________________
શ્રમણભગવતે-૨
પૂજ્યપાદશ્રીને શિષ્યાદિ પરિવારઃ (૧) મુનિશ્રી ગજેન્દ્રવિજયજી, (૨) મુનિશ્રી સત્યવિજયજી, (૩) મુનિશ્રી રતનવિજયજી, (૪) પૂ. પં. શ્રી માનતુંગવિજયજી ગણિ, (૫) મુનિશ્રી હીરવિજ્યજી, (૬) પૂ. પં. શ્રી ઇન્દ્રસેનવિજયજી ગણિ, (૭) પૂ. પં. શ્રી સિંહસેનવિજ્યજી ગણિ, (૮) મુનિશ્રી શાંતિસેનવિજ્યજી, (૯) મુનિશ્રી કીતિએનવિજ્યજી, (૧૦) મુનિશ્રી હર્ષસેનવિજયજી, (૧૧) મુનિશ્રી મુક્તિરસેનવિજયજી, (૧૨) મુનિશ્રી હિતવર્ધનવિજ્યજી, (૧૩) મુનિશ્રી વિશ્વસેનવિજ્યજી, (૧૪) મુનિશ્રી સૂર્યસેનવિજયજી, (૧૫) મુનિશ્રી અભયસેનવિજયજી, (૧૬) મુનિશ્રી સુવ્રતસેનવિજયજી, (૧૭) મુનિશ્રી સુધમસેનવિજ્યજી, (૧૮) મુનિશ્રી સૌમ્યસેનવિજયજી, (૧૯) મુનિશ્રી મલયસેનવિજયજી, (૨૦) મુનિશ્રી મતિસેનવિજયજી, (૨૧) મુનિશ્રી નિર્મળસેનવિજ્યજી, (૨૨) મુનિશ્રી હિરણ્યસેનવિજયજી (૨૩) મુનિશ્રી લલિતસેનવિજયજી, (૨૪) મુનિશ્રી સંયમસેનવિજયજી આદિ. એવા એ પુણ્યપ્રભાવક-શાસનપ્રભાવક આચાર્યભગવંતને અંતઃકરણપૂર્વક કેટિશઃ વંદના !
ધર્મશાસ્ત્રાદિમાં પારંગત, વિપુલ સાહિત્યસર્જક, દેશનાદક્ષ પૂ. આચાર્યશ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ
દુઃખાનુબંધક, દુઃખમૂલક અને દુઃખમય સંસારમાંથી મુક્તિને માર્ગ દેખાડનાર અને વિશ્વકલ્યાણક પરમાત્માના શાસન પ્રત્યે લગની લગાડનાર યથાનામગુણ આચાર્યશ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ આચાર્ય પરંપરાના એક ઉજવલ તારક છે. સં. ૧૯૬૮થી ૨૦૦૮ સુધીનું આઠેક દાયકા ઉપરનું પૂજ્યશ્રીનું સુદીર્ઘ જીવન, પરમ તેજસ્વી અને યશસ્વી રહ્યું છે. સં. ૧૯૬૮ના ભાદરવા સુદ ૧૪ના મહેસાણામાં જન્મેલા પૂજ્યશ્રીને શૈશવકાળમાં જ દાદા તારાચંદ મહેતાની વૈરાગ્યભાવનાને વારસો મળે. પિતા ચતુરભાઈએ તેમને જેન ધર્મના શિક્ષણ અને સંસ્કાર આપ્યા. પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજે તેમના વૈરાગ્યના રંગને વધુ ગાઢ બનાવ્યું. પૂજ્યશ્રીની યુવાનીની ઉષાની ઊઘડતી વેળાએ જ (સં. ૧૯૮૭ના માગશર વદ બીજના દિવસે કરેડા તીર્થો) સંયમયાત્રાનો આરંભ થયો. આ સંયમી જીવનને ઉછેર અને ઘડતર પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીએ કર્યા. સાહિત્યસમ્રાટ, વ્યાકરણવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજે આગમ, સાહિત્ય, વ્યાકરણ, ન્યાય, તિષ આદિને ગહન અભ્યાસ કરાવ્યું અને શ્રમણજીવનનું સંગીન ઘડતર કર્યું.
પૂ. ગુરુદેવશ્રીનું બે દાયકાનું સુદીર્ઘ પાવન સાન્નિધ્ય ભગવ્યા બાદ પૂ. ગુરુભગવંતશ્રીની આજ્ઞા અને આશીર્વાદ સાથે સં. ૨૦૦૮થી સ્વતંત્રપણે શાસનપ્રભાવનાની યાત્રાને સફળ પ્રારંભ કર્યો. ૬૦ વર્ષ ઉપરાંતના સંયમી જીવન દરમિયાન પૂજ્યશ્રીએ રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ મહારાષ્ટ્ર, પૂના આદિ પ્રદેશનાં અનેક નાનાં-મોટાં શહેર-ગામમાં અપ્રમત્ત વિહાર કરીને અનેકાનેક શાસનકાર્યો કર્યા–કરાવ્યાં. પૂજ્યશ્રીના વરદ હસ્તે બીલીમોરા, સાંતાક્રુઝ, ખીમેલ, કરેડા તીર્થ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org