________________
૧૦૮
શાસનપ્રભાવક
વૈશાખ સુદ ૧૧ને દિવસે પાલીતાણામાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. આચાર્ય પદવી પ્રદાન થયા પછી પૂજ્યશ્રીનું નામ આચાર્યશ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી રાખવામાં આવ્યું. પૂ. ગુરુમહારાજ સાથે રહીને તેઓશ્રીએ ઉપધાન, ઉજમણાં, પ્રતિષ્ઠાઓ, સંઘ, દીક્ષાઓ આદિ દ્વારા મહાન શાસનપ્રભાવના કરી. વર્તમાનમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી સિદ્ધાચલ શણગાર ટૂંક તથા આદપુરમાં ૧૯૯ ઇંચનાં પ્રતિમાજીનું ભવ્ય જિનપ્રાસાદ નિર્માણ થઈ રહ્યું છે. લુણાવા મંગલ ભવન જૈન ધર્મશાળા, તત્વજ્ઞાન વિદ્યાપીઠ પણ તેઓશ્રીની પ્રેરણાથી બન્યાં છે. ચૌવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રાયુક્ત નવ વખત ૯૯ કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજે ૬૨ વર્ષની વયે ૮૨મી આયંબિલ ઓળી કરી રહ્યા છે. વૃદ્ધાવસ્થાએ આંખનું નૂર ઓછું કર્યું છે, છતાં અપ્રમત્તભાવે સતત સાધના-આરાધનામય રહેવું એ પૂજ્યશ્રીની પ્રકૃતિ બની રહી છે. એવા એ પ્રેરક-તારક ભવ્યાત્માને શાસનદેવ દીર્ધાયુ બક્ષે અને પૂજ્યશ્રી અને કેના પ્રેરણાસ્થાને શેભી રહે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીના ચરણે કોટિશઃ વંદન !
પરમ શાસનપ્રભાવક, અવિરામ વિહારી સાધુવર્ય : પૂ. આચાર્યશ્રી વિજયભાનચંદ્રસૂરીશ્વરજી મહારાજ
સૌરાષ્ટ્રની સાધુસંતની ભૂમિ પર ભાવવાહી ભાવનગર શહેર છે. અહીં જૈન-જૈનતરની પચરંગી વસ્તી છે. ત્યાં એક ધર્મનિષ્ઠ દંપતી રહેતું હતું. નામ ઉમિયાશંકર અને ગિરિજાબેન. ઉમિયાશંકર બંદર પર બંધ કરે, પણ નસીબજોગે તેમને ભાવનગર છેડી પરદેશ જવું પડ્યું. ગિરિજાબેન પિયર પાલીતાણુ આવ્યાં. ત્યાં તેમને સં. ૧૯૭૦ના કારતક સુદ ૧૧–દેવઊઠી એકાદશીને દિવસે પુત્રરત્નને જન્મ છે. પુત્રનું નામ દુર્ગાશંકર પાડ્યું. દુર્ગાશંકરે ગુજરાતી સાત ધરણને અભ્યાસ કર્યો પરંતુ પિતાની સ્થિતિ નબળી હોવાથી તે અમદાવાદ આવ્યા. ત્યાં શામળાની પળના વકીલ ગુમાસ્તા ડાહ્યાભાઈની સાથે રહ્યા. ડાહ્યાભાઈ ધાર્મિક કાર્યો માટે અવારનવાર લવારની પળના ઉપાશ્રયે જતા. તેમની સાથે દુર્ગાશંકર પણ જતા. ત્યાં તે વખતે પૂ. શાંતમૂતિ આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રી દુર્ગાશંકરના લલાટના લેખ પામી ગયા. ધીમે ધીમે પં. શ્રી દાનવિજ્યજી મહારાજ અને અન્ય મુનિવરો આ યુવાનને ધાર્મિક શિક્ષણ આપવા લાગ્યા. એમ કરતાં, દુર્ગાશંકર પૂ. પં. શ્રી તિલકવિજયજી મહારાજ સાથે વિહાર કરતાં લુણાવાડા આવ્યા. તે દરમિયાન દુર્ગાશંકરની દીક્ષા લેવાની ભાવના દઢ થઈ ચૂકી હતી. લુણાવાડા શ્રીસંઘની વિનંતિ થઈ અને સં. ૧૯૮૭ના પ્રથમ અષાઢ વદ બીજના શુભ દિને પૂ. શ્રી શાંતિવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ. પં. શ્રી તિલકવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ભાનુવિજ્યજી નામે ઘષિત થયા. આ માસમાં વડી દીક્ષાના જેગ કરાવી, સં. ૧૯૮૮માં કારતક વદ બીજને દિવસે વડી દીક્ષા આપી. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ વિનય-વિવેક સહ વિદ્યાભ્યાસ વધાર્યો. ગુરુદેવે સાથે કપડવંજ, અમદાવાદ, મુંબઈ આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યા અને શાસ્ત્ર, કાવ્ય, ન્યાય,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org