________________
૩૬૦
લખાણુમાં જ સરળતા, સુંદરતા અને નવીનતા આણી. જૈનસાહિત્યને આધુનિક શાસ્ત્રીય પદ્ધતિથી લખવાની પ્રેરણા પૂજ્યશ્રી દ્વારા મળી. અને એવી લેખનપદ્ધતિને પ્રચાર કરવાનું કાર્ય કલ્યાણ માસિક દ્વારા થયું. જૈનસમાજમાં એ સમયે નવાં નવાં સાયિકા પ્રગટ થવા માંડવાં હતાં, તેમાં આ ‘ કલ્યાણુ ' માસિક જુદી જ ભાત પાડતુ' હતુ. તે સમયે બદલાતા સમાજની નાડ પારખી, સુધારકા સધને બગાડી ન જાય તે માટે સ'સ્કારવાંછુ સમાજે પૂજ્યશ્રીના ચરણે એસીને ધ સાહિત્ય સસ્તા દરે અને સમયસર સમાજમાં પહોંચતું થાય તેની યેાજના ઘડી. તેના માદČક અને સહાયક બનીને પૂજ્યશ્રીએ અનોખી શાસનસેવા કરી.
6
શાસનપ્રભાવ
તપેામૂર્તિ તરીકે વર્ષીતપ, છ-અઠ્ઠમ આદિ તપોની આરાધના કરીને પૂજ્યશ્રીએ એક ઉત્તમ તપસ્વી તરીકેનો પરિચય આપ્યા છે. આસનસ્થિરતા, સ્વાધ્યાયતત્પરતા, અસ્વસ્થતામાં પણ અધ્યયન– અધ્યાપનની નિયમિતતા, અપ્રમાદ, ધર્મોપદેશરસિકતા, સ્વભાવમાં સમાયેલી ચંદન જેવી શીતળતા, ગમે તેવા દર્દીને હસતાં હસતાં સહેવાની અને સહેતા સહેતા હસવાની સહિષ્ણુતા —આ અને આવા અનેક સદ્ગુણા પૂજ્યશ્રીના જીવનમાં વણાયેલા આભ્યંતર તપના પરિચય આપે છે. આવા ગુણાથી સંપન્ન વ્યક્તિત્વને પ્રભાવે જ પૂજ્યશ્રી સ્વ-પર કલ્યાણની ગંગોત્રી વહાવી શકળ્યા. પૂજ્યશ્રીમાં રહેલ' ગુરુત્વ સૌને પ્રત્યક્ષ થતું. તેઓશ્રી બેઠા હોય કે ઊભા હોય, ચાલતા હોય કે ખેલતા હાય, વાતચીત કરતા હોય કે વાદ–ચર્ચા કરતા હોય, તેઓશ્રીની સુખમુદ્રા જોનારા એમાંથી ફેલાતા ગુરુત્વથી પ્રભાવિત થઈ જતા. શિષ્યસમુદાય એમાંના વાત્સલ્યને પામીને જીવનમાં અનેક ક્ષેત્રમાં વિકસિત થયા કરતે. ખળખળ વહેતા ગંગાપ્રવાહ જેવી મધુરતા અને શીતળતા પૂજ્યશ્રીની પ્રકૃતિમાં અનુભવવા મળતી; પરંતુ શાસનસિદ્ધાંતની રક્ષાના પ્રસંગે આ પ્રકૃતિમાં ઉગ્રતાનાં પણ દર્શન થતાં. એ દૃષ્ટિએ પૂજ્યશ્રી સાચા અર્થમાં ભીમ-કાન્ત ’ હતા. ધર્માંની રક્ષાના અવસરે તેએશ્રીની કલમમાં અને જબાનમાં એવા જુસ્સો ધસમસતા કે જેન: અનુભવ માત્રથી દક સ્તબ્ધ બની જતા. ધર્મયુદ્ધની પળામાં એ કલમમાંથી વીરરસ રેલાતા, જેના અનુભવ કરવા જિજ્ઞાસુએ બાલદીક્ષા-વિધ, સુધારકવાદ, કેસરિયાજી પ્રકરણ, અંતરિક્ષજી પ્રકરણ——જેવા પ્રસંગે વખતે ‘ કલ્યાણ ” માસિકમાં ચાલેલી પૂજ્યશ્રીની કલમના જ પરિચય કરવા પડે.
સાહિત્યક્ષેત્રે પૂજ્યશ્રીનું એક બીજું મહત્ત્વનું પ્રદાન પ્રસ્તાવનાલેખન છે. પૂજ્યશ્રીની પ્રસ્તાવનાથી પુરસ્કૃત પુસ્તકાની સખ્યા નાનીસૂની નથી. પુસ્તકમાં સમાવેલા સાગરને પૂજ્યશ્રી આત્મસાત્ કરીને પ્રસ્તાવનાની ગાગરમાં ખૂબ જ કુશળતાથી સૂકવા લાગ્યા. પૂજ્યશ્રીની પ્રસ્તાવનાથી વાચક પુસ્તકમાં રહેલા વિષયને પામવા—આસ્વાદવા તત્પર બનવા લાગ્યા. અને એ રીતે પૂજ્યશ્રી સાહિત્યસર્જક અને વાચક વચ્ચે મહત્ત્વની કડી રૂપ બની રહ્યા. એનાથી અનેકાને લખવાની પ્રેરણા મળી હતી. સંયમજીવનના આરંભકાળે પૂજ્યશ્રીએ કવિતાની કેડી પણ ખુદી હતી. જુદા જુદા ઉપનામે અનેક ધ કવિતાનું સર્જન કરીને તેઓશ્રીએ અનેાખી સાહિત્યસેવા કરી હતી. આમ, પૂજ્યશ્રીના જીવનનાં ઘણાં પાસાંઓ જાણ્યાં છતાં અજાણ્યાં છે, એવા ઊંડા જળમાં ડૂબેલા ખડક જેવા ગુરુદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના નામ અને કામની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org