________________
શમણુભગવંતો-૨
જૈનશાસનના પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિઃ શ્રુતપાસનાના
અખંડ ઉપાસક : પરામરાધ્ય પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવી પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજયજી ગણિવર્ય (ડહેલાવાળા)
મહાપુરુષોની સ્વર્ણશંખલામાં પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજનું નામ વર્ષોથી શુકતારકની જેમ ચમકી રહ્યું છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૩૩ના પિષ વદ ૧૪ના દિવસે વાત્સલ્યમૂર્તિ પિતા માયાચંદભાઈની શીતળ છાયામાં શીલાદિ સંસ્કારોથી સુશોભિત માતા મીસંતબાઈની કુક્ષીએ જન્મ ધારણ કરી ગૌરવવંતી ગુજરધરાની ઉત્તર દિશાએ વહેતી પુનિતા નદી બનાસને કિનારે વસેલા થરા ગામને અલંકૃત બનાવ્યું હતું. “પુત્રનાં લક્ષણ પારણામાં ” એ ન્યાયે, ભવિષ્યમાં ધર્મ ધ્વજને ધારણ કરવાનો સંકેત જ રહે તેમ, સ્નેહઘેલાં માતાપિતાએ પુત્રનું નામ ધરમચંદ પાડયું. બાલ્યવયથી પૂવને પશમ અને સતેજ બુદ્ધિના પ્રભાવે વ્યવહારોગ્ય કેળવણી મેળવ્યા બાદ ધરમચંદને નૃત્ય-ગીત-સંગીતને અને શેખ જાગે. યુવાની અને સુખસુવિધાવાળી જિંદગીને લીધે બેફિકરાઈથી વધતા કાબૂમાં રાખવા માટે વડીલોએ તેમને શીલવતી કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડી દીધા. સાંસારિક જવાબદારીઓ વધવા છતાં નાટક જોવાને શોખ ટકી રહ્યો. ભારતીય સંસ્કૃતિના પ્રાણને સજીવન કરતા અનેક ખેલેમાંથી ભર્તુહરિના સંસારત્યાગને ખેલ જોયા પછી ભાઈશ્રી ધરમચંદનું અંતઃકરણ સંસારના રંગરાગથી છૂટવા અને વૈરાગ્યના રંગે રંગાવા જાગૃત બન્યું. દીપકની તને વધુ દિવેલ મળતાં તેના પ્રકાશમાં વધારે થાય તેમ, અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયની પાટપરંપરાના મુખ્ય નાયક પૂ. પંન્યાસજી શ્રી મેહનવિજયજી મહારાજને પરિચય થતાં ધરમચંદની વૈરાગ્ય વધુ પ્રકાશિત બની. પરિણામે ૧૯ વર્ષની ભરયુવાન વયે પૂર્ણ વૈરાગ્ય સાથે, સંસારના સ્નેહ-સંબંધને ત્યાગ કરી સં. ૧૯૫રના અષાઢ સુદ ૧૩ના શુભ દિને શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની છત્રછાયામાં, ચંચળ લક્ષમીનો સદુપયોગ કરવા માટે હાથીની અંબાડીએ બેસી વષીદાન દેતાં, ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ધરમચંદમાંથી ત્યાગી બનેલા મહાનુભાવે સંયમજીવનમાં મુનિ શ્રી ધર્મવિજ્યજી નામ ધારણ કરી, પ્રભુશ્રી મહાવીરસ્વામીના શાસનની ધર્મધ્વજાને ઉન્નત રાખવાના શ્રેષ્ઠ પુરુષાર્થ રૂપે જ્ઞાન–ધ્યાન અને તપત્યાગ માટેની સાધનાનાં મંડાણ કર્યા.
જીવનશિલ્પી રૂપે પ્રકુષ્ટ પ્રતિભાવંત પૂ. પંન્યાસજી શ્રી મેહનવિજ્યજી મહારાજને સ્વીકાર્યા બાદ, અતૃપ્ત હૈયે અખંડ ધૃતપાસનામાં લીન એવા મુનિશ્રી ધર્મવિજયજી ઘણા ટૂંકા સમયમાં ઉત્કૃષ્ટ વિદ્વાન અને ઉચ્ચ સંયમી આત્મા તરીકે જેનશાસનમાં તેજસ્વી હીરા સમાન ચમકવા લાગ્યા. સંયમદાતા પૂ. ગુરુદેવશ્રીના સ્વર્ગગમન બાદ સ્વના સંયમજીવનની સાધના અને સમુદાયનાં અન્ય સાધુ-સાધ્વીજીનાં જ્ઞાન-ધ્યાનની બેવડી જવાબદારીઓના ભારથી મુનિશ્રી ધર્મવિજયજી મહારાજનું સંયમી જીવન, અગ્નિથી શુદ્ધિ પામી વધુ તેજસ્વી બનેલા સુવર્ણ સરીખું દેદીપ્યમાન બન્યું. ઉત્કૃષ્ટ ત્યાગ-વૈરાગ્યના રંગથી રંગાયેલા મુનિશ્રીની આદર્શ શ્ર. ૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org