________________
શ્રમણભગવંતે-૨
૩પ૯ અખંડ તપશ્ચર્યાઓ દ્વારા સંયમજીવનની શોભા વધારી. સં. ૨૦૦૫માં રાજનગરમાં ગુરુભગવંત શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ગણિત્પન્યાસપદ અને સં. ૨૦૨માં આચાર્ય પદવી આપી પૂ. ગુરુદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને આચાર્ય શ્રી વિજય માનદેવસૂરીશ્વરજી તરીકે ઘોષિત કર્યા. પ્રભાવશાળી વ્યક્તિત્વ, સમર્થશાસ્ત્રવેત્તા, અનેક ગ્રંથકર્તા, વાત્સલ્યમૂર્તિ આચાર્યદેવ અનેક શિષ્ય ધરાવતા હતા. અને એ રીતે પૂજ્યશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જિનશાસનની સુપેરે સેવા કરી છે તે ચિરસ્મરણીય છે. એવા એ વિવિધ ગુણોપેત સાધુવરને ભાવભરી વંદના !
- - - સમર્થ સાહિત્યસર્જક અને સાહિત્યસર્જનના સમર્થ પ્રેરણાદાતા,
શાસનરક્ષામાં “ભીમ-કાન્ત” સમા નીડર સેનાની પૂ. આચાર્યશ્રી વિજયકનચંદ્રસૂરીશ્વરજી મહારાજ
મહાપુરુષનાં જીવન ખડક જેવાં હોય છે. જગતને આ જીવનને જે ભાગ દષ્ટિગોચર થાય છે તે તો અતિ અલ્પ હોય છે. સામાન્ય માનવીના જીવનને તોફાની બહુ ટકકર લેવી પડતી નથી. બહુ બહુ તે કઈક વાર વાવટેળ કે કેઈક વાર વર્ષાઅડીને સામને કરવો પડે છે. જ્યારે મહાસાગરના જળમાં છુપાયેલા આ ખડકેને તે રાત-દિવસે મહાકાય મની થાપ અને ભરતીઓટના જબર પછડાટ સહન કરવા પડે છે. આવી આપત્તિઓમાં અણનમ રહેવાનું શૂરાતન દાખવવામાં જ મહાપુરુષોના જીવનની સિદ્ધિ હોય છે. એ મહાપુરુષોની મનભર મુલાકાત લેવા ઇચ્છનારે મરજીવાની જેમ જીવન-સાગરમાં ઊંડે ડૂબકી લગાવવી પડે છે. પૂ. આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું જીવન નજર સમક્ષ તસ્વતાં જ મહાસાગરમાં અડગઅણનમ રહેતા કેઈ ખડકનું સ્મરણ થઈ આવે છે. પૂજ્યશ્રીનું એ જીવન આપણી સમક્ષ છે તેના કરતાં અધિક તે આપણાથી અપરિચિત રહ્યું છે !
આપણી સમક્ષ સુપ્રસિદ્ધ લેખક, કુશળ વક્તા, પ્રશાંતમૂર્તિ, શાસનપ્રભાવક, તમૂિતિ, સૌજન્યશીલ સાધુવર આદિ અનેક વિશેષતાઓથી વિશિષ્ટ વ્યક્તિત્વના સ્વામી તરીકે પૂ. આચાર્યદેવ પ્રત્યક્ષ છે. પરંતુ તેઓશ્રીનું વ્યક્તિત્વ આ અને આટલું જ નથી. પરિચિત વ્યક્તિત્વને વિસ્તાર ઘણે માટે છે, જેને નિહાળીને આનંદના ઉદ્દગારો નીકળ્યા વગર ન રહે. પૂજ્યશ્રી લેખક હતા, એ તો સૌ કઈ જાણે છે, પણ કેવા સંજોગોમાં તેઓશ્રીએ લેખનકળા સિદ્ધહસ્ત કરી અને બીજા કેટકેટલાનાં જીવનમાં લેખક તરીકેની બારાખડી ઘૂંટાવવાને પુરુષાર્થ કર્યો તેની વિગતે ઘણા ઓછા જાણે છે. લખવું સહેલું છે, પણ બીજાને લખતા કરવા એ અઘરું છે. અને એથી યે વધારે અઘરું બીજાનાં લખાણને સુવ્યવસ્થિત કરીને, સંપાદિત કરીને, પ્રકાશિત કરવું એ છે. પૂજ્યશ્રીમાં આ ધીરજ અને પોપકારવૃત્તિ હતાં, તેથી જીવનના અંત સુધી આ કાર્યમાં રત રહ્યા. પરિણામે આજે શાસ્ત્રીય શૈલીમાં લખતા લેખકનું એક જૂથ તૈયાર થઈ ચૂક્યું છે. પૂજ્યશ્રી લખતા થયા ત્યારે લેખનશૈલીમાં આધુનિકતા પ્રવેશી નહોતી. પૂજ્યશ્રીએ પિતાના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org