________________
૩પ૭
શ્રમણભગવંતો-૨ માગશર સુદ બીજના દિવસે મુંબઈમાં અનેક પદના સૂરિપદ સમારોહ પ્રસંગે તેઓશ્રીને પદારૂઢ કરી આચાર્યશ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ તરીકે ગૌરવાન્વિત કર્યા. પૂના શહેરની વર્ષોની વિનંતિને લક્ષમાં લઈ પૂ. ગચ્છાધિપતિ પૂના પધાર્યા ત્યારે પૂજ્યશ્રી સાથે જ હતા. સ્વાથ્ય કથળ્યું હતું. હૃદયની પીડા વધતી જતી હતી. ડોકટરોએ હોસ્પિટલમાં દાખલ કરવા આગ્રહ કર્યો, પરંતુ પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે, “જે જરૂરી હોય તે ઉપચાર ઉપાશ્રયમાં જ કરે. અન્ય સાધુઓ તેઓશ્રીની સેવામાં જ રહેશે !” અને રાતદિવસ ખડે પગે સેવા કરતા મહાત્માઓને જોઈને ડોક્ટરે પણ આશ્ચર્યચકિત થયા. અષાઢ વદ ૧૦ની રાત્રે અસ્વસ્થતા વધી. અગિયારસની સવારે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના શ્રીમુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં, સમાધિભાવે સ્વર્ગે સિધાવ્યા. પૂજ્યશ્રીના પિતાશ્રી ઉમેદભાઈએ પણ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના શિષ્યત્વને સ્વીકારી સંયમજીવન દીપાવી, સ્વજીવનને ધન્ય બનાવ્યું હતું. અનન્ય સેવાવ્રતી, પ્રશાંતમૂતિ સૂરિવરને કેટિ કોટિ વંદન!
નમસ્કાર મહામંત્રના અનન્ય સાધક, મહાતપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ
અમદાવાદ પાસે પેથાપુર એ શ્રી સુવિધિનાથ પ્રભુજીના બાવન જિનાલયોથી મંડિત ભવ્ય પ્રાસાદથી શેભાયમાન ગામ છે. જેનધર્મની જાહેરજલાલીવાળા આ ગામમાં લલ્લુભાઈ સાંકળચંદ વસે. તેમનાં ધર્મવંતાં ધર્મપત્ની શ્રીમતી ચંદનબહેને સં. ૧૯૮૪ના પિષ વદમાં એક પુત્રરત્નને જન્મ આપ્યો. માતા-પિતાએ બાળકનું નામ કેશવલાલ પાડ્યું. દેવવિમાન સમાન જિનાલયથી અને સુવિહિત મહાત્માઓના આવાગમનથી સુવાસિત ધર્મસંસ્કારિત ગામમાં કેશવ લાલનું રાત-દિવસ ધર્મસંસ્કારથી સિંચન થતું રહ્યું. પૂર્વજન્મના પ્રભાવે એમાં વિશેષ રસરુચિ ધરાવતા કેશવલાલને બાલ્યકાળમાં જ સૌ “ભગત'ના ઉપનામથી બોલાવતા થયા. પ્રાથમિક શિક્ષણ પામીને કેશુભાઈ વેપાર અથે મુંબઈ ગયા. ત્યાં પણ વેપારધંધા સાથે અનેક દિવ્ય વિભૂતિઓને મેળાપ થતો રહ્યો. સુગ્રહિત નામધેય શ્રી અમીવિયજી મહારાજ એક આરિત્રશીલ ઉગ્રવિહારી મહાત્મા હતા. તેઓશ્રીની મુંબઈમાં પધરામણી થયા પછી પુણ્યાત્માઓને પ્રભુને બોધ વિશેષ પ્રકારે પ્રાપ્ત થયા કરતો હતે. સુવિનીતવિનેય મુનિશ્રી ક્ષમાવિજ્યજી મહારાજની પ્રવચનપ્રભા પણ શ્રીસંઘને ધર્માભિમુખ કરવામાં સફળ થઈ રહી હતી. કેશવલાલ આ સર્વ અવસરેએ ઉપસ્થિત રહીને સંપૂર્ણપણે વૈરાગ્યવાસિત બની ગયા. તેમને દીક્ષા અંગીકાર કરવાની દઢ ભાવના જાગી. સં. ૧૯૮૦ના માગશર સુદ ને દિવસે જન્મભૂમિ પેથાપુરમાં દીક્ષા સ્વીકારી પૂ. મુનિવર્યશ્રી અમીવિજયજી મહારાજના શિષ્ય શ્રી ભક્તિવિજયજી બન્યા.
પૂ. ગુરુદેવની નિશ્રામાં રહીને, જ્ઞાનાદિ આરાધનામાં તત્પર રહેવાને અને વિવિધ તપ દ્વારા કાયા કસવાને નિર્ધાર કર્યો. ૧૭ વર્ષીતપ એકધારું કર્યા. આઠ વાર શ્રી સિદ્ધાચલ ગિરિરાજની ૯૯ યાત્રા, અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા, ૧૨ કરોડ શ્રી અરિહંતપદના અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org