________________
૩૫૬
શાસનપ્રભાવક
શાન્ત-સરળ-સૌમ્યમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ
ગુજરાતનાં તીર્થક્ષેત્રમાં સ્તંભનતીર્થ એક એવું તીર્થ છે કે જેને જુગજૂને ઈતિહાસ અનેક ગૌરવદાયક ઘટનાઓથી રોમાંચ કરાવ્યા વગર રહે નહીં. તે તંભતીર્થ, ખંભાતના પરિસરમાં એક “ના” નામે નરવીરેનું ગામ છે. શ્રદ્ધાસંપન્ન યતિઓના સંપર્કથી જૈનધર્મ પ્રત્યે આદર પામેલા પટેલે સુવિહિત આચાર્યાદિ મહાત્માઓના માર્ગદર્શનથી મકકમ જૈન બનીને સ્થાન-માન પામી ચૂક્યા છે. અઠંગ અભ્યાસી, અખંડ આરાધક અને અપ્રમત્ત ધર્મપ્રેમીઓ તરીકે અનેક જૈનાચાર્યોના શ્રીમુખે દષ્ટાંતરૂપ થયેલા જૈન પટેલે એક ઉત્તમ આદર્શ ઊભું કરી શક્યા છે. આજે પણ એ “નાર ”ના નરનારીનાં જીવન અનેક પુણ્યાત્માઓને પ્રેરણાનાં પીયૂષ પાઈ રહ્યાં છે. ઉમેદભાઈ અને નાથીબહેન એમાંના એક દંપતી હતાં, જેમણે જૈનશાસનનાં ચરણે અણમોલ રત્નની ભેટ ધરી સ્વપરના જીવનને ધન્યાતિધન્ય બનાવી શક્યા. સદ્ધર્મસંરક્ષક પૂ. આચર્યદેવ શ્રીમદ્ વિજ્યકમલસૂરીશ્વરજી મહારાજ, વાચકવર શ્રીમદ્ વિરવિજયજી મહારાજ તથા શાસનમાન્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના સત્સમાગમ પામીને નાર ગામ ધર્મનિષ્ઠામાં અદકેરું સ્થાન પામી શક્યું હતું. ઉમેદભાઈના બે પુત્ર શ્રી મગનભાઈ અને શ્રી મથુરભાઈએ આત્મામાં વિરાગની ચિરાગ પટાવી, સંયમમાગે સંચરી નાર ગામની ખ્યાતિમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
સં. ૧૯૬૧ના મહા સુદ ૬ને દિવસે, ૧૩ વર્ષની લઘુવયે, મગનભાઈ પૂ. પંન્યાસપ્રવર શ્રી ચતુરવિજયજી ગણિવરના વરદ હસ્તે દીક્ષા પામી, પૂ. આ. શ્રી વિદાનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ શ્રી મંગળવિજયજી બન્યા અને વિદ્વત્તા આદિ ગુણો વડે સમુદાયમાં શ્રેષ્ઠ સ્થાન શોભાવી સં. ૧૦૨૬ના અષાઢ સુદ એકમની રાત્રિએ જામનગરમાં શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના લઘુબંધુ એક આદર્શ વૈયાવચ્ચ ગુણધારક પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ પણ સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ૧૫ વર્ષની લઘુવયે, સં. ૧૯૬૮ના મહા સુદ ને શુભ દિને દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી મેરુવિજ્યજી તરીકે પ્રખ્યાત થયા હતા. જીવંતપર્યત એક અદના શિષ્ય તરીકે વડીલ બંધુની સેવા–આજ્ઞા ઉઠાવનાર પૂજ્યશ્રીના સમતા, સ્વાધ્યાયનિષ્ઠા, તપાસના અને વિનય-વિવેકના ગુણ ઊડીને આંખે વળગે તેવા ઉત્તમ હતા. તેઓશ્રીના આવા વ્યક્તિત્વને લીધે સમુદાયમાં “પ્રશાંતમૂર્તિ' તરીકે સન્માનનીય બની રહ્યા હતા. વિશાળ સમુદાયનું નેતૃત્વ જેમના શિરે હતું તેવા પરમ ગુરુભગવંત આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રભાવક પટ્ટધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પિતાના દીક્ષાદાતા ગુરુદેવ શ્રી મંગળવિજયજી મહારાજને વચન આપેલું કે, “આપશ્રી પૂ. મેરુવિજયજી મહારાજની ચિંતા કરશો નહિ. હું તેઓશ્રીને સંભાળી લઈશ.” તે મુજબ, પિતાની વયથી એક જ વર્ષ મેટા એ મુનિવર્યને બહુમાનપૂર્વક પિતાની સાથે રાખ્યા અને સં. ૨૦૨૯ત્ના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org