________________
પ૮
શાસનપ્રભાવક
ગુણભારતી' નામના સંસ્કારી માસિકના પ્રકાશનની પ્રેરણા આપી, તે દ્વારા પણ પૂજ્યશ્રી સંઘમાં અહિંસાધર્મ, સંસ્કૃતિ અને માનવજીવનનાં આદર્શ કર્તવ્યના દિવ્ય સંદેશાને ઘરે ઘરે પહોંચાડવા પિતાના અમૂલ્ય સમય અને શક્તિને ભેગ આપી રહ્યા છે. “શ્રી આર્ય–કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ ' (સચિત્ર, પૃ. ૧૦૦૦) એ એમને અતિ ઉપયોગી સંશોધિત-સંપાદિત ગૌરવપ્રદ ગ્રંથ છે.
પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ-સૌમાં નવચેતના પ્રગટાવે એવી મંગલકારી શાસનપ્રભાવક પ્રવૃત્તિઓને ઉદ્દભવ અને વિકાસ થયે છે, જેમાં, શ્રી આર્યજય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આર્ય–ગુણ સાધર્મિક ફંડ, શ્રી ગૌતમ-નીતિ-ગુણસાગરસૂરિ જૈન મેઘ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ જિનાગમાદિ ચિત્કર્ષ અને અનેક જ્ઞાનભંડારે, મહા ઉજમણાંમહાત્મ-છ'રીપાલિત સંઘ, અજોડ ૯૯ યાત્રાસંધ, જ્ઞાનસત્ર, સાંસ્કૃતિક પ્રદર્શન વગેરેને સમાવેશ થાય છે. તેમ જ અચલગચ્છ જૈનસંઘને લગતી કે અન્ય પણ મોટી નાની અનેક ધાર્મિક સંસ્થાઓ, જીવદયાકેન્દ્ર, યુવક પરિષદ શિબિર અને યુવક મંડળ વગેરેને પૂજ્યશ્રી નિખાલસભાવે પિતાની સૂઝસમજને લાભ આપી રહ્યા છે. રાજસ્થાન, કચ્છ, બૃહદ્ મુંબઈ, મહારાષ્ટ્ર તેમ જ પૂર્વ ભારતની લાંબી મંજિલના વિહારમાં પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવની સાથે વિચરી પ્રવચન અને પ્રેરણા દ્વારા જ્ઞાન ધનાં ઝરણાં વહેતાં કરી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની ગ૭ અને શાસનની જવાબદારીઓમાં બળપૂરક બની સારી એવી ગુરુકૃપા પ્રાપ્ત કરી સંઘે અને જનતાની લાગણી સંપાદન કરી છે.
તેઓશ્રીએ ગ૭ના વર્તમાન મુનિગણમાં પ્રથમવાર શ્રી મહાનિશીથસૂત્ર સુધીના બૃહદ્યોગ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પૂર્ણ કરી, ભગવતીસૂત્રના યોગપૂર્વક સં. ૨૦૪૦ના કારતક વદ ૧૧ના દિવસે તેઓશ્રી મુંબઈ-વડાલા મુકામે ગણિ'પદધારક બન્યા. અનુમોદન કરવા યોગ્ય વાત પણ એ છે કે, પાસ વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા પૂજ્યશ્રીએ એકાંતરા ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા પણ ૩૦ વર્ષની નાની ઉંમરે કરી છે. એટલે, તેઓશ્રીને તપ-જપ પ્રત્યે અનુરાગ પણ અનુમોદનીય છે. વરસીતપ પણ કર્યો છે. શિખરજી તીર્થની અને શત્રુંજય તીર્થની ૧૦૮ યાત્રાઓ પણ કરી છે. તેઓશ્રીની પ્રેરણાના પરિણામસ્વરૂપ શ્રી આર્ય રક્ષિત જેન વેતાંબર તીર્થ પ્રાચીન દંતાણી તીર્થને ઉદ્ધાર થયા. સં. ૨૦૪૧માં શિખરજી તીર્થમાં અખિલ ભારતીય વિદ્વદુ સંમેલનમાં વિદ્વાનોએ તેમને “સાહિત્યદિવાકર'નું બિરુદ અર્પણ કર્યું. સં. ૨૦૪૧માં અમદાવાદમાં ચાતુર્માસ રહી, તેમણે ઘણું પ્રાચીન ભંડારમાંથી ગચ્છની વિરલ હસ્તપ્રતે મેળવી તેના ઉદ્ધારનું મહાન કાર્ય કર્યું. અમદાવાદ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે ત્યાં ગચ્છના વિશાળ ઉપાશ્રયનું સર્જન થયું.
ત્રણ વરસ પહેલાં કચ્છથી ગુરુદેવની આજ્ઞા આવતાં મુંબઈથી ઉગ્ર વિહાર કરી માત્ર ૪૦ દિવસમાં ભીનમાલ-રાજસ્થાન અંજનશલાકા–પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સં. ૨૦૪૩માં ગુરુદેવના શુભ હસ્તે બાડમેરમાં પિષ વદ ૧૩ના દિવસે ઉપાધ્યાયપદ અને એક મહિના પછી, સં. ૨૦૪૩ના મહા વદ ૧૨ના દિવસે શ્રી આર્યરક્ષિત દંતાણું તીર્થ (રાજસ્થાન )માં પ્રતિષ્ઠા પ્રસંગે
Jain Education International 2010_04,
For Private & Personal Use Only
www.jainelibrary.org