________________
શ્રમણભગવત-૨
૨૬૭
“રાષ્ટ્રસંત'નું બિરુદ પ્રાપ્ત કરનાર,
કવિકુલતિલક, યુગપ્રભાવક, શતાવધાની : પૂ. આચાર્ય શ્રી કાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ
સાધુપુરુષનું ચરિત્ર ચિત્તને પાવન કરનારું તથા આત્માને અસાધારણ બળ આપનારું હોય છે. તેથી જીવનસાફલ્ય વાંછનારે તેનું પુનઃ પુનઃ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. પરંતુ સાધુપુરુષ ધારવામાં આવે એવી સરળતાથી પ્રાપ્ત થતા નથી. જેમ દરેક પર્વતમાંથી માણેક મળતા નથી, જેમ દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી જડતાં નથી, જેમ દરેક વનમાં ચંદનવૃક્ષે હતાં નથી, તેમ દરેક સ્થળે સાધુપુરુષ હોતા નથી. કવિકુલતિલક શતાવધાની આચાર્યશ્રી વિજ્યકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવી એક વિરલ વિભૂતિ છે. ગરવી ગુજરાતમાં આવેલા ખંભાત શહેરમાં સંઘવી પિળમાં વીશા શ્રીમાળી જ્ઞાતિના ધર્માત્મા મૂળચંદ. ભાઈ વજેચંદભાઈને ત્યાં પુણ્યવંતા ખીમરબાઈની કુક્ષિએ સં. ૧૯૭૨ના ચૈત્ર વદ અમાસને દિવસે તેમનો જન્મ થયે. સોહામણી મુખમુદ્રા અને કમનીય દેહકાંતિ જોઈને બાળકનું નામ કાંતિલાલ પાડ્યું. કાંતિલાલ નાનપણથી સંસ્કારી હતા. આઠ વર્ષની નાની વયમાં પણ ચોવિહાર કરતા. રાત્રિભૂજન અને કંદમૂળને ત્યાગ કર્યો. રમતગમતમાં વ્યાખ્યાન કરવાની અને હાથમાં ઝોળી ભરાવી શ્રાવકેને ત્યાં વહોરવા જવાની રમત રમતા. તેમને શકરચંદ નામે મોટાભાઈ રસિકલાલ નામે નાનાભાઈ અને સુભદ્રા નામે નાનીબહેન હતાં. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને વિનયાદિ ગુણોને લીધે તેઓ સહુમાં અતિ પ્રિય હતા. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણનો અભ્યાસ પૂરો કરી વ્યાપારમાં જોડાયા પરંતુ તેમનું મન સંસારી કાર્યોમાં ઓતપ્રેત થતું ન હતું. એવામાં સં. ૧૯૮૮માં પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વિજયેલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ ખંભાતમાં થતાં, તેઓશ્રીની વૈરાગ્યવાહી દેશના શ્રવણ કરી તેઓ વૈરાગ્યવાસિત બન્યા અને ચારિત્ર ગ્રહણ કરવાની દઢ ભાવનાવાળા થયા. માતાપિતાએ અનુમતિ ન આપી, તેથી તેઓ ચાણસ્મા ગયા. ત્યાં બિરાજતા પૂ. મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ પાસે સં. ૧૯૮ન્ના પિષ સુદ ૬ને દિવસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી કીતિવિજયજી તરીકે જાહેર થયા. આ વાતની જાણ થતાં પૂજ્યશ્રીના કુટુંબીજનોએ તેમને પાછા લાવવા ઘણી ધમાલ કરી પરંતુ પૂજ્યશ્રી અડગ રહ્યા. ત્યાર બાદ વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી, અને મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી (હાલ આચાર્યશ્રી )ના શિષ્ય તરીકે જાહેર થયા.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી અભ્યાસમાં લીન બની ગયા. ફક્ત છ મહિનાના ટૂંકા ગાળામાં પંચ પ્રતિક્રમણ, સાધુ ક્રિયા, ચાર પ્રકરણ, ત્રણ ભાગ, ચાર કર્મગ્રંથ. મોટી સંઘયણી આદિનો અર્થ સહિત અભ્યાસ કરી લીધું. તે પછી તેઓશ્રીએ સારસ્વત વ્યાકરણ, ઉત્તરાર્ધ ચંદ્રિકા, અમરકેષ, પંચકાવ્ય, તર્કસંગ્રહ, મુક્તાવલી, પંચલક્ષણી, સિદ્ધાંતલક્ષણને ભાગ, સ્યાદ્વાદમંજરી, રત્નકરાવતારિકા સ્યાદ્વાદ રત્નાકરને ભાગ, સંમતિતર્કના ૧ થી ૩ ભાગ વગેરેનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org