________________
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૭૧ના પિષ વદ ૧ના ટેકેદ ગામે થયો. પિતાનું નામ મેતીચંદ, માતાનું નામ દિવાળીબહેન અને તેમનું જન્મનામ બાબુભાઈ હતું. નાસિક જૈનસંઘના અગ્રગણ્ય કાર્યકર સુધીના પદે પહોંચેલા શ્રી બાબુભાઈ ને કઈ એવી પુણ્યપળે પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજને ભેટે થયે કે, થડા જ પરિચય પછી સંયમ સ્વીકારવાની ભાવનામાં રમતાં, એમણે અમુક મુદત સુધીમાં સંયમી ન બનાય તે છ વિગઈન ત્યાગની ભીષ્મ-પ્રતિજ્ઞા સ્વીકારી. થોડાં વર્ષોમાં આ મુદત પૂરી થતાં આશીર્વાદ લેવા તેઓશ્રી પૂ. આ. શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જઈ પહોંચ્યાં. મનના મને રથ વ્યક્ત કરીને આશીર્વાદની માંગ કરી, ત્યારે દીક્ષાના એ સિદ્ધહસ્ત દાનીરે કહ્યું કે, “એકલા એકલા જ સંસારને ત્યાગ કરે છે ? બે બાળકને પણ સાથે લઈ લે. ભલે કદાચ છેડી દીક્ષા લંબાય, પણ બાળકનું જીવન સુધરી જશે.” આ વચન બાબુભાઈનાં દિલમાં અસર કરી ગયું. એમણે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજને બધી વાત કરી, અને થોડો સમય લંબાવીને બે બાળક સાથે સંયમી બનવાનું નક્કી થયું. સગાંવહાલાં આદિ સૌ સંમત હતાં, પણ બાબુભાઈ નાનાં બાળકો સાથે સંયમ સ્વીકારે એ ગામના અમુક વર્ગને ગમતું ન હતું. એથી અંતે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ને દિવસે મુરબાડ પાસે નાનકડા ધસઈ ગામમાં ગુપ્ત રીતે શ્રી બાબુભાઈ પિતાનાં બે સંતાન-પ્રકાશકુમાર (વય : ૯) અને મહેન્દ્રકુમાર (વય : ૭) સાથે સંયમી બન્યા અને તેઓ અનુક્રમે મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી, મુનિરાજ શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી અને મુનિરાજ શ્રી મુક્તિપ્રભ વિજયજીના નામે જાહેર થયા.
પૂજ્યશ્રીનું “શ્રી જયકુંજરવિજયજી” નામ પડયું તે પણ ખૂબ જ અન્વર્થ છે. બાબુભાઈ દીક્ષા લેવાના હતા તે પૂર્વે પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીને રાત્રે સ્વપ્ન આવ્યું કે એક હાથી પોતાના બે મદનિયાને લઈ પિતાની પાસે આવી રહ્યો છે. અને સાચે જ સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે બાબુભાઈ પિતાનાં બે સંતાને સાથે દીક્ષા લેવા પૂજ્યશ્રી પાસે આવ્યા તેથી પૂજ્યશ્રીએ દીક્ષા સમયે બાબુભાઈનું નામ મુનિરાજ શ્રી કુંજવિજ્યજી પાડયું. કુંજર એટલે હાથી અને જેને બધે વિજય મેળવીને એ હાથી એટલે ‘જ્યકુંજર'. જયકુંજર-હાથીનું વિસ્તૃત વર્ણન શ્રી ભગવતીસૂત્રમાં આવે છે. સંયમી બન્યા બાદ શ્રી જયકુંજરવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધવા સાથે એવા ગુરુ સમર્પિત બની ગયા કે, પોતાના સંતાન-શિષ્યના ઘડતરની તમામ જવાબદારી પૂ. ગુરુદેવને સંપીને ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યા. સં. ૨૦૧૧ થી સં. ૨૦૩૮ સુધી આ મંત્ર તેઓશ્રીએ જીવની જેમ જાળવી જા. જેના પ્રતાપે આજે પૂજ્યશ્રીના એ બંને શિષ્ય એક સિદ્ધહસ્ત લેખક તરીકે અને એક કુશળ પ્રવચનકાર તરીકે પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણ ચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ તરીકે ગુરુદેવ સાથે જ રહી શાસનપ્રભાવના કરી રહ્યા છે. સમર્થ લેખક અને પ્રભાવક પ્રવચનકાર તરીકે પિતાના બે સંતાનશિગે તૈયાર થઈ ગયેલ હોવા છતાં આ રીતની ગુરુસમર્પિતતાની ભાવના જોઈ, મુનિરાજ શ્રી જયકુંજવિજ્યજી મહારાજના વ્યક્તિત્વ-યેગ્યતાથી પ્રેરાઈને, પૂ. ગુદેવના કાળધર્મ પછી, પૂ. દાદાગુરુદેવશ્રીએ તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org