________________
શ્રમણભગવંતે-૨ પુણ્યપ્રભાવક દર્શન તથા સમાગમના કારણે જૈનધર્મ પ્રત્યે સારી અભિરુચિ પ્રગટ; ત્યાગ, સર્વ ત્યાગના પુનિત પંથે પ્રયાણ કરવા હૈયું ઉત્કંઠિત બન્યું, જેના ફળસ્વરૂપે સં. ૧૯૮૫ના કારતક વદ ૧૦ના શુભ દિને ખંભાત પાસે વત્રા મુકામે ૨૩ વર્ષની ભરયુવાન વયે પામેશ્વરી પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને શિષ્ય ગીતાર્થ શિરોમણિ પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય “મુનિશ્રી મેરુવિજયજી’ના નામકરણથી જાહેર થયા.
સંયમજીવનમાં પૂજ્યશ્રીએ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી પાસે વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, સૂત્રાદિને, પૂ. ગુરુદેવશ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજ પાસે આગમિક, સિદ્ધાંત તથા પ્રકરણદિને, વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી નિયનંદનસૂરીશ્વરજી મહારાજ પાસે ન્યાયશાસ્ત્રાદિનો, મિથિલાના પ્રખર પંડિત શ્રી શશીનાથ ઝા પાસે વ્યાકરણ, ષડ્રદર્શનાદિ તથા જેનેતર દર્શનાદિને ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કર્યો. વ્યાકરણની આવૃત્તિ ન થાય તો તેના બીજા દિવસે ઘી વિગઈ બંધને નિયમ હતા તેમ જ વ્યાકરણ પૂર્ણ કરવા માટે છેલ્લા છે મહિના માત્ર બે દ્રવ્ય વાપરતા. આવી હતીપૂજ્યશ્રીની અભ્યાસ પ્રત્યેની તીવ્ર રુચિ અને લગની. સંયમને ટકાવનાર જ્ઞાન છે એમ પૂજ્યશ્રી પૂર્ણ પણે માનતા. અને નવદીક્ષિતને પણ અભ્યાસ માટે ભારપૂર્વક કહેતા. ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન, અખંડ અને એકનિષ્ઠ ગુરુભક્તિ, સંયમની વિશુદ્ધિ–વિવૃદ્ધિ આદિ અનેક ગુણોથી સુશોભિત પૂજ્યશ્રીને સં. ૨૦૦૭ના કારતક વદ ને દિવસે સુરેન્દ્રનગરમાં પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના યોગોહનની અનુજ્ઞાપૂર્વક ગણિપદ અને તે જ વર્ષે વૈશાખ સુદ ને દિવસે રાજનગર-અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કરાયા. પૂજ્યશ્રી પિતાનું કાર્ય ગૌણ બનાવીને-ગણને ગુરુભક્તિમાં સદા તત્પર રહેતા. તેમાં પણ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની ભક્તિમાં તે રાતદિવસ જોતા નહીં. ઘણીવાર સૌ પૂજ્યશ્રીને પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય તરીકે ઓળખતા. સં. ૨૦૦૯માં મારવાડમાં રાણકપુરજી તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો, તે પ્રસંગે સાદડીને સંઘ તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વગેરે પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજને પધારવા આગ્રહભરી વિનંતિ કરવા લાગ્યા. પરંતુ પૂજ્યપાદશીએ વૃદ્ધાવસ્થાને લીધે આવવા માટે અશક્તિ જણાવી, ત્યારે પૂ. આ. શ્રી વિજ્યમે પ્રભસૂરીશ્વરજી મહારાજે (તે સમયે પન્યાસજીએ) પિતાના ગુરુદેવને પધારવા માટે પ્રેત્સાહિત કરવાપૂર્વક સ્વયં સાથે રહી રાણકપુરજી પહોંચાડવાની જવાબદારી લીધી. લગભગ દોઢ મહિના ઉપરાંતના વિહારમાં સમયની પરવા કર્યા વિના પૂજ્ય ગુરુદેવના ડગલે ડગલે સાથે ને સાથે રહી, અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ સહન કરવાપૂર્વક, ખૂબ જ ધીરજ, સમતા, નમ્રતા, અને અપૂર્વ પ્રસન્નતાપૂર્વક લીધેલ જવાબદારીને અદા કરી. અજોડ ગુરુભક્તિ, અભુત અને સચોટ જ્ઞાનશક્તિ, નીડર અને પ્રભાવક પ્રવચનકળાના ત્રિવેણુસંગમ રૂપ પૂજ્યશ્રોને સં. ૨૦૧૫માં ઘાટકોપર (મુંબઈ)માં ઉપાધ્યાયપદ (ઉપધાનતપના પુણ્ય-પ્રસંગે) તથા સં. ૨૦૧૯ વૈશાખ સુદ ૬ને દિવસે પાલીતાણા (જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે એવા પ્રાયઃ શાશ્વત તીર્થ)માં પંચપરમેષ્ઠી ભગવંતે
છે. ૧૧
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org