યું કે, “ગુરુદેવ ! હવે મને આપનો શિષ્ય બનાવે.” પૂ. શ્રી પ્રેમવિજ્યજી મહારાજે રાજસ્થાનના ગોહિલી ગામમાં સં. ૧૯૭૮ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને મુનિ શ્રી જંબૂવિજયજી નામે પોતાના શિષ્ય તરીકે ઘેષિત કર્યા. મોહમગ્ન પરિવારને સમાચાર મળતાં સૌ આવી પહોંચ્યાં. મેહનું તાંડવનૃત્ય શરૂ થયું પરંતુ મુનિશ્રી રામવિજયજી મહારાજની સમજાવટથી, ધીરજપૂર્વક સૌને શાંત કર્યા. સૌ નૂતન મુનિવરને પ્રણામ કરી પાછાં વળ્યાં. વિનિનાં વાદળ વીખરાયાં. જ્ઞાનસાધના અને તપસાધનાના ઊજળા દિવસે આવ્યા. મુનિશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં અહોનિશ આરાધનામાં નિમગ્ન રહેવા લાગ્યા. જોતજોતામાં તેઓશ્રી આગમશાસ્ત્રોના ગહન અને પ્રખર અભ્યાસી બની રહ્યા અને સંઘમાં આગમપ્રસ” મુનિવર્ય તરીકે વિખ્યાત થઈ ગયા. પૂજ્યશ્રીની તપ-જ્ઞાનની દિન-પ્રતિદિન પ્રગતિને લક્ષમાં લઈ સં. ૧૯૯૦માં અમદાવાદમાં ગણિ-પંન્યાસપદથી, સં. ૧૯૯૨માં મુંબઈમાં ઉપાધ્યાયપદથી અને સં. ૧૯૯૯માં રાજનગરઅમદાવાદમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ તરીકે તેઓશ્રીને જાણ થતે રહ્યો. ધર્મશાસ્ત્રોનું પરિશીલન અને અધ્યયન એ જેમ તેઓશ્રીનો નિત્યક્રમ હતો, તેમ પ્રાચીન ગ્રંથનું સ ધન તથા ગુજરાતી ભાષામાં ધર્મસાહિત્યનું સર્જન એ પૂજ્યશ્રીનું નોંધપાત્ર અર્પણ છે. તીક્ષ્ણ બુદ્ધિ અને સતેજ સ્મરણશક્તિને લીધે દિવસો પૂર્વેનાં શ્રવણ કરેલાં પ્રવચનનું પૂજ્યશ્રી યથાતથ અવતરણ કરી શકતા. “તિથિદિન અને પરધન આદિ વિષયને લગતાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનનું તેઓશ્રીએ કરેલું અવતરણ-સંપાદન આજે પણ આ વાતની શાખ પૂરે છે. પૂજ્યશ્રીના ઉપદેશથી જન્મભૂમિ ડભોઈમાં “આર્ય જંબૂસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિર” તેમની જીવંત કીતિગાથા સમું શોભી રહ્યું છે. “આર્ય જંબૂ ”માં સ્વનામને અને “મુક્તાબાઈ' શબ્દમાં સ્વ-માતાને નિર્દેશ કરીને પૂજ્યશ્રીએ માતૃત્રણ અદા કર્યું છે. આ જ્ઞાનમંદિર પ્રાચીન હસ્તપ્રતના અભયારણ્ય જેવું લાગે છે. અસંખ્ય હસ્તપ્રતે આ સંસ્થામાં સચવાયેલી છે. શ્રી કષભદેવ આદિ પ્રાસાદ, 2010_04 Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ શાસનપ્રભાવક શ્રમણસમાધિ, સ્તૂપ આદિ પૂજ્યશ્રીના ઉપદેશથી નિર્માણ થવા પામ્યાં છે. પૂજ્યશ્રીની સૈદ્ધાંતિક બાબતે પરની નિષ્ઠા અને સત્યમાર્ગની પ્રરૂપણમાં નિર્ભીકતા તેઓશ્રીના લેખિત-સંપાદિત ગ્રંથી અને ધર્મસંગ્રહ-ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના આદિથી સ્પષ્ટ થાય છે. વિવાદથી દૂર રહેવાની વૃત્તિ હોવા છતાં પૂજ્યશ્રીએ સત્યને કયારેય આંચ આવવા દીધી નથી. તેથી જ તેઓશ્રીનો શિષ્ય પરિવાર આજે પણ સૈદ્ધાંતિક બાબતોમાં સત્યને વળગી રહેવામાં “ગુરુભક્તિ” જોઈ રહ્યો છે. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજના શિષ્યપ્રશિષ્યની અનુક્રમે વિગત આ પ્રમાણે છે : ૧. મુનિશ્રી રક્ષિતવિજયજી મહારાજ, ૨. આચાર્ય શ્રી વિજયવર્ધમાનસૂરિજી મહારાજ, ૩. આચાર્યશ્રી વિજયચિદાનંદસૂરિજી મહારાજ, ૪. આચાર્યશ્રી વિજયયંતશેખરસૂરિજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજયરેવતસૂરિજી મહારાજ, ૬. મુનિશ્રી બાહવિજયજી મહારાજ, ૭. આચાર્યશ્રી વિજયનિત્યાનંદસૂરિજી મહારાજ, ૮. મુનિશ્રી પ્રિયંકરવિજયજી મહારાજ, ૯. મુનિશ્રી દેવભદ્રવિજયજી મહારાજ, ૧૦. મુનિશ્રી તીર્થપ્રભાવિજ્યજી મહારાજ, ૧૧. મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજ, ૧૨. મુનિશ્રી જયદેવવિજયજી મહારાજ, ૧૩. મુનિશ્રી મનગુપ્તવિજયજી મહારાજ, ૧૪. મુનિશ્રી લબ્ધિસેનવિજ્યજી મહારાજ, ૧૫. મુનિશ્રી નંદીઘષવિજ્યજી મહારાજ, ૧૬. મુનિશ્રી સિદ્ધાચલવિજયજી મહારાજ, ૧૭. મુનિશ્રી હરિફેણવિજયજી મહારાજ, ૧૮. મુનિશ્રી દિવ્યાનંદવિજયજી મહારાજ, ૧૯. મુનિશ્રી મહાશાલવિજ્યજી મહારાજ, ૨૦. મુનિશ્રી ખ્યાતકીતિવિજયજી મહારાજ, ૨૧. મુનિશ્રી ભુવનદીતિવિજયજી મહારાજ, ૨૨. મુનિશ્રી ઉદયરત્નવિજ્યજી મહારાજ, ૨૩. મુનિશ્રી દેવચંદ્રવિજયજી મહારાજ આદિ સં. ૨૦૩૨ના માગશર માસમાં પૂજ્યશ્રી ભાયખલા-મુંબઈ મુકામે સ્વર્ગવાસી થયાત્યાં સુધી રાજસ્થાન, માળવા, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશની ભૂમિને પાવન કરતાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, સંઘયાત્રાઓ આદિ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં રહ્યાં. છેલ્લે ઘાટકોપર-મુંબઈમાં દીક્ષા મહોત્સવ પછી પૂના પધારતા ગુરુબંધુ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ પામી ભાયખલા પધાર્યા. ઘણું સમયથી શરીર ક્ષીણ થતું ચાલ્યું હતું. કેટલાક અસા વ્યાધિઓ પણ પીડા કરી રહ્યા હતા. એ અસહ્ય વ્યાધિમાં સમાધિને સુસ્થિર બનાવી પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવી પ૪ વર્ષની સંયમસાધનામાં અનેકવિધ શાસનપ્રભાવના કરી જિનશાસનને જયજયકાર પ્રવર્તાવી ગયા. પ્રશાંતમૂતિ, વત્સલપ્રકૃતિ, અધ્યયનવૃત્તિ, શાસનપ્રવૃત્તિમાં સતત નિમગ્ન રહેનારા એ આચાર્ય ભગવંતને કેટિ કોટિ વંદન ! तीर्यकर देवनी धर्म * સી समक्ष 2010 04 Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૩૫૧ અનેક ધર્મસંસ્થાઓના સ્થાપકપ્રોતસાહક, પ્રવચન-પ્રભાકર, મહાતપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ પરમ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ વિનય શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ શાસનના અનુપમ શણગાર સમા હતા. પૂજ્યશ્રીની જન્મભૂમિ ઉદયપુરના એક ઉપનગર સમા દેવાલી મુકામે હતી. ત્યાં મેહતા ગેત્રમાં ધર્મપ્રેમી શ્રી લક્ષ્મીલાલની શીલવતી–પુણ્યવતી ઘર્મપત્નીની રત્નકુક્ષિએ સં. ૧૯૬૩ના મહા સુદ ૧૩ને શુભ દિને એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ ભગવતીલાલ પાડયું. કુટુંબમાં ધર્મ પ્રીતિ તે પહેલેથી જ હતી, તેમાં પૂર્વજન્મના પુણ્યને પ્રભાવે ભગવતીલાલને ધાર્મિક સંસ્કારમાં ઊંડો રસ પડતે રહ્યો. એમાં તેમણે નવ વર્ષની વયે પિતા અને અગિયાર વર્ષની વયે માતા ગુમાવ્યાં. સંસારની અસારતા તેમને કેરી ખાવા માંડી. સં. ૧૯૭૬માં પૂ. આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ ઉદયપુરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. પૂજ્યશ્રીનાં પાવનકારી પ્રવચનમાં ભગવતીલાલની વૈરાગ્યભાવના દઢ થઈ અને સં. ૧૯૭૭માં પૂ. મુનિશ્રી નિર્વાણમુનિ અને શ્રી ગુલાબમુનિના ચાતુર્માસ દરમિયાન થયેલા સત્સંગને પરિણામે તે ભગવતીલાલ પ્રત્રજ્યા અંગીકાર કરવા તત્પર થઈ ગયા. પરિણામ આવ્યું સં. ૧૯૭૮માં. તે સમયે પૂ. પંન્યાસ શ્રી દાનવિજયજી ગણિવર તથા મુનિવર પ્રેમવિજયજી મહારાજ અને રામવિજયજી મહારાજ કેશરિયાજી તીર્થના છરી પાલિત યાત્રા સંઘ સાથે ઉદયપુર પધાર્યા. ઉદયપુરનાં ૩૬ જિનાલયનાં દર્શન કરાવવા સાથે ગયેલા ભગવતીલાલે મુનિવર્ય શ્રી પ્રેમવિજયજી મહારાજને પિતાને છેલ્લાં ત્રણ વર્ષથી દીક્ષા લેવાની ભાવના છે એમ જણાવ્યું પરંતુ કાકા પન્નાલાલ અને પરિવાર દીક્ષા લેવા દે તેમ ન હતા. ભગવતીલાલ વારંવાર ઘર છોડીને જવા લાગ્યા અને કાકાએ વારંવાર પકડી પાડીને, પોલીસને હવાલે કરીને, પાછા ઘેર લઈ આવ્યા હતા. અંતે સં. ૧૯૮૦ના માગશર સુદ ૬ને શુભ દિવસે, માળવાના રાજોદ ગામે અનેક સંકટ વટાવીને દનિશ્ચયી ભગવતીલાલે પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજના પ્રથમ શિષ્ય મુનિશ્રી ભુવનવિજયજી બન્યા. મહા સુદ ૬ને દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજે ગહનપૂર્વક વડી દીક્ષા આપી. - દીક્ષા ગ્રહણ કર્યા પછી પૂજ્યશ્રી ગુરુસેવામાં નિમગ્ન રહેવા લાગ્યા અને ગુરુનિશ્રામાં જ્ઞાનોપાસના કરવા લાગ્યા. તેઓશ્રીએ સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાને પાસના સાથે અનેકવિધ તપ-આરાધના પણ કરી. બે વરસીતપ, વીશ સ્થાનક તપ, નવપદજીની વિધિપૂર્વક આરાધના, વર્ધમાન તપ, ૩૦ વર્ષ સુધી પાંચ વિગઈને ત્યાગ કરીને એકાસણુ, સૂરિમંત્રનાં પંચ પ્રસ્થાનની આરાધના આદિ અનેક તપ દ્વારા પૂજ્યશ્રીએ સંયમજીવનને ધન્ય બનાવ્યું. તેઓશ્રીના કેટલાક નિત્ય નિયમ પણ સમુદાયમાં અને પ્રભાવ પાથરતા હતા. ફળાહારનો ત્યાગ, હંમેશાં દસ દ્રવ્યથી વધુ નહિ, ૧પ દિવસ પહેલાં કાપ નહિ, હંમેશાં ૪૦૦ ગાથાને સ્વાધ્યાય, અને સમયે ઊભાં ઊભાં પ્રતિક્રમણ કરવાનું વ્રત આદિ અનેક સદ્ગણે પૂજ્યશ્રીના ચારિત્રજીવનની 2010_04 Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શાસનપ્રભાવક શેભા હતી. પૂજ્યશ્રીને સં. ૧૯૯૫ના વૈશાખ સુદ પાંચમે બોલી (કણ) મુકામે પરમ પ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં તથા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. તે જ વર્ષના વૈશાખ વદ ૬ને દિવસે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૧૯૯ના ફાગણ સુદ ૩ને દિવસે અમદાવાદમાં પૂ. ગુરુદેવશ્રીના શુભ હસ્તે ઉપાધ્યાયપદે આરૂઢ થયા અને સં. ૨૦૦૫ના મહા સુદ પાંચમ–વસંતપંચમીના શુભ દિને કચ્છના શેરડી નગરમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. ૬૬ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન પૂજ્યશ્રીએ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા હતાં. પિતાના વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, માળવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ખાનદેશ, કચ્છ આદિ અનેક પ્રદેશોમાં વિચર્યા હતા. પૂજ્યશ્રી પ્રવચનકાર તરીકે એક પ્રખર વક્તા હતા. તેમનાં જ્ઞાનગર્ભિત અને વૈરાગ્યવાસિત વ્યાખ્યાને સાંભળીને અનેક ભવ્યાત્માઓએ ધર્મનું શરણ સ્વીકાર્યું હતું. અનેક દાનવીએ શાસનનાં નિર્માણકાર્યોમાં સહાયની સક્તિાઓ વહાવી હતી. અનેક પુણ્યાત્માઓએ પ્રવજ્યાને પંથે સ્વીકાર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં પ્રાયઃ પ્રતિષ્ઠા-અંજનશલાકાના ઉત્સવ ઊજવાયા હતા, ઉપધાન-ઉદ્યાના મહોત્સવ ઊજવાયા હતા. પૂજ્યશ્રી જૈન જ્ઞાનમંદિર, પાઠશાળાઓ, વર્ધમાન આયંબિલ ભવને આદિ અનેક સંસ્થાઓના નિર્માણના પ્રેરણાદાતા બન્યા હતા. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શાંતિસ્નાત્ર, સિદ્ધચક પૂજન, ચિંતામણિ પાર્શ્વનાથ પૂજન, નમિઉણપૂજન, અહંત મહાપૂજન, શ્રી નંદાવર્તપૂજન, શ્રી અહંત અભિષેક આદિ અનેક પૂજન-મહોત્સવ ઉજવાયા હતા. ઉપરાંત, પૂજ્યશ્રીએ શાશ્વતતીર્થ શ્રી શત્રુંજય મહાતીર્થની વિધિયુક્ત ત્રણ વાર નવ્વાણું યાત્રા અને ચૌવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરીને સંયમજીવનને ધન્ય બનાવ્યું હતું. વળી, શ્રુતજ્ઞાનના રક્ષણ-સંવર્ધન માટે વાસણા (અમદાવાદ)માં ત્રણ માળનું વિશાળ જ્ઞાનમંદિર નિર્માણ કરવામાં પૂજ્યશ્રીની પ્રેરણા વિશેષ રહી હતી. પૂજ્યશ્રીની જન્મભૂમિ દેવાલી (ઉદયપુર)માં તેમના પૂર્વજો દ્વારા પાંચ સૈકા પૂર્વે બંધાયેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયને તેમણે જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરી હતી. સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૧૫ના રેજ આગડ (ઉત્તર ગુજરાત) મુકામે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂ. આચાર્યશ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યની વિગત આ પ્રમાણે છે :- ૧. આચાર્ય શ્રી વિજ્યસુદર્શનસૂરિજી, ર. આચાર્ય શ્રી વિજય આનંદઘનસૂરિજી, ૩. મુનિશ્રી વિશ્વાનંદવિજયજી, ૪. મુનિશ્રી તત્વપ્રવિજયજી, પ. મુનિશ્રી પ્રમોદવિજયજી, ૬. મુનિશ્રી લમણુવિજયજી, ૭. મુનિશ્રી મોક્ષાકરવિજયજી, ૮. મુનિશ્રી લાભવિજયજી, ૯. મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, ૧૦. મુનિશ્રી જ્યચંદ્રવિજયજી, ૧૧. મુનિશ્રી વિશ્વચંદ્રવિજ્યજી, ૧૨. મુનિશ્રી ભુવનાનંદવિજ્યજી, ૧૩. મુનિશ્રી દિવ્યચંદ્રવિજયજી, ૧૪. મુનિશ્રી રાજયશવિજયજી, ૧૫. મુનિશ્રી પ્રદીપચંદ્રવિજયજી, ૧૬. મુનિશ્રી શાંતિચંદ્રવિજયજી આદિ મુખ્ય છે. એવા એ પરમ પ્રભાવક સૂરિવરને કોટિ કોટિ ભાવભીની વંદના ! 2010_04 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ શ્રમણભગવત-૨ મહાન ત્યાગી-વૈરાગી, સમતાના સાગર, નવકારમંત્રના આરાધક; વચનસિદ્ધ મહાત્મા, સમર્થ શાસનપ્રભાવક, મહારાષ્ટ્ર-કેસરી પૂ. આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ - સં. ૧૯૪૪ના ચૈત્ર વદ ૧૩ના શુભ દિવસે ધર્મનગરી અમદાવાદમાં પૂજ્યશ્રીને જન્મ છે. તેમનું સંસારી નામ જેસીંગભાઈ હતું. પિતાનું નામ લાલભાઈ અને માતાનું નામ ગજરાબાઈ હતું. કુટુંબ જેનધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારથી રંગાયેલું હતું. આવા ધર્મપરાયણ કુળમાં જન્મવાનું ભાગ્ય જેસીંગભાઈને પ્રાપ્ત થયું. કુટુંબના ધર્મના સંસ્કાર અને દેવ-ગુરુ ઉપરની દઢ શ્રદ્ધા – આ પ્રમુખ ગુણે તેમનામાં બાલ્યવયથી જ વણાઈ ગયા હતા. ભેગ-ઉપભેગનાં સાધને વચ્ચે પણ તેમનું મન તેમ જ ધ્યેય સંયમજીવનની અનુમોદના તરફ જ રહેતું. કાળ વહેતો રહ્યો. જેસીગભાઈ ભણીગણીને યૌવનવયને પામ્યા. ગૃહસ્થધર્મને સ્વીકારતા તેઓ પરણ્યા અને સાથે સાથે પેઢીની અનેક જવાબદારીઓ પણ સંભાળી લીધી. કર્તવ્યની કસેટીમાં કુશળતા દાખવી વ્યવસાયમાં નામના મેળવી. બજારમાં પેઢીની આબરૂ પણ ખૂબ વધારી. આ બધું પ્રાપ્ત છતાં તેમને મન તે જિનપૂજા, પ્રવચનશ્રવણ, જપ-તપ અને આરાધના જ મુખ્ય હતાં. આરાધકેના વર્ગમાં તેમનું સ્થાન મોખરે હતું. સંસારના ફળસ્વરૂપ ત્રણ પુત્રો થયા. પ્રસંગે પ્રસંગે જેસીંગભાઈને આ સંસાર પ્રત્યે ઉદાસીન બનવા લાગ્યું. ગૃહસ્થધર્મનું પાલન સંયમ સાથે કરવા લાગ્યા. એવામાં એક પ્રસંગ ધ્યાન ખેંચે એવે બન્યું. મોટા પુત્ર સારાભાઈનાં લગ્ન લેવાયાં. ઘરમાં ઉત્સાહને પાર ન હતો. પણ જેસીંગભાઈના મનમાં ઉગ હતું. આ લગ્નપ્રસંગની અનુમોદના માટે તેઓ તૈયાર ન હતા. તેમને લાગતું કે આપણે એ કર્યું, છોકરાઓ કરશે, પણ આ કરવા જેવું નથી એ ચોક્કસ છે. પુત્રના લગ્નના દિવસે સવારે ઊઠે છે અને સીધા પૌષધશાળામાં જઈ પષધ ઉચ્ચરે છે. ચારિત્રધર્મ પ્રત્યેની તેમની ઊડી શ્રદ્ધા આ પ્રસંગથી જણાઈ આવે છે. વિ. સં. ૧૯૮૧માં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી રામવિજયજી મહારાજનું ચોમાસું અમદાવાદમાં હતું. પ્રવચનમાં માનવમેદનીને પાર રહેતું નથી. ગુરુ ભગવંતેની અભિલાષા ફક્ત “સવિ જીવ કરું શાસનરસી” હોય છે. તેઓ આવેલ તકને સાધી લે છે. પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજે શ્રાદ્ધરો પારખી લીધાં. અને એક દિવસ પૌષધમાં રહેલા શ્રાવકેને પૂછ્યું, “બેલે ભાઈ, આ જેસીંગલાલ ચારિત્ર લે તે તેમની સાથે કણ કણ તૈયાર છે?” આ વાતમાં આરાધકેએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યું. સારા એવા અભિગ્રહો થયા. જેસીંગભાઈ એ પણ નિર્ણય જણાવ્યું કે, આવતાં ચોમાસા પહેલાં દીક્ષા લેવી, નહિતર અષાઢી ચૌદશથી ઉપવાસ કરવા.” આવા અભિગ્રહથી સર્વ કુટુંબીજને અકળાઈ ઊઠયાં, પણ જેસીંગભાઈ તેમના નિર્ણયમાં મક્કમ હતા. આખરે તેમની મકકમતાને વિજ્ય થયે. સં. ૧૯૮૧ના ફાગણ સુદ બીજને દિવસ છે, ૪૫ 2010_04 Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શાસનપ્રભાવક દીક્ષાગ્રહણ માટે નકકી થયે. એ પુણ્ય દિવસ આવી પહોંચતાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જેસીંગભાઈએ અને બીજા પણ સાધીઓએ દીક્ષા ગ્રહણ કરી. કુટુંબીઓને ઉકળાટ હવે ઉલ્લાસમાં પલટાઈ ગયું હતું. દીક્ષા પ્રસંગે હેરાવવાનાં કપડાં, પાત્રાનાં ઉપકરણની છાબ પત્નીએ માથે લીધી. પુત્ર-પુત્રવધૂઓ પણ ઊલટભેર આગળ આવ્યાં. જ્યારે જેસીંગભાઈ વરસીદાન આપતાં રાજનગરના રાજમાર્ગો પરથી પસાર થયા ત્યારે ધન ધન્ય બની ગયું. દિક્ષામંડપમાં જેસીંગભાઈ જેસીંગભાઈ મટી મુનિશ્રી જશવિજયજી બની ગયા. સંસારનો ત્યાગ કરી, ત્યાગના માર્ગે શ્રી રામવિજ્યજીના શિષ્ય બની ગયા. આ દીક્ષા મહોત્સવની ભવ્યતા નીરખી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પણ મુક્તકંઠે પ્રશંસા કરી કે, “યહ તે ઈસ કાલ કે શાલીભદ્ર કી દીક્ષા હુ.” દીક્ષા બાદ મુનિશ્રી જશવિજયજી જ્ઞાનસાધનામાં લયલીન બની ગયા. સંયમજીવનની ક્રિયા કરવામાં એકતાન બની, ગુવજ્ઞાનું પાલન–વિનયાદિ ગુણ સાધવામાં ઉત્સુક બની, અન્ય મુનિરાજે માટે એક આદર્શરૂપ બન્યા. સંયમયાત્રામાં પ્રગતિ કરતા રહ્યા. યોગ્યતા પ્રમાણે સં. ૧૯૯૫માં ગણિ–પંન્યાસપદ, સં. ૨૦૦૪માં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૦૫માં આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયયશોદદેવસૂરીશ્વરજી તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી સંયમસાધનામાં તેમ જ શાસનપ્રભાવનામાં પણ અગ્રેસર રહ્યા. તેઓશ્રીએ મહારાષ્ટ્ર અને ખાનદેશમાં વિચરી ત્યાંની પ્રજામાં ધર્મશ્રદ્ધાનું અદ્ભુત સિંચન કર્યું. અનંત ઉપકાર કર્યો, જે મહારાષ્ટ્ર કદી વીસરે તેમ નથી. મહારાષ્ટ્રમાં તેઓ “મહારાષ્ટ્ર કેસરી” તરીકે જ ઓળખાતા રહ્યા. પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ તેમ જ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના હૃદયમાં પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજનું સ્થાન વિશિષ્ટ હતું. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તે કાયમ કહેતા કે, આ તે તીર્થકરને જીવ છે. પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજ ઘણું જ સરળ, શાંત, વિનમ્ર, વત્સલ, સહિષ્ણુ, નિસ્પૃહી ગુણે ધરાવતા સૂરિવર હતા. તેઓશ્રીમાં અને જરા પણ સ્થાન ન હતું. “બધાં મારાં અને હું બધાને. આ મધ્યસ્થભાવ તેઓશ્રીમાં હરહંમેશ પ્રવર્તતે. પૂજ્યશ્રીનું ચારિત્ર એટલું ઉચ્ચ કેટિનું હતું કે પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજીએ સમુદાયના સાધ્વીગણની જવાબદારી તેઓશ્રીને સેંપી હતી. તેઓશ્રીના ઉત્કૃષ્ટ સંયમ અને સત્યવચન સૌને પ્રેરણારૂપ બન્યાં હતાં. આપણુ લીધે બીજાને કષાય ન થાય તે માટે ઘણું વાર તેઓશ્રી ગમ ખાઈ જતા અને બીજાઓને ગમ ખાવાની સલાહ આપતા. નમસ્કાર મહામંત્રની સતત આરાધના એ પૂજ્યશ્રીને જીવનમંત્ર હતું. જીવનની એક પળ પણ આરાધના વિનાની જવા દેતા ન હતા. નમસ્કાર મહામંત્ર તેઓશ્રીને પૂરા જીવનમાં અને નસેનસમાં વ્યાપી ગયો હતો. આંગળીના વેઢે અહોનિશ જાપ ચાલુ રહેત. આ પદ્ધતિથી તેમણે ૩૬ કરોડ ૬૩ લાખ મહામંત્રનો જાપ કર્યો હતે. શાસનમાં કરે મહામંત્રના આરાધક આત્મા તરીકે તેઓશ્રીનું ગૌરવવંતું સ્થાન છે. આવી અજોડ આરાધનાના બળે પૂજ્યશ્રીનું અંતઃકરણ પ્રસન્ન રહેતું. સાધનાના બળની મસ્તીમાં તેઓશ્રી ધર્મ પ્રભાવનાનાં 2010_04 Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૩૫૫ અનેકવિધ કાર્યો સહજમાં કરાવતા. તેઓશ્રી ઈચ્છે અને બેલે તે થતું જ. અને તેથી જ તેઓશ્રી “વચનસિદ્ધ મહામા” તરીકે પૂજનીય બન્યા. પ્રતિકૂળ સંજોગોમાં પૂજ્યશ્રીએ પૂરેપૂરી સહનશીલતા કેળવી હતી. પૂજ્યશ્રીને હાથપગનું ખરજવું અસહ્ય પીડા આપતું, છતાં એ પીડા ક્યારેય કોઈ ને કળાવા ન દેતા, સમભાવે સહન કરતા. પિડા સ્વકર્માજનિત છે, માટે તે ઉપસર્ગો સહન કયે જ છૂટકે છે તેમ તેઓશ્રી માનતા. કેઈએ ખરજવા ઉપરની ચામડી છરીથી છેલાવવાની સલાહ આપી, અને જ્યારે વૈદ પાસે છરીથી ચામડી લાવી ત્યારે શાંત ચિત્ત નમસ્કાર મહામંત્રમાં લીન બની અને બંધક મુનિ અને ગજસુકુમાર મુનિનું આલંબન લઈ મેરુ પર્વત સમાન ધીરજ દાખવી. અતિ વૃદ્ધાવસ્થા અને વિહારના કારણે તેઓશ્રીની તબિયત સારી ન રહી. સિદેહીને છેલ્લા ચોમાસામાં તેઓશ્રીને કેન્સરનું જીવલેણ દરદ થયું. ઓપરેશન કરાવવાની સલાહ મળી. કુટુંબીઓ અને ભક્તો સિરોહમાં ઉપસ્થિત થયા. અમદાવાદ લઈ જવાની વિચારણા ચાલી, પણ કર્મસત્તામાં માનનાર પૂજ્યશ્રીએ ના કહી. દિવસે દિવસે તબિયત ક્ષીણ થતી ચાલી. કેઈ શાતા પૂછે તે કહે કે, “દેવગુરુપસાથે શાતામાં છું. મને કંઈ થતું નથી, જે થાય છે તે શરીરને થાય છે. આખરે સં. ૨૦૨૮ના કારતક સુદ અને કાળે દિવસ આવે. સાંજના પાંચના કેરે નાડીના ધબકારા ધીમા પડતા ગયા. શિષ્યએ સુંદર નિર્માણ કરાવી. નમસ્કાર મહામંત્રની ધૂનમાં એ આત્મા ૫-૨૦ મિનિટે પાર્થિવ દેહ છડી પરલોક સિધાવી ગ. સંઘ-શિષ્ય નિરાધાર બન્યા. અનેકેને નવકારમંત્રના લાખોપતિ બનાવ્યા. ઘણુઓને દેવદ્રવ્યના ભારથી મુક્ત બનાવી સંઘમાં થતા સંઘર્ષોને અટકાવ્યા. મહારાષ્ટ્રની ઉજડ ભૂમિને ધર્મથી હરિયાળી કરનારા અનંત ઉપકારી તારણહાર આત્માને કેટિ કોટિ વંદના ! પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યની વિગત આ પ્રમાણે છે : શિમુનિશ્રી હેમવિજયજી, ૨. મુનિ શ્રી નરોત્તમવિજયજી, ૩. આચાર્યશ્રી વિજ્ય ત્રિલેચનસૂરિજી, ૪. મુનિ શ્રી લાવણ્યવિજયજી, પ. મુનિ શ્રી અશોકવિજયજી, ૬. આચાર્યશ્રી વિજયરંગસૂરિજી, ૭. મુનિ શ્રી પ્રકાશવિજ્યજી, ૮. મુનિ શ્રી નિરંજનવિજયજી, ૯. મુનિ શ્રી નેમવિજ્યજી, ૧૦. આચાર્ય શ્રી વિજ્યધનપાલસૂરિજી, ૧૧. મુનિ શ્રી રંજનવિજ્યજી, ૧૨. મુનિ શ્રી પ્રીતિવિજયજી, ૧૩. આચાર્ય શ્રી વિજયધનેશ્વરસૂરિજી અને મુનિશ્રી સિદ્ધસેનવિજયજી. પ્રશિઃ –૧. મુનિ શ્રી જિતવિજયજી, ૨. મુનિ શ્રી દેવવિજયજી, ૩. મુનિ શ્રી કંચનવિજયજી, ૪. પ્રવર્તક મુનિ શ્રી જિનરત્નવિજયજી, પ. ગણિવર શ્રી ચતુરવિજયજી, ૬. મુનિ શ્રી ઈન્દ્રસેનવિજ્યજ, ૭. મુનિ શ્રી જિનેન્દ્રવિજયજી, ૮. મુનિ શ્રી ધર્મજ્ઞવિજયજી, ૯. મુનિ શ્રી શિવાનંદવિજયજી, ૧૦. મુનિ શ્રી કર્મજિતવિજયજી, ૧૧. મુનિ શ્રી અમરવિજયજી, ૧૨. મુનિ શ્રી નંદીશ્વરવિજયજી, ૧૩. મુનિ શ્રી જયપાલવિજયજી અને ૧૪. મુનિ શ્રી શિવભૂષણવિજ્યજી આદિ. 2010_04 Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શાસનપ્રભાવક શાન્ત-સરળ-સૌમ્યમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ ગુજરાતનાં તીર્થક્ષેત્રમાં સ્તંભનતીર્થ એક એવું તીર્થ છે કે જેને જુગજૂને ઈતિહાસ અનેક ગૌરવદાયક ઘટનાઓથી રોમાંચ કરાવ્યા વગર રહે નહીં. તે તંભતીર્થ, ખંભાતના પરિસરમાં એક “ના” નામે નરવીરેનું ગામ છે. શ્રદ્ધાસંપન્ન યતિઓના સંપર્કથી જૈનધર્મ પ્રત્યે આદર પામેલા પટેલે સુવિહિત આચાર્યાદિ મહાત્માઓના માર્ગદર્શનથી મકકમ જૈન બનીને સ્થાન-માન પામી ચૂક્યા છે. અઠંગ અભ્યાસી, અખંડ આરાધક અને અપ્રમત્ત ધર્મપ્રેમીઓ તરીકે અનેક જૈનાચાર્યોના શ્રીમુખે દષ્ટાંતરૂપ થયેલા જૈન પટેલે એક ઉત્તમ આદર્શ ઊભું કરી શક્યા છે. આજે પણ એ “નાર ”ના નરનારીનાં જીવન અનેક પુણ્યાત્માઓને પ્રેરણાનાં પીયૂષ પાઈ રહ્યાં છે. ઉમેદભાઈ અને નાથીબહેન એમાંના એક દંપતી હતાં, જેમણે જૈનશાસનનાં ચરણે અણમોલ રત્નની ભેટ ધરી સ્વપરના જીવનને ધન્યાતિધન્ય બનાવી શક્યા. સદ્ધર્મસંરક્ષક પૂ. આચર્યદેવ શ્રીમદ્ વિજ્યકમલસૂરીશ્વરજી મહારાજ, વાચકવર શ્રીમદ્ વિરવિજયજી મહારાજ તથા શાસનમાન્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના સત્સમાગમ પામીને નાર ગામ ધર્મનિષ્ઠામાં અદકેરું સ્થાન પામી શક્યું હતું. ઉમેદભાઈના બે પુત્ર શ્રી મગનભાઈ અને શ્રી મથુરભાઈએ આત્મામાં વિરાગની ચિરાગ પટાવી, સંયમમાગે સંચરી નાર ગામની ખ્યાતિમાં ચાર ચાંદ લગાવ્યા હતા. સં. ૧૯૬૧ના મહા સુદ ૬ને દિવસે, ૧૩ વર્ષની લઘુવયે, મગનભાઈ પૂ. પંન્યાસપ્રવર શ્રી ચતુરવિજયજી ગણિવરના વરદ હસ્તે દીક્ષા પામી, પૂ. આ. શ્રી વિદાનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ શ્રી મંગળવિજયજી બન્યા અને વિદ્વત્તા આદિ ગુણો વડે સમુદાયમાં શ્રેષ્ઠ સ્થાન શોભાવી સં. ૧૦૨૬ના અષાઢ સુદ એકમની રાત્રિએ જામનગરમાં શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના લઘુબંધુ એક આદર્શ વૈયાવચ્ચ ગુણધારક પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ પણ સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ૧૫ વર્ષની લઘુવયે, સં. ૧૯૬૮ના મહા સુદ ને શુભ દિને દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી મેરુવિજ્યજી તરીકે પ્રખ્યાત થયા હતા. જીવંતપર્યત એક અદના શિષ્ય તરીકે વડીલ બંધુની સેવા–આજ્ઞા ઉઠાવનાર પૂજ્યશ્રીના સમતા, સ્વાધ્યાયનિષ્ઠા, તપાસના અને વિનય-વિવેકના ગુણ ઊડીને આંખે વળગે તેવા ઉત્તમ હતા. તેઓશ્રીના આવા વ્યક્તિત્વને લીધે સમુદાયમાં “પ્રશાંતમૂર્તિ' તરીકે સન્માનનીય બની રહ્યા હતા. વિશાળ સમુદાયનું નેતૃત્વ જેમના શિરે હતું તેવા પરમ ગુરુભગવંત આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રભાવક પટ્ટધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પિતાના દીક્ષાદાતા ગુરુદેવ શ્રી મંગળવિજયજી મહારાજને વચન આપેલું કે, “આપશ્રી પૂ. મેરુવિજયજી મહારાજની ચિંતા કરશો નહિ. હું તેઓશ્રીને સંભાળી લઈશ.” તે મુજબ, પિતાની વયથી એક જ વર્ષ મેટા એ મુનિવર્યને બહુમાનપૂર્વક પિતાની સાથે રાખ્યા અને સં. ૨૦૨૯ત્ના 2010_04 Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ શ્રમણભગવંતો-૨ માગશર સુદ બીજના દિવસે મુંબઈમાં અનેક પદના સૂરિપદ સમારોહ પ્રસંગે તેઓશ્રીને પદારૂઢ કરી આચાર્યશ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ તરીકે ગૌરવાન્વિત કર્યા. પૂના શહેરની વર્ષોની વિનંતિને લક્ષમાં લઈ પૂ. ગચ્છાધિપતિ પૂના પધાર્યા ત્યારે પૂજ્યશ્રી સાથે જ હતા. સ્વાથ્ય કથળ્યું હતું. હૃદયની પીડા વધતી જતી હતી. ડોકટરોએ હોસ્પિટલમાં દાખલ કરવા આગ્રહ કર્યો, પરંતુ પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે, “જે જરૂરી હોય તે ઉપચાર ઉપાશ્રયમાં જ કરે. અન્ય સાધુઓ તેઓશ્રીની સેવામાં જ રહેશે !” અને રાતદિવસ ખડે પગે સેવા કરતા મહાત્માઓને જોઈને ડોક્ટરે પણ આશ્ચર્યચકિત થયા. અષાઢ વદ ૧૦ની રાત્રે અસ્વસ્થતા વધી. અગિયારસની સવારે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના શ્રીમુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં, સમાધિભાવે સ્વર્ગે સિધાવ્યા. પૂજ્યશ્રીના પિતાશ્રી ઉમેદભાઈએ પણ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના શિષ્યત્વને સ્વીકારી સંયમજીવન દીપાવી, સ્વજીવનને ધન્ય બનાવ્યું હતું. અનન્ય સેવાવ્રતી, પ્રશાંતમૂતિ સૂરિવરને કેટિ કોટિ વંદન! નમસ્કાર મહામંત્રના અનન્ય સાધક, મહાતપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ પાસે પેથાપુર એ શ્રી સુવિધિનાથ પ્રભુજીના બાવન જિનાલયોથી મંડિત ભવ્ય પ્રાસાદથી શેભાયમાન ગામ છે. જેનધર્મની જાહેરજલાલીવાળા આ ગામમાં લલ્લુભાઈ સાંકળચંદ વસે. તેમનાં ધર્મવંતાં ધર્મપત્ની શ્રીમતી ચંદનબહેને સં. ૧૯૮૪ના પિષ વદમાં એક પુત્રરત્નને જન્મ આપ્યો. માતા-પિતાએ બાળકનું નામ કેશવલાલ પાડ્યું. દેવવિમાન સમાન જિનાલયથી અને સુવિહિત મહાત્માઓના આવાગમનથી સુવાસિત ધર્મસંસ્કારિત ગામમાં કેશવ લાલનું રાત-દિવસ ધર્મસંસ્કારથી સિંચન થતું રહ્યું. પૂર્વજન્મના પ્રભાવે એમાં વિશેષ રસરુચિ ધરાવતા કેશવલાલને બાલ્યકાળમાં જ સૌ “ભગત'ના ઉપનામથી બોલાવતા થયા. પ્રાથમિક શિક્ષણ પામીને કેશુભાઈ વેપાર અથે મુંબઈ ગયા. ત્યાં પણ વેપારધંધા સાથે અનેક દિવ્ય વિભૂતિઓને મેળાપ થતો રહ્યો. સુગ્રહિત નામધેય શ્રી અમીવિયજી મહારાજ એક આરિત્રશીલ ઉગ્રવિહારી મહાત્મા હતા. તેઓશ્રીની મુંબઈમાં પધરામણી થયા પછી પુણ્યાત્માઓને પ્રભુને બોધ વિશેષ પ્રકારે પ્રાપ્ત થયા કરતો હતે. સુવિનીતવિનેય મુનિશ્રી ક્ષમાવિજ્યજી મહારાજની પ્રવચનપ્રભા પણ શ્રીસંઘને ધર્માભિમુખ કરવામાં સફળ થઈ રહી હતી. કેશવલાલ આ સર્વ અવસરેએ ઉપસ્થિત રહીને સંપૂર્ણપણે વૈરાગ્યવાસિત બની ગયા. તેમને દીક્ષા અંગીકાર કરવાની દઢ ભાવના જાગી. સં. ૧૯૮૦ના માગશર સુદ ને દિવસે જન્મભૂમિ પેથાપુરમાં દીક્ષા સ્વીકારી પૂ. મુનિવર્યશ્રી અમીવિજયજી મહારાજના શિષ્ય શ્રી ભક્તિવિજયજી બન્યા. પૂ. ગુરુદેવની નિશ્રામાં રહીને, જ્ઞાનાદિ આરાધનામાં તત્પર રહેવાને અને વિવિધ તપ દ્વારા કાયા કસવાને નિર્ધાર કર્યો. ૧૭ વર્ષીતપ એકધારું કર્યા. આઠ વાર શ્રી સિદ્ધાચલ ગિરિરાજની ૯૯ યાત્રા, અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા, ૧૨ કરોડ શ્રી અરિહંતપદના અને 2010_04 Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫. શાસનપ્રભાવક સવા કરોડ નમસ્કાર મહામત્રના જાપ કર્યા. પોતાના પરમ તારક પૂ. ગુરુદેવની ગેરહાજરીમાં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના સાંન્નિધ્યને સ્વીકાર કર્યો અને તેઓશ્રીની ગેરહાજરીમાં પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શરણે રહ્યા અને તેએશ્રીએ જેમને જેમને પોતાનુ ઉત્તરદાયિત્વ સોંપ્યુ. તે આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર વિવિધ પ્રદેશામાં વિચરીને અનેક આત્માઓને ધર્મારાધનાનું આલંબન આપ્યુ. તેઓશ્રીના લઘુબંધુ ચીમનભાઇ પણ સયમ સ્વીકારીને પૂ. ગચ્છાધિપતિના શિષ્ય મુનિશ્રી લલિતવિજયજી ગણિવરના નામે ૯૨ વર્ષની વયે વિચરી રહ્યા છે. મુનિ શ્રીં ભક્તિવિજયજીને સં. ૨૦૨૮ના પેષ સુદ ૧ને શુભ દિને અમદાવાદમાં ઉપાધ્યાયપદે આરૂઢ કરાયા ત્યારે અને સં. ૨૦૨ના માગશર સુદ બીજને દિવસે નડિયાદમાં આચાર્ય પદથી અલંકૃત કરાયા ત્યારે પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની વત્સલ ઉપસ્થિતિ ધન્યતા જન્માવતી હતી. છેલ્લે છેલ્લે પૂજ્યશ્રીને આંખની પીડા વધી હતી. છતાં શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનામાં મશગૂલ રહેતા. સ. ૨૦૩૭ના જેઠ વદ ૧૩ને દિવસે અમદાવાદમાં પગથિયાના ઉપાશ્રયે સમાધિપૂર્વક કાળધમ પામ્યા. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વદના ! જ્ઞાન-તપ-સંયમના ઉત્કૃષ્ટ સાધક પૂ. આચાર્યશ્રી વિજયમાનદેવસૂરીશ્વરજી મહારાજ રાજનગર એટલે જૈનનગર. ત્યાગી—વૈરાગી મુનિવરોના પદાપણુ દ્વારા સદા પાવન થતી ધર્માં ભૂમિ. સુવિહિત મુનિગણની છત્રછાયા પામી આરાધકોની અનુપમ મંડળીને આન ંદધિમાં નિમગ્ન રાખતી ધર્મનગરી. એક કાળે શ્રાદ્ધરત્ન શ્રેષ્ઠિવ જેશીંગભાઈ, મફતભાઇ, નાનાલાલભાઈ, માણેકભાઈ આદિ અનેક આરાધકોની આવશ્યક ક્રિયા-પૌષધ-દાનાદિ પ્રવૃત્તિ મહાત્માઓનાં શ્રીમુખે પ્રશ'સા પામતી. તેમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પોતાના શ્રમણશ્રેષ્ઠ પરિવાર સાથે, પ. પૂ. પન્યાસ શ્રી પ્રેમવિજયજી ગણિવર તથા પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ અમદાવાદ પધાર્યા; અને અમદાવાદના રાજમાગેર્ગો પર · દીક્ષાદેવીનાં ગજબ 'નાં દૃશ્યા દેખાવા માંડચાં; ત્યારે તે સમગ્ર શહેર આશ્ચર્યમાં ગરકાવ બની ગયુ` હતુ`. આબાલવૃદ્ધો અને ગરીબતવગરા પ્રત્રજ્યાના પુનિત પ'થે વિચરવા લાગ્યા. શ્રી માણેકભાઈ પણ મિત્ર જેશીંગભાઇની દીક્ષા થઈ પછી સંયમ સ્વીકારવા થનગની રહ્યા હતા. સ’. ૧૯૫૨ના આસે સુદ એકમને દિવસે અમદાવાદમાં જન્મેલા માણેકભાઈ એ સ. ૧૯૮૩ના ચૈત્ર સુદ ૧૩ને શુભ દિવસે મુનિવય શ્રી રામવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને મુનિ શ્રી માણેકવિજયજી તરીકે જાહેર થયા. પુત્ર દીક્ષિત થતાં પિતા કચરાભાઈ અને માતા મંગુબહેન પણ રત્નત્રયીની ઉજ્જવળ આરાધનામાં એકાકાર બની રહેવા સતત જાગૃત બની રહ્યાં. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં અગાઢ શાસ્ત્રાધ્યયન અને 2010_04 Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૩પ૯ અખંડ તપશ્ચર્યાઓ દ્વારા સંયમજીવનની શોભા વધારી. સં. ૨૦૦૫માં રાજનગરમાં ગુરુભગવંત શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ગણિત્પન્યાસપદ અને સં. ૨૦૨માં આચાર્ય પદવી આપી પૂ. ગુરુદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને આચાર્ય શ્રી વિજય માનદેવસૂરીશ્વરજી તરીકે ઘોષિત કર્યા. પ્રભાવશાળી વ્યક્તિત્વ, સમર્થશાસ્ત્રવેત્તા, અનેક ગ્રંથકર્તા, વાત્સલ્યમૂર્તિ આચાર્યદેવ અનેક શિષ્ય ધરાવતા હતા. અને એ રીતે પૂજ્યશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જિનશાસનની સુપેરે સેવા કરી છે તે ચિરસ્મરણીય છે. એવા એ વિવિધ ગુણોપેત સાધુવરને ભાવભરી વંદના ! - - - સમર્થ સાહિત્યસર્જક અને સાહિત્યસર્જનના સમર્થ પ્રેરણાદાતા, શાસનરક્ષામાં “ભીમ-કાન્ત” સમા નીડર સેનાની પૂ. આચાર્યશ્રી વિજયકનચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાપુરુષનાં જીવન ખડક જેવાં હોય છે. જગતને આ જીવનને જે ભાગ દષ્ટિગોચર થાય છે તે તો અતિ અલ્પ હોય છે. સામાન્ય માનવીના જીવનને તોફાની બહુ ટકકર લેવી પડતી નથી. બહુ બહુ તે કઈક વાર વાવટેળ કે કેઈક વાર વર્ષાઅડીને સામને કરવો પડે છે. જ્યારે મહાસાગરના જળમાં છુપાયેલા આ ખડકેને તે રાત-દિવસે મહાકાય મની થાપ અને ભરતીઓટના જબર પછડાટ સહન કરવા પડે છે. આવી આપત્તિઓમાં અણનમ રહેવાનું શૂરાતન દાખવવામાં જ મહાપુરુષોના જીવનની સિદ્ધિ હોય છે. એ મહાપુરુષોની મનભર મુલાકાત લેવા ઇચ્છનારે મરજીવાની જેમ જીવન-સાગરમાં ઊંડે ડૂબકી લગાવવી પડે છે. પૂ. આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું જીવન નજર સમક્ષ તસ્વતાં જ મહાસાગરમાં અડગઅણનમ રહેતા કેઈ ખડકનું સ્મરણ થઈ આવે છે. પૂજ્યશ્રીનું એ જીવન આપણી સમક્ષ છે તેના કરતાં અધિક તે આપણાથી અપરિચિત રહ્યું છે ! આપણી સમક્ષ સુપ્રસિદ્ધ લેખક, કુશળ વક્તા, પ્રશાંતમૂર્તિ, શાસનપ્રભાવક, તમૂિતિ, સૌજન્યશીલ સાધુવર આદિ અનેક વિશેષતાઓથી વિશિષ્ટ વ્યક્તિત્વના સ્વામી તરીકે પૂ. આચાર્યદેવ પ્રત્યક્ષ છે. પરંતુ તેઓશ્રીનું વ્યક્તિત્વ આ અને આટલું જ નથી. પરિચિત વ્યક્તિત્વને વિસ્તાર ઘણે માટે છે, જેને નિહાળીને આનંદના ઉદ્દગારો નીકળ્યા વગર ન રહે. પૂજ્યશ્રી લેખક હતા, એ તો સૌ કઈ જાણે છે, પણ કેવા સંજોગોમાં તેઓશ્રીએ લેખનકળા સિદ્ધહસ્ત કરી અને બીજા કેટકેટલાનાં જીવનમાં લેખક તરીકેની બારાખડી ઘૂંટાવવાને પુરુષાર્થ કર્યો તેની વિગતે ઘણા ઓછા જાણે છે. લખવું સહેલું છે, પણ બીજાને લખતા કરવા એ અઘરું છે. અને એથી યે વધારે અઘરું બીજાનાં લખાણને સુવ્યવસ્થિત કરીને, સંપાદિત કરીને, પ્રકાશિત કરવું એ છે. પૂજ્યશ્રીમાં આ ધીરજ અને પોપકારવૃત્તિ હતાં, તેથી જીવનના અંત સુધી આ કાર્યમાં રત રહ્યા. પરિણામે આજે શાસ્ત્રીય શૈલીમાં લખતા લેખકનું એક જૂથ તૈયાર થઈ ચૂક્યું છે. પૂજ્યશ્રી લખતા થયા ત્યારે લેખનશૈલીમાં આધુનિકતા પ્રવેશી નહોતી. પૂજ્યશ્રીએ પિતાના 2010_04 Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ લખાણુમાં જ સરળતા, સુંદરતા અને નવીનતા આણી. જૈનસાહિત્યને આધુનિક શાસ્ત્રીય પદ્ધતિથી લખવાની પ્રેરણા પૂજ્યશ્રી દ્વારા મળી. અને એવી લેખનપદ્ધતિને પ્રચાર કરવાનું કાર્ય કલ્યાણ માસિક દ્વારા થયું. જૈનસમાજમાં એ સમયે નવાં નવાં સાયિકા પ્રગટ થવા માંડવાં હતાં, તેમાં આ ‘ કલ્યાણુ ' માસિક જુદી જ ભાત પાડતુ' હતુ. તે સમયે બદલાતા સમાજની નાડ પારખી, સુધારકા સધને બગાડી ન જાય તે માટે સ'સ્કારવાંછુ સમાજે પૂજ્યશ્રીના ચરણે એસીને ધ સાહિત્ય સસ્તા દરે અને સમયસર સમાજમાં પહોંચતું થાય તેની યેાજના ઘડી. તેના માદČક અને સહાયક બનીને પૂજ્યશ્રીએ અનોખી શાસનસેવા કરી. 6 શાસનપ્રભાવ તપેામૂર્તિ તરીકે વર્ષીતપ, છ-અઠ્ઠમ આદિ તપોની આરાધના કરીને પૂજ્યશ્રીએ એક ઉત્તમ તપસ્વી તરીકેનો પરિચય આપ્યા છે. આસનસ્થિરતા, સ્વાધ્યાયતત્પરતા, અસ્વસ્થતામાં પણ અધ્યયન– અધ્યાપનની નિયમિતતા, અપ્રમાદ, ધર્મોપદેશરસિકતા, સ્વભાવમાં સમાયેલી ચંદન જેવી શીતળતા, ગમે તેવા દર્દીને હસતાં હસતાં સહેવાની અને સહેતા સહેતા હસવાની સહિષ્ણુતા —આ અને આવા અનેક સદ્ગુણા પૂજ્યશ્રીના જીવનમાં વણાયેલા આભ્યંતર તપના પરિચય આપે છે. આવા ગુણાથી સંપન્ન વ્યક્તિત્વને પ્રભાવે જ પૂજ્યશ્રી સ્વ-પર કલ્યાણની ગંગોત્રી વહાવી શકળ્યા. પૂજ્યશ્રીમાં રહેલ' ગુરુત્વ સૌને પ્રત્યક્ષ થતું. તેઓશ્રી બેઠા હોય કે ઊભા હોય, ચાલતા હોય કે ખેલતા હાય, વાતચીત કરતા હોય કે વાદ–ચર્ચા કરતા હોય, તેઓશ્રીની સુખમુદ્રા જોનારા એમાંથી ફેલાતા ગુરુત્વથી પ્રભાવિત થઈ જતા. શિષ્યસમુદાય એમાંના વાત્સલ્યને પામીને જીવનમાં અનેક ક્ષેત્રમાં વિકસિત થયા કરતે. ખળખળ વહેતા ગંગાપ્રવાહ જેવી મધુરતા અને શીતળતા પૂજ્યશ્રીની પ્રકૃતિમાં અનુભવવા મળતી; પરંતુ શાસનસિદ્ધાંતની રક્ષાના પ્રસંગે આ પ્રકૃતિમાં ઉગ્રતાનાં પણ દર્શન થતાં. એ દૃષ્ટિએ પૂજ્યશ્રી સાચા અર્થમાં ભીમ-કાન્ત ’ હતા. ધર્માંની રક્ષાના અવસરે તેએશ્રીની કલમમાં અને જબાનમાં એવા જુસ્સો ધસમસતા કે જેન: અનુભવ માત્રથી દક સ્તબ્ધ બની જતા. ધર્મયુદ્ધની પળામાં એ કલમમાંથી વીરરસ રેલાતા, જેના અનુભવ કરવા જિજ્ઞાસુએ બાલદીક્ષા-વિધ, સુધારકવાદ, કેસરિયાજી પ્રકરણ, અંતરિક્ષજી પ્રકરણ——જેવા પ્રસંગે વખતે ‘ કલ્યાણ ” માસિકમાં ચાલેલી પૂજ્યશ્રીની કલમના જ પરિચય કરવા પડે. સાહિત્યક્ષેત્રે પૂજ્યશ્રીનું એક બીજું મહત્ત્વનું પ્રદાન પ્રસ્તાવનાલેખન છે. પૂજ્યશ્રીની પ્રસ્તાવનાથી પુરસ્કૃત પુસ્તકાની સખ્યા નાનીસૂની નથી. પુસ્તકમાં સમાવેલા સાગરને પૂજ્યશ્રી આત્મસાત્ કરીને પ્રસ્તાવનાની ગાગરમાં ખૂબ જ કુશળતાથી સૂકવા લાગ્યા. પૂજ્યશ્રીની પ્રસ્તાવનાથી વાચક પુસ્તકમાં રહેલા વિષયને પામવા—આસ્વાદવા તત્પર બનવા લાગ્યા. અને એ રીતે પૂજ્યશ્રી સાહિત્યસર્જક અને વાચક વચ્ચે મહત્ત્વની કડી રૂપ બની રહ્યા. એનાથી અનેકાને લખવાની પ્રેરણા મળી હતી. સંયમજીવનના આરંભકાળે પૂજ્યશ્રીએ કવિતાની કેડી પણ ખુદી હતી. જુદા જુદા ઉપનામે અનેક ધ કવિતાનું સર્જન કરીને તેઓશ્રીએ અનેાખી સાહિત્યસેવા કરી હતી. આમ, પૂજ્યશ્રીના જીવનનાં ઘણાં પાસાંઓ જાણ્યાં છતાં અજાણ્યાં છે, એવા ઊંડા જળમાં ડૂબેલા ખડક જેવા ગુરુદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના નામ અને કામની 2010_04 Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૩૬૧ મૃતિ થતાં જ નજર સમક્ષ અનેક પ્રસંગોની હારમાળા ખડી થઈ જાય છે, મસ્તક નમી પડે છે, હાથ જોડાઈ જાય છે અને મોંમાંથી શબ્દો સરી પડે છેઃ શિરસા મનસા મથ્થણ વંદામિ. પૂજ્યશ્રીના નામમાં જ નહિ, પણ કામમાં પણ કનક જેવી નક્કરતા અને સુંદરતા તેમ જ ચંદ્ર જેવી આહલાદક શીતળતાને સુભગ સમન્વય હતે. આવા સુભગ સંગમના પુનરવાર માટે હવે તે કોણ જાણે કેટકેટલા યુગો સુધી પ્રતીક્ષા કરવી પડશે! આપણે ઈચ્છીએ. કે, આ પ્રતીક્ષાને અંત વહેલે આવે અને “કનકચંદ્ર” સમાન કાયા-છાયાનું દર્શન-વંદનસ્પર્શન-પૂજન કરવા સૌ સૌભાગ્યશાળી બનીએ! (સંકલનઃ પૂ. પં. શ્રી પૂર્ણચંદ્રવિજયજી ગણિવર –હાલ આચાર્યશ્રી) ભદ્રપરિણામી-સંસ્કારમૂર્તિ-વાત્સલ્યમૂર્તિ પૂ. આ. શ્રી વિજયવર્ધમાનસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની ઐતિહાસિક અને પવિત્ર નગરી ડભોઈમાં દલપત ભગવાનના પ્રતિષ્ઠિત કુટુંબમાં હીરાભાઈ અને રાધિકાબહેનને ત્યાં સં. ૧૯૭૧ના પ્રથમ વૈશાખ સુદ ૩–અખાત્રીજના દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ વાડીલાલ રાખ્યું. વાડીલાલનાં માતા-પિતા ધર્માનુરાગી હતાં. તેઓ બંને પણ પરમેશ્વરી પ્રવજ્યા સ્વીકારી મુનિશ્રી પ્રિયંકરવિજયજી અને સાધ્વીશ્રી રંજનશ્રીજી બન્યાં હતાં. પરિણામે, વાડીભાઈમાં બાલ્યકાળમાં જ ધર્માનુરાગી સંસ્કારોનું સિંચન થયું હતું. સં. ૧૯૮૩માં ડાઈમાં સાગરગચ્છના ઉપાશ્રયે મુનિશ્રી પ્રધાનમુનિનું ચોમાસું હતું, વાડીભાઈ પાંચમું ધોરણ ભણતા હતા. હંમેશાં ઉપાશ્રયે જતા. નાનું-મોટું જે કામ ચીધે તે કરતા. સામાયિક કરતા. એ જ ચાતુર્માસમાં સંસારી મામા પૂ. આ. શ્રી વિજ્યજંબુસૂરીશ્વરજી મહારાજને વંદના કરવા ખંભાત ગયા. વાડીલાલને ત્યાં ગમી ગયું. ધાર્મિક અભ્યાસ માટે ત્યાં રોકાઈ ગયા. સં. ૧૯૮૪ના જ્ઞાનપંચમીના દિવસે પહેલીવાર પૌષધ કર્યો, જાણે દીક્ષા જીવનની પૂર્વતાલીમ લીધી. સં. ૧૯૮૪ના ફાગણ વદ ૬ના શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી, ખંભાત પાસે વતર ગામે મુનિશ્રી રક્ષિતવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી વર્ધમાનવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રીની દીક્ષા પછી બે વર્ષ બાદ મોટાભાઈ ચીમનલાલ પણ દીક્ષિત થઈને મુનિશ્રી ચિદાનંદવિજય બન્યા. દીક્ષા પછી મુનિશ્રી વર્ધમાનવિજયજી મહારાજે તપ અને અભ્યાસમાં ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ સાધી. પૂજ્યશ્રી ગુરુસેવામાં પણ સદાય તત્પર બન્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવશ્રીએ આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. પૂજ્યશ્રીની પંન્યાસપદવી સં. ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં થઈ હતી અને આચાર્ય પદવી સં. ૨૦૨માં ધુળિયા (મહારાષ્ટ્ર ) મુકામે થઈ હતી. પૂજ્યશ્રી વાત્સલ્યના ભંડાર હતા. તેઓશ્રીના દર્શનથી કોઈ પણ લાગણીથી ભીંજાયા વગર શ્ર, ૪૬ 2010_04 Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શાસનપ્રભાવક રહેતા નહીં. તેઓશ્રીની ઉપસ્થિતિ દરમિયાન સર્વત્ર ધાર્મિક સૌરભ પ્રસરી રહેતી. એવા સચ્ચારિત્રસંપન્ન સાધુવર પૂ. આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં સૌથી વડીલ તરીકેનું સ્થાન શોભાવતા આ સૂરિદેવ ૨૦૪૮માં જેઠ સુદિ ૧૨ બપોરે ૨-૫૦ વાગે સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. અનેકવિધ રંગોના આક્રમણને ભેગવતા રહીને પૂજ્યશ્રીએ સમાધિના સુંદર આદર્શનું દર્શન કરાવ્યું હતું. અપ્રમત્ત આગમાભ્યાસી અને સંયમજીવનની સાધનાના આદરૂપ પૂ. આચાર્યશ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મહારાજ આગમપ્રજ્ઞ પૂ. આચાર્યદેવ શ્રી વિજ્યજંબુસૂરીશ્વરજી મહારાજની કૃપાથી દીક્ષિત બનેલા પિતાના લઘુબંધુ વાડીલાલ તે મુનિશ્રી વર્ધમાનવિજયજીને જોઈ ચારિત્રમાર્ગે જવા થનગની રહેલા ચીમનલાલ પણ સં. ૧૯૮૬ના ચૈત્ર વદ ૯ને શુભ દિને મુંબઈમાં ભદધિતારક પુ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રજ્યા પામ્યા, અને મુનિશ્રી ચિદાનંદવિજ્યજી તરીકે જાહેર થયા. સં. ૧૯૬૯ના ફાગણ વદ ૪ને દિવસે જન્મેલા ચીમનલાલે મુનિશ્રી ચિદાનંદવિજ્યજી બનીને સ્વાધ્યાયતપમાં ખૂબ પ્રગતિ કરી. પૂજ્ય ગુરુવર્યને પ્રેમ સંપાદન કર્યો. સં. ૨૦૧૫માં પંન્યાસપદ અને સં. ૨૦૨માં આચાર્યપદ પ્રાપ્ત કર્યું. અને ત્યારથી પૂ. આચાર્ય શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રખ્યાત થયા. માતા-પિતા, મામા-માસી અને લઘુબંધુએ પણ પુનિત પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કર્યું હતું. પૂજ્યશ્રી દ્વારા સંપાદિત અને અનુવાદિત ગ્રંથરત્ન અલ્પમતિ જીવોની જ્ઞાનપિપાસા પૂર્ણ કરવા માટે પરબની ગરજ સારે છે અને ચિત્તને આનંદ પમાડે છે. ધર્મપુરી છાણીમાં પ્રત્યેની આને શિરોધાર્ય કરી, ચાતુર્માસાર્થે પધાર્યા ત્યારે સ્વાધ્ય કથળ્યું. અષાઢ સુદ ૯ની સવારે શ્રી નમસ્કાર મહામંત્રની ધૂન વચ્ચે કાળધર્મ પામ્યા. ૪૬ વર્ષના દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક શાસનપ્રભાવના થઈ. શાંત પ્રકૃતિ, સતત સ્વાધ્યાયવૃત્તિ અને વાત્સલ્યપૂર્ણ વ્યવહારને લીધે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં ખૂબ જ આદરણીય બન્યા હતા. સંયમજીવનના અલિખિત આદર્શોને મૂર્ત કરી અનોખો પ્રભાવ પાથરી જનાર સૂરિવરને કેટિ કેટિ વંદન ! 2010_04 Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર આગમગ્રંથો અને પ્રકરણગ્રંથના ગહન અભ્યાસી પૂ. આ. શ્રી વિજયમલયચંદ્રસૂરીશ્વરજી મહારાજ એ પણ એક જમાનો હતો કે સુધારાવાદના ઘોડાપૂરમાં દીક્ષા-ધર્મક્રિયા અને ધર્મો. પદેશકેને ઊંચા મસ્તકે જીવવું અઘરું થઈ પડ્યું હતું. શાસ્ત્રકનિષ્ઠ સુવિહિત મહાપુરુષના સિંહનાદ સમી ધર્મદેશના સુધારકેના કુધારાઓને ખુલ્લા પાડી રહી હતી. પૂજ્ય આચાર્યદેવના આ પ્રયત્નોને લીધે જેનધર્મને એક વિશાળ વર્ગ શ્રદ્ધા, સમજ અને આચરણમાં યથાશક્તિ પ્રયત્નશીલ રહી શક્યા હતા. પરિણામે મુંબઈ જેવી મેહમયી નગરીમાં પણ ત્યાગના સંદેશવાહકે વૈરાગ્યની અમીધારાઓ એવી રીતે વહાવી કે સંસારને ત્યાગ કરી, સંયમ સ્વીકારનારા અનેક નરબંકાઓ મેદાને પડ્યા. સં. ૧૯૮૫માં જ્યારે સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાળ સમુદાય સાથે મુંબઈ પધાર્યા ત્યારે સુધારકો અને સંયમી સંરક્ષક વચ્ચે પરોક્ષ યુદ્ધ ખેલાયું હતું અને મુંબઈના સાધગે આમાં સાથ આપીને શાસનરક્ષાનાં સરાહનીય કાર્યો કર્યા હતાં. સં. ૧૯૮૭ના કારતક વદ ૩ના મંગળ દિને પૂજ્ય આચાર્યદેવ પિતાના પ્રભાવક પ્રશિષ્ય મુનિરાજ શ્રી રામવિજયજીને ગણિ–પંન્યાસપદ અર્પણ કરવાના હતા તે પ્રસંગે શ્રી ભગવાનદાસ હાલાભાઈ (આચાર્યશ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ) જેવા આરાધકેએ સંયમમાગે પ્રયાણ કર્યું, તેમાં રાધનપુરના મસાલિયા પરિવારના મણિલાલ ઉત્તમલાલના સુપુત્ર મહાસુખભાઈ પણ એક હતા. ધર્મ પુરી રાધનપુરથી ધંધાર્થે મુંબઈ આવી વસેલા મહાસુખભાઈ પરમાત્માની ભક્તિમાં એકાકાર રહેતા હોવાથી “ભગત” નામથી ખ્યાતનામ થયેલા હતા. ત્રણ ત્રણ કલાક પ્રભુપૂજામાં ગાળતા મહાસુખભાઈને જિનવાણુ-શ્રવણ માટે સમય રહેતે નહીં. તેથી તેમને સૂચના મળી કે પ્રભુના સ્વરૂપને સમજવા માટે “શ્રવણ” પણ અનિવાર્ય છે. ત્યારથી વાણી શ્રવણને પણ પિતાનું અનુષ્ઠાન બનાવ્યું. જિનવાણીના પ્રભાવે મહાસુખભાઈ ખરેખર મહા સુખમાં મહાલવા લાગ્યા. અને આગળ જતાં માતાની આજ્ઞા લઈ વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. પંન્યાસપ્રવર શ્રી રામવિજયજી ગણિવરના શિષ્યરત્ન મુનિશ્રી મલયવિજયજી બની રહ્યા. સંયમજીવનને સ્વીકાર કર્યા પછી પૂ. મુનિવર્ય સ્વગુરુદેવશ્રી, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજ્યજી ગણિવર અને દાદા ગુરુદેવશ્રીની-ગુરુત્રયીની નિશ્રામાં રત્નત્રયીની આરાધના કરવા લાગ્યા. બાલ્યકાળથી પ્રભુભક્તિમાં લીન રહેતા મુનિવર્યશ્રીને શાસ્ત્રાભ્યાસમાં ખૂબ જ રસ પડવા લાગ્યો. જ્ઞાનની આરાધના કરતાં તેઓશ્રીએ પ્રકરણગ્રંથો, આગમગ્ર આદિનું ગહન અધ્યયન કર્યું. સમિતિગુપ્તિના પાલનમાં તથા મુહપત્તિના ઉપયોગમાં પણ અનેકેના આદર્શરૂપ બની રહ્યા. આમ, બાહ્યાભ્યતર ચારિત્રધર્મનું પાલન કરતાં પૂજ્યશ્રી સૌના આદરપાત્ર બની રહ્યા. સં. ૨૦૧૫માં તેઓશ્રીને પંન્યાસપ્રવર શ્રી મલયવિજયજી ગણિવર અને સં. ૨૦૧૯માં પૂ. આ. શ્રી વિજયમલયચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે પદારૂઢ કરાયા. વર્ધમાનતપની ઓળીના ઉગ્ર આરાધક આ મહાત્માએ ૧૦૦મી ઓળી નાદુરસ્ત તબિયત છતાં પૂર્ણ કરી. અને ત્યાર પછી જ–તે જ વર્ષે 2010_04 Page #366 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સં. ૨૦૩૨ના આસો માસમાં અમદાવાદ કાળુપુરમાં શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના અદ્ભુત વૈરાગ્યથી પ્રેરણા પામીને વૈરાગ્યવાસિત થયેલા નાનાભાઈ મુક્તિલાલ સં. ૧૯૮૯માં તથા વચેટ ભાઈ કાંતિલાલ સં. ૧૯૯૧માં દીક્ષિત થયા અને ક્રમે ક્રમે ગણિ– પન્યાસ-આચાર્યપદે આરૂઢ થઈને પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે અનેક ભવ્યાત્માઓના માર્ગદર્શક બની, સં. ૨૦૩૮માં તથા સં. ૨૦૪૨માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામી સમતાને આદર્શ આપી ગયા. ત્રણે આચાર્યદેવે એક જ માતાપિતાના સુપુત્રો, એક જ ધમનાયક શ્રી ગુરુભગવંત પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રજિત બની, એક જ શાસનધેરી આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકારપદને દીપાવી ગયા. જન્મથી જન્મભૂમિ અને માતાપિતાને, જીવનથી અનેક ભવ્યાત્માઓને અને મૃત્યુમાંગલ્યથી સ્વ–આત્માને ધન્ય બનાવી ગયા! તપ, ત્યાગ અને તિતિક્ષાને ત્રિભેટે રત્નત્રયીની ઉજજવળ આરાધના કરી આમોન્નતિના પગથારે જન્મજન્માન્તરે પણ માત્ર એક્ષલક્ષી મુક્તિમાર્ગના બનેલા મુસાફર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમલયચંદ્રસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના ! પ્રશમરસપયનધિ-પરમારાધ્યાપાર પૂ. આચાર્ય શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજ | ફૂલનાં જીવનચરિત્ર લખવાં પડતાં નથી, કે ફૂલની યાદમાં કઈ સ્મૃતિમંદિર બનાવવું પડતું નથી! ફેલાતી જતી ફેરમ જ ફૂલનું જીવન-દર્શન અને સ્મૃતિમંદિર બની જતું હોય છે. કેટલીક વ્યક્તિએ ફૂલ જેવી હોય છે અને એનાં જીવન ફેરમ જેવાં હોય છે. આવા અનુપમ જીવનને જીવી જાણનારા સંયમસાધક, પ્રશમરસ-પાનિધિ પૂજ્ય આચાર્યશ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજનું વ્યક્તિત્વ આ સત્યની સાખ પૂરે એવું છે. સરસ્વતી, સંયમ અને સમત્વના ત્રિવેણુતીરે ઊગીને ઊછરેલું એ વ્યક્તિત્વ એટલે જ જાણે સાધનાની સુવાસથી મઘમઘતા ગુણોના ગુલાબ સમું ભર્યુંભર્યું જીવન ! તપ, ત્યાગ, તિતિક્ષા, ગુરુસમર્પણ, વાત્સલ્ય, ગભીરતા, નિઃસ્પૃહતા, સ્વાધ્યાય-પ્રેમ, આશ્રિતની અનેખી સંયમકાળજી, ક્રિયારુચિ, નિરભિમાનીતા, સમતા, સૌજન્ય, સરળતા, બાહ્ય પ્રવૃત્તિથી પરામુખતા આદિ અનેકાનેક ગુણના ગુલાબથી મઘમઘતા જીવનના એ ઉપવનની સુવાસ માણવા જેવી છે. એ સુવાસ જ એવી છે કે, ત્યાં પ્રવાસ-નિવાસ કરવાનું મન થયા વિના ન રહે! સાધુતા અને સરસ્વતીના સંગમથી એપતું તેઓશ્રીનું જીવન કંઈ જીવને માટે પ્રેરણાના ધામ સમું હતું. આચાર અને વિચારના બે કિનારા વચ્ચે વહેતી એ જીવનસરિતાએ ઠેર ઠેર અણમોલ ધર્મમોલ સર હતો. અને એથી કંઈજીનાં હૈયાં પર હરિયાળી હસી ઊકી હતી. 2010_04 Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૩૬૫ આગમના અને તર્કની તાકાતથી જિજ્ઞાસુના જિગરમાં ઠસાવી દેવાની પ્રવચનકળા તેઓશ્રીમાં કેવી અજબ હતી એની કલ્પના તે એમનાં પ્રવચન અને એમની વાચનાને શ્રેતાવર્ગ જ કરી શકે તેમ છે. થાક્યાં-પાક્યાં અનેક પ્રવાસીઓ માટે વિસામે પૂરો પાડતાં પૂજ્યશ્રીએ સાધુતાના વિશાળ વડલાનાં મૂળ સમે સ્વાધ્યાયગુણ એ તે આત્મસાત્ કર્યો હતો કે, રાત્રે અગિયાર વાગ્યા સુધી સ્વાધ્યાય ર્યા વિના સંતોષ ન થતું. મોડી રાત સુધી આ રીતે જ્ઞાનાનુપ્રેક્ષા કર્યા છતાં સવારે ચાર વાગે ઊઠીને પુનઃ તેઓશ્રી સ્વાધ્યાયમગ્ન બની જતા. પૂજ્યશ્રીના જીવનમાં વણાયેલે ગુરુ-સમર્પણ ગુણ એક આદર્શ ખડો કરી જાય એવો હતો ! સમર્પણ એટલે સમર્પણ! ન તન પિતાનું, ન મન પિતાનું ! કે ન જીવન પિતાનું ! બધું જ ગુરુચરણે અર્પણ! આ મુદ્રાલેખને તેઓશ્રીએ જીવનના અંત સુધી કાળજાની કેરની જેમ જાળવીને, પથ્થર રેખની જેમ પાળી જાણે હતે. ગુરુને હૈયે વસાવવા, એ જ જ્યાં સહેલું નથી, ત્યાં પિતાના હૈયામાં ગુરુને વસાવી દઈ પોતે ગુરુના હૈયામાં વસી જવું એ તે સહેલું હોય જ ક્યાંથી ! છતાં દર્પણ સમા સ્વચ્છ સમર્પણથી તેઓશ્રી જેમ ગુરુને પિતાના હૈયે વસાવી શક્યા હતા, એમ પિતે પણ ગુરુહૈયે વસવામાં સફળ બન્યા હતા. તેઓશ્રીના જીવનનું આ એક પતું અને પ્રેરક પાસું હતું. સાધુતાના શિખરેથી વહી નીકળીને, સૂરિપદના વિશાળ પટમાં ફેલાઈને અંતે સમાધિમૃત્યુના સાગરમાં સમાઈ ગયેલી જીવનસરિતાને ગુરુકૃપાના બળે તેઓશ્રી એક તીર્થઘાટ જેવી પ્રતિષ્ઠા અપાવી શક્યા હતા. જાત માટે કઠોર બની જવા છતાં, આશ્રિત માટે અવસરે કમળ પણ બની જાણતા તેઓશ્રી “વઝા પટોળ મૃત્ન કુસુમાવ” એ સૂત્રને ચરિતાર્થ કરી શક્યા હતા. આ કઠોરતા-કમળતા એક એ અદૂભુત ચમત્કાર સરજી જતી કે, વિનાકો આશ્રિતની આરાધનામાં વેગ આવતો. સંયમ સુરક્ષા કાજેની જાગૃતિ, જ્ઞાનધ્યાન ને જયણ સિવાયની બીજી કઈ પ્રવૃત્તિમાં રસ ન લેવાની નિરીહતા, સંઘની નાની-મોટી પ્રત્યેક વ્યક્તિ પર સસ્મિત વદને ધર્મલાભસૂચક વાત્સલ્યવર્ષો, પરિચયમાં આવનાર જિજ્ઞાસુને ધર્મમાર્ગે આગળ વધતા કરવાની પરોપકારવૃત્તિ–આ અને આવી અનેક વિરલ વિશેષતાઓને એવો તે સંગમ હતા કે પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં ચાતુર્માસ પ્રવાસ કે નિવાસ કર્યો, ત્યાં ત્યાં પથરાયેલી એ ધર્મ સુવાસ હજી આજે ય સહુને માટે સ્મરણય, પૃહનીય અને નમનીય રહેવા પામી છે. સંઘ, સમુદાય અને સમાજમાં સાધના અને સમતાભર્યા સ્વભાવ-પ્રભાવની સુવાસ સાડાચાર દાયકા સુધી ફેલાવી જનારા પૂ. આચાર્યશ્રી વિજિત મૃગાંકસૂરિજી મહારાજને જન્મ ગુજરાતમાં આવેલા માણેકપુર ગામમાં સં. ૧૯૬૧ના પિષ વદ ૧૩ના થયે હતે. માતા કુંવરબાઈ અને પિતા ફૂલચંદભાઈના “ફૂલ” સમા લાડકવાયાનું કે ભવ્ય ભાવિના એંધાણ રૂપે જ જાણે “માણેકભાઈ' નામ પાડ્યું. ૨૬ વર્ષની યુવાન વયે સંયમી બનીને એમણે “માણેક” નામને કામથી ઉજજવળ બનાવ્યું. દીક્ષાની દુંદુભિને નાદ સાંભળીને ઠેર ઠેર સંયમધર્મને આહલેક જગવનાર પૂ. શાસનપ્રભાવક આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ (ત્યારે પંન્યાસ)ના પ્રવચન અને પરિચયને પારસસ્પશ પામીને ધર્મરંગથી 2010_04 Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શાસનપ્રભાવક અંગેઅંગમાં રંગાઈ ચૂકેલા માણેકભાઈ સ. ૧૯૮૭ના માગશર વદ ૯ને દિવસે સયમી અનીને મુનિરાજ શ્રી મૃગાંકવિજયજી મહારાજ નામે જાહેર થયા. સલાગમ રહસ્યવેદી પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, સિદ્ધાંતમહેદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ( ત્યારે ઉપાધ્યાય ) અને પેાતાના પરમ ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ – આ શુરુ-ત્રિવેણીના અપૂર્વ કૃપાપાત્ર બનીને તેઓશ્રી જ્ઞાનાર્જન, ગુરુભક્તિ, વૈયાવચ્ચ આદિ અનેક ગુણાના યોગે સયમજીવનના સતે મુખી વિકાસ સાધવા માંડ્યા. વિકસતી યાગ્યતા જોઈ ને પૂ. ગુરુદેવોએ તેમને ગણિપન્યાસ પદ પર આરૂઢ કર્યો અને સં. ૨૦૨૯ના માગશર સુદ બીજના દિવસે મુંબઈ-શ્રીપાલનગરમાં પૂ. ગુરુદેવના વરદ હસ્તે આચાર્ય પદે પ્રતિષ્ઠિત કરાયા. આરાધના અને પ્રભાવનાના સ્વ–પર ઉપકારક ગુણૅ વડે પૂ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજની જીવનનૈયા તરતી અને તારતી આગળ વધી રહી હતી, એમાં જીવનનાં છેલ્લાં વર્ષોમાં વ્યાધિઓના હુમલા થતા રહ્યા; છતાં વ્યાધિની ફૂંકાયેલી આંધીમાં સમાધિનું સુકાન સંભાળી રાખવામાં તેઓશ્રી એટલા સફળ બન્યા કે વ્યાધિની માત્રા કરતાં સમાધિની યાત્રા એથી ય વિશેષ વેગ પકડતી રહી. હસતાં હસતાં સહીને અને સહતાં સહતાં હસતા રહીને સ. ૨૦૩૨ના ફાગણ સુદ ૯ને દિવસે શ્રીપાલનગરમુંબઇમાં તેઓશ્રી અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વ્યાખ્યાન-વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક તરીકે તેઓશ્રી એવું અદ્ભુત સાધક-પ્રભાવક તરીકે જીવન જીવી ગયા કે વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છતાં હજી આજે ય એ મહાપુરુષની સ્મૃતિ ગુરુ-સમર્પિતતાની દીવાદાંડી બનીને અનેકને સંયમસાધનાને રાહ બતાવી રહી છે. ચારિત્રથી પવિત્ર પૂજ્યશ્રીના ચરણારવિંદમાં જેટલી વંદનાંજિલ અર્પણ કરીએ એટલી ઓછી જ રહેવાની ! માટે એની આગળ અગણિત ' વિશેષણની વૃદ્ધિ કરીને આપણે સૌ મસ્તક નમાવીએ ! અનંત વંદન એ તારકના પાદપદ્મમાં ! * " ખાલવાના ધ દાતા, બાલબ્રહ્મચારી • માલવદેશે સમ સંરક્ષક ’ પૂ. આચાર્યશ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ સકલાગમ રહસ્યવેદી પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટરત્ન સિદ્ધાંતમહાદધિ પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન પ્રશાંતમૂતિ આચાર્ય શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલ`કાર માલવદેશે સત્ક્રમ સંરક્ષક, નીડર વક્તા, સરળ સ્વભાવી પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ એક વીરપ્રભુના શાસનના મંત્રીશ્વર સમાન છે. અનંતાનંત તીર્થંકર પરમાત્માનાં પાંચેય કલ્યાણકોથી પવિત્ર શાશ્વત જૈન ચૈત્યેા અને જિનપ્રતિમાથી વિભૂષિત, અનાદિઅનંત શાશ્વત મેરુપર્યંતથી ભૂષિત જ બૂઢીપના 2010_04 Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૩૬૭ સ્વર્ગ સમાન દક્ષિણાઈ ભરતખંડમાં અનેકાનેક પ્રશમરસનિમગ્ન જિનપ્રતિમાજીથી વિભૂષિત ભવ્યાતિભવ્ય ગગનચુંબી જિનમંદિરેથી પરમ પવિત્ર તીર્થ તુલ્ય બનેલા મેવાડ દેશમાં ૪૦ જિનમંદિરથી ભતા ઉદયપુર શહેરથી એક માઈલે ત્રેવીસમા તીર્થપતિ પુરુષાદાનીય પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સો વર્ષ પ્રાચીન દેવાલી તીર્થ છે. તેમાં વીસા ઓસવાલ વંશીય મેહતા ચલોત્રીય ધર્મશ્રદ્ધેય માનનીય શ્રેષ્ઠિવર્ય દેવ-ગુરુ-ધર્મભક્તિકારક શ્રી લક્ષ્મીલાલજી ખરેખર લક્ષ્મીના લાલ હતા. તેમને અનેક ગુણોથી યુક્ત પતિવ્રતા શીલવ્રતધારિણી કંકુબેન નામે ધર્મપત્ની હતાં. પુત્ર ભગવતીલાલ અને પુત્રી સેવનબહેનના જન્મ પછી સં. ૧૯૭૦ના માગશર સુદ ૭ની મધ્યરાત્રિએ પુણ્યશાળી કંકુબેનની રત્નકુક્ષિએ પૂર્વજન્મનાં મહાન ગીરત્ન પુત્રને જન્મ થયે. કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયે. પુત્રના તેજસ્વી ગુણે જઈને ફઈબાએ નામ પાડ્યું સંગ્રામસિંહ. હાલયા માતાપિતાના મમતાભર્યા લાલનપાલનમાં ઊછરતા સંગ્રામસિંહ પાંચ વર્ષના થયા ત્યારે તેમનાં માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. બંને ભાઈ અને એક બહેન કાકા પન્નાલાલજીને ત્યાં રહીને મોટા થવા લાગ્યા. સંગ્રામસિંહ બાલ્યકાળથી ભારે ચતુર, વિદ્યાભિલાષી અને સુસંસ્કારી હતા. હિંદી સાત ઘેરણને અભ્યાસ કરી લીધું. સાથેસાથ નિત્ય દેવવંદન, ગુરુવંદન, પર્વતિથિએ તપ આદિ અનેક સદ્દગુણોનો વિકાસ થવા લાગે. એવામાં મોટાભાઈ ભગવતીલાલે સમૃદ્ધિ છેડીને ભરયૌવનમાં સં. ૧૯૮૦માં રાજેદ (માલવા)માં દીક્ષા લીધી. આથી ભાઈ સંગ્રામસિંહનું મન પણ વિચારે ચડયું. મને મંથનમાં પડેલા તેમના ભવ્યાત્માએ પૂજ્યપાદ શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજ વિરચિત શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં “અથિર સંસારમાં સાર તુજ સેવના” એ મહાવાક્યના ભાવાર્થને વિચારતાં, તથા “વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે.” જૈન શાસનની સર્વ વિરતિનું કેટલું મહત્ત્વ છે, તેમ જ મહાજને યેન ગતઃ સ પથાઃ” એ સૂત્રાનુસાર ત્રણે કાળના અનંતાનંત સર્વ જિનેશ્વર ભગવંતોએ સ્વયં આચરેલી તથા ગણધર ભગવંતે એ આચરેલી ભાગવતી પરમ પાવની સંસારે છેદકારિણી મોક્ષદાયિની દીક્ષા લેવાની ભાવનાથી સં. ૧૯૮૩માં અમદાવાદ પૂ. આચાર્ય શ્રી વિજ્યદાનસૂરીશ્વરજી મહારાજ પાસે ગયા. ખબર મળતાં જ બનેવી ત્યાં પહોંચ્યા ને ઘેર પાછા લઈ આવ્યા. મોટાંબહેન સેવનબહેનને નાનાભાઈની દીક્ષા લેવાની ઈચ્છાની જાણ થતાં જ મૂર્છા આવી ગઈ. મોટાભાઈએ ત્રણ વર્ષથી સંયમમાર્ગ સ્વીકાર્યો હતો. હવે નાનો ભાઈ પણ સંસારને ત્યાગ કરે એ બહેનને માન્ય ન હતું. સંગ્રામસિંહ બહેનની ઇચ્છાને આધીન થઈને સંસારમાં રહ્યા. એ રીતે સાત વર્ષ વીતી ગયાં અને કર્મયોગે સેવનબહેન દેવલોક સીધાવ્યા. પ્રબળ વૈરાગી મુમુક્ષુ હવે સંસારના પાંજરામાં પુરાઈ રહે તેમ ન હતા. મુમુક્ષુ સંગ્રામસિંહ પૂર્વકલ્યાણક ભૂમિ સમેતશિખરજી, પાવાપુરીજી આદિ મહાન તીર્થોની યાત્રા કરી કુટુંબીઓની રજા લઈ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાયશ્રી પ્રેમવિજ્યજી ગણિવર્ય તથા પૂ. પંન્યાસ પ્રવર શ્રી રામવિજયજી ગણિવર્ય આદિ શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ પાંચ હજાર જિન પ્રતિમાજથી યુક્ત ૧૨૫ ભવ્ય જિનમંદિરેથી વિભૂષિત પાટણ તીથે ચાતુર્માસ બિરાજમાન હતા, ત્યાં પહોંચી પૂજ્ય ગુરુભગવંતેનાં ચરણે માથું મૂકી 2010_04 Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શાસનપ્રભાવક ચારિત્ર લેવાની ભાવના વ્યક્ત કરી. પૂજ્ગ્યાએ સંગ્રામસિંહમાં તીવ્ર વૈરાગ્ય જોઇ પ્રવજ્યાના દિવસ નક્કી કર્યાં. સંગ્રામસિંહનાં સગૃહસ્થા દ્વારા જાહેર સન્માન થયાં. સ ંગ્રામસિ ંહે સંયમજીવનના ગુણગાનથી જૈન જૈનેતાને મંત્રમુગ્ધ કર્યાં. અને ચતુર્વિધ શ્રીસ ંઘના શુભ આશીર્વાદ મેળવી સંસારી અવસ્થાની છેલ્લી રાત્રિ સયમ પાળવાના આન ંદની ઊમિએ વચ્ચે પસાર કરી. સ. ૧૯૮૮ના પોષ વદ પાંચમના સુવણુ દિવસે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિભાવપૂર્વક સ્નાત્રપૂજા સહિત છેલ્લી દ્રવ્યપૂજા કરી, મહાભાગ્યશાળી સંગ્રામસિંહે ૧૮ વર્ષની ભરયુવાનીમાં મંગલમય ચારિત્રરત્નની ભવ્ય સાધના કરવા ઉજમાળ બન્યા; અને પેાતાના સંસારીખ મુનિવર્ય શ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી સુદર્શનવિજયજી અન્યા. સ. ૧૯૮૮ના મહા સુદ ને દિવસે રાધનપુર મુકામે વડી દીક્ષા થઈ. ગુરુનિશ્રામાં રહીને જ્ઞાન-ધ્યાન, તપની સાધના –આરાધના કરીને વિશેષ યાગ્યતા પ્રાપ્ત કરતા રહ્યા. પૂજ્યશ્રીની પ્રભાવક શાસનપ્રભાવનાને લક્ષમાં લઈ પૂ. ગુરુભગવ'તાએ તેએશ્રીને સ. ૨૦૧૩ના કારતક વદ પાંચમે પોરબદર મુકામે ગણિપદ, સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ૯ને દિવસે કચ્છના વાંકી ગામે પન્યાસપત્ત અને સ. ૨૦૨૯ના માગશર સુદ ખીજને દિવસે શ્રીપાલનગર–મુંબઇમાં આચાર્ય પદથી અલંકૃત કર્યાં. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી છે. જ્ઞાન, તપ અને સંયમના ત્રિવેણીસ’ગમ તેઓશ્રીના પ્રત્યેક કા'માં દીપી ઊઠે છે. પૂજ્યશ્રીના આચાર્ય પદ્મ–પ્રદાન પ્રસ ંગે પન્યાસ શ્રી સુદ નવજયજી મહારાજની પ્રેરણાથી સ્વામિવાત્સલ્ય થયું. તેમાં ૧૫ હજારથી વધુ આત્માઓએ જમવાના લાભ લીધે। હતા, ત્યારે બીજા સંદ્યા પણ વિચારમાં પડી ગયા હતા. ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર પૂજ્યશ્રી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, માળવા આદિ પ્રદેશમાં વિચર્યા. મહારાષ્ટ્રના નાસિક, માલેગાંવ, અહમદનગર આદિ નગરોમાં ધર્માંની યાદગાર પ્રભાવનાઓ થઈ. સ. ૨૦૧૨માં મહારાષ્ટ્રમાં ધર્માંના દ્વાર સમુ કરાડ શહેર છે, તેમાં ચાતુર્માસ રહી સંઘમાં એકતા કરી અને જિનાલયા, ઉપાશ્રયા, ધર્મશાળાઓનાં નિર્માણ તથા જીર્ણોદ્ધાર માટે સફળ અભિયાને ચલાવ્યાં. તપશ્ચર્યાએ પણ ઘણા ઘણા પ્રકારની થઈ. તેમાં આયંબિલ તપની એળીના પાયામાં ૬૦, શ ́ખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના અઠ્ઠમ તપમાં ૩૫૦; ચંદનબાળાના અરૂમમાં ૫૧, ગૌતમ સ્વામીના છઠ્ઠું ૨૦૦, અરિહંત ભગવંતના પદની આરાધના ખીરનાં એકાસણાં સાથે ૪૦૦, માસક્ષમણુ ૯, ૪૫ ઉપવાસ ૧, સિદ્ધિતપ ૩, ઉપવાસ ૧૯, ૧૧ ઉપવાસ ૨૧, ૧૦ ઉપવાસ ૩૫, અઠ્ઠઈ એ ૨૨૫ વગેરે તપશ્ચર્યાએ છેલ્લાં સેા વર્ષોમાં ન થઈ હોય એવી ગઈ. પૂજ્યશ્રીની નિશ્રામાં અને પ્રેરણાથી મધ્યપ્રદેશ, માળવા આદિ પ્રદેશમાં પણ જિનાલયા, ઘર દેરાસરો, પાઠશાળાઓ, તપશ્ચર્યા, મહાન અંજનશલાકાપ્રતિષ્ઠાએ, ઉપધાન, છ'રી પાલિત યાત્રાસ ઘા, સાધર્મિક ભક્તિ, જીવદયા આદિ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો સુસ'પન્ન થયાં. તેમાં માલવા દેશમાં અનેક સકંટા વેકીને શાસનપ્રભાવના કરી, તેથી ત્યાંના જૈનસમાજે, ખાસ કરીને સ્થાનકવાસી આગેવાનાએ તેઓશ્રીને માલવદેશે સહે` સંરક્ષક 'નુ સન્માનપૂર્ણ અરુદ આપ્યું. પ્રભાવક પ્રવચનકાર, · યશેાધરચરિત્ર’ જેવા સાંસ્કૃત ગ્રંથાના લેખક, અપ્રમત્ત શાસનસેવી સાધુવર આજે ૬૦ વર્ષોં ઉપરના સુદીર્ઘ દીક્ષાપર્યાંય સાથે અવિરામ શાસનપ્રભાવના કરી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ઘાયુ બન્ને એવી અભ્યર્થના અને પૂ. ગુરુદેવશ્રીનાં ચરણામાં વંદના ! 2010_04 Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૩૯ શાંત, સરળ અને ભદ્રિક તથા સંયમના ઉત્કૃષ્ટ સાધક પૂ. આચાર્યશ્રી વિજયજયંતશેખરસૂરીશ્વરજી મહારાજ ગૌરવવંતા ગુર્જર પ્રદેશમાં રાધનપુર ધર્મનગરી તરીકે વિખ્યાત છે. એ નગરીમાં શેઠશ્રી હરજીવનદાસભાઈને ત્યાં સં. ૧૯૬૬ના આસો સુદ ૧૪ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ જીવણલાલ રાખવામાં આવ્યું. કુટુંબમાં ધર્મસંસ્કારો હતા અને જીવણલાલ પૂર્વભવના સંસ્કાર લઈને અવતર્યા હતા. એમાં પૂ. આ. શ્રી જબ્સૂરીશ્વરજી મહારાજ આદિ અનેક ગુરુઓને સંપર્ક થયે. પરિણામે જીવણલાલમાં સંયમ સ્વીકારવાની ભાવના જાગી. સં. ૧૯૮૮ના મહા સુદ ૬ના દિવસે રાધનપુર મુકામે પૂ. આચાર્યદેવ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી જયંતવિજયજી મહારાજના નામે પૂ. આ. શ્રી જંબુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ઘોષિત થયા. થોડાં જ વર્ષોમાં ગુરુપ્રભાવે જ્ઞાન-ધ્યાનની સુંદર પ્રાપ્તિ થયા બાદ પિતાની પ્રશાંત પ્રકૃતિ અને સંયમશુદ્ધિના બળે આરાધના–પ્રભાવનાની સુંદર સુવાસ ફેલાવનારા મુનિવર્ય શ્રી જયંતવિજયજી મહારાજને ગણિપંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૨ના માગશર સુદ બીજે અંકલેશ્વર મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં આવતાં પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયજયંતશેખરસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. શાંત સ્વભાવ, સ્વાધ્યાય-તત્પરતા, તપમગ્ન વૃત્તિને લીધે ઠેર ઠેર ચિરસ્થાયી સુંદર સુવાસ સઈ જનારા પૂજ્યશ્રીને દીક્ષા પર્યાય ૫૬ વર્ષને છે. શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સફળતાપૂર્વક પાર પાડવા માટે, સ્વ-પરના કલ્યાણ માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એવી અંતરની અભ્યર્થના અને પૂજ્યશ્રીના ચરણોમાં ભાવભરી વંદના! تھی۔ પ્રખર જ્યોતિર્લિંદ, સૌમ્ય અને ઔદાર્યમૂર્તિ, શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયરેવતસૂરીશ્વરજી મહારાજ આરાધનાનું ધામ રાધનપુર. ભવ્ય જિનાલયે અને સુંદર ધર્મસ્થાનોમાં થયેલાં અગણિત મહાપુરુષોના ચરણસ્પર્શથી પાવન બનેલા આ નગરને “જૈનપુરી” નામે જ ઓળખી શકાય. આ નગરમાં ગેરધનદાસ ખુમખરામ શાહ અને તેમના ધર્મપત્ની ચંપાબહેન એક ધાર્મિક દંપતી હતાં. એમને ત્યાં સં. ૧૯૬૮ના ચૈત્ર વદ ૩ને શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ રમણીકલાલ પાડયું. રાધનપુરનું વાતાવરણ જ ધર્મમય, તેથી રમણીકને બાલ્યકાળમાં જ દર્શન-પૂજન-ગુરુવંદનના સંસ્કારો મળી ગયા. ચાર વર્ષના રમણીકને પૂ. આ. શ્રી વિજયવીરસૂરિજી મહારાજ પૂછતા કે, “તું દીક્ષા લઈશ ?' ત્યારે ચાર વર્ષનું બાળક શું જવાબ આપે ! પરંતુ સાત વર્ષની વયે રમણીકલાલ મુંબઈમાં પિતાનાં બહેન ચંદનબહેન શ્ર, ૪૭ 2010_04 Page #372 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક હિ'મતલાલ દસાડીયાને ત્યાં રહેવા આવ્યા. ત્યાં રૂ બજારમાં નોકરીએ જોડાતાં ખંભાતનિવાસી નગીનદાસભાઈના સમાગમમાં આવ્યા. તેમણે એ સમયમાં નવપદની ઓળીની આરાધના કરી. ખંભાતનવાસી નગીનભાઈ એ ત્યારે કહ્યું કે, ‘તારે એળી છે તેા મારી સાથે પ્રતિક્રમણ માટે લાલબાગ ચાલ. ' ત્યાં જતાં રમણીકને પૂ. મુનિશ્રી હેમવિજયજી મહારાજના સંપર્ક થા. અધેરીમાં પૂ. શ્રી રામવિજયજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરી. વયની વૃદ્ધિ સાથે સાધુવના સત્સ'ગ પણ વધવા લાગ્યા અને રમણીકલાલ વધુ ને વધુ ધ રંગે ર'ગાવા લાગ્યા. એવામાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પોતાના શિષ્યસમુદાય સહિત સં. ૧૯૮૫માં લાલબાગ–મુંબઈ પધાર્યા હતા. પૂ. મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજની પ્રખર ધવાણીએ અનેક ભવ્યાત્માએ સ ંયમમાગે સંચરવા સજ્જ બન્યા, જેમાં રમણીકલાલ પણ હતા. પૂ. મુનિરાજ શ્રી જમૂવિજયજી મહારાજના વિશેષ પરિચયથી વિરાગની ધરા પર પદાપ`ણુ કરવા કટિબદ્ધ અન્યા, અને જન્મભૂમિ રાધનપુરમાં સ. ૧૯૮૮ના માગશર સુદ ૯ને દિવસે પૂ. આ. શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં રમણીકલાલ અને રાધનપુરના જ વતની જીવત લાલની દીક્ષા થઇ, અને બંનેને પૂ. મુનિવર્ય શ્રી જંબૂવિજયજી મહારાજના શિષ્યેા બનાવી મુનિ શ્રી રૈવતવિજયજી અને મુનિ શ્રી જયવિજયજી નામે જાહેર કર્યાં. ૩૭૦ ગુરુસુશ્રષાને પ્રાધાન્ય આપી મુનિ શ્રી રૈવતવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનમાં સતત પ્રગતિ કરતા રહ્યા. જ્યાતિષ વિષયમાં વિશેષ પારંગત થઈ જ્ગ્યાતિવિદ તરીકે પ્રખ્યાત થયા. તેઓશ્રીનાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા વગેરેનાં શુભ મુહૂર્તો નિર્ણયાત્મક ગણાતાં. પૂજ્યશ્રીને સ. ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં ગણિ—પંન્યાસપદે અને સ. ૨૦૨૯માં ધુલિયા ( ખાનદેશ )માં આચાર્ય પદે અલંકૃત કરવામાં આવ્યા. પૂ. આચાર્ય શ્રી વિજયરૈવતસૂરિજી મહારાજ શાસ્ત્ર સિદ્ધાંતના ઊંડા જાણકાર હતા, તેમ મહાન તપસ્વી પણુ હતા. તેઓશ્રીએ ૫૧ ઉપવાસ, ૪૫ ઉપવાસ અને માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. શ્રી સૂરિમ‘ત્ર વગેરે ધ્યાન જાપ અને સ્વાધ્યાય વગેરેની સાધના પણ ઉત્કૃષ્ટ રીતે કરી હતી. સરળ સ્વભાવ અને સેવાભાવથી તેઓશ્રી છેક સુધી ગુરુસેવામાં નિમગ્ન રહ્યા હતા. પૂ. ગુરુદેવશ્રીના ચિર વિરહ પછી પૂ. આ. શ્રી વિજયવધ માનસૂરીશ્વરજીની સાથે રહ્યા. સં. ૨૦૪૪ના માગશર વદ ૩ને શુક્રવારે ડભોઇ મુકામે લકવાના વ્યાધિ લાગુ પડયો ત્યાં સુધી ગુરુદેવ અને ગુરુબ એની સાથે અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કરતા રહ્યા. અશાતાના ઉદયને સમભાવે સહવાનું બળ પામી પૂજ્યશ્રી સં. ૨૦૪૪ના ૯ને દિવસે ભાઇમાં, ૭૬ વર્ષની વયે, ૫૫ વષઁના સુદીર્ઘ દીક્ષાપર્યાય પાળી સમાધિપૂર્ણાંક સ્વગ વાસ પામ્યા. જ્ઞાન અને તપના પ્રભાવે અવિરામ શાસનપ્રભાવના કરી જનારા એ સૂરિદેવને અંતરની કોટિ કોટિ વંદ્મના ! 2010_04 Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતોર ૩૭૧ સાગણમાં મર્યાદા અને સંયમશુદ્ધિના આગ્રહી, કર્મ સાહિત્યના જ્ઞાત પૂ. આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ પરમ ગુરુભગવંત શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની વાત્સલ્યસભર દ્રષ્ટિએ અનેક પુણ્યાત્માઓને પ્રત્રજ્યાના પાવનકારી પંથે પ્રયાણ કરવા સજજ કર્યા, તેમાં રાજનગરના હીરાલાલ પણ હતા. સં. ૧૯૫૨માં જન્મેલા હીરાભાઈ આરાધનામય જીવન જીવતા અને શ્રુતજ્ઞાનનું કામ કરતા. એમાં જ એમની વૈરાગ્યભાવના દઢ થતી ચાલી. સં. ૧૯૮૮ના વૈશાખ સુદ ૭ને શુભ દિને અમદાવાદમાં ગાંભીર્યાદિગુણનિધિ પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યમેઘસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી હેમરત્નવિજયજી મહારાજ બન્યા. જ્ઞાન-ધ્યાન-ગુરુસેવાથી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિ પામેલા પૂજ્યશ્રી સમુદાયમાં મુનિરત્નના રક્ષક બની રહ્યા. સમુદાયમાં શિસ્ત માટે સતત જાગૃતિ રાખતા રહ્યા. સ્વાધ્યાય અને જીવરક્ષાના ઊંડા અભ્યાસને લીધે પૂજવા–પ્રમાજવા વિષે ખૂબ જ કાળજીવાળા બન્યા. પૂજ્યશ્રીની યોગ્યતા જોઈ વાત્સલ્યસિંધુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૧૫માં, સુરેન્દ્રનગરમાં ગણિપંન્યાસપદ અને સં. ૨૦૨હ્ના માગશર સુદ બીજને દિવસે અમદાવાદમાં સુવિશાળ ગચ્છાધિપતિ વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ સાથે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યારથી તેઓશ્રી આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં હાલ પૂ. આ. શ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરિજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરિજી મહારાજ આદિ વિદ્વાન મુનિવરે શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. તેમાં પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ, કે જેઓ પૂ. આચાર્યભગવંત શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજ દ્વારા પ્રેરિત કર્મસાહિત્ય વિષયક ગ્રંથરચનાની મૂળ પ્રાકૃત ગાથાઓના મુખ્યતયા રચયિતા તરીકે સુપ્રસિદ્ધ છે. પૂજ્યશ્રી સ્વભાવે કડક, ચારિત્રના આગ્રહી, સ્વાધ્યાયરસિક સાધુવર હતા. પૂ. ગુરુદેવશ્રીની વિદ્યમાનતામાં તેઓશ્રી સાથે વિચરતા રહ્યા. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ પછી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિચરી શાસનપ્રભાવના કરતા રહ્યા. દેહની અસ્વસ્થતા સમયે પણ સમતા સાધી અખંડ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા એ શાસનરક્ષક, સ્વાધ્યાયરસિક વિદ્વાનને અંત:કરણપૂર્વક ભાવભરી વંદના ! 2010_04 Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શાસનપ્રભાવક સંયમ, સરસ્વતી અને સદાદિતતાના ત્રિવેણીસંગમે પ્રતિષ્ઠિત એવા પૂ. આચાર્યશ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાપુરુષોની મહાનતા માત્ર સુસંસ્કારી પરિવારમાં જન્મવામાં જ નથી હોતી, પણ જન્મ પામ્યા બાદ જન્મને જ ખતમ કરવાની સાધના એ મહાપુરુષની મહાનતાને માપદંડ હોય છે. પૂ. સ્વર્ગગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના વિશાળ જીવન પર દષ્ટિપાત કરીશું તે લાગ્યા વિના ન રહે કે એ મહાપુરુષ હતા. રાધનપુરમાં જન્મેલી એ જીવનગંગા આગળ જતાં અનેક પવિત્ર પ્રવાહોથી પરિપુષ્ટ બનીને રાંધેજા મુકામે સમાધિના મહાસાગરમાં વિલીન થઈ ગઈ. રાધનપુરથી રાંધેજા સુધી અને સં. ૧૯૭૧ થી સં. ૨૦૩૮ સુધીના કાળમાં પથરાયેલી એ જીવનગંગાનું ડું અમૃતપાન કરીશું તે જણાશે કે એ મુક્તિલાલ ખરેખર મુક્તિના જ લાલ હતા. રાધનપુર એટલે ધર્મસંસ્કારોની નગરી. પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ કહેતા કે રાધનપુરની આગળ “આ” લગાવીએ તે જ તેને સન્માન આપ્યું ગણાય. એ રાધનપુરમાં મણિલાલ અને મણિબહેનનું નામ ધરાવતાં દંપતીને ત્યાં સં. ૧૯૭૧માં એક પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાએ તેનું નામ મુક્તિલાલ પાડયું. અને મુક્તિલાલ ખરેખર મુક્તિલાલ બન્યા. શ્રી મણિભાઈને ત્રણ પુત્રો થયા : મહાસુખલાલ, કાંતિલાલ અને મુક્તિલાલ. મણિભાઈ ધંધાર્થે આકેલામાં રહેતા હતા, પરંતુ તેમનું મન વારંવાર દિક્ષા લેવા માટે ઝંખતું હતું. સં. ૧૯૭૫માં સ્વર્ગવાસી થયા ત્યાં સુધી એમની એ ભાવના સાકાર ન બની. પરંતુ વૈરાગ્યનાં બીજ ત્રણે પુત્રમાં રપાઈ ગયાં હતાં. એમાં મુક્તિલાલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતા. પરંતુ ચાર અંગ્રેજી ધોરણથી આગળ ભણ્યા નહીં. મહાસુખભાઈ સાથે વેપાર અર્થે મુંબઈ ગયા. ત્યાં પૂ આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ હતું. મુક્તિલાલ તેઓશ્રીના પરિચયમાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં આગળ વધ્યા અને વર્ધમાન તપનો પાયો નાખે. આ અરસામાં મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ ઊગતા સૂર્યની અદાથી પ્રભાવ પાડી રહ્યા હતા. મુક્તિલાલના મોટાભાઈ એક વાર તેઓશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા અને હંમેશાં વ્યાખ્યાન સાંભળવાની ટેવ પડી ગઈ. અંતે સંયમ સ્વીકારવાની ભાવના દઢ થઈ. બંને ભાઈઓની દીક્ષા અંગીકાર કરવાની મનોકામના જોઈ ત્રીજા ભાઈ એ પણ એ જ પંથે પ્રયાણ કરવાને સંકલ્પ કર્યો. મહાસુખભાઈ સં. ૧૯૮૭માં દીક્ષા સ્વીકારીને મુનિશ્રી મલયવિજયજી બન્યા. ત્યાર બાદ સં. ૧૯૮૯માં મહા સુદ ૧૦ના દિવસે શ્રી શત્રુંજયની ગોદમાં પૂ. આ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુક્તિલાલે મુનિશ્રી મહદયવિજયજી નામ ધારણ કર્યું. પરંતુ માતા મણિબહેનના આગ્રહથી વડી દીક્ષા વખતે નામ બદલીને શ્રી મુક્તિવિજયજી રાખવામાં આવ્યું. આગળ જતાં, વચેટ ભાઈ કાંતિલાલ પણ સંયમ સ્વીકારીને મુનિશ્રી રવિવિજયજી મહારાજ બન્યા. ત્રણે પુત્રોને શાસનને ચરણે ધરીને માતા મણિબહેન જીવનને ધન્ય બનાવી ગયાં. મુનિ શ્રી મુકિતવિજયજી મહારાજ નાનપણમાં વ્યાવહારિક અભ્યાસમાં આગળ રહેતા, 2010_04 Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૩૭૩ તેમ શાસ્ત્રાભ્યાસમાં પણ આગળ રહેવા લાગ્યા. રાતદિવસ જોયા વિના સતત અભ્યાસ મગ્ન રહેવું એ પૂજ્યશ્રીનું એક મહાન લક્ષણ બની ગયું. પૂજ્યશ્રી માનતા કે કોઈ સાધુને ધર્મશાનું જ્ઞાન સંપાદન કરવું હોય તે ઓછામાં ઓછા દસ વર્ષને સમય આપવો જોઈએ. એમાં ગુરુકૃપા ભળે તે તે કહેવું જ શું! પૂજ્યશ્રી ઉપર પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના ચાર હાથ હતા. તેઓશ્રીએ તેમને ઘડવામાં ખૂબ જ કાળજી લીધી હતી. દિક્ષા પછીનાં શેડાં જ વર્ષો પછી પૂજ્યશ્રીને પ્રવચન માટે તૈયાર કર્યા હતા. રાધનપુરમાં જ, સગાં-વહાલાં-પરિચિત સમક્ષ મુનિશ્રી મુક્તિવિજ્યજી મહારાજે પ્રથમ વ્યાખ્યાન કરીને સૌનાં મન મોહી લીધાં હતાં. સં. ૧૯૯૩માં પૂનામાં ચાતુર્માસ દરમિયાન પૂ. ગુરુદેવેની નિશ્રામાં ૭-૭ કલાકની વાચનાને અખંડ લાભ લઈ અત્યંત જ્ઞાનવૃદ્ધિ કરી હતી. આ ચાતુર્માસમાં માતા મણિબહેનની તબિયતના સમાચાર મળતાં ત્રણે બંધુએ ચાતુર્માસ બાદ તુરત પૂનાથી રાધનપુર તરફ વિહાર કરવા લાગ્યા પરંતુ મણિબહેન લેણાવા સામે આવ્યાં હતાં. સં. ૨૦૧૦માં પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી, ગણિવર્યની નિશ્રામાં ચાતુર્માસ વખતે મુનિશ્રી મુક્તિવિજયજીના યુવાનીના ઉત્સાહને એક ન જ દિશાબોધ મળે. નમસ્કાર મહામંત્રાદિ વિષયક ચિંતનની દિશા મળતાં પૂજ્યશ્રીને જીવનમાં એક ન જ પ્રકાશ ફેલાયે જેના પ્રભાવે તેઓશ્રીની વૃત્તિ-પ્રવૃત્તિમાં સંઘવાત્સલ્ય, મૈત્રી આદિ અનેક ગુણોથી વિશેષ ખિલવણી થવા પામી. પૂજ્યશ્રી વારંવાર આ ચાતુર્માસને યાદ કરીને ધન્યતા અનુભવતા. પૂજ્યશ્રીના જીવન–સાગરનું પેટાળ આમ તે ઢગલાબંધ તેજસ્વી રત્નના પ્રકાશથી ઝગારા મારી રહ્યું હતું, પરંતુ એમાં યે નિરીહતા, સંયમપ્રિયતા, સ્વાધ્યાયરસિકતા આદિ ગુણો તે એવા વિશિષ્ટ કોટિના હતા કે એની જેડ જડવી મુશ્કેલ છે. સંયમપ્રિયતા તે એવી કે વિજાતીયના પરિચયથી સાવ અળગા રહેતા. સાધ્વીજીઓ કે સ્ત્રીઓ સાથે બહુ બોલતા નહિ. જે સાધુ-સાધ્વી આવી મર્યાદાના પ્રેમી ન હેય એમના પરિચયમાં આવતા જ નહીં. તેઓ પ્રત્યે પૂજ્યશ્રીને સ્વાભાવિક જ અરુચિ રહેતી. પૂજ્યશ્રી કહેતા કે, બીજા મહાવ્રતમાં હજી ડાઘણું અતિચારે લાગે તે એ ક્ષમ્ય છે પણ સંઘ-સાધુ પાસે ચતુર્થ મહાવ્રતના અણિશુદ્ધ પાલનની અપેક્ષા રાખે એ વધુ પડતી ન ગણાય. સાધુ એ મહાવ્રતના રાજા ગણાય. આ મહાવ્રતના પાલન માટે સજાગ કહેવું જોઈએ. તે જ સંઘ તરફથી મળતી સુવિધાઓ મેળવવાને તેઓ પાત્ર ગણાય. સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રુચિ એ પૂજ્યશ્રીને વિશિષ્ટ ગુણ હતે. નિત્ય નવું મેળવવાની તમન્ના પૂજ્યશ્રીને છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી અભ્યાસ માટે પ્રયત્નશીલ રાખતી. નવસારી ચાતુર્માસ પછી તે તેઓશ્રીએ અંતરમુખી આરાધના વધુ પ્રમાણમાં આરંભી દીધી. સાંજે પ્રતિક્રમણ બાદ તુરત જ સૂઈ જતા અને રાત્રે સાડાબાર–એક વાગે જાગીને સવાર સુધી સ્વાધ્યાયમાં ખેવાઈ જતા. જીવનના પ્રારંભકાળે કંઠસ્થ કરેલું કેટલુંય શ્રત આ રીતે પૂજ્યશ્રીએ છેલ્લાં વર્ષોમાં ફરી તાજું કરી લીધું હતું. વાચન કર્યા વગર રહી જ શક્તા નહીં. માંદગીમાં કઈ વાર આરામ કરવાની સલાહ મળે તે કહેતા કે, મને જે વાંચવા-વિચારવાનું કે તત્વચર્ચા કરવાનું મળે તે જ મને સાચે આરામ મળે. સ્વ–પર સમુદાયના સુવિહિત સાધુઓ સાથે હળી-મળી 2010_04 Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શાસનપ્રભાવક જવાની પૂજ્યશ્રીની મિલનસાર વૃત્તિ તે સુપ્રસિદ્ધ છે. આ સર્વ ગુણના યોગથી જીવનમાં જે શાંતિ–શુદ્ધિ અનુભવી શકાય એને ભરપેટ આસ્વાદ માણુને પૂ. આચાર્યદેવશ્રી મૃત્યુમાં પણ સમાધિ સાધી ગયા, ત્યારે શાસનને એક મહાતપસ્વી, સમર્થ સ્વાધ્યાયવીર અને સદ્ગણભંડાર સાધુવર્ય ગુમાવ્યાને શોક વ્યાપી વ. લાખ લાખ વંદન હજો એ મહાન સાધુવર્યને! (સંકલન : “કલ્યાણ” માસિકમાંના પૂ. પં. શ્રી (હાલ આચાર્યશ્રી) પૂર્ણચંદ્રવિજ્યજી મહારાજના લેખને આધારે) ગુર્વાશાને જીવનમંત્ર બનાવનારા, તપોતિ, પરમ સહિષ્ણુ પૂ. આચાર્યશ્રી વિજયત્રિલેચનસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી વિજયત્રિલેચનસૂરિજી મહારાજને જન્મ પવિત્ર અને ધર્મવાસિત એવા સ્થંભનતીર્થ (ખંભાત)માં સં. ૧૯૫૪ના માગશર વદ ૧૧ને દિવસે થયે હતો. તેમના પિતાનું નામ પિપટલાલ, માતાનું નામ જયકેરબહેન અને તેમનું પિતાનું જન્મનામ ત્રિભુવન હતું. ત્રિભુવને બાલ્યવયમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું, પણ વ્હાલસોયી માતાએ બેવડી જવાબદારી સંભાળી પુત્ર ત્રિભુવનમાં ઉચ્ચ સંસ્કારો અને સદ્ગુણોનું આરોપણ કર્યું. સમય જતાં માતાને પુત્રને પરણાવવાના કોડ જાગ્યા. માતાના આગ્રહને વશ થઈ ત્રિભુવને સંસાર તે માંડ્યો, પણ તેમનું મન સંસારમાં લાગ્યું નહીં. તેમાં એક પુત્રીને જન્મ થયે. સંસારનું બંધન વધ્યું અને સાથે તેમની મને વેદના પણ વધી. એક બાજુ સંસાર ગમતા ન હતા, અને બીજી બાજુ દીક્ષા લેવાતી ન હતી. આવી દ્વિધામાં જીવન આગળ ચાલ્યું. એમાં સંસારની અસારતાના પ્રસંગે આવ્યા. એ અનુભવથી તેમનું મન સંસાર ત્યાગ અને ત્યાગમાર્ગને સ્વીકાર કરવા ઝંખે છે. તેમાં પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજના સચોટ વ્યાખ્યાનશ્રવણથી તેમના પર જાદુઈ અસર થઈ મુક્તિમાર્ગની ઝંખના તીવ્ર બની. તેઓ દીક્ષા લેવાનો નિશ્ચય કરી, હવે કેનું શરણું લેવું તે વિચારવા લાગ્યા. એવામાં પ્રખર ત્યાગી—વૈરાગી પૂ. મુનિ શ્રી જશવિજ્યજી (આચાર્યશ્રી વિજયયદેવસૂરિજી) મહારાજનું અપ્રમત્ત સંયમજીવન જોઈ તેઓશ્રીનું શરણું લેવાનું નક્કી કર્યું. પ્રવ્રજ્યાના માર્ગે જવા માટે તેઓ જ નહીં, તેમના ધર્મપત્ની પણ તત્પર બન્યાં. પુનિત માર્ગે સંચવાને એ પાવન દિવસ પણ આવી પહોંચે. સં. ૧૯૮ન્ના જેઠ વદ ૧૧ને દિવસે ખંભાતમાં પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને પૂ. મુનિશ્રી જશવિજયજીના શિષ્ય તરીકે મુનિશ્રી ત્રિલોચનવિજયજી નામે ઘેષિત કરવામાં આવ્યા. અને તેઓશ્રીનાં ધર્મપત્નીને સાધ્વીશ્રી ઈન્દ્રાશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં જેની ઝંખના ઊંડે ઊંડે વર્ષોથી ભરી હતી તે પ્રાપ્ત થતાં મુનિશ્રી ત્રિલોચનવિજયજી સંયમસાધનામાં લાગી ગયા. દાદાગુરુદેવનું અને પિતાના ગુરુદેવનું સંયમજીવન આંખ સામે રાખી તપ-ત્યાગ, જ્ઞાન–ધ્યાન, વૈયાવચ્ચ અને આજ્ઞાંકિતપણાને આત્મસાત્ કર્યા, ગુરુસમર્પણભાવ 2010_04 Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા–ર " " અને ગુરુ-આજ્ઞા તેઓશ્રીના જીવનમંત્ર બની ગયા. એક અપૂર્વ પ્રસંગ નોંધપાત્ર છે. નિત્યનિયમ મુજબ એક દિવસ મુનિશ્રી ત્રિલોચનવિજયજી ગુરુદેવને વંદન કરી પચ્ચક્ખાણુના આદેશ માગે છે. ગુરુદેવ પૂછે છે : ‘શાનું પચ્ચક્ખાણુ કરવુ છે ? ’ આજ્ઞાંક્તિ શિષ્ય કહે છે: ‘આપ આપે તે.' પૂ. ગુરુદેવ કહે છે : લ્યુા, ત્યારે ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણુ આપુ છું. શિષ્યે - તત્તિ ' કહી હાથ જોડચા. નવકારશીની ધારણાથી ગયેલા, તેને બદલે ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણ લેતાં આનંદ પામનાર અને પેાતાને ધન્ય ધન્ય માનનાર એ મહાત્માએ ૧૬ ઉપવાસ ઉપર બીજા ૧૬ ઉપવાસ કરી, પેાતાનાં ઘણાં કાં ખપાવી નાખ્યાં હતાં. આવી તત્પરતા અને ઉગ્ર સાધના જોઇ અન્ય મુનિવરે વિસ્મય પામ્યા અને તેએશ્રી તપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓશ્રીમાં એક બીજી પણ વિશેષતા હતી કે, તેઓશ્રી હમેશ દેષરહિત ગોચરી વાપરવા– લાવવામાં સાવધાન રહેતા. અન્ય સાધુએને વાચનામાં પણ ગાચરીના ૪ર દોષાના એવા સુંદર ખ્યાલ આપતા કે સાધુએ તે દોષામાંથી બચવાનો ખ્યાલ રાખે. વળી, · દેહ દુઃખમ્, મહા લમ્ આ મત્ર તેએશ્રીના જીવનમાં ઊંડે સુધી વણાઇ ગયા હતા. દેહનું દુઃખ સહન કરવા શ્રદ્ધાનુ... આત્મબળ જોઈ એ અને અ`તરાત્મામાં સહનશીલતા પરિણમવી જોઈ એ-એમ તેઓશ્રી માનતા. આ વાતની પ્રતીતિ પૂજ્યશ્રીના જીવનના અંત સુધી જોવા મળે છે. " " મુનિશ્રી ત્રિલેાચનવિજયજી મહારાજને તેમની સંયમજીવનની ઉત્કટ સાધનાની ચેગ્યતા પ્રમાણીને સ. ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના અહમદનગરમાં પંન્યાસપત્તથી અને સં. ૨૦૨૯ના માગશર સુદ ૨ને દિવસે અમલનેરમાં આચાય પદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ. આ. શ્રી વિજયયશેદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્યપરિવારમાં સૌ પ્રથમ સૂરિપદારૂઢ થનારા પૂજ્યશ્રી હતા. પૂ. ગુરુદેવ સાથે છેલ્લુ ચામાસુ` મહારાષ્ટ્ર છેડી રાજસ્થાન સિરેડ્ડીમાં કર્યું. સ’. ૨૦૨૮માં પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા. પૂ. આ. શ્રી વિજયત્રિલેાચનસૂરિજીને આ આઘાત કારમેા હતે. પણ સમતા કેળવી હતી, જવાબદારી સમજ્યા હતા. મહારાષ્ટ્રવાસીઓની ચિંતા દૂર કરવા તેઓશ્રી પોતાના શિષ્યપરિવાર સાથે મહારાષ્ટ્ર પધાર્યા અને તે પ્રદેશને પોતાની કમભૂમિ બનાવી. ગુરુદેવનું સ્થાન સંભાળી અન`તી કૃપાને વરસાદ વરસાવ્યેા. એ પ્રદેશમાં ગામેગામ વિચરી શ્રાવકોને શ્રીસ ંઘ પ્રત્યેની ફરજો અને શાસ્ત્રાક્ત વ્યવસ્થા વગેરે સમજાવી દાષાથી વાય. યુવાન ભાઈ–બહેનને પણ વડીલેાને નિત્ય વંદન કરતા તેમ જ દેવદર્શન, પૂજા અને ગુરુવંદન આદિમાં રસ લેતાં કર્યાં. આ પ્રદેશનાં નાનાં-મોટાં શાસનકાર્યો કે મતભેદો માટે તેઓશ્રી સદા જાગૃત રહેતા. પૂજ્યશ્રીના કાને એક વાર એક વાત આવીં. અમલનેર સંઘમાં મતભેદ વિશે વાત હતી. સમાધાન કરાવવા માટે તેઓશ્રીએ અમલનેર તરફ વિહાર કર્યાં. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ પણ જલગાંવથી પધારવાના હતા. બંનેના પ્રવેશ એક જ દિવસે થવાના હતે. અમલનેર તરફના પૂ. આ. શ્રી વિજયત્રિલેચનસૂરિજી મહારાજના વિહાર ચાલુ હતા. ચાર-પાંચ માઈલનું અંતર આકી હતું. પૂજ્યશ્રી એક પછી એક વિચારમાં ગૂંથાઇ રહ્યા હતા. અમલનેર સંઘના મતભેદ મિટાવી સર્વાંનું કલ્યાણ કરીશુ. ગુરુબંધુને ભેટીશુ....તેવામાં સામેથી કાળ સમી એક એમ્બેસેડર કાર આવી અને ધક્કો લાગ્યા. સાથેના શ્રમણભગવંતે અને આસપાસના સૌ ભેગા 2010_04 ૩૭૫ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શાસનપ્રભાવક થઈ ગયા. ભક્તો પણ આવી પહોંચ્યા. અમલનેર લાવી ઉપચાર શરૂ કર્યા. ગામેગામથી સંઘના આગેવાનો અને ભાવિક ભક્તો શાતા પૂછવા આવવા લાગ્યા. “હું શાતામાં છું. મારી ચિંતા કરશો નહીં. મેટરવાળાને કઈ દેષ નથી, તેને કાંઈ કહેશે નહીં, લશો નહીં.” આમ રટણ ચાલુ હતું. બંધક મુનિ, ગજસુકુમાલ મહાત્મા અને મેતારક મુનિને થયેલા ઉપસર્ગો યાદ કરે છે. પિતાની વેદનાને હળવી બનાવે છે. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ આરાધના કરાવે છે. મહાત્મા, જાગે છે ને ? સાવધાન! સાવધાન ! ખરો અવસર આવ્યું છે અને ખરેખર મહારાષ્ટ્ર નિરાધાર બન્યું. હંસલે ઊડી ગયે! દીપક બુઝાઈ ગયે ! ગુરુદેવ છેલ્લી ક્ષણ સાધી ગયા. બંને ભવ સુધારી ગયા. સમતાના સાગર, કરુણાવસલ, પરહિત-ચિંતક અને ગુર્વાસામંત્રને જીવનમાં ઉતારનારા પૂ. આ. શ્રી વિજયત્રિલેચનસૂરિજી મહારાજ સાહેબના ચરણે કોટિશ વંદના ! પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યની વિગત આ પ્રમાણે છે –(૧) મુનિશ્રી જિતવિજયજી મહારાજ, (૨) મુનિશ્રી કંચનવિજયજી મહારાજ, (૩) પ્રવર્તક મુનિશ્રી જિનરત્નવિજ્યજી મહારાજ, (૪) ગણિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ, (૫) મુનિશ્રી કર્મજિતવિજયજી મહારાજ, (૬) મુનિશ્રી અમરવિજયજી મહારાજ, (૭) મુનિશ્રી નંદીશ્વરવિજયજી મહારાજ તથા પ્રશિષ્યો– (૧) મુનિશ્રી હિતેશ્વરવિજયજી મહારાજ અને (૨) મુનિશ્રી મતિસારવિજયજી મહારાજ. (સંકલન: પૂ. મુનિરાજ શ્રી શિવાનંદવિજયજી મહારાજ.) ગિરનાર-સહસાવન તીર્થોદ્ધારક અને અજોડ ઉગ્ર તપસ્વીરત્ન પૂ. આચાર્યશ્રી વિજ્યહિમાંશુસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપ, અજોડ સંયમ અને અપૂર્વ નિસ્પૃહતા – આ ત્રણેય ગુણે મૂર્તિમંત રૂપ ધરીને આવે છે એનું રૂપ કેવું હોય? એની કલ્પનામૂતિ ઘડીએ, તે તરત જ એક ચહેરો આપણી નજર સમક્ષ તરવરી આવે, તે જૂનાગઢ-શ્રી ગિરનાર સહસાવન તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ, જિનશાસન પ્રત્યેની અજબ ખુમારી, સત્ય માટે ગજબ નિષ્ઠા, ગમે તેટલાં કષ્ટો વચ્ચે પણ અભિગ્રહો છોડવાનો વિચાર સુધાં નહિ એવું મક્કમ મને બળ – આવું પૂજ્યશ્રીનું જીવન છે. સંત-મહાત્માઓના વિચરણથી જેની કણેકણ પાવન થયેલી છે એવી ગુર્જર ધરા પર વિજાપુર તાલુકામાં માણેકપુર ગામ આવેલું છે, જ્યાં વર્તમાન ચિવશીના શિરમોર શ્રી ઋષભદેવ ભગવાનનું નયનરમ્ય જિનાલય શોભી રહ્યું છે. ત્યાં શિરચંદ રૂગનાથના પરિવારમાં લલ્લુભાઈ શાહના સુપુત્ર ફૂલચંદભાઈનાં ધર્મપત્ની કુંવરબહેને સં. ૧૯૬૩ના ચૈત્ર સુદ ને શુક્રવારના શુભ દિવસે જિનશાસનના હીરલા એવા પુત્રરત્નને જન્મ આપ્યો. વ્યક્તિત્વને અનુરૂપ હીરાલાલ નામ પાડ્યું. માણેકપુરમાં જ પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પ્રથમ અંગ્રેજીનો અભ્યાસ અઢી કિલોમીટર દૂર આવેલા માણસા ગામમાં જ પગે ચાલીને કર્યો. આમ બાળપણથી જ કઠોર જીવન જીવવાની તાલીમ મળી. નાનપણથી જ 2010_04 Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૩૭૭ ધારણાશક્તિ ગજબ કોટિની, પ્રભુભક્તિ તેમ જ સાધુ-સાધ્વીજી મહારાજની ભક્તિને રંગ કેસૂડા જેવો હતો. સંઘના ભાઈઓના મુખે પ્રતિક્રમણનાં સૂત્રો સાંભળતાં સાંભળતાં માત્ર તેર જ વર્ષની ઉંમરે બે પ્રતિક્રમણ સ્વયં કરતા થઈ ગયા. એટલું જ નહિ, સાધુભગવંતેની અનુપસ્થિતિમાં સ્વયં સંઘને પ્રતિકમણ કરાવતા. નાની ઉંમરથી તપસ્યા કરવાને ઘણો શોખ. એક દિવસ આયંબિલ કરવાની ભાવના થઈ. નાનકડા ગામમાં બીજી કઈ વિશેષ અનુકૂળતા નહીં હોવાથી અને બાળપણથી જ ગમે ત્યારે ગમે તેવી ઓછી-વત્તી વસ્તુથી ચલાવવાની અનુપમ સંતોષવૃત્તિના કારણે પ્રથમ આયંબિલ ફક્ત સેકેલા ચોખા અને પાણીથી કરી ભવિષ્યના ઉગ્ર અને દીર્ઘ તપની ભવ્ય ઇમારતને પાયે નાખ્યું. એક દિવસ મુંબઈમાં બીજું આયંબિલ કરવાની ભાવના થતાં ક્યાં જવું? કેને કહેવું? શું કરવું? વગેરે સંકેચના કારણે બજારમાંથી સેકેલા ચણા લઈ પાણી સાથે વાપરી આત્મસંતોષ માની લીધે. તેમના આ પ્રસંગેથી નિશ્ચય પ્રત્યેની અડગતા, નિસ્પૃહતા વગેરે ગુણે તેમનામાં નાનપણથી ખીલ્યા હતા તે દર્શાવે છે. જીવનનિર્વાહાથે ૧૯૭૬ની સાલમાં અમદાવાદ આવ્યા. થોડો સમય અમદાવાદ રહી ૧૯૮૨માં મુંબઈ ગયા અને પાંચ વર્ષ કાપડની દુકાને રહ્યા. તે દરમિયાન રાજનગરતળિયાની પોળમાં સં. ૧૯૮૨ પિષ વદ ૧૧ને રવિવારના શુભ દિવસે તેમનાં ધર્મપત્ની ચંદનબહેને પુત્રરત્નને જન્મ આપે, જેનું નામ ચીનુભાઈ રાખવામાં આવ્યું. અને સં. ૧૯૮૪ના ભાદરવા સુદ ૮ને દિવસે એક પુત્રીને જન્મ થયો, જેનું નામ વિમુબહેન રાખવામાં આવ્યું. નોકરી અર્થે મુંબઈ ગયા ત્યારે કર્ણાટક બાજુ વારંવાર જવાનું થવાથી ત્યાંનાં તમામ તીર્થોની યાત્રા પ્રાયઃ કરતા. સં. ૧૯૮૭ના માગશર વદ ૯ના દિવસે સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુંબઈઅધેરીમાં સંસારી વડીલ બંધુ માણેકલાલે પ્રત્રજ્યા ગ્રહણ કરી પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી મૃગાંકવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. ત્યાર બાદ મુનિ શ્રી મૃગાંકવિજયજી મહારાજની શુભ પ્રેરણા, પૂ. ગુરુભગવંતની વૈરાગ્યરસઝરતી જિનવાણી અને પરમ કૃપાળુ પરમાત્માની અનન્ય અને અનુપમ ભક્તિના પ્રભાવે સં. ૧૯૮૭માં દીક્ષા લેવાની ભાવના થઈ. ભાવના સફળ કરવા તેમ જ પુત્રને પણ વૈરાગ્યના માર્ગે વાળવા માટે સહકુટુંબ પાટણમાં પ્રથમ ચાતુર્માસ પૂ આ. શ્રી વિજય મેઘસૂરિજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ અને પૂ. પંન્યાસજી શ્રી રામવિજયજી ગણિવર્ય આદિની નિશ્રામાં કર્યું. વૈરાગ્યમાં વેગ આવતાં સં. ૧૯૮૮માં પુનઃ ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાયજી તથા પૂ. પંન્યાસજી મહારાજ આદિના સાંનિધ્યમાં વઢવાણ સીટીમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહારાદિની તાલીમ માટે સાડા-છ વર્ષના પુત્ર ચીનુભાઈને ગુરુભગવંત સાથે વિહારમાં રાખ્યા. વિરોધ કરનાર સ્વજનને પિતાની કુનેહથી સમજાવી અમદાવાદ-ઝાંપડાની પળે બિરાજમાન પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષાનું મુહૂર્ત કઢાવી શ્રી સમેતશિખરજી આદિ કલ્યાણક તીર્થ ભૂમિઓની સ્પર્શના પુત્ર સહિત કરી આવ્યા. તે સમયમાં બાળદીક્ષાને સખત 2. ૪૮ 2010_04 Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શાસનપ્રભાવક વિરોધ હોવાથી ખંભાત પાસેના વત્રા ગામમાં પૂ. મુનિરાજ શ્રી નંદનવિજયજી મહારાજના વરદ હસ્તે તેમ જ પૂ. મુનિરાજ શ્રી મૃગાંકવિજયજી આદિ મુનિભગવંતની ઉપસ્થિતિમાં ૭ વર્ષ ૪ માસ અને ૧૮ દિવસના પુત્ર ચીનુભાઈને સં. ૧૯૮૬ના જેઠ સુદ ૧૪ના પવિત્ર દિવસે દીક્ષા અપાવી. મુંડન માટે નાઈને બેલા, પણ ભયને લીધે ન આવતાં, જાતે જ અન્ને લઈ મુંડન કર્યું. બાળદીક્ષાના વિરોધને કારણે પુત્રની દીક્ષા પછી ૧૧ મહિના સંસારમાં રહેવું પડ્યું. એક મહામંગલકારી પુનિત પળ પ્રાપ્ત થતાં દીક્ષા લેવાનું નકકી કર્યું. સં. ૧૯૯૦ના વૈશાખ સુદ ત્ના દિવસે અમદાવાદ-પગથિયાના ઉપાશ્રયે બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના શુભ હસ્તે અને પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય મેઘસૂરિજી મહારાજ, પૂ. ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજ્યજી મહારાજ, પૂ. પં. શ્રી રામવિજયજી મહારાજની નિશ્રામાં પરમ પરમેશ્વરી પ્રત્રજ્યા સ્વીકારી પૂ. પંન્યાસ શ્રી રામવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. હિમાંશુ, અર્થાત્ ચંદ્રની જેમ ચારિત્રના પ્રત્યેક યોગમાં એમની કળાઓ દિનપ્રતિદિન વધવા લાગી. સં. ૧૯૦માં અષાઢ સુદ ૧ના દિવસે અમદાવાદ–સારંગપુરમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સુવિશુદ્ધ કેન્ટિના સંયમજીવનમાં આગળ વધતાં વધતાં આગમ–પ્રકરણદિને ગહન અભ્યાસ કરવા સાથે તપને ગુણ પણ એ જબરદસ્ત વિકસાવ્યું કે એ તપનું વર્ણન સાંભળીને કઈ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય ! પૂજ્યશ્રીએ સં. ૧૯૯૧માં રાધનપુરના ચાતુર્માસમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉત્તરાધ્યયન, આચારાંગ તેમ જ કલ્પસૂત્રના જોગ કરેલ અને સં. ૧૯૯૯માં અમદાવાદના ચાતુર્માસમાં પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મહાનિશીથના જેગ કરેલ. સં. ૨૦૧૪માં મહારાષ્ટ્ર-સાંગલી ચાતુર્માસ દરમિયાન ઠાણાંગ, સમવાયાંગ અને શ્રી ભગવતીસૂત્રના યોગ સાથે સળંગ નવ મહિના યોગ કરી પૂજ્યશ્રી સં. ૨૦૧પના ફાગણ સુદ ૩ના મહારાષ્ટ્ર-સતારા મુકામે પૂ. મુનિરાજ શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર્યના વરદ હસ્તે ગણિપદ પર આરૂઢ થયા અને ૩૬ કરોડ નવકારમંત્રના અજોડ આરાધક, મહારાષ્ટ્ર કેસરી પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના દિવસે અહમદનગર મુકામે પંન્યાસપદ પર આરૂઢ થયા. પદવીધર બનવા છતાં સંયમજીવનની સાધના અવિરતપણે ચાલતાં, જીવનમાં ગુણેના પ્રકાશને ઉઘાડ થવા માંડ્યો, જેનાથી આકર્ષાઈને પૂજ્ય ગુરુવર્યોના આશીર્વાદથી સં. ૨૦૨૯ના માગશર સુદ બીજના દિવસે, જેના કંકરે કંકરે અનંત આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે તેવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની શીતળ છત્રછાયામાં આવેલ અરીસાભુવનમાં પંચપરમેષ્ઠિના ત્રીજાઆચાર્ય–પદે આરૂઢ થયા. શાસનની ધુરા સંભાળ્યા બાદ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પૂજ્યશ્રી એવા મગ્ન બની ગયા કે જીવનને આધાર જિનશાસનને બનાવી સતત શાસનની સેવામાં જાતને સમપી દીધી. તેથી અનેક શ્રાવકે અને શ્રીસંઘ, ફૂલની સુવાસથી આકર્ષાઈને જેમ ભમરે 2010_04 Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૩૭૦ ફૂલની પાસે દોડી આવે તેમ, પૂજ્યશ્રી પાસે દોડી આવતા. નિવૃહ-શિરોમણિ હેવાથી નામનાની જરા પણ ખેવના ન હોવા છતાં તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા-અંજનશલાકા, દીક્ષા, ઉપધાન, ઉદ્યાન, ઉજમણાઓ વગેરે ઊજવવાની અતિ આગ્રહભરી વિનંતીઓ કરાતાં, પૂજ્યશ્રીએ ધોલેરા, પાલીતાણું, મહારાષ્ટ્રભુવન, વાંકાનેર, નડિયાદ, જૂનાગઢ, શ્રી ગિરનાર સહસાવન, રાજકોટ, વેરાવળ, અમદાવાદ મેઘાણીનગર અને રાણીપ વગેરે સ્થાનમાં પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી, તેમ જ સાણંદમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. છ'રી પાળતા સંઘે પણ અવારનવાર નીકળતા રહ્યા. જામક ડેરણાથી જૂનાગઢ, જામનગરથી જૂનાગઢ થઈ પાલીતાણા, વાંકાનેરથી જૂનાગઢ, ધંધુકાથી પાલીતાણા, પાલીતાણાથી જૂનાગઢ, સાણંદથી સેરિસા, વાસણાથી સેરિસા – આમ અનેક યાત્રાસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા; અને તીર્થોમાં માળારોપણે થયાં. ત્રણ વખત જૂનાગઢ શ્રી ગિરનારજીની સંપૂર્ણ પરિકમ્મા પૂજ્યશ્રીએ કરી અને અનેક સંઘોને કરાવી. જૂનાગઢ–શ્રી ગિરનાર તીર્થ અને બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિ પ્રત્યે અતૂટ શ્રદ્ધાના કારણે છેલ્લાં કેટલાંય વર્ષોથી લગભગ ભૂંસાઈ જતી કલ્યાણભૂમિની ખ્યાતિને પ્રસિદ્ધ અને પુનઃ જાગૃત કરવા ભવ્ય જિનપ્રાસાદ કરાવવાની ભાવના વારંવાર યાત્રા કરતાં પૂજ્યશ્રીને થઈ અને તેની આસપાસની ભૂમિને પિતાની સાધનાભૂમિ તેમ જ વિહારભૂમિ બનાવી. આ દીક્ષાકેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ પર પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ ભવ્ય નૂતન સમવસરણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સં. ૨૦૪૦માં ભવ્ય અંજનશલાકા મહોત્સવ દ્વારા ચતુર્મુખ શ્રી નેમિનાથ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા તેમ જ પ્રતિષ્ઠા કરાવી. ત્યાર બાદ વાંકાનેર, રાજકેટ, અમદાવાદ આદિ સ્થળમાં પણ પૂજ્યશ્રીની નિશ્રામાં અંજનશલાકા મહત્સવો થયા. પિતાના સ્ફટિકનિર્મળ સંયમજીવન દ્વારા કંઈક વિરતિ, દેશવિરતિ અને સર્વવિરતિનાં બીજનું વપન કરી ચૂક્યા છે. તેઓશ્રીના હસ્તે સાયલામાં મુનિશ્રી જગવલ્લભવિજ્યજી, ધંધુકાના મુમુક્ષુ બહેન, સાધ્વીજી શ્રી કે ટિપૂર્ણાશ્રીજી, વીરમગામનાં એક બહેન, મુનિશ્રી હેમદર્શનવિજયજી, મુનિશ્રી નયનરત્નવિજયજી, મુનિશ્રી શશીવલ્લભવિજયજી, મુનિશ્રી પ્રેમસંદરવિજયજી આદિ અનેક આત્માઓ સંયમ સ્વીકારી શાસનસેવા કરતા જોવા મળે છે. શ્રાવકે અને શ્રાવિકાઓ પણ પૂજ્યશ્રીની નિશ્રામાં જૂનાગઢ, વાંકાનેર, સાણંદ, લીંબડી, પાલીતાણા આદિ સ્થાનમાં થયેલ ઉપધાન તપની આરાધના દ્વારા સર્વવિરતિને આંશિક સ્વાદ માની પિતાને ધન્ય બનાવી ગયા છે. પૂજ્યશ્રી પિતાના જીવન માટે હંમેશાં વજી સમા કઠોર બનતા અને બીજા પ્રત્યે ફૂલથી પણ કમળ રહી અનેક આત્માઓને કરુણ અને વાત્સલ્યનું પાન કરાવતા હોય તેમ આજે પણ જેણાય છે. સ્વ કે પર સમુદાયમાં નાના કે મોટા બીમાર સાધુ-સાધ્વીજી પાસે સમાચાર મળતાંની સાથે વૈયાવચ્ચ કરવા-કરાવવા પૂજ્યશ્રી પહોંચી જતા અને ભક્તિપૂર્વક વૈયાવચ્ચ કરી-કરાવી સ્વસ્થતા પામે ત્યાં સુધી પાસે રહેતા. સં. ૧૯૯૧માં પાટડી મુકામે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પાસે અંતિમ સમય સુધી ખડે પગે સાથે રહી, ખૂબ જ ઉલ્લાસપૂર્વક અપ્રમત્ત વૈયાવચ્ચ કરી. પૂજ્યશ્રીએ અનુપમ નિર્ધામણા કરાવી. તેમ જ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજના સમુદાયના પૂ. મુનિરાજ શ્રી હરખવિજ્યજી મહારાજ શિહેર 2010_04 Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શાસનપ્રભાવક મુકામે પડી ગયા ત્યારે સં. ૨૦૪૧ના શિહેર ચાતુર્માસ પ્રવેશ વહેલા કરીને સારામાં સારી વૈયાવચ્ચ કરી-કરાવી. તેમ જ તેમના જ સમુદાયના પૂ. મુનિરાજશ્રી પ્રધાનવિજયજી મહારાજ ધોરાજીમાં ગાઢ બીમાર છે એવા સમાચાર મળતાંની સાથે જ ચાલુ વિહારમાંથી બે સાધુને તુરત જ આગળ મોકલ્યા અને પોતે પણ ઉગ્ર વિહાર કરી બીજે દિવસે ધોરાજી પહોંચી ગયા અને ઉત્તમ નિર્ધામણું કરાવી. આવા વાત્સલ્ય અને વૈયાવચ્ચ ગુણના કારણે સ્વ-પર સમુદાયના મહાત્માઓ તેમ જ અનેક શ્રીસંઘના દિલમાં બહુમાનનું સ્થાન પામેલ છે. પૂજ્યશ્રીની તપશ્ચર્યા વાંચતાંસાંભળતાં આજે પણ એમ લાગે કે તેઓશ્રીની નસેમાં લોહી નથી વહેતું, પણ તપ વહી રહ્યું છે. પૂજ્યશ્રી અને તપ એકબીજાના પર્યાય બની ગયા છે ! આવો, પૂજ્યશ્રીના ઘેર તપની ઝલક જોઈને પાવન થઈએ : (૧) તીર્થકર વર્ધમાન તપ : ચડતા ક્રમે ૧ ઉપવાસથી ૨૪ ઉપવાસ સુધી, તેમ ઊતરતા ક્રમે ૧ ઉપવાસથી ૨૪ ઉપવાસ સુધી કુલ તીર્થકર વર્ધમાન તપના ૬૦૦ ઉપવાસ. વિશેષતા : (A) ૨૨મા શ્રી નેમિનાથ ભગવાનના ૨૨ ઉપવાસ કરી બીજે દિવસે શ્રી સિદ્ધગિરિની યાત્રા કરી પારણું આયંબિલથી કર્યું. (B) ૨૩મા પાર્શ્વનાથ ભગવાનના ૨૩ મા ઉપવાસે શ્રી ગિરનાર તળેટીની યાત્રા કરી આયંબિલથી પારણું કરેલ. (C) ઊતરતા ક્રમે શ્રી આદીશ્વર ભગવાનના ૨૪ ઉપવાસને બદલે માસક્ષમણ કરી ૩૧મા દિવસે સિદ્ધગિરિની યાત્રા કરી પારણું કરેલ. (D) સં. ૧૯૯૫માં જેઠ વદ ૧૪ના સુરતમાં ચાતુર્માસપ્રવેશથી મહા વદ ૬ના વિહાર સુધીમાં ૨૬૦ દિવસની સ્થિરતા દરમિયાન ચાલુ વર્ષીતપમાં તીર્થકર વર્ધમાન તપમાં ૧૬મા ભગવાનથી ૨૩મા ભગવાન સુધીના ૧૬ + ૧૭ + ૧૮ + ૧૯ + ૨૦ + ૨૧ + ૨૨ + ૨૩ = ૧૫૬ ઉપવાસ, બાકીના ૧૦ દિવસમાં વષી તપના પર ઉપવાસ, એટલે ૨૦૦ દિવસમાં કુલ ૨૦૮ ઉપવાસ અને પર પારણાં થયાં. (૨) વીશસ્થાનક પદની આરાધના : (A) તેમાં પ્રથમ અરિહંત પદની આરાધના સળંગ ૨૦ ઉપવાસ ૨૦ વાર કરીને છેલ્લી વીશી વખતે શ્રી સિદ્ધાચલગિરિની ૨૧મા દિવસે યાત્રા પગે ચઢીને કરી અને પારણું આયંબિલથી કર્યું. (B) બીજા નો સિદ્ધાણં પદમાં પાંચ અક્ષર છે, તેથી બીજા પદની આરાધના પાંચ અઈથી કરી. (C) વીશ સ્થાનકના બાકીના અઢારે પદોની ચાલુ વિધિ પ્રમાણે છૂટા વીશ વીશ ઉપવાસથી વીશસ્થાનક તપ પૂર્ણ કર્યો. (૩) શાશ્વતી શ્રી નવપદજી એળીની આરાધના ૭૨ વર્ષ સુધી કરી. (૪) જીવન દરમિયાન બે વર્ષીતપ, તેમ જ છેલ્લાં કેટલાંય વર્ષોથી એકાસણાથી ઓછું પચ્ચકખાણ કર્યું નથી. (૫) પર્યુષણ અઠ્ઠમ, ચમાસીના છઠ્ઠ અને દિવાળીને છઠ્ઠ તબિયતના ખાસ કારણ સિવાય ૭૮ વર્ષની જૈફ વય સુધી કર્યા અને આજે પણ જ્ઞાનપંચમી, મૌન એકાદશી અને સંવત્સરીને ઉપવાસ ચાલુ છે. 2010_04 Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા–ર ૩૮૧ ( ૬ ) શ્રેણીતપ : સ. ૧૯૯૩માં પૂનાના ચાતુર્માસમાં ( ૧૩૫ દિવસની સ્થિરતા દરમિયાન ) શ્રેણીતપ તથા અરિહંતપદની એક વીશી ( વીશસ્થાનક પદમાં અરિહંતપદના વીશ ઉપવાસ) તથા છૂટા ઉપવાસ થઈ ૧૧૬ ઉપવાસ કરી કુલ ૧૩૫ દિવસની સ્થિરતા દરમિયાન ૧૯ દિવસ પારણાં કર્યાં, બાકીના છઠ્ઠું ઉપવાસ. (૭) વધુ માનતપની ૧૦૮ એળી : વમાનતપની ઓળીમાં વિશેષતાએ (A) ૫૪મી ઓળીમાં સિદ્ધગિરિની ૧૦૮ યાત્રા કરી, રોજની એ યાત્રા. (B) સ'. ૨૦૦૮માં સિદ્ધગિરિ ચાતુર્માસ દરમિયાન જેઠ વદ ૫ થી માગશર વદ પ–છ મહિના સતત આય'બિલ દ્વારા ૫૫, ૫૬, ૫૭ આળી સળંગ કરી. (C) શ્રી સિદ્ધગિરિની ૧૨૦ યાત્રામાં ૫૮મી ઓળી, છ છઠ્ઠ, એ અઠ્ઠમ કર્યાં. ( D) - મી, ૬૦ મી, ૬૧ મી અને ૬૪ મી ઓળી છઠ્ઠને પારણે આયમિલથી ( E ) જૂનાગઢ શ્રી ગિરનારમાં વમાનતપની ૬૧મી ઓળીમાં વચ્ચે સાત છઠ્ઠ, બે અઠ્ઠમ, નવ પાણાંના આયખિલ સાથે ૨૯ દિવસમાં જ ગિરનારની ૯૯ યાત્રા પૂર્ણ કરી. ૬૧મી ઓળીમાં છેલ્લે અઠ્ઠાઈ સાથે જામક ડારણાથી જૂનાગઢ સુધી સંઘમાં પ્રયાણ કર્યુ. આટલા લાંબા વિહારમાં એક જ દિવસ પાણીના ઉપયાગ કર્યાં. આવી જ રીતે બીજી વખત વિહારમાં ૯ ઉપવાસ કર્યાં. ( F ) ૬૫ મી ઓળી એકાંતરે ઉપવાસપૂર્વક. (G) ૬૬મી ઓળીમાં કેટલાક છઠ્ઠું અને કેટલાક ઉપવાસ. (H) ૭૭મી એળીમાં સિદ્ધગિરિની ૧૦૮ યાત્રા. આવાં ઉગ્ર તપેા અને નિર્મળતમ સયમજીવનની આરાધના કરતાં કરતાં આજે ૮૫ વની જૈફ વય સુધીમાં હજી સુધી કચારેય ડાળી કે સ્ટ્રેચરના ઉપયાગ કર્યાં નથીં. પ્રાયઃ કરીને દેષિત આહારનેા પણ ઉપયાગ કર્યાં નથી. દીર્ઘાતિી સયમપર્યાય બાદ શરીર જરિત થઈ જવા છતાં જેમના આત્મા સદાબહાર યુવાનીથી થનગની રહ્યો છે, એવા આ મહાત્માએ શ્રીસંઘમાં નિર્દેયક પરિસ્થિતિ, ફૂલી-ફાલતી ઇર્ષા, અશેાભનીય પત્રિકાબાજી, અદેખાઈની ચાદવાસ્થળીએ, વધતા જતા શિથિલાચાર અને સયમ પ્રત્યેના અનાદર વગેરે જોઈ, તેનાથી વ્યથિત થઈને ભીષ્મે અભિગ્રહ અમદાવાદ–ધીકાંટામાં આવેલ પ્રગટપ્રભાવી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ દાદા સમક્ષ સ. ૨૦૨૯ના જેઠ વદ છના દિવસે કર્યાં. પૂજ્યશ્રીએ લેાહીનું બુંદેબુંદ પરમાત્માના શાસનને અર્પણ કરવાની ઝિંદાદિલી અને જવાંમર્દી દાખવી. રાગેાના અતિ ભયંકર હુમલા અને લથડતી કાયાને લીધે ડાકટરોની ચેતવણીએ કે ભક્તોની કાકલૂદીએ પૂજ્યશ્રીને અભિગ્રહના પાલનમાંથી જરાપણ હચમચાવી ન શકી. આવા મેરુ સમાન અડગ મહાત્માએ અભિગ્રહપૂર્ણાંક આયંબિલની શરૂઆત કરી. ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮ એળીઓના મંગલ આંકને વટાવી પ્રગટપ્રભાવી શ્રી શખેશ્વર તીર્થાંમાં ૧૦૦૮ આયખિલ પૂ કર્યાં. તેના ઉપર અઠ્ઠમ કરીને પારણું કર્યાં વિના નિરંતર ૧૭૪૯ આયંબિલ થયાં ત્યારે સ. ૨૦૪૪ના સ ંમેલન સમયે શ્રીસ ંઘના અગ્રણીઓએ શ્રીસ'ધને સુવ્યવસ્થિત કરવા માટે થાડા સમયમાં પ્રયત્ન કરીશું એવુ વચન આપતાં, શ્રીસંઘના અગ્રણીએના આશ્વાસન અને આદેશથી પૂજ્યશ્રીએ અમદાવાદ જૈન મરચંટ સાસાયટીમાં સ. ૨૦૪૪ના વૈશાખ સુદ ૩ ( અખાત્રીજ )ના ૧૭૫૧ આયંબિલ ઉપર એક ઉપવાસ કરી અનિચ્છાએ શેરડીના રસથી હામ ચાવિહાર પૂર્ણાંક 2010_04 Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શાસનપ્રભાવક પારણું કર્યું. સં. ૨૦૪૪ના અષાઢ સુદ ૬ અમદાવાદ-વાસણા ચાતુર્માસ પ્રવેશના પ્રથમ દિવસથી જ પુન: આયંબિલ શરૂ કરેલ છે, જેને આજે સં. ૨૦૪૭ના ભાદરવા સુદ પને શુક્રવારે ૧૧૫૧ આયંબિલ નિરંતર થયાં અને વર્તમાનમાં હજુ પણ આગળ ચાલુ જ છે. ૫૮ વર્ષના નિર્મળ સંયમપર્યાયમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-બનાસકાંઠા-રાજસ્થાનમહારાષ્ટ્ર-કર્ણાટક વગેરે ક્ષેત્રમાં વિચરી, સ્વ-પર ઉપકાર કરવા પૂર્વક અને ભવ્ય જીવોને તારવા દ્વારા મેક્ષના માર્ગના વાહક બની રહ્યા છે. આવા સૂરિ દેવના ચરણકમલમાં અનંતશ વંદના ! (સંકલન : પૂ. મુનિશ્રી અનંતબોધિવિજ્યજી મહારાજ) સમતાધારી, વિનયમૂર્તિ, સરળસ્વભાવી, જીવદયાપ્રેમી પૂ. આચાર્યશ્રી વિજયનરરત્નસૂરીશ્વરજી મહારાજ સંત મહાત્માઓનાં પવિત્ર ચરણોથી પાવન બનેલ ગુર્જરદેશના વીજાપુર તાલુકાના માણેકપુર ગામના શાહ ફૂલચંદ લલ્લુભાઈના સુપુત્ર હીરાલાલના પરિવારમાં અનોખા એવા એક પુષ્પનું પ્રાગટય થયું, જે રાતદિવસ કરમાયા વગર સતત સુગંધ ફેલાવતું રહે છે, જે ઊગ્યું અમદાવાદમાં, પણ એની સુવાસ સમગ્ર ભારતભરમાં ફેલાઈ રહી છે. સં. ૧૯૮૨ના પિષ વદ ૧૧ ને રવિવારના દિવસે અમદાવાદ–તળિયાની પિળમાં શાહ ફૂલચંદભાઈના સુપુત્ર હીરાલાલભાઈનાં ધર્મપત્ની ચંદનબહેને ચંદન-શા શીતળ, નરેમાં રત્ન સમાન, એવા પુત્રરત્નને જન્મ આપ્યો. ળિયાને ચિનુભાઈ એવું નામ આપવામાં આવ્યું, પણ માંહ્યલે તે અનામીપણની સાધનાના માગ પર મીટ માંડીને બેઠા હતા. નાનપણથી જ એ માગે ડગ માંડતા પિતાજીની આંગળી પકડીને દેરાસર જતા. એ જ આંગળી પકડી ઉપાશ્રય જતા. આશ્ચર્ય તો એ વાતનું છે કે આંગળી પકડનારે એક દિવસ આંગળી ખેંચીને કાયમ માટે પિતાજીને ઉપાશ્રયમાં સ્થાન અપાવી દીધું. પિતાજીને સંયમની ભાવના થતાં બે ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં અનુક્રમે પાટણ અને વઢવાણ ર્યા. ચિનુભાઈ એ છ જ વર્ષની બાળવયમાં પૂજ્ય પિતાજી સાથે પ્રથમ ચાતુર્માસ સં. ૧૯૮૭ની સાલમાં પાટણ મુકામે કર્યું. વઢવાણ ચાતુર્માસમાં જ્ઞાનપંચમીના દિવસે જીવનને પ્રથમ ઉપવાસ કરી, વૈરાગ્યદીપકને પ્રજ્વલિત કર્યો. તે દરમિયાન પાટણમાં સતના તરસ લાગવાના કારણે અંધારામાં જાગતા બેઠા હતા ત્યારે પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી ગણિયે પૂછયું, “કેમ ચિનુ, શું થાય છે? ઊંઘ નથી આવતી?” વગેરે પ્રશ્નો થતાં લાગેલ તરસની વાત કરી. કુશળ સંયમ-રત્ન-પરીક્ષક એવા પૂ. ઉપાધ્યાયજી ભગવંતે તરત મોકે (અવસર) ઝડપી લઈ કસોટી કરી; “ચિનુ, ઉકાળેલું ચૂનાનું પાણી છે, જે ઉપયોગ કરવો હોય તે.” ત્યારે પોતાના અંતરમાં પ્રગટી ઊઠેલી જ્ઞાનજ્યોત અને સરળતાને આછો ઇશારો કરતા હેય તેમ ચિનુએ જવાબ આપે, “સાહેબ ! આપણાથી રાત્રે પાણું ન પિવાય”. આ જવાબ 2010_04 Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૩૮૩ ઉપર જ પૂ. ઉપાધ્યાયજી મહારાજે ખુશ થઈ તેમના પર ગ્યતાને સિકકો મારી દીધે. બીજે દિવસે સવારે પૂજ્યશ્રીએ હીરાલાલભાઈને બોલાવી રાતની હકીકત જણાવી, અને કહ્યું કે, દીકરાને સાથે લઈને નીકળજે, ઉતાવળ કરીશ નહીં. રાતની હકીકતની જાણ થતાં જ પિતાજી (હીરાલાલ)ની છાતી તે ગજ ગજ ફૂલવા લાગી અને હૃદય આનંદવિભેર બની ગયું. પિતાજીએ પિતાનામાં વૈરાગ્યની વૃદ્ધિ કરવા માટે અને પુત્ર વિશેષ વૈરાગ્ય પામે તે માટે સં. ૧૯૮૮માં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ, પૂ. પંન્યાસજી શ્રી રામવિજ્યજી ગણિવર્યાદિની નિશ્રામાં પુનઃ ચાતુર્માસ વઢવાણ મુકામે કર્યું ચાતુર્માસ બાદ વિહારાદિની તાલીમ માટે પિતાજીની અનુમતિથી પૂ. આચાર્ય મહારાજશ્રી સાથે ૬ વર્ષની બાળવયમાં વિહાર કરી પાલીતાણા આવ્યા. આમ ચિનુભાઈ સો ટચનું સોનું થયા બાદ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે દીક્ષાનું મુહૂર્ત કાઢી આપ્યું. દીક્ષા નક્કી થયા બાદ પિતાજી સાથે શ્રી સમેતશિખરજી આદિ તીર્થભૂમિઓની સ્પર્શન-પૂજા-વંદનાદિ કરી મેહરાજાની સામે સંગ્રામ ખેલવા સમ્યગ્દર્શન રૂપી તલવારની ધાર એકદમ તેજસ્વી બનાવી દીધી. તે વખતે ગાયકવાડ સરકારને બાળદીક્ષા સામે સખત વિરોધ હોવાથી જાહેરમાં દીક્ષા થાય તેમ ન હોવાથી પિતાજી આદિ કુટુંબ સહિત ખંભાત પાસે વત્રા ગામે આવ્યા. તે સમયે પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી દાનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી લબ્ધિસૂરિજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ, પૂ. પંન્યાસશ્રી રામવિજ્યજી ગણિવર્ય આદિ મુનિભગવંતે બાળદીક્ષાને વિરોધ અટકાવવા અને ગાયકવાડ સરકારને સમજાવવા વડેદરા પધાર્યા. વ્યાખ્યાન અને સમજાવટ આદિથી વિરોધ નરમ થઈ જવાથી બીજા પણ બાળમુમુક્ષુઓ માટે દીક્ષાને માર્ગ ખુલે છે. “પોપવાય સત્તાં વમૂતયઃ' એ ઉક્તિ તેમના જીવનમાં સાર્થક થતી દેખાય છે. સં. ૧૯૮ન્ના જેઠ સુદ ૧૪ ના પવિત્ર દિવસે વત્રા ગામની પુણ્યધરા પર પૂ. મુનિરાજ શ્રી નંદનવિજ્યજી મહારાજના વરદ હસ્તે અને પૂ. કાકા મુનિરાજશ્રી મૃગાંકવિજ્યજી મહારાજ આદિની ઉપસ્થિતિમાં ૭ વર્ષ ૪ મહિના અને ૧૮ દિવસના ચિનુભાઈએ દીક્ષા અંગીકાર કરી બાલમુનિ શ્રી નરરત્નવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. દીક્ષા પ્રસંગે મુંડન કરવા બેલાવેલ નાઈ (હજામ) ભયને લીધે ન આવતાં, ખુદ પિતાજીએ અન્ને લઈને મુંડન કર્યું. અને એ રીતે ભવિષ્યમાં કર્મરાજાને મૂંડી નાખવાને ઈરાદો જગતના ચોગાનમાં જાહેર કર્યો. નૂતન મુનિશ્રી નરરત્નવિજયજી મહારાજે મેહસુભટ સામે જબરદસ્ત ગૂંગિયો ફૂંક્યો અને સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ગુરુવિનય, તપ-ત્યાગાદિ શસ્ત્રોને લઈ અપ્રમત્તપણે સંયમસાધના ચાલુ કરી અને સં. ૧૯૯૦ના ફાગણ વદ ૬ના અમદાવાદ-રાજનગર, દોશીવાડાની પિળમાં આવેલ વિદ્યાશાળાના ઉપાશ્રયે સકલાગમ રહસ્યવેદી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદાસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે નૂતન મુનિશ્રી નરરત્નવિજ્યજી મહારાજે વડી દીક્ષા ગ્રહણ કરી. પૂજયેના સાંનિધ્યમાં સંયમજીવનની સાધના–નિરતિચાર કરવા લાગ્યા. દીક્ષાથી ૧૧ મહિના બાદ પિતાજીની દીક્ષા થતાં એક નવું જેમ, ન ઉલ્લાસ, નવી તાજગી પૂજ્યશ્રીના જીવનમાં પ્રગટી. અપ્રમત્તપણે 2010_04 Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શાસનપ્રભાવક પાંચેય મહાબતનું સુવિશુદ્ધ પાલન કરતાં કરતાં જીવન-ઉદ્યાનમાં એટલાં બધાં ગુણપુને પમરાટ ફેલાવા માંડ્યો કે એનાથી પૂજ્ય ગુરુભગવંતે આકર્ષાઈ સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૮ના મંગળ દિવસે સ્થભનતીર્થ (ખંભાત)ની પાવનભૂમિમાં પૂ. પિતાજી (પૂ. ગણિવર્ય શ્રી હિમાંશુ વિજ્યજી) મહારાજના વરદ હસ્તે ગણિપદનું આપણ થયું અને એ જ દિવસે કુશળ આત્મશિલ્પી સિદ્ધાંતમહેદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પતિતપાવન હસ્તે પંન્યાસપદનું આરોપણ થયું, પણ વડીલેનું મન હજી માન્યું નહીં. ગુણપુષ્પની સૌરભ એટલી તીવ્રપણે તનમનને તરબતર કરતી રહી કે આટલું પણ સન્માન ઓછું લાગ્યું જેથી સં. ૨૦૨૯ના માગશર સુદ ૬ના દિવસે શ્રી સિદ્ધાચલગિરિની શીતળ છાયામાં આવેલા અરીસા ભુવનમાં જિનશાસનના શિરમોરસમાં પંચપરમેષ્ઠિના તૃતીયપદ – આચાર્યપદ પર આરૂઢ કરીને જ સંતેષ થેયે અને ત્યારથી પૂજ્યશ્રી આચાર્યદેવ શ્રી વિજયનરરત્નસૂરીશ્વરજી મહારાજનું નામાભિધાન પામ્યા. આચાર્યપદે આરૂઢ થયા બાદ શાસનનાં અનેક કાર્યો કરવા સાથે પિતાજી મહારાજની વૈયાવચ્ચ ગુરુથી પણ અદકેરા ભાવે કરી રહ્યા છે. તેઓશ્રીના સરળતા, નમ્રતા, ગુણાનુરાગ તેમ જ નાનાથી માંડી મોટા સુધીના કેઈ પણ જીવને પિતાના નિમિત્તે સહેજ પણ સંકલેશ કે મનદુઃખ ન થાય તેની સંપૂર્ણ કાળજી વગેરે ગુણ ઊડીને આંખે વળગે એટલી હદે વિકસ્યા છે. સંયમજીવનમાં જરાપણ ડાઘ ન લાગે તેની સતત જાગૃતિ અને જયણા વિશે અપ્રમત્તતા જતાં આપણને એમ લાગે કે ખરેખર આ મહાપુરુષે જિનશાસનને આત્મસાત્ કરી લીધું છે. શ્વાસે શ્વાસે પરમાત્માની આજ્ઞા પ્રત્યેની પ્રતિબદ્ધતા વિના આખું જીવન અને આવા ગુણેની ખીલવટ શક્ય જ નથી. તપ અને ત્યાગને વારસે તે પૂ. પિતાજી મહારાજ પાસેથી જ મળે. ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ આદિની તપસ્યા તેમ જ છૂટક છૂટક આરાધના શત્યાનુસાર વર્તમાનમાં પણ ચાલુ જ છે. તદુપરાંત વર્ધમાન તપને પાયે નાખી નાદુરસ્ત તબિયત અને અસ્વસ્થતા વચ્ચે ૩૨ એળી સુધી પહોંચ્યા છે. સં. ૨૦૩૩ માં જૂનાગઢમાં એકાંતરે આયંબિલ શરૂ કરી ૧૦૪૨ આયંબિલ થયાં ત્યારે સં. ૨૦૩૮માં નડિયાદ મુકામે બીમારીને કારણે પારાણું કર્યું. એક મહિનામાં આયંબિલ પૂર્વક શ્રી સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા એકાસણ પૂર્વક એક વખત નવ્વાણું યાત્રા. એવી રીતે ચારથી પાંચ વખત નવ્વાણું યાત્રા કરી. શ્રી સિદ્ધગિરિ અને શ્રી ગિરનાર તીર્થ – આ બને તેઓશ્રીના શ્વાસ–પ્રાણ બની ગયા છે. શ્રી સિદ્ધગિરિ અને શ્રી ગિરનારની સંપૂર્ણ પરિકમ્મા પ્રાયઃ ચારથી પાંચ વાર કરી. પાલીતાણુ ચાતુર્માસ દરમિયાન ૭ છઠ્ઠ અને ૨ અઠ્ઠમ કરી તળેટીની યાત્રા કરી. સં. ૨૦૦૯માં માણેકપુર ચાતુર્માસમાં ૧૫ દિવસ પછી એકાંતરે ઉપવાસની આરાધના ચાલુ કરી અને ચાર મહિના બાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં પારણું કર્યું. છઠ્ઠ કરીને સાત યાત્રા બે વખત શ્રી સિદ્ધગિરિની કરી. તૃતીય (આચાર્ય ) પદે બિરાજમાન હોવા છતાં તેઓશ્રીના જીવનમાં નમ્રતા, સરળતા, વિનય, જ્યણ, વૈયાવચ્ચ, ઔચિત્ય આદિ અનેક ગુણે આજે પણ આપણને જોવા મળે છે. 2010_04 Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા–ર આવા નમ્રતા, સરળતા અને સંયમજીવનની અપ્રમત્તતાના ત્રિવેણીસંગમ સમાન પ્રશાંત વિનયીરત્ન પૂ. આચાર્ય દેવને કેટિશઃ વંદન ! ( સ`કલન : પૂ. મુનિશ્રી અન તમેધિવિજયજી મહારાજની પ્રેરણાથી માંડલવાળા સ્વ. સેામચ’દભાઈ છેોટાલાલ પિરવાર તરફથી. હું ઃ ઇન્દ્રવદનભાઈ. ) 6 હારે હારે હીરા નહિ, કંચન કે નહિ પહાડ, સિહ કે ટાળે નહિ, સત વિરલ સંસાર 'ને સિદ્ધ કરનાર 4 તપસ્વીસમ્રાટ ’ ૩૮૫ પૂ. આચાર્યશ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ–ધાળકાની વચ્ચે આવેલા નાનકડા ચલોડા ગામે પ્રગટ થયેલુ આ સૂરિરત્ન વમાન તપ ક્ષેત્રે આગવા ઇતિહાસ સર્જી રહ્યું છે. સ. ૧૯૭૨માં પ્રેમચંદભાઇ ને ત્યાં જન્મેલા રતિલાલભાઈ ના ઉછેર એવી સુખસાહ્યબીમાં થયેા હતેા કે માંયમજીવનમાં આ જીવ કઠિન તપશ્ચર્યાના વિક્રમ સર્જશે એવી કલ્પના જ ન આવે. સ. ૧૯૯૦ના અષાઢ સુદ ૧૪ને શુભ દિવસે આ રતિલાલભાઈ અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી રાજવિજયજી મહારાજ અન્યા. સુખસાહ્યબીમાં ઊછરેલા આ જીવને સંયમજીવનનાં આરંભનાં વર્ષોંમાં આયંબિલના લુખ્ખા આહાર તરફ ભારે અરુચિ રહેતી. લુખ્ખા આહાર જોતાં જ ઊલટીઓ થવા માંડે, છતાં પ્રયત્ન અવિરત ચાલુ રાખ્યા અને આયખિલ આદિ આરાધના કરતા રહ્યા. સાથે વમાન તનેા માંગલ પાયેા પણ નાખી શકયા. અને આ પાયે પણ કોઈ એવી શુભ પળે નખાયે કે એની ઉપર તપની વિરલ સિદ્ધિ રૂપે ગગનચુંબી ઈમારતનું નિર્માણ થઇ શકયું! સંયમશિલ્પના મહાન ઘડવૈયા ગુરુદેવાના હાથે સંયમઘડતર પામીને શ્રી રાજવિજયજી મહારાજ તપસાધનાના ક્ષેત્રે ખૂબ જ ટૂંકા ગાળામાં ઠીક ઠીક આગળ વધી શકયા. એમાં યે પૂજ્યશ્રીની વર્ષીમાન તપની સાધના-આરાધના તે ઠેર ઠેર પ્રભાવક પ્રેરણાસ્થાન બની રહી. તપની સાથે સ્વભાવે સૌમ્યતાને આત્મસાત્ કરી જનારા તેઓશ્રી દેવ-ગુરુ-ધર્મ ની કૃપાના પ્રભાવે સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૮ના દિવસે ખભાતમાં પંન્યાસ પદ પામીને સં. ૨૦૨૯ના માગશર સુદ ખીજને દિવસે રાજપુર–ડીસામાં આચાર્ય પદે આરૂઢ થયા; અને પુ. આચાય શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. સ. ૨૦૨૩ના ફ્ાગણ સુદ પૂર્ણિમાને દિવસે સુરેન્દ્રનગર મુકામે ૧૦૦મી ઓળીની આરાધના પૂર્ણ કરી. બીજી પશુ સ. ૨૦૩૪ના ફાગણ વદ ૯ને દિવસે પાટનગર-ગાંધીનગરના આંગણે સે આળીની પૂર્ણાહુતિ – પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને શતાધિક શ્ર. ૪૯ 2010_04 Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શાસનપ્રભાવક શ્રમણ-શ્રમણીની ઉપસ્થિતિમાં અજોડ એવી આ આરાધના પૂર્ણ કરી “તપસ્વી-સમ્રાટ'નું બિરુદ પામ્યા. છતાં તેઓશ્રી તપથી વિરામ ન પામ્યા અને ત્રીજી વાર પણ વર્ધમાન તપને પ્રારંભ કર્યો. તેર તેર હજાર આયંબિલના તપસ્વી સાધક બની ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીની મૌનસાધના પણ ઠેર ઠેર સુંદર પ્રભાવ પાથરવામાં સફળ નીવડતી રહી છે. એની સાખ તેઓશ્રીની ચાતુર્માસિક સ્થળમાં શ્રી સંઘમાં સારી એવી સંખ્યામાં થયેલી વર્ધમાન તપની સમૂહ આરાધનાઓ પૂરે છે. તદુપરાંત, પૂજ્યશ્રીની નિશ્રામાં અંજનશલાકા–પ્રતિષ્ઠાદિ મહેન્સ મેટી સંખ્યામાં ઊજવાતા રહે છે. આયંબિલ તપને પૂજ્યશ્રીએ પિતાનું જીવન જ બનાવી દીધું હોય તેમ લાગે છે. ઘણી બધી ઓળીઓ ભરઉનાળામાં તેઓશ્રીએ ઠામચૌવિહારથી કરી છે. પૂજ્યશ્રીની સંયમશુદ્ધિ, દર્શનશુદ્ધિ અનુપમ છે. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર તરીકે સિદ્ધાંતરક્ષા અને શાસનરક્ષાપૂર્વકનું પ્રભાવક જીવન જીવી રહેલા તેમ જ વૃદ્ધાવસ્થામાં ય તમય ચર્ચા જાળવી રહેલા, તેઓશ્રી અનેક સ્થાનમાં અદ્ભુત શાસનપ્રભાવના કરતાં વિચારી રહ્યા છે. સં. ૨૦૪૪માં રતલામ ચાતુર્માસમાં વર્ધમાન તપસમ્રાટ આ સૂરિદેવે ૨૬૩મી (૧૦૦+૧૦૦+૧૩) એળી પૂર્ણ કરી છે. આ તપશ્ચર્યા પિતાની રીતે આગવી છે. ૨૬૬ ઓળીના લગભગ ૧૨,૦૦૦થી વધુ આયંબિલ થાય, જે એક અનોખો વિકમ સ્થાપે છે. પૂજ્યશ્રીને સંયમપર્યાય ૫૮ વર્ષ છે. તેઓશ્રીના શિષ્ય પરિવારની વિગત આ પ્રમાણે છે: ૧. સ્વ. મુનિશ્રી પ્રવીણવિજયજી મહારાજ, ૨. સ્વ. મુનિશ્રી બાહવિજયજી મહારાજ, ૩. મુનિશ્રી મને બળવિજયજી મહારાજ, ૪. મુનિશ્રી વજુબળવિજ્યજી મહારાજ, ૫. મુનિશ્રી વિનયબળવિજયજી મહારાજ અને ૬. મુનિશ્રી હર્ષતિલકવિજયજી મહારાજ, જિનશાસનના તપસામ્રાજ્ય પર અદ્વિતીય ધ્રુવપદને પામી ચૂકેલા વિરલા સંતેમાં આ તપસ્વી શિરોમણિ મહાત્માનાં ચરણકમલમાં અનંત વંદના ! - ~ અગણિત મુહર્તાના માર્ગદર્શક, ગુરુસેવા-ગુણના આદર્શરૂપ પૂ. આચાર્યશ્રી વિજયમહદયસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૭૦ના શ્રાવણ માસની અમાવાસ્યાને દિવસે વઢવાણમાં પિતા મનસુખલાલને ત્યાં જન્મેલા મણિલાલે પૂ. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ધર્મદેશનાના શ્રવણે વૈરાગ્યવાસિત બનીને સં. ૧૯૯૦ના અષાઢ સુદ ૧૪ના રોજ અમદાવાદમાં સકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંયમ સ્વીકાર્યું. અને પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી મહાવ્યવિજયજી મહારાજ બન્યા. દીક્ષા–દિવસથી પૂજ્ય ગુરુદેવશ્રીની વિદ્યમાનતા સુધી પડછાયાની જેમ સાથે રહીને આજીવન ગુરુકુલવાસ તરીકે અદ્ભુત આદર્શ ખડે કર્યો છે. દીક્ષા, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ વિવિધ મુહૂર્તોના માર્ગદર્શક બન્યા છે. પૂજ્યશ્રીના સંયમજીવનમાં સેવા-સમર્પણ અને 2010_04 Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ 3८७ સમુદાયની સાર-સંભાળના ગુણે વ્યાપેલા છે. આ ગુણને પ્રભાવે તેઓશ્રીને પૂ. ગુરુદેવશ્રીને વરદ હસ્તે સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને શુભ દિવસે મુંબઈમાં મહત્સવ પૂર્વક આચાર્યપદ અભિષિક્ત કરાયા અને પૂ. આચાર્ય શ્રી વિજયમહદયસૂરીશ્વરજી મહારાજ તરીકે ઘોષિત થયા. વર્ષોથી અવિરત ગુરુસેવા, સમુદાયની સારસંભાળ, અનેક મુહૂર્તોનું માર્ગદર્શન, પૂ. ગુરુદેવશ્રીને પત્રવ્યવહારની જવાબદારી ઇત્યાદિમાં પિતાના અસ્તિત્વને ઓગાળી દઈને સંયમજીવનને ગૌરવાન્વિત બનાવેલ છે. પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમાધિપૂર્ણ સ્વર્ગગમન બાદ જેઓશ્રીના નામ કામ સમુદાય અને સંઘ સમક્ષ વધુ પ્રમાણમાં જાણીતાં અને માનીતાં થઈ રહ્યાં છે, એ પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રી વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજ, વડીલો-આચાર્યદેવેની શુભેચ્છા પામીને વર્ધમાન તપપ્રભાવક પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજનાં નિશ્રા-સાન્નિધ્ય પામવા પૂર્વક હાલ સમુદાયનું સુકાન સંભાળી રહ્યા છે. બહેળો અનુભવ, પ્રશાંત પ્રકૃતિ, પૂજ્ય ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ ગુરુદેવની પરમ કૃપા, જ્યોતિષશાસ્ત્રને ઊંડો અભ્યાસ આદિ અનેકાનેક વિશેષતા ધરાવતા પૂજ્યશ્રી અને પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ એક જ સાલ અને એક જ દિવસના દીક્ષિત છે. બંનેની દીક્ષા વચ્ચે માત્ર કલાકનું જ અંતર છે. દીક્ષાની એ ઘડી-પળે કેઈ ને કલ્પના ય નહિ આવી હોય કે, આ બે સહદીક્ષિતેના શિરે ભવિષ્યમાં એક મહાન જવાબદારી તરીકે સમુદાયનું સંચાલન સ્થાપિત થશે અને એ કર્તવ્ય અદા કરવામાં બંને અરસ-પરસ પૂરક બની રહેશે ! હાલ પૂજ્યશ્રીને દીક્ષા પર્યાય પ૭ વર્ષને છે. અધિકાધિક અને અદકેરાં શાસનકા સફળતાથી પાર પાડવા માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ બ, એવી અંતરની અભ્યર્થના અને પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની કેટિશ: વંદના ! તપ-ત્યાગ-તેજસ્વિતા-તિતિક્ષાની મૂર્તિ, કુશળ અને સચેટ વ્યાખ્યાતા અગણિત શિષ્યસમુદાયના પ્રેરક-પ્રોત્સાહક, સમર્થ સાહિત્યસર્જક પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ વત્સલ, વિમલ અને વિશુદ્ધ વ્યક્તિત્વને પ્રભાવે અનેક જીવાત્માઓ જૈનત્વને પામીને કૃતાર્થ થયા, તે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું વિરલ વ્યક્તિત્વ અત્યંત પ્રભાવંશાળી છે. તેઓશ્રીને જન્મ જૈનનગરી અમદાવાદમાં કાળુશીની પિળમાં સુસંસ્કારી શ્રીમાન ચીમનલાલનાં સુશ્રાવિકા ધર્મપત્ની ભૂરીબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૬૭ના ચૈત્ર વદ ૬ને શુભ દિવસે થયે હતે. માતાપિતાએ નામ રાખ્યું કાંતિલાલ. કાંતિલાલ ખરેખર નાનપણથી જ વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસમાં કાંતિમાન હતા. આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષ સેકન્ડ કલાસમાં ઉત્તીર્ણ થઈ, આજની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ (C. A.)ની સમકક્ષ ત્યારની G. D. A. (ગવર્નમેન્ટ ડિલેમેઇડ એકાઉન્ટનટ)ને અભ્યાસ કર્યો. ત્યાર બાદ ઇંગ્લેન્ડની અને ઈન્ડિયાની ઇન્સ્ટીટ્યુટ ઓફ બેન્કર્સ અને ઈન્કોર્પોરેટેડ સેકેટરીઝની પરીક્ષા પણ પસાર કરી. એમાં 2010_04 Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શાસનપ્રભાવક ઇંગ્લેન્ડની પ્રથમ બેન્કિંગ પરીક્ષા પુરસ્કાર ઉત્તીર્ણ કરીને દેશ અને કુટુંબની શોભામાં ચાર ચાંદ લગાડ્યા. પરંતુ કેલેજમાં ભણતાં કાંતિલાલને કેલેજને માદક રંગ નહિ, પણ વિદ્યાશાળામાં બિરાજમાન પૂ. ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજના સ્ફટિકનિર્મળ આમાના સુવિશુદ્ધ શાંત સ્વભાવને રંગ લાગે. મોટાભાઈના ભરયુવાનવયે થયેલા અસહ્ય અને અવર્ણનીય મૃત્યુના આઘાતે કાંતિલાલના અંતરમાં સંસારની ક્ષણભંગુરતા આંકી દીધી, એમાં નાનાભાઈ પિપટલાલની ઈચ્છાને ઉમેરે થયે અને બંને ભાઈઓએ ભવતારિણી ભાગવતી દીક્ષા લેવાને નિરધાર કર્યો. સં. ૧૯૯૧ના . ઉપાધ્યાય શ્રી પ્રેમવિજ્યજી ગણિવર ચાણસ્મામાં બિરાજમાન હતા ત્યાં બંને ભાઈઓ પહોંચી ગયા. અને પિષ સુદ ૧૨ને મંગળવારે બંને ભાઈઓએ શ્રીસંઘના જ્યનાદ વચ્ચે પૂ. ઉપાધ્યાયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરીને નવા જીવનને શુભારંભ કર્યો. તે દિવસથી કાંતિલાલ મુનિશ્રી ભાનવિજયજી મહારાજના રૂપે-સ્વરૂપે અને પપટલાલ એમના જ શિષ્ય રૂપે મુનિશ્રી પદ્મવિજયજી મહારાજ તરીકે વંદાવા-પૂજાવા લાગ્યા. શાળાજીવન દરમિયાન જ પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતે. શોખ અને સ્વભાવથી જ્ઞાનના અથી હતા જ. તર્ક યુક્ત ચિંતન, વેધક બુદ્ધિશક્તિ, ક્રમિક વિચારધારા, ચિત્તનું સંતુલન અને સવગ્રાહી–સારગ્રાહી ચિત્તશક્તિને લીધે પ્રથમથી જ તેઓશ્રી એક કુશળ ચિંતકની છાપ ઉપસાવી શક્યા. તેઓશ્રીની પ્રજ્ઞાશક્તિને પારખી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ પૂજ્યશ્રીને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં જોડ્યા. ન્યાયદર્શનના પ્રાચીન અને નવીન ગ્રંથને ગુરુગમથી તલસ્પર્શી અભ્યાસ કર્યો. જેન દાર્શનિક ગ્રંથોનું પણ ગહન અધ્યયન કર્યું. વેદાંત, સાંખ્ય, મીમાંસા, વૈશેષિક અને બૌદ્ધ – આ છ દર્શનેનું પણ ઊંડું અવગાહન કર્યું. આમ, ટૂંક સમયમાં જ તેઓશ્રી આ વિદ્વત્તાથી અત્યંત પ્રભાવિત થયા અને તેઓશ્રી પાસે સમુદાયના મુનિવર્યોને અધ્યાપન માટે મૂક્યા. આમ, પૂજ્યશ્રી અધ્યાત્મવિદ્યાના મહાન અધ્યેતા તરીકે સુખ્યાત બન્યા. સેનામાં સુગંધ ભળે તેમ, પૂજ્યશ્રીએ જ્ઞાનસાધના સાથે જ ઉગ્ર તપની ઉપાસનાને પણ આરંભ કર્યો, વર્ધમાનતપની ઓળીને પાયે નાખે અને અનેક તપશ્ચર્યાઓ સાથે વર્ધમાનતપની ૧૦૮ એળી પ્રસન્નચિત્તે પૂર્ણ કરી. આજે પણ તપની આ સાધના ઉત્કૃષ્ટપણે ચાલી રહી છે. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ વિશુદ્ધ અને વત્સલ છે. પાતળે સૂકલકડી દેહ, કરુણા અને વિનમ્રતા ભરેલી સાદા ચશ્માં પાછળ ચમકતી તેજસ્વી આંખો, પ્રસન્નતાથી સદાય પ્રફુલ્લ ચહેરે, જાડાં વેત વ – એ પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ છે, તે આંતરગુણના પ્રભાવે પૂજ્યશ્રી સૌ કેઈને મનને હરી લે છે. પૂજ્યશ્રીની આંખમાં આત્મભાવનું અંજન છે, અંતરમાં પરમાત્માનું ગુંજન છે, હોઠ પર પ્રશમભાવનું સિમત છે, ચહેરા પર પ્રસન્નતા અને વાણીમાં વૈરાગ્યની ભીનાશ છે, વ્યવહારમાં જિજ્ઞાસાનો શીતળ ચંદસ્પર્શ છે. પૂજ્યશ્રીના ગમનાગમનમાં ચંપાના ફૂલની સુવાસ છે, તે કલમમાં કર્મની સામે તાતી ધર્મ – આરાધનાનો આદેશ છે. એ વાણીમાં વૈરાગ્યભાવને વધાવતી દિવ્ય સંજીવની છે. સ્પર્શ, તે પછી પૂજ્યશ્રીની વાણીને હોય કે કલમને, હાથને હોય કે ચરણને, પણ જેણે જેણે એને અનુભવ કર્યો તેના હૈયે સમ્યક્ત્વનું હજાર પાંખડીનું સુમન ખીલ્યા વગર ન રહે. 2010_04 Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૩૮૯ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સાંન્નિધ્યમાં બંને ભાઈઓની જ્ઞાન-તપની સાધના અને સાધુજીવનને અદ્ભુત વિકાસ થવા પામે. તેઓશ્રીના ત્રીજા બંધુ શ્રી જયન્તીલાલે પણ સં. ૨૦૦૧માં દીક્ષા લીધી અને મુનિવર્ય શ્રી ભાનુવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી તરુણવિજ્યજી મહારાજ તરીકે સુંદર સાધના કરીને સં. ૨૦૦૨ના ચૈત્ર સુદ બીજને દિવસે કાળધર્મ પામ્યા. લઘુબંધુ પૂ. પંન્યાસજી શ્રી પદ્યવિજ્યજી ગણિવરને છેલ્લે કેન્સરની બીમારી લાગુ પડી હતી. તેમ છતાં તેઓશ્રી ૧૩-૧૨૨૪-૩૦ ઉપવાસેની તપશ્ચર્યા કરવા પૂર્વક સમાધિ જાળવીને પિંડવાડામાં કાળધર્મ પામ્યા. જ્યારે પૂ. પંન્યાસજી શ્રી ભાનવિજયજી ગણિવરની સંયમયાત્રા અનેકશઃ માગે વિકાસ સાધતી જ રહી, પરિણામે સં. ૨૦૨હ્ના માગશર સુદ બીજને શુભ દિવસે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી સર્વસવાણને મર્મજ્ઞ વિવેચક છે. ન્યાય, આગમ, દર્શન અને કર્મશાસ્ત્રનાં ગહન રહસ્યના પ્રખર વિશેષજ્ઞ છે. વ્યાકરણ, કાવ્ય ઉપર તેમ જ સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીની વાણુમાં વૈરાગ્યભાવ છલકે છે ને તેઓશ્રીની કલમમાંથી આ મબોધ નીતરે છે. તેઓશ્રી આચાર-વિચારની જીવંત સંહિતા છે. તેજસ્વિતા, તપસ્વિતા, તન્મયતા અને તિતિક્ષાની પાવન ભૂતિ છે. પૂજ્યશ્રીએ પિતાના આત્મવૈભવ અને દિગદિગંત ગુંજતી યશસમૃદ્ધિને આકંઠ પચાવીને આત્માને નિરાભિમાની રાખે છે. પૂજ્યશ્રીનું ચિંતન માત્ર ભાષાથી જ નહિ, ભાવથી પણ રસાયેલું છે. એ ભાવવાહી શૈલીમાં તેઓશ્રીએ સાઠથી વધુ ગ્રંથનું સર્જન કર્યું છે. દર સપ્તાહે પ્રગટ થતા ગુજરાતી “દિવ્યદર્શન સાપ્તાહિકના અને હિન્દીભાષી વિસ્તાર માટે છેલ્લાં ત્રણ વરસથી હિન્દી ભાષામાં “તીર્થકર દિવ્ય દર્શન’ પાક્ષિકનાં પૃષ્ઠો પર તેઓશ્રીની અધ્યાત્મવાણી છેલ્લાં ત્રીશ વર્ષથી વૈરાગ્યબોધની અમીવર્ષા કરી રહી છે. - પૂજ્યપાદશ્રીની નિશ્રામાં અનેક સ્થળોએ અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાન, સંઘયાત્રા આદિ અનેકવિધ જિનભક્તિના મહોત્સવ થયા છે. હાલ ૨૦૦થી પણ વધુ શિ– પ્રશિષ્યના વિશાળ સમુદાય ધરાવતા સંયમશિલ્પી પૂજ્ય આચાર્ય પ્રવરશ્રી પરિવારના સર્વાગીણ શ્રેય માટે સતત જાગૃત અને પ્રવૃત્ત રહેવા ઉપરાંત ચિરસ્મરણીય શાસનસેવા કરી રહ્યા છે. આજે પૂજ્યશ્રીના શિષ્યગણમાં નવ તે આચાર્યો છે. પૂજ્યશ્રીની ધાર્મિક અભિરુચિ કેળવવાની વિવિધ પદ્ધતિઓ ખૂબ જ પ્રભાવક નીવડી છે. તેઓશ્રી પ્રભાવશાળી પ્રવચનકાર છે. તેઓશ્રીના કંઠે ગવાતાં ભાવવાહી સ્તવને સાંભળતાં સાંભળતાં શ્રોતાવર્ગ સંસારની સંકુલતા છોડીને પરમધામ પરમાત્માને સાક્ષાત્કાર કરતાં હોય તેમ આનંદલેકમાં ઊતરી પડે છે. અષ્ટાપદજીની પૂજાનું સંગીતમય આખ્યાન પૂજ્યશ્રીની ખાસ આગવી વિશેષતા છે. એના પ્રભાવે અસંખ્ય યુવાવર્ગને, કેલેજનું શિક્ષણ પામેલા સુધારાવાદી યુવાનને ધર્મના રંગે રંગ્યા છે. અને ઘણાને સંયમમાર્ગે પ્રયાણ કરવા પ્રેર્યા છે. કહેવાય છે કે આ પૃથ્વી સનની સજનતાને આધારે ટકી રહી છે. આ સંસ્કારની આબેહવામાં જ માનવજીવન ધન્યતા અનુભવે છે. એવી ધન્યતાને 2010_04 Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૯o શાસનપ્રભાવક જીવંત રાખનારા વિરલાઓ આ પૃથ્વી પર વિરલ હોય છે. પૂજ્યશ્રીનાં અન્ય શાસનપ્રભાવક કાર્યો જોઈએ તે સાનંદાશ્ચર્ય ધન્ય થઈ જઈએ. “દિવ્યદર્શન ”ની દિવ્ય વાણીથી જેમ અનેક વાચકવર્ગને પ્રેરણા આપી રહ્યા છે, તેમ ધાર્મિક શિબિરનું આયોજન પણ પૂજ્યશ્રીની અદ્વિતીય અને અવર્ણનીય પ્રવૃત્તિ છે, જે શ્રી જૈનસંઘને પ્રથમ ભેટ છે. છેલ્લાં પંદર વર્ષથી ઉનાળાની લાંબી રજાઓ દરમિયાન ૨૧-૨૧ દિવસની શિબિરે યોજે છે. અને આ “જેન ધાર્મિક શિબિરમાં સતત પ–પ કલાક અખંડ વાચના આપે છે. હજારે નવયુવાનના માનસને સમજીને સરસ રીતે સમજાવવાને અવિરામ ક્રમ આજે પણ ચાલુ છે. આ યુવાને પૂજ્યશ્રીની શીતળ નિશ્રામાં રહીને જ્ઞાન–વૈરાગ્યની વાણી સાંભળીને અને પૂજ્યશ્રીના વિશુદ્ધ આચાર, તપ, ધાર્મિક ક્રિયાઓને સાક્ષાત્ નિહાળીને જૈનત્વના સંસ્કાર પ્રાપ્ત કરે છે. પૂજ્યશ્રી ધર્મને વિજ્ઞાનની અને મને વિજ્ઞાનની દૃષ્ટિથી યુવાનોના હૃદયમાં સ્થાપી આપે છે. પરિણામે, શિબિરમાં પ્રવેશ પામેલે યુવાન શિબિરાંતે જેન બનીને જ જગતમાં પાછા ફરે છે. પૂજ્યપાદશ્રીને આજ સુધીમાં નિર્વિવાદ યશસ્વી સિદ્ધિઓ અને સફળતા મળી છે. કારણ કે અભિમાનના દ્રષિત સ્પર્શથી પૂજ્યશ્રી હરહંમેશ અળગા રહ્યા છે. નિરાભિમાની સાથે નિસ્પૃહી પણ એટલા જ. જાડું બરછટ વસ્ત્ર પરિધાન કરે, પિતાની ઉપાધિઓમાંથી એક પણને પિતાના નામ સાથે રાખવાની મનાઈ ફરમાવે, લખવામાં સસ્તી અને સાદી પેનને ઉપયોગ કરે લખવા માટે ખાસ પ્રકારના કાગળને આગ્રહ નહીં, પાનિયાના કેરા ભાગ પર પાના ઉત્તર આપે; દાન માટે કેઈને પણ જરાયે આદેશ નહિ કરવાની સરળતા દાખવે; આવા તે અનેકાનેક ગુણેથી જેઓશ્રીનું વ્યક્તિત્વ અનેકશઃ પ્રભાવ પાથરી રહ્યું છે તેવા પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ શાસનના સાચા શણગાર છે. તેઓશ્રીના વ્યક્તિત્વ, વસ્તૃત્વ અને નેતૃત્વથી પ્રભાવિત સમુદાય અને સંઘ કે અનોખી શાતા અને સાંત્વના પામે છે. પૂજ્યશ્રી વ્યાધિમાં વ્યગ્ર થયા નથી, વિહારમાં દોષિત આહાર લીધે નથી, તપશ્ચર્યાથી કેઈ દિવસ કંટાળ્યા નથી; ગ્રંથ લખતાં કે સાપ્તાહિકમાં લખાણ લખતાં કેઈ કાળે વિરામ લીધે નથી; વિશાળ સમુદાયની સતત ખેવના કરી છે, તપ માટે કે સાહિત્યસર્જન માટે કઈ કાળે પ્રમત્તતા દર્શાવી નથી. જ્યારે જુઓ ત્યારે એકધારી પ્રસન્ન મુખમુદ્રા ઊંડા ચિંતનમાં ડૂબેલી દેખાય. સૂસવતી ઠંડી હોય કે અકળાવતી ગરમી હોય, માઝમ રાત હોય કે શીતળ પ્રભાત હોય, માનવસમુદાયની ભીડ હોય કે શાંત એકાંત હોય, ગમે તેવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાંથી રૃતિની સારંગીના સૂર સંભળાયા જ કરતા હોય છે. શ્રીસંઘને આજે એવા જ આચાર, વિચાર, સંયમ, સહિષ્ણુતા અને સૌમ્યતાયુક્ત મહાન વ્યક્તિત્વની જરૂર છે જે સંઘ અને સંસ્કૃતિના પ્રખર પક્ષકાર હોય, સંઘનું આચારમય ઉત્થાન કરવામાં સમર્થ હેય. પૂજ્યશ્રીના જીવનકાર્યોથી આવા આદર્શો આપેઆપ મૂર્ત થાય છે. અમૂલ્ય જતન અને અમૂલ્ય સંવર્ધન એ તેઓશ્રીના આદશે છે. જેની વિચારધારાને અને જેનાચારને પુષ્ટ કરવાની 2010_04 Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૩૯૧ અને પ્રતિષ્ઠિત કરવાની પૂજ્યશ્રીની અખંડ આરાધના છે. આજે પ૬ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ એ સિદ્ધ કરી આપ્યું છે. તેઓશ્રીનાં પુસ્તકે– લલિતવિસ્તા”, “પરમતજ', “ધ્યાન અને જીવન”, “ગદષ્ટિ સમુચ્ચય”, “ઉચ્ચ પ્રકારના પથે”, “અમૃતકિયાના દિવ્ય માગે', “સમરાદિત્યના ૪ ભ', “યશોધરચરિત્ર', “મહાસતી કષિદત્તા”, “ન્યાયભૂમિકા”, “મહાસતી મદરેખા”, “સીતાજીના પગલે પગલે”, “અમીચંદની અમીદ્રષ્ટિ”, “ગણધરવાદ” આદિનું વાચન-મનન જીવને શાંતિસમાધિ સદ્ગતિ તરફ લઈ જવામાં અત્યંત સહાયક બને છે. પૂજ્યશ્રીની સંસ્કૃત ભાષા, ન્યાયદર્શન (તર્કશાસ્ત્ર) વગેરે ભણાવવાની પદ્ધતિ અને ખી છે. એથી કેટલાંય મુનિરને ટૂંક સમયમાં ભણીને તૈયાર થયાં છે. ન્યાયદર્શનને અભ્યાસ કરનારાઓ માટે ખાસ “ન્યાયભૂમિકા” પુસ્તકનું સર્જન કર્યું છે. આ એક સેંકડો વર્ષોમાં આગવું સર્જન છે. કાશીમાં ભણેલા પંડિત કહે છે, “આ સર્જનારને લાખ લાખ ધન્યવાદ આપું છું. અમારા કાશીના બુઝર્ગ પંડિત પાસે આ ભૂમિકા સમજાવવાની કળા નથી.” અષ્ટાપદજીની પૂજાને આખ્યાનરૂપે ભણાવવાની એમની અનેખી શૈલી શ્રોતાની વિશાળ સભાને મંત્રમુગ્ધ કરી ૩-૪ કલાક માટે વણથાક્યા જકડી રાખે છે. ઈ. સ. ૧૯૬૨થી ચાલતી આધ્યાત્મિક શિબિરમાં મેટ્રિક પાસ-કૉલેજના વિદ્યાર્થીઓ પહેલાં તે નાસ્તિક જેવા વિચારો સાથે દાખલ થતા. શિબિરમાં ૪-૪, ૫-૫ પ્રવચને દ્વારા એમનાં હૃદયપરિવર્તન એવાં થતાં કે જીવનમાં આચાર, અનુષ્ઠાને, ધર્મશ્રદ્ધા અને આત્મગુણોથી ભાવિત થઈ શિબિરને અંતે હર્ષનાં આંસુસહ વિદાય થતા. તેઓશ્રી એક મહાન સાધુ સ્વરૂપે અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જૈનધર્મને જયજયકાર કરવામાં જયવંતા બને અને એ માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એવી અંતરની અભ્યર્થના સાથે પૂજ્યપાદશ્રીના ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના! પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યોની યાદી : ૧. સ્વ. પં. શ્રી પદ્યવિજયજી મહારાજ, ૨. સ્વ. આ. શ્રી વિજ્યગુણાનંદસૂરિજી મહારાજ, ૩. પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરિજી મહારાજ, ૪. પૂ. ઉપ. શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ, ૫. સ્વ. મુનિશ્રી તરુણવિજયજી મહારાજ, ૬. સ્વ. મુનિશ્રી રત્નાંશુવિજયજી મહારાજ, ૭. સ્વ. મુનિશ્રી ધર્મષવિજ્યજી મહારાજ, ૮. પૂ. આ. શ્રી વિજયજયષવિજ્યજી મહારાજ, ૯. પ્રવર્તક મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ, ૧૦. પૂ. આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ, ૧૧. સ્વ. આ. શ્રી વિજયધર્મજિતસૂરિજી મહારાજ, ૧૨. વ. મુનિશ્રી મણિપ્રભવિજયજી મહારાજ, ૧૩. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ, ૧૪. સ્વ. મુનિશ્રી પ્રવિજયજી મહારાજ, ૧૫. પૂ. આ. શ્રી વિજ્યહેમચંદ્રસૂરિજી મહારાજ, ૧૬. પ્રવર્તક મુનિશ્રી ગીન્દ્રવિજયજી મહારાજ, ૧૭. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ, ૧૮. પૂ. આ. શ્રી વિજય શેખરસૂરિજી મહારાજ, ૧૯. પૂ. આ. શ્રી વિજયજગચંદ્રસૂરિજી મહારાજ, ૨૦. પૂ. પં. શ્રી વિમલસેનવિજયજી મહારાજ, ૨૧. પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરિજી મહારાજ, ૨૨. વિ. મુનિશ્રી નંદિવર્ધનવિજ્યજી મહારાજ, ૨૩. સ્વ. મુનિશ્રી ગુણભદ્રવિજયજી મહારાજ, 2010_04 Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શાસનપ્રભાવક ૨૪. પં. શ્રી કીતિ સેનવિજયજી મહારાજ, ૨૫. પૂ. આ. શ્રી વિજયમહાબલસૂરિજી મહારાજ, ૨૬. પૂ. આ. શ્રી વિજ્યપુણ્યપાલસૂરિજી મહારાજ, ૨૭. ગણિવર્ય શ્રી પદ્ધસેનવિજયજી મહારાજ, ૨૮. સ્વ. મુનિશ્રી જ્યવર્ધનવિજ્યજી મહારાજ, ૨૯. ગણિવર્ય શ્રી વિદ્યાનંદવિજ્યજી મહારાજ, ૩૦. મુનિશ્રી જયતિલકવિજયજી મહારાજ, ૩૧. મુનિશ્રી કીતિ રત્નવિજયજી મહારાજ, ૩૨. સ્વ. મુનિ શ્રી મેઘવિજયજી મહારાજ, ૩૩. ગણિવર્યશ્રી જયસેમવિજયજી મહારાજ, ૩૪. ગણિવર્યશ્રી જગવલ્લભ વિજયજી મહારાજ, ૩૫. મુનિશ્રી નયરત્નવિજયજી મહારાજ, ૩૬. મુનિશ્રી જયરત્નવિજ્યજી મહારાજ, ૩૭. ગણિવર્ય શ્રી વીરરત્નવિજયજી મહારાજ, ૩૮. મુનિશ્રી ગુણવર્ધનવિજયજી મહારાજ, ૩૯. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, ૪૦. સ્વ. મુનિશ્રી જિતશેખરવિજયજી મહારાજ, ૪૧. મુનિશ્રી પદ્મરત્નવિજયજી મહારાજ, ૪૨. મુનિશ્રી શીલરત્નવિજયજી મહારાજ, ૪૩. મુનિશ્રી મલયચંદ્રવિજયજી મહારાજ, ૪૪. મુનિશ્રી મેરુચંદ્રવિજયજી મહારાજ, ૪૫. મુનિશ્રી દેવસુંદર વિજ્યજી મહારાજ, ૪૬. ગણિવર્ય શ્રી રત્નસુંદરવિજયજી મહારાજ, ૪૭. મુનિશ્રી મતિગુપ્તવિજયજી મહારાજ, ૪૮. મુનિશ્રી નિર્વાણવિજયજી મહારાજ, ૪૯. ગણિવર્ય શ્રી હેમરત્નવિજ્યજી મહારાજ, ૫૦. મુનિશ્રી નિર્મળચંદ્રવિજયજી મહારાજ, પ૧. મુનિશ્રી ઈન્દ્રવિજયજી મહારાજ, પર. મુનિશ્રી કનકસુંદરવિજયજી મહારાજ, પ૩. સ્વ. મુનિશ્રી રાજરત્નવિજયજી મહારાજ, ૫૪. મુનિશ્રી જયસુંદરવિજયજી મહારાજ, પ૫. સ્વ. મુનિશ્રી હેમસુંદરવિજયજી મહારાજ, ૫૬. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ, ૫૭. સ્વ. મુનિશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ, ૫૮. મુનિશ્રી કમલરત્નવિજ્યજી મહારાજ, ૫૯. મુનિશ્રી દર્શનારત્નવિજયજી મહારાજ, ૬૦. મુનિશ્રી વિમલરત્નવિજયજી મહારાજ, ૬૧. મુનિશ્રી વિધાનંદવિજયજી મહારાજ, ૬૨. સ્વ. મુનિશ્રી આત્મગુણ વિજયજી મહારાજ, ૬૩. મુનિશ્રી ચરણગુણવિજયજી મહારાજ, ૬૪. મુનિશ્રી નિપુણચંદ્રવિજયજી મહારાજ, ૬૫. મુનિશ્રી રાજપાલવિજયજી મહારાજ, ૬૬. મુનિશ્રી નંદીભૂષણવિજયજી મહારાજ, ૬૭. મુનિશ્રી ઈયશવિજયજી મહારાજ, ૬૮. મુનિશ્રી ભદ્રયશવિજયજી મહારાજ, ૬૯. સ્વ. મુનિશ્રી ચંદ્રસુંદરવિજયજી મહારાજ, ૭૦. સ્વ. મુનિશ્રી માનહંસવિજયજી મહારાજ, ૭૧. મુનિશ્રી વરબધિવિજયજી મહારાજ, ૭૨. મુનિશ્રી ભુવનસુંદરવિજયજી મહારાજ, ૭૩. મુનિશ્રી દિવ્યરત્નવિજયજી મહારાજ, ૭૪. મુનિશ્રી શોભનવિજયજી મહારાજ, ૭૫. મુનિશ્રી ગુણસુંદરવિજયજી મહારાજ, ૭૬. મુનિશ્રી અભયશેખરવિજયજી મહારાજ, ૭૭. મુનિશ્રી પદ્મસુંદરવિજયજી મહારાજ, ૭૮. સ્વ. મુનિશ્રી મેક્ષરત્નવિજયજી મહારાજ, ૭૯. મુનિશ્રી જિનહંસવિજયજી મહારાજ, ૮૦. મુનિશ્રી જિનવલ્લભવિજયજી મહારાજ, ૮૧. મુનિશ્રી મુક્તિરત્નવિજયજી મહારાજ, ૮૨. મુનિશ્રી પુણ્યરત્નવિજયજી મહારાજ, ૮૩. મુનિશ્રી મતિસુંદરવિજયજી મહારાજ, ૮૪. સ્વ. મુનિશ્રી પ્રીતિરત્નવિજયજી મહારાજ, ૮૫. મુનિશ્રી દેવરત્નવિજયજી મહારાજ, ૮૬. મુનિશ્રી કલ્પરત્નવિજયજી મહારાજ, ૮૭. મુનિશ્રી વિશ્વકલ્યાણવિજ્યજી મહારાજ, ૮૮. મુનિશ્રી ભવ્યભૂષણવિજયજી મહારાજ, ૮૯. મુનિશ્રી ભુવનભૂષણવિજયજી મહારાજ, ૯૦. મુનિશ્રી અભયસુંદરવિજયજી મહારાજ, ૯૧. મુનિશ્રી કુલાધિવિજયજી મહારાજ, ૨. સ્વ. મુનિશ્રી હિતવર્ધનવિજ્યજી મહારાજ, ૯૩. મુનિશ્રી અક્ષયબોધિવિજયજી મહારાજ, ૯૪. મુનિશ્રી મહાબધિવિજયજી મહારાજ, 2010_04 Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-ર ૩૯૩ ૫. મુનિશ્રી યશોરત્નવિજયજી મહારાજ, ૯૬. મુનિશ્રી સંવેગવર્ધનવિજ્યજી મહારાજ ૯૭. મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજ, ૯૮. મુનિશ્રી હરિકાંતવિજયજી મહારાજ, ૯. સ્વ. મુનિશ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ, ૧૦૦. મુનિશ્રી રશ્મિરત્નવિજયજી મહારાજ, ૧૦૧. મુનિશ્રી અજિતશેખરવિજ્યજી મહારાજ, ૧૦૨. મુનિશ્રી પદ્મભૂષણવિજ્યજી મહારાજ, ૧૦૩. મુનિશ્રી વજીભૂષણવિજયજી મહારાજ, ૧૦૪. મુનિશ્રી પુરંદરવિજયજી મહારાજ, ૧૦૫. મુનિશ્રી સૂર્યકાંતવિજયજી મહારાજ, ૧૦ ૬. મુનિશ્રી હિરણ્યધિવિજયજી મહારાજ, ૧૦૭. મુનિશ્રી અનંતબંધિવિજયજી મહારાજ, ૧૦૮. મુનિશ્રી ભવ્યદર્શનવિજયજી મહારાજ, ૧૦૯ મુનિશ્રી વિમલબેધિવિજયજી મહારાજ, ૧૧૦. મુનિશ્રી વિનીતસેનવિજયજી મહારાજ, ૧૧૧. મુનિશ્રી રવિકાન્તવિજયજી મહારાજ, ૧૧૨. મુનિશ્રી ભદ્રબાહવિજયજી મહારાજ, ૧૧૩. મુનિશ્રી સંયમરત્નવિજયજી મહારાજ, ૧૧૪. મુનિશ્રી હંસરત્નવિજયજી મહારાજ, ૧૧૫. મુનિશ્રી ઉદ્યોતરત્નવિજયજી મહારાજ, ૧૧૬. મુનિશ્રી કલ્યાણબધિવિજયજી મહારાજ, ૧૧૭. મુનિશ્રી અપરાજિતવિજયજી મહારાજ, ૧૧૮. સ્વ. મુનિશ્રી સંમતિલકવિજયજી મહારાજ, ૧૧૯. મુનિશ્રી હરિશેષવિજયજી મહારાજ, ૧૨૦. મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજ, ૧૨૧. મુનિશ્રી હીરચંદ્રવિજયજી મહારાજ, ૧૨૨. મુનિશ્રી પુણ્યસુંદરવિજયજી મહારાજ, ૧૨૩. મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મહારાજ, ૧૨૪. સ્વ. મુનિશ્રી સુધર્મરત્નવિજયજી મહારાજ, ૧૨૫. મુનિશ્રી સત્યસુંદરવિજયજી મહારાજ, ૧૨ ૬. મુનિશ્રી કેવલ્યધિવિજયજી મહારાજ, ૧૨૭. મુનિશ્રી યુગસુંદરવિજયજી મહારાજ, ૧૨૮. મુનિશ્રી આત્મદર્શનવિજયજી મહારાજ, ૧૨૯. મુનિશ્રી પદ્મબોધિવિજયજી મહારાજ, ૧૩૦. મુનિશ્રી લબ્ધિદર્શનવિજ્યજી મહારાજ, ૧૩૧. મુનિશ્રી ચારિત્રવલ્લભવિજયજી મહારાજ, ૧૩૨. મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મહારાજ, ૧૩૩. મુનિશ્રી ભુવનરત્નવિજયજી મહારાજ, ૧૩૪. મુનિશ્રી જિનેશરત્નવિજ્યજી મહારાજ, ૧૩૫. મુનિશ્રી સંઘરત્નવિજયજી મહારાજ, ૧૩૬. મુનિશ્રી કુલવર્ધનવિજ્યજી મહારાજ, ૧૩૭ મુનિશ્રી મેઘરત્નવિજયજી મહારાજ, ૧૩૮. મુનિશ્રી યંતરત્નવિજ્યજી મહારાજ, ૧૩૯. મુનિશ્રી તીર્થરત્નવિજયજી મહારાજ, ૧૪૦. મુનિશ્રી સૂર્યોદયવિજ્યજી મહારાજ, ૧૪૧. મુનિશ્રી વિરાગરત્નવિજયજી મહારાજ, ૧૪૨. મુનિશ્રી ભક્તિરત્નવિજયજી મહારાજ, ૧૪૩. મુનિશ્રી યશોવિજયજી મહારાજ, ૧૪૪. મુનિશ્રી ભાગ્યસુંદરવિજયજી મહારાજ, ૧૪૫. મુનિશ્રી વિવેકસારવિજયજી મહારાજ, ૧૪૬. મુનિશ્રી ભાવેશ રત્નવિજયજી મહારાજ, ૧૪૭. મુનિશ્રી સત્યકાંતવિજયજી મહારાજ, ૧૪૮, મુનિશ્રી મનોરત્નવિજયજી મહારાજ, ૧૪. મુનિશ્રી નેત્રાનંદવિજ્યજી મહારાજ, ૧૫૦. મુનિશ્રી મુની શરત્નવિજ્યજી મહારાજ, ૧૫૧. મુનિશ્રી જિનેશરત્નવિજયજી મહારાજ, ૧૫ર. મુનિશ્રી મેઘવલ્લભવિજયજી મહારાજ, ૧૫૩. મુનિશ્રી દર્શનવલ્લભવિજયજી મહારાજ, ૧૫૪. મુનિશ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજ, ૧૫૫. મુનિશ્રી હૃદયવલ્લભવિજયજી મહારાજ, ૧૫૬. મુનિશ્રી હર્ષધિવિજયજી મહારાજ, ૧૫૭. મુનિશ્રી નિપુણરત્નવિજયજી મહારાજ, ૧૫૮. મુનિશ્રી સંયમબેધિવિજયજી મહારાજ, ૧૫૯. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ, ૧૬૦. મુનિશ્રી નિર્મોહચંદ્રવિજયજી મહારાજ, ૧૬. મુનિશ્રી સંયમદર્શનવિજયજી મહારાજ, પ્ર. ૫૦ 2010_04 Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શાસનપ્રભાવક ૧૬૨. મુનિશ્રી સંયમશેખરવિજયજી મહારાજ, ૧૬૩. મુનિશ્રી જયેશરત્નવિજયજી મહારાજ, ૧૬૪. મુનિશ્રી હેમદર્શનવિજયજી મહારાજ, ૧૬૫. મુનિશ્રી વિમલહર્ષવિજયજી મહારાજ, ૧૬૬. મુનિશ્રી તરુણરત્નવિજયજી મહારાજ, ૧૬૭. મુનિશ્રી ધર્મસેનવિજયજી મહારાજ, ૧૬૮. મુનિશ્રી જયરત્નવિજયજી મહારાજ, ૧૬૯ મુનિશ્રી ઉદયદર્શનવિજયજી મહારાજ, ૧૭૦. મુનિશ્રી જિનધિવિજયજી મહારાજ, ૧૭૧. મુનિશ્રી પદ્માનંદવિજયજી મહારાજ, ૧૭૨. મુનિશ્રી ભાગ્યેશ રત્નવિજયજી મહારાજ, ૧૭૩. મુનિશ્રી દેવેશપત્નવિજયજી મહારાજ, ૧૭૪. મુનિશ્રી જિતેન્દ્રરત્નવિજયજી મહારાજ, ૧૭૫. મુનિશ્રી ધર્મેશરત્નવિજયજી મહારાજ, ૧૭૬. મુનિશ્રી ધીરેશરત્નવિજયજી મહારાજ, ૧૭૭. મુનિશ્રી અરિજિતશેખરવિજયજી મહારાજ ૧૭૮. મુનિશ્રી વિશ્વમંગલવિજયજી મહારાજ, ૧૭૯. મુનિશ્રી ત્રિભુવનતિલકવિજયજી મહારાજ, ૧૮૦. મુનિશ્રી આદિત્યસામવિજયજી મહારાજ, ૧૮૧. મુનિશ્રી રવિદર્શનવિજયજી મહારાજ, ૧૮૨. મુનિશ્રી તત્ત્વસુંદરવિજયજી મહારાજ, ૧૮૩. મુનિશ્રી હર્ષઘેષવિજયજી મહારાજ, ૧૮૪. મુનિશ્રી રત્નૉષવિજયજી મહારાજ, ૧૮૫. મુનિશ્રી રાજ શેષવિજયજી મહારાજ, ૧૮૬. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ, ૧૮૭. મુનિશ્રી પ્રશમરત્નવિજયજી મહારાજ, ૧૮૮. મુનિશ્રી અકલકવિજયજી મહારાજ, ૧૮૯ મુનિશ્રી માલાનંદવિજયજી મહારાજ, અને ૧૯૦. મુનિશ્રી ધનેશવિજયજી મહારાજ. પૂજ્યશ્રીના આજ્ઞાવતી પૂજય શ્રમણગણ: ૧. પૂ. આ. શ્રી વિજયધનપાલસૂરિજી મહારાજ, ૨. પં. શ્રી ચંદ્રશેખરવિજ્યજી મહારાજ, ૩. પ્રવર્તક મુનિશ્રી જિનરત્નવિજયજી મહારાજ, ૪. પં. શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી નંદીવવિજ્યજી મહારાજ, ૬. સ્વ. મુનિશ્રી હર્ષ સેનવિજયજી મહારાજ, ૭. ગણિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ, ૮. મુનિશ્રી અશ્વસેનવિજ્યજી મહારાજ, ૯. ગણિવર્ય શ્રી કુલચંદ્રવિજ્યજી મહારાજ, ૧૦. મુનિશ્રી ભદ્રેશ્વરવિજ્યજી મહારાજ, ૧૧. મુનિશ્રી ચંદ્રજિતવિજયજી મહારાજ, ૧૨. મુનિશ્રી ઈન્દ્રજિતવિજ્યજી મહારાજ, ૧૩. મુનિશ્રી યશોભૂષણવિજયજી મહારાજ, ૧૪. મુનિશ્રી મુક્તિદર્શનવિજ્યજી મહારાજ, ૧૫. મુનિશ્રી શિવાનંદવિજયજી મહારાજ, ૧૬. મુનિશ્રી નંદીશ્વરવિજયજી મહારાજ, ૧૭. સ્વ. મુનિશ્રી હિતેશ્વરવિજયજી મહારાજ, ૧૮. મુનિશ્રી મતિસારવિજયજી મહારાજ, ૧૯. મુનિશ્રી શિવસુંદરવિજ્યજી મહારાજ, ૨૦. મુનિશ્રી પ્રશાંતવિજયજી મહારાજ, ૨૧. મુનિશ્રી જયપાલવિજયજી મહારાજ, ૨૨. મુનિશ્રી ગિરિભૂષણ વિજયજી મહારાજ, ૨૩. મુનિશ્રી કીતિ દર્શનવિજયજી મહારાજ, ૨૪. મુનિશ્રી મેઘદર્શનવિજયજી મહારાજ, ૨૫. મુનિશ્રી જિનસુંદરવિજ્યજી મહારાજ, ૨૬. મુનિશ્રી પદ્મદર્શનવિજ્યજી મહારાજ, ર૭. સ્વ. મુનિશ્રી વિમલકીતિવિજ્યજી મહારાજ, ૨૮. મુનિશ્રી હંસકતિવિજયજી મહારાજ, ૨૯. મુનિશ્રી ભદ્રકીતિવિજયજી મહારાજ, ૩૦. મુનિશ્રી રશ્મિરાજવિજયજી મહારાજ, ૩૧. મુનિશ્રી હંસબંધિવિજયજી મહારાજ. ૩૨. મુનિશ્રી ધર્મબધિવિજયજી મહારાજ, ૩૩. મુનિશ્રી ભવ્યકતિવિજયજી મહારાજ, ૩૪. મુનિશ્રી ધર્મેશ્વરવિજયજી મહારાજ, ૩૫. મુનિશ્રી જિનકીર્તિવિજયજી મહારાજ, ૩૬. મુનિશ્રી રાજરક્ષિતવિજયજી મહારાજ, ૩૭. મુનિશ્રી ધર્મરક્ષિતવિજ્યજી મહારાજ, ૩૮. મુનિશ્રી આત્મરક્ષિતવિજયજી મહારાજ, ૩૯ મુનિશ્રી 2010_04 Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે ૩૯૫ કપુરક્ષિતવિજયજી મહારાજ, ૪૦. મુનિશ્રી ઇન્દ્રરક્ષિતવિજયજી મહારાજ ૪૧. મુનિશ્રી વિશ્વરક્ષિતવિજ્યજી મહારાજ, ૪૨. મુનિશ્રી જિતરક્ષિતવિજયજી મહારાજ, ૪૩. મુનિશ્રી દિવ્યપદ્મવિજયજી મહારાજ, ૪૪. મુનિશ્રી રવિપદ્મવિજયજી મહારાજ, ૪પ. મુનિશ્રી નયપદ્ધવિજયજી મહારાજ, ૪૬. મુનિશ્રી જિનપદ્યવિજયજી મહારાજ, ૪૭. મુનિશ્રી ધર્મભૂષણવિજયજી મહારાજ, ૪૮. મુનિશ્રી મનેભૂષણવિજયજી મહારાજ, ૪૯ મુનિશ્રી શિવભૂષણવિજયજી મહારાજ, ૫૦. મુનિશ્રી હેમવલ્લભવિજ્યજી મહારાજ, ૫૧ મુનિશ્રી આત્મવલ્લભવિજયજી મહારાજ, પર. મુનિશ્રી રત્નવલ્લભવિજયજી મહારાજ, ૫૩. મુનિશ્રી શશીવલ્લભ વિજયજી મહારાજ, ૫૪. મુનિશ્રી દિવ્યવલભવિજ્યજી મહારાજ, અને પપ. મુનિશ્રી હંસદર્શનવિજ્યજી મહારાજ નીડર પ્રવચનકાર, શાસનરક્ષાના સેનાની અને અપૂર્વ સમતા સાધક પૂ. આચાર્યશ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગૌરવવંતા ઉત્તર ગુજરાતમાં ચમત્કારિક શ્રી શંખેશ્વર તીર્થની નજીકમાં રાધનપુર નામની મનહર પુણ્યનગરી આવેલી છે, તે આ મહાપુરુષની જન્મભૂમિ. માતાનું નામ મણિબહેન અને પિતાનું નામ મણિભાઈ. એમને ત્રણ સંતા–મહાસુખભાઈ કાંતિભાઈ અને મુક્તિલાલ. • મહાસુખભાઈ પહેલેથી ધર્મરસિયા જીવ. પિતા મણિભાઈ પણ દીક્ષાની ભાવના ધરાવતા હતા. તેઓ કહેતા કે, “આ મહાસુખ તૈયાર થઈ જાય તો એને બધું સેપીને મારે દીક્ષા લેવી છે.” પણ તેમની મનની ભાવના મનમાં રહી ગઈ. સં. ૧૯૭૫માં તેઓ આકેલા મુકામે સ્વર્ગવાસી બન્યા. માતા મણિબહેન પર જાણે વાઘાત થયે એમ દિમૂઢ બની ગયાં. આ ભવને સંબંધ પૂરો થતાં કઈ કઈ ને રોકી શકતું નથી એમ સમજીને શાંત રહ્યાં. ત્રણે બાળક નાનાં હતાં. તેઓના સંસ્કારપૂર્વકના ઉછેરની જવાબદારી હતી. એથી હિંમત હાર્યા વિના મણિબહેન પુત્રોને લઈને આકેલાથી રાધનપુર આવ્યાં. થોડા સમય બાદ મેટા પુત્ર મહાસુખને મુંબઈ શેરબજારમાં ગેઠળે. પછી કાંતિલાલને પણ મુંબઈમાં જ ગોઠ. નાને મુક્તિલાલ હજી ભણતો હતો. આ દરમિયાન મહાસુખભાઈ ધંધાની જવાબદારી વહન કરવા સાથે પ્રભુપૂજામાં લગભગ અઢી-ત્રણ કલાકનો સમય ફાળવતા. એ વખતે મુંબઈમાં લાલબાગ ખાતે પૂ. આ. શ્રી વિજય. દાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ આદિ વિશાળ પરિવાર સાથે બિરાજમાન હતા. પ્રવચને, તપ અને દીક્ષા મહોત્સવની જોરદાર લ્હાણી થતી. એમાં એક વાર મહાસુખભાઈ પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવ્યા. પછી તે વ્યાખ્યાનશ્રવણની એવી ભૂખ ઊઘડી કે ન પૂછો વાત. એનાથી પ્રતિબોધિત થઈને ચાતુર્માસ બાદ એમણે દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી મલયવિજયજી બન્યા. મણિબહેન આ વખતે રાધનપુર હતાં. એમણે દીક્ષાની ખૂબ ખૂબ અનુમોદના કરી અને સંતોષ અનુભવ્યું કે મારા પતિદેવ જે સંયમની ભાવનામાં ને ભાવનામાં ચાલ્યા ગયા તે સંયમ મારા 2010_04 Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શાસનપ્રભાવક સંતાનને મળ્યું ખરું. આ દીક્ષા પછી સૌથી નાના મુક્તિલાલનું મન પણ સંયમ તરફ વળ્યું અને એમણે એક દિવસ પિતાની ભાવના માતા સમક્ષ પ્રગટ કરી. કાંતિલાલે એમાં ટકે પુરાવતાં માતાને કહ્યું કે, હું તારી ચિંતા કરનારે બેઠો છું. માટે મુક્તિ જે વડીલ ભાઈની રાહે જાતે હોય તે કાંઈ ખોટું નથી. માતાની સંમતિ મળતાં જ મુક્તિલ,લ સં. ૧૯૮૯માં પાલીતાણામાં સંયમ સ્વીકારી મુનિશ્રી મુક્તિવિજયજી બન્યા. આમાં કાંતિલાલને ફળ નાને–સૂને ન હતે. તેઓ ધર્મ ઓછો કરતા, પણ ધર્મ કરવાની અનુકૂળતા જરૂર કરી આપતા. મુંબઈનું જીવન, પૈસાની સારામાં સારી આવક અને માથે કઈ શિરછત્ર નહિ, તેથી કાંતિલાલ મજમજાના રંગે રંગાઈ ચૂક્યા હતા. પણ મુક્તિલાલની દીક્ષા થયા પછી એમનું જીવન ધીમે ધીમે ધર્મ તરફ વળાંક લેતું ગયું. એમાં શ્રી રામવિજયજી મહારાજનાં પ્રવચનેએ અપૂર્વ બળ પૂરું પાડ્યું. અને કાંતિલાલે પણ નિર્ણય લીધો કે જે માર્ગે બન્ને ભાઈઓ ગયા તે માગ મારે પણ બને ! કાંતિલાલે માતા સમક્ષ પિતાની ભાવના વ્યક્ત કરી. મણિબહેનને આજીવિકાની કેઈ તકલીફ ન પડે એ માટેની તમામ વ્યવસ્થા કાંતિલાલે કરી રાખી હતી. મણિબહેન તે ખરે જ સંસારમાં મણિ રૂપ જ હતાં. એમણે પિતાના ભાવિ જીવનને જરા ય વિચાર કર્યા વગર કાંતિલાલને દીક્ષા માટે રજા આપી. વધુમાં કહ્યું કે, બંને ભાઈ એની દીક્ષા ભલે બહાર થઈ, પણ તારી તે ઘરઆંગણે રાધનપુરમાં જ કરાવીશ. આ ભાવના સફળ બને એવા સંગે પણ અનાયાસે રચાઈ ગયા. સં. ૧૯૧ની સાલમાં ચૈત્ર મહિને પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સપરિવાર રાધનપુરમાં બિરાજમાન હતા. ત્યાં ઉપાઠ શ્રી પ્રેમવિજયજી ગણિવર્યને આચાર્યપદ તથા પં. શ્રી રામવિજયજી ગણિવર્યને ઉપાધ્યાયપદ પ્રદાન કરવાનું નક્કી થયું હતું. સેનામાં સુગંધ ભળે તેમ આ પ્રસંગની સાથે જ કાંતિલાલની દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું. અને ચૈત્ર સુદ ૧૪ને શુભ દિને કાંતિલાલ દીક્ષિત બની મુનિ શ્રી વિવિજયજી મહારાજ બન્યા. આમ, પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજને ગણિ-પંન્યાસપદ અપાયું ત્યારે મહાસુખભાઈ દીક્ષિત થઈને શ્રી મલયવિજયજી મહારાજે બન્યા હતા. અને ઉપાધ્યાયપદ પ્રદાન થયું ત્યારે કાંતિલાલ દીક્ષિત થઈને શ્રી રવિવિજયજી મહારાજ બન્યા. દીક્ષા જીવનમાં ય ગુરુભાઈ જ રહ્યા. ગુરુકૃપા સંપાદન કરીને ત્રણે ગુરુભાઈએ જ્ઞાન-ધ્યાનમાં મગ્ન બનીને થોડા સમયમાં જ વ્યાખ્યાતા બન્યા. એમાં ૨ શ્રી મુક્તિવિજયજી મહારાજ તે પ્રભાવક પ્રવચનકાર તરીકે પ્રથમથી જ પ્રસિદ્ધ બન્યા. આગળ જતાં ત્રણે બંધુઓને ગણિ-પંન્યાસપદ અને આચાર્યપદે આરૂઢ કરાયા, તેમાં મુનિ શ્રી રવિવિજયજી સં. ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં પંન્યાસપદે અને સં. ૨૦૨હ્ના માગશર સુદ રના દિવસે ખંભાતમાં આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયરવિચંદ્રસૂરિજી નામે પ્રસિદ્ધ થયા. શામાં ગુરુકુલવાસનું જે મહત્ત્વ આંકવામાં આવ્યું છે તે ત્રણે પૂજ્ય બરાબર સમજી ગયેલા. તેથી પૂજ્ય ગુરુદેવેની અપૂર્વ કૃપાનું પાત્ર બની શક્યા હતા. સ્વાધ્યાયલક્ષિતા, નિરાડંબરી વ્યવહાર, સૈદ્ધાંતિક નીડરત–આદિ ગુણે તેઓશ્રીની શોભારૂપ છે. જૈન જગતમાં સુપ્રસિદ્ધ માસિક “કલ્યાણમાં પહેલાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પ્રશ્નોત્તરી પ્રકાશિત થતી હતી, પછી પૂ. પં. શ્રી ચરણવિજયજી મહારાજના પ્રોત્તર પ્રગટ 2010_04 Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૩૦૭ થવા લાગ્યા. પછીથી આ જવાબદારી પૂજ્યશ્રીએ સંભાળી હતી. પ્રશ્નોત્તરકર્ણિક વિભાગ અનેક જિજ્ઞાસુઓને જ્ઞાનની પરબ સમ બની રહ્યો. પૂજ્યશ્રીના આ પ્રશ્નોત્તરને ગ્રંથ રૂપે પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં અનેકવિધ પ્રશ્નોના સચેટ અને સિદ્ધાંતાનુસાર ઉત્તરો આપવામાં આવ્યા છે, જે અનેકેને માર્ગદર્શક બને છે. આવા મહાપુરુષને પણ કર્મ છોડતાં નથી એની સચોટ પ્રતીતિ પૂજ્યશ્રીને થયેલે ભયંકર અકસ્માત કરાવી જાય છે. ભયંકર વેદના વચ્ચે ય સાડા છ મહિના સુધી સમાધિને સંદેશ ફેલાવતા રહ્યા. અનેકવિધ ધર્મ પ્રવૃત્તિઓથી સભર જીવન દ્વારા અજોડ ઉપકારની વાતો કરી ગયા. લગભગ અર્ધશતીના સંયમજીવન દરમિયાન બાલદીક્ષા, દેવદ્રવ્ય, સુધારાવાદ, સૂતકચર્ચા, તિથિચર્ચા, ગુરુપૂજન આદિ પ્રશ્નો વિશે અડીખમ સેનાની અઢાથી ઝઝૂમતા રહ્યા. પૂજ્યશ્રીને ટૂંકો ઈતિહાસ એવે તે શૌર્યભર્યો છે કે નિવ્વાણુ વાતાવરણમાં પણ ચેતના અને તેજસ્વિતાનો સંચાર થઈ જાય. અંત સમયની ભયંકર અસહ્ય વ્યાધિમાં ય અપૂર્વ સમાધિમગ્ન રહીને સૌને “દુઃખ મજેથી સહન કરી લેવાને” ઉચ્ચ આદેશ પૂરો પાડતા ગયા. આમ, સંયમ, તપ અને જ્ઞાનની સુંદર આરાધના કરવા પૂર્વક યથાશક્તિ શાસનની રક્ષા અને પ્રભાવનાનાં કાર્યો સુંદર રીતે સફળતાથી કરી જનારા સૂરિવરને અંત:કરણપૂર્વક ભાવભીની વંદના ! ( સંકલન : “કલ્યાણમાસિકમાંના પૂ. આ. શ્રી વિજયનિત્યાનંદસૂરિજી મહારાજના એક લેખને આધારે સાભાર.) A — હસ્તગિરિ તીર્થોદ્ધારક, આગમદિવાકર અને સમર્થ શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યમાનતુંગસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની રત્નાવલીના એક પ્રશમસ કરતાં રત્નરૂપ હતા. સૌમ્ય, પ્રશાંત. વિદ્વાન, બહુશ્રુત આગમદીપક પટ્ટાલંકાર હતા. તેઓશ્રી સાંસારિક અવસ્થામાં ધન્ય ધરણી સૌરાષ્ટ્ર ભૂમિમાં ઝાલાવાડ પ્રદેશના વર્ધમાનપુરી (વઢવાણ)ના વતની હતા. પિતા ઝુંઝાભાઈ અને માતા દિવાળીબહેનને પાંચ પુત્રોને પરિવાર હતું. તેમાં સં. ૧૯૬રના ફાગણ સુદ પૂર્ણિમાએ જન્મેલા ત્રીજા પુત્ર મફતલાલ નાનપણથી ધર્મરંગે રંગાયેલા રહેતા. કુટુંબ અવિહડ રાગ ધરાવતું તપાગચ્છીય વીશા શ્રીમાળી હતું. અને અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવતું હતું. તેથી મફતભાઈને ધાર્મિક સંસ્કારે તે સહજપણે પ્રાપ્ત થતા રહ્યા, પરંતુ તેમનામાં સંગીતની સૂઝ જન્મજાત હતી, તેથી સ્તવન–સઝાયના ગાનમાં તેઓ વિશેષ રસપૂર્વક નિમગ્ન રહેતા અને શ્રોતાઓને ધર્મમાં લીન કરાવતા. મતભાઈનું યંગ્ય ઉંમરે પીપળી ગામના અંજવાળીબહેન સાથે પાણિગ્રહણ થયું. પણ મતભાઈને માંહ્યલે ધર્મવૃત્તિથી સહેજે અળગે થયું ન હતું. એવામાં આબાલવૃદ્ધને ભવબંધનમાંથી મુક્ત કરાવનારી સંયમરૂપી મેહક મુરલીના બજવૈયા મુનિશ્રી રામવિજયજી મહારાજની વાણુઓ મફતભાઈના વૈરાગ્યવાસિત 2010_04 Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શાસનપ્રભાવક દિલને ડોલાવી દીધું. અને મફતભાઈના જીવનમાં મુક્તિનાં મંડાણ થયાં. પરંતુ સંસારનાં બંધનેમાંથી છૂટવું સહેલું નથી. સામે પક્ષે, પૂ. આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજનું કડક ચારિત્રપાલન, પૂ. પંન્યાસ પ્રવર શ્રી પ્રેમવિજ્યજી મહારાજનું અમાપ વાત્સલ્ય અને પૂ. મુનિવર્યશ્રી રામવિજ્યજી મહારાજની વૈરાગ્યનીતરતી વાણુને સાદ મક્તલાલને ભવબંધનમાંથી છૂટવા આદેશ આપી રહ્યો હતે. અંતે, શીલ અને સંસ્કારથી શોભતાં સુકોમળ ધર્મપત્ની અંજવાળીબહેન અને કિલેલ કરતી બાળકી ચંદનને ત્યાગ કરી, સં. ૧૯૯૨ના અષાઢ વદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રવજ્યા અંગીકાર કરી મુનિશ્રી માનતુંગવિજયજી બન્યા. તેઓશ્રીની દીક્ષાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. થોડી વાર તે મેહવશ કુટુંબીજને આકુળવ્યાકુળ બની ગયાં, પણ ધર્મસંસ્કાર એ રંગાયેલા કુટુંબમાં ધીરજ આવતાં વાર લાગી નહિ. પૂ. મુનિશ્રી માનતુંગવિજયજી મહારાજે દીક્ષિત જીવનનો પ્રારંભ પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નિશ્રામાં જ કર્યો અને નાનપણથી જ જ્ઞાન અને ભક્તિમાં વિશેષ રુચિ ધરાવતા આ ભવ્યાત્માને વિકાસ પામતાં વાર લાગી નહિ. મુનિજીવનને શોભે તે ઉચ્ચ અભ્યાસ પૂબ જ ખંતપૂર્વક કર્યો. સાથે સાથે વ્યાકરણ, ન્યાય આદિ ગ્રંથને પણ અભ્યાસ કર્યો. શ્રતજ્ઞાનની પણ તાલાવેલી જાગી. શાનું વાચન કરવા ઉપરાંત વાચના આપવી એ પણ તેઓશ્રીને અતિ પ્રિય વિષય બની રહ્યો. તેઓશ્રીએ શ્રતજ્ઞાનને ટકાવી રાખવા માટે હસ્તલિખિત પ્રતે લખવાનું વિકટ કાર્ય ખૂબ જ ખંતપૂર્વક, જાતિ દેખરેખ નીચે કરાવ્યું અને પિતાનું જીવન શ્રતજ્ઞાનની સુરક્ષા અને સંવર્ધનમાં સમર્પિત કરી દીધું. પૂજ્યશ્રીની પ્રભુભક્તિની તલ્લીનતા તે જેઓએ તેમને પૂજા ભણાવતાં કે એકચિત્તે ગાતાં પ્રભુભક્તિનાં પ્રાચીન સ્તવને-સજ્જા સાંભળવાની મજા માણ હોય તે જ જાણી શકે. શેતાને જીવનભર યાદ રહી જાય તેવો મધુર કંઠ, સાથે રાગરાગિણીનું ઊંડું જ્ઞાન અને ભક્તિની ભીનાશથી ભાવવાહી રીતે ગાવાની અદ્દભુત રીતિ – આ સર્વ પૂજ્યશ્રીના સંગીતને અનેરી આહૂલાદક અવસ્થામાં મૂકી આપે છે. પૂજ્યશ્રીના સંયમમાર્ગને અનુસરીને તેમનાં સંસારી પત્ની, પુત્રી અને ભાભી પણ પ્રવજ્યાના પવિત્ર પંથે પળ્યાં. પૂજ્યશ્રીએ અનેક ભવ્યાત્માઓને સંયમજીવનના માર્ગે વાળ્યા. ખાસ કરીને પિતાની જન્મભૂમિ વઢવાણમાંથી ઘણી કુમારિકાઓએ પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી. સં. ૧૯૯૭માં પાટણમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીની વૈરાગ્યનીતરતી વાણીથી પ્રભાવિત થઈને શ્રી મફતલાલ લહેરચંદ આખા કુટુંબ સાથે દીક્ષિત થયા. આ ચારે મુમુક્ષુઓ પાલીતાણામાં સં. ૧૯ત્ના ફાગણ સુદ ને દિવસે મહોત્સવ પૂર્વક સંયમી બન્યા. સં. ૨૦૦૬ના ભાયખલા (મુંબઈ)ના ચાતુર્માસ દરમિયાન તાજનોને માટે સમુદાય વૈરાગ્યમય વાણીથી ધર્મમાર્ગમાં જોડાય ત્યારે ઘણી મોટી પ્રભાવના થઈ. સં. ૨૦૨૧ના રાજકોટના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીએ ભગવતીજીના સૂત્રની વાચના આપી. શ્રીસંઘ ૩૦૦ સ્વસ્તિકનું હંમેશાં સુંદર આલેખન કરીને શ્રતભક્તિને અપૂર્વ આનંદ પ્રાપ્ત કરે. આ ચાતુર્માસ દ્વારા રાજકોટ સંઘમાં અપૂર્વ જાગૃતિ આવી હતી. પ્રતિદિન મોટી પૂજા-પ્રભાવનાઓ થતી. ચાતુર્માસમાં થયેલી ધર્મકરણના કળશ 2010_04 Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ૩૯૯ રૂપ ઉપધાન તપની આરાધના પણ થઇ. ઉપધાન તપની અપૂર્વ કાટિની આરાધના અને માળન રાજકોટના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા વરઘોડા પણ નીકળ્યા હતા. પૂજ્યશ્રીની લેખનશક્તિ પણ સુંદર હતી. તેઓશ્રીની રોચક અને પારગામી શૈલીને વાંચનારા જીવનભર ભૂલી શકતા નથી. પેાતાના ભક્તો કે શિષ્યને વિશિષ્ટ રૂપે પત્રપ્રસાદી પાઠવવાનો પૂજ્યશ્રીને ગુણ નોંધપાત્ર છે. આ પત્રામાં જ્ઞાન-વૈરાગ્ય વિશે અદ્ભુત સમજણ પ્રાપ્ત થતી. પૂજ્યશ્રીની યાગ્યતા જોઈને પૂ. ગુરુદેવશ્રીએ તેઓશ્રીને સ. ૨૦૧૩ના કારતક સુદ ૧૨ને શુભ દિને રાજગૃહીમાં ગણિપદથી અલ'કૃત કર્યાં. સં. ૨૦૧૭ના મહા સુદ ૧૪ના દિવસે રાણપુરમાં અભૂતપૂર્વ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે પન્યાસપદથી વિભૂષિત કર્યો. અને સ. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિસસે માંડલમાં પૂજ્યપાદ ગુરુદેવશ્રીની આજ્ઞાથી આચાય પદે આફ્ત કરાયા ત્યારથી પૂજ્યશ્રી આચાર્ય શ્રી વિજયમાનતુ ગસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આગમના તલસ્પશી જ્ઞાનને લીધે પૂજ્યશ્રી ‘ આગમદિવાકર ’ તરીકે પણ ઓળખાતા હતા. 6 પૂજ્યશ્રીનુ એક અદ્ભુત કાય પણ યાવચ્ચંદ્રદિવાકરી બની રહ્યું છે. શ્રીયુત્ કાંતિલાલ મણિલાલ ઝવેરી ચેાજિત ૯૯ યાત્રાના એક પ્રસગે ૧૨ ગાઉની યાત્રાએ જતાં શ્રી હસ્તગિરિની ટાચે આવેલી દેરીએ શ્રીસંઘ સાથે દર્શનાર્થે પધાર્યાં ત્યારે શ્રાદ્ધરત્ન શ્રી કાંતિભાઈને સાહજિક પ્રેરણા કરી કે, અહીં એક જિનાલય હોય તે લોકોને આ પ્રાચીન તીર્થભૂમિની સ્પનાના વિશેષ લાભ મળી રહે. ’ કાંતિભાઈ આ પ્રેરણા ઝીલીને પરમ પૂજ્ય ગુરુદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે આશીર્વાદ લેવા આવ્યા. પૂજ્યશ્રીએ કહ્યું કે, તીને અનુરૂપ મંદિર થાય તા સારું.' એ વચનસિદ્ધ મહાપુરુષની વાણીથી અધિક પ્રાત્સાહિત થયેલા કાંતિભાઈએ આ અંગે પ્રયત્નો આરંભ્યા. પૂ. આ. શ્રી વિજયમાનતુ ગસૂરીશ્વરજી મહારાજનું માર્ગદર્શીન પામતા રહી તેમણે તન, મન, ધનથી આ કાર્ય પાછળ ભાગ આપ્યા. શ્રી હસ્તગિરિ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની ૧૨૫૦ ફૂટ ઊંચી ટૂક છે, તેના પર ૩ર૦’ × ૩૨૦'ની લ'બાઈ-પહેાળાઈવાળું ભવ્યેાત્તુંગ જિનાલય ૭૨ દેવકુલિકાયુક્ત નિર્માણ થયું. ૧૨૫ ’ની ઉંચાઈ ધરાવતા ગુલામી આરસમાં તૈયાર થયેલા મુખ્ય મંદિરની ભવ્યતા કઈ ઓર જ છે. ભારતભરમાં સૌથી વિશાળ જિનમંદિર નિર્માણ પામ્યુ છે. નીચે તળેટીમાં પણ ધર્મશાળા, ભેાજનશાળા, ઉપાશ્રય આદિ ધર્મ સ્થાનાની સગવડા કરવામાં આવી છે. શ્રી આદિનાથ પ્રભુનાં પાંચ કલ્યાણકોની સ્મૃતિ કરાવતાં દરેક કલ્યાણક મદિરા તળેટીથી ટોચ સુધીમાં નિર્માણ થવા પામ્યાં છે. તળેટીના ચ્યવનકલ્યાણક પ્રાસાદની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજયમાનતુ ગસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થઈ હતી. મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા પણ તેઓશ્રીની ઉપસ્થિતિમાં થાય તેવી તેમની અંતરની ઇચ્છા હતી પરંતુ · કાળના ધર્મ'ને કોણ પામી શકે? સં. ૨૦૪૪ના શ્રાવણ વદ ૭ના દિવસે પૂ. આ. શ્રી વિજયમાનતુ ગ સૂરીશ્વરજી મહારાજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના પાર્થિવ દેહને જિયાન પાલખીમાં બિરાજમાન કરી વિશાળ ભક્તપરિવારે આખા પાલીતાણા શહેરમાં ફેરવી અને પગપાળા શ્રી હસ્તગિરિની તળેટીમાં, જાળિયા પાસે, તીરાજની છાયામાં અગ્નિસ સ્કાર કર્યાં. 2010_04 Page #402 -------------------------------------------------------------------------- ________________ ૪co શાસનપ્રભાવક તીર્થ અને તીર્થ પતિની અપૂર્વ ભક્તિ, આગમવાણીની ભવ્ય ઉપાસના, પૂજ્ય પ્રત્યે સમર્પિત ભાવ, આશ્રિતે પ્રત્યે અપાર વાત્સલ્યવૃષ્ટિ, સ્વભાવમાં સરળતા અને શીતળતાના ગુણોથી સંપન્ન આ સૂરિવર અગણિત ભક્તજનોનાં હૈયાંમાં અમર વાસ કરી રહ્યા છે. ત્યારે સ્થૂળ દેહે આ પૃથ્વી પર હાજર ન હોવા છતાં ગુણદેહે અત્રતત્ર-સર્વત્ર દર્શન દેતા હોય એવું લાગ્યા વગર રહેતું નથી. જે તીર્થના નિર્માણમાં પૂજ્યશ્રીને અપૂર્વ ફળો હતો તેના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સુવિશાળ ગચ્છાધિપતિશ્રી સાથે પધારેલા ૧૦ આચાર્ય, ૨ ઉપાધ્યાયજી મહારાજ, ૧૧ પંન્યાસપ્રવરે, ૧૬૦ મુનિવર અને ૫૦૦ થી અધિક શ્રમણીગણ વચ્ચે પૂજ્યપાદ શ્રી વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજની ગેરહાજરી સૌનાં અંતરને કેરી ખાતી હતી. આ પ્રભાવક પ્રસંગની પુણ્ય સ્મૃતિ ઈતિહાસને પાને કંડારાશે ત્યારે તેના આદ્ય ઉપદેશકનું નામ સુવર્ણાક્ષરે કેતરાશે એમાં શંકા નથી. સં. ૨૦૧૦ના એક નાનકડા ગામડામાંથી જીર્ણપ્રાયઃ દશામાં હાથ લાગેલી હસ્તપ્રતમાંથી તેઓશ્રીએ મહામુનિવર શ્રી દિપવિજયજી મહારાજ રચિત “ હમ કુલકલ્પવૃક્ષ યાને ગણધર યુગપ્રધાન દેવવંદન’ને વ્યવસ્થિત કરી જેનશાસનને એક અનુપમ કૃતિનું દર્શન કરાવ્યું. સં. ૨૦૧૧માં કલકત્તા મુકામે પૂજ્યશ્રીના પરમ તારક ગુરુદેવશ્રીની નિશ્રામાં આ કૃતિની પ્રથમ આરાધના થઈ પછી આજે તે સ્થાને સ્થાને પ્રચાર પામી છે. એવા એ મહાસમર્થ શાસનપ્રભાવક સૂરિવરને અંતરની કોટિ કોટિ વંદના! સંયમજીવનના ઉત્કૃષ્ટ સાધક અને મહાન ત્યાગી–તપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજને જન્મ વડેદરા પાસેના દરાપરા નામના એક નાનકડા ગામમાં સં. ૧૯૬૫માં કારતક વદ અમાવાસ્યાના દિવસે થયો હતો. પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ગંગાબહેન હતું. તેઓશ્રીનું જન્મનામ ડાહ્યાલાલ હતું. આદર્શ માતાપિતાની છત્રછાયામાં બાળક ડાહ્યાભાઈને ઉછેર થયે હતે. ગામ સાવ નાનું હતું તેથી ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની સગવડ ન હોવાથી ડાહ્યાભાઈને ભણવા માટે પાલીતાણા તીર્થક્ષેત્રમાં આવેલ ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. ધાર્મિક સંસ્કારેને વારસો ગળથુથીમાં જ મળેલે, તેથી ડાહ્યાભાઈ ખૂબ જ અપ્રમત્તભાવે ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા અને અહીં આવનાર યાત્રિની સેવાભક્તિ કરવામાં પણ રસ લેવા લાગ્યા. પ્રભુભક્તિમાં તે અપાર રુચિ હતી જ, તેથી સિદ્ધગિરિની ૯૯ યાત્રા કરી. વધુ ધાર્મિક અભ્યાસ કરવાની તાલાવેલી લાગતાં તેઓશ્રી મહેસાણાની પાઠશાળામાં દાખલ થયા. એનાથી ય આગળ બીજાં બે વર્ષ શિવપુરીની બેટિંગમાં રહીને ધાર્મિક અભ્યાસમાં સારી એવી પ્રગતિ કરી. ત્યાર બાદ તેમને પૂ. આ. શ્રી વિજ્યયદેવસૂરીશ્વરજી મહારાજને નિકટને પરિચય થયે. સાથે પૂર્વભવનું પુણ્ય જાગ્યું, અને પ્રાંતે સં. ૧૯૯૩ના કારતક વદ પાંચમને શુભ દિને સિદ્ધાંતમહેદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અઠ્ઠાવીસ વર્ષની ભરયુવાન વયે ભાગવતી દીક્ષા 2010_04 Page #403 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૪૦૧ અંગીકાર કરી પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી રંગવિજયજી તરીકે ઘોષિત થયા. દીક્ષાદાતા અને દીક્ષાગુરુ-બન્ને મહાત્માઓ ઉચ્ચ કક્ષાના સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવર હતા તેથી તેઓશ્રીને પણ સમજીવનની ઉત્તમ તાલીમ મળી, જ્ઞાન-તપની ઉત્તમ વૃદ્ધિ થઈ અને અંતરંગ ગુણોને વિકાસ થયે. સેવા-વૈયાવચ્ચેના ગુણે તે પ્રથમથી જ વિકસેલા હતા, એટલે સ્વ-પર સમુદાયના સાધુમહાત્માઓની સેવા કરવામાં સારી એવી નામના મેળવી શક્યા. શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ સિદ્ધિ મેળવી અને કેવળ ૯ વર્ષના દીક્ષા પર્યાય પછી ગુર્વાજ્ઞાથી જુદું ચોમાસું કરીને વ્યાખ્યાન આપવામાં પણ અદ્ભુત કુશળતા પ્રાપ્ત કરી. આમ, સંયમજીવનનાં અનેકાનેક સદ્દગુણને સંચય કરીને પૂજ્યશ્રી જેનસમાજમાં પોતાને વિશેષ પ્રભાવ પાથરતા રહ્યા. પરિણામે સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ને દિવસે પૂના મુકામે ગણિપદ અને સં. ૨૦૩૨ના વૈશાખ સુદ પાંચમે ધુલિયા મુકામે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, મહારાષ્ટ્રમાં પૂજ્યશ્રીનાં અનેક પ્રભાવક ચાતુર્માસ થયાં. તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા, ઉપધાન આદિ અનેક મહત્સવે અનેરી શાસનપ્રભાવના સહ ભવ્ય રીતે ઉજવાયા. તેઓશ્રીની ઉત્કૃષ્ટ સંયમસાધના, વિશાળ જ્ઞાનપ્રાપ્તિ, યશસ્વી શાસનકાર્યો કરાવવાની કુશળતા આદિ ગુણોથી પ્રેરાઈને સં. ૨૦૩૮ના મહા વદ ૬ને દિવસે મંચર (પૂના) મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. આચાર્ય શ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજના વિશિષ્ટ પ્રભાવથી મહારાષ્ટ્ર અને ખાનદેશના શ્રીસંઘે પૂજ્યશ્રીના અતિ નિકટના પરિચયમાં આવ્યા. તેથી પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ ત્યાં થયાં. સાદું, સંયમી અને ત્યાગી જીવન જીવતા આ સૂરિવરની નિશ્રામાં અનેક યશસ્વી શાસનસેવાઓ સમ્પન્ન થઈ પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં તેઓશ્રીની પ્રેરણાથી સ્નાત્ર મંડળ સ્થપાયાં. પૂજ્યશ્રી શ્રુતજ્ઞાન ભણાવવામાં અને વાચન કરાવવામાં પણ સતત કાળજી રાખતા. જ્યારે જોઈએ ત્યારે તેઓશ્રીના હાથમાં કાં તે પુસ્તક કે નવકારવાળી હેય જ. એટલે ભણવાનું–ગણવાનું પૂજ્યશ્રીને લઢણ પડી ગયું હતું, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. હંમેશાં અઢી-ત્રણ વાગે જાગી જતા અને આત્મધ્યાન, સ્વાધ્યાય અને દેવદર્શનના નિત્યક્રમથી દિવસને આરંભ કરતા. અને આખો દિવસ જ્ઞાન–તપ સર્જનમાં જ વિતાવતા. પિતે બાલબ્રહ્મચારી હતા, નવાવાડપૂર્વક તેનું પાલન કરવામાં ખૂબ કાળજી રાખતા અને બીજા પણ તેનું ચુસ્તપણે પાલન કરે એ આગ્રહ રાખતા. સાધુજીવનમાં સાધુ એક વાર ભજન કરે એવું માનતા. તેથી પૂજ્યશ્રી હંમેશાં ઓછામાં ઓછું એકાસણું તે કરતા જ, ગોચરીમાં બહારગામથી આવેલી કઈ પણ વસ્તુ દેષિત સમજી ન વાપરવી તે આગ્રહ સેવતા. તેઓશ્રીએ ફળને પણ ત્યાગ કર્યો હતે. જુન્નરમાં સં. ૨૦૪૦માં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે નિયમ મુજબ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એકાએક પડી જવાથી જમણું અંગે લકવા (પક્ષઘાત)ની અસર થઈ અને જિ. ૫૧ 2010_04 Page #404 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ શાસનપ્રભાવક તબિયત બગડી. ત્યારથી તેઓશ્રી નાઇલાજે બેસણું કરવા લાગ્યા. જીભ ઉપર અજબ કાબૂ ધરાવતા હતા. હંમેશાં પાદવિહાર કરવાના આગ્રહી હતા. તબિયત લથડી પછી ક્યારેક ડાળીને ઉપયોગ કરતા. તબિયત લથડ્યા પછી સ્વજીવન વિશે વિશેષ સભાન થઈ ગયા હતા. આરાધનાને વેગ પણ વધાર્યો હતો. અને સમાધિભાવમાં સવિશેષ લીન રહેતા હતા. અહમદનગરનું ચોમાસું થયું ત્યારે પ્રતિષ્ઠાનાં કાર્યો પૂજ્યશ્રી અને ગુરુબંધુ શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સુંદર રીતે ઊજવાયાં હતાં. ત્યાર બાદ પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું સંગમનેર મુકામે થયું. ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના કરી-કરાવી. સં. ૨૦૪પના કારતક વદ ૪ને દિવસે સકળ સંઘની ઉપસ્થિતિમાં, વિશાળ સાધુગની નવકારમંત્રની અખંડ ધૂન વચ્ચે, પદ્માવતીની આરાધના પૂર્વક અને પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક અંતિમ આરાધના કરી સમાધિપૂર્વક આ નશ્વર જગતમાંથી વિદાય લીધી—કાળધર્મ પામ્યા. સમગ્ર જૈન સમાજમાં આ સમાચારથી ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ. પાલખી ઉપાડવાની, અગ્નિસંસ્કાર કરવા વગેરેની સારી એવી બેલી બેલાઈ ગામેગામથી ભાવિકે આવ્યા. પાંચ હજાર ભક્તજનોની વિશાળ મેદની વચ્ચે પૂજ્યશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું ત્યારે સૌની આંખો અશ્રુભીની થઈ હતી. પૂજ્યશ્રીની માંદગી દરમિયાન પૂ. મુનિરાજ શ્રી શિવાનંદવિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી ધર્મેધરવિજયજી મહારાજે ખડે પગે સુંદર સેવા બજાવી હતી, જેની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. આવા પરમ ઉપકારી, નિરપૃહી, નિખાલસ, ત્યાગી, તપસ્વી, સ્વપરના કલ્યાણકારી આચાર્યદેવના જવાથી સકળ સંઘને મોટી ખોટ પડી. એંસી વર્ષની ઉંમરમાં બાવન વર્ષને દીર્ઘ દક્ષા પર્યાય પાળી એક સુંદર સંયમજીવનને આદર્શ મૂકી જનાર સૂરિવરનાં ચરણારવિંદમાં કેટિ કોટિ વંદના ! (સંકલન : પૂ. મુનિશ્રી શિવાનંદવિજયજી મહારાજ.) પ્રકાંડ પંડિત અને કુશળ અધ્યાપક પૂ. આચાર્યશ્રી વિજયગુણુનંદસૂરીશ્વરજી મહારાજ ગમે તે કુળમાં કે ગમે તે સ્થળમાં, ગમે તે યુગમાં કે ગમે તે કાળમાં જન્મ લે, પરંતુ મનુષ્યના પૂર્વ ભવના સંસ્કારો એને યોગ્ય માર્ગે લઈ ગયા વિના રહેતા નથી. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યગુણાનંદસૂરીશ્વરજી મહારાજ એનું જીવતું–જાગતું દષ્ટાંત છે. પૂજ્યશ્રીને જન્મ કર્ણાટક પ્રાંતના સુપ્રસિદ્ધ શહેર બેલગાંવ પાસે નિપાણીમાં લિંગાયત કુળમાં થયું હતું. પિતાનું નામ શિવબાલાગ્યા અને માતાનું નામ સંગવા હતું. તેમને ત્યાં સં. ૧૯૮૦માં જન્મેલા આ પનેતા પુત્રનું નામ ગુરુપાદ પા રાખ્યું. ગુરુપાદપ્પાએ બોર્ડની મેટ્રિકની પરીક્ષા ૮૦% ગુણ મેળવીને પસાર કરી હતી. એ દર્શાવે છે કે તેમને જ્ઞાનાર્જન પ્રત્યે નાનપણથી જ લગાવ હતે. એવામાં સં. ૧૯૯૬માં નિપાણીમાં પૂ. સિદ્ધાંતમહેદધિ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ બિરાજમાન હતા. એક દિવસ પિતાશ્રીની પ્રેરણાથી ગુરુપાદપા આચાર્યદેવનાં દર્શન 2010_04 Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૪૦૩ કરવા ગયા. ત્યાં ઉપમિતિ ગ્રંથની વાચના ચાલતી હતી. ગુરુપાદપ્પાને સંસ્કૃત ભાષા આવડતી હતી, એટલે ઉપમિતિમાં નિરૂપિત સંસારનું સ્વરૂપ તેના હૈયાને હચમચાવી ગયું. તેણે તરત જ મને મન નિરધાર કર્યો કે, “આખી જિંદગી આ મહાપુરુષોનાં ચરણોમાં જ સમર્પિત કરવી જોઈએ.’ આ નિર્ણય પહેલાં તેઓ કઈ દિવસ દેરાસર ગયા ન હતા, નવકારમંત્રની ખબર ન હતી, જૈન ધર્મ વિષે કાંઈ જ જ્ઞાન ન હતું, છતાં તેમણે જૈન સાધુ બનવાને નિરધાર કર્યો. અને સં. ૧૯૯૮ના મહા સુદ ને દિવસે મુંબઈ-સાંતાક્રુઝમાં ૧૮ વર્ષની ભરયુવાન વયે, પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના આદેશથી દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી ગુણાનંદવિજયજી બન્યા. બુદ્ધિની તીવ્રતા અને જ્ઞાનની પિપાસ તે નાનપણથી જ હતી. પરિણામે, અજિતશાંતિ જેવાં કઠિન સૂત્ર પણ એક જ દિવસમાં પૂર્ણ કરી શક્યા. અમદાવાદમાં કાશી યુનિવર્સિટીના ગોડ મેડલિસ્ટ પંડિતજી કાંતિલાલજી પાસે પાણિનીનું વ્યાકરણ ભણ્યા, પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે કમ સાહિત્ય અને પૂ. મુનિ શ્રી ભાનુવિજયજી ( હાલમાં આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પાસે આગમ અને ન્યાય આદિનું અલ્પ કાળમાં જ અધ્યયન કરી લીધું. પાણીના પ્રવાહની જેમ કાળ ગતિશીલ છે, પરંતુ મુનિવરેની ગુણગ્રહણ કરવાની શક્તિ કાળથી પણ ગતિશીલ હોય છે. પૂજ્યશ્રી દિનભર સ્વાધ્યાયરત રહીને અન્ય માટે એક આદર્શ રૂપ બની રહ્યા. એ જ જ્ઞાનપિપાસાથી તેઓશ્રીએ પાણિની-વ્યાકરણ, મધ્યમ કૌમુદી, ન્યાયદર્શન આદિને તલસ્પર્શી અભ્યાસ કર્યો. અભ્યાસ માટેની લગન એવી કે એમની ચેતનામાં સ્વપ્નમાં પણ સંસ્કૃત પાણિની વ્યાકરણના ૩-૪ હજાર કલાક જેટલું પારાયણ થઈ જતું ! અધ્યયનમાં અદ્ભુત પ્રભુત્વને લીધે પૂજ્યશ્રી અધ્યાપનમાં પણ કુશળ વ્યાખ્યાતા બની રહ્યા. પૂ. ગુરુદેવશ્રી તેઓશ્રી પાસે અન્ય મુનિવરેને અભ્યાસાર્થે મૂકતા. ઉપમિતિ ભવપ્રપંચ કથા–ોગશાસ્ત્ર આદિ પર તેઓશ્રીનું અભૂતપૂર્વ પ્રભુત્વ હતું. અનેક સાધુ-શ્રાવકને પૂજ્યશ્રીએ આ અંગેનું હૃદયસ્પર્શી જ્ઞાન આપ્યું છે. અનેક મુનિવરને “વિશેષાવશ્યક ભાષ્ય” જેવા ક્લિષ્ટ ગ્રંથનું ખૂબ સરળ શૈલીમાં અધ્યાપન કર્યું છે. પરિણામે, સમુદાયમાં પૂજ્યશ્રી કુશળ અધ્યાપક તરીકે વિખ્યાત થયા હતા. એટલું જ નહિ, પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ પૂ. શ્રી રત્નસુંદરવિજયજી મહારાજ, પૂ. શ્રી હેમરત્નવિજયજી મહારાજ આદિ મુનિવરોને પ્રખર વક્તા તૈયાર કરવામાં પણ તેઓશ્રીને અગત્યને ફાળે હતે. પિતાની અસ્વસ્થ તબિયતમાં પણ ગુજ્ઞાથી ભગવતીસૂત્રના ગદ્વહન કર્યા અને ગણિપદ, ત્યાર બાદ પંન્યાસપદ પ્રાપ્ત કર્યું. અને સં. ૨૦૩૮ના મહા વદ ને દિવસે ખંભાતમાં પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ થયા. અને પૂ. આચાર્યશ્રી વિજયગુણાનંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રખ્યાત થયા. પૂજ્યશ્રીએ અમદાવાદ, મુંબઈ ધૂલિયા, પૂના, દેહૂરેડ, માલેગાંવ, યેવલા, ભદ્રાવતી, બેંગલેર આદિ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકના અનેક ગ્રામ-નગરમાં વિહાર કરીને અનેકવિધ શાસનપ્રભાવના કરી. સં. ૨૦૪૫માં વૈશાખ માસમાં બેંગલેરથી મદ્રાસની વિહારયાત્રામાં હાઈ વે પર અકસ્માતમાં સમાધિને જીવંત રાખી પૂજ્યશ્રી 2010_04 Page #406 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ કાળધર્મ પામ્યા. તેઓશ્રીની સ્મશાનયાત્રામાં સમગ્ર દક્ષિણ ભારતમાંથી ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ ઊમટી પડયા હતા. ૪૭ વર્ષના દીક્ષાપર્યાય પાળી, સ્વ-પર કલ્યાણની પ્રવૃત્તિઓથી ક્ષણભંગુર જીવનને ધન્ય ધન્ય બનાવી જનાર પરમ સાધુવર મહાત્માને કોટિ કેડિટ વંદન ! ( --પ. પૂ. મુનિશ્રી નંદીભૂષણવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી એક સગૃહસ્થના સૌજન્યથી ) વધુ માનતપના મહાન તપસ્વી અને શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ ગુરુકૃપાથી શું ન બને ? ગુરુકૃપાથી જ બધુ બને છે. ગુરુકૃપા વ્યક્તિને વિરાટ વ્યક્તિત્વ અપાવે તેનુ જીવતુ–જાગતું દૃષ્ટાંત એટલે પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીના જન્મ રાજસ્થાનમાં વીસલપુરમાં સ. ૧૯૭૧ના જેઠ સુદ ૧૧ના રોજ થયેા હતા. પિતાનુ નામ મગનલાલજી અને સ્વનામ પ્રેમચંદજી હતું. દીક્ષા પૂર્વ તે ગાંધીવાદી હતા. ધર્મોમાં જોડાયા તે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના ચુસ્ત રાગી અન્યા. ત્યાર ખાદ્ય પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયકનકચ`દ્રસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા, જ્યાં તેમને આધ્યાત્મિક વાતાવરણ મળ્યું અને આરાધકો સાથેના સહયોગ સાંપડચો. યેાગ્ય ઉંમર થતાં કુટુંબીઓએ તેમને સ'સારના અંધનમાં બાંધી દીધા, અને દુનિયાદારીમાં જોડી દીધા. તેમ છતાં તેમની ધર્મ ભાવના દિન-પ્રતિદિન વધતી રહી. ભાગ્યજોગે ધર્માંમાં સોંપૂર્ણ સાથ આપે તેવાં ધર્મ પત્ની મળ્યાં. ઘેાડાં વર્ષોમાં તે સંસારનાં અંધનેથી મુક્ત થવા ઉત્સુક બન્યા. પણ કુટુંબીજના તેમને દીક્ષા લેવા દે તેમ ન હતા. ભાઈએ પણ મક્કમ હતા. આ સમયમાં તેમના વૈરાગ્યભાવવૃદ્ધિ પામતે રહ્યો. એટલું જ નહિં, પોતાનાં ધર્મપત્ની અને નાની બહેનને પણ વૈરાગ્યના રંગે રંગી દીધાં. એક બાજુ કુટુ ખીએ દીક્ષાની અનુમતિ આપવા તૈયાર થતા ન હતા, તે બીજી બાજુ તેઓ દીક્ષા લેવા વધુ ને વધુ ઉત્સુક બનવા લાગ્યા. તેમના માટે ‘હવે શું કરવુ ?’એ પ્રશ્ન હતે. છેવટે જ્યારે લાગ્યું કે કુટુ બી કોઈ રીતે દીક્ષા માટે રજા આપે તેમ નથી, ત્યારે તેઓ તેમ જ તેમનાં ધર્મીપત્ની અને બહેન-ત્રણેય સાવરકુંડલા આવ્યાં. ત્યાં તેમણે પેાતાનાં ધર્મપત્ની અને બહેનને શકય એટલું અનુષ્ઠાન કરાવી દીક્ષા અપાવી. તેઓ અનુક્રમે સાધ્વીશ્રી કીતિ પ્રભાશ્રીજી અને સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી નામે દીક્ષિત થયાં. હવે પાતે બાકી રહ્યા. શું કરવું ? તે વિચારવા લાગ્યા. તેઓ અધ્યાત્મયેાગી પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના નિકટના પરિચયમાં આવેલા; અને પોતાની દીક્ષા લેવાની ભાવના તેમને જણાવેલી પણ હતી. એટલે બીજો કોઈ વિચાર કર્યા વિના તેએ સીધા ઊપડયા પૂ. પન્યાસજી પાસે–મહારાષ્ટ્રના વાણી ગામે. ત્યાં યેાગાનુયોગ એ જ સમયે હાલારનિવાસી મુમુક્ષુ કેશવજીભાઈની દીક્ષાના કાર્યક્રમ ચાલી રહ્યો હતા. ત્યાં પ્રેમચંદજીભાઈ ને આવેલા જોઈને પૂ. ૫.ન્યાસજી મહારાજે પૂછ્યું પણ ખરું કે, 2010_04 શાસનપ્રભાવક Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ શ્રમણભગવંતો-૨ હવે દીક્ષા લેવાને શી વાર છે? ” પ્રેમચંદજીના મનમાં આ વાત જ રમતી હતી. તેમણે તરત જ પૂ. પંન્યાસજી મહારાજ સમક્ષ દીક્ષા લેવાની તત્પરતા દર્શાવી. આમ, સં. ૧૯૯૮ના વૈશાખ સુદ પાંચમને દિવસે વાણ ગામે પ્રેમચંદભાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂ. પંન્યાસજી મહારાજે પિતાના શિષ્યરત્ન મહાન તપસ્વી મુનિરાજ શ્રી ચરણવિજ્યજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી પ્રદ્યોતનવિજ્યજી નામે જાહેર કર્યા. દીક્ષાના બીજા જ દિવસે જ્યારે વડીલ સાધુભગવંતોએ તેમને પૂછ્યું કે, “નવા મહારાજ, શું વાપરશે?” ત્યારે આ નૂતન મુનિશ્રીએ કહ્યું કે, “ગુરુમહારાજ કહે છે. મારે હવે બીજે કઈ વિચાર કરવાને હોય જ નહીં.” એમનામાં આવા ગુરુસમર્પિતતા, નિઃસ્પૃહતા, આદિ ગુણે પ્રારંભથી જ વિકસ્યા હતા. શાસ્ત્રાભ્યાસની સાથે આયંબિલ તપમાં વિશેષ રુચિના કારણે તેઓશ્રીએ તેમાં આગળ વધી સં. ૨૦૩૦માં લુણાવા (રાજસ્થાન) ગામે વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કરતાં, તેની શાસનપ્રભાવક ઉજવણી થઈ હતી. સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે વિનય, વૈયાવચ્ચ, જપ-તપ અને જ્ઞાન–ધ્યાનમાં આગળ વધતા તેઓશ્રીને ગણિ-પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે પિતાની તબિયત નરમ પડી ત્યારે પિતાના સ્વશિખ્ય સમુદાયની સઘળી જવાબદારી તેમને સેંપી. તેમની વાત્સલ્યભાવના, નિઃસ્પૃહતા, ઉદારતા, સૌજન્યશીલતા, અપ્રમત્તતા, સૌને સહાયક થવાની વૃત્તિ, ગદ્વહન કરવા– કરાવવાની ક્ષમતા અને સ્વ-પર કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના વગેરેથી તેઓશ્રી સમસ્ત શ્રીસંઘમાં સૌને પ્રિય અને આદરણીય બન્યા. સં. ૨૦૩૦ના મહા વદ ૬ના દિવસે તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કરવામાં આવતાં તેઓશ્રી પૂ. પંન્યાસજી મહારાજના વિશાળ શિષ્યસમુદાયનું વડીલપદ શેભાવી, સ્વસમુદાયના ઉત્કર્ષ સાથે શાસનનાં અને શ્રીસંઘનાં અનેકવિધ કાર્યો કરી-કરાવી રહ્યા છે. એવા પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજને ભાવભીની કટિ કોટિ વંદના ! અનેકવિધ ગુણવૈભવના ધારક; સાહિત્યસર્જક અને દેશ-વિદેશમાં વસતા હાલારીઓને પ્રેરણાનાં પાન કરાવનારા પૂ. આચાર્યશ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજ સંતભૂમિ સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશમાં માંઢા ગામે સં. ૧૯૭૫ના ફાગણ સુદ ૧૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજ્યકુંદકુંદસૂરીશ્વરજી મહારાજને જન્મ થયે હતું. તેમનું જન્મનામ કેશવજી હતું. તેમનું કુટુંબ ધર્મપ્રેમી હતું, તેથી કેશવજીમાં નાનપણથી ધાર્મિક સંસ્કારને વિકાસ થતો રહ્યો. નવમા ધોરણ સુધી અભ્યાસ કરી પિતાના ઘીના વેપારમાં જોડાયા. વાકપટુતા તે વરેલી હતી જ, તેથી ધંધામાં જમાવટ થવા માંડી. એવામાં ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળના રણશીંગાં ફૂંકાયાં. કેશવજીને એનું ઘેલું લાગ્યું. તેઓ ખાદીધારી બન્યા અને આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું. કલાક સુધી ભાષણ કરવાં અને ચળવળમાં સક્રિય રહેવું એ જ તેમને 2010_04 Page #408 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક નિત્યક્રમ થઈ પડ્યો. પરંતુ આ અરસામાં જ કેશવજીભાઈના જીવનમાં પરિવર્તન આવે એવી ઘટના બની. તેઓ પૂ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજના દર્શનથી, ચુંબક તરફ લેતું ખેંચાય તેમ આકર્ષિત બન્યા. આ આકર્ષણનો પ્રભાવ એટલે ઘેરે પડ્યો કે તેમના જીવનમાંથી સ્વાતંત્ર્ય-ચળવળની પ્રવૃત્તિને બદલે સંયમ સ્વીકારવાની તાલાવેલી જાગી. તેઓશ્રીને દિલદિમાગમાં એમ લાગવા માંડયું કે જીવનની સફળતા પામવા સર્વવિરતિનાં સોપાન સિદ્ધ કર્યા વિના ચાલે નહીં. તેમની ભાવનાને કુટુંબના સભ્યો સમજી-સ્વીકારી શકે તેમ ન હતા, પરંતુ મોટાભાઈ માણેકભાઈ (પૂ. મુનિ શ્રી મહાસેનવિજયજી મહારાજ) કેશવજીની ભાવના સમજી શક્યા. દિલની ધરતી પર દીક્ષાની ભાવનાનાં બીજનું વાવેતર થયું અને તરતમાં જ એના ઉપર પુષ્પરાવર્તની મેઘવૃષ્ટિ થવા જે એક અવસર કેશવજીએ ઝડપી લીધો. મુંબઈઅંધેરીમાં શ્રી ભાણજીભાઈ શાપરિયા તરફથી ઉપધાન તપનું આયોજન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં થવાનું જાહેર થતાં જ તેમણે એમાં જોડાઈને પિતાની ભાવનાને વૃદ્ધિવંત કરવાને મક્કમ નિરધાર કર્યો અને એ તપમાં જોડાઈ ગયા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ભેગવારક અને ત્યાગવાહક ધર્મદેશનાના શ્રવણ પછી કેશવજીભાઈને સંસારવાસ જેલવાસ જેવો અસહ્ય આકરો થઈ પડ્યો. પણ સંસારની જેલ એમને છટકવા દે તેમ ન હતી. છતાં ભાગ્યેગે ઉપધાન તપ પૂર્ણ થયા બાદ ધંધાર્થે બે વરસ માટે યવતમાલ (મહારાષ્ટ્ર) તરફ જવાનું થતાં ત્યાં પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને વધુ લાભ મળે. અંતે સં. ૧૯૯૮ના વૈશાખ સુદ પાંચમના શુભ દિવસે નાસિક પાસેના વણ ગામે શ્રી ભદ્રકવિજ્યજી મહારાજની નિશ્રામાં દીક્ષા મહોત્સવ ઊજવાય. રાજસ્થાનના વીસલપુરના વતની પ્રેમચંદજી સાથે પરમેશ્વરી પ્રત્રજ્યા અંગીકાર કરી. પ્રેમચંદજી મુનિ શ્રી પ્રદ્યોતનવિજયજી અને કેશવજી મુનિશ્રી કુંદકુંદવિજયજી બન્યા. છેલ્લાં ૪૦૦ વર્ષના ઇતિહાસમાં હાલારની કઈ વ્યક્તિએ તપાગચ્છમાં દીક્ષા લીધી હોય તે આ પ્રાયઃ પહેલી હતી. વળી તેમણે દીક્ષા માટે છ વિગઈને ત્યાગ કર્યો અને પિતાના મનોરથને દીક્ષિત બની સફળ પણ બનાવ્યું. મુનિશ્રી કુંદકુંદવિજયજી મહારાજ ૨૩ વર્ષની ભરયુવાનીમાં સંયમી બન્યા અને આત્મસાધનામાં લાગી ગયા. દીક્ષાના પ્રથમ પાંચ વર્ષ તે ફક્ત બે દ્રવ્યથી જ એકાસણા કર્યા. ઉપરાંત, વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ભક્તિ, નમ્રતા આદિ ગુણો પૂજ્યશ્રીના જીવનમાં ઉત્તરોત્તર વિકાસ પામવા લાગ્યા. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજના સાનિધ્યમાં તેઓશ્રીનું જીવનઘડતર થયું. અને સ્વાધ્યાયમાં તલ્લીનતા, ગુરુભક્તિ, તપની તત્પરતા, આત્મસન્મુખ વૃત્તિ, લગભગ નિત્ય એકાસણાં, વાત્સલ્યગુણ, સામાને સહી લેવાની વૃત્તિ, મીઠાશથી સામાની ભૂલ સમજાવવાની કળા, પરિચયમાં આવનારને ધર્મસન્મુખ કરવાની ભાવના, સિદ્ધાંતની રક્ષામાં અડગતા, ગુણાનુરાગી વલણ, સૌ પ્રત્યે સમભાવ ઇત્યાદિ ગુણ પૂજ્યશ્રીમાં વિકાસ પામવા લાગ્યા. આવા ગુણિયલ મહાત્માને તેમના ગુણે જઈને પદ માટે જેઈને પદ માટે આગ્રહ થતાં ગુરુદેવની જેમ તેઓશ્રીએ પણ હંમેશાં અનિચ્છા જ દર્શાવી. 2010_04 Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ 09 સમુદાયમાં બીજા ઘણા તેમનાથી ઓછા પર્યાયવાળા પંન્યાસ બનવા છતાં તેઓશ્રી મુનિવર જ રહ્યા. પણ પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સં. ૨૦૩૬માં પાટણ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામતાં, અને તેની આગ્રહભરી વિનંતીથી, પૂજ્યશ્રીને શ્રી ભગવતીસૂત્રના ગોદ્રહનપૂર્વક સં. ૨૦૩૭ના કારતક વદ પાંચમે પૂ. આ. શ્રી વિજ્યકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહત્સવપૂર્વક ગણિ-પંન્યાસપદ અર્પવામાં આવ્યું. પછી ટૂંક સમયમાં જ તેઓશ્રીને પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અમદાવાદ-નવરંગપુરામાં પૂ. આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૩૮ના મહા વદ ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂજ્યશ્રી આચાર્ય શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં સ્થિરતા કરી કે ચાતુર્માસ કર્યા ત્યાં સૌનાં દિલ જીતી લીધાં. તેઓશ્રીને સૌમ્ય ભાષામાં સામાને ગળે ઊતરી જાય એવા મીઠા શબ્દોમાં કહેવાની અનેખી શૈલી વરેલી હતી. તેઓશ્રીએ અન્યના ઉપકાર અર્થે વિવિધ પ્રકારના સત્વશીલ સાહિત્યની રચના કરી. આ સાહિત્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં જ નહિ, પરંતુ આફ્રિકા, ઈંગ્લાંડ આદિ દેશોમાં બી, મોબાસા, લંડન આદિ શહેરમાં વસતાં અસંખ્ય જેનકુટુંબો સુધી પોંચ્યું છે. ત્યાંનાં હજારો જેનકુટુંબોની ધર્મભાવનાને સુદઢ કરવામાં સફળ થયું છે. ત્યાં પણ જેનમંદિરે, ઉપાશ્રયે આદિ બનાવવાની પ્રેરણા આપી રહ્યું છે. ભારતમાં અને વિદેશમાં જ્યાં જ્યાં સાત ક્ષેત્રની આવશ્યક્તા જણઈ ત્યાં ત્યાં સુખી કુટુંબને પ્રેરણા કરી અઢળક સંપત્તિ સન્માર્ગે વાળવામાં પૂજ્યશ્રીનાં પ્રવચને અને પુસ્તકેએ સારે ભાગ ભજવ્યું છે. પૂજ્યશ્રીનાં આવાં પુસ્તકની સંખ્યા ૬ને આંક વટાવી ગઈ છે. વળી, પૂજ્યશ્રીએ પિતાના વડીલબંધુ તથા ભત્રીજા સહિત સાત શિષ્યોને દીક્ષિત કર્યા. હાલારમાં પધારવા ભક્તજનોને વર્ષોથી વારંવાર આગ્રહ થતો હતે. ચાતુર્માસ પૂર્ણ થતાં, સ્વાચ્ય સહકાર આપશે એવી શ્રદ્ધા સાથે સં. ૨૦૩ન્ના કારતક વદમાં અમદાવાદથી વિહાર કર્યો અને શાસનપ્રભાવના કરતાં કરતાં સુખપૂર્વક ખંભાળિયા પધારી ઉપધાન તપની શરૂઆત કરાવી. બાર દિવસ પછી એકાએક તબિયત બગડી. સ્વાથ્ય વધુ નરમ પડતાં જામનગર કે અમદાવાદ જેવા, સારી સારવાર મળી શકે એવા શહેરમાં લઈ જવાની તજવીજ થવા લાગી. આ વાતની પૂજ્યશ્રીને જાણ થતાં બધાને કહી દીધું કે, “મને ગમે તેવી સ્થિતિમાં અહીંથી બીજે ક્યાંય લઈ જશો નહિ. હું પૂર્ણ સમાધિમાં છું. સૌને ખમાવું છું.' તેઓશ્રીની ઈચ્છાનુસાર ત્યાં જ ઉપચાર શરૂ રાખવામાં આવ્યા. પૂજ્યશ્રીએ છેલ્લા દિવસોમાં કહ્યું પણ ખરું કે, “કષ્ટ વેઠીને પણ હાલારની પ્રજાને ધર્મ પમાડજે.” અને સં. ૨૦૩ન્ના ફાગણ સુદ ૪ના દિવસે પદ્માસન મુદ્રામાં સમાધિપૂર્વક નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં કાળધર્મ પામી મૃત્યુને મહત્સવ રૂપ બનાવી ગયા. પૂજ્યશ્રીનું અંતરંગ વ્યક્તિત્વ સ્ફટિક જેવું સ્વચ્છ, સંગીત જેવું મધુર અને સુરનદી જેવું નિર્મલ હતું. પવિત્ર મનવાળા, દયાળુ હૃદયવાળા, પ્રબળ બુદ્ધિશાળી, સરળ વ્યવહારવાળા, આ મધુરભાષી મહાત્માને સંત કે ગૃહસ્થ, ધનવાન કે નિર્ધન, વિદ્વાન કે નિરક્ષર–સર્વ પ્રત્યે 2010_04 Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ 6 સમાન સ્નેહ હતો. એ મહાત્માને કોઈ પરાયું કે પારકું ન હતું; તેઓશ્રીમાં વસુધૈવ કુટુંબકમ્ 'ની ભાવના ચરિતાર્થ થતી દેખાતી હતી. આવી મહાન વિભૂતિનાં ચરણારવિંદમાં કેટિશ: વંદના અને પૂજ્યશ્રીના ગુણુવૈભવ સૌનાં મનમ ંદિરમાં પ્રતિષ્ઠિત થાય એવી આશા ! ( સ`કલન : પૂ. આ. શ્રી વિજયકુ’દકુ દસૂરીશ્વરજી મહારાજના ‘ સ્મૃતિગ્રં’થ ’માંથી સાભાર.) શાસનપ્રભાવક ધર્માંતી પ્રભાવક, સિદ્ધાંતસંરક્ષક, સમર્થ સાહિત્યસ ક પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલુ લીંચ ગામ તેમનું મૂળ વતન. ડભોઈ, છાણી, ખંભાત, કપડવંજ, પાટણ, ચાણસ્મા, રાધનપુર આદિ ગામનગરાની જેમ જ લીંચ ગામ પણ ધનિષ્ઠ ગામામાં અગ્રેસર છે. શ્રી ઋષભદેવ પરમાત્માનું ત્રણ માળનું વિશાળ ગગનચુંબી જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ૧૦૦ વર્ષ જૂની પાંજરાપેાળ વગેરેથી આ ગામ ગુજરાતમાં પેાતાની આગવી વિશેષતા ધરાવે છે. વીસમી સદીમાં શાહ અમૂલખ તારાચંદનુ પ્રતિષ્ઠિત કુટુંબ લીચથી વેપારાથે દક્ષિણ મહારાષ્ટ્રમાં સતારા જિલ્લામાં મસૂર ગામે જઈ ને વસ્યું. ૮૦ માણસનુ આ કુટુંબ ૧૯૮૫ સુધી સયુક્ત રહેતું. સૌ એક રસોડે જમતા. શા અમૂલખ તારાચંદના નામની મુંબઇ માંડવી બંદર ઉપર, અમદાવાદ માધુપુરામાં, કલકત્તા અને મસૂરમાં-એમ ચાર પેઢીએ ચાલતી. સુખસમૃદ્ધિની મેળા ઊછળતી. મસૂરમાં પ્રભુભક્તિ માટે જિનાલય બંધાવવાના આ કુટુંબના વડેરાએને કોડ જાગતાં સંઘના સહયાગથી ભવ્ય શિખરબંધી જિનાલય બંધાવ્યું. પ્રાચીન પ્રતિમાજી મેળવવા બે વર્ષ સુધી તપાસ કરતાં કરતાં ભરૂચમાં સંપ્રતિ મહારાજાના ભરાવેલા ૨૭ ઈંચના શ્રી સુમતિનાથ પ્રભુ આદિ પાંચ સુંદર નયનરમ્ય જિનમિએ મળી આવ્યાં. સમગ્ર મહારાષ્ટ્રમાં સંપ્રતિરાજાનાં જિનખિ’બે મસૂર અને સાંગલી—એ જ સ્થળે છે. આજે પણ એ તરફ વિહાર કરનારા પૂજ્યપાદ આચાર્યાદિ શ્રમણભગવંતે મસૂરમાં તીર્થધામનાં દન–વંદન જેટલા જ પરમાનંદ અનુભવે છે. સ. ૧૯૮૪માં આ કુળની કીતિ ના સ્તંભ રોપાય છે. પૂજ્યપાદ શાસનસમ્રાટ સૂરિચકૅ ચક્રવતી તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની સ્થિરતા અમદાવાદ– હકીભાઈની વાડીમાં હતી. માધુપુરાની પેઢી સંભાળતા શાહ અમૂલખ તારાચંદના પાંચમા પુત્ર ગોવિદભાઈ કે જેએ જન્મથી વિરાગીં જેવા હતા, તેમને ૫૦-પ૨ વર્ષોંની વયે સંયમ લેવાના મનોરથ જાગ્યા. કુટુ અને વાત કરી, કુટુંબે અનુમતિ આપી. સમગ્ર કુટુંબે તેમના દીક્ષા-પ્રસ’ગ અનેાખી રીતે ઊજન્મ્યા. શાસનપ્રભાવના અનેરી વિસ્તરી. મહારાષ્ટ્રભરમાં દીક્ષાધના ડંકા વાગ્યા. અમૂલખ તારાચ’દના સમગ્ર કુટુંબમાં ધ શ્રદ્ધા અને ધર્માચારના વારસા ચિર જીવ બન્યા. જે ઘરમાંથી એક સયમી પાકે તે ઘરમાંથી અનેક સયમી આત્માએ બહાર પડે, અને . 2010_04 Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૪૦૯ ધર્મભાવના બલવત્તર બનતી જાય એમાં નવાઈ નહીં. ગોવિદભાઈનું શુભ નામ મુનિરાજ શ્રી સંપતવિજયજી મહારાજ રાખવામાં આવ્યું. તેઓશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય બન્યા. તેઓશ્રીએ ૧૭ વર્ષ નિર્મળ ચરિત્ર પાળ્યું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં તેઓશ્રીનું સ્થાન ઘણું ઊંચું હતું. સમુદાયમાં તેઓશ્રી અલખનિરંજન-આનંદઘન કહેવાતા. શ્રી આનંદઘનજીનાં સ્તવને, મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનાં ૧૨૫–૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવને આદિની મસ્તીમાં રહેતા અને પૂજ્યશ્રી ગુરુભગવંતની સેવા કરતા. પૂ. આ. શ્રી વિજ્યમિત્રાનંદસૂરીશ્વરજીને જન્મ આ જ કુટુંબમાં થયેલ હતું. તેમનું જન્મનામ મનુભાઈ અમૂલખ તારાચંદના છ પુત્રમાંના ચોથા પુત્ર રૂપચંદભાઈ. તેમના મોટા પુત્ર છોટાલાલભાઈ તે મનુભાઈના પિતા. માતાનું નામ સાનુબહેન. નુબહેનનું પિયર પણ વિશાળ અને ખાનદાન સં. ૧૯૮૪ના પ્રથમ શ્રાવણ સુદ ૧ના સૂર્યોદય સમયે મનુભાઈને જન્મ થે. આ સમયમાં મહારાષ્ટ્રમાં મુનિવિહાર ન હોવાથી ૧૨ વર્ષ સુધી મનુભાઈ એ જૈન સાધુને જોયેલા નહીં'. છતાં કુટુંબમાં ધર્મસંસ્કારે ખૂબ જ સારા, તેથી પ્રભુદર્શન, કંદમૂળત્યાગ, રાત્રિભેજનત્યાગ, પર્યુષણ પર્વની આરાધના આદિમાં નિયમિત રસ દાખવતા. ઘરમાં માતુશ્રી પણ ધર્મની વાત કરતાં અને સૂત્રો ગેખાવતાં. તેઓશ્રીએ સં. ૧૯૯૭માં ૧૨ વર્ષની વયે પહેલવહેલી ચૈત્ર માસમાં નવપદની વિધિસહિત એળી કરી. તે પછી વૈશાખ માસમાં જ ભદધિનારક પૂજ્યપાદ ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ કેઈ મુનિરાજનાં વષીતપનાં પારણ પ્રસંગે કેલ્હાપુરથી મસૂર બાજુના શેળ ગામે પધાર્યા. મનુભાઈ આ પ્રસંગે ત્યાં ગયેલા. ત્યારે પૂ. ગુરુદેવશ્રીની કૃપાદૃષ્ટિ મનુભાઈ પર પડી. મસ્તકે વરદ હસ્તને સ્પર્શ થયે અને મનુભાઈનું અંતર સંસારથી ઉદાસીન થયું. પૂર્વજન્મના સંસ્કાર જાગ્યા હોય તેમ સાધુમહાત્માના દર્શન માત્રથી અંગેઅંગ ઉમંગથી ઊછળી રહ્યું. પૂ. ગુરુદેવશ્રી સાથે વિહારમાં જવાનું નક્કી થયું. માતાએ રજા આપી. સાંગલી તરફ વિહાર થયે. કેને ખબર હતી કે, કુટુંબ-ગામ, અરે, સંસારને મનુભાઈની આ છેલી વિદાય હતી! વેકેશન પછી ચોમાસામાં પણ પૂ. ગુરુદેવશ્રી સાથે જ રહેવાનું થયું. એમાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય આદિને અભ્યાસ થયે. ચૌદ પૂર્વનાં, તીર્થકર ભગવાનનાં એકાસણા, અક્ષયનિધિ વગેરે તપ થયાં. તપસ્યા સાથે સામાયિક-પૌષધને પણ એવો જ રંગ લાગે. ચેમાસું ઊતરતાં પહેલાં માતુશ્રી લેવા આવ્યાં. મેહ-મમતાભર્યા વચને સામે ૧૩ વર્ષના મનુભાઈ અણનમ રહ્યા. માતુશ્રીએ જોયું કે પિતાને પાને પુત્ર પૂર્ણપણે વૈરાગ્યવાસિત થઈ ગયે છે. માતુશ્રી પાછાં ફર્યા. તેમના ગયા બાદ સાંગલીથી મુંબઈને વિહાર શરૂ થયે. વિહારમાં ઉપધિ બાંધવી, પાણું ઉકાળેલું પીવું વગેરે તાલીમ પામ્યા. મનુભાઈ અંધેરી પહોંચ્યા. ત્યાં તેમનાં માતુશ્રી ઉપધાનતપ વહન કરી રહ્યાં હતાં. મનુભાઈ એ દીક્ષાની રા માટે આયંબિલ શરૂ કર્યા. એમાં વર્ધમાન તપને પાયો નંખાઈ ગયે. ઉપધાન તપ ની માળ પરિધાન કર્યા બાદ માતુશ્રી મનુભાઈને ઘેર લઈ જવા ઈચ્છતાં હતાં. પણ મનુભાઈ તે પૌષધ લઈને શ્ર પર 2010_04 Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શાસનપ્રભાવક બેસી ગયા. માતુશ્રી ઘેર ગયાં. ત્યાર બાદ જીવનમાં પહેલીવાર શ્રી સિદ્ધાચલજીની યાત્રા માટે નિપાણનિવાસી તારાચંદભાઈ સાથે જવાનું થયું. શાશ્વતા ગિરિરાજજીની આ યાત્રામાં તેમને અપૂર્વ આનંદ આવ્યો. શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રા કરી પૂ. ગુરુદેવશ્રી પાસે મુંબઈ શાંતાક્રુઝ આવ્યા. ત્યાં જિનમંદિરની પ્રતિષ્ઠા બાદ સુરત તરફ વિહાર શરૂ કર્યો. વિશર–અગાસી પહોંચતાં જ માતુશ્રી બીમાર થયાને તાર પૂનાથી આવ્યું. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી એક ધર્મનિષ્ઠ શ્રાવક સાથે પૂના ગયા. માતુશ્રીની તબિયત હવે સારી હતી. ત્યાંથી મસૂર જવું પડ્યું. પૂ. ગુરુમહારાજની સેવાના રંગે રંગાયેલા મનુભાઈને ૧૫ દિવસ ૧૫ વર્ષ જેવા લાગ્યા. લાગ જોઈને ભાગી ગયા. ૧૦ માઈલ પગે ચાલીને કરાડ સ્ટેશનેથી ગાડીમાં બેસી સુરત પહોંચી ગયા. છેડે સમય ત્યાં રહી, ખંભાત તરફ વિહાર કર્યો. ત્યાંથી કાકા પ્રેમચંદભાઈ આવીને પાછા મસૂર લઈ ગયા. દોઢ મહિને ઘેર રહીને પાછા ભાગીને ખંભાત આવ્યા. પૂ. ગુરુદેવશ્રી સાથે ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. સંયમની અપૂર્વ તાલાવેલી જાગી. કેઈની દીક્ષા થતી જોઈને રડી પડવા લાગ્યા. ચોમાસા બાદ અમદાવાદ જવાનું થયું. ગુરુદેવના પ્રતાપે જ્ઞાન, ધ્યાન, ધર્મચર્યા આદિમાં પારંગતતા જોઈને અમદાવાદ મનુભાઈને લેવા આવેલા મામા ફૂલચંદભાઈને ખાતરી થઈ કે ભાણેજ જરૂર ચારિત્ર લેશે જ. મામાએ ઘરે જઈ કુટુંબીજનેને વાત કરી. ત્યાં મનુભાઈને પત્ર પણ પહોંચે. વિશાળ કુટુંબ એકઠું થયું અને નિર્ણય લેવાયે કે આપણું કુળમાં ભવ્ય રીતે દીક્ષા અપાવાય એ જ શોભારૂપ ગણાય. અમદાવાદ તાર કર્યો કે, “તમને રજા છે, એક વાર ઘેર આવી બધી વિધિ પતાવ. તાર મળે ત્યારે મનુભાઈને પૌષધ સાથે ઉપવાસ હતે. બીજા દિવસે પૌષધ પાળી મસૂર ઊપડ્યા. ત્યાં કુટુંબ, ગામ. સંઘ રાહ જોઈ રહ્યાં હતાં. સ્ટેશનેથી સ્વાગત થયું. વાયણ માટે આમંત્રણ આવવા લાગ્યાં. બહારગામથી સ્વજને આવી ગયાં. પૂજા, આંગી, વરઘેડે, જમણવાર, માનપત્રના મેળાવડા આદિ ઉત્સવ થયા. ૪૦ માણસનું કુટુંબ દીક્ષા અપાવવા અમદાવાદ ઊપડ્યું. મસૂરથી પૂના અને મુંબઈથી અમદાવાદ સ્ટેશને લેકે હાર પહેરાવવા, ચાંલ્લે તથા સ્વાગત કરવા હાજર થઈ જતા. અમદાવાદના જેમાં પણ ઉત્સાહ પ્રવર્તતે હતા. ત્યાં પણ બાલ મનુભાઈનાં ખૂબ વાયણાં થયાં. અને પ્રાંતે, સં. ૧ દ્ગા મહા સુદ ૯ને શુભ દિવસે અમદાવાદ-કાળુપુર સ્થિત શ્રી વિજ્યદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં મનુભાઈની ભાગવતી દીક્ષા ભવ્ય રીતે ઊજવાઈ. મુનિરાજનું નામ શ્રી મિત્રવિજયજી રાખવામાં આવ્યું. સાંગલી ગયા ત્યારથી તેમને અધ્યયન અને સંયમજીવનની તાલીમ માટે પૂ. મુનિરાજ શ્રી ભાનવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી પદ્મવિજયજી મહારાજને સેંપવામાં આવેલા. દીક્ષા બાદ પણ પૂ. ગુરુદેવેની નિશ્રામાં જ્ઞાન-ધ્યાન-વિનય-વૈયાવચ્ચ-ભકિત-તપ આદિમાં સુંદર પ્રગતિ કરવા લાગ્યા. ફાગણ સુદ ૩ના મંગળ દિને પૂ. ઉપાધ્યાય શ્રી જંબૂવિજયજી મહારાજના આચાર્યપદ પ્રદાન સાથે પૂ. મુનિશ્રી મિત્રવિજયજી મહારાજની વડી દીક્ષાને પ્રસંગ પણ ભવ્ય રીતે ઊજવાયે. અને ત્યારે તેમનું મુનિશ્રી મિત્રાનંદવિજ્યજી નામ રાખી, પૂ. 2010_04 Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ મુનિશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્યરત્ન તરીકે જાહેર કરાયા. આજે પૂજ્યશ્રી ૪૯–૦૯ વર્ષથી ચઢતા પરિણામે બ્રહ્મચર્યાદિ સંયમધર્મની અને જ્ઞાન–ધ્યાનની સાધનામાં આગળ વધ્યા છે. આઠ વર્ષ સુધી પિતાના ભવતારક પૂ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની અખંડ સેવા કરી. ચૌદ વર્ષ પૂ. ગુરુદેવ સાથે રહ્યા. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ, આગમ, હરિભદ્રીય ગ્ર વગેરેનું તલસ્પર્શી અધ્યયન કર્યું. અલગ ચાતુર્માસ દરમિયાન ગામેગામ ખૂબ ધર્મપ્રભાવના વિસ્તારી. દરેક સંઘની ખૂબ ચાહના મેળવી. અનેક જ્ઞાનભંડારેનો ઉદ્ધાર કર્યો. યુવકેને પ્રતિબંધિવાની સહજ રૂચિ અને શક્તિથી નાસ્તિકને આસ્તિક બનાવ્યા. સૌને પ્રભુપૂજા, નવકારજાપ, સામાયિક, શાસનરાગ, જ્ઞાનભક્તિ, સંઘભક્તિથી રંગી નાખ્યા. પૂજ્યશ્રીની સદા હસતી મુખમુદ્રા, કાર્યની સ્કૃતિ, દરેકને સહાય થવાની વૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિઓમાં તલ્લીનતા સમગ્ર સંઘમાં ખૂબ જાણીતા બન્યા. નવા સાધુને દરેક રીતે કેળવવામાં અને સાચવવામાં તેઓશ્રીની દક્ષતા પ્રશંસનીય બની રહી. પૂજ્યશ્રીએ પ્રતિબોધ આપી અનેક ભવ્યાત્માઓને સંયમમાર્ગે વાળ્યા છે. તેમાં, (૧) પં. શ્રી કીતિ સેનવિજયજી ગણિ, [ અને તેમના શિ : ૧. મુનિશ્રી શીલચંદ્રવિજયજી, ૨. મુનિશ્રી વિનીતસેનવિજયજી અને ૩. મુનિશ્રી ધમસેનવિજ્યજી], (૨) પૂ. આ. શ્રી વિજય મહાબલસૂરિજી મહારાજ, [ અને તેમના શિષ્ય : ૧. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરિજી મહારાજ, ૨. મુનિશ્રી ભવ્યભૂષણ વિજયજી અને ૩. મુનિશ્રી ચંદ્રદર્શનવિજયજી] (૩) મુનિરાજ શ્રી મલયચંદ્રવિજયજી મહારાજ, (૪) મુનિશ્રી હેમરત્નવિજયજી ગણિ [ અને તેમના શિષ્ય : ૧. મુનિશ્રી સુધર્મરત્નવિજયજી, ૨. મુનિશ્રી ભક્તિરત્ન વિજ્યજી, ૩. મુનિશ્રી ચિરાગરત્નવિજયજી અને ૪. મુનિશ્રી સંયમરત્નવિજયજી], (૫) મુનિશ્રી રાજરત્નવિજ્યજી મહારાજ, (૬) મુનિશ્રી દેવરત્નવિજયજી મહારાજ, (૭) મુનિશ્રી કલ્પરત્નવિજયજી મહારાજ, (૮) મુનિશ્રી ભવ્યદર્શનવિજયજી મહારાજ, [ તેમના શિષ્ય મુનિશ્રી વિમલહર્ષવિજયજી], (૯) મુનિશ્રી મુનિરત્નવિજયજી મહારાજ, (૧૦) મુનિશ્રી ભુવનરત્નવિજયજી મહારાજ (તેમના શિષ્ય મુનિશ્રી ભુવનહર્ષવિજયજી] (૧૧) મુનિશ્રી તીર્થરત્નવિજ્યજી મહારાજ, (૧૨) મુનિશ્રી સંઘરત્નવિજયજી મહારાજ અને (૧૩) મુનિશ્રી જયરત્નવિજયજી મહારાજ—એ તેઓશ્રીને શિષ્ય પરિવાર છે. જ્યારે પૂજ્યશ્રીના પ્રેરક સદુપદેશથી સંયમના અભિલાષી બની મુનિશ્રી દિવ્યરત્નવિજ્યજી મહારાજ, મુનિશ્રી પુણ્યસુંદરવિજયજી મહારાજ, મુનિશ્રી સત્યસુંદરવિજયજી મહારાજ, મુનિશ્રી અમિતપ્રભ વિજ્યજી મહારાજ, મુનિશ્રી મહારત્નસાગરજી મહારાજ, મુનિશ્રી હર્ષધિવિજયજી મહારાજ વગેરે આજે સંયમ માર્ગની સુંદર સાધના કરી રહ્યા છે. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં સં. ૨૦૦૫ની સાલથી સંખ્યાબંધ દીક્ષાઓ થઈ તેમાં પણ તેઓશ્રીની વૈરાગ્યમય પ્રેરણાએ નેંધપાત્ર કાર્ય કર્યું છે. ઉપરાંત, મુનિશ્રી ધર્મષવિજયજી મહારાજ, મુનિશ્રી રત્નાંશુવિજજી મહારાજ, આ. શ્રી વિજયષસૂરિજી મહારાજ, આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ, આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ, આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજ, મુનિશ્રી મેઘવિજયજી મહારાજ, પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ, મુનિશ્રી હેમરત્નવિજ્યજી ગણિ આદિ શ્રમણુભગવંતોએ દીક્ષા બાદ પ્રાથમિક તાલીમ તેમ જ સંસ્કરણ તેઓશ્રી પાસે પામ્યા છે. અનેક સાધુ-સાધ્વીજી મહારાજેને આગમગ્રંથની અને બહુશ્રત આચાર્યભગવંતના શાસ્ત્રગ્રંથની પૂજ્યશ્રીએ વાચના 2010_04 Page #414 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આપી છે. તેઓશ્રીની દીક્ષા પછી તેમના કુટુંબમાંથી તેમના સંસારી ફેઈએ, કાકીએ, કાકાની પુત્રીએ, નાનાં બહેને અને માતુશ્રીએ ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું છે. અને ક્રમશઃ સાધ્વીશ્રી જયલતાશ્રીજી, સાધ્વીશ્રી સુમંગલાશ્રીજી, સાધ્વીશ્રી અનુપમાશ્રીજી, સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી અને સાધ્વીશ્રી સુવર્ણલતાશ્રીજી નામે રત્નત્રયીની સુંદર આરાધના કરી રહ્યાં છે. દેરાસરના હિસાબ તેમ જ સાત ક્ષેત્રાદિને વહીવટ ચેખે કરાવ, દેરાસરની અશાતના ટાળવી, દેરાસરોની શુદ્ધિ અને જિનપ્રતિમાઓને ઓપ કરાવવા, દેરાસરોને જીર્ણોદ્ધાર કરાવ, પાઠશાળાઓ સ્થાપવી, વ્યવસ્થિત કરાવવી–આદિ સર્વ કાર્યોમાં પૂજ્યશ્રી ખૂબ જ રસ ધરાવે છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી મધુર અને પ્રભાવશાળી છે. લેખનશક્તિ પણ સરળ, સુવાચ્ય અને સુપથ્ય છે. તેઓશ્રીનાં લખેલાં અને સંપાદિત કરેલાં અનેક પુસ્તક જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય બન્યાં છે. પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ જે ૧૦-૧૨ સાધુભગવંતોએ લાખો કલેકપ્રમાણુ વિરાટ અને વિશાળ કર્મ સાહિત્યનું સર્જન કર્યું તેમાં પૂજ્યશ્રીએ પણ બે વર્ષ જોડાઈને, સતત તેનાં સર્જન, સંશોધન, પ્રફવાચન વગેરે કાર્યોમાં નોંધપાત્ર કામ કર્યું હતું. તેના પ્રાથમિક બે ગ્રંથના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની પ્રકાશ હાઈસ્કૂલમાં ૧૨ મેટા હેલની અંદર જૈનસાહિત્યનું એક વિશાળ પ્રદર્શન યોજાયું હતું. તેમાં પણ પૂજ્યશ્રીએ સારું એવું ગદાન આપ્યું હતું. પૂજ્યશ્રીએ શતાઈ ગ્રંથોનું સર્જન-સંપાદન કર્યું છે. હાલમાં તેઓશ્રી વાચકપ્રવર શ્રી હર્ષવર્ધન ગણિરચિત “અધ્યાત્મબિન્દુ” નામના ગ્રંથની ચાર બત્રીશીઓમાંથી છેલ્લી ત્રણ બત્રીશીઓ ઉપર વિદ્વત્તાપૂર્ણ સંસ્કૃત ટીકા લખી રહ્યા છે. બીજા પણ “સમરાદિત્યચરિત્ર” અને હસ્તલિખિત ૧૨ પ્રતેના આધારે “મહાનિશીથ સૂત્ર” વગેરે ગ્રંથનું સંશોધન-સંપાદન કરી રહ્યા છે. આ સાહિત્યસર્જનના કાર્યમાં તેમ જ અનેક જ્ઞાનભંડારોની સ્થાપના અને ઉદ્ધારના કાર્યમાં તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી ભવ્યદર્શનવિજયજી વગેરે સુંદર સહયોગ આપી રહ્યા છે. આજથી ૧૭ વર્ષ પૂર્વે કલ્યાણમિત્ર” નામથી પિસ્ટલ ટયુશનાથે પૂજ્યશ્રીની કલમે શરૂ થયેલું સાપ્તાહિક આજે છેલ્લાં કેટલાંય વર્ષથી ધર્મદૂતના નામે પ્રકાશિત થઈ રહ્યું છે. તત્વજ્ઞાન, કથા-સાહિત્ય વગેરે અને સુવાચ્ય અદ્યતન શૈલીમાં તથા રસભરપૂર સામગ્રીથી યુક્ત આ પ્રકાશન એક ગણનાપાત્ર માસિક છે. પૂજયશ્રીએ બબ્બે વખત ૨૦-૨૦ એકાસણું સાથે લાખ-લાખ નવકારમંત્રના જાપની વિશિષ્ટ આરાધના કરી અભુત આત્મબળ પ્રાપ્ત કર્યું છે. વળી શતાવધાનને કોર્સ કરવાથી પૂજ્યશ્રી આજે ૬૩ વર્ષની વયે પણ ગજબની સ્મરણશક્તિ ધરાવે છે. તેઓશ્રીના મધુર કંઠે બેલાતું મંગલાચરણ અને ગવાતાં સ્તવન-સઝાય સાંભળવા એ જીવનને લ્હાવે છે. શ્રેતાએ ભક્તિરસ અને વૈરાગ્યરસમાં તરબળ બની જાય છે. પૂજ્યશ્રી બાળકો અને યુવાનોને ધાર્મિક શિક્ષણ આપવામાં પણ ખૂબ રસ લે છે. અને તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. શિબિર અને રાત્રિશાળાઓનું આયોજન કરીને પણ આ પ્રવૃત્તિઓને વેગવાન બનાવે છે. પૂજ્યશ્રીની પ્રકૃતિ નિખાલસ અને નિસ્પૃહ હેવાથી ભલભલાને કડવું સત્ય કહેતાં અચકાતા નથી. લાગણીવશ સ્વભાવ હોવાથી બનતા સુધી હૃદયને કઠોર પણ બનાવતા નથી. 2010_04 Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૪૧૩ સં. ૨૦૩૮માં ખંભાતમાં પૂજ્યશ્રીને સૂરિપદ-સમારેહ ભવ્ય રીતે ઉજવાયે. એ વર્ષનું ચોમાસું મુંબઈ-શ્રીપાલનગરમાં નક્કી થયું. ત્યાં પૂજ્યશ્રીના ઉપદેશમાળા ઉપરનાં દૈનિક પ્રવચને અને સવારે શ્રી વીતરાગસ્તંત્ર ઉપર વાચન, ઉપદેશપદ પંચસૂત્ર વગેરેની પણ વાચના થતી. દર રવિવારે નાનાં ૪૦૦-૫૦૦ બાળકની તથા ૫૦૦ યુવાનોની ૫-૫ કલાક શિબિર ચાલતી. રાત્રે ૩૫-૪૦ પુણ્યશાળીઓ કર્મગ્રંથ, જીવવિચાર વગેરે વિષય પર વિસ્તૃત છણાવટવાળી વાચના આપતા. પ્રભુ મહાવીરદેવનાં પંચકલ્યાણકોના વરઘોડાની કાયમી પેજના અંગે પ્રેરણા થતાં પાંચ પુણ્યાત્માઓએ તેને લાભ લીધું હતું. ત્યારે વિશાળ જ્ઞાનભંડાર પણ વ્યવસ્થિત કરવામાં આવે. ચાતુર્માસ બાદ મહારાષ્ટ્રમાં વિહાર થયે. પૂનામાં ૮ દિવસની સ્થિરતા દરમિયાન ઠેર ઠેર પ્રવચનથી વાતાવરણ ગુંજતું થયું. ત્યાંથી પૂજ્યશ્રી ૪૦ વર્ષે પિતાની જન્મભૂમિ મસૂર પધારતા હોઈ અને આચાર્યપદવીને પ્રથમ વાષિક દિવસ ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવપૂર્વક ઊજવવાને હેઈ, મસૂરમાં અનેરો ઉમંગથી તૈયારીઓ થઈ, નાના ગામમાં પણ બે-અઢી કલાક સામૈયું કર્યું. ત્યાર બાદ ૩૦ વર્ષથી રાહ જોઈ રહેલા અને પૂજ્યશ્રીની પધરામણી માટે વિવિધ અભિગ્રહ ધારણ કરી રહેલા વિટા ગામે પધાર્યા. બાદશાહી સ્વાગત, પ્રભાવક પ્રવચને, વિવિધ પૂજન સાથે પ્રભુભક્તિને ભવ્ય મહોત્સવ થયા પછી મહારાષ્ટ્રનાં વિવિધ ગ્રામ-નગરમાં વિચરવાનું થયું. ચાતુર્માસ કરાડમાં થયું. મહારાષ્ટ્રના પૂનાથી બેલગાંવ સુધીનાં ગામના ટ્રસ્ટીઓને આમંત્રણ પત્રિકા દ્વારા નિમંત્રીને બે દિવસનું સુંદર અધિવેશન થયું. અધિવેશનમાં પૂજ્યશ્રીએ બંને દિવસ ૬-૬ કલાક ધાર્મિક મિલકતના વહીવટ અંગે દ્રવ્ય સપ્તતિક ગ્રંથના આધારે સચોટ માર્ગદર્શન આપ્યું. આ ચાતુર્માસ દરમિયાન આ સુદ ૧૦થી મસૂરમાં ઉપધાનતપની ભવ્ય આરાધના થઈ. ત્યાર બાદ મીઠાલાલ રેડિડાવાળાના છે’રી પાલિત યાત્રા સંઘ માટે અમદાવાદ જવાને નિર્ણય થયે. પણ પૂજ્યપાદ ગચ્છાધિપતિની આજ્ઞા આવવાથી અને મહારાષ્ટ્રના શ્રીસંઘની વિનંતીઓથી કુંભે જ ગિરિતીર્થની રક્ષા માટે મહારાષ્ટ્રમાં રહેવાનું થયું. તીર્થરક્ષાનું કાર્ય કુશળતાપૂર્વક પતાવીને પૂજ્યશ્રીએ મહારાષ્ટ્રના સંઘને પિતાની આગવી પ્રતિભાનું દર્શન કરાવ્યું. એમાં દિગંબર મુનિશ્રી સમતભદ્રજીની સાથે ત્રણ-ચાર વખત મુલાકાત, આચાર્ય શ્રી કુંથું સાગરજી આદિ તથા બીજા આગેવાને સાથેની મુલાકાતેએ અગત્યનો ભાગ ભજવે. પૂજ્યશ્રીનું “સકાળ” દૈનિકમાં આવેલું નિવેદન પણ સહાયક બન્યું. પરિણામે, ત્યાંના વહીવટીતંત્રમાં આમૂલચૂલ સુધારે થયે. કુંભેજગિરિતીર્થમાં લાખ નવકારજાપનું અનુષ્ઠાન કેલ્હાપુરના ચારે ય શ્રીસંઘેએ પૂજ્યશ્રીની નિશ્રામાં કરાવ્યું હતું. મહારાષ્ટ્રમાં આવી આરાધના પ્રથમવાર જ થઈ હતી. સં. ૨૦૪૦નું ચાતુર્માસ નિપાણી (કર્ણાટક)માં થયું. ત્યાં ભગવતીસૂત્ર, જૈન તત્ત્વજ્ઞાન, જેન આચાર, મોક્ષમાર્ગ આદિ ઉપર પૂજ્યશ્રીનાં દૈનિક પ્રવચને થતાં. શ્રી તત્ત્વાર્થસૂત્ર ઉપર પૂજ્યશ્રીએ ચતુર્વિધ સંઘને વિશેષ છણાવટવાળી સંપૂર્ણ વાચના આપી. તે ઉપરાંત, દર રવિવારે વિશિષ્ટ અને વિવિધ આરાધનાઓ થતી, જેને સ્વાદ આરાધકે આજે પણ અનુભવી રહ્યા છે. ચાતુર્માસ દરમિયાન ત્યાંનાં બાવન જિનાલયને પૂજ્યશ્રીના માર્ગદર્શન પ્રમાણે ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયે. બાવન દેરીઓના ઘુમ્મટ ઉપર નવા આમલસારા અને કળશ સ્થાપન 2010_04 Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શાસનપ્રભાવક કરાયા. બાવન કળશ, વજદંડ, ધજા આદિના આદેશ અપાયા. બાવન જિનાલયને દેવવિમાન તુલ્ય બનાવાયું. આ આરાધનામય અભુત ચેમાસું પૂર્ણ કરી, વિવિધ ગામમાં વિચરી અપૂર્વ શાસનપ્રભાવના વિસ્તારી ગઢહિંગ્લજ, કાગલ, તાકારી વગેરે ગામમાં પ્રતિષ્ઠા કરાવી. કરાડથી કુંભેજગિરિતીર્થને છરી પાલિત યાત્રા સંઘ ચૈત્ર મહિનામાં ખૂબ સુંદર નીકળે. સંઘવી મુલતાનમલજી બુધાજીની ઉદારતા પ્રશંસનીય હતી. સં. ૨૦૪૧નું ચાતુર્માસ ઇચલકરંજીમાં થયું. ત્યાં પણ ચાતુર્માસ પૂવે પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો શતાબ્દી મહોત્સવ વિવિધ પૂજન સહ ૯ દિવસ ભવ્યાતિભવ્ય ઊજવાયે. ચાતુર્માસ દરમિયાન અપૂર્વ તપશ્ચર્યાઓ થઈ. લગભગ ૩૫-૪૦ વરઘેડા નીકળ્યા. જિનાલયને જીર્ણોદ્ધાર થયે. સં. ૨૦૪રમાં કેલ્હાપુર-શાહૂપુરીમાં ખૂબ જ ઉદારતાપૂર્વક અને ચિરસ્મરણીય ઉપધાનતપની આરાધના થઈ. કનૈયાલાલ નેમચંદ બલદેટા પરિવારે સંપૂર્ણ લાભ લીધે. મોક્ષમાળાના ચઢાવા ખૂબ સારા થયા. મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષની સ્થિરતા દરમિયાન પ્રભુભક્તિના મહોત્સવની હારમાળા ચાલી. એમાં મસૂર, વિટા, કરાડ, નિપાણી, ઇચલકરંજી, સાંગલી, તાસગાંવ, કેલ્હાપુર આદિ સ્થળોએ થયેલા મહોત્સવ અભુત હતા. તેમ જ પૂજ્યશ્રીના ઉપદેશથી ફુરસુંગી, નિરા, સતારા, સાંગલી, તાકારી, કાગલ, ચિકેડી વગેરેમાં નૂતન જિનમંદિરનાં નિર્માણ થયાં. તાકારી, કાગલ, નિરા, હળગામ, કણગલે, વાડાર, મસૂર, કુરસુંગી વગેરે સ્થળોએ ઉપાશ્રયે બંધાયા. ગડહિંગ્લજ, ચિલકરંજી વગેરે સ્થળોએ ઉપાશ્રયની યોજનાઓ વિચારાઈ મસૂરના દેરાસર તથા ઉપાશ્રયને જીર્ણોદ્ધાર થયે. અનેક સ્થળોએ પૂજ્યશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠાઓ થઈ. કરાડમાં મુનિશ્રી સંઘરત્નવિજયજી તથા મુનિશ્રી તીર્થ રત્નવિજયજી મહારાજના દીક્ષા મહોત્સવ ઊજવાયા. આમ, અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં ધર્મને ચેલમજીદ રંગ પ્રસરી રહ્યો. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ પૂજ્યશ્રીને ઉપદેશથી બોરસદ, ઇડર, ચાણક્યપુરીવડેદરા વગેરે અનેક સ્થળોએ દેરાસરેનાં નિર્માણ-જીર્ણોદ્ધાર અને ગૃહમંદિરની સ્થાપના તેમ જ નડિયાદ, મહેલાવ, પાડગોલ, નાપાડ, છાણ, હીરાપુર વગેરે ગામમાં ઉપાશ્રયેનાં નવનિર્માણ, જીર્ણોદ્ધાર આદિ કાર્યો સંપન્ન થયાં છે. આવી જ રીતે, પૂજ્યશ્રીની નિશ્રામાં મુંબઈ અંધેરી, બેરસદ, પાલીતાણા વગેરે સ્થાનમાં ઉપધાનતપની આરાધના અને પાંચથી માંડીને ૯૧ છોડનાં ઉજમણાં તેમ જ હિડાથી પાલીતાણ અને ડીસાથી શંખેશ્વરનો છ'રી પાલિત યાત્રા સંઘ વગેરે ધર્મકાર્યો ભવ્ય રીતે અવિસ્મરણીય ઊજવાયા. આજે ત્રીસેક શિષ્ય-પ્રશિબેને પરિવાર ધરાવતા પૂ. આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ અપ્રમત્તભાવે એક પછી એક ઉત્કૃષ્ટ શાસનપ્રભાવનાઓ કરી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય અને દીર્ધાયુષી બનાવે અને પૂજ્યશ્રીના વરદ હસ્તે વધુ ને વધુ ભવ્યાતિભવ્ય શાસનપ્રભાવનાનાં કાર્યો થતાં રહે એવી અભ્યર્થના સાથે એ સમર્થ સૂરિવરનાં ચરણોમાં કટિ કોટિ વંદના ! ( શ્રીમતી કલાવતીબેન મહાનંદકુમાર પન્નાલાલ, બાબુ પૃથ્વીરાજ મહાનંદકુમાર પન્નાલાલ, બાબુ જિતેન્દ્રકુમાર મહાનંદકુમાર પન્નાલાલ-મુંબઈના સૌજન્યથી.) 2010_04 Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૪૧૫ ગુરુસેવાના આદર્શરૂપ સાધુર્ય, પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયરવિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીનું મૂળ વતન પાટણ. પિતાનું નામ મફતલાલ અને સ્વનામ રસિકલાલ હતું. સં. ૧૯૮૩માં જન્મેલા રસિકલાલે પિતા સાથે સં. ૧૯ના ફાગણ સુદ ત્રીજે પાલીતાણા મુકામે સંયમ સ્વીકાર્યું. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ (ત્યારે મુનિવર)ના શિષ્ય તરીકે પિતા મફતલાલ મુનિ શ્રી હરિપ્રભવિજયજી બન્યા, અને તેઓશ્રીના શિષ્ય તરીકે રસિકલાલ મુનિશ્રી રવિપ્રવિજયજી મહારાજ બન્યા. ધૂજ્ય ગુરુદેવેની નિશ્રામાં જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધતાં તેઓશ્રીને વર્ષો બાદ સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ના માંડલમાં ગણિ–પંન્યાસપદે સ્થાપિત કરાયા. શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધારક અને આગમવિદ્ આચાર્યશ્રી વિજ્યમાનતુંગસૂરીશ્વરજી મહારાજની સેવામાં મગ્ન રહેતા. પૂજ્યશ્રીને પ્રિય આગમના હસ્તલેખનમાં સદૈવ સહાયક રહેતા. તેઓશ્રીનું માર્ગદર્શન હસ્તગિરિ તીર્થોદ્ધારના કાર્યકરો અને ટ્રસ્ટીઓ માટે મહત્વનું બની રહ્યું હતું. પૂજ્યશ્રીનાં માતુશ્રી હીરાબહેન, સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી તથા બહેન સુશીલાબહેન, સાધ્વીશ્રી સૂર્યયશાશ્રીજી મહારાજના નામે સુંદરતમ શાસન-આરાધના–પ્રભાવના કરી રહ્યાં છે. તેઓશ્રીના પરિવારના અનેક આત્માઓ સંયમની સાધના કરી રહ્યા છે. પ્રેરક પ્રવચનધારાના વાહક તેઓશ્રીને સં. ૨૦૪૩ના માગશર સુદ ૬ને દિવસે લીંબડી મુકામે આચાર્ય પદાધિષ્ઠિત કરાતાં પૂ. આચાર્યશ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની નિશ્રામાં કાયાની છાયા જેમ વર્તનારા પૂજ્યશ્રીને સંયમપર્યાય ૪પ વર્ષ છે. દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરી પૂજ્યશ્રી સુંદર શાસનપ્રભાવના કરતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણેમાં કેટ કેટ વંદન ! સંઘપયોગી અનેક પ્રકાશનના લેખક-સંપાદક-સંશોધક-વિવેચક પૂ. આચાર્યશ્રી વિજયનિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીની જન્મભૂમિ જૈનપુરી અમદાવાદ. પિતાનું નામ મોહનલાલ. એમને ત્યાં સં. ૧૯૭૮ના કારતક સુદ ૩ને દિવસે પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ રાખ્યું જયન્તીલાલ. જયન્તીલાલ વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ પામીને વૈરાગ્યના રંગે રંગાયા. અમદાવાદમાં સં. ૨૦૦૦ના વૈશાખ સુદ ૭ને દિવસે પૂ. આ. શ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દિક્ષા પામીને મુનિશ્રી નિત્યાનંદવિજયજી મહારાજ બન્યા. થોડા જ સમયમાં આગમ–પ્રકરણ આદિનો સુંદર અભ્યાસ કર્યો. તપના ક્ષેત્રે પણ ઠીક ઠીક પ્રગતિ કરી ૧૦૦ એળી પૂર્ણ કરી. પૂજ્યશ્રીને લેખનકાર્યનો અત્યંત શોખ હવાથી થોડા સમયમાં એમનાં અતિ ઉપયોગી પ્રકાશને સંઘની સેવામાં રજૂ થયાં. પ્રવ્રયાગાદિ વિધિ, પિંડનિર્યુક્તિ પરાગ, ઘનિયુક્તિ પરાગ, બૃહદ્ 2010_04 Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શાસનપ્રભાવક ક્ષેત્રસમાસ (દળદાર ૨ ભાગ) આદિ અનેક પ્રકાશનના લેખક-વિવેચક–સંકલનકાર પૂજ્યશ્રીની જ્ઞાનસાધના આજે પણ અવિરત ચાલુ છે. “દાનપ્રેમવંશવાટિકા' એ અનેક આવૃત્તિઓ પામેલું પ્રકાશન પૂજ્યશ્રી દ્વારા સંકલિત થયું છે. - પૂજ્યશ્રીને શાંત સ્વભાવ, વિદ્વત્તા, ચારિત્રશુદ્ધિ આદિ ઉત્તમ ગુણો સંઘમાં સુપ્રસિદ્ધ છે. સં. ૨૦૪રના માગશર સુદ ૬ને દિવસે રાજકોટમાં આચાર્યપદે આરૂઢ કરાયા બાદ પૂજ્ય આચાર્યશ્રી વિજયનિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓશ્રીને દીક્ષા પર્યાય ૪૪ વર્ષને છે. વિવિધ શાસનપ્રભાવના કરવા માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એવી હાદિક અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં લાખ લાખ વંદના ! પ્રવચનકુશળ, અનેક પ્રવચન-પુસ્તકના પ્રેરક પૂ. આચાર્યશ્રી વિજયસુધાંશુસૂરીશ્વરજી મહારાજ રાજસ્થાનના વાક્લી ગામના વતની ડાહ્યાલાલજી અને ભદ્રાદેવીના સુપુત્ર સુરતગમલજી મેહમયી મુંબઈની ધરા ઉપર વ્યાપાર માટે જઈ વસેલા. તે કાળે “લઘુરામ” તરીકે ખ્યાતિ પામેલા પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ પિતાના સહેદર ગુરુબંધુઓ-મુનિવર શ્રી મલયવિજ્યજી તથા શ્રી રવિવિજયજી મહારાજ સાથે પૂજ્યપાદ ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૯૯૯૨૦૦૦ના ચાતુર્માસાર્થે મુંબઈ પધારેલા. મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયની પ્રવચનપીઠ ઉપરથી પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજના જડવાદને જડબેસલાક લપડાક મારતાં અને સુધારાઓના કુધારાઓને વર્ણવતાં તથા ત્યાગ-વિરાગની વાણી વહાવતાં પ્રવચનોથી ધર્મ-આરાધકની મનોભૂમિ પ્રસન્ન થઈ હતી. અનેક નવલેહિયા યુવાને આ વાણુના સ્રોતમાં આત્મશુદ્ધિને ઉપાય મેળવી રહ્યા હતા. શ્રી સુરતીગમલજી પણ આ પ્રવાહને પામીને સંસારથી. ઉદ્ધિન થયા અને સં. ૨૦૦૧ના માગશર સુદ ૧૦ને દિવસે પૂ. મુનિવર્ય શ્રી મલયવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈ, પૂ. મુનિવર્યશ્રી મુક્તિવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી સુધાંશુવિજયજી મહારાજ બન્યા. ગુરુભક્તિ, સ્વાધ્યાય આદિમાં પ્રગતિ કરતાં પૂજ્યશ્રી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનાં સ્તવને તથા પૂજ્ય ગુરુભગવંત આચાર્યદેવ શ્રી વિજ્યરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનનું વાચન કરવામાં પારંગત બન્યા. સં. ૨૦૩૧માં પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે ગણિપદ, સં. ૨૦૩૪માં પંન્યાસપદ અને સં. ૨૦૪૨માં સૂરિપદે સ્થાપવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પામેલા અને સિંહગજનાના સ્વામી પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટધર શ્રી આચાર્ય વિજયસુધાંશુ સૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિ પ્રાંતની ધરાને પિતાના પદાર્પણથી પાવન કરનારા પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂ. ગુરુદેવનાં પ્રવચન-પુસ્તકોનું પ્રકાશન 2010_04 Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૪૧૭ થતું રહ્યું અને અનેક પુણ્યાત્માઓનું આલંબન બનતું રહ્યું. સં. ૨૦૪૩માં ખંભાતમાં ચાતુર્માસ દરમિયાન તબિયત બગડી અને આ માસમાં પ્રતિક્રમણ કરતાં કરતાં, ચાર વાર શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરીને સ્વર્ગવાસી બન્યા. સરળ, શાંત સ્વભાવથી અપ્રમત્તભાવે ગુરુસેવા અને શાસનપ્રભાવના કરી જનાર સૂરિવરને કેટિશઃ વંદના ! સમર્થ શાસન સંરક્ષક, જ્યોતિર્વિર, શાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયધનપાલ સૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય શ્રી વિજ્યધનપાલસૂરિજી મહારાજને જન્મ સં. ૧૯૮૧માં સૌરાષ્ટ્રના વરસડા ગામે થયે હતે. પિતાનું નામ જગજીવનદાસ, માતાનું નામ કપૂરબહેન અને તેમનું પિતાનું જન્મનામ ધનજીભાઈ હતું. ધર્મપરાયણ માતાપિતાએ પુત્ર ધનજીમાં ધર્મસંસ્કારનું સિંચન ઘણું જતનપૂર્વક કર્યું હતું. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ લેતાં લેતાં ધનજીભાઈમાં વયની વૃદ્ધિ સાથે ધર્મપરિણતિ પણ વિકાસ પામી અને અવારનવાર સાધુમહારાજના પરિચયમાં આવતાં તેમનામાં વૈરાગ્યભાવના જાગૃત બની અને આગળ જતાં દઢ પણ થઈ. તેના પરિપાક રૂપે સં. ૨૦૦૧ના જેઠ સુદ ૧૩ના શુભ દિવસે પિંડવાડામાં આચાર્યપ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને મહારાષ્ટ્ર-કેસરી પૂ. આચાર્યશ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિ શ્રી ધનપાલવિજયજી નામે જાહેર થયા. મુનિશ્રી ધનપાલવિયજી મહારાજના દીક્ષાદાતા દીક્ષાગુરુ ઉત્કૃષ્ટ સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવર હતા. તેઓશ્રીના આશીર્વાદ અને સંયમજીવનની ઉત્તમ તાલીમ – બન્ને મળ્યાં. સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે થોડા સમયમાં જ શારના ઊંડા અભ્યાસી બન્યા. શાંત-સરળ સ્વભાવી હોવાને કારણે અંતરંગ ગુણોને સારે વિકાસ થાય અને સ્વ-પર સમુદાયમાં સને પ્રિય બન્યા. તેઓશ્રીએ તિષવિદ્યાનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી પોતાના પૂ. ગુરુદેવને મુહૂર્ત આદિ કાર્યોમાં ખૂબ સહાયક બન્યા. આવી અનેક યોગ્યતા પ્રાપ્ત કરતાં તેઓશ્રીને ગણિપંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા અને ઉત્તરોત્તર વિકાસ સાધતાં સં. ૨૦૪૦ના મહા સુદ ૧૩ના દિવસે મહારાષ્ટ્રના જલગાંવ નગરે આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનપાલસૂરિજી નામે ઘેષિત કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ પછી તેમનાં પગલે પગલે મહારાષ્ટ્રમાં વધુ વિચરતા તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા આદિ અનેકવિધ શાસનકાર્યો થઈ રહ્યાં છે. પૂજ્યશ્રી હાલમાં સાધ્વીજીઓના વિશાળ સમુદાયની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યા છે. પૂજ્યશ્રીનું વાત્સલ્ય નાના-મોટા સૌ ઉપર એકસરખું વરસતું રહ્યું છે. તેઓશ્રીની ઉદારતા, સરળતા, નમ્રતા, સહિષ્ણુતા, ગંભીરતા અને પ્રભાવકતા દ્વારા અનેક ભવ્યાત્માઓ ભવ-આલોચના દ્વારા આત્મશુદ્ધિ અને આત્મવૃદ્ધિ પામી રહ્યા છે. શ્રિ. ૫૩ 2010_04 Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શાસનપ્રભાવક પૂજ્યશ્રીની પુણ્યનિશ્રામાં શાસનનાં અનેકવિધ કાર્યો થાઓ અને એ માટે શાસનદેવ પૂજ્યશ્રીને દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણેમાં કેટિશઃ વંદના ! (સંકલન : પૂ. મુનિરાજશ્રી શિવાનંદવિજયજી મહારાજ.) ‘ગુરુકુલવાસનો અને આદર્શ સિદ્ધ કરનાર સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજ્યવિચક્ષણસૂરીશ્વરજી મહારાજ રાજસ્થાનના લાપદ ગામમાં વસતા વનેચંદજીને ત્યાં સં. ૧૯૮૮ના શ્રાવણ વદ અને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. જન્માષ્ટમીએ જન્મેલા આ પુત્રનું નામ વીરચંદ રાખવામાં આવ્યું. વીરચંદને નાનપણથી જ સંયમ સ્વીકારવાના કેડ હતા, પરંતુ કુટુંબ અને સમાજના અવરોધે ઘણુ હતા. એવા અનેક અવરોધોને પાર કરીને વીરચંદજીએ સં. ૨૦૦૫ના વૈશાખ સુદ પાંચમને દિવસે નાસિક મુકામે પૂ. આ. શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી (ત્યારે મુનિવર્ય) મહારાજના હસ્તે સંયમ સ્વીકાર્યું અને મુનિશ્રી વિચક્ષણવિજ્યજી મહારાજ બન્યા. પૂજ્યશ્રીના જીવનના પ્રારંભકાળથી જ ગુરુભક્તિનો ગુણ વિકસ્યો હતો. પરિણામે ક્ષયોપશમ એ છે હવા છતાં ચેડાં જ વર્ષોમાં અનેક શાસ્ત્રમાં પારંગત બન્યા. ન્યાય, વ્યાકરણ, આગમ આદિ શાના ઊંડા અભ્યાસી બન્યા અને અધ્યાપનકાર્યમાં અનુપમ રસ હોવાથી અનેકના વિદ્યાગુરુ બન્યા. સ્વાધ્યાય કરવા-કરાવવાની પ્રવૃત્તિને જ મુખ્યતા આપવા દ્વારા પિતાના પૂ. ગુરુદેવશ્રીના વારસાને શોભાવનારા તેઓશ્રીએ જીવનમાં કેટલાંયે વર્ષો, કાયાની છાયા જેમ, ગુરુસેવામાં સહર્ષ વિતાવીને “ગુરુકુલવાસને અદ્ભુત આદર્શ ખડો કર્યો છે. વર્ષોથી ગણિ-પંન્યાસપદથી અલંકૃત તેઓશ્રીને સં. ૨૦૪૩ના પિષ વદ ૬ને દિવસે મુંબઈ-શ્રીપાલનગરમાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદે અભિષિક્ત કરાયા. પૂજ્યશ્રીના હસ્તે પનવેલ, પૂના, વડનગર આદિમાં પ્રતિષ્ઠા મહોત્સવ થયા છે, ઉપધાનતપની આરાધના થઈ છે અને દીક્ષામહોત્સ ઊજવાયા છે. સુંદર શાસનપ્રભાવનાયુક્ત ૪૩ વર્ષને સંયમપર્યાય ધરાવતા પૂજ્યશ્રી અત્યાધિક શાસનસેવા કરવા માટે દીર્ધાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના તથા પૂ. ગુરુદેવશ્રીનાં ચરણકમલમાં હૃદયપૂર્વક કોટિશ વંદના ! પ્રતિષ્ઠાઓ, ઉપધાન, ઉઘાપનાદિ અનુષ્કાનોના પ્રભાવક નિશ્રાદાતા પૂ. આચાર્યશ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીનું જન્મસ્થાન ડીસા સં. ૧૯૮૫ના મહા વદ ૧૧ને દિવસે તેમનો જન્મ થયે હતે. પિતાનું નામ ચીમનલાલ અને તેમનું જન્મનામ જેસિંગલાલ હતું. જેનેજગતમાં અધ્યાત્મયોગી તરીકે પ્રસિદ્ધ પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવરને પરિચય પારસનું કામ કરી ગયે, અને જેસિંગલાલનું જીવન પરિવર્તન કરી ગયે. સં. ૨૦૦૬ના વૈશાખ વદ ને 2010_04 Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા–ર ૪૧૯ દિવસે ડીસામાં પૂ. પ. શ્રી કાંતિવિજયજી ગણિવરના વરદ હસ્તે દીક્ષિત બનીને તે પૃ. ૫. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જિનપ્રભવિજયજી મહારાજ અન્યા. પ્રારંભથી જ સંયમસાધના પ્રત્યે ઉત્કૃષ્ટ સ્નેહ હતા. એમાં ગજબના ગુરુદેવાના ભેટા થઈ ગયા, પછી કમીના જ શી રહે! નિત્ય એકાસણાં, શુદ્ધ આહાર-પાણીની ગવેષણા, સ્થંડિલ માટે બહિભૂમિના આગ્રહ ઇત્યાદિ અનેક આદશ ગુણા સાથે જ્ઞાન-ધ્યાન અને જપ-તપમાં પણ વિકાસ સાધી રહ્યા. વર્ષો પછી તેઓશ્રીના સ'સારી પિતા ચીમનલાલ પણ સયમી બન્યા. આજે તે પૂ. તપસ્વી મુનિરાજ શ્રી વારિષણવિજયજી મહારાજ તરીકે સુંદર સંયમસાધના કરી રહ્યા છે. છેલ્લાં કેટલાંયે વર્ષોથી રાજસ્થાનની ધરતી પર સતત વિચરણ કરનારા આ પિતા-પુત્રના સયમજીવનની અમીટ છાપ રાજસ્થાનનાં ગામડે ગામડે દિષ્ટગોચર ખને છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન ઉપધાનતપની મેસમ જામેલી જ રહેતી. તેઓશ્રીની નિશ્રામાં વર્ષ દરમિયાન એ-ત્રણ વખત ઉપધાન થાય જ; અને મેટી સંખ્યામાં આરાધકો પણ હોય જ, એવાં દૃષ્ટાંતે અસંખ્ય મળી આવે. પૂજ્યશ્રીના શાંત અને પરોપકારી સ્વભાવ એમાં ઘણે! સહાયક રહ્યો હતા. અનેક ઉપધાના, ઉજમણાએ, સ ંઘા, પ્રતિષ્ઠા-મહેસવા આદિ પ્રભાવના એના નિશ્રાદાતા શ્રી જિનપ્રભવિજયજી ગણિવરને સ', ૨૦૪૩ના પાષ વદ્ય ૬ને દિવસે ડીસા મુકામે આચાય પદ પર પ્રતિષ્ઠિત કરાયા હતા. શાસનની સુંદર આરાધના-પ્રભાવના કરી જનાર પૂજ્યશ્રી સંયમપર્યાયના ૩૯મા વર્ષે શ ંખેશ્વરતી ની પાવન છત્રછાયામાં સં. ૨૦૪૫ના ચૈત્ર સુદ પાંચમે સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની ભવ્ય સ્મશાનયાત્રા તેએશ્રીની લોકચાહનાની અમર સાક્ષી બની રહી. હૃદયપૂર્વક વંદન હજો એ પરમ પ્રભાવક સૂરિવરને ! 6 સિદ્ધાંત દિવાકર ’, સમર્થ શાસ્ત્રવેત્તા, ક સાહિત્યના ગહન અભ્યાસી, પ્રકાંડ પંડિત, વૈયાવચ્ચમાં વિનમ્ર ભક્ત, પ્રાયશ્ચિત્તમાં વડીલ પૂ. આચાર્યશ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ કેટલીક વિભૂતિ પૂર્વજન્મના સ'સ્કારબળે આ ભવમાં એટલી તેજસ્વી અને યશસ્વી બની જતી હોય છે કે જગત એને આશ્ચર્યની દૃષ્ટિથી જ નિહાળી રહે છે. એમના એક એક અદ્ભુત કાર્ય ને સાન નિહાળી રહે છે. ૧૨-૧૩ વર્ષની કુમળી વયે એક તેાફાની બાળક વૈરાગ્યમાગે ડગ માંડે અને મહાન શાસ્ત્રવેત્તા તરીકે પ્રસિદ્ધ થાય એ આશ્ચય સિદ્ધાંતવિાકર પૂ. આ. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજના જીવન સાથે જોવા મળે છે. પૂજ્યશ્રીના જન્મ મુંબઈમાં સ. ૧૯૯૨ના અષાઢ વદ બીજને દિવસે થયા હતા. પિતાનુ નામ મફતલાલ અને માતાનું નામ કાંતાબહેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથાનામ જવાહરલાલ હતું. જવાહર નાનપણમાં તાફાની હતા. એને જોઈ ને કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ બાળક મેટપણે મહાન શાસ્ત્રવેત્તા બનશે. સ. ૨૦૦૬માં પૂ. આ, શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી . 2010_04 Page #422 -------------------------------------------------------------------------- ________________ ४२० શાસનપ્રભાવક મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. મફતલાલભાઈ બાળક જવાહરને લઈને પૂજ્યશ્રીનાં દર્શને જતા. પૂજ્યશ્રીના સત્સંગ અને ઉપદેશની જવાહરના માનસ પર અદ્દભુત અસર થઈ અને તેને પરિણામે પિતા મતલાલ પણ સંયમ સ્વીકારવા તત્પર બન્યા. સં. ૨૦૦૬ના વૈશાખ વદ ને દિવસે ભાયખલા આદીશ્વર ભગવાનના જિનાલયમાં પૂ. ગુરુદેવશ્રીને વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી. પિતા પૂજ્યશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ધમશેષવિજયજી બન્યા અને પુત્ર જવાહરે પિતાગુરુનું શિખ્યપદ સ્વીકારીને મુનિશ્રી વિજય રૂપે શ્રમણ સંઘમાં જિનશાસનને જયઘોષ કરવા પ્રવેશ કર્યો. દીક્ષા ગ્રહણ કરીને મુનિરાજે પૂ. ગુરુદેવ સાથે પાલીતાણા પધાર્યા. ત્યાં પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ આરંભ્યો. મુનિશ્રી જયશવિજયજી મહારાજ અતિ અલ્પ સમયમાં ચંચળતા, તેફાન, ખેલ, કુતૂહલ આદિ રજોગુણી ભાવોને વીસરી ગયા અને ગંભીર બની ગયા. તેઓશ્રીમાં નમ્રતા, સરળતા, કોમળતા, ચપળતા, સમર્પણ, સત્યપ્રેમ, સહિષ્ણુતા, સહાનુભૂતિ અને સંયમના ગુણને વિકાસ થવા લાગે. સ્વાધ્યાય પ્રેમની સાથેસાથ વિનયવિવેક અને વૈયાવચ્ચેના ગુણેને પણ ખૂબ જ વિકાસ થયો. મુનિશ્રીએ અન્ય મુનિવરે સાથે સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, પ્રકરણે, ભાળે આદિને અભ્યાસ કરી લીધું. તદુપરાંત પૂ. ગુરુદેવની આજ્ઞાથી પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે કમ સાહિત્યમાં પ્રવેશ કર્યો. પૂજ્યશ્રીએ મુનિવર્યને ૬ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહનું અધ્યયન કરાવ્યું. પૂ. ગુરુદેવશ્રી ભાનવિજ્યજી મહારાજે પ્રાચીન–નવ્ય તર્કશાસ્ત્ર, નય-પ્રમાણ નિક્ષેપ આદિનું અધ્યયન કરાવ્યું. મુનિશ્રી જયઘોષવિજયજી મહારાજની જ્ઞાનપિપાસા અદ્ભુત હતી. રાત્રે ૧૨-૧ વાગે ઊઠીને કમ્મપયડી અને ઘનિર્યુક્તિ જેવા ગ્રંથને આમૂલચૂલ કંઠસ્થ કર્યા. તેઓશ્રીની ગુણવત્તા અને પાત્રતા નિહાળીને પૂ. ગુરુદેવે આચાર અંગે ઉત્સર્ગ–અપવાદ માર્ગનું સચોટ જ્ઞાન આપવા માટે શ્રી નિશીથસૂત્ર, શ્રી બૃહકલ્પ, વ્યવહાર વગેરે ઉત્સર્ગ– અપવાદ માર્ગના આચાર અને પ્રાયશ્ચિત્તના છેદસૂત્ર સાંગોપાંગ ભણાવ્યાં. એમાં ટૂંકા ગાળામાં જ પૂજ્યશ્રીએ પ્રવીણતા–પારંગતતા પ્રાપ્ત કરી. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પણ તેઓશ્રીની અપૂર્વ વિદ્વત્તાથી અત્યંત પ્રભાવિત હતા. કર્મ, આચાર આદિ બાબતો વિશે “જયઘોષ ની સલાહ લેવાનું કહેતા આ રીતે પૂજ્યશ્રી સમુદાયમાં વિશ્વાસપાત્ર ગીતાર્થ સાધુ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. પૂ. ગુરુદેવની કૃપા અને પૂજ્યશ્રીની પોતાની પ્રતિભા અને પુરુષાર્થને પરિણામે તેઓશ્રીને શાસ્ત્રબોધ એટલે બધે વ્યાપક, વિસ્તૃત અને વિપુલ થઈ ગયું કે તેઓશ્રી લિવિંગ લાઇબ્રેરી”—–જીવંત જ્ઞાનભંડાર તરીકે ઓળખાવા માંડ્યા. પૂજ્યશ્રીના શાસ્ત્રજ્ઞાનની સમુદાય કે શ્રમણવર્ગમાં જ નહીં, પણ સઘળાં ક્ષેત્રોમાં પ્રશંસા થઈ છે. પં. દલસુખભાઈ માલવણિયા તથા પં. અમૃતલાલ ભોજક જેવા વિદ્વાનોએ પણ પૂજ્યશ્રીની વિદ્વત્તાને વંદન કર્યા છે. - પૂજ્યશ્રીએ પિતાના જ્ઞાનને ઉપયોગ શાના વિશુદ્ધ પાઠ તૈયાર કરવામાં, શાસ્ત્ર વચનમાં ઊભી થતી ગૂંચ ઉકેલવામાં, અન્ય સંપ્રદાયે સાથે ચાલતા મિથ્યા વાદને ઉકેલ લાવવામાં 2010_04 Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ४२१ શાક્ત વિધિવિધાનની ખેવના કરવામાં તેમ જ આવા ઉચ્ચતમ શાસ્ત્રજ્ઞાનને વારસો જળવાઈ રહે અને પ્રસાર પામે તે માટે અનુગામી સાધુવને તૈયાર કરવામાં કર્યો. સં. ૨૦૧૫માં પૂજ્યશ્રીએ જુદા જુદા મુનિવરોને પાઠ આપવાનું શરૂ કર્યું. અનેક મુનિએ આ કાર્યમાં જોડાઈને નૂતન કર્મસાહિત્યની રચના કરવા લાગ્યા. ત્યાર બાદ પ્રકૃતિ-સ્થિતિ–રસપ્રદેશ અને એના પણ અવાંતર વિભાગે કરીને જુદા જુદા મુનિઓને એના ઉપર સંસ્કૃત ટકા રચવા માટે સેંપાઈ. ખુદ મુનિવરશ્રીએ દીર્ઘકાળ પર્યત નિરંતર પરિશ્રમ વેઠીને ચાર-પાંચ ગ્રંથની ટીકા સંસ્કૃત ભાષામાં રચેલી. તે માટે ૪૦-૫૦ હજાર કલેકપ્રમાણુ સાહિત્ય તેઓશ્રીના હસ્તે સજવા પામ્યું. તેમ છતાં, પૂજ્યશ્રીમાં નિરભિમાનીતાનો ગુણ ઊડીને આંખે વળગે તેવો છે. વ્યાખ્યાનને જરા પણ શોખ નહીં, છાપાં-પાનિયાંમાં લખીને કીતિ મેળવવાની લાલસા નહીં, શિષ્યસમુદાયથી વીંટળાવાની ઝંખના નહીં. એકાંતપ્રિય અને અભ્યાસપ્રિય પ્રકૃતિથી જ્ઞાનસાધના અખંડ–અવિરામ ચાલતી રહે. પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૨૮માં અમદાવાદ જ્ઞાનમંદિરમાં જેન તત્ત્વજ્ઞાન તથા આચાર સંબંધી વાચનાઓ આપવા ભલામણ કરી, ત્યારે એકધારા છ-સાત મહિના સુધી વર્ગો ચલાવ્યા. સાન્તાક્રુઝમાં જાયેલી ગ્રીષ્મ ધાર્મિક શિક્ષણ શિબિરમાં પણ પૂજ્યશ્રીએ અનેકને પ્રભાવિત ક્ય. તેથી જ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પૂર્વે સમગ્ર સમુદાયને હિતશિક્ષા રૂપે એક કલમ ઘડતા ગયા કે નાના-મોટા સૌએ આગમન વિષયમાં મુનિ શ્રી જયેષવિજયજીની સલાહ લેવી. છેદસૂત્ર-પ્રાયશ્ચિત્ત આદિ વિષયમાં પણ પૂજ્યશ્રી એટલા બધા મહાન ગીતાર્થ અને ગંભીર ધર્મપુરુષ છે કે અનેક શ્રાવક-શ્રાવિકાઓએ તેઓશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લીધાં છે. તદુપરાંત, પૂ. ગુરુદેવશ્રી સાથે રહેતા લગભગ બધા જ સાધુમહાત્માઓની આંતરિક સારસંભાળ, સારણું–વારણ, અધ્યયન-અધ્યાપન આદિની મહત્તમ જવાબદારીને વહન કરવામાં કયારેય પ્રમત્તભાવ દર્શાવ્યું નથી. પૂજ્યશ્રીએ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના સહવાસ પ્રસંગે, તેઓશ્રીની સેવા બજાવતાં બજાવતાં શ્રી ભગવતીસૂત્રના ગોદ્ધહન કર્યા હતાં અને પૂજ્યશ્રીને અમદાવાદ પંકજ સેસાયટીમાં સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ને દિવસે મહોત્સવ પૂર્વક ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૩૪ના વૈશાખ સુદ પાંચમે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પંન્યાસપદવીથી વિભૂષિત કર્યા. ત્યારબાદ, આગમશાસ્ત્રના મર્મજ્ઞ તરીકે જૈનજગતમાં પ્રસિદ્ધ પંન્યાસપ્રવરશ્રીને સં. ૨૦૪૦ના મહા સુદ ૧૩ને દિવસે જલગાંવમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. સાથે સાથે પૂ. ગુરુદેવે તેઓશ્રીની પાત્રતા જોઈને “સિદ્ધાંતદિવાકર નું બિરુદ આપ્યું. ત્યારથી પૂજ્યશ્રી “સિદ્ધાંતદિવાકર” આચાર્યશ્રી વિજયષસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. પૂજ્યશ્રી વર્તમાનમાં શ્રેષ્ઠ પ્રાચનિક પ્રભાવક આચાર્ય છે. શ્રીસંઘ તેઓશ્રીના માર્ગદર્શન વડે સતત લાભાન્વિત થતા રહે છે. બસોથી વધુ સાધુઓને તેમ જ સંખ્યાતીત શ્રાવક-શ્રાવિકાઓને પ્રાયશ્ચિત્ત અને ધર્મમાં સ્થિરતા કરાવવાનું પવિત્ર કાર્ય કર્યું છે. વૃદ્ધ સાધુઓની સારસંભાળ અને વૈયાવચ્ચ પૂજ્યશ્રીને નેંધપાત્ર ગુણ છે. પિતા મુનિશ્રી ધર્મઘેષવિજ્યજી, શ્રી મતિધનવિજ્યજી, શ્રી રત્નાશુવિજ્યજી મહારાજની જેવી રીતે સેવાભક્તિ કરી, તે જોઈને સૌનાં મસ્તક 2010_04 Page #424 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક નમી પડે છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, સિદ્ધાંતમાં પારંગત પંડિત, પ્રાયશ્ચિત્તવિધિમાં વટવૃક્ષ સમા વડીલ, વૈયાવચ્ચમાં વિનમ્ર સાધુ પૂજ્યશ્રી ચાર દાયકા ઉપરને દીક્ષા પર્યાય ભેગવી આજે અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં મગ્ન હોય છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એવી ભાવભીની પ્રાર્થના સાથે પૂ. ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં શતશ વંદના (સંકલન : પૂ. મુનિરાજ શ્રી યમુંદરવિજ્યજી મહારાજ.) પ્રખર પ્રવચનકાર અને લોકપ્રિય ધર્મગ્રંથોના રચયિતા પૂ. આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના મહેસાણા શહેરમાં સાધુચરિત મણિભાઈ અને તેમનાં શીલવતી ધર્મપત્ની હીરાબહેન રહે. તેમના બે પુત્રો કાંતિલાલ અને મૂળચંદને પૂ. આ. શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજને સમાગમ થતાં અને પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી (પછીથી આચાર્ય) મહારાજની વિરાગ-વાણી સ્પશી જતાં દીક્ષા લેવાની ભાવના જાગી. તેમાં સં. ૨૦૦૭ના મહા સુદ ૬ને દિવસે સુરતમાં દીક્ષા અંગીકાર કરીને કાંતિલાલ મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ બન્યા અને સં. ૧૯૮૯ના શ્રાવણ સુદ ૧૦ને દિવસે જન્મેલા મૂળચંદ સં. ૨૦૦૭ના પિષ વદ પાંચમે દીક્ષા અંગીકાર કરીને, રાણપુર મુકામે, પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી બન્યા. બને બંધુનિઓની સંયમયાત્રા પૂ. ગુરુવર્યોની નિશ્રામાં આગળ વધવા લાગી. બંને આગમ, પ્રકરણના ઊંડા જ્ઞાતા બન્યા. ૪૫ આગમેના સટીક અધ્યયન ઉપરાંત ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને કાવ્યસાહિત્યને અભ્યાસ કર્યો. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજને નાનપણથી જ લેખન અને પ્રવચનનું કૌશલ્ય વરેલું હતું. મુનિજીવનમાં એને ખૂબ વિકાસ થત ચાલે. પૂજ્યશ્રી પ્રસિદ્ધ પ્રવચનકાર તરીકે સમુદાયમાં આદરપાત્ર બન્યા. સાથે સાથે સાહિત્યસર્જનની કુશળતા અને તત્પરતાના ગુણે પણ વિકાસ પામ્યા. ‘મહાપંથને યાત્રી” નામના પુસ્તકથી વીસ વરસની ઉંમરે આરંભાયેલી તેઓશ્રીની લેખનયાત્રા આજે સોએક જેટલાં પુસ્તકોનું સર્જન કરીને અવિરત–અપ્રમત્ત ચાલી રહી છે. પૂજ્યશ્રીએ “જ્ઞાનસાર', “પ્રશમરતિ” જેવા ગ્રંથો પર તવજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, “જેન રામાયણ” જેવી સુદીર્ઘ કથા તેમ જ વાર્તાઓ, કાવ્ય આદિ જાતજાતનું મૌલિક સાહિત્ય સર્યું છે. પૂજશ્રીએ આ સાહિત્યની રચના ગુજરાતી, હિંદી, અંગ્રેજી ઈત્યાદિ ભાષાઓમાં કરી છે. મહેસાણાથી વિશ્વકલ્યાણ પ્રકાશન દ્વારા વર્ષોથી આ સાહિત્યગંગા વહી રહી છે. “અરિહંત' નામક હિંદી માસિકમાં પૂજ્યશ્રીનાં પ્રવચને તથા કથાસાહિત્ય પીરસાઈ રહ્યું છે. પૂજ્યશ્રીને પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ વ્યક્તિત્વ, સંઘશાસન માટે બહુજનહિતાય-બહુજન સુખાય વિવિધ પ્રવૃત્તિઓ 2010_04 Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ કરવી એ તેઓશ્રીના જીવનના આદરણીય પાસાં છે. વિશેષ કરીને, નાનાં બાળકે અને ઊગતી પેઢી માટે સંસ્કારસિંચનની પ્રવૃત્તિઓ કરવામાં તેઓશ્રીને વિશેષ રુચિ છે. પ્રવચને, વાર્તાલાપ, શિબિરો, જપ-ધ્યાન–અનુષ્ઠાનેનાં આજને દ્વારા તેઓશ્રી આવતી પેઢીને અમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આલ્બ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિહારયાત્રા દ્વારા પૂજ્યશ્રીના વરદ હસ્તે ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં છે. યેગ્યતાનુસાર ગણિ-પંન્યાસપદ પ્રાપ્ત કરીને સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના શુભ દિને પૂ. ગુરુદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે કોલ્હાપુર મુકામે તેઓશ્રીને આચાર્ય પદે આરૂઢ કર્યા ત્યારથી પૂજ્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. એવા એ પરમ પ્રભાવક, સમર્થ સાહિત્કાર સૂરિવરને શાસનદેવ સ્વસ્થ દીર્ધાયુ દ્વારા શાસનપ્રભાવના માટે સદા સજજ રહેવાનું સામર્થ્ય બક્ષે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના ! કમ સાહિત્ય' નિર્માણના સહયોગી, થાનગની અનુભૂતિના સાધક પૂ. આચાર્ય શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ પરમ શાસનપ્રભાવક ગુરુભગવંત આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણું ઝીલીને તેઓશ્રીને પતા પટ્ટધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ શિષ્ય-પ્રશિષ્ય વિદ્વાનેએ “કર્મ સાહિત્યના નિર્માણનું કાર્ય આરંભ્ય, તેમાં પૂ. મુનિશ્રી ધર્માનંદવિજયજી મહારાજ (પછીથી આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ) અગ્રગણ્ય હતા. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૮૪ના વૈશાખ વદ પાંચમે સુરતમાં થયે હતો. પિતાનું નામ ચીમનલાલ ઝવેરી અને માતાનું નામ મેતીકેરબેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથાનામગુણ ફતેહગંદ હતું. ફતેહચંદ સં. ૨૦૦૭ના મહા વદ ૬ને દિવસે પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી મુનિશ્રી ધર્માનંદવિજયજી બન્યા અને અધ્યયન તેમ જ તપોધર્મની સાધનામાં લીન બન્યા. કર્મવિષયક અધ્યયનમાં અત્યંત ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મેગ્યતાનુસાર તેઓશ્રીને સં. ૨૦૩૨માં ગણિપદે અને સં. ૨૦૩૮માં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારબાદ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને દિવસે કેલ્હાપુર મુકામે આચાર્યપદે અલંકૃત કરાયા. - પૂજ્ય આચાર્યશ્રી વિધર્મજિતસૂરિજી મહારાજ તીર્થયાત્રા અને પ્રભુભક્તિના અવ્વલ ઉપાસક હતા. વિહારમાર્ગની આજુબાજુમાં ૪–૫-૭ કિ. મી. જેટલા અંતરે રહેલાં ગામોમાં પણ જે જિનમંદિર હોય તે એટલો આવવા-જવાને વિહાર વધારીને પણ દર્શનાદિએ જતા. વિહારમાં જ્યારે જ્યારે સુરત, ખંભાત, અમદાવાદ કે પાટણ જવાનું થાય ત્યારે, થોડા દિવસે જ રહેવાનું હોય તે પણ અવશ્ય ચૈત્યપરિપાટી કરી લગભગ બધાં જ જિનમંદિરને જુહારતા. તેઓશ્રી 2010_04 Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શાસનપ્રભાવક કહેતા કે અહીં સંયમજીવનની સાધનાના પ્રભાવે દેવલેકની પ્રાપ્તિ લગભગ નિશ્ચિત છે, ત્યાં વૈભવમાં ફસાતા બચવાને એક માત્ર ઉપાય પ્રભુભક્તિ છે. એટલે અહીંથી જ પ્રભુભક્તિને તીવ્ર-રસ સંસ્કાર પેદા થઈ જાય એ માટે હું આ પ્રભુભક્તિ કરું છું. તેઓશ્રીને અનેકવાર સ્વપ્નમાં વિશાળ રમણીય જિનબિંબનાં દર્શન થતાં. એક વાર સ્વપ્નમાં પ્રભુભક્તિ કરતાં તેમને ભગવાને પૂછ્યું, “બેલ! તારે શું જોઈએ?” ત્યારે તેઓશ્રીએ જવાબ આપેલ કે, “મારે ન રાગ જોઈએ, ન કેવું જોઈએ...ન કેધ જોઈએ, ન સાન જોઈએ..ન વિકાર જોઈએ, ન વિલાસ જોઈએ....ન સુખ જોઈએ, ન દુઃખ જોઈએ..ન પોપ જોઈએ, ન સંસાર જોઈએ.” અને ભગવાને સ્વપ્નમાં જ ઊભા થઈને એમની પીઠ થાબડી. આવું તેઓશ્રીએ સ્વપ્નમાં જોયું. એક વાર સ્વપ્નમાં એક દેવે દર્શન આપી કહેલ કે હું “ધર્મજિત” નામના વિમાનને દેવ છું અને તમે મારા સ્થાને આવવાના છે, એટલે આવે છે. આ સંકેતને અનુસરીને ગણિપદપ્રદાન વખતે તેઓશ્રીનું નામ બદલીને “ધર્મજિતવિજયજી ગણિવર” રામામાં આવેલ. આ સિવાય પણ અનેકવિધ પ્રભાવક અને સૂચક સ્વપ્નો પૂજ્યશ્રીએ નિહાળ્યાં હતાં. - પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૮૯ ઓળીની તથા વરસીતપની અનુપમ આરાધના કરી હતી. તેમાં હાર્ટ એટેક આવ્યા બાદ પણ તેઓશ્રીએ હજારો કિલોમીટરને પગપાળા વિહાર કરેલ. તેમ જ ૮૬ થી ૮૯ એમ ચાર દીઈ એળીઓ કરી. આચાર્ય પદ ગ્રહણ કરતાં કરતાં મહાપ્રભાવક શ્રી સૂરિમંત્રના પંચપ્રસ્થાનની વિધિપૂર્વક આરાધના કરી હતી. ધ્યાન, યોગ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધીને અનેક ચમત્કૃતિને અનુભવ કર્યો હતો. પૂજ્યશ્રીમાં ભક્તિ, ઉપશમભાવ, સરળતા, નિસ્પૃહતા આદિ આત્મગુણને સંચય થયે હતા. તેઓશ્રીના પગલે પગલે કુટુંબના ૧૪ સભ્યોએ સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. તેમ જ તેઓશ્રીના પરિવારમાં ૧૪ શિષ્ય-પ્રશિષ્ય સંયમજીવનની આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીએ ૪૦ વર્ષના દીક્ષા પર્યાયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘયાત્રા આદિ અનેક પ્રભાવક કાર્યો કર્યા હતાં. પૂજ્યશ્રીની તારક નિશ્રામાં સં. ૨૦૪૪માં ઇસ્લામપુરથી કુંભેજ તીર્થને છ'રી પાલિત સંઘ નીકળે, સાંગલીમાં ભવ્ય ઉપધાન તપનું અનુષ્ઠાન થયું, સાંગલીમાં શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદને ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાય. પૂજ્યશ્રી સં. ૨૦૪૭ના ચૈત્ર વદ ૧૪ના દિવસે કેલ્હાપુરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તપ-જપ દ્વારા વિશિષ્ટ આત્માનુભૂતિની ચમત્કૃતિના સાધક સૂરિવરને કેટ કેટિ વંદન! 2010_04 Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-ર ૪૨૫ તત્ત્વજ્ઞાનના પટ્ટો, શિબિરવાચના અને સાત્વિક સાહિત્ય દ્વારા ધર્મ જાગૃતિનો શંખધ્વનિ ફૂંકનારા પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અનાદિ કાળથી અવિરત ઘૂમતા આ વિશ્વમાં પ્રત્યેક યુગમાં આધિ, વ્યાધિ અને ઉપાધિની ચિનગારી સર્વત્ર ફેલાયેલી જોવા મળે છે. પણું આ વિશ્વમાં એક એવું અજોડ તીર્થંકરદેવના શાસનનું અસ્તિત્વ છે, જે એ ચિનગારીઓને ઉપશમરસથી ઠારી દે છે અને અલૌકિક પ્રસન્નતાને, આત્માનંદનો અનુભવ કરાવે છે. આ જૈનશાસનને પામનારા સદ્ગતિ-પરમગતિના અધિકારી બને છે. આરાધનાના બળે શાશ્વત સુખના સ્વામી બની જાય છે. આવા ભવ્ય સર્વજીવહિતકર શાસનના રસિક બનેલા પુણ્યાત્માઓમાં એક છે, પુ. આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, તેઓશ્રીની જન્મભૂમિ સુરેન્દ્રનગરપિતાનું નામ મગનલાલ અને માતાનું નામ શકરીબેન. તેમને ત્રણ પુત્રો. સૌથી નાના પુત્ર રમણીકલાલને જન્મ સં. ૧૯૮૯ના માગશર વદ ૧૨ના દિવસે થયા. પિતાશ્રીને વ્યવસાય મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલતો હતો. પણ રમણીકલાલની ચાર વર્ષની વયે માતા સ્વર્ગવાસી થતાં પિતાએ જલગાંવ છેડયું અને સુરેન્દ્રનગર આવીને રહ્યા. રમણીકલાલના મામા મુંબઈ રહેતા હતા. તે ત્રણે ભાણેજને અભ્યાસાર્થે મુંબઈ લઈ ગયા. મામા-મામી સાચવતાં અને વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે તેની કાળજી રાખતાં. આમ તે આ પરિવાર સ્થાનકવાસી હતા, પરંતુ મૂર્તિપૂજક વર્ગના સહવાસે દેરાસર જવાની શ્રદ્ધાવાળો થયે હતે. માતા સમાન મામીએ પડેલા સંસ્કાર બાળક રમણીકમાં ઊતર્યા, જેથી રોજ દેરાસર જવું, પૂજા કરવી, પાઠશાળાએ જવું, વ્યાખ્યાને સાંભળવા-લખવાં, એમ ઉત્તરોત્તર ધર્મક્રિયામાં રસ લેવા લાગ્યા. પ્રારંભમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં તથા કેટની હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન પ્રભુ પૂજામાં, અંગરચના કરવામાં તેમનું મન વધુ ને વધુ લીન રહેવા લાગ્યું. ભવ્ય અંગરચનાથી પ્રસન્નતાની વૃદ્ધિ કરતા. રજાના દિવસોમાં કલાકોના કલાકે દેરાસરમાં જ હોય. આ બધાં ભાવિના એંધાણ હતાં. વળી, તેઓ નજીકના મુંબઈ ભૂલેશ્વર-લાલબાગ ઉપાશ્રયે આવાગમન કરતાં સુવિહિત સાધુ ભગવંતની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળવા જાય. વ્યાખ્યાનશ્રવણથી અરિહંત પરમાત્માની વાસ્તવિક ઓળખાણ થઈ. સંસારના રંગરાગ અને મેજશેખની ભયંકરતા સમજાઈ જીવેના ભેદ, નવતત્વ, નવપદ, પંચપરમેષ્ઠી, આઠ કર્મ, સામાયિક, પૌષધ, દેશવિરતિ, સર્વવિરતિ, સમ્યક્ત્વ—આ સર્વ જૈનશાસનનાં મહત્ત્વનાં અંગેની સમજ મળી. એ અરસામાં સં. ૨૦૦૫માં લાલબાગના ઉપાશ્રયે અદ્ભુત ચમત્કાર સર્જાયે હતે. કુશાગ્ર બુદ્ધિવાળા વ્યાખ્યાનવિશારદ મુનિવર્યશ્રી ભાનુવિજયજી મહારાજની સિંહગર્જના સમી સંવેગ-નિર્વેદ નીતરતી વૈરાગ્યવાણીના પ્રભાવે મુંબઈ નગરીમાં મોટા મેટા શ્રીમંત નબીરા પણ છે. ૫૩ 2010_04 Page #428 -------------------------------------------------------------------------- ________________ ४२१ શાસનપ્રભાવક સંયમમાર્ગે સંચરવા સજજ બન્યા હતા, જેમાં રમણીકભાઈ પણ વ્યાખ્યાન સાંભળવા જતા. પૂજ્યશ્રીના સાક્ષાત પરિચયથી તત્ત્વસભર વાતચીતે અને તે દ્વારા હિતશિક્ષાને બોધ મળવા લાગે. પૂજ્યશ્રીને ત્યાગ– તમય, વિશુદ્ધ ચારિત્રમય જીવનથી રમણીકલાલને સાચી સાધુતાનું ભાન થયું અને બીજી બાજુ એવી સાધુતા અપનાવી લેવાની પ્રબળ ભાવના જાગી. આ રીતે ૮-૧૦ યુવાને મુમુક્ષુમંડળમાં જોડાઈ ગયા અને એ સૌએ સં. ૨૦૦૬માં પાલીતાણું–આયંબિલ ભવનમાં પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ચાતુર્માસમાં સાથે રહી જ્ઞાનાભ્યાસ કર્યો. દિવાળી લગભગમાં સમેતશિખર આદિ પૂર્વ દેશનાં તીર્થોની, કલ્યાણકભૂમિની યાત્રા કરી, જેમાં રમણીકલાલ પણ જોડાયા અને સંયમ સ્વીકારવા માટે બધા ઉત્સાહી બન્યા. સં. ૨૦૦૭ના પાલીતાણાથી સુરત તરફ વિહાર ચાલુ હતો, તે દરમિયાન સુરેન્દ્રનગર પિતાશ્રીને તથા મુંબઈ મામા-મામીને દીક્ષાની વિનંતી કરતા જ રહ્યા. સુરતમાં અનુમતિ ન મળી. આથી મુમુક્ષુઓની દીક્ષા પ્રસંગે સુરત નીકળી જવાને દઢ સંકલ્પ કરી મુંબઈથી સુરત નીકળી ગયા. સગા-સંબંધીઓને ખબર પડી કે રમણીકલાલ સુરત મુકામે દીક્ષા લઈ લેશે. આથી, ત્યાં દીક્ષા લે એના કરતાં મુંબઈ ઘર આંગણે કરવાનો નિર્ણય થયો. આ નિર્ણય કરી પૂ. ગુરુભગવંતને સુરત પત્ર લખ્યું કે આપ મુંબઈ પધારો અને રમણીકલાલને અમારા ઘર આંગણે દીક્ષા અપાવી. આ રીતે દીક્ષા માટે અનુકૂળતા થઈ. સુરતથી પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી સપરિવાર મુંબઈ–ભૂલેશ્વર-લાલબાગ ઉપાશ્રય પધાર્યા. દીક્ષા નિમિત્તે શ્રી જિનેન્દ્રભક્તિમહોત્સવની ઉજવણી થઈ. સ. ૨૦૦૭ના વૈશાખ સુદ ૬ના દિવસે પાંચ મુનિઓની વડી દીક્ષા સાથે સી. પી. ટેન્ક-માધવબાગના વિશાળ મંડપમાં વરસીદાનનો વરઘોડો ઊતર્યો અને ભવ્ય રીતે દીક્ષા થઈ. રમણીકલાલ પૂ. મુનિવર્ય શ્રી ભાનવિજયજી મહારાજના શિષ્ય રૂપે સંયમ સ્વીકારી મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી ઉત્તરોત્તર સાધનામાં લાગી ગયા. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અષ્ટપ્રવચનમાતા, પ્રકરણ, કર્મસાહિત્ય આદિ શાસ્ત્રસ્વાધ્યાય અંગે સમજાવતા. પૂજ્યશ્રી ભાનુવિજ્યજી મહારાજ સંસ્કૃત ભાષાના સરળ નિયમો, વ્યાકરણ, ન્યાયભૂમિકા, એઘિનિયુક્તિ વગેરે શીખવતા. બાહ્યભાવથી કેમ વેગળા થવું અને અંતરભાવમાં કેમ ડૂબી જવું, એની વારંવાર હિતશિક્ષા આપતા. સાથે પ. પૂ. શ્રી પદ્મવિજયજી મહારાજ સાધુક્રિયાઓ, આહારગવેષણ, ગ્રહણ—આસેવનશિક્ષા, સંસ્કૃતવાચન આદિ સમજાવતા. આમ, ત્રણે પૂને અસીમ ઉપકાર થયે અને ટૂંક સમયમાં કર્મગ્રંથ, કર્મપ્રકૃત, સંસ્કૃત ગ્રંથ, પ્રકરણ ગ્રંથ આદિને અભ્યાસ કર્યો. જ્ઞાનાભ્યાસ સાથે ચારિત્રપાલનમાં પણ આગળ વધતા રહ્યા. બ્રહ્મચર્યની નવવાડાનું પાલન, જીવદયા--જયણાનું પાલન, ચરણસિત્તરી વગેરેની કાળજી, ગોચરી–પાણીનું ગષણ, સહનશીલતા, દેહદમન, ક્રિયાની શુદ્ધિ વગેરેમાં ગુણેને વિકાસ કરતા રહ્યા. સં. ૨૦૧૧માં વર્ધમાનતપને પાયે નાંખી પ્રારંભ કર્યો, જેમાં ૩૦ એળી સુધી પહોંચ્યા. સં. ૨૦૧૬માં પૂ. દાદાગુરુદેવ આ. શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી નમસ્કાર મહામંત્રના માહામ્ય પર પ્રવચન આપવાની મંગળ શરૂઆત કરી અને આગળ જતાં 2010_04 Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૪૭ મધુર વક્તા તરીકે પ્રસિદ્ધ થયા. બાળક પણ સમજી શકે તેવી સરળ અને મધુર વાણીમાં વ્યાખ્યાન આપવાની કુશળતા પ્રાપ્ત કરી. પૂ. દાદાગુરુશ્રીએ સં. ૨૦૦૭ થી તેજસ્વી મુનિઓને કર્મસાહિત્ય, આગમશાસ્ત્ર અને સંસ્કૃતમાં કર્મ સાહિત્યના નવા ગ્રંથમાં ટીકાનું નિર્માણ થાય તે માટે વાચના આપી, અભ્યાસ કરાવ્યું. સ્વયં મુનિએ ૪૫ આગમનું વાચન પૂરું ન કરે ત્યાં સુધી મિષ્ટાન્નને ત્યાગ કર્યો. આમ, પૂજ્યશ્રીને સાધુઓ સારા, સંયમી અને જ્ઞાની ને શાસનની પ્રભાવના કરે એવી ધગશ હતી. ઉત્તરોત્તર એક દવા બીજા દીવાને પ્રગટાવે તેમ અનેક મુનિએ લેખન, વક્તવ્ય સાથે જિનશાસનની પ્રભાવના કરનારા બન્યા. આ બધામાં વાત્સલ્ય વરસાવનાર અને મુનિઓના સંયમની કાળજી હોય તે તે પૂ. દાદાગુરુદેવ શ્રી વિજયએમસૂરીશ્વરજી મહારાજને અસીમ ઉપકાર છે. આમ, પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજયજી મહારાજે પૂજ્યની છત્રછાયામાં કૃપાદૃષ્ટિ સંપાદન કરી અનેક ક્ષેત્રોમાં ચાતુર્માસ દરમિયાન પ્રભાવના કરતા રહ્યા, જેમાં તેઓશ્રીને વડીલ ગુરુબંધુ વર્ધમાન તપની ૧૦૦ એળીના તપસ્વી મુનિરાજ શ્રી મણિભવિજયજી મહારાજને પૂર્ણ સહગ સાંપડતો રહ્યો. લગભગ ૯ ચાતુર્માસમાં સાથે રહ્યા. મુનિશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજનાં પ્રવચને, શિબિરો આદિ જૈનસંઘમાં સારે પ્રભાવ પાડનારાં નીવડ્યાં. યુવાનોમાં ધાર્મિક જાગૃતિ આવતી ગઈ. શ્રીસંઘમાં આધ્યાત્મિક ઉત્કર્ષ થાય એવી ભાવના પૂજ્યશ્રીના હૃદયમાં વૃદ્ધિ પામતી રહી. તત્વજ્ઞાનની વાચનાઓ આપતાં આપતાં સકળ સંઘમાં જૈન-તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે તત્ત્વજ્ઞાનને મૂર્ત સ્વરૂપ આપતાં મેટા રેકઝીન ચાર્ટ-map-નકશા-તૈયાર કરાવ્યા જેની ૩ આવૃત્તિઓ પ્રગટ થઈ તે નકશાઓને સરળતાથી સમજાવવા માટે જે તત્ત્વજ્ઞાન ચિત્રાવલીની ગુજરાતી અને હિન્દી આવૃત્તિ પ્રકાશિત કરાઈ, જેનું લખાણ વિદ્વર્ય મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ પાસે કરાવ્યું, જેને આજે ઘણ સંઘમાં અસંખ્ય જિજ્ઞાસુઓ સુંદર ઉપગ કરી રહ્યા છે. આસપાસના વિષમ વાતાવરણથી જૈનકુળમાં વ્યાપક બની ગયેલાં અભક્ષ્ય ખાનપાન જોઈને પૂજ્યશ્રીના દિલમાં કરુણા ઊપજી. આહારમાં શુદ્ધિ ન જળવાય તે માત્ર તન જ નહિ, મનુષ્યનું મન પણ બગડતું હોય છે; આત્મા તામસી બની જતા હોય છે, જેના પરિણામે આલોક-પરલેક, ઉભય લેક બગડે છે. કષાયની માત્રા વધવાથી સંસારનું પરિભ્રમણ વધે છે. આ બધાંના નિવારણ માટે શાસ્ત્રમાં બાવીશ પ્રકારના અભક્ષ્યને ત્યાગ દર્શાવ્યું છે આહારશુદ્ધિના વિષય ઉપર સં. ૨૦૨૧માં પાટણમાં જૈન ધાર્મિક શિક્ષણ શિબિરમાં વાચના આપી. ત્યાર બાદ આહારશુદ્ધિ-પ્રકાશ નામના ગ્રંથનું સંકલન કર્યું, જેમાં શાસ્ત્રોના પ્રમાણે, વિદ્વાને અને ડોકટરેના અનુભ, બુદ્ધિજીવીને ગળે ઊતરી જાય એવી શાક્ત દલીલેમાહિતી ઓ આપવામાં આવી છે, જેની ગુજરાતીમાં પાંચ આવૃત્તિઓ, હિન્દીમાં બે અને મરાઠીમાં એક આવૃત્તિ થઈ અનેક નગરોમાં લેખિત ઇનામી પરીક્ષા લેવાઈ અનેક યુવાનપ્રૌઢા અભક્ષ્ય ખાનપાનના ત્યાગી બન્યા. આ પુરતકનું અંગ્રેજીમાં પણ પ્રકાશન થનાર છે. અનંત પુણ્યરાશિથી જૈનકુળમાં જન્મ પામેલા બાળયુવાન વર્ગમાં બહારનાં ભૌતિક સાધનથી–ટીવી; 2010_04 Page #430 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૪૨૮ વીડિયે, યથેચ્છ ખાનપાન, નશાબેરી દ્રવ્યથી સંસ્કારને નાશ થઈ રહ્યો છે. તેવી સ્થિતિમાં શક્ય પ્રયત્નથી તેમનામાં સંસ્કારોનું સિંચન બાલ્યકાળથી થતું રહે તે માટે પૂજ્યશ્રીએ સુશ્રાવક હિંમતલાલ રૂગનાથજીના શ્રેણિતપનાં પારણાં પ્રસંગે “સુસંસ્કારનિધિ” જના દર્શાવી. આ યોજના અંતર્ગત અનેક બાળકે-યુવાનને તેમ જ ધાર્મિક શિક્ષકને પ્રેત્સાહન, તથા ઇનામે, શિશિરે, સાહિત્યપ્રકાશન વગેરે જ્ઞાનસંસ્કરણ ચાલુ છે. મલાડ-મુંબઈમાં અતિચારસૂત્રની સ્પર્ધામાં ૪૦૦ બાળકે જોડાયા નવતત્ત્વની લેખિત પરીક્ષામાં સેંકડો બાળકે જોડાયાં, અને આહારશુદ્ધિમાં ૭૦૦ ઉપર બાળકે જોડાયાં. પંચવર્ષીય સાત્વિક સાહિત્ય લેજના હેઠળ “મનનું મંજન”, “પારમાર્થિક ચિંતન–સ્વાધ્યાય', “તપ-ત્યાગ-તિતિક્ષાની મૂતિ ', “આત્મનિરીક્ષણ દ્વારા જીવનશુદ્ધિ”, “સમાધિને અમૃતકુંભ', “સચિત્ર મહાવીર ચરિત્ર” વગેરે ગ્રંથ પ્રકાશિત થયા છે. મુંબઈ–ભૂલેશ્વર લાલબાગમાં શ્રી મહાવીરસ્વામી જિનાલયમાં ભમતીમાં પંચકલ્યાણકના પ્રસંગેની બંને બાજુમાં આરસના કેરણીવાળા પટ્ટો તથા મહાવીર પ્રભુના ૨૭ ભવના જીવનપ્રસંગે કેરેલા જોવા મળે છે, તે પૂજ્યશ્રીની પ્રેરણાની ફલશ્રુતિ છે. “સમ્મતિતક ” પ્રથમ ખંડ સટીક હિન્દી વિવેચન સાથે બહાર પડ્યો તેમાં પૂજ્યશ્રીની પ્રેરણા હતી. પૂજ્યપાદ ગુરુભગવંત શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીની યોગ્યતા નિહાળી શ્રી ભગવતીસૂત્રના દહન કરાવી મલાડમાં સં. ૨૦૩૫ના વૈશાખ સુદ ૬ના દિવસે ગણિપદ અને સં. ૨૦૩૮ના મહા સુદ ૧૦ના દિવસે નડિયાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા જેનશાસ્ત્રમાં તૃતીય પદ આચાર્યપદ” છે. આ પદપ્રાપ્તિ માટે સાધુતાને અનેક વિકાસ થવો આવશ્યક છે. શ્રત અભ્યાસથી આત્માને ભાવિત કરે, ઇન્દ્રિ-કષાયોને અંકુશમાં લેવા, સૂક્ષ્મ રહસ્યને આત્મસાત્ કરવા, ગુરુવિનય બહુમાનચારિત્રપર્યાય વગેરે યોગ્યતા દ્વારા મુનિવર્યગણિવર્ય–આચાર્ય પદ માટે યોગ્ય ગણાય છે. આ ઉત્તમ પદે પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરને કોલ્હાપુરમાં સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના દિવસે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિખ્યામાં મુનિરાજ શ્રી ઈન્દ્રયશવિજયજી, પ્રશિષ્ય મુનિશ્રી ભદ્રયશવિજયજી, શિષ્ય મુનિશ્રી ધર્મયશવિજયજી અને ( સંસારી બંધુ) ગુરુભ્રાતા મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મુખ્ય છે. પૂ. આચાર્યદેવ શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજને દીક્ષા પર્યાય હાલ ૪૦ વર્ષને છે. આ સુદીર્ઘ સંયમપર્યાયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો થયાં છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષીને ઉત્તરોત્તર ઉત્તમોત્તમ ધર્મ પ્રભાવના કરાવે એ જ અભ્યર્થના! અને સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની કટિશ વંદના ! देवना IN Cી લાલ ) धर्म હેરાન , file છે કે 2010_04 Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા–ર્ ધર્મ જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા, વૈરાગ્યદેશનાદક્ષ, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જન્મ : સ’, ૧૯૮૮ના શ્રાવણ વદ ૧૪ ( ખંભાત ); દીક્ષા સં. ૨૦૦૮ના જેઠ સુદ ૫ ( ભાયખલા ); ગણિપદ : સ'. ૨૦૩૯ના કારતક વદ ૫ ( ખંભાત ); પન્યાસ પદ: સ', ૨૦૪૧ના માગશર સુદ ૧૧ ( મલાડ ), આચાર્ય પદ : સ. ૨૦૪૪ના ફાગણ વદ ૩ ( ભાયખલા. ) ગુરુદેવશ્રી: સિદ્ધાંતમહાદધિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર વમાન તપેાનિધિ પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સમતાસાગર પૂ. પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્ય ૪૨૯ સયમ-સદ્ગુરુ કુલવાસ-સ્વાધ્યાય : પિતા અબાલાલ અને માતા મૂળીબેનના લાડીલા સંતાન, નામે હીરાભાઈ ને યૌવનની કળી ફૂટી હતી. સંસારનાં મેહક શમણાં સિરતાવત્ વહેતાં હતાં. સરસ્વતીબેન સાથે સંસારવર્ણાંક સગપણ થઈ ચૂકયુ` હતુ`. ખાઈમાં પડવાની તૈયારી જ હતી. મેાહનું ઝેર ધીરે ધીરે પ્રસરતું હતું. એવામાં પૂર્વભવના પ્રચ’ડ પુણ્યદયે પરમ ગુરુનાં પગલાં થયાં. લાલ બત્તી ધરી. પ્રવચનસુધાનું પાન કરાવી એ હળાહળનું વમન કરાવ્યું. મેાહક શમણાં શમ્યાં અને સંયમને! ચાલ મજીઠ રગ લાગ્યા. સાંડે સજ્જ થયા મહાભિનિષ્ક્રમણના માગે` સ'ચરવા. સંસારની સુખસાહ્યી, ભાગવિલાસ, અઢળક સપત્તિ ને સમૃદ્ધિને સાપની કાંચળીની જેમ ક્ષણવારમાં ઉતારીને સંયમ સ્વીકાર્યુ. હીરાભાઈ અન્યા મુનિ હેમચંદ્રવિજયજી. સરસ્વતીબેન બન્યાં સાધ્વીશ્રી સ્વયં પ્રભાશ્રીજી. રાગના સહચારિણીએ વિરાગમાં પણ સાથ આપ્યા ! ભાઇની વૈરાગ્યભરી વિદાયથી બહેન વિજ્યા પણ વિરક્ત અની. પણ તેને માહાધીન કુટુ બીએએ મેહના કારણે તરત જ લગ્નની એડીમાં બાંધી દીધી. બંધાયેલા મેાહના તાંતણાની અતૂટ બેડી તેડે નહીં તેા વિજયા શે કહેવાય ? સ્વતિ સાથે રહીને પણ બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞાનુ` કઠોર પાલન કરી, એ વર્ષોંની અખંડ સાધનાની આગમાં અંતરાયાને બાળી તેએ પણ સંયમી બન્યા, અને સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી તરીકે જાહેર થયા. પછી તેા કુટુંબમાં દીક્ષનાં દ્વાર ખૂલી ગયાં. ભત્રીજી દિવ્યા પણ સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી થયાં. પ્રાર'ભથી જ પુણ્યાયે પ્રાપ્ત થયેલેા પરમેÄ ગુરુકુલવાસ અને પેાતાના સાહજિક તીવ્ર ક્ષચેાપશમના કારણે જ્ઞાનસાધનાના યજ્ઞ આરંભ્યા. ગણતરીના કાળમાં જ પ્રકરણ, ભાષ્ય, કમ ગ્રંથ, ક પ્રકૃતિ, સંસ્કૃત પ્રાકૃત આદિ પાયા મજબૂત કર્યાં. સાથે સાથે સહુવતી મહાત્માએનીગુરુદેવશ્રીની ભક્તિ વિનય-વૈયાવચ્ચ કરવાનું ય ચૂકતા નહી. ઝળહેળા વૈરાગ્ય, વિશાળ સમુદાય, ગુરુવનું સતત સામીપ્ય ને સાંન્નિધ્ય, તેઓશ્રીનેા અનરાધાર મળતા વાત્સલ્યભાવ, શાસ્રસાપેક્ષ વાચનાઓ, હેતાળ હિતશિક્ષાએ ને પ્રેમાળ પ્રેરણાએ, સહવતી આના પરસ્પર સહાયક ભાવ, નિરંતર મળતાં ઉત્કૃષ્ટ આલંબના ને આદર્શો, તપ-ત્યાગ ને તિતિક્ષામય સાધનાનુકૂળ વાતાવરણ, રાત્રે સૂત્રેાનાં રટણ દ્વારા ગાજતાં ગગનભેઢી ગુંજના, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની સ્વાધ્યાય 2010_04 Page #432 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાઠક સક્તતા : આવા જવલંત વાતાવરણમાં તેઓશ્રીનું જીવન–હેમ વધુ ને વધુ તેજિત-ઉત્તેજિત બનતું ગયું. આગળ વધતાં પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજ પાસે કર્મપ્રકૃતિને સાંગોપાંગ અભ્યાસ કર્યો ને તેમાં અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું. પછી તે અનેક સાધુઓને તેને અભ્યાસ કરાવ્યું. આજે ૪૦ વર્ષ બાદ પણ આ કર્મપ્રકૃતિ જે કઠિન ગ્રંથ તેમને કંઠસ્થપ્રાયઃ છે. દિગંબર સાહિત્યના જયધવલા-મહાધવલા અને ગમ્મસાર જેવા ગ્રંથે પણ ટૂંક સમયમાં ખેડી લીધા. રાત્રિના ૪-૫ કલાક મેં બેલીને કડકડાટ સ્વાધ્યાય કરતા, જે જેનાર ય ભૂલ્યા નથી. મોટા મોટા પ્રાધ્યાપક અને સંશોધકોને માથાં ખંજવાળવાં પડે તેવા જટિલ કેયડા ગુરુકૃપાથી ક્ષણવારમાં ઉકેલી નાખતા. શરીર સાથેની લેણાદેણીના અભાવને કારણે મોટા ભાગનું જીવન માંદગીમાં જ પસાર થતું રહ્યું છે. ટી. બી., શ્વાસ, શરદી, ખાંસી, મસા વગેરે અનેક રેગો ઘર જમાવી બેઠા છે. છતાં અશાતા આશીર્વાદ બની છે. માંદગીમાં સૂતાં સૂતાં લગભગ પિસ્તાલીસે આગમનું તલસ્પર્શી અધ્યયન કરી લીધું. એક બાજુ સમતાભાવે રોગને સહન કરીને અને બીજી બાજુ સ્વાધ્યાયની જવલંત ત જલાવીને સંઘને તેમ જ સમુદાયને અદ્ભુત આદર્શ પૂરો પાડ્યો છે. બીજા પણ અનેકાનેક ગ્રંથોને અભ્યાસ કરી માંદગીને મહોત્સવ બનાવી દીધી ! વ્યાખ્યાનશક્તિશેલી : જેના જીવનની રગેરગમાં વૈરાગ્ય વહેતો હોય તેના મુખમાંથી બીજું શું કરવાનું હતું ? અંતરમાં ઊછળતે વૈરાગ્યનો બોધ વાણી દ્વારા પ્રગટ થાય છે. ને શ્રોતાઓને મંત્રમુગ્ધ બની વૈરાગ્યવાસિત બને છે. છેલ્લાં ૨૫-૨૫ વર્ષથી ભારતભરના અનેક મહાન સંઘે જેમનાં વિરાગનીતરતાં વચનામૃતનું પાન કરી રહ્યા છે, પાવન બની રહ્યા છે તે શ્રોતાઓ સહજ બેલી ઊઠે છે કે, “સાહેબજીના હોઠ નહિ, પણ પણ હૈયું બેલે છે. માટે જ અમારાં હદય વીંધાઈ જાય છે.” વક્તાઓ જેને આજના સમયમાં આવશ્યક માને છે તેવાં માસિકે ને છાપાંઓ, વાર્તાઓ અને નવલકથાઓ, રાજકારણ અને રમતગમતની માહિતીથી જેઓ સદા અલિપ્ત રહે છે, તેઓશ્રીના વ્યાખ્યાનમાં નરી અરિહંતની ઓળખ થાય છે, ભક્તિનું વિશ્લેષીકરણ ને વિશદીકરણ તથા સંસારની ભયંકરતાનાં વર્ણને જોવા મળે છે. આડીઅવળી કઈ વાત નહીં, છતાં દાખલા ને દલીલે, સમજાવટ ને છણાવટની શૈલી જ એવી કે અન્ય મહાન વક્તાઓને પણ કહેવું પડે કે, અહીં ખરેખર તત્વ જ મળે છે! વ્યાખ્યાન તે આને કહેવાય.” અરિહંતની ભક્તિ, વિષયેની ભયંકરતા અને નરકની વેદના–આ ત્રણે વિષયેની આગવી પ્રભુતા શ્રોતાઓને એવા રસતરબળ બનાવી દે કે વર્ષોનાં વહાણાં વાય તે પણ તે રસનો આસ્વાદ માણવા સૌ કેઈ આતુર ને અતૃપ્ત ને ઉત્કંઠિત રહે. “વૈરાગ્યદેશનાદલ ના બિરુદથી જ લેકે તેમને બિરદાવે છે. વિશિષ્ટ આરાધનાઓ : તેઓશ્રી સીમંધરસ્વામીના પરમોપાસક છે. છેલ્લાં ૨૫ વર્ષથી ચાતુર્માસમાં સીમંધરસ્વામીના અઠ્ઠમની આરાધના કરાવે છે. પરમાત્માની કૃપાથી ને ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવે સર્વ સ્થળે બાળકથી માંડીને બુદ્દા સુધીના હજારે આરાધકે તેમાં જોડાય છે. સૌ કોઈ ત્રણ દિવસ તે સીમંધરલયમાં લીન બની જાય છે. એમાં મોટા ભાગના અઠ્ઠમ કરનાર તે એવા 2010_04 Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૪૩૧ હોય કે જેમણે જિંદગીમાં કયારેય એક પણ ઉપવાસ ન કર્યો હોય! બીજી આરાધના છે ત્રણ ભુવનની ભાવયાત્રા–જેમાં ઊáલેકના મેરુપર્વત, દેવલોકના, અલકમાં ભવનપતિ આદિનાં ભવનમાં રહેલાને તીરછલકમાં નંદીશ્વર દ્વિપાદિમાં રહેલા તીર્થકરોના શાશ્વત-અશાશ્વત જિનમંદિરને જિનમૂતિઓની સચિત્ર પટ્ટો દ્વારા નિયત સ્થાનાદિની સચોટ સમજણ આપી, અહીં બેઠાં બેઠાં વંદન કરવા રૂપ ભવ્ય ભાવયાત્રા ગણતરીપૂર્વક કરવામાં આવે છે. ત્રણ લેકના એક પણ મંદિર કે મૂતિ આ યાત્રાને અવિષય બનતાં નથી. દર્શનશુદ્ધિને આ પ્રવાહ સાડાત્રણથી ચાર કલાક સુધી અવિરત વહેતે રહે છે. શ્રોતાઓ જેમાં તરબોળ ને તન્મય બની મિથ્યાત્વ–મળ ધઈ સમકિત ને નિર્મળ કરે છે. ત્રીજી આરાધના છે આયંબિલના તપ સાથે ચાર શરણને સ્વીકાર; આ ભવ કે પરભવમાં કરેલાં સુકૃતની અનમેદના અને પૂર્વે કરેલાં પાપના પશ્ચાત્તાપ સહિત નિંદા ગહીં. પાપને પખાળતી ને પુણ્યના થોકેથક ઉપાર્જતી આ આરાધના પણ પૂજ્યશ્રીની માનીતી છે. શારીરિક શક્તિ કે શ્રમની સામે જોયા વિના એક માત્ર આત્મબળે જ આરાધના કરાવી રહ્યા છે. અંતરની વાત : આત્યંત ગુણગણોની સુવાસ તે માત્ર અનુભવગમ્ય જ હોય છે. શારીરિક પ્રતિકૂળતાના કારણે થતા દેના સેવનમાં પણ ઝળહળતો સાપેક્ષભાવ જોવા મળે છે. એકદા લાંબા વિહારમાં શ્રાવકે વચ્ચે નવકારસી લાવ્યા. પૂ. ગુરુદેવશ્રી ડાળીમાં હતા. ઘણું વનંતિ છતાં ન જ વાપર્યું. બીજા સાધુઓને કહે, તમે વાપરી લે...થાક્યા હશે. હજી ખેંચવાનું છે. હું તે ડાળીમાં છું. હમણાં પહોંચી જઈશ. ડાક સમય માટે ભગવાનના દર્શન વિના કયાં વાપરવું ? આ સાપેક્ષભાવ અને વત્સલતા જેમને સહજ છે, સંયમની પરિણતિ ને પઢતા, ગાંભીર્ય અને ગીતાર્થતા તેમ જ દીર્ઘદશિતા ડગલે ને પગલે પ્રદર્શિત થાય છે. વર્ષોથી સાથે છીએ, પણ કેઈ દિવસ જેમનામાં કોઇનાં દર્શન કર્યા નથી, જેમને સહજ સમતા જન્મજાત વરેલી છે, તેઓશ્રીની શાંત-પ્રશાંત મુદ્રા જ ઉપશાંતભાવની ચાડી ખાય છે. ત્યાગ એ જ તેઓશ્રીનું મોટું તપ છે. મિષ્ટાન્ન, ફરસાણ આદિ કેઈ દિવસ તેમના પાત્રામાં જોવા ન મળે. શરીર પીડાને લીધે કંઈ લેવું પડે એ પણ મહાપરાણે-કમને વાપરે. રાત્રે ઊઠીને ક્યારેક સીમંધરસ્વામીને ધ્યાનમાં, ક્યારેક શાશ્વત તીર્થોની ભાવયાત્રામાં, ક્યારેક દુષ્કાની ગર્તામાં, ક્યારેક વિરહકાળ દરમિયાન કરેલાં અનેક મંદિર-મૂર્તિનાં દર્શનને મરી, એના ધ્યાનમાં કલાકે સુધી ખવાઈ જાય. વિશ્વમાં ચાલતી નિર્દોષ અને અબોલ પ્રાણુઓની કરી હત્યાથી પૂજ્યશ્રી અત્યંત વ્યથિત રહે છે. યેનકેન પ્રકારેણ શક્ય એટલી હિંસાને દૂર કરવાના તનતોડ પ્રયત્ન કરી-કરાવી રહે છે. વારંવાર કહે છે કે મંદિરની બહાર જ જે માંસ-માછલાંની કતાર હશે તે કરોડના મંદિરની કિંમત કેટલી ? શાસનનાં મૂળ સમાન ધ્યાન–પરિણામ કયાં ટકવાનાં ? આવા કલુષિત વાતાવરણ સામે જાગૃત થવા જૈનસમાજને, ખાસ કરીને યુવાનને સતત પ્રેરણું કરતા રહે છે. તેઓશ્રી કહે છે કે, બીજે ધર્મ એ છે થશે તો ચાલશે; પણ કરુણા તે આપણા ભગવાન તીર્થંકરદેવેની જન્મદાત્રી છે ! તેનાં ચીવર ચૂંથાઈ રહ્યાં છે, ક્યાં સુધી જોયા કરીશું ? આ અત્યાચાર ? ! બીજુ બધું બાજુમાં મૂકી આ કામમાં લાગી પડે. યુવાવર્ગ આ પ્રેરણા ઝીલી 2010_04 Page #434 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આગળ વધી રહ્યો છે. એમને અણધારી સફળતા પણ મળે છે. દરેક સાધુ-સાધ્વી ભગવંત પણ એછવ-મહોત્સવની દેખાદેખી બાજુમાં મૂકી, આવા અમૂલ્ય કાર્યમાં પિતાની શક્તિ લગાવે તે શાસનની રોનક ફરી જાય, એવી પૂજ્યશ્રીની માન્યતા છે. “જેટલે પ્રયત્ન તેટલું પરિણામ આવે જ.” આ તેઓશ્રીની અચલ શ્રદ્ધા છે. સાધુએ વ્યાખ્યાતા–પ્રભાવક બને, તેના કરતાં સંયમી બને એમ તેઓશ્રી ઝંખે છે. અપરિપકવ અવસ્થામાં મળતાં મંચ, જાહેરાતે પાટ આત્માને સપાટ બનાવે છે, એમ તેઓશ્રીનું માનવું છે. માટે જ પિતાના શિષ્યવૃંદને સંયમસ્વાધ્યાયમાં સ્થિર રાખવા કુનેહપૂર્વક કાળજી રાખી રહ્યા છે. દરેક ગુરુ-વડીલ જે આ દૃષ્ટિ અપનાવે તે કાળે કાળે થતી અપભ્રાજનામાં મહદંશે ઘટાડો થાય. કાદાચિક વિવાદ ને અનાચારનાં વમળમાં છિન્નભિન્ન થતાં થતાં શાસનની દશા તેઓશ્રીને સયાની જેમ ભોંકાય છે. આ આંશિક દુર્દશાને દૂર કરવાની શુભ ભાવના અને યથાગ્ય યત્ન રાતદિવસ કરતા રહે છે. મહાન શાસન પ્રભાવકતા : ૪૦ વર્ષને દીક્ષા પર્યાય, વિદ્રત્તા, વ્યાખ્યાનશક્તિ, સંયમૈકલક્ષીજીવન, સ્વભાવની સૌમ્યતા, સંઘ-શાસન પ્રત્યે અનહદ વાત્સલ્યભાવ, નિઃસ્પૃહતા આદિ ગુણોને લીધે પૂજ્યશ્રીમાં “મહાન શાસનપ્રભાવકતા” હેવી સહજ છે. પરિણામસ્વરૂપ, પૂજ્યશ્રીની ભાવનાથી અંજનશલાકા–પ્રતિષ્ઠા જેવા પ્રસંગેય ડગલે ને પગલે થયા જ કરે છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી શ્રી પદ્મ આરાધન ટ્રસ્ટ, સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, જિનશાસન આરાધના કૂટ વગેરે દ્રો શાસનનાં સાતે ક્ષેત્રની અદ્ભુત સેવાભક્તિ કરી રહ્યાં છે. લાખેકડો રૂપિયાના ખર્ચે અનેક જિનમંદિરનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, ઉપાશ્રયનાં નિર્માણ, વિહારમાર્ગમાં ગ્ય વ્યવસ્થાઓ, સાધુ-સાધ્વીજી મહારાજે અને મુમુક્ષુઓનાં અધ્યયનાથે પાઠશાળાઓ, જ્ઞાનમંદિરના નિર્માણ, ધૃતરક્ષા માટે આગમગ્રંથના સંશોધન-સંપાદન-પ્રકાશન, લહિયાઓ દ્વારા લખાવવા, પુનમુદ્રણ કરાવવા આદિ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવનની ક્ષણેક્ષણ અવિરત અવિશ્રામ કાર્યરત રહે છે ! આજ સુધીમાં ૧૦૮ ગ્રંથની ૪૦૦/૪૦૦ નકલેનાં પ્રકાશન થયાં છે. અને ભારતભરના ભંડારોને સમૃદ્ધ કરવાના લક્ષથી ભેટ અપાયા છે. હજારો હસ્તલિખિત ગ્રંથ લખાયા છે, અને હજી લખાઈ રહ્યા છે. અનાર્યોનાં આક્રમણ, પરદેશીઓની લુચ્ચાઈ અને આપણાં આંખમીંચામણને લીધે જે અસંખ્ય આગમગ્રંથે ખેદાનમેદાન થઈ ગયા તેની કારમી વ્યથા આજે બચેલાને સુરક્ષિત રાખવા તેઓશ્રીને રાતદિવસ પ્રેરિત કરે છે. ટૂંકમાં, બીજું બધું ગૌણ ગણી શાસનના આધારસ્તંભ રૂપ ગણાતા જીવદયા ને છતરક્ષાના કાર્યમાં પિતાની શક્તિઓ સક્રિય કરી રહ્યા છે. આ સિવાય પ્રભુભક્તિ, સંયમશક્તિ, દાક્ષિણ્ય, પરાર્થકરણ, સંઘવાત્સલ્ય આદિ અનેક ગુણેથી વિભૂષિત પૂજ્યશ્રીને શબ્દોમાં વર્ણવવા અશક્ય છે, એ તે માત્ર અનુભવગમ્ય જ છે ! સમય-બુદ્ધિ-ગ્રંથની મર્યાદાને લીધે કિંચિત્ આલેખનમાં અતિશય હિનેતિ થવી સહજ છે. વિદ્વાન પુરુ શબ્દ પાછળના ગુણો–ભાને પકડી, આવા મહાપુરુષના જીવનના મર્મ સુધી પહોંચી, તેમના આલંબન દ્વારા આત્મહિત સાધતા રહે એ જ અભ્યર્થના, સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશ વંદના ! 2010_04 Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા-૨ ૪૩૩ મેવાડ દેશોદ્ધારક, ૪૦૦ અઠ્ઠમના મહાન તપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મભૂમિ રાજસ્થાનમાં પાદરલી ગામ છે. તેમાં હીરાચંદજી નામે એક સુશ્રાવક વસતા હતા. તેમનાં ધર્મપત્ની મનુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૯ના વૈશાખ વદ ૬ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ જેઠમલજી રાખ્યું. શાળાકીય શિક્ષણ લઈને વેપારધંધાર્થે મુંબઈ આવેલા જેઠમલજીને પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને પાવનકારી સંપર્ક થયે અને તેઓ સંયમી બનવાના મથાળા થયા. સંસારની જાળમાં જકડાઈ ચૂક્યા હેવાથી આ મને સફળ બનાવવા ઘણે પુરુષાર્થ કરવો પડ્યો. પણ અંતે વિજયી બનીને સં. ૨૦૦૮ના જેઠ સુદ પાંચમે મુંબઈ-ભાયખલામાં સંયમ સ્વીકારીને મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ બન્યા અને ગુરુપદે પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજને સ્થાપિત કર્યા. ગુરુસમર્પણ, જ્ઞાન ધ્યાનની તાલાવેલી, તપપ્રેમ આદિ ગુણોને પ્રભાવે ચેડા જ સમયમાં તેઓશ્રીએ અદ્દભુત પ્રગતિ સાધી. પૂજ્યશ્રીના નાનાભાઈ ગણેશમલજીએ પણ વડીલ બંધુના સંયમજીવનથી આકર્ષાઈને બે વર્ષ બાદ દીક્ષા લીધી. મુનિશ્રી જિતેન્દ્રવિજ્યજી મહારાજ પર ગજબની ગુરુકૃપા હતી. એથી થતાં જ વર્ષોમાં જ્ઞાન–ધ્યાન અને તપ-જપનાં ક્ષેત્રે પૂજ્યશ્રીએ ખૂબ જ સુંદર પ્રગતિ સાધી. અઠ્ઠમ એમને પ્રિય તપ. સેંકડો અઠ્ઠમ કરીને આ ક્ષેત્રમાં મહાન સિદ્ધિ મેળવી. તદુપરાંત કર્મ સાહિત્યના સર્જનમાં પણ સુંદર ફાળો આપ્યો. પૂ. દાદા ગુરુદેવના કાળધર્મ બાદ તેઓશ્રીએ પિતાની વિહારભૂમિના કેન્દ્ર તરીકે મેવાડને પસંદ કર્યું. આ પ્રદેશને ઘણી રીતે ઉદ્ધાર કરવું જરૂરી હતું. વિશાળ અને મહાન જૈનમંદિરે જર્જરિત બન્યાં હતાં. ક્યાંક મંદિરો સારાં હતાં, તે પૂજકોને અભાવ હતે. આ બધી ખામીઓને નજર સમક્ષ રાખીને પૂ. પંન્યાસશ્રી જિતેન્દ્રવિજયજી ગણિવરે ખૂબ જ કષ્ટ સહન કરીને મેવાડમાં વિચરણ ચાલુ રાખ્યું અને પૂજ્યશ્રીના પ્રયત્નથી થોડાં વર્ષોમાં મેવાડ પ્રદેશ ધર્મજાગૃતિ અનુભવી રહ્યો. પૂજ્યશ્રીની પાવનકારી પ્રેરણાથી એક સે મંદિરોને જીર્ણોદ્ધાર થયે. ૬૦ જેટલાં મંદિરોની પ્રતિષ્ઠાઓ થઈ. ૧૬ ઉપરાંત ઉપધાનતપ થયાં. ૩૩ દક્ષાઓ થઈ ૨૦ ઉપરાંત પુસ્તક પ્રકાશિત થયાં, જેમાં “સબંધ” નાનને ૨૫ હજાર કલાકમાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ પ્રગટ થયું છે. પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે ૧૫ જેટલા જ્ઞાનભંડારો સ્થાપિત થયા. પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છે મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર કરી છે. મેવાડ પ્રદેશમાં અનેક નાનાંમોટાં તીર્થોના જીર્ણોદ્ધાર, વિકાસ, વિસ્તાર તથા રક્ષણ માટે અને તેને સક્ષમ અને સુદઢ બનાવવા ભગીરથે અને સતત પરિશ્રમ ઉઠાવવા બદલ પૂજ્યશ્રીને મેવાડ દેશદ્ધારક” તરીકે ઓળખાવવામાં આવ્યા. તેઓશ્રીની યેગ્યતા પ્રમાણ, શ્રીસંઘની નમ્ર વિનંતીઓ થવાથી અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને વશવને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને શ્ર. ૧,૫ 2010_04 Page #436 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શુભ દિવસે રાજસ્થાનના દલોટ મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જિનશાસનને યજ્યકાર પ્રવર્તાવનારા પૂજ્યશ્રીને સંયમપર્યાય ૩૯ વર્ષને છે. પૂજ્યશ્રી સ્વસ્થ અને પ્રભાવક જીવન દ્વારા દીર્ઘકાળ પર્યત શાસનસેવા કરતા રહે એ જ પ્રાર્થના અને પૂજ્યશ્રીને અંતરની ભાવભીની વંદના ! (સંકલન : પૂ. મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજ.) સ્વ-ર કલ્યાણકારી સાધનાઓના સમર્થ સાધક, પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મહારાજ સુરતના ધર્મનિષ્ઠ સુશ્રાવક ચીમનભાઈનાં ધર્મપત્ની તકેરબહેનના રોમરોમમાં સંયમધર્મની પ્રીતિ ગુંજતી હતી. તેથી તે રતનપાન કરાવતાં ખોળામાં સૂતેલા પિતાના બાળકને કાનમાં કહેતાં, “બેટા, સંયમ એ જ સારે છે. અને માતાની આ ચમત્કાર જેવી વાણી તેમનાં સંતાને અને કુટુંબીજનો માટે સાચી પડી. પિતે તથા કુટુંબના અન્ય સભ્ય પણ સંયમી બન્યાં. એ રત્નપ્રસૂતા માતાની કુક્ષિએ સં. ૧૯૮૬ના જેઠ વદ પાંચમ ને રવિવારે મુંબઈમાં એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ જ્યન્તીલાલ પાડ્યું. બાલ્યવયથી તેમનું જીવન ધાર્મિક સંસ્કારોથી દીપતું હતું. વ્યાવહારિક અભ્યાસમાં પણ તેજસ્વી કારકિદી દીપાવીને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. વડીલ બંધુ અને બે ભગિનીઓના સંસારત્યાગને લીધે જ્યન્તી. લાલની વૈરાગ્યભાવના પણ પ્રજવલિત થઈ એમાં એક જીવલેણ મોટર અકસ્માતમાંથી આબાદ ઊગરી ગયા, તેથી ધર્મશ્રદ્ધા વધુ જાગૃત થઈ. અંધેરીમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં ઉપધાનતપની આરાધના ચાલતી હતી. તે પ્રસંગે આજીવન ચતુર્થવ્રતનો સ્વીકાર કરીને એક અદ્ભુત પરાક્રમ કર્યું. ગૃહસ્થાવસ્થામાં બે વાર શ્રી સમેતશિખરજી આદિ પવિત્ર કલ્યાણક ભૂમિઓની યાત્રા કરી. વૈભારગિરિ પર ધનાશાલિભદ્રની મૂર્તિ સામે ચાલુ વર્ષમાં જ પ્રવજ્યા અંગીકાર કરવાને ભીષ્મ સંક૯પ કર્યો અને ન લેવાય તે ચઉવિહાર ઉપવાસ કરવાને કઠિનતમ અભિગ્રહ ધાર્યો. માતા-પિતાએ આશીર્વાદપૂર્વક અનુમતિ આપી. જયન્તીલાલ પિતાના વડીલ બંધુની દીક્ષાથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેથી વડીલ બંધુ મુનિશ્રી ધર્માનંદવિજયજી મહારાજના શિષ્ય તરીકે સં. ૨૦૦૮ના જેઠ સુદ પાંચમે સંયમ સ્વીકારી મુનિશ્રી જ્યશેખરવિજ્યજી મહારાજ બન્યા. ગુરુસેવા, વિનય અને સ્વાધ્યાયતપની સાથે અંતર્મુખ બનીને શ્રદધિના ઊંડાણ સુધી પહોંચ્યા. પૂ. ગુરુદેવ તથા પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજ્યજી મહારાજ પાસે સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, ન્યાય, પ્રકરણ, વ્યાકરણ, આગમગ્રંથે આદિને ઊંડો અભ્યાસ કર્યો. કર્મસાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરીને નૂતન કર્યસાહિત્યના સર્જનકાર્યમાં જોડાયા. તેઓશ્રીએ મૂળ પ્રકૃતિ રસ બંધ” નામના ગ્રંથ પર ૧૬ હજાર કલેકપ્રમાણ સંસ્કૃત વિવરણની રચના કરી. શિબિરાર્થીઓના માર્ગદર્શન માટે કર્મસિદ્ધાંતનું વિજ્ઞાન” નામનું ગુજરાતી પુસ્તક લખ્યું. 2010_04 Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૪૩૫ તપયોગમાં પણ વીર્ય ફેરવીને વર્ધમાન તપની ૬૨ ઓળી સુધી પહોંચ્યા. ઉચ્ચતમ વિદ્વત્તા સાથે ઉચ્ચતમ અધ્યાપનકળા પણ વિકસાવી. પરિણામે, પિતાની વિદ્વત્તાને અનેક જ્ઞાનપિપાસુઓને લાભ આપ્યું. વળી, પૂજ્યશ્રી તીર્થયાત્રામાં પણ વિશેષ રસ ધરાવે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક આદિ પ્રદેશનાં પાવન તીર્થોની તેઓશ્રીએ યાત્રા કરી છે. કઈ પણ વ્યક્તિની નાનકડી પણ ગુણરિદ્ધિ જોઈને તેઓશ્રીનું દિલ ઝૂમી ઊઠે છે. આવા પનેતા પ્રમોદભાવથી પૂજ્યશ્રીએ અંતરને ખૂબ ભાવિત કર્યું છે. કેઈની નાનકડી પણ સમ્યક્રસિદ્ધિ કે સફળતાની અનુમોદના કરવાનું તેઓશ્રી ચૂકતા નથી. ગુરુજને પ્રત્યેને અદ્ભુત કૃતજ્ઞભાવ દિલમાં કંડારી દીધું છે. સ્વસિદ્ધિમાં પણ પૂને જ યશના અધિકારી ગણાવે છે. શાસન પ્રત્યે અભાવ અને ભવ્ય જીના ઉપકારની ભાવના પૂજ્યશ્રીના દિલમાં સતત રમે છે. કેઈને પિતાને કરવાની ખેવના ક્યારેય કરી નથી. સહને શાસનના કરવા સદાય તત્પર રહે છે. વિનોદી સ્વભાવથી વિષાદગ્રસ્ત માનવીને વિષાદ ક્ષણમાં હરી લે છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં શ્રી ગુણરત્નસંવત્સર નામના મહાન દીર્ઘ તપની આરાધના કરતાં કરતાં મહાતપસ્વી મુનિરાજ શ્રી સમિતિલકવિજયજી મહારાજ અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૧૪ સંસારી કુટુંબીજનોએ પણ દીક્ષા અંગીકાર કરીને વિક્રમ સર્યો છે. માતા, ભગિનીઓ, ભાઈ-ભત્રીજાઓ, ભત્રીજી આદિ શાસનસેવામાં જીવન સમપી કૃતકૃત્ય બન્યાં છે. પૂજ્યશ્રીને સં. ૨૦૩૮ના માગશર વદ ૩ ને દિવસે ભુજ મુકામે ગણિપદ, સં. ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ને બુધવારે મલાડ-મુંબઈમાં પંન્યાસપદ અને સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ ૧૦ના આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪પમાં પૂજ્યશ્રીની નિશ્રામાં લક્ષ્મીપુરી-કેલ્હાપુરમાં ઉપધાનતપની ભવ્ય આરાધના થઈ. સં. ૨૦૪પના મહા માસમાં જવાહરનગર – સાંગલીમાં શ્રી ધર્મનાથ જિનાલયને ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયે. પૂજ્યશ્રીએ શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાનની આરાધના ત્રણ વાર પૂર્ણ કરી છે અને ચોથી વાર કરવાની ભાવના ધરાવે છે. એવી વિવિધ સ્વ-પર કલ્યાણની સાધના દ્વારા જૈનશાસનના શણગાર બની રહેલા પૂ. ગુરુદેવશ્રીને શાસનદેવ દીર્ધાયુ બક્ષે એવી અભ્યર્થના, અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિશઃ વંદના ! તેજસ્વી શાસ્ત્રવેત્તા, કુશળ અધ્યાપક, મહાન તપસ્વી, યશસ્વી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયજનચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલિકાલક૯પતરુ રૂપ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે સુવિહિત શ્રમણનું સર્જન કરવાનો ભેખ લીધે હતો. કુશળ ઝવેરી સમા એ મહાપુરુષ રત્નતુલ્ય વ્યક્તિઓની ઉત્તમતાને એક જ દષ્ટિમાં પારખીને તેમને સંયમમાગે સંચરવા પ્રેરતા. પૂ. આચાર્યશ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એમાંનું એક બહુમૂલ્યરત્ન છે. પૂજ્યશ્રીને જન્મ ઉત્તર ગુજરાતના કરબટિયા (વડનગર) ગામે શ્રાદ્ધવર્ય શ્રી કેશવલાલ માનચંદનાં ધર્મપત્ની ચંદનબહેનની કુક્ષિએ સં. ૧૯૮૫ના પિષ વદ અમાસને દિવસે થયે હતે. માતાપિતાએ પુત્રનું 2010_04 Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શાસનપ્રભાવક નામ જ્યન્તીલાલ પાડ્યું. બાલ્યકાળથી જ જયંતીલાલને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક અનુષ્ઠાનમાં અત્યંત રસ હતે. શૈશવ દરમિયાન પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો, અતિચાર, જીવવિચાર નવતત્વ આદિ અનેક સૂત્રો કંઠસ્થ કરી લીધાં. જિનપૂજા, રાત્રિભેજન ત્યાગ, અભક્ષ્ય ત્યાગ આદિ કુટુંબદત્ત સંસ્કારે તેમના જીવનમાં સહજ વણાઈ ગયા હતા. સામાયિક, વિષધ આદિ અનુષ્ઠાન કરવા બાળ જયન્તીલાલ અનેક વાર ઉલ્લસિત બનતે. પિતાશ્રી કરબટિયાથી ધંધાર્થે અમદાવાદ આવીને વસ્યા, તેથી પુત્રની ધર્મભાવનાને અધિક પ્રેત્સાહન મળ્યું. બાર વર્ષના જયન્તીલાલને હાથ પર મસે થયે હતે. ઘણા ઉપચાર છતાં મટયો નહિ ત્યારે મોટાંબહેને કહ્યું, “નવપદ આયંબિલની આરાધનાથી મહારાજા શ્રીપાલને કેદ્ર મડ્યો હતો, તે તારે આ મસો શી વિસાતમાં? નવપદજીની ઓળી કર તો મટી જશે !” બાળક જયેન્તીલાલ ઓળીમાં ઓછામાં ઓછા ત્રણ આયંબિલ કરવા જ, એ સંકલ્પ કર્યો. અને સંકલ્પ માત્રના પ્રભાવે ચમત્કાર થયેઃ મસા મટી ગયો ! આથી જયન્તીભાઈની ધર્મશ્રદ્ધા સુદઢ અને સુવિકસિત થઈ સાદગીપૂર્ણ જીવન, તેજસ્વી બુદ્ધિશક્તિ અને પ્રબળ ધર્મભાવનાથી તેમનું જીવન અદ્ભુત વિકાસ સાધતું ગયું. ૧૮ વર્ષની વયે મેહમયી મુંબઈ નગરીમાં આવ્યા તે ય આ વિરાગવૃત્તિમાં કંઈ ફેરફાર થયે નહિ. પાયધુની પરના શ્રી ગેડીજીના ઉપાશ્રયમાં પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાનતપની આરાધના કરી. એવામાં લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં વૈરાગ્યનીતરતી વાણી વહાવતા મુનિરાજ શ્રી ભાનવિજયજી મહારાજના સંપર્કથી સંયમ સ્વીકારવાની ભાવના જાગી. પરંતુ કુટુંબીજને મેહવશ અંતરાયરૂપ બન્યાં. પૂ. આ. શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં દ્વિતીય ઉપધાનતપની મંગલ આરાધના કરી અને આજીવન ચતુર્થ વ્રતને સ્વીકાર કરી મહારાજાને અપંગ બનાવી દીધો. આ બધી પ્રગતિમાં તેમને પિતાના વડીલ બંધુ બાબુભાઈનું ગુપ્ત રીતે બહુમૂલ્ય પીઠબળ મળ્યા કરતું હતું. - ત્યાર બાદ, યુવાન મુમુક્ષુએ પૂજ્યની પાસે રહી સંયમની તાલીમ લેવા લાગ્યા. સ્વાધ્યાય, વિનય, તપ આદિ આચરી રહ્યા. મુમુક્ષુ–મંડળ બિહાર–બંગાળની તારક-કલ્યાણક ભૂમિની યાત્રાએ નીકળ્યું. જયંતીલાલ પણ આ મંડળીમાં જોડાયા અને રાજગૃહીના ડુંગરા પર ધન્ના-શાલિભદ્રની દેરી પાસે અંતરની ઊર્મિઓ બેકાબૂ બનતાં, ભાવવિભેર બનીને જયંતીલાલ દઢ નિર્ધાર કર્યો કે ચાલુ વર્ષમાં દીક્ષા ન થાય તે આયંબિલ કરવાં. આ ભીષ્મ સંકલ્પની જાણ થતાં જ કુટુંબીઓના અવરોધ દૂર થયા; અને દીક્ષા માટે અનુમતિ મળી. જયંતીલાલ સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે વાત્સલ્યવારિધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. મુનિરાજ શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્યરત્ન સમતામગ્ન પૂ. મુનિશ્રી પદ્રવિજયજી મહારાજના શિષ્ય બન્યા અને મુનિશ્રી જગચંદ્રવિજયજી તરીકે ઘોષિત થયા. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન બની ગયા. ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૫ કર્મગ્રંથ, શ્રી તત્ત્વાર્થસૂત્ર, વીતરાગસ્તેત્ર, યેગશાસ્ત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, ઇન્દ્રિયપરાજ્ય શતક, ધર્મરત્ન પ્રકરણ, તર્કસંગ્રહ, બૃહદ્ સંગ્રહણ, સમકિતના ૬૭ બેલની સાય, સિદ્ધહેમ 2010_04 Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ શ્રમણભગવંતોર વ્યાકરણનાં ચૂંટેલાં સૂત્રો, યતિજિતકલ્પ આદિ અનેક શા અને પ્રકરણે કંઠસ્થ કરી લીધાં. સંસ્કૃત, પ્રાકૃત ભાષા, કાવ્ય, વ્યાકરણ આદિને અભ્યાસ કર્યો. પૂ. પ્રદાદા ગુરુદેવશ્રીને કર્મ. સાહિત્ય સંશાધન-લેખન-અધ્યયનમાં ઊંડો રસ લીધે. પૂ. ન્યાયવિશારદ શ્રી ભાનવિજ્યજી મહારાજ આદિ ગુરુદેવે પાસે શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથ, મહોપાધ્યાયજીના ગ્રંથ, અધ્યાત્મના ગ્રંથ, ચરિત્રના ગ્રંથ, વૈરાગ્યના ગ્રંથ, દાર્શનિક ગ્રંથ, આદિનું વાચન-મનન કર્યું. પૂ. પ્રદાદા ગુરુદેવશ્રીના નૂતન કર્મ સાહિત્ય-સર્જનમાં પૂજ્યશ્રીની સ્થિતિબંધ વિષય પરની ૬૦ હજાર કલેકપ્રમાણુ, ત્રણ દળદાર ગ્રંથોમાં પ્રગટ થયેલી વિસ્તૃત ટીકા તેઓશ્રીની ગૌરવગાથા બની રહી. તદુપરાંત, પૂજ્યશ્રીએ બીજા પણ પજ્ઞ ટીકાયુક્ત પ્રકરણગ્રંથ, ક્ષેત્રસ્પર્શના પ્રકરણ આદિ ગ્રંથોનું સર્જન તથા પ્રાચીન ગ્રંથ ટિણ સહિત કર્મ પ્રકૃતિ તથા ચૂર્ણિનું પુનઃ સંપાદન આદિ કર્યું. જેમ અધ્યયનમાં રસ અને બુદ્ધિની તીક્ષ્ણતા તેમ અધ્યાપનકળામાં કુશળતાને અપૂર્વ ગુણ પૂજ્યશ્રીની પ્રતિભાનો આગવો ઉન્મેષ છે. તેઓશ્રીએ તેજસ્વી શ્રમણને સંસ્કૃત-પ્રાકૃત કાવ્ય, વ્યાકરણ, પ્રકરણો, કર્મગ્રંથ-કમ્મપયટ્ટી, આગમગ્રંથ, ઘનિર્યુક્તિ. પિંડવિશુદ્ધિ, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યકનિયુક્તિ, છેદસૂત્રે, અધ્યાત્મમત પરીક્ષા, ધર્મપરીક્ષા, ઉપદેશરહસ્ય, ભાષારહસ્ય, બત્રીસ-બત્રીસી, ગદ્રષ્ટિ સમુચ્ચય, ગબિંદુ, યોગવિંશિકા, ગશતક આદિ અનેક જટિલ ગ્રંથે ભણાવ્યા છે. મુક્તાવલી, વ્યાપિપંચક, સામાન્ય નિરુક્તિ, દિનકરી, સિદ્ધાંતલક્ષણ, સ્યાદ્વાદમંજરી આદિ ન્યાયના કઠિન ગ્રંથ પણ સાધુઓને કુશળતાથી ભણાવ્યા છે. પૂજ્યશ્રી ખાસ કરીને નવ્ય ન્યાયના અધ્યયન-અધ્યાપનમાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીએ દીક્ષાદિનથી માંડીને અવિરામ–અવિરત તપશ્ચર્યા ચાલુ રાખી છે. વૃત્તિ સંક્ષેપ અને ઊણેદારીપૂર્વકનાં એકાસણાં પ્રત્યે ગજબની નિષ્ઠા ધરાવે છે. તેથી પૂજ્યશ્રીના પરિચયમાં આવનારા અનેક ભાવિકે એકાસણના વ્રતધારી બન્યા છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૩૯ એળીઓ તથા અહાઈ આદિ તપશ્ચર્યા કરી છે. દીક્ષાદિન સાથે તેઓશ્રીએ અનેક અભિગ્રહ પણ ક્યાં છે. પ્રભુદર્શન વિના જળ-અન્ન નહિ લેવાનું વ્રત, પાંચ વર્ષ પાંચથી વધુ દ્રવ્ય નહિ વાપરવાને અભિગ્રહ, ૧૦ વર્ષ સુધી મેવા-મીઠાઈ-ફટ-ફરસાણને ત્યાગ, ૧૦ વર્ષ સુધી મહિનામાં ૨૫ દિવસ દૂધને ત્યાગ, નિર્દોષ ગોચરી-પાણી વાપરવાનો આગ્રહ આદિ અનેક અભિગ્રહથી સંયમજીવનની સમૃદ્ધિ અને નિષ્ઠા વધારી છે. સુસંયમી શ્રી જગચંદ્રવિજયજી મહારાજની વિશિષ્ટ યોગ્યતા પ્રેક્ષીને સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૧૮ના મહા સુદ ને દિવસે નડિયાદ મુકામે ગણિપદપ્રદાન કર્યું. પૂજ્યપાદશ્રીની આજ્ઞાથી સં. ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ના દિવસે પાટણ મુકામે સુવિશુદ્ધ સંયમભૂતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સર્વ સૂત્રની અનુજ્ઞા સ્વરૂપ પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ વદ ૧૦ને શુભ દિને બેંગલેર મુકામે પૂ. ગચ્છાધિપતિ ગુરુભગવંતે આચાર્યપદે આરૂઢ કર્યા. આવા સુસંયમી અને સુગ્ય મહાત્મા ૪૦ વર્ષને 2010_04 Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શાસનપ્રભાક સંયમપર્યાય પાળીને આજે લેખન-પ્રવચન દ્વારા જેનધર્મજાગૃતિ અને પ્રવૃત્તિને સુવ્યવસ્થિત કરવાની ખેવના કરી રહ્યા છે. એક સ્વતંત્ર આચારગ્રંથ રચવાનું સ્વપ્ન સેવી રહ્યા છે ત્યારે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષો અને પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો સફળતાપૂર્વક સંપન્ન બને એવી મંગલ કામના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની વંદન! પૂ. આ. શ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય : ૧. મુનિશ્રી કનકસુંદરવિજયજી મહારાજ, ૨. મુનિશ્રી અભયચંદ્રવિજયજી મહારાજ, ૩. મુનિશ્રી નિર્મોહચંદ્રવિજયજી મહારાજ અને પ્રશિષ્ય : ૧. મુનિશ્રી પદ્માનંદવિજયજી મહારાજ, ૨. મુનિશ્રી હીરચંદ્રવિજયજી મહારાજ આદિ. હાલાદેશે ધર્મ પ્રવર્તાવનાર, વર્ધમાન તપની ૧૦૦ ઓળીના આરાધક પૂ. આચાર્યશ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ સૌરાષ્ટ્રના હાલાર જિલ્લાના રાસંગપુર ગામે સં. ૧૯૯૩ના ભાદરવા વદ પાંચમને દિવસે થયે હતે. પિતાનું નામ મેઘજીભાઈ અને સ્વનામ લાલજીભાઈ હતું. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (ત્યારે મુનિવરશ્રી)ના પ્રબળ સંસર્ગથી વૈરાગ્યવાસિત બનીને લાલજીભાઈ અને એમના લઘુ બંધુ રાયશીભાઈ એ સં. ૨૦૧૦ના માગશર સુદ ૩ ને દિવસે દાદર-મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરી. લાલજીભાઈ મુનિ શ્રી લલિતશેખરવિજયજી નામે મુનિરાજ શ્રી હેમંતવિજયજી મહારાજના અને રાયશીભાઈ મુનિશ્રી રાજશેખરવિજયજી નામે મુનિશ્રી લલિતશેખરવિજયજી મહારાજના શિષ્ય બન્યા. ગુરુભક્તિમાં તત્પર રહેવા સાથે જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતાં મુનિશ્રી લલિતશેખરવિજયજી મહારાજ સુંદર સંયમસાધના સાધતાં સાધતાં પૂ. ગુરુદેવના વરદ હસ્તે ગણિ--પંન્યાસપદ પામ્યા. વર્ધમાન તપની ૧૦૦ ઓળીના આરાધક તેઓશ્રીની તમય જીવનચર્યા, શિષ્યસમુદાય અને શ્રીસંઘને આગળ વધારવાની વત્સલતા, ભીવંડી આદિ સ્થળે હાલારની પ્રજાને ધર્મસન્મુખ કરવાની પ્રવૃત્તિ, ઉપધાન-દીક્ષાએ આદિથી શાસનપ્રભાવના–આદિ ગુણેથી જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં ત્યાં ત્યાં સુંદર આરાધના-પ્રભાવનાની મહેક ફેલાવી જનારા સંસારીસંબંધ બાંધવબેલડી અને સંયમસંબંધે ગુરુશિષ્યની જોડલીએ રાજકોટ મુકામે સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ ૧૦ને દિવસે પૂજ્ય આચાર્ય શ્રી વિજયજયંતશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ સૂરિત્રયની નિશ્રામાં આચાર્યપદે પ્રતિષ્ઠિત કરાયા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના આજ્ઞા-આશિષપૂર્વક ઊજવાયેલા આ આચાર્યપદ-પ્રદાનના પ્રસંગથી હાલારમાં પણ અદ્ભુત શાસનપ્રભાવના સર્જાઈ. આચાર્ય પદથી અલંકૃત પૂ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ નામે વિખ્યાત છે. ઉભય સૂરિવરોને સંયમપર્યાય ૩૬ વર્ષને છે. શ્રી શાસનદેવની કૃપાથી દીર્ધાયુ પામીને શાસનપ્રભાવના કરવાપૂર્વક જયવંતા બની રહે એ જ અભ્યર્થના સાથે કેટ કેટિ વંદના ! 2010_04 Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા–ર હાલાર પ્રદેશના તેજસ્વી-યશર-વી શાસનપ્રભાવક સૂરિદેવ પૂ. આચાર્ય શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના સંસારી પક્ષે લઘુબંધુ અને સયમપક્ષે શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયરાજશેખસૂરીશ્વરજી મહારાજના જન્મ સ'. ૧૯૯૫ના ભાદરવા સુદ પાંચમે રાસંગપુર (હાલાર )માં થયા હતા. પોતાના વડીલ બંધુ સાથે જ દીક્ષિત થઈ, ગણિ–પંન્યાસ–આચાય પદે અધિષ્ઠિત થયા. તેઓશ્રીની તખિયત નાજુક રહેતી હોવા છતાં તેઓશ્રી સ્વાધ્યાય આદિમાં મગ્ન રહીને નિત્યં સ્વાધ્યાય સંયમતાનાં એ આવાણીની સ્મૃતિ થાય તેવું જીવન જીવી રહ્યા છે. પેાતાના શિષ્યસમુદાયને સ્વાધ્યાય-સંયમમાં અપ્રમત્ત રાખવાની આ ગુરુશિષ્ય જોડલીની લગની અત્યંત અનુમાઢનીય છે. પૂજ્યશ્રી સંસ્કૃત ભાષા ઉપર સારુ પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીએ પ્રદેશખ ધ ( સબંધો) ગ્રંથ ઉપર દસ હજાર શ્લોકોથી પણ અધિક પ્રમાણવાળી સંસ્કૃત ટીકા રચી છે અને સિદ્ધહેમ શબ્દાનુશાસન–મધ્યમવૃત્તિનું સંપાદન કર્યુ છે. ગુરુતત્ત્વવિનિશ્ચય, પચવસ્તુક, પોંચાશક, તત્ત્વાર્થસૂત્ર, જ્ઞાનસાર અષ્ટક વગેરે ગ્રંથોના અનુવાદોમાં પૂજ્યશ્રીની વિદ્વત્તા પ્રકાશતી જોવા મળે છે. સાથે સાથે તેઓશ્રી બાળભાગ્ય સાહિત્ય પણ સર્જતા રહ્યા છે, જેમાં માતા-પિતાની સેવા આદિ ગ્રંથ અત્યંત લેાકાદર પામ્યા છે. હાલારના આ તેજસ્વી આચાય દેવાના શિષ્યસમુદાય પણ હાલારના નામ્ને રોશન કરે તેવા પ્રભાવશાળી છે. પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન પૂ.આ. શ્રી વિજયવીરશેખરસૂરિજી મહારાજ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જાણીતા વિદ્વાન છે, તેઓશ્રીએ પૂ. આ. શ્રી વિજયપ્રેમમૂરીશ્વરજી મહારાજના માદનાનુસાર અઢળક પ્રમાણમાં સજિ તકમ સાહિત્યની મૂળ ગાથાઓની પ્રાકૃત ભાષામાં રચના કરી છે. તદુપરાંત, ક સાહિત્યના અનેક દળદાર ગ્રંથા પૂજયશ્રીએ આલેખ્યા છે. આવા પ્રભાવશાળી શિષ્યરત્નના પ્રભાવશાળી ગુરુ પૂ.આ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના ચરણારવિંદમાં ભાવભીની વંદના ! .. 2010_04 ૪૩૯ યુવક-જાગૃતિના પ્રેરણાદાતા, વ્યાકરણવિશારદ, શાસન–શણગાર પૂ. આચાર્ય શ્રી વિજયગુણુરત્નસૂરીશ્વરજી મહારાજ વિનયવિવેક જેવા સદ્ગુણાથી સંપન્ન અને જિનશાસનની પાટપર પરાને દીપાવનારા સમયે સમયે જે ધ`પ્રભાવક મહાપુરુષોની ભેટ મળી છે તેમાં શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. પૂજ્યશ્રીના જન્મ રાજસ્થાનના પાદરલી મુકામે સ. ૧૯૮૯ના પોષ સુદ ૪ને દિવસે ઉમદા ધર્માંસ પન્ન-સંસ્કારી પરિવારમાં થયા. પુત્રનું નામ ગણેશમલજી રાખવામાં આવ્યું. પિતા હીરાચંદજી અને મમતાળુ માતા મનુખાઇના ઉછરંગે વાત્સલ્યથી ઊછરતા ગણેશમલજીને શૈશવકાળથી ઉત્તમ ધર્માંસ'સ્કારો મળ્યા. અંગ્રેજી માધ્યમમાં મેટ્રિક સુધીના વ્યાવહારિક અભ્યાસ કર્યો. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શાસનપ્રભાવક ત્યાર બાદ પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ અને વડીલ બંધુ શ્રી જિતેન્દ્રવિજ્યજી મહારાજનું ઉમદા અને પ્રેરક જીવન જોયા પછી ગણેશમલજીને પણ સંસાવાસ અકારે થઈ પડ્યો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વ ભવના પુણ્યોદયે સદ્ગુરુઓને સમાગમ પામી પ્રવ્રજ્યા અંગીકાર કરવા પરમ ભાગ્યશાળી બન્યા. સં. ૨૦૧૦ના મહા સુદ ને દિવસે દાદર-મુંબઈ મુકામે મુનિરાજશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. ૧૪ વર્ષ સુધી પૂ. ગુરુવર્યોની નિશ્રામાં જ્ઞાન સંપાદન કરી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કરતા રહ્યા. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બની, કર્મસાહિત્યના સર્જનનું પાયાનું કામ હાથ પર લઈ જ્ઞાનગંગાની ધૂણી ધખાવી, અને ૩૭ હજાર કપ્રમાણુ પ્રાકૃત-સંસ્કૃત ખગસેઢિ અને બંધવિહાણ જેવા ગ્રંથો લખ્યા, જેનાં વખાણ દેશવિદેશમાં છે. કલાઉઝ બ્રને “TIFIR મેં સાકાર મા રિચા ના શબ્દોમાં કર્યા. પૂજ્યશ્રી દ્વારા આ ઉપરાંત જૈન મહાભારત”, “રે! કર્મ, તારી ગતિ ન્યારી ”, “જેજે, કરમાએ ના ”, “એક થી રાજકુમારી (મહાસતી અંજના)” વગેરે હિન્દી તેમ જ ગુજરાતીમાં ઉત્તમ અને વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાનમાં જ વિચારી રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના અદ્ભુત અને વિશિષ્ટ કોટિની છે. યુવાન વર્ગને ધર્મમાગે વાળવામાં પૂજ્યશ્રીને ફળ ઘણે નેંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં યુવાને માટે ૨૭ જેટલી જ્ઞાનશિબિર યોજાઈ છે અને તેમાં એક હજાર યુવાનોએ ધર્મબોધ પ્રાપ્ત કર્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ઓપન બુકસ એકઝામ અખિલ ભારતીય સ્તરે લેવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી મીઠી-મધુર અને તલસ્પર્શી છે. જેને રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર પ્રવચનમાં જેન–જેને ભાગ લે છે. તે પૂજ્યશ્રીને ખાસ વિષય છે. એવી જ રીતે, સાધના-આરાધનાના ક્ષેત્રે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા છે. પૂજ્યશ્રી નિર્દોષ ગોચરના આગ્રહી છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૭૦ ઓળી, અનેક અઠ્ઠાઈ-અહમ અને નિત્ય એકાસણું સાથે ૧૦ વર્ષ અને ૧૦ મહિના સુધી દૂધને ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ૨૭ જેટલાં યાદગાર ઉપધાનતપ થયાં છે. ૧૩ જેટલી ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમાં અચલગઢ (આબુ) દયાલ શાહ કિલ્લા, ઘાણેરાવ, અજારી તીર્થ અને છેલ્લે નાકેડા તીર્થની અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૫ હજાર ભાવિકેએ ભાગ લીધો હતો. તેઓશ્રીની નિશ્રામાં ૫૦ જેટલાં ભવ્ય ઉજમણાં થયાં, જેમાં સાબરમતી, બીકાનેર, જોધપુર, પાલી, જાલેર, સાંચેર, સિરોહી, પિંડવાડા, પાલનપુર આદિ મુખ્ય છે. તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં સામૂહિક અઠમતપની આરાધના શંખેશ્વરતીર્થમાં અને સાબરમતીમાં થઈ. તેમાં અનુક્રમે ૧૮૦૦ અને ૧૦૦૦ની સંખ્યા થઈ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં ૧૬ જેટલી નવપદજીની ઓળી થઈ છે. છેલ્લે જીરાલાજી તીર્થમાં ૩૦૦૦ જેટલી ઓળી થઈ અને સાથે સાથે ૧૮૦૦ જેટલાં અઠમ થયાં—એ આજ 2010_04 Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ શ્રમણભગવંતે-૨ સુધીને રેકર્ડ છે. આજ પર્યત ૧૫૦૦૦ ભાવિકેએ આરાધનાનો લાભ લીધો છે, ઉપરાંત, ૧૦ જેટલા છરી પાલિત સંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા છે. પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છ વ્યક્તિઓ દીક્ષિત થઈ છે, જેમાં ૧. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, ૨. પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ, ૩. મુનિ શ્રી રસિમરત્નવિજયજી મહારાજ (ભાણેજ ), ૪. સાધ્વીશ્રી પુપલતાશ્રીજી મહારાજ (ભાભી), પ. સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મહારાજ અને ૬. સાધ્વીશ્રી મનીષરેખાશ્રીજી મહારાજ (બન્ને ભત્રીજીઓ). તદુપરાંત, તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યની સ ખ્યા હાલ ૨૭ જેટલી છે, જેમાં અનેક વિદ્વાન મુનિવરે છે. (૧) ગણિવર્ય શ્રી વીરરત્નવિજયજી મહારાજ, (૨) સ્વ. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, (૩) મુનિશ્રી નિર્વાણવિજયજી મહારાજ, (૪) મુનિશ્રી ચરણગુણવિજયજી મહારાજ, (૫) સ્વ. મુનિશ્રી મેક્ષરત્નવિજયજી મહારાજ, (૬) મુનિશ્રી પુષ્પરત્નવિજ્યજી મહારાજ, (૭) મુનિશ્રી મુક્તિરત્નવિજયજી મહારાજ, (૮) મુનિશ્રી યશોરત્નવિજયજી મહારાજ, (૯) મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજ, (૧૦) મુનિશ્રી રસિમરત્નવિજયજી મહારાજ, (૧૧) મુનિશ્રી પદ્મભૂષણવિજયજી મહારાજ, (૧૨) મુનિશ્રી સંયમરત્નવિજયજી મહારાજ, (૧૩) મુનિશ્રી ઉદ્યોતરત્નવિજયજી મહારાજ, (૧૪) મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મહારાજ, (૧૫) મુનિશ્રી જિનેશરત્નવિજયજી મહારાજ, (૧૬) મુનિશ્રી મેઘરત્નવિજયજી મહારાજ, (૧૭) મુનિશ્રી જયંતરત્નવિજયજી મહારાજ, (૧૮) મુનિશ્રી મુનીશરનવિજયજી મહારાજ, (૧૯) મુનિશ્રી જીવેશરનવિજયજી મહારાજ, (૨૦) મુનિશ્રી જયેશરનવિજયજી મહારાજ, (૨૧) મુનિશ્રી ભાગ્યેશ રત્નવિજયજી મહારાજ, (૨૨) મુનિશ્રી દેવેશપત્નવિજયજી મહારાજ, (૨૩) મુનિશ્રી જિનેન્દ્રરત્નવિજયજી મહારાજ, (૨૪) મુનિશ્રી ધર્મેશ રત્નવિજયજી મહારાજ, (૨૫) મુનિશ્રી ધર્મપત્નવિજયજી (૨૬) મુનિશ્રી ધીરેશરત્નવિજયજી મહારાજ આદિ મુખ્ય છે. પૂજ્યશ્રી ગ્યતા અનુસાર અમદાવાદમાં ગણિપદવી અને જાહેરમાં પંન્યાસપદવી પામ્યા પછી સં. ૨૦૪૪ના દ્રિતીય જેઠ સુદ ૧૦ને દિવસે પાદરલી મુકામે અદ્ભુત શાસનપ્રભાવક મહામહોત્સવ પૂર્વક આચાર્યપદે અધિષ્ઠિત કરાયા છે. હાલ પૂ. આચાર્યશ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજનો સંયમપર્યાય ૩૭ વર્ષ છે. પૂજ્યશ્રી સ્વાર કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા શાસનપ્રભાવનાનાં કાર્યોમાં વધુ ને વધુ પ્રેરણાદાતા બની રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના ! ( સંકલનઃ પૂ. મુનિશ્રી રવિરત્નવિજ્યજી મહારાજના લેખના આધારે) છે. ૫૬ 2010_04 Page #444 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પ્રખર તપરવી, સમર્થ સાહિત્યસર્જક અને મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયપ્રભાકરસૂરીશ્વરજી મહારાજ પિતાના પરોપકારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે જિનશાસનના ચતુર્વિધ સંઘને જેમના પ્રત્યે અવિહડ રાગ રગરગમાં વ્યાપી વળે છે તેવા શ્રી વિજયપ્રભાકરવિજયજી મહારાજ પણ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વિનય, વિવેક, મમતા, ઉદારતા, વિદ્વત્તા, વ્યવહારકુશળતા, પરોપકારીતાને લીધે અત્યંત કપ્રિય મહાત્માની ખ્યાતિ ધરાવે છે. જ્યાં ૨૫ જેટલાં જિનમંદિરે જિનશાસનની આલબેલ પોકારી રહ્યાં છે, જ્યાંથી અસંખ્ય ભવ્યાત્માઓ પ્રત્રજ્યાના પુનિત પંથે પળ્યા છે, તે વિરાગનગરી રાધનપુરમાં શેઠ રતિભાઈ ભુરાભાઈ દોશીનાં સુશ્રાવિકા ધર્મપત્ની હીરાબહેનની રત્નકુક્ષિાએ સં. ૧૯૨ના ફાગણ વદ ૧ (ધૂળેટી)ને દિવસે તેઓશ્રીને જન્મ થયો. પૂજ્યશ્રીનું સંસારી નામ બાબુભાઈ હતું. બાબુભાઈ કુસંગને પ્રતાપે બાલ્યકાળમાં ઉન્માર્ગે ચડી ગયા હતા, પરંતુ પૂ. મુનિવરેના સત્સંગે તરત જ સન્માર્ગે ચડી ગયા. છ વર્ષની કુમળી વયે આયંબિલની ઓળી કરવાનું મન થયું અને હોંશે હેશે કરી. નાનપણથી જ ધાર્મિક સંસ્કારો સુદઢ અને સુવિકસિત થયા. કુટુંબ ધંધાર્થે મુંબઈ આવ્યું, તેમાં પરમ શાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનની પ્રગાઢ અસર થઈ. માતાપિતાની ધાર્મિક વૃત્તિએ બાબુભાઈ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેઓ સંયમજીવનના પૂર્વસંસ્કરણ રૂપ અનેક વ્રત-નિયમો ધારણ કરવા લાગ્યા. જીવન સંયમ માટે, મોક્ષ માટે જ છે એવી દૃઢ શ્રદ્ધા સેવવા લાગ્યા. રાત્રિભૂજન કે હોટલમાં ખાવાનું બંધ કર્યું. આ વદ ૮ થી કારતક સુદ પ સુધી મિષ્ટાન લેતા નહીં. પિતાને વાપરવા મળતા પૈસા દીન-દુઃખીને આપી દેતા. ૧૪ વર્ષની ઉંમરે ચાર મિત્રોએ થોડા પૈસા ભેગા કર્યા અને મહાવીર જન્મ કલ્યાણકના દિવસે ૭૦૦ પુણ્યવાનને એક આનાની પ્રભાવના કરી હતી. બાબુભાઈની આ ધર્મ પ્રવૃત્તિ અને ચારિત્રપ્રીતિથી પિતા રતિલાલ પણ ખૂબ જ રાજી રહેતા. તેઓ ઇચ્છતા કે પિતાની હયાતીમાં જ બાબુલાલની દીક્ષા થાય. અને બન્યું પણ એમ જ. ભવતારિણી દીક્ષાદાતા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પાવક નિશ્રામાં દાદર-મુંબઈમાં સં. ૨૦૧૦ના મહા સુદ ૪ને શુભ દિવસે પ્રત્રજ્યા સ્વીકારીને બાબુભાઈ ૧૭ વર્ષની યુવાન વયે પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી પ્રભાકરવિજયજી નામે ઘેષિત થયા. - ગુરુકૃપાના બળે અને ફળસ્વરૂપે પૂજ્યશ્રીમાં સાધના-સ્વાધ્યાય-શાસનસેવાના અનેકાનેક ગુણોને વિકાસ થયો. સ્વપૂર કલ્યાણની પ્રવૃત્તિઓમાં તપશ્ચર્યા એ સંયમજીવનને પામે છે. પૂજ્યશ્રીએ તો સંસારીપણામાં પણ તપ-સાધના પર વિશેષ રુચિ દર્શાવી હતી. સાધુપણામાં તે આ ગુણને અનેકગણો વિકાસ થયે. પૂજ્યશ્રીએ આજ સુધીમાં છઠનાં પારણે છઠ-એક માસ, ચારનાં પારણે ચાર – એક માસ, પાંચ ઉપવાસ પાંચ વારથી માંડીને ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૦, ૩૦, ૩૩, ૪૨ ઉપવાસની આરાધના દોઢ વર્ષમાં કરી છે. આજ સુધીમાં ૧૨૦૦ ઉપરાંત ઉપવાસ 2010_04 Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રામણભગવંતો-ર ૪૩ કર્યા છે. વિશસ્થાનક તપની ઓળી, ૧૦૮ અઠ્ઠમ (ચાલુ), ૧૮ ભગવાનનાં આયંબિલ (ચાલું ), વર્ધમાન તપની ૯મી એળી ચાલુ છે, જે સં. ૨૦૨૮ના વૈશાખ મહિનામાં ૧૦૦ એળી પૂરી થઈ જવાની ધારણા છે. પૂજ્યશ્રીની વર્ધમાનતપની ૯૫મી ઓળી નિમિત્તે ૯૯ છોડને ભવ્ય ઉઘાપન મહોત્સવ તેમ જ ૯૪ અને ૯૬મી એળી નિમિત્તે ભવ્ય ઉજમણાં અમદાવાદ-નવરંગપુરામાં ઊજવાયાં હતાં. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં ૨૦ જેટલાં ઉજમણાં, ૧૫ છરી પાલિત યાત્રા સંઘે અમદાવાદ, જામનગર, બેરસદ આદિ સ્થાનમાં ઉપધાનતપની આરાધના, અનેક ભવ્યાત્માઓને દીક્ષા પ્રદાન, ૧૫ જેટલા નવા સંઘની સ્થાપના અને સ્થિરતા, ૪૦ જેટલાં નાનાંમોટાં જિનમંદિરના નિર્માણ, પાંચ દેરાસરના જીર્ણોદ્ધાર, અનેક ઉપાશ્રયેનું નિર્માણ, ૧૩/૧૪ પાડશાળાઓની સ્થાપના આદિ મહાન પ્રભાવક કાર્યો થયાં છે. પૂજ્યશ્રીએ અમદાવાદમાં શ્રી કૃષ્ણનગર જૈન સંઘ અને શ્રી બાપુનગર જૈન સંઘ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રી દ્વારા જ્યાં સંઘે સ્થપાયા, એ આજે સારી રીતે વિકાસ પામ્યા છે. ૨૦ ઘરોને સંઘ ૧૨૦૦ ઘર સુધી પહોંચ્યું છે. જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં છે, ત્યાંના શ્રીસંઘેમાં આરાધનાનાં પૂર ઊમટયાં છે. દાન-શીલ-તપ-ભાવનાના ડંકા વાગ્યા છે. સં. ૨૦૪૭માં ૯ દેરાસરની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીની પ્રેરણા-નિશ્રાથી થઈ છે. રાજકોટમાં રૈયા રેડ તથા શ્રમજીવી સોસાયટી નં. ૩માં શિખરબંધી દેરાસરે બંધાયાં છે. વર્ધમાનનગરમાં સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં અનેકવિધ તપારાધનાઓ અને અનુષ્કાને થયાં છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે તેમની દીર્ઘ અને ઉજજ્વળ સંયમસાધનાની અનુમોદનાથે ભવ્ય મહત્સવ તેઓશ્રીની નિશ્રામાં ઊજવાય છે. પૂજ્યશ્રીનાં અપ્રમત્ત જીવનચર્યા, સતત આત્મચિંતન અને સ્વ.પર કલ્યાણની તીવ્ર ભાવનાના કારણે સંઘ અને શાસનનાં અનેક કાર્યો સુસમ્પન્ન બની રહ્યાં છે. પૂજ્યશ્રીની મહાન તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોની જેમ તેઓશ્રીનું અધ્યયનફળ પણ એટલું જ ભવ્ય છે. વિવિધ શાસ્ત્રો અને સાહિત્યના તલસ્પર્શી અધ્યયનને લીધે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વસ્તૃત્વશક્તિનો અભુત વિકાસ સાથે છે. તેઓશ્રી મધુર અને સરળ વાણીમાં ગહન અને ભાવપૂર્ણ પ્રવચનો કરવામાં કુશળ છે. તેઓશ્રીનાં પ્રભાવશાળી પ્રવચનેથી પ્રેરાઈને અનેક ભાવિકે, ખાસ કરીને, યુવાવર્ગમાં ધર્મજાગૃતિના જુવાળ આવ્યા છે. એવી જ રીતે, પિતાના અગાધ અભ્યાસના ફળસ્વરૂપે પૂજ્યશ્રીએ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. લેકે પકારી-લોકભોગ્ય સાહિત્યસર્જનમાં તેઓશ્રી અગ્રેસર રહ્યા છે. ધર્મ, અધ્યાત્મ, સમાજ, વિજ્ઞાન આદિ વિષયને સાંકળીને વર્તમાન સંદર્ભમાં ધર્મસંસ્થાપના અને જૈનદર્શનની મહત્તા પ્રતિપાદિત કરતા ૩૦ થી વધુ ગ્રંથ રચ્યા છે, જેમાં “વિજ્ઞાન અને જૈનદર્શન” ભાગ ૧-૨, “ સંસ્કૃતિનું વિજ્ઞાન”, “શ્રમણપાસકનું ઝગમગતું જીવન”, “વિલય ચિનગારી”, “પ્રેરણાની પરબ', “મહામંત્રનું વિજ્ઞાન', જીવનમાં મૌનને ચમત્કાર”, “વીતરાગવચનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન”, “સાપેક્ષવાદનું વિજ્ઞાન', પ્રેમસૂદિાદા', “જીવનનું અમૃત', “આત્મવાદ', “જીવન અને વ્રતો”, “કેધને દાવાનળ અને ઉપશમની ગંગા”, “ચિંતનનું ચૈતન્ય”, “આચારસંહિતા”, “અદશ્ય એટમ બોમ્બ, 2010_04 Page #446 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક રાત્રિભોજન કેમ નહિ? ', “બાળગ્ય નવકાર”, “ધર્મનું વિજ્ઞાન આદિ નૂતન શૈલીથી લખાયેલા ગ્રંથ છે. વિજ્ઞાન વિષયક ગ્રંથેની તે હજાર નકલે ખપી ગયેલી છે અને દેશવિદેશમાં લોકપ્રિય પણ થયેલી છે. એવી અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા બહુમુખી પ્રતિભાને ઉપસાવતા સાધુવરને સં. ૨૦૪૧ના માગશર સુદ ૬ને દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ગણિ પદ, સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદ અને સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને શુભ દિવસે બોરસદ મુકામે પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યાં. પદપ્રદાનના આ દિવસે, પ્રસંગને અનુલક્ષીને બોરસદમાં જીર્ણોદ્ધાર પામી રહેલા શ્રી આદિનાથ જિનમંદિર માટે રૂા. દેઢ લાખનું ફંડ થયું. બહારગામના સંઘેએ તેમ જ ભાવિકેએ જૈનમંદિરમાં દેવદ્રવ્ય અને સ્વદ્રવ્ય અર્પણ કરી સુંદર લાભ લીધે. જીવદયામાં પણ અનુમોદનીય ફાળે નેંધાય. આ પ્રસંગે પૂજ્યશ્રીના સંસારી સંબંધીઓએ પણ દ્રવ્યને અનુપમ સવ્યય કર્યો હતે. સાધના-આરાધનામાં ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા આ સૂરિવર નિરામય દીર્ધાયુષ્ય પામીને શાસનપ્રભાવનાનાં સર્વોત્કૃષ્ટ કાર્યો સફળતાપૂર્વક પાર પાડતા રહે અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સંપૂર્ણ સ્વાચ્ય બક્ષો એવી અલ્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટ કેટિ વંદના ! (સંકલન : પૂ. મુનિશ્રી જિનરક્ષિતવિજયજી મહારાજલિખિત પુસ્તિકાને આધારે.) પ્રાકૃત–સાહિત્ય વિશારદ, કર્મ સાહિત્યના પંદર ગ્રંથના રચયિતા, તપોભૂતિ પૂ. આચાર્યશ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં તેજસ્વી તપસ્વી છે. પૂજ્યશ્રીનો જન્મ મોસાળ, હાલારના નવાગામે સં. ૧૯૯૪ના ચૈત્ર સુદ ૧૨ને શુભ દિવસે માતા જેમાબહેનની રત્નકુક્ષિએ થયે હતો. તેઓશ્રીનું સંસારી નામ વીરચંદ હતું. કુટુંબના ધાર્મિક સંસ્કારે, પૂર્વભવની પુણ્યરિદ્ધિ અને પૂના પારસસ્પર્શ સમાં સમાગમ ભાઈ વીરચંદની ભાવના વૈરાગ્યવાસિત થઈ અને આગળ જતાં, તેઓ દીક્ષાની ભાવનાવાળા થયા. ૧૭ વર્ષની ભરયુવાન વયે સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને પૂ. શ્રી રાજશેખરસૂરિજી મહારાજના શિષ્યપદે સં. ૨૦૧૧ના મહા સુદ ૧૦ના દાદર-જ્ઞાનમંદિરમાં દીક્ષા અંગીકાર કરીને વીરચંદભાઈ મુનિશ્રી વીરશેખરવિજયજી બન્યા. પૂની પરમ કૃપાથી સિદ્ધહેમ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય-ન્યાય આગમાદિ ગ્રંથને ગહન અભ્યાસ કરીને કર્મસાહિત્યમાં પ્રવેશ કર્યો. સચ્ચારિત્ર ચૂડામણિ, કર્મસાહિત્યનિપુણુમતિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન મુજબ વિશાળકાય બંધવિજ્ઞાન પંદર ગ્રંથના મૂળ ગ્રંથકાર, સ્વપજ્ઞસત્તા વિધાન ગ્રંથકાર, 2010_04 WWW.jainelibrary.org Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ અનેક વિદ્વાન મુનિવરને પ્રાકૃત વ્યાકરણને અભ્યાસ કરાવનાર, જ્ઞાની સાથે ૨૧-૨૫-૩૬ જેવા ઉપવાસની દીર્ઘ તપશ્ચર્યા કરનાર, વડીલેની ભક્તિ, વિનય, વૈયાવચ્ચવાળા મુનિશ્રી વીરશેખર વિજયજી મહારાજને ૨૭૦ વર્ધમાનતપની ઓળીના સમારાધક પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં પાલડી–રાજસ્થાન-માં સં. ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ને બુધવારે તા. ૨૯-૫-૮૫ના શુભ દિવસે ગણિપદ અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને રવિવારે તા. ૬-૩-૮૮ના શુભ દિવસે, ગત વીશીના નવમાં શ્રી દામોદર જિનના સમયમાં અષાઢી શ્રાવકે બનાવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્વામીના પ્રતિમાજીથી પાવન તીર્થમાં, પંન્યાસપદથી વિભૂષિત થયા. ત્યાર બાદ, પૂ. પંન્યાસપ્રવરશ્રીના વરદ હસ્તે અનેકવિધ શાસનપ્રભાવના થઈ શાહ દેવશી મેઘજી પેથડ પરિવારના આ નેતા પુત્રને પગલે પગલે પરિવારમાંથી પણ ઘણી દીક્ષાઓ થઈ પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન, ઓળી વગેરે તપ, પ્રતિષ્ઠા–અંજનશલાકા આદિ મહોત્સવ, છરીપાલિત સંઘે આદિ મહાન કાર્યો થયાં. ૩૫ વર્ષના દીક્ષા પર્યાયમાં તેઓશ્રીએ મહાન પ્રભાવનાઓ કરીને જૈનધર્મને જ્યકાર પ્રવર્તાવ્યો. પરિણામે, ૯૪ વર્ષના દીર્ધાયુષી ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાને અનુવતીને, તેઓશ્રીની જ તારક નિશ્રામાં, ૩૦મી અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે, સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને બુધવારે તા. ૭-૩-૯૦ના શુભ દિવસે શ્રી નેમીશ્વર તીર્થ (ડાળિયા)ના પ્રાંગણમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્ય આચાર્યશ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ નિરામય દીર્ધાયુષ્ય પામીને અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કરતાં રહે એ જ અભ્યર્થના! અને પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કેટિ કેટિ વંદના ! પ્રશમરસપાનિધિ અને ગુરુદેવની અખંડ સેવાના ઉપાસક પૂ આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ - સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને સિંહગર્જનાના સ્વામી નીડર વક્તા પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે ને આવે છે. એવા એ પૂ. આચાર્યદેવની પુણ્યસ્મૃતિ સાથે પડછાયાની જેમ સંકળાયેલું એક વ્યક્તિત્વ એટલે પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ. અનેક વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રીના જીવનની એક વિશેષતા તે વિરલાતિવિરલ વિશેષણ પામી જાય એવી છે. એ છે આજીવન અંતેવાસીત્વ. દીક્ષા ગ્રહણથી માંડીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવનાં દેહદિલની સાથે પડછાયાની જેમ જ સંલગ્ન રહેવાની એવી “સેવાવૃત્તિ” સ્વીકારી કે પૂ. ગુરુદેવશ્રીના સમાધિમૃત્યુની પળ સુધી એ સેવાવ્રત અખંડ જ રહ્યું ! પૂજ્યશ્રીનું સંસારી વતન તારંગાની તળેટીમાં વસેલું વાવ-સતલાસણા પાસેનું કેઠાસણા ગામ. ધંધાર્થે પ્રારંભમાં ટાંકેદઘેટી (મહારાષ્ટ્ર) અને પછી વર્ષોથી નાસિકમાં સ્થિર થયેલા. 2010_04 Page #448 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૭૧ના પિષ વદ ૧ના ટેકેદ ગામે થયો. પિતાનું નામ મેતીચંદ, માતાનું નામ દિવાળીબહેન અને તેમનું જન્મનામ બાબુભાઈ હતું. નાસિક જૈનસંઘના અગ્રગણ્ય કાર્યકર સુધીના પદે પહોંચેલા શ્રી બાબુભાઈ ને કઈ એવી પુણ્યપળે પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજને ભેટે થયે કે, થડા જ પરિચય પછી સંયમ સ્વીકારવાની ભાવનામાં રમતાં, એમણે અમુક મુદત સુધીમાં સંયમી ન બનાય તે છ વિગઈન ત્યાગની ભીષ્મ-પ્રતિજ્ઞા સ્વીકારી. થોડાં વર્ષોમાં આ મુદત પૂરી થતાં આશીર્વાદ લેવા તેઓશ્રી પૂ. આ. શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જઈ પહોંચ્યાં. મનના મને રથ વ્યક્ત કરીને આશીર્વાદની માંગ કરી, ત્યારે દીક્ષાના એ સિદ્ધહસ્ત દાનીરે કહ્યું કે, “એકલા એકલા જ સંસારને ત્યાગ કરે છે ? બે બાળકને પણ સાથે લઈ લે. ભલે કદાચ છેડી દીક્ષા લંબાય, પણ બાળકનું જીવન સુધરી જશે.” આ વચન બાબુભાઈનાં દિલમાં અસર કરી ગયું. એમણે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજને બધી વાત કરી, અને થોડો સમય લંબાવીને બે બાળક સાથે સંયમી બનવાનું નક્કી થયું. સગાંવહાલાં આદિ સૌ સંમત હતાં, પણ બાબુભાઈ નાનાં બાળકો સાથે સંયમ સ્વીકારે એ ગામના અમુક વર્ગને ગમતું ન હતું. એથી અંતે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ને દિવસે મુરબાડ પાસે નાનકડા ધસઈ ગામમાં ગુપ્ત રીતે શ્રી બાબુભાઈ પિતાનાં બે સંતાન-પ્રકાશકુમાર (વય : ૯) અને મહેન્દ્રકુમાર (વય : ૭) સાથે સંયમી બન્યા અને તેઓ અનુક્રમે મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી, મુનિરાજ શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી અને મુનિરાજ શ્રી મુક્તિપ્રભ વિજયજીના નામે જાહેર થયા. પૂજ્યશ્રીનું “શ્રી જયકુંજરવિજયજી” નામ પડયું તે પણ ખૂબ જ અન્વર્થ છે. બાબુભાઈ દીક્ષા લેવાના હતા તે પૂર્વે પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીને રાત્રે સ્વપ્ન આવ્યું કે એક હાથી પોતાના બે મદનિયાને લઈ પિતાની પાસે આવી રહ્યો છે. અને સાચે જ સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે બાબુભાઈ પિતાનાં બે સંતાને સાથે દીક્ષા લેવા પૂજ્યશ્રી પાસે આવ્યા તેથી પૂજ્યશ્રીએ દીક્ષા સમયે બાબુભાઈનું નામ મુનિરાજ શ્રી કુંજવિજ્યજી પાડયું. કુંજર એટલે હાથી અને જેને બધે વિજય મેળવીને એ હાથી એટલે ‘જ્યકુંજર'. જયકુંજર-હાથીનું વિસ્તૃત વર્ણન શ્રી ભગવતીસૂત્રમાં આવે છે. સંયમી બન્યા બાદ શ્રી જયકુંજરવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધવા સાથે એવા ગુરુ સમર્પિત બની ગયા કે, પોતાના સંતાન-શિષ્યના ઘડતરની તમામ જવાબદારી પૂ. ગુરુદેવને સંપીને ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યા. સં. ૨૦૧૧ થી સં. ૨૦૩૮ સુધી આ મંત્ર તેઓશ્રીએ જીવની જેમ જાળવી જા. જેના પ્રતાપે આજે પૂજ્યશ્રીના એ બંને શિષ્ય એક સિદ્ધહસ્ત લેખક તરીકે અને એક કુશળ પ્રવચનકાર તરીકે પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણ ચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ તરીકે ગુરુદેવ સાથે જ રહી શાસનપ્રભાવના કરી રહ્યા છે. સમર્થ લેખક અને પ્રભાવક પ્રવચનકાર તરીકે પિતાના બે સંતાનશિગે તૈયાર થઈ ગયેલ હોવા છતાં આ રીતની ગુરુસમર્પિતતાની ભાવના જોઈ, મુનિરાજ શ્રી જયકુંજવિજ્યજી મહારાજના વ્યક્તિત્વ-યેગ્યતાથી પ્રેરાઈને, પૂ. ગુદેવના કાળધર્મ પછી, પૂ. દાદાગુરુદેવશ્રીએ તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના 2010_04 Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પાલીતાણામાં ગણિપદથી અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૪ના મુંબઈ, શ્રીપાલનગરમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પ્રસન્ન વદન, સરળતા, સાદગી, ગુરુસમર્પણભાવ, અને વાત્સલ્ય, અપૂર્વ સ્વાધ્યાયરસિકતા, નિરભિમાનીતા, નિઃસ્પૃહતા, ક્રિયારુચિ આદિ અનેકાનેક ગુણથી હર્યુંભર્યું આદર્શ જીવન ધરાવતા પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-આશિષપૂર્વક સં. ૨૦૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે મુંબઈ–ભૂલેશ્વર-લાલબાગમાં આચાર્યપદે અભિષિક્ત થતાં આચાર્ય શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા. એવા સમર્થ શાસનપ્રભાવક સૂરિવરનાં ચરણે કટિશ વંદના ! કથા-કલમના કુશળ કસબી અને સર્જન-સંપાદનના કલાસ્વામી પૂ. આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી વિજ્યપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ શ્રવણગેચર થતાં જ આંખ અને અંતર સમક્ષ એક સમર્થ સાહિત્યસર્જક ખડા થઈ જાય છે. જેઓ શબ્દના શિલ્પી, કલમના કસબી અને ભાવ-ભાષાના ભંડાર છે. પૂજ્યશ્રી આકાર-આકૃતિથી ભલે ઓછા જાણીતા હોય, પણ અક્ષર–આલેખનથી તે ઠેર ઠેર સુપ્રસિદ્ધ છે. જેનેજગતના જાણીતા માસિક કલ્યાણના માધ્યમે પૂજ્યશ્રી ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે, તે વળી પૂજ્યશ્રીની લેખ-પ્રસાદીના કારણે “કલ્યાણ માસિક પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. “કલ્યાણ માં નિયમિત અનેક કલમે લખવા ઉપરાંત, લેખનું સંપાદન પણ પૂજ્યશ્રી કરતા રહ્યા છે. તેઓશ્રીની લેખનકળા અને સંપાદનસૂઝ એવી આગવી છે કે, જેના સ્પર્શે પ્રાચીન કથાનકે જીવંત બની જાય છે અને પ્રાચીન સાહિત્ય પણ નવા શણગાર પામે છે. પૂજ્યશ્રી મિતભાષી છે, પણ “કલ્યાણ” અને કલમના માધ્યમે અનેકેની સાથે કલાકે ના કલાકે મૌન વાર્તાલાપ કરતા હોય એમ લાગે. તેઓશ્રીનું સાહિત્ય સર્વમુખી છે. ચિંતન, કથાલેખન, સંપાદન, સંકલન : આ અને આવી સાહિત્યની વિવિધ ક્ષિતિજોને અજવાળતાં એમનાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયાં છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત આવાં નાનાં-મોટાં પુસ્તકોની સંખ્યા ૩૦ આસપાસની થાય છે. જે કે એ બધા જ પ્રકાશને ભારે માંગને કારણે આજે અપ્રાપ્ય છે. આથી પૂજ્યશ્રીના સાહિત્યના વ્યવસ્થિત પ્રકાશન માટેની અનેકાનેક માગણી-લાગણીને માન આપીને સં. ૨૦૪૬ના મૌન એકાદશીને શુભ દિવસે સંસ્કૃતિ પ્રકાશન-સુરત ' સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સવા-દોઢ વર્ષના ટૂંકા સમયમાં આ સંસ્થા દ્વારા ૧૦ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ સાહિત્યને સંઘ-સમાજે એવી અંતરની લાગણીથી વધાવી લીધું છે કે આજે પૂર્વે પ્રકાશિત પાંચ પુસ્તકે અપ્રાપ્ય બની ચૂક્યાં છે. આ સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની શરૂઆત લગભગ ૨૫ વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં પૂજ્યશ્રીની કલમે અનેક ઐતિહાસિક આગામિક કથાઓ, જેનસાહિત્યની શ્રેણીબંધ કથાઓ, સંસ્કૃતિષક અનેકાનેક વાર્તાઓ, ચિંતનમનનથી ભરપૂર સાહિત્યની ભેટ જેનસંઘને મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. 2010_04 Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ સ. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે હસ્તગિરિમાં ગણિપદે અને સ. ૨૦૪૪ના ફાગણ વદ ૩ના મુંબઈ-શ્રીપાલનગરમાં પંન્યાસપદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સ'. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬ના ૭!ભ દિવસે સુરતમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. શાસનપ્રભાવક સં. ૨૦૦૧ના ધનતેરશના દિવસે નાસિક-મહારાષ્ટ્રમાં જન્મ પામીને ‘પ્રકાશ ’ નામ ધરાવનાર પૂજ્યશ્રીના પિતાનું નામ બાબુભાઇ, માતાનું નામ શાંતાબેન અને ભાઈનુ નામ મહેન્દ્ર હતું. બાબુભાઈનું મૂળ વતન તાર`ગાની તળેટીમાં વસેલું કોઠાસણા ગામ. ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ-ઘાટીમાં ઘેાડેા સમય રહીને નાસિકમાં સ્થિર થયા. એટલુ જ નહિ, એક આગેવાન તરીકે નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામામાં પ્રસિદ્ધ થયા. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ ( પછીથી આચાય )ના પરિચયે તેઓશ્રી સયમમાગે` વળવાની ભાવના ધરાવતા થયા. પ્રકાશ–મહેન્દ્ર એ વખતે નાના હતા; છતાં પિતાજી સાથે સાથે પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આદિ આરાધનાએ કરતા અને દીક્ષાના વિષયમાં કંઈ પૂછવામાં આવે ત્યારે ‘ પૂ. પિતાજી જે કરે તે અમે કરવાના' એવા જવાબ આપતા. બાબુભાઇ દીક્ષા લે એમાં નાસિકના આગેવાને સંમત હતા, પણ નાનાં બાળકોની બાબતમાં સમિતિ ન હોવાથી સ. ૨૦૧૧ના વૈશાખ સુદ ને દિવસે મુરબાડ પાસેના ઘસઈ ગામે બાબુભાઇ એ નજીકનાં સગાંએની હાજરીમાં ગુપ્ત રીતે સંયમના સ્વીકાર કર્યો. પાતાનું નામ શ્રી જયકુજરવિજયજી અને એમના શિષ્ય તરીકે પ્રકાશ-મહેન્દ્રને શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી અને શ્રી મુક્તિપ્રભવિજયજી નામે જાહેર કરાયા. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક દેખરેખ નીચે સંયમઘડતર ચાલુ થયુ'. પ્રારંભનાં થાડાં જ વર્ષમાં સુદર અને સંગીન અભ્યાસ કરી લીધા, એમાં ધીમે ધીમે શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી મહારાજનાં રસ અને રુચિ લેખનમાગે` વધુ વળ્યાં. અને થોડાં જ વર્ષોમાં એક સિદ્ધહસ્ત લેખક તરીકે તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે શશધર, શ્રમણપ્રિયદર્શી', ઉપાંશુ, ચંદ્ર, નિઃશેષ, સત્યદશી` આદિ અનેક ઉપનામેાથી તેઓશ્રીએ લેખનનેા પ્રારંભ કર્યાં. શ્રી પૂ. ચંદ્રવિજયજી મહારાજના મૂળ નામે લેખન શરૂ થયા બાદ તે તેઓશ્રી સંઘ-સમુદાયમાં ખૂબ જ જાણીતા-માર્નીતા બની ગયા. પૂજ્યશ્રીને જેમ લેખનશક્તિ સ્વતઃસિદ્ધ છે, એવી જ રીતે સંપાદન/સંકલનની કળા પણ સ્વયંવશ છે. ધર્માંના મ, પાનુ ફરે સાનુ` ખરે, સાગર છલકે મેાતી મલકે, સિંધુ સમાયે બિંદુમાં, બિંદુમાં સિ' ભાગ ૧-૨-૩. આદિ પૂ. ગચ્છાધિપતિનાં પ્રવચન-પુસ્તકો, ચૂંટેલું ચિંતન ( પૂ. પંન્યાસજી મહારાજનાં પ્રવચનાંશે ), મુક્તિના મારગ મીઠે ( પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રવચનાંશા ) તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર, પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ આ. શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ‘ કલ્યાણ 'ના એકી અવાજે આવકાર પામેલા વિશેષાંકે વાર વાર વાંચવાનું મન થાય, એવી પૂજ્યશ્રીની સપાદનશૈલીના ખેલતા પુરાવા છે. સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ.આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતીસાધનામાં લીન છે. તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે આંખ 2010_04 Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ આગળથી એખલ થયેલો આપણે પ્રાચીન ઇતિહાસ પુનઃ પ્રકાશમાં દીપી ઊઠે, એનાથી સંઘસમાજમાં જાગરણ પેદા થાય, એ આંદોલન જેનસંઘ પૂરતું જ સીમિત ન રહેતાં સમગ્ર માનવસમાજમાં વ્યાપી વળે એવી અપેક્ષા સાથે પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુ પામે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણકમળમાં શત શત વંદના ! સ્વાધ્યાયમગ્ન, સંયમનિષ્ઠ, પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ અરિહંત પરમાત્માની ભક્તિ માટે જ્યાં પાંચ પાંચ ગગનચુંબી જિનાલયો શેભી રહ્યાં છે એવું પહાડી પ્રદેશની ગોદમાં સેડ તાણીને રહેલું પ્રાકૃતિક સૌંદર્યવંત, રાજસ્થાનના ભૂષણ સમું ખિવાન્દી (ક્ષમાનંદી) ગામ, જ્યાં શ્રાવકેની આરાધના માટે પાંચ પાંચ પૌષધશાળાઓ છે. આ ગામમાં સંસ્કારી કુટુંબોની પ્રથમ હરોળમાં આવતું જેઠાજી ભેરાજીનું કુટુંબ છે. આ કુટુંબમાં ધર્મનિષ્ઠ માતા ગુલાબબેનની કુક્ષિથી સં. ૧૯૭રના આસો સુદ ૧૪ના શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. નામ આપ્યું ચંદનમલ. ખરેખર, ચંદન જેવી સુવાસને ફેલાવતું એમનું જીવન હતું. પૂર્વજન્મના સંસ્કારવારસાને કારણે ધાર્મિક રુચિ જોરદાર હતી. એમાં માતાપિતાના સંસ્કારો પૂરક બન્યા. ચંદનમલજી ક્યારેય વડીલેને વિનય ચૂક્યા નથી. ચંદનમલજી જ્યાં યૌવનાવસ્થાના ઉંબરે આવીને ઊભા ત્યાં જ લગ્નબંધનથી બંધાઈ ગયા. વ્યવસાયાર્થે વતન છોડી મુંબઈ-નળબજારમાં રહેવાનું થયું. સદ્ભાગ્યે આરાધના માટે ભૂલેશ્વર-લાલબાગમાં દેરાસર-ઉપાશ્રય આવતાં-જતાં પૂ. સાધુમહારાજાઓને સમાગમ અને જિનવાણી શ્રવણને લાભ મળતે. ઉપરાંત, વ્યાખ્યાન-વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનનું પ્રકાશિત પુસ્તક “જેનપ્રવચન” વાંચવામાં આવ્યું, જેના પરિણામે એમનામાં વૈરાગ્ય પલ્લવિત થયે. પ્રવજ્યાના પંથે પ્રયાણ કરવાની ભાવનાથી તાલીમાર્થે પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિશ્રી સાથે મુંબઈથી દહાણું સુધી વિહાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં સહકુટુંબ પાલીતાણા, પાટણ, સૂરત, અમદાવાદ વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા. પિતાનાં સંતાનોને પણ પરમાત્માના ત્યાગમાગે મોકલવાની ભાવનાથી શ્રમણભગવંતના સમાગમમાં જ રાખ્યા. આથી એમની પુત્રીઓ શાંતિકુમારી (ઉ. વ. ૧૧) તથા વાસંતીકુમારી (ઉ. વ. ) પણ દીક્ષા લેવા માટે તૈયાર થયાં. તેથી સપરિવાર સમેતશિખરજી આદિ કલ્યાણભૂમિઓની સ્પર્શનયાત્રા કરી. અમદાવાદમાં બીજા મુમુક્ષુઓ સાથે સં. ૨૦૦૦માં ચંદનમલજીની બે સુપુત્રીઓને દીક્ષાર્થી સન્માન સમારોહ ગેહવાયે. વર્ષીદાન વરઘેડો પણ નીકળી ગયે. પરંતુ “શ્રેયાંસ વદુ વિજ્ઞાન એ ઉક્તિ અનુસાર, પૂર્વના કોઈ અશુભ કર્મના ઉદયથી અને મહેને આધીન થઈ કુટુંબીઓએ કેર્ટ દ્વારા કામચલાઉ મનાઈહુકમ લાવી દીક્ષા અટકાવી. શુભભાવના ટકવી ખૂબ કઠિન છે. સમયને વિલંબ થવાથી મટી દીકરીની સંયમની ભાવના પડી જતાં ન છૂટકે એને પરણાવવા શ્ર ૫ 2010_04 Page #452 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શાસનપ્રભાવક માટેની તૈયારી કરવી પડી. પણ સાથે સાથે અજ્ઞાનવશ દીક્ષા અટકાવનાર કુટુંબીઓને કહી દીધું કે તમે બીજી દીકરીની દીક્ષામાં વિદ્ધ ન નાખવાની કબૂલાત કરતા હે તે હું મટી દીકરીના લનની જવાબદારી લઉં. કુટુંબીઓ આ વાતમાં કબૂલ ન થતાં ચંદનમલજી લગ્નના ત્રણ દિવસ આયંબિલ તપ સાથે પૈષધ લઈ ઉપાશ્રયમાં જ રહ્યા. લગ્નમાં ભાગ ન લીધે. પુત્રી વાસંતીના ભાવ શિથિલ ન બને તે માટે એને વાગડ સમુદાયના ચારિત્રસંપન્ન પૂ. સા. શ્રી ચતુરશ્રીજી મહારાજ પાસે રાખી. સંયમની ભાવના પ્રબળ બનતાં વાગડદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ હસ્તે સાંતલપુર મુકામે ચાલુ ઉપધાનતપની માળારોપણ પ્રસંગે ૧૪ વર્ષની પુત્રી વાસંતીકુમારીને સં. ૨૦૦૫ના કાર્તિક સુદ ૧૩ના દીક્ષા અપાવી અને તેઓ પૂ. સા. શ્રી નિર્મળાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ બન્યાં. ત્યાર બાદ, ત્રીજા નંબરની પુત્રી સુંદરીને પણ પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ પાસે સંયમની તાલીમ માટે મૂકી અને એ પણ વૈરાગ્યવાસિત બનતાં ૯ વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૧૧ના માગશર સુદ દના સંયમ અપાવ્યું અને પૂ. સા. શ્રી દિનમણિશ્રીજી બન્યાં. ત્યાર બાદ ચંદનમલજી પતે પણ પિતાના રાજકુમાર જેવા દીકરા સાથે સં. ૨૦૧૧માં કલકત્તા મુકામે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષિત બન્યા અને તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ચંપકવિજયજીના નામે જાહેર થયા. તેમના પુત્ર કુંદનમલ પણ તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી કનકધ્વજવિજ્યજી બન્યા. દીક્ષાના પ્રારંભકાળમાં પૂ. ગુરુવર્યોની સેવા વૈયાવચ્ચ તથા જ્ઞાનાદિમાં પ્રગતિ કરતા રહ્યા. છેલ્લાં ૧૭ વર્ષોથી પૂ. ગુરુદેવની આજ્ઞાથી જુદાં જુદાં ગ્રામ-નગર-તીર્થોમાં અલગ ચાતુર્માસ કરીને અનેક ગ્રામ-નગરમાં સારી એવી આરાધના કરાવી રહ્યા છે. આજે ૭૫ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને તપ-સ્વાધ્યાયને અનમેદનીય રસ છે. સં. ૨૦૩રમાં તપને ઉલ્લાસ વધતાં છઠ્ઠથી વરસીતપ કર્યો હતે. સં. ૨૦૪૨માં ગણિપદવીથી અને સં. ૨૦૪૪માં પંન્યાસપદવીથી વિભૂષિત થયેલા પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા, સ્વાધ્યાયમગ્નતા, સુદીર્ઘ સંયમપર્યાય, ગંભીરતા આદિની વિશેષ ગ્યતા જાણી સં. ૨૦૪૭ના દ્રિ. વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મુંબઈ-ભૂલેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા; અને આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ નામે ઉઘેષિત થયા. પૂજ્યશ્રી સ્વભાવે શાંત, સરળ અને સૌમ્યતાની મૂર્તિ છે. તેઓશ્રીએ તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સંયમની ઉત્કૃષ્ટ સાધનાપૂર્વક સ્વજીવનને સ્તુત્ય અને ધન્ય બનાવ્યું છે. એટલું જ નહીં, પિતાના પરિવારને પણ સંયમના માર્ગે પ્રસ્થાપિત કરી શાસનની શોભા વધારી છે. તેમ જ પૂ. આચાર્યશ્રી સ્વ.પર કલ્યાણના માર્ગે સતત પ્રવૃત્ત રહી શાસન અને શ્રીસંઘનાં અનેક નાનામોટાં કાર્યો માટે પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે. પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેક સ્થાનેમાં વિવિધ આરાધનાઓ, અનુષ્ઠાને અને ભવ્ય ઓચ્છવ-મહોત્સવ અનેરી શાસનપ્રભાવનાપૂર્વક થઈ રહ્યાં છે. આવા પુણ્યપ્રભાવી પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજને શત વંદના ! 2010_04 Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૪૫૧ સંયમમૂર્તિ, વાત્સલ્યવારિધિ અને અનુપમ વ્યક્તિત્વને ધારણ કરનારા પૂ. આચાર્ય શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્રના સાવરકુંડલા પાસે ગાધકડા ગામમાં જન્મેલા મનસુખભાઈ તે જ પૂ. આચાર્યશ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ. “દૂધવાળા” તરીકે ઓળખાતા મનસુખભાઈ જેમ જ્ઞાતિમાંવેપારીવર્ગમાં જાણીતા હતા, તેમ ધાર્મિક ક્ષેત્રમાં પણ ધર્મ-આરાધના, દેવભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિક સેવા વગેરે કાર્યોથી અને વિનય, વિવેક, સરળતા, ઔચિત્ય આદિ સદ્ગુણથી સુખ્યાત હતા. જીવનભર યાદ રહે એવી ધન્ય પળ ક્યારેક મળી આવે છે. મનસુખભાઈના જીવનમાં પણ એક એવી પુણ્યપળ આવી. પવિત્રતાની પ્રતિમૂર્તિ જેવા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજને પુણ્યપરિચય થયું અને મનસુખભાઈ એ આત્માને “મહાત્મા” બનાવવાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું. આ ભાવના ધર્મતીર્થપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના સતત સમાગમથી, ભવ્ય પ્રેરણાથી તેમ જ માર્ગદર્શનથી દઢતર બની. સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અનેક મુમુક્ષુઓને આરાધના કરવા માટે અનુકૂળતા કરી આપનારા અને સંયમની સંગીતતાલીમ આપનારા મુમુક્ષુમંડળમાં મુખ્ય સંચાલક સ્થાને રહીને બે વરસ સુધી સફળ સંચાલન કરનાર મનસુખભાઈએ અનેક દીક્ષાર્થીઓને તૈયાર કરી એ દ્વારા પૂજ્યપાદશ્રીના અનહદ આશીર્વાદ મેળવ્યા. સં. ૨૦૦૬માં ર૬ વર્ષની ભરયુવાનીમાં મનસુખભાઈ એ પિતાનાં ધર્મપત્ની વિમલાબહેન સાથે અંધેરી-મુંબઈ મુકામે ઉપધાન તપની આરાધના કરી અને ત્યારે જ સજોડે બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરી સંયમમાગે જવાના પિતાના દઢ નિર્ધારને પરિવાર સમક્ષ વ્યક્ત કર્યો. ચાર વર્ષના પિતાના પુત્ર પ્રવીણને પૂજ્યપાદશ્રીની શીતળ છાયામાં, પિતાના ગુરુદેવશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ પાસે ભણવા માટે મૂકીને સંયમમાર્ગ તરફ મકકમ કદમ ઉઠાવ્યું. પિતાના આ પુત્રને કુળ નહિ, પણ શાસનને અજવાળે” એવી ઉદાત ભાવનાથી જન્મતાં જ નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવનારા આ પિતાની ધર્મભાવનાનું ફળ આજે આપણે પૂઆચાર્ય શ્રી વિજયપુણ્યપાલસૂરિજીની પ્રતિભામાં જોઈ શકીએ છીએ. પિતાના આઠ વર્ષના પુત્ર પ્રવીણને દીક્ષા આપવા અંગે કુટુંબીઓને મોટા પાયે વિરોધ હોવાથી સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ખાનગી રીતે વણી (જિ. નાસિક) મુકામે પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ અપાવ્યું. ત્યાર બાદ મનસુખભાઈ એ પિતે પણ થોડા જ દિવસમાં સં. ૨૦૧૧ના જેઠ સુદ પના દિવસે મુંબઈ-ભાયખલામાં અધ્યાત્મયેગી પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના શુભ હસ્તે ભવ્ય સમારેહપૂર્વક પોતાનાં ધર્મપત્ની સાથે દીક્ષા અંગીકાર કરી, અને મનસુખભાઈ મુનિ શ્રી મહાબલવિજ્યજી નામે પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા તથા વિમલાબહેન સાધ્વીશ્રી વિમલકીતિશ્રીજી તરીકે પ્રવતિની સાધ્વીશ્રી જ્યાશ્રીજી મહારાજના પ્રિશિષ્યા સાધ્વી શ્રી નિરંજનાશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં. આજે 2010_04 Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શાસનપ્રભાવક તેઓશ્રી પિતાનાં શિષ્યા-પ્રશિષ્યા આદિનું સુંદર યુગક્ષેમ કરવા સાથે સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે. પૂ. મુનિશ્રી મહાબલવિજયજી મહારાજે દીક્ષા અંગીકાર કરી અપ્રમત્તપણે જ્ઞાન-ધ્યાન, વિનય-વૈયાવચ્ચ, સંયમ–તપ વગેરેને જીવનનાં અંગ બનાવ્યાં. વળી ધેર્ય, ગાંભીર્ય, ઔદાર્ય આદિ ગુણ સાથે સંયમજીવનમાં નાનામાં નાને દેષ પણ ન લાગે એની તકેદારી રાખીને, ગુરુકૃપાના પાત્ર બનીને, આજે પિતાના શિષ્ય-પ્રશિષ્યોમાં એક આદર્શ ખડે થાય એવું ગક્ષેમ કરી રહ્યા છે. તેઓશ્રીની તારક નિશ્રામાં નાસિક અને માલેગાંવમાં ઐતિહાસિક ચિરસ્મરણીય ઉપધાનતપની આરાધના તથા ૭૭–૩૬-૧૭ આદિ છેડના ઉદ્યાપન મહોત્સવ, અનેક સ્થળે જિનભક્તિ મહોત્સવ ઊજવાયા છે. ઉપધાનમાં સુવર્ણની વીંટી વગેરેની અનેરી શાસનપ્રભાવના થઈ છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છે'રીપાલિત યાત્રાસંઘે નીકળ્યા છે. એમાં પણ અનેરી શાસનપ્રભાવના થવા પામી છે. મુંબઈ-બોરીવલી ચંદાવરકર લેનમાં નવનિર્મિત ભવ્ય જિનાલયની અંજનશલાકા–પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ અભુત ગદાન અને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. શ્રીસંઘ આ બાબત તેઓશ્રીના મહાન ઉપકારી માને છે. નાસિકના ચાતુર્માસમાં ૨૫૦ ઘરમાં ૧૮૩ સામુદાયિક સિદ્ધિતપનું ભવ્ય અનુષ્ઠાન પૂજ્યશ્રીના ઉપદેશથી અને તેઓશ્રીની વાત્સલ્યમયી અમીવૃષ્ટિ રૂપ નિશ્રામાં જ થયું હતું. પારણાં પ્રસંગે ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવાય હતે. પૂજ્યશ્રીના પ્રત્યેક ચાતુર્માસ ઐતિહાસિક અને અનેરી શાસનપ્રભાવનાયુક્ત થયા છે. પ્રત્યેક સ્થળે સુંદર ધર્મદર્શન કરાવી ભવ્યાત્માઓને ધર્મકાર્યોમાં ઉત્સાહિત અને ઉલસિત બનાવ્યા છે. પૂજ્યશ્રીના ઉપદેશથી નાસિકનગરમાં “પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરિજી જૈન પૌષધશાળા, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી પ્રવચન હેલ” તથા “મહારાષ્ટ્ર-કેસરી પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી જૈન ગુરુમંદિર” નવનિર્માણ થયું છે. પૂજ્યશ્રીની પાવક નિશ્રામાં વણા (સુરેન્દ્રનગર) ગાધકડા (સૌરાષ્ટ્ર) માલેગાંવ (મહારાષ્ટ્ર) વગેરે સ્થળોએ શાનદારયાદગાર પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા છે. અનેક શ્રીસંઘમાં પૂજ્યશ્રીએ એકતા કરાવી છે. પૂજ્યશ્રીના શિષ્ય પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલશ્રીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી ભવ્યભૂષણવિજયજી મહારાજ આજે જિનશાસનની આરાધના–રક્ષા કરવા સાથે ધર્મપ્રભાવના વિસ્તારી રહ્યા છે અને પૂ. મુનિરાજ શ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ પણ વૃદ્ધવયે પિતાના ગુરુદેવની અજોડ વૈયાવચ્ચ, સંયમ અને તપ ધમની ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં સમતા અને સમાધિપૂર્વક મૃત્યુને મહોત્સવ બનાવી ગયા છે. તેમ જ પિતાના વિશાળ સંસારી કુટુંબને સંયમ ધર્મની અનુમોદનાનું ભારેભાર આલંબન આપી ગયા છે. પૂ. મુનિરાજ શ્રી મહાબલવિજયજી મહારાજની ગ્યતા જાણી પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે શ્રી હસ્તગિરિ મહાતીર્થની છત્રછાયામાં ગણિપદે અને મુંબઈ-લાલબાગ-ભૂલેશ્વરમાં સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પિતાના સંસારી પુત્ર શિષ્ય-મુનિ સાથે પંન્યાસપદે બિરાજમાન થયા. અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬ના દિવસે તેઓશ્રીના જ વરદ હસ્તે આચાર્યપદે અભિષિક્ત 2010_04 Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૪૫૩ થયા. શાસનદેવને એક જ પ્રાર્થના કે, પૂ. આચાર્યશ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ જેનશાસનની સુંદર આરાધના, રક્ષા અને પ્રભાવના દ્વારા સૂરિપદને ભાવે અને સહુનું ગક્ષેમ કરે ! પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિશ વંદના ! સિદ્ધાંત પ્રભાવક, પ્રવચનપ્રદીપ અને જિનશાસનના તેજસ્વી રત્ન પૂ. આચાર્યશ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ - જિનશાસનમાં આગવી પ્રજ્ઞા, પ્રતિભા અને પ્રભાવકતાના ધારક, કર્યસાહિત્યનિપુણ, અનુપમેય સંયમસાધક પૂ. આ. શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં બાળપણ વિતાવનાર બાળદીક્ષિત પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજના નામથી જેન જગતમાં ભાગ્યે જ કઈ અજાણ હશે. સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને વણું (નાસિક) મુકામે પૂ. આ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત બનેલા અને પ્રવીણ મટીને મુનિ પુણ્યપાલવિજયજી” તરીકે નવાજાયેલા પૂજ્યશ્રી સ્વપિતા-મુનિની ભાવનાને અનુરૂપ આધ્યાત્મિક જીવનવિકાસ સાધવા સાથે ત્યાગ-વૈરાગ્યના માર્ગે ખૂબ જ આગળ વધી રહ્યા છે. માત્ર ૮ વર્ષની વયે પંચપ્રતિકમણ, નવસ્મરણાદિ પૂર્ણ કરનાર પૂજ્યશ્રી આજે તે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, આગમશાસ્ત્ર વગેરેને સંગીન અભ્યાસ પૂર્ણ કરવા સાથે, અગાધ અભ્યાસનું પ્રભાવક પુણ્યદર્શન કરાવી રહ્યા છે. પરિણામે, તેઓશ્રીની પ્રવચનશક્તિ આકર્ષક બની રહી છે. જૈનધર્મનાં ત, વિવિધ અને રસપષક દષ્ટાંતેને તેઓશ્રી પાસે વિપુલ ભંડાર છે. સ્વરમાધુર્યથી પ્રવચનમાં તેઓશ્રીએ આગવી શૈલી સ્થાપિત કરી છે. પૂજ્યશ્રીની વાણીમાં મધુરતા અને ગંભીરતાને સમન્વય છે. જ્યારે કોઈ સ્તવન કે સઝાય પૂજ્યશ્રીના મધુર કંઠે સાંભળવા મળે ત્યારે વહેતા ઝરણાના મરમ સંગીતને અનુભવ થાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીમાં વૈરાગ્યની છોળો ઊછળે છે, ભક્તિરસનું પાન થાય છે. પ્રવચનશક્તિ જેવી જ પૂજ્યશ્રીની સર્જન શક્તિ છે. આજે તેઓશ્રીએ “દિવ્યદીપ'ને ઉપનામે રચેલાં અંજનશલાકા ગીત લેકકંઠે ગુંજી રહ્યાં છે, તે જિનભક્તિ-ગુરુભક્તિનાં તેમ જ અન્ય પ્રાસંગિક ગીતે અને કુલકે પણ ઠેર ઠેર ગવાય છે. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું વિશેષ વાત્સલ્ય પ્રાપ્ત કરનાર પૂજ્યશ્રીને શાસ્ત્રાનુસારિતા તે જાણે વારસામાં મળી છે. કુદરતે બક્ષેલી પ્રવચનશક્તિને ચાર ચાંદ લગાડી દે એવી તેઓશ્રીની શાસ્ત્રાનુસારિતા અનુકરણીય અને અભિનંદનીય છે. તેઓશ્રીના આવા સુદર ઘડતરમાં પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરી શ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર્ય, પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પિતા-ગુરુદેવ પૂ. આ. શ્રી વિમહાબલસૂરીશ્વરજી મહારાજને ફાળે છે. સાડા ચાર વર્ષની બાળવયથી ઉપકારી પૂજાએ અધ્યયન, સુસંસ્કારોનું વાવેતર, સંયમની રક્ષા, શાસ્ત્રાનુસારિતાને વાર વગેરે જે જે ઉપકારેની હેલી વર્ષાવી છે તેને પ્રસંગે પ્રસંગે તેઓશ્રી પ્રવચનાદિમાં યાદ કર્યા વગર રહેતા નથી. આ તેઓશ્રીની જન્મસિદ્ધ કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે. 2010_04 Page #456 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂજ્યશ્રીને બે વિનીત શિખ્યો પૂ. મુનિરાજ શ્રી ભુવનભૂષણવિજ્યજી તથા પૂ. મુનિરાજ શ્રી વજીભૂષણવિજ્યજી મહારાજ પ્રગુરુદેવ તથા ગુરુદેવની સુંદર સેવાભક્તિ સાથે જ્ઞાનાભ્યાસાદિ પૂર્વક સંયમજીવનમાં આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રીની યોગ્યતા જોઈને સં. ૨૦૪૨ના મહા સુદ રના દિવસે પૂજ્યપાદ આચાર્ય શ્રી વિરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે અમદાવાદ – શ્રી શાંતિનાથની પળમાં ગણિપદે આરૂઢ કર્યા. ત્યાર બાદ સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પિતાગુરુદેવ સાથે જ તેઓશ્રીને પણ પંન્યાસપદે પ્રસ્થાપિત કર્યા અને એ જ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે સંયમજીવનના ૩૬મા વર્ષના અંતિમ દિવસે ૩૬ ગુણેથી વિભૂષિત એવા આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. વળી એ જ પુણ્યદિને પદપ્રદાતા પૂ. ગચ્છાધિપતિ પણ આચાર્યપદના પ૬મા વર્ષમાં પદાર્પણ કરી રહ્યા હતા એ કે ભવ્યતમ યોગાનુગ ! આજે જ્યારે લેકહેરીને પ્રચંડ પવન ચારે બાજુ ફૂંકાઈ રહ્યો છે, જ્યાં ત્યાં જમાનાવાદનું તાંડવનૃત્ય આંખે ચડે છે, ભલભલા પણ જમાનાવાદની નાગચૂડમાં ભીંસાતા જોવા મળે છે, ત્યારે જેની અતિ આવશ્યકતા છે એવા શાસ્ત્રસંમત માર્ગને શાસ્ત્રીય નીતિથી સમજાવનારા દુર્લભ થતા જાય છે, ત્યારે પૂજ્યશ્રી એ શાશ્વસંમત માર્ગને બાળભોગ્ય રીતે સુંદર શૈલીમાં સમજાવી શકે છે. તેઓશ્રીને આ કળા સાહજિક વરી છે. આવી આગવી કળાના સ્વામીને જ્યારે સાંભળીએ ત્યારે ભાવકોને સ્વ. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. જિનશાસનની આરાધના, રક્ષા અને પ્રભાવનામાં તત્પર પૂજ્યશ્રીની વાણી સાંભળવી એ જીવનને એક લ્હાવે છે. “વાત્સલ્યભર્યા વચન” અને “પ્રભાવક્તાસભર પ્રવચન” આ બંનેના સુભગ મિલને પિતા-પુત્ર, ગુરુ-શિષ્યની આ બેલડીનાં પાવન પગલાં જ્યાં જ્યાં મંડાય છે ત્યાં ત્યાં ઐતિહાસિક શાસનપ્રભાવના સર્જાય છે, અશાસ્ત્રીયતા દૂર થાય છે, કલેશોને શાસ્ત્રીય ઉકેલ આવે છે, શ્રીસંઘ લેકોત્તર મધુરતાને અનુભવ કરાવે છે. આવા પૂજ્ય આચાર્યશ્રીના પદારવિંદમાં શતશઃ વંદના ! લેખન અને પ્રવચન દ્વારા જૈનસંઘોને જાગૃત બનાવનારા પૂ. આચાર્યશ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂ. આચાર્ય પ્રવરશ્રી વિશ્રેમસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રચંડ પ્રતિભાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની સમૃતિ ન થાય એવું બને જ નહિ! આ મહાપુરુષ મન સમક્ષ પ્રત્યક્ષ થાય એટલે સિંહગર્જનના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે, અને એમની યાદ આવતાં એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને આચાર્યપદ સુધી પહોંચેલ પ્રશમરસપાનિધિ પૂ. આચાર્યશ્રી વિજયજ્યકુંજરસૂરીશ્વરજી મહારાજની યાદ આવે, અને એમની યાદ સાથે સંકળાઈને યાદ આવી જતાં બે 2010_04 Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૪૫૫ નામ એટલે—પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. પિતા બાબુભાઈ અને માતા શાંતાબહેને આપેલ ધર્મસંસ્કારનું ધાવણ પીઈને ઊછરેલી પ્રકાશ-મહેશની બાંધવબેલડી એટલે જાણે રામ-લક્ષમણની અજોડ જેડી, એમાં મુખ્ય ઉપકાર જે કઈને હોય તે તે વખતે “લઘુરામ” તરીકે લેકજીભે ગવાઈ ગયેલ પૂ. મુનિરાજશ્રી મુક્તિવિજયજી મહારાજને ! વૈરાગ્યના રંગ રેલાવતી એમની દેશનાના શ્રવણે શ્રોતાઓનાં હૈયાં ડેલી ઊઠે! એમાં બાબુભાઈનું મન વૈરાગ્યવાસિત બન્યું અને એમણે સંયમી બનવાને નિર્ધાર કર્યો. તેમાં વળી સિદ્ધાંત મહોદધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને મેળાપ થતાં પિતાના પુત્ર પ્રકાશ અને મહેશને પણ સંયમમાર્ગના સાથી બનવાની ભાવના જાગૃત થઈ. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની વાણીના શ્રવણે એમાં વેગ આવતે ગયે. અને સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધસઈ (મહારાષ્ટ્ર) મુકામે ત્રણેય સંયમમાર્ગના પથિક બન્યા. અને તેઓ મુનિશ્રી જયકુંજરવિજ્યજી મહારાજ, મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજ અને મુનિશ્રી મુક્તિપ્રવિજયજી મહારાજના નામે જાહેર થયા તેમાં મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી મુનિશ્રી જ્યકુંજરવિજયજીના શિષ્ય બન્યા. પૂ. મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજ્યજી મહારાજ નાનપણથી તીક્ષ્ણ બુદ્ધિ, સહનશીલતા, સમર્પિતતા આદિ વિશિષ્ટ ગુણ ધરાવતા હતા, જેના પ્રભાવે સુંદર કૃતસાધના, વર્ધમાનતપની ૩૧ ઓળી, શ્રી સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા, વિહાર ઉપવાસ સાથે એક જ દિવસમાં સિદ્ધાચલની ૭ યાત્રા, આશ્રિતવર્ગને વેગક્ષેમની સતત ચિંતા, શાસનની પ્રભાવના–રક્ષા કરવાની અદ્ભુત દક્ષતા આદિ ગુણોથી સમૃદ્ધ સંયમજીવન ધારી રહ્યા છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કાવ્યરચનાઓ કરી છે, કથાલેખને સાથે અવસરેચિત માર્ગદર્શક લેખ દ્વારા શ્રીસંઘને સન્માર્ગનું દર્શન કરાવવામાં અગ્રેસર રહ્યા છે. પૂ. ગુરુદેવની આજ્ઞાથી પ્રવચનપીઠને શોભાવી ત્યારથી તર્કબદ્ધ યુક્તિઓ સાથે શાસ્ત્રસિદ્ધ સત્યને મધુર છતાં માર્ગસ્થ રીતે શ્રેતાઓ સુધી પહોંચાડવા દ્વારા પૂ. ગુરુદેવનાં હૈયાંમાં અનેરું સ્થાન પામ્યા છે. નાની ઉંમરમાં દીક્ષા લેવા છતાં ગુરુનિશ્રાએ અને ગુરુકૃપાએ તેઓશ્રીનું જીવન-ઘડતર અભુત રીતે થયું છે. પૂજ્યશ્રીની જ્ઞાનરાશિ જૈન સંઘ માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે છે. જૈન સમાજને જ્યારે જ્યારે જાગૃત કરવાનો અને અસત્યની સામે સનાતન સત્યને ખુલ્લું મૂકવાનો વખત આવ્યા છે ત્યારે ત્યારે પૂજ્યશ્રી કલમ અને વાણને કામે લગાડ્યા વિના રહ્યા નથી. પ્રવચનપીઠથી નીચે ઊતર્યા બાદ બિલકુલ શાંત અને સૌમ્ય તેમ જ હસમુખા લાગતા પૂજ્યશ્રી પ્રવચનપીઠ પર બિરાજમાન થયા બાદ શાસ્ત્રીય સત્યની રક્ષા કરવાના ટાણે કેઈની પણ શેહશરમમાં પડ્યા વિના કડકમાં કડક બન્યા વિના રહેતા નથી. સમર્થ પ્રવચનકારની સાથે સાથે સમર્થ લેખક તરીકે પણ તેઓશ્રી પ્રસિદ્ધિ પામ્યા છે. “વિજયમુક્તિચંદ્રસૂરિ ગ્રંથમાળા’ તરફથી પ્રગટ થયેલ શ્રાવકજીવન, જીવનને જીવી તું જાણ, જય શત્રુંજય, રાણકપુરની ભીતરમાં, વાર્તા રે વાર્તા, નાનકડી વાર્તા, સાહસના શિખરેથી, જિંદગી એક ઝંઝાવાત, પથ્થર કે પ્રભુ ? શ્રાવકે શું કરવું જોઈએ ? વગેરે અનેક આકર્ષક પુસ્તકો પૂજ્યશ્રીની વિદ્વત્તા, રસિકતા અને સર્જનશક્તિને પરિચય કરાવે છે. 2010_04 • Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શાસનપ્રભાવક પૂજ્યશ્રીને જન્મ નાસિક (મહારાષ્ટ્ર)માં સં. ૨૦૦૪ના વૈશાખ સુદ ૮ના દિવસે થયે. દીક્ષા ધસઈ મુકામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે થઈ. સં. ૨૦૪૨ના માગશર સુદ ના દિવસે અમદાવાદ મુકામે ગણિપદ, સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે મુંબઈ-ભૂલેશ્વરલાલબાગમાં પંન્યાસપદ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થયેલ. જ્યારે આચાર્યપદ સુરત–પીપુરામાં સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬ના તેઓશ્રીની આજ્ઞા અને મંગલ આશીર્વાદપૂર્વક પિતાના પિતા-ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થયેલ. જૈનશાસનના જવાબદારીભર્યા તૃતીયપદે બિરાજમાન પૂ. આ. શ્રી વિજ્યમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ આજે અનેક રીતે જૈન સંઘને પિતાની આગવી શક્તિને પરિચય આપી રહ્યા છે. તેઓશ્રીના શિષ્ય પરિવારમાં મુનિશ્રી શ્રેયાંસપ્રભવિજ્યજી, મુનિશ્રી પુણ્યપ્રભવિજ્યજી, બાલમુનિશ્રી હિતરક્ષિતવિજયજી, મુનિશ્રી ધર્મરક્ષિતવિજયજી તથા પ્રશિષ્ય પરિવારમાં મુનિશ્રી ધર્મદર્શનવિજ્યજી, મુનિશ્રી ગદર્શનવિજયજી, મુનિશ્રી સમ્યગદર્શનવિજ્યજી, મુનિશ્રી પુણ્ય રક્ષિતવિજયજી, મુનિશ્રી કેવલ્યદર્શનવિજ્યજી આદિ શમણે અનેક રીતે તૈયાર થઈ રહ્યા છે. એવા એ સમર્થ સૂરિવરને શતશઃ વંદના! બે પુત્રો, ચાર પુત્રીઓ અને ધર્મપત્ની - સપરિવાર સંયમમાર્ગે પ્રયાણ કરનારા પ્રવચન–પ્રભાકર પૂ. આચાર્યશ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મહારાજ સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજને શિષ્યસમુદાય રત્નની ખાણ સમે છે. આમાં પ્રભાવક, લેખક, પ્રવચનકારે તથા વિશિષ્ટ કેટિના વિદ્વાને ઝળહળી રહ્યા છે. એવા શિષ્યગણમાં એક ચમકતું નામ એટલે પૂ. આ. શ્રી વિજ્યઅમરગુપ્તસૂરીશ્વરજી મહારાજ. મેટી વયે દીક્ષિત બનવા છતાં તેઓશ્રીએ અજબ પુરુષાર્થ વડે ન્યાય, વ્યાકરણ, પ્રકરણ તથા આગમગ્રંથનું જ્ઞાન સંપાદન કર્યું છે. તેઓશ્રીની પ્રવચનશૈલી સચેટ, વેધક અને મર્મસ્પશી છે. પૂજ્યશ્રીનું સંસારી વતન મુંબઈ પાસેના થાણું જિલ્લામાં કલ્યાણ નજીક આવેલું મુરબાડ ગામ. ૨૦-૨૨ ઘરની વસતી હોવા છતાં આ ગામની ધર્મભાવના મહારાષ્ટ્રમાં જ નહિ, ગુજરાતમાં પણ ફેલાયેલી છે. આવા મુરબાડના એક અગ્રણી તરીકે શાહ છનાલાલ હેમચંદ પ્રસિદ્ધ હતા. તેમને જન્મ સં. ૧૯૭૧ના ફાગણ સુદ ૬ના દિવસે થયે હતે. માતાનું નામ કંકુબેન હતું. સં. ૨૦૧૧નું ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ( ત્યારે મુનિરાજ) મુરબાડ પધારતાં, તેઓશ્રીની પ્રેરણાના પ્રભાવે શ્રી છનાભાઈ એ સપરિવાર સંયમના માર્ગે પ્રયાણ કરવા નિર્ણય લીધે. સગાંવહાલાં સંમત હેવા છતાં બાલદીક્ષા નિવિદને પાર પડે તે માટે ઘસઈ ગામ નજીક જુન્નર (જિ. પૂના)ના ઘાટઘરમાં એમણે પુત્રો, પત્ની, પુત્રીઓ સાથે સં. ૨૦૧૨ના ફાગણ સુદ ૩ના દિવસે સીમિત સગાંવહાલાંઓની હાજરીમાં સંયમ સ્વીકાર્યું. વડી દીક્ષા મંચર ગામમાં ફાગણ 2010_04 Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૫૭ વદ ૧૧ના દિવસે થવા પામી. સ્વ.પરને જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધારતા પૂ. મુનિરાજ શ્રી ગણિપદવી સં. ૨૦૪રના માગશર સુદ બીજના દિવસે અમદાવાદમાં અને પંન્યાસપદવી સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે મુંબઈ–ભુલેશ્વર-લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં થઈ. આચાર્યપદ-પ્રદાનને પ્રસંગ પીંપળગામ બેસવંત (જિ. નાસિક) સં. ૨૦૪૭ના દ્ધિ. વૈશાખ વદ પાંચમના શુભ દિવસે સંપન્ન થયો હતે. મિલનસાર સ્વભાવ, જ્ઞાન-ધ્યાન તેમ જ અધ્યયન-અધ્યાપનમાં અનેરો રસ, શ્રેતાઓના દિલમાં અસર ઊભી કરે એવી પ્રવચનશૈલી, દિવસમાં ત્રણચાર કલાક પ્રવચન–વાચના આપવાની અપ્રમત્તતા, નિત્ય એકાશનને તપ આદિ વિશેષતાઓ ધરાવતા પૂ. આ. શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મહારાજ મહાન શાસનપ્રભાવક સૂરિવર છે. પૂજ્યશ્રીના પુત્રરત્ન અને શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી ચંદ્રગુપ્તવિજયજી ગણિવરની વિદ્વત્તા અને અધ્યાપનકુશળતા સ્વ-પર સમુદાયમાં ખૂબ જ પ્રસિદ્ધ અને શ્રદ્ધેય છે. પ્રાચીન ગ્રંથના સુવિશુદ્ધ સંપાદક પૂ. પંન્યાસપ્રવરશ્રી તર્કસંગ્રહ મુક્તાવલિ, વ્યાકરણ આદિ વિષયક અનેક પુસ્તકના રચયિતા છે. પૂજ્યશ્રી સાધુસાધ્વીજી ભગવંતેને અભ્યાસમાં અનેરું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેઓશ્રી સંખ્યાબંધ શ્રીમંત વિદ્યાથીઓના પાઠક અધ્યાપક છે. પૂજ્યશ્રીના પરિવારમાંથી દીક્ષિત થયેલ તેમનાં ધર્મપત્ની, બે સુપુત્ર અને ચાર પુત્રીઓ આજે સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે, જેઓનાં નામ ક્રમશઃ આ પ્રમાણે છે : પૂ. પં. શ્રી ચંદ્રગુપ્તવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી સુભદ્રવિજયજી મહારાજ, પૂ. સા. શ્રી પરમપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી સુરપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી રત્નરેખાશ્રીજી અને પૂ. સા. શ્રી હર્ષ રેખાશ્રીજી. મેટી ઉંમરે સંયમ સ્વીકાર્યા બાદ પણ શ્રતાનને પુરુષાર્થ ચાલુ રાખવામાં આવે અને સ્વાધ્યાય આદિ ગેમાં નિત્ય રમમાણ રહેવાનું વ્રત ટકાવી રાખવામાં આવે તે કેવી વિશિષ્ટ સિદ્ધિ પામી શકાય છે એના દષ્ટાંતરૂપે રજૂ કરી શકાય એવું નામ-કામ ધરાવતા પૂ. આ. શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મહારાજ શિષ્યાદિ પરિવાર સાથે અનેકવિધ શાસનપ્રભાવના કરવાપૂર્વક જ્યવંતા વર્તે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણમાં કેટ કેટિ વંદન! મહાન ત્યાગી-વૈરાગી, નિ:સ્પૃહી અને શાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૫ના ફાગણ વદ ૭ના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરમાં થયું હતું. પિતા મેતીલાલ અને માતા રતનબહેનના એ લાડીલા પુત્રનું નામ ધનરાજજી હતું, પણ બાબુભાઈના લાડભર્યા નામે વધુ જાણીતા હતા. શરફીને વ્યવસાય ધરાવતા પિતા મોતીલાલ ઘણા સુખી અને શ્રીમંત હતા. કુદરતને કરવું તે %, ૫૮ 2010_04 Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શાસનપ્રભાવક અઢળક સંપત્તિનો વારસે મૂકીને માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. માતાપિતાના સુખથી વંચિત બનેલા બાબુભાઈની સંભાળ ભાભીએ મા જેવી મમતાથી લીધી. સગાં-સંબંધીઓને પ્રેમ પણ વરસતો રહ્યો. સુખસાહ્યબી વચ્ચે તેમને ધર્મના સંસ્કાર પણ ઉત્તરોત્તર મળતા રહ્યા. ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસ તથા દુનિયાદારીને અનુભવ લેતાં લેતાં બાબુભાઈ યૌવનને ઉંબરે આવીને ઊભા રહ્યા. વડીલ ભાભીએ કેટકેટલા કેડ સેવી બાબુભાઈને લગ્નપ્રસંગ મનાવે. પુણ્ય વરસે ત્યારે ચારે બાજુથી વરસે તેમ ધર્મપત્ની ચાંદીબહેન પણ સુસંસ્કારી અને પતિપરાયણ મળ્યાં. અનેક સુખસાહ્યબી વચ્ચે નવદંપતીનું જીવન વીતવા લાગ્યું. કઈ વાતની કમી ન હતી અને કમાવાની જરૂર ન હતી. આવી એશઆરામની જિંદગીમાં પણ બાલ્યવયમાં પડેલા સંસ્કારે જાગતા હતા. શ્રીસંઘ અને સમાજનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. આગળ જતાં અહમદનગરનાં બે દહેરાસરના પ્રમુખ ટ્રસ્ટીની જવાબદારી સંભાળી સંઘ-શાસનને પણ વફાદાર બન્યા. પૂ. સાધુ-સાધ્વી મહારાજની બહુમાન સહિત વૈયાવચ્ચ-ભક્તિ કરવા લાગ્યા. તેવામાં પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજનું મહારાષ્ટ્રમાં આગમન થયું. વિચરતાં વિચરતાં તેઓશ્રી અહમદનગર પધાર્યા શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન કરવાનો નિર્ણય કર્યો. બાબુભાઈમાં પૂ. સાધુભગવંતે પ્રત્યે ઊડે ભક્તિભાવ જોઈ પૂજ્ય આચાર્યશ્રીએ તેમને ઉપધાનતપમાં જોડાવા પ્રેરણા કરી. બાબુભાઈ ધર્મકાર્યોમાં અગ્રેસર તે હતા જ, એમાં હવે પૂજ્ય આચાર્યશ્રીના સમાગમને અને ઉપધાનતપને પુણ્યોગ સાંપડ્યો. તેઓ સડે ઉપધાનતપમાં જોડાયા અને તેમાં તેઓને એ તે રસ લાગ્યું કે, તપ-જપ, ક્રિયા અને સંયમપૂર્વકની આરાધનાના એ દિવસે એમને મન સહજસાધ્ય બની ગયા! તેઓના જીવનમાં એક નવું જ પરિવર્તન આવ્યું. ઉપધાનના છેલ્લા દિવસે તેઓનાં નયને સજળ બની ગયાં. પૂજ્ય આચાર્યજીથી આ છાનું ન રહ્યું. આ અવસર સાધી પૂજ્યશ્રીએ પૂછ્યું કે, બાબુભાઈ, અમારી સાથે આવવું છે? ” વૈરાગ્યની ભાવનામાં રાચતા બાબુભાઈ એ “તહતિ’ કહીને અભિગ્રહ પણ લીધો. આ વાતને સાત વર્ષ પસાર થઈ ગયાં. તીર્થોની સ્પર્શના કરવા યાત્રાએ નીકળેલા બાબુભાઈ પાલીતાણા આવ્યા હતા. શ્રી સિદ્ધગિરિનાં પગથિયાં ભાવભેર ચઢી રહ્યા હતા ત્યાં વૈરાગ્યને રંગ લગાડનારા પૂજ્ય ગુરુદેવને સામેથી આવતા જોયા. મન ભરાઈ આવ્યું. પૂજ્યશ્રીને સવિનય વિનંતી કરી. ‘ગુરુદેવ ! સાત સાત વર્ષ વીતી ગયાં! કૃપા કરીને હવે અહમદનગર પધારે અને અમારે ઉદ્ધાર કરે. તેમના અંતરના આ ઉદ્ગાર સાકાર થયા. સં. ૨૦૧૦માં પૂજ્ય ગુરુદેવ અહમદનગર પધાર્યા. ચાતુર્માસના એ દિવસે હતા. દીક્ષા લેવાની ઉત્કંઠા બાબુભાઈમાં તીવ્ર બની હતી. ચાતુર્માસ પૂર્ણ થતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિધિપૂર્વક સજોડે ચતુર્થવ્રતનાં પચ્ચકખાણ લીધાં. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૪ દીક્ષા દિવસ નક્કી થયો. શ્રીસંઘના અગ્રેસર અને શહેરના નગરશેઠ તરીકે પ્રતિષ્ઠા પામેલા બાબુભાઈની દીક્ષાને પ્રસંગ સૌને મન આનંદમંગલ ઉત્સવ બની રહ્યો. તેમના સન્માન સમારંભમાં જેને તેમ જ જૈનેતરે, સરકારી અધિકારીઓ, પ્રમુખ નાગરિકે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. બાબુભાઈ સાથે તેમનાં ધર્મપત્ની ચાંદીબહેન પણ દીક્ષા લેવા તત્પર હતાં. એ ધન્ય દિવસ આવી પહોંચતાં આ ભાગ્યશાળી દંપતીને, ધનવૈભવ 2010_04 Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૪૫૯ અને સંસારને ત્યાગ કરી, ત્યાગમાર્ગને સ્વીકાર કરતાં જેવા સ્થાનિક તેમ જ પૂના, સંગમનેર, નાસિક વગેરે સ્થળેથી ૮૦ હજારની માનવમેદની ઉમટી હતી. વિશાળ દીક્ષામંડપ તેના સુશોભન અને સુજનથી અલૌકિક લાગતું હતું. સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે રજોહરણ સ્વીકારી દીક્ષાર્થીઓ નાચી ઊઠતાં જેનારા પણ ધન્ય બની ગયા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરતાં ધનરાજભાઈ પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી ધનેશ્વરવિજ્યજી નામે અને ચાંદીબહેનને સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી નામે ઉઘેષિત કરવામાં આવ્યાં. પૂ. મુનિરાજ શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ દિક્ષાજીવનના આરંભથી જ તપ-જપ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા. પૂ. ગુરુદેવશ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજે એ દિવસોમાં મહારાષ્ટ્રની ભૂમિને નવપલ્લવિત બનાવવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. એ બાજુના ભાવિકે ધર્મથી સાવ વંચિત હતા. તેઓને ધર્મમાગે વાળવા અને દઢ બનાવવા પૂજ્યશ્રી વિચારવા લાગ્યા. પૂજ્ય ગુરુદેવની સાથે પૂ. મુનિરાજશ્રી ધનેશ્વરવિજયજી મહારાજ પણ સંયમી જીવનના પરિષહ-ઉપસર્ગો પ્રસન્નચિત્તે ખેલતાં જંગલરસ્તે લાંબા અને વિકટ વિહાર કરવા લાગ્યા. પૂ. ગુરુદેવની સેવામાં જીવન સમર્પિત કર્યું. પૂ. ગુરુદેવની જીવલેણ બીમારીમાં સતત પરિશ્રમ સેવી સેવાભક્તિ–વૈયાવચ્ચને એક આદર્શ ખડો કર્યો. વૃદ્ધ મહાત્માઓ પૂ. શ્રી લાવણ્યવિજયજી મહારાજ, પૂ, અશોકવિજયજી મહારાજ, શાંતમૂતિ પૂ. શ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજ આદિની ખડે પગે રહી, પિતાનું કર્તવ્ય સમજી, સુંદર સેવા કરી. પૂ. મુનિશ્રીની યોગ્યતા જોઈ વડીલેએ તેમને સં. ૨૦૪રમાં અમલનેર મુકામે ગણિપદ અને સં. ૨૦૪૪માં અહમદનગરમાં પંન્યાસપદ પ્રદાન કર્યું, અને સંગમનેરના મહાન પુણ્યોદયે સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના શુભ દિને આચાર્ય પદે આરૂઢ કરી આચાર્ય શ્રી વિજયધનેશ્વરસૂરિજી મહારાજના નામે ઘેષિત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી અને શુભ નિશ્રામાં શ્રીસંઘ અને શાસનનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક સુસંપન્ન બન્યાં છે. પૂનાથી પાલીતાણ શ્રી સિદ્ધગિરિતીર્થને છ'રીપાલિત યાત્રા સંઘ, ઉપધાન આદિ સુંદર રીતે જાયા છે. પૂ. આચાર્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી શિવાનંદવિજ્યજી મહારાજ ઘણા જ શાંત, સરળ અને વ્યાખ્યાનકુશળ છે. પ્રશિષ્ય મુનિરાજ શ્રી ધર્મેશ્વરવિજયજી દાદાગુરુ જેવા જ સેવાભાવી છે. વૈયાવચને તેઓશ્રીએ જીવનને એક આદર્શ બનાવ્યું છે. આ બંને મુનિમહારાજે પૂ. આચાર્યશ્રીની સાથે જ વિચરી સ્વ-પર કલ્યાણમાં સદાય તત્પર રહે છે. પૂ. આ. શ્રી વિજય ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજ સ્વભાવે પ્રશાંત, ઉદાર, માયાળું, મિલનસાર, ધીરગંભીર અને સૌમ્ય છે. તેઓશ્રીની નિસ્પૃહતા અને અંતર્મુખતા ગજબની છે. દીક્ષા જીવનના પ્રારંભથી આજપર્યંત કેઈને પણ એક ટપાલ લખી નથી. સ્વાધ્યાયાદિમાં મગ્ન, નિત્ય જાપમાં લીન અને સાધુજીવનચર્યાના પાલનમાં રહી ઉજજવલ ચારિત્રધર્મની ભૂરિ ભૂરિ અનુમોદના કરી રહેલા પૂજ્ય સૂરિવરને શતશઃ વંદના ! (સંકલનઃ પૂ. મુનિરાજશ્રી શિવાનંદવિજ્યજી મહારાજ) 2010_04 Page #462 -------------------------------------------------------------------------- ________________ તપોમૂર્તિ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયભકિતસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્યદેવ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયસુબેધસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપ્રસન્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી વિજયરૂચમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિકલ્પજયસૂરીશ્વરજી મહારાજ شعر عر عر عر عر વર્તમાનમાં વર્ધમાન તપની પ્રેરણા દ્વારા આયંબિલ તપનું વ્યાપક મહત્ત્વ દર્શાવનારા તપોભૂતિ, વચનસિદ્ધ મહાપુરુષ, શાસનદીપક અને અપૂર્વ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ ભારતભરમાં ગામેગામ અને શહેશહેર આયંબિલતપનું મહત્ત્વ દર્શાવી, આયંબિલ શાળાઓને પાયે નાંખનાર પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સમીવાળાને નામે જગપ્રસિદ્ધ છે. પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીથી ગુજરાતના સુપ્રસિદ્ધ વઢિયાર પ્રદેશના શંખેશ્વર ગામથી સાત ગાઉ દૂર રાધનપુર પાસેનું સમી ગામ રૂના વેપારનું મોટું મથક ગણાય છે. એ ગામમાં વિશાશ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ પ્રાગજીભાઈનું ધર્મિષ્ઠ ઘર હતું. જૈનશાસનની મોટામાં મોટી શાશ્વતી ઓળીની તપશ્ચર્યાની શરૂઆતના મંગલ દિને સં. ૧૯૩૦ના આ સુદ ૮ના શુભ દિવસે વસ્તાભાઈનાં તપસ્વિની સુશ્રાવિકા હસ્તબાઈએ પુત્રરત્નને જન્મ 2010_04 Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૪૬૧ આ. માતાપિતાએ મહોત્સવ પૂર્વક બાળકનું નામ મોહનલાલ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારે બાળકમાં ઊતર્યા અભ્યાસમાં બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા, થોડા વખતમાં પંચપ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. યૌવનના આગમન સાથે મેહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. વિધિસહિત વીસ સ્થાનક્તપ, ચેસઠપહેરી પૌષધ, ચાર વરસ સમોસરણ તપ, સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ તપસ્વી બની ગયા. એવામાં એક વખત પંજાબ દેશોદ્ધારક પૂ. આ. શ્રી આત્મારામજી મહારાજ સમી પધાર્યા. નાના એવા આ ગામમાં જેનશાસનના શિરેમણિ ગુરુદેવ પધાર્યા, તેથી સંધમાં આનંદ છવાઈ ગયે. તેજસ્વી અને તપસ્વી મેહનભાઈ પૂ. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવા વહેલા વહેલાં પહોંચી જતા. તેઓશ્રીનાં અમૃતવચનેએ જાદૂ કર્યો. એવામાં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સમી પધાર્યા. મોહનભાઈ પર વૈરાગ્યની અસર પ્રબળ બની. એમને પવિત્ર આત્મા જાગૃત બની ગયો. એમને સંયમજીવન સ્વીકારવાને ઉત્સાહ થયા. સમીના સંઘની ભાવનાથી પોતાના નેતા પુત્ર મેહનભાઈની દીક્ષા મહોત્સવ સમીમાં જ ઊજવાયો. સં. ૧૯૫૭ના મહા વદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજે સંઘ સમક્ષ દીક્ષા પ્રદાન કરી. સભાજનેએ ચોખાથી વધાવ્યા. પૂ. ગુરુદેવે મોહનલાલને મુનિશ્રી ભક્તિવિજયજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ શાસ્ત્રવિશારદ, જેનધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા રહ્યા અને જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક મહારેગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી આયંબિલ તપ દ્વારા વર્ધમાનતપની જીવનભર આરાધના અને પ્રેરણા કરતા રહ્યા. વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં પારંગત થયા. પૂ. આ. શ્રી કમલસૂરિજી મહારાજને સહગ સાંપડવાથી પૂજ્યશ્રીએ ઉત્તરાધ્યયન તથા આચારાંગના ગદ્વહન કર્યા. પૂ. ગુરુદેવ તે કાશી પધાર્યા હતા અને ત્યાં વિદ્વાને તૈયાર કરવાની ભાવનાથી “શ્રી યશેવિજ્યજી પાઠશાળાની સ્થાપના કરી હતી. મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં તેઓશ્રી લબે વિહાર કરીને કાશી પહોંચ્યા, અને ત્યારે ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું હતું. પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવવા અને તપોભાવનાની વૃદ્ધિ કરવી એ પૂજ્યશ્રીનાં આગવાં ધર્મકાર્યો હતો. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે કપડવંજમાં પૂ. આ. શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને ગણિપદથી અને પાંચમને દિવસે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં. ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ નગીનદાસભાઈ આદિ આગેવાની વિનંતીને માન આપી મુંબઈ પધાર્યા. તે સમયે ભૂલેશ્વર-લાલબાગનું ચાતુર્માસ યાદગાર બની રહ્યું. સં. ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત પાલીતાણા પધાર્યા ત્યારે વીરમગામ, સમી આદિ સંઘના આગેવાની આગ્રહભરી વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યસાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ અને શનિવારે પ્રાતઃકાળે વિશાળ માનવસમુદાયની ઉપસ્થિતિમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ ઉપરાંત, ઉપરિયાળ તીર્થની તીર્થ કમિટી તથા ઘણાં ગામના આગેવાની ભાવનાથી પૂજ્યશ્રીને અર્ધશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયે. 2010_04 Page #464 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક યથારામગુણ આચાર્યશ્રી મહાન તપેનિધિ હતા. દસ ચીજો વાપરવાને નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશમાં વિચરી, સમેતશિખરજી, ગિરનારજી, શત્રુજ્ય આદિ તીર્થોની ઘણું યાત્રાઓ કરી, કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રમાં દીર્ઘ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક કાર્યો સુસંપન્ન કર્યા. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર દાદાનું સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા પણ કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ વર્ષની વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા. છતાં પણ આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી શંખેશ્વરતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પિતાને નશ્વરદેહ શંખેશ્વર તીર્થધામમાં છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. ડોકટરોની ના હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિ-પ્રશિષ્ય સાથે શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીના શિષ્યરત્નને–પૂ. પં. શ્રી પ્રેમવિજ્યજી ગણિ, પૂ. પં. શ્રી સુબોધવિજયજી ગણિ, મુનિશ્રી લબ્ધિવિજયજી (વર્તમાનમાં સર્વ આચાર્યશ્રીઓ) આદિએ ઘણું સેવા કરી. પૂજ્યશ્રીને હાથમાં ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. પૂજ્યશ્રીએ ભાવભીની પ્રાર્થનાથી અંતિમ ઈચ્છા દર્શાવી કે, હે દાદા! ભવભવ તારું શરણ તારું શાસન પ્રાપ્ત થ– અને માળા હાથમાં લઈ મહામંત્ર જાપ જપતાં જપતાં તલ્લીને થઈ ગયા. સં. ૨૦૧૫ના પિષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્ત, પાંચ મણકા બાકી રહેતાં નશ્વર દેહને ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી પૂજ્યશ્રીનું સ્વપ્ન સાકાર થયું. પૂજ્યશ્રીની સ્મૃતિના મારક રૂપે શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ” નિર્માણ થવા પામ્યું. પૂજ્યશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેરક, ધર્મભાવનાના ઘાતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળી તીર્થના ઉદ્ધારક, ઘણ રાજપુરુષના પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાય ધરાવતા હતા. ૨૧ શિષ્ય, ૪૨ પ્રશિષ્ય અને ઘણાં જ સાધ્વીજીઓને સમુદાય વર્તમાનમાં વિચરી રહ્યો છે એવા પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કેટિશઃ વંદન! (સંકલન : પૂ. મુનિશ્રી હેમચંદ્રવિજયજી મહારાજ). પરમ શાસનપ્રભાવક, ધર્મધ્રુવતારક, પ્રશાંતમૂર્તિ, વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ વીસમી સદીના જૈનાચાર્યોમાં પ્રશાંતમૂતિ તરીકે અતિ આદરણીય સ્થાન પ્રાપ્ત કરનારા, અજાતશત્રુ તરીકે સર્વત્ર પ્રસિદ્ધ થયેલા વાત્સલ્યવારિધિ, કરુણામૂર્તિ, દીર્ઘદ્રષ્ટા, ધર્મ ધ્રુવતારક પૂ. આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની ગુણગરિમા અમાપ છે. તેઓશ્રીને જન્મ સં. ૧૯૭૬ના ફાગણ વદ એકમને દિવસે થયે હતે. પિતાશ્રી પ્રતાપચંદભાઈનું વતન મારવાડ હતું, પણ વર્ષોથી મહેસાણામાં આવી વસ્યા હતા. પૂજ્યશ્રી નાનપણથી જ સુસંસ્કારોના સ્વામી હતા. જન્મનામ હતું પન્નાલાલ. પરંતુ માતા રતનબેનને તે તે રત્નમણિ કરતાં અધિક વહાલા 2010_04 Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૪૬૩ હતા. પન્નાલાલ નાનપણથી જ ધર્મક્રિયામાં સવિશેષ રસ લેતા. દીનદુઃખી પ્રત્યે વાત્સલ્ય રાખતા. માતા પણ આ સંસ્કારને વિકસાવવામાં હંમેશાં તત્પરતા દાખવતી. પન્નાલાલના બીજા બે ભાઈઓ-શેષમલ અને હરિલાલ પણ ધાર્મિક અભ્યાસમાં એટલે જ રસ લેતા હતા. ધાર્મિક અભ્યાસમાં અને મુનિરાજનાં વ્યાખ્યાને અને ધર્મક્રિયાઓમાં સતત રચ્યાપચ્યા રહેતા આ બંને ભાઈઓનાં હૈયે ધીમે ધીમે વૈરાગ્યભાવ ઊભરાવા લાગ્યો. સં. ૧૯૮૭માં પૂ. પં. શ્રી ભક્તિ વિજ્યજી મહારાજનું ચોમાસું મહેસાણા થયું. તેઓશ્રીની વૈરાગ્યઝરતી વાણી સાંભળવા માનવમહેરામણ ઊભરાતે. બાળ પન્નાલાલ હંમેશાં વ્યાખ્યાન સાંભળવા અને ગુરુમહારાજના આશિષ લેવા જાય. પૂ. પં. શ્રી ભક્તિવિજયજી મહારાજે આ રત્નને પારખ્યું અને એક દિવસ તેને પૂછયું, “પન્નાલાલ! તારે દીક્ષા લેવી છે?” દીક્ષાનું નામ પડતાં જ પન્નાલાલ રાજીના રેડ થઈ ગયા! દીક્ષા લેવાની પિતાની ભાવનાને વ્યક્ત કરી. આ ભાવના જાણીને પૂ. ગુરુદેવ પણ બોલ્યા કે, “તું આચાર્ય થાય તે જ છે'. માતાની રજા મળી. પણ એ જમાનામાં ગાયકવાડી રાજ્યમાં બાળદીક્ષાની મનાઈ હોવાથી અમદાવાદમાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના શુભ હસ્તે . ૧૯૮૭ના પ્રથમ અષાઢ વદ ૬ને દિવસે દેશીવાડાની પળના જૈન ઉપાશ્રય ( વિદ્યાશાળા)માં ભાગવતી દીક્ષા થઈ અને ગુરુદેવની ભાવનાનુસાર નામ પાડ્યું “મુનિ પ્રેમવિજય. બાળમુનિ શ્રી પ્રેમવિજયજીનાં બે લક્ષ્ય હતાં : ૧. અધ્યયન અને ૨. વૈયાવચ્ચ. આથી થોડા જ વખતમાં તેઓશ્રી વિદ્વાન અને ભક્તિવાન બની ગયા. ભક્તિને ગુણ એ સરસ ખીલ્ય કે પરસમુદાયના આચાર્યો પણ પિતાના સાધુઓને ભક્તિના ઉદાહરણ રૂપે શ્રી પ્રેમવિજયજી મહારાજને દાખલે આપતા. તેઓશ્રીના મોટાભાઈનું નામ શેષમલજી હતું. તેમને પણ દીક્ષા લેવાની ઉત્કટ ભાવના થઈ અને સં. ૧૯૮૮ના પોષ વદ ૧૦ના શુભ દિવસે વિરમગામમાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેમની દીક્ષા થઈ અને નામ રાખ્યું મુનિશ્રી સુબોધવિજયજી. આત્મસાધનામાં સદાયે મસ્ત રહેતા આ મુનિવર–શ્રી પ્રેમવિજયજી અને શ્રી સુવિજયજીને યોગ્ય જાણી ગુરુમહારાજે એમને ગોહન કરાવ્યાં અને પંન્યાસપદે આરૂઢ કર્યા. સં. ૨૦૧૦ના માગશર સુદ પાંચમે પંન્યાસપદવી થઈ. ત્યારથી પૂજ્ય ગુરુદેવની આજ્ઞાને અનુવતીને બંને ગણિવર્યોએ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. સં. ૨૦૨૧માં ગેડી દેવસુર શ્રીસંઘના અતિ આગ્રહથી ચાતુર્માસ માટે મુંબઈ પધાર્યા. ત્યાં શાન્તિનાથ ભગવાનની અઠ્ઠમની આરાધનામાં ૧૫૦૦ ભાવિકે જોડાયા. મુંબઈમાં પ્રથમવાર જ અહંદુ મહાપૂજન ભણાવાયું અને બીજી પણ ઘણી આરાધનાઓ થઈ - તેઓશ્રીની શાસનપ્રભાવક શકિતને લાભ શાસનને પૂરેપૂરો મળે તે માટે પૂ. ગુરુદેવશ્રીએ આચાર્યપદવી આપવાને નિર્ણય કર્યો. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજને પિતાની ભાવના જણાવી. સં. ૨૦૧૪માં પૂજ્યશ્રીને ગુરુદેવનો કાગળ મળ્યો કે, “હવે મારું શરીર કામ કરતું નથી. તમે આવી જાવ.” તરત જ પૂજ્યશ્રી ગુરુદેવની સેવામાં સમી પહોંચી ગયા. પૂ. ગુરુદેવની ભાવના અંતિમ આરાધના માટે શ્રી શંખેશ્વર તીર્થ જવાની હતી. તેથી ગુરુદેવશ્રીને ચોમાસા બાદ શંખેશ્વર મહાતીર્થે લઈ ગયા. ત્યાં તેઓશ્રીની અપૂર્વ ભક્તિ કરી. ગુરુદેવ ચાલી 2010_04 Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ શાસનપ્રભાવક શકતા ન હતા. બે મુનિવર્યો હાથ પર બેસાડીને હંમેશાં દાદાના દર્શન લઈ જતા. ભમતીની બધી જ દેરીઓનાં દર્શન કરાવતા. આ સેવામાં પૂ. પં. શ્રી પ્રેમવિજ્યજી ઘણી વાર આખી રાત જાગતા. અંત સમયે પોતાને બધે વાર ગુરુદેવશ્રી પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજને સેંપતા ગયા. સ્થાપનાજી તથા આસન આપ્યાં. વાસક્ષેપ અને સૂરિમંત્ર સંપ્યા. કાળધર્મ પામતાં પહેલાં પૂ. ગુરુદેવશ્રીએ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજને ભલામણ કરી હતી કે, “મારા પ્રેમવિજયજીને તમે આચાર્યપદે આરૂઢ કરજે.” આથી તેઓશ્રીની આજ્ઞાને અનુવતીને પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે વાસક્ષેપ મોકલ્યા અને પાટણના શ્રીસંઘની હાજરીમાં મહત્સવપૂર્વક સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના શુભ દિવસે પૂ.પં. શ્રી સુબોધવિજયજી મહારાજે આચાર્ય પદવીથી અલંકૃત કર્યા પાટણ ઉપર પૂજ્યશ્રીના ઘણા ઉપકાર છે. ઘણા પટ્ટણીઓ પૂજ્યશ્રીના પરમ ભક્તો છે. તેમના આગ્રહથી પૂજ્યશ્રીની આચાર્ય પદવી પાટણમાં થઈ પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવને ગુણ અનુપમ કોટિન છે. હજારો ભાવિકને એને સાક્ષાત્કાર થયેલ છે કે, તીવ્ર ચિંતા અને ભારે ઉપાધિથી દબાયેલે માનવી જે ગુરુદેવને ચરણે બેસે કે તરત જ મન-મગજ શાંત થઈ જાય. એમની એક દષ્ટિ પડતાં જ અસહ્ય દુઃખને પચાવી જવાની ગજબની શક્તિ માનવીમાં પ્રગટે છે. આ વાત્સલ્યભાવ સાથે પૂજ્યશ્રીમાં કાંચનમણિના સંગ સમો બીજો ભાવ પ્રશાંતપણાને છે. ગમે તેવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રી સદાય સૌમ્ય અને કરુણાની મૂર્તિ જ લાગતા હોય છે. તેને લીધે તેઓશ્રીની વાણી પણ મૃદુ, મધુર અને પ્રભાવક બની ગઈ છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં હજારો ભાવિકેનાં અંતર જીતી લેવાની અદ્ભુત શક્તિનાં દર્શન થાય છે. ઉપરાંત, પૂજ્યશ્રી ક્ષમાના ભંડાર છે. સામાન્યતઃ પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ જ એવું છે કે એમની આજ્ઞા કેઈ લોપે નહીં. પરંતુ કેઈ દુર્ભાગી જીવથી એવું કાર્ય થઈ જાય તે પૂજ્યશ્રી લક્ષમાં લે જ નહીં. પૂજ્યશ્રીને કદી કેને અપરાધ હૈયે વચ્ચે જ નથી! પૂજ્યશ્રીને આજે (સં. ૨૦૪૮) ૭૧ વર્ષની વયે પણ એટલી જ જ્ઞાનપિપાસા છે કે જેટલી નાનપણમાં હતી. તેઓશ્રીને આગમોના ઊંડા ભાવાર્થો ઉઘાડવાની અદમ્ય અભીપ્સા છે. નિશ્રાવતી સાધુઓને કોમળ કળીની જેમ માવજતથી ભણાવીને તૈયાર કરવા તરફ પૂજ્યશ્રી વિશેષ લક્ષ આપે છે. સમુદાયના અધિપતિ હોવા છતાં નમ્રતાના અવતાર છે. જ્ઞાન અને ભક્તિના મહાસંગમ સમા પૂ. ગુરુદેવ લાખો ભાવિકેના ભાવપ્રાણના અને ધર્મભાવનાના આધારસ્તંભ છે. પૂજ્યશ્રીના અને પૂ. આ. શ્રી વિજ્યસુબોધસૂરિજી મહારાજ – એ બાંધવબેલડીના સદુપદેશથી શ્રી શંખેશ્વર મહાતીર્થમાં, પૂ. ગુરુભગવંતની કાળધર્મભૂમિમાં સ્મારક નિમિત્તે શ્રી ભક્તિનગરનું વિશાળ આયોજન થયું છે. તેમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ મુખ્ય છે. પાર્શ્વનાથ પરમાત્માના ૧૦૮ તીર્થોના પ્રતીક રૂપ ૧૦૮ દેરીઓ તથા શાસનદેવ-દેવીઓ અને ગુરુમૂર્તિઓની દેરીઓ મળીને ૧૧૬ દેવકુલિકાઓથી શોભતું મધ્યમાં મહાપ્રાસાદવાળું ભવ્ય દેરાસર નિર્માણ થયું છે. ૮૪૦૦૦ ચો. ફૂટમાં પથરાયેલા આ વિશાળ દેરાસરનું ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાની પણ યોજના ઘડાઈ ચૂકી છે. આ ભક્તિનગરમાં બે ધર્મશાળાઓ, ભજનશાળાઓ, ગુરુકુળ, વિદ્યામંદિર, ઉપાશ્રયે, બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ તથા સાધર્મિક બંધુઓના રહેઠાણ 2010_04 Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ४१५ પણ બની રહ્યાં છે. જેનશાસનમાં વિક્રમની ૨૧મી સદીનું યાદગાર ભેટશું–સંભારણું બની રહે તેવી આ અભૂતપૂર્વ યોજના છે. આ મહાપ્રાસાદની પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમના શુભ દિવસે થઈ. અગિયાર દિવસને ભવ્ય મહોત્સવ ઊજવા. સવા લાખની માનવમેદનીએ આ પાવન પ્રસંગને લાભ લીધે. ઇતિહાસમાં આવી ભવ્ય અને સુવ્યવસ્થિત પ્રતિષ્ઠા છેલ્લાં ઘણાં વર્ષોમાં થઈ નથી. આ મંગલ કાર્યમાં પણ પૂજ્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વનાં દર્શન થતાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૨૦૪૪ના ચિત્ર માસમાં રાજનગર–અમદાવાદમાં પંકજ સેસાયટીના ઉપાશ્રયે થયેલા શ્રમણ સંમેલનમાં પણ આગેવાનીભર્યો ભાગ લીધે હતે. વર્ષોથી ચાલતા પર્વતિથિના ઝગડાઓને તાત્કાલિક ઉકેલ લાવવા જરૂરી હતું. કાયમી એકતા સધાય તે અત્યંત આવશ્યક હતું. પ્રવસમિતિની આ બેઠકમાં પણ પૂજ્યશ્રીએ આ યક્ષપ્રશ્નને સર્વમાન્ય ઉકેલ લાવવામાં ઘણી મહેનત લીધી હતી. આજે પણ પિતાની પ્રચંડ પ્રતિભા અને પનેતા પુણ્યાઈથી શાસનને અને સમુદાયને શોભાવી રહ્યા છે. પૂજ્યશ્રીના અનેક શિષ્ય-પ્રશિષ્ય શાસનપ્રભાવના કરતા વિચરી રહ્યા છે, જેમાં શિષ્ય – મુનિશ્રી કમલવિજયજી, સ્વ. મુનિશ્રી મુક્તિવિજયજી, મુનિશ્રી પદ્મવિયજી, મુનિશ્રી ઉત્તમવિજયજી, મુનિશ્રી ચંદ્રસેનવિજ્યજી ગણિ, મુનિશ્રી રત્નશેખરવિજયજી તથા પ્રશિષ્ય – મુનિશ્રી પ્રકાશવિજ્યજી, મુનિશ્રી મહાનંદવિજયજી, મુનિશ્રી મનમેહનવિજયજી, મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી, મુનિશ્રી દેવચંદ્રવિજયજી, મુનિશ્રી હેમચંદ્રવિજ્યજી, મુનિશ્રી કુલચંદ્રવિજયજી, મુનિશ્રી અભયચંદ્રવિજયજી, મુનિશ્રી અણમોલરત્નવિજયજી વગેરે છે. એવા પ્રશાંતમૂતિ કૃપાવતાર આચાર્યભગવંતને કેટ કેટિ વંદન હો ! (સંકલન : પૂ. મુનિશ્રી રત્નશેખરવિજયજી મહારાજ) દક્ષાબેધદાતા, સુસંયમ સાધનિકચિત્ત, ક્રિયાક્ષ, યોગદહનનિપુણ, સારણદિ પ્રેરણા પ્રવીણ અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ ગગનમંડળમાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓ ઘણું છે. એ સહુ પિતાપિતાની વિશિષ્ટતાઓ ધરાવે છે. ચંદ્ર પણ પ્રશસ્ય છે. મંગળ પણ મનમેહન છે, શુક પણ આકર્ષક છે. બગીચામાં ફલે ઘણાં હોય છે, પણ પ્રત્યેકને પિતાની વિશેષતા હોય છે. ગુલાબની જેમ જ જાઈ, જૂઈ કે મગરે પિતાપિતાનું મહત્ત્વ ધરાવે છે. રંગોળીના સાતેય રંગમાં કેઈ રંગ એકબીજાથી ઊતરતે હેતું નથી. પ્રત્યેક પિતાને સ્થાને વિશિષ્ટ છે. એવી જ રીતે, પૂ. તનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પણ પિતા પોતાની આગવી વિશિષ્ટતાઓથી શાસનને પિતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા છે. આ સહુમાં આગળ તરી આવતું નામ એટલે બાંધવલડી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૫. આ. શ્રી વિજયસુબોધસૂરી શ્ર. ૫૯ 2010_04 Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના સંસારીપણે નાનાભાઈ છે; તેઓશ્રી સમુદાયના ગચ્છાધિપતિ છે; પરંતુ રાજ્યના સર્વ કાર્યભાર પ્રધાન ચલાવે તેમ, સમુદાયનું સઘળું કામકાજ પૂ. આ. શ્રી વિજયસુખાધસૂરીશ્વરજી મહારાજ જ ચલાવતા. અને આંધવા રામ-લક્ષ્મણની જોડી ગણાય. એકબીજાના પરિપૂરક બનીને ગમે તેવાં વિશાળ અને વિરાટ કાર્યાં પણ સરળતાથી પાર પાડે. પૂજ્યશ્રીના જન્મ સ. ૧૯૭૨ના વૈશાખ સુદ ૭ના દિવસે થયા હતા. તેમનું જન્મનામ શેષમલ હતું. માતાપિતા રાજસ્થાનમાંથી મહેસાણા આવીને રહ્યાં અને ત્યાં શેષમલને અભ્યાસ માટે શાળાએ બેસાડ્યા. તેમને ધર્મ પ્રત્યે પણ ખૂબ લગની હતી. તેમનામાં પરોપકારવૃત્તિ પણ ખૂબ હતી. ત્રિમા↑ નટ્ટુ તણે મોરો' અને ‘તેનાચતેન મુનિથા ' જેવાં સૂક્તા પૂજ્યશ્રીના જીવનમાં પહેલેથી જ ચિતાર્થ થયાં હતાં. બાળપણથી જ પહેલાં ભાઇ -બહેનમિત્રાને આપીને પછી પેાતાને લેવાની ટેવ હતી. વળી મિત્રાને ભણાવવાના પણ શોખ ખૂબ રાખતા. નાનપણમાંથી જ અંદરોઅંદરના કજિયા મિટાવી એકસ'ધ કરાવવાની આવડત ધરાવતા હતા. ધર્મ પ્રવૃત્તિઓ અને ધાર્મિક અધ્યયનમાં ઊંડો રસ દાખવતા હતા. સ. ૧૯૮૭માં નાનાભાઈ પન્નાલાલની દીક્ષા થઈ. ત્યાર બાદ મહેસાણામાં ઉપધાન શરૂ થયાં. પૂજ્યશ્રી ઉપધાનમાં જોડાયા. પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજની સૂયગડાંગ સૂત્રની અમ્રુતદેશના સાંભળીને સંસાર પ્રત્યે તીવ્ર અરુચિ જન્મી અને તુરત દીક્ષા લેવાની ભાવના થઇ. રાતિદવસ દીક્ષા લેવાનું જ રટણ કરવા લાગ્યા. માતાએ પણ ભાઈ શેષમલના ઉત્કટ વૈરાગ્યને જોઈ ને અનુમતિ આપી. સ. ૧૯૮૮ના પોષ વદ ૧૦ને શુભ દિવસે વીરમગામ મુકામે પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ અને નામ આપ્યું મુનિશ્રી સુમેાધવિજયજી. ખરેખર, મુનિશ્રી યથાનામણુ આધ આપવામાં અત્યંત કુશળ હોવાથી અનેક પુણ્યશાળી જીવાને પ્રતિબાધવામાં સફળ રહ્યા. પોતાની આ સાહજિક પ્રતિભાથી તેઓશ્રીએ અનેક જીવેાને ચારિત્રપથે ચડાવ્યા. પૂજ્યશ્રી જ્યારે બુલંદ કંઠે કથાગીત લલકારતા, ત્યારે ભલભલાં પાષાણુહૈયાં પણ પીગળી જતાં, પૂજ્યશ્રીને કથાકથનશૈલી વરેલી હતી, તેથી હમેશાં સે ંકડા આખાલવૃદ્ધ ભાવિક તેએાશ્રીના કથામૃતથી ધન્ય ધન્ય બનતા આજે ગામેગામ એવા સે’કડા યુવાનેા મળશે કે જેએ કહેશે કે, પૂ. આ. શ્રી વિજયસુખાધસૂરીશ્વરજી મહારાજના કથામૃતથી જ અમારા જીવનમાં ધનેા પાયે નખાયા છે. તેઓશ્રી બાળકોના ધાર્મિક સંસ્કારો ખીલવવા તરફ વિશેષ ધ્યાન આપતા. દરેકને નાના-મોટા નિયમ આપી, તેએની ધમ પ્રત્યેની રુચિને સ્થિર કરી છે અને વિકસાવી છે, જેમાંથી ઘણાએ સંયમજીવનના સ્વીકાર કરેલા છે. શાસ્ત્રામાં ધાર્મિક પિતાના પુત્ર કમલનું દૃષ્ટાંત છે: પિતા તેને ધ પમાડવા માટે અનેક આચાર્ય ભગવંતા પાસે લઈ જાય છે, પણ ફાવતા નથી. છેવટે એક ‘ વ્યવહારકુશળ ' આચાય તેને પ્રતિધે છે, અને ધમ માગે વાળે છે. આવી વિદ્યા જાણનારને ‘ વ્યવહારકુશળ ' કહેવાય છે. આચાય ભગવાને આ એક વિશેષ ગુણ માનવામાં આવે છે. આ ગુણુ પૂ. આ. શ્રી વિજયસુખેધસૂરીશ્વરજી મહારાજમાં ઉત્તમ રીતે ખીલેલા જોવા મળતા. તેઓશ્રી ભલભલા નાસ્તિકને પણ ધર્મ પમાડી ચુસ્ત આરાધક બનાવી દેતા. સં. ૨૦૧૦ના 6 2010_04 શાસનપ્રભાવક Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે મહા સુદ પાંચમે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમને પંન્યાસપદથી અલંકૃત કર્યા, તથા સં. ૨૦૨૯માં મુંબઈ-ગોરેગાંવ શ્રીસંઘ તથા અન્ય શ્રીસંઘ તથા અન્ય શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી માગશર સુદ બીજે જવાહરનગરમાં તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. બાંધવબેલડીની પ્રશસ્ય પ્રભાવના : પૂર્વોપાર્જિત આયુષ્ય ભોગવાનું તે પ્રત્યેક મનુષ્ય માટે સ્વાભાવિક છે, પણ બહુ ઓછા મનુષ્ય માનવજીવનને સફળ બનાવી શકે છે. સફળ જીવન જીવી જનારા મનુષ્ય જ મહાપુરુષે છે. મહાપુરુષોનાં ચરિત્ર ચિત્તને ચમત્કાર પમાડનાર, મનને મગ્ન કરનારા અને હૈયાને આહૂલાદિત કરનારું હોય છે. વિક્રમની વીસમી સદીમાં અનેક મહાપુરુષે જૈનશાસનને દીપાવી ગયા, આજે પણ અજવાળી રહ્યા છે, તેમાં એક અતિ પ્રસિદ્ધ નામ છે. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પણ સૂર્ય સાથે ચંદ્ર યાદ આવે જ, રામ સાથે લક્ષમણ સ્મરણપટ પર પ્રગટ થયા વિના ન રહે, તેમ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના નામ સાથે પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજનું નામ પણ યાદ આવ્યા વિના રહે નહીં. કેવળ એટલે જ નહિ કે તેઓશ્રી સંસારીપણે ભાઈઓ હતાપરંતુ આજ સુધી અનેક મહાન શાસનકાર્યોમાં બંનેના પરસ્પરના પ્રગાઢ અને જુદી જ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, તેથી આ બાંધવબેલડીને નેહ પ્રશસ્ય અને આદર્શરૂપ બની ગયું છે! આ બાંધવબેલડીના જ્ઞાનધ્યાન અને તપત્યાગને પ્રભાવે જૈનધર્મને સૂર્ય પૂર્ણ કળાએ ખીલી ઊડ્યો. તેઓશ્રી જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં જોતજોતામાં સૌનાં દિલ જીતી લે. તેઓશ્રીની વિદ્વત્તાથી વિદ્વાને અંજાઈ જતા. અનેક સંઘમાં જાહેરજલાલીભર્યા માસાં કરી આરાધનાઓની રેલમછેલ વરસાવી છે, હજારોનાં જીવનમાં વ્રત-પચ્ચકખાણ-તપત્યાગની રંગેળી પૂરી છે. હિંગનઘાટ, પૂના સીટી, પુના–આદિનાથ સંસાયટી, દોંડ (બારામતી), વાઈ (મહાબલેશ્વર), મુંબઈ-મરીન ડ્રાઈવ વગેરે અનેક સ્થળોએ અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી છે. આ ઉપરાંત, પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજની અંતિમ ભાવનાને સાકાર કરવા માટે આ બાંધવબેલડીએ મુંબઈમાં ૧૦૮ શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં પ્રતીક રૂપે ૧૦૮ શ્રી પાર્શ્વનાથ સામૂહિક મહામંદિરનો ઉપદેશ આપ્યો. પ્રભુભક્તોએ તેઓશ્રીને આદેશ ઝીલી લીધા અને શ્રી શખેશ્વર મહાતીર્થમાં ૮૪૦૦૦ ચિ. ફૂટના વિસ્તારમાં વિશ્વભરનું અજોડ એવું વિશાળ જિનાલય નિર્માણ પામ્યું. તેઓશ્રીના વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી જૈનશાસનની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. પૂજ્યશ્રીના શિષ્યમાં ૧. પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ૨. પૂ. પં. શ્રી અરુણવિજયજી ગણિ, ૩. પૂ. પં. શ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ, ૪. મુનિશ્રી વિદ્યાચંદ્રવિજ્યજી મહારાજ મુખ્ય છે. અને પ્રશિષ્યમાં મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી ચંદ્રશેખરવિજ્યજી મહારાજ, મુનિશ્રી ભદ્રસેનવિજયજી, મુનિશ્રી જયચંદ્રવિજ્યજી મહારાજ, મુનિશ્રી હરિ વિજયજી મહારાજ, મુનિશ્રી ધનપાલવિયજી મહારાજ, મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી હેમંતવિજ્યજી મહારાજ, મુનિશ્રી શીલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી મહારાજ આદિ છે. પૂજ્યશ્રીના શિપ્રશિષ્ય વિદ્વાન, વ્યાખ્યાનકાર અને શાસનપ્રભાવક બન્યા છે. પૂ. આ. શ્રી 2010_04 Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શાસનપ્રભાવક વિજયલબ્ધિસૂરિજી મહારાજ આચાર્યપદે આરૂઢ થયા છે. પૂ. પંન્યાસ શ્રી અરુણવિજ્યજી દુર્ઘર્ષ વિદ્વાન અને અજોડ વક્તા છે. પૂ. પંન્યાસશ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ મહાન તપસ્વી છે, મુનિશ્રી વિદ્યાચંદ્રવિજયજી ગુરુસેવા-વૈયાવચ્ચ વિનયમાં તત્પર છે. આમ, પ્રત્યેક મુનિવર્યને કેઈ ને કઈ વિશેષતા વરેલી છે અને એ બધા સદ્ગુણ-સિંચનનું મૂળસોત પૂ. આ. શ્રી વિજયસુબેધસૂરીશ્વરજી મહારાજ છે. સં. ૨૦૪૭ના માગશર સુદ ૧૧ના પૂજ્યશ્રીનું અમદાવાદ-ગિરધરનગરમાં આવેલ ચત્રભુજ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ નબળાઈ વધતી ચાલી, સ્વાથ્ય બગડતું જ ચાલ્યું. માગશર સુદ ૧૩ના રાત્રે ૯-૨૫ના કાળધર્મ પામ્યા. અંતિમ સમયે પૂજ્યશ્રીની આત્મપરિણતિ અને સમતા અનેખી હતી. પૂજ્યશ્રીના નશ્વર દેહને શંખેશ્વર લાવી, તેમના ચિરંજીવ એવા શ્રી ભક્તિનગરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. સ્વ-પર કલ્યાણમાં જીવનને ઉજજ્વળ અને પરમ ઉપકારી બનાવનાર એવા આ મહાસમર્થ આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! (સંકલન : પૂ. પંન્યાસશ્રી શાંતિચંદ્રવિજ્યજી ગણિ) શાંત-સૌમ્ય-તપમૂર્તિ, શાસન પ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધન્ય સૌરાષ્ટ્રની ધણી, જયાં યુગ યુગથી ધર્મધ્વજ ઊંચે ઊંચે આકાશમાં લહેરાતી રહી છે. આ દેશની દ્વારિકા નગરીની બાજુમાં આંભરડા નામનું ગામ છે. એ ગામમાં માંડ પંદરેક જેટલાં જૈનાનાં ઘર છે. નહિ દેરાસર, નહિ ઉપાશ્રય, નહિ સાધુ-સાધ્વીને સત્સંગ, પરંતુ કઈ પ્રબળ પુણ્યાઈને પ્રભાવે જેનેનું જૈનત્વ અખંડ ટકી રહેલું. આ ગામમાં ગાંધીકુટુંબમાં કાલીદાસભાઈ રહે. તેમનાં ધર્મપત્ની વસ્તુબાઈ એ સં. ૧૮૬૩ના ભાદરવા સુદ ૪ના પવિત્ર દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ વિઠ્ઠલભાઈ રાખ્યું. પરભવના પુણ્ય અને જન્મના પવિત્ર ગે બાળકમાં પહેલેથી જ ધમના સંસ્કાર પ્રબળ થતા ચાલ્યા. આગળ જતાં, જામનગર મોસાળમાં ભણવા ગયા. ત્યાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે. દેશના–શ્રવણથી વૈરાગ્યનાં બીજ વવાયાં અને માતાપિતાની સંમતિ મેળવી સં. ૧૩ના વૈશાખ વદ ના શુભ દિવસે મહેસાણા મુકામે દીક્ષા ગ્રહણ કરી પૂ. ગુરુદેવના ચરણે જીવન સમર્પિત કર્યું, અને મુનિશ્રી વિનયવિજયજી નામે ઘેષિત થયા. પૂ. ગુરુદેવશ્રીની છત્રછાયામાં અભ્યાસ અને આરાધના કરતાં આગળ વધ્યા. પૂ. ગુરુદેવને જપ-તપને વાર પ્રાપ્ત કરવામાં સારી સફળતાને વર્યા. વર્ષીતપ-માસક્ષમણ આદિ વિવિધ તપશ્ચર્યા સાથે વિચરતા મુનિશ્રી વિનયવિજયજી મહારાજને સં. ૨૦૧૦માં પૂ. ગુરુદેવે ગણિપંન્યાસપદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રી આજે સરળતા અને નિખાલસતા, વાત્સલ્ય અને ભક્તિના ગુણે વડે અને કોના દિલ જીતી રહ્યા છે. તેઓશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈને સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે ભેંયણીતીર્થમાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. 2010_04 Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૪૬૯ આજે ૮૫ વર્ષની પરિપકવ વયે તેઓશ્રી કાયમી એકાસણને તપ અને મહામંત્રને સતત જપ સેવી રહ્યા છે. સં. ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ મધ્યે કર્યું ત્યારે ભારે શાસનપ્રભાવના થવા પામી હતી. વંદન હો એ મુક્તિના મુસાફિર મહાપુરુષ પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજને ! સંયમજીવનના પ્રખર સાધક, મહાન તપસ્વી, ભદ્રપરિણામી, પૂ. આચાર્યશ્રી વિજયપ્રસન્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ કચ્છના વાગડ પ્રદેશમાં ભચાઉ તાલુકો છે. આ તાલુકામાં વસા ઓસવાલનાં લગભગ ૬૦૦ ઘર વસેલાં છે. ત્યાંના રહેવાસી છેડા રાણાભાઈને ત્રણ પુત્રો અને બે પુત્રીઓને વિસ્તાર હતા. તેમાં ત્રીજા નંબરના પુત્ર પુનશીને જન્મ સં. ૧૯૭રના અષાઢ સુદ પાંચમે થયે હતે. સં. ૧૯૭૩માં પ્લેગ ફાટી નીકળવાથી કુટુંબ વેરવિખેર થઈ ગયું. ગરીબી, અસહાયતા, નિરક્ષરતામાં રહેતા આ કુટુંબના મોટાભાઈ એક વર્ષના પુનશીને લઈને મુંબઈ આવ્યા. મુંબઈ તેઓનું મોસાળ હતું. મોસાળમાં તેમનો ઉછેર થત રહ્યો. સાથે સાથે અભ્યાસ અને વેપારમાં પણ ધ્યાન આપતા ગયા. ધમેં ન હોવા છતાં ધર્મવિહીન જીવન જીવતા પુનશીને અચાનક એક કલ્પસૂત્ર વાંચવામાં આવ્યું અને તેનામાં ધર્મરુચિ જાગૃત થઈ. પછી તે નિત્યદર્શનના સંસ્કાર પડશે. રાત્રિભેજનને ત્યાગ કર્યો અને સં. ૧૯૮૮થી પૂ. પં. શ્રી માણેકસાગરજી મહારાજના સાન્નિધ્યમાં નવકાર મહામંત્રની શરૂઆત કરી. ધીમે ધીમે પુનશી ધર્મના રંગે રંગાઈ ગયા. સં. ૧૯૯૦ના મહા વદ પાંચમને દિવસે દીક્ષા ગ્રહણ કરી, પુનશીમાંથી મુનિશ્રી પ્રભાવવિજયજી બની રહ્યા. દીક્ષા ગ્રહણ પછી મુનિશ્રીનાં અભ્યાસ-તપ વધતાં ચાલ્યાં. સં. ૧૯૯૦માં અમદાવાદના આંગણે ભરાયેલા મુનિસંમેલનના દર્શન કરીને અપૂર્વ આનંદ અનુભવ્યું. એમાંથી પ્રેરણા મેળવી. તેમ જ ઉત્તરોત્તર ગદ્વહનની ક્રિયાઓ, ગિરિરાજની યાત્રાઓ, ઉત્કૃષ્ટ સાધના, વર્ધમાન તપ, આયંબિલની દર ઓળી, અરિહંતપદની આરાધના શરૂ થઈ. પૂ. ગુરુદેવશ્રીના સ્વર્ગગમન પછી પૂ. પં. શ્રી પ્રભાવવિજયજી મહારાજે ધર્મ પ્રભાવના કરી. સં. ૨૦૨૯ત્રા મહા વદ ને દિવસે પાલીતાણામાં તેઓશ્રીને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા. પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજે આચાર્યપદ આપી આચાર્યશ્રી પ્રસન્નચંદ્રસૂરિ નામ આપ્યું. આચાર્યપદ પ્રાપ્ત કરીને તેઓશ્રીએ અનેક સ્થળોએ વિહાર કર્યો અને અનેક જીવને ધર્મ પમાડીને દીક્ષા પ્રદાન કરી. વવૃદ્ધ મુનિરાજશ્રી મેરુવિજ્યજી મહારાજ, જે પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજના સુશિષ્ય છે તેઓ પૂજ્યશ્રી સાથે વર્ષોથી રહેતા હતા અને અંત સમય સુધી તેઓશ્રીની સેવા કરતા રહ્યા. પૂજ્યશ્રી સં. ૨૦૪પના મહા સુદ પાંચમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મહાતીર્થના ભક્તિવિહાર મહાપ્રાસાદ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શિષ્યસમુદાય સમેત ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ ફાગણ સુદ ૧૩ની સવારે ૯-૧૫ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. 2010_04 Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજ્યપ્રસન્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ સ્વભાવે ભદ્રિક, પાપભીરુ અને સંતનિષ્ઠ સંત હતા. ત્યાગ, વૈરાગ્ય અને સંયમશ્રીથી તેઓશ્રીનું જીવન શોભતું હતું. વિવેક અને નમ્રતા એમના મહાન ગુણ હતા. એને લીધે ગુજરાત અને ગુજરાત બહાર અનેક ચેમાસાંઓ કર્યા તે સર્વ આરાધનાથી મહેકી ઊઠતાં હતાં. તેઓશ્રી જે પ્રતિબોધ આપે તે આબાલવૃદ્ધ સર્વ ભાવિકે સહર્ષ ઝીલી લેતા હતા. નાનામોટા સર્વ પ્રત્યે સમાન વાત્સલ્ય દર્શાવતા. સર્વને ધર્મને લાભ આપતા. મહત્તાની કશી ખેવના કરતા નહીં. એવા એ નિઃસ્પૃહી, નમ્રતામૂતિ, વાત્સલ્યમૂતિ શાસનપ્રભાવકને કેટિશ વંદના ! (સંકલન : પૂ. મુનિશ્રી રત્નશેખરવિજયજી મહારાજ) સૌરાષ્ટ્ર-દીપક', ઉગ્રવિહારી, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયરૂચચંદ્રસૂરીશ્વરજી મહારાજ યુગે યુગે જેનશાસનમાં ગુણપુની સુવાસ હંમેશાં મહેકતી રહી છે. શાસનનું આ એક પરમ સદ્ભાગ્ય છે કે પલટાતા પ્રવાહમાં અનેક તાણાવાણા વચ્ચે પણ મુક્તિમાર્ગના પથપ્રદર્શક દ્વારા આપણને અહર્નિશ પ્રસન્નતા અને શાંતિ મળતાં રહ્યાં છે. વિશાળ શિષ્યસમુદાયના તનિધિ ગુરુદેવશ્રી અને વર્ધમાન–આયંબિલ તપને પાયો નાખનાર પૂ. આચાર્યભગવંત શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ્રખર તપસ્વી પૂ. આ. શ્રી વિજ્ય ચકચંદ્રસૂરિજી મહારાજ પણ વર્તમાનમાં અનેક ના તરણહાર બનીને ચતુર્વિધ સંઘમાં કેઈ અપૂર્વ આનંદ લહેરાવી રહ્યા છે. આ આનંદ-પરમાનંદનું ઉદ્ભવસ્થાન હતું, નાનું પણ ધર્મભાવનાથી છલકાતું સાલડી ગામ. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે આવેલું આ સાલડી ગામ પૂ. આચાર્યશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં પાવન પગલાંથી ધર્મભક્તિ વડે હર્યુંભર્યું અને કૃતકૃત્ય બન્યું છે. આ ધન્ય ધરામાંથી જૈનશાસનને ત્રણ ત્રણ શ્રમણભગવંતેની ભેટ મળી છે. તેમાં સૌ પ્રથમ છે આપણા ચરિત્રનાયક પૂ. આ. શ્રી વિજયરૂચમચંદ્રસૂરિજી મહારાજના ગુરુદેવપૂ. પંન્યાસશ્રી કનકવિજયજી ગણિવર્ય. સં. ૧૯૬૦માં આ જ સાલડી ગામમાં તેઓશ્રીને જન્મ થયે હતે. પિતાનું નામ ડાહ્યાભાઈ, માતાનું નામ ઝરમરબહેન અને તેમનું જન્મનામ કંકુચંદ હતું. ધર્મભવિત આ કુટુંબમાં ભાઈ કંકુચંદને ધર્મમાગે વિકાસપૂર્વના કેઈ પુણ્યયોગે તેમ જ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ આદિના સત્સમાગમથી સોળે કળાએ થવા લાગ્યા અને સમય થયે આંબા પાકે તેમ, એક પુણ્ય ઘડીએ, સં. ૧૯૮૮ના મહા સુદ ૬ને દિવસે, પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, સાલડી મુકામે જ, દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી કનકવિજયજી નામે જીવનને ચરિતાર્થ બનાવ્યું. સાથે સાથે ગુઆણા, વિનય-વિવેક, શાસ્ત્રાભ્યાસ, જપ-તપ પૂર્વક સંયમજીવનને પણ સ્વપર કલ્યાણના માર્ગો ઉજવળ અને યશસ્વી બનાવ્યું. પૂજ્યશ્રીમાં શોભી રહેલી આ અનુપમ શાસનપ્રભાવકતાથી સં. ૨૦૦૮ના માગશર સુદ પાંચમે પાટણ મુકામે ગણિપદની અને સં. ૨૦૧૦ના માગશર સુદ પાંચમે અમદાવાદમાં પંન્યાસપદવી આપવામાં આવી. 2010_04 Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર આ સાલડી ગામે બીજા શ્રમણુભગવંતની ભેટ આપી તે પૂ. મુનિશ્રી સુયશવિજયજી મહારાજ; અને ત્રીજા તે પૂ. આ. શ્રી વિજયરૂચકચંદ્રસૂરીશ્વરજી મહારાજ. આ બંનેના ગુરુ પૂ. પંન્યાસ શ્રી કનકવિજયજી મહારાજ. ધન્ય એવા આ સાલડી ગામે ધર્મનિષ્ઠ મણિભાઈ અને મતીબહેનને ત્યાં સં. ૧૯૮૪ના અષાઢ સુદ ૧૦ના દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે. ધર્મિષ્ઠ માતાપિતા તરફથી સુસંસ્કાર પ્રાપ્ત થવાથી બાળપણથી જ જૈન ધર્મ અને શાસનના વિરાટ આદર્શો હંમેશાં નજર સમક્ષ રહેવા લાગ્યા. શાસન પ્રત્યે નાની ઉંમરે અવિહડ રાગ જમે. પૂર્વભવના પ્રબળ પુણ્ય અને આ ભવની વિશિષ્ટ આરાધનાને પ્રતાપે શાસનના સુકાની બનવાના બધા માર્ગો અનુકૂળ બનતા ચાલ્યા. દેવદર્શન, ગુરુવંદના, તપશ્ચર્યા, અભક્ષ્યત્યાગ અને સંતવાણીના શ્રવણમાં મન સતત રમમાણ રહેવા લાગ્યું. સમય જતાં ચારિત્રરત્નની સાધના માટે મનમાં ગાંઠ વાળી. અને અંતે સંયમમાગને સ્વીકાર કરતાં સં. ૨૦૦૩ના વૈશાખ સુદ ૧૦ના દિવસે દીક્ષા અંગીકાર કરી. ત્યાર બાદ જપ-તપ અને જ્ઞાનધ્યાનમાં ઉત્તરોત્તર આગળ વધતાં સં. ૨૦૧૮ના માગશર સુદ ૩ના દિવસે ગણિપદ, સં. ૨૦૨૮ના માગશર સુદ ૭ના દિવસે પંન્યાસપદ અને સં. ૨૦૨૯ના માગશર સુદ ના દિવસે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. જિનાજ્ઞા અને ગુર્વાસા મુજબનું તેઓશ્રીનું સાદું અને તપસ્વી જીવન જોતાં “સૌરાષ્ટ્ર દીપક” તરીકેની એક વિશિષ્ટ છાપ સમગ્ર જૈન સમાજમાં ઊપસી છે. પૂ. દાદાગુરુએ વર્ધમાનઆયંબિલ તપની ભાવનાને જે વ્યાપકરૂપે વિસ્તાર છે એ જ ભાવનાને તેઓશ્રીએ બલવત્તર બનાવી છે. એ હે અમદાવાદનું શાહપુર આયંબિલ ખાતું તેઓશ્રીની જીર્ણોદ્ધાર કરાવવાની પ્રવૃત્તિનું સાક્ષી છે. આવાં કાર્યોમાં પૂજ્યશ્રી ઘણું જ જહેમત લેતા હોય છે. એ રીતે, વિરમગામ પાસેના રામપુર-ભં કેડાના આયંબિલખાતામાં પણ ભારે પુરુષાર્થને અંતે જીર્ણોદ્ધાર કરાવ્યું. ત્રીશથી પાંત્રીસ જેટલાં ઉપાશ્રયો તૈયાર કરાવ્યાં અને અનેક જીર્ણ ઉપાશ્રયેના જીર્ણોદ્ધાર કરાવ્યા. શ્રી શંખેશ્વર, મહેસાણા, પાનસર, ચારૂપ, પાલીતાણું, ભરૂચ વગેરે તીર્થસ્થાને પર વીસ જેટલા પદયાત્રા સંઘ લઈ જઈને જૈનધર્મની ધજાપતાકા ઊંચા ગગનમાં લહેરાવી. ત્રણ ચાતુર્માસ તળાજામાં અને ત્રણ ચાતુર્માસ ભાવનગરમાં કરીને તે વિસ્તારની પ્રજાને પિતાના પ્રખર વ્યક્તિત્વને લાભ આપે. સં. ૨૦૩૮માં ભાવનગરમાં સાધર્મિક સેવા સમાજની સ્થાપના કરી મહાન સેવાનું ઉદાહરણ પૂરું પાડયું. સં. ૨૦૩૯ના ચાતુર્માસ વખતે ચાલીસ જેટલાં મા ખમણ હતાં તે તેઓશ્રીના તપોબળની પ્રતીતિ કરાવે છે. શ્રી સિદ્ધગિરિજીના ૧૨ જેટલા વિશાળ સંઘે અને બે વખતના ઉપધાનતપનાં આયેાજન યશસ્વી રીતે પાર પાડવામાં તેમની દિવ્ય શક્તિનો પરિચય મળી રહે છે. પૂજ્યશ્રીની જવલંત ધર્મભાવનાનું ઉત્તમ ઉદાહરણ તે અત્યારે ભાવનગર જિલ્લાના બોટાદ શહેરમાં સાયટીમાં તેઓશ્રીના પ્રેરક ઉપદેશથી સુવર્ણમય પિળા આરસનું ત્રણ શિખરબંધી ભવ્ય જિનાલય આકાર લઈ રહ્યું તે છે. આ વિશાળ કાર્યમાં પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભા, ધર્મભાવના અને કાર્યશૈલીને પરિચય પ્રાપ્ત થાય છે. આ જિલ્લાના ગ્રામપ્રદેશમાં-નાના કસ્બાઓમાં તેઓશ્રીની પ્રશાંત પ્રતિભાને દિવ્ય ચેત સૌનાં દિલમાં અને પ્રકાશ પાથરી રહેલ છે. પૂજ્યશ્રીની તપ અને સંયમની અનુપમ સાધના વંદનીય છે. 2010_04 Page #474 -------------------------------------------------------------------------- ________________ ક૭ર શાસનપ્રભાવક સં. ૨૦૪૦માં બોટાદ જૈનસંઘમાં મહાન આરાધના થઈબોટાદથી શત્રુંજયને છરી પાળતે સંઘ કાઢયો. સં. ૨૦૪૨માં અમદાવાદ–ખાનપુરમાં ૧૦૦ સિદ્ધિતપની આરાધના થઈ સં. ૨૦૪૩માં મુંબઈમાં સાંઘાણી એસ્ટેટમાં સિદ્ધચક્રપૂજન, સ્વામીવાત્સલ્ય આદિ સાથે ૨૩ મા ખમણ થયાં અને ત્યાં સેનાની વીંટી સામુદાયિક રીતે અપાયેલ. સં. ૨૦૪પમાં સુરત મધ્યે વડા ચૌટાના ચોમાસામાં ૭૫ મા ખમણ થયાં અને મફતબેન ઉત્તમલાલ ચેલાજીભાઈ પેથાણ તરફથી દરેકને વીટીની પ્રભાવના કરેલ, અને ત્યાંથી છરી પાળતે સંઘ પ્રથમવાર ભરૂચ ગયેલ. તેઓશ્રીને બે પ્રેમાળ શિવે-મુનિશ્રી ભદ્રવિજયજી અને મુનિશ્રી કુમુદચંદ્રવિજયજી મહારાજ ઉગ્ર વિહારમાં સાથે વિચરી રહ્યા છે. અને પૂ. ગુરુદેવશ્રીની જેમ જ શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો સ્વનામની સ્પૃહા વિના કરતા રહ્યા છે. ખરે જ, આવાં સંતરને જૈનશાસનનું ગૌરવ છે ! વંદન હજે એવા સમર્થ સૂરિવરને ! જ્યોતિષમાર્તડ, સમર્થ શાસ્ત્રવેત્તા, ધ્યાન-યોગના સાધક, પ્રતિભાસંપન્ન–સરળ-સૌમ્ય-શાંતમૂર્તિ, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ સમર્થ સંતના જીવનને શબ્દોથી શણગારવું, મહાન વિભૂતિના જીવનને વાણીથી વર્ણવવું, ગુરુના ગુણને ભાષામાં ગૂંથવા એ ગાગરમાં સાગર ભરવા જેવી અશક્ય પ્રવૃત્તિ છે; પૂ. આ. શ્રી વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું જીવન પણ એવું જ શબ્દાતીત અને અવર્ણનીય છે. આર્યદેશની ગૌરવવંતી ગુજરભૂમિમાં જિનમંદિરોથી શોભતા પવિત્ર પાટણ શહેરમાં અગણિત પુણ્યાત્મા થઈ ગયા. આ પવિત્ર ભૂમિ સમીપ એક નાનકડું લેવાણ ગામ છે. તેમાં વસતા મેરખિયા કુટુંબમાં ધર્મનિષ્ઠ રાયચંદભાઈને કુળમાં અને યથાર્થ ગુણસંપન્ન કંકુબહેનના સુખી સંસારમાં પંચરત્ન સમાં પાંચ સંતાન ત્રણ પુત્ર અને બે પુત્રીઓ. તેમાં એક પ્રભાવશાળી પુત્રની લહેરની લીલા એવી તે પ્રસરી કે આખું મેરખિયા કુટુંબ ધન્ય બની ગયું. તે હતા સંતાનરત્ન લહેરચંદ માતાપિતાના લાડીલા લહેરચંદ. જાણે સમજણના સાગર હતા. માતાપિતાની સનેહધારા એમના પર અનરાધાર વરસતી હતી લહેરચંદ નાનપણથી તેજસ્વી અને સાહસિક હતા. નાનપણમાં વ્યાવહારિક શિક્ષણ અને સુસંસ્કાર પ્રાપ્ત કરીને સૌના વિશેષ પ્રીતિપાત્ર બન્યા. ત્યાર પછી ધંધાથે કાકાશ્રી હાલચંદને ઘરે અમદાવાદ આવ્યા. ત્યાં પુણ્યદયથી સંસારી માસી–મહારાજશ્રી હેતશ્રીજીના સમાગમને પ્રભાવે સૂતી વખતે બાર નવકાર ગણવાને નિયમ લીધે. એના ફળસ્વરૂપ એક ચમત્કારિક ઘટના બની. સં. ૨૦૦૬ના માગશર સુદ પૂનમની રાત હતી. પૂજ્યશ્રી રાતે બાર નવકાર ગણીને સૂતા. આજે પણ એ અદ્દભુત અનુભવને વર્ણવતાં તેઓશ્રી કહે છે કે, “એ રાતે મેં સ્વપ્નમાં ઊંચેથી, દુરથી આવતા પ્રકાશ જે. ધેઘની જેમ વહેતે એ પ્રકાશ એટલે બધો ઝળહળતે 2010_04 Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૭૩ હતો કે મારાથી એ પ્રકાશ સહન થતું નહતું. બેલી ઊઠડ્યો: “કોણ છે? આ પ્રકાશ બંધ કરે. મારાથી આ સહન થતું નથી. ધીમે ધીમે પ્રકાશ સંકેલાતે ગયે. આંખને આંજી દેતે એ પ્રકાશ અદશ્ય થતાં જ એક દિવ્ય અને ભવ્ય પુરુષનાં દર્શન થયાં. ઊંચી પડછંદ કાયા, તપ્ત સુવર્ણ જે વર્ણ, માથે મુકુટ, કાને કુંડળ અને ચહેરા પર ભુવનમેહન સ્મિત, નયનેમાં હેતના સમંદર હિલેાળા લે. હું આનંદાશ્ચર્ય એમને જોઈ રહ્યો. પછી મેં પૂછ્યું : “આપ કોણ છે? શા માટે અહીં આવ્યા છે?” એ દિવ્યપુરુષે કહ્યું કે, “હું આ સંસારમાંથી તને છોડાવવા માટે આવ્યો છું. તારા હાથે જિનશાસનનાં ઘણું મહાન કાર્યો થવાનાં છે, તે તું જલદી સંસાર છોડીને દીક્ષા લઈ લે.” મને દીક્ષાની ખબર હતી નહીં. દીક્ષાજીવન કેવું હોય તેની જાણ હતી નહીં. થોડી ક્ષણો બાદ મને લાગ્યું કે મેં દીક્ષા લીધી છે, સાધુનાં કપડાંમાં ગોચરી લેવા જઈ રહ્યો છું. ગોચરી લઈને ઉપાશ્રયે પાછો આવું છું ત્યાં મારાં માસી મહારાજ હેતશ્રીજી વંદન કરવા પધારે છે અને સુખશાતા પૂછે છે આ દશ્ય એક ક્ષણમાં ભજવાઈ ગયું. પછી એ દિવ્યપુરુષે કહ્યું કે, “આનું નામ દીક્ષા. હવે તમે વિનાવિલંબે નીકળી પડે. શ્રીસંઘને તમારી જરૂર છે.” પણ મારાથી એ કઠેર જીવનનું પાલન નહિ થાય તે ?” થશે જ. હું તમારું રક્ષણ કરીશ.” “તો હું ક્યારે દિક્ષા લઉં તે કહે.” આવતા મહા સુદ ત્રીજે તમે દીક્ષા લઈ લે છે. આ દિવસ તમારા માટે સર્વોત્તમ છે” “ભલે. તે દિવસે હું દીક્ષા લઈ લઈશ. પણ હવે મને કયારે મળશે? ” ત્રીશ વર્ષ બાદ.' એમ કહીને એ દિવ્યપુરુષ અદશ્ય થઈ ગયા ! ” આ દિવ્ય સ્વપ્ન પછી લહેરચંદભાઈના જીવનમાં આત્મસાધનાની પુનિત લહેર ફરી વળી. તે જ દિવસે પહેલી વાર શાંતિભાઈને કહ્યું કે મારે તમારી સાથે પૂજા કરવા આવવું છે. દેરાસરમાં જઈને જિનપૂજા કરી. અનહદ ભાવથી ચામરનૃત્ય કર્યું. ત્યાર બાદ ઉજમફઈની ધર્મશાળામાં શાંતિભાઈ સાથે સામાયિક કરવા ગયા. એવામાં પ્રશાંતમૂર્તિ મુનિશ્રી પ્રેમવિજ્યજી મહારાજ (હાલ આચાર્ય), સત્યવક્તા મુનિશ્રી સુબેદવિજયજી મહારાજ (પછીથી આચાર્ય) સાથે સત્સંગ થયે. જેનત્વના સંસ્કાર જીવન સાથે જડાયા હતા, તેમાં અંતરમાં વૈરાગ્યના અંકુરે નવપલ્લવિત થયા. સંસારત્યાગને નિર્ણય પ્રબળ બન્યું. ગુરુદેવશ્રીને દીક્ષાની ભાવના જણાવી. દીક્ષા ન લેવાય ત્યાં સુધી ઘીને ત્યાગ કર્યો. દીક્ષા લેવા માટે માતાપિતાની અનુજ્ઞા મેળવવા ભગીરથ પ્રયત્નો કર્યા. માતાપિતા સંસારની માયાજાળમાં લપેટવા તત્પર હતાં, પરંતુ તેઓ પિતાના નિર્ણયમાં અડગ રહ્યા. એક રાતે લહેરચંદ ભાઈ-ભાભીને સૂતાં મૂકીને અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી ગુરુમહારાજ પાસે પહોંચીને બધી વાત કરી. ગુરુદેવશ્રી સુબોધવિજયજી મહારાજની કૃપાને પાત્ર બની નરેડા–અમદાવાદમાં સં. ૨૦૦૬ના મહા સુદ ત્રીજના દિવસે 2010_04 Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શાસનપ્રભાવક રત્નત્રયીની સાધના કરવા સંયમ પ્રદાન કરવામાં આવ્યું, અને પૂ. શ્રી સુબોધવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી લબ્ધિવિજયજી મહારાજ નામે ઘોષિત થયા. ત્યાર પછી જ્ઞાનપિપાસુ મુનિશ્રીએ પોતાના સમર્થ ગુરુવર્ય સાથે રહીને શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. પ્રકરણ, ભાગ્ય, કર્મગ્રંથાદિ શાસ્ત્રીય અભ્યાસ સાથે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, તર્ક, કેષ, તિષ આદિને અભ્યાસ કર્યો. જૈન સિદ્ધાંતનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું', અને તેઓશ્રી ઉત્તમ પ્રકારના વિદ્વાન બની રહ્યા. એથી તેઓશ્રીનાં પ્રવચનમાં ગહન તત્વચિંતન અને સુમધુર વાક્ચાતુર્યનો સુભગ સમન્વય થયે. પૂજ્યશ્રીનાં પ્રવચને શ્રોતાવર્ગનું અનેખું આકર્ષણ બની રહ્યાં. પરિણામે, અનેક પુણ્યશાળી આત્માઓ વૈરાગ્યવાસિત બન્યા અને પૂજ્યશ્રીના શિષ્ય– પ્રશિષ્યને સમુદાય વિસ્તરવા લાગે. પૂજ્યશ્રીની અભૂતપૂર્વ પ્રતિભા, વિદ્વત્તા અને પ્રેરણાથી થતી શાસનપ્રભાવના જોઈને પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના ગોદ્વહન કરવાની આજ્ઞા આપી. અને પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૩૦ના માગશર સુદ પાંચમે જામનગરમાં ગણિપદ પ્રદાન કર્યું. ત્યાર બાદ, પૂજ્યશ્રીને દિનપ્રતિદિન આધ્યાત્મિક વિકાસ જોઈને અનેક સંઘેએ આચાર્યપદ સ્વીકારવા વારંવાર આગ્રહભરી વિનંતી કરી. અને પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા થતાં, પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સં. ૨૦૩રના મહા વદ ૧૪ અને ફાગણ સુદ ૨ના પંન્યાસપદે તથા આચાર્યપદે વિભૂષિત કરી આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી નામે ઉદ્દઘોષિત કરવામાં આવ્યા પૂજ્ય આચાર્યશ્રીના પ્રસન્ન મુખારવિંદનાં દર્શન માત્રથી જેને તે ઠીક, પણ જેનત પણ આકર્ષાય છે અને જૈન ધર્મની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા થાય છે. તેઓશ્રીમાં વચનસિદ્ધિ એવી છે કે તેઓશ્રી જે જે ભાવના વ્યક્ત કરે છે તેમાં શ્રાવકને અપૂર્વ ઉત્સાહ પ્રગટી ઊઠે છે અને કાર્યસિદ્ધિ થઈ જાય છે. પૂજ્યશ્રીની એક મહત્તમ ઈચછા હતી કે એક એવી વ્યાપક અને વિશાળ સંસ્થા સ્થપાય કે જેમાંથી ધાર્મિક શિક્ષણ આપતાં વિદ્વાને તૈયાર થઈ શકે, દિવસે દિવસે પાઠશાળાઓ અને શિક્ષકને વિકાસ થાય, બાળકમાં નાનપણથી જ ધર્મના સંસ્કારે દૃઢ થાય. પૂજ્યશ્રીની આવી અંતઃકુરણાથી અને એ ઉમદા વિચારને સાકાર કરતી, મુંબઈ-કાંદીવલીના ચાતુર્માસ દરમિયાન સં. ૨૦૪૦ના આસો સુદ ૬ના દિવસે–પૂજ્યશ્રીના જન્મદિને “જેન તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ” નામની સંસ્થાની સ્થાપના થઈ. આજે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિના પંથે પ્રયાણ કરી રહી છે. દર વર્ષે ભારતભરની જૈન પાઠશાળાઓના શિક્ષકશિક્ષિકાઓનું અધિવેશન પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં યોજાય છે. તેમાં વિશિષ્ટ અને જ્ઞાનવૃદ્ધ એવા પંડિત અધ્યાપકે અને અધ્યાપિકાઓનું સોનાની ચેઈન, સૂટકેસ, પૂજાની જોડ વગેરે દ્વારા સન્માન કરવામાં આવે છે. અન્ય સૌનું પણ યથાયોગ્ય સન્માન કરવામાં આવે છે. અને આ સંમેલનમાં એકઠાં થયેલાં પંડિત શિક્ષક-શિક્ષિકાએ વિશદ ચર્ચા-વિચારણા અને પિતપોતાના 2010_04 Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૪૭૫ અનુભવ અને મંતવ્ય રજૂ કરી પાઠશાળાના વિકાસ-વિસ્તાર સાથે બાળકમાં રસરુચિ ખીલે, સુસંસ્કાર અને જ્ઞાનપ્રાપ્તિમાં વૃદ્ધિ થાય, તેમ જ વધુ ને વધુ બાળકો પાઠશાળામાં આવતાં થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી આ સંસ્થા ઉત્તરોત્તર વિકાસ સાધી રહી છે. પૂજ્યશ્રીએ આ ઉપરાંત, મુંબઈ-કાંદીવલી-ઈરાની વાડીમાં નૂતન જિનમંદિરનું નિર્માણ, ઉપાશ્રય, પાઠશાળા, સંગીતમંડળ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં પ્રતિષ્ઠા અને દીક્ષા પ્રદાનના અનેક પુણ્યપ્રસંગો, છ'રીપાલિત યાત્રાસંઘ, વિવિધ અનુષ્ઠાને, ઉદ્યાપ વગેરે તેમ જ શાસનનાં અને શ્રીસંઘનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક સુસંપન્ન થયાં છે. પૂજ્યશ્રીએ કોંકણ જેવા અણજાણ પ્રદેશમાં વિચરીને ધર્મવિહોણુ લોકમાં ધર્મનાં બીજ વાવ્યાં છે. નાનાંમોટાં અનેક ગામમાં પિતાનાં પ્રવચનો દ્વારા ઉત્સાહ પ્રગટાવી નૂતન જિનાલયે અને ઉપાશ્રયનું નિર્માણ કરાવવાનું ભગીરથ પુરુષાર્થ કરીને ભવ્યાતિભવ્ય શાસનપ્રભાવના કરી છે. આ પ્રદેશના માછીમારોમાં પણ પૂજ્યશ્રીએ ધર્મભાવના પ્રેરી છે. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂના રેડ-ખાપલી–શીલફાટા મુકામે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. પૂજ્યશ્રીના ૪૨ વર્ષના દીક્ષા પર્યાયમાં અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. છ'રી પાલિત સંઘે નીકળ્યા છે, ઉજમણાં થયાં છે, ઉપાશ્રયે, આયંબિલશાળાઓ, પાઠશાળાઓ સ્થપાઈ છે. ઉપરાંત, સાધમિકેની ગુપ્તભક્તિ પૂજ્યશ્રીનું વિશેષ લક્ષણ છે. જ્યાં જ્યાં ચાતુર્માસ રહે ત્યાં ત્યાં મોટું ફંડ એકઠું કરવાની અને સાધર્મિક તેમ જ ગરીબોને સહાય કરવાની પ્રવૃત્તિઓ ચલાવે છે. વળી, અને કેને જાપ અને વાસક્ષેપ આપી સાંત્વન આપે છે. તેમ છતાં, યોગ અને ધ્યાન દ્વારા, તપ અને સંયમ દ્વારા આત્મસાધના અવિરત ચાલતી રહે તે તરફ પૂજ્યશ્રીનું લક્ષ સતત રહે છે. આત્મા તપ તપે, સંયમ પાળે, સકલ શાસ્ત્રનું અધ્યયન કરે, પરંતુ ધ્યાનમાં આગળ ન વધે ત્યાં સુધી માનસિક એકાગ્રતા આવવી મુશ્કેલ છે. પિતાના પરિચયમાં આવનાર વ્યક્તિ ધર્મશ્રદ્ધાળુ બને, નિર્વ્યસની બને, પવિત્ર જીવન જીવે, માનવજીવનની સાર્થકતાને પામે એવી એવી મંગલ મનોકામના સેવીને પૂજ્યશ્રી સહજપણે મહાનતા પ્રાપ્ત કરતાં શાસનકાર્યોમાં સદાય વિચરી રહ્યા છે. એવી એ વિરલ વિભૂતિને શત શત વંદના ! પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં શિષ્યો-મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ, મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી શીલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી વારિણવિજ્યજી મહારાજ અને પ્રશિ-મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ તથા મુનિશ્રી હરિણુવિજયજી મહારાજ આદિ છે. TiN [ e 0 - A nsla/em who e Se तीर्थकर देवनी धर्म કેડાના * 1 समक्ष 2010_04 Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શાસનપ્રભાવક નિઃસ્પૃહી અને પ્રેમાળ મૂર્તિ, જિનશાસનનું ગૌરવરત્ન પૂ. આ. શ્રી વિજયક૯પજયસુરીશ્વરજી મહારાજ પુણ્યપાવન ગુજરાત પ્રાન્તના જામનગર શહેરમાં વીશા ઓસવાલ ઝવેરી લાભુભાઈ ખેંગારભાઈ રહે. એમને ત્યાં સં. ૨૦૧૦ના ભાદરવા વદ ૮ને દિવસે એક પુત્રરત્નને જન્મ થ. બાળકનું નામ કિરણકુમાર રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારે વચ્ચે રહીને બાળક કિરણકુમારમાં પ્રથમથી જ ધાર્મિક સંસ્કારને વિકાસ થયો. અને આગળ જતાં, સંસાર પ્રત્યેની વિરક્તિ અને સંયમજીવન પ્રત્યેની ભાવના વધતાં ગયાં અને તે દીક્ષાગ્રહણ કરવાના સંકલ્પ સમક્ષ આવીને અટલ બન્યા ! જામનગરમાં સં. ૨૦૧૮ના વૈશાખ સુદ ૬ને શુભ દિવસે પૂ. ૫. શ્રી વિનયવિજયજી મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા લીધી અને તેઓશ્રીના શિષ્ય મુનિરાજશ્રી ક૯પજયવિજયજી તરીકે જાહેર થયા. - પૂજ્યશ્રીએ પહેલું ચાતુર્માસ જામનગર-દિગવિજ્ય પ્લેટમાં કરીને, વિહાર કરી સીધા જ શ્રી સમેતશિખરજીની યાત્રાએ ઊપડ્યા. દસ વર્ષ સુધી ગુજરાત બહાર રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો. ગુજરાતમાં પૂ. ગુરુદેવ સાથે રહીને શાસનનાં વિવિધ કાર્યો કર્યા. નાની ઉંમરમાં વ્યાખ્યાતા બન્યા. સરળ અને સચેટ શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાથી જેનસમાજમાં ખૂબ વિખ્યાત બન્યા. વિદ્વત્તા, પ્રભાવકતા અને વત્સલતાને લીધે વિશાળ શિષ્યસમુદાય ધરાવે છે. તેઓશ્રીને સં. ૨૦૩૩માં કારતક વદ પાંચમે અમદાવાદ-નવરંગપુરામાં ગણિ–પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. અને સં. ૨૦૩ન્ના જેઠ સુદ પાંચમે ધ્રાંગધ્રા મુકામે મહામહેત્સવપૂર્વક આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. વર્તમાનમાં સૌથી નાની ઉંમરે આચાર્યપદવી પ્રાપ્ત કરનારા તેઓશ્રી એક માત્ર મહાપુરુષ છે. સં. ૨૦૪પનું ચાતુર્માસ મલાડ સંઘના વારંવાર આગ્રહથી મુંબઈમાં કરીને વિવિધ આરાધનાપૂર્વક જૈનધર્મને જયજયકાર વર્તાવ્યો. પૂજ્યશ્રી ગુરુનિશ્રાએ અનેકવિધ શાસનપ્રભાવના કરતા શિષ્યસમુદાય અને ભક્તસમુદાય વચ્ચે વિચારી રહ્યા છે અને જયવંતા વતી રહ્યા છે. અને એવા એ સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદના! A w निकाल वंदना નયનોની 2010_04 Page #479 -------------------------------------------------------------------------- ________________ પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજીમહારાજ અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય દેવે પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજીવનશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસેામસુંદરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસુરીશ્વરજી મહારાજ * 2010_04 * તપ–યાગ, જ્ઞાન–ધ્યાન અને સાધના-આરાધનાથી યોાવલ શાસનપ્રભાવક * પૂ. આચાર્યશ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છ, અચલગચ્છ અને પાય'દગચ્છના ત્રિવેણીસ`ગમ સમા વઢિયાર પ્રદેશની ધન્ય ધરા માંડલ નગરે પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના જન્મ સ ૧૯૫૨ના જેઠ સુદ બીજને દિવસે દેસાઈ કુટુંબમાં થયા હતા. પિતાનું નામ પોપટલાલ, માતાનું નામ નાથીબહેન અને પોતાનું સંસારી નામ બુદ્ધિલાલ હતુ. બુદ્ધિલાલે માત્ર ચાર વર્ષોંની વયે પિતાનુ શિરછત્ર ગુમાવ્યું. કુટુંબની જવાબદારી માતા નાથીબહેન પર આવી પડી. ધર્મ પરાયણા નાથીબહેન દુઃખના આ કપરા દિવસે સમતાખળે પસાર કરતાં કરતાં પરિવારમાં ધર્મ ભાવનાનું સિંચન કરતાં રહ્યાં. સોળ વર્ષની પરિપક્વ ઉંમર થતાં બુદ્ધિલાલે કુટુંબની Page #480 -------------------------------------------------------------------------- ________________ ४७८ શાસનપ્રભાવક જવાબદારી ઉપાડી લીધી. માતાની ઈચ્છા-આજ્ઞાથી લગ્ન પણ કર્યા. પરંતુ બીજી બાજુ પૂર્વ ભવના તેમ જ આ જન્મમાં પડેલા ધાર્મિક સંસ્કાર અને સંસારની અસારતાના અનુભવોથી તેમનું મન સંસારથી ઉદાસીન રહ્યા કરતું હતું. ઊંડે ઊંડે ત્યાગમાર્ગને ઝંખી રહ્યું હતું. અને એટલે જ વિવિધ તપસ્યાઓ અને ઉપધાનતપ આદિ કરતા રહી જીવનને ધર્મભાવનાથી દઢ અને ઉન્નત બનાવતા રહ્યા. એવામાં, સં. ૧૯૮૧માં ધર્મપત્ની મીરાંબહેન ટૂંકી બીમારીમાં સ્વર્ગવાસી બન્યાં. તે સાથે જ સંસારની જવાબદારી અને જંજાળ ઢીલી પડતાં, ત્યાગમાગને ઝખી રહેલું મન તીવ્રતર બન્યું. અને સં. ૧૯૮રના ફાગણ વદ ૭ને દિવસે ટાકરવાડા ગામે બુદ્ધિલાલભાઈ એ પૂજ્યશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય પૂ. શ્રી બુદ્ધિવિજયજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી શાંતિવિજયજી નામે જાહેર થયા. પૂ. ગુરુદેવશ્રી બુદ્ધિવિજયજી મહારાજ વાત્સલ્યમૂર્તિ હતા અને અધ્યાપનમાં ઘણું કુશાગ્ર હતા. આથી મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ પણ તપ-ત્યાગપૂર્વકની સંયમની અપ્રમત્ત સાધના સાથે અધ્યયનમાં લીન બની ગયા. છેડા જ સમયમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી સંયમજીવનને તપ-ત્યાગ અને ધર્મશાનથી ઉન્નત બનાવી દીધું. ગુજરાત અને રાજસ્થાનમાં – ખાસ કરીને દાંતરાઈ, જાંબલ, માલગાંવ, બાપલા, આરખી, જેતાવાડા, આલવાડા આદિ ગ્રામપ્રદેશમાં વિચરી ત્યાંના સંઘોને ધર્મમાગે સ્થિર અને ઉન્નત કરી અસીમ ઉપકાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં વિધવિધ કાર્યો સુસંપન્ન થતાં જ રહ્યાં. પૂજ્યશ્રીની આ ગ્યતા અને પ્રભાવકતા જાણુ ઊંઝામાં પંન્યાસપદથી અને પ્રાંતે પૂરણ (રાજસ્થાન )માં આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજ્યશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં બનાસકાંઠા પ્રદેશમાં અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર, નવનિર્માણ, અંજનશલાકા-પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાન, દીક્ષા પ્રદાન આદિ અનેકાનેક ધર્મકાર્યો સુસંપન્ન થયાં છે. ભાભર અને તેની આજુબાજુના પ્રદેશમાં તે પૂજ્યશ્રીને ઉપકાર અદ્ભુત વરસ્યો છે. પૂજ્યશ્રી સં. ૨૦૨૦ના જેઠ વદ ૪ના દિવસે, ૭૬ વર્ષની વયે, ભાભરમાં જ, કાળધર્મ પામ્યા. આવા પરમોપકારી અને મહાન ત્યાગી-જ્ઞાની આચાર્યશ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજને કટિ કેટિ વંદના ! નિ:સ્પૃહી, સરળ, સૌમ્ય અને શાંતમૂતિ પૂ. આચાર્યશ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. શ્રી હીરવિજ્યજી મહારાજના શિખ્યામાં પૂ. શ્રી બુદ્ધિવિજયજી અને પૂ. પં. શ્રી તિલકવિજ્યજી જેમ ગુરુભાઈ હતા, તેમ સંસારીપણે પણ ભાઈઓ હતા. આથી જ આ સમુદાય “પૂ. બુદ્ધિ-તિલક-શાંતિચંદ્રસૂરિજી” તરીકે ઓળખાય છે. આ બંનેની જન્મભૂમિ ભાભર. એવી જ રીતે, પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન-પટ્ટધર પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ પણ ભાભર. આ સમુદાયના અનેક શમણુભગવંતેની અનેકવિધ ઘટનાઓના કારણે ભાભર શહેર આજે ધર્મક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ 2010_04 Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૪૭૯ બની ગયું છે. પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજના જીવન સંબંધી ખાસ કઈ વિગતે પ્રાપ્ત થઈ શકી નથી. હજુ હમણાં જ–સં. ૨૦૪૬ના ચૈત્ર માસમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. તેઓશ્રી દ્વારા ગુજરાતમાં બનાસકાંઠા અને રાજસ્થાનમાં જાહેર જિલ્લામાં જે શાસનપ્રભાવના થઈ છે, જે પ્રાચીન જિનાલયેના જીર્ણોદ્ધાર થયા છે અને જે નૂતન જિનમંદિરના ભવ્ય નિર્માણ થયાં છે તે તેઓશ્રીની પ્રભાવકતા, ઓજસ્વિતા અને પરમ ઉપકારિતાનાં દર્શન કરાવે છે. આવા મહાન સૂરિવરને શતશઃ વંદના ! પરમ શાસનપ્રભાવક મધુર વ્યાખ્યાતા પૂ. આ. શ્રી વિજયભુવનશેખરસૂરીશ્વરજી મહારાજ પ્રત્યેક આચાર્યદેવ પિતાપિતાનાં શાસનપ્રભાવક કાર્યો દ્વારા અને ઇતિહાસ સજી જાય છે. પૂ. આ. શ્રી વિજ્યભુવનશેખરસૂરીશ્વરજી મહારાજ પણ એક મહાન પ્રભાવશાળી સૂરિવર છે. પૂજ્યશ્રીને જન્મ બનાસકાંઠાના ભાભર ગામે સં. ૧૯૭૭ના મહા સુદ પાંચમ-વસંતપંચમી-ને દિવસે થયે. કુટુંબના સંસ્કાર અને પૂર્વજન્મના પુણ્યસંચયે તેઓશ્રીને બાળપણથી જ વૈરાગ્યભાવના જાગી હતી. દસ વર્ષની કુમળી વયે સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ત્રીજ–અક્ષયતૃતીયાના શુભ દિને અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી ભુવનશેખરવિજયજી બન્યા. તેઓશ્રીએ જ્ઞાન-ધ્યાન-તપ-આરાધના દ્વારા પિતાના સંયમજીવનને ઉત્કૃષ્ટ સ્થાને સ્થાપી આપ્યું તેમ ઉપધાન, ઉદ્યાપને દ્વારાપ્રભાવક પ્રવચન દ્વારા, મહેન્સ દ્વારા શ્રમણ સમુદાયમાં ભક્તિનું વાતાવરણ હંમેશાં ઝળહળતું રાખ્યું. પૂજ્યશ્રીની નિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠાએ, છ'રીપાલિત સંઘ આદિ મહાન કાર્યો થયાં. પાઠશાળાઓ, આયંબિલશાળાઓ આદિની સ્થાપના થઈ સાધર્મિક ભક્તિ માટે અમદાવાદ-કૃષ્ણનગરમાં “ગુરુભક્ત મંડળની સ્થાપના થઈ. અમદાવાદમાં મણિનગર, કેશવનગર, અમરાઈવાડી આદિ જિનાલમાં અંજનશલાકા–પ્રતિષ્ઠાના ઉત્સવ ઊજવાયા. રાજસ્થાનમાં ભારતીર્થ, જાબ, ચીતલવાના, શ્રી માં ડોલીનગરમાં પણ અંજનશલાકા–પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવો થયા. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈને, અનેક શ્રીસંઘની વિનંતીઓ સ્વીકારીને સં. ૨૦૧૧માં રાજસ્થાનના જવાલ મુકામે ગણિપદ, સં. ૨૦૧૫માં ભાભર મુકામે પંન્યાસપદ અને સં. ૨૦૨૯માં ભાભર મુકામે મહોત્સવ પૂર્વક આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીને પરિચય અનેક શ્રીસંઘને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેના કારણમાં તેઓશ્રીની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા જ્ઞાનની વિશાળતા, આચરણની દઢતા, સમતા આદિ ગુણેમાં રહેલું છે. જેનદર્શનનું વિશિષ્ટ તત્વજ્ઞાન ખૂબ જ નાની વયમાં પ્રાપ્ત કર્યું છે. પૂજ્યશ્રીના સ્વમુખેથી બેલાતા તેત્ર, મંત્રાક્ષ, સ્તવને સાંભળવા એ એક જીવનને લહાવે છે. તેઓશ્રીને ધીરગંભીર સ્વયુક્ત અને દરેક શબ્દને યેગ્ય રૂપમાં બેલવાપૂર્વક હૃદયને પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ પ્રગટ કરીને સ્વમુખે બેલાતા શુદ્ધ ઉચ્ચાર સાથે પાઠ 2010_04 Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શાસનપ્રભાવક અબાલવૃદ્ધ સૌ કેઈને માટે મંત્રમુગ્ધ અને પ્રભાવિત કરી રહે છે. અનેકવિધ શાસનપ્રભાવનાથી જિનશાસનના શણગાર રૂ૫ આચાર્યદેવ સ્વસ્થ અને નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરે એવી શાસનદેવને પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિશઃ વંદના ! સંયમજીવનના ઉત્કૃષ્ટ સાધવર પૂ. આચાર્યશ્રી વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના માલવાડા નગરમાં થયે હતો. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ નવલબેન તથા પિતાનું સંસારી નામ રતનચંદ હતું. તેમણે સાત ધોરણ સુધીનું વ્યાવહારિક શિક્ષણ લીધું. પહેલેથી જ ધાર્મિક અભ્યાસમાં વિશેષ રુચિ રાખતા. સ્તનચંદને મહેસાણામાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં મૂકવામાં આવ્યા. દોઢ વર્ષમાં જ સંસ્કૃત ગ્રંથે અને છ કર્મથેને અભ્યાસ પૂર્ણ કર્યો. પાઠશાળામાં રહીને જ રતનચંદનું હૃદય વૈરાગ્યવાસિત બની રહ્યું. પૂ. પંન્યાસપ્રવર શ્રી તિલકવિજ્યજી ગણિવર પાસે ચારિત્ર સ્વીકારી મુનિશ્રી રંજનવિજ્યજી તરીકે પ્રસિદ્ધ થયા. દીક્ષા સ્વીકારીને પૂજ્યશ્રી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્તભાવે સદા નિમગ્ન રહેવા લાગ્યા અને શા, કાવ્ય, ન્યાય, વ્યાકરણ આદિને વિશાળ અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની યોગ્યતા જઈને સં. ૨૦૧૫ના મહા સુદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજે ગોહનપૂર્વક ગણિ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૨૯ના ફાગણ વદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદે આરૂઢ કર્યા અને પંન્યાસ શ્રી જનવિજ્યજીને આચાર્ય શ્રી વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર કર્યા. પૂજ્યશ્રીએ મારવાડથી મહારાષ્ટ્ર સુધી શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા છે. અને આજે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે શાસનપ્રભાવક કાર્યો કરી રહ્યા છે. શાસનદેવ તેઓશ્રીને સુદીર્ઘ અને સ્વાધ્યપૂર્ણ આયુષ્ય આપે એવી હાદિક અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણકમલમાં કેટિશઃ વંદના ! સંયમમાર્ગના પ્રખર પથદર્શક પૂ. આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મહારાજ થરાદ પાસે મિટીપાવડ નામે ગામડું જ્યાં નહિ દેરાસર કે નહિ ઉપાશ્રય. ત્યાં પિતા સગથાચંદ અને માતા પારૂબહેનને ત્યાં સં. ૧૯૭૩માં પુત્રજન્મ થાય છે. અને બાળકનું નામ હાલચંદ રાખવામાં આવે છે. બાળકને નાનપણથી જ ધાર્મિક અભ્યાસ કરવામાં વિશેષ રુચિ જાગે છે. થરાદથી પ્રતિકમણની બે ચોપડી લઈ આવે છે અને ગામને પાદર જંગલમાં બેઠાં 2010_04 Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૪૮૧ બેઠાં એકાંતે વાંચીને જાતે પ્રતિક્રમણની વિધિ શીખે છે. પૂર્વજન્મના વિરલ સંસ્કારે હાલચંદ બાલ્યવયમાં જ વૈરાગ્યના વિચારોમાં પ્રવેશે છે એવામાં પૂ. શ્રી બુદ્ધિવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી શાંતિવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારાજ પાવડ પધારે છે. સદૂગુરુનાં વચન સાંભળીને હાલચંદનું અંતર વધુ વૈરાગ્યમય બને છે. માકુભાઈ શેઠના અમદાવાદથી નીકળેલા પદયાત્રા સંઘમાં જોડાઈને પાલીતાણું પહોંચે છે અને ત્યાં જ સં. ૧૯૧ના ચૈત્ર વદિ ને દિવસે ૧૮ વર્ષની ભર યુવાનવયે દીક્ષા અંગીકાર કરે છે અને મુનિશ્રી શાન્તિવિજ્યજી મહારાજના વિનય શિષ્યરત્ન મુનિશ્રી સુજ્ઞાનવિજ્યજી બને છે. ધમના બીજ પર તપ-ત્યાગ અને સંયમસાધનાનું અમીસિંચન થતાં સાધુ-જીવન સોળે કળાએ ખીલી ઊઠયું. જ્ઞાન અને તપમાં વિશાળતા પ્રાપ્ત થતાં સ્વ-પર કલ્યાણનાં કાર્યો થવા લાગ્યાં. ધર્મથી વેરાન જન્મભૂમિમાં રહીને જિનાલય-ઉપાશ્રય-જ્ઞાનમંદિર આદિનું નિર્માણ કરાવ્યું. ધાર્મિકતાનું હર્યુંભર્યું વાતાવરણ સર્યું. સામાયિક, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ ઘેર ઘેર થવા લાગી. બાળકે ધાર્મિક અભ્યાસથી પ્રકાશ પામવા માંડ્યાં. પૂજ્યશ્રીને સંસારીપણે પિતરાઈ ભાઈ રમણલાલ ઉર્ફે રમણીકભાઈએ પૂજ્યશ્રીના સંપર્કમાં આવતાં સં. ૨૦૦૪માં દીક્ષા લીધી અને મુનિશ્રી રાજેન્દ્રવિજ્યજી નામ ધારણ કર્યું. ત્યારબાદ પૂજ્યશ્રીના કુટુંબમાંથી મહાસુખભાઈ તથા દિનેશભાઈ વગેરે દીક્ષિત થયા અને મુનિશ્રી સિદ્ધસેનવિજ્યજી તથા મુનિશ્રી શીલચંદ્રવિજ્યજી તરીકે જાહેર થયા. પુત્રી જેકિલાબહેન તથા પુત્રી વિમળાબહેન પણ દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી શીલયશાશ્રીજી અને સાધ્વીશ્રી શીલપ્રજ્ઞાશ્રીજી તરીકે જાહેર થયાં. એમ પૂજ્યશ્રીના કુટુંબમાંથી છ-છ મુમુક્ષુઓ સંયમમાગે સંચર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ પ્રભાવનાઓ થતી રહી. હમણાં જ સં. ૨૦૪૮ના જેઠ મહિનામાં અમદાવાદ મુકામે પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. સમર્થ સાહિત્યસર્જક, કુશળ પ્રવચનકાર, મહાન શાસનપ્રભાવક અને ઘોળકા સ્થિત સુપ્રસિદ્ધ કલિકુંડ તીર્થના પ્રેરક-માર્ગદર્શક પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ થરાદ શહેરથી છ માઈલ દૂર આવેલા મોટી પાવડ ગામે થયે. પિતા બાદરમલ અને માતા પાર્વતીબહેનને ત્યાં સં. ૧૯૯૩ના માગશર સુદ ૭ના દિવસે પુત્રરત્નને જન્મ થયો. બાળકનું નામ રમણભાઈ પાડ્યું. પાવડનું આ શેઠ કુટુંબ સુખી હતું, પણ રમણભાઈને બાળપણથી અન્ય પ્રવૃત્તિઓ કરતાં ધર્મમાં વિશેષ રુચિ હતી. એવામાં સંસારીપણે પિતરાઈ ભાઈ ત્યાગમૂતિ મુનિરાજશ્રી સુજ્ઞાનવિજ્યજી મહારાજ પાવડ પધારતાં અને બાળક રમણને તેઓશ્રીને સમાગમ થતાં રમણભાઈ ધર્મના રંગે રંગાઈ ગયા. માત્ર ૧૦ વર્ષની કુમળી અ, ૬૧ 2010_04 Page #484 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક વયે સં. ૨૦૦૪ના ફાગણ સુદ ૩ને શુભ દિવસે ભાભર પાસે લુંદરા ગામે મહોત્સવપૂર્વક સંયમમાર્ગ સ્વીકાર્યો અને મુનિશ્રી રાજેન્દ્રવિજ્યજી નામ ધારણ કર્યું. મુનિરાજને બાળપણથી ધાર્મિક અભ્યાસમાં રસ હતો. તેમાં પૂ. ગુરુદેવનું માર્ગદર્શન ઉમેરાયું. તેથી તેઓશ્રીએ ધર્મશાસ્ત્રો, ન્યાય, ગ, વ્યાકરણ આદિને ગહન અભ્યાસ કરી, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષા પર અપૂર્વ પ્રભુત્વ મેળવ્યું. વાચન-મનનને પરિણામે લેખનકાર્યમાં પણ આગળ વધ્યા. પૂજ્યશ્રીને હસ્તક એક પછી એક ધર્મગ્રંથની રચના થઈ તેઓશ્રીના સાહિત્યમાં ચૈતન્યને ચમત્કાર, સાધનાનાં સોપાન, તરણનાં તેજ, સાધુતાની સૌરભ, જીવનજાગૃતિ, જીવનમંગલ, જીવનઝંકાર, જીવનત જલે, હીરને હાર આદિ ગ્રંથે મુખ્ય છે અને ઘણા લોકપ્રિય થયા છે. એવી જ રીતે, પૂજ્યશ્રીએ શ્રાવક પ્રજ્ઞપ્તિ, નંદ્યાવર્ત મહાપૂજન, શાંતિ કીર્તન, પર્વકથાસંગ્રહ આદિ ગ્રંથ સંપાદિત કર્યા છે. પૂજ્યશ્રીના સતત પુરુષાર્થથી શાંતિસૌરભ” નામનું માસિક અવિરત પ્રકાશિત થતું રહે છે. સાહિત્યસર્જનની સાથે સાથે પ્રવચનની અનેખી છટા પણ પૂજ્યશ્રીની આગવી વિશેષતા છે. સેળ વર્ષ પૂજ્ય ગુરુદેવશ્રીની છાયામાં રહીને જ્ઞાન-ધર્મને પ્રચાર કરતા રહ્યા. ત્યાર પછી પૂ. દાદાગુરુશ્રી શાંતિચંદ્રસૂરિજી મહારાજનું સ્વાચ્ય બરાબર ન રહેતાં ૯ વર્ષ સુધી તેઓશ્રીની સેવામાં રહ્યા. દરમિયાન પૂજ્યશ્રી રામાયણ-મહાભારત પર ધર્મમય, જ્ઞાનમય, ભક્તિમય પ્રવચને આપીને વિશાળ જનસમુદાયને આકર્ષતા રહ્યા. સં. ૨૦૨ના જેઠ સુદ ૪ના દિવસે ભાભર મુકામે પૂ. દાદાગુરુની ઈચ્છાને આધીન, અંજનશલાકા મહત્સવ પ્રસંગે પૂજ્યશ્રીને ગણિ-પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગના પંદરમા દિવસે પૂ. દાદાગુરુને વિયેગ થયે. પૂજ્યશ્રીએ સંયમજીવન સ્વીકાર્યા પછી ૨૫મા વર્ષે સ્વતંત્ર ચાતુર્માસ કર્યું. મુંબઈમાં યાદગાર ચાતુર્માસ કર્યા. ગોરેગાંવમાં ઉપધાન, થાણુને છરીપાલિત સંઘ, શ્રીપાલનગર-વાલકેશ્વરમાં ઉપધાન અને બે કુમારિકાઓને દીક્ષામહોત્સવ આદિ ખૂબ યાદગાર ચાતુર્માસ થયા છે. ત્યાર બાદ કલિકુંડ તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્યદેવેની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સં. ૨૦૩૦ના ફાગણ સુદ બીજ ને ગુરુવારે પૂજ્યશ્રીને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. અને પૂ. પંન્યાસજી આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો પાર પાડવા માટે સુદીર્ઘ અને વાગ્યપૂર્ણ જીવનરિદ્ધિ પામે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કેટિશઃ વંદના ! (સંકલન : શ્રી અરવિંદભાઈ બી. ગાંધીના લેખને આધારે ). કાકા મામા ફાવી છે. આ જ કેરવો. સ 2010_04 Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૪૮૩ સંયમમાર્ગના પ્રખર પથદર્શક - પૂ. આચાર્યશ્રી વિજયસેમસુંદરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ બનાસકાંઠાના થરાદ તાલુકાના મોટી પાવડ ગામે સં. ૨૦૦૭ના પિષ વદ બીજના દિવસે થયે હતે. પિતાનું નામ રામચંદભાઈ, માતાનું નામ તારાબેન તથા સ્વનામ મહાસુખલાલ હતું. માતાપિતાના ઉત્તમ ધર્માચાર અને પૂર્વજન્મના પુણ્યના બળે તેમનામાં બાલ્યવયથી જ ધર્મસંસ્કાર ઝળકી ઊઠયા. તેમાંયે પૂ. શ્રમણભગવંતેને સમાગમ, વિશેષ કરીને પૂ. ગુરુદેવ પંન્યાસ શ્રી સુજ્ઞાનવિજયજી (વર્તમાનમાં પૂ. આચાર્ય શ્રી વિજયસેમચંદ્રસૂરિજી) મહારાજના સમાગમ અને પ્રેરક વાણુએ ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જવા તત્પર બનાવ્યા. અને માત્ર ૧૨ વર્ષની કુમળી વયે સં. ૨૦૧૯ના માગશર સુદ પાંચમે પૂ. પં. શ્રી સુજ્ઞાનવિજયજી મહારાજે મનસુખલાલને ભાગવતી પ્રવજ્યા આપી, મુનિશ્રી સિદ્ધસેનવિજયજી નામે સંયમજીવનથી અલંકૃત કરી દીધા સતત ગુરુકુલવાસમાં રહી ગ્રહણ–આસેવને શિક્ષા દ્વારા આચારમાં જાગરૂકતા, વિચારમાં ઉજજવળતા અને વાણીમાં મૃદુતા કેળવી આત્માને સિદ્ધાંતનિષ્ઠ બનાવ્યા. ગુરુભક્તિ, વિનયવિવેક, સરલતા તેમ જ જ્ઞાન-ધ્યાનતપ આદિમાં તત્પર અને સંયમજીવનને ઉત્કૃષ્ટ બનાવતા પૂ. ગુરુદેવનાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. સ્વ-પર હિતકારક યુગમાં પણ આત્મજાગૃતિ દર્શાવી પૂ. ગુરુદેવના કૃપાપાત્ર બન્યા. અને સં. ૨૦૪૬ના મહા સુદ ૧૧ના થરાદનગરે પંન્યાસપદ અને ફાગણ સુદ ૧૧ના શ્રી ભીલડિયાજી તીથે મહામહોત્સવ પૂર્વક પૂ. ગુરુદેવશ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં તથા વિશાળ સાધુ-સાધ્વીજી અને સંઘની ઉપસ્થિતિમાં શ્રી નવકાર મહામંત્રના તૃતીયપદે–આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા, અને આચાર્ય શ્રી વિજયસેમસુંદરસૂરીશ્વરજી મહારાજ નામે ઉઘેષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી શાસન-સંઘની પ્રભાવના વધુ ને વધુ પ્રવર્તાવતા રહે એવી ભાવભરી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કેટિ કેટિ વંદના ! (સૌજન્ય : ભાંડોત્રા નિવાસી શેઠશ્રી શાંતિલાલ મયાચંદજીનાં ધર્મપત્ની અ. સૌ. પારુ બહેનના ૫૦૦ આયંબિલતપની આરાધના નિમિત્તે તેમના પરિવાર તરફથી.) 2010_04 Page #486 -------------------------------------------------------------------------- ________________ ४८४ શાસનપ્રભાવક ધીર-ગંભીર-સૌમ્યમૂર્તિ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ મનુષ્યાવતાર શ્રેષ્ઠ છે, પણ તેમાં સુખદુઃખ નથી એવું નથી. પણ જે માનવ એ સુખદુઃખમાં વિચલિત ન થાય, સ્થિર રહે તેને જ મનુષ્યાવતાર સફળ અને શ્રેષ્ઠ ગણાય છે. પૂ. આ. શ્રી વિજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંસારી જીવનમાં આ જ વાત ચરિતાર્થ થાય છે. વતન ગુજરાતમાં બનાસકાંઠાનું બાપલા ગામ અને જન્મસ્થાન રાજસ્થાનનું વાંકડિયાવડગામ. નાની વયમાં માતાપિતાને વિયેગ થશે. આવી વિકટ અને વિષમ પરિસ્થિતિમાં પણ સ્થિર અને સ્વકર્તવ્યપરાયણતા દાખવી માનવભવને શ્રેષ્ઠ અને સાર્થક કરી બતાવ્યું. પૂજ્યશ્રીનું સંસારી નામ હંજારીમલ, પિતાનું નામ ગુલાબચંદ અને માતાનું નામ મેકીબહેન. માતાપિતાના અવસાન પછી હું જારીમલને ધાર્મિક જ્ઞાનમાં વધુ રસ પડતો હતે. વ્યાવહારિક અભ્યાસ કરતાં કરતાં જૈન બેડિગમાં રહેતા હોવાથી ધાર્મિક સંસ્કારોમાં વૃદ્ધિ થતી ચાલી. યુવાવસ્થામાં સંસારની નીતિ મુજબ ગવરીબહેન સાથે સંસારના બંધનથી બંધાયા છતાં પૂર્વના સંચિત પુણ્યકમના મેગે સંસારના રંગરાગમાં ન ડૂબતાં જીવનને યથાશક્ય ધર્મ–આરાધનામાં જોડતા રહ્યા. તેમાં સં. ૨૦૦૪માં પરમ ઉપકારી ગુરુદેવ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસથી સાંન્નિધ્ય પ્રાપ્ત થતાં, તેઓ ધર્મસિંચન દ્વારા ધર્મમાર્ગે વધુ દઢ બન્યા. આગળ જતાં, ધંધાકીય કારણે અમદાવાદમાં વસવાટ થયે. વ્યવસાયની વૃદ્ધિ સાથે સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થયાં. પણ એવામાં એક પુણ્યપ્રસંગે અંદરની ચેતના ઝળકી ઊઠી. પ્રસંગ હ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કલકત્તાવાળા લહમીસંપન્ન એવા શ્રી ધનજીભાઈના કુટુંબના બધા જ-પાંચે ય મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવને. શહેર અમદાવાદ અને ૨૦૧૯ની એ સાલ હતી. વૈરાગ્યના જાગેલા એ ભાવને પોતે તેમ જ ધર્મપત્ની ગવરીબેન સંસાર છોડવાનો સંકલ્પ કરી ભારતભરનાં તીર્થોની યાત્રાએ નીકળી ગયાં. બે વર્ષ ગુરુમહારાજ સાથે રહી સંયમની તાલીમ લીધી, અને છેલ્લે વતન બાપલામાં આવેલું પિતાનું ઘર શ્રીસંઘને આયંબિલ-ઉપાશ્રય માટે અર્પણ કરી અને ત્યાં જ પાંચ છોડના ઉઘાપન સહ ભવ્ય મહોત્સવ યેજ પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં બંનેએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી જિનચંદ્રવિજયજી મહારાજ જ્ઞાન–ધ્યાનમાં લાગી ગયા. ગુર્વાસા જીવનમંત્ર બની રહ્યો. સં. ૨૦૨૯ના જેઠ મહિનામાં પૂ. ગુરુદેવને રવર્ગવાસ થયે ત્યારે અંત સમયે ગુરુદેવને સમાધિ આપનાર આ જ શિષ્ય હાજર હતા. પૂજ્યશ્રીને સં. ૨૦૩પના જેઠ સુદ ૪ના દિવસે બાપલા મુકામે પંન્યાસપદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ વદ ૬ના ભાભર મુકામે, પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર તથા પૂ. આ. શ્રી વિજયસેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પરમેષ્ઠીપદના તૃતીયપદે બિરાજેલા આચાર્ય શ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વર મહારાજ પરમ ઉપકારી ઉપદેશ દ્વારા શાસનપ્રભાવનાનાં કાર્યો વિશાળતાએ વૃદ્ધિવંત બની રહો એવી અંતરની પ્રાર્થના સાથે, પૂજ્યશ્રીનાં પાવન ચરણેમાં ભાવભીની કેટિશઃ વંદના! 2010_04 Page #487 -------------------------------------------------------------------------- ________________ હાલારદેશદ્ધારક આચાર્ય દેવ પૂ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયવર્તી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી મહારાજ હાલાર દેશદ્ધારક પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના ગુરુદેવ તપમૂર્તિ પૂ. આ. શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લાના સાયલા ગામમાં સં. ૧૯૨૮ના માગશર સુદ ૩ના દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે હતો. પૂજ્યશ્રીનું સંસારી નામ મેહનલાલ હતું. તેમના પિતાનું નામ શેઠ પુંજાભાઈ અને માતાનું નામ ઉજમબેન હતું. તેઓ હળવદવાળા શેઠ કમળશી લવજીનાં બહેન થતાં. તે કુટુંબ ખૂબ ધર્મનિષ્ઠ હતું અને આજે પણ છે. મામા શેઠ ચુનીલાલ કમળશી સમાજમાં ખૂબ પ્રતિષ્ઠિત હતા. તેમના પુત્ર કાંતિલાલ આદિ ઘણા શાસનમી છે. પંજાભાઈ શેઠની સ્થિતિમાં પલટો આવ્યો અને ખેડામાં આવી રહ્યા. “જ્યાં રોટલે ત્યાં એટલે” એ કહેવત મુજબ બેડામાં વસવાટ કર્યો. આ વખતે મેહનલાલની ઉંમર સાતેક વર્ષની હતી. તેમણે ત્યાં ગુજરાતી સાત અને અંગ્રેજી બે ચોપડીને અભ્યાસ કર્યો. સાથે ધાર્મિક જ્ઞાનમાં પંચ પ્રતિક્રમણ જેટલો અભ્યાસ કર્યો. દુકાને બેસવા છતાં નિત્ય પૂજા, પ્રતિક્રમણ તેમ જ ચતુર્દશીએ પૌષધ કરવાનો નિયમ હતો. સં. ૧૯૫૫માં ખેડામાં પૂ. આ. શ્રી વિરસૂરિજી મહારાજનું ચાતુર્માસ થયું. ઉપધાન થતાં મેહનલાલ તેમાં જોડાયા અને ત્યારથી નિયમિત એકાસણું કરવા લાગ્યા. મોહનલાલના મિત્ર પણ ધર્મનિષ્ઠ હતા. ધર્મગોષ્ઠિ કરતાં એકવાર એ મિત્રએ દીક્ષા ન લઈએ ત્યાં સુધી દૂધપાક ન ખાવે એવો નિયમ કર્યો અને અંતે એ મિત્રોએ દીક્ષા લીધી. પહેલા મિત્ર ગફુરભાઈ ત્રિભોવનદાસ. તેમણે પૂ. શ્રી મૂલચંદજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે સં. ૧૯૫૭માં શ્રી જ્ઞાનવિજ્યજીના નામથી દીક્ષા લીધી, જેઓશ્રીએ ૩પ ઉપવાસ આદિ તપશ્ચર્યા કરી. પ્રાંતે ડઈ ખાતે કાળધર્મ પામ્યા. બીજા મિત્ર દુર્લભદાસ છબાભાઈ જેમણે પૂ. બુટેરાયજી મહારાજના શિષ્ય પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવર્યના શિષ્ય મુનિશ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી દુર્લભવિજ્યજી તરીકે સં. ૧૯૬૦માં 2010_04 Page #488 -------------------------------------------------------------------------- ________________ * ૪૮૬ શાસનપ્રભાવક દીક્ષા લીધી. જેઓશ્રી પંન્યાસપદ પણ પામ્યા હતા. ત્રીજા મિત્ર આપણા ચરિત્રનાયક મોહનભાઈ પંજાભાઈ. તેમણે મૂલચંદજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના હસ્તે સં. ૧૯૬૮માં પૂ. બુટેરાયજી મહારાજના શિષ્ય પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવરના શિષ્ય પૂ. મુનિ શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય શ્રી કપૂરવિજયજી તરીકે દિક્ષા લીધી. ધન્ય છે આ મિત્રાચારીને ! મેહનભાઈને દીક્ષા લેવામાં તેમનાં પત્ની વગેરે તરફથી ઘણી જ મુશ્કેલીઓ નડી હતી. જ્યારે તેમને દીક્ષા લેતાં અટકાવ્યા ત્યારે તેમણે પ્રતિજ્ઞાઓ કરી હતી કે, (૧) રોજ ચાર આના દેસાસરે મૂકવા, (૨) કઈ પણ પ્રકારને વ્યાપાર કરે નહિ; (૩) ઘેર ભેજન કરવું નહિ, (૪) એકાસણું કરવું; અને (૫) બ્રહ્મચર્યનું પાલન કરવું. આ નિયમે જેનાં મેહનભાઈને દીક્ષાની કેવી તીવ્ર અભિલાષા હતી તે જણાઈ આવે છે. આ સાથે તેમણે પિતાના જીવનને અનેક તપશ્ચર્યાઓથી રંગી દીધું. છેવટે સં. ૧૯૬૮માં તેમને દીક્ષા લેવાની તક સાંપડી અને સુરત ખાતે પૂ. મૂલચંદજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના હસ્તે ૪૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. નામ મુનિશ્રી કપૂરવિજયજી રાખ્યું. સં. ૧૯૯ત્ના કારતક વદ ૪ના દિવસે બારડોલીમાં તેમને વડદીક્ષા આપવામાં આવી. પૂ. બુટેરાયજી મહારાજના શિષ્ય પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવરના શિષ્ય પૂ. મુનિરાજશ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી કરવિજયજી થયા અને પ્રાયઃ પૂ. મૂલચંદજી મહારાજ સાથે તેમની વિદ્યમાનતા સુધી રહ્યા હતા. મુનિશ્રી કપૂરવિજયજી ઉગ્ર તપશ્ચર્યા સાથે જ્ઞાન ધ્યાનમાં આગળ વધતા રહ્યા. તેઓશ્રીની દરેક યોગ્યતા જોઈને પૂ. શ્રી હર્ષવિજયજી મહારાજે ગણિ-પંન્યાસપદ આપવાનું નક્કી કર્યું અને અમદાવાદ ખાતે સં. ૧૯૯૦ના કારતક વદ ૪ના ગણિપદ અને કારતક વદ 9ના પંન્યાસપદ પૂ. તપેનિધિ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રદાન થયાં. ત્યાર બાદ, જ્યોતિષમાર્તડ કૃતજ્ઞશિરોમણિ પૂ. આ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજે બેડા (મારવાડ)માં અંજનશલાકા–પ્રતિષ્ઠા મહત્સવ પ્રસંગે પૂ. પં. શ્રી કપૂરવિજયજી ગણિવરને સં. ૧૯૬ના વૈશાખ વદ ૧ના ઉપાધ્યાયપદ પર સ્થાપન કર્યા. સં. ૧૯૯૮માં પૂ. ઉપાધ્યાયશ્રીજી સપરિવાર સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ તથા પ્રશમનિધિ પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ આદિને વંદનાર્થે અમદાવાદ-જૈન વિદ્યાશાળાએ પધાર્યા. ચોમાસું પણ ત્યાં જ કર્યું. આ વખતે પૂજ્યશ્રીને ૧૦૦ અડાઈ પૂર્ણ થતાં ભવ્ય મહોત્સવ ઊજવા. સં. ૧૯૯ના ફાગણ સુદ ૩ના દિવસે પૂ. દાદાશ્રી તથા પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂ. ઉપાધ્યાય શ્રી મનોહરવિજયજી તથા પૂ. તપસ્વીરત્ન ઉપા. શ્રી કપૂરવિજયજી મહારાજને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. તપસ્વી પૂ. આ. શ્રી વિજ્યકપૂરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અનેકવિધ શાસનપ્રભાવના થતી રહી. સં. ૨૦૦૦માં ડીસા પાસે પાંથાવાડામાં ચાતુર્માસ થયું ત્યાં તેઓશ્રીની તબિયત કથળી. સં. ૨૦૦૧ના મહા સુદ ૧૧ના એકાસણું કરતાં કરતાં કહ્યું કે, આજે મને 2010_04 Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ८८७ સ્મૃતિ બરાબર રહેતી નથી. એકાસણું કરી રહ્યા પછી વાંચન, જાપ વગેરે સાંજ સુધી ચાલ્યાં. સાંજે પ્રતિક્રમણ કરી પારસી ભણાવી સ થારા કર્યાં. રાત્રે બાર વાગે માત્ર જઇ આવી નવકારવાળી ગણીને પુન: સૂઇ ગયા. કેને ખબર કે આ નિદ્રા સદાની હતી ! મુનિશ્રી દેવેન્દ્રવિજયજી રાત્રિના ૧૨ થી ૨ સુધી પાસે બેઠા બેઠા નવકારવાળી ગણતા હતા. સાડાત્રણ વાગ્યા સુધી પૂજ્યશ્રી જાગ્યા નહિ એટલે ખેલાવ્યા; પણ ખેલ્યા નહિ, ત્યારે ખબર પડી કે પૂજ્યશ્રી આ નશ્વર દેહને છેડીને સ્વગેસ'ચરી ચૂકયા છે ! આમ, મહા સુદ ૧૧ મધ્યરાત્રિએ ૩૨ વર્ષના દીર્ઘ દીક્ષાપર્યાય પાળી, ૭૩ વર્ષની વયે પૂજ્યશ્રી દેવલોક પામ્યા. તેઓશ્રીના કાળધમ નિમિત્તે અનેક ઉત્સવ આદિ થયા. પાંથાવાડામાં તથા રાસ...ગપુરમાં તથા ડાળિયા ( આલાવાડ )માં પૂજ્યશ્રીની મૂર્તિ આ પણ પધરાવા છે. પૂજ્યપાદ તપોમૂર્તિ આચાર્ય દેવ શ્રી વિજયકપૂ`રસૂરીશ્વરજી મહારાજે કરેલાં અનેકવિધ તોની ટૂંકી નોંધ આ પ્રમાણે છે : ઉપવાસથી વર્ષીતપની આરાધના, ઉપવાસથી વીસસ્થાનકની આરાધના (૪૦૦ ઉપવાસ ). છઠ્ઠથી વીશસ્થાનકની આરાધના (૪૦૦ છઠ્ઠું ). છઠ્ઠુંથી વરસીતપની આરાધના. અઠ્ઠમથી વીશસ્થાનકની આરાધના, તેમાં ૧૧૦ અઠ્ઠાઈઓ થઈ. વમાનતપ ( પ્રાય: ) ૩૫ એળી, છ અઠ્ઠાઈ પર્વ ઉપવાસથી આરાધના. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ વગેરેની પૂર્ણ આરાધના. હુંમેશાં પ્રાયઃ એકાસણું ચાલુ જ. ગંડસી મુહસી પચ્ચક્ખાણ કાયમ. છ વખત ૧૬ ઉપવાસ, પ્રાયશ્ચિત્તનાં છ અઠ્ઠમ આદિ. છૂટક અમે અનેક, ચત્તારિ–અઠ્ઠ–દસઢોય તપ. તેમ જ ગૃહસ્થપણામાં ઉપધાન, ચૌદપૂર્વ તપ (ત્રણ-ચાર વાર ), પિસ્તાલીસ આગમ તપ. અક્ષયનિધિ આદિ અનેક તપે. સ. ૧૯૯૪માં અઠ્ઠાઈથી વીશસ્થાનકની ચાલુ તપશ્ચર્યામાં પાંચ વિગઈ એ ( દૂધ, દહીં, ગળપણ, તેલ અને કડા વિગઈ)ના મૂળથી યાવજીવન ત્યાગ કર્યાં હતા. પૂજ્ય તામૂર્તિ આચાર્યશ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ હાલારદેશેાદ્ધારક તરીકે સુપ્રસિદ્ધ હતા. એવા એ મહાન શાસનપ્રભાવક સૂરિવરને કેટ કેટ વ`દના ! ( સંકલન : પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજ ) ( હાલારદેશ દ્વારક-કવિરત્ન-પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્ય'શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્ય દેવશ્રીના જન્મ સાજીત્રા (જિ. ખેડા) ગામે સ’. ૧૯૫૫ના આસે સુદ બીજે થયા હતા. પિતાનું નામ માણેકચંદ, માતાનુ નામ પરસનબેન અને તેમનું સંસારી નામ અંબાલાલ હતું. તેમના પિતાશ્ર વ્યાપારાર્થે પ્રથમ ઉદેલ અને ત્યાંથી ખંભાત આવ્યા. એને લીધે ખંભાતમાં પૂજય ગુરુભગવંતેના પરિચયમાં આવવાનું થયુ. સ. ૧૯૭૮ની સાલમાં તેઓશ્રી યોગશાસ્ત્રનું અધ્યયન કરતા હતા અને તે વખતે તેના અર્થ પણ લખતા. એકવાર તેઓશ્રી રાત્રે ખાટલા પર સૂતા હતા. તરસને કારણે જાગ્યા અને નીચે પાણી મૂકેલુ તે પી 2010_04 Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શાસનપ્રભાવક ગયા, પણ છેલે ખ્યાલ આવ્યો કે તેમાં ખૂબ કીડીઓ હતી. ભારે વિરાધના થવાથી તે પાપ ધોવા વધુ જાગૃત બન્યા અને સંયમને ભાવ જાગે. સં. ૧૯૭૯માં પૂ. શ્રી અમીવિજ્યજી મહારાજની સાથે વેરાવળ ગયા. ત્યાં સંબંધીઓ પાછા લેવા આવ્યા. તેઓએ જૂનાગઢ ગિરનારજીની યાત્રા કરી ઘેર આવવા કહ્યું પણ જાત્રા પછી કહ્યું કે, ઘેર નહિ આવું. કાં તે મહારાજ પાસે રહીશ, કાં મહેસાણુ પાઠશાળામાં ભણવા જઈશ. સંબંધીઓ બીજી વાતે સંમત થયા અને મહેસાણા પાઠશાળામાં ભણવા મોકલ્યા. તેમના મોટાભાઈ છોટાલાલને ઘરમાંથી કઈ દીક્ષા લે તે રોકવા નહીં એ નિયમ હતું, પરંતુ ઘરમાં બીજા રજા આપતા નહીં. ચોમાસું આવ્યું અને મહેસાણામાં પૂજ્યપાદ શ્રી હર્ષવિજયજી દાદા તથા પૂજ્યપાદ શ્રી કપૂરવિજયજી મહારાજ ચાતુર્માસ રહ્યા હતા. તેમના સાનિધ્યમાં ચારે માસ અધ્યયન સાથે પૌષધ કર્યા અને દીક્ષા માટે મહારાજશ્રીને વિનવણી કરી. છેવટે સં. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ ને દિવસે પૌષધ પારીને ગામ બહાર જઈને દીક્ષા લીધી. પાછળથી સંબંધીઓ આવ્યા પણ દીક્ષિતની દઢ ભાવનાને જોઈ ઠંડા પડી ગયા. આમ, સં. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ની દીક્ષા થઈ અને પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિરાજશ્રી અમૃતવિજયજી નામે જાહેર થયા. નૂતન મુનિરાજશ્રીના જ્ઞાનના ક્ષપશમ જોરદાર નહીં, પણ અભ્યાસ સતત કરે. આઠ કલાક ગેખે ત્યારે ચાર ગાથા આવડે, પછી તે મનમાંથી જાય નહીં. કચ્છ તરફ રાયપુર (અમદાવાદ)ના પોપટલાલને દીક્ષા આપવા જતાં ચાણસ્મામાં પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજ, ૫. શ્રી રામવિજયજી મહારાજ, પૂ. શ્રી ભુવનવિજયજી મહારાજ આદિ મળ્યા. ત્યાં પૂ. શ્રી રામવિજયજી મહારાજનું પ્રવચન પહેલીવાર સાંભળ્યું. પણ પૂજ્યશ્રી કહેતા કે, “છ માસ એ પ્રવચનના તમરાં મારા કાનમાં ગુંજતાં રહ્યાં.” ચાણસ્માથી કરછ તરફ વિહાર કરતાં પાટડી અને બજાણાની વચ્ચે પિપટલાલની દીક્ષા કરી મુશ્રી પાર્શ્વવિજયજી નામ આપી, પૂ. શ્રી હર્ષવિજયજી દાદાના શિષ્ય પૂ. પં. શ્રી પુષ્પવિજયજી મહારાજના શિષ્ય કર્યા. કચ્છમાં ત્રણ માસા કર્યા. સં. ૧૯૮૩નું ચોમાસું જામનગર હરજી જૈનશાળામાં કર્યું, જ્યાં પૂ. પં. શ્રી પુષ્પવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. તેઓશ્રી વિદ્વાન હતા, સંસારપણે જ્ઞાતિએ પાટીદાર હતા, અને પૂ. સાગરજી મહારાજની આગમવાચનામાં લાભ લીધો હતો. સં. ૧૯૮૪માં પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને પ્રથમવાર વ્યાખ્યાન વાંચવાનું થયું ત્યારે સાણંદના ચોમાસામાં વંદિત્તાસૂત્રની અર્થદીપિકા ટીકા વ્યાખ્યાનમાં વાંચી. સં. ૧૯૮૫માં પૂજ્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાથે ચાતુર્માસ કરવા જામનગર તરફ પધાર્યા. ધુંવાવમાં તેઓશ્રીને પરિચિત ખંભાતના ૫૦ વર્ષની ઉંમરના શ્રાવક નેમચંદભાઈને દીક્ષા આપી અને મુનિશ્રી નેમવિજયજી નામ રાખ્યું. દરમિયાન પૂજ્યશ્રી અભ્યાસમાં આગળ વધતા રહ્યા. તેમાં સુધારકનાં લખાણ સામે તેમણે “વીરશાસન'માં સિદ્ધાંતરક્ષાના લેખ લખ્યા અને જૈનસંઘમાં ખૂબ જાણીતા થયા. ઉપરાંત, પૂજ્યશ્રીમાં પૂજા ભણાવવાની અને બાલજીને ધર્મમાં જોડવાની કળા સુંદર હતી. જેથી અનેક શહેરમાં કે ગામડાંઓમાં, જ્યાં જ્યાં તેઓશ્રીની સ્થિરતા હેય ત્યાં જિનભક્તિને જુવાળ 2010_04 Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ઊમટતા અને બાલજીવા સારી રીતે ધર્મીમાં જોડાતા. તેએશ્રીના ઉપદેશથી સ. ૧૯૮૯માં શ્રી હર્ષીપુષ્પામૃત જૈન ગ્રન્થમાળાની સ્થાપના થઇ અને તેમાં પૂ. સાગરાનંદજી મહારાજ સ`કલિત ‘ દીક્ષાનું સુ ંદર સ્વરૂપ” નામનુ પુસ્તક સૌ પ્રથમ પ્રકાશિત થયું. ત્યાર પછી તે! ઘણા ગ્રંથા પ્રગટ થયા અને આજે તે આગમ મૂળપ્રત સંશાધન કરાવીને આ સંસ્થાએ પ્રગટ કર્યો છે. પૂજ્યશ્રીને ખેડા મુકામે પૂ. શ્રી હવિજયજી દાદા તથા પૂ. પં. શ્રી કપૂરવિજયજી ગણુિની નિશ્રામાં સ. ૧૯૯૧ના અષાઢ સુદ ૯ના ગણિપદ અને અષાઢ સુદૃ ૧૦ના પંન્યાસપદ આપવામાં આવ્યુ, સ. ૧૯૯૨માં ખંભાતમાં જૈનશાળામાં ચામાસું કર્યુ અને જૈનશાળાની રક્ષા કરી શ્રીસ'ધને આરાધનામાં દૃઢ મનાવ્યે. તેઓશ્રી શાસ્ત્રાના ઊંડા અભ્યાસી હતા. તેઓશ્રીએ સંસ્કૃતમાં સંક્ષિપ્ત શ્રાદ્ધધર્મ, ચતુર્વિશતિ ચૈત્યવંદનાદિ સ્તુતયઃ, જયવિજય કથાનક વગેરે ગ્રંથા લખ્યા છે. ન્યાયના વિષયમાં તર્કસંગ્રહ ઉપર પ્રભા નામની ટીકા લખેલી છે, અપ્રગટ છે. ઉપરાંત અનેક ગુજરાતી પુસ્તક લખ્યાં છે, અમૃતબિન્દુ લખ્યાં છે, પૂજાએ રચી છે. તેઓશ્રીની જૈન દર્શનને સમજાવવાની સરળ ઢબને કારણે જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં દૃઢ ધશ્રદ્ધા ઉત્પન્ન કરી છે. સં. ૧૯૯૯માં ફાગણ સુદ ૩ના પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શુભ હસ્તે પૂ. શ્રી મનહરવિજયજી તથા પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજની આચાર્ય પદવી સાથે સાથે પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને ઉપાધ્યાયપદ પ્રદાન થયું. અને ત્યાર ખાદ, ફાગણ સુદ ૧૦ના દિવસે અમદાવાદ જૈન વિદ્યાશાળામાં આચાર્ય' પદથી અલ'કૃત કરવામાં આવ્યા. તે વખતે અઢી માસ પર્યંત ભવ્ય મહોત્સવ ઊજવાયા હતા. ૪૮૯ પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ કવિ પણ હતા. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રાથમિક મા દનથી તેઓશ્રીએ સ્તવનાદિ રચ્યાં હતાં. અને પછી બાળજીવાને ભક્તિમાં જોડવા માટે સં. ૨૦૦૩થી પૂજા એની રચના પણ કરી હતી. તેમાં તેઓશ્રીએ અનેક ઉપયાગી પૂજાએ રચી છે. તેની ઢાળેા સરસ હોવાથી ભાવિક ભક્તિપૂર્વક, ભારે ઉલ્લાસથી ગાઈ શકે છે અને ભક્તિના આનદ પ્રાપ્ત કરી શકે છે. શાસનસિદ્ધાંતરક્ષા અને ઉત્સૂત્રને પ્રતિકાર કરવા અંગે તેઓશ્રીને પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયરામચ`દ્રસૂરીશ્વરજી મહારાજના શુભ આશિષ પ્રાપ્ત થયા હતા અને અનેક પ્રસંગોએ તેમણે એ અંગે પ્રયત્નો કરી આરાધનાને અખંડ બનાવી હતી. ગુજરાતમાં આરસદ, પાંથાવાડા, લેાદ્રા વગેરે અનેક ક્ષેત્રોમાં જાગૃતિ લાવ્યા હતા. સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશમાં અને છેલ્લે ઝાલાવાડ તથા ઓટાદ વિસ્તારમાં વઢવાણુ, લીંબડી, કારિયાણી, અલાઉ આદિ ગ્રામનગરીમાં વિચરી ત્યાંની ગ્રામપ્રજામાં સુંદર ધર્મ જાગૃતિ લાવ્યા હતા. તપાગચ્છ ઉપાશ્રય તેઓશ્રીના ઉપદેશથી નિર્માણ થયા હતા. હાલાર પ્રદેશમાં અનેક દેરાસરાનાં નવિનર્માણ થયાં અને પડાણા તથા જામનગરમાં અંજનશલાકાએ થઈ હતી. આ પ્રદેશમાં મુનિરાજેનુ આગમન અલ્પ હોવાથી જૈનધર્માં પાછળ હતા, તે પૂજ્યશ્રીના સતત વિહાર અને પ્રબળ પ્રેરણાથી સારી એવી ધર્મ જાગૃતિ આવી; અને તેના ફળસ્વરૂપે પૂજ્યશ્રી ‘ હાલારદેશેાદ્ધારક ’ કહેવાયા. શ્ર. દુર 2010_04 Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શાસન જૈનશાસનના પ્રચાર અને રક્ષા માટે તેઓશ્રીના ઉપદેશથી લાખાબાવળથી ‘ શ્રી મહાવીર નામનું પત્ર શરૂ થયું હતું, જે આજે પણ જૈનધમ ના પ્રચાર અને રક્ષાનું કા કરે છે. ભારતભરમાં તેમ જ પરદેશમાં પણ તેની નકલેા સારી સખ્યામાં જાય છે. તેઓશ્રીએ અનેક પુસ્તકો, કથાઓ, લેખા તથા પ્રશ્નોત્તરે અને અમૃતિષ દુઆ સારા પ્રમાણમાં લખેલ છે. શાસ્ત્રીય રહસ્યના તેએ ઊ'ડા મન હતા અને એક ગ્રંથ અનેકવાર વાંચીને રહસ્યા તારવતા હતા. હાલારમાં રાસ...ગપુર, ભાણવડ, લાખાબાવળ, પડાણા, જામનગર પ્લોટ વગેરે જિનમદિરાની પ્રતિષ્ઠા ઉપરાંત રાજકોટના માંડવી ચાકમાં શ્રી સુપાર્શ્વનાથ દેરાસરજી તથા સદરમાં શ્રી મણિયારના દેરાસરની પ્રતિષ્ઠા તેએશ્રીના વરદ હસ્તે થઈ હતી. તેમ જ બગસરા અને કારિયાણી ( ખોટાદ ) દેરાસરની પ્રતિષ્ઠા પણ તેઓશ્રીના વરદ હસ્તે થઈ હતી. પ્રભાસપાટણના પ્રખ્યાત નૂતન મહામંદિરનું તથા ધનિયાવાડા ( ડીસા ) દેરાસરનું શીલારોપણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયું હતું. લીંબડીના શ્રી સુબાહુ જિનના મહામદિરના જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના ઉપદેશથી થયા હતા. પૂજ્યશ્રીના હસ્તે દીક્ષાઓ પણ અનેક થઈ હતી. શાસનપ્રભાવક પૂજ્યશ્રીને ગૃહસ્થપણાથી એકાસણાના અભ્યાસ હતા; અને સાધુપણામાં પણ સ, ૨૦૧૭ સુધી પ્રાયઃ એકાસણાં કરેલાં; પણ પછી તબિયતને કારણે, એકાસણાં કરતાં ગૅસ થાય અને ઊભા થઈ જવું પડે, તેથી એકાસણાં છેડી ઉપવાસ શરૂ કર્યાં. એકાંતર ઉપવાસ કરે. વચ્ચે તિથિએ વાપરવાનુ આવે તે છટ્ઠ કરી લે, કેટલાક સમય તે અઠ્ઠમ કરે. માટા ભાગે ઉપવાસ ચોવિહારા કરે. હાલારમાં કેટલોક સમય છ વિગયનેા ત્યાગ હતા અને ચાર દ્રવ્ય જ છૂટાં રાખે. તેમાં છાશ રોટલા વાપરે. ૪૩ વર્ષના દીક્ષાપર્યાયમાં કી લીલું શાક વાપર્યું નહીં. સાંચાર ( મારવાડ ) દેરાસરના જીર્ણોદ્ધાર માટે ૧૫ વર્ષે ઘીના ત્યાગ રાખેલ. ત્યાં અશાતના જોયેલ, તેથી અભિગ્રહ કરેલા. સદાય સ્વાધ્યાયમગ્નતા એ તેઓશ્રીના ખારાક હતા. છેલ્લું ચામાસું લીંબડી કર્યું. ત્યાંથી વઢવાણ શહેર પધારી એ કુમારિકાઓને દીક્ષા આપી અને વીયિા પધારી ફાગણ સુદ ૪ના એક કુમારિકાને દીક્ષા આપી. ફાગણ સુદ ૧૦ના વીશસ્થાનકની ૧૭મી સંયમપદની એળીને છેલ્લે ચાવિયારે ઉપવાસ હતા. તે દિવસ તેઓશ્રીની આચાર્ય પદવીના પણ હતા. શ્રાવકે સાંજે પ્રતિક્રમણ કરવા આવી રહ્યા હતા અને પૂજ્યશ્રીને એડકાર આવ્યા. ત્રણ મેાટા ઓડકાર આવ્યા તે સાથે તેઓશ્રી અરિહંત ખેલતાં ખેલતાં, બેડાં બેઠાં સાંજે સાત વાગે કાળધર્મ પામ્યા. સૌ ખેદમાં પડી ગયા. સત્ર શાકનુ વાતાવરણ છવાઈ ગયું. ચારે બાજુ શાકના સંદેશા ફરી વળ્યા. અનેક ગામેાથી ભાવિકા આવી પહોંચ્યા અને સુદ ૧૧ના ૨ વાગે ભવ્ય પાલખી નીકળી અને સ્ટેશન રોડ પર, ઝવેરી જિન સામે એક પ્લેટ ખરીદવાનુ વીંછિયા શ્રીસ ંઘે નક્કી કર્યું અને ત્યાં અગ્નિસંસ્કાર કર્યાં. તેએાશ્રીના સ`સારી બંધુ ચીમનભાઈ આદિ ખંભાતથી આવી પહોંચેલા. તેમણે પાલખીને લાભ લીધે અને અગ્નિસંસ્કાર કર્યા. ત્યાં હાલ ગુરુમંદિર બનાવી ચરણપાદુકા પધરાવી છે. ઉપરાંત પૂજ્યશ્રીના ઉપકારોને યાદ કરીને અલાઉ, લાખાખાવળ, નાઘેડી, બાલંભા, શેતાલુશ, જાંબુડા, ધેાળા જકશન, કનસુમરા, રાજકોટ અને ડાળિયામાં તેઓશ્રીની મૂર્તિ એ પધરાવવામાં આવી છે. 2010_04 Page #493 -------------------------------------------------------------------------- ________________ મમણભગવા–ર ૪૯૧ તેઓશ્રીના શિષ્યાદિ પરિવારમાં પૂ. મુનિશ્રી નેમવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી ચંદનવિજયજી મહારાજ અને પૂ. ૫. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર કાળધર્મ પામ્યા છે. પૂ. પ'. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર મહાન તપસ્વી હતા. ઉપવાસ, છ, અટ્ટમથી વરસીતપ અને વીશસ્થાનક તપ કર્યાં હતાં, અને છેલ્લે પાંચ ઉપવાસથી વીશસ્થાનક તપની આરાધના કરી હતી. પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિશ્રી નંદનવિજયજી આદિ શિષ્યા વિદ્યમાન છે. પ્રશિષ્યેામાં પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા છે અને શ્રી યાગીન્દ્રવિજયજી મહારાજ તેમ જ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજ વિદ્યમાન છે. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના અપ્રમત્ત સાધક, આરાધક, પ્રભાવક અને રક્ષક હતા. પૂજ્યશ્રીનાં અનેક કાર્યો અને ગુણાની ભૂરિ ભૂરિ અનુમેાદનાપૂર્વક તેઓશ્રીને કેટિ કોટિ વંદના ! કલમન! કસબી, વિવિધ ગ્રંથાના સર્જક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ હાલાર પ્રદેશ · હાલારદેશેાદ્ધારક ’ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પ્રભાવપૂર્ણ ચારિત્રજીવનથી પ્રભાવિત થયેલા પ્રદેશ છે. તેઓશ્રીના ગુરુવ તપેાનિધિ આચાર્યં શ્રી વિજયકપૂ સૂરીશ્વરજી મહારાજ અને પૂજ્યશ્રી, સ ંઘસ્થવિર પૂજ્યપાદ બાપજી મહારાજની આજ્ઞાનુસાર વિચરતા હતા. વિશેષતઃ હાલારની પ્રજાને ધર્માભિમુખ કરવાનું શ્રેય આ મહાપુરુષોને મળ્યુ છે. વર્ષો પૂર્વે કચ્છમાંથી વીશા—ઓશવાલ જ્ઞાતિના વિણકે અહી આવીને વસેલા અને વ્યાપારાદિ માટે મુબઈ અને આફ્રિકા આદિ દૂર દૂરના પ્રદેશમાં પણ ગયેલા. પ્રાચીનતાના પુરાવા જેવા આ પ્રદેશને ધવાણીથી નવપલ્લવિત રાખવાનું કલ્યાણકારી કાર્ય આ મહાત્મા દ્વારા થતું રહ્યું. અનેક મહાત્માએ આ પ્રદેશમાંથી તૈયાર થયા, તેમાં પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ એક છે. જૈનશાસનની જ્વલંત યાતને અખંડિત રાખવામાં જે મહાપુરુષાનું જમ્બર ચેાગદાન છે તેવા મહિષ એના સહાયક અની રહેવાની પૂજ્યેાની પરંપરાને તેઓશ્રીએ પણ ખરાખર જાળવી રાખી છે. વીરશાસન' નામથી પ્રકાશિત થતા સાપ્તાહિકનું પ્રકાશન બંધ થતાં · મહાવીરશાસન ' નામથી સં. ૨૦૦૯માં પાક્ષિકનું પ્રકાશન જે ખેતશીભાઈ વાઘજીભાઈ ગુઢકાના ત'ત્રીપદે પ્રાર'ભાયુ' તે જ ખેતશીભાઇ સં. ૨૦૧૦ના જેઠ સુદ ૧૧ને શુભ દિવસે પારમેશ્વરી પ્રત્રજયા સ્વીકારી પૂ. મુનિવર શ્રી જિનેન્દ્રવિજયજી બન્યા અને ગુરુનિશ્રાએ જ્ઞાનાદિની આરાધના કરતાં ગુરુમુખે શાસનની મહાનતા, શાસનરક્ષક સૂરિપુર દરેાની ગૌરવકથાએ અને રક્ષામ ́ત્રની 2010_04 Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ મહેાપાકરતા સાંભળીને તેએશ્રીએ પણ શાસનના અનેકવિધ પ્રશ્નોમાં કલમની કરામતથી સત્યના સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાના પ્રારંભ કર્યાં. તેઓશ્રીની સયમની ઉત્કૃષ્ટ સાધના તેમ જ વિસ્તરતી જતી શક્તિ-ભક્તિથી આકર્ષાઈ પૂ. ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસપદવીથી અલ’કૃત કરવા કહ્યું; પરંતુ દરમિયાન પૂ. ગુરુદેવ સ્વની વાટે સંચર્યાં. ત્યાર પછી તેઓશ્રીના વડીલ ગુરુબંધુ પૂ. પ. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરે પંન્યાસપદવી આપી. ત્યાર બાદ તેઓશ્રીને સ. ૨૦૩૮માં પૂ. આ. શ્રી વિજયસેામચ દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જામનગરમાં શ્રી નમસ્કાર મહામ ંત્રના તૃતીયપદે—આચાર્યપદે આરૂઢ કરાતાં પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધિ પામ્યા. શાસનપ્રભાવક · શ્રી મહાવીરશાસન 'ની જેમ ‘ જૈનશાસન' સાપ્તાહિક તેઓશ્રીના પ્રેરક બળથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આગમાદિ પ્રાચીન ગ્રંથાના રક્ષણ માટે તેઓશ્રીની પ્રેરણા સાકાર થઈ રહી છે અને હસ્તલિખિત ગ્રંથાના સ્વ. પૂ. આ. શ્રી વિજયમાનતુ'ગસૂરીશ્વરજી મહારાજ પ્રેરિત નવસર્જનને વેગ મળી રહ્યો છે. અંજનશલાકા-પ્રતિષ્ઠા, નૂતન જિનમંદિરાનાં નિર્માણ, છરીપાલિત યાત્રાસંઘે આદિ શાસનપ્રભાવક કાર્યોની હારમાળા દ્વારા હાલારની પ્રશ્નને પણ ધર્મ રક્ષા અને શાસનપ્રભાવનાના પાઠ તેએશ્રી ભણાવી રહ્યા છે. મૂળમાં હાલાર પ્રદેશના અને બહુતયા હાલાર પ્રદેશ ( જામનગર જિલ્લા )માં વિચરતા પૂજયશ્રી હાલાર પ્રદેશમાં જૈનશાસનની યેાતને અણનમ બનાવી રાખવામાં સફળતાને વરેલા ‘ હાલારકેશરી ’પૂજ્યપાદ આચાય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજને ભાવભરી શતશઃ વંદના ! 2010_04 Page #495 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના સમુદાયવર્તી પૂજ્ય આચાર્ય દેવો પૂ. આ. શ્રી નિપુણુપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ સૈકા પૂર્વે સૌ પ્રથમ મુંબઈમાં પ્રવેશ કરનારા સંવેગી મુનિ અને અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવનારા પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ એક વિદ્વાન હોવા ઉપરાંત સાચા અર્થમાં કમલેગી હતા. ઉત્તર પ્રદેશમાં જન્મ્યા હોવા છતાં એમણે ગુજરાતને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાતમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈને એમને વિશેષ લાભ મળે. સુરત, નવસારી, પાલીતાણા, ઓસિયાજી અને મુંબઈમાં એમણે જૂનાં જિનાલય જીર્ણોદ્ધાર કરાવ્યો તથા નવા મંદિરની સ્થાપના માટે પ્રેરણા આપી. અનેક અલભ્ય પુસ્તકો એકઠાં કરી સુરતમાં જ્ઞાનભંડારની સ્થાપના કરી. ઘણાં શુભ કાર્યોના પ્રેરણામૂતિ બની રહ્યા. જૈનસમાજને માટે ઉપયોગી એવી ધર્મશાળા, ભેજનશાળા, ઉપાશ્રય, પુસ્તકાલય વગેરે સંસ્થાઓ સ્થાપવામાં એમણે મહત્વનો ભાગ ભજવ્યું. ઉત્તર પ્રદેશમાં મથુરાથી ૬૦ કિ. મી. દૂર ચાંદપુર નામના ગામમાં સં. ૧૮૮૭ (ઈ. સ. ૧૮૩૧)ના વૈશાખ સુદ ને ગુરુવારે પૂજ્યશ્રીને જન્મ થયે હતે. એમનું સંસારી નામ મેહન, પિતાનું નામ બાદરમલ અને માતાનું નામ સુંદરી હતું. તેઓશ્રી ધનાઢય બ્રાહ્મણ 2010_04 Page #496 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક કુળમાં જન્મ્યા હોવા છતાં જૈનધર્મના પ્રખર પ્રચારક બન્યા એ બાબત નોંધપાત્ર છે. મેહનની નવ ઉંમરે માતાપિતા એમને લઈને જોધપુર રાજ્યના નાગોર શહેરમાં આવ્યાં. નાગેર ભૂતકાળમાં નાગપુર તરીકે ઓળખાતું હતું. નાગોરમાં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હતી. એમાં રૂપચંદજી નામના જેન યતિ ઘણા પ્રસિદ્ધ હતા. શ્રી રૂપચંદજીએ ખરતરગચ્છના આચાર્યશ્રી જિનર્વસૂરિજી પાસે યતિદીક્ષા લીધી. ખરતરગચ્છમાં સં. ૧૭૭૦ (ઈ. સ. ૧૭૧૪)થી યતિપરંપરા શરૂ થઈ હતી. બાદરમલ અને સુંદરીએ યતિ રૂપચંદજીને ધાર્મિક સંસ્કાર અને તાલીમ માટે એમને પુત્ર અર્પણ કર્યો. મોહને હિન્દી ભાષાનું જ્ઞાન અને પ્રાથમિક શિક્ષણ પોતાના વતન ચાંદપુરમાં મેળવ્યું હતું. ઇતિહાસ, ભૂગોળ અને ગણિતને થે અભ્યાસ પણ કર્યો હતે. રૂપચંદજીએ એમને ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. અલ્પ સમયમાં મેહને પ્રતિક્રમણનાં સૂત્ર, ચાર પ્રકરણ, ત્રણ ભાગ, છ કર્મગ્રંથ વગેરે કંઠસ્થ કરી લીધાં. “તત્વાર્થસૂત્રનો અભ્યાસ કર્યો. રૂપચંદજીએ એમને વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર તથા સ્વરોદયશાસ્ત્ર શીખવ્યાં. નાની ઉંમરે મેહને આ બધું જ્ઞાન આત્મસાત્ કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી રૂપચંદજી મેહનને લઈને મુંબઈ ગયા. એમણે મુંબઈથી મેહનને ખરતરગચ્છના આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે ઇન્દોર મોકલ્ય. ઇન્દોરની નજીક મક્ષીતીર્થમાં સં. ૧૯૦૩ (ઈ. સ. ૧૮૪૭)માં આચાર્ય મહેન્દ્રસૂરિએ મોહનને યતિદીક્ષા આપી અને મોહન હવે યતિ શ્રી મેહનલાલજી બન્યા. એ વખતે એમની વય માત્ર સેળ વર્ષની હતી. શેડો સમય યતિ શ્રી મેહનલાલજી આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે રહ્યા. એ પછી એમને મુંબઈ એમના ગુરુ રૂપચંદજી પાસે મોકલવામાં આવ્યા. રૂપચંદજી એમને લઈને ગ્વાલિયર ગયા. ગ્વાલિયરમાં રૂપચંદજીને અચાનક સ્વર્ગવાસ થયે. એ પછી ચાર વર્ષે આચાર્ય મહેન્દ્રસૂરિ પણ નિર્વાણ પામ્યા. બંને ગુરુએ વિદાય લેતાં સં. ૧૯૧૪ પછીને સમય યતિ મેહનલાલજી માટે મુશ્કેલીને બ. સં. ૧૯૧૬ (ઈ. સ. ૧૮૬૦ )માં બાબુ છુઠ્ઠનજીએ સિદ્ધાચલજીને સંઘ કાઢયો, જેમાં મેહનલાલજી પણ સામેલ થયા. આ રીતે એમણે સિદ્ધાચલજીની પ્રથમ યાત્રા કરી, જેને પ્રભાવ એમના મન અને જીવન પર અમીટ પડ્યો. સિદ્ધાચલજીની યાત્રા પછી એમણે લગભગ બાર વર્ષ સુધી ઉત્તર પ્રદેશના લખનૌ શહેર અને એની આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો. ત્યાંથી તેઓશ્રી કલકત્તા ગયા. ત્યાં તેમને યતિમાંથી સાધુ બનવાની પ્રેરણા મળી. પિતાની બધી મિલકત ધર્મને અર્પણ કરી. ત્યાંથી તેઓ અજમેર ગયા અને ત્યાં સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૮૭૪)માં સંઘ સમક્ષ યતિમાંથી સંવેગી સાધુ-શ્રમણ બન્યા. શ્રી સુખસાગરજી મહારાજ પાસે એમણે ગદહન કરી વાસક્ષેપ લીધે અને એમના શિષ્ય બન્યા. ખરતરગચ્છની સંવેગી પરંપરામાં તેઓ તેજસ્વી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા. સં. ૧૯૩૨નું ચોમાસું સિરોહીમાં કર્યું. ત્યારે ત્યાંના રાજવી શ્રી કેસરીસિંહજીએ એમના ઉપદેશથી પિતાને રાજ્યમાં દર વર્ષે શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૧૧ સુધીના ૧૫ દિવસ દરમિયાન પ્રાણીઓની હિંસા અને કતલ ઉપર પ્રતિબંધ મૂક્યો. એ ઉપરાંત, એમની પ્રેરણાથી સિદેહીનરેશે રેહીડા ગામમાં જૈનમંદિર બનાવવાની પરવાનગી આપી. બ્રાહ્મણવાડાના 2010_04 Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ જૈનમંદિરને વહીવટ બ્રાહ્મણ પાસેથી લઈને જૈનેને સેં. તેઓશ્રી જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં લોકપ્રિય બનતા હતા. સિરોહી પછી એમણે પાલી, સાદડી, જોધપુર, અજમેર વગેરેમાં માસા કર્યા. જોધપુરના દિવાન અમલચંદજી એમની પાસે દીક્ષા લઈને મુનિ આણંદચંદ્રજી બન્યા. આ એમના પ્રથમ શિષ્ય. જોધપુરના વતની એવા જેઠમલજી પણ એમના બીજા શિષ્ય બન્યા. સં. ૧૯૩૬નું માસું એ સવાલના મૂળ વતન ઓસિયા તીર્થમાં કર્યું. ચોમાસા દરમિયાન એમના ઉપદેશથી એસિયાના દેરાસરને જીર્ણોદ્ધાર થયે. સં. ૧૯૪૦નું ચોમાસું પૂરું કરીને તેઓશ્રી ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવ્યા. સં. ૧૯૪૧નું ચોમાસું પાટણ કર્યું. તે વખતે શ્રીસંઘની વિનંતીથી તપાગચ્છની ધર્મક્રિયાઓનું આચરણ કરવા લાગ્યા. પણ અને ગચ્છની અંદર રહેલા શિષ્યસમુદાય તરફ સમાન દષ્ટિ રાખી શાસનની આણ વધારી. ગચ્છભેદ કે મતભેદ એમની પાસે હતા જ નહીં. જો કે તેમને ન સમજનાર કેટલાક જૈન ભાઈ એએ વિરોધ કર્યો હતે. હકીકતે ગુજરાતમાં તપાગચ્છનું પ્રાબલ્ય વધારે હતું. તેથી આ પરિવર્તનને લીધે સુરત અને મુંબઈમાં ઘણું પ્રશસ્ય કાર્ય કરી શક્યા. સં. ૧૯૪૪માં હર્ષ મુનિ એમના શિષ્ય બન્યા. સં. ૧૯૪પનું ચોમાસું પાલીતાણા કર્યું. સુરતના શ્રી સંઘની વિનંતીથી સં. ૧૯૪૬નું ચોમાસું સુરતમાં કર્યું. સુરત જેન સંઘને એમના નામનું સૂચન કરનાર પ્રસિદ્ધ મુનિ આત્મારામજી હતા. સુરતમાં મહેસાણાવાળા ઊજમશીભાઈ અને મહદપુરના રાજમલજીભાઈ એ એમની પાસે દીક્ષા લીધી. એમના શિષ્યોની સંખ્યા વધીને સાતની થઈ. સુરતનું ચોમાસું પૂરું થયા પછી મુંબઈના શ્રેષ્ઠિઓ બાબુ પન્નાલાલ પૂરણચંદ, નવલચંદ ઉદેચંદ, નગીનદાસ કપૂરચંદ, પાનાચ દ તારાચંદ વગેરે એમને વંદન કરવા સુરત આવ્યા અને સં. ૧૯૪૭નું માસું મુંબઈમાં કરવા આગ્રહભરી વિનંતી કરી. હજી સુધી કેઈ જેન સાધુએ મુંબઈમાં પ્રવેશ કર્યો ન હતે. તેઓ મુંબઈને વિલાસી નગરી સમજતા હતા અને જે સાધુ મુંબઈ જાય તે ભ્રષ્ટ થયા વગર ન રહે એવી માન્યતા હતી. “મૂકી તાપી તે થયા પાપી” (એટલે કે સુરતથી આગળ જવામાં પાપ છે.) એવી માન્યતા પ્રચલિત હતી. તે બીજી બાજુ મુંબઈમાં વસતા જેન ભાઈ માટે સાધુમહાસનાં દર્શન-સમાગમ વગર ધર્મભાવના ટકાવવી મુશ્કેલ હતી. પગલે પગલે જ્યાં પડવાને ભય હોય ત્યાં સચેત બનાવનારા સંત-મહાત્માની જરૂર સૌથી વધુ રહે. પિતાનું આ કર્તવ્ય સમજી પૂ. મુનિશ્રી મોહનલાલજીએ મુંબઈનું આમંત્રણ સ્વીકારી લીધું. મુંબઈ જવા માટે વચ્ચેની દરિયાઈ ખાડીઓ પસાર કરવા રેલવેના પુલને ઉપયોગ કરવો પડે તેમ હતું. મુંબઈના સંઘે એ માટે પત્રવ્યવહાર કરી ખાસ પરવાનગી મેળવી. આમ, પૂ. મોહનલાલજી મહારાજે અનેક મુશ્કેલીઓ વેઠી મુંબઈમાં પ્રવેશ કર્યો. મુંબઈ જતાં રસ્તામાં નવસારીના જીર્ણ દેરાસરને ઉદ્ધાર કરવા ત્યાંના સંઘને પ્રેરણા આપી. મુંબઈમાં પૂજ્ય મહારાજશ્રીનું ભવ્ય સામૈયું થયું. સં. ૧૯૪૭ને ચૈત્ર સુદ ૬ને એ દિવસ મુંબઈ માટે એક અનેરે અને ઐતિહાસિક અવસર હતો. સામૈયામાં જેને ઉપરાંત પ્રતિષ્ઠિત હિન્દુઓ, અંગ્રેજ અધિકારીઓ, વકીલે, ન્યાયાધીશ, પારસીઓ, મુસ્લિમો વગેરે પણ જોડાયા હતા. પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં લાલબાગના જૈન ઉપાશ્રયે સૌપ્રથમ માસા દરમિયાન ઘણી 2010_04 Page #498 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આરાધનાઓ અને ઉજવણીઓ થઈ. બે વ્યક્તિએ એમની પાસે દીક્ષા લીધી. મુંબઈમાંના એ પ્રથમ દીક્ષામહત્સવ હતા. સં. ૧૯૪૮માં સુરતના ધનાઢય શ્રેણી ધરમચંદ ઉદયચંદ ઝવેરીએ સુરતથી સિદ્ધાચલજીને પગપાળા સંઘ કાઢવાની અને એમાં પૂ. મહારાજશ્રીને સામેલ થવાની વિનંતી કરી. પૂજ્યશ્રીએ એને સ્વીકાર કર્યો, અને તેઓશ્રી સુરત પધાર્યા. ત્યાં આવી વડાચૌટાના શ્રી સીમંધરસ્વામીના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું અને કતારગામના દેરાસરને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યું, જે સં. ૧૫૫માં પૂરો થયે. સં. ૧૯૪૯માં સુરતથી ચિદ્ધાચલને સંઘ નીકળે. લગભગ સવા મહિને એ પાલીતાણા પહોંચ્યા. પાલીતાણાના ઠાકોર સાહેબ સંઘનું સામૈયું કરવા સામે આવ્યા. યાત્રાસંઘની ખૂબ યાદગાર રીતે સમાપ્તિ થઈ. તે પછી સિદ્ધાચલની તળેટીમાં બંધાયેલ ધનવસહી ટૂંક (બાબુના દેરાસર)ના મૂળનાયક આદિનાથના બિંબની અંજનશલાકા વિધિ અને પ્રતિષ્ઠાવિધિ પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ પાલીતાણામાં એમના હસ્તે શ્રી ઋષિમુનિએ દીક્ષા ગ્રહણ કરી. એ પછી તેઓશ્રી સુરત અને મુંબઈમાં ચોમાસાં કરતા રહ્યા. સુરતમાં કુલ છ ચેમાસાં કર્યા. એ દરમિયાન શેઠ નેમચંદ મેળાપચંદને ઉપાશ્રય, મેહનલાલજીને ઉપાશ્રય, ગ્રંથભંડાર, જૈન ભેજનશાળા, જયકુંવર જેન જ્ઞાનઉદ્યોગ શાળા વગેરે બંધાવ્યાં. સૂરજમંડન પાશ્વનાથ જિનાલયને સં. ૧૯૫૬ (ઈ.સ. ૧૯૦૦)માં જીર્ણોદ્ધાર કરાવ્યું. સુરત એમની પ્રિય કર્મભૂમિ બની. મુંબઈમાં એમણે કુલ આઠ માસાં કર્યા. એ દરમિયાન ત્યાં જૈનધર્મને જયજયકાર થઈ રહ્યો. લાલબાગનું સમગ્ર જૈન સંકુલ (દેરાસર, ઉપાશ્રય, પુસ્તકાલય, ધર્મશાળા, ભેજનશાળા વગેરે) એમની પ્રેરણું અને પ્રયાસેથી વિકાસ પામ્યું. વાલકેશ્વરનું આદિનાથનું જૈનમંદિર એમની પ્રેરણાથી બંધાયું અને એની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ. અંતે, સં. ૧૯૯૩ (ઈ. સ. ૧૯૦૭)માં ચૈત્ર વદ ૧૦ને દિવસે સુરતમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. અશ્વિનીકુમારના સ્મશાનગૃહ પાસે તાપી નદીના કિનારે, જ્યાં એમના અગ્નિસંસ્કાર થયા ત્યાં એમનું સ્મારક રચવામાં આવ્યું છે. એમના જીવનની ઉત્તરાવસ્થામાં સુરત એમનું સ્થિરવાસ બની રહ્યું હતું. ત્યાં મેહનલાલજી ઉપાશ્રય” એ એમનું કાયમી જીવંત સ્મારક બની ગયું છે. વર્તમાનમાં એમના સમુદાયના ગચ્છાધિપતિ પૂ. શ્રી ચિદાનંદસૂરિજી તથા એમના શિષ્ય શ્રી કીતિ સેનમુનિજી અવારનવાર ત્યાં રહીને ધર્મ અને જ્ઞાનના પ્રસાર-પ્રચારનું સ્તુત્ય કાર્ય કરે છે. પૂ. મોહનલાલજી મહારાજનું સૌથી વધારે મહત્ત્વનું કાર્ય એમને મુંબઈપ્રવેશ. એમણે સાહસ કરીને પ્રથમ વાર મુંબઈમાં પ્રવેશ કર્યો અને અન્ય જૈન મુનિઓ માટે મુંબઈનાં દ્વાર બિલી આપ્યાં. મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય મહાનગરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ જૈન મુનિ તરીકે તેઓશ્રી જૈનધર્મના ઇતિહાસમાં ચિરંજીવ સ્થાન ધરાવે છે. મુંબઈ તથા દક્ષિણ ગુજરાતમાં જૈન ધર્મના પ્રચારક તરીકે પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. મુંબઈ, સુરત, પાલીતાણું વગેરે સ્થળેનાં દેરાસરમાં એમની આરસની મૂતિઓ સ્થાપી એમની સ્મૃતિ કાયમી બનાવવામાં આવી છે. પૂજ્યશ્રીના જીવન વિશે પ્રકાશ પાથરતે એક સ્મૃતિગ્રંથ “શ્રી મોહનલાલજી 2010_04 Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ” પણ પ્રકાશિત થયેલ છે, જેના લેખક અને સંપાદક પૂ. મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ છે, જેઓ પૂ. આ. શ્રી ચિદાનંદસૂરિજીના શિષ્ય અને શિશુ છે. ત્યાર બાદ, હમણાં જ, સં. ૨૦૪૭માં, પૂજ્ય મુનિપ્રવર શ્રી મેહનલાલજી મહારાજના મુંબઈપ્રવેશને ૧૦૦ વર્ષ પૂરાં થતાં તે નિમિત્ત, તા. ૧-૬-૯૧ થી તા. ૯-૬-૯૧ સુધી મુંબઈ, ભાયખલા મુકામે પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ વિહાર-શતાબ્દીને ભવ્ય કાર્યકમ-મહત્સવ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી યશોભદ્રસૂરીશ્વરજી (ડહેલાવાળા ) મહારાજ તથા વિશાળ મુનિમંડળની નિશ્રામાં ઉપસ્થિતિમાં ઉજવાય હતું. આ મહોત્સવમાં મુંબઈના સમસ્ત શ્રીસંઘે સામેલ થયા હતા. આ ઐતિહાસિક શતાબ્દી પ્રસંગની કાર્યવાહીમાં પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મહારાજ, પૂ. મુનિશ્રી સુયશમુનિજી મહારાજ અને પૂ. મુનિશ્રી વિનીતપ્રભમુનિજી મહારાજે ભારે જહેમત ઉઠાવીને પ્રસંગને સફળતા 1 - પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મ. પૂ. મુનિશ્રી સુયશમુનિજી મ. પૂ. મુનિશ્રી વિનીતપ્રભમુનિજી મ. અપાવી હતી. આ યાદગીરી પૂજ્યશ્રીના જીવનને યાવચંદ્રદિવાકર અજર-અમર બનાવશે. ઉપરાંત, મુંબઈની ધર્મ પ્રાણ જૈનજનતા પૂજ્યશ્રીના ઉપકારની હંમેશ વાણું રહેશે. એવા એ વિરલ વિભૂતિ સાધુવરને કોટિ કોટિ વંદના ! (સંકલન : પ્રા. ડે. મુગટલાલ પી. બાવીસી.) અનેક ગુણરૂપી પુષ્પોથી નંદનવન સમાન ઉગ્ર તપસ્વી શાસ્ત્રવિશારદ–બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી નિપુણુપ્રભસૂરીશ્વરજી મહારાજ મેવાડના વસી ગામમાં સુશ્રાવક ખરતાજીને ત્યાં નવલમલજી તરીકે સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૪ના જન્મ લઈ, સુરત પાસે મરેલી ગામમાં તેમનાં ફેઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની યુવાન વયે સુરતના ધર્મનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રીકૃષ્ણજી જોધાજીને ત્યાં 2010_04 Page #500 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક રહેતાં ધર્મપ્રેરણા મેળવી વ્રત, પચ્ચક્ખાણ, સામાયિક, પૌષધમાં જોડાવા લાગ્યા. સં. ૧૯૮૦માં સુરત–ોપીપુરામાં પં. શ્રી પદ્મમુનિજી મહારાજ પાસે ઉપધાન કર્યા. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને સં. ૧૯૮૪ના મહા વદ ૩ના શ્રી શત્રુંજ્યાવતાર-કતારગામ તીર્થમાં દીક્ષા થઈ. નામકરણ પૂ. પં. શ્રી કનકમુનિ ગણિના શિષ્ય શ્રી નિપુણમુનિજી મહારાજ થયું. ત્યાર બાદ, પૂ. શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મહારાજ પાસે વૈયાવચ્ચ-ભક્તિ કરતાં આગમસૂત્રનું વાચન કર્યું. પૂ. પં. શ્રી કીતિ મુનિજી મહારાજ તથા પૂ. પં. શ્રી હરમુનિજી મહારાજ તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ પાસે ગદ્વહન કર્યા. સં. ૨૦૧૨માં સુરત વડા ચૌટામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી પાસે પંન્યાસપદવી થઈ. સં. ૨૦૧૮માં મુંબઈ-લાલબાગ ચોમાસું કરી પૂ. શ્રી મોહનલાલજી સ્મૃતિગ્રંથ પ્રગટ કરાવ્યું. સં. ૨૦૨૨ના ચૈત્ર વદ ને તા. ૩૦-૩-૧૯૬૭માં પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ આદિ પાંચ આચાર્યોની નિશ્રામાં આચાર્યપદવી થઈ અને સમેતશિખરજીના તથા કલકત્તાથી પાલીતાણાના સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વર્ધમાનતપની ઓળીઓ ચાલુ રાખી ૧૧૦ એળી સુધી પહોંચ્યા. અંતિમ પણ ચેવિહાર ચાર ઉપવાસ કરી સં. ૨૦૩૦ના ફાગણ વદ બીજ ને બુધવાર તા. ૩૦-૩-૮૩માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શ્રી વર્ધમાનતપના આરાધક, ઉગ્રવિહારી, તપસ્વી સૂરિ દેવને કેટિશઃ વંદના ! ( સંકલન: પૂ. શ્રી ચિદાનંદસૂરિજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી કીર્તિસેનમુનિજી મહારાજ ) સમતા, સમભાવ અને સમકિતભાવને સ્વજીવનમાં મૂર્તિમંત બનાવનારા પૂ. આચાર્યશ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જૈનમ એટલે તપ-ત્યાગને માર્ગ અર્થાત્ સુખના ત્યાગને અને દુઃખના સ્વીકારને માર્ગ. માર્ગ સાચે છે, પણ સરળ નથી; કઠિન છે. એ કઠિન માર્ગને ઉપાય છે સમતા. પરંતુ એ તો એનાથી યે વધુ કઠિન-દુષ્કર છે. દુષ્કર છે, પણ એ જ સાચો માર્ગ છે. અને એને કઈ વિરલા જ સાર્થક કરી જાણે છે. આવા વિરલ આત્મામાં એક છે, પૂ. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ કુટુંબીજનના અઢાર સભ્યોમાંથી સત્તર સભ્ય માત્ર દોઢ વર્ષના સમયગાળામાં સ્વર્ગવાસ પામ્યા. જાણે આઘાત ઉપર આઘાતની પરંપરા ચાલી. ત્યારે તેમની ઉંમર ૨૩ વર્ષની હતી. એ અસહ્ય આઘાત વચ્ચે પણ સમતાભાવ ટકાવી રાખે એમાંથી દિવ્ય એવો સમકિતભાવ-વૈરાગ્યભાવને પ્રાદુર્ભાવ થયે. મધ્ય પ્રદેશના માલવાનું રૂણીજા ગામ તેઓશ્રીની જન્મભૂમિ. સં. ૧૯૬ના મહા સુદ પને દિવસે જન્મ થયે. પિતાનું નામ કેશરીમલજી, માતાનું નામ સુંદરીબાઈ અને તેમનું સંસારીનામ વસંતીલાલજી. પિતાજી પ્રતાપગઢ સ્ટેટના દીવાન હતા. સુખસાહ્યબી અને સંસ્કાર-સિંચન સાથે વસંતીલાલજીને ઉછેર થયો. કુમાર અવસ્થા અને યુવા અવસ્થાના પ્રારંભ સુધી કુટુંબના વિશાળ વડલાની છાયા નીચે સુખચેનમાં મહાલતા રહ્યા; દુઃખને 2010_04 Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ઓછા સુધાં પર્યો નહીં. પણ પછી, સુખને શૂન્યાવકાશ સર્જા અને દુઃખનાં કાળા ડીબાંગ વાદળાં એક પછી એક ધસી આવ્યાં. એક એક કરતાં કુટુંબના સત્તર સભ્યોને વસમી વિદાય આપી. રહ્યા એક માત્ર પોતે, સંસારની આ ક્ષણભંગુરતા પામી ત્યાગધર્મના માર્ગે જવા તત્પર બન્યા. પિતાની દીવાની મિલકત ગ્રામજનેને સેંપી અમદાવાદ આવી પહોંચ્યા. ત્યાં શ્રી વીરવિજયજીના ઉપાશ્રયે પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજના પ્રશિષ્ય અનુગાચાર્ય શ્રી હરમુનિજી મહારાજના વરદ હસ્તે, સં. ૧૯૯૨ના કારતક વદ બીજના દિવસે દીક્ષા અંગીકાર કરી, પૂ. પં. શ્રી હરમુનિજી મહારાજના શિષ્ય બની મુનિ શ્રી સુંદર મુનિજી નામ ધારણ કર્યું. સંયમી જીવનને સ્વીકાર કરવા સાથે અપ્રમત્ત સાધના-આરાધનામાં અને ધર્મશાસ્ત્રના જ્ઞાનસંપાદનમાં લાગી ગયા. ઉત્કૃષ્ટ તપ-સાધના અને જ્ઞાન-અધ્યયનથી તેઓશ્રીને પ્રભાવ ઠેર ઠેર પ્રસરવા લાગ્યા. પૂજ્યશ્રીની યેગ્યતા જાણી તેમને સં. ૨૦૧૧ના પાલીતાણામાં પંન્યાસપદવી, સં. ૨૦૨૨ના તખતગઢમાં ઉપાધ્યાયપદવી અને પ્રાંતે સં. ૨૦૩રના ખવાણીમાં આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી આચાર્ય મુનિસુંદરસૂરિજી મહારાજની પ્રભાવક–પ્રેરક વ્યાખ્યાનવાણીથી અનેક સ્થળે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસમ્પન્ન થયાં. પૂજ્યશ્રીને શિષ્ય પરિવાર ૨૦, તેમાં વર્તમાનમાં ૧૦ શિ-પ્રશિષ્ય છે. તેમાં પૂ. ગણિવર્યશ્રી સુયશમુનિજી આદિ મુખ્ય છે. ૪૯ વર્ષના દીર્ઘ દક્ષા પર્યાયમાં માળવા પ્રદેશમાં વિશેષ ધર્મપ્રચાર કર્યો. પરાસલ તીર્થના પૂજ્યશ્રી ઉદ્ધારક અને સંરક્ષક હતા. અંતિમ ચાતુર્માસ સુરત કર્યા પછી સં. ૨૦૪૧ના વૈશાખ માસમાં નંદરબાર (મહારાષ્ટ્ર)માં અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી. એ જ સાલમાં વૈશાખ વદ અમાસને દિવસે ધુલિયા મુકામે કાળધર્મ પામ્યા. એવા સૌમ્ય, શાંત અને સમતાધારી પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજને કોટિ કેટિ વંદના ! સમર્થ જ્ઞાનોપાસક અને સાહિત્યપ્રકાશનના પ્રખર પુરસ્કર્તા પૂ. આચાર્યશ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી ચિદાનંદસૂરિજી મહારાજનો જન્મ સં. ૧૯૯હ્ના વૈશાખ વદ ને દિવસે સુરતમાં થયે હતો. પિતાનું નામ હીરાચંદ આશાજી શાહ, માતાનું નામ દિવાળીબહેન અને એમનું સંસારી નામ ચીમનલાલ હતું. પિતાને કાપડને વ્યવસાય હતે. કુટુંબ સુખી તેમ જ ધર્મ સંસ્કારોથી રંગાયેલું હતું. તેમાંયે ચીમનભાઈમાં પૂર્વના પુણ્યદયે ધર્મભાવના વિશેષ ખીલી હતી; અને નાનપણમાં જ દીક્ષાની ભાવના સેવી રહ્યા હતા. પણ, ભવિતવ્યતાના ગે સંસારમાં જોડાવું પડ્યું. ભાગ્યને ધર્મપત્ની ગજરાબહેન પણ એવાં જ ધર્મપરાયણ અને પતિપરાયણ હતાં. તેમનો સંસાર આગળ જતાં વૃદ્ધિ પામ્યામહેન્દ્ર નામે એક પુત્રરત્નનો જન્મ થયે. એક બાજુ સંસારનો વિસ્તાર થતે ચાલે, તો બીજી બાજુ ચીમનભાઈની ત્યાગ-વૈરાગ્યની 2010_04 Page #502 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ભાવના વધુ વધુ પ્રબળ થતી ચાલી ! કુદરતના કોઈ શુભ સંકેત હશે, કે ગમે તેમ, દીક્ષાના માગે પોતે એકલા નહી' જોડાતાં, પેાતાનાં ધ`પત્ની અને પુત્રને પણ દીક્ષામાં સાથે જોડાવાને નિણૅય લેવાયા. સ. ૨૦૦૩ના વૈશાખ વદ ૧૧ને દિવસે સુરતમાં જ શ્રી મેહનલાલજીના ઉપાશ્રય મળ્યે પૂ આ. શ્રી નિપુણપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે ચીમનભાઈ, ધર્મ પત્ની ગજરાબહેન અને પુત્ર મહેન્દ્રકુમારની એકસાથે જ ભાગવતી દીક્ષાની મંગળિવિધ થઈ, અને તેનાં નામ અનુક્રમે શ્રી ચિદાનંદમુનિ, સાધ્વીશ્રી વિનીતાશ્રીજી અને શ્રી મૃગેન્દ્રમુનિ જાહેર થયાં. શાસનપ્રભાવક શ્રી ચિદાનંદમુનિજી જે વધેર્યાંથી ઝંખતા હતા તે સયમનેા માગ પ્રાપ્ત થતાં સયમની અપ્રમત્ત સાધના સાથે તપ-જપ અને જ્ઞાન-ધ્યાનમાં રસમગ્ન બની ગયા. તેઓશ્રીની યેાગ્યતા જાણી સ'. ૨૦૨૪ના ફાગણ વદ છના પાટણ મુકામે પંન્યાસપદ અર્પણ કરવામાં આવ્યું અને તેઓશ્રીની વધતી જતી યેાગ્યતા અને શાસનપ્રભાવકતાને કારણે સં. ૨૦૪૦ના વૈશાખ વદ ૧૧ને દિવસે માંડવી (જિ. સુરત) મુકામે પૂ. આ. શ્રી મુનિસુ ંદરસૂરિજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન કરી પૂ. આચાર્ય શ્રી ચિદાન દસૂરિજીના નામથી ઉદ્ઘાષિત કરવામાં આવ્યા. , પૂ. આચાર્ય શ્રી આજે પણ આટલી મેાટી ઉમરે અપ્રમત્તપણે જ્ઞાન અને સંયમની સાધનામાં વ્યસ્ત છે, પૂજયશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો અનેક સ્થળે થતાં આવ્યાં છે. ધાર્મિક સૂત્રેા અને સાહિત્યની વિશેષ રુચિને કારણે તેઓશ્રી દ્વારા ધમ સાહિત્યનાં પ્રકાશના થયાં છે. જૈનધમ નું દરેક પ્રકારનું સાહિત્ય – આબાલવૃદ્ધને તેમ જ સામાન્યવર્ગને અને વિદ્વગ ને ઉપયોગી અને રુચિકર થાય તેવું સાહિત્ય – મળતું રહે તે માટે તેઓશ્રીની પ્રેરણાથી સુરત ખાતે કીતિ પ્રકાશન ' નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. વર્ષોથી આ સસ્થા દ્વારા જૈનસાહિત્યનાં પ્રકાશને થતાં આવ્યાં છે. માત્ર પૂજ્યશ્રી દ્વારા સોંપાદિત નહીં, પણ અન્ય આચાર્ય ભગવંતા અને વિદ્વાન મહાનુભાવેા દ્વારા લખાયેલા તેમ જ પૂના અપ્રાપ્ય એવા ધર્મગ્રંથાનું પ્રકાશન પણ આ સંસ્થા દ્વારા થાય છે. આમ, પૂજ્ય આચાર્યશ્રીનુ સાહિત્યપ્રકાશનના પુરસ્કર્તા રૂપે યાગદાન ખાસ નોંધપાત્ર બન્યું છે. તેમ જ અન્ય ધર્મ-આરાધના, ધ પ્રભાવના આદિનાં અનેકવિધ કાર્ય પૂજ્યશ્રી પોતાના શિષ્યસમુદાય – મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ ( ન્યાયતી` ), મુનિશ્રી કીર્તિસૈનમુનિજી મહારાજ, મુનિશ્રી ધ ઘાષમુનિજી મહારાજ, મુનિશ્રી ભાનુમુનિજી મહારાજ આદિ સાથે અનેક સ્થળે પ્રવર્તાવતા રહી સકલ સઘ ઉપર મહાન ઉપકાર વર્ષાવી રહ્યા છે. 2010_04 Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય (ત્રિસ્તુતિક) પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સમુદાયવર્તી પૂ. આચાર્યદેવે પૂ. આ. શ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ આ. શ્રી તીર્થોદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી લબ્ધિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાન શાસનપ્રભાવક, ક્રિોદ્ધારક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ”ના સર્જક પૂ. આચાર્ય પ્રવરશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમાં ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે. એ પરંપરામાં ૫૮મી પાટ પર સમ્રાટ અકબર પ્રતિબંધક મહાન આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ થયા. એ પરંપરામાં ૬૨મી પાટે શ્રી વિજયપ્રભસૂરિજી, ૬૩મી પાટે કિયે દ્ધારક શ્રી રત્નસૂરિજી અને ૬૭મી પાટે શ્રી પ્રમોદસૂરિજી 2010_04 Page #504 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ શાસનપ્રભાવક મહારાજ થયા. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ એમના જ શિષ્ય હતા અને ૬૮મી માટે તેઓશ્રી આચાર્યપદે આવ્યા. પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પૂર્વે યતિવર્ગમાં શિથિલાચાર વ્યાપી ગયો હતે. શ્રમણ સંસ્કૃતિ છિન્નભિન્ન થઈ રહી હતી. આવા સમયે જૈનસંધને પ્રભાવક મહાપુરુષોની અત્યંત આવશ્યકતા હતી. આવા કપરા કાળમાં તે વખતે જ કિદ્ધારક મહાપુરુષ થયા, તેમાં શ્રીમદ્ વિજયેરાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ એક સમર્થ ક્રિયે દ્ધારક હતા. શ્રીમદ્દ જન્મ સં. ૧૮૮૩ની સાલમાં પિષ સુદ ૭ના દિવસે ભરતપુરમાં થયે હતો. પિતાનું નામ રાષભદાસ, માતાનું નામ કેસરબાઈ અને તેમનું પિતાનું નામ રત્નરાજ હતું. માણેકચંદ તેમના વડીલ બંધુ હતા અને પ્રેમાં તેમની નાની બહેન હતી. રત્નરાજ નાનપણથી જ લાગણીશીલ, સાહસિક તેમ જ ધર્માભિમુખ હતા. ૧૪-૧૫ વર્ષની વયે તેઓ પિતાના વડીલ ભાઈ સાથે જ્યારે કેસરિયાજી તીર્થની જાત્રાએ ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે ક્યપુર પાસેના અંબર ગામના રહેવાસી શેઠ કનૈયાલાલજીને ભલેના હુમલાથી બચાવ્યા હતા અને તેમની પુત્રીની વ્યંતરબાધા દૂર કરી હતી. તેમનાં પરાક્રમ અને પરોપકારથી શેઠશ્રી પ્રભાવિત થયા. તેમને પિતાની પુત્રીનું સગપણ રત્નરાજ સાથે કરવાની ભાવના થઈ અને તેમણે પિતાની ભાવના રત્નરાજને જણાવી. પણ રત્નરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું તે ત્યાગમાર્ગને પથિક છું. સંસારનાં બંધનમાં પડવાની મારી ઈચ્છા નથી. જાત્રા પછી તેઓ પોતાના વડીલ બંધુ માણેકચંદ સાથે વેપારાર્થે સિલેન સુધી ગયા અને ઘણી સંપત્તિ પ્રાપ્ત કરીને પાછા ભરતપુર આવ્યા. તેમનાં માતાપિતાની તેમણે ખૂબ સેવાભક્તિ કરી. કાળક્રમે તેમનાં માતાપિતાનું દેહાવસાન થયું. પછી મેટાભાઈની અનુમતિ મેળવીને ૨૧ વર્ષની યુવાન વયે રત્નરાજે પૂ. આ. શ્રી અમેદસૂરિજી મહારાજના ઉપદેશથી પ્રભાવિત થઈને ઉદયપુરમાં યતિશ્રી હેમવિજ્યજી મહારાજ પાસે શ્રી પ્રમોદસૂરિજીના શિષ્ય તરીકે ચારિત્ર ગ્રહણ કર્યું, યતિશ્રી રત્નવિજયજી નામ ધારણ કર્યું. શ્રી પ્રદસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રી રત્નવિજયજી મહારાજ બરતીય યતિ શ્રી સાગરચંદ્રજી મહારાજ પાસે રહ્યા અને છ વર્ષમાં વ્યાકરણ, ન્યાય, કેષ, અલ કાર, કાવ્ય આદિ વિદ્યાનું જ્ઞાન મેળવ્યું તેમ જ જિનાગનું પણ ગહન તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી બૃહત્તપાગચ્છીય સમાચારીનું જ્ઞાન મેળવવા તેઓશ્રી ગુરુ આજ્ઞાથી તપાગચ્છીય પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે જઈ પહોંચ્યા અને એમની પાસે રહી આગમ અને સમાચારીનું ઊંડું અધ્યયન કર્યું. પૂ. દેવેન્દ્રસૂરિજી મહારાજ તેમના આ ઊંડા અધ્યયન તેમ જ સમર્પણભાવ, વિનય-વિવેક આદિ ગુણોથી પરમ સંતુષ્ટ થયા અને પિતાના અંતિમ સમયમાં શિષ્ય ધીરવિજ્યજીને અભ્યાસ કરાવી, એગ્ય બનાવી, શ્રીપૂજ્યપદ અપાવવાની શ્રી રત્નવિજ્યજીને ભલામણ કરી સ્વર્ગે સિધાવ્યા. શ્રી પૂજ્યજીની આજ્ઞાનુસાર શ્રી રત્નવિજયજી મહારાજે શ્રી ધીરવિજયજીને ભણાવીગણાવીને શ્રીપૂજ્યની પદવી અપાવી. શ્રીપૂજ્યપદ પ્રાપ્ત થયા પછી તેમનું નામ શ્રી ધરણેન્દ્રસૂરિજી રાખવામાં આવ્યું. શ્રી ધરણેન્દ્રસૂરિજીએ શ્રી રત્નવિજયજી મહારાજને પોતાના દફતરીપદની 2010_04 Page #505 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ શ્રમણભગવંતો-૨ જવાબદારી સેંપીને તેમનું સન્માન કર્યું. શ્રી રત્નવિજયજી મહારાજે પોતાની બુદ્ધિબળ અને પ્રભાવથી બીકાનેર અને જોધપુરના રાજવીઓ ઉપર અસર પાડી અને શ્રી ધરણેન્દ્રસૂરિજીને તેમના પરંપરાગત અધિકાર અપાવ્યા. શ્રી દેવેન્દ્રસૂરિજીએ અંતિમ સમયે કરેલી ભલામણ “ધીરવિજયની સંભાળ રાખજેને શ્રી રત્નવિજ્યજીએ બરાબર પાળી બતાવી. સં. ૧૯૨૩નું ચેમાસું ધાણાવમાં હતું. પજુસણના દિવસે હતા. તે વખતે એક અત્તરને વેપારી શ્રી ધરણેન્દ્રસૂરિજીની સેવામાં હાજર થેયે અને તેણે તેઓશ્રીને સારામાં સારું અત્તર દેખાડ્યું. તે વખતે શ્રીપૂજ્યજીએ શ્રી રત્નવિજયજીને કહ્યું કે, “જુઓ તે ખરા! આ અત્તર કેવું લાગે છે?' તે વખતે તેઓશ્રી બોલ્યા કે “સાધુને માટે અત્તર જેવી વિલાસી વસ્તુની શી જરૂર છે?” આ ઉત્તરથી વિવાદ સર્જાતાં શ્રી રત્નવિજ્યજી ગુરુદેવ પાસે આહાર આવી ગયા; જ્યાં સંગીતવારિધિ શ્રી પ્રમોદરૂચિ છ મહારાજ, ન્યાયચક્રી શ્રી ધનવિજયજી આદિ અનેક યતિઓ સાથે ગુરુએ શિષ્યની યોગ્યતા જઈ શ્રી રત્નવિજયજી મહારાજને શ્રીપૂજ્યની પદવીથી અલંકૃત કર્યા અને તેમનું નામ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર કર્યું. સં. ૧૯૨૪ના વૈશાખી પૂર્ણિમાને દિવસે શ્રીપજ્યની પદવી પ્રાપ્ત કરીને શ્રીપૂજ્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, યતિ ધનવિજયજી અને યતિ પ્રમોદવિજ્યજી સાથે સ્વતંત્રપણે વિચારવા લાગ્યા. ગામેગામ તેઓશ્રીનું સામૈયું થવા લાગ્યું. વિહાર કરતાં કરતાં તેઓશ્રી જાવરા (મધ્યપ્રદેશ) ચાતુર્માસ માટે પધાર્યા. આ બાજુ શ્રી ધરણેન્દ્રસૂરિજીને પ્રભાવ દિવસે દિવસે ઓછો થવા લાગે એટલે તેઓશ્રીએ વાટાઘાટ માટે યતિશ્રી મતીવિજ્યજી અને સિદ્ધકુશલજીને જાવરા મોકલ્યા. શ્રી ધરણેન્દ્રસૂરિજીની વાટાઘાટમાં શ્રીમને ખરેખર હૃદયપલટો નજરે આવ્યો. એટલે તેઓશ્રીએ તેમની પાસે નવ કલમેનું એકરારનામું મંજૂર કરાવ્યું. આ નવ કલમો એટલે યતિવમાં વ્યાપેલ શિથિલાચારના રોગને દૂર કરવાને રામબાણ નુખે. એને સ્વીકારવાથી યતિઓનું જીવન આદર્શ બની ગયું. તે નવ કલમે નીચે મુજબ છે : . (૧) પ્રતિક્રમણ ઉભય ટેક કે કરણે. શ્રાવક સાધુ સમેત કરણ કરાવણ. પચક્ખાણ, વખાણ, સદા થાપનાજી કી પડિલેહણ કરણ. ઉપકરણ ૧૪ સિવાય ગેણા તથા માદલિયા જતર પાસ રાખણ નહીં. શ્રી દેહેરેજી નિત જાણું. એ સવારીમેં બેડના નહીં. દિલ જાના. (૨) ઘેડા તથા ગાડી ઉપર નહીં બેહણાં. સવારી ખરચ નહીં રહું. (૩) આયુધ નહીં રાખણ તથા ગૃહસ્થી કે પાકા આયુધ ગેણાં રૂપાળા દેખે તે ઉનકે હાથ નહીં લગણ. તમંચા શસ્ત્ર નામ નહીં રખણુાં. (૪) લુગાસું એકાંત બેઠ વાત નહીં કરણ. વેશ્યા તથા નપુંસક વાકે પાસ નહીં બેઠણાં. ઉણને નહીં રાખણ. (૫) જે સાધુ તમાખુ તથા ગાંજ પીવે, રાત્રિભૂજન કરે, કાંદા-લસણ ખાવે, લંપટી અપચ્ચખાણ હવે એસા ગુણકા સાધુ હોય તે પાસ પણ નહીં. (૬) સચિત લેતી, કાચા પાણી, વનસ્પતિ કુ વિણાસણા નહીં, દાતણ કરણાં નહીં. તેલ કુલેલ માલીસ કરાવણ નહીં. તલાવ કુવા બાવડી મેં હાથ વણાં નહીં. (૭) સિપાહી પરચમેં આદમી નેકર જાદા નહીં રખણ, જીવહિંસા કરે ઐસા નૌકર રાખણ નહીં. (૮) ગૃહસ્થી સે તકરાર કરકે ખમાસમણ પ્રમુખ રૂપિયા કે બદલે બદાયને લેણાં નહીં. (૯) ઓર કિસીકે સહણ 2010_04 Page #506 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શાસનપ્રભાવક દેણ શ્રાવક શ્રાવકણિયાને ઉપદેશ શુદ્ધ પ્રરૂપણું દેણ, ઐસી પ્રરૂપણ દેણ નહીં, જેણમેં ઉલ ઉણકે સમકિત બિગડે ઐસે પરૂપણો નહીં ઓર રાતકે બારણે જાવે નહીં. એર ચેપડ શેતરંજ ગંજીફે વગેરે ખેલ રમત ખેલે નહીં. કેશ લાંબા વધારે નહીં. પગરખી પેરે નહીં. ઔર શાસ્ત્રકી ગાથા ૫૦૦ રેજ સક્ઝાય કરણ. ઉપરોક્ત નવ કલમો શ્રી ધરણેન્દ્રસૂરિજી શ્રીપૂ અને તેમના બધા અનુયાયીઓ મંજૂર કરતાં લખી આપ્યું કે, “ઈણ મુજબ હમેં પોતે પણ બરાબર પાલાંગ ને ઓર મુંડે અગાડીકા સાધુવાને પણ મરજાદા મુજબ ચલાવાંગા ને એર શ્રીપૂજ્ય આચાર્ય નામ ધરાવેગા સો બરાબર પાલેગા હૈ. કદાચ કેઈ ઉપર લખ્યા મુજબ નહીં પાલે ને કિરિયા નહીં સાચવે જણને શ્રીસંઘ સમજાયને કહ્યા ચાહિએ. શ્રીસંઘરા કેણાસુ નહીં સમજે ને મરજાદા મુજબ નહીં ચાલે જણાં. શ્રીપૂજ્ય આચાર્ય જાણો નહીં ને માનશે નહીં. સંવત ૧૯૨૪ મિતિ માહ સુદ ૭.” આમ તેઓશ્રીએ યતિવર્ગમાં ફેલાયેલા શિથિલાચારને દૂર કરવાનું એક મહાન કાર્ય કર્યું. ઉપરાંત, સમાજમાં વ્યાપેલ કુપ્રથાઓને દૂર કરવાનું એક બીજું મહાન કાર્ય પણ તેમણે હાથમાં લીધું. તે વખતે શુદ્ધ ક્રિયામાર્ગના સમર્થક સંવેગી સાધુઓને પણ અભાવ હતો. અને સંઘમાં વીતરાગદેવની સરખામણીમાં સરાગી દેવી-દેવતાઓની માનતા-આરાધના અને પૂજા–ભક્તિને પ્રભાવ બહુ વધી ગયું હતું. લેકે વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ તથા કેવલીપ્રણીત ધર્મને ભૂલી રહ્યા હતા. પણ શ્રીમદ્ પિતે એક શુદ્ધ શ્રમણજીવન જીવવા માગતા હતા. આથી સં. ૧૯૨૬ની સાલમાં અષાઢ સુદ ૧૦ના દિવસે પિતે જાવરાનગરમાં શ્રીપૂજ્ય પદના સમસ્ત વૈભવને ત્યાગ કર્યો અને ક્રિોદ્ધાર પૂર્વક શ્રી ધનવિજ્યજી અને પ્રમોદરુચિજી સાથે સંવેગી સાધુપણું સ્વીકાર્યું. આ ક્રિયે દ્વાર પછીનું પહેલું ચાતુર્માસ તેઓશ્રીએ ખાચરેદમાં કર્યું. એ ચાતુર્માસમાં શુદ્ધ કિયામાર્ગની પ્રરૂપણ કરી. પરંપરાથી ચાલી આવેલા ત્રિસ્તુતિક સિદ્ધાંતને તેમણે સ્વીકાર કર્યો, અને શુદ્ધ કિયામાર્ગનું પુનઃ પ્રકાશન કર્યું. આ ત્રિસ્તુતિક સિદ્ધાંતે લોકેને વીતરાગના ઉપાસક-આરાધક બનાવ્યા. તેમ જ આત્મકલ્યાણના માર્ગમાં બાધક સ્વર્ગના દેવી-દેવતાઓની ઉપાસના બંધ કરાવી. આ ત્રિસ્તુતિક સિદ્ધાંતની પ્રતિષ્ઠા શ્રીમન્ના જિનાગમના ગહન અધ્યયનું પરિણામ છે. - શ્રીમના જીવનનું જાગતિક મહત્ત્વનું કાર્ય છે “અભિધાન રાજેન્દ્ર” નામના વિશ્વકોષની રચના. આ વિશાળકાય કેષ સાત ભાગમાં પૂર્ણ થયું છે. જેના આગમનાં રહસ્યને ઉકેલવાની આ કોષ Masterkey છે. દસ હજાર પાંચસે છાસઠ પૃષ્ઠોમાં લગભગ સાંઈઠ હજાર શબ્દોની સમગ્ર વ્યાખ્યા કરવામાં આવી છે. આ કષ એટલે માત્ર શબ્દોના અર્થોને જ સંગ્રહ નથી; પણ એમાં શબ્દથી સંબંધિત મતમતાંતર, ઈતિહાસ અને વિચારોનું પણ પૂરેપૂરું વિવેચન છે. ન્યાય, દર્શન, જ્યોતિષ, ધર્મ, અલંકાર ઇત્યાદિ વિષયક પ્રમાણે એમાં ઉપલબ્ધ છે. તેમ જ શબ્દ, ઉત્પત્તિ અને લિંગભેદ સાથે તે કયા ઠેકાણે ક્યા અર્થમાં વપરાય છે તેના બધા જ સંદર્ભો આ કેષમાં ઉપલબ્ધ છે. આ એક એ સંદર્ભગ્રંથ છે કે એમાં શ્રમણ સંસ્કૃતિને એક 2010_04 Page #507 -------------------------------------------------------------------------- ________________ પ૦૫ શ્રમણભગવંતે-૨ પણ શબ્દસંદર્ભ છૂટયો નથી. શબ્દના મૂળ સાથે તેને મિક વિકાસ પણ આપેલ છે “અભિધાન રાજેન્દ્ર ની રચના કરીને શ્રીમદે વિશ્વપુરુષની શ્રેણીમાં પિતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. શ્રીમદ્દનું સમગ્ર જીવન અને તેનું જીવંત પ્રતીક આ અભિધાન રાજેન્દ્ર કેવું છે, જે વિશ્વસંસ્કૃતિનું અવિસ્મરણીય મંગલાચરણ છે. ૬૩મા વર્ષમાં તેમણે આ ગ્રંથરચનાનો પ્રારંભ સિયાણા (રાજસ્થાન)માં સં. ૧૯૪૬માં કર્યો હતો. અને સાડાચૌદ વર્ષમાં આ ગ્રંથ સં. ૧૯૬૦માં સુરતમાં પૂરો કર્યો હતે. આ ઉપરાંત, શ્રીમદે નાનામોટા કુલ ૬૧ ગ્રંથની રચના કરી છે. તેમાં અભિધાન રાજેન્દ્ર, પાઈએ સબુહી, શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ, કલ્પસૂત્રાર્થ પ્રબોધિની, શ્રી સિદ્ધચક્રપૂજા, શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા, દેવવંદનમાળા ઇત્યાદિ ગ્રંથ પ્રસિદ્ધ છે. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વી પણ હતા. ક્રિયદ્વાર પછી પિતાના શ્રમણ્યની વિશેષ શુદ્ધિ કરવા માટે તેઓશ્રીએ ઉગ્ર તપસ્વીનું જીવન સ્વીકાર્યું. આત્મશુદ્ધિ માટે તેઓશ્રીએ સર્વપ્રથમ અભિગ્રહ ધારણ કરવા શરૂ કર્યા. અભિગ્રહની પૂર્તિ માટે તેઓશ્રીને ઘણી વાર સાત સાત દિવસ સુધી નિરાહાર રહેવું પડતું હતું. તેઓશ્રીએ આજીવન ચૌમાસી પર્વને છઠ્ઠ અને સંવત્સરી પર્વને અઠ્ઠમ કર્યો. એ સિવાય બડા કલ્પને છઠ્ઠ, દર વર્ષે ચૈત્રી અને આસો માસની એળી તથા દર મહિને ૧૦નું એકાસણું કરતા હતા. એ સિવાય માંગતુંગી પહાડનાં જંગલમાં તેઓશ્રીએ છ છ મહિના સુધી અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈ કરીને નવકાર મંત્રની આરાધના કરી હતી. માંગતુંગી પર્વત, સ્વર્ણગિરિ પર્વત (જાલેર) અને મેદરાનું ચામુંડવન એ બધાં સ્થાને તેઓશ્રીનાં તપસ્યાસ્થાન હતાં. શ્રીમદે પિતાના જીવનમાં અનેક ધાર્મિક તેમ જ લેકે પોગી કાર્યો કર્યા છે. સ્વર્ણગિર તીર્થનાં જિનાલમાં ભરેલા શાસ્ત્રગ્રંથ બહાર કઢાવી રાજાના કબજામાંથી મુક્ત કરાવી તેને ઉદ્ધાર કર્યો. મેહનખેડા તીર્થની સ્થાપના કરી. એવી જ રીતે, તેઓશ્રીએ કેરટાજી, ભાંડવપુર અને પાલનપુર તીર્થને પણ ઉદ્ધાર કર્યો. અઢીસો વર્ષોથી સમાજમાંથી બહિષ્કૃત કરાયેલા ચરેલા અને આસપાસનાં આઠ ગામના સંઘના ૫૦૦ પરિવારને તેઓશ્રીએ ઉદ્ધાર કર્યો. નાનીમોટી કુલ ૨૭ પ્રતિષ્ઠા–અંજનશલાકા કરાવી, જેમાં સૌથી મહાન પ્રખરતમ કાર્ય રાજસ્થાનના ઇતિહાસમાં ૩૦૦ વર્ષમાં પહેલી વાર આહારમાં ૯૦૦ પ્રતિમાઓની અંજનશલાકા કરી. અને સૌથી મહત્વપૂર્ણ ઘટના વીતરાગ પ્રતિમાની સાથે વાતચીત કરવી અને તેનાથી પ્રભાવિત ૭૦૦ સ્થાનકવાસીઓએ મુહપત્તિ છોડી મૂર્તિ પૂજાને સ્વીકારી. આ રીતે જાવર, મંદસૌર, નીમચ અને નિમ્બાહેડાના સેંકડો જેને પ્રભુપૂજાના અનુપમ માર્ગમાં જોડ્યા. આવી રીતે, ધર્મનાં તેમ જ લેકે પકારનાં અનેક કામ કરી શ્રીમદે પિતાના જીવનમાં અખૂટ યશ ઉપાર્જિત કર્યો. ૮૦ વર્ષનું દીર્ધાયુ ભોગવી તેઓશ્રી સં. ૧૯૬૩માં પિષ સુદ ૬ની રાત્રે રાજગઢ મુકામે સ્વર્ગવાસી થયા. ધન્ય એ સાધુજીવન! કટિ કોટિ વંદના એ સાધુવરને ! -- -- - - 2010_04 Page #508 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શાસનપ્રભાવકે વિવિધ ધર્મગ્રંથો અને પૂજાઓના રચયિતા પૂ. આચાર્યશ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ રમણીય રાજસથાન પ્રદેશ, જે રણશૂરા રણવીરોની જન્મભૂમિ; જ્યાં એક એકથી ચડિયાતા રણવીરે જમ્યા ! કર્મવીર પ્રગટ થયા !! અને ધર્મવીરે પ્રકાશમાન થયા ! ! ! આવી શૌર્યભૂમિમાં “કિસનગઢ' નામે એક પ્રસિદ્ધ નગર આવ્યું છે. ત્યાં એક ધર્મમૂતિ શ્રેષ્ઠીવર્ય રહેતા હતા. તેમનું નામ હતું ભાગ્યવંત ત્રાદ્ધિકરણ છે. એમનાં ધર્મપત્ની હતાં સૌભાગ્યવતી અચલાદેવી. કંકુ ચપડા એમનું ગેત્ર હતું. પતિ દ્ધિકરણ અને અર્ધાગના અચલા પિતાના જીવનને આરાધનાથી ઉજજવળ બનાવી રહ્યાં હતાં. તેઓના જીવનમાં એક દિવસ એ આવ્યું કે અવિસ્મરણીય બની રહ્યો. સં. ૧૮૯૬ના ચૈત્ર સુદ ૪ના એ દિવસે અચલાદેવીની કુખે એક પુણ્યાત્માએ જન્મ લીધો. જો કે આ સંતાનની પહેલાં એમને ત્યાં એક પુત્ર અને એક પુત્રી હતાં જ, તે પણ આ બાળકના જન્મથી કોણ જાણે કેમ એમનાં હૃદયમાં ઉલ્લાસ સમાતો ન હતો ! એ બાળકનું નામ “ધનરાજ” પાડયું. બાળક ધનરાજના સુડોળ શરીર અને ભવ્ય લલાટમાં ભાવિનાં ચિહ્ન અંકાયાં હતાં. ધીરે ધીરે પગ માંડતા ધનરાજ કંઈક બોલતાં શીખ્યા કે માતાપિતાએ એક દિવસ શુભ ચોઘડિયે એમને ભણવા માટે શાળામાં દાખલ કરાવ્યા. શિક્ષકને આ બાળકને અનુભવ થતે ગયે અને બાળક ધનરાજ પિતાની અનોખી પ્રતિભાથી શિક્ષકના પ્રિયપાત્ર બની બેઠા. અભ્યાસ કરતાં કરતાં ધનરાજ ધાર્મિક ગ્રંથોનું પઠન-શ્રવણ પણ કરતા રહ્યા. અનેક દુઃખોથી ભરેલા આ સંસારમાં કઈ પણ જીવ સુખ કે શાંતિ કરી જ શકયું નથી. જે ભૌતિકતાનો ત્યાગ કરે છે તેને જ આધ્યાત્મિકતાની પ્રાપ્તિ થાય છે. આ સર્વ વિચારોને લીધે ધનરાજનું મન સંસારથી વિરક્ત થઈને સંવેગના રંગે રંગાવા માંડયું. તેમાં દેવસુરગથ્વીય ધાનેરાની શ્રીપૂજ્ય ગાદીના યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજી સાથે ધનરાજને સુગ થે. તેમના સદુપદેશથી ધનરાજની વૈરાગ્યભાવના વધુ દઢ બની અને અંતે સર્વસંમતિથી સં. ૧૯૧૭ના વૈશાખ સુદ ૩ના રેજ ધાનેરામાં યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજી પાસે યતિદીક્ષા અંગીકાર કરી. આમ, ભાઈ ધનરાજ તિવર્ય શ્રી ધનવિજ્યજી બન્યા. શ્રી ધનવિજ્યજીએ સંસ્કૃત અને પ્રાકૃતને ઊંડો અભ્યાસ કર્યો. ન્યાય અને તર્કમાં અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. સૈદ્ધાંતિક અને આમિક જ્ઞાન પણ વિશાળ રૂપમાં પ્રાપ્ત કર્યું. હવે દાર્શનિક અને પરમાગમનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યક્તા હતી. આ જ્ઞાનપ્રાપ્તિ માટે શ્રી ધનવિજયજી કટિબદ્ધ બન્યા. એ સમયે દફતરી યતિશ્રેષ્ઠ શ્રી રત્નવિજયજી (શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ) આહિરની ગાદીના પૂજ્યશ્રી પ્રદસૂરિજીના મુખ્ય શિષ્ય હતા. તેઓશ્રી ધીરવિજ્યજી, પ્રદરુચિજી આદિ અનેક યતિઓને આગમિક ગહન અધ્યયન કરાવતા હતા. શ્રી ધનવિજ્યજી પણ શ્રી રત્નવિજયજી મહારાજ પાસે પહોંચી ગયા અને અભ્યાસ કરવા લાગ્યા. અભ્યાસ દરમિયાન શ્રી ધનવિજયજી શ્રી રત્નવિજ્યજીને વારંવાર પૂછતા : “મહારાજશ્રી ! દશવૈકાલિકમાં વિચિત સાધ્વાચાર અનુસાર તે આપણું આચરણ નથી ! શું તે વિવેચન માત્ર 2010_04 Page #509 -------------------------------------------------------------------------- ________________ પc૭. શ્રમણુભગવંતો-ર ગ્રંથનાં પાનાં ભરવા માટે છે કે પછી વ્યવહારમાં ઉતારવા માટે પણ છે? આપ જે અધ્યાપન કરાવે છે તે કંઈક જ છે અને અમે જે આચરણમાં મૂકીએ છીએ તે કંઈક બીજું છે ! આ કેવી વિસંગતિ છે?” આ વાત સાંભળીને પૂજ્યશ્રી બોલ્યા : “ધન્ય ધનવિજય ! લાગે છે કે તને પણ વર્તમાન સ્થિતિ ખટકવા માંડી છે. મેં તે પહેલેથી જ નિર્ણય કરી લીધું છે કે સમય આવતાં જ જિદ્ધાર કરવો છે અને આ સમાતીત શિથિલાચારને દૂર કરે છે. ” પૂજ્યશ્રીના આ મનભાવને ઝીલતાં શ્રી ધનવિજયજી બોલ્યા કે, “મહારાજશ્રી ! જે આપ વિશુદ્ધ સાધુજીવન જીવવાના વિચારમાં દઢ છે તે હું પણ આપના જ માર્ગનું અનુસરણ કરીને આપને ચરણકિકર બની રહીશ. આ પ્રમાણે જોતજોતામાં કેટલાંક વર્ષ વીતી ગયાં. ઘણેરાવ ચાતુર્માસમાં શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિજી (ધીરવિજ્ય) અને દફતરી રત્નવિજયજી વચ્ચે વાદ-વિવાદ થયે. મતભેદ વધતાં રત્નવિજ્યજી પિતાના ગુરુ પાસે ગયા. શ્રી પ્રમેદસૂરિજીએ એમને શ્રીપૂજ્યપદ પ્રદાન કર્યું. આ પ્રમાણે શ્રી રત્નવિજયજી શ્રીપૂજ્ય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ બન્યા. ત્યાર બાદ એમણે પરંપરાની ઘર શિથિલતાને હટાવવા માટે શ્રીપૂજ્યની પાસે કલમનામું મંજૂર કરાવીને સં. ૧૯૨૪માં જાવરામાં ક્રિાદ્ધાર કર્યો. એમને હાથે યતિવર શ્રી ધનવિજયજી, શ્રી પ્રદરુચિજી આદિ કેટલાય યતિઓએ જિદ્ધાર કર્યો અને એમને ગુરુરૂપે સ્વીકાર્યા. હવે મુનિરાજ શ્રી ધનવિજયજી મહારાજ ઉત્કૃષ્ટ કિયાપાલક બન્યા. સદ્દગુરુના આશ્રયમાં વિશુદ્ધ ચારિત્રપાલનમાં દઢ બનતા ગયા. પ્રથમ ચાતુર્માસ (મધ્ય પ્રદેશ)માં ગુરુદેવ સાથે કર્યું. આ ગાળામાં મુનિશ્રી ધનવિજયજીને માગશર સુદ પાંચમે ઉપાધ્યાય પદ પ્રદાન કરવામાં આવ્યું. ઉપાધ્યાય શ્રી ધનવિજયજી મહારાજની પ્રતિભા અને જ્ઞાન ગજબનાં હતાં. આ ગુરુ-શિષ્યનું યુગલ અત્યંત પ્રભાવશાળી બની રહ્યું. તેઓએ આગમ-સમુદ્રનું મંથન કર્યું, અનેક પ્રમાણ-પાઠ એકત્રિત કર્યા. આ પ્રકારે એમણે ગુરુદેવશ્રીના સિદ્ધાંતનું દઢતાથી પ્રતિપાદન કરવાનું શરૂ કર્યું. ગુરુદેવની સાથે વિહાર કરતાં અને સ્વતંત્રપણે પણ વિહાર કરતાં ઉપાધ્યાયજીએ ગુરુદેવને સંદેશે ગામડે ગામડે અને ઘેર ઘેર પહોંચાડવાનો આરંભ કર્યો. માળવા, નેમાડ, મેવાડ, ગેડવાડ, સારવાડ, ગુજરાત, કચ્છ-કાઠિયાવાડ આદિ પ્રદેશે એમનાં મુખ્ય વિહારક્ષેત્ર બની ગયાં. તેઓશ્રીએ દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપની સાથે સાથે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ સમજાવવાનું શરૂ કર્યું. એમની પાસે મેટા મોટા પ્રશ્નો આવવા લાગ્યા. સમાધાન માટે અનેક વિદ્વાનના પત્રે આવવા લાગ્યા. પ્રત્યેકને સંતોષપ્રદ ઉત્તર આપવામાં ઉપાધ્યાયજી અત્યંત નિષ્ણાત હતા. તેઓશ્રીએ જે ગદ્ય ગ્રંથ લખ્યા, તેમાં મુખ્ય છે જેનાજન-માંસભક્ષણનિષેધ, વિધવા પુનર્લગ્ન-નિષેધ, પ્રશ્નામૃત, પ્રશ્નોત્તર તરંગ અને ચતુર્થ સ્તુતિ નિર્ણય શકેદ્વારા આ બધા ગ્રંથ અત્યંત મહત્ત્વપૂર્ણ અને સર્વજન ગ્રાહ્ય છે. તેઓશ્રીની કાવ્યશક્તિ પણ અસાધારણ હતી. એમના દ્વારા રચાયેલ સભ્ભામાં અધ્યાત્મભાવ ભર્યો છે. પદે પદે આમભાવ અને જેનશાસનની અલૌકિક સંકલના ખૂબ જ પઠનીય અને મનનીય છે. સમય સમયનું કામ કર્યું તે હતે. સં. ૧૯૬૩ના પિષ સુદ ૭ને દિવસ હતો. પૂજ્યશ્રી ભીનમાલમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. 2010_04 Page #510 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શાસનપ્રભાવક સભામંડપ ખીચોખીચ ભર્યો હતે. અચાનક ખબર આવ્યા કે પૂજ્ય ગુરુદેવને રાજગઢમાં સ્વર્ગવાસ થયે છે. વજાઘાત સમા સમાચારથી અસહ્ય વેદના થઈ. પરંતુ પિતે જ્ઞાની હતા. સંગ અને વિગ તે ચાલતા જ આવ્યા છે. પિતે નિર્ણય કર્યો કે, ગુરુદેવના સિદ્ધાંતને અધિક વેગવાન બનાવવામાં જ જીવન સમર્પિત કરવું. સંઘ એકત્ર થયે. ગુરુદેવશ્રીના ઉત્તરાધિકારી તરીકે સર્વાનુમતિથી પૂ. ઉપાધ્યાયશ્રી ધનવિજ્યજી મહારાજને પસંદ કરવામાં આવ્યા. સં. ૧૯૬૫માં જેઠ સુદ ૧૧ને દિવસે જાવરા (મધ્યપ્રદેશ)માં ચતુવિધ સંઘની સાક્ષીમાં પૂ. ઉપાધ્યાયજીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. જનસમૂહમાં આચાર્યદેવ શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજને જયનાદ ગુંજવા માંડ્યો. આપશ્રી સ્વશ્રેયની આરાધનામાં લીન રહેવા સાથે ગચ્છની ધુરા સંભાળતાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉદ્યાપન આદિ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વ.પર જીવનને ધન્ય બનાવતા રહ્યા. તેમ જ ઉપાધ્યાયજી શ્રી ગુલાબવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી તીર્થવિજ્યજી મહારાજ, મુનિરાજ શ્રી બધિવિજયજી મહારાજ જેવા અનેક ભાવિકેને ચારિત્રરત્ન પ્રદાન કરીને આત્મદ્ધારને માર્ગે આગળ ધપાવ્યા. આપશ્રી રચિત સમકિત અષ્ટપ્રકારી પૂજા, અષ્ટપ્રવચન માતા પૂજા, બાહર ભાવના પૂજા, સમવસરણ પૂજા, વિંશતિ સ્થાનક પૂજા અને જિનેન્દ્ર પંચકલ્યાણક પૂજા વગેરે પૂજાઓમાં એમની વિદ્વત્તાનાં દર્શન થાય છે. સં. ૧૯૭૭નું વર્ષ. પૂજ્ય આચાર્યદેવ પોતાના શિષ્યમંડળ સાથે બાગરા (રાજસ્થાન)માં ચાતુર્માસ ગાળી રહ્યા હતા. સંઘમાં આનંદમંગલ છવાઈ ગયું હતું. ગામમાં ગણનાયક આચાર્યશ્રીને ચાતુર્માસ હોય તે એવા લાભથી કેણ વંચિત રહે! બાગરામાં જાણે ચતુર્થ આરો પ્રવર્તી રહ્યો હોય એમ જણાતું હતું ! પર્યુષણ પર્વના ચાર દિવસ વીતી ગયા. મહાવીર જન્મવાચનને દિવસ આવ્યું. આચાર્યશ્રી તે પિતાની તૈયારીમાં લાગી ગયા. તેઓ સ્વર્ગીય ગુરુદેવનું સ્મરણ કરવા માંડ્યા અને પરમેષ્ઠી ભગવંતોનું શરણ ગ્રહણ કરવા માંડયા. તે સમયે જનસમાજ મધ્યાહનની તૈયારીમાં હતું. પરંતુ અચાનક સમાચાર મળતાં જ થોડીવારમાં શ્રમણછંદ, શ્રમણવંદ અને શ્રાવક-શ્રાવિકાઓને સમૂહ ઉપાશ્રયમાં ઉપસ્થિત થઈ ગયે. અહમ અહંમનાં ઉચ્ચારણ સાથે આચાર્યશ્રીને આત્મા આ નશ્વર દેહ ત્યાગીને પરલકના પવિત્ર પંથે પ્રયાણ કરી ગયે. આચાર્યશ્રીના મહાપ્રયાણથી સંઘમાં શોક છવાઈ ગયે. દૂર દૂર સુધી આ સમાચાર ફરી વળતાં બાગરાની ધરતી પર જનસમુદાય ઊમટી પડ્યો. ગામની બહાર દક્ષિણ દિશામાં લોકોએ અશ્રુભીની આંખે એમના પાર્થિવ શરીરને અગ્નિસંસ્કાર કર્યો. જય હો ! અમર રહે! ના ગગનભેદી જયઘોષથી આકાશ ગુંજી ઊઠયું. સર્વ પિતા પોતાના સ્થાને પાછા ફર્યા. બાબરા જેન વેતામ્બર ત્રિસ્તુતિક સંઘે ભવ્ય સમાધિમંદિરનું નિર્માણ કર્યું અને પ્રતિષ્ઠા ઉત્સવની સાથે પૂ. આચાર્યશ્રીની સુંદર પ્રતિમાની સ્થાપના કરી. પૂ. આચાર્યશ્રી ગયા, પણ પિતાની ગુણગરિમા સંસારમાં છેડતા ગયા. તેઓશ્રી ખુદ ધન્ય બની ગયા અને બીજાઓને ધન્ય બનાવતા ગયા. એવા એ મહામાનવને કટિશઃ વંદના ! (સંક્લન : “રાજેન્દ્રતિ માંથી સાભાર.) 2010_04 Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૫૦૯ સાહિત્યવિશારદ અને વિદ્યાભૂષણ પૂ. આચાર્યશ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મનહર માલવદેશ ! ભારતવર્ષને આ મધ્યભાગ એટલે એને મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. આ માલવભૂમિનું પ્રાચીન જગવિખ્યાત નગર છે ભેપાલ. લેકજીભે એ “તાલ-પાલના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં ભાગ્યશાળી ભગવાનદાસ વસતા હતા. માળી હતા એટલે પુષ્પની સુગંધ ફેલાવવી એ એમને વ્યવસાય હતા. એમને સરસ્વતી નામે અર્ધાગિની હતી. ભગવાનને ઘરે સરસવતી, કે સુંદર ગ! ખરેખર, આ યુગ અસાધારણ હતો ! ભગવાનની ભાવના અને તે પ્રમાણે સરસ્વતીનું નિર્માણ એ આદર્શ દામ્પત્યનું સાક્ષીભૂત હતું. ભગવાનને ઘેર જન્મ લેવા માટે પણ કઈ પુણ્યદય જ જોઈએ ! સરસ્વતીના ખેાળામાં રમનાર કેઈ વિરલે જ હોઈ શકે ને! સં. ૧૯૪૪નું વર્ષ ચાલી રહ્યું હતું. સરસ્વતીની કૂખને સૌભાગ્યમાન કરવાવાળા નરરત્નના ગર્ભાધાનનાં ચિહ્ન દેખાવા માંડ્યાં! વૈશાખી તૃતીયાને દિવસ આવે. અક્ષયતૃતીયાના એ પવિત્ર દિવસે સરસ્વતીની કૂખે સર્વલક્ષણસંપન્ન એક બાળકને જન્મ થયો. આ લાડીલા લાલનું નામ “દેવીચંદ” રાખવામાં આવ્યું. જેવી રીતે અક્ષય તૃતીયાને ચંદ્ર પ્રકાશમાન થતું થત સોળે કળાએ પ્રકાશમાન થાય છે, તેવી જ રીતે, દેવીચંદ પણ દિન-પ્રતિદિન વધતા ચાલ્યા. સરસ્વતીના સંસ્કારોની છાપ અમીટ હતી. ભગવાનની ધર્મપ્રવૃત્તિઓને સુંદર સહવાસ હતે. પરિણામસ્વરૂપ, ભાગ્યશાળી દેવીચંદની દીતિ પ્રકાશમાન બનતી ચાલી. પણ વિધિના વિધાનને કેનું ઓળખી શકે? દેવીચંદની નાની વયમાં જ ભગવાન ભગવાનને વહાલા થઈ ગયા અને સરસ્વતીબેને પણ વિદાય લીધી. એ વખતે દેવીચંદની ઉંમર માત્ર છ વર્ષની હતી. પરંતુ ઉમર કે દેખાવ પર શું જેવું? ભાગ્યે જ તેની પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યું હતું. અને એ ભાગ્ય જેગે ધર્મરંગમાં રંગાયેલા પારેખ કેસરીમલજી સાથે બાળક દેવીચંદને મેળાપ થયો. બાપદાદાએ હીરા અને રત્ન પારખ્યા હતા, ત્યારે આ પારેખે એક નરરત્નને પારખ્યો. પારેખને લાગ્યું કે આ બાળક જૈનશાસનને શોભાયમાન કરી દેશે. આમ વિચારીને શ્રી કેસરીમલજી તેને પિતાની સાથે ગુરુદેવ પાસે લઈ ગયા. ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં દર્શન થતાં જ દેવીચંદ પ્રસન્ન થઈ ગયા. સાચા ગુરુ મળ્યા અને ભાગ્યભાનું પ્રકાશિત થઈ ઊડ્યો ! ગુરુદેવશ્રીએ ભાગ્યરેખા અને શરીરાકૃતિ જોઈ, પરીક્ષા કરી અને આગમ સંબંધી પૂછપરછ પણ કરી. બાળકે પ્રશ્નના ઉત્તર સારી રીતે આપ્યા અને ગુરુદેવ પાસે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. ભાવિભાવજ્ઞાતા પૂ. ગુરુદેવે એ જાણી લીધું કે માળીનું ફૂલ જિનશાસનની સૌરભ ફેલાવ્યા વિના રહેશે નહીં. તેથી તેઓશ્રીએ પિતાની સંમતિ આપી દીધી. દેવીચંદ ત્યારે માત્ર સાત જ વર્ષના હતા. છતાં પણ ઉત્કૃષ્ટ ક્રિયાપાલક પૂજ્ય ગુરુદેવશ્રીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. અને દેવીચંદને દીક્ષા પ્રદાન કરવાને નિર્ણય લેવાતાં સં. ૧૯૫રના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા)નું શુભ મુહૂર્ત અને શુભ સ્થળ અલીરાજપુર નિર્ધારિત કરવામાં આવ્યાં. દીક્ષાને એ ધન્ય દિવસ આવી પહોંચતાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં દેવીચંદને ભાગવતી દીક્ષા પ્રદાન કરવામાં આવી. હવે 2010_04 Page #512 -------------------------------------------------------------------------- ________________ પ૧૦ શાસનપ્રભાવક દેવીચંદ મુનિ શ્રી દીપવિજયજી મહારાજ બન્યા. બાળકમાંથી બાળમુનિ બન્યા. અને પછી બન્યા વિદ્યાથી મુનિ. એમણે જ્ઞાનાર્જનને જ ધ્યેય બનાવ્યું. ગુરુદેવશ્રીના સ્વમુખેથી સાધ્વાચારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આગમસૂત્રનું ગહન અધ્યયન કર્યું. નાની વય હેવા છતાં વિદ્યાપિપાસા, પ્રખર બુદ્ધિશક્તિ જેવા વિશેષ ગુણેથી આ બાળમુનિ સૌ માટે આશાસ્પદ અને પ્રેરણામૂર્તિ બની રહ્યા. જ્ઞાનાભ્યાસમાં આગળ વધતાં સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, ન્યાય અને અલંકારનું જ્ઞાન સંપાદન કર્યું તથા અન્ય દાર્શનિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ વિકાસ સાથે. પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૬૩ના પિષ સુદ ૭ ને દિવસે રાજગઢ (પાળવ)માં દિવંગત થયા. માતા-પિતાના વિગ પછી જેઓએ એમને વાત્સલ્ય અને ઓજસૂ પ્રદાન કર્યું હતું. તેઓશ્રી પણ ચાલ્યા ગયા. પૂજ્યશ્રી ચાલ્યા ગયા, પણ પૂજ્યશ્રીની મૂર્તિ મુનિશ્રીના હૃદયમંદિરમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ. ત્યાર બાદ ગચ્છનાયક પૂ. આ. શ્રી ધનચંદ્રસૂરિજીની છત્રછાયામાં પણ તેઓશ્રીની વિદ્વત્તા વિકાસ પામતી ગઈ. કાવ્ય અને સાહિત્યમાં પણ એમણે અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી. આને લીધે તેઓશ્રી પંડિતવર્ગમાં પ્રિયપાત્ર બની ગયા. પરિણામે, સં. ૧૯૭૬માં વિદ્વત્સમાજે તેઓશ્રીને સાહિત્યવિશારદ, વિદ્યાભૂષણ જેવી વિશેષ પદવીઓથી અલંકૃત કર્યા સં. ૧૯૭૭ના ભાદરવા સુદ ૧ ને દિવસે આચાર્યશ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજને સ્વર્ગવાસ થઈ ગયે. ચતુર્વિધ સંઘે એકત્રિત થઈને, સર્વાનુમતિથી મુનિરાજને જાવરામાં સં. ૧૯૮૦માં આચાર્યપદથી વિભૂષિત કર્યા. સાથે સાથે નામ પરિવર્તન કરી શ્રીમદ્ વિજ્યભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રાખવામાં આવ્યું. ગણાધીશપદ પર બિરાજમાન થયા પછી શ્રીમદુમાં શાંતિગાંભીર્ય આદિ ગુણે વધુ ને વધુ વિકસતા રહ્યા. તેજ અને પ્રતાપ વિકસિત થતા રહ્યા. ગણનાયકની પ્રતિભા સર્વત્ર પ્રકાશિત થવા માંડી. સ્વ-પર ગચ્છીય શ્રમણછંદમાં અનેખું સ્થાન પ્રાપ્ત કરેલા આચાર્યશ્રીની વિદ્વત્તા સુજ્ઞજનને પણ આકર્ષિત કરતી રહી. સં. ૧૯૯૦માં વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું વિશાળ સંમેલન અમદાવાદમાં મળ્યું હતું. દરેક ગચ્છના મુખ્ય ગણનાયક અહીં પધાર્યા હતા. પૂજ્ય આચાર્યશ્રી વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ પિતાના શિષ્યગણ સાથે ત્યાં પધાર્યા હતા. આ સંમેલનમાં અનેક પ્રશ્નો અને વિચારોનું આદાનપ્રદાન થતું. વારંવાર સામે આવતી કઈ પણ સમસ્યા પિતાની વિદ્વત્તા દ્વારા પૂજ્ય આચાર્યશ્રી હલ કરતા હતા, એટલું જ નહિ, પરંતુ મધ્યસ્થપણે દરેક વિષયમાં પિતાનું સર્વગ્રાહી મંતવ્ય પ્રગટ કરીને તેઓશ્રી સર્વના આદરણીય બની રહ્યા. સંમેલનની પૂર્ણાહુતિ સમયે એક સમિતિ બનાવવામાં આવી. એનું કામ હતું સિદ્ધાંત પ્રત્યે થનારા આક્ષેપના ઉત્તર દેવાનું અને સામાજિક પ્રશ્નોને હલ કરવાનું. આ સમિતિમાં પૂજ્ય ગુરુદેવને પણ સ્થાન મળ્યું અને તેઓશ્રીનું સ્થાન અને ખ્યાતિ વ્યાપક બન્યાં. સાહિત્યક્ષેત્રમાં પણ આપશ્રીએ અજોડ કામ કર્યું. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ દ્વારા લિખિત “શ્રી અભિધાન રાજેન્દ્ર કેવ”નું સંપાદન એમણે અને પૂજ્ય મુનિ શ્રી યતીન્દ્રવિજ્યજી મહારાજે કર્યું અને પ્રકાશિત કરાવ્યું. ઉપરાંત, શ્રી ચન્દ્રરાજ 2010_04 Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૫૧૧ ચરિતમ, દષ્ટાંતશતકમ, શાન્તસુધારસ ભાવના આદિ ગ્રંથે એમના સાહિત્ય-સર્જનનાં પ્રબળ પ્રમાણ છે. “જિનેન્દ્ર ગુણમંજરી” એમની કવિત્વશક્તિનું પ્રબળતમ પ્રમાણપત્ર છે. વળી, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા, ઉઘાપન, ઉપધાન આદિ જે જે કાર્ય એમના દ્વારા કરવામાં આવ્યાં, તે બધાં એમની શાસનભક્તિનાં જવલંત દષ્ટાંત છે. મુનિરાજ શ્રી દાનવિજયજી તથા શ્રી કલ્યાણવિજયજી, શ્રી તત્વવિજયજી અને શ્રી ચારિત્રવિજ્યજી એમના સુશિષ્ય હતા. પૂ. આચાર્યજીએ હંમેશાં સાધના-આરાધનામાં રત રહીને જીવનની એક એક ક્ષણ શાસનસેવા અને આત્મોદ્ધારના કાર્યોમાં લગાવી. એવા પ્રબળ પ્રતાપી આચાર્યથી ૐ અમ-% અહંમના જાપ જપતાં સ્વસ્થ ચિત્ત સં. ૧૯૯૩માં મડા સુદ ૭ ને દિવસે આહર નગરમાં સ્વર્ગવાસી થયા. આહારના ભાવિકેએ ભવ્ય શિબિકાનું નિર્માણ કર્યું. પૂજય પ્રીના પાર્થિવ દેહના ધૂમધામથી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, અને ત્યાં એક સુંદર સમાધિમંદિર બનાવવામાં આવ્યું. તે મંદિરમાં શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. જેમ ઉદિત થત સૂર્ય અસ્તાચલને પણ આશ્રય લે છે તેવી રીતે આચાર્યશ્રી પણ પાર્થિવ દેહ રૂપે હંમેશ માટે આપણાથી વિદાય થઈ ગયા, પરંતુ અક્ષરદેહથી ઘણું ઘણું આપી ગયા છે. આવા શાંતિના અવતારને સો સો વંદના ! ( –સંકલન : “રાજેન્દ્રતિ માંથી સાભાર) પ્રખર વિદ્વાન, વિલક્ષણ બુદ્ધિવાન અને મહા તપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ - પૂજ્ય આચાર્યશ્રી વિજયતીન્દ્રસૂરિજી મહારાજ મહાપ્રભાવક પુરુષ હતા. તેઓશ્રી પરમ પૂજ્ય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન હતા અને એમની પાટ પરંપરાએ ચતુર્થ પટ્ટધર પણ હતા. તેમણે જે શાસનનાં મહાન કાર્યો કર્યા અને જે સાહિત્યનિર્માણ કર્યું તેનાથી જૈનશાસનની શેભામાં અનેરી વૃદ્ધિ થઈ. તેઓશ્રીને જન્મ ધૌલપુર (ધવલપુર) નગરમાં થયો હતો. તેમના પિતાશ્રી વૃજલાલજી અને માતા ચંપાકુંવર – બંને ખૂબ જ ધર્મપરાયણ હતાં અને દિગંબર સંપ્રદાયના અનુયાયી હતાં. તેમનું પિતાનું જન્મનામ રામરતન હતું. રામરત્નની ઉંમર સાત વર્ષની થઈ ત્યારે તેમને જેની પાઠશાળામાં દાખલ કરાવ્યા અને પોતે પણ નવી નવી વાતે શિખવાડતા રહ્યા. માત્ર બે વર્ષમાં જ સમરને પંચ મંગલ પાઠ, તત્ત્વાર્થસૂત્ર, શ્રાવકાચાર આલાપ પદ્ધતિ, દ્રવ્યસંગ્રહ, દેવ-ગુરુ-ધર્મ પરીક્ષા અને નિત્ય સ્મરણ પાઠને સાથે અભ્યાસ કરી લીધું અને એને કંઠસ્થ પણ કરી લીધાં. એ સિવાય એમણે ભક્તામર, મંત્રાધિરાજ, કલ્યાણમંદિર આદિ સ્તોત્ર પણ કંઠસ્થ કરી લીધા. આવા પ્રજ્ઞાવાન પુત્રને પામીને શ્રી વૃજલાલજી પ્રસન્ન હતા. રામરત્નની ઉંમર બાર વર્ષની થઈ ત્યારે પિતાને સ્વર્ગવાસ થયે. માતા એ પૂર્વે સ્વર્ગવાસી થયાં હતાં. માતાપિતાના અવસાન પછી રામરત્ન પિતાના મામાને ત્યાં ભેપાલ રહેવા લાગ્યા. જેવી રીતે માતાપિતાએ પ્રેમ આપ્યો હતો, તેવી રીતે મામા-મામીએ એમને પ્રેમ 2010_04 Page #514 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૫૨ આપી શકયા નહીં. તેથી મામા સાથે અણબનાવ થઈ જવાથી એમણે મામાનું ઘર હુ ંમેશ માટે છેાડી દીધું. એક વાર તેઓ સિંહસ્થ મેળા જોવા ઉજ્જૈન ગયા. મેળા જોઈ ને તેમણે શ્રી મક્ષી પાર્શ્વનાથ તીર્થીની યાત્રા કરી. અને ત્યાંથી આવીને મહિદપુરમાં મુકામ કર્યાં. એ વખતે મહિદપુરમાં શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પોતાના શિષ્યમ ડળ સાથે બિરાજમાન હતા. રામરહ્ન આચાર્યશ્રીના દર્શીનથી પ્રભાવિત થયા. અને તેમણે સૂરિજી મહારાજની સાથે રહેવાના નિશ્ચય કરી લીધા. વિહારમાં પણ એમની સાથે જ રહેવા લાગ્યા. એમના સંસ્કારી હૃદય પર વિહારકાળમાં શ્રીમના ક્રિયાકાંડને અને દિનચર્યાના અદ્ભુત અને અમિટ પ્રભાવ પડયો. તે વૈરાગ્યરસમાં ગાઈ ગયા. એમના હૃદયમાં દીક્ષા લેવાની ભાવના પ્રબળ થઈ ઊઠી અને એક દિવસ એમણે ગુરુમહારાજને પોતાના શિષ્ય રૂપે સ્વીકારવાની પ્રાર્થના કરી. રામરત્નની ઉંમર ત્યારે ચૌદ વર્ષની હતી. એમની ત્યાગભાવના જોઈ ને ગુરુમહારાજે ખાચરેાદ નગરમાં સં. ૧૯૫૪ના અષાઢ વદ બીજે એમને દીક્ષા પ્રદાન કરી મુનિશ્રી યતીન્દ્રવિજયજી નામે ઘાષિત કર્યાં. મુનિશ્રી યતીન્દ્રવિજયજી સુસ'સ્કારી અને સુસ ંસ્કૃત તા હતા જ. એમાં ભાગ્યજોગે પ્રખર વિદ્વાન, સાધ્વાચારના ચુસ્ત પાલક, મહાતપસ્વી, વિલક્ષણ બુદ્ધિવાન ગુરુની નિશ્રામાં રહેવાનુ` સૌભાગ્ય પ્રાપ્ત થયું. પછી શું કમીના રહે ! બસ. પેાતે સાધ્વાચારનું પાલન કરવા લાગ્યા અને સ્વાધ્યાયમાં રાત-દિવસ તલ્લીન રહીને પોતાની ઉન્નતિ કરવા લાગ્યા. દસ વર્ષ સુધી પાતે ગુરુમહારાજની સાથે રહ્યા. આ દસ વર્ષોમાં એમણે ગુરુમહારાજ સાથે મેવાડ, મારવાડ, માળવા, નેમાડ અને ગુજરાત આદિ પ્રદેશોમાં ભ્રમણ કર્યાં; શ્રી મક્ષીજી, આપુજી, કારટાજી વગેરે તીર્થાની અને ગોડવાડ પંચતીથીની યાત્રા કરી. ગુરુમહારાજના કરકમળ દ્વારા કરવામાં આવેલી મેાટી મેાટી પ્રતિષ્ઠામાં ભાગ લીધે તથા પ્રતિષ્ઠા કરાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી. અનેક ગામેાના અને શહેરાના શ્રીસ ંધામાં પડેલા વિવાદને ગુરુમહારાજના તેજ-પ્રતાપથી શાંત થતા જોયા. ગુરુમહારાજે અનેક જ્ઞાનભંડારોની સ્થાપના કરી; પ્રાચીન તથા પ્રસિદ્ધ જિનાલયેાનાં જીણાદ્ધાર કરાવ્યા. ગુરુદેવનાં આ કાર્યાંથી એમને સર્વાંતામુખી અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત કર્યાં. તેઓશ્રી જિજ્ઞાસુ, વિનયી, સુસંસ્કૃત, પ્રતિભાસ’પન્ન, પરિશ્રમી અને શુરુઆજ્ઞાપાલક હતા. તેથી ગુરુમહારાજના અ ંતિમ કાળ સુધી એમની સાથે જ રહ્યા. ગુરુદેવનું દેહાવસાન સં. ૧૯૫૩ના પોષ સુદ ૬ને દિવસે રાજગઢમાં થયું, તે પહેલાં મુનિશ્રી દીપવિજયજીએ અને મુનિશ્રી યતીન્દ્રવિજયજીએ · અભિધાન રાજેન્દ્ર કોષ ’ના પ્રકાશનના ભાર પ્રતિજ્ઞાપૂર્વક ઉઠાવી લીધા હતા. · અભિધાન રાજેન્દ્ર કોષ ' સાત ભાગેામાં વિભાજિત છે અને તેનાં દસ હજારથી પણ વધારે પૃષ્ઠો છે! આ કોષમાં પ્રથમ પ્રાકૃત શબ્દ તેનાં સંસ્કૃતરૂપ સાથે આપવામાં આવ્યા છે, અને તે પછી તેનાં લિંગ અને વ્યુત્પત્તિ આપવામાં આવ્યાં છે. તેમ જ તેનાં તમામ અથ સપ્રયાગ, આધાર, અધ્યયન તથા ઉદ્દેશેાના નિર્દેશ સાથે, આગમેાનાં ગ્રંથાગારાના ઉદાહરણા સહિત આપ્યાં છે. તથા તેની વ્યાખ્યા પણ ખૂબ જ કુશળતાથી અને યેાગ્યતાથી કરવામાં આવી છે. આ ગ્રંથ એક પ્રકારે જૈન વિશ્વકોષ જ છે. આવા મહાકેષનુ લેખન જેટલુ મુશ્કેલ હતુ, એટલું જ મુશ્કેલ એનુ સપાદન અને પ્રકાશન હતુ. આ ગ્રંથને 2010_04 Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૫૧૩ સંપાદિત અને પ્રકાશિત કરીને મુનિશ્રી દીપવિજયજીએ અને મુનિશ્રી યતીન્દ્રવિજયજીએ પિતાની અપ્રમત્ત કુશળતા અને સુગ્ય સંપાદનત્વને પણ પરિચય આપ્યો છે. સં. ૨૦૧૪માં શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ અર્ધશતાબ્દી ઉત્સવ આપશ્રીની પ્રેરણાથી જ શ્રી મેહનખેડા તીર્થ ઉપર ઊજવાયે. ત્યાર પછી અનેક ભાવિકે ગુરુમહિમાથી ખૂબ ખૂબ લાભાન્વિત થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં જુદાં જુદાં તીર્થસ્થાનેના આઠ યાત્રા નીકળ્યા. સ્વતંત્રપણે મુનિમંડળ સાથે ૧૫ વખત તીર્થયાત્રાઓ કરી. છ વખત ઉપધાનતપ કરાવ્યાં અને ૪૫ પ્રતિષ્ઠા–અંજનશલાકાઓ સંપન્ન કરાવી સં. ૨૦૧૭ના પિષ સુદ ૩ને દિવસે મેહનખેડામાં સ્વર્ગવાસી થયા. ત્યાં જ અંતિમવિધિ કરવામાં આવી અને છત્રી બનાવીને તેઓશ્રીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા પૂ. આચાર્યશ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજને ટિશ વંદના! (સંકલન : “રાજેન્દ્રતિ માંથી સાભાર). જ્ઞાન અને ક્રિયામાં અવિરત જાગરૂક પૂ. આચાર્યશ્રી વિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજ મારવાડની મનમેહક ભૂમિ! જ્યાં શૂરવીર, દાનવીરો, ધર્મવીર ઉજજવલ પરંપ સજી ગયા. એ પરંપરાથી પ્લાવિત જોધપુર નગરમાં ધર્મ-કર્મથી પ્રતિષ્ઠિત અને વીરતા, ધીરતા, કુલીનતા અને સુશીલતાથી પ્રકાશિત રાષ્ટ્રકૂટ વંશમાં ગિરધારસિંહ રહેતા હતા. એમને ઘરે મુંદરા નામની ધર્મપ્રેમી સુશીલ નાર હતી. આ પ્રસન્નચિત્ત ધર્મધારી દંપતીને ત્યાં સં. ૧૯૯૫ના પિષ માસના શુકલ પક્ષની એકમને દિવસે એક તેજસ્વી બાળકને જન્મ થયો. માતાપિતાએ એમનું નામ બહાદુરસિંહ રાખ્યું. બાળક દિન-પ્રતિદિન વિકાસ સાધતે જતો હતું. પરંતુ લલાટે લખાયેલું કેઈ મિથ્યા કરી શકે ભલા ! એક બાજુ, બહાદુરસિંહે ખૂબ જ નાની વયે માતાપિતા ગુમાવ્યા તે બીજી બાજુ બાળકની ચિત્તવૃત્તિ સ્વાભાવિક જ ધર્મધ્યાન પ્રત્યે વધુ ને વધુ વળતી ગઈ. એમાં એક સુગ આવી પડ્યો : ભાઈ સાથે નીમચ નગરમાં આવેલા બહાદુરસિંહને પૂજ્ય ઉપાધ્યાય શ્રી મોહનવિજ્યજી મહારાજને ભેટ થઈ ગયે. પૂજ્ય ઉપાધ્યાયજી ત્યારે સંઘ વચ્ચે બિરાજીને વચનામૃતનું પાન કરાવતા હતા. ભાઈ કાળુસિંહ સાથે બહાદુરસિંહ પણ હતા. મુનિવરની દૃષ્ટિ બાળક પર પડી. ગુરુએ રત્નને પારખ્યું. કાળુસિંહે ઉદારભાવે ગુરુજીને કહ્યું કે, “હે ગુરુ ! આજની ધન્ય ઘડીએ આપ કૃપા કરો. શીલવંત ગુરુ વિના જીવનને સૌભાગ્યપૂર્ણ કણ બનાવી શકે ? ” ગુરુજીએ બાળકને પારખી લીધે અને મુનિશ્રી યતીન્દ્રવિજયજી મહારાજના સાનિધ્યમાં રાખે. આગળ જતાં, સં. ૧૯૮૦ના જેઠ સુદ ૩ના સકળ સંઘના ઘેષ વચ્ચે બહાદુરસિંહને દીક્ષા આપવામાં આવી. પૂ. આચાર્યશ્રી વિજયભૂપેન્દ્રસૂરિજીના સાનિધ્યમાં મુનિશ્રી યતીન્દ્રવિજયજીના શિષ્ય રૂપે મુનિશ્રી વિદ્યાવિયજી નામ આપવામાં આવ્યું. 2010_04 Page #516 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શાસનપ્રભાવક યથાનામ મુનિશ્રી વિદ્યાવિજ્યજી વિદ્યાક્ષેત્રે વિકાસ સાધવા માંડ્યા, તેમ જ સદ્ગુની કૃપાથી ઉપાસના-આરાધનામાં, તપ-જપમાં આગળ વધતા રહ્યા. એમણે એક બાજુ સંસ્કૃતાદિ અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું, તે બીજી બાજુ, જિનેન્દ્રભક્તિમાં સમગ્ર જીવનને તલ્લીન કરી દીધું. પૂજ્યપાદ શ્રી યતીન્દ્રસૂરિજી સાથે મારવાડ, માળવા, નિમાડ, ગોડવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કરછ આદિ અનેક પ્રદેશમાં વિહાર કર્યો અને અનેક ધર્મ કાર્યો શાસનપ્રભાવનાપૂર્વક પ્રવર્તાવી, એ પ્રદેશનાં તીર્થોની યાત્રાએ પણ કરી. તેઓશ્રીના માર્ગદર્શન નીચે અનેક સંઘ કાઢવામાં આવ્યા. એકવાર બિશનગઢના સંઘે ગુરુદેવને પ્રાર્થના કરી કે, “અમારે ત્યાં મંદિર–પ્રતિષ્ઠાનો શુભ દિવસ ક્યારે આવશે ?” ગુરુજીએ કહ્યું કે, “આ કાર્ય શ્રી વિદ્યાવિજ્યને વરદ હસ્તે થશે.” ગુર્વાસા થતાં જ મુનિમંડળને લઈને શ્રી વિદ્યાવિજયજી બિશનગઢ પહોંચ્યા. ચતુવિધ સંઘે ત્યાં દેવલેક જે સમિયાણે રચ્યું હતું. સર્વત્ર આનંદોત્સવ મનાઈ રહ્યો હતે. મુનિવરના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ, મરૂભૂમિમાં ધર્મને ડંકો વાગી ગયે. એ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરીને આવ્યા ત્યારે ગુરુજીએ આશીર્વાદ આપ્યા કે, “તમારા હાથે આવાં જ શાસનકાર્યો થતાં રહો !” એક વાર રાજગઢના ભાવિકેની પ્રાર્થનાને માન આપીને ગુરુશિષ્ય મુનિમંડળ સહિત ચાતુર્માસ ગાળવા માળવા પધાર્યા. સમગ્ર પ્રદેશમાં આનંદ આનંદ છવાઈ ગયો ! પૂ. ગુરુદેવશ્રી સાથે હતા તેથી દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજને અર્ધશતાબ્દી ઉત્સવ ઊજવીને કણ અદા કર્યું. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે અનેક ધર્મકાર્યો કરતા રહ્યા. કાર્તિકી પૂર્ણિમાને દિવસે ઉપધાનતપ ચાલી રહ્યું હતું ત્યારે ગુરુદેવશ્રી યતીન્દ્રસૂરીશ્વરજીએ કહ્યું કે આજ સકળ સંઘ સન્મુખ શ્રી વિદ્યાને આચાર્યપદથી વિભૂષિત કરો ! શ્રીસંઘે ગુરુદેવની આજ્ઞાને હૃદય પર અંક્તિ કરી શિરોધાર્ય કરી. શ્રી મેહનખેડા તીર્થમાં ગુરુદેવ શ્રી યતીન્દ્ર સૂરિજીનું દેહાવસાન થતાં ત્યાં એમનું સમાધિમંદિર નિર્માણ થયું. અને પૂ. ગણાધીશ મુનિવર શ્રી વિદ્યાવિજયજી મહારાજ શાસનના કાર્યમાં નિમગ્ન થઈ ગયા. ઇન્દોરમાં ચાતુર્માસ સમયે ગચ્છહિતની અનેક યોજનાઓ બનાવી. આકેલીના શ્રીસંઘની વિનંતીને માન આપી, ત્યાંના જિનાલયની પ્રતિષ્ઠા કરી. ત્યાં ભીનમાલ નિવાસીઓએ પ્રાર્થના કરી કે, અમારે ત્યાં વર્ષોથી મંદિર બનાવવામાં આવ્યું છે, પરંતુ પ્રતિષ્ઠાની ઘડી આવતી નથી. પૂજ્યશ્રી ત્યાં ગયા અને ધૂમધામથી પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ. ગુડાના ચાતુર્માસ સમયે ઉપધાનતપ, સિયાણામાં ઉપધાનતપ, ભીનમાલમાં ચાતુર્માસ અને શ્રી મોહનખેડા તીર્થમાં ગુરુ-સપ્તમીને ઉત્સવ ઊજ. સં. ૨૦૨૦ના ફાગણ સુદ ૬ના ગુરુદેવશ્રી યતીન્દ્રસૂરીશ્વજીની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ઘણું જ આનંદોલ્લાસપૂર્વક તેઓશ્રીને આચાર્યપદે બિરાજમાન કરી પૂજ્ય આચાર્યશ્રી વિજ્યવિદ્યાચંદ્રસૂરિ નામે ઘોષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સકળ સંઘને ગચ્છની પ્રગતિ અને પ્રતિષ્ઠા માટે દેશના આપી. શ્રી મોહનખેડામાં મળેલા અધિવેશન સમયે ધર્મનીતિ-શિક્ષણ-પ્રસારણ વિશે મનનીય મંતવ્ય રજૂ કર્યા. વિહાર, વ્યાખ્યાન, તપ, જપ અને વિવિધ ધર્મકાર્યો સાથે તેઓશ્રીની લેખિની પણ સતત ચાલતી જ રહી. “વિદ્યાવિદ ના બે ભાગ, “જનદેવ સ્તુતિ ', “ભૂપેન્દ્રસૂરિ ગીત પુષ્પાંજલિ', શાસ્ત્રાર્થ દિગ્દર્શન”, “શ્રી યતીન્દ્રવાણ આદિ ભિન્ન ભિન્ન વિષયના ગ્રંથમાં 2010_04 Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પપ એમનું સમૃદ્ધ જ્ઞાન અને અપ્રતિમ સર્જકતા જોવા મળે છે. એવી જ રીતે, તેઓશ્રી કાવ્ય. રચના કરવામાં પણ અગ્રેસર હતા. શ્રી શિવાદેવીનંદન”, “આદીશ્વર ', “દશાવતારી ”, “શ્રી ચરમ તીર્થંકર મહાવીર, “શ્રીમદ્ યતીન્દ્રસૂરિ' આદિ કાવ્યમાં એમની પ્રતિભાશક્તિ અને પ્રભુ-ગુરુ-ભક્તિનાં દર્શન થાય છે. સાહિત્યસર્જન સાથે એમના હસ્તે દીક્ષા પ્રદાનનાં કાર્યો પણ સમ્પન્ન થયાં. ભૂતિનગરમાં ભાઈ ચુનીલાલને અને ડ્રડસીમાં શ્રી સોનજીને દીક્ષા આપી મુનિ શ્રી ખીમાવિજયજી અને શ્રી ચેતનવિજયજી નામ આપ્યાં. શ્રીસંઘને પ્રેરણા આપી અને શત્રુંજય પધાર્યા. ત્યાં ચાતુર્માસ કરી શંખેશ્વર પ્રતિ પ્રયાણ કર્યું. તેમ જ ત્યાંથી થિરપુર જઈને દીક્ષા મહોત્સવ ઊજવ્યા. પુણ્યશાળી બાળાઓને દીક્ષા આપી. કનકપ્રભાશ્રી, કિરણપ્રભાશ્રી, કપલતાશ્રી, હેમલતાશ્રી, કુશલપ્રભાશ્રી નામ આપવામાં આવ્યાં. ગુડામાં ગુરુભક્ત શ્રી રાજમલજીને દીક્ષા આપીને શ્રી વિનયવિજ્યજી નામ આપ્યું. કુક્ષીમાં બાઈ સજ્જનને દીક્ષિત કરીને ચંદન શ્રી નામ આપ્યું. ભીનમાલમાં ત્રણ કુમારિકાઓને દીક્ષા આપીને સગુણાશ્રી, સુનંદાશ્રી તથા સુમંગલાશ્રી નામ આપ્યાં. બેરટામાં જિનપ્રતિષ્ઠા કરી. આહારમાં વસ્તીમલને દીક્ષા આપી મુનિશ્રી કીતિ વિજ્યજી નામ આપ્યું. ફરી સિયાણાની વિનંતીથી ત્યાં ચાતુર્માસ કર્યું. ત્યાં નયેમલને દીક્ષા આપીને મુનિશ્રી રવીન્દ્રવિજયજી નામ આપ્યું. આહેરવાસી છગનજી શેઠને સંયમ આપીને શ્રી હેમવિજયજી નામ આપ્યું. શ્રી મેહનખેડામાં ઉપધાનતપની આરાધના કરાવી. પછી અવંતીનગરીમાં ચાતુર્માસ કરીને દશપુર તથા આલેટમાં પ્રભુ-પ્રતિષ્ઠા કરી. ત્યાં સાધ્વીશ્રી કૈલાસશ્રી નામ આપ્યું. ત્યાર પછી થિરપુરમાં ચાતુર્માસ કરી ઉપધાનતપ માટે ભીનમાલ પધાર્યા. બાબરામાં દવજદંડ ઉત્સવ કર્યો અને કેસેલવમી ચાતુર્માસ કરીને ભૂતિ પાછા ગયા. પછી શ્રી ચંદ્રકલાશ્રીને દીક્ષા આપી. નેનાવામાં પ્રભુ-પ્રતિષ્ઠા કરી. ખાચરેદમાં ચાતુર્માસ કર્યું. જાવરામાં ગુરુદેવની પ્રતિષ્ઠા કરી અને શ્રી મેહનખેડાની તીર્થયાત્રા કરી. ત્યાંથી ગઢ સિવાના વિહાર કર્યો. ત્યાં પ્રતિષ્ઠા કરી પારલુ પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠા કરી અને વિમળાબહેનને દીક્ષા આપી શ્રી વિમલયશાશ્રીજી નામ આપ્યું. પછી રાજગઢ ચાતુર્માસ ગાળીને થરાદ (થિરપુર) પધાર્યા અને ૧૦૮ છેડના ઉંજમણને ભવ્ય ઉત્સવ કર્યો. ત્યાં શાંતાબેન અને શારદાબેનને દીક્ષા આપીને શ્રી શશીક્લાશ્રીજી તથા શ્રી શશીપ્રભાશ્રીજી નામ આપ્યાં. ત્યાર પછી ધાનેરામાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી ભીનમાલ આવીને અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી ભક્તજનોમાં આનંદ પ્રવર્તાવ્યું. મારવાડથી અમદાવાદ પધાર્યા, ત્યાં સંઘને પ્રેરણા આપી તીર્થયાત્રા આરંભી. ગુરુમંદિરના ઉદ્ધાર માટે માર્ગદર્શક બની રહ્યા. પછી આપશ્રી મેહનખેડા પધાર્યા. તીર્થપતિના મુખ્ય જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય વેગથી આરંભાયું હતું. જીર્ણોદ્ધાર થતાં ભવ્યતમ અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ. ઇતિહાસમાં સદાને માટે અમરતાનું પાનું ઉમેરી દીધું. ત્યાર પછી અસ્વસ્થતાને લીધે ત્યાં જ સ્થિરતા કરી. સં. ૨૦૩૭ના અષાઢ સુદ ૬ના રેજ પરમ ઇષ્ટના ધ્યાનમાં લીન રહીને પાર્થિવ દેહને ત્યાગ કરી એમને આત્મા પટેલેકના પંથે પ્રયાણ કરી ગયે. સકળ સંઘમાં શેકની લાગણી છવાઈ ગઈ. ભવ્ય પાલખીમાં પધરાવી, શ્રી મેહનખેડા તીર્થ પર તેઓશ્રીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. એવા મહાન શાસનપ્રભાવક ગુરુદેવને કટિ કેટિ વંદના ! 2010_04 Page #518 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શાસનના મહાન જ્યોતિર્ધર, તીર્થપ્રભાવક, વિદ્વદર્ય, રાષ્ટ્રસંત પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી—“મધુકર”—મહારાજ ગરવા ગુર્જર દેશની ધન્ય ધરા એવી બનાસકાંઠાની ધર્મભૂમિમાં આવેલા થરાદના પિપરાલ ગામમાં પુણ્યશાળી સ્વરૂપચંદ ધરુ અને ધર્મપ્રેમી પાર્વતીબાઈનું પ્રસન્ન દામ્પત્ય સ્વ-પરના જીવનમાં આનંદવર્ધક હતું. સં. ૧૯૯૩ના કારતક વદ ૧૩ને દિવસે પાર્વતીબાઈએ એક પુત્રરત્નને જન્મ આપે. યથાગુણપ્રકાશ નામ રાખ્યું પૂનમચંદ. બાળકે સાતમી શ્રેણી સુધી અભ્યાસ પૂર્ણ કર્યો, પછી પ્રભુભક્તિ તરફ મન વળી ગયું. પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરીશ્વરજીનું સં. ૨૦૦૪માં અને સં. ૨૦૦૫માં થરાદમાં ચાતુર્માસ થયું અને તેઓશ્રીના સંસર્ગથી ધર્મભાવની વૃદ્ધિ થઈ. સ. ૨૦૧૦ના મહા સુદ ને દિવસે આચાર્યશ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સિયાણા (રાજસ્થાન)માં દીક્ષા ગ્રહણ કરી અને મુનિ શ્રી જયંતવિજયજી નામ ધારણ કર્યું. લેખન–સંશોધન-સંપાદનની અનોખી પ્રતિભા ધરાવતા મુનિશ્રીએ ઉપનામ ધારણ કર્યું “મધુકર” અને એ નામે જ ખ્યાતિ પ્રાપ્ત કરતા રહ્યા. અનેક પ્રકારની શાસનસેવા પછી સં. ૨૦૪૦ની મહા સુદ ૧૩ને દિવસે ભાંડવપુર તીર્થમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને નામ પાડયું આચાર્યશ્રી યંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ. આચાર્યપદ પશ્ચાત્ ચૌરાઉનગરમાં ૩૦૦ જિનબિંબની અંજનશલાકા, ભાંડવપુર તીર્થ, સિયાણા, પાલી, સુરા, થલવાડ, થરાદ, દાંડા, થાંદલા, રતલામ, બનાવા, લક્ષ્મણજી, જાલેર, રણ-સ્ટેશન, ધનાસુતા, ખાચરદ, સડેરાવ, દુધવા, હરજી, મહિદપુર રોડ, ઈન્દોર આદિ અનેક સ્થાનમાં અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ કરાવી. ૪૦ થી વધુ ભાઈ-બહેનને દીક્ષા આપી. ભાંડવપુર, કેરટાજી, જાલેર, તાલનપુર, લક્ષ્મણી આદિ તીર્થોના ઉદ્ધાર કરાવ્યા. ભરતપુરમાં પૂ. ગુરુદેવ પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજીનું સ્મૃતિમંદિર, શંખેશ્વર, છત્રાલ વગેરે સ્થાનેમાં અજોડ નવકારમંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે. આ તે થઈ પૂજ્ય આચાર્યશ્રીના ભવ્ય જીવનની આછી રૂપરેખા. તેઓશ્રીને સાચે પરિચય તે એમની વ્યક્તિમત્તાને ચેમેરથી નીરખીએ તે જ મળે. તેઓશ્રી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, મેવાડી, મારવાડી, માળવી આદિ ભાષાઓમાં પારંગત અને અંગ્રેજી, તમિળ, કન્નડ અને તેલુગુનું પ્રાથમિક જ્ઞાન ધરાવે છે. તેઓશ્રીએ અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃતના ઉત્તમોત્તમ ગ્રંથનું અનુશીલન કર્યું છે, જેમ કે, જેનાગમ, સમરાઈથ્ય કહા, વિક્રમાદિત્ય ચરિત્ર, જ્યાનંદ-કેવલી ચરિત્ર, ધન્યકુમાર ચરિત્ર, પ્રમાણનય તત્ત્વાકાલંકાર, સ્થાવાદમંજરી, તિલકમંજરી, દશકુમારચરિત, અભિજ્ઞાન શાકુંતલ, મુદ્રારાક્ષસ, રઘુવંશ, કિરાતાજુનીયમ જેવા ગ્રંથને ઊંડો અભ્યાસ કર્યો. એ રીતે ધમ, દશન, ન્યાય, કાવ્ય આદિ વિષયમાં સતત અભિરુચિ રાખતા આવ્યા છે. પરિણામસ્વરૂપ, ૬૦ જેટલા ગ્રંથોનું લેખન-પ્રકાશન કર્યું છે અને આજે આ પ્રવૃત્તિ અવિરત ચાલુ છે. 2010_04 Page #519 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-૨ ૫૧૭ અધ્યયનક્ષેત્રે આવી ઉજવળ કારકિદી ધરાવતા “મધુકરજી” શાસનેન્નતિ માટે પણ સતત વિહરતા રહ્યા છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્ર, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, પિંડીચેરી, એરીસા, બિહાર, બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ આદિ એમનાં વિહારક્ષેત્ર છે. વિહાર સાથે શાસનપ્રભાવના વડે પિતાના શિષ્ય સમુદાયને પણ વિસ્તારતા રહ્યા છે. આજે મુનિશ્રી નિત્યાનંદવિજયજી, મુનિશ્રી જયકીતિવિજયજી, મુનિશ્રી વરરત્નવિજયજી, મુનિશ્રી હેમરત્નવિજયજી, મુનિશ્રી વિશ્વરત્નવિજયજી, મુનિશ્રી સમ્યક્રરત્નવિજયજી, મુનિશ્રી રામરત્નવિજયજી, મુનિશ્રી પવરત્નવિજયજી, મુનિશ્રી સિદ્ધરત્નવિજયજી, મુનિશ્રી પ્રશાંતરત્નવિજયજી, મુનિશ્રી અપૂર્વ રત્નવિજયજી અને મુનિશ્રી નરત્નવિજયજી વડે તેઓશ્રીને શિષ્ય પરિવાર શોભી રહ્યો છે. - પૂ. આચાર્ય શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ “મધુકર” દ્વારા કરવામાં આવેલાં શાસનકાર્યોની સૂચિ ખૂબ લાંબી છે. એમના દ્વારા અનેક સ્થાને પરના કલહ દૂર થયા છે. ઘણું પ્રતિષ્ઠા-અંજનશલાકા કરવામાં આવી. અનેક મુમુક્ષુઓને દીક્ષા આપવામાં આવી. અનેક સ્થળોએ ઉપાશ્રયેનું નિર્માણ થયું. અનેક તીર્થયાત્રા કાઢવામાં આવી. સમેતશિખરજી, જીરાવલા, શંખેશ્વર, નાગેશ્વર, મેહનખેડા, સિદ્ધાચલ વગેરે તીર્થોના છ'રીપાલિત સંઘ સાથે ૬ સ્થાને ઉપર ઉપધાનતપની આરાધના કરવી અને સિદ્ધાચલ તીર્થની ઐતિહાસિક ૬૦૦ યાત્રીઓને નવ્વાણું યાત્રા કરાવી એક અજોડ કાર્ય કર્યું. ધાર્મિક-સાહિત્યિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. એ સર્વ આજે સફળતાપૂર્વક કાર્યો કરી રહી છે. આચાર્યશ્રી માટે એ અભિપ્રાય યથાર્થ જ છે : જે સંતને લેકેની અસીમ શ્રદ્ધા-ભક્તિ પ્રાપ્ત થાય અને તે એનાથી બિલકુલ નિઃસ્પૃહ રહે, તથા સીધા-સરળ ભાવને ધારી રહે તે એ એવી વાત થશે કે ગુલાબ તે છે, સુગંધ અને સૌંદર્ય પણ છે, પણ કાંટા નથી ! વિદ્યાની સાથે વિનય, અધિકાર સાથે વિવેક, પ્રતિષ્ઠા અને લોકશ્રદ્ધા સાથે સરળતા જેવા અદ્ભુત સંસ્કાર કેઈ વિરલ વ્યક્તિમાં જ જોવા મળે ! આચાર્ય શ્રીમાં આ વિશેષતાઓ જોતાં જ મને શ્રદ્ધા અને આશ્ચર્યથી આનંદિત થઈ ઊઠે છે! તેઓશ્રીના જીવનમાં ક્યાંય કટુતા, વિષમતા, છલછિદ્ર, અહંકાર આદિ કાંટાના દર્શન તે ન જ થાય ને ! પૂજ્યશ્રી ખૂબ સરળ (છતાં ચતુર ), ખૂબ જ વિનમ્ર (છતાં નિલ) અનુશાસનપ્રિય ( છતાં કેમલહદય) સંત છે, જેમને જોઈને એમ જ ઉગાર નીકળી જાય છે, ખરેખર, આ કાંટા વગરનું ગુલાબ છે! સામાન્ય કદ, મધ્યમ બાંધે, ભવ્ય અને તેજસ્વી લલાટ, ચમકદાર મોટી આંખે, મુખ પર સ્મિત ચમકાર તેમ જ સ્નેહ અને સૌજન્ય વર્ષાવતી કે મળ વાણી પ્રથમ પરિચયમાં જ અમીટ પ્રભાવ પાથરી દે છે. તેઓ શ્રી સાથે વાતચીત કરો તો પ્રથમ તે ધ્યાનપૂર્વક મંદ સ્મિત સાથે સાંભળે, જાણે કે પ્રશ્નકર્તા પ્રત્યે એમને ઊંડી લાગણી છે તેની પ્રતીતિ થાય; અને પછી ઉચિત શબ્દોમાં એ સટીક ઉત્તર આપશે કે પ્રશ્નકર્તા નિરુત્તર નહીં, પણ સંતુષ્ટ થઈ જાય ! તેઓશ્રી સાથેનો ક્ષણિક સહવાસ પણ આત્માને આત્માના સ્પર્શની અનુભૂતિ કરાવી જાય છે! પૂજ્યશ્રીના જીવનમાં આધ્યાત્મિક તેજ પથરાયેલું છે, પરંતુ એ તેજ સૂર્ય સમું પ્રચંડ નથી, ચન્દ્ર સમું શીતળ લાગે છે. એમ લાગે કે, એમના આંતરવિશ્વમાં શીતળ તેલશ્યાને 2010_04 Page #520 -------------------------------------------------------------------------- ________________ પ૧૮ શાસનપ્રભાવક પ્રભાવ પ્રસર્યો છે! તેઓશ્રી વિનમ્ર તે એટલા બધા છે કે તમે કેઈ ઉચ્ચ પદાધિકારી સામે બેઠા છે એ વાતચીત દરમિયાન તમને અનુભવ થાય જ! તેઓશ્રીનાં વચનમાં ગુરુજને પ્રત્યેની પ્રગાઢ શ્રદ્ધા, શ્રાવકે પ્રત્યે એવી જ સ્નેહસિક્ત આદરપૂર્ણ કોમળ વાણી, વિદ્વાને પ્રત્યે આદરભાવ, બુદ્ધિમાં અનાગ્રહની સાથે આસ્થા અવશ્યમેવ જોવા મળે. ક્યારેક કાંટા વગરનું ગુલાબ કે અવગુણ વગરની વિશિષ્ટ વિભૂતિ જોવા મળે છે. આચાર્ય શ્રી “મધુકર” એનું પ્રતીક છે. તેઓશ્રી એક રસસિદ્ધ સંત છે. એ અમૃતવર્ષે સાહિત્યમનીષીની સાથે સાથે યુવાન અને ઉંમરલાયક પેઢીઓ વચ્ચેની મહત્ત્વપૂર્ણ કેડી સમાન છે. તેઓશ્રી એક મનસ્વી સાધક છે અને ભક્તિભાવનામાં આપ્રાણ નિમગ્ન છે. તેઓશ્રી જીવન અને જગતના કુશળ પારખુ અને જેના તત્ત્વદર્શનની ગવેષણામાં અવિરામ કાર્યરત રહેવા પ્રગધમ મનીષી પણ છે. એમના વિશાળ સાહિત્યનું અધ્યયન કર્યા પછી જ એમની એક કુશળ પ્રવચનકાર, ચિંતક, કથાકાર, ભાગ્યકાર, જોતિષાચાર્ય, કવિ, ગીતકાર, સંપાદક, સંશોધક, ઇતિહાસવિદ્દ તરીકેની ભિન્ન ભિન્ન છબિઓનાં દર્શન થઈ શકે. પૂજ્યશ્રીનું બહુપરિભાષી વ્યક્તિત્વ : ભાષ્યકાર ભાષ્યને અર્થ છે વ્યાખ્યા કરવી. ગૂઢ વાતને સ્પષ્ટ કરવી. મૂળ ગ્રન્થના રહસ્યને, ગૂઢ વાતોને વિવિધ વ્યાખ્યાઓ દ્વારા કુટ કરનાર ગ્રંથને મૂળ ગ્રંથનું ભાષ્ય કહેવામાં આવે છે. આ સંદર્ભે ડો. મેહનલાલ મહેતાએ લખ્યું છે : “પ્રાચીનતમ જેન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ વ્યાખ્યાઓને પાંચ કેટિઓમાં વિભાજિત કરી શકાય ઃ (૧) નિયુક્તિઓ (નિજુત્તિ), (૨) ભાષ્ય (ભાસ), (૩) ચૂણિઓ (ચૂષિણ), (૪) સંસ્કૃત ટીકાઓ અને (૫) લોકભાષાઓમાં રચાયેલી વ્યાખ્યાઓ”. (જૈનસાહિત્યને બૃહદ્ ઇતિહાસ, ભાગ-૩, પ્રસ્તાવના પૃષ્ઠ ૭) પૂ. આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી “મધુકરે” કોઈ એક સૂત્ર–ગ્રંથ પર ભાષ્ય રચ્યું નથી, પરંતુ વિભિન્ન સૂત્રગ્રંથમાંથી કેટલાંક સૂત્રને પસંદ કરીને એની વ્યાખ્યાઓ પિતાની રીતે હિન્દીમાં રજૂ કરી છે, જેનાથી સામાન્યજન સૂત્ર-ગ્રંથ (આગમસાહિત્ય)નાં રહસ્યોને, ગૂઢતાને સરળતાથી આત્મસાત્ કરી શકે. એમણે ભગવાન મહાવીરને કયાં કહા?’ નામના ગ્રંથમાં (૧) ઉત્તરાધ્યયનસૂત્રમાંથી ૮૩ સૂત્ર, (૨) સૂત્રકૃતાંગ સૂત્રમાંથી પ સૂત્ર, (૩) આચારાંગસૂત્રમાંથી પ૩ સૂત્ર, (૪) દશવૈકાલિક સૂત્રમાંથી ૩૦ સૂત્ર, (૫) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંથી પ૬ સૂત્ર, (૬) સ્થાનાંગ સૂત્રમાંથી ૯ સૂત્ર, (૭) ભગવતીસૂત્રમાંથી ૨ સૂત્ર, (૮) અનુગદ્વારસૂત્ર, (૯) જ્ઞાતા ધર્મકથા, (૧૦) રાજપ્રશ્નીય સૂત્ર અને (૧૧) ઉપાસક દશા સૂત્ર-પ્રત્યેકમાંથી એક એક સૂત્ર લઈને તેની હિન્દીમાં વિસ્તૃત વ્યાખ્યાઓ આપી છે. આમ તે, આ ગ્રંથ પર પહેલાં પણ અનેક નિયુક્તિઓ, ચૂર્ણિ, ભાષ્યટકાઓ આદિ પ્રકાશિત થઈ ચૂક્યાં છે, પરંતુ એમણે કેટલાંક પસંદ સૂત્રને હિન્દીમાં નવીન ભાષા-શૈલીમાં વ્યક્ત કરવાને પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. તેઓશ્રીના “ભગવાન મહાવીરને ક્યા કહા? ” ગ્રંથમાં ઉધૃત નાનાં નાનાં ૨૫૦ સૂત્ર છે, જેને પાઠક સરળતાથી યાદ રાખી શકે છે. વિદ્વાજનો પિતાની અનુકૂળતા પ્રમાણે આ સૂત્રને ઉપગ પોતાના ભાષણમાં કે લેખોમાં કરી શકે છે. સૂત્રની સાથે એનું હિન્દી રૂપાંતર પણ આપવામાં આવ્યું છે, જેનાથી સૂત્રેના મૂળ અર્થ સમજાઈ શકે, અને 2010_04 Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ પ૯ એટલાથી જ જે સૂત્ર વિશેની સ્પષ્ટતા ન થાય તે એમણે પિતાની સુબોધ, સરળ અને અલંકૃત ભાષામાં તેમ જ ઉપદેશાત્મક શૈલીમાં સૂત્રની વ્યાખ્યા કરી બતાવી છે. એમની સમજાવવાની રીત એટલી સરળ અને સ્પષ્ટ છે કે પાઠક તરત તે ગ્રહણ કરી શકે છે. ગ્રંથ એટલે રેચક છે કે એક વાર હાથમાં લીધા પછી પૂરો ન થાય ત્યાં સુધી મૂકવાનું મન થતું નથી. એમાં પાઠકની ઉત્સુકતાનું સતત ધ્યાન રાખવામાં આવ્યું છે. વિભિન્ન વિષયે સંબંધે સૂત્રે એકત્ર મળતાં હોવાથી આ ગ્રંથની એક બહુ મહત્વપૂર્ણ વિશેષતા છે. એની ગુજરાતીમાં “ભગવાન મહાવીરે શું કહ્યું?' નામથી બે આવૃત્તિ પ્રકાશિત થઈ છે. એવી જ રીતે, આચાર્યશ્રી દ્વારા લિખિત અન્ય ગ્રંથ છે “રાજેન્દ્રકેશ મેં અ” આ ગ્રંથમાં એમનાં ત્રીસ પ્રવચને સંગ્રહાયાં છે. એમાં એમણે માત્ર સૂત્રેની વ્યાખ્યાઓ જ નથી આપી, પરંતુ શબ્દોની પણ વિસ્તૃત વ્યાખ્યાઓ આપી છે, શબ્દોની વ્યુત્પત્તિઓ પણ આપી છે. એનાથી ગ્રંથની ઉપગિતા ખૂબ જ વધી ગઈ છે. ઉદાહરણાર્થ નિર્દેશ કરવાને બદલે એ ગ્રંથને પ્રત્યક્ષ પરિચય જ પૂર્ત નીવડશે. ચિંતનકાર : કેઈ પણ સંતનું અનિવાર્ય લક્ષણ ચિંતન છે. ચિંતનના માધ્યમથી જ કઈ પણ સંત જ્ઞાનગંગા વહાવી શકે છે. “ચિંતન સ્વાધ્યાયશીલ મનુષ્યના જીવનની પ્રાણવાહિની નાડીઓ છે. ચિંતન જ્ઞાનગંગાના તરંગો છે, જેમાં પ્રાણીનાં પાપ, તાપ અને સંતાપ ધોવાઈ જાય છે...” દર્શનના સર્વ ભેદપ્રભેદ ચિંતનને અંતે જ પ્રકાશિત થાય છે. દર્શનપ્રધાન ચિંતન સંવાદ જન્માવે છે, જ્યારે મતાગ્રહજન્ય ચિંતન વિવાદ ઉભો કરે છે.” (ઉધૃત: ચિંતન કે આલેક મેં–દો શબ્દ : લે. શ્રી રમેશનિ) એ સાચું છે કે કઈ ચિંતન, કેઈ વિશિષ્ટ મત અંતર્ગત પિતાની ચિંતનધારા વહેતી મૂકે છે તે તેનાથી વિવાદ તે જન્મ જ, કારણ કે પિતાના મતને દઢ કરવા ચિંતક પિતાનું ચિંતન વ્યક્ત કરે છે અને બીજા વિરોધી મતાવલંબી ચિંતક પર ખંડનાત્મક ટિપણીઓ કરે છે, અને આ ખંડન–મંડનની ધારા આગળ જતાં વિવાદનું રૂપ લે છે. એટલે, ચિંતન મતાગ્રહને બદલે જનસમાજનું કલ્યાણ કરનારું હોવું જોઈએ, અંધકારમાં ભટક્તા જનસામાન્યને પથપ્રદર્શક હોવું જોઈએ. એ દૃષ્ટિએ આચાર્યશ્રી યંતસેનસૂરીશ્વરજી – મધુકર નું ચિંતક તરીકેનું રૂપ વિવાદ-અતાગ્રહથી મુક્ત છે. એમનાં પ્રવચનોનું અધ્યયન કર્યા પછી અધિકારપૂર્વક કહી શકાય કે એમનું પ્રવચન સ્વતંત્ર, નિભીક, સ્પષ્ટ, સરળ અને સુગ્રાહ્ય ચિંતનથી દીપ્તિમંત હોય છે. આ ઉપરાંત, તેઓશ્રીએ પિતાનું સ્વતંત્ર ચિંતન “જીવનમંત્ર” અને “પારસમણિ” નામક પુસ્તકમાં વ્યક્ત કર્યું છે. વળી, એમની ચિતનકણિકાઓમાંથી અગણિત હજી અપ્રકાશિત છે. “પારસમણિ” એક નાનકડું પુસ્તક અવશ્ય છે, પરંતુ આ લઘુ પુરતકમાં એમણે મણિઓની માળા ગૂથને પાઠકે સામે રાખી દીધી છે. આ ગાગર સમી પુસ્તિકામાં સાગર સમી ગહનતા અનુભવાય છે ! આ સંદર્ભે મુનિશ્રી ગુણસેનવિજયજીના શબ્દો ધ્યાનાર્હ છે: “પારસમણિ અતિ ઉપયોગી થઈ છે. પશુને માનવ અને માનવને મહામાનવ બનાવવામાં સહાયક પુરવાર થઈ છે. આ પુસ્તક હિન્દી અને ગુજરાતી–બંને ભાષામાં ઉપલબ્ધ છે. છે. કાંતિલાલ આચાયે “પ્રશસ્ત કદમ ”માં લખ્યું છે : 2010_04 Page #522 -------------------------------------------------------------------------- ________________ પર શાસનપ્રભાવક “પારસમણિ' અત્યંત કૃશકાય પુસ્તિકા છે, પરંતુ એમાં રહેલું ચિંતન રૂપી ધન અને તેની સન્માનપ્રેરક શક્તિને જોઈને આ પુસ્તકનું મહત્વ હજાર પૃષ્ઠના બૃહદ્ ગ્રંથ કરતાં પણ વધુ છે. વધારે કિંમત કોની હોય? પાંચ મણ માટીની ? કે પા તેલા સેનાની ?....આજને માનવી બાહ્ય-દશ્ય અને ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય તેમ જ અનુભવમાં સમાઈ શકે એવા જગતને જ સત્ય માનનારો ભૌતિકવાદી બની રહ્યો છે. એની દષ્ટિ માત્ર સ્વાર્થ પરાયણ અને સંકુચિત થઈ ગઈ છે, જેનાથી તેની આધ્યાત્મિક સુધા સર્વથા નષ્ટ થઈ ગઈ છે. ભાગ્યવશાત્ કઈ વિરલ આત્માઓની સુધા જાગ્રત રહે છે. પારસમણિ'નું અધ્યયન એવી વિરલ વ્યક્તિને આધ્યાત્મિક આનંદ પ્રદાન કરે છે.” આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી—“મધુકર”ની ચિંતનધારા “જીવનમંત્ર” નામના પુસ્તકમાં મુખરિત થઈ છે. આ પુસ્તકમાં આ મુનિપુંગવે જીવનના વિશેના વિવિધ વિચારોને વિવેગથી વિશાળ રૂપ આપીને વિરાટ રૂપમાં જોવાને મનનીય પ્રયાસ કર્યો છે. એના આમુખમાં શ્રી હરિવિઠ્ઠલ ત્રિવેદીએ પિતાના વિચારો વ્યક્ત કરતાં લખ્યું છે : “જીવનમંત્ર” મુનિવરશ્રી જયંતવિજયજી—“મધુકર પ્રણીત દર્શન, ભક્તિ, કર્મ, જ્ઞાન, આદિનું વિચારમંથન છે. પુસ્તકપ્રણેતા વિદ્વાન કર્મમર્મજ્ઞ તે છે જ, ઉપરાંત સુકવિ, લેખક અને શ્રેષ્ઠ વક્તા પણ છે, એટલે વિચારેની ગહનતા સાથે ભાષાની પ્રાંજલતા, ભાવની પ્રૌઢતા તથા શૈલીની રમણીયતા અને સુબોધતા પણ આ પુસ્તકમાં દર્શનીય છે. આજના યુગમાં માનવજીવનમાં ભૌતિકવાદની ધૂન મચી છે ત્યારે ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક સાહિત્યની પૃહણીયતા સ્પષ્ટ પુરવાર થાય છે. મુનિશ્રીએ આ પુસ્તક દ્વારા સમાજ પ્રત્યેના કર્તવ્યને ઉદાર પરિચય કરાવ્યો છે. એમાં ચિંતન-મનન-વાચન અને પિતાના બારેક વર્ષના સાધુજીવન પર આધારિત રહેણી-કરણી, આચાર-વિચારને પ્રભાવિત કરનારી એવી વાતો છે કે જે ગૃહસ્થી, આરણ્યક, જૈન, અજેન, સ્ત્રી-પુરુષ, યુવાનવૃદ્ધ અને પ્રકૃતિજન–સર્વ વ્યક્તિઓ માટે શ્રેયસ્કર છે, જેઓ ધાર્મિક અને નૈતિક જીવનપંથે વળેલા છે. તેઓશ્રીએ પિતાના નિવેદનમાં લખ્યું છે : “જીવનને માત્ર જીવનની દ્રષ્ટિથી જ વ્યતીત કરનારા ઘણું હોય છે, પરંતુ જીવનની સાર્થકતાને સમજવાવાળાની સંખ્યા બહુ ઓછી હોય છે. એટલે આ જીવનને કેવી રીતે સફળ બનાવી શકાય એ વાત આ પુસ્તકનાં પાનાં ખેલીને, એને વાંચીને અને મનન કરીને હૃદયગ્રાહી કરવામાં આવે એવું મારું વિનમ્ર નિવેદન છે.” આ “જીવનમંત્ર” નામના પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ પણ છે. અનેક પાઠકે અને કેટલાયે વિદ્વાનોએ આ પુસ્તકને શ્રીમદ્ ભગવદ્ ગીતાની જેમ નિત્યપાઠ કરવા ગ્ય બતાવ્યું છે. ઉદાહરણર્થ એકાદ ઉદ્ધરણ જોઈએ: એમણે “જ્ઞાનદીપ’ શીર્ષક નીચે લખ્યું છે : “જ્ઞાનને દીપક જેના હાથમાં હોય છે તે કયાંય ગાથું નથી ખાતે. જેવી રીતે તરવાનું જ્ઞાન ધરાવતે માનવી ડૂબતો નથી, પરંતુ સમય આવ્યે ડૂબનારને તારવાની શક્તિ ધરાવે છે. પણ એ સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન હોવું જોઈએ, ભૌતિક જ્ઞાન નહીં. વર્તમાન વિકટ છે, સંકટગ્રસ્ત છે, ઘેર વિપત્તિઓનાં વાદળ ઘેરાયેલાં છે. એનું એક માત્ર કારણ એ હેઈ શકે કે આત્મજ્ઞાનને અભાવ છે, અને ભૌતિક જ્ઞાનને પ્રભાવ છે.” શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહેવામાં આવ્યું છે કે, 2010_04 Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પર૧ 'युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु । સુરતવનાવવો હ્ય રોગો મવતિ ટુડવા II (૬-૧૭) " અર્થાત્, આ દુને હરનારે ગ યથાયોગ્ય આહાર અને વિહાર કરનારને તથા કર્મોમાં યથાગ્ય ચેષ્ટા કરનારને અને યથાયોગ્ય ઊંઘનારને અને જાગનારને જ સિદ્ધ થાય છે. આ વાતને જે સાધારણ શબ્દોમાં કહેવી હોય તો એમ કહેવાય કે, માણસે મર્યાદામાં રહેવું જોઈએ. બરાબર આવા જ પ્રકારનું ચિંતન “જીવનમંત્ર”માં “મર્યાદામાં રહ’ શીર્ષક નીચે આ પ્રમાણે છે: “માનવીએ એટલું બધું કાયર નહીં બનવું જોઈએ કે જેનાથી તે પિતાની સાધારણ કિયાએ પણ ન કરી શકે. એટલું વાચાળ ન બનવું જોઈએ કે જેથી લોકે એને વાચાળ માનીને જ એની ઉપેક્ષા કરે. એટલું ચૂપ પણ ન રહેવું જોઈએ કે જેનાથી લોકો એને મૂઓની પંગતમાં બેસાડી દે. એટલું ઉદાર પણ ન હોવું જોઈએ કે લેકે એની ઇજજતા લેવા સુધી પહોંચી જાય. એવી જ રીતે, “સુજ્ઞ કૌન?' નામક ચિંતન સહજ અને સરળ છે. એને વાંચીને આપ સ્વયં એ વિશે વિચારતા થઈ જાવ, અને સુજ્ઞ ન હ તે એવા બનવાને પ્રયત્ન કરતા થઈ જાવ. તેમાં જણાવ્યું છે કે, “આમ વાતવાતમાં મેં શું ચડાવો છે? વાત પૂછો, સમજો અને સમજાવે. પરંતુ આ નબળાઈને મેં ચડાવીને બમણ ન કરો. મેં ચડાવવાવાળે વૃદ્ધ માણસ સુજ્ઞ હોવા છતાં અજ્ઞાનીની પંગતમાં ચાલ્યા જાય છે. ખૂબ પ્રસન્નચિત્ત રહેવું જોઈએ. સર્વ વાત કહેવી જોઈએ અને જાણવી પણ જોઈ એ. નહિતર તમારી જિંદગી વ્યર્થ છે એમ સમજવું.' શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કંઈક આવું જ કહ્યું છે : प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते। કરનારો ઘા વૃદ્ધઃ વર્ચતwતે છે (૨-૬ ) અર્થાત્ , એ નિર્મળતાથી સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે. અને પ્રસન્નચિત્ત માનવીની બુદ્ધિ સત્વરે સ્થિર થાય છે. આમ, આચાર્યશ્રીનાં “જીવન-સાધના ”, “નવકાર–આરાધના” જેવાં પુસ્તકોમાં પણ વિવિધ પ્રકારના ચિંતનને પામી શકાય છે. આચાર્યશ્રીની ચિંતનપરક સાહિત્યસૃષ્ટિ પર એક દષ્ટિ નાખીએ છીએ ત્યારે પ્રતીત થાય છે કે એમનું ચિંતન એક બાજુ ધર્મ અને દર્શનપ્રધાન છે અને બીજી બાજુ સમસામયિક સમાજને ઉચિત માર્ગદર્શન પૂરું પાડનારું છે. એમનું ચિંતન ચહુમુખી-બહુમુખી છે અને જીવનના ઉચિતઅનુચિતને બોધ કરનારું છે. સુકવિ ગીતકાર : જેમણે આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી—“મધુકર”ના મુખે સસ્વર ગીત-કવિતા સાંભળી છે તે જાણે છે કે એમના સ્વરમાં કેટલા આલાપ અને મીઠાશ છે. એમ એમનાં કાવ્યમાં છંદબદ્ધ અને લયલાલપૂર્ણ રચનાઓ પણ છે. છંદબદ્ધ રચનાઓ કરવામાં તેઓશ્રી સિદ્ધહસ્ત છે. કાવ્યરચનામાં એક બાજુ નવા નવા શબ્દો પ્રજાયેલા જેવા મળે છે. નૂતન શબ્દપ્રયોગ તે ત્યાં સુધી જોવા મળે છે, શબ્દ માટે કાવ્યને પરિવર્તિત કરવાને બદલે શબ્દને જ કાવ્યને ઉપકારક રૂપ આપી દેવામાં એમની ચમત્કારિક પ્રતિભાનાં દર્શન થાય 2010_04 Page #524 -------------------------------------------------------------------------- ________________ પરર શાસનપ્રભાવક છે. બીજા શબ્દોમાં, તેઓશ્રી નૂતન શબ્દોનું નિર્માણ કરી લે છે. આવી પ્રતિભા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. તેઓશ્રીની સમસ્ત કાવ્યકૃતિએ ભક્તિરસથી ભીંજાયેલી છે ! જે કે, એમણે આજ સુધીમાં કઈ મહાકાવ્ય કે પ્રબંધકાવ્ય લખ્યું નથી. એમનાં કાવ્યના વિષય બહુશઃ ભજન, સ્તવન, સ્તુતિઓ, આરતીઓ, પિતાની પરંપરાના સંતોનાં ચરિત્ર, ઉપદેશાત્મક રચનાઓ વગેરે હોય છે. અને કહી શકાય કે, એક આદર્શ સંત માટે કાવ્યક્ષેત્ર આવું જ હોવું જોઈએ. એમની કાવ્યકૃતિઓમાં “નવકાર ગુણગંગા”, “પૂજાત્રયમ', “ગુરુદેવ”, “ભક્તિપ્રભા” તથા “ચિરપ્રવાસી” મુખ્ય છે. કેટલીક પ્રકીર્ણ રચનાઓ છે, જે અભિનંદનગ્રંશે અને સામયિકમાં પ્રગટ થઈ છે. ગુજરાતી ભાષામાં પણ ભજન અને આરતી લખ્યાં છે. એમણે પૂજ્યપાદ ગુરુદેવ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજની ૭૭મી જન્મજયંતી ઉપર એમના જીવનને કાવ્યમય રૂપે રચી “ગુરુદેવ” નામે પ્રકાશિત કર્યું છે. ૨૭ પાનાંની આ નાનકડી પુસ્તિકામાં એ મહામનાની વિરાટ જીવનગાથાને સુંદર રીતે વ્યક્ત કરી. પુસ્તિકાના પ્રવેશમાં (સ્વ.) મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ “સાહિત્યપ્રેમી એ લખ્યું છે કે, “હા, તો ગુરુસ્તુતિ જિનેન્દ્ર પ્રવચનમાં સમ્યજ્ઞાનાદિની પ્રાપ્તિમાં સહાયક બને છે. એટલે શિષ્ય ભાલ્લાસ પૂર્વક પરમ ઉપકારી ગુરુજનનું ગુણકીર્તન કરે છે..મારા ગુરુભ્રાતા મુનિશ્રી જયંતવિજયજીનું સર્જન “ગુરુદેવ” આ વિશુદ્ધ ભારતીય પરંપરાનું પ્રતીક છે. વાસ્તવમાં મુનિશ્રી જયંતવિજયજી આપણું સંઘમાં અને ગચ્છમાં પ્રતિભાસંપન્ન અને તરુણ કવિ છે. મુનિશ્રીએ ખરા અર્થમાં ગુરુદેવ” કાવ્યનું સર્જન આત્મવિભેર થઈને કર્યું છે. એટલે આ કાવ્યમાં કવિહૃદયની કલ્પનાઓનું ઉડ્ડયન નહીં, પરંતુ સત્યનું ઉત્તમ શબ્દોમાં નિબદ્ધન છે. મુનિશ્રીએ પરમહંત પંડિત પ્રવર શ્રી ધનપાલની આ ઉક્તિનું સર્વત્ર પાલન કર્યું છે : स्वादुतां मधुना नीताः पशुनामपि मानसम् । मदयन्वि न यदवाचः, किं तेऽपि कवयो भुवि ? એટલે જ કાવ્ય આહૂલાદક બની શકયું છે. અંતમાં, કાવ્યના રસાસ્વાદ માટે વાચકવૃંદને પ્રેરિત કરું છું તથા પ્રસ્તુત કાવ્યના રચયિતા મુનિશ્રી જયંતવિજયજીને અભિનંદન આપું છું કે તેઓ આ પ્રકારે સાહિત્યસર્જન કરતા રહીને સાહિત્યની શ્રીવૃદ્ધિ કરતા રહેશે.” ગુરુદેવ' કાવ્ય છંદોબદ્ધ રૂપમાં છે અને તેમાં દ્રતવિલંબિતમ, પંચચારમ વૃત્તમ્, અનુષ્ટ્રપવૃત્તમ , ઇંદ્રવજવૃત્તમ, માલિનીવૃત્તમ, ભુજંગપ્રવૃત્તમ, ઉપેન્દ્રવજવૃત્તમ, ઉપજાતિવૃત્તમ શાર્દૂલવિક્રીડિતંવૃત્તમ, સધ્ધરાવૃત્તમ, શિખરિણવૃત્તમ, હરિણીવૃત્તમ, ચંચલાવૃત્તમ, મંદાક્રાન્તાવૃત્તમ આદિ છંદો પ્રાજવામાં આવ્યા છે. એનાથી તેઓશ્રી કાવ્યશાસ્ત્રમાં મર્મજ્ઞ અને કાવ્યસર્જનમાં સિદ્ધહસ્ત હવાનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. “ગુરુદેવ” કાવ્યમાં પ્રાસાનુપ્રાસ અલંકાર પણ અનુપમ છે. અહીં એ ઉલ્લેખ પણ ઉચિત લેખાશે કે એમના દ્વારા રચાયેલાં સ્તવન-સજ્જાય અને ભક્તિગીતની અનેક કેસેટ બહાર પડી ચૂકી છે. ગુરુભક્તોએ તેમજ સમાજના અન્ય વર્ગોએ આ કેસેટનું હાર્દિક સ્વાગત કર્યું છે. આ રત્વન-સન્માય અને ભક્તિગીત સંગીતની 2010_04 Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૫૨૩ કટીમાંથી પણ પાર ઊતર્યા છે. એમના દ્વારા રચાયેલાં. આ ભક્તિપરક કાવ્ય પર નહીં લખવાને બદલે એનું આકંઠ આસ્વાદન કરવાનું કહેવું જ ઉચિત લેખાશે. કવિતાનો સંબંધ હદય સાથે છે. કવિ અને ગીતકાર પિતાના સ્વભાવ અનુસાર અવકાશની ક્ષણેમાં કંઈ ને કંઈ ગણગણતા રહે છે અને એના આ ગણગણાટમાંથી જ કાવ્યકૃતિ નીપજી આવે છે. એવી રીતે સર્જાયેલું કાવ્ય હદયને ભાવ લઈને જન્મે છે. આચાર્યશ્રીનું “ચિરપ્રવાસી” મુક્તક કાવ્ય એ સુંદર સંગ્રહ છે. આ સંગ્રહનાં લગભગ બધાં જ મુક્તકે એમની દક્ષિણ ભારતની વિહારયાત્રા દરમિયાન જ રચાયાં છે, એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. આ સર્વ મુક્તક ઉપદેશપ્રધાન છે, એમાં જેનધર્મની માન્યતાઓનું સ્વાભાવિક નિરૂપણ થયું છે. મીરાંના પદ કે બિહારીના દુહાઓ પોતપોતાની રીતે પર્યાપ્ત છે, તેમ મુક્તક પણ સ્વતંત્ર કાવ્ય હોવું ઘટે. આચાર્યશ્રીના આ મુક્તકો પણ એવી જ રીતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. “ચિરપ્રવાસી માં સંગૃહીત આ મુક્તકેના વિષય તરીકે મેહ, માયા, ક્રોધ, લેભ, માન, અપમાન, ઈર્ષા, દ્વેષ, માનવ-ભવ, ધર્મ, કર્મ, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સુખદુઃખ, ષડયંત્ર, કાળ, મિત્રતા, ધીરજ, સગ, તૃષ્ણ, મેક્ષ, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જીવ, પરિષહ, આત્મકલ્યાણ, નિંદા, મૌન, પાપ-પુણ્ય, કષાય, જીવનમૂલ્ય, મર્યાદા, જ્ઞાન, સમિતિ મુક્તિ, ક્ષમા, નવકાર મહામંત્ર, તત્વચિંતન, આત્મા, લઘુતા, કરુણ, દયા, સંગઠન, શાન્તિ, વિનય, વાકચાતુર્ય, પ્રકૃતિ, ભાગ્ય, વચન, ઔષધ, સફળતા, અધિકાર, ચેતવણી, મેળા, ક્ષણિકતા, સદ્ભાવના, સંદેહનિવારણ, શબ્દ, બેલી, આત્મચિંતન આદિને સમાવેશ થયો છે. સહેજે અતિશયોક્તિ વિના કહી શકાય કે મુકતક કાવ્યમાં પણ ચિંતક-પ્રતિભાને સુભગ સુગ જોવા મળે છે. આ મુક્તક વાંચતાં વાંચતાં પાઠક સહેજે અટકતા નથી, પરંતુ કાવ્યરસમાં ડૂબી જાય છે અને ભક્તિભાવનામાં રસતરબોળ થઈ જાય છે. એ સાથે આ મુક્ત કે વાંચતાં વાંચતાં પાઠક આત્મનિરીક્ષણમાં પણ લાગી જાય છે, એ આ મુક્તકેના સર્જનની મહાન સફળતા છે. “ચિરપ્રવાસી માં સંગૃહીત મુક્તકેની ભાષા સહજ અને સરળ છે, ભાવગંભીર છે અને ક્યાંક ક્યાંક પ્રગટતી શબ્દચમત્કૃતિ આનંદિત કરે છે. વર્તમાન યુગમાં માનવી પિતાને સ્વાર્થ સાધવા માટે અનેક પ્રકારની મથામણ કરે છે. પરંતુ, શું આ વિશ્વમાં કેઈ સ્થાયી રૂપે રહી શકયું છે? આ મથામણ અને ઊઠબેસ પર એમણે અતિસુંદર લખ્યું છે. કથાકાર : સંતે દ્વારા જ્યારે પ્રવચનપીયૂષની વર્ષા થાય છે ત્યારે તેઓશ્રી પિતાનાં કથનને કથાઓના માધ્યમથી સરળ અને સ્પષ્ટ બનાવતા રહે છે. એ સાચું છે કે આ નિરંતર સંવેદનશીલ ધરતી અને ગગનના શ્વાસોશ્વાસ વ્યાપક કથાઓના પરિચાયક છે. એટલે કથાની સંતૃમિ લેકોની શાશ્વત અને બહુમુખી અનુભૂતિઓ સાથે અનાદિકાળથી અભિવ્યંજિત થતી આવી છે. કથાસાહિત્ય અને જેન કથાસાહિત્યની પરંપરા અતિ પ્રાચીન છે. કેટકેટલા વેશપલટાઓ કરતી આ કથાઓ વૈદિક સાહિત્યથી માંડીને આજ સુધી પ્રવાહિત થતી આવી છે, થતી રહી છે. જેના કથાસાહિત્ય પણ એ જ વિશાળ અને બહુમુખી વિષય છે. આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી –મધુકરે પણ કથાના ત્રણ ગ્રંથ દ્વારા પિતાની સર્જકપ્રતિભાને અદ્ભુત પરિચય 2010_04 Page #526 -------------------------------------------------------------------------- ________________ પર શાસનપ્રભાવક આપે છે. મુખ્ય તે પીયૂષપ્રભા” અને દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન લખાયેલી નાની નાની કથાઓના “મૈં જાનતા હું” અને “ઇસમેં કયા શક હૈ?” નામના ગ્રંથમાં કુલ ૨૯૪ કથાઓ સંગ્રહાયેલી છે. તેમાં મેં જાનતા હું” કથાસંગ્રહની ભૂમિકામાં શ્રી અજિતમુનિજી લખે છે : “વિશ્રત વિદ્વત્ન મુનિશ્રી યંતવિજયજી “મધુકર” દ્વારા રચાયેલી આ લઘુકથાઓ દ્વારા એમણે આપની સમક્ષ નિર્ણાયક શબ્દોની વાનગી રજૂ કરી છે. હું જાણું છું કે પ્રસંગ-સ્વર કેટલા સશક્ત, કેટલા પ્રેરક અને કેટલા મધુર છે કે એને મૂલ્યાંકનની કેઈ આવશ્યકતા જ નથી. એમાંના બેધક મર્મ વડે બેટા દર્પને વધતાં જ વિવેકની પાંખો ફૂટે છે! નવપ્રાણને સ્પર્શ થઈ ઊઠે છે ! ચેતનાની વનરાજી ઝૂમી ઊઠે છે ! મારા-તારાનો ઝંઝાવાત શમી જાય છે ! દિશાદષ્ટિને નવી મહેક મળે છે ! ચરણગતિને પિતાને માર્ગ મળી જાય છે ! ! !” જ્યારે “ઈસમે કયા શક હૈ?'ના સંબંધમાં ડો. પુણ્યમચંદ માનવે” લખ્યું છે: “મુનિશ્રી જયંતવિજયજી “મધુકરે ' મેટે ભાગે સાહિત્યનાં સર્વ સ્વરૂપમાં પિતાની લેખિની ચલાવી છે. ધાર્મિક દૃષ્ટિએ એમનું વિશેષ અધ્યયન હોવાને લીધે પ્રસ્તુત ગ્રંથમાં કલાત્મક રીતે માનવીને સન્માર્ગે વાળવાની પ્રેરણા આપવામાં આવી છે. આમ, આ બંને ગ્રંથની ભાષા સરળ અને જનસામાન્યને બોધગમ્ય બને એવી છે. અનેક કથાઓમાં શાસ્ત્રીય ઉદ્ધરણ પણ આપવામાં આવ્યાં છે. સાથે જ એને અર્થ પણ આપવામાં આવ્યું છે, જેનાથી પાઠકને મુશ્કેલી ન પડે. આવું કથાસાહિત્ય ક્કસપણે સમાજનું માર્ગદર્શન બની રહે છે. એ આપણા ભવ્ય ભૂતકાળને પણ પ્રકાશિત કરે છે, કારણ કે આ કથાઓમાં મોટા ભાગે ભૂતકાલીન રચનાઓ છે, વિખ્યાત રાજા-મહારાજા સંબંધી રચનાઓ છે. લઘુરૂપમાં લેવાથી પાઠક અવરોધ વિના, સરળતાથી એનું રસપાન કરી શકે છે. એક કથા વાંચ્યા પછી બીજી કથા વાંચવાનું આપોઆપ મન થાય છે, એ જ આચાર્યશ્રીની અનન્ય સિદ્ધિ છે. તેઓશ્રી ભવિષ્યમાં પણ આવી જ કથાઓ આપ્યા કરે એવી આશા સેવીએ. - પ્રવચનકાર : પ્રવચન આપવું એ સાધુનું અનિવાર્ય કર્તવ્ય માનવામાં આવે છે. આચાર્યશ્રી અવિરામ પ્રવચન-પીયૂષની વર્ષા કરતાં કરતાં સમાજને માર્ગદર્શન આપતા રહ્યા છે. પ્રવચન' એક વિશિષ્ટ વિદ્યા છે. સાધારણ વાણી કે કથન “વચન” કહેવાય છે, જ્યારે સંતે, ચિંતક અને અધ્યાત્મજગતના અનુભવી મનીષીઓના કથનને “પ્રવચન” કહેવામાં આવે છે. પ્રવચનમાં આત્માને સ્પર્શ, સાધનાનું તેજ અને જીવનનું સત્ય પરિલક્ષિત થાય છે. એમાં પ્રજાયેલા શબ્દો, માત્ર શબ્દો જ નહિ રહેતાં જીવનની ગહનતા અને અનુભવની ઊંચાઈ લઈને તીર જેવી વેધકતાથી અસર કરતાં તો બની રહે છે! પૂજ્યપાદ આચાર્યશ્રી જયંત. સેનસૂરિજીનાં પ્રવચનમાં આ લક્ષણો જોવા મળે છે. તેઓશ્રી અનેક ભાષાઓના પંડિત અને મર્મજ્ઞ છે, છતાં પિતાનાં પ્રવચનેને માત્ર પાંડિત્યપ્રદર્શનનું સાધન બનાવતા નથી પણ તેજ અને માધુર્યભર્યા શબ્દો દ્વારા શામાં નિહિત નિવૃઢ તથ્યને સરળમાં સરળ શબ્દોમાં વ્યક્ત કરીને જનમાનસ સુધી પહોંચાડે છે. આ ભાવનાને લક્ષમાં રાખીને એમણે પિતાનાં પ્રવચનેની પાવન ગંગા વહાવી છે. એમનું પ્રવચનસાહિત્ય ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગરિમાથી શોભાયમાન છે. એમાં વ્યક્તિ અને સમાજ, ગૃહસ્થ અને સાધુ, ધર્મ અને અર્થ, શાશ્વત મૂલ્ય અને 2010_04 Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ પર૫ યુગીન મૂલ્ય સંબંધી વિવેચન-વિશ્લેષણ જોવા મળે છે. એમણે ધર્મને કઈ સંપ્રદાય, મતવાદ કે રૂઢિના અર્થમાં ગ્રહણ કર્યો નથી. વસ્તુના સ્વભાવને જ ધર્મ માન્ય છે. જે રીતે જળનો સ્વભાવ શીતળતા છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, એવી રીતે આત્માને સ્વભાવ સાતા–વીરાગતા છે, અને એ સમતાભાવ આચાર્યશ્રીની વિશેષતા છે. જૈન મતાવલંબીઓમાં પર્વાધિરાજ પર્યુષણનું વિશેષ મહત્ત્વ છે. પર્યુષણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સાંસ્કૃતિક ગરિમા, ધાર્મિક અનુષ્ઠાને સંબંધી એમણે સમયે સમયે પ્રવચને આપ્યાં છે. એમાંનાં કેટલાંક એમનાં પ્રવચન-સાહિત્યનાં પુસ્તકે—મંગલમય નવકાર, નમે મનસે, નમો તન, મનવા ! પલ પલ બીતી જાય વગેરે પ્રકાશિત પણ થઈ ચૂક્યાં છે. પ્રત્યેક ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીનાં સાન્નિધ્યમાં નવ દિવસ નવકાર આરાધનાનો વિશિષ્ટ કાર્યકમ થાય છે અને એમાં ભાગ લેવા દેશના ખૂણે ખૂણેથી આરાધકે આવે છે. આ ગાળામાં એમના પ્રવચને મુખ્યત્વે શ્રી નવકાર મહામંત્ર પર જ હોય છે. શ્રી નવકાર મહામંત્ર પર આમ તે એમનાં બીજા પ્રવચને છે જ, પરંતુ એમણે મદ્રાસ ચાતુર્માસ વખતે જે પ્રવચને આપ્યાં તે વિશિષ્ટ છે. આ પ્રવચનોમાં એમણે નવકાર મહામંત્રની મહત્તા પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. એક એક શબ્દને શો પ્રભાવ હોય છે એ બધું ખૂબ વિસ્તારથી સમજાવ્યું છે. શ્રી નવકાર મહામંત્ર પર આવું સરસ વિલેષણ આજ સુધી ક્યાંય જોવા મળ્યું નથી. જે એમના આ પુસ્તક-નવકાર આરાધના ને કાળી કહેવામાં આવે તે અતિશયોક્તિ નહીં થાય. આ પુસ્તકમાં કુલ ૧૧ પ્રવચનો છે, અને આ ૧૧ પ્રવચનમાં એમણે ગાગરમાં સાગર ભરી દીધે. એમને પ્રવચન આપવા તરીકે જ નિકળે છે. પિતાના કથનને શાસ્ત્રીય પ્રમાણોથી પુષ્ટ કરવું અને દષ્ટાંતે દ્વારા સ્પષ્ટ કરવું એ એમની ખાસિયત છે. એનાથી સામાન્ય શ્રોતાને તાત્વિક ચર્ચા સહજગમ્ય બની રહે છે. કલાક-દોઢ કલાક-બે કલાક સુધી ચાલતા એમના પ્રવચનમાં શ્રોતા કંટાળતો નથી. વાણીની મીઠાશથી શ્રેતાનું મન મહાય છે. આવાં પ્રવચનનાં પુસ્તકે જિજ્ઞાસુઓનાં પથપ્રદર્શક બની રહ્યાં છે. નિયમિત પ્રતિવર્ષ ધાર્મિક શિક્ષણ શિબિરનું આયોજન અને શ્રી યતીન્દ્રજયંત જ્ઞાનપીઠનું સંસ્થાપન આપશ્રીની જ્ઞાનભક્તિનાં પ્રતીક છે. સમાજસુધારક : કુરૂઢિઓમાંથી અને વ્યસનમાંથી સમાજને છોડાવવો એ તેનું કર્તવ્ય છે. આચાર્યશ્રીએ પણ અનેક સ્થાનના કલહને હટાવ્યા. એમનાં પ્રવચનમાંથી પ્રેરણા લઈને અનેકોએ વ્યસનત્યાગ કર્યા. રેવતા ચાતુર્માસ સમયે ૨૦૦ જેટલા હરિજનોએ મધ અને માંસને ત્યાગ કર્યો. આપનું પુસ્તક “જીવન ઐસ હૈ” પણ આ દિશામાં ઘણું ઉપકારક પુરવાર થયું છે. એમના નિબંધ મનુષ્યને પોતે જ યોગ્ય આચરણથી જીવતાં શિખવાડે છે. માનવી એ પ્રમાણે ચાલે તે પછી લડાઈ-ઝગડાને સ્થાન જ ન રહે! બકે, શાંતિ અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય ! આ પુસ્તકમાં સેંકડો ગ્રંથમાંથી અવતરણો આપવામાં આવ્યાં છે. આવા ગ્રંથે કોઈ એક ધર્મને સ્પર્શતા નથી, સર્વધર્મ સમભાવયુક્ત હોય છે. પૂજ્ય આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ “મધુકર” ઉગ્ર વિહારી પણ છે. એક દિવસમાં ૩૦-૩૦, ૪૦૪૦ કિ. મી.ની પદયાત્રા કરી લેવી એ એમને સહજ છે. આજ સુધીમાં ૯૦ હજાર કિમી.ને વિહાર કરીને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ભારતમાં સર્વત્ર ધર્મપ્રચારનું કાર્ય કર્યું છે. 2010_04 Page #528 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ શાસનપ્રભાવક પૂજ્યશ્રીની ધર્મપ્રચાર અને પ્રસારની ઉદાત્ત ભાવના દેખી પૂજ્ય આચાર્યશ્રી યંતસેનસૂરિ અભિનંદન ગ્રંથનું વિમોચન જાવરા મુકામે ઉપરાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માએ કર્યું અને પૂજ્યશ્રીને “રાષ્ટ્રસંતની” માનદ પદવીથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીનું તિષનું અને ઈતિહાસનું જ્ઞાન પણ અદ્વિતીય છે. ડો. તેજસિંહ ગૌડ વંદન કરતાં લખે છે : બઢતી હી રહે ક્ષમતા તુમ બલવંત રહે; કૈલે હર ઘરમેં કીતિ તુમ યશવંત રહે; ઇસ ધરતી કે કણ કણ કે સુરભિત કર દો જયંત” તુમ સદૈવ હી જયવંત રહે ! એવા જયવંતા આચાર્યદેવને કટિ કેટિ વંદના ! ! ! (સંકલન : “શાશ્વત ધર્મ ના આચાર્યપદ વિશેષાંક માંથી સાભાર). શાંત, સરળ, સૌમ્ય અને શાસન પ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયહેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૭૫માં બાગરા (રાજસ્થાન)માં શ્રીમાન ગેમલને ઘેર શ્રીમતી ઊજમબેનની કૂખે બાળક પૂનમચંદને જન્મ થયો હતો. બાળક તેની બાળચેષ્ટથી આખા પરિવારને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો. કેઈક પાડેશીએ બાળકના લલાટની વિલક્ષણ રેખાઓ જોઈને એવી ભવિષ્યવાણી કરી હતી કે આ પૂનમચંદ તેની પૂર્ણ કળાઓથી સુશોભિત થઈને જિનશાસનને નાયક બનશે. તેમને ધાર્મિક સંસ્કાર મહામુશ્કેલીઓ પ્રાપ્ત થયા; કારણ કે માતાપિતા મોહવશાત્ બાળકને સાધુઓના સંગથી દૂર રાખવા માગતા હતા. પરંતુ થવા કાળ થઈને જ રહે છે. લલાટે લખાયેલા લેખને કેણ બદલી શકે છે? પૂનમચંદ સ્વમતિ અનુસાર શુભ માર્ગ (ધર્મમાર્ગ) તરફ વળ્યા. તેઓ તનથી પિતાની સાથે રહ્યા, પરંતુ મનથી તે ત્યાગ–માર્ગ તરફ આગળ વધી રહ્યા હતા. અને રાગ અને ત્યાગ વચ્ચે મેળ ક્યાંથી મળે? મેહ અને મેક્ષ વચ્ચે સંગ કેમ થાય? સંસાર અને સંયમ વચ્ચે સંબંધ કે? બાલ્યકાળમાં દક્ષિણ ભારતના એક ગામમાં રહીને વ્યવહાચિત અભ્યાસ કર્યો. ૧૬-૧૭ વર્ષના થયા ત્યારે એ પ્રબળ ભાવના સતત ચાલુ રહી કે કંઈક ક્રાંતિ કરું. શાંતિથી બેઠા રહેવાથી કુટુંબીજને દીક્ષાની આજ્ઞા નહીં કરે તે તેઓ જાણતા હતા. પિતાને દુર્લભ માર્ગ નક્કી કરીને તે મુજબ પ્રવૃત્તિ કરવા લાગ્યા, એને કારણે આપ્તજનો ચિંતિત થવા લાગ્યા. પરંતુ પૂનમચંદ ક્યારેક ક્યારેક ઘરથી દૂર નીકળી જવા લાગ્યા. અને એક દિવસ એવો પણ આવી પહોંચે કે જે એમની ભાવનાને સાકાર બનાવી ગયે. સં. ૧૯૦માં ભીનમાલ (રાજસ્થાન)માં તેમણે દીક્ષા અંગીકાર કરી. તેમણે તપસ્વીરત્ન, સરળ સ્વભાવી પૂ. મુનિપ્રવર શ્રી હર્ષવિજયજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરી અને તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી હેમેન્દ્રવિજયજી નામે ઉઘેષિત થયા. 2010_04 Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૫૨૭ દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રી પૂ. ગુરુદેવના સાન્નિધ્યમાં રહીને સેવાપરાયણ બન્યા. અધ્યયનમાં રસ-રુચિ લેવા ઉપરાંત મોટા ભાગનો સમય તપ-ત્યાગ અને બાળકને શુભ સંસ્કાર દેવામાં ઉદ્યમી રહેવા લાગ્યા. તેથી તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં બાળકગણ તેમને ઘેરી વળતે અને તેઓશ્રી નિખાલસ ભાવે તેમને ધર્મસંદેશ સંભળાવતા અને ક્યારેક ક્યારેક મધુર કંઠે સ્તવનાદિ પણ સંભળાવીને બાળકોને નિયમ-સંયમનું મહત્વ સમજાવતા. વળી, તેઓશ્રી સાધુઓની ભક્તિ-વૈયાવચ્ચ કરવામાં પણ સૌથી આગળ રહેતા. ચારિત્રપાલનમાં દેષ ન રહી જાય તેની સતત કાળજી રાખતા. તેઓશ્રીએ સંયમજીવનમાં માસક્ષમણ, વરસીતપ, વિશસ્થાનકતપ, અઠ્ઠાઈ, નવપદજીની ઓળી વગેરે અનેકવિધ તપ કર્યા છે, તેથી તેઓશ્રી તપસ્વીરને નામે સંબોધાતા રહ્યા છે. જ્ઞાનભંડારમાં પુસ્તકની સુરક્ષા અને દેખરેખ દ્વારા જ્ઞાનભક્તિ કરવાની તેમની પ્રબળ ભાવનાને કારણે અનેક સ્થળેના જ્ઞાનભંડારે સુરક્ષિત અને સમૃદ્ધ થયા છે. પૂજ્યશ્રી દ્વારા સ્થપાયેલ એક જ્ઞાનભંડાર મેહનખેડા તીર્થમાં ખાસ દર્શનીય અને ઉલ્લેખનીય છે. પૂજ્ય મુનિરાજશ્રી હેમેન્દ્રવિજ્યજી મહારાજ પ્રારંભથી સરળ પ્રકૃતિ ધરાવે છે. તેઓશ્રી સરળતાની સાક્ષાત્ મૂર્તિ છે. જીવનમાં સાદગી તેમ જ ઉચ્ચ આચાર-વિચાર તેમના આદર્શ રહ્યા છે. તેઓશ્રી વર્ષો સુધી શિષ્યના પ્રલોભનમાં ન પડ્યા અને સતત એકાંતમાં બેસીને નવકાર મહામંત્રના નવ લાખ જાપ પૂરા કરીને હવે પ્રતિદિન જાપ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. સં. ૨૦૩૭ના અષાઢ સુદ 9ના રેજ મેહનખેડા તીર્થમાં પૂ. શ્રી વિદ્યાચંદ્રસૂરિજી મહારાજને સ્વર્ગવાસ થયા પછી તેઓશ્રી સમુદાયમાં તેમ જ દીર્ઘ દીક્ષા પર્યાય પણ જયેષ્ઠ હોવાને લીધે તેમને “ગણાધીશ” બનાવવામાં આવ્યા. તેઓશ્રી ગણુાધીશ બનતાં તેમનું વ્યક્તિત્વ વિશેષ પ્રભાવક, પરમ ઉપકારી અને જવાબદારીભર્યું બની ગયું. તેઓશ્રી સંઘનાં અને શાસનનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. ગુરુભક્તોએ તેમના શિરે શાસનને ભાર સેં. ભીનમાલમાં બે ઉપધાનતપ, પ્રતિષ્ઠા મહોત્સવ અને પાલીતાણું રાજેન્દ્રવિહારમાં પ્રતિષ્ઠા મહોત્સવ તથા બે દીક્ષાઓ વગેરે કાર્યો આ સમય દરમિયાન સિદ્ધ થયાં. સં. ૨૦૪૧માં આહાર (રાજસ્થાન)માં શ્રીસંઘે ધામધૂમપૂર્વક ઉત્સવ કરીને તેઓશ્રીને સૂરિપદથી અલંકૃત કર્યા. ત્યાર પછી અનેક ગ્રામ-નગરોમાં વિચરતાં શ્રી મેહનખેડા તીર્થ પધાર્યા. ત્યાંથી જાવરા (મધ્યપ્રદેશ)માં પધારી ત્યાં ચાતુર્માસ કર્યું. જાવરામાં પ્રતિષ્ઠા-અંજનશલાકા કરાવી. જાવરાથી છરી પાલિત સંઘ લઈને મેહનખેડા પધાર્યા. આહારમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા, ભીનમાલમાં પણ અંજનશલાકા–પ્રતિષ્ઠા તેમ જ ઉપધાનતપ ઇત્યાદિ શાસનપ્રભાવક કાર્યો તેમની નિશ્રામાં થયાં. ત્યાર બાદ પાલીતાણામાં ગુરુમંદિરની પ્રતિષ્ઠા કરાવીને ચાતુર્માસ પણ પાલીતાણામાં કર્યું. ત્યાર બાદ મુંબઈમાં અનેક ધર્મકાર્યો પ્રવર્તાવવાપૂર્વક ચાતુર્માસ કર્યું. અને મુંબઈથી મોહનખેડા તીર્થને સંઘ કાઢી મિહનખેડા તીર્થ પધાર્યા. આમ, તેઓશ્રીની પાવન નિશ્રા અને પ્રેરણાથી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો થયાં છે. એવા એ જૈનધર્મ-ઉદ્યોતકાર પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજ્યહેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના! 2010_04 Page #530 -------------------------------------------------------------------------- ________________ પરસ શાસનપ્રભાવક નગરના ઉદ્ધારક, સંધેાના સલાહકાર, પરમ યાગી સાધુવ પૂ. આ. શ્રી વિજયતીર્થે ન્દ્રસૂરીશ્વરજી મહારાજ • ભીનમાલ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયતીર્થે ન્દ્રસૂરીશ્વરજી મહારાજના જન્મ સાગર નગરમાં સ’. ૧૯૪૮ના કારતક સુદ ૧૦ને શુભ દિને નાથુરામજી બ્રાહ્મણનાં ધર્મપત્ની લક્ષ્મીદેવીની કુક્ષિએ થયા હતા. તેમનુ જન્મનામ નારાયણ હતું. નારાયણે પ્રારંભમાં યતિજીવનમાં પ્રવેશ કર્યાં. ત્યાર બાદ સ. ૧૯૬૫માં અષાઢ સુદ ૧૦ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી અને મુનિશ્રી તીથે ન્દ્રવિજયજી તરીકે જાહેર થયા. ટૂંક સમયમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ વિષયે પર ઊંડા અભ્યાસ કર્યાં. પૂજ્યશ્રીને સ. ૧૯૯૨ના સુદ બીજે શ્રી આણુજી તીર્થમાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય આચાર્યશ્રીએ આકરા ગામમાં મેહનલાલજીના સુપુત્ર માણેકલાલને સ. ૧૯૯૨ના મહા સુદ ૭ના દિવસે દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી લબ્ધિવિજયજી રાખવામાં આવ્યુ', પૂજ્યશ્રીએ જિનમદિરે, ગુરુમ'ક્રિશ, વાચનાલયા આદિનાં નિર્માણકાર્યો માટે પ્રેરણા આપી અને સતત પુરુષાર્થ કર્યાં. તેઓશ્રી સં. ૨૦૧૭ના ચૈત્ર સુદ પાંચમે બામણવાડા તી માં કાળધમ પામ્યા. સ. ૨૦૧૬ના મહા સુદ ૧૪ના દિવસે તેઓશ્રીના શિષ્ય શ્રી લબ્ધિવિજયજી તથા શ્રી કમલવિજયજી મહારાજે સમાધિમદિર બનાવરાવ્યું. પૂજ્યશ્રી કલિકાલકલ્પ અભિધાન રાજેન્દ્રકાષના પ્રણેતા, અદ્વિતીય વિદ્વાન આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના તૃતીય પટ્ટધર આચાયૅ હતા. પૂજ્યશ્રીને ભીનમાલ શહેર પર વિશેષ પ્રીતિ હતી. પૂજ્યશ્રી ઉદારમના, ઉદ્ભટ વિદ્વાન, પરમ યાગી તથા પ્રખર વક્તા હતા. યેાગી મહાત્માની સરળતા, ઉદારતા અને તેજસ્વીતા તેઓશ્રીમાં સાકાર થઇ ઊઠી હતી. આ દેશનું એ લક્ષણ છે કે કોઇ મહાત્માની હયાતીમાં તેમની સાચી ઓળખાણ થતી નથી. પૂજ્યશ્રીનું પણ એવું જ થયું. તેઓશ્રીના સ્વવાસ પછી જ તેમની સાચી કદર થવા લાગી. ભીનમાલના સ`ઘેામાં સંપ, સહકાર અને સ્થિરતા કરવામાં પૂજ્યશ્રીએ ખૂબ જહેમત ઉડાવી. ભીનમાલની પ્રશ્નને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર શહેરના પુનઃ નગરપ્રવેશ કરાવ્યા એ ઘટના ભીનમાલના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ. સ. ૧૯૯૨ના કારતક સુદ ૧૩, ૧૪ અને ૧૫ના દિવસે આખુ શહેર ખાલી કરાવી, વિધિપૂર્વક પુનઃ પ્રવેશ કરાવ્યેા, જેથી આજે ભીનમાલની સમૃદ્ધિ કંઈક જુદી જ વિકાસશીલતા દર્શાવે છે. એવા એ પરોપકારી પૂજ્ય આચાય શ્રીને કોટિ કેડિટ વંદના ! 2010_04 Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૫૨૯ પૂ. આચાર્યશ્રી વિજયલબ્ધિચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ માલવ પ્રાન્તમાં થયે. પૂર્વના પુણ્યપાર્જિત સુસંસ્કારોને લીધે બાલ્યકાળથી જ વિદ્વાન આચાર્યશ્રી વિજયતીન્દ્રસૂરિજી મહારાજની નિકટ રહીને ધર્મજ્ઞાનનું અધ્યયન કર્યું. વૈરાગ્યભાવનાથી ઓતપ્રેત જીવન જેઈને પૂજ્ય આચાર્યશ્રીએ તેમને ભાગવતી દીક્ષા પ્રદાન કરી અને મુનિશ્રી લબ્ધિવિજયજી નામે ઉઘેષિત કરી પોતાના શિષ્ય બનાવ્યા. પછી પૂ. મુનિશ્રીએ લગાતાર ગુરુસેવામાં રહીને વિહાર કરતાં વર્ષો સુધી ધર્મપ્રભાવના પ્રવર્તાવી. તેમના શાંત સ્વભાવ અને મધુર વાણુને કારણે તેઓશ્રી ખૂબ આદરણીય બન્યા. તેમની પ્રેરણાથી ગુરુભક્તોએ તેમની શુભ નિશ્રામાં અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કર્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ પછી પણ મુનિરાજથી નીડર અને નિભીક થઈને સંઘ-સમાજમાં ધાર્મિક ગતિવિધિઓનું સંચાલન કરતા રહ્યા. તેઓશ્રી પદલાલસા અને લેકેષણાથી દૂર રહેવા ઇચ્છતા હતા પણ ગુરુભકતોએ તેમને આચાર્ય પદે આરૂઢ કરવાનો સંકલ્પ કર્યો. તેમના ગુરુભાઈ મુનિશ્રી કમલવિજયજી મહારાજે પણ શ્રીસંઘની આ દઢ ભાવના જાણી આચાર્ય પદ પ્રદાન માટેનું મુહૂર્ત અને સ્થાન નક્કી કરી દીધું. તદનુસાર બકરા (રાજસ્થાન)માં સં. ૨૦૨૪માં શાનદાર આયેાજનપૂર્વક અઠ્ઠાઈ મહત્સવ સહિત તેઓશ્રીને સૂરિપદથી અલંકૃત કરીને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયેલબ્ધિચંદ્રસૂરીશ્વરજી મહારાજના નામે ઘેષિત કરવામાં આવ્યા. - આચાર્ય પદપ્રાપ્તિ બાદ તેઓશ્રીએ પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, તીર્થયાત્રાઓ, ઉપધાનતપ આદિ કરાવ્યાં. તેઓશ્રીની યશકીતિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા લાગી. તેઓશ્રીની સરળતાને કારણે સંઘમાં અનેક સ્થાને એ વૈમનસ્ય હતાં તે દૂર થયાં. તેઓશ્રીની મધુર વાણી અને સારગર્ભિત ઉપદેશના શ્રવણ માટે ગુરુભક્ત સદા લાલાયિત રહે છે. તેમના સદુપદેશથી બાકરા રોડ, બામણવાડા તીર્થ, પાલીતાણામાં શ્રી રાજ-ધન-તીર્થોદ્રસૂરિ સૌધર્મનિવાસ ધર્મશાળા વગેરેનું નિર્માણ થયું છે. હાલ વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ તેઓશ્રી જૈનશાસનની સેવા માટે કટિબદ્ધ અને સદા સર્વદા કાર્યરત હોય છે. તેમની શુભ નિશ્રામાં બીજા અનેક ધર્મકાર્યો સમ્પન્ન કરાવવા અનેક ભાવિકે ઈચ્છી રહ્યા છે. એવા સૌમ્ય, શાંત અને સરળ સૂરિવર અધિકાધિક શાસનપ્રભાવના માટે નિરામય દીર્ધાયુ પામે એવી શાસનદેવને હાદિક અભ્યર્થના અને પૂજ્યશ્રીનાં પાવન ચરણોમાં લાખ લાખ વંદના ! 2010_04 Page #532 -------------------------------------------------------------------------- ________________ વિમલશાખા પૂ. પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્ય પૂ. ગણિવર્યશ્રી અમૃતવમલજી મહારાજ પૂ. પંન્યાસશ્રી હિમતવિમલજી મહારાજ પૂ. આચાર્યશ્રી રંગવિમલસૂરિજી મહારાજ પૂ. આચાર્યશ્રી શાંતિવિમલસૂરિજી મહારાજ પૂ. મુનિરાજશ્રી દેવવિમલજી મહારાજ - પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ વિમલશાખાનાં ઉદ્દભવ અને ઈતિહાસ શ્રી મહાવીર સ્વામીની શ્રમણપરંપરામાં તપાગચ્છની પદમી પાટે મહા તપસ્વી, મહા વૈરાગી, ઉગ્ર વિહારી, મહાન કિદ્ધારક, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના સોળમા ઉદ્ધારક અને જંગમ યુગપ્રધાન આચાર્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ થયા. તેઓશ્રીના સમયમાં વિમલશાખાના મૂળ રૂપે વિજય-વિમલ-શાખા ખૂબ વિસ્તાર પામી. (તેઓશ્રીનું વિસ્તૃત જીવનચરિત્ર આ ગ્રંથમાં “પૂર્વાચાર્યોના વિભાગમાં પ્રકાશિત કર્યું છે. ) પૂજ્ય આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજની પાટે વિજય શાખામાં શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, સમ્રાટ અશોક પ્રતિબંધક જગદ્ગુરુ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ આદિ થયા. જ્યારે વિમલશાખામાં (“શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજનું વિશિષ્ટ જીવનચરિત્ર” પુસ્તિકાઃ લે. પૂ. આ. શ્રી કનકવિમલસૂરિજીના આધારે). પંન્યાસશ્રી હર્ષવિમલજી ગણિવર્ય તેમ જ પંન્યાસશ્રી જયવિમલજી ગણિવર્ય તેમની પાટે, અર્થાત્ પ૭મી પાટે થયા. પ૮મી માટે પંન્યાસશ્રી સમવિમલજી ગણિ, 2010_04 Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૫૩૧ પ૯મી પાટે પંન્યાસ શ્રી અદ્ધિવિમલજી ગણિ, ૬૦મી પાટે પંન્યાસ શ્રી દીતિ વિમલજી ગણિ, જેમનાં શિષ્યરત્ન સમ્યક્ત્વ, પરીક્ષાદિ ગ્રંથના કર્તા પૂ. આ. શ્રી વિબુધવિમલસૂરિજી મહારાજ, શ્રી અમૃતવિમલસૂરિજી મહારાજ, શ્રી લક્ષ્મીવિમલજી ગણિ, શ્રી દાનવિમલજી ગણિ આદિ બાવન શિષ્યો હતા. ૨૧મી પાટે પૂ. પંન્યાસશ્રી વીરવિમલજી ગણિવર્ય થયા. તેઓશ્રી લબડી મુકામે ધર્મદેશના આપતા હતા ત્યારે શ્રી સિદ્ધાચલજી ઉપર દીવાથી અગ્નિ ફેલા અને લીંબડીમાં પાટ પર બેઠાં બેઠાં પૂજ્યશ્રીએ પિતાના વસ્ત્રને છેડે મસળી નાખતાં સિદ્ધાચલજી ઉપરની આગ ઓલવાઈ ગઈ હતી. શ્રાવકે એ તરત તપાસ કરાવી તે વાત સાવ સાચી નીકળી. શ્રી વીરવિમલજી પછી ૬૨મી પાટે પંન્યાસ શ્રી મહોદયવિમલજી ગણિ, ૬૩મી પાટે પંન્યાસશ્રી પ્રદવિમલજી ગણિ અને ૬૪મી પાટે પંન્યાસશ્રી મણિવિમલજી ગણિ થયા. આ ત્રણે પંન્યાસજીએ ખૂબ જ જ્ઞાની અને શક્તિસંપન્ન હતા. તેઓશ્રીના શિષ્ય શ્રી ઉદ્યોતવિમલજી, શ્રી કલ્યાણવિમલજી અને શ્રી હર્ષવિમલજી પણ મહાન પંન્યાસપ્રવરે હતા. તેમાં પંન્યાસ શ્રી ઉદ્યોતવિમલજી ગણિ ૬૫મી પાટે થયા. જ્યારે ૨૬મી પાટે પંન્યાસશ્રી દાનવિમલજી ગણિ થયા. તેઓશ્રી ઊંઝામાં, ખોખર કુટુંબમાં, શેઠશ્રી મતીચંદનાં ધર્મપત્ની જુમાબાઈની રત્નકુક્ષિએ જમ્યા હતા. સંસારી નામ દીપચંદ હતું. તેમણે સં. ૧૮૯૪માં દીક્ષા લીધી. સં. ૧૯૧૭માં પંન્યાસપદ પ્રાપ્ત કર્યું. સં. ૧૯૨૦ના વૈશાખ વદ પાંચમે અમદાવાદમાં સ્વર્ગવાસી થયા. ૨૭મી પાટે પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્ય થયા. (જેમનું ચરિત્ર આગળ ઉપર પ્રગટ કર્યું છે.) ૬૮મી પાટે પૂ. શ્રી અમૃતવિમલજી, દલ્મી પાટે પંન્યાસ શ્રી હિંમતવિમલજી ગણિ, ૭૦મી પાટે પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી અને ત્યાર પછી ચાલી આવતી પાટપરંપરામાં વર્તમાનમાં પૂ. શ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ આવે છે. અહીં એક વાત નેંધવી જરૂરી છે કે પંન્યાસશ્રી હર્ષવિમલજી ગણિવર્યના એક શિષ્યરત્ન પંન્યાસશ્રી વિમલજી ગણિની પાટ પરંપરામાં પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજ ૬૩મી પાટે થઈ ગયા. તેઓશ્રી વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યના સર્જક અને ગીતાર્થ મહાત્મા હતા. (તેઓશ્રીનું જીવનચરિત્ર “પૂર્વાચાર્યોમાં પ્રગટ છે.) એવી જ રીતે, પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્યના એક શિષ્યરત્ન પંન્યાસશ્રી સૌભાગ્યવિમલજી ગણિ અને તેમની પાટપરંપરામાં સકલ સિદ્ધાંત વાચસ્પતિ પંન્યાસશ્રી મુક્તિવિમલજી ગણિ, પૂ. આ. શ્રી રંગવિમલસૂરિજી, પૂ. આ. શ્રી કનકવિમલસૂરિજી આદિ શાસનપ્રભાવક શ્રમણભગવંતે થઈ ગયા છે. આ રીતે વિમલશાખાના ધર્મ ધુરંધર શ્રમણભગવંતોએ અનેક રીતે સુંદર ધર્મકાર્યો દ્વારા શાસનરક્ષા, શાસનપ્રભાવના અને શાસન દ્યોતના કરી જેનધર્મની શોભામાં અને ગૌરવમાં અભિવૃદ્ધિ કરી છે. 2010_04 Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શાસનપ્રભાવક વિમલશાખાના ગૌરવવંતા અને જિનશાસનના પ્રભાવક પૂ. પંન્યાસશ્રી યાવિમલજી ગણિવર્ય ભારતવર્ષમાં મભૂમિ પ્રાચીન તીર્થભૂમિ છે. તેમાં પાલીનગર પાસે ગોવિંદલા ગામમાં શ્રેષ્ઠીવર્ય શ્રી મેઘાજીનાં ધર્મપત્ની લાધીબહેનની રત્નકુક્ષિએ સં. ૧૮૮૬ના આસો સુદ ૧૦ (દશેરા)ને દિવસે એક પુત્રને જન્મ થયે. દેવ જેવા પુત્રનું નામ દેવાજી રાખ્યું. પ્રાથમિક શિક્ષણ વતનમાં લઈને દેવાજી ધંધાર્થે મોટાભાઈ સાથે મુંબઈ આવ્યા. મુંબઈથી ઘેઘાવાળા અમરચંદ માલજીએ કાઢેલ સિદ્ધાચલજી તીર્થના યાત્રા સંઘમાં તેઓ જોડાયા અને પૂ. પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજના પરિચયમાં આવ્યા. સં. ૧૯૦૬માં પૂ.પં. શ્રી દાનવિમલજી મહારાજનું ચાતુર્માસ મુંબઈ થયું અને તેઓશ્રીના સંસગે દેવાજીની વૈરાગ્યવૃત્તિ દઢ બની. સં. ૧૯૦૮ના વૈશાખ સુદ ૯ ને દિવસે સુરતમાં ધામધૂમથી દીક્ષા લઈને શ્રી દયાવિમલજી નામે જાહેર થયા. સં. ૧૯૧૭માં ભાવનગરમાં પૂ. મણિવિજયજી દાદા પાસે ભગવતી સૂત્રનાં યોગદહન કર્યા અને ગણિપદ પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ સં. ૧૯૨માં વૈશાખ સુદ પાંચમે શ્રી સૌભાગ્યવિજયજી (ડહેલાવાળા)ના વરદ હસ્તે પંન્યાસપદ પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર સમગ્ર સૌરાષ્ટ્રનાં નાનાંમોટાં નગર-ગ્રામે રહ્યાં. તેઓશ્રીએ પાલીતાણામાં એક મંડળની સ્થાપના કરાવી, જે આજે પણ નાની ટેળી તરીકે ઓળખાય છે. સં. ૧૯૨૩માં શ્રી મૂલચંદજી મહારાજ આદિ ૨૨ સાધુઓને જેગ કરાવ્યા. ત્યાંથી ગુજરાતનાં ગ્રામ-નગરમાં વિચર્યા. અનેક ભવ્યાત્માઓને દીક્ષા આપી. અનેક મુનિવરોને જેગ કરાવી ગણિપંન્યાસપદે આરૂઢ કર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવક ધર્મકાર્યો સુસંપન્ન થયાં. સં. ૧૯૫૯માં શ્રાવણ માસમાં તેઓશ્રીને પક્ષઘાત થયા. સં. ૧૯૬૨ના જેઠ વદ ચોથના દિવસે અમદાવાદમાં પૂજ્યશ્રી પોતાના શિષ્ય-પ્રશિષ્ય અને અગણિત ભાવિ કે વચ્ચે, નવકારમંત્રનું શ્રવણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ગુજરાતભરમાંથી અગણિત ભક્તજને અંતિમ દર્શનાર્થે ઊમટી પડ્યા, અને અંતિમ યાત્રામાં ભાગ લીધે. પૂજ્યશ્રી ૭૬ વર્ષનું આયુષ્ય ભેગવી, ૫૪ વર્ષની દીક્ષા પર્યાયમાં અનેકવિધ શાસનપ્રભાવના પ્રવર્તાવી અમર થઈ ગયા. એવા એ ગૌરવવંતા સાધુવરને કેટ કેટિ વંદના! (સંકલન : પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ) ધર્મ ધુરંધર–શાસ્ત્રવિશારદ પૂ. ગણિવર્યશ્રી અમૃતવિમલજી મહારાજ પૂજ્યશ્રીની જન્મભૂમિ રિદ્ધિસિદ્ધિયુક્ત આગ્રા શહેર. આ શહેરની વાણિયાવાડમાં રહેતા શ્રેણી વીરસેનનાં શીલવંતાં ધર્મપત્ની રાજકુમારીની કુક્ષિએ સં. ૧૮૯૮ના વૈશાખ સુદ ૧૧ને શુભ દિવસે, પૂર્વનિર્ધારિત સુસ્વપ્નના ફળસ્વરૂપ એક પુત્રરત્નને જન્મ થયો. અપૂર્વ કાંતિવાન એ પુત્રનું નામ અમરચંદ રાખ્યું. કુમાર અવસ્થા પ્રાપ્ત થતાં અમરચંદને વ્યાવહારિક શિક્ષણ 2010_04 Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ પ૩૩ માટે નિશાળે બેસાડ્યા. સાથોસાથ અગણિત જિનાલયે-ઉપાશ્રયેથી શોભતા આ શહેરમાં પ્રભુદર્શન, પ્રભુભક્તિ, સાધુભગવંતેને સમાગમ, વૈયાવચ્ચ, સામાયિક, પ્રતિક્રમણ આદિ દ્વારા ધાર્મિક સંસ્કારનું પણ સિંચન થતું. શિક્ષણ બાદ અમરચંદ ધંધામાં લાગી ગયા. એવામાં, અમરચંદની યુવાનીમાં જ પિતાની છત્રછાયા ચાલી ગઈ. અમરચંદને ખૂબ આઘાત લાગે. સંસાર પરથી મન ઊતરી ગયું, વૈરાગ્યભાવના દઢ બની. પિતાના આત્મશ્રેયાર્થે ચૈત્યેના જીર્ણોદ્ધાર, જ્ઞાનવૃદ્ધિ માટે પાઠશાળા, ઉપાશ્રય આદિ ધર્મક્ષેત્રે ધનનો સદુપયોગ કરી પિતાની ધર્મભાવનાને પરિચય આપે. સંસારની અસારતા વસી ગઈ હતી. શ્રમણધર્મને સ્વીકાર કરવાની ઝંખના જાગી હતી, તેથી સ્વ-ગુરુની શોધમાં આગ્રાથી ગુજરાતના રાજનગર–અમદાવાદ આવ્યા. સાથે લઘુબંધુ શકુનરાજ પણ હતા. રાજનગરમાં દેવશાના પાડાના ઉપાશ્રયમાં પૂ. શ્રી દયાવિમલજી ગણિવર્ય બિરાજમાન હતા. બંને ભાઈ એ પૂજ્યશ્રીના સમાગમમાં આવ્યા. તેમની દઢ ધર્મભાવના અને વૈરાગ્યભાવના સાથે યોગ્યતા જાણું પૂ. ગુરુદેવે સં. ૧૯૧૮ના માગશર સુદ ૩ને દિવસે દીક્ષા પ્રદાન કરી. અમરચંદને મુનિશ્રી અમૃતવિમલજી અને શકુનરાજને મુનિશ્રી સુમતિવિમલજી નામે ઘેષિત કર્યા. દીક્ષા ગ્રહણ કરીને નવદીક્ષિત મુનિવરોએ વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાયાદિ ગ્રંથનું ગહન અધ્યયન કર્યું. અલ્પ સમયમાં પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી માગધી ભાષામાં ગણધર વડે ગુંફિત ૪૫ આગમનું જ્ઞાન ગ્રહણ કર્યું. મુનિશ્રી અમૃતવિમલજી મહારાજે પ્રથમ ત્રણ ચાતુર્માસ અમદાવાદમાં જ કર્યા. ત્રીજ ચાતુર્માસ વખતે પગથિયાના ઉપાશ્રયે પ૦૦ની સંખ્યામાં સિદ્ધિતપને મહોત્સવ કરાવ્યું હતું. ત્યાર બાદ તેઓશ્રી ગુજરાત અને રાજસ્થાનનાં નગર-ગ્રામમાં વિહાર કરીને ઘણેરાવ પધાર્યા. ત્યાં સુવિશુદ્ધ ચારિત્રધારી પૂ. શ્રી હેતવિજયજી ગણિવર્યે શ્રીસંઘની વિનંતીથી પૂજ્યશ્રીને ગણિપદ પ્રદાન કર્યું. ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી સૌરાષ્ટ્રનાં નગરોમાં પધાર્યા. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી. ત્યાંથી કેસરિયાજીની યાત્રા કરી, ફરી રાજનગર પધાર્યા. ત્યાં માસક્ષમણ તપ કર્યું. તપની અનુમોદનાથે શ્રીસંઘે અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. રથયાત્રા વખતે વાદળઘેર્યા આકાશમાંથી પૂજ્યશ્રીના કહેવા પ્રમાણે એક ટીપું પણ ન પડ્યું ત્યારે શ્રીસંઘ આ ચમત્કારથી અત્યંત પ્રભાવિત થઈ ગયે હતા! આ જ રીતે, ઊંઝાના ચાતુર્માસ વખતે વ્યાખ્યાનમાં મુહપત્તિને હાથમાં લઈ મસળતાં જોઈ શ્રાવકેએ પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું કે, સિદ્ધગિરિ પર શ્રી રાષભદેવના પ્રાસાદમાં દીપશિખા વડે ભળતા ચંદરવાને ઠારું છું. શ્રાવકોએ તુરત તપાસ કરાવી તે વાત સાચી નીકળી. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા! ત્યાંથી રાજનગર પધાર્યા અને વેદનીય કર્મના ઉદયે પક્ષઘાતને વ્યાધિ થયે. કર્મચનાને વિદારતા, તપાચરણ કરતાં સાધુસાધ્વીજી અને સુશ્રાવકેની સેવામાં ૨૦ વર્ષ સુધી આ વ્યાધિને સમતાભાવે સહેતા રહ્યા. સ્વજીવનની સ્વાધ્યાયપ્રીતિ અને તપપ્રભાવને પરિણામે સકળ સમુદાયમાં અભુત સંયમશિસ્ત વ્યાપી હતી. તેઓશ્રી પિતાના સમયના સમર્થ આગમાભ્યાસી, સુચારિત્રવાન અને તેજસ્વી ગણિવર્ય હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન, ઉદ્યાપન, આગમવ્રતે, વરસીતપ, યાત્રાઓ આદિ અનેક ધર્મકાર્યો વિશિષ્ટ રીતે થયાં હતાં. પૂજ્યશ્રીએ સ્તવને, પદ આદિ પણ રચ્યાં હતાં. 2010_04 Page #536 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શાસનપ્રભાવક સં. ૧૯૨૬ના ભાદરવા વદ ૩ને દિવસે પૂજ્યશ્રીને પક્ષઘાતની અસર વધી. નવકારમંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી સૂર્યસમાન જ્ઞાનકિરણ દ્વારા જગતને પ્રકાશિત કરતા, જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગમય જીવન જીવીને સ્વનામધન્ય બની ગયા. પૂ. ગણિવર્ય શ્રી હિંમતવિમલજી, શ્રી હંસવિમલજી, શ્રી શાન્તિવિમલજી, શ્રી પ્રેમવિમલજી, શ્રી ન્યાયવિમલજી, શ્રી રત્નવિમલજી, શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી, શ્રી ગૌતમવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી આદિ કિરણો દ્વારા વિમલગચ્છને સદાય દેદીપ્યમાન રાખી જનારા પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં કોટિ વંદના! ( સંકલનઃ પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ ) સદ્દધર્મોપદેષ્ટા, દીર્થ તપસ્વી, સિદ્ધગિરિયાત્રાના પરમ ઉપાસક, અનુગાચાર્ય પૂ. પંન્યાસશ્રી હિંમતવિમલજી ગણિવર્ય ભારતવર્ષની મહાન ધર્મભૂમિ, તીર્થભૂમિ, કર્મભૂમિ અને વીરભૂમિ તે રાજસ્થાન, તેમાં સિરોહી નામની ભવ્ય જિનાલયેથી શેભતી નગરીમાં શ્રેષ્ઠી શ્રી ઝવેરચંદજીનું ધર્મપ્રેમી કુટુંબ વસતું હતું. તેમને હુકમચંદ નામે પુત્ર હતું અને દિવાળી નામે ગુણિયલ પુત્રવધૂ હતી. કુટુંબ ધર્મપરાયણ, સદ્ગુણાનુરાગી, સુખી અને પ્રતિષ્ઠિત હતું. સં. ૧૯૦૩ ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ના શુભ દિને દિવાળીબેનની રત્નકુક્ષિએ એક પુત્રરત્નને જન્મ થયે. હીરા સમાન દેદીપ્યમાન પુત્રનું નામ હીરાચંદ રાખ્યું. બાળક હીરાચંદ ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગે. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસ અને પ્રભુભક્તિ, ધર્મક્રિયા અને તપસ્યાદિ ધર્મ પ્રવૃત્તિમાં પણ એટલે જ રસ તેને પડવા લાગ્યો. પ્રસંગોપાત્ત સાધુસત્સંગ અને ધર્મદેશનાથી તેનું મન ધર્મભાવનાથી વધુ ને વધુ રંગાતું ગયું અને ત્યાગ વૈરાગ્યને એ ઝંખી રહ્યું. પણ માતાની મમતા એને રોકી રહી. એવામાં માતા દિવાળીબહેનની તબિયત બગડી. અનેક ઉપચારો છતાં સૌને વિલાપ કરતાં મૂકી એ સદાને માટે ચાલ્યા ગયા. હાલસોયી માતાના વિયેગથી હીરાચંદ દુઃખી દુઃખી થઈ ગયા. પિતા હુકમચંદ તે આ વસમો આઘાત સહન કરી ન શક્યા ને પુત્રને ધામધૂમથી દીક્ષા અપાવવાની ભાવના સેવતાં સેવતાં વર્ષના અંતરે એ પણ ચાલ્યા ગયા. હીરાચંદને માતાપિતાને વિયેગ અસહ્ય થઈ પડ્યો. પણ ધમી જીવ આખરે ધર્મને શરણે થવા ગુરુની શોધમાં ચાલી નીકળ્યા. આબુ-દેલવાડા તીર્થની યાત્રા કરી પાલનપુર આવ્યા. ત્યાં અનુગાચાર્ય શ્રી અમૃત વિમલજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રીની વ્યાખ્યાનવાણી સાંભળી એ આનંદવિભેર બની ગયા. વ્યાખ્યાન પૂરું થયે પિતાની સઘળી કથની કહી અને દીક્ષાની ભાવના વ્યક્ત કરી. હીરાચંદની ઊંડી ધર્મશ્રદ્ધા તથા ત્યાગ-વૈરાગ્યની દઢ ભાવના અને યોગ્યતા જાણી પૂજ્યશ્રીએ સં. ૧૯૨૫ ના માગશર સુદ ૩ને દિવસે, કુટુંબીજને અને પાલનપુર શ્રીસંઘ દ્વારા આયોજિત મહત્સવપૂર્વક, 2010_04 Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-૨ ૫૩૫ ઘણું જ ઠાઠમાઠથી ભાગવતી દીક્ષા પ્રદાન કરી. હીરાચંદ હવે મુનિશ્રી હિંમતવિમલજી બન્યા અને સંયમની અપ્રમત્ત સાધના-આરાધના કરવા સાથે ગુરુની વૈયાવચ્ચ અને જ્ઞાનાર્જનમાં નિમગ્ન બની ગયા. ગુરુકૃપાએ તેમની જ્ઞાને પાસના અલ્પ સમયમાં જ ખીલવા લાગી; અને પ્રથમ ચાતુર્માસે જ ગુરુદેવે વ્યાખ્યાન વાંચવાની તાલીમ પણ આપી. પૂ. મુનિશ્રી હિંમતવિમલજી મહારાજની વિશેષ યેગ્યતા જાણી, બીજા જ વર્ષથી સ્વતંત્ર ચાતુર્માસ કરવા ગુરુદેવે આજ્ઞા કરી. પૂજ્યશ્રી આમ એક પછી એક સ્વતંત્ર ચાતુર્માસ કરતા રહ્યા અને દર વર્ષે ચાતુર્માસ પૂર્ણ થયે તીર્થાધિરાજ શત્રુંજયની નવ્વાણું યાત્રા કરતા રહ્યા. આ ક્રમ પ્રાયઃ ૮ વર્ષ ઉપરાંત ચાલે. નવ્વાણું યાત્રા કુલ ૧૪ વાર કરી. પૂ. દાદાગુરુ શ્રી દયાવિમલજી ગણિવર્યશ્રીની સાથે પણ બે ચાતુર્માસ કરી સેવા, અધ્યયન અને તીર્થભક્તિને સુંદર લાભ લીધે. ગુજરાતમાં કેટલાંક વર્ષો વિચરી વિવિધ ધર્મારાધના અને શાસનપ્રભાવના પ્રવર્તાવી પૂજ્યશ્રી માળવા, રાજસ્થાન અને દક્ષિણ ભારતના પ્રાંતમાં વિહરતા રહ્યા, ત્યાં પણ અભૂતપૂર્વ અને ચિરસ્મરણીય એવી શાસનપ્રભાવના પ્રગટાવી. તેમાં ૧૨ ચાતુર્માસ મહારાષ્ટ્રમાં કરી, ત્યાં જીર્ણ મંદિરના ઉદ્ધાર, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, પાઠશાળા આદિની સ્થાપના કરીને મહાન ઉપકારો કર્યા. પૂજ્યશ્રી પોતે પણ અનેક તપસ્યા કરતા રહી સંયમજીવનને તપથી તેજસ્વી બનાવતા રહ્યા. ત્યાર બાદ, ગુજરાત પધારતાં, સં. ૧૯૭૮ ના અમદાવાદ-શામળાની પિળમાં મુમુક્ષુ ડાહ્યાભાઈને વાડાસિનેર મુકામે દીક્ષા આપી મુનિશ્રી હંસવિજયજી નામ આપી પિતાના પટ્ટશિષ્ય કર્યા. સં. ૧૯૭૯માં મહા વદ ૧૧ને દિવસે, પૂ. શ્રી મોહનલાલજી મહારાજના પ્રશિષ્ય આચાર્યશ્રી જયસૂરિજી મહારાજના વરદ હસ્તે મુંબઈ-ગેડીજી ઉપાશ્રયમાં, અનેક શ્રીસંઘે અને જેન અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીને પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, પૂ. પં. શ્રી હિંમતવિમલજી ગણિવર્યના વધતા જતા પ્રભાવથી અનેક ભાવિકે ત્યાગ-વૈરાગ્યને પામી સંયમના માર્ગે વળ્યા, તે અનેક ધર્મ-આરાધના, તપસ્યાના માર્ગે વળ્યા. આમ, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો સુસંપન્ન થતાં રહ્યાં. સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ ના પૂજ્ય પંન્યાસશ્રી ૮૫ વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી, ૧૦૮ વર્ષની વયેવૃદ્ધ ઉંમરે, અમદાવાદ–દેવશીના પડામાં સ્થિત વિમલગચ્છના ઉપાશ્રયે, નવકાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આવા ત્યાગી, તપસ્વી, ઉગ્ર વિહારી અને સુદીર્ઘ સંયમજીવન દરમિયાન અનેક સ્થળે અનેકવિધ ધર્મકાર્યોથી શાસનને જયજયકાર પ્રવર્તાવનારા પૂ. પંન્યાસશ્રી હિંમતવિમલજી ગણિવર્યશ્રીનાં ચરણમાં કેટિ કોટિ વંદના ! . (સંકલન : પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ) 2010_04 Page #538 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શાસનપ્રભાવક વ્યાખ્યાન-વાચસ્પતિ, પરમ શાસનપ્રભાવક, સચ્ચારિત્રચડામણિ પૂ. આચાર્યશ્રી રંગવિમલસુરીશ્વરજી મહારાજ પૂ. પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્યશ્રીના પ્રશિષ્ય પૂ. પં. શ્રી મુક્તિવિમલજી ગણિ વિમલશાખાના મહાન શાસનપ્રભાવક, સકલ સિદ્ધાંતવાચસ્પતિ અને પ્રસિદ્ધ પ્રવચનકાર હતા. તેમના શિષ્યરત્ન–આદ્ય પટ્ટાલંકાર પૂ. આચાર્યશ્રી રંગવિમલસૂરીશ્વરજી મહારાજ પણ એવા જ એક મહાન ધર્મપ્રભાવક અને પ્રખર પ્રવચનકાર હતા. તેઓશ્રીની પ્રેરણાથી પાટણ, અમદાવાદ આદિ અનેક સ્થળોએ વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટરૂપે શાસનપ્રભાવક કાર્યો અને અનુષ્ઠાને જાયાં હતાં. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉઘાપન, ઉપધાન, દિક્ષા-પદ-પ્રદાન, યાત્રા સંઘ અને વિવિધ પ્રસંગે પાર ઓચ્છવ–મહેન્સે પણ ભવ્યાતિભવ્ય અને ચિરસ્મરણીય રીતે સુસમ્પન્ન થયા હતા. પૂજ્યશ્રીના જ્ઞાન-ધ્યાન-તપ-જપ-ઉપદેશ અને પ્રવચનવાણું તેમ જ સંયમજીવનની ઉત્કૃષ્ટ સાધના અને પરોપકારની પ્રબળ ભાવનાના બળે વિમલશાખાને પ્રભાવ પણ સારે એ વિસ્તર્યો હતો. પૂ. આ. શ્રી રંગવિમલસૂરિજી મહારાજના એક શિષ્યરત્ન પૂ. આ. શ્રી કનકવિમલસૂરીશ્વરજી મહારાજ પણ એવા જ પરોપકારી, શાસનપ્રભાવક અને સંયમના ઉત્કૃષ્ટ સાધક હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૨માં અમદાવાદમાં થયે હતો. વીસ વર્ષની યુવાનવયે સં. ૧૯૮૨માં અમદાવાદમાં જ દીક્ષા ગ્રહણ કરી હતી. સં. ૨૦૧૮માં વીસનગરમાં ગણિપદથી અને અમદાવાદમાં પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સં. ૨૦૨૦માં પાટણમાં મહામહોત્સવપૂર્વક અનેરા ઉલ્લાસ વચ્ચે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. તેઓશ્રીને શિષ્ય સમુદાયમાં મુનિશ્રી પુણ્યવિમલજી મહારાજ, મુનિશ્રી હર્ષવિમલજી મહારાજ, મુનિશ્રી હેતવિમલજી મહારાજ, મુનિશ્રી મુનીન્દ્રવિમલજી મહારાજ આદિ હતા. તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉદ્યાપન, દીક્ષા આદિ પ્રસંગો અને વિવિધ ધર્માનુષ્ઠાને તથા ધર્મોદ્યોતનાં વિશાળ કાર્યો સુસમ્પન્ન થયાં હતાં. સંયમજીવનને તપ અને જ્ઞાનના પ્રભાવથી પોપકારી બનાવ્યું હતું. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીથી અને જેન-જૈનેતરે પ્રતિબંધિત બન્યા હતા. પૂ. આ. શ્રી કનકવિમલસૂરિજી મહારાજને સ્વર્ગવાસ સં. ૨૦૧૮ના પિષ સુદ ૭ને દિવસે અમદાવાદ–દેવશાના પાડે વિમલગચ્છના ઉપાશ્રયે સમાધિપૂર્વક થયે હતે. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં હજારો ભાવિકે અને સેંકડો આગેવાનો જોડાયા હતા. એવા એ સમર્થ સૂરિવરને ભાવભીની હાર્દિક વંદના ! 2010_04 Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૫૩૭ સરળતા અને સૌમ્યતા, ઔદાર્ય અને ધર્મના ધારક યોગીરાજ પૂ. આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજ જન્મવું, જીવવું અને મરવું- એ જગતનો સર્વસામાન્ય નિયમ છે. પરંતુ જન્મીને જે જીવી જાણે છે, જીવીને જે મરી જાણે છે તે ઇતિહાસમાં અમર બની જાય છે, જગત એને વંદન કરે છે. આવી વિરલ વિભૂતિ પૂજ્ય આચાર્યશ્રી શાંતિવિમલસૂરિજી મહારાજને જન્મ સં. ૧૯૫૯ના ભાદરવા સુદ પાંચમે રાજસ્થાનના ઐતિહાસિક જાલોર જિલ્લાના જેતૂનગરમાં થયે હતો. તેમના પિતાનું નામ માલદેવજી અને માતાનું નામ યમુનાદેવી હતું. તેઓ ધર્મપરાયણ, ભદ્રપરિણામી, સમાધાનપ્રિય અને પ્રામાણિક હતા. તેમને ધર્માદેવી, ઉમાશંકર અને ક્ષેમચંદ્ર નામે ત્રણ સંતાન હતાં. એ સંતાનના આનંદકિલેલથી તેમનું ઘર ભર્યું –ભર્યું હતું, એવામાં કુદરતની કેઈ અકળ લીલા કે પિતા માલદેવજી અને માતા યમુનાદેવી શૈડા દિવસના અંતરે જ એકાએક સ્વર્ગવાસી બન્યાં. પરિણામે ત્રણ સંતાને નિરાધાર થઈ ગયાં. આ વાતની જાણ નજીકના આજોદર ગામમાં બિરાજતા યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજીને થઈ. શ્રી લાલવિજયજીના બીજા નામે પણ ઓળખાતા આ યતિવર્ય શ્રી અદ્ભુત પ્રભાવશાળી હતા. પિતે કરેલ વિશિષ્ટ સાધનાઓને કારણે રાજસ્થાનમાં એમની ખ્યાતિ “સમર્થ ચમત્કારી મહાત્મા” તરીકે હતી. આ યતિશ્રી સાથે શ્રી માલદેવજીને ઘનિષ્ઠ સંપર્ક હતો. આથી યતિશ્રીએ ત્રણે બાળકને પિતાને ત્યાં બેલાવી લીધાં અને એમની બધી જવાબદારી પિતાની ઉપર લઈ લીધી. આમ, કેટલેક સમય વીતતાં શ્રી માલદેવજીની પુત્રી ધર્માદેવીને તેના મામા પિતાની સાથે પિતાના ઘેર લઈ ગયા, ઉમાશંકરને તીર્થયાત્રાની ભાવના થતાં તેઓ તીર્થયાત્રાએ ગયા અને ક્ષેમચંદ યતિવર્ય પાસે રહ્યા. ત્રીજા અને સૌથી નાના સંતાન ક્ષેમચંદ્ર યતિશ્રી પાસે આવ્યા ત્યારે તેમની વય માંડ સાત વર્ષની હતી. નાની વય હોવા છતાં તેમની બુદ્ધિપ્રતિભા અદ્ભુત હતી. ગુરુદેવ તેમને જેટલે પાઠ આપતા તે સાંજ સુધીમાં સંપૂર્ણ તૈયાર કરી લેતા. અને જાણે ઘણાં વર્ષોથી આવડતું હોય તેમ બીજી સવારે યતિજીને સંભળાવતા. આ યતિવર્યના બીજા એક શિષ્ય યતિશ્રી રાજવિજયજી હતા. તેઓ ગુરુશ્રીની મૂળ ગાદી જ્યાં હતી તે ચાંદરાઈ ગામમાં રહેતા હતા. હેમચંદ્રની વય નાની હોવાથી તેના મનને આનંદ થાય, નવું નવું જોવા-જાણવા મળે અને એ બહાને હરવા-ફરવા મળે એવા આશયથી શ્રી લક્ષ્મીવિજયજીએ ક્ષેમચંદ્રને ચાંદરાઈ મોકલ્યા. ત્યાં પણ કેટલોક સમય રહીને ક્ષેમચંદ્ર અધ્યયનમાં પ્રવૃત્ત રહ્યા. આ સમય દરમિયાન તેમણે પ્રતિકમણનાં સૂત્ર અને જીવવિચારાદિ પ્રકરણોને અભ્યાસ પૂર્ણ કર્યો અને ધીરે ધીરે યતિશ્રીની કૃપાના બળે સંસ્કૃત ભાષાને અભ્યાસ શરૂ કર્યો. દરમિયાન તેઓ થોડો સમય માટે ચાંદરાઈથી આજે દર ગુરુશ્રી પાસે રહેવા આવ્યા. એક વાર રાત્રે યતિશ્રી લક્ષ્મીવિજયજી નિદ્રા લઈ રહ્યા હતા, ત્યારે મોડી રાત્રે તેમણે 2010_04 Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શાસનપ્રભાવક અદ્ભુત સ્વપ્ન જોયું : પિતે એક સ્થળે કંઈક પ્રવૃત્તિ કરી રહ્યા હતા, એવામાં કોઈ વેત વસ્ત્રધારી વ્યક્તિએ ત્યાં આવીને એક દીપક પ્રગટાવ્યું અને થોડા જ સમયમાં તે દીપક સ્વયં તે સ્થળેથી અલેપ થઈ ગયે. આવું સ્વપ્ન જોઈને તેઓ જાગી ગયા અને તેનું રહસ્ય વિચારવા લાગ્યા. તે જ દિવસે તેમના જૂના મિત્ર યતિવર્ય શ્રી વિવેકવર્ધન ત્યાં પધાર્યા. તેઓ મંત્રવિદ્યાના ઊંડા અભ્યાસી હતા. તેમને શ્રી લક્ષ્મીવિજ્યજીએ પિતાને આવેલ સ્વપ્નની વાત કરી. બાળક ક્ષેમચંદ્ર પણ બાજુમાં જ બેઠે હતે. તેની સામું જોતાં યતિશ્રી વિવેકવર્ધાને કહ્યું કે, “આ બાળક સાથે સ્વપ્નને કંઈક સંદર્ભ હોય એવું મારું માનવું થાય છે. છતાં કંઈ સ્પષ્ટ અર્થ નિત થઈ શકતો નથી.” શ્રી વિવેકવર્ધન થે સમય ત્યાં રહ્યા પછી વિદાય થયા ત્યારે શ્રી લક્ષ્મીવિજયજીએ ખાસ આગ્રહ કરીને બાળક ક્ષેમચંદ્રને તેમની સાથે વધુ વિદ્યાભ્યાસ માટે મક. શ્રી વિવેકવર્ધન પાસે મંડાર ગામમાં રહીને હેમચંદ્ર વધુ અભ્યાસ કર્યો. યતિસંપ્રદાયમાં : પૂનામાં શ્રી ચારિત્રવિજયજી નામના યતિવર્યા હતા. તેઓ પ્રકાંડ વિદ્વાન અને મંત્રવિદ્યાના અજોડ જ્ઞાતા ગણાતા હતા. એક સમયે પિતાના મિત્ર પં. શ્રી વિવેકવર્ધન સાથે તેમની મુલાકાત થતાં બાળક ક્ષેમચંદ્ર તેમની નજરમાં આવ્યા. સામુદ્રિક વિદ્યાના બળે તેમને ક્ષેમચંદ્રમાં કંઈક વિશેષતા જણાઈ. તેમણે ક્ષેમચંદ્રને પિતાની સાથે મોકલવા પં. શ્રી વિવેકવર્ધનને આગ્રહ કર્યો. પં. શ્રી વિવેકવર્ધને સત્ય ઘટના જણાવી કે તેને લઈ જ હોય તે યતિ શ્રી લક્ષ્મીવિજયજીને મળવું પડે. કારણ કે તેમણે જ ક્ષેમચંદ્રને અભ્યાસ અર્થે પિતાની પાસે મૂક્યા છે. આ વાત જાણે શ્રી ચારિત્રવિજયજી આદર આવ્યા. શ્રી લક્ષ્મીવિજયજીને મળ્યા અને શ્રેમચંદ્રને પિતાની પાસે મોકલવા હાદિક આગ્રહ કરતાં કહ્યું : “મને બાળક ક્ષેમચંદ્રમાં અદ્ભુત તેજ દેખાય છે અને પૂનાની મારી ગાદી માટે હું આનામાં ઘણી યોગ્યતા જોઉં છું. જે તમે ક્ષેમચંદ્રને મારી સાથે મોકલે તે જે સમાજ ઉપર તમારે ઘણો ઉપકાર થશે.” શ્રી લક્ષમીવિજ્યજી પિતે યતિ હોવા છતાં નિઃસ્પૃહી હતા. વ્યક્તિના હિત અને અહિતને સમજી શકે તેવા વિવેકચક્ષુસંપન્ન હતા. તેમણે અત્યંત પ્રસન્નતાથી અને હાર્દિક આશીર્વાદ આપવાપૂર્વક શ્રેમચંદ્રને શ્રી ચારિત્રવિજયજી સાથે પૂના મોકલ્યા. પ્રાંતે એક દિવસ શ્રેમચંદ્રને યતિસંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ યતિ શ્રી ક્ષમાવિજયજી રાખવામાં આવ્યું. સાધનાના માર્ગો : શ્રી ક્ષમાવિજ્યજીની બુદ્ધિ તીવ્ર હતી. શ્રી ચારિત્રવિજયજી પાસે રહીને તેમણે વધુ ઊંડાણથી અધ્યયન કર્યું. તેઓશ્રીએ યતિ જીવનમાં આવશ્યક ગણાતા એવા આયુવેદ, તિષ આદિ વિષયોને અભ્યાસ કર્યો અને ધીરે ધીરે એમાં પારંગત બન્યા. શ્રી ચારિત્રવિજયજી પૂનાના ખ્યાતનામ યતિવર્ય હતા. પૂના, ગુડા અને અગવરીમાં તેમની ગાદી હતી. તેમની સમૃદ્ધિ પણ ઘણી વિશાળ હતી. આવકનાં સાધને પણ ઘણાં હતાં. આથી તેઓ એ બધી મિલકતના ગ્ય વારસદારની શોધમાં હતા, અને તેમની આ શોધ ક્ષેમચંદ્રની પ્રાપ્તિ પછી સફળતામાં ફેરવાઈ હતી. ક્ષેમચંદ્રને પામીને તેઓ ઘણા પ્રસન્ન હતા. વધુ પ્રસન્નતાની વાત તે એ હતી કે શ્રી લક્ષ્મીવિજયજી મહારાજે પણ ઉદારતા દાખવીને શિષ્ય 2010_04 Page #541 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પ૩૯ લાલસામાં તણાયા વગર આ આશાસ્પદ બાળક પોતાને સંપી દીધું હતું ! અને એનું જ સુફળ હતું કે તેઓ ક્ષેમચંદ્રને દીક્ષા આપીને શ્રી ક્ષમા વિજય બનાવી શક્યા હતા. શ્રી ક્ષમા વિજ્યજીમાં ધીરતા, દઢ મને બળ, સેવાવૃત્તિ, નિઃસ્વાર્થતા આદિ અનેક ગુણો શ્રી ચારિત્ર વિજયજીને દેખાયા હતા. આથી યતિ જીવનમાં મહત્વના એવા મંત્રશાસ્ત્રના અભ્યાસમાં શ્રી ક્ષમાવિયજીને જોડવામાં આવ્યા. અને ધીરે ધીરે તેમણે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમને . યોગસાધનામાં પણ ઘણે રસ પડ્યો હતો. તેથી તેમણે તે વિષયમાં પણ ઊંડું ખેડાણ કર્યું. તેઓ કલાક સુધી યોગસાધનામાં અને ધ્યાનમાં લીન બની રહેતા. આથી તેઓ મંત્રવિદ્યાની સાથે યોગવિદ્યામાં પણ પારંગત બન્યા. શ્રી ક્ષમાવિજયજી બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ક્યારની યે વટાવી ચૂક્યા હતા. તેઓશ્રી શ્રી ચારિત્રવિજ્યજીના ઉત્તરાધિકારી પણ થઈ ગયા હતા. તેમની બધી મિલકતો પિતાના અધિકારમાં આવી ગઈ હતી. યતિગાદીને સ્વામી હોવાને કારણે તેમની પાસે બીજી કેઈ કચાશ નહતી. તેઓ જે ધારે તે કા માટે રવતંત્ર હતા. તે પણ ક્યારેક ક્યારેક પોતે ઊંડા વિચારોમાં ગરકાવ થઈ જતા. તેમણે જૈનદર્શનનાં ઘણાં શાનું મનન કર્યું હતું. જેનધર્મના તત્ત્વજ્ઞાનમાં તેઓ ઓતપ્રેત થઈ ગયા હતા. સત્યાસત્યને સ્વયં નિર્ણય કરી શકવાની પ્રતિભાને તેમનામાં વિકાસ થયે હતું. આથી તેઓ પિતાના અંગત જીવન વિશે ઘણી વાર ચિંતન કરતા કે, “ક્યાં પ્રભુને ત્યાગમાર્ગ, ક્યાં મારું જીવન ! ક્યાં પૂર્વના ત્યાગપ્રધાન મહાપુરુષે, ક્યાં મારું મહિપ્રધાન જીવન! કયાં મુનિજીવન, ક્યાં યતિ જીવન!–આમ, પિતાના યતિજીવનને મુનિજીવન સાથે સરખાવતાં તેમને ઘણીવાર પતે ખેટે રસ્તે હવાની અનુભૂતિ થઈ આવતી. ઘણીવાર તેઓ આ બાબતમાં વિચાર કરતા. ધીમે ધીમે તેમના મનમાં પ્રતીતિ થઈ ગઈ હતી કે ત્યાગપ્રધાન મુનિ જીવન જ સત્ય માર્ગ છે. ઘણાં મને મંથનને અંતે તૈયાર થયેલું એ “નવનીત' હતું. તેમણે નક્કી કર્યું કે આ વિષયમાં કઈ વિદ્વાન સાધુ સાથે ઊંડાણથી ચર્ચા કરવી. એ અવસર એક વાર આવી ઊભે. પિતે ઇચ્છતા હતા એવા શ્રમણ શ્રેષ્ઠ અનાયાસે મળી ગયા. એ હતા પૂ. પંન્યાસપ્રવર શ્રી હિંમતવિમલજી મહારાજ સત્યપંથના રાહી: શ્રી ક્ષમાવિયજી જે પ્રશ્નો ઘણા સમયથી વિચારતા હતા તે પ્રશ્નો વિશે તેમણે પં. શ્રી હિંમતવિમલજી મહારાજ સાથે મોકળાશથી ચર્ચા-વિચારણા કરી. પંચમહાવ્રતોનું વાસ્તવિક સ્વરૂપ શું છે, વાસ્તવિક મુનિજીવન કેવું હોય, યતિ જીવનમાં વ્યક્તિએ કેવાં કેવાં અકર્તવ્ય કરવાં પડે એ, શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીએ ખૂબ ઊંડાણથી શ્રી ક્ષમાવિજ્યજીને સમજાવ્યું. શ્રી ક્ષમાવિજયજી આમેય સાચા સાધુજીવન પ્રત્યે પહેલેથી આકર્ષાયા હતા. એમને શ્રી હિંમતવિમલજી મહારાજની વાતોથી વધુ બળ મળ્યું. તેઓ શુદ્ધ સંયમજીવન અંગીકાર કરવા વધુ પ્રેરિત થયા. તેમણે શ્રી હિંમતવિમલજી મહારાજને પિતાને શુદ્ધ મુનિધર્મની દીક્ષા આપવા વિનંતી કરી. શ્રી ક્ષમાવિજ્યજીમાં શ્રી હિંમતવિમલજી મહારાજને વિશેષ યેગ્યતા જણાતાં એમની સુંદર અને ભાવનાથી પ્રસન્નતા પામીને મુનિજીવનની દીક્ષા આપી. વૈભવ છોડીને તેઓ યતિ મટીને મુનિ બન્યાઃ શ્રી સમાવિજ્યજી મટીને “મુનિશ્રી શાન્તિવિમલજી” બન્યા. આ શ્રેષ્ઠ કાર્યનું 2010_04 Page #542 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક નિમિત્ત બન્યું મહારાષ્ટ્ર પ્રાંતનું “તળેગામ” નગર. મુનિજીવનની સંસારતારિણી દીક્ષા એ હતો જેઠ સુદ ૩, ગુરુવારને ધન્ય દિવસ ! વર્ષ સં. ૧૯૮૩ ! યતિવર્ય શ્રી લક્ષમીવિજયજીના આગમ્ય સ્વપ્નનો સંકેત જાણે હવે સ્પષ્ટ થયે હતો ! યતિસંપ્રદાયમાં એક દીપક તે પ્રગટ્યો હતો, પણ તે દીપક ત્યાંથી અલેપ થઈને જાણે મુનિજીવનમાં અજવાળાં પાથરવા સરજાયો હતો ! શ્રી મહાવીર પ્રભુની શ્રમણ પરંપરામાં જગતવિખ્યાત જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ થયા. તેમની શિષ્ય પરંપરામાં મુખ્યત્વે ત્રણ શાખાઓને વટવૃક્ષ જે વિસ્તાર છે. સાગરશાખા, વિજય શાખા અને વિમલશાખાના નામે ઓળખાતી આ ત્રણે શાખાઓએ જિનશાસનને ચરણે સમર્થ, પ્રભાવક, મહાન આચાર્યો અને સાધુઓની મહામૂલી ભેટ ધરી છે. આ ત્રણે શાખાઓ પૈકી વિમલશાખાને પણ એક અનોખો અને ગૌરવવંતે ઇતિહાસ છે. આ શાખામાં ત્યાગપ્રધાન, ક્રિયાપ્રધાન અનેક મુનિપુંગવે થયા છે. તેમાં એક નામ શ્રી જ્ઞાનવિમલસૂરિનું છે. તેમણે ગુજરાતી ગેયસાહિત્યને સમૃદ્ધ કરવામાં પિતાને ઘણું મટે ફળ આપે છે. તદુપરાંત, સંસ્કૃત આદિ ભાષાઓમાં પણ તેમણે અદ્ભુત સાહિત્યસર્જન કર્યું છે. આવા પ્રૌઢ પ્રતિભાસંપન્ન અને ઉજજવળ ચારિત્રના પાલક, નામ જેવા જ ગુણના ધારક શ્રી જ્ઞાનવિમલસૂરિએ માત્ર વિમલશાખાને જ નહીં, સમગ્ર જિનશાસનને દીપાવ્યું છે. પશ્રી મુક્તિવિમલ ગણિ એ વિમલશાખાના બીજા પ્રકાશમાન સિતારા છે, જેમણે કલ્પસૂત્રની વિખ્યાત સુબોધિકા ટીકાને સંક્ષેપ કર્યો છે. એ સિવાય પણ તેમણે અનેક પ્રૌઢ ગ્રંથની રચના કરી છે. આવું જ એક નામ પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજનું છે. જેના મહાન તીર્થ શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાએ આવનાર પ્રત્યેક યાત્રિક યાત્રા કરીને ઊતર્યા પછી તલાટી પાસેના ભાતાખાતામાં આવીને ભાતું વાપરે છે. પરંતુ ઘણા ઓછા લેકોને આ ભાતાખાતાના ઇતિહાસનો ખ્યાલ હશે. આ ભાતાખાતા વિશે સૌ પ્રથમ વિચાર શ્રી કલ્યાણવિમલજી મહારાજને આવેલે. તેઓશ્રી એકવાર ગિરિરાજની યાત્રા કરીને ઊતરી રહ્યા હતા ત્યારે તલાટીએ આવતાં તેમણે જોયું કે ઉપરથી ઊતરેલા યાત્રિકે થાકના કારણે તરસ્યા થવાથી “સતીવાવ' નામની વાવ પાસે આવેલ એક પરબમાંથી પાણી પીતા હતા. આ રીતે પાણું પીતાં શ્રાવને જોઈને તેમના મનમાં થયું કે જે ગિરિરાજની યાત્રા કરીને આવનાર યાત્રિક માટે અહીં ભાતું આપવાની કે એવી કઈ વ્યવસ્થા થાય તે કેવું સારું! આમ વિચારી તેઓ પિતાના મુકામમાં પાછા ફર્યા. ગિરિરાજની યાત્રાળે આવેલ પિતાના ભક્ત રાયબાબુ ઉત્તમચંદજી નાહરને તેમણે એ વિચાર જણાવી ઘટતું કરવા પ્રેરણા આપી. એમના ઉપદેશને તરત જ સ્વીકાર કરીને બાબુ ઉત્તમચંદજીએ પિતાના વ્યક્તિગત ખર્ચે તલાટીમાં ભાતું આપવાને પ્રારંભ કર્યો. પ્રારંભમાં ભાતામાં પણ આપવામાં આવતા હતા. ત્યાર પછી સેવ-મમરા, દહીં-ઢેબરાં આપવાનું શરૂ થયું. ઉત્તરોત્તર વિકાસ થતાં લાડવા-ગાંઠિયા આપવાનું શરૂ થયું. પછીથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક આ ભાતાખાતાને વહીવટ આવતાં આજે તે તેને ખૂબ વિકાસ થયો છે. ભાતાની આ પ્રથાનું ત્યાર પછી ઘણાં તીર્થોમાં અનુકરણ થયું છે. આ ભાતાખાતાના આદ્યપ્રણેતા પં. શ્રી કલ્યાણવિમલજી ગણિ વિમલશાખાના એક દેદીપ્યમાન નક્ષત્ર છે. આવાં તે કેટલાયે શ્રમણરત્ન વિમલશાખાની રખાણમાં સમયે સમયે પાક્યાં છે. એ જ 2010_04 Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પ૪૧ વિમલશાખામાં પં. શ્રી હિંમતવિમલજી મહારાજ થયા. તેઓ જૈનશાસનના મહાન પ્રભાવક અને અનેક સિદ્ધિઓના સ્વામી હતા. તેમણે ૨૨ વર્ષની ભરયુવાવસ્થામાં સંયમજીવન અંગીકાર કર્યું હતું અને શાસનપ્રભાવક પં. શ્રી અમૃતવિમલજી મહારાજનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. આગળ જતાં એમની ગ્યતા જોઈને તેમને ક્રમશઃ ગણિ અને પંન્યાસ પદ આપવામાં આવ્યું હતું. શાસનની મહાન પ્રભાવનાઓ કરતાં આ મહાપુરુષ ઈતિહાસના પાને અમર બની ગયા છે. એમના ચરણે દીક્ષિત થયા પછી મુનિશ્રી શાન્તિવિમલજી આગમિક અધ્યયનમાં પ્રવૃત્ત બન્યા અને સમયની સરિતાના વહેવા સાથે મુનિશ્રીએ ઘણું જ્ઞાન સંપાદન કર્યું. તેમની જ્ઞાનપ્રાપ્તિથી અને અનેકવિધ ગ્યતાઓથી આકર્ષાઈને તેમના ગુરુદેવ પં. શ્રી હિંમતવિમલજી મહારાજે રાજસ્થાનના ચાંદરાઈ મુકામે સં. ૧૯૯૭ના મહા સુદ ૬, ગુરુવારના પાવન દિવસે ગણિપદથી અને તે જ વર્ષના મહા સુદ ૧૦, રવિવારના શુભ દિવસે પંન્યાસપદના પ્રદાનથી શ્રી શાતિવિમલજી મહારાજને અલંકૃત કર્યા. ગુરવિરહની વ્યથાઃ પં. શ્રી શાન્તિવિમલજી મહારાજની ગુરુસેવા અદ્દભુત હતી. તેઓ ગુનિશ્રાએ જ કાયમ માટે રહેતા, ગુરુશ્રીને પડ્યો બોલ ઝીલી લેતા. તેઓ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યા મુજબ “ઈગિયાકાર-સંપને” જ હતા. ગુરુનિશ્રાએ તેઓ ભારતભરમાં વિચર્યા. અનેક તીર્થોની યાત્રાઓ કરી. ગુરુશ્રીનાં તમામ કાર્યોમાં તેઓ પૂરક બની રહ્યા. સં. ૨૦૧૦માં તેઓ રામાનુગ્રામ વિહાર કરતા અમદાવાદ પધાર્યા. આ સમયે પં. શ્રી હિંમતવિમલજી મહારાજની વય ૧૦૭ વર્ષની થઈ હતી. આટલું દીર્ઘ આયુ ભેગવવાનું સૌભાગ્ય ઘણુ ઓછા મુનિવરેને મળ્યું છે. તેઓ આટલી જૈફ વયે પણ અપૂર્વ સમતાના ધારક હતા. છેવટ સુધી અપ્રમત્તપણે બધી ક્રિયાઓ કરતા. આવા મહાન પ્રભાવશાળી પંન્યાસપ્રવર શ્રી હિંમતવિમલજી મહારાજને સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદના દેવાસાના પાડામાં આવેલા વિમલગચ્છના ઉપાશ્રયમાં સ્વર્ગવાસ થે. સકલ સંઘ આ પ્રસંગે શેકાતુર બને. આચાર્યપદનો ભાર : ૫. શ્રી શાંતિવિમલજી મહારાજને આચાર્ય પદ ગ્રહણ કરવા માટે વારંવાર ભક્ત તરફથી વિનંતીએ થયા કરતી. સમુદાયના મુનિવરે, સાધ્વીજીએ પણ આ આગ્રહને બેવડાવતાં કિન્તુ તેઓ આચાર્યપદને ભાર સ્વીકારવા હંમેશાં ના જ પાડતા. પરંતુ છેવટે તેમણે આચાર્યપદ સ્વીકારવા માનવું પડ્યું. અને સં. ૨૦૨૦માં મહા માસની ૪ ને શનિવારે શ્રી ઉપરિયાળા તીર્થમાં હજારો માણસોની મેદની સમક્ષ પૂ. આ. શ્રી વિજ્યન્યાયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેમને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. અને આચાર્યપદ પ્રાપ્ત થતાં તેઓ આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી નામે પ્રસિદ્ધિ પામ્યા. વિહારનાં ક્ષેત્રે અને પરિવાર : પૂ. આચાર્યશ્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિહાર કર્યો છે. અનેક તીર્થોની યાત્રાઓ, અનેક પ્રતિષ્ઠાએ, સંઘયાત્રાઓ, તપ-ઉત્સવ આદિ શાસનહિતકારી અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. તેમના ઉપદેશથી પ્રતિબદ્ધ થઈને અનેક પુણ્યાત્માઓ એમનાં ચરણે દીક્ષિત થયા છે, જેમાં શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી, 2010_04 Page #544 -------------------------------------------------------------------------- ________________ પર શાસનપ્રભાવક શ્રી ગૌતમવિમલજી, શ્રી હરિભદ્રવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી તથા શ્રી પ્રદ્યુમ્નવિમલજીના શિષ્ય શ્રી વિજયવિમલજીને સમાવેશ થાય છે. તેઓ બંને આચાર્યશ્રીના વડીલ બંધુ શ્રી ઉમાશંકરજીના સુપુત્ર છે. મુનિશ્રી હરિભદ્રવિમલજી તથા શ્રી ગૌતમવિમલજીને સ્વર્ગવાસ આચાર્યશ્રીની વિદ્યમાનતામાં જ થયે હતે. અંતરંગ અને બાહ્ય જીવનઃ પૂજ્ય આચાર્યશ્રી જે વિચારતા તે જ કહેતા અને જે કહેતા તે જ કરતા. એમના અંતરંગ અને બાહ્યજીવનમાં કઈ વિરોધાભાસ જોવા ન મળતે. મન-વચન-કાયાને એકરૂપ રાખવા એ જ જીવનની સાચી સિદ્ધિ છે. આ સિદ્ધિ તેઓશ્રીમાં જોવા મળતી. તેઓશ્રી અનેક માંત્રિક સિદ્ધિઓના સ્વામી હોવા છતાં તે વિષયના અહંકારથી હંમેશાં દૂર રહેતા. સાથે સાથે અંગત હિત માટે ક્યારે પણ તે સિદ્ધિઓનો ઉપયોગ કરતા નહી. જ્યારે જ્યારે સિદ્ધિને ઉપયોગ કરવો પડે ત્યારે ત્યારે “સવિજીવ કરું શાસનરસી ની ઉચ ભાવનાથી પ્રેરાઈને જ સિદ્ધિને ઉપગ કરતા. આ સંદર્ભમાં એમના જીવનને એક મહત્ત્વને પ્રસંગ યાદ આવે છે. આ પ્રસંગ સં. ૧૯૯૮ને છે. તે સમયે તેઓશ્રી પંન્યાસ હતા. પૂ. ગુરુદેવ પં. શ્રી હિંમતવિમલજી મહારાજની નિશ્રામાં વાડાસિનેરમાં પ્રભુપ્રતિષ્ઠા મહોત્સવને પ્રસંગ ઊજવાઈ રહ્યો હતો. આ પ્રસંગે શ્રીસંઘે “નવકારસી”નું આયોજન કર્યું હતું. કિન્તુ તે સમયે ભારતભરમાં રેશનિંગની કડક વ્યવસ્થા અમલમાં આવી હતી. તેથી વાડાસિનોરના દીવાન તરફથી “સંઘ જમી શકશે નહીં' એ આદેશ આવેલ. સંઘના આગેવાન શ્રાવકેએ દીવાનને સમજાવવા છતાં તેમના મન પર કંઈ અસર ન થઈ. પં. શ્રી હિંમતવિમલજી મહારાજ આથી ચિંતિત બન્યા. તેમણે પૂજ્યશ્રીને પૂછ્યું કે, “હવે આપણે શું કરવું ?” શ્રી શાંતિવિમલજીએ કહ્યું કે, “આપ ચિંતા કરશે નહીં, શાસનદેવ સૌ સારાં વાનાં કરશે. ત્યાર બાદ પૂજ્યશ્રી મુખ્ય શ્રાવકેને લઈને દીવાન પાસે ગયા. પરંતુ દીવાનને પિતાના પદનું અહં હતું. તેણે મળવાની જ ના પાડી. આથી મહારાજશ્રી ત્યાં જ બેઠા. લગભગ એકાદ કલાક સુધી બેઠા ત્યારે દીવાનને થયું: હું નહીં મળું ત્યાં સુધી આ મહાત્મા અહીંથી ખસશે નહીં. આથી કંટાળીને પૂજ્યશ્રીને મુલાકાત આપી. પૂજ્યશ્રીએ “નવકારસી ” માટે રજા આપવા દીવાનને ખૂબ સમજાવ્યા, પણ દીવાને એક જ કકકે પકડી રાખ્યું કે આ બાબતમાં હું રજા આપી શકું તેમ નથી. મહારાજશ્રીએ સૌમ્યતાથી સમજાવવા ખૂબ પ્રયત્ન કરવા છતાં જ્યારે દીવાન ન જ માન્યા, ત્યારે જતાં જતાં મહારાજશ્રીએ માત્ર આટલું જ કહ્યું કે, “તમને ખુરશીને ગર્વ છે, તેથી તમે આવા ધાર્મિક પ્રસંગનું મહત્ત્વ સમજી શકતા નથી. ખુશીથી તમે ખુરશીને વળગી રહેજે.” આટલું કહીને મહારાજશ્રી ત્યાંથી નીકળી ગયા. પણ સત્તાના મદમાં દીવાનને ખ્યાલ ન આવ્યો કે સાધુમહારાજની ભાષા પણ મંત્રનું કામ કરે છે. આથી કચેરીનું કાર્ય પત્યા પછી દીવાન જ્યારે ઘેર જવા નીકળ્યા ત્યારે ખુરશી પરથી ઊભા જ ન થઈ શક્યા. ખૂબ પ્રયત્ન કર્યો, પણ પિતે ખુરશી સાથે ચેટી જ ગયા હોય એવું મને લાગ્યું. તેઓ સમજી ગયા કે સંતપુરુષને નારાજ કરવાનું અને ધાર્મિક કાર્યમાં વિન નાખવાનું જ આ ફળ લાગે છે. તેમને ખૂબ પશ્ચાત્તાપ થયે. અને માફી માગતા સમાચાર મોકલવાની સાથે સાથ 2010_04 Page #545 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૫૪૩ મહારાજશ્રી ઉપર નવકારસીની રજા આપતે પત્ર લખીને પિતાના સચિવ સાથે મોકલ્યો. તેમણે પિતાને બંધનમાંથી મુક્ત કરવા મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ તેમને તુરત મુક્ત કર્યા. આ ઘટનાની દીવાન પર એટલી અસર પડી કે એણે પિતાના તરફથી મહોત્સવમાં એક નવકારસી રાખવાની પ્રાર્થના કરી. મહારાજશ્રીના કહેવાથી સંઘે તેમની વિનંતી માન્ય રાખી. પ્રતિષ્ઠાને પ્રસંગ એટલે ઠાઠથી ઊજવાય કે જ્યાં એક નવકારસી થવાની હતી ત્યાં એકને બદલે સાત-સાત નવકારસી થઈ અને આખા ગામમાં આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું. આજે પણ વાડાસિનેરના વૃદ્ધ પુરુષે આ ઘટનાને યાદ કરીને મહારાજશ્રી વિષે ગૌરવ અનુભવે છે. મહાપુરુષે પોતાની સિદ્ધિઓનાં યશગાન કરતા-કરાવતા નથી, પરંતુ શાસન માટે જ તેને ઉપયોગ કરે છે એનું જીવંત દૃષ્ટાંત આ છે. - પૂજ્યશ્રીની માંત્રિક વ્યક્તિ તરીકે ઘણી ખ્યાતિ હોવાથી એમની પાસે અવારનવાર અનેક લકો પિતાના પ્રશ્નો લઈને આવતા. પરંતુ તેઓશ્રી દરેકને વાત્સલ્યભાવથી “પૂર્વકૃત અશુભ કર્મોના ઉદયથી જ જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિ આવે છે.” એવું સમજાવતા અને છેલ્લે તેના નિવારણ માટે નમસ્કાર મહામંત્ર ગણવાનું સૂચન કરતા. તેઓ કહેતા કે શ્રી નમસ્કાર મહામંત્ર જે શ્રદ્ધાપૂર્વક ગણવામાં આવે અને મનને પવિત્રતાના પંથે દોરવામાં આવે તે જીવનમાં વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે અને વ્યક્તિ આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ સંતાપથી મુક્ત થઈ શકે છે. જરૂર માત્ર સાચી શ્રદ્ધાની છે. તેઓશ્રીએ આત્મકલ્યાણને જ સર્વદા અગ્રતાક્રમ આપ્યો છે. આત્મકલ્યાણને સાધ્યા વગર કહેવાતી પર કલ્યાણની વાતમાં ખરી રીતે કંઈ થ્ય હોતું જ નથી. શુભની શરૂઆત હંમેશાં પિતાથી જ થાય. ઉપદેશને કમ પછીથી આવે. પૂજ્યશ્રી હંમેશાં પોતે આચરણમાં મૂકતા, પછી જ બીજાને ઉપદેશ આપવાનું વિચારતા. આવી વ્યક્તિ આત્માની મહાનતાને પામે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એવા મહામના મહાત્માનાં ચરણોમાં શતશત વંદનાવલિ........!!! ( સંકલનઃ પૂજ્યશ્રીની “જીવનસૌરભ ” પુસ્તિકામાંથી સાભાર. ) પૂ. મુનિવરશ્રી દેવવિમલજી મહારાજ વિમલ સમુદાયમાં વયેવૃદ્ધ પૂ. પં. શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીના શિષ્યરત્ન મહાન ગવેત્તા પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી દેવવિમલજી મહારાજ એક આત્માથી સાધક હતા, સેવાપ્રિય સત હતા. ગરીબ સાધમિકે પરત્વેની તેમની કરુણા અપાર હતી. સાદડી (રાજસ્થાન)માં સં. ૧૯૫૦માં જન્મેલા દીપચંદજીના પિતાનું નામ ભગાજી તથા માતાનું નામ ચુનીબાઈ હતું. યોગ્ય ઉંમરે દીપચંદજીના લગ્ન ફૂલીબાઈ સાથે થયા અને તેઓને શાન્તા નામની એક પુત્રી હતી. પરંતુ સંસારના એક દુઃખદ અને કરુણ પ્રસંગથી દીપચંદજીને આત્મા જાગી ગયું અને સં. ૧૯૮૭માં જેઠ સુદા ૧રના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી શાંતિવિમલજી મહારાજના શિષ્ય બની સંયમધર્મને સ્વીકાર કર્યો. 2010_04 Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શાસનપ્રભાવક તપ-ત્યાગ અને સાધનાની તીવ્ર રુચિ જાગી. દિવસ-રાત જોયા વગર એમાં જ મગ્ન બની ગયા. તેઓશ્રી સાધનામાં જેવા આકરા હતા, તેવા જ દીનદુ:ખિયાંઓ માટે પુષ્પ જેવા મૃદુ અને કરુણદ્ર હતા. તેઓશ્રીએ સચોટ ઉપદેશ આપી શ્રમણ સંઘભક્તિ, સાધર્મિક ભકિત, જીવદયા અને અનુકંપાદાનનાં અનેક મહાન કાર્યો કરાવ્યાં. પાટણ, વીસનગર, વડનગર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, રખિયાલ તથા રાજસ્થાનનાં અનેક ક્ષેત્રોમાં વિચરી ધર્મોપદેશ દ્વારા શાસનપ્રભાવનાઓ કરી. મુંબઈ વસતા પાટણવાસીઓ તે એમને સાચે જ દેવતુલ્ય સમજતા. વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લાં વીસ વર્ષ પાલીતાણા-હિંમતવિહારમાં જ બિરાજમાન હતા. તે સમયે પિતાના ગુરુમહારાજના સાનિધ્યમાં તેઓશ્રીના શિષ્ય પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ તથા પૂ. મુનિશ્રી વિજયવિમલજી મહારાજે તેઓશ્રીની સુંદર સેવાભક્તિ કરી હતી. પૂ. ગુરુદેવ શત્રુંજય મહાતીર્થે સં. ૨૦૪૪ના અષાઢ વદ ૧૨ ના દિને, ૯૪ વર્ષની વયે, પ૭ વર્ષને દીર્ઘ ચારિત્રપર્યાય પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વંદના હો એ પરમ ઉપકારી ગુરુદેવનાં પાવન ચરણમાં ! ધન્ય ગુરુદેવ ! શાસનના તેજસ્વી રત્ન પૂજ્ય પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ રાજસ્થાનના જાલેર જિલ્લામાં સ્થિત ઇતિહાસ પ્રસિદ્ધ અનેક વિદ્વાન મહાપુરુષની જન્મભૂમિ - ભીનમાલ, જે ઇતિહાસમાં શ્રીમાલ અને ફૂલમાલના નામથી વિખ્યાત છે, તેની નજીક જેતુ નામનું સુંદર ગામ છે. આ જેતુ નગરમાં પરમ શિવ-ઉપાસક ધર્મનિષ્ઠ રાજપુરોહિત પિતાશ્રી ઉકચંદજી અને માતાશ્રી દિવાળીબહેનના ચતુર્થ પુત્રરત્નના રૂપમાં બાળક પ્રભુએ જન્મ લીધે, જેઓ પાંચ વર્ષની નાની વયે જ પૂ. યોગીરાજ સિદ્ધપુરુષ ગુરુદેવ શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં પૂ. ગુરુદેવશ્રીના માનસપુત્રના રૂપમાં આધ્યાત્મિક અને દૈવી શક્તિથી સંપન્ન પ્રખર પ્રજ્ઞાવંત વિમલગણાધીશ શ્રી પ્રદ્યુમ્નવિમલજીના નામે આપણા વંદનીય છે. તેઓશ્રીને જન્મ તા. ૯-૧૨-૬૪ ને દિવસે જેતુ નગરમાં થયે. તેઓશ્રીનું જન્મનામ પ્રભુ હતું. પ્રભુની વય નાની હતી, પણ પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજની દિવ્યદષ્ટિ ભવિષ્ય તરફ હતી. તેઓશ્રી આ નાનકડા અંકુરમાં છુપાયેલા વિશાળ વટવૃક્ષને સાક્ષાત્ જોઈ રહ્યા હતા. અજ્ઞાત પ્રેરણાની ફુરણા થતાં જ પૂ. ગુરુદેવે બાળક પ્રભુના પિતાશ્રીને પિતાના હૃદયની વાત કરી કે, આપના કુળદીપકને મારા સાનિધ્યમાં રાખવાને સમય આવી પહોંચ્યો છે. હવે એને શુભ મુહૂર્તમાં દીક્ષા પ્રદાન કરવાની અનુમતિ આપી પુણ્યપાજનને લાભ લે. માતાપિતાએ ભવિષ્યવેત્તા ગુરુદેવશ્રીના શ્રીમુખે પિતાના પ્રિય બાળક પ્રભુના આત્મકલ્યાણના પાવન પંથની વાત સાંભળી, એ પ્રમાણે કરવાને દઢ સંકલ્પ કર્યો. માત્ર અગિયાર વર્ષની ઉંમરે, સં. ૨૦૩રના માગશર સુદ ૪ ના દિવસે પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજના વરદ હસ્તે બાળક પ્રભુને શત્રુજ્ય મહાતીર્થની પુણ્યભૂમિમાં, હિંમતવિહારના વિશાળ પ્રાંગણમાં, ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિમાં, 2010_04 Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૫૪૫ મહામહત્સવ પૂર્વક દીક્ષા પ્રદાન કરવામાં આવી, પૂ. ગુરુદેવે શ્રી પ્રદ્યુમ્નવિમલજી નામે ઘેષિત કર્યા. નવદીક્ષિત મુનિરાજની વડી દીક્ષા શત્રુંજય મહાતીર્થમાં જ સં. ૨૦૩ર ના વૈશાખ સુદ ૬ ને દિવસે થઈ મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજે દીક્ષા પછી પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં જૈનદર્શનનાં વિવિધ ગ્રંથ અને શાને વિધિવત્ અભ્યાસ કર્યો. તેઓશ્રીએ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત ભાષાને અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષાની પ્રશિષ્ટ કૃતિઓ મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલ, કાદમ્બરી આદિનું અધ્યયન કર્યું. વ્યાકરણ અને તિષ જેવાં શામાં પારંગતતા પ્રાપ્ત કરી. તદુપરાંત, વસ્તૃત્વકળા અને લેખનકળામાં પણ કૌશલ પ્રાપ્ત કર્યું. આમ, નાની ઉંમરમાં સંયમજીવનને ભાવે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી. વર્તમાનમાં વિમલશાખાના શ્રમણભગવંતોમાં નાયકપદ પૂજ્ય મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ શોભાવી રહ્યા છે. માત્ર ૧૧ વર્ષની ઉંમરે સંયમ સ્વીકારી, ૧૮ વર્ષની વયે ગચ્છાધિપતિ બની, ૨૬ વર્ષની વયે પંન્યાસપદથી અલંકૃત થયેલા આ તેજસ્વી સાધુવર દાદાગુરુશ્રી શાંતિવિમલસૂરિજી મહારાજ, અને ગુરુદેવશ્રી દેવવિમલજી મહારાજની છત્રછાયામાં રહીને, જ્ઞાને પાસનામાં અત્યંત વિકાસમાન રહીને, વિવિધ શાસનપ્રભાવનામાં સંલગ્ન રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા, ઉદ્યાન, વિવિધ અનુષ્કાને આદિ અનેક કાર્યો સુસમ્પન્ન થયાં છે. પૂજયશ્રીની નિશ્રામાં મહાન ધર્મકાર્યો સુસમ્પન્ન બનતાં રહે એવી મનેકામના સાથે. પૂજ્યશ્રી એ મહાન કાર્યો સમ્પન્ન કરવા નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરે એવી શાસનદેવને હાદિક અભ્યર્થના સાથે, પૂજ્યશ્રીના ચરણારવિંદમાં કેટિ કેટિ વંદના ! I S SS slull PM 1 NR રા A૨૪ 2010_04 Page #548 -------------------------------------------------------------------------- ________________ તપ-ત્યાગ-જ્ઞાન-યોગના પરમ પ્રભાવક મહાન ઉપકારી દાદા ગુરુદેવોથી દેદીપ્યમાન ખ ર ત ર ગ છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી પરમાત્માના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીની પાટ - પરંપરાએ ૩૫મા પટ્ટધર પૂજ્ય આચાર્યશ્રી વિજયઉદ્યોતનસૂરીશ્વરજી મહારાજ થયા. તેઓશ્રીના શિષ્ય પ્રશિષ્યને પરિવાર વડની શાખાની જેમ વિસ્તરતાં તેમને ગ૭ વડગચ્છ નામે પ્રસિદ્ધ થયા. કેટલાક વિદ્વાનોના મત મુજબ ૮૪ (ચોર્યાસી) ગની શાખાઓ આમાંથી નીકળી છે. તેમાં તપગચ્છ પરંપરા અને ખરતરગચ્છ પરંપરા બહુ વિશાળ પ્રમાણમાં પ્રવર્તમાન રહી છે. ખરતરગચ્છની શરૂઆત સં. ૧૦૮૦ માં, પાટણની રાજસભામાં મહારાજા દુર્લભરાજ સમક્ષ ચૈત્યવાસીઓ અને વડગછ પરંપરાના પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ વચ્ચે શાસ્ત્રાર્થને વાદવિવાદ થતાં તેમાં પૂ. આચાર્યશ્રી વિજયી બનતાં, તેમ જ તેમનાં તપ-ત્યાગથી પ્રભાવિત થઈને શ્રી દુર્લભરાજાએ પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજને “ખરતર નું બિરુદ આપી બહુમાન કરતાં ખરતરગચ્છ” ખ્યાતિમાં આવ્યો. ખરતરગચ્છમાં મહાન ત્યાગી, જ્ઞાની, તપસ્વી, પ્રતાપી, પ્રભાવક અને સમયજ્ઞ આચાર્યભગવંતની પરંપરા રહી છે. પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજની પાટે “સંવેગ રંગશાળા” ગ્રંથના કર્તા શ્રી જિનચંદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી, શ્રી જિનવલ્લભસૂરિજી, યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી, મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી, શ્રી જિનકુશલસૂરિજી, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિજી, શ્રી જિનરાજસૂરિજી આદિ સમર્થ પ્રભાવી, કિદ્વારક, દીર્ઘદશી, રાજા-મહારાજા અને મેગલ સમ્રાટને પ્રતિબોધ આપી તીર્થરક્ષા અને જીવદયાના ફરમાન બહાર પડાવનારા, અનેક તીર્થોના જીર્ણોદ્ધાર તથા અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિથી અનેક જિનમંદિરનાં નવનિર્માણ કરાવનારા, અનેક ચમત્કારોથી શાસનપ્રભાવના પ્રવર્તાવનારા, અને કેને ત્યાગમાર્ગે–દીક્ષામાં જોડનારા, લાખ જૈનેતરને જૈનધર્મી બનાવનારા તેમ જ માંસ-મદ્યને પણ લાખો લેકેને ત્યાગ કરાવનારા શાસનપ્રભાવક ધપુરુષ થઈ ગયા. વળી, અદ્ભુત કવિત્વશક્તિધારક પૂ. આ. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ, પૂ. શ્રી સમયસુંદરજી મહારાજ, પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ (જેમના વિસ્તૃત પરિચય આ ગ્રંથમાં પ્રગટ કરેલ છે.) જેવા સમર્થ જ્ઞાને પાક અને પરમોપકારક મહાત્માઓ થઈ ગયા. 2010_04 Page #549 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૫૭ એકંદર, આ ગચ્છને સાત ક્ષેત્રના રક્ષણ-સંવર્ધનમાં ઘણું જ મોટો ફાળો રહ્યો છે. વર્તમાનમાં આ સમુદાય (ગચ્છ)ને ગણાધીશ તરીકે પૂજ્ય આર્યપુત્ર આચાર્ય શ્રી જિનદિયસાગરસૂરીશ્વરજી મહારાજ બિરાજે છે અને તેઓશ્રીની આજ્ઞામાં ૨૨ સાધુ મહારાજે અને ૧૫૬ સાધ્વીમહારાજે વિચરી રહ્યાં છે. (સંકલન : આ અને “ખરતરગચ્છ ઈતિહાસની રૂપરેખા” શીર્ષક નીચે આપેલ વિસ્તૃત માહિતી મુંબઈની અનેક જૈન ધાર્મિક સંસ્થાઓના અગ્રણી શ્રી જીવનચંદ ઝવેરચંદ ઝવેરી પાસેથી પ્રાપ્ત થયેલ છે, જેમને આ સહગ બદલ આભાર માનીએ છીએ. ) ખરતરગચ્છના ઇતિહાસની પાટપરંપરાની વિસ્તૃત રૂપરેખા ખરતરગચ્છ જૈન સમાજને પ્રાચીન ગછ છે. આ. શ્રી જિનેશ્વરસૂરિજી અને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ ક્રિયાનિષ્ઠ અને આચારપાલન સહિત ચૈત્યવાસીઓની સાથે દુર્લભરાજની સભામાં પાટણમાં સં. ૧૮૮૦માં વિવાદ કર્યો અને તેમાં જીતી ગયા અને તેમને “ખરતર ” બિરુદ આપવામાં આવ્યું ત્યારથી આ ગચ્છ ખ્યાતિમાં આવ્યું. આ ખરતરગચ્છમાં શ્રી જિનેશ્વર સૂરિજીના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી, જેમણે “સંવેગ રંગશાલા' નામના મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી. નવ-અંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી, જેમણે યતિહણ સ્તોત્રની રચના કરતાં, ૧૭મી ગાથાની રચના કરતી વખતે ભૂગર્ભમાં રહેલી શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થઈ. એમની પાટ પરંપરામાં કમશઃ શ્રી જિનવલભસૂરિજી, દાદા ગુરુદેવ યુગપ્રધાનશ્રી જિનદત્તસૂરિજી, મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી, ૧૪મી શતાબ્દીમાં શ્રી જિનકુશલસૂરિજી અને ૧૬મી શતાબ્દીમાં અકબર બાદશાહ પતિબોધક શ્રી જિનચંદ્રસૂરિજી થઈ ગયા. આ ચારે મહાપુરુષે “દાદાજીના નામથી ખરતરગચ્છમાં પ્રસિદ્ધ છે. ખરતરગચ્છના મહાન આધ્યાત્મિક સંત શ્રીમદ્દ દેવચંદ્રજીએ પાલીતાણામાં શ્રી શત્રુંજય ગિરિરાજ આદિ તીર્થોની વ્યવસ્થા માટે એક સંસ્થા સ્થાપી હતી. આચાર્યશ્રી જિનેશ્વરસૂરિજીના પટ્ટધર આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી થયા. સં. ૧૧૨૫માં ૧૮ હજાર કલેકપ્રમાણ “સંવેગ રંગશાળા” ગ્રંથની રચના તેમણે કરી. જાહેરમાં આ ગ્રંથના ચિવંદણમાવસ્ય” આદિ લેકનું વિવરણ કરતાં એમના શિષ્ય ૩૦૦ લેકપ્રમાણ દિનચર્યા નામના ગ્રંથની રચના કરી. આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીની પાટ પર શ્રી અભયદેવસૂરીશ્વરજી આવ્યા. આચાર્યશ્રી જિનેશ્વરસૂરિજી સં. ૧૦૮૦માં વિહાર કરતાં માલવદેશની રાજધાની ધારાનગરીમાં પધાર્યા. તે વખતે મહીધર શેઠ તથા ધર્મપત્ની ધનદેવી અને પુત્ર અભયકુમાર વ્યાખ્યાન સાંભળવા આવ્યા 2010_04 Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શાસનપ્રભાવક અને એમની પાસે અભયકુમારે દીક્ષા લીધી અને જિનેશ્વરસૂરિજીના શિષ્ય તરીકે શ્રી અભયદેવનિ નામ રાખવામાં આવ્યું. દીર્ઘ સંયમપાલન બાદ એમને આચાર્ય પદવી આપવામાં આવી હતી. તે સમયમાં આગમે! ઉપલબ્ધ હતા નહિ; ને જે હતા તે ખૂબ અશુદ્ધ હતા. આ પિરેસ્થિતિથી ચિંતિત થઈ એમણે આગમા ફરીથી લખવાના નિશ્ચય કર્યાં. અને સં. ૧૧૨૦માં સ્થાનાંગસૂત્ર પર ટીકા રચી. તે વખતે ચૈત્યવાસીઓમાં દ્રોણાચાય સ`શ્રેષ્ઠ વિદ્વાન આચાર્યાં હતા. તેમની સાથે રહીને તેમણે સં. ૧૧૨૦ થી ૧૧૨૮ સુધી અણહિલપુર પાટણ અને કરડેહટ્ટીમાં આયંબિલતપની આરાધના કરવા સાથે આગમાને ફરીથી લખાવ્યા; અને જ્યાં જ્યાં સશય થયા, ત્યાં ત્યાં જયા, વિજયા, જયંતિ, અપરાજિતા દેવીનુ ધ્યાન ધરી એમને સશય પૂછતા હતા અને આ દેવીએ શ્રી મહાવિહાર ક્ષેત્રમાં શ્રી સીમ`ધરસ્વામીજી ભગવાનની પાસે સંશયનું નિરાકરણ કરતાં હતાં; અને આ પ્રમાણે પૂજ્યશ્રીએ આગમાનું સંપાદન કરી જૈનજગત ઉપર અમૂલ્ય ઉપકાર કર્યાં છે, જે કદી ભુલાશે નિહ. તેઓએ સ. ૧૧૩૧ માં સેઢી નદીને કિનારે ખંભાતમાં જયતિહુઅણુ સ્તોત્રની રચના કરી અને ભૂગર્ભમાં રહેલી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ કરી. તેમના સમયમાં ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી દેવભદ્રસૂરિજી, શ્રી પ્રસન્નચ’દ્ર. સૂરિજી, આદિ મહાન આચાર્ય ભગવંતેાએ તેમની પાસે વિદ્યાભ્યાસ કર્યા હતા. આ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી સ’. ૧૧૩૫માં કાળધર્મ પામ્યા. તેઓશ્રીની પાટે શ્રી જિનવલ્લભસૂરીશ્વરજી આવ્યા. તેમના જન્મ આસિકા—હાસી નગરીમાં થયા હતા. પિતાજી બાલ્યકાળમાં ગુજરી ગયા હતા. માતાએ વિદ્યાભ્યાસ માટે ચૈત્યવાસી સાધુ પાસે મેાકલી આપ્યા. પણ એમનેા તીવ્ર જ્ઞાનાપક્ષમ જોઈને શ્રી અભયદેવસૂરિજીને સાંપી દીધે તે વખતે એમની સાથે એમના ગુરુબંધુ શ્રી જિનશેખરવિજયજી પણ ગયા હતા. ત્યાર બાદ ચૈત્યવાસી ગુરુની આજ્ઞાનુસાર તેઓએ શ્રી અભયદેવસૂરીશ્વરજી પાસે દીક્ષા લીધી અને ક્રમશ: ગણિપદવી પ્રાપ્ત કરી. તેમણે પોતાના પટ્ટશિષ્ય શ્રી પ્રસન્નચંદ્રાચાય ને સૂચના કરી કે મારા કાળધર્મ પામ્યા બાદ શ્રી જિનવલ્લભને પાટ સોંપશે. તેઓશ્રી કાળધર્મ પામ્યા બાદ શ્રી પ્રસન્નચ'દ્રાચાયે શ્રી દેવભદ્રાચાર્યને ગુરુની આજ્ઞા જણાવી અને તેઓશ્રી પણ કાળધર્મ પામ્યા. તે વખતે શ્રી જિનવલ્લભ ગણિ નાગારમાં હતા. ત્યાંથી પત્ર લખીને એમને ચિતાડ ખેલાવી સ ૧૧૬૭ના અષાઢ સુદ ૭ ના આચાર્યપદેથી અપ`ણ કરી અને એમનું નામ શ્રી જિનવલ્લભસૂરિ રાખવામાં આવ્યું. સ. ૧૧૬૭ ( ૧૧૬૮ )ના કારતક વદ ૧૨ના તેએશ્રી કાળધમ પામ્યા. એમના એક શિષ્ય શ્રી જિનશેખરસૂરિજીના વિહાર રૂદ્રપલ્લીમાં ખૂબ હતા, એટલે એમને સમુદાય રૂદ્રપલ્લી શાખાથી પ્રચલિત બન્યા, પણ ૧૭ મી સદીના અ`તમાં આ શાખા વિચ્છેદ પામી. શ્રી જિનવલ્લભસૂરિજીની પાટ પર શ્રી જિનદત્તસૂરિજી આવ્યા. ગુજરાતમાં ધોળકા નગરીમાં હુબડ જાતિના મંત્ર છિગશા શેઠના કુળમાં વાકડદેવીની કુક્ષિએ સ. ૧૧૩૨ માં એક પુત્રરત્નનો જન્મ થયા. સ. ૧૧૪૨ માં નવ વર્ષની બાલ્યાવસ્થામાં ધર્માંદેવગણની પાસે દીક્ષા લીધી અને તેમનું નામ સામચંદ્રમુનિ પાડવામાં આવ્યું. તે સમયે પશ્ચિમ ભારતમાં ચૈત્યવાસીઓનું ખૂબ જોર હતુ. શ્રી સામચદ્રમુનિએ ત્યાં વિહાર કરી એમને વાદિવવાદમાં જીતી 2010_04 Page #551 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે- ૫૪૯ લીધા. એમથી વિદ્વત્તાને લીધે શ્રી દેવભદ્રસૂરિજીએ એમને સં. ૧૧૬૯ ના વૈશાખ વદ ૬ ના દિવસે ચિતોડમાં આચાર્ય પદવી અર્પણ કરી અને એમનું નામ શ્રી જિનદત્તસૂરિજી રાખવામાં આવ્યું. શ્રી જિનદત્તસૂરિજી મહાન પ્રભાવક આચાર્ય હતા, બાવન વીર, ચોસઠ જોગણી અને સિંધ દેશના પાંચ પીર એમની આજ્ઞામાં હતા. તેમણે પોતાની ચમત્કારી શક્તિ વડે બ્રાહ્મણ, ક્ષત્રિય, માહેશ્વરી આદિ એક લાખ ત્રીસ હજાર જેનેતરોને જેનધમી બનાવ્યા અને ઓસવાલ જ્ઞાતિમાં દાખલ કર્યા. શાકંભરીને અરુણરાજ રાણા, ત્રિભુવનગિરિના કુમારપાલ આદિ દેશના રાજવીઓ તેમની આજ્ઞા પાળતા. તેમણે પિતાની કુશાગ્ર બુદ્ધિથી જૈનસાહિત્યને ત્રણ ભાગમાં વહેંચી કાઢ્યું. (૧) સ્તુતિ, (૨) ઔપદેશિક અને (૩) પ્રકીર્ણ કતેમાં સ્તુતિઓમાં ગણધર સાઈ શતક ઉચ્ચતમ કટિને ગ્રંથ છે. આમાં ગુજરાતના ઇતિહાસ પર ખૂબ છણાવટ કરવામાં આવી છે અને સૌ પ્રથમ એમાં ગુર્જરભૂમિને ગુજરાત નામ આપવામાં આવ્યું છે. જ્યારે ઔપદેશિકમાં માનવસંસ્કૃતિ પર વિવેચન કર્યું છે અને આની પર શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સંબધ પ્રકરણની રચના કરી છે. તેઓશ્રીએ પ૭ ગોત્રની સ્થાપના કરી, એક લાખ ત્રીસ હજાર જેને એમાં વિભાજિત કરી દીધા. સં. ૧૨૧૧ માં અષાઢ સુદ ૧૧ ના દિવસે અજમેરમાં તેઓશ્રી નિર્વાણ પામ્યા. તેમના ઉપકારની સ્મૃતિ રૂપે ભારતમાં ઠેર ઠેર એમની ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી છે અને તે જગ્યા દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. શ્રી જિનદત્તસૂરિ કાળધર્મ પામ્યા અને તેમને અગ્નિસંસ્કાર અજમેરમાં કરવામાં આવ્યું, ત્યારે એક અદ્ભુત ચમત્કાર થયે : એમને નશ્વર દેહ અગ્નિમાં બળીને ખાખ થઈ ગયો, પણ એમને ચેળ અને મુહપત્તિ ભડભડતા અગ્નિમાં પણ બળી નહીં. એ ચીપટે અને મુહપત્તિ અત્યારે પણ જેસલમેરના જ્ઞાનભંડારમાં ગુરુભક્તોના દર્શન માટે કાચની પેટીમાં રાખેલ છે. તેઓશ્રીની પાટ પરંપરાએ મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી આવ્યા. જેસલમેરની પાસે વિક્રમપુર નગરમાં રાસલ નામના શ્રેષ્ઠીના કુળમાં દેહુણદેવી નામની શેઠાણીની કુક્ષીએ સં. ૧૧૬૭ના ભાદરવા સુદ ૮ ના એક પુત્રરત્નને જન્મ થયો. વિક્રમપુરમાં શ્રી જિનદત્તસૂરિજીના ચાતુર્માસ દરમિયાન એમની વૈરાગ્યપૂર્ણ દેશનાથી પ્રભાવિત થઈને સંયમની ભાવના થઈ અને સં. ૧૨૦૩ના ફાગણ સુદ ૩ ને દિવસે એમને અજમેરમાં દીક્ષા આપવામાં આવી અને એમની અસાધારણ વિદ્વત્તાથી પ્રભાવિત થઈને સં. ૧૨૦૫ ના વૈશાખ સુદ ૬ને દિવસે વિક્રમપુરમાં આચાર્યપદવી અર્પણ કરવામાં આવી અને શ્રી જિનચંદ્રસૂરિજી નામ આપવામાં આવ્યું. ક્રમશઃ વિહાર કરતાં તેઓશ્રી દિલ્હી પહોંચ્યા. તે વખતે નગરના અગ્રગણ્ય શ્રાવકે ઠક્કર, લેહટ, પાલણ અને મહીચંદ્ર એમને સપરિવાર વંદન કરવા જતા હતા. ત્યારે દિલ્હીપતિ મદનપાલે એમને પૂછ્યું કે આપ સહુ ક્યાં જઈ રહ્યા છે? ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અમારા ગુરુભગવંતના દર્શન માટે જઈએ છીએ. ત્યાર બાદ રાજા મદનપાલ હાડમાડ સાથે દર્શન કરવા ગયા. પૂજ્યશ્રીની ધર્મદેશનાથી પ્રભાવિત થઈને દિલ્હીમાં ચાતુર્માસ કરવા પ્રાર્થના કરી. ગુરુજીએ પિતાની અમૃતમય વાણીથી મહરિયાણ (મંત્રિદલીય) જાતની સ્થાપના કરી અને અનેક જૈન તીર્થોનો ઉદ્ધાર કર્યો. પૂજ્યશ્રીએ ચૈત્યવાસીઓના આચાર્યશ્રી પદ્મચંદ્રાચાર્યને વાદવિવાદમાં પરાજિત કર્યા. 2010_04 Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ શાસનપ્રભાવક પિતાને અંતકાળ નજીક જાણીને તેઓશ્રીએ ભક્તોને આજ્ઞા કરી કે, મારી પાલખીને રસ્તામાં કયાંય રોકશો નહિ, અને નગરની બહાર અગ્નિસંસ્કાર કરજે. પરંતુ ગુરુદેવના સ્વર્ગવાસથી શેકાકુલ ભક્તગણ એમની આજ્ઞા ભૂલી ગયે અને રસ્તામાં એમની પાલખીને મૂકી; પણ પછી ખૂબ ખૂબ પ્રયત્ન કરવા છતાં પાલખીને ઊંચકી શક્યા નહિ. દિલ્હીપતિ મદનપાલે હાથી મંગાવ્ય; તે પણ પાલખી ઊંચકી શક્યો નહિ. અને છેવટે નગરમાં તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. સં ૧૨૨૩ ના શ્રાવણ વદ ૧૪ ના તેઓ કાળધર્મ પામ્યા. દિલ્હી શહેરમાં જ્યાં એમને અગ્નિસંસ્કાર થયે ત્યાં મહરૌલી ગામમાં (કુતુબમિનાર પાસે) આજે પણ દાદાવાડી છે અને હજારો ભાવિકે દર્શન-વંદનને લાભ લે છે. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજીની પાટે શ્રી જિનપતિસૂરિજી આવ્યા. સં. ૧૨૧માં વિક્રમપુરમાં માલુ શેત્રીય યશવર્ધન શ્રેષ્ઠીની ભાર્યા સુહબદેવીની કુક્ષીએ પુત્રરત્નને જન્મ થયે. સં. ૧૨૧૭ ના ફાગણ સુદ ૧૦ ના દિવસે શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી પાસે દીક્ષા લીધી. અને એમનું નામ મુનિશ્રી નરપતિ રાખવામાં આવ્યું. સં. ૧૨૨૩ ના કારતક સુદ ૧૩ ના દિવસે શ્રી જયદેવસૂરિજીએ મહોત્સવ પૂર્વક તેમને આચાર્ય પદવી અર્પણ કરી શ્રી જિનપતિસૂરિજી નામ રાખવામાં આવ્યું. સં. ૧૨૩૬ ના કારતક સુદ 9 ના અજમેરમાં પૃથ્વીરાજ ચૌહાણની રાજસભામાં મહામંત્રી મંડલેશ્વર, જનાર્દન ગૌડ, વિદ્યાપતિ, બાગીશ્વર આદિ વિદ્વાનોની હાજરીમાં પદ્મપ્રભાચાર્ય સાથે વાદવિવાદ કરી એમને જીતી લીધા. સં. ૧૨૪૪ માં શ્રી શંત્રુજય તીર્થની યાત્રા કરી સં. ૧૨૭૭માં અષાઢ સુદ ૧૦ ના દિવસે આચાર્યશ્રીએ શ્રી વીરપ્રભ ગણિને પિતાની પાટે સ્થાપન કર્યા અને તેઓ કાળધર્મ પામ્યા. સુપ્રસિદ્ધ વિદ્વાન નેમિચંદ્ર ભંડારીના પુત્ર શ્રી વીરપ્રભ ગણિને સં. ૧૨૭૭ ના મહા સુદ ૬ ના દિવસે જાલેરમાં શ્રી સર્વદેવસૂરિજીએ આચાર્યપદવી અર્પણ કરી અને તેમનું નામ શ્રી જિનેશ્વરસૂરિજી રાખવામાં આવ્યું. તેઓએ પિતાના મૃત્યુકાળને નજીક જાણીને સં. ૧૩૩૧ ના આસો વદ પાંચમે વાચનાચાર્ય પ્રબોધભૂતિ ગણિને આચાર્ય પદવી અર્પણ કરી તેમનું નામ શ્રી જિનપ્રબોધસૂરિજી રાખવામાં આવ્યું. પાલનપુરમાં બિરાજમાન શ્રી જિનરત્નાચાર્યસૂરિજીને સંદેશ મોકલ્યો કે જિનધિ ગણિને આચાર્ય પદવી આપવી, અને આસો વદ ૬ ને દિવસે તેઓ કાળધર્મ પામ્યા. તેમના શાસનકાળ દરમિયાન ખરતરગચ્છમાં બે ભાગ પડ્યા અને તેમાં એક લઘુ ખરતરગચ્છથી પ્રસિદ્ધ થયે; અને તેના પ્રથમ આચાર્ય શ્રી જિનસિંહસૂરિજી થયા ખરતરગચ્છના અધિનાયક શ્રી જિનપતિસૂરિજીના પટ્ટધર દ્વિતીય આચાર્ય શ્રી જિનેશ્વર સૂરિજીને જીવનકાળ સં. ૧૨૭૮ થી ૧૩૩૧ હતા. એક વખત પૂજ્યશ્રી પલ્હપુરના ઉપાશ્રયમાં બિરાજમાન હતા, તે વખતે અચાનક અમને દંડ તડ અવાજ કરીને તૂટી ગયે. એ ઉપરથી પૂજ્યશ્રીને થયું કે, “મારી હયાતી પછી આ ખરતરગચ્છના બે ભાગલા થશે. તે શા માટે મારી હાજરીમાં મારા જ હાથે બે ભાગ ન પાડું!” જોગાનુજોગ તે વખતે પ્રાયઃ દિલ્હીના શ્રીમાલ સંઘના અગ્રગણ્ય શ્રાવકો ભેગા મળી શ્રી જિનેશ્વરસૂરિજી પાસે આવ્યા અને વિનંતી કરી કે અમારા દેશમાં કેઈ ધર્માચાર્ય પધારતા નથી, તે કૃપા કરી આપ કઈ ગીતાર્થ આચાર્યભગવંતને 2010_04 Page #553 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ પપ૧ મેકલે તે ધર્મારાધના થઈ શકે. તે વખતે પૂજ્યશ્રીએ લાડનુનિવાસી શ્રીમાલવંશીય શ્રી જિનસિંહ ગણિને સં. ૧૨૮૦ માં પહપુરમાં આચાર્યપદવી આપી જિનસિંહસૂરિ નામાભિધાન કરી, સૂરિમંત્ર અને પદ્માવતીમંત્ર-સાધના આપવા પૂર્વક એમને કહ્યું કે, “આ શ્રીમાલસંઘ તમને સેંપવામાં આવે છે. શ્રીસંઘ સહિત ત્યાં દિલ્હી જાઓ અને ધર્મની ધ્વજ લહેરાવો.” આ પ્રમાણે ગુરુની આજ્ઞાનુસાર શ્રી જિનસિંહસૂરિજી શ્રીમાલ સંઘ સહિત દિલ્હીમાં આવ્યા. આમ, શ્રી જિનસિંહસૂરિજી દ્વારા “લઘુ ખરતરગચ્છને ઉદ્ભવ થયો. આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજીએ સં. ૧૩૩૧ માં ઓશવાલ વંશીય શ્રી જિનપ્રબોધસૂરિજીને પટ્ટધર બનાવ્યા. ફાગણ વદ ૮ ને રવિવારે જાવાલીપુરમાં શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય, શ્રી લક્ષમીતિલક ઉપાધ્યાય અને વામનાચાર્ય પદ્યદેવ ગણિ પણ ત્યાં બિરાજમાન હતા. તેઓએ ફાગણ સુદ પના સ્થિરકીર્તિ–ભુવનકીર્તિ, બે મુનિ ભગવંતે અને શ્રી કેવલપ્રભા, શ્રી જગપ્રભા, હર્ષ પ્રભા, યશપ્રભા – નામે ૪ સાધ્વીજી મહારાજને દીક્ષા આપી. સં. ૧૩૪૦ ના ફાગણ મહિને પૂજ્યશ્રી ભવ્ય સ્વાગતપૂર્વક જેસલમેર પધાર્યા. વૈશાખ સુદ ૩ ના ઉચ્ચાપુર, વિક્રમપુર, જાવાલિપુર આદિ સ્થાનેથી આવેલા સંઘની હાજરીમાં શ્રેષ્ઠિવર્ય નમકુમાર અને ગણદેવે ચોવીશ જિનમંદિર અને અષ્ટાપદજી તીર્થની સ્થાપના કરી. શ્રી કર્ણદેવની વિનંતીથી ત્યાં ચાતુર્માસ પધાર્યા. ત્યાંથી વિહાર કરી વિક્રમપુર ગયા. ત્યાં યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી પ્રસ્થાપિત શ્રી મહાવીર પરમાત્માના દર્શન કર્યા. સં. ૧ ૩૪૧ના વૈશાખ સુદ ૬ના દિને શ્રી જિનચંદ્રસૂરિજીને પટ્ટધર બનાવ્યા અને શ્રી રાજશેખર ગણિને વાચનાચાર્યની પદવી આપી. સં. ૧૩૪૧ ના વૈશાખ સુદ ૧૧ ના દિવસે તેઓશ્રી કાળધર્મ પામ્યા. શ્રી જિનચંદ્રસૂરિજીએ પિતાનું આયુષ્ય અલપ જાણીને વાચનાચાર્ય શ્રી કુશલકીર્તિજી ગણિને પટ્ટધર બનાવવા એક પત્ર શ્રી રાજેન્દ્રાચાર્ય મારફત શ્રી વિજયસિંહ શકુરને મોકલી આપ્યો. સં. ૧૩૭૬ ના અષાઢ સુદમાં ૬૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મેડતા નગર પાસે કેશવાણા ગામમાં કાળધર્મ પામ્યા. સં. ૧૩૩૦ માં શ્રી નાકોડાજી તીર્થ પાસે સમિયાના ગામમાં એશવાલ કુલભૂષણ છાગેહડ ગોત્રીય મંત્રી જિલ્ડાગરજીની ધર્મપત્ની જયંતદેવીની કુક્ષીએ એક પુત્રરત્નનો જન્મ થયો. તેનું નામ કરમણ રાખવામાં આવ્યું. સં. ૧૩૪૭ના ફાગણ સુદ ૮ના મહાપ્રભાવક ખરતરગચ્છાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી પાસે દીક્ષા લીધી અને નામ શ્રી કુશલકીતિ રાખવામાં આવ્યું. ૩૦ વર્ષ સુધી ગુરુભગવંતની સેવા અને અભ્યાસ કર્યો. સં. ૧૩૭૫ના શ્રી જિનચંદ્રસૂરિજી ફલેધી પાર્શ્વનાથજીની યાત્રા કરી નાગર પધાર્યા. અને પંન્યાસ શ્રી જગચંદ્રજી અને શ્રી કુશલકીતિજીને વાચનાચાર્યની પદવી અર્પણ કરી. સં. ૧૩૭૭માં પૂજ્ય શ્રી જિનચંદ્રસૂરિજીની આજ્ઞાનુસાર શ્રી કુશલકીર્તિજીને શ્રી રાજેન્દ્રાચાર્યસૂરીશ્વરજીએ અણહિલપુર પાટણમાં જેઠ વદ ૧૧ના દિવસે આચાર્યપદવી આપી એમનું નામ શ્રી જિનકુશલસૂરિજી રાખવામાં આવ્યું. આચાર્ય પદવી પ્રાપ્ત કર્યા બાદ પ્રથમ ચાતુર્માસ ભીમપલ્લી અને બીજું પાટણમાં કર્યું. વીજાપુર, તારંગા, આરાસણ આદિ તીર્થોની યાત્રા કરી. ત્રીજુ ચાતુર્માસ પણ પાટણમાં કરી સં. ૧૭૮૦માં તેજપાલે શ્રી શત્રુંજય તીર્થને સંઘ કાવ્યો તેમાં લાભ લીધે. ત્યાં એમના ઉપદેશથી ખરતરવાહી બનાવ્યું અને શ્રી માનતુંગપ્રાસાદ મંદિરમાં ૨૭ આંગુલ 2010_04 . Page #554 -------------------------------------------------------------------------- ________________ પર પ્રમાણ શ્રી આદિનાથ પ્રભુના બિબની શલાકા કરી. તેમ જ ભીમપલ્લીમાં ભુવનપાલ શ્રાવકે બનાવેલા ૭૨ જિનાલયવાળા શ્રી મહાવીરસ્વામીજીના મંદિરની, જેસલમેરમાં જસધવલ શ્રાવકે બનાવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની અને જાલોરમાં શ્રી પાર્શ્વનાથજી ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરી. તેઓશ્રી આગ્રા શ્રીસ'ઘના આગ્રહથી શ્રી શત્રુંજય તીના સ ંધમાં પધાર્યાં. તે વખતે સિ ંધુદેશમાં મિથ્યાત્વના પ્રચાર ખૂબ હતા. ઉચ્ચાનગર અને દેવરાજપુરમાં શ્રાવકોએ પૂજ્યશ્રીને સિંધુદેશ પધારવા પ્રાથના કરી. શાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રી સિ'ધદેશમાં પધાર્યાં. એક માસની સ્થિરતા દરમિયાન શાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરી. ત્યાંથી ઉચ્ચાનગર પધારી ત્યાં પણ શાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરી. ત્યાંથી અહિરામપુર, કયાસપુર, ખાજ વાહન આદિ નગરોમાં શાસનની પ્રભાવના કરતાં કરતાં પુન: દેવરાજપુર પધાર્યાં અને સ. ૧૩૮૬ અને ૧૩૮૭ નાં બે ચાતુર્માંસ દેવરાજપુર કર્યાં. એમના ઉપદેશથી લાખાની સંખ્યામાં ભાઈ બહેનોએ માંસ મદિરાનો ત્યાગ કર્યો અને પચાસ હજાર લોકોએ જૈનધર્મનેા અંગીકાર કર્યાં. શાસનપ્રભાવક વિનયપદુઅએ શ્રી શ્રી જિનકુશલસૂરિજીના શિષ્ય શ્રી ગૌતમસ્વામીને રાસ રચ્યા છે ( વીર જિનેશ્વર ચરણકમલ કમલ કયવાસા ) અને આજે ભારતભરના દરેક ઉપાશ્રયમાં નૂતન વર્ષના માંગલિકમાં શ્રીસંઘને સંભળાવવામાં આવે છે. સં. ૧૩૮૮ના માગશર સુદ ૧૦ના દિવસે વિદ્વાન શિષ્ય તરુણકીત ગણિને મહામહેત્સવપૂર્વક આચાય પદવી આપી એમનુ નામ શ્રી તરુણુપ્રભાચાય રાખવામાં આવ્યુ. સ. ૧૩૮૯નું ચાતુર્માસ દેવરાજપુરમાં કર્યું. 'તકાળ નજીક જાણીને શ્રી તરુણપ્રભાચાને આજ્ઞા આપી કે મારી પાર્ટ ઉપર ૧૫ વર્ષની ઉમરના મારા શિષ્ય પદ્મમુનિને સ્થાપન કરો. સં. ૧૩૮૯ના મહા સુદ ૧૩ના દિવસે દેવરાજપુર ( દેરાઉનગર )માં, ૧૨ વર્ષ ના આચાર્ય કાળ, ૪૨ વર્ષના સયમકાળ અને ૫૬ વનું આયુષ્ય ભાગવી કાળધમ પામ્યા. એમના સમુદાયમાં ૧૨૦૦ સાધુભગવંતેા અને ૧૫૦૦ સાધ્વીમહારાજો હતાં. પૂજ્ય ગુરુદેવના કાળધમના સમાચાર સાંભળી ગામેગામના સઘા દર્શનાથે આવ્યા. ૭૫ મપિકાવાળી પાલખીમાં પૂ. ગુરુદેવને પધરાવ્યા. ચંદનની ચિતામાં અગ્નિસ`સ્કાર કરવામાં આવ્યા. તે જગ્યાએ રીહડ ગેાત્રીય શેઠ પૂરનચંદના કુલદીપક શેઠ હરિલાલે સુંદર સ્તૂપ બનાવ્યેા. પૂજ્ય ભુવનપતિ નિકાયમાં ઉત્પન્ન થયા. આજ સુધી પૂજ્યશ્રીના ચમત્કારોની કથાઓ સાંભળવા મળે છે અને શ્રદ્ધાળુ ભાવક દર સોમવારે અને દર પૂનમે પૂ. ગુરુદેવની સમાધિ અને ચરણપાદુકાના દન–વંદનનેા લાભ લે છે. સ. ૧૩૯૦માં જેઠ સુદ ૬ને સમવારે દેવરાજપુરમાં ભગવાન આદિનાથના મંદિરની છત્રછાયામાં ૩૦ સાધુભગવંતા, અનેક સાધ્વીમહારાજો અને અનેક ગ્રામ-નગરાના શ્રીસ`ઘની હાજરીમાં પૂ. ગુરુદેવશ્રી તરુણપ્રભાચાયે, ગુરુદેવની આજ્ઞાનુસાર, શ્રી પદ્મમૂતિ ને પાટ પર સ્થાપન કરી એમનું નામ શ્રી જિનપદ્મસૂરિજી રાખવામાં આવ્યું. આ શુભ પ્રસંગે રીહડકુલ ગોત્રીય શ્રેષ્ઠિવ શ્રી પૂર્ણ ચદ્રજીએ લક્ષ્મીના સદ્વ્યય કર્યાં. જૈનધર્મની ખૂબ ખૂબ પ્રભાવના કરી. પૂજ્યશ્રી સ’. ૧૪૦૪ના વૈશાખ સુદ ૧૪ના દિવસે કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્ય શ્રી જિનલબ્ધિસૂરિજી આવ્યા. એમના જન્મ સં. ૧૩૭૮માં એસવાલજ્ઞાતીય સાલુ ગોત્રમાં થયે 2010_04 Page #555 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૫૫૩ હિતે. પૂ. દાદાગુરુશ્રી જિનકુશલસૂરિજીએ એમને સ્વહસ્તે ઉપાધ્યાય પદવી આપી હતી. સં. ૧૪૦૦ના અષાઢ સુદ ૧ના દિવસે પૂ. તરુણપ્રભાચાયે એમને આચાર્ય પદવી આપીને એમનું નામ “શ્રી જિનલબ્ધિસૂરિજી” રાખીને એમને સૂરિમંત્ર આપ્યું. જેનશાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરીને સં. ૧૪૦૬માં નાગપુરમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનચંદ્ર સૂરિજી આવ્યા. તેઓ સં. ૧૪૧૪માં ખંભાતમાં કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનદયસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૪૩૨માં પાટણ મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનરાજસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૪૬૧માં મેવાડદેલવાડામાં કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનભદ્રસૂરિજી આવ્યા. તેઓશ્રીએ જેસલમેર આદિ સાત શહેરમાં જ્ઞાનભંડાર સ્થાપન કર્યા. તેઓશ્રી સં. ૧૫૧૪માં કુંભલમેર મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનચંદ્રસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૫૩૦ જેસલમેર મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનસમુદ્રસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૫૫૫માં અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનહિંસસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૫૮૨ માં પાટણ મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનમાણિજ્યસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૬૧રમાં કાળધર્મ પામ્યા. તેમની પાટે ચેથા દાદાજી શ્રી જિનચંદ્રસૂરિજી આવ્યા. તેમને દિલ્હી સમ્રાટ અકબરે “યુગપ્રધાન પદ આપ્યું હતું. તેઓશ્રી સં. ૧૯૭૦ માં બિલાડા મુકામે કાળધર્મ પામ્યા. મારવાડમાં જોધપુર શહેરમાં ખેતસર ગામમાં ઓસવાલ કુલદીપક રીહડ ગેત્રીય શ્રી બન્ત શાહની ધર્મપત્ની શ્રીમતી શ્રીયાદેવીની કુક્ષીએ સં. ૧૫૯૫ માં એક પુત્રરત્નને જન્મ થયે. એમનું નામ સુલતાનકુમાર રાખવામાં આવ્યું. ૧૬૦૪ માં ખરતરગચ્છનાયક શ્રી જિનમાણિક્યસૂરિજી ખેતસર ગામમાં પધાર્યા. તેમનું પ્રવચન સાંભળી સુલતાનકુમારે ૯ વર્ષની વયે દીક્ષા લીધી અને તેમનું નામ મુનિ સુમતિ ધીર રાખવામાં આવ્યું. સં. ૧૯૧૨ માં અષાઢ સુદ પાંચમે આચાર્ય શ્રી જિનમાણિજ્યસૂરિજી કાળધર્મ પામ્યા તે વખતે સુમતિધર મુનિજી ૨૪ ઠાણાં સાથે જેસલમેર પધાર્યા. તે વખતે પૂજ્યશ્રી ગુણપ્રભસૂરિજી મહારાજની સંમતિથી એમને આચાર્યપદવી આપવામાં આવી, અને એમનું નામ શ્રી જિનચંદ્રસૂરિજી રાખી શ્રી જિનમાણિજ્યસૂરિજીની પાટ પર સ્થાપન કરવામાં આવ્યા. બિકાનેરના મંત્રી સંગ્રામસિંહ વચ્છાવતની વિનંતીથી પૂજ્યશ્રી બિકાનેર પધાર્યા. પણ ત્યાંને ઉપાશ્રય શિથિલાચારી યતિઓના કબજામાં હોવાથી મંત્રીએ તેઓને અશ્વશાળામાં ચાતુર્માસ કરાવ્યું. આ અધશાળા આજે પણ બિકાનેરમાં રાંગડી ચેકમાં “બડા ઉપાશ્રય” નામથી પ્રસિદ્ધ છે. તેમના સમયમાં તેમના ગચ્છમાં શિથિલાચાર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હતું, તેથી તેમના આત્માને ખૂબ ગ્લાનિ થતી હતી. સં. ૧૬૧૪ માં બિકાનેરમાં તેઓશ્રીએ ક્રિયેદ્ધાર કર્યો. ૩૦૦ યતિઓમાંથી ૧૬ યતિને સંવેગી દીક્ષા આપી. બાકીના ૨૮૪ યતિઓના સાધુવેષ ઉતારી ગૃહસ્થવેશ ધારણ કરાવી માથે પાઘડી બંધાવી. આજે પણ તેઓ મથુરણ ગૃહસ્થ તરીકે ઓળખાય છે અને તેઓ કુલગુરુ તરીકે વહીવંચા વાંચે છે. આ શુભ શ્ર. 9 2010_04 Page #556 -------------------------------------------------------------------------- ________________ પપ૪ શાસનપ્રભાવક કાર્ય પ્રસંગે મંત્રી સંગ્રામસિંહે વિપુલ ધનને સદ્વ્યય કર્યો. સં. ૧૬૧૭ નું ચાતુર્માસ પાટણ કર્યું. ત્યાંથી વિહાર કરી ખંભાત, અમદાવાદ, વીસનગર, બિકાનેર, જેસલમેર આદિ શહેરમાં ધર્મપ્રચાર કરતાં કરતાં સં. ૧૯૨૬નું ચાતુર્માસ બિકાનેર કર્યું. સં. ૧૯૨૭નું ચાતુર્માસ મહામ કર્યું. ત્યાંથી આગ્રા ગયા. ત્યાં એક મહિને શાસન પ્રભાવના કરી શ્રી શૌરીપુરીજી તીર્થની યાત્રાએ પધાર્યા. ત્યાંથી પાછા આગ્રા પધાર્યા. અને સં. ૧૬૨૮ નું ચાતુર્માસ આગ્રા કર્યું. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ આપે એક પત્ર સાંભલી નગરમાં શ્રીસંઘને આપ્યું હતું. એ પત્રમાં શૌરીપુરીજી તીર્થની યાત્રાનું વર્ણન અને સં. ૧૬૨૮ માં આગ્રામાં ચાતુર્માસ દરમિયાન શેઠ લક્ષ્મીદાસે પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં લક્ષ્મીને સદ્વ્યય કર્યો તેનું વર્ણન છે. આ પત્ર હજી પણ શ્રી અગરચંદ નાહટાના સંગ્રહસ્થાનમાં મોજૂદ છે. શેઠ લક્ષ્મીદાસના નામની એક ગલી આજે પણ આગ્રામાં છે. સં. ૧૬૪૪ નું ચાતુર્માસ ખંભાત ફ્યુ. ત્યાંથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી સંઘપતિ યોગીનાથ અને સમાજની સાથે પાલીતાણા પધારી શ્રી સિદ્ધાચલ ગિરિરાજની યાત્રા કરી. એક દિવસ લાહોરની રાજસભામાં સમ્રાટ અકબર બાદશાહે શ્રી જિનચંદ્રસૂરિજીના દર્શન માટે પૃચ્છા કરી. તે વખતે મંત્રી કર્મચંદે કહ્યું કે, “ગુરુદેવ ખંભાત બિરાજે છે, પણ આ ગ્રીષ્યકાળમાં આવવું મુશ્કેલ છે.” તેથી સમ્રાટ અકબર બાદશાહે બે રાજદ્વારી પુરુષને ગુરુમહારાજ પાસે વિનંતીપત્ર સાથે ખંભાત મોકલ્યા. વિનંતી પત્ર વાંચી ગુરુભગવંતે પિતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાયશ્રી મહિમરાજજીને ૬ સાધુઓ સાથે લાહોર મોકલ્યા. એમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને સમ્રાટ અકબર બાદશાહને તેમના ગુરુદેવના દર્શન કરવાની ખૂબ જ ઉત્કંઠા જાગી, અને મંત્રી કર્મચંદ્ર માસ્કૃત ગુરુદેવને પધારવા માટે આમંત્રણપત્ર મોકલવામાં આવ્યું. સં. ૧૬૪૮ના ફાગણ સુદ ૧૨ના પૂ. ગુરુદેવ ૩૧ મુનિભગવંતે સાથે લાહેર પધાર્યા. પૂજ્ય ગુરુભગવંત પધાર્યા સાંભળી મંત્રી કર્મચંદ્ર સમ્રાટ અકબરને સમાચાર આપ્યાં, અને સમ્રાટ રાજપુરુષો સાથે દબદબાપૂર્વક સામે પધાર્યા. સમ્રાટના વિનયથી પ્રસન્ન થઈ ગુરુભગવંતે કહ્યું કે, આપની ભાવના જાણે મને ખૂબ આનંદ થયો છે. એક વખત રાજસભામાં સોનાના થાળમાં ગીનીઓ મૂકી સમ્રાટે ગુરુજીને ભેટ ધરી. ગુરુજીએ કહ્યું કે, આપની ભક્તિ ખરેખર ખૂબ પ્રશંસનીય છે, પણ અમે જેનસાધુ કંચન અને કામિનીને અડકતા નથી. આ જાણ સમ્રાટ ખૂબ જ આશ્ચર્ય અને આનંદ પામ્યા. સૂરિજીનું પ્રવચન સાંભળી વધુ પ્રભાવિત થયા અને અહિંસા પ્રત્યે એમને પ્રીતિ ઉત્પન્ન થઈ. એક દિવસ મંત્રી કર્મચંદ્રને સમાચાર મળ્યા કે નીરખખાન નામના અધિકારીએ દ્વારિકા નગરીમાં જૈન મંદિરોને નાશ કર્યો છે. આ જાણી સૂરિજીને લાગ્યું કે આને ઉપાય નહિ કરશું તે સમગ્ર તીર્થોને નાશ થઈ જશે. આથી સૂરિજીએ સમ્રાટને ધર્મોપદેશ અપ અને સમ્રાટે તીર્થરક્ષાનું ફરમાન કર્યું, અને તેની ઉપર મહોર લગાવી મંત્રી કર્મચંદ્રને અર્પણ કર્યું. આ ફરમાન ઈલાહી સન ૩૬ સહરપુર મહિનામાં બહાર પડયું અને તેની એક નકલ આજે બિકાનેરના જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. સૂરિજીની ધર્મવાનું પ્રતિવર્ષ અષાઢ સુદ 2010_04 Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ પપપ પ થી અષાઢ સુદ ૧૫ સુધી અહિંસાનું પાલન કરવા માટે ૧૨ ગામોમાં ફરમાન મોકલ્યું. સમ્રાટના ફરમાનથી અન્ય રાજાઓએ પણ પિતાના દેશમાં જુદા જુદા દિવસે અહિંસાનું પાલન કરવા ફરમાન બહાર પાડયાં. એક વખત સમ્રાટની સભામાં “ખાસ સૂત્તક્ષ અનન્તો ગો” અર્થાત્ એક સૂત્રના અનતા અર્થની વાત સાંભળી કેઈએ મશ્કરી કરી, ત્યારે સૂરિજીના વિદ્વાન શિષ્યરત્ન ગણિ સમયસુંદરે “રાષાનો તે સૌક્ષ્ય ” એ એક વાક્ય ઉપર અષ્ટલમી ગ્રંથની રચના કરી. આનાથી પ્રસન્ન થઈ સમ્રાટે સં. ૧૬૪૬ના ફાગણ વદ ૧૦ના સૂરિજીને “યુગપ્રધાન” પદ અર્પણ કર્યું. શ્રી જિનચંદ્રસૂરિજીએ એક વખત અમાસની ઘેર અંધારી રાત્રિએ પૂનમના ચંદ્રમાની માફક ૧૨ ગાઉ સુધી પ્રકાશ દેખાડ્યા. આવા અનેક ચમત્કારે સમ્રાટને બતાવી જૈનધર્મને ડંકે વગાડયો. સૂરિજી જેટલા વિદ્વાન હતા તેટલા જ ચારિત્રવાન હતા. એમને પ્રભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા હતા અને ઘણાં લોકેએ સર્વવિરતિ અને દેશવિરતિ અંગીકાર કર્યા હતાં. અકબર બાદશાહ સં. ૧૬૬રના કારતક સુદ ૧૪ના સ્વર્ગવાસ પામ્યા. ત્યાર બાદ જહાંગીર પાદશાહ બન્ય. સં. ૧૬૬૮માં સૂરિજીનાં દર્શન કરવા જહાંગીર આગ્રા ગયો. અને તે ચાતુર્માસ સૂરિજીએ આગ્રામાં ક્યું. એક વખત દશા પિરવાડ જ્ઞાતીય સદાજી અને સમજી નામના બે ભાઈઓને પ્રતિબધી જૈન બનાવ્યા. આ બે ભાઈઓએ શ્રી શત્રુંજય ગિરિરાજને સંઘ કાઢશે તેમ જ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ ઉપર ખરતરવસહી ટૂકને જીર્ણોદ્ધાર કર્યો અને ચૌમુખજીનું મંદિર નવું બંધાવ્યું. અન્ય અનેક સ્થળોએ પણ શ્રી જિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી અને લગભગ ૧૫૦૦ આત્માઓને દીક્ષા આપી. આગ્રાનું ચાતુર્માસ પૂર્ણ થતાં મેડતા પધાર્યા. અને સં. ૧૯૭૦નું ચાતુર્માસ બિલાડા ગામમાં કર્યું. પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના ઉત્તમ કરી ગુજરાતી ભાદરવા વદ ૨ ( શાસ્ત્રીય આસો વદ ૨)ના સૂરિજી કાળધર્મ પામ્યા. સમસ્ત ખરતરગચ્છ શોકાતુર બની ગયે. એમની પાટે આચાર્યશ્રી જિનસિંહસૂરિજી આવ્યા. ચોપડા ગોત્રીય શ્રેષ્ઠી ચાંપશીની ધર્મપત્ની શ્રી ચાંપલદેવીની કક્ષાએ સં. ૧૯૧૫માં માગશર સુદ ૧પના એક પુત્રરત્નને જન્મ થયે. સં. ૧૯૨૩માં દીક્ષા લીધી અને તેમનું નામ મહિમરાજ મુનિ રાખવામાં આવ્યું. સં. ૧૬૪૦ના મહા સુદ ૪ ના દિવસે એમને ઉપાધ્યાયપદવી આપવામાં આવી. સમ્રાટ અકબર બાદશાહના આમંત્રણથી શ્રી જિનચંદ્રસૂરિજીએ ઉપાધ્યાય મહિમરાજની સાથે સમયસુંદર આદિ ૬ સાધુભગવંતને લાહોર મોકલ્યા. તેઓની વિદ્વત્તાથી સમ્રાટને ખૂબ આનંદ થયો હતો. સં. ૧૬૯ના ફાગણ વદ ૧૦ને એમને આચાર્યપદવી આપીને એમનું નામ આચાર્ય જિનસિંહસૂરિજી રાખવામાં આવ્યું. સં. ૧૯૭૪માં બિકાનેરથી વિહાર કરીને મેડતા પધાર્યા અને ત્યાં પિષ સુદ ૧૩ ના કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્ય જિનરાજસૂરિજી આવ્યા. બિકાનેરનિવાસી બાબરા શેત્રીય શ્રેષ્ઠી ધર્મસીને ત્યાં સં. ૧૬૪૭ના વૈશાખ સુદ ૭ ને બુધવારે એક પુત્રરત્નને જન્મ થયો. સં. ૧૬૫૬ના માગશર સુદ ૩ના દિવસે આચાર્ય જિનસિંહસૂરિજી પાસે દીક્ષા લીધી, તેમનું નામ રાજસમુદ્ર રાખવામાં આવ્યું. આચાર્ય 2010_04 Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ શાસનપ્રભાવક જિનસિંહસૂરિજી કાળધર્મ પામ્યા બાદ સં. ૧૯૭૪ના ફાગણ સુદ ૭ના દિવસે મેડતામાં એમને આચાર્ય પદવી આપવામાં આવી અને શ્રી જિનરાજસૂરિજી નામ આપવામાં આવ્યું. તેઓશ્રીએ રચેલું સાહિત્ય આ પ્રમાણે છે: (૧) દર્શન સમુચ્ચય, (૨) મેરુતુંગ વ્યાકરણ, (૩) ધાતુ પરાયણ, (૪) રસાધ્યાયવૃત્તિ, (૫) સપ્તતિભાષ્ય ટીકા, (૬) લઘુશતપદી, અપર નામ શતપદી સારોદ્ધાર, (૭) કામદેવચરિત', (૮) કાતંત્ર વ્યાકરણ બાલાવબોધ વૃત્તિ, (૯) ઉપદેશ ચિંતામણિ લgવૃત્તિ, (૧૦) નાભાકનૃપ કથા, (૧૧) સુશ્રાદ્ધ કથા, (૧૨) ચતુષ્ક વૃત્તિ, (૧૩) અંગવિદ્યા ઉદ્ધાર, (૧૪) પદ્માવતીકલ્પ, (૧૫) શતકભાષ્ય, (૧૬) નમુ€ણું ટીકા, (૧૭) જીરાવલ્લી પાર્શ્વનાથ તેત્ર, (૧૮) સૂરિમંત્રકલ્પ તથા સારોદ્ધાર, (૧૯) જેન મેઘદૂત મહાકાવ્ય આદિ અનેક ગ્રંથની રચના કરી છે. તેઓશ્રી ઉગ્રવિહારી અને મહાતપસ્વી પણ હતા. નિત્ય રાગ, હઠગ અને પ્રાણાયમ કરતા. ગ્રંથકારોએ તેમને “પૂરવરિષિ” જેવાં વિશેષણ આપ્યાં છે, જે યથાર્થ છે. અમદાવાદનિવાસી સંઘવી સમજીએ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ખરતરવસી ટૂકને જીર્ણોદ્ધાર કરાવ્યું ત્યારે સં. ૧૬૭૫ના વૈશાખ સુદ ૧૩ ને શુક્રવારે ૭૦૦ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. જેસલમેરનિવાસી શેઠ બાહરૂછ ભણશાલીએ સં. ૧૬૭૫ના માગશર સુદ ૧૨ ના દિવસે સૂરિજી પાસે લેદ્રવ તીર્થમાં અનેક પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૯ ના અષાઢ સુદ ૯ ના દિવસે સૂરિજી કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનરત્નસૂરિજી આવ્યા. તેઓ સં. ૧૭૧૧ માં આગ્રામાં કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી આવ્યા. તેઓ સં. ૧૭૬૩ માં સુરતમાં કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનસુખસૂરિજી આવ્યા, તેઓ સં. ૧૭૮૦માં રણ ગામે કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનભક્તિસૂરિજી આવ્યા. તેઓ સં. ૧૮૦૪ માં માંડવી (સુરત) માં કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનલાભસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૮૩૪ માં ગુઢા મુકામે કાળધર્મ પામ્યા. આ રીતે ખરતરગચ્છની પાટ પરંપરાએ આવતા એક પછી એક આચાર્યભગવંતે દ્વારા શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો સુસમ્પન્ન બનતાં રહ્યાં. છેલ્લા દસકામાં આ પાટ-પરંપરામાં પૂ. આ. શ્રી જિનકાંતિસાગરસૂરિજી અને પૂ. આ. શ્રી જિનદિયસાગરસૂરિજી થયા. તેઓ બંનેની આચાર્યપદવી સં. ૨૦૩૯ માં થઈ. તેમાં પૂ. આ. શ્રી જિનકાંતિસાગરસૂરિજી મહારાજ સં. ૨૦૪૧ માં કાળધર્મ પામ્યા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૮ માં અને દીક્ષા પૂ. આ. શ્રી જિનહરિસાગરસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૮૬ માં થયેલ. તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ અને છેક જમ્મુ-કાશ્મીરમાં અપૂર્વ, અનુપમ અને અવિસ્મરણીય એવાં અનેકવિધ ધર્મકાર્યો સુસંપન્ન થયાં હતાં. પૂજ્યશ્રી પ્રખર વક્તા, વિદ્વાન, એજસ્વી અને તેજસ્વી સૂરિવર હતા. વર્તમાનમાં ખરતરગચ્છનાં ગણાધીશ પૂ. આ. શ્રી જિનદિયસાગરસૂરિજી મહારાજની પાવન નિશ્રા અને પ્રભાવક પ્રેરણાથી ગચ્છના તેમ જ જૈનશાસનનાં અનેકવિધ કાર્યો ખૂબ સુંદર અને સરસ રીતે સુસમ્પન્ન બની રહ્યાં છે. 2010_04 Page #559 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના વિશિષ્ટ અંગરૂપ અચલગરછ (વિધિ પક્ષ)ની પ્રાચીન પરંપરા ૧. અચલગચ્છ પ્રવર્તક શ્રી આર્ય રક્ષિતસૂરિ કરુણાસાગર, ત્રિલે ગુરુ પરમાત્મા શ્રી મહાવીરદેવની પાટે ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંતની શ્રમણ પરંપરામાં ૪૭મી પાટે અચલ (વિધિ પક્ષ)ગચ્છના પ્રવર્તક શ્રી આર્ય રક્ષિતસૂરિ થઈ ગયા. તેમને જન્મ સં. ૧૧૩૬ના શ્રાવણ સુદ ૯ના આબુ તીર્થ પાસેના દંતાણી ગામે થયે હતે. પિતાનું નામ દ્રોણ, માતાનું નામ દેદી અને તેમનું પોતાનું નામ વયજા હતું. વડગચ્છના જયસિંહસૂરિ પાસે સં. ૧૧૪૨ ના વૈશાખ સુદ ૮ ના દિવસે તેઓએ દીક્ષા અંગીકાર કરી મુનિ વિજયચંદ્ર નામ રાખ્યું. આગમ આદિ અનેક ગ્રંથના અભ્યાસથી તેઓ પ્રકાંડ વિદ્વાન બન્યા. સં. ૧૧૫૯માં એક ઘટના બની. તે વખતે ચૈત્યવાસીઓમાં ઘણે શિથિલાચાર વ્યાખ્યું હતું. “સીઓદર્શ ન સેવિજા” આ દશવૈકાલિક સૂત્રની ગાથાનું મનન કરતાં મુનિ વિજયચંદ્ર ગુરુને પૂછયું, “આ કાચા પાણીને વપરાશ સાધુઓ શા માટે કરે છે?' જવાબમાં ગુરુએ કહ્યું, “કાળને દોષ છે.” પણ તેમણે શાક્ત મુનિજીવન જીવવાની પ્રબળ ભાવનાથી ગુરુ પાસે આજ્ઞા માગી ત્યારે ગુરુદેવે “શાસ્ત્રોક્ત મુનિજીવન આચરે તેને ધન્ય છે !” કહી આજ્ઞા આપી. આમ, ગુર્વાસા મેળવી, મળેલા સૂરિપદને ત્યાગ કરી, ગુરુના આગ્રહથી ઉપાધ્યાયપદે રહી, ઉપાધ્યાયશ્રી વિજયચંદ્રજી કેટલાક શિષ્ય સાથે લાટ ઇત્યાદિ પ્રદેશમાં પહોંચ્યા. કિદ્ધારના આશયથી પિતાના સંસારી મામા પૂર્ણિમાગચ્છીય આચાર્ય શીલગુણસૂરિ પાસે કેટલેક સમય રહ્યા, પણ સાવદ્ય ક્રિયાઓ જોઈને તેનાથી દૂર રહ્યા અને પાવાગઢ તીર્થ ઉપર કાઉસગ્ગ, ધ્યાન ઇત્યાદિ આત્મસાધના કરતા રહ્યા. દરેજ ગેચરીએ જાય. સાથે સંકલ્પ કર્યો : “કદી પણ સદોષ અન્નજળ ન લેવું. આમ કરતાં નિર્જળ-ચૌવિહાર માસખમણનું ઉગ્ર તપ આરાધ્યું. એક વખત મહાવિદેહ ક્ષેત્રમાં શાસનદેવી શ્રી ચશ્કેશ્વરીએ પરમાત્મા શ્રી સીમંધર સ્વામીને પૂછયું : “પ્રભે! ભરતક્ષેત્રમાં આગમાનુરાગી સાધુજીવન આચરનાર કે ઈ મુનિ છે કે નહિ?” ભગવાને કહ્યું : “હા! પાવાગઢ પર સાગારી અનશન કરી રહેલા શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાયજી આગમક્ત વિધિમાર્ગને જાણે છે, આરાધે છે. તેમનાથી વિધિપક્ષનું પ્રવર્તન થશે.” 2010_04 Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શાસનપ્રભાવક પ્રભુના શ્રીમુખથી વિજયચંદ્ર ઉપાધ્યાયજીની પ્રશંસા સાંભળી ચકેશ્વરી દેવી પાવાગઢ પર આવ્યાં અને ગુરુજીના દર્શનથી પ્રસન્ન થઈ કહ્યું : “પૂજ્ય ! આપ પુણ્યવાન છે, દીર્ઘદશી છો. આપ પર્ષદામાં સીમંધર પ્રભુ દ્વારા પ્રશંસિત છે. હે પૂજ્ય ! આવતી કાલે ભાલેજથી યશોધન શ્રાવક સંઘ સહિત આવશે. આપના ધર્મોપદેશથી પ્રતિબંધ પામશે અને શુદ્ધ અન્નજળ વહેરાવશે. આપ પારણું કરશો. આપ દ્વારા વિધિપક્ષનું પ્રવર્તન થશે. જિનશાસનને જ્યજયકાર થશે.” બીજા જ દિવસે સંઘપતિ યશોધન ભણશાળી સંઘ સહિત તીર્થયાત્રાએ આવ્યા. સંઘપતિની વિનંતીથી ગુરુદેવ તળેટીમાં સંઘના રસેડે પધાર્યા. ત્યાં સૂઝતે આહાર મળતાં તે વહેરીને સ્વસ્થાને આવી વિજયચંદ્રજીએ માસક્ષમણનું પારણું કર્યું. યશોધન શ્રાવક ગુરુ પાસે આવ્યા. ગુરુના ઉપદેશથી તેમણે શ્રાવકનાં વ્રતે સ્વીકાર્યા. ગુરુ સંઘ સહિત ભાલેજ પધાર્યા. અહીં ભાલેજમાં ઉપાધ્યાય વિજયચંદ્રજીને ગુરુએ સૂરિપદ આપી આર્ય રક્ષિતસૂરિ' નામ આપ્યું. અહીંના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પાખંડીઓએ વિરોધ કરતાં ચકકેશ્વરીદેવીએ પ્રગટ થઈને કહ્યું : “આર્ય રક્ષિતસૂરિ કહે છે તે જે વિધિમાર્ગ સર્વજ્ઞકથિત અને શાશ્વત છે. શ્રી આર્યરક્ષિતસૂરિએ પણ આગમનાં પ્રમાણો ટાંકી વિધિમાર્ગ સમજાવ્યું. પિતાની અજ્ઞાનતાથી વિરોધીઓ ઝાંખા પડ્યા. આમ, વિરાટે માનવમેદની વચ્ચે સં. ૧૧૬૯ના વૈશાખ સુદ ૩ ના દિવસે વિધિપક્ષ ગચ્છની જાહેરાત થઈ. તે વખતે અનેક સુવિહિત આચાર્યો તેમ જ ગચ્છો વિધિપક્ષ ગચ્છમાં ભળી ગયા. આમાં શંખેશ્વરગચ્છ, વલ્લભીગચ્છ, નાણકગચ્છ, નાડેલગચ્છ, ભિન્નમાલગચ્છ, મુખ્ય હતા તથા ઝાલેરી, આગમ, પૂર્ણિમા, સાર્ધ પૂનમિયા, ઝાડપલ્લી ઇત્યાદિ ગચ્છએ-તેના નાયકેએ-વિધિ પક્ષ ગચ્છની કેટલીક સમાચારી સ્વીકારી. ત્યારથી શ્રી આર્યરક્ષિતસૂરિજીને પ્રતાપ અધિક વૃદ્ધિ પામે. - પૂજ્ય સૂરિજીની પ્રેરણાથી બેણપના કરોડપતિ મંત્રીશ્રી કપદીનાં પુત્રી સોમાઈ એ લાખનાં આભૂષણે તજ પિતાની ૨૫ સખીઓ સાથે દીક્ષા લીધી; અને તેઓ “સમયશ્રીજી ” નામે અચલગચ્છમાં પ્રથમ સાવી થયાં. એક વખત કપદી વરત્રાંચલથી શ્રી હેમચંદ્રસૂરિને વંદન કરતા હતા. તે વખતે રાજા કુમારપાલના પૂછવાથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ કહ્યું : આ વિધિ શાસ્ત્રોક્ત છે. તથા તેમણે આર્ય રક્ષિતસૂરિની પ્રશંસા પણ કરી. આથી રાજા કુમારપાળે કહ્યું: “વિધિપક્ષનું બીજું નામ અચલગચ્છ થશે.” શ્રી આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી પ્રતિબોધિત રાજાઓમાં સિંધના મહીપાલ, ધર્મદાસ, દિલ્હીના પૃથ્વીરાજ, હમીરજી, જેસંગ, મંત્રીઓ ખેતલ ભાટા, ધરણા ઇત્યાદિ છે. સૂરિજીની પ્રેરણાથી અનેક લેકે જૈનધર્મ પામ્યાં. રાજા સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ ઈત્યાદિ પણ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા. આર્ય રક્ષિતસૂરિન પરિવાર : ૨૨૦૨ સાધુઓ અને ૧૩૧૧ સાધ્વીજીઓ મળી કુલ ૩૫૧૩ જેટલે હવે તેમાં ૧૨ આચાર્યો, ૨૦ ઉપાધ્યાયે, ૭૦ પંન્યાસો, ૩૦૦ મહત્તર સાધ્વીઓ, ૮૨ પ્રવર્તિની સાધ્વીઓ હતાં. તેઓ સં. ૧૨૩૬માં બેણપ (બનાસકાંઠા)માં દિવંગત થયા. અચલગચ્છનાં અધિષ્ઠાયિકા તરીકે ચકકેશ્વરી દેવી તથા મહાકાલી કેવી રહ્યાં. પૂ. આર્યરક્ષિતસૂરિજીની જન્મભૂમિ દંતાણીમાં ૯૦૦ વર્ષ પ્રાચીન જિનાલયને તાજેતરમાં જીર્ણોદ્ધાર કરાવી શ્રી 2010_04 Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પપ૯ સીમંધરસ્વામી દાદાના ભવ્ય જિનાલય સહિત ગુરુમંદિર આદિની પ્રતિષ્ઠા સં. ૨૦૪૪ના મહા વદ ૧૨ના પૂ. અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ.આ. શ્રી કલાપ્રભસાગર સૂરિજી મહારાજની નિશ્રામાં થઈ. પૂ. દાદાશ્રી આચાર્ય આર્ય રક્ષિતસૂરિજીની સુવિહિત શાસ્ત્રીય વિચારધારાને તેઓશ્રીના પ્રશિષ્ય પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજી, પૂ. આ. શ્રી મહેન્દ્રસિંહસૂરિજીએ પ્રાકૃત-સંસ્કૃતબદ્ધ શતપદી અપનામ પ્રશ્નોત્તરપદ્ધતિ નામના ગ્રંથમાં અક્ષરદેહ આપેલ છે, જેની તાડપત્રીય કાગળની હસ્તપ્રત ખંભાત, વડોદરા, છાણી, પાટણ આદિના પ્રાચીન જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. પ્રો. રવજી દેવરાજે ૫૦ વર્ષ પહેલાં “શતપદી સારાંશ ” તરીકે પ્રકાશિત કરેલ છે. પૂ. આ. શ્રી મેરૂતુંગસૂરિજી મહારાજે પણ શતપદી સમુદ્વાર ગ્રંથ રચેલ છે. શતાબ્દીઓ વહી જવા છતાં પૂ. આર્ય રક્ષિતસૂરિજીએ પ્રવર્તાવેલ વિધિપક્ષ-અચલગચ્છ આજે પ૧ સંગીન સ્થિતિમાં છે, આથી તેમની સમાચારની મહત્તા અંકિત થાય છે. ૨. શ્રી જયસિંહસૂરિ : પૂ. આ. શ્રી આર્યરક્ષિતસૂરિના પટ્ટધર શ્રી જયસિંહસૂરિ મહાપ્રભાવક હતા રાજા સિદ્ધરાજની પ્રેરણાથી જેસંગે આર્ય રક્ષિતસૂરિ પાસે દીક્ષા લીધી હતી. જેસંગ ગુરુ પાસે ગયેલ ત્યારે દેવદર્શને ગયેલા ગુરુ આવ્યા તે દરમિયાનમાં, ત્યાં પડેલું દશવૈકાલિકસૂત્ર' વાંચ્યું અને તે અલ્પ સમયમાં કઠસ્થ કરી લીધું. શ્રી જયસિંહસૂરિને શાસ્ત્રના સાડા ત્રણ કરોડ કલેકે કંઠસ્થ હતા. સં. ૧૨૧૭માં મહારાજા કુમારપાળના આગ્રહથી છત્ર હર્ષભટ્ટારિક દિગંબરાચાર્યને શ્રી સિંહસૂરિએ વાદમાં પરાજિત કરેલા. તે વરસે જ રાજા કુમારપાલે આગ્રહપૂર્વક તેમનું માસું પાટણમાં કરાવ્યું. આ રાજાએ કરાવેલા ઉદ્ધાર બાદ તારંગા તીર્થની શ્રી જયસિંહસૂરિજીએ સર્વ પ્રથમ યાત્રા કરી હતી. કચ્છના ભદ્રેશ્વર તીર્થની પ્રતિષ્ઠા શ્રી આર્યરક્ષિતસૂરિ અને શ્રી જયસિંહસૂરિએ કરાવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. શ્રી જયસિંહસૂરિએ લાખ ક્ષત્રિયોને પ્રતિબંધેલા અને તેમને એશવાલ જ્ઞાતિમાં ભળવા પ્રેરણા કરેલી. તેમણે પ્રતિબોધેલા રાજાઓમાં હલ્યુડીના રાજા અનંતસિંહ, યદુવંશીય સેમચંદ, શઠેડ ફણધર, રવજી ઠાકોર, લાલન ચૌધરી, બિહારીદાસ, ઉમરકેટના મોહનસિંહ, દેવડ ચાવડા, રાઉત વરદત્ત ઇત્યાદિ હતા. આચાર્ય શ્રી જયસિંહસૂરિએ લાલન, ગાલા, દેટીઆ, કટારીયા, સાવલા, લિડિયા, સંઘઈ, હલ્યુડીઆ, લેલાડીયા, રાકેડ, મીઠડીયા, ગુટકા, પડાઈઆ, નીશર, છાજેડ ઇત્યાદિ ગોત્રને પ્રતિબંધેલા. પયુંષણ સંવત્સરી ભાદરવા સુદ પાંચમની સમાચારી બાબતમાં શ્રી જયસિંહસૂરિ અચલ રહ્યા, તેથી ત્યારથી “અચલગચ્છ” એવું નામ પ્રસિદ્ધ થયું. શ્રી જયસિંહ સૂરિજીનું નામ અને પ્રદાન જૈન ઇતિહાસમાં કદી પણ ભૂંસાશે નહીં. તેઓશ્રી સં. ૧૨૫૮માં સ્વર્ગસ્થ થયા. ૩. શ્રી ધર્મઘોષસૂરિ : તેઓશ્રીએ શાકંભરીના પ્રથમ રાજા રાઉત્ત બાહડી, નાગર બ્રાહ્મણ, ચૌહાણ ભીમ, જાલેરને બીલ્ડ, પરમાર ક્ષત્રિય રણમલ, હરિયા ઈત્યાદિને પ્રતિબધે. પરિણામે બેહડા (ર), દેવાણંદ, ગેસર દાંતેવાડીયા, હીરાણી, વિસરીઆ, ભુલાણી, હરિયા અટકે પ્રસિદ્ધિમાં આવી. તેમની પ્રેરણાથી ઝાડપલ્લીગચ્છના જયપ્રભસૂરિ, વિદ્યાધરગચ્છના સોમપ્રભસૂરિ, દિગંબરાચાર્ય વીરચંદ્રસૂરિ પિતાના ગચ્છ અને પરિવાર સહિત 2010_04 Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૬o શાસનપ્રભાવક અચલગચ્છમાં ભળી ગયા. તેમણે અચલગચ્છની સમાચારી ઉપર “શતપદી” ગ્રંથ સં. ૧૨૬૩માં પ્રાકૃતમાં ર હતું, અને “ષિમંડલ પ્રકરણ” ઈત્યાદિ અનેક ગ્રંથ પણ રહ્યા હતા. ૪. શ્રી મહેન્દ્રસિંહસૂરિ તેઓશ્રીના ઉપદેશથી બાડમેર (કીરાડુ )ના આલ્હા શાહે દુષ્કાળમાં લાખ રૂપિયાનું દાન કર્યું. ત્યારથી આલ્હાના વંશજો વડું કામ કરવાથી “વડેરા” ગેત્ર તરીકે પ્રસિદ્ધ થયા. આ સૂરિજીની પ્રેરણાથી પિડા શાહે શંખેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. સૂરિજીથી પ્રભાવિત થઈને મંત્રી વસ્તુપાલ તથા જાલેરને સંઘ પિતાના સંશયે દૂર કરવા કર્ણાવતી આવેલે. આ બધાના સંશય દૂર કર્યો. સૂરિજીને આગમ મુખપાઠ હતા. તેમણે પાલીતાણું ગચ્છના નાયક પુણ્યતિલકસૂરિને વાદમાં જીતી પોતાના શિષ્ય કર્યા, તેથી પુણ્યતિલકસૂરિએ પિતાના પરિવાર સાથે અચલગચ્છની સમાચારી સ્વીકારી. શ્રી મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય ભુવન, ગસૂરિ મંત્રવાદી અને પનાના ટીકાકાર હતા. મહેન્દ્રસિંહસૂરિ એ સંસ્કૃતમાં “શતપદી” ગ્રંથ, અષ્ટોત્તરી તીર્થ સ્તવ' ઇત્યાદિ ગ્રંથ રચ્યા. હતા. ૫. શ્રી સિંહપ્રભસૂરિ : તેઓશ્રીના સમયમાં વલ્લભી સમુદાયના અચલગચ્છીય પુણ્યતિલકસૂરિના ઉપદેશથી મુંજા શાહે ભારેલમાં નેમનાથ પ્રભુનું ૭૧ જિનાલય બંધાવ્યું. ૬. શ્રી અજિતસિંહસૂરિ : તેઓશ્રીના તપ અને ઉપદેશથી પ્રભાવિત જાલેરના રાજાએ પિતાના રાજ્યમાં થતી હિંસા બંધ કરાવી. આ સત્કાર્યથી લોકે રાજા કુમારપાળના સમયને યાદ કરતા. સૂરિજીની પ્રેરણાથી ચાણસ્મામાં ભટેવા પાર્શ્વનાથ તીર્થનું નિર્માણ અને તેની પ્રતિષ્ઠા થઈ. ૭. શ્રી દેવેન્દ્રસિંહસૂરિ : તેઓશ્રીનાં પ્રભાવક પ્રવચનેના આકર્ષણથી અનેક આચાર્યો, ઉપાધ્યાય અને પંડિતથી આખી સભા ભરાઈ જતી. તેઓશ્રીની પ્રેરણાથી સિરોહી (રાજસ્થાન)નું મુખ્ય તીર્થરૂપ આદીશ્વર જિનાલય નિર્મિત થયું. ૮. શ્રી ધર્મપ્રભસૂરિ : તેઓશ્રી ઉગ્ર તપસ્વી હતા. સેળભે પહેરે એક ઠામે એક ટંક આહારપાણી વાપરતા. અપ્રમત્ત સંયમી હોઈ તેમનું બીજું નામ “પ્રજ્ઞાતિલકસૂરિ” હતું. તેમના દ્વારા રચિત પ્રાકૃત “કાલકકથા” પર વિદેશી વિદ્વાનોએ પણ ખૂબ રસ લીધે છે. આ કથા વિદેશમાં પણ પ્રસિદ્ધ થઈ છે. જુઓ “કાલકાચાર્ય કથાસંગ્રહ ૯ શ્રી સિંહતિલકસૂરિ : તેઓશ્રી પ્રખર વાદી અને અનેક ગ્રથના નિર્માતા હતા. ૧૦. શ્રી મહેનદ્રપ્રભસૂરિ : તેઓશ્રીએ શાસન અને ગચ્છની ઉન્નતિ માટે છ માસ આયંબિલ કર્યા. એક લાખ સૂરિમંત્રને જાપ કર્યો. આથી ચકકેશ્વરી દેવીએ વરદાન આપ્યું અને ત્યારથી ગચ્છના પ્રસારમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ. પરિણામે, ધર્મતિલકસૂરિ, સેમતિલકસૂરિ, મુનિશેખરસૂરિ, મુનિચંદ્રસૂરિ, અભયતિલકસૂરિ, જયશેખરસૂરિ, મેરૂતુંગસૂરિ ઈત્યાદિ પ્રભાવક આચાર્યાદિ ૫૦૦ શિષ્યથી ગચ્છ શોભવા લાગ્યા. તેમના શિષ્ય કવિ-ચક્રવતી શ્રી જયશેખરસૂરિ પ્રકાંડ પંડિત હતા. ગૂર્જર ભાષાની સમૃદ્ધિમાં તેમને ફાળે અસાધારણ છે, જેની પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ નોંધ લીધી છે. જયશેખરસૂરિની “જેન કુમારસંભવ મહાકાવ્ય”, “ઉપદેશ ચિંતામણિ” (પ્રાકૃત) આદિ ૫૦ કૃતિઓ પ્રાપ્ત થાય છે. શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીના ઉપદેશથી અને શાખાચાર્ય અભયસિંહસૂરિની પ્રેરણાથી શ્રી ગેડી પાર્શ્વનાથ તીર્થનું નિર્માણ અને પ્રતિષ્ઠા થયાં. ૧૧. શ્રી મેલ્ડંગસૂરિ : તેઓશ્રી સં. ૧૪૧૦માં આચાર્યશ્રી મહેન્દ્રસૂરિના 2010_04 Page #563 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ પ૬૧ વરદ હસ્તે દિક્ષા અંગીકાર કરી હતી. આબુ પાસેના જીરાવલી તીર્થ અને પારકરના ગેડીજી તીર્થના ઇતિહાસમાં તેમનું નામ અમર રહેશે. શ્રી મેરૂતુંગસૂરિજીએ લાડાના રાઉત મેઘરાજ, સાચોરના રાઉત પાતા, રાઉત મદનપાલ, ઈડરપતિ સુરદાસ, જંબુનરેશ ગજમલ ગદુઆ, જીવનરાય, યવનપતિ ઇત્યાદિ રાજાઓને પ્રતિબોધ આપે. એક વખત શત્રુંજય તીર્થના મૂળ જિનાલયને ચંદરે બળતાં સૂરિજી ખંભાતમાં વ્યાખ્યાનની પાટ પર મુહપત્તિ ચળવા લાગ્યા. શ્રાવકે એ પૂછયું : “આ શું કરે છે ?” ત્યારે સૂરિજીએ તીર્થમાં ચંદ બળી રહ્યો છે એ વાત કરી. શ્રાવકે એ માણસે દોડાવી શત્રુંજ્ય પર તપાસ કરાવી, તે બળતે ચંદરે ઓલવાઈ ગયાનું જાણવા મળ્યું. બીજા એક પ્રસંગે વડનગરના બ્રાહ્મણ નગરશેઠના પુત્રને સર્પદંશ થતાં ઝેર ઉતારવા સૂરિજીએ તરત જ “ૐ નમે દેવદેવાય” નામના પ્રભાવક “જિરાવલી તેત્ર”ની રચના કરી હતી. તેમણે શંખેશ્વર પાસેના લેલાડી તીર્થમાં પ્રભાવક ચાતુર્માસ કરેલ. તેમના શિષ્ય માણિક્યસુંદરસૂરિ પણ પ્રકાંડ વિદ્વાન હતા. તેમના બીજા શિષ્ય માણિજ્યશેખરસૂરિએ આગમગ્ર પર દીપિકાઓ રચી હતી. મેરૂતુંગસૂરિ રચિત “જેન મેઘદૂત મહાકાવ્ય ', મેરતુંગ વ્યાકરણ”, “સપ્તતિ ભાગ્ય ટીકા ”, “ષદર્શન નિર્ણય ”, ધાતુપારાયણ', રસાધ્યાયવૃત્તિ', “સૂરિ મુખ્યમંત્ર કલ્પ, “સૂરિમંત્ર સારોદ્ધાર” ઇત્યાદિ અનેક ગ્રંથ પ્રાપ્ત થાય છે. પટ્ટાવલિમાં તેમને “પૂરવ રષિ” જેવા કહ્યા છે. ૧૨. શ્રી જયકીતિસૂરિ : તેઓશ્રીની પ્રેરણાથી વિષાપહાર ગોત્રના વંશ જૈનધર્મ પામ્યા. અરવલ્લી તીર્થને જીર્ણોદ્ધાર અને અનેક જિનાલની પ્રતિષ્ઠાઓ તેમની પ્રેરણાથી સંપન્ન થઈ. તેમણે પિતાના દસ શિષ્યને આચાર્યપદવીથી અલંકૃત કર્યા હતા. ૧૩. શ્રી જયકેશરસૂરિ : તેઓશ્રીના મંત્રપ્રભાવથી અમદાવાદના બાદશાહ મહિમુદશાહને હકીલે તાવ દૂર થયું હતું. તેથી આ બાદશાહે અમદાવાદમાં અચલગચ્છને ઉપાશ્રય બંધાવી આપે. તે હજીયે ઝવેરીવાડમાં પાર્શ્વનાથ દેરાસર નજીક છે. પાવાગઢ (ચાંપાનેર)ને રાજા ગંગરાજ, રાજપુત્ર જયસિંહ તથા મંત્રીઓ આ સૂરિજીના સમાગમથી પ્રભાવિત થયા હતા. પાવાગઢનાં અધિષ્ઠાયિકા મહાકાળી દેવી અચલગચ્છનાં અધિષ્ઠાયિકા છે, તે પણ સૂચક માની શકાય. આ ગચ્છના આચાર્યોમાં સૌથી વધારે જિનબિંબના પ્રતિષ્ઠાયક તરીકે આચાર્યશ્રી જયકેશરસૂરિ મોખરે રહ્યા છે. ૧૪. શ્રી સિદ્ધાંતસાગરસૂરિ : માંડવગઢ તીર્થની ઉન્નતિમાં આ સૂરિજીને ફળો ઉલ્લેખનીય છે. તીર્થના પ્રાચીન મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ સમેત પ્રતિમાજીઓ પર તેમના પ્રતિષ્ઠાના લેખે છે. ૧૫. શ્રી ભાવસાગરસૂરિ : તેઓશ્રી પ્રાકૃતના વિદ્વાન હતા. તેમણે “વીરવંશાનુક્રમ”, “અચલગચ્છ ગુર્વાવલિ” (પ્રાકૃત) વગેરે ગ્રંથ રહ્યા છે. ૧૬. શ્રી ગુણનિધાનસૂરિ : એમના સમયમાં આ. શ્રી હર્ષનિધાનસૂરિએ રત્નસંચય” ગ્રંથ ઉદ્ધર્યો. ૧૭. શ્રી ધર્મભૂતિસૂરિ : આ સૂરિજીની બ્રહ્મચર્ય અંગેની પરીક્ષાથી અબુદાદેવી પ્રસન્ન થયાં. તેમણે સં. ૧૬૦૨ માં ૯૨ સાધુ-સાધ્વીઓ સહ ઉગ્ર તપપૂર્વક ક્રિયેદ્ધાર કર્યો. 2010_04 Page #564 -------------------------------------------------------------------------- ________________ પર શાસનપ્રભાવક તેઓ ત્યાગમૂર્તિ હતા. તેમની પ્રેરણાથી લેતાગેત્રીય વાષભદાસ તથા પુત્ર કુંવરપાલનપાલ મંત્રીબાંધએ આગ્રામાં જિનાલયનું નિર્માણ, બે બજાર યાત્રિકે સાથે શિખરજી તીર્થને સંઘ ઇત્યાદિ અનેક ધર્મકાર્યો કર્યા. તેઓશ્રી સમ્રાટ અકબરની સભામાં માનવંતું સ્થાન ધરાવતા હતા. આ સૂરિજીની પ્રેરણાથી જામનગરમાં તેજશી નાગડાએ શાંતિનાથ પ્રભુ અને રાયશી શાહે સંભવનાથ પ્રભુનાં વિશાળ જિનાલયે બંધાવ્યાં. શિખરજી, રાજગૃહી આદિ તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા. આ સૂરિએ આગમાદિ અનેક ગ્રંથો લખાવ્યા. ૧૮. શ્રી કલ્યાણસાગરસૂરિ : તેઓશ્રી મહાપ્રભાવક હતા. શંખેશ્વર નજીકના લાડા નગરમાં સં. ૧૯૩૩ના વૈશાખ સુદ ૬ના દિવસે જન્મ્યા. સં. ૧૬૪૨માં દીક્ષા લીધી. ૧૬ વર્ષની નાની ઉંમરે તેઓશ્રી સૂરિ બન્યા હતા. ગુજ્ઞાથી સર્વપ્રથમ કચ્છ પધાર્યા. સં. ૧૬૫૦ માં કચ્છના ભદ્રેશ્વર તીર્થની સૂરિજીની નિશ્રામાં લાલનગોત્રીય વર્ધમાન–પદ્ધસિંહ મંત્રીબાંધએ પંદર હજાર યાત્રિકે સાથે શત્રુંજય તીર્થને છરીપાલિત સંઘ કાઢયો. સૂરિજીની પ્રેરણાથી આ મંત્રીએ જામનગરના ચાંદી ચેકમાં અર્ધ શત્રુંજય તુલ્ય વિશાળ તીર્થરૂપ જિનાલયે અને શત્રુંજય પર જિનાલયે નિર્મિત કર્યા. તેમણે ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો. સૂરિજીની પ્રેરણાથી કચ્છના મહારાજા પ્રથમ ભારમલ પ્રતિબોધ પામતાં કચ્છભરમાં પર્યુષણને અનુલક્ષી ૧૫ દિવસ “અમારિ પાલન” થતું. રાજાએ ભૂજમાં “રાજવિહાર” જિનાલય બંધાવ્યું. રાજમહેલમાં જે પાટ પર સૂરિજી બેસતા તે પાટ આજે પણ ભુજના અચલગચ્છના ઉપાશ્રયમાં વિદ્યમાન છે. મેગલ બાદશાહ જહાંગીર, જામનગરના જામ લાખાજી ઇત્યાદિ રાજાઓ સૂરિજીથી પ્રભાવિત હતા. આ આચાર્યપ્રવર વિષે “જૈન” પત્ર તા. ૧૬-૪-૭૭ ના અંકમાં લખે છે કે, “શાસનના પ્રભાવક આચાર્યોની ઉજજવળ પરંપરાના પ્રકાશને વિસ્તારનાર તેજસ્વી નક્ષત્ર સમાં આવા જ એક શ્રમણ શ્રેષ્ઠ સમર્થ સંઘનાયક હતા. દર્શન, જ્ઞાન અને ચારિત્રની અખંડ અને નિર્મળ હૃદયની વ્યાપક ધર્મ પ્રભાવના દ્વારા જેમ એમનું જીવન ધન્ય બન્યું, તેમ શાસન પણ કલ્યાણકર બન્યું હતું. તેમના શિષ્ય ઉપાધ્યાય વિનયસાગરજીએ “ભેજ વ્યાકરણ”, પદ્ય નામમાલા”, ઇત્યાદિ સંસ્કૃત ગ્રંથ રચ્યા. ઉપાધ્યાય દેવસાગરજીએ “અભિધાન ચિંતામણિ કેષ” પર દશ હજારી બૃહદ્ ટીકા સંસ્કૃતમાં રચી. કલ્યાણસાગરસૂરિજીએ અનેક સ્તોત્રે, “લિંગ નિર્ણય” ઈત્યાદિ ગ્રંથ રચ્યા. તેઓ સં. ૧૭૧૮ આસો સુદ ૧૩ ના કચ્છ-ભૂજમાં દિવંગત થયા. ૧૯ શ્રી અમરસાગરસૂરિ ઃ તેઓ પણ પ્રભાવક હતા. ૨૦. શ્રી વિદ્યાસાગરસૂરિ : તેઓ પ્રથમ કચ્છી પટ્ટધર હતા. દક્ષિણ ભારતમાં તેઓશ્રી ખૂબ વિચર્યા. કચ્છના રાજા ગોડજીની સભામાં કષિ મૂલચંદ સાથે પ્રતિમા અંગે શાસ્ત્રાર્થ કરી પરાજિત કર્યા. તેથી ઋષિ મૂલચંદને કરછથી ચાલ્યા જવું પડ્યું. આ સમયમાં અચલગચ્છને પ્રભાવ વિશેષ હિતે. ૨૧. શ્રી ઉદયસાગરસૂરિ : તેઓશ્રીની પ્રેરણાથી જામનગરનાં જિનાલયને જીર્ણોદ્ધાર થયે. સિદ્ધસેનકૃત દ્વાર્નાિશિકા” પર વૃત્તિ ઇત્યાદિ ગ્રંથ તેમણે રચ્યા. ૨૨. શ્રી કીતિસાગરસૂરિ, ૨૩. શ્રી પુણ્યસાગરસૂરિ, ૨૪. શ્રી રાજેન્દ્ર સાગરસૂરિ, ૨૫. શ્રી મુક્તિસાગરસૂરિ અને ૨૬. શ્રી રતનસાગરસૂરિ. તેમાં છેલ્લા 2010_04 Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ પ૬૩ બંને સૂરિઓની પ્રેરણાથી શત્રુજયગિરિ પર છે અને જિનાલયે રચાયાં અને અંજનશલાકાઓ થઈ. શેઠ શ્રી નરશી નાથાએ અને શ્રી કેશવજી નાયકે તેઓશ્રીની નિશ્રામાં, પ્રેરણાથી સારું એવું ધન વાપર્યું. ૨૭. શ્રી વિવેકસાગરસૂરિ અને ૨૮. શ્રી જિનેકસાગરસૂરિ. ૨૯ શ્રી ગૌતમસાગરસૂરિ : મારવાડના પાલીનગરના ધરમલ શ્રીમાળી બ્રાહ્મણના સુપુત્ર ગુલાબમલ પાંચ વરસની લઘુવયમાં યતિ દેવસાગરજી સાથે કચ્છ આવ્યા; અને યતિદીક્ષા લીધી. સં. ૧૯૪૬માં ક્રિદ્ધાપૂર્વક સંવેગી દીક્ષા લીધી. નામ “ગૌતમસાગરજી ' રહ્યું. અચલગચ્છને વિદ્યમાન ત્યાગી સમુદાય તેમને આભારી છે. તેમણે શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી દીધી ! ત્યાગમાર્ગના પ્રચારમાં તેમને ઘણાં કર્થે આવ્યાં, પણ સિંહની જેમ સફળ થયા. ગચ્છના અનેક ગ્રંથને ઉદ્ધાર કર્યો, અને પ્રકાશિત કરાવ્યા. ભુજ, માંડવી અને જામનગરમાં મોટા જ્ઞાનભંડારે સ્થાપ્યા. તેમના વરદ હસ્તે એક દિક્ષાઓ થઈ. તેઓ અપ્રમાદી અને મહાત્યાગી યોગીશ્વર હતા. “કચ્છ-હાલાર દેશદ્વારક” એ સાર્થક બિરુદના ધારક હતા. તેમના પ્રખર શિષ્ય પરમ વિનયી પૂ. નીતિસાગરજી ગણિ હતા. તેમના બે પટ્ટધરો-દાનસાગરસૂરિ અને ગુણસાગરસૂરિ થયા. શ્રી દાનસાગરસૂરિ અને તેમના શિષ્ય શ્રી નેમસાગરસૂરિ પણ ગચ્છના શણગારરૂપ થઈ ગયા. પૂ. આ. શ્રી દાનસાગરસૂરિએ સં. ૧૯૬૬માં દીક્ષા અંગીકાર કરી. તેઓએ આગમનાં ગોદ્ધહન કર્યા હતાં. સં. ૨૦૧૨માં તેમને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સં. ૨૦૧૭ માં તેઓ મુંબઈમાં કાળધર્મ પામ્યા. તેઓશ્રીના શિષ્ય મુનિશ્રી નેમસાગરજીને સં. ૨૦૧૨માં કચ્છ-સુથરીમાં આચાર્યપદવી અપાઈ. તેઓશ્રીની પ્રેરણાથી “અચલગચ્છ દિગ્દર્શન ઇતિહાસ ” ગ્રંથ પ્રકાશિત થયે. (સંકલનઃ પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ ). ભારતભરમાં ગચ્છ અને જૈનશાસનની પ્રભાવનાને વ્યાપક રૂપે પ્રવર્તાવનારા એકવીસમી સદીના અજોડ શાસન પ્રભાવક, સુરિસમ્રાટ-અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યપ્રવર શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ છેલ્લા દાયકામાં પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજનું નામ એમની અનેકવિધ શાસનપ્રવૃત્તિઓથી જૈન સમાજમાં સુપ્રસિદ્ધ બની ગયું હતું, વળી, પિતે દીક્ષા ન લે ત્યાં સુધી રોજ એકાસણું કરવાની પ્રતિજ્ઞા લેનાર અને દીક્ષા લીધા પછી પણ જીવનના અંત સુધી, એમ પાંચ દાયકાથી પણ વધુ સમય સળંગ એકાસણી કરનાર અને રોજ સવારે ઊઠીને ૧૦૮ વાર ખમાસમણ દેનાર ઉગ્ર તપસ્વી અને વિહાર કરવાની બાબતમાં પણ ઉગ્ર વિહારી તરીકે સુપ્રસિદ્ધ એવા શ્રી ગુણસાગરસૂરિજી મહારાજે અચલગચ્છનું નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતભરમાં ગુંજતું કરી દીધું હતું. પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજને જન્મ સં. ૧૯૬૯ના મહા સુદ ૨ ને 2010_04 Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ શાસનપ્રભાવક શુક્રવારે કચ્છમાં દેઢિયા ગામે થયો હતો. એમના પિતાશ્રીનું નામ કવી.ઓ. જ્ઞાતિના લાલજી દેવશી છેડા અને માતુશ્રીનું નામ ધનબાઈ હતું. તેમનું પિતાનું સંસારીનામ ગાંગજી હતું. પિતા લાલજીભાઈએ વ્યવસાયાર્થે મુંબઈ આવી શિવરીમાં દુકાન કરી હતી. ૧૨ વર્ષના ગાંગજીભાઈ પિતાશ્રી સાથે દુકાનમાં જોડાતાં તેઓ શાળામાં વ્યાવહારિક શિક્ષણ ચાર ધોરણ સુધીનું જ લઈ શક્યા. તેર વર્ષની ઉંમરે ગાંગજીભાઈને શીતળાનો રોગ થયે અને એવી ગંભીર સ્થિતિમાં મુકાયા હતા કે પિતાશ્રીએ માનેલું કે તેઓ અવસાન પામ્યા છે. એટલે સ્મશાને લઈ જવાની તૈયારી કરવા માંડેલી, ત્યાં શરીરમાં હલનચલન થઈ અને છ મહિનાની ગંભીર માંદગી પછી ગાંગજીભાઈ સ્વસ્થ થવા માંડ્યા. એ ઘટના પછી પિતાનાં માતુશ્રીને પ્રતિકમણ વગેરે વિધિ પુસ્તક વાંચીને કરાવતાં કરાવતાં અને માતુશ્રીની સાથે તપશ્ચર્યા કરતાં કરતાં કિશોર વયના ગાંગજીભાઈને તપ-ત્યાગ–વૈરાગ્યનો રંગ લાગ્યું. અને આગળ જતાં એ એટલે દ4 બન્યું કે એક વખત માતુશ્રી રઈ કરતાં હતાં ત્યારે ધગધગતું તેલ ગાંગજીભાઈને શરીર પર પડયું, તે પણ પોતાની તપશ્ચર્યા તેડી નહીં અને દવા લીધી નહીં. યુવાન વય થતાં તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને ત્યાર પછી સમેતશિખર અને તેની આસપાસનાં તીર્થોની યાત્રા કરી. તેઓ ધાર્મિક ઉત્સવમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા અને મુંબઈમાં કચ્છી મહાજનવાડીમાં સામાયિક-પૌષધ વગેરે પણ નિયમિતપણે કરવા લાગ્યા. એવામાં તેઓ જામનગરમાં તે સમયના અચલગચ્છાધિપતિ પૂ. શ્રી ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય પૂ. ગણિવર્ય શ્રી નીતિસાગરેજી મહારાજના સંપર્કમાં આવ્યા. દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યક્ત કરી અને તે પ્રમાણે સં. ૧૯૩માં તેમણે પિતાના ગામ દેઢિયા (કચ્છ)માં ચૈત્ર વદ ૮ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પૂ. શ્રી નીતિસાગરજી મહારાજના શિષ્યરૂપે મુનિશ્રી ગુણસાગરજી નામ ધારણ કર્યું. કચ્છ-માંડવીમાં, જામનગરમાં, ભૂજમાં, કચ્છ-ગોધરામાં, મેટા આસંબિયામાં એમ એક પછી એક એમનાં ચાતુર્માસ થતાં રહ્યાં. એમની અસાધારણ તેજસ્વિતા પારખીને ગુરુમહારાજે પંડિતે રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને ઊંડે અભ્યાસ કરાવ્યા. સમય જતાં એમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવી અને સં. ૨૦૦૩માં પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરિજીએ તેમને ગચ્છની જવાબદારી પણ પી. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને શ્રીસંઘ તરફથી આચાર્ય પદવી આપવામાં આવી અને તેઓ સં. ૨૦૩૦માં ભદ્રેશ્વરતીર્થમાં અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ થયા. ગચ્છાધિપતિ આચાર્યભગવંતે ત્યાર પછી કચ્છ, રાજસ્થાન, બૃહદ્ મુંબઈમાં અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબોધ આપીને અનેક મહત્ત્વનાં ધર્મકાર્યો કરાવ્યાં. તેમણે શ્રી આર્ય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કચ્છ-મેરાઉમાં કરાવી. ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થને સંઘ કાઢયો. મેરાઉમાં શ્રાવિકા-વિદ્યાપીઠની સ્થાપના કરાવી. કચ્છની શત્રુંજ્યની તીર્થયાત્રાને રીપાલિત સંઘ કઢાવે. ઉપરાંત જિનમંદિર, ઉપાશ્રયે, જ્ઞાનમંદિર, ધર્મશાળાઓ, ગ્રંથાલયે, અંજનશલાકાપ્રતિષ્ઠાએ, જીર્ણોદ્ધાર, દીક્ષા-પદવી પ્રદાન વગેરે વિવિધ પ્રકારનાં ઘણાં કાર્યો વર્ષોવર્ષ મહોત્સવપૂર્વક કરાવ્યાં. પિતાનાં માતુશ્રીને દીક્ષા આપી સાધ્વી ધર્મશ્રીજી નામ આપ્યું. છેલ્લા દાયકામાં 2010_04 Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ પ૬પ એમણે મુંબઈથી સમેતશિખરજીને સંઘ અને સમેતશિખરથી શત્રુંજયને છ રીપાલિત સંઘ કઢાવ્ય એ એમની વિરલ સિદ્ધિ લેખાય. એમણે સમેતશિખરમાં ૨૦ જિનાલયનું નિર્માણ ધર્મશાળા સહિત કરાવ્યું અને કચ્છમાં ૭૨ જિનાલયનાં નિર્માણનું કાર્ય ઉપાશ્રયે, ધર્મશાળા વગેરે સહિત ચાલુ કરાવ્યું. - જૈન–એકતા માટે તેઓશ્રીએ પ્રશંસનીય પ્રવૃત્તિઓ અને પ્રચાર કર્યા. એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશને અને સંમેલન યોજાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ પદવીથી રાંધ અને સમાજે અલંકૃત કર્યા. તેઓશ્રીની નિશ્રાનાં બે અધિવેશનમાં ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘ પધાર્યા હતા. ૭૨ જિનાલય તીર્થની ભૂમિ ઉપર સં. ૨૦૪૩માં અક્ષયતૃતીયાના દિવસે રાષ્ટ્રપતિએ તેમને સાતમાં વરસીતપનું પારાણું કરાવવા ઈશ્કરસ વહેરાવ્યો. એમની પ્રેરણા અને સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક યુવક અને યુવતીઓએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧પથી વધુ સાધ્વીઓએ દીક્ષા લીધી, અને પચાસેક સાધુઓએ દીક્ષા લીધી, જેમાં એમના શિષ્ય પૂ. ગુણોદયસાગરજી અને પૂ. કલાપ્રભસાગરજીને આચાર્ય પદવી અપાઈ છે. આમ, એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છને સાધુ-સાધ્વીજીને વિશાળ સમુદાય ઊભું થયું છે. પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનનાં જે વિવિધ કાર્યો કર્યા તેમાં તેમણે સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિમરણ ન થવું જોઈએ. તેઓશ્રી શ્રત સાહિત્યના અભ્યાસી હતા, સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાના પ્રખર પંડિત હતા, કવિ પણ હતા. ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચનાઓ કરે છે. તેઓશ્રીએ આર્ય રક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્રો સંસ્કૃત ભાષામાં રચેલાં છે. ઉપરાંત, સમરાદિત્ય ચરિત્ર (લઘુગદ્ય), ત્રિષષ્ટિ સારદ્વાર તેમ જ પર્વકથાસંગ્રહ, શ્રીપાલચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર વગેરે ગ્રંથ રચ્યા છે. તેમણે અનેક સ્તવને, મોટી પૂજાઓ, ચઢાળિયાં, સ્તુતિઓ, દુહાઓ, પ્રાર્થનાઓ વગેરેની પણ રચના કરી છે. એક લાખથી વધુ પ્રમાણ જેટલું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતીમાં, ગદ્યમાં અને પદ્યમાં, એમના હાથે રચાયું છે, જે તેઓશ્રીની મહાન સિદ્ધિ છે. એમનાં કેટલાંયે સ્તવનો રેજની ધાર્મિક વિધિમાં અનેક ભાવિકેને મુખે ગવાતાં સંભળાય છે. પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ અત્યંત સરળ હદયના અને વત્સલ સ્વભાવના હતા. પિતાના શિષ્યને પિતાતુલ્ય રહીને સંભાળતા, તેઓની દરેક રીતે પ્રગતિ થાય તેની સતત કાળજી રાખતા. વિક્રમની એકવીસમી સદીને ઇતિહાસ લખાશે ત્યારે અર્ધશતાબ્દીથી વધુ દીક્ષાપર્યાયનાં વર્ષોમાં જૈનશાસનની અનેકવિધ સેવા બજાવી જનાર મહાન ગચ્છાધિપતિશ્રીનું નામ સુવર્ણાક્ષરે લખાશે. પૂજ્યશ્રી ૭૭ વર્ષની વયે, સં. ૨૦૪૪ના ભાદરવા વદ ૩૦ ને સોમવારે મુંબઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ભવ્યાત્માને કેટ કેટિ વંદના ! (સંકલન : “પ્રબુદ્ધ જીવન માંના ડો. રમણલાલ ચી. શાહના લેખને આધારે) 2010_04 Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શાસનપ્રભાવ મહાન તપમૂર્તિ, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રભાવક અચલગચ્છના સૂરિસમ્રાટની પાટ પરંપરામાં અચલગચ્છાધિપતિ શાસનસમ્રાટ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ જેનશાસન--અચલગચ્છની જ્વલંત જયપતાકા લહેરાવી ગયા. એવા પૂ. આચાર્ય ભગવંતના શિષ્યરત્ન સળંગ એકવીસ વરસીતપના મહાન તપસ્વી પૂ. આ. શ્રી ગુણદયસાગર સૂરિજીને જન્મ કચ્છના કેટડા (રોહા) નગરે સં. ૧૯૮૮ના ભાદરવા સુદ ૧૫ના દિવસે માતુશ્રી સુંદરબાઈની કુક્ષીએ થયો હતો. તેમનું જન્મનામ ગોવિંદજી હતું. પિતા ગણશી બીમશીના પરિવારમાં સ્વાભાવિક સંસ્કારી વાતાવરણ, એટલે ગોવિંદજીને ભગવાનની ભક્તિમાં સારે રસ જાગે. બાળપણમાં થયેલી ધર્મબીજની વાવણી ભાવિમાં કે અણમેલ પાક પિદા કરે છે, એની પ્રતીતિ આજે થાય છે ! ગુજરાતી સાત ધોરણ સુધીનું વ્યાવહારિક શિક્ષણ લીધું. સાથેસાથે, ગામમાં જે કઈ સાધુમહારાજ પધારે એમની પાસે ધાર્મિક અભ્યાસ પણ કરતા. કેટડા ગામના દેરાસરમાં પરમાત્માની સેવા-પૂજા વગેરેનું કાર્ય સંભાળતા અને એ પૂજાવિધિમાંથી જ પૂજ્યતાની સૌરભ પ્રસરી. યૌવનને ઉંબરે પગ મૂકતાં જ સંસારનાં પ્રલેભને કે પ્રપંચમાં નહિ ફસાતાં પ્રત્રજ્યાની પગદંડી પર પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો. સં. ૨૦૧૪ ના માગશર સુદ ૧૦ ના દિવસે મુંબઈ-લાલવાડી મધ્યે એ સંકલ્પને સાકાર બનાવી આગારી મટી અણગારી બન્યા. ગોવિંદજીમાંથી મુનિ ગુણદયસાગરજી બન્યા. તેઓશ્રીની દીક્ષા પ્રસંગે જે માનવમહેરામણ ઊમટ્યો હતો, તેને હજી પણ જનતા યાદ કરે છે. દીક્ષાજીવનના પ્રારંભમાં પિતાના ગુરુદેવ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં સંસ્કૃત બે ગ્રંથે તથા અન્ય હાળિયાં, પ્રકરણદિ ગ્રંથની પાંચ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ કરેલ. તેમ જ ગુરુનિશ્રામાં આગમચરિત્ર વાંચનાદિ દ્વારા શાસ્ત્રાભ્યાસ પણ કર્યો. કચ્છમાં શાસન પ્રભાવક પ્રવૃત્તિઓ વગેરેના કારણે તેઓશ્રી શિખરજી સંઘમાં ન પધારી શક્યા, પણ તેઓશ્રીનાં મંગળ આશિષે તે સંઘ સાથે હતાં જ. તેઓશ્રી સળંગ ૨૧ વરસ સુધી પોતાના ગુરુદેવની છત્રછાયામાં રહ્યા. પૂજ્યશ્રી અચલગચ્છાધિપતિશ્રીના પ્રથમ પટ્ટધર છે. તપોમય જીવન એ એમને મુખ્ય આદર્શ છે. પૂજ્યશ્રીનું બાહ્ય અને આંતર વ્યક્તિત્વ તપસ્વી અને તેજસ્વી છે. કચ્છ-ભૂજમાં સં. ૨૦૩૨ ના મહા વદ ૨ ને દિવસે શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી ગુરુદેવે તેમને ઉપાધ્યાયપદે અલંકૃત કર્યા. સં. ૨૦૩૩ ના વૈશાખ સુદ ૩ (અખાત્રીજ)ને દિવસે કચ્છ-મકડા નગરે, મહા મહત્સવપૂર્વક આચાર્યપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૩૭ માં કચ્છ-મોટા આસંબિયામાં દાનવીર શેઠશ્રી શામજીભાઈ જખુભાઈ અને મેરારજી જખુભાઈ ગાલા તરફથી થયેલ ભવ્ય અંજનશલાકાપ્રતિષ્ઠાને પ્રસંગ તથા રતાડિયા નગર, બેરાજા વગેરે સ્થળોમાં અંજનશલાકાના પ્રસંગે તેઓશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાયા. આ તપસ્વીરત્ન પૂજ્ય આચાર્યશ્રીના સંયમજીવનની અનુમોદના કરતાં કરતાં એવી મંગલકામના સેવીએ કે શાસનદેવ તેઓશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે અને ગછનાં તેમ જ શાસનનાં શુભ કાર્યો કરી પૂજ્યશ્રી ગૌરવવંતા-જયવંતા વતે ! ગચ્છના 2010_04 Page #569 -------------------------------------------------------------------------- ________________ પ૬૭ શ્રમણભગવત-૨ વડીલ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી રહેલા પૂજ્યશ્રીનાં પાવન ચરણેમાં ભાવભીની કેટિશઃ વંદના ! (સંકલનઃ પૂ. મુનિશ્રી પૂર્ણભદ્રસાગરજી મહારાજ) અચલગચ્છના શણગાર, પ્રાચીન સાહિત્યના સંશોધક અને પ્રતિભાસંપન્ન પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ જૈનશાસન-અચલગચ્છના વર્તમાન પ્રવાહમાં જેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે, જેમના પ્રતાપી વ્યક્તિત્વને લીધે શાસનનાં અનેક માંગલિક કાર્યો અમલી બની શક્યાં છે, એવા પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરજી મહારાજ ખરેખર અચલગચ્છના શણગાર રૂપ છે. પૂજ્યશ્રીને દેહ તે બહુ નાજુક છે, પણ દિલ અને દિમાગ વિશાળ છે. તેમના દિલની અમીરાતે અને દિમાગની ઝડપી નિર્ણયશક્તિને કારણે શાસનસેવાની ઘણી જનાઓને બળ મળ્યું છે. પૂજ્યશ્રી એક અચ્છા સંશોધક અને લેખક છે, વક્તા અને વિદ્વાન છે, સુંદર કાર્યોના પ્રેરક અને પ્રણેતા છે. જેનશાસનની અને અચલગચ્છની પ્રાચીન સાહિત્યસમૃદ્ધિને પિતાની આગવી કળાથી કલમના સહારે કાગળ ઉપર કંડારી શકે છે. કલ્પનાની પાંખે વડે સાહિત્યના સુવિશાળ આકાશમાં પિતાની કળા-કુશળતાથી દૂર-સુદૂર ઉશ્યન કરી શકે છે, માટે જ તેમનું નામ “કલાપ્રભસાગર” રખાયું ન હોય જાણે! બે દાયકા પહેલાં, સેળ વરસની કિશોર વયમાં જ કિશોરકુમારે માતા પ્રેમકુંવર અને પિતા રતનશીભાઈના મેહ અને મમતાને ત્યાગ કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના શિષ્યત્વને સ્વીકાર કરી કચ્છ-ભુજપુર નગરે સમતાભર્યા સંયમમાર્ગને સ્વીકાર કર્યો ત્યારે સં. ૨૦૨૬ ના કારતક વદ ૧૩ ને શનિવારને શુભ દિવસ હતું. તેમનું સંસારી ગામ નવાવાસ (કચ્છ), તેમની જન્મતિથિ સં. ૨૦૧૦ ના માગશર વદ ૨ ને મંગળવાર, અચલગચ્છ સંઘને આ આશાસ્પદ યુવાન આચાર્યની શાસનને ચરણે ભેટ ધરાઈ એને ઘણું મટે યશ શ્રી આર્ય રક્ષિત જેન તત્વજ્ઞાન વિદ્યાપીઠને જાય છે. આ વિદ્યાપીઠમાં રહીને તેમણે ધાર્મિક તેમ જ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીની ઉચ્ચ પરીક્ષાઓ આપી. તેઓશ્રી સંસ્કૃત સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (B.A સમકક્ષ) બનેલા છે. છ કર્મગ્રંથ, સિદ્ધહેમવ્યાકરણ, ન્યાય, છંદ, આગમ, ચરિત્ર આદિનું વાચન અને કેટલાક દાર્શનિક ગ્રંથનું અધ્યયન કર્યું છે. સાહિત્યપ્રેમી આ મહાત્માની સાહિત્યયાત્રા સં. ૨૦૨૮માં “પરભવનું ભાતું” નામના લેકમેગ્ય પુસ્તકના આલેખન-સંપાદન દ્વારા શરૂ થઈ તે આજ દિન સુધી અવિરત ચાલુ છે. તેઓશ્રીના સાહિત્યપ્રેમને શબ્દદેહ આપવાને અહીં અવકાશ નથી, તેમ છતાં એટલું લખવું આવશ્યક લાગે છે કે, પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડાર જ જાણે એમનું જીવન છે! એમની રક્તવાહિનીઓમાં જાણે સાહિત્યરસ વહે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી ! એમના દ્વારા સંશોધિત, સંપાદિત અને લિખિત પુસ્તકની સંખ્યા ૭૦ થવા જાય છે. 2010_04 Page #570 -------------------------------------------------------------------------- ________________ પ૮ શાસનપ્રભાવક ગુણભારતી' નામના સંસ્કારી માસિકના પ્રકાશનની પ્રેરણા આપી, તે દ્વારા પણ પૂજ્યશ્રી સંઘમાં અહિંસાધર્મ, સંસ્કૃતિ અને માનવજીવનનાં આદર્શ કર્તવ્યના દિવ્ય સંદેશાને ઘરે ઘરે પહોંચાડવા પિતાના અમૂલ્ય સમય અને શક્તિને ભેગ આપી રહ્યા છે. “શ્રી આર્ય–કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ ' (સચિત્ર, પૃ. ૧૦૦૦) એ એમને અતિ ઉપયોગી સંશોધિત-સંપાદિત ગૌરવપ્રદ ગ્રંથ છે. પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ-સૌમાં નવચેતના પ્રગટાવે એવી મંગલકારી શાસનપ્રભાવક પ્રવૃત્તિઓને ઉદ્દભવ અને વિકાસ થયે છે, જેમાં, શ્રી આર્યજય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આર્ય–ગુણ સાધર્મિક ફંડ, શ્રી ગૌતમ-નીતિ-ગુણસાગરસૂરિ જૈન મેઘ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ જિનાગમાદિ ચિત્કર્ષ અને અનેક જ્ઞાનભંડારે, મહા ઉજમણાંમહાત્મ-છ'રીપાલિત સંઘ, અજોડ ૯૯ યાત્રાસંધ, જ્ઞાનસત્ર, સાંસ્કૃતિક પ્રદર્શન વગેરેને સમાવેશ થાય છે. તેમ જ અચલગચ્છ જૈનસંઘને લગતી કે અન્ય પણ મોટી નાની અનેક ધાર્મિક સંસ્થાઓ, જીવદયાકેન્દ્ર, યુવક પરિષદ શિબિર અને યુવક મંડળ વગેરેને પૂજ્યશ્રી નિખાલસભાવે પિતાની સૂઝસમજને લાભ આપી રહ્યા છે. રાજસ્થાન, કચ્છ, બૃહદ્ મુંબઈ, મહારાષ્ટ્ર તેમ જ પૂર્વ ભારતની લાંબી મંજિલના વિહારમાં પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવની સાથે વિચરી પ્રવચન અને પ્રેરણા દ્વારા જ્ઞાન ધનાં ઝરણાં વહેતાં કરી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની ગ૭ અને શાસનની જવાબદારીઓમાં બળપૂરક બની સારી એવી ગુરુકૃપા પ્રાપ્ત કરી સંઘે અને જનતાની લાગણી સંપાદન કરી છે. તેઓશ્રીએ ગ૭ના વર્તમાન મુનિગણમાં પ્રથમવાર શ્રી મહાનિશીથસૂત્ર સુધીના બૃહદ્યોગ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પૂર્ણ કરી, ભગવતીસૂત્રના યોગપૂર્વક સં. ૨૦૪૦ના કારતક વદ ૧૧ના દિવસે તેઓશ્રી મુંબઈ-વડાલા મુકામે ગણિ'પદધારક બન્યા. અનુમોદન કરવા યોગ્ય વાત પણ એ છે કે, પાસ વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા પૂજ્યશ્રીએ એકાંતરા ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા પણ ૩૦ વર્ષની નાની ઉંમરે કરી છે. એટલે, તેઓશ્રીને તપ-જપ પ્રત્યે અનુરાગ પણ અનુમોદનીય છે. વરસીતપ પણ કર્યો છે. શિખરજી તીર્થની અને શત્રુંજય તીર્થની ૧૦૮ યાત્રાઓ પણ કરી છે. તેઓશ્રીની પ્રેરણાના પરિણામસ્વરૂપ શ્રી આર્ય રક્ષિત જેન વેતાંબર તીર્થ પ્રાચીન દંતાણી તીર્થને ઉદ્ધાર થયા. સં. ૨૦૪૧માં શિખરજી તીર્થમાં અખિલ ભારતીય વિદ્વદુ સંમેલનમાં વિદ્વાનોએ તેમને “સાહિત્યદિવાકર'નું બિરુદ અર્પણ કર્યું. સં. ૨૦૪૧માં અમદાવાદમાં ચાતુર્માસ રહી, તેમણે ઘણું પ્રાચીન ભંડારમાંથી ગચ્છની વિરલ હસ્તપ્રતે મેળવી તેના ઉદ્ધારનું મહાન કાર્ય કર્યું. અમદાવાદ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે ત્યાં ગચ્છના વિશાળ ઉપાશ્રયનું સર્જન થયું. ત્રણ વરસ પહેલાં કચ્છથી ગુરુદેવની આજ્ઞા આવતાં મુંબઈથી ઉગ્ર વિહાર કરી માત્ર ૪૦ દિવસમાં ભીનમાલ-રાજસ્થાન અંજનશલાકા–પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સં. ૨૦૪૩માં ગુરુદેવના શુભ હસ્તે બાડમેરમાં પિષ વદ ૧૩ના દિવસે ઉપાધ્યાયપદ અને એક મહિના પછી, સં. ૨૦૪૩ના મહા વદ ૧૨ના દિવસે શ્રી આર્યરક્ષિત દંતાણું તીર્થ (રાજસ્થાન )માં પ્રતિષ્ઠા પ્રસંગે 2010_04, Page #571 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ૫૬૯ નવકાર મહામંત્રના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન થયા. તેઓશ્રીના વિહારથી–પ્રેરણાથી રાજસ્થાન–મેવાડ-માલવામાં ગચ્છમાં જાગૃતિ આવી; તેથી તેઓશ્રી “રાજસ્થાન-દીપક” તરીકે પણ ઓળખાયા છે. સં. ૨૦૪૪માં મુંબઈ પધારેલા અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજની તબિયત એકાએક કથળતાં નૂતન યુવાચાર્યશ્રી ઉગ્ર વિહાર કરે મુંબઈ પધાર્યા અને અંતિમ મહિનાઓમાં ગુરુદેવશ્રીની સેવાભક્તિને અપૂર્વ લ્હાવો લીધે. આમ, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના પ્રભાવે તેઓશ્રી ૩૭ વર્ષની યુવાવયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ, તીર્થોદ્ધાર, છ'રીપાલિત સંઘ, અજોડ ૯૯ યાત્રા સંઘ તેમ જ રત્નત્રયવર્ધક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. તાજેતરમાં તેઓશ્રીની પ્રેરણા નિશ્રામાં અનંત છાયા (ઘાટકે પર), નહેરુનગર (કુલ), બાંદરા હિલ રોડ, બીબી (માટુંગા), વાલીવ આંબાવાડી વગેરે સ્થળોએ નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠાઓ થઈ. મુંબઈ આદિ સ્થળમાં ઉપાશ્રયેનાં નિર્માણ, શંખેશ્વર તીર્થમાં અચલગચ્છ ભવન ધર્મશાળા, બીવલીમાં સાધારણ ખાતાની સધ્ધરતા માટે વિરાટ કલ્પતરુ સાધારણ ફંડ ભેજના અમલી બન્યાં છે. સ્વભાવે મિલનસાર, સહનશીલ અને ગંભીર પ્રકૃતિ ધરાવતા પૂજ્યશ્રી શિ–પ્રશિષ્યો, ગુરુબંધુઓ અને કેટલાક મુમુક્ષુનું જીવન-ઘડતર કરતાં સ્વ-પરની કલ્યાણની કામનામાં વ્યસ્ત રહીને જીવનને પાવન અને પરોપકારી બનાવી રહ્યા છે. શાસનનાં અનેકવિધ ભવ્ય કાર્યો કરવા માટે પૂજ્યશ્રી દીર્ધાયુ પામો એવી હાદિક અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કટિ કોટિ વંદના ! COPA શ્ર. કર 2010_04 Page #572 -------------------------------------------------------------------------- ________________ કમ પાટ પરંપરા દ્રોણ . દેદી પ્રાટ – અચલગરછના પટ્ટધરોની દીક્ષિત અને માતા-પિતા જન્મસંવત સંસારી નામ જ્ઞાતિ ગામ - ૪ ૫ આર્યરક્ષિતસૂરિ સં. ૧૧૪૨ (વયા ) શ્રા. સુ. ૮ (ગોદુહ) દંતાણી જયસિંહસૂરિ દાહડ ૧૧૭૯ (જેસિંગ) નેઢી ઓશવાળ પારાનગર ધર્મઘોષસૂરિ શ્રીચંદ ૧૨૦૮ (ધનકુમાર). રાજલદે માહપુર શ્રીમાળી (મારવાડ) મહેન્દ્રસિંહસૂરિ દેવપ્રસાદ ૧૨૨૮ (માલકુમાર) શ્રીદેવી સુચનગર (મહેન્દ્રકુમાર) શ્રીમાલી (મારવાડ) સિંહપ્રભસૂરિ અરિ સિંહ ૧૨૮૩ (સિંહજિત ) પ્રીતિમતિ શ્રીમાળી (ગુજરાત) અજિતસિંહસૂરિ જિનદેવ ૧૨૮૩ (અચલકુમાર) જિનમતિ ડેડગ્રામ શ્રીમાળી (મારવાડ) દેવેન્દ્રસિંહસૂરિ સેનું ૧૨૯૯ (દેવચંદ) સંતેષશ્રી પાલનપુર શ્રીમાળી, (ગુજરાત) ધર્મપ્રભસૂરિ લીંબા ૧૩૩૧ (ધનરાજ) વીઝલદે શ્રીમાલ શ્રીમાળી (ભીનમાલ) સિંહતિલકસૂરિ આસંધર ૧૩૪૫ (તિલકચંદ) ચાંપલદે અઈલપુર ઓશવાળ (મારવાડ) વિજાપુર 2010_04 Page #573 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત માહિતી : દીક્ષા સંવત ગામ આચાર્યપદ સંવત ગામ , ગણેશપદ સંવત ગામ સ્વર્ગવાસ સંવત ગામ ૮ સં. ૧૧૪૨ વૈ. સુ. ૮ રાધનપુર ૧૧૯૭ થરાદ સં. ૧૧૬૯ ભાલેજ (ગુજરાત) ૧૨ ૦૨ મંદેર તે ( મારવાડ) १२३४ ભટ્ટહરી (મારવાડ) ૧૨૬૩ નાડેલ (મારવાડ) ૧૩૦૯ ખંભાત (ગુજરાત) ૧૩૧૪ પાટણ (ગુજરાત) ૧૩૨૩ સં. ૧૧૬૯ ભાલેજ (ગુજરાત) ૧૨૩૬, બેનાતટ (ગુજરાત) ૧૨૫૮ પ્રભાસપાટણ (ગુજરાત) १२६८ સં. ૧૨૩૬ - બેનાતટ (ગુજરાત) ૧૯૫૮ પ્રભાસપાટણ (ગુજરાત) ૧૨૬૮ ડાયા તિમિરપુર ૧૩૯ તિમિરપુર તિમિરપુર (મારવાડ) ૧૨૧૬ માહવપુર (મારવાડ) ૧૨૩૦ ખંભાત (ગુજરાત) ૧૨૯૧ વિજાપુર (ગુજરાત) ૧૨૯૧ ખંભાત (ગુજરાત) ૧૩૦૬ પાલનપુર (ગુજરાત) ૧૩૪૧ જાલોર (મારવાડ) ૧૩પ૨ સિહી (મારવાડ) ૧૩૦૯ (મારવાડ) ૧૩૧૩ તિમિરપુર (મારવાડ) ૧૩૩૯ પાટણ (ગુજરાત) ૧૩૭૧ પાટણ (ગુજરાત) ૧૩૯૩ તિમિરપુરા (મારવાડ) ૧૩૧૬ જાહેર (મારવાડ) ૧૩૩૯ પાટણ (ગુજરાત) ૧૩૭૧ પાટણ (ગુજરાત) ૧૩૯૩ પાટણ (ગુજરાત) તિમિરપુર આસેટી (મારવાડ) ૧૩૯ જાલોર (મારવાડ), ૧૩૭૧ આનંદપુર (ગુજરાત) (મારવાડ) ૧૩૯૫ ખંભાત (ગુજરાત) 2010_04 Page #574 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આભા , મહેન્દ્રપ્રભસૂરિ (મહેન્દ્રકુમાર) લીબિણું મેરૂતુંગસૂરિ (વસ્તિગ) ઓશવાલ વયરસિંહ માલદેવિ પ્રાશ્વ જ્યકીર્તિસૂરિ (દેવકુમાર ) ભૂપાલ ભ્રમરાદે શ્રીમાળી દેવશી લાખણદે શ્રીમાળી ૧૩. ૫૯ જયકેસરસૂરિ (ધનરાજ) જીવડો સિદ્ધાંતસાગરસૂરિ (એનપાલ) પુરા ૧૩૬૩ વડગામ (મારવાડ) ૧૪૦૩ જીર્ણપુર (મારવાડ) ૧૪૩૩ તિમિરપુર (મારવાડ) ૧૪૭૧ થાનપુર (ગુજરાત) ૧૫૮૬ અણહીલપુર પાટણ (ગુજરાત) ૧૫૧૦ નરશાણ (મારવાડ) ૧૫૪૮ પાટણ (ગુજરાત) ૧૫૮૫ 'ખંભાત (ગુજરાત) ૧૬૩૩ લેલાડી (ગુજરાત) ૧૬૯૪ ઉદયપુર (મેવાડ) ઓશવાલ કરા શૃંગાર શ્રીમાલી ભાવસાગરસૂરિ (ભાવડ) ગુણનિધાનસૂરિ (સેનપાલ) નગરાજ લીલાદે શ્રીમાળી હંસરાજ ધર્મમૂર્તિસૂરિ (ધર્મદાસ) હાંસલ કલ્યાણસાગરસૂરિ (કેડનકુમાર ) શ્રીમાલી નાનિંગશા નામિલદે શ્રીમાળી ધા સેનલદે ઓશવાળ અમરસાગરસૂરિ (અમરચંદ) 2010_04 Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ પ૭૩ ૧૩૯૩ પાટણ ૧૪૪૪ 'પાટણ (ગુજરાત) ૧૪૭૧ પાટણ ૧૩૭૫ પાટણ (ગુજરાત) ૧૪૧૦ નાણી (મારવાડ) ૧૪૪૪ તિમિરપુર (મારવાડ) ૧૪૭૫ થાનપુર (ગુજરાત) ૧૫૧૨ પાટણ (ગુજરાત) ૧૫૨૦ ખંભાત (ગુજરાત) ૧૫૬૦ પાટણ (ગુજરાત) ૧૫૯૯ ખંભાત (ગુજરાત) (ગુજરાત) ૧૪૨૬ પાટણ (ગુજરાત) ૧૪૬૭ ખંભાત (ગુજરાત) ૧૪૯૪ ચંપકપુર (મારવાડ) ૧૫૪૧ અમદાવાદ (ગુજરાત) ૧૫૬૦ માંડલ (ગુજરાત) ૧૫૬૫ જંબુસર (ગુજરાત) ૧૬૦૨ અમદાવાદ (ગુજરાત) ૧૬૪૯ અમદાવાદ (ગુજરાત) ૧૭૧૫ ખંભાત (ગુજરાત) ૧૩૯૫ ખંભાત (ગુજરાત) ૧૪૪૪ પાટણ (ગુજરાત) ૧૪૭૧ પાટણ (ગુજરાત) ૧૫૦૧ પાટણ (ગુજરાત) ૧૫૪૧ ખંભાત (ગુજરાત) ૧૫૬૦ પાટણ (ગુજરાત) ૧૫૮૪ ખંભાત (ગુજરાત) ૧૬૦૨ ખંભાત (ગુજરાત) ૧૬૭૧ પાટણ (ગુજરાત) ૧૭૧૮ ભુજ (કચ્છ) (ગુજરાત) ૧૫૦૦ પાટણ (ગુજરાત) ૧૫૪૧. ખંભાત (ગુજરાત) ૧૫૬૦ પાટણ (ગુજરાત) ૧૫૮૩ પાટણ (ગુજરાત) ૧૬૦૨ પાટણ (ગુજરાત) ૧૬૭૦ પાટણ (ગુજરાત) ૧૭૧૮ ભુજ (કચ્છ) ૧૭૬૨ ધોળકા (ગુજરાત) ૧૬૪૨ ધોળકા (ગુજરાત) ૧૭૦૫ ઉદયપુર (મેવાડ) 2010_04 Page #576 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવકો વિદ્યાસાગરસૂરિ ( વિદ્યાધર ) ઉદયસાગરસૂરિ (ગોવર્ધનકુમાર ) કિતિસાગરસૂરિ (કુંવરજી) કરમશી કમલાદે ઓશવાલ કલ્યાણ જયવંતી ઓશવાળા માલશી એશબાઈ ઓશવાળ રામસિંહ મીઠીબાઈ પ્રાગ્વટ પુણ્યસાગરસૂરિ (પાનાચંદ) १७४७ ખીરસરા (કચ્છ) ૧૭૬૩ જામનગર (સૌરાષ્ટ્ર) ૧૭૯૫ દેશલપુર (કચ્છ) ૧૮૧૭ વડેદરા (ગુજરાત) સુરત (ગુજરાત) ૧૮૫૭ ઉજજૈન (માળવા) ૧૮૯૨ મેથારા (કચ્છ) ૧૯૧૧ સુથરી રાજેન્દ્રસાગરસૂરિ ( રાજેન્દ્ર) મુક્તિસાગરસૂરિ (મોતીચંદ) ખીમચંદ ઉમેદબાઈ ઓશવાળ લાડ રત્નસાગરસૂરિ (રતનશી) વિવેકસાગરસૂરિ (વેલજી) બુમાબાઈ ક. વી. એ. ટોકરશી કુંતાબાઈ ક. ૬. ઓ. કલ્યાણજી ૧૯૨૯ જિનેન્દ્રસાગરસૂરિ (જેસિંગ) વાછલદે - ૧૯૨૦ ગૌતમસાગરસૂરિ (ગુલાબમલ્લ) - ક. વી. ઓ. ધરમલજી ક્ષેમલદે શ્રીમાલી બ્રાહ્મણ લાલજી ધનબાઈ ક. વી. એ. ૩૦. ૭૬ ગુણસાગરસૂરિ (ગાંગજી) વૈ. સુ. ૧૧ પાલી ૧૯૬૯ મ. સુ. ૨ દેટીઆ 2010_04 Page #577 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા–ર ૬ ૧૯૫૬ ખીરસરા ( કચ્છ ) ૧૭૭૭ ભુજ ( કચ્છ ) ૧૮૦૮ માંડવી ( કચ્છ ) ૧૮૩૩ ભુજ ( કચ્છ ) સુરત (ગુજરાત ) ૧૮૬૭ વૈ. સુ. ૩ ઉજ્જૈન ( માળવા ) ૧૯૦૫ મેાથારા ( કચ્છ ) ૧૯૨૮ સુથરી ( કચ્છ ) ૧૯૪૮ મ. ૧. ૧૧ - વૈ. સ. ૧૧ ૧૯૪૦ મુંબઈ ૧૯૯૩ ચૈ. ૧૮ દેઢીઆ 2010_04 ૭ ૧૭૬૨ ધાળકા ( ગુજરાત ) ૧૭૯૭ સુરત (ગુજરાત ) ૧૮૨૩ સુરત ( ગુજરાત ) ૧૮૪૩ સુરત (ગુજરાત ) ૧૮૯૨ વૈ. પાટણ ( ગુજરાત ) ૧૯૧૪ સુથરી ( કચ્છ ) ૧૯૨૮ સુથરી ( કચ્છ ) ૧૯૪૮ ૩. ૧૨ ૧૯૪૬ ફા. સુ. ૧૧ પાલી ૨૦૧૨ મુંબઈ . ૧૭૬૪ માતર ( ગુજરાત ) ૧૭૯૭ સુરત ( ગુજરાત ) ૧૮૩૬ અંજાર ( કચ્છ ) ૧૮૪૩ સુરત ( ગુજરાત ) ૧૮૭૦ પાટણ ( ગુજરાત ) ૧૮૯૨ વૈ. ૩. ૧૨ પાટણ ( ગુજરાત ) ૧૯૧૪ જે. સુ. ૧૧ ભુજ ( કચ્છ ) ૧૯૨- કા. ૧. પ્ માંડવી ( કચ્છ ) ૧૯૪૮ શ્રા. સુ. ૧૦ મુંબઈ ૨૦૦૮ ફા. સુ. ૧૧ રામાણિયા ૨૦૨૯ ભદ્રેશ્વર ( કચ્છ ) ૧૭૫ ૯ ૧૭૯૭ સુરત ( ગુજરાત ) ૧૮૨૬ સુરત ( ગુજરાત ) ૧૮૪૩ સુરત ( ગુજરાત ) १८७० પાટણ ( ગુજરાત ) ૧૮૯૨ માંડવી ( કચ્છ ) ૧૯૧૪ ૨૦૦૯ ૧૯૨૮ શ્રા. સુ. ૨ સુથરી ( કચ્છ ) ૧૯૪૮ રૂા. સુ. ૭ મુંબઈ ૨૦૦૪ કા. ૧. ૧૦ ભુજપુર ( કચ્છ ) ૩. ૧૩ ભુજ ( કચ્છ ) વૈ. ૨૦૪૪ ભા. વ. ૩૦ મુંબઈ Page #578 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ શાસનપ્રભાવક અચલગચ્છ પરંપરામાં ૧૮મા પટ્ટધર બીજી પરંપરાની ક્રમ દીક્ષિત,સંસારી નામ પિતા/માતા/જ્ઞાતિ જન્મ સંવત/ગામ '૧. અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી નાનિંગશા ૧૬૩૩ કલ્યાણસાગરસૂરિજી નામિલદે લાડા (કેડનકુમાર ) શ્રીમાળી (કોઠારી) (ગુજરાત) ૨. મહોપાધ્યાય શ્રી રત્નસાગરજી ૧૬૨૬ ગણિવર્થ કરમાં જખૌ એશિવાલ (કચ્છ) ૩. ઉપાધ્યાય શ્રી મેઘસાગરજી ગણિ પારવાડ ૧૬૫૩ પ્રભાસ પાટણ ૪. ઉપાધ્યાય શ્રી વૃદ્ધિસાગરજી ગણિ જેઠમલજી ૧૬૫૩ સિરીદે કેટડા પિરવાડ (મારવાડ) ૫. ઉપાધ્યાય શ્રી હીરસાગરજી ગણિ ઉત્તમચંદ ૧૭૦૩ જસમાઈ સેજીતરા ઓશવાલ (મારવાડ) ૬. શ્રી સહજસાગરજી ગણિ ૭. શ્રી માનસાગરજી ગણિ ૮. શ્રી રંગસાગરજી ગણિ ૯. શ્રી ફસાગરજી ગણિ ૧૦. શ્રી દેવસાગરજી ગણિ ૧૧. શ્રી સ્વરૂપસાગરજી ગણિ ૧૨. દ્ધિારક દાદાશ્રી ધરમલજી ૧૯૨૦ ગૌતમસાગરસૂરિજી ક્ષેમલદે (ગુલાલમલજી) શ્રીમાળી બ્રાહ્મણ (મારવાડ) (સંકલન : પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ ) - પાલી 2010_04 Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ પૂ. આચાર્યશ્રી કલ્યાણુસાગરસૂરીશ્વરજી પછીની સક્ષિપ્ત માહિતી દીક્ષા સંવત/ગામ ૫ ૧૬૪૨ ધાળકા (ગુજરાત) ૧૬૪૧ મ. સુ. ૨ ૧૬૬૬ ૧૮૦ મ. ૧, ૨ ૧૭૧૫ વૈ. સુ. ૩ ૧૯૪૦ શ્ર. ૭૩ . 2010_04 ઉપાધ્યાય સવત/ગામ ૬. ૧૬૪૯ અમદાવાદ ( ગુજરાત ) ૧૬૪૮ ૧૬૭૦ ૧૬૯૩ કા. સુ. પ ૧૭૨૩ કા. સુ. ૧૫ ક્રિયાાર/સૂરિપદ-ગચ્છનાયક ૨૦૦૮ રામાણીઆ ( કચ્છ ) ૧૯૪૬ ૧૯૭ સ્વર્ગ વાસ સંવત/ગામ ૭ ૧૭૧૮ આ. સુ. ૧૩ ભુજ ( ગુજરાત ) ૧૭૨૦ પેા. સુ. ૧૦ ૧૦૩૩ બાડમેર ૧૦૩૩ અ. સુ. ૩ ૧૭૮૨ શૈ.સુ. ૩ સ્વર્ગ વાસ ૨૦૦૯ વૈ. સુ. ૧૩ કચ્છ-ભુજ Page #580 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વચન્દ્રગચ્છ એતિહાસિક ભૂમિકા આલેખક : પૂજ્ય મુનિ ભુવનચંદ્રજી મહારાજ મહાન ક્રિાદ્ધારક, શુદ્ધિના પ્રખર પુરસ્કર્તા યુગપ્રધાન શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીની પાટપરંપરા આજે પાર્ધચંદ્રગચ્છના નામે ઓળખાય છે અને વર્તમાન શ્રમણ સંઘમાં સહુથી નાના ગચ્છનું સ્થાન શોભાવે છે. અન્ય સર્વ ગની જેમ એણે એકથી વધુ વાર નામાંતર ધારણ કર્યા છે. એનું પ્રાચીન નામ વડગચ્છ, પછી વડ તપગચ્છ, પછી નાગરી તપાગચ્છ, અને શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીના સમય બાદ જનતાએ એને પાર્થ દ્રગચ્છ નામ આપ્યું. પાર્ધચંદ્ર ગચ્છની પટ્ટાવલીમાં શ્રમણ ભગવાનથી પાટસંખ્યા ગણવામાં આવી છે. વર્તમાન ચાર ગચ્છની પટ્ટાવલીમાં આવનારું છેલ્લું સમાન નામ (નજીવા ફેરફાર સાથે) શ્રી વિમલચંદ્રસૂરિનું છે અને તે આ ગચ્છની પટ્ટાવલીમાં ૩૬મા ક્રમાંકે આવે છે. પાર્ધચંદ્રગચ્છની પટ્ટાવલી અનુસાર બારમી પાટે આવતા શ્રી સુસ્થિતસૂરિ સુધી શ્રમણે “નિગ્રંથ ' નામથી ઓળખાતા. શ્રી સુસ્થિતસૂરિએ સૂરિમંત્રને એક કોડ વાર જાપ કરેલો તેથી તેમને “કેટિક” બિરુદ મળ્યું. તેમને પરિવાર કોટિકગચ્છ કહેવાય. આગળ પંદરમા પટ્ટધર શ્રી વાસ્વામીથી વજી શાખા શરૂ થઈ અને તેમના શિષ્ય ચંદ્રસૂરિથી ચાંદ્રકુળને પ્રારંભ થયો. અઢારમા પટ્ટધર શ્રી સામંતભદ્રસૂરિ વનમાં વિશેષ રહેતા, તેથી વનવાસી કહેવાયા, તેથી તેમના પરિવારને વનવાસીગચ્છ નામ મળ્યું. અહીં સ્મરણમાં રહે કે આ સમયે અન્ય કેટલાંયે કુળ, ગણ કે શાખાઓ પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતાં, જે કાળક્રમે ક્ષીણ થઈ ગયાં. ૩૭મા પટ્ટધર શ્રી ઉદ્યોતનસૂરિ મહાન વિદ્વાન, તિષનિષ્ણાત અને સમર્થ હતા. સં. ૯૯૪માં આબુ ઉપર વિશાળ વટવૃક્ષ નીચે પિતાના ૮ શિષ્યને તેમણે આચાર્યપદ આપ્યું. એ આચાર્યોને શિષ્ય સમુદાય વડગચ્છ” અથવા “બૃહદ્ગ” રૂપે પ્રસિદ્ધ થયે. ઇતિહાસપ્રસિદ્ધ, મહાન ગ્રંથકાર, મહાન તાર્કિક અને વાદવિજેતા શ્રી વાદિદેવસૂરિ પાર્ધચંદ્ર ગચ્છની પટ્ટાવલીમાં ૪૪મા સ્થાને આવે છે. પ્રમાણનયતવાલેક અને તેના સ્યાદ્વાદ રત્નાકર નામક મહાકાય ટીકાના રચયિતા તથા દિગંબર વિદ્વાન શ્રી કુમુદચંદ્રને સિદ્ધરાજ જયસિંહની સભામાં વાદમાં પરાજિત કરનાર આ આચાર્યશ્રી વિજગતમાં સુપ્રસિદ્ધ છે. તેમણે ૨૪ શિષ્યને આચાર્યપદ આપ્યું હતું. તેઓશ્રીની શિષ્ય પરંપરા બૃહદ્ ગચ્છ, ભિન્નમાલ વડગચ્છ, મડાહડગ૭, જીરાપલ્લી વડગચ્છ, નાગોરી તપાગચ્છ વગેરે કેટલીયે શાખાઓમાં ફેલાઈ નાગરના મહારાજા આહણદેવ શ્રી વાદિદેવસૂરિ પ્રત્યે અતિ મહુમાન ધરાવતા 2010_04 Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પ હતા. શ્રી વાદિદેવસૂરિના પ્રથમ પટ્ટધર શ્રી પદ્મપ્રભસૂરિની તપશ્ચર્યાથી પ્રભાવિત નાગરના રાણાએ તેમને “તપ” (તપસ્વી) બિરુદ આપ્યું. આમ, શ્રી પદ્મપ્રભસૂરિએ નાગરી તપાગચ્છના આદ્યપુરુષ છે. એમની શિષ્ય પરંપરા “બૃહત્તપ” ગચ્છના નામે પ્રસિદ્ધ થયા પછી, જ્યારે સં. ૧૨૮૫માં આ. શ્રી જગશ્ચંદ્રસૂરિને પણ “તપ” બિરુદ મળ્યું ત્યારે એ તપાગચ્છથી પૃથક્ દર્શાવવા માટે “બૃહત્તાની સાથે “નારી-નાગપુરીય’ શબ્દ જોડવામાં આવ્યું હશે એવું અનુમાન થઈ શકે છે. સં. ૧૧૭૭માં સ્થપાયેલા આ નાગપુરીય બૃહત તપાગચ્છ વિક્રમની ૧૯મી સદી પછી પાર્ધચન્દ્રગચ્છ રૂપે પુનઃ પ્રસ્થાપિત થયે, ત્યાર પછી પણ તેની એક શાખા ‘નાગપુરીય તપાગચ્છ” એ નામે છેડા સમય સુધી ચાલતી રહી હતી. સંક્ષિપ્ત પટ્ટાવલી : ૪૪મી પાટ સુધી ફક્ત નામાવલી અને ત્યાર પછી સંક્ષિપ્ત નોંધ સાથે નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી અહીં આપીએ છીએ. શ્રી સાગરચંદ્રસૂરિ દ્વારા સંકલિત “શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી ના આધારે આ પટ્ટાવલી સંક્ષિપ્ત કરીને જૂ કરી છે. ૧. શાસનપતિ શ્રી મહાવીરસ્વામી, ૨. શ્રી સુધર્માસ્વામી, ૩. શ્રી જબૂસ્વામી, ૪. શ્રી પ્રભવસ્વામી, પૂ. શ્રી શય્યભવસૂરિ, ૬. શ્રી યશોભદ્રસૂરિ, ૭. શ્રી સંભૂતિવિજ્યસૂરિ, ૮. શ્રી ભદ્રબાહસ્વામી, ૯. શ્રી સ્થૂલિભદ્રસ્વામી, ૧૦. શ્રી આર્ય મહાગિરિસૂરિ, ૧૧. શ્રી આર્ય સુહસ્તિસૂરિ, ૧૨. શ્રી સુસ્થિતસૂરિ તથા શ્રી સુપ્રતિબદ્ધસૂરિ ( અહી થી કટિકગણ શરૂ થયે.) ૧૩. શ્રી ઇન્દ્રન્નિસૂરિ તથા શ્રી દિન્નસૂરિ, ૧૪. શ્રી સિંહગિરિસૂરિ, ૧૫. શ્રી વાસ્વામી (અહીંથી “વઈરી શાખા” શરૂ થઈ.) ૧૬. શ્રી વાસેનસૂરિ, ૧૭. શ્રી ચંદ્રસૂરિ (એમના નામથી “ચાંદ્રકુળ” પ્રસિદ્ધ થયે.) ૧૮. શ્રી સામતભદ્રસૂરિ (અહીંથી વનવાસીગચ્છને પ્રારંભ થશે.) ૧૯. શ્રી વૃદ્ધદેવસૂરિ, ૨૦. શ્રી પ્રદ્યોતનસૂરિ, ૨૧. શ્રી માનદેવસૂરિ, ૨૨. શ્રી માનતુંગસૂરિ, ૨૩. શ્રી વરસૂરિ, ૨૪. શ્રી જયદેવસૂરિ, ૨૫. શ્રી દેવાનંદસૂરિ, ૨૬. શ્રી વિકમસૂરિ, ૨૭. શ્રી નરસિંહસૂરિ, ૨૮. શ્રી સમુદ્રસૂરિ, ૨૯. શ્રી માનદેવસૂરિ (બીજા), ૩૦. શ્રી વિબુધપ્રભસૂરિ, ૩૧. શ્રી જ્યાનંદસૂરિ, ૩૨. શ્રી રવિપ્રભસૂરિ, ૩૩. શ્રી યશોદેવસૂરિ, ૩૪. શ્રી પ્રદ્યુમ્નસૂરિ ૩૫. શ્રી માનદેવસૂરિ (ત્રીજા), ૩૬. શ્રી વિમલચંદ્રસૂરિ, ૩૭. શ્રી ઉદ્યોતનસૂરિ (વડ નીચે આઠ શિષ્યને આચાર્યપદ આપતાં તેમને પરિવાર “વડગ૭” નામે પ્રસિદ્ધ થયે. આ ગચ્છને બૃહદ્ ગચ્છ' પણ કહે છે). ૩૮. શ્રી સર્વદેવસૂરિ, ૩૯ શ્રી શ્રીરૂપદેવસૂરિ, ૪૦. શ્રી સર્વદેવસૂરિ (બીજા), ૪૧. શ્રી યશોભદ્રસૂરિ, ૪૨. શ્રી નેમિચંદ્રસૂરિ અને ૪૩. શ્રી મુનિચંદ્રસૂરિ. ૪૪ શ્રી વાદિદેવસૂરિ. (શાસનપ્રભાવક શ્રમણભગવંતોમાં આ સૂરિવરનું નામ શુક્રતારક સમુ દીપ્તિમાન છે. સકલવાદિમુકુટ’ આ પ્રકાંડ પંડિત દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્રના વિજેતા તરીકે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેમના ૨૪ શિષ્ય આચાર્યો થયા હતા. તેમના પ્રથમ પટ્ટધર શ્રી પદ્મપ્રભસૂરિ નાગરી તપાગચછના આદ્ય પુરુષ છે.) ૪૫. શ્રી પદ્મપ્રભસૂરિ. (સં. ૧૧૭૭માં રાજા આહણદેવે એમને તપ” બિરુદ આપ્યું. તેમની પરંપરા નાગોરી તપાગચ્છના નામે ઓળખાઈ.) ૪૬ શ્રી પ્રસન્નચંદ્રસૂરિ (તેમના સમયમાં બાર વર્ષને દુષ્કાળ પડ્યો અને ફરી શિથિલાચારની શરૂઆત થઈ) ૪૭. શ્રી 2010_04 Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શાસનપ્રભાવક ગુણસમુદ્રસૂરિ, ૪૮. શ્રી જયશેખરસૂરિ. એમણે ક્રિોદ્ધાર કર્યો. બાર ગેત્રને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા. નાની ઉંમરમાં જ એમને ચૌહાણ રાયહમીર તરફથી “કવિરાજ ” બિરુદ મળેલું. સં. ૧૩૦૧ માં આચાર્યપદ, ૪૯ શ્રી વજાસેનસૂરિ (બીજા) આચાર્યપદ સં. ૧૩૫૪. “લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર”, “ગુરુગુણષત્રિશિકા વગેરે ગ્રંથ રચ્યા છે. સારંગદેવ, રાણ સહક, બાદશાહ અલાઉદ્દીન વગેરેને ધર્મબંધ આપનાર આચાર્યશ્રીને “દેશના જળધર” એવું બિરુદ મળેલું. ૫૦. શ્રી હેમતિલકસૂરિ. ૫૧. શ્રી રત્નશેખરસૂરિ પ્રસિદ્ધ “સિરિસિરિવાલ કહાના રચયિતા તરીકે આ સૂરિવર જૈનજગતમાં સુવિખ્યાત છે. “સંબોધસિત્તરિ”, “ગુણસ્થાનકમારોહ” વગેરે અતિ ઉપયોગી ગ્રંથરચના એમણે કરી છે. આચાર્યપદ-સં. ૧૪૦૦. પ૨. શ્રી હેમચંદ્રસૂરિ ૫૩. શ્રી પૂર્ણચંદ્રસૂરિ આચાર્યપદ – સં. ૧૪૨૪. ૫. શ્રી હેમહંસસૂરિ. કહેવાય છે કે આ આચાર્યશ્રીએ ૫૦૦૦ જિનાલયેની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય પદ – સં. ૧૪૫૩. એમના જીવનકાળ પછી પુનઃ શિથિલાચારને પ્રારંભ થયો. ૫૫. શ્રી લક્ષ્મીનિવાસસૂરિ. એમની શિષ્ય પરંપરામાં શ્રી પાર્ધચંદ્રસૂરિ થયા. શ્રી હેમહંસસૂરિના બીજા શિષ્ય શ્રી હેમસમુદ્રસૂરિ હતા, જેમની પરંપરા નાગરી બૃહતપાગચ્છની એક શાખારૂપે ઘણા સમય સુધી ચાલતી રહી. આ શાખાની પટ્ટાવલી નીચે મુજબ છે : હેમસમુદ્રસૂરિ– હેમરત્નસૂરિ-મરત્નસૂરિરાજરત્નસૂરિ-ચંદ્રકીર્તિસૂરિ-હર્ષ કીર્તિસૂરિ. હર્ષ કીર્તિસૂરિએ સારસ્વત વ્યાકરણની ટીકા, ગચિંતામણિ, સપ્તસ્મરણ ટીકા આદિ ગ્રંથ રચ્યા છે. પ૬. શ્રી પુણ્યરત્ન પંન્યાસ, પ૭. શ્રી સાધુરત્ન પંન્યાસ, ૫૮. શ્રી પાર્ધચંદ્રસૂરિ. જન્મસં. ૧૫૩૭, હમીરપુર. દીક્ષા-સં. ૧૫૪૬. ક્રિાદ્ધાર-સં. ૧૫૬૫, આચાર્યપદ એ જ વર્ષે યુગપ્રધાનપદ-સં. ૧૫૯. સ્વર્ગવાસ-સં.૧૬૧૨, જોધપુર. સાધુ સંસ્થામાં પ્રવર્તી રહેલ શિથિલાચારના ઉમૂલન માટે ઉગ્ર આંદોલન કરનારા આ આચાર્યશ્રી અનેક વિશિષ્ટતાઓ ધરાવતા હતા. બાવીસ ગેત્રને જૈનધર્મના અનુયાયી કર્યા હતાં. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં રચેલા શતાધિક ગ્રંથે એમની વિદ્વત્તાની શાખ પૂરે છે. એમના સમય પછી “નાગરી તપગચ્છને જનતાએ પાર્ધચંદ્રગચ્છ”ના નામે સંબેધવા માંડ્યો. પ૯. શ્રી સમચંદ્રસૂરિ. આચાર્ય પદ–સં. ૧૬૦૪. ૬૦. શ્રી રાજચંદ્રસૂરિ. આચાર્ય પદ–સં. ૧૬૨૬. ૬૧. શ્રી વિમલચંદ્રસૂરિ. આચાર્યપદ–સં. ૧૬૬૯. એમના શિષ્ય શ્રી પંજાબષિ અદ્ભુત તપસ્વી હતા. એમણે પિતાના જીવનમાં કુલ ૧૧૩૨૧ ઉપવાસ કર્યા હતા એ ઉલ્લેખ છે. એમની પ્રશંસારૂપે ખરતરગચ્છીય શ્રી સમયસુંદર ગણિએ પૂજાઋષિ સ” રચે છે. ૬૨. શ્રી જયચંદ્રસૂરિ. આચાર્ય પદ-સં. ૧૯૭૪. શ્રી પદ્મચંદ્રસૂરિ– આચાર્યપદ.-સં. ૧૬૯૯ ૬૪. શ્રી નેમિચંદ્રસૂરિ (બીજા), આચાર્યપદ-સં. ૧૭૫૦. દ૬. શ્રી કનકચંદ્રસૂરિ આચાર્ય પદ-સં. ૧૭૯૬. ૬૭. શ્રી શિવચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૧૦. ૬૮. શ્રી ભાનુચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૨૩. ૬૯. શ્રી વિવેકચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૩૭. ૭૦. શ્રી લબ્ધિચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૫૪. ૭૧. શ્રી હર્ષચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૮૩. તેઓશ્રી સમર્થ વિદ્વાન અને કવિ હતા. પ્રસિદ્ધ અધ્યાત્મયોગી શ્રી ચિદાનંદજી મહારાજના પરમ મિત્ર આ સૂરિજી બંગાળના પ્રસિદ્ધ જગતશેઠના પરિવારના ગુરુ હતા. ૭૨. શ્રી હેમચંદ્રસૂરિ (બીજા), 2010_04 Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા–ર ૫૮૧ આચાય પદ–સ. ૧૯૧૫. સ'. ૧૯૩૯માં વીરમગામમાં એક અંગ્રેજ અમલદારને તળાવ પર પક્ષીઓના શિકાર કરતા અટકાવેલા. છંછેડાયેલા અમલદારે ખૂનના પ્રયાસ કરવાના ખોટા આરોપ મૂકીને તેમને કોર્ટીમાં ઘસડચા. પણ અંગ્રેજ ન્યાયાધીશે નિર્દેષ ઠરાવી છેડી મૂકવા. આ મુકદ્માએ સમગ્ર હિંદમાં ભારે ચકચાર જગાવેલી. તે સમયના પ્રસિદ્ધ અખબારોએ જૈનાની જીવદયાની ભાવનાની નોંધ લઇ, અંગ્રેજોની જોહુકમીની કડક ટીકા કરી હતી. શ્રી ચંદ્રસૂરિના સવેગી શિષ્ય શ્રી કુશલચદ્ર ગણિએ પાર્શ્વચંદ્રગચ્છમાં સવેગી પર પરા પુનર્જીવિત કરી. ૭૩. શ્રી ભાતૃચંદ્રસૂરિ. સ’. ૧૯૩૭માં શ્રી કુશલચંદ્રજી ગણિની નિશ્રામાં ક્રિયાદ્વાર કર્યાં. આચાર્ય પદ્મ સ'. ૧૯૬૭. ૭૪. શ્રી સાગરચંદ્રસૂરિ, આચાય પદ–સ. ૧૯૯૩. પરમ શાસનપ્રભાવક, પ્રૌઢ પ્રતાપી, મહાન ક્રિયાદ્વારક, યુગપ્રધાન પરમ પૂજ્ય આચાર્ય પુંગવશ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજ જૈન મુનિપર'પરામાં દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ એક મહાન ક્રિયાદ્ધારક તરીકે પ્રથમ હરોળમાં છે. વિક્રમના સેાળમા શતકમાં જૈનધર્મોની શ્રમણપર પરામાં સુવિહિત ( શાસ્ત્રાનુસારી ) આચાર્ય ધમની પુનઃ સ્થાપનાના ઉદ્દાત્ત અભિયાનના પ્રખર પુરસ્કર્તા તરીકે તેમનું નામ જૈન ઇતિહાસના મહાન શાસનપ્રભાવક આચાર્યની પ`ક્તિમાં સ્થાન પામી પ્રાતઃસ્મરણીય અને ચિરસ્મરણીય બની ગયું. શિથિલાચાર, અવ્યવસ્થા અને આલસ્યમાં ફસાયેલા શ્રમણસંઘને સક્રિય, સુવ્યવસ્થિત અને જાગૃત કરવામાં તેએશ્રીએ પેાતાની સમગ્ર શક્તિ સમર્પિત કરી અને આખા યુગને સાચા વળાંક આપ્યા. તેઓશ્રી યુગપ્રધાન હતા. યુગપ્રધાનમાં જોવા મળતી વિવિધ લાક્ષણિકતા તેઓશ્રીના જીવનમાં સ્પષ્ટપણે જોવા મળે છે. અસામાન્ય પ્રતિભા : ગિરિરાજ આબુની સમીપમાં હમીરપુર નામનું નગર છે, જે આજે હમીરગઢ નામે નાના ગામડા રૂપે વિદ્યમાન છે, ત્યાંના પારવાડવ’શીય શ્રેષ્ઠી શ્રી વેલગશાહનાં પત્ની વિમલાદેએ ચંદ્રસ્વપ્નથી સૂચિત પુત્રને જન્મ આપ્યા. સ્વપ્ન અનુસાર માતા-પિતાએ બાળકનું નામ પાડ્યું. પાસચંદ્ર. સ. ૧૫૩૭ના ચૈત્ર સુદ ના શુભ દિને આ હોનહાર બાળકના જન્મ થયેા હતેા. કહેવાય છે કે કેટલાક આત્માએ જન્મીને મહાન બને છે, જ્યારે કેટલાક આત્માએ જન્મે જ મહાન હોય છે. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જન્માત મહાનતાના સ્વામી હતા. કોઈ ઉચ્ચ જીવનકાય લઈ ને આવ્યા હાય એમ પ્રારભથી જ એક ચાક્કસ દિશામાં વણથંભી કૂચ કરતા ગયા. માત્ર નવ વર્ષોંની વયે પાસચંદે નાગેરી તપાગચ્છના પન્યાસ શ્રી સારત્ન પાસે દીક્ષા લીધી. ટૂંક સમયમાં જ્ઞાનની વિવિધ શાખાઓમાં પ્રાવીણ્ય મેળવી લીધુ. જૈનાગમાના અભ્યાસ ખૂબ ઊંડાણથી કર્યો. એમની વિદ્વત્તા તથા આગમજ્ઞાનને જોઈ ને પ્રસન્ન થયેલા નાગેરી તપાગચ્છના અધિપતિ શ્રી સેમરત્નસૂરિએ સ. ૧૫૫૪માં એમને ઉપાધ્યાયપદ આપ્યુ. એ વખતે એમના દીક્ષાપર્યાંય માત્ર નવ વર્ષના અને ઉંમર સત્તર વર્ષની હતી. આ હકીકત એમની અસામાન્ય પ્રતિભાની દ્યોતક છે. 2010_04 Page #584 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શુદ્ધિના માર્ગ પુન: પ્રસ્થાન : આગમે તથા શાસ્ત્રાના અધ્યયન-પરિશીલનથી તેઓશ્રી જોઇ શકયા કે આગમવિહિત સાધ્વાચાર અને તે સમયે પ્રચલિત આચાર વચ્ચે ઘણું અંતર છે. મુનિજીવનમાં પુષ્કળ શૈથિલ્ય પ્રવેશી ગયુ છે. શ્રી જિનાજ્ઞાની બ્યાખ્યા અને નિષ્ઠામાં ગડબડ થઈ છે. ખરેખર, એ સમયે જૈન શ્વેતાંબર સ`ઘની સ્થિતિ શે!ચનીય હતી. પ્રાચીન ગામાં ખૂબ વિખવાદો, મતભેદો ઉત્પન્ન થઈ ગયા હતા. મુનિસ`સ્થા શિથિલાચારમાં સરી પડીને ફરી ચૈત્યવાસની સ્થિતિએ પહોંચી ગઇ હતી. મુનિએ માટે અકલ્પ્ય અને નિષિદ્ધ રીત-રિવાજો, સમાર ંભેા છડેચોક થતાં. યતિએ કેટલીય સૂવિરુદ્ધની પરપરાએ પોતાના લાભાથે શરૂ કરી દીધી હતી. પાંચ મહાવ્રતના પાલનની દરકાર રાખવામાં આવતી ન હતી. દરેક વાતને બચાવ કાળ કે પર પરાના નામે કરવામાં આવતા. વળી આવી અશુદ્ધિ અને વિકૃતિના પ્રત્યાઘાત રૂપે લાંકાશાહ, કડવાશાહ વીજા વગેરે વ્યક્તિઓના સ્વતંત્ર સંપ્રદાયા ઉદ્ભવી ગયા હતા. ઉત્કૃષ્ટ વૈરાગ્ય અને સત્યનિષ્ઠાને વરેલા ઉપાધ્યાય શ્રી પાર્શ્વ 'દ્રજીને આ અશુદ્ધ વ્યવહાર અને શિથિલાચાર ખટકવા લાગ્યા. પરપરા પર મુકાતા વધુ પડતા ભાર તેમને ખાટો લાગ્યો. તે સમયના પ્રાયઃ બધા ગચ્છાની આ સ્થિતિ હતી. ઉપાધ્યાયજીએ પાતાના ગુરુ શ્રી સાધુરત્નજી પન્યાસ સાથે આ વિષયની ચર્ચા કરી, ત્યારે તેમણે એની અનુમેાદના કરી અને શિથિલાચારના અંત આવે તે સારું એવી ભાવના દર્શાવી. અંતે ઉપાધ્યાયશ્રી પાર્શ્વ ચ’દ્રે ‘ક્રિયાહાર ’ કરવાના નિર્ણાં કર્યાં. અનેક ઊલટી-સૂલટી પર પરાઓને આગમની કસેાટી પર કસી તેની યેાગ્યાયેાગ્યતા તપાસી. મા દશક સિદ્ધાંતે નક્કી કર્યા. આખરે સ. ૧૫૬૪માં નાગારમાં ક્રિયાઉદ્ધાર કર્યાં, અર્થાત્ પાંચ મહાવ્રતના ચુસ્ત પાલનને સ્વીકાર કર્યાં અને સૂત્રવિરુદ્ધની બધી પરપરાઓના ત્યાગ કર્યો. પર આધ્યાત્મિક શૌય : આ ક્રિયેષ્ઠાર એ પૂ. દાદાસાહેબના જીવનનું પ્રમુખ કા હતું. સ્થાપિત પરંપરાઓના નિષેધ કરી, શિથિલ વ્યવહારના અંત આણવા તેઓશ્રી સંઘમાં ઊતર્યાં. આમાં તેમને ઓછું નથી કરવું પડતું. તેમને સમજવામાં નિષ્ફળ ગયેલા રૂઢિવાદી યતિવગ તરફથી ઘણા અવરોધે આવ્યા. વિચિત્ર આક્ષેપ થયા. દાદાસાહેબે દરેક પ્રશ્ન, શ’કા, આક્ષેપના ઉત્તરો શાસ્ત્રાધારે અને પૂર્ણ સમભાવ જાળવીને આપ્યા. વિરોધીઓનાં વિધાનાના ખ’ડનમાં પણ કદાગ્રહ, કટુતાને આશ્રય લીધા વગર, અનેકાંતવાદના આશ્રય લઈ ને, જે અસત્ય જણાયું તેની નિીકપણે કડક આલોચના કરી. શુદ્ધ આચારના અને સત્યના સમર્થનમાં તેમણે પોતાની સમગ્ર શક્તિ રેડી. આમ, યુગના પ્રવાહની સાથે તણાઈ જવાને બદલે, એ પ્રવાહને સુમાગે વાળવાનો ‘ ભગીરથ ’પુરુષાર્થ કરીને પૂજ્ય દાદાસાહેબે તેમના જવલંત આધ્યાત્મિક શૌર્યનાં દર્શન કરાવ્યાં. પૂ. દાદાસાહેબના ‘ ક્રિયાદ્વાર ’ના શુભ પ્રત્યાઘાતે પણ પડથા જ. એ યુગમાં નવજાગરણ અને શુદ્ધીકરણનાં મંડાણુ દાદાસાહેબે કર્યાં હતાં. એ તથ્ય, અન્ય ક્રિયાન્દ્વારા ’નાં સંવત પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. સ. ૧૫૬૪ માં એમણે ક્રિયાદ્વાર કર્યાં, ત્યાર માદ તપાગચ્છમાં સ. ૧૫૮૨ માં શ્રી આનંદવિમલસૂરિએ, ખરતગચ્છમાં સ.૧૯૧૪ માં શ્રી જિનચંદ્રસૂરિએ અને અચલગચ્છમાં સંભવતઃ સ. ૧૬૦૨ માં શ્રી ધ મૂતિ સૂરિએ ક્રિયાદ્ધાર કર્યો. 6 2010_04 Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૫૮૩ લોકે પકારક વ્યક્તિત્વ : દ્ધિારના બીજા વર્ષે જોધપુરમાં પૂ. દાદાસાહેબને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. પૂ. દાદાસાહેબનું જીવન તપઃપૂત, નિષ્કામ અને પરમ સાત્ત્વિક હતું, પરિણામે આત્મશક્તિને વિશિષ્ટ વિકાસ તેઓશ્રીના જીવનમાં થયેલ હતું. જે વ્યક્તિના જીવનમાં આત્મગુણેને સુચારુ વિકાસ થયે હેય તેની આગળ વિશ્વનાં સત્વશીલ પરિબળે સ્વયં આકર્ષાઈને આવે છે, અને ઘણી વાર એ મહાપુરુષોને “સંકલ્પ' એ સાત્વિક પરિબળો દ્વારા સાકાર બને છે, ત્યારે જગત એવી ઘટનાઓને “ચમત્કાર” કહે છે. શ્રી પાર્ધચંદ્રસૂરિજીના જીવનમાં આવા ચમત્કારે નોંધાયા છે. જો કે આ ચમત્કારે એ એવા યુગપુરુષની મહાનતાની પારાશીશી નથી. આ ચમત્કારે એમણે કર્યા ન હતા, પણ થઈ ગયા હતા એમ કહેવું વધારે સાચું છે. એવી ઘટનાઓનું મહત્વ હોય છે એટલું જ કે આત્મવિકાસની ઉચ્ચ ભૂમિકા પર તેઓ પહોંચ્યા હતા તેની સામાન્યજન પણ જોઈ શકે એવી નિશાની એમાંથી મળી રહે છે. પૂ. દાદાસાહેબના પવિત્ર જીવન અને મૈત્રી, કરુણા અને સમભાવને પ્રાધાન્ય આપતી ઉપદેશ–પદ્ધતિથી જીવન પરિવર્તન અને સમાજ સુધારણાનાં આદર્શ દષ્ટાંતો સર્જાયાં. રાધનપુરમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી ચાલતા વૈરનો અંત, ઉનાવામાં સેની કેનાં પ૦૦ ઘરેએ કરેલા જૈનધર્મને સ્વીકાર, “મુત”, “લેટા”, “બાંઠિયા” વગેરે ૨૨ ગોત્રના ક્ષત્રિય દ્વારા જૈનધર્મ અંગીકાર–વગેરે પ્રસંગે દાદાસાહેબની પ્રભાવકતાના પરિચાયક છે. જોધપુરના મહારાજા રાવ ગાંગ, દાદાસાહેબને અત્યંત આદર આપતા. તેમના કુંવર મહારાજા માલદેવ દાદાસાહેબના આજીવન ભક્ત હતા. પૂ. દાદાસાહેબની સેળ જેટલા શિષેની માહિતી મળે છે, જેમાં વિજયદેવસૂરિ, સમચંદ્રસૂરિ, વિનયદેવસૂરિએ ત્રણ આચાર્ય પદધારક સમર્થ વિદ્વાન શિવે વિશેષ પ્રસિદ્ધ છે. શ્રી પાર્ધચંદ્રસૂરિ વિહાર મુખ્યત્વે મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત, સૌરાષ્ટ્રમાં થયું હતું. તેમના જીવનને ક્રમિક વર્ષબદ્ધ વૃત્તાંત મળતા નથી એ ખેદને વિષય છે. દાદાસાહેબના યુગપ્રભાવી કાર્યકલાપ અને અસાધારણ પ્રતિભાથી પ્રભાવિત થયેલા અનેક સંઘોએ એકત્ર થઈને તેમને “યુગપ્રધાનપદથી વિભૂષિત કરવા નિર્ણય કર્યો. તદનુસાર સં. ૧૫૯૯માં શંખલપુરમાં શ્રી મરત્નસૂરિના હસ્તે “યુગપ્રધાન પદ અર્પણ કરવામાં આવ્યું. અમર વાર : વસ્તુતઃ મહાપુરુષના જીવનની ધૂળ ઘટનાઓ દ્વારા આપણને એમને પૂર્ણ પરિચય પ્રાપ્ત થતો નથી. તેમાંયે આવા આધ્યાત્મિક જ્યોતિર્ધરનું જીવન તે સૂમ ભૂમિકાએ, વૈચારિક સ્તરે જ બધું જિવાતું હોય છે. એમના અંતરંગને પરિચય એમનાં કર્યો, વચને કે ગ્રંથ દ્વારા જ સાંપડે. શ્રી પાર્ધચંદ્રસૂરિના અંતરંગને ઓળખવા માટે એમના ગ્રંથ, લેખો, કૃતિઓ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે – જેમાં તેમના આત્મસૌંદર્ય–વિચાર સૌંદર્યનાં સુંદર દર્શન થઈ શકે છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી, એ દરેક ભાષામાં વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચીને એમણે છૂટે હાથે જ્ઞાનદાન કર્યું છે. હજી પણ એમનું ઘણું સાહિત્ય પ્રકાશમાં આવ્યા વિના ભંડારમાં જ પડી રહ્યું હોય એવો ભય છે. પ્રકાશમાં આવેલું સાહિત્ય પણ હજી બધુંય ગ્રંથસ્થ થઈ શકયું નથી. સપ્તપદીશાસ્ત્ર, સંઘરંગપ્રબંધ, રૂપકમાલા, શ્રદીપિકા, ઉપદેશસાર 2010_04 Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શાસનપ્રભાવક રત્નકેશ, વિધિશતક, વિધિવિચાર-વગેરે ગ્રંથોમાં એમણે કરેલા ક્રિોદ્ધારની પાર્શ્વભૂમિકા જણાય છે. સાથે સાથે તેમના આગમપરિશીલનથી નિષ્પન્ન તથા અનેકાંતવાદરંજિત વિચારેની સ્પષ્ટતા અને તર્કબદ્ધતા છતી થાય છે. સંખ્યાબંધ પ્રકરણ, છત્રીશીઓ, બત્રીશીઓ, કુલકે, રાસે, સ્તવન, સાયે, સ્તુતિઓમાં એમની કવિત્વશક્તિ. વિદ્વતા, અધ્યાત્મનિષ્ઠા અને પ્રભુભક્તિના સુંદર દર્શન થાય છે. પ્રશ્નકરેના સમાધાન માટે એમણે લખેલા વિસ્તૃત ચર્ચાપ પણ મળે છે. - આગવું અર્પણ: સાહિત્યક્ષેત્રે દાદાસાહેબનું આગવું અર્પણ છે – આગમન ટબ્બા. પવિત્ર જેનાગમને પ્રચલિત લેકભાષા ગુજરાતીમાં અનુવાદ કરવાની પહેલ એણે કરી. આ ટબાઓ પ્રાચીન ગુજરાતી ગદ્યસાહિત્યનું મુખ્ય અંગ છે, અને દાદાસાહેબે આ રીતે સામાન્ય જનતા માટે આગમનું અધ્યયન સુલભ કરી આપ્યું. આ તથ્યને સ્વીકારે ભારતીય ધર્મોના અભ્યાસી દેશ-પરદેશના વિદ્વાનોએ કર્યો છે. દાદાસાહેબના રચેલા આવા ૬-૭ ટમ્બાઓ ઉપલબ્ધ છે. ' અંતર્મુખ આરાધના : શ્રી પાર્ધચંદ્રસૂરિ કેવળ પ્રચારક ન હતા. આજનાં આંદોલનના નાયક જેવા વાણી અને વર્તનના સુમેળ વિનાના ન હતા. માત્ર સમાજ અને સંઘને સુધારવામાં જ અટવાઈ જઈ, અંતર્મુખતા-આત્મસાધનાથી દૂર રહેતા નીકળી ગયા, એ તથ્ય પણ એમના જીવનમાં નોંધવા જેવું છે. એમનાં રચેલાં સ્તુતિ, સ્તવન, કાવ્ય વગેરે સાહિત્યમાં ભક્તિનું તત્વ રસાયેલું જોવા મળે છે. વિવિધ પ્રકારનાં તપ એમના જીવનમાં અગ્રસ્થાન ભેગવે છે. જીવનના પાછલાં વર્ષોમાં તેઓશ્રી નાગેરમાં વિશેષ સ્થિરતા કરતા હતા. ત્યાં “સાત કેટડીને ઉપાશ્રય” હજી હમણાં સુધી હતું, તેની ઓરડીમાં દાદાસાહેબ એકાંતમાં ધ્યાન–સાધના માટે બેસતા. આમ, આંતર અને બાહ્ય–બંને પ્રકારની સંતુલિત આરાધના દાદાસાહેબની સ્વસ્થ વિચારશૈલીની દ્યોતક છે. સ્વર્ગગમન : વિવિધ દેશના, વિવિધ ધર્મોના, વિવિધ ભૂમિકા પર ઊભેલા સંતના જીવનમાંથી “શિવમસ્તુ સર્વજગતઃ મને જ ધ્વનિ સંભળાય છે, ભલે તીવ્ર હોય કે મંદ હોય પણ સૂર એ જ હશે. શ્રી પાર્ધચંદ્રસૂરિ તે પરમ કારુણિક વીતરાગ ભગવંતના માર્ગે ચાલનારા એક મહામુનિ હતા. ૬૬ વર્ષ જેટલા દીક્ષા પર્યાય અને પરમ તત્વની સઘન સાધના કરી, જીવનના સંધ્યાટાણે, પ્રકૃતિના અફર નિયમને માન આપીને, દાદાસાહેબે જોધપુરમાં અનશન આદર્યું. સં. ૧૬૧રમાં માગશર સુદ ને દિવસે એમને દેહવિલય થયે. જૈનશાસનના તિર્ધર મહાપુરુષની માળાના એક મૂલ્યવાન મણકા સમા દાદાસાહેબ શ્રી પાર્ધચંદ્રસૂરિજી મહારાજનું નામ, શ્રદ્ધાશુદ્ધિ, આચારશુદ્ધિ, વિચારશુદ્ધિના પ્રખર પુરસ્કર્તા તરીકે સદા ચમકતું રહેશે. તેઓશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વ અને કૃતિત્વને કારણે નાગેરી તપાગચ્છને જનતાએ પાર્ધચંદ્રગ૭” રૂપે ઓળખવા માંડ્યો. જોધપુરમાં એમના અગ્નિસંસ્કારસ્થળે સ્તૂપ બનાવ વામાં આવ્યું, જે આજે પણ મોજૂદ છે. અન્ય કેટલાંક શહેરો-ગામમાં પણ એમની પાદુકાઓ વિદ્યમાન છે. શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજના જીવન અને એમની કૃતિઓ વિશે વધુ સંશોધન થાય એ ઇચ્છનીય છે. એમાં સંશોધનને પણ પૂરતે અવકાશ છે. અંતમાં, નૈતિક મૂલ્યોને 2010_04 Page #587 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૫૮૫ પ્રતિદિન જેમાં હાસ થઈ રહ્યો છે એવા આજના ભૌતિક યુગમાં શ્રી પાર્ધચંદ્રસૂરિ સમા સ તેને શુદ્ધિને સંદેશ સાંભળી, આપણે યથાશકિત સમ્યફ આચાર અને સમ્યફ વિચારના આરાધક બનવું એ જ એ આત્મનિષ્ઠ મહામુનિને વાસ્તવિક હાદિક વંદના ગણાશે! - શ્રી પાર્શ્વચંદ્રગછના પ્રભાવક શ્રમણુભગવંતો : મંડલાચાર્યશ્રી કુશલચંદ્રજી ગણિવર વિક્રમની વીસમી શતાબ્દીમાં જૈન ધર્મ વિશાળ પાયા પર કાયાપલટ કરી, સુષુપ્તિ, શિથિલતાના અંધકારમાંથી જૈનસંઘ બહાર આવ્યું. એ સમયને “સંધિકાળ” કહી શકાય. જેનસંઘના દરેક ગચ્છમાં આ સમયે સંવેગમાર્ગને પ્રબળ વેગ આપનાર મુનિવર પાક્યા, જેમણે જુદા જુદા વિસ્તારોમાં નવજાગૃતિ ઊભી કરી. કરછ અને કાઠિયાવાડના પ્રદેશમાં આ જાગૃતિ લાવવાનું કાર્ય જાણે કે પૂ. શ્રી કુશલચંદ્રજી મહારાજને સેંધાયું હતું. કચ્છમાં ધર્મવિષયક નવજાગરણનું શ્રેય આ મહાત્માને ફાળે જ જાય છે. શ્રી પાર્ધચંદ્રગચ્છના ઇતિહાસમાં તેઓશ્રીનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે લુપ્ત થયેલી સુવિહિત મુનિપરંપરાને તેઓશ્રીએ સજીવન કરી, કચ્છકાઠિયાવાડ-હાલારના પ્રદેશમાં, ગચ્છના ભેદ વગર, તેઓશ્રીની નિમળ સાધુતાને એવો પ્રભાવ વિસ્તર્યો કે જુદા જુદા ગચ્છના યતિઓ પણ તેમને આદર કરતા. તેઓશ્રી પદવી ધારક ન હોવા છતાં પાર્ધચંદ્રગચ્છ અને કચ્છની જેની જનતાએ તેમને “મંડલાચાર્ય ', “ગણિવર' જેવી માનવાચક પદવીથી નવાજ્યા. જન્મભૂમિઃ કોડાય (તા. માંડવી, કચ્છ). પિતા – શ્રી જેતસીભાઈ માતા – શ્રી ભમઈબાઈ જન્મ સં. ૧૮૮૩. સંસારીનામ – કેરશીભાઈ. કોડાયના જ તેમના એક સમવયસ્ક મિત્ર હેમરાજભાઈના સમાગમથી કેરશીભાઈને વૈરાગ્યને રંગ લાગ્યું. બીજા થોડાક મિત્રો પણ એમાં ભળ્યા. હેમરાજભાઈ સારા વિચારક અને અભ્યાસી હતા. શિથિલાચારના વિરોધી અને સત્યના શોધક એવા હેમરાજભાઈએ ધર્મક્ષેત્રે ક્રાંતિ આણવાને સંકલ્પ કર્યો. સંવેગી દીક્ષા લઈ શુદ્ધ માર્ગને દઢ કરવાની તેમની વાતને કેરશીભાઈ વગેરે અન્ય મિત્રોએ ઝીલી લીધી. હેમરાજભાઈએ એવું પણ નકકી કરેલું કે પાંચમની સંવત્સરી કરતા હોય તથા સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય એવા ગુરુ પાસે જ દીક્ષા લેવી. પાંચ મિત્રોની આ મંડળી ભાગીને પાલીતાણા પહોંચી. ત્યાં બિરાજમાન પાર્ધચંદ્રગચ્છના શ્રી પૂજ્ય શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે તેઓને દીક્ષા લેવી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે તેઓશ્રી વડીલેની રજા વિના દીક્ષા નહિ આપે. શ્રી કલ્યાણવિમલ નામે મુનિરાજની સલાહ મુજબ અંતે સ્વયં સાધુવેશ ધારણ કરી તળેટીએ બેસી ગયા. સંઘના અગ્રણીઓને ખબર પડી. તેઓની દઢતા જોઈને તેને સ્વીકારી લેવાની શ્રીસંઘે શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજને વિનંતી કરી. આમ, સં. ૧૯૦૭માં આ મુમુક્ષુઓની દીક્ષા થઈ, શ્ર. ૭૪ 2010_04 Page #588 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શાસનપ્રભાવક અલબત્ત, સંવેગી દીક્ષા જ. પાછળથી ખબર પડતાં જ વડીલે આવ્યા. પાલીતાણાના દરબાર પાસે ફરિયાદ થઈ, નવદીક્ષિતાને ચલિત કરવા માટે જેલની કોટડીમાં પૂરવામાં આવ્યા. ભૂખ્યા રખાયા; છતાં કોઈ નો નિશ્ચય ડગ્યા નહીં. છેવટે દરબારે વડીલાને તેમની ઇચ્છા મુજબ છોકરાઓને પાછા લઈ જવાની રજા આપી. અંતે બે જણને વડીલેાની સંમતિ મળી. ત્રણને તેમના વડીલેા પાછા લઈ ગયા. હેમરાજભાઈને પાછા ફરવું પડયું. કારશીભાઈ અને બીજા એક મિત્ર દીક્ષામાં રહ્યા અને કરશીભાઈનું નામ પડ્યુ. કુશલચ દ્રજી. શ્રી હર્ષોંચંદ્રસૂરિ એક સમર્થ વિદ્વાન હતા. યુતિ આચાય હોવા છતાં શુદ્ધ સંવેગમાના પક્ષપાતી હતા. તેમની નિશ્રામાં શ્રી કુશલચંદ્રજી સ`વેગી દીક્ષા લઈ ને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતા ગયા. સ. ૧૯૧૩ માં શ્રી હર્ષોંચ`દ્રસૂરિજીએ કાળ કર્યો ત્યાં સુધીમાં શ્રી કુશલચંદ્રજી એક સમર્થ મુનિ બની ચૂકયા હતા. હવે તેએશ્રી કાઠિયાવાડ-હાલારમાં વિરવા લાગ્યા હતા. આડંબરી, શિથિલાચારી, પરિગ્રહધારી યતિઓ-ગારજીએથી ધરાઇ ગયેલી જનતા શ્રી કુશલચંદ્રજી મહારાજના સરળ, શુદ્ધ સયમથી આકષઁઈ અને સવેગમાગ તરફ વળી. સમાજમાં પ્રવતી રહેલા કુરિવાજો, ધર્મવિરુદ્ધ આચાર-વિચારે તરફ શ્રી કુશલચંદ્રજી મહારાજે શ્રાવકોનુ ધ્યાન દો. તેમની ઉપદેશશૈલી સરળ, મધુર અને કરુણાસભર હતી. કાઠિયાવાડ, હાલાર અને કચ્છમાં ધાર્મિક જાગૃતિ લાવવા માટે તેએશ્રી સતત પ્રયાસ કરતા રહ્યા. જામનગરમાં તેમનાં કુલ ૧૭ ચાતુર્માસ થયાં હતાં, એ હકીકત એ પ્રદેશેામાં તેએશ્રી કેવા લોકપ્રિય હતા તેની નિશાની છે. પાછલાં વર્ષોમાં તેઓશ્રી કચ્છમાં જ વિચરેલા. તેઓશ્રીનું જીવન ઋજુતા–સરળતાના આદ નમૂનારૂપ હતું. તપાગચ્છના તે સમયના સ ંવેગી પક્ષના ર'ધર મુનિરાજો—શ્રી મૂળચ ંદજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ વગેરે સાથે શ્રી કુશલચંદ્રજી મહારાજના પૂ મૈત્રીભાવ હતા. શ્રી દીપચદ્રજી વગેરે કુલ ૧૧ તેમના શિષ્યા હતા. સેંકડા સાધ્વીદીક્ષા તેમના હાથે થઈ. સ. ૧૯૬૯માં કડાયમાં તેમને સ્વર્ગવાસ થયા. ૬૩ વર્ષ જેટલા દીઘ દીક્ષાપર્યાય અને ૮૭ વર્ષ જેટલી ઉંમરમાં સઘન આરાધના, પ્રચુર લેાકેાપકાર અને શાસનની સંનિષ્ઠ સેવા દ્વારા તેમણે સાધુતાના ઉચ્ચ આદર્શ સિદ્ધ કરી દેખાડયો. એક ધ ક્રાંતિના પુરસ્કર્તા તરીકે જૈનશાસનના ઇતિહાસમાં તેમ જ પાચદ્રગચ્છ અને કચ્છના ઇતિહાસમાં શ્રી કુશળચ દ્રજી ગણિવરે ધ્રુવતારક સમુ' ચિર'જીવ સ્થાન મેળવી લીધુ છે. કેપિટ કેટિ વંદના હજ એ સમ સાવરને ! 2010_04 तीर्थकर देवनी ધર્મ देशना સા समक्ष Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૫૮૭ ભારતભૂષણ આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ પર્ધચંદ્રગચ્છના અર્વાચીન ઇતિહાસમાં મહાન પ્રતાપી, “દ્ધિારક' સમર્થ ધુરંધર આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીથી ગચ્છની પટ્ટપરંપરા ફરીથી “સંગી” પક્ષમાં આવી. પૂજ્ય આચાર્યદેવનું વ્યક્તિત્વ જાજરમાન હતું. પ્રાચીન પદ્ધતિનું ઉત્કૃષ્ટ પાંડિત્ય, જિનાજ્ઞાનિષ્ઠા, પ્રતાપ, સુવિશુદ્ધ સંયમ, તબળ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય -- આવા વિરલ ગુણેને સુંદર સમન્વય એમના જીવનમાં જોવા મળે. આબુની પાસે આવેલું વાંકડિયા વડગામ એમની જન્મભૂમિ. ઔદિચ્ય બ્રાહ્મણ દાનમલ એમના પિતા. દાનમલજીએ પિતાના ત્રણ પુત્ર–લખું, ભલુ અને કલુને પાર્ધચંદ્રગચ્છના યતિશ્રી હરચંદ્રજીને અર્પણ કર્યા. ભલુને શ્રી મુક્તિચંદ્રજી ગણિને સેં. યોગ્ય અભ્યાસ કરાવ્યા બાદ મુક્તિચંદ્રજીએ ભલુને દીક્ષા આપી, ભાઈચંદનું નામ રાખ્યું ભ્રાતૃચંદ્રજી. સં. ૧૯૨૦માં જન્મેલા અને સં. ૧૯૩૫માં વિરમગામમાં દીક્ષા પામેલા શ્રી બ્રાતૃચંદ્રજીને દીક્ષા પહેલાં વિદ્વાન યતિજી પાસે અધ્યયન કરવાને સારો લાભ મળે, પણ દીક્ષાના ૬ દિવસ પછી તુર્ત જ ગુરુને સ્વર્ગવાસ થયે. આ ઘટના શ્રી બ્રાતૃચંદ્રજીને ભારે અસર કરી ગઈ. પૂર્વના આરાધક એ યતિજીને યતિ જીવનની શિથિલતા ગમતી ન હતી. ગુરુના સ્વર્ગગમને વૈરાગ્ય અને સંવેગની ભાવના તીવ્ર બની. યતિપણાને ત્યાગ કરી “સંગી” સાધુજીવન અપનાવવાનો નિર્ણય કર્યો ને સંઘે તેમની એ ભાવનાને વધાવી લીધી. માંડલના શ્રીસંઘે શ્રી કુશલચંદ્રજી મહારાજને “ક્રિયા દ્વાર ની વિધિ કરાવવા માટે માંડલ પધારવા વિનંતી કરી. સં. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૨ના દિવસે શ્રી ભાઈચંદજીએ શ્રી કુશલચંદ્રજી મહારાજના વરદ હસ્તે “કિયા ઉદ્ધાર કરી સંવેગી દીક્ષા લીધી. માંડલના સુજ્ઞ સંઘે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીમાં કોઈ કચાશ રાખી નહિ. પાર્ધચંદ્રગચ્છના તે સમયના શ્રીપૂજ્ય (ગચ્છાધિપતિ) શ્રી હેમચંદ્રસૂરિજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દીવામાંથી દીવો પ્રગટે એમ, પાર્ધચંદ્રગચ્છમાં સંવેગી પરંપરાને શુભારંભ કરનાર શ્રી કુશલચંદ્રજી મહારાજના હસ્તે એવા જ એક મહાપુરુષ શ્રી ભ્રાતૃચંદ્રજી સંવેગમાર્ગે વળ્યા. શ્રી ભ્રાતૃચંદ્રજી થોડાંક વર્ષ શ્રી કુશલચંદ્રજી મહારાજ સાથે જ વિચર્યા. પછી સ્વતંત્ર વિહાર આરંભ્યો. થોડા જ સમયમાં એમની પ્રતિભા પૂર્ણરૂપે પ્રકાશી ઊઠી. એજસ્વી અને પાંડિત્યસભર પ્રવચનશૈલીને પ્રભાવ જનતા પર ખૂબ સુંદર પતે. જ્યાં જ્યાં જતા ત્યાંના ઠાકરે, નવા વગેરે પણ વ્યાખ્યાનેને લાભ લેતા. જેસલમેર, ભુજ, ધ્રાંગધ્રા, પાટડી, લીંબડીના રાજવર્ગ તેઓશ્રીના અનુરાગી હતા. કેટલાંક રજવાડાંઓએ તેમના ઉપદેશથી પિતાના રાજ્યમાં જીવદયાના હુકમો બહાર પાડ્યા હતા. તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ધર્મારાધનાનું જાણે પૂર આવતું. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. નાના-મોટા સૌને માટે તેઓશ્રી પ્રેરણાસ્ત્રોત બની જતા. તેઓશ્રીનું પાંડિત્ય ઊંચી કક્ષાનું હતું, પણ નમ્રતા અને નિખાલસતા બાળક સમી હતી. ગુણાનુરાગ અને મૈત્રીભાવ સાથે શાસનનિષ્ઠા અને હદયની વિશાળતાના કારણે સ્વપર ગચ્છમાં આદરપાત્ર બન્યા હતા. તેમણે સાહિત્યસર્જન ખાસ 2010_04 Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શાસનપ્રભાવક નથી કર્યું, પણ પિતાના પ્રૌઢ પાંડિત્યથી વિદ્વર્ગને પણ પ્રભાવિત કરતા. તેમની પાસે વિદૂમંડલ જામેલું રહેતું. તેઓશ્રી જોતિષના વિશિષ્ટ જ્ઞાતા હતા. જોધપુરના મહામહોપાધ્યાય શ્રી મુરારિદાનજી, આશુકવિ શ્રી નિત્યાનંદજી, વિદ્યાભૂષણ શ્રી ભગવતીલાલજી જેવા ધુરંધર પંડિત તેમના પ્રશંસક અને પ્રેમી હતા. શત્રુંજય, ગિરનાર, જેસલમેર વગેરે તીર્થોના છ'રી પાળતા સંઘ, પાઠશાળાઓની સ્થાપના, જ્ઞાનભંડારોનું નિર્માણ, જિનમંદિરના જીર્ણોદ્ધાર વગેરે શાસન્નતિનાં અનેક કાર્યો એમના ઉપદેશથી સારી એવી સંખ્યામાં થયા. સં. ૧૯૬૭માં શિવગંજમાં તેઓશ્રીને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ છ વર્ષમાં જ, સં. ૧૯૭૨માં અમદાવાદમાં તેમને સ્વર્ગવાસ થયે. પૂજ્યશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વથી અને સાધુત્વથી પ્રભાવિત થયેલા કચ્છના મહારાજા અને વિક્રમંડળે ભૂજમાં સં. ૧૯૪૨માં તેમને “ભારતભૂષણ” બિરુદથી બિરદાવ્યા હતા. પૂજ્ય આચાર્યશ્રીના ૬ શિષ્ય હતા, જેમાંથી શ્રી સાગરચંદ્રસૂરિજી તેમના પટ્ટધર બન્યા. એવા એ મહાપ્રભાવી મહામાને ભાવભીની વંદના! વિદ્વદ્વર્ય શ્રી સાગરચંદ્રસૂરિજી મહારાજ ભારતભૂષણ પૂ. આ. શ્રી. બ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના પટ્ટધર પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરીધિરજીનું જીવન એકનિષ્ઠ શાસનસેવકનું જીવન કહી શકાય. તેઓશ્રી જૈનશાના વિશિષ્ટ જ્ઞાતા હેવા સાથે સ્પષ્ટવક્તા અને જિનાજ્ઞાના ચુસ્ત સમર્થક હતા. જન્મભૂમિ – નાના ભાડિયા (કચ્છ). પિતા ધારશીભાઈ. જ્ઞાતિ – વિશા ઓસવાળ જન્મ – સં. ૧૯૪૩. દીક્ષા – ૧૫ વર્ષની વયે ખંભાતમાં સં. ૧૯૫૮માં. દીક્ષા ગ્રહણ કરીને તીવ્ર મેધાવી શ્રી સાગરચંદ્રજીએ કેટલાંક વર્ષ અધ્યયનમાં ગાળી સુંદર વિદ્વત્તા પ્રાપ્ત કરી. તેઓશ્રી સુંદર વક્તા પણ હતા. સાહિત્ય અને ઇતિહાસના પ્રેમી આચાર્યશ્રીએ પાર્ધચંદ્રગચ્છના ઇતિહાસ અને સાહિત્યને લગતાં વિવિધ પુસ્તકો બહાર પાડડ્યાં હતાં. આ સં. ૧૯૦માં અમદાવાદમાં યોજાયેલ ઐતિહાસિક મુનિસંમેલનમાં તેમની વિદ્વત્તા અને શાસ્ત્રજ્ઞાનને જૈનજગતને સારો પરિચય મળે. અંતિમ નિર્ણય લેનારી ૯ સભ્યની સમિતિમાં મુનિશ્રી સાગરચંદ્રજીને પણ સમાવેશ થયેલ હતું. એ સમિતિમાં ૮ આચાર્યા હતા, જ્યારે શ્રી સાગરચંદ્રજી માત્ર મુનિ” હતા. આ તથ્ય તેમની વિદ્વત્તાને જાહેર કરે છે. સં. ૧૯૩ માં પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજીના પ્રશિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયઉમંગસૂરિજીના હસ્તે અમદાવાદમાં તેઓશ્રીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા તે પછી બે વર્ષની અંદર જ, ૧૯૯૫ માં, ધ્રાંગધ્રા મુકામે કાળધર્મ પામ્યા. સ્પષ્ટવક્તા, સંયમનિષ્ઠ, સાહિત્યપ્રેમી અને વિદ્વાન સૂરિજીના ઉપદેશથી વિવિધ ધર્મ કાર્યો વિવિધ સ્થળે થયાં. તેઓશ્રી પાર્ધચંદ્રગચ્છના છેલ્લા આચાર્ય છે. એટલે કે એમની પાટે આચાર્ય તરીકે કઈ આવ્યા નથી. એવા એ સમર્થ સૂરિવરને કેટિશઃ વંદના ! 2010_04 Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા પ્રવ ક શ્રી દીપચંદ્રજી મહારાજ પ્રવર્તક શ્રી દ્વીપચંદ્રજી મહારાજમાં સમર્પિત ગુરુભક્તિ, કુશળ સંઘસંચાલન, ઉત્તમ કવિત્વશક્તિ અને પ્રભાવશાળી વક્તૃત્વના સુંદર સમન્વય સધાયેા હતેા. જન્મભૂમિ – દુર્ગાપુર (તા. માંડવી, કચ્છ ). જન્મ–સ', ૧૯૨૮. સ’સારીનામ–ઢેવજીભાઈ સ'વેગર’ગે-ર’ગીતાત્મા શ્રી કુશલચદ્રજી ગણના સત્યમાગમે દેવજીભાઈ યુવાનવયે વૈરાગી બન્યા. ઘણી મહેનતે માતાની અનુમતિ મળી. પરંતુ તેમનુ સગપણ ખાળવયે જ થઈ ગયેલું. શ્વસુરપક્ષ દીક્ષાની રજા આપવા તૈયાર ન હતા. બીજી બાજુ દેવજીભાઈ પોતાના નિર્ણયમાં અડગ હતા. વળી વાટાઘાટા ચાલી. અંતે બંને ગામનાં મહાજનોએ વચ્ચે પડી, શ્વસુરપક્ષની સંમતિ મેળવી આપી. દેવજીભાઈ તેમની વાગ્દત્તાને બહેન પસલી આપી આવ્યા. સ. ૧૯૪૫ માં ભારે ધામધૂમથી દેવજીભાઈની દીક્ષા થઈ. નામ પડયું દીપચ’દ્રુજી. ૧૮૯ શ્રી કુશલચંદ્રજી ગણિવર અને શ્રી ભ્રાતૃચંદ્રજી જેવા સમર્થ ગુરુની નિશ્રામાં લાંખા ગુરુકુલવાસ સેવનાર શ્રી દીપચંદ્રજી જ્ઞાન અને ક્રિયાના મમજ્ઞ અને વ્યવહાર–વિચક્ષણ બની ગયા. ચારિત્ર અને શિસ્તપાલનના તેઓશ્રી અતિ આગ્રહી હતા. સાધુ-સાધ્વીની સારણા–વારણામાં તેઓશ્રી વિશેષ સિદ્ધહસ્ત હતા. સ'. ૧૯૭૫ માં તેમને પ્રવ કપદવી આપવામાં આવી. તેમના હસ્તે અનેક દીક્ષાઓ થઈ. તેઓશ્રી ઊઇંચી કવિત્વ-શક્તિ ધરાવતા હતા. અનેક સ્તવના, સ્તુતિ, ચેઢાળિયા આદિની તેમણે રચના કરી છે. આરાધના અને પ્રભાવનાભર્યુ જીવન જીવી જનારા આ જાજરમાન મુનિવર સ. ૧૯૯૯ માં પેાતાની જન્મભૂમિમાં સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યા. એ મુનિવરને કેટિ કેડિટ વઢના ! 2010_04 Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ જ્ઞાનાપાસક મુનિવરશ્રી બાલચંદ્રજી મહારાજ વ્યાખ્યાનકુશળ, સાહિત્યપ્રિય, જ્યાતિષજ્ઞાતા, આકષ અને પ્રેમાળ, આબાલવૃદ્ધ સૌને પ્રિય એવા શ્રી બાલચ'દ્રજી મહારાજ જૈન સાધુતાના આદર્શો નમૂના સમાન હતા. ખેડૂતના પુત્ર હોવા છતાં પૂર્વના આરાધક એવા આ મુનિવર શ્રમણપરપરાના એક રત્ન બની રહ્યા. જન્મસ્થાન-મકતુપુર ( તાલુકા સિદ્ધપુર ). જન્મ સં. ૧૯૫૩. સ’સારી નામ-બેચર. પાંચ વર્ષોંની વયે માતાપિતાની છાયા ગુમાવી. ફોર્મ ને ત્યાં ઊછર્યાં. ભદ્રિક અને દયાળુ પ્રકૃતિના કારણે ખેતરમાં કામ કરતાં જીવજંતુની હિંસા જોઈ જીવ કપી ઊઠતે, એવામાં પરમ ગીતા શ્રીં ભ્રાતૃચંદ્રજી મહારાજ તથા તેમના શિષ્ય શ્રી પૂનમચંદ્રજી મહારાજના સમાગમ થયા અને પ્રેચરના આત્મા સંયમ પ્રત્યે આકર્ષાયા. એક દિવસ ચાલતાં મહેસાણા ગુરુમહારાજ પાસે પહોંચ્યા. ત્રણ-ચાર વના અભ્યાસ પછી સ. ૧૯૭૦માં શ્રી ભ્રાતૃચદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ શ્રી પૂનમચંદ્રજીના શિષ્ય મુનિશ્રી બાલચંદ્રજી બન્યા. શાસનપ્રભાવક શાસ્ત્રાધ્યયન, ગુરુસેવા અને જપ-તપ તેમના જીવનમાં વણાઈ ગયા હતા. કવિત્વશક્તિ અને વતૃત્વશક્તિ તે કુદરતી બક્ષિસ રૂપે મળી હતી. તેમનાં વ્યાખ્યાન સૌને રોચક અને પ્રેરક બનતાં, ભવ્ય સુખાકૃતિ, તેજસ્વી લલાટ, મધુર વાણી તેએશ્રીની સાધુતાની આભાને પ્રસરાવતાં. તેમને જાતિસ્મરણુ દ્વારા ત્રણ ભવની ઝાંખી થઈ હતી. ૨૦૧૯માં નાના આસબિયા ગામે સમાધિપૂર્વક સ્વવાસ પામ્યા. એવા એ પૂજ્યવરને શતશઃ વંદના ! 2010_04 Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૫૯૧ વાત્સલ્યમૂર્તિ સંઘહિતચિંતક મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ શ્રમણભગવંતેનું કાર્ય દ્વિવિધ હોય છે–આત્મસાધના કરવી અને અન્યને આત્મસાધનામાં સહાયક બનવું. આ બંને કાર્ય કરવામાં કષ્ટ પડવાનું જ. એ કષ્ટ સહન કરવું એ સાધુનું ત્રીજું કર્તવ્ય બની જાય છે. સંઘ-સમુદાયના નાયકપદે આવતા મુનિવરેને સંઘસંચાલનનું એક વધુ કાર્ય કરવું પડે છે. જેનશાસનને આવા અનેક સંઘનાયક આચાર્યાદિની સેવા મળી છે. પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ એવા એક નેતૃત્વવાહક મુનિવર હતા. જન્મભૂમિ – નાના ભાડિયા (તા. માંડવી, કચ્છ ). જન્મ-સં. ૧૯૬૮. પિતા-શ્રી રતનશીભાઈ માતા-શ્રીમતી તેજબાઈ સંસારી નામ - વસનજીભાઈ સરલાત્મા ધર્મપ્રિય વસનજીભાઈ બાર વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવ્યા અને પૂર્વસંસ્કારબળે વૈરાગી બન્યા. ગુરુમહારાજ પાસે સંયમગ્રહણ કરવાની ભાવના જણાવી. પૂજય આચાર્યદેવ દીક્ષાથીની કેળવણી અને કટીના ખૂબ આગ્રહી હતા. ત્રણ વર્ષના અભ્યાસ અને તાલીમ બાદ સં. ૧૯૮૩માં ભાડિયામાં તેમની દીક્ષા ભારે ઠાઠથી થઈ. ગુરુમહારાજની કડક કેળવણી હેઠળ મુનિશ્રી વૃદ્ધિચંદ્રજીએ જ્ઞાન અને અનુભવનું સારું એવું ભાથું મેળવ્યું. સં. ૧૯૯૫માં ગુરુદેવને સ્વર્ગવાસ થયા પછી સંઘ અને સમુદાયને સઘળે કાર્યભાર તેમણે કુશળતાથી વહન કર્યો. કાઠિયાવાડ, કરછ, મારવાડ અને મુંબઈ તેમનાં મુખ્ય વિહારક્ષેત્રે હતાં. મુંબઈને તેમને વિહાર સંઘ માટે ઘણે ઉપકાર નીવડ્યો. મુંબઈમાં પાર્ધચંદ્રગચ્છની નવરચના તથા ઉપાશ્રયનું નિર્માણ એ તેઓશ્રીના દીર્ઘદ્રષ્ટિભર્યા માર્ગદર્શનની ફળશ્રતિ હતી. તેઓશ્રીના જીવનના ધ્યાનાકર્ષક ગુણ હતા-વાત્સલ્યભાવ અને સરળતા. સાધુ-સાધ્વીઓ તરફ તેઓશ્રી વિશેષ વાત્સલ્ય વહાવતા. સંઘ-સમુદાયના પ્રશ્નને ઉકેલ તેઓશ્રી હંમેશાં વાત્સલ્ય અને વ્યવહારું દૃષ્ટિકોણથી જ લાવતા. પ્રવૃત્તિઓમાં વ્યરત રહેતા હોવા છતાં આત્મજાગૃતિ ટકાવી રાખવાને પુરુષાર્થ ચાલુ જ રહેત, આધ્યાત્મિક શાસ્ત્રોનાં સ્વાધ્યાય અને વાચન-મનન તેમને સવિશેષ પ્રિય હતાં. તેમના સંસારી લઘુબંધુ પણ તેમના પગલે ચાલીને તેમના શિષ્ય બન્યા, જેમાં આજે પાર્ધચંદ્રગચ્છના સંઘસ્થવિરપદે વિરાજે છે, જેઓશ્રીનું નામ છે પૂજ્યશ્રી રામચંદ્રજી મહારાજ. તેઓશ્રી પણ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષે તત્વવિચાર અને સ્વાધ્યાયમાં વિશેષ લીન રહે છે. સં. ૨૦૨૫માં પિષ સુદ ૧૦ની રાતે, બીકાનેર મુકામે પૂ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા. સંધ માટે આ ઘટના વાઘાત સમી હતી. ૪૨ વર્ષના દીક્ષા પર્યાય અને પ૭ વર્ષની ઉંમરમાં પ. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે આત્મસાધના અને શાસનસેવાના આદર્શોને અમલી બનાવવા સાથે પુરુષાર્થપૂર્ણ સંયમયાત્રા ખેડી તેની સ્મૃતિસુવાસ આજે પણ એવી જ મહેકી રહી છે. કેટિ કોટિ વંદન હજો એ મુનિવરને! 2010_04 Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ શાસનપ્રભાવક આ ગ્રંથમાં વિક્રમની વીસમી સદીના પૂજ્ય પ્રભાવક આચાર્યભગવંતના પરિચય સમુદાયવાર પ્રગટ કર્યા છે, તે સિવાયના અન્ય સમુદાયના પૂજ્ય આચાર્ય ભગવંતના પરિચય : પૂ. આ. શ્રી વિજ્યશાંતિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહિમાચલ સૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિવેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસુબાહુસૂરીશ્વરજી મહારાજ “જીવપ્રતિપાલક”, “જગદગુરુ, “સૂરિસમ્રાટ', “નેપાલ-રાજ્યગુરુ', “હિઝ હોલિનેસ” આદિ બિરુદ પ્રાપ્ત કરનાર પૂ. આચાર્ય શ્રી વિજય શાંતિસૂરીશ્વરજી મહારાજ અનુગાચાર્ય, વિશ્વશાંતિના ઉષક, પ્રશાંતમૂતિ, સંયમમાર્ગના સ્તંભ, પરમ આદરણીય ગીરાજ શ્રી વિજય શાંતિસૂરીશ્વરજી મહારાજને સંસારમાં કેણ નથી ઓળખતું ! પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૪પના મહા સુદ પાંચમે થયેલ હતું. તેમની જન્મભૂમિ રાજસ્થાનના તત્કાલીન રાજ્ય અને આજના સિરોહી જિલ્લામાં આવેલું મણાદર ગામ. રાયકા પરિવારમાં પિતા ભીમતેલાજી અને માતા વસુદેવીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો. બાળકનું નામ સતેજી રાખવામાં આવ્યું. સગતેજી બાળપણથી જ સૌને ખૂબ વહાલા હતા. પિતાને વ્યવસાય પશુપાલનને હતે. સગતેજી પણ ગાય-ભેંશ અને ઘેટાં-બકરાં સાથે જંગલમાં જવા લાગ્યા. અહી જાયેઅજાણ્યે સગતજીના અજ્ઞાત મન ઉપર કુદરતના સંસ્કારો પડવા માંડ્યા હતા. એવામાં એમના એક કાકા, જેમણે મુનિશ્રી ધર્મવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને મુનિશ્રી તીર્થવિજયજી મહારાજના નામે વિખ્યાત થયા હતા, તેમની પાસેથી વિરાગી જીવનની પ્રેરણા મળી અને આઠ વર્ષની કુમળી વયે સગતજી મુનિરાજ શ્રી તીર્થવિજ્યજી સાથે વિચરવા લાગ્યા. સોળ વર્ષની વયે સં. ૧૯૬૧ના મહા સુદ પાંચમના 2010_04 Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો પ૯૩ શુભ દિને તેમણે જાલેર જિલ્લાના રામસેણ ગામે ગુરુદેવશ્રી તીર્થવિજ્યજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સંયમમાગ પર વિચરતાં વિચરતાં સગજી “શાંતિવિજ્ય” બની ગયા. તેમને સં. ૧૯૬૧થી ૧૯૭૩ સુધીનાં બાર વર્ષ વસિષ્ઠાશ્રમ, ગુરુશિખર, માર્ક ડેધર, સુદા પર્વત એકાંતિક અને રમ્ય વનસ્થાનમાં રહીને જ્ઞાન-ધ્યાન-તપની સાધના કરી. સં. ૧૯૭૩ પછી મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ જનહિતાર્થ આબુ પર્વત આસપાસ પ્રદેશોમાં વિચારવા લાગ્યા. આ વિસ્તાર પૂજ્યશ્રીને અતિ પ્રિય હતે. માર્ક ડઝષિના આશ્રમની પાસે સરસ્વતી મંદિરમાં તેઓશ્રી ઘણો સમય મૌન રહ્યા હતા. સં. ૧૯૭૩ પછી જોધપુર પ્રદેશના જસવંતપુર જિલ્લામાં પધાર્યા. ત્યાં સુદાના પહાડ પર ચામુંડાદેવીનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં પ્રતિવર્ષ મેળામાં ખૂબ જીવહિંસા થતી હતી. ત્યાં રહીને લોકોને સદુપદેશ આપીને હિંસા થતી અટકાવી. એ જ રીતે, સં. ૧૯૮૮માં રાજસ્થાનનાં અન્ય સ્થાન પરની જીવહિંસા પણ બંધ કરાવી. જીવદયાના પરિણામે પૂજ્યશ્રીની પ્રેરણાથી આબુમાં પશુચિકિત્સાલય ખોલવામાં આવ્યું. સં. ૧૯૮૯માં બામણવાડજી પધાર્યા. ત્યાં મહામહોત્સવપૂર્વક તપ-આરાધનાઓ થઈ પૂજ્યશ્રીને “અનંત જીવપ્રતિપાલક”, “યુગલબ્ધિસંપન્ન રાજરાજેશ્વર' ના બિરુદથી સન્માનવામાં આવ્યા. સં. ૧૯૯૦માં વીરવાડામાં “જગદ્ગુરુ”, “સૂરિસમ્રાટ' આદિ અને નેપાલનરેશ તરફથી નેપાલ રાજ્યગુરુ' બિરુદ તથા સં. ૧૯૯૧માં વિસલપુરમાં “યુગપ્રધાન પદવી તથા “હિઝ હલીનેસ” પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના અંગેઅંગમાં જૈનધર્મના સિદ્ધાંઅનેકાંતવાદ અને અહિંસા સમાયેલાં હતાં. પરિણામે જીવદયા, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિ અને સર્વધર્મ સમભાવના ગુણોથી તેઓશ્રી સમગ્ર સમાજમાં અત્યંત આદરપાત્ર બન્યા હતા. જેનેતર અને વિદેશીઓ પણ મેટી સંખ્યામાં પૂજ્યશ્રીના ભક્તો બન્યા હતા. ઉદયપુર રાજ્યમાં આવેલા શ્રી કેસરિયાજી તીર્થમાં કઈ ત દ્વારા જૈન દર્શનાથીઓને ત્રાસ આપવામાં આવતો હતો, તે પૂજ્યશ્રીએ ૨૯ દિવસ આમરણાંત ઉપવાસ કરીને દૂર કર્યો. મહારાણ ભોપાલસિંહજી ગુરુદેવશ્રીની તપશ્ચર્યા અને વ્યક્તિત્વથી ઘણા પ્રભાવિત થયા હતા. પૂજ્યશ્રી સં. ૧૯૯૯માં અચલગઢ (આબુ) બિરાજમાન હતા. ત્યાં આસો વદ ૧૦ને દિવસે ધ્યાનસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામ્યા. આ સમાચાચારથી ઠેર ઠેરથી અસંખ્ય માનવસમુદાય ઊમટ્યો. દાદાગુરુ શ્રી ધર્મવિજયજીની સમાધિ પાસે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. પૂજ્યશ્રીની પુણ્યસમાધિ બનાવવાનો નિર્ણય થશે. શ્રી પૂનમચંદ કેકારી સાહેબના માર્ગદર્શન નીચે જયપુરના શિલ્પી શ્રી રાજારામ શિવનારાયણે સુંદર મૂતિ કંડારી. એવી રીતે, પૂજ્યશ્રી શાસનપ્રભાવનાનાં અમૂલ્ય કાર્યો કરીને અમર થઈ ગયા. કેટિ કેટિ વંદના હો એ જનવત્સલ, જીવવત્સલ સાધુવર્યને ! શ્રિ ૭૫ 2010_04 Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ શાસનપ્રભાવક નાડા તીર્થોદ્ધારક-મેવાડ દેશદ્વારક પૂ. આચાર્યશ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છની વિવિધ શાખાઓમાં એક શાખા-પરંપરા જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરિજીની ચાલી આવે છે. એ પરંપરામાં થયેલા અનુગાચાર્ય શ્રી હિતવિજ્યજી મહારાજના શિષ્ય તે ચરિત્રનાયક પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ, વીસમી સદીમાં થયેલા પૂજ્ય આચાર્યભગવંતેમાં તેઓશ્રીનું સ્થાન આગલી હરોળમાં આવે છે. પૂજ્યશ્રીનું મુનિઅવસ્થાનું નામ શ્રી હિંમતવિજયજી હતું. મારવાડ-મેવાડમાં તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર, નવનિર્માણ, તીર્થોદ્ધાર, અંજનશલાકા-પ્રતિષ્ઠા, યાત્રાસ ઘે, ઉપધાને આદિ તપારાધનાઓ અને શાસનપ્રભાવનાનાં નાનામેટાં અનેક ધર્મકાર્યો થયાં છે, પરિણામે તેઓશ્રીનું નામ એ ક્ષેત્રોમાં સીમાચિહન બની રહ્યું ! શ્રી નાકોડા તીર્થ આજે જે સુવિખ્યાત અને સુવિશાળ બન્યું છે, તેના પાયામાં પૂજ્યશ્રીનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. અહીં સં. ૧૯૯૧, ૨૦૧૬ અને ૨૦૨૯ માં પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક જિનપ્રતિમાજીઓ, દેવદેવીઓની મૂતિઓ, ગુરુમૂર્તિઓ, ચરણપાદુકાઓ, તીર્થ પટ્ટો વગેરેની ભવ્યાતિભવ્ય મહત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ હતી. પૂજ્ય આચાર્યશ્રી દ્વારા રાજસ્થાનનાં અન્ય પણ અનેક સ્થાને-તીર્થોમાં પ્રતિષ્ઠાદિ કાર્યો યાદગાર રીતે સુસંપન્ન થયાં હતાં. પૂજ્યશ્રી પાછલી અવસ્થામાં ઘાણેરાવમાં સ્થિરવાસ રહ્યા હતા. ત્યાં પણ તેઓશ્રીની પ્રેરણાથી “કીર્તિસ્તંભ'નું ભવ્ય નિર્માણ થયું છે. આજે એ તીર્થરૂપ દર્શનીય સ્થાન બન્યું છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રાચીન તીર્થોના ઉદ્ધાર અને નૂતન તીર્થોનાં નિર્માણ, ઉપરાંત અનેક દીક્ષાઓ પણ થઈ હતી. તેઓશ્રીના શિષ્ય પરિવારમાં વિદ્યમાન એવા પૂ. આ. શ્રી વિજયલક્ષ્મીસૂરિજી મહારાજ કેટલાંય વર્ષોથી અને આજે વેવૃદ્ધ અવસ્થાએ પણ બાડમેર અને જાલેર જિલ્લાના વિકટ, વેરાન અને રેતાળ પ્રદેશમાં વિચરીને તે પ્રદેશના જૈનેની ધર્મશ્રદ્ધાને જાગૃત અને કાર્યરત બનાવવા ઉપરાંત સંગત પૂજ્ય ગુરુદેવની શ્રી નાકેડાતીર્થ પ્રત્યેની ભક્તિને અક્ષુણપણે વહાવી રહ્યા છે. એવા એ અનેક તીર્થોદ્ધારક આચાર્યશ્રી વિજયહિમાચલસૂરિજી મહારાજના ચરણે ભાવભીની વંદના ! છે, તે 2010_04 Page #597 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-ર બાડમેર અને જાહેર જિલ્લાના વિકટ રણપ્રદેશમાં ધર્મનાં ઓજસ રેલાવનારા પૂ. આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજ રાજસ્થાનના સીમાડે બાડમેર અને જેસલમેર જિલ્લા આવેલા છે. આજથી સો વર્ષ પહેલાં આ રણપ્રદેશમાં વિહાર શકય ન હતું. એટલું જ નહિ, આ પ્રદેશમાં સાધુ-સાધ્વીઓના વિહાર પર પ્રતિબંધ હતું. તેના કારણમાં, આ રણપ્રદેશના વિકટ અને લાંબા વિહારમાં પૂર્વે કેઈ શ્રમણભગવંતે કાળધર્મ પામ્યાની વાત હતી. પણ પછી આ વિકટ અને દુષ્કર વિહારમાં પાણી વગર પણ લાંબું ચલાવી શકે એવા ઉગ્ર અને દીર્ઘ તપસ્વી એક મુનિમહારાજશ્રીએ હિંમત કરી અને તપાગચ્છાધિપતિ પૂ. મણિવિજયજી દાદાની આજ્ઞા મેળવી વિહાર કર્યો. આજ પણ આ ક્ષેત્રે રાજસ્થાનના અન્ય પ્રદેશોની સરખામણીમાં વિહાર માટે મુશ્કેલ અને વિકટ હાઈ સાધુઓનાં દર્શન-સમાગમથી લગભગ વંચિત રહ્યા છે. તેમ છતાં, સદ્નસીબે જે ગણ્યાગાડ્યા શ્રમણભગવંતે આ બાજુ વિચર્યા છે અને વિચારી રહ્યા છે તેમાંના એક છે પૂજ્ય આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજ. રાજસ્થાનના બાડમેર અને જાલેર જિલ્લાનાં એવાં નાનાં-મોટાં ગામ છે, જ્યાં પૂવે દેરાસર ન હતાં, ઉપાશ્રય ન હતાં, શ્રાવકમાં જૈનધર્મના સંસ્કાર ન હતા, આચારવિચાર ન હતા; અરે ! જેન હોવા છતાં લેકેને જૈનધર્મ સાથે કઈ નાતે જ રહ્યો ન હતો. એવાં એ નાનાં-મોટાં ગામમાં આ પૂજ્યશ્રીએ વિપદાઓ વેઠી વેઠીને, વિહાર કરીને, નવકારમંત્રને પાઠ આપવાથી માંડીને જૈન ધર્મના સંસ્કાર અને જિનાલયના નિર્માણ સુધીનાં કાર્યો સુસંપન્ન બનાવી તેઓને જૈનધર્મથી વાસિત અને પ્રકાશિત બનાવી દીધાં. આવા ઉપકારી ગુરુદેવનું જન્મ સં. ૧૯૫૮ના આ જ જાલેર જિલ્લાના બાદનવાડી ગામે થયે હતો. દસ વર્ષની વયમાં પિતાશ્રીની અને ચૌદ વર્ષની વયે માતુશ્રીની છત્રછાયા ગુમાવી બેસતાં, એ વતન છોડી મહારાષ્ટ્રના કરાડ ગામે આવ્યા. લગ્ન પણ એ જ અરસામાં થયું. ધર્મપત્નીનું નામ હતું પાર્વતીબાઈ કરાડમાં સોનાચાંદીની દુકાન કરી. ધર્મ જૈન ખરા, પણ સ્થાનકવાસી; અને તે પણ કહેવા પૂરતા જ. ધર્મના કેઈ કરતાં કઈ સંસ્કાર નહીં. રાત્રિભેજન, કંદમૂળ – કેઈન બાદ નહીં. એક દિવસ ખૂબ તાવ આવે. પાણીની ખૂબ તરસ લાગી, પણ મળે નહીં. કેવા જોગ-સંજોગ! દેરાસર જતાં ધરાય એટલું પાણી મળી ગયું. બસ, ત્યારથી દેરાસર પર શ્રદ્ધા બેઠી. કરાડમાં રહેતા સુશ્રાવક રાજારામભાઈ તેમાં નિમિત્ત બન્યા. એટલું જ નહિ, નવકારવાળી ગણવાનું સૌ પ્રથમ તેમના કહેવાથી શરૂ થયું. પછી તો પ્રભુદર્શન, પૂજા અને પ્રતિક્રમણ કરવા દેરાસર-ઉપાશ્રયે જવા લાગ્યા. તિથિએ ઉપવાસ આદિ પણ કરવા લાગ્યા. રેજ પ૦ બીડી પીતા; એક દિવસ એ પણ છૂટી ગઈ. કાંદા-લસણ અને રાત્રિભોજન સુધાં બંધ થઈ ગયાં. કરાડમાં ઉપધાનતપની આરાધના કરી. ધર્મશ્રદ્ધા અને આરાધનામાં વૃદ્ધિ થવા સાથે સંસાર પર વિરાગ અને સંયમ પર રાગ જાગવા લાગ્યા અને સં. ૧૯૯૬ માં પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજના 2010_04 Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ શાસનપ્રભાવક શિષ્ય અની મુનિશ્રી લક્ષ્મીવિજયજી નામ ધારણ કરી, સંસારના ત્યાગની અને ત્યાગમાગના સ્વીંકારની ભાવના ચિરતા કરી. ભાગવતી દીક્ષા અંગીકાર કરી સ્વજીવનને પાવન કરવા સાથે ગુરુનિશ્રામાં ગુરુકૃપાએ જ્ઞાન-ધ્યાનપૂર્વક સંયમજીવનને ઉત્કૃષ્ટ બનાવવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ પાલી કર્યુ. પછી હરજી, પેરબંદર, પાલીતાણા, સુરત, મુંબઈ ( પાયધુની–ગોડીજી ), અહમદનગર, ઇન્દોર એમ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ગુરુદેવ સાથે વિચરતા રહી શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યાં સુસ ́પન્ન બનાવવા સાથે સ્વ-પર જીવનને અજવાળતા રહ્યા. સ. ૨૦૦૮ માં ફરી રાજસ્થાન પધારી અને મેટા ભાગે બાડમેર અને જાલેર જિલ્લામાં જ, જ્યાં વિચરવાનું વિકટ અને વિપદરૂપ હતું જ્યાં શ્રમણભગવંતાનાં પાવન પગલાં ઠર્યાં... ન હતાં, એવા ધમ જળથી ક્ષુધિત રણપ્રદેશમાં વિચરીને, ચાતુર્માસ કરીને, ધનાં એજસ રેલાવ્યાં. પૂજ્યશ્રીની સરળ, સ-રસ અને સતત પ્રેરણા અને માદર્શનથી આ પ્રદેશ ખાડમેર, વિશાળા, હરયાણી, રામસીન, સિયાણી, દંડાર્લી, નગર, પચપદરા, શેરગઢ, ખાલા, ગુડામાલાની, સીદરી, ખાદનવાડી, સરત, ભવરાની, ખંડપ, મંજલ, થેાસ વગેરેનાં ગ્રામ-નગરાનાં જિનાલય–ઉપાશ્રયના નવનિર્માણુ કે વિવિધ ધર્મોનુષ્ઠાનોથી ગુંજવા લાગ્યાં, નાકોડાતીના વિકાસ-વિસ્તારમાં પણ પૂજ્યશ્રીની પ્રેરણા નોંધપાત્ર રહી છે, પૂજ્યશ્રીના સંસારી પુત્રા અને પિરવારે બાદનવાડીથી નાકોડા તીને છરી પાલિત સંઘ કાઢવાનો, પૂજ્યશ્રીની નિશ્રાનેા, લાભ પણ લીધા છે. પૂજ્યશ્રીના ચાર શિષ્યામાં મુનિશ્રી મકનવિજયજી અને મુનિશ્રી હુ સવિજયજી કાળધમ પામ્યા છે; જ્યારે મુનિશ્રી ઇન્દ્રવિજયજી અને મુનિશ્રી રાજશેખરવિજયજી વિદ્યમાન છે. સમ્રાટ અકબર પ્રતિબેાધક પૂ. આ. શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પાટપર પરાએ ચાલ્યા આવતા સમુદાયમાં મેવાડ દેશોદ્ધારક અને નાકોડા તીર્થ્રોદ્ધારક પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજના કાળધમ બાદ તેમની પાટે, ૪-૫ વર્ષ ઉપર આચાય પદે આરૂઢ થયેલા પૂ. આ. શ્રી વિજયલક્ષ્મીસૂરિજી મહારાજ સમુદાયના નાયકપદે બિરાજી શાસનની શૈાભા વધારી રહ્યા છે. વંદન હજો એ સમસૂરિવરને ! શાંત – સૌમ્ય – સૌજન્યશીલ – શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિવેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાપવિત્ર ભૂમિ સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરની પાસે ગૌતમગઢ ગામમાં દશા શ્રીમાળી સ્થાનકવાસી વેારા કુટુંબમાં શેઠશ્રી હરજીવનદાસને ત્યાં જડાવબેનની કુક્ષીએ પુત્રરત્નનો જન્મ થયા, જેનું નામ વાડીલાલ રાખ્યુ. વાડીલાલે ધેારણુ સાત સુધીનો અભ્યાસ કર્યો ત્યાં દુઃખની પર'પરા શરૂ થઈ : માતાપિતા પરલેાકવાસી બન્યાં. વાડીલાલને આ અસહ્ય આઘાતમાં કહે કે સાચી સમજ પ્રાપ્ત થતાં કહ્યુ, સ'સાર અસાર લાગતાં વૈરાગ્યની ભાવના જાગી. કુટુંબીઓની તીવ્ર મેાહ-મમતાના કારણે સંયમમા સહજ ન હતા. પણ મનને મક્કમ કરી સ્થાનકવાસી– 2010_04 Page #599 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ બરવાળા સંપ્રદાયના મુનિશ્રી મગનલાલજી પાસે દીક્ષા અંગીકાર કરી સંયમમાર્ગે સંચરી પડ્યા. આગળ જતાં શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરી પાટણમાં પ્રવેશ કર્યો. પાટણમાં એ સમયે બિરાજમાન તપાગચ્છ જતિર્ધર શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય મુનશ્રી કુમુદવિજ્યજીના શિષ્ય મુનિશ્રી હીરવિજયજીના શિષ્ય પંન્યાસશ્રી સુંદરવિજ્યજીના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજયસૌભાગ્યસૂરિજી મહારાજના સમાગમમાં આવતાં અને તેમનાથી સત્ય રાહ લાધતાં તેમની નિશ્રામાં સંવેગી દીક્ષા અંગીકાર કરી, મુનિશ્રી વિવેકવિજયજી નામ ધારણ કર્યું અને પૂ. આચાર્યશ્રીના શિષ્ય બની શાસ્ત્રાભ્યાસમાં લાગી ગયા. કર્મગ્રંથ, વ્યાકરણ, પ્રકરણ, સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, કેશ વગેરેને તલસ્પર્શી અભ્યાસ કર્યો. સં. ૧૯૯૦માં રાયસાંકળીનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી મોહનલાલના પુત્રરત્નને દીક્ષા આપી, વિનયવિજયજી નામ આપવાપૂર્વક શિષ્ય બનાવ્યા. વિવેક-વિનયની જોડી ત્યાર પછી પ્રસિદ્ધિમાં આવી. સેરડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં અનેક ગ્રામનગરમાં વિચરી તથા ચાતુર્માસે કરી અનેરી શાસનપ્રભાવના પ્રવર્તાવી. સં. ૧૯૯૫માં ભરૂચ જિલ્લાના સમની ગામમાં ઉપાધ્યાયપદે અલંકૃત થયા અને સં. ૨૦૨૦માં સાબરકાંઠાના રૂપાલ ગામમાં, પૂ. આ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં આચાર્યપદે આરૂઢ થતાં પૂજ્ય આચાર્ય શ્રી વિવેકચંદ્રસૂરિજી નામે પ્રસિદ્ધ થયા. ત્યાર બાદ સાબરકાંઠાના સરદારપુર ગામે ચાતુર્માસ કરતાં ત્યાં તેઓશ્રીની પ્રભાવક પ્રેરણા અને પાવન નિશ્રામાં ૨૧ સંઘજમણ થયાં, સાધર્મિક ભક્તિનું અતિ સુંદર કાર્ય થયું અને તારંગા તીર્થને છરીપાલિત સંઘ નીકળે. વડોદરા જિલ્લાના અતિ પ્રાચીન તીર્થ વણછરા મુકામે મુનિશ્રી ચંદ્રવિજયજી અને સૌરાષ્ટ્રમાં કેયડા ગામે મુનિશ્રી નીતિવિજયજીના નામથી બે શિષ્યરત્ન પ્રાપ્ત કર્યો. ભરૂચ જિલ્લાના આમેદ ગામે શિષ્યરત્ન મુનિશ્રી વિનયવિજયજી કાળધર્મ પામતાં પૂજ્યશ્રીના ઉમંગમાં ઘણે વિગ પડી ગયે. વડોદરા જિલ્લાના સાધડી મુકામે શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા-અનુષ્કાને વગેરે અનેક શુભ કાર્યો થયાં. ૩૪ વર્ષના દીક્ષા પર્યાયમાં પોતે કયાં છે તેની સંસારી કુટુંબીઓને જાણ પણ કરી ન હતી. કુટુંબીઓએ ઘણુ શોધ કરી, અંતે સં. ૨૦૧૩માં વડેદરા જિલ્લાના માસર રોડ મુકામે મુંબઈ રહેતા સંસારી કાકાના દીકરા સેમચંદભાઈ મેહનલાલ વેરા પિતાના કુટુંબનાં નાનાંમોટાં સ્ત્રી-પુરુષને લઈ વંદનાથે આવી પહોંચતાં અવર્ણનીય આનંદનું દશ્ય સર્જાયું હતું. આ પ્રસંગે ગામમાં વાસણોની લ્હાણી કરી. એટલું જ નહિ, ત્યારથી દર વર્ષે પૂ. ગુરુદેવ જ્યાં ચાતુર્માસ હોય ત્યાં કુટુંબીજને જઈ, સ્થાનકવાસી અને દેરાવાસીનું સંઘજમણ રાખવા પૂર્વક વાસણની લ્હાણી કરવામાં આવતી રહી. સંસારી વોરા કુટુંબે તેમ જ ભક્તોએ પૂ. ગુરુદેવની ભક્તિ અર્થે વડોદરામાં પાણીગેટ બહાર અંકુર રોસાયટીમાં જ્ઞાનમંદિર બંધાવ્યું. પૂજ્યશ્રીના દીક્ષા પર્યાયને ૬૦ વર્ષ પૂરાં થયેલ હોવાથી બષ્ટિપૂતિને મહોત્સવ સંસારી વોરા કુટુંબે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવા ઉપરાંત વાસણની લ્હાણી તથા કટાસણાની પ્રભાવના કરી ઉલ્લાસપૂર્વક ઊજવ્યું. 2010_04 Page #600 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક - ૬૦ વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન ગામેગામ વિચરી, અનેક સ્થળે ચાતુર્માસ કરી, પિતાની વાચસ્પતિ રૂપી વ્યાખ્યાનમાળાથી અનેક જૈનેને તેમ જ જૈનેતરને જૈનધર્મના સંસ્કારનું સિંચન કરી; ૮૦ વર્ષની વયે સં. ૨૦૪૩ના વૈશાખ વદ ૨ ને ગુરુવારે, નવકારમંત્રનું મરણ અને શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વડોદરા અને આસપાસનાં ગામોનાં શ્રાવકશ્રાવિકાઓ અને ભક્તગણે વિશાળ સંખ્યામાં એકત્ર થઈભવ્ય પાલખીમાં અંતિમ યાત્રા કાઢી. દિવંગત આચાર્યશ્રીના અગ્નિસંસ્કારને લાભ સંસારી વેરા પરિવારે લીધે. પૂ. ગુરુદેવના કાળધર્મ નિમિત્તે તેઓશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજ તથા મુનિશ્રી નીતિવિજયજી મહારાજની શુભ નિશ્રામાં અષ્ટાલિકા મહોત્સવ ઊજવવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને શિષ્ય પૂ. આચાર્યશ્રી વિચંદ્રસૂરિ જ્ઞાનસદન, ૧૧ અંકુર રોસાયટી, પાણીગેટ બહાર, વડોદરા-૧ન્ના સરનામે બિરાજમાન છે. જેઓશ્રી ગુરુદેવે ચીધેલા માર્ગે જૈનસંઘને પ્રેરણા આપી રહ્યા છે પૂ. ગુરુદેવ જ્યાં હોય ત્યાંથી તેમની છાયા મળતી રહે એવી પ્રાર્થના સહ પૂજ્યશ્રીને કેટિ કેટિ વંદના ! આગલોડ સ્થિત શ્રી મણિભદ્ર તીર્થના ઉદ્ધારક, વક્તાપુર તીર્થના સ્થાપક જપ-તપ પૂર્વકની વિવિધ યોગસાધનાઓના સાધક પૂ. આચાર્યશ્રી વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી વિજ્ય આનંદઘનસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૭ના શ્રાવણ વદ પાંચમે રાજસ્થાનના સિરોહી રાજ્યના પાલડી (માયલી) ગામે બિબલેસા પરમાર ગોત્રમાં થયું હતું. તેમના પિતાનું નામ ચતરાજી માજી, માતાનું નામ કંકુબાઈ અને તેમનું જન્મનામ ચુનીલાલજી હતું. ચુનીલાલ માત્ર દેઢ વર્ષના થયા કે તેમનાં માતુશ્રી સ્વર્ગવાસ પામ્યાં. પિતા ચતરાજીનાં મોટાં ભાભી ચમનીબાઈએ તેમને ઉછેરીને મોટા કર્યા. પૂર્વના પુણ્ય અને આ જન્મના ધર્મસંસ્કાએ તેમની ધર્મ પ્રત્યેની રુચિ ઉત્તરોત્તર ખીલતી ગઈ. બાળવયથી જ પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત-નિયમે તેમના જીવન સાથે વણાઈ ગયા. કુમારવયે પહોંચતાં હિન્દી, અંગ્રેજી સાથે વ્યાવહારિક શિક્ષણ સંપાદન કર્યું. તેજ બુદ્ધિ અને સાલસ સ્વભાવના કારણે તેઓ સૌમાં પ્રિય બન્યા હતા. ૧૬ વર્ષની વયે તેમને દત્તક પુત્ર તરીકે જોધપુર રાજ્યના બગડીનગરના શ્રી લાલચંદજી ચંદનમલજી અને તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબાઈએ બળે લેતાં તેમને મુંબઈ જવાનું થયું. મુંબઈ ગયા છતાં વ્રત-નિયમો તો ચાલુ જ રહ્યાં અને આગળ જતાં આ સંસ્કાર વૈરાગ્યભાવમાં પરિણમ્યા અને તેઓ દીક્ષા લેવા તતપર બન્યા. સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે તેમની એ ભાવના સાકાર બની અને દીક્ષા અંગીકાર કરવાપૂર્વક તેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયભુવનસૂરિજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી આનંદઘનવિજયજી નામે જાહેર થયા. મુનિજીવનના ઉષાકાળે તેઓશ્રીએ ગુરુગમ બની કર્મગ્રંથ, પ્રકરણ, ન્યાય તથા આગમશાને ઊંડો અભ્યાસ કર્યો. જતિષશાસ્ત્ર અને મંત્રવિદ્યાનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. 2010 04 Page #601 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ તપ-જપ અને ગસાધના : પૂજ્યશ્રીએ સંયમસાધના અને જ્ઞાનપાસનામાં આગળ વધવા સાથે જપ-તપ અને યુગમાં પણ ઉત્તરોત્તર આગળ વધતા રહી એક સમર્થ સાધક તરીકે નામને પ્રાપ્ત કરી છે. તેઓશ્રીએ વરસીતપ-૨, ચમાસી-૧, અઠ્ઠાઈ-૫, ૨૩ કલાક મૌનપૂર્વક સતત ૫૦૦ આયંબિલ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં ૧૦૮ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરી છે. ઈશ્વરગઢ પર શ્રી શાંતિનાથ જિનાલયની પાછળ આવેલી પ્રાચીન ગુફામાં રહીને અષ્ટાંગ યોગસાધના તેમ જ વિવિધ આસને સિદ્ધ કર્યા. અહીં ગુફામાં ત્રણ વર્ષ દરમિયાન તપ પૂર્વક સવા કરોડ નવકારમંત્રનો જાપ કર્યો. ઈડર પાંજરાપોળમાં રહીને દિવસ દરમિયાન માત્ર બે વાર ૫૦૦ ગ્રામ દૂધ પર રહીને ૯ લાખ નવકારમંત્ર જાપ કર્યો. ૫૦૦ આયંબિલમાં ૯ લાખ નવકારમંત્રનો જાપ પ્રાય: મૌન રહીને કર્યો. ઉપરાંત, તારંગા તીર્થની ગુફામાં ૨૦ દિવસના આયંબિલપૂર્વક શ્રી ઋષિમંડલ મૂલમંત્રને એક લાખને જાપ, અચલગઢ (આબુ )માં એક વર્ષ રહી એકાસણુ સાથે શ્રી સિદ્ધચક મૂલમંત્રને જાપ, પિસીના તીર્થમાં ચાર માસ દરમિયાન પાંચ અઠ્ઠમ અને ૬ આયંબિલ કરી, સવા લાખ ઉવસગાહર તેત્રને જાપ, ગિરનારજી પર ગુફામાં રહી એકાસણું સાથે એક લાખ નવકારમંત્રને જાપ, આગલેડ (ઉ. ગુ.)માં ૨૧ દિવસ શ્રી મણિભદ્રવીરની સાધના કરેલ. પૂજ્યશ્રીએ ઈડર અને તારંગાની ગુફાને જીર્ણોદ્ધાર કરાવી તથા અચલગઢની ટોચ પર રૂમ રિપેર કરાવી, તે તે સ્થાનની તીર્થપેઢીને અર્પણ કરેલ. પૂજ્યશ્રીને સં. ૨૦૩ના અષાઢ સુદ ૬ના રોજ ઘાણરાવ (રાજસ્થાન) સ્થિત કીર્તિસ્તંભ તીર્થે પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરિજી મહારાજે આચાર્યપદે આરૂઢ કર્યા. સં. ૨૦૪૬ના જેઠ સુદ પાંચમે વક્તાપુર (સાબરકાંઠા)માં પૂ. ગુરુદેવશ્રી વિજયભુવનસૂરિજી મહારાજ આદિ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં “ગદિવાકર ની પદવી અર્પણ કરવામાં આવી. ૫. આ. શ્રી વિજયઆનંદઘનસૂરિજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી જયચંદ્રવિજયજી, મુનિશ્રી ભુવનાનંદવિજ્યજી, મુનિશ્રી રાજ્યશવિજયજી, મુનિશ્રી પ્રદીપચંદ્રવિજયજી અને મુનિશ્રી શાંતિચંદ્રવિજ્યજી છે. શાસન પ્રભાવના : પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન થયાં છે. તેમાં વિજાપુર પાસે આગલોડમાં શ્રી માણિભદ્રવીરના પ્રાચીન સ્થાનને ઉદ્ધાર કરાવી, તેને તીર્થરૂપે સારી રીતે વિકસાવ્યું છે. એક બીજું નવું તીર્થ સાબરકાંઠામાં હિંમતનગરથી ૮ કિ.મી. દૂર વક્તાપુર ગામે “૩૪ શ્રી પાર્શ્વ–પદ્માવતી જેન વે. મૂ. તીર્થ” નામે સ્થાપી, ત્યાં પણ જિનાલય, ઉપાશ્રયે, ધર્મશાળા, ભેજનશાળા આદિનું આયોજન કરાવી, સં. ૨૦૪૬માં પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાપૂર્વક વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જૂનાગઢ તલાટીમંદિર, જસનગર, કાલુકોકન (રાજસ્થાન)માં શિખરબંધ દેરાસર, સુમેરપુર ( ઉંદરી), બેલાપુર (થાણા ) અને મામલતદારવાડી–મલાડ (મુંબઈ)માં જિનાલયો, દેવ-દેવીની પ્રતિષ્ઠા, નાલમાં શ્રી પદ્મનાભસ્વામી જિનાલયે શ્રી પાર્શ્વ પદ્માવતીની પ્રતિષ્ઠા, અચલગઢ (આબુ)માં યક્ષ-યક્ષિણની પ્રતિષ્ઠા તથા વડાલી (બનાસકાંઠા) ગામે સોસાયટીમાં શિખરબંધ દેરાસર અને ઉપાશ્રયનું 2010_04 Page #602 -------------------------------------------------------------------------- ________________ ૬oo શાસનપ્રભાવક નિર્માણ, ખેરોજમાં જિનાલયનું શિલારોપણ, અમદાવાદ નારણપુરામાં હશિપાર્કમાં, હિંમતનગરમાં મહાવીરનગરમાં તેમ જ એકલારા, મટોડા અને ડરામલી ગામે ઉપાશ્રયનું નિર્માણ ઉપરાંત ૧. તારંગાજીને, ૨. ભદ્રેશ્વર તીર્થને, ૩. જેસલમેરન અને ૪. સમેતશિખરજીને- એમ આગલેડથી ૪ સંઘ, પાલીથી સિદ્ધાચલગિરિને, રિબંદરથી ગિરનારજીને, પાલીતાણાથી બાર ગાઉની સંઘયાત્રા સામુદાયિક તથા ૯૯ યાત્રા, એકલારાથી તારંગાજી, વડાલીથી તારંગાજી, હિંમતનગરથી પિસીનાજી આદિના છરિપાલિત યાત્રાસંઘે ચારભુજા (રાજસ્થાન)ના રસ્તે નિર્માણાધીન હિમાચલનગર ”નું ખાતમુહૂર્ત આગેલેડ, પાલીતાણા અને વક્તાપુરમાં ઉપધાનતપની આરાધના વગેરે અનેકવિધ ધર્મકાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં સુસંપન્ન બન્યાં છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક શાસનપ્રભાવક કાર્યો પ્રવર્તી રહ્યાં છે. એવાં કાર્યો માટે પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરે એવી શાસનદેવને હાર્દિક અભ્યર્થના તથા પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કેટિશઃ વંદના! –(સંકલન : મુનિશ્રી વિશ્વચંદ્રવિજયજી મહારાજ ). સૌજન્યમૂર્તિ અને ભદ્રપરિણામ પૂ. આચાર્ય વિજયસુબાહુસૂરીશ્વરજી મહારાજ વર્તમાનકાળે જે કેટલાક પુણ્યપ્રભાવક સાધુભગવંતની શાસનને ભેટ મળી છે તેમાં પૂ. આ. શ્રી વિજયસુબાહુસૂરિજી મહારાજ પણ છે. તેઓશ્રીનું જન્મસ્થાન ધર્મનગરી ખંભાત. સં. ૧૯૭૭ના આસો સુદ ૧૧ના દિવસે તેમના ધર્મનિષ્ઠ પરિવારમાં જન્મ થયો. પિતાશ્રી પિપટલાલ જેઠાલાલ શાહ અને માતુશ્રી રેવાબેન. આ ધર્મપરાયણ--પરગજુ માતાપિતાએ પુત્રનું લાલન-પાલન ધર્મસંસ્કારોનું સિંચન કરીને કર્યું. દેવદર્શનની ટેવ બાળપણથી જ પાડી. સમય જતાં આ સંસ્કારમાં વૃદ્ધિ થતી રહી. પ્રાંતે સંયમને માર્ગ પકડવાની ભાવના જન્મી અને સંયમજીવનની સાધના કરવા મન ઉત્સુક બન્યું. પૂ. પંન્યાસશ્રી ભદ્રકરવિજયજી મહારાજના હસ્તે સં. ૨૦૧૧ના જેઠ સુદ પાંચમે ભાયખલા-મુંબઈમાં દીક્ષા ગ્રહણ કરી. તથા પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજયપ્રેમસૂરીશ્વજી મહારાજના શુભ હસ્તે આસો સુદ ૧૦ના દિવસે પૂનામાં વડી દીક્ષા આપવામાં આવી અને વર્તમાનમાં વિચરતા પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી સુબાહુવિજયજી નામે ઘોષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪૩ના વૈશાખ વદ ૬ના દિવસે પાલીતાણા મુકામે તેઓશ્રીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. એક આદર્શ ગુરુમાં હોય તેવા પ્રેમ, માયાળુ વર્તન, સૌજન્ય, લાગણી તેમનામાં જોવા મળે છે. અનેક તીર્થોની યાત્રા ભક્તિભાવથી કરતા રહ્યા છે. તેમ જ સ્વ-પર કલ્યાણકારી સાધના-આરાધના અને શાસનપ્રભાવના પ્રવર્તાવી શાસનત કરી રહ્યા છે. એવા એ સમર્થ સૂરિવરને વરદ હસ્તે ભવ્ય ધર્મકાર્યો ઉત્તરોત્તર થતાં રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણકમલમાં કેટ કેટિ વંદના ! 2010_04 Page #603 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાળના પ્રભાવક સદ્ગત શ્રમણભગવંતો પૂજ્ય ઉપાધ્યાયશ્રી મેાહનવિજયજી મહારાજ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પુજ્ય ઉપાધ્યાયશ્રી મેાહનવિજયજી મહારાજના જન્મ સ. ૧૯૨૨ના ભાદરવા વદ બીજને દિવસે જાલેાર જિલ્લાના સેબુજા ગામમાં થયેા હતેા. તેમના પિતાનુ નામ બઢીચંદ રાજપુરાહિત, માતાનું નામ લક્ષ્મીબાઈ અને તેમનું જન્મનામ મેહનલાલ હતું. પિતા બદ્રીચંદ સૌધ બૃહત્તપાગચ્છીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રમેાદસૂરીશ્વરજી મહારાજના પરમ ભક્ત હતા. એક દિવસ બીચંદ પુત્ર મેાહનને લઇ ને ગુરુદેવ પાસે વંદન કરવા ગયા, ત્યારે ગુરુદેવે મેાહનને જોઈને તેને નાની વયમાં દીક્ષાના યોગ હોવાનુ જણાવ્યું. આ સાંભળી પ્રથમ તા પિતા બદ્રીચંદ ઉદાસ બન્યા, પણ પછી પૂ. ગુરુદેવે ત્યાગધને મહિમા અને મહત્તા સમજાવતાં ગૌરવાન્વિત અન્યા; અને પુત્ર મેાહનને આઠ વર્ષને થતાં ગુરુચરણે સમર્પિત કરી દીધા. બાળક મેાહનમાં ધર્મ સંસ્કાર સહેજપણે ખીલ્યા હતા. તેની બુદ્ધિ ત્યારે એટલી તીવ્ર ન હતી; પણ જ્ઞાનપ્રાપ્તિની ઝંખના, વિનયવિવેક અને ગુરુકૃપાખળે તેણે ચેડા જ સમયમાં પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ભાષ્ય અને કર્માંત્ર થાના તલસ્પશી અભ્યાસ કર્યાં. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રમેદસૂરિજી મહારાજ વાવૃદ્ધ હતા. વળી, તે વ્રત-નિયમ અને ધ્યાનને કારણે પૂરા સમય આપી શકે તેમ ન હોવાથી મેહનને વધુ અભ્યાસ માટે પટ્ટાધિપતિ પૂજ્યશ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ પાસે મેકલી આપ્યા. અહી એમણે એક વર્ષીમાં જ ચ'દ્રિકા પૂર્વાધ તથા અન્ય પ્રકરણગ્રંથો અસહિત અવગત કરી લીધા. પૂ. ત્યાગી ગુરુદેવના સહવાસ અને ઊંડા ધર્માભ્યાસથી મેાહનભાઈના સ`સ્કાર વૈરાગ્યભાવમાં પરિણમ્યા. અને એક દિવસ વિદ્યાગુરુશ્રી રાજેન્દ્રસૂરિજી સમક્ષ પોતાની દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. પૂજ્યશ્રીએ મેાહનના પરિપક્વ વૈરાગ્યભાવ જાણી, પૂ. ગુરુદેવશ્રી પ્રમેાદસૂરિજી પાસેથી મુમુક્ષુ મેાહનની દીક્ષા માટે આદેશ મગાયૈ!. સ. ૧૯૩૩ના મહા સુદ બીજના દિવસે માળવાના જાવરા શહેરમાં ભાઈ મેાહનને ભવ્ય મહાત્સવપૂર્વક દીક્ષા પ્રદાન કરી મુનિશ્રી માહનવિજયજી નામથી જાહેર કરવામાં આવ્યા. દીક્ષા ગ્રહણ કર્યાં ખાદ મુનિશ્રી મેહનવિજયજી મહારાજ સયમની ઉત્કૃષ્ટ સાધના સાથે વિદ્યાભ્યાસમાં પણ આગળ ને આગળ વધવા લાગ્યા. આગમગ્રંથનુ યોગેન્દ્વહનપૂર્વક ગુરુદેવ સમક્ષ પડન કર્યુ. સ. ૧૯૩૯ના માગશર વદ ૧ના શુભ દિવસે કુક્ષી તીથે તેમને વડી દીક્ષા . હુ 2010_04 Page #604 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ શાસનપ્રભાવક પ્રદાન કરવામાં આવી. ત્યાર બાદ, વિશદ અભ્યાસ અને અન્ય અનેક યોગ્યતા જાણી તેઓશ્રીને સં. ૧૯૫૯ના ફાગણ સુદ બીજને દિવસે શિવગંજમાં પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજે પંન્યાસપદથી અને સં. ૧૯૬૬ના પોષ સુદ ૭ ના દિવસે કાબુસા નગરે પૂ. આ. શ્રી વિનચંદ્રસૂરિજી મહારાજે ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યા. પૂ. ઉપાધ્યાયશ્રી મેહનવિજ્યજી મહારાજની પ્રવચનશૈલી જ્ઞાનગર્ભિત અને સુમધુર વાણીના કારણે ઘણી રોચક અને પ્રભાવક હતી. જેને ઉપરાંત જૈનેતરમાં પણ તેઓશ્રીનાં પ્રવચનનું ખૂબ આકર્ષણ રહેતું. પૂજ્યશ્રીની અદ્ભુત વ્યાખ્યાનશૈલી અને પ્રેરક ઉપદેશથી અનેક લોકે ધર્મમાં શ્રદ્ધાવંત અને કાર્યરત બન્યાં હતાં અનેક સ્થાનકવાસીઓ મૂર્તિપૂજક બન્યા હતા. પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેકવિધ ધર્મકાર્યો શાસનપ્રભાવનાપૂર્વક સુસંપન્ન થયાં હતાં. તેઓશ્રીના વરદ હસ્તે મુનિશ્રી અમૃતવિજયજી, મુનિશ્રી ધીરવિજયજી, સાધ્વીશ્રી દેવશ્રીજી, શ્રી ધર્મશ્રીજી, શ્રી હેતશ્રીજી આદિની દીક્ષાઓ થઈ. ઉપરાંત, વડનગર, અમરાવદ, દેવાવલ, બાગા, જાણ વગેરે અનેક સ્થાનમાં પ્રભુપ્રતિષ્ઠા તેમ જ અંજનશલાકાએ મહામહોત્સવપૂર્વક થઈ હતી. વળી અનેક સંઘોમાં એકતા સધાઈ હતી. પૂજશ્રીએ ૨૦ ચાતુર્માસ પૂ. ગુરુદેવ સાથે અને ૨૩ ચાતુર્માસ સ્વતંત્રપણે કર્યા હતાં. સં. ૧૯૭૭ના પિષ સુદ ૩ના દિવસે પૂજ્યશ્રી ૪૪ વર્ષને સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી, ૫૫ વર્ષની વયે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા, એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કેટિશઃ વંદના ! ' ૪ . પ્રશાંતમૂર્તિ મુનિરાજશ્રી હંસવિજયજી મહારાજ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય અને પૂ. મુનિવર્ય શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય પ્રશાંતમૂતિ પૂ. મુનિરાજશ્રી હંસવિજ્યજી મહારાજને જન્મ સં. ૧૯૧૪ના અષાઢ વદ અમાસના રોજ વડોદરામાં વીસા શ્રીમાળી જ્ઞાતિના ધર્મપરાયણ અને શ્રીમંત કુટુંબમાં થયું હતું. તેમના પિતાનું નામ જગજીવનદાસ, માતાનું નામ માણેકબાઈ અને તેમનું જન્મ નામ છોટાલાલ હતું. વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કરીને છોટાલાલ પિતાના કાપડના વ્યવસાય ઉપરાંત ઝવેરાતના વ્યવસાયમાં જોડાયા હતા. ૧૬ વર્ષની વયે તેમનું લગ્ન વડોદરામાં જ પ્રસિદ્ધ કુટુંબની કન્યા-સૂરજબાઈ સાથે થયું. સંતાનમાં તેમને એક પુત્રી હતી. સુખસાહ્યબીમાં પણ તેમને ધર્મરાગ ઉત્કૃષ્ટ હતું. આગળ જતાં એ ધર્મરાગ વૈરાગ્યભાવમાં પરિણમે. અને એક દિવસ પિતાની જેમ જ ત્યાગમાર્ગે જવા ઉત્સુક એવા છગનલાલની સાથે પંજાબના અંબાલા શહેરમાં જઈ પહોંચ્યા. ત્યાં પૂ. આત્મારામજી મહારાજ પાસે સં. ૧૯૩૫ના મહા વદ ૧૧ના દિવસે દીક્ષા અંગીકાર કરતાં તેમને મુનિવર્ય શ્રી લક્ષમીવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી હંસવિજયજી નામે જાહેર કરવામાં આવ્યા. તેમની વડી દીક્ષા પૂ. શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજના હસ્તે, વડોદરામાં, સં. ૧૯૩૯ત્ના જેઠ સુદ ૧૦ને દિવસે થઈ. 2010_04 Page #605 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૬૦૩ પૂ. મુનિશ્રી હંસવિજયજી મહારાજ ધર્મશાસ્ત્રના ઊંડા અભ્યાસી, કવિ તેમ જ પરમ ત્યાગી-વૈરાગી અને નિઃસ્પૃહી હતા. સતત અભ્યાસ, સુવિશુદ્ધ ચારિત્રપાલન, નિખાલસ અને પવિત્ર હૃદય, શાંત અને સરળ જીવન, ઉગ્ર વિહાર – એ પૂજ્યશ્રીની ધપાત્ર વિશેષતાઓ હતી. તે જ રીતે તેઓશ્રી દ્વારા થયેલી શાસનપ્રભાવના વૈવિધ્યપૂર્ણ અને ચિરસ્મરણીય છે. પપ વર્ષના દીર્ઘ ચારિત્ર દરમિયાન તેઓશ્રીએ પંજાબ, મેવાડ, માળવા, મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કરછ તેમ જ એક બંગાળ અને દક્ષિણ ભારતમાં વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરી હતી, પ્રાચીન જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, નવાં તીર્થો વગેરેની પ્રતિષ્ઠા કરી હતી, શ્રી ગૌતમસ્વામી, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય અને આત્મારામજી મહારાજ આદિની મૂતિઓ અનેક સ્થળે પ્રતિષ્ઠિત કરાવી હતી, જીવદયાને પ્રચાર-પ્રસાર પણ ખૂબ કર્યો હતો, પાઠશાળાઓ, પુસ્તકાલયે, વનિતા વિશ્રામ, શાળાઓ આદિની સ્થાપના કરાવી હતી, પાદરા, પારેલ, ડીસા આદિ સ્થાના કલેશ દૂર કર્યા હતા, માંડવગઢ, રામસેન, ઓસિયાજી આદિ તીર્થોને પ્રસિદ્ધિમાં લાવ્યા હતા; કેળવણીના પ્રસારનું પણ સુંદર કાર્ય કર્યું હતું. પૂ. મુનિરાજશ્રી હંસવિજ્યજી મહારાજે વિવિધ રાગરાગિણ અને મધુર શખુલાલિત્યમાં તીર્થોની પૂજાઓ તથા તીર્થોની ચૈત્યપરિપાટી સમાન સ્તવને વ્યાં. તેમાં હું વિદ, સમેતશિખરજી અને ગિરનાર તીર્થની પૂજાઓ, પ્રશ્નોત્તર પુષ્પમાળા, કુમારવિહાર શતક આદિ તેમની વિખ્યાત કૃતિઓ છે. પૂજ્યશ્રીના બહેળા શિષ્યસમુદાયમાં પંન્યાસશ્રી સંપતવિજયજી મહારાજે અખંડ ૪૮ ચોમાસાં સાથે કરીને દરેક કાર્યોમાં જોડાઈ ગુરુભક્તિને આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યું. ઉપરાંત, મુનિશ્રી ધર્મવિજયજી, શ્રી શંભુવિજયજી, શ્રી કુસુમવિજયજી શ્રી વસંતવિજ્યજી, શ્રી રમણીકવિજયજી આદિ શિષ્યગણ છે. પૂ. શ્રી હંસવિજયજી મહારાજે વૃદ્ધાવસ્થા મોટે ભાગે વડેદરા, અમદાવાદ અને પાટણમાં પસાર કરી હતી. છેલ્લું ચાતુર્માસ પિતાના બાલસ્નેહી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ સાથે પાટણમાં પસાર કર્યું હતું અને તેમની હાજરીમાં જ, ટૂંકી માંદગી ભેગવી, સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૧૦ને દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. વંદન હજો એ પ્રભાવક મુનિપ્રવરને! પૂ. ઉપાધ્યાયશ્રી ગુલાબવિજયજી મહારાજ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પૂ. ઉપાધ્યાયશ્રી ગુલાબવિજયજી મહારાજને જન્મ સં. ૧૯૪૦ના અક્ષયતૃતીયાના પુનિત દિવસે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ શહેરમાં ફૂલમાળી કુળમાં થયે હતે. પિતાનું નામ ગંગારામજી, માતાનું નામ મથુરાદેવી અને પિતાનું જન્મનામ બલદેવ હતું. સં. ૧૫૪ના માગશર સુદ ૮ના રોજ, ૧૪ વર્ષની કુમાર, પૂ. ઉપાધ્યાયશ્રી ધનવિજ્યજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરી બલદેવ મુનિશ્રી ગુલાબવિજ્યજી બન્યા. તેઓશ્રીને 2010_04 Page #606 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ શાસનપ્રભાવક સં. ૧૯૫૮માં આહેરમાં વડી દીક્ષા અને સં. ૧૯૯૫માં આહેરમાં જ ઉપાધ્યાયપદ પ્રદાન કરવામાં આવેલ. પૂ. ઉપાધ્યાયશ્રી ગુલાબવિજયજી મહારાજ અહિંસાધર્મના પ્રખર ઉપદેશક હતા. તેમણે અનેક ગ્રામ-નગરમાં વિચરને પશુબલિપ્રથા નાબૂદ કરાવી હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક પ્રતિષ્ઠા મહોત્સવ અને ધર્મપ્રભાવનાનાં વિવિધ કાર્યો સંપન્ન થયાં હતાં. અનેક સ્થાનેમાં કલહ મિટાવી સંપ કરાવ્યું હતું. કન્યાવિક્રય જેવી સામાજિક કુરીતિઓ પણ તેમના ઉપદેશથી અનેક સ્થળે બંધ થઈ હતી. પૂજ્યશ્રી પ્રખર ઉપદેશક તેમ જ લેખક પણ હતા. તેઓશ્રી સંસ્કૃત સાહિત્યાચાર્ય, વ્યાકરણાચાર્ય તથા જ્યોતિષવિશારદ હતા. પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષામાં પણ કૃતિઓ રચી, જેમાં “ચતુર્વિશતિ અને રાજેન્દ્રગુણમંજરી” શ્રેષ્ઠ છે. જ્યોતિષમાં “મુહર્ત રાજ” નામને મહત્વનો ગ્રંથ રચ્યું છે, જે હિન્દી ટીકા સાથે પ્રકાશિત થયેલ છે. પૂજ્યશ્રી આગમશાના પણ ઊંડા અભ્યાસી હતા. ઉપરાંત તેઓશ્રી ક્રિયા દક્ષ, તપસ્વી અને ઉચ્ચ કેટિના અધ્યાત્માગી હતા. સં. ૨૦૦૨માં ભીનમાલ નગરે પૂજ્યશ્રીને સ્વર્ગવાસ થયે. એવા એ પ્રખર વિદ્વાન સાધુવરને શત શત વંદના ! – – પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ ભોપાલ શહેરમાં વિશા મહાજન કાલૂરામજીનાં ધર્મપત્ની રુકમણિદેવીની કુક્ષીએ સં. ૧૯૪૪ના અક્ષયતૃતીયાના પાવન દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે હતે. પૂર્વનું પુણ્યદયે બાલ્યકાળમાં જ ધર્મના સંસ્કાર દઢ બન્યા હતા. તેમાં સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરમ પ્રભાવક આચાર્ય શ્રી વિજ્યરાજેન્દ્રસૂરિજી મહારાજના ઉપદેશથી વૈરાગ્યના રંગે રંગાયા અને સં. ૧૯૫૪માં, માત્ર ૧૦ વર્ષની વયે, દીક્ષા અંગીકાર કરી મુનિ હર્ષવિજ્યજી નામ ધારણ કર્યું. સંયમસાધના અને ધર્માભ્યાસમાં આગળ વધતાં વધતાં સં. ૧૯૫૮માં આહેર મુકામે પૂ. ગુરુદેવશ્રી વિજય રાજેન્દ્રસૂરિજી મહારાજના હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. પૂજ્ય ગુરુદેવના સતત સાન્નિધ્યમાં રહીને તેઓશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષામાં પ્રભુત્વ મેળવ્યું. સંસ્કૃતમાં “કાવ્યતીર્થ ”ની ઉપાધિ લઈ ને અનેક પડ્યો અને ચરિત્રોની રચના કરી. જ્યોતિષશાસ્ત્રમાં પણ પારંગત બન્યા. પૂજ્ય મુનિરાજ સ્વરશાસ્ત્રી અને અધ્યાત્મગના સાધક પણ હતા. સ્વભાવે સરળ અને શાંત પ્રકૃતિના હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આદિ પ્રદેશમાં વિચરી સારી એવી ધર્મ પ્રભાવના પ્રવર્તાવી હતી. સવિશેષ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગ્રામાનુગ્રામ વિહાર કરીને હજારે શ્રાવક-શ્રાવિકાઓને ધર્માભિમુખ અને શ્રદ્ધાસંપન્ન બનાવ્યા હતા. થરાદ અને તેની આજુબાજુના વિસ્તારના ભાવિક પૂજ્યશ્રી પ્રતિ અનન્ય આદરભાવ ધરાવતા હતા. પૂજ્યશ્રી સં. ૨૦૧૪ના અષાઢ વદ ૧૦ને દિવસે થરાદ મુકામે કાળધર્મ પામ્યા. વંદન હજો એ શાસનપ્રભાવક સાધુવરને ! 2010_04 Page #607 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૬o૫ શાંતમૂતિ મુનિશ્રી જયંતવિજયજી મહારાજ વલભીપુર સૌરાષ્ટ્રનું બહુ પ્રાચીન નગર છે. આ પ્રાચીન પ્રસિદ્ધ નગરમાં મુનિરાજશ્રી જયંતવિજયજીને જન્મ સં. ૧૯૪૦માં ઓશવાળ કુળમાં થયે. પિતાનું નામ ભુરાભાઈ, માતાનું નામ જેઠીબાઈ અને પિતાનું જન્મનામ હર્ષચંદ્ર હતું. પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી, લગભગ ૧૭ વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું. ઘરની બધી જવાબદારીનો ભાર તેમના માથે આવી પડ્યો. સ્થિતિ કઠણ હતી અને જ્ઞાનપિપાસા એથી તીવ્ર હતી. તેઓશ્રી બીજે માર્ગ શેળે તે પહેલાં જ અણધાર્યા મેઘની જેમ તેમને ધર્મમૂતિ શ્રી વિજયધર્મસૂરિજીને સુયોગ સાંપડી ગયે. પિતાની તીવ્ર જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવા તેમણે ઘરની વ્યવસ્થા કરી નાખી અને એ મહાત્મા સાથે ભ્રમણ કરવા માંડ્યું. સં. ૧૯૬૦માં ગુજરાત છેડી તેઓશ્રી વિજયધર્મસૂરિજી સાથે કાશી ગયા અને વ્યાકરણ, ન્યાય, કાવ્ય તેમ જ ધર્મશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું. તેઓ જે કાંઈ ભણતા તે સંગીન પણે સમજી લેતા. તેઓ અજ્ઞાનતાને છુપાવવાને દંભ ન કરતા. આથી કેટલાયે સહપાઠી વિદ્યાર્થીઓને તેઓ અભ્યાસમાં ખૂબ મદદરૂપ થઈ પડતા. આટલી વિદ્યાવૃત્તિની સાથે સાથે, સેનામાં સુંગધની જેમ તેમની વ્યવસ્થાશક્તિ અને ચારિત્ર પણ અજબ રીતે ખીલવાં લાગ્યાં. શ્રી વિજ્યધર્મસૂરિજીએ કાશીને વિદ્યાનું કેન્દ્ર માની પિતાની પ્રવૃત્તિઓને પ્રારંભ કર્યો. તેમાં જૈન વિદ્યાર્થીઓને સંસ્કૃત-પ્રાકૃતનું અધ્યયન કરાવવા માટે શ્રી યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી. તેની સાથે સાથે જૈનભંડારમાં ઊધઈને ભોગ બનતાં અમૂલ્ય પ્રાચીન ગ્રંથને ઉદ્ધાર કરવા માટે શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાની શરૂઆત કરી સમાજને સાચું માર્ગદર્શન કરાવવા “જૈન શાસન” નામનું સાપ્તાહિક પત્ર પણ પ્રકાશિત કરવા માંડ્યું. અને આ ત્રણેની વ્યવસ્થાનું કામ શ્રીહર્ષચંદ્ર માથે આવી પડયું. આ સર્વ વ્યવસ્થાને ભાર અજબ કુશળતાથી વહન કરતાં કરતાં, સૌને પ્રેમશક્તિથી આકર્ષિત કરતાં કરતાં હર્ષચંદ્ર “માસ્તર હર્ષચંદ્ર'ના પ્રિય નામથી પ્રખ્યાત થઈ ગયા. એક તરફ વિદ્યાભ્યાસ ચાલુ રાખવે, નાના વિદ્યાથી એને ભણાવવા, છાત્રાલયની બધી વ્યવસ્થા કરવી, વિદ્યાલયમાં અધ્યાપક અને વિદ્યાથી ઓને જરૂરી સામગ્રી પૂરી પાડવી, સંપાદિત ગ્રંથને સુંદર રીતે છપાવવાની ગોઠવણ કરવી અને સાથે સાથે “જૈન શાસન” સાપ્તાહિક માટે સમયસર બધે અહેવાલ તૈયાર કરે – આ બધું એકલે હાથે કરનારમાં કેટલે ઉત્સાહ, કેવું પૈર્ય અને કેવી ચીવટભરી વ્યવસ્થાશકિત હોવી જોઈએ, એને સહજ ખ્યાલ આવી શકે છે. આટઆટલી કામગીરીમાં પણ તેઓ સમય બચાવીને પઠન-પાઠન અને શાસ્ત્રમનનમાં નિમગ્ન રહેતા. એમની જ્ઞાનનિમગ્નતાએ એમને બ્રહ્મચારી સર્યા અને બ્રહ્મચર્યભાવે તેમને સાધુત્વ તરફ દોર્યા. એટલે કાશી જેવા વિદ્યાધામમાં, જેને સંસ્કૃતિના કેન્દ્ર સમી શ્રી યશોવિજય સંસ્કૃત પાડશાળામાં અનેક સમર્થ વિદ્વાને તૈયાર કરી શ્રી વિજયધર્મસૂરિજીએ ગુજરાત તરફ પ્રયાણ કર્યું. ત્યારે સં. ૧૯૭૧માં ઉદયપુરમાં હર્ષચંદ્ર પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી, અને મુનિશ્રી જયંતવિજયજી તરીકે વિચરવા લાગ્યા. 2010_04 Page #608 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ શાસનપ્રભાવક આ પછીને ઇતિહાસ સમર્પણને છે. ગુરુદેવના કોઈ કાર્યક્રમમાં પાયાના પથ્થર તરીકે પુરાવાને ધર્મ અદા કરનાર મુનિશ્રી જયંતવિજ્યજીને ઇતિહાસ મૂક છે. ગુરુને પગલે પગલે, વચને વચને અનુસરવામાં તેઓશ્રીએ પિતાના કર્તવ્યની ઈતિશ્રી માની. છતાંય એક મહાન સેનાપતિના ઉજજવલ વિજયમાં નગ્ન શહાદત વહોરવામાં માનનાર સૈનિકને કેટલો હિર છે, એ બતાવવાની જરૂર નથી. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ પછી કાશીની પાઠશાળા બંધ પડી, અને શિવપુરીમાં ગુરુદેવનું સમાધિમંદિર ચણાયું. શ્રી વિજ્યધર્મસૂરિજીએ પિતે જ મુંબઈવિલેપાર્લેમાં સ્થાપેલ “શ્રી વીરતત્વ પ્રકાશક મંડળ” નામની સંસ્થાએ શિવપુરીમાં ન અવતાર લીધે. એ શિવપુરીની સંસ્થાએ વિદ્વાને નાને એ પણ સુંદર ફાલ આપ્યો. આ સંસ્થાની વ્યવસ્થા માટે વચમાં તેમણે ત્રણ વર્ષ શિવપુરીમાં ગાળ્યાં. પણ એ ત્રણ વર્ષ દરમિયાન સંચાલકો અને વિદ્યાર્થીઓમાં એમના સ્વભાવની સુવાસ એટલી બધી ફેલાઈ કે એ સૌ કોઈના આદરના અધિકારી બની ગયા. તેમની વિદ્વત્તાથી ખેંચાઈને મોટા મોટા વિદ્વાને પણ તેમની પાસે આવતા. વિદ્યાથીઓ તો જેમ પિતા પાસે પુત્ર દોડી જાય, તેમ પિતાની મુશ્કેલીઓ જણાવવા આવતા, અને સૌને સમાધાન મળી જતું. પક્ષપાતહીન પ્રેમ, ધર્મભરી પ્રેરણા અને આત્મિક વહાલથી સૌને વશ કરવાના તેમના સ્વભાવથી, તેમ જ સૌથી વિશેષ તે આંતરબાહ્ય શુદ્ધ ચારિત્રથી તેફાનીમાં તોફાની વિદ્યાથીને પણ પિતાને કરી શક્તા અને નિયમનમાં આવ્યું શક્તા. તેઓશ્રીએ આગ્રા તેમ જ અહીં રહીને ઉત્તરાધ્યયનસૂત્ર પરથી કમલ-સંયમી ટીકાનું સંપાદન કર્યું જે ચાર ભાગમાં પ્રગટ થયું છે. પિતાને સમગ્ર ભેગ આપીને પણ તેઓશ્રી કોઈ પણ સારી પ્રવૃત્તિને ટકાવી રાખવા પ્રયત્ન કરતા. ભાવનગરની યશોવિજય જૈન ગ્રંથમાળાનું પુનજીવન તેમના આ સ્વભાવનું જીવંત ઉદાહરણ છે. આ મુનિને એક દિવસ ગિરિરાજ આબુનાં દર્શન લાધ્યાં, એનાં સૌંદયે એમને આકર્ષ્યા, ત્યાંના પથ્થરમાં ભરેલી ભારેભારે કળાની મૂક વાણી તેમને સંભળાઈ અને તેમની લેખિની સજીવ બની. એમાંથી આબુ, અચલગઢ, અબુંદ પ્રાચીન જૈન લેખસંદેહ નામના મેટા મોટા ગ્રંથ રચાયા. ગિરિરાજ આબુ આસપાસ પ્રદક્ષિણા કરી. અણિશુદ્ધ, તૂટ્યાંત્યાં ખંડિયેરે કે ધરાશાયી થયેલાં મંદિર અને ગામોની વિગતે એકઠી કરી. “અબુદાચલપ્રદક્ષિણ” અને “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ” નામના ગ્રંથો પ્રગટ કર્યા. આ રૂપે આબુના પાંચ ભાગો આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. અને એ સિવાય અબુદ સ્તુતિસ્તેત્રાદિ સંગ્રહ અને બીજી કેટલીક ઐતિહાસિક છે તે તેમની હાથપ્રત રૂપે અપ્રગટ પડી જ છે. આ ઉપરથી તેઓશ્રીની વિશાળ ઐતિહાસિક દષ્ટિને ખ્યાલ આવી શકે છે. તેઓશ્રી શંખેશ્વરજીની યાત્રાએ ગયા અને ત્યાંના પ્રાચીન પવિત્ર ઇતિહાસને વાચા આપી. “શંખેશ્વર મહાતીર્થ” નામને ગ્રંથે પ્રગટ થયો. બ્રાહ્મણવાડા અને હમીરગઢ વગેરે પુસ્તકે પણ આવી જ દૃષ્ટિનું સફળ દર્શન છે. તીર્થભક્તિનું આવું જવલંત ઉદાહરણ એમના પ્રત્યે ખૂબ આદરભાવ ઉત્પન્ન કરે એવું છે. જિજ્ઞાસુની જિજ્ઞાસા સંતોષવી એ એમને પ્રિય વિષય હતે. ઈટલીના વિખ્યાત વિદ્વાન ટેસી/સીના તેઓ આદરપાત્ર બન્યા. જર્મન વિદુષી છે. કાઉને એમણે જૈન શાસ્ત્રના મર્મ 2010_04 Page #609 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૬૦૭ સમજાવ્યા. અમેરિકન વિદુષી ડો. જોન્સનને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રનું અધ્યયન કરાવ્યું. આ અધ્યયન કરાવવામાં તેઓશ્રીએ પિતાની તબિયત કે આવશ્યક આરામની પણ દરકાર રાખી નહિ. અમેરિકાથી જ્યારે જ્યારે પ્રશ્નોને ગંજ એમની સામે ખડકાત ત્યારે એના આધારે શોધી કાઢી, એનું વાસ્તવિક સમાધાન કરતા જવાબો તૈયાર કરવામાં તેઓશ્રી કલાકોના કલાક કાર્યમગ્ન રહેતા. ડો. જેન્સને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રના કેટલાક ભાગોને અંગ્રેજી અનુવાદ કર્યો છે, તેમાં મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજને અથાગ શ્રમ તરી આવે છે. તેમણે દીક્ષા લીધા પછી સં. ૧૦૭૨નું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું અને ત્યાં ઉત્તરાધ્યયનસૂત્ર તથા આચારાંગસૂત્રનું ગોહન કર્યું. સં. ૧૯૭૩માં રાજકોટ, સં. ૧૯૭૪માં જામનગર, સં. ૧૯૭૫માં મુંબઈ, સં. ૧૯૭૬માં વિલેપાર્લે, ૧૯૭૭માં ધૂળિયા, ૧૯૭૮માં કાશી, ૧૯૭૯-૮૦માં આગ્રા, ૧૯૮૧માં ખવાણદી, ૧૯૮૨માં ખ્યાવર, ૧૯૮૩-૮૪-૮૫માં શિવપુરી, ૧૯૮૬માં કાલંદ્રી, ૧૯૮૭માં પાલનપુર, ૧૯૮૮માં રાજકેટ, ૧૯૮૯માં વલભીપુર, ૧૯૯૦માં રાણકપુર, ૧૯૯૧માં ઉદયપુર, ૧૯૯૨માં પાડીવ, ૧૯૯૩-૯૪માં કરાંચી, ૧૯૯૫માં વઢવાણ કેમ્પ, ૧૯૯૬માં ચૂડા, ૧૯૭-૯૮માં વલભીપુર, ૧૯૯૯માં અમરેલી, ૨૦૦૦માં રાધનપુર, ૨૦૦૧માં માંડલ, ૨૦૦૨માં રામપુરા-ભડા, ૨૦૦૩માં જોરાવરનગર, ૨૦૦૪માં મેરબી – એમ ૩૪ વર્ષના દીક્ષા પર્યાયમાં ઉપર મુજબ ચાતુર્માસ કર્યો. આ વિહારમાં આવતાં નાનાંમોટાં પ્રત્યેક ગામની નેંધ કરેલી, એ પ્રાથમિક નોંધ ઉપરથી “વિહારવર્ણન અને પહેલે ભાગ પ્રગટ થયું છે. બીજા ભાગે અપ્રગટ પડ્યા છે. એ જ્યારે પ્રકાશિત થશે ત્યારે આપણને ગામડાનું વાસ્તવિક દર્શન પ્રાપ્ત થશે. આટઆટલા ઉગ્ર વિહારમાં પણ તેઓશ્રીની તપસ્યા, સ્વાધ્યાય, અધ્યાપન ચાલુ રહેતાં. આવાં કાર્યો માટે બે-ત્રણ કલાક મૌન લઈને બેસતા અને પિતાનું કાર્ય કરતા. સવારમાં ગૃહસ્થને વ્યાખ્યાન-ઉપદેશ આપવાનું પણ ચૂક્તા નહિ. તેઓશ્રી તપશ્ચર્યા, ધાર્મિક વિધિવિધાને દ્વારા સાધુજીવનના ઉગ્ર નિયમોનું યથાસ્થિત પાલન કરવામાં ખૂબ ચીવટ રાખતા. ઉદ્યાન, પ્રતિષ્ઠા, ઓળી વગેરે કરાવવામાં પણ અગ્રેસર રહેતા. એના પરિણામે વઢવાણ કેમ્પ, દૂધરેજ તેમ જ અન્ય ગામમાં મંદિર–પ્રતિષ્ઠા કરાવી છે, એકસાથે તપસ્યા કરવાના ઉપદેશ આપ્યા છે. ઘણાને બાર વ્રત અંગીકાર કરાવ્યા છે. આ ઉપરાંત, આત્મિક વિકાસ પણ સારે એ સાથે હતે. સંયમ, તપ, સ્વાધ્યાય, અધ્યયન અને શાંતિના ગુણે તેઓશ્રીમાં અદ્ભુત રીતે ખીલ્યા હતા અને અન્ય માટે આદર્શરૂપ બન્યા હતા. તેમના શિષ્ય મુનિશ્રી વિશાળ વિજયજીની તેમના તરફની સદા જાગ્રત ભક્તિ આવા ગુણોને આભારી હતી. ગુરુશિષ્યની આ જોડીને જોઈ, એકબીજાને પરસ્પર ભાવ જોઈ અનેક મુખમાંથી આપોઆપ પ્રશંસાના ઉદ્દગાર સરી જતા. મુનિરાજશ્રી વિશાલવિજ્યજીના ગુરુપ્રેમ માટે નોંધવાલાયક બીન એ છે કે તેમણે ગુરુ પહેલાં દીક્ષા લીધેલી. જૈન ધર્મના પ્રાચીન ગરવને સજીવ કરનારી ઇતિહાસની વિગતે તેમની પાસે ભરી પડી હતી. એ સૌને ગ્રંથનું રૂપ આપવા અહેનિશ પ્રયત્ન કરતા. આજ સુધીમાં એવા બાર ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યા છે. મુનિજીવનના આટલા કડક આચાર, દીર્ઘકાળને ઉગ્ર વિહાર, સિંધ, 2010_04 Page #610 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ શાસનપ્રભાવક મારવાડ, મેવાડ અને કચ્છની પ્રખર ગરમીએ એમની સૌષ્ઠવપૂર્ણ કાયાને ખળભળાવી મૂકી. સદા ઝીણવટભર્યા સંશોધને તેમની આંખનાં તેજ ઝાંખાં કરી દીધાં. શિલાલેખે લેવાની ધગશમાં મારવાડની છાશ-બાટીએ તેમના દેહને નબળે કરી દીધા. તપ, સ્વાધ્યાય અને સંયમથી પુષ્ટ થયેલા આ પુણ્યાત્માને છેલ્લા મેરબીના ચાતુર્માસ વખતે જર્જરિત થયેલા શરીરને ખ્યાલ આ. રોગ એકદમ ઉગ્ર બન્યું. જુદા જુદા ગામથી ભક્તજને મેરી ભેગા થયા. ડો. મિસ જેન્સન પણ છેલ્લી મુલાકાત લઈ ગયાં. વળા સંઘે પિતાની ભૂમિમાં તેઓશ્રીને પધારવા વિનંતી કરી. શાંતમૂર્તિએ પણ પિતાની જન્મભૂમિ જ્યાં પૂજ્ય દાદાગુરુશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની પવિત્ર પાદરેણુ પડી હતી ત્યાં દેહવિમેચનની ઇચ્છા પ્રગટ કરી. તેઓશ્રીએ સં. ૨૦૦૫માં માગશર સુદ પાંચમે વળામાં પ્રવેશ કર્યો અને એ સાથે જીવનના શેષ શ્વાસોચ્છવાસ ચાલુ થયા. અશાતા વેદનીયને ઉદય તેમણે શાતાભરી રીતે વેદ શરૂ કર્યો. અંતિમ શ્વાસ સુધી ધર્મશ્રવણ કરતા રહ્યા. સં. ૨૦૦૫ના માગશર સુદ બીજી સાતમની સવારે પ્રાત:કાળમાં સાડા સાત વાગે, જ્યારે સૂર્યદેવતાએ પૂર્વદિશાના પ્રાંગણમાં પિતાની પરકમ્મા શરૂ કરી ત્યારે, મુનિશ્રીને પવિત્ર આત્મા જર્જરિત કાયાની માયા વિસારીને વધુ આત્મપ્રગતિ સાધી શકે એવા કલેવરની શોધમાં ચાલી નીકળ્યું. કેટિ કોટિ વંદન હજો એ ભવ્યાત્માને ! (લેખક : શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ). મરુધરકેસરી – સાહિત્યોપાસક પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનસુંદરવિજયજી મહારાજ પૂ. મુનિરાજશ્રી જ્ઞાનસુંદરવિજયજી મહારાજને જન્મ રાજસ્થાનના જોધપુર જિલ્લાના બિસલપુરમાં શેઠ નવલમલજી વૈદ્ય મહેતાનાં ધર્મપત્ની શ્રીમતી રૂપાદેવીની કુક્ષીએ સં. ૧૯૩૭ના આ સુદ ૧૦ના દિવસે થયે હતો. તેમનું જન્મનામ ગયવરચંદ્ર હતું. શ્રી નવલમલજીને પાંચ પુત્રો અને એક પુત્રીમાં ગવચંદ્ર સૌથી મોટા હતા. પૂર્વજન્મના સંસ્કારબલે તેઓ બાલ્યવયમાં જ વિદ્યાભ્યાસમાં અને આગળ જતાં વ્યવહાર અને વ્યાપારમાં કુશળ બન્યા હતા. તે સાથે બાલ્યવયથી જ સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરતા. ધર્માભ્યાસ પણ સારો કર્યો હતે. શ્રમણભગવંતના સમાગમ માટે અને પ્રવચન-શ્રવણ માટે તેમની વિશેષ રૂચિ રહી હતી. તેમનું લગ્ન સેલવાસના શ્રીમાન્ ભાનુમલજી બાગચાની પુત્રી રાજકુમારી સાથે સં. ૧૯૫૪માં થયું. લગ્ન થવા છતાં તેમના ધર્મસંસ્કાર ઉત્તરોત્તર વધતા રહ્યા. અને લગ્નના ચાર વર્ષ બાદ વૈરાગ્યભાવ દઢ બનતાં દીક્ષા માટે તૈયાર થયા. પણ કુટુંબીજનો સંમત ન થતાં અને તેમાં પિતાજીનો દેહાંત થતાં, પાંચ વર્ષ સુધી વધુ સંસારમાં રહેવું પડ્યું. પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં જ સં. ૧૯૬૩ના ચૈત્ર વદ ૬ ના દિવસે નીમચ પાસે જામુણિયા ગામમાં સ્થાનકવાસી પૂ. શ્રી લાલજી મહારાજ પાસે દીક્ષા લીધી. બુદ્ધિ તેજ હતી, તેથી થોડા જ સમયમાં ૩૨ સૂત્રો અને ૩૦૦ 2010_04 Page #611 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-૨ ૬૦૯ કડાને પાઠ કરેલ. જ્ઞાનાભ્યાસમાં આગળ વધી વ્યાખ્યાન પણ જોરદાર આપવા લાગ્યા. પણ જેમ જેમ વધુ અભ્યાસ થવા લાગે, તેમ મૂર્તિપૂજા આદિ પર શ્રદ્ધા થવાથી પૂ. ગુરુમહારાજ સાથે ચર્ચાવિચારણા કરવા લાગ્યા. પણ તેમાં સમાધાન ન મળતાં, નવ વર્ષ પછી, સં. ૧૯૭૨ના માગશર સુદ ૧૧ના એસિયાતીર્થે પરમ ગીરાજ શાંતમૂતિ શ્રી રત્નવિજયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી અને મુનિ શ્રી જ્ઞાનસુંદરજી મહારાજ નામે પ્રસિદ્ધિ પામ્યા. તેઓશ્રીએ સંગી દીક્ષા પછી ગહન શાસ્ત્રાભ્યાસ અને સાથે સાથે ધર્મશિક્ષણના પ્રચાર પર વિશેષ લક્ષ આપી એસિયામાં જૈન વિદ્યાલયની સ્થાપના કરાવી. તેમ જ જ્ઞાનભંડાર, લાઈબ્રેરી, નવયુવકમંડળ વગેરેની પણ સ્થાપના કરાવી. ઉપરાંત લગભગ ૩૨૫ પુસ્તકનું લેખનકાર્ય કરી તે પ્રકાશિત કરાવ્યાં. તેઓશ્રીના હસ્તે અનેક મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા થયાં હતાં. જોધપુરમાં ક્રિયાભવન (ઉપાશ્રય)નું નિર્માણ થયું હતું. છે'રીપાલિત સંઘે પણ ઘણા નીકળ્યા હતા. તેઓએ પાંચ સ્થાનકવાસી સાધુઓને અને ત્રણ બહેનને સંવેગી દીક્ષા આપી હતી. અનેક શ્રાવકોને મૂર્તિપૂજક બનાવ્યા હતા. તેમના એક શિષ્ય શ્રી ગુણસુંદરવિજયજી, કે જેઓ ૨૨ વર્ષ સ્થાનકવાસી મુનિપણમાં રહ્યા હતા, અને સં. ૧૯૮૪માં બિલાડા ગામે પિતાના શિષ્ય બનાવ્યા હતા. પૂજ્યશ્રીને આચાર્ય પદવી આપી શ્રી દેવગુપ્તસૂરિજી નામે ઉઘેષિત કરવામાં આવ્યા હતા, પણ તેઓશ્રીની વિશેષ પ્રસિદ્ધિ તો મુનિશ્રી જ્ઞાનસુંદરવિજયજીના નામે જ રહી હતી. પૂજ્યશ્રીમાં જ્ઞાનશક્તિ અને તર્કબુદ્ધિ ઘણી હતી. આથી તેઓશ્રી પાસેથી લેકે સટ જવાબ મેળવીને સંતોષ પામતાં. વૃદ્ધાવસ્થામાં પણ તેઓશ્રીએ પ્રકાશનકાર્ય ચાલુ રાખ્યું હતું. મૂર્તિપૂજાને પ્રાચીન ઇતિહાસ” નામનું પુસ્તક આપના પ્રયત્નોથી ખૂબ જ પ્રચલિત અને ઉપયોગી બન્યું હતું. આપનાં ૩૨૫ પુસ્તકની ચાર લાખ જેવી નકલે બહાર પડી હતી. પૂજ્યશ્રીની શાસનસેવા અનુમોદનીય હતી. પૂજ્યશ્રીએ જોધપુર આદિ અનેક સંઘ પર ઘણે જ ઉપકાર કરેલ હતું. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ પાલી-રાજસ્થાનમાં થયું. સં. ૨૦૧૨ના ભાદરવા સુદ ૮ના દિવસે, ૭૫ વર્ષની વયે કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના સ્વર્ગવાસથી શ્રીસંઘને ઘણી ખોટ પડી છે. પૂજ્યશ્રી જ્યાં છે ત્યાંથી અનંત કૃપા વરસાવતા રહે એવી અભ્યર્થના સાથે શત શત વંદના ! (સંકલન બિસલપુર (રાજસ્થાન )વાળા, હાલ રાયપુર (કર્ણાટક) નિવાસી ઝવેરીલાલ શંકા). શ્ર. ૭૭ 2010_04 Page #612 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ શાસનપ્રભાવક પૂ. પંન્યાસશ્રી ચરણવિજ્યજી મહારાજ પૂ. પંન્યાસજી શ્રી ચરણવિજ્યજી મહારાજ ઘણા નિઃસ્પૃહી અને સાધુપુરુષ હતા. તેઓશ્રીનો જન્મ રાધનપુર પાસેના નાના મેરવાડા ગામે થયે હતું. શ્રી નેમચંદભાઈ અને મૂળીદેવીના તેઓ સુપુત્ર હતા. એમને ૧૧ વર્ષની વયે જીવનમાં પ્રથમ વાર જ મુનિમહારાજના દર્શન થયેલ. પરંતુ તે દર્શને તેમના દિલ પર ઊંડી અસર પાડી. તેમના પિતાશ્રી ૪૫ વર્ષની ઉંમરે અવસાન પામતાં સદ્ભાગ્યે પાટડી રહેવાનું થયું. ત્યાં પૂ. પંન્યાસશ્રી મેરુવિજયજી મહારાજને સત્સંગ મળે, ને દિલમાં વૈરાગ્યભાવ જાગે. આગળ જતાં એ વૈરાગ્યભાવ દઢ થતાં તેમને દીક્ષા લેવાની ભાવના થઈ. પરંતુ માતાને એકને એક પુત્ર એટલે માતા રજા ન આપે. તેવામાં ભાવિભાવ યુગથી સં. ૧૯૭પમાં કેલેરા ફાટી નીકળે, તેમાં તેમનાં સગાંસંબંધીઓમાં ૨૬ માણસોનાં મરણના ખબર મળ્યા. તે વાંચીને એમને આઘાત લાગ્યું કે, આમાં મારે નંબર લાગી ગયું હતું તે મારી શી ગતિ થાત?” આ વાત પિતાનાં માતુશ્રીને સમજાવી તે મહાપુરુષે સં. ૧૯૭૫ના મહા વદ ૬ના દિવસે પૂ. પં. શ્રી ભક્તિવિજયજી ગણિવર્ય (પછીથી આચાર્યશ્રી) મહારાજના હાથે દીક્ષા લઈ પૂ. પં. શ્રી સુંદરવિજયજી ગણિવરના શિષ્ય મુનિશ્રી ચરણવિજયજી બન્યા. તેમની જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધના ઊછળતી ભક્તિ સાથે આત્મશુદ્ધિના આશયથી જ ચાલતી. તેઓશ્રીએ બે વખત વીશસ્થાનક તપ સંપૂર્ણ, એટલે કે ૮૪૦ ઉપવાસ કરેલા અને વર્ધમાન તપની ૧૮ એળી તથા લગભગ ૧૦૦થી કંઈક અધિક અઠ્ઠમની તપશ્ચર્યા કરી હતી. સં. ૧૯૯૨માં તેઓશ્રીને પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું હતું. તેઓશ્રીને જીવદયા ઉપર તે એટલે બધો પ્રેમ હતું કે જીવદયાને પિતાની માતા સમજતા. સં. ૨૦૨૦માં જ્યારે ભયંકર દુષ્કાળ પડડ્યો ત્યારે, જુદાં જુદાં ગામોમાંથી લગભગ એક લાખથી વધુ રૂપિયા પાંજરાપોળમાં, જીવદયા મંડળીઓમાં વગેરેમાં જ્યાં જરૂર જણાઈ ત્યાં શ્રાવકને ઉપદેશ આપી અપાવ્યા. સીદાતા સાધર્મિક ભક્તિ માટે પણ શ્રાવકને ઉપદેશ કરતા હતા. સંયમને ખપ, કિયાની રુચિ, ક્રિયાની શુદ્ધતા માટે કેટલીય વાર જાતે જ ખૂબ ઉપગપૂર્વક કરવાની. ભારે ગુણાનુરાગ, રવાધ્યાય-પરાયણતા, જીવજતના વગેરે ઉપરાંત ભારે અશાતાના લાંબા સમય દરમિયાન પણ સુંદર સહિષ્ણુતા સાથે સમાધિ, દુશ્મનને પણ અનુમોદના કરાવી દે એવી હતી. ગામગામના ભવ્યાત્માઓ પર શ્રાવકધર્મ અને સગુણ પમાડવાને ઉપકાર પણ જબરદસ્ત હતું. આજે પણ એ શ્રાવકો ગદ્ગદ હૈયે યાદ કરી રહ્યા છે. તેઓશ્રીના ઉપદેશથી સારા પ્રમાણમાં પુસ્તકનાં પ્રકાશને થયાં. તેમાં કલ્પસૂત્ર સુબાધિકા અને જયાનંદ કેવળી ચરિત્ર બે પ્રતે તથા (૧) જિનેશ્વદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ, (૨) પંચપરમેષ્ઠી મહામંત્ર યાને જૈનધર્મનું સ્વરૂપ, (૩) સુભાષિત સૂક્ત સંગ્રહ ભા. ૧, (૪) નવપદ દર્શન અને પ્રમોદાદિ ભાવના, (૫) સુભાષિત સૂક્ત રત્નાવલી (ગુજરાતી), (૬) સુભાષિત સૂક્ત રત્નાવલી (સંસ્કૃત), (૭) પૂજા પ્રશ્નોત્તરી, (૮-૯) મુક્તિ માર્ગ પાન ભાગ. ૧-૨. આ પ્રમાણે તેઓશ્રીએ બાળભોગ્ય અને વિદ્રોગ્ય પુસ્તકનાં સંપાદન કરેલાં. તેઓશ્રીના હસ્તક પુસ્તકપ્રકાશનમાં 2010_04 Page #613 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ રૂ. ૪૨૦૦૦ જ્ઞાનખાતાના વપરાયેલ. અને ત્યાર પછી તેઓશ્રીને દ્રવ્યસપ્તતિકા નામના ગ્રંથમાં વાંચવામાં આવ્યું કે જ્ઞાનખાતાના પૈસાથી છપાયેલ પુસ્તક ગૃહસ્થને ભેટ ન આપી શકાય. એટલે તુત તેટલા રૂપિયા શ્રાવકેને ઉપદેશ આપી પૂ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી લખાતા–છપાતા તથા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથ માટે અપાવ્યા હતા. કેવા ભાવભીરુ, કેવા પાપભીરુ ! ! અંતિમ સમાધિ પણ અજબ આપી ગયા. જેઠ વદ ૧૧ ની રાતે મગજના ભયંકર તાવમાં કહ્યું કે, અઠ્ઠમમાં જવાય તે સારું. અને ૧૩ને દિવસે નવકાર મહામંત્રની ધૂન વચ્ચે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ધન્ય એ મુનિજીવન! કેટ કેટિ વંદના એ મુનિવરને ! (“દિવ્ય દર્શન’ માંથી સાભાર.) સુવિશુદ્ધ ચારિત્રપાલક-અખંડ જ્ઞાનારાધક પૂ. પંન્યાસશ્રી પદ્મવિજયજી ગણિવર્ય ધર્મપ્રેમી વડાસણ ગામમાં વસતાં મેહનલાલનાં સુશ્રાવિકા ધમપત્ની સમરતબહેનને ત્યાં સં. ૧૯૬૦માં કંચનવણી કાયાવાળા પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાએ પ્રેમાળ પુત્રનું પ્રેમચંદ પાડ્યું. વ્યાવહારિક શિક્ષણ પામીને પ્રેમચંદ ધંધાથે મુંબઈ ગયા. પરંતુ મેહમયી મુંબઈ નગરીના મેહપાશમાં બંધાવાને બદલે ત્યાં મુમુક્ષુ મંડળની સ્થાપના કરી અને મિત્રો સાથે વૈરાગ્યભાવનાનો વિકાસ સાધતા રહ્યા. દીક્ષા પહેલાં વર્ધમાનતપની ૨૬ ઓળી પૂર્ણ કરી. છ વિગઈને ત્યાગ કરી આકરે અભિગ્રહ લીધે. માતા પિતા અને પરિચિતે દીક્ષાની અનુમતિ આપતા ન હતા. કોર્ટ-કેસ થયે પણ પ્રેમચંદની દૃઢ પ્રતિજ્ઞા સામે કેઈ ફાવ્યું નહીં. સં. ૧૯૮૫ના મહા વદ ૧૩ને શુભ દિને કવિકુલકિરીટ-વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પાલીતાણાની પવિત્ર ભૂમિ પર પ્રવજ્યા અંગીકાર કરીને મુનિશ્રી પદ્મવિજયજી બન્યા. દીક્ષા-દિનથી જ ગુરુનિશ્રામાં જ્ઞાન-તપને યજ્ઞ આરંભ્ય. શાસન પ્રત્યે અવિરત નિષ્ઠા, સાહિત્યનિપુણતા, જ્ઞાન-દર્શન-ચારિત્રની ત્રિવેણના તીર્થ સમા પૂજ્યશ્રીને પૂ. ગુરુવર્યશ્રીએ છાણી મુકામે સં. ૨૦૧૪ના માગશર સુદ ને દિવસે પંન્યાસપદથી અલંકૃત કર્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી વડાસણ ગામે જિનાલય તથા ઉપાશ્રયનું નવનિર્માણ થયું. પંન્યાસપદવી ધારણ કરતાં પૂજ્યશ્રી નમસ્કાર-મહામંત્રના ત્રીજા પદને શોભાવી શકે તેવી શક્તિ-ક્ષમતા-ચારિત્ર ધરાવે છે, પરંતુ નિઃસ્પૃહી અને નિરહંકારી વ્યક્તિત્વને લીધે તેઓશ્રીને આચાર્ય પદને સ્વીકાર કરવાને સહેજે મેહ નથી. વૈયાવચ્ચમાં અગ્રયાયી એવા પૂજ્યશ્રી અખંડ જ્ઞાનોપાસનામાં રત રહે છે. અનેક જીર્ણોદ્ધાર કર્યા છે. સ્વાધ્યાયપ્રીતિથી પરિભાજિત પ્રતિભા વડે પૂજ્યશ્રીએ ભાવવાહી સ્તવનેસઝાયોની રચના કરી છે. એવા એ સુવિશુદ્ધ ચારિત્રપાલક અને અખંડ જ્ઞાનોપાસક સાધુવરને કેટિ કેટિ વંદના! 2010_04 Page #614 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂ. મુનિરાજશ્રી ખાંતિવિજ્યજી મહારાજ રાજસ્થાનમાં રાણકપુર તીર્થ પાસે વાલી ગામમાં એક ધર્મશ્રદ્ધાળુ જૈન પરિવારમાં શાયરીબાઈની કુખે સં. ૧૯૫૮માં ખીમરાજજીને જન્મ થયે. નાનપણથી જ ધર્મ અને સંસ્કાર પ્રત્યે અભિરુચિ, એટલે માતાપિતાની સેવામાં અને દેવદર્શન જવામાં રસ લેતા. પ્રાથમિક શિક્ષણ ગામમાં લઈ ધંધાર્થે મુંબઈ ગયા. ત્યાં ધર્મભાવનામાં ઓટ ન આવી. ઊલટું, મરુધરકેસરી પૂ. મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજને પરિચય થતાં વૈરાગ્યને રંગ લાગ્યું. સમીવાળા પૂ. પં. શ્રી ભક્તિવિજયજી ગણિવરને સમાગમ થતાં ખીમરાજજી તેમને સમર્પિત થઈ ગયા. સં. ૧૯૮૬માં પૂજ્યપાદ સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ મુનિશ્રી ખાંતિવિજયજી નામ ધારણ કર્યું. દીક્ષા ગ્રહણ કરીને ત્રણ ચોમાસાં રાજસ્થાનમાં કર્યા. દરમિયાન જ્ઞાન-ધ્યાન-તપમાં વિકાસ કર્યો. સ્વ-પર ગચ્છના પ્લાન સાધુઓની સેવા કરી. ધર્મજાગૃતિ માટે સુંદર સાહિત્યનું સર્જન કર્યું. તેઓશ્રીના નાનાભાઈ નવલમલજી પણ વૈરાગ્યના રંગે રંગાઈને મુનિશ્રી નિરંજનવિજ્યજી બન્યા. પૂજ્યશ્રીએ પોપકારી અને પરદુઃખભંજન સ્વભાવને લીધે અનેક લેકે પગી કાર્યો કર્યા. સાધર્મિક ભાઈઓને મદદ કરવા માટે વ્યવસ્થા કરી. વૃદ્ધવયે સ્વાથ્ય બગડતાં મુનિશ્રી નિરંજનવિજયજી અને શ્રી ઉત્તમવિજયજી ૧૭ દિવસને ઉગ્ર વિહાર કરીને બાલી પોંચ્યા. પૂજ્યશ્રીની સેવાને અપૂર્વ લાભ લીધે. પૂજ્યશ્રી સં. ૨૦૨૧ ના ફાગણ સુદ ૧૩ ને દિવસે નવકાર મહામંત્ર સાંભળતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. અનેકવિધ ધર્મ પ્રભાવના દ્વારા જનજાગૃતિ લાવનાર મુનિવર્યને શતશઃ વંદના ! નિઃસ્પૃહી–નિરહંકારી પૂ. ઉપાધ્યાયજી શ્રી મહિમાવિજયજી ગણિવર ગૌરવવંતી પાટણભૂમિમાં ડખ મહેતાના પાડામાં વીશા શ્રીમાળી જ્ઞાતીય શ્રી બાપુલાલ લલ્લુભાઈને ત્યાં શ્રીમતી સમરથબહેનની કુક્ષીએ સં. ૧૯૬૫માં તેમને જન્મ થયે. તેમનું જન્મનામ નાનકચંદ હતું. મોટપણે નાનકચંદ મુંબઈ આવ્યા. ત્યાં લાલબાગમાં પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ વખતે બાલમુનિવર શ્રી કનકવિજયજી મહારાજની પ્રભાવી મુખાકૃતિથી પ્રભાવિત થઈ વૈરાગ્યભાવના જાગી. સકલાગમરહસ્યવેદી પૂજ્ય ગુરુદેવશ્રીને મુંબઈથી અન્યત્ર વિહાર થતાં તેઓશ્રી ઉદ્વિગ્ન બની ગયા અને ગુરુદેવશ્રીની પાછળ, દીક્ષા માટે ઘર ત્યજીને ચાલી નીકળ્યા. મોહવશ કુટુંબીએ તેમને પાછા ઘેર લઈ આવ્યા. પરંતુ નિશ્ચયમાં નિશ્ચલ નાનકચંદની વૃત્તિમાં ફેરફાર થયો નહીં. એક દિવસ ઘેરથી ભાગી નીકળ્યા. લીંચ મુકામે પૂ. ગુરુભગવંતને મળ્યા. દીક્ષા લેવાની ભાવના જણાવી. અચાનક પૂ. 2010_04 Page #615 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૬૧૩ આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વરઘોડા સમયે જ આવી પહોંચતાં તેમના હસ્તે પ્રવજ્યા અંગીકાર કરી. સં. ૧૯૮૮ના ચૈત્ર વદ પાંચમે નાનકચંદભાઈ ૨૩ વર્ષની વયે ૧૬ વર્ષના બાલમુનિ શ્રી કનકવિજયજી મહારાજના શિષ્ય બન્યા. ત્યાર પછી વડીલ ગુરુવર્યોની ભક્તિ-વૈયાવચ્ચમાં સદા તત્પર રહી, તારક ગુરુભગવંતની ૫૦ વર્ષ અખંડપણે છત્રછાયા પામ્યા. ગુરુશિષ્યની અપૂર્વ અને અજોડ જોડી તરીકે જગવિખ્યાત બન્યા. ગુર્વાસાને જીવનમંત્ર બનાવ્યું. અનેક જ્ઞાનભંડારને સુવ્યવસ્થિત કરીને અદ્દભુત તપાસના કરી. પૂજ્યશ્રી પ્રકૃતિથી સરળ, ભદ્રિક અને સેવાભાવી મહાપુરુષ હતા. પિતાના ગુરુદેવના પિતા મુનિશ્રી સુબુદ્ધિવિજ્યજી ગણિવર તેમ જ પૂ. સાઘીશ્રી દર્શનશ્રીજી મહારાજ તથા પિતાનાં સંસારી માતુશ્રીને પણ અંતિમ નિર્ધામણા કરાવી, સમાધિ આપવામાં પરમ સહાયક બન્યા હતા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે સં. ૨૦૨૦ના માગશર સુદ બીજને દિવસે મુંબઈ-શ્રીપાલનગરમાં તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ થવા કહ્યું ત્યારે તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. છેવટે તે દિવસે પિતાના ગુરુદેવશ્રીના આચાર્યપદ-ગ્રહણ પ્રસંગે ઉપાધ્યાયપદ સ્વીકાર્યું. પાટણમાં ચાતુર્માસ વખતે નવનિર્મિત શિખરબંધી જિનમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યા. અમદાવાદમાં પિતાના ગુરુદેવ સ્વ. પૂ. આ. શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજના સમાધિમંદિરને પ્રતિષ્ઠામહોત્સવ ઊજ. પૂ. દાદાગુરુ સાથે પાલીતાણ આવવા ભાવના કરી; શ્રી સિદ્ધક્ષેત્રે અને પૂ. ગુરુભગવંતની તારક નિશ્રામાં આનંદ પામતા હતા. અમદાવાદના વૈદરાજ શ્રી ભાસ્કરભાઈ હાડકરની દવા ચાલુ હતી. પાલીતાણામાં તબિયત બગડી. પૂ. દાદાગુરુશ્રી અને સહવતી મુનિવરે વચ્ચે અંતિમ નિર્માણ પામી શ્રી સિદ્ધક્ષેત્રના નામસ્મરણ સાથે, નમસ્કાર મહામંત્રની ધૂનમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા પરોપકારી, સ્વ–પર કલ્યાણક સાધુવરને પરમ વંદના ! પૂ. તપસ્વી પંન્યાસશ્રી હર્ષવિજયજી ગણિવર અધ્યાત્મયોગી પરમ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ભદ્રકવિજ્યજી ગણિવર્યના પ્રથમ શિષ્યરત્ન થવાનું સદ્ભાગ્ય જેમને સાંપડ્યું તે હતા પરમ પૂજ્ય તપસ્વી પંન્યાસશ્રી હર્ષવિજયજી મહારાજ. સુરતમાં પિતા સાકળચંદના ઘરે, માતા નેનકેરબેનની કુક્ષીએ એક પુત્રરત્નને જન્મ થયો. નામ પાડ્યું હીરાલાલ. હીરાલાલનું જીવન નાનપણથી જ ધાર્મિક સંસ્કારથી સંચિત હતું. પૂ. પંન્યાસજી મહારાજે નવપદ સમાજની સ્થાપના કરી, તેમાં કાર્યકર્તા તરીકે સંસારીપણાથી જ સેવકની અદાથી રહેતા. ૨૯મા વર્ષે અમદાવાદમાં સકલારામરહસ્યવેદી પૂ. આ. શ્રી વિજ્યદાનસૂરીશ્વરજી મહારાજના હસ્તે સં. ૧૯૮૮ના જેઠ સુદ ૬ના દિવસે ભાગવતી દીક્ષા સ્વીકારી, પૂ. પંન્યાસશ્રી ભદ્રકવિજયજી મહારાજના શિષ્ય ઘેષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રી સ્વાધ્યાય-તપ-ત્યાગમાં આગળ વધતા ગયા. વૈયાવચ્ચે 2010_04 Page #616 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ શાસનપ્રભાવક ગુણમાં તેમનું નામ મુખ્ય ગણાતું હતું. પ. પૂ. શ્રી દાનસૂરિજી મહારાજ, પ. પૂ. શ્રી પ્રેમસૂરિજી મહારાજ, પ. પૂ. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ આદિની અમીદ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. આ મહાપુરુષે ઘણા વૃદ્ધ મહાત્માઓની સેવા કરીને સમાધિ આપેલી. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની સેવા ખડે પગે કરીને અપૂર્વ વીલ્લાસ ફેરવ્યું. પૂ. શ્રી નવિજયજી મહારાજને સ્વભાવ તબિયતને કારણે કડક હતું, તેમને પણ આ મહાત્માએ પ્રથમથી સેવાથી જીતી લીધા. તેઓશ્રી તપ-ગુણમાં પણ આગળ હતા. વર્તમાનમાં સાધુભગવંતેમાં સૌ પ્રથમ ૧૦૦ એળી પૂરી કરનાર તેઓશ્રી પ્રથમ હતા. સં. ૨૦૦૭ના શ્રાવણ સુદ પૂનમે તેમણે પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ૧૦૦ એની પૂરી કરી. પશમની મંદતાને કારણે અભ્યાસમાં જિજ્ઞાસા હોવા છતાં આગળ વધી શક્તા નહિ. પરંતુ ઉપકારી ગુરુભગવંતની કૃપાથી ગાદિની ક્રિયામાં તેમણે નિપુણતા મેળવેલી. તેઓશ્રીને ઉપધાનની ક્રિયામાં કે યોગની કિયાનાં બધાં જ સૂત્રો-નિયમ મોઢે હતાં. જુદાં જુદાં ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, મહાનિશીથ, સૂયડાંગ કે ઠાણાંગસમવાયાંગ, જે હોય તે બધા જ પાઠ, ઉદ્દેશા વગેરે મોઢે રાખતા અને એકસાથે ૨૫–૫૦ સાધુ-સાધ્વીજી ભગવંતેને વ્યવસ્થિત શુદ્ધ ક્રિયા કરાવતા. આખા સમુદાયમાં તેમનું ચક્કસ સ્થાન હતું. નાના કે મોટા મહાત્મા બીમાર પડે તે જરા પણ સકેચ વિના સેવામાં લાગી જતા. પ્રારંભથી અંત સુધી સંયમજીવનમાં કે ગુરુભક્તિમાં ક્યાંય ખામી આવવા દીધી ન હતી તે તેમની ગણનાપાત્ર સિદ્ધિ હતી. પૂની કૃપાથી સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૭ના દિવસે બેડા મુકામે તેમને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. છેલ્લે સુધી પાંચ તિથિ ઉપવાસ કરતા. દવા કદી લીધી ન હતી. કંઈ થાય તે ઉપવાસ-આયંબિલ કરી લેતા. છેલે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવશ્રી પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્યશ્રીના પરમ પાવન સાન્નિધ્યમાં સં. ૨૦૩૫માં ચાતુર્માસ સાથે હતા. સુંદર આરાધના કરી-કરાવી રહ્યા હતા. ત્યાં એકાએક આસો વદ ૮ની રાતે હૃદયરોગને હમલો થયે. પિતે તે નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં જ લીન રહ્યા. નવકારની ધૂન ચાલુ હતી. તેમાં લયલીન બની તેમને પવિત્ર આત્મા અનંતની યાત્રાએ નીકળી પડ્યો ! આ સમાચાર પૂજ્ય પંન્યાસજી મહારાજને જણાવવામાં આવ્યા ત્યારે ગુરુના હૃદયમાં પ્રથમ શિષ્યરત્ન તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર સાધુવર માટે ગુરુના ઉદ્ગારે એ જ હતા : “એ મહાત્મા ગયા સમાધિ સાધી ગયા !!” વંદન હજો એ મહાત્માને ! (સંકલન : પંન્યાસશ્રી વજનવિજયજી મહારાજ ) 2010_04 Page #617 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૬૧૫ તપમૂર્તિ પૂ. પંન્યાસશ્રી સૂર્યસાગરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ કચ્છના મોટા રતડિયા મુકામે સં. ૧૯૬૮માં ધર્મપરાયણ પિતા અને માતા હાંસાબાઈના પરિવારમાં થયું હતું. તેઓશ્રીનું સંસારી નામ નાનજીભાઈ હતું. ધર્મમય વાતાવરણમાં ઉછેર થવાને કારણે, અચલગચ્છના વિદ્વાન ઉપાધ્યાય શ્રી રવિચંદ્રજી મહારાજના સંપર્કમાં આવતાં વૈરાગ્યભાવ જાગવાને કારણે સં. ૧૯૯૧માં દીક્ષા લીધી. પરંતુ ટૂંક સમયમાં જ ગુરુદેવને સ્વર્ગવાસ થવાથી તેઓશ્રી ગુજરાતમાં પધાર્યા અને તપાગચ્છના આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં શ્રી કૈલાસસાગરજી મહારાજના પરિચયમાં આવતાં તેઓશ્રી પાસે તપાગચ્છની સામાચારી સ્વીકારીને શ્રી સૂર્યસાગરજી મહારાજ બન્યા. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટશિષ્ય હતા. પૂ. ગુરુદેવ સાથે તેમ જ સ્વતંત્રપણે તેઓશ્રીએ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિ સ્થાનમાં વિચરી ધર્મોપદેશ આપીને તપ, ત્યાગ અને ચારિત્રની પ્રભાવના કરેલ. ઉત્તરોત્તર ચારિત્રમાં પ્રગતિ સાધીને પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે સં. ૨૦૧૦ના માગશર સુદ ૩ના દિવસે જૂના ડીસા મુકામે તેઓશ્રીને ગણિ-પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. લગભગ અડધી સદીની ચારિત્રયાત્રામાં પૂજ્યશ્રીએ અનેક ઉગ્ર તપશ્ચર્યા કરી. ૧૬ ઉપવાસ અને માસક્ષમણ જેવાં ઉગ્ર તપ ૩૦થી વધુ વખત કર્યા. પ થી ૬૮ ઉપવાસ જેવી લાંબી તપશ્ચર્યા બબ્બે વાર કરીને કાયાને તમય બનાવી. જીવનમાં ૨૫૦૦ થી ૩૦૦૦ ઉપવાસ કર્યા. સં. ૨૦૩૫માં અમદાવાદમાં ૬૮ વર્ષની જૈફ વયે ૬૮ ઉપવાસની તપશ્ચર્યા દરમિયાન ૬૪મા ઉપવાસે લકવાની અસર થઈ જે સાડાત્રણ વર્ષ રહી. પૂજ્યશ્રી સં. ૨૦૩૯ના ચૈત્ર વદ ૪ને રવિવારે પાલીતાણામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. જેનશાસનના એક ગણનાપાત્ર તપોગીને અંતરની ભાવભીની વંદના ! રિદ્ધિ-સિદ્ધિના ત્યાગી અને ત્યાગમાર્ગના રાગી પૂ. મુનિરાજશ્રી જિનભદ્રવિજયજી મહારાજ આજે અમદાવાદમાં ત્રણ સાધુઓ વિચરે છે. તેમાંના એક તે મુનિશ્રી જિનભદ્રવિજયજી, સંસારીપણે જીવણચંદ ઝવેરી. ઓળખે છે તેમને ? એક કાળના કોડપતિ, મેતીના વ્યાપારમાં લાખેને વ્યાપાર ખેડનાર સુરતના ઝવેરી. આજે અડવાણે પગે ગોચરી માગતા અમદાવાદની શેરીઓમાં ફરે છે—જાણે ભરથરી ઉજજૈન આવ્યો !” ઉપરના શબ્દો કવિશ્રી ન્હાનાલાલે શેઠ જીવણચંદ ઝવેરી માટે પિતાના પુસ્તકમાં લખ્યા છે. પિતા ધરમચંદભાઈએ પરિગ્રહ પરિમાણવ્રતને લીધે વ્યાપારમાંથી નિવૃત્તિ લીધી, એટલે ચૌદ વર્ષની ઉંમરે ધરમચંદ ઉમેદચંદની પેઢીને કારભાર જીવણચંદભાઈએ પિતાના હસ્તક લીધે. એમણે અદ્ભુત સાહસથી વ્યાપાર વધાર્યો. મોટા મોટા રાજાઓના ઝવેરી બન્યા, તેમાં પાલીતાણાના 2010_04 Page #618 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક દરબાર બહાદુરસિંહજી, મોરબીના લખધીરસિંહજી, જામનગરના જામસાહેબ રણજીતસિંહજી તથા દિગ્વિજયસિંહજી, લીંબડીના દોલતસિંહજી, બીકાનેરના મહારાજા ગંગાસિંહજી, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ મુખ્ય હતા. એ બધા એમના મિત્ર બની ગયા. એમાં સયાજીરાવ ગાયકવાડ અને લીંબડીના દોલતસિંહ સાથે એટલે બધે આત્મીયભાવ હતું કે બંને યુરોપમાં સાથે હોય, અને એમને દેશી ભજન જમવાની ઈચ્છા થાય ત્યારે સામેથી જીવણચંદ શેઠને કહેવરાવે કે અમે તમારે ત્યાં ભેજન લઈશું. જીવણચંદ શેઠ પાલીતાણા જાય ત્યારે તેમને લેવા માટે પાલીતાણા દરબાર સેનગઢ મેટર મોકલે, અને પાલીતાણામાં એમની સર્વ રીતે સારસંભાળ લેવાય. મુંબઈમાં જ્યારે ગણતરીની જ મોટરે હતી તે વખતે ફ્રાંસના એક હીરાના વેપારીઓ જીવણચંદ શેઠને ૬૦ હેર્સ પાવરની મોટર ભેટ આપી હતી. આખા મુંબઈમાં ૬૦ હોર્સ પાવરની આ એક જ મોટર હતી. તે મોટરે આખા મુંબઈનું ધ્યાન ખેંચતી. મુંબઈની પિલીસને પણ એની તકેદારી રાખવી પડતી. એનું હોર્ન ભૂલેશ્વરના લાલબાગના દેરાસર પાસે વાગે તે ઝવેરી બજારને છેડે સંભળાતું. ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એ મોટરની એટલી તકેદારી રાખવી પડતી કે જીવણચંદ શેઠને બંગલે રેજ સવારમાં પોલીસ પૂછી લેતી કે શેઠ ક્યારે અને કયા રસ્તે નીકળવાના છે, જેથી રસ્તામાં ટ્રાફિકની સલામતી રાખી શકે. અંગ્રેજ અમલદારે પણ જીવણચંદ શેઠ તરફ પ્રેમભર્યો આદર રાખતા. શેઠની પ્રામાણિકતાની એટલી બધી છાપ હતી અને લોકોને એટલો બધો વિશ્વાસ મેળવેલ હતો કે અજાણ્યા આરબ વેપારીઓ પોતાને માલ એમને ત્યાં જાંગડ રાખી પિતાના દેશ જઈ આવતા. પહોંચ લેવાની પણ દરકાર કરતા નહીં. આવા એક મતીના વેપારી આરબ હાજી અબ્બાસ ૧૮ લાખને માલ એમને ત્યાં મૂકીને હજ કરવા ગયા. હજ કરીને આવ્યા ત્યારે શેઠે કહ્યું કે, “ તમારે માલ તપાસી લે.” ત્યારે હાજી અબ્બાસે કહ્યું, “તમારે ત્યાં મૂકેલે માલ ખુદાને ત્યાં મૂક્યા બરાબર છે, શેઠ!” જીવણચંદ શેઠની પ્રામાણિકતાને આટલે વિશ્વાસ વ્યાપારી આલમમાં હતું. યુરોપીય કંપનીઓમાં પણ આટલી જ શાખ હતી. કિલીક નિકસન, વેલેસ બ્રધર્સ, જેમ્સ ફીનલે, ઈવાટ લાડમ, ઈ. ડી. સાસૂન, વાઈવાણું વગેરે કંપનીઓ લાખને માલ જીવણચંદ શેઠ પાસેથી લેતી. કેઈ વખત માલ લીધા વગર, વ્યાજ કે કમિશન પણ લીધા વગર, લાખ પાઉડની કેડિટ આપતી. જ્યારે પાઉન્ડના ભાવ ગગડી ગયા અને હુંડિયામણની બેટ આવી અને ઝવેરી બજારમાં આંચકા આવ્યા, એ સમયમાં પણ માલ લીધા વગર વાઈવાણું કંપનીએ પંદર લાખ રૂપિયાની અને કિલીક નિકસને ૪૫ લાખ રૂપિયાની કેડિટ આપી. વ્યાજ કે માલ લીધા વગર એપન ક્રેડિટ બેન્ક ઉપર સીધી મોકલી આપી; અને સાથે લખ્યું કે તમે જે કાંઈ માલ મોકલશે તેના ઉપર અમે કઈ કમિશન કાપીશું નહીં. જીવણચંદભાઈની આવી શાખ ઠેઠ વિલાયતમાં પણ હતી. જીવણચંદ શેઠની પેઢી તરફથી ધર્માદાના કાંટાને પેઢીના વેચાણના માતીનું માત્ર વજન તેલવાની આવક પણે લાખથી એક લાખની થતી. તે રકમ ઉપર પણ હિસાબ કરતી વખતે જીવણચંદ શેઠ ધર્માદા કાંટાને વ્યાજ સાથે રકમ આપતા. આ હિસાબે વાર્ષિક કેટલા કરેડને માલ વેચાતે હશે એની કલ્પના કરવાની રહે છે! 2010_04 Page #619 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-ર ૬૧૭ આટલે બધે વૈભવ, માન-સન્માન અને ધનસંપત્તિ હેવા છતાં નિરભિમાની વૃત્તિ અને નમ્રતા એટલી બધી હતી કે, સરકારે જ્યારે એમને જે. પી.ને ખિતાબ આપવાની દરખાસ્ત મોકલી ત્યારે એમણે વિનયપૂર્વક કહ્યું કે, મારે જે. પી. થઈને શું કરવું છે? જે. પી. થવું નથી. બીજાને સહાયભૂત થવાની ઉદારતા પણ એટલી બધી હતી કે એમના એક મિત્રને ધંધામાં ખોટ આવી ત્યારે સામેથી, વગરમાગ્યે, એક લાખ રૂપિયા લઈને ગયા અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારે ધંધામાં ઊથલપાથલ થઈ છે, એટલે જરૂર હોય તે એક લાખ રૂપિયા લાવ્યો છું. જીવણચંદ શેઠે પિતાના પહેલાંના લેણ રૂપિયા યાદ કર્યા વગર બીજા એક લાખ રૂપિયા આપ્યા. ભાંગતા ભેરુને મદદ કરવાની આવી ઉદારતા અને સહાનુભૂતિ એમનામાં ભરપૂર હતી. એ યુરોપ ગયા ત્યારે બે રસોયા અને એક નોકરને સાથે લઈને ગયા હતા, પણ પાછા આવ્યા ત્યારે ત્યાં પિતાનું ત્રણ માળનું મકાન, રસ અને નેકરને ત્યાં જ રાખીને આવેલા અને જે કઈ જાણીતા માણસે ત્યાં જાય તેમને ઉતારે તેમના મકાનમાં રહે; અહીંથી ભણવા જનાર માટે તે તેમનું ઘર અને નોકરી આશીર્વાદરૂપ હતા. વિદ્યાથીએ મોટે ભાગે ત્યાં જ, રહેતા. પાછળથી એ મકાન બુદ્ધ સોસાયટીને ભેટ આપી દીધું. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પણ એમણે એ જ ઉત્સાહ અને ઉદારતા બતાવ્યાં હતાં. સંઘ કાઢયા, ૯૯ યાત્રાઓ કરાવી, ઉજમણાં કર્યા, ઉપાશ્રયે અને વિદ્યાલયમાં દાન કર્યા. મુંબઈ અને સુરતમાં સાધુઓને ચાતુર્માસ કરાવ્યાં. જેન દેરાસરેના જીર્ણોદ્ધાર કરાવ્યા. સને ૧૯૦૨માં “જીર્ણોદ્ધાર ફંડ” અને સને ૧૯૧૨માં વિદ્યાર્થીઓને યુરોપ મોકલી સાયન્સ, ટેકનોલોજી વગેરેને અભ્યાસ કરવા માટે “એજ્યુકેશન ફંડ” પિતાની પેઢી તરફથી શરૂ કર્યા. આજે પણ ચાલે છે. સમાજના આગેવાન મકનજી જુઠા જેવા બેરિસ્ટર એમની સ્કોલરશિપથી તૈયાર થયા છે. આજે પણ સેંકડો વિદ્યાથી–વિદ્યાર્થિનીઓ તેને લાભ લે છે. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનાં કાર્યોમાં ઘણાં વર્ષો સુધી તેમણે ફાળો આપ્યો. શરૂઆતમાં કેન્ફરન્સની ઓફિસ પણ તેમની પેઢીમાં જ હતી. જીવણચંદ શેઠના એક મિત્ર મિ. મેરે વડોદરામાં ગુજરી ગયા. પછી બીજા મિત્ર લીંબડીના દરબાર દેલતસિંહ ગયા. એ બંને એમના પરમ મિત્ર હતા. બંને મજબૂત બાંધાના, કદાવર, સશક્ત અને તંદુરસ્ત હતા. એમના જવાથી જીવણચંદ શેઠને ઊંડો આઘાત લાગ્યો. એ આઘાતે એમને વિરક્ત બનાવી દીધા. એમને વિચાર આવ્યો કે આવા કદાવર માણસો પણ ઘડીકમાં ચાલ્યા ગયા, તે મારું શરીર તે માંદલું છે, જર્જરિત થઈ ગયેલું છે. એને શો ભરોસે ! આ વિચારે એમને દીક્ષા તરફ વાળ્યા અને એમણે સંસાર છોડી દીક્ષા લીધી. દીક્ષાવસ્થામાં આદિવાસીઓ અને પરમારના કલ્યાણ તરફ દષ્ટિ ગઈ. તેમને દારૂ, માંસ, જુગાર વગેરે વ્યસનથી છોડાવવા તેમ જ તેમને ભણાવવાની અને ધંધે લગાડવાની પ્રવૃત્તિ શરૂ કરી, તેમના એકરાઓને ભણાવવા માટે બેડેલીમાં બેડિ ગની સ્થાપના કરી. તેમાંથી જે વિદ્યાથીઓ તૈયાર થાય તેમને વેપારીઓ સાથે સંબંધ બાંધી ધંધે લગાડતા રહ્યા. લગભગ શ્ર. ૭૮ 2010_04 Page #620 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક એક છોકરાઓને મુંબઈ, સુરતમાં હીરાના ધંધામાં જોડ્યા હતા. આ રીતે તેઓશ્રીનું સંસારી જીવન વિવિધલક્ષી, અમીર, ઉદાર અને સહાનુભૂતિભર્યું હતું. તેવી જ રીતે સંયમી જીવન પણ ત્યાગમય, નિરીહ અને લેકે પકારક હતું. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૩૬માં થયે હતે. ૧૯૫૦માં પેઢીને કારભાર સંભાળ્યું. સં. ૧૫રમાં લગ્ન થયું. સં. ૧૯૯૭માં દીક્ષા લીધી અને સં. ૨૦૨૬માં એકાણું વર્ષે કાળધર્મ પામ્યા. આજે તેઓશ્રીને સાંસારિક પરિવાર બહોળો છે. તેમના દીકરા શ્રી મતીચંદભાઈ સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓમાં સારે રસ લઈ રહ્યા છે. (લેખક : શ્રી ફતેહચંદ બેલાણી; “જૈન”પત્રના તા. ૧૭-૭-૭૨ના અંકમાંથી સાભાર.) -~પ્રૌઢ પ્રતાપી પૂ. ગણિવર્યાશ્રી લબ્ધિસાગરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ ધર્મનગરી કપડવંજમાં સં. ૧૯૫ત્ના પિષ સુદ પૂનમને દિવસે વિશા નિમાં જ્ઞાતિના વિખ્યાત કુટુંબમાં થયે હતે. પિતાનું નામ સેમચંદભાઈ માતાનું નામ માણેકદેવી અને તેમનું જન્મનામ ચંદુલાલ હતું. પિતા સમચંદભાઈ “શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ચેરીટેબલ ટ્રસ્ટ”ના કાર્યકર્તા પરીખ ઝવેરભાઈ શિવલાલના પુત્ર હતા. આખુંય કુટુંબ સંસ્કારસંપન્ન અને ધર્મપરાયણ હતું. બાળક ચંદુલાલમાં પણ ઉત્તરોત્તર ધર્મસંસ્કારે વૃદ્ધિ પામતા રહ્યા. વ્યાવહારિક શિક્ષણ લઈને કાપડના વ્યવસાયમાં જોડાયા. તેમાં પણ સારી એવી સફળતા મેળવી. વ્યવસાય સાથે લગ્નજીવનમાં પણ સાંકળવામાં આવ્યા. તેમનાં ધર્મપત્ની ચંદનબેન સુશીલ, પતિપરાયણ અને ધર્માનુરાગી હતાં. તેમ છતાં, લગ્નજીવનમાં પણ વૈરાગ્યભાવ જાગ્રત હતો જ. પુત્રી વિમલા અને પુત્ર હસમુખની પ્રાપ્તિ પછી તેમને એ વૈરાગ્યભાવ બ્રહ્મચર્યવ્રત (ચતુર્થ વ્રત)ના સ્વીકારમાં પરિણમે અને આગળ જતાં, તેમની દીક્ષાભાવના સાકાર બનતાં, રાજગઢમાં બિરાજમાન પૂ. પંન્યાસજી શ્રી વિજયસાગરજી મહારાજને વાસક્ષેપ લઈ, અમદાવાદ વિદ્યાશાળામાં આગોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૮૭ના અષાઢ સુદ પાંચમે તેમણે અને તેમના પુત્ર હસમુખભાઈ એ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો. સં. ૧૯૮૮ના કારતક વદ પાંચમે તેઓશ્રીની અને બીજા સાત જણની વડી દીક્ષા થઈ અને તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સ્વપરના કલ્યાણમાર્ગે આગળ વધતાં, તેમની યોગ્યતા જાણી, તેમને ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ ઘણું જ ત્યાગી.વૈરાગી હતા. એટલું જ નહિ કેઈની વૈરાગ્યભાવનાને બળ આપી, તેમને દીક્ષામાર્ગે જવા સહાયક બનતા. ડહેલાના ઉપાશ્રયવાળા પૂ. પંન્યાસજી શ્રી શાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી સુભદ્રવિજ્યજી મહારાજને દીક્ષા સમયે સહાયક બન્યા હતા. તેમના કુટુંબ-પરિવારમાં પણ ઘણાને દીક્ષા અપાવવામાં તેમનું ગદાન રહ્યું હતું. તેમના સંસારી લઘુબંધુ કાંતિભાઈએ પણ દીક્ષા અંગીકાર કરી હતી, જેમાં પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. પૂ. ગણિવર્ય શ્રી ઉત્કૃષ્ટ સંયમી, ત્યાગી અને તપસ્વી હતા. તેઓશ્રીએ વિશસ્થાનક તપ, સતત ત્રણ વરસીતપ, વર્ધમાન તપની 2010_04 Page #621 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર એળીઓ વગેરે તપશ્ચર્યા કરી હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન બન્યાં હતાં. કપડવંજમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા, શેઠ મીઠાભાઈ ગુલાબચંદના ઉપાશ્રયને જીર્ણોદ્ધાર વગેરે તેમની પ્રેરણાથી થયાં હતાં. ડુંગરપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા, શિવગઢમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા, અમરા (રાજગઢ)માં પ્રતિષ્ઠા, રતલામમાં શ્રી શાંતિનાથના પ્રાચીન જિનાલયને વિજાદંડ, ઉપાશ્રયને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા આદિ તેમના ઉપદેશથી સુસંપન્ન બન્યાં. પૂજ્યશ્રીના વરદ હસ્તે આચાર્યાદિ પદપ્રદાન અને દીક્ષા પ્રદાન થયાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં રતલામથી ભોપાવર તીર્થને, માણસાથી ટીટેઈ તીર્થને, એમ કેટલાક છે'રીપાલિત યાત્રા નીકળ્યા છે. પાલીતાણામાં ૧૭૫૦ આરાધકે સાથે ઐતિહાસિક બનેલ ઉપધાનતપની ક્રિયાવિધિમાં તેમનું સુંદર ગદાન રહ્યું હતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક ઉપાશ્રયેનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર થયાં અને અનેક શાસનપ્રભાવક કાર્યો સંપન્ન થયાં. પૂજ્યશ્રીને સ્વર્ગવાસ મવામાં થયેલ હતું. એવા એ શાસનપ્રભાવક સાધુવને ભાવભીની વંદના ! જૈન ધાર્મિક શિક્ષણના ભેખધારી – સાહિત્ય ભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ ન આચાર્ય, ન ઉપાધ્યાય, ન પંન્યાસ; માત્ર મોક્ષના સાધન સ્વરૂપ મુનિ પદે આરૂઢ થયેલા માયાળુ-કૃપાળુ, સરળ સ્વભાવ, વિદ્વાન પૂજ્ય મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજને સં. ૧૯૬૪ના મહા વદ ૧૩ના દિવસે સુરત શહેરમાં શ્રી વીશા ઓશવાલ વેતાંબર મૂર્તિપૂજક જ્ઞાતિના જાણીતા શેઠ શ્રી જીવણચંદ નવલચંદ સંઘવીના ઘરે શ્રીમતી પાર્વતીબાઈની પવિત્ર કુક્ષીએ જન્મ થયે હતે. તેઓશ્રીનું જન્મનામ જેચંદભાઈ હતું. “જન્મવું એ નવું નથી, પણ જન્મ સાર્થક કરવો એ જ મહત્ત્વનું છે.” એ દષ્ટિએ પિતા શ્રી જીવણચંદભાઈ એ પિતાની સુકૃત લક્ષ્મી સં. ૧૯૭૬માં સુરતથી સિદ્ધાચલજીનો રિ પાલિત સંઘ પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કાઢી પવિત્ર કરી હતી. જેચંદભાઈ તે વખતે ૧૨ વર્ષના હતા, તે પણ તેમનામાં છુપાયેલી ધર્મભાવનાને પરિચય અનેક સંઘને થયે હતે. શાળાકીય શિક્ષણ ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં એસ. એસ. સી. સુધીનું લીધા બાદ જેચંદભાઈએ સં. ૧૯૮૫માં વ્યાપારમાં પ્રવેશ કર્યો અને સં. ૧૯૮૭માં સુરતના રહીશ શેઠશ્રી મગનભાઈ દયાચંદની સુપુત્રી જશવંતીબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. વ્યાપારમાં કે લગ્નજીવનમાં તેઓ માત્ર જોડાયા એટલું જ, તેમનું મન તે સંસારથી અલિપ્ત એવા વૈરાગ્યભાવમાં જ વસતું હતું. વળી, પિતાનું જ નહિ, ધર્મપત્નીનું હિત પણ ત્યાગમાર્ગે વાળવા ઉત્સુક બન્યા અને તેઓની એ ભાવના સફળતામાં પરિણમતાં સં. ૧૯૦ના માગશર વદ ૮ના દિવસે પાટણની પવિત્ર ભૂમિમાં ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. પં. શ્રી પ્રવિણવિજયજી મહારાજના શિષ્યરત્ન પૂ. ૫. શ્રી મહિમાવિજયજી 2010_04 Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ મહારાજના શિષ્ય અની મુનિશ્રી જિતેન્દ્રવિજયજી નામે જાહેર થયા. જ્યારે ધર્મ પત્ની જશવ’તીમેન પણ સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્યા સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી નામે સયમી બની ધન્ય બન્યાં. શાસનપ્રભાવક દીક્ષા બાદ આત્મસાધનાની સાથેાસાથ જ્ઞાનસાધનામાં પૂજ્યશ્રી આગળ વધ્યા. આ સાધનાયજ્ઞમાં તેઓશ્રીના પૂ. ગુરુદેવ અને પૂ. દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની કૃપા ઘણી વરસતી રહી. સ. ૧૯૯૬-૯૭ની વાત છે. પૂજ્ય મુનિશ્રીના આત્મમદિરમાં જૈનધર્મના શિક્ષણ–પ્રચારની ઉત્કંઠા જાગી અને એક નાનકડા જ્ઞાનના દીપ ગરિયાધારમાં ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુની છત્રછાયામાં ‘ પુણ્યના સિતારા' નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યાં. કોડિયુ. ભલે નાનું હોય, પણ તેને પ્રકાશ ચેામેરે પ્રસરે છે, તેમ જ્ઞાનદીપને પ્રદીપ્ત અને અખંડિત રાખવા અને તેના દ્વારા અનેક આત્મમશિમાં શ્રદ્ધાના પ્રકાશ પાથરવા પૂજ્યશ્રીએ તા. ૧૪-૫-૧૯૪૮ના રોજ પૂનામાં ‘ શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી અને તે સંસ્થા દ્વારા ધાર્મીક ઈનામી પરીક્ષા, તેનાં પાઠયપુસ્તકોનાં પ્રકાશન વગેરે કાર્ય છેલ્લા શ્વાસ સુધી અવિરત ચાલુ રાખ્યું. આ સાધનામાં તેએશ્રીની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપનાર એક નરવીર ઈ. સ. ૧૯૫૦-૫૧માં મળ્યા. તેએ હતા કલકત્તાનિવાસી શેઠ શ્રી હીમચંદભાઈ કે. શાહ, જેમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાની જરૂરિયાતા પૂરી પાડી. ‘ પ્રેસ અને પ્લેટફોમ ’ એ સમાજને જાગ્રત રાખવાનું સાધન છે, એવા વિચારે મુનિશ્રીએ સં. ૨૦૦૫માં મુરખાડ ગામે : ગુલામ નામના માસિકના પ્રારંભ કર્યાં. આ બાળમાસિકે શિક્ષા અને શિક્ષણ માટે, વિદ્યાપીઠ અને પાઠશાળા માટે, વિદ્યાથી અને ભાવિ નાગરિક માટે ઉમદા વિચારા સમાજને આપ્યા. એ માસિકે સાહિત્યકાર મુનિશ્રીના વિચારાને પાને પાને વહેતા કરી એક નવું જ વાતાવરણ ઊભુ' કર્યું. ટૂંકમાં, હજારો જ્ઞાનિપપાસુઓમાં જ્ઞાનની ભૂખ જગાડી. અર્થની સૂઝ ઊભી કરી. ઊગતા લેખકાને પ્રાત્સાહિત કર્યાં અને સમ્યકજ્ઞાનને ખૂબ ખૂબ પ્રચાર કર્યાં. ઉપરાંત, પૂજ્યશ્રીએ ઉત્તર-પૂર્વના ( દિલ્હી-કલકત્તા ) અને દક્ષિણના ( કન્યાકુમારી ) પ્રદેશેા સુધી જિનમંદિરની સ્પના કરી. એટલુ જ નહિ, સાથેાસાથ એ પ્રદેશોમાં વસતા જૈન-જૈનેતર સમાજ સાથે હળીમળી, તેને ઉપયાગી થાય તેવાં જૈનધમ નાં અનેક પુસ્તકા તે તે ભાષામાં પ્રકાશિત કરી જૈનધર્મીની અપૂર્વી સેવા કરી હતી. આજના વિદ્યાથી આવતી કાના નાગરિક છે', ‘ કુમળા છેડને વાળેા તેમ વળે ’- આવા વિચારો અનુસાર શિક્ષણક્ષેત્રના પ્રખર હિમાયતી મુનિશ્રીએ એકલા હાથે પેાતાના શિષ્યરત્ન મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજની સાથે જૈનસમાજને કુલ આઠ ભાષામાં અનોખી સાહિત્યસંસ્કાર ભેટ આપી છે. આવું મેાટુ કામ પૂર્વે કોઈ એ કર્યું... નથી અને ભવિષ્યમાં કોઈ કરશે કે કેમ તે શ`કા છે. આવા સમતાશીલ, સરળસ્વભાવી, નવકાર મહામંત્ર આદિ સૂત્રાના અર્થના નિત્ય ફેલાવા કરવાનું ઝંખનારા પૂ. મુનિવર્યશ્રીએ ધમ ઇતિહાસને નવું સ્વરૂપ આપ્યું હતું અને તેથી જ બેંગલોર શ્રીસંઘે પૂજ્યશ્રીની સાહિત્યસેવા અને શ્રુતજ્ઞાનની ઉપાસનાને જોઈ ને ‘ સાહિત્યભૂષણ'ના સન્માનનીય પદ્મથી સ. ૨૦૩૨ના ભાદરવા સુદ ૧૨ના રોજ મહેસ્રવપૂર્ણાંક વિભૂષિત કર્યાં હતા. 2010_04 Page #623 -------------------------------------------------------------------------- ________________ બમણુભગવંતે ૬૨૧ પૂ. મુનિરાજશ્રી એક આદર્શ સ્વપ્નદ્રષ્ટા હતા. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનમંદિરનું નિર્માણ, ધાર્મિક પાઠશાળા, કન્યા છાત્રાલય, બાલમંદિર, જૈન લાઈબ્રેરી, હોમિયોપેથિક દવાખાનું, સીવણ કલાસ વગેરેની સ્થાપના દ્વારા ધાર્મિક તેમ જ સાધમિક ઉત્કર્ષની શુભ પ્રવૃત્તિઓ ફાલી-ફૂલી હતી. વિદ્યાપીઠ ભવન-મુલુન્ડ (મુંબઈ), તત્વજ્ઞાન ભવન-પૂના એ એમનાં જીવતાં જાગતાં સ્મારકે છે. જ્યારે તેઓશ્રીને અંત સમય નજીક આવ્યું ત્યારે તેમણે પ્રાપ્ત કરેલી સમતા, ધીરજ, પાપભીરુતા અને કપ્રિયતા ભૂલી ભુલાય તેમ નથી. ભાંડુપ જેવા નાના જૈન સંઘના અનેક ડોકટરે, કાર્યકરે, આબાલવૃદ્ધ ભાવિકે—સૌ કોઈએ પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અદ્વિતીય એવી સેવા-સુશ્રષા કરી હતી. છેલ્લે છેલ્લે શાશ્વત નવકાર મહામંત્રની ધૂન વચ્ચે તેઓશ્રી સં. ૨૦૩૬ના જેઠ સુદ ૭ના દિવસે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. પૂજ્યશ્રી અંતિમ સમયે એમના પરમ વિનયી શિષ્ય મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ સહિત સૌને “શ્રતજ્ઞાનની ગંગા અખંડ વહેવડાવજે...આવશ્યકસૂત્રના માહાભ્યને વધારજો....રાખેલા વિશ્વાસને પૂર્ણ કરે...” એવો દિવ્ય સંદેશ આપી, સૌને કર્તવ્યના માર્ગે ધન્ય બનાવતા ગયા. ધન્ય એ સાધુજીવન! કેટિશઃ વંદન હજો એ સાધુવને! (સંકલન : ફૂલચંદ હરિચંદ દોશી, મહુવાકર ) -roon પરમ તપસ્વી પૂ. મુનિરાજશ્રી ચરણવિજયજી મહારાજ ધન્ના અણગારની યાદ અપાવે એવું શરીર અને તપ, ગુરુભક્તિ અને ગુર્વાસાપૂર્વકનું જેમનું જીવન હતું એવા મહાત્માનું નામ યાદ કરતાં ચરણવિજયજી મહારાજની પ્રતિકૃતિ નજર સામે તરવરે છે. સુસ્તી લાલા તરીકે પ્રસિદ્ધ સંસારના અતિ શોખીન તેમણે સંસારની પ્રવૃત્તિ બદલી ૩૪ વર્ષની વયે પૂ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજનાં ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. મારું કેઈ નહિ, હું મારે નહિ. મારા ગુરુજી, હું ગુરુજીને...આ જીવનમંત્રને જીવનમાં વણી દીધા. દીક્ષા લઈને કઈ દિવસ એકસાથે વાપર્યું નથી. ઉપવાસને પારણે આયંબિલ જ હોય. ઉપવાસ બધા વિહાર. આયંબિલમાં પણ છેલ્લે વહેરવા જાય અને મળે તેમાંથી પૂરું કરે. જરા પણ ઉત્સુક્તા-ઉતાવળ નહીં. અઢાઈ ઓ કરવી એમને મન રમતવાત, તે પણ ચૌવિહારી. ઉપકારી ગુરુમહારાજની માંડલીનું કાર્ય ભક્તિપૂર્વક પતાવી બારબાર વાગ્યા સુધી તે પરમાત્મભક્તિમાં તલ્લીન બની જતા. જાતને પણ ભૂલી જતા. સાચા ગુરુભક્ત શિષ્ય તરીકે ગૌતમસ્વામીની યાદ અપાવે કે, પૂ. પંન્યાસજી મહારાજ સૂવે પછી સૂતા અને પૂ. પંન્યાસજી મહારાજ ઊઠે ત્યારે પહેલાં ઊઠી જતા. ગુરુજી સાથે એકતા એટલી સાધેલી કે એમને શું જોઈએ છે? શાને ખપ છે? તેને ખ્યાલ આવી જતે અને એ રીતે ઉપયેગપૂર્વક નિર્દોષ વસ્તુ લાવીને ભક્તિ કરતા. સકલાગમરહસ્યવેદી પૂજ્ય આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી 2010_04 Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શાસનપ્રભાવક મહારાજની ભાવના પ્રમાણ પોતાનું બધુ કામ પોતે જ કરી લેવું, તે હિંસાઅે બધું શીખેલા. આઘા ટાંકવા, ઠવણી બાંધવી, પાતરા રંગના વગેરે કાય કરતા. કયારેક તબિયત ઢીલી પડે તે તેની દવા રૂપે ઉપવાસ કરી લેતા. નવ વર્ષના ટૂંકા પર્યાયમાં પણ તેમણે જે સિદ્ધ કરેલું તે અનુપમ કાર્ટિનું કહેવાય. ૧. નમસ્કાર મહામંત્ર, ૨. પરમાત્મભક્તિ, ૩. આયંખિલતપ, ૪. ગુરુ-વડીલેાની ભક્તિ, ૫. ગુરુસમર્પણના અદ્ભુત ભાવ, ૬. નાના મહાત્મા પ્રત્યે વાત્સલ્યભાવ. એમને પૂ. ગુરુદેવે એક શિષ્ય કરી આપેલા, તે શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ. છેલ્લે અંતરીક્ષયાત્રાર્થે ત્રણ મહાત્મા પધારી રહ્યા હતા. ૮૨મી ઓળીના છેલ્લા દિવસે હતા, તેથી અઠ્ઠાઈ કરેલી. તબિયત બગડી, પણ આત્મા સજાગ હતેા. તરત જ આત્મા સાથે સમાધાન કર્યુ. સાથેના મહાત્મા પૂ. શ્રી હર્ષવિજયજી મહારાજ તથા શ્રી ચંદ્રાનનવિજયજી મહારાજે તૈયાર કર્યા : · સાહેબ ! શરીર શુ' કહે છે? ' ત્યાં આ મહાત્મા ખેલ્યા, · મારે શરીર જ કયાં છે ? મારું તા મારા હાથમાં છે. !' અને ખસ, લાગી ગયા આરાધનામાં અને એવી અદ્ભુત સમાધિ સાધી કે જે જોતાં થયું કે મૃત્યુ મળે તે આવું મળજો ! આ સમાચાર જ્યારે પૂ. પંન્યાસજી મહારાજને મળ્યા ત્યારે એક મિનિટ શાંત-પ્રશાંત રહીને ખેલ્યા કે, · એક આત્મા મારા શરણે આન્યા, જે મને પણ સજાગ કરતા ગયા ! ખરેખર, ધન્ને ગયા !' સયમજીવન જીવી ગયા ! મનુષ્ય જન્મ જીતી ગયા ! સાધુજીવનના એક આદર્શો મૂકતા ગયા ! શતશ: વંદના હો એ સાધુવરને ! T પૂજ્ય મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજ ( પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના હૃદયમાં જેમનુ વિશિષ્ટ મહાત્મા તરીકે સ્થાન હતું; તથા પેાતાના ગુરુદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જેમને · મહાત્મા ' કહીને સંબેધતા. ઉપાશ્રયમાં શાંત-પ્રશાંત બેઠેલા, સ્વાધ્યાયમાં મગ્ન અને નવકારવાળી ગણતા, કણ આવ્યુ કે કેણુ ગયું એનું જેમને લક્ષ જ નહેાતુ રહેતુ એવા તપસ્વી મહાત્મા પૂ. મુનિરાજશ્રી મહાભદ્રવિજજી મહારાજ હતા. ધનગરી ચાણસ્મામાં, લલ્લુભાઈ ને ત્યાં, માતા મેનાબાઈની કુક્ષીએ સ. ૧૯૫૪માં એમના જન્મ થયેા હતેા. નામ પાડ્યું મેાહન. નાનપણથી ધર્મના દૃઢ સૌંસ્કારો તથા પૂર્વભવની સુંદર આરાધનાના પ્રભાવે ધ પ્રત્યે આકર્ષણ વૃદ્ધિંગત થતુ` ગયું. ધંધાર્થે મહારાષ્ટ્રમાં રહેવાનુ થયુ.. એ વખતે ગાંધીવાદના પ્રચાર જોરદાર હતા. એ વાતાવરણના સંસગ પામવાથી પતે ગાંધીવાદી બની ગયા. ગાંધીજીને મળવા જાય ત્યારે ફળફૂલ ચઢાવે અને સાષ્ટાંગ પ્રણામ કરે એવા અહેાભાવ ! પણ એક વાર પુ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ લાલબાગ-મુબઈ પધાર્યાં ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યવાણીથી માહનભાઈ ભીજાઈ ગયા, અને દીક્ષા લેવા માટે તત્પર થયા. ઘરની જવાબદારી અંગે વ્યવસ્થા કરી દીક્ષાનુ મુહૂત કઢાવ્યુ. સ. ૧૯૯૮ના માગશર સુદ ૯ના દિવસે, ૪૫ વર્ષની 2010_04 Page #625 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ ંતા–ર ૬૩ વયે, ચાણસ્મા મુકામે, પૂ. આ શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષિત થઈ મુનિશ્રી મહાભદ્રવિજયજી અન્યા. દીક્ષાની શરૂઆતથી જ એકાસણાના તપ ચાલુ કર્યાં. દોઢ વર્ષાં સુધી તપનુ પ્રમાણ રહ્યું. કર્મોને જલદી ખપાવવાની તાલાવેલી જાગી. છઠ્ઠને પારણે ( એકાસણુ કરીને ) છઠ્ઠુ ચાલુ કર્યાં. છ માસ આ પ્રમાણે ગયા પછી લાંબુ' નહી ટકી શકે એમ લાગવાથી ઉપવાસને પારણે ઉપવાસ રાખ્યા, જે જીવનના અંતિમ દિવસ સુધી ચાલુ રહ્યો. વચ્ચે આયંબિલ કરે તેા પણ બીજા દિવસે ઉપવાસ. અઠ્ઠાઇનું પારણુ હોય તે પણ એકાસણું કરે. નવપદજીની આરાધના દર વર્ષે કરે; તેમાં પણ એકાંતરે ઉપવાસ અને આયંબિલ. એકવાર બીમાર પડવા. વૈદ્યરાજે ઉકાળા આપ્યા, તે તે પણ એકાંતરે લેતા. એકાસણા વખતે ઉકાળે લેતા, પણ એકાસણું છેડયું નહિ. તપ પ્રત્યે ગજબના પ્રેમ આત્મસાત્ કરેલો. છઠ્ઠ હોય કે અઠ્ઠમ, પણ માં પર કળાય નહી. ત્યાગમાં પણ મેખરે. ફળ મેવાના સદંતર ત્યાગ. મીઠાઈ આદિ પણ અમુક જ, બાકીના ત્યાગ. તેઓશ્રીના આરાધક ભાવ ગજબ હતા ! જ્યારે તેઓશ્રી વિદ્યાથી અવસ્થામાં હતા, ત્યારે પાટણ બેડિંગમાં રહેતા. અને ત્યાં પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ ( સંસારીપણામાં ) સાથે ભણેલા અને પરિચય થયેલા. આથી તેમણે ગુરુમહારાજની આજ્ઞા લઇ સ. ૨૦૦૩થી આરાધનાની ષ્ટિએ પૂ. પન્યાસજી સાથે રહેવાનું પસં≠ કર્યું. · ગુરુવત્ સમર્પણભાવ ’ હાવાથી સૌ શ્રમણગણ સાથે એકમેક થઈ ગયા. પરમાત્મભક્તિમાં તેઓશ્રી સતત ત્રણ ત્રણ કલાક તલ્લીન બની બેસી રહે. સ્તવન એલે, સ્તુતિ એલે, અને આનંદ પામે. વળી તેએ મહાત્મા પ્રત્યે ખૂબ જ વાત્સલ્યભાવ રાખતા. પોતે તપસ્વી હોવા છતાં નવકારશી કરવાવાળા મહાત્માએ પ્રત્યે બહુમાન ધરાવતા. નાના—મેાટા કોઈ પણ મહાત્માની સેવા કરવામાં જરાપણ નાનપ નહિ રાખતા. પેાતે સેવા કરે છે તેની ખબર પણ ન પડવા દેતા. છેલ્લે સુધી ક્રિયામાં અપ્રમત્તતા. પ્રતિક્રમણ, પડિલેહણ, ખમાસમણાં આદિ વિધિપૂર્વક કરતા. દ્રવ્યાનુયોગનું ઊંડું જ્ઞાન ધરાવતા. બધા પદાર્થોં મેઢે. લેાકપ્રકાશ જેવા મહાન ગ્રંથને જીભે રમતા રાખેલે. મહાત્માઓને ૫-૬ કલાક વાચન કરાવે, છતાં કૉંટાળાનું નામ નહિ. પૂ. પંન્યાસજી મહારાજે મુનિશ્રી જયંતભદ્રવિજયજી મહારાજને તથા મુનિશ્રી જયમ ગલવિજયજી મહારાજને એમના શિષ્યા બનાવ્યા ત્યારે એકાએક તેએ ચોંકી ઊઠયા અને મેલ્યા કે, અરે સાહેબજી ! મારામાં એ યેાગ્યતા નથી !' પણ પૂ. પન્યાસજી મહારાજે તેા જાહેર કરી દીધેલુ' એટલે ગુરુવચન આગળ શાંત રહ્યા. અને નવા મહાત્માઓને સંયમમાં તૈયાર કરવામાં પરિશ્રમ કરવા લાગ્યા. અને આમાં સફળ થયા તેનું દૃષ્ટાંત છે પૂ. ૫. શ્રી વજ્રસેનવિજયજી મહારાજ, જેએ સળંગ ૧૦ વર્ષ એમની સાથે રહ્યા અને એવી રીતે તૈયાર થયા કે અનેકને સહાયભૂત થઇ રહ્યા છે. સ. ૨૦૧૧માં જામર થવાથી એક આંખ ચાલી ગઈ અને બીજી આંખમાં પણ ખૂબ ઝાંખપ આવી; તેપણુ પાંચસૂત્ર' સ્લેટ પર માટા અક્ષરે લખાવીને યાદ કરેલ. નવકારના જાપ ખૂબ કરતા. રાતના અઢી વાગે ઊભાં ઊભાં કાર્યાત્સગ ધ્યાનમાં રહેતા. એમનુ જીવન અનેક મહાત્માએ તથા સંઘાને ખૂબ પ્રેરક બનતું રહ્યું. સમય જતાં અને આંખે 2010_04 Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ શાસનપ્રભાવક દેખાતુ' બંધ થયું. આવી અવસ્થામાં પણ પેાતાનું કાય બીજા પાસે કરાવવાની વૃત્તિ નહીં. લુણાવામાં બે વરસના સ્થિરવાસ થયા. એ દરમિયાન સ`. ૨૦૦૮ના કારતક વ૬ ૧૩ની સાંજે નવકારમંત્રના ધ્યાનમાં ખૂબ જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. જીવનના અંત સુધી તપ-ત્યાગવૈરાગ્ય આદિ વૃદ્ધિ પામતાં પરિણામને તેએશ્રીએ સાચવી જાણ્યાં. ધન્ય છે એ મહાત્માને ! શત શત વંદના એ મુનિવરને ! ( સ'કલન : પૂ. મુનિરાજશ્રી જિનસેનવિજયજી મહારાજ ) પૂ. મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ : 6 સં. ૧૯૮૯ના મહા સુદ પાંચમ-વસ'તપ'ચમીને દિવસે જાવરા ( મધ્યપ્રદેશ )માં સુશ્રાવક મેરુલાલજી ઘાડીલાલનાં ધર્મ પત્ની પ્યારીબાઈની કૂખે બાળરત્ન શાંતિલાલના જન્મ થયા. · નામ તેવા ગુણ' પ્રમાણે શાંતિલાલે બચપણ પસાર કરીને આત્મશાંતિનિકેતન સ્વરૂપ શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળા ’ જાવરામાં જ્ઞાનપ્રાપ્તિનેા પ્રાર'ભ કર્યાં. ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં તેમના સસ્કારસપન્ન જીવનમાં વૈરાગ્યભાવ જાગ્યા અને ૧૪ વર્ષની વયે સૌધર્મ બૃહત્તપાગચ્છીય પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે સં. ૨૦૦૩ના મહા સુદ પાંચમને દિવસે ભૂતિ ( રાજસ્થાન )માં ભાગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરી મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી નામે પ્રસિદ્ધ થયા. દીક્ષા બાદ તેમનુ' સ ́પૂર્ણ જીવન ગુરુ-આજ્ઞાપાલન—આગમ-અધ્યયન અને ધ્યાનયેાગપૂર્ણાંક નિર'તર વિહાર તેમ જ ધર્મીપ્રચારમાં લાગી ગયુ. તેમણે 'સ્કૃત, પ્રાકૃત, હિન્દી તેમ જ પ્રાંતીય ભાષાઓનું પણ સારું' એવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધુ. તેમનું મુખ્ય ધ્યેય આગમનુ ચિંતન રહ્યું. તેથી જ પૂજ્ય ગુરુદેવશ્રી વિજયયતીન્દ્રસૂરિજી મહારાજે ચતુર્વિધ શ્રીસંઘ વચ્ચે સમારોહપૂર્વક તેમને ‘ આગમજ્ઞાતા ' અને ‘ સાહિત્યપ્રેમી’ના ખરુદથી અલ'કૃત કરી શુભાશિષ આપ્યાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં પ્રવચનકળામાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરીને યશસ્વી અને તેજસ્વી જીવનનો સંકેત આપી દીધા. તેઓશ્રીએ પોતાના સંયમજીવનમાં શાસનપ્રભાવના, ગચ્છ-ઉન્નતિ, જનકલ્યાણ અને સાહિત્યસર્જન તથા શ્રમણ-શ્રમણીઓને જ્ઞાનપ્રદાનની સાથે સધમી ખ'આની આવશ્યક સહયાગી વૃત્તિ ઈત્યાદિ પુણ્યાનુબંધી સત્કાર્યો કરીને આત્મદ્ધાર પણ કર્યાં અને પરોપકાર પણ કર્યાં. તેમનાં શાસનપ્રભાવક કાર્યોની કેટલીક રૂપરેખા નીચે પ્રમાણે છે : , : શાસનપ્રભાવના : ૧. પાલીતાણામાં શ્રી રાજેન્દ્રવિહાર જૈન દાદાવાડી અને શ્રી આદિનાથ જિનાલયનું નિર્માણ, ૨. શ્રી રાજેન્દ્રસૂરી શ્રમણુ સંસ્કૃત પાઠશાળાની સ્થાપના, ૩. જાલેાર ( રાજસ્થાન )માંથી રાજેન્દ્ર જૈન ઉપાશ્રયનું નિર્માણ, ૪. ભીનમાલ (રાજસ્થાન )માં ચતુર્મુખ જિનાલય અને ધર્મશાળાનુ નિર્માણ, પ. રાજગઢ ( મધ્યપ્રદેશ )માં યતીન્દ્રભવનના જીર્ણોદ્ધાર, ૬. જાવરા ( મધ્યપ્રદેશ )માં દાદાવાડીનુ નિર્માણુ અંજનશલાકા પ્રતિષ્ઠા : ૧. ભીનમાલમાં ચતુમુ ખ જિનાલય, ૨. સુરાણા ( રાજસ્થાન )માં શ્રી કુંથુનાથ જિનાલય, ૩. જોધપુરમાં અતિ પાર્શ્વનાથ જિનાલય અને ગુરુમદિર, ૪. સ`જીત ( મધ્યપ્રદેશ )માં . 2010_04 Page #627 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૬૨૫ શ્રી પાર્શ્વનાથ જિનાલય, પ. ભવનારા (મધ્યપ્રદેશ)માં જિનમંદિરની પ્રતિષ્ઠા, ૬. સાયલા (રાજસ્થાન)માં શ્રી કુંથુનાથ જિનાલય, ૭. જાલેરમાં શ્રી ગેડી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા વગેરે સુસંપન્ન થયાં. જ્યારે તીર્થયાત્રા સંઘ, ઉપધાનતપ આદિમાં ૧. તખતગઢથી બે સંઘ, ૨. વડનગરથી મોહનખેડા તીર્થયાત્રામાં સંઘ, ૩. સાંથૂથી સંઘ, ૪. વાગરા (રાજસ્થાન) ઉપધાનતપ, ૫. ગુડાબાલેતાન (રાજસ્થાન)માં ઉપધાનતપ, ૬. આહાર (રાજસ્થાન)માં ઉપધાનતપ અને ૭. ગુડામાં તીર્થયાત્રા સંઘ. ઉપરાંત, દીક્ષાપ્રદાનમાં સિયાણ (રાજસ્થાન) નિવાસી તપસ્વી સુશ્રાવક શ્રી અચલચંદજી હિંમતમલજી સોલંકીના સુપુત્ર મુમુક્ષુ શ્રી નિર્મલકુમારને સં. ૨૦૨૭ના ચૈત્ર સુદ ૧૦ના દિવસે દીક્ષા પ્રદાન કરીને મુનિશ્રી નરેન્દ્રવિજયજી નામે ઘોષિત કરી પટ્ટશિષ્ય બનાવ્યા. તેમના સમસ્ત શાસનપ્રભાવક કાર્યોમાં પૂ. મુનિપ્રવર શ્રી નરેન્દ્રવિજ્યજી “નવલ” હમેશાં પડછાયાની જેમ સાથે રહ્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી અન્ય અનેક મુમુક્ષુ ભાઈબહેને એ પણ દીક્ષા લીધી હતી. તદુપરાંત, સાહિત્યસર્જનમાં તેમણે નમસ્કાર મહામંત્ર, સિદ્ધાંતપદેશ, મહાવીર જીવન ઔર ઉપદેશ, આત્મમંગલ સંગ્રહ, નિજ આતમરંગે રા, ધરતી કે ક્લ, પર્વકથાસંગ્રહ, આવશ્યક દિગદર્શન, પ્રભુસ્તવન સુધાકર, રાજેન્દ્ર જૈન સક્ઝાયમાલા, નવસ્મરણ સાથે, વિવિધ પૂજાસંગ્રહ, પંચપ્રતિક્રમણુસૂત્ર અર્થસહિત, તપવિધિ સંચય, ભક્ત-ભક્તિ અને ભગવાન, વિશિષ્ટ યોગવિદ્યા, સૌધર્મ બૃહત્તપાગચછીય વિવરણયુક્ત પટ્ટાવલી, પૂજા ચતુષ્ટય, નિબંધિરત્નાવલી, મરુધર અને માળવાનાં પંચતીર્થ, શ્રી ગોડી પાર્શ્વનાથ શતાબ્દી સમારિકા આદિ પુસ્તકો આપ્યાં. પૂજ્યશ્રીના જીવનની વિશેષતાઓ : પૂજ્યશ્રી આગમજ્ઞાતા, વ્યાખ્યાનદિવાકર અને ષડદર્શન, ન્યાય, તર્ક, જતિષ, શિલ્પ અને સૂત્રાગમના પ્રખર અધિકૃત વિદ્વાન હતા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અદ્ભુત હતી. “સામાયિક” વિષય પર જીવનપર્યત એકધારું પ્રવચન કર્યું. દ્રવ્યાનુયેગના વિષયને સરળ, સુબેધ અને સુંદરતમ શૈલીમાં પ્રસ્તુત કરવાની કળા અપૂર્વ હતી. દિનપ્રતિદિન તેઓશ્રી અપ્રમત્તભાવથી આઠ કલાક સુધી વાચન-લેખન કરતા. તેમણે આજીવન અહંન્નમ:' પદને જાપ કર્યો. શ્રી ઉવસગ્ગહરમ અને શ્રી ભક્તામરને પ્રમ કરીને ચમત્કારિક ઘટનાઓ કરી. પ્રતિકમણ મુદ્રા અને અર્થ સહિત પ્રયોગાત્મક ઢંગથી કરીને નવી પેઢીમાં ધર્મશ્રદ્ધા જાગ્રત કરી ગુરુગચ્છસંરક્ષણ-સંવર્ધન-પરિમાર્જનને હેતુ સિદ્ધ કરવા સતત જાગ્રત પ્રહરી રહ્યા. ૩૩ વર્ષ સુધી શુદ્ધ નિરતિચાર ચારિત્રનું પાલન કરીને સં. ૨૦૩૭ના પ્રથમ જેઠ વદ ૩ને દિવસે વિરામીગામ (જિ. પાલી-રાજસ્થાન) બહાર અંતિમ આરાધના કરતાં કરતાં નશ્વર દેહ ત્યાગે અને સ્વર્ગવાસી બન્યા. સેંકડો ગામનગરમાંથી હજારો ભાવિકોએ આવી રાણું સ્ટેશનમાં અગ્નિ સંસ્કાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાણી સ્ટેશનમાં તેમનું સુંદર સમાધિ–મંદિર છે. તેઓશ્રીની પુણ્યસ્મૃતિમાં તેમના શિષ્યરત્ન પૂ. પ્રવચનકાર મુનિરાજશ્રી નરેન્દ્રવિજયજી મહારાજ “નવલ 'એ જોધપુરમાં દેવેન્દ્રધામનું નિર્માણ કરાવરાવ્યું અને ગુરુભક્ત શ્રેષ્ઠીવર્ય સમાજરત્ન શ્રી લક્ષ્મીચંદજી સુરાણ અને તેમના પરિવારે 2010_04 Page #628 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવકે બાલેતા રેડ પર (પાલરેડ પર) દેવેન્દ્રધામનું નિર્માણ કરાવીને તેમ જ “દેવેન્દ્રત” પાક્ષિક પત્રિકા જોધપુરથી શરૂ કરીને પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિ કેરાવી છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક સાધુવરને ભાવભીની વંદના ! | (સંકલન : પૂ. મુનિરાજશ્રી નરેન્દ્રવિજયજી મહારાજ “નવલ "ના શિષ્ય મુનિશ્રી જિનેન્દ્રવિજયજી મહારાજ “ જલજ.”), મંત્ર-તંત્ર વિદ્યાના અભ્યાસી-અવધૂતગી પૂ. મુનિરાજશ્રી ગુણભદ્રવિજયજી મહારાજ પૂજ્ય મુનિરાજશ્રી ગુણભદ્રવિજ્યજી મહારાજ પ્રખર ગસાધક અને મંત્ર-તંત્ર વિદ્યાના વિશદ અભ્યાસી હતા. તેઓશ્રી પાછલી અવસ્થામાં કેટલાયે વર્ષો સેરઠ પ્રદેશમાં વિચર્યા હતા. તેમાં માંગરોળમાં સવિશેષ સ્થિરતા કરી હતી. આ સ્થિરતા દરમિયાન શ્રી માંગરોળ જેન સંઘ અને જિનમંદિર માટે તેઓશ્રીની પ્રેરણાથી અનેકવિધ કાર્યો નીચે મુજબ સુસંપન્ન થયાં હતાં. (૧) શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના ખંડિતપણાનું તથા શ્રી મુનિસુવ્રતસ્વામી વગેરે સર્વ મંદિરની પ્રતિષ્ઠા અને બીજાં કાર્યોનું સંશોધન કર્યું હતું, જે નવપલ્લવ પાર્શ્વનાથના લખેલ પુસ્તકમાંથી જાણવા મળશે. આ પુસ્તક માંગરોળના જેન ગૃહસ્થને મુંબઈ કલકત્તા અને માંગરોળમાં ભેટ તરીકે અપાયું છે. (૨) શ્રી માંગરોળ જૈન સંઘના જૂના ચોપડામાંથી પ્રતિષ્ઠા તથા અંજનશલાકાના જાયેલા પ્રસંગોનું વિપુલ સાહિત્ય પણ આ પુસ્તકમાં પ્રકાશિત કર્યું. (૩) સેંકડો વર્ષ જૂની ખડિત પ્રતિમાજીઓનું વિસર્જન, તોફાની દરિયાને શાંત પાડી, માંગરોળ બંદરે કરાવ્યું હતું. (૪) જ્ઞાનભંડારની વર્ષો જૂની હસ્તલિખિત અમૂલ્ય પ્રતે અને ગ્રંથનો અભ્યાસ કરી, નાદુરસ્ત તબિયત હોવા છતાં વંડીના દેરાસરમાં, સમયને ભેગ આપી, સંપૂર્ણ વિગત એકઠી કરી, સેન્ટ્રલ ગવર્નમેન્ટને સંઘ મારફત મોકલવાનું ભગીરથ કાર્ય પાર પાડયું હતું. (૫) મંદિરની બધી આરસની અને પાષાણુની પ્રતિમાજીઓને એપ અને લેપ, ચક્ષુ અને ટીલાઓનું, જીર્ણોદ્ધારનું કાર્ય આઠ માસ સુધી સતત માર્ગદર્શન આપવાપૂર્વક કરાવ્યું હતું. પૂ. શ્રી ગુણભદ્રવિજ્યજી મહારાજ સંસારીપણામાં મંગળના શેઠ શ્રી જેઠાભાઈ રૂપજી ધનજીના તૃતીય પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૯૫૧ના માગશર સુદ ૬ને દિવસે મદ્રાસ શહેરમાં થયેલ હતું. તેમનું નામ ગુલાબચંદ હતું. તેઓશ્રી સં. ૨૦૪રના શ્રાવણ વદ ૧૦ ના દિવસે જૂનાગઢમાં કાળધર્મ પામ્યા હતા. પરમ શાસન પ્રભાવક મુનિવર્યને ટિશ વંદના ! 2010_04 Page #629 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૬ર૭ શ્રી શંખેશ્વર–આગમમંદિરના સંસ્થાપક, શાસન પ્રભાવક પૂ. પંન્યાસશ્રી અભ્યદયસાગરજી મહારાજ શ્રી શંખેશ્વર આગમમંદિરના સંસ્થાપક પૂ. પં. શ્રી અભ્યદયસાગરજી મહારાજને જન્મ સં. ૧૯૮રના કારતક વદ ૧ (મારવાડી મિતિ)ના દિવસે સુરતમાં એક સુખી-સંપન્ન અને ધર્મપરાયણ ઝવેરી પરિવારમાં થયું હતું. તેમના પિતાનું નામ ઉત્તમચંદ ઝવેરી, માતાનું નામ ભુરીદેવી અને તેમનું પિતાનું નામ અમરચંદ હતું. અમરચંદને વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસ મુંબઈમાં થયે. તેઓ સ્વભાવે શાંત, સૌમ્ય અને ચિંતનશીલ હતા. મુનિશ્રી મહિમાવિજયજી મહારાજના પરિચયથી તેમનામાં વૈરાગ્યનાં બીજ રોપાયાં અને પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજીના પાવન સંસર્ગથી સંયમની ભાવના દઢ થઈ. પરિણામ સ્વરૂપ, ૨૪ વર્ષની યુવાન વયે, સં. ૨૦૦૬ના વૈશાખ સુદ ૧૩ના દિવસે, સુરતમાં પૂ. આ. શ્રી આનંદસાગરજી મહારાજના સાનિધ્યમાં સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિ મહારાજ (તત્કાલ પંન્યાસજી)ના શિષ્ય મુનિશ્રી અભ્યદયસાગરજી બન્યા. જ્ઞાનનો પશમ તીવ્ર હેવાથી તેમણે ગુરુદેવની નિશ્રામાં થોડા જ સમયમાં જૈન દર્શનની સાથે સાથે અન્ય દર્શનનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના સમર્થ જાણકાર હતા. તેઓશ્રી પ્રભાવશાળી પ્રવચનકાર હતા તેઓશ્રીની તલસ્પર્શી અને મર્મસ્પશી વાણી દ્વારા ઘણા અવિસ્મરણીય કાર્યો થયાં. અનેક સ્થાનમાં ધર્મવૃદ્ધિ થઈ. અનેક સંઘમાં એકતા સ્થપાઈ. વલસાડ, નેર, નૌગામા, રાજેદ, ઘાટકોપર (મુંબઈ) વગેરે અનેક સંઘની એકતા એનાં જ્વલંત ઉદાહરણ છે. ૩૦ વર્ષના સંયમપર્યાય પછી પૂજ્યશ્રીને સં. ૨૦૩૬માં કારતક સુદ પાંચમે અમદાવાદમાં પૂ. પં. શ્રી પ્રબોધસાગરજી મહારાજની નિશ્રામાં ગણિપદ તથા સં. ૨૦૩૯માં વૈશાખ સુદ ૩ના દિવસે શંખેશ્વરતીર્થમાં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીના યશસ્વી જીવનનું યાદગાર અને અમર કાર્ય શ્રી શંખેશ્વરતીર્થમાં આવેલું ભવ્ય આગમમંદિર છે. પૂજ્યશ્રીએ કઠેર અભિગ્રહ ધારણ કરી, દિવસરાત અથાક પ્રયત્નપૂર્વક એનું નિર્માણ કરાવ્યું. આ કાર્યમાં કોર્ટ વગેરેનાં અનેક વિદને આવ્યાં, પણ તેમના નિભીક અડગ સંક૯પથી તે કામ પાર પડ્યું. આ આગમમંદિરના નિર્માણમાં તેઓ મુખ્ય હોવા છતાં એ મંદિરના એક પણ સ્થાનમાં, કેઈ એકાદ ખૂણામાં પણ, પિતાનું નામ અંકિત કરાવ્યું નથી, એ તેમની નિઃસ્પૃહતાનું આદર્શ ઉદાહરણ છે. ગુજરાતમાં તેમ જ માળવામાં વિચરી તેઓશ્રીએ ત્યાંના શ્રાવકેને સુષુપ્ત અવસ્થામાંથી જાગ્રત કર્યા હતા. ત્યાં અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, આયંબિલશાળાઓ, ધાર્મિક પાઠશાળાઓ આદિ નિર્માણ કરાવ્યાં. તેઓશ્રીએ પિતાના લઘુભ્રાતા માલવભૂષણ પં. શ્રી નવરત્નસાગરજી મહારાજ (હાલ ઉપાધ્યાય) આદિ. શિષ્યમંડળ સાથે રામાનુગ્રામ વિચરી જૈનધર્મની મહાન પ્રભાવના કરી. સં. ૨૦૪૪ના મહા વદ ને દિવસે, રાજગઢથી નીકળેલા માંડવગઢ તીર્થના કરી પાલિત સંઘના તિરલા મુકામે, સાંજના 2010_04 Page #630 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રતિક્રમણ પછી તેએશ્રી કાળધર્મ પામ્યા. તેઓશ્રીની અંતિમ સંસ્કારભૂમિ ધારમાં સ્મૃતિધામ બનાવવાની ચેાજના વિચારાધીન છે. તથા શ ખેશ્વર-ગમમદિરમાં તેઓશ્રીના ‘ ગુરુમંદિર ’નુ કાર્ય નિર્માણાધીન છે. એવા સ્વ-પર કલ્યાણસાધક સાધુવરને શતશઃ વંદના ! ( સંકલન : મુનિશ્રી દિવ્યરત્નસાગરજી મહારાજ. ) પૂ. મુનિરાજશ્રી તત્ત્વાનવિજયજી મહારાજ શા જેઠાભાઈ પાસુભાઈ લાડાયાં ( સાંહેરા )નાં ધર્મ પત્ની સૌ. સેાનાબાઈની કુક્ષીએ આશરે ૬૬ વર્ષ પહેલાં, કારામાં, એક પુત્રરત્નનો જન્મ થયે. બાળકનું નામ રાખ્યુ. તેજપાર. બાળપણથી જ ધર્મ પ્રત્યે અનુરાગી તેજપારે વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ લીધું. ઇન્ટર સુધી અભ્યાસ કરીને મુ`બઈમાં કારકુન તરીકે નોકરી સ્વીકારી. જિજ્ઞાસુ વૃત્તિને કારણે પૂ. મુનિશ્રી ભાનુવિજયજી (હાલ પૂ. આ. શ્રી ભુવનભાનસૂરિજી ) મહારાજના પરિચયમાં આવ્યા. એનાથી તેજપારભાઈની વૈરાગ્યભાવના તીવ્ર બની. વડીલેાની સમતિ મેળવી, ૨૫ વર્ષોંની યુવાન વયે પાલીતાણા મધ્યે ચારિત્ર ગ્રહણ કરીને મુનિશ્રી તત્ત્વાનવિજયજી બન્યા. શાસનપ્રભાવક કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર યાદના કારણે ટૂંક સમયમાં ધર્માંશાસ્ત્રમાં પારંગત અન્યા. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વી અને પ્રખર પ્રવચનકાર. એમના વિશાળ શિષ્ય સમુદાયમાં ઘણા શિષ્યા સંસારી અવસ્થામાં સ્નાતકા થયેલા. એક વાર એમણે સહજ ભાવે પોતાના શિષ્યાને એક જ બેઠકમાં એક જ વિષય ઉપર વિવિધ ભાષાઓમાં વ્યાખ્યાન આપવાની સ્પર્ધા ચેજી. મોટા ભાગના શિષ્યાએ વધુમાં વધુ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી – એમ ચાર ભાષાઓમાં વ્યાખ્યાન આપ્યુ, જ્યારે મુનિશ્રી તત્ત્વાન દવિજયજીએ એ ચાર ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, કચ્છી અને સિંધી ભાષાઓમાં વ્યાખ્યાન આપતાં પ્રથમ આવી માન પામ્યા હતા. ત્રીશેક વષઁના દીક્ષાપર્યાયમાં તેમણે દશેક પુસ્તકો લખ્યાં હતાં. તેએશ્રીની પ્રેરણાથી - અ વાત્સલ્ય પ્રકાશન 'ની સ્થાપના થઈ, ત્યારે સૌ પ્રથમ આ સંસ્થાએ એમણે લખેલા દળદાર પુસ્તક · દેવાધિદેવ ભગવાન મહાવીર 'નું મહાવીર વિદ્યાલયમાં સ. ૨૦૩૦માં ભવ્ય સમારેાહપૂર્વક ઉદ્ઘાટન થયું હતુ. તે પહેલાં તેમણે ૧. ધર્મ ખીજ, ( વિષય-મૈત્રી ), ૨. નવકાર સ્વાધ્યાય, પ્રાકૃત-ગુજરાતી અનુવાદ સહિત, ૩. નમસ્કાર સ્વાધ્યાય, સંસ્કૃત-ગુજરાતી અનુવાદ સહિત, ૪. તત્ત્વાનુશાસન, ગુજરાતી અનુવાદ, પ. યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણુ વગેરે ગ્રંથ લખ્યા, જેમાં આધ્યાત્મિક ક્ષેત્રે તેઓશ્રીએ વિશિષ્ટ સાહિત્ય સયુ હતું. • દેવાધિદેવ ભગવાન મહાવીર ' ગ્રંથમાં તેમના દ્રા પરિચય આપતાં પ્રેા. રાજેન્દ્ર અંબાલાલ શાહ લખે છે, “ પૂ. મુનિરાજશ્રી તત્ત્વાન વિજયજી મહારાજનુ જ્ઞાન કેટલુ અગાધ છે એ તે જે પરિચયમાં આવે તે જ સમજે. તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી વગેરે અનેક . 2010_04 Page #631 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ દ૨૯ ભાષાઓના નિષ્ણાત છે. વ્યાકરણ, ન્યાય, પ્રકરણ, યોગ, આગમના જ્ઞાતા છે. સ્વધર્મ અને પરધર્મના અનેક શાનું તેઓશ્રીએ અવગાહન કરેલ છે. ભક્તિયોગ એ તેઓશ્રીને પ્રિય વિષય છે. યોગવિદ્યા, સ્વરવિદ્યા, કુંડલિની વિદ્યા વગેરે અનેક વિષયનું અનુભવગત જ્ઞાન મેળવેલું છે. પાતંજલ યોગ, શૈવયોગ, શક્તિગ, બૌદ્ધ ગ વગેરેનું તેઓશ્રીનું વિપુલ જ્ઞાન જેના યેગને સુંદર રીતે સ્પષ્ટ કરનારું છે. જેન ધર્મના અનેક વિષયે વ્યાખ્યાનમાં સમજાવવાની તેઓશ્રીની શૈલી અદ્ભુત છે.” અંતિમ દિવસોમાં પણ તેઓશ્રીની લેખનપ્રવૃત્તિ ચાલુ જ હતી. તાવની બીમારીમાં સં. ૨૦૩૭ના વૈશાખ વદ ૧૩ના દિવસે મુંબઈમાં દાદર સ્થિત શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરિ જૈન જ્ઞાનમંદિરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. મુંબઈના ચોપાટી જેન સંઘ, ગેવાલિયા ટેક જૈન સંઘ તથા વિલેપાર્લે (વેસ્ટ) જેન સંઘને પૂ. મુનિશ્રી પર અગાધ ભક્તિભાવ હતું. આ ત્રણેય સંઘેએ સાથે મળીને “દેવાધિદેવ ભગવાન મહાવીર” ગ્રંથ છપાવીને પ્રસિદ્ધ કરેલ છે. એવા સમર્થ પંડિત મુનિરાજને કોટિશ વંદના ! પૂ. મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ સૌરાષ્ટ્રમાં અમરેલી ગામે જૈન એસવાલ કુટુંબમાં જન્મેલા અને પૂનામાં વેપાર કરતા વલ્લભદાસે પૂ. આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી અને મુનિશ્રી વિનયવિજયજી મહારાજ બન્યા. યથારામગુણ મુનિશ્રી વિનય-વિવેકવૈયાવચ્ચેના ગુણેને વિકાસ સાધીને માંડલામાં અતિપ્રિય મુનિવર તરીકે ચાહના પામ્યા. દીક્ષા પ્રદાતા પૂ. યુગપ્રવર્તક આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પૂ. જૈનસાહિત્યમર્મજ્ઞ આચાર્યશ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજ અને પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મહારાજની સતત હૂંફાળી અને કાળજીભરી નિશ્રામાં સ્વચારિત્રને સર્વાગીણ વિકાસ સાધી રહ્યા. અંતિમ દિવસોમાં અમરેલી પધાર્યા હતા. પૂજ્યશ્રીને પગલે બહેન લીલાવતી પણ સંયમ સ્વીકારીને સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી બન્યાં. ભદ્રપરિણામી પૂ. મુનિશ્રી વિનયવિજયજી મહારાજ સં. ૨૦૪૩ના નૂતન વર્ષના પ્રભાતે નશ્વર દેહ છેડીને સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. ધન્ય છે તેઓશ્રીના નિરતિચાર દીક્ષાપાલનને ! વંદન હજ એ સેવામૂર્તિ સાધુવને ! ( સંકલન : શ્રી રસિકભાઈ એ. શાહના લેખને આધારે.) 2010_04 Page #632 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક રસનાના ત્યાગી, ગુર્વાણાના રાગી અને સ્વાધ્યાયના રસી પૂ. પંન્યાસશ્રી રવિપ્રભવિજયજી મહારાજ જેમની જન્મભૂમિ, કર્મભૂમિ અને સ્વર્ગવાસભૂમિ અમદાવાદ રહી, એવા પૂ. પંન્યાસશ્રી રવિપ્રવિજયજી મહારાજ સદાય ગુરુચરણના ઉપાસક, નવકાર મહામંત્રના આરાધક અને સ્વાધ્યાયના સાધક હતા. તેમને જન્મ સં. ૧૯૮૬ના ફાગણ વદ ૩ ને દિવસે અમદાવાદમાં, અનેક જિનમંદિરે અને ઉપાયોથી મંડિત એવી દેશીવાડાની પિળમાં થયો હતો. પિતા ત્રિકમલાલ અને માતા હીરાબહેનના એ ચોથા સંતાનનું નામ રજનીકાંત હતું. નામ તેવા ગુણ પ્રમાણે તેમના મુખ પર સદાય ચંદ્ર જેવી શીતળ કાંતિ ચમકતી હતી. ધર્મપરાયણ માતાપિતાની સતત ખેવનાએ રજનીકાંતમાં બાલ્યવયે ધર્મસંસ્કારોનું સિંચન થયું. ધાર્મિક અભ્યાસ સાથે વ્યાવહારિક અભ્યાસ ચાલતો રહ્યો. એસ. એસ. સી. સુધી ભણ્યા, પણ ધાર્મિક શિક્ષણ લેવાનું ચાલુ જ રહ્યું. જિનભક્તિ અને પ્રવચન શ્રવણ – એ તેમનો નિત્યક્રમ બની ગયે. આગળ જતાં એ ધાર્મિક સંસ્કારે વૈરાગ્યભાવમાં પરિણમ્યા અને ૨૫ વર્ષની ભરયુવાન વયે ત્યાગમાર્ગે જવા તત્પર બનતાં, સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે અમદાવાદમાં જ, ટંકશાળની પળના ઉપાશ્રયે સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના વરદ હસ્તે તેમને દીક્ષા આપવામાં આવી, અને ચારિત્રચૂડામણિ પૂ. આ. શ્રી વિજ્યભદ્રકરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી રવિપ્રવિજયજી નામે જાહેર કરવામાં આવ્યા. મુનિશ્રી રવિપ્રવિજયજી મહારાજ ચારિત્રધર્મને સ્વીકાર કરી ઉત્કૃષ્ટ સંયમસાધના, જ્ઞાને પાસના સાથે પૂ. ગુરુદેવને સમર્પિત બની ગયા. તે, તેમના વિનય વિવેક, સરળતા, ભદ્રિકતા, વૈયાવચ્ચ-સેવાપરાયણતા આદિ ગુણે એવા ઘનિષ્ટ હતા કે તેઓશ્રી પર ગુરુદેવની પણ અનન્ય કૃપા વરસતી રહી. તેમની વિષય-કષાયની પરિણતિઓ એટલી પાતળી હતી કે તેમનું સમગ્ર જીવન સમતા અને પ્રસન્નતાથી ભર્યું ભર્યું બની ગયું. નવકારમંત્રની આરાધના અને સ્વાધ્યાયની સાધના પણ તેમના જીવન સાથે જ વણાઈ ગઈ હતી, જ્યારે ગુર્વારા તેમના જીવનનો મુદ્રાલેખ બની ગયું હતું. આવી ઉચ્ચ પરિણતિઓ વચ્ચે સારા દેખાવાને જરા પણ પ્રયત્ન ૩૫ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે કયારેય કર્યો નહિ, એટલું જ નહિ, પિતાની જાતને ગોપાવીને ત્યાગવૈરાગ્યના માર્ગને દીપાવી જાણે. શરીરની નબળાઈ છતાં એક વખત ગુરુદેવની ઈચ્છા જાણી આયંબિલતપ શરૂ કર્યું અને શારીરિક પ્રતિકૂળતા વચ્ચે પણ ૬૦ આયંબિલતપ કર્યા. એ જ રીતે, ઈચ્છા નહિ છતાં, ગુરુઆજ્ઞા શિરોધાર્ય કરીને પિતાનાં સંસારી બહેનનાં પુત્રીના પુત્ર નેમિકુમારને મુનિશ્રી નરરત્નવિજ્યજી નામે શિષ્ય બનાવ્યા. વળી એ જ રીતે, ગુરુમહારાજની આજ્ઞા માત્રથી ૩૫ વર્ષમાં ૪ માસાં અનિચ્છાએ પણ જુદાં કર્યા હતાં. ગુરુમહારાજથી દૂર રહેવું ગમતું નહોતું. સાથેસાથ ગુરુમહારાજની આજ્ઞાથી પણ દૂર રહેવાનું ગમતું નહોતું. સં. ૨૦૪૩ના કારતક વદ પાંચમે અમદાવાદ સ્થિત ઓપેરા સોસાયટીમાં પૂ. ગુરુદેવે તેમને ગણિપદ અને પંન્યાસપદથી અલંકૃત કર્યા હતા. જોગ પ્રવેશદિનથી સળંગ સવા વર્ષ 2010_04 Page #633 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૬૩૧ તેઓશ્રીએ આયંબિલ ચાલુ રાખ્યાં હતાં. એ દરમિયાન ગુરુમહારાજની આજ્ઞાથી વડોદરા, કપડવંજ, બાવળા આદિ સ્થાનેએ દીક્ષાદિ પ્રસંગોએ વિહાર કરી, દરેક ક્ષેત્રમાં અપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવી હતી. માતર તીથે સાધ્વીજી મહારાજના પ૦૦ આયંબિલ તપને મહોત્સવ પણ પૂજ્યશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાય હતે. પૂજ્ય પંન્યાસશ્રીએ સાથે જ સંસારના ત્યાગને અને ત્યાગમાર્ગના સ્વીકારને સંયમજીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું. વિદ્યાશાળા (અમદાવાદ) અને તેમનું સંસારી ઘર બાજુ બાજુમાં હોવાથી તેમ જ પૂજ્યશ્રીના દીક્ષાના શરૂઆતના દિવસે હેવાથી, તેમનાં સંસારી સ્વજનેનું આવાગમન વિશેષપણે રહ્યા કરતું. પણ પૂજ્યશ્રી તે એ બધાથી નિર્લેપ-મૌન રહેતા. પૂજ્યશ્રીની વિરાગદશા એટલી તીવ્ર હતી કે ગુરુમહારાજે તેમને માતાના ઉપકારને ધ્યાનમાં રાખી બે શબ્દો બોલવા ભલામણ કરવી પડી હતી. પ્રાયઃ કરીને પૂજ્યશ્રીએ ૩૫ વર્ષના સંયમપર્યાયમાં કઈ સંસારી સ્વજનને ટપાલ પણ લખી ન હતી. પૂજ્યશ્રીની વિરાગદશા જેમ અપૂર્વ હતી, તેમ ગુરુ પ્રત્યેની શ્રદ્ધાભક્તિ પણ અપૂર્વ હતી. એક વખત વિહારમાં પગે ઝેરી જંતુ કરડી ગયું. પગ સજીને દડા જે થઈ ગઈ ગયે. ગુરુમહારાજના કહેવાથી કાણાંવાળી પટ્ટી મારી અને વિહાર ચાલુ રાખ્યું. પણ શ્રદ્ધા કામ કરી ગઈ સેજે ઊતરી ગયે. પૂજ્યશ્રીને નમસ્કાર મહામંત્ર પર અડગ શ્રદ્ધા હતી. તેઓશ્રી પિતાને થયેલા ડાયાબિટીસ, ટી.બી., અને હાર્ટ એટેક જેવા રોગોમાં પણ સમતાપૂર્વક સતત જાપ ચાલુ રાખતા. સં. ૨૦૪૪ના ભાદરવા વદ ૧૪ના દિવસે ભારે એટેક આવે. શ્રાવકેએ હોસ્પિટલમાં દાખલ થવા ખૂબ સમજાવ્યા, પણ પૂજ્યશ્રી મક્કમ રહ્યા, અને લાખ નવકારમંત્ર જાપ ચાલુ રાખે. જાપના બળે અસહ્ય રેગમાં પણ સહિબગુતા અને સમતા જોવા મળતાં. સં. ૨૦૪૬ના મહા મહિના પછી તબિયત વધુ નરમ પડતાં અને આરોગ્યની આશા નહિવત્ જણાતાં ઉપચારને છોડી દઈ, સેવામાં રહેતા સહમુનિવરે આરાધના કરાવવા લાગ્યા હતા. છેલ્લે મહિનાની માંદગીમાં લગભગ ૧૫ દિવસ ચતુર્વિધ સંઘે તેમને અરિહંતની ધૂન, સ્તવને, સઝાયે આદિનું શ્રવણ કરાવવા દ્વારા ૨૪માંથી ૧૮ કલાક, રાતદિવસ, નિર્ધામણાપૂર્વક આરાધના કરાવી. અને અમદાવાદ-પંકજ સોસાયટીમાં બિરાજમાન પૂજ્યશ્રી સં. ૨૦૪૬ના ફાગણ વદ ૯ ના દિવસે સવારે ૭-૩૩ વાગ્યે પ્રતિક્રમણાદિ કર્યા પછી પરમાત્માનું ચૈત્યવંદન ચાલુ હતું ત્યારે, નશ્વર દેહને ત્યાગ કરી, સ્વર્ગવાસ પામ્યા. પૂજ્ય પંન્યાસશ્રી હંમેશાં હજારે નવકારમંત્રને જાપ કરતા, જ્યારે વિશિષ્ટ માંદગીના પ્રસંગોએ એક લાખને સંકલ્પ લેતા; અને એ સંકલ્પ બે-ત્રણ વાર પૂર્ણ પણ કરેલા. પણ છેલ્લે છેલ્લે એ અપૂર્ણ રહેતાં, ચતુર્વિધ સંઘે તે જાપ કરવાનું જાહેર કર્યું હતું. કેટલીક વિશેષતાઓ : પૂ. પંન્યાસશ્રી રવિપ્રભવિજ્યજી મહારાજના જીવનની કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે નેંધી શકાય–(૧) તેઓશ્રીના મુખ ઉપર કયારેય કષાય જેવા મળતું નહીં. (૨) પદસ્થ થયા પૂર્વે અને પછી પણ નિત્ય કલાક સુધી સ્વાધ્યાય કરવા ઉપરાંત નવી ગાથાઓ પણ ગોખતા. (૪) તેમણે પિતાના હૈયામાં ગુરુદેવને પધરાવેલા; તેથી ય વિશેષ ઉત્કૃષ્ટ ચારિત્રમૂતિ એવા ગુરુદેવશ્રી વિજયભદ્રકરસૂરીજી મહારાજના હૈયામાં તેઓશ્રીએ સ્થાન મેળવ્યું હતું. એવા મહાન તપસ્વી સાધુવરને શત વંદના ! 2010_04 Page #634 -------------------------------------------------------------------------- ________________ કાર શાસનપ્રભાવક હાલારમાં ધર્મજાગૃતિ લાવનારા અને જીવદયાના જ્યોતિર્ધર પૂ. મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ હાલારના ઇતિહાસમાં નવું સર્જન કરી, અનેકેને ધર્મમાર્ગમાં જોડનારા માણેકલાલમાંથી મુનિશ્રી મહાસેનવિજયજી બનનારા આ મહાત્માને જન્મ મોટા માંઢા (હાલાર) મુકામે પિતા પુંજાભાઈને ઘેર માતા માંકાબેનની કુક્ષીએ સં. ૧૯૭૧ના બેસતા વર્ષે થયે હતે. સંપૂર્ણ બત્રીશ દાંતથી યુક્ત એવા આ બાળકનું જીવન કંઈક જુદું જ તરી આવતું હતું. એવામાં સં. ૧૯૯૬માં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને ભેટે થયો અને ધર્મના રંગે રંગાવા લાગ્યા. સૌ પ્રથમ ભરયુવાન વયે પતિ-પત્નીએ ચતુર્થવ્રત ગ્રહણ કર્યું. પૂ. પંન્યાસજી મહારાજની ભક્તિ માટે ચાતુર્માસમાં એમની સાથે જ રહેતા અને આરાધના કરતા. ધર્મ સમજ્યા પછી અમુક મૂડી કાયમી કરીને ધંધે છેડી દીધે એ સ્વભાવ સંતોષી હતે. પછી ધર્મમાર્ગે આગળ વધતા ગયા અને પિતાનાં જ્ઞાતિજને આગળ કેમ વધે તે માટે સક્રિય પ્રયત્ન કરતા રહ્યા. વળી, પૂ. પંન્યાસજી મહારાજ પાસે દર્શન-વંદન કરાવવા ભાવિકને પિતાને ખર્ચ સાથે લઈ જતા. એક વાર પૂજ્યશ્રીની નિશ્રામાં માંડવગઢ તીર્થને સંઘ નીકળે, તેમાં પિતે જોડાયા અને યાત્રિકનું સોનાની ગીનીથી સંઘપૂજન કરી લ્હાવો લીધે. પાટણમાં જ્યારે પૂજ્યશ્રીની નિશ્રામાં સહકુટુંબ ચાતુર્માસની આરાધના કરતા હતા, ત્યારે પાટણમાં રહેતા સર્વ ચતુર્થવ્રતધારી ભાવિકને સેનાની ગીનીની પ્રભાવના કરી હતી. આમ, સાધર્મિક ભક્તિ માટે તેમને અનહદ પ્રેમ હતું. એવી જ રીતે, દુઃખી જીવો પ્રત્યે તેમની કરુણા તીવ્ર હતી. એક વાર તેમના ગામ બાજુનાં ગામનાં લોકેને વરસાદને લીધે તેમના ગામ આવી જવું પડ્યું, ત્યારે ત્રણ દિવસ સુધી લેકેને જમાડ્યાં અને હેરેને પણ સાચવ્યાં. સંસારચકના આવા ચકરાવામાં આગળ વધતાં તેમને ત્યાં પૂર્વભવના સંસ્કારોથી સુસંસ્કૃત એવા બાળકને જન્મ થયે. ધર્મ માટે તૈયાર થાય એવી દેખરેખથી ઊછરેલા આ એકના એક બાળકને ૧૩ વર્ષની ઉંમરે દીક્ષા અપાવી મુનિશ્રી વાસેનવિજયજી નામે ચારિત્રધર બનાવ્યા. પોતે પણ ૪૨ વર્ષની પ્રૌઢ વયે, પિતાના સંસારી લઘુબંધુ અને વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરિજી મહારાજની પ્રેરણાથી સં. ૨૦૧૩ના વૈશાખ સુદ ૩ના દીક્ષિત થયા, અને મુનિશ્રી મહાસેનવિજ્યજી નામે પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી મહારાજના શિષ્ય જાહેર થયા. દીક્ષા બાદ મુનિશ્રી મહાસેનવિજયજી મહારાજે સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે શ્રી નમસ્કાર મહામંત્રને એ જોરદાર પ્રચાર આરંભ્ય કે અને કેને નવકારના કરોડપતિ બનાવી દીધા. દાદા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ફેટાઓને પણ દર્શન માટે પ્રચાર કર્યો. છેલે ગુરુ આજ્ઞાથી આઠ વર્ષ સુધી હાલારમાં જે જાગૃતિ લાવ્યા, તે ખરેખર અવર્ણનીય છે. હજારો ભાવિ કેને આયંબિલ, ઉપધાન, અઠ્ઠમ, એકાસણું વગેરે સામુદાયિક આરાધના કરાવી છે. તે ઉપરાંત, દુષ્કાળમાં પાંજરાપોળને જીવદયાની જમ્બર સહાય, ગરીબોને કપડાં, અનાજ, રેકડ વગેરેની સહાય માટે ઉપદેશ આપીને ગરીબોના બેલી બન્યા. હૈયામાં 2010_04 Page #635 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-૨ ૬૩૩ કરુણાની રસધાર વહાવતા એ પૂજ્યવરનાં જેટલાં ગુણાનકીર્તન કરીએ તેટલાં ઓછાં છે. આવા મહાન આરાધક તથા પરોપકારી મુનિરાજશ્રી સં. ૨૦૪૪ના જેઠ વદ ૬ ના દિવસે હાલાર પ્રદેશમાં આરાધનાધામ-વડાલિયા સિહંણ ગામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂ. પંન્યાસજી મહારાજ પ્રત્યે અનહદ ભક્તિવાળા આ મુનિરાજે પૂ. ગુરુદેવનાં ચિંતનને વિશ્વવિખ્યાત કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી. શિવમતુ સર્વ વાત ની ભાવનાને તેઓશ્રીએ મેર પ્રસરાવી હતી. એવા સમર્થ મુનિવરને શત શત વંદના ! (સંકલનઃ મુનિશ્રી હેમપ્રભવિજ્યજી મહારાજ) સંયમનિષ્ઠ પૂ. મુનિશ્રી અમીવિજ્યજી મહારાજ મુખ પર સદાય વેરાનું મંદ મંદ સિમત, બોલે તે જાણે ભગવાનને કુદરતી સંકેત ન હેય ! જેને પિતાના સમજે એનું જીવન ધન્ય બની જાય, એવા આ મુનિશ્રી અમીવિજ્યજી મહારાજ ખુદ સમાધિ અવસ્થામાં જ પંડિત–મૃત્યુને વરી ગયા! તેઓશ્રીએ તા. ૧૯-૨-૭રના રેજ પાલીતાણા મુકામે આચાર્ય શ્રી વિજયધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે દીક્ષા લીધી. તેમની સાથે તેમનાં સંસારી ધર્મ પત્નીએ તથા પુત્રીએ પણ દીક્ષા લઈ, સાધ્વીશ્રી ક્ષમાયશાશ્રીજી અને સાધ્વી શ્રી અતુલયશાશ્રીજી નામે ધર્મમાગને સ્વીકાર કર્યો હતે. પૂજ્યશ્રીનું મૂળ વતન કલેલ પાસે રાજપુર ગામ. સંસારી જીવ હોવા છતાં સંસારનાં સર્વ સુખને તુચ્છ ગણી મોક્ષની ગતિએ પ્રયાણ કર્યું અને જૈનશાસનના ત્યાગમાગે પિતાનાં ૬ રત્ન અર્પણ કર્યા, તે સાધ્વીશ્રી ક્ષમાયશાશ્રીજી, પૂ. પંન્યાસશ્રી સિદ્ધસેનવિજયજી, પૂ. પંન્યાસશ્રી ધર્મધ્વજવિજ્યજી, મુનિશ્રી હરિણુવિજયજી, મુનિશ્રી વિદ્યાધરવિજયજી અને સાધ્વીથી અતુલયશાશ્રીજી છે. મનમાં ગમે તેટલો ઉદ્વેગ, પરિતાપ કે નિરાશા હોય, છતાં જૈન કે જૈનેતર, કોઈપણ વ્યક્તિ મુનિશ્રી અમીવિજ્યજી મહારાજની નિશ્રામાં એક આત્મીયે સુખને અનુભવ કરતે. એમના મુખારવિંદમાંથી નીકળતા હૃદય સોંસરવા ઊતરી જાય એવા ઉપદેશથી નિરાશ થયેલાઓને જીવનમાં ન જ ઉમંગ, ન જ ઉત્સાહ, ન જ સંચાર થતો. જિંદગીથી કંટાળીને થાકી ગયેલા માટે એમને ઉપદેશ અમૃતતુલ્ય બની જ. જીવનના પથરાળ પંથે ડગ માંડતા કાળા માથાના માનવી માટે મુનિશ્રી અમવિજયજી મહારાજ પ્રેરણારૂપ બની રહેતા. નાનપણથી જ પિતે પ્રભુભક્તિમાં શ્રદ્ધા રાખતા. નિત્ય પૂજાપાઠ અને પાઠશાળાએ જતા; સાધુસંતોની સેવા કરતા; એમના જીવનમાંથી બોધપાઠ લેતા. એસ. એસ. સી.ની પરીક્ષામાં નાપાસ થતાં ઘરબાર છોડીને ચાલ્યા ગયા હતા. એ વખતે જ તેમને દીક્ષા લેવાની ભાવના જાગી હતી, પણ કુદરતી સંકેતથી તે વખતે દીક્ષાની ભાવના પૂરી ન થઈ. પિતાનાં સંસારી ફઈબા સાધ્વીશ્રી દમયંતીશ્રીજી અને સંસારી પત્રો પૂ. શ્રી સિદ્ધસેનવિજ્યજી અને પૂ. શ્રી ધર્મવ્રજવિજયજી મહારાજની દીક્ષા બાદ સંસારનાં ક્ષણિક શ્ર, ૮૦ 2010_04 Page #636 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સુઓને ત્યાગ કરી, મેક્ષજીવન જીવવાનો સંકલ્પ કર્યો. પાલીતાણ મુકામે સંસારી ધર્મપત્ની તથા સુપુત્રી સાથે દીક્ષા લઈ વર્ષોથી હૃદયમાં ભંડારેલી ભાવનાને સાકાર કરી. તથા સ્વ-પર કલ્યાણના માર્ગે ચારિત્રધર્મને દીપાવી સં. ૨૦૪૮માં નડિયાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા. પૂજ્યશ્રીના જીવનના આદર્શો, વિચારે, નિખાલસતા, પરોપકારીતાના ગુણે સમસ્ત જીને દીવાદાંડી સમાન માર્ગદર્શક છે, એવા એ સ્વ-પર કલ્યાણસાધક મુનિવરને શત વંદના ! અજાતશત્રુ પૂ. મુનિરાજશ્રી હિતેશ્વરવિજયજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૭૬ના શ્રાવણ વદ ૧૩ના દિવસે તેરા ગામ (કચ્છ)માં, કચ્છી દશા-ઓસવાળ પરિવારમાં, પિતા વીરજી અને માતા પદ્માબેનને ત્યાં થયું હતું. તેમનું જન્મનામ હીરજી હતું. હીરજીએ માતાપિતાના સુસંસ્કાર સાથે વ્યાવહારિક કેળવણી લઈ મુંબઈમાં માણેકજી માંડણ ટ્રાન્સપોર્ટમાં રૂા. ૪૦ના પગારે નોકરી લીધી. સને ૧૯૪૪ના ધડાકા વખતે ઉપરોક્ત કુને નુકસાની થતાં છૂટા કર્યા. ત્યારબાદ તેમણે છોટાલાલ હીરજીના નામે ધંધે શરૂ કર્યો. નીતિમત્તાથી કાર્ય કરતાં અને તે વખતે પઠાણ ગ્રુપની ૧૦૦ ગાડીને સથવારો મળતાં જમ્બર નામના કાઢી. સને ૧૯૪૮-૪૯માં કાથા બજારમાં હીરજી વીરજી ટ્રાન્સપોર્ટના નામે ધંધે શરૂ કરતાં અમદાવાદ નાસિક અને કચ્છ માટે સૌથી વધુ લેરીલેડ કરનાર તરીકે સફળતા અને સિદ્ધિ મેળવી હતી. તેઓ સંસારીપણે ઘણું ધર્મપરાયણ, ઉદાર, દાનવીર તથા કુટુંબમાં સંસ્કારોનું સિંચન કરનાર હતા. ભાગીદારેમાં કડવાશ ન થાય તેનું ધ્યાન રાખતા. સાદાઈથી રહેનારા હીરજી ભાઈએ શ્રી સિદ્ધગિરિની નવાણું યાત્રા તથા નાની–મેટી અનેક તપસ્યા કરી હતી. પાલીતાણામહારાષ્ટ્ર ભુવનમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. નાસિકમાં પણ પ્રતિષ્ઠા કરાવી હતી. રૂા. ૧૦૦૦ની આશાએ આવેલ કાર્યકરોને ધુલિયા બેડિગ માટે રૂા. ૧૦,૦૦૦નું દાન કરી આનંદિત કર્યા હતા. મુંબઈ શ્રી અનંતનાથજી દેરાસરમાં પર્યુષણ પર્વ વખતે સ્વને ઝુલાવવા અગ્ર ક્રમે રહેતા. તેમ જ શેઠ નરશી નાથાને ચઢાવે બેલી, હાર પહેરાવવાને અચૂક લાભ લેતા. તેમ છતાં, આદેશ મળે તે બેલેલી બેલીની રકમ ચૂકવી જ્ઞાતિ પ્રેમ બતાવતા. ગુપ્તદાનને પ્રાધાન્ય આપતા. વડાલામાં ટ્રસ્ટી રહી અમૂલ્ય સેવા આપી હતી. તેથી જ તે વડાલા સંઘે મંદિરના ખનન અને પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીને નિમંત્રણ આપતાં, હાજર રહી, શુભાશિષ આપેલ. તેરામાં ચાતુર્માસ સ્થિત પૂ. સાધ્વીશ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મહારાજની ઉપદેશવાણીએ તેમને ધર્મને રંગ લાગ્યો. પચાસ વરસની ઉંમરે ધંધાને ત્યાગ કરી ધર્મમાં લીન બની ગયા. કામકાજ અર્થે નાસિક જતાં પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરિજી મહારાજને સંસર્ગ થતાં જાણ્યું કે, જાનવરે પણ રાતના ખાતા નથી, કબૂતરે પણ ચણ સામે જોતાં નથી. આથી ચૌવિહાર વ્રત આજીવન સ્વીકાર્યું. આ ધર્મ પરિણતિ સાથે વૈરાગ્યભાવ જાગૃત થતાં અને તેમાં પૂ. આ. શ્રી વિત્રિલેચનસૂરિજી મહારાજે તેમને દીક્ષા માટે પ્રભાવિત કરી પ્રેરણા આપતાં, અમલનેરમાં જે જગ્યાએ લગ્ન કરી સંસારનો સ્વીકાર કર્યો હતે તે જ જગ્યાએ ધર્મ પામી, ૫૮ વર્ષની 2010_04 Page #637 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા–ર ૬૩૫ ઉંમરે ભર્યા સુખી સંસાર, વિપુલ ધનસંપત્તિ તથા સુખસાહ્યબી છોડી સ. ૨૦૩૩ના ચૈત્ર સુદ ૧૩ના દિવસે ધર્મ પત્ની માનબાઈ સાથે આ અસાર સંસારના ત્યાગ કરી, પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સયમ સ્વીકારી, પૂ. આ. શ્રી વિજયત્રિલોચનસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી નંદ્દીશ્વરવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી હિતેશ્વરવિજયજી તરીકે ઘાષિત થયા અને ધર્મ પત્ની માનખાઈ સાધ્વીશ્રી રાયણાશ્રીજી મહારાજનાં શિષ્યા બની સાધ્વીશ્રી મુક્તિરત્નશ્રીજી નામે જાહેર થયાં. ? શ્રી કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિમાં, તપાગચ્છમાં સહપત્ની દ્વીક્ષા લેનાર આ બીજા દ’પતી હતાં. તેઓએ સાધુપણામાં કચારેય કુટુંબ પ્રત્યે માયા નહેાતી રાખી. કુટુંબજીવન ધમય બનાવશે. ધર્મ'નુ' આચરણ રાખશેા, એમ વરસમાં એકાદ-બે વાર પત્ર લખી ધર્મલાભ આપી પ્રેરણા કરતા. દીક્ષાપર્યાયના ૧૦ વરસના ગાળામાં તેઓએ ચારિત્રનું ઉત્કૃષ્ટ પાલન કર્યુ હતુ. દીક્ષા લીધી ત્યારથી જ નિત્ય એકાસણાં તથા ૪૦-૫૦ ઠાણાંની દરેક રીતે વિનયપૂર્ણાંક વૈયાવચ્ચ કરવી એ એમના નિત્યક્રમ રહ્યો. જીવનમાં કદી પણ કોઈ ને શત્રુ નહોતા માન્યા. તેથી તે 4 અજાતશત્રુ 'ના બિરુદને વર્યાં હતા. હજારો પાનાં શાસ્ત્રીય લેખનનું કાર્ય તેમના શિરે રહેતુ અને ખૂબ જ ખંતથી તે કાય કરતા. • દિવ્યદર્શન ’સામયિક આદિનાં લખાણા તથા ખીજા મુનિએ આદિની શાસ્ત્રીય નોંધાની સુંદર અક્ષરે કોપી કરી આપતા. વર્ષો સુધી વિશાળ સ ંખ્યામાં સાધુઓની ગોચરીનીં વ્યવસ્થા સભાળતા અને અન્ય સાધુજીવનનીં કામગીરી સંભાળતા. સૌમ્ય, સહનશીલ, મૃદુસ્વભાવી, અજાતશત્રુ મુનિશ્રી હિતેશ્વરવિજયજી મહારાજે વડીલેાથી માંડીને નાનામાં નાના સાધુની સુંદર ચાહના પ્રાપ્ત કરેલ. · સહાયકપણું ધરતા સાધુજી ' એ પતિનુ સ્મરણુ તેમનું મુનિજીવન જોવાથી થઇ જતુ. સ`સારીપણામાં સારી પ્રતિષ્ઠા અને સુખ-સમૃદ્ધિ પામ્યા હોવા છતાં સાધુજીવનમાં જરાપણ તેનાં દર્શન ન થયા. પૂર્વેની શ્રીમંતાઇનુ સ્હેજ પણ અભિમાન તેમને નડ્યું નહોતું. મુનિભક્તિમાં સદા તત્પર, ગુર્વાજ્ઞાપાલનમાં સદા ખબરદાર, આત્મઆરાધનામાં લીન, સમભાવમાં સદા મસ્ત આ મુનિનાં ક્ષમા, સહનશીલતા, તપ, જ્ઞાન, ધ્યાન આદિ અનેકાનેક ગુણાની ભૂરિ ભૂર અનુમેદના સૌ કાર્ય કરતા. , 6 સં. ૨૦૩૮ ના ચામાસામાં પાલનપુર મુકામે દાદર પરથી પડી જવાથી હાથનુ ફ્રેકચર થયું. પેાતાને હાર્ટની બીમારી હોવા છતાં ખૂબ સમતાપૂર્વક સારી રીતે સહન કરતા. એક-એ વાર હાર્ટ-એટેક આવ્યા ત્યારે પણ તેમની પ્રસન્નતા જળવાઈ રહેલી. સં. ૨૦૪૪ના ફાગણ સુદ પાંચમના દિવસે મહારાષ્ટ્રના વીટા મુકામે વિહાર દરમિયાન નવકાર મહામ ંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા હતા. એવા એ ઉત્કૃષ્ટ સાધુચરિત મહાત્માને કેટિશ: વંદના ! 2010_04 Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ શાસનપ્રભાવક પૂ. તપસ્વી મુનિરાજશ્રી સદ્ગણુનંદવિજયજી મહારાજ ઇતિહાસમાં જેને સોનાની મૂરત કહેવાય છે એ સુરત શહેર જેમની જન્મભૂમિ. પિતાશ્રી વજેચંદભાઈ –માતા શ્રી જશેકેરબેન, સ્વ-નામ ગુલાબચંદભાઈ. તેઓશ્રી ખૂબ જ ધર્મપ્રેમી-આનંદી અને નિખાલસ સ્વભાવવાળા હતા. તેઓશ્રીને ગૃહસ્થપણામાં બે પુત્રી તથા એક પુત્ર પરિવાર રૂપે હતાં. તેમાં પુત્રનું નામ અમર હતું અને પુત્રીઓનાં નામ કાન્તા તથા ચંદ્રકળા હતું. જેમાંથી માત-પિતાના ઉચ્ચ ધાર્મિક સંસ્કાર દ્વારા અમે બંને પુત્રીઓએ સં. ૨૦૦૪ અને ૨૦૦૭માં સંયમ ગ્રહણ કરેલ હતું અને માતપિતાએ આનાકાની કર્યા વગર સંયમની અનુમતિ આપેલ હતી. અમે બને સાવીએ પૂ. આ. મેહનસૂરીશ્વરજી મહારાજ, પૂ આ. પ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી યદેવસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી પૂ. સાધ્વીજી મંગળશ્રીજી મ.નાં શિષ્યા પૂ. સાધ્વીજી દમયન્તીશ્રીજી મ.નાં શિષ્યા છીએ. ચંદ્રપ્રભાશ્રી તથા કનકપ્રભાશ્રી હાલ સુંદર સંયમજીવનની આરાધના કરી રહ્યાં છે. તેમની દીક્ષા બાદ શ્રી ગુલાબચંદભાઈને એક ભવ્ય-સુવર્ણ પ્રસંગ સાંપડ્યો. અને તે હવે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવને. નિશ્રા હતી પૂ. આચાર્ય પ્રતાપસૂરીશ્વરજી મહારાજની, સ્થળ હતું પ્રાંગધ્રા. શ્રી સુરતના વતની પ્રતિષ્ઠિત વિધિકાર બાલુભાઈ કાપડિયા સાથે તેમને વિધિવિધાન માટે જવાનું થયું. મહોત્સવમાં પ્રભુજીના દીક્ષા કલ્યાણકને દિવસે પ્રભુના લેચના સમયે તે વિધિ જોતાં એકાએક સંયમ લેવાની ભાવના જાગૃત થઈ અને ત્યાં ને ત્યાં જ, તે જ સમયે માનવમેદની પ હજાર જેટલી હતી તે વચ્ચે ઊભા થઈને આચાર્ય મ.ને વિનંતિ કરી કે મને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું દીક્ષા ન લઉં ત્યાં સુધી મારે મૂળમાંથી ઘી ન વાપરવું. અને પૂજ્યશ્રીએ પણ હર્ષોલ્લાસ પૂર્વક તેમને પ્રતિજ્ઞા કરાવી. સભાનાં લેકે સ્તબ્ધ થઈ ગયાં. ગુરુદેવે આશીર્વાદપૂર્વક વાસક્ષેપ નાખે. મહત્સવ પૂર્ણ થયા બાદ સુરત આવી પિતાના ઘરમાં પિતાનાં ધર્મપત્ની મદનબેન તથા પુત્રને તેમ જ કુટુંબીજનને વાત કરી. સર્વને આનંદ થયે. ત્યાર બાદ પાલીતાણા પાસે ભદ્રાવલ ગામે પણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂ. આચાર્યદેવશ્રી પ્રતાપસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જ હતા. સં. ૨૦૧૦ની સાલમાં વૈશાખ સુદિ ૧૦ના શુભ દિને ચાલતા મહત્સવમાં જ પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે હજારોની માનવમેદની વચ્ચે દીક્ષા અંગીકાર કરી અને પૂ. આચાર્યદેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.ના જ શિષ્ય તરીકે જાહેર થયા. તેઓશ્રીનું શુભ નામ મુનિ શ્રી સગુણાનંદ વિ. મ. પાડવામાં આવ્યું. પ્રતિષ્ઠા મહોત્સવમાં સુવર્ણમાં સુગંધની જેમ દીક્ષા મહોત્સવ પણ ધામધૂમથી થઈ ગયે. સંયમ ગ્રહણ કરવા સમયે તેમની ઉંમર વર્ષ ૫૦ હતી. સંયમ લીધા બાદ ઘણાં વર્ષો સુધી વિહાર કરી યાત્રાઓ કરી હતી. તેમ જ દીક્ષા લીધા બાદ ક્યારે પણ છૂટે મેઢે વાપર્યું નથી. ગૃહસ્થાવાસમાં કદી કઈ તપશ્ચર્યા કરી નથી પરંતુ દીક્ષા લીધા પછી તુર્ત તપ ઉદયમાં આવ્યું જેથી તેઓએ ૬ વષીતપ–વર્ધમાનતપની ઓળી-૨૨ નવપદજીની ઓળી-સહસકૂટનાં એક હજાર ચેવીશ એકાસણાં, વીશસ્થાનક તપની ઓળી વિ. તપશ્ચર્યા કરેલ. અને જીવ્યા ત્યાં સુધી કાયમ એકાસણું ચાલુ હતાં. પૂજ્ય 2010_04 Page #639 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૬૩૭. ગુરુદેવની યથાશક્તિ વિનય-ભક્તિ કરતાં ગુરુકુળવાસમાં રહેતા. છેલ્લી અવસ્થામાં પિતાના સ્વાથ્યની તકલીફ થતાં પિતાની જન્મભૂમિ સુરત ૪ વર્ષ વડાચૌટા ઉપાશ્રયમાં રહી શેષ જીવન આરાધનામાં ઓતપ્રેત બની વિતાવ્યું. ક્રિયા પ્રત્યેની તેઓશ્રીની અભિરુચિ ખૂબ સુંદર હતી. પ્રાન્ત તેઓશ્રીની તબિયત લથડતાં સં. ૨૦૩૩ની સાલમાં ચૈત્ર સુદ પૂનમને દિવસે જે દિવસે પાંચ કોડ મુનિવરે સાથે શ્રી પુંડરીક સ્વામી શ્રી સિદ્ધાચલ ઉપર સિદ્ધિપદને પામ્યા. એવા મહાન દિવસે જ પૂજ્ય મુનિરાજ શ્રી સગુણાનંદવિજયજી મહારાજ જેમને શ્રી સિદ્ધગિરિરાજ તથા શ્રી આદીશ્વરદાદા પ્રત્યે શ્રદ્ધાભાવ હતું, તે સિદ્ધગિરિરાજ તથા શ્રી આદીશ્વરદાદાનું સ્મરણ કરતાં, શ્રી નવકારમંત્રનું ધ્યાન ધરતાં, વીર–વીર કરતાં, પૂજ્ય આચાર્યશ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ૨૫ વર્ષને સંયમપર્યાય પાળીને ૭૫ વર્ષની ઉંમરે સમાધિમય કાળધર્મ પામી ગયા. છેલ્લે સમયે પૂ. આ. શ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મહારાજે ખૂબ ખૂબ નિઝામણા કરાવી છે. પૂજ્યશ્રીનાં ચરણે કોટિ કેટિ વંદના ! Sa: 'MS 2010_04 Page #640 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તમાન શ્રમણસમુદાયનાં તેજસ્વી રત્નો - = deacaiocavacacasco હતી , આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના વેગક્ષેમ કાજે જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનારા પ્રખર–પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ 2 3 આર્યાવર્તની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યુગક્ષેમ કાજે શ્રી જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનાર પ્રખર અને પ્રસિદ્ધ પ્રવચનકાર તથા સમર્થ લેખક પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજને જન્મ સં. ૧૯૦ના ફાગણ સુદ પાંચમે મુંબઈમાં શ્રીમંત પરિવારમાં થયું હતું. તેમનું મૂળ વતન રાધનપુર. પિતાનું નામ કાંતિલાલ પ્રતાપશી, માતાનું નામ સુભદ્રાદેવી અને તેમનું જન્મનામ ઇન્દ્રવદન હતું. રાયબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીના તેઓ ભત્રીજા હતા. સેનાના ઘૂઘરે ખેલતા અને ચાંદીની લાટીએ રમતા બાલ ઈન્દ્રવદન યૌવનના ઉંબરે પગ મૂકતાં સુખ-સાહ્યબીને ત્યાગ કરી કઠિન એવા ત્યાગમાગે સંચરશે એવી caccocco કલ્પના કેને હોય! પણ કેઈ શુભ ઘડીએ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને ઈન્દ્રવદન જુગ જુગ જૂને વિરાગ જાગી ઊઠ્યો. ૧૧/૧૨ વર્ષની વયે ઈન્દ્રવદને પિતાજી સમક્ષ પોતાની સંયમભાવના દર્શાવી. પણ મેહવશ પિતાજી રજા આપવા તૈયાર ન થયા તે ન જ થયા. ઈન્દ્રવદનનું મને મંથન વધતું ચાલ્યું; તેમાં ભાગ્ય જેગે પૂ. આ... શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પધરામણું મુંબઈમાં થઈ. આ અરસામાં તેમના પિતાજીનું અવસાન થયું હતું. પણ શિરછત્ર સમા કાકા જીવાભાઈની રજા મળવી પણ એ e૨૦૦૫ 2010 04 Page #641 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૬૩૯ આસાન વાત ન હતી. એમની ધાક એવી કે ઇન્દ્રવદન એમની સામે બેસીને એક અક્ષર પણ બોલી ન શકે. આવી સ્થિતિમાં એમણે એક નવે રાહ અપનાવ્યું. રેજ સાંજે જીવાભાઈને ટેબલ પર પિતાની સંયમભાવના વ્યક્ત કરતો ૧૫-૨૦ પાનાને પત્ર લખીને મૂકી જાય. ધીરે ધીરે જીવાભાઈનેય ખ્યાલ આવ્યું કે ઈન્દ્રવદન સંસારમાં પડે એ આત્મા નથી. આમ છતાં એની ભાવનાને પાછી ઠેલવાની મુરાદ પૂર્વક એમણે ઈન્દ્રવદનને કહ્યું કે, “તું મેટ્રિક પાસ થઈ જા, પછી તને દીક્ષા માટે રજા આપું”. ઈન્દ્રવદને દીક્ષાની ભાવના સાકાર કરવા કમર કસીને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જીવાભાઈએ બીજી પણ અનેક શરતે મૂકી અને એ બધી શરતમાં પણ ઇન્દ્રવદન ઉત્તીર્ણ થયા. ઈન્દ્રવદનની તીવ્ર અને દઢ દીક્ષાભાવના સૌને સ્પર્શી ગઈ. દીક્ષાને નિર્ણય નિશ્ચિત બની ગયે. મુહૂર્ત નકકી થઈ ગયું. દીક્ષાના ઓચ્છવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. સં. ૨૦૦૮ના વૈશાખ વદ ૬ના શુભ દિવસે મુંબઈ-ભાયખલાના વિશાળ પટાંગણમાં અઢાર વર્ષની ઉંમરે ઈન્દ્રવદને દીક્ષા અંગીકાર કરતાં, તેમને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય બનાવી મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી નામે જાહેર કર્યા પૂ. મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ દીક્ષા પછીનાં શેડાં જ વર્ષોમાં સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનપ્રાપ્તિની સતત ઉપાસના સાથે ખૂબ ખ્યાતિ પામ્યા અને એમાં આજે ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. પૂજ્યશ્રીની મેધા અને પ્રજ્ઞા અદ્ભુત છે. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય આદિ સમગ્ર વિશ્વમાં તેઓશ્રી પારંગત છે. વ્યાખ્યાનકાર તરીકે તેઓશ્રીની નામના જૈન સમાજમાં અજોડ ગણાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીને જાદુ યુવાન વર્ગ ઉપર તે અદ્ભુત છવાયો છે. રામાયણ અને મહાભારત ઉપરનાં પૂજ્યશ્રીનાં જાહેર પ્રવચનેએ જેનેતરને પણ મુગ્ધ બનાવ્યાં છે. પૂજ્યશ્રીની વાણીમાં તેમ જ કલમમાં પણ અદ્ભુત સામર્થ્ય છે. આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા કાજે અને જૈનશાસનના યોગક્ષેમ કાજે તેઓશ્રીની વાણી અને કલમ સદા વહેતી રહી છે. તેના પરિણામસ્વરૂપ, નવયુવાનોનું ઘડતર, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, વર્ધમાન સંસ્કૃતિધામ, તપોવન સંસ્કારધામ, વગેરે સ્થાયી કાર્યો તેમ જ તીર્થોની રક્ષા, વિપુલ સાહિત્યસર્જન, સાધમિકેનું ઉત્થાન, જીવદયા આદિનાં કાર્યો અદ્ભુત રીતે થયાં છે. ખરેખર, પ્રવર્તમાન શ્રમણ સમુદાયમાં પૂજ્યશ્રી એક તેજસ્વી રત્ન છે. 2010_04 Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ પોતાના ખ્યાતનામ ગુરુ સાહિત્યકલારત્ન પૂ. આ. શ્રી યશેદેવસૂરિજી મહારાજના શિષ્ય છે. સંસારીપણામાં પૂ. આચાર્ય શ્રીના ભત્રીજા થાય છે. ગુજરાતનાં પાંચ-છ શહેરા દીક્ષાની ખાણ જેવાં ગણાય છે તે પૈકી ભેઈ પણ એક સ્થળ છે. આ શહેરમાંથી ઘણી દીક્ષાઓ થઈ છે. પૂ. પંન્યાસશ્રીનું સૌંસારી નામ ઓચ્છવલાલ હતુ. તેમના પિતાશ્રી નાથાભાઈ વીરચંદ્રના સુપુત્ર નગીનભાઈ અને માતાનું નામ મણિમહેન હતું. એ દંપતી ખૂબ જ ધર્મશ્રદ્ધાળુ હતું. નગીનભાઈ પૂ. આ. શ્રી યશેદેવસૂરિજી મહારાજના સ’સારીપક્ષે મોટાભાઈ હતા. સ્થાનિક સંઘમાં અગ્રણી હતા. સુખ, શાંતિ અને સગવડભયુ· ઘર હોવા છતાં ગત જન્મના સ`સ્કારને લીધે એચ્છવલાલને વૈરાગ્યભાવ પેદા થયા. ભેઈમાં આવતા-જતા મુનિરાજોના પરિચયમાં રહ્યા કરતા. એમાં જાણીતા વિદ્વાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજના વધુ પરિચયમાં આવતાં તેમની વૈરાગ્યભાવના દૃઢ બની અને દીક્ષા લેવાના ભાવ જાગ્યા. પ. પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયમેાહનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ આદિ પરિવાર સાથે મુનિશ્રી યશેાવિજયજી મહારાજનુ ચોમાસુ સ. ૧૯૯૮માં રાજકોટ–સદરમાં હતું. ભાઈ ઓચ્છવલાલ પેાતાના કાકાશુરુ પાસે ધાર્મિક અભ્યાસ માટે ડભાઈ થી રાજકાટ પહોંચ્યા. ચામાસુ` સાથે રહ્યા. તે પછી પૂ. ગુરુદેવા પાલીતાણા પહોંચ્યા. આચ્છવલાલની દીક્ષાની ભાવના મક્કમ જોઈ ને માતાપિતાએ દીક્ષા આપવાના નિય લીધે. સાથે સાથે નગીનભાઈની કુમારિકા સુપુત્રી માણેકમેનને પણ દીક્ષાની ભાવના હતી, એટલે તે પણ દીક્ષા લેવા તૈયાર થઈ. બંનેના વરઘોડા ડભેાઈમાં ધામધૂમથી કાઢવામાં આવ્યેા. લેાકેાએ ખૂબ ખૂબ બહુમાન કર્યુ અને પછી બંને મુમુક્ષુએ પેાતાના કુટુ ખીએ સાથે પાલીતાણા આવ્યા. ત્યાં પણ દીક્ષાના વરઘોડા નીકળ્યા અને સં. ૧૯૯૯ના અક્ષયતૃતીયાને દિવસે, તળેટી પાસેના ભાથાખાતાના હાલમાં, પૂ. ગુરુદેવેાની ઉપસ્થિતિમાં બંનેને દીક્ષા આપવામાં આવી. ગુરુ તરીકે મુનિશ્રી યશેાવિજયજીને જાહેર કરી મુનિશ્રી વાચસ્પતિવિજયજી નામ આપવામાં આવ્યુ* અને શ્રી કમળાશ્રીજીનાં શિષ્યા તરીકે સાધ્વીશ્રી મ`જુલાશ્રીજી નામ આપ્યું. તે પછી જોગ કર્યાં અને વડી દીક્ષા થઈ. ત્યાર બાદ અભ્યાસકાળ શરૂ થયા, એમાં તેઓશ્રીએ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ ક ગ્રંથ, સ`ગ્રહણી, દશવૈકાલિક આદિના અભ્યાસ કર્યાં. :: શાસનપ્રભાવક ભાઈ એચ્છવલાલનું નામ ઉત્તર પ્રદેશના હાજર રહેલા એક પડિતજીના આગ્રહથી મુનિશ્રી વાચસ્પતિવિજયજી પાડવામાં આવ્યું હતું. તે પછી મુનિએ સસ્કૃત ભાષામાં કાવ્યે અને ધમ`શાસ્ત્રાના સાના એવા અભ્યાસ કર્યો. કલકત્તા યુનિવર્સિટીની સસ્કૃતની પરીક્ષા આપી. સ'સ્કૃત સ્વય' વાંચતા-વંચાવતા થયા. સાદગી, સરળતા, નમ્રતા, વિનય, વિવેક, શાંત સ્વભાવ તેમ જ ગતજન્મની આરાધનાના સુસંસ્કારોને કારણે સયધર્માંની સુંદર આરાધના સાથે યથાશક્તિ ત્યાગ, તપ, જપ વગેરેમાં પણ સાધના કરતા રહ્યા. વૈયાવચ્ચ, વિનય-વિવેકમાં અગ્રેસર રહ્યા. સસ્કૃતભાષાનું જ્ઞાન ઉત્તમ હાવાથી પ્રસિદ્ધ અને રસિક મૃગાવતીચરિત્ર ઘણુ . 2010_04 Page #643 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ અશુદ્ધ છપાયેલું હતું તેને અન્ય પ્રતે સાથે મેળવીને, શુદ્ધ સ્વરૂપે પ્રેસ કેપી તૈયાર કરી. નવસ્મરણસ્તોત્ર, નિત્ય સ્વાધ્યાયસ્તત્ર વગેરે છપાતાં, ગુજરાતી પુસ્તકનાં પ્રો જેવાં અને જરૂર પડે ત્યાં તેના મેટરને વ્યવસ્થિત કરવાનું કાર્ય પણ તેઓશ્રી કરતા રહ્યા. ઉપધાન વખતે ઉપધાનની ક્રિયાઓ કરાવવામાં, પિતાની પાસે આવતાં લેકેને ધર્મમાર્ગે જોડવાની સારી પ્રેરણા કરી છે અને લેકેની ચાહના મેળવી છે. ભકિક-વિનમ્ર સ્વભાવને કારણે તેમ જ સીધું. સાદું જીવન અને નિઃસ્પૃહતા-નિઃસ્વાર્થતાને લીધે પૂ. ગુરુદેવની સારી કૃપા મેળવી છે. સમુદાયમાં થતા ઓચ્છવ-મહોત્સવમાં પણ યથાશક્તિ ભાગ લેતા રહ્યા છે. પૂ. ગુરુદેવની પહેલેથી જ ભક્તિભાવપૂર્વક સેવા કરતા રહ્યા છે અને આજે પણ તેઓશ્રીનાં કેટલાંક કાર્યોને બેજે વહન કરી રહ્યા છે. સીધા-સાદા જીવનને લીધે કયારેય પદવી કે માન-સન્માનની અપેક્ષા દર્શાવી નથી. સૌ ગુરુદેવે મુંબઈ હતા તે વખતની વાત છે. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજીએ પૂ. આ. શ્રી પ્રતાપસૂરિજી મહારાજની ઉંમર વધતી જોઈ ને ગુરુદેવને વિનંતી કરી કે, આપશ્રી પંચાંગના ક્ષેત્રમાં આપણા એક સાધુને તૈયાર કરી દે, જેથી પંચાંગની પરંપરા વ્યવસ્થિત રીતે ચાલુ રહી શકે. એ માટેની પસંદગી વિનયી મુનિશ્રી વાચસ્પતિવિજયજી ઉપર ઊતરી. મોટાં પંચાંગ ઉપરથી જેન તિથિઓ કેવી રીતે ગોઠવવી એ રીતે એમણે બરાબર સમજાવી દીધી. પછી તેઓશ્રી દર સાલ મુનિશ્રી પાસે પંચાંગ તૈયાર કરાવતા રહ્યા. બે-ચાર વર્ષમાં આ ક્ષેત્રની જાણકારી મેળવી લીધી. છેલ્લાં પચીસેક વરસથી બહાર પડતાં બુકલેટ પંચાંગે અને ભીતિયાં પંચગેની તિથિ-વ્યવસ્થા પોતાના ગુરુદેવની નજર તળે પિતે જ તૈયાર કરે છે. જેનસમાજનું આ એક ઉપકારક અને અતિ ઉપયોગી કાર્ય છે. પંચાંગ ન હોય તે ભારતભરના સંઘની આરાધનાની ગાડી ખટવાઈ પડે. પરંતુ મુનિશ્રી સમયસર પંચાંગ તૈયાર કરતા હોવાથી કદી આવી મુશ્કેલી ઊભી થઈ નથી. છેલ્લાં આઠ–દસ વર્ષથી તે પંચાંગની અંદર મુનિજીના ગુરુદેવ આચાર્યશ્રી યશોદેવસૂરિજી જેનસમાજને ઘેર બેઠાં નવું નવું જ્ઞાન અને જાણકારી કેમ પ્રાપ્ત થાય એ માટે નવી નવી ડિઝાઈન આપવા દ્વારા ખૂબ પ્રશંસનીય ચિત્રો પણ આપતા રહ્યા છે. પિતાની બુદ્ધિના ખજાનામાંથી જેનસમાજને નવી નવી આઈટમો આપવાની ધગશના કારણે આ એક અભિનવ પ્રયોગ અમલમાં મૂક્યો છે. પંચાંગમાં ચિત્ર મૂકવાથી એ પંચાંગ વધુ આકર્ષક બન્યું અને ઘરાકી પણ ખૂબ વધી. મૂળ પંચાંગ અને ભીંતિયાં પંચાંગ તૈયાર કરવા પાછળ મુનિશ્રી વાચસ્પતિ વિજયજીને પ્રધાન ફાળે અને પરિશ્રમ છે. પૂજ્ય આચાર્યશ્રીની ઈચ્છા હજુ પણ પંચાંગમાં નવા આકાર-પ્રકાર અને વિદેશી રીતના સુઘડ મુદ્રણ દ્વારા શિલ્પ–સ્થાપત્ય-મૂર્તિકલા વગેરેનાં જેન કલાનાં વધુ ચિત્ર આપવાની છે. આવું પંચાંગ ઘણું મોંઘું પડી જાય, તેથી તેમાંથી માર્ગ કાઢવાની વિચારણા ચાલે છે. છેલ્લાં દસ વર્ષથી પૂજ્યશ્રી હસ્તક બુકલેટ પંચાંગે બહાર પડ્યાં તે જોઈને અનેક બૌદ્ધિકે, આચાર્યો, કલાકારો તરફથી તેઓશ્રીને ખૂબ ખૂબ અભિનંદને મળતાં રહ્યાં છે. કહ્યાગરા ચિત્રકાર હોય અને જે રૂબરૂમાં બેસીને કામ કરવા તૈયાર હોય તેમ જ આર્થિક સહકાર પૂરતે હોય તે આચાર્ય શ્રી જૈન સમાજને કલાની દષ્ટિએ હજુ ઘણું ઘણું આપવાની ઉમેદ ધરાવે છે. અ. ૮ 2010_04 Page #644 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સાથેસાથ અવસ્થાની દુઃખદ અસર ઊભી થવાથી પૂજ્યશ્રીને એ ચિંતા પણ છે કે હવે સમાજને નવું પીરસી શકાશે કે કેમ ? હાલમાં તેઓશ્રી પિતાના ગુરુદેવ પૂ. આ. શ્રી યશદેવસૂરિજી મહારાજ, જેમણે શારીરિક તથા ખાસ કરીને ગ્રંથસંશોધન આદિ કાર્યો માટે પાલીતાણ રહેવું અનિવાર્ય છે તેઓશ્રી સાથે લાંબા સમયથી ભક્તિભાવપૂર્વક રહે છે. વરસેથી લીવરની તકલીફ અને ઘસાયેલા મણકાને કારણે તંદુરસ્તીને ઘણું હાનિ પહોંચી છે. વધુ પડતે શ્રમ કરી શકતા નથી, પરંતુ મને બળ સારું હોવાથી આરાધના-ભક્તિ યથાશક્તિ કરતા રહે છે. પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ સાથે વિહારમાં ઘણીવાર ગયા છે. પૂ. આર્ચયશ્રીને પણ તેમના પર ખૂબ પ્રેમ હતું. મુનિશ્રીને શિષ્યોને મેહ ન હતું, છતાં દાદાગુરુ પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજને તેમને એક શિષ્ય કરી દેવાની ભાવના બેઠી હતી તેથી અમરેલીના વતની અને પૂનામાં રહેતા એક ભાઈને પ્રતિબંધી, પૂનામાં જ દીક્ષા આપી, મુનિશ્રી વાચસ્પતિવિજ્યજીના શિષ્ય મુનિશ્રી વિનયવિજ્યજી બનાવ્યા. મુનિશ્રી વિનયવિજ્યજીની ઉંમર મોટી હોવાથી દીક્ષા પછી નિત્યકર્મ કરવા પૂરત જ્ઞાનાભ્યાસ કર્યો. સાથે સાથે ગુરુ અને સંઘાડાની સેવામાં પડી ગયા અને વરસો સુધી ભક્તિ કરતા રહ્યા. આમ, તેઓશ્રીનું સંયમજીવન સર્વ પ્રકારે સર્વોત્તમ રહ્યું છે. પૂ. પંન્યાસપ્રવરશ્રી મહાયશવિજયજી મહારાજ રમણીય બનાસ નદીને કાંઠે વસેલું ડીસા નગર, જેને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિચરીને અને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ ચાતુર્માસ કરીને પાવન કરેલું, તેમાં શ્રેષ્ટિવર્ય નાથાલાલભાઈ અને એમનાં સુશીલ ધર્મપત્ની બબુબહેન રહે. સુશ્રાવક નાથાલાલભાઈ જ્ઞાનપિપાસુ અને પ્રબુદ્ધ હતા. “ધર્મબિંદુ” એમને પ્રિય ગ્રંથ. એના જ આધારે એમનું જીવનઘડતર થયું હતું. કેલ્હાપુરમાં એમની ગેળની પેઢી હતી. પેઢીની નીતિમત્તા એવી કે સરકારી ઓફિસરે એના ચેપડા તપાસે નહીં. બજારમાં એમના માર્કના ગોળને ભાવ બજાર કરતાં રૂપિયે વધારે પણ એમના આડતિયા બીજે જાય નહિ. વરસમાં છ મહિના ધંધા માટે કેલ્હાપુર જાય, છ મહિના કુટુંબ સાથે દેશમાં રહે. ધર્મક્રિયા કરે, તીર્થયાત્રા કરે, ગરીબોની સેવા કરે. સુશ્રાવિકા બબુબહેન ગામડે પિયર હતાં, ત્યાં એમના દાદા ઉવસગ્ગહરના જબર આરાધક હતા. દાદાએ નમાયાં બબુબહેનને વારસામાં ઉવસગ્ગહરં આપ્યું. બબુબહેનને એના પર અપૂર્વ શ્રદ્ધા સાથે શીલની શુદ્ધિ. તેથી એમનાં ન ધારેલાં કાર્યો સિદ્ધ થતાં ગમે તેવાં સંકટ દૂર થતાં. એ કહેતાં કે, આપણા કુટુંબમાં સાત પેઢીથી માત્ર એક જ છોકરે તે. ઉવસગ્ગહરની આરાધના કરતાં મને ધરણેન્દ્ર સ્વપ્નમાં આવી કહ્યું કે, “બેટી ! તારે ચાર દીકરા અને બે દીકરી થશે.” અને એ જ પ્રમાણે થયું. તેમાં સં. ૧૯૭૯ ના ભાદરવા વદ ૧૩ના દિવસે સૌથી મોટા પુત્ર મોતીલાલને જન્મ થયે. મોતીલાલનું નસીબ તેજ હતું, તેથી પિતાશ્રીએ એના નામથી કેલ્હાપુરમાં મોતીલાલ નાથાલાલની પેઢી કરી, જે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પ્રખ્યાત બની. 2010_04 Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શ્રમણભગવત-૨ મેતીલાલ મેટ્રિક સુધી દેશમાં ભણ્યા. બબુબહેન નિશાળમાં ભણેલાં નહિ, તેથી દીકરા પાસે એક એક પદ લઈ પંચપ્રતિક્રમણ, સ્તવને, સખા ભણ્યા. પિતે ભણ્યા ને દીકરાને ભણાવ્યું. મેટ્રિક પછી મોતીલાલે કેલ્હાપુર અને મુંબઈમાં રહીને કેલેજનાં બે વર્ષ કર્યો. બાપાની ઈચ્છા ડોકટર બનાવવાની હતી, પણ ઈન્ટર સાયન્સ કરીને કેલેજ છોડી દીધી. પછી જૂના ડીસા રેડ મંગલજી દેલજીના સુપુત્રી વિમળાબેન સાથે લગ્ન થયાં. લગ્ન પછી બે વર્ષે સં. ૨૦૦૦માં શ્રાવણ સુદ તેરસે એમને ત્યાં એક પુત્રને જન્મ થયો. નામ રાખ્યું ધીરુભાઈ એ અરસામાં પૂ. શ્રી ભુવનવિજયજી મહારાજ તથા પૂ. શ્રી જંબૂવિજ્યજી મહારાજ કેલ્હાપુર પધાર્યા. સાધુ અને સાધર્મિક ભક્તિના શોખીન મોતીલાલ થોડા દિવસમાં જ તેઓના પરિચયમાં આવ્યા. રોજના આઠ–દસ સામાયિક કરે અને પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજના દ્વાદશાર નયચક્રના કાર્યમાં સહગ કરે. એ દરમિયાન કેઈ શુભ પળે પૂ. શ્રી જબુવિજયજી મહારાજે મોતીલાલને નવકારની આરાધનામાં જોડવા. રજની પાંચ માળા કરવાની પ્રતિજ્ઞા આપી. મેતીલાલના આત્મવિકાસને અહીંથી પ્રારંભ થયે. માતા બબુબહેન, નાની બહેન બચીબહેન અને મોતીલાલના હૃદયમાં સંયમની ભાવનાના અંકુર ફૂટયા. મેંતીલાલે તેવીસ વર્ષની ઉંમરથી બ્રહ્મચર્યનું પાલન અને એકાસણું શરૂ કર્યા. રોજ ત્રણ કલાક પ્રભુભક્તિ કરે, બાળ પુત્રને સાથે રાખે. પુત્રને બે વર્ષની ઉંમરથી ઉકાળેલું પાણી પાય. રાતે ચેવિહાર કરાવે. કંદમૂળ કે ચા કદી ચાખવા દીધી નહીં. સં. ૨૦૦૫માં પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુવ્રતાશ્રી બચીબહેનની દીક્ષા થઈ, સં. ૨૦૦૬માં માતા બબુબહેનની દીક્ષા થઈ, બંનેનાં નામ અનુક્રમે સાધ્વીશ્રી સુતાશ્રીજી અને સાધ્વીશ્રી દિવ્યપ્રભાશ્રીજી રાખવામાં આવ્યાં. આ જ અરસમાં મોતીલાલ સુવિહિતશિરોમણિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવ્યા. સંયમના સોદાગર એ દિવ્ય પુરુષની કરુણાદષ્ટિ મોતીલાલ અને એમના બાળશિશ પર પડી. બંનેનું જીવન ધન્ય બની ગયું. સં. ૨૦૦૮ના મહા સુદ ૧૦ના દિવસે બાળપુત્ર છ વર્ષને થતાં જ એ પુણ્યપ્રતાપી પુરુષની આજ્ઞાથી પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના શિષ્ય થવાનું સૌભાગ્ય મોતીલાલને સાંપડ્યું. નમસ્કાર મહામંત્રના પરમ પ્રેમી મોતીલાલને પંન્યાસજી મહારાજ જેવા નમસ્કાર મહામંત્રના સાધક ગુરુ સહજભાવે મળ્યા એ નવકારને જ ચમત્કાર હતો ! ૨૮ વર્ષની ભરયુવાન વયે પુત્ર અને પત્ની સાથે ઝગડિયા તીર્થમાં આદીશ્વરદાદાની પુનિત છાયામાં મેતીલાલ સંયમી બન્યા. મોતીલાલનું નામ મુનિશ્રી મહાયશવિજયજી, ધીરુભાઈનું નામ મુનિશ્રી ધુરંધરવિજયજી અને વિમળાબહેનનું નામ સાધ્વીશ્રી વિમલપ્રભાશ્રીજી પાડવામાં આવ્યું. | મુનિશ્રીએ સંયમ ગ્રહણ કર્યા પછી વર્ષો સુધી એકાસણાં કર્યા. વર્ધમાન તપની એળીઓ, માસક્ષમણ આદિ તપ કર્યા. ભક્તિ-વૈયાવચ્ચના જબરા ગુણને કારણે ઘણા મુનિભગવંતની સેવામાં રહ્યા. સુવિશુદ્ધ ત્યાગી-વૈરાગી અને ગોચરીના લબ્ધિધર હોવાથી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા સમુદાયને ખૂબ જ પ્રેમ–વિશ્વાસ પ્રાપ્ત કર્યો. નૂતન દીક્ષિત હોવા છતાં વડીલે તેમને સ્થવિરની જેમ આદર આપતા. તપ-ત્યાગ સાથે તેમની 2010_04 , Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ શાસનપ્રભાવક નમસ્કાર મંત્રની આરાધના પણ દિનપ્રતિદિન વધતી ચાલી. વાચનને અતિયશ શેખ, એમાંયે ગગ્રંથે એમને અતિ પ્રિય. સૂરિમંત્ર, વર્ધમાનવિદ્યા વગેરેના પણ સ્વ-પશમથી ઊંડા જ્ઞાતા બન્યા. દીક્ષાના ચોથા વર્ષથી જ વ્યાખ્યાન કરવાનું આવ્યું. પયુંષણની આરાધના કરાવવા વડીલે તેમને એકલા પણ મેકલે. ૭-૮ વર્ષના દીક્ષા પર્યાયે સ્વતંત્ર ચોમાસાં પણ થવા લાગ્યાં. જ્યાં જાય ત્યાં તેઓશ્રી સરળતા અને પ્રેમથી સૌનાં હૃદય જીતી લે. નમસ્કાર મહામંત્રની આરાધના કરવી-કરાવવી એ તે તેમને જીવનરસ. તેઓશ્રીએ હજારો આરાધકને નવકારમાં જેડ્યા હશે. વળી, કેઈ પશુ-પંખીને બીમાર કે મરતાં જુએ તે ત્યાં જ નવકાર સંભળાવવા કલાક સુધી બેસી જાય. સેંકડો પશુઓને અને માનવને તેમણે છેલ્લે નવકાર આપ્યા હશે! નવકારમંત્ર દ્વારા કંઈક કુટુંબ તેમના દ્વારા સન્માગે આવી ગયાં હશે ! મેટાઈ અને પદવી આદિમાં નિઃસ્પૃહી અને અતિ સરળ પ્રકૃતિના આ મહાત્માને સં. ૨૦૪૧માં પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરિજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયપ્રદ્યોતનસૂરિજી મહારાજે ગણિ-પંન્યાસપદ આપ્યું. પદપ્રાપ્તિ પછી પણ તેઓશ્રી એ જ સરળ જીવન જીવી રહ્યા છે. આ ઉંમરે અને પદસ્થ હોવા છતાં ગમે તેવા નાના સાધુને ગોચરી–પાણી પ્રેમથી લાવી આપે. આજે સિત્તેરેક વર્ષની વયે યુવાનની જેમ આરાધના કરે છે. નમસ્કાર મંત્ર એમના પ્રમાણમાં વણાઈ ગયેલ છે. તેઓશ્રીની એક જ તમન્ના રહે છે કે જે આવે તેને નવકારને આરાધક બનાવી દઉં, એવા પુણ્યાનુબંધી પુણ્યને સ્વામી બનાવું કે એને સહજ રીતે મેક્ષ મળે. બહેન મહારાજ સાધ્વીશ્રી સુત્રતાશ્રીજી પૂ. શ્રી 3ૐકારસૂરિજી મહારાજના સમુદાયના અગ્રણી સાથ્વી છે અને મેટો પરિવાર ધરાવે છે. બામહારાજ શ્રી દિવ્યપ્રભાશ્રીજી ૮-૧૦ વર્ષ સંયમ પાળી સં. ૨૦૧૬માં સ્વર્ગસ્થ બન્યાં. એમની આરાધના ને અનુમોદનાથે મહત્સવ કરવામાં આવ્યું, મહેસવની પૂર્ણાહુતિ થઈ અને પ્રભાતે એમણે સહજ સમાધિ સાથે પ્રાણ છેડ્યા. સંસારી અવસ્થાનાં ધર્મપત્ની સાથ્વીશ્રી વિમલપ્રભાશ્રીજી પણ જબરદસ્ત આરાધક છે. ૧૦૦ એળી, માસક્ષમણ આદિ અનેક તપ કર્યા છે. નવકારના પણ એ જબરા આરાધક છે. મારવાડથી મદ્રાસ સુધી વિચરણ કર્યું છે. સાધ્વીશ્રી દિવ્યપ્રભાશ્રીજી (બામહારાજ)નાં શિષ્યા છે. નાની બહેન કીતિપૂર્ણાશ્રીજી સં. ૨૦૧૫માં દીક્ષિત થયાં. જ્ઞાનને જબરદસ્ત ક્ષોપશમ છે. ન્યાય, વ્યાકરણ આદિના અભ્યાસી છે. અત્યંત પ્રેમાળ અને ખૂબ સારા શિબિરસંચાલક છે. જ્યાં જાય ત્યાં મોટા મહાત્માની જેમ ચાતુર્માસ જામે છે. તેઓશ્રી શ્રી વિમળપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા છે. એમને સાત શિષ્યા-પ્રશિષ્યા છે. પૂ. આ. શ્રી યશદેવસૂરિજી મહારાજના સમુદાયમાં છે. પુત્રશિષ્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજ પ. પૂ. ગુરુભગવંત આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને ખૂબ જ વહાલા હતા. પૂ. પંન્યાસજી મહારાજના પણ લાડલા હતા. તેઓશ્રી વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિનું અધ્યયન કરી, સંસ્કૃત-ગુજરાતી કાવ્યરચનામાં પણ રસ ધરાવે છે. સાથે સાથે આગમપ્રભાકર પૂ. મુનિપ્રવરશ્રી પુણ્યવિજયજી મહારાજને અતિ નિકટને સંપર્ક તથા પરમ પ્રીતિ સંપાદન કરી પ્રાચીન ગ્રંથના સંશોધનકાર્યના રસિક બન્યા. કાવ્યરચના તથા સંશોધનકાર્યમાં વ્યસ્ત રહી સંયમજીવનને ધન્ય બનાવી રહ્યા છે. નાનાભાઈ બાબુલાલ નાથાલાલની 2010_04 Page #647 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૪પ સુપુત્રી મીનાબેન સં. ૨૦૩૮માં સંયમી બન્યાં. શ્રી મૈત્રીપૂર્ણાશ્રીજી નામ છે. તેઓ પણ આરાધક છે. આ રીતે પૂ. શ્રી પંન્યાસજી મહારાજની નવકારમંત્રની આરાધનાએ ૭-૭ પુણ્યાત્માએને પરમાત્માના પુનિત પંથના પ્રવાસી બનાવ્યા છે. સ્વભાવની સરળતા અને વત્સલતાના કારણે પૂ. પંન્યાસજી મહારાજને સ્વપર–સમુદાયના ઘણાખરા સાધુભગવંતે ઓળખે છે, ચાહે છે. આવા એકનિષ્ઠ આરાધક પંન્યાસજી શ્રી મહાયશવિજયજી મહારાજને કોટિ કેટિ વંદન! એકનિષ્ટ આત્મસાધક પૂ. મુનિરાજશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ : : “મુનિશ્રી અમરેન્દ્રવિજ્યજીમે અપને યુગ ઔર ઉસકે પાર તક દેખનકી એક દૂરગામી દૃષ્ટિ છેજે વિદ્વાન ઔર ચિંતક તે ઉત્તમ કટિ કે હૈ હીં, લેકિન ઉસસે ભી અધિક વે એક તલ્લીન ઔર એકાંતવિહારી આત્મસાધક હૈ, આયેગી છે. સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, આબુ કે સિદ્ધપુરુષ આનંદઘનજી ઔર યેગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી કી પ્રગતિમાન પરંપરા કે વર્તમાનમેં વે એક અગ્રણી સંવાહક હૈ.” ખ્યાતિ પ્રાપ્ત હિન્દી સાહિત્યકાર શ્રી વીરેન્દ્રકુમાર જેને આ શબ્દોમાં જેમનો પરિચય આપે છે તે અધ્યાત્મનિષ્ઠ મુનિવર શ્રી અમરેન્દ્રવિજયજી વર્તમાન શ્રમણ સંઘમાં અધ્યાત્મના શાંત છતાં ગંભીર સ્વરના ઉગાતા બની રહ્યા છે. શ્રમણસંઘમાં સતત વહેતી આવેલી અધ્યાત્મની અંતરંગ ધારાનું આધુનિક યુગ સાથે અનુસંધાને કરવામાં આ પ્રબુદ્ધ મુનિવરનું પ્રદાન જૈન ઇતિહાસનું અપરિહાર્ય અંગ બની રહેશે. જન્મભૂમિ ભુજપુર (કચ્છ). વિદ્યાભૂમિ મુંબઈ દીક્ષાભૂમિ સિરસાલા (ખાનદેશ. જન્મ ઈ. સ. ૧૯૨૫. “જીવનની સાર્થકતા શેમાં?” એ વિચારમંથન કેલેજકાળમાં જ તેમને અધ્યાત્મ ભણી દેરી ગયું. લગ્નજીવનની અનિચ્છા છતાં માતાના અતીવ આગ્રહને વશ લગ્ન કર્યા પણ એ પછીય એમને સંવેગ મળે ન પડ્યો. ઊલટું, એમનું મને મંથન વધુ તીવ્ર અન્યું. આધ્યાત્મિક સાહિત્યના વાચન-મનનને અને સત્સંગને દેર ચાલુ રહ્યો. અંતે આકસ્મિક હાથ ચડેલા એક અંગ્રેજી પુસ્તકના વાચને એમને વૈરાગ્ય સંસારત્યાગમાં પરિણમે. ઇ. સ. ૧૯૫૧માં સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રશિલ્ય પૂ. આ. શ્રી વિજય યદેવસૂરિજીના પટ્ટશિષ્ય મુનિપ્રવર શ્રી ત્રિલેશનવિજ્યજીના હસ્તે દીક્ષા અંગીકાર કરી, 2010_04 Page #648 -------------------------------------------------------------------------- ________________ શાસનપલાવક મુનિશ્રી ભાનુવિજયજી (વર્તમાનમાં પુ. આ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. તેમની પાછળ ચારેક વર્ષે તેમના મોટાભાઈ પણ પિતાના પરિવાર સાથે દીક્ષિત થયા. દીક્ષા પછી તેઓશ્રી વધુ ને બધુ અંતર્મુખ બનતા ગયા, અધ્યયન અને અનુપ્રેક્ષા દ્વારા આરાધના અને જ્ઞાનમાર્ગનું રહસ્ય પામવા મથતા રહ્યા. દીક્ષા પર્યાયનાં વીશ વર્ષના મૌન મનોમંથન અને શોધના સહજ નિષ્કર્ષ રૂપે સાંપડેલું દર્શન-નવનીત તેમણે “આત્મજ્ઞાન અને સાધનાપથ” પુસ્તકમાં જેનસંઘ સમક્ષ મૂકયું. ત્યારથી તેઓશ્રી જૈન-જૈનેતર મુમુક્ષુ વર્ગમાં આપ્તપુરુષ સમા ઉપાદેય બની રહ્યા. તેઓશ્રીનાં પુસ્તક : “વિજ્ઞાન અને અધ્યાત્મ” “આપણે આત્મનિરીક્ષણ કરીશું ? _અર્ચિત ચિંતામણિ નવકાર', “મુમુક્ષુઓ અને વિપશ્યનાવગેરેની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. આત્મજ્ઞાન અને સાધનાપથ” એ તેમની પ્રમુખ કૃતિ છે, જેમાં તેઓશ્રીનું શાસ્ત્રજ્ઞાન અને ચિંતન ઉત્કૃષ્ટ કક્ષાએ ઝળકી રહ્યું છે. તેઓશ્રીનું ચિંતન માત્ર મૌલિક જ નહિ, સાંપ્રદાયિકતા અને સંકુચિતતાની દીવાલને ઓળંગનારું છે અને તેથી જ પરંપરાવાદી વર્ગની સાથે મતભિન્નતા વહેરીને પણ તેઓશ્રી નિબંધ સત્યની આરાધના કરતા રહ્યા. હમણાં જ તા. ૨૩-૬-૯૨ના રોજ શાશ્વત નવકાર મહામંત્રની ધૂન વચ્ચે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. આ આધ્યાત્મયોગી પુરુષને કટિશ વંદના હ. પૂ. પં. શ્રી શીલચંદ્રવિજ્યજી ગણિના શબ્દોમાં તેઓ “સાધુપણને ય સંસાર છોડી બેઠેલા એક સાધુ છે. (સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ ) અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વધર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રી હેમભૂષણ વિજયજી મહારાજ આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પિતાના હૈયામાં વસાવવા ઉપરાંત, ગુરુના હૈયામાં સ્થાન મેળવવું અને ગુરુના વ્યક્તિત્વમાં પિતાના સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ સહેલી સાધના નથી; લેઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી શકાય એવી અને ઘણને તે સાવ જ અશક્ય લાગે એવી એ સાધના છે. છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, ગુરુને પિતાના હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની સિદ્ધિ મેળવી જનારા કેઈ સાધકની સ્મૃતિ થાય તે બીજી જ પળે પૂ. પં. શ્રી હેમભૂષણવિજ્યજી ગણિવર અચૂક યાદ આવી ગયા વિના ન જ રહે! છેલ્લાં ૧૫ વર્ષ, ૧ મહિને અને ૨૦ દિવસ સુધી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયા આસપાસ પ્રતિચછાયા બનીને રહેલું અને પિતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી ચૂકેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણવિજ્યજી ગણિવર ! શક્તિઓ મળવી સહેલી છે, એને સદુપગ પણ હજી સહેલું છે, પણ અનેકવિધ 2010_04 Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ શક્તિઓ વિકાસ સાધી શકે એમ હોવા છતાં એની ખીલવટની ખેવનાને ખતમ કરી દઈને ગુરુની સેવામાં રાતદિવસ સમર્પિત થઈ જવું એ તે ખૂબ જ કઠિન છે. આ સંદર્ભમાં પૂ. પંન્યાસજી મહારાજને મૂલવવા જઈ એ તે તેઓશ્રીએ જે કર્યું છે તે ખાંડાના ખેલ ખેલવા જેવું છે. પાટને ગજાવી શકાય એવી પ્રવચનપટુતા, ભક્તમંડળ ઊભું થઈ શકે એવી પુણ્યા, આજ્ઞાંકિત આશ્રિતે – આવી બાહ્ય પુણ્યાઈ હોવા છતાં પોતાની વ્યક્તિગત જમાવટના વિચારને જરા પણ વશ બન્યા વિના પૂ. ગચ્છાધિપતિની સેવામાં જ બધું ન્યોછાવર કરી ચૂકેલા પૂજ્યશ્રી છેલ્લાં પંદરેક વર્ષથી ગુરુકાયાની છાયા બનીને જ જીવન જીવ્યા છે. મેળવવા જે એમને પરિચય : વતન વાપી. પિતાનું નામ છગનલાલ ઉમેદચંદ. માતાનું નામ મણિબહેન. જન્મદિન સં. ૨૦૦૩ના આસો વદ આઠમ. નામ હરીનકુમાર. પૂર્વની કેઈ સાધનાના યોગે હરીનકુમારને સાધુસહવાસ શૈશવથી જ ગમતું. ઘરના સંસ્કાર ઘણું જ ઉત્તમ. વળી માતાપિતા પણ સાચા શ્રાવક હોવાથી એ સંસ્કાર વધતા રહ્યા. સાત ધોરણના શિક્ષણ બાદ માતાપિતાને લાગ્યું કે, હરીનના સંસ્કારે એવા છે કે તેને સુગ્ય ઘડતર મળે તે જૈનશાસનને દીપાવનાર સાધુ થઈ શકે. આ વખતે પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે પંન્યાસશ્રી)ના પરિચયથી છગનભાઈ સવિશેષ ધર્માભિમુખ બન્યા હતા. તેથી હરીનના હૈયામાં રહેલી સાધુત્વના સ્વીકારની ભાવનાને વિકસિત બનાવવા તેમણે પોતાનાથી બનતે બધે જ પુરુષાર્થ કર્યો. સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજ, કવિકુલકિરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજશ્રી રોહિતવિજ્યજી મહારાજ આદિને પરિચય વધતો ગયો, એમ હરીનકુમારની સંયમભાવના પુષ્ટ બનતી ગઈ. એમાં ૧૦ અને ૧૧ વર્ષની વયે પૂ. પં. શ્રી હિતવિજયજી ગણિવરની નિશ્રામાં ક્રમશ: રાજકેટ અને રાધનપુરમાં ચાતુર્માસ રહીને હરીનકુમારે સંયમજીવનની તાલીમ લેવાને શુભારંભ કર્યો અને એ ભાવના ઉત્તરોત્તર વધુ દઢ થતી ગઈ. એમાં વળી સં. ૨૦૧૫ના માગશર મહિને પૂ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજને પુણ્યપરિચય એવી શુભ ઘડીએ થયે કે, સવા વર્ષ એમની નિશ્રામાં ગાળીને સંયમ સ્વીકારવા માટે બધી રીતે સજજ બની ગયા અને સં. ૨૦૧૬ના વૈશાખ સુદ ૧૨ના મંગલ દિવસે માત્ર સાડાબાર વર્ષની વયે હરીનકુમાર ૫. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના શિષ્યરત્ન શ્રી હેમભૂષણવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. વાપીના આંગણે પુરુષની અને તેમાંયે બાળકની આ પ્રથમ દીક્ષા હેવાથી જૈન-જૈનેતરેએ અપૂર્વ ઉત્સાહ સાથે એ દીક્ષા પ્રસંગ ઊજવી જાણે. પૂપં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના જીવનમાં ભીમકાંત ગુણ એ સુંદર વિકસેલો હતું કે, જેના પ્રભાવે પૂ. શ્રી હેમભૂષણવિજ્યજી મહારાજનું સુંદરમાં સુંદર ચારિત્રઘડતર થવા પામ્યું. ૧૦ થી ય વધુ રેજની નવી ગાથાઓ, ૧૦૦૦ ગાથાથી ય વધુ સ્વાધ્યાય આદિ વિશેષતાઓ સાથે પ્રારંભાયેલી એ જ્ઞાનયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી. થેડાં જ વર્ષોમાં પૂ. મુનિશ્રીએ સાધુવિધિ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, બૃહસંગ્રહણ, દશવૈકાલિક, વીતરાગ તેત્ર, તત્વાર્થ, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, શાંતસુધારસ, ઉત્તરાધ્યયન, પ્રવચન 2010_04 Page #650 -------------------------------------------------------------------------- ________________ १४८ શાસનપ્રભાવક સારોદ્ધાર, સિદ્ધહેમ વ્યાકરણ (છ હજારી), અભિધાન ચિંતામણિ કેશ આદિ ગ્રંથ કંઠસ્થ કરવા ઉપરાંત સ્તવન–સજઝાય આદિ હજારો ગાથાઓ મુખપાઠ કરી લીધી. પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સાધના-આરાધના-સ્વાધ્યાય આદિ કરવા દ્વારા મુનિશ્રીને પિતાની એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. ગુરુનિશ્રાને લાભ ૧૦ વર્ષ સુધી લઈને મુનિશ્રીએ ગુરુસેવા તથા અંતિમ માંદગીમાં નિર્માણ આદિને અપૂર્વ લાભ લીધે. પૂજ્ય ગુરુદેવના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ બાદ તેઓશ્રી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને પિતાના સંયમજીવનના ક્ષેમકુશળ માટે શિરોધાર્ય ગણીને સંયમસાધનામાં આગળ વધવા માંડ્યા અને થોડા જ સમયમાં પૂજ્ય ગચ્છાધિપતિની સેવામાં એવી રીતે સમર્પિત બની ગયા કે પૂજ્યશ્રીના શિરે રહેલી અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં તેમને સફળતા મળી. પૂજ્યશ્રીને પત્રવ્યવહાર આદિ અનેકવિધ જવાબદારીઓ વહન કરવા પૂજ્ય મુનિશ્રી ગચ્છાધિપતિશ્રીને એવી રીતે સમર્પિત થઈ ગયા કે, પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની કાયાની છાયા બનીને ૧૫-૧૫ વર્ષ સુધી વિહરવાનું ભાગ્ય એમને સાંપડ્યું. સં. ૨૦૩૨ સુધી ગુનિશ્રા મેળવીને અપૂર્વ ગુરુકૃપા પામનારા પૂ. મુનિશ્રી સં. ૨૦૩૨થી પૂ. ગચ્છાધિપતિની સેવામાં ઉપસ્થિત થયા. ત્યારબાદ ધીમે ધીમે નાની-મોટી જવાબદારીઓ વહન કરીને વધુ ને વધુ ગુરુકૃપા પામવા ભાગ્યશાળી બન્યા. “જિનવાણી’ પાક્ષિક માટે પ્રવચને તૈયાર કરવાની જવાબદારીથી પ્રારંભાયેલી એ સેવાસરિતા ધીમે ધીમે એટલી ઘેઘૂર બનીને વહેવા લાગી કે, જેનાથી થયેલા ઉપકારનાં લેખાં જ ન લગાવી શકાય. પ્રવચનનું અવતરણ, પત્રવ્યવહાર, નાનામોટા પ્રશ્નોની ચર્ચાવિચારણામાં પૂ. ગચ્છાધિપતિ સાથે સહભાગીતા, આશ્રિતના ગક્ષેમની કાળજી, પૂજ્યશ્રીની સેવામાં દત્તચિત્તતા આદિ અનેક સેવાગની આરાધના ૧૫-૧૫ વર્ષ સુધી અખંડપણે કરનારા તેઓશ્રી પૂ. ગચ્છાધિપતિના વરદ હસ્તે પાલીતાણામાં ગણિપદારૂઢ બન્યા હતા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદમાં પંન્યાસપદે પ્રતિષ્ઠિત કરાયા. સદવ પ્રસન્નતા, ગંભીરતા, સરળતા, પ્રતિષ્ઠાનામનાની કામનાથી પરા-મુખતા આદિ વિરલ ગુણ ધરાવતા પૂજ્યશ્રીના લઘુબંધુ પણ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે પૂ. શ્રી દિવ્યભૂષણવિજયજી મહારાજના નામે પ્રસિદ્ધ છે. પદપ્રાપ્તિની કામનાથી દૂર રહેનારા અને છતાં ગુર્વાસાને શિરોધાર્ય ગણીને પંન્યાસપદ સુધી પહોંચેલા પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર હવે વહેલી તકે આચાર્યપદે પ્રતિષ્ઠિત થાય અને ૧૫-૧૫ વર્ષ સુધી આત્યંતર સેવાના વેગે પૂ. ગચ્છાધિપતિ પાસેથી જે મેળવ્યું છે તેની વધુ પ્રમાણમાં પ્રભાવના કરનારા બને એવી કલ્યાણકામના સાથે પૂજ્યશ્રીને ભાવભીની વંદના ! 2010_04 Page #651 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-ર ધીર-ગંભીર અને મેધાવી ચિંતક તથા પ્રભાવી પ્રવચનકાર પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પૂજ્ય પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજ્યજી મહારાજ પિતાના વડીલ બંધુ વ્યાકરણાચાર્ય પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન છે. તેઓશ્રીનું મૂળ વતન જંબુસર પાસેનું અણખી ગામ. પિતાશ્રી હીરાલાલ દીપચંદ શાહ અને માતુશ્રી પ્રભાવતીબેન પાસેથી ધર્મસંસ્કારોનું સિંચન થયું. પૂર્વના પ્રબળ સંસ્કારે ચૌદ વર્ષની ઊછરતી વયે તીવ્ર વૈરાગ્યપૂર્વક સં. ૨૦૧૭માં સુરત શહેરમાં પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે મહામહોત્સવ પૂર્વક સંયમ ગ્રહણ કર્યું. તોત્ર ક્ષયે પશમથી ન્યાય, વ્યાકરણ અને સાહિત્યને મૌલિક અભ્યાસ કર્યો. આગમગ્રંથ તથા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની કૃતિઓનું ઊંડું અધ્યયન કર્યું. પ્રભાવશાળી વકતૃત્વ અને ચિંતનપૂર્ણ અસરકારક લેખનકળાથી શ્રેતાઓ અને વાચકેનાં હૃદયમાં સ્થાન મેળવી ચૂક્યા છે. પૂજ્યશ્રી સાહિત્યરસિક છે; સાહિત્યના પ્રાચીન-અર્વાચીન પ્રવાહથી પરિચિત છે; સામયિકમાં અભ્યાસલેખેના પ્રકાશન દ્વારા સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી કાવ્યરચનાઓ પણ કરે છે અને મૌલિક, રસાળ શૈલીમાં, લોકભોગ્ય અભિવ્યક્તિ છટાથી ગ્રંથોમાં ચિંતન પણ પીરસે છે. પૂવ્યાકરણાચાર્ય શ્રીના શિષ્ય હોવાને નાતે તેઓશ્રી વિવિધ ભાષાના મર્મજ્ઞ છે અને ગુજરાતી ભાષાના લેખન પર અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. પૂજયશ્રીના બાલશિષ્ય મુનિશ્રી રાજહંસવિજયજી મહારાજ પણ તેઓશ્રીની વત્સલ નિશ્રામાં સુંદર અભ્યાસ સાધી રહ્યા છે. પૂજ્યશ્રીનાં માતા, પિતા, ભાઈ અને બહેન સંયમ સ્વીકારીને અનુક્રમે પૂ. મુનિશ્રી હીરવિજયજી મહારાજ, પૂ. સાધ્વીજી પદ્મલતાશ્રીજી મહારાજ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ નામે સ્વ-પર ઉપકાર સાધી રહ્યાં છે. સાહિત્ય, પ્રાચીન ઇતિહાસ અને પટ્ટાવલી પૂજ્યશ્રીના રસના આગવા વિષયે છે. વિશાળ વાંચન-મનનને પરિણામે તેઓશ્રીનાં પ્રવચનમાં અને વાતચીતમાં પણ ચિંતનના ચમકારા અનુભવવા મળે છે. તેથી પૂજ્યશ્રી વિજગતમાં પણ એટલા જ પ્રિય છે અને સામાન્ય જનસમુદાયમાં પણ એટલા જ પ્રભાવક છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજના સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ તેઓશ્રીને અતીવ પ્રિય છે. એ સર્વનું ઊંડું અવગાહન કર્યું છે. પૂ. ઉપાધ્યાયજીના ઢાત્રિશત્ કાત્રિશિકા આદિ ગ્રંથો પર તથા તેમના જીવન-કવન પર તેઓશ્રીએ અનેક સંશોધનના આધારે પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજ્યજી મહારાજની જન્મભૂમિ મહેસાણા પાસે કનેડા ગામ હોવાનું પ્રતિપાદિત કરી, એ સ્થાનને “યભૂમિ' ના નામથી ગૌરવાન્વિત કર્યું છે. આ પ્રસંગનું આયેાજન જૈન સમાજના અગ્રણીઓ, તે વિસ્તારના સમસ્ત ગામલેક અને સેંકડો ભાવિકેની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે થયું. પૂ. પંન્યાસશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં આવાં અનેક કાર્યો ચિરસ્થાયીરૂપે અવિસ્મરણીયપણે નિર્માણ થતાં રહ્યાં છે. શ્ર ૮૨ 2010_04 Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ શાસનપ્રભાવક પૂજ્ય પંન્યાસજીમાં ગુણાનુરાગીતાને વિશિષ્ટ ગુણ છે. સ્વ કે પર સમુદાયના નાનાથી લઈને મોટા સુધીના કેઈપણ સાધુમાં નાનામાં નાનો ગુણ જોઈને પ્રસન્ન થાય છે અને અન્યને એ ગુણ જણાવી આનંદ પામે છે. ભર્તુહરિએ કહ્યું છે તેમ પશુળથતૈઃ ચા-નાન સ્થાપત્તા એ પૂજ્યશ્રીના ચરિત્રને બરાબર લાગુ પડે છે. આ વિનય-વિવેકશીલ વ્યક્તિત્વને લીધે તેઓશ્રી હંમેશાં પ્રસન્નચિત્ત લાગે છે, મિલનસાર લાગે છે, આત્મીય લાગે છે. એવા વિરલ ગુણથી વિભૂષિત પૂજ્ય શ્રી સ્વ કે પર સમુદાયના સાધુ સાથે આત્મીયતાથી વતે છે. એ સહજ આત્મીયતા જોઈને કેઈને પણ એમ ન થાય કે તેઓશ્રી ભિન્ન સમુદાયના સાધુ સાથે વાત કરે છે ! એવી જ સહજ આત્મીયતા, કહે કે, આત્મસમર્પણ જેનશાસન પ્રત્યે ધરાવે છે. એ તે જ્યારે વ્યાખ્યાનના પ્રારંભે પૂજ્યશ્રી બેસે છે કે, આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા અને તેઓએ સ્થાપેલું એકાંત હિતકર શ્રી જિનશાસન...” ત્યારે સાંભળનારને પ્રતીતિ થાય છે કે પૂજ્યશ્રીમાં શાસનનો કે અવિહડ રાગ છે. પૂજ્યશ્રી ધર્મમાર્ગપ્રેરક વ્યાખ્યાન શૈલીથી જમ્બર લેકચાહના મેળવી શક્યા છે. તર્કબદ્ધ રીતે, ઉદાહરણ સહિત, સુગ્ય શબ્દ-પસંદગી સાથે વક્તવ્યને રજૂ કરવામાં પૂજ્યશ્રી પારંગત છે એમ સહેજે અતિશયોક્તિ વિના કહી શકાય. છેલ્લાં વર્ષોમાં તેઓશ્રી પ્રાચીન હસ્તલિખિત પ્રતોને આધારે પ્રાચીન ગ્રંથના સંશોધન-સંપાદનમાં ઊંડો રસ ધરાવે છે. પરિણામે ઘણુ ગ્રંથ સંશોધિત કરી પ્રકાશિત કરાવ્યા છે. અન્યને પણ આ માગે પ્રેરણા આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે આવાં અવિસ્મરણીય મહાન શાસન-પ્રભાવક કાર્યો થતાં રહે એ જ અભ્યર્થના સાથે, શાસનના આ તેજસ્વી રત્નને કોટિ કોટિ વંદના ! સમર્થ વ્યાખ્યાનકાર અને શાસનપ્રભાવક પૂ. પંન્યાસ શ્રી અશોકસાગરજી મહારાજ પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા સુવિડિતશિરોમણિ, પરમ યોગી, આગમ વિશારદ પૂ. પંન્યાસપ્રવરશ્રી અભયસાગરજી મહારાજના વિનય શિષ્ય પૂ. શ્રી અશોકસાગરજી મહારાજ છે; જેમના માર્ગદર્શન અને સીધી દેખરેખ નીચે હાલ જંબુદ્વીપનું વિરાટ નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીનું વતન ધર્મનગરી છાણી. પિતાનું નામ શાંતિલાલ છોટાલાલ અને માતાનું નામ મંગુબહેન. તેઓશ્રીનું સંસારી નામ અરુણભાઈ માતાપિતા અને કુટુંબના ધાર્મિક સંસ્કાર વચ્ચે ઊછરેલા અરુણભાઈએ મહેસાણાની જેની પાઠશાળામાં સારો એ ધાર્મિક અભ્યાસ કર્યો. કુટુંબમાંથી પચાસેક વ્યક્તિઓએ દીક્ષા અંગીકાર કરેલી, તેમાં અરુણભાઈને પણ વૈરાગ્યને રંગ લાગે એમાં શી નવાઈ ! એમાં પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું અપાર વાત્સલ્ય ઉમેરાયું. 2010_04 Page #653 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત-૨ ૬૫૧ સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૪ને શુભ દિને આબુમાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની પ્રેરક નિશ્રામાં દીક્ષા–મહત્સવ ઊજવા અને પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના પટ્ટશિષ્ય તરીકે મુનિશ્રી અશોકસાગરજી મહારાજ બન્યા. બાળક સમાન નિર્દોષતા, નમ્રતા અને પ્રસન્નતાના ગુણ ધરાવતા મુનિરાજ ગુરુભક્તિમાં અગ્રગામી રહ્યા. * મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મેવાડ, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ આદિ પ્રાંતોમાં વિચરીને અનેકવિધ પ્રભાવનાઓ કરી. દસેક જેટલા છરીપાલિત સંઘ કાઢ્યા, જેમાં નાગેશ્વરના સાત સંઘ કાઢયા. સુરતથી સમેતશિખરને ૧૪૦ દિવસને છરી પાલિત યાત્રા સંઘ અદ્ભુત પ્રભાવનાપૂર્વક આપશ્રીની શુભ નિશ્રામાં નીકળ્યું હતું. પૂજ્યશ્રી હસ્તક વીશેક દીક્ષાઓ થઈ. સં. ૨૦૩૬માં નાગેશ્વરની દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. ઉજજૈન અને રતલામના જૈન સંઘોમાં એકતા કરાવી. એકતાના હિમાયતી તરીકે પૂજ્ય શ્રી મેર જાણીતા થયા. પૂ. આ. શ્રી રેવતસાગરસૂરિજી મહારાજની આચાર્યપદવી પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજના હાથે થઈ. પૂ. શ્રી મહાયશસાગરજી મહારાજની પંન્યાસપદવી પણ તેઓશ્રીના હાથે થઈ - પૂજ્યશ્રી શાના ઊંડા અભ્યાસી છે. પૂજ્યશ્રીની વિહારયાત્રામાં કડકડતી ઠંડી હોય કે અસહ્ય ગરમી હોય, ગોચરીની મુશ્કેલી હોય કે શરીરની બીમારી હોય, પણ આયંબિલ, ઉપવાસ કે બીજી તપશ્ચર્યાઓ ચાલતી જ હોય. તેઓશ્રીએ જીવનભર બેસણાથી ઓછી તપશ્ચર્યા કરી નથી. આઠ માસખમણ, ૨૧ સેળ ઉપવાસ, ૧૦૦ ઉપરાંત અઠ્ઠાઈની આરાધના કરી છે. જૈનધર્મની વિયપતાકા જૈનેતરમાં પણ ફેલાવવા તેઓશ્રીએ કેસરિયાજી તીર્થમાં આદિવાસી પ્રજા માટે એક છાત્રાલય સ્થાપ્યું છે. પ્રાણપ્યારા ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાથે રહીને પાલીતાણા શત્રુંજય તળેટીમાં આકાર લઈ રહેલ જંબૂદ્વીપની વિશાળ જનાને આખરી ઓપ આપવામાં સતત સક્રિય રહ્યા છે. સં. ૨૦૪પનું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું હતું. આ ચાતુર્માસ દરમિયાન ઉપધાનતપની મંગલ આરાધનામાં પૂજ્યશ્રીને પ્રભાવ તે જુઓ – ૩૭૫ આરાધકની સંખ્યા ! તમામ રેકે તેડી નાખે તેવી ઉછામણી અને આવક થઈ. શ્રી જબૂદ્વીપનું વિશાળ નિર્માણકાર્ય યશસ્વી રીતે પૂર્ણ થયું તેમાં તેઓશ્રી પિતાના પૂ. ગુરુદેવની કૃપા સમજે છે. સં. ૨૦૪૭નું ચાતુર્માસ કલકત્તા કેનિંગ સ્ટ્રીટમાં પણ એવું જ શાસનપ્રભાવક બની રહ્યું હતું ! - પૂજ્યશ્રી સમર્થ સાહિત્યકાર પણ છે. ૩૦ વર્ષના દીક્ષા પર્યાયમાં ૬૦ જેટલાં પુસ્તક પ્રગટ કર્યા છે. સરળ અને હૃદયંગમ વાણીમાં વ્યાખ્યાન આપીને ભાવિકેને ભાવભીનાં– ભક્તિભીનાં કરવાની અજબ કુશળતા ધરાવતાં પૂજ્યશ્રીએ સાધમિકેને યથાશક્તિ પ્રેરણા, પષણ અને પ્રેત્સાહન પૂરું પાડ્યું છે. પૂજ્યશ્રી નમસ્કાર મહામંત્રના અજોડ આરાધક છે. સ્વસ્થ ચિંતક છે. કટોકટીની પળેમાં શાન્ત અને સ્વસ્થ ચિત્તે ઉકેલ શોધનારા સાધુ-પુરુષ છે. એવા સમર્થ સાહિત્યસર્જક, પરમ શાસનપ્રભાવક, સુમધુર વ્યાખ્યાતા પૂ. પંન્યાસજીના વરદ હતે વધુ ને વધુ શાસનપ્રભાવક સેવા થતી રહે એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં ભાવભીની વંદના ! 2010_04 Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ શાસનપ્રભાવક શાસ્ત્ર-સાહિત્યમાં નિપુણ અને શાસનકાર્યોમાં અગ્રેસર પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ પદવી અને ઉમરમાં નાના હોવા છતાં વર્તમાન તપાગચ્છ શ્રીસંઘમાં-પૂજ્ય આચાર્ય ભગવંતાદિ વિદ્વ૬ શ્રમણભગવંતેમાં તેમ જ જૈન સમાજના વિદ્ધ તથા શ્રેષ્ઠીવર્યોમાં ગૌરવભર્યું સ્થાન શોભાવી રહ્યા છે, એવા પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજને જન્મ બેંગલેર શહેરમાં ઘોઘારી પરિવારમાં થયું હતું. બાળવયમાં જ ધર્મના ઊંડા સંસ્કારોથી અને પૂજ્ય સાધુમહારાજાઓના સમાગમથી વૈરાગ્યની ભાવના જાગી. અને તેમની એ ભાવના બારેક વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરતાં સાકાર બની હતી. પૂ. આ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્ય બની, મુનિશ્રી શીલચંદ્રવિજયજી નામ પામી, તેઓ દીક્ષાના પ્રારંભથી જ સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાને પાસનામાં એકાગ્ર બની ગયા. વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણે વડે તથા તેજસ્વી પ્રજ્ઞાબળે તેમ જ પૂજ્ય ગુરુદેવેની અમેઘ કૃપાદૃષ્ટિથી તેમણે જ્ઞાને પાસનામાં ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહી શાઆદિ વિવિધ વિષયેનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની આ ગ્યતા પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪૨ માં કપડવંજ મધ્યે ગણિપદ અને સં૨૦૪૪માં અમદાવાદ શહેર મધ્યે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજની જ્ઞાનપ્રાપ્તિનો ઈતિહાસ, ખરેખર, અદ્ભુત છે. તેમના સંયમજીવનનું ઘડતર પૂજ્ય ગુરુદેવશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે કર્યું, જ્યારે તેમના જ્ઞાન સંપાદનના ભણતર-ગણતર–ચણતરમાં પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને ફાળો મુખ્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શકયા છે. અમદાવાદની સ્થિરતા દરમિયાન તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી બેચરદાસભાઈ પાસે પણ ઊંડે અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સંપાદન કર્યું. એટલું જ નહિ, એ સૌનાં હદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું. પરમ પ્રભાવી અને સમર્થ શાસ્ત્રવેત્તા પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, “શીલચંદ્રવિજયની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્યકુશળતા, પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયને ઉમળકે, ઉલ્લાસ ને ઉત્સાહ, આ પુણ્યકાર્ય (પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાનું કાર્ય ) માટે મને ખૂબ દેખાયે. તેથી મેં તેને આ મંગલ કાર્ય કરવાનું એંપ્યું. તેમણે આ મહાન કાર્ય પૂર્ણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂર્ણ કરી, સાકાર કરી.” આ વિધાનથી જાણી શકાય છે કે પૂ. પં. શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ નાની ઉંમરમાં જ જવાબદારીભર્યા કાર્યને વહન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની જીવનકથા આલેખતાં એ ગ્રંથનું પ્રકાશન આજથી ૨૦ વર્ષ પહેલાં, ઈ. સ. ૧૯૭૨માં થયું. પૂજ્યશ્રીની આ કૃતિ સાહિત્યસર્જનક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હવા 2010_04 Page #655 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૬૫૩ છતાં વિદ્વદ્રમાં પ્રશંસનીય બની રહી! પૂજ્યશ્રીનું સાહિત્યક્ષેત્રે સંશોધન, સંપાદન, સર્જન વિપુલ ન હોવા છતાં સેંધપાત્ર રહ્યું છે. કેઈપણ વિષય પર તેમની અભિવ્યક્તિ અસરકારક અને મર્મસ્પશી હોય છે. એ જ રીતે, પ્રવર્તમાન પ્રશ્નો સમસ્યાઓને વિચારવાની, સમજવાની, મૂલવવાની અને સુલઝાવવાની તેમની દૃષ્ટિ વ્યાપક, વેધક અને સચેટ હોય છે. પૂજ્યશ્રી લેખ લખવા દ્વારા જેનસમાજને અનેકવિધ રીતે, સમયે સમયે, ઉજાગર બનાવવા માર્ગદર્શનરૂપ અને પ્રેરણારૂપ બનતા રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ચિરસ્થાયી અને ચિરસ્મરણીય કાર્યો પણ થયાં છે. શ્રીસંઘના યોગક્ષેમ માટે તેઓશ્રી સદા જાગૃત અને પ્રવૃત્ત રહેવા સાથે સૌને જાગૃત રાખતા રહે છે. એવા શાસનપ્રભાવક તેજસ્વી રત્નને કેટિશ: વંદના ! શ્રી રાતા મહાવીરજી તીર્થમાં શ્રી સમવસરણ જિનપ્રાસાદના પ્રેરક પૂ. પંન્યાસશ્રી અણુવિજયજી મહારાજ બીજાપુર (રાજસ્થાન)ના વતની અને મુંબઈમાં ઝવેરી ચંદુલાલ ખુશાલચંદ નામની ખૂબ પ્રતિષ્ઠિત પેઢી (ફર્મ) ધરાવતા શ્રી ગુલાબચંદજી ઝવેરચંદજીના સુપુત્ર અરુણકુમાર તે જ આજના તેજસ્વી વ્યાખ્યાનકાર, સમર્થ વિદ્વાન, પરમ શાસનપ્રભાવક તથા શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર અને શ્રી મહાવીર સાધર્મિક કલ્યાણ કેન્દ્રના પ્રેરક તેમ જ શ્રી હથ્થુડી રાતા મહાવીરજી તીથ (જિ. ફાલના, રાજસ્થાન)માં વિશાળ પાયે નિર્માણ થઈ રહેલ શ્રી સમેવસરણ જિનપ્રાસાદના પ્રણેતા પૂજ્ય પંન્યાસજી શ્રી અરુણવિજયજી મહારાજ. સં. ૨૦૨૪ના જેઠ વદ ૬ને દિવસે મુંબઈ-ગોરેગાંવમાં દીક્ષા અંગીકાર કરી અને પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી અરુણવિજયજી નામે ઘેષિત થઈ સ્વ-પર કલ્યાણના માગે ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા જ રહ્યા. પૂજ્યશ્રીએ નાની વયે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પૂર્વે તેમનું બાલ્યજીવન ધર્મમય વાતાવરણમાં પાંગર્યું હતું. વડીલેએ મુંબઈ વસવાટ કરી ઝવેરાતના વ્યવસાયમાં ખૂબ નામના મેળવી હતી, પણ એથી ય અધિક નામના તેઓએ ધર્મકાર્યોમાં મેળવી હતી. આવા ધર્મમય વાતાવરણમાં અરુણકુમારનું બાળપણ સહજપણે જ ધર્મના સંસ્કારથી સિંચાતું સિંચાતું વૈરાગ્યના રંગે રંગાયું અને પૂર્વના પુણ્યોદયે એમની એ વૈરાગ્યભાવના ત્યાગમાર્ગના સ્વીકાર સાથે સાકાર બની. દીક્ષા ગ્રહણ કરવા સાથે તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપ-જપ અને સંયમની સાધનામાં એકાકાર બની ગયા. તીવ્ર જ્ઞાનરુચિ અને તેજ બુદ્ધિ તથા સતત અભ્યાસ મગ્નતાને કારણે શેડાં જ વર્ષોમાં ઊંડું અને વિશાળ ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની યોગ્યતા જાણી કમે ક્રમે તેઓશ્રીને ગણિપદ અને પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય પન્યાસજીએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, તક, યોગ, દર્શન, કાવ્ય, 2010_04 Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ શાસનપ્રભાવક આગમ આદિનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું છે. ઘણાં વર્ષોથી પૂજ્યશ્રીની નિશ્રામાં બાળકો અને યુવકે માટે ધાર્મિક શિબિરે જાય છે. આ શિબિરોમાં ધાર્મિક જ્ઞાનની સાથે પૂજ્યશ્રી દ્વારા દયાનગનું શિક્ષણ પણ વિશિષ્ટ રીતે આપવામાં આવે છે. તેઓશ્રીની પ્રેરણાથી સાધમિકે માટે પણ સેંધપાત્ર કાર્ય થયું છે. આ કાર્યો માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર અનેક શ્રી મહાવીર સાધર્મિક કલ્યાણ કેન્દ્ર નામની સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓ દ્વારા પુસ્તકાલય, પુસ્તક-પ્રકાશન, પિસ્ટલ ટયુશન, સાધર્મિક ઉત્કર્ષ, તબીબી સહાય વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં પણ અનેક કાર્યો સુસંપન્ન બન્યાં છે. એ સૌમાં ચિરસ્મરણીય એવું ભગીરથ કાર્ય શ્રી હથ્થુડીરાતા મહાવીરજી તીર્થમાં શ્રી સમવસરણ જિનપ્રાસાદના નિર્માણનું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી લાખે રૂપિયાના સદ્દવ્યયથી આ કાર્ય સાકાર બનવા પામ્યું છે. પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં આવાં ઉત્તમોત્તમ કાર્યો વિસ્તરતાં રહો એવી શુભાભિલાષા સાથે પૂજ્યશ્રીને શત શત વંદના છે યુવાન પ્રતિબોધક; જોશીલા પ્રવચનકાર પૂ. પંન્યાસશ્રી રત્નસુંદરવિજયજી મહારાજ દેવ તરીકે દેવ જન્મે છે, જીવે છે અને મરે છે, દાનવ તરીકે દાનવ જન્મે છે, જીવે છે અને મરે છે; જ્યારે માનવની વિશેષતા એ છે કે તે જમે ભલે માનવ તરીકે પણ તેનું જીવન કે મરણ દેવ કે દાનવ જેવું પણ હેઈ શકે. સદ્દગુણની સાધના-આરાધના દ્વારા આ માનવજીવન દેવ જેવું બનાવી શકાય; જ્યારે પશુસુલભ પ્રવૃત્તિઓ દ્વારા મનુષ્યાવતારમાં જીવન-મરણ દાન કરતાં પણ બદતર બની શકે છે. પૂ. પંન્યાસશ્રી રત્નસુંદરવિજયજી મહારાજનું જીવન-કવન જોતાં લાગે છે કે માનવીના બેળિયે દેવતાને અવતાર છે. ખેબા જેવડા નાના ગામના ખાનદાન કુળમાં સં. ૨૦૦૪ના માગશર વદ ૧૦ના દિવસે માતા ચંપાબહેનની કુક્ષીએ રજનીકાન્ત તરીકે પૂજ્યશ્રીએ જન્મ લીધો. ભાવિના ગર્ભની તે કેઈ ને ખબર હોતી નથી. પણ અભ્યાસમાં અતિસામાન્ય એ આ કિશાર સમય જતાં હજારોની મેદનીને જકડી રાખશે અને તેઓમાં નવા વિચારોની ચેતના પ્રગટાવશે એવી કલ્પના કદાચ કેઈને નહિ હોય! રજનીકાંત જન્મભૂમિમાં બાળપણ વિતાવી આગળ અભ્યાસ માટે મુંબઈ પહોંચ્યા. ગોકળગાય ગતિએ અભ્યાસ કરતાં કરતાં ધીમે ધીમે એસ. એસ. સી. સુધી પહોંચ્યા. ત્રણ ભાઈઓમાં સૌથી નાના રજનીભાઈએ પુણ્યની અલ્પતાને કારણે નાની ઉંમરે માતાનું સુખ ગુમાવ્યું. પૂ. મુનિશ્રી દેવસુંદરવિજયજી મહારાજ સંસારીપણે પિતાશ્રી દલીચંદભાઈ પિતાશ્રીની ધર્મ ભાવના પ્રબળ હતી. ધર્મ પ્રવૃત્તિ સાથે પાપ નિવૃત્તિ પણ જીવનમાં વણાયેલી હતી. કાપડને મોટો વ્યવસાય છતાં નીતિમત્તા લેહમાં વણાયેલી હતી. એને પ્રભાવ કુટુંબના સભ્યો પર પડ્યો. આશ્રિતવર્ગ પણ ધર્મના માર્ગે આગળ વધ્ય, સંસ્કારી બન્યો. મલાડ સંઘના પ્રમુખસ્થાને રહેવા છતાં ધાર્મિક નીતિનિયમોમાં ચુસ્ત હતા. એમાં ક્યારેય બાંધછોડ કરતા નહીં. 2010_04 Page #657 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-૨ આજથી પંચાવન વરસ પહેલાં સી. એ થયેલા. અત્યારે ૮૪ વર્ષની ઉંમર ધરાવતા વર્ધમાન તપેનિધિ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ઇ. સ. ૧૯૬૩થી દર વર્ષે મે વેકેશનમાં આવેજિત થતી શિબિરમાં યુવાનોને પ્રતિબોધતા. ઇ. સ. ૧૯૬૪ના મે માસમાં અચલગઢમાં શિબિર યોજાઈ. પિતા-પુત્ર બને તેમાં જોડાયા. બન્ને કુતૂહલ અને જિજ્ઞાસાથી પ્રવચને સાંભળતા. એમાં રજનીભાઈને પૂજ્યશ્રીના અંગત પરિચયમાં આવવાનું બન્યું. જાહેર પ્રવચને અને અંગત હિતશિક્ષાએ રજનીભાઈને વૈરાગી બનાવ્યા. ઇ. સ. ૧૯૬૪ના દિવાળી વેકેશનમાં પિંડવાડામાં શિબિર યોજાઈ. ત્યાં પણ ભાગ લીધે. પૂજ્યશ્રીનાં વૈરાગ્યભરપૂર પ્રવચને સાંભળી રજનીભાઈએ સંસાર છોડવાને દઢ નિર્ણય કર્યો. પિતાજીને તે ઇષ્ટાપત્તિ હતી, પણ બે મોટાભાઈઓની ના હતી. છેવટે સમજાવટથી કામ પત્યું. તેમણે પણ ઉલ્લાસપૂર્વક રજા આપી. એક વર્ષ પિતા-પુત્ર આચાર્ય શ્રી સાથે રહ્યા. ગુરુએ તેઓની કટી કરી અને કસેટીમાંથી પાર ઊતરેલા અને પિતાપુત્રે ઈ. સ. ૧૯૬૬ની ૨૩મી એપ્રિલે મુંબઈ-મલાડમાં દીક્ષા અંગીકાર કરી. આરાધના માટે મુક્ત ગગન મળ્યું. આરાધના માટે પ્રેરનારા ગુરુદેવ અને સહવર્તી સંયમી મહાત્માઓ મળ્યા. આરાધનાની ગાડી ધીમે ધીમે આગળ વધવા લાગી. પણ ગાડી જ્યારે પહેલા ગીયરમાં હોય ત્યારે ખખડાટ થાય, વ્યવસ્થિત ન ચાલે તેમ અહીંયાં પણ જીવનમાં સંઘર્ષો, તકલીફે આવવા માંડયાં; પરંતુ થોડા સમય પછી ગાડી પુરપાટ દોડવા લાગી. શરૂઆતનાં વર્ષોમાં અભ્યાસની લગની ઓછી હતી, પણ ગુરુભક્તિ અપાર હતી. ભાંડારકરની સંસ્કૃતિની પ્રાથમિક પુસ્તિકા ૧૧ વખત કર્યા પછી પણ સમજ નહીં પડતાં કંટાળીને પૂજ્યશ્રીને ભળાવી દીધી. પૂજ્ય પ્રગુરુદેવ આ. શ્રી ભુવનભાનુસૂરિજી મહારાજ ઠપકે આપે, સમજાવે, કોધ કરે, કયારેક મારે પણ ખરા. એમ શિષ્યનું ઘડતર ચાલ્યું. વિશેષતા એ હતી કે આવા કપરા સંગોમાં પણ શિષ્યને ઉપકારી ગુરુદેવ પ્રત્યે ક્યારેય દુર્ભાવ થયે નહીં અને પૂ. ગુરુદેવની વિશેષતા એ હતી કે તેઓશ્રી ક્યારેય શિષ્યથી કંટાળ્યા નહીં. સાધુજીવનના આરંભના તબકકાનાં એ કપરાં ફળો પછીથી મીઠાં થઈને મળ્યાં! અઢારમા વર્ષે દીક્ષા લઈ મુનિશ્રી રત્નસુંદરવિજયજી મહારાજ બનેલા રજનીભાઈ એ દીક્ષાના ત્રીજા વરસથી અર્થાત્ એકવીસમા વર્ષથી પ્રવચનની શરૂઆત કરી. ત્યારથી તેઓશ્રીની વૈચારિક યાત્રા સતત આગળ વધતી રહી છે. દીક્ષાજીવનનાં શરૂઆતનાં લગભગ ૧૮ વર્ષ પ્રગુરુદેવ સાથે જ રહ્યા અને તેઓશ્રીના જ્ઞાનસમૃદ્ધ જીવનમાંથી ઘણું મેળવ્યું. આજે પણ પૂજ્યશ્રી નમ્રતાપૂર્વક માને છે કે પિતાની તેજસ્વીતા માટે ગુરુની કૃપા અને કરુણા જ જવાબદાર છે. પૂજ્યશ્રીની તાકિક અને લાક્ષણિક પ્રવચનશૈલીના કારણે શ્રોતાવર્ગ મંત્રમુગ્ધ બની જાય છે. જીવનમાં કંઈક મેળવીને જાય છે, દિલમાં કંઈક ઉતારીને જાય છે. પ્રવચનની પ્રભાવકતાને કારણે જ્યારે કેઈ પ્રશંસા કરે ત્યારે તેમને એક જ જવાબ હોય છે: “ગુરુદેવની કૃપાને પ્રભાવ છે. પૂજ્ય પ્રગુરુદેવશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી સુરતથી પુસ્તકલેખનની શરૂઆત કરી. સૌપ્રથમ સુરતમાં યુવાશિબિર સમક્ષ કરેલાં પ્રવચનેને પોતાની કલમ્ દ્વારા .. 2010_04 Page #658 -------------------------------------------------------------------------- ________________ ६५६ શાસન પ્રભાવક કંડાર્યા અને તે તેઓશ્રીના પ્રથમ પુસ્તક રૂપે પ્રગટ થયાં, જેનું નામ છે “જીવન ઉદ્યોગ આ પુસ્તક સુરતમાં સં. ૨૦૩૮ના માગશર વદ ૧૦ને દિવસે પ્રકાશિત થયું. અને ત્યાર બાદ તેમની કલમ વેગ પકડતી ગઈરાટ બનતી ગઈ સાવિક ને તાત્વિક બનતી ગઈ. “ શ્રી ધર્મરત્નપ્રકરણ” ગ્રંથ પરનાં પ્રવચન લખવાનાં ચાલુ થયાં. તે પણ પુસ્તક રૂપે બહાર પાડ્યાં. દરેક વિષય પર છણાવટ કરતાં લેકગ્ય પુસ્તકે શૃંખલાબદ્ધ લખાતાં ચાલ્યાં. પુસ્તક પ્રકાશનની આ વણથંભી યાત્રા આજે ૫૪માં પુસ્તકના પ્રકાશને પહોંચી છે. પૂજ્યશ્રીનું લેખન લેકભોગ્ય હેવાની સાબિતિ એ છે કે પુસ્તક પ્રકાશિત થયા પછી થોડા જ સમયમાં અપ્રાપ્ય બની જાય છે. સહજ, સરળ અને જીવન પગી વાચન દ્વારા અનેકના જીવનમાં અનેક પ્રકારનાં turning point આવ્યાં છે. વિષાદ અને અશાંત અવસ્થામાં જીવતાં માનવીને પ્રશાંત અને અશાંત અવસ્થામાં જીવતા માનવીને પ્રશાંત અને આનંદિત બનાવવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે. મતની ગર્તામાં ધકેલાઈ ગયેલા માનવીને નવું જીવન બક્ષનારું આ સાહિત્ય બન્યું છે. શિબિરેના માધ્યમ દ્વારા પૂ. ગણિવર્ય શ્રી દસ હજારથી વધુ યુવાનના રાહબર બન્યા છે. વિશિષ્ટ આદેય નામકર્મના કારણે જૈન-જૈનેતર યુવાવર્ગમાં વિશેષ આકર્ષણનું કારણ બન્યા છે. સંઘ પ્રત્યેના વાત્સલ્યથી છલે છલ હૈયું...નાનામાં નાના સ્વ-પર સમુદાયના સાધુભગવંત પ્રત્યે પ્રેમ સુંદર ઔચિત્યપાલનડગલે ને પગલે વિનય ગુણનું પાલન...તેજસ્વી અને ધારદાર કલમ.સચોટ અને પ્રભાવપૂર્ણ વકતૃત્વકળાસીદાતા સાધમિક-જીવદયા-પાઠશાળા વૈયાવચ્ચ વગેરે ક્ષેત્રોને સધ્ધર કરવાની ભારે જહેમત, ગામેગામના સંઘને જીતેલે પ્રેમ, જટિલ પ્રશ્નોને પણ સરળતાથી ઉકેલવાની કળા અને તમામ સફળતાનાં મૂળમાં દેવ-ગુરુની કૃપાને જ કારણે માનવાની દિલમાં સજજડ શ્રદ્ધા – આવા અનેકાનેક ગુણોથી સજ્જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમ ને શુભ દિને અમદાવાદમાં તપોભૂતિ પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આવા પ્રભાવશાળી અને ઉપકારી સાધુવરના હસ્તે અનેકાનેક ભવ્ય-દિવ્ય શાસનપ્રભાવક કાર્યો સંપન્ન થતાં રહો એવી હાર્દિક કામનાઓ સાથે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના ! સરળતાના ઉપાસક પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ જૈનશાસનને રત્નાકરની ઉપમા આપીએ તે જૈન શ્રમણને રત્નની ઉપમા મળે. વિવિધ પ્રતિભાવંત મુનિઓ જૈનસંઘના રત્નભંડારનું ઝવેરાત છે. જૈનસંઘ એ રત્ન માટે ગૌરવ અનુભવે છે. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ એવા જ એક ગૌરવશાળી શ્રમણ છે. મહાન ક્રિયેદ્ધારક યુગપ્રધાન આચાર્યશ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં (પાર્ધચંદ્રગચ્છમાં) વિચરતા ભુવનચંદ્રજીનું નામ એક જ્ઞાને પાસક સમન્વયરુચિ અને અધ્યાત્મપ્રેમી મુનિ તરીકે જૈનસંઘમાં જાણીતું છે. સ્વ. પૂ. મુનિરાજશ્રી પ્રીતિચંદ્રજી મહારાજ પાસે બાર વર્ષની વયે 2010_04 Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૫૭ શ્રમણભગવંતો-૨ દીક્ષિત થનાર મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ સૌમ્ય, શાંત, સરળ, ઉદાર અને નિખાલસ સ્વભાવના છે. સતત જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાનરુચિ અને તીવ્ર ગ્રહણશક્તિના કારણે તેઓશ્રીએ જૈનધર્મનું તેમ જ ઈતર ધર્મનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું છે. તેમની આ અગાધ જ્ઞાનપ્રાપ્તિથી તેમના ઉચ્ચતમ વિચારે વાડાબંધીથી હંમેશાં દૂર દૂર દૂર સુધી વિસ્તર્યા કર્યા છે. પૂજ્યશ્રી ઉત્તમ કક્ષાના વિચારક અને લેખક છે. તેઓશ્રી વિશે જાણીતા તત્વચિંતક શ્રી માવજીભાઈ કે. સાવલા એક પુસ્તકમાં લખે છે કે, “લેખક મુનિશ્રી ભુવનચંદ્રજી એક લબ્ધપ્રતિષ્ઠિત જૈન મુનિ છે. તેઓ વાડાબંધીથી અલિપ્ત છે. ગુણગ્રાહી અને સારગ્રાહી છે. ઉદાર દષ્ટિકોણ ધરાવે છે. આધુનિક અને પ્રશિષ્ટ ઉત્તમોત્તમ ગ્રંથને એમને સ્વાધ્યાય કશા પણ પૂર્વગ્રહોથી મુક્ત રહીને સતતપણે ચાલતે રહ્યો છે. લેખકશ્રીની સંશોધક દૃષ્ટિ, ચોકસાઈ અને ચીવટ સજ્જતાને પ્રતિબિંબિત કરે છે. એ જ રીતે, શ્રી ગુલાબભાઈ દેઢિયા પણ મુક્તકંઠે પ્રશંસા કરી એક જગ્યાએ બેંધે છે કે, “સાધનાવંતા સાધુ, સરળતાના ઉપાસક, ચિંતનના ચાહક, અધ્યાત્મમાં અભિરુચિ રાખનાર એવા નિગ્રંથ મુનિ તે શ્રી ભુવનચંદ્રજી મહારાજ, સંકલ્પ” જેવા એક વિશિષ્ટ જેન સામયિકના પ્રેરક, “ધર્મક્ષેત્રનું અંતરંગ એડિટ “શ્રાવકને નિત્યકમ” અને “વિવાદવલેણું'ના લેખક, જેની દષ્ટિએ વિપશ્યના પુસ્તકના સંપાદક તથા સ્તવન-મંજૂષા જેવી નેંધપાત્ર સ્તવન કેસેટના પ્રેરક છે. એમની નિશ્રામાં ઊજવાયેલા મહત્સએ એક જુદી જ ગરિમા પ્રાપ્ત કરી છે. બસ, એક જ વાક્યમાં કહેવું હોય તે, આ સમયમાં એક મળવા જેવા મુનિ છે. અને શમણુસંઘને પણ સાચે જ પૂજ્યશ્રીનું ભારેભાર ગૌરવ છે ! એવા સાધુવરને શતશઃ વંદના ! સમર્થ સાહિત્યકાર અને પ્રખર પ્રવચનકાર પૂ. ગણિવર્યશ્રી મણિપ્રભસાગરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના મોકલસર ગામમાં લૂંકડગોત્રીય શ્રી પારસમલજીના ઘેર માતા રોહિણીદેવીની રત્નકુક્ષીએ સં. ૨૦૧૬ના ફાગણ સુદ ૧૪ને શુભ દિને થયે. તેમનું જન્મનામ મીઠાલાલ હતું. પાલીતાણા મહાતીર્થમાં માતા રહિણદેવી તથા બહેન વિમલાકુમારી સાથે મીઠાલાલે પણ ૧૪ વર્ષની વયે પૂ. આ. શ્રી વિજ્યકાંતિસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કર્યું. તે ધન્ય દિવસ સં. ૨૦૩૦ના અષાઢ વદ ૭ને હતે. માતા રેહિણદેવીનું નામ સાધ્વી શ્રી રતનમાલાશ્રીજી, બહેનનું નામ સાધ્વીશ્રી વિદ્યુપ્રભાશ્રીજી ( M. A. ) અને મીઠાલાલનું નામ મુનિશ્રી મણિપ્રભસાગરજી રાખી પૂ. આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય ઘોષિત કરવામાં આવ્યા. પ્રભાવક ગુરુદેવના ૧૩ વર્ષના સત સાંનિધ્યે યુવામુનિની તેજસ્વી પ્રતિભાને વધુ ને વધુ ઉદ્યોત કરી અને એ યોગ્યતાના કારણે તેઓશ્રી ગુરુદેવના વિશેષ પ્રીતિપાત્ર બન્યા. શ્ર. ૮૩ 2010_04 Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ શાસનપ્રભાવક તેઓશ્રીનું બાહ્ય અને આત્યંતર વ્યક્તિત્વ અત્યંત આકર્ષક, મેહક અને પ્રેરક છે. ઘઉંવર્ણો વાન, આદમકદ કાયા, ઉન્નત લલાટ, વિશાળ વક્ષસ્થળ, મધુર સ્મિત, તેજસ્વી પ્રદીપ્ત નેત્ર, કાળા ઘેઘૂર વાળ, ભરાવદાર દાઢી આદિ પૂજ્યશ્રીના ધીરગંભીર-પ્રતાપી વ્યક્તિત્વનાં પરિચાયક છે. કઠોર વાતાવરણમાં ઊછર્યા હોવાથી પૂજ્યશ્રી સ્વાભાવિક જ પરિશ્રમી, સહિષ્ણુ અને સાહસિક છે. જ્ઞાન, વૈરાગ્ય અને સંયમનું તેજ તેઓશ્રીના ચહેરા પર તરવરે છે. પૂજ્ય મુનિરાજ યુવાન હોવા છતાં પ્રૌઢ વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ સંયમનિષ્ઠાથી શોભે છે. તેઓશ્રી સારા જ્યોતિષી છે. તેઓશ્રીમાં વસ્તૃત્વ, કવિત્વ અને લેખનનાં બીજ અંકુરિત થઈ રહ્યાં છે. એવી એ ઉત્કૃષ્ટ પ્રતિભા પૂજ્ય ગુરુદેવની જ્ઞાનતિથી વિકસિત અને પ્રફુલ્લિત થઈને આજે સમગ્ર વાતાવરણને સુરક્ષિત કરી રહી છે. જ્ઞાનના તેજથી યુક્ત “મણિપ્રભ” યથાનામગુણ જૈન શાસનને ઉદ્યોત કરવા સમર્થ છે. દક્ષાકાળથી પ્રારંભાયેલી તીવ્ર જિજ્ઞાસાવૃત્તિ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, દર્શન અને આમિક અધ્યયનની સુદીર્ઘ યાત્રા પૂર્ણ કરીને સાહિત્યસર્જનની દિશામાં આગળ વધી રહી છે. પરિણામે તેઓશ્રીનાં પ્રવચને આધુનિક શૈલીમાં આધ્યાત્મિક ભાવને ગૂંથીને વહે છે અને આકર્ષક અને રોચક રૂપ ધારણ કરે છે. પૂજ્યશ્રીની કવિત્વશક્તિ પણ ઈશ્વરી દેણ લાગે છે. એ કવિત્વશક્તિથી તેઓશ્રીએ ભજને, પદો અને મુક્તકો લખ્યાં છે. ત્રાષિદત્તા રાસ” એ કાવ્યકળાને ઉત્તમ નમૂને છે. પરિમાજિત અને ભાવપૂર્ણ ભાષાશૈલીમાં લખાયેલાં પૂજ્યશ્રીનાં લખાણે મૌલિક અને નવચેતનયુક્ત છે. વાસ્તવમાં તેઓશ્રી સુષ્ય ગુરુના સુખ્ય શિષ્ય છે. પૂજ્યશ્રીની યેગ્યતા જાણીને તેમને સં. ૨૦૪૪માં પાદરૂ (રાજસ્થાન)માં ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી સંઘ-શાસનના યુગક્ષેમને સુચારુ રૂપે વહન કરી ઉત્તરોત્તર શાસનપ્રભાવના પ્રસરાવે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના ! જેનસાહિત્યના મર્મજ્ઞ : પ્રખર વ્યાખ્યાતા પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મહારાજ આદમકદની વિરાટ પ્રતિમા, યુવાનેના સફળ શિલ્પી અને પ્રભુભક્તિના અઠંગ પ્રેમી એટલે મુનિરાજશ્રી દેવરત્નસાગરજી મહારાજ “કચ્છનું કાશી” ગણાતા કેડાય ગામનાં માતા ઝવેરબેન અને પિતા કલ્યાણજીભાઈના ઘરે જન્મ લઈ દાદીમા પાનબાઈને સંસ્કારે ધર્મસિંચન પામ્યા. સી. એ. સેમીસ્ટર સુધી વ્યાવહારિક અભ્યાસ સાથે સંગીત, કોમ્યુટર, પત્રકારિત્વ, ટેલિફોન ઓપરેટિંગ આદિના કોર્સ કર્યા. જયપ્રકાશજી અને વિનોબાજીના પ્રત્યક્ષ પરિચયે અનુભવ મેળવ્યું. કચ્છી સમાજના યુગદ્રષ્ટા, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના આગમાભ્યાસી પૂ. ગણિવર્ય શ્રી મહેદયસાગરજી મહારાજના હાથમાં જીવનનું સુકાન સેપી સંસારી મટી અણગાર બન્યા. માત્ર દોઢ વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવનાર અને માતાના પ્રબળ પુરુષાર્થે જીવનના આઠમા વર્ષે આંખોની રોશની પાછી મેળવનાર કુળદીપક દીપકમાંથી શાસનરત્ન સમા દેવરત્ન બન્યા. 2010_04 Page #661 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતિ પૂ. ગુરુવર્યોનાં સાંનિધ્યે વિહારયાત્રા, જ્ઞાનયાત્રા અને સંયમયાત્રા વિકાસના પંથે આગળ વધતી ચાલી. વાણીના અદૂભુત જાદુગર આ મુનિવર શ્રેતાઓની અદ્દભુત ચાહના પામ્યા છે. સંયમજીવનનાં માત્ર ૧૦ જ વર્ષમાં ભારતનાં ૧૨ રાજમાં પરિભ્રમણ કર્યું છે, ૩૧ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું છે; ૮ જેટલા રીપાલિત સંઘે કાઢયા છે; યુવક-શિબિરે, ભક્તિ-અનુષ્કાને વગેરેનાં આજનો ક્યાં છે. ભારતનાં અનેકાનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત સમેતશિખરજી અને શત્રુંજય તીર્થની ૯ યાત્રા કરી છે; આ સર્વ પૂજ્યશ્રીનાં સોપાને છે. સાહિત્યના મૂર્ધન્ય પંડિત-લેખકે સાથેના સંપર્કો, ઘણું આચાર્યો, પદસ્થ સને મુનિવરો સાથેના આત્મીય સંબંધ તેઓશ્રીના પ્રતિભાવંત વ્યક્તિત્વની શાખ પૂરે છે. શાળા-કોલેજે, જેલ, વકીલ–ડોકટર–વેપારીનાં મંડળે વગેરેમાં ઘણાં સ્થળોએ પ્રવચનધારાઓ વહાવી અનેકનાં જીવનમાં પરિવર્તન સર્યા છે. આ સરળતાના સ્વામીએ સફળતાના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે ! એવા એ મહાન મુનિવર ઉત્તરોત્તર વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શાસનના તેજસ્વી તારક રૂપે ઝળહળી રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની વંદના ! KITTS li, NEW S છે 2010_04 Page #662 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયીના સાધક શ્રમણો પૂ. ઉપાધ્યાયશ્રી હિમાંશુસાગરજી મહારાજ પૂજ્યશ્રીનું વતન માણસા-પેથાપુર પાસે આવેલું પંજાપરા ગામ. તેમને જન્મ મોસાળના ગામ બાલસાસનમાં સં. ૧૯૭૧ના અષાઢ સુદ ૧૨ના દિવસે થયો હતો. પિતાનું નામ ગોપાળદાસ કેવળદાસ, માતાનું નામ રાઈ બેન અને તેમનું જન્મનામ છનાભાઈ હતું. ધર્મનિષ્ઠ માતા દ્વારા બાલ છનાભાઈમાં ધર્મસંસ્કારનું સિંચન થયું. ગળથુથીમાં મળેલા આ સંસ્કાએ અંતરમાં આરાધનાલક્ષી બીજ વાવ્યું. તેમાં પૂર્વજન્મના પુણ્યયોગે બળ મળતાં છનાભાઈની ધમરુચિ અનમેદનીય બનતી રહી. પિતા ગોપાળદાસ વેપારાથે કુટુંબ સાથે રાજનગરમાં, શાહપુર, વસ્તા વેલજીની પળમાં આવી વસ્યા. આ આગમન છનાભાઈ માટે શુકનવંતું નીવડયું. સેંકડે ગગનચુંબી ભવ્ય જિનાલયેથી શોભતા અમદાવાદમાં અનેક ત્યાગી–વૈરાગી મહાત્માઓ પધારતા અને પિતાના સંયમપ્રભાવે તેમ જ તાત્વિકસાત્વિક દેશનાના માધ્યમે ધર્મપ્રેમી જનતાને ધર્માભિમુખ બનાવતા. સં. ૧૯૯પનું વર્ષ. આગમેદ્ધારક પૂજ્યપાદ આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે જૈનપુરીમાં ચાતુર્માસાર્થે પધારેલા. એક તરફ વર્ષાઋતુના જળસિંચનથી પૃથ્વી નવપલ્લવિત બની હતી, તે બીજી તરફ પૂજ્યશ્રીની ધર્મદેશનાથી રાજગૃહીના નાલંદા પાડાની ઉપમાને વરેલી નાગજી ભૂદરની પિળમાં ધર્મ-આરાધનાનું જોરદાર વાતાવરણ સર્જાયું હતું. એ વાતાવરણમાં ભાવિ કે ધર્મઆરાધનાથી પલ્લવિત બની રહ્યા હતા. તેઓશ્રીના પ્રભાવક શિષ્ય પૂ. પં. શ્રી ચંદ્રસાગરજી (પછીથી આચાર્ય) મહારાજ પણ રાજનગરની ઝાંપડાની પળે ચાતુર્માસ બિરાજમાન હતા. ત્યાં પણ શ્રીસંઘમાં આરાધનાની છોળે ઊછળતી હતી અને પૂજ્યશ્રીના બુલંદ સ્વરે થતું તત્વ પ્રધાન પ્રવચનનું અનેરું આકર્ષણ ભાવિક જનતામાં જાગ્યું હતું. પૂ. પં. શ્રી ચંદ્રસાગરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી (પછીથી આચાર્ય) મહારાજ, સંયમૈકલક્ષી પૂ. શ્રી હીરસાગરજી મહારાજ આદિ આ સમયે શાહપુર-મંગળ પારેખના ખચે પૂજ્યશ્રીની અનુજ્ઞાને પામીને ચાતુર્માસ પધારેલ. નિઃસ્પૃહતા, નિખાલસતા અને ચારિત્રસંપન્નતાના ત્રિવેણી સંગમ શાહપુરને શ્રીસંઘ પ્રભાવિત થયેલ. પૂજ્યશ્રીની પ્રવચનશક્તિએ તે ગજબનું કામણ કર્યું. આરાધનાની હેલી વરસી રહી. ભાવિકેની ભીડ જામી પડી. પ્રભુની આરાધના ઉલ્લસિત ભાવે થાય તો તે ક્રિયા અમૃતક્રિયામાં પરિણમે. બસ, આવું જ છનાભાઈના આત્મા માટે થયું. છનાભાઈમાં અને તેમના મિત્ર શંકરભાઈ પટેલમાં પૂજ્યશ્રીનાં પ્રવચનેએ સંયમમાગે સંચરવાની ભાવના જગાવી. અપૂર્વ કુશળ શિલ્પી સમા પૂજ્યશ્રીએ 2010_04 Page #663 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ વિરાગીને ત્યાગને ઓપ આપવામાં ખૂબ જ કૌશલ્ય દાખવ્યું. ૨૫ વર્ષની ભરયુવાન વયે છનાભાઈએ અંતરમાં વૈરાગ્યરંગને ઘૂંટીને મહાભિનિષ્ક્રમણ કરવાને સંકલ્પ કરી લીધું. અને મોહજન્ય સંસારી વિટંબણામાં અડગ રહી સં. ૧૯૯૬ના કારતક વદ પાંચમને દિવસે રાજનગરની ધન્ય ધરા પર પૂ. પં. શ્રી ચંદ્રસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત બની પૂ. પ્રશાંતમૂતિ શ્રી હીરસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી હિમાંશુસાગરજીના નામે ઘોષિત થયા. જ્યણાપાલનના ચુસ્ત હિમાયતી અને આત્મસાધનાની અપૂર્વ જાગૃતિ ધરાવતા પૂ. ગુરુવરની નિશ્રામાં મુનિશ્રી હિમાંશુસાગરજી મહારાજને સંયમના પ્રારંભથી જ જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગના સંસ્કાર મળી ગયા. તેમાં શાસનપ્રભાવક પૂજ્યના અંતરંગ આશીર્વાદનું અમેઘ બળ સાથે હતું. સં. ૧૯૬ના મહા સુદ ૬ના દિવસે ભદ્રસ્વભાવી પૂ. આ. શ્રી વિજયકુમુદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહુધા મુકામે વડી દીક્ષા થઈ. પ્રથમ ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય દાદાગુરુદેવ સાથે સિદ્ધાચલની છત્રછાયામાં પાલીતાણા થયું. અને પ્રથમ વર્ષે જ સિદ્ધિતપ, બાર ઉપવાસ, છક્કાઈ, ધર્મ માનતપને પાયે તથા પ્રાય: નિત્ય એકાસણુ જેવી અનુમોદનીય તપશ્ચર્યા કરવાપૂર્વક જ્ઞાને પાસના, વૈયાવચ્ચભક્તિ દ્વારા સંયમ-આરાધનામાં મગ્ન બન્યા. સંયમસાધક પૂ. મુનિશ્રીએ જીવનમાં અન્ય પણ સેળ-બાર, છક્કાઈ, સિદ્ધિતપ, ચાત્તારિઅઠ્ઠદસદોય, વીશસ્થાનકતપ, વરસીતપ, નવપદની ઓળી જેવી અનેક તાપારાધના કરી. તપસ્વી મુનિના જ્ઞાનને ક્ષયોપશમ પરિમિત હોવા છતાં તપને પશમ અનુમોદનીય હતે. તેમ છતાં, જ્ઞાનભક્તિ પણ પ્રશંસનીય છે. સ્વહસ્તે અનેક ગ્રંથનું આલેખન કર્યું છે. તેમની હસ્તલિખિત કૃતિઓ આ પ્રમાણે છે : દશવૈકાલિકમૂળ, સૂયડાંગસૂત્ર સટીક, ઉત્તરાધ્યયનસૂત્ર સટીક, ઠાણાંગસૂત્ર સટીક, આચારાંગસૂત્ર સટીક, ભગવતીસૂત્ર સટીક, નંદીસૂત્ર સટીક, છતકલ્પ, સાધુકિયાનાં સૂત્રે, સ્તવને-સજ્જા તથા અન્ય ઉપયોગી સંગ્રહ પ્રકાશિત થયા છે, આ સાથે તેમના સંયમજીવનમાં ત્રિકાળ દેવવંદન, રોજ બે કલાક જાપ, ૨૦ બાંધી નવકારવાળી વગેરે અનમેદનીય આરાધના પણ ખરી. તેઓશ્રીના જીવનની બે બાબતે મહત્વની છે એક, વૈયાવચ્ચ અને બીજી વર્ધમાન તપની આરાધના. પૂજ્યપાદ આગમેદ્વારકશ્રીના સમુદાયનું ગૌરવ આવા તપસ્વી મુનિવરોથી વધતાં વડીલેએ તેમની યોગ્યતા સમજી ગણિપદ અને પંન્યાસપદ તથા ક્રમશઃ ઉપાધ્યાયપદે આરૂઢ કર્યા. વડીલેને આગ્રહ હોવા છતાં આચાર્ય પદ માટે સ્પષ્ટપણે ના પાડી રહ્યા છે. આ છે તેમની નિઃસ્પૃહતા અને મહાનતા! પૂજ્યશ્રીની વર્ધમાન તપની ૧૦૦ એળીની પૂર્ણતાને પ્રસંગ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના સાંનિધ્યમાં શંખેશ્વરજી મહાતીથે આગમમંદિરના અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૨૦૩૯ના વૈશાખ સુદ ૩ના દિવસે સંપન્ન થયે. સાગરસમુદાયના ઇતિહાસમાં આ પ્રસંગ સુવર્ણ ક્ષરે લખાય તે છે. આ પ્રસંગે ૧૦૮ છોડનું ભવ્ય ઉદ્યાપન થયેલ. તપસ્વીરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી હિમાંશુસાગરજી મહારાજ ૧૦૦ એળીની પૂર્ણતા બાદ આ તપની સાથે એકાકાર બનવા પુનઃ પાયો નાંખી ૨૧ એળી સુધી પહોંચ્યા છે. પ્રત્યેક ઓળીની આરાધનામાં અવનવે ત્યાગ કરી જીવન સુવાસિત બનાવી રહ્યા છે. પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી 2010_04 Page #664 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક દેવપ્રભસાગરજી મહારાજના સંસારીપણે સુપુત્ર મીનેષ, જે હાલ પૂ. મુનિશ્રી હર્ષ સાગરજી નામે દીક્ષિત છે, તે પેાતાની જન્મભૂમિ કપડવજમાં સ. ૨૦૩૨ના પોષ વદ ૧૦ના દિવસે ભાગવતી પ્રવ્રજ્યા અ’ગીકાર કરી પૂ. ઉપાધ્યાયશ્રી હિમાંશુસાગરજી મહારાજના શિષ્ય બન્યા છે. તેમના સ’સારીપણે મેાટાંબહેન પણ ત્યાગમાં સ્વીકાર કરી સાધ્વીશ્રી હિતપૂર્ણાંશ્રીજી નામે સ્વપરકલ્યાણના માર્ગે જીવનને ઉજ્જવળ બનાવી રહ્યા છે. ધન્ય છે શાસનના આવા તપસ્વી અણગારને ! શતશ: વંદના તપસ્વી ઉપાધ્યાયજીને ! ( સકલન : પૂ. મુનિરાજશ્રી હુ સાગરજી મહારાજ. ) કર પૂ. ઉપાધ્યાયશ્રી પ્રમેાદસાગરજી મહારાજ પ્રાચીન, પ્રખ્યાત અને પવિત્ર એવી કપડવંજની ભૂમિ રળિયામણી છે, જ્યાં પ્રાચીન જિનાલયે શોભી રહ્યાં છે; જે શ્રી ચિંતામણિદાદાનુ અલખેલુ ધામ છે. આ પાવન ભૂમિમાં અનેક શાસનરત્ના ઉત્પન્ન થયાં છે. લગભગ દરેક ઘરમાંથી કોઇ ને કોઇ પુણ્યાત્માએ શાસનને જીવન સમર્પિત કર્યુ છે. પિસ્તાલીસ આગમાના ઉદ્ધાર કરનારા પૂ. આ. આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ આ ભૂમિના રત્ન છે. એવા પૂજનીય આચાર્ય દેવશ્રીની સ્મૃતિમાં તેમના છ વષે દીક્ષિત થયેલા લઘુશિષ્ય પૂ. આ. શ્રી સૂર્યîદયસાગરસૂરિજી મહારાજે પાતાના જન્મસ્થાનના ઘરની ભૂમિ પર શ્રી આગમાદ્વારક સ્મારકનુ અદ્ભુત નિર્માણ કર્યુ છે. આગમપ્રભાકર પૂ. મુનિપ્રવરશ્રી પુણ્યવિજયજી મહારાજે પણ આ કપડવજની પુનિત ધરા પર જન્મ ધારણ કર્યાં છે. એવી અલબેલી ભૂમિ પર વીસાનીમા જ્ઞાતિમાં શ્રી લલ્લુભાઈ માણેકચંદ ગાંધીનું કુટુંબ ધ ક્રિયાથી જીવનને દીપાવી રહ્યું હતુ. તેમનાં ધર્મ પત્નીનું નામ પ્રધાનબેન હતુ. બે પુત્રાનામે પોપટલાલ તથા જેસંગભાઈ હતા. નાનાં પુત્રવ‰ નામે શ્રીમતી ચંપાબેનની કુક્ષીએ સ. ૧૯૮૬ના વૈશાખ સુદ ૧૨ના દિવસે પુત્રરત્નના જન્મ થયે. પ્રેમભર્યાં રતનનુ' જતન કરતાં નામ પન્નાલાલ રાખ્યું. ૧૩ માસની કુમળા વયમાં જ માતા ચંપાબેનના વિજોગ થતાં પન્નાલાલ ચંદનબેનની હૂંફાળી હેજમાં ઊછરીને મોટા થયા. ચંદનબેને અંતરનું વ્હાલપ વરસાવી પન્નાલાલનું લાલનપાલન કર્યું. તેમને એક કાન્તા નામે પુત્રી હતી. પન્નાલાલ અને કાન્તાબેન એ ભાઈ-બહેનની જોડી, કઈ ન શકે તેાડી, એવી પ્રીતિપૂર્ણાંક ભાઇ-બહેન માટાં થવા લાગ્યાં. બહેન વિના ભાઈ ને ન ગમે, ભાઈ વિના બહેનને ન ગમે. પન્નાલાલે નિશાળમાં નવ ધારણ સુધીનું વ્યાવહારિક શિક્ષણ મેળવ્યું. બચપણથી પરગજુ સ્વભાવ, આછાખેાલા અને સરળતાના ગુણુ ધરાવતા હતા. કુટુંબના ધર્માંસંસ્કારને પરિણામે દરરોજ દન, પૂજા તથા ગુરુવ ́દન, સામાયિક આદિ ક્રિયા કરતા. પાલીતાણામાં બિરાજમાન પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજના પરિચય ચારિત્રના ભાવ જાગ્યા. સૉંચમ ગ્રહણ કરવાની તીવ્ર લગની થઈ આવી. માતા અને બહેનને તેમના પર અગાધ રાગ હતા. તેથી રજા મળે તેમ ન હતી. એછાયેલા પન્નાલાલે મનની ધારણા પૂરી કરવા કોઈ ને પણ જણાવ્યા વિના સં. ૨૦૦૨ના અષાઢ સુદ ૯ને શુભ દિને સુરતમાં પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે જઈ ને છાની દીક્ષા લઇ લીધી. . 2010_04 Page #665 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ પૂજ્યશ્રીએ પિતાના સૌ પ્રથમ શિષ્ય પૂ. પં. શ્રી વિજયસાગરજી મહારાજ ( સંસારપણે કાકા)ના શિષ્ય પૂ. પં. શ્રી પ્રબોધસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી પ્રમોદસાગરજી નામે ઘોષિત કર્યા. ત્યાર પછી કપડવંજથી સંસારી ફેજ આવી. પન્નાલાલને પાછા લઈ જવા ખૂબ જ કેશિશ કરી, પણ ફાવ્યા નહીં. પૂ. આ. શ્રી સાગરજી મહારાજના મીઠા-મધુરા સ્નેહ સાથે રહી મુનિશ્રી પ્રમોદસાગરજીએ જ્ઞાન સંપાદન કર્યું. ત્યાર બાદ પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજના આજીવન સેવી બન્યા. મુનિશ્રી પ્રમોદસાગરજી મહારાજને બે શિષ્ય થયા. બાદ ગ્યતા જાણી, ભગવતીજીના યેગ કરાવી પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજે સં. ૨૦૪૧ના આસો વદ ૬ના દિવસે પાલીતાણું-આગમમંદિરના પ્રાંગણમાં ગણિ–પંન્યાસપદથી વિભૂષિત કર્યા. અને આગળ જતાં, તેઓશ્રીની વિશેષ યોગ્યતા જાણી ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદપૂર્વક પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાયપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. ઉપાધ્યાયશ્રી પ્રમોદસાગરજી મહારાજમાં સરળતા, સૌમ્યતા અને વૈયાવચ્ચને ગુણ વિશેષ જોવા મળે છે. તેઓશ્રી પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજની સેવામાં રત રહી. જ્ઞાનપ્રાપ્તિમાં પણ આગળ વધ્યા છે. પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજે અમદાવાદસાબરમતીમાં શત્રુંજય તીર્થની રચના કરાવી તેમ જ શાસનનાં અનેક કાર્યો કરાવ્યાં, તે દરેકમાં પૂજ્યશ્રી સહાયભૂત બન્યા છે. હાલ તેઓશ્રી સાત્વિક જીવન જીવી, સંયમની સુંદર સાધના સાધતા સ્વ પર કલ્યાણમાં લીન છે. તેઓશ્રીની પ્રેરણાથી અમદાવાદ–સાબરમતી સ્થિત વસેડાની ચાલીમાં નવનિર્મિત શ્રી શત્રુંજય ગિરિરાજની રચનાની બાજુમાં સ્વ. પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજના અમૃતિસ્વરૂપ ફેટ, પગલાં અને દેરીનું નિર્માણ થયું છે. પૂજ્યશ્રીના હસ્તે ઉત્તરોત્તર ઉત્તમોત્તમ શાસનપ્રભાવના થતી રહે એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કેટ કેટિ વંદના! (સંકલન : શ્રી દિનેશચંદ્ર શાંતિલાલ, કપડવંજ) પૂ. ઉપાધ્યાયશ્રી નવરત્નસાગરજી મહારાજ નેહર માલવે દેશમાં આવેલા રાજગઢ શહેરની પુણ્યધરામાં જન્મ લઈને માલવાનું નામ ગૌરવાન્વિત કરી આત્મકલ્યાણના માર્ગે આગળ વધનારે મારા પરમપકારી પૂ. ગુરુદેવશ્રી નવરત્નસાગરજી મહારાજને પરિચય આમ તે મને વર્ષોથી હતું, પણ જ્યારથી મારા નાનાભાઈ અશોકે (હાલ મુનિશ્રી અપૂર્વ રત્નસાગરજીએ) પૂજ્યશ્રીનાં ચરણોમાં પિતાનું જીવન સમર્પિત કરી દિક્ષા લીધી ત્યારથી પૂજ્યશ્રી સાથે મારે ઘનિષ્ઠ સંસર્ગ થયે, અને ત્યાર પછી તે દિનપ્રતિદિન વધતો જ રહ્યો. પૂજ્યશ્રીનું જન્મનામ રતન હતું. તેમનામાં જેવું નામ તેવા ગુણ હતા. તેઓશ્રી ખરેખર માણેકબેનની કૂખને અજવાળનારા રત્ન હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરના 2010_04 Page #666 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક રતને માલદ્ધારક પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે પૂ. શ્રી અભ્યદયસાગરજી મહારાજની પ્રેરણાથી “લગ્ન નહિ કરવા અને માવજજીવ બ્રહ્મચર્યનું પાલન કરવું” એવી પ્રતિજ્ઞા ભરસભામાં કરીને સકળ સંઘને તથા તેમના બાપુજી લાલચંદજીને અચંબિત કરી નાખ્યા હતા. માતા માણેકબેનના ઉજજવળ ધર્મસંસ્કારને લીધે રતનનું જીવનધ્યેય ધર્મમય બની ચૂકયું હતું. એમાં પૂ. ગુરુદેવેને સંગ થવાથી સંસાર પ્રત્યે તિરસ્કાર અને સંયમ-સ્વીકારની લાગણીમાં તીવ્રતા આવી અને પછી તે પુરુષાર્થ આદર્યો. આખરે કુટુંબીજનો અને પિતાજીના સ્નેહની દીવાલ ઓળંગીને સં. ૨૦૧૧ના માગશર સુદ ૬ના મંગળ પ્રભાતે રાજગઢમાં ઠાઠમાઠથી ઐતિહાસિક દીક્ષા લઈ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના ૧૪મા શિષ્ય મુનિશ્રી નવરત્નસાગરજી તરીકે જાહેર કરાયા. દીક્ષા બાદ મુનિશ્રી નવરત્નસાગરજી મહારાજે શાસ્ત્રાભ્યાસ, વિનય, વૈયાવચ્ચ, ત્યાગ, તપસ્યા, જયણ દ્વારા પિતાનું સંયમજીવન એટલું આદર્શયુક્ત બનાવી દીધું કે તેમની જીવનચર્યા જોઈને જૈનેતરે પણ વીતરાગધર્મની અનુમોદના કર્યા વગર રહી શક્યા નહોતા. પૂ. પં. શ્રી અભ્યદયસાગરજી મહારાજની કુશળ કેળવણું હેઠળ તેમનું સંયમજીવન ખૂબ જ સુંદર, ક્રિયાશીલ અને વૈયાવચી બન્યું. તેમના ગુરુદેવની તબિયત અસ્વસ્થ થતી ત્યારે પૂજ્યશ્રી “હેમલઘુપ્રક્રિયા જેવા કઠિન વ્યાકરણને તીવ્ર ગતિએ અભ્યાસ કરતા હોવા છતાં, તેને ગૌણ ગણીને વૈયાવચમાં લાગી જતા. પૂજ્યશ્રીની વૈયાવચ્ચ, વિનય અને આજ્ઞાપાલનની અજોડ ચુસ્તતા જોઈને પૂજ્ય આચાર્યશ્રીએ સ્વહસ્તે લખ્યું કે, “તમે બે (શ્રી અમ્યુદયસાગરજી અને શ્રી નવરત્નસાગરજી) મારી અંગત મૂડી છે.” ધીરે ધીરે સમય વીતતે ગયે અને એ દિવસે પણ આવી ગયા કે જ્યારે પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ નશ્વર દેહ છોડી કાળધર્મને પામ્યા. પૂજ્યશ્રી માટે એ ઘા ખૂબ કારમે હતે. એમની પીડા અને વ્યથાને કઈ પાર ન હતું, અને પૂજ્ય ગુરુદેવની સ્મૃતિમાં તેઓશ્રી ભીષ્મતપ આદરવા માટે કટિબદ્ધ થયા. ૧૦૮ અઠ્ઠમને અભિગ્રહ કર્યો. નાની અને કાચી વયમાં આવો ઉગ્ર તપ ખૂબ અસહ્ય હતે. લોકે મોંમાં આંગળાં નાખી ગયાં. પૂજ્યશ્રીએ ખૂબ ટૂંકા ગાળામાં આ ભીષ્મ અભિગ્રહ પૂર્ણ કર્યો. કપડવંજના સંઘે તે સમયે ૧૨૫ પાનાની સુંદર બુકલેટ બહાર પાડેલી. તેઓશ્રીના તપત્યાગ, વિનય-વૈયાવચ્ચ આદિના ગુણે વિકસાવવામાં તેમના સંસારી માતુશ્રી (હાલ સાધ્વીશ્રી મણિપ્રભાશ્રીજી)ને ફાળે ઘણો છે. સાધ્વીશ્રી મણિપ્રભાશ્રીજીએ પણ આરાધના અને તપસ્યાના ક્ષેત્રે ક્રાંતિ સર્જી હતી. ૧૦૮ અઠ્ઠમ પછી પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ઓળી માટે વિશેષ લક્ષ આપ્યું. પૂ. શ્રી અભ્યદયસાગરજી મહારાજ અને પૂ. શ્રી નવરત્નસાગરજી મહારાજે ૨૬ વર્ષ સુધી સાથે વિચરણ કર્યું. તેઓ પાસે એક પછી એક અનેક દીક્ષાઓ થઈ. આ તમામ દીક્ષિત મુનિઓને ખ્યાલ પૂજ્યશ્રી જ રાખતા. અધ્યાપનથી માંડી સંયમજીવનની કેળવણી પણ તેઓ જ આપતા. એ રીતે સાધુઓને ઘડીને આગળ વધાર્યા. પૂજ્યશ્રીને દૈનિક કાર્યક્રમ પણ જાણવા જે છે. સવારે ૩-૪ વાગે ઊઠવું, અપ્રમત્ત પ્રતિક્રમણ અને પડિલેહણાદિ કિયા, ત્રિકાળ દેવવંદન, જયણામાં સતત સાવધાન, આરાધનાના વિષયમાં ચુસ્તતા, જ્યાં સુધી નિશ્ચિત આરાધના 2010_04 Page #667 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ન થાય ત્યાં સુધી ગોચરી તે શું, પાણી પણ ન વાપરે, એવી એવી પૂજ્યશ્રીની લાક્ષણિકતાઓ છે. આમ તે પૂજ્યશ્રી એકાસણથી ઓછું તપ તે કરતા નથી, એમાં પરિમુદ્રથી ઓછું ભાગ્યે જ; અને ક્યારેક અવશ્ન પણ કરી લે. તેઓશ્રી ત્રણ ત્રણ શિષ્યના ગુરુ હોવા છતાં પૂ. પં. શ્રી અભ્યદયસાગરજી મહારાજની વૈયાવચ્ચ કરવામાં નાનપ નહોતા અનુભવતા. શ્રાવકો માટે ભાગે એમને ગુરુશિષ્ય તરીકે જ જાણતા. બહુ જ ઓછાને ખ્યાલ હશે કે તેઓ બંને ગુરુભાઈ છે. પૂજ્યશ્રી સળંગ પ૦૦ આયંબિલતપનાં પારણાં માટે રાજગઢના સંઘની વિનંતીને માન આપી પૂ અભ્યદયસાગરજી મહારાજ સાથે રાજગઢ પધાર્યા. ત્યાર બાદ તેઓશ્રીની નિશ્રામાં રાજગઢથી માંડવ તીર્થને છરી પાલિત સંઘ નીકળે. તેમાં પૂ. શ્રી અભ્યદયસાગરજી મહારાજની તબિયતમાં ઊથલે આવ્યું. દ્રવ્ય ચિકિત્સાની સાથે તેઓશ્રીએ ભાવચિકિત્સા રૂપ નવકારમંત્રનું શરણું સ્વીકાર્યું. પૂ. અભ્યદયસાગરજી મહારાજ ત્યાં જ અત્યંત સમાધિપૂર્વક કાળધર્મને વર્યા. ૩પ-૩૫ વર્ષથી સાથે રહેલી આ રામ-લક્ષમણની જુગલજોડી તૂટી પડી ! તેઓશ્રીની વસમી વિદાયને વિગ પૂજ્યશ્રીને વાઘાત સમે હતે. શાસનપ્રભાવનાનાં કાર્યો અને શિષ્ય પરિવાર સાચવવાની બધી જવાબદારી તેઓશ્રી પર આવી પડી. પૂજ્યશ્રીના માલવા ઉપરના અદ્ભુત ઉપકારને યાદ કરીને માલવાના સંઘોએ એકત્રિત થઈને ઉજજૈનમાં હજારોની માનવમેદની વચ્ચે માલવભૂષણ” બિરુદ આપ્યું. એ પછી પૂજ્યશ્રીએ ઇન્દોર ગુમાસ્તાનગરમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી. હું હજી કુકડેધરના એ પ્રસંગને ભૂલી શકતે નથી કે જ્યાં પૂજ્યશ્રીની નિશ્રામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ધર્માનુરાગી શ્રી સુંદરલાલ પટવાએ પિતાના પિતાની પુણ્યસ્મૃતિમાં પિતાના બગીચામાં શ્રી શત્રુંજય મહાતીર્થના પટની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં તત્કાલીન વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ પણ આવ્યા હતા અને પૂજ્યશ્રીના દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા. પૂજ્યશ્રીના આટલા પરિચયમાં મેં તેમના અનેક ગુણોનું અવલોકન કર્યું, પણ તેમાં “નિઃસ્પૃહતા” અને “નામનાની કામના નહિ” એ બે ગુણે મને અદ્ભુત લાગ્યા. પૂજ્યશ્રીને હાલ પાંચ શિખે છે. તેમ જ પૂજ્યશ્રીના વડીલ ગુરુભ્રાતા પૂ. પં. શ્રી અભ્યદયસાગરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યાદિ ઠાણા સાત-એમ કુલ ૧૨ ઠાણું પૂજ્યશ્રીની આજ્ઞા પ્રમાણે સંયમજીવનની સુંદર આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીની ગણિપદવી અમદાવાદ-જેનનગરમાં, પંન્યાસપદવી શંખેશ્વરમાં અને ઉપાધ્યાયપદવી પૂના-ગોડીજીના મંદિરમાં થઈ હતી. તેઓશ્રીને અત્યારે ૯૨મી વર્ધમાન તપની ઓળી ચાલે છે. પૂજ્યશ્રી પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજ, પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજ તથા પૂ. પં. શ્રી ભદ્રકરવિજયજી મહારાજ આદિથી ખૂબ પ્રભાવિત છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક ઉપાધ્યાયજીને કેટિશ વંદના ! ( [ સંકલન : સુભાષચંદ્ર જૈન, “આગમ દ્વારક” (માસિક : હિન્દી, ઈન્દર)માંથી સાભાર–] છે. ૮૪ 2010_04 Page #668 -------------------------------------------------------------------------- ________________ પૂ. ઉપાધ્યાયશ્રી નરદેવસાગરજી મહારાજ પૂ. આગમેદ્ધારકશ્રીના શિષ્યરત્ન માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વાત્સલ્યસિંધુ, પ્રશાંત ચારિત્રમૂર્તિ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન અને સરળહૃદયી શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાય શ્રી નરદેવસાગરજી મહારાજનો જન્મ બનાસકાંઠાના વાવ ગામે સ. ૧૯૯૮માં થયા હતા. પિતાનુ નામ ભૂધરભાઇ, માતાનું નામ મણિબહેન અને તેમનું જન્મનામ સેવતીલાલ હતુ. સ. ૨૦૧૦માં પૂ. સાધ્વીશ્રી મહેદયશ્રીજીના સૌહાદ પૂર્ણ સૂચનથી સેવંતીલાલ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા; અને પૂર્વભવના પુણ્યાયે સ. ૨૦૧૨ના વૈશાખ સુદ ૩ના દિવસે શ્રી શત્રુંજય તીની છત્રછાયામાં સયમમાગ ના સ્વીકાર કર્યો. દીક્ષા પછી થોડા જ સમયમાં ક્ષયેાપશમની તીવ્રતાથી વ્યાકરણ, ન્યાય, કમ ગ્રંથ આદિને પૂ. ગુરુદેવની નિશ્રામાં સુ ંદરતમ અને તલસ્પશી અભ્યાસ કર્યાં. ત્યારથી સ્વ-પર સમુદાયના સાધુ-સાધ્વીઓને વાચનાની વિશિષ્ટ શૈલી દ્વારા આગમના અનુપાન કરાવવા નિમિત્તભૂત બન્યા છે. અત્યાર સુધીની ૩૬ વષૅની સંયમયાત્રામાં, અનેકવિધ શાસનપ્રભાવનાનાં પ્રસ`ગામાં લગભગ ૧૮ ઉપરાંત સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી છે. ખાપર તથા પાંડુરના – આ બે સ્થળેા પર અંજનશલાકા-પ્રતિષ્ઠા ૧૦૮ છેડનાં ઉજમણાં સહુ થયેલ છે. ૧૫ થી વધુ ઉદ્યાપન મહેાત્સવ ઉજવાયા છે. સુરત, કતારગામ, વિસનગર, ઉવસગ્ગહર' તી, કલકત્તા, ખારડોલી, નાગપુરા, યેવલા, શિરપુર આદિ સ્થળામાં ઉપધાનતપની આરાધનાએ થયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી અનેક પુણ્યાત્માઓએ દીક્ષા પ્રાપ્ત કરી છે. પૂનાના ૧૭૫ વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીની એક માત્ર પ્રેરણા પામી શિલ્પકળા સમૃદ્ધ જિનાલય થયેલ છે, જેની પ્રતિષ્ઠા સ. ૨૦૪૭માં થઈ. આવું જિનાલય આખા મહારાષ્ટ્રમાં ખીજું' નથી. છેલ્લા છ વર્ષોંથી તાત્ત્વિક રીતે પ્રશ્નોત્તરી શૈલીથી ‘ શ્રી ભગવતીજી સૂત્ર ’ તથા · શ્રીમલયસુંદરી ચરિત્ર ’ ઉપર આગવા પ્રકાશ પાથરી રહ્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણા છ’રીપાલિત સ`ઘે નીકળ્યા છે. નાની-મેાટી અનેક શાસનપ્રભાવના કરતાં-કરાવતાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, બ’ગાળ, ઓરિસ્સા અગ્નિ પ્રદેશમાં વિચર્યાં છે. પૂજ્યશ્રીની ઉત્તમ પ્રભાવનાનું મુખ્ય અંગ કાઈ પણ હોય તે તે એ છે કે, દરેક શ્રીસંઘમાં પૂર્ણ એકત્ર અને પૂર્ણ સહકાર તથા પ્રેમસ`પાદન કરીને જ કાય કરે છે. નિ:સ્પૃહતાથી થયેલાં આવા ભવ્ય કાર્ય સ્વ–પરની સાધનાનાં સુંદર દૃષ્ટાંત બની રહે છે. પૂજ્યશ્રીના ત્રણ શિષ્યા પૈકી મુખ્ય વયેવૃદ્ધ શિષ્ય મુનિશ્રી નરરત્નસાગરજી ખેડા ચાતુર્માસમાં સં. ૨૦૪૧ના આસો સુદ ૧૩ ને દિવસે સુંદરતમ આરાધના કરી કાળધર્મ પામ્યા. બીજા શિષ્યા-મુનિશ્રી ચંદ્રકીતિ સાગરજી અને મુનિશ્રી પાર્શ્વ કીતિ સાગરજી સુંદર પ્રભાવના કરતાં જયવતા વતી રહે છે. એવા એ વિદ્વન્દ્વય સાવરને શતશઃ વંદના ! 2010_04 શાસનપ્રભાવક --૭ Page #669 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર પૂ. ઉપાધ્યાયશ્રી ચંદ્રવિજયજી મહારાજ સંયમનિષ્ઠ મહાતપસ્વી પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી ગણિવર્ય સં. ૨૦૧૧ ની સાલમાં ખંભાત મુકામે ચાતુર્માસ બિરાજમાન હતા. હળવદનિવાસી સુશ્રાવક દીપચંદભાઈ (બાબુભાઈ)એ પિતાના નાના પુત્ર નગીનદાસને પૂ. પંન્યાસજી પાસે અભ્યાસ માટે મૂક્યા. સ્વાધ્યાયરત અને ત્યાગ–વૈરાગ્યની મૂર્તિ સમા પૂ. પંન્યાસજી પાસે અભ્યાસ કરતાં કરતાં નગીનદાસને માત્ર જ્ઞાન જ નહિ, સાથોસાથ ઊછળતો વૈરાગ્ય પણ મળે. સર્વ વિરતિને જોરદાર રાગ મ. સંયમના મરથ અદમ્ય બની રહ્યા. તેમણે પિતાશ્રીને ખંભાત બોલાવ્યા. દક્ષા અપાવવા વિનંતી કરી, અને ચારિત્ર ન મળે ત્યાં સુધી વર્ધમાનતપ ચાલુ રાખવાને પિતાને મને રથે જણાવ્યું. પૂ. પંન્યાસજી મહારાજમાં મુમુક્ષુની યોગ્ય પરબ હતી. તેઓશ્રીએ પણ બાબુભાઈને કહ્યું કે “આ વિરાગી આત્માને સર્વવિરતિ અપાવવામાં તમે જેટલું મોડું કરશે એટલું તમને પાપ લાગશે, માટે વિલંબ કરવા જેવું નથી. બીજી વાત એ છે કે મારા શિષ્ય તરીકે એને દીક્ષા આપવાની મારી ઇચ્છા નથી. મારું કામ ભણાવવાનું હતું, જે મેં પૂરું કર્યું છે. તમારે એને જ્યાં દીક્ષા અપાવવી હોય ત્યાં લઈ જાવ અને એને જલદી અવિરતિનાં બંધનમાંથી મુક્ત કરે. બાબુભાઈ ! મારી વાતમાં તમને કંઈકે અતિશયોક્તિ લાગતી હોય તો તમે એના ત્યાગ-વૈરાગ્યાદિની ખાતરી ૫. પં. શ્રી ભદ્રંકરવિજયજી જેવા ગ્ય મહાત્મા પાસે લઈ જઈને કરી શકે છે.” ત્યારબાદ બાબુભાઈ એ નગીનદાસને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે મૂક્યા. તેઓશ્રીએ પણ એ જ અભિપ્રાય આપે. બાબુભાઈએ નગીનને પૂછ્યું, “તારે કેની પાસે દિક્ષા લેવી છે?” નગીને કહ્યું, “તમે જ્યાં અપાવે ત્યાં.” બાબુભાઈએ આગ્રહપૂર્વક પૂછયું, “પૂ. પંન્યાસશ્રી કાંતિવિજ્યજી મહારાજ પાસે લેવી છે ?” નગીને ખુલાસો કર્યો, ‘તેઓ બહુ કડક છે.” બાબુભાઈએ પૂછ્યું, “શામાં બહુ કડક છે ?' નગીને કહ્યું, “સંયમચર્યાની બાબતમાં.” બાબુભાઈએ ખુલાસો કર્યો કે, “માટે જ મેં તેને પસંદ કર્યા છે!” ભવ્યાત્મા નગીન સંયમ અંગીકાર કરતાં પહેલાં સિદ્ધિગિરિની યાત્રાએ ગયા. તેમના કુટુંબી રમણીકભાઈ (આયંબિલ ભવનના મુનિમ)ને ત્યાં ઉતર્યા. રમણીકભાઈએ નગીનને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યા. સાધુ સમુદાયમાં બનતાં અનિરછનીય તો ઉઘાડા કર્યા. નગીને ને બધું સ્થિતપ્રજ્ઞ જેમ સાંભળી લીધું. પિતાના કહેવાથી કશી જ અસર ન થઈ એમ જાણીને અંતે રમણીકલાલે પૂછ્યું, “તમે કેની પાસે દીક્ષા લેવાના છે ?” ત્યારે નગીનભાઈએ મૌન તેડ્યું અને પિતાના પૂજનીય ગુરુદેવનું નામ દીધું. આ પુણ્યનામ સાંભળતાં જ રમણીકભાઈની વાણીએ વળાંક લીધે. તેઓશ્રી પાસે દીક્ષા લેવી હોય તે ખુશીથી લે. તેઓશ્રી મહાતપસ્વી અને નિર્મલ સંયમી મહાત્મા છે. નગીને કહ્યું કે, “સમુદાય ઉત્તમ છે, માટે જ મેં તેઓશ્રીને પસંદ કર્યા છે,” આ સર્વ પૂ. પંન્યાસજી મહારાજના ઉત્કૃષ્ટ સંયમજીવનના સર્વોત્તમ દષ્ટાંત છે. 2010_04 Page #670 -------------------------------------------------------------------------- ________________ . પૂ. પ‘. શ્રી કાંતવિજયજી મહારાજને સયમ અંગેની કોઈપણ ખામી બિલકુલ ગમતી નહિ. પ્રજ્ઞાપનીય જીવાને અવસરે સારણા-વારણા કરી તે ખામી દૂર કરાવતા, પેાતાના જીવનમાં એ ખામીઓ માટે સતત આંતર નિરીક્ષણ કર્યા કરતા. ખામી દેખાય ત્યાં દૂર કરવાના પ્રયત્ન કરતા. કયારેક શારીરિક સયેાગને વશ ખામી દૂર ન થાય તે પારાવાર પશ્ચાતાપ કરતા. દરેક મુમુક્ષુની જેમ નગીન માટે પણ એમ જ બન્યું. પૂ. પંન્યાસજી મહારાજે તેને પોતાના શિષ્ય કરવાની અનિચ્છા દર્શાવી. આ ખાખતે લાંબે ગજગ્રાહ ચાલ્યે. છેવટે પૂ. પંન્યાસજી મહારાજ પાતાના અનન્ય ભક્ત પાસે હારી ગયા. બાબુભાઈ જીત્યા, નગીનભાઈ જીત્યા. અને સં. ૨૦૧૩ના માગશર સુદ ૧૧ના પાવન દિવસે, હળવદના આંગણે ભવ્ય મહેસ્રવપૂર્વક અનેા ઉછરંગથી ૧૯ વર્ષની યુવાનવયે નગીનદાસ દીક્ષિત થઈ ને મુનિશ્રી નરચ`દ્રવિજયજી અન્યા, શાસનપ્રભાવક પૂ. પંન્યાસજી મહારાજને એક જમણેા હાથ મળી ગયો. વિનીત, સમપિર્યંત, ત્યાગી, તપસ્વી, પ્રજ્ઞાપનીય અને સદા આનંદી ભક્તશિષ્ય મળી ગયા. આ સાધકશિષ્યે પૂ. પંન્યાસજીની સાધનામાં નોંધપાત્ર સહયાગ આપ્યા. પૂ. પન્યાસજી શ્રી કાંતિવિજયજી મહારાજ જેવા ભાવદયાના ભંડાર અને સયમનિષ્ઠ ગુરુ પાસે પૂ. શ્રી નરચ'દ્રવિજયજી મહારાજ તપ, જ્ઞાન, સયમ, વૈયાવચ્ચ જેવા સાધુજીવનના સર્વોત્તમ ગુણાનો ક્રમશઃ વિકાસ સાધીને ઉપાધ્યાયપદ સુધી પહોંચ્યા. સ્વજીવનને ધન્ય બનાવીને સાધુજીવનની શાભા વધારી રહ્યા. કેવિટેશ વંદન હજો એ પૂજ્યવને ! પૂ. પંન્યાસશ્રી પૂર્ણાનં ઢવિજયજી મહારાજ ગણધર શ્રી સુધર્માસ્વામીની ૭૪મી પાર્ટને શેાભાવનાર શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધ સૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન પૂ. પન્યાસશ્રી પૂર્ણન વિજયજી મહારાજના જન્મ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા સાદડી શહેરમાં થયા હતા. ગગનચુંખી જૈનમદિરા અને શ્રદ્ધાશીલ શ્રાવકોથી શાભતા શહેરના વડાવાસમાં રહેતા બાફના ગેાત્રીય શેઠશ્રી નેમિચ'દજીના અને માતા માંઘીબહેનના તેએ લાડકા સંતાન હતા. તેમનુ' સંસારીનામ પુખરાજ હતું. યૌવનના પ્રાર`ભકાળમાં તેમણે સ’સારની અસારતા જોઈ લીધી. દીક્ષા લેવાની ભાવના જાગી. મનસ્વી પુરુષા ભાવનાને અમલમાં મૂકતાં વાર લગાડતા નથી. પુખરાજ કરાંચીમાં બિરાજમાન મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે પહોંચ્યા અને દીક્ષા લેવાની ભાવના જણાવી. ગુરુદેવે તેમને સ. ૧૯૯૪ના માગશર સુદ ૧૦ને દિવસે ધામધૂમપૂર્વક દીક્ષા આપી, અને મુનિશ્રી પૂર્ણન વિજયજી નામ આપ્યુ. દીક્ષિત થતાંની સાથે જ પૂજયશ્રીએ અધ્યયનમાં મન પરોવ્યુ'. ગુરુવચનેામાં અતૂટ શ્રદ્ધા હોવાથી તેઓશ્રીની આજ્ઞા અનુસાર પ્`ચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ક ગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, હેમલઘુબ્યાકરણ આદિનો અભ્યાસ કર્યાં. સંસ્કૃત ભાષા પર સારે। કાબૂ મેળવ્યેા. પરિણામે, કરાંચીમાં જ પર્યુષણમાં હજારો ભાવિકો સમક્ષ કલ્પસૂત્ર સુખેાધિકાનાં અમુક વ્યાખ્યાને વાંચવામાં સફળ થયા. પછી લઘુવૃત્તિ, ઢયાશ્રય આદિના અભ્યાસ કર્યાં. ત્યાર પછી ગુરુમહારાજ સાથે શિવપુરી, 2010_04 Page #671 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ આવી ત્યાંના પંડિતે વચ્ચે શાને અભ્યાસ કરવામાં તલ્લીન બની ગયા. કેવળ છ વર્ષમાં લઘુવૃત્તિ, બૃહદુવૃત્તિ, ન્યાયસંગ્રહ, ક્રિયારત્નસમુચ્ચય, પંચકાવ્ય, સ્યાદ્વાદુમંજરી, પ્રમાણુમીમાંસા, રત્નાકરાવતારિકા તથા તત્ત્વાર્થભાષ્યને ગહન અભ્યાસ કરીને કલકત્તા સંસ્કૃત એસેસીએશનની ડીગ્રી પરીક્ષાઓ આપીને, ન્યાય-વ્યાકરણ-કાવ્ય-તીર્થના પદધારક બન્યા. સાથે અન્ય દર્શનગ્રંથ અને જેનાગના વિદ્યાક્ષેત્રમાં પણ પ્રવેશ્યા. પૂ. ગુરુદેવની ઉપસ્થિતિમાં ચૌમાસી વ્યાખ્યાનમાં કમ ગ્રંથ જેવા નીરસ વિષયને રસિકતાથી રજૂ કરવાની કુશળતા દર્શાવી ચૂક્યા. ભગવતીસૂત્રને એવી રીતે સમજાવતા કે પછી તે અન્ય સ્થળોએ ભગવતીસૂત્ર તેઓશ્રીને કપ્રિય ગ્રંથ બની ચૂક્યો. અધ્યયન અને વ્યાખ્યાન ઉપરાંત અધ્યાપનની આવડત પણ પૂજ્યશ્રીને આગ વિશેષ બની રહ્યો. પૂજ્યશ્રીને ભણાવવાને શેખ છે. કેટલાય વિદ્યાર્થીઓને સિદ્ધહેમ અઢાર હજારી, ન્યાયસંગ્રહ, શિશુપાલવધ, નૈષધચરિત, કાદંબરી, સ્યાદ્વાદમંજરી, તત્વાર્થભાષ્ય, દશવૈકાલિક (શ્રી હરિભદ્રસૂરિની ટીકા), આચારાંગસૂત્ર (શલાકાચાર્યની ટીક), અનુગદ્વાર સૂત્રાદિને અભ્યાસ કરાવ્યું હતું. તેઓશ્રીએ તિષવિદ્યાનું પણ તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ આગમ-અભ્યાસને કારણે તેને પઠન-પાઠન સિવાય ક્યાંય ઉપગ કર્યો નથી. પૂજ્યશ્રી સરળ પ્રકૃતિના, વિદ્યાવ્યાસંગી અને અત્યંત પરિશ્રમી સ્વભાવના છે. નવરા બેસવું એ સાધુતાનું પતન સમજે છે. પૂજ્ય પંન્યાસજી મહારાજ યથાનામ પૂર્ણાનંદ હોવા છતાં ગંભીર છે. પ્રકાંડ પંડિત હોવા છતાં નિરાભિમાની છે. અધ્યયનમગ્ન રહેતા હોવા છતાં વત્સલ સ્વભાવના છે. એવા એ ગુણગરવા મુનિવર સ્વાથ્યપૂર્વક શાસનસેવામાં સતત પ્રવૃત્ત રહે એવી શાસનદેવને પ્રાર્થના ! ( સંકલન : અમૃતલાલ તારાચંદ દોશી, વ્યાકરણતીર્થ) પૂ. પંન્યાસશ્રી મહાબલવિજયજી મહારાજ ગરવી ગુજરાતની ભવ્ય ભૂમિ પર સંસ્કાર-સદાચારથી શોભતી ઐતિહાસિક દર્ભાવતી– ડભોઈ નગરીમાં અલૌકિક, મહાપ્રભાવી, ચમત્કારી અને અર્ધપદ્માસનયુક્ત એવી નયનરમ્યમને ગમ્ય શ્રી લેઢણપાર્શ્વનાથ પ્રભુની મનહર મૂર્તિ બિરાજમાન છે. એમની અખંડ આરાધનાના પ્રભાવે એ પુણ્ય પવિત્ર ભૂમિમાં જન્મેલા નાના-મોટા અનેક આત્માઓએ શ્રદ્ધા, સંયમ અને સદાચારના રંગે રંગાઈને, સંસારના રંગ-રાગને સ્વેચ્છાએ ત્યાગ કરીને, મુક્તિમાર્ગના અદ્વિતીય કારણરૂપ સર્વવિરતિ ચારિત્રધર્મ-સંયમને સ્વીકાર કર્યો છે. આજે પણ ત્યાં એ જ પ્રવજ્યાને પ્રવાહ અવિરત ચાલુ છે. આવી ધન્ય ધરતી પર સં. ૧૯૯૪ના વૈશાખ સુદ ૮ના પર્વ દિને ધર્મપરાયણ પિતા શ્રીયુત મણિલાલભાઈને કુળમાં અને ધર્મશ્રદ્ધાળુ માતા લીલાવતીબેનની કુક્ષીથી એક પુત્રરત્નનો જન્મ થયો. ભાવિના ગૂઢ સંકેત રૂપ પુત્રનું નામ હીરાલાલ રાખ્યું. કાચા હીરને જેમ પાસા પાડીને પાણીદાર બનાવવામાં આવે અને સ્વયંના તેજપુંજ દ્વારા 2010_04 Page #672 -------------------------------------------------------------------------- ________________ eco શાસનપ્રભાવક અળહળી ઊઠે, તેમ બાળક હીરાલાલ પણુ સહસ્કાર અને સદાચારથી દીપવા લાગ્યા. બાળપણથી જ એમનું મન સયમ અને વૈરાગ્ય તરફ વળવા લાગ્યું', સમય પસાર થતાં સોનામાં સુગંધ ભળે” તેમ સ’સારીપક્ષે મામા અને સયમપક્ષે ભાવિ ગુરુ એવા પૂ. મુનિરાજ શ્રી મહાનંદવિજયજી ( હાલ આચાય શ્રી ) મહારાજ પાસે રહી, ગુરુકુળવાસ સેવી, ધાર્મિક અભ્યાસ-ક્રિયા વગેરેના અનુભવ દ્વારા જીવનને વૈરાગ્યના ર'ગથી વાસિત બનાવી શિક્ષા, ભિક્ષા અને દીક્ષ!ના સ્વીકાર માટે તૈયાર થયા. ચૌદ વષઁની ખાલ્યવયમાં મેહ-માયા ને મમતાથી મુક્ત ખની, સંસારના શણગાર ઠાડી, આતમના અણુગાર બનવા તત્પર થયા. પૂજ્યપાદ શાસનપ્રભાવક ૧૦૦૮ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના પટ્ટ-પ્રભાવક પૂ. આ. શ્રી વિજયધર્માંસૂરીશ્વરજી મહારાજ આદિ ગુરુભગવ`તાની શુભ નિશ્રામાં સ. ૨૦૦૮ના ફાગણ સુદ છના દિવસે વડાદરામાં હીરાલાલની ભાગવતી દીક્ષા થઈ, અને પૂ. મુનિરાજશ્રી મહાન વિજયજી મહારાજના શિષ્ય-માલમુનિશ્રી મહાખલવિજયજી નામે જાહેર થયા. અનુક્રમે જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગ, સયમની સાધના સાથે ચિંતન-મનન કરવાપૂર્વક સાહિત્યસેવામાં પ્રવેશ કરી, આજની યુવાન પેઢીમાં શ્રદ્ધા, સંયમ અને સદાચારનું સ્થાન વધુ ને વધુ વ્યાપક કૈમ અને, એ હેતુથી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષાના સંગ્રહિત એવા સુંદર એધદાયક સુવિચારો-કથાઓ-કાવ્યકુસુમો વગેરેથી યુક્ત ‘ વિચારવૈભવ’, ‘કણ અને ક્ષણ', ‘ વિચારવર્ષા ’, ‘ મકરન્દ ', · પર્યુષણપરાગ ’, ‘નિત્યદર્શિકા ( મીની ફોટો આલ્બમ ) તથા ભક્તભૂષણ શ્રી ભક્તામર સ્તેાત્ર અને રત્નાકર-પચ્ચીશી જેવાં લેાકભાગ્ય પુસ્તક પ્રકાશિત કર્યાં, પૂ. મુનિરાજશ્રી મહાબલવિજયજી મહારાજને મુંબઈ-ચેમ્બુર તીર્થાંમાં સં. ૨૦૩૭ના માગશર સુદ પાંચમે પૂ. યુગદિવાકર આચાય`દેવ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ગણિપદથી વિભૂષિત કરવામાં આવેલ; ત્યારબાદ સ. ૨૦૪૬ના મહા સુદ ૧૧ના શુભ દિને પૂ. શતાવધાની આચાર્ય દેવ શ્રી વિજયજયાન ંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપત્તથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજયમહાન દસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પં. શ્રી મહાબવિજયજી મહારાજના દિલમાં સાધમિકાના ઉત્કર્ષી માટે અને વિદ્યાથી આની કેળવણી માટે સતત ઝંખના રહે છે. જેના ફળસ્વરૂપે તેઓની પ્રેરણાથી ‘દર્ભાવતી ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી છે. તથા જૈનસમાજના ઉપયેગી કાર્યો માટે વડાદરામાં આવેલ અમદાવાદી પાળમાં ‘હળવદનિવાસી નરેન્દ્રકુમાર મ`ગલજી મહેતા શ્રી મહાન દ–મહાબલ માનવમંદિર ’તું ચારમાળી મકાન નિર્માણુ કરવામાં આવ્યું છે. પૂજ્યશ્રીનાં આવાં કાર્યાં જૈનસમાજ માટે અત્યંત ઉપયાગી અને ગૌરવપૂર્ણ છે. પૂજ્યશ્રી હસ્તક ઉત્તરાત્તર ઉત્તમેાત્તમ શાસનપ્રભાવક કાર્યાં સુસંપન્ન થતાં રહે એ જ અભ્યર્થના સાથે હાર્દિક વંદના ! 2010_04 Page #673 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ પૂ. પંન્યાસશ્રી વલેનવિજ્યજી મહારાજ હાલાર વિસ્તારના જૈનજગતમાં આંદોલન ઊભું કરી, પરમાત્માની-નવકારમંત્રની આલબેલ વગાડનાર પૂ. મુનિરાજ શ્રી મહાસેનવિજ્યજી મહારાજના સંસારી સુપુત્ર પૂ. પંન્યાસશ્રી વાસેનવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૮ના જેઠ સુદ બીજને દિવસે આંબલા (હાલાર) મુકામે માતા જીવીબેનની કુક્ષીએ થયે હતો. ધર્મસંપન્ન માતાપિતાનું સંતાન પણ મહાન જ બને એમાં શી નવાઈ ! પુત્રનું નામ પાડ્યું વર્ધમાનકુમાર. હુલામણું નામ “કેશુ” હતું. બે વર્ષની ઉંમરથી જેણે કદી રાત્રિભૂજન કર્યું નથી, અભક્ષ્ય જેના પેટમાં ગયું નથી, અપશબ્દ જેની જિદ્દા પર આવ્યું નથી, તેવા આ કેશુ પર પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજની દષ્ટિ પડી ગઈ. આગળ જતાં, ૧૩ વર્ષની નાની ઉંમરે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને નાવલા (મહારાષ્ટ્ર)માં સેંકડે હાલારીઓ તથા અન્ય જૈનોની હાજરીમાં દિક્ષા-પ્રસંગ ઉજવાયે. અને વર્ધમાનકુમારને પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી વજનવિજયજી નામે ઘોષિત કરાયા. ક્ષપશમ તીવ્ર હોવાથી ગાથાઓ ગેખવી તેમને મન રમત વાત હતી. પંદર ગાથા એક કલાકમાં સહેલાઈથી બેલી જતા. સંયમજીવનના ઘડતર માટે એમને સફળ ઘડવૈયા એવા તપસ્વી વયેવૃદ્ધ મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજની સંભાળ નીચે રાખવામાં આવ્યા. તેઓશ્રી સાથે દસ વર્ષ સુધી રહેવાથી સંયમની ઉત્કૃષ્ટ તાલીમ મળી. સાથે સાથે વ્યાકરણ છે હજારી, કાવ્યકેષ, તર્કસંગ્રહ, મુક્તાવલી, લેકપ્રકાશ ચાર ભાગ, વિશેષાવશ્યક ભાષ્ય બે ભાગ, ધર્મસંગ્રહ, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, ત્રિષષ્ઠિદશપ કુમારપાલચરિત્ર, સંવેગ રંગશાળા, સમરાઈગ્ન કહા, પાર્શ્વનાથચરિત્ર આદિને અભ્યાસ કર્યો. તથા ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, લઘુક્ષેત્રસમાસ, તત્ત્વાર્થ, વીતરાગસ્તોત્ર, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, પડશક, સિંદુર પ્રકરણ, કુલ, અભિધાન ચિંતામણિ સંપૂર્ણ, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, શાંત સુધારસ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સમવાયાંગ આદિને વિશદ અભ્યાસ કર્યો. આવું વિશાળ વાચન અને ઊંડો અભ્યાસ ધરાવતા હોવા છતાં તેઓશ્રીમાં સરળતા અને નમ્રતા ઘણું જ જોવા મળે છે તેઓશ્રીએ પંદર વર્ષ સુધી પૂ અધ્યાત્મયોગી પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની આંતરબાહ્ય સેવાભક્તિ–વૈયાવચ્ચ કરી હતી. તેમનું આ કાર્ય લોકેના જોવામાં આવતું અને તેથી તેઓ શ્રી બહુ ભણ્યા નથી અને સેવા કરે છે એવી ધારણા લેકમાં પ્રવર્તતી, પરંતુ પછીથી વિદ્વત્તાના ક્ષેત્રમાં જવાબદારી સંભાળવાને અવસર આવી પડતાં તેમના વિશાળ જ્ઞાનને પરિચય થવા લાગે ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા. પૂજ્યશ્રી દરેક સૂત્ર સ્પષ્ટ બેલે છે અને અનેરી છટાથી બેલે છે. પૂ. પં. શ્રી ભદ્રકરવિજયજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં વ્યાખ્યાને, ચિંતને, લેઓનું સંપાદન કરી પ્રકાશન કરાવવાને પુરુષાર્થ કરી રહ્યા છે. આ ઉપરાંત, વિશેષાવશ્યક ભાગ-૨, વ્યાકરણ અષ્ટમ અધ્યાય, સિદ્ધહેમ શબ્દાનુશાસન-બૂડવૃત્તિ લધુન્યાસ સહિત, 2010_04 Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ શાસનપ્રભાવક લોકપ્રકાશના ૨૧૦૦૦ લેકપ્રમાણુ પાંચ ભાગ, ઉત્તરાધ્યયન ભાગ-૨, સુલભ ચરિત્રાણિ, પ્રકરણ રત્નાવલી, પ્રવચન સારોદ્ધાર આદિનાં સંપાદન કર્યા છે. તદુપરાંત પૂજ્યશ્રીઓનાં ૪૧ પુસ્તકોનું પ્રકાશન કરાવરાવ્યું છે. આ રીતે જ્ઞાન, ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતની ભક્તિ, જીવદયા આદિનાં કાર્યો પણ પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક થયાં છે. પૂજ્યશ્રીને જ્યારે સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે પંન્યાસપદે આરૂઢ કરાયા, ત્યારે પૂજ્યશ્રીને અંતરના ઉદ્ગાર હતા કે, “હું નાનું બાળક ધૂળમાં રમનારો. મને કલ્પના પણ ન હતી કે હું દીક્ષા લઈશ. આજે પૂ એ જે પદે મને સ્થાપિત કરેલ છે તેવી યેગ્યતા મારામાં નથી. પૂજ્ય ઉપકારી ગુરુભગવંતોની કૃપાનું જ આ ફળ છે. અને એ કૃપાના બળે જ એ પદનું હું પાલન કરી શકીશ.” પૂજ્યશ્રીમાં આવી તે નિસ્પૃહતા છે! પૂજ્યશ્રીનાં વ્યાખ્યામાં પણ પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના આદર્શ વિચારોની ઝલક જોવામાં આવે છે. તેઓશ્રીએ એમના વિચારો પચાવેલા છે. મૈગ્યાદિક ભાવ, નમસ્કાર મહામંત્ર ચિંતન, ગુણાનુરાગ, દાન, દયા, પરોપકાર આદિ વિષયો પૂજ્યશ્રી વિશદ રીતે સમજાવે છે. પૂજ્યશ્રી સ્વભાવે શાંત અને મિલનસાર છે. વડીલના કૃપાપાત્ર છે; અને એવા ઉપકારી પૂજ્યના પગલે અનેરી શાસનપ્રભાવના કરી રહ્યા છે. હાલાર પ્રદેશમાં એમના પિતામુનિએ સેંપેલી જવાબદારી બરાબર અદા કરી, શાસનની અને સંઘની ભક્તિ કરી, અનેકેને ધર્મમાગે પ્રેરી રહ્યા છે. આવા ગુણીયલ પૂ. પંન્યાસશ્રી વજનવિજયજી મહારાજને સં. ૨૦૪૭ના વર્ષમાં પરમ શાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે આચાર્યપદ માટે આજ્ઞા કરી, પણ નિસ્પૃહી, સરળ સ્વભાવી પૂજ્ય પંન્યાસજી મહારાજે પોતાના ઉપકારી ગુરુભગવંતના આદર્શને આદર્શ બનાવવા એ પદ લેવાને અસ્વીકાર કર્યો અને આજે પણ કરી રહ્યા છે. ધન્ય છે આવા પૂજ્ય પંન્યાસજીને ! વંદન હજો એ પૂજ્યવરને ! (સંકલન : પૂ. મુનિરાજશ્રી હેમપ્રભવિજયજી મહારાજ.) પૂ. પંન્યાસશ્રી કીતિ સેનવિજયજી મહારાજ પૂ. પં. શ્રી કીર્તિસેનવિજયજી ગણિવર્ય ૨૪ વર્ષની ઉંમરે વૈરાગ્યવાસિત બની, સુખમય સંસારનો ત્યાગ કરી, સિદ્ધાંતમહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાદિ ૧૦૦ ઉપરાંત પૂ. સાધુભગવંતની પુનિત નિશ્રામાં મહારાષ્ટ્રના વણ ગામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા સ્વીકારી. સતત ગુરુકુળવાસમાં રહી વિનય, વિવેક, ભક્તિ સાથે જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી આગમવાચન અને પ્રકરણાભ્યાસ દ્વારા પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. તેમની યોગ્યતાને અનુલક્ષી વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ, શ્રી વિયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૦ના ધનતેરસના દિવસે પન્ના-રૂપ ધર્મશાળા Jain, Education International 2010_04 Page #675 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ६७३ પાલીતાણામાં ભગવતીસૂત્રના જેગ કરાવ્યા અને હસ્તગિરિ તીથે સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે ૩૦૦ ઉપરાંત સાધુસાધ્વીજી મહારાજ અને ચતુવિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે મહામહેત્સવપૂર્વક ગણિપદથી અલંકૃત કર્યા. તથા સં. ૨૦૪૨ના ફાગણ વદ ૩ને દિવસે શ્રી શંખેશ્વર તીર્થે વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. આજે ૬૧ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી સુંદર આરાધના કરી-કરાવી રહ્યા છે. છેલ્લાં ૨૨ વર્ષોથી ગુર્વાજ્ઞાનુસાર જુદાં જુદાં ક્ષેત્રોમાં–કચ્છ, મારવાડ, મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, બનાસકાંઠામાં ચાતુર્માસ કરી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. પૂજ્યશ્રી ઉત્તમ લેખક પણ છે. ડિસાથી નીકળતા “રખેવાળ” દૈનિક પત્રમાં તેમની “આધ્યાત્મિક ચિંતન” નામની કલમમાં લેખમાળા પ્રસિદ્ધ થઈ રહી છે. જેના આધારે ૮ મેટાં પુસ્તક તેમ જ સંસ્કૃત, આધ્યાત્મિક, કથાઓ વગેરે કુલ મળી ૨૫ જેટલાં પુસ્તક પ્રકાશિત થયાં છે. “જ્ઞાનદીપક પ્રકાશન ટ્રસ્ટ, મારફત પૂજ્યશ્રીનાં પુસ્તક પ્રકાશિત થઈ રહ્યાં છે. પૂજ્યશ્રીની દીક્ષા બાદ તેમના સંસારી પરિવારમાંથી મુનિશ્રી વિનીતસેનવિજયજી (સંસારી ભત્રીજા), સાધ્વી શ્રી ચંદ્રધર્માશ્રીજી, સાધ્વી શ્રી ચંદ્રદશનાશ્રીજી, સાધ્વીશ્રી અમીરસાશ્રી આદિ દીક્ષિત થઈ નિર્મળ સંયમની આરાધના કરી રહેલ છે. તેમનાં સંસારી પત્ની જડાવબહેન માતુશ્રીની સેવાથે સંસારમાં રહીને પણ સુંદર ધર્મારાધના કરી રહ્યાં છે, જેમણે વર્ધમાનતપની ૧૦૦ એની પૂર્ણ કરી છે. ઉપરાંત, ૪૫ ઉપવાસ, માસક્ષમણ, વશિસ્થાનક તપ, ધર્મચકતપ, ભવ આલોચના, સિદ્ધગિરિમાં આ બિલ તપથી બે ચાતુર્માસ, કલ્યાણક ભૂમિઓની યાત્રાએ અને સુંદર જ્ઞાનાભ્યાસ કરી જીવનને ધર્મમય બનાવ્યું છે. પૂજ્યશ્રીનું ચિંતન-મનન-દેશના બિન્દુનું માધ્યમ મુખ્યતયા પંચસૂત્ર-પ્રથમસૂત્ર : “ચાર શરણ સ્વીકાર, સ્વદેષદર્શન અને પરગુણ અનુમોદન” છે. પૂજ્યશ્રીના સદુપદેશાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થમાં “શ્રી શંખેશ્વર વર્ધમાનસૂરિ જ્ઞાન આરાધના ટ્રસ્ટ” દ્વારા હાઈવે ઉપર “શ્રી વર્ધમાનસૂરિ પ્રવચન હોલ”, “શ્રી વર્ધમાનસૂરિ શાસ્ત્રસંગ્રહ', પાઠશાળા, કાર્યાલય, સ્વાધ્યાય હોલ વગેરે સાકાર થઈ રહેલ છે. આ વર્ધમાનસૂરિ એટલે આજથી ૭૦૦ વર્ષ પહેલાં થયેલ શ્રી વસ્તુપાલ-તેજપાલના ગુરુ અને શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક દેવાત્મા. પૂજ્યશ્રીને એમના પ્રત્યે અપાર ભક્તિ છે. પૂ. પંન્યાસશ્રી કીતિ સેનવિજ્યજી ગણિવરનું સંસારી નામ કાંતિલાલ, પિતાનું નામ ગોવર્ધનભાઈ અને માતાનું નામ રંભાબહેન હતું. તેમનો જન્મ સં. ૧૯૮૭ના મહા વદ ૧ને દિવસે આંબાપર (કચ્છ)માં થયો હતો. આજે પૂ. પંન્યાસજી મહારાજ શિષ્ય શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી વિનીતસેનવિજયજી, મુનિશ્રી ધર્મસેનવિજ્યજી, મુનિશ્રી સંયમરત્નવિજયજી મહારાજ સહ શાસનનાં અનેકવિધ કાર્યોમાં સંયમ શોભાવી રહ્યા છે. એવા પૂજ્યવરને કેટિ કેટિ વંદના ! (સંકલન : પૂ. મુનિશ્રી વિનીતસેનવિજયજી મહારાજ ). શ્રિ. ૮૫ 2010_04 Page #676 -------------------------------------------------------------------------- ________________ ६७४ શાસનપ્રભાવક પૂ. પંન્યાસશ્રી કનકધ્વજવિજજી મહારાજ અનેક તીર્થોની શ્રેણિઓથી શોભતે મરુધર દેશ. પાંચ ભવ્ય જિનાલયથી મંડિત નયનરમ્ય ખિવાન્દી ગામ. તેમાં ધર્મમૂતિ સુશ્રાવક ચંદનમલજીનાં ધર્મપત્ની જતનાબેનની રત્નકુક્ષીથી જન્મ પામેલ બાળક કુંદનમલના કુંદન સમા રૂપલાવણ્યને જોઈને કણ કહે કે આ માત્ર ઘરને દીપક નથી, પણ જિનશાસનને સિતારો છે! વિશેષ કરીને પિતાજીએ જ બાળપણથી ધર્મના સુંદર સંસ્કારો આપવાનું કામ કર્યું. કુંદનમાલની છ વર્ષની વયે માતાને વિયેગ થયે. ત્રણ-ત્રણ દીકરી ઉપર અવતરેલા એકના એક પુત્ર પર મા-બાપને કેવાં કેવાં હાલકડ હેય ! પિતાજી સમગ્ર કુટુંબને સંસારની જડ ઉખાડનાર ચારિત્રના માર્ગે પ્રયાણ કરવાકરાવવાની ભાવનામાં રમતા હતા. તેથી જ બાળકના વ્યાવહારિક શિક્ષણને મુખ્યતા ન આપતાં ધાર્મિક સંસ્કરણ માટે બેડિ'ગમાં મૂક્યો. બીજી બાજુ, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરાગ્યને દઢાવનારા, સંસારના રસને ક્ષીણ કરનારાં પ્રવચને વાંચવા-સાંભળવાને સુગ પ્રાપ્ત થયો. તેથી સંસાર ઉપરથી મન ઊઠી ગયું. આત્મા વૈરાગ્યવાસિત બન્ય. સં. ૧૯૯૯માં ચારિત્રના પંથે પ્રયાણ કરવાના એ મરથ “શ્રેયાંસિ બહવિષ્માનિ” એ ઉક્તિ અનુસાર ટૂંકા ગાળે પૂર્ણ ન થયા. એક પછી એક અંતરાય આવતા ગયા. પણ વૈરાગી આત્માઓ અંતરાયોથી ડગે છે? પુરુષાર્થને માર્ગ ચાલુ રહ્યો. પહેલી દીકરીને નાછૂટકે સંસારનાં બંધનમાં નાખવી પડી. બીજા નંબરની દીકરીને વાગડ સમુદાયમાં દીક્ષા અપાવી સાધ્વીશ્રી દિનકરરશ્રીજી બનાવ્યાં. ત્રીજી દીકરીને પણ ચારિત્ર અપાવી સાધ્વીશ્રી દિનમણિશ્રીજી બનાવ્યાં. હવે પિતાને માર્ગ ખુલ્લે થયે જાણી સં. ૨૦૧૧ના જેઠ સુદ પાંચમે પિતાના પુત્ર કુંદન સાથે કલકત્તા મુકામે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કરી, જૈનશાસનના અણગાર બન્યા. પિતા ચંદનમલજી મુનિરાજશ્રી ચંપકવિજયજી તથા ચરિત્રનાયક કુંદનમલજી ૧૪ વર્ષની કુમારવયે મુનિરાજશ્રી કનકધ્વજવિજયજીના નામે જાહેર થયા. બને મુનિઓના જીવનબાગને ખીલવનારા હતા સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા જિનશાસનના તિર્ધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ. બંને નવદીક્ષિત મુનિઓએ તેઓશ્રીની નિશ્રામાં રત્નત્રયીની આરાધનાને મહાયજ્ઞ આરંભ્ય. સં. ૨૦૧૧થી આરંભાયેલી આ સંયમયાત્રા ઉત્તરોત્તર ઉત્તમોત્તમ બનતાં મુનિશ્રી કનકધ્વજવિજયજી મહારાજને સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૧૨ના દિવસે મુંબઈમાં ગણિ-પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી કનકધ્વજવિજયજી મહારાજની રત્નત્રયીસાધના આજે ૩૫ વર્ષથી અવિરત ચાલી રહી છે. શરૂઆતનાં વર્ષો વડીલેની છત્રછાયામાં, ગુરુદેવેની સેવા-વૈયાવચ્ચમાં, જ્ઞાનોપાર્જન અને સ્વાધ્યાયાદિમાં પસાર કર્યા. પૂજ્ય ગુરુદેવના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પૂ. પંન્યાસજી મહારાજની પ્રવચનશક્તિ ખીલવનાર મુખ્ય બે મહાત્માઓ છે : એક, પૂ. પ્રગુરુદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને બીજા, 2010_04 Page #677 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૬૭૫ પૂજ્યશ્રીનાં પ્રવચને લખવા અને એના ઉપરથી પ્રવચનની તૈયારી કરવા સતત પ્રેરણા આપનાર પૂ. પંન્યાસશ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્ય (માસ્તર મહારાજ ). લગભગ છેલ્લા ૧૫ વર્ષથી સુંદર પ્રવચન દ્વારા અનેકનાં હૃદયમાં પૂજ્યશ્રીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અલગ ચોમાસામાં પણ તેઓશ્રી અનેકના રાહબર બન્યા છે. સં. ૨૦૪૫ના વૈશાખ વદ ૬ને દિવસે મુમુક્ષુ લાલચંદકુમાર પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિશ્રી કીતિવ્રજવિજયજી નામ ધારણ કરી સુંદર સંયમજીવન જીવી રહ્યા છે. એવા એ પરમ ઉપકારી શાસનપ્રભાવક પંન્યાસપ્રવરને શતશઃ વંદન! પૂ. પંન્યાસશ્રી રત્નભૂષણવિજયજી મહારાજ પૂ. પં. શ્રી રત્નભૂષણ વિજયજી મહારાજને જન્મ સં. ૧૯૩ના શ્રાવણ વદ ૬ને દિવસે ધોરાજી પાસેના મેટી મારડ ગામે સોરઠ વીશા શ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમનું જન્મનામ રમેશચંદ્ર હતું. પિતા જીવણલાલ દોશી અને માતા છબલબેનનાં બે સંતાનમાં રમેશચંદ્ર મેટા હતા. તેમનાથી ચાર વર્ષ નાના છબીલદાસ હતા. રમેશચંદ્રની માત્ર છ વર્ષની ઉંમરે માતા સ્વર્ગવાસી બન્યાં. દાદીમા કપૂરબહેને બંનેને ઉછેરીને મોટા કર્યા. કુટુંબ ખૂબ ધર્મપરાયણ હતું; તેથી રમેશચંદ્ર બાળવયમાં સારા એવા સંસ્કાર પામી, માત્ર ૧૦ વર્ષની વયે પાંચ પ્રતિક્રમણને ધાર્મિક અભ્યાસ સંપન્ન કર્યો. બાલવયમાં જ અતિચાર પણ મેઢે કર્યા અને સંવત્સરી પ્રતિક્રમણમાં બેલીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યા. વ્યાવહારિક પ્રાથમિક અભ્યાસ વતનમાં, માધ્યમિક અભ્યાસ અમરેલીમાં અને પિતાશ્રી ધંધાથે કલકત્તા વસવાટ કરતા ત્યાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મેટ્રિક પાસ થયા. સં. ૨૦૦૯માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલકત્તા પધારતાં, તેઓશ્રીના વ્યાખ્યાનશ્રવણ અને સમાગમથી આ ધર્મપરાયણ કુટુંબમાં વૈરાગ્યની ભાવના પ્રગટી. તેમાં સં. ૨૦૧૩માં અષાઢ સુદ ૧૩ના શુભ દિવસે પિતા જીવણલાલ દીક્ષા અંગીકાર કરી પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયભૂષણ વિજયજી નામે જાહેર થયા. ત્યાર બાદ સં. ૨૦૧૪માં, અમદાવાદમાં, બીજા શ્રમણસંમેલનના ઐતિહાસિક પ્રસંગ પછી તુરત જેઠ સુદ ૬ને દિવસે રમેશચંદ્ર પુ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી વિમૃગાંકસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી રત્નભૂષણવિજયજી નામે ઘેષિત થયા. એ જ રીતે કુટુંબના છેલ્લા સભ્ય છબીલદાસે પણ સં. ૨૦૧૮માં ચૈત્ર વદ પાંચમને દિવસે અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રી સંસારીપણે મોટાભાઈ પૂ. શ્રી રત્નભૂષણવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી કુલભૂષણવિજયજી બન્યા. આમ, કુટુંબના સર્વ સભ્ય, ત્યાગમાર્ગને સ્વીકાર કરી, જિનશાસનને ચરણે જીવન સમર્પિત કરી, શાસનશેભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. પૂ. મુનિશ્રી રત્નભૂષણવિજયજી મહારાજે દીક્ષા પછી પણ ધર્માભ્યાસમાં ખૂબ આગળ વધી વિશદ અને ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. શરૂઆતમાં સિદ્ધહેમ વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર વગેરેને તેમ જ ૪૫ આગમોને ટકા સહિત ગુરુમુખે અભ્યાસ કર્યો. તેઓશ્રીએ દીક્ષા લીધી ત્યારથી 2010 04 Page #678 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક તે સં. ૨૦૩૧માં પૂ. ગુરુમહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી એક પણ દિવસના વિયેગ વિના સતત ગુરુસેવા કરી. ગુરુદેવના અનન્ય કૃપા અને આશીર્વાદ મેળવ્યા છે અને એ ગુરુકૃપાબળે આજે પણ પૂજ્યશ્રી સંયમની આરાધના, આધ્યાત્મિક સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી રહ્યા છે. પૂજ્યશ્રીની આવી ઉત્કૃષ્ટ ગ્યતા જાણીને તેમને સં. ૨૦૪પના પોષ વદ ૧ના દિવસે મુંબઈમાં ગણિ-પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી રત્નભૂષણ વિજયજી મહારાજ સ્વ-પર કલ્યાણ માર્ગે આગળ વધી વિવિધ ધર્મકાર્યો દ્વારા સારી એવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. તેઓશ્રીએ વરસીતપ, અઠ્ઠાઈ, જ્ઞાનપંચમીની આરાધના, નવપદની એળીઓ વગેરે તપસ્યા કરી છે. સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા અને તેમાં છડુંપૂર્વક સાત યાત્રા કરી હતી. પૂજ્યશ્રીએ પ્રાચીન હસ્તલિખિત પ્રતેનું સંશોધન અને તે જ પદ્ધતિ દ્વારા અત્યારે પણ લહિયાઓ પાસે આગમાદિ શાસ્ત્રગ્રંથ લખાવવાનું કાર્ય ચાલુ છે. તેઓશ્રીએ દસેક ધર્મગ્રંથનું સંપાદન કરેલ છે અને તે પ્રકાશિત થયેલ છે. તેમાં અધ્યાત્મ રત્નમંજૂષા અને “આરાધનાનું મંગલમય ભાથું – એ બે નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન થયાં છે—જેવાં કે, પ્રભુપ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, છરીપાલિત યાત્રાસંઘ, નાનીમોટી સામુદાયિક આરાધનાઓ, ઓચ્છવ --મહત્ય. સં. ૨૦૪૭નું ચાતુર્માસ સમેતશિખરજી તીર્થે કર્યું. તેઓશ્રી તથા વયેવૃદ્ધ પૂ. મુનિશ્રી જયભૂષણવિજયજી મહારાજ તથા નિસ્પૃહી વૈયાવચ્ચકારી પૂ. મુનિશ્રી કુલભૂષણવિજયજી મહારાજ (સંસારપણે પિતાશ્રી અને લઘુબંધુ) આદિની નિશ્રામાં આ ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના થવા સાથે તીર્થ માટેની સારી એવી જાગૃતિ આવી હતી. પૂજ્યશ્રી દ્વારા આ રીતે જ્ઞાન પ્રસારનાં, ધર્મા પ્રભાવનાનાં અને તીર્થભક્તિ-જાગૃતિનાં કાર્યો ઉત્તરોત્તર આગળ વધતાં રહો એ જ અભ્યર્થના સાથે એ કાર્યો માટે પૂજ્યશ્રી સ્વસ્થ નિરામય દીર્ધાયુ પામે એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીના ચરણે શતશઃ વંદના! — — પૂ. પંન્યાસશ્રી શ્રેયાંસવિયજી ગણિવર્ય પૂજ્યશ્રીનું વતન કચ્છનું જખૌ ગામ. પિતાનું નામ ઠાકરશી નાગશી અને માતાનું નામ લીલાબાઈ સ્વનામ શાંતિલાલ. તેમને જન્મ મુંબઈમાં તા. ૧૬-૬-૧૯૪૧ને સોમવારે થયે. સેવાગ્રામ (વર્ષા), ગુરુકુળ (સોનગઢ) અને મુલુન્ડમાં વ્યાવહારિક શિક્ષણ પાંચ ધારણ સુધીનું લીધું. પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, તત્વાર્થસૂત્ર, હેમલઘુપ્રક્રિયાનો અભ્યાસ કર્યો. સં. ૨૦૧૩ના મહા વદ પાંચમને મંગળવારે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. આ. શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા અંગીકાર કરીને મુનિશ્રી શ્રેયાંસવિજયજી મહારાજ બન્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિનાડુ, એરિસા, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન આદિ સમગ્ર ભારતવર્ષમાં વિચર્યા 2010_04 Page #679 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૬૭૭ પૂજ્યશ્રી શાસ્ત્રવેત્તા અને ધર્મ પ્રવૃત્તિઓના પ્રેરણાદાતા છે. તેથી તેઓશ્રીની વિશેષ પ્રવૃત્તિમાં સાહિત્યસર્જનનું કામ નેધપાત્ર છે. પૂજ્યશ્રીએ પાર્શ્વનાથચરિત્ર, શાંતિનાથચરિત્ર, કલ્પસૂત્ર, ઉપદેશતરંગિણી, ઉપદેશપ્રસાદ ભાગ ૧ થી ૩, વર્ધમાનદેશના, ધન્યકુમારચરિત્ર (બે આવૃત્તિ) આદિ ગ્રંથે પ્રગટ કર્યા છે. તેઓશ્રીને શિક્ષણિક શિબિરમાં ખૂબ રસ છે. બાળકની જ્ઞાનશિબિરોનું પણ આયોજન કર્યું છે. પૂજ્યશ્રી ઘણા શિષ્યપ્રશિષ્ય સમુદાય ધરાવે છે. પૂજ્યશ્રીને ૨૦૩૪ના વૈશાખ વદ ૩ને શુભ દિને બોરસદ મુકામે ગણિપદ અને સં. ૨૦૩ના ચૈત્ર સુદ ૩ને દિવસે વલસાડ મુકામે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી અધિકાધિક શાસનપ્રભાવક કાર્યો કરતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના! પૂ. પંન્યાસશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ ચૌદ વર્ષની બાલ્યવયે મુમુક્ષુ બકુલે ડહેલાવાળા સમુદાયના પૂ. આ. શ્રી વિજ્યયશભદ્રસૂરિજી મહારાજનાં પાવન કરકમળથી ૨૦૧૩ના જેઠ સુદ પાંચમના મંગળ દિને દીક્ષા અંગીકાર કરી, અને મુનિશ્રી વિમલભદ્રવિજ્યજી બન્યા. અપૂર્વ લગન, ગુરુભક્તિ અને ક્ષેપશમના પ્રભાવે સંસકૃત-પ્રાકૃત ધાર્મિક પ્રકરણગ્રંથનું ઊંડું અધ્યયન કરવા સાથે સંસ્કૃત ભાષાની પરીક્ષાઓ પસાર કરી. ગુરુકૃપાથી પ્રવચનશક્તિમાં સારો વિકાસ સાધ્યું. જ્ઞાન ધ્યાનની સાધના સાથે ૮, ૧૧, ૧૬, ૨૧, ૩૦, ૩ર ઉપવાસ આદિ કઠિન તપશ્ચર્યા અને મુનિજીવનની ચોગસાધનામાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી આચારાંગસૂત્રનાં ગહન પણ કર્યા. સૌ કઈ સાથે મધુરતાભર્યો વ્યવહાર અને સુખદુઃખમાં સમભાવ ધારણ કરતાં મુનિશ્રીને મુખ્ય મંત્ર “નમે અરિહંતાણું” વારંવાર ગુંજતે હોય છે. ગુરુસેવાની અનન્ય અને એક માત્ર ઇચ્છાને સેવતા મુનિરાજને યોગ્યતાનુસાર ગણિ-પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. જ્ઞાનતપ-સાધનામાં પૂજ્યશ્રી દિનપ્રતિદિન વિકાસ સાધતા રહો એ જ શુભકામના ! અને પૂજ્યશ્રીનાં ચરણમાં ભાવભીની વંદના ! પૂ. પંન્યાસશ્રી માનતુંગવિજયજી મહારાજ પૂ. પં. શ્રી માનતુંગવિજયજી મહારાજને જન્મ સં. ૧૯૮૭ના ભાદરવા વદ ૧૨ને દિવસે ગુજરાતના પ્રસિદ્ધ અને ઐતિહાસિક નગર પાટણ શહેરમાં થયું હતું. તેમના પિતાનું નામ સુંદરલાલ, માતાનું નામ તારાબહેન અને તેમનું પિતાનું જન્મ નામ મહેન્દ્ર હતું. બાલ્યવયમાં મળેલા ધર્મસંસ્કારોથી તેમની ધર્મ પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં અને આગળ જતાં દીક્ષાની ભાવના જાગતાં સં. ૨૦૧૫ના પિષ વદ ૭ને દિવસે મુંબઈમાટુંગા મધ્યે દીક્ષા અંગીકાર કરી અને પૂ. આ. શ્રી વિજય મેરૂતુંગસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી માનતુંગવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા બાદ તેઓશ્રી જ્ઞાન, ધ્યાન અને સયંમની આરાધના સાથે ગુરુદેવને સમર્પિત 2010_04 Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ શાસનપ્રભાવક બની ગયા. વિનય, વૈયાવચ્ચ, ભક્તિ આદિના કારણે તેઓશ્રી ઉપર ગુરુકૃપા પણ વરસતી રહી. પૂજ્યશ્રીને સં. ૨૦૩૬ના માગશર વદ બીજને દિવસે ભાવનગરમાં ગણિપદથી અને સં. ૨૦૩૯ના વૈશાખ સુદ ૧૦ના દિવસે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી માનતુંગવિજયજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્ય હેવાથી પૂજ્ય આચાર્યશ્રીની શુભ નિશ્રામાં અદ્યાપિપર્યત થયેલાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં, અખંડ ગુરુકુળવાસ સેવી, ડાતા રહ્યા છે. એવી જ રીતે પૂજ્યશ્રી દ્વારા ઉત્તરોત્તર વધુ ને વધુ શાસનસેવા થતી રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણે કેટ કેટિ વંદના! પૂ. પંન્યાસશ્રી કલ્યાણસાગરજી મહારાજ ધર્મનગરી રાધનપુરમાં શેઠશ્રી કાન્તિલાલ અમૂલખદાસનાં સુશ્રાવિકા ધર્મપત્ની કંચનબહેનની કુક્ષીએ સં. ૨૦૦૧ના મહા સુદ ૧૦ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ કિરીટકુમાર રાખવામાં આવ્યું. તેની વય ૮ વર્ષની થતાં પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના પરિચયમાં સમસ્ત કુટુંબ આવ્યું અને ધર્મના રંગે રંગાયું. તેમાં ભાઈ કિરીટકુમારે નવપદજીની એળી કરવા સાથે સંયમ લેવાની ભાવના દઢમૂળ કરી. સં. ૨૦૧૨માં પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં મહામંગલકારી ઉપધાનતપની ભાવપૂર્વક આરાધના કરીને મોક્ષમાળા પહેરી દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા પરંતુ ધર્મને વધુ અભ્યાસ કરવા માટે માતા-પિતાએ મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળામાં મોકલ્યા. ૧૬ વર્ષની ઉંમર સુધીમાં પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૨ કર્મગ્રંથ સુધીને અભ્યાસ કર્યો. સાડાત્રણ વર્ષ પાઠશાળામાં રહ્યા. ૧૬ વર્ષની ઉંમરે વર્ધમાન તપને પાયો નાખ્યો. ૧૮ વર્ષની ઉંમરે તેમની દીક્ષાની ભાવના સાકાર થઈ અને મેત્રાણ તીથે પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈપૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી કલ્યાણસાગરજી નામે જાહેર થયા. પૂજ્યપાદ ગુરુભગવંતની પાવન નિશ્રામાં આગમ-ન્યાય-વ્યાકરણ આદિને ગહન અભ્યાસ કર્યો. કેટલાંક ચાતુર્માસ પૂની નિશ્રામાં કરીને પછીથી સ્વતંત્રપણે શાસનસેવાનાં કાર્યો ઉપાડ્યાં. સં. ૨૦૩૦ના માગશર સુદ ને દિવસે મુંબઈ-વિલેપાર્લેમાં પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે ગણિપદ પ્રદાન થયું. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને દિવસે પાલીતાણામાં પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદ પ્રદાન થયું. પૂજ્યશ્રીના પગલે પગલે તેઓશ્રીના વયેવૃદ્ધ પિતાએ, નાનાભાઈ એ, નાનીબહેને પણ સંયમ સ્વીકાર્યું. સુદીર્ઘ દક્ષા પર્યાય દરમિયાન પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક ભવ્યાત્માઓની દીક્ષા થઈ છે. અનેક રીપાલિત સંઘે નીકળ્યા છે, અનેક ઉપધાન–ઉદ્યાપન આદિ તપશ્ચર્યાઓ થઈ છે. શાસનપ્રભાવનાનાં અન્ય અનેક કાર્યો ચિરસ્મરણીય રીતે સુસંપન્ન થયાં છે અને થઈ રહ્યાં છે. તેમાં સવિશેષ નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ઈડર પાસે રાણી તળાવમાં શ્રી અષ્ટાપદ જલમંદિર નિર્માણ જના 2010_04 Page #681 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ટ્રસ્ટની સ્થાપના થવા સાથે તેની અંતર્ગત શ્રી પાવાપુરી જલમંદિરનું ભવ્ય નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પૂજ્યશ્રીને સં. ૨૦૪૭માં ૮૫-૮૬માં વર્ધમાનતપની ઓળી ચાલી રહી છે. ટૂંક સમયમાં ૧૦૦મી એળીની પૂર્ણાહુતિને આરે પહોંચશે. તપ-ત્યાગ, શીલ-ચારિત્રની અખંડ આરાધના કરતાં પૂજ્યશ્રી દીઘયુષ્ય ભોગવી પરમપ્રભાવક શાસનસેવા કરતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કટિશઃ વંદના ! (સંકલન : મુનિશ્રી રાજતિલકસાગરજી મહારાજ.) ધર્મચકતપ પ્રભાવક પૂ. પંન્યાસશ્રી જગવલ્લભવિજયજી મહારાજ સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશના “ભગતનું ગામના હુલામણા નામે વખણાતું સાયલા ગામ સંતે અને સજજનેની ભેમકા છે. એ પ્રસિદ્ધ અને પાવન ગામમાં જગજીવન નામના શ્રેષ્ઠી હીરાબહેન નામનાં ધર્મપત્ની સાથે રહેતા હતા. સં. ૧૯૯ના ફાગણ વદ ૧૦ને દિવસે હીરાબહેને પુત્રયુગલને જન્મ આપ્યો. “પુત્રનાં લક્ષણ પારણામાં” એ અનુસાર પ્રથમ દર્શને જ જણાઈ આવતું કે હીરાની કૂખે હીરા જ પાડ્યા છે! જેઓની રગેરગમાં ધર્મભાવનાનાં રક્તકણે વહેતાં હતાં એવાં હીરાબાએ જયંતી અને જસવંતના નામે વૃદ્ધિ પામતાં આ બાળકોને બાળપણથી જ સ્તનપાન અને દુધપાનની સાથે ધર્મભાવનાનાં અમપાન કરાવ્યાં. ઉંમર, બુદ્ધિ, જ્ઞાન ને ગુણથી વિકાસ પામતી આ બંને ભાઈ ની જોડી માતાપિતાનાં આનંદ અને આશાને વિષય બની. એક જ સરખી રીતે વરસતી જલધારા જેમ પાત્રની શક્તિ અનુસાર ફળદ્રુપ બને છે, તેમ સમાન એવી સંસ્કારની અમીધારાથી સિંચાતા હોવા છતાં યંતીની અંતરભૂમિ પર તે ધારા શ્રાવકધર્મની આરાધનાના ફળરૂપે સીમિત બની, જ્યારે જસવંતની અંતરભૂમિ પર તે તે વિરાગની વેલડીનું ઉદ્દગમસ્થાન બની રહી ! પ્રાપ્ત થતા સદ્ગુરુના સંગની તકને વધાવી લેવાની વૃત્તિથી જસવંતના જીવનમાં ભૌતિકતાના વિલાસી રંગોને પ્રવેશ થઈ શકયો નહીં. પૂ. આ. શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યે અને બાલમુનિ પૂ. શ્રી નંદીઘોષવિજયજી મહારાજના દર્શને બાલ જસવંતને પણ તેવા બાલમુનિ બનવાની ઝંખના જાગી. વિરાગ-ભાવનાની વિકસિત થતી એ વેલડીને અધિક વિકાસ પામવા માટે આધારરૂપ વિશાળ વડલા સ્વરૂપ વાત્સલ્યવારિધિ પૂ. આ. ભ. શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજને ભેટો થયે. નિકટમાં આવેલી સુરેન્દ્રનગરની ભૂમિને એ મહાપુરુષે પાવન કરી હતી. ગામ-પરગામના હજારો ભાવિકે આ પરમબ્રહ્મ મૂર્તિનાં દર્શન કરી ધન્ય બનતા હતા. તેમાં માતા હીરાબહેન સાથે જસવંત પણ ત્યાં ગયાં. આ મહાપુરુષ માટેની એક માન્યતા તે કાળે એ પ્રવર્તતી કે, “એ જેને હાથ પકડે તે આત્મા સંસારની બાથમાંથી છૂટીને સંયમના પાથ ઉપર આગળ વધ્યા વિના ન રહે !” અને યવનના ઉષાકાળે એક ધન્ય પળે જસવંતને હાથ એ મહાપુરુષ પકડ્યો; ને કહ્યું કે, “હીરાબેન! આ 2010_04 Page #682 -------------------------------------------------------------------------- ________________ co "" જસવંતને વિહારમાં લઇ જવા છે. આ વાત સાંભળી ધર્મી છતાં મેહયુક્ત હીરાબેન અંતરથી ડરી તેા ગયાં, પણ મહાપુરુષના વચનને ટાળી શકયા નહીં. એક દિવસ માટે જસવંત તે મહાપુરુષની સાથે રહી પાછો આવ્યા ખરો, પણ તે ઘરે રહેવાની ઇચ્છાથી નહી'; પર`તુ કયારેય ઘરે પાછા નહીં ફરવાની આશિષ લેવા. પરંતુ માહઘેલા સ્વજના દીક્ષા માટે ના-સંમત બનતાં, તેમના તીવ્ર પ્રતિકાર રૂપે જસવ'તે પણ ખરાખરીના જગ માંડડ્યો. ત્રણ-ચાર વાર તે ઘરેથી રફુચક્કર પણ થઇ ગયા. તપ-ત્યાગના યજ્ઞ આરંભ્યા. અંતે તીવ્ર સાધનાના સુપરિણામ રૂપે સ્વજનાના મેાહઘેલાપણાને અને પેાતાના ચારિત્રમેાહનીય કર્માંનાં પડળાને દૂર નિવારીને, સ. ૨૦૧૮ના ફાગણ સુદ ૧૦ના દિવસે, સાયલા ગામમાં જ, ભીષ્મતપસ્વી પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જસવ'ત અણુગાર બની જિનશાસનના શણગાર બન્યા. વિરાગમૂર્તિ પૂ. મુનિશ્રી હેમચ'દ્રવિજયજીના શિષ્ય મુનિશ્રી જયચંદ્રવિજયજી તરીકે જાહેર થયા. મા એ મા, બીજા વગડાના વા' એ પ્રમાણે ગુરુ પાતાના શિષ્યની જે સંભાળ કરી શકે તેટલી બીજા ના કરી શકે, એ વાત નક્કી જ છે. તે કાળે પૂ. મુનિશ્રી હેમચંદ્રવિજયજીની શારીરિક સ્થિતિ નાજુક હોવાને કારણે નૂતન મુનિવરના વિકાસને અનુલક્ષીને ભવિષ્યની ચિંતાથી સ. ૨૦૧૮ના વૈશાખ સુદ ૬ના શુભ દિવસે પરમ ગુરુદેવ આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂ. મુનિરાજશ્રી ધર્માંનવિજયજી ( પછીથી આચાર્ય શ્રી વિજયધમજિતસૂરીશ્વરજી ) મહારાજના શિષ્ય તરીકે શ્રી જયચ'દ્રવિજયજીને બદલે શ્રી જગવલ્લભવિજયજીના નૂતન નામાભિધાન સહ પંચ મહાવ્રતના સ્વીકારરૂપ વડી દીક્ષાને સ્વીકાર કર્યાં. ત્યાર બાદ, તપત્યાગ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ આદિ વિવિધ સાધનાના યજ્ઞના આરંભ કર્યાં. જીવનપર્યંત લીલાં શાકભાજીના ત્યાગ, અનિવાય કારણે એક-બે ફૂટ સિવાય સફળાહારનેા ત્યાગ, પ્રાયઃ સ સુક્કા મેવાના ત્યાગ, અનેક મીઠાઈ તેમ જ ફરસાણની ચીજોના પણ ત્યાગ – આમ, પૂ. મુનિશ્રી જગવલ્લભવિજયજી મહારાજ અનેક પ્રકારે ત્યાગ દ્વારા વિરાગને પુષ્ટ કરતા ચાલ્યા. વળી, શ્રેણીતપ, સિદ્ધિતપ, વરસીતપ, ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતના અઠ્ઠમ, વધુ માનતપની ૫૯ એળી, ધ ચક્રતપ વગેરે અનેકવિધ તપધર્મના તાપમાં અસ`ખ્ય ભવાનાં પાપને ભસ્મીભૂત કરવા માંડચા. ઉપરાંત, જ્ઞાનાર્જનની સાધના પણ ઉત્તરોત્તર આગળ વધતી ચાલી. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ તથા ન્યાયના કેટલાક પ્રથા અને આચારાંગાદિ ૩૫ આગમસૂત્ર, છેદસૂત્ર વગેરેના સ્વય' જ્ઞાતા બન્યા. એટલું જ નહિ, અનેક નાનામેટા મહાત્માઓને આગમવાચના દ્વારા અધ્યયન કરાવ્યું. જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગની સાધનામાં પૂજ્યશ્રી ખૂબ આગળ વધ્યા, તે સાથેાસાથ વૈયાવૃત્તાન્તરાલે સ્વાધ્યાયે વિધેય આ સૂત્રના પરિણતિજ્ઞાનથી ગુરુભક્તિ અને સાધુભક્તિના યાગમાં પણ અદમ્ય ઉત્સાહવાળા બન્યા. સંયમજીવનનાં પ્રારંભિક ૧૨ વ તા એકમાત્ર ગુરુસેવાના મંત્રને કેન્દ્રમાં રાખીને સાધના કરી, જે ભક્તિપ્રભાવે અનેક શક્તિઓના સ્વામી બન્યા. શાસનપ્રભાવક અધ્યાત્મસાધનામાં નિમગ્ન બનેલા મુનિશ્રીને શાસનપ્રભાવનાનાં કાર્યો માટે સુયેાગ્ય જાણીને પરમેાપકારી દાદાગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે અંતરના આશિષપૂર્ણાંક સ્વતંત્ર રીતે ગામેગામના ભાવિકોને આરાધનાના માગે" ઉદ્યમશીલ બનાવવા 2010_04 Page #683 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૬૮૧ માટે મોકલ્યા. સં. ૨૦૩૦ની સાલમાં છાણીમાં પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસથી પ્રારંભાયેલી આ પ્રભાવક યાત્રા આજે ૧૮ વર્ષે પણ દિનપ્રતિદિન વિકાસમાન રહી છે. પૂજ્યશ્રીનાં વૈરાગ્યસભર પ્રેરણામૃતનાં અમીપાન દ્વારા વિષમય સંસારથી સર્વથા મુક્ત બનીને આજે પ્રાયઃ ૨૫-૩૦ જેટલા ભવ્યાત્માઓ સર્વવિરતિ ધર્મની સુંદર સાધના દ્વારા જિનશાસનના શ્રમણ-શ્રમણ સંઘને વિભૂષિત કરી રહ્યા છે. સેંકડો આત્માઓ સુવિશુદ્ધ ધર્મમાર્ગના આરાધક બન્યા છે, તે પૂજ્યશ્રીની પ્રભાવક પ્રેરણાથી સંપન્ન થયેલા અનેક નાનામોટા છરી પાલિત યાત્રા સંઘ, ઉપધાનતપનાં આજને અને ધર્મચકવતિની પ્રભાવક રથયાત્રાનાં આયેાજનેને પામીને હજારો ભવ્યાત્માઓ સમન્ દર્શનને પ્રાય પશી ચૂક્યા છે. પૂજ્યશ્રીની પ્રભાવકતા સાહિત્યક્ષેત્રે પણ એવી જ અદ્દભુત પ્રસરી છે. ગુજરાતી કાવ્યક્ષેત્રમાં પૂજ્યશ્રીએ સારી સફળતા મેળવી છે. પરમાત્મભક્તિની એકતાનતાના જોરે ઝણઝણી ઊઠેલા પૂજ્યશ્રીના હૃદયઝંકારમાંથી પ્રગટેલી સુરાવલિ “પ્રભુમિલનને સેતુ”, “ભક્તિની શક્તિ', ભાવભરી સ્તવનાવલી”, “નવનિધાન” આદિ પુસ્તક દ્વારા અનેક ભવ્યાત્માઓને પરમાત્મભક્તિમાં એકતાન બનાવવામાં સફળ બની રહી છે. પ્રગટપ્રભાવી, પુરુષાદાનીય દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુજી પૂજ્યશ્રીની શ્રદ્ધાના અનન્ય સ્થાને વિરાજે છે. એ પરમાત્માનાં પ્રગટ પ્રભાવી તીર્થો અને મહિમાગર્ભિત નામોના ઇતિહાસથી યુક્ત એવા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન ગ્રંથનું સંપાદનકાર્ય કરીને પૂજ્યશ્રીએ સાહિત્યક્ષેત્રની અલબેલી આલમમાં એક નયનરમ્ય નજરાણાને થાળ અર્પણ કર્યો છે. મંત્રાધિરાજ પ્રત્યેની પૂજ્યશ્રીની આસ્થા પણ અનુમોદનીય છે. મહામંત્રના જાપના પ્રભાવે અનેક દિવ્યાનુભૂતિઓને પણ તેઓશ્રી પામી શક્યા છે. મહામંત્રના ૬૮ અક્ષરો પરથી ઉબેક્ષિત ૬૮ તીર્થોની હારમાળા પણ આ જાપના પ્રભાવે દિવ્ય રીતે પ્રાપ્ત થઈ છે. અને શઘિકવિત્વની દિવ્ય દેણને વરેલા પૂજ્યશ્રીએ એક જ દિવસમાં તીર્થોની ભાવભક્તિ રૂપ સ્તુતિમાલા અને પ્રાચીન ગ્લૅક દ્વારા શ્રી ૬૮ તીર્થ મહાપૂજનની રચના કરીને ભક્તિનું એક અભિનવ નજરાણું પણ શાસનને ચરણે સમર્પિત કર્યું છે. ઉપરાંત, દેવાધિદેવના દેવકૃત ૧૯ અતિશયમાંથી પ્રથમ અતિશયરૂપ ચકાધિરાજ “શ્રી ધર્મચક” એ પૂજ્યશ્રીના જીવનનું અવિભાજ્ય અંગ બની ચૂકયું છે. ભવાંતરમાં સાક્ષાત્ તીર્થંકર પદવીને અથવા તે તીર્થંકરના પ્રગટ સાંનિધ્યને પમાડવામાં સમર્થ એવા મહામંગલકારી શ્રી ધર્મચકતપની આરાધના પૂજ્યશ્રીની પ્રેરણાથી આરાધીને સેંકડો આત્માઓ આજે પણ પાપ-તાપ-સંતાપથી મુક્ત થઈ શાંતિ અને સમાધિની અનુભૂતિને પામી રહ્યા છે. પૂજ્યશ્રીની આવી ઉત્તમોત્તમ યેગ્યતાને જાણીને સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમે તેઓશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા છે. આ રીતે પરમાત્માને અનુગ્રહ, ગુરુદેવની કૃપા, શાસનદેવેની સહાય અને ભવ્યાત્માઓની શુભેરછાઓથી સંયમસાધક અને શાસનપ્રભાવક બની રહેલી પૂજ્ય પંન્યાસશ્રી જગવલ્લભવિજયજી મહારાજની જીવનયાત્રા અવિરતપણે વિકાસશીલ બની સ્વ-પર ભવ્યાત્માઓની ભવયાત્રા અવરોધી શિવયાત્રાના પાથેયરૂપ બને એ જ મંગળકામના સહ પૂજ્યશ્રીના ચરણે ભાવપૂર્ણ વંદનાવલી ! (પૂ. મુનિશ્રી ચારિત્રવલ્લભવિજયજી મ. સા. પૂ. મુનિશ્રી દર્શનવલ્લભવિયજી મસ્સા.ની પ્રેરણાથી શ્રી “પરિસિક” પરિવાર–સમશેરપુર-સંગમનેર-નાસિક-અમદાવાદના સૌજન્યથી ) શ્ર. ૮૬ 2010 04 Page #684 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ શાસન પ્રભાવક પૂ. પંન્યાસશ્રી મહાયશસાગરજી મહારાજ પૂજ્યપાદથી સાગરાનંદસૂરિ-સમુદાયમાં જે કેટલાક ત્યાગી, તપસ્વી, ઉગ્ર વિહારી અને અનુશાસનના ચુરત નિયમોને સ્વીકારનારા મુનિવર્યો વર્તમાનમાં વિચરી રહ્યા છે, તેમાં પૂ. પંન્યાસશ્રી મહાયશસાગરેજી મહારાજ પણ સાંપ્રતકાલીન પ્રવાહ વચ્ચે બહુ જ સ્વસ્થતાથી સંયમસાધના કરી રહ્યા છે. સંસારીપણામાં મૂળ સૌરાષ્ટ્રના વતની પિતાશ્રી અમૃતલાલ ભૂદરશી કોઠારી અને ધર્મવત્સલ માતુશ્રી ચંપાબહેનને ત્યાં તા. ૧૫-૧-૧૯૪૧ના રોજ પૂજ્યશ્રીને જન્મ થયો. ત્રણ ભાઈઓ અને પાંચ બહેન હતાં. ધર્મસંસ્કારનું ખૂબ જ સારું વાતાવરણ હતું. તેથી વીતરાગ પરમાત્માને શરણે જવાને સંયમમાર્ગને રંગ નાની ઉંમરમાં જ લાગે. કંદમૂળત્યાગથી માંડીને જૈન ધર્મના આચારવિચારમાં ચુસ્તપણે તેમને ઉછેર થવા માંડ્યો. પાલીતાણા ગુરુકુળમાં એસ. એસ. સી. સુધીને અભ્યાસ કર્યો. પંચપ્રતિક્રમણ આદિ ધાર્મિક અભ્યાસ નાની ઉંમરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો. શિખરજીની યાત્રાએ નીકળ્યા ત્યારે મને મન દીક્ષાને સંકલ્પ કરી લીધે. સં. ૨૦૧૯ના મહા વદ પાંચમના રોજ દીક્ષા ગ્રહણ કરી. પૂ. ગુરુદેવશ્રી દર્શનસાગરસૂરિજી મહારાજની સતત પ્રેરણા મળતી રહી. પ્રથમ ચાતુર્માસમાં સરકજાતિના ઉદ્ધારનું કામ કરવાનો મોકો મળે. દક્ષિણ સિવાય ભારતનાં બધાં જ સ્થાનોમાં વિચરતા રહ્યા. કલકત્તામાં જૈન પાઠશાળા શરૂ કરાવી. પૂજ્યશ્રીની પ્રેરણાથી આઠ છ'રીપાલિત સંઘે નીકળ્યા. તેમના શુભ હસ્તે બાવન જેટલી દીક્ષા થઈ, જેમાં પિતાના કુટુંબમાંથી ૨૩ દીક્ષાઓ થઈ છે. તેઓશ્રીની નિશ્રામાં જુદી જુદી પાંચ જગ્યાએ ઉપધાનતપની આરાધના થઈ છે. સં. ૨૦૩૬ મુંબઈમાં પૂજ્યશ્રી ગુરુદેવના હસ્તે ગણિપદ પ્રદાન થયું. સં. ૨૦૪૪માં સુરતમાં પંન્યાસપદ પર આરૂઢ કરવામાં આવ્યા. ત્રણ વરસીતપ, ૯૯ યાત્રા ૯ વાર, શ્રી સિદ્ધાચલજીની કુલ ૧૩૫૧ યાત્રાઓ, તળાજાની યાત્રા ૧પ દિવસમાં ૧૧૧ વાર આદિ તપ-જપ દ્વારા સંયમજીવનને સુંદર બનાવી રહ્યા છે. કલકત્તાથી વિહાર કરી રાયપુરથી નાગપુરા–ઉવસગ્ગહર પાર્શ્વપ્રભુના તીર્થને છરીપાલિત સંઘ, જેમાં ૨૫૦ યાત્રિકે કલકત્તાના જોડાયા હતા. તીર્થમાળા તથા પ્રભુજીની ચલ-પ્રતિષ્ઠા મહા સુદ ૧૫ના દિવસે થઈ, જે કેશીગણધર સ્વામી પછી પૂજ્યશ્રીના હસ્તે થવા પામી, જેને લાભ અંધેરીનિવાસી બિપીન કે. પારેખ તથા વિજય કે. પારેખના પરિવારે ઉદાર દિલે લીધો હતે. પૂજ્યશ્રીના ઉપદેશથી તીર્થમાં પ૦૦૧ની ભેજનશાળાની કાયમી તિથિ નોંધાવાતા લગભગ ૭૦ થી ૭૫ તિથિઓ નેંધાઈ રૂ. ૧૧૧૧ની ડ્રો યોજનામાં ૬૦-૬૫ જણાએ લાભ લીધે. ઉપાશ્રયના રૂમ-૧ તથા નવી ધર્મશાળાનું શિલાસ્થાપન થયું. તીર્થમાં રૂ. પાંચ લાખની ઊપજ થઈ. કલકત્તા ગુજરાતી જૈન સંઘ (૬, કેનિંગ સ્ટ્રીટ )ના પ્રમુખશ્રી આદિ સંઘમાં આવ્યા હતા. ત્યાર પછી ટ્રસ્ટી મંડળ સાથે આવી શ્રીસંઘે તીર્થને બહારના ગેટ પર નામ આપવાને રૂ. ચાર લાખથી લાભ લીધે. પૂ. પંન્યાસશ્રી મહાયશસાગરજી મહારાજ ઘણા જ સૌમ્ય, શાંત, સરલ તેમ જ જ્ઞાન, તપ, પ્રવચન આદિ ગુણોથી વિભૂષિત તથા પ્રભુવાણીનાં ગહન તને બાલભોગ્ય રીતે સરળ 2010_04 Page #685 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૬૮૩ કરી સમજાવવામાં સમર્થ અને ભાવિકેને જિનશાસનરસિક બનાવવામાં સતત પ્રયત્નશીલ છે. જેનેતર એવા વિરમગામ પાસેના ટ્રેટ ગામના વાઘેલા ગરાસિયા લાલુભા મફાજીને કંદમૂળ, રાત્રિભેજન, પ્રતિદિન ૧૦૦ બીડીનું વ્યસન હતું. પૂજ્યશ્રીના પરિચયમાં આવતાં તે સદંતર બંધ થઈ ગયું. રોજ ચઉવિહાર, નવકારસી તથા સામાયિક, દર અગિયારસે ઉપવાસ, નવકારની માળા, વરસીતપ કર્યા અને દર વર્ષે પૂજ્યશ્રી જ્યાં હોય ત્યાં પર્યુષણમાં આઠ દિવસ પૌષધ કરવા જાય છે. કુટુંબને પણ ધમી બનાવ્યું છે. પોતાના નાના પુત્રને તપોવનમાં ભણાવ્યો આમ, પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક જૈનેતર પણ જૈનધર્મી બન્યા છે. એવા એ ગુણનિધિ પંન્યાસજી મહારાજ ઉત્તરોત્તર વધુ ને વધુ શાસનકાર્યોમાં સિદ્ધિ-સફળતા પામતા રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના ! — પૂ. પંન્યાસશ્રી દાનવિજયજી મહારાજ ખંભાતનિવાસી શ્રી ચીમનલાલ અંબાલાલ નવાબનાં ધર્મપત્ની શ્રી ચંપાબેનની રત્નકુક્ષીએ શ્રી ભદ્રિકભાઈ, ભારતીબેન, વિજયભાઈ દિલીપભાઈ, હેમંતભાઈ – એમ ચાર પુત્રો અને એક પુત્રીને પરિવાર ધર્મસંસ્કારથી અનુમોદનીય અને પ્રશંસનીય હતું. તેમાં શ્રી દિલીપભાઈ નો જન્મ સં. ૨૦૦૦માં થયો. તેઓ નાની ઉંમરમાં ધર્મના વિશેષ સંસ્કાર પ્રાપ્ત કરીને સં. ૨૦૧૫માં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના અમદાવાદ પાંજરાપોળ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમિયાન પરિચયમાં આવ્યા અને સંયમજીવનના સંસ્કારે દૃઢ થયા. પૂજ્યશ્રીનું ચાતુર્માસ સં. ૨૦૧૯માં મુંબઈ મુકામે થતાં દિલીપભાઈ ત્યાં પહોંચ્યા અને સં. ૨૦૧૯માં જ ફાગણ સુદ પાંચમના દિવસે દીક્ષા લઈ જીવનને માંગલ્યમય બનાવ્યું. પછી તો પૂ. ગુરુદેવશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની અમૃતમય શીતળ છાયામાં રહ્યું હું અંતરનું અજ્ઞાન દૂર થયું. અમૃત સરિતામાં સ્નાન કરતાં કરતાં જીવનને ધન્ય બનાવતા ચાલ્યા. - પૂ. આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ ગુરુભગવંતના પરમ આશીર્વાદ અને પરમ કૃપાથી આગળ આવ્યા અને વિધિવત્ ગોહન કરી, સં. ૨૦૪૦માં ગણિપદ અને સં. ૨૦૪૨માં અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત થયા. પૂ. પંન્યાસશ્રી દાનવિજ્યજી મહારાજ હાલમાં પોતાના જ્ઞાન અને વ્યવહારકુશળતાથી જૈનશાસનની નાનીમેટો પ્રભાવના કરતા આવ્યા છે. હૃદયની વિશાળતા, ચહેરા ઉપરને સમભાવ અને માનવકલ્યાણની મંગલદષ્ટિને વિરલ સમન્વય પૂજ્યશ્રીના રોમરોમમાં વ્યાપેલે જણાય છે. તેઓશ્રીના જાજરમાન વ્યક્તિત્વમાં એક સાચા સંસ્કૃતિપુરુષનું હદયસ્પર્શી 2010_04 Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ શાસનપ્રભાવક દર્શન થાય છે. જ્ઞાન અને ચારિત્રની જીવનસ્પશી સાધનાને બળે તેમણે કેટલીક સિદ્ધિઓ હસ્તગત કરી છે. વિનમ્રતા અને ઉદારતા જેવી આંતરબુણસંપત્તિને લીધે તેઓશ્રી સૌને સન્માનિત બન્યા છે. જેને સંસ્કૃતિના તેજને વધારવામાં પૂજ્યશ્રીનું મન હંમેશા તત્પર હોય છે. એવા પૂ. પં. શ્રી દાનવિજ્યજી મહારાજ અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા સ્વ-પર કલ્યાણના સમર્થ સાધક બની રહે એ જ મંગલકામના સાથે પૂજ્યશ્રીના ચરણે ભાવભીની વંદના ! પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ કચ્છની પાવન ભૂમિ પર અબડાસા તાલુકાના સાંધવ ગામના વતની અને વ્યાપારાર્થે કલકત્તામાં વસતાં એવા ધનજીભાઈને કઈ ધન્ય પળે સં. ૨૦૦૯માં પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પ. આ. શ્રી વિરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રવચન-શ્રવણને સુગ સાંપડ્યો અને ધનજીભાઈની જીવનનૈયા જે સંસારમાર્ગે ધસમસતી જઈ રહી હતી તે ધર્મમાગે વળી ગઈ ! સં. ર૦૧૧ થી નિત્ય પાંચ દ્રવ્યથી એકાસણું, ત્રિકાળ સ્વદ્રવ્યથી જિનપૂજા, પ્રતિદિન સાધર્મિક ભક્તિ, ઉભયકાળ આવશ્યક, સંયમ સ્વીકારવાની તીવ્ર ભાવના -- આ સર્વ તેમના જીવનને કેમ બની રહ્યું. સં. ૨૦૧૦માં પાવાપુરી નૂતન સમવસરણ મંદિરની સ્થાપના થઈ ત્યારથી સં. ૨૦૧૯ સુધી એ જિનાલયના ટ્રસ્ટના સેક્રેટરી–ખજાનચી તરીકે રહી સુંદર વહીવટ કરેલ. સં. ૨૦૧૧માં કલકત્તામાં જ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં બાળ સુપુત્ર ગુલાબકુમાર સાથે ઉપધાન વહન કર્યા. ત્યાર પછી વયેવૃદ્ધ પિતાશ્રીને કારણે સંયમ સ્વીકારવામાં વિલંબ છતાં આઠ ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં પૂ. પિતાશ્રી તથા પરિવાર સાથે રહી પ્રવચનનું નિયમિત શ્રવણ કરી વૈરાગ્ય દઢ બનાવ્યું. સં. ૨૦૧ત્ના જેઠ સુદ ૧૦ના દિવસે સપરિવારધર્મપત્ની નવલબેન, પુત્રે ગુલાબકુમાર, કિશોરકુમાર, પુત્રી ઇન્દિરાકુમારી સાથે સંયમ ગ્રહણ કરી પૂજ્યશ્રીના સુવિનીત શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ બન્યા. બંને સુપુત્રો તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ગુણશીલવિજયજી મહારાજ તથા મુનિશ્રી કુલશીલવિયજી મહારાજ બન્યા. શ્રાવિકા નવલબેન સાધ્વી શ્રી નિર્મલા શ્રીજી સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે અને ઇન્દિરાકુમારી તેમના શિષ્ય તરીકે સાધ્વીશ્રી ઇન્દુખાશ્રીજીના નામે જાહેર થયાં, જેઓ આજે પૂ. પ્રવતિની સાધ્વી શ્રી જયાશ્રીજી મહારાજની નિશ્રામાં રહી આરાધના કરી રહ્યાં છે. ધનજીભાઈની આ સપરિવાર દીક્ષા અમદાવાદના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નેંધાઈ ગઈ. અઠ્ઠાવીસ વર્ષ પછી પણ અમદાવાદની જનતા એ દીક્ષાને યાદ કરે છે. દીક્ષા ગ્રહણ બાદ ગુરુનિશ્રામાં રહી તપ, ત્યાગ, જ્ઞાનાર્જનમાં ઘણો સમય વિતાવ્યું. સંસ્કૃત-પ્રાકૃત ભાષા, કાવ્ય, ન્યાય આદિમાં પારંગત બન્યા. વૈયાવચ્ચ આદિ ગુણામાં ઓતપ્રેત બની ગુરુકૃપાના પ્રીતિપાત્ર બન્યા. સં. ૨૦૨૭નું પ્રથમ ચાતુર્માસ ગુરુદેવશ્રીની આજ્ઞાથી વાંકાનેર કર્યું. ત્યાર બાદ, આજ સુધી 2010_04 Page #687 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-૨ સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ-મહારાષ્ટ્ર, કલકત્તા-બંગાળ આદિ પ્રદેશમાં ૨૦ ચાતુર્માસ કર્યા. પ્રતિષ્ઠા, યાત્રાસંધ, ઉપધાન આદિ દ્વારા અનુપમ શાસનપ્રભાવના કરી છે અને કરાવી રહ્યા છે. ગત સાલ પ્રભાવક ચાતુર્માસ દ્વારા અનેક આત્માઓને શાસનના વાગી બનાવ્યા છે. પૂજ્યશ્રી વૃદ્ધ વયે પણ વર્ધમાનતપની ૮૭મી એળી સુધી પહોંચ્યા છે. નિત્ય એકાસણું ૩૭ વર્ષ થયાં. વીશસ્થાનકતપ, આદિમાં પણ એકાસણાથી ઓછું પચ્ચખાણ કર્યું નથી. અનેકને માટે આલંબનભૂત જીવન જીવનાર પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે ગત સાલ ફાગણ વદ ૧૧ના ગણિપદથી વિભૂષિત કરેલા. પ્રશમરસપાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જ્યકુંજરસૂરીશ્વરજી મહારાજના આચાર્ય પદ-પ્રદાન સાથે પૂજ્યશ્રીને ગણિપદ-પ્રદાન મહોત્સવ મુંબઈ-લાલબાગ સંઘના આંગણે અતિ ભવ્યતાથી ઊજવાયેલ. આવા સુયોગ્ય મહાત્મા મુંબઈઘાટકોપરના આંગણે સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે પંન્યાસપદે આરૂઢ થયા. પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ નિરામય દીર્ધાયુ પામી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો સંપન્ન કરતા રહે એ જ શાસનદેવને પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં ચરણકમળમાં કેટિશઃ વંદના ! પૂ. પંન્યાસશ્રી ગુણશીલવિજયજી મહારાજ મોસાળ બગડા (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સ્વભાવના હતા. સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને પરિચય થતાં જ ધર્મસંસ્કારે ખીલી ઊઠયા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાથે ઉપધાન વહન કરી સંયમજીવનની તાલીમ મેળવી સં. ૨૦૧૪થી સં. ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧માં પિતાશ્રી ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ મુનિરાજશ્રી ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા. પૂ. મુનિશ્રી ગુણશીલવિજ્યજી દીક્ષાગ્રહણથી જ અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્ય-વ્યાકરણ-ન્યાય આદિને સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશીને તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૧૭થી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વસ્તૃત્વ, સૌમ્ય સ્વભાવ આદિ ગુણો વડે અનેકનાં દિલ જીતી લીધાં. પ્રવચન માટે ૪-૫ માઈલ નિત્ય આવાગમન, અને એક દિવસમાં ત્રણ ત્રણ પ્રવચન એ તે તેઓશ્રીના જીવનને નિત્યક્રમ બની ગયું ! સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેષકુમારે પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર સાન-ધ્યાન-પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩માં જામનગર ઓસવાલ કલોનીમાં શા પેથરાજભાઈ રાયશીભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી અજોડ ઉપધાનતપપ કરાવેલ. કલકત્તાથી 2010_04 Page #688 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂજ્યશ્રીની પ્રેરણા પામીને ૬૮ દિવસને બિહારની કલ્યાણક ભૂમિઓને ઐતિહાસિક સંઘ શ્રીમતી નીલમબેન કાંકરિયા તથા શ્રીમતી તારાબેન કાંકરિયા તરફથી નીકળેલ. તેમ જ ભવાનીપુરમાં ઉપધાનતપની આરાધના પણ યાદગાર થયેલ. ગત સાલ અમારા શ્રીસંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પ્રતિદિન ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવનમાં પ્રેરણાત્મક પ્રવચન દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ; જેના પરિણામે ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સૌમ્ય સ્વભાવ, પરેપકારવૃત્તિ, પ્રવચનપટુતા – આ સર્વ ગુણોની સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે એમના ગુરુદેવની સાથે ગણિપદથી વિભૂષિત કર્યા હતા. અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈ-ઘાટ પરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી ગુણશીલ વિજયજી મહારાજ પ્રખર પ્રભાવી વ્યક્તિમત્તા દ્વારા અનેકવિધ શાસનપ્રભાવક કાર્યોમાં જયવંતા વ એ જ મંગલકામના સાથે પૂજ્યશ્રીને ભાવભીની વંદના ! પૂ. પંન્યાસશ્રી રત્નાકરવિજયજી મહારાજ જેનશાસનના ઇતિહાસ પર દષ્ટિ નાખીએ તે વિશાળ રત્નાકર પર દષ્ટિ નાખતાં હોઈએ એવો અનુભવ થાય! એમાંયે એક જ મહાન વિભૂતિનાં શાસનપ્રભાવનાનાં કાર્યો પર દષ્ટિ કરીએ તે પણ રત્નાકર પર દષ્ટિ કરતાં હોઈએ એમ લાગે! પૂ. પંન્યાસશ્રી રત્નાકરવિજયજી મહારાજ પણ યથાનામ શાસનના રત્નાકર જ છે. પૂજ્યશ્રીનું વતન વડોદરા જિલ્લામાં સાલપુરા ગામ. બાળપણથી જ ધર્મ પ્રત્યે વિશેષ રુચિ હોવાને લીધે આગળ જતાં એ ધર્મભાવના વૈરાગ્યભાવનામાં પરિણમી. અને સં. ૨૦૨૧માં માગશર સુદ ૬ને દિવસે બડેલી મુકામે પૂ. આ. શ્રી ઈન્દ્રન્નિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. સંયમજીવનમાં તપ-જપ અને જ્ઞાન-ધ્યાનમાં અનુમોદનીય વિકાસ સાધીને, પૂ. ગુરુદેવની કૃપાદ્રષ્ટિ પામીને, પાલીતાણસિદ્ધિગિરિ તીર્થની છત્રછાયામાં, સં. ૨૦૩૯ત્ના ફાગણ સુદ બીજને દિવસે ગણિપદ અને સં. ૨૦૪૩ના મહા સુદ ૩ના દિવસે પૂનામાં પંન્યાસપદથી વિભૂષિત થયા. પૂ. પંન્યાસશ્રી રત્નાકરવિજયજી મહારાજને વિહારપ્રદેશ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી માંડીને છેક હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સુધી વિસ્તરેલ છે. પૂજ્યશ્રી હસ્તક પ્રતિષ્ઠા, છરીપાલિત સંઘ, ઉપધાન, ઉજમણાં આદિ ભવ્ય શાસનપ્રભાવક કાર્યો સંપન્ન થયાં છે, હજી પણ થતાં રહે છે. પૂજ્યશ્રી સ્વસ્થતાપૂર્ણ દીર્ધાયુ પામી એવાં કાર્યોમાં સિદ્ધિવંતા વર્તો એ જ મને કામના સાથે પૂજ્યશ્રીના ચરણે શતશઃ વંદના ! 2010_04 Page #689 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પૂ. પંન્યાસશ્રી પદ્મયશવિજયજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯ના આસો વદ પાંચમને દિવસે માણાવદર (સૌરાષ્ટ્ર )માં થ. બાળપણથી જ માતા શાંતાબેન અને પિતા જેચંદભાઈના ધર્મનિષ્ઠ પરિવારમાં ઊછરતા બાળક કનકરાયમાં શ્રાવકુચિત જિનપૂજા, સામાયિક પ્રતિકમણાદિના સંસ્કાર રેડાયા હતા. આ જ સંસ્કારના પુણ્યપ્રતાપે પ્રતિદિન જિનપૂજાદિ કરતાં કરતાં કનકરાય ગિરિરાજ શત્રુંજયની યાત્રાએ ગયા અને દાદા આદીશ્વરજીને ભેટતાં વિરતિને વશ બન્યા. સંયમજીવનમાં જ જીવનની સાર્થકતા છે એ મને રથ લઈને ઘેર આવ્યા. પછી તે સંસારના રંગ-રાગ આગ જેવા લાગ્યા. એવામાં એક વખત પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજને સંપર્ક થયો અને કનકરાય સાચે જ કનક બની ગયા ! પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે રહી ધર્માભ્યાસ આદિ કરી, સંયમજીવનની તાલીમ લઈ, મુલુંડમાં ગૃહાંગણે સં. ૨૦૨૧ના પિષ વદ ૬ને દિવસે પૂ. આ. શ્રી યંતસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે રજોહરણ સ્વીકારી, કનકરાયમાંથી મુનિશ્રી પદ્મયશવિજ્યજી બની પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના ચરણકમળમાં જીવન સમપિત કર્યું. દીક્ષા જીવનના પ્રારંભકાળથી જ વિનય-વૈયાવચ્ચનો યજ્ઞ આરંભે. પૂજ્યોની સેવા સાથે સ્વાધ્યાયધર્મની પણ સુંદર આરાધના કરી. ન્યાયતર્કનિપુણ પૂ. ગુરુદેવશ્રીની આગમગ્રંથ પરની વાચનાઓ તેમ જ પ્રકરણ–વ્યાકરણ આદિ પાઠ દ્વારા સંયમજીવન સમૃદ્ધ બનાવ્યું. નાનપણથી જ ગણિતશાસ્ત્રમાં પ્રવીણ પૂ. મુનિશ્રી પવયશવિજયજી મહારાજને ચગ્યતા નિહાળી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ પિતાને તિષશાસ્ત્રને વિશદ અને વિશાળ જ્ઞાનવાર તેઓશ્રીને આપે. મુહૂર્ત જ્યોતિષનાં તમામ પાસાંઓનું જ્ઞાન કરાવ્યું. જિનભક્તિ-ગુરુભક્તિ-નાનાંમોટાં તમામ પ્રત્યે વૈયાવચ્ચ વૃત્તિ, યથાશય તપશ્ચર્યાઓ દ્વારા મુનિજીવનને ઉત્તમ આદર્શ સિદ્ધ કરી ચૂકેલા પૂજ્ય શ્રીને વડીલ ગુરુભ્રાતા આગમજ્ઞાતા પૂ. આ. શ્રી વિજયજિનભદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૭ના વૈશાખ વદ ૩ના દિવસે મુંબઈ-દાદર જ્ઞાનમંદિરમાં ગણિપદથી વિભૂષિત કર્યા અને સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના દિવસે મુંબઈ-મુલુંડ મુકામે પંન્યાસપદથી અલંકૃત કર્યા. સરળ જીવન અને ઉચ્ચ આદર્શના મૂર્તિમંત ઉદાહરણરૂપ પૂ. પંન્યાસશ્રી પદ્મયશવિજયજી મહારાજના પાવન પગલે એમના કુટુંબનાં સગાં ચાર બહેને, બે માસિયાઈ બહેને, બે ફઈની દીકરીએ, એક ભાણેજ અને એક ભાણેજી દીક્ષિત થઈ સુંદર આરાધના કરી રહ્યાં છે. પૂજ્યશ્રી ઉત્તરોત્તર અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો દ્વારા સંયમજીવનને શોભાવ એવી મનોકામના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના ! પૂ. પંન્યાસશ્રી ઇંદ્રસેનવિજયજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ સં. ૨૦૦૮ના શ્રાવણ વદ ૬ના દિવસે વડોદરામાં થયે. પિતાનું નામ બાલચંદભાઈ, માતાનું નામ હસુમતીબહેન અને તેમનું જન્મનામ અભયકુમાર હતું. બાળપણમાં જ ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા. પૂર્વજન્મના પુણ્યગે એ સંસ્કારો વૈરાગ્યભાવમાં 2010_04 Page #690 -------------------------------------------------------------------------- ________________ १८८ શાસનપ્રભાવક પરિણમ્યા અને માત્ર ૧૩ વર્ષની કુમાર, સં. ૨૦૨૧ના જેઠ વદ ૧૦ના શુભ દિવસે ડભાઈ પાસેના દ્વારવણ ગામે દીક્ષા અંગીકાર કરી પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી ઈન્દ્રસેનવિજયજી નામે જાહેર થયા. સં. ૨૦૨૨ના કારતક વદ ૧૦ને દિવસે પાલેજમાં તેમને વડી દીક્ષા આપવામાં આવી. મુનિશ્રી ઇન્દ્રસેનવિજયજી મહારાજે દીક્ષા બાદ અખંડ ગુરુકુળવાસ સેવી તથા ગુરુદેવની અનન્ય કૃપા અને આશીર્વાદ પામી સુંદર અભ્યાસ કર્યો અને જ્ઞાન સાધનામાં સુગ્ય પાત્રતા પ્રાપ્ત કરી. પરિણામસ્વરૂપ, પૂ. ગુરુદેવશ્રીએ તેમને સં. ૨૦૩૬ના માગશર વદ બીજને દિવસે ભાવનગરમાં ગણિપદથી અને સં. ૨૦૪રના ફાગણ સુદ બીજને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી અલંકૃત કર્યા. પૂજ્ય પંન્યાસશ્રી ઇન્દ્રસેનવિજયજી મહારાજ વિનય-વિવેકાદિ ગુણોથી અને મર્મસ્પશી વ્યાખ્યાનશૈલીથી વપરના કલ્યાણમાગે વિકાસ સાધી રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં થતાં શાસનપ્રભાવક કાર્યોમાં તેઓશ્રીનું ગદાન નોંધપાત્ર હોય છે. પૂજ્યશ્રી સુંદર કાર્યો દ્વારા જયવંતા વતી રહે એ જ અભ્યર્થના સહ પૂજ્યશ્રીને હાર્દિક વંદના! પૂ. પંન્યાસશ્રી હ્રીંકારચંદ્રવિજયજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ પ્રસિદ્ધ અને પ્રાચીન જેનનગરી ખંભાતમાં સં. ૨૦૦૪ના વૈશાખ સુદ ૭ના શુભ દિને થો. પિતાનું નામ અમૃતલાલ, માતાનું નામ પ્રભાવતીબહેન અને તેમનું જન્મનામ હસમુખલાલ હતું. કુટુંબ ધર્મપરાયણ હોવાથી બાળવયમાં જ ધર્મના ઊંડા સંસ્કારનું સિંચન થયું. વ્યાવહારિક અભ્યાસ એફ. વાય. બી. કોમ. સુધી કર્યો. ધાર્મિક અભ્યાસમાં પણ ખૂબ આગળ વધી, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, તત્ત્વાર્થ, વીતરાગસ્તોત્ર આદિને અભ્યાસ કર્યો. ધર્મને સંસ્કાર, સાધુમહારાજોના સમાગમ અને ધર્મના વિશદ જ્ઞાનને કારણે આગળ જતાં વૈરાગ્યભાવ દઢ બન્યા અને ૧૮ વર્ષની યુવાન વયે દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૨૦૨૩ના મહા વદ બીજને શુભ દિને પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની, મુનિશ્રી હીંકારચંદ્રવિજયજી નામે ઘોષિત થયા. મુનિશ્રી હીંકારચંદ્રવિજયજી મહારાજે દીક્ષા ગ્રહણ કરવા સાથે સંયમની ઉત્કૃષ્ટ સાધનાપૂર્વક જ્ઞાન-ધ્યાનમાં એકાગ્ર બની અને ગુરુકૃપા પામી, સંસ્કૃત-પ્રાકૃત ભાષા, પાણિની વ્યાકરણ, તર્કસંગ્રહ, મુક્તાવલી, વ્યાપ્તિપંચક, સિદ્ધાંતલક્ષણ, સામાન્ય નિયુક્તિ, ન્યાય, સાહિત્ય, કાવ્ય, તિષ, દર્શન, આગમ આદિને વિશદ અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીના વિશાળ જ્ઞાન તેમ જ વિનયાદિ ગુણોની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪ ના કારતક વદ ૧૦ના દિવસે ગણિપદ અને સં. ૨૦૪૬ના માગશર સુદ ૪ના દિવસે પંન્યાસપદે વિભૂષિત કર્યા. પૂ. પંન્યાસશ્રી હકારચંદ્રવિજયજી મહારાજ ન્યાય, કાવ્ય, સાહિત્ય, તિષ અને આગમશાસ્ત્રના ઊંડા અભ્યાસી હોવા ઉપરાંત તેઓશ્રીમાં વ્યાખ્યાનશક્તિ પણ હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી છે. પૂજ્યશ્રીએ મુંબઈમાં-મુલુન્ડ, બેરીવલી, દેલતનગર, જામલીગલી, માટુંગા, 2010_04 Page #691 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર કાંદીવલી તેમ જ ખંભાત, પાલનપુર, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, મહુવા આદિ સ્થળોએ ચાતુર્માસ કરી તે તે સ્થાનમાં-શ્રીસંઘમાં અપૂર્વ ધર્મ જાગૃતિ અને ધર્મારાધના પ્રવર્તાવી છે. તેમ જ પ્રતિષ્ઠા, ઉપધાનતપ આદિ શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા છે. પૂજ્યશ્રીને મુનિશ્રી અપૂર્વ ચંદ્રવિજયજી અને મુનિશ્રી રવિચંદ્રવિજયજી – બે શિષ્ય છે. પૂજ્યશ્રી સ્વાથ્યપૂર્ણ સંયમજીવન દ્વારા શાસનસેવા કરતા રહે એ જ અભ્યર્થના સહ કોટિશ વંદના ! પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરસાગરજી મહારાજ બિહાર અને બંગાળમાં આજે સરાક જાતિની લગભગ ત્રણ લાખની વસ્તી છે. ભગવાન પાર્શ્વનાથના સમયમાં આ જાતિના પૂર્વજે જૈનધર્મી શ્રાવક હતા. કાળબળે તેઓને જૈનધર્મ સાથે સંબંધ વિ છેદ પાપે, છતાં તેમનામાં શાકાહારીપણાના સંસ્કારો આજે પણ ટકી રહ્યા છે. આજે તેઓ “શ્રાવકને બદલે “સરાક” જાતિથી ઓળખાય છે. છેલ્લાં ચારપાંચ દાયકાથી આ “સરાક ' જાતિને તેઓના મૂળ ધર્મની જાણ અને સમજ આપવાના ઉદ્દેશથી અનેક પૂજ્ય સાધુભગવંતે દ્વારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા છે, અને તેના પરિણામે તેઓ સારી એવી સંખ્યામાં પિતાને અસલ જૈનધર્મ અંગીકાર કરી શ્રદ્ધાસંપન્ન બની રહ્યા છે. એટલું જ નહિ, કેટલાકે ચારિત્રધર્મને સ્વીકાર પણ કર્યો છે. તેમાંના એક છે, પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરસાગરજી મહારાજ. તેમને જન્મ બિહારમાં ધનબાદ જિલ્લાના બેલટ ગામે સં. ૨૦૦૯ના વૈશાખ સુદ ૭ના દિવસે થયે. બાલ્યવયમાં શ્રાવકધર્મને સ્વીકાર કર્યો, અને પૂજ્ય શ્રમણભગવંતેના સમાગમમાં આવતાં વૈરાગ્યને રંગ લાગ્યું અને માત્ર ૧૪ વર્ષની કુમાર સં. ૨૦૨૩ના જેઠ વદ ૭ના શુભ દિને, કપડવંજ મુકામે દીક્ષા અંગીકાર કરી પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મહારાજના શિષ્ય અને સરાક જાતિના ઉદ્ધાર માટે કાર્યરત પૂ. આ. શ્રી યશેભદ્રસાગરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી ચંદ્રશેખરસાગરજી નામે જાહેર થયા. પૂજ્યશ્રી દીક્ષા બાદ સંયમની સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર આગળ વધતાં, તેમને સં. ૨૦૪૨ના ચૈત્ર સુદ પાંચમને દિવસે પાલીતાણાની પાવન ભૂમિમાં ગણિપદથી અને સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૧૦ના દિવસે માળવાના બડૌદ નગરે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય પંન્યાસશ્રી ચંદ્રશેખરસાગરજી મહારાજના બે શિષ્ય મુનિશ્રી વિશ્વશેખરસાગરજી અને મુનિશ્રી દિવ્યશેખરસાગરજી પણ “સરાક” જાતિમાંથી આવેલ છે. પૂજ્ય પંન્યાસશ્રી “સરાક જાતિ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવંત અને ક્રિયાશીલ બને તે માટે સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી એ ક્ષેત્રનાં અનેક ગામમાં દેરાસર, ઉપાશ્રય, પાઠશાળાઓ વગેરે સ્થપાયાં છે. અને એ કાર્ય ઉત્તરોત્તર આગળ વધી રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા આવા કાર્યોમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રગતિ થતી રહે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિ કેટિ વંદના ! 2010_04 Page #692 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજયજી મહારાજ પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજ્યજી મહારાજનો જન્મ તા. ૨૦-૧-૪રના રોજ અમદાવાદ સાબરમતીના પ્રતિષ્ઠિત આગેવાન સુશ્રાવક શ્રી પિપટલાલ મગનલાલને ત્યાં, તેમના ધર્મપરાયણ પત્ની હીરાબેનની કુક્ષીએ થયે. તેમનું જન્મનામ શશીકાંત હતું. શશીકાંતને ઉછેર સુખસમૃદ્ધિ વચ્ચે થવા સાથે એટલા જ ઉચ્ચ સંસ્કારી વાતાવરણમાં થયે. વ્યાવહારિક ઉચ્ચ અભ્યાસ સંપાદન કરવા સાથે ધાર્મિક અભ્યાસ પણ ઘણે સારે કર્યો. ધર્મભાવના પ્રબળ હોવાથી પૂ. શ્રમણભગવંતને સમાગમ થતો રહ્યો અને વૈરાગ્યભાવ પ્રબળ બનવા લાગ્યો. અને એક દિવસ, ૨૬ વર્ષની વયે, તેમની એ ભાવના સાકાર બની : સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૬ને દિવસે અમદાવાદ-સાબરમતીમાં પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજય-ઉદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પ્રખર પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થઈ મુનિશ્રી સિંહસેનવિજ્યજી નામ પામ્યા. એ જ વર્ષે અષાઢ સુદ ૧૦ને દિવસે તેમની વડી દીક્ષા થઈ. જ્ઞાનસંપાદનની તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિના કારણે દિક્ષા બાદ તેઓશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના અને ધર્મશાસ્ત્રાદિના ઊંડા અભ્યાસમાં એકાગ્ર બની ગયા. પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યે અને કૃપાબળે તેમને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું સહજ જ્ઞાન પ્રાપ્ત થયું. વ્યાકરણ, ન્યાય, તક, સાહિત્ય, આગમ આદિમાં પારંગત બન્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી સં. ૨૦૪ ના કારતક વદ ૧૦ગ્નના દિવસે ગણિપદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૬ના દિવસે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજયજી મહારાજ ધર્મશાત્રના ઊંડા જાણકાર અને કુશળ વ્યાખ્યાનકાર પણ છે. પૂ. ગુરુદેવશ્રી વિમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવાતાં તપારાધનાનાં અને ધર્મપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી રસપૂર્વક સારો એ ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને પૂજ્યશ્રી દ્વારા નવપદજીની શાવતી એળીની સામુદાયિક આરાધના વખતે આરાધકેમાં ધર્મજ્ઞાન ખીલવવા પરીક્ષાદિનું સુંદર આયોજન વર્ષોથી થતું આવ્યું છે. પૂ. પંન્યાસશ્રી વિનય-વિવેકવૈયાવચ્ચ આદિ ગુણોથી સમ્પન્ન છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, સ્વાધ્યાયશીલતા એ એમના સંયમજીવનનો વિશેષ ગુણ છે. જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રસાર માટે તેઓશ્રી સદાય તત્પર રહે છે. સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી ચારિત્રધર્મને ઉત્તરોત્તર અજવાળી રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદે કેટિશ: વંદના ! 2010_04 Page #693 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પૂ. પંન્યાસશ્રી સોમચંદ્રવિજયજી મહારાજ સુરતના સુપ્રસિદ્ધ શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી કુટુંબની બંધુબેલડી પૂ. આ. શ્રી વિજ્યચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજય-અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંસારીપણે મોટાભાઈ શાંતિલાલ ચીમનલાલ સંઘવી તથા સી. વીરમતીબહેનના સુપુત્ર એ જ ચરિત્રનાયક પૂ. પંન્યાસશ્રી સોમચંદ્રવિજયજી મહારાજ. આવા અનન્ય ધર્મપરાયણ કુટુંબમાં સુસંસ્કારની પ્રાપ્તિ થવી સહજ હતી. નાની વયમાં જ અડ્ડાઈ, ૧૦ ઉપવાસ, ઉપધાનતપની આરાધનાદિ કરતાં કરતાં વૈરાગ્યનો રંગ લાગ્યો અને સં. ૨૦૨૫માં, સુરતમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયે, ઐતિહાસિક અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે, પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, માત્ર ૧૩ વર્ષની વયે તેમને દીક્ષા આપવામાં આવી અને પૂ. આ. શ્રી વિજય-અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી સોમચંદ્રવિજયજી નામે જાહેર કરવામાં આવ્યા. આ જ દિવસે તેમનાં બહેને પણ દીક્ષા ગ્રહણ કરતાં તેમનું નામ સાધ્વીશ્રી યશસ્વિની શ્રીજી રાખવામાં આવ્યું. પૂ. સાગરજી સમુદાયમાં તેઓશ્રી સ્વ–પર કલ્યાણના માર્ગે સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે. મુનિશ્રી સેમચંદ્રવિજયજી મહારાજે સંયમ રવીકાર્યા બાદ, પૂ. દાદાગુરુદેવશ્રી તથા પૂ. ગુરુ-બંધુબેલડીના સાંનિધ્યમાં સંયમજીવનની ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા પામવા સાથે સારું જ્ઞાનોપાર્જન કર્યું અને તેની ફલશ્રુતિ રૂપે શરૂઆતમાં બંગીય સંસ્કૃત શિક્ષા પરિષદની પરીક્ષાઓ આપી. પછી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની સાહિત્યશાસ્ત્રીની અને ભારતીય વિદ્યાભવનની વ્યાકરણાચાર્યની પરીક્ષાઓ આપી. તેમાં ભારતીય વિદ્યાભવનનાં ભારતના અને ભારત બહારનાં સર્વ કેન્દ્રોમાં પ્રથમ નંબરે આવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. પૂજ્યશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે તેમને ગણિપદથી અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પૂ. પંન્યાસશ્રી સોમચંદ્રવિજયજી મહારાજમાં જ્ઞાનરુચિ, બુદ્ધિશક્તિ અને સ્વાધ્યાયમગ્નતા વિશેષ જોવા મળે છે. આગમગ્રથો તેમ જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિને ઊંડો અભ્યાસ કરવા સાથે પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રત, પાઈયવિજાણગાહા, પ્રાકૃત પાઠશાળા માર્ગદર્શિકા વગેરે ગ્રંથના સંપાદનનું કાર્ય પણ કર્યું છે. જ્ઞાને પાસના સાથે માસક્ષમણ, સિદ્ધિતપ, વીસ્થાનક જેવી કઠિન તપારાધના કરી પૂજ્યશ્રી સંયમજીવનને સાર્થક બનાવી રહ્યા છે. પૂજ્યશ્રી આવા જ્ઞાનયજ્ઞ અને તપયજ્ઞમાં અવિરત વિકાસ સાધી શાસનપ્રભાવક સુકાર્યોમાં પ્રવૃત્ત રહો એ જ શુભકામના સહ પૂજ્યશ્રીના પાવન ચરણે ભાવભીની વંદના ! 2010_04 Page #694 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂ. પંન્યાસશ્રી ચંદ્રાનનસાગરજી મહારાજ શ્રી શંખેશ્વર તીર્થના સમીપવતી આદરિયાણું ગામમાં પિતા પૂનમચંદ અને માતા દિવાળીબેનના કુળદીપક રૂપે સં. ૨૦૧૫ના ભાદરવા સુદ એકમને દિવસે જન્મ પામેલા ચંદ્રકાંતભાઈ માત્ર ૧૨ વર્ષની થનગનતી તેફાની ઉંમરમાં વૈરાગ્યને રંગ અને સાધુતાને સંગ સજીને પૂ. આ. શ્રી દર્શન સાગરસૂરિજી મહારાજનાં કરકમળમાં, તેઓશ્રીના પટ્ટવિભૂષક અને ભાઈ ચંદ્રકાન્તના સંસારી કાકી આ. શ્રી નિત્યદયસાગરસૂરિજી મહારાજના શિષ્ય રૂપે સંયમ ધર્મ સ્વીકારી મુનિશ્રી ચંદ્રાનનસાગરજી તરીકે સં. ૨૦૨૭ના જેઠ વદ ૧૧ને દિવસે ઘેષિત થયા. સંયમજીવનનો શુભારંભ પિતાના દાદા અને કાકા ગુરુમહારાજના માર્ગદર્શન નીચે સંસ્કૃત, પ્રાકૃત, જ્યોતિષ, મંત્રશાસ્ત્રના ગ્રંથમાં દત્તચિત્ત બની સમર્થ જ્ઞાતા બન્યા. શાસ્ત્રાભ્યાસ, તત્ત્વરુચિ અને સાહિત્યપ્રીતિની સાથે પાંચ પાંચ વરસીતપ કરી, પિતાના આંત૨વ્યક્તિત્વને ખીલવવામાં સહભાગી થયા. ગુરુદેવના કૃપાપાત્ર અને સંઘના ભાવિ કૌશલ્યના સ્થંભ સમાન મુનિવર સં. ૨૦૩૮ના માગશર સુદ પાંચમે ગણિપદવીથી વિભૂષિત થયા અને પાંચ શિષ્યના ગુરુ થયા. મધુર વાણી દ્વારા માનવીનાં મન મેહી લેતા પ્રવચનસુધા વરસાવી શ્રેતાઓનાં આંત જીવનને ઉજજવળ બનાવતા ગણિવરે પિતાની પ્રેરણાથી “દિવ્યાનંદ જ્ઞાનમંદિર વર્ધમાનદર્શન ફાઉન્ડેશન”, “વર્ધમાનદર્શન આરાધક ટ્રસ્ટ” અને “આગમોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરી. જેનશાસનની અનેકવિધ પ્રવૃત્તિઓ – ઉપધાન, ઉજમણાં, પ્રતિષ્ઠા અને ધાર્મિક પુસ્તકનાં પ્રકાશન, પ્રેરણાદાયી શિબિર દ્વારા લેકસમૂહમાં સંસ્કારોનું સિંચન, જાપ અને ધ્યાન દ્વારા લેકકલ્યાણ આરાધના કરી હજારો ભક્તોમાં ને આખા રાજસ્થાનમાં અતિ લોકપ્રિય બનનાર ગણિશ્રીનું હૃદય અપાર કરુણાથી છલકાતું વિશાળ છે. સદા પ્રસન્ન મુદ્રા અને હાલ વેરતાં વચનો અને અમી વર્ષાવતી આંખે દ્વારા સમગ્ર જૈન સમાજના માનીતા બનનાર ગણિવરને, માત્ર ૩૩ વર્ષની વયે બૃહદ્ મુંબઈના જૈનસંઘ અને રાજસ્થાની ભક્તોએ લાખની બોલીઓ બોલવા દ્વારા પંન્યાસપદથી વિભૂષિત કર્યા છે. શાસનના ભાવિ સિતારા અને સંઘની આશાના મિનારા પંન્યાસજી મહારાજનું આ દર્શન ઉત્તરોત્તર વૃદ્ધિગત થાઓ અને દિવ્યાનંદને પ્રગટ કરનારું થાએ એ જ મનેકામનાઓ સાથે પૂજ્યશ્રીને કેટિ કોટિ વંદના ! — પૂ. પંન્યાસશ્રી જિનેત્તમવિજયજી મહારાજ પરમાત્માના પુનિત પગલે પાવન થયેલી રાજસ્થાનની પુનિત ધરતી પર અર્ધમંડિત શત્રુંજય સમ સેડામણ સિહી જિલ્લામાં આવેલા જાવાલ નગરમાં, ધર્મનિષ્ઠ પ્રાગ્વટ પરિવારમાં સં. ૨૦૧૮ના ચૈત્ર વદ ૬ના દિવસે, પિતા ઉત્તમચંદજી અમીચંદજી મરડિયા અને માતા દાડમીબાઈને ત્યાં પુત્રરત્નને જન્મ થયો. તેમનું વિશાળ લલાટ અને ચમકતું ભાલ ભાવિને 2010_04 Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતે-૨ કેઈ અકથ્ય સંકેત પાઠવતું હતું. પુત્રનું નામ જયંતીલાલ રાખ્યું. બાળપુષ્પની અર્ધ વિકસિત સ્થિતિમાં પિતાનું સ્વર્ગગમન થયું. દાદા-દાદી અને માતાના સંસ્કારે યંતીલાલનું ભાવિ ઘડાવા લાગ્યું. “પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ ન્યાયે બાળકમાં સુસંસ્કારનાં દર્શન થવા લાગ્યાં. પ્રાથમિક શિક્ષણ ચાર ઘેરણ સુધી સ્થાનિક વિદ્યાલયમાં લીધું. ઘરનું વાતાવરણ જિનેન્દ્રભક્તિમય હતું, શાસન પ્રત્યે અનુરાગ અને સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળું હતું. વાતાવરણની અસર બાળ જયંતીલાલ પર પણ થવા લાગી. પૂર્વ ભવના સંસ્કાર અને કુટુંબના વાતાવરણને સુમેળ જામે. વિરાગતાને પ્રોત્સાહિત કરનારાં એક પછી એક નિમિત્તો મળતાં ગયાં. એમાં મોટાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સાધ્વીશ્રી નેહલતાશ્રીજી). ત્યાર બાદ દાદીમા અને નાનાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સા. શ્રી ભાગ્યલતાશ્રીજી અને પૂ. સા. શ્રી ભવ્યગુણશ્રીજી). આ સર્વ નિમિત્તોએ જયંતીલાલને વૈરાગ્ય દઢ બનતો ચાલ્યો. સંયમનાં ઉપકરણે જઈ નાચી ઊઠતાં અને સંસારનાં અધિકરણો જોઈ ઉદાસીન બની જતાં જયંતીલાલને સં. ૨૦૨૦ની એક મધ્યરાત્રિએ સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નાનુસાર સં. ૨૦૨૦ના વૈશાખ વદ પાંચમના શુભ દિને બીકાનેરમાં, દાદા અમીચંદજીની અનુમતિથી, જૈનધર્મદિવાકર, મરુધર દેશદ્વારક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું, પરમ તારક ભાગવતી પ્રત્રજ્યા અંગીકાર કરી, જાવાલના બાળ જયંતીલાલ બાળમુનિ શ્રી જિનેત્તમવિજયજી બન્યા. માતા દાડમીબાઈની દીક્ષા પણ સાથે જ થઈ તેઓ પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, ગોદ્વહન કરાવી પૂજ્યશ્રીની વડી દીક્ષા સં. ૨૦૨૦ના અષાઢ સુદ ૧૦ને દિવસે મેવાડની રાજધાની ઉદયપુરમાં થઈ. સં. ૨૦૩૦માં દાદા અમીચંદજીની પણ દીક્ષા થઈ. તેઓશ્રી મુનિ અરિહંતવિજયજી બન્યા. જાવાલ સ્થિત મકાનનું “અરિહંત-જિનેત્તમ જ્ઞાનમંદિર” રૂપાંતર કર્યું. કુશાગ્ર બુદ્ધિ અને ગુરુદેવની કૃપાથી વિવિધ ગ્રંથ અને શાસ્ત્રને અભ્યાસ કરી, સાહિત્યના અધ્યયન-ચિંતનથી સુમધુર પ્રવચનકારની ખ્યાતિ પામ્યા. પૂ. ગુરુદેવની કૃપાથી વિભૂષિત અને ગુરુદેવના કાર્યકલાપ માર્ગદર્શન અને સાંનિધ્યમાં અનેક ધર્માનુષ્ઠાને, પ્રતિષ્ઠા ઉપધાનતપ, મહેન્સવાદિ તેમ જ સમાજના નૈતિક-આધ્યાત્મિક ઉત્થાનનાં શુભ કાર્યોનું પણ સંચાલન કરી રહ્યા છે. તેઓશ્રીના શુભ માર્ગદર્શને “સુશીલસંદેશ” માસિક પત્રિકા પાંચ * વર્ષથી પ્રકાશિત થઈ રહી છે, જે જનતામાં ખૂબ પ્રિય બની ચૂકી છે. પૂજ્યશ્રીની લેખનશૈલી સરળ અને સચોટ છે. તેઓશ્રીને સરળ સ્વભાવ યુવાન વર્ગનું આકર્ષણ છે. પૂજ્યશ્રી સં. ૨૦૪૬ના માગશર સુદ ૬ના દિવસે સેજિત સિટીમાં ગણિપદથી અલંકૃત થયા અને સં. ૨૦૪૬ના જેઠ સુદ ૧૦ના દિવસે જન્મભૂમિ જાવાલમાં પંન્યાસપદથી વિભૂષિત થયા. યુવાનોને જચી જાય તેવી રોચક શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાને લીધે પૂજ્યશ્રી અત્યંત લોકપ્રિય બન્યા છે. સહજ કાર્યદક્ષતાથી શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી રવિચંદ્રવિજયજી પણ અનુપમ ભક્તિ અને અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને ગુરુનિશ્રાએ વિહરતાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સહગ આપી રહ્યા છે. 2010_04 Page #696 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂ. પંન્યાસશ્રી જિનેત્તમવિજયજી મહારાજ સ્વાથ્યપૂર્ણ સંયમજીવન પામી ઉત્તરોત્તર અનેકવિધ શાસનકાર્યો સુસંપન્ન કરતા રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કેટિશ: વંદના ! ગણિવર્યશ્રી વિમલવિજ્યજી (ડહેલાવાળા ) મહારાજ પૂ. મુનિશ્રી વિમલવિજયજી મહારાજનું જીવન પ્રેરણાપ્રદ છે. મરુધર ભૂમિના શૃંગાર સમાન અરવલ્લીની સમીપ માલવડ નગરીમાં સં. ૧૯ના કારતક સુદ ૧૪ના દિવસે તેમને જન્મ થયો. પિતાનું નામ ગેમાજી મઘાણી, માતાનું નામ વકતુબેન અને તેમનું જન્મનામ કાંતિલાલ હતું. માતાપિતા ધર્મવાસિત હેવાને કારણે કાંતિલાલમાં પણ સુસંસ્કારોનું સિંચન થયું. તેઓ બાલ્યકાળ પૂરો કરી યુવાનીમાં પ્રવેશ્યા ત્યાં પૂ. આ. શ્રી વિજ્યરાજેન્દ્રસૂરિજી મહારાજને પરિચય થયો. પૂજ્યશ્રીના સનેહનીતરતા સ્વભાવને લીધે, સમજાવવાની સચોટ શૈલીને લીધે કાંતિલાલને સંસારની અસારતા સમજાઈ. તે વખતે તેમની વય ૨૦ વર્ષની હતી. તેમનું વેવિશાળ જાખડીનિવાસી ઉકાઇ જેઠાજીની સુપુત્રી કસુંબીબેન સાથે થયું હતું. લગ્નના દિવસને બહુ વાર ન હતી, પરંતુ લગ્ન પહેલાં જ બંનેને હૃદયપલટો થયે અને બંને પરમ પાવની ભાગવતી પ્રવજ્યા સ્વીકારવા તત્પર બન્યાં. સં. ૨૦૧૯ના મહા વદ પાંચમના દિવસે પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી કાંતિલાલ મુનિશ્રી વિમલવિજ્યજી નામે ઘેષિત થયા. તેમનાં બહેન હસુમતીએ પણ પ્રત્રજ્યા સ્વીકારી, તેમનું નામ સાધ્વીશ્રી હર્ષ પૂર્ણાશ્રીજી પાડવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વિમલવિજ્યજી મહારાજે ગુરુનિશ્રામાં રહી સારો અભ્યાસ કર્યો. તેમ જ ગુજરાત તથા મારવાડનાં વિવિધ સ્થાનમાં વિચરીને પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાન, ઉપાશ્રયેનાં નિર્માણ તેમ જ પાઠશાળાઓની સ્થાપનાનાં શાસનપ્રભાવક કાર્યો કર્યા. આબુ રોડમાં ભવ્ય જિનમંદિર, જ્ઞાનમંદિર, આયંબિલશાળા આદિનું નિર્માણ તેઓશ્રીના ઉપદેશથી થયેલ છે. આજે તેઓશ્રીને દીક્ષા પર્યાય ૧૯ વર્ષને થયું છે. આ ૧૯ વર્ષના સંયમકાળમાં તેઓશ્રીએ ઘણી પ્રગતિ સાધી છે. પઠન-પાઠન, ચિંતન-મનન સાથે ઘણુને ધર્મમાગે પ્રેર્યા છે. તેઓશ્રીની . વાણીમાં જાદુઈ મીઠાશ, જીવનમાં સંયમની સુગંધ છે અને પરોપકારી વૃત્તિ છે. સં. ૨૦૩૮ના વૈશાખ સુદ ૩ના દિવસે પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે વતન માલાવાડામાં ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉત્તરોત્તર વધુ ને વધુ શાસનપ્રભાવક કાર્યો સંપન્ન થતાં રહે એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીને શતશ: વંદના ! 2010 04 Page #697 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-૨ પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી નિરંજનવિજયજી મહારાજ | સરળ અને રેચક શૈલીમાં લગભગ ૧૫૦ થી વધુ કથાપ્રધાન પુસ્તકો લખીને જૈનજગતમાં-સર્વ સાધારણ મનુષ્યમાં પણ ધર્મ જાગૃતિ લાવનાર મુનિશ્રી નિરંજનવિજયજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. ૫૪ વર્ષ પહેલાં શ્રી કદમ્બગિરિ મહાતીર્થ ખાતે ૧૭ વર્ષની કુમારયે પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પુનિત કરકમળ દીક્ષા ગ્રહણ કરીને વડીલબંધુ મુનિશ્રી ખાંતિવિજયજી મહારાજના શિષ્ય બન્યા. પૂ. દાદાગુરુદેવના આશીર્વાદ સાથે સ્વસાધના અને જનજાગૃતિની પ્રવૃત્તિઓને આરંભ કર્યો. દીક્ષા પર્યાયના ૫૫ વર્ષમાં અને ૭૦ વર્ષના આયુષ્યકાળમાં પૂજ્યશ્રીએ જ્ઞાન–ધ્યાન અને સાહિત્યસર્જનના ત્રિવેણી સંગમ પર સંયમજીવનને ધન્ય બનાવ્યું. નાનાં ગામડાંથી માંડીને મોટાં શહેર સુધીમાં વિચરીને સમગ્ર સમાજનો આદર પ્રાપ્ત કર્યો. તેઓશ્રીની પ્રેરણાથી આશરે ૨૫૦ જેટલી જૈન પાઠશાળાએ સ્થપાઈ. અનેક ધર્મારાધનાઓ અને પૂજા-મહોત્સવને પ્રેરણા મળી. ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાને, વાર્તાલાપ, શિબિરનું આયોજન કરીને અસંખ્ય યુવાનને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા કર્યા. રાજસ્થાનનાં અનેક ગામોમાં વિચરતાં ત્યાંનાં કુસંપ અને પક્ષાપક્ષીને મિટાવીને શાંતિ-સુલેહ-સહકારની ભાવના જગાવી. આજે જેફ વયે પણ દર્શન માત્રથી કે ચર્ચાવિચારણાથી અનેક ભવ્યાત્માઓને ધર્મમાગે દેરી રહ્યા છે, એવા એ મહાન શાસનપ્રભાવક મુનિવર્યને કેટિ કેટિ વંદના ! ત્યાગ અને તપસ્યાના કર્મઠ યોગી પુરુષ પૂજ્ય મુનિશ્રી જયાનંદમુનિજી મહારાજ સાહેબ તીર્થકરો અને શ્રમણભગવતેને જન્મ આપનારી પુણ્યભૂમિ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં મુન્દ્રા નામનું નગર છે. મુન્દ્રા ભદ્રેશ્વર તીર્થથી માત્ર બાર માઈલ દૂર છે. જ્યાં શિખરબંધી મંદિર અને દાદાવાડી છે. આ ગામમાં ખરતરગચ્છ સંઘના સુશ્રાવક શ્રી દામજીભાઈ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંચલબાઈ ધર્મધ્યાનથી રહેતાં હતાં. શ્રી દામજીભાઈના પૂર્વાધિકારીઓ જેસલમેરના રહેવાસી હતા, જે વેપાર હેતુથી પ્રથમ વેરાવળ ગયા અને પછી આઠ-દશ પેઢી પહેલાં મુન્દ્રા આવીને વસવાટ કર્યો. શ્રી દામજીભાઈ શરાફ તથા દલાલીનું સારું કામકાજ કરતા હતા. શ્રી દામજીભાઈને ચાર પુત્રરત્નો હતા, જેમાં ચોથા પુત્રનું નામ શ્રી જયસુખભાઈ હતું. તેમને જન્મ ભાદરવા સુદમાં સંવત ૧૯૦માં થયે હતો. 2010_04 Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ શાસનપ્રભાવક શ્રી જયસુખભાઈની આયુ જ્યારે સાત વર્ષની હતી ત્યારે જ તેમનાં માતુશ્રીનું અવસાન થયું. માતાના કેટલાક નિયમે સાંસ્કારિક પણ કડક હતા. કેઈ બાળક દર્શન કરીને ન આવે ત્યાં સુધી ભેજન આપતાં નહીં. પિતે પણ મંદિરમાં દર્શન કર્યા સિવાય પાણી પણ લેતાં નહીં. રાત્રે સૂતાં પહેલાં પ્રત્યેક બાળકને તેની ગ્યતા અનુસાર પ્રતિક્રમણની ગાથાઓ શીખવતાં હતાં. શ્રી જયસુખભાઈને પ્રાથમિક અભ્યાસ મુન્દ્રા નગરની સ્કૂલમાં જ પ્રારંભ થયે. ૧૦ વર્ષની ઉંમરે તેમના પિતાશ્રીએ તેમને પાલીતાણાના શ્રી જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમમાં અભ્યાસ માટે મોકલ્યા. ત્યાં તેમણે ટૂંક સમયમાં જ સેવાભાવના, ધર્મપરાયણતા, વિનયશીલતા વગેરે ગુણોને હૃદયમાં ઉતારી લીધા–એટલું જ નહીં, આટલી નાની ઉંમરે તેમણે મુન્દ્રાની હંસવિજય જૈન લાઈબ્રેરીને કાર્યભાર સંભાળ્યું. અન્ય કાર્યોની સાથે તેમણે ધાર્મિક ગ્રંથોનું અધ્યયન પણ શરૂ કર્યું, જેના ફળસ્વરૂપે તેમના મનમાં ધર્મ તરફ શ્રદ્ધા દઢ થતી ગઈ પૂ. દાદાજીની દીક્ષાના ઉપકરણ, માતાજીનું સાત વર્ષની આયુમાં છોડી જવું કુટુંબના ધાર્મિક સંસ્કાર, પૂ. કુસુમશ્રીજી મહારાજને પ્રભાવ, અને એ જ અરસામાં શ્રી દામજીભાઈને દેહાવસાને મન ઉપર ઘણું મેટી અસર થઈ. પિતાજીના દેહાવસાનના ૧૫-૨૦ દિવસ બાદ જ દીક્ષા લેવાના સંકલ્પની ઘોષણા કરી અને તે માટે પુરુષાર્થ–પ્રયત્ન શરૂ કર્યા. કઈ યોગ્ય ગુરુ મળે તે તુરત જ દીક્ષા લેવાના કેડે જાગ્યા. એ અરસામાં તેમનું ધ્યાન ગણિવર પૂ. શ્રી બુદ્ધિસૂરિજી તરફ ગયું. આ મુનિજીની પાવન નિશ્રામાં રહીને તેમણે બાર માસ સુધી ચારિત્રની કઠોરતાને પૂર્વ અનુભવ પણ લીધો. આખરે આત્માની જીત થઈ અને વિક્રમ સંવત ૨૦૧૬માં કચ્છ-ભુજ નગરમાં ગણિવર પૂજ્ય શ્રી બુદ્ધિમુનિજી પાસેથી પંચમહાવ્રત ધારણ કરી દિક્ષા લીધી. દીક્ષા સમારેહ ખૂબ જ ઠાઠમાઠથી થયે. એ જ દિવસે ભુજની દાદાવાડીમાં શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠાને મહત્સવ પણ હતું. આ શુભ અવસર પર શ્રી જ્યસુખભાઈ મુનિશ્રી જયાનંદમુનિજી બન્યા. તેમની વડી દીક્ષા સિદ્ધક્ષેત્રમાં થઈ તે જગ્યાએ જ રહીને અધ્યયનની સાથે વૃદ્ધ મુનિરાજની સેવા પણ તનમનથી અનન્ય ભાવે કરી. પૂ. મુનિશ્રી ગુલાબવિજયજી મહારાજને સ્વર્ગવાસ સં. ૨૦૧૯માં પાલિતાણામાં થયે. તે પછી શ્રાવણ સુદ-૮, ૨૦૧૯માં તેમના પૂ. ગુરુવર્ય ગણિવર્ય શ્રી બુદ્ધિમુનિજીને સ્વર્ગવાસ થયે. સૌમ્ય સ્વભાવ, અનુશાસનપ્રિય જીવન, ત્યાગ તથા તપસ્યાના કર્મઠ પુરુષ, હસમુખે ચહેરે અને અનુકંપા એ એમના સદ્દગુણ છે. તેમની વ્યાખ્યાનશૈલી પણ એટલી જ રોચક આત્માના સુષુપ્ત ભાવોને જગાડવાનું એમનું મુખ્ય ધ્યેય હજારો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર હોવા છતાં તેમના હૃદયમાં નિરભિમાન વસે છે. હમેશાં મિત વડે આગંતુક સાથે આત્મીયતા સ્થાપિત કરનારા આ મુનિજી ખૂબ જ સરળ, સહૃદયી છે. પ્રભુભક્તિમાં જ લીન એવું 2010_04 Page #699 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-૨ એમનું અનેખું જીવન છે. તેમની વસ્તૃત્વશક્તિ અનુભૂતિને વિષય છે. એક અનુપમ આકર્ષણ અને અભુત સહજતાને અનુભવ તેમને સાંભળવાથી થાય છે. તેમની વાણીમાં આગમની પંક્તિઓ પ્રગટ થતી રહે છે, સાથે સાથે દ્રવ્યાનુગના પ્રૌઢ વ્યાખ્યાતા શ્રી દેવચંદ્રજી મહારાજનાં સ્તવને, યોગીરાજજી આનંદઘનજીનાં પદો વગેરેનું સરળ ઢંગથી દર્શન તેમની વાણીમાં થાય છે. તેમના હાથે અત્યાર સુધીમાં બાવન જેટલી પ્રતિષ્ઠાએ સંપન્ન થઈ અનેક પદયાત્રા સંઘે કઢયા, ઉપધાનાદિ તપસ્યાનાં અનેક કાર્યો થયાં. પૂ. મુનિજીએ ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત શાંતિની પ્રાપ્તિને સન્માર્ગ બતાવ્યું. એમનું પ્રેરક માર્ગદર્શન અને સાન્નિધ્ય શ્રીસંઘને સદૈવ મળતું રહે એવી પ્રાર્થના છે. જયપુરમાં તેમની નિશ્રામાં ઉપધાનતપ ખૂબ જ આનંદપૂર્વક સંપન્ન થયેલ. આવા પરમ ઉપકારી પૂ. ગુરુદેવનાં ચરણોમાં કોટિ કોટિ વંદના. પૂ. શ્રી જયાનંદમુનિજીના શિષ્ય કુશલમુનિ (૨૦૪૮ શ્રી ચાતુર્માસ સમિતિ-બ્રહ્મચર્યાશ્રમ-પાલીતાણાના સૌજન્યથી) પૂ. પ્ર. મુનિવર્યશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૯૨ના ચૈત્ર સુદ ને દિવસે પૂનામાં, શા અમૃતલાલ ભાગચંદના ઘરે થયે. પૂ. સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી મહારાજના સંસારીપણે તેઓ પોતા પુત્ર છે. એ દર્શાવે છે કે તેઓશ્રીએ બાળપણથી જ ધાર્મિક અભ્યાસ અને પ્રવૃત્તિઓમાં વિશેષ રસ દાખવ્યું હશે, જે કાળક્રમે દઢમૂળ થતાં પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ભાવના થઈ હશે. પરિણામસ્વરૂપ, ૧૩ વર્ષની વયે સાહિત્યભૂષણ પૂ. મુનિવર્યશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૫ના મહા વદ પાંચમને દિવસે મુરબાડ મુકામે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હરીશભદ્રવિજ્યજી મહારાજ તરીકે જાહેર થયા. ગુરુનિશ્રામાં સ્વાધ્યાયતપને અદ્દભુત વિકાસ સાથે. સંસ્કૃત-પ્રાકૃત શાસ્ત્રના ગહન અભ્યાસે બુદ્ધિપ્રતિભાને પણ અદ્ભુત વિકાસ સાધ્યો. પરિણામે, વિવિધ પ્રકારના ધર્મ સાહિત્યના સર્જક બન્યા. તેઓશ્રીએ “જીવવિચાર” અને “નવતત્વ નવકાર મહામંત્ર આદિનાં સચિત્ર પાંચ પ્રકાશન કર્યા. ધર્મવિષયક અન્ય અંગ્રેજી, મરાઠી, હિન્દી, ગુજરાતી ભાષાનાં પચ્ચીસ જેટલાં પુસ્તક પ્રકાશિત કર્યા. નવજીવન ગ્રંથમાળા દ્વારા અનેક ભાષામાં અનેક ગ્રંથોનું પ્રકાશન કર્યું. પૂનાની શ્રી જેન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના ઉપકુલપતિ તરીકે રહ્યા. પાઠશાળાઓ, પિસ્ટલ ટયુશને, પ્રવચન, શિબિરો, જિજ્ઞાસાપ, વાર્તાલાપ દ્વારા યુવાન વર્ગમાં ધર્મજાગૃતિ લાવવાનાં અભિયાન ચલાવ્યાં. આવી પ્રશંસાપાત્ર પ્રવૃત્તિઓના પ્રાજક તરીકે પૂજયશ્રીને સં. ૨૦૩૭માં ભીવંડી મુકામે ઉપધાન પ્રસંગે “પ્રવર્તક 'પદ તથા સં. ૨૦૪૬માં બોરીવલી-કાર્ટર રેડ સંઘના ઉપક્રમે સાહિત્યોપાસક'પદવી યુગપ્રભાકર પૂ. આ. શ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આપવામાં આવ્યાં. પૂજ્યશ્રી સ્વાથ્યપૂર્ણ આયુષ્ય ભેગવી શાસનપ્રભાવક કાર્યો કરતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના ! શ્ર, ૮૮ 2010 04 Page #700 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવકે પૂ. મુનિરાજશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ સં. ૧૯૭૨માં, જેસર-રાજપરામાં, મામાના ઘરે માતુશ્રી ઝબકબહેનની રત્નકુક્ષીએ જન્મ લીધે. એમનું નામ અમરચંદ પાડવામાં આવ્યું. પિતા દેવચંદભાઈ આજીવિકા માટે કાઠિયાવાડમાંથી સુરત આવીને વસ્યા હતા. તેથી અમરચંદનું બાળપણ ત્યાં વિત્યું. વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ અને સંસ્કારનું બીજા પણ સુરત જેવી પુણ્યમયી નગરીમાં થયું. તેઓશ્રીના વડીલ ભાઈ હીરાચંદે કુટુંબની આર્થિક જવાબદારી અદા કરીને પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે સં. ૧૯૮૪માં અમદાવાદમાં સંયમ ગ્રહણ કર્યું હતું. અને તેઓશ્રી આગળ જતાં પિતાની જ્ઞાનપ્રાપ્તિની તમન્ના અને તત્પરતાને લઈને વિકાસ સાધીને સાગરસમુદાયના ગચ્છાધિપતિપદ સુધી પહોંચ્યા હતા. એ વડીલ ભ્રાતા પાસે સં. ૧૯૯૦માં શ્રી સિદ્ધાચલ તીર્થભૂમિમાં પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે શ્રી બાબું પન્નાલાલની ધર્મશાળામાં દીક્ષા ગ્રહણ કરીને, સંસારપણે વડીલ ભાઈ પૂ. શ્રી હેમસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી અમરેન્દ્રસાગરજી નામથી સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. પહેલેથી જ તેઓશ્રીના જીવનમાં શ્રુતભક્તિ અને વ્યવસ્થાશક્તિ અદ્દભુત હતાં. તેથી જ તેઓશ્રી પોતાના જીવનમાં મુંબઈ સાન્તાકઝ, ઘાટકોપર-સંઘાણી એસ્ટેટ અને ગોધરાપંચમહાલ – આ ત્રણ સ્થળમાં મોટા જ્ઞાનભંડાર બનાવીને શ્રીસંઘને સમર્પણ કરી શક્યા. આ સિવાય પણ પૂજ્યશ્રીમાં રહેલ જ્ઞાનોપયોગી વિવિધ પુસ્તક પ્રકાશન કરવાની આગવી કળાને લીધે સરળ પંચપ્રતિક્રમણ વિધિ, જેની ત્રણ આવૃત્તિ થઈ એવું “વિધિસંગ્રહ’ પુસ્તક પ્રગટ કરેલ છે. આ સિવાય બીજાં ઘણાં પુસ્તક પ્રકાશિત કર્યા છે. સંયમી આત્માઓ સંયમપાલન કરતાં કરતાં વૃદ્ધ થાય ત્યારે શું? તેઓ વિહાર કરી શકે નહિ, અને કઈ સંઘ કાયમ માટે તેઓને રાખે નહિ ત્યારે તેઓના સંયમજીવનની આરાધનાનું શું ? એ માટે ખૂબ મનોમંથનને અંતે “શ્રી શ્રમણ સ્થવિરાલય આરાધના ટ્રસ્ટ” નામનું એક સુંદર નાનકડું ટ્રસ્ટ સ્થાપન કર્યું અને એના ઉપક્રમે પાલીતાણની તીર્થભૂમિમાં “શ્રી શ્રમણ વિરાલય આરાધના ભવન” નામનો ઘરદેરાસરની સગવડતાવાળો એક નાનકડો ઉપાશ્રય બનાવરાવ્યો, જેમાં હાલ તેઓશ્રી તથા અન્ય મુનિભગવંતે બિરાજે છે અને જ્ઞાન–થાન કરી રહ્યા છે. પૂજ્યશ્રીની મંગલ નિશ્રામાં તેમના નાના ગુરુભાઈ મુનિશ્રી મહાભદ્રસાગરજી સં. ૧૫૧૮માં શ્રી શુભશીલગણિએ રચેલ શ્રી શત્રુંજય તીર્થ સંબંધી “શ્રી શત્રુંજ્ય કલ્પવૃત્તિ” ૧૪૨૨૪ કલેકપ્રમાણ ગ્રંથનું સંપૂર્ણ ભાષાંતર કરીને પ્રકાશન કરી રહ્યા છે. આ ગ્રંથ અદ્ભુત છે. આવી રીતે સંયમપાલન કરતાં, જ્ઞાન-ધ્યાન કરતાં અને અન્ય જીવોને સહાયક બનતાં તેઓશ્રીના દીક્ષાપર્યાયમાં પંચાવન વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે. એટલે શાસ્ત્રની દષ્ટિએ તેઓશ્રી વયસ્થવિર કહી શકાય. છતાં પણ તેમના જીવનમાં મોટાઈ ને ઠઠારે નથી. પ્રચાર-જાહેરાત-જાહેર ખબરની ઝંઝટ નથી. શિખે કે પરિવારવૃદ્ધિની તમન્ના નથી. શાંતિથી સંયમજીવન વિતાવ્યે જાય છે. આવા, પાયામાં ઈંટ બનીને પુરાઈ જનારા મુનિઓ વડે જ 2010_04 Page #701 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ શાસનની ઇમારત અડીખમ ઊભી છે ! ત્યાગમાર્ગે વળેલા તેમના સંસારી કુટુંબની ગૌરવમય વિગત આ પ્રમાણે છે : પિતાના દીક્ષિત પિતા-મુનિશ્રી દેવસાગરજી મહારાજ. પિતાના ગુરુ અને વડીલ ભાઈ – પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ. પિતાનાં વડીલ ભગિની-સાધ્વીશ્રી દિનેન્દ્રશ્રીજી. પિતાનાં લઘુભગિની-સાધ્વી શ્રી હર્ષલતાશ્રીજી. પૂજ્યશ્રી સ્વાધ્યપૂર્ણ જીવન દ્વારા શાસનપ્રભાવક કાર્યો માટે પ્રેરણું આપતા રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કેટિશઃ વંદના ! ( સંકલનઃ મુનિશ્રી મહાભદ્રસાગરજી મહારાજ.) w પૂ. મુનિશ્રી પુણ્યદયવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી વિમલપ્રભવિજયજી મહારાજ મારવાડમાં જવાઈબંધ નદીના કિનારે, અમદાવાદ-દિલ્હી હાઈવે પર આવેલા સિરોહીથી ૨૫ કિ.મી. અને શિવગંજથી ૧૨ કિ. મી. દૂર આવેલું પિસાલિયા નામનું નગર પૂ. સાધુસાધ્વીજી મહારાજના આવાગમનથી તપભૂમિ સમાન તીર્થરૂપ લાગે છે અને શ્રીસંઘને વૈયાવચ્ચને અપૂર્વ લાભ મળતો રહે છે. આવી ધર્મપુરીમાં વસતા ધર્મનિષ્ઠ સવાલ જૈન પરિવારમાં પિતા હીરાચંદજી અને માતા ધાપુબેનની કુક્ષીએ સં. ૧૯૭૭ના અષાઢ વદ ૧રને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. આ પરિવારમાં ધર્મભાવના વિશેષ હતી. ચાર અંગ્રેજી સુધીનું વ્યાવહારિક શિક્ષણ લઈને સં. ૧૯૯૫માં સંસારીપણે વડીલ બંધુ પૂ. શ્રી પુણ્યદયવિજ્યજી મહારાજને વંદન કરવા, ચાતુર્માસમાં, કેલ્હાપુર ગયા. ત્યાં તેમને સંસારની અસારતા અને કર્મની વિચિત્રતા પર ઉપદેશ પ્રાપ્ત થયે. પૂર્વભવની આરાધના અને લઘુકમી હોવાથી તેમનામાં ત્યાં જ દીક્ષા ગ્રહણ કરવાની દઢ ભાવના જન્મી. સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૯ને શુભ દિને પૂનામાં પરમ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મમૂર્તિ પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રીના શિષ્ય મુનિશ્રી વિમલપ્રવિજયજી મહારાજ નામે જાહેર થયા. સંયમ સ્વીકારીને જ્ઞાન–ધ્યાનમાં લીન બની ગયા અને ટૂંક સમયમાં જ વ્યાકરણ, કાવ્યકોષ, ન્યાય અને આગામોમાં પારંગત બન્યા. જોતિષશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરીને ફલાદેશ, મુહૂર્ત, પ્રાણાયમ આદિમાં પારંગત બન્યા. ધ્યાનમાં પણ વિશેષ રુચિ ધરાવતા, પણ શારીરિક સ્વાચ્ય અનુકૂળ ન હોવાથી પ્રગતિ કરી શક્યા નહિ. બાહ્ય પ્રવૃત્તિઓ કરતાં શાંત અને સરળ સ્વભાવે ધ્યાન–અધ્યયનમાં વિશેષ પ્રીતિ રાખી રહ્યા. બાદી (વાત)નો રેગ બાળપણથી હતે, તેથી સેજા ચડી જતા. ધીમે ધીમે આ રોગ વધતે ગયે. પંદર વર્ષ પાદવિહાર બંધ રાખવો પડ્યો. ત્રણ વર્ષથી હૃદયની પીડા વધી ગઈ હતી. છેલ્લાં બે વર્ષ સંથારાવશ રહ્યા. છેલ્લા દોઢ માસ અનાજ પણ લઈ શક્યા નહિ. આંખોનું તેજ ઘટી ગયું હતું. ચઉવિહાર ઉપવાસ થતા હતા. એવી સ્થિતિમાં યે સિદ્ધચકને અંતજ ચાલુ હતો. આવી અસહ્ય વેદના સહન કરતાં કરતાં ૬૬ વર્ષનું આયુષ્ય ભેગવી, ૪૭ વર્ષ સંયમ પાળી, સં, ર૦૦૩ના શ્રાવણ 2010_04 Page #702 -------------------------------------------------------------------------- ________________ Goo શાસનપ્રભાવક સુદ ૬ને શનિવારે ૫–૧પ કલાકે સાંજે નમસ્કાર મહામંત્રનું સ્મરણ–શ્રવણ કરતાં કરતાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં કાળધર્મ પામ્યા. પૂ. મુનિરાજશ્રી પુણ્યદયવિજયજી મહારાજ અત્યારે રાજસ્થાનના ગોલવાડ પ્રદેશમાં એક વિશિષ્ટ શાસનપ્રભાવક તરીકે પ્રસિદ્ધ છે. તેઓશ્રીએ જીવનને મોટો ભાગ રાજસ્થાનનાં નાનાં નાનાં ગામડાંઓમાં વિહાર કરીને અપૂર્વ ધર્મજાગૃતિ લાવવામાં વિતાવ્યા છે. તેઓશ્રીની નિશ્રામાં બારે માસ ધર્મ મહોત્સવે ઊજવાતા રહે છે. શાંત સ્વભાવ, આરાધનાપ્રિય વ્યક્તિત્વ, સરળ સચોટ વ્યાખ્યાનશૈલી, સંઘને હંમેશાં પ્રગતિમાન રાખવાની ભાવના આદિ ગુણ ધરાવતા પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં સૌના પ્રીતિપાત્ર બની રહે છે. વંદન હજો એ પરમ શાસનપ્રભાવક મુનિએલડીને ! પૂ. મુનિરાજશ્રી મહાભદ્રસાગરજી મહારાજ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક વેજલપુરમાં જૈનધર્મના અનુરાગી સબુરદાસ મહાસુખલાલના કુટુંબમાં માતા ધીરજબેનની કુક્ષીએ સં. ૧૯૯૫ના ચૈત્ર સુદ ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે; જેનું નામ મહેન્દ્ર પાડ્યું. પાંચ ધેરણનું વ્યાવહારિક શિક્ષણ લીધું ત્યાં મહેન્દ્ર પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ અને પૂ. મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજના પરિચયમાં આવતાં સંયમને અનુરાગ જ. પિતાજીએ અનુમતિ આપતાં સમેતશિખરજીની યાત્રા કરીને, ૧૩ વર્ષની નાની વયે, સં. ૨૦૦૭માં દીક્ષાની ખાણ છાણમાં, દિપચંદભાઈ નામના શ્રાવકે વર્ષીદાન દેતાં સંયમ સ્વીકાર્યું. પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે મુનિશ્રી મહાભદ્રસાગરજી નામ આપી પિતાના શિષ્ય જાહેર કર્યા. પૂ. ગુરુમહારાજ પાસે રહી પશમ પ્રમાણે અભ્યાસ કરતાં અને સંયમજીવનને સુયોગ્ય વિકાસ સાધતા જોઈ મુનિશ્રી અમરેન્દ્રસાગરજી અને મુનિશ્રી મહાભદ્રસાગરજી - બંનેને સ્વતંત્ર ચોમાસું કરવા આજ્ઞા આપી. તેઓશ્રીએ જૈનસંઘના ભાવિ વારસદારો પર ઉપકાર કરવા પિતાની બુદ્ધિશક્તિથી બાળક-બાલિકાઓના શિક્ષણ માટે “સામૂહિક સામાયિક નામની એક સુંદર પ્રવૃત્તિ સંઘના સહકારથી ૧૧ વર્ષ સુધી ચલાવી. સાથોસાથ પૂ. વડીલ ગુરુભ્રાતાના સાથસહકારથી જૈનસંઘમાં જેની ઘણી જ માંગ અને ઉપયોગિતા છે તેવું “વિધિસંગ્રહ” નામનું પુસ્તક ત્રણ વખત પ્રકાશિત કર્યું. ત્યાર બાદ, પાલીતાણા સ્થિરતા દરમિયાન શ્રી શુભશીલગણિકૃત ૧૪૨૨૪ ગાથાના પ્રમાણવાળા, ૧૧૦ વાર્તાવાળા “શ્રી શત્રુંજયકલ્પ” નામના સંસ્કૃત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરી, હજાર-હજાર પૃષ્ઠના બે ભાગ અપ સમયમાં પ્રકાશિત કરવા સજજ થયા. આવી રીતે, ધર્મપ્રભાવનાનાં નક્કર કાર્યો પ્રવર્તાવતાં, સંયમની અનુપમ આરાધના કરતાં, ચારિત્રધર્મને દીપાવી રહ્યા છે. ૪૩ વર્ષને દીર્ઘ સંયમપર્યાય સુગ્યપણે ભેળવીને સુંદર આરાધના દ્વારા ચારિત્રને ઉજજવળ બનાવી રહેલા મુનિવર સ્વાધ્યપૂર્ણ દીર્ધાયુ પામી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો માટે પ્રેરણાદાતા બની રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કોટિ વંદના ! (સંકલન : દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ અમદાવાદ) - 2010_04 Page #703 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ so૧ પૂ. મુનિરાજશ્રી જયપ્રભવિજયજી (શ્રમણ) મહારાજ પૂ. મુનિરાજશ્રી ય પ્રવિજયજી મહારાજને જન્મ સં. ૧૯૯૩ના પિષ વદ ૧૦ના દિવસે જાવરા (મધ્યપ્રદેશ)માં થયું. પિતાનું નામ ભેરૂમલજી ઘાડીવાલ, માતાનું નામ પ્યારીબાઈ અને તેમનું જન્મનામ કાંતિલાલ હતું. તેમની ત્રણ વર્ષની વયે માતાને સ્વર્ગવાસ થયો. તેમણે જાવરાની શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળામાં અભ્યાસ કર્યો. મોટાભાઈ શાંતિલાલ અને મોટીબહેન માંગીબાઈએ દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દેવેન્દ્રવિજ્યજી અને સાધ્વીશ્રી- પુષ્પાશ્રીજી નામે ત્યાગધર્મને દીપાવતાં, કાંતિલાલને પણ ત્યાગધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા પ્રાપ્ત થઈ અને સં. ૨૦૧૦ના મહા સુદ ૪ના દિવસે સિયાણ (રાજસ્થાન)માં પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરતાં મુનિશ્રી જયપ્રભવિજ્યજી નામે જાહેર થયા. દીક્ષા બાદ તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગમાં એકાગ્ર બની ગયા. અઠ્ઠાઈ માસક્ષમણ વગેરે તપશ્ચર્યા તથા શ્રી સિદ્ધાચલની ૯૯ યાત્રા કરી. જ્ઞાનાભ્યાસમાં સંસ્કૃત, પ્રાકૃત, પાલી વગેરે ભાષા સાથે જોતિષશાસ્ત્રને પણ ઊંડે અભ્યાસ કર્યો. તેઓશ્રીએ તેમાં નિપુણતા મેળવી અનેક રચનાઓ પણ કરી, જેમાં દિનશુદ્ધિ-દીપિકા, શ્રી મુહૂર્તરાજ, આરંભસિદ્ધિ, વિહાર વિહંગાવલેક્સ, યતીન્દ્ર સ્વાધ્યાયપુષ્પ વગેરે છે. આ ઉપરાંત પૂજ્યશ્રી અવારનવાર સામયિકમાં લેખ લખતા રહ્યા છે. તેઓશ્રીએ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર વગેરે પ્રદેશમાં વિહાર કર્યો છે. તેમાં આહર, બાગર, સિયાણા, ભીનમાલ, ધાણસા, સાંથ, જાવરા, ખાચરર, રાણાપુર, નિમ્બાહેડા, પાલીતાણા, વારાણસી આદિ સ્થાનમાં ચાતુર્માસ કરી સુંદર ધર્મારાધના કરી-કરાવી છે. ઈ. સ. ૧૯૮૯ભાં વારાણસીમાં શ્રી કાશી પંડિત સભા દ્વારા તેમને “તિષાચાર્યની પદવી અને અભિનંદન-પત્ર અર્પણ કરવામાં આવ્યાં. કાશીમાં જૈન મુનિનું સન્માન થવું તે પૂજ્યશ્રીના તિષ વિષયના ગહન જ્ઞાનને પરિચય આપે છે. આજ સુધીમાં મુનિરાજશ્રીએ સેંકડો મુહૂર્તો પ્રદાન કરીને, અનેક ધર્મકાર્યો નિવિદને પાર પડાવીને જ્યોતિષ વિષયમાં યશ પ્રાપ્ત કર્યો છે. પાલીતાણામાં શ્રીમદ્ વિજયવિદ્યાચંદ્રસૂરિ ટ્રસ્ટની સ્થાપના અને તે અંતર્ગત વિદ્યાવિહારબાલીભવનનું નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલ છે. એ જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રીમદ્ યતીન્દ્રસૂરીરિજી શ્રવણોપાસક ટ્રસ્ટની સ્થાપના થઈ છે, જેના દ્વારા અનેકવિધ સમાજોત્કર્ષક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પૂજ્યશ્રીના એક શિષ્ય મુનિશ્રી હિતેષચંદ્રવિજયજી શ્રેયસ” પણ સંયમજીવન દીપાવી રહ્યા છે. એવા શાસનપ્રભાવક મુનિવરને ભાવભીની વંદના ! 2010_04 Page #704 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ શાસનપ્રભાવક પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ સ્વપ્નદ્રષ્ટા પૂ. મુનિપ્રવર શ્રી ચારિત્રવિજ્યજી મહારાજના પ્રશિષ્ય અને પછીથી પૂજ્ય આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય સેવાપ્રિય પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ સાચે જ, સૌમ્ય-સરળ-ભદ્રપરિણામી છે. પૂજ્યશ્રીની જન્મભૂમિ પંચમહાલ જિલ્લાના જાંબુઘેડા તાલુકામાં આવેલ કરા ગામ. પૂર્વભવના પુણ્યગે અને ધર્મના સંસ્કારબલે તેમણે ચારિત્રધર્મને સ્વીકાર કર્યો. દક્ષા બાદ વિનય, વિવેક, ભક્તિ, વૈયાવચ્ચે આદિ ગુણેથી સ્વ-પર કલ્યાણના માર્ગે ઉત્તરોત્તર આગળ વધ્યા છે. પાલીતાણાની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા યશોવિજયજી ગુરુકુળના સ્થાપક અને પિતાના દાદાગુરુ પૂ. મુનિરાજ શ્રી ચારિત્રવિજ્યજી મહારાજની જન્મશતાબ્દીને અનુલક્ષીને મુનિરાજશ્રી ભદ્રસેનવિજ્યજી મહારાજની પ્રેરણાથી આખું વર્ષ ઉજવણી થઈ હતી. આ દરમિયાન પૂજ્યશ્રીની પ્રેરણાથી જયભિખ્ખલિખિત દાદાગુરુદેવના જીવનને આલેખતા પુસ્તકનું પુનઃ પ્રકાશન, પૂ. શ્રી ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ ભાગ-૪નું પ્રકાશન તેમ જ દાદાગુરુદેવે સ્થાપેલ શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળ માટે ભગીરથ પુરુષાર્થ કરી સારું એવું ફંડ ઊભું કરાવ્યું. આ અંતર્ગત રૂા. ૩૦૦ ની સ્કેલરશિપ આપવાની યોજનામાં ૧૦૦૦ શ્કેરશિપ-દાતાઓએ નામ નોંધાવ્યાં. આ સંસ્થામાં શિખરબંધી જિનાલયનું નિર્માણ કરવા પણ પૂજ્યશ્રીએ પ્રેરણા કરી. પૂજ્યશ્રીની પ્રેરણા અને ગુરુકુળના કાર્યકરોની ઘણું વર્ષોની ભાવના સાથે આ શિખરબંધી જિનાલયનું નિર્માણકાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈ–ભાયંદરમાં સાધર્મિક ભાઈ એ માટે બ્લેકે બંધાયા છે, તેમાં પણ એક હોલ પાલીતાણા ગુરુકુળના વિદ્યાર્થીઓ, જે નેકરી-ધંધા માટે મુંબઈ ગયા હોય તેમના માટે ફાળવેલ છે. ઉપરાંત, ભાયંદરમાં શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજ જૈન પાઠશાળાની સ્થાપના, કાંદીવલીમહાવીરનગર (શૈલેષનગર)માં શ્રી ચારિત્રવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના પૂજ્યશ્રીની પ્રેરણાથી થઈ છે. તેઓશ્રીની નિશ્રામાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામે, ૫૦૦ વર્ષ પ્રાચીન શિખરબંધી શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ છે ત્યાં, વર્ષો બાદ અઢાર અભિષેક, સ્વામીવત્સલ આદિ સહિત ત્રણ દિવસને મહોત્સવ ઊજવવા સાથે શ્રીસંઘને પ્રેત્સાહિત બનાવેલ છે. તદુપરાંત, પૂજ્યશ્રીની પ્રેરણાથી છરીપાલિત સંઘ, ઉપધાન, ઓચ્છવ-મહોત્સવ તથા સાહિત્યપ્રકાશને, શૈક્ષણિક ઉત્કર્ષનાં કાર્યો અને સાધર્મિકભક્તિનાં કાર્યો થયાં છે અને થઈ રહ્યાં છે. પૂજ્યશ્રી દ્વારા આવાં અનેકવિધ કાર્યો પ્રવર્તતા રહો એ જ શુભકામના સહ પૂજ્યશ્રીને કોટિશઃ વંદના ! 2010_04 Page #705 -------------------------------------------------------------------------- ________________ ૭૦૩ શ્રમણભગવત-૨ સમતા-ગંભીરતા–વત્સલતાની મૂર્તિ અને પાર્ધચંદ્રગચ્છના ગૌરવશાળી શાસનપ્રભાવક પૂ. મુનિવર્યશ્રી સુયશચંદ્રજી મહારાજ કચ્છની ભૂમિ પર માંડવી બંદર પાસે આવેલા નવાવાસ (દુર્ગાપુર)માં શેઠશ્રી મેઘજી ગવર સાવેલાને ઘેર પુણ્યશાળી વેલબાઈની કુક્ષીએ સં. ૧૯૮ના માગશર સુદ ૮ના શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. ચાર ભાઈઓ અને બે બહેનોમાં બીજા નંબરે અવતરેલા આ પુત્રનું નામ શાંતિલાલ રાખ્યું. શાંતિલાલ નાનપણથી તીવ્ર મેધા ધરાવતા હતા. સાત ઘેરણને અભ્યાસ વતનમાં જ પૂરો કરીને વધુ અભ્યાસાર્થે માંડવી આવ્યા. એસ. એસ. સી. સુધીને અભ્યાસ કર્યો, એવામાં નવાવાસમાં પૂ. મુનિશ્રી બાલચંદ્રજી મહારાજ, પૂ. મુનિશ્રી વિનોદચંદ્રજી મહારાજ આદિ ઠાણાનું ચાતુર્માસ થતાં અને શેષકાળ દરમિયાન પાવનકારી સાન્નિધ્ય મળતાં શાન્તિભાઈ પણ અન્ય ભાવિકેની સાથે મુનિવથી આકર્ષાઈને, ભ્રમરની જેમ આસપાસ વીંટળાઈને, ગુરુસેવામાં સમય વ્યતીત કરવા લાગ્યા. ગુસાંન્નિધ્ય અને પૂર્વજન્મના સંસ્કારોથી શાન્તિભાઈમાં વિરતિભાવ દઢ થયો અને તેમણે ચારિત્ર ગ્રહણ કરવાને નિર્ણય લીધે. અમદાવાદ જઈને પિતાને નિર્ણય ગુરુદેવને જણાવ્યું. પૂ. ગુરુદેવ સાથે મુંબઈ રહીને જપ-તપ-અભ્યાસ -ગુરુસેવા દ્વારા વિરતિની વેલડીને અમૃતસિંચન કર્યું અને સં. ૨૦૧૯ત્ના જેઠ સુદ ૧૦ના દિવસે મોટી ખાખર (કચ્છ) ગામે દીક્ષા અંગીકાર કરી પૂ. ગુરુદેવશ્રી બાલચંદ્રજી મહારાજના શિષ્ય મુનિશ્રી સુયશચંદ્રજી ઘેષિત થયા. - પૂજ્યશ્રીના ચારિત્રગ્રહણના ત્રણ માસ બાદ જ પૂ. ગુરુદેવ સ્વર્ગવાસી બન્યા. નૂતન મુનિને આ આઘાત કારમે હતું, છતાં તેઓશ્રી સ્વસ્થ રહ્યા અને અમદાવાદમાં રહી, અન્ય પંડિતે સાથે શાસ્ત્રાધ્યયનમાં વ્યસ્ત બની રહ્યા. સવારના 8થી રાતના ૧૨ સુધી સતત અભ્યાસ કરવા લાગ્યા અને પ્રથમ વાર પ્રવચનપાટે પધાર્યા ત્યારે અમદાવાદ શ્રીસંઘે સાનંદાશ્ચર્ય અનુભવ્યું. આ અરસામાં ગચ્છાધિપતિ પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ અમદાવાદ પધારતાં તેઓશ્રી સાથે રાજસ્થાન-બીકાનેરમાં અદ્ભુત આરાધના-ઉપાસનાયુક્ત ચાતુર્માસ કર્યું. પૂજ્યશ્રીએ પુરુષાર્થ કરીને સૂફમ સંશોધન દ્વારા અતિ પ્રાચીન છે આવશ્યક સૂત્રના આઠ દિવસની શ્રાવકની ઉપધાનની વિધિ તૈયાર કરી અને સર્વપ્રથમ એ વિધિ અનુસાર બીકાનેરમાં ઉપધાનતપની આરાધના કરાવી. ત્યાં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા. પૂ. શ્રી સુયશચંદ્રજી મહારાજ શૂન્યમનસ્ક બની ગયા. તેઓશ્રીના જીવનમાં આ બીજે વાઘાત હતે. વળી સ્વસ્થતા પ્રાપ્ત કરી જોધપુર તરફ વિહાર કર્યો. ત્યાં પૂ. પાર્ધચંદ્રસૂરીશ્વરજી દાદાસાહેબનાં પગલાં તેમ જ પ્રાચીન ભંવરની શોધ કરી અને ત્યાં અઢી માસ સ્થિરતા કરીને બધું વ્યવસ્થિત કર્યું. ત્યાર બાદ છે મુમુક્ષુઓને દીક્ષા આપવા મુંબઈના શ્રીસંઘની વિનંતીથી મુંબઈ પધાર્યા. પ્રથમ ચાતુર્માસ દાદરમાં કર્યું. ચાતુર્માસ બાદ છ સભ્યના કુટુંબને દીક્ષા મહોત્સવ ઊજવા. શ્રી લીલાધરભાઈ 2010_04 Page #706 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક મુનિશ્રી પૂર્ણયશચંદ્રજી નામ પામી પૂજ્યશ્રીના પ્રથમ શિષ્ય બન્યા. શ્રી લીલાધરભાઈના સુપુત્ર શ્રી પ્રફુલ્લકુમાર મુનિશ્રી પદ્મયશચંદ્રજી બની, પિતામુનિના શિષ્ય અને પૂજ્યશ્રીના પ્રશિષ્ય બન્યા. દસ વર્ષના દીક્ષાપર્યાયમાં અને ત્રીશ વર્ષની યુવાન વયમાં શિષ્ય-પ્રશિષ્યને સુયોગ થતાં પૂજ્યશ્રી દાદાની ઉપમાને પામી ગયા. - પૂજ્યશ્રીને પુનિત પ્રભાવ પૂર્ણ તેજે પ્રકાશે ત્યાં જ વિધિની વક્રતાને વળી એક વાઘાત થયે. પૂજ્યશ્રી નાની વયમાં કંપવાત-પક્ષઘાતના અસાધ્ય રોગના ભેગ બન્યા. બે વર્ષમાં શરીરનું તેજ હણાઈ ગયું. આવી સ્થિતિમાં યે પૂજ્યશ્રીએ સમતા અને શાંતિ જાળવી રાખ્યાં. આજે સેળ સેળ વર્ષનાં વહાણાં વાઈ ગયાં, છતાં પૂજ્યશ્રીની સમતા અને શિષ્ય-પ્રશિષ્યની સેવામાં સહેજે ફરક પડ્યો નથી. તેઓશ્રીની સેવાની અને શાસનપ્રભાવનાની વિવિધ પ્રવૃત્તિઓની સઘળી જવાબદારી પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી પદ્મયશચંદ્રજી મહારાજ ઉપાડી રહ્યા છે. પૂજ્યશ્રીની ઈચ્છા પૂર્ણ કરવા સાથે ગચ્છની અને શાસનની શોભા વધારી રહ્યા છે. પાલીતાણા, અમદાવાદ, માંડલ, નાગૌર, બીકાનેર, દેશલપુર, નવાવાસ, ડાય, પાયા, અંધેરી, ચેમ્બુર, નાલાસોપારા, ભાયંદર, ખંભાત આદિ સ્થળોએ પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનસેવાનાં ઐતિહાસિક અને અવર્ણનીય કાર્યો થયાં. પ્રત્યેક ચાતુર્માસમાં જપ-તપ-દાન-ભક્તિની અપૂર્વ છોળો ઊછળી. અમદાવાદના ચાતુર્માસ દરમિયાન અનેકવિધ અનુષ્ઠાનેથી શામળાજીની પિળ ગાજી ઊઠી. ત્યાંની સ્થિરતા દરમિયાન ગુરુમંદિર (તૂભીની ૨પમી જાન્તી ૧૮ અભિષેકાદિ દ્વારા ભવ્ય રીતે ઊજવાઈ. માંડલમાં શ્રી પાર્ધચન્દ્ર બાલ-યુવા મંડલની સ્થાપના, હસ્તલિખિત જ્ઞાનભંડારને ઉદ્ધાર અને ઉપાશ્રયને જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાંથી વિહાર કરી વડીલ ગુરુબંધુ શ્રી વિનોદચંદ્રજી મહારાજની તબિયતના સમાચાર પૂછવા નાગૌર પહોંચ્યા. બહુ ઓછો સમય બંને ગુરુબંધુઓ સાથે રહી શક્યા, ત્યાં વડીલ બંધુની વિદાયને આઘાત આવી પડ્યો. નાગૌરથી જેસલમેર પહોંચ્યા. અહીંની સ્થિરતા દરમિયાન પૂ. શ્રી પાર્ધચંદ્રસૂરિજી મહારાજની પ૦મી જન્મજયન્તી ઊજવવાનું ભવ્ય આયોજન કર્યું અને તે માટે ભારતભરના ગચ્છોને સજજ કર્યા. ચિત્રપ્રદર્શન, પુસ્તકપ્રકાશન, જપ-તપ આદિનાં વિવિધ કાર્યક્રમ યેાયા. ફરી નાગૌર સંઘની વિનંતીને માન આપી ત્યાં ચાતુર્માસ પંધાર્યા. અહીં અનેકવિધ આરાધનાઓ થઈ. મુમુક્ષુ પ્રફુલ્લકુમાર દામજીને ભાગવતી દીક્ષા આપી મુનિશ્રી પાર્શ્વયશચંદ્રજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. કચ્છની ગૌરવગાથા સમાન સુથરી, જખૌ, કઠારાદિ પંચતીથી યાત્રા કરી, મુમુક્ષુ કુ. નીતા ભવાનજી વેરા તથા કુ. નીતા જાદવજી છેડાના દીક્ષા પ્રસંગે મુંબઈ પધાર્યા. અંધેરીના ચાતુર્માસ દરમિયાન શ્રી પાર્ધચન્દ્ર બાલ-યુવા મંડળની સ્થાપના કરી. તપસ્વીઓનું અને વિદ્યાર્થીઓનું તેમની પ્રેરણાથી બહુમાન થયું. સં. ૨૦૪૬માં શત્રુંજય તીર્થની ૯૯ યાત્રાને ૮૦ દિવસને કાર્યક્રમ ગોઠવી શ્રી પાર્ધચંદ્ર ગચ્છને ડકે વગાડી દીધા. સમગ્ર દેશમાં ગચ્છનું નામ ચમકતું અને ચળકતું કરી દીધું ! પૂજ્યશ્રીની સમતા, ગંભીરતા, નિરભિમાનીતા અને વત્સલતાના ગુણ સૌના જીવનમાં મહેકી રહે એ જ મંગલ કામના સહ પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભરી કેટિશઃ વંદના! 2010_04 Page #707 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ so૫ કરોડ અબોલ જીવોના અભયદાતા પૂ. મુનિવર્ય શ્રી રાજચંદ્રવિજયજી (નિરાલાજી) મહારાજ પૂજ્યપાદ શાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા)ના પરમ વિનયી શિષ્યરત્ન, અહિંસાના પરમ ઉપાસક, જીવદયાના મહાન પ્રભાવક, કરે અબોલ જીવેના અર્ભયદાતા પૂ. મુનિવર્યશ્રી રાજચંદ્રવિજયજી મહારાજ (નિરાલાજી) ત્યાગી, તપસ્વી, વૈરાગી, નીડર અને ક્રાંતિકારી સાધુભગવંત છે. પૂજ્યશ્રીએ સં. ૨૦૪૦માં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરે છને મોતના મુખમાંથી બચાવવા માટે ભગીરથ પ્રયત્ન આદર્યો હતે. ' આજે “પ્રાણ બચાવો” આંદોલન ચાલુ છે અને આજ સુધીમાં કરે જીને અભયદાન મળી ચૂકયું છે. ઉપરાંત, પૂજ્યશ્રી સારા લેખક છે. તેઓશ્રીએ હિન્દી અને ગુજરાતીમાં ઘણું પુસ્તકનું સર્જન કર્યું છે. એ સર્વ પુસ્તકે બહોળી પ્રસિદ્ધિ પામીને કપ્રિય બન્યાં છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ દાદાની શીતળ છાયામાં, શ્રી સુમતિનાથ પ્રભુની છત્રછાયામાં અને ગુજરાતના જીવદયાપાલક એવા કુમારપાળ મહારાજાની પુણ્યભૂમિ એવી પાટણ નગરીમાં સં. ૧૯૮૩ના ભાઈબીજને દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે. બીજના ચંદ્ર સમાન બાળકનું નામ “રમણીક” રાખ્યું અને રમણીક પણ બીજના ચંદ્ર જેમ દિન-પ્રતિદિન વિકાસ સાધવા લાગે. પરંતુ કર્મના સંગે બાળ રમણકે બચપણમાં જ પિતા કચરાશાહ અને માતા રામબાઈ બંનેની છત્રછાયા ગુમાવી. પણ પુગે ધર્મનિષ્ઠ-તપસ્વિની ફઈબા વીજબાઈની છત્રછાયામાં રમણીકને ઉછેર થવા લાગે. ફઈબાના તપ-ત્યાગના ગુણે બાળપણથી બાળકમાં ખીલવા લાગ્યા અને તેથી રમણીકભાઈને વૈરાગ્યને પાયે મજબૂત થવા લાગ્યું. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને માધ્યમિક શિક્ષણ શ્રી પાટણ જેન મંડળના છાત્રાલયમાં રહીને પૂર્ણ કર્યું. સેવા, સ્વાર્પણ અને સ્વાશ્રયના ત્રણે ગુણ છાત્રાલયમાંથી પ્રાપ્ત થયા. છાત્રાલયમાં પિતાનાં કપડાં છેવા કે વાસણ માંજવા સુધીનું કામ પતે જ કરતા. સ્વાશ્રયી જીવન એ જ શ્રેષ્ઠ જીવન એવું એ માનતા હતા. પૂજ્યશ્રી બચપણથી જ કાંતિકારી વિચારો ધરાવતા હોવાથી કેઈપણ કાર્ય અડગતાથી, ધીરજથી અને મક્કમતાથી કરતા. એમની રગેરગમાં ધર્મપ્રેમ, પ્રાણ પ્રેમ અને દેશપ્રેમ તરવરતો હતે. સર્વ જીવોને જીવવાને સમાન અધિકાર છે – એ મંત્રને જીવનમંત્ર બનાવ્યું. દેશપ્રેમના દષ્ટાંતમાં, પૂજ્યશ્રીએ વિદ્યાર્થી અવસ્થામાં ઈ. સ. ૧૯૪૨ (સં. ૧૯૮)ની ‘હિંદ છેડે ” ચળવળમાં સક્રિય ભાગ લઈ, એક સેનાનીની અદાથી કામ કર્યું હતું. તેઓશ્રીએ સંસારી જીવનમાં સને ૧૯૪૫ (સં. ૨૦૦૧)માં અભ્યાસ પૂર્ણ કરી, ધંધાર્થે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. કઈ સગાની ઓફિસમાં કામગીરી શરૂ કરી. સને ૧૯૪૬માં પાટણના ઝવેરી મણિબેન જેશીંગભાઈ બાપુલાલની સંસ્કારી પુત્રી ચંદ્રાવતીબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. તેમને મહેશ, રજની અને કમલેશ નામે ત્રણ પુત્ર છે. ૮૯ 2010_04 Page #708 -------------------------------------------------------------------------- ________________ co૬ શાસનપ્રભાવક સંસારમાં પહેલેથી જ રસ ન હતું તેથી ર૯ વર્ષની યુવાન વયે પતિ-પત્નીએ બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. સને ૧૯૫૫માં તેમણે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી અને થોડા જ વખતમાં ત્રણ કંપનીના મેનેજિંગ પાર્ટનર બન્યા અને પરદેશ સાથે વેપાર શરૂ કર્યો. એક કુશળ સાહસિક વેપારી તરીકે નામના મેળવી. એક એક્સપર્ટર તરીકે પણ મોટી નામના મેળવી. ખૂબ ધનાઢય વેપારી બન્યા. પરંતુ ધન ગમ્યું નહીં. ધર્મ હંમેશાં આકર્ષતે. પરિણામે સાધુ બનવાની તમન્ના જાગી. સં. ૨૦૩૧ના પિષ સુદ ૬ને દિવસે ( સને ૧૯૭૫માં) ગચ્છાધિપતિ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા)ના વરદ હસ્તે મુંબઈ– ભાયખલા મુકામે શ્રી મોતીશાહ શેઠ શ્રી આદિનાથ પ્રાસાદના રંગમંડપ મધ્યે સજોડે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. લાખોની સંપત્તિ અને બહોળા પરિવાર છોડી શાસનના શણગાર બન્યા. રમણીકલાલ મુનિશ્રી રાજચંદ્રવિજયજી નામે પૂ. આચાર્ય ભગવંતના શિષ્ય બન્યા અને ચંદ્રાવતીબેન પૂ. સાધ્વી શ્રી ચારુશીલાશ્રીજી નામે પૂ. સાધ્વીશ્રી કનકપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં. પરંતુ સાધુજીવનમાં વિશિષ્ટ કાર્યોના પ્રણેતા રહેલા પૂ. મુનિશ્રી રાજચંદ્રવિજયજી મહારાજને સૌ મુનિશ્રી નિરાલાજી મહારાજ તરીકે જ ઓળખે છે. પૂ. શ્રી નિરાલાજી મહારાજે સને ૧૯૮૩ (સં. ૨૦૪૦)માં પ્રાણી બચાવ” આંદોલન પાટણથી શરૂ કર્યું. અને શ્રી મહાવીર શુભ સંદેશ સાધના ટ્રસ્ટ, મુંબઈ સંસ્થાએ તેને સફળ બનાવવા માટે સક્રિય સાથ-સહકાર આપ્યો. પરિણામે, આજે કરે છને અભયદાન (જીવતદાન) મળ્યું છે. પૂજ્યશ્રીએ આ આંદોલન મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી – એમ છ રાજ્યમાં શરૂ કર્યું. તેમાં ઈ. સ. ૧૯૮૬માં મધ્યપ્રદેશમાં પંદર લાખ જીવોને અભયદાન આપવાની મહાન સફળતા પ્રાપ્ત કરી. મધ્યપ્રદેશની અહિંસા પ્રચાર સમિતિ, શીવનીના સહયોગથી શાળાશિક્ષણમાં ઘેરણ ૧૦માં દેડકાં, અળસિયાં, વાંદા આદિ જેની હત્યા થતી હતી, તે તેઓશ્રીના અથાક પ્રયત્નપૂર્વક સરકારશ્રીના પરિપત્ર ક્રમાંક ૨૩/મૂલ્યાંકન પાઠ્યક્રમ/૮૬/ભેપાલ દિનાંક ૮ જાન્યુઆરી, ૧૯૮૬ મુજબ બંધ કરવામાં આવી. તેથી દર વર્ષે પંદર લાખ જીને અભયદાન મળ્યું છે. એવી જ રીતે, સને ૧૯૮૭માં કઠોર પરિશ્રમને પ્રતાપે રાજસ્થાનમાં પણ સફળતા મળી. ત્યાં રાષ્ટ્રીય અહિંસા પ્રતિષ્ઠાનના સહયોગથી, રાજસ્થાનમાં ધોરણ ૧૦માં દેડકાં આદિ ચાર જીની હત્યા થતી હતી, તે અધ્યક્ષશ્રી, રાજસ્થાન શિક્ષા મંડળના પત્ર તા. ૩૧, જુલાઈ ૧૯૮૭ મુજબ બંધ કરાવવામાં આવી. આથી દર વર્ષે વીસ લાખ જેની હિંસા બંધ થઈ સને ૧૯૮૮માં ગુજરાતના મહેસાણા જિલ્લાના ૨૭ તળા પર માછીમારી શરૂ થવાની હતી, તે મહેસાણા જિલ્લાના કલેકટરશ્રીના હુકમ કમાંક પીએએલ/પ્રતિબંધ/વશી/૧૨૧૩ થી ૧૨૨૮/૮૮, તા. ૧૭-૧૧-૮૮ મુજબ એના પર પ્રતિબંધ મૂકાવ્યું. આ કાર્યમાં વડનગર જૈન સંઘ અને પંચાયતે સારે સહકાર આપે. સને ૧૯૧માં પચ્ચીસ લાખ અને અભયદાન આપવામાં મહાન સફળતા મળી. ગુજરાતમાં ધોરણ ૧૧ અને ૧૨માં જીવતાં દેડકાં, અળસિયાં, વાંદા આદિ છે મારવાની પ્રથા દરેક વિદ્યાર્થીને ફરજિયાત હતી. આ પ્રથા ૧૭ વર્ષથી ચાલી આવતી હતી. પૂજ્યશ્રી સને ૧૯૮૩થી આ પ્રથા 2010_04 Page #709 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૭૦૭ બંધ કરાવવા પ્રયત્ન કરતા હતા. તે માટે ગુજરાત હાઈકોર્ટમાં બે વાર રિટ દાખલ કરી, બે લાખથી વધુ સહીઓ મેળવી; ત્રણ સરકારે બદલાઈ છતાં પૂજ્યશ્રીનું આંદોલન ચાલુ રાખ્યું. અંતે સરકારે પૂજ્યશ્રીની વાતને સ્વીકાર કર્યો અને તા. ૧૬-૪-૧૯૯૧ના દિવસે દેડકાં ચીરવાની પ્રથા પર પ્રતિબંધ મૂક પરિપત્ર જાહેર કર્યો. પૂ. મુનિશ્રી નિરાલાજી મહારાજે આ અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે રાજ્યતંત્રના પ્રધાનો, ધારાસભ્ય, અધિકારીઓ, શિક્ષણસંસ્થાઓ, નગરના આગેવાનો સાથે સતત સંપર્ક સાધવાનું ચાલુ રાખ્યું. દેશ-વિદેશના નિષ્ણાત ડોકટરો અને રિસર્ચ સેન્ટરના અભિપ્રાય એકઠા કર્યા. અમેરિકા, ઇટાલી, આજેનિટના આદિ દેશોમાં દેડકાં ચીરવાની પ્રથા બંધ કરવામાં આવી હતી તેની ગવર્નમેન્ટના ઓર્ડર મંગાવ્યા અને ગુજરાત હાઇકોર્ટમાં રિટ નં. ૩૭૦૦/૧૯૮૯ દાખલ કરી. આખરી હિયરિંગ પછી માનનીય જજ શ્રી આર. એ. મહેતાએ રિટ દાખલ કરી ગુજરાત સરકાર પર નેટિસ કાઢી. અંતે ગુજરાત સરકારને પૂજ્યશ્રીની વાત કબૂલવી પડી અને પૂજ્યશ્રીની જીત થઈ આ રીતે લાખે જીવોને જીવતદાન મળ્યું પૂ. શ્રી નિરાલાજી મહારાજે જીવદયાક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ મેળવી છે, તેમ અન્ય ધર્મક્ષેત્રોમાં પણ અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેમાં, પૂજ્યશ્રીએ એક કરોડ નવકારમંત્રનો જાપ કરાવવાને સંકલ્પ કર્યો છે. તેને પ્રારંભ થઈ ગયું છે. જે નવ લાખ નવકારમંત્રને સમૂહજાપના પ્રારંભ : * પ્રથમ : શામળાની પિળ જેનસંઘ– સં. ૨૦૪૮ના કારતક વદ ૬, જાપ આરાધકે : ૨૧૮, જાપ સંખ્યા ૧૧ લાખ. * દ્વિતીય : શ્રી વીરવિજય ઉપાશ્રય, ભઠ્ઠીની બારી, અમદાવાદ. સં. ૨૦૪૮ મહા સુદ પ, જાપ આરાધકે ૧૬૫–જાપસંખ્યા : ૯ લાખ. # પૂજ્યશ્રીની નિશ્રામાં રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર :– * પ્રથમ : શામળાની પોળ જૈન સંઘ સં. ૨૦૪૫, શિબિરાર્થી ૪૫૦ * દ્વિતીય : શ્રી વર્ધમાન . જૈન સંઘ, સં. ૨૦૪૬, શિબિરાથી, ૨૫૦ * તૃતીય શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય, સં. ૨૦૪૭, શિબિરાથી, ૫૦૦ જ પૂજ્યશ્રીની નિશ્રામાં છે'રીપાલિત પદયાત્રા સંઘ – * મેહનપુરથી ઇડરગઢ તીર્થ, સં. ૨૦૪૦, સંખ્યા ૨૫૦ * અમદાવાદથી કલિકુંડ તીર્થ, સં. ૨૦૪૪, સંખ્યા ૨૫૦ * અમદાવાદથી સેરીસા તીથ, સં. ૨૦૪પ, સંખ્યા ૫૦૦ * અમદાવાદથી સેરીસા તીર્થ, સં. ૨૦૪૮, સંખ્યા ૩૫૦ જ પૂજ્યશ્રીની નિશ્રા અને પ્રેરણાથી જિનમંદિર નિર્માણ — જ શ્રી સુમતિનગર જૈન સંઘ, વાસણા, સં. ૨૦૪૨. * * 2010_04 Page #710 -------------------------------------------------------------------------- ________________ Go૮ * * શાસનપ્રભાવક * શ્રી વર્ધમાન છે. જૈન સંઘ, ચોકસી પાર્ક, સં. ૨૦૪૫ * શ્રી બગીચા વિસ્તાર જેન સંધ, હિંમતનગર, સં. ૨૦૪પ જ પૂજ્યશ્રી નિરાલાજી મહારાજ સંપાદિત સાહિત્ય (ગુજરાતી): * અમારી જીવદયા પુકાર, પહેલી આવૃત્તિ, ૧૦,૦૦૦ પ્રત. * બેનડી ! તું પવિત્ર રહેજે !, બીજી આવૃત્તિ, ૪૦૦૦ પ્રત. * સો ગુણેને એક સાથી, બીજી આવૃત્તિ, ૩૦૦૦ પ્રત. * ચાલે! વીતરાગની વાટે, પહેલી આવૃત્તિ, ૧૦૦૦ પ્રત. * હવે જાગે ને જાણ્યું કે ધર્મ શા માટે............. હિન્દીમાં વીવવાન્ન—-બીજી આવૃત્તિ – ૧૩૦૦૦ પ્રત. દુમત નીવરાપુ પહેલી આવૃત્તિ – ૧૦૦૦૦ પ્રત. પૂજ્યશ્રીનું ધાર્મિક સાહિત્યમાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. પૂજ્યશ્રીનાં પુસ્તક બહુ જ સરળ, સાદા અને સચોટ હેઈને આબાલવૃદ્ધ સૌને ખૂબ જ ગમી જાય છે. તેઓશ્રીના જીવદયા વિષયક પુસ્તક વાંચીને હજારો લોકેએ માંસાહારને ત્યાગ કર્યો છે; લાખોએ જીવદયા પાળવાની પ્રતિજ્ઞા લીધી છે. ટૂંકમાં પૂ. મુનિરાજશ્રી રાજચંદ્રવિજયજી મહારાજ (નિરાલાજી) ૧૮ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં અનેકવિધ કાર્યસિદ્ધિઓને વર્યા છે. એ સર્વ કાર્યો નાનોસૂનાં નથી. એ કાર્યોથી સમાજમાં નવજાગૃતિને જુવાળ આવ્યું છે. પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુ પામીને ઉત્તરોત્તર ઉત્તમોત્તમ શાસનપ્રભાવક કાર્યો સંપન્ન કરતા રહે એવી શાસનદેવને પ્રાર્થના સહ પૂજ્યશ્રીના ચરણમાં કોટિ કોટિ વંદના ! પૂ. મુનિરાજશ્રી મહાયશવિજયજી મહારાજ સૌરાષ્ટ્રના પાવનકારી શહેર જામનગરમાં મેહનભાઈનાં શીલવંતાં ધર્મપત્ની ધનકરબહેનની કુક્ષીએ સં. ૨૦૦૧ના શ્રાવણ વદ અમાસને દિવસે પુત્રરત્નને જન્મ થયે. બાળકનું નામ મહેન્દ્ર પાડ્યું. માતાપિતાએ બાળપણથી જ પુત્રમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું. પરિણામે મહેન્દ્રભાઈમાં વૈરાગ્યભાવના પ્રબળ થઈ. મહાપ્રયત્ન અનુમતિ મળી. સં. ૨૦૨૫ના જેઠ સુદ પાંચમના શુભ દિને શાસનસમ્રાટકીને સમુદાયના ન્યાયવિશારદ શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હરિભદ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી મહાયશવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. ગુરુદેવોની નિશ્રામાં ૧૧ વર્ષ એકધારા રહીને તપ-અભ્યાસવૈયાવચ્ચમાં સારે વિકાસ સાથે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિનાં અનેક ગ્રામ-નગરમાં વિહાર દરમિયાન પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન, ઉદ્યાપન, છરીપાલિત 2010_04 Page #711 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૭૦૯ સંઘે આદિ સંપન્ન થયાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક ચાતુર્માસમાં કઠિન તપશ્ચર્યાઓ થઈ છે. મુંબઈ, અગાસી તીર્થ, શ્રી સિદ્ધક્ષેત્ર આદિને ચાતુર્માસે વિવિધ અનુષ્ઠાન અને તપિત્સથી અવિસ્મરણીય બન્યાં છે. પૂજ્યશ્રી સ્વપરના કલ્યાણમાગે ઉત્તરોત્તર વિકાસ સાધી શાસનપ્રભાવનાનાં મહાન કાર્યો કરતા રહે એવી મનોકામના સાથે પૂજ્યશ્રીને કેટિશઃ વંદના! પૂ. મુનિશ્રી નીતિસાગરજી મહારાજ કચ્છના મેટા લાયજા ગામે વિશા ઓસવાલ જ્ઞાતિમાં પ્રતિષ્ઠિત અને ધર્મસંપન્ન સુશ્રાવક ખેતશીભાઈને ત્યાં, તેમનાં ધર્મપત્ની પદ્માવતીબેનની કુક્ષીએ સં. ૨૦૦૪ના માગશર વદ ૧૧, એટલે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના દીક્ષાકલ્યાણકનાં દિવસે એક પુત્રરત્નને જન્મ થયો અને ખેતશીભાઈના એ પુત્ર માટે તે દિવસ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવા માટે જાણે કે સંકેતરૂપ બની ગયે! યુવાવસ્થામાં પ્રવેશતાંની સાથે જ ધર્મજિજ્ઞાસાના તીવ્ર ભાવ ઊભરાવા સાથે પૂજ્ય શ્રમણભગવંતેના સતત સમાગમ દ્વારા ધર્મબોધ પામી અધ્યાત્મરુચિ પ્રબળ બની અને આગળ જતાં વૈરાગ્યભાવમાં પરિણમી. અને એક દિવસ ગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વિરલ વિભૂતિ આત્મજ્ઞાની પૂ. આ. શ્રી કૈલાસસાગરજી મહારાજના ચરણે સમર્પિત બની, મુનિશ્રી નીતિસાગરજી નામ પામી ચારિત્રધર્મને સ્વીકાર કર્યો. પૂ. મુનિશ્રી નીતિસાગરજી મહારાજે દીક્ષા બાદ સંયમની સાધના, જ્ઞાનની ઉપાસના તથા પૂ. ગુરુદેવેની વૈયાવચ્ચ-ભક્તિમાં એકાગ્ર બની થેડા જ સમયમાં ગુરુકૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પૂજ્યશ્રી ગુરુભગવંતના આદર્શો સંયમજીવનમાં ચરિતાર્થ કરવાના પ્રયત્નપૂર્વક જિનભક્તિ, જીવમૈત્રી આદિ શુભ કાર્યો સાથે પૂ. ગુરુદેવ દ્વારા પ્રતિષ્ઠાદિનાં શાસનપ્રભાવક કાર્યોમાં જોડાઈને સંયમજીવન ચરિતાર્થ કરી રહ્યા છે. હાલ સ્વતંત્ર ચાતુર્માસ કરીને અનેકવિધ ધર્મકાર્યો પ્રવર્તાવી રહ્યા છે. પૂજ્યશ્રીએ ભાવનગર, અમદાવાદ, વડોદરા, પાટણ, શિવગંજ આદિ સ્થળોએ યશસ્વી ચાતુર્માસ કર્યા છે. પૂજ્યશ્રી ઘણી શાંત, સૌમ્ય, સરળ અને જગતને આદર્શ મળે એવું જીવન જીવવાની તીવ્ર ભાવના ધરાવે છે. પૂજ્યશ્રીની આ ભાવનાઓ ચરિતાર્થ થાઓ એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને ભાવપૂર્ણ વંદના ! (સંકલનસૌજન્ય: એક પુણ્યશાળી સુશ્રાવક – હર શાહ ખેતશીભાઈ માંદલ સહપરિવાર (કચ્છ-મેટા લાયજા). છે : ' . 2010_04 Page #712 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ શાસનપ્રભાવક સાહિત્યોપાસક પૂ. મુનિશ્રી સંયમસાગરજી મહારાજ વર્તમાનમાં શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયમાં જૈન સાહિત્ય અને ગહન શાસ્ત્રાભ્યાસ આદિમાં ખૂબ જ પ્રગતિ સાધનાર નાની વયના પૂ. મુનિશ્રી સંયમસાગરજી મહારાજ બચપણથી જ વૈરાગ્યભાવનાથી રંગાયેલા હતા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રીએ વિદ્યોપાસનામાં ઘણો સમય વિતાવ્ય, ધર્મશાને ઊંડો અભ્યાસ કર્યો, ભાષાઓ ઉપર અસાધારણ પ્રભુત્વ મેળવ્યું. અગાધ અભ્યાસ અને તીક્ષ્ણ બુદ્ધિશક્તિથી પ્રીતિપાત્ર બની સૌનાં હૈયાંમાં આદરભર્યું સ્થાન મેળવ્યું. શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશનની રચનામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા ઘણાં સુંદર સામાજિક કાર્યો થઈ રહ્યાં છે. સાગર જેવી સમતા અને ઉદારતા, નિખાલસ અને નિર્મોહી વ્યક્તિત્વ, બાળક જેવી મસ્તી અને સરળતા ધરાવનાર આ મુનિશ્રીની લેખનકળામાં પણ એક આગવી સૂઝ-સમજ છે. - સાધુજીવનને ઉમદા આદર્શ સ્વીકારી આવશ્યક ક્રિયાઓ અપ્રત્તમભાવે કરતા રહીને જ્ઞાન અને તપના વિવિધ ગુણેને અભુત વિકાસ એમનામાં છે. સતત વિહારમાં પણ તેમની સાહિત્યસર્જનની પ્રવૃત્તિ ચાલુ જ હોય. શાંતમૂતિ જેવા લાગતા પૂજ્ય મુનિશ્રીએ દીક્ષા પર્યાયમાં સાધુ અને સાહિત્યકાર તરીકે સારી નામના મેળવી છે. તેમના વિનયવિવેક-વત્સલતા અને સંયમજીવનને લાખ લાખ વંદના કરીએ છીએ. 2010_04 Page #713 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર ૭૧૧ પૂ. મુનિશ્રી વિદ્યાચન્દ્રવિજયજી મહારાજ શ્રી ભક્તિસૂરિ સમુદાયમાં પ. પૂ. આ. શ્રી સુબોધસૂરિજી મ. સા.ના દેવલોક થયા પછી એમની પાવન સ્મૃતિ નિમિત્તે એમના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી વિદ્યાચન્દ્રવિજયજી મહારાજે અમદાવાદમાં એક ઉપાશ્રય બનાવવાની પૂ. ગુરુદેવની અંતિમ ઈચ્છાને સાર્થક કરવા અથાગઅવિરત પ્રયત્ન કર્યો. અમદાવાદના આશ્રમરેડ-ઉસ્માનપુરા વિસ્તારમાં કર્ણાવતી સંસાયટીમાં શ્રી ધર્મ-ભક્તિ-પ્રેમ સુબોધસૂરિ આરાધના ભુવન ઊભું કરવામાં મુનિશ્રીએ ખૂબ જ ખંત અને લાગણીથી કામ કર્યું. મુનિશ્રી પાસે શાનું ભલે કંઈ ઊંડું જ્ઞાન ન હોવા છતાં એક તપસ્વી ભદ્રપુરુષના જરૂર દર્શન થયાં. પૂ. મુનિરાજશ્રી કવીન્દ્રસાગરજી મહારાજ સ્વયંભૂ વૈરાગ્યના સ્વામી મુનિવરશ્રીને દીક્ષા લેવાની પ્રેરણા કોઈ એ નથી આપી; પણ એમના વૈરાગ્યની ઘટના તે એમના જ પરિવારમાંથી વડીલ બંધું જયંતીભાઈની ૧૪ વર્ષની ઉંમરે થયેલી દીક્ષામાંથી મળી. કુમળી વયે સંસારમાંથી ચાલી નીકળેલા ભાઈના વિયોગે સંસારની અસારતા દેખાડી દીધી. શું મારા વડીલ બંધુના દર્શન કદાપિ નહીં થાય? શું મારે પણ સંસારમાંથી જવું? આવા ગૂઢ વિચારથી આ કિશોર કાયમી બેચેન રહેતો. જીવન અંદરથી શુષ્ક બની ગયું. એવામાં એક પ્રચંડ પ્રતિભાશાળી મહાપુરુષ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના પ્રથમ દેશને-સ્પર્શને વૈરાગ્યની વાટે ચાલવાને નિર્ણય લઈ લીધે. જ્યારે જુઓ ત્યારે નિર્દોષ ચહેરો, બ્રહ્મચર્યના અઠંગ ઉપાસક, સમયનાં વહેણ સાથે શ્રમણજીવનના સાધનાપથ પર સંચરતાં સંચરતાં ૨૧-૨૧ વર્ષ વીતી ગયાં. અચલગચ્છના અભ્યદયને એકડો ઘૂંટવા ગચ્છાધિપતિ ગુરુદેવ પ્રચંડ પુરુષાર્થ સાથે મથી રહ્યા હતા ત્યારે અનેક સૈકાઓની પ્રતીક્ષા બાદ ગચ્છમાં બે કિશોર-કિશોર કુમાર રતનશી સાવલા દુર્ગાપુરવાળા, હાલ પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ અને બીજા કિશોરચંદ્ર કાકુભાઈ દેઢિયા અને નવા વર્ષના બાળક વિરચંદ્ર કાકુભાઈ દેઢિયા –આ ત્રણ મુમુક્ષુ આત્માઓએ મુનિજીવનના માંડવે પ્રવેશ કરવા કમર કસી. એ ત્રણમાંના એક આ મુનિશ્રી કવીન્દ્રસાગરજી મહારાજ. પૂજ્યશ્રીનું સંસારી નામ કિશોરચંદ્ર, પિતાનું નામ કાકુભાઈ અને માતાનું નામ મણિબેન હતું. જન્મભૂમિ જખી અબડાસા– હાલેરાયણ મટી. બાર વર્ષની વયે ભુજપુરમાં સં. ૨૦૨૭ના કારતક વદ ૧૩ના દિવસે પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીનું શિષ્યત્વ સ્વીકાર્યું. સંસ્કૃત, વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિ તથા કર્મચં-ચરિત્રોનું અધ્યયન કર્યું. પૂજ્યશ્રીને ચાન્નિધર્મ પ્રત્યે ખૂબ જ પક્ષપાત છે, ક્રિયા પ્રત્યે વિશેષ રુચિ છે, તપ પ્રત્યે અદ્ભુત સદ્ભાવ છે. પૂજ્યશ્રી અનેકવિધ નાની-મેટી તપસ્યા કરી ચૂક્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં અચલગચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૯૯ મહાયાત્રા સંઘનું ભવ્યાતિભવ્ય આયેાજન થયેલ છે, જેને લેકે 2010 04 Page #714 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ શાસનપ્રભાવક આજે પણ ભાવથી યાદ કરે છે. પૂ. ગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના શુભાદેશથી પૂ. આ. શ્રી ગુણદયસાગરસૂરિજીની સેવા-સહાયાર્થે કચ્છ પ્રદેશમાં રહી અંજનશલાકા પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, ઓચ્છર્વાપૂજનમાં બુલંદ કંઠે લલકારેલા લેકે અને મંત્ર દ્વારા વાતાવરણ જમાવી લોકચાહના મેળવી છે. તેઓશ્રી સૌમ્ય સુંદર પ્રવચનકાર છે. સકલ સંઘની ઉન્નતિ કાજે કમર કસી છે. નિખાલસતા, સૌજન્યતા, પરેપકારિતા આદિ એમના આગવા ગુણો છે. અજાતશત્રુ આ મુનિવરને જાહેર પૂજનમાં કે વ્યાખ્યામાં બુલંદ અવાજે સામૂહિક પૂજા-ભક્તિ કરાવતાં નિહાળવા એ લ્હાવે છે. તેઓશ્રી શરીરથી રિક્ત છે તેમ પરિગ્રહથી રિક્ત છે. છેલ્લે પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની કૃપાદષ્ટિ પામી, ગણિપદ પ્રાપ્ત કરી, શાસનધતક કાર્યોમાં નિમગ્ન એવા પૂજ્યશ્રીને અગણિત ભાવભીની વંદના ! 1 2 પૂ. મુનિરાજશ્રી વીરભદ્રસાગરજી મહારાજ સાધનાના સાગરમાં ડૂબવું એ જેમને સ્વભાવ છે, નિઃસંગી છતાં સત્સંગમાં રહેવું એ જેમની ટેવ છે, સમર્થ યોગી બની જગતની શિવકામના કરવી એ જેમની ઝંખના છે એવા મુનિશ્રી વીરભદ્રસાગરજીએ સંસારીપણામાં વિરચંદ્ર નામધારી બાળકે નવ વર્ષની વયે વીરની વાટે જવા કદમ ઉઠાવ્યાં ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં હતાં. ભૂગર્ભમાં ભંડારાયેલા ગચ્છના ઈતિહાસનાં અંધારા ઉલેચીએ તે ઘણાં વર્ષો બાદ આ બાળક સાધુજીવનની મંજિલ તરફ હરણફાળ ભરી રહ્યો હતે. સંઘને આશ્ચર્ય સાથે આનંદ હતે. વરસીદાનના વરડા વખતે તાવથી ધગધગતાં શરીરે વિરચંદ્ર બબ્બે હાથ પહોળા કરી ઉલ્લાસભેર વરસીદાન આપ્યું હતું. દીક્ષા ગ્રહણ કરીને અધ્યયનમાં નિમગ્ન રહ્યા. સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, છંદ, ચરિત્ર આદિનું અધ્યયન કર્યું. ગુજરાત સંસ્કૃત વિદ્વદ્ પરિષદના માધ્યમે સંસ્કૃત સાહિત્યરન, કેવિદ તથા સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીની પરીક્ષાઓ આપી. એમાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયા. પૂ. દાદાગુરુદેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજની વારંવારની ટકરને કેર બની સ્વીકારી લેતા અને મેળવા મૂકીને કલાકોના કલાકો સુધી અધ્યયન કરતાં આ મુનિપુંગવ કદી કંટાળે નહીં. એક લાખ કલેક વાચન કરવા ઉપરાંત, સંસ્કૃત કાવ્ય-ગુર્જરકાવ્ય રચના કરવાની શક્તિ પણ હસ્તગત કરી છે, જેની સાક્ષી પૂજ્યશ્રીએ રચેલ “શ્રમણ દ્વાત્રિશિકા” તેમ જ કેટલાંક ગુર્વાષ્ટકે પૂરે છે. તત્ત્વજ્ઞાન અને ચિંતનાત્મક મૌલિક સાહિત્ય વાંચવાને બહોળો રસ છે. તિષમાં પણ ઊંડી દિલચસ્પી ધરાવે છે. પૂજ્યશ્રી સતત સાધનાની ઝંખના દ્વારા પ્રવચન-લેખન-ઉભયક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યા છે. પૂજ્યશ્રી તપસ્વીરત્ન પૂ. આ. શ્રી ગુણદયસાગરજી મહારાજના શિષ્ય અને પૂ. મુનિશ્રી કવીન્દ્રસાગરજી મહારાજના વડીલ બંધુ છે. તેઓશ્રીને પૂજ્ય ભ્રાતા સાથે તા. ૭-૩-૧૯૯૧ને દિવસે ગણિપદપ્રદાન થયું. જ્ઞાન-ધ્યાન-સાધના દ્વારા પૂજ્યશ્રી અને કેને શાસનભક્તિ પ્રત્યે પ્રેરતા રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના –%— 2010_04 Page #715 -------------------------------------------------------------------------- ________________ ૭૧૩ ના પ્રય થી , શ્રમણભગવંતો-૨ પૂ. મુનિરાજશ્રી મહેશ્યસાગરજી મહારાજ દૂધ વચ્ચે નિદ્રઢ બનીને રહેનારા પૂજ્ય મુનિરાજશ્રી મહેદયસાગરજી મહારાજને જન્મ કચ્છના ચાંગડાઈ મુકામે સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૭ ને રવિવારે થયે. તેમનું જન્મનામ મનહરલાલ હતું. બાલ્યાવસ્થાથી જ ધર્મનિષ્ઠ માતા પાનબાઈના ધર્મસંસ્કારો આપવાના પૂરા પ્રયત્નો હતા, પરંતુ વ્યાવહારિક શિક્ષણ માટે ધેરણ પાંચમાં રેજ બે માઈલ દૂર વઢ ગામે જવું પડતું; ઘેરણ ૬-૭ કચ્છ-નવાવાસ ડિગમાં કર્યા, ૮ થી ૧૧ મુંબઈમાટુંગા બોડિંગમાં તથા ૧૨-૧૩ મુંબઈ-મહાવીર જૈન વિદ્યાલયમાં રહી એલિફટન કેલેજમાં ઈન્ટર સાયન્સ સુધી અભ્યાસ કર્યો. મોટે ભાગે દરેક ધારણમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતા. તે વખતે મેટ્રિકમાં પણ ૭૬ % માર્કસ મેળવ્યા હતા. માનવજીવનની સાર્થકતા શેમાં? ડોકટર બનવામાં કે એન્જિનિયર બનવામાં? સાચું સુખ શી રીતે પ્રાપ્ત થાય? ઇત્યાદિ પ્રશ્નો પર આખી રાતના મનોમંથનના પરિણામે, માતુશ્રીના સંસ્કારો તથા પૂર્વજન્મની આરાધનાના પરિણામે ત્યાગ દ્વારા જ સાચી આત્મશાંતિ મળે” – આ સત્ય સમજાતાં, કેલેજ છોડીને પાંચ વર્ષ સુધી કચ્છમાં પંડિતશિરોમણિ શ્રી હરિનારાયણ મિશ્ર પાસે સિદ્ધહેમ સંસ્કૃત-પ્રાકૃત શબ્દાનુશાસન, છંદ-કાવ્ય-અલંકાર-કેષ, ષડ્રદર્શનના વિવિધ ગ્રંથ, પ્રાચીન અને નવ્ય ન્યાયના આદિને તલસ્પર્શી અભ્યાસ કર્યો. સંપૂર્ણ ત્રિષષ્ઠી, ઉપમિતિ, સમરાઈ કહા આદિ સંસ્કૃત પ્રાકૃત દળદાર ગ્રંથનું સ્વયં વાંચન કર્યું. ગનિષ્ઠા, તત્ત્વજ્ઞા પૂ. સાધ્વીશ્રી ગુણદયાશ્રીજી મહારાજે પણ ધર્મમાતા તરીકે પ્રકરણ, ભાગ્ય, કર્મગ્રંથાદિને અર્ધાભ્યાસ કરાવવા દ્વારા અદ્ભુત પ્રેરણાનું પિયુષ પાયું. સંઘવી શામજીભાઈ જખુભાઈ ગાલાએ પણ અધ્યયનાદિ માટે અનુમોદનીયા વ્યવસ્થા કરી આપી. પાંચ પાંચ વર્ષના અનેક પ્રયત્નો છતાં પણ પિતા રાયશીભાઈ દ્વારા દીક્ષા માટે સંમતિ ન મળતાં છેવટે સંયમપ્રેમી માતુશ્રીના તથા ઉપકારી નાનીમા દેવકાંબાઈના શુભાશીર્વાદ લઈ સં. ૨૦૩૧ના મહા સુદિ ૩ના દિવસે કચ્છ-દેવપુર ગામમાં પિતાનાં વડીલ બહેન વિમળાબાઈ (હાલ પૂ. સાધ્વી શ્રી વીરગુણાશ્રીજી મહારાજ) સાથે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કર્યું અને મનહરમાંથી મુનિશ્રી મહદયસાગરજી બની અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી 2010_04 Page #716 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ શાસનપ્રભાવક ગુણસાગરસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકાર્યું. વડી દીક્ષા પણ દેવપુરમાં જ થઈ. દીક્ષા બાદ વિનય વૈયાવચ્ચ દ્વારા અદ્ભુત ગુરુકૃપા પ્રાપ્ત કરી; જેની ફલશ્રુતિ રૂપે તેઓશ્રી કેટલીક વિશેષતાઓ સિદ્ધ કરી શક્યા છે. પાંચ વર્ષ સુધી આત્મસાધનાથે વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાની પ્રબળ ઝંખના હોવા છતાં ગુજ્ઞાને શિરોમાન્ય કરીને કચ્છબીદડામાં દીક્ષા પછીના પ્રથમ ચાતુર્માસમાં જ ચાર મહિના સુધી સુંદર પ્રવચનો આપ્યાં. પાંચ વર્ષના દીક્ષાપર્યાયમાં એક હજાર યાત્રિકોની ૧૦૦ દિવસ ૯૯ યાત્રા દરમિયાન ગુર્વાજ્ઞાથી માત્ર “નમો અરિહંતાણં' પદ પર મનનીય પ્રવચનો આપ્યાં. ૪૫ આગમનું વાચન ન થાય ત્યાં સુધી મિષ્ટાન્ન-ફરસાણત્યાગ તથા કાપમાં સાબુ આદિને ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞાપૂર્વક ૧૩ મહિનામાં ગુરુકૃપાથી ૪૫ આગમનું સાંગોપાંગ વાચન કર્યું. દીક્ષા પ્રતિષ્ઠા આદિનાં ધાર્મિક મુહૂર્તો કાઢવા માટે પણ જ્યોતિષમાં સારી પ્રગતિ સાધી. સ્વાનુભૂતિના લક્ષ્ય સાથે તપસ્વીરત્ન પૂ. આ. શ્રી ગુણદયસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં સં. ૨૦૩૭માં કચ્છ-કેટલામાં સળંગ પાંચ મહિનાના મૌનપૂર્વક નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી. નાલાસેપાર, ડબીવલી, જામનગર તથા માંડવીનાં ચાતુર્માસ દરમિયાન ચાર મહિના સુધી ચોવીસે કલાક અખંડ કરડે નવકાર મહામંત્રના જાપ કરાવ્યા. “જેનાં હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર ” વગેરે ૯ કપ્રિય પુસ્તકનું લેખન સંપાદન કર્યું. છ'રીપાલિત સંઘમાં તથા શિખરજીમાં ચાતુર્માસ દરમિયાન ગુરુ આજ્ઞાથી ૬૭ સાધુ-સાધ્વીજીઓને છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિની વાચનાઓ આપી તથા લેખિત પરીક્ષાઓ લીધી. વર્ધમાન તપની ૨૭ ઓળી, એકાંતરા ૩૭૫ આયંબિલ, મૌનપૂર્વક અઠ્ઠાઈ તથા નવાઈ તપ આદિ દ્વારા જ્ઞાનની સાથે બાહ્ય તપને પણ સુંદર સમન્વય સાધ્યો. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદમાં કલેકબદ્ધ અનેક કાવ્યરચનાઓ પણ કરી. તેજસ્વી વક્તા પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મહારાજ, સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિશ્રી ધર્મરત્નસાગરજી મહારાજ, તપસ્વી મુનિશ્રી કંચનસાગરજી મહારાજ તથા નવદીક્ષિત તપસ્વી મુનિશ્રી અભ્યદયસાગરજી મહારાજ આદિ ૪ સુવિનીત શિવે પૂજ્યશ્રીને સાધના તથા શાસનપ્રભાવનામાં સુંદર સહયોગ આપી રહ્યા છે. સં. ૨૦૪પના જામનગર ચાતુર્માસ બાદ એક જ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ૪–૪ છરીપાલક સંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલ છે. આમ, બહુમુખી પ્રતિભા ધરાવતા પૂજ્યશ્રી ભગવતીસૂત્રનાં યોગદ્વહનપૂર્વક તા. ૭-૩-૧૯૧ના રોજ મુનિવરમાંથી ગણિવર બની સંઘ-સમાજ માટે સવિશેષ ઉપકારક બની શાસનની શાન બઢાવી રહ્યા છે. પૂજ્યશ્રી હસ્તક ઉત્તરોત્તર ઉત્તમોત્તમ શાસનપ્રભાવક કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ મને કામનાઓ સાથે પૂજ્યશ્રીનાં ચરણે કોટિ કોટિ વંદના ! 2010_04 Page #717 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ પૂ. મુનિરાજશ્રી હરિભદ્રસાગરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ મહારાષ્ટ્રના વર્ધા નગરમાં ઈ. સ. ૧૯૬૩માં થયે, તેમનું મૂળ વતન કચ્છના અબડાસા તાલુકાનું રાપર (ગઢવાલી) ગામ. પિતા દામજીભાઈ અને માતા ભારતીબેનના સુપુત્ર હરીશકુમાર બાલ્યકાળથી ધર્મમાં પ્રીતિવાળા હતા. નાંગલપુરમાં આવેલી જેન તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હતા ત્યાં પૂ. ગુરુદેએ દીક્ષા માટે પૃચ્છા કરી અને પાંચમા જ દિવસે તા. ૧૪-૧૨-૧૯૭૫ના રોજ સાડાબાર વર્ષની કુમળી વયે દીક્ષા અંગીકાર કરી, હરીશકુમાર મુનિશ્રી હરિભદ્રસાગરજી બન્યા. સંસારીપણામાં જ પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ભક્તામર, કલ્યાણુમંદિર સ્તોત્ર આદિ તીવ્ર બુદ્ધિશક્તિને લીધે કંઠસ્થ કરી લીધા હતા અને વ્યાવહારિક શિક્ષણમાં “સાહિત્યરત્નને અભ્યાસ કર્યો હતે. દીક્ષા ગ્રહણ કરીને ઉત્તરોત્તર જ્ઞાન-ધ્યાન-સાધનામાં આગળ ને આગળ વધતા રહ્યા. પૂજ્યશ્રીના ગુરુદેવ અચલગચ્છાધિપતિ પ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર તપસ્વીરત્ન પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજ છે. વરજી મહારાજ છે. પૂજ્યશ્રીએ નાની વયે જ ૪ વરસીતપ, ૪ ચાતુર્માસિકતા, ૧ માસીતપ, ૧ પંચમાસીતપ, ઉત્તરાધ્યયન સૂત્રના ગોદ્રહન સહ છેલ્લે ૧૦ ઉપવાસ અને અઠમ-છરૃ કરેલ છે. પૂજ્યશ્રી પ્રખર વક્તા અને કુશળ સાહિત્યસર્જક છે. તેઓશ્રી મુંબઈથી સમેતશિખરજી મહાતીર્થની છરી પાલિત યાત્રા સંઘ દ્વારા પૂર્વ ભારતનાં તીર્થોની યાત્રા અને સમેતશિખર તીર્થની ૯/૧૦૮ યાત્રા વરસીતપની તપશ્ચર્યા સાથે કરી છે. વળી, સમેતશિખરજીથી સિદ્ધાચલ મહાતીર્થના છરીપાલક યાત્રા સંઘ દ્વારા બીજા તમામ તીર્થોની યાત્રા દક્ષિણ ભારતનાં પાંચે રાજ્યમાં ઉગ્ર વિહાર, થાણા, મુંબઈ, વિકેલી, મુંબ્રા, નાલાસોપારા, નલિયા તીર્થ અને ભુજમાં પોતાની નિશ્રા-પ્રેરણા અને રેચક પ્રવચને દ્વારા અભૂતપૂર્વ ધર્મજાગૃતિ સાથે પ્રેરક ચાતુમસે કર્યા છે. સં. ૨૦૪૭ના સિદ્ધાચલ મહાતીર્થની સમૂહ ૯૯ મહાયાત્રા દરમિયાન સૌથી વધુ ૧૩૧ યાત્રા કરી પૂજ્યશ્રીએ અપૂર્વ કર્મનિર્જરા કરી છે. કરછી સમાજની આ ઐતિહાસિક ૯ યાત્રા દરમિયાન અન્ય પ્રવચનકારો સાથે પોતે પણ મનનીય પ્રવચનો દ્વારા સૌને ભક્તિરસમાં તરબોળ કરેલ. ૯૯ યાત્રા બાદ પાલીતાણાથી વિહાર કરતાં સુરેન્દ્રનગરમાં પંચાહ્નિકા મહોત્સવ તેમ જ ત્યાંની પાઠશાળાઓનાં ૭૦૦ જેટલા બાળકની ચૈત્યપરિપાટી, સમૂહ સામાયિક તથા સ્પર્ધા વગેરે કચ્છમાં મેરાઉ ગામે ભવ્ય મહત્સવ, કચ્છી કવિઓનું 2010_04 Page #718 -------------------------------------------------------------------------- ________________ ७१४ - શાસનપ્રભાવક નેહમિલન પણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ છે. પૂજ્યશ્રી પ્રસિદ્ધ લેખક પણ છે; તેઓશ્રીનાં ૧૧ પુસ્તક કથા-વાર્તાનાં બહાર પડી ચૂક્યાં છે. છેલ્લાં નવ વર્ષોમાં નાના-મોટા ૩૦૦ ઉપરાંત લેખો લખ્યા છે, જે મહાવીરશાસન, ગુણભારતી. વિતરાગસંદેશ, આત્માનંદપ્રકાશ, સાંવત્સરિક ક્ષમાપના, મંગલ મંદિર, સુષા આદિમાં પ્રગટ થયા છે. “નીર સરિતાનાં મીઠાં મધુરાં', ઝળહળતાં જિનશાસનનાં મહામૂલાં મોતીઓ” અને “મૂરજાતાં લૈને ખીલવા દો” એ નામે સુંદર શૈલીમાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. પૂજ્યશ્રીએ બાર વર્ષમાં બત્રીસ હજાર કિ. મી.નો ઉગ્ર વિહાર કરીને ભારતવર્ષનાં લગભગ બધા જ તીર્થોની યાત્રા કરેલ છે. પૂજ્યશ્રી પાસે જૈન ઇતિહાસને સારો ખજાને છે. પ્રાચીન-અર્વાચીન ધર્મકથાઓ દ્વારા નાના-મોટા સૌને આશ્ચર્યમુગ્ધ કરી દેવાની અજબની વ્યાખ્યાનશક્તિ તેઓશ્રી ધરાવે છે. ચિંતનશીલ પ્રકૃતિથી સારા લેખક અને કલ્પનાશીલ વ્યક્તિત્વથી સારા કવિ પણ છે. શાસનની જાગૃતિ માટે સતત ઉત્કટ લગની ધરાવતા પૂજ્યશ્રીએ ૨૦૪૮માં ભુજથી શ્રી શંખેશ્વર મહાતીર્થના છ'રીપાલક પદયાત્રા સંઘમાં, માંડલથી ઉપરિયાળાજી પદયાત્રા સંઘમાં, તુંબડી (કચ્છ)ના ભવ્ય જૈન નૂતન આરાધના ભવનના ઉદ્ઘાટનમાં, બેરજા-લુણી જૈન આશ્રમ રામાણિયા-પ્રતાપપુરના ભવ્ય મહોત્સવમાં તેઓશ્રીની તારક નિશ્રા અને પાવન પ્રેરણા હતી. છેલ્લે વિરમગામ પાસે માંડલનગરમાં ભવ્ય ઐતિહાસિક ચાતુર્માસ અને ધર્મચક્ર મહાતપની તપશ્ચર્યા (પૂજ્યશ્રીની તથા ૪૫ શ્રાવક-શ્રાવિકાઓની) ખૂબ જ આનંદમંગલ સાથે સુસંપન્ન થયેલ. અધિકાધિક શાસનસેવા માટે શાસનદેવ નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એ જ અભ્યર્થના સહ પૂજ્યશ્રીના ચરણકમલમાં મેટિશ વંદના ! (શ્રી અમી સત્સાહિત્ય સંવર્ધન કેન્દ્ર (મુંબઈ) હ. મહેન્દ્રભાઈ કે. વેરા (વંથલીવાળા ) હાલ વડાલા-મુંબઈ-૩૧ તથા શ્રી માંડલ અચલગચ્છ જૈન શ્રીસંઘ-માંડલ (ગુજરાત)-૩૮૨૧૩૦ના સૌજન્યથી) STEIGHESEGEEEEEEEEEIGEIGGSEB ને આચાર્ય શ્રી નીતિસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મ. સા. ૯ પ. પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મ. સા. Tal પ. પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ. સા આ શાસનપ્રભાવક શ્રમણભગવંતો ગ્રંથ-દ્વિતીય આવૃત્તિના પ્રથમ UTI ભાગમાં પ્રગટ થયેલા પૂજ્યશ્રીઓની ઉપરોક્ત શુભનામવાળી તસવીર સૌજન્ય – શ્રી સાગર જૈન ઉપાશ્રય શ્રીસંઘ, પાટણ (ઉ. ગુજરાત) તરફથી પ્રાપ્ત થયેલ છે. GGREENEGREEBENEFITTIRIBE — — TH DEESEEEEEEEEE 2010_04 Page #719 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૭૧૭ પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મહારાજ કનિકલ માઈ ડાક શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત વર્ષામાં વાગડ ભલે, કચ્છડો બારે માસ.' એ કચ્છની કામણગારી ધરા પર કચ્છી વીસા ઓસવાલ જૈનકુળમાં ગંગર નેત્રવાળા કચ્છનું મેરાઉ ગામ પૂજ્યશ્રીની જન્મભૂમિ છે. પિતા દામજીભાઈ તથા માતા સાકરબેનના લાકડવાયા સૌથી મોટા પુત્ર સુરેશકુમારને જન્મ સં. ૨૦૧૫માં અષાઢ માસમાં થશે. યેગાનુયેગ મેરાઉ ગામમાં શ્રી આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના થતાં બાલવયમાં જ ઘરઆંગણે વહેતી ગંગામાં ડૂબકી મારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને સાહિત્યભૂષણ સુધીની પરીક્ષા પાસ કરી. સાથે સાથ, પૂર્વના સંસ્કાર જાગૃત થવાથી વૈરાગ્યની ભાવના દઢ બનતી ચાલી. નાની વયે પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, છ કર્મગ્રંથ, તત્વાર્થસૂત્ર આદિને અભ્યાસ કર્યો. વ્યાવહારિક અભ્યાસ મેટ્રિક સુધી પૂર્ણ કર્યા બાદ ૧૭ વર્ષની વયે, સં. ૨૦૩૩ના અક્ષયતૃતીયાના દિને મકડા ગામે દીક્ષા અંગીકાર કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા. - દિક્ષા બાદ પૂજ્યશ્રીની નિશ્રામાં જ્ઞાનપ્રવૃત્તિનો મોટો યજ્ઞ મંડા અને પૂજ્યશ્રી સર્વોદયસાગરજી મહારાજે ધાર્મિક અભ્યાસ સાથે ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિને સુંદર અભ્યાસ કર્યો. પૂજ્યપાદ ગુરુદેવની સાથે કેટલાંક ચાતુર્માસ કર્યા બાદ પૂ. ગુરુદેવે સ્વતંત્ર ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી. તેમાં સં. ૨૦૩૯માં ચાંચબંદર (મુંબઈ)ના ચાતુર્માસમાં પાલાગલી હાઈસ્કૂલના ૧૮૦૦ વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ કરાવવા માટે પૂજ્યશ્રીને સહવર્તી મુનિરાજોની સાથે ચાતુર્માસમાં નિયમિત જવાને અવસર મળ્યો. ત્યાર બાદ વિદ્યાથીઓની પરીક્ષા લેવાઈ, અને ઇનામો પણ વિતરણ કરાયાં. પરિણામસ્વરૂપ, આ હાઈસ્કૂલ સરકારી ગ્રાન્ટ લેતી હોવા છતાં ફરીથી ધાર્મિક શિક્ષણ શરૂ થઈ ગયું. સં. ૨૦૪૦નું ચાતુર્માસ પૂજ્યપાદ ગુરુદેવની સાથે શિખરજી મહાતીર્થમાં થયું. આ સમયે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિહાર દરમિયાન આવતાં જૈન દેરાસરમાં પંચધાતુના ચોવીસી ભગવાન, પંચતીથી ભગવાન. આદિ જે દેરાસરમાં જે વસ્તુની ઊણપ હતી એની પૂતિ કરાવતા ગયા. સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં થાણુ તીર્થમાં શિખરબંધ જિનાલય બંધાયું. તેમાં પૂ. ગુરુદેવશ્રીના હાથે પ્રભુપ્રતિષ્ઠા થઈ. સં. ૨૦૪રમાં ગોરેગાંવ (મુંબઈ)ને ચાતુર્માસમાં ગેરેગાંવ અને મલાડના સંયુક્ત સહકારથી કારતક માસમાં ૧૧ દિવસને ભવ્ય અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યું. સં. ૨૦૪૩માં સાંતાક્રુઝના ચાતુર્માસમાં ૧૦,૦૦૦ શ્લેકપ્રમાણ “શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' ગ્રંથ છપાવવાનું શુભ કાર્ય થયું. સં. ૨૦૪૪માં 2010_04 Page #720 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ શાસનપ્રભાવક ફરી ચી‘ચખંદરના ચાતુર્માસમાં ડાંગરી તપાગચ્છ સચાલિત ગૃહદેરાસરનુ શિખરબંધ જિનાલયમાં રૂપાંતર થયું. પ્રતિષ્ઠા આદિની પ્રેરણા અપાઈ. સ. ૨૦૪૫માં આકોલા ચાતુર્માસમાં અચલગચ્છ ઉપાશ્રયનું નિર્માણુ-ઉદ્ઘાટન વગેરે શુભ પ્રવૃત્તિ થઈ. સ. ૨૦૪૬માં અમરાવતી ચાતુર્માસમાં આયંબિલ ભવનનુ નિર્માણુ, ૪૫ આગમ છપાવવાના નિણ ય વગેરે શુભ પ્રવૃત્તિએ થઈ. સ. ૨૦૪૭માં અમલનેરના ચાતુર્માસ દરમિયાન પૂ. ગુરુદેવની ૩૬મી માસિક તિથિએ, ૩૬ સ્વામીવાત્સલ્ય સાથે મહાપૂજન, શિષિ અને અનુષ્ઠાનેા સાથે ભવ્યાતિભવ્ય મહેાત્સવેા થયા. આ ચાતુર્માંસના લાભ શેઠશ્રી સેામચંદ્ર ભાણજી લાલકા પરિવારે લીધે, C પૂજ્યશ્રીએ અલ્પ સમયમાં પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનુ ઘણું ખેડાણ કર્યુ'' છે. ગુણમ જૂષા ના અન્વયે પ૦ પુસ્તકાનું સપાદનકાય' કયુ છે. પ્રાચીન સ્તત્રાના આધારે ૫૧ જેટલાં મહાપૂજના તથા તામ્રયત્રા તાજેતરમાં પ્રકાશિત થઇ રહ્યાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં છરીપાલિત સંઘા, દીક્ષાએ, પ્રતિષ્ઠાએ, ૨૦૦ જેટલાં મહાપૂજન, એકસાથે ૧૫૧ છેડનુ’ ઉજમણુ, તે પ્રસંગે એ ફૂટનાં ૧૫૧ જિનમદિશ, ૧૫૧ પંચધાતુની પ્રતિમાઓ, ૧૫૧ ગુરુમૂર્તિ એની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણા પણ મૂકવામાં આવેલ. જિનમદિરા તથા જિનપ્રતિમાએના અઢાર અભિષેક કરાવીને જે જે ગામામાં દેરાસરા નહાય ત્યાં ત્યાં આપવામાં આવી રહ્યાં છે. હાલમાં પણ જે શ્રાવકાને ઘર-દેરાસર માટે નાનુ જિનમંદિર અને જિનપ્રતિમા જોઈતી હાય તે સપર્ક કરવા વિનતી કરવામાં આવી છે. પૂજ્યશ્રીની દીક્ષા માદ, પાંચ વર્ષ પશ્ચાત્, એમના લઘુખ એ દીક્ષા લીધી. તેઓ આજે મુનિશ્રી ઉદયરત્નસાગરજી મહારાજ તરીકે વિચરી રહ્યા છે અને ઘણા સમયથી ઠામ ચાવિહાર સાથે એકાસણાના તપ કરી રહ્યા છે. સં. ૨૦૪૬માં શ્રી ભદ્રાવતી તીથમાં પૂજ્યશ્રીએ પેાતાના પિતાશ્રીને દીક્ષા પ્રદાન કરી. તેઓશ્રી પૂ. મુનિરાજશ્રી ચારિત્રરત્નસાગરજી નામે ચારિત્રધર્મની આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રી સર્વોદયસાગરજી મહારાજ મધુરભાષી, શાસનપ્રેમી, ગુણાનુરાગી મહાત્મા છે. પૂજ્યશ્રીના હસ્તે શાસનપ્રભાવનાનાં સુંદર અને ભવ્ય કાર્યાં સુસપન્ન થતાં રહેા એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં શત શત વંદના ! ( સંકલન : દિલીપ ગાંધી ) પૂ. મુનિરાજશ્રી નરેન્દ્રવિજયજી મહારાજ 4 સૌધમ બૃહત્તપાગચ્છના પૂ. આ. શ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ · સાહિત્યપ્રેમી ’ના શિષ્યરત્ન પ્રવચનકાર-સુકવિ–મુનિરાજ શ્રી નરેન્દ્રવિજયજી મહારાજ ‘ નવલ 'ના જન્મ સ. ૨૦૧૩ના પોષ વદ અમાસને દિવસે થયા. પિતાનું નામ અચલચંદજી અને માતાનું નામ સરસ્વતીખાઈ હતું. રાજસ્થાનનું સિયાણા તેઓશ્રીનુ વતન. તેમનું સ'સારી નામ નિ`લકુમાર. તેમણે સ. ૨૦૨૭માં સ્વગૃહેથી જ મહામહેાત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. . 2010_04 Page #721 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૭૧૯ દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની શુભ નિશ્રામાં રહીને મનેગપૂર્વક અધ્યયન શરૂ કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી અને પ્રાન્તીય ભાષાઓનું સુંદર અધ્યયન કર્યું. પૂ. ગુરુદેવની નિકટ રહીને તેઓશ્રીએ અલ્પ સમયમાં આગમનું મનોમંથન કર્યું. વિધિવિધાન કરવામાં સુદક્ષ બની ગયા. ઉપધાન મહેન્સવ, ઉદ્યાપન તત્સવ, તીર્થ માલાસંઘ, દીક્ષેત્સવ. પ્રતિષ્ઠા મહોત્સવ ઈત્યાદિ જિનશાસનનાં પ્રભાવક કાર્યો કરવામાં મુનિશ્રી દક્ષ બની ગયા. પૂ. ગુરુદેવના સાંનિધ્યમાં છાયાની જેમ રહીને, ગુરુસેવા કરીને, આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેઓશ્રીને બાળપણથી કાવ્યસર્જન કરવાની શક્તિ વરેલી હતી. તેથી તેઓશ્રીએ અનેક ગ્રંથનું સર્જન અને સંપાદન કર્યું છે. “ભક્તિસુમન”, “ગીતગંગા”, “ચમત્કારને નમસ્કાર”, “સુખને - રાજમાર્ગ', “ભાગ્યચક', “નિજ આતમરગે ચલે”, “જિનેન્દ્રસુમન”, “શંખેશ્વર-રાજેન્દ્રકૃપા', “દેવેન્દ્ર શ્રદ્ધાંજલિ અંક”, “નવલ સતસઈ', “સ્વયં તૂ હૈ તારણહાર”, “સફળ કરે અવતાર વગેરે ગ્રંથ તેઓશ્રીએ રચીને પ્રકાશિત કર્યા છે. આ ગ્રંથો ઘણા લેકપ્રિય થયા છે. પૂજ્યશ્રીએ રાજસ્થાનમાં વિચરીને ઘણી શાસનપ્રભાવના કરી છે. પૂજ્યશ્રી ઉત્તરોત્તર શાસને દ્યોત કાર્યોમાં પ્રવૃત્ત રહી સિદ્ધિવંત થાઓ એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીને શત શત વંદના ! પૂ. મુનિરાજશ્રી કષભચંદ્રવિજયજી મહારાજ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સિયાણ શહેરમાં જેનાં પ૦૦ ઘર છે. ત્યાં પ્રાગ્વટ જ્ઞાતીય કશ્યમ ગોત્રીય પોરવાલ જૈન શ્રેષ્ઠીવર્ય મગરાજજીના ઘરે સૌ. રત્નાવલીદેવીની કુક્ષીએ સં. ૨૦૧૪ના જેઠ સુદ ૭ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. તેમણે આઠ વર્ષની નાની વયે કવિરત્ન પૂ. આ. શ્રી વિજયવિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુમુક્ષુહેતુ અધ્યયન શરૂ કર્યું. માતા અને વડીલ બંધુએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ, સ્વયં પૂ. આ. શ્રી વિદ્યાચંદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૩૭ના જેઠ સુદ ૧૦ના શુભ દિને દીક્ષિત થયા. દીક્ષા ગ્રહણ કર્યા બાદ, જપ-તપ અને અધ્યયન ઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની શુભ નિશ્રામાં રહીને સામાજિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો કરતા રહ્યા છે. નવયુવકેમાં ધર્મજાગૃતિ આવે, એકતા અને સંગઠનની ભાવના જાગે તે માટે પૂજ્યશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. મધ્યમ વર્ગના માણસોને શિક્ષણ, ચિકિત્સા આદિ માટે સુવિધાઓ પ્રાપ્ત થાય અને સાધર્મિક ભાવના વિકાસ પામે તે માટે નિરંતર કાર્યો કરતા રહે છે. પૂજ્યશ્રી ઉત્તરોત્તર વધુ ને વધુ શાસનપ્રભાવક કાર્યોમાં જયવંતા વર્તે એવી શુભકામના સહ પૂજ્યશ્રીના ચરણારવિંદમાં કેટિશઃ વંદના ! 2010_04 Page #722 -------------------------------------------------------------------------- ________________ ESESTSESSSSSSSSSSSESSISCH શ્રી સાંડેરાવ જિનેન્દ્રભુવન જૈન ધર્મશાળા તલાટી રેડ, પાલીતાણા-૩૬૪ ૨૭૦ શાસનવભાવક સ્વર્ગીય વિદ્યાનુરાગી સૌજન્યમૂર્તિ પ. પૂ. આ.દેવશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મની પ્રેરણા અને સદુપદેશથી સિદ્ધગિરિ ક્ષેત્ર-પાલીતાણામાં શ્રી સાંડેરાવ જિનેન્દ્રભવનનું નિર્માણ થયું. ભૂમિપૂજન પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠશ્રી જીવરાજ જુહારમલજી પાલરેચાના સહયોગથી થયું. આ વિશાળ ધર્મશાળાનું બાંધકામ વગેરે પૂર્ણ થતાં સાંડેરાવવાળા શ્રી ચંદનમલજી ભીકમચંદજી સંઘવીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા અને ત્યારથી જ આ સાંડેરાવભવન ચતુર્વિધ સંઘને માટે ભારે આકર્ષણરૂપ બની રહ્યું. શાસનપ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં. ક વૃદ્ધ પૂજ્યશ્રીઓ માટે હસ્તી-મેહન શ્રમણસદન ઉપાશ્રય થયે. કા સ્વ. સંઘવી ભકિમચંદજી ચતરભાણજી તરફથી ઉકાળેલા પાણીની કાયમી વ્યવસ્થા થઈ પર વજુબાઈ ખીમરાજજી રણગામ (રાજસ્થાન )વાળા તરફથી શ્રમણીવિહાર બન્યું. 5 જેન શ્રી પૂજ્ય માટે અંતિમ-સંસ્કારધામ બનાવી આપ્યું. જ આ ધર્મશાળામાં આવતા યાત્રિક પાસેથી કઈ ચાર્જ લેવામાં આવતું નથી. કા યાત્રિકો માટે અલગ રઈઘર, સ્નાનઘર વગેરે તમામ અદ્યતન સુવિધાઓ છે. યાત્રિકે માટે ભાતા-નાસ્તા અને ચા-પાણીની સુંદર વ્યવસ્થા છે. - શ્રીમતી સંઘવી તેજેબાઈ ભીકમચંદજી સાધર્મિક જ્ઞાનખાતા તરફથી સુંદર ભક્તિ થાય છે. પર ભક્તિ સુમતિદર્શન- પૂ. શ્રી નંદનપ્રવિજયજી પુસ્તક ભંડારનો અસંખ્ય માણસ લાભ ભે છે. જીવદયાનું પણ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. વરસીતપ-નવ્વાણુમાસા માટે, તથા વધુ માહિતી માટે પૂછપરછ કરે. મેનેજિંગ ટ્રસ્ટી : ચંદનમલ સંઘવી શ્રી સાંડેરાવ જિનેન્દ્રભવન જૈન ધર્મશાળા પાલીતાણા-૩૬૪ ૨૭૦ ASPSSS2S2SZSZSESC5255252SESS2# 2010_04 Page #723 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #724 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રાસાદ - શંખેશ્વર કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પાવન નિશ્રામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ અનેક કાર્યો કરી રહેલ છે. તેમાં ભકિતવિહાર નિર્માણમાં ૧૧૬ દેરીઓવાળો મહાપ્રાસાદ મુખ્ય અને અદ્ભુત છે. ઉપદેશક : પ. પૂ. વૈરાગ્યવારિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ.સા. TEB Use Only wwwwainelibrary.org Page #725 -------------------------------------------------------------------------- ________________ 2010_04 For Private 8 Personal Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ પાપુરી નગર, & ચંપાપs . ટિકી જ ના. SS HTT reis 27) વકી વિનય વાત ઉપર ለለለለለለለለለለለ UUUUUUUUUULUT UUUUUUUUUUUUU 6 P) ઉ9/0@osa | & Sw8 CASIO BADURAS Ortiz exe નેમિ અમૃતધર્મોથાળ - an open 02 ((((((((((D)ll))))))), પ્રેરક : પરમપૂજય આચાર્ય શ્રીમદ્ વિજય અમૃતસૂતી વર મઠારાજ સાહેબના શિખર પૂ. પંન્યાસ શ્રી દાનવિજય મહારાજસાહેબ. | શ્રી નેમિ અમદાવાદના મgશ્રીહતિનયવાહિ છતાં તેને સંસ્કૃતિ પામ, થળ : શ્રી સુરેન્દ્રનગર-વઢવાણથી એ ધો ઉકેલોમીટર દૂર પેટ્રોલ પંપ પાસે ( વીરમગામ હાઈ 1) | O = Mon = - 9 dainelibrary.org