________________
૩૫.
શાસનપ્રભાવક
સવા કરોડ નમસ્કાર મહામત્રના જાપ કર્યા. પોતાના પરમ તારક પૂ. ગુરુદેવની ગેરહાજરીમાં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના સાંન્નિધ્યને સ્વીકાર કર્યો અને તેઓશ્રીની ગેરહાજરીમાં પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શરણે રહ્યા અને તેએશ્રીએ જેમને જેમને પોતાનુ ઉત્તરદાયિત્વ સોંપ્યુ. તે આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર વિવિધ પ્રદેશામાં વિચરીને અનેક આત્માઓને ધર્મારાધનાનું આલંબન આપ્યુ. તેઓશ્રીના લઘુબંધુ ચીમનભાઇ પણ સયમ સ્વીકારીને પૂ. ગચ્છાધિપતિના શિષ્ય મુનિશ્રી લલિતવિજયજી ગણિવરના નામે ૯૨ વર્ષની વયે વિચરી રહ્યા છે. મુનિ શ્રીં ભક્તિવિજયજીને સં. ૨૦૨૮ના પેષ સુદ ૧ને શુભ દિને અમદાવાદમાં ઉપાધ્યાયપદે આરૂઢ કરાયા ત્યારે અને સં. ૨૦૨ના માગશર સુદ બીજને દિવસે નડિયાદમાં આચાર્ય પદથી અલંકૃત કરાયા ત્યારે પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની વત્સલ ઉપસ્થિતિ ધન્યતા જન્માવતી હતી. છેલ્લે છેલ્લે પૂજ્યશ્રીને આંખની પીડા વધી હતી. છતાં શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનામાં મશગૂલ રહેતા. સ. ૨૦૩૭ના જેઠ વદ ૧૩ને દિવસે અમદાવાદમાં પગથિયાના ઉપાશ્રયે સમાધિપૂર્વક કાળધમ પામ્યા. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ
વદના !
જ્ઞાન-તપ-સંયમના ઉત્કૃષ્ટ સાધક
પૂ. આચાર્યશ્રી વિજયમાનદેવસૂરીશ્વરજી મહારાજ
રાજનગર એટલે જૈનનગર. ત્યાગી—વૈરાગી મુનિવરોના પદાપણુ દ્વારા સદા પાવન થતી ધર્માં ભૂમિ. સુવિહિત મુનિગણની છત્રછાયા પામી આરાધકોની અનુપમ મંડળીને આન ંદધિમાં નિમગ્ન રાખતી ધર્મનગરી. એક કાળે શ્રાદ્ધરત્ન શ્રેષ્ઠિવ જેશીંગભાઈ, મફતભાઇ, નાનાલાલભાઈ, માણેકભાઈ આદિ અનેક આરાધકોની આવશ્યક ક્રિયા-પૌષધ-દાનાદિ પ્રવૃત્તિ મહાત્માઓનાં શ્રીમુખે પ્રશ'સા પામતી. તેમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પોતાના શ્રમણશ્રેષ્ઠ પરિવાર સાથે, પ. પૂ. પન્યાસ શ્રી પ્રેમવિજયજી ગણિવર તથા પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ અમદાવાદ પધાર્યા; અને અમદાવાદના રાજમાગેર્ગો પર · દીક્ષાદેવીનાં ગજબ 'નાં દૃશ્યા દેખાવા માંડચાં; ત્યારે તે સમગ્ર શહેર આશ્ચર્યમાં ગરકાવ બની ગયુ` હતુ`. આબાલવૃદ્ધો અને ગરીબતવગરા પ્રત્રજ્યાના પુનિત પ'થે વિચરવા લાગ્યા. શ્રી માણેકભાઈ પણ મિત્ર જેશીંગભાઇની દીક્ષા થઈ પછી સંયમ સ્વીકારવા થનગની રહ્યા હતા. સ’. ૧૯૫૨ના આસે સુદ એકમને દિવસે અમદાવાદમાં જન્મેલા માણેકભાઈ એ સ. ૧૯૮૩ના ચૈત્ર સુદ ૧૩ને શુભ દિવસે મુનિવય શ્રી રામવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને મુનિ શ્રી માણેકવિજયજી તરીકે જાહેર થયા. પુત્ર દીક્ષિત થતાં પિતા કચરાભાઈ અને માતા મંગુબહેન પણ રત્નત્રયીની ઉજ્જવળ આરાધનામાં એકાકાર બની રહેવા સતત જાગૃત બની રહ્યાં.
દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં અગાઢ શાસ્ત્રાધ્યયન અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org