________________
શ્રમણભગવત
૫૬૯ નવકાર મહામંત્રના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન થયા. તેઓશ્રીના વિહારથી–પ્રેરણાથી રાજસ્થાન–મેવાડ-માલવામાં ગચ્છમાં જાગૃતિ આવી; તેથી તેઓશ્રી “રાજસ્થાન-દીપક” તરીકે પણ ઓળખાયા છે. સં. ૨૦૪૪માં મુંબઈ પધારેલા અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજની તબિયત એકાએક કથળતાં નૂતન યુવાચાર્યશ્રી ઉગ્ર વિહાર કરે મુંબઈ પધાર્યા અને અંતિમ મહિનાઓમાં ગુરુદેવશ્રીની સેવાભક્તિને અપૂર્વ લ્હાવો લીધે. આમ, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના પ્રભાવે તેઓશ્રી ૩૭ વર્ષની યુવાવયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ, તીર્થોદ્ધાર, છ'રીપાલિત સંઘ, અજોડ ૯૯ યાત્રા સંઘ તેમ જ રત્નત્રયવર્ધક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. તાજેતરમાં તેઓશ્રીની પ્રેરણા નિશ્રામાં અનંત છાયા (ઘાટકે પર), નહેરુનગર (કુલ), બાંદરા હિલ રોડ, બીબી (માટુંગા), વાલીવ આંબાવાડી વગેરે સ્થળોએ નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠાઓ થઈ. મુંબઈ આદિ સ્થળમાં ઉપાશ્રયેનાં નિર્માણ, શંખેશ્વર તીર્થમાં અચલગચ્છ ભવન ધર્મશાળા, બીવલીમાં સાધારણ ખાતાની સધ્ધરતા માટે વિરાટ કલ્પતરુ સાધારણ ફંડ ભેજના અમલી બન્યાં છે.
સ્વભાવે મિલનસાર, સહનશીલ અને ગંભીર પ્રકૃતિ ધરાવતા પૂજ્યશ્રી શિ–પ્રશિષ્યો, ગુરુબંધુઓ અને કેટલાક મુમુક્ષુનું જીવન-ઘડતર કરતાં સ્વ-પરની કલ્યાણની કામનામાં વ્યસ્ત રહીને જીવનને પાવન અને પરોપકારી બનાવી રહ્યા છે. શાસનનાં અનેકવિધ ભવ્ય કાર્યો કરવા માટે પૂજ્યશ્રી દીર્ધાયુ પામો એવી હાદિક અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કટિ કોટિ વંદના !
COPA
શ્ર. કર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org